અગાઉના વર્ષની ખરેખર સિદ્ધિ સાથે સરખામણી કરવામાં મદદરૂપ થાય છે.
કર્મચારી માટે વાસ્તવિક કાર્ય આયોજન વિકસાવવામાં મદદરૂપર થાયછે.
અપેક્ષિત સેવાનું કદ નક્કી કરવા માટે.
(૨) વાઈટલ સ્ટેટેસ્ટીક્સ એટલે શું? તેનું જહત્વ જણાવો.04
વાઈટલ સ્ટેટિસ્ટિક્સ
Definition : વાઈટલ સ્ટેટિસ્ટિક્સ એ એવી આંકડાકીય માહિતી છે જે માનવ જનસંખ્યા સાથે જોડાયેલા જીવનની મહત્વની ઘટનાઓ વિશે માહિતી આપે છે – જેમ કે જન્મ દર, મરણ દર, વધારો કે ઘટાડો, જીવનકાલ વગેરે.
મહત્વ
1.લોકસંખ્યા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન
વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર વગેરેનો અભ્યાસ કરી શકાય છે.
2. આરોગ્ય સ્થિતિનું પ્રતિબિંબ
શિશુમૃત્યુદર, માતામૃત્યુદર જેવા આંકડાઓથી વિસ્તારમાં આરોગ્ય સેવાનો સ્તર જાણી શકાય છે.
3.આરોગ્ય આયોજન અને નીતિ બનાવવામાં મદદરૂપ
આરોગ્ય વિભાગને આવશ્યક આરોગ્ય સેવાઓનું આયોજન કરવા માર્ગદર્શન મળે છે.
4.રોગ નિયંત્રણ માટે ઉપયોગી
મૃત્યુના મુખ્ય કારણોના અભ્યાસથી રોગ નિવારણ માટે કાર્યક્રમો બનાવી શકાય છે.
5. વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી
આરોગ્ય અને લોકસંખ્યા સંબંધિત સંશોધન માટે વિશ્વસનીય માહિતી મળે છે.
વાઈટલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા રસીકરણ, માતા-બાળ આરોગ્ય કાર્યક્રમો, રોગ નિયંત્રણ કાર્યક્રમોની અસર જાણી શકાય છે.
7. આંતરરાષ્ટ્રીય સરખામણી શક્ય બને
WHO અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ
(૩) કોમ્યુનીકેશન પ્રોસેસ જણાવો.05
કોમ્યુનિકેશન પ્રોસેસ
કમ્યુનિકેશનની પ્રોસેસમાં નીચે મુજબના પાંચ ઘટકોનો સમાવેશ થાય છે.
સેન્ડર
મેસેજ
ચેનલ
રીસીવર
ફીડબેક
1.સેન્ડર (સંદેશો મોકલનાર)
સારા કોમ્યુનિકેશન માટે માહિતી મોકલનાર નો રોડ ખૂબ જ અગત્યનો છે.
સેન્ડર એટલે કે એક વ્યક્તિ કે જે સંદેશાને પ્રોપર ચેનલ દ્વારા પહોંચાડે છે.
તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
✓સંદેશો મોકલવા પાછળ ચોક્કસ હેતુ હોવો જોઈએ.
✓મેસેજ રિસીવ કરનારને તેની જરૂરિયાત હોવી જોઈએ.
✓છે તે બાબત અંગેનો સંદેશો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે કે કેમ તેની પૂરેપૂરી ખાતરી સેન્ડરને હોવી જોઈએ.
✓જે સંદેશો મોકલવાનો છે તે રિસીવ કરનાર વ્યક્તિ સારી રીતે સમજી શકે તેવી સ્કિલ તેનામાં હોવી જોઈએ.
2.મેસેજ (સંદેશો)
મેસેજ એટલે કે માહિતી છે રીસીવર ને પહોંચાડવાની હોય, જે હંમેશા વસ્તુ લક્ષી અને અર્થસભર હોવી જોઈએ.
વ્યક્તિની જરૂરિયાતોને આધારિત હોવી જોઈએ.
તે ચોક્કસ અને લોકોના રીતરિવાજને સમજો અને લોકોને આકર્ષિત કરે તેવો હોવો જોઈએ.
તે સરળ રીતે ઉપલબ્ધ તેમજ ઓછી કિંમતે એટલે કે પોસાઈ શકે તેવો હોવો જોઈએ.
જેથી લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે.
3.ચેનલ(સંદેશો પહોંચાડવાનું માધ્યમ)
ચેનલ એટલે કે સેન્ડર અને રીસીવર વચ્ચે અસરકારક કમ્યુનિકેશન થઈ શકે તે માટે વાપરવામાં આવતું મીડિયા.
અસરકારક કોમ્યુનિકેશન માટે મીડિયાની પસંદગી ખૂબ જ અગત્યની છે, તેથી તેને કાળજે પૂર્વ પસંદ કરવું જોઈએ.
તે મેસેજ ડિલિવર કરવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.
આર્થિક રીતે પોસાઈ શકે તેવું અને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવું હોવું જોઈએ.
તેની પસંદગીમાં વિવિધતા હોવી જોઈએ જેથી લોકો નો ટીચિંગ માં રસ જળવાઈ રહે અને મનોરંજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
4.રીસીવર(સંદેશો મેળવનાર)
સંદેશો જીલનાર ઓડીયન્સ ને રીસીવર તરીકે ઓળખવામાં આવે છે, તે સંદેશો મેળવીને તેને અમલમાં મૂકે છે અથવા તેની અવગણના કરે છે.
અને તેનો મેસેજ મળી ગયો છે તેના જવાબમાં ચોક્કસ પ્રતિસાદ આપે છે.
તેમાં ટોટલ પોપ્યુલેશન અને કોઈ ચોક્કસ ગ્રુપ હોઈ શકે છે.
5.ફીડબેક (પ્રતિભાવ)
મેસેજ મળી ગયા બાદ સંદેશો જેલનાર વ્યક્તિ સંદેશા નો અર્થઘટન કરી જે રિસ્પોન્સ આપે છે,તે લોકો માહિતી મેળવ્યા બાદ અલગ અલગ રીતે પોતાના પ્રતિભાવ રજૂ કરે છે.
જો માન્ય હોય તો પોતાની અનુકૂળતા પ્રમાણે સ્વીકારે છે, અને જો માન્ય ના હોય તો રિજેક્ટ કરે છે.
આમ પ્રતિભાવ પોઝિટિવ અને નેગેટીવ બંનેમાંથી કોઈ એક હોઈ શકે.
વ્યક્તિગત કોમ્યુનિકેશનમાં તરત જ ફીડબેક મળે છે.
જ્યારે મીડિયા દ્વારા ફીડબેક મળતા વાર લાગે છે.
અથવા
(૧) લક્ષ્યાંક મુક્ત અભિગમના ફાયદાઓ જણાવો.03
લક્ષ્યાંક મુક્ત અભિગમ
લક્ષ્યાંક મુક્ત અભિગમ એ પરિવાર નિયોજન અને પ્રજનન આરોગ્ય કાર્યક્રમોમાં એવો અભિગમ છે જેમાં કાર્યકર્તાને કોઈ નિશ્ચિત આંકડાકીય લક્ષ્યાંક (Target) આપવાને બદલે સેવા ગુણવત્તા, લોકજાગૃતિ અને જરૂરિયાત આધારિત સેવાઓ પર ભાર મુકાય છે.
ફાયદાઓ
સેવામાં ગુણવત્તા વધે
લોકોના વિશ્વાસમાં વધારો
સેવાઓમાં વિવિધતા
કાર્યકર્તાનું મનોબળ વધે
સ્વેચ્છાએ સેવા સ્વીકાર
ડેટાની ચોકસાઈ
સતત વિકાસ
(૨) કોમ્યુનીકેશનના સિધ્ધાંતો જણાવો.04
પ્રિન્સીપલ્સ (સિધ્ધાંત) ઓફ કોમ્યુનિકેશન
કોમ્યુનિકેશન કે જે બોલીને હોય કે પછી લખીને તેને વધુ અસરકારક બનાવવા માટે સાત સિધ્ધાંત(પ્રિન્સીપલ્સ) છે. આ સાત સિદ્ધાંતને સેવન સી ઓફ કોમ્યુનિકેશન કહેવાય છે.જે નીચે મુજબ છે.
સાત “સી” કોમ્યુનીકેશનના
1.ક્લેરીટી
2.કમ્પ્લીટનેસ
3.કંસાઈઝનેસ
4.કંક્રીટનેસ
5.કરેક્ટનેસ
6.કર્ટસી
7.કંસીડરેશન
1. ક્લેરિટી
કોમ્યુનિકેશનમાં સાવધાની ખુબજ જરૂરી છે. જે મેસેજ પહોચાડવાનો છે, તે સ્પષ્ટ એટલે ચોક્કસ અને ક્લીયર હોવો જોઈએ.
ઉપરાંત મેસેજ જેના વડે પહોંચાડવાનો છે, તે માધ્યમ ચોક્કસ હોવું જોઈએ.
ક્લીયર મેસેજ હોય તો રીસીવરને (મેસેજ મેળવનાર) મેસેજ સમજવામાં સરળતા રહે છે. ઉપરાંત બીજી ગેરસમજને પણ થતી અટકાવી શકાય e
2. કમ્પ્લીટનેસ
જે મેસેજ સંદેશો આપનાર (સેન્ડર) રીસીવરને મોકલે છે, તે હંમેશા કમ્પ્લીટ એટલે કે સંપુર્ણ હોવો જોઈએ.
અધુરા કોમ્યુનિકેશનો કોઈ અર્થ નથી.
આપણે જે હેતુ થી કોમ્યુનિકેશન કરીએ છીએ એ હેતુ સિધ્ધ થવા માટે મેસેજ(સંદેશો) હમેશા કમ્પ્લીટ હોવો જોઈએ.
3.કંસાઈઝનેસ
કોમ્યુનિકેશનને આપણે વધુ અસરકારક બનાવી શકીએ છીએ. એ માટે મેસેજ ને કંસાઈઝ એટલે કે સંક્ષેપમા કરીએ છીએ કારણ કે વધુ લાંબી માહિતિમાં અમુક વખતે અર્થ બદલાઈ જાય છે.
માટે જો વધુ માહિતી ને સંક્ષિપ્તમાં કરવામાં આવે તો રીસીવરસરળતાથી સમજી શકે છે.
મેસેજને સંક્ષિપ્તમાં કરવાના કારણે કોમ્યુનિકેશન એ સ્પષ્ટ અને ઓછા સમયમાં વધુ અસરકારક રીતે કરી શકાય છે.
4. કનફીટનેસ
કનકીટનેસ કોમ્યુનિકેશન એ ચોક્કસ,સ્પષ્ટ અને અસ્પષ્ટતા થી રહીત હોય છે.
કનકીટનેસના કારણે કોમ્યુનિકેશન એ ચોક્કસ અને અર્થ સભર થાય છે.
5.કરેક્ટનેસ
કરેક્ટ કોમ્યુનિકેશનની મદદથી માહીતી ક્ષતીરહીત બને છે.
અહિયા કનકીટનેસ એ ગ્રામરના સંદર્ભમા અને યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ લેવો એ અર્થમાં છે.
6.કર્ટસી / વિનયપૂર્વક
વિનય સાથે વાત કરવાથી સંદેશ આપનાર અને મેળવનાર એમ બન્ને એક બીજા સાથે વધારે વિનમ્ર થઇ એક બીજાની વાતને સમજી શકે.
7. કંસીડરેશન/ મનસુબો
વિચારોની આપ-લે કરતા સંદેશ આપનાર, આ સિધ્ધાંતમા આપણે બીજાની પ્રોબ્લેમને આપણે એમની જગ્યા પર રહીને સમજી શકિયે છીએ. આપણે એમ્પથેટીક બનીને સમજી શકીએ
(૩) ગામ લટાર દરમિયાન એ.એન.એમ એ કઈ કઈ પ્રવૃતિઓ કરવાની હોય છે?05
આંગણવાડીની મુલાકાત : (નંદઘર)
દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખુબ જ જરૂરી છે. આ દરમિયાન બાળકો તથા માતાની મુલાકાત લો.તેઓના આરોગ્ય અને જરૂરીયાતને અનુલક્ષીને સેવાઓ આપો.તેમને સાંભળો અને આરોગ્ય શિક્ષણ આપવાની તક ઝડપી લો.
પેટાકેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં દરેક કુંટુંબની મુલાકાત લો.અગાઉ આપેલ સેવાઓનું ફોલોઅપ કરો દાતઃ સગર્ભામાતાને આર્યન ફોલીક એસીડની ગોળી આપેલ છે તે ખાય છે કે કેમ તે તપાસ કરવી.
રસીકરણ માટે ચેક કરવું તથા હવે પછીના સેશનમાં આવવા માટે જણાવવું.કુટુંબ નિયોજનના કેશની તપાસ કરવી. પોસ્ટનેટલ માતા હોયતો તેની મુલાકાત દરમિયાન તેની તકલીફો સાંભળવી તથા યોગ્ય સલાહ આપવી.વિસ્તાર માં કોઈ નવું આવેલ હોય કે કોઈ બહાર રહેવા જતુ રહેલ હોય તો તેની નોંધ લેવી અને ગૃહ મુલાકાત રોજનીશીમાં લખવી.
જોખમી જુથોની મુલાકાત લેવી.
જરૂર પડે તો રેકરલ સેવાઓ આપવી
શાળાની મુલાકાત :
ગામની શાળાઓમાં પણ સમય અંતરે મુલાકાત ગોઠવવી અને બાળકોના આરોગ્યનું નિરિક્ષણ કરવું તથા જરૂર જણાય ત્યાં આરોગ્ય શિક્ષણ આપવું. કુપોષણ થી પીડાતા બાળકોના વાલીને જાણ કરવી જરૂર જણાયતો વિટામીન – એ ના ડોઝ આપવા અને આર્યન ફોલીક ગોળીનું વિતરણ કરવું.બાળકમાં કાઈ અસામાન્ય પણું જણાયતો સંદર્ભકાર્ડ ભરી વધુ સેવા માટે રીફર કરવું. શિક્ષકોને સાચી સમજણ આપવી.
આરોગ્ય શિક્ષણ આપવુ.
પર્સનલ હાઈઝીનની સમજણ આપવી.
સામાન્ય રોગોની સારવાર આપવી.
મહિલા સ્વાસ્થય સંધ : (એમ.એસ.એસ.)
આવી બેઠકોમાં દરેક સભ્યોના વિચારો જાણવા માટેના પ્રયત્ન કરવો જોઈએ.આરોગ્ય અને ગર્ભનિરોધક પધ્ધતિઓ વિશેની સમજણ આપો અને સંપરામર્શ કરો.સમાજમાં પ્રવર્તમાન ખોટી માન્યતાઓ અને ગેરસમજણો વિશે ચર્ચા કરો અને સાચું માર્ગદર્શન આપો.જેમ કે સગર્ભાવસ્થામાં અમુક ખોરાક ખવાય અને અમુક ન ખવાય.
નવી ફેમીલી પ્લાનીંગ પધ્ધિતીઓથી વાકેફ કરવા.
સમાજમાં પ્રવર્તતી કુટેવો અંગેની સમજણ આપવી.
ખોરાક અંગેની સમજણ આપવી.
સમાજમાં આરોગ્યની પ્રવર્તતી અંધશ્રધ્ધાઓ ની સમજણ આપવી.
પંચાયતના સભ્યોની મુલાકાત :
પંચાયતના સભ્યો સાથે મુલાકાત કરવી અને આરોગ્યની તમામ સેવાઓમાં તેનો સાથ લેવો.સભ્યો ડેપો હોલ્ડર તથા ડ્રગ ડીસ્ટીબ્યુટર સેન્ટર તરીકે આપણને ઉપયોગી થશે. સભ્યોના સાથ સહકારથી આરોગ્યની ઉતમ સેવાઓ આપી શકાય છે. આ વ્યવસ્થાથી લાભાર્થી આરોગ્યની સેવાઓ કયા કયારે અને કઈ કઈ સેવાઓ લઈ શકશે તે પણ સારી રીતે જાણી શકે છે. આ ઉપરાંત નિરીક્ષક પણ તમને ફોલોઅપ વખતે સારી રીતે શોધી શકશે
વિવિધ આરોગ્યલક્ષી યોજના હેઠળ એક સ્ત્રી આરોગ્ય કાર્યકર પેટા કેન્દ્ર પર મુકવામાં આવે છે અને તેમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો નીચે મુજબ છે.
1.માતા અને બાળકનું આરોગ્ય.
સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમ્યાનની તમામ સંભાળ.
સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવવી જેમાં યુરીન સુગર, આબ્લ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબીન માટેની તપાસ કરવી.
દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી,
અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
માથા થી લઇ પગ સુધી તપાસ કરશે.
આરોગ્ય શિક્ષણ આપશે.
હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વતૈયારી માટે સલાહ સૂચન આપશે.
રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે
એન્ટીનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલીક એસીડ અને આર્યનની ગોળી આપશે.
ફેમીલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ ફરી તેની મુલાકાત કરશે.
પોતાના વિસ્તારમાં સુવાવડ થયેલ માતાની ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેશે
કેમિલી હેલ્થ સર્વે કરશે.
ટેકો પ્લસમાં એન્ટ્રી કરવી.
2. કુટુંબ કલ્યાણ સેવા
લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનુ રજીસ્ટ્રેશન કરવું.
કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જુથમાં આરોગ્ય સંદેશા આપશે.
કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પુરી પાડે.
કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડઅસરો અને બધી જ સાચી માહિતી પુરી પાડશે.
3. આંગણવાડી મુલાકાત
દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખુબ જરૂરી છે. આ દરમ્યાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
બાળકો અને માતાના આરોગ્યની જરૂરીયાત ને અનુલક્ષીને સેવાઓ આપવી અને તેમને શાંતીપુર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.
4. ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ
લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો.
એઇડસ, હીપેટાઈટીસ-બી વગેરે ની માહિતી આપવી
રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી
5. બિન-ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ
બિન-ચેપી રોગો જેવા કે કેન્સર, ડેફનેસ, બ્લાઈન્ડનેસ,ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ, મેન્ટલ ઈલનેસ, ઓક્યુપેશનલ ડિસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેનું ફીમેલ હેલ્થ વર્કરેને જાણ હોવી જોઈએ જેથી તે લોકો ને માર્ગદર્શન પૂરું પાડી શકે.
NTCP- નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ.
NPCDCH- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડીયોવાસક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક
NPCTO- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝ.
NPPCD- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ. (રાષ્ટ્રીય બધિરતા નિયંત્રણ અને નાબુદી )
NMHP- નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ.
NPCBV- નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ( રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ).
PMNDP- પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ
NPHCE –નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી (રાષ્ટ્રીય વૃધ્ધજન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ) :-
NPPMVI- નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈન્સ્યુરી
NOHP- નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ.
5. જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રીપોટિંગ
નિયમિત આંકડાઓ ભેગા કરવા.
બરાબર રીપોર્ટિંગ કરવું.
જન્મદર, મૃત્યુદર, બાળમૃત્યુદર અને માત્તામરણ દરની માહિતી લેવી
મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.
6. આરોગ્ય શિક્ષણ
ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
બેનર, ભીંત સુત્રો, ટીવી., પેમ્ફલેટ, પોસ્ટર જેવા એ.વી.એઇડસ વડે માહિતી આપવી પા, પોસ્ટર ૧
7. શાળા આરોગ્ય કાર્યક્રમ
આરોગ્ય શિક્ષણ આપવું.
શાળાના બાળકોની તપાસ કરવી.
જરૂર હોય તેવા બાળકોને તરત સંદર્ભ સેવાઓ આપવી.
આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી..
8. તાલીમ અને શિક્ષણ
પેરા મેડિકલ કોર્ષના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.
9. રેફરલ સેવાઓ
પાયાની સારવાર આપ્યા બાદ નજીકના FRUમાં રીફર કરવું.
10. સંશોધન કાર્ય
જન્મદર, મૃત્યુદર,બાળમૃત્યુદર, અને માતામરણ દરની માહિતી મેળવવી
કેવા પ્રકારના રોગો ક્યારે થાય છે તે વિશેની માહિતી મેળવવી.
11. લેબોરેટરી સેવા
હિમોગ્લોબીનની તપાસ
પેશાબની તપાસથી સગર્ભા વસ્થાની જાણકારીનો ટેસ્ટ.
પેશાબની તપાસથી પ્રોટીન અને સુગર જાણવાનો ટેસ્ટ.
લોહીમાં સુગરનું લેવેલ જાણવાનો ટેસ્ટ.
સ્લાઈડ દ્વારા તેમજ ( રેપીડ ડાયાગ્નોસ્ટીક કીટ) દ્વારા મેલેરિયાનો ટેસ્ટ,
સિકલસેલ રેપીડ ટેસ્ટ.
ટી.બી. ના ટેસ્ટ માટે સ્પુટમ ટેસ્ટ.
(૨) ક્લિનીક શરૂ કરતાં પહેલા શું શું તૈયારી કરશો?04
ક્લિનીક શરૂ કરતા પહેલા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
1) સ્વચ્છતા.
ક્લિનિકની સ્વચ્છતા ખૂબ જ અગત્યની હોય છે.
ક્લિનિકમાં કચરાપેટી રાખવી જોઈએ.
બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ કચરાનો નિકાલ કરવો જોઈએ.
2) જરૂરી સાધનસામગ્રી
મમતા કાર્ડ.
વજન કાંટો.
જરૂરી રજીસ્ટર.
બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ.
જરૂરી વેક્સિન
દવાઓ.
આઈ.એમ.એન.સી.આઈ મટીરીયલ.
ગ્રોથ મોનીટરીંગ ચાર્ટ.
તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ.
3) લીનન
લીનન હંમેશા ચોખ્ખું હોવું જોઈએ.
જરૂરી તમામ લીનન હોવું જોઈએ.
4) સર્જીકલ ડ્રમ
ડ્રમમાં સ્ટરાઈલ ડ્રેસિંગ હોવું જોઈએ.
તપાસ માટેના તમામ સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.
5) બેસવાની વ્યવસ્થા
બાળકોને બેસવાની અલગ વ્યવસ્થા હોવી જોઈએ.
રમકડાં હોવા જોઈએ.
બેસવા માટે બેંચની સગવડતા હોવી જોઈએ.
6) પાણીની સગવડતા
પીવાના પાણીની સગવડતા હોવી જોઈએ.
આર.ઓ. સીસ્ટમ હોવી જોઈએ.
7) નોટીસ બોર્ડ
નોટીસ બોર્ડ ની સગવડતા હોવી જોઈએ
8) ટીમ વર્ક
દરેકે ટીમ વર્કથી કામ કરવું જોઈએ
દરેકે પોતાના કામમાં પરફેક્ટ રહેવું જોઈએ.
અથવા
(૧) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો સવિસ્તાર લખો. 08
મેડિકલ કેર
પ્રિવેન્ટિવ કેર
પ્રમોટીવ કેર
કયુરેટીવ કેર
મેટર્નલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ કેર
સગર્ભાવસ્થાની સારવાર
પ્રસૃતિ દરમ્યાનની સારવાર
પોસ્ટનેટલ કેર
એડોલેશન કેર
૦ થી ૫ વર્ષના બાળકોનું સંપૂર્ણ રસીકરણ આઈ.એમ.એન.સી.આઈ.મુજબ બાળકોની સારવાર
સેફ ડ્રિંકિંગ વોટર એન્ડ બેઝિક સેનિટેશન
સલામત પાણીની સગવડતા
કુવાના પાણીનું કલોરીનેશન કરવુ.
પર્યાવરણની સ્વચ્છતા જાળવવી
આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું
સ્વછતા અભિયાન ચલાવવું
ફેમીલી પ્લાનીંગની કાયમી પધ્ધતીની સમજણ આપવી(ફેમિલી પ્લાનિંગ એન્ડ ફેમિલી વેલ્ફેર)
ફેમીલી પ્લાનીંગની બિનકાયમી પધ્ધતિની સમજણ આપવી
બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટેની સમજણ આપવી
એમ.ટી.પી. અંગેની સમજણ આપવી
વંધત્વ વાળી માતાઓને સમજણ આપવી
કુટુંબ નિયોજનની નવી મેથડ છાયા અને અંતરા અંગેની સમજણ આપવી
ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ (કંટ્રોલ ઓફ કોમ્યુનીકેબલ ડીજીસ)
લોકોને ચેપી રોગો અંગેની માહીતી આપવી
સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો
એઈડસ, હીપેટાઈટીસ-બી વગેરેની માહીતી આપવી
રસીકરણ કરવુ.
અટકાયતી પગલાઓની સમજણ આપવી
જીવંત આકડાઓનું એકત્રીકરણ અને રીપોર્ટીગ(વાઈટલ સ્ટેટીસટીક એન્ડ રિપોર્ટિંગ)
નિયમિત આંકડાઓ ભેગા કરવા
બરાબર રીપોર્ટીંગ કરવુ.
ડેથ રેઈટ, બર્થ રેઈટ, આઈ.એમ.આર. અને એમ.એમ.આર.ની માહીતી લેવી.
માંદગી તથા મરણના કારણો જાણવા.
આરોગ્ય શિક્ષણ (હેલ્થ એજ્યુકેશન)
ફોર્મલ અને ઈમ્ફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું
બેનર, ભીંત સુત્રો, ટી.વી. પેમ્પલેટ પોસ્ટર વડે માહિતી આપવી
મેલેરીયાની સ્લાઈડ,પ્રેગન્નસી ટેસ્ટ,યુરીન સુગર અને આબ્લ્યુમીન વગેરે તપાસ કરવી
(૨) આરોગ્ય કાર્યક્રમમાં લોકોનો સહયોગ મેળવવા એ.એન.એમ તરીકે તમારે શું શું કરવું જોઈએ?04
1.આંગણવાડી સેન્ટરની મુલાકાત:
સબ સેન્ટર દ્વારા આવરીત વિસ્તારમાં આવેલ દરેક કામની મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્ય કરે આંગણવાડી સેન્ટર આંગણવાડી વર્કર અને રીપ્રોડક્ટિવ એજ ની મધર સાથે મીટીંગ જરૂરી થી કરવી જોઈએ કે જેનાથી ANM તેને સાંભળવાની તેમજ મંતવ્ય રજૂ કરવાની અને કોન્ટ્રાસેપશન વિશેની માહિતી મેળવવાની તક મેળવે છે કામગીરી તેણીએ કોન્ટ્રાસેપ્ટિંવ વિશે જાગૃત કરવા મદદ કરે છે જ્યારે આંગણવાડી વર્કર દ્વારા અન્ય માહિતી જેવી કે ગામમાં પૂરતા ટ્યુબવેલ છે કે નહીં રોડ કાચા છે કે પાકા વગેરે વગેરે
2.મહિલા સ્વાસ્થ્ય સંઘ મહિલા મંડળ સાથે મીટીંગ યોજના:
આરોગ્ય કાર્ય કરે મહિલા સ્વાસ્થ્ય સંઘના સદસ્યો સાથે મીટીંગ યોજી સ્ત્રીઓ યોગ્ય આરોગ્ય સંભાળ અને કોન્ટ્રાસેપશન વિશે કાઉન્સિલિંગ કરવું જોઈએ
3.હોમ વિઝીટ:
સબ સેન્ટરના ગ્રામ્ય માં આવે આવેલ શક્ય હોય તેટલા વધુ પરિવારની મુલાકાત લેવી જોઈએ તેમજ અગાઉ કરેલ વિઝીટનું ઓગ્ય ફોલોઅપ કરવું જરૂરી છે હોમ વિઝીટ દરમિયાન કોમ્યુનિટીના સભ્યોને સબ સેન્ટર લેવલ પર ઉપસ્થિત હેલ્થ સેવાઓ ગ્રહણ કરવા સમજાવવું જોઈએ
4.વિઝીટ ટુ સ્કુલ:
આરોગ્ય કાર્યક્રમ દ્વારા નિયમિત સમયે ગ્રામ્ય ની શાળાઓની મુલાકાત લેવી તપાસ કરવી જોઈએ તેમજ કે બાળકનું રસીકરણ કુપોષણથી પીડાતા બાળકોની તપાસ અને આવા બાળકને PHC પર સારવાર માટે રીફર કરવું તેમજ શાળાના શિક્ષકોની મદદથી બાળકને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ
5.પંચાયતોના સભ્યો સાથે મુલાકાત:
પંચાયતના સભ્ય સાથે મુલાકાત હંમેશા ફાયદાકારક હોય છે તેમ જ પરિવાર કલ્યાણના કાર્ય માટે કોમ્યુનિટીના પુરુષોની મદદ મેળવી શકાય છે
ટેબલેટ આલ્બેન્ડાઝોલ ની સંખ્યા:- સગભીમાતાની સંખ્યા × ૧
= ૧૩૫ × ૧
= ૧૩૫
ટેબલેટ આલ્બેન્ડાઝોલ ની સંખ્યા = ૧૩૫ ગોળી
5) ટેબલેટ કેલ્શીયમ ની સંખ્યા ની ગણતરી:
ટેબલેટ કેલ્શીયમ ની સંખ્યા:- સગર્ભામાતાની સંખ્યા × ૧૦૦
= ૧૩૫ × ૧૦૦
= ૧૩,૫૦૦
ટેબલેટ કેલ્શીયમ ની સંખ્યા = ૧૩૫૦૦ ગોળી
6) સીરીંજ નીડલ ની સંખ્યા ની ગણતરી:
સીરીજ નીડલ ની સંખ્યા:- સગામાતાની સંખ્યા × ૨ ×૧.૩૩
= ૧૩૫ × ૨ × ૧.૩૩
= ૩૫૯.૧ એટલે ૩૫૯
સીરીજ નીડલની સંખ્યા = ૩૫૯ નંગ
પ્રશ્ન-૪ ટુંક નૉલ લખો. (કોઈપણ ત્રણ) 12
(૧) રેકોર્ડ રાખવાના હેતુઓ
રેકોર્ડ રાખવાના હેતુઓ
આયોજન કરવા માટે
વિકાસના અને પ્રગતિના કાર્યો માટે ખૂબ જ અનિવાર્ય છે અને મહત્વનું છે.
દાખલા તરીકે આપણી વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે આ વસ્તી કેટલી છે? ક્યારે અને કેવી રીતે વધે છે? તેના આંકડા ઉપલબ્ધ હોય તો તેની નાગરિકની જરૂરિયાત, સાધનો, અનાજ, દવાખાના વગેરેની સંખ્યાનું આયોજન સારી રીતે થઈ શકે છે.
સબ સેન્ટર પર રસીના જથ્થાની જરૂરિયાત તથા સાધનોની અને લાભાર્થીઓની યાદી કરવાની હોય તો રેકોર્ડ ખૂબ જ જરૂરી છે.
તાલીમ કાર્યક્રમ અન્વયે
કોને તાલીમ આપેલ છે? કોને તાલીમ બાકી છે? કેવા પ્રકારની તાલીમની જરૂરિયાત છે? તાલીમ કઈ જગ્યાએ બાકી છે? આ બધા રેકોર્ડ પરથી આપણે સારી રીતે તાલીમ ગોઠવી શકીએ છીએ અથવા નજીકના વિસ્તારમાં તાલીમ ગોઠવી શકીએ છીએ.
કાર્યક્રમના અમલીકરણ અને સુપરવિઝન માટે જરૂરી છે.
કોઈપણ કાર્યક્રમના અમલીકરણ માટે અને કરેલ કાર્યક્રમના સુપરવિઝન માટે પણ રેકોર્ડ રાખો ખૂબ જ જરૂરી છે.
મૂલ્યાંકન અને સુધારા વધારા માટે
રેકોર્ડ પરથી આપણે કાર્યક્રમની સફળતા અને તેમાં રહેલી ક્ષતિઓ વિશે જાણી શકીએ છીએ.
આ કાર્યક્રમમાં જરૂરી એવા સુધારા વધારા પણ સૂચવી શકાય છે અને નવા ફેરફારોને અવકાશ રહે છે.
કર્મચારીએ કરેલા કામની ગુણવત્તા તથા તેની સફળતા માટે પ્રોત્સાહન પણ કરી શકાય છે.
દૈનિક કામગીરીનું મૂલ્યાંકન
રેકોર્ડ દ્વારા દરરોજની કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય તથા બાકી કામગીરીનું આયોજન સરળતાથી કરી શકાય છે.
આના પરથી કર્મચારીને પોતે કેટલું કામ કરવાનું થાય છે તથા કેટલું બાકી રહે છે તે અંગે જાણી શકે છે અને કરેલ સારવાર અને તેની અસરનો ખ્યાલ આવી શકે છે.
સંશોધનના હેતુથી (રિસર્ચ પર્પઝ)
આંકડાકીય બાબતો પરથી સંશોધન પણ જાણી શકાય છે ઉદાહરણ તરીકે મલેરિયાના કેસો કયા માસમાં વધુ જોવા મળે છે?
તંદુરસ્તીના ધોરણો જાણવા માટે
રેકોર્ડ પરથી બાળ મૃત્યુ પ્રમાણ તથા માતા મૃત્યુ પ્રમાણ જેવા અગત્યના સંકેતો રેકોર્ડ પરથી મેળવી શકાય છે.
માંદગી અને મૃત્યુના કારણો જાણવા માટે
આંકડાકીય માહિતી ઉપલી કક્ષાએ પહોંચતી કરવા માટે
પરિવારની મુલાકાત એટલે કે ફોલોઅપ વિઝીટ માટે.
વાહન,માનવશક્તિ કે નાણાકીય બાબતની સરેરાશ કાઢવા માટે
વ્યક્તિગત કે સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મદદરૂપ થાય છે.
કોઈપણ કાર્યક્રમનું આયોજન રેકોર્ડ પરથી જ થઈ શકે છે.
(૨) નેશનલ ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ
ગોઇટર
૧૯૬૨ માં ગોઇટર પ્રોગ્રામ સરુ કર્યો જે એરીયામા ગોઇટર એન્ડેમીક છે તે એરીયામાં શરૂ કર્યો.
જેમાં એન્ડેમીક એરીયામાં આયોડાઇઝ સોલ્ટ પુરૂ પાડયુ.
ત્રણ દસકા પછી પણ ગોઇટર નું પ્રીવેલન્સ જોવા મડે છે જેના કારણે મંદ બુધ્ધી,મેનટલ રીટાર્ડેશન,મોટર ડીશફંક્શન તથા ન્યુરોલોજીકલ ડીશ ફંક્શન જોવા મળે છે.
નેશનલ ગોઇટર કંટ્રોલ પ્રોગ્રામ માં આયોડાઇઝ મીઠા ના વપરાશ પર ભાર મુકવામાં આવ્યો.
નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ
આ પ્રોગ્રામની શરૂઆત નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ 1962માં ભારત દેશમાં થઈ હતી.
ત્યાર પછી તેનું નામ બદલીને ધ નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું.
નેશનલ આઈ.ડી.ડી કંટ્રોલ પ્રોગ્રામ
ગુજરાત રાજ્યમાં ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ 1988માં ભરૂચ જિલ્લામાં વલસાડ અને વડોદરા જિલ્લામાં તેની શરૂઆત કરવામાં આવી હતી.
1994 માં આખા રાજ્યમાં આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ છે.
IDD સેલનો મુખ્ય રોલ
આયોડિન ડેફિશિયન્સી લેબોરેટરી નું બંધારણ અને તેની દેખરેખ રાખવી.
હેલ્થ એજ્યુકેશન
પબ્લિસિટી સ્પોટ ટેસ્ટિંગ કીટ કે જેમાં મીઠાનું સ્થળ પર ચેક કરીને તેમાં આયોડીન યુક્ત મીઠું છે કે નહીં તે ચેક કરવામાં આવે છે.
(૩) નેશનલ હેલ્થ પ્રોગામમાં આરોગ્ય વર્કરની ભૂમિકા
નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં આરોગ્ય વર્કરની ભૂમિકા
1. સર્વે કરવો.
નું સ્થળ જે તે મેપ તૈયાર કરવો જેમાતેનું સ્થળ વસ્તી વિસ્તાર, રસ્તાઓ,મંદીર વગેરે.-કોમ્યુનીટીમાં દરેક ફેમીલીનું ફેમીલી ફોલ્ડર અને વ્યક્તીગત કાર્ડ તૈયાર કરવા હોમ વિઝીટ કરીને ફેમીલી કે વ્યકિતની હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ શોધી કાઢી જરૂર લાગે ત્યા હેલ્થ ટોક તથા તેને લગતી સારવાર આપવી. સારવાર આપ્યા બાદ ફરીથી હોમ વીઝીટ કરી ફોલોઅપ કરવું.
2. શંકાસ્પદ કેશો શોધી કાઢવા
દા.ત.ટી.બી. હોયતો, ત્રણ અઠવાડીયાથી વધારે ખાસી આવતી હોય, સાંજના સમયે તાવ આવતો હોય, છાતીમાં દુ:ખાવો જોવા મળતો હોય તો અને વજનમાં ઘટાડો થતો જોવા મળે.તો તેવા કેસોમાં તેમની સારવાર માટે રીફર કરે છે.
3. હેમ વીઝીટ કરવી.
જેની અંદર તે પોતાના વિસ્તારમાં આવતા તમામ ઘરોની વિઝીટ લે છે અને જો તે વિઝીટ દરમિયાન તેનાં લાભાર્થીમાંથી કોઇ પણ વ્યક્તીને તાવ આવતો હોય તો તેના લોહીનો નમુનો લે છે અને સાથે સાથે આરોગ્યશિક્ષણ પણ આપે છે.
4. આરોગ્ય શિક્ષણ આપવું.
કોમ્યુનીટીમા રહેતા લોકોને પોતાની હેલ્થ જાણવવા, વધારે સારું કરવા તથા હેલ્થને લગતા પ્રોબ્લેમ શોધીને આરોગ્ય શીક્ષણ આપવું તથા તેમની હેલ્થ માં વધારો થાય તે પણ ધ્યાને લેવું.
5. સ્વૈચ્છીક કેસોનું રીપોર્ટીંગ કરવાની સમજણ આપવી
કોમ્યુનીટીમાથી લાભાર્થી પોતે પોતાની ઇચ્છાથી તેની તપાસ માટે આવે તો તેવા કેસનું રીપોર્ટીંગ કરવું તથા આરોગ્યને લગતી જાણકારી આપવી.
6. નિદાન કેમ્પ નું આયોજન કરવું
જે તે સેન્ટર પ્રમાણે નક્કી કરેલા દીવસ અને સમયે કોમ્યુનીટીના લોકો ને જાણ કરી કેમ્પ નું આયોજન કરવું અને સામાન્ય તપાસ કરવી
7. પુન:વસન ની કામગીરી કરવી
જે તે લાભાર્થી પોતાના આરોગ્ય સ્તરમાં સુધારો લાવીને પાછો સમાજમાં સારી રીતે કામ કરી શકે તેવા કામ શીખવાડવા તથા કુંટુબના સભ્યોની પણ મદદ લેવી.
8. ન્યુટ્રીશનલ એજ્યુકેશન
દા.ત-એનીમીયા હોય તો લોહતત્વ યુક્ત ખોરાક માટે સલાહ આપવી. વીટામીન એ ની ખામી હોય તો ગ્રીનલીફી વેજીટેબલ્સ લેવાની સમજ આપવી. ગોઇટર થતો અટકાવવા માટે આયોડાઇઝ સોલ્ટ લેવાની સલાહ આપવી.
9. એપીડેમીક જેવા સંજોગોમાં ખાસ પગલા લેવા
કોઇ વિસ્તારમાં ડાયેરીયાના કેસો જોવા મળે તો તે વિસ્તારમાં લોકો ને તાત્કાલીક સારવાર આપવી અને જરૂર જાણાય તો સાથી કર્મચારીઓની મદદ લેવી.
10. સરકારશ્રી ની ગાઇડલાઇન મુજબ સારવાર કરવી
જે તે પ્રોગ્રામ માં સ્પેસીફીક રોગની સ્પેસીફીક સારવાર રાજ્ય સરકારે નક્કી કરેલી ગાઇડ લાઇન મુજબ પ્રોવાઇડ કરવામાં આવે છે.
(૪) જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
જનની સુરક્ષા યોજના
આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે આ યોજના અંતર્ગત તમામ સગર્ભા માતાને સગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક મળી રહે અને એનીમિયા અટકાવી શકાય તથા વહેલી તકે રજીસ્ટ્રેશન થાય તે માટે માતાને રોકડ રકમ આપવામાં આવે છે.
યોજનાના હેતુઓ
ગરીબ તથા મધ્યમવર્ગને તબીબી સારવાર મળી રહે.
નાણાંના અભાવે થતો એનિમિયા રોગ અટકાવી શકાય.
વહેલી તકે નિદાન કરી શકાય.
સારી અને ઝડપી સંદર્ભ સેવા આપી શકાય તે માટે.
વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી શકાય તે માટે.
IMR ઘટાડવા માટે.
MMR ઘટાડવા માટે.
સંસ્થાકિય પ્રસુતિને પ્રોત્સાહન આપવા માટે.
યોજનાના લાભાર્થી
ગરીબી રેખા હેઠળના બીપીએલ કાર્ડ ધરાવતી તમામ સગર્ભા માતા.
એસ.ટી અને એસ.સી.ના ઉમેદવાર.
કાર્ડ ન હોય તો પંચાયતનો આવકનો દાખલો ધરાવતી માતાઓ
યોજનાના લાભ
ગ્રામ્ય કક્ષાએ તમામ સગર્ભા માતાને ૭૦૦ રૂપિયા આપવામાં આવે છે.
શહેરી કક્ષાએ તમામ સગર્ભા માતાને 500 રૂપિયા આપવામાં આવે છે.
યોજનાના લાભ કોણ આપે ?
સરકાર માન્ય સંસ્થા દ્વારા તથા જે તે વિસ્તારના દ્વારા આપવામાં આવે છે.
પ્રશ્ન-૫ વ્યાપ્યા લખો. (કોઈપન્ન છે)12
(1) કાર્ય આયોજન: નક્કી કરેલા સમયગાળામાં યોજવાની થતી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરતા દસ્તાવેજને એક્શન પ્લાન કે કાર્યઆયોજન કહેવાય છે. જેમાં પ્રવૃત્તિ માટે સામગ્રીની જરૂરિયાતો સમયપત્રક અને જગ્યા અથવા તો સ્થળનો સમાવેશ થાય છે.
(2) કોમ્યુનીટી નીડ એસેરામેન્ટ: એક નિયમિત અને પદ્ધતિસર પ્રક્રિયા છે જેમાં કોઈ ચોક્કસ સમુદાયની આરોગ્ય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જરૂરિયાતોની ઓળખ, વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં આવે છે જેથી યોગ્ય હસ્તક્ષેપ અને સેવાઓની યોજના બનાવી શકાય.
(3) કોમ્યુનીકેશન:આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી, વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.
કોમ્યુનિકેશનના હેતુઓ
લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.
લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.
લોકોમાં જાગૃતતા લાવવા માટે.
(4) કાઉન્સેલીંગ: લાભાર્થીને પોતાની લાગણીઓને રજૂ કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવી વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયા ને સમ-પરામર્શ (કાઉન્સેલીંગ) કહેવામાં આવે છે.
કાઉન્સેલિંગ ના હેતુઓ
A – Assistance (આસીસ્ટન્સ) – સહાયતા, મદદ
D – Development (ડેવલોપમેંટ) – વિકાસ
V- Vast information (વાસ્ટ ઇંફોર્મેશન) -વધુ માહિતી આપવી
I – Inspiration (ઈન્સ્પીરેશન) – પ્રેરણા આપવી
S – Solution (સોલ્યુશન) – નિરાકરણ
E – Encouragement (એન્કરેજમેંટ) પ્રોત્સાહન આપવુ
(5) કો-ઓર્ડીનેશન : કોર્ડીનેશન મતલબ કે સહકાર, એકબીજા સાથે મળીને સહકારથી કાર્ય કરે તેને આપણે ઇન્ટર સેક્ટોરલ કો ઓર્ડીનેશન કહીએ છીએ.
આરોગ્ય વિભાગમા માત્ર આરોગ્ય ખાતું એક જ કોમ્યુનીટીની સેવા ન કરી શકે એ માટે આરોગ્ય ખાતાએ બીજા બધા ખાતા સાથે પણ કો ઓર્ડીનેશન જાળવવાનું હોય છે,જેમ કે શિક્ષણ ખાતું,ખેતીવાડી ખાતું સંદેશા વ્યવહાર, ઇલેટ્રિકસિટિ, પંચાયત,મ્યુનીસીપાલીટી, પાણી પુરવઠા ખાતું વગેરે.
ઉપર જણાવેલ તમામ ખાતાઓ આરોગ્યની કામગીરીમાં મદદ રૂપ થાય છે, તથા આરોગ્ય વિભાગમાં પણ જુદા જુદા વિભાગના કર્મચારીના સહકારથી જે તે કામગીરીમાં મદદ લેવામાં આવે છે જેમાં મેડીકલ અને પેરા મેડીકલ બન્ને નો સમાવેશ થાય છે.
મુખ્ય હેતુઓ
નીતિ-નિર્માણ અને યોજના માટે આધાર પૂરો પાડી આપવો.
સમુદાયની સમસ્યાઓ અને જરૂરિયાતોની ઓળખ કરવી.
સર્વે દ્વારા માહિતી એકત્ર કરવી.
સમાજમાં રહેલા સંસાધનોની ગણતરી કરવી.
(6) કોલ્ડ ચેઈન: શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ૨ સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોચાડવાની પધ્ધતીને શીત શૃંખલા કહેવાય છે.
(7) લાયક દંપતી: લાયક દંપતી એટલે એવી દંપતી, જેમાં પત્નીની વય 15 થી 49 વર્ષ વચ્ચે હોય (પ્રજનન ક્ષમ વય) અને પતિની વય સામાન્ય રીતે 18 વર્ષ કે તેથી વધુ હોય, અને જેSantાન પ્રાપ્ત કરવાની શારીરિક તથા સામાજિક રીતે સક્ષમ હોય.
મહત્વ
પરિવાર નિયોજનમાં મહત્વપૂર્ણ એકમ
લોકસાંખ્યિક આંકડાઓનું આધાર
પરિવાર નિયોજન સાધનોનું વિતરણ
ટાર્ગેટ અને પ્લાનિંગ માટે
માતા અને બાળ આરોગ્ય સેવાઓનું આયોજન
(8) કપલ પ્રોટેકેશન રેટ:કપલ પ્રોટેક્શન રેટ એટલે કોઈ વિસ્તારમાં લાયક દંપતીમાંથી કેટલા ટકા દંપતી હાલમાં કોઈક અસરકારક ગર્ભનિરોધક પદ્ધતિ (Contraceptive Method) નો ઉપયોગ કરી રહ્યા છે તે દર્શાવતો આંકડો.
CPR દર્શાવે છે કે પ્રજનન વયની પત્ની ધરાવતી દંપતીમાં કેટલા ટકા દંપતી પરિવાર નિયોજન પદ્ધતિ અપનાવે છે.
પ્રશ્ન-૬ (અ) નીચેના ચાંથી સાચો જવાબ લખો.05
(૧) આ દિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે” તરીકે ઉજવવામાં આવે છે.
(અ) 14 થી જુન
(બ) ૧૨ થી મે
(ક) 1 થી ડિસેમ્બર
(ડ) 12 થી એપ્રીલ
(૨) અનપાન વીક ઓગષ્ટ મહિનાના આ અઠવાડિયામાં ઉજવવામાં આવે છે.
(અ) પહેલા
(બ) બીજા
(ક) ત્રીજૉ
ડ) ચોથો
(3) આંગણવાડીના લાભાથી તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
(અ) બાળકો
(બ) સગર્ભામાતા
(ક) યુવાનો
(ડ) કિશોરીઓ
(૪) TT ની રસી ઘેનન્દ્રાથી બચાવ માટે આપવામાં આવે છે.
(અ) મેલેરીયા
(બ) ધનુર
(ક) હાડકા
ડ) એઈડસ
(૫) મેલેરીયાની સારવારમાં આ સારવાર આપવામાં આવે છે
(અ) ડોટ્સ સારવાર
(બ) મલ્ટી ડ્રગ ઘેરાપી
(ક) રેડીકલ સારવાર
(ડ) સધન સારવાર
(બ) ખાલી જગ્યા પુરો. 05
(1) હાલમાં સામાન્ય વિસ્તારમાં પી.એચ.સી સ્થાપવા માટે વસ્તીનું ધોરણ……. છે. 30,000
(૨) એનીમીયાવાળી સગર્ભામાતાની સંખ્યા………. હોય છે. લગભગ 40–50%
(૩) એ.એન.સી ની નોંધણીમાં………. બગાડ ઉમેરવામાં આવે છે. 10%wastage factor
( ૪) ૦ થી પ વર્ષના બાળકોને ૧ વર્ષમાં ન્યુમોનીયા. ……….વાર થવાની સંભાવના છે. લગભગ 0.3 થી 0.5 વખત
(૫) ૦ થી ૧ વર્ષના બાળકોમાં એ.આર.આઈ ના………. કેસોમાં કોટ્રાયપેલાઝોલ આપવામાં આવે છે. લગભગ 60% કેસોમાં