Unit No.1
oncology
TERMINOLOGIES RELATED Oncology Nursing:
(1) Alopecia ( એલોપેશિયા): hair loss થવા.
(2) Anaplasia ( એનાપ્લેશીયા):– આ એવા સેલ છે કે જે સામાન્ય સેલ્યુલર લાક્ષણિકતાઓ નો અભાવ હોય છે અને તેમના બદલે તેના આકાર અને તેની રચનામાં નોર્મલ સેલ કરતા જુદા હોય છે .આ એક પ્રકારના કેનસરીયસ સેલ હોય છે.
(3)Biopsy ( બાયોપ્સી):– આ એક પ્રકારનો ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે. કે જેમાં બોડીના ટીશ્યુ માંથી થોડોક ભાગ લેવામાં આવે છે અને તેનું ડાયગ્નોસ્ટિક તરીકે યુઝ કરવામાં આવે છે.
(4) Brachytherapy ( બ્રેકી થેરાપી):– આ એક પ્રકારની રેડીએશન થેરાપી છે કે જેમાં કેન્સરિય સેલ હોય તેની અંદરમાં રેડીએશન પ્રોવાઈડ કરી અને abnormal સેલને ડિસ્ટ્રરોય કરવામાં આવે છે.
(5) cancer ( કેન્સર):– આ એક પ્રકારની ડીસીઝ કન્ડિશન છે કે જેમાં બોડીમાં નોર્મલ સેલ હોય તેનો abnormal રીતે ગ્રોથ થાય છે અને ટ્યુમર (ટ્યુમર) જેવું સ્ટ્રક્ચર બનાવે છે જે બોડીમાં ગમે ત્યાં સ્પ્રેડ થઈ શકે છે.
(6) carcinogenesis ( ક।રસીનોજીનેસીસ):- સામાન્ય સેલની એમનોર્મલ કેન્સરિયસ સેલમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને કારસીનોજીનેસિસ કહે છે.
(7) carcinoma ( કારસીનોમાં):- આ એક પ્રકારનું કેન્સર નું ફોર્મ છે કે જેમાં એપીથેલીન સેલ એ એબ નોર્મલ સેલમાં ફરે છે અને નજીકના ટીસ્યુ માં ફેલાઈ જાય છે.
(8) chemotherapy ( કીમોથેરાપી):- આમાં કોઈ પણ પ્રકારના ટ્યુમર ને કિલ કરવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
(9) cytokines ( સાઈટોકાઈનેઝ):- આ એવું સબસ્ટન્સ છે કે જે બોડીની ઇમ્યુન સિસ્ટમ દ્વારા પ્રોડ્યુસ થાય છે અને બોડી ની સિસ્ટમના ફંકશનમાં વધારો કરે છે.
(10) Dysplasia ( ડિસ્પ્લેશ્યા):- આમાં સેલની એબનોર્મલ વૃદ્ધિ અને તેના કદ ,આકાર અને ગોઠવણીમાં પણ નોર્મલ સેલ કરતા વધારે વૃદ્ધિ થાય છે.
(11) Extravasations ( એક્સ્ટ્રાવાઝેશન):- આમાં દવાઓનું લીકેજ એ વેઇન માંથી સબ ક્યુટેનિયસ ટીસ્યુ માં થાય છે.
(12) Grading ( ગ્રેડીંગ):- આમાં ટીશ્યુ ના પ્રકારની ઓળખ એ જેમાંથી ટ્યુમર બને છે તેમાંથી થાય છે અને ડિગ્રી કે જેમાં ટ્યુમર કૉષો ની કાર્યત્મક અને માળખાકીય લાક્ષણિકતાઓ જાળવી રાખે છે.
(13)Hyperplasia ( હાઈપરપ્લેશિયા):- આમાં સેલ ના નંબર એટલે કે તેની સંખ્યામાં વધારો થાય છે.
(14) Lymphoma ( લીંફોમાં):- આમાં લીંફોઇડ ટીશ્યુની ટ્યુમર થાય છે.
(15) Melanoma ( મેલીનોમાં):- આ ચામડીનું સૌથી ખતરનાક કેન્સરનું સ્વરૂપ છે જેમાં મેલેનોસાઈટ એ વધે છે.
(16) Malignant or malignancy (મેલિગ્નંટ અથવા મેલિગ્નન્સિ):-આ એક પ્રકારની ટ્યુમર છે, જે જીવલેણ હોય છે, તે કેન્સર ગ્રસ્ત હોય છે, અને આક્રમક હોય છે તે નજીકના પેશીઓને નાશ કરે છે અને શરીરના અન્ય ભાગમાં પણ ફેલાઈ શકે છે.
(17) Metaplacia ( મેટાપ્લેશિયા):- આમા એક પ્રકારના મેચ્યોર સેલ નો બીજા પ્રકારમાં રૂપાંતર થાય છે.
(18) Metastasis (મેટાસ્ટેસિસ):- સેલની એવી ક્ષમતા છે જે ઉત્પન્ન થયેલો હોય તે જગ્યા પર થી બીજા ભાગ તરફ જવાને ક્ષમતા ધરાવે છે.
(19) Myelosupression (માયેલોસપ્રેશન) :-આ એક પ્રકારની બોનમેરોની એબનોર માલિટી છે કે જેમાં બોનમેરોનું આર.બી.સી (RBC) બનવાની ક્ષમતા ઘટી જાય છે તેના કારણે રેડ બ્લડ સેલ નું ફોર્મેશન થતું નથી અને એનિમિયા જેવી કન્ડિશન ઉત્પન્ન થાય છે.
(20) Neoplasm ( નિયો પ્લાઝમ):- આમાં સેલનું એમનોર્મલ ગ્રોથ થાય છે અને તે સામાન્ય સેલને પણ નુકસાન પહોંચાડે છે.
(21) Neutropenia ( ન્યુટ્રોપેનિયા):- આમાં ન્યુટ્રોફીલ્સ કે જે W.B.C.ના સેલ હોય છે તેની સંખ્યામાં ઘટાડો થાય છે.
(22) palliation ( પેલીએશન):- કેન્સર સાથે સંકળાયેલા સિમટોમ્સ મા રાહત આપે છે. તેવા પ્રકારની થેરાપી છે.
(23)Radiation therapy ( રેડીએશન થેરાપી) :- આ થેરાપી એ કોઈપણ કેન્સરિયસ સેલના ગ્રોથ ને અટકાવવા માટે આપવામાં આવે છે.જેમા રેડિયેશન નો ઉપયોગ કરવા મા આવે છે
(24) staging ( સ્ટેજિંગ):- આમાં ટ્યુમરનું કદ અને ફેલાવો અને તેનું મેટા સ્ટેસિસ નક્કી કરવા માટે ની પ્રક્રિયા છે.
(25) tumour ( ટ્યુમર):- આ કોઈપણ નોર્મલ સેલ એ એબનોર્મલ ગ્રોથ થઈ અને ટ્યુમરમાં ફેરવાય છે અને ક્યારેક તે કેન્સરિયસ ટ્યુમર પણ હોઈ શકે છે.
(26) tumor specific antigen( ટ્યુમર સ્પેસિફિક એન્ટીજન):- આ એક પ્રકારનું પ્રોટીન છે કે જે કેન્સરિયસ સેલની ઉપર આવેલું હોય છે કે જે નોર્મલ છે અને કેન્સરનો ભેદ જાણવા માટે ઉપયોગ થાય છે. અને નોર્મલ સેલ અને કેન્સરિયસ સેલ અલગ પાડે છે.
(27) vesicant (વેસીકંટ):–
આ એવા પદાર્થ છે કે જે ટીશ્યુના નેક્રોસિસ માટેનું કારણ બને છે અને તેને ડેમેજ કરે છે.
(28) xerostomia ( ઝેરોસ્ટોમીયા):- આમાં સલાઇવરી ગ્લેંડના કાર્યમાં ઘટાડો થવાના કારણે ઓરલ કેવીટી સુકાઈ જાય છે. Dryness of mouth.