skip to main content

Unit-12-neurological Disorder(deepali)(part-4)

Explain/ Define the CVA . CVA ને વ્યાખ્યાયિત કરો.

CVA it’s called Verebrovascular Accident ( સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ).

સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ ને સ્ટ્રોક ( Stroke) પણ કહેવામાં આવે છે.

સ્ટ્રોક ને ઘણી વખત બ્રેઇન અટેક ( ” Brain Attack “) પણ કહેવામાં આવે છે.

સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ એ એવી કન્ડિશન છે કે જેમાં brain ના cells, tissues તથા કોઈ પણ પર્ટિક્યુલર બ્રેઇન પાર્ટ માં ઈનસફીશીયન્ટ અમાઉન્ટ મા બ્લડ સપ્લાય થવાના કારણે બ્રેઇન ના સેલ,ટીસ્યુસ અને બ્રેઇન ના પાર્ટમાં પૂરતા પ્રમાણ માં ઓક્સિજન સપ્લાય થતી નથી તેના કારણે બ્રેઇન ના પાર્ટનું infraction ( Death of the brain tissues)થાય છે તેથી બ્રેઇન નો તે પાર્ટ એ પ્રોપરલી ફંક્શન કરી શકતો નથી અને તે બ્રેઇનના પાર્ટ દ્વારા જે બોડી ફંક્શન થતુ હોય તે પણ impaired થાય છે.

Explain the Classification of the Cerebrovascular Accident. સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ ના ક્લાસિફિકેશન જણાવો.

Ischemic stroke:= આ પ્રકારનું stroke એ બ્રેઇનમાં બ્લડ સપ્લાય ઇન્ટરપ્ટ થવાના કારણે જોવા મળે છે.

Thrombotic Sroke:=

આ પ્રકાર નો સ્ટ્રોક એ બ્રેઇન ની એક અથવા એક કરતા વધારે બ્લડ વેસેલ્સ મા બ્લડ ક્લોટ નુ ફોર્મેશન થવાના કારણે થ્રોમ્બોટીક સ્ટ્રોક ની કન્ડિશન arise થાય છે.

Embolic Stroke:=

આ સ્ટ્રોક મા બ્લડ ક્લોટ એ બોડી ની કોઈપણ બ્લડ વેસેલ્સ મા form થય અને તે બ્લડ ક્લોટ એ બ્રેઇન ની બ્લડ વેસલ્સ સુધી travel થાય અને ત્યારબાદ travel થયેલ બ્લડ ક્લોટ એ બ્રેઇન ની વેસલ્સ મા Stuck થાય તો એંબોલીક સ્ટ્રોક થાય છે.

Hemorrhagic Stroke:= હેમરેઇજીક સ્ટ્રોક એ જ્યારે કોઈપણ સેરેબ્રલ વેસેલ્સ એ કોઈપણ કારણના લીધે રપ્ચર થાય ત્યારે બ્રેઇનમાં બ્લીડિંગ થાય છે અને તેના કારણે હેમરેઇજીક સ્ટ્રોક ની કન્ડિશન અરાઇઝ થાય છે.

Explain the Etiology/ cause of the Cerebrovascular Accident. સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ થવા માટેના કારણો જણાવો.

  • હાઇપર ટેન્શન થવાના કારણે.
  • કોઈપણ હાર્ટ રિલેટેડ ડિસીઝ હોવાના કારણે Ex:= કોરોનરી આર્ટરી ડીસીઝ.
  • ડાયાબીટીસ મલાઇટસ ના કારણે.
  • કંજેસ્ટિવ હાર્ટ ફેલ્યોર થવાના કારણે.
  • ischemia થવાના કારણે.
  • ઓબેસિટી ના કારણે.
  • stress ના કારણે.
  • કોલેસ્ટ્રોલ લેવલ ઇન્ક્રીઝ થવાના કારણે.
  • Artrial fibrillation.
  • સિગારેટ સ્મોકિંગ કરવાના કારણે.
  • cocain નો યુઝ કરવાના કારણે.
  • આલ્કોહોલ લેવાના કારણે.
  • આર્ટરી ની વોલ માં ફેટી કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થવાના કારણે.
  • કોઈપણ કિડની ડીસીઝ ના કારણે.
  • બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડર ના કારણે.
  • rheumatoid arthritis ના કારણે.
  • systemic leupus erythematosus ના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the CerebroVascular Accident. સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.

  • ફેશિયલ મસલ્સ માં વિકનેસ આવવી.
  • Numbness થવુ.
  • માથું દુખવું.
  • રેસ્પીરેશન ઇરરેગ્યુલર થવા.
  • body ના એક સાઈડ માં નબળાઈ આવવી.
  • કન્ફ્યુઝન થવું.
  • મેમરી લોસ થવી.
  • મેન્ટલ સ્ટેટસમાં ચેંજીસ થવા.
  • ગળવામાં તકલીફ પડવી( Dysphagia ).
  • ચાલવામાં તકલીફ થવી ( Gait Ataxia).
  • ચક્કર આવવા.
  • બેલેન્સ તથા કોઓર્ડીનેશન લોસ થવું.
  • વનસાઈડ ની આઇ માં વિઝન લોસ થવું.
  • Slurred Speech ( Dysarthia).
  • Change in alertness.
  • બોવેલ તથા બ્લાડર કંટ્રોલ લોસ થવો.
  • પર્સનાલિટી , મુડ ,તથા ઈમોશનલ ચેન્જીસ થવા.
  • Agnosia ( વ્યક્તિ એ કોઈપણ વસ્તુને આઈડેન્ટિફાય ન કરી શકે).
  • Aphasia ( Inability in speacking).
  • Hemiplagia ( બોડી નો હાફ સાઈડ પેરાલાઈસીસ થવો).
  • નેક સ્ટીફનેશ થવી. ( Nuchal rigidity)
  • ડીસઓરિએન્ટેશન થવું.

Explain the Diagnostic evaluation of the patient with the Cerebro Vascular Accident. સેરેબ્રો વાસ્ક્યુલર એક્સિડન્ટ વાડા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.

  • History tacking and physical examination.
  • ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન ( Glassgo coma scale).
  • એનજીઓગ્રાફી.
  • લેબોરેટરી ટેસ્ટ.
  • બ્લડ ટેસ્ટ ફોર અસેસ ધ કોલેસ્ટ્રોલ લેવલ.
  • કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી ( CT Scan).
  • કેરોટીડ ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ .
  • કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ( CBC Test).
  • મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજીંગ.

Explain the medical management of the patient with the Cerebro Vascular Accident. સેરેબ્રો વાસ્ક્યુલર એક્સિડન્ટ વાડા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.

1) provide Thrombolytic Agent to the patient.

થ્રોમ્બોલાઇટીક એજન્ટ એ બ્લડ વેસેલ્સમાં બનેલા બ્લડ ક્લોટ્સ ને બ્રેકડાઉન કરીને બ્લડ ફ્લોને પર્ટિક્યુલર પાર્ટમાં જવા માટેની સ્પેસ પ્રોવાઇડ કરે છે.
થ્રોમ્બોલાઇટિંગ એજન્ટ માં પેશન્ટને ટીસ્યુસ પ્લાઝમીનોજન એજન્ટ ( tPA) પ્રોવાઇડ કરવું.

2) provide Anticoagulant drug to the patient.

એન્ટી કોઓગ્યુલન્ટ ડ્રગ્સ એ બ્લડ ક્લોટ નું ફોર્મેશન થવામાં પ્રિવેન્ટ કરે છે અને બ્લડ સપ્લાય ને મેઇન્ટેન રાખવા માટે ભાગ ભજવે છે.
Ex:= Heparin,Warfarin.

3) Provide Antiplatelate drug to the patient.

આ મેડિસિન એ platelates નું એગ્રીગેશન થતું રોકે છે જેના કારણે બ્લડ ક્લોટ નું ફોર્મેશન થતું નથી.

4) Provide Diuretics medication to the patient.

જો Fluid નું એકયુમ્યુલેશન થયું હોય તો તેને રિમૂવ કરવા માટે તથા ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર ને decrease કરવા માટે patient ને diuretic મેડિસિન પ્રોવાઇડ કરવી.

5) પેશન્ટ ના વાયટલ સાઇન કંટીન્યુઅસલી મોનિટર કરવા.

6) પેશન્ટ ને સપ્લીમેન્ટરી ઓક્સિજન પ્રોવાઇડ કરવુ.

7) જો પેશન્ટને sevear હેડેક થતું હોય તો patient ને પેઇન કિલર મેડીટેશન પ્રોવાઇડ કરવી.

8) પેશન્ટને તેની લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન કરવા માટે એડવાઈઝ આપવી.

Explain the Surgical management of patients with the CerebroVascular Accident. સેરેબ્રો વાસ્કયુલર એકસીડન્ટ વાડા પેશન્ટ નું સર્જીકલ મેનેજમેન્ટ જણાવો.

Surgery એ મુખ્યત્વે જો બ્લડ વેસેલ્સ એ rupture થઈ હોય તો તેને રીપેઇર કરવા માટે અને જો બ્લડ વેસેલ્સમાં બ્લડ ક્લોટ નું ફોર્મેશન થયું હોય તો તેને રીમુવ કરવા માટે સર્જરી કરવામાં આવે છે.

Explain the Nursing management of patients with the Cerebro Vascular Accident. સેરેબ્રોવાસ્ક્યુલર એકસીડન્ટ વાડા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.

  • 1) Ineffective Cerebral tissues percussion related to interruption of blood supply.
  • 2) Impaired physical mobility related to Neuromuscular Impairment.
  • 3)Impaired Verbal communication related to loss of facial muscles tone.
  • 4) knowledge deficit related to Disease condition and treatment.

Nursing management

  • પેશન્ટનું ન્યુરોલોજિકલ સ્ટેટ્સ અસેસ કરવુ.
  • પેશન્ટને પ્રોપરલી વેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ના વાઈટલ સાયન પ્રોપરલી મોનિટર કરવા.
  • પેશન્ટની પોઝિશન frequently ચેન્જ કરતું રહેવું.
  • પેશન્ટની સ્લોલી speaking કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને એક્ટિવિટી લિમિટેડ કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને પ્રોપરલી મેડિકેશન લેવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી મેન્ટેન રાખવું.
  • પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ પ્રોપરલી મેન્ટેન રાખવું.
  • પેશન્ટને small અમાઉન્ટમાં ડેઇલી રૂટીન એક્ટિવિટી કરવા માટે એડવાઈઝ આપવી.
  • જો પેશન્ટને પેઇન થતું હોય તો analgesic મેડીસીન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટની પ્રોપરલી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોલાબેરેશન કરવું.
  • પેશન્ટને ઓક્યુપેશનલ થેરાપી, ફિઝિકલ થેરાપી, સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને ફેટી ફૂડ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટની સ્મોકિંગ તથા આલ્કોહોલ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને તેનું બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ રેન્જમાં મેન્ટેન રાખવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટ નું પ્રોપરલી ગ્લાસ ગો કોમાં સ્કેલ અસેસ કરવું.
  • પેશન્ટને પ્રોપરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને થોડા થોડા અમાઉન્ટમાં સ્પીકિંગ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને જો ઓબેસિટી હોય તો તેને વેઇટ રીડયુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટ ની પ્રોપરલી મેડિકેશન લેવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

Explain/ Define the Brain injury. બ્રેઇન ઇન્જરી ને વ્યાખ્યાયિત કરો.

બ્રેઇન ઇન્જરી એ એવી કન્ડિશન છે કે જેમા બ્રેઇન ની ટીશ્યુસ ને harm થાય છે.તે મુખ્યત્વે બ્રેઇન ટ્રોમા,સ્ટ્રોક અને બીજી જુદી જુદી મેડિકલ કન્ડિશન ના કારણે થાય છે.

બ્રેઇન ઇન્જરી એ એવી કન્ડિશન છે કે જેમાં બ્રેઇન મા કોઈ પણ એક્સટરનલ મિકેનિકલ ફોર્સ લાગે ત્યારે તે કન્ડિશનમાં બ્રેઇન નું ફંક્શન એ ટેમ્પરરી અથવા પરમેન્ટ ઇમ્પેઇરડ થાય છે સાથે-સાથે બ્રેઇનના ફંક્શન માં પણ ડિશએબિલિટી જોવા મળી છે તેને બ્રેઇન ઇન્જરી કહેવામાં આવે છે.

Explain the Etiology/ cause of the brain injury .(બ્રેઇન ઇન્જરી થવા માટેના કારણ જણાવો.)

  • હેડ ઈન્જરીં થવાના કારણે.
  • હેડ્ર ટ્રોમાં થવાના કારણે.
  • fall down થવાના કારણે.
  • પેનેટ્રેટીંગ ઇન્જરી થવાના કારણે.
  • Strock થવાના કારણે.
  • ઇન્ફેક્શન થવાના કારણે.
  • ટ્યુમર થવાના કારણે.
  • ન્યુરોલોજીકલ ડીસીઝ થવાના કારણે.
  • ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ થવાના કારણે.
  • હાઈપોક્ઝીયા ના કારણે.
  • સ્કલ ફ્રેક્ચર થવાના કારણે.
  • ન્યુરોલોજીકલ ડિસીસ ના કારણે.
  • અલ્ઝાયમર ડીઝિઝના કારણે.
  • મલ્ટીપલ સ્ક્લેરોસીસ ના કારણે.
  • ડીજનરેટિવ ડીસીઝ ના કારણે.
  • ટોક્સિક ઇફેક્ટના કારણે.

Explain the types of Brain injury. બ્રેઇન ઇન્જરી ના ટાઈપ જણાવો.

બ્રેઇન ઇન્જરીના મુખ્યત્વે ત્રણ ટાઈપ પડે છે.

  • 1) Contusions ( કન્ટ્યુશન્સ ) ,
  • 2) Concussions ( કન્કયુશન્સ) ,
  • 3)Hematoma ( હેમેટોમા )

Subdural hematoma(સબડ્યુરલ હેમેટોમા) ,

Epidural hematoma(એપિડ્યુરલ હેમેટોમા)

1) Contusions ( કન્ટ્યુશન્સ ),

  • કન્ટ્યુશન્સ એ મેઝર ટાઈપ ની હેડ ઇંજરી છે આમાં મોસ્ટ કોમનલી જે મુવેબલ ઓબ્જેક્ટ હોય તે હેડમાં લાગવાના કારણે બ્રેઇન ઇન્જરી જોવા મળે છે,આમા બ્રેઇન ટીશ્યુસ એ ડેમેજ થાય છે જેના કારણે બ્રેઇન ટ્રોમાં તથા ઇન્ટરનલ બ્લીડિંગ પણ જોવા મળે છે એટલે કે ઇન્ટરનલ હેમરેજ થાય છે અને બ્લડ એ સરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ ની ( CSF ) અંદર એબ્સોર્બ થાય છે જેના કારણે પરમેનેન્ટલી બ્રેઇન ડેમેજ થાય છે. અને વ્યક્તિ એ અનકન્સિયસ ( uncouncious ) થઈ જાય છે.

2) Concussions ( કન્કયુશન્સ) ,

  • કન્ટ્યુશન્સ એ માઈલ્ડ ટાઈપ ની બ્રેઇન ઇન્જરી છે આમાં કોઈપણ સ્ટ્રકચર ડેમેજ જોવા મળતું નથી આમાં કોઈપણ બ્રેઇન ટીશ્યુસ એ ઇન્જરડ થતા નથી માઈલ્ડ બ્રેઇન ડેમેજ થવાના કારણે આમાં ટેમ્પરરી ન્યુરોલોજીકલ ફંક્શન લોસ થાય છે અને આ ઇન્જરી માં વ્યક્તિએ માત્ર પાંચ મિનિટ સુધી જ અન્કંશિયસ થાય છે.

3)Hematoma ( હેમેટોમા )

  • હેમેટોમાં એ ઇન્ટ્રા ક્રેનીઅલ હેમરેજ થવાના કારણે થાય છે તેમાં ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળે છે અને બ્લડ એ ક્લોટ થઈ જાય છે આ ક્લોટ થયેલા બ્લડ ને હેમેટોમાં કહેવામાં આવે છે હેમેટોમાના બે અધર ટાઈપ જોવા મળે છે.

Subdural hematoma (સબડ્યુરલ હેમેટોમા) ,

જો બ્રેઇનના સબ ડ્યુરલ સ્પેસમાં બ્લડ ક્લોટ થાય તો તેને સબડ્યુરલ હેમેટોમાં કહેવામાં આવે છે.

Epidural hematoma (એપિડ્યુરલ હેમેટોમા)

જો બ્લડ એ એપિડ્યુરલ સ્પેસ માં ક્લોટ થાય તો તેને એપીડ્યુરલ હેમેટોમાં કહેવામાં આવે છે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the head injury. હેડ ઇન્જરી વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.

  • પેશન્ટની કંસિયસનેસ ડીસ્ટર્બ થવી.
  • ઇન્ટરા ક્રેનિયલ પ્રેસર ઇન્ક્રીઝ થવું.
  • માથું દુખવું.
  • ચક્કર આવવા.
  • આચકી આવવી.
  • Nausea and Vomiting થવી.
  • પ્યુપીલરી એબનર્માલિટી થવી.
  • વાઈટલ સાઈન માં ચેન્જીસ થવા.
  • Tachycardia,
  • Tachyapnia.
  • ગેગ રીફ્લક્ષ અલ્ટર થવી.
  • સેનસરી, વિઝ્યુઅલ, તથા હીયરીંગ ઇમ્પેઇરમેન્ટ થવી.
  • મેન્ટલ ફંકશન ડિસ્ટર્બ થવું.
  • પેરાલાયસીસ થવું.
  • સ્લીપ ડીસ્ટર્બન્સ થવી.
  • પર્સનાલિટી ચેન્જ થવી.
  • હેમીપ્લેજીયા થવુ.
  • concentration માં ડીફીકલ્ટી થવી.
  • ઇન્ક્રીઝ મુડ સ્વિંગ્સ.
  • થાક લાગવો.
  • સ્લિપ પેટર્ન ડીસ્ટર્બન્સ થવી.
  • ઇન્ટર્નલ બ્લીડિંગ થવી.
  • ઇયર તથા નોઝ માંથી બ્લીડિંગ થવું.
  • ” Halo sign ( linen મા સરેબ્રો સ્પાઇનલ ફલુઇડ નું લીકેજ થવું અને તેની આજુબાજુ બ્લડ જોવા મળવું ) ” જોવા મળવી.

Explain the Diagnostic evaluation of the patient with the brain injury. બ્રેઇન ઇંજરી થવા માટેના ડાયગ્નોસ્ટીક ઈવાલ્યુએશન જણાવો.

  • History tacking and physical examination.
  • X – rays .
  • Ct scan.
  • MRI.
  • PET ( Positron Emission Tomography ).
  • એન્જીઓગ્રાફી .
  • ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટ.
  • લેબઇન્વેસ્ટિગેશન.

Explain the management of the patient with the head injury. (હેડ ઇંજરી વાળા પેશન્ટ નું મેનેજમેન્ટ જણાવો.)

પેશન્ટનું એરવે પ્રોપરલી પેટન્ટ રાખવી.

પેશન્ટ ને એડીક્યુએટ અમાઉન્ટ માં ઓક્સિજન પ્રોવાઇડ કરવુ.

પેશન્ટ ને પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટ નું હેડ એ 30° એંગલ એ એલીવેટેડ રાખવુ.

પેશન્ટ નું હેડ તથા નેક એ ન્યુટ્રલ પોઝિશન માં રાખવુ.

પેશન્ટ નુ બોડી ટેમ્પરેચર પ્રોપરલી મેન્ટેન રાખવુ.

પેશન્ટને એડીકયુએટ અમાઉન્ટ માં ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

પેશન્ટ જો એજીટેશન થતું હોય તો તેને સીડેસન પ્રોવાઇડ કરવું.

પેશન્ટ ને ઓસ્મોટીક ડાયયુરેટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

Ex:= Inj.mannitol, Syrup glycerol and glucocorticoid.

જો પેશન્ટને ઇન્ફેક્શન થતું હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

જો પેશન્ટને સીઝર આવતી હોય તો એન્ટીએપીલેપ્ટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પેશન્ટને ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ લેવલ મેન્ટેન રાખવું.

પેશન્ટને ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

જો પેશન્ટને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડીસીન પ્રોવાઇડ કરવી.

પેશન્ટ ના વાઈટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.

પેશન્ટની કમ્પ્લીટ bed rest લેવા માટે એડવાઇઝ આપવી.

જો પેશન્ટને બ્રેઇન માં inflamation થયું હોય તો કોર્ટીકોસ્ટીરોઈડ મેડિસિન પ્રોવાઈડ કરવી.

પેશન્ટ નું આર્ટીરીયલ બ્લડ ગેસ પ્રોપરલી એનાલાઇસીસ ( ABG Analysis ) કરવું.

પેશન્ટ ને એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ કરવું.

પેશન્ટનું સીરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ પ્રોપરલી મોનિટર કરવું.

પેશન્ટ ને પ્રોપરલી સ્કીન કેર પ્રોવાઈડ કરવી.

પેશન્ટ નુ કોગ્નિટિવ લેવલ અસેસ કરવુ.

પેશન્ટને પ્રોપર્લી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

પેશન્ટ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

Published
Categorized as GNM SY MSN 1 FULL COURSE, Uncategorised