Home Visit: a) Purposes, Principles b) Planning and evaluation c) Bag technique d) Clinic: Purposes, type of clinics and their functions e) Function of Health personnel in clinics
KEY TERMS (કી ટર્મ્સ):
Health care settings (હેલ્થ કેર સેટિંગ્સ)
હેલ્થ કેર સેટિંગ્સ એ એવી તમામ જગ્યાઓ અને સંસ્થાઓ છે જ્યાં વ્યક્તિ અથવા ફેમીલીને હેલ્થ સર્વિસીસ આપવામાં આવે છે. આ સેટિંગ્સમાં ઘર (Home), ક્લિનિક, હૉસ્પિટલ, પ્રાઈમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી લેવલની સર્વિસીસનો સમાવેશ થાય છે, જ્યાં પ્રિવેન્શન, ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
Family health care (ફેમીલી હેલ્થ કેર)
ફેમીલી હેલ્થ કેર એ એવી સંકલિત હેલ્થ કેર સર્વિસીસ છે જે ફેમીલીના તમામ સભ્યોના શારીરિક, માનસિક અને સામાજિક હેલ્થને જાળવવા અને સુધારવા માટે આપવામાં આવે છે.
તેમાં માતા-બાળક સંભાળ, ફેમીલી પ્લાનિંગ, પોષણ, રોગ નિવારણ અને હેલ્થ એજ્યુકેશનનો સમાવેશ થાય છે.
Home (હોમ સેટિંગ)
હોમ એ સૌથી પ્રાથમિક અને મહત્વપૂર્ણ હેલ્થ કેર સેટિંગ છે જ્યાં ફેમીલી પોતાના નેચરલ અને આરામદાયક વાતાવરણમાં રહે છે.
ઘરમાં આપવામાં આવતી હેલ્થ કેર વ્યક્તિને માનસિક સપોર્ટ આપે છે અને recovery ઝડપથી થાય છે કારણ કે તે પોતાના પરિવાર સાથે હોય છે.
Home visit (હોમ વિઝિટ)
હોમ વિઝિટ એ એક પ્લાન્ડ અને સિસ્ટમેટિક વિઝિટ છે જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સ ફેમીલીના નિવાસ સ્થાને જઈને હેલ્થ કેર સર્વિસીસ પ્રદાન કરે છે.
આ વિઝિટનો હેતુ ફેમીલીના હેલ્થ પ્રોબ્લેમ્સનું મૂલ્યાંકન કરવો, હેલ્થ એજ્યુકેશન આપવું, ટ્રીટમેન્ટ આપવું અને ફોલોઅપ સુનિશ્ચિત કરવો છે.
Bag technique (બેગ ટેકનિક)
બેગ ટેકનિક એ નર્સિંગ પ્રોસિજર છે જેમાં નર્સ પોતાના બેગમાં રાખેલા ઇક્વિપમેન્ટ્સને યોગ્ય રીતે ખોલીને અને aseptic ટેકનિક અનુસરીને ઉપયોગ કરે છે.
આ ટેકનિકનો મુખ્ય હેતુ ઇન્ફેક્શન પ્રિવેન્શન અને સલામત હેલ્થ કેર સર્વિસીસ પ્રદાન કરવો છે, ખાસ કરીને હોમ વિઝિટ દરમિયાન.
Clinic (ક્લિનિક)
ક્લિનિક એ નાનું હેલ્થ કેર સેટિંગ છે જ્યાં પ્રાથમિક સારવાર, ચેકઅપ અને સામાન્ય બીમારીઓની સારવાર કરવામાં આવે છે.
તે પ્રાઈવેટ અથવા પબ્લિક બંને પ્રકારનું હોઈ શકે છે અને સામાન્ય રીતે OPD સર્વિસીસ માટે ઉપયોગમાં લેવાય છે.
Hospital (હૉસ્પિટલ)
હૉસ્પિટલ એ એક મોટું અને સજ્જ હેલ્થ કેર સેટિંગ છે જ્યાં ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, સર્જરી અને ઇમર્જન્સી સર્વિસીસ આપવામાં આવે છે.
હૉસ્પિટલમાં વિવિધ સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ હોય છે અને ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
Primary health centre (PHC) (પ્રાઈમરી હેલ્થ સેન્ટર)
PHC એ ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં પ્રાથમિક હેલ્થ સર્વિસીસ પૂરી પાડવા માટેનું કેન્દ્ર છે.
અહીં પ્રિવેન્શન, ઇમ્યુનાઇઝેશન, ANC, PNC અને બેઝિક ટ્રીટમેન્ટ જેવી સર્વિસીસ આપવામાં આવે છે.
Community (કોમ્યુનિટી)
કોમ્યુનિટી એ એવા લોકોનો જૂથ છે જે એક ચોક્કસ વિસ્તારમાં રહે છે અને જેમની હેલ્થ જરૂરિયાતો અને જીવનશૈલી ઘણી હદ સુધી સમાન હોય છે.
કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસ આ લોકોના overall હેલ્થ સુધારવા માટે આપવામાં આવે છે.
Community health nurse (કોમ્યુનિટી હેલ્થ નર્સ)
કોમ્યુનિટી હેલ્થ નર્સ એ એવી નર્સ છે જે કોમ્યુનિટી અને ફેમીલી લેવલ પર હેલ્થ સર્વિસીસ પ્રદાન કરે છે.
તે પ્રિવેન્શન, પ્રમોશન, ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન માટે કામ કરે છે અને ફેમીલીના હેલ્થને સુધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Health education (હેલ્થ એજ્યુકેશન)
હેલ્થ એજ્યુકેશન એ એવી પ્રક્રિયા છે જેમાં ફેમીલી અને કોમ્યુનિટીને હેલ્થ વિશેની યોગ્ય માહિતી આપવામાં આવે છે જેથી તેઓ સારા હેલ્થ હેબિટ્સ અપનાવી શકે અને રોગોથી બચી શકે.
Referral system (રેફરલ સિસ્ટમ)
રેફરલ સિસ્ટમ એ એવી પ્રક્રિયા છે જેમાં દર્દીને વધુ સારી સારવાર માટે lower level થી higher level હેલ્થ સેટિંગમાં મોકલવામાં આવે છે.
આથી દર્દીને યોગ્ય અને સમયસર સારવાર મળી શકે છે.
INTRODUCTION (ઇન્ટ્રોડક્શન):
ફેમિલી એ કોમ્યુનીટીમાં હેલ્થ કેર પરોવાઈડ કરવાની બેઝિક યુનિટ છે. હકીકતમાં ફેમીલી હેલ્થ કેર સર્વિસીસ કોમ્યુનિટી હેલ્થ કેર સર્વિસીસનું કેન્દ્ર (ન્યુક્લીયસ) છે.
જો કોઈ દેશ ને ઓપ્ટીમમ હેલ્થ પ્રાપ્ત કરવી હોય તો તેની શરૂઆત ફેમિલી હેલ્થ કેર સર્વિસિસથી થવી જરૂરી છે.
ફેમિલીમાં એક સભ્ય નું હેલ્થ એ બીજા સભ્યના હેલ્થ પર અસર કરે છે કારણ કે બધા સભ્યો એક બીજા પર ઇન્ટરડીપેન્ડન્ટ હોય છે. દરેક ફેમીલીની અલગ લાઇફ્સ્ટાઇલ , એજ્યુકેશન, કલ્ચરલ બેલીફ્સ અને સોશિયો ઇકોનોમિક સ્ટેટસ હોય છે.
દરેક વર્કર્સને ફેમીલીનો બેકગ્રાઉન્ડ , કોમ્યુનિટી રીસોર્સીસ અને હેલ્થ કેર એજન્સીના ગોલ્સ અને ઓબ્જેકટીવ્સ વિશે જાણવું જરૂરી છે.
કોમ્યુનિટી હેલ્થ નર્સ ફેમીલી હેલ્થ કેર સેટિંગમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ROLE OF COMMUNITY HEALTH NURSE (કોમ્યુનિટી હેલ્થ નર્સ નો રોલ)
Direct care provider (ડાયરેક્ટ કેર પ્રોવાઇડર)
નર્સ સીધા દર્દીને કેર આપે છે અને જરૂરી નર્સિંગ ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે.
Coordinator (કોર્ડિનેટર)
નર્સ વિવિધ હેલ્થ સર્વિસીસ વચ્ચે સંકલન કરે છે જેથી ફેમીલીને સંપૂર્ણ અને સતત કેર મળી શકે.
Facilitator (ફેસિલિટેટર)
નર્સ ફેમીલીને યોગ્ય હેલ્થ સર્વિસીસ મેળવવામાં માર્ગદર્શન આપે છે અને સ્રોતોનો યોગ્ય ઉપયોગ કરાવે છે.
Teacher (ટીચર)
નર્સ હેલ્થ એજ્યુકેશન આપે છે જેમ કે હાઈજીન, ન્યુટ્રિશન, પ્રિવેન્શન અને ફેમીલી પ્લાનિંગ વિશે સમજાવે છે.
Advocate (એડ્વોકેટ)
નર્સ ફેમીલીના હિત માટે કાર્ય કરે છે અને તેમને યોગ્ય હેલ્થ કેર સર્વિસીસ મેળવવામાં મદદ કરે છે.
FAMILY HEALTH CARE SETTING (ફેમીલી હેલ્થ કેર સેટિંગ) :
ફેમિલી હેલ્થ કેર વિવિધ સેટીન્ગ્સ માં આપવામાં આવી શકે છે. પરંતુ કોઈ એક સેટિંગ ફેમીલી હેલ્થ કેર ના બધા ઓબજેક્ટીવ્સ પૂર્ણ કરી શકતું નથી.
બધા સેટીંગ્સના એડવાન્ટેજ અને ડીસએડવાન્ટેજ હોય છે . તેથી ફેમીલી ના સ્પેસિફિક પ્રોબ્લેમ મુજબ યોગ્ય સેટિંગ પસંદ કરીને હેલ્થ કેર સર્વિસેસ આપવામાં આવે છે. જેથી લક્ષ્યો પ્રાપ્ત થાય.
ફેલીલી હેલ્થ કેર માટે નીચેના સેટીન્ગ્સનો ઉપયોગ થાય છે.
હોમ વિસિટ
હેલ્થ સેન્ટર્સ
હોમ નર્સિંગ
ક્લીનીક્સ
ફેક્ટરીસ અને અન્ય વર્ક પ્લેસ
આ સિવાય આજકાલ નીચેના સેટીન્ગ્સ પણ મહત્વપૂર્ણ બની રહ્યા છે.
કોમ્યુનીટી હેલ્થ કેમ્પ
સ્કૂલ હેલ્થ સર્વિસેસ
મોબાઈલ હેલ્થ યુનિટ્સ
HOME VISIT (હોમ વિઝિટ)
ભારતમાં સૌથી વધુ જરૂરિયાત ધરાવતા અને નબળા વર્ગના લોકો ગ્રામ્ય વિસ્તારો અને અર્બન સ્લમ્સમાં રહે છે જ્યાં હેલ્થ ફેસિલિટીસ ખૂબ ઓછી હોય છે.
બીજું, ઇલિટરસી (અણજાણતા) અને ઇગ્નોરન્સ (અજ્ઞાનતા) હેલ્થ સર્વિસીસના ઉપયોગમાં અવરોધરૂપ બને છે, જેના કારણે ઘણા લોકો બીમારી હોવા છતાં ઘરે જ રહે છે અને સમયસર સારવાર મેળવી શકતા નથી.
આથી, હોમ વિઝિટ ફેમીલી હેલ્થ કેર માટે એક યોગ્ય અને અસરકારક સેટિંગ છે, જ્યાં નર્સ એક જ સમયે ફેમીલીના બધા સભ્યો સાથે સંપર્ક કરી શકે છે, તેમની હેલ્થ જરૂરિયાતો સમજી શકે છે અને તેમને યોગ્ય એજ્યુકેશન તથા સારવાર આપી શકે છે.
હોમ વિઝિટ દ્વારા નર્સ ફેમીલી સાથે ટ્રસ્ટ અને સારો સંબંધ એસ્ટાબ્લીશ કરી શકે છે, જેના કારણે ફેમીલી હેલ્થ કેર વધુ અસરકારક બને છે.
આ રીતે હોમ વિઝિટ માત્ર સારવાર પૂરતું મર્યાદિત નથી પરંતુ તેમાં પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને હેલ્થ એજ્યુકેશનનો પણ સમાવેશ થાય છે.
હોમ વિઝિટ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સર્વિસીસનો બેકબોન માનવામાં આવે છે.
PURPOSES OF HOME VISIT (હોમ વિઝિટ ના હેતુઓ):
હોમ વિઝિટનો મુખ્ય હેતુ ફેમીલીને તેમના ઘરે જ કમ્પ્રેહેન્સિવ હેલ્થ કેર પ્રોવાઇડ કરવાનો છે, જેમાં ફેમીલી પાર્ટિસિપેશન મહત્વપૂર્ણ હોય છે જેથી ક્વોલિટી હેલ્થ સર્વિસીસ અને સતત કેર સુનિશ્ચિત થઈ શકે.
હેતુઓ
ફેમીલીના હેલ્થ સ્ટેટસ, ઇમ્યુનાઇઝેશન, ન્યુટ્રિશન અને એન્વાયરમેન્ટલ હેઝાર્ડ્સનું સંપૂર્ણ એસેસમેન્ટ કરીને રિસ્ક ફેક્ટર્સ ઓળખવા.
ફેમીલીના હેલ્થ પ્રોબ્લેમ્સને વહેલી તકે ઓળખવા અને અર્લી ડાયગ્નોસિસ તથા ટાઇમલી ટ્રીટમેન્ટ માટે મદદરૂપ થવું.
ફેમીલીમાં હેલ્થ એજ્યુકેશન દ્વારા હાઇજીન, ન્યુટ્રિશન અને પ્રિવેન્શન અંગે અવેરનેસ વધારવી.
FREQUENCY OF HOME VISIT (ફ્રીક્વન્સી ઓફ હોમ વિઝિટ):
હોમ વિઝિટની ફ્રીક્વન્સી ફેમીલીના હેલ્થ પ્રોબ્લેમ્સના એક્સ્ટેન્ટ, ફેમીલીની નીડ અને તેમની હેલ્થ મેનેજ કરવાની એબિલિટી પર ડિપેન્ડ કરે છે. વિઝિટ્સનું સિલેક્શન પ્રાયોરિટી, હેલ્થ એજન્સીની પોલિસી અને ફેસિલિટીઝના અવેલેબિલિટી આધારે થાય છે.
Guidelines (ગાઇડલાઇન્સ):
એક્યુટ અને સિરિયસ ઇલનેસમાં ફ્રીક્વન્ટ હોમ વિઝિટ જરૂરી હોય છે.
લાસ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી દરમિયાન, ખાસ કરીને એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી નજીક વધુ વિઝિટ જરૂરી હોય છે.
લેબર દરમિયાન મોનીટરિંગ માટે હોમ વિઝિટ મહત્વપૂર્ણ બની શકે છે.
પ્રિમેચ્યોર ઇન્ફન્ટ માટે ખાસ કાળજી અને રેગ્યુલર વિઝિટ જરૂરી હોય છે.
ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, કાઉન્સેલિંગ અને ગાઇડન્સ માટે હોમ વિઝિટ કરવામાં આવે છે.
ફેમીલીના સોશિયો-ઇકોનોમિક કન્ડિશન અને એન્વાયરમેન્ટ અનુસાર વિઝિટ પ્લાન કરવામાં આવે છે.
PRINCIPLES OF HOME VISIT (પ્રિન્સિપલ્સ ઓફ હોમ વિઝિટ):
ફેમીલી પાસેથી ગિફ્ટ સ્વીકારવી ન જોઈએ (પ્રોફેશનલ એથિક્સ).
ADVANTAGES OF HOME VISIT (એડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ)
ફેમીલી મેમ્બર્સને હોમ એન્વાયરમેન્ટમાં કમ્ફર્ટેબલ હેલ્થ કેર મળે છે અને ક્લિનિક જવાનો સમય બચે છે.
નર્સ અથવા હેલ્થ વર્કર ફેમીલી એટમોસ્ફિયરનું ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કરી શકે છે.
હેલ્થ એજ્યુકેશન વધુ રિયલિસ્ટિક બને છે કારણ કે સોશિયો-ઇકોનોમિક બેકગ્રાઉન્ડ સમજાય છે.
ફેમીલી દ્વારા આપવામાં આવતી કેરનું ક્લોઝલી ઓબ્ઝર્વેશન થઈ શકે છે.
ફેમીલીના અન્ય સભ્યોને પણ પેશન્ટ કેર માટે ટ્રેઇન કરી શકાય છે.
નવા હેલ્થ પ્રોબ્લેમ્સ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી શકાય છે.
કોન્ટિન્યુઅસ અને પર્સનલાઇઝ્ડ કેર પ્રોવાઇડ થાય છે.
હેલ્થ અવેરનેસ અને સેલ્ફ કેર એબિલિટી વધે છે.
હોસ્પિટલ ઓવરલોડ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
DISADVANTAGES OF HOME VISIT (ડિસએડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ)
હોમ વિઝિટ વધુ સમય લેતી અને ટ્રેઇન્ડ મેનપાવર મુજબ વધુ ખર્ચાળ હોય છે.
અપડેટેડ ઇક્વિપમેન્ટ, રિસોર્સિસ અને સ્કિલની કમી હોમ વિઝિટની ઇફિશિયન્સી ઘટાડે છે.
ફેમીલીના લો સોશિયો-ઇકોનોમિક સ્ટેટસ અને એજ્યુકેશનની કમીને કારણે રસ ઓછો રહે છે અને હોમ વિઝિટ અસરકારક ન બને.
ફેમીલી મેમ્બર્સ વચ્ચેના વિવાદો (ડિસ્પ્યુટ) હેલ્થ એજ્યુકેશન અને કાઉન્સેલિંગ માટે અનુકૂળ એન્વાયરમેન્ટ બનાવતા નથી.
કેટલાક કિસ્સામાં પ્રાઇવસી જાળવવી મુશ્કેલ બને છે.
લાંબા ગાળે રેગ્યુલર ફોલોઅપ રાખવો મુશ્કેલ બની શકે છે.
PLANNING AND EVALUATION (પ્લાનિંગ એન્ડ ઇવેલ્યુએશન)
હોમ વિઝિટ હંમેશા ક્લિયર એઇમ, ઓબ્જેક્ટિવ્સ અને અવેલેઇબલ હેલ્થ રિસોર્સિસ મુજબ પ્લાન કરવી જોઈએ. તે ફેમીલીની નીડ અનુસાર ઓર્ગેનાઇઝ કરવી જોઈએ.
MAIN STEPS (મેઇન સ્ટેપ્સ)
1. PRELIMINARY PLANNING AND PREPARATION (પ્રિલિમિનરી પ્લાનિંગ એન્ડ પ્રિપેરેશન)
વિઝિટ માટેના એરિયાનો સર્વે કર્યા પછી મૅપ તૈયાર કરવો જોઈએ જેથી કોમ્યુનિટી રિસોર્સિસ (વોટર સપ્લાય, સ્કૂલ્સ, હેલ્થ સેન્ટર્સ, સેનિટેશન, રોડ, માર્કેટ, ટેમ્પલ વગેરે) ની માહિતી મળે.
ફેમીલી ફોલ્ડર, ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ્સ અને હેલ્થ એજ્યુકેશન મટિરિયલ્સ એકત્રિત કરવા જોઈએ.
હોમ વિઝિટ બેગ તૈયાર કરવી જોઈએ જેમાં મિનર એલિમેન્ટ્સ માટેની મેડિસિન, સ્ટેરાઇલ ડ્રેસિંગ મટિરિયલ, ડિલિવરી કિટ, યુરિન ટેસ્ટિંગ આર્ટિકલ્સ, BP ઇન્સ્ટ્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ, ફેટોસ્કોપ વગેરે હોવા જોઈએ.
સોઇલ્ડ મટિરિયલ માટે ન્યૂઝપેપર અને પેપર બેગ રાખવા જોઈએ.
એડવાન્સ પ્લાનિંગથી વિઝિટ વધુ ઇફેક્ટિવ બને છે.
2. PROCEDURE (પ્રોસિજર)
ઘરમાં પ્રવેશ કરતા પહેલા પરમિશન લેવી (ડોર નોક કરવું અથવા બેલ દબાવવી).
તમારું ઇન્ટ્રોડક્શન આપવું અને તમે કઈ હેલ્થ એજન્સીનું પ્રતિનિધિત્વ કરો છો તે જણાવવું.
ફેમીલી મેમ્બર્સને સ્માઇલ સાથે ગ્રીટ કરવું.
વિઝિટનો પર્પઝ સ્પષ્ટ રીતે સમજાવવો.
ફ્રેન્ડલી અને સમજદારીથી વાતચીત કરીને રિલેશનશિપ અને ટ્રસ્ટ ડેવલપ કરવું.
કોમ્યુનિટી બેગને સેફ પ્લેસ પર રાખવી (બાળકોની પહોંચ બહાર).
ફેમીલીને ઇન્ટરવ્યૂ કરવું અને તેમની પ્રોબ્લેમ્સ શેર કરવા માટે પ્રોત્સાહિત કરવું.
જરૂર મુજબ કેર આપવી (ડ્રેસિંગ, યુરિન ટેસ્ટ, BP, ટેમ્પરેચર, મેડિસિન).
પ્રાઇવસી જાળવવી જરૂરી છે.
DURING INTERVIEW NOTE (ઇન્ટરવ્યૂ દરમિયાન નોંધવાના મુદ્દા)
ફેમીલીનો પ્રકાર (ટાઇપ ઓફ ફેમીલી).
હોમનો ફિઝિકલ અને ઇકોલોજિકલ એન્વાયરમેન્ટ.
ફેમીલી સાઇઝ અને પર કેપિટા ઇન્કમ.
એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ ઓફ ફેમીલી મેમ્બર્સ.
ટ્રાન્સપોર્ટ/કન્વેયન્સ અવેલેબિલિટી.
ન્યુટ્રિશનલ સ્ટેટસ અને મેલન્યુટ્રિશનના સાઇન્સ.
પ્રેગ્નન્ટ વુમનનો હેલ્થ સ્ટેટસ.
અન્ડર-5 બાળકોનો હેલ્થ સ્ટેટસ.
ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલ.
સ્મોલ ફેમીલી નોર્મ્સની એક્સેપ્ટન્સ.
DOCUMENTATION (ડોક્યુમેન્ટેશન)
ફેમીલી ફોલ્ડરમાં હોમ વિઝિટ દરમિયાન મળેલી તમામ માહિતી રેકોર્ડ કરવી જરૂરી છે જેથી ફ્યુચર કેર પ્લાનિંગ સરળ બને.
ફેમીલીની એસેસ્ડ હેલ્થ નીડ્સ ફોલ્ડરમાં નોંધવી અને તેના આધારે યોગ્ય કેર પ્લાન બનાવવો.
જે એરિયામાં ફેમીલીને હેલ્થ પ્રમોશન માટે મદદ કરી શકાય તે સ્પષ્ટ રીતે લખવું અને નેક્સ્ટ વિઝિટ માટે પ્લાન બનાવવો.
દરેક હોમ વિઝિટની વિગત ફેમીલી ફોલ્ડરમાં નિયમિત રીતે નોંધવી.
સાચું અને કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન continuity of care માટે ખૂબ જરૂરી છે.
EVALUATION (ઇવેલ્યુએશન)
ઇવેલ્યુએશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે જેમાં નર્સ હોમ વિઝિટના રિઝલ્ટ્સનું મૂલ્યાંકન કરે છે.
ફેમીલી ફોલ્ડરમાં રહેલા રેકોર્ડ પરથી હેલ્થ સર્વિસીસની અસરકારકતા ચકાસવામાં આવે છે.
નર્સ વિઝિટની તારીખ, સમય અને સ્થળ રજિસ્ટરમાં નોંધે છે.
હોમ વિઝિટનો મુખ્ય હેતુ એ છે કે ફેમીલીમાં રહેલી હેલ્થ પ્રોબ્લેમ્સ ઓળખી તેને સોલ્વ કરવા માટે ગાઈડન્સ, કાઉન્સેલિંગ અને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે.
DURING EVALUATION NOTE (ઇવેલ્યુએશન દરમિયાન નોંધવાના મુદ્દા)
ઇમીડિયેટ પ્રોબ્લેમ્સ ઓફ ફેમીલી.
ઓરિજિન ઓફ પ્રોબ્લેમ્સ (સમસ્યાનું મૂળ કારણ).
એક્શન ટેકન ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ.
ફેમીલી મેમ્બર્સની રિએક્શન અને ઇન્ટરેસ્ટ.
BAG TECHNIQUE (બેગ ટેકનિક):
Community bag (કોમ્યુનિટી બેગ) એ હોમ વિઝિટ દરમિયાન જરૂરી સાધનો લઈ જવા માટેનું મહત્વપૂર્ણ સાધન છે.
આ બેગ strong અને light material (સ્ટ્રોંગ એન્ડ લાઇટ મટિરિયલ) જેમ કે canvas (કેનવાસ), leather (લેધર), plastic (પ્લાસ્ટિક) અથવા light metal (લાઇટ મેટલ) થી બનેલી હોય છે.
તે hand (હેન્ડ) અથવા shoulder (શોલ્ડર) પર લઈ જઈ શકાય છે.
Bag technique (બેગ ટેકનિક) નો મુખ્ય હેતુ aseptic technique (એસેપ્ટિક ટેકનિક) maintain કરીને infection spread (ઇન્ફેક્શન સ્પ્રેડ) અટકાવવાનો છે.
Proper bag technique (પ્રોપર બેગ ટેકનિક) safe nursing care (સેફ નર્સિંગ કેર) માટે ખૂબ જરૂરી છે.
ARTICLES OF NURSING BAG (આર્ટિકલ્સ ઓફ નર્સિંગ બેગ):
Soap in soap dish (સોપ ઇન સોપ ડિશ), nail brush (નેલ બ્રશ) અને towel (ટાવેલ) – one each (વન ઇચ)
Prescribed medicines (પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન્સ) અને injections (ઇન્જેક્શન)
ARTICLES OF UNICEF BAG (આર્ટિકલ્સ ઓફ યુનિસેફ બેગ):
Plastic bag containing plastic apron and sheet, soap in soap dish, nail brush and towel in waterproof bag (પ્લાસ્ટિક બેગ કન્ટેનિંગ પ્લાસ્ટિક એપ્રન એન્ડ શીટ, સોપ ઇન સોપ ડિશ, નેઇલ બ્રશ એન્ડ ટાવેલ ઇન વોટરપ્રૂફ બેગ)
Kidney dish (કિડની ડિશ)
Large bowls (લાર્જ બાઉલ્સ)
Small bowl for eye swabs (સ્મોલ બાઉલ ફોર આઈ સ્વેબ્સ)
Pair of artery forceps (પેર ઓફ આર્ટરી ફોર્સેપ્સ)
Pair of dissecting forceps (toothed and non-toothed) (પેર ઓફ ડિસેક્ટિંગ ફોર્સેપ્સ – ટૂથ્ડ એન્ડ નોન-ટૂથ્ડ)
Pair of scissors (પેર ઓફ સિસર્સ)
Bowl lifting forceps (બાઉલ લિફ્ટિંગ ફોર્સેપ્સ)
Instrument box containing syringes and needles (ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ કન્ટેનિંગ સિરિન્જિસ એન્ડ નીડલ્સ)
Complete set of enema can with connections (કમ્પ્લીટ સેટ ઓફ એનિમા કેન વિથ કનેક્શન)
Tubings, catheter and clamp (ટ્યુબિંગ્સ, કેથેટર એન્ડ ક્લેમ્પ)
Bottle of antiseptic (Betadine, spirit) (બોટલ ઓફ એન્ટીસેપ્ટિક – બેટાડિન, સ્પિરિટ)
Bottle of antiseptic eye drops for baby’s eyes (to be used when advised) (બોટલ ઓફ એન્ટીસેપ્ટિક આઈ ડ્રોપ્સ ફોર બેબી’સ આઈઝ)
Prescribed drugs or medicine in different containers (પ્રિસ્ક્રાઇબ્ડ ડ્રગ્સ ઓર મેડિસિન ઇન ડિફરન્ટ કન્ટેનર્સ)
Fetoscope (ફીટોસ્કોપ)
Stethoscope (સ્ટેથોસ્કોપ)
26. Small diary, pencil/pen (to be kept in outer pocket of bag) (સ્મોલ ડાયરી, પેન્સિલ/પેન – આઉટર પોકેટમાં રાખવા માટે)
AFTER CARE OF ARTICLES AND BAG (આફ્ટર કેર ઓફ આર્ટિકલ્સ એન્ડ બેગ)
હોમ વિઝિટ પૂરી થયા પછી બેગ અને આર્ટિકલ્સની યોગ્ય સફાઈ અને સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે જેથી ઇન્ફેક્શન ફેલાય નહીં અને બેગ ફરીથી ઉપયોગ માટે તૈયાર રહે.
હેલ્થ સેન્ટર પર પાછા આવ્યા પછી યુઝ થયેલા આર્ટિકલ્સને ક્લીન કરીને ઓટોક્લેવ કરવાના.
ડિસ્પોઝેબલ આર્ટિકલ્સને સેફલી બર્ન કરીને અથવા યોગ્ય રીતે ડિસ્પોઝ કરવાના.
બેગને સંપૂર્ણ રીતે ખાલી કરવી.
બેગને ઇન્સાઇડ અને આઉટસાઇડ એન્ટીસેપ્ટિકથી સાફ કરવી.
બેગને સનલાઇટમાં સુકવવી જેથી જર્મ્સ નાશ પામે.
બધા આર્ટિકલ્સને ચેક કરીને યોગ્ય રીતે ફરી ગોઠવીને નેક્સ્ટ યુઝ માટે તૈયાર રાખવા.
STRUCTURE OF BAG AND EQUIPMENT (સ્ટ્રક્ચર ઓફ બેગ એન્ડ ઇક્વિપમેન્ટ):
બેગમાં ત્રણ મુખ્ય કમ્પાર્ટમેન્ટ અને બહાર બે સાઇડ પોકેટ હોવી જોઈએ.
બહારના પોકેટમાં એક તરફ હેન્ડ વોશિંગ માટે સોપ, ટુવાલ અને નેઇલ બ્રશ રાખવામાં આવે છે અને બીજા પોકેટમાં ડાયરી અને ફેમીલી ફોલ્ડર.
પ્રથમ કમ્પાર્ટમેન્ટમાં દવાઓ રાખવામાં આવે છે જેમ કે પેરાસીટામોલ, એન્ટિબાયોટિક, મલ્ટીવિટામિન, પેઇન રિલીફ દવા, એન્ટી ઇન્ફ્લેમેટરી દવા, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને ઇન્જેક્શન.
મિડલ સ્ટેરાઇલ કમ્પાર્ટમેન્ટમાં ગોઝ પીસ, કોટન, બાઉલ, ફોર્સેપ્સ, કેટેથર, ડિલિવરી કિટ, ગ્લોવ્સ અને સ્ટિચિંગ મટીરીયલ રાખવામાં આવે છે.
બીજા કમ્પાર્ટમેન્ટમાં બીપી મશીન, સ્ટેથોસ્કોપ, ફીટોસ્કોપ, ટેપ મેઝર, થર્મોમીટર, કોટન, સ્પ્રિંગ બેલેન્સ અને યુરિન ટેસ્ટ કિટ રાખવામાં આવે છે.
સાઇડ પોકેટમાં સાવલોન, બેટાડીન, સ્પિરિટ અને પેપર બેગ રાખવામાં આવે છે.
PRINCIPLES OF BAG TECHNIQUE (પ્રિન્સિપલ્સ ઓફ બેગ ટેકનિક)
હોમ વિઝિટ પર જવા પહેલા બેગના કન્ટેન્ટ્સ ચેક કરવા.
બેગ અને તેની અંદરના તમામ આર્ટિકલ્સ ક્લીન અને રેડી રાખવા.
બેગને ટચ કરતા પહેલા હેન્ડ્સ સોપ અને વોટરથી વોશ કરવા.
બેગને હંમેશા ક્લીન અને સેફ જગ્યાએ રાખવી.
યુઝ થયેલા આર્ટિકલ્સને ક્લીન કરીને નેક્સ્ટ યુઝ માટે તૈયાર રાખવા.
મોબાઇલ, પેન, હેન્ડકર્ચીફ જેવા પર્સનલ આઇટમ્સ બેગમાં ન રાખવા.
TECHNIQUE OF USING HOME VISIT BAG (ટેકનિક ઓફ યુઝિંગ હોમ વિઝિટ બેગ)
ક્લીન અને સેફ જગ્યા સિલેક્ટ કરીને ન્યુઝપેપર પાથરવું.
પ્રોસિજર પછી પેશન્ટને કમ્ફર્ટેબલ બનાવવો અને ફરીથી હેન્ડ્સ વોશ કરવું.
બધા આર્ટિકલ્સને ક્લીન કરીને રિપ્લેસ કરવું.
યુઝ થયેલા ન્યુઝપેપરને યોગ્ય રીતે ડિસ્પોઝ કરવું.
અંતમાં બેગને સારી રીતે બંધ કરવી.
CLINICS (ક્લિનિક્સ) :
ક્લિનિક એ એક પ્રકારનું હેલ્થ કેર સેટિંગ છે જ્યાં લોકો માટે હેલ્થ સર્વિસીસ આપવામાં આવે છે. આ હોસ્પિટલ અથવા હેલ્થ સેન્ટર સાથે જોડાયેલું ખાસ સ્થાન હોય છે જ્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓનું ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને ફોલો-અપ કેર આપવામાં આવે છે.
ક્લિનિકમાં દર્દી આઉટડોર પેશન્ટ તરીકે કન્સલ્ટેશન અને ટ્રીટમેન્ટ મેળવી શકે છે. આ પેશન્ટ માટે વધુ કન્વિનિયન્ટ હોય છે કારણ કે તેઓ પોતાની સમયસૂચિ મુજબ સારવાર લઈ શકે છે.
PURPOSES OF CLINIC (પર્પઝ ઓફ ક્લિનિક)
દર્દી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે ડાયરેક્ટ જઈ શકે છે અને રજિસ્ટ્રેશન પછી સારવાર મેળવી શકે છે.
હૉસ્પિટલાઈઝેશન જરૂરી નથી, સિવાય કે ઇમર્જન્સી સીટ્યુએશન હોય.
કન્સલ્ટેશન, ઇન્વેસ્ટિગેશન, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ આઉટડોર પેશન્ટ તરીકે કરવામાં આવે છે.
દર્દીનો હૉસ્પિટલમાં ખર્ચ ઓછો થાય છે અને અનાવશ્યક ખર્ચ ટાળવામાં મદદ મળે છે.
દર્દી ઘર પર રહીને સારવાર લઈ શકે છે અને ફેમીલી સપોર્ટ મેળવી શકે છે.
દર્દીનું રોજિંદું કામ ઓછું ડિસ્ટર્બ થાય છે.
હૉસ્પિટલમાં ઇનડોર પેશન્ટની ભીડ ઘટાડવામાં મદદ મળે છે.
ટ્રેઇન્ડ સ્ટાફની જરૂરિયાત થોડોક ઘટે છે.
રિફરલ સિસ્ટમ ઝડપી બને છે કારણ કે ડોક્ટર સીધા બીજા સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરી શકે છે.
FEATURES OF A GOOD CLINIC (ફીચર્સ ઓફ એ ગુડ ક્લિનિક):
ક્લિનિક એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં ટ્રાન્સપોર્ટ સુવિધા સરળતાથી ઉપલબ્ધ હોય.
ક્લિનિક ઇમર્જન્સી યુનિટ, લેબોરેટરી અને રેડિયોલોજી વિભાગની નજીક હોવું જોઈએ.
વેઇટિંગ એરિયા અને બેસવાની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.
ડ્રિંકિંગ વોટર અને ટોયલેટ જેવી બેસિક સુવિધાઓ હોવી જોઈએ.
નાની કેન્ટીન અથવા રિફ્રેશમેન્ટ સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ.
ક્લિનિકનો સમય ફિક્સ અને સુવિધાજનક હોવો જોઈએ.
ડોક્ટર અને સ્ટાફ સ્પેશિયાલિસ્ટ, સ્કિલ્ડ અને પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ.
બધા ઇક્વિપમેન્ટ અપ-ટુ-ડેટ અને વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ.
રેકોર્ડ મેન્ટેનન્સ યોગ્ય રીતે થવું જોઈએ.
હેન્ડ વોશિંગ, પ્રાઇવસી સ્ક્રીન અને લાઇટિંગ સારી હોવી જોઈએ.
ફીમેલ પેશન્ટ માટે ફીમેલ એટેન્ડન્ટ ઉપલબ્ધ હોવી જોઈએ.
સ્ટાફ વર્તન વિનમ્ર, સહાનુભૂતિપૂર્ણ અને સહાયક હોવું જોઈએ.
હેલ્થ એજ્યુકેશન માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
ટાઈપ્સ ઓફ ક્લિનિક્સ (Types of Clinics)
ક્લિનિક્સને સામાન્ય રીતે ત્રણ મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
જનરલ ક્લિનિક,
મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ક્લિનિક,
સ્પેશિયાલિટી ક્લિનિક.
ફંક્શન ઓફ જનરલ ક્લિનિક (Functions of General Clinic)
જનરલ ક્લિનિકમાં સામાન્ય રોગો માટે પ્રાથમિક સારવાર અને હેલ્થ સર્વિસીસ પ્રદાન કરવામાં આવે છે.
આ ક્લિનિકમાં ઈમરજન્સી કેર આપવામાં આવે છે જેથી પેશન્ટને તરત રાહત મળી શકે.
નાના રોગો અને સામાન્ય તકલીફો માટે સારવાર આપવામાં આવે છે.
રૂટીન એક્ઝામિનેશન અને લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે.
ઈમ્યુનાઈઝેશન ક્લિનિક દ્વારા રસીકરણ આપવામાં આવે છે.
X-રે ક્લિનિક (X-ray Clinic)
X-રે ક્લિનિક રેડિયોલોજિસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
આ ક્લિનિકમાં રેડિયોલોજિકલ ડાયગ્નોસિસ કરવામાં આવે છે.
કેન્સર પેશન્ટ માટે રેડિયોથેરાપી જેવી સારવાર આપવામાં આવે છે.
DENTAL CLINIC (ડેન્ટલ ક્લિનિક):
આ ક્લિનિક ડેન્ટિસ્ટ (BDS/MDS) દ્વારા ચલાવવામાં આવે છે.
કાર્યો:
મોઢાનું આરોગ્ય જાળવવું.
ડેન્ટલ કેરીઝ (દાંતમાં સડો) અટકાવવો અને સારવાર કરવી.
જિંજીવાઇટિસ, પિરિયોડોન્ટાઇટિસ અને મોઢાના ઘા (માઉથ અલ્સર) ની સારવાર કરવી.
તમાકુના ઉપયોગ વિશે દર્દીને ચેતવણી આપવી.
MATERNAL AND CHILD HEALTH CLINIC (મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ક્લિનિક)
આ ક્લિનિકનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્યનું રક્ષણ અને સુધારણું છે.
મુખ્ય ઉદ્દેશ:
મેટરનલ અને ઇન્ફન્ટ મોર્ટાલિટી ઘટાડવી.
માતા અને બાળકના આરોગ્યને પ્રોત્સાહન આપવું.
આ ક્લિનિક સબસેન્ટર, PHC, CHC અને હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે.
TYPES OF MCH CLINICS (ટાઇપ્સ ઓફ MCH ક્લિનિક્સ)
Antenatal clinic (એન્ટિનેટલ ક્લિનિક)
Postnatal clinic (પોસ્ટનેટલ ક્લિનિક)
Under five clinic (અન્ડર ફાઈવ ક્લિનિક)
Family planning clinic (ફેમીલી પ્લાનિંગ ક્લિનિક)
Child guidance clinic (ચાઈલ્ડ ગાઇડન્સ ક્લિનિક)
Reproductive and Child Health clinic (આર.સી.એચ ક્લિનિક)
વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન અને યુરિન ટેસ્ટ જેવા રેકોર્ડ જાળવવા.
માતાને મદર ક્રાફ્ટ માટે તૈયાર કરવી.
પ્રસૂતિ (લેબર) માટે તૈયારી કરાવવી.
પરિવાર આયોજન અંગે જાગૃતિ લાવવી.
ડિલિવરી પછીની કાળજી માટે પરિવારને માર્ગદર્શન અને માનસિક સહારો આપવો.
POSTNATAL CLINIC (પોસ્ટનેટલ ક્લિનિક)
પોસ્ટનેટલ ક્લિનિકમાં ડિલિવરી પછી માતા અને બાળકને લગભગ 6 અઠવાડિયા સુધી કાળજી આપવામાં આવે છે.
Aim (એઇમ)
માતા અને બાળકનું શ્રેષ્ઠ આરોગ્ય (ઓપ્ટિમમ હેલ્થ) જાળવવું.
FUNCTIONS OF POSTNATAL CLINIC (ફંક્શન ઓફ પોસ્ટનેટલ ક્લિનિક)
માતાને લેબર દરમિયાન થયેલા સ્ટ્રેસ અને થાકમાંથી પુનઃપ્રાપ્તિ કરવામાં મદદ કરવી.
બાળક માટે બ્રેસ્ટ ફીડિંગને પ્રોત્સાહન આપવું.
ઇન્ફેક્શન અટકાવવું.
કોમ્પ્લિકેશન્સ અટકાવવું.
માતાને ન્યુ બોર્ન બેબીની કાળજી વિશે શીખવવું.
ફેમીલી પ્લાનિંગ સર્વિસીસ આપવી.
પોસ્ટનેટલ કાળજી માતા અને બાળક બંનેના જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
FAMILY PLANNING CLINIC (ફેમીલી પ્લાનિંગ ક્લિનિક)
નેશનલ પોપ્યુલેશન પોલિસી 2000 મુજબ જનસંખ્યા નિયંત્રણ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે.
FUNCTIONS OF FAMILY PLANNING CLINIC (ફંક્શન ઓફ ફેમીલી પ્લાનિંગ ક્લિનિક)
પાત્ર દંપતિઓને માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવું.
ઇન્ફર્ટિલિટી ની સારવાર કરવી.
બાળકો વચ્ચે અંતર રાખવા સલાહ આપવી.
નાનું પરિવાર રાખવા માટે દંપતિને પ્રેરિત કરવું.
કન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસિસ (ગર્ભનિરોધક સાધનો) ઉપલબ્ધ કરાવવું.
નાનું પરિવાર સ્વીકારનાર માતાઓના રેકોર્ડ જાળવવા.
ટ્યુબેક્ટોમિ અને વેસેક્ટોમિ ઓપરેશનના રેકોર્ડ જાળવવા.
રીપ્રોડક્ટિવ ટ્રેક્ટ ડિસીઝિસના પ્રિવેન્શન માટે હેલ્થ એજ્યુકેશન આપવું.
જિનેટિક કાઉન્સેલિંગ આપવું.
સેક્સ એજ્યુકેશન આપવું.
પોષણ (ન્યુટ્રિશન) અંગે શિક્ષણ આપવું.
વિવાહિત જીવન માટે માર્ગદર્શન (મેરિટલ ગાઇડન્સ) આપવું.
હેલ્થ સેન્ટરમાં મફત ગર્ભનિરોધક સાધનો ઉપલબ્ધ કરાવવું.
ચાઈલ્ડ ગાઈડેન્સ ક્લિનિક (Child Guidance Clinic)
ચાઈલ્ડ ગાઈડેન્સ ક્લિનિક એ એવું હેલ્થ સેટિંગ છે જ્યાં બાળકોના મેન્ટલ, ઇમોશનલ અને બિહેવિયર સંબંધિત પ્રોબ્લેમ્સનું ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ કરવામાં આવે છે.
એઇમ (Aim)
બાળકના મેન્ટલ અને સોશિયલ ડેવલપમેન્ટને સુધારવો અને તેને બેલેન્સ્ડ અને હેલ્ધી પર્સન બનાવવો.
ફંક્શન ઓફ ચાઈલ્ડ ગાઈડેન્સ ક્લિનિક (Functions)
બાળકોમાં મેન્ટલ પ્રોબ્લેમ્સનું અર્લી ડિટેક્શન અને ડાયગ્નોસિસ કરવું.
બિહેવિયરલ પ્રોબ્લેમ્સ (જેમ કે એગ્રેશન, ડર, ચિંતા) ઓળખવા.
લર્નિંગ ડિફિકલ્ટી ધરાવતા બાળકોને મદદ અને માર્ગદર્શન આપવું.
રીપ્રોડક્ટિવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ક્લિનિક (Reproductive and Child Health Clinic)
રીપ્રોડક્ટિવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ક્લિનિક એ એવું હેલ્થ સેટિંગ છે જ્યાં પુરુષ અને સ્ત્રીના રીપ્રોડક્ટિવ હેલ્થ તથા બાળકના હેલ્થ માટે સર્વિસીસ આપવામાં આવે છે.
આ ક્લિનિકમાં માતા, બાળક અને દંપતિ માટે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કેર આપવામાં આવે છે.
એઇમ (Aim)
માતા અને બાળકના હેલ્થમાં સુધારો લાવવો અને રીપ્રોડક્ટિવ હેલ્થને પ્રમોટ કરવો તેમજ મોર્ટાલિટી ઘટાડવી.
ફંક્શન ઓફ RCH ક્લિનિક (Functions)
એન્ટિનેટલ કેર (ગર્ભાવસ્થા દરમિયાન કાળજી) આપવી.
પોસ્ટનેટલ કેર (ડિલિવરી પછીની કાળજી) આપવી.
ન્યુબોર્ન અને ચાઈલ્ડ કેર પ્રોવાઇડ કરવું.
ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) સર્વિસીસ આપવી.
ફેમીલી પ્લાનિંગ અને કન્ટ્રાસેપ્ટિવ સર્વિસીસ પ્રદાન કરવી.
ન્યુટ્રિશન અંગે ગાઈડન્સ અને સપોર્ટ આપવો.
રીપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન (RTI) અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) ની ઓળખ અને ટ્રીટમેન્ટ કરવી.
એડોલેસન્ટ હેલ્થ સર્વિસીસ આપવી.
હાઈ રિસ્ક કેસીસનું અર્લી ડિટેક્શન અને રેફરલ કરવું.
માતા અને બાળકના હેલ્થ રેકોર્ડ મેન્ટેન કરવું.
હેલ્થ એજ્યુકેશન અને કાઉન્સેલિંગ આપવું.
મહત્વપૂર્ણ સર્વિસીસ (Important Services)
સેફ મદરહુડ સર્વિસીસ
ન્યુબોર્ન કેર
ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ
ફેમીલી પ્લાનિંગ
ન્યુટ્રિશન સપોર્ટ
RTI / STD મેનેજમેન્ટ
સ્પેશિયાલિટી ક્લિનિક્સ (Specialty Clinics)
સ્પેશિયાલિટી ક્લિનિક્સ એવા ક્લિનિક્સ છે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ચલાવવામાં આવે છે
જેથી ખાસ પ્રકારના રોગો માટે સારી મેડિકલ અને કાઉન્સેલિંગ સર્વિસીસ આપી શકાય.
પ્રકારો (Types)
ડાયાબેટિક ક્લિનિક ( Diabetic clinic)
કાર્ડિયાક ક્લિનિક (Cardiac clinic)
ટીબી ક્લિનિક ( T. B. Clinic )
સેક્સ ક્લિનિક ( Sex Clinic )
ન્યુટ્રિશન ક્લિનિક (Nutrition clinic )
ફંક્શન ઓફ સ્પેશિયાલિટી ક્લિનિક્સ (Functions)
ખાસ રોગો માટે સ્પેશિયલાઇઝ્ડ ટ્રીટમેન્ટ આપવી.
એડવાન્સ ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ કરવું.
પેશન્ટને કાઉન્સેલિંગ અને ગાઈડન્સ આપવું.
કોમ્પ્લિકેશન્સ અટકાવવા માટે રેગ્યુલર ફોલોઅપ કરવું.
જરૂર પડે ત્યારે અન્ય સ્પેશિયાલિસ્ટને રેફર કરવું.
ડાયાબેટિક ક્લિનિક (Diabetic Clinic)
ડાયાબેટિક ક્લિનિક એ એવું સ્પેશિયાલિટી ક્લિનિક છે જ્યાં ડાયાબિટીસના પેશન્ટની તપાસ, ટ્રીટમેન્ટ અને કંટ્રોલ કરવામાં આવે છે.
એઇમ (Aim)
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું અને તેની કોમ્પ્લિકેશન્સ અટકાવવી.
ફંક્શન ઓફ ડાયાબેટિક ક્લિનિક (Functions)
બ્લડ શુગર લેવલનું રેગ્યુલર મોનીટરિંગ કરવું.
ડાયાબિટીસનું અર્લી ડાયગ્નોસિસ કરવું.
પેશન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ (ઇન્સુલિન અથવા મેડિસિન) આપવી.
ટીબી ક્લિનિક એ એવું સ્પેશિયાલિટી ક્લિનિક છે જ્યાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) ના પેશન્ટની તપાસ, ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને ફોલોઅપ કરવામાં આવે છે.
એઇમ (Aim)
ટીબી રોગને કંટ્રોલમાં રાખવો અને તેનું સંપૂર્ણ નિદાન અને સારવાર કરીને રોગના ફેલાવાને અટકાવવો.
ફંક્શન ઓફ ટીબી ક્લિનિક (Functions)
ટીબીનું અર્લી ડિટેક્શન અને ડાયગ્નોસિસ કરવું.
સ્પૂટમ ટેસ્ટ (થૂંકની તપાસ) દ્વારા ટીબીની ઓળખ કરવી.
પેશન્ટને એન્ટી-ટીબી ડ્રગ્સ (ATT) દ્વારા ટ્રીટમેન્ટ આપવી.
ડોટ્સ (DOTS) પ્રોગ્રામ દ્વારા રેગ્યુલર ટ્રીટમેન્ટ સુનિશ્ચિત કરવું.
પેશન્ટને ટ્રીટમેન્ટ પૂરો કરવા માટે મોટિવેટ કરવું.
ટીબીના ફેલાવાને અટકાવવા માટે પ્રિવેન્શન મેજર્સ સમજાવવું.
પેશન્ટ અને ફેમિલીને હેલ્થ એજ્યુકેશન આપવું.
કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને બીજા પેશન્ટ શોધવા.
રેગ્યુલર ફોલોઅપ અને રેકોર્ડ મેન્ટેન કરવું.
સેક્સ ક્લિનિક (Sex Clinic)
સેક્સ ક્લિનિક એ એવું સ્પેશિયાલિટી ક્લિનિક છે જ્યાં સેક્સ્યુઅલ અને રીપ્રોડક્ટિવ પ્રોબ્લેમ્સનું ડાયગ્નોસિસ, કાઉન્સેલિંગ અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
એઇમ (Aim)
સેક્સ્યુઅલ હેલ્થમાં સુધારો લાવવો અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝિસ (STD) ને પ્રિવેન્ટ અને કંટ્રોલ કરવી.
ફંક્શન ઓફ સેક્સ ક્લિનિક (Functions)
સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સનું ડાયગ્નોસિસ કરવું.
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝિસ (STD) ની ઓળખ અને ટ્રીટમેન્ટ કરવી.
પેશન્ટને કાઉન્સેલિંગ અને ગાઈડન્સ આપવું.
સેફ સેક્સ વિશે એજ્યુકેશન આપવું.
કન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ વિશે માહિતી આપવી.
ઇન્ફર્ટિલિટી સંબંધિત ગાઈડન્સ આપવું.
પેશન્ટની પ્રાઇવસી અને કોન્ફિડેન્શિયાલિટી જાળવવી.
સેક્સ એજ્યુકેશન દ્વારા અવેરનેસ વધારવી.
રેગ્યુલર ફોલોઅપ અને રેકોર્ડ મેન્ટેન કરવું.
ન્યુટ્રિશન ક્લિનિક (Nutrition Clinic)
ન્યુટ્રિશન ક્લિનિક એ એવું સ્પેશિયાલિટી ક્લિનિક છે જ્યાં પોષણ (ન્યુટ્રિશન) સંબંધિત પ્રોબ્લેમ્સનું એસેસમેન્ટ, કાઉન્સેલિંગ અને મેનેજમેન્ટ કરવામાં આવે છે.
એઇમ (Aim)
સારા પોષણ દ્વારા હેલ્થમાં સુધારો લાવવો અને મલન્યુટ્રિશનને પ્રિવેન્ટ અને ટ્રીટ કરવું.
ફંક્શન ઓફ ન્યુટ્રિશન ક્લિનિક (Functions)
પેશન્ટના ન્યુટ્રિશનલ સ્ટેટસનું એસેસમેન્ટ કરવું.
મલન્યુટ્રિશન (અન્ડરન્યુટ્રિશન અને ઓવરન્યુટ્રિશન) ની ઓળખ કરવી.
પેશન્ટને બેલેન્સ્ડ ડાયેટ અંગે ગાઈડન્સ આપવું.
બાળકો, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ખાસ ડાયેટ પ્લાન આપવો.
વજનનું મોનીટરિંગ અને ગ્રોથ ચાર્ટ મેન્ટેન કરવું.
વિટામિન અને મિનરલ ડિફિશિયન્સી અટકાવવી.
પેશન્ટને હેલ્ધી ખોરાક અને લાઇફસ્ટાઇલ અંગે એજ્યુકેશન આપવું.
ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ જેવા પેશન્ટ માટે ખાસ ડાયેટ કાઉન્સેલિંગ આપવું.
રેગ્યુલર ફોલોઅપ અને રેકોર્ડ મેન્ટેન કરવું.
ફંક્શન ઓફ હેલ્થ પર્સોનેલ ઇન ક્લિનિક (Function of Health Personnel in Clinic)
ક્લિનિકમાં સારો એન્વાયરમેન્ટ, ક્લીનલીનેસ અને સેનિટેશન જાળવવું ખૂબ જ જરૂરી હોય છે જેથી ઇન્ફેક્શનનો ફેલાવો અટકાવી શકાય.
ક્લિનિકમાં પૂરતું લાઈટિંગ અને યોગ્ય વેન્ટિલેશન રાખવામાં આવે છે જેથી તપાસ અને સારવાર સરળ બને.
વેઈટિંગ એરિયામાં પેશન્ટ માટે પૂરતી ખુરશીઓ અને સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે જેથી તેમને આરામદાયક વાતાવરણ મળે.
પેશન્ટ અને તેમના પરિવાર માટે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ રાખવામાં આવે છે.
ક્લિનિકમાં જરૂરી મેડિકલ સપ્લાય જેમ કે સિરિન્જ, દવાઓ, ઇન્જેક્શન અને અન્ય ઇક્વિપમેન્ટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે.
બધા મેડિકલ ઇક્વિપમેન્ટ અને ડિવાઇસિસને હંમેશા પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં જાળવવામાં આવે છે જેથી સારવારમાં કોઈ ખામી ન રહે.
ક્લિનિકમાં હેલ્થ એજ્યુકેશન માટે જરૂરી મટીરિયલ, ચાર્ટ્સ અને પેમ્ફ્લેટ્સ ઉપલબ્ધ રાખવામાં આવે છે.
હેલ્થ ટીમ અને પેશન્ટ વચ્ચે સારા ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિકસાવવામાં આવે છે જેથી વિશ્વાસ અને સહકાર વધે.
પોઝિટિવ એટિટ્યુડ અને સારો ટીમ સ્પિરિટ રાખીને કાર્ય કરવામાં આવે છે જેથી સર્વિસ ક્વોલિટી સુધરે.
ડોક્ટર અને સ્પેશિયાલિસ્ટને તપાસ અને સારવાર દરમિયાન સહાય આપવામાં આવે છે જેથી યોગ્ય ડાયગ્નોસિસ થઈ શકે.
પેશન્ટની હિસ્ટ્રી લઈ પ્રાથમિક એસેસમેન્ટ કરવામાં આવે છે અને જરૂરી માહિતી ડોક્ટરને આપવામાં આવે છે.
પેશન્ટને તેમના રોગ, સારવાર અને પ્રિવેન્શન વિશે યોગ્ય માહિતી અને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે.
પેશન્ટ અને તેમના પરિવારને જરૂરી પ્રોસિજર જેમ કે ઇન્સ્યુલિન ઇન્જેક્શન, સિરિન્જનો ઉપયોગ અને ડોઝ કૅલ્ક્યુલેશન અંગે સમજાવીને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે.
ઘરે કરવાની કાળજી માટે ટેમ્પરેચર ચેક કરવું, બ્લડ પ્રેશર માપવું અને નેબ્યુલાઇઝેશન જેવી પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
પેશન્ટની હેલ્થ સ્ટેટસનું નિયમિત એસેસમેન્ટ કરવામાં આવે છે અને સારવાર પછી થયેલા સુધારાનો નોંધ લેવામાં આવે છે.
પેશન્ટને આગામી વિઝિટ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવે છે જેથી કન્ટિન્યુટી ઓફ કેર જાળવી શકાય.
બધા મેડિકલ અને નર્સિંગ રેકોર્ડ્સને ચોક્કસ, પૂર્ણ અને અપડેટ રાખવામાં આવે છે.
જરૂર મુજબ પેશન્ટને higher center અથવા સ્પેશિયાલિસ્ટ પાસે રેફર કરવામાં આવે છે.
ક્લિનિકમાં ઇન્ફેક્શન કંટ્રોલ અને સેફ્ટી મેશર્સનું પાલન કરવામાં આવે છે જેથી પેશન્ટ અને સ્ટાફ બંને સુરક્ષિત રહે.