ANM – SY – MIDWIFERY PAPER SOLUTION 14/09/2025(UPLOAD)

14/09/2025

પ્રશ્ર-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) એન્ટીનેટલ કેર એટલે શું ?03

વ્યાખ્યા

  • “એન્ટીનેટલ કેર એટલે સગર્ભા સ્ત્રીનું રજીસ્ટ્રેશનથી શરુ કરીને પ્રેગનન્સીના છેલ્લા સમય સુધી કરવામાં આવતી જુદી જુદી સંભાળને એન્ટીનેટલ કેર કહેવામાં આવે છે.”

એન્ટીનેટલ કેરના મુખ્ય બે પ્રકાર છે.

  • (1) ફીઝીકલ કેર
  • (2)મેડીકલ કેર

(૨) એન્ટીનેટલ કેરના હેતુઓ જણાવો.04

એન્ટીનેટલ કેર એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની નિયમિત તપાસ અને દેખરેખ, જેનાથી માતા અને ભ્રુણ બંનેનું આરોગ્ય સારું રહી શકે છે.

એન્ટીનેટલ કેર (ANC) ના મુખ્ય હેતુઓ

1.ગર્ભાવસ્થાની પુષ્ટિ અને અભિગમનું મૂલ્યાંકન કરવું

  • ગર્ભાવસ્થાનું નિયમાનુસાર વિકાસ થઈ રહ્યું છે કે નહીં તે નિશ્ચિત કરવું.

2. માતા અને ભ્રુણના આરોગ્યની જાળવણી કરવી

  • માતાની તંદુરસ્તી અને ભ્રુણના વિકાસ માટે નિયમિત ચકાસણીઓ કરવી.

3. જોખમવાળી ગર્ભાવસ્થાની ઓળખ અને વ્યવસ્થાપન

  • હાઈ રીસ્ક પ્રેગ્નન્સી ઓળખવી, જેમ કે – ઉંચો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા વગેરે.

4. પોસ્ટ નેટલ અને ડિલિવરી માટે તૈયારી કરવી

  • પ્રસૂતિ માટે યોગ્ય સ્થળ, રીત (Normal/ C-section) અને સમય નક્કી કરવો.

5. ટેટનસ ટોક્સોઇડ (TT) અને આયર્ન-ફોલિક એસિડ (IFA) પૂરવઠો

  • તંદુરસ્ત માતૃત્વ માટે જરૂરી રસીકરણ અને દવાઓ આપવી.

6. ઉપચાર અને પોષણ અંગે માર્ગદર્શન આપવું

  • યોગ્ય આહાર, આરામ, કસરત અને જીવનશૈલી અંગે સલાહ આપવી.

7. એન્ટિનેટલ એજ્યુકેશન

  • માતાને સ્તનપાન, શિશુની દેખભાળ, કુટુંબ યોજના અંગે માહિતી આપવી.

8. સામાજિક અને માનસિક ટેકો આપવો

  • ગર્ભવતી સ્ત્રીને આત્મવિશ્વાસ, સમજીગીરી અને ટેકો આપવો.

9. જન્મ પહેલાની બીમારીઓની તપાસ

  • સિફિલીસ, HIV, હેપેટાઇટિસ B જેવી બીમારીઓ માટે સ્ક્રીનિંગ કરવું.

10. અસ્થિર ગર્ભાવસ્થા અને વિલંબિત લક્ષણોની ઓળખ

  • જેમ કે વજન ન વધવું, ગર્ભના હલનચલનમાં ફેરફાર વગેરે.

(૩) એન્ટીનેટલ પીરીયડ દરમિયાન થતા નાની મોટી તકલીફો જણાવો અને તેના ઉપાયો લખો.05

માઇનોર પ્રોબ્લેમ્સ ડ્યુરિંગ પ્રેગ્નેન્સી

  • સગર્ભાવસ્થા દરમિયાન શરીરના અંગો માં અને તેના કાર્યોમાં ઘણાબધા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારોના લીધે ઘણી વખત નાની નાની તકલીફો જોવા મળે છે.

સગર્ભાવસ્થા દરમિયાન શરીરના અંગોમાં નીચે મુજબની અસરો જોવા મળે છે.

1) મોર્નીંગ સિકનેસ

  • શરૂઆતના પહેલા ટ્રાયમેસ્ટર દરમિયાન દરરોજ સવારે ઊબકા અને ઊલટી જેવુ અનુભવાય છે. અથવા ખોરાકની સુગંધથી પણ ઉલ્ટી થાય છે.

સારવાર

  • થોડો થોડો ખોરાક વધુ વખત લેવા સમજણ આપવી.
  • રાત્રે સૂતી વખતે ઓછું ખાવું જોઈએ.
  • સવારે ઉઠી તુરંત જ નાસ્તો કરવો જોઈએ.
  • તીખો તળેલો, તેલવાળો ખોરાક ન ખાવો જોઈએ.

2) હાર્ટ બર્ન

  • ત્રીજા ટ્રાયમીસ્ટર દરમિયાન ગેસ્ટ્રીક જ્યુસ છાતી સુધી આવવાથી પેટમાં બળતરા થતી જોવા મળે છે.

સારવાર

  • થોડો થોડો ખોરાક વધુ વખત લેવા સમજણ આપવી.
  • રાત્રે સૂતી વખતે ઓછું ખાવું જોઈએ.
  • દૂધ અને ગરમ પાણી પીવા માટે કહેવું.
  • સૂતી વખતે માથું ગરદન અને છાતીનો ભાગ થોડા ઊંચા રહે તે જોવું.

3) કોન્સ્ટીપેશન

  • આ કસરતના અભાવે જોવા મળતી તકલીફ છે.

સારવાર

  • વધુ પ્રવાહી લેવાની સમજણ આપવી જોઈએ.
  • રેસાવાળા ખોરાક જેમાં તમામ પ્રકારની ભાજી લેવાની સમજણ આપવી જોઈએ.
  • હળવી કસરત કરવાની સમજણ તેમજ યોગાની સલાહ આપવી જોઈએ.

4) વેરિકો વેઇન

  • સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે અને પેલવિક વેઇન પર પ્રેસર આવવાથી થાય છે.

સારવાર

  • લાંબો સમય ઊભા ના રહેવા સમજણ આપવી.
  • પગ ઊંચા રહે તે રીતે આરામ કરવાની સલાહ આપવી.
  • સૂતી વખતે વારંવાર પોજિસન બદલવા માટેની સમજણ આપવી.

5) હેમરોઈડ : હરસ

  • સગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત જોવા મળે છે. અને આના લીધે વધુ પ્રેસર આવવાથી હરસ થઈ શકે છે.

સારવાર

  • કબજીયાત ન થાય તેની તમામ સારવાર લેવી.

6) બેક એક : કમરમાં દુખાવો

  • સગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવાથી બેક એક થાય તે સામાન્ય છે. યુટરસ મોટું થવાથી સ્પાઇનલ કર્વમા ફેરફાર થાય છે. તેના પરિણામે સગર્ભા સ્ત્રીને કમરનો દુઃખાવો શરુ થાય છે.

સારવાર

  • પૂરતો આરામ કરવો.
  • કેલ્શિયમ યુક્ત આહાર લેવો.
  • હળવી કસરત કરવી.

7) ફેઈંટિંગ : ચક્કર આવવા

  • સગર્ભાવસ્થા દરમિયાન સ્થિતીમાં ફેરફાર થવાથી આ સામાન્ય છે.

સારવાર

  • પૂરતો આરામ કરવો.
  • સીધા સૂતી વખતે ચક્કર આવે તો પડખું ફરી ને સુવા જણાવવું

અથવા

(૧) ફીમેલ રીપ્રોડકટીવ સીસ્ટમની યાદી બનાવો.03

સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ)

  • ફિમેલના શરીરના અંદર કુદરતે મનુષ્યની વંશ વૃદ્ધિ કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે. આ અવયવો સ્ત્રી પ્રજનનતંત્રના અવયવો તરીકે ઓળખવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે.

૧) બાહ્ય પ્રજનન અવયવો

  • મોન્સ પ્યુબીસ
  • લેબિયા મેજોરા
  • લેબીયા માઈનોરા
  • ક્લિટોરિસ
  • વજાયનલ ઓપનિંગ

૨) આંતરિક પ્રજનન અવયવો

  • યુટરસ
  • ફેલોપિયન ટ્યુબ
  • ઓવરી
  • વજાયના
  • સર્વિક્સ

(૨) ફીમેલ રીપ્રોડકટીવ સીસ્ટમનાં કાર્યો જણાવો.04

ફીમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમનાં કાર્યો

  • સ્ત્રી પ્રજનન તંત્ર શરીરમાં ગર્ભધારણ અને પ્રસૂતિ માટે મહત્વપૂર્ણ કાર્ય કરે છે.

અંડાણુ (ઓવમ) બનાવવું

  • ઓવરીમાં અંડાણુ બનાવવામાં આવે છે.
  • દર મહિને એક અંડાણુ બહાર પડે છે (ઓવ્યુલેશન).

હોર્મોન ઉત્પન્ન કરવું

  • ઓવરી દ્વારા મુખ્યત્વે બે હોર્મોન બને છે:
    • એસ્ટ્રોજેન
    • પ્રોજેસ્ટેરોન
  • આ હોર્મોન માસિક ચક્ર અને ગર્ભધારણ નિયંત્રિત કરે છે.

ફર્ટિલાઈઝેશન માટે વ્યવસ્થા

  • ફેલોપિયન ટ્યુબમાં પુરૂષના શુક્રાણુ અને સ્ત્રીના અંડાણુનું મિલન થાય છે.

ગર્ભ ધારણ અને વિકાસ

  • ગર્ભાશયમાં ફર્ટિલાઇઝ અંડાણુ ચોંટે છે (ઈમ્પ્લાન્ટેશન).
  • અહીં ભ્રૂણ (ફીટસ) નો વિકાસ થાય છે.

માસિક ચક્ર

  • જો ગર્ભ ન થાય તો ગર્ભાશયની અંદરનું પડ (એન્ડોમેટ્રિયમ) ઉતરી જાય છે, જેને માસિક કહે છે.

પ્રસવ

  • ગર્ભાશય સંકોચન દ્વારા બાળકનો જન્મ થાય છે.

સ્તનપાન

  • પ્રસવ પછી સ્તનગ્રંથિઓ દૂધ ઉત્પન્ન કરે છે.

(૩) યુટ્રસની નામનિર્દેશનવાળી આકૃતી દોરી તેના વિશે સમજાવો.05

યુટ્રસની નામનિર્દેશનવાળી આકૃતી

યુટરસ

  • યુટરસ એ ઝમરૂખ આકારનું બનેલું અવયવ છે, જે પેલ્વીક કેવિટીના પોલાણમાં આવેલ અવયવ છે.
  • લંબાઈ ૭.૫ સેમી
  • પહોળાઈ ૫ સેમી
  • જાડાઈ ૨.૫ સેમી
  • વજન-60 ગ્રામ

પ્રેગનન્સી દરમ્યાન યુટરસની સાઈઝમાં વધારો થાય છે. જે નીચે મુજબ થાય છે.

  • લંબાઈ ૩૫ સેમી
  • પહોળાઈ ૨૦ થી ૨૫ સે.મી વધે છે.
  • ડીલેવરી બાદ યુટરસ ધીમે ધીમે તેની નોર્મલ સાઈઝમાં આવી જાય છે.પણ તે નોર્મલ કરતા સહેજ મોટું જણાય છે. મેનોપોઝ પછી યુટરસ ધીમે ધીમે નાનું થતું જાય છે.

યુટરસના ભાગો

  • ફંડસ
  • બોડી
  • સર્વિસ

ફંડસ

  • બે ફેલોપીયન ટ્યુબ યા યુટ્રસને મળે છે તે ઉપરના બહિર્ગોળ ભાગને ફંડસ કહે છે.

બોડી

  • ફંડસની નીચે પોલાણવાણા ભાગને યુટરાઈન કેવીટી કહે છે. ફંડસનું યુટરાઈન કેવિટી સાથે જોડાણ થાય છે. તે ભાગની બન્ને બાજુ ફેલોપીયન ટ્યુબ આવેલી હોય છે. યુટરાઈન કેવીટીમાં ફેલોપીયન ટ્યુબનું જોડાણ થાય છે તે ભાગને કોર્પસ કહે છે.

સર્વિકસ

  • યુટરસની નીચેનો સાંકડો ભાગ તેને સર્વિકસ અથવા નેક ઓફ ધ યુટરસ કહે છે. સર્વિકસની અંદર નળી જેવા ભાગને સર્વાઈકલ કેનાલ કહે છે. સર્વાઈકલ કેનાલનો અંદરનો પાર્ટ યુટેરાઈન કેવીટીમાં ખુલે છે તેને ઈન્ટરનલ ઓસ કહે છે. અને નીચેના ભાગના ઓપનીંગને એક્સટર્નલ ઓસ કહે છે. સર્વાઈકલ કેનાલ ની લંબાઈ ૧ ઈચ અથવા ૨.૫ સે.મી છે.

નોર્મલ પોઝીસન ઓફ યુટરસ

  • યુટરસની નોર્મલ પોઝીસન એન્ટી વર્ટેડ અને એન્ટી ફ્લેક્સ છે. તે બ્લેડર અને રેક્ટમની વચ્ચે આવેલું હોય છે. જેના લીધે બ્લેડર ફુલ થાય ત્યારે બ્લેડર પાછળની બાજુએ ધકેલાય છે.
  • કારણ કે તે લીગામેન્ટ દ્વારા લટકેલું હોય છે. પ્રેગનન્સી દરમ્યાન યુટરસ ઉપરની તરફ ધકેલાય છે. આગળની તરફ પેલ્વીક કેવિટીમાં એન્ટી વર્ટેડ નમેલું હોય છે.

યુટરસના લેયર

(૧) પેરીમેટ્રીયમ

(૨) માયોમેટ્રીયમ

(૩) એન્ડોમેટ્રીયમ

૧) પેરીમેટ્રીયમ

  • યુટરસનું સૌથી ઉપરનું સીરસકોટ કે જે પેરીટોનીયમનું બનેલું છે.
  • આગળના ભાગમાં ફંડસ તથા બોડી સુધી પસાર થઈ ઈન્ટરનલ ઓસ આગળથી યુરીનરી બ્લેડર ઉપરથી જાય છે.
  • પાછળના ભાગમાં પેરીનિયમ ફંડસથી પસાર થઈ બોડી તથા વજાયનલ વોલ આગળ થઈ રેક્ટમના ભાગ ઉપર જાય છે.

૨) માયોમેટ્રીયમ

  • જે વચ્ચેનું લેયર છે. મસલ્સનું બનેલું છે.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) પ્રેગનેન્સીનાં ચિન્હો અને લક્ષણો વિશે જણાવો.08

પ્રેગ્નન્સીના ચિહ્નો અને લક્ષણો

  • જ્યારે હેલ્ધી સ્ત્રીમાં રેગ્યુલર મેન્સ્ટ્રુએશનની ક્રિયા થતી હોય અને એમેનોરીયા થાય તો પ્રેગનન્સી હોય તેમ નક્કી કરી શકાય છે. જે ૯૮% સ્ત્રીઓમાં કન્ટીન્યુઅસ જોવા મળે છે. પરતું ઘણી વખત પ્રેગનન્સીને લગતા અમુંક ચિન્હો અને લક્ષણો જે દરેક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રેગનન્સી છે તેનું નિદાન કરવામાં સરળતા રહે તે માટે તેના ત્રણ ભાગ પાડવામાં આવે છે.
  • (1) પ્રીઝમ્પ્ટીવ સાઈન
  • (2) પ્રોબેબલ સાઈન
  • (3) પોઝીટીવ સાઈન

(1) પ્રીઝમ્પ્ટીવ સાઈન

  • એમેનોરીયા
  • બ્રેસ્ટ ચેન્જીસ
  • મોર્નિગ સીકનેસ
  • બ્લેડર ઈરીટેબીલીટી
  • સ્કીન ચેન્જીસ
  • ક્વીકનીંગ.

એમેનોરીયા :

  • એમેનોરીયા એટલે કે મેન્સટુએશન સાયકલનું બંધ થવું. પરતું આવી કંડીશન એન્વાયર મેન્ટલ ચેન્જીસ, ઈમોશનલ ડીસ્ટર્બસ, સીરીયસ બીમારી વગેરે કારણે પણ જોવા મળે છે. આ માટે છેલ્લા મેન્સ્ટ્રુએશન પીરીયડની તારીખ હમેશા યાદ રાખવી. જો બીજા મહીને આ તારીખો પસાર થઈ જાય અને મેન્સ્ટ્રુએશન ન આવે તો એમેનોરીયા છે તેમ કહી શકાય.

બ્રેસ્ટ ચેન્જીસ :

  • પ્રેગનન્સી દરમ્યાન બ્રેસ્ટનું એનલાર્જમેન્ટ અને ટેન્ડરનેસ જોવા મળે છે પરતું ઘણી વખત પ્રેગનન્સીના બદલે ઓવેરીયન સીસ્ટ કે ફાઈબ્રોઈડ યુટરસ હોય તો પણ બ્રેસ્ટમાં ચેન્જીસ જોવા મળે છે. જેમાં ટીંગલીગ, ટેન્સનેસ,સ્તનમાં ભારેપણ નોડયુલ્સ, બ્રેસ્ટ એનલાર્જમેન્ટ, નીપલ એનલાર્જમેન્ટ, બ્રેસ્ટનો કલર ચેન્જ થવો જેમાં નીપલનું ડાર્ક થવું અને પ્રાઈમરી અને સેકન્ડરી એરીઓલર ચેન્જીસ જોવા મળે છે. મોન્ટોગમેરી ટ્યુબકલ જોવા મળે તથા નીપલ માંથી કોલોસ્ટ્રોમ બહાર આવે વગેરે ચેન્જીસ જોવા મળે છે.

મોર્નિંગ સીકનેસ :

  • ૫૦% સ્ત્રીઓ પ્રેગનન્સી દરમ્યાન ૪ થી ૧૪ વીક સુધીમાં વહેલી સવારમાં બીમાર હોય તેવું લાગ્યા કરે છે. જેમાં કાઈ પણ ગમે નહી, ઉબકા સાથે ઉલટી થાય. ગીડીનેસ લાગે વગેરે ફીલીંગ્સ થયા કરે પણ તે ઘણા બીજા કારણોને લીધે પણ જોવા મળે છે. જેમ કે બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી પાચન તંત્રમાં ગરબડ થઈ જેમ કે ગેસ્ટ્રાઈટીસ કોન્સ્ટીપેશન વગેરે કારણો ને લીધે પણ નોશીયા અને વોમીટીંગ જોવા મળે છે પરતું જો એમેનોરીયા અને મોર્નિંગ સીકનેસ સાથે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ કહી શકાય.

બ્લેડર ઈરીટેબીલીટી :

  • સામાન્ય રીતે યુટ્રસનું પ્રેસર બ્લેડર પર આવતા પ્રેગનન્સીનો શરૂઆતનાં વીક દરમ્યાન વાંરવાર યુરીન પાસ કરવા માટેનું સેન્સેશન થાય છે. જે બ્લેડર પર આવતા પ્રેશરને લીધે બ્લેડર ઈરીટેબીલીટી જોવા મળે છે પરતું આવી કંડીશન યુરીનરી ટ્રેકમાં ઈન્ફેકશન હોય કે અન્ય કોઈ યુરીનરી સીસ્ટીમના ડીસીઝ હોય તો પણ જોવા મળે છે.

સ્કીન ચેન્જીસ :

  • જેમાં શરીરમાં હોર્મોનલ ચેન્જીસના કારણે સ્કીન પર પીગમેન્ટેશન, સ્ટ્રાયા ગ્રેવિડા, લીનીયા નીગ્રા વગેરે કંડીશન જોવા મળે છે. પરતું ઘણીવાર સ્કીન ઈન્ફેક્શન નાં લીધે પણ આવી કંડીશન જોવા મળે છે.

ક્વીકનીંગ :

  • પ્રેગનન્સીનાં ૧૬ થી ૨૦ વીક દરમયાન ફીટસની ગર્ભાશયમાં પ્રથમ મુવમેન્ટ થાય છે જે મધરને ફીલ થાય છે જેને ક્વીકનીંગ કહેવાય છે.
  • ૧૦ વીક પછીથી ફીટસના લીમ્બસનું ડેવલોપમેન્ટ થતા તે ગર્ભાશયમાં હલન ચલન કરે છે આ ગર્ભાશયમાં એમ્નીઓટીક બ્લ્યુઈડ હોવાથી તે સહેલાઈથી મુવમેનટ કરી શકે છે પરતું ઘણી વખત વંધત્વનાં લીધે લોકોના ફીટકારથી બચવા સ્ત્રી ડૉકટરને આ પ્રકારની ખોટી હીસ્ટ્રી આપે છે તેથી જો સ્ત્રી ક્વીકનીંગ ને હીસ્ટ્રી આપે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય નહી પરતું ક્વીકનીંગ ની સાથે સાથે યુટ્રસનો ગ્રોથ, ફીટલ પાર્ટસ ફીલ થવા વગેરે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય.

(2) પ્રોબેબલ સાઈન

  • હેગાર્સ સાઈન
  • ચેન્જ ઓફ ધ યુટ્રસ
  • જેકવીમેયર્સ સાઈન
  • ઓસીએન્ડર્સ સાઈન
  • સોફટનીંગ ઓફ ધ સર્વિક્સ
  • યુટ્રાઈન સફલ
  • એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ
  • ઈન્ટરનલ બેલોટમેન્ટ

હેગાર્સ સાઈન :

  • આ એકઝામીનેશન ૬ થી ૧૨ વીક દરમ્યાન કરવામાં આવે છે. જે પ્રેગનન્સી છે કે નહી? અને કેટલા મહીના છે તે નક્કી કરવા માટે કરાય છે, જેમાં સ્ત્રીને બ્લેડર ખાલી કરાવી લીથોટોમી, પોઝીશન આપી અને પરવજાયનલ એકઝામીનેશન કરવી જેમાં જમણા હાથની બે આંગળી (ગ્લાઉઝ પહેરીને) વજાયના માં દાખલ કરવી તથા બીજા હાથની હથેળી એબ્ડોમીન પર મુકી એકઝામીનેશન કરવામાં આવે છે. જો પ્રેગનન્સી હોય તો યુટ્રસ સોફ્ટ થઈ ગયેલ લાગે છે. તથા અંદરની બન્ને આંગળી વજાયના માં દાખલ કરવી તથા એકઝામ કરવામાં આવે છે. અંદરની બન્ને ફીંગર્સ એબ્ડોમીન પરથી ફીલ થાય છે.

ચેન્જ ઓફ ધ યુટ્રસ :

  • પ્રેગનન્સી નાં ૮ વીક થતાં યુટ્સ સોફ્ટ બને છે તથા તેનો આકાર ગ્લોબ્યુલર બને છે તેની સાઈઝમાં પણ વધારો થાય છે.

જેક્વીમીયર્સ સાઈન :

  • આ સાઈન માં વજાયનલ મ્યુકસ મેમ્બરન વાયોલેટ બ્લ્યુ કલરની જોવા મળે છે જેમાં પ્રેગનન્સી દરમ્યાન વાસ્ક્યુલરીટી વધવાથી ( બ્લડ સપ્લાય) જોવા મળે છે. અને જે પ્રેગનન્સીનાં ૮ વીક બાદ જોવા મળે છે.

ઓસીએન્ડર્સ સાઈન :

  • આ સાઈનમાં પ્રેગનન્સીના ૮ વીક દરમ્યાન લેટરલ ફોરનાઈસીસમાં પલ્સેશન જોવા મળે છે. જે પેલ્વીક કન્જેશનનાં લીધે જોવા મળે છે.

સોફટનીંગ ઓફ ધ સર્વિકસ :

  • પર વજાયનલ એકઝામીનેશન કરતા પ્રેગનન્સી દરમ્યાન સર્વિક્સ સોફ્ટ ફીલ થાય છે જે હોઠ જેવું સોફ્ટ ફીલ થાય છે. અને જો પ્રેગનન્સી ના હોય તો સર્વિક્સ નાકની ટીપ જેવું સખત લાગે છે.

યુટ્રાઈન સફલ :

  • પ્રેગનન્સી દરમ્યાન યુટ્રાઈન આર્ટરીનો બ્લડ ફ્લો વધે છે જેનો અવાજ એબ્ડોમન પરથી ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકાય છે.

એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ :

  • પ્રેગનન્સીમાં એનલાર્જમેન્ટ પધ્ધતીસર હોય છે. બાકી અન્ય કોઈ કંડીશનમાં યુટ્રસ એનલાર્જ પધ્ધતીસર થતું નથી પરતું ઘણીવાર ટ્યુમર
  • એસાઈટીસ વગેરે ને કારણે એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ જોવા મળે છે.

ઈન્ટરનલ બેલોટમેન્ટ :

  • પરવજાયનલ એકઝામીનેશનમાં પ્રેગનન્સી દરમ્યાન એબ્ડોમનનાં ઉપરનાં ભાગે હાથેળી રાખીને યુટ્રસનાં ફંડસને પકડીને યુટ્રસને હલાવવામાં આવે તો તે હલે છે આ ક્રિયાને બેલોટમેન્ટ કહે છે.

(3) પોઝીટીવ સાઈન

  • ફીટલ મુવમેન્ટ
  • ફીટલ પાર્ટ્સ
  • ફીટલ હાર્ટ સાઉન્ડ
  • રેડીયોલોજી અને સોનોગ્રાફી
  • બાયોલોજીકલ ટેસ્ટ./પ્રેગનન્સી ટેસ્ટ

ફીટલ મુવમેન્ટ :

  • યુટ્રસમાં ફીટસની વૃધ્ધિ થાય ત્યારે તેનું હલન ચલન થાય છે જે માતા અનુભવી શકે છે. આ મુવમેન્ટ માતા તેની પ્રેગનન્સીનાં ૨૦ વીક થી અનુભવી શકે છે. જેને ક્વીકનીંગ સાઈન કહે છે.

ફીટલ પાર્ટસ :

  • પ્રેગનન્સીના ૨૦થી ૨૪ વીક દરમ્યાન ફીટસ નાં પાર્ટસ ડેવલોપ થઈ ગયા હોવાથી અબ્ડોમીનલ એકઝામીનેશન કરતા તે ફીલ કરી શકાય છે જેથી તે પોઝીટીવ સાઈન છે.

ફીટલ હાર્ટ સાઉન્ડ :

  • પ્રેગનન્સી દરમ્યાન ફીટલ હાર્ટ સાઉન્ડ એબ્ડોમન પર ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્વારા ૨૦ થી ૨૪ વીકે સાંભળી શકાય છે. જે ૨૮ વીક બાદ કલીયરલી સાંભળી શકાય છે જે ૧૨૦ થી ૧૪૦/મીનીટ હોય છે.

સોનોગ્રાફી :

  • જ્યારે સ્ત્રીની ૬ વીકની એમેનોરીયાની હીસ્ટ્રી હોય અને તેની પ્રેગનન્સી દરમ્યાન તેની સોનોગ્રાફી કરવામાં આવે તો ફીટસને જોઈ શકાય છે તથા તેના ફીટલ હાર્ટ સાઉન્ડ પણ સાંભળી શકાય છે.

યુરીન પ્રેગનેન્સી ટેસ્ટ :

  • આ ટેસ્ટ પ્રેગનન્સી કન્ફર્મ કરવા માટે રીલાયેબલ છે તેમાં જો પ્રેગનન્ટ સ્ત્રીના યુરીન માં ગોનાડોટ્રોફીક હોર્મોન હોય તો પ્રેગનન્સી પોઝીટીવ છે કે નહી તે જાણી શકાય છે જો પ્રેગનન્સી પોઝીટીવ હોય તો યુરિન પ્રેગ્નેસી કિટ મા યુરિન ના બે ડ્રોપ્સ નાખવાથી તેમાં બે ઘાટી લાઈન જોવા મળે છે અને નેગેટીવ હોય તો એક જ લાઈન જોવા મળે છે.

(૨) ઈન્જેકશન Mgso4 વિશે લખો.04

મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO4)

  • મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO₄) એક ખનિજ દવા છે, જે ખાસ કરીને આકરા ઝટકા (seizures) અટકાવવા અને ગર્ભાવસ્થામાં થતી ગંભીર સ્થિતિઓમાં ઉપયોગમાં લેવાય છે.

મુખ્ય ઉપયોગ

  1. પ્રિ-એક્લેમ્પ્સિયા અને એક્લેમ્પ્સિયા
    • ગર્ભાવસ્થા દરમિયાન ઊંચા બ્લડ પ્રેશર સાથે આવતા ઝટકા અટકાવવા/નિયંત્રિત કરવા.
  2. ઝટકા (સીજર)
    • ખાસ કરીને ગર્ભાવસ્થાના ઝટકામાં.
  3. પ્રિમેચ્યોર લેબર (અગાઉ સમય પહેલાં પ્રસવ)
    • કેટલાક કિસ્સામાં ગર્ભાશયના સંકોચન ઘટાડવા.
  4. મેગ્નેશિયમની ગંભીર કમી

કેવી રીતે આપવામાં આવે?

  • સામાન્ય રીતે IV (નસમાં) અથવા IM (માસપેશીમાં) આપવામાં આવે છે.
  • માત્રા દર્દીની સ્થિતિ મુજબ ડોક્ટર નક્કી કરે છે.
  • હંમેશા હોસ્પિટલમાં અને તબીબી દેખરેખ હેઠળ આપવું.

ડોઝ

  • એક્લેમ્પ્સિયામાં સામાન્ય રીતે લોડીંગ ડોઝ : 4 ગ્રામ IV + 5 ગ્રામ IM (બંને બાજુ).
  • ત્યારબાદ મેન્ટેનન્સ ડોઝ : 5 ગ્રામ IM દર 4 કલાકે (ડોક્ટર મુજબ ફેરફાર શક્ય).
  • ડોઝ હંમેશા તબીબી માર્ગદર્શન મુજબ જ આપવો.

આડઅસર

  • ઉલ્ટી કે ચક્કર
  • શરીરમાં ગરમી લાગવી
  • શ્વાસ ધીમો થવો
  • બ્લડ પ્રેશર ઓછું થવું
  • રિફ્લેક્સ ઓછા થવું
  • જો વધુ માત્રા થઈ જાય તો શ્વાસ બંધ થવાનો ખતરો રહે છે.

ઝેરના લક્ષણો

  • ઘૂંટણનો રિફ્લેક્સ ન મળવો
  • શ્વાસ ઓછો પડવો
  • મૂત્ર ઓછું થવું

સારવાર તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ એન્ટીડોટ તરીકે આપવામાં આવે છે.

સાવચેતીઓ

  • કિડનીની સમસ્યા હોય તો ખાસ ધ્યાન.
  • ડોઝ આપતી વખતે શ્વાસ દર, બ્લડ પ્રેશર અને રિફ્લેક્સ ચેક કરવાં જરૂરી.

અથવા

(૧) PPH વિશે વિસ્તારથી લખો.08

પોસ્ટ પાર્ટમ હેમરેજ

વ્યાખ્યા

  • બાળકના જન્મ થાય ત્યારથી ૬ વિક સુધી જનાયટલ ટ્રેક દ્વારા ૫૦૦ ml કરતા વધારે પડતું બ્લીડીંગ થાય તેવી સ્થિતિને પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે.

ટાઈપ્સ ઓફ P.P.H

  • ૧) પ્રાયમરી P.P.H
  • ૨) સેકન્ડરી P.P.H.

૧) પ્રાયમરી પી.પી .એચ.

  • ડીલેવરી પછી ૨૪ કલાક ની અંદર બ્લીડીંગ થાય તો તેને પ્રાયમરી પી.પી.એચ. કહે છે.

૨) સેકન્ડરી પી.પી. એચ.

  • ડીલેવારી ના ૨૪ કલાક બાદથી ૬ અઠવાડિયાથી વધારે સમય બ્લીડીંગ થાય તેને સેકન્ડરી પી. પી. એચ. કહે છે.

કારણો

  • 1) એટોનીક યુટ્રસ : પ્લેસેન્ટા છૂટી પડી હોય તે જગ્યા એ માયોમેટ્રીયમ સંકોચન કરી શકતા નથી અને તેના લીધે લીવીંગ લીગેચરની એક્શન બંધ થઇ જાય છે જેના લીધે બ્લીડીંગ થાય છે.
  • 2) પુરી પ્લેસેન્ટાનો કોઇ ભાગ યુટ્રેસમાં રહી જવાથી.
  • 3) પ્રોલોંગ લેબર ( લાંબા સમય સુધી લેબર પેઇન ચાલુ રહે )
  • 4) લેબરના ત્રીજા સ્ટેજમાં ધ્યાન ન આપવાથી .
  • 5) બર્થ કેનાલમાં ઈજા થવાથી.
  • 6) પ્લેસેન્ટા પ્રીવિયા
  • 7) ઝડપથી ડીલેવરી કરાવેલ હોય તો.
  • 8) એ.પી. અચ. થયેલ હોય તો.
  • 9) ડીલેવરીમાં યુટ્રેસ પર વધારે દબાણ આપવાથી
  • 10) એનીમિયા હોય તો
  • 11) ફાઇબ્રોઈડ યુટ્રેસ હોય તો
  • 12) ગ્રાન્ડ મલ્ટીપારા હોય તો

ચિન્હો અને લક્ષણો

  • વજાયનામાંથી વધુ પડતું બ્લીડીંગ થાય.
  • પલ્સ રેટ વધી જાય
  • બ્લડ પ્રેસર લો થઇ જાય
  • માતા બેભાન અવસ્થામાં જાય
  • ડીલેવરી પછી યુટ્રેસ વધારે પડતું મોટું લાગે છે.

પ્રિવેન્સન ઓફ પી.પી.એચ

૧) એન્ટીનેટલ પિરિયડ દરમ્યાન

  • હિમોગ્લોબીન લેવલ વધારવું.
  • ટવીન્સ, પોલીહાઇડ્રોમ્નીયસ વગેરે જેવી કન્ડીસન નું વેહલાસર નિદાન કરવું
  • જોખમી માતાને અલગથી સમજણ આપવી.
  • ઇન્સ્ટિટ્યૂશનલ ડીલેવરી માટે સમજણ આપવી‌.

૨) ઇન્ટ્રા નેટલ પિરિયડ દરમ્યાન

  • જરૂર પડે તેટલી જ દવાનો ઉપયોગ કરવો.
  • ખોટી ઉતાવળ કરવી નહિ.
  • પાર્ટોગ્રાફ બરાબર મેઇન્ટેન કરવો.
  • યુટ્રેસને ધક્કો મારવો નહિ.
  • કોર્ડ ખેંચવી નહિ પણ નિયમ અનુસાર સી.સી.ટી. કરવું.
  • થર્ડ સ્ટેજનું બરાબર મેનેજમેન્ટ કરવું વાયટલ સાઇન બરાબર જોવા.

સારવાર :

એ.એન. એમ નો રોલ

  • માતા તથા રીલેટીવને માનસિક સપોર્ટ આપવો.
  • ટીમ વર્ક કરવું જેમાં આશા, દાયણ, આંગણવાડી વર્કર બધાની મદદ લેવી.
  • વાયટલ સાઈન લેવા.
  • ઇન્ટ્રા વિનસ ફ્લુઈડ ચાલુ કરવું.
  • ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનિટ આપવું.
  • ટેબલેટ મીસોપ્રોસ્ટોલ ૬૦૦ મીલીગ્રામ આપવી.
  • સારવારનો બરાબર રેકોર્ડ કરવો.
  • હળવેકથી ફંડલ મસાજ કરવું.
  • ફોલીસ કેથેટર કરવું.
  • માતાને સમયસર રીફર કરવી.
  • બ્લડ ડોનરની યુવાવસ્થા કરવી.
  • હેડ- લૉ પોઝિશન આપવી.
  • રેફરલ સેન્ટરમાં અગાઉથી જાણ કરવી.

(૨) ઈન્જેકશન ઓક્સિટોસીન વિશે લખો. 04

ઇન્જેકશન ઓક્સીટોસિન

  • ઓક્સિટોસિન એક હોર્મોન છે, જે શરીરમાં કુદરતી રીતે બને છે. તે ખાસ કરીને ગર્ભાશયના સંકોચન માટે અને સ્તનપાન દરમ્યાન દૂધ બહાર આવવા માટે જવાબદાર છે. દવાઈ રૂપે તેને ઇન્જેકશન તરીકે આપવામાં આવે છે.
  • ડોઝ : 10 યુનિટ એર્કોડિંગ ટુ નીડ
  • રૂટ : IV / IM

એક્શન અને ઇન્ડીકેશન

  • યુટરોટોનીક એક્શન લેબર પઇનમાં વધારો કરે છે.
  • અર્બોશનના મેનેજમેન્ટ
  • પોસ્ટપાર્ટમ હેમરેઝ માં
  • યુટ્સમાં ધીમા ધીમા મસલ્સ માં કોન્ટ્રાક્શન આવે તેને રેગ્યુલેટ કરવા

કોન્ટ્રાઇન્ડીકેશન

  • એબનોર્મલ પ્રેઝન્ટેશન હોય ત્યારે
  • પ્લેસેન્ટા પ્રીવીયા હોય ત્યારે
  • અગાઉ સીઝેરીયન કરેલ હોય ત્યારે
  • હાયપરટેન્શન
  • હાર્ટ ડીસીઝ

સાઇડ ઇફેક્ટ

  • કોઇ ખાસ જોવા મળતી નથી

સાવચેતીઓ

  • ડોક્ટરની સલાહ વગર ક્યારેય ઉપયોગ ન કરવો.
  • ગર્ભાશય ફાટવાનો જોખમ હોય તો ન આપવું.
  • હૃદય અથવા બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ખાસ ધ્યાન રાખવું.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) (6×2=12)

(૧) પ્લેસન્ટાની એબનોર્માલીટી જણાવો.

એબનોર્માલીટી ઓફ પ્લેસન્ટા

  • પ્લેસન્ટામાં નીચે પ્રમાણેની એબનોર્માલીટી જોવા મળે છે.

પ્લેસન્ટા સચેનચ્યુરાટા

  • આ પ્રકારની પ્લેસન્ટા ખુબજ મોટી અને અનિયમિત આકારની હોય છે આમાં મુખ્ય પ્લેસન્ટા સાથે અલગ અલગ લોબ હોય છે મુખ્ય પ્લેસન્ટા અને લોબનો કલર એક જ હોય છે, મુખ્ય પ્લેસન્ટામાંથી આ લોબને બ્લડ સપ્લાય થાય છે. કોરીયોનીક વિલાઈ ઓવમ પરથી છુટી પડી જાય છે ત્યારે આ રીતની એબનોર્મલ પ્લેસન્ટા તૈયાર થાય છે. અમુક સમય પર કોરીયોન સુકાઈ જતા હોય છે પરતું અમુક સ્ત્રીઓમાં ફીટલ લાઈફ દરમ્યાન કોરીયોનની હાઇપરટ્રોફી થાય છે તેમજ તે અલગ અલગ થઈ પ્લેસન્ટાનો સેપરેટ લોબ બનાવે છે. ડીલેવરીના થર્ડ સ્ટેજમાં એટલે કે પ્લેસન્ટા યુટ્રસમાં થી બહાર નીકળે ત્યારે પ્લેસન્ટાનો સેપરેટ લોબ યુટ્રસમાં રહી જાય છે તેમાંથી P.P.H. થવાની શક્યતા રહે છે. અને તેનું નિદાન જ્યારે પ્લેસન્ટા આઉટ થાય છે ત્યારે તેની મેમ્બ્રેન માં બ્લડ વેસલ્સ સાથે અલગ લોબ જોવા મળે છે ત્યારે થઈ શકે છે.

પ્લેસન્ટા બાયપરટાઇટ

  • આ પ્રકારની પ્લેસન્ટામાં બે કે ત્રણ લોબ લગભગ કમ્પ્લીટ જોવા મળે છે. દરેક લોબ વેસલ્સ, અમ્બીલીકલ કોર્ડ પાસે ભેગા થાય છે તેમાં પણ કોમ્પલીકેશન રૂપે P.P.H તથા રીટેઈન્ડ પ્લેસન્ટા થવાની શક્યતા રહે છે.

પ્લેસન્ટા બેટલડોર

  • નોર્મલ પ્લેસન્ટામાં અમ્બીલીકલ કોર્ડ સેન્ટ્રલમાં પ્લેસન્ટા સાથે જોડાય છે પરતું આમા અમ્બીલીકલ કોર્ડ પ્લેસન્ટાની કિનારી સાથે જોડાય છે તેથી બેબી આઉટ કરતા સમયે અમ્બીલીકલ કોર્ડ ખેચાય છે અને બ્લીડીંગ થવાની શક્યતા છે પ્લેસન્ટા આઉટ થાય ત્યારે આ ટાઈપની પ્લેસનટા હોય તો મેમ્બ્રેન અંદર રહી જવાની શક્યતા રહે છે.

પ્લેસન્ટા વેલમેનટોસ

  • પ્લેસન્ટા વેલમેનટોસમાં અમ્બીલીકલ કોર્ડ પ્લેસન્ટાની મેમ્બ્રેન સાથે જોડાયેલ હોય છે જેથી
  • બેબી આઉટ થતી વખતે કોર્ડ સાથે પ્લેસન્ટા મેમ્બ્રેન બહાર આવી જાય છે. તેમજ પ્લેસન્ટા રીટેઈન્ડ થવાની શક્યતા રહે છે.

પ્લેસન્ટા સર્કમવેલેટ

  • આ ટાઈપની પ્લેસન્ટા નો દેખાવ નોર્મલ જેવો હોય છે પરતું પ્લેસન્ટાની ફીટલ સરફેસમાં એમ્બ્રીયોને અને કોરીયોન ના ડબલ લેયર જોવા મળે છે જેથી ફીટલ સરફેસ જોઈ શકાતી નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણેની પ્લેસન્ટલ એબનોર્માલીટી સિવાય પણ અમુક પ્લેસન્ટલ એબનોર્માલીટીસ પણ જોવા મળે છે.

જે નીચે પ્રમાણે છે.

વેસીક્યુલર મોલ

  • આ પ્લેસન્ટાની રચનામાં આવતી એક પ્રકારની ખામી છે જેમાં કોરીયોનીક વીલાઈ ના વિકાસની ખામીના કારણે દ્રાક્ષના ઝુમખા જેવી સિસ્ટનું નિર્માણ થાય છે જેને વેસીક્યુલર મોલ અથવા તો હાઈડેટીડી ફોર્મ મોલ પણ કહે છે આ પ્રકારનું કંડીશનમાં પ્લેસન્ટા તેનું કાર્ય કરી શકતી નથી ફીટસને પોષણ મળી શકતું નથી તેથી ફીટસની વૃધ્ધિ થતી નથી અને મરી જાય છે.

સીફીલીટીક પ્લેસન્ટા

  • આ પ્રકારની પ્લેસન્ટા જ્યારે મધરને સીફીલીસ થયો હોય ત્યારે જોવા મળે છે. સીફીલીસના ઓર્ગેનીઝમના કારણે કોરીઓનીક વીલાઈને નુકશાન પહોચે છે જેના કારણે કોરીયોનીક વીલાઈ સુકાઈ જાય છે. તેથી પ્લેસન્ટામાં બ્લડ સર્ક્યુલેશન થઈ શકતું નથી જેથી પ્લેસન્ટા સાધારણ રાખોડી કલરની અને સાઈઝમાં થોડી મોટી જોવા મળે છે. ફીટસને બરાબર બ્લડ સપ્લાય ન મળતા ફીટસનું ડેથ થઈ જાય છે. ઘણી વાર પ્લેસન્ટા ફીક્કી જોવા મળે છે.

એડીમા ઓફ પ્લેસન્ટા

  • આ પ્રકારની પ્લેસન્ટા મોટી ફીક્કી તથા પાણીથી ભરેલ હોય તેવું દેખાય છે. તેના કારણે પ્લેસંટા એડીમેટસ ( સોજાયેલી) દેખાય છે જ્યારે માતાને સીવીયર હાર્ટ ડીસીઝ હોય ડાયાબીટીશ કે નેફ્રાઈટીસ હોય કે સીવીયર ઈરીથ્રો-બ્લાસ્ટોસીસ હોય ત્યારે આવું થઈ શકે છે આ પ્રકારની સ્થિતી ઉત્પન્ન થાય તો ગર્ભ -જીવિત રહી શકતો નથી. બાળકનુ મૃત્યું થઈ જાય છે અને તેને સ્ટીલ બર્થ કહેવાય છે.

એક્સેસીવ ઇન્ફ્રાકશન

  • કોરીયોનીક વીલાઈનું નેફ્રોસીસ થવાથી આ કંડીશન જોવા મળે છે આ કંડીશન જો માતામાં હાઈપરટેન્શન, સીવીયર પ્રી-એકલેમશીયા કે એકલેમશીયા હોય તો થઈ શકે છે જો વધું પડતું નેફ્રોસીસ થાય તો પ્લેસન્ટલ ફંક્શન બરાબર થઈ શકતું નથી જે ઈન્ટ્રાયુટરાઈન ગ્રોથ રીટાર્ડેશન કે ફીટલ ડેથમાં પરિણમે છે.

પ્લેસન્ટા પ્રીવીયા

  • આમાં પ્લેસન્ટા નોર્મલ હોય છે પરતું એબનોર્મલ જગ્યાએ સીચ્યુએટ થાય છે તે યુટરસના લોઅર સેગમેન્ટમાં સીચ્યુએટ થાય છે જે સર્વિકસને પાર્સીયલી કે કમ્પ્લીટ કવર કરે છે.

(૨) LSCS ની પોસ્ટ ઓપરેટીવ કેર વિશે લખો.

LSCS ની પોસ્ટ ઓપરેટીવ કેર

  • ઓપરેશન વાળી મધરની કેર મેજર એબ્ડોમિનલ સર્જરીવાળા પેશન્ટની જેવી જ લેવાની હોય છે.
  • શરૂઆતના રિકવરી પિરિયડમાં દર કલાકે વાઇટલ્સ લેવા.
  • લોકિયાને ઇન્સપેકશન કરવુ તથા ડીસ્ચાર્જ માટે જોવુ.
  • જ્યાં સુધી માતા પુરી ભાનમાં ન આવે ત્યાં સુધી તેને લેફ્ટ લેટરલ પોઝીશનમાં સુવડાવી રાખવી.
  • જો જરૂર હોય તો એનાલ્જેસિક આપવા
  • શક્ય હોય તો ઓપરેશન ના ૪ કલાક પછી બાળક બ્રેસ્ટ ફિડિંગ માટે આપવુજ્યાં સુધી પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ ન આવે ત્યાં સુધી આઇવી ઇન્ફયુઝન ચાલુ રાખવુ.
  • મુવમેન્ટ આવી ગયા પછી ચમચી વડે ક્લિયર ફ્લુઇડ આપવુ
  • જો વોમીટીંગ ન થાય તો ફ્લુઇડની ક્વોન્ટિટી વધારો
  • ઓરલ ફ્લુઇડ આપ્યાના ૨૦ કલાક પછી સોફ્ટ ડાયટ આપવાનુ ચાલુ કરો.
  • ૭૨ કલાક પછી TPR, BP દર ૪ કલાકે ચેક કરો.
  • ૪૮ કલાક પછી આઇ- વી ઇન્ફ્યુઝન બંધ કરો
  • ૪૮ કલાક પછી યુરિનરી કેથેટરને રિમુવ કરી રિમુવ કરતા પહેલાં અને પછી યુરિનરી આઉટપુટ મોનીટર કરવુ.
  • રોજ લોકિયા અને વુન્ડનુ ઓબઝર્વ કરવુ.
  • એબ્ડોમીનલ ગર્થ લેવી.
  • માતાને એક્ટિવ પેસિવ એક્સરસાઇઝ અને ડિપ બ્રિધિંગ એકસરસાઇઝ માટે કહેવુ.
  • વધુ રેસ્ટ લેવા સમજાવવુ.
  • ફંડલ હાઈટ મેઝર કરવી
  • RL ડ્રીપ આપવી.
  • ઇન્જેક્શન ઓક્સીટોશીન ૧૦ યુનિટ IM કે IV
  • સ્ટીચ રીમુવ પછી જ પેશન્ટને ડિસ્ચાર્જ આપવો.
  • દર્દીની હેલ્થ સારી થતાં ઓછામાં ઓછા ૭ દિવસ પછી ડિસ્ચાર્જ આપવો.

(૩) મેન્સ્ટ્રુએશન સાયકલ વિશે લખો.

મેન્સ્ટ્રુઅલ સાયકલ

  • સ્ત્રીઓમાં પ્યુબર્ટીથી શરૂ કરીને મેનોપોઝ સુધી દર ૨૮ દીવસે યુટરાઈન કેવિટીમાંથી વજાયના મારફતે બ્લીડિંગ થાય છે. જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ કહે છે.
  • આ સાઈકલ પ્રેગનન્સી દરમીયાન બંધ થઈ જાય છે.
  • આ સાઈકલ તરૂણાવસ્થાથી શરૂ થઈને ૪૫ વર્ષ સુધી રહે છે.
  • આ સાઈકલ સામાન્ય રીતે ૫ દીવસ ચાલે છે.
  • આ સાઈકલ દરમીયાન લગભગ 80 થી 100 મીલી જેટલું બ્લીડીંગ થાય છે.
  • પ્રથમ વખત માસિક આવે તેને મીનારકી કહેવાય છે.

મેન્સ્ટ્રુઅલ સાયકલનાં તબક્કા

મેન્સ્ટ્રુઅલ સાયકલનાં કુલ ૪ ફેજ છે. જે નીચે મુજબ હોય છે.

1) રીજનરેટીવ ફેજ

  • આ ફેજ માસિકના ત્રીજા દીવસથી શરૂ થાય છે અને ફરી એન્ડોમેટ્રીયમનું પડ તૈયાર થાય છે.

2) પ્રોલીફરેટીવ ફેજ

  • પાંચમા દીવસથી શરૂ થાય છે. અને ૧૪ માં દીવસ સુધી ચાલે છે.
  • આમાં એન્ડોમેટ્રીયમનાં સેલનું મલ્ટીફિકેશન થાય છે. ઓવરીમાં ગ્રાફિયન ફોલીકલ ડેવલોપ થાય છે.ગ્રાફીયન ફોલીકલમાં ઓવમ હોય છે.
  • દર મહીને આ ગ્રાફીયન ફોલીકલ માથી એક મેચ્યોર ઓવમ ગ્રાફીયન ફોલીકલ રપ્ચર થઈ બહાર નીકળે છે. આ ક્રીયાને ઓવ્યુલેશન કહે છે. ઓવ્યુલેશન એ નોર્મલ સાયકલ ના 14 માં દીવસે થાય છે

૩) સીક્રીટરી ફેજ

  • ઓવ્યુલેશન પછી ગ્રાફીયન ફોલીકલ સંકોચાઈ જાય છે. જેને કોર્પસ લ્યુટીયમ કહેવાય છે
  • આ ઓવ્યુલેશન વખતે ઈસ્ટ્રોજન નું પ્રમાણ વધારે હોય છે
  • ફોલીકલ રપ્ચર થતાં જ કોર્પસ લ્યુટીયમમાંથી પ્રોજેસ્ટેરોન સીક્રીટ થાય છે.
  • આના લીધે એન્ડોમેટ્રીયમ જાડું થાય અને બ્લડ સપ્લાય વધે છે.
  • આ પીરીયડ ૧૦ દીવસ નો હોય છે

૪) મેન્સ્ટ્રુએસન ફેજ

  • આ ફેજ ૪ દીવસ નો હોય છે.
  • પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું થવાથી એન્ડોમેટ્રીયમ તૂટી જાય છે અને વજાયના મારફતે બ્લડ બહાર આવે છે. જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ કહે છે. ફરી પ્રોજેસ્ટેરોન લેવલ નીચું જવાથી ગ્રાફીયન ફોલીકલ તૈયાર થાય છે અને બીજી સાયકલની તૈયારી થાય છે.

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)

(૧) હાઈપર ઈમેસીસ ગ્રેવીડેરમ

હાઈપર એમેસીસગ્રેવીડમ

  • પ્રેગન્સીમા વધારે પ્રમાણમા થતી નોસીઆ અને વોમેટીંગ કે જેમાં માતાના આરોગ્ય પર ખરાબ રીતે અસર થાય છે,અને માતાની દૈનીક ક્રિયામાં અવરોદ આવે છે તેને હાઈપરએમેસી સગ્રેવીડમ કહે છે.

ક્યારે જોવા મળે ?

  • પ્રઈમીપારા હોય
  • પ્રથમ ટ્રાઈમેસ્ટર
  • મલ્ટીપલપ્રેગનેન્સી
  • હાઈડેટીડીફોર્મ મોલ
  • ફેમીલી હીસ્ટ્રી
  • અનપ્લાન પ્રેગનેન્સી
  • પ્રિવીયસપ્રેગનેન્સી

શા માટે થાય છે ?

  • કોર્યોનીકગોનાડ્રોફીન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનહોર્મોનનું પ્રમાણ વધવાથી.
  • સાયકોજેનીક
  • વિટામીન-બી,કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનીડે ફીસીયન્સી.
  • ગેસ્ટ્રીક મોટીલીટી ઘટવાથી

સારવાર

  • ૧) નોસીઆ અને વોમેટીંગ ની હીસ્ટ્રીલેવી.
  • ૨) ખોરાકમાં બી-કોમ્પ્લેકક્ષ અને પ્રોટીન વાળો ખોરાક આપવો.
  • ૩) કાર્બોહાઇડ્રેટફૂડજેવુ કે બ્રેડ અને ટોસ્ટ ચાલુ કરવા
  • ૪) જરૂર પડે તો ઓરલફીડીંગ બંધ કરી આઈ.વી.ફ્લુડ આપવા
  • ૫) ક્યારેક રાઈલ્ઝટ્યુબ વડે પણ ફીડીંગ આપી શકાય છે.
  • ૬) એન્ટી ઇમેટીક દવાઓ આપવી
  • ૭) હાઈપરએ મેસી સપ્રોગ્રેસ ચાર્ટ બનાવવો.
  • ૮) ઈનટેક આઉટ પુટ ચાર્ટ બનાવવો
  • ૯) વાઇટલસાઈન લેવા
  • ૧૦) પહેલા ઓરલી થોડું થોડું ચાલુ કર્યા બાદ જ આઈ.વી. ફ્લુઇડ બંધ કરવું.
  • ૧૧) થોડો ખોરાક થોડા થોડાસમયે આપવો અને ત્યારબાદ ધીમે ધીમે ફુલ ડાઇટ ચાલુ કરવુ
  • ૧૨) જો વોમિટીંગ સતત રહે અને બંધ ન થાય તો એમ.ટી.પી કરવાની જરૂર પડે
  • ૧૩) માતા અને ફીટસનુમોનીટર કરવુ
  • ૧૪) સાયકોલોજીકલ પોર્ટ આપવો

(૨) ફીટલ સર્ક્યુલેશન

ફીટલ સર્ક્યુલેશન

  • ફીટલ સર્ક્યુલેશન ઘણી રીતે એડલ્ટ સર્ક્યુલેશનથી અલગ પડે છે. ફીટલ સર્ક્યુલેશનથી ફીટસના મગજ અને હાર્ટને હાઈ ઓક્સીજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.

ફીટલ સર્ક્યુલેશનની લાક્ષણીકતાઓ

  • ફીટસને પ્લેસન્ટા દ્રારા ઓક્સીજન મળે છે. ફીટસના લંગ્સ ૧% થી પણ ઓછો બ્લડ વોલ્યુમ મેળવે છે ફેફ્સા દ્વારા ગેસની આપલે થતી નથી. ફીટલ હાર્ટના રાઈટ એટ્રીયમમાં ઉંચી સાંદ્રતાવાળો ઓક્સીજન હોય છે.

સ્ટ્રકચર ઓફ ફીટલ સર્ક્યુલેશન

  • ફીટલ સર્ક્યુલેશન પાંચ પ્રકારની રચના ધરાવે છે.

જેમાં નીચે પ્રમાણેનાં પાંચ સ્ટ્રકચર આવેલ છે.

અમ્બીલીકલ વેઇન

  • અમ્બીલીકલ કોર્ડમાંથી શરૂ થઈ લીવરની નીચેની સાઈડ સુધી જાય છે. અમ્બીલીકલ વેઈન દ્વારા ફિટસને ઓક્સીજીનેટેડ બ્લડ અને પોષકતત્વો મળી રહે છે. આની એક શાખા પોર્ટલ વેઈન સાથે જોઈન્ટ થાય છે અને લીવરને બ્લડ સપ્લાય થાય છે.

ડકટસ વેનોસસ

  • ડકટસ વેનોસસ દ્વારા પ્લેસન્ટામાં રહેલ બ્લડ અમ્બીલીકલ વેઈન દ્રારા સીધું જ ઈન્ફીરીયલ વેના કેવામાં દાખલ થાય છે.

ફોરામેન ઓવાલે

  • ફીટલ હાર્ટના બે એટ્રીયમ વચ્ચે આવેલ ટેમ્પરરી ઓપનીંગ છે. જેમાં ઈન્ફીરીયલ વેના કેવા મારફતે આવેલ બ્લડ રાઈટ એટ્રીયમથી સીધું લેફ્ટ એટ્રીયમમાં જાય છે. ત્યાંથી બ્લડ લેફ્ટ વેન્ટ્રીકલમાં આવે છે. અને એઓર્ટા મારફતે આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે.

ડકટસ આર્ટરીઓસીસ

  • આર્ટરીથી આર્ટરીનું જોડાણ રાઈટ વેન્ટ્રીકલનું બ્લડ પલ્મોનરી આર્ટરીમાં આવે છે. પરંતુ ફીટસના લંગ્સ એટલા એક્સપાન્ડ થઈ શકતા નથી જેથી બ્લડ મોટા પ્રમાણમાં ડકટસ આર્ટરીઓસીસ દ્વારા ડીસ્ટલ એઓટામાં જતું રહે છે આમા આ રચના દ્વારા પલ્મોનરી આર્ટરી અને એઓર્ટાનું જોડાણ થાય છે.

બે અમ્બીલીકલ આર્ટરીઝ અથવા હાઇપોગેસ્ટ્રીક આર્ટરી

  • ઇન્ટર્નલ ઈલીયાક આર્ટરીની છુટી પડતી એક શાખા છે જે એમ્બીલીકલ કોર્ડમાં દાખલ થતા એમ્બીલીકલ આર્ટરી બની જાય છે. અને ફીટસનું અશુધ્ધ બ્લડ તેમજ વેસ્ટ પ્રોડકટ પ્લેસન્ટામાં લઈ આવે છે.

ફીટલ સર્ક્યુલેશન

  • ફીટસની અમ્બીલીકલ કોર્ડ મારફતે તેમાં આવેલા અમ્બીલીકલ આર્ટરી દ્વારા ફીટસનો અશુધ્ધ બ્લડ પ્લેસન્ટા સુધી આવે છે અને ત્યાં ગેસ એક્સચેન્જ દ્વારા શુધ્ધ થઈ બ્લડ અમ્બીલીકલ વેઈન મારફતે ફીટસના અવયવોને પહોચે છે. જેને ફીટલ સર્ક્યુલેશન કહે છે.
  • ફીટલ સર્ક્યુલેશન શરૂઆત પ્લેસન્ટા મારફતે થાય છે પ્લેસન્ટાની ફીટલ સરફેસમાં એક મોટી વેઈન જોવા મળે છે. જેને અમ્બીલીકલ વેઈન કહે છે.
  • પ્લેસન્ટા દ્વારા શુધ્ધ થઈ બ્લડ ફીટસની બોડીમાં દાખલ થાય છે. અમ્બીલીકલ વેઈન ડાયરેકટ લિવરમાં જાય છે તેમજ ફીટસના લીવરને શુધ્ધ બ્લડ પહોંચાડે છે. અમ્બીલીકલ વેઈન લિવરમાંથી નીકળીને ઈન્ફીરીયર વેના કેવામાં જોડાય છે. જેને ડક્ટસ વેનોસીસ કહે છે.
  • તે ઈન્ફીરીયર વેના કેવામાં ઠાલવે છે. ઈન્ફીરીયર વેના કેવામાં આજુબાજુથી આવતું અશુધ્ધ બ્લડ હોય છે. અહિ બંને બ્લડ ભેગા થાય છે આ ભેગું થયેલું બ્લડ ફીટસના રાઈટ એટ્રીયમમાં દાખલ થાય છે ત્યાંથી ફોરામીન ઓવેલ દ્વારા લેફટ એટ્રીયમમાં જાય છે તેમાંથી બ્લડ એઓટામાં દાખલ થાય છે આર્ચ ઓફ એઓટા ફિટસના હેડ નેક અને અપર લીમ્બને બ્લડ પુરૂ પાડે છે.
  • હેડ અને અપર લીમ્બનું અશુધ્ધ બ્લડ સુપિરિયર વેનાકેવા દ્વારા રાઈટ એટ્રીયમમાં અને ત્યારબાદ રાઈટ વેન્ટ્રીકલમાં જાય છે અને રાઈટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી આર્ટરીમાં જાય છે.
  • બર્થ પહેલા પલ્મોનરી સર્ક્યુલેશન ખુબ જ ઓછું હોય છે. જેથી રાઈટ વેન્ટ્રીકલમાં બ્લડ લંગ્સમાં દાખત થતું નથી તેથી લંગ્સને જરૂર પુરતું બ્લડ તેમાં જાય છે બાકીનું બ્લડ પલ્મોનરી વેઈનમાંથી લેફ્ટ એટ્રીયમમાં આવે છે અને ત્યારબાદ લેફ્ટ વેંટ્રીકલ માં જાય છે અને ત્યારબાદ આર્ચ ઓફ એઓટામાં આવે છે બાકીનું બ્લડ ડકટસ આર્ટરીયોસીસ મારફતે ડીસેન્ડીંગ એઓટામાં દાખલ થાય છે.
  • ડીસેન્ડીંગ એઓર્ટાની બે શાખા આવેલી છે જેને રાઈટ કોમન ઈલીયાક આર્ટરી અને લેફ્ટ કોમન ઈલીયાક આર્ટરી કહે છે આ બંને આર્ટરીની અંદરના ભાગમાં એક શાખા બને છે તેને ઈન્ટરનલ ઈલીયાક આર્ટરી કહે છે બને આર્ટરી ફીટસની અમ્બીલીકલ તરફ જાય છે તેને હાઈપોગેસ્ટ્રીક આર્ટરી કહે છે.
  • આ આર્ટરીએ અમ્બેલીકલ કોર્ડમાં ઉતરી જાય છે. આ આર્ટરી ફિટસની બોડીમાંથી અશુદ્ધ બ્લડ તેમજ વેસ્ટ પ્રોડકટ લાવી પ્લેસન્ટામાં ઠાલવે છે. પ્લેસન્ટા દ્રારા ગેસ એક્ષચેન્જની ક્રિયા થાય છે અને અશુધ્ધ બ્લડ શુધ્ધ થઈ ફરી ફીટસ તરફ સર્ક્યુલેટ થાય છે.

(૩) પાર્ટોગ્રાફ

પાર્ટોગ્રાફ

  • આ એક પ્રસુતીની પ્રગતીનું અવલોકન દર્શાવતું સાધન છે અને બીજા જોખમ હોય તો તે ઓળખવામાં મદદરૂપ બને છે સગર્ભાવસ્થા દરમ્યાન કોઈ પણ જોખમ ન હોય તો જ પાર્ટોગ્રાફ વાપરવો. સ્ત્રી પ્રસુતિની સક્રીય પ્રક્રિયામાં ( ૪ સે.મી. ડાયલેટેશન થાય પછી) પ્રવેશે પછી પાર્ટોગ્રાફ નિભાવવાની શરૂઆત કરવી જોઇએ. પાર્ટોગ્રાફ પ્રસુતિની પ્રગતીને, માતા અને શીશુની ધ્યાનાકર્ષક સ્થીતીઓની આલેખરૂપ નોંધ છે. તે પ્રસુતીની પ્રગતી નું માપ કાઢવાનું અને કોઇ યોગ્ય સમયે કાર્યવાહી કરવાની તથા સમયસર સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાની જરૂરિયાત જાણવાનું સાધન છે.

પાર્ટોગ્રાફ ચાર્ટની ઓળખ

અ. પાર્ટોગ્રાફના આલેખમા સૌથી પહેલા માતાની માહીતી જેમાં :

  • માતાનું પૂરૂ નામ
  • ઉંમર
  • પારા
  • રજીસ્ટ્રેશન નંબર
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ એડમીશન
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ મેમ્બ્રેન રપચર

બ. ફીટલ કન્ડીશન

  • ૧. એફ.એચ.એસ. દર અડધા કલાકે ગણીને નોંધવા જોઇએ
  • ૨. એફ.એચ.એસ પૂરી એક મીનીટ માટે ગણવા
  • ૩. યુટ્રાઇન કોન્ટ્રાક્શન બાદ તરત જ એફ.એચ.એસ ગણવા જોઇએ
  • ૪. એફ.એચ.એસ નોર્મલ ૧૨૦ થી ૧૬૦ પર મીનીટ નોર્મલ કહેવાય.વધારે કે ઓછા ફિટલ ડીસ્ટ્રેસ દર્શાવે છે.

ક. એફ.એચ.એસ ની નીચેના ગ્રાફ એમ્નિઓટીક ફ્લુઇડ વિશેની માહીતી છે.

જેમાં

  • ૧. દર ૩૦ મીનીટે એમ્નિઓટીક સેક ની સ્થીતી અને એમ્નિઓટીક ફ્લ્યુઇડ કે જે વલ્વાપર જોઇ શકાય છે તેના રંગ પ્રમાણે માર્કિંગ કરવુ જેમ કે
  • ૨. પડ તુટ્યું ન હોય તો અંગ્રેજી મા આઇ (I)લખવું. “I”મતલબ ઇન્ટેક્ટ
  • ૩. જો ક્લીઅર છે તો “C” લખવું. “C” મતલબ ક્લીઅર
  • ૪. મ્યુકોનીયમ મિશ્રિત હોય તો અંગ્રેજી મા એમ (M )લખવું M મતલબ મ્યુકોની યમ
  • ૫. પ્રવાહી ન હોય અંગ્રેજીમાં એ (A) લખવું A મતલબ એબસન્ટ

ડ. સર્વાઇકલ ડાયલેટેશન

  • આ એક ગ્રાફ છે જેમાં ડાબી બાજુ ૪ થી ૧૦ સુધીના આંકના ચોરસ ખાના બને છે જે દર ચોરસે એક સે.મી ડાયલેટેશન થયાની ખબર પડે છે. નીચેના ભાગમા 0 થી ૨૪ આંકડા હોય છે જે દરેક ચોરસ ૧ કલાક થયાની જાણ કરે છે. ૪ સે.મી.સર્વાઇકલ ડાયલેટેશન પછી માર્કિંગ શરૂ કરવું ઓસ કેટલા સે.મી ડાયલેટ છે તે બતાવે છે ત્યા ‘X’ ની નોંધ કરવામા આવે છે જેથી યુટ્રસના ડાયલેટેશનની ખબર પડે છે. પેશન્ટ દાખલ થાય કે તરત જ p.v ચેક કરવું.દર ચાર કલાકે p.v કરીને માર્કિંગ કરવું + શરૂઆત ની નોંધ એલર્ટ લાઇન ની ડાબી બાજુ કરવાની છે . સામાન્ય રીતે આલેખની રેખા એલર્ટ લાઇન ની ડાબી બાજુ રહેવાનું ચાલુ રહેવું જોઇએ. તેમજ તે અનુસાર સમય માટેના ખાનાઓની લાઇનમાં સંબંધિત ખાનામાં સમય લખતા રહેવું જોઇએ.
  • જો એલર્ટ લાઇન ઓળંગાઇ જાય (આલેખ ની રેખા એલર્ટ લાઈન ની જમણી બાજું ખસે)તોતે પ્રલંબિત (પ્રોલોન્ગ) પ્રસુતી સુચવે છે. અને તમારે સજાગ થય જવું જોઇએ કે પ્રસુતિ માં કઇંક અસામાન્ય છે.
  • એલર્ટ લાઇન ઓળંગી જવાનો સમય નોંધી લો. સ્ત્રી નેએફ.આર.યુ પર મોક્લી આપવાના પગલાં લેવાનુ શરૂ કરી દો.
  • જો એકશન લાઇન ઓળંગાઇ જાય એટલે કે આલેખ એકશન લાઇન ની જમણી બાજુ ખસે તો તે પગલા લેવાનું અને સ્ત્રીને સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાનું સુચવે છે.
  • એલર્ટ અને એકશન લાઇનની વચ્ચે ચાર કલાકનો ગાળો છે. આદર્શ રીતે તો એકશન લાઇન ઓળંગાય તે પહેલા સ્ત્રી યોગ્ય પગલા લઇ શકાય તે માટે સંદર્ભ સેવા કેંદ્ર પર પહોંચી જવી જોઈતી હતી.

યુટ્રાઇન કોન્ટ્રાક્શન

  • યુટ્રાઇન કોન્ટ્રાક્શન દર અડધા કલાકે ચેક કરવા જોઇએ અને તે પૂરી દસ મીનીટ સુધી ચેક કરવા જેમા ડ્યુરેશન (સમય) ફ્રીકવંસી (સંખ્યા)અને ઇન્ટેસીટી (તીવ્રતા) જોવામા આવે છે સારા કોન્ટ્રાક્શનની સંખ્યા (૨૦ સેકંડ કરતા વધારે સમય ટકતા) દર અડધા કલાકે ગણવાના રહે છે અને યોગ્ય સંખ્યા ના ખાતામાં નોંધ કરવાની રહેશે.

ડ્રગ્સ અને આઇ.વી. ફ્લુઇડ

  • લેબર દરમ્યાન માતાને આપવામાં આવતા આઇ.વી ફ્લુઇડ અને ડ્રગની માહીતી નોંધ કરવાની રહે છે. જેમાં માત્ર ડોઝ, દવા કયા માર્ગે અને ક્યારે આપી તેની વિગતોનો સમાવેશ કરો.

માતાની કંડીશન

  • માતાની નાડીના ધબકારા (પલ્સ) દર અડધા કલાકે ગણવા.
  • માતાનું બ્લડ પ્રેશર (બી.પી) દર અડધા કલાકે માપીને નોંધ કરવી.
  • માતાનું તાપમાન દર અડધા કલાકે માપીને ચાર્ટ કરવું.

પાર્ટોગ્રાફના કોમ્પોનન્ટ આપવાનો સમય :

૧.દર અડધા કલાકે : શિશુના હૃદયના ધબકારાનો દર

  • ગર્ભાશયના કોન્ટ્રાક્શન દસ મિનિટના સમયેગાળામાં
  • પલ્સ (નાડીના ધબકારા)

૨. દર બે કલાકે : શરીરનું તાપમાન(સેન્ટિગ્રેડ), લોહીનું દબાણ

3.દર ચાર કલાકે : સર્વાઇકલ ડાયલેટેશન (વજાયનલ તપાસ દ્વારા), ગર્ભજળ અને મેમ્બ્રેનની સ્થિતિ, મોલ્ડિંગ ઓફ ફીટલ સ્કલ

  • ડિસેંટ ફીટલ હેડ દર ત્રણ કલાકે કરી શકાય.

કયા કયા સંજોગોમાં રિફર કરી શકાય છે :

  • ફીટલ હાર્ટ રેટ 160 પર મિનિટ કરતા વધારે હોય તો ૧૨૦૫ર મિનિટ ઓછા હોય તો સળંગ ત્રણ અવલોકનોનો માટે આવે તો
  • ગર્ભજળ (એમ્નિઓટિક ફ્લુઇડ) મ્યુકોનીયમવાળુ અથવા લોહીવાળું હોય તે સંજોગોમાં ફીટલ સ્કલ મનું મોડલ કે તેથી વધુ હોય ત્યારે.
  • સર્વાઇકલ ડાયલેટેશનની લાઈન, એલર્ટ લાઇનને ક્રોસ કરી જમણી બાજુ જોતી હોય અથવા એક્શન લાઇન સુધી પહોંચતી હોય.
  • પલ્સ એક મિનિટમાં 100 કરતાં વધારે અથવા લોહીનું દબાણ ૧૪૦ એમ એમજી જેટલું હોય તો.

(૪) ફીટલ સ્કલ

ફીટલ સ્કલ

  • આ ફીટલ સ્કલ છે. તે ડીલેવરીમાં મહત્વનો ભાગ ભજવે છે. ફીટલ સ્કલમાં નાજુક બ્રેઈન આવેલું છે. બર્થ કેનાલમાંથી હેડને ફોર્સથી પસાર થવાનું છે અને જન્મ સમયે ફીટલ સ્કલ પેલ્વીસ કેનાલ સાથે એડજસ્ટ થવાનું છે. ૯૦% બેબી હેડથી જન્મે છે. તેથી સ્કલના મેજરમેન્ટ સમજવાની ખુબ જ જરૂરીયાત છે. જેથી બાળકને ઇન્જરી થતી અટકાવી શકાય.

ફીટલ સ્કલના ત્રણ ભાગ પડે છે.

  • (1) બેઇઝ ઓફ સ્કલ
  • (2) ફેસ ઓફ સ્કલ
  • (3) વોલ્ટ ઓફ સ્કલ

બેઇઝ ઓફ સ્કલ

  • બેઇઝ એ સોલીડ બોનનું બનેલું હોય છે. તે એકબીજા સાથે સખત રીતે જોડાયેલ છે. મેડ્યુલામાં આવેલ વાયટલ સેન્ટર્સનું તે રક્ષણ કરે છે.

ફેસ ઓફ સ્કલ

  • ફેસ એ ૧૪ નાના બોનનું બનેલું છે. તે એકબીજા સાથે જોડાયેલ છે.

વોલ્ટ ઓફ સ્કલ

  • તેને ક્રેનીયલ બોન પણ કહેવામાં આવે છે તે કુલ ૭ બોનનું બનેલું છે અને ડીલીવરી વખતે તે એકબીજા ઉપર ઓવરલેપ થાય છે.

તેના ૭ બોન આ પ્રમાણે છે

  • ફ્રન્ટલ બોન – ૨
  • પરાયટલ બોન – ૨
  • ટેમ્પોરલ બોન – ૨
  • ઓક્સીપીટલ બોન – ૧

ફ્રન્ટલ બોન

  • ફ્રન્ટલ બોન બે આવેલા છે અને એ બે ફ્રન્ટલ બોન વચ્ચેના સ્યુચરને ફ્રન્ટલ સ્યુચર કહેવામાં આવે છે. ફ્રન્ટલ બોન અને પરાયટલ બોનની વચ્ચે જે સ્યુચર આવેલા છે તેને કોરોનલ સ્યુચર કહે છે.

પરાયટલ બોન

  • પરાયટલ બોન બે આવેલા છે. પરાયટલ બોનની વચ્ચે જે સ્યુચર આવેલા છે તેને સજાયટલ સ્યુચર કહે છે.

ઓક્સીપીટલ બોન

  • ઓકસીપીટલ બોન એક છે પરાયટલ બોન અને ઓક્સીપીટલ બોન વચ્ચે સ્યુચર આવેલ છે તેને લેમ્ડોઈડલ સ્યુચર કહે છે.

ફોન્ટાનેલ્સ ઓફ ધ સ્કલ

  • બે કે તેથી વધારે સ્યુચર જે જગ્યાએ ભેગા થાય તે જગ્યાને ફોન્ટાનેલ્સ કહે છે. સ્કલમાં કુલ છ ફોન્ટાનેલ્સ છે.

પરતું તેમાંથી બે જ ફોન્ટાનેલ્સ અગત્યના છે.

  • (૧) એન્ટીરીયર ફોન્ટાનેલ્સ
  • (૨) પોસ્ટીરીયર ફોન્ટાનેલ્સ

એન્ટીરીયર ફોન્ટાનેલ્સ

  • એન્ટીરીયર ફોન્ટાનેલ્સને બ્રેગ્માં કહેવાય છે.
  • ૪ સ્યુચર જે જગ્યાએ ભેગા મળે છે. તેને એન્ટીરીયર ફોન્ટાનેલ્સ અથવા બ્રેગ્માં કહે છે.

ચાર સ્યુચર આ પ્રમાણે છે.

  • (૧) ફ્રન્ટલ સ્યુચર : ૧
  • (૨) કોરોનલ સ્યુચર : ૨
  • (૩) સજાયટલ સ્યુચર : ૧
  • તેનો આકાર ડાયમંડ આકાર એટલે કે પતંગ જેવો છે તે ૧૮ માસે પુરાય છે અને તેના એન્ટેરો પોસ્ટીરીયલ અને ટ્રાન્સવર્સ ડાયામીટર ૩ સેમી હોય છે.

પોસ્ટીરીયલ ફોન્ટનેલ્સ

  • પોસ્ટીરીયલ ફોન્ટાનેલ્સને લેમ્ડા કહેવાય છે. ત્રણ સ્યુચર જે જગ્યાએ ભેગા મળે છે તેને પોસ્ટીરીયલ ફોન્ટાનેલ્સ અથવા લેમ્ડા કહે છે.

તેના કુલ ત્રણ સ્યુચર આ પ્રમાણે છે.

  • (૧) સજાયટલ સ્યુચર : ૧
  • (૨) લેમ્ડોઈડ સ્યુચર : ર
  • તે ત્રિકોણ આકારનું છે. તેનો ડાયામીટર ૧.૨ સેમી છે. આ ફોન્ટાનેલ્સ બ્રેગ્માં કરતા નાનું છે. તે દોઢ માસે પુરાય છે.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12)

(૧) પ્લેસન્ટા પ્રિવિયા : સામાન્ય રીતે પ્લેસેન્ટા યુટરસના લેટરલ સેગમેન્ટમાં કે અપર સેગમેન્ટમાં હોય છે. પરંતુ કોઈ કારણસર જ્યારે પ્લેસેન્ટા થોડી કે પુરેપુરી લોઅર યુટેરાઈન સેગમેન્ટમાં ચોટેલી હોય તો તેને પ્લેસેન્ટા પ્રીવીયા કહેવાય છે.

(૨) નોર્મલ લેબર : નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમા ફીટસ, પ્લેસન્ટા અને મેમ્બ્રેન યુટ્સમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટ્રસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખું શરીર ભાગ ભજવે છે અને આ લેબર શબ્દ ૨૮ વીકની પ્રેગનન્સી બાદ જ વપરાય છે. જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે.

  • જ્યારે ફીટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાશથી જ બને તેનો સમય ૧૮ કલાકથી વધું ન થાય તેમજ કોઈ પણ જાતનું કોમ્પલીકેશન ઉભું ન થાય તેને નોર્મલ લેબર કહેવાય છે.

(૩) મેર્ટનલ મોર્ટાલીટી રેશીયો : દર 1,00,000 જીવંત જન્મ (live births) દીઠ માતાના મૃત્યુની સંખ્યા.

  • માતાનું મૃત્યુ એટલે ગર્ભાવસ્થા દરમિયાન અથવા પ્રસવ પછી 42 દિવસની અંદર ગર્ભ સંબંધિત કારણોસર થયેલું મૃત્યુ.

સૂત્ર

  • MMR = માતાના કુલ મૃત્યુ ​×100000 / માતાના કુલ મૃત્યુ

(૪) નિયોનેટલ આસ્ફેક્શીયા : બર્થ એસ્ફેકશીયા આ એક મેડિકલ કન્ડિશન છે. જેમાં નવજાત બાળકના શ્વશન માર્ગમા મ્યુકસ ડિપોઝિટ થવાથી તેને રેસ્પીરેટરી પ્રોસેસમાં અવરોધ આવે છે. જેનાથી શિશુના શરિરમાં ઓક્સીજન ઓછો થવાથી બ્લડમાં અનિયમિત રીતે એસીડનું પ્રમાણ હોવાથી શ્વાસોશ્વાસ સબંધીત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. બાળકને ગુગળામણ થાય તેને નિયોનેટલ આસફેક્ષીયા કહે છે.

નીયોનેટલ એસ્ફીક્સીયા થવાના કારણો:

  • મેર્ટનલ હાયપોક્સીયાના લીધે ફિટલ ડીસ્ટ્રેસ થાય છે
  • શ્વસન માર્ગમાં અવરોધ- મ્યુકસ અને ગર્ભજળ શ્વસન માર્ગમાં ડીપોસીટ થવાથી એસ્ફાક્સીયા થાય છે.
  • લંગ્સ પુરતા પ્રમાણમાં એક્સપાન્ડ થવામાં નિષ્ફળ જાય છે જેથી હવા પુરતા પ્રમાણમાં
  • લંગ્સમા ન જઈ શકે.
  • માતાને કોઈ મેડિસિન આપી હોય, જેમ કે ઇન્જેક્શન મોર્ફીન, પેથીડાઇન આપવાથી, એનેસ્થેટીક ડ્રગ્સ આપવામાં આવેલ હોઈ, તે પ્રસુતિ પહેલા અને પ્રસુતિ દરમિયાન તેના કારણે બેબી ને આસફેક્ષીયા થાય છે.

(૫) ઈન્ફર્ટીલીટી : પરિણીત સ્ત્રી અથવા યુગલ તેના પતિ સાથે રહેતી હોય તેઓ કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ સતત બે વર્ષ સુધી કર્યા વિના જાતીય સમાગમ કરતી હોય છતાં બાળકને જન્મ આપવા માટે અથવા ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. આ સ્થિતિને વંધ્યત્વ અથવા ઈન્ફર્ટિલિટી કહેવામાં આવે છે.

(૬) પોલારીટી : આખા પ્રસવકાળ દરમ્યાન યુટ્રસના બન્ને પોલ સહકારથી સંકોચન પ્રસરણની ક્રિયા કરે છે. તેને પોલારીટી કહેવાય છે.

  • ઉપરનો ભાગ ખુબજ સંકોચાય છે જેના લીધે ફીટસ નીચે આવે છે અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે. જેના લીધે ફીટસ નીચે આવે છે. અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે જેના લીધે સર્વિકક્ષ ડાયલેટેશન થાય છે.

(૭) કોન્ટ્રેકટેડ પેલ્વીસ : કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ એ તબીબી પરિસ્થિતિ છે, જ્યાં સ્ત્રીના પેલ્વિક વિસ્તારમાં માનક આકાર અને કદ કરતાં ઓછી જગ્યા હોય છે. આ પરિસ્થિતિમાં પેલ્વિક એરિયા એટલો狭 ન હોય કે નોર્મલ (સામાન્ય) પ્રસૂતિ અથવા કુદરતી ડિલિવરી કરવામાં મુશ્કેલી થાય છે, કારણ કે બાળકની નાળમાંથી પસાર થવા માટે પૂરતી જગ્યા નથી હોતી.

  • જનીન અવસ્થામાં વિકાસમાં અવરોધ : જન્મજાત પેલ્વિક એબ્નોર્મેલિટીઝ, જેમ કે પેલ્વિક હાડકાં યોગ્ય રીતે વિકસતા નથી.
  • અસ્થિબંધની ઇજાઓ : ભૂતકાળમાં થયેલી ઇજાઓ કે ફ્રેક્ચર કે બિમારીઓ (જેમ કે રિકેટ્સ)ના કારણે પેલ્વિસનો આકાર વિકૃત થઈ જાય છે.
  • અપોષણ : નબળું પોષણ અને કૅલ્શિયમ અને વિટામિન D ની અછતના કારણે પેલ્વિસ યોગ્ય રીતે વિકસતી નથી.
  • અન્ય તબીબી પરિસ્થિતિઓ: પેલ્વિક હાડકામાં ખોટ કે તબીબી પરિસ્થિતિઓ જેવી કે ઓસ્ટિયોમલેસિયા અને રિકેટ્સ.

(૮) હાઈપોર્થમીયા : હાઈપોથર્મિયા એ એવી સ્થિતિ છે, જેમાં નવજાત શિશુના શરીરના તાપમાનમાં અસામાન્ય રીતે ઘટાડો થાય છે. મેડિકલ ટર્મમાં, હાઈપોથર્મિયા એ શિશુના શરીરના તાપમાનનો 36.5°C (97.7°F) કરતા ઓછો થવા પર નિર્દેશ કરે છે. આ સ્થિતિમાં શિશુના શરીરની તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા કમજોર થાય છે, જેનાથી વિવિધ ગંભીર તબીબી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.

  • નવજાત શિશુને તરત જ ગરમ કાંબળા/કાપડમાં લપેટવુંચમચીથી ગરમ દૂધ કે કેમિકલ હીટરથી ગરમી પૂરી પાડવી”કાંગરૂ કેયર” દ્વારા માતાની શરીરની ગરમી દ્વારા શિશુને ગરમ રાખવુંઆઈસીઓમાં “ઈન્ફ્રારેડ વોર્મર” નો ઉપયોગ.હાઈપોથર્મિયા કાબૂમાં ન લેવામાં આવે તો તે નવજાતમાં ગંભીર શારીરિક સમસ્યાઓ તેમજ મૃત્યુનું કારણ પણ બની શકે છે.

પ્રશ્ન-૬ (અ) ખાલી જગ્યા પુરો.05

(૧) સગર્ભાવસ્થા દરમિયાન ગોનોરીયાનું ઇન્ફેક્શન લાગવાથી …………… તકલીફ બાળકમાં જોવા મળે છે. આંખમાં ચેપ (ઓપ્થાલ્મીયા નિયોનેટ્રમ)

(૨) લિનીયા નાઈગ્રા …………… અઠવાડીયે જોવા મળે છે. ૨૦ અઠવાડિયે

(3) МТР ………….. અઠવાડીયાની પ્રેગનેન્સી સુધી કરવામાં આવે છે. ૨૦ અઠવાડિયા

(૪) યુટ્રસનું વજન આશરે ………….. ગ્રામ હોય છે. ૫૦ ગ્રામ

(૫) ……………… હોર્મોન લેકટેશન્માં મદદરૂપ થાય છે. પ્રોલેક્ટિન

(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.05

(૧) કુટુંબ નિયોજનનો મુખ્ય હેતુ વસ્તી ધટાડવાનો છે. ❌

(૨) મમતા કીટનો ઉપયોગ ઘરે ડીલવરી કરવા માટે થાય છે. ❌

(૩) પ્લેસેન્ટા એ ગર્ભસ્થ શિશુંની જીવાદોરી છે. ✅

(૪) વેસીકયુલર મોલ એટલે દ્રાક્ષ ગર્ભ. ✅

(૫) લેબર રૂમનું તાપમાન ઠંડકવાળુ હોવું જોઈએ. ❌

(ક) નીચેના જોડકા જોડો.05

વિભાગ-અ વિભાગ-બ

1 -5 (૧) NSV (૧) સિરપ નેવીરાપીન

2 – 1 (૨) H.I.V પોઝીટીવ (૨) રૂબ્રા

3 – 6 (૩) પ્લેસન્ટા પ્રીવીયા (૩) ફેઈસ એકસ્ટેન્ડેડ

4 -3 (૪) ફેઈસ પ્રેઝન્ટેશન (૪) પેઈન ફુલ બ્લીડિંગ

5 – 2 (૫) લોકીયા (૫) પુરૂષ માટેની કાયમી પધ્ધતિ

(૬) પેઈનલેશ બ્લીડિંગ

Published
Categorized as ANM-MIDWIFERY-PAPER SOLUTIONS, Uncategorised