skip to main content

UNIT-6 -THERAPEUTIC NURSING CARE-PART-1(CARE OF PATIENTS WITH RESPIRATORY PROBLEMS/DYSPNEA)

Part : 1 Care of the patient with Respiratory problem/ Dyspnea(કેર ઓફ પેસન્ટ વિથ રેસ્પીરેટ્રી પ્રોબ્લમ્સ/ડિસ્પનીયા).

Key terms (કી ટર્મ્સ) :

Define/ Explain Dyspnea/Shortness of breath (ડિફાઇન ડિસ્પનીયા/શોર્ટનેસ ઓફ બ્રીધ )

Dyspnea (ડિસ્પનીયા) એ બ્રીધીન્ગ માં ડિફીકલ્ટી અથવા ડિસ્કમ્ફર્ટ અનુભવવાની કન્ડિશન છે, જેમાં પર્શન ને શોર્ટનેસ ઓફ બ્રીધ, રેપીડ બ્રીધીન્ગ, ટાઇટનેસ ઇન ચેસ્ટ અથવા શ્વાસ માટે વધારે પ્રયત્ન કરવાનો અનુભવ થાય છે. આ કન્ડિશન એ લંગ્સ (lungs), હાર્ટ (heart), સર્ક્યુલેટ્રી સિસ્ટમ (circulatory system), એનિમિયા (anemia), અથવા એન્ઝાઇટી (anxiety) જેવી અનેક તકલીફોના કારણે થય શકે છે. Dyspnea નું ઇવાલ્યુએશન સિમ્પટોમ્સ ની સિવ્યારીટી અને આધારભૂત કારણ પર આધાર રાખે છે, જેથી યોગ્ય ટ્રીટમેન્ટ કરી શકાય.

Define sinusitis (ડિફાઇન સાઇનુસાયટીસ)

સાઇનસ ના ઇન્ફેક્શન અને ઇન્ફલામેશન ને સાઇનુસાઇટિસ(sinusitis) તરીકે ઓળખવામાં આવે છે. સાઇનસ એ એર ફીલ્ડ કેવીટી છે જે ફેસ અને સ્કલના ભાગમાં આવેલ હોય છે.

Explain / Define adenoiditis(ડિફાઇન એડીનોઇડાયટીસ)

એડીનોઇડ્સ(જે નેઝલ કેવીટી ના પાછળ, થ્રોટ ની નજીક આવેલા ટિસ્યુઝ નો સ્મોલ માસ છે).તેના ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન ને એડેનોઇડાઇટિસ(adenoiditis) કહેવામા આવે છે, એડેનોઇડ્સ એ ઇમ્યુન સિસ્ટમ નો પાર્ટ છે અને નોઝ દ્વારા બોડી માં એન્ટર થતા બેક્ટેરિયા અને વાયરસ ને ટ્રેપ કરવામાં મદદ કરે છે. ચિલ્ડ્રન માં એડીનોઇડાયટીસ એ સામાન્ય રિતે બેક્ટેરિયલ તથા વાયરલ ઇન્ફેક્શન ના કારણે થાય છે.તેમાં લિમ્ફનોડ નું એબનોર્મલ ગ્રોથ થાય છે અને તે નેઝોફેરીંગ્સ ની જગ્યા પર ગ્રોથ થાય છે.
ટોન્સિલ્સ અને એડીનોઇડ્સ એ લીમ્ફોઇડ સ્ટ્રક્ચર છે અને તે મુખ્યત્વે ઓરોફેરીંગ્સ અને નેઝોફેરીંગ્સ માં લોકેટેડ હોય છે.અને તે બાળપણ માં તેની ફૂલ સાઇઝમાં હોય છે અને જેમ જેમ એડલ્ટહુડમાં જતા જઇએ ત્યારે તે નાની થતી જાય છે.

Explain /Define Laryngitis (ડિફાઇન લેરીન્જાઇટિસ )

લેરીંગ્સના (વોઇસ બોક્સ) ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ને લેરીન્જાઇટિસ (Laryngitis) તરીકે ઓળખવામાં આવે છે. લેરીંગ્સ એ રેસ્પીરેટ્રી ટ્રેક ના અપર પાર્ટ મા સિચ્યુએટેડ હોય છે તેના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશનને લેરીન્જાઇટિસ કહેવામાં આવે છે. તેના કારણે હોસૅનેસ ઓફ વોઇસ તથા સ્પીચ પ્રોબ્લેમ પણ થાય છે.

Explain/ Define pharyngitis (ડિફાઇન ફેરીન્જાઇટિસ)

ફેરીન્ક્સ ના ઇન્ફેક્શન અને ઇન્ફલામેશન ને ફેરીન્જાઇટિસ (pharyngitis) તરીકે ઓળખવામાં આવે છે.જેને ‘સોર થ્રોટ'(Sore throat)તરીકે પણ ઓળખવામાં આવે છે.ફેરીન્જાયટીસ ફેરિંગ્સ કે જે માઉથ ની નીચેના ભાગમાં આવેલું હોય તેનું ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ને સોર થ્રોટ કહેવામાં આવે છે.આ અમુક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા કે જે કોલ્ડ,ફ્લુ અથવા સાઇનસ ઇન્ફેક્શન ના કારણે ફેરિંગ્સ માં જાય છે અને તેના કારણે ફેરીન્જાયટીસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.

Explain/Define Tonsillitis (ડિફાઇન ટોન્સિલાયટિસ)

ટોન્સિલ્સ ના ઇન્ફેક્શન અને ઇન્ફલામેશન ને ટોન્સિલાયટિસ (Tonsillitis) તરીકે ઓળખવામાં આવે છે.જે બેક્ટેરીયલ અને વાયરલ ઇન્ફેક્શન ના કારણે જોવા મળે છે.(ટોન્સિલ એ ટિસ્યુના સ્મોલ માસ છે જે થ્રોટ ની સાઇડમાં આવેલ હોય છે જે નોઝ અને માઉથ દ્વારા એન્ટર થતા ફોરેઇન બોડીને ફિલ્ટર કરે છે અને તેને કીલ કરે છે).

Explain/Define Allergic Rhinitis(ડિફાઇન એલર્જીક રાઇનાઇટીસ)

એલર્જીક રાઇનાઇટીસ એટલે નેઝલ મ્યુકોઝા નુ ઇન્ફ્લામેશન જે કોઇ યણ એલર્જન્ટ સબસ્ટન્સ ના કારણે હોય જેને એલર્જીક રાઇનાઇટીસ (Allergic Rhinitis) કહેવામા આવે છે.નેઝલ કેવીટી માં રહેલી મ્યુક્લ્સ મેમ્બરેન માં કોઇ યણ એલર્જન્ટ સબસ્ટન્સ ના કારણે ઇન્ફ્લામેશન ને એલર્જીક રાઇનાઇટીસ(Allergic Rhinitis) કહેવામાં આવે છે. એલર્જીક રાઇનાઇટીસ કે જેને ટાઇપ 1 હાઇપરસેન્સિટીવીટી (Type : 1 Hypersensitivity) રિએક્શન કહેવામા આવે છે.

Explain/ Define deviated nasal septum (ડિફાઇન ડેવિએટેડ નેઝલ સેપ્ટમ)

નોસ્ટ્રીલ ની વચ્ચે આવેલ સેપ્ટમ કે જે નોર્મલી થીન અને સ્ટ્રેઇટ જોવા મળે છે તે મીડલાઇન માંથી ડેવિએટેડ અને પ્રોટ્રુડ થાય છે જેના કારણે નેઝલ ઓબસ્ટ્રકશન અને બ્રિધિંગ ડીફિકલ્ટી જોવા મળે છે નેઝલ સેપ્ટમ કે જે મુખ્યત્વે થીન અને સ્ટ્રેઇટ હોય છે અને તે બે નોસ્ટ્રીલ ની વચ્ચે આવેલ હોય છે અને આ સેપ્ટમ એ તેની પ્લેસ (જગ્યા) પરથી ડેવિએટેડ થઇ અને તે નોસ્ટ્રીલ માં અંદર તરફ વડી જાય અથવા તો એક સાઇડ માં થઇ જાય તો તેને ડેવીએટેડ નેઝલ સેપ્ટમ(deviated nasal septum) કહેવામાં આવે છે. ડેવીએટેડ નેસલ સેપ્ટમ એ કોમન ફિઝિકલ ડિસઓર્ડર છે કે જેમા નોઝ ના નેઝલ સેપ્ટમ નું ડિસ્પ્લેસમેન્ટ થાય છે સેપ્ટમ એ મુખ્યત્વે જમણી અને ડાબી નેઝલ કેવીટી ને અલગ પાડે છે અને તે વચ્ચેના ભાગમાં આવેલું હોય છે અને તે નોઝ બે ભાગમાં સમાન રીતે ડિવાઇડ કરે છે ડેવિએટેડ નેઝલ સેપ્ટમ એ નેઝલ ઓબસ્ટ્રકશન કરે છે અને આ ઇન્ફેક્શન અથવા તો એલર્જીક રિએક્શન માં વધુ થઇ શકે છે જ્યારે ઓબસ્ટ્રકશન જોવા મળે તો નોઝ દ્વારા બ્રિધિંગ કરવું ડીફીકલ્ટી થાય છે આ મુખ્યત્વે બાળકો માં જોવા મળે છે અને આ મુખ્યત્વે કંજીનાઇટલ અને કોઇપણ ઇંજરી થવાના કારણે પણ જોવા મળે છે.

Explain/Define Common cold(ડિફાઇન કોમન કોલ્ડ)

કોમન કોલ્ડ એ એક્યુટ વાયરલ કોન્ટાજીયસ ઇન્ફેક્શન છે કે નોઝ ના મ્યુકોઝલ મેમ્બરેનમા ઇન્ફલામેશન ક્રીએટ કરે છે.જે અપર રેસ્પિરેટ્રી ટ્રેક મા થાય છે અને તે રાયનો વાયરસ, પાઇકોવાયરસ અથવા કોરોનાવાયરસ વગેરે દ્વારા થાય છે.કોમન કોલ્ડ એ એવરેજ એક વીક સુધી હોય છે.માઇલ્ડ કોલ્ડ એ બે થી ત્રણ ( 2 to 3 )દિવસ સુધી રહે છે. સિવ્યર કોલ્ડ બે વિક( 2 વીક) સુધી રહે છે.

ટ્રાન્સમિશન ઓફ ઇન્ફેક્શન: કોમન કોલ્ડ એ ડાયરેકટ હેન્ડ ટુ હેન્ડ કોન્ટેક કે જે ઇન્ફેક્ટ સિક્રીશન હોય અથવા તો કોઇ કંટામીનેટેડ જગ્યા હોય તેમાંથી સ્પ્રેડ થાય છે.ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિને કોમન કોલ્ડ હોય અને તે તેના નોઝ ને ટચ કરી અને બીજી કોઇ વસ્તુને ટચ કરે તો તે કોમન કોલ્ડ ના વાયરસ કે તે જગ્યા ઉપર રહેલા હોય હવે તે જગ્યા કોઇ બીજા વ્યક્તિ ટચ કરે તો તેને કોમન કોલ્ડ થવાની શક્યતાઓ રહે છે.વધારે માં કોમન કોલ્ડ ના વાયરસ એ આ જગ્યા ઉપર અમુક કલાકો સુધી જીવતા રહે છે જેમ કે પેન, બુક્સ ,ટેલીફોન, કમ્પ્યુટર કીબોર્ડ ,અને કોફી કપ આ બધી જગ્યા ઉપર કોમન કોલ્ડ ના વાયરસ એ થોડાક કલાક માટે જીવતા રહે છે.

Explain / Define epistaxis(ડિફાઇન એપિસ્ટેક્સિસ)

એપિસ્ટેક્સિસ મિન્સ નોઝ બ્લીડ અથવા નેઝલ હેમરેજ નોઝમાં આવેલ મ્યુકસ મેમ્બ્રેન ના કોઇપણ એરિયામાં વેસલ્સ રપ્ચર થવાને કારણે નોસ્ટ્રિલ અથવા નેઝલ કેવીટીમાંથી બ્લિડિંગ જોવા મળે છે જેને એપિસ્ટેક્સિસ(epistaxis) તરીકે ઓળખવામાં આવે છે.એપીસ્ટેક્સીસ ને નોઝ બ્લીડ પણ કહેવામાં આવે છે.આ એવી કન્ડિશન છે કે જેમાં એક્ટિવ બ્લીડિંગ એ નોસ્ટ્રીલ માંથી,નેઝલ કેવિટી અથવા તો નેઝોફેરીંગ્સ માંથી થાય છે.આ ત્યારે થાય છે જ્યારે નોઝ ની અંદર રહેલી બ્લડ વેસેલ્સ એ ડેમેજ અથવા તો ઇન્જર્ડ થાય છે. નોઝ ના આગળના ભાગમાંથી અથવા તો પાછળના ભાગમાંથી બ્લીડિંગ થવાની પ્રક્રિયા ને નોઝ બ્લિડ અથવા તો એપિસ્ટેક્સીસ કહેવામાં આવે છે.

Explain/ Define peritonsillar absess (ડિફાઇન પેરીટોન્સિલર એબ્સેસ)

પેરીટોન્સિલર એબ્સેસ ને ટોન્સીલાઇટીસ ના કોમ્પ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે.કે જેમાં પસ નું કલેક્શન એ ટોન્સિલ્સ ની આજુબાજુ માં થાય છે.એટલે કે પેરીટોન્સિલર સ્પેસમાં પશ નુ કલેક્શન થાય છે.આમ પેરીટોન્સિલર સ્પેસ ની આજુબાજુ ની જગ્યા પર પસ નું કલેક્શન થાય છે તેને પેરીટોન્સિલર એબ્સેસ (peritonsillar absess ) કહેવામાં આવે છે.

Explain /Define bronchitis (ડિફાઇન બ્રોન્કાઇટી)

બ્રોકાઇ અને બ્રોન્કીલ્સ ટ્યુબના ઇન્ફલામેશન ને બ્રોન્કાઇટીસ(bronchitis) તરીકે ઓળખવામાં આવે છે. બ્રોન્કાઇટીસને ‘બ્લુ બ્લોટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.બ્રોન્કાઇટીસ એટલે લોવર રેસ્પિરેટ્રી ટ્રેક ના બ્રોન્કાઇ મા ઇન્ફેક્શન તથા તેના ઇન્ફ્લામેશન ને બ્રોન્કાઇટીસ કહેવામાં આવે છે. બ્રોન્કાઇટીસ માં ઇન્ફેક્શન ના કારણે બ્રોન્કાઇમાં મ્યુક્સ નું પ્રોડક્શન થાય છે તેના કારણે બ્રિધિંગ ડિફિકલ્ટિસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.

Explain/ Define bronchiectasis (ડિફાઇન બ્રોન્કાઇક્ટેસિસ)

બ્રોન્કાઇક્ટેસિસ એ ક્રોનિક રેસ્પાયરેટરી કન્ડિશન છે જેમાં બ્રોન્કાઇ અને બ્રોન્કીયોલ્સ નું એબનોર્મલ અને ઇરરિવર્સિબલ ડાયલેશન, ઇન્ફલામેશન અને થીકનિંગ જોવા મળે છે. જેના પરિણામે તેમાં મ્યુકસ નું એક્યુમ્યુલેશન થાય છે અને એરવેમાંથી મ્યુકસ એ પ્રોપર્લી ક્લિયર થતો નથી જેના કારણે રીકરંટ રેસ્પાયરેટરી ઇન્ફેક્શન જોવા મળે છે.

Explain /Define pulmonary tuberculosis (ડિફાઇન પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ)

પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ એ સીરિયસ ઇન્ફેક્શન છે જે બેક્ટેરિયમ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા ને કારણે થાય છે જે મુખ્યત્વે લંગ્સ ને અફેક્ટ કરે છે પરંતુ તે બોડીના બીજા એરિયામાં પણ સ્પ્રેડ થાય છે. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ એ એર થ્રુ સ્પ્રેડ થાય છે એટલે કે ઇનફેક્ટેડ પર્સન ના કફિંગ કે સ્નીઝિંગના કોન્ટેકમાં આવવાથી સ્પ્રેડ થાય છે.

Explain /Define lung abscess (ડિફાઇન લંગ એબ્સેસ)

લંગ એબ્સેસ માં લંગ પેરેન્કાઇમા માં પસ ફિલ્ડ કેવીટી જોવા મળે છે અને તેની આજુબાજુના ટીશ્યુ માં ઇન્ફલામેશન જોવા મળે છે અને તેમાં નેક્રોસીસ જોવા મળે છે.

Explain /Define pleural effusion (ડિફાઇન પ્લુરલ ઇફ્યુઝન)

પ્લુરલ કેવીટીમાં જોવા મળતા એબનોર્મલ ફલુઇડ કલેક્શન ને પ્લુરલ ઇફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે.

Explain/ Define pulmonary edema (ડિફાઇન પલ્મોનરી ઇડીમા)

પલ્મોનરી ઇડીમા એક પ્રકારની કન્ડિશન છે જેમાં લંગ્સ ની આજુબાજુ ફ્લુઇડ નુ એક્યુમ્યુલેશન થાય છે અથવા ફ્લૂઇડ એ બિલ્ડઅપ થાય છે અને આ ફ્લૂઇડ એઇરસેક (એલ્વીઓલી) માં કલેક્ટ થાય છે જેના કારણે બ્રિધિન્ગ ડિફીકલ્ટી, કફિંગ, વ્હિઝીંગ,તથા ફિડીંગ ડિફીકલ્ટીઝ જોવા મળે છે.

Explain /Define Empyema (ડીફાઇન એમ્પાયેમા)

એમ્પાયેમા એ એવી કન્ડિશન છે કે જેમા લંગ્સ તથા ચેસ્ટ વોલ ની ઇનર સરફેસ ના વચ્ચે ના સ્પેસ (પ્લુરલ સ્પેસ) મા પસ નુ એક્યુમ્યુલેશન થાય છે.પ્લુરલ કેવીટીમાં જોવા મળતા એબ્નોર્મલ પસ કલેક્શન ને એમ્પાયેમા(Empyema)તરીકે ઓળખવામાં આવે છે. એમ્પાયેમા ને બીજા ‘પાયોથોરેક્સ(Pyothorax)’ અને ‘પ્યુર્યુલન્ટ પ્લુરાઇટિસ (purulant pluritis)’ ઓળખવામાં આવે છે.એમ્પાયેમા મુખ્યત્વે ન્યુમોનિયા અને લંગ એબ્સેસ ના કોમ્પ્લિકેશન સ્વરૂપે જોવા મળે છે.

Explain/ define Emphysema (ડિફાઇન એમ્ફાયસેમા)

એમ્ફાયસેમા એ ગ્રીક વર્ડ છે જેનો મિનિંગ ‘ઇન્ફ્લેશન’ થાય છે.એમ્ફાયસેમા એ ક્રોનીક લંગ્સ ડીઝીસ છે. જેમાં લંગ્સ માં આવેલ ટર્મિનલ બ્રોન્કીઓલ્સ ના એઇરસેક (એલ્વીયોલાય) માં ઓવર ડિસ્ટેન્સન અને ઓવર ઇન્ફ્લેશન જોવા મળે છે અને એઇરસેક એ ગ્રેજ્યુઅલી ડેમેજ થાય છે.જેના કારણે શોર્ટનેસ ઓફ બ્રિધિંગ જોવા મળે છે. એમ્ફાયસેમાને ‘પિંક પફર(Pink puffer)’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોઇ કારણ ના કારણેએલ્વીઓલાય માં હાઇપર ઇન્ફ્લેશન જોવા મળે છે.
જેના કારણે એલ્વીઓલાય કેપીલરી ની વોલમાં ડિસ્ટ્રક્શન જોવા મળે છે.આથી એલ્વીઓલાય ની ઇલાસ્ટિકસીટી લોસ થાય છે આ ઉપરાંત એલ્વીઓલાય ની ગેસ એક્સચેન્જની કેપેસિટી લોસ થાય છે.એલ્વીઓલાય માં એર ટ્રેપ થાય છે.એમ્ફાયસેમા ની કન્ડિશન જોવા મળે છે.

Explain /Define pulmonary embolisms (ડિફાઇન પલ્મોનરી એમ્બોલીઝમ)

પલ્મોનરી એમ્બોલીઝમ માં એક અથવા એક થી વધારે પલ્મોનરી આર્ટરી માં થ્રોમ્બસ ફોર્મેશન (બ્લડ ક્લોટ) થવાના કારણે ઓબ્સ્ટ્રકશન અને બ્લોકેજ જોવા મળે છે. આ થ્રોમ્બસ એ વાસ્ક્યુલર સિસ્ટમ અથવા રાઇટ હાર્ટમાંથી ઓરીજીનેટ થાય છે અને પલ્મોનરી આર્ટરી સુધી ટ્રાવેલ કરે છે.

Explain/ define pneumothorax (ડિફાઇન ન્યુમોથોરેક્સ)

ન્યુમોથોરેક્સ એ એક મેડિકલ કન્ડીશન છે. જેમાં પ્લુરલ કેવીટીમાં એઇર અથવા ગેસ લીકેજ જોવા મળે છે જેને કારણે લંગ્સ કોલેપ્સ થયેલ જોવા મળે છે. ન્યુમોથોરેક્સ એવી કન્ડિશન છે જેમાં લંગ્સ અને ચેસ્ટ વોલ ની વચ્ચેની સ્પેસ માં એઇર એ લિક થાય છે, જેના કારણે લંગ્સ કોલેપ્સ થવાની શક્યતાઓ રહે છે. તે ઇન્જરી, લંગ્સ ના ડિસીઝ અથવા કંજીનાઇટલ એબનોર્માલીટીસ ને કારણે થઇ શકે છે. સિમ્ટોમ્સ માં ચેસ્ટ પેઇન, શ્વાસ લેવામાં તકલીફ અને ક્યારેક ઓક્સિજન ની ડેફિશિયન્સી ને કારણે સ્કિન પર બ્લુઇસ ડીસકલરેશન પણ જોવા મળે છે.

Explain /Define Pneumonia (ડિફાઇન ન્યુમોનિયા)

લંગ પેરેન્કાઇમા (એલ્વીઓલઇ)ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ન્યુમોનિયા (Pneumonia) તરીકે ઓળખવામાં આવે છે જે બેક્ટેરિયલ, વાયરલ અથવા ફંગલ ઇન્ફેક્શન ને કારણે જોવા મળે છે. જેમાં એઇરસેક એ ફ્લુઇડ અથવા પસ વડે ભરાઇ જાય છે અને તે સોલિડ બની જાય છે.એલ્વીઓલાઇ એ સામાન્ય રીતે ગેસ ને એક્સચેન્જ કરવા માટેનું વર્ક કરે છે પરંતુ ન્યુમોનિયા ની કન્ડિશન માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થવાના કારણે તથા પસ નુ એક્યુમ્યુલેશન થવાના કારણે ગેસ એક્સચેંજ મા ઇન્ટરફેરન્સ થાય છે.

Explain / Define Bronchial asthma (ડિફાઇન બ્રોન્કીયલ અસ્થમા)

બ્રોન્કીયલ અસ્થમા એ ક્રોનિક ઇન્ફ્લામેન્ટ્રી રેસ્પાયરેટ્રી ડિસઓર્ડર છે. જેમાં એરવે એ અમુક સ્ટીમ્યુલાઇ પ્રત્યે રેસ્પીરેટ્રી ટ્રેક એ હાઇપર રિસ્પોન્સીવનેસ બને છે તેને કારણે એરવે(Airway) એ ઇન્ફલેમ્ડ અને નેરોવીંગ બને છે તેમજ મ્યુકસ પ્રોડક્શન ને કારણે એરવે એ કોન્સ્ટ્રીક્ટ તથા તેમા ઓબસ્ટ્રક્શન જોવા મળે છે.
અસ્થમા એ રીવર્સીબલ હોય છે.અમુક પ્રકાર ના ઇટીયોલોજીકલ ફેક્ટર ને કારણે એરવે હાઇપર રિસ્પોન્સીવનેસ બને છે.આથી એરવે માં ઇન્ફ્લામેશન જોવા મળે છે.જેના કારણે મ્યુકસ નું હાઇપરસિક્રીશન, એરવે મસલ્સમાં કોન્ટ્રાકશન અને બ્રોન્કિયલ મેમ્બ્રેનમાં સ્વેલિંગ જોવા મળે છે જેના કારણે એરવે નેરોવિંગ બને છે.જેથી કફ, ચેસ્ટ ટાઇટનેસ, શોર્ટનેસ ઓફ બ્રિધ અને વ્હીઝિંગ સાઉન્ડ જોવા મળે છે.

Explain / Define cystic fibrosis (ડિફાઇન સિસ્ટિક ફાઇબ્રોસિસ)

સિસ્ટિક ફાઇબ્રોસિસ એ હેરેડીટરી તથા જીનેટીક ડીશઓર્ડર છે કે સામાન્ય રિતે લંગ્સ ને અફેક્ટ કરે છે જેમા સિસ્ટીક ફાઇબ્રોસીસ કંડક્ટન્સ રેગ્યુલેટર (CFTR ) મા મ્યુટેશન થવાના કારણે એક્સેસિવ્લી થીક, ટેનેસિયસ મ્યુકસ તથા સ્વેટ, સલાઇવા નુ લંગ્સ મા એબનોર્મલ સિક્રીશન થાય છે.

Explain/Define Asphyxia (ડિફાઇનએસ્ફીક્સીયા):

તે સફોગેશન નુ સ્ટેટ (State) છે.

Explain/Define Chest Trauma (ડિફાઇન ચેસ્ટ ટ્રોમાં):

તે ચેસ્ટ મા ઇન્જરી થવી.

Explain/Define Hypoxia(ડિફાઇન હાઇપોક્ઝીયા):

ટીશ્યુસ માં ઇનએડીક્યુએટ ઓક્સિજન હોવું.

Explain/Define Pulse Oxymetry (ડિફાઇન/પલ્સ ઓક્સીમેટ્રી):

પલ્સ ઓક્સીમેટ્રી તે આર્ટેરિયલ ઓક્સિજન ને એસ્ટીમેટ કરવા માટેનું નોન ઇન્વેસિવ મેથડ છે.

Explain/Define Postural Drainage (ડિફાઇન પોસ્ચુરલ ડ્રેઇનેજ):

પોસ્ચ્યુરલ ડ્રેઇનેજ એ જુદી જુદી બોડી પોઝિશન્સ ને યુઝ કરી લંગ્સ ના જુદા જુદા સેગ્મેન્ટ માંથી ગ્રેવિટી દ્વારા સીક્રીશન ને ડ્રેઇનિંગ કરવા માટેની ટેકનીક છે.

Explain/Define Thoracotomy (ડિફાઇન થોરાકોટોમી):

થોરેક્સ માં ઓપનિંગ કરવામાં આવે છે.

Explain/Define Cyanosis(ડિફાઇન સાઇનોસિસ):

સાઇનોસિસમાં સ્કીન નું બ્લુઇસ ડિસ્કલરેશન થાય છે સ્પેશિયલી લીપ્સ, ઇયર લોબ વગેરે.

Explain/Define Inhalation(ડિફાઇન ઇન્હાલેસન):

ઇન્હાલેસન માં લંગ્સમાં એઇર અથવા વેપર(vapours) ને લેવામાં આવે છે.

બ્રિધીન્ગ એન્ડ કફીન્ગ એક્સરસાઇઝ (Breathing and coughing Excercise):

ડીપ બ્રિધીન્ગ અને કફીન્ગ એક્સરસાઇઝ એ સર્જરી પછી રિકમન્ડેડ કરવામાં આવે છે આ એક્સરસાઇઝ એ બ્રિધિન્ગ ને ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે ત્યારબાદ લન્ગ્સ માંથી સિક્રીસન્સ ને ક્લિયર કરવામાં અને ન્યુમોનિયા ના રિસ્ક ને રીડ્યુઝ કરવામાં પણ હેલ્પ કરે છે.

જો પેશન્ટ ને માઇનર સર્જરી થયેલી હોય તો બ્રિધીન્ગ માટે અને કફિંગ માટે સર્જરી પછી દર કલાકે પહેલા બે થી ત્રણ દિવસ (2 to 3 days) સુધી એક્સરસાઇઝ કરવા માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવું અને જો પેશન્ટ ને મેજર સર્જરી થયેલી હોય તો જ્યાં સુધી ઇન્સિઝન સાઇટ પર પેઇન એ રીડયુઝ ના થાય ત્યાં સુધી આ એક્સરસાઇઝ કરવા માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવી અને આ એક્સરસાઇઝ એ સામાન્ય રીતે સીટિંગ પોઝિશન માં વધારે ઇફેક્ટિવ્લી થાય છે.

પેશન્ટ ને મુવ કરવા માટે અને દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઇડ કરવું આ પોઝિશન ચેન્જ કરતા રહેવાથી બ્રિધીન્ગ અને કફિંગ એક્સરસાઇઝ એ બેટર વર્ક કરવામાં હેલ્પ કરે છે.

ડીપ બ્રિધીન્ગ એક્સરસાઇઝ (Deep breathing exercises):

  • જ્યારે પેશન્ટ અવેક (Awake) હોય ત્યારે આ એક્સરસાઇઝ દર કલાકે પરફોર્મ કરવી.
  • નોઝ દ્વારા ડીપલી અને સ્લોલી (Deeply and Slowly)બ્રીધ કરવું લોવેર રીબકેજ ને એક્સપેન્ડ કરવી અને એબડોમન ને ફોરવર્ડ તરફ મુવ થવા દેવું.
  • 3 થી 5 ની કાઉન્ટ માટે હોલ્ડ રાખવું.
  • પર્સ કરેલા લીપ દ્વારા ધીમે ધીમે અને કમ્પ્લીટ્લી(Slowly and Completely) રીતે શ્વાસ લો. ફોર્સ થી શ્વાસ બહાર કાઢશો નહીં.
  • દર કલાકે 10 વાર રેસ્ટ કરો અને રિપીટ કરો, પેશન્ટ ને ચક્કર આવે અથવા લાઇટહેડેડ થાય તો રેસ્ટ આપવું.

બ્રીધીન્ગ ટેક્નીક્સ (Breathing Techniques):

1) ડીપ બ્રિધીન્ગ(Deep breathing):

  • એલ્બો (કોણી) થોડી પાછળ રાખીને કમ્ફર્ટેબલ પોઝિશન માં બેસો અથવા ઊભા રહો, આ પોઝિશન એ ચેસ્ટ ને વધુ એક્સપાન્ડ કરવાની મંજૂરી આપે છે.
  • ઊંડો શ્વાસ લો અને બને ત્યાં સુધી તેને પકડી રાખો.
  • હવાને બહાર આવવા દો અને પછી જોરથી કફ(ઉધરસ) કરો.
  • આ સ્ટેપ્સ એ દર કલાકે 10 વખત રિપીટ કરવા જોઇએ.

2) ડાયાફ્રેમેટિક બ્રિધીન્ગ (Diaphragmatic breathing):

  • શોલ્ડર્સ(ખભા)ને આરામ આપો અને પાછા બેસો અથવા સૂઇ જાઓ.
  • એક હાથ બેલી(પેટ)પર અને એક ચેસ્ટ પર રાખો.
  • 2 સેકન્ડ માટે નોઝ દ્વારા શ્વાસ લો, એબડોમન માં એઇર મુવ થતા અનુભવો અને સ્ટમક બહાર જતું અનુભવો. સ્ટમક એ ચેસ્ટ કરતાં વધુ મુવ કરવું જોઇએ.
  • એબડોમન પર દબાવી(Pressing)ને પર્સ કરેલા હોઠ(Pursed lips) દ્વારા 2 સેકન્ડ માટે શ્વાસ બહાર કાઢો.
  • રિપીટ કરો.

૩) પર્સ્ડ લીપ બ્રીધીન્ગ (Pursed lip breathing):

નોસ્ટ્રીલ માંથી ધીમે ધીમે ઇન્હેલ કરવું .

હોઠને પર્સ કરો, જાણે કે કોઈ વસ્તુ પર ફૂંક મારી રહી હોય.

પર્સ લીપ (Pursed lip) દ્વારા શક્ય તેટલો ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો . શ્વાસ લેવામાં જેટલો સમય લાગ્યો તેના કરતાં ઓછામાં ઓછો બમણો સમય લાગવો જોઇએ.

રિપીટ કરો.

કફિંગ એક્સરસાઇઝ (Coughing Exercises):

  • જ્યારે પેશન્ટ એ ફ્રેશ અને કમ્ફર્ટેબલ હોય ત્યારે કફિંગ એક્સરસાઇઝ કરવી બેસ્ટ રહે છે.
  • પેશન્ટ ને તેની પીઠ પર સૂવા અને સર્જન પરવાનગી આપે તો તેના ની(ઘૂંટણ)વાળવા અને પગને બેડ પર આરામ કરવાની સૂચના આપો.
  • પેશન્ટ ના હાથ વડે મજબુત રીતે ઇન્સીઝન(ચીરો) ને સપોર્ટ આપો. એક નાનો પીલ્લો (ઓશીકું) સપોર્ટ માટે વાપરી શકાય છે.
  • પેશન્ટ ને ઊંડો શ્વાસ લેવા અને નિશ્ચિતપણે કફીન્ગ (ઉધરસ) માટે એન્કરેજ કરો. જો પેશન્ટ ને ખાંસી માંથી થોડી મ્યુકસ બહાર આવે છે, તો તેને ટીશ્યુ માં ક્લીયર કરો. જ્યાં સુધી વધુ મ્યુકસ ન હોય ત્યાં સુધી કફીન્ગ(ઉધરસ)નું રિપીટેશન કરો. જો પેશન્ટ ને ખૂબ મ્યુકસ હોય, તો એક્સરસાઇઝ વચ્ચે રેસ્ટ આપો જેથી તે થાકે નહીં.

કફિંગ ટેકનીક્સ (Coughing Techniques):

કફીન્ગ(ખાંસી) ની વિવિધ ટેક્નીક માં કાસ્કેડ કફ(cascade Cough ), હફ કફ (huff Cough ), ક્વોડ કફિંગ(quad coughing) અને કન્ટ્રોલ્ડ કફીન્ગ(Controlled Coughing) (ખાંસી) નો સમાવેશ થાય છે.

1) કાસ્કેડ કફ(Cascade Cough):

પેશન્ટ ને ધીમો ઊંડા શ્વાસ લેવા અને તેને 2 સેકન્ડ માટે પકડી રાખવા માટે કહેવું , જ્યારે એક્સ્પારેટરી મસલ્સ એ કોન્ટ્રેક્ટ થાય છે. પેશન્ટ ને મોં ખોલવા અને શ્વાસ બહાર કાઢવા દરમિયાન ઉધરસ ની સીરીઝ (Series of Cough) કરવા કહો, જેનાથી લંગ્સ ના લોવર વોલ્યુમ માં ખાંસી(કફીન્ગ) આવે છે. આ એઇરવે ક્લિયરન્સ માટે હેલ્પ કરે છે અને ગળફા(Sputum)ની મોટી માત્રા ધરાવતા પેશન્ટ માં પેટન્ટ એરવે જાળવે છે.

2)હફ કફ (Huff Cough):

આમાં પેશન્ટ એ શ્વાસ છોડતા સમયે “હફ” શબ્દ બોલીને ગ્લોટીસ ઓપન કરે છે. હફ કફ( Huff cough)એ નેચરલ કફ રીફ્લેક્સ ને સ્ટીમ્યુલેટ કરે છે. આ મેથડ એ સેન્ટ્રલ એરવે ને ક્લીયર કરવા માટે ઉપયોગી છે. પેશન્ટ કે, જે નિયમિતપણે આનો અભ્યાસ કરે છે, તેઓ વધુ એઇર શ્વાસમાં લે છે અને કાસ્કેડ કફ(Cascade Cough) તરફ આગળ વધી શકે છે.

3)ક્વાડ કફ(Quad Cough):

આનો ઉપયોગ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી વાળા પેશન્ટ ની જેમ એબડોમન ના મસલ્સ કંન્ટ્રોલ વિનાના પેશન્ટ માટે થાય છે. પેશન્ટ અથવા નર્સ, તેમના હાથનો ઉપયોગ કરીને, એબડોમન ના મસલ્સ પર ડાયાફ્રેમ તરફ અંદર અને ઉપરની તરફ દબાણ કરે છે જ્યારે પેશન્ટ એ મેક્સીમમ એક્સપાઇરેટરી એફર્ટ્સ સાથે શ્વાસ લે છે, જેના કારણે ઉધરસ(કફીન્ગ) થાય છે.

4) કન્ટ્રોલ કફીન્ગ (Controlled Coughing):

પેશન્ટ ને બે સ્લો(Slow), ઊંડા શ્વાસ લેવા, નાક દ્વારા શ્વાસ લેવા અને માઉથ દ્વારા બહાર કાઢવા માટે કહો. તેમને ત્રીજી વખત ઊંડો શ્વાસ લેવા માટે કહો અને તેમના શ્વાસને 3 ની ગણતરી સુધી રોકો. ખાંસી(કફીન્ગ) વચ્ચે શ્વાસ લીધા વિના સતત બે કે ત્રણ કફીન્ગ માટે ફુલી કફીન્ગ માટે કહેવું. પેશન્ટ ને તેમના લંગ્સમાંથી બધી એઇર બહાર કાઢવા માટે કહો. પેશન્ટ ને યોગ્ય રીતે ઉધરસ માટે સાવચેતી રાખવી જોઇએ અને માત્ર ગળું સાફ ન કરવું જોઇએ.વોકીન્ગ ટાઇમ (Walking time) દરમિયાન દર 3 કલાકે 2 કે 3 વખત પેશન્ટ ને કફ(Cough)કરવા માટે સૂચના આપવી.

કફ(Cough) ની ઇફેક્ટીવનેસ એક્સપેક્ટોરેટ થયેલા સ્પુટમ (Expectorated Sputum) માં રહેલા ગળફા(Sputum)નુ અમાઉન્ટ અને પેશન્ટ ના ગળેલા ગળફા(Swallowed Sputum)ના રિપોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે.

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised