Definition : પ્રાથમિક આરોગ્ય સંભાળ તે જરૂરી આરોગ્ય સંભાળ છે. વૈજ્ઞાનિક રીતે આધારવાળી, બુદ્ધિગમ્ય હોય અને સાર્વત્રિક પ્રાપ્ય હોય છે. ઘર આંગણે અપાય તેવી તમામ પાયાની સેવાઓ આવરી લીધેલ હોય, સમાજ દ્વારા સ્વીકાર્ય હોય અને લોક ભાગીદારી દ્વારા દેશ અને સમાજને પોસાય તેવી કિંમત હોય.
1977 માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ સૌના આરોગ્ય માટે ચળવળ શરૂ કરવા નક્કી કર્યું.
1978 માં 12 મી સપ્ટેમ્બર એ આલ્મા આટા ખાતે WHO અને યુનિસેફના સંયુક્ત પ્રયાસ રૂપે યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં અગાઉના વર્ષમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની 30 મી વિશ્વ આરોગ્ય પરિષદે પસાર થયેલ ઠરાવને મંજૂરી આપી.
આરોગ્ય સેવાઓના વિકાસ અર્થે કેટલાક મૂળભૂત પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા અને તે માટે ઘોષણા કરી કે સૌના માટે આરોગ્ય જન્મ સિધ્ધ બને.
સન 2000 ની સાલ સુધીમાં સૌના આરોગ્ય માટે તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિશ્વના તમામ નાગરિકોને એક ન્યૂનતમ આરોગ્ય સ્તર પ્રાપ્ત થાય કે જે તેમને આર્થિક દ્રષ્ટિએ ઉત્પાદક અને સામાજિક દ્રષ્ટિએ જીવન જીવવા માટે ઉપયોગી થાય.
પ્રાઇમરી હેલ્થ કેરના કમ્પોનન્ટ
હેલ્થ એજ્યુકેશન
ન્યુટ્રીશન
વોટર એન્ડ સેનિટેશન
મેર્ટનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ સર્વિસીસ
ઇમ્યુનાઈઝેશન
કોમ્યુનીકેબલ અને નોન કોમ્યુનિકેબલ રોગોનો અટકાવ
એન્ડેમિક ડીસીઝ એન્ડ એપીડેમિક ડીસીઝ
સારવાર
દવાઓની પ્રાપ્તિ
(2) પ્રાયમરી હેલ્થ કેરના સિદ્ધાંતો જણાવો. 04
પ્રાઇમરી હેલ્થ કેરના સિદ્ધાંતો
1. સામાન્ય ધોરણે વહેંચણી(equitable distribution)
મોટાભાગની આરોગ્ય સેવાઓ તેમજ સાધનોનો ઉપયોગ શહેરી વિસ્તાર માટે થાય છે.
તેમજ તજજ્ઞ પણ શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ હોય છે.
આ સામાજિક અસમાનતાને દૂર કરી ગ્રામીણ વિસ્તારમાં સમાનતાના ધોરણે આરોગ્યની સેવાઓ પૂરી પાડવી.
પ્રાયમરી હેલ્થ કેર દરેક ઘર સુધી પહોંચે તેમ જ કાર્યસ્થળ સુધી પહોંચવી જોઈએ.
દરેક વ્યક્તિને એકસરખી આરોગ્ય સેવાઓ મળી રહે તેમ જ દરેક વ્યક્તિને તેનો લાભ મળવો જોઈએ.
2. લોક ભાગીદારી(community participation)
પ્રાઇમરી હેલ્થ કેર એ લોકો માટે છે.
તેમજ લોકો દ્વારા આપવામાં આવતી હોય છે.
સેવાઓ પૂરી પાડવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યની હોવા છતાં વ્યક્તિ, કુટુંબ અને સમુદાયનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.
આરોગ્ય સેવાના અમલ માટે તેમજ આયોજન અને જાળવણી માટે સમુદાયનો ઉપયોગ કરવો તે જરૂરી છે.
દા.ત. કોઈપણ ગામમાં રસીકરણ કાર્યક્રમ કરવાનો હોય તો તેમના આયોજન માટે ટ્રેઇન દાયણ, બ્લોક હેલ્થ વિઝીટર, આંગણવાડી વર્કર, આશા વગેરે સેવાઓ પૂરી પાડી શકે છે. કારણ કે તેઓ લોક સમુદાયમાંથી ચૂંટાયેલા હોય છે.
3. જુદાજુદા ખાતાઓ વચ્ચે તેમજ એક ખાતામાં જુદા જુદા વિભાગોનું સંકલન (inter sector co-ordination approach)
સમુદાયના વિકાસ માટે જરૂર મુજબ સંબંધિત ખાતાઓનું આરોગ્ય ખાતા સાથે સહકાર લેવો જેમ કે ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ, રહેઠાણ વિભાગ, પરિવહન વિભાગ વગેરે.
દરેક વિકાસ કરતો વિભાગ સમુદાયના વિકાસ પર અસર કરે છે.
સફળ આરોગ્ય સંભાળ માટે જુદા જુદા ખાતાઓનો એકબીજા ખાતા સાથે સાથ સહકાર જરૂરી છે.
4. યોગ્ય સાધન સામગ્રીનો ઉપયોગ (appropriate technology)
પ્રાથમિક આરોગ્ય સંભાળ આપવા માટે જરૂરી સાધન સામગ્રીનો યોગ્ય ઉપયોગ વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ.
કોમ્યુનિટીમાં જે સાધન સામગ્રી ઉપલબ્ધ હોય તે સાધન સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરવો.
નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
જૂની ટેકનોલોજીને રદ કરવી.
લોકોનું આરોગ્ય લોકો દ્વારા, લોકોના હાથમાં મુકવો અને જરૂરી સાધન સામગ્રી તેમજ ટેકનોલોજીમાં ફેરફાર લાવી લોકોની જરૂરિયાત પૂરી પાડવી.
5. સમસ્યાનું નિરાકરણ(problem solving)
આરોગ્ય સંભાળના અટકાવ માટે ત્રણ સ્તરના પ્રિવેન્શન ધ્યાનમાં રખાય છે જે નીચે મુજબ છે.
a) પ્રાયમરી પ્રિવેન્શન : આરોગ્યમાં વધારો કરવો.
b) સેકન્ડરી પ્રિવેન્શન : વહેલી તકે કેસની ઓળખ, નિદાન અને સારવાર
c) ટર્સરી પ્રીવેન્શન : ખોડખાપણ થતી નિવારવી, અને રિહેબીલીટેશન સેવાઓ પૂરી પાડવી.
(3) A.N.M તરીકે A.V. Aids તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો. 05
AV-Aid (Audio-Visual Aid) બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ:
ઉદ્દેશ્ય સ્પષ્ટતા:
AV-Aidનો હેતુ અને લક્ષ્ય પ્રેક્ષકો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરો.
સામગ્રીની પસંદગી:
વિષય સાથે સંકળાયેલા અને સ્પષ્ટ રીતે સમજાય તેવા વિડિઓઝ, ઑડિઓઝ, અને છબીઓનો ઉપયોગ કરો.
સપાટ અને સંતુલિત ડિઝાઇન:
સાધનોનો ઉપયોગ ટાળો અને સમજદાર ડિઝાઇન અને રંગો અપનાવો.
ટેક્સ્ટ, ગ્રાફિક્સ વચ્ચે સારો સંતુલન રાખો.
સપષ્ટતા અને વાંચનક્ષમતા:
ફૉન્ટનું કદ મોટું અને સ્પષ્ટ રાખો જેથી બધાને સરળતાથી વાંચી શકાય.
પોશ્ટર્સ અને સ્લાઇડમાં વાંચનક્ષમતા માટે યોગ્ય રંગો અને કોન્ટ્રાસ્ટ વાપરો.
વિઝ્યુલ્સનો ગુણવત્તાવાળો ઉપયોગ:
ઉચ્ચ ગુણવત્તાવાળી અને રિલેવન્ટ છબીઓ અને વિડિઓઝ વાપરો.
વિઝ્યુલ્સ સરળ અને સમજી શકાય તેવા હોવા જોઈએ.
ઑડિઓ ગુણવત્તા:
સ્પષ્ટ અને સાફ સાઉન્ડ અસરો અને અવાજોનો ઉપયોગ કરો.
અવાજ સમાન સ્તરનો અને અવરોધ રહિત હોવો જોઈએ.
સમયબદ્ધતા:
AV-Aid વધારે લાંબો ન હોય તે સુનિશ્ચિત કરો.
તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ નાનામાં નાનાં સમયગાળામાં આવરી લો.
પ્રસન્નતા અને રસપ્રદતા:
વિષયને રસપ્રદ બનાવવા માટે ક્રિએટિવિટી અને ઇનોવેશનનો ઉપયોગ કરો.
હાસ્ય અને વિડિઓઝ જેવા મનોરંજક તત્વો ઉમેરો.
ફીડબેક અને પરીક્ષણ:
પ્રારંભિક પ્રેક્ષકો અથવા સહકારીઓને પ્રસ્તુતિ બતાવો અને તેમનો પ્રતિસાદ મેળવો.
ફાઇનલ પ્રસ્તુતિ માટે સુધારા કરો.
ટેકનિકલ તૈયારી:
જરૂરી સાધનો જેમ કે પ્રોજેક્ટર, સ્પીકર્સ, અને કમ્પ્યુટર્સની સુસજ્જતા અને કાર્યક્ષમતા તપાસો.
પાવર પોઇન્ટ સ્લાઇડ્સ અથવા વિડિઓઝ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં તે ચકાસો.
બેકઅપ તૈયાર રાખો:
પ્રસ્તુતિની ડુપ્લિકેટ કોપી સાથે બેકઅપ સાધનો પણ રાખો.
અથવા
(1) હોમ વિઝિટ એટલે શું? 03
Home visit ની વ્યાખ્યા
હોમ વિઝીટ એક એવી પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિ અને કુટુંબને સંપૂર્ણ ફેમિલી કેર ઘરમાં પૂરી પાડવામાં આવે છે.
નક્કી કરેલા અને સોપાયેલા ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરીને દરેક વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરી રોગની સારવાર આપવામાં આવે છે. તેમ જ રોગના નિયંત્રણ અટકાવવા અને આરોગ્યની સ્તરને ઊંચું લાવવા માટે જ પગલાં અને આરોગ્ય શિક્ષણ ઘરમાં પૂરું પાડવામાં આવે છે તેને હોમ વિઝીટ કહે છે.
ફાયદાઓ
ફેમેલીમાં બ્રેકગાઉન્ડ જોઈ શકાય છે.
કુટુંબના પોતાના વાતાવરણમાં એક્સિઅલ શિષ્યુએશન જોઈ શકાય છે.
કુટુંબના સભ્ય પોતાના એરિયામાં વધુ રિલેક્સ હોય છે.જેથી આરોગ્ય શિક્ષણ આપવાની તક ઊભી થાય છે.
હોમ વિઝીટમાં રિયલ વસ્તુ જોવા માટે સમુદાયની વાતાવરણીય તેમ જ આર્થિક સામાજિક પરિસ્થિતિ જોઈને તે મુજબ આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
શિક્ષણને પાયા તરીકે કુટુંબનું નિરીક્ષણ કરી શકાય.
કુટુંબના સભ્ય પ્રશ્ન પૂછવાની આઝાદીનો અનુભવ કરે છે.
કુટુંબ સાથે સીધો સંપર્ક થવાથી તેમની મુશ્કેલીઓ જણાવે છે.
આરોગ્ય કાર્યકરને કેર આપવાની તક મળે છે.
બીજી નવી આરોગ્ય સમસ્યાઓ શોધી શકાય છે.
આરોગ્ય કાર્યકરે હોમ વિઝીટ દરમિયાન કુટુંબના બીજા સભ્યોને જે કુટુંબ વર્ષસવ ધરાવે છે તેમની સાથે સંપર્ક કરી શકાય છે.
આરોગ્ય કાર્યકરને કુટુંબની વલણ એકબીજાની સાથેના સંબંધોનું નિરીક્ષણ કરવાની તક મળે છે.
વ્યક્તિની પાયાની ભૌતિક અને લાગણી સફર જરૂરિયાતને સમજી શકાય છે અને તે મુજબ તેની જરૂરિયાત મેળવતા તેમને માર્ગદર્શન આપી શકાય છે.
પોતે મેળવેલ જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ ઘરમાં વ્યક્તિ અને કુટુંબની આરોગ્ય સમસ્યાઓને હલ કરી શકાય છે.
હોમ વિઝીટ વખતે લોકોની લાગણી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખવી.
કુટુંબ સાથે સંબંધ સ્થાપ્યા પછી ઘર અને તેના વાતાવરણ વિશે માહિતી મેળવવી જરૂરી છે અને તે વખતે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવું જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.
આપણે જે વિષયની ચર્ચા કરીએ તે વૈજ્ઞાનિક રીતે આધારવાળો અને ચોક્કસ હોવાં જોઈએ.
કોઈપણ નર્સિંગ પ્રોસિજર કરતી વખતે કૌશલ્યનો ઉપયોગ કરવો તેમ જ યોગ્ય ટેકનીકનો ઉપયોગ કરવો.
આપણા એરિયામાં એજન્સી હોય તેના નીતિ નિયમો અને સેવાઓની જાણકારી હોવી જોઈએ.
સમુદાયના સ્ત્રોતની જાણકારી હોવી જોઈએ તેમ જ તેનો શાણપણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
સમુદાયની હકીકતોને પહેલા ઓળખવી જોઈએ.
સમુદાયમાં બનતા બનાવોને જાણવા ખૂબ જરૂરી છે.
હોમ વિઝીટમાં વ્યક્તિ અને કુટુંબની સાથે નર્સિંગ કેર પ્લાન બનાવવો અને તેમનો કામગીરીમાં સમાવેશ કરવો, પોતાનું સ્વનિરીક્ષણ કરવું, સુવા મૂલ્યાંકન કરવું અને ક્વોન્ટીટી કરતા ક્વોલિટી વર્ક કરવું.
દરેક વિઝીટ વખતે કરેલા કાર્યનું રેકોર્ડિંગ ડેઇલી ડાયરીમાં કરવું તેમજ રજીસ્ટરોમાં પણ રેકોર્ડ રાખવો.
દરેક કરેલા કાર્યોનું નિરીક્ષણ કરવાનું અને કુટુંબ સાથેનો વ્યવહાર માનવતા ભર્યો રાખવો જેથી કુટુંબના સભ્યોનો વિશ્વાસ સંપાદન કરી શકાય.
(3) હોમ વિઝીટ દરમ્યાન બેગનો ઉપયોગ કઈ રીતે કરશો ? 05
હોમ વિઝીટ દરમિયાન બેગનો ઉપયોગ
હોમ વિઝીટ બેગનો ઉપયોગ હોમ વિઝીટની પ્રોસિજર કરતી વખતે થાય છે.
બેગને હંમેશા હાથ ધોઈને જ અડકવી.
હાથ ધોયા વગર બેગને ક્યારેય પણ અડકવી નહીં.
બહારની સ્વચ્છતામાં બેગને ચોખ્ખી સપાટી પર પેપર પાથરીને રાખવી અને નીચે સીધી જમીન પર બેગ મૂકવી નહીં.
પાલતુ પ્રાણી અને બાળકો બેગને અડકે નહીં તે રીતે ઊંચી જગ્યાએ મૂકવી, અંદરની સ્વચ્છતા જાળવી રાખવા સાધનો લેતી વખતે હાથ ધોઈને લેવા અને સાધનો વાપર્યા પછી ધોઈ, સાફ કરી અને જરૂર હોય તો ઓટો ક્લેવ કરીને જ મુકવા જેથી ગમે તે સમયે જરૂર પડે ત્યારે તેનો બેગમાં ઉપયોગ કરી શકાય.
જે પ્રોસિજર કરવાની હોય તે પ્રમાણે સાધનોની ગોઠવણી કરવી. દા.ત. એકમાં એન્ટિનેટલ કેરના સાધનો, બીજી બેગમાં ડ્રેસિંગના સાધનો વગેરે.
ઇનર કમ્પાર્ટમેન્ટના સાધનો હાથ ધોયા પછી જ લેવા.
પ્લાનિંગ બુક લખેલી હોવી જોઈએ.
બેગની સાથે શોલ્ડર બેગ અથવા શબનમ બેગ રાખવી જેમાં ન્યુઝ પેપર, સ્ટેશનરી વગેરે સાધનો રાખવા. બેગને સારી રીતે ૮ થી ૧૦ વર્ષ સુધી સાચવવી.
પ્રોસિઝર કરતી વખતે બિનજરૂરી બેગને ખોલવી નહીં.
બેગને યોગ્ય સમયના અંતરે સ્વચ્છ કરવી અને ઉપયોગમાં ન હોય ત્યારે બરાબર કવર કરીને રાખવી.
આરોગ્ય કર્મચારીએ હોમ વિઝીટ બેગનો ઉપયોગ કરીને જ નર્સિંગ પ્રોસિજર અને ફેમિલી કેર આપવી.
કંડમ થયેલા (નકામા) સાધનો ડિસકાર્ડ કરી નવા સાધનો હોમ વિઝીટ બેગમાં ગોઠવવા.
પ્રશ્ન – 2 : નીચેના પ્રશ્નોના જવાબ આપો
(1) P.H.C. ના કાર્યો સવિસ્તાર લખો. 08
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ નીચે મુજબ છે.
મેડીકલ કેર (Medical Care)
પ્રિવેન્ટીવ કેર
પ્રમોટીવ કેર
ક્યુરેટીવ કેર
માતૃબાળ કલ્યાણ સેવા (Maternal & Child Health Care)
સગર્ભાવસ્થાની સારવાર
પ્રસૃતિ દરમ્યાનની સારવાર
પોસ્ટનેટલ કેર
એડોલેશન કેર
0 થી ૫ વર્ષના બાળકોનું સંપૂર્ણ રસીકરણ
આઈ.એમ.એન.સી.આઈ. મુજબ બાળકોની સારવાર
સલામતી પાણી અને પાયાની સ્વચ્છતા (Safe drinking water & basic Sanitation)
સલામત પાણીની સગવડતા
કુવાના પાણીનું કલોરીનેશન કરવુ.
પર્યાવરણની સ્વચ્છતા જાળવવી
આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું
સ્વછતા અભિયાન ચલાવવું
કુટુંબ કલ્યાણની સેવાઓ (Family planning & family Welfare)
ફેમીલી પ્લાનીંગની કાયમી પધ્ધતીની સમજણ આપવી.
ફેમીલી પ્લાનીંગની બિનકાયમી પધ્ધતિની સમજણ આપવી.
બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટેની સમજણ આપવી.
એમ.ટી.પી. અંગેની સમજણ આપવી.
વંધત્વ વાળી માતાઓને સમજણ આપવી.
કુટુંબ નિયોજનની નવી મેથડ છાયા અને અંતરા અંગેની સમજણ આપવી.
ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ (Control of Communicable Diseases)
લોકોને ચેપી રોગો અંગેની માહીતી આપવી.
સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો.
એઈડસ, હીપેટાઈટીસ-બી વગેરેની માહીતી આપવી.
રસીકરણ કરવુ.
અટકાયતી પગલાઓની સમજણ આપવી.
જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રીપોટીંગ (Vital Statistics & Reporting)
નિયમિત આંકડાઓ ભેગા કરવા.
બરાબર રીપોર્ટીંગ કરવું.
ડેથ રેઈટ, બર્થ રેઈટ, આઈ.એમ.આર. અને એમ.એમ.આરની માહીતી લેવી. માંદગી તથા મરણના કારણો જાણવા.
આરોગ્ય શિક્ષણ (Health Education)
ફોર્મલ અને ઈન્ફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
બેનર, ભીંત સુત્રો, ટી.વી. પેમ્પલેટ પોસ્ટર વડે માહિતી આપવી પ્રા.આ.કે. ખાતે પોસ્ટર દ્વારા માહીતી આપવી.
શાળા આરોગ્ય કાર્યક્રમ (School Health Program)
શાળાના બાળકોની તપાસ કરવી.
જરૂર હોય તેવા બાળકોને સંદર્ભ સેવાઓ આપવી.
નાના નાના રોગની સારવાર કરવી.
આંખની ખામી, કૃમી અને નાના રોણોની તુરત સારવાર કરવી.
વહેલાસરનું નિદાન કરી રીફર કરવા.
તાલીમ અને શિક્ષણ (Training):
દાયણ,એફ.એચ.ડબલ્યુ.,એમ.પી.ડબલ્યુ વગેરેને તાલીમ આપવી. પ્રા.આ.કે. પર આવતા એ.એન.એમ. જી.એન.એમ.તથા બી.એસ.સી. કે મેડીકલના તાલીમાર્થીઓને તાલીમ આપવી.
મેડીકલના તાલીમાર્થીઓને તાલીમ આપવી આશા, આંગણવાડી વર્કર તથા દાયણને તાલીમ આપવી.
ડેથ રેઈટ,બર્થ રેઈટ, આઈ.એમ.આર.,એમ.એમ.આર.વગેરની માહીતી મેળવી કેવા પ્રકારના રોગો કયારે થાય છે તે જાણી શકાય છે.
માંદગી તથા મરણના કારણો જાણી શકાય.
તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ચલાવવા (All national Health Program)
તમામ પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ ભજવવો.
આર.એન.ટી.સી.પી., મેલેરીયા, પોલીયો વગેરે કાર્યક્રમો કરવા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ, બેટીબચાવો, બેટી પઢાવો કાર્યક્રમ ચલાવવા.
પાયાની લેબોરેટરી સેવાઓ (Basic Lab. Services) •
અહિ નીચે મુજબની તપાસ કરવામાં આવે છે. •
હીમોગ્લોબીનની તપાસ
બ્લડ સુગર
યુરીન સુગર અને આબ્યુમીન
પ્રેગ્નન્સી ટેસ્ટ
આર.બી.સી. અને ડબલ્યુ.બી.સી. કાઉન્ટ
બ્લડ ફોર એમ.પી.
ઈ.એસ.આર.
HBsAg
‘બ્લડ ગૃપીંગ
એચ.આઈ.વી. ટેસ્ટ
પેપ સ્મીઅર
વિડાલ સ્લાઈડ ટેસ્ટ
વી.ડી.આર.એલ. રેપીડ ટેસ્ટ
સ્પુટમ ફોર એ.એફ.બી.
(2) સંદર્ભ સેવાનું મહત્વ સમજાવો.04
સંદર્ભ સેવા (Reference Service) એ પુસ્તકાલય, સંશોધન કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી એવી મદદરૂપ સેવા છે જે વાચકોને ચોક્કસ માહિતી મેળવવામાં માર્ગદર્શન આપે છે. વાચકને યોગ્ય સ્ત્રોત સુધી પહોંચાડવી એ તેનો મુખ્ય હેતુ છે.
મહત્વના મુદ્દાઓ
1. માહિતી સુધી સીધો માર્ગ
સંદર્ભ સેવા વાચકોને જરૂરી માહિતી મેળવવા યોગ્ય પુસ્તકો, લેખો, ડેટાબેસ કે અન્ય પ્રમાણભૂત સ્ત્રોત સુધી પહોંચાડે છે.
2. સમય અને મહેનતની બચત
વિદ્યાર્થી માટે યોગ્ય માહિતી શોધવી મુશ્કેલ બની શકે છે. સંદર્ભ સેવા સમય બચાવે છે અને શોધને અસરકારક બનાવે છે.
3. માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત
સંદર્ભ સેવાથી મળતી માહિતી પ્રમાણભૂત અને વિશ્લેષણિત હોય છે, જેથી ખોટી માહિતીના જોખમમાં ઘટાડો થાય છે.
4. સંશોધનમાં સહાય
સંદર્ભ સેવાઓ સંશોધકોને યોગ્ય પુસ્તક, પત્રિકા, રિફરન્સ વર્ક, index વગેરે સુધી પહોંચવામાં મદદ કરે છે.
5. શૈક્ષણિક વિકાસ
વિદ્યાર્થીઓના અભ્યાસને દિશા આપવી, રિપોર્ટ/પ્રોજેક્ટ બનાવવા માર્ગદર્શન આપવું, અને કોર્સ સંબંધિત સંસાધન શોધવામાં મદદરૂપ થાય છે.
6. વપરાશકર્તા કેન્દ્રિત અભિગમ
હવે નવી ટેક્નોલોજીથી યુક્ત ડિજિટલ સંદર્ભ સેવાઓ (જેમ કે વેબ-અધારિત લાઈબ્રેરી પોર્ટલ) પણ ઉપલબ્ધ છે, જે દરેક વપરાશકર્તાની જરૂરિયાત મુજબ સેવા આપે છે.
7. તાલીમ અને માર્ગદર્શન
સંદર્ભ લાઈબ્રેરિયન વાચકોને માહિતી શોધવાની ટેકનિક અને સંસાધનો ઉપયોગ કરવાના માધ્યમથી શિક્ષિત કરે છે.
અથવા (1) ગ્રામ્ય અને શહેરી સમુદાયની સમસ્યાઓ જણાવો. 08
ગ્રામીણ સમુદાયની સમસ્યાઓ
ગરીબી, ભૂખ, નિરક્ષરતા, રોગ, અવ્યવસ્થા, નૈતિક અધોગતિ, અંધશ્રદ્ધા અને બેદરકારીને કારણે ભારતના ગામોની સ્થિતિ ખૂબ અસંતોષકારક છે, અગત્યની ગ્રામીણ સમસ્યાઓ નીચે મુજબ છે.
1. કૃષિ સમસ્યાઓ
ખેતી અને વાવણીની પદ્ધતિઓ જૂની અને અકુશળ છે.
ખેતરો નાના-નાના ટુકડાઓમાં વેચાયેલા છે આધુનિક સાધનોના અપૂરતા નોલેજ અને સંસાધનોની અછતને કારણે નાના જમીનના ટુકડાઓ બિન ઉપયોગી બને છે.
સિંચાઈની થોડી સુવિધાઓ અને 60% વિસ્તાર પરની ખેતી ચોમાસા પર આધારિત છે.
સિંચાઈની ખામીયુક્ત પદ્ધતિઓ અને ગટરની પૂરતી સુવિધાઓની ગેરહાજરી જોવા મળે છે.
2. આર્થિક સમસ્યાઓ
ખામીયુક્ત કૃષિ માર્કેટિંગ : જે ખેડૂતોના હિતની વિરુદ્ધ છે અને મધ્યમ વર્ગીય લોકોની તરફેણમાં છે. જો કે સરકારની કેટલીક નવી નીતિઓને કારણે દેશનો ખેડૂત આખા દેશમાં પોતાનો પાક ઓનલાઇન વેચી શકે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે.
ખેડૂતોની દેવાની સમસ્યા : ભારતીય ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં ડૂબી જાય છે. તાજેતરના વર્ષોમાં હજારો ખેડૂતોએ દેવાના કારણે આત્મહત્યા કરી છે.
મોટાભાગના વિસ્તારમાં પાકા રોડ ન હોવાથી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોમાં અસુવિધાઓ.
ગૃહ ઉદ્યોગની સમસ્યાઓ : નવી ટેકનોલોજીના પ્રભાવ અને અપૂરતા માર્કેટીંગને લીધે નાના ગ્રુહ ઉદ્યોગ લાચાર સ્થિતિમાં છે.
મજુર વર્ગની સમસ્યા : જેની દેશના આર્થિક અને સામાજિક વિકાસ પર ગંભીર અસર છે.
પશુપાલન : ભારતમાં સૌથી ઓછી ગૌચર જમીનના કારણે પશુપાલનની સમસ્યાઓ જોવા મળે છે.
અન્ય સમસ્યાઓ : જેમાં કુદરતી આફતોની સમસ્યા, વનસંપતિ યોગ્ય વપરાશના અભાવનો સમાવેશ થાય છે.
3. સામાજિક સમસ્યાઓ
નિરક્ષરતા : ખાસ કરીને નવી તકનીકી અને કૃષિ તાલીમ અંગે નોલેજનો અભાવ
ગરીબી અને બેરોજગારી : જેના કારણે લોકોની મૂળ પાયાની જરૂરિયાતો પણ યોગ્ય રીતે સંતોષાતી નથી. ઘરો નળિયાવાળા અને નાના હોય છે.
આરોગ્યનું નીચું સ્તર : શિશુ અને માતા મૃત્યુદર, કુપોષણ, સંક્રામક રોગોની હાજરી, ઊંચો જન્મદર અને મૃત્યુદર, રોગચાળાના ફાટી નીકળવાની સમસ્યા સાથે નબળી સેનિટેશનની સ્થિતિ, દારૂ અને તમાકુનું વ્યસન વગેરે જેવા કારણ આરોગ્યના નીચા સ્તર માટે જવાબદાર છે.
ઉપરાંત લગભગ 74% ડોક્ટરો શહેરી વિસ્તારોમાં છે, અને 70% ગ્રામ્ય વસ્તી માટે ફક્ત 26% ડોક્ટરો છે.
અન્ય સમસ્યાઓમાં : બાળ લગ્ન, અસ્પૃશ્યતા અને ભેદભાવ, જાતિવાદ અને જૂથ વચ્ચેના સંઘર્ષ વગેરેનો સમાવેશ થાય છે.
શહેરી સમુદાયની સમસ્યાઓ
કેટલીક સામાજિક સમસ્યાઓ માટે ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગીકરણની પ્રક્રિયાઓ જવાબદાર છે. અર્બન સમુદાયની મુખ્ય સમસ્યાઓ નીચે પ્રમાણે છે.
1. વસ્તી ગીચતા : જગ્યાની અછત અને જીવન નિર્વાહની ઊંચી કિંમતને કારણે અમુક વિસ્તારોમાં ઓછી જગ્યામાં વધુ વસ્તી રહેતી હોવાથી ભીડ જોવા મળે છે.
2. રોડ અકસ્માત : વાહનોની સંખ્યામાં વધારો, ગતિમાં વધારો અને અપૂરતા ટ્રાફિક નિયંત્રણના અભાવના લીધે રોડ અકસ્માત જોવા મળે છે.
3. ઝૂંપડપટ્ટીની વૃદ્ધિ : ગામડામાંથી લોકોનું શહેરોમાં સ્થળાંતર અને નબળી આર્થિક સ્થિતિને કારણે ઝૂંપડપટ્ટીની વૃદ્ધિ વધે છે તેમજ સ્વચ્છતા, સુવિધાઓ અને ગટરના યોગ્ય નિકાલના અભાવને કારણે વસ્તી ગીચ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં પરિણમે છે.
4. ગરીબી : બેરોજગારી અને બેકારીને લીધે તેમ જ સમાજના જુદા જુદા વર્ગમાં રહેતી આર્થિક અસમાનતાને લીધે ગરીબી જોવા મળે છે.
5. અસામાજિક પ્રવૃત્તિઓ : ગરીબી, બેકારી અને બેરોજગારીને કારણે તેમજ વધારે પૈસા અને પાવરની લાલચને કારણે વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે.
6. રાજકીય અશાંતિ : રાજકારણીઓના સ્વાર્થ, કટિબદ્ધતા અને ભ્રષ્ટાચાર જેવી પ્રવૃત્તિઓના કારણે રાજકીય અશાંતિ જોવા મળે છે.
7. પ્રદૂષણ : ફેક્ટરીઓના ધુમાડા, વાહનોના ધુમાડા, ધુમ્રપાન, અતિશય ગંદકી, ધૂળ અને અન્ય કારણોને લીધે પ્રદુષણ થાય છે. જેના લીધે શ્વાસસંબંધી બીમારીઓ, ટીબી અને પ્રાણીજન્ય રોગોમાં વધારો થાય છે.
8. માનસિક રોગો : વ્યસ્ત જીવન, ચિંતા અને તાણના કારણે ઉપરાંત અતિશય ઘોંઘાટ ભર્યું વાતાવરણ, ઓટોમોબાઇલ્સની લાઈટસને લીધે માનસિક રોગો વધારે જોવા મળે છે.
9. સ્વચ્છતાનો અભાવ : કચરો હટાવવા માટેની અપૂરતી સુવિધાઓ, સફાઈ કામદારોની અછત, ઝુપડપટ્ટીનો ફેલાવો વગેરેને કારણે સ્વચ્છતાનો અભાવ.
10. અપૂરતા પાણી પુરવઠા અને ડ્રેનેજ સિસ્ટમ : જેના કારણે મચ્છર અને ઘરની માખીનો ઉપદ્રવ વધે છે, જે રોગો ફેલાવે છે.
11. ભ્રષ્ટાચાર : સરકારી કચેરીઓ અને શહેર નિગમોમાં ક્યારેક ભ્રષ્ટાચારનો માહોલ જોવા મળે છે.
12. બેકારી : યુવાનોમાં બેકારી એક મોટી સામાજિક સમસ્યા છે, ખાસ કરીને શિક્ષિત બેકારી.
13. અપરાધ : સામાજિક ક્ષતિ, ગરીબીને કારણે અપરાધ (સામાન્ય વર્તનથી વિચલન), યુવાનોમાં ઘરની પરેશાનીઓ સામાન્ય છે. તેઓ ચોરી, જાતીય ગુના, હત્યા, ઘર ફોડ વગેરે જેવા ગુના કરે છે.
14. વેશ્યાવૃત્તિ : ગરીબી, વાતાવરણમાં પરિવર્તન, કૌટુંબીક સંબંધોમાં ભંગાણ, માતા-પિતાના ઝઘડાઓ, સ્નેહની ઈચ્છા, ગેરકાયદેસર પ્રેમ, સરળ રીતે પૈસા મેળવવા, ઓછો IQ અને નૈતિક ધોરણેના અભાવ, વગેરેને કારણે વેશ્યાવૃત્તિ.
15. દહેજ પ્રથા : આ એક સામાજિક સમસ્યા છે. જેના કારણે ઘણી સ્ત્રીઓ આત્મહત્યાનો ભોગ બને છે.
U – યુનાઇટેડ N – નેશન I – ઇન્ટરનેશનલ C – ચિલ્ડ્રન્સ E – ઈમરજન્સી F – ફંડ
UNICEF ની સ્થાપના ૧૯૪૬માં થઈ હતી તેનું મુખ્ય મથક ન્યૂયોર્કમાં આવેલું છે.
અને તેની વિભાગીય ઓફિસ દિલ્હીમાં છે.
UNICEF એ WHO સાથે મળીને સહકારથી કામગીરી કરે છે.
તેનું અગત્યનું કાર્ય માતાઓ અને બાળકોના આરોગ્યને સુધારવાનું અને વધારવાનું છે.
અને બાળકોના આરોગ્યને અસર કરે તેવા દરેક પ્રોગ્રામમાં મદદ કરે છે.
જે પ્રોગ્રામો નીચે મુજબ છે.
એજ્યુકેશન
આપણા દેશમાં વિજ્ઞાનનું શિક્ષણ આપવા માટે આ એજન્સી મદદ કરે છે.
જેમાં સાયન્સ લેબોરેટરીના સાધનો આપવા, લાઇબ્રેરીમાં પુસ્તકોનું વિતરણ કરવું તથા એ.વી. એડ્સના સાધનો પૂરા પાડવા અને શિક્ષણ માટેના સાધનો મળી રહે તે માટે મદદ કરે છે.
આરોગ્ય વિષયક
આપણા દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સબ સેન્ટર, પી.એચ.સી, સી.એચ.સી, ડીસ્ટ્રીક હોસ્પિટલ અને સમગ્ર રાજ્ય અને દેશમાં કોમ્યુનિકેબલ ડીસીઝના કંટ્રોલ માટેનું કાર્ય કરે છે.
દા.ત. ટીબી, મલેરિયા, એસ.ટી.આઈ, કોરોના અને અન્ય સંક્રામક રોગો
ન્યુટ્રીશન
UNICEF બાળકો માટે મિલ્ક પાવડરનો વિતરણ કરતું હતું તેનાથી તેને ખૂબ જ પ્રચલિતતા મળી હતી અને તે મિલ્ક પાવડરને બનાવવા માટે ગુજરાત, મુંબઈ, મૈસુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ વગેરે રાજ્યોને સાધનો પૂરા પાડતા હતા.
તે બાળકો, માતાની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે સુવિધા પુરી પાડે છે.
હાલમાં આંગણવાડી દ્વારા પૂરક પોષણ આહાર તેમજ એનિમિયાને કંટ્રોલ કરવા માટેના ફૂડ પેકેટો યુનિસેફ દ્વારા આપવામાં આવે છે.
વોટર સપ્લાય એન્ડ સેનિટેશન (સલામત પાણી પૂરું પાડવું)
ગ્રામ્ય વિસ્તારમાં સલામત પીવાનું પાણી મળી રહે તે માટેના સાધનો પૂરા પાડે છે.
સોશિયલ વેલ્ફેર (સમાજ કલ્યાણ)
કુટુંબની યોજના ની સેવા વધુ અસરકારક તેમજ સ્વીકાર્ય બને તે માટે એ.એન.એમ ને ટ્રેનિંગ આપવાનું કાર્ય પણ યુનિસેફનું છે.
હાલમાં યુનિસેફે નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપી બાળમૃત્યુ અને માતા મૃત્યુ ઘટી શકે તે માટેનું કાર્ય હાથ ધર્યું છે.
જે નીચે મુજબનું છે.
૧.પ્રાથમિક આરોગ્ય સેવા
૨.બાળકોને માતાનું યોગ્ય અને સંપૂર્ણ રસીકરણ
૩.બાળકોનો વૃદ્ધિ અને વિકાસ બરાબર થાય છે કે કેમ તે માટે ગ્રોથ ચાર્ટ ને વધુ મહત્વ આપવું અને નિભાવવું.
૪.જેમાં ફક્ત ને ફક્ત માતાનું ધાવણ જન્મ પછી અડધા કલાકમાં અને છ માસ સુધી આપવું.
૫.ઓ.આર.એસ. : ઝાડાના કારણે થતા બાળકની માંદગીને અટકાવવા ઓ.આર.એસ. પૂરા પાડી અને ઓ.આર.એસ. વિશેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડે છે.
ઉપર મુજબની સેવા આપવા માટે યુનિસેફ એ એક ફોર્મ્યુલા બનાવી છે જેને ” GOBI-FFF “તરીકે ઓળખાવી છે.
અને તે મધર અને ચાઇલ્ડ હેલ્થને પ્રમોટ કરે છે.
G – ગ્રોથ ચાર્ટ મોનિટરિંગ O – ઓરલ રિહાઇટ્રેશન B – બ્રેસ્ટ ફીડીંગ I – ઇમ્યુનાઈઝેશન અગેઈન્સ્ટ વેક્સિન પ્રિવેન્ટેબલ ડીસીઝ F – ફિમેલ એજ્યુકેશન F – ફેમિલી પ્લાનિંગ F – ફૂડ સપ્લીમેન્ટેશન
(2) કમ્યુનિકેશન એટલે શું? કમ્યુનિકેશન પ્રોસેસ સમજાવો.
કોમ્યુનિકેશન
Definition : કોમ્યુનિકેશન એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સર્વ સામાન્ય સમજ કેળવવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજા સાથે માહિતી, વિચારો કે લાગણીઓનું આધાર પ્રદાન કરે છે. જેથી તેમના વિચાર, વલણ અને વર્તનમાં પરિવર્તન લાવી શકાય.
કોમ્યુનિકેશન પ્રોસેસ
કમ્યુનિકેશનની પ્રોસેસમાં નીચે મુજબના પાંચ ઘટકોનો સમાવેશ થાય છે.
સેન્ડર
મેસેજ
ચેનલ
રીસીવર
ફીડબેક
1.સેન્ડર (સંદેશો મોકલનાર)
સારા કોમ્યુનિકેશન માટે માહિતી મોકલનારનો રોલ ખૂબ જ અગત્યનો છે.
સેન્ડર એટલે કે એક વ્યક્તિ કે જે સંદેશાને પ્રોપર ચેનલ દ્વારા પહોંચાડે છે.
તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
✓સંદેશો મોકલવા પાછળ ચોક્કસ હેતુ હોવો જોઈએ.
✓મેસેજ રિસીવ કરનારને તેની જરૂરિયાત હોવી જોઈએ.
✓જે તે બાબત અંગેનો સંદેશો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે કે કેમ તેની પૂરેપૂરી ખાતરી સેન્ડરને હોવી જોઈએ.
✓જે સંદેશો મોકલવાનો છે તે રિસીવ કરનાર વ્યક્તિ સારી રીતે સમજી શકે તેવી સ્કિલ તેનામાં હોવી જોઈએ.
2.મેસેજ (સંદેશો)
મેસેજ એટલે કે માહિતી છે રીસીવરને પહોંચાડવાની હોય, જે હંમેશા વસ્તુ લક્ષી અને અર્થસભર હોવી જોઈએ.
વ્યક્તિની જરૂરિયાતોને આધારિત હોવી જોઈએ.
તે ચોક્કસ અને લોકોના રીતરિવાજને સમજો અને લોકોને આકર્ષિત કરે તેવો હોવો જોઈએ.
તે સરળ રીતે ઉપલબ્ધ તેમજ ઓછી કિંમતે એટલે કે પોસાઈ શકે તેવો હોવો જોઈએ.
જેથી લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે.
3.ચેનલ(સંદેશો પહોંચાડવાનું માધ્યમ)
ચેનલ એટલે કે સેન્ડર અને રીસીવર વચ્ચે અસરકારક કમ્યુનિકેશન થઈ શકે તે માટે વાપરવામાં આવતું મીડિયા.
અસરકારક કોમ્યુનિકેશન માટે મીડિયાની પસંદગી ખૂબ જ અગત્યની છે, તેથી તેને કાળજી પૂર્વ પસંદ કરવું જોઈએ.
તે મેસેજ ડિલિવર કરવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.
આર્થિક રીતે પોસાઈ શકે તેવું અને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવું હોવું જોઈએ.
તેની પસંદગીમાં વિવિધતા હોવી જોઈએ જેથી લોકોનો ટીચિંગમાં રસ જળવાઈ રહે અને મનોરંજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
4.રીસીવર(સંદેશો મેળવનાર)
સંદેશો જીલનાર ઓડીયન્સને રીસીવર તરીકે ઓળખવામાં આવે છે, તે સંદેશો મેળવીને તેને અમલમાં મૂકે છે અથવા તેની અવગણના કરે છે.
અને તેનો મેસેજ મળી ગયો છે તેના જવાબમાં ચોક્કસ પ્રતિસાદ આપે છે.
તેમાં ટોટલ પોપ્યુલેશન અને કોઈ ચોક્કસ ગ્રુપ હોઈ શકે છે.
5.ફીડબેક (પ્રતિભાવ)
મેસેજ મળી ગયા બાદ સંદેશો જીલનાર વ્યક્તિ સંદેશાનો અર્થઘટન કરી જે રિસ્પોન્સ આપે છે,તે લોકો માહિતી મેળવ્યા બાદ અલગ અલગ રીતે પોતાના પ્રતિભાવ રજૂ કરે છે.
જો માન્ય હોય તો પોતાની અનુકૂળતા પ્રમાણે સ્વીકારે છે, અને જો માન્ય ના હોય તો રિજેક્ટ કરે છે.
આમ પ્રતિભાવ પોઝિટિવ અને નેગેટીવ બંનેમાંથી કોઈ એક હોઈ શકે.
વ્યક્તિગત કોમ્યુનિકેશનમાં તરત જ ફીડબેક મળે છે.
જ્યારે મીડિયા દ્વારા ફીડબેક મળતા વાર લાગે છે.
(3) આરોગ્યને અસર કરતા પરિબળો સવિસ્તાર સમજાવો.
આરોગ્યને અસર કરતા પરિબળો (Factors Affecting Health) ઘણા છે, અને તેઓ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, અને પર્યાવરણીય વિધિઓથી જોડાયેલા છે. નીચે મુખ્ય પરિબળોનું વર્ણન છે:
જીવશાસ્ત્ર અને વૈશ્વિક પરિબળો (Biological and Genetic Factors):
વર્તમાન આરોગ્યની સ્થિતિ પર વ્યક્તિની જૈવિક રચના અને તત્વો, જેમ કે જનમજાત રોગો, જૈવિક વલણો, અને હોર્મોનલ અસંતુલન.
ઉદાહરણ તરીકે, ડાયાબિટીસ, હ્રદયરોગ અને આથ્રાઇટિસ જેવા રોગો જીવનભર રહેતા હોય છે.
પર્યાવરણીય પરિબળો (Environmental Factors):
વ્યક્તિના આસપાસની ભૌતિક અને સામાજિક પર્યાવરણનો આરોગ્ય પર વિશિષ્ટ પ્રભાવ પડે છે.
ગંદકી, પ્રદૂષણ, અને પાણીની ગુણવત્તા સહિતના પર્યાવરણીય પરિબળો સારા કે ખરાબ આરોગ્યનું કારણ બની શકે છે.
જીવનશૈલી અને વ્યવહાર પરિબળો (Lifestyle and Behavioral Factors):
ખાવા-પીવા, વ્યાયામ, ધૂમ્રપાન, દારૂનું સેવન, અને દવાઓનો ઉપયોગ જેવા જીવનશૈલીના વિકલ્પો આરોગ્યને વધારે અસર કરે છે.
અસ્વસ્થ આહાર, શરીરચર્યા ન કરવી, અને માનસિક તાણ આરોગ્ય માટે જોખમરૂપ છે.
આર્થિક અને સામાજિક પરિબળો (Economic and Social Factors):
વ્યક્તિની આવક, શિક્ષણનો સ્તર, નોકરી, અને સામાજિક સંબંધો આરોગ્ય પર મહત્વનો પ્રભાવ કરે છે.
આર્થિક અસમાનતાના કારણે આરોગ્ય સેવા મેળવવામાં સમસ્યા ઉભી થાય છે.
મેડિકલ અને આરોગ્યસંભાળ સેવાઓ (Medical and Healthcare Services):
આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, સુવિધાઓ, અને ગુણવત્તા વ્યક્તિના આરોગ્ય પર સીધા અસર કરે છે.
યોગ્ય સમય પર સારવાર ન મળવી અથવા આરોગ્ય સેવાઓનો અભાવ આરોગ્યના જોખમોને વધારી શકે છે.
માનસિક તાણ અને મનોવૈજ્ઞાનિક પરિબળો (Psychological and Emotional Factors):
માનસિક તાણ, ડિપ્રેશન, અને લાગણીશીલ સ્થિરતા આરોગ્ય પર મોટો અસરકારક પરિબળ છે.
લાંબી અવધિ સુધી માનસિક તાણ શારીરિક અને માનસિક આરોગ્ય બંને માટે નુકસાનકારક હોય છે.
આ બધા પરિબળો સ્વાસ્થ્ય પર સામૂહિક રીતે અસર કરે છે, અને દરેક પરિબળની અસર વ્યક્તિની જીવનશૈલી અને પરિસ્થિતિઓ પર આધારિત હોય છે.
📘 પ્રશ્ન – 4 : ટૂંકા નોટ લખો (કોઈપણ ત્રણ) 12
(1) કાઉન્સેલિંગ
કાઉન્સેલિંગ એ વ્યક્તિની સમસ્યાઓને સમજવા અને તેના સંલગ્ન ઉકેલો શોધવા માટે એક વ્યાવસાયિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કેટલીક મહત્વપૂર્ણ કડીઓ છે, જે દરેક સ્ટેપને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવે છે. નીચે આપેલા પગલાંઓનો ઉપયોગ કરીને કાઉન્સેલિંગને અસરકારક રીતે પૂરી પાડવામાં આવે છે:
કાઉન્સેલિંગના મુખ્ય ઘટકો નીચે આપેલા છે:
સમજી લેવું: કાઉન્સેલર વ્યક્તિની સમસ્યાઓ અને ચિંતાઓને બિનજરૂરી રીતે વિચાર કરે છે, સાંભળે છે અને સમજાવે છે.
ફીડબેક આપવું: વ્યક્તિની સમસ્યાઓને સારી રીતે સમજ્યા પછી, કાઉન્સેલર સમજાવટ, માર્ગદર્શિકા, અને તાત્કાલિક અસરકારક નિવેદન આપે છે.
ઉકેલ શોધવો: વ્યક્તિને તેમના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ શોધવામાં મદદ કરે છે. આ માટે વિવિધ મંત્રણાઓ, ટેકનિક અને સાધનોનો ઉપયોગ થાય છે.
યોજના બનાવવી: કાઉન્સેલિંગના અંતે, વ્યક્તિ માટે વ્યાખ્યાયિત કાર્યો અને ઉપાયોની યોજના તૈયાર કરવામાં આવે છે, જેથી તેઓ તેમના લક્ષ્યો મેળવે.
મોટિવેશન અને ટેકનોલોજી: વ્યક્તિને તેમની સમસ્યાઓ અને લક્ષ્યો પર મક્કમ રહેવામાં, તેમના સ્વસંકલ્પ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.
કાઉન્સેલિંગનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં થાય છે, જેમ કે:
માનસિક આરોગ્ય સમસ્યાઓ (જેમ કે ડિપ્રેશન, એન્ઝાયટી)
સંબંધ સંબંધી સમસ્યાઓ
વ્યક્તિત્વ વિકાસ
શિક્ષણ અને વ્યવસાય માર્ગદર્શન
પરિચય અને સંબંધ સ્થાપિત કરવો (Introduction and Rapport Building):
પરિચય: કાઉન્સેલર અને ક્લાયન્ટ વચ્ચે પરિચય થાય છે. બંને પક્ષો એકબીજા સાથે સંકળાઈને વાતચીત કરે છે.
સંબંધ સ્થાપિત કરવો: કાઉન્સેલર મિત્રતા અને વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જે છે, જેથી ક્લાયન્ટ આરામદાયક મહસૂસ કરે અને ખૂણાની વાતો ખુલ્લી રીતે કરે.
મૂળભૂત મુદ્દાઓની સમજવું (Understanding the Core Issues):
સમસ્યાની ઓળખ: ક્લાયન્ટના પ્રસ્તાવિત મુદ્દાઓ અને સમસ્યાઓ સમજવી.
સંવાદ અને પૂછપરછ: ક્લાયન્ટ સાથે સક્ષમ વાતચીત કરીને, તેની સમસ્યાઓ અને અનુભવને સમજવું.
મકસદ અને લક્ષ્યાંકો નિર્ધારિત કરવો (Setting Goals and Objectives):
લક્ષ્યાંકો સ્પષ્ટ કરવો: શું હાંસલ કરવું છે, તે નક્કી કરવું.
અનુકૂળ વ્યૂહરચના વિકસાવવી: ક્લાયન્ટના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે જરૂરી પગલાંઓ અને વ્યૂહરચનાઓ ઘડવી.
સમાધાન વિકસાવવું (Developing Solutions):
વૈકલ્પિક સમાધાનો શોધવાં: સમસ્યાઓ માટે વિવિધ શક્ય ઉકેલો શોધવા.
પ્રથમ અદા કરવી: દરેક વિકલ્પના ફાયદા અને અવરોધોને વિશ્લેષણ કરીને શ્રેષ્ઠ ઉકેલ પસંદ કરવો.
કુટુંબએ સામાજીક અને પાયાનું એકમ હોવાથી તે એકબીજા દરેક સભ્યોની જરૂરીયાત પૂર્ણ કરે છે તેના કાર્યો નીચે મુજબ છે.
બાયોલોજીકલ ફંકશન
સાયકોલોજીકલ ફંકશન
એજયુકેશનલ ફંકશન
પ્રોટેકટીવ ફંકશન
રીક્રિએશનલ ફંકશન
રીલીજીઅસ ફંકશન
મેઈન્ટેનન્સ સ્ટેટસ ફંકશન
કલ્ચરલ ફંકશન
સોશીયોલોજીકલ ફંકશન
ઈકોનોમીકલ ફંકશન
બાયોલોજીકલ ફંકશન
વ્યકિતની શારીરીક જરૂરીયાતો પુરી કરે છે.
ખોરાકની વ્યવસ્થા પુરી પાડે છે.
જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ પુરી પાડે છે.
કુટુંબના સભ્યોનું રક્ષણ કરે છે.
જાતિય જીવન માણવા માટેની અનુમતિ આપે છે.
સમાજમાં જાતિય સંબધોનું નિયમન કરે છે.
બાળ ઉછેર અને વારસો ચલાવવામાં મદદરૂપ થાય છે.
સાયકોલોજીકલ ફંક્શન :
લાગણીના સંબધો જાળવે છે.
એકબીજાની હાજરીમાં માનસીક સુરક્ષા અનુભવે છે. લાગણી, હુંફ અને પ્રેમભર્યા સંબધો જાળવે છે.
પ્રોટેકટીવ ફંકશનઃ
આશાઓ, ઈચ્છાઓ અને રસનું રક્ષણ કરે છે.
સારી આરોગ્યની ટેવો લાવવાનું કામ કરે છે.
શારીરીક, માનસીક, આધ્યાત્મીક અને સામાજીક રીતે રક્ષણ પુરૂ પાડે છે.
એજયુકેશનલ ફંકશન:
ઘર એ બાળક માટેની પહેલી શિક્ષણ સંસ્થા છે.
માતાએ બાળકની પ્રથમ શિક્ષક છે.
પ્રાથમિક શિક્ષણ, સંસ્કારો અને જીવનના મુલ્યો ઘરેથી જ શીખે છે.
વ્યકિતગત વિકાસ અને વ્યકિતત્વ ખીલાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અહિથી શરૂ થાય છે . –
રિક્રિએશનલ ફંકશન :
કુટુંબ પોતાના સભ્યોને હકારાત્મક મનોરંજન પુરૂ પાડે છે.
દાદા દાદીની વાર્તાઓ બાળકો માટે અનમોલ હોય છે.
વડીલો તથા અન્ય વ્યકિતઓ તમામને ગમ્મત સાથે જ્ઞાન આપે છે.
રીલીજીઅસ ફંકશન :
કુટુંબ એ દરેક સભ્યોને ધાર્મિક અને આધ્યાત્મીક બનાવે છે.
મેડીટેશન, શ્રધ્ધા, લાગણી અને વિશ્વાસ શીખવે છે. સારી વિચારધારઓ આપવામાં મદદરૂપ બને છે.
મેન્ટેઈનન્સ ફંકશન :
કુટુંબની સામાજીક વેલ્યુ મુજબનું જીવન જીવતા બાળકને શીખવે છે.
બાળક ઈમાનદારી, સચ્ચાઈ અને આદર્શ વ્યકિત બને તેવું ઘડતર કરે છે.
સમાજમાં માન મોભો જાળવવા માટેનો સાચો રસ્તો બતાવે છે.
કલ્ચરલ ફંકશન :
આ સામાજીક સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે. • પરંપરાઓ, સારી માન્યતાઓ અને માન સન્માનનો ભાવ શીખવે છે.
સોશીયલ ફંકશન :
સમાજમાં નિશ્ચીત સ્થાન આપવામાં મદદરૂપ થાય છે. સામાજીક નિયંત્રણો શીખી શકે છે.
સામાજીક અધિકારો નું રક્ષણ કરે છે.
ઈકોનોમીકલ ફંકશન :
સરખા ભાગે કામની વહેચણી કરી આર્થિક ઉપાજન કરે છે.
પુરૂષ અને સ્ત્રીઓનુ માન જાળવી કામ કાજની વહેચણી કરે છે.
દરેકના આર્થિક હીત જાળવવામાં મદદરૂપ થાય છે.
માંદગીના સમયે સાથે રહે છે.
સારી રીતે અને સાદગીપૂર્વક જીવન જીવતા શીખવે છે.
(4)પ્રાઇમરી અને સેકન્ડરી ગ્રુપનો તફાવત
ક્રમાંક
તત્વ
પ્રાઇમરી ગ્રુપ
સેકન્ડરી ગ્રુપ
1️⃣
વ્યાખ્યા
નિકટ, અંગત અને લાંબા સમય સુધી ચાલતા સંબંધો ધરાવતો જૂથ
ઔપચારિક અને ખાસ ઉદ્દેશ માટે રચાયેલ જૂથ
2️⃣
સંબંધનો પ્રકાર
અંગત (Personal), લાગણીભર્યો (Emotional), દૈનિક
ઔપચારિક (Formal), વ્યવસાયિક (Professional)
3️⃣
ઉદાહરણ
પરિવાર, મિત્રો, બાળક અને માતા
શાળા, ઓફિસ, રાજકીય પાર્ટી, ક્લબ
4️⃣
સભ્યોની સંખ્યા
ઓછી (Few members)
ઘણી વધુ (Many members)
5️⃣
સંબંધની ઘનતા
ઊંડા, વ્યક્તિગત અને પરસ્પર સ્નેહભર્યા
સપાટી ઉપરના અને વ્યવસાયિક
6️⃣
નિયંત્રણ
અનૌપચારિક (Informal)
ઔપચારિક નિયમો અને નિયમિત પ્રક્રિયા (Rules-based)
7️⃣
સમયગાળો
લાંબો (Long-term)
ટૂંકો અથવા ઉદ્દેશ આધારીત (Short-term/Goal-based)
8️⃣
લાગણીનો ભાગ
ઊંડો લાગણીનો સમાવેશ
લાગણી ઓછી અથવા વ્યાવસાયિક
📘 પ્રશ્ન – 5 : વ્યાખ્યા આપો (કોઈપણ 6) 12
1.હેલ્થ ટીમ : કોમ્યુનિટી હેલ્થ સર્વિસ લોકોને સારી રીતે પૂરી પાડવા માટે ખાસ પ્રકારના તાલીમ પાડેલા કર્મચારીઓનું ગ્રુપ કે જે જુદા જુદા સ્તરે એકબીજાના જ્ઞાન અને આવડતના આધારે આરોગ્ય સેવા આપવાનું કાર્ય કરે, તે દરેક વ્યક્તિનો કોમન ધ્યેય હોય છે, અને તેને પ્રાપ્ત કરવા માટે તે કાર્ય કરે છે. તેને હેલ્થ ટીમ કહે છે દા.ત. ડોક્ટર ,નર્સ ,આંગણવાડી, વર્કર વગેરે.
2.કોમ્યુનિટી નીડ -અસેસમેન્ટ : કોમ્યુનિટીની એસેસમેન્ટ એટલે સમુદાયની અનુભવાતી જરૂરિયાતો પર આધારિત, કાલ્પનિક નહીં પણ પદ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઉપરથી નીચે તરફના અભિગમને બદલે નીચેથી ઉપર તરફના અભિગમનો ઉપયોગ કરીને આપવામાં આવતી સેવા.
3 . ગ્રુપ : ગ્રુપ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સમાન ધ્યેય કે જરૂરિયાત સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને એક જૂથમાં જોડાયેલા હોય ત્યારે તેને ગ્રુપ કહે છે.
અથવા
જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ એકસાથે ભેગા થાય અને એકબીજાને પ્રભાવિત કરે છે ત્યારે તેઓ સામાજિક જૂથ ની રચના કરે છે.
4. વાઈટલ સ્ટેટેસ્ટીક : વાઈટલ સ્ટેટિસ્ટિક્સ એટલે એવી આંકડાકીય માહિતી, જે માનવજીવનના મુખ્ય ઘટકો જેમ કે જન્મ, મૃત્યુ, લગ્ન, તલાક વગેરેના નોંધાયેલા આંકડા પર આધારિત હોય છે.તે આરોગ્યની યોજનાઓ બનાવવામાં અને જનસંખ્યા સુધારવા માટે ઉપયોગી થાય છે.
(5) કોમ્યુનિટી : કોમ્યુનીટી એટલે એવા પ્રકારનો લોકોનો સમુહ કે જે ચોકકસ ભૌગોલીક વિસ્તારમાં રહેતા હોય,વિવિધ ધર્મોમાં માનતા હોય, જુદી જુદી માન્યતાઓ ધરાવતા હોય અને તમામ પ્રકારના વર્ગના લોકો એક સાથે રહેતા હોય તેવા જન સામુદાય ને કોમ્યુનીટી કહેવાય છે.”
અથવા
કોમ્યુનિટી માનવીય સંબંધોનું એક માળખું છે, કોમ્યુનિટી એ લોકોનું એક એવું ગ્રુપ છે કે જેમાં જુદા જુદા ધર્મ, જુદી જુદી માન્યતાઓ તેમજ જુદા જુદા હેતુ, ઇન્ટરેસ્ટ અને પ્રેક્ટિસ ધરાવતા લોકો સાથે એક સાથે રહેતા હોય. કોમ્યુનિટી એ ઘણા બધા લોકોના ગ્રુપનો બનેલો સમુદાય છે કે, જેઓ એક જ ભૌતિક એરિયામાં રહેતા હોય. કોમ્યુનિટીમાં કામ કરવા માટે કોમ્યુનિટી એટલે શું તે જાણવું જરૂરી છે તે વગર લોકો સાથે કામ કરવું મુશ્કેલ છે,લોકોનું આરોગ્ય જાળવવા કોમ્યુનિટીને જાણવી ખૂબ જરૂરી છે હેલ્થ વર્કરને સમાજ વિશે નોલેજ હોય તો જ તે સરળતાથી કોમ્યુનિટીમાં કામ કરી શકશે.
(6 ) મેરેજ: લગ્ન એ એક અથવા વધારે પુરુષોનું એક અથવા વધારે સ્ત્રીઓ સાથે નો જાતીય સંબંધ છે કે જેમાં તેનો સમાજ અને કાયદાઓ તેમનો પતિ પત્ની તરીકે સ્વીકાર કરે તેને લગ્ન કહે છે.
અથવા
લગ્ન સ્ત્રી – પુરુષ વચ્ચેનો વિશેષ પ્રકારનો સંબંધ છે જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે સ્થાપિત થયેલા હોય છે તેને લગ્ન કહે છે
(૭ ) લર્નિંગ: લર્નિંગ એક પ્રોસેસ છે જેમાં વ્યક્તિ એક નવું વર્તન શીખે છે અને તેને સ્વીકારે છે. જેમાં વર્તનમાં બદલાવ, નવું વર્તન શીખવું અને શીખેલ વર્તનને હંમેશા માટે અમલમાં લાવવું જેવી પ્રોસેસ થાય છે.
(8 ) ફેમીલી: કુટુંબ એક એવા વ્યક્તિઓનો સમૂહ છે, જે એક જ ઘરમાં રહે છે, એક જ રસોડે જમે છે, અને એ જ ધર્મ પાડે છે, અને એક બીજા સાથે આંતરક્રિયા કરીને જીવે છે જેમાં રહેતા વ્યક્તિઓ એકબીજા સાથે લગ્નના સંબંધો કે લોહીના સંબંધોથી જોડાયેલા હોય છે જેમાં દત્તક લીધેલા પુત્ર પુત્રીનો પણ સમાવેશ થાય છે.
પ્રશ્ન-૬ (અ) નીચેના માંથી સાચો જવાબ લખો.05
(૧) હોખ વિઝીટ કરતા પહેલા શું કરવું જોઈએ.
અ) પ્લાનીગ
(બ) સર્વે
(ક ) અ અને બ બન્ને
(ડ ) એક પણ નહિ
(૨) જનરલ સર્વેમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે.
(અ) ૧૫ વર્ષ
(૫) ૨૦ વર્ષ
(ક ) 10 વર્ષ
(ડ ) 05 વર્ષ
(3) W.H.O નું વડુ મથક કયાં આવેલુ છે.
(અ) નોર્વે
(બ) પેરિસ
(ક ) જિનિવા
(ડ ) સ્વિડન
(૪) RCH માં ફર્સ્ટ રેફરલ યુનિટ છે.
(અ) કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
(બ) પ્રાથમરી હેલ્થ સેન્ટર
(ક ) સબ સેન્ટર
(ડ ) એક પણ નહિ
(૫) H.L.V ઈન્ટેશનમાં શું થાય છે?
(અ) ઈમ્યુનિટી વર્ષ
(બ) ઈમ્યુનિટી વટે
(ક ) ઈમ્યુનિટી પાવર એટલો જ રહે
(ડ ) એક પણ નહિ
(બ) ખાલી જગ્યા પુરો.05
(1) ફ્લેસ કાર્ડનો ઉપયોગ વધુમાં વધુ …………સુધીના ગૃપમાં કરી શકાય. 20-25
(૨) ORS ની સાથે…………..ટેબલેટ અપાય છે. ઝીંક(Zinc)
(3) ટ્રાઈબલ વિસ્તારમાં PHC…………. વસ્તી કવર કરે છે.20,000
(૪) હાલમાં પાંચગુણી રસીનું નામ…… છે. પેન્ટાવેલેન્ટ
(૫) મેલેરીયા ડે …………દિવસે ઉજવવામાં આવે છે. 25 એપ્રિલ