જેમાં યુટેરાઇન કોન્ટ્રાક્શન અને રીલેક્શન નો સમાવેશ થાય છે. તેને પ્રાઇમરી પાવર કહે છે. તેમજ અબડોમીનલ મસ્લસ અને ડાયાફાર્મ વગેરે માં પણ કોન્ટ્રાક્શન થાય છે. તેને સેકન્ડરી પાવર કહે છે.
2. પેસેજ
જેમાં પેલ્વીસ યુટ્સ વજાઇના અને સરવાઈકલ કેનાલ અને પેરીનીયમ ફ્લોર ભાગ ભજવે છે. તેને પેસેજ કહેવામાં આવે છે.
3. પેસેન્જર
ફીટસ, પ્લેસેન્ટા, અમનીયોટીક ફ્લ્યુઇડ મેમ્બ્રેન વગેરેનો સમાવેશ થાય છે.
(૨) બાળકના જન્મ સમયે લેબર રૂમમાં માતા તથા બાળક માટે કઈ-કઈ તૈયારીઓ કરશો?04
લેબર સમયે માતા અને બાળક માટે લેબર રૂમમાં કરવાની તૈયારીઓ
1. માતા માટે તૈયારીઓ (For Mother)
A. Physical Preparation
પ્રસવ રૂમની સ્વચ્છતા જાળવવી.
સ્વચ્છ, સુકા અને ગરમ પાથરણાં તૈયાર રાખવા.
પડદા/સ્ક્રીનથી ગોપનીયતા જાળવવી.
માતાને આરામદાયક અને સલામત પ્રસવ પોઝિશનમાં મૂકવી.
જરૂર હોય તો perineum સાફ કરવું.
પ્રસવ પહેલા મૂત્રાશય ખાલી કરાવવો.
B. Psychological Preparation
માતાને આશ્વાસન આપવું.
પ્રસવ પ્રક્રિયા અંગે સમજ આપવી.
પરિવાર અથવા સપોર્ટ વ્યક્તિની હાજરી માટે વ્યવસ્થા કરવી (જો અનુમતિ હોય તો).
2.ઇન્ડીયુઝ : જેમાં એબોર્શન કુત્રિમ રીતે કરવામાં આવે છે જેને થ્રેટેન્ડ એબોર્શન પણ કહે છે.
થેરાપ્યુટીકએબોર્શન
જેમા ગર્ભાવસ્થાના કારણે માતા અને બાળકને જોખમ ઉભુ થાય તેવી પરીસ્થિતી હોય એટલે કે કોઇ પણ કારણસર ગર્ભ રાખી શકાય તેમ ન હોય તો ડોકટર્સના ઓર્ડર પ્રમાણેગર્ભપાતની સલાહ આપે છે.
આ મેડીકલ એડવાઇઝ પછી દવાઓનો ઉપયોગ કરીને ગર્ભપાત કરવામા આવે છે.
કીમીનલ એબોર્શન
જેમાં કોઇ ને ખબર ના પડે તેવી રીતે ચોરી છુપીથી ગર્ભપાત કરાવવામાં આવે છે કોઇ પણ અણધડ વ્યક્તિ દ્વારા સમાજની બીક થી કરવામાં આવેછે.
સેપ્ટીક એબોર્શન
આ એબોર્શન દવાઓના સ્વચ્છ પંચકનો ઉપયોગ કર્યા વગર ગામડાઓમાં કોઇપણ ઝાડના મુળીયા અથવા કોઇપણ દેશી દવાથી કરાવવામાં આવે છે આ બહારની વસ્તુઓ વજાયના મા મુકવાથી સેપ્સીસ થાય છે. ઘણી વખત માતાનું મૃત્યુ પણ થાય છે.
સ્પોન્ટેનીયસ એબોર્શન
સ્પોન્ટેનીયસ એબોર્શન એટલેકે પોતાની જાતે કુદરતી રીતે થતુ એબોર્શન આ પ્રકારના એબોર્શન માટે કોઇ પણ જાતની દવા કે સાધન વડે પ્રયત્ન કરવામાં આવતો નથી તેનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઇ શકે છે.
થ્રેટન્ડ એબોર્શન
આ એક ક્લીનીકલ પ્રકારનુ એબોર્શન છે જેમા મીસ કેરેજની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ હોય છે પરંતુ પ્રોગ્રેસની રીકવરી ઇમ્પોસીબલ હોય છે જેમા ઓસ ડાઇલેટેડ હોતુ નથી.
ઇનએવિટેબલ એબોર્શન
ક્લીનીકલ પ્રકારનુ એબોર્શન છે જેમા પ્રેગનન્સી કન્ટીન્યુ કરવી ઇમ્પોસીબલ છે.
જેમા ઓસ ડાઇલેટેડ હોય છે.
અથવા
(૧) ઓછા વજન વાળા બાળક જન્મવાના કારણો લખો.03
લો બર્થ વેઇટ થવાના કારણો
ડીલીવરી ના સમય પહેલા ડીલીવરીનો દુખાવો શરુ થાય છે.
માતા અચાનક બિમાર પડે અથવા માતાને લાંબા સમયથી કોઇ રોગ કે બિમારી હોય. જેમકે ડાયાબીટીસ મલાઇટસ,હાઇપરટેનશન.
માતા ને કુપોષણ હોય અને માતાનું વજન ઓછું હોય.
માતા ને એનીમીયા હોય.
માતાનુ સોસિયો ઇકોનોમીક સ્તર નીચુ હોય.
માતાનિરક્ષર હોય.
માતા ને ગર્ભાવસ્થા દરમયાન કોઇ ચેપ લાગેલ હોય.
ટીનએજ પ્રેગ્નન્સી હોય.
પ્રસૂતિ પહેલા નો રકતસ્ત્રાવ. (APH)
પ્રસૂતિ પછીનો રક્ત સ્ત્રાવ થયેલ હોય. (PPH)
પ્લેસેન્ટા બરાબર રીતે કાર્ય ન કરતી હોય. પ્લેસેન્ટામાં ખામી હોય
એક કરતા વધુ ગર્ભનું રહેવું.
સગર્ભવાસ્થા દરમ્યાન લોહિનુ ઉંચુ દબાણ. (પ્રેગનંસી ઇન્ડયૂઝ હાઇપર ટેન્સન )
પેરીનીયલ કેર એટલે વલ્વા, પેરીનીયમ,અને એનાલ રીજીયનનું ઇન્ફેક્શન અટકાવવા અને પેરીનીયમના સ્યુચરનું હિલીંગ પ્રમાણે કરવા અને પેશન્ટને કન્ફર્ટ આપવા એક્સ્ટરનલ ઇરીગેશન અને ક્લીનસિંગ કરવુ
હેન્ડ વોશિંગ આર્ટીકલ, માસ્ક, પેશન્ટ ને કવર કરવા માટે સીટ, ડ્રો-શીટ, પ્લાસ્ટીક શીટ
એન્ટીસેપ્ટીક લોશન હોટ વોટર
અધર આર્ટીકલ
બેડ પાન, ડસ્ટબીન સાથે પ્લાસ્ટીક બેગ, સ્પોટલાઇટ સાથે ડ્રાય હીટ લેમ્પ સાથે
(3) “APGAR” સ્કોર સમજાવશે.05
અપગાર સ્કોર એ એક ઝડપી મૂલ્યાંકન પદ્ધતિ છે જે શિશુના જન્મ પછી તરત જ શિશુના શારીરિક સ્વાસ્થ્યને નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ સ્કોર શિશુના જન્મ પછી 1 મિનિટ અને 5 મિનિટે લેવામાં આવે છે અને વિવિધ પરિમાણો પર આધારિત હોય છે. દરેક પરિમાણ માટે 0, 1, અથવા 2 પોઈન્ટ આપવામાં આવે છે, અને કુલ સ્કોર 0 થી 10 સુધી હોઈ શકે છે.
અપગાર સ્કોર ના પરિમાણો:
1.હૃદય ગતિ (Heart Rate):
0 પોઈન્ટ: હાજર નથી.
1 પોઈન્ટ: 100 જેટલા.
2 પોઈન્ટ: >100.
2.શ્વસન (Respiratory Effort):
0 પોઈન્ટ: કોઈ શ્વસન નથી.
1 પોઈન્ટ: નબળું અથવા અનિયમિત શ્વસન.
2 પોઈન્ટ: નિયમિત અને મજબૂત શ્વસન.
3.સ્નાયુ ટોન (Muscle Tone):
0 પોઈન્ટ: નબળા, શિથિલ.
1 પોઈન્ટ: થોડીક મોસળિયાપણું.
2 પોઈન્ટ: સક્રિય મૂવમેન્ટ.
4.રીફ્લેક્સ રિસ્પોન્સ (Reflex Irritability):
0 પોઈન્ટ: કોઈ પ્રતિસાદ નથી.
1 પોઈન્ટ: નબળું રડવું અથવા મોઢું વીંધવું.
2 પોઈન્ટ: મજબૂત રડવું અથવા છીંકવું.
5.ચામડીનો રંગ (Color):
0 પોઈન્ટ: સાવ નિલો.
1 પોઈન્ટ: શરીર ગુલાબી, હાથ-પગ નિલા.
2 પોઈન્ટ: આખું શરીર ગુલાબી.
અપગાર સ્કોરના અર્થ:
7-10: સામાન્ય, શિશુની હાલત સારી છે.
4-6: મૉડરેટલી ડિપ્રેસ્ડ, વધુ ધ્યાન આપવું જોઈએ.
0-3: ગંભીર રીતે ડિપ્રેસ્ડ, તાત્કાલિક ચિકિત્સા જરૂરી છે.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) સગર્ભાવસ્થા દરમ્યાન માતાને એનીમીયા થવાના કારણો લખી તે થતુ અટકાવવા માટે એ.એન.એમ તરીકે તમારી ભૂમિકા વર્ણવો.08
સગર્ભાવસ્થા દરમ્યાન એનીમિયા થવાના કારણો
સગર્ભાવસ્થામાં જ્યારે માતાના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર 11 gm/dl થી ઓછું હોય ત્યારે એને એનીમિયા કહેવાય છે.
1.પૌષ્ટિક કારણો (Nutritional Causes)
લોહતત્વની ઉણપ (Iron deficiency) -આ સૌથી સામાન્ય કારણ છે.
ફોલિક એસિડની ઉણપ (Folic acid deficiency) -રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી.
પ્રોટીનની ઉણપ – હિમોગ્લોબિન અને રક્તકણોની રચનામાં અસર કરે.
Vitamin B12 deficiency – ખાસ કરીને non-vegetarian ખોરાક ન લેતી સ્ત્રીઓમાં.
જો Hb ≤ 7 gm/dl હોય તો તરત higher center પર refer કરવું, કેમ કે severe anaemia માં રક્તસંચાર (Blood transfusion) જરૂરી થઈ શકે છે.
(૨) પ્રેગનન્સી દરમ્યાન માતાને કયા કયા જોખમો ઉદ્ભવી શકે છે?04
પ્રેગનેન્સી દરમિયાન માતાને નીચેના જોખમ થઈ શકે છે
માતાનાં નીચેના પૈકી કોઇપણ જોખમી ચિન્હો જણાય તો માતાને તાત્કાલીક FRU માં રીફર કરવી.
સગર્ભાવસ્થા દરમિયાન યોની માર્ગમાથી બ્લીડીંગ થવાને કોઇપણ પરિસ્થિતી પ્રસૂતી દરમિયાન તથા પ્રસૂતી બાદ ભારે માત્રામાં બ્લીડીંગ થાય છે.
ફિટસનું હેડ દેખાવા સાથે માતાને માથાનો સખત દુખાવો થાય છે.
ખેંચ આવવી કે બેભાન થઇ જવું.
સુવાવડનો સમય 12 થી 15 કલાક થી વધારે લંબાઈ ગયો હોય.
બાળકનો જન્મ થઈ ગયા બાદ 30 મીનીટની અંદર પ્લેસંટા બહાર આવી ન હોય પ્રીટર્મ ડિલીવરી.
પેટનો એકધારો સતત દુખાવો.
પેટના દુખાવા સાથે અથવા દુખાવા વિના પણ તાવ આવે અને ખુબ નબળાઇ લાગે.
ઝડપી શ્વસન એટલે કે અસ્થમાનું પેશન્ટ હોય.
આ સિવાય માતાને હ્રદય રોગ કે બીજી કોઇ બિમારી હોય.
બાળકનું હલન ચલન ઘટી જાય અથવા બંધ થઇ જાય.
માતાને વધારે પ્રમાણમાં ઉલ્ટી થતી હોય, ડિહાઇડ્રેશનની કન્ડીશન ઉભી થાય.
અથવા
(૧) પ્રેગનન્સીના ચિહનો અને લક્ષણો જણાવો.08
પ્રેગ્નન્સીના ચિહ્નો અને લક્ષણો
જ્યારે હેલ્ધી સ્ત્રીમાં રેગ્યુલર મેન્સ્ટ્રુએશનની ક્રિયા થતી હોય અને એમેનોરીયા થાય તો પ્રેગનન્સી હોય તેમ નક્કી કરી શકાય છે. જે ૯૮% સ્ત્રીઓમાં કન્ટીન્યુઅસ જોવા મળે છે. પરતું ઘણી વખત પ્રેગનન્સીને લગતા અમુંક ચિન્હો અને લક્ષણો જે દરેક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રેગનન્સી છે તેનું નિદાન કરવામાં સરળતા રહે તે માટે તેના ત્રણ ભાગ પાડવામાં આવે છે.
(1) પ્રીઝમાટીવ સાઈન
(2) પ્રોબેબલ સાઈન
(3) પોઝીટીવ સાઈન
(1) પ્રીઝરપ્ટીવ સાઈન
એમેનોરીયા.
બ્રેસ્ટ ચેન્જીસ
મોર્નિગ સીકનેસ
બ્લેડર ઈરીટેબીલીટી
સ્કીન ચેન્જીસ
ક્વીકનીંગ.
એમેનોરીયા :
એમેનોરીયા એટલે કે મેન્સટુએશન સાયકલનું બંધ થવું. પરતું આવી કંડીશન એન્વાયર મેન્ટલ ચેન્જીસ, ઈમોશનલ ડીસ્ટર્બસ, સીરીયસ બીમારી વગેરે કારણે પણ જોવા મળે છે. આ માટે છેલ્લા મેન્સ્ટ્રુએશન પીરીયડની તારીખ હમેશા યાદ રાખવી. જો બીજા મહીને આ તારીખો પસાર થઈ જાય અને મેન્સ્ટ્રુએશન ન આવે તો એમેનોરીયા છે તેમ કહી શકાય.
બ્રેસ્ટ ચેન્જીસ :
પ્રેગનન્સી દરમ્યાન બ્રેસ્ટનું એનલાર્જમેન્ટ અને ટેન્ડરનેસ જોવા મળે છે પરતું ઘણી વખત પ્રેગનન્સીના બદલે ઓવેરીયન સીસ્ટ કે ફાઈબ્રોઈડ યુટરસ હોય તો પણ બ્રેસ્ટમાં ચેન્જીસ જોવા મળે છે. જેમાં ટીંગલીગ, ટેન્સનેસ,સ્તનમાં ભારેપણ નોડયુલ્સ, બ્રેસ્ટ એનલાર્જમેન્ટ, નીપલ એનલાર્જમેન્ટ, બ્રેસ્ટનો કલર ચેન્જ થવો જેમાં નીપલનું ડાર્ક થવું અને પ્રાઈમરી અને સેકન્ડરી એરીઓલર ચેન્જીસ જોવા મળે છે. મોન્ટોગમેરી ટ્યુબકલ જોવા મળે તથા નીપલ માંથી કોલોસ્ટ્રોમ બહાર આવે વગેરે ચેન્જીસ જોવા મળે છે.
મોર્નિંગ સીકનેસ :
૫૦% સ્ત્રીઓ પ્રેગનન્સી દરમ્યાન ૪ થી ૧૪ વીક સુધીમાં વહેલી સવારમાં બીમાર હોય તેવું લાગ્યા કરે છે. જેમાં કાઈ પણ ગમે નહી, ઉબકા સાથે ઉલટી થાય. ગીડીનેસ લાગે વગેરે ફીલીંગ્સ થયા કરે પણ તે ઘણા બીજા કારણોને લીધે પણ જોવા મળે છે. જેમ કે બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી પાચન તંત્રમાં ગરબડ થઈ જેમ કે ગેસ્ટ્રાઈટીસ કોન્સ્ટીપેશન વગેરે કારણો ને લીધે પણ નોશીયા અને વોમીટીંગ જોવા મળે છે પરતું જો એમેનોરીયા અને મોર્નિંગ સીકનેસ સાથે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ કહી શકાય.
બ્લેડર ઈરીટેબીલીટી :
સામાન્ય રીતે યુટ્રસનું પ્રેસર બ્લેડર પર આવતા પ્રેગનન્સીનો શરૂઆતનાં વીક દરમ્યાન વાંરવાર યુરીન પાસ કરવા માટેનું સેન્સેશન થાય છે. જે બ્લેડર પર આવતા પ્રેશરને લીધે બ્લેડર ઈરીટેબીલીટી જોવા મળે છે પરતું આવી કંડીશન યુરીનરી ટ્રેકમાં ઈન્ફેકશન હોય કે અન્ય કોઈ યુરીનરી સીસ્ટીમના ડીસીઝ હોય તો પણ જોવા મળે છે.
સ્કીન ચેન્જીસ :
જેમાં શરીરમાં હોર્મોનલ ચેન્જીસના કારણે સ્કીન પર પીગમેન્ટેશન, સ્ટ્રાયા ગ્રેવિડા, લીનીયા નીગ્રા વગેરે કંડીશન જોવા મળે છે. પરતું ઘણીવાર સ્કીન ઈન્ફેક્શન નાં લીધે પણ આવી કંડીશન જોવા મળે છે.
ક્વીકનીંગ :
પ્રેગનન્સીનાં ૧૬ થી ૨૦ વીક દરમયાન ફીટસની ગર્ભાશયમાં પ્રથમ મુવમેન્ટ થાય છે જે મધરને ફીલ થાય છે જેને ક્વીકનીંગ કહેવાય છે.
૧૦ વીક પછીથી ફીટસના લીમ્બસનું ડેવલોપમેન્ટ થતા તે ગર્ભાશયમાં હલન ચલન કરે છે આ ગર્ભાશયમાં એમ્નીઓટીક બ્લ્યુઈડ હોવાથી તે સહેલાઈથી મુવમેનટ કરી શકે છે પરતું ઘણી વખત વંધત્વનાં લીધે લોકોના ફીટકારથી બચવા સ્ત્રી ડૉકટરને આ પ્રકારની ખોટી હીસ્ટ્રી આપે છે તેથી જો સ્ત્રી ક્વીકનીંગ ને હીસ્ટ્રી આપે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય નહી પરતું ક્વીકનીંગ ની સાથે સાથે યુટ્રસનો ગ્રોથ, ફીટલ પાર્ટસ ફીલ થવા વગેરે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય.
(2) પ્રોબેબલ સાઈન
હેગાર્સ સાઈન
ચેન્જ ઓફ ધ યુટ્રસ
જેકવીમેયર્સ સાઈન
ઓસીએન્ડર્સ સાઈન
સોફટનીંગ ઓફ ધ સર્વિક્સ
યુટ્રાઈન સફલ
એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ
ઈન્ટરનલ બેલોટમેન્ટ
હેગાર્સ સાઈન :
આ એકઝામીનેશન ૬ થી ૧૨ વીક દરમ્યાન કરવામાં આવે છે. જે પ્રેગનન્સી છે કે નહી? અને કેટલા મહીના છે તે નક્કી કરવા માટે કરાય છે, જેમાં સ્ત્રીને બ્લેડર ખાલી કરાવી લીથોટોમી, પોઝીશન આપી અને પરવજાયનલ એકઝામીનેશન કરવી જેમાં જમણા હાથની બે આંગળી (ગ્લાઉઝ પહેરીને) વજાયના માં દાખલ કરવી તથા બીજા હાથની હથેળી એબ્ડોમીન પર મુકી એકઝામીનેશન કરવામાં આવે છે. જો પ્રેગનન્સી હોય તો યુટ્રસ સોફ્ટ થઈ ગયેલ લાગે છે. તથા અંદરની બન્ને આંગળી વજાયના માં દાખલ કરવી તથા એકઝામ કરવામાં આવે છે. અંદરની બન્ને ફીંગર્સ એબ્ડોમીન પરથી ફીલ થાય છે.
ચેન્જ ઓફ ધ યુટ્રસ :
પ્રેગનન્સી નાં ૮ વીક થતાં યુટ્સ સોફ્ટ બને છે તથા તેનો આકાર ગ્લોબ્યુલર બને છે તેની સાઈઝમાં પણ વધારો થાય છે.
જેક્વીમીયર્સ સાઈન :
આ સાઈન માં વજાયનલ મ્યુકસ મેમ્બરન વાયોલેટ બ્લ્યુ કલરની જોવા મળે છે જેમાં પ્રેગનન્સી દરમ્યાન વાસ્ક્યુલરીટી વધવાથી ( બ્લડ સપ્લાય) જોવા મળે છે. અને જે પ્રેગનન્સીનાં ૮ વીક બાદ જોવા મળે છે.
ઓસીએન્ડર્સ સાઈન :
આ સાઈનમાં પ્રેગનન્સીના ૮ વીક દરમ્યાન લેટરલ ફોરનાઈસીસમાં પલ્સેશન જોવા મળે છે. જે પેલ્વીક કન્જેશનનાં લીધે જોવા મળે છે.
સોફટનીંગ ઓફ ધ સર્વિકસ :
પર વજાયનલ એકઝામીનેશન કરતા પ્રેગનન્સી દરમ્યાન સર્વિક્સ સોફ્ટ ફીલ થાય છે જે હોઠ જેવું સોફ્ટ ફીલ થાય છે. અને જો પ્રેગનન્સી ના હોય તો સર્વિક્સ નાકની ટીપ જેવું સખત લાગે છે.
યુટ્રાઈન સફલ :
પ્રેગનન્સી દરમ્યાન યુટ્રાઈન આર્ટરીનો બ્લડ ફ્લો વધે છે જેનો અવાજ એબ્ડોમન પરથી ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકાય છે.
એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ :
પ્રેગનન્સીમાં એનલાર્જમેન્ટ પધ્ધતીસર હોય છે. બાકી અન્ય કોઈ કંડીશનમાં યુટ્રસ એનલાર્જ પધ્ધતીસર થતું નથી પરતું ઘણીવાર ટ્યુમર
એસાઈટીસ વગેરે ને કારણે એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ જોવા મળે છે.
ઈન્ટરનલ બેલોટમેન્ટ :
પરવજાયનલ એકઝામીનેશનમાં પ્રેગનન્સી દરમ્યાન એબ્ડોમનનાં ઉપરનાં ભાગે હાથેળી રાખીને યુટ્રસનાં ફંડસને પકડીને યુટ્રસને હલાવવામાં આવે તો તે હલે છે આ ક્રિયાને બેલોટમેન્ટ કહે છે.
(3) પોઝીટીવ સાઈન
ફીટલ મુવમેન્ટ
ફીટલ પાર્ટ્સ
ફીટલ હાર્ટ સાઉન્ડ
રેડીયોલોજી અને સોનોગ્રાફી
બાયોલોજીકલ ટેસ્ટ./પ્રેગનન્સી ટેસ્ટ
ફીટલ મુવમેન્ટ :
યુટ્રસમાં ફીટસની વૃધ્ધિ થાય ત્યારે તેનું હલન ચલન થાય છે જે માતા અનુભવી શકે છે. આ મુવમેન્ટ માતા તેની પ્રેગનન્સીનાં ૨૦ વીક થી અનુભવી શકે છે. જેને ક્વીકનીંગ સાઈન કહે છે.
ફીટલ પાર્ટસ :
પ્રેગનન્સીના ૨૦થી ૨૪ વીક દરમ્યાન ફીટસ નાં પાર્ટસ ડેવલોપ થઈ ગયા હોવાથી અબ્ડોમીનલ એકઝામીનેશન કરતા તે ફીલ કરી શકાય છે જેથી તે પોઝીટીવ સાઈન છે.
ફીટલ હાર્ટ સાઉન્ડ :
પ્રેગનન્સી દરમ્યાન ફીટલ હાર્ટ સાઉન્ડ એબ્ડોમન પર ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્વારા ૨૦ થી ૨૪ વીકે સાંભળી શકાય છે. જે ૨૮ વીક બાદ કલીયરલી સાંભળી શકાય છે જે ૧૨૦ થી ૧૪૦/મીનીટ હોય છે.
સોનોગ્રાફી :
જ્યારે સ્ત્રીની ૬ વીકની એમેનોરીયાની હીસ્ટ્રી હોય અને તેની પ્રેગનન્સી દરમ્યાન તેની સોનોગ્રાફી કરવામાં આવે તો ફીટસને જોઈ શકાય છે તથા તેના ફીટલ હાર્ટ સાઉન્ડ પણ સાંભળી શકાય છે.
યુરીન પ્રેગનેન્સી ટેસ્ટ :
આ ટેસ્ટ પ્રેગનન્સી કન્ફર્મ કરવા માટે રીલાયેબલ છે તેમાં જો પ્રેગનન્ટ સ્ત્રીના યુરીન માં ગોનાડોટ્રોફીક હોર્મોન હોય તો પ્રેગનન્સી પોઝીટીવ છે કે નહી તે જાણી શકાય છે જો પ્રેગનન્સી પોઝીટીવ હોય તો યુરિન પ્રેગ્નેસી કિટ મા યુરિન ના બે ડ્રોપ્સ નાખવાથી તેમાં બે ઘાટી લાઈન જોવા મળે છે અને નેગેટીવ હોય તો એક જ લાઈન જોવા મળે છે.
બાળક ધાવણ લેતું હોય ત્યારે નીપલને ચૂસતું હોય છે. તેની આ ક્રિયાથી એન્ટિરિયર પિચ્યુટરી ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. કે જે ઓવરીની પ્રવૃત્તિને મંદ કરી દે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગર્ભાવસ્થા સામે 88% જેટલું રક્ષણ પૂરું પાડે છે.
🔸સર્વાઇકલ મ્યુકસ મેથડ(CMM)
માસિક ચક્રના ફળદ્રુપતા અને બિન ફળદ્રુપતા તબક્કા દરમિયાન મ્યુકસની ઘટ્ટતામાં ફેરફાર જોવા મળે છે. માસિક પછી ઘટ્ટ મ્યુકસ સર્વિક્સને બંધ કરી દે છે. અને તે સ્પમના પ્રવેશને અવરોધે છે. સ્ત્રી વાલ્વ સુષ્ક થઈ ગયેલ હોય તેવું અનુભવે છે.એ સમય સંભોગ ક્રિયાથી ગર્ભાવસ્થા રહેતી નથી.
🔸એબસ્ટીન્નસ(સંયમ પાલન)
આમાં અમુક ચોક્કસ સમયગાળામાં સંભોગની ક્રિયા કરવામાં આવતી નથી. આ રીતને સ્ટાન્ડર્ડ ડે મેથડ (SDM) પણ કહે છે.
🔸કોઈટસ ઇન્ટરપટ
આ જૂની મેથડ છે. છતાં પણ કોઈ પણ પ્રિકોશન ન લેવા કરતા ઉત્તમ છે. પરંતુ તેની ભલામણ કરી શકાય નહીં. આ રીતમાં વીર્યસ્ખલન વજાઈનાની અંદર ન કરતા વજાઇનાની બહાર કરવામાં આવે છે.
🔸શરીરના તાપમાનનું નિરીક્ષણ
સ્ત્રીને દરરોજ સવારના સમયે શરીરનું તાપમાન માપવા માટે જણાવવું જોઈએ. તેની નોંધ રાખવી જોઈએ. ઓવ્યુલેશનની ક્રિયા પછીથી શરીરનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે. અને તે માસિક સુધી યથાવત રહે છે માસિક ચક્રનો બિન ફળદ્રુપતા તબક્કો ત્રીજા દિવસથી શરૂ થાય છે. ત્રીજા દિવસ પછી શરીરનું સામાન્ય તાપમાન થઈ જાય છે. શરીરના તાપમાન ઉપર ઘણા પરિબળો અસર કરી છે દા.ત. માનવની ચિંતા, નિરક્ષરતા, દારૂ , મોડી રાત્રે ઊંઘવું વગેરે. પ્રસુતિ પછી દરરોજ તાપમાન માપવાનું માતા માટે મુશ્કેલ બની જાય છે. જેથી આ રીતનો ઉપયોગ સલાહ ભરેલ નથી.
🔸રીધમ મેથડ (કેલેન્ડર મેથડ)
આ મેથડને કેલેન્ડર મેથડ પણ કહે છે આ રીતમાં સલામત સમય શોધી કાઢવામાં આવે છે. ટૂંકા માસિકચક્રમાંથી 20 દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો પ્રથમ દિવસ ગણવો.
લાંબા માસિક ચક્રમાંથી ૧૧ દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો છેલ્લો દિવસ ગણવો.
🔸ગર્ભ નિરોધક ગોળીઓ તથા ઇન્જેક્શન
A. ગર્ભ નિરોધક ગોળીઓ
કમ્બાઇન્ડ ઓરલ પીલ્સ: આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની બનાવટ છે. તે માલા-ડી અને માલા-એન સ્વરૂપે મળે છે.
B. ગર્ભ નિરોધક ઇન્જેક્શન
અંતઃસ્ત્રાવોથી બનેલા આવા ઇન્જેક્શનો બજારમાં ઉપલબ્ધ છે. દા.ત.DMPA કે જે પ્રોજેસ્ટેરોનની બનાવટ છે.
🔸IUCD : ઇન્ટરાયુટેરાઇન કોન્ટ્રાસેપટીવ ડિવાઇસ
બજારમાં ઘણા પ્રકારના IUCD ઉપલબ્ધ છે. પણ તેમાંથી કોપર ટીનો ઉપયોગ વધુમાં વધુ થાય છે.
(૩) એબનોર્મલ પરપ્યુરીયમ એટલે શું?તે અટકાવવા માટે એ.એન.એમ એ શું-શું પગલા લેવા જોઈએ?
Definition
પ્યુરીયરીયમ (Puerperium) એટલે પ્રસૂતિ પછીનો સમય, સામાન્ય રીતે 6 અઠવાડિયા (42 દિવસ) સુધીનો, જેમાં માતાનું શરીર ગર્ભાવસ્થા પહેલાંની સ્થિતિમાં પાછું આવે છે.
એબનોર્મલ પ્યુરીયરીયમ (Abnormal Puerperium) એટલે આ સમયમાં માતામાં એવી જટિલતાઓ અથવા અસામાન્ય સ્થિતિઓ થવી, જે સામાન્ય પુનઃસ્થાપન પ્રક્રિયામાં વિક્ષેપ કરે.
Episiotomy wound અથવા tearની રોજ તપાસ અને સફાઈ કરવી.
હાથ ધોઈને જ કોઈ પણ આંતરિક તપાસ અથવા નાળ કાપવાનું કામ કરવું.
(C) પૌષ્ટિકતા અને આરામ
માતાને પૌષ્ટિક, પ્રોટીન અને આયર્ન સમૃદ્ધ આહાર આપવાનો સલાહ આપવો.
પૂરતો આરામ અને ઊંઘ લેવાની સલાહ.
(D) સ્તન સંભાળ
Breastfeeding વહેલું શરૂ કરાવવું જેથી uterus સકડી થાય અને PPH ઘટે.
સ્તનોમાં કઠણાશ કે દુખાવો હોય તો ગરમ પાણીની સિકાઈ અથવા યોગ્ય પોઝિશન સૂચવવી.
(E) જટિલતાઓની વહેલી ઓળખ
તાવ, દુખાવો, ભારે રક્તસ્ત્રાવ, ગંધવાળી લોકિયા વગેરેના લક્ષણો જણાય તો તરત higher centre પર refer કરવું.
ANM એ home visit દરમ્યાન આ લક્ષણો પર ખાસ ધ્યાન આપવું.
(F) માનસિક આરોગ્ય
માતા સાથે વાતચીત કરીને postpartum depression કે anxietyના લક્ષણો ઓળખવા અને જરૂરી સહાય આપવી
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)12
(૧) પ્લેસન્ટા પ્રેવીયા
પ્લાસેન્ટા પ્રીવીયા
Definition : સામાન્ય રીતે પ્લેસેન્ટાયુટરસનાલેટરલસેગમેન્ટમાં કે અપર સેગમેન્ટમાં હોય છે. પરંતુ કોઈ કારણસર જ્યારે પ્લેસેન્ટા થોડી કે પુરેપુરીલો અરયુટેરાઈનસેગમેન્ટમાં ચોટેલી હોય તો તેને પ્લેસેન્ટા પ્રીવીયા કહેવાય છે.
કારણો:
આનું મુખ્ય કારણ અનનોન એટલે કે જાણવા મળતું નથી.
અન્ય કારણો જેમાં
મલ્ટીપારા હોય
મોટી ઉંમરે પ્રેગનેન્સી હોય
અગાઉ સીઝેરીયન થયેલ હોય
યુટરસમાં સ્કાર હોય
પ્લેસેન્ટા મોટી હોય
ટવીન્સ હોય
પ્લેસેન્ટા પ્રિવિયાના પ્રકાર
પ્લેસેન્ટા પ્રીવીયાના પ્રકાર તે કઈ જગ્યાએ ચોટેલ છે તે મુજબ આપવામાં આવે છે.
ટાઈપ-૧ : લેટરલ અથવા લો લાઇગંપ્લેસેન્ટા પ્રીવીયા
આમાં પ્લેસેન્ટાનોમોટો ભાગ અપર સેગમેન્ટ પર હોય છે.
પ્લેસેન્ટાઇન્ટરનલ ઓસ સુધીપોહચતી નથી વઝાયનલડીલીવરી સંભવ છે.
૨) ટાઈપ-૨ : માર્જિનલ પ્લેસેન્ટા પ્રીવીયા
આમાં પ્લેસેન્ટા ઇન્ટરનલ ઓસ સુધી પોહયે છે પરંતુ તેને કવર કરતી નથી.
જો પ્લસેન્ટાએન્ટીરીયર હોય તો વજાયનલડીલાવરી સંભવ છે
૩) ટાઇપ-૩ : ઇન્કમ્લીટ અથવા પાર્સીયલ સેન્ટ્રલ પ્લેસેન્ટા પ્રીવીયા
ઇન્ટરનલ ઓસ ને સેન્ટ્રલી નહી પણ પાર્સીયલી કવર કરે છે
૪) ટાઈપ-૪ : કંપલીટ અથવા સેન્ટ્રલ પ્લેસેન્ટા પ્રીવીયા
આમાં પ્લેસેન્ટાનો ભાગ લોઅરસેગમેન્ટમાંપુરેપુરી હોય છે.
પ્લેસેન્ટાઇન્ટરનલ ઓસ ને પુરેપુરી અને ફુલ ડાયલેટેશન વખતે પણકવરરહે છે.
માતા અને બેબીનીલાઇફબચાવવા માટે સીજેરીયનનીજરુર પડે છે.
ચિન્હો અને લક્ષણો
અચાનક બ્લીડીંગ થાય
સામાન્ય બ્લીડીંગ થાય
દુઃખાવોહોતો નથી
બ્લીડીંગ માટે કોઈ કારણ જણાતું નથી
વારંવાર બ્લીડીંગ થતું જોવા મળે છે.
સામાન્ય રીતે ૩૮ અઠવાડીયા પહેલા વધુ બ્લીડીંગ જોવા મળે છે.
સારવાર
1) કમ્પલિટ બેડ રેસ્ટ આપવો
2) ક્યારેક પણ વજાયનલએક્ઝામીનેશન કરવી નહિ.
3) હેડ લો પોઝીશન આપવી
4) આઈ.વી.લાઈન ચાલુ કરી દેવી
5) હળવા હાથે એમ્બડોમિનલએકઝામીનેશન કરવી.
6) બ્લડ સેમ્પલ લઈ ગુપીંગકોસમે ચીંગ કરાવવું.
7) બ્લડ ડોનરને તૈયાર રાખવા.
8) ફિટલ હાર્ટ સાઉન્ડ અને મુવમેન્ટની નોંધ કરવી.
9) બેડ પર જ સોનોગ્રાફી કરવી.
10) સીઝેરીયનસેક્સન માટેની સંપૂર્ણ તૈયારી કરવી.
(2) AMTSL
ACTIVE MANAGEMENT OF THIRD STAGE OF LABOUR (AMTSL) – એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર
(1) યુટેરોટોનીક ડ્રગ્સ:
સેકંડ બેબી નથી તેની ખાતરી કર્યા બાદ ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનીટ આઇ. એમ. આપવું.
ઇન્જેક્શન ઓક્સીટોસીન ઉપલબ્ધ ન હોય તો મિઝોપ્રોસ્ટોલ ટેબલેટ (૬૦૦ માઇક્રોગ્રામ) ઓરલી આપવી.
(2) કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી):
કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી) પ્રક્રિયા કરવાની રીત :
ફોરસેપ્સ લગાળેલા આ છેડા તથા ફોર્સેપ્સ અને એક હાથ વડે પકડો.
બીજા હાથ સ્ત્રીના પેઠુંના અસ્થિના બરાબર ઉપરના ભાગ ઉપર મુકો.
આ હાથ નિયંત્રિત નાળ તણાવ દરમ્યાન ગર્ભાશયના ઉપરના ભાગ ઉપર પ્રતિ તણાવ ( વિરુધ્ધ દિશામાં /ઉપર તરફ દબાણ) લગાવીને ગર્ભાશયને સ્થિર રાખવા માટે છે.
નાળ ઉપર થોડોક તણાવ રાખો અને ગર્ભાશયનું પ્રબળ સંકોચન થવાની રાહ જોવો.
જ્યારે ગર્ભાશય સંકોચાય જેનો ખ્યાલ ગર્ભાશયના સખત અને ગોળાકાર થવાથી આવે છે.
અથવા જ્યારે નાળનો યોની દ્વારા બહારનો ભાગ લાબો થાય ત્યારે ઓરની પ્રસુતિ કરાવવા માટે નાળને હળવેથી નીચે તરફ ખેર્ચો બીજા હાથ વળે ગર્ભાશય ઉપર પ્રતિ તણાવ આપવાનું ચાલુ રાખો.
જો સી.સી.ટી શરૂ કર્યા બાદ ૩૦ થી ૪૦ સેકંડમા ઓર (પ્લેસંટા) નીચે આવતી ન લાગે એટલે કે ઓર (પ્લેસંટા) છુટી પડવાના કોઇ પ્રકારના લક્ષણો ન જણાય તો નાળ ઉપર તણાવ લગાવવાનું ચાલુ ન રાખો.
પ્લેસેન્ટા છુટું પડવાના લક્ષણો નીચે મુજબ છે:
ગર્ભાશય સખત અને ગોળાકાર (ગર્ભાશય નું સંકોચન) બને છે.
નાળનો યોની દ્વારની બહાર તરફનો ભાગ લાંબો થાય છે.
જ્યારે ઓર (પ્લેસંટા) છુટી પડે છે ત્યારે લોહી અચાનક ઉછળીને બહાર ધસી નીકળે છે.
જો ગર્ભાશયના ઉપરના ભાગને ધીમેથી ઉપર નાભી તરફ ઠેલવામાં આવશે તો નાળ યોની માર્ગમા પાછી નહી જાય.
ગર્ભાશયના બીજા સંકોચન માટે રાહ જુવો. અને ફરીથી પ્રતિતણાવ આપતા રહી કંટ્રોલ કોર્ડ ટ્રેકશન(સી.સી.ટી)નું પુનરાવર્તન કરો.
જેવી પ્લેસંટા બહાર આવે છે કે તરત જ તેના પડ ફાટી ન જાય તે માટે તેને બન્ને હાથ વડે પકડી લો.
જો પડ આપોઆપ બહાર ન આવે તો ઓરને ધીમે ધીમે ફેરવો. જેથી વળ ચઢવાથી પળ દોરડી જેવું બની જાય અને ત્યારબાદ તેમને છુટા પાડવામાં સહાય કરવા તેમને ઉપર નીચે કરો જો તેમને ખેચવામાં આવે તો પળ પાતળુ હોવાથી તે ફાટી જવાની અને ગર્ભાશયમા રહી જવાની શક્યતા રહે છે.
જો પડ ફાટી જાય તો યોનીમાર્ગનો ઉપરનો ભાગ તથા ગર્ભાશયનું મુખ કાળજીપુર્વક તપાસો. અને જો પળનો કોઇ ટુકડા હોય તો તમારી આંગળીઓ કે સ્પંજ ફોરસેપ્સનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢો.
હથેળીને વાળીને યુટરસના ફંડસ પર રાખવી અને સીધા કોન્ટ્રાકશનને અનુભવવા.
યુટરસના ફંડસને સરક્યુલર મોશનમાં હથેળીને વાળીને જ્યાં સુધી સારા કોન્ટ્રાક્શન ન આવે ત્યાં સુધી મસાજ કરવું જો યુટરસ ફુલી કોન્ટ્રેકટેક હશે તો કિકેટના દડા જેવું હાર્ડ અનુભવાશે.
જ્યારે યુટરસ કોન્ટ્રેકટેડ હોય ત્યારે તમારી આગળીઓને ફડસના પાછળના ભાગે રાખીને નીચેની બાજુએ ધક્કો મારવો જેથી સ્મુથ રીતે ક્લોટસ બહાર આવશે.
બ્લડને કન્ટેઇનરમાં ભેગું કરવું અથવા વલ્વાની નજીક ચોખ્ખી પ્લાસ્ટિક શીટ રાખી ભેગું કરવું કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયુ તેના તારણ કાઢીને રેકોર્ડ કરવું.
(4) પ્લેસન્ટા ,મેમ્બ્રેન અને અંબીલીકલ કોર્ડની તપાસ કરવાની રીત :
પ્લેસંટાની માતા તરફની સપાટી:
તમારી હથેળીઓ સીધી રાખીને પ્લેસંટાની માતા તરફની સપાટી તમારી તરફ રહે તે રીતે પ્લેસંટાને બે હથેળીઓમા પકડો.
નીચે મુજબ તપાસ કરો
તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) હોવા જોઇએ.
તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) એક્બીજા સાથે બંધબેસતા અને એકત્રીત હોવા જોઇએ.
માતા તરફની સપાટીને પાણી વડે કાળજીપૂર્વક સાફ કર્યા બાદ તે ચળકતી છે કે નહીં તે જોવું.
જો કોઇ ભાગ ખુટતો હોય અથવા નાના ભાગો (લોબ્યુલ્સ) એકબીજા સાથે બંધબેસતા ન આવતા હોય તો ગર્ભાશયમાં પ્લેસંટાના ટુકડા રહી ગયા હોવાની શંકા કરો.
પ્લેસંટાની શિશુ તરફની સપાટી:
એક હાથમાં નાળ પકડો અને પ્લેસંટા તથા મેમ્બ્રેનને ઉંધી વળી ગયેલી છત્રીની જેમ લટકતી રાખો.
નાળની રક્તવાહીનીઓ નાળમાથી પસાર થતી જોઇ શકાશે.
મુક્ત છેડા વાળી રક્તવાહીનીઓ અને કાણાં માટે તપાસ કરો જે ગર્ભાશયમાં કોઇ ભાગ રહી ગયાનું દર્શાવી શકે છે.
નાળના પ્રવેશની તપાસ કરો. ખાસ કરીને તે ભાગની તપાસ કરો જ્યાં નાળ પડમાં દાખલ થાય છે અને પછી જયાંથી પ્લેસંટા તરફ આગળ વધે છે.
મેમ્બ્રેન (પડ) :
કોરીયોન ગર્ભાશયના સંપર્કમાં રહેતુ પડ છે. તે ખરબચડુ અને જાડું હોય છે.
એમ્નિઓન અંદરનું પડ છે જે પાતળું અને ચળકતું હોય છે.
એમ્નિઓન નાળાના પ્રવેશવાના ભાગ સુધી છુટુ પાડી શકાય છે.
જે ભાગમાંથી પડ તુટ્યા હોય અને બાળક બહાર આવ્યુ હોય તે તુટેલા ભાગની કિનારમાં બન્ને મેમ્બ્રેસ જોઇ શકાય છે.
જો મેમ્બ્રેસના ટુકડા થયા ગયા હોય તેમને ભેગા ગોઠવો અને ખાતરી કરી કે તે પુરેપુરા છે.
કોર્ડ (નાળ) :
નાળની તપાસ કરવી જોઇએ તેમા બે ધમનીઓ અને એક શિરા હોય છે જો એક જ ધમની જોવા મળે તો બાળકને જન્મજાત વિકૃતિ છે કે કેમ તેની તપાસ કરો.
લોઅર વજાયના અને પેરીનીયમનું નિરીક્ષણ:
ધ્યાન રાખવું કે પુરતા પ્રમાણમાં લાઇટ પેરીનીયમ પર પડે.
ગ્લોઝ પહેરીને હળવેથી લેબીયાને અલગ કરવા અને પેરીનીયમ અને વજાઇનાને બ્લીડીંગ તેમજ ટેર માટે તપાસવાં.
જો તિરાડ હોય તો તેને શોધીને તેનું તાત્કાલિક મેનેજમેન્ટ કરવું.
વલ્વા અને પેરીનીયમને વોર્મ પાણીથી હળવેથી સાફ કરવા અથવા એન્ટીસેપ્ટીક સોલ્યુશન વાપરવું અને ચોખ્ખા અને સોફ્ટ કપડાથી સુકવવું.
ચોખ્ખા/તડકામાં સુકવેલાં કપડાં અથવા પેડને પેરીનીયમ પર રાખવું
ભીની ગંદી પથારીને દૂર કરીને મધરને કમ્ફરટેબલ પોઝીશીન આપવી.
(3) ANC
Definition : Antenatal Care એ ગર્ભાવસ્થા દરમિયાન મા અને ભ્રૂણના આરોગ્યનું નિયમિત નિરીક્ષણ, સંભાળ અને માર્ગદર્શન આપવાની પ્રક્રિયા છે, જેથી પ્રસૂતિ સલામત થાય અને માતા-શિશુનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
મુખ્ય હેતુઓ
ગર્ભાવસ્થાની પુષ્ટિ અને અવધિ નિર્ધારિત કરવી.
મા અને ભ્રૂણના આરોગ્યની નિયમિત તપાસ કરવી.
જટિલતાઓનું વહેલું નિદાન અને નિવારણ.
પૌષ્ટિક માર્ગદર્શન અને લોહી/વિટામિન પૂરક આપવું.
પ્રસૂતિ અને સ્તનપાન અંગે શિક્ષણ આપવું.
મુખ્ય ઘટકો
રજીસ્ટ્રેશન અને પ્રથમ તપાસ (ગર્ભાવસ્થા 12 અઠવાડિયા પહેલાં)
નિયમિત ANC મુલાકાતો (WHO મુજબ ઓછામાં ઓછા 4–8 મુલાકાતો)
નવજાત શિશુને પુન:જીવન આપવું એટલે કે રીસસીટેશન ૯૦ % નવજાત શિશુઓ ત્યારે પોતાની મેળેજ શ્વાસોશ્વાસ કરતાં થઈ જાય છે.
આવા બાળકો જન્મ પછી તાત્કાલીક પગલા લેવાના જરૂર પડતી નથી.
ફ્ક્ત ૧૦% શિશુઓને જ જન્મ સમયે શ્વાસોશ્વાસ ચાલુ થવા માટે થોડી વધું મદદની જરૂર પડે છે અને ફક્ત ૧ % શિશુઓને જ ઘનિષ્ટ પુનઃશ્વસન પધ્ધતિઓની જરૂર પડી શકે છે.
જન્મ સમયે કોઇપણ નવજાત શિશુ ને શ્વાસની તકલીફ થઈ શકે છે દરેક પ્રસુતિ માં આવી પરિસ્થિતિઓ માટે આગોતરૂ આયોજન અને તૈયારી ખુબ જ અગત્યનું છે.
દરેક પ્રસુતિ કરાવનાર ને નવજાત શિશુ ને પુર્નશ્વસન ની આવડત )આગોતરૂ આયોજન, તૈયારી, સમયસર જોખમને ઓળખવું અને ઝડપી તેમજ સાચી પ્રક્રિયા (અને તેના માટેની જરૂરી સાધનસામગ્રી કે જે સ્વચ્છ અને કાર્યરત હોય તેવા પુરા પાડવા ખુબજ જરૂરી છે .
જ્યારે જરૂર પડે ત્યારે ઝડપી અને સાચી રીતે પ્રક્રિયા કરી શકે..
વધારાના ઓક્સિજન કરતા પૂરતા પુર્નશ્વસન ના પગલા મહત્વ ના છે .
બેગ અને માસ્ક દ્વારા કુત્રીમ શ્વોસોશ્વાસ ની ક્રિયા ઝડપી થાય તે નળી દ્વારા ઓક્સિજન અપાય તેના કરતા વધુ મહત્વનું છે માટે દરેક જગ્યાએ કુત્રીમ શ્વોસોશ્વાસ ની ક્રિયાની સિવિધા ઉપલબ્ધ થાય તે જરૂરી છે.
જ્યાં ઓક્સિજન આપવાની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યા પણ બેગ અને માસ્ક દ્વારા કુત્રીમ શ્વોસોશ્વાસની ક્રિયા થઇ શકે.
પુન:શ્વસન પછીની સંભાળ:
જે બાળકને ફક્ત કૃત્રિમ શ્વાસોશ્વાસ નીજરૂર પડી છે તેને નિરીક્ષણ હેઠળની સંભાળ આપવી જરૂરી છે. તેમ છતાં જે બાળકોને લાંબા સમય સુધી કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર પડી છે તેની પરિસ્થિતિ બગાડવાનો જોખમ વધારે છે. તેથી તેઓ વધુ જોખમી છે અને તેઓને ગમે ત્યારે જોખમો ઉભા થઈ શકે છે આવા બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ સંભાળ( પુનઃ સ્વસન પછી ની સંભાળ )રાખવી ખૂબ જરૂરી છે.
બાળકને હૂંફાળું રાખો.
શ્વાસોશ્વાસ, ઉષ્ણતામાન રંગ ચકાશો.
લોહીમાં સુગરનું પ્રમાણ જાળવો.
જોખમ માટે નિરીક્ષણ કરતા રહો.
જો સારું હોય તો સ્તનપાન ની શરૂઆત કરાવો.
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12
(1) ટુ લેબર પેઈન : ટુ લેબર પેઈન નો અર્થ પ્રસવક્રિયામાં થતો બે પ્રકારનો દુખાવો.
સામાન્ય રીતે આ બે પ્રકાર એવા છે:
સામાન્ય રીતે પ્રસવના બીજા તબક્કામાં (બાળક બહાર આવતી વખતે) થાય છે.
પ્રારંભિક (Visceral) લેબર પેઈન
વ્યાખ્યા: ગર્ભાશયના સંકોચન (uterine contractions) અને ગર્ભાશયના ગળા (cervix) ની ખેંચાણથી થતો ઊંડો, ઠેસ જેવો દુખાવો.
સામાન્ય રીતે પ્રસવના પહેલા તબક્કામાં થાય છે.
દુખાવો પેટના નીચેના ભાગ, કમર અને જાંઘના અંદરના ભાગમાં અનુભવાય છે.
અંતિમ (Somatic) લેબર પેઈન
વ્યાખ્યા: યોનિ, પેરિનિયમ અને ગર્ભાશયના નીચલા ભાગની ખેંચાણ તથા ભેળવણથી થતો તેજ, તીખો અને ચોક્કસ જગ્યાનો દુખાવો.
(2) અફેશમેંટ ઓફ સર્વિક્સ: સગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં સર્વિક્સની લંબાઈ ઘટે છે. ઈન્ટરનલ ઓસ ઉપર ખેંચાય છે. અને યુટરસનો નીચેનો ભાગ ખેંચાય જાય છે. જેવી રીતે ફુગ્ગો ફુલાવતા તેનો આગળનો ભાગ એકદમ ટુકો થાય તેવી જ રીતે સર્વિસ પણ ટૂંકી થાય છે. તેને જ્યારે પર વજાયનલ તપાસ કરતા સર્વિક્સ ફિંગર વડે ફીલ કરતા સર્વિકસ પાતળુ થતુ જણાય છે તેને અફેશમેંટ ઓફ સર્વિક્સ થયું કહેવાય.
(3) પોલારિટી: આખા પ્રસવકાળ દરમ્યાન યુટ્રસના બન્ને પોલ સહકારથી સંકોચન પ્રસરણની ક્રિયા કરે છે. તેને પોલારીટી કહેવાય છે.
ઉપરનો ભાગ ખુબજ સંકોચાય છે જેના લીધે ફીટસ નીચે આવે છે અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે. જેના લીધે ફીટસ નીચે આવે છે. અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે જેના લીધે સર્વિકક્ષ ડાયલેટેશન થાય છે.
(4) બર્થ એસ્ફેકશીયા: બર્થ એસ્ફેકશીયા આ એક મેડિકલ કન્ડિશન છે. જેમાં નવજાત બાળકના શ્વશન માર્ગમા મ્યુકસ ડિપોઝિટ થવાથી તેને રેસ્પીરેટરી પ્રોસેસમાં અવરોધ આવે છે. જેનાથી શિશુના શરિરમાં ઓક્સીજન ઓછો થવાથી બ્લડમાં અનિયમિત રીતે એસીડનું પ્રમાણ હોવાથી શ્વાસોશ્વાસ સબંધીત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. બાળકને ગુગળામણ થાય તેને નિયોનેટલ આસફેક્ષીયા કહે છે.
નીયોનેટલ એસ્ફીક્સીયા થવાના કારણો:
શ્વસન માર્ગમાં અવરોધ- મ્યુકસ અને ગર્ભજળ શ્વસન માર્ગમાં ડીપોસીટ થવાથી એસ્ફાક્સીયા થાય છે.
લંગ્સ પુરતા પ્રમાણમાં એક્સપાન્ડ થવામાં નિષ્ફળ જાય છે જેથી હવા પુરતા પ્રમાણમાં
લંગ્સમા ન જઈ શકે.
માતાને કોઈ મેડિસિન આપી હોય, જેમ કે ઇન્જેક્શન મોર્ફીન, પેથીડાઇન આપવાથી, એનેસ્થેટીક ડ્રગ્સ આપવામાં આવેલ હોઈ, તે પ્રસુતિ પહેલા અને પ્રસુતિ દરમિયાન તેના કારણે બેબી ને આસફેક્ષીયા થાય છે.
મેર્ટનલ હાયપોક્સીયાના લીધે ફિટલ ડીસ્ટ્રેસ થાય છે
(5) હાઈપર એમેસીસ ગ્રેવીડમ : પ્રેગન્સીમા વધારે પ્રમાણમા થતી નોસીઆ અને વોમેટીંગ કે જેમાં માતાના આરોગ્ય પર ખરાબ રીતે અસર થાય છે, અને માતાની દૈનીક ક્રિયામાં અવરોદ આવે છે તેને હાઈપરએમેસીસ ગ્રેવીડમ કહે છે.
કારણો
હોર્મોનલ ફેરફાર
hCG (Human Chorionic Gonadotropin) સ્તર વધવું
Estrogen વધવું
માનસિક પરિબળો — તણાવ, ચિંતા
પ્રથમ ગર્ભાવસ્થા
મલ્ટિપલ પ્રેગ્નન્સી (જેમ કે જુડવા બાળકો)
મોલાર પ્રેગ્નન્સી (Hydatidiform mole)
(6) ઓવ્યુલેશન : ઓવ્યુલેશન એ સ્ત્રીના પ્રજનન ચક્રમાં થતો એક મહત્વપૂર્ણ શારીરિક પ્રોસેસ છે જેમાં પક્વ થયેલું ડિંબાણ (mature ovum) ડિમ્બાશયમાંથી (ovary) બહાર આવે છે અને ફેલોપિયન ટ્યુબમાં પ્રવેશે છે, જ્યાં તે સ્પર્મ દ્વારા નિષેચિત (fertilized) થઈ શકે છે.
સમય (Timing)
સામાન્ય રીતે મહાવારી ચક્રના મધ્યભાગે થાય છે.
28 દિવસના ચક્રમાં આશરે 14મા દિવસે ઓવ્યુલેશન થાય છે (પરંતુ દરેક સ્ત્રીમાં બદલાઈ શકે છે).
ઓવ્યુલેશન પહેલાં LH surge (Luteinizing Hormoneનું સ્તર અચાનક વધવું) થાય છે.
(7) બેન્ડલ્સ રીંગ : બેન્ડલ્સ રીંગ એ પેથોલોજિકલ રીટ્રેક્શન રીંગ છે, જે obstructed labor (અવરોધિત પ્રસવ) દરમિયાન ગર્ભાશયના ઉપરના જાડા ભાગ (upper uterine segment) અને નીચેના પાતળા ભાગ (lower uterine segment) વચ્ચે બને છે અને બહારથી પણ દેખાઈ/સ્પર્શાઈ શકે છે.
સ્થાન: ગર્ભાશયના મધ્ય ભાગ પાસે, fundus અને cervix વચ્ચે.
સામાન્ય ફિઝિયોલોજિકલ રીટ્રેક્શન રીંગથી જુદું, કારણ કે આ અસામાન્ય છે.
(8) એબ્રપ્ટીયો પ્લેસન્ટા: એબ્રપ્ટીયો પ્લેસન્ટા (Abruptio Placentae) એ એક ગંભીર ગર્ભાવસ્થાની સ્થિતિ છે જેમાં પ્લેસેન્ટા ગર્ભાશયની અંદરથી વહેલી તકે અલગ થાય છે, સામાન્ય રીતે ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિકમાં. આ પરિસ્થિતિના કારણે માતા અને ભ્રૂણ બંનેને ગંભીર જોખમ હોઈ શકે છે.ગર્ભાશયના અંદરથી પ્લેસેન્ટાનું અચાનક વિચ્છેદન.
ફીટલ ડીસ્ટ્રેસ: ભ્રૂણની હૃદય ગતિમાં અનિયમિતતા, જે ભ્રૂણના ઓક્સિજન સપ્લાયમાં ખામી દર્શાવે છે.
શોકના લક્ષણો:માતામાં અતિશય થાક, નબળાઈ, ઊલટીઓ, અને હાઈપોટેન્શન.
અચાનક અને ગંભીર પેટેનું દુખાવું.
રક્તસ્ત્રાવ: યોનિમાંથી અચાનક અથવા ધીમો રક્તસ્ત્રાવ.
ગર્ભાશયનો કઠોરતા: ગર્ભાશયનો અતિશય કઠોર અને સ્પર્શક લાગે છે.
પ્રશ્ન-૬ ( અ) નીચેના માંથી સાચો જવાબ લખો.05
(૧) પ્રસુતિબાદ માતાને એફ.પી ની કઈ પધ્ધતિ વિશે ન સમજાવવું જોઈએ.
અ) PPIUCD
(બ) કોન્ડમ
(ક) છાયા
(ડ) ઓ.સી.પીલ્સ
(૨) પ્રીમેચ્યોર બાળક ને પ્રોફાઈલેસીસ તરકે આ ઈન્જેક્શન આપવામાં આવે છે.
(અ) બેટનેસોલ
(બ) બીસીજી
(ક) નેવેરોપીન
(ડ) વિટામીન-કે
(૩) એપીજીયોટોમી જનરલી આ પ્રકારની આપવાથી કોમ્પલીકેશન ઓછા થાય છે.
(અ) મીડીયોલેટરલ
(બ) લેટરલ
(ક) મીડીયલ
(ડ) ” j ” સેપ
(૪) આ રોગની અસરથી બાળકમાં જન્મજાત ખોડખાંપણ થવાના કારણ છે.
(અ) જર્મન મીઝલ્સ
(બ) ડાયાબીટીઝ
(ક) એઈડ્સ
(ડ) કીડની ડીસીઝ
(૫) અમ્બેલિકલ કોર્ડનું બીજુ નામ છે.
(અ) ફ્યુનીસ
(બ) ફેલોપીયન ટયુબ
(ક) યુ કોર્ડ
(ડ) પ્લાસેન્ટા
(અ) ખાલી જગ્યા પુરો.05
(૧) એકલેમ્પ્સીયામાં માતાને કનવલજનની સ્થિતિમાં………. ઈન્જેક્શન આપવામાં આવે છે. મેગ્નેશિયમ સલ્ફેટ (Magnesium Sulphate)
(૨) ઓવરીમાં ઈન્ફેક્શન લાગે તે સ્થિતિને …….. કહે છે. ઓફોરાઇટિસ (Oophoritis)
(૩) પેગનન્સી ના પ્રથમ ટ્રાયમીસ્ટર દરમ્યાન બાળકમાં ન્યુરલ ટયુબ ડીહેકટ થતી અટકાવવા માતાને………. ગોળી આપવામાં આવે છે. ફોલિક એસિડ (Folic Acid)
(૪) બેસ્ટ મીલ્કના સીકીશન માટે………. હોર્મોન જવાબદાર છે. પ્રોલેક્ટિન (Prolactin)
(૫) ફીટલ સ્કલમાં સૌથી મોટા ડાયામીટરનું નામ…… છે. Mentovertical (મેન્ટોવર્ટિકલ) , 14 સેમી
(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.05
(૧) પાર્ટોગ્રાફમાં યુટેરાઈન કોન્ટ્રાક્શનની ફીકવન્સી, ડયુરેશન અને ઈન્ટેસીટી જોવી. ✅
(૨) પેલવીક ગ્રીપ(થર્ડ લીયોપોડ) કરતાં દર્દીના ફેસ તરફ મોં રાખીને એકઝામીનેશન કરવી. ❌
(૩) ફીટલ હાર્ટનું હાઈએસ્ટ કોન્સનટ્રેશન ચેમ્બર રાઈટ એટ્રીયમ છે. ✅
(૪) એચઆઈવી પોઝીટીવ માતાને ઈફેવીરેન્ઝ દવા આપવામાં આવે છે. ✅
(૫) ડીલેવરી દરમ્યાન દરેક માતાને બેટનીસોલ ઈન્જેશન આપવામાં આવે છે. ❌