skip to main content

ANATOMY UNIT 2. THE TISSUE

  • TISSUE

હ્યુમન બોડીએ મલ્ટી સેલ્યુલર અને કોમ્પ્લેક્સ છે. બોડી ની અંદર બેઝિક ફંકશનલ યુનિટ તરીકે સેલ કાર્ય કરે છે.

એકસરખા ફંકશન્સ કરતા સેલ એક સાથે જોડાય અને કોઈ એક પર્ટિક્યુલર પ્રકારના ટીસ્યુ નુ નિર્માણ કરે છે. એક ટીસ્યુ માં એક કરતા વધારે સેલ્સ હોય એવુ પણ જોવા મળે છે.

હ્યુમન બોડીમા આવા ઘણા ટાઈપના ટીશ્યુ જોવા મળે છે. દરેકના કાર્ય અને સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે.

  • ટાઈપ્સ ઓફ ધ ટીશ્યુ..

એપીથેલીયલ ટીશ્યુ (Epithelial Tissue)

કનેક્ટિવ ટીશ્યુ (Connective Tissue)

મસલ્સ ટીશ્યુ (Muscles Tissue)

નર્વસ ટીશ્યુ (Nervous Tissue)

  • એપીથેલીયલ ટીશ્યુ…

આ પ્રકારના ટીશ્યુ એ પુરા બોડી ની અંદર ઘણી જગ્યાએ જોવા મળે છે. જે મુખ્યત્વે સરફેસ પર અથવા સરફેસ લાઇનિંગ પર પથરાયેલા હોય છે.

એપીથેલીયમ ટીશ્યુ એ કોઈ બોડી કેવીટી, ગ્લેન્ડસ, ઓર્ગન કે બ્લડ વેસલ્સ ની અંદરની દિવાલ મા પથરાયેલા હોય છે.

ફંકશન્સ ઓફ ધ એપીથેલીયલ ટીશ્યુ..

એપીથેલીયલ ટીશ્યુએ કોઈપણ ઓર્ગન ની અંદર ની દિવાલ બનાવવા માટે અગત્યના છે.

એપીથેલીયલ ટીશ્યુ એ ઓર્ગન ની અંદર ની દીવાલમા આવેલા હોય ત્યાં તે પ્રોટેક્શન આપવાનુ કાર્ય કરે છે.

એપીથેલીયમ ટીશ્યુ મા આવેલા સિક્રીટરી સેલ્સ મારફતે કોઈપણ પ્રકારના સિક્રીશન કરવા સાથે જોડાયેલા ટીશ્યુ છે.

એપીથેલીયમ ટીશ્યુ એ સ્ટ્રક્ચર ની અંદર ની દિવાલમા આવેલા હોવાથી ત્યા રહેલા મટીરીયલ ને એબ્સોર્પશન કરવા સંબંધિત કાર્ય કરે છે.

એપીથેલીયમ ટીસ્યુ ની લાક્ષણિકતાઓ…

એપીથેલીયમ ટીસ્યૂ એ કોઈ પણ ઓર્ગન કે સ્ટ્રકચર ના બેઝમેન્ટ મેમ્બ્રેન પર પથરાયેલા હોય છે.

આ ટીશ્યુ મા આવેલા સેલ એ એકબીજા સાથે ક્લોઝલી ફીટ થયેલા હોય છે એટલે કે નજીક નજીક ગોઠવાયેલા હોય છે.

આ ટીસ્યુ મા આવેલુ મેટ્રિક્સ એ પ્રવાહી સ્વરૂપમા હોય છે.

આ ટિસ્યૂ મા સ્પેશિયલ પ્રકારના સેલ આવેલા હોવાના કારણે સિક્રીશન અને એબ્સોર્પશન ના કાર્યો સાથે જોડાયેલા હોય છે.

એપીથેલીયમ ટીસ્યુ નુ ક્લાસીફિકેશન.

1. સિમ્પલ એપીથેલીયમ ટીસ્યુ..

આ પ્રકારના ટીસ્યુ એ હંમેશા સિંગલ લેયરમા જોવા મળે છે.

2. સ્ટ્રેટીફાઇડ એપીથેલિયમ ટીસ્યુ ..

આ ટીશ્યુએ મલ્ટિપલ લેયરમા આવેલા હોય છે.

A. સિમ્પલ એપીથેલીયમ ટીશ્યુ નુ ક્લાસિફિકેશન.

આ પ્રકારના ટીશ્યુએ કોઈપણ સ્ટ્રક્ચર કે ઓર્ગન ની અંદરની દીવાલમા આવેલા હોય છે. તે એબસોર્પશન અને સિક્રીશન જેવી એક્ટિવિટી સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારના ટીશ્યુના મુખ્યત્વે ચાર ટાઈપ પાડવામા આવે છે.

1. સિમ્પલ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ…

આ પ્રકારના ટીસ્યુ એ કોઈપણ સ્ટ્રક્ચર કે ઓર્ગનની અંદરની દિવાલ એટલે કે બેઝમેન્ટ લેયરમા પથરાયેલા હોય છે. તેના સેલ એકબીજાથી નજીક હોય છે તેમજ તે ફ્લેટ અને પોહડા ગોઠવાયેલા હોય છે. તેના વચ્ચે ના ભાગે ન્યુક્લિયસ  હોય છે.

આ પ્રકારના ટિસ્યૂ એ હાર્ટ ની અંદર ની દીવાલ, લંગ ની ઓલ્વીઓલાઈ, બ્લડ વેસલ્સ  અને લિમ્ફ વેસલ્સ ની અંદર ની લાઇનિંગ મા આવેલા હોય છે.

2. સિમ્પલ ક્યુબોઈડલ એપીથેલીયમ ટીસ્યુ….

આ ટીસ્યુ મા આવેલા સેલ નો આકાર ક્યુબ શેપનો જોવા મળે છે. જે એકબીજા સાથે નજીક નજીક જોડાયેલા હોય છે. આ પ્રકારના ટીશ્યુએ બેઝમેન્ટ મેમ્બ્રેન પર પથરાયેલા હોય છે. સામાન્ય રીતે આ ટીસ્યુ રીનલ ટ્યુબ્યુલસ તથા થાઇરોઈડ ગ્લેન્ડમા જોવા મળે છે.

3. સિમ્પલ કોલ્યુમનર એપીથેલીયમ ટીસ્યુ …

આ સેલ એ રેક્ટેન્ગ્યુલર આકાર ના હોય છે. જે લંબાઈમા વધારે અને પહોળાઈમા ઓછા હોય છે.

આ પ્રકારના ટીસ્યુ એ રેસ્પાઇરેટરી ટ્રેકની લાઇનિંગ અને એલિમેન્ટ્રી ટ્રેકની લાઇનિંગ મા આવેલા હોય છે. તેમા ગોબ્લેટ એપીથેલીયમ સેલ પણ આવેલા હોય છે જે મ્યુકસ સીક્રીશન ની ક્રિયા કરે છે.

4. સીલીએટેડ સીમ્પલ એપીથેલીયમ ટીસ્યુ ….

આ ટીશ્યુ એ ક્યુબોઇડલ અને કોલ્યુમનર ટીસ્યુ ના સેલ જેવા જ સેલ ધરાવે છે. વધારામા આ ટિસ્યૂ  સેલની માર્જિન પર હેર જેવા પ્રોસેસ ધરાવે છે એટલે કે સીલીયા ધરાવે છે માટે એને સીલીએટેડ એપીથેલીયમ ટીસ્યુ કહેવામા આવે છે.

આ પ્રકારના ટીસ્યુ એ ખાસ કરીને રેસ્પાઇરેટરી ટ્રેકની લાઇનિંગ અને ફેલોપિયન ટ્યુબ ની લાઇનિંગમા આવેલા હોય છે. તે અહીં સ્પેસિફિક મુવમેન્ટ સાથે જોડાયેલા હોય છે.

B. સ્ટ્રેટિફાઇડ એપીથિલિયમ ટીસ્યુ…

આ પ્રકારના ટીસ્યુ એ એક કરતા વધારે લેયર થી બનેલા હોય છે. આમા આવેલા સેલમા દરેક સેલ ની સાઈઝ એક સરખી હોતી નથી. જેમા દરેક લેયર ના સેલ એ ઇરેગ્યુલર સાઈઝ અને શેપમા જોવા મળે છે.

આ ટિસ્યૂ મા બોટમ લેયરના સેલ એ મોટી સાઈઝમા જોવા મળે છે અને તે સરફેસ પર આવતા તેની સાઈઝમા ઘટાડો જોવા મળે છે.

આ પ્રકારના ટીશ્યુ મુખ્યત્વે પ્રોટેક્શન અને સ્ટ્રક્ચર ના સપોર્ટ સાથે જોડાયેલા હોય છે.

સ્ટ્રેટીફાઇડ એપીથિલીયમ ટીસ્યુ ને બે ભાગમા વહેંચવામાં આવે છે.

1.સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ.

2. ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ ટીસ્યુ.

1. સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ.

સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથિલિયમ ટીશ્યુ એ મલ્ટીપલ લેયર મા જોવા મળે છે . તેના મુખ્યત્વે બે ભાગ પાડવામા આવે છે.

À. નોન કેરેટીનાઈઝડ સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ ટીસ્યુ..

આ ટીશ્યુ મુખ્યત્વે બોડીના ભીના સપાટીવાળા ભાગે જોવા મળે છે.  જેમ કે આંખની કંજકટાઈવા, ઈસોફેગસ, વજાઇનલ કેવિટિ, ફેરિંગ્સ વગેરે..

તે ન્યુક્લિયસ વાળા સેલ હોય છે. તે ફ્લેટ આકાર ધરાવે છે.

B. કેરેટીનાઈઝડ સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ ટીસ્યુ…

આ પ્રકારના ટીસ્યુ મુખ્યત્વે શરીરના ડ્રાય એરિયામા જોવા મળે છે જેમકે સ્કિન, હેર, નેઇલ વગેરે જગ્યાએ જોવા મળે છે.

આ ટીસ્યુ મા મુખ્યત્વે કેરાટીન સબસ્ટન્સ હોય છે. જે વોટર ને રજીસ્ટન્ટ કરે છે. જેથી મુખ્યત્વે ઇવાપરેશન થઈ શકતુ નથી. તે આ  ટીશ્યુની મુખ્યત્વે લાક્ષણિકતા છે

2. ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ ટીશ્યુ..

આ ટીશ્યુ એક કરતા વધારે લેયરમા જોવા મળે છે પરંતુ તેની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તેમા બેઝમેન્ટ મેમ્બ્રેન હોતુ નથી.

આમા પિયર આકારના સેલ જોવા મળે છે. મુખ્યત્વે યુરીનરી બ્લેડર ની અંદરની દીવાલમા આ પ્રકારના ટીશ્યુ જોવા મળે છે.

  • કનેક્ટિવ ટીશ્યુ..

આ પ્રકારની ટિસ્યૂ આપણા બોડીમા ખૂબ જ માત્રા મા પથરાયેલા હોય છે.

આ ટિસ્યૂ મુખ્યત્વે બધા જ ઓર્ગન ની આજુબાજુએ આવેલા હોય છે.

કનેક્ટિવ ટીશ્યુમા અલગ અલગ પ્રકારના સેલ આવેલા હોય છે અને તેની ગોઠવણી એકબીજાથી નજીક નજીક થયેલી હોતી નથી.

આ ટીશ્યુ એ ફાઇબર્સના તાંતણાઓનું નેટવર્ક ધરાવે છે. જે એકબીજા સાથે જોડાયેલા હોય છે.  સેલ ની વચ્ચેના ભાગમા મેટ્રિક્સ આવેલું હોય છે. આ મેટ્રિક્સ સેમી સોલિડ જેલી જેવુ આવેલુ હોય છે.

કલેકટીવ ટીશ્યુમા આવેલા સેલ.

1. ફાઈબ્રોબ્લાસ્ટ…

કનેક્ટિવ ટીશ્યુમા આવેલો આ સેલ ચપટો અને મોટો હોય છે. તે સળી આકારનો હોય છે. આ સેલ એ ઇલાસ્ટિક ફાઇબર અને કોલાજન ફાઇબર બનાવે છે જે ફાઇબર્સ ટિસ્યૂ મા પથરાયેલા હોય છે.

2. એડીપોસાઈટ્સ એટલે કે ફેટ સેલ

કનેક્ટિવ ટીશ્યુમા આ સેલ ગ્રુપમા આવેલા હોય છે અથવા સિંગલ પણ આવેલા હોય છે. આ સેલ ખૂબ જ પુષ્કળ પ્રમાણમા આવેલા હોય છે. તે ટીશ્યુના આધારે તેની સાઈઝમા ફેરફાર જોવા મળે છે.

3. મેક્રોફેજીસ…

કનેક્ટિવ ટીશ્યુના આ સેલ એ ફેગોસાઈટીક પ્રોપર્ટી ધરાવે છે. જે વાઈટ બ્લડ સેલનો જ ભાગ છે.  તે ટીશ્યુમા માઈક્રો ઓર્ગેનિઝમ અને ફોરેન મટીરીયલ ને એનગલ્ફ  કરી ડાયજેસ્ટ કરી અને ટીશ્યુ માથી રીમુવ કરવાનુ કાર્ય કરે છે. ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન નુ કાર્ય કરે છે. આ પ્રકારના સેલ એ અલગ અલગ અવયવ મા અલગ અલગ નામ થી ગોઠવાયેલા હોય છે. દા.ત. લીવરમા આ સેલ એ કુફર સેલ્ફ તરીકે ગોઠવાયેલા હોય છે. બ્રેઇનમા આ સેલ માઇક્રોગ્લાયલ સેલ તરીકે ગોઠવાયેલા હોય છે. મુખ્યત્વે તે પ્રોટેક્શન સાથે જોડાયેલા હોય છે.

4. લ્યુકોસાઈટસ.

આ અનિમિત આકારનો એક નાનો સેલ છે. જે એન્ટીબોડી ધરાવે છે અને ઇમ્યુનિટી જાળવવા સંબંધિત કાર્ય કરે છે.

5. માસ્ટ સેલ.

આ સેલ એ બ્લડમા આવેલા બેઝોફીલ્સ ના સેલ જેવુ જ બંધારણ ધરાવે છે. તે હિસ્ટામીન અને હિપેરીન પ્રોડ્યુસ કરે છે.

હિસ્ટામીન એ એલર્જીક રીએક્શન સામે રિસ્પોન્સ આપે છે અને હિપેરીન એન્ટીકોઓગ્યુલન્ટ તરીકે કાર્ય કરે છે

ફંકશન્સ ઓફ ધ કનેક્ટિવ ટીશ્યુ..

કનેક્ટિવિટીસ્યુ એ બોડીમા ખૂબ માત્રામા પથરાયેલા હોય છે. આ મજબૂત ટીસ્યુ છે. તે નીચે મુજબના કાર્યો કરે છે.

1. આ ટીશ્યુ તાંતણાઓનુ નેટવર્ક ધરાવતા હોવાના કારણે એક સ્ટ્રક્ચર ને બીજા સ્ટ્રક્ચર સાથે જોડવામા મદદ કરે છે.

2. કનેક્ટિવ ટિસ્યૂ મા આવેલા ફાયબર જે કોઈપણ ઓર્ગન ની આજુબાજુએ સ્ટ્રકચરલ સપોર્ટ પૂરો પાડે છે.

3. કનેક્ટિવ ટીશ્યુ મજબૂત હોવાના કારણે સ્ટ્રકચરને આધારે આપે છે સ્ટ્રક્ચરને એકબીજા સાથે જોડી રાખે છે.

4. કનેક્ટિવ ટિસ્યૂ એ મજબૂત હોવાના કારણે તેની નીચે આવેલા અવયવોના પ્રોટેક્શન નુ કાર્ય પણ કરે છે.

5. કનેક્ટિવ ટીશ્યુ મા આવેલા સેલ એ મટીરીયલ ને એક ટિસ્યૂ માથી બીજા ટીસ્યુ મા ટ્રાન્સપોર્ટ કરવાનો કાર્ય પણ કરે છે.

6. બોડીમા આવેલી હિટ જાળવી રાખે અને ઇન્સ્યુલેશન તરીકે નુ કાર્ય પણ કરે છે.

કનેકટિવ ટિસ્યૂ નુ ક્લાસીફીકેશન

એરીઓલર કનેક્ટિવ ટિસ્યૂ

આ પ્રકારના ટીશ્યુ એ બોડીમા ઘણી જગ્યાએ આવેલા હોય છે. તે એકબીજાથી દુર સેલ ની ગોઠવણી ધરાવે છે. તેમા મેટ્રિક્સ સેમી સોલિડ અને સોફ્ટ જેલી જેવુ હોય છે. તેમા કનેક્ટિવ ટીશ્યુના મુખ્યત્વે બધા જ સેલ એટલે કે ફાઈબ્રોબ્લાસ્ટ, મેક્રોફેજિસ તેમજ માસ્ટ સેલ પણ આવેલા હોય છે. ટિસ્યૂ ની વચ્ચે ઇલાસ્ટિક અને કોલાજન ફાઇબર પથરાયેલા હોય છે જે સ્ટ્રક્ચરને કનેક્ટ કરવા માટે અને સપોર્ટ આપવા માટે અગત્યના છે.

આ પ્રકારના ટીસ્યુ એ બ્લડ વેસેલ્સ ની દીવાલ તથા સ્કીનની નીચે અને બીજી ઘણી જગ્યાઓએ આવેલા હોય છે.

એડીપોઝ ટિસ્યૂ.  

આ પ્રકારના ટીશ્યુમા ફેટ સેલ આવેલા હોય છે અને ફેટ ગ્લોબ્યૂલ્સ આવેલી હોય છે. તેનુ મેટ્રિક્સ સોલિડ હોય છે. આ પ્રકારના ટીસ્યુ એ બોડી ની અંદર આવેલા અમુક ડેલિકેટ ઓર્ગન ની આજુબાજુ એ રક્ષણ આપવાનુ કાર્ય કરે છે. દા.ત. કિડની.

આ ટીશ્યુના બે ટાઈપ જોવા મળે છે.

1. વાઈટ એડીપોઝ ટીશ્યુ.

ટોટલ બોડીવેઇટ ના આ 20 થી 25% જેટલો ભાગ રોકે છે. વ્યક્તિ ની એનર્જી ઇન્ટેક અને તેની બોડી મા ફિઝિકલ એક્ટિવિટી પર આર ટિસ્યૂ નો ગ્રોથ જોવા મળે છે. આ ટીસ્યુ એ લુઝ કનેક્ટિવ ટીસ્યુ છે.

કિડની, આંખ વગેરે સ્ટ્રક્ચર ની આજુબાજુએ આ ટિસ્યૂ આવેલા હોય છે. તે સ્ટ્રક્ચર ને સપોર્ટ અને પ્રોટેક્શન આપવાનુ કાર્ય કરે છે.

2. બ્રાઉન એડીપોઝ ટીસ્યુ.

આ પ્રકારના ટીસ્યુ ફક્ત ન્યુ બોર્ન ની અંદર આવેલા હોય છે. જેની અંદર બ્લડ કેપેલરી નુ વધારે નેટવર્ક જોડાયેલુ હોય છે. જેના લીધે તે મેટાબોલાઈસ થઈ અને એનર્જી અને હિટ ઉત્પન્ન કરે છે અને બાળકના બોડી નુ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યના છે. બાળકમા ટેમ્પરેચર રેગ્યુલેટિંગ સેન્ટર મેચ્યોર ન હોવાના કારણે આ ટીસ્યુ એ વધારાની બોડી માં હિટ મેન્ટેન કરવાનુ કાર્ય કરે છે. આ ટીસ્યુ એ લુઝ કનેક્ટિવ ટીસ્યુ છે.

ડેન્સ કનેક્ટિવ ટીશ્યુ..

ફાઇબ્રસ ટિસ્યૂ.

આમા ફાઇબર્સ ના બંડલ એ ટીશ્યુ મા વચ્ચે ગોઠવાયેલા હોય છે અને તે ઓછુ મેટ્રિક્સ ધરાવે છે. ફાઈબ્રોસાઇટસ સેલ પણ ટિસ્યૂ મા વચ્ચે ગોઠવાયેલા હોય છે.

આ ડેન્સ કનેક્ટિવ ટીશ્યુ નો ટાઈપ છે જેના ચોક્કસ કાર્યો નીચે મુજબના છે.

તે મસલ્સને બોન સાથે એટેચમેન્ટ આપે છે.

બોન ને લીગામેન્ટ સાથે એટેચમેન્ટ આપે છે.

બોન ની બહારની દિવાલ નુ પેરિઓસ્ટીયમ લેયર આ પ્રકારના ટિસ્યૂ થી બનેલુ હોય છે.

બોડી ની કેવીટી મા આવેલા ડેલિકેટ સ્ટ્રક્ચર ના પ્રોટેક્શન માટે પણ આવેલા હોય છે.

ઇલાસ્ટિક ટિસ્યૂ.

આ ટિસ્યૂ એ ઇલાસ્ટિક ફાઇબર્સ ની બ્રાન્ચીસ ધરાવે છે.

ટીશ્યુ ની વચ્ચે પણ ફાયબ્રોબ્લાસ્ટ સેલ આવેલા હોય છે. મુખ્યત્વે ઇલાસ્ટીસિટી ધરાવતા ઓર્ગન મા આ ટીશ્યુ આવેલા હોય છે.દા.ત. ટ્રકીયા, બ્રોંકાઈ, બ્લડ વેસલ્સ ની વચ્ચે ની દિવાલ મા પણ આ પ્રકારના ટીશ્યુ આવેલા હોય છે.

બ્લડ.

બ્લડ એ સ્પેશિયલ પ્રકારનુ કનેક્ટિવ ટીસ્યુ છે જેના વિશે નુ સંપૂર્ણ માહિતી બ્લડ ના યુનિટ મા ડિટેઇલ મા આપેલી છે.

લીમ્ફોઇડ ટીશ્યુ.

આ ટિસ્યૂ મા રેટિક્યુલર ફાઇબર્સ ની બ્રાન્ચીસ આવેલી હોય છે.

તેનુ મેટ્રિકસ સેમી સોલિડ હોય છે. તે બ્લડમા આવેલા wbc ના સેલ જેવા સેલ ધરાવે છે.

સ્પ્લીન, લિમ્ફનોડ, એપેન્ડિક્સ, ટોન્શીલ વગેરે જગ્યાએ આ પ્રકારના ટીશ્યુ જોવા મળે છે. આ પ્રકારના ટીશ્યુ બોડી ના પ્રોટેક્શન માટે કાર્ય કરે છે.

કાર્ટીલેજ..

કાર્ટીલેજમા કોન્ડ્રોસાઇટ સેલ આવેલા હોય છે. જે મેટ્રિક્સમા રહેલા હોય છે. તેનુ મેટ્રિક્સ સોલિડ હોય છે. કર્ટીલેજ ના મુખ્ય ત્રણ પ્રકાર પાડવામા આવે છે.

1. હાઈલાઈન કર્ટીલેજ..

આ કાર્ટીલેજ એ ચળકતો અને ટ્રાન્સપરન્ટ હોય છે. તેમા કોલાજન ફાઇબર આવેલા હોય છે. આ કાર્ટીલેજ એ બોનના બે છેડાઓના ભાગે આવેલો હોય છે એટલે કે જોઈન્ટ ના ભાગે આ કાર્ટિલજ જોવા મળે છે. આ કાર્ટીલેજ એ જોઈન્ટ ના ભાગે દબાણ સહન કરવાની ક્ષમતા આપે છે તેમજ સ્મુધ અને પેઇનલેશ મૂવમેન્ટ માટે કાર્ય કરે છે. આ કાર્ટીલેજ લોંગ બોન ના છેડાના ભાગે, રીબ્સ ના આગળના ભાગે તથા ટ્રકિયા અને લેરિંગ્સ ના ભાગે આવેલ હોય છે.

2. ફાઇબ્રો કાર્ટીલેજ…

આ કાર્ટીલાઈઝમા કોન્ડ્રૉસાઈટ સેલ એ મેટ્રિક્સમા છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. તેમા કોલાજન ફાઇબર પણ આવેલા હોય છે. આ કાર્ટીલેજ એ સપોર્ટ આપવા માટે કાર્ય કરે છે અને તે ઇન્ટરવર્ટીબ્રલ ડીસ્કમા આવેલ હોય છે. આ કાર્ટીલેજ નુ કાર્ય એ બોડી ની મુવમેન્ટ અને ફ્લેક્સિબીલીટી જાળવવા માટેનુ હોય છે.

3. ઇલાસ્ટિક કાર્ટીલેજ..

આ કાર્ટીલેજ મા કોન્ડ્રોસાઇટ સેલ આવેલા હોય છે. તે ઇલાસ્ટિક ફાઇબરના તાંતણા જેવુ નેટવર્ક એ મેટ્રિક્સ મા બનાવે છે. આ પ્રકારના કાર્ટીલેજ નુ મુખ્ય કાર્ય એ ઓર્ગન નો શેપ અને ફ્લેક્સિબીલીટી જાળવવા નો હોય છે. આ કાર્ટીલેજ એ એક્સટર્નલ ઇયરના ભાગે તથા લેરીંગ્સના ભાગે આવેલા હોય છે.

બોન..

બોન એ કનેક્ટિવ ટીશ્યુ નો એક ટાઈપ છે. તેના બંધારણમા ઓસ્ટિઓસાઈટ સેલ આવેલા હોય છે.

તે ડેન્સ કનેક્ટિવ ટીશ્યુ નો પ્રકાર છે. આ બોડીમા સપોર્ટ અને પ્રોટેક્શન માટે કાર્ય કરે છે. મસલ્સ ને એટેચમેન્ટ આપે છે. જેથી અલગ અલગ પ્રકારની મુવમેન્ટ થઈ શકે છે. બોન ના મુખ્ય બે પ્રકાર છે.

કોમ્પેક બોન

સ્પંજી બોન

બોન નુ શરીરમા મુખ્ય કાર્ય એ બોડીને સ્ટ્રકચરલ ફ્રેમ વર્ક આપવાનુ છે.

  • મસલ્સ ટિસ્યૂ …

મસલ્સ ટીસ્યુએ અમુક પ્રકારના કોન્ટ્રાક્ટાઇલ સેલથી બનેલા હોય છે. જે કોન્ટ્રાક્ટ થવાની કેપેબિલિટી ધરાવે છે. મસલ્સ ના ટોટલ ત્રણ પ્રકાર પાડવામા આવે છે.

1. સ્કેલેટલ મસલ્સ…

આ મસલ્સ ને બીજા વૉલેન્ટરી મસલ્સ તરીકે પણ ઓળખવામા આવે છે કેમકે તે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે. તેની મદદ થી બોડી મા હલનચલન થાય છે. જેથી તેને વેલેન્ટરી મસલ્સ કહેવામા આવે છે.

આ સ્ટ્રેઇટ ટાઈપના મસલ્સ હોય છે.

સ્કેલેટલ મસલ્સ ના બંધારણ મા ઘણા મસલ્સ ફાઇબરના બંચ આવેલા હોય છે.

મસલ્સ ફાઇબર ની વચ્ચે ફાઇબર સેલ આવેલા હોય છે. તે સિલિનન્ડ્રીકલ શેપમા ગોઠવાયેલા હોય છે. તેમા ન્યુક્લિયસ પણ રહેલુ હોય છે.

સ્કેલેટલ મસલ્સ એ અલગ અલગ પ્રકારની મુમેન્ટ માટે કાર્ય કરે છે.

2. સ્મુથ મસલ્સ…

આ મસલ્સ ને વોલન્ટરી મસલ્સ પણ કહેવામા આવે છે કેમકે તે આપણા વોલન્ટરી કંટ્રોલમા હોતા નથી. આ મસલ્સ એ અનસ્ટ્રીપ્ડ ટાઈપના એટલે કે સર્ક્યુલર શેપના જોવા મળે છે.

આ મસલ્સ ને માઈક્રોસ્કોપ નીચે જોતા તેની અંદર સિગારેટ શેપના સેલ જોવા મળે છે. તેમા ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય છે. આ પ્રકારના મસલ્સ એ બ્લડ વેસલ્સ, રેસ્પાયરેટરી ટ્રેકની લાઇનિંગ,  એલિમેન્ટ્રી ટ્રેક ની લાઇનિંગ મા આવેલા હોય છે.

3. કર્ડીયાક મસલ્સ…

આ મસલ્સ ઇન વોલન્ટરી ટાઈપના મસલ્સ છે. તેનુ ફંક્શન પણ આપણા કંટ્રોલમાં હોતુ નથી. આ મસલ્સ એ સ્પેશિયલી હાર્ટના વચ્ચેના લેયર માયોકાર્ડીયમ મા આવેલા હોય છે. તેને કાર્ડિયાક મસલ્સ કહેવામા આવે છે.

આ મસલ્સ મા સ્ટ્રેઇટ ફાઇબર્સ આવેલા હોય છે. તે એકબીજાથી ક્લોઝલી જોડાયેલા હોય છે. આ મસલ્સ ના કોન્ટ્રાકશન અને રિલેક્સેશન ના કારણે હાર્ટ ની પંપિંગ એક્શન જોવા મળે છે.

  • નર્વસ ટીશ્યુ..

આ ટીસ્યુ એ નર્વ સેલ થી બનેલા હોય છે. જે નર્વ સેલને ન્યુરોન કહેવામા આવે છે. દરેક ન્યૂરોન એ સેલ બોડી, એકઝોન અને ડેનડ્રાઇટસ નુ સ્ટ્રક્ચર ધરાવે છે.

નર્વસ ટીશ્યુ મા સેલ ના અધારે બે પ્રકાર પાડવામા આવે છે.

1. એક્સીટેબલ સેલ્સ.

જેમા ઇમ્પલસીસ નુ વહન કરતા અને રિસીવ કરતા સેલ નો સમાવેશ થાય છે એટલે કે ન્યુરોનનો સમાવેશ થાય છે. આ ન્યુરોન એ ઈરિટેબિલિટી અને કંડક્ટીવીટી નો ગુણ ધરાવે છે.

2. નોન એક્સિટેબલ સેલ.

આ સેલ ને ગ્લાયલ સેલ પણ કહેવામા આવે છે. જે ઇમ્પલસીસના વહન સાથે જોડાયેલા હોતા નથી અને નર્વ અને નર્વ સેલ ને સપોર્ટ આપવાનુ કાર્ય કરે છે.

ફંકશન્સ ઓફ મસલ્સ ટિસ્યૂ..

કોન્ટ્રાકશન અને રિલેક્સેશન થવાથી બોડીમા અલગ અલગ પ્રકારની મુવમેન્ટ કરવામા મદદ કરે છે.

બોડીનો બોડી પોસ્ટર જાળવવામા મદદ કરે છે.

બોડીમા હીટ પ્રોડક્શન નુ કાર્ય કરે છે.

નર્વસ સિસ્ટમના કાર્ય દ્વારા તે યોગ્ય મસલ્સ ટોન મેન્ટેન કરી નોર્મલ પોસ્ટર જાળવી રાખે છે.

લાંબા સમય મસલ્સ કોન્ટ્રાકશન થવાના કારણે મસલ ફટીગ જોવા મળે છે.

  • ટીશ્યુ રીજનરેશન..

આ એક એવો પ્રોસેસ છે જેમા ડેડ થયેલા કે ડેમેજ થયેલા સેલ અને ટીસ્યુ એ રિપેર થઈ અને નવા ટીસ્યુ અને સેલ બને છે જેને ટિસ્યૂ રીજનરેશન કહેવામા આવે છે. મુખ્યત્વે નીચેના ટાઈપમા જોવા મળે છે.

1. લાયેબલ સેલ..

આ સેલ બોડીમા એ પ્રકારના સેલ છે કે જે કંટીન્યુઅસલી સેલ ડિવિઝન કરે છે. દાખલા તરીકે બોનમેરોમા આવેલા સેલ, બ્લડના સેલ, સપ્લિન અને લિંફોઇડ ટીસ્યુના સેલ.

2. સ્ટેબલ સેલ..

આ સેલ એ મલ્ટિપ્લાય થઈ અને ડિવાઇડ થવાની કેપેસિટી ધરાવે છે પરંતુ તે સતત ડિવિઝન થતા નથી. અમુક સમય પછી તેમા સેલ ડિવિઝન બંધ થઈ જાય છે. દાખલા તરીકે સ્મુધ મસલ્સ,  બોન ની અંદર આવેલા સેલ.

3. પરમેનેન્ટ સેલ.

આ સેલમા એક વખત નોર્મલ ગ્રોથ અને મેચ્યુલેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ તે ફરીથી ક્યારેય ડીવાઈડ થવા ની કેપેસિટી ધરાવતા નથી. આ સેલમા કાર્ડીયાક સેલ, નર્વ સેલ નો સમાવેશ થાય છે.

Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised