(અ) સર્વે એટલે શું? સર્વેના પ્રકાર જણાવો અને તેના લાભો જણાવો. 08
સર્વે
Definition
સમુદાયમાં રહેતા લોકોનું અવલોકન કરીને માહિતી ભેગી કરવાની રીતને કોમ્યુનિટી સર્વે કહે છે તેને હેલ્થ સર્વે પણ કહેવામાં આવે છે.
જ્યારે સમુદાયમાં રહેતા લોકોના આરોગ્યને લગતા, ખોરાકને લગતા, માંદગીને લગતા સર્વે કરીને માહિતી એકઠી કરવામાં આવે તો તેને હેલ્થ સર્વે કહેવામાં આવે છે.
🔹સર્વેના પ્રકાર
સર્વે મુખ્યત્વે બે રીતે થાય છે.
૧) જનરલ હેલ્થ સર્વે ૨) સ્પેશિયલ હેલ્થ સર્વે
૧) જનરલ હેલ્થ સર્વે
જનરલ હેલ્થ સર્વે સામાન્ય રીતે લોકોની તંદુરસ્તીનું સ્ટેટસ અથવા આરોગ્ય વિશે માહિતી મેળવવા માટે થાય છે તે નીચે મુજબ કરી શકાય.
a) લોકોના સ્વાસ્થ્યનું સ્તર
લોકોની તંદુરસ્તીને લગતું અને લોકોની સમસ્યાઓ જાણવા માટે કરવામાં આવતા સર્વે છે.
તેના દ્વારા લોકોની તંદુરસ્તીનું સ્તર કેવું છે, કેટલું ઊંચું છે, તે જાણી શકાય છે.
b) આરોગ્યને અસર કરતા પરિબળો
તંદુરસ્તીને અસર કરતા પરિબળોને જાણવા માટે આવા સર્વે કરવામાં આવે છે, આરોગ્યના કયા પરિબળો નુકસાન કરે છે, આરોગ્યના કયા પરિબળો તંદુરસ્તીને જાળવી રાખે છે, તે જાણી શકાય છે.
તેમાં વ્યક્તિનો ધંધો, આર્થિક પરિસ્થિતિ, ખોરાક વગેરે પરિબળો ભાગ ભજવે છે.
c) આરોગ્યની સેવાઓનું સંચાલન
આરોગ્યને લગતી સેવાઓનો સર્વે સેવાઓની વહીવટી કામગીરી માટે કરવામાં આવે છે.
લોકોને આરોગ્યને લગતી કઈ સમસ્યાઓ છે અને તેના માટે કેટલો ખર્ચ થઈ શકે છે, તે જાણવામાં મદદરૂપ થઈ શકે છે.
જે સેવાઓ હાલમાં અપાયેલી છે તેની અસરકારકતા કેટલી છે તે જાણી શકાય છે.
૨) સ્પેશિયલ સર્વે
આવા સર્વે ખાસ પ્રકારે કરવામાં આવે છે.
ખાસ સમસ્યા જેવી કે ફાઇલેરીયા, મલેરિયા, લેપ્રસી વગેરે હેલ્થ પ્રોબ્લેમ્સ જાણવા માટે કરવામાં આવે છે.
સ્પેશિયલ હેલ્થ સર્વેમાં નીચે મુજબના સર્વેનો સમાવેશ કરવામાં આવે છે.
a) ન્યુટ્રીશનલ સર્વે
b) માંદગી અને મૃત્યુ
c) ફેમિલી પ્લાનિંગ
🔹સર્વેના લાભો
1. માહિતી મેળવે છે
લોકોની જરૂરિયાતો, મતો, આદતો અને સ્થિતિ વિશે માહિતી મળે છે.
2. યોજના બનાવવા સહાયરૂપ
સરકારી કે આરોગ્ય યોજના બનાવવામાં ઉપયોગી પુરાવા આપે છે.
3. સરળ અને ખર્ચાળ નહિં
પ્રશ્નાવલીઓ દ્વારા માહિતી એકત્ર કરવી સરળ અને ઓછા ખર્ચમાં થાય છે.
4. વિશ્લેષણ માટે સહાયરૂપ
આંકડાઓનું વિશ્લેષણ કરી નિર્ણય લેવો સરળ બને છે.
5. વિશાળ વિસ્તારને આવરી શકે
બહુ મોટા વિસ્તાર અથવા વસ્તી પરથી માહિતી એકત્ર કરી શકાય છે.
6. સમય બચાવે છે
સંપૂર્ણ વસ્તીની બદલે નમૂનાને આધારે પણ યોગ્ય માહિતી મળે છે.
(બ) વ્યક્તિગત હક્ક્કો જણાવો. 04
વ્યક્તિગત હક્કો એ એવા હક્કો છે જે દરેક વ્યક્તિને જન્મજાત કે કાયદાગત રીતે મળેલા હોય છે. આ હક્કો વ્યક્તિની સ્વતંત્રતા, સુરક્ષા, અને માનવ અધિકારોનું રક્ષણ કરે છે.
🔹વ્યક્તિગત હક્કો
1.જીવનનો હક્ક (Right to Life)
દરેક વ્યક્તિને જીવવાનોઅધિનિયમ/હક્ક છે.
કોઈ વ્યક્તિને બિનકાયદેસર રીતે મારવામાં નહિ આવે.
2. સ્વતંત્રતાનો હક્ક (Right to Freedom)
વ્યક્તિત્વ વિકાસ, મુસાફરી, નિવાસ અને પોતાની પસંદના વ્યવસાય માટે સ્વતંત્રતા છે.
3.સમાનતાનો હક્ક (Right to Equality)
બધા નાગરિકો માટે કાયદા હેઠળ સમાનતા, ભેદભાવ વગર લાભ મળે છે.
4. ધર્મની આઝાદીનો હક્ક (Right to Freedom of Religion)
પોતાનું ધર્મ પાળવા, જાહેરમાં મનાવવા અને પ્રચાર કરવાનો હક્ક.
5.અભિપ્રાયની આઝાદીનો હક્ક (Right to Freedom of Speech and Expression)
વ્યક્તિને પોતાના વિચાર અને અભિપ્રાય વ્યક્ત કરવાનો હક્ક છે.
8. સંસ્કૃતિ અને ભાષાના રક્ષણનો હક્ક (Cultural & Educational Rights)
પોતાની ભાષા, સંસ્કૃતિ જાળવી રાખવાનો અને શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાનો હક્ક.
9. સાંસ્કૃતિક અને શિક્ષણ અધિકાર (Right to Education)
6 થી 14 વર્ષની વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો હક્ક.
પ્રશ્ન – ૨
(અ) W.H.O.ના કાર્ય જણાવો. 05
W.H.O ના કાર્યો
રોગના અટકાયત અને નિયંત્રણનું કાર્ય
રોગોને કાબુમાં લાવવા અને અટકાવવાના પ્રયત્નો કરે છે. જેમાં ખાસ કરીને કેન્સર, દાંતના રોગો, હદયના રોગો, ડાયાબિટીસ આ સિવાય ઘણા લોકોને રોગોથી દુર રાખવા પ્રયત્ન કરે છે.
આરોગ્ય સેવાઓ મજબુત કરવી
દરેક રાષ્ટ્રમાં પોતાના નાગરીકોને આધુનિક સાધનો પુરા પાડી તેમજ તેની સેવાઓ માટે કાર્યકરને તાલીમ આપી આરોગ્ય સેવાઓનું માળખુ મજબુત કરે છે.
કૌટુંબિક આરોગ્ય જાળવવું
ઈ.સ. 1970 માં W.H.O એ પોતાના કાર્યક્રમમાં કુટુંબિક આરોગ્યને મહત્વ આપ્યુ છે. જેમાં M.Ch. સેવાઓ, કલીનીક સેવાઓ, પોષણ આહાર, કેન્દ્ર અને આરોગ્ય શિક્ષણ દ્વારા કુટુંબનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કર્યા.
એન્વાર્યમેન્ટલ સેનીટેશન
વિકાશસીલ દેશોમાં વાતાવરણની સ્વચ્છતા જળવાઈ રહે તેનું ધોરણ ઉંચુ આવે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા. કેન્દ્ર સરકાર પોતાના સલાહ સુચન દ્વારા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વચ્છ હવા, પાણી અને ખોરાક મળી રહે તે માટે તેમજ નોકરી કરવાના સ્થળે દા.ત. મીલોમાં, ફેક્ટરીમાં સંરક્ષણ મળી રહે તે માટે પ્રયત્નો કર્યા.
આંકડાકિય માહિતી
જુદા જુદા દેશોમાંથી વિવિધ આંકડાકિય માહિતી મેળવી તેને તારવી તેનો અભ્યાસ કરી મરણનું પ્રમાણ, માંદગીના પ્રમાણ વગેરેમાં ઘટાડો કરવા પ્રયત્ન કરે છે અને માસિક મેગેઝીન બહાર પાડે છે.
સંશોધન
W.H.O સંસ્થા સંશોધન કાર્ય કરતી નથી. પણ બીજી સંસ્થાઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને સહકાર આપે છે.
આરોગ્યનું સાહિત્ય તેમજ માહિતી પુરી પાડવી.
W.H.0 ની લાઈબ્રેરી તેના ઉપગ્રહ સમાન ગણાય છે. જેના દ્વારા માહિતી દરેક દેશો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
અન્ય સંસ્થા સાથે સહકાર
(બ) ટીમ એટલે શું? ટીમના લીડરના ગુણો જણાવો. 07
ટીમ
Definition
ટીમ એટલે જ્યારે અલગ અલગ કામગીરીનું નોલેજ,સ્કિલ,અને પર્સનાલિટી ધરાવતા લોકોના સમૂહ છે જે એક સાથે મળીને એક જ હેતુને સિદ્ધ કરવાની કામગીરી કરતા હોય ત્યારે તેને ટીમ અથવા સંઘ કહેવાય છે.
કોમ્યુનિટી હેલ્થ સર્વિસ લોકોને સારી રીતે પૂરી પાડવા માટે ખાસ પ્રકારના તાલીમ પામેલા કર્મચારીઓનું ગ્રુપ કે જે જુદા જુદા સ્તરે એકબીજાના જ્ઞાન અને આવડતના આધારે આરોગ્ય સેવા આપવાનું કાર્ય કરે, તે દરેક વ્યક્તિ નો કોમન ધ્યેય હોય છે, અને તેને પ્રાપ્ત કરવા માટે તે કાર્ય કરે છે. તેને હેલ્થ ટીમ કહે છે. દા.ત. ડોક્ટર,નર્સ,આંગણવાડી વર્કર વગેરે.
🔹ટીમના લીડરના ગુણો
1.અસરકારક સંવાદક (Effective Communicator)
સારી રીતે વિચાર અને સૂચનાઓ સ્પષ્ટ રીતે રજૂ કરે.
ટીમના સભ્યોની વાત ધ્યાનથી સાંભળે.
2. વિઝનવાળો નેતા (Visionary Leader)
લક્ષ્ય સ્પષ્ટ હોય છે અને ટીમને તે દિશામાં પ્રેરિત કરે છે.
5. સમસ્યા હલ કરવાની ક્ષમતા (Problem-Solving Skills)
સમસ્યા આવે ત્યારે તેનું શાંતિપૂર્વક નિરાકરણ શોધે.
વિકટ સ્થિતિમાં વિવેક પૂર્વક કાર્ય કરે.
6. પ્રેરણાદાયક સ્વભાવ (Inspirational and Motivating)
ટીમના સભ્યોને ઉત્સાહિત કરે.
હંમેશા સહાયક અને ઉર્જાવાન રહે.
7.સમયનું આયોજન (Time Manager)
સમયસર કાર્ય પૂર્ણ કરાવા માટે આયોજન કરે.
પ્રાથમિકતાઓ નક્કી કરીને કાર્ય વહેંચે.
8. સકારાત્મક દ્રષ્ટિકોણ (Positive Attitude)
હંમેશા સકારાત્મક વિચાર સાથે કામ કરે.
નિષ્ફળતામાં પણ નવા અવસરો શોધે.
9. જવાબદારી અને જવાબદેહી (Responsible and Accountable)
પોતાની ભૂમિકા માટે જવાબદારી લે.
ભૂલ થાય તો તે માન્ય કરે અને સુધારાની દિશા આપે.
10. ઈમાનદારી અને નૈતિકતા (Integrity and Ethics)
સત્યનિષ્ઠ અને નૈતિકતાપૂર્વક કાર્ય કરે.
ક્યારેય જુઠ્ઠાણું કે ભ્રષ્ટાચાર ન કરે.
પ્રશ્ન – ૩
(અ) રેફરલ સિસ્ટમ (સદર્ભ સેવા ) એટલે શું ? તેમાં ફીમેલ હેલ્થ વર્કરની ભૂમિકા જણાવો. 08
રેફરલ સિસ્ટમ
Definition
જ્યારે કોઈ દર્દીને નીચેના સ્તરે સારવાર આપવા છતાં તે સાજો ન થાય અથવા કોઈ કેસ કે જેમને પહેલેથી જ સઘન સારવારની જરૂર હોય ત્યારે તેને પ્રાથમિક સારવાર આપવી. આપેલ સારવારની વિગત સાથે ઉપરના લેવલે મોકલવામાં આવે છે. તેને સંદર્ભ સેવા અથવા રેફરલ સિસ્ટમ કહેવાય છે.
અથવા
આરોગ્ય સેવાની એક લેવલથી બીજા લેવલ સાથે અથવા એક સંસ્થાથી બીજી સંસ્થા સાથે જોડતી સાંકળને રેફરલ સિસ્ટમ કહેવાય છે.
ફીમેલ હેલ્થ વર્કર (FHW) એ ગામના સ્તરે ગર્ભવતી સ્ત્રીઓ, બાળક, વૃદ્ધ કે બીમાર વ્યક્તિની સ્થિતિને ઓળખે છે.
આકસ્મિક સ્થિતિ (emergency), જટિલ પ્રસૂતિ, રક્તસ્ત્રાવ, ઊંચું રક્તદાબ વગેરેની સમયસર ઓળખ કરે છે.
2. અનુરુપ માર્ગદર્શન આપવું
દર્દી અને પરિવારજનોને વધારે સારવારની જરૂરિયાત વિશે સમજાવે છે.
ભય કે અવિશ્વાસ દૂર કરીને તેમનું સહયોગ મેળવે છે.
3.રેફરલ નોટ તૈયાર કરવી
દર્દી વિશેની વિગતો રેફરલ ફોર્મમાં ભરે.
અગાઉના સારવારની નોંધ આપે જેથી ઉચ્ચ સ્તરની સુવિધાને સહાય થાય.
4. ફોર્મ ભરીને મોકલવું (Referral Documentation)
રેફરલ ફોર્મ ભરે છે જેમાં દર્દીની હાલત, પહેલેથી લીધેલી સારવાર અને કારણ લખે છે.
મોકલતી સંસ્થાની વિગતો પણ દર્શાવે છે.
5. રેફરલ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી
108 એમ્બ્યુલન્સ સેવા મેળવવામાં સહાય કરે.
જનની શિશુ સુરક્ષા યોજના (JSSK) હેઠળ વાહન વ્યવસ્થા કરે છે.
પરિવારજનને સમજાવે અને સાચો માર્ગદર્શન આપે.
6. સંચાર અને સમન્વય (Communication & Coordination)
PHC/CHC સાથે સંપર્ક સાધે.
હેલ્થ સુપરવાઈઝર અને મેડિકલ ઓફિસર સાથે સંકલન કરે.
7. કૌટુંબિક સભ્યોને સમજાવવા
દર્દીની તાત્કાલિક જરૂરિયાત અને રેફરલની મહત્વતા સમજાવે.
ઘરે જ રોકવાના જોખમોને સમજાવે અને સમજૂતી આપે.
8. ફોલો-અપ અને રેકોર્ડ રાખવો
રેફરલ પછી દર્દી ફરી આવી છે કે કેમ તેનું ફોલોઅપ કરે.
રેફરલ રજિસ્ટર અને એન્ટ્રી સાચવી રાખે.
રેફરલ કેસનું નોંધપાત્ર રેકોર્ડ રાખે છે.
દરેક ટ્રેકિંગ માટે સમયસર અહેવાલ આપે છે.
(બ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો જણાવો. 04
મેડિકલ કેર
માતૃ બાળ કલ્યાણ સેવા
કુટુંબ નિયોજન અને કુટુંબ કલ્યાણ સેવા
શાળા આરોગ્ય
વોટર સપ્લાય એન્ડ સેનિટેશન
સંક્રામક રોગોની નાબૂદી અને અટકાયત
જીવંત આંકડાની માહિતી
રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
આરોગ્ય શિક્ષણ
તાલીમ
સંદર્ભ સેવા
નોંધણી અને રજીસ્ટર
પ્રશ્ન – ૪
(અ) આરોગ્ય શિક્ષણ એટલે શું? તેના સિદ્ધાંતો વર્ણવો .06
“હેલ્થ એજયુકેશન એ એવી પ્રક્રિયા છે કે લોકોમાં પરિવર્તન લાવે છે. અને લોકો તેને વાણી, વર્તન અને વિચારમાં ફેરફાર લાવે છે. અને લોકો અમલમાં મુકે તેને હેલ્થ એજયુકેશન કહેવામાં આવે છે.”
🔹હેલ્થ એજયુકેશનના સિદ્ધાંતો નીચે મુજબ હોય છે.
1. રસ (Interest)
લોકોને રસ પડે તે માટે લોકોની જરૂરીયાત જાણવી જરૂરી છે. વ્યક્તિની જરૂરિયાત જાણ્યા બાદ હેલ્થ એજયુકેશન અપાયુ હોય તો લોકોને વધુ રસ પડે છે.
2. પાર્ટીસીપેશન-સહભાગી દારી (Participation)
હેલ્થ એજયુકેશનમાં સહકાર એ ખૂબ જ અગત્યનો છે. અને તે સાયકોલોજીના સિદ્ધાંત પર આધારીત છે. હેલ્થ એજયુકેશન આપતા પહેલા લોકોનો સહકાર લેવો જોઈએ. તેમજ સહકાર મેળવવો જોઈએ. અને આપણી સાથે કાર્ય કરતા કર્મચારીનો પણ સહકાર હોવો જોઈએ. સહકાર વગર હેલ્થ એજયુકેશન અધુરૂ છે.
3.અંડરસ્ટેન્ડીંગ – સમજશક્તિ (Understanding)
હેલ્થ એજયુકેશન પ્રોસેસ દરમિયાન લોકોને અરસ-પરસ સમજ શકિત હોવી જોઈએ. આમાં લોકોનું નોલેજ કેટલુ છે. તેની ભાષા કેવી છે. તેમજ એજયુકેશન પ્રાપ્ત કરવા માટેની માનસિક તૈયારી કેવી છે તે તમામ બાબતની સમજદારીપૂર્વક હેલ્થ એજયુકેશન આપો.
4. કોમ્યુનીકેશન – વિચાર વિનીમય (Communication)
હેલ્થ એજયુકેશન દ્વારા લોકોને આપણે જે આપવા માગીએ છીએ તે લોકોની ભાષામાં તેઓની જરૂરીયાત પ્રમાણે તેમના મુંજવતા પ્રશ્નો સાંભળીને તેમજ તેની સાથે કાઉન્સીલીંગ એન્ડ ડીસકશન કરીને તેમજ લોકો સાથે ચર્ચા કરીને કોમ્યુનિકેશન કરવું.
5. મોટીવેશન – પ્રેરણા (Motivation)
વ્યકિતને કોઈપણ કાર્ય સફળતા પૂર્વક કરાવવા માટે મોટીવ્સનો ઉપયોગ કરો. વ્યકિતને પ્રોત્સાહિત કરવા માટે જુદી જુદી હરીફાઈ અને પારિતોષિક આપો. અને વ્યક્તિને આરોગ્યના કામો માટે પ્રેરણા આપો.
6. હેલ્પ – મદદ (Help)
એક જ વખત કેટલાક લોકોને શિખવાડમાં આવે તો તે તરત જ શીખી જાય છે. અને અમુક લોકો માટે બીજી વખત રીપીટ કરવુ પડે છે. અને છતા પણ ન સમજે તો આપણે રેગ્યુલર તેમને શીખવ્યા કરવું. અને વારંવાર સમજાવવાથી સાચી માહિતી સારી રીતે શીખી શકે છે.
7.રીફેસમેન્ટ – વારંવાર તાજુ રાખવુ(Refreshment)
આરોગ્યની કોઈપણ પ્રવૃતિઓનું હેલ્થ એજયુકેશન આપવા માટે રીફેશમેન્ટ જરૂરી છે. વારંવાર આપણી પ્રવૃતિઓનું ટ્રેનિંગ, વર્કશોપ, સેમિનાર, ગ્રુપ ડીસકશન એન્ડ ડેમોન્ટ્રેશન દ્વારા હેલ્થ એજયુકેશન આપો. રિફેશમેન્ટ એ હેલ્થ સર્વિસીસની બેજિક અને ઓલ ટાઈમની રીકવાર્યમેન્ટ છે.
8. રીલેશનશીપ – સંબધો (Relationship)
હેલ્થ એજયુકેશન એ પોતે જે એરીયામાં કાર્ય કરે છે તે એરીયામાં ફોર્સફુલી આપવા માટે હેલ્થ વર્કરે ગુડ રીલેશનશીપ કેળવવી જોઈએ. સારા I. P.R દ્વારા આરોગ્યના તમામ કાર્યો સારી રીતે અમલ કરી શકાય છે.
હોમવિઝીટ એક એવી પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિ અને કુટુંબને સંપૂર્ણ ફેમિલી કેર ઘરમાં પૂરી પાડવામાં આવે છે.
નક્કી કરેલા અને સોપાયેલા ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરીને દરેક વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરી રોગની સારવાર આપવામાં આવે છે. તેમ જ રોગના નિયંત્રણ અટકાવવા અને આરોગ્યના સ્તરને ઊંચું લાવવા માટે પગલાં અને આરોગ્ય શિક્ષણ ઘરમાં પૂરું પાડવામાં આવે છે તેને હોમ વિઝીટ કહે છે
🔹ફાયદાઓ
ફેમેલીમાં બ્રેકગાઉન્ડ જોઈ શકાય છે.
કુટુંબના પોતાના વાતાવરણમાં એક્સિઅલ શિષ્યુએશન જોઈ શકાય છે.
કુટુંબના સભ્ય પોતાના એરિયામાં વધુ રિલેક્સ હોય છે.જેથી આરોગ્ય શિક્ષણ આપવાની તક ઊભી થાય છે.
હોમ વિઝીટમાં રિયલ વસ્તુ જોવા માટે સમુદાયની વાતાવરણીય તેમ જ આર્થિક સામાજિક પરિસ્થિતિ જોઈને તે મુજબ આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
શિક્ષણને પાયા તરીકે કુટુંબનું નિરીક્ષણ કરી શકાય.
કુટુંબના સભ્ય પ્રશ્ન પૂછવાની આઝાદીનો અનુભવ કરે છે.
કુટુંબ સાથે સીધો સંપર્ક થવાથી તેમની મુશ્કેલીઓ જણાવે છે.
આરોગ્ય કાર્યકરને કેર આપવાની તક મળે છે.
બીજી નવી આરોગ્ય સમસ્યાઓ શોધી શકાય છે.
આરોગ્ય કાર્યકરે હોમ વિઝીટ દરમિયાન કુટુંબના બીજા સભ્યોને જે કુટુંબ વર્ષસવ ધરાવે છે તેમની સાથે સંપર્ક કરી શકાય છે.
આરોગ્ય કાર્યકરને કુટુંબની વલણ એકબીજાની સાથેના સંબંધોનું નિરીક્ષણ કરવાની તક મળે છે.
વ્યક્તિની પાયાની ભૌતિક અને લાગણી સફર જરૂરિયાતને સમજી શકાય છે અને તે મુજબ તેની જરૂરિયાત મેળવતા તેમને માર્ગદર્શન આપી શકાય છે.
પોતે મેળવેલ જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ ઘરમાં વ્યક્તિ અને કુટુંબની આરોગ્ય સમસ્યાઓને હલ કરી શકાય છે.
પ્રશ્ન-૫ નીચેનામાંથી કોઈપણ ત્રણ મુદ્દા પર ટૂંકમાં લખો: 12
1. ચિરંજીવી યોજના
ચિરંજવી યોજના એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આરોગ્ય યોજના છે, જે ગરીબ અને બિન અથવા પછાત વર્ગની ગર્ભવતી સ્ત્રીઓને મફતમાં સલામત પ્રસૂતિ સેવા આપે છે.
લક્ષ્ય : ગરીબી રેખાથી નીચે (BPL) જીવન જીવતી મહિલાઓ અને પછાત વર્ગની મહિલાઓમાં માતા મૃત્યુદર અને નવો જન્મ મરણદર ઘટાડવો.
🔹યોજના શરૂ થઇ
પ્રથમ વખત 2005માં પાયલટ પ્રોજેક્ટ તરીકે પાંચ જિલ્લાઓમાં શરૂ થઈ.
સફળતા બાદ 2007થી સમગ્ર ગુજરાતમાં અમલ થયો.
🔹લક્ષ્ય લાભાર્થીઓ
BPL કાર્ડ ધરાવતી ગર્ભવતી મહિલા
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ
વિધવા અથવા એકલ સ્ત્રીઓ
આરોગ્ય કાર્ડ ધરાવતી મહિલાઓ
🔹મુખ્ય હેતુઓ
સલામત પ્રસૂતિ સુનિશ્ચિત કરવી.
માતૃત્વ અને શિશુ મૃત્યુદર ઘટાડવો.
ખાનગી ડોક્ટરો અને હોસ્પિટલો સાથે સહયોગ.
આરોગ્ય સેવાઓનો ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તારો સુધી પહોચ.
પ્રવાહી, દવા, ઓપરેશન, લેબર, નવીજાત શિશુની સેવા – બધું મફતમાં
દર્દી અને સાથીને મફત ભોજન અને વિમાની વ્યવસ્થા
જટિલ પ્રસૂતિ માટે પણ સહાય મળે
🔹ANM / FHW / ASHA વર્કરની ભૂમિકા
ગર્ભવતી મહિલાની ઓળખ કરી પાત્રતાની તપાસ
ચિરંજવી હોસ્પિટલમાં રેફર કરવી
MCH કાર્ડ બનાવી આપવું
સ્ત્રીને સાથે લઈ જવા માટે માર્ગદર્શન
રજિસ્ટર / રેફરલ / ફોલોઅપ કામગીરી
2. ગ્રામ પંચાયત
ગ્રામ પંચાયત એ ગામના શાસનની સૌથી નાની અને મૂળભૂત યૂનિટ છે, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ઓળખાય છે.
ગ્રામ પંચાયત એ ગામના લોકોના કામકાજ, સુવિધાઓ અને વિકાસ માટે કામ કરતી સ્થાનિક સરકાર છે.
🔹ગ્રામ પંચાયતની રચના
ગ્રામ પંચાયતનો વિભાગ ગ્રામસભા હેઠળ આવે છે
દરેક પંચાયત વિસ્તારમાં 1 સરપંચ (મુખિયા) અને ઘણા મેમ્બર (પંચ) હોય છે
સભ્યો જનતાના મતથી ચૂંટાય છે (5 વર્ષની અવધિ માટે)
🔹ગ્રામ પંચાયતના મુખ્ય કાર્યો
1.વિકાસ કાર્યો
રસ્તા, વીજળી, પાણી, ખોદકામ, શૌચાલય જેવી સુવિધાઓનો વિકાસ
ગામ વિકાસ યોજના (Village Development Plan) તૈયાર કરવી
MGNREGA કામોનું આયોજન
2.સાફસફાઈ અને આરોગ્ય
નદી, તળાવ, ડ્રેનેજ, ગટર – સફાઈ સુનિશ્ચિત કરવી.
રોગચાળાની સ્થિતિમાં Village Health Day અને દવા છાંટકાવની વ્યવસ્થા
3. જન્મ અને મરણ નોંધણી
જન્મ, મરણ, લગ્નની નોંધણી
પ્રમાણપત્રો (રહેવાનો દાખલો, આધારપત્ર) આપવા
4. શિક્ષણ અને જાગૃતિ
શાળાઓ અને ICDS કેન્દ્રોની કામગીરી
જાગૃતિ કાર્યક્રમો: મતદાન, આરોગ્ય, પરિવાર કલ્યાણ વગેરે
5.અન્ય કાર્યો
શ્રમકાર્ડ, વયમાન વર્ગ પેન્શન અરજી
સરકારી યોજનાઓ (PMAY, Old Age Pension, Widow Pension) અમલ કરવો
વિકાસ કામગીરી માટે સરકાર સાથે સંકલન કરવું
🔹ગ્રામ પંચાયતના મુખ્ય પદાધિકારીઓ
સરપંચ – પંચાયતના મુખિયા, મતથી ચૂંટાય છે.
ઉપસરપંચ – સરપંચના અભાવમાં જવાબદારી સંભાળે.
ગ્રામ સેવક / તાલુકા વિકાસ અધિકારી સાથે સહકાર
3. વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંક એટલે વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા જૂથ, જે વિકાસશીલ દેશોને વિકાસ માટે નાણાંકીય સહાય, ટેક્નિકલ સહાય અને નીતિ માર્ગદર્શન આપે છે.
વિશ્વ બેન્ક એ યુનાઇટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) ની સ્પેશિયલ એજન્સી છે.
જે યુનાઇટેડ નેશન્સના મેમ્બર દેશોને કે જે ઓછા વિકસિત છે તેને આર્થિક મદદ કરી લોકોનું જીવન ધોરણ ઉંચું લાવવામાં મદદ કરે છે.
બોર્ડ ઓફ ગવર્નર તેના સંચાલક હોય છે.
દેશને આર્થિક રીતે સધ્ધર થવા માટે જુદા જુદા સરકારી પ્રોજેક્ટ જેવા કે ઈલેક્ટ્રીક પાવર, રસ્તાઓ, રેલવે, કૃષિ, પાણી પુરવઠો, શિક્ષણ, કુટુંબ નિયોજન વગેરે પ્રોજેક્ટ ચલાવવા લોન પૂરી પાડે છે.
🔹સ્થાપના અને મુખ્ય મથક
સ્થાપના: 1 જુલાઈ, 1944
કાર્ય શરૂ થયું: 27 જૂન, 1946
મુખ્ય મથક: વોશિંગ્ટન D.C., અમેરિકા
સભ્ય દેશો: 189 થી વધુ (ભારત પણ સભ્ય છે)
🔹વિશ્વ બેંકના ઉદ્દેશો
વિકાસશીલ દેશોમાં ગરીબી ઘટાડવી.
આરોગ્ય, શિક્ષણ અને પાયાની સુવિધાઓ વિકસાવવી.
રોજગાર વધારવો.
જળવાયુ પરિવર્તન સામે લડીને ટકાઉ વિકાસ લાવવો.
આરોગ્ય શિક્ષણ મહિલા કલ્યાણ જેવી યોજનાઓમાં મદદ.
🔹વર્લ્ડ બેંકના મુખ્ય કાર્યો
ગરીબ દેશોને લોન આપે.
ટેક્નિકલ માર્ગદર્શન આપે.
નાણાકીય ભંડોળ ઉપલબ્ધ કરાવે.
પદ્ધતિશીલ રિપોર્ટ્સ અને ડેટા તૈયાર કરે.
આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપે.
4. સ્ટેટ નર્સિંગ કાઉન્સિલના કાર્યો
સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ એ દરેક રાજ્યમાં કાર્યરત નર્સિંગ ક્ષેત્ર માટેની કાયદેસર સંસ્થા છે, જે નર્સિંગ અભ્યાસ, રજિસ્ટ્રેશન અને વ્યવસાયિક આચારસંહિતા માટે જવાબદાર હોય છે.
🔹સ્ટેટ નર્સિંગ કાઉન્સિલના મુખ્ય કાર્ય
1. રજિસ્ટ્રેશન (Registration of Nurses)
રાજ્યના લાયકાત ધરાવતા નર્સો, ANM, GNM, B.Sc. નર્સોનું રજિસ્ટ્રેશન કરે છે.
રજિસ્ટ્રેશન માટે પ્રમાણપત્ર આપે.
રિન્યુઅલ (નવિકરણ)ની પ્રક્રિયા પણ કરે છે.
2. નર્સિંગ શિક્ષણનું નિયમન (Regulation of Nursing Education)
રાજ્યની નર્સિંગ શાળા અને કોલેજોને માન્યતા આપે.
નર્સિંગ કોર્સ (ANM, GNM, B.Sc. Nursing, Post Basic, M.Sc. Nursing) ના ધોરણો નક્કી કરે.
શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે સમયસર નિરીક્ષણ કરે.
3. શિક્ષકોની યોગ્યતા નક્કી કરવી
શિક્ષકો (Tutor, Professor) માટે લાયકાત માપદંડ નક્કી કરે.
ફેકલ્ટીના પ્રમાણપત્ર અને અનુભવ તપાસે.
4.વ્યવસાયિક આચરણ નિયમિત કરવો (Code of Ethics)
નર્સિંગ વ્યવસાય માટે યોગ્ય આચરણની નીતિ ઘડે.
જો કોઈ નર્સ કાયદાકીય ભંગ કરે તો તેને સામે કાર્યવાહી કરી શકે.
5. પ્રશિક્ષણ અને લાઈસેન્સ પરીક્ષા (Training & Licensing Exams)
નર્સિંગ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે લાઇસેન્સિંગ પરીક્ષાનું આયોજન કરે.