05/04/2022 -ANM SY -MIDWIFERY

પેપર સોલ્યુશન નંબર – 09 (05/04/2022)

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(અ) નોર્મલ લેબરની વ્યાખ્યા આપો. તેના તબક્કાઓ સમજાવી AMTSL (એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર) વિશે લખો. (12)

નોર્મલ લેબર

  • નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમા ફીટસ, પ્લેસન્ટા અને મેમ્બ્રેન યુટ્સમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટ્રસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખું શરીર ભાગ ભજવે છે અને આ લેબર શબ્દ ૨૮ વીકની પ્રેગનન્સી બાદ જ વપરાય છે.
  • જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે.
  • જ્યારે ફીટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાશથી જ બને તેનો સમય ૧૮ કલાકથી વધું ન થાય તેમજ કોઈ પણ જાતનું કોમ્પલીકેશન ઉભું ન થાય તેને નોર્મલ લેબર કહેવાય છે.

ACTIVE MANAGEMENT OF THIRD STAGE OF LABOUR (AMTSL) – એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર

(1) યુટેરોટોનીક ડ્રગ્સ:

  • સેકંડ બેબી નથી તેની ખાતરી કર્યા બાદ ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનીટ આઇ. એમ. આપવું.
  • ઇન્જેક્શન ઓક્સીટોસીન ઉપલબ્ધ ન હોય તો મિઝોપ્રોસ્ટોલ ટેબલેટ (૬૦૦ માઇક્રોગ્રામ) ઓરલી આપવી.

(2) કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી):

  • કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી) પ્રક્રિયા કરવાની રીત :
  • જ્યારે યુટરસ કોન્ટ્રાકટેડ હોય ત્યારે જ આપવી.
  • એક ફોર્સેપ્સ વડે નાળના માતા તરફના ભાગને જનન પ્રદેશની નજીકથી પકડો.
  • ફોરસેપ્સ લગાળેલા આ છેડા તથા ફોર્સેપ્સ અને એક હાથ વડે પકડો.
  • બીજા હાથ સ્ત્રીના પેઠુંના અસ્થિના બરાબર ઉપરના ભાગ ઉપર મુકો.
  • આ હાથ નિયંત્રિત નાળ તણાવ દરમ્યાન ગર્ભાશયના ઉપરના ભાગ ઉપર પ્રતિ તણાવ ( વિરુધ્ધ દિશામાં /ઉપર તરફ દબાણ) લગાવીને ગર્ભાશયને સ્થિર રાખવા માટે છે.
  • નાળ ઉપર થોડોક તણાવ રાખો અને ગર્ભાશયનું પ્રબળ સંકોચન થવાની રાહ જોવો.
  • જ્યારે ગર્ભાશય સંકોચાય જેનો ખ્યાલ ગર્ભાશયના સખત અને ગોળાકાર થવાથી આવે છે.
  • અથવા જ્યારે નાળનો યોની દ્વારા બહારનો ભાગ લાબો થાય ત્યારે ઓરની પ્રસુતિ કરાવવા માટે નાળને હળવેથી નીચે તરફ ખેર્ચો બીજા હાથ વળે ગર્ભાશય ઉપર પ્રતિ તણાવ આપવાનું ચાલુ રાખો.
  • જો સી.સી.ટી શરૂ કર્યા બાદ ૩૦ થી ૪૦ સેકંડમા ઓર (પ્લેસંટા) નીચે આવતી ન લાગે એટલે કે ઓર (પ્લેસંટા) છુટી પડવાના કોઇ પ્રકારના લક્ષણો ન જણાય તો નાળ ઉપર તણાવ લગાવવાનું ચાલુ ન રાખો.

પ્લેસેન્ટા છુટું પડવાના લક્ષણો નીચે મુજબ છે:

  • ગર્ભાશય સખત અને ગોળાકાર (ગર્ભાશય નું સંકોચન) બને છે.
  • નાળનો યોની દ્વારની બહાર તરફનો ભાગ લાંબો થાય છે.
  • જ્યારે ઓર (પ્લેસંટા) છુટી પડે છે ત્યારે લોહી અચાનક ઉછળીને બહાર ધસી નીકળે છે.
  • જો ગર્ભાશયના ઉપરના ભાગને ધીમેથી ઉપર નાભી તરફ ઠેલવામાં આવશે તો નાળ યોની માર્ગમા પાછી નહી જાય.
  • ગર્ભાશયના બીજા સંકોચન માટે રાહ જુવો. અને ફરીથી પ્રતિતણાવ આપતા રહી કંટ્રોલ કોર્ડ ટ્રેકશન(સી.સી.ટી)નું પુનરાવર્તન કરો.
  • જેવી પ્લેસંટા બહાર આવે છે કે તરત જ તેના પડ ફાટી ન જાય તે માટે તેને બન્ને હાથ વડે પકડી લો.
  • જો પડ આપોઆપ બહાર ન આવે તો ઓરને ધીમે ધીમે ફેરવો. જેથી વળ ચઢવાથી પળ દોરડી જેવું બની જાય અને ત્યારબાદ તેમને છુટા પાડવામાં સહાય કરવા તેમને ઉપર નીચે કરો જો તેમને ખેચવામાં આવે તો પળ પાતળુ હોવાથી તે ફાટી જવાની અને ગર્ભાશયમા રહી જવાની શક્યતા રહે છે.
  • જો પડ ફાટી જાય તો યોનીમાર્ગનો ઉપરનો ભાગ તથા ગર્ભાશયનું મુખ કાળજીપુર્વક તપાસો. અને જો પળનો કોઇ ટુકડા હોય તો તમારી આંગળીઓ કે સ્પંજ ફોરસેપ્સનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢો.
  • યાદ રાખો તમારે બીજા હાથ વડે પેઢુના અસ્થિના ભાગે પ્રતિતણાવ (પુશ) લગાળ્યા વગર ક્યારેય નાળ તણાવ (પુશ)લગાવવો જોઇએ નહીં.

(3) યુટરાઇન મસાજ અને ગઠ્ઠા કાઢવાની રીત :

  • હથેળીને વાળીને યુટરસના ફંડસ પર રાખવી અને સીધા કોન્ટ્રાકશનને અનુભવવા.
  • યુટરસના ફંડસને સરક્યુલર મોશનમાં હથેળીને વાળીને જ્યાં સુધી સારા કોન્ટ્રાક્શન ન આવે ત્યાં સુધી મસાજ કરવું જો યુટરસ ફુલી કોન્ટ્રેકટેક હશે તો કિકેટના દડા જેવું હાર્ડ અનુભવાશે.
  • જ્યારે યુટરસ કોન્ટ્રેકટેડ હોય ત્યારે તમારી આગળીઓને ફડસના પાછળના ભાગે રાખીને નીચેની બાજુએ ધક્કો મારવો જેથી સ્મુથ રીતે ક્લોટસ બહાર આવશે.
  • બ્લડને કન્ટેઇનરમાં ભેગું કરવું અથવા વલ્વાની નજીક ચોખ્ખી પ્લાસ્ટિક શીટ રાખી ભેગું કરવું કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયુ તેના તારણ કાઢીને રેકોર્ડ કરવું.

(4) પ્લેસન્ટા ,મેમ્બ્રેન અને અંબીલીકલ કોર્ડની તપાસ કરવાની રીત :

પ્લેસંટાની માતા તરફની સપાટી:

  • તમારી હથેળીઓ સીધી રાખીને પ્લેસંટાની માતા તરફની સપાટી તમારી તરફ રહે તે રીતે પ્લેસંટાને બે હથેળીઓમા પકડો.
  • નીચે મુજબ તપાસ કરો
  • તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) હોવા જોઇએ.
  • તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) એક્બીજા સાથે બંધબેસતા અને એકત્રીત હોવા જોઇએ.
  • માતા તરફની સપાટીને પાણી વડે કાળજીપૂર્વક સાફ કર્યા બાદ તે ચળકતી છે કે નહીં તે જોવું.
  • જો કોઇ ભાગ ખુટતો હોય અથવા નાના ભાગો (લોબ્યુલ્સ) એકબીજા સાથે બંધબેસતા ન આવતા હોય તો ગર્ભાશયમાં પ્લેસંટાના ટુકડા રહી ગયા હોવાની શંકા કરો.

પ્લેસંટાની શિશુ તરફની સપાટી:

  • એક હાથમાં નાળ પકડો અને પ્લેસંટા તથા મેમ્બ્રેનને ઉંધી વળી ગયેલી છત્રીની જેમ લટકતી રાખો.
  • નાળની રક્તવાહીનીઓ નાળમાથી પસાર થતી જોઇ શકાશે.
  • મુક્ત છેડા વાળી રક્તવાહીનીઓ અને કાણાં માટે તપાસ કરો જે ગર્ભાશયમાં કોઇ ભાગ રહી ગયાનું દર્શાવી શકે છે.
  • નાળના પ્રવેશની તપાસ કરો. ખાસ કરીને તે ભાગની તપાસ કરો જ્યાં નાળ પડમાં દાખલ થાય છે અને પછી જયાંથી પ્લેસંટા તરફ આગળ વધે છે.

મેમ્બ્રેન (પડ) :

  • કોરીયોન ગર્ભાશયના સંપર્કમાં રહેતુ પડ છે. તે ખરબચડુ અને જાડું હોય છે.
  • એમ્નિઓન અંદરનું પડ છે જે પાતળું અને ચળકતું હોય છે.
  • એમ્નિઓન નાળાના પ્રવેશવાના ભાગ સુધી છુટુ પાડી શકાય છે.
  • જે ભાગમાંથી પડ તુટ્યા હોય અને બાળક બહાર આવ્યુ હોય તે તુટેલા ભાગની કિનારમાં બન્ને મેમ્બ્રેસ જોઇ શકાય છે.
  • જો મેમ્બ્રેસના ટુકડા થયા ગયા હોય તેમને ભેગા ગોઠવો અને ખાતરી કરી કે તે પુરેપુરા છે.

કોર્ડ (નાળ) :

  • નાળની તપાસ કરવી જોઇએ તેમા બે ધમનીઓ અને એક શિરા હોય છે જો એક જ ધમની જોવા મળે તો બાળકને જન્મજાત વિકૃતિ છે કે કેમ તેની તપાસ કરો.
  • લોઅર વજાયના અને પેરીનીયમનું નિરીક્ષણ:
  • ધ્યાન રાખવું કે પુરતા પ્રમાણમાં લાઇટ પેરીનીયમ પર પડે.
  • ગ્લોઝ પહેરીને હળવેથી લેબીયાને અલગ કરવા અને પેરીનીયમ અને વજાઇનાને બ્લીડીંગ તેમજ ટેર માટે તપાસવાં.
  • જો તિરાડ હોય તો તેને શોધીને તેનું તાત્કાલિક મેનેજમેન્ટ કરવું.
  • વલ્વા અને પેરીનીયમને વોર્મ પાણીથી હળવેથી સાફ કરવા અથવા એન્ટીસેપ્ટીક સોલ્યુશન વાપરવું અને ચોખ્ખા અને સોફ્ટ કપડાથી સુકવવું.
  • ચોખ્ખા/તડકામાં સુકવેલાં કપડાં અથવા પેડને પેરીનીયમ પર રાખવું
  • ભીની ગંદી પથારીને દૂર કરીને મધરને કમ્ફરટેબલ પોઝીશીન આપવી.

(બ) પ્રેગનન્સીના ચિન્હો અને લક્ષણો સમજાવો. (08)

પ્રેગ્નન્સીના ચિહ્નો અને લક્ષણો

  • જ્યારે હેલ્ધી સ્ત્રીમાં રેગ્યુલર મેન્સ્ટ્રુએશનની ક્રિયા થતી હોય અને એમેનોરીયા થાય તો પ્રેગનન્સી હોય તેમ નક્કી કરી શકાય છે. જે ૯૮% સ્ત્રીઓમાં કન્ટીન્યુઅસ જોવા મળે છે. પરતું ઘણી વખત પ્રેગનન્સીને લગતા અમુંક ચિન્હો અને લક્ષણો જે દરેક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રેગનન્સી છે તેનું નિદાન કરવામાં સરળતા રહે તે માટે તેના ત્રણ ભાગ પાડવામાં આવે છે.
  • (1) પ્રીઝમ્પ્ટીવ સાઈન
  • (2) પ્રોબેબલ સાઈન
  • (3) પોઝીટીવ સાઈન

(1) પ્રીઝમ્પ્ટીવ સાઈન

  • એમેનોરીયા
  • બ્રેસ્ટ ચેન્જીસ
  • મોર્નિગ સીકનેસ
  • બ્લેડર ઈરીટેબીલીટી
  • સ્કીન ચેન્જીસ
  • ક્વીકનીંગ.

એમેનોરીયા :

  • એમેનોરીયા એટલે કે મેન્સટુએશન સાયકલનું બંધ થવું. પરતું આવી કંડીશન એન્વાયર મેન્ટલ ચેન્જીસ, ઈમોશનલ ડીસ્ટર્બસ, સીરીયસ બીમારી વગેરે કારણે પણ જોવા મળે છે. આ માટે છેલ્લા મેન્સ્ટ્રુએશન પીરીયડની તારીખ હમેશા યાદ રાખવી. જો બીજા મહીને આ તારીખો પસાર થઈ જાય અને મેન્સ્ટ્રુએશન ન આવે તો એમેનોરીયા છે તેમ કહી શકાય.

બ્રેસ્ટ ચેન્જીસ :

  • પ્રેગનન્સી દરમ્યાન બ્રેસ્ટનું એનલાર્જમેન્ટ અને ટેન્ડરનેસ જોવા મળે છે પરતું ઘણી વખત પ્રેગનન્સીના બદલે ઓવેરીયન સીસ્ટ કે ફાઈબ્રોઈડ યુટરસ હોય તો પણ બ્રેસ્ટમાં ચેન્જીસ જોવા મળે છે. જેમાં ટીંગલીગ, ટેન્સનેસ,સ્તનમાં ભારેપણ નોડયુલ્સ, બ્રેસ્ટ એનલાર્જમેન્ટ, નીપલ એનલાર્જમેન્ટ, બ્રેસ્ટનો કલર ચેન્જ થવો જેમાં નીપલનું ડાર્ક થવું અને પ્રાઈમરી અને સેકન્ડરી એરીઓલર ચેન્જીસ જોવા મળે છે. મોન્ટોગમેરી ટ્યુબકલ જોવા મળે તથા નીપલ માંથી કોલોસ્ટ્રોમ બહાર આવે વગેરે ચેન્જીસ જોવા મળે છે.

મોર્નિંગ સીકનેસ :

  • ૫૦% સ્ત્રીઓ પ્રેગનન્સી દરમ્યાન ૪ થી ૧૪ વીક સુધીમાં વહેલી સવારમાં બીમાર હોય તેવું લાગ્યા કરે છે. જેમાં કાઈ પણ ગમે નહી, ઉબકા સાથે ઉલટી થાય. ગીડીનેસ લાગે વગેરે ફીલીંગ્સ થયા કરે પણ તે ઘણા બીજા કારણોને લીધે પણ જોવા મળે છે. જેમ કે બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી પાચન તંત્રમાં ગરબડ થઈ જેમ કે ગેસ્ટ્રાઈટીસ કોન્સ્ટીપેશન વગેરે કારણો ને લીધે પણ નોશીયા અને વોમીટીંગ જોવા મળે છે પરતું જો એમેનોરીયા અને મોર્નિંગ સીકનેસ સાથે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ કહી શકાય.

બ્લેડર ઈરીટેબીલીટી :

  • સામાન્ય રીતે યુટ્રસનું પ્રેસર બ્લેડર પર આવતા પ્રેગનન્સીનો શરૂઆતનાં વીક દરમ્યાન વાંરવાર યુરીન પાસ કરવા માટેનું સેન્સેશન થાય છે. જે બ્લેડર પર આવતા પ્રેશરને લીધે બ્લેડર ઈરીટેબીલીટી જોવા મળે છે પરતું આવી કંડીશન યુરીનરી ટ્રેકમાં ઈન્ફેકશન હોય કે અન્ય કોઈ યુરીનરી સીસ્ટીમના ડીસીઝ હોય તો પણ જોવા મળે છે.

સ્કીન ચેન્જીસ :

  • જેમાં શરીરમાં હોર્મોનલ ચેન્જીસના કારણે સ્કીન પર પીગમેન્ટેશન, સ્ટ્રાયા ગ્રેવિડા, લીનીયા નીગ્રા વગેરે કંડીશન જોવા મળે છે. પરતું ઘણીવાર સ્કીન ઈન્ફેક્શન નાં લીધે પણ આવી કંડીશન જોવા મળે છે.

ક્વીકનીંગ :

  • પ્રેગનન્સીનાં ૧૬ થી ૨૦ વીક દરમયાન ફીટસની ગર્ભાશયમાં પ્રથમ મુવમેન્ટ થાય છે જે મધરને ફીલ થાય છે જેને ક્વીકનીંગ કહેવાય છે.
  • ૧૦ વીક પછીથી ફીટસના લીમ્બસનું ડેવલોપમેન્ટ થતા તે ગર્ભાશયમાં હલન ચલન કરે છે આ ગર્ભાશયમાં એમ્નીઓટીક બ્લ્યુઈડ હોવાથી તે સહેલાઈથી મુવમેનટ કરી શકે છે પરતું ઘણી વખત વંધત્વનાં લીધે લોકોના ફીટકારથી બચવા સ્ત્રી ડૉકટરને આ પ્રકારની ખોટી હીસ્ટ્રી આપે છે તેથી જો સ્ત્રી ક્વીકનીંગ ને હીસ્ટ્રી આપે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય નહી પરતું ક્વીકનીંગ ની સાથે સાથે યુટ્રસનો ગ્રોથ, ફીટલ પાર્ટસ ફીલ થવા વગેરે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય.

(2) પ્રોબેબલ સાઈન

  • હેગાર્સ સાઈન
  • ચેન્જ ઓફ ધ યુટ્રસ
  • જેકવીમેયર્સ સાઈન
  • ઓસીએન્ડર્સ સાઈન
  • સોફટનીંગ ઓફ ધ સર્વિક્સ
  • યુટ્રાઈન સફલ
  • એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ
  • ઈન્ટરનલ બેલોટમેન્ટ

હેગાર્સ સાઈન :

  • આ એકઝામીનેશન ૬ થી ૧૨ વીક દરમ્યાન કરવામાં આવે છે. જે પ્રેગનન્સી છે કે નહી? અને કેટલા મહીના છે તે નક્કી કરવા માટે કરાય છે, જેમાં સ્ત્રીને બ્લેડર ખાલી કરાવી લીથોટોમી, પોઝીશન આપી અને પરવજાયનલ એકઝામીનેશન કરવી જેમાં જમણા હાથની બે આંગળી (ગ્લાઉઝ પહેરીને) વજાયના માં દાખલ કરવી તથા બીજા હાથની હથેળી એબ્ડોમીન પર મુકી એકઝામીનેશન કરવામાં આવે છે. જો પ્રેગનન્સી હોય તો યુટ્રસ સોફ્ટ થઈ ગયેલ લાગે છે. તથા અંદરની બન્ને આંગળી વજાયના માં દાખલ કરવી તથા એકઝામ કરવામાં આવે છે. અંદરની બન્ને ફીંગર્સ એબ્ડોમીન પરથી ફીલ થાય છે.

ચેન્જ ઓફ ધ યુટ્રસ :

  • પ્રેગનન્સી નાં ૮ વીક થતાં યુટ્સ સોફ્ટ બને છે તથા તેનો આકાર ગ્લોબ્યુલર બને છે તેની સાઈઝમાં પણ વધારો થાય છે.

જેક્વીમીયર્સ સાઈન :

  • આ સાઈન માં વજાયનલ મ્યુકસ મેમ્બરન વાયોલેટ બ્લ્યુ કલરની જોવા મળે છે જેમાં પ્રેગનન્સી દરમ્યાન વાસ્ક્યુલરીટી વધવાથી ( બ્લડ સપ્લાય) જોવા મળે છે. અને જે પ્રેગનન્સીનાં ૮ વીક બાદ જોવા મળે છે.

ઓસીએન્ડર્સ સાઈન :

  • આ સાઈનમાં પ્રેગનન્સીના ૮ વીક દરમ્યાન લેટરલ ફોરનાઈસીસમાં પલ્સેશન જોવા મળે છે. જે પેલ્વીક કન્જેશનનાં લીધે જોવા મળે છે.

સોફટનીંગ ઓફ ધ સર્વિકસ :

  • પર વજાયનલ એકઝામીનેશન કરતા પ્રેગનન્સી દરમ્યાન સર્વિક્સ સોફ્ટ ફીલ થાય છે જે હોઠ જેવું સોફ્ટ ફીલ થાય છે. અને જો પ્રેગનન્સી ના હોય તો સર્વિક્સ નાકની ટીપ જેવું સખત લાગે છે.

યુટ્રાઈન સફલ :

  • પ્રેગનન્સી દરમ્યાન યુટ્રાઈન આર્ટરીનો બ્લડ ફ્લો વધે છે જેનો અવાજ એબ્ડોમન પરથી ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકાય છે.

એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ :

  • પ્રેગનન્સીમાં એનલાર્જમેન્ટ પધ્ધતીસર હોય છે. બાકી અન્ય કોઈ કંડીશનમાં યુટ્રસ એનલાર્જ પધ્ધતીસર થતું નથી પરતું ઘણીવાર ટ્યુમર
  • એસાઈટીસ વગેરે ને કારણે એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ જોવા મળે છે.

ઈન્ટરનલ બેલોટમેન્ટ :

  • પરવજાયનલ એકઝામીનેશનમાં પ્રેગનન્સી દરમ્યાન એબ્ડોમનનાં ઉપરનાં ભાગે હાથેળી રાખીને યુટ્રસનાં ફંડસને પકડીને યુટ્રસને હલાવવામાં આવે તો તે હલે છે આ ક્રિયાને બેલોટમેન્ટ કહે છે.

(3) પોઝીટીવ સાઈન

  • ફીટલ મુવમેન્ટ
  • ફીટલ પાર્ટ્સ
  • ફીટલ હાર્ટ સાઉન્ડ
  • રેડીયોલોજી અને સોનોગ્રાફી
  • બાયોલોજીકલ ટેસ્ટ./પ્રેગનન્સી ટેસ્ટ

ફીટલ મુવમેન્ટ :

  • યુટ્રસમાં ફીટસની વૃધ્ધિ થાય ત્યારે તેનું હલન ચલન થાય છે જે માતા અનુભવી શકે છે. આ મુવમેન્ટ માતા તેની પ્રેગનન્સીનાં ૨૦ વીક થી અનુભવી શકે છે. જેને ક્વીકનીંગ સાઈન કહે છે.

ફીટલ પાર્ટસ :

  • પ્રેગનન્સીના ૨૦થી ૨૪ વીક દરમ્યાન ફીટસ નાં પાર્ટસ ડેવલોપ થઈ ગયા હોવાથી અબ્ડોમીનલ એકઝામીનેશન કરતા તે ફીલ કરી શકાય છે જેથી તે પોઝીટીવ સાઈન છે.

ફીટલ હાર્ટ સાઉન્ડ :

  • પ્રેગનન્સી દરમ્યાન ફીટલ હાર્ટ સાઉન્ડ એબ્ડોમન પર ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્વારા ૨૦ થી ૨૪ વીકે સાંભળી શકાય છે. જે ૨૮ વીક બાદ કલીયરલી સાંભળી શકાય છે જે ૧૨૦ થી ૧૪૦/મીનીટ હોય છે.

સોનોગ્રાફી :

  • જ્યારે સ્ત્રીની ૬ વીકની એમેનોરીયાની હીસ્ટ્રી હોય અને તેની પ્રેગનન્સી દરમ્યાન તેની સોનોગ્રાફી કરવામાં આવે તો ફીટસને જોઈ શકાય છે તથા તેના ફીટલ હાર્ટ સાઉન્ડ પણ સાંભળી શકાય છે.

યુરીન પ્રેગનેન્સી ટેસ્ટ :

  • આ ટેસ્ટ પ્રેગનન્સી કન્ફર્મ કરવા માટે રીલાયેબલ છે તેમાં જો પ્રેગનન્ટ સ્ત્રીના યુરીન માં ગોનાડોટ્રોફીક હોર્મોન હોય તો પ્રેગનન્સી પોઝીટીવ છે કે નહી તે જાણી શકાય છે જો પ્રેગનન્સી પોઝીટીવ હોય તો યુરિન પ્રેગ્નેસી કિટ મા યુરિન ના બે ડ્રોપ્સ નાખવાથી તેમાં બે ઘાટી લાઈન જોવા મળે છે અને નેગેટીવ હોય તો એક જ લાઈન જોવા મળે છે.

અથવા

(અ) માતાના મરણ થવાના કારણો જણાવો. એનેમીયા થવાના કારણો, ચિન્હો તથા એનેમીયાની સારવાર જણાવો.(12)

માતાના મરણ થવાના અગત્યના કારણો

1. રક્તસ્ત્રાવ (Hemorrhage)

  • પ્રસૂતિ વખતે અથવા પ્રસૂતિ પછી અતિશય રક્તસ્રાવ થવાથી માતાનું મરણ થઈ શકે છે.
  • ખાસ કરીને પોસ્ટ પાર્ટમ હેમરેજ (PPH) સૌથી સામાન્ય કારણ છે.

2. ઇન્ફેક્શન (Sepsis)

  • અસ્વચ્છ ડિલિવરી પ્રેક્ટિસ કે પ્રસૂતિ પછીના સમયમાં ઈન્ફેક્શન થવાથી સીરીયસ થઈ શકે છે.
  • પરપેરિઅલ સેપ્સીસ માતાનું ગંભીર કારણ બની શકે છે.

3. ઇક્લેમ્પ્સિયા અને પ્રી-ઇક્લેમ્પ્સિયા (Eclampsia & Pre-eclampsia)

  • પ્રેગનન્સી દરમિયાન રક્તદાબ (PIH) અને તેનું કટિથરૂપ એટલે કે ઈક્લેમ્પ્સિયા, જેમાં કન્વર્ઝન અને અચાનક બીપી વધી જાય છે.

4. અવરોધક પ્રસૂતિ (Obstructed Labor)

  • લાંબા સમય સુધી શિશુ જન્મમાં અવરોધ રહે તો માતાને શારીરિક ઈજા અથવા યૂટરસ ફાટવાનું જોખમ વધે છે.

5. અસુરક્ષિત ગર્ભપાત (Unsafe Abortion)

  • તાલીમ વગરના વ્યક્તિ દ્વારા કરાવેલા ગર્ભપાતથી ગંભીર જટિલતાઓ થાય છે.
  • અણધાર્યા રક્તસ્રાવ, ઈન્ફેક્શન વગેરેથી મૃત્યુ થાય છે.

6. એનિમીયા (Anemia)

  • ભારત જેવા દેશોમાં લોહીની ઉણપ (અતિ ઓછું હેમોગ્લોબિન) પણ મૌતનું મહત્વપૂર્ણ કારણ બની શકે છે.

7. વિલંબિત આરોગ્ય સેવાઓ (Delay in Health Services)

  • સમયસર દવાખાને ન પહોચવુ, ટ્રાન્સપોર્ટ ન મળવો, અથવા પ્રાથમિક સારવાર ન મળવી પણ મોટું કારણ છે.

8. પૂર્વ પ્રસૂતિ કાળજીનો અભાવ (Lack of antenatal care)

  • સમયસર ANC visit ન કરવાથી ઝટિલતાઓ ઓળખી શકાય નહીં.

એનેમીયા થવાના કારણો

પોષણ સંબંધિત કારણો

  • આયર્નની ઉણપ
  • ફોલિક એસિડની ઉણપ
  • વિટામિન B₁₂ ની ઉણપ
  • કુપોષણ

ગર્ભાવસ્થા સંબંધિત કારણો

  • વારંવાર ગર્ભધારણ
  • જોડિયા ગર્ભ (Twins)
  • ગર્ભાવસ્થામાં વધેલી આયર્નની જરૂરિયાત

અન્ય કારણો

  • કૃમિનો ચેપ
  • મેલેરિયા
  • ક્ષયરોગ (TB)
  • લાંબા સમય સુધી રક્તસ્ત્રાવ
  • હિમોગ્લોબિનોપથી (થેલેસેમિયા વગેરે)

એનેમીયાના ચિન્હો અને લક્ષણો

પ્રારંભિક લક્ષણો

  • થાક લાગવો
  • નબળાઈ
  • કામ કરવાની શક્તિ ઓછી થવી
  • ચક્કર આવવા
  • માથાનો દુખાવો

શારીરિક ચિન્હો

Pallor (ફિક્કાશ)

  • આંખની અંદર
  • જીભ
  • નખ
  • ચહેરો

અન્ય ચિન્હો

  • શ્વાસ ચઢવો
  • હૃદયના ધબકારા વધવા
  • હાથ-પગ ઠંડા રહેવા
  • ભૂખ ઓછી લાગવી
  • બેચેની

ગંભીર એનેમીયામાં

  • પગમાં સોજો
  • છાતીમાં દુખાવો
  • બેહોશી
  • હૃદયની નિષ્ફળતા (Heart Failure)
  • પ્રસૂતિ દરમિયાન શોક

એનેમીયાની સારવાર

1. આયર્ન અને ફોલિક એસિડ (IFA) ગોળીઓ

Prevention

Hb ≥11 g/dL

  • IFA Tablet 1 દરરોજ
  • ઓછામાં ઓછા 180 દિવસ

Treatment

Hb 7–10.9 g/dL

  • IFA Tablet 2 દરરોજ
  • ઓછામાં ઓછા 180 દિવસ

2. આયર્નયુક્ત આહાર

લીલા શાકભાજી

  • પાલક
  • મેથી
  • સરગવાના પાન

કઠોળ

  • ચણા
  • મગ
  • તુવેર

અન્ય

  • ગોળ
  • ખજૂર
  • કિસમિસ
  • તલ
  • મગફળી

3. વિટામિન-C નું સેવન

આયર્નનું શોષણ વધારવા માટે

  • લીંબુ
  • આમળા
  • નારંગી
  • મોસંબી

IFA ગોળી સાથે લીંબુ પાણી લેવાથી વધુ લાભ થાય છે.

4. કૃમિનાશક સારવાર

Albendazole

  • 14 અઠવાડિયા પછી
  • 400 mg એક ડોઝ

5. ઇન્જેક્શન આયર્ન

જ્યારે:

  • Hb ખૂબ ઓછું હોય
  • ગોળી સહન ન થાય
  • ગર્ભાવસ્થાના અંતિમ મહિનાઓ હોય

Iron Sucrose / Ferric Carboxymaltose

  • ડોક્ટરની સલાહ મુજબ

6. રક્ત ચઢાવવું (Blood Transfusion)

ગંભીર સ્થિતિમાં

  • Hb <5 g/dL
  • Heart Failure
  • પ્રસૂતિ નજીક હોય

(બ) એન્ટીનેટલ કેર એટલે શું? તેના હેતુઓ જણાવી વહેલી નોંધણીની અગત્યતા જણાવો. (08)

એન્ટીનેટલ કેર

  • એન્ટીનેટલ કેર (Antenatal Care – ANC) એટલે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી માતા અને ગર્ભસ્થ શિશુના આરોગ્યની જાળવણી, રોગોની વહેલી ઓળખ, સારવાર અને આરોગ્ય શિક્ષણ માટે આપવામાં આવતી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ.
  • ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે, જટિલતાઓ અટકાવી શકાય અને સુરક્ષિત પ્રસૂતિ (Safe Delivery) થાય તે માટે એન્ટીનેટલ કેર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વ્યાખ્યા

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ :

  • “ગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભસ્થ શિશુના આરોગ્યને પ્રોત્સાહન આપવા, જટિલતાઓને રોકવા, વહેલી ઓળખ અને સારવાર માટે આપવામાં આવતી આરોગ્ય સેવાઓને એન્ટીનેટલ કેર (ANC) કહેવામાં આવે છે.”

એન્ટીનેટલ કેર (ANC) ના મુખ્ય હેતુઓ

1.ગર્ભાવસ્થાની પુષ્ટિ અને અભિગમનું મૂલ્યાંકન કરવું

  • ગર્ભાવસ્થાનું નિયમાનુસાર વિકાસ થઈ રહ્યું છે કે નહીં તે નિશ્ચિત કરવું.

2. માતા અને ભ્રુણના આરોગ્યની જાળવણી કરવી

  • માતાની તંદુરસ્તી અને ભ્રુણના વિકાસ માટે નિયમિત ચકાસણીઓ કરવી.

3. જોખમવાળી ગર્ભાવસ્થાની ઓળખ અને વ્યવસ્થાપન

  • હાઈ રીસ્ક પ્રેગ્નન્સી ઓળખવી, જેમ કે – ઉંચો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા વગેરે.

4. પોસ્ટ નેટલ અને ડિલિવરી માટે તૈયારી કરવી

  • પ્રસૂતિ માટે યોગ્ય સ્થળ, રીત (Normal/ C-section) અને સમય નક્કી કરવો.

5. ટેટનસ ટોક્સોઇડ (TT) અને આયર્ન-ફોલિક એસિડ (IFA) પૂરવઠો

  • તંદુરસ્ત માતૃત્વ માટે જરૂરી રસીકરણ અને દવાઓ આપવી.

6. ઉપચાર અને પોષણ અંગે માર્ગદર્શન આપવું

  • યોગ્ય આહાર, આરામ, કસરત અને જીવનશૈલી અંગે સલાહ આપવી.

7. એન્ટિનેટલ એજ્યુકેશન

  • માતાને સ્તનપાન, શિશુની દેખભાળ, કુટુંબ યોજના અંગે માહિતી આપવી.

8. સામાજિક અને માનસિક ટેકો આપવો

  • ગર્ભવતી સ્ત્રીને આત્મવિશ્વાસ, સમજીગીરી અને ટેકો આપવો.

9. જન્મ પહેલાની બીમારીઓની તપાસ

  • સિફિલીસ, HIV, હેપેટાઇટિસ B જેવી બીમારીઓ માટે સ્ક્રીનિંગ કરવું.

10. અસ્થિર ગર્ભાવસ્થા અને વિલંબિત લક્ષણોની ઓળખ

  • જેમ કે વજન ન વધવું, ગર્ભના હલનચલનમાં ફેરફાર વગેરે.

વહેલી નોંધણી (Early Registration) ની અગત્યતા

1. જોખમોનું વહેલું નિદાન થાય છે.

  • ગર્ભાવસ્થાની શરૂઆતમાં જ માતાની આરોગ્ય સમસ્યાઓ શોધી શકાય છે.

2. સમયસર સારવાર મળી શકે છે.

  • એનિમિયા, હાઈ બ્લડ પ્રેશર વગેરેની સારવાર વહેલી શરૂ કરી શકાય છે.

3. તમામ ANC સેવાઓનો લાભ મળે છે.

  • ટી.ટી. રસી, IFA ગોળીઓ, તપાસો અને સલાહ સમયસર મળી શકે છે.

4. ગર્ભાવસ્થાની યોગ્ય દેખરેખ રાખી શકાય છે.

  • નિયમિત ANC મુલાકાતો દ્વારા માતા અને બાળકની સ્થિતિ જાણી શકાય છે.

5. માતા અને બાળકની જટિલતાઓ ઘટે છે.

  • સમસ્યાઓનું વહેલું નિદાન થવાથી ગંભીર પરિણામો અટકાવી શકાય છે.

6. સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત થાય છે.

  • પ્રસૂતિ દરમિયાન થનારા જોખમોમાં ઘટાડો થાય છે.

7. જન્મ આયોજન સરળ બને છે.

  • પ્રસૂતિ માટેની જરૂરી તૈયારી સમયસર કરી શકાય છે.

8. માતા અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો થાય છે.

  • વહેલી નોંધણીથી યોગ્ય દેખરેખ મળતા મૃત્યુદર ઘટાડવામાં મદદ મળે છે.

પ્રશ્ન-ર ટૂંક નોંધ લખો. (કોઈ પણ પાંચ) (5×5=25)

(૧) ફીમેલ પેલ્વીસના ડાયામીટર.

ડાયામીટર ઓફ બ્રીમ

  • બ્રીમના ત્રણ ડાયામીટર હોય છે.

જે નીચે મુજબ માપવામાં આવે છે.

i. એન્ટીરિયર પોસ્ટીરીયર ડાયામીટર

  • આ સેકલ પ્રોમોન્ટરી લાઈનથી શરુ કરીને સિમ્ફાયસિસ પ્યુબીસના પાછળના ભાગ સુધીના ડાયામીટરને એન્ટીરિયર પોસ્ટીરીયર ડાયામીટર કહે છે.

એનાટોમિકલ કોન્ઝયુગેટ :

  • આ ડાયામીટર એ સેક્રલ પ્રોમોન્ટરીથી લઈને સિમ્ફાયસીસ કિનારી સુધીનું માપ છે. તેને એનાટોમિકલ કોન્ઝયુગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું માપ ૧૧ સેમી છે.

ઓબસ્ટ્રૅટ્રિકલ કોન્ઝયુગેટ :

  • જયારે તેનું માપ અપર સરફેસની પોસ્ટીરીઅર બોર્ડરથી લેવામાં આવે તો તેનું માપ ૧૦.૫ સેમી થાય છે. તેને ઓબસ્ટ્રૅટ્રિકલ કોન્ઝયુગેટ કહે છે. જે ચાઈલ્ડ બર્થ માટે અવેલેબલ ગણાય અને મહત્વનો ગણાય છે.

ડાયાગોનલ કોન્ઝયુગેટ :

  • આ ડાયામીટર એન્ટેરિઓ પોસ્ટીરીયર બાજુમાં સિમ્ફાયસીસ પ્યુબીસની નીચેની કિનારીથી લઈ સેક્રલ પ્રોમોન્ટરી સુધીનું માપ છે. તેનું માપ ૧૨ સેમી હોય છે.

ii. ટ્રાન્સવર્સ ડાયામીટર

  • એક બાજુના બ્રીમના સૌથી પહોળા ભાગથી શરુ કરી તેની સામેની દિશાના પહોળા ભાગ સુધીના ડાયામીટરને ટ્રાન્સવર્સ ડાયામીટર કહે છે. આ ડાયામીટર ૧૩ સેમીનો હોય છે.

iii. ઓબ્લિક ડાયામીટર

  • એક બાજુના સેક્રોઈલિયાક જોઈન્ટથી તેની વિરુદ્ધ દિશાના ઇલીયોપેકટિનિયલ એમિનન્સ સુધીના ડાયામીટરને ઓબ્લિક ડાયામીટર કહે છે. આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

ડાયામીટર ઓફ કેવિટી

  • આ કેવિટી બ્રીમથી શરુ થઇ આઉટ લેટ સુધીની હોય છે તેનો આકાર ગોળ હોય છે.

તેના ત્રણેય ડાયામીટર સરખા હોય છે.

i. એનટીરીઓ પોસ્ટીરીઅર ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

ii. ઓબ્લિક ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

iii. ટ્રાન્સવર્સ ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

ડાયામીટર ઓફ પેલ્વિક આઉટલેટ

  • આ ફીટસને બહાર નીકળવાનો રસ્તો છે. તેનો આકાર ડાયમંડ શેપનો હોય છે.

તેના ત્રણ ડાયામીટર હોય છે.

i.‌ એનટીરીઓ પોસ્ટીરીઅર ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૩ સેમી હોય છે.

ii. ઓબ્લિક ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૨ સેમી હોય છે.

iii. ટ્રાન્સવર્સ ડાયામીટર

  • આ ડાયામીટર નોર્મલ ૧૧ સેમી હોય છે.

(2) KMC

Definition : બાળકને મધર ફાધર કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ દ્વારા ચામડીથી ચામડીના સ્પર્શ દ્વારા બાળકને હુંફ આપી બાળકને ઠંડુ પડતા અટકાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને કાંગારૂ મધર કેર કહે છે.

  • આ એક નવજાત શિશુની સંભાળ માટેની અગત્યની પદ્ધતિ છે તેમાં નવજાત શિશુનો જન્મ થાય કે તરત જ માતાના શરીર સાથે કપડાના આવરણ સિવાય સીધો સ્પર્શ કરવાથી બાળકને ગરમાવો આપી શકાય. ખાસ કરીને ૨ કિ.ગ્રા. થી ઓછા વજનવાળા બાળકને ખાસ KMC આપવાની જરૂર પડે છે.
  • નોર્મલી બધા જ બાળકોને જન્મ પછી કાંગારુ મધર કેર આપવી જરૂરી છે. 30 થી 35% બાળકો જન્મ સમયે નબળા હોય છે અને હોસ્પિટલમાં દવા કરાવી ખર્ચાળ આવા સંજોગોમાં કાંગારુ કેર આપવી ખૂબ જ જરૂરી બને છે.

🔸કાંગારૂ મધર કેર આપવાના પગથીયા

  • સૌપ્રથમ બેબી આઉટ થયા પછી બેબીને કોર્ડ કટ કર્યા સિવાય મધરના સાથળ કે મધરના પેટ પર મૂકવું.
  • ત્યારબાદ કોર્ડ કટ કરવી.
  • રૂમ ઠંડા પવનથી સુરક્ષિત હોવો જોઈએ.
  • ત્યારબાદ બેબીને કોરા કપડાથી લૂછીને કોરા કપડામાં લપેટી દો.
  • બાળકને ખુલ્લા કરી માતાની છાતી અને પેટ સાથે અડકાડીને રાખો.
  • બાળકને ઋતુ અનુસાર ગરમ ચોખ્ખા કપડા પહેરાવવા.

🔸કાંગારુ મધર કેર આપવાની રીત

  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભો રહે તેમ ગોઠવો.
  • બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વાસ માર્ગ ખુલ્લો રહે અને માતા બાળકની આંખો મળે.
  • બાળકના બંને પગ દેડકા જેવી સ્થિતિમાં રહે તેમ ગોઠવો.
  • બાળકનું પેટ માતાના પેટને અડે તે સ્થિતિમાં બાળકને ગોઠવો.
  • માતાના શ્વાસોશ્વાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે.
  • બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.

🔸કાંગારૂ મધર કેરના ફાયદા

  • આ એક સર્વાંગી શ્રેષ્ઠ પદ્ધતિ છે જેનાથી બાળકના શરીરને હુંફાળું રાખી શકાય છે.
  • બાળકને ચેપ લાગતો અટકાવી શકાય છે.
  • સતત સ્પર્શના કારણે માતાને ધાવણ વધુ આવે છે વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે જેના કારણે બાળકનું વજન સારી રીતે વધે છે.
  • બાળકને સલામતીનો અનુભવ થાય છે અને બાળકનો માનસિક વિકાસ સારો થાય છે.
  • બાળક અને માતા વચ્ચે સ્નેહ બંધાઈ રહે છે.

(૩) સ્વચ્છ પંચકની અગત્યતા

પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત શિશુને ચેપ લાગવાનું જોખમ ખૂબ વધારે હોય છે. પ્રસૂતિ સમયે યોગ્ય સ્વચ્છતા જાળવવામાં ન આવે તો માતામાં પ્યુરપેરલ સેપ્સિસ (Puerperal Sepsis), નવજાત શિશુમાં નાળનો ચેપ (Cord Infection), નવજાત ધનુર (Neonatal Tetanus) અને અન્ય ગંભીર ચેપ થઈ શકે છે. આ ચેપોને અટકાવવા માટે સ્વચ્છ પંચક (Clean Five) નું પાલન કરવું અત્યંત જરૂરી છે.

સ્વચ્છ પંચક (Clean Five)

  • સ્વચ્છ હાથ (Clean Hands)
  • સ્વચ્છ પ્રસૂતિ સ્થળ/સપાટી (Clean Delivery Surface)
  • સ્વચ્છ બ્લેડ (Clean Blade)
  • સ્વચ્છ દોરી અથવા ક્લેમ્પ (Clean Cord Tie/Clamp)
  • સ્વચ્છ નાળ સંભાળ (Clean Cord Care)

સ્વચ્છ પંચકની અગત્યતા

1. માતાને ચેપથી બચાવે છે

  • પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયનું મુખ ખુલ્લું હોય છે, જેના કારણે બેક્ટેરિયા સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે. સ્વચ્છ પંચકનું પાલન કરવાથી માતામાં પ્રસૂતિ પછી થતો ચેપ (Puerperal Sepsis) અટકાવી શકાય છે.

2. નવજાત શિશુને ચેપથી રક્ષણ આપે છે

  • નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેને ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે. સ્વચ્છ પ્રસૂતિ અને સ્વચ્છ નાળ સંભાળથી નવજાત શિશુને ચેપથી બચાવી શકાય છે.

3. નવજાત ધનુર (Neonatal Tetanus) અટકાવે છે

  • અસ્વચ્છ બ્લેડ અથવા દોરી વડે નાળ કાપવાથી ધનુરના જીવાણુ શરીરમાં પ્રવેશી શકે છે. સ્વચ્છ અને જંતુમુક્ત સાધનોનો ઉપયોગ નવજાત ધનુરને રોકવામાં મદદ કરે છે.

4. નાળના ચેપ (Cord Infection) ને અટકાવે છે

  • નાળને સ્વચ્છ અને સૂકી રાખવાથી Omphalitis (નાળનો ચેપ) થતો નથી. નાળમાં ચેપ લાગવાથી સેપ્સિસ થઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

5. માતા અને શિશુના મૃત્યુદર ઘટાડે છે

  • વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ પ્રસૂતિ દરમિયાન ચેપ માતા અને નવજાત મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. સ્વચ્છ પંચકના પાલનથી મૃત્યુદર ઘટાડવામાં મદદ મળે છે.

6. સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહન આપે છે

  • સ્વચ્છ પંચકના નિયમોનું પાલન કરવાથી Safe Motherhood ના ઉદ્દેશ્યો સિદ્ધ કરવામાં મદદ મળે છે અને માતાનું આરોગ્ય સારું રહે છે.

7. હોસ્પિટલ તથા ઘરગથ્થુ પ્રસૂતિમાં ઉપયોગી

  • સ્વચ્છ પંચકના સિદ્ધાંતોનો ઉપયોગ હોસ્પિટલ, PHC, CHC, સબસેન્ટર તેમજ ઘરગથ્થુ પ્રસૂતિ દરમિયાન પણ કરી શકાય છે.

8. પ્રસૂતિ પછીની જટિલતાઓ ઘટાડે છે

  • સ્વચ્છતા જાળવવાથી માતામાં તાવ, સેપ્સિસ, ઘાના ચેપ અને નવજાતમાં સેપ્ટિસેમિયા જેવી જટિલતાઓ ઓછી થાય છે.

9. આરોગ્ય ખર્ચમાં ઘટાડો કરે છે

  • ચેપ અને તેની જટિલતાઓ અટકવાથી સારવાર, દવાઓ અને હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ ઓછો થાય છે.

10. સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક સુનિશ્ચિત કરે છે

  • સ્વચ્છ પંચક માતા અને બાળક બંનેના આરોગ્યને સુરક્ષિત રાખે છે અને પ્રસૂતિ પછીના સમયગાળાને વધુ સલામત બનાવે છે.

(૪) પાર્ટોગ્રાફ

પાર્ટોગ્રાફ

  • આ એક પ્રસુતીની પ્રગતીનું અવલોકન દર્શાવતું સાધન છે અને બીજા જોખમ હોય તો તે ઓળખવામાં મદદરૂપ બને છે સગર્ભાવસ્થા દરમ્યાન કોઈ પણ જોખમ ન હોય તો જ પાર્ટોગ્રાફ વાપરવો. સ્ત્રી પ્રસુતિની સક્રીય પ્રક્રિયામાં ( ૪ સે.મી. ડાયલેટેશન થાય પછી) પ્રવેશે પછી પાર્ટોગ્રાફ નિભાવવાની શરૂઆત કરવી જોઇએ. પાર્ટોગ્રાફ પ્રસુતિની પ્રગતીને, માતા અને શીશુની ધ્યાનાકર્ષક સ્થીતીઓની આલેખરૂપ નોંધ છે. તે પ્રસુતીની પ્રગતી નું માપ કાઢવાનું અને કોઇ યોગ્ય સમયે કાર્યવાહી કરવાની તથા સમયસર સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાની જરૂરિયાત જાણવાનું સાધન છે.

પાર્ટોગ્રાફ ચાર્ટની ઓળખ

અ. પાર્ટોગ્રાફના આલેખમા સૌથી પહેલા માતાની માહીતી જેમાં :

  • માતાનું પૂરૂ નામ
  • ઉંમર
  • પારા
  • રજીસ્ટ્રેશન નંબર
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ એડમીશન
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ મેમ્બ્રેન રપચર

બ. ફીટલ કન્ડીશન

  • ૧. એફ.એચ.એસ. દર અડધા કલાકે ગણીને નોંધવા જોઇએ
  • ૨. એફ.એચ.એસ પૂરી એક મીનીટ માટે ગણવા
  • ૩. યુટ્રાઇન કોન્ટ્રાક્શન બાદ તરત જ એફ.એચ.એસ ગણવા જોઇએ
  • ૪. એફ.એચ.એસ નોર્મલ ૧૨૦ થી ૧૬૦ પર મીનીટ નોર્મલ કહેવાય.વધારે કે ઓછા ફિટલ ડીસ્ટ્રેસ દર્શાવે છે.

ક. એફ.એચ.એસ ની નીચેના ગ્રાફ એમ્નિઓટીક ફ્લુઇડ વિશેની માહીતી છે.

જેમાં

  • ૧. દર ૩૦ મીનીટે એમ્નિઓટીક સેક ની સ્થીતી અને એમ્નિઓટીક ફ્લ્યુઇડ કે જે વલ્વાપર જોઇ શકાય છે તેના રંગ પ્રમાણે માર્કિંગ કરવુ જેમ કે
  • ૨. પડ તુટ્યું ન હોય તો અંગ્રેજી મા આઇ (I)લખવું. “I”મતલબ ઇન્ટેક્ટ
  • ૩. જો ક્લીઅર છે તો “C” લખવું. “C” મતલબ ક્લીઅર
  • ૪. મ્યુકોનીયમ મિશ્રિત હોય તો અંગ્રેજી મા એમ (M )લખવું M મતલબ મ્યુકોની યમ
  • ૫. પ્રવાહી ન હોય અંગ્રેજીમાં એ (A) લખવું A મતલબ એબસન્ટ

ડ. સર્વાઇકલ ડાયલેટેશન

  • આ એક ગ્રાફ છે જેમાં ડાબી બાજુ ૪ થી ૧૦ સુધીના આંકના ચોરસ ખાના બને છે જે દર ચોરસે એક સે.મી ડાયલેટેશન થયાની ખબર પડે છે. નીચેના ભાગમા 0 થી ૨૪ આંકડા હોય છે જે દરેક ચોરસ ૧ કલાક થયાની જાણ કરે છે. ૪ સે.મી.સર્વાઇકલ ડાયલેટેશન પછી માર્કિંગ શરૂ કરવું ઓસ કેટલા સે.મી ડાયલેટ છે તે બતાવે છે ત્યા ‘X’ ની નોંધ કરવામા આવે છે જેથી યુટ્રસના ડાયલેટેશનની ખબર પડે છે. પેશન્ટ દાખલ થાય કે તરત જ p.v ચેક કરવું.દર ચાર કલાકે p.v કરીને માર્કિંગ કરવું + શરૂઆત ની નોંધ એલર્ટ લાઇન ની ડાબી બાજુ કરવાની છે . સામાન્ય રીતે આલેખની રેખા એલર્ટ લાઇન ની ડાબી બાજુ રહેવાનું ચાલુ રહેવું જોઇએ. તેમજ તે અનુસાર સમય માટેના ખાનાઓની લાઇનમાં સંબંધિત ખાનામાં સમય લખતા રહેવું જોઇએ.
  • જો એલર્ટ લાઇન ઓળંગાઇ જાય (આલેખ ની રેખા એલર્ટ લાઈન ની જમણી બાજું ખસે)તોતે પ્રલંબિત (પ્રોલોન્ગ) પ્રસુતી સુચવે છે. અને તમારે સજાગ થય જવું જોઇએ કે પ્રસુતિ માં કઇંક અસામાન્ય છે.
  • એલર્ટ લાઇન ઓળંગી જવાનો સમય નોંધી લો. સ્ત્રી નેએફ.આર.યુ પર મોક્લી આપવાના પગલાં લેવાનુ શરૂ કરી દો.
  • જો એકશન લાઇન ઓળંગાઇ જાય એટલે કે આલેખ એકશન લાઇન ની જમણી બાજુ ખસે તો તે પગલા લેવાનું અને સ્ત્રીને સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાનું સુચવે છે.
  • એલર્ટ અને એકશન લાઇનની વચ્ચે ચાર કલાકનો ગાળો છે. આદર્શ રીતે તો એકશન લાઇન ઓળંગાય તે પહેલા સ્ત્રી યોગ્ય પગલા લઇ શકાય તે માટે સંદર્ભ સેવા કેંદ્ર પર પહોંચી જવી જોઈતી હતી.

યુટ્રાઇન કોન્ટ્રાક્શન

  • યુટ્રાઇન કોન્ટ્રાક્શન દર અડધા કલાકે ચેક કરવા જોઇએ અને તે પૂરી દસ મીનીટ સુધી ચેક કરવા જેમા ડ્યુરેશન (સમય) ફ્રીકવંસી (સંખ્યા)અને ઇન્ટેસીટી (તીવ્રતા) જોવામા આવે છે સારા કોન્ટ્રાક્શનની સંખ્યા (૨૦ સેકંડ કરતા વધારે સમય ટકતા) દર અડધા કલાકે ગણવાના રહે છે અને યોગ્ય સંખ્યા ના ખાતામાં નોંધ કરવાની રહેશે.

ડ્રગ્સ અને આઇ.વી. ફ્લુઇડ

  • લેબર દરમ્યાન માતાને આપવામાં આવતા આઇ.વી ફ્લુઇડ અને ડ્રગની માહીતી નોંધ કરવાની રહે છે. જેમાં માત્ર ડોઝ, દવા કયા માર્ગે અને ક્યારે આપી તેની વિગતોનો સમાવેશ કરો.

માતાની કંડીશન

  • માતાની નાડીના ધબકારા (પલ્સ) દર અડધા કલાકે ગણવા.
  • માતાનું બ્લડ પ્રેશર (બી.પી) દર અડધા કલાકે માપીને નોંધ કરવી.
  • માતાનું તાપમાન દર અડધા કલાકે માપીને ચાર્ટ કરવું.

પાર્ટોગ્રાફના કોમ્પોનન્ટ આપવાનો સમય :

૧.દર અડધા કલાકે : શિશુના હૃદયના ધબકારાનો દર

  • ગર્ભાશયના કોન્ટ્રાક્શન દસ મિનિટના સમયેગાળામાં
  • પલ્સ (નાડીના ધબકારા)

૨. દર બે કલાકે : શરીરનું તાપમાન(સેન્ટિગ્રેડ), લોહીનું દબાણ

3.દર ચાર કલાકે : સર્વાઇકલ ડાયલેટેશન (વજાયનલ તપાસ દ્વારા), ગર્ભજળ અને મેમ્બ્રેનની સ્થિતિ, મોલ્ડિંગ ઓફ ફીટલ સ્કલ

  • ડિસેંટ ફીટલ હેડ દર ત્રણ કલાકે કરી શકાય.

કયા કયા સંજોગોમાં રિફર કરી શકાય છે :

  • ફીટલ હાર્ટ રેટ 160 પર મિનિટ કરતા વધારે હોય તો ૧૨૦૫ર મિનિટ ઓછા હોય તો સળંગ ત્રણ અવલોકનોનો માટે આવે તો
  • ગર્ભજળ (એમ્નિઓટિક ફ્લુઇડ) મ્યુકોનીયમવાળુ અથવા લોહીવાળું હોય તે સંજોગોમાં ફીટલ સ્કલ મનું મોડલ કે તેથી વધુ હોય ત્યારે.
  • સર્વાઇકલ ડાયલેટેશનની લાઈન, એલર્ટ લાઇનને ક્રોસ કરી જમણી બાજુ જોતી હોય અથવા એક્શન લાઇન સુધી પહોંચતી હોય.
  • પલ્સ એક મિનિટમાં 100 કરતાં વધારે અથવા લોહીનું દબાણ ૧૪૦ એમ એમજી જેટલું હોય તો.

(૫) APGAR સ્કોર

અપગાર સ્કોર એ એક ઝડપી મૂલ્યાંકન પદ્ધતિ છે જે શિશુના જન્મ પછી તરત જ શિશુના શારીરિક સ્વાસ્થ્યને નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ સ્કોર શિશુના જન્મ પછી 1 મિનિટ અને 5 મિનિટે લેવામાં આવે છે અને વિવિધ પરિમાણો પર આધારિત હોય છે. દરેક પરિમાણ માટે 0, 1, અથવા 2 પોઈન્ટ આપવામાં આવે છે, અને કુલ સ્કોર 0 થી 10 સુધી હોઈ શકે છે.

અપગાર સ્કોર ના પરિમાણો:

1.હૃદય ગતિ (Heart Rate):

  • 0 પોઈન્ટ: હાજર નથી.
  • 1 પોઈન્ટ: 100 જેટલા.
  • 2 પોઈન્ટ: >100.

2.શ્વસન (Respiratory Effort):

  • 0 પોઈન્ટ: કોઈ શ્વસન નથી.
  • 1 પોઈન્ટ: નબળું અથવા અનિયમિત શ્વસન.
  • 2 પોઈન્ટ: નિયમિત અને મજબૂત શ્વસન.

3.સ્નાયુ ટોન (Muscle Tone):

  • 0 પોઈન્ટ: નબળા, શિથિલ.
  • 1 પોઈન્ટ: થોડીક મોસળિયાપણું.
  • 2 પોઈન્ટ: સક્રિય મૂવમેન્ટ.

4.રીફ્લેક્સ રિસ્પોન્સ (Reflex Irritability):

  • 0 પોઈન્ટ: કોઈ પ્રતિસાદ નથી.
  • 1 પોઈન્ટ: નબળું રડવું અથવા મોઢું વીંધવું.
  • 2 પોઈન્ટ: મજબૂત રડવું અથવા છીંકવું.

5.ચામડીનો રંગ (Color):

  • 0 પોઈન્ટ: સાવ નિલો.
  • 1 પોઈન્ટ: શરીર ગુલાબી, હાથ-પગ નિલા.
  • 2 પોઈન્ટ: આખું શરીર ગુલાબી.

અપગાર સ્કોરના અર્થ:

  • 7-10: સામાન્ય, શિશુની હાલત સારી છે.
  • 4-6: મૉડરેટલી ડિપ્રેસ્ડ, વધુ ધ્યાન આપવું જોઈએ.
  • 0-3: ગંભીર રીતે ડિપ્રેસ્ડ, તાત્કાલિક ચિકિત્સા જરૂરી છે.

(૬) હાયપરઈમેસીસ ગ્રેવિડેરમ

હાઈપર એમેસીસગ્રેવીડમ

  • પ્રેગન્સીમા વધારે પ્રમાણમા થતી નોસીઆ અને વોમેટીંગ કે જેમાં માતાના આરોગ્ય પર ખરાબ રીતે અસર થાય છે,અને માતાની દૈનીક ક્રિયામાં અવરોદ આવે છે તેને હાઈપરએમેસી સગ્રેવીડમ કહે છે.

ક્યારે જોવા મળે ?

  • પ્રઈમીપારા હોય
  • પ્રથમ ટ્રાઈમેસ્ટર
  • મલ્ટીપલપ્રેગનેન્સી
  • હાઈડેટીડીફોર્મ મોલ
  • ફેમીલી હીસ્ટ્રી
  • અનપ્લાન પ્રેગનેન્સી
  • પ્રિવીયસપ્રેગનેન્સી

શા માટે થાય છે ?

  • કોર્યોનીકગોનાડ્રોફીન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનહોર્મોનનું પ્રમાણ વધવાથી.
  • સાયકોજેનીક
  • વિટામીન-બી,કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનીડે ફીસીયન્સી.
  • ગેસ્ટ્રીક મોટીલીટી ઘટવાથી

સારવાર

  • ૧) નોસીઆ અને વોમેટીંગ ની હીસ્ટ્રીલેવી.
  • ૨) ખોરાકમાં બી-કોમ્પ્લેકક્ષ અને પ્રોટીન વાળો ખોરાક આપવો.
  • ૩) કાર્બોહાઇડ્રેટફૂડજેવુ કે બ્રેડ અને ટોસ્ટ ચાલુ કરવા
  • ૪) જરૂર પડે તો ઓરલફીડીંગ બંધ કરી આઈ.વી.ફ્લુડ આપવા
  • ૫) ક્યારેક રાઈલ્ઝટ્યુબ વડે પણ ફીડીંગ આપી શકાય છે.
  • ૬) એન્ટી ઇમેટીક દવાઓ આપવી
  • ૭) હાઈપરએ મેસી સપ્રોગ્રેસ ચાર્ટ બનાવવો.
  • ૮) ઈનટેક આઉટ પુટ ચાર્ટ બનાવવો
  • ૯) વાઇટલસાઈન લેવા
  • ૧૦) પહેલા ઓરલી થોડું થોડું ચાલુ કર્યા બાદ જ આઈ.વી. ફ્લુઇડ બંધ કરવું.
  • ૧૧) થોડો ખોરાક થોડા થોડાસમયે આપવો અને ત્યારબાદ ધીમે ધીમે ફુલ ડાઇટ ચાલુ કરવુ
  • ૧૨) જો વોમિટીંગ સતત રહે અને બંધ ન થાય તો એમ.ટી.પી કરવાની જરૂર પડે
  • ૧૩) માતા અને ફીટસનુમોનીટર કરવુ
  • ૧૪) સાયકોલોજીકલ પોર્ટ આપવો

(૭) કોપર-T

કોપર-T (Copper-T)

  • કોપર-T એ એક અંતર્ગર્ભાશય ગર્ભનિરોધક સાધન (IUCD – Intra Uterine Contraceptive Device) છે, જે ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે. તે લાંબા ગાળાની, સુરક્ષિત, અસરકારક અને ઉલટાવી શકાય તેવી (Reversible) ગર્ભનિરોધક પદ્ધતિ છે.

વ્યાખ્યા

  • કોપરથી આવરિત T-આકારનું પ્લાસ્ટિકનું સાધન, જે ગર્ભાશયમાં મૂકીને ગર્ભધારણ અટકાવે છે, તેને કોપર-T કહેવાય છે.

બંધારણ

  • T-આકારનું પ્લાસ્ટિક ફ્રેમ
  • કોપર વાયરથી આવરિત
  • નીચે બે નાયલોનના દોરા (Threads)

પ્રકારો

  1. Cu-T 380A (10 વર્ષ સુધી અસરકારક)
  2. Cu-375 (5 વર્ષ સુધી)
  3. Multiload Cu-375

ભારતમાં મુખ્યત્વે Cu-T 380A નો ઉપયોગ થાય છે.

કાર્ય કરવાની રીત

  • કોપર આયન શુક્રાણુઓની ગતિ અને કાર્યક્ષમતા ઘટાડે છે.
  • શુક્રાણુ અને અંડાણુના મિલનને અટકાવે છે.
  • ગર્ભાશયમાં એવું વાતાવરણ બનાવે છે કે ફર્ટિલાઇઝેશન ન થાય.
  • ફર્ટિલાઈઝ્ડ અંડાના ઇમ્પ્લાન્ટેશનને રોકે છે.

કોપર-T મૂકવાનો સમય

Interval Insertion

  • માસિક શરૂ થયાના પ્રથમ 7 દિવસમાં

Postpartum IUCD (PPIUCD)

  • પ્રસૂતિ પછી 10 મિનિટથી 48 કલાકની અંદર

Post-Abortion

  • ગર્ભપાત પછી તરત

ફાયદા

  • ખૂબ અસરકારક (99% થી વધુ)
  • લાંબા સમય સુધી સુરક્ષા
  • હોર્મોન રહિત પદ્ધતિ
  • સ્તનપાન કરતી માતા માટે સુરક્ષિત
  • તરત અસર શરૂ થાય છે
  • કાઢ્યા પછી ફરી ગર્ભધારણ શક્ય
  • દૈનિક યાદ રાખવાની જરૂર નથી
  • સરકારી હોસ્પિટલોમાં મફત ઉપલબ્ધ

ગેરફાયદા

  • શરૂઆતમાં વધુ માસિક રક્તસ્ત્રાવ
  • માસિક દરમિયાન દુખાવો
  • અનિયમિત સ્પોટિંગ
  • ક્યારેક બહાર નીકળી જવાની શક્યતા (Expulsion)
  • દુર્લભ રીતે ગર્ભાશયમાં છિદ્ર (Perforation)

પ્રતિબંધ (Contraindications)

  • ગર્ભાવસ્થા
  • PID (Pelvic Inflammatory Disease)
  • અજ્ઞાત કારણનું યોનિમાર્ગ રક્તસ્ત્રાવ
  • ગર્ભાશયની અસામાન્ય રચના
  • ગર્ભાશય અથવા સર્વિક્સનું કેન્સર
  • ગંભીર જનનાંગ ચેપ

કોપર-T પછી ANM/નર્સની સલાહ

  • દોરા (Threads) સમયાંતરે તપાસવા.
  • વધુ દુખાવો, તાવ અથવા વધારે રક્તસ્ત્રાવ થાય તો હોસ્પિટલમાં સંપર્ક કરવો.
  • Follow-up:
    • 6 અઠવાડિયા પછી
    • 6 મહિના પછી
    • ત્યારબાદ વર્ષમાં એકવાર

(૮) ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ

વ્યાખ્યા

  • અસુરક્ષિત જાતીય સંબંધ, ગર્ભનિરોધક પદ્ધતિની નિષ્ફળતા (કોન્ડોમ ફાટી જવું, ગોળી ભૂલી જવી) અથવા બળાત્કાર પછી અનિચ્છનીય ગર્ભધારણ અટકાવવા માટે લેવાતી ગોળીઓને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ECP) કહેવામાં આવે છે.

ઉપયોગનો સમય

  • અસુરક્ષિત જાતીય સંબંધ પછી 72 કલાક (3 દિવસ) ની અંદર લેવી સૌથી વધુ અસરકારક છે.
  • 120 કલાક (5 દિવસ) સુધી પણ લઈ શકાય, પરંતુ અસરકારકતા ઘટે છે.

પ્રકારો

1. લેવોનોર્જેસ્ટ્રેલ (Levonorgestrel)

  • 1.5 mg એક માત્રા
  • અથવા 0.75 mg ની 2 ગોળી 12 કલાકના અંતરે

ભારતમાં સૌથી વધુ વપરાતી ECP

2. યુલીપ્રિસ્ટલ એસિટેટ (Ulipristal Acetate)

  • 30 mg એક માત્રા
  • 120 કલાક (5 દિવસ) સુધી અસરકારક

કાર્ય કરવાની રીત

  • ઓવ્યુલેશન (Ovulation) ને મોડું કરે છે અથવા અટકાવે છે.
  • ફર્ટિલાઈઝેશન અટકાવે છે.
  • શુક્રાણુ અને અંડાણુના મિલનને રોકે છે.
  • પહેલેથી સ્થાપિત ગર્ભને સમાપ્ત કરતી નથી.

ફાયદા

  • અનિચ્છનીય ગર્ભધારણ અટકાવે છે.
  • સરળ અને સુરક્ષિત પદ્ધતિ.
  • ડૉક્ટરની સલાહ વિના પણ ઉપલબ્ધ.
  • એક જ ડોઝમાં ઉપયોગ કરી શકાય.

આડઅસરો

  • ઊબકા (Nausea)
  • ઉલ્ટી
  • માથાનો દુખાવો
  • ચક્કર
  • થાક
  • સ્તનમાં દુખાવો
  • માસિક વહેલું કે મોડું આવવું

મહત્વની સલાહ

  • ECP નિયમિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી.
  • વારંવાર ઉપયોગ કરવો યોગ્ય નથી.
  • ECP HIV/AIDS અથવા STI થી રક્ષણ આપતી નથી.
  • ગોળી લીધા પછી 2 કલાકની અંદર ઉલ્ટી થાય તો ડોઝ ફરી લેવો.

પ્રશ્ન-3(અ) સાચો વિકલ્પ પસંદ કરો. (10)

(1) નીચેનામાંથી કર્યું પેલ્વીસ ડીલેવરી માટે આદર્શ છે.

(અ) એડ્રોઈડ

(બ) ગાયનેકોઈડ

(ક) પ્લેટીપેલોઇડ

(ડ) એન્થ્રોપોઈડ

(2) પ્રેગનન્સી દરમ્યાન એમ્નીયોટીક ફ્લુઈડનું પ્રમાણ 300ml કરતાં પણ ઓછુ હોય તો તે કન્ડીશનને……… કહે છે.

(અ) હાઈડ્રામ્નિઓસ

(બ) પોલીહાઈડ્રામ્નિઓસ

(ક) ઓલીગોહાઈડ્રામ્નિઓસ

(ડ) ઉપરનું એક પણ નહીં

(3) બે પરાયટલ બોન અને ફ્રન્ટલ બોનની વચ્ચે આવેલા સ્યુયરને…….. કહેછે.

(અ) રાજાઈટલ સ્યુચર

(બ) કોરોનલ સ્યુચર

(ક) લેડોઇડલ સ્યુગર

(ડ) કેન્ટલ સ્યૂચર

(4) ફીટલ સ્કલનો સૌથી મોટો ડાયામીટર…….. છે.

(અ) બાય પરાયટલ

(બ) બાય ટેમ્પોરલ

(ક) મેન્ટો વર્ટીકલ

(ડ) સબમેન્ટો બેગમેટીક

(5) ઓવ્યુલેશન માસિક ચક્રના કેટલામાં દિવસે થાય છે

(અ) ૧૫ દિવસે

(બ) ૧૮ દિવસે

(ક) ૧૪ દિવસે

(ડ) ૨૮ દિવસે

(6) રીંકલબેનની LMP Date – ૨૮/૦૬/૨૦૨૦ છે તો તેની EED ……. હોય.

(અ) 05/03/2021

(બ) 04/03/2021

(ક) 05/04/2021

(ડ) 04/04/2021

(7) લેબર દરમ્યાન યુટરસમાં કોન્ટ્રાક્શન લાવવા માટે જવાબદાર હોર્મોન કયો છે.

(અ) ઇન્ટ્રોજન

(બ) પ્રોજેસ્ટોરેજ

(ક) રીલેક્સીન

(ડ) ઓકસીટોસીન

(8) નોર્મલ પેગનન્સીના અઠવાડીયા કેટલા હોય છે ?

(અ) ૩૮ થી ૪૨

(બ) ૩૮ થી ૪૦

(ક) ૩૬ થી ૩૮

(ડ) ૪૦ થી ૪૨

(9) એકલેમ્પ્સીયા વાળી માતાને કયું ઇન્જેક્શન આપવામાં આવે છે?

(અ) MgSo4

(બ) KMNO4

(ક) Vita-K

(ડ) કેલ્શીયમ

(10) કન્સેપ્શનના 3 થી 8 વીક સુધીના ગર્ભને શું કહેવાય.

(અ) ઝાયગોટ

(બ) ફીટસ

(ક) મોરુલા

(ડ)એમ્બ્રિયો

(અ) ખાલી જગ્યા પૂરો.10

(૧) પ્રસૂતિ પછીના શરૂઆતના ૪ દિવસના રક્તસ્ત્રાવને ……કહે છે. લોકિયા રૂબ્રા

(૨) HIV યુક્ત માતાની ડીલીવરી બાદ તેના બાળકને…….. દવા આપવામાં આવે છે. નેવિરાપીન

(૩) બાળકના જન્મ પહેલા કોર્ડ બહાર દેખાય તેને…….. કહે છે. કોર્ડ પ્રોલેપ્સ

(૪) MgSo4 નું એન્ટીડોટ …….. છે. કેલ્શિયમ ગ્લુકોનેટ

(5) ……..અઠવાડીયા પહેલાના ગર્ભપાતને એબોર્શન કહે છે. 20

(6) સગભા માતાને દરરોજ ……….mg આયર્ન આપવું જોઈએ. 100 mg એલિમેન્ટલ આયર્ન

(૭) M.T.P. નો કાયદો………. -ની સાલમાં અમલમાં આવ્યો. 1971

(૮) ફર્ટીલાઇઝેશન ફેલોપિયન ટ્યૂબના ……..ભાગમાં થાય છે. એમ્પ્યુલા

(૯) એન્ટીરીયર ફન્ટાનેલ …….માં માસે પુરાય છે. 18 માસે

(૧૦) પ્લાસન્ટાનું વજન સામાન્ય રીતે …….હોય છે. 500 થી 600 ગ્રામ

(ક) ખરાં ખોટા જણાવો (٩٥)

(૧) અંબીલીકલ કોર્ડમાં ૧ વેઇન અને ૨ આર્ટરી હોય છે. ✅

(૨) નવજાત શિશુને શરૂઆતનો મળ મલીના નામથી ઓળખાય છે. ❌

(૩) પ્લાસેન્ટા યુટ્સના લોવર સેગમેન્ટમાં હોય તો A.P.H. થવાની સંભાવના છે. ✅

(૪) ૩૬ અઠવાડીયાની સગર્ભાવસ્થાએ યુટ્સનું ફંડ્સ ઝીપીસ્ટર્નમ લેવલે પહોંચે છે. ✅

(૫) HIV પોઝીટીવ માતાને ART લેવી ના જોઈએ. ❌

(૬) નાનપણમાં ગાલપચોળીયું થયું હોય તો સ્ટરીલીટી થઈ શકે છે. ✅

(૭) ફીટસને ઑક્સીજનવાળું બ્લડ અંબ્લીકલ આર્ટરી દ્વારા મળે છે. ❌

(૮) થ્રેટન્ડ એબોર્શન નિવારી શકાય છે. ✅

(૯) યુટ્રમ બહારની પ્રેગનન્સી એટલે મલ્ટીપલ પ્રેગનન્સી. ❌

(૧૦) એન્ગોર્જ બેસ્ટ વાળી માતાએ બેસ્ટ ફીડીંગ ના આપવું જોઈએ. ❌

Published
Categorized as ANM-MIDWIFERY-PAPER SOLUTIONS, Uncategorised