(૧) બીહેવીઅર ચેન્જ કોમ્યુનીકેશન (બીસીસી) એટલે શું? 03
બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેશન
Definition: અર્થપૂર્ણ કોમ્યુનિકેશનથી લોકોના બિહેવિયરમાં ચેન્જ લાવી શકાય છે આ બિહેવિયરમાં બદલાવ લાવવાની પ્રક્રિયાને બીહેવીયર ચેન્જ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
હેલ્થ એજ્યુકેશનનો મુખ્ય ચિંતાનો વિષય એ છે કે લોકોના સ્વાસ્થ્ય વર્તનમાં ફેરફાર કેવી રીતે લાવવો.
બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેશન એ વાત પર ભાર આપે છે કે લક્ષિત જૂથના સભ્યો વચ્ચે વિચારોનું આધાર પ્રદાન થાય, જેમાં માત્ર સાંભળવું જ નહીં પરંતુ લોકોના હિત માટે આરોગ્ય લક્ષી સંવાદોનો ઉપયોગ કરવો.
જેના માટે કેટલાક માધ્યમો અને રીતોનો ઉપયોગ કરી વ્યવહાર પરિવર્તનને પ્રોત્સાહિત કરી શકાય છે અને તેનાથી આરોગ્ય લક્ષી જોખમોને લાંબા સમય સુધી ઘટાડી શકાય છે.
હેતુ : બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશનો મુખ્ય હેતુ લોકોમાં આરોગ્ય વિષયક માહિતી આપી તેમાં પોઝિટિવ ફેરફાર દ્વારા હેલ્થને પ્રમોટ કરવાનો છે.
(૨) બીસીસીનાં તબકકાઓ લખો. 04
બીસીસી ના મુખ્ય તબકકાઓ
1.જાગૃતિ તબક્કો (Awareness Stage)
લોકોને સમસ્યા કે આરોગ્ય મુદ્દા વિશે માહિતગાર બનાવવવા.
આરોગ્ય જોખમો અને નવા આદર્શ આચરણો વિશે માહિતી આપવી.
2.જ્ઞાન તબક્કો (Knowledge Stage)
આરોગ્ય સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમજણ આપવી.
યોગ્ય માહિતી લોકોને પહોંચાડવી.
3. વલણ પરિવર્તન તબક્કો (Attitude Change Stage)
લોકોની માન્યતાઓ, વિચારધારામાં સકારાત્મક ફેરફાર લાવવો.
અપનાવેલા આરોગ્યપ્રદ વર્તનને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે સતત પ્રેરણા આપવી.
ફોલો-અપ અને મોનીટરીંગ કરવું.
(૩) બીસીસીનાં અભિગમો લખો. 05
બીસીસીના અભિગમો
કોઈપણ વ્યક્તિના વર્તનમાં બદલાવ માટે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન મહત્વનો ભાગ ભજવે છે. બી.સી.સી. માં નીચે મુજબના ત્રણ અભિગમનો સમાવેશ કરવામાં આવે છે.
૧. માસ કમ્યુનિકેશન
મોટા પ્રમાણમાં કમ્યુનિકેશન માટે પ્રિન્ટ મીડિયા ( ન્યૂઝ પેપર, મેગેઝીન ) અને ઇલેક્ટ્રોનિક મીડિયા ( રેડિયો, ટીવી, વિડિયો કોમ્પ્યુટર વગેરે ) નો ઉપયોગ કરવામાં આવે છે.
જે સેન્ડર અને રીસીવર વચ્ચે જોડાણ માટેનું માધ્યમ બને છે.
પરંતુ આ વન વે કમ્યુનીયેશન છે, જેથી તે ફક્ત માહિતી પ્રદાન કરે છે.
આથી તેમાં વિગતવાર માહિતી મળતી નથી અને ચર્ચા શક્ય નથી, પરંતુ આજના સમયમાં લાર્જ પોપ્યુલેશનને માહિતી આપવા માટે માસ કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે.
માસ કોમ્યુનિકેશન એ પરિષદો, મોટી સભાઓ અને રેલીઓ વગેરેનું આયોજન કરીને પણ કરી શકાય છે.
૨. ગ્રુપ કમ્યુનિકેશન
લોકોનું ગ્રુપ કે જેમાં 40 થી 50 સભ્યો હોય અને તે બધા સાથે મળી કોઈ વિષય પર ચર્ચા કરે તેને ગ્રુપ કોમ્યુનિકેશન કહે છે.
ગ્રુપ કોમ્યુનિકેશન માટે લીડરશીપ, વિચારોની સમાન વહેંચણી, રોલ અને ધારા ધોરણ ઉપરાંત ગ્રુપ પ્રેશરની જરૂરિયાત રહે છે.
જે બધી બાબતો સમાન ધ્યેયને મેળવવા માટે ગ્રુપનું ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગ્રુપ કમ્યુનિકેશન માટે ડિસ્કશન સેમિનાર, પેનલ ડિસ્કશન વગેરે જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
૩. ઇન્ડિવિઝ્યુઅલ કમ્યુનિકેશન
લોકોને ભરોસામાં લાવવા માટેની આ એક ઇફેક્ટિવ પ્રોસેસ છે.
જેમાં વ્યક્તિ પોતાની અંગત સમસ્યાઓ જણાવી શકે છે અને એજ્યુકેટર તેનો ઉકેલ લાવી વ્યક્તિને મદદ કરે છે.
વ્યક્તિને મોટીવેટ કરી તેને હેલ્ધી લાઈફ જીવવા માટે સમજાવવામાં આવે છે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
જે તેની વર્તણૂકને બદલવા તરફ દોરી જાય છે.
આ પદ્ધતિ સમય માંગી લે તેવી છે, કારણ કે એક સમયે ફક્ત એક જ વ્યક્તિને પ્રોત્સાહિત કરી શકાય છે.
અથવા
(૧) ગ્રુપ એટલે શું? 03
ગ્રુપ
સોશિયલ ગ્રુપ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સમસ્યાઓ કે જરૂરિયાત સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને એક જૂથમાં જોડાયેલા હોય ત્યારે તેને ગ્રુપ કહે છે.
અથવા
જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ એકસાથે ભેગા થાય અને એકબીજાને પ્રભાવિત કરે છે ત્યારે તેઓ સામાજિક જૂથની રચના કરે છે.
ગ્રુપના કદ,ક્રિયા પ્રતિક્રિયાની પ્રકૃતિ, ગ્રુપના હીત, વય, લિંગ, વર્ગ, રાષ્ટ્રીયતા, જાતિ અને ધર્મના આધારે જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
સ્મોલ ગ્રુપ
લાર્જ ગ્રુપ
ફોર્મલ ગ્રુપ
ઇનફોર્મલ ગ્રુપ
ઇન ગ્રુપ
આઉટ ગ્રુપ
પ્રાઇમરી ગ્રુપ
સેકન્ડરી ગ્રુપ
(૨) પ્રાયમરી હેલ્થ કેર વર્ણવો. 04
પ્રાઇમરી હેલ્થ કેર
Definition : પ્રાથમિક આરોગ્ય સંભાળ તે જરૂરી આરોગ્ય સંભાળ છે. વૈજ્ઞાનિક રીતે આધારવાળી, બુદ્ધિગમ્ય હોય અને સાર્વત્રિક પ્રાપ્ય હોય છે. ઘર આંગણે અપાય તેવી તમામ પાયાની સેવાઓ આવરી લીધેલ હોય, સમાજ દ્વારા સ્વીકાર્ય હોય અને લોક ભાગીદારી દ્વારા દેશ અને સમાજને પોસાય તેવી કિંમત હોય.
1977 માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ સૌના આરોગ્ય માટે ચળવળ શરૂ કરવા નક્કી કર્યું.
1978 માં 12 મી સપ્ટેમ્બર એ આલ્મા આટા ખાતે WHO અને યુનિસેફના સંયુક્ત પ્રયાસ રૂપે યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં અગાઉના વર્ષમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની 30 મી વિશ્વ આરોગ્ય પરિષદે પસાર થયેલ ઠરાવને મંજૂરી આપી.
આરોગ્ય સેવાઓના વિકાસ અર્થે કેટલાક મૂળભૂત પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા અને તે માટે ઘોષણા કરી કે સૌના માટે આરોગ્ય જન્મ સિધ્ધ બને.
સન 2000 ની સાલ સુધીમાં સૌના આરોગ્ય માટે તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિશ્વના તમામ નાગરિકોને એક ન્યૂનતમ આરોગ્ય સ્તર પ્રાપ્ત થાય કે જે તેમને આર્થિક દ્રષ્ટિએ ઉત્પાદક અને સામાજિક દ્રષ્ટિએ જીવન જીવવા માટે ઉપયોગી થાય.
હોમ વિઝીટ વખતે લોકોની લાગણી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખવી.
કુટુંબ સાથે સંબંધ સ્થાપ્યા પછી ઘર અને તેના વાતાવરણ વિશે માહિતી મેળવવી જરૂરી છે અને તે વખતે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવું જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.
આપણે જે વિષયની ચર્ચા કરીએ તે વૈજ્ઞાનિક રીતે આધારવાળો અને ચોક્કસ હોવાં જોઈએ.
કોઈપણ નર્સિંગ પ્રોસિજર કરતી વખતે કૌશલ્યનો ઉપયોગ કરવો તેમ જ યોગ્ય ટેકનીકનો ઉપયોગ કરવો.
આપણા એરિયામાં એજન્સી હોય તેના નીતિ નિયમો અને સેવાઓને જાણકારી હોવી જોઈએ.
સમુદાયના સ્ત્રોતની જાણકારી હોવી જોઈએ તેમ જ તેનો શાણપણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
સમુદાયની હકીકતોને પહેલા ઓળખવી જોઈએ.
સમુદાયમાં બનતા બનાવોને જાણવા ખૂબ જરૂરી છે.
હોમ વિઝીટમાં વ્યક્તિ અને કુટુંબની સાથે નર્સિંગ કેર પ્લાન બનાવવો અને તેમનો કામગીરીમાં સમાવેશ કરવો, પોતાનું સ્વનિરીક્ષણ કરવું, સુવા મૂલ્યાંકન કરવું અને ક્વોન્ટીટી કરતા ક્વોલિટી વર્ક કરવું.
દરેક વિઝીટ વખતે કરેલા કાર્યનું રેકોર્ડિંગ ડેઇલી ડાયરીમાં કરવું તેમજ રજીસ્ટરોમાં પણ રેકોર્ડ રાખવો.
દરેક કરેલા કાર્યોનું નિરીક્ષણ કરવાનું અને કુટુંબ સાથેનો વ્યવહાર માનવતા ભર્યો રાખવો જેથી કુટુંબના સભ્યોનો વિશ્વાસ સંપાદન કરી શકાય.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) રિપોર્ટસ એટલે શું? રિપોર્ટસના પ્રકારો વર્ણવો. 08
રિપોર્ટ
Definition : રેકોર્ડ્સ પરથી મેળવેલી માહિતી અને તેનો અહેવાલ ઉપરી અધિકારીને આપીએ અથવા તો મોકલાવીએ તેને રિપોર્ટ્સ કહેવામાં આવે છે. રિપોર્ટ્સ લખો અને તેને લાંબા સમય સુધી સલામત જાળવી રાખો તે બહુ જ અગત્યનું છે.
રિપોર્ટના પ્રકાર
ઓરલી રિપોર્ટ
રિટર્ન રિપોર્ટ
ટેલીફોનીક રિપોર્ટ
1. ઓરલી રિપોર્ટ
જ્યારે તાત્કાલિક રિપોર્ટ આપવાની જરૂરત ઉભી થાય ત્યારે મૌખિક રેકોર્ડ આપવામાં આવે છે.
છતાં પણ મૌખિક બાબતની જાણ કરવી એ ખૂબ જ જરૂરી છે.
દા.ત. એક નર્સની ફરજ પૂરી થતી હોય અને બીજી નર્સ તેને છોડાવે છે ત્યારે એકબીજાને પરસ્પર મૌખિક રિપોર્ટ આપે છે.
જે નર્સની ફરજ પૂરી થાય છે તેમણે દર્દી વિશે મૌખિક રિપોર્ટ આપવાના હોય છે.
આ ઉપરાંત નર્સ દ્વારા કામગીરી કર્યા બાદ તેના ઇન્ચાર્જને પણ મૌખિક રિપોર્ટ આપે છે.
ઉપરી અધિકારી, મેટ્રન કે ડોક્ટર જ્યારે રાઉન્ડમાં આવે છે.
ત્યારે મૌખિક રિપોર્ટની આપ લે થાય છે.
આ મૌખિક રિપોર્ટથી કાર્ય ઝડપી બને છે.
2. રિટર્ન(લેખિત) રિપોર્ટ
જ્યારે વધુ પડતી સંખ્યામાં સ્ટાફને જાણ કરવાની હોય અથવા તો માહિતી લાંબા સમય સુધી કે કાયમી સાચવવાની હોય તેમ જ ભવિષ્યના રિપોર્ટસની માહિતી ઓફિસિયલ રેકોર્ડ તરીકે રાખવાની હોય અથવા તો સ્પેશિયલ દર્દીનો રિપોર્ટ હોય, આંકડાનો રિપોર્ટ હોય, ડે એન્ડ નાઈટ રિપોર્ટ, વિઝીટ રિપોર્ટ વગેરે અનેક રિપોર્ટ્સ લેખીત હોય છે.
આ લેખિત રિપોર્ટ લખતી વખતે તે સિમ્પલ, શોર્ટ, મુદ્દાસર, ક્લિયર અને અર્થપૂર્ણ હોવા જોઈએ.
તેમજ સાદી ભાષામાં લખાયેલા હોવા જોઈએ.
રિપોર્ટ્સની અંદર તારીખ તથા લખનારની સહી હોવી જોઈએ.
3. ટેલિફોનિક રિપોર્ટ
જ્યારે ઈમરજન્સી હોય ત્યારે કામ ચલાવ માહિતી ટેલીફોન દ્વારા આપવામાં આવે છે.
આ માહિતી આપવાની હોય ત્યારે કોણ વ્યક્તિ બોલે છે. ક્યાંથી બોલે છે.
જેના ટેલીફોન નંબર, તારીખ, સમય વગેરે વિગત લખી લેવી જોઈએ.
અને જ્યારે તે વ્યક્તિ રૂબરૂ મળે ત્યારે લેખિતમાં લેવું જોઈએ.
દા.ત. જ્યારે દર્દીની હાલત ગંભીર થાય ત્યારે ઇમરજન્સીમાં ડોક્ટરને ફોન કરીને બોલાવવામાં આવે છે.
રિપોર્ટ રાઇટીંગ ઇન હોસ્પિટલ
1.ઓરલ રિપોર્ટ (મૌખિક રિપોર્ટ)
માહિતીની તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે મૌખિક રિપોર્ટ આપવામાં આવે છે પરંતુ તેનો આધાર લેખિત રિપોર્ટ પર હોય છે.
સામાન્ય રીતે તે ગંભીર દર્દીને હેન્ડલ કરતી વખતે અને દર્દીના ટ્રાન્સફર વખતે ઉપયોગમાં લેવામાં આવે છે.
2.રિટર્ન રિપોર્ટ(લેખિત રિપોર્ટ)
લેખિત રિપોર્ટ કાયમ માટે હોય છે.
હોસ્પિટલમાં ઘણા પ્રકારના લેખિત રિપોર્ટ મેન્ટેન કરવામાં આવે છે જે નીચે મુજબ છે.
ડે એન નાઈટ રિપોર્ટ ઓફ પેશન્ટ
સીનસ રિપોર્ટ દા.ત. ઇવનિંગ એન્ડ મોર્નિંગ રીમેનીગ
ઇન્ટર ડિપાર્ટમેન્ટલ રિપોર્ટ
રિપોર્ટ ઓફ એક્સિડન્ટસ
પેશન્ટ્સ કન્ડિશન એન્ડ કમ્પ્લેન રીપોર્ટ
ડેથ એન્ડ બર્થ રિપોર્ટ
રિપોર્ટ જે વ્યક્તિ દ્વારા લખાયેલો હોય તેની તારીખ અને સમય સાથે સહી કરેલી હોવી જરૂરી છે.
(૨) વિકલાંગતા ધારો લખો. 04
વિકલાંગ ધારો
વિકલાંગ વ્યક્તિ ધારો 1995 ભારતની સંસદમાં ઘડવામાં આવ્યો છે.
તે 7 ફેબ્રુઆરી 1996 ના રોજ અમલમાં આવ્યો.
હાલ વિકલાંગ વ્યક્તિને દિવ્યાંગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે
આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને…
સમાન તકો પૂરી પાડવા માટે
તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે
તેમને સંપૂર્ણ સહભાગીતા પૂરી પાડવા માટેનો એક પ્રયત્ન છે.
આ કાયદાથી તેમના અધિકારો મેળવી શકે તથા સમાજમાં તેમનો સમાવેશ થઈ શકે.
કોને લાભ મળે
અંધત્વ
અલ્પદ્રષ્ટિ
રક્તપિતથી સાજા થયેલ વ્યક્તિ
સાંભળવામાં ક્ષતિ
હલનચલનની વિકલાંગતા
મંદ બુદ્ધિ
માનસિક બીમારી
કાયદાની મુખ્ય જોગવાઈઓ
વિકલાંગતાનું નિવારણ તથા વહેલું નિદાન.
18 વર્ષની ઉંમર સુધી વિકલાંગ બાળકો માટે યોગ્ય વાતાવરણ અને વિના મૂલ્યે શિક્ષણ.
વિકલાંગ વ્યક્તિ માટે શિક્ષણ યોજનાઓ તથા કાર્યક્રમો.
દરેક સરકારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે ૩ ટકા બેઠકોની અનામત.
અનામત રાખી શકાય તેવી નોકરીની જગ્યાઓને નિશ્ચિત ઓળખ તથા વિકલાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓની અનામત.
દરેક ગરીબી નિવારણ યોજનામાં ઓછામાં ઓછું 3% બેઠકનું અનામત.
પુનવર્શન માટે સામાન્ય તથા વિશિષ્ટ સેવાઓ.
વિકલાંગ કર્મચારી માટે વીમા યોજના.
સરકારશ્રી દ્વારા આપવામાં આવતા લાભો
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેના રાજ્ય તથા કેન્દ્ર સરકારના વાહનોમાં મફત મુસાફરી.
ભણવામાં શિષ્યવૃત્તિ અને રાહતો.
સરકારી સેવાઓમાં અગ્રતાક્રમ.
સરકારી નોકરીમાં 3% અનામતની જોગવાઈ આપવામાં આવે છે.
એડમિશનમાં ત્રણ ટકા અનામતની જગ્યાઓ રાખવામાં આવે છે.
સરકારી નોકરીમાં ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે.
વિના મૂલ્ય સરકારી સેવાઓ આપવામાં આવે છે.
સરકાર શ્રી દ્વારા ટ્રાયેસિકલ આપવામાં આવે છે.
પ્લોટની ફાળવણીમાં અગ્રતાક્રમ આપવામાં આવે છે.
લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો માટે લોન આપવામાં આવે છે.
અથવા
(1) હેલ્થ ઈન્ડીકેટર એટલે શું? તેની લાક્ષણિકતાઓ અને વર્ગીકરણ લખો. 08
હેલ્થ ઇન્ડિકેટર
આરોગ્ય સેવાઓની ગુણાત્મક અને જથાત્મક રીતે અસર જાણવા માટે વપરાતા વિવિધ ઇન્ડિકેટરને હેલ્થ ઇન્ડિકેટર કહેવામાં આવે છે.
ઇન્ડિકેટર પરિવર્તનશીલ સૂચક ઘટક છે કે જે ફેરફારનું પ્રમાણ જાણવામાં મદદરૂપ થાય છે.
હેલ્થ ઇન્ડિકેટરની લાક્ષણિકતાઓ
આરોગ્યના સૂચક સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતા ધરાવતા હોવા જોઈએ.
1.માન્ય હોવા જોઈએ (it should be valid) : હેલ્થ ઇન્ડિકેટર તે ચોક્કસ જ હોવા જોઈએ. અને તે સાચી રીતે માપેલા હોવા જોઈએ.
2.It should be reliable : એક જ સરખી સ્થિતિ ધરાવતી જુદી જુદી વ્યક્તિઓના હેતુની માહિતી લેવામાં આવે તો તેનું પરિણામ એક જ સરખું જોવા મળે.
3.It should be sensitive : જેમ પરિસ્થિતિ બદલાઈ તેમ તેમાં તરત જ ફેરફાર જોવા મળે છે.
4. It should be specific : એક વખત તેનું મેનેજમેન્ટ થાય ત્યાર પછી તેમાં ફેરફાર થઈ શકતો નથી. એટલે કે જે પણ આંકડાકીય માહિતી હોય તે સચોટ અને ચોક્કસ હોવી જોઈએ.
હેલ્થ ઇન્ડિકેટરનું વર્ગીકરણ
હેલ્થ ડાયમેન્શન અને ડીટર્મિનન્સના આધારે હેલ્થ ઇન્ડિકેટરને નીચે મુજબ ક્લાસિફાય કરવામાં આવેલ છે.
1.મોરટાલીટી ઇન્ડિકેટર
2.મોરબીડીટી ઇન્ડિકેટર
3.ડિસેબિલિટી ઇન્ડિકેટર
4.ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર
5.હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર
6. યુટિલાઇઝેશન રેટ ઇન્ડિકેટર
7. સોશિયલ એન્ડ મેન્ટલ હેલ્થ ઇન્ડિકેટર
8. એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર
9. સોશિયો ઇકોનોમિક ઇન્ડિકેટર
10. હેલ્થ પોલિસી ઇન્ડિકેટર
11. ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડિકેટર
12. અધર ઇન્ડિકેટર
કેટલાક અગત્યના હેલ્થ ઇન્ડિકેટરની વિગતવાર ચર્ચા નીચે મુજબ છે.
1.બર્થ રેટ (જન્મદર)
1000ની અંદાજિત મધ્યવસ્તીએ એક વર્ષમાં થયેલા જીવિત જન્મને બર્થ રેટ કહે છે.
ઉદાહરણ
દા.ત. એક ગામમાં એક વર્ષમાં કુલ 66 જીવિત જન્મ થયેલ છે. અને તેની અંદાજિત મધ્યવર્ષીય વસ્તી 33 છે. તો તેનો જન્મ દર 20 ગણાય.
દા.ત. એક ગામની અંદાજિત મધ્યવર્શીય વસ્તી 5000 છે અને તે ગામમાં કુલ જીવિત જન્મ 200 છે તો તેનો જન્મ દર 40 ગણાય.
2.ક્રૂડ ડેથ રેટ (મૃત્યુદર)
એક વર્ષમાં 1000 ની મધ્યવર્ષીય વસ્તીએ થયેલા કુલ મૃત્યુના પ્રમાણને મૃત્યુદર કહેવામાં આવે છે.
દા.ત. એક ગામની મધ્યવર્ષીય વસ્તી 6000 છે અને એક વર્ષમાં કુલ મૃત્યુ 90 છે. તો તેનો મૃત્યુદર 15 કહેવામાં આવે છે.
3.ઇનફન્ટ મોરટાલીટી રેટ(IMR) (બાળ મૃત્યુદર)
બાળકના જન્મ પછી એક વર્ષની અંદર કુલ જીવીત જન્મમાંથી 1000ની વસ્તીએ કેટલા મૃત્યુ થયા છે તે દર્શાવતા આંકને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહે છે.
દા.ત. એક ગામની 1000ની વસ્તીએ એક વર્ષમાં કુલ 250 બાળકો જન્મેલા છે જેમાંથી ત્રણ બાળકો એક વર્ષની અંદરની ઉંમરના મૃત્યુ પામેલ છે તો તેનો IMR 12 થાય.
4.નીયોનેટલ મોર્ટાલિટી રેટ (NMR) ( 0 થી 28 દિવસ શિશુ મૃત્યુદર)
બાળકના જન્મ પછી 28 દિવસની અંદર કુલ જીવિત જન્મમાંથી 1000ની વસ્તીએ કેટલા શિશુ મૃત્યુ થયા છે તે દર્શાવતા આંકને નિયોનેટલ મોર્ટાલિટી રેટ કહે છે.
દા.ત. એક ગામમાં દર હજારની વસ્તીએ એક વર્ષમાં 100 બાળકોના જીવિત જન્મ થયેલ છે અને તેમાંથી 0 થી 28 દિવસનું એક બાળક મૃત્યુ પામેલ છે તો તેનો NMR 10 થાય.
5.મેટર્નલ મોર્ટાલીટી રેશિયો(MMR)(માતા મૃત્યુ પ્રમણ)
MMR એટલે કે રીપ્રોડક્ટિવ એજમાં થતા સ્ત્રીઓના મૃત્યુનું પ્રમાણ, જેમાં એક વર્ષમાં એક લાખ જીવિત જન્મે પ્રેગ્નેન્સીના લીધે કે એબોસનના લીધે કે ચાઈલ્ડ બર્થ દ્વારા અથવા તો ડીલેવરીના 42 દિવસની અંદર થતા માતાના મૃત્યુના પ્રમાણને MMR કહેવાય છે.
અથવા
સગર્ભાવસ્થા કે પ્રસુતિ બાદ 42 દિવસની અંદર થયેલા માતાના મૃત્યુનું પ્રમાણ.
દા.ત. એક ગામમાં 1000ની વસ્તીએ કુલ 250 જન્મ થયેલા છે જેમાં બે માતાઓના મૃત્યુ સગર્ભાવસ્થાથી ડીલેવરી પછીના 42 દિવસે અંદર થયેલા છે તો તેનો MMR 8 થાય.
6.પેરીનેટલ મોર્ટાલીટી રેટ(PMR)
ટોટલ 1000 જીવિત જન્મે 28 વીકની પ્રેગનેન્સીમાં ફિટસનું મૃત્યુ થાય અથવા બર્થ પછીના સાત દિવસમાં બાળકનું મૃત્યુ થાય તેને પેરીનેટલ મોર્ટાલિટી રેટ કહે છે.
અથવા
દર 1000 હજાર જન્મે મૃત્યુ થાય અથવા જન્મ પછી સાત દિવસમાં કે એક વીકમાં બાળકનું મૃત્યુ થાય તેને પેરીનેટલ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે.
દા.ત. એક ગામમાં 1000ની વસ્તી એ કુલ 28 વીકની પ્રેગનેન્સીમાં 3 ફીટલ ડેથ થયેલા છે. તેમજ જન્મ પછી સાત દિવસની અંદર બે બાળકોના મૃત્યુ થયેલા છે અને 195 જીવિત જન્મ અને ઉપર જણાવ્યા મુજબ કુલ પાંચ મૃત જન્મ છે તો તે ગામનો PMR 25 થાય.
7.એક્સપેક્ટેશન ઓફ લાઈફ (અંદાજિત સરેરાશ આયુષ્ય)
કોઈપણ દેશ કે વિસ્તારમાં વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કેટલું છે તે બાબતને એક્સપેક્ટેશન ઓફ લાઇફ કહેવામાં આવે છે.
આપણા ભારત દેશમાં ઇ.સ. 2011 ની ગણતરી મુજબ પુરુષોમાં 66.9 વર્ષ અને સ્ત્રીઓમાં 70.0 વર્ષ સરેરાશ આયુષ્ય જાણવા મળ્યું છે.
8.ચાઈલ્ડ મોર્ટાલીટી રેટ(CMR)
બાળકના જન્મ પછી 0 થી 4 વર્ષની અંદર કુલ જીવિત જન્મમાંથી 1000ની વસ્તીએ કેટલા મૃત્યુ થયા છે. તે દર્શાવતા આંકને ચાઈલ્ડ મોર્ટાલિટી રેટ કહે છે.
બાળકના જન્મ પછી 5 વર્ષની અંદર કુલ જીવિત જન્મમાંથી 1000ની વસ્તીએ કેટલા મૃત્યુ થયા છે તે દર્શાવતા આંકને અંડર 5 મોર્ટાલિટી રેટ કહે છે.
10.ડીસીઝ સ્પેસિફિક મોર્ટાલીટી રેટ(DSMR)
ખાસ પ્રકારના રોગોના કારણે થતા મૃત્યુદરને ડીસીઝ સ્પેસિફિક મોર્ટાલીટી રેટ કહે છે.
દા.ત. કોઈપણ દેશ કે વિસ્તારમાં જે તે વર્ષમાં 1000ની વસ્તીના રોગોથી થયેલા મૃત્યુઓની સંખ્યા.
11.પ્રપોર્સનલ મોર્ટાલીટી રેટ
કમ્યુનિટીમાં રોગોને કારણે જે વિસ્તારમાં વધારે પડતા મૃત્યુ થતા હોય તેવા વિસ્તારના મોર્ટાલિટી રેટને પ્રપોશનલ મોર્ટાલીટી રેટ કહેવાય છે.
12.ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર
ન્યુટ્રીશનલ સ્ટેટસને લગતા ઇન્ડિકેટર વ્યક્તિના પોઝિટિવ હેલ્થને જાણવા માટેના ખૂબ જ મહત્વના ઇન્ડિકેટર તરીકે સ્વીકારાયેલ છે જે નીચે મુજબ છે.
a) એન્થ્રોપ્રોમેટ્રિક મેઝરમેન્ટ ઓફ ચિલ્ડ્રન : ન્યુટ્રીશનલ સ્ટેટસ જાણવા માટે નાના બાળકોનું વજન, ઊંચાઈ અને હાથના બાવડાના ઘેરાવાનું મેજરમેન્ટ કરવામાં આવે છે.
b) પ્રિવલન્સ ઓફ લો બર્થ વેઇટ : 2.5 કિ.ગ્રા. કરતા ઓછા વજનવાળા નવજાત શિશુઓ પુઅર ન્યુટ્રીશનલ સ્ટેટસ તરીકે સ્વીકારાયેલ છે.
(૨) લીડરના કાર્યો લખો. 04
લીડરના કાર્યો
ટીમ લીડરનું કાર્ય હેતુઓ હાંસલ કરવા માટે જૂથને વ્યવસ્થિત રાખવાનું છે ટીમના સભ્યોમાં ટીમ ભાવના જાળવવી અને જૂથની નૈતિકતાને પ્રોત્સાહન આપવું.
દરેક સમયે સભ્યો વચ્ચે સહકાર અને સંકલન જાળવવું ટીમના દરેક સભ્યને તેમના જ્ઞાન, કૌશલ્ય અને લાયકાતનો ઉપયોગ કરવાની તક પૂરી પાડવી
જરૂરિયાતો અનુસાર યોગ્ય નિર્ણય લેવો ટીમ અને તેના સભ્યોની ગરિમા અને સન્માન જાળવવું સમસ્યાઓનું નિરાકરણ
ઉચ્ચ અધિકારીઓ અથવા સંસ્થાઓને યોગ્ય સમયે જાણ કરવી.
એ ઉપરાંતના કાર્યો નીચે મુજબ છે.
માતા અને બાળ આરોગ્ય સેવાઓ
કુટુંબ આયોજન
રસીકરણ સેવાઓ
ચેપી રોગોનું નિયંત્રણ
નિવારક, પ્રમોટિવ અને ઉપચારાત્મક સેવાઓ પ્રદાન કરવા
શાળા આરોગ્ય સેવાઓની જોગવાઈ
પોષણ પર શિક્ષણ
પર્યાવરણીય સ્વચ્છતા પર શિક્ષણ પ્રદાન કરો
રેકોર્ડ અને અહેવાલો જાળવવા
પ્રયોગશાળા તપાસ અને કાર્યવાહી હાથ ધરવી દા.ત. HB%, VDRI., મેલેરિયા, TB અને રક્તપિત્ત પરીક્ષણ, વગેરે.
મહત્વપૂર્ણ ઘટનાઓની નોંધણી
ક્ષેત્રની મુલાકાતો અને સર્વેક્ષણો હાથ ધરવા
ચેપી રોગો વિશે અહેવાલો તૈયાર કરવા
નિયંત્રણ સેવાઓ પૂરી પાડવા માટે
આરોગ્ય કર્મચારીઓને કાર્યક્રમોનું આયોજન કરવા અને કાર્યક્રમોનું આયોજન કરવા માટે માર્ગદર્શન આપવું
ફોલો અપ અને રેફરલ સેવાઓ
જૂથ બેઠક યોજવી
પુરવઠો અને સાધનોની જાળવણી પ્રવૃત્તિઓ સહકાર
ટીમ અને ગ્રામ્ય વ્યક્તિઓ વચ્ચે આરોગ્ય કર્મચારીઓની તાલીમ, એટલે કે VHG અને વિદ્યાર્થી નર્સ
આરોગ્યએ બહુપરિમાણીય વિષય છે. જેવી રીતે આરોગ્યની વ્યાખ્યા અને અભિગમમાં વિવિધતા છે. એ જ રીતે ભાષાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ તરીકે આરોગ્યના ભાષાઓનું જ્ઞાન હોવું જરૂરી છે.
હેલ્થના ડાયમેન્શન (પાસાઓ) નીચે મુજબ છે.
1. ફિઝિકલ ડાયમેન્શન (શારીરિક પાસું)
શારીરિક ભાષાનો અર્થ થાય છે “શરીરનું સંપૂર્ણ કાર્ય” જેમાં શરીરના દરેક કોષો અને અવયવ સુમેડતાથી કાર્યકર્તા હોય અને મહત્તમ કાર્ય કરવાની શક્તિ ધરાવતા હોય.
વ્યક્તિને શારીરિક તંદુરસ્તી, કસરત, પોષણયુક્ત આહાર, સંપૂર્ણ આરામ, ઊંઘ અને વ્યસન મુક્તથી પ્રાપ્ત થાય છે.
યોગ્ય શારીરિક તંદુરસ્તી જાળવવા માટે સલામતીના પગલાં લેવા અને સમયાંતરે શારીરિક તપાસ જરૂરી છે.
શારીરિક સ્વાસ્થ્યના લક્ષણો
સુદ્રઢ શરીર
સ્વસ્થ શરીર
સારી ભૂખ લાગવી
શાંત નિંદ્રા
મેદસ્વિતાપણું ના હોવું
સારી ઉત્સર્ગ ક્રિયા
2. મેન્ટલ ડાયમેન્શન (માનસિક પાસુ)
માનસિક પાસાનો અર્થ થાય છે શરીર અને મન વચ્ચેનું સંતુલન.
પહેલા શરીર અને મનને અલગ અલગ ગણવામાં આવતા પરંતુ આ બંને સંકલિત છે શારીરિક અસમતોલન માનસિક બીમારી લાવી શકે અને વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ન હોય તો તેને શારીરિક બીમારી થઈ શકે છે.
3. સોશિયલ ડાયમેન્શન (સામાજિક માપદંડ)
વ્યક્તિ જે સમાજમાં કામ કરે છે તે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ સાથે સુમેળ ભર્યા સંબંધો હોય તો તે વ્યક્તિ સામાજિક રીતે તંદુરસ્ત ગણાય.
સામાજિક તંદુરસ્તીનો અર્થ થાય છે હકારાત્મક વાતાવરણ
સામાજિક ભાષામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
કોમ્યુનિકેશન
સમાનતા
ગાઢ પરિચયતા
આદરભાવ
સામાજિક કાર્ય
4. સ્પીરીચ્યુઅલ ડાયમેન્શન(આધ્યાત્મિક પાસુ)
આધ્યાત્મિકતા એ આરોગ્યના પાસાઓમાં મહત્વનું પાસું છે.
આધ્યાત્મિકતા એ વ્યક્તિને તેના જીવનના ધ્યેયો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.
જ્યારે આરોગ્ય કર્મચારી દર્દીની સારવાર આપે ત્યારે આધ્યાત્મિક માપદંડને અવગણી ના શકાય.
5. વોકેશનલ ડાયમેન્શન (વ્યવસાયિક પાસુ)
આવક અને વ્યવસાય એ માનવ જીવનના અગત્યના પાસા છે.
વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે વ્યવસાયિક નિવૃત્તિ વગેરે આરોગ્ય માટેના જવાબદાર પરિબળો છે.
અપૂરતી સવલતો અને નાણાનો અભાવ, વ્યક્તિ, કુટુંબ અને સમાજની વ્યવસ્થા ખોરવે છે.
આ સિવાય વધારાના આરોગ્ય પાસાઓ પણ છે જે નીચે મુજબ છે.
સાંસ્કૃતિક પાસાઓ
ભાવાત્મક પાસાઓ
પારિસ્થિતિક પાસાઓ
આર્થિક પાસાઓ
શૈક્ષણિક પાસાઓ
તત્વચિંતિત પાસાઓ
નિવારક પાસાઓ
ઉપચારાત્મક પાસાઓ
(૨) હેલ્થ પ્રોબલેમ્સ ઈન ઈન્ડીયા.
ભારતની આરોગ્ય સમસ્યાઓ વિસ્તૃત અને વિવિધ છે. અહીં કેટલીક મુખ્ય આરોગ્ય સમસ્યાઓનો ઉલ્લેખ છે:
ચેપી રોગો
બિનચેપી રોગ
પોષક સમસ્યાઓ
તબીબી સંભાળ સમસ્યાઓ
વસ્તી સમસ્યાઓ
ચેપી રોગો (કોમ્યુંનીકેબલ ડીસીઝ):
ટ્યુબરક્યુલોસિસ (ક્ષય): ભારતમાં ટ્યુબરક્યુલોસિસના કેસો ઉંચા પ્રમાણમાં છે.
મેલેરિયા: ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયાની અસર જોવા મળે છે.
ડેન્ગી અને ચિકનગુનિયા: મચ્છરો દ્વારા ફેલાતા આ રોગો દર વર્ષે મોસમી પીડામાં વધારો કરે છે.
હેપેટાઈટિસ: હેપેટાઈટિસ B અને C વાયરસના કેસો મોટાપાયે જોવા મળે છે.
બિન-ચેપી રોગો (Non-communicable diseases):
હૃદયરોગ અને સ્ટ્રોક: જીવનશૈલી અને આહારની ખરાબ આદતોને કારણે હૃદયરોગના કેસો વધે છે.
ડાયાબિટીસ: ભારતમાં મીઠાશની બીમારીના કેસો વધતા જોવા મળે છે.
કૅન્સર: ખાસ કરીને ફેફસા, સ્તન, મોઢાના અને ગળાના કૅન્સરના કેસોમાં વૃદ્ધિ.
પોષણની અછત:
પોષણ તત્વોની અછત: ખાસ કરીને લોહી (આયર્ન), વિટામિન A અને Dની અછત.
ઓવરન્યૂટ્રિશન: શહેરોમાં વધતા જતા સ્થૂલતા અને તેનાથી જોડાયેલી બીમારીઓ.
માનસિક આરોગ્ય:
ડિપ્રેશન અને ચિંતા: વધતી જતી માનસિક તણાવ અને ચિંતા.
સુસાઇડ રેટ્સ: માનસિક આરોગ્ય સમસ્યાઓને કારણે આંકડામાં વધારો.
માતૃ અને શિશુ આરોગ્ય:
ઉચ્ચ માતૃમૃત્યુ દર: ગ્રામીણ વિસ્તારોમાં માતૃમૃત્યુ દર હજી પણ ઉંચો છે.
શિશુ મૃત્યુ દર: નવીનતમ આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ ન હોવાને કારણે.
પ્રદૂષણ અને પર્યાવરણીય રોગો:
એર પોલ્યુશન: શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ.
જળ પ્રદૂષણ: અસુદ્ધ પાણીથી ફેલાતા રોગો જેમ કે ડાયરીયા, હેપેટાઈટિસ A.
સ્વચ્છતા અને સ્વચ્છ પાણી:
અપૂર્ણ સ્વચ્છતા સુવિધાઓ: ઘણી જગ્યાએ પાયાની સ્વચ્છતા સુવિધાઓનો અભાવ.
પીવાના પાણીની ગુણવત્તા: શુદ્ધ પીવાનું પાણી પૂરૂં પાડવાની સમસ્યા.
હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર:
અવ્યવસ્થિત આરોગ્ય સેવા: આરોગ્ય સુવિધાઓ અને હેલ્થકેર પ્રોફેશનલ્સની અછત.
અવ્યવસ્થિત આરોગ્ય કેન્દ્રો: ઘણી જગ્યાએ આરોગ્ય કેન્દ્રોમાં પુરી સગવડ નથી.
આયુષ્માન અને આરોગ્ય બિમા:
આરોગ્ય બિમાની અધૂરતા: આરોગ્ય બિમાની પૂરી ઉપાદયકતા ન હોવાને કારણે.
આ તમામ સમસ્યાઓ એકબીજાને પરિપૂર્ણ કરે છે અને તમામ માટે ઉત્તમ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થાકીય અને સામાજિક સ્તરે પ્રયાસો કરવાનું જરૂરી છે.
(૩) જ્ઞાતિ અને વર્ગ વચ્ચેનો તકાવત.
તત્વો / આધારો
જ્ઞાતિ (Caste)
વર્ગ (Class)
અર્થ
જન્મ આધારિત સામાજિક ગોઠવણી
આર્થિક સ્થિતિ અને વ્યવસાય આધારિત ગોઠવણી
મૂળભૂત આધાર
પૌરુષ પરંપરા, ધર્મ, રિતીરિવાજ
પૈસા, શિક્ષણ, કૌશલ્ય અને વ્યવસાય
જન્મથી નિર્ધારિત
હા, જ્ઞાતિ જન્મથી નિર્ધારિત હોય છે
ના, વર્ગ બદલાવી શકાય છે (ગતિશીલ)
ગતિશીલતા (Mobility)
નિમ્ન, ફિક્સ ગોઠવણી
ઉચ્ચ, પરિવર્તન શક્ય
વિવાહ (Marriage)
એન્ડોગેમી (જ્ઞાતિમાં જ લગ્ન થાય છે)
વર્ગ બહાર પણ લગ્ન શક્ય
અવ્યવસ્થિતતા
બંધ સામાજિક ગોઠવણી
ખુલ્લી સામાજિક ગોઠવણી
ઉદાહરણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિકા, શૂદ્ર
ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ધનાઢ્ય વર્ગ
અસરવાળી શક્તિ
ધાર્મિક અને પરંપરાગત
આર્થિક, રાજકીય અને શૈક્ષણિક
મુખ્ય તફાવતના બિંદુઓ
1. જન્મથી મળતી ઓળખ
જ્ઞાતિ વ્યક્તિને જન્મથી જ મળે છે.
વર્ગ વ્યક્તિ પોતે પરિશ્રમ, ધન કે શિક્ષણ દ્વારા બદલી શકે છે.
2. આર્થિક સ્થિતિ
જ્ઞાતિમાં ધનવાન હોવા છતાં સમાજમાં ઊંચું સ્થાન ન મળે એ શક્ય છે.
વર્ગમાં ધનવાન વ્યક્તિ ઊંચા વર્ગમાં ગણાય છે.
3. વિશ્વાસ અને વ્યવસ્થાઓ
જ્ઞાતિ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
વર્ગ આર્થિક અને સામાજિક માપદંડો પર આધારિત છે.
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) 12
(1) હોમવિઝિટના ફાયદાઓ
હોમવિઝિટનાફાયદાઓ
ફેમેલીમાં બ્રેકગાઉન્ડ જોઈ શકાય છે.
કુટુંબના પોતાના વાતાવરણમાં એક્સિઅલ શિષ્યુએશન જોઈ શકાય છે.
કુટુંબના સભ્ય પોતાને એરિયામાં વધુ રિલેક્સ હોય છે.જેથી આરોગ્ય શિક્ષણ આપવાની તક ઊભી થાય છે.
હોમ વિઝીટમાં રિયલ વસ્તુ જોવા માટે સમુદાયની વાતાવરણીય તેમ જ આર્થિક સામાજિક પરિસ્થિતિ જોઈને તે મુજબ આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
શિક્ષણને પાયા તરીકે કુટુંબનું નિરીક્ષણ કરી શકાય
કુટુંબના સભ્ય પ્રશ્ન પૂછવાની આઝાદીનો અનુભવ કરે છે.
કુટુંબ સાથે સીધો સંપર્ક થવાથી તેમની મુશ્કેલીઓ જણાવે છે.
આરોગ્ય કાર્યકરને કેર આપવાની તક મળે છે.
બીજી નવી આરોગ્ય સમસ્યાઓ શોધી શકાય છે.
આરોગ્ય કાર્યકરે હોમ વિઝીટ દરમિયાન કુટુંબના બીજા સભ્યોને જે કુટુંબ વર્ષસવ ધરાવે છે તેમની સાથે સંપત્તિ કરી શકાય છે.
આરોગ્ય કાર્યકરને કુટુંબની વલણ એકબીજાની સાથેના સંબંધોનું નિરીક્ષણ કરવાની તક મળે છે.
વ્યક્તિની પાયાની ભૌતિક અને લાગણી સફર જરૂરિયાતને સમજી શકાય છે અને તે મુજબ તેની જરૂરિયાત મેળવતા તેમને માર્ગદર્શન આપી શકાય છે.
પોતે મેળવેલ જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ ઘરમાં વ્યક્તિ અને કુટુંબની આરોગ્ય સમસ્યાઓને હલ કરી શકાય છે.
(2 ) સામાજિક સ્તરીકરણ
“સામાજિક સ્તરીકરણ એટલે સમાજના લોકોનું ચડતા ઉતરતા ક્રમમાં વિભાજન થવું જે ઉંચા નીચા વિભાજનમાં વ્યકિતનું વ્યકિતત્વમાં ઉત્પન થવુ.”
સામાજિક સ્તરીકરણના પાયામાં સમાજના સભ્યો અને તેના હકો વિશે તેમજ તેમના અધિકારો, ફરજો, જવાબદારીઓ દરેક સ્તરના ફેમીલી આપણા હિન્દુ સમાજમાં જોવા મળે છે. વેદકાલીન સમાજમાં હિન્દુઓમાં હિન્દુ પ્રજા,ચાર જ્ઞાતિમાં વહેચાય છે. જેવી કે બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર.પરંતુ હાલના આધુનિક જમાનામાં સંપતિના આધારે સ્થાન જોવા મળે છે. દા.ત. ઉચ્ચ વર્ગ હાયર કલાસ, મધ્યમ વર્ગ મીડલ કલાસ, ગરીબ વર્ગ, લોઅર કલાસ.
આર્થિક સામાજિક સ્તરીકરણ :
જયારે સમાજના આર્થિક દરજજા અસમાન હોય આવકની અસમાનતા જોવા મળે અને એક જ સમાજમાં અમીર ગરીબનો ભેદભાવ જોવા મળે છે. તેને આર્થિક સામાજિક સ્તરીકરણ કહે છે.
વ્યવસાયિક સામાજિક સ્તરીકરણ:
સમાજના સભ્યોમાં જયારે વિભન્ન વ્યવસાય જુથોમાં વિભાજન થયેલ હોય, અમક વ્યવસાય બીજા વ્યવસાયની તુલનામાં ઉચો કે નીચો ગણાય અને તે રીતે વ્યવસાય ક્રમ જોવા મળે છે. તેને વ્યવસાયિક સામાજીક કલાસ કહે છે. દા.ત. કમિશ્નર અને પટાવાળા
રાજકીય સામાજિક સ્તરીકરણ :
જયારે સમાજમાં સતા, પ્રતિષ્ઠા અને માન ના સંદર્ભમાં ક્રમ હોય અને અનુશાસિત જેવા સ્તરો હોય ત્યારે તેને રાજકીય સામાજિક સ્તરીકરણ કહે છે. દા.ત. વડાપ્રધાન, મુખ્યમંત્રી, ધારાસભ્યો આવા લોકોને સમાજના દરેક લોકો ઉંચી નજરે જુએ છે. અને તેને માન આપે છે.
(૩) એન.આઈ.પી.આઈ પ્રોગામ
ભારત સરકાર દ્વારા નીપી પ્રોગ્રામ 2013 માં શરૂ કરવામાં આવ્યો.
ભારતમાં પાંડુરોગ એ ગંભીર આરોગ્ય સમસ્યા છે જે સગર્ભા માતા, બાળકો અને કિશોરા અવસ્થામાં જોવા મળે છે.
આ પ્રોગ્રામ અંતર્ગત 6 મહિનાથી 19 વહીની કિશોરી, પ્રજનન ધરાવતી સ્ત્રી, સગર્ભા માતા, અને ધાત્રી માતાને આર્યન ફોલિક એસિડ સપ્લાય કરવામાં આવે છે.
તેમજ જે તે મહિલા અથવા કિશોરીઓ કે જેને એનિમીયા નથી તેને પણ આર્યન ફોલિક એસિડ આપવામાં આવે છે.
લક્ષ્ય જૂથો માટે આયર્ન પૂરક દવાઓ
Target Group
Supplement Given
Frequency
6 મહિનાથી 5 વર્ષના બાળકો
આયર્ન સીરપ (Iron syrup)
સપ્તાહમાં 2 વખત
5 થી 10 વર્ષના બાળકો
આયર્ન ફોલિક એસિડ ટેબલેટ (45 mg Iron)
સપ્તાહમાં 1 વખત
10 થી 19 વર્ષના કિશોરો/કિશોરીઓ
આયર્ન ફોલિક એસિડ ટેબલેટ (100 mg Iron)
સપ્તાહમાં 1 વખત
ગર્ભવતી સ્ત્રીઓ
આયર્ન + ફોલિક એસિડ (100mg+500mcg)
દરરોજ (100 દિવસ)
ધાત્રી સ્ત્રીઓ
આયર્ન + ફોલિક એસિડ (100mg+500mcg)
100 દિવસ માટે
(૪) કાઉન્સેલિંગના કમ્પોનન્ટ
કાઉન્સેલિંગના કમ્પોનન્ટ
G – GREET – આવકારવું
A – ASK – પૂછવું
T – TALK – વાતચીત કરવી
H – HELP – મદદ કરવી
E – EXPLAIN – સમજાવવું
R – REVISIT – ફરી મુલાકાત
1. G – GREET – આવકારવું
લાભાર્થીને માનપૂર્વક આવકાર આપવો.
તેને નામથી બોલાવો.
જો બાળક હોય તો તેને રમાડવાની કોશિશ કરો.
તમે જેટલી ઊંચાઈએ બેઠા હોય તેટલી જ ઊંચાઈએ બેસાડો.
સંપૂર્ણ ધ્યાન તેમની જ બાજુ કેન્દ્રિત કરો.
તમે તેને બરાબર સાંભળો છો તેવું પ્રતિત કરાવો.
દરેક વાતો ખુલ્લા મને કહે તે માટે પ્રોત્સાહિત કરો.
તેમનું આવવાનું કારણ અને મનની ઈચ્છા વિશે પૂછો.
તેમને ખાતરી આપો કે તેમની સમસ્યાનો ઉકેલ કરવામાં તમે તેને મદદ કરશો.
2. A – ASK – પૂછવું
અત્યારની સમસ્યા માટે કોઈપણ આરોગ્યની સેવાઓ લીધેલ હોય તો તેના અનુભવો પૂછો.
તેના કુટુંબના સભ્યોનો સહકાર કેવો છે તે બાબતની પૂછપરછ કરો.
તમારી આ સારવારમાં સહમત છે કે નહીં તે પૂછો.
સમસ્યા શું છે અને કેટલા સમયથી છે તે પૂછો.
જવાબ આપવા માટે પૂરેપૂરો સમય ફાળવો.
3. T – TALK – વાતચીત કરવી
તેની સાથે તેની ભાષામાં વાતચીત કરો.
તેની મૂંઝવણ માટે મોડેલ, ચાર્ટ કે અન્ય સાધન દ્વારા સમજણ આપવાનો પ્રયત્ન કરો.
તે સ્પષ્ટ સમજી શકે તેવી રીતે સમજાવો.
વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછ્યો જેથી તમને ખબર પડે કે સમજણ પડી છે.
સેવાઓના લાભ અને ગેરલાભ વિશે સમજણ આપો. તેની ગેરમાન્યતાઓ અને ગેરસમજ દૂર કરો.
4. H – HELP – મદદ કરવી
લાભાર્થી ને પોતાની રીતે સેવાઓ લેવા માટે નિર્ણય કરવા દો.
માત્ર નિર્ણય લેવામાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ કરો.
નિર્ણય લીધા બાદ સેવાઓ લેવા માટેની સમજણ આપો.
સેવાઓ અપનાવ્યા બાદ સર્વ સામાન્ય આળસરોની સમજણ આપો.
સેવાઓની ગુપ્તતા જાળવવાની ખાતરી આપો.
5. E – EXPLAIN – સમજાવવું
એક વખત સેવાઓનો સ્વીકાર કર્યા બાદ તુરંત જ જરૂરી ઉપયોગી સૂચનાઓ આપો.
કોઈપણ તકલીફ થાય તો કોઈ પણ સમયે બતાવવા આવી શકો છો તેવી બાંહેધરી આપો .
કંઈ પણ થાય તો હું છું તેવા શબ્દો ક્લાઇન્ટ માટે દવા રૂપ સાબિત થશે.
જો ફરી આવેલું લાભાર્થી હોય તો સેવાથી કેટલો સંતોષ છે તે પૂછો.
કોઈ મુશ્કેલી હોય તો જાણીને દૂર કરવાનો પ્રયત્ન કરો.
લાભાર્થી જવાનું કહે ત્યારે જ તમે ઉભા થાવ.
હસતા મોઢે લાભાર્થીને ફરી આવજો એવા શબ્દો કહો.
પ્રશ્ન-5 વ્યાખ્યા લખો. (કોઈપણ છ)12
(1) રિહેબીલીટેશન: રીહેબીલીટેશન એટલે ફરી મુળ કાર્યમાં પ્રસ્થાપિત કરવું ફરી ને સશકત બનાવવું કોઈપણ વ્યક્તિ શારીરીક, માનસીક, સામાજીક કે આધ્યાત્મિક રીતે ડીસએબલ થઈ ગયેલ હોય તેને ફરી પોતાની મુળ સ્થિતીમાં લાવવાના પ્રોસેસને રીહેબીલીટેશન કહેવાય છે.
(2) હોમ વિઝિટ: હોમ વિઝીટ એટલે કે નકકી કરેલા અને ફાળવેલ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે વિઝીટ કરીને અને દરેક વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરીને રોગોની સારવાર આપવી તેમજ રોગોના નિયંત્રણ તેની અટકાયત અને આરોગ્યના સ્તરને ઉંચુ લાવવા માટે જે પગલાઓ લેવા અને આરોગ્ય શિક્ષણ ઘરમાં જ પુરુ પાડવામાં આવે તેને હોમ વિઝીટ કહેવાય છે.
(3) એકાઉન્ટેબીલીટી: એકાઉન્ટેબીલીટી એટલે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાને સોંપવામાં આવેલા કાર્ય માટે જવાબદાર હોવું, અને તે કાર્યના પરિણામો માટે સ્પષ્ટ રીતે જવાબ આપવાની ફરજ હોવી.એક નર્સે દવા ન આપવાથી દર્દીને નુકસાન થયું હોય તો તે માટે નર્સ એકાઉન્ટેબલ હોય છે.
(4) ફર્ટિલિટી : ફર્ટિલિટી એટલે પુરૂષ કે સ્ત્રીની સંતાન ઉત્પન્ન કરવાની કુદરતી ક્ષમતા.જ્યારે કોઈ સ્ત્રી ગર્ભધારણ (pregnancy) કરી શકે તે ક્ષમતા અને ક્ષમતાનું પ્રમાણ ફર્ટિલિટી તરીકે ઓળખાય છે.ફર્ટિલિટી સ્ત્રીઓ માટે તેમની પ્રજનન ક્ષમતા દર્શાવે છે.
ફર્ટિલિટી રેટ (Fertility Rate) એ એક આંકડાશાસ્ત્રીય માપ છે જે દર્શાવે છે કે ૧૫ થી ૪૯ વર્ષના વચ્ચેની પ્રતિ સ્ત્રી કેટલાં બાળકોએ જન્મ આપ્યો છે.
ઓછી ફર્ટિલિટીનું કારણ હોઇ શકે છે: હોર્મોનલ સમસ્યાઓ, પોષણની ઉણપ, રોગો.
(૫)પોલીએન્ડ્રી : પોલીએન્ડ્રી (Polyandry) એટલે એક સ્ત્રીના એક કરતાં વધુ પુરૂષ પતિઓ હોવી.અથવા જ્યારે એક જ સ્ત્રી બહુ પુરૂષો સાથે લગ્ન કરે છે અથવા અનેક પુરૂષો સાથે લગ્ન સંબંધમાં હોય છે, તો તેને પોલીએન્ડ્રી કહેવામાં આવે છે.
પોલીએન્ડ્રીનાપ્રકારો
Fraternal Polyandry (સગા ભાઈઓ વચ્ચે)
એક સ્ત્રી અનેક ભાઈઓ સાથે લગ્ન કરે છે.
ઉદાહરણ: હિમાલયન વિસ્તારોમાં જોવા મળે છે (જેમ કે લદ્દાખ, તિબ્બત, નેપાળ).
Non-Fraternal Polyandry
એક સ્ત્રીના પતિઓ એકબીજાના ભાઈ નથી.
(6) નર્સિંગ: નર્સિંગ એ ચોક્કસ કાર્ય છે વ્યક્તિ બીમાર હોય કે સ્વસ્થ હોય, આરોગ્યને અસર કરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેની મૂળ પરિસ્થિતિ માટે તેમજ શાંતિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કરે તે હેતુથી નર્સ પુરા જ્ઞાન, કુશળતા અને આવડત દ્વારા જરૂરી સારવાર આપે તેમજ સેવાઓ આપે અને જાતે નિર્ણય લે તેને નર્સિંગ કહેવાય છે.
(7 ) કોમ્યુનિટી : કોમ્યુનિટી માનવીય સંબંધોનું એક માળખું છે, કોમ્યુનિટી એ લોકોનું એક એવું ગ્રુપ છે કે જેમાં જુદા જુદા ધર્મ, જુદી જુદી માન્યતાઓ તેમજ જુદા જુદા હેતુ, ઇન્ટરેસ્ટ અને પ્રેક્ટિસ ધરાવતા લોકો સાથે એક સાથે રહેતા હોય. કોમ્યુનિટી એ ઘણા બધા લોકોના ગ્રુપનો બનેલો સમુદાય છે કે, જેઓ એક જ ભૌતિક એરિયામાં રહેતા હોય. કોમ્યુનિટીમાં કામ કરવા માટે કોમ્યુનિટી એટલે શું તે જાણવું જરૂરી છે તે વગર લોકો સાથે કામ કરવું મુશ્કેલ છે,લોકોનું આરોગ્ય જાળવવા કોમ્યુનિટીને જાણવી ખૂબ જરૂરી છે હેલ્થ વર્કરને સમાજ વિશે નોલેજ હોય તો જ તે સરળતાથી કોમ્યુનિટીમાં કામ કરી શકશે.
(8) ટીમ : ટીમ એટલે જયારે અલગ અલગ કામગીરીનું જ્ઞાન ધરાવતા કે એબિલીટીઝ (આવડત) ધરાવતા તેમજ નોલેજ અને પર્સનાલીટી ધરાવતા માનવીઓના સમુહ મળીને એક જ હેતુ સિદ્ધ કરવાની કામગીરી કરતા હોય ત્યારે તેને ટીમ અથવા સંઘ કહેવામાં આવે છે.
પ્રશ્ન-૬ (અ) પૂર્ણ રૂપ લખો. 05
(1) FGD – Focus Group Discussion(ફોકસ ગ્રુપ ડિસ્કશન)
(2) IMNCI – Integrated Management of Neonatal and Childhood Illness(ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ એન્ડ ચાઈલ્ડહુડ ઈલનેસ)
(4) UNESCO – United Nations Educational, Scientific and Cultural Organization (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન)
(5) RMNCH+A – Reproductive, Maternal, Newborn, Child and Adolescent Health (રીપ્રોડક્ટિવ, મેર્ટનલ, ન્યુ બોર્ન, ચાઈલ્ડ એન્ડ એડોલેશન્સ હેલ્થ)
(બ) ખાલી જગ્યા પુરો.05
(૧) શહેરી વિસ્તારમાં જન્મ મરણની નોંધણી……. ખાતે થાય છે. મ્યુનિસિપલ કચેરી
(૨) બ્રેસ્ટ ફિડીંગ વિક……… એ ઉજવાય છે. પ્રથમ સપ્તાહ ઓગસ્ટનો (1st to 7th August)
(૩) મેલેરીયા નાબૂદી કાર્યક્રમ………. ની સાલમાં હાથ ધરાયો. 1953
(૪) ઓ.પી.વી નાં……. ડ્રોપ્સ બાળકને વેકસીનેશનમાં પિવડાવાય છે. બેડ્રોપ્સ