યુનિટ – 8
નોર્મલ પરપ્યુરીયમ
પ્રસ્તાવના
- ડીલેવરી થઈ ગયા બાદ ૬ અઠવાડીયા સુધીના એટલેકે ૪૨ દિવસ સુધીના સમયને પરપ્યુરીયમ પીરીયડ એટલેકે પોસ્ટ નેટલ કેર કહે છે.
- આ પીરીયડ દરમીયાન રીપ્રોડક્ટીવ ઓર્ગન પોતાની મુળ જગ્યાએ આવી જાય છે માતા ફરીથી પોતાની નોર્મલ કંડીશનમા આવે છે. પરપ્યુરીયમ પીરીયડ દરમ્યાન રિપ્રોડક્ટીવ ઓર્ગન્સનું મુળ સ્થિતીમાં આવવાની ક્રીયાને ઈનવોલ્યુશન કહેવામાં આવે છે. આમા યુટ્રસના મસલ્સમાં ફેરફાર થાય છે. સાથે સાથે વજાયના, પેરીનીયમ પેલ્વીક ફ્લોર દરેક પોતાની મુળ સ્થિતીમાં આવવું જરૂરી છે. પોસ્ટ નેટલ પીરીયડ દરમ્યાન યુટ્રસનું મુળ સ્થિતિમા આવવું જરૂરી છે. ડીલેવરી બાદ ઓબ્લીક મસલ્સ બ્લીડીંગ બંધ કરવાનું કાર્ય કરે છે. માયો મેટ્રીયમના મસલ્સ ફાયબર્સ પ્રેગનન્સી દરમીયાન લંબાઈમા ૧૪ ગણા વધી ગયા હોય છે અને જાડાઈમાં ૫ ગણા વધી ગયા હોય છે. જે પરપ્યુરીયમ પીરીયડ દરમ્યાન નોર્મલ થઈ જાય છે . આ નોર્મલ થવાની કંડીશનને ઓટોલાઈસીસ કહે છે્
- પ્રેગનન્સી દરમ્યાન યુટ્રસ તરફ લોહી સપ્લાય વધારે હોય છે. પરપ્યુરીયમ પીરીયડ દરમ્યાન કોન્ટ્રાકશન અને રીટ્રેકશન ક્રીયાથી બ્લડ વેસલ્સને મસલ્સ ફાયબર્સ સંકોચ છે. જે કંડીશન ઈસ્ચેમીયા કહે છે.
ફિઝીયોલોજીકલ ચેન્જીસ ડ્યુરીંગ પોસ્ટ નેટલ પીરીયડ : (પોસ્ટનેટલ પીરીયડ દરમ્યાન થતા શારીરીક ફેરફાર)
1) પરપ્યુરીયમ પીરીયડ
- “પરપ્યુરીયમ એટલે બેબી આઉટ થઇ ગયા પછી યુટ્રસની સાઇઝ નોર્મલ પોઝીસનમાં આવે ત્યાં સુધીના સમયગાળાને પરપ્યુરીયમ પીરીયડ કહે છે.”
- પરપ્યુરીયમ પીરીયડ દરમ્યાન રીપ્રોડક્ટીવ સીસ્ટમના અવયવો ધીમે ધીમે પોતાની મુળ સ્થીતીમાં આવે છે. યુટ્રસને પોતાની મુળ સ્થીતીમાં આવતા 42 દિવસ લાગે છે. (6 વીક અથવા દોઢ માસ) આ ક્રીયાને ઇનવોલ્યુશન ઓફ યુટ્રસ કહે છે. આ સમયને પરપ્યુરીયમ પીરીયડ કહે છે.
2) ઇનવોલ્યુશન ઓફ જનાઇટલ ટ્રેક
- આમાં યુટ્રસ અને વજાઇના પોતાની મુળ સ્થીતીમાં આવી જાય છે. પ્રેગનન્સી દરમિયાન યુટ્રસની લંબાઇ 12 ઇંચ, પહોળાઇ 9 ઇંચ, જાડાઇ 8 ઇંચ હોય છે. પ્રેગનેન્સી પછી લેક્ટેશન પીરીયડમાં યુટ્રસ પોતાની મુળ સ્થીતીમાં આવે છે. એટલે કે યુટ્રસ સંકોચાઇને પોતાની મુળ સ્થીતીમાં આવી જાય છે. તે ક્રીયાને ઇનવોલ્યુશન કહે છે.
ઇનવોલ્યુશન માટે 3 બાબતો જવાબદાર છે.
- અ. ઓટોલાઇસીસ
- બ. ઇસ્સેમીયા
- ક. બ્રેસ્ટ ફીડીંગ
અ. ઓટોલાઇસીસ
- આમાં યુટ્રસ હોર્મનની મદદથી સંકોચાઇ જાય છે, અને પોતાની મુળ સ્થીતીમાં આવી જાય છે.
બ. ઇસ્સેમીયા
- આમાં યુટ્રસમાંથી ફીટસ આઉટ થવાથી તે ખાલી થાય છે અને તે સંકોચાઇ છે અને તેના કારણે યુટ્રસનું વધારાનું બલ્ડ સપ્લાય યુટ્રસના મસલ્સ સંકોચાવાથી બંધ થાય છે. આ બલ્ડ સપ્લાઇ બંધ થતા મસલ્સ ફાઇબર બને છે. જેથી યુટ્રસ મુળ સ્થીતીમાં આવે છે.
ક. બ્રેસ્ટ ફીડીગ
- બેબી સક કરવાથી અથવા હાથ વડે ધાવણ કાઢવાથી પીટ્યુટરી ગ્લેન્ડ સ્ટીમ્યુલેટ થાય છે.
- પરીણામે તેના એન્ટીરીયર લોબ માંથી પ્રોલેક્ટીન નામનો હોર્મોન ઉતપન્ન થાય છે. આ યુટ્રસ ના ઇનવોલ્યુશનમાં મદદ કરે છે. અને બ્રેસ્ટમાં મિલ્ક તૈયાર કરે છે.
3) ઇન્વોલ્યુશન ઓફ ધ યુટ્રસ
યુટરાઇન ઇનવોલ્યુશન
- પ્રસુતીના સ્ટેટમાં અંતે યુટ્રસમાં ફંડ્સની હાઇટ પ્રાઇમી પારામાં 4.5 થી 5 ઇંચ. હોય છે. અને મલ્ટીપારામાં 5 ઇંચ. થી 5.5 ઇંચ હોય છે એટલે 10 દિવસની અંદર યુટ્રસની ફંડલ હાઇટ સીમ્ફાયસીસ પ્યુબીસની નીચેની તરફ આવે છે. અને યુટ્રસ પોતાની મુળ કંડીશન માં આવે છે.
પોસ્ટનેટલ એસેસમેન્ટ
ઓબ્જેક્ટીવ/પોસ્ટનેટલ એક્ઝામીનેશનના હેતુઓ
- પોસ્ટનેટલ માતાની કંડીશન જાણવા માટે
- નિદાન કરવા માટે
- સારવાર આપવા અને શારિરીક તંદુરસ્તી વધારવા
- ડીલીવરી પછી તરત જ પોસ્ટનેટલ એસેસમેન્ટ
- એક કલાક માટે દર ૧૫ મીનીટે પ્રથમ એક કલાક અથવા સંસ્થાના પ્રોટોકોલ મુજબ યુટ્રસની પોઝીશન અને ટોન માટે પાલપેટ કરો.
- એક કલાક માટે દર ૧૫ મીનીટે લોકીયાનું નિરિક્ષણ કરો.અને ત્યાર બાદ દર ચાર કલાકે નિરિક્ષણ કરો.
- જો યુટ્રસ કોન્ટ્રેક્ટ ના થયુ હોય તો યુટ્રાઇન મસાજ આપો.
- મસાજ આપતી વખતે લોવર યુટ્રાઇન સેગમેન્ટને સપોર્ટ આપવો. (ઇનવર્ઝન ઓફ યુટ્રસ કે પ્રોલેપ્સ યુટ્રસ ને પ્રીવેંટ કરવા)
- માતાને બ્રેસ્ટ ફિડીંગ માટે એનકરેજ કરો.
લેટ પોસ્ટનેટલ એસેસમેન્ટ
અ. ઇમોશનલ સ્ટેટ્સ ઓફ મધર
- માતાનું બાળક સાથેનું ઇન્ટરેકશન તપસો.
- માતાનું ફટીગ લેવલ ચેક કરો.
- સોસીયલ સપોર્ટ જેમ કે ફેમીલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ
બ. ફિઝીકલ એસેસમેન્ટ
- બ્રેસ્ટ એસેસમેન્ટ
- રેડનેસ
- પેઇન
- બેસ્ટ એન્ગોર્જમેન્ટ
- બ્રેસ્ટ ફિડીંગ માટેની લેક્ટેસન ટેકનિક
- યુટ્રસ અને લોકીયાનું એસેસમેન્ટ
- બ્લેડરનું એસેસમેન્ટ
- અબ્ડોમીનલ મસલ્સ ટોન અને બોવેલ સાઉન્ડ
- પેરીનીયમ,લીબીયા અને એનસને સોજા લાલાસ, દુઃખાવો, લેસરેશન અને હીમેટોમા
માટે ચેક કરો.
- પગને સોજા તેમજ વેરીકોઝ વેઇન માટે ચેક કરો.
- હોમેન સાઈન માટે ચેક કરો.
યાદ રાખો
- બીજી પોસ્ટનેટલ એક્ઝામીનેશન
- 6 વિક પછી પોસ્ટનેટલ ક્લીનીકમાં ફરીવાર મધર આવે ત્યારે
- નીચે મુજબની તપાસ કરવામાં આવે છે.
- યુરીન રૂટીન માઇક્રો અને યુરીન આબ્લ્યુમીન
- બેબી અને મધરનુ વેઇટ
- રૂટીન બ્લડ એક્ઝામ
- બ્લડ પ્રેશર
લોકીયા
- પરપ્યુરીયમ પિરીયડ દરમ્યાન થતા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા કહે છે.
તેના પ્રકાર ત્રણ પ્રકાર છે.
(૧) લોકીયા રુબ્રા
(૨) લોકીયા સીરોસા
(૩) લોકીયા આલ્બા
1.લોકીયા રુબ્રા
- ડીલેવરી બાદના ૧ થી ૪ દિવસ દરમ્યાન થતા વજાયનલ ડીસ્ચાર્જને લોકીયા રુબ્રા કહેવામા આવે છે જે નોર્મલી લાલ કલરનો હોય છે. આમાં એમ્નીઓટીક ફ્લ્યુઈડ, વર્નીક્સ કેસીયોસા વગેરે હોય છે.
2.લોકીયા સીરોસા
- ડીલેવરી પછીના ૫ થી ૯ દિવસ દરમ્યાન થતા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા સીરોસા કહેવામાં આવે છે આ ગુલાબી કલરનો હોય છે અને ધીમે ધીમે બ્રાઉન કલરનો બને છે. આમાં બ્લડ પ્રામાણ ઓછું અને સીરમનું પ્રમાણ વધારે હોય છે.
3.લોકીયા આલ્બા
- ડીલેવરી બાદના ૧૦ થી ૧૫ દિવસ દરમ્યાન તથા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા આલ્બા કહેવામાં આવે છે જે વાઈટ કલરનો હોય છે આમા સર્વાઇકલ મ્યુક્સ બહાર આવે છે ઘણી વખત સાધારણ બ્લીડીંગ પણ જોવા મળે છે આ નોર્મલ કંડીશન છે. જો લાલ કલરનો લોકીયા ઘણા દિવસ સુધી જોવા મળે તો સમજવું કે યુટરસ કઈક પ્રોડક્ટસ જેવી કે પ્લેસેન્ટાના પીસ કે મેમ્બ્રેનનો પીસ રહી ગયેલ છે. તેથી યુટરસ ઈરીટેડ થઈ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.
લેક્ટેશન
- બ્રેસ્ટમાં મિલ્ક ઉત્પન્ન થવાની ક્રિયા પ્રેગ્નેસી દરમિયાન 4 મહિનામા થાય છે. પરંતુ લેબર પેઇન શરુ થાય ત્યારથી તે બેબી આઉટ થાય અને યુટ્રસ ખાલી થાય તે દરમિયાન બ્રેસ્ટમાં મિલ્ક ઉત્પન્ન થાય છે, જે ક્રિયાને લેક્ટેશન કહેવામાં આવે છે. જેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ઓછા થઇ જાય છે અને પિચ્યુટરી ગ્લેન્ડ પોસ્ટીરીયર લોબમાંથી પ્રોલેક્ટીન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે અને આ હોર્મોન મિલ્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ડિલીવરી પછી મિલ્કમાં કોલોસ્ટ્રોમ નામનું અતિ મહત્વનું તત્વ ઉત્પન્ન થાય છે, તેમા વધારે પ્રમાણમા પ્રોટીન હોય છે સાથોસાથ એન્ટીબોડી પણ હોય છે. કોલોસ્ટ્રોમ લેક્ઝેટીવ હોવાના કારણે બાળકના શરીરનું મ્યુકોનીયમ બહાર આવે છે. કોલોસ્ટ્રોમથી બાળકને રોગપ્રતીકારક શક્તિ મળે છે. જેથી બાળકને કોલોસ્ટ્રોમ આપવુ જરૂરી છે. જન્મ પછી બાળકને તરત જ બ્રેસ્ટ ફીડ આપવું જોઇએ.
પરપ્યુરમ પીરીયડ દરમ્યાન થતી મુશ્કેલીઓ : માઇનર એલિમેન્ટ્સ ઓફ પ્રેગ્નન્સી
1) બ્રેસ્ટ ઇન્ફેક્શન
- પરપ્યુરીયમ પીરિયડ દરમિયાન બ્રેસ્ટમા સ્વેલીંગ આવે છે, તેને માસ્ટાઇટીસ કહે છે. આની સારવાર કરવામાં ન આવે તો બ્રેસ્ટ એબ્સેસ (પાકી જવી) થાય છે. ખાસ કરીને આ સ્થિતી પરપ્યુરીયમના સેકન્ડ પીરીયડમાં જોવા મળે છે. તેની પૂરતી કાળજી લેવામા આવે તો આ ચેપ અટકાવી શકાય છે.
ચિન્હો અને લક્ષણો
- મધરને એકદમ ટેમ્પ્રેચર આવે છે અને સાથે સાથે પલ્સ પણ વધે છે.
- બ્રેસ્ટ ભારે અને કઠણ લાગે છે.
- સખત દુઃખાવો થાય છે.
- જે ભાગમાં ઇન્ફેક્શન લાગે છે તે ભાગ સોજા વાળો અને લાલ દેખાય છે.
ટ્રીટમેન્ટ
- જેમ બને તેમ જલ્દી સારવાર આપવી નહીતર બ્રેસ્ટ એબ્સેસ થવાનો સંભવ રહે છે.
- એન્ટીબાયોટીક્સ આપવી. (સ્ટ્રેપ્ટોપેનીસીલીન 1 ગ્રામ અથવા સીફોટેક્ઝાઇમ 1 ગ્રામ આપવામા આવે છે). બ્રેસ્ટ્ને સપોર્ટ આપવો. (પોચો બેન્ડેજ બાંધવો)
- દુઃખાવો ઓછો કરવા માટે એનાલ્જેસીક ડ્રગ્સ આપવા.
- બેબીને નિયમીત બ્રેસ્ટ ફિડીંગ આપવુ જેથી કરીને બ્રેસ્ટ ખાલી થઇ જાય છે અને પસ ફોર્મેશન થતુ નથી.
2) બ્રેસ્ટ એબ્સેસ
- જો માસ્ટાઇટીસની સારવાર કરવામાં ન આવે તો બ્રેસ્ટ એબ્સેસ થઇ શકે છે. આમા મધરને એનેસ્થેસીયા આપીને ઇન્સીઝન (ચેકો) મુકી લાંબા સમય સુધી ડ્રેનેજ કરવામા આવે છે. (બગાડ કાઢવામાં આવે)
ચિન્હો અને લક્ષણો
- મધરને હાઇ ટેમ્પ્રેચર જોવા મળે છે.
- મધરને બ્રેસ્ટમાં સતત દુઃખાવો થાય છે.
- જે ભાગમા ઇંફેક્શન લાગ્યુ હોય તે ભાગ કઠણ અને લાલાશ પડતો દેખાય.
- બેસ્ટ ભારે લાગે છે.
ટ્રીટમેન્ટ
- બ્રેસ્ટ ઉપર ચેકો મુકીને એબ્સેસ વાળો ભાગ ઓપન કરવામાં આવે છે. સાથોસાથ ડ્રેનેજ ટ્યુબ મુકવામાં આવે છે.
- એન્ટીબાયોટીક્સ આપવી.
- પેઇન કીલર ડ્રગ્સ આપવા.
- જો બાળક સ્ટીલ બર્થ હોય તો બ્રેસ્ટ સુકાવા માટેની ટેબલેટ ડોક્ટર એડ્વાઇઝ મુજબ આપવી.
3) ક્રેક નીપલ
- ડિલીવરી પછીના પહેલા બે દિવસમા બેબીને બરાબર રીતે બ્રેસ્ટ ફિડીંગ આપવામાં ન આવે તો અને નીપલ બરાબર સાફ રાખવામાં ન આવે તો ક્રેક નીપલ થાય છે. અને ક્રેક નીપલ બરાબર સાફ રાખવામાં ન આવે તો રોગના જંતુઓ તેમાથી દાખલ થઇ બ્રેસ્ટને એબ્સેસ કરે છે.
ચિન્હો અને લક્ષણો
- મધરને સખત દુઃખાવો થાય છે.
- મધર બેબીને બ્રેસ્ટ ફિડીંગ આપી શકતી નથી.
- વધારે ક્રેક નીપલ હોય તો બ્લીડીંગ થાય છે.
ટ્રીટમેન્ટ
- બ્રેસ્ટ ફિડીંગ બંધ કરાવવુ.
- મેન્યુઅલ રીમુવલ ઓફ મિલ્ક, હાથ વડે મિલ્ક કાઢીને બાળકને પીવડાવવુ.
- ટીંચર બેન્ઝોઇન અથવા જેશં વાયોલેટ લગાડવુ.
- ઇન્ફેક્શન વધુ ન લાગે તેની કાળજી રાખવી.
4) UTI (મુત્ર માર્ગનો ચેપ)
- પરપ્યુરીયમની શરૂઆતના સમયમાં સ્ત્રીને ઉંધી સ્થિતીમાં સુવડાવવામાં આવે છે. સ્ત્રીના મુત્રાશયમા પેશાબનો સંગ્રહ થયેલો હોય છે. તેથી U.T.I નુ કારણ બની શકે છે. અન્ય કારણમાં પ્રસુતી દરમ્યાન ઈજા વલ્વાની અસ્વચ્છતા વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થિતી વહેલાસર ઓળખવી જોઈએ નહીં તો ક્રોનિક પાયલોનેફ્રાઇટીસ માટે કારણભુત બને છે.
લક્ષણો
- થાક લાગવો.
- શરીરનો દુ:ખાવો.
- પીઠનો દુ:ખાવો.
- સાંધાનો દુ:ખાવો.
- પેશાબ કરતી વખતે દુ:ખાવો થવો.
- તાવ આવવો.
- સીસ્ટાઈટીસ
- સ્ત્રી પેશાબ કર્યા પછી બળતરાની ફરીયાદ કરે.
- પાઈલોનેફ્રાઈટીસ કે જેમાં તાવ કીડનીના ભાગે દુ:ખાવો તથા પેશાબમાં લોહી જેવું જણાય વગેરે જોવા મળે છે આ કેસને સી.એચ.સી કે એફ.આર.યુ મા વધુ તપાસ અથવા સારવાર માટે મોકલી આપવા જોઈએ.
સારવાર
- શરૂઆતનો પેશાબ જવા દીધા પછીથી વચ્ચેના પેશાબનો નમૂનો લેવો તેની ઇ – કોલાઈ બેક્ટેરિયા માટે તપાસ કરવી.
- ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય એન્ટીબાયોટીક દવાઓ તથા kcl નું પ્રવાહી આપવું તેનાથી યુરીન આલ્કાઈન બંને છે. અને ઇ – કોલાઇની વૃધ્ધિ અટકશે
- પુષકળ પ્રમાણમાં પ્રવાહી આપવું જે પણ માઇક્રો ઓર્ગેનીઝમને ધોઈ નાખે છે.
- સામાન્ય પેશાબ કરવાની ક્રિયા તથા આંતરડાના હલન ચલન માટેના પરિબળો.
પેશાબ કરવાની ક્રિયા :
- પેલ્વીક મસલ્સને મજબુત બનાવવા જોઈએ કે જે પ્રસુતિ વખતે ખેંચાયેલ હોય છે.
- પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ.
- વારંવાર પેશાબ કરવા જવું જોઈએ.
- નળમાંથી પાણી પડવાનો અવાજ સાંભળવો જોઈએ.
- ઠંડા પાણીના પ્રવાહમાં હાથ રાખવો જોઈએ.
5) ઇનકન્ટીનન્સ ઓફ યુરીન
- ડિલીવરી દરમિયાન બ્લાડરની દિવાલને કોઇ પણ જાતની ઇજા થવાના કારણે અથવા બ્લાડર ફુલ હોય અને સેકંડ સ્ટેજ લંબાવાથી બ્લાડરની દિવાલમાં કાણુ પડે છે, તેને વી.વી.એફ. (વેસીકો વજાયનલ ફિસ્ચ્યુલા) કહે છે, જેના કારણે બ્લાડરમાં યુરીન ભેગુ થવાના બદલે ચાલુ રહે છે અથવા ટીપે ટીપે યુરીન પાસ થાય છે.
ચિન્હો અને લક્ષણો
- બ્લાડરમાં બર્નીંગ થાય છે.
- ટીપે ટીપે યુરીન સતત ચાલુ રહે છે.
- ક્યારેક ટેમ્પ્રેચર જેવુ લાગે છે.
ટ્રીટમેન્ટ
- મધરને પૌષ્ટિક ખોરાક આપવો.
- વી.વી.પી. તરફનો ભાગ રીપેર થઇ શકે છે. જેથી તેને સમજાવવુ કે ડિલીવરી પછી 3 મહિના બાદ ફિસ્ચ્યુલા રીપેર કરાવવા આવવુ.
6) સાયકો સોમેટીક ડિસઓર્ડર
- આ ખાસ કરીને પરપેરીયમ પીરિયડ બાદ જોવા મળે છે.
કારણો
- એક્લેમ્પ્સીયા
- પરપ્યુરલ એબ્સેસ
- હાઇ ફિવર
મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ ડિપ્રેશન
- ઓછી અસરવાળા કેસમા હળવા સેડેટીવ્સ તથા એન્ટી ડિપ્રેસીવ ડ્રગ્સ આપવામા આવે છે.
- માતાનું કાઉન્સેલીંગ કરવુ જેમા તેના પતિ અને કુટુંબના મહત્વના સભ્યોનો સમાવેશ કરવો.
- તેના જેવી જ સ્થિતી ધરાવતી અન્ય માતાઓ સાથે તેનો મેળાપ કરાવવો આ રીતે તેને આધાર પુરો પાડવો.
- ગંભીર કેસમા માતાને હોસ્પીટલમા દાખલ કરવી પડે છે.
- જો આની સારવાર કરવામાં ન આવે તો સાયકોસીસની પરિસ્થિતી ઉત્પન્ન થાય છે. મીડ વાઈફ તરીકે તમારે માતાના વર્તનની નોંધ રાખવી જોઈએ અને જો તેમા સામાન્ય પરીસ્થિતી કરતા બદલાવ જોવા મળે તો તે ઓળખવું.
- તાણ : આ સ્થિતી માતા સાથે ભુતકાળમા કોઈ પીડાદાયક બનાવ બની ગયો છે તેના લીધે ઉત્પન્ન થાય છે દા.ત., બળાત્કાર, મારા મારી, પરપ્યુરીયમના સમય દરમ્યાન મીડવાઈફ તેને ઓળખી કાઢવું જોઈએ તેને યોગ્ય સંદર્ભ સેવા પુરી પાડવી જોઈએ.
કુંટુંબના સભ્યો સાથેના સંબંધો
A.માતા અને કુટુંબના સભ્યો
- માતા અને કુટુંબના સભ્યોની માનસીક જરૂરીયાત વિશે ચર્ચા કરવી. તેમને પોસ્ટ નેટલ કેર નું મહત્વ અને હેતુઓ સમજાવવા કુટુંબ નિયોજનની રીત સમજાવવી માતા તથા કુટુંબના સભ્યો સાથે આરોગ્ય અને શિક્ષણના સત્રનું આયોજન કરવું આવા દરેક સત્રમાં તેમની ભાગીદારીને મહત્વ આપવું. વારંવાર તેમના વખાણ, માતાને પ્રોત્સાહન વગેરે બાબતોથી તેઓ માતા તથા બાળકની સારી રીતે સંભાળ લઈ શકે છે, અને માતાના વિશ્વાસમાં વધારો કરી શકાય છે.જરૂર હોય ત્યા ટીકા-ટીપ્પણી પણ કરવી. પણ આ ટીકા-ટીપ્પણી કાળજીપુર્વક કરવી જોઈએ તેઓને લાગવું જોઈએ કે તેનાથી તેમને ફાયદો થશે. માતાને બાળકની સંભાળ રાખવાની રીતો એક પછી એક શીખવવી જોઈએ માતાની શીખવાની ક્રીયા દરેક માતાની અલગ-અલગ હોય છે.કોઈ માતા બ્રેસ્ટ ફીડીંગ આપતા ઝડપથી શીખી જાય છે તો કોઈ ને આ માટે સમય લાગે છે. દરેક માતાની પોસ્ટ નેટલ કેર અલગ અલગ હોય છે. તેમના ધાર્મિક અને સાંસ્ક્રુતિક મુલ્યો પણ જુદા જુદા હોય છે. HIV નો ચેપ ધરાવતી માતા ઓ ને લાંબા સમય સુધી મીડવાઈફના આધારની જરૂરીયાત રહે છે. માતાને આ ચેપ બાળકમાં કેવી રીતે ફેલાય છે તેના વિશે સમજુતી આપવી. આલ્કોહોલ તથા તંબાકુનું સેવન કરતી માતાઓ પોતાની આ ક્રિયા માટે શરમ અનુભવતી હોય છે અને ચિંતા હોય છે. મીડવાઈફ તેમને આવા વ્યસનો ની બાળક પર કેવી અસર કરે છે તે સમજાવવું જોઈએ તેમને લાગણી વ્યક્ત કરવા માટે આધાર પુરો પાડવો જોઈએ
B. મા-બાપ અને બાળક
- મા-બાપ અને બાળક વચ્ચેના સંબંધોમા સ્ત્રી અને પુરૂષ મા ભિન્નતા જોવા મળે છે. માતા જ્યારે ગર્ભ ધારણ કરે છે. ત્યારથીજ બાળકોની સ્ત્રી સાથેનો સંબંધ શરૂ થઈ જાય છે. જેમ-જેમ ગર્ભાવસ્થાનો વિકાસ થાય છે. તેમ તેમ આ સંબંધ મજબુત બનતો જાય છે. જે માતાઓને અગાઉ ગર્ભપાતનો તથા મુતબાળકના જન્મનો અનુભવ હોય છે. તેઓ બાળક સાથે જલ્દીથી માનસિક રીતે જોડાઈ શક્તી નથી.
7) પરપ્યુરમ સેપ્સીસ
- પરપ્યુરમના સમય ગાળા દરમ્યાન શરીરનું તાપમાન વધે છે. આ એક સામાન્ય બાબત છે. ચેપ લાગવાની જગ્યાનો ભાગ એબ્ડોમેનનો ભાગ તથા એન્ડોમેટ્રીયમ, બ્રેસ્ટ, પેરીનીયમનો સમાવેશ થાય છે.
લક્ષણો
- યુરીનરી ટ્રેકનો ચેપ તથા ન્યુમોનીયા, સ્ટ્રેપ્ટોકોકેલ તથા ટ્રાન્સફ્યુઝનનું રીએકશન હોય તો – ૭૨ કલાક.
- ઘા નો ચેપ સ્તનનો ભરાવો અને ફેટી અને થાઇરોઇડ ક્રાઇસીસ – 6 કલાક
- માસ્ટાઈટીસ અને સેપ્ટીક થ્રોમ્બો ફ્લેબાયટીસ ટીસ્યુ નેક્રોસીસ – ૫ કલાક
- એબ્સેસ – ૭ થી ૧૪ કલાક
- માસ્ટાઈટીસ અને પલ્મોનરી એમ્બોલીઝમ એક મીડવાઈફ તરીકે તમારે ર – વીક પછી લાગવાનું પ્રાપ્તિ સ્થાન અને સ્થળ શોધી કાઢવા ધરે કે સંસ્થાની પ્રસુતિમાં ચેપ દરમ્યાન પ્રસુતિનો પ્રકાર તથા પ્રસુતિને જોઈએ. તમારે પોસ્ટનેટલ વીઝીટ સંબધીત માહિતી મેળવવી જોઈએ. જે ચેપ ઉત્પન્ન કરી શકે.
- પરપ્યુરીયલ ઇન્ફેક્શન માઇક્રો ઓર્ગેનીઝમ શરીરમાં પ્રવેશવાથી થાય છે. એન્ડ્રોમેટ્રીયમ સીઝરીયનનો ચેપ.
ચિહ્નો અને લક્ષણો
તેનો આધાર ક્યા ઓર્ગેનીઝમનો અદર પ્રવેશવાની મુખ્ય જગ્યાઓ છે તેના શક્તિ કેટલી તીવ્ર છે. તેનો સમય સ્ત્રીની રોગ પ્રતિકારક શક્તિ વગેરે બાબતો પર આધારિત છે.ચેપ ના ચિન્હો જલ્દીથી ઓળખવા જોઈએ. તેનું નિદાન કરવું જોઈએ. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ તથા સામાન્ય સ્થિતીમાં સુધારો થવો જોઈએ.
ચેપ સામે લડવા માટે આ બધુ જ જરૂરી પરપ્યુરીયલ ઇન્ફેક્શન બે પ્રકારના ઓર્ગેનીઝમથી થાય છે.
(૧) એન્ડોઝીનસ ઓર્ગેનીઝમ
(2) એકઝોઝીનસ ઓર્ગેનીઝમ
(૧) એન્ડોઝીનસ ઓર્ગેનીઝમ
- તે શરીરની અંદર જ હોય છે અને તે રોગ ઉત્પન્ન કરતા નથી. તે સામાન્ય ફલોરાનો એક ભાગ છે. દા.ત., ઇ – કોલાઇ જે આંતરડાના નીચેના ભાગમાં જોવા મળે છે. તથા સ્ટ્રેપ્ટોકોકલ ઈ કોલાઈ કે જે રેકટમમા જોવા મળે છે.
(૨) એકઝોઝીનસ ઓર્ગેનીઝમ
- તે અન્ય વ્યક્તિમાંથી સ્ત્રીમાં પ્રવેશ્યા હોય છે. દા.ત., મીડવાઈફ કુટુંબના સભ્યો સગા-વ્હાલાઓ અને મુલાકાતીઓ વગેરે આ ઓર્ગેનીઝમ સ્પર્શ દ્વારા ફેલાય છે. દા.ત ગંદા, હાથ, સાધનો, ગંદી વસ્તુઓ વગેરે ડ્રોપલેટ ઇન્ફેક્શન / છીક આવવી/ ઉધરસ વીગેરે દ્વારા નાક તથા ગળામા સ્ટેફાઇલોકોકાઈ હાજર હોય છે.
એનએરોબિક્સ ઓર્ગેનીઝમ
- O2 ની ગેરહાજરીમાં તેની વૃધ્ધિ થાય છે. ખુલ્લા ઘા, ઉજરડા તથા સોજા વાળા ભાગમા સ્ટ્રેપ્ટોકોકાઈ તથા ક્લોસ્ટ્રીડીયમ એવી સ્ત્રીઓ કે જે ઓની ડીલેવરી ફોરસેપ દ્રારા કરવામાં આવી હોય LSCS થયેલ હોય એનીમિયા હોય તથા સ્ત્રી ખુબ જ નબળી હોય તો ચેપ લાગવાની શક્યતા વધું રહે છે માતા મૃત્યુ દરમાં ચેપ એ મુખ્ય કારણ છે. તેથી મીડવાઈફ માટે એ જરૂરી છે કે તે સંસ્થાની પોલીસીને ધ્યાનમાં રાખીને ક્રોસ
- ઇન્ફેક્શન લાગતું અટકાવવું જોઈએ. દા.ત., ક્રોસ
- ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટેના પગલાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો કોઈપણ પ્રકારના ચેપને જલ્દીથી ઓળખ કરી તેની સારવાર કરવી.
8) વીનસ થ્રોમ્બોસીસ (લોહીનુ જામી જવું)
- એન્ટીનેટલ પીરીયડ દરમ્યાન વેઈનની દિવાલોમા કઈપણ ઈજા થઈ હોય તો બ્લડ કલોટનું ફોર્મેશન થાય છે. જેને વીનસ થ્રોમ્બોસીસ કહે છે આ ખાસ કરીને લોઅર લીમ્બસમાં થાય છે આમા પગની ઉપર વેઈન સુપર ફીસીયલ જોવા મળે છે. પલ્સ રેટ હાઈ થઈ જાય છે ટેન્ડરનેસ, રેડનેસ, ટેમ્પ્રેચર જોવા મળે છે તેમજ પગમા ધ્રુજારી આવે છે. જો વીનસ થ્રોમ્બોસીસ ડીપ હોય તો મધર ગ્રોઈનમાં પણ ટેન્ડરનેસની ફરીયાદ કરે છે.અને પગ પર સ્વેલિંગ આવે છે કાફ મસલ્સ અને થાઈમા પેઈન થાય છે.જો આ ક્લોટ છુટો પડી જાય તો બલ્ડ સર્ક્યુલેશનમાં આગળ વધે છે. અને કોમ્પલીકેશન રૂપે પલ્મોનરી એમ્બોલીઝમ થાય છે.
સારવાર
- આની સારવાર માટે એન-ટી કોયાગ્યુલન્ટ (બ્લડ જામી જવાની ક્રિયા ઓછી કરે) નું ઇન્જેક્શન હેપેરીન આપવામાં આવે છે.આ સિવાય જરૂરીયાત પ્રમાણે એન્ટી બાયોટીક અને એન્ટી ડાયુરેટીક ડ્રગ્સ આપવામાં આવે છે. પગને સહેજ ઉંચા રાખીને સુવાની સલાહ આપવી પગ પર બેન્ડેજ બાંધવો.
9) પલ્મોનરી એમ્બોલીઝમ
- વેઈનની દિવાલમાંથી બ્લડ કલોટ છુટો પડી બ્લડ સર્ક્યુલેશન મા ફરતો-ફરતો પલ્મોનરી આર્ટરી પાસે અટકી જાય જેના લીધે બ્લડ સર્ક્યુલેશન ડીસ્ટર્બ થવાથી માતા સદન મુત્ય પામે છે તેમ પણ બને.
ચિહ્નો અને લક્ષણો
- એકાએક છાતીમાં દુઃખાવો થવો.
- શ્વાસ ચઢવો.
- પલ્સ ફાસ્ટ થવી.
- સાયનોસીસ થવુ ક્યારેક માતા મુત્ય પણ પામે છે.
સારવાર
- 02 આપવો.
- ડૉક્ટરને જાણ કરવી.
- I.V ફ્લુઇડ આપવું.
- એન્ટી કોઓગ્યુલન્ટ ડ્રગ્સ આપવા.
- પગ સહેજ ઉંચા રાખીને સુવા માટે સલાહ આપવી.
10) VVF વેસીકો વજાયનલ ફીસ્યુલા
- લેબરના બીજા તબ્બકા દરમ્યાન અમુક કારણોને લીધે યુરીનરી બ્લેડર યુરેથ્રા અને વજાયનાની વચ્ચેનું લેયર તુટી જાય તેને વેસીકો વજાયનલ ફીસ્યુલા કહે છે. જેના લીધે યુરીન પાસ કરવા પર કંન્ટ્રોલ રહેતો નથી.
કારણો
- ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલેવરી કરાવતી સમયે ઈજા થવાથી/ક્યારેક પ્રોલોંગ લેબરમા પ્રેશરના લીધે થાય છે.
સારવાર
- સેલ્ફ રીટેનીગ કેથેટર ૮ – ૧૦ દિવસ સુધી કન્ટીન્યુ રાખવામાં આવે છે. તેથી જો નાનો ઘા હોય તો રૂઝાય જાય છે. અને વધારે ઘા હોય તો રીફર કરવામાં આવે છે.
- વજાયનલ વોશ આપવો. ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટીક આપવા.
નર્સિંગ કેર
- ડીલેવરીના બીજા તબ્બકા દરમ્યાન કોમ્પલીકેશન ન થાય તે જોવું.
- પ્રોલોંગ લેબર હોય તો ડૉક્ટરને જાણ કરવી.
- પેશન્ટને પર્સનલ હાઈજીન જાળવવા કહેવું.
- કેથેટરાઈજેશન એસેપ્ટીક ટેકનીકથી કરવું.
- બેડ શીટ ડ્રો શીટ તેમજ પેશન્ટના કપડા સાફ કરવા.
11) રેક્ટો વજાયનલ ફિસ્યુલા (R.V.F)
- રેક્ટમ અને વજાયનલ વચ્ચેના લેયરમા ઓપનિંગ થઈ જાય છે.આ કંડીશન ઈન્સટ્રુમેન્ટલ ડીલેવરી કરાવતા સમયે ઈજા થવાથી તેમજ ક્યારેક થર્ડ ડિગ્રી ટેર થવાથી થાય છે. આ કંડીશનમા સંડાસ પર કન્ટ્રોલ રહેતો નથી. આવા દર્દી ની નર્સીગ કેર ખુબ જ અગત્યની છે.આ માટે ડીલેવરી સમયે ટેર ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું.આ કંડીશનમા દર્દીનું પર્સનલ હાઈજીન જાળવવા માટે સલાહ આપવી જરૂરીયાત સમયે દર્દીના કપડા અને પથારીનો સામાન બદલતા રહેવું.
12) પરપ્યુરલ હેમરેજ (સેકન્ડરી હેમરેજ)
- જો યુટરસની અંદર પ્લેસન્ટાનો પીસ રહી ગયો હોય કે મ્યુકસ બ્લડ કલોટ રહી ગયો હોય તો યુટરસ ઈરીટેડ થાય છે.અને બ્લીડીંગ થયા કરે છે.આ પ્રમાણે લાબો સમય બ્લીડીંગ થયા કરે તો સીરીયસ કંડીશન આવી જાય છે.
સારવાર
- યુટરસની ઉપર મસાજ આપી બ્લડ કલોટ્સ બહાર કાઢવા માટે પ્રયત્ન કરવો.
- ડૉકટરને જાણ કરવી.
- દર્દીના વાઈટલ સાઈન ચેક કરવા.
- જરૂર પડયે B.T આપવું જોઈએ.
13) સબ ઇનવોલ્યુશન ઓફ યુટ્રસ
- પરપ્યુરીયમ પીરીયડ દરમ્યાન લગભગ એક વીક સુધી જો ફંડલ હાઇટ સતત ઉંચા લેવલ સુધી જોવામા આવે તો તેને સબ ઈનવોલ્યુશન ઓફ યુટરસ કહે છે.
કારણો
- લોકલ યુટ્રરાઈન ઈન્ફેકશન.
- થાઈરોઈડ ઈન્ફેકશન અથવા પ્રોડક્ટ રીટેન્ડ થવાથી.
ચિહ્નો અને લક્ષણો
- ફંડલ હાઈટ નોર્મલ થતી નથી
- માતાને પેઈન થાય છે.
- બ્લીડીંગ થાય છે.
સારવાર
- ટેબલેટ મિથારજીન
- D & C – ડાઈલેટેશન એન્ડ ક્યુરેટેજ કરીને રીટેક્ટ પ્રોડક્ટ બહાર કાઢવી
- D & E – ડાઈલેટેશન એન્ડ ઈવાક્યુએશન
કેર ઓફ મધર
1.ડાયટ
- પોસ્ટ નેટલ પીરીયડ દરમ્યાન માતાની પોષણ અંગેની જરૂરીયાત જુદી જુદી હોય છે.
- તેણીને સમતોલ આહાર આપવો.
A. આર્યન-વીટામીન :
- એનીમીયા દૂર કરે છે અને એનીમીયા થતો અટકાવે છે.
B. ફાઈબર્સ :
- કબજીયાત અટકાવે છે, અને સ્નાયુની શક્તિ વધારે છે.
C. કેલરી યુક્ત આહાર અને ફ્લુઈડ :
- જો માતા સમતોલ આહાર લેતી હશે તો કુદરતી રીતે જ તેને જોઈતી કેલરીનું પ્રમાણ સંતોષાઈ જશે.
2.રેસ્ટ (આરામ)
- પુરતી ઉંઘ અને આરામ પણ માતા માટે ડાયટ જેટલું જ મહત્વ ધરાવે છે.
- પરપ્યુરીયમના સમય દરમ્યાન માતાને માનસિક કાળજીની પણ જરૂરીયાત રહે છે.
- માતાની માનસીક અને શારીરીક સ્થિતી માટે ઉંઘ અને આરામ જરૂરી છે.
- શારીરીક આરામથી શારીરીક ઘા જલ્દીથી રુઝાય છે.
- તથા સારી ઉંઘથી માનસિક આરામ મળી રહે છે.
- બાળકની સતત કાળજી લેવાની હોવાથી માતા આખો દિવસ બાળકમાં રચી પચી રહે છે.
- આ માટે તે રાત્રે પુરી ઉંઘ પણ લઈ શક્તિ નથી.
- આની અસર માતાના આરામ અને ઉંઘ પર થાય છે.
- માતા જ્યારે સંસ્થામા હોય ત્યારે તેના આરામ અને ઉંઘનું આયોજન કરવું માતાના ઉંઘના સમય દરમ્યાન બાળકની કાળજી સંસ્થાના કોઈ સ્ટાફે રાખવી જોઈએ.
- ઘરે આ જવાબદારી કુટુંબના સભ્યોને આપી શકાય છે.
- દરરોજ બપોરે ભોજન પછીથી ઓછામા ઓછા ૨ કલાક આરામ કરવો જોઈએ તેણીએ ભારે વજન ઉચકવું, ભારે વસ્તુને ધક્કો મારવો અને તકલીફ પડે તેવા કાર્યો ન કરવા જોઈએ દિવસ તથા રાત્રી સમય દરમ્યાન ઉંધી સ્થિતીમાં સુઈ રહેવાથી ગર્ભાશયને તેની સામાન્ય સ્થિતી પ્રાપ્ત કરવામાં મદદ મળી રહે છે.
3.એક્સરસાઇઝ
- પોસ્ટ નેટલ એક્સરસાઇઝ બ્લડ સર્ક્યુલેશનમાં પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને તથા પેટના સ્નાયુઓને મજબુત બનાવે છે.પ્રસુતી બાદની કસરતો પ્રસુતી પહેલાની કસરતોને આગળ વધારે છે. પ્રસુતી બાદ તરતજ આવી કસરતો શરૂ કરવી જોઈએ જેનાથી લાબા ગાળાની તકલીફો નિવારી શકાય છે. તેનાથી વ્યક્તિ તેને પોતાને સારૂ છે તેવું અનુભવી શકે છે.તેથી આ સમયે રમત-ગમત જેવી સ્પર્ધાત્મક પ્રવૃતીઓ કરી શકાય છે, દા,ત., સાયક્લીંગ, સ્વીમીંગ, વોકિંગ વગેરે.પરતું આ માટે નિષ્ણાત ડૉ, કટરની સલાહ લેવી જોઈએ.
આવી કસરતોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે.
A. સર્ક્યુલેટરી એક્સરસાઇઝ :
- આપણે પગની કસરતો પ્રસુતી પહેલાની સેવાઓ પ્રકરણમાં જોઈ ગયા જે પ્રસુતી બાદ તુરત જ શરૂ કરવી જોઈએ જેનાથી લોહીનું ભ્રમણ વધે છે. જે કારણે સોજો આવતો તથા ડીપ વેઈન થ્રોમ્બોસીસ થતું અટકે છે.
B. પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ
- પ્રસુતી દરમ્યાન પેલ્વિક ફ્લોરના મસલ્સ ઉપર ખેંચાણ આવે છે. પરપ્યુરીયમ ના સમયે તેનું સંકોચન મુશ્કેલ બને છે. જે માતા માટે પીડાદાયક બને છે. તેથી માતાને સતત આધાર અને પ્રોત્સાહન આપવું જોઈએ.આ સ્નાયુઓ મજબુત બને એ માટે કસરતો કરવી જોઈએ કસરત કરતા પહેલા મુત્રાશય ખાલી કરવું જરૂરી છે.
- આવી કસરતો મુત્રાશયની ક્રિયાને કાબુમા રાખે છે.ગર્ભાશયને બહાર નીકળતું અટકાવે છે.પેલ્વીક ફલોરના સ્નાયુને મજબુત બનાવે છે. તથા સંભોગ દરમ્યાન સંતોષની લાગણી ઉત્પન્ન કરે છે.
- પેટના સ્નાયુઓને ઢીલા કરવા સખત કરવા આવું સ્તનપાનના સમયે નેપકીન બદલવાના સમયે સ્નાનના સમયે તથા પેશાબની ક્રિયા પછી કરવું જોઈએ. આ ક્રિયામાં ૧૦ સેકન્ડ સુધી સ્નાયુઓને સખત રાખવામા આવે છે. પછી સ્નાયુને ઢીલા કરી દેવામાં આવે છે. આવું ૧૦ વખત કરવું જોઈએ પ્રથમ વખતનું સંકોચન જેવુ ઢીલ થાય કે તરતજ બીજું સંકોચન શરૂ કરી દેવું જોઈએ કસરતને પુરી ક્રિયા દરમ્યાન સામાન્ય રીતે જ શ્વાસ લેવો જોઈએ.
- આ કસરત પછી તેણીએ ૧૦ ધીમા સંકોચન તથા ૧૦ ઝડપી સંકોચન કરવા જોઈએ. આમ, કરવાથી પેટના બંને પ્રકારના મસલ્સ ફાઇબરને મજબુતાઈ મળશે જે પેલ્વીક ફલોરને મજબુત બનાવશે.કસરતના ૨-૩ માસ પછી માતા કુદકો મારી શકે છે. આ સમયે મુત્રાશય ભરેલુ હોવું જોઈએ આ સમયે પેશાબ ન નિકળવો જોઈએ.જો પેશાબ નીકળે તો સ્ત્રીને રાહત ન મળે તો સ્ત્રીને ડૉકટર પાસે મોકલવી જોઈએ.
- આની સફળતા માટે મીડવાઈફે માતાને સાચી રીતે અને પ્રાયોગીક આ કસરતની સમજુતી આપવી જોઈએ. કસરતથી માતાની સ્થિતીમાં કેટલો સુધારો થાય છે તે સમયાંતરે તપાસતા રહેવું જોઈએ એવુ પણ જોવામા આવે છે કે ઘણી સ્ત્રીઓ આ કસરત કરતી વખતે મુત્રાશય પર કાબુ રાખવાને બદલે પેશાબ લીક થઈ જાય છે.
એબ્ડોમીનલ એક્સરસાઇઝ & અધર એક્સરસાઇઝ :
એબ્ડોમીનલ એક્સરસાઇઝ
- પેટના ઉડા અને સીધા સ્નાયુઓને પ્રસુતી પછી પોતાની સામાન્ય સ્થિતી પ્રાપ્ત કરવા માટે આવી કસરતો કરવી જોઈએ. તેનાથી કરોડરજ્જુ ને રક્ષણ મળે છે. પીઠ નો દુ:ખાવો થતો અટકે છે અને માતા પોતાનું બોડી ફીગર જાળવી શકે છે.
આ કસરતોમાં નીચેની કસરતોનો સમાવેશ થાય છે.
એબ્ડોમીનલ ફ્રાઇટનીંગ
- આનાથી પેટમા ઉડે રહેલા ટ્રાન્વર્સ મસલ્સ મજબુત બને છે. કે જે કરોડરજ્જુને આધાર આપે છે. તે પીઠનો દુખાવો થતો પણ અટકાવે છે. આ કસરતની રીત પ્રસુતી પહેલાની રીતમાં દર્શાવ્યા પ્રમાણે છે.
પેલ્વિક ટીલ્ટીંગ
- આ કસરતથી પેટના સીધા સ્નાયુઓ જેવા કે રેકટસ એબ્ડોમીનસને મજબુતાઈ મળે છે.
- પીઠનો દુ:ખાવો દૂર કરવામાં તે મદદરૂપ થાય છે. આવો દુખાવો પરપ્યુરીયમના થોડા દિવસ સુધી જોવા મળે છે. આ મસલ્સ ની મજબુતાઈ મેળવવા માતા એ માથુ ઉચું કરી. તેના હાથને ઘુટણ સુધી લઈ જવામા આવે છે. ત્યારે પેલ્વીક નમેલું રહે છે. આ ક્રિયાને “ કર્લ અપ “ કહે છે. આ ક્રિયા દરમ્યાન ઘુટણ વાળીને રાખવા જોઈએ.
રેક્ટસ મસલ્સ સ્ટ્રેચ
- પ્રસુતી દરમ્યાન રેકટસના મસલ્સ ખેચાણ અનુભવે છે. માતાના ઉદરમાં ફીટસનો વિકાસ થતો હોવાથી થાય છે. પ્રસુતી બાદ રેક્ટસમાં બે આંગળીની જગ્યા સામાન્ય પરીસ્થિતી કહેવાય છે. આ સમયે માતાને “ઓબ્લીક મસલ્સ” ની કસરત કરાવવી જોઈએ. જો આ જગ્યા બે આંગળી કરતા વધું હોય અને તેમાથી સ્નાયુઓ બહાર આવતા દેખાતા હોય તો માતાને ફક્ત એબ્ડોમન ટાઈટીંગ અને પેલ્વીક ટીલ્ટીંગની કસરતો કરાવવી જ્યા સુધી આ જગ્યા બે આંગળીથી ઓછી ન થાય ત્યાં સુધી આમ કરવું જો આ જગ્યા ત્રણ આંગળી કરતા વધી જાય તો આવા કેસમા માતાને ગાયનેકોલોજીસ્ટ તથા ફીજીયોથેરાપીસ્ટ પાસે રીફર કરવી જોઈએ.
અન્ય કસરતો :
a. ની રોલીંગ
- આ પ્રકારની કસરત થી પેટના સ્નાયુ મજબુત બને છે.
તેની રીત નીચે મુજબ છે.
- સ્ત્રીને છતા સુઈ જવા કહેવું.
- પેટમા ખાડો પાડી બંને ઘુંટણને એકબીજા સાથે શક્ય તેટલા લઈ જવા.
- ખંભાઓ પહોળા રાખવા.
- ઘુંટણને તેની સામાન્ય સ્થિતીમાં પાછા લાવવા પેટને ઢીલુ કરવું ફરીથી પેટમાં ખાડો પાડવો.
- ઘુંટણને બીજી બાજુ લઈ જવા. આવું દસ મીનીટ સુધી કરવું
b. હીપ હીચીંગ
- આ કસરતથી પેટના ઓબ્લીક મસલ્સ ને મજબુતાઈ મળે છે .તેને લેગ શોર્ટનીંગ કસરત કહે છે. આ કસરત મા છતા સુઈને એક પગને સીધો રાખવામાં આવે છે. જ્યારે બીજા પગને વાળવામાં આવે છે.
એની રીતે નીચે મુજબ છે.
- સ્ત્રીને છતા સુવા માટે કહેવું એક પગ ઘુંટણથી વાળવો અને બીજો પગ સીધો રાખવો.
- સીધા પગને સરકાવવો તેની એડી નીચે રાખવી અને પંજો આગળની તરફ લઈ જવો આમ પગને લાંબો કરવો. આ જ પગને હવે ટુકો કરવો. માટે હીપ અને હીલ્સ બંનેને ઉપરની તરફ લઈ જવું.૧૦ મીનીટ સુધી આજ કસરત કરવી.
સીઝીરીયન સેક્સન પછીની કસરતો
પગની કસરતોની સમજણ પ્રસુતી પહેલા ની સેવાઓના પ્રકરણમાં આપવામા આવેલ છે.ઓપરેશન પછી જ્યારે સ્ત્રીની સ્થિતી સામાન્યથી જાય ત્યારે તરતજ આ કસરત શરૂ કરવી ખાસ કરીને જો સ્પાઈનલ એનેસ્થેસીયા આપવામાં આવેલ હોય ત્યારે આ કસરત બહુ ઉપયોગી થાય છે.
- સ્ત્રીને ચાર ઉંડા શ્વાસો લેવા માટે કહેવું તેનાથી તેના ફેફસાં પહોળા થશે.
- બંને હાથ વડે લીધેલા ટાકા પર આધાર આપી ઉધરસ ખાવા માટે કહેવું.
- જનરલ એનેસ્થેસીયા આપવામા આવેલ હોય તો સ્ત્રીને બેઠેલી સ્થિતી મા ખોળામા ઓશીકું રાખી ઉંડા શ્વાસો લેવા માટે કહેવું. તેનાથી ફેફસામાનું પ્રવાહી લુઝ થઈ જાય છે.
- ઓપરેશન પછીના ૨૪ કલાક પછી એબ્ડોમીનલ ટાઈટનીગ પેલ્વીક ટીલ્ટીંગ તથા ની રોલીગ જેવી કસરતો કરાવવી તેનાથી પેટમા ભરાયેલો ગેસ દૂર કરી શકાશે. તથા પીઠનો દુ:ખાવો પણ ઓછો થશે.
- ઓપરેશનના ૪ થી ૫ દિવસ પછીથી પેલ્વીક ફલોરની કસરતો કર્લઅપ તથા હીપ-હીચીંગની કસરતો કરાવવી.તેનાથી રેકટમના સ્નાયુઓ છુટા પડતા અટકશે.
- સ્ત્રીને પુરતો આરામ આપવો આ ટીશ્યુ પોતાનુ સામાન્ય કાર્ય શરૂ કરે તે માટે મહત્વનું છે.
- સીઝેરીયન સેકસનમાં સ્ત્રીને પ્રસુતીમાથી ઓપરેશનમાંથી તથા બાળકની સંભાળમાંથી પસાર થવું પડે છે તમારે માતાના કુટુંબીઓને માર્ગ દર્શન આપવું જોઈએ તેઓને સમજાવવું જોઈએ કે માતાને આરામની જરૂરીયાત છે તેથી ઘર કાર્ય તથા બાળકની સંભાળમા મદદરૂપ થઈ શકે.
હાઈજીન
- ડીલેવરી પછી સ્ત્રીએ પેરીનીયમ વોશ દિવસમા ૨ વાર કરવું જોઈએ જે સ્ત્રી ઉભી થઈ શકે તેમ ન હોય તેના સાથળ બટકસ ગ્રોઈન અને વજાયનાનો ભાગ દર ૪ કલાકે સાફ કરવો જોઈએ જ્યારે પેરીનીયમ વોશ કરીએ ત્યારે મોજા પહેરવા. પેરીનીયમના ભાગમા ટાકા આવેલ હોય તો એન્ટીબાયોટીક ઓઈન્ટમેન્ટ લગાવવું અને જ્યા સુધી હીલીંગ ન થાય ત્યા સુધી પેરીનીયમ કેરે કરવી .આ ઉપરાંત માતાને પોતાના નખ કાપવા માટે કહેવું તેમજ પોતાના શરીરની ચોખ્ખાઈ રાખે તે માટે કહેવું તથા હેન્ડ વોશ ની ટેકનીક શીખવવી અને ચોખ્ખા કપડા પહેરવા કહેવું.
મેનેજમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ
ક્લેફ્ટ પેલેટ
- આમા તાળવામાં કાપો હોય છે. આમા બાળક સ્તનની નીપલ ચુસી બાળકને આપવા માટે સલાહ આપવી જોઈએ ફીડીંગ આપતી વખતે માથું ઊંચું રાખવામા આવે છે.
ક્લેફ્ટ લીપ
- આમા ઉપરનો હોઠ અને તાળવામાં કાપો હોય છે. જો કે તેનાથી બાળકને સ્તનપાન લેવામા કોઈ તકલીફ પડતી નથી કારણકે ચુસવાની ક્રિયા સખત તાળવા વચ્ચે થાય છે.
ક્લોઝ નાક
- બાળક નાક દ્વારા શ્વાસ લે છે તેથી નાકમાં કોઈ પણ જગ્યાએ અવરોધ હશે તો તે ચુસવાની ક્રિયા બરાબર કરી શકશે નહીં. આ માટે માતાને સમજાવવું જોઈએ અને ફીડીંગ આપતા પહેલા સલાઈનના ટીપા નાખવા. આનાથી થોડી રાહત મળશે. તેનાથી પણ રાહત ન થાય તો અમુક બાળકોને ડોકટર પાસે રીફર કરવા જોઈએ.
ડાઉન સિન્ડ્રોમ
- આમા સ્તનપાનનો કોઈ તકલીફ હોતી નથી. માતાને સ્તનપાન આપવા માટે જરૂરી મદદ અને પ્રોત્સાહન પુરું પાડવું જોઈએ.
પ્રી ટર્મ બેબી
- આવા બાળકો માટે માતાનું દૂધ સારામા સારૂ હોય છે. જે બાળકોની ચુસવાની ક્રિયા સારી રહે તેને સામાન્ય રીતે જ સ્તનપાન કરાવવું અને જે બાળકોની ચુસવાની ક્રિયા નબળી હોય તેને વધારાનું “ I.V. ફ્લુઈડ ” આપવું અને સ્તનમાંથી બહાર કાઢેલું દૂધ ચમચી કે ડ્રોપર દ્વારા નાકમાં નળી નાખીને આપવું જોઈએ.
ઇલનેસ & ઓપરેશન
- બીમારી અને ઓપરેશન આવા કારણોને લઈને જ્યારે લાબા સમય સુધી માતા બાળકને સ્તનપાન કરાવી શક્તિ નથી ત્યારે ફરીથી સ્તનપાન શરૂ કરવા માટે માતાને જરૂરી મદદ અને આધાર પુરો પાડવો જોઈએ.
બ્રેસ્ટ ફીડીંગ ક્યારે ન આપવું જોઈએ
દવાઓ
- જ્યારે નિદાન માટે રેડીયો-એક્ટીવ આઈસોટોપનો ઉપયોગ થતો હોય, કેન્સરની સારવાર માટે અંત:સ્ત્રાવી દવાઓ ચાલતી હોય વગેરે. સ્તન ના દુધને બહાર કાઢીને તેનો નિકાલ કરી દેવામા આવે છે.
કેન્સર
- માતાને જ્યારે કેન્સરની સારવાર અપાતી હોય ત્યારે સ્તનપાન પ્રતિબંધિત કરવામાં આવ્યું હોય ત્યારે બીજા બ્રેસ્ટ વડે ફીડીંગ આપી શકાય છે. લમ્પેક્ટોમીના કેસમાં પણ સામાન્ય રીતે સ્તનપાન કરાવી શકે.
સ્તનની ઈજાઓ
- દાઝી જવાથી કે અકસ્માત ને કારણે જ્યારે સ્તનને ગંભીરે ઈજાઓ થઈ હોય ત્યારે.
સ્તનની કોસ્મેટીક સર્જરી
- સ્તનમાંના ટીસ્યુને વધારવાથી ઘટાડવાથી સ્તનપાન ઉપર કોઈ અસર થતી નથી સિવાય કે દુધની ગ્રંથીઓ બદલવામાં આવી હોય આવા સમયે સ્તનમાંથી દુધ ન આવતું હોય તો પણ માતાને બાળક ને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહન આપવું.
HIV/ હેપેટાઇટીસ B નો ચેપ
- આવી સ્થિતીમાં માતાનો ચેપ સ્તનપાન દ્રારા બાળકને લાગી શકે છે. બાળકને ફીડીંગ આપવું નહીં તેનો નિર્ણય માતા પર છોડવો જોઈએ જો કે આ ચેપનો ફેલાવો બહું ઓછા પ્રમાણમા હોય છે. સ્તનપાન કરતા બાળકોની જીવવાની શક્યતા કરતા કૃત્રીમ રીતે દૂધ પીતા બાળકો કરતા વધું હોય છે. તેથી સ્તનપાનને પ્રોત્સાહન આપવું જોઈએ. ભારત જેવા વિકસિત દેશોમાં કૃત્રીમ દૂધ આપવાની ક્રિયા અસલામત છે. અને તેનાથી થતા પાચન ક્રિયાના અતે કારણે બાળકનું મૃત્યુ થઈ શકે છે.
પ્રોફાઇલેક્સીસ મેડીસીન
- IFA (આર્યન અને ફોલિક એસિડ) પોસ્ટ નેટલ મધર ને ડીલીવરી પછી છ માસ સુધી “પ્રોફાઇલેક્સીસ ડોઝ” મા રોજની ૧ ગોળી આપવામા આવે છે. જેથી પોસ્ટનેટલ માતા મા એનીમીયા થતો રોકી શકાય છે.જે ૩૩૫ મી.ગ્રા. ફેરસ સલ્ફેટ અને ૦.૫ મી.ગ્રા ફોલિક એસિડની હોય છે.
મલેરિયા પ્રોફાઈલેક્સીસ
- હાલમાં નેશનલ રૂરલ હેલ્થ મીશન હેઠળ LINS (પેરા નેટ) નામની મચ્છરદાની જે એન્ટીનેટલ પીરીયડ દરમ્યાન આપવામાં આવે છે જે પાંચ વર્ષ સુધી અસર કરે છે. તેનો ઉપયોગ કરીને મલેરીયા થી બચવા માટે માતાને ઉપયોગ કરવા જણાવવુ.
સિન્થોમેટ્રીન
- તેમાં અર્ગોમેટ્રીન અને ઓક્સીટેસનનું મિશ્રણ હોય છે. 1 ml મા 5 kg ઓક્સીટોસીન ૪ અને ૫ મીલીગ્રામ અર્ગોમેટ્રીન.
રૂટ
- આગળના ખભાની પ્રસુતી થઈ જાય અને બીજું બાળક જન્મવાનું ના હોય ત્યારબાદ સ્નાયુમા આપવામાં આવે છે.
એક્શન
- ઓક્સીટોસીન ની અસર ૨.૫ મીનીટમા અને આર્ગોમેન્ટ્રીનની અસર ૬.૭મીનીટ થાય છે. બન્નેના મિશ્રણથી ગર્ભાશયમા તીવ્ર અને લાબા સમયના સંકોચનો આવે છે. અને તેની અસર અમુક કલાકે સુધી રહે.
આડ-અસરો
- લોહીનું દબાણ વધારે છે ઉલ્ટી થાય લોહીના ઉંચા દબાણથી પીડાતી સ્ત્રીઓને તથા હદય રોગથી પીડાતી સ્ત્રીઓને અર્ગોમેન્ટ્રીન ન આપવું.
પ્રોસ્ટાગ્લેન્ડીન
- સ્નાયુમાં આપવામા આવે જો તેને સીધુ જ ગર્ભાશયની દિવાલમા આપવામા આવે તો બહુ સારી અસર થાય છે.
સ્પેશિયલ નીડ ફોર પોસ્ટ નેટલ વુમન
- અમુક માતાઓ તથા બાળકોને લાબો સમય સુધી સંસ્થાનમા રહેવું પડે છે.તેનો આધાર માતા અને બાળકની સ્થિતી પર રહેલો છે. તેમની પ્રસુતીબાદની સેવામા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા.
- એનેસ્થેસીયા તથા ઓપરેશન માટે મુકેલા કાપાની કાળજી લેવી જોઈએ સામાન્ય પ્રસુતી ની જેમજ પોસ્ટનેટલ કેર આપવી જોઈએ.
- મીડવાઈફ તરીકે તમારે એનીમીયા, પેરીનીયમની ઈજા અને જનનાંગોના દુ:ખાવો, પેટ પરના કાપાનો દુ:ખાવો વગેરે ચિન્હો ઓળખી કાઢવા અને તેના નિરાકરણ માટે
- યોગ્ય પગલાઓ લેવા જોઈએ.
- પ્રથમ ૨૪ કલાકમાં માતાની મુખ્ય બે જરૂરી હોય છે
- દુ:ખાવામાંથી રાહત મેળવવી.
- પ્રવાહી અને ઈલક્ટ્રોલાઈટસનું પ્રમાણ જાળવવું.
રીલીફ ફ્રોમ પેઇન
- સમયાતરે ડૉક્ટરની સલાહ મુજબ દુ:ખાવો દૂર કરવાની દવાઓ આપવી માતાને આરામ મળી શકે તથા ટાકા લીધેલ જગ્યાએ ખેંચાણ ન આવે તેવી સ્થિતી માતાને આપવી જોઈએ.દા.ત જો માતાને વજાયના પર કાપો મુકેલ હોયતો સુતી વખતે બેસતી વખતે કે ઉભી થતી વખતે બને પગ ભેગા રાખાવાની સલાહ આપવી અને જો પેટ પર કાપો હોય તો સેમી ફાઉલર્સ પોઝીશન આપવામાં આવે છે.
ફ્લુઈડ & ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ મેન્ટેન કરવું
- આના માટે IV ફ્લુઈડ આપવામાં આવે છે. કેટલું પ્રવાહી આપવામાં આવે છે. તથા શરીરમાંથી કેટલું પ્રવાહી બહાર નીકળે છે તેનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ રાખવામાં આવે છે પેટના ઓપરેશન પછી આતરડાનો અવાજ ગેસ તથા ઝાડો થયેલ છે કે નહી તે જોવામા આવે છે મોં દ્વારા પ્રવાહી આપવામાં આવે છે. જેમાં ધીરે ધીરે વધારો કરવામા આવે છે. માતાને ઉંડા શ્વાસ લેવા તથા પગની કસરતો પ્રોત્સાહન આપવું સીઝેરીયન સેક્સનના ૧૨ કલાક પછી માતાને ચાલવા માટે પ્રોત્સાહન આપવું બાળકને ઉચકાવામા તેને સ્તનપાન આપવામાં તથા વ્યક્તિગત આરોગ્ય જાળવવામાં મદદ કરવી.
અધુરા માસે જન્મેલ બિમાર, જેણે બાળક ગુમાવ્યું છે તેવી માતાની સંભાળ
- અધુરા માસે જન્મેલ અને બીમાર બાળકની માતાઓ. તેઓએ સંસ્થામા લાબા સમય સુધી રહેવું પડે છે. આવા બાળકોની સંભાળ માટે માતાઓની બહું મહત્વની ભુમીકા હોય છે.
- તેણીને તેના પતિ અને કુટુંબના સભ્યોની સાથે પોતાની લાગણની આપલે કરવા છુટ આપવી જોઈએ.
- માતાની સંભાળમા તેના પતિ અને કુટુંબના સભ્યોને સામેલ કરવા જોઈએ.
- તેઓને ધ્યાન પુર્વક સાંભાળી તેમના પ્રત્યે સહાનુભુતિ પ્રગટ કરવી જોઈએ.
- તેમની સાથે તાદાત્મયતા સાધવી જોઈએ.
- માતામા જો કોઈ માનસિક તાણ જોવા મળે તો તેના ચિન્હો ઓળખી કાઢવા જોઈએ આવી માતાઓને સંદર્ભ સેવા માટે મોકલી આપવી જોઈએ.
નીડ બેડ્સ હેલ્થ એજ્યુકેશન
1) પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ
2) ઇમ્યુનાઇઝેશન
3) પર્સનલ હાઇજીન (માતા અને બાળક)
4) બેબી કેર
5) ફેમીલી પ્લાનીંગ
1.પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ
- જન્મ બાદ તરત જ સ્તનપાનની શરૂઆત કરાવવી જોઇએ, કારણ કે માતાનુ ગર્ભાશય તેની મુળ જગ્યાએ જલ્દી આવી જાય છે. બાળકની ચૂસવાની પ્રક્રિયા ખુબ જ ઝડપી હોય છે.
- બાળકને શરુઆતના 6 મહિના સુધી માત્ર સ્તનપાન આપવુ.
- બાળકને યોગ્ય રીતે વળગાડીને સ્તનપાન કરાવવુ જોઇએ કારણ કે યોગ્ય રીતે વળગાડીને સ્તનપાન કરાવવાથી નીપલ પર સ્વેલીંગ કે ચીર કે સ્તનમાં ભરાવો થતો નથી. નીપલનો કાળો ભાગ બાળકના મોંમા હોવો જોઇએ. બાળકને પૂરતા પ્રમાણમા ધાવણ મળે છે કે નહી તે જોવુ બન્ને સ્તન પર વારાફરતી બાળકને ધવડાવવુ, 24 કલાકમા 8 થી 10 વખત અથવા વધુ વખત ધવડાવવુ. બાળકને માતાએ યોગ્ય રીતે લેવુ જોઇએ
બાળકને લેવાની યોગ્ય રીત
- બાળકનું માથુ અને શરીર સીધા હોવા જોઇએ
- બાળકનું મ્હોં માતાના સ્તનની સામે હોય.
- બાળકનું શરીર માતાના શરીરની ખૂબ નજીક હોય.
- માતાએ બાળકના આખા શરીરને આધાર આપવો જોઇએ.
સ્તન પર વળગાડવાની ચાર રીતો
- બાળકની મોં ફાડ પહોળી હોવી જોઇએ.
- સ્તનને દાઢી અડવી જોઇએ નહી.
- નીચલો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઇએ.
- કાળી ચામડીના ભાગ ઉપર પ્રમાણમાં એટલે કે ઉપર વધુ દેખાવી જોઇએ, નીચે ઓછી દેખાવી જોઈએ.
2.ઇમ્યુનાઇઝેશન
- માતાને ઇમ્યુનાઇઝેશન માટે સમજાવવુ 12 મોટા પ્રાણઘાતક રોગો સામે રક્ષણ આપે છે.
- તમારા બાળકને આવા રોગ સામે રક્ષણ મળે છે અને આ વેક્સીન આપવાથી કંઇ નુક્શાન થતુ નથી, તેવી રીતે માતાને મેન્ટલી પ્રીપેર કરવી.
- બાળકનો જન્મ થાય એટલે તરત જ શેડ્યુલ પ્રમાણે દરેક વેક્સીન બાળકને આપવી આ વેક્સીન ક્યા સ્થળે અપાય છે. કેવી રીતે આપવામા આવે છે તે માતાને સમજાવવુ તેમજ માતાને વેક્સીનનુ શેડયુલ સમજાવવુ અને મમતા કાર્ડ લઇને મમતા દિવસે જવા માટે સમજાવવુ.
3.પર્સનલ હાઇજીન
- ડીલેવરી પછી સ્ત્રીએ પેરીનીયમ વોશ દિવસમાં ૨ વાર કરવું જોઈએ.
- જે સ્ત્રી ઉભી થઈ શકે તેમ ન હોય તેના સાથળ બટકસ ગ્રોઈન અને વજાયનાનો ભાગ દર ૪ કલાકે સાફ કરવો જોઈએ જ્યારે પેરીનીયમ વોશ કરીએ ત્યારે મોજા પહેરવા.
- પેરીનીયમના ભાગમા ટાકા આવેલ હોય તો એન્ટીબાયોટીક ઓઈન્ટમેન્ટ લગાવવું અને જ્યા સુધી હીલીંગ ન થાય ત્યા સુધી પેરીનીયમ કેરે કરવી.
- આ ઉપરાત માતાને પોતાના નખ કાપવા માટે કહેવું તેમજ પોતાના શરીરની ચોખ્ખાઈ રાખે તે માટે કહેવું.
- હેન્ડ વોશની ટેકનીક શીખવવી અને ચોખ્ખા કપડા પહેરવા કહેવું.
4.બેબી કેર
- બાળકનો રૂમ હૂંફાળો હોવો જોઇએ.
- બાળકને સ્વચ્છ કપડા પહેરાવવા તથા લૂઝ કપડા પહેરાવવા.
- બાળકને સ્વચ્છ પથારીમાં રાખવુ.
- આખા શરીરે ઓઇલનો મસાજ કરવો.
- બાળકના લંગોટ કપડા તથા બાળોતીયા ધોયા પછી સુર્યપ્રકાશમાં સૂકવવા.
- બાળકને શેડ્યુલ પ્રમાણે રસી આપવાનુ શરુ કરવુ.
- બાળકને 6 માસ સુધી ફક્ત માતાનું ધાવણ આપવુ.
- બાળકને સાત દિવસ સુધી નવડાવવું નહિ.
5.ફેમીલી પ્લાનીંગ
- માતાને 2 બાળકો વચ્ચે અંતર રાખવા માટે સમજાવવુ . ફેમીલી પ્લાનીંગની ટેમ્પરરી મેથડ વિશે સમજાવવુ અને તેના ઉપયોગ વિશે સમજાવવુ. જો 2 બાળકો વચ્ચે અંતર રાખવામા આવશે તો બાળકની અને તેમની શારીરિક તંદુરસ્તી સારી રહેશે અને બાળકનો ઉછેર સારી રીતે કરી શકાય છે તેમ માતાને સમજાવવુ.