ANM – FY – COMMUNITY HEALTH NURSING PAPER SOLUTION 10/09/2025(UPLOAD)

10/09/2025

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) આરોગ્ય શિક્ષણ આપવાની તકો સમજાવો.03

આરોગ્ય શિક્ષણની વિશેષ તકો

  • ઓછા ખર્ચે મોટી સંખ્યામાં લોકોને આરોગ્ય શિક્ષણ આપવા માટે, ઉપલબ્ધ તકોનો લાભ લો અથવા આવી તકો ને ઉભી કરો જેવી કે

1.શિબિરો અને ઝુંબેશનું આયોજન

  • આરોગ્ય અધિકારીઓ આરોગ્યના વિવિધ પાસાઓથી સંબંધિત સમય-સમય પર શિબિરો અને ઝુંબેશ માટેની યોજના બનાવે છે. દા.ત. પલ્સ પોલિયો, સ્કૂલ હેલ્થ, ફેમિલી પ્લાનિંગ વગેરે લોકોને તંદુરસ્તી સાથે શિક્ષણ પ્રદાન કરવા માટે આવી તકોનો લાભ લો.

2.સ્વાસ્થ્ય મેળો

  • આરોગ્ય શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટેના આરોગ્ય મેળાઓ સામાન્ય રીતે ૨ થી ૬ દિવસ માટે આયોજીત કરવામાં આવે છે

3.વિશ્વ આરોગ્ય દિવસો

  • વિશ્વ આરોગ્ય દિવસો પર લોકોને શિક્ષિત કરો જેમ કે ૭ એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ,૧ ડીસેમ્બર એઈડસ ડે, ૨૪ માર્ચ ટીબી ડે, વગેરે.

4.મેળા અને તહેવારો

  • સ્થાનિક મેળો અને તહેવારો પર આરોગ્ય શિબિરનું આયોજન કરવું જોઈએદા.ત. વૈશાખી, દિવાળી, દશેરા, વગેરે.

(૨) સામાજિક પરિવર્તન માટેના પરિબળો જણાવો.04

સામાજિક પરિવર્તન માટેના પરિબળો

  • સામાજિક પરિવર્તન એટલે સમાજની રચના, મૂલ્યો, પરંપરા અને વર્તનમાં આવતો ફેરફાર.

આ પરિવર્તન નીચેના પરિબળોના કારણે થાય છે:

1) આર્થિક પરિબળ

  • ઉદ્યોગીકરણ
  • રોજગારની તકો
  • આવકમાં વધારો
  • ગરીબીમાં ઘટાડો

2) શૈક્ષણિક પરિબળ

  • શિક્ષણનો પ્રસાર
  • સ્ત્રી શિક્ષણ
  • જાગૃતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

3) ટેક્નોલોજીકલ પરિબળ

  • નવી શોધો અને આવિષ્કારો
  • ઈન્ટરનેટ અને મોબાઇલનો પ્રભાવ
  • પરિવહન અને સંચાર વ્યવસ્થામાં સુધારો

4) રાજકીય પરિબળ

  • સરકારની નીતિઓ
  • કાયદામાં ફેરફાર
  • લોકશાહી વ્યવસ્થા

5) સાંસ્કૃતિક પરિબળ

  • નવી પરંપરાઓનો સ્વીકાર
  • મીડિયા અને ફિલ્મોનો પ્રભાવ
  • પશ્ચિમી સંસ્કૃતિનો અસર

6) લોકસાંખ્યિક પરિબળ

  • વસ્તી વૃદ્ધિ
  • સ્થળાંતર (Migration)
  • શહેરીકરણ

(૩) સારા કાઉન્સેલરના ગુણધર્મો લખો.05

સારા કાઉન્સિલરના ગુણો

  • મિત્ર જેવું વર્તન કરતા હોવા જોઈએ.
  • સારા શ્રોતા હોવા જોઈએ.
  • સહ કર્તા અને હેલ્પફૂલ હોવા જોઈએ.
  • સારા નોલેજ ધરાવતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર હોવા જોઈએ.
  • સારા વિચાર વિનિમય કરતા હોવા જોઈએ.
  • સાચી અને પૂર્ણ માહિતી આપનાર હોવા જોઈએ.
  • જાગૃતિ લાવે તેવા હોવા જોઈએ.
  • માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
  • સામેની વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લાગણી હોવી જોઈએ.
  • ખુલ્લા મન વાળા હોવા જોઈએ.
  • લાભાર્થી સાથે સતત સંપર્કમાં રહેતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર, પ્રામાણિક અને બીજાને નુકસાન ન પહોંચાડનાર હોવા જોઈએ.
  • ડિપોઝિટિવ એપ્રોચ અને પોઝિટિવ થીંકીંગ વાળા હોવા જોઈએ.
  • પેલા ભારતીની જરૂરિયાતની સંભાળ રાખનાર હોવા જોઈએ.

અથવા

(૧) ગ્રામ પંચાયતના કાર્યો જણાવો.03

  • પંચાયતની બેઠકો સમયસર બોલાવવી.
  • બેઠકોનું સંચાલન કરવુ.
  • બેઠકોમાં ઉપસ્થિત પ્રશ્નીનું નિરાકરણ કરવુ.
  • દર મહિને ઓછામાં બોછી એક સામાન્ય બેઠક બોલાવવી.
  • સમિતિઓની સમયાંતરે બેઠકો યોજવી (3 મહિને એક વાર).
  • ફરજીયાત ગ્રામસભા બોલાવવી.
  • સભ્યોના કામકાજ પર દેખરેખ રાખવી.
  • સભ્યિોના રાજીનામા મંજૂર કરવા.
  • પંચાયતના લીધેલા હપ્તા સમયસર ભરવા.
  • તલાટી કમ મંત્રી પાસે અંદાજપત્રને તૈયાર કરાવવું.
  • 15 DEC પહેલા અંદાજપત્રને તાલુકા પંચાયતમાં મોકલી આપવું.
  • 31 માર્ચ પહેલા અંદાજપત્રને ગ્રામ પંચાયતમાથી મજૂર કરાવવું.
  • ગ્રામ પંચાયતની જાહેર મિલકતોનું સંચાલન અને દેખરેખ રાખવી.
  • ગેરકાયદેસર દબાણ દૂર કરવું.
  • રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ કરાવવું.
  • ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ નિભાવવા.
  • બૈઠકો તથા ગમસભાઓનો અહેવાલ તૈયાર કરી તાલુકા પંચાયતને મોકલવો.
  • લગ્નની નોંધણી કરવી.
  • પંચાયતના મિલકતની દેખરેખ રાખવી.

(૨) એ.વી.એઈડનું લીસ્ટ લખો અને પોસ્ટર વિશે સમજાવો.04

ઓડિયો (સાંભળી શકાય તેવા એઇડ) :

  • રેડિયો
  • ટેપ રેકોર્ડર
  • ટેલીફોન
  • માઈક્રોફોન
  • એમ્પલી ફાયર
  • ઈયર ફોન
  • બ્લુટુથ

વિઝ્યુઅલ (જોઈ શકાય તેવા એઇડ) :

1.પ્રોજેક્ટેડ

  • સ્લાઈડ
  • ફિલ્મ સ્ટ્રિપ
  • ઓ.એચ.પી.(ઓવર હેડ પ્રોજેકટર)
  • ટ્રાન્સપરન્સી
  • ફિલ્મ સ્ક્રિપ્ટ

2.નોન પ્રોજેક્ટેડ

  • બ્લેક બોર્ડ
  • ગ્રીન બોર્ડ
  • બુલેટીન બોર્ડ/ડિસ્પ્લે બોર્ડ
  • રોલર બોર્ડ
  • ફ્લેનલ બોર્ડ
  • પોસ્ટર
  • પિક્ચર એન્ડ ફોટોગ્રાફ
  • ફ્લેશ કાર્ડ
  • મેપ

કંબાઇન (જોઈ અને સાંભળી શકાય તેવા) :

1.પ્રોજેક્ટેડ

  • મોસન પિક્ચર (મુવીઝ)
  • ટી.વી.
  • વિડીયો
  • ટેલીકોન્ફરન્સ
  • મલ્ટીમીડિયા
  • કમ્પ્યુટર
  • વેબિનાર
  • વર્ચ્યુઅલ ક્લાસ
  • સેટ-કોમ

2.નોન પ્રોજેક્ટેડ

  • ડ્રામા(નાટક)
  • રોલ પ્લે
  • પપેટ શો
  • કોકસોંગ
  • બોલતી ઢીંગલી
  • પોસ્ટર એ સચિત્ર માહિતી છે તેથી તેના ઉપયોગ વડે જે-તે ટોપિકનું વાસ્તવિક પ્રતિબિંબ દર્શાવી શકાય છે.તે ક્લીયર કટ અને ઝડપથી સમજી શકાય છે, જ્યારે શૈક્ષણીક બાબત માટે તથા બહોળા પ્રમાણમાં પબ્લીસીટી કરવાની હોય ત્યારે પોસ્ટર નો ઉપયોગ થાય છે. પોસ્ટર બતાવતી વખતે પોઈન્ટર અથવા મોટી સ્કેલનો ઉપયોગ કરવો.

પોસ્ટર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત અથવા તેના ક્રાયટેરીયા

સાઈઝ

  • પોસ્ટર જુદી-જુદી સાઈઝ ના હોઈ શકે પરંતુ સર્વ સામાન્ય સાઈઝ ૪૮ + ૨૮ ઇંચની હોય છે.

સીમ્પલ

  • પોસ્ટર હંમેશા સીમ્પલ હોવું જોઈએ અને તેને ક્યાં ઉપયોગ માટે બનાવાઈ રહ્યું છે તે મુખ્ય હેતુ જળવાઈ રહેવો જોઈએ.

ક્લીયર

  • પોસ્ટર પર લખેલ લખાણ વાંચી શકાય તેવું હોવું જોઈએ વધારે કન્જેશન કરવું નહી એટલે કે પોસ્ટર ચોખ્ખું હોવું જોઈએ.

બોર્ડર (લે-આઉટ)

  • પોસ્ટર ની ચારે બાજુ ૧ થી ૧.૫ ઇંચની બોર્ડેર બનાવાવી ટોપિક નું હેડીંગ લખવું. બોર્ડેરને હાઈલાઈટ સૌથી ઉપર મોટા અક્ષરે લખવુ, બાકીનું લખાણ નાના અક્ષરમાં કરવું.

કલરીંગ

  • પોસ્ટર બનાવતી વખતે લાઈટ પોસ્ટરની સાથે ડાર્ક કલર અને ડાર્ક પોસ્ટર સાથે લાઈટ કલરનો ઉપયોગ કરવો એટલે કે કલર કોમ્બીનેશન યોગ્ય કરવું.

ઇન્ટરેસ્ટીંગ

  • તેને આકર્ષિત બનાવવા માટે જુદા જુદા કટિંગ કરેલા પિક્ચર લગાવી શકાય અથવા પેન્સિલ, માર્કર, સ્કેચપેન, કલરનો ઉપયોગ કરી ચિત્ર ડ્રો કરી શકાય છે. એક્ચ્યુલ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ પોસ્ટર બનાવી શકાય છે.

(૩) જનની સુરક્ષા યોજના વિશે સમજાવો.05

જનની સુરક્ષા યોજના (JSY)

જનની સુરક્ષા યોજના (JSY) ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેની શરૂઆત 2005માં કરવામાં આવી હતી. આ યોજના રાષ્ટ્રીય ગ્રામ્ય આરોગ્ય મિશન (NRHM) હેઠળ અમલમાં મુકાઈ હતી.

હેતુ

  • માતા અને નવજાત શિશુના મૃત્યુદર ઘટાડવો
  • ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોની ગર્ભવતી મહિલાઓને પ્રોત્સાહિત કરવી
  • સરકારી હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસૂતિ વધારવી

યોજનાના લાભાર્થી

  • BPL (ગરીબી રેખા નીચે) પરિવારોની ગર્ભવતી મહિલાઓ
  • SC / ST મહિલાઓ
  • ગ્રામ્ય અને શહેરી ગરીબ વિસ્તારની મહિલાઓ

નાણાકીય સહાય

સરકાર દ્વારા પ્રસૂતિ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે:

  • ગ્રામ્ય વિસ્તાર: આશરે ₹1400
  • શહેરી વિસ્તાર: આશરે ₹1000
  • ASHA કાર્યકર્તાને પણ પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે

યોજનાની મુખ્ય બાબતો

  • ગર્ભાવસ્થામાં નિયમિત તપાસ
  • સંસ્થાગત પ્રસૂતિ
  • પ્રસૂતિ પછીની કાળજી
  • રસીકરણ અને માતા-શિશુની આરોગ્ય સેવાઓ

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાય વચ્ચેનો તફાવત જણાવો.08

ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાય વચ્ચેનો તફાવત

મુદ્દો ગ્રામ્ય સમુદાય (Rural Community)શહેરી સમુદાય (Urban Community)
વ્યાખ્યાગામ વિસ્તારમાં રહેતા લોકોનો સમુદાયશહેર વિસ્તારમાં રહેતા લોકોનો સમુદાય
વસવાટ વિસ્તારગામ, ખેતી આધારિત વિસ્તારશહેર, ઉદ્યોગ અને સેવા આધારિત વિસ્તાર
વસ્તી ઘનત્વઓછુંવધારે
વસ્તીનું કદનાનુંમોટું
મુખ્ય વ્યવસાયખેતી, પશુપાલન, માછીમારીઉદ્યોગ, વેપાર, નોકરી, સેવા
જીવનશૈલીસરળ અને પરંપરાગતઆધુનિક અને ઝડપી
સામાજિક સંબંધનજીકના, વ્યક્તિગતઔપચારિક, નિષ્પક્ષ
કુટુંબ પદ્ધતિસંયુક્ત કુટુંબ વધુન્યુક્લિયર કુટુંબ વધુ
સામાજિક એકતાવધારે મજબૂતતુલનાત્મક રીતે નબળી
શિક્ષણ સ્તરઓછુંવધારે
આરોગ્ય સુવિધાઓમર્યાદિત (PHC, Sub-centre)વધુ અને વિશેષ (Hospitals, Specialty care)
સ્વચ્છતા વ્યવસ્થાનબળી / અપૂર્ણસારી પરંતુ ભીડથી અસરગ્રસ્ત
પીવાનું પાણીકૂવો, હેન્ડપંપ, તળાવનળનું પાણી, પાણી પુરવઠા યોજના
રહેઠાણખુલ્લા, કાચા અથવા અર્ધપક્કા મકાનપક્કા મકાન, ફ્લેટ, ઝૂંપડપટ્ટી
પરિવહન સુવિધામર્યાદિતવિકસિત
આરોગ્ય સમસ્યાઓસંક્રમણ રોગો, કુપોષણNon-communicable diseases, stress
પર્યાવરણ પ્રદૂષણઓછુંવધારે
આરોગ્ય જાગૃતિઓછીવધારે
પરંપરા અને માન્યતાખૂબ મજબૂતતુલનાત્મક રીતે ઓછી
સામાજિક નિયંત્રણપરંપરા, સમાજ દબાણકાયદા અને નિયમો
રોજગાર અવસરઓછાવધારે
Community participationવધારેઓછી

(૨) લર્નિંગના સિધ્ધાંતો જણાવો.04

લર્નિંગના સિદ્ધાંતો

  • લર્નિંગ એટલે અનુભવ અને અભ્યાસ દ્વારા વર્તનમાં આવતો સ્થાયી ફેરફાર.

લર્નિંગ સમજાવવા માટે નીચેના મુખ્ય સિદ્ધાંતો છે:

1) ટ્રાયલ એન્ડ એરર સિદ્ધાંત

  • પ્રસ્તુતકર્તા: Edward Thorndike
  • શીખવું પ્રયત્ન અને ભૂલ દ્વારા થાય છે.
  • “લૉ ઓફ ઇફેક્ટ” મુજબ, સફળ જવાબ મજબૂત બને છે.

2) ક્લાસિકલ કન્ડીશનિંગ સિદ્ધાંત

  • પ્રસ્તુતકર્તા: Ivan Pavlov
  • પ્રતિક્રિયા પ્રેરણા સાથે જોડાઈને શીખવામાં આવે છે.
  • ઉદાહરણ: ઘંટની અવાજ પર કુતરા દ્વારા લાળ આવવી.

3) ઓપરન્ટ કન્ડીશનિંગ સિદ્ધાંત

  • પ્રસ્તુતકર્તા: B. F. Skinner
  • ઇનામ અને સજા દ્વારા શીખવું.
  • સકારાત્મક પ્રોત્સાહનથી વર્તન મજબૂત બને છે.

4) ઇન્સાઇટ લર્નિંગ

  • પ્રસ્તુતકર્તા: Wolfgang Köhler
  • અચાનક સમજણ દ્વારા શીખવું.
  • સમસ્યાનું તરત ઉકેલ મળવો.

5) અવલોકન દ્વારા શીખવું

  • પ્રસ્તુતકર્તા: Albert Bandura
  • અન્યને જોઈને અને અનુસરીને શીખવું.
  • મોડેલિંગ મહત્વપૂર્ણ છે.

અથવા

(૧) દર્દીને સબસેન્ટર પરથી પી.એચ.સી પર રીફર કરતી વખતે કયાં-કયાં મુદ્દાઓ ધ્યાને લેવા તે લખો.08

  • સબસેન્ટર પર ઉપલબ્ધ સુવિધાઓ મર્યાદિત હોવાને કારણે ગંભીર અથવા જટિલ દર્દીને ઉચ્ચ સ્તરની સારવાર માટે PHC પર રીફર કરવો પડે છે.

રીફર કરતી વખતે નીચેના મુદ્દાઓ વિગતવાર ધ્યાનમાં લેવા જોઈએ:

1) દર્દીની સંપૂર્ણ મૂલ્યાંકન

  • જીવનચિહ્નો તપાસવા: બ્લડ પ્રેશર, પલ્સ, શ્વાસ, તાપમાન
  • ચેતનાની સ્થિતિ (Consciousness level) તપાસવી
  • રોગની ગંભીરતા નિર્ધારિત કરવી
  • ઈમરજન્સી કેસ છે કે નહીં તે નિશ્ચિત કરવું

2) પ્રાથમિક અને તાત્કાલિક સારવાર

  • રીફર કરતાં પહેલાં દર્દીને સ્ટેબલ બનાવવો
  • બ્લીડિંગ હોય તો નિયંત્રણ કરવું
  • IV ફ્લુઇડ/ઓક્સિજન આપવી (જરૂર મુજબ)
  • દવા આપી અને તેની નોંધ કરવી
  • શોક અથવા ફિટ્સ હોય તો તાત્કાલિક સંભાળ

3) રીફર કરવાનો યોગ્ય કારણ

  • સબસેન્ટર પર સારવાર શક્ય ન હોય
  • સર્જરી, લેબ તપાસ અથવા વિશેષજ્ઞ સારવાર જરૂરી હોય
  • ગર્ભાવસ્થા સંબંધિત જટિલતા (જેમ કે હેમોરેજ, ઇક્લેમ્પસિયા)
  • નવજાતમાં ગંભીર સમસ્યા

4) રીફરલ સ્લિપ અને દસ્તાવેજીકરણ

  • દર્દીનું નામ, ઉંમર, લિંગ, સરનામું
  • મુખ્ય ફરિયાદ અને પ્રાથમિક નિદાન
  • અત્યાર સુધી આપવામાં આવેલી સારવાર
  • રીફર કરવાનો ચોક્કસ કારણ
  • તારીખ, સમય અને આરોગ્ય કર્મચારીની સહી
  • તમામ રેકોર્ડ દર્દી સાથે મોકલવા

5) સંચાર વ્યવસ્થા (Communication)

  • PHC ને ફોન દ્વારા અગાઉથી જાણ કરવી
  • કેસની ગંભીરતા સમજાવવી
  • એમ્બ્યુલન્સ (108 સેવા) ની વ્યવસ્થા કરવી
  • જરૂરી હોય તો રીફરલ પહેલાં માર્ગદર્શન લેવુ

6) સુરક્ષિત પરિવહન

  • દર્દીને આરામદાયક અને સલામત રીતે મોકલવો
  • ગંભીર દર્દી સાથે ANM/આરોગ્ય કર્મચારી મોકલવો
  • ઓક્સિજન અથવા IV ચાલુ હોય તો જાળવવું
  • ગર્ભવતી અથવા નવજાત માટે ખાસ કાળજી રાખવી

7) પરિવારજનોને માર્ગદર્શન

  • રીફર કરવાનો કારણ સ્પષ્ટ સમજાવવો
  • તાત્કાલિક PHC પર પહોંચવાની સલાહ આપવી
  • જરૂરી દસ્તાવેજ અને નાણાં સાથે રાખવાની સૂચના આપવી

8) ફોલોઅપ અને પ્રતિસાદ

  • દર્દી PHC પર પહોંચ્યો તેની ખાતરી કરવી
  • PHC તરફથી મળેલા પ્રતિસાદની નોંધ લેવી
  • રેકોર્ડ અપડેટ કરવો

(૨) હેલ્થ ટીમમાં કોનો-કોનો સમાવેશ થાય છે? 04

1.જીલ્લાની હેલ્થ ટીમ

  • C.D.H.O.- ચીફ ડીસ્ટ્રીક હેલ્થ ઓફિસર
  • R.C.H.O. – રીપ્રોડકટીવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર
  • A.D.H.O. – એડિશનલ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસર
  • દરેક પ્રકારના સ્પેશીયાલીસ્ટ (દા.ત. ગાયનેકોલોજિસ્ટ, , ફિઝીશિયન, સર્જન, પીડીયાટ્રીશિયન વગેરે)
  • D.P.H.N.O. – ડીસ્ટ્રીક પબ્લિક હેલ્થ નર્સ ઓફિસર
  • D.P.H.N.- ડીસ્ટ્રીક પબ્લિક હેલ્થ નર્સ

2.P.H.C.ની હેલ્થ ટીમ

  • મેડિકલ ઓફિસર
  • આયુષ ઓફિસર
  • ફાર્માસિસ્ટ
  • લેબ ટેકનીશીયન
  • સ્ટાફ નર્સ
  • મેઈલ હેલ્થ સુપરવાઇઝર
  • ફિમેલ હેલ્થ સુપરવાઇઝર
  • આશા ફેસિલિટેટર

3.સબ-સેન્ટરની હેલ્થ ટીમ

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે
  • મેઇલ હેલ્થ વર્કર
  • ફીમેલ હેલ્થ વર્કર
  • આશા

4.વિલેજની હેલ્થ ટીમ

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)
  • ફીમેલ હેલ્થ વર્કર
  • મેલ હેલ્થ વર્કર
  • આશા
  • આંગણવાડી વર્કર
  • મહિલા સ્વાસ્થ્ય સંઘના મેમ્બરો
  • ગ્રામ પંચાયતના સ્ત્રી સભ્યો
  • ગ્રામ મિત્ર

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) (6×2=12)

(૧) ફેમીલી એટલે શું? ફેમીલીના પ્રકારો જણાવી સંયુક્ત ફેમીલીના ફાયદાઓ જણાવો.

ફેમિલી (કુટુંબ)

  • કુટુંબ એક એવા વ્યક્તિઓનો સમુહ છે, જે એક જ ઘરમાં રહે છે, એક જ રસોડે જમે છે, અને એ જ ધર્મ પાળે છે, અને એકબીજા સાથે આંતરક્રિયા કરીને જીવે છે, જેમાં રહેતા વ્યક્તિઓ એકબીજા સાથે લગ્નના સંબંધો કે લોહીના સંબંધો થી જોડાયેલ હોય છે, જેમાં દત્તક લીધેલા પુત્ર-પુત્રીનો પણ સમાવેશ થાય છે.

ફેમિલીના પ્રકારો

  • વિભક્ત કુટુંબ
  • સંયુક્ત કુટુંબ
  • એક્સટેન્ડેડ કુટુંબ

સંયુક્ત કુટુંબના ફાયદા

  • માલ-મિલકત ભેગી હોય છે અને કુટુંબના વડીલ વ્યક્તિ ઘરનું તથા બહારનું કાર્ય સંભાળે છે.
  • સભ્યો વચ્ચે આપણા પણાની ભાવના હોય છે.
  • બધાની માલ-મિલકત હોય છે અને તેમાં ભાગલા પડતા અટકાવાય છે.
  • ઘણા સભ્યો સાથે રહેતા હોવાથી જવાબદારી વહેંચાય છે.
  • બાળકોને સાચવવા માટે દાદા-દાદી હોય છે તેથી માતા-પિતાને વધારે બોજ રહેતો નથી.
  • ઘરના કોઈ સભ્યોને મુશ્કેલી આવે તો કુટુંબના દરેક સભ્યો સાથે મળીને તેમનો સામનો કરે છે.
  • સંયુક્ત કુટુંબના સભ્યો વચ્ચે સ્થિર અને લાંબા ગાળાના સંબંધો હોય છે.
  • આર્થિક સધ્ધરતા વધે છે.
  • પરંપરાઓ, લોક-માન્યતાઓ અને ધાર્મિક સુરક્ષા મળે છે.
  • કુટુંબના સભ્યોને સમાજની સંસ્કૃતિ પ્રમાણે વર્તન કરવા પ્રેરે છે.
  • પરસ્પર સહકારની ભાવના પેદા થાય છે અને વધે છે.
  • મનોરંજન પૂરું પાડે છે.
  • જીવનની ગુણવત્તાનો વિકાસ થાય છે.

(૨) બાળ લગ્નથી થતી શારીરિક અને માનસિક સમસ્યાઓ જણાવો.

બાળ લગ્નથી થતી શારીરિક અને માનસિક સમસ્યાઓ

  • બાળ લગ્ન (Child Marriage) એ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી અથવા 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાનું લગ્ન કરાવવું છે. ખાસ કરીને છોકરીઓમાં બાળ લગ્નના કારણે ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

શારીરિક સમસ્યાઓ

1) કુમારી ગર્ભાવસ્થા

  • નાની ઉંમરે ગર્ભધારણથી માતા અને બાળક બંને માટે જોખમ
  • અપૂરતી શારીરિક વૃદ્ધિ હોવાને કારણે જટિલતા વધે

2) પ્રસૂતિ દરમિયાન જટિલતા

  • વધુ રક્તસ્ત્રાવ
  • અવરોધિત પ્રસૂતિ
  • માતૃત્વ મૃત્યુનો જોખમ વધે

3) એનિમિયા (રક્તાલ્પતા)

  • કુપોષણ અને આયર્નની અછત
  • થાક, ચક્કર અને કમજોરી

4) કુપોષણ

  • યોગ્ય આહાર ન મળવાથી માતા અને બાળક બંનેમાં કુપોષણ

5) યૌન માર્ગના ચેપ (RTI/STI)

  • યૌન જીવન માટે શારીરિક રીતે તૈયાર ન હોવાને કારણે ચેપનો જોખમ

માનસિક સમસ્યાઓ

1) તણાવ અને ડિપ્રેશન

  • નાની ઉંમરે જવાબદારીઓ આવવાથી માનસિક દબાણ

2) ભય અને અસુરક્ષા

  • નવા પરિવાર અને પરિસ્થિતિમાં ભય અનુભવવો

3) આત્મવિશ્વાસમાં ઘટાડો

  • શિક્ષણ બંધ થવાથી વિકાસ અટકી જવો

4) ઘરેલુ હિંસા

  • શારીરિક અને માનસિક શોષણનો ભોગ બનવાની શક્યતા

5) સામાજિક એકલતા

  • મિત્રો અને સમાજથી દૂર થવાથી એકલતા અનુભવવી

(૩) સંપરામર્શની વ્યાખ્યા આપી તેમાં કાઉન્સેલરનો રોલ જણાવો.

વ્યાખ્યા

  • લાભાર્થીને પોતાની લાગણીઓની રજૂઆત કરવા તેમજ તે પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવે તેવું વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયાને સંપરામર્શન કે કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.

રોલ ઓફ કાઉન્સેલર (સલાહકારની ભૂમિકા)

1.એક્ટીવ લીસનીંગ (સારા શ્રોતા)

  • ક્લાઈન્ટ (લાભાર્થી) દ્વારા આપવામાં આવેલા મૌખિક અને બિનમૌખિક સંદેશાઓ પર નજીકથી હાજરી આપો. ફોલો અપમાં ક્લીયર પ્રશ્નો સાથે સ્પષ્ટતા કરવી.

2.જોખમની ઓળખ

  • આકારણીઓ અને પરામર્શ દરમિયાન દરેક વાત ખાનગી રહેશે તેવો વિશ્વાસ પ્રદાન કરો.
  • સંબંધિત ડાયગ્નોસ્ટિક પ્રક્રિયાઓની સમીક્ષા કરો.

3.નિર્ણય લેવાનો સપોર્ટ

  • વિકલ્પો વિશે માહિતી પ્રદાન કરો
  • વિકલ્પોના ફાયદા અને ગેરફાયદાને ઓળખવામાં દર્દીને સહાય કરો
  • પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરો

4.ભાવનાત્મક સપોર્ટ

  • નિર્ણય દરમિયાન ખાતરી, સ્વીકૃતિ અને પ્રોત્સાહન પ્રદાન કરો.
  • સહાનુભૂતિ અને અન્યાય વિનાનો નિર્દેશક અભિગમ દર્શાવો તમારા પોતાના નિર્ણયો પર વિશ્વાસ ન કરો.

5.રેફરલ

  • જો જરૂરી હોય તો સેવાના સેવા પ્રોવાઇડરનો સંપર્ક કરો અને જે રેફરલ સેવા માટેની ગોઠવણ કરો
  • પરામર્શ ની વિગતો નો રેકોર્ડ કરો અને સંબંધિત દર્દીની રિફર ચિઠ્ઠી માં સામેલ કરો
  • રેફરલ ફોર્મ્સ તૈયાર કરો

6.ફોલોઅપ કેર

  • દર્દી અને કુટુંબને એકટીવ સંભાળ અને સહાય પ્રદાન કરો.
  • પરિવારના અન્ય સભ્યો ને પણ પરામર્શ ની જરૂર હોય તો પૂરી પાડો.

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)

(૧) ડોટ્સ (DOTS)

DOTS (Directly Observed Treatment, Short-course)

  • DOTS એટલે ક્ષયરોગ (TB)ની સારવાર માટે અપનાવવામાં આવેલ એક અસરકારક પદ્ધતિ. તેમાં દર્દીને દવા આરોગ્યકર્મી અથવા પ્રશિક્ષિત વ્યક્તિની દેખરેખ હેઠળ અપાય છે જેથી સારવાર નિયમિત અને સંપૂર્ણ થાય.

DOTS ના મુખ્ય હેતુ

  • TB દર્દીને સંપૂર્ણ અને નિયમિત સારવાર આપવી
  • દવા અધૂરી છોડવાના કારણે થતા Drug Resistance અટકાવવું
  • TBનો ફેલાવો ઘટાડવો

DOTS ના 5 મુખ્ય ઘટકો

  • સરકારી પ્રતિબદ્ધતા
  • કફની તપાસ દ્વારા નિદાન
  • નિયમિત દવા પુરવઠો
  • દેખરેખ હેઠળ સારવાર
  • નિયમિત રેકોર્ડ અને મોનીટરિંગ

DOTS પ્રોવાઇડરની જવાબદારી

  • ૧) દર હજારની વસ્તીએ દર મહિને ઓછામાં ઓછા બે સંભવિત દર્દીને ગળફાની તપાસ માટે D.M.C. ઉપર મોકલવું.
  • ૨) વિસ્તારના નિદાન થયેલા ટી.બી.ના દર્દીનું બોક્સ, ડુપ્લીકેટ કાર્ડ, ગળફાની તપાસ માટેના કપ તથા લેબ ફોર્મ આરોગ્ય કાર્યકર પાસેથી મેળવવા.
  • 3) સારવારના બધા જ ડોઝ રોજે રોજ રૂબરૂમાં ગળાવવા રૂબરૂમાં ગળાવેલ હોય તો (✓) ખરાની નિશાની સારવારકાર્ડમાં કરવી.
  • ૪) સારવારમાં દર્દી નિયત વારે દવા લેવા માટે ન આવે તો તે જ દિવસે દર્દીના ઘરની મુલાકાત લઈને દર્દીને બાકી રહી ગયેલ ડોઝ રૂબરૂમાં ખવડાવવો અથવા તો દર્દીને બીજા દિવસે આપવો અને ત્યાર બાદ બાકીના ડોઝ સમયસર ગળાવવા.
  • ૫) સારવારમાં નિયત કરેલ વારે દર્દી દવા લેવા માટે ન આવે તો તે જ દિવસે અંતે જે તે તારીખના માં (0) ની નિશાની કરવી.
  • ૬) અનિવાર્ય સંજોગોમાં દર્દીને રૂબરૂમાં દવા કરાવેલ ન હોય પરંતુ ઘરે આપેલ હોય તો જે તે તારીખના ખાનામા(✓) ખરાની નિશાની કરવી અને રીમાર્કસ કોલમમાં આ બાબતનું કારણ દર્શાવવુ.
  • ૭) દર્દી વારંવાર અનિયમિત હોય તો અથવા તો દર્દી દવા લેવા માટે આવતો ન હોય તો તુરત જ આરોગ્ય કાર્યકર અથવા મેડિકલ ઓફિસરશ્રી ને જાણ કરવી.
  • ૮) ગળફામા ટીબીના જીવાણુ ધરાવતા તમામ દર્દીઓના ઘરની અન્ય કોઈ વ્યક્તિઓને કોઈપણ સમયની ખાંસી આવતી હોય તો તુરત જ ગળફાની તપાસ કરાવવા માટે D.M.C.ઉપર મોકલવા.
  • ૯) ગળફામાં ટી.બી.ના જીવાણુ ધરાવતા તમામ દર્દીઓ ના છ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને આઇઝોનેક્સની ગોળીઓ નિયમિત મળે અને બાળકને નિયમિત અપાય તે જોવુ.
  • ૧૦) દર્દીને દવા ગળાવ્યા પછી તુરત જ કાર્ડમાં તેની નોંધ અચૂક કરવી અને સમયાંતરે વિસ્તારના આરોગ્ય કાર્યકરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોંધ કરાવવા માટે માહિતી આપવી.
  • ૧૧) કેટેગરી 1 અને 2 ના દર્દીને સઘન સારવાર અને સતત સારવાર પૂરી થવાના અઠવાડિયાના પહેલા દર્દીને અચૂક સ્પુટમ કપ આપી વહેલી સવારનો ગળફો લઈને લેબોરેટરીમાં દર્દી પોતે જ આપવા જાય તે અંગેની જાણકારી આપવી.
  • ૧૨) દર્દીની દવા પૂર્ણ થાય અથવા મરણ પામે તો દર્દીનું ડુપ્લીકેટ કાર્ડ તથા દર્દીનું બોક્સ તમારા વિસ્તારના આરોગ્ય કાર્યકરને તરત જમા કરાવવું.
  • ૧૩) જો દર્દીની સારવાર પૂર્ણ થાય અથવા દર્દી સાજો થાય તો જિલ્લા ક્ષય કેન્દ્ર તરફથી ડોટ પ્રોવાઇડરને માનદ વેતન તરીકે પ્રત્યેક દર્દી દીઠ રૂપિયા.૧૦૦૦/- (કેટેગરી એક) રૂપિયા.૧૫૦૦/- (કેટેગરી બે) માટે ચૂકવવામાં આવે છે.
  • ૧૪) ટીબી રોગના ફેલાવા અંગે તથા સારવાર અંગે લોકોમાં જનજાગૃતિ ઉભી કરવી.
  • વહેલું નિદાન + પુર્ણ સારવાર = સંપુર્ણ રોગ મુક્તિ

(૨) હોમ વિઝીટના સિધ્ધાંતો

હોમ વિઝીટના સિદ્ધાંતો

  • સમુદાયની પાયાની જરૂરિયાતને અનુલક્ષીને હોમ વિઝીટનું આયોજન કરવું.
  • હોમ વિઝીટ વખતે લોકોની લાગણી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખવી.
  • કુટુંબ સાથે સંબંધ સ્થાપ્યા પછી ઘર અને તેના વાતાવરણ વિશે માહિતી મેળવવી જરૂરી છે અને તે વખતે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવું જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.
  • આપણે જે વિષયની ચર્ચા કરીએ તે વૈજ્ઞાનિક રીતે આધારવાળો અને ચોક્કસ હોવાં જોઈએ.
  • કોઈપણ નર્સિંગ પ્રોસિજર કરતી વખતે કૌશલ્યનો ઉપયોગ કરવો તેમ જ યોગ્ય ટેકનીકનો ઉપયોગ કરવો.
  • આપણા એરિયામાં એજન્સી હોય તેના નીતિ નિયમો અને સેવાઓની જાણકારી હોવી જોઈએ.
  • સમુદાયના સ્ત્રોતની જાણકારી હોવી જોઈએ તેમ જ તેનો શાણપણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
  • સમુદાયની હકીકતોને પહેલા ઓળખવી જોઈએ.
  • સમુદાયમાં બનતા બનાવોને જાણવા ખૂબ જરૂરી છે.
  • હોમ વિઝીટમાં વ્યક્તિ અને કુટુંબની સાથે નર્સિંગ કેર પ્લાન બનાવવો અને તેમનો કામગીરીમાં સમાવેશ કરવો, પોતાનું સ્વનિરીક્ષણ કરવું, સુવા મૂલ્યાંકન કરવું અને ક્વોન્ટીટી કરતા ક્વોલિટી વર્ક કરવું.
  • દરેક વિઝીટ વખતે કરેલા કાર્યનું રેકોર્ડિંગ ડેઇલી ડાયરીમાં કરવું તેમજ રજીસ્ટરોમાં પણ રેકોર્ડ રાખવો.
  • દરેક કરેલા કાર્યોનું નિરીક્ષણ કરવાનું અને કુટુંબ સાથેનો વ્યવહાર માનવતા ભર્યો રાખવો જેથી કુટુંબના સભ્યોનો વિશ્વાસ સંપાદન કરી શકાય.

(૩) સમુદાયની જરૂરીયાતની આકરણી

  • કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ એટલે સમુદાયની અનુભવાતી જરૂરીયાતો પર આધારીત, કાલ્પનિક નહી પણ પધ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઉપરથી નીચેથી તરફના અભિગમ ને બદલે નીચેથી ઉપર તરફના અભિગમનો ઉપયોગ કરીને આપવામાં આવતી સેવા.

CNA ના હેતુઓ

  • અગ્રતાક્રમ નક્કી કરવા માટે.
  • લક્ષિત અને જોખમી જુથો ઓળખવા માટે.
  • સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે.
  • સામગ્રીની જરૂરીયાત નક્કી કરવા માટે.
  • કર્મચારીને વાસ્તવિક આયોજન કરવા માટે.
  • લોકોને સારા પ્રકારની હેલ્થ સર્વિસિસ મળી રહે તે માટે.

CNA ના સ્કોપ

  • કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ અને કોમ્યુનિટી લીડર, ફેમીલી અને કોમ્યુનિટીના માણસો વચ્ચે સારા ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ડેવલપ થઈ શકે છે.
  • આંગણવાડી વર્કર, આશા.તાલીમ પામેલ દાઇ, મહિલા સ્વાસ્થ્ય સંઘ, ગામની કડિરૂપ વ્યક્તિઓ,ગ્રામ પંચાયતના સભ્યો.શાળાના શિક્ષકો, ધર્મ ગુરુઓ અને પાદરીઓ, સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો.ગામના ઔપચારીક સંસ્થાના સભ્યો.આ તમામ. ગામની કૌટુંબીક માહિતી એકઠી કરવામાં મદદ કરે છે,જેમ કે જન્મ-મરણ વગેરે બનાવો તથા રોગચાળો.
  • તેના દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ માં ગુણવતા વધારી શકાય છે.જેમકે વિશ્વાસનિયતા, સારા શ્રોતા, દયા-ભાવ. આત્મવિશ્વાસ વગેરે.
  • CNA દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ કોમ્યુનીટીના માણસોનુ પરંપરા સારી રીતે સમજી શકે છે.
  • CNA દ્વારા કોમ્યુનિટી હેલ્થ નર્સ, કોમ્યુનિટી પીપલના હેલ્થ સમસ્યાને અને તેની પાછળના છુપા કારણને ઓળખી શકે છે.જેના દ્વારા તે સાચો ડાયગ્નોસિસ કરી શકે અને ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરી શકે છે.
  • આ ઉપરાંત આપેલ ટ્રીટમેન્ટ પ્લાનને અમલમાં લાવી તેનું ફોલો અપ પણ કરી શકે છે.

સમુદાયની જરૂરીયાતનું (CNA) આયોજન

  • સમુદાયની જરૂરીયાતનું આયોજન નીચેની બાબતો પર આધારીત છે.
  • કાલ્પનિક નહી પણ પધ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર આયોજન હોવુ જોઇએ.અને તે મુજબ લક્ષ્યાંક નક્કી કરવો જોઇએ.
  • આ ઉપરાંત સમુદાયની જરૂરીયાતનું આયોજન કાર્ય કરનારની કાર્યક્ષમતા પર આધારીત છે.
  • લોકોના સહભાગીપણા, સંકલન, સંપરામર્શ, સહકાર અને સેવાઓના સારા ઉપયોગ પર આધારીત છે.

(૪) મમતા દિવસ

મમતા દિવસ એ માતા અને બાળકની આરોગ્ય સંભાળ માટેનું એક વિશિષ્ટ દિવસ હોય છે, જે દરમિયાન આરોગ્યકર્મીઓ ગ્રામ્ય વિસ્તારોમાં গিয়ে ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકો માટે વિવિધ આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે. મમતા દિવસના કાર્ય આયોજન માટેની પદ્ધતિઓ નીચે મુજબ છે:

મમતા દિવસનું કાર્ય આયોજન

લક્ષ્ય સમુદાય અને સ્થળની ઓળખ

  • ગામ, વાડી, કે અન્ય સ્થળની પસંદગી કરવી જ્યાં મમતા દિવસનું આયોજન થશે.
  • લક્ષ્ય સમુદાયની માહિતી એકત્ર કરવી, જેમ કે ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકો.

ટીમની રચના

  • ANM, ASHA વર્કર્સ, ANMs, મિડવાઇફ, અને અન્ય આરોગ્યકર્મીઓની ટીમ બનાવવી.
  • ટીમના દરેક સભ્યની જવાબદારીઓ નિર્ધારિત કરવી.

સામગ્રી અને સાધનોની વ્યવસ્થા

  • આવશ્યક દવાઓ, વિટામિન્સ, રસી, ટૂર્નિકિટ્સ, માપવાના સાધનો, પ્રાથમિક સારવાર કીટ વગેરે જેવી સામગ્રી તૈયાર કરવી.
  • જરૂરી ફોર્મ્સ, રેકોર્ડ પત્રો અને પ્રદર્શનો માટેના ચાર્ટ્સ તૈયાર રાખવા.

પ્રમોશન અને જાગૃતિ

  • મમતા દિવસ વિશે જાગૃતિ ફેલાવવા માટે ગામમાં જાહેરાતો કરવી.
  • સમુદાયના નાગરિકોને મમતા દિવસ વિશે માહિતી આપવી અને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવું.
  • ASHA વર્કર્સ દ્વારા ઘેરઘેર માહિતી આપવી.

સ્થળની તૈયારી

  • આયોજિત સ્થળને યોગ્ય રીતે સજ્જ કરવું, જેમાં આરામદાયક બેઠકો, પીવાના પાણી અને સ્વચ્છતાની વ્યવસ્થા હોય.
  • જરૂરી છેક-અપ બિથકો (સપ્ટિંગ ટેબલ) ની વ્યવસ્થા કરવી.

કામકાજની યાદી (Agenda) તૈયાર કરવી

  • વિવિધ પ્રવૃત્તિઓ માટે સમયસૂચિ બનાવવી, જેમ કે ચકાસણી, રસીકરણ, કાઉન્સેલિંગ, વગેરે.
  • તમામ પ્રવૃત્તિઓના સમયગાળા અને ક્રમની યાદી બનાવવી.

સેવાઓ

  • ગર્ભાવસ્થા ચકાસણી: ગર્ભવતી મહિલાઓની આરોગ્ય ચકાસણી, હિમોગ્લોબિન પરીક્ષણ, પોષણ અને આરોગ્ય સલાહો.
  • જન્મ પછીની સંભાળ: માતા અને નવજાત બાળકોની ચકાસણી, સ્તનપાન સલાહો, અને પીણાની વ્યવસ્થા.
  • રસીકરણ: બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી રસી આપવી.
  • કુટુંબ નિયોજન: કુટુંબ નિયોજન વિશે માહિતી અને સલાહો આપવી.
  • અન્ય સેવાઓ: પોષણ, સફાઈ અને અન્ય આરોગ્ય સેવાઓ વિશે જાગૃતિ અને શિક્ષણ.

રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ

  • તમામ ઉપચાર અને સેવાઓનું સચોટ રેકોર્ડિંગ કરવું.
  • દરેક દર્દી માટે ફાઈલ્સ અને રિપોર્ટ્સ તૈયાર કરવી.

મુલ્યાંકન અને ફોલો-અપ

  • મમતા દિવસ પછી ઓવરઓલ મૂલ્યાંકન કરવું.
  • જરૂરી ફોલો-અપ અપોઈન્ટમેન્ટ્સ નક્કી કરવી.
  • લોકોને આવશ્યક દવાઓ અને નિરિક્ષણ માટે સમયસર કૉન્ટેક્ટ કરવો.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12)

(૧) ડબલ્યુ.એચ.ઓ : ઈ.સ. ૧૯૪૬માં ન્યુયોર્ક ખાતે ઈન્ટરનેશન હેલ્થ કોન્ફરન્સ ભરાઈ તેમાં ૫૧ દેશો એ ભાગ લીધો હતો આ કોન્ફરન્સની ટેકનીકલ કમીટીની ભલામણ મુજબ એક એવી સંસ્થા જે ઘણા દેશોના આરોગ્ય માટે કામ કરે તેવી હોવી જોઈએ અને આ ભલામણ મુજબ ૭ એપ્રીલ ૧૯૪૮માં WHO ની સ્થાપના થઈ આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રની સંઘની એક સ્પેશીયલ અને બિનરાજકીય એજન્સી છે. જેનુ મુખ્ય કેન્દ્ર જીનીવા ખાતે આવેલું છે. WHO ને સ્થાપના દિન ૭ એપ્રિલ જે વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવીએ છીએ.

(૨) સર્વે : સમુદાયમાં રહેતા લોકોનું અવલોકન કરીને માહિતી ભેગી કરવાની રીતને કોમ્યુનિટી સર્વે કહે છે તેને હેલ્થ સર્વે પણ કહેવામાં આવે છે.

  • જ્યારે સમુદાયમાં રહેતા લોકોના આરોગ્યને લગતા, ખોરાકને લગતા, માંદગીને લગતા સર્વે કરીને માહિતી એકઠી કરવામાં આવે તો તેને હેલ્થ સર્વે કહેવામાં આવે છે.

(૩) પેન્ડેમિક : પેન્ડેમિક એટલે કોઈ ચેપી રોગનો ફેલાવો જે એક દેશ કે વિસ્તાર સુધી મર્યાદિત ન રહી અનેક દેશો અથવા સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય. જ્યારે કોઈ રોગ મોટા પાયે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાય અને મોટી સંખ્યામાં લોકોને અસર કરે, તેને પેન્ડેમિક કહે છે. ઉદાહરણ : COVID-19

(૪) હોમ વિઝીટ : હોમ વિઝીટ એટલે કે નકકી કરેલા અને ફાળવેલ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે વિઝીટ કરીને અને દરેક વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરીને રોગોની સારવાર આપવી તેમજ રોગોના નિયંત્રણ તેની અટકાયત અને આરોગ્યના સ્તરને ઉંચુ લાવવા માટે જે પગલાઓ લેવા અને આરોગ્ય શિક્ષણ ઘરમાં જ પુરુ પાડવામાં આવે તેને હોમ વિઝીટ કહેવાય છે.

(૫) રોલ પ્લે : કોઈપણ આદર્શ વ્યક્તિ કે સાહિત્ય કે જે જીવનમાં હેલ્થના બદલાવ લાવી શકે તેવા પાત્રની ભજવણી કરીને એવી રીતે આરોગ્ય શિક્ષણ આપવાની રીત ને રોલ પ્લે કહેવામાં આવે છે.

  • સ્ટેજ પર જે તે વિષયની વાસ્તવિકતા દર્શાવવી પડે છે. તેના માટે વ્યક્તિઓની, સાધન સંપતિની અને સ્ટેજની જરૂર પડે છે. અને અન્ય સામગ્રીની પણ જરૂર પડે છે.
  • પાત્રની ભજવણી કરતા પહેલા અગાઉથી તૈયારી અને પ્લાન કરવો પડે છે.

(૬) કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ : કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ તે નર્સિંગ અને કોમ્યુનીટીનું સહયોગીકરણ છે. જે લોકોનું આરોગ્ય જાળવવા માટે અને આરોગ્યનું સ્તર ઉચું લાવવા માટે આપવામાં આવે છે.

(૭) પ્રાઈમરી મેડિકલ કેર : પ્રાઈમરી મેડિકલ કેર એટલે વ્યક્તિને આરોગ્ય સમસ્યા થાય ત્યારે મળતી પ્રથમ અને મૂળભૂત આરોગ્ય સેવા. આ સેવા નજીકના આરોગ્ય કેન્દ્ર પર સરળતાથી અને ઓછી ખર્ચે ઉપલબ્ધ હોય છે.

પ્રાઈમરી મેડિકલ કેરના હેતુ

  • સામાન્ય રોગોની સારવાર
  • રોગ નિવારણ અને આરોગ્ય પ્રોત્સાહન
  • માતા અને બાળ આરોગ્ય સેવાઓ
  • રસીકરણ અને કુટુંબ કલ્યાણ સેવાઓ

(૮) લીડર : લીડર એટલે એવી વ્યક્તિ જે જૂથ, સંસ્થા અથવા સમાજને યોગ્ય દિશા આપે, માર્ગદર્શન આપે અને લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રેરણા આપે.લીડર એ વ્યક્તિ છે જે પોતાની કુશળતા, દ્રષ્ટિ અને પ્રભાવ દ્વારા અન્ય લોકોને પ્રેરિત કરીને નિર્ધારિત હેતુ તરફ દોરી જાય છે.

પ્રશ્ન-૬ (અ) નીચેના માંથી સાચો જવાબ લખો. 05

(૧) ટ્રાયબલ એરિયામાં એક સબસેન્ટર કેટલી વસ્તીએ હોય છે?

(અ) ૧০০০

(બ) ૨০০০

(ક) ૩०००

(ડ) ૪०००

(૨) FIPV ની રસી કઈ જગ્યાએ મુકવામાં આવે છે ?

(અ) ઈન્ટ્રાડર્મલ

(બ) સબકયુટેનસ ટીસ્યું

(ક) ઈન્ટ્રા મસ્કયુલર

(ડ) વેઈન

(૩) નર્સિંગ ડે ની ઉજવણી કયાં દિવસે કરવામાં આવે છે.

(અ) ૦૭ ડીસેમ્બર

(બ) ૦૭ એપ્રિલ

(ક) ૧૨ મે

(ડ) ૧૨ જાન્યુઆરી

(૪) WHO નું હેડક્વાટર કયાં આવેલું છે?

(અ) દિલ્હી

(બ) જીનીવા

(ક) અમેરિકા

(ડ) આફ્રિકા

(૫) જનરલ સર્વેમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે.

(અ) ૧૫ વર્ષ

(બ) ર૦ વર્ષ

(ક) ૧૦ વર્ષ

(ડ) ૦૫ વર્ષ

(બ) ખાલી જગ્યા પુરો. 05

(૧) NIPI એ ………….. ના નિયંત્રણ માટેનો પ્રોગ્રામ છે. પોલિયો

(૨) ફિમેલ હેલ્થ વર્કરનું સુપર વિઝન …………… કરે છે. હેલ્થ આસિસ્ટન્ટ (Female) / LHV

(૩) રજિસ્ટર નં. ૪/૫ માં …………… આવે છે. જન્મ અને મૃત્યુ

(૪) વિટામીન A નો ટોટલ ડોઝ ………….. યુનિટ હોય છે. ૯,૦૦,૦૦૦ યુનિટ (IU)

(૫) સ્કેબીઝની ટ્રીટમેન્ટ માટે ………….. દવા વપરાય છે. પર્મેથ્રિન

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.05

(૧) પ્રોટીનની ઉણપથી મરાસ્મસ નામનો રોગ થાય છે. ❌

(૨) ફલેશકાર્ડ એ સસ્તામાં સસ્તું A.V. એડ છે. ✅

(૩) ૨૮ અઠવાડીયાં પછી MTP કરવામાં આવે છે. ❌

(૪) આરોગ્ય શિક્ષણ માત્ર જૂથમાં જ આપી શકાય છે. ❌

(૫) સોશિયલ લર્નિંગમાં બાળક બીજાનું અનુકરણ કરીને શીખે છે. ✅

Published
Categorized as ANM-CHN-PAPER, Uncategorised