SY – ANM – MIDWIFERY UNIT – 7 CARE DURING NORMAL LABOR

યુનિટ – 7

નોર્મલ લેબર દરમિયાન કેર

પ્રસ્તાવના

  • નોર્મલ લેબર દરમ્યાનની કેર અથવા નેટલ કેર અથવા ઈન્ટ્રાનેટલ કેર.

વ્યાખ્યા

  • “જ્યારથી બહેનને કે મધરને સુવાવડનું દર્દ શરૂ થાય અને વજયના એટલેકે યોનિમાર્ગ દ્વારા ફીટસ એમ્નીયોટીકફ્લુઈડ પ્લેસન્ટા બહાર આવી જાય ત્યા સુધીના સમય સુધી જે કેર આપવામાં આવે તેને નેટલ કેર કહે છે આ અવસ્થામાંમાતા અને બાળક બન્નેની સ્થીતી સારી હોવી જોઈએ.”

નોર્મલ લેબર

લેબર

  • “આ નેચરલ પ્રોસેસ છે. જે ૨૮ વિક પછી અને ફુલટર્મ પહેલાકે પછી કોઈ પણ જાતની તકલીફ વગર સુવાવડ થવી તેને નોર્મલ લેબર કહેવાય ફીટસ પ્લેસન્ટા મેમેનની સાથે બર્થકેનાલ દ્વારા બહાર આવે તેને નોર્મલ લેબર કહેવાય છે. નોર્મલ લેબરને યુટોસીયા અને ડીફીકલ્ટ લેબરને ડીસ્ટોસીયા કહેવાય છે”

નોર્મલ લેબર

  • “નોર્મલ લેબર પુરા મહીને જ્યારે બેબી વર્ટેક્ષ પ્રેજેન્ટેશન દ્વારા જન્મે અને મધર આખી ક્રીયા પોતાનામદદથીકરે છેતેમાં ૨૪ કલાક કરતા વધારે સમય લાગતો નથી અને કોઈ પણ પ્રકારના કોમ્પલીકેશન થતા નથી અને મધરને અને બેબીને કોઈ પણ જાતની ઈજા થતી નથી તેને નોર્મલ લેબર કહેવાય”

એબનોર્મલ લેબર

  • “જેમા પ્રોલોન્ગ લેબર (ઘણું લાબું) એબનોર્મલ પ્રેઝન્ટેશન અથવા બેબી કે મધર ને બર્થ કેનાલમાં ઈન્જરી થવી અને કોઈ પણ કોમ્પલીકેશન ઉપસ્થિત થાય તેને એબનોર્મલ લેબર કહેવાય છે.”

અબોર્સન

  • “પ્લેસન્ટા ડેવલોપ થાય તે પહેલાજ એટલેકે ૪ મહીનાની શરૂઆતમાંજ ફીટસ પ્લેસન્ટા મેમબરન વજયના દ્વારા ૨૮ વિક પહેલા બહાર આવી જાય છે. તેને અબોર્સન કહેવાય છે.”

મીસકેરેજ

  • “પ્લેસન્ટા ડેવલોપ થઈ ગયેલ હોય પરતું ફીટસ જીવિત રહેવા લાયક નહોય એટલેકે ૪ થી ૭ મહિનાની શરૂઆતમા ડીલેવરી થાયતેને મીસ કેરેજ કહેવાય.”

પ્રીમેચ્યોર બર્થ

  • “અધુરા મહીને બેબીનું બહાર આવવું જેમા બેબી જીવિત રહેવા લાયક થઈ ગયેલ હોય છે પરતું પુરા ૪ મહિના પહેલા એટલેકે ૭ થી ૯ મહિના દરમ્યાન ડીલેવરી થાય તેને પ્રિમેચ્યોર બર્થ કહેવાય.”

ફુલટર્મ બર્થ

  • “પ્રેગનન્સીના ૩૮ થી ૪૦ વિક પુરા થયા પછી બેબીનો જન્મ થાય તેને ફુલ ટર્મ કહેવાય છે.”

નોર્મલ બર્થ

  • “જેમા ફીટસનો જન્મ ફુલટર્મ થયો હોય વર્ટેક્ષ પ્રેજન્ટેશન હોય લેબરના નોર્મલ ગાળાથી વધારે સમય લીધોન હોય કોઈ પણ કોમ્પલીકેશન ન થયા હોય કોઈ પણ સાધનનો ઉપયોગ કરેલ નહોય અને આખી ક્રિયા કુદરતી રીતે થયેલ હોય તેને નોર્મલ બર્થ કહેવાય.”

7C (સ્વચ્છ સપ્તક )નું મહત્વ

  • (૧) ક્લીન સરફેસ – સ્વચ્છ સપાટી
  • (૨) ક્લીન હેન્ડ – સ્વચ્છ હાથ
  • (૩) ક્લીન થ્રેડ- સ્વચ્છ નાળ બાંધવાનો દોરો
  • (૪) ક્લીન બ્લેડ – સ્વચ્છ બ્લેડ
  • (૫) ક્લીન અમ્બીલીકલ કોર્ડ – સ્વચ્છ નાળનો છેડો
  • (૬) ક્લીન ક્લોથ ઓફ મધર એન્ડ બેબી – માતા અને બાળકના સ્વચ્છ કપડા
  • (૭) ક્લીન પેરીનીયમ – સ્વચ્છ પેરિનીયમ

ઉપર પ્રમાણેના 7 – નું મહત્વ (સ્વચ્છ સપ્તક ) ચેપની અટકાયત માટે પ્રસુતી દરમ્યાન અનિવાર્ય છે.જે વિસ્તૃતમાં નીચે મુજબ છે.

સ્વચ્છ સપાટી

  • પ્રસુતાને સ્વચ્છ કાપડ કે પ્લાસ્ટિક પર સુવડાવી જોઈએ મમતા કીટ મા પ્લાસ્ટિક સીટ હોય છે જો મમતા કીટ અવેલેબલ નહોય તો સ્વચ્છ ચાદર કે કાપડ ને પ્રસુતી પુર્વે ધોઈ સુર્યના તડકા મા સુકવી ઉપયોગમા લેવામા આવે છે.

સ્વચ્છ હાથ

  • હાથને સંપુર્ણ રીતે-છ પગથીયા મુજબ સાબુ-પાણીથી ધોવા જોઈએ ત્યાર પછી તેને જાતેજ કોરા થવા દો. પ્રસુતી વખતે ગ્લોવ્ઝ નો ઉપયોગ કરવો હીતાવહ છે દરેક વખતે નવા ગ્લોવ્ઝ નો જ ઉપયોગ કરવો જોઈએ પરંતું જો ઉપયોગ કરેલ ગ્લોવ્ઝનો ઉપયોગ કરવોજ પડે તેમ હોય તો ૨૦ મીનીટ સુધી ઉકળતા પાણી મા જતુંમુક્ત કરેલા હોવા જોઈએ. તેનાથી પ્રસુતા કે પ્રસુતી કરાવનારને એચ.આઈ.વી તથા અન્ય ચેપ થી રક્ષણ મળે.

સ્વચ્છ નાળ બાંધવાનો દોરો

  • ડીસ્પોઝેબલ ડીલેવરીકીટમાં આપવામાં આવેલ સ્વચ્છ દોરા વડે નાળ બાંધવી જોઈએ અને આ કીટ અવેલેબલ ન હોય તો દોરો ઉકળતા પાણીમા ૧૦ મીનીટ રાખી ઉકાલી જતુંમુક્ત કરી લેવો જોઈએ.

સ્વચ્છ બ્લેડ

  • નાળ કાપવા માટે નવી બ્લેડનો જ ઉપયોગ કરવો.

સ્વચ્છ નાળનો છેડો

  • ચેપનું જોખમ નીવારવા નાળના છેડા પર કશું જ લગાડવું નહીં ડી.ડી.કીટ નહોય તો બજાર માંથી નવી બ્લેડ લાવી ઉપયોગમા લેવી રૂના પુમડા નાળ બાંધવાનો દોરો વિગેરે ૧૦ મીનીટ સુધી ઉકળતા પાણીમા રાખી ઉપયોગમા લેવા જોઈએ જેથી ચેપ અટકાવી શકાય.

માતા અને બાળક ના સ્વછ કપડાં

  • ચેપ ની અટકાયત માટે બાળક અને માતા ના કપડા સ્વચ્છ હોવા જોઇએ.

સ્વચ્છ પેરિનીયમ

  • પેરિનીયમનો ભાગ સ્વચ્છ હોવો જોઇએ જેથી ચેપ લાગે નહિ.

પાર્ટોગ્રાફ

  • આ એક પ્રસુતીની પ્રગતીનું અવલોકન દર્શાવતું સાધન છે અને બીજા જોખમ હોય તો તે ઓળખવામાં મદદરૂપ બને છે સગર્ભાવસ્થા દરમ્યાન કોઈ પણ જોખમ ન હોય તો જ પાર્ટોગ્રાફ વાપરવો. સ્ત્રી પ્રસુતિની સક્રીય પ્રક્રિયામાં ( ૪ સે.મી. ડાયલેટેશન થાય પછી) પ્રવેશે પછી પાર્ટોગ્રાફ નિભાવવાની શરૂઆત કરવી જોઇએ. પાર્ટોગ્રાફ પ્રસુતિની પ્રગતીને, માતા અને શીશુની ધ્યાનાકર્ષક સ્થીતીઓની આલેખરૂપ નોંધ છે. તે પ્રસુતીની પ્રગતી નું માપ કાઢવાનું અને કોઇ યોગ્ય સમયે કાર્યવાહી કરવાની તથા સમયસર સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાની જરૂરિયાત જાણવાનું સાધન છે.

પાર્ટોગ્રાફ ચાર્ટની ઓળખ

અ. પાર્ટોગ્રાફના આલેખમા સૌથી પહેલા માતાની માહીતી જેમાં :

  • માતાનું પૂરૂ નામ
  • ઉંમર
  • પારા
  • રજીસ્ટ્રેશન નંબર
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ એડમીશન
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ મેમ્બ્રેન રપચર

બ. ફીટલ કન્ડીશન

  • ૧. એફ.એચ.એસ. દર અડધા કલાકે ગણીને નોંધવા જોઇએ
  • ૨. એફ.એચ.એસ પૂરી એક મીનીટ માટે ગણવા
  • ૩. યુટ્રાઇન કોન્ટ્રાક્શન બાદ તરત જ એફ.એચ.એસ ગણવા જોઇએ
  • ૪. એફ.એચ.એસ નોર્મલ ૧૨૦ થી ૧૬૦ પર મીનીટ નોર્મલ કહેવાય.વધારે કે ઓછા ફિટલ ડીસ્ટ્રેસ દર્શાવે છે.

ક. એફ.એચ.એસ ની નીચેના ગ્રાફ એમ્નિઓટીક ફ્લુઇડ વિશેની માહીતી છે.

જેમાં

  • ૧. દર ૩૦ મીનીટે એમ્નિઓટીક સેક ની સ્થીતી અને એમ્નિઓટીક ફ્લ્યુઇડ કે જે વલ્વાપર જોઇ શકાય છે તેના રંગ પ્રમાણે માર્કિંગ કરવુ જેમ કે
  • ૨. પડ તુટ્યું ન હોય તો અંગ્રેજી મા આઇ (I)લખવું. “I”મતલબ ઇન્ટેક્ટ
  • ૩. જો ક્લીઅર છે તો “C” લખવું. “C” મતલબ ક્લીઅર
  • ૪. મ્યુકોનીયમ મિશ્રિત હોય તો અંગ્રેજી મા એમ (M )લખવું M મતલબ મ્યુકોની યમ
  • ૫. પ્રવાહી ન હોય અંગ્રેજીમાં એ (A) લખવું A મતલબ એબસન્ટ

ડ. સર્વાઇકલ ડાયલેટેશન

  • આ એક ગ્રાફ છે જેમાં ડાબી બાજુ ૪ થી ૧૦ સુધીના આંકના ચોરસ ખાના બને છે જે દર ચોરસે એક સે.મી ડાયલેટેશન થયાની ખબર પડે છે. નીચેના ભાગમા 0 થી ૨૪ આંકડા હોય છે જે દરેક ચોરસ ૧ કલાક થયાની જાણ કરે છે. ૪ સે.મી.સર્વાઇકલ ડાયલેટેશન પછી માર્કિંગ શરૂ કરવું ઓસ કેટલા સે.મી ડાયલેટ છે તે બતાવે છે ત્યા ‘X’ ની નોંધ કરવામા આવે છે જેથી યુટ્રસના ડાયલેટેશનની ખબર પડે છે. પેશન્ટ દાખલ થાય કે તરત જ p.v ચેક કરવું.દર ચાર કલાકે p.v કરીને માર્કિંગ કરવું + શરૂઆત ની નોંધ એલર્ટ લાઇન ની ડાબી બાજુ કરવાની છે . સામાન્ય રીતે આલેખની રેખા એલર્ટ લાઇન ની ડાબી બાજુ રહેવાનું ચાલુ રહેવું જોઇએ. તેમજ તે અનુસાર સમય માટેના ખાનાઓની લાઇનમાં સંબંધિત ખાનામાં સમય લખતા રહેવું જોઇએ.
  • જો એલર્ટ લાઇન ઓળંગાઇ જાય (આલેખ ની રેખા એલર્ટ લાઈન ની જમણી બાજું ખસે)તોતે પ્રલંબિત (પ્રોલોન્ગ) પ્રસુતી સુચવે છે. અને તમારે સજાગ થય જવું જોઇએ કે પ્રસુતિ માં કઇંક અસામાન્ય છે.
  • એલર્ટ લાઇન ઓળંગી જવાનો સમય નોંધી લો. સ્ત્રી નેએફ.આર.યુ પર મોક્લી આપવાના પગલાં લેવાનુ શરૂ કરી દો.
  • જો એકશન લાઇન ઓળંગાઇ જાય એટલે કે આલેખ એકશન લાઇન ની જમણી બાજુ ખસે તો તે પગલા લેવાનું અને સ્ત્રીને સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાનું સુચવે છે.
  • એલર્ટ અને એકશન લાઇનની વચ્ચે ચાર કલાકનો ગાળો છે. આદર્શ રીતે તો એકશન લાઇન ઓળંગાય તે પહેલા સ્ત્રી યોગ્ય પગલા લઇ શકાય તે માટે સંદર્ભ સેવા કેંદ્ર પર પહોંચી જવી જોઈતી હતી.

યુટ્રાઇન કોન્ટ્રાક્શન

  • યુટ્રાઇન કોન્ટ્રાક્શન દર અડધા કલાકે ચેક કરવા જોઇએ અને તે પૂરી દસ મીનીટ સુધી ચેક કરવા જેમા ડ્યુરેશન (સમય) ફ્રીકવંસી (સંખ્યા)અને ઇન્ટેસીટી (તીવ્રતા) જોવામા આવે છે સારા કોન્ટ્રાક્શનની સંખ્યા (૨૦ સેકંડ કરતા વધારે સમય ટકતા) દર અડધા કલાકે ગણવાના રહે છે અને યોગ્ય સંખ્યા ના ખાતામાં નોંધ કરવાની રહેશે.

ડ્રગ્સ અને આઇ.વી. ફ્લુઇડ

  • લેબર દરમ્યાન માતાને આપવામાં આવતા આઇ.વી ફ્લુઇડ અને ડ્રગની માહીતી નોંધ કરવાની રહે છે. જેમાં માત્ર ડોઝ, દવા કયા માર્ગે અને ક્યારે આપી તેની વિગતોનો સમાવેશ કરો.

માતાની કંડીશન

  • માતાની નાડીના ધબકારા (પલ્સ) દર અડધા કલાકે ગણવા.
  • માતાનું બ્લડ પ્રેશર (બી.પી) દર અડધા કલાકે માપીને નોંધ કરવી.
  • માતાનું તાપમાન દર અડધા કલાકે માપીને ચાર્ટ કરવું.

પાર્ટોગ્રાફના કોમ્પોનન્ટ આપવાનો સમય :

૧.દર અડધા કલાકે : શિશુના હૃદયના ધબકારાનો દર

  • ગર્ભાશયના કોન્ટ્રાક્શન દસ મિનિટના સમયેગાળામાં
  • પલ્સ (નાડીના ધબકારા)

૨. દર બે કલાકે : શરીરનું તાપમાન(સેન્ટિગ્રેડ), લોહીનું દબાણ

3.દર ચાર કલાકે : સર્વાઇકલ ડાયલેટેશન (વજાયનલ તપાસ દ્વારા), ગર્ભજળ અને મેમ્બ્રેનની સ્થિતિ, મોલ્ડિંગ ઓફ ફીટલ સ્કલ

  • ડિસેંટ ફીટલ હેડ દર ત્રણ કલાકે કરી શકાય.

કયા કયા સંજોગોમાં રિફર કરી શકાય છે :

  • ફીટલ હાર્ટ રેટ 160 પર મિનિટ કરતા વધારે હોય તો ૧૨૦૫ર મિનિટ ઓછા હોય તો સળંગ ત્રણ અવલોકનોનો માટે આવે તો
  • ગર્ભજળ (એમ્નિઓટિક ફ્લુઇડ) મ્યુકોનીયમવાળુ અથવા લોહીવાળું હોય તે સંજોગોમાં ફીટલ સ્કલ મનું મોડલ કે તેથી વધુ હોય ત્યારે.
  • સર્વાઇકલ ડાયલેટેશનની લાઈન, એલર્ટ લાઇનને ક્રોસ કરી જમણી બાજુ જોતી હોય અથવા એક્શન લાઇન સુધી પહોંચતી હોય.
  • પલ્સ એક મિનિટમાં 100 કરતાં વધારે અથવા લોહીનું દબાણ ૧૪૦ એમ એમજી જેટલું હોય તો.

પ્રિપરેશન ઓફ ડિલીવરી & મેનેજમેન્ટ ઓફ ફસ્ટ & સેકન્ડ સ્ટેજ

પ્રસ્તાવના

  • પ્રસુતી એ સગર્ભાવસ્થાના અંતે સંપુર્ણ તૈયાર થયેલ બાળકને નિયમીત વિખુટુ પાડી તેના અલગ અસ્તિત્વની શરૂઆત કરવાની પ્રક્રિયા છે. આ માટે તૈયારી કરવી જરૂરી છે‌.

પ્રસુતિનો સમય જુદા જુદા ૪ તબક્કામાં વહેચવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે.

(૧) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર

  • ટ્રુ લેબર પેઇનથી લઇને સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન સુધીના સમય ગાળાને ફસ્ટ સ્ટેજ ઓફ લેબર કહે છે. પ્રાઇમી પારામા ૧૨ થી ૧૮ કલાક અને મલ્ટીપારામા ૬ થી ૧૨ કલાક

(૨) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર

  • સર્વિક્સના ફુલ ડાયલેટેશનથી લઇને બેબી આઉટ થાય ત્યાં સુધીના ગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહે છે પ્રાઇમી પારામા ૪ કલાક મલ્ટી પારામા ૧ થી ૨ કલાકનો સમય.

(૩) થર્ડ સ્ટેજ ઓફ લેબર

  • બેબી આઉટ થાય ત્યાંથી લઇને પ્લેસેન્ટા આઉટ થાય ત્યાં સુધીનો સમય ગાળો થર્ડ સ્ટેજ ઓફ લેબર કહેવાય છે.અડધો કલાકનો સમય ગાળો હોય છે.

(૪) ફોર્થ સ્ટેજ ઓફ લેબર

  • પ્રસુતિ પછી એક કલાકના સમયગાળાને ફોર્થ સ્ટેજ ઓફ લેબર કહે છે.

મેનેજમેન્ટ ઓફ ફસ્ટ સ્ટેજ ઓફ લેબર

(1) નર્સિંગ કેર ઓફ વુમન

  • મધર ને તેની કંડીશન પ્રમાણે પોસ્ચર જાળવવું પડે છે મધર લેબરમાં આવે એટલેકે પેઈન સ્ટાર્ટ થાય ત્યારે વેઈટીંગ રૂમમા રાખી દરેક કોન્ટ્રાકશન સમયે સાધારણ ફોર્સ કરવા સમજાવવું જો પ્રાઈમરી મધર હોય તો તેના પ્રથમ તબક્કાનો ગાળો લાંબો હોય છે. જ્યારે કોન્ટ્રાકશન વધે ત્યારેજ તેને લેબર રૂમમા લાવવી સામાન્ય રીતે લીથોટોમી પોઝીશન આપવામા આવે છે. આના લીધે મધરને બાળકને બહાર લાવવામાં સરળતા બને છે. પ્રાઈમી પારા પેશન્ટને પેઈન્સ કેવી રીતે લેવા તે શીખવાડવું જેમા મોઢું બંધ કરીને શ્વાસ રોકવો અને નીચે તરફ પ્રેસર આપવા કહેવું બન્ને હાથથી થાઈને પકડી અથવા ટેબલની કીનારીને પકડી ફોર્સ કરવા કહેવું અને કોન્ટ્રાકશન પુરુ થતા મોઢું ખોલીને શ્વાસ બહાર કાઢવો તથા રીલેક્સ થવા કહેવું.

(2) ડાયટ

  • જેમા ફર્સ્ટ સ્ટેજ દરમ્યાન સંપુર્ણ ડાયેટ આપવું જેથી બીજા તબક્કા દરમ્યાન મધર પોતાની શક્તિ જાળવી શકે વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યારે ગરમ પાણી આપવા જેથી સ્ટીમ્યુલેશન ખોરાક પચી શકે તેવો અને મર્યાદિત આપવો.

(3) કેર ઓફ બાઉલ & બોવેલ

  • બ્લેડર ખાલી કરાવવું જેથી વજાયનલ કેનાલ પર પ્રેસર ન આવે અને કેનાલને સ્ટ્રેસ થવામાં સરળતા રહે છે જેથી બેબી સરળતાથી બહાર આવી શકે તથા યુરીનરી બ્લેડરને ઈજા થતી અટકાવી શકાય જો યુરીનરી બ્લેડર ફુલ હોયતો યુટ્રાઈન કોન્ટ્રાકશન નબળા પડે છે. બોવેલ પણ ખાલી રાખવું. જે માટે સોપ વોટર એનીમા આપવો જરૂરી છે જેથી સ્ટીમ્યુલેશન મળે છે. અને રેકટમ ખાલી થવાથી વજાયનલ કેનાલ સારી રીતે સ્ટ્રેચ થઈ શકે છે અને ફીટસને બહાર આવવામાં સરળતા રહે છે.

(4) રેસ્ટ & સ્લીપ

  • મધરને સંપુર્ણ ઉઘ અને આરામ જરૂરી છે ખાસ કરીને પ્રાઈમી પારામાં પ્રથમ તબક્કો લાંબો હોય છે અને મધર થાકી જાય છે અને ખરેખર જરૂરીયાતના સમયે પેઈન લઈ શક્તિ નથી તેથી મધરને જરૂરીયાત પ્રમાણે અને ડૉકટરના ઓર્ડર મુજબ જો જરૂર હોય તો ડ્રગ્સ આપવા.

કમ્ફર્ટ :

  • મધરની બેડ આરામદાયક હોવી જોઈએ વાતાવરણ સારૂ હોવું જોઈએ બેડનું લીનન તથા પહેરવાના કપડા ક્લીન હોવા જોઈએ જરૂર પડે તો મધરને ખોટા પેઈન્સ લેવાની ના પાડવી હરવા ફરવાની છુટ આપવી જો વધું બેક એક હોય તો કમર નીચે સપોર્ટ આપવો.

(5) ઓબ્ઝર્વેશન & રેકોર્ડિંગ ઓફ લેબર

  • જેમા મધરના યુટરાઈન કોન્ટ્રાકશન ઓશનું ડાયલેટેશન થાય છે. મેમ્બ્રેન તથા ફીટસની કંડીશનનું ઓબ્ઝર્વેશન કરવું અને રેકોર્ડ કરવોં. જેમા લેબર પેઈન સાચા છે કે નહીં યુટરસના કોન્ટ્રાકશનની સાથે સાથે સર્વિક્સનું ડાયલેટેશન થાય છે કે નહીં સર્વિક્સના ડાયલેટેશનની સાથે ફીટસ નીચે આવે છે કે નહીં મેમ્બ્રેનની લીકીંગ છે કે ઈનટેક્ટ વગેરે જોવું એફ.એચ.એસ જોવા અને આ બધાનો રેકોર્ડ રાખવો.

(6) સાયકોલોજીકલ કન્ડિશન ઓફ વુમન

  • મધર લેબર માટે ગભરાતી હોય છે જેમા ખાસ કરીને પ્રાઈમીપારા મધરને વધારે ભય લાગે છે. આવા સમયે મધરને સાયકોલોજીકલ સપોર્ટ આપવો .નર્સ સતત તેની સાથે ઉભા રહેવું શક્ય હોય તો તેના પતિ અથવા સ્વજનને હાજર રહેવા દેવા. જેથી તે સલામતી અને હુફ અનુભવે.

ફર્સ્ટ સ્ટેજ દરમ્યાન ડીલેવરી માટેની તૈયારી.

  • (૧) મધરનું સેવિંગ કરવું અને પેરીનીયલ કેર આપવી.
  • (૨)શોપ વોટર એનીમા આપવું જો શક્ય હોયતો બાથ આપવો
  • (૩)મધરને કલીન કપડા પહેરાવવા અને ડીલેવરી બાદ પહેરાવવા માટેના સ્વચ્છ કપડાની પણ તૈયારી રાખવી.

ડિલીવરી ટ્રે

  1. ગ્લોવ્ઝ
  2. સર્જીકલ સીઝર્સ
  3. મોટા બે આર્ટરી ફોરસેપ
  4. કોર્ડ ક્લેમ્પ
  5. સ્પંજ હોલ્ડીંગ ફોરસેપ્સ
  6. યુરીનરી કેથેટર
  7. બાઉલમાં ઓટોક્લેવ સ્વોબ વીથ પોવીડોન આયોડીન
  8. ગોઝપીસ અને કોટન સ્વોબ
  9. સ્પેક્યુલમ
  10. પેરીનીયલ પેડ
  11. કિડની ટ્રે

બેબી ટ્રે

  1. બે પ્રીવોર્મ ટોવેલ
  2. કોટન સ્વોબ
  3. મ્યુકસ એસ્ક્રેટર
  4. બેગ અને માસ્ક
  5. સ્ટરાઇલ થ્રેડ /કોર્ડ ક્લેમ્પ
  6. નેસોગેસ્ટ્રિક ટ્યુબ અને ઇંજેકશન વિટામીન કે
  7. નીડલ અને સીરીંજ

એફિઝીયોટોમી ટ્રે

  1. લોકલ એનેસ્થેસીયા આપવા માટેના ઝાયલોકીન બલ્બ
  2. ૧૦ એમ.એલ. ડીસ્પોઝલ સીરીંજ અને નીડલ
  3. એપીજીયોટોમી સીઝર
  4. કિડની ટ્રે
  5. આર્ટરી ફોરસેપ
  6. એલીસ ફોરસેપ
  7. સ્પંજ હોલ્ડીંગ ફોરસેપ્સ
  8. ટુથ ફોરસેપ
  9. નીડલ હોલ્ડર
  10. નીડલ( રાઉંડ બોડી અને કટીંગ)
  11. ક્રોમીક કેટગેટ
  12. થમ્બ ફોર્સેપ્સ
  13. ડ્રેસીંગ મટીરીયલ
  14. ગ્લોવ્ઝસ
  15. એન્ટીસેપ્ટીક લોશન

મેનેજમેન્ટ ઓફ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર

  • મધરની કંડીશન પ્રમાણે લેબરના ટેબલ પર લેવી લેબર ટેબલ પર મધરને ક્યારે એકલી છોડવી નહીં. લેબર ટેબલ પર ઈજા થાય તેવી વસ્તું રાખવી નહીં.
  • ટેબલ પર મેકીંગ ટોસ તથા મેકીંગ ટોસ ડ્રો સીટ તથા વધારાની મેકીંગ ટોસ ડ્રો સીટ પાથરવા.
  • યુરીન પાસ કરાવવો.
  • લેબર દરમ્યાન યુટરાઈન કોન્ટ્રાકશન, સર્વિસનું ડાયલેટેશન ડીસેન્ડીંગ ઓફ પ્રેજનટીગ પાર્ટ અને મધરની કંડીશન સતત ઓબઝર્વ કરવી.
  • જ્યારે જ્યારે પેઇન્સ શરૂ થાય ત્યારે મધરને મોઢું બંધ કરી શ્વાસ રોકી કમર તરફથી નીચેના ભાગ તરફ પ્રેસર કરવા કહેવું જેને બેરીગડા ઉન પેઈન કહેવામાં આવે છે.
  • મધર લેબરમા હોય ત્યારે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. જેમ કે લેબરનો પ્રોગ્રેસ બરાબર થાય છે કે નહીં, વજાયનલ ડીસ્ચાર્જ કેવો છે, ફીટસની અને મધરની કંડીશન કેવી છે.
  • બીજા કોઈ કોમ્પલીકેશન જેવા કે સીવીયર બ્લીડીંગ વગેરે માટે જોવું.
  • મધરને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
  • મેમ્બ્રેન રપચર થાય તેનો સમય નોંધવો.
  • મધરની નીચેની મેકીંગ ટોસ ડ્રો સીટ દૂર કરી બીજા ઓટોક્લેવ મેકીંગ ટોસ ડ્રો સીટ પાથરવા જેથી વજાયનલ ઈન્ફેકશન લાગે નહીં.
  • ડીલેવરી કંડક્ટ કરાવનાર નર્સ હેન્ડ વોશ કર્યા બાદ ડીલેવરી માટે પ્રીપેર રહેવું તથા ડીલેવરી ટ્રે બાજુમાં તૈયાર રાખવું.
  • ફીટસનુ જ્યારે એકસ્ટેનસન ઓફ હેડ થાય ત્યારે પેરીનીયલ સપોર્ટ સારી રીતે આપવો. ટેર ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું.
  • એક્સ્ટર્નલ રોટેશન ઓફ ધ હેડ થાય ત્યારે બેબીને સહેજ લેટરલી ઉંચી કરવી અને પહેલા એન્ટીરીયર અને પોસ્ટીરીયર સોલડર બહાર કાઢવો.
  • સોલ્ડર બહાર કાઢતી વખતે પણ પેરીનીયલ સપોર્ટ આપવો બેબીની ડીલેવરી થઈ જાય કે
    તરત જ તેને રડાવવું.
  • ટચલી આંગળીમાં ગોઝપીસ રાખી બેબીનું ગળુ સાફ કરવું.
  • આંખ સ્ટરાઈલ વોટરથી સ્વોબ વડે અંદરથી બહારની તરફ સાફ કરવી જેથી બર્થ કેનાલનું કોઈ પણ ઈન્ફેકશન હોય તો બેબીની આંખમાં લાગે નહીં.
  • બેબી બહાર આવ્યા પછી તરત જ માતાના પેટ પર મુકવું અને મોટેથી ટાઈમ બોલવો બેબી આઉટ થયાનો ટાઈમ ખાસ નોંધવો.
  • બેબીને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ગળામાં વધારે મ્યુકસ જણાય તો મ્યુકસ સકરથી સાફ કરવું.
  • પ્લેસન્ટા આઉટ થાય ત્યાર પછી કોર્ડ ક્લેમ્પ કરી કટ કરવો.
  • બેબી તરફના કોર્ડના ભાગથી દોઢ થી બે ઈંચ આર્ટરી ફોરસેપ્સ વડે ક્લેમ્પ કરવું અને મધર તરફ પણ આર્ટરી ફોરસેપ્સ વડે ક્લેમ્પ કરવું અને ત્યારબાદ કોર્ડ કટીંગ સીઝર વડે કોર્ડને કટ કરવી ત્યારબાદ કોર્ડને થ્રેડ વડે બાંધવી અને બેબી તરફના આર્ટરી ફોરસેપ્સ દૂર કરવો.
  • બેબીને વોર્મરમા મુકી ઓબ્ઝર્વેશન કરવું રૂટીન કેર આપવી.
  • કોર્ડ પર કશું લગાડવું નહીં.

નોર્મલ બેબીમાં હાઈટ વેઈટ હેડ સરકમફરન્સ (માથાનો ઘેરાવો) માપવું.

  • નોર્મલ માથાનો ઘેરાવો : ૩૨ થી ૩૪ સે.મી
  • છાતીનો ઘેરાવો : ૩૦ થી ૩૨ સે.મી
  • નોર્મલ હાઈટ : ૪૮ થી ૫૦ સે.મી.
  • નોર્મલ વેઈટ : ૨.૫ કી.ગ્રા થી ૩ કી.ગ્રા.

મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર

(૧) યુટેરોટોનીક ડ્રગ્સ

  • સેકંડ બેબી નથી તેની ખાતરી કર્યા બાદ ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનીટ આઇ એમ આપવું ઇન્જેક્શન ઓક્સીટોસીન ઉપલબ્ધ ન હોય તો મિઝોપ્રોસ્ટોલ ટેબલેટ 500 માઇક્રોગ્રામ ઓરલી આપવી.

(૨) કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી)

કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી) પ્રક્રિયા કરવાની રીત :

  • જ્યારે યુટરસ કોન્ટ્રાકટેડ હોય ત્યારે જ આપવી.
  • એક ફોર્સેપ્સ વડે નાળના માતા તરફના ભાગને જનન પ્રદેશની નજીકથી પકડો.
  • ફોરસેપ્સ લગાળેલા આ છેડા તથા ફોર્સેપ્સ અને એક હાથ વડે પકડો.
  • બીજા હાથ સ્ત્રીના પેઠુંના અસ્થિના બરાબર ઉપરના ભાગ ઉપર મુકો.
  • આ હાથ નિયંત્રિત નાળ તણાવ દરમ્યાન ગર્ભાશયના ઉપરના ભાગ ઉપર પ્રતિ તણાવ ( વિરુધ્ધ દિશામાં /ઉપર તરફ દબાણ) લગાવીને ગર્ભાશય ને સ્થિર રાખવા માટે છે.
  • નાળ ઉપર થોડોક તણાવ રાખો અને ગર્ભાશયનું પ્રબળ સંકોચન થવાની રાહ જોવો.
  • જ્યારે ગર્ભાશય સંકોચાય જેનો ખ્યાલ ગર્ભાશય ના સખત અને ગોળાકાર થવાથી આવે છે.
  • અથવા જ્યારે નાળ નો યોની દ્વારા બહાર નો ભાગ લાબો થાય ત્યારે ઓર ની પ્રસુતિ કરાવવા માટે નાળ ને હળવેક થી નીચે તરફ ખેચોં બીજા હાથ વળે ગર્ભાશય ઉપર પરિ તણાવ આપવાનું ચાલુ રાખો
  • જો સી.સી.ટી શરૂ કર્યા બાદ ૩૦ થી ૪૦ સેકંડમા ઓર (પ્લેસન્ટા) નીચે આવતી ન લાગે એટલેકે ઓર (પ્લેસન્ટા)છુટી પડવાના કોઇ પ્રકારના લક્ષણો ન જણાય તો નાળ ઉપર તણાવ લગાવવાનું ચાલુ ન રાખો.

ઓર (પ્લેસન્ટા) છુટી પડવાના લક્ષણો નીચે મુજબ છે :

  • ગર્ભાશય સખત અને ગોળાકાર (ગર્ભાશયનું સંકોચન) બને છે.
  • નાળનો યોનીદ્વારની બહાર તરફનો ભાગ લાંબો થાય છે.
  • જ્યારે ઓર (પ્લેસન્ટા) છુટી પડે છે ત્યારે લોહી અચાનક ઉછળીને બહાર ધસી નીકળે છે.
  • જો ગર્ભાશયના ઉપરના ભાગને ધીમેથી ઉપર નાભી તરફ ઠેલવામાં આવશે તો નાળ યોની માર્ગમાં પાછી નહી જાય.
  • ગર્ભાશયના બીજા સંકોચન માટે રાહ જુઓ. અને ફરીથી પ્રતિ તણાવ આપતા રહી કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી) નું પુનરાવર્તન કરો.
  • જેવી પ્લેસન્ટા બહાર આવે છે કે તરત જ તેના પડ ફાટી ન જાય તે માટે તેને બન્ને હાથ વડે પકડી લો.

એક્સપ્રેશન ઓફ પ્લેસેન્ટા

  • જો પડ આપોઆપ બહાર ન આવે તો ઓર ને ધીમે ધીમે ફેરવો. જેથી વળ ચઢવાથી પળ દોરડી જેવું બની જાય અને ત્યારબાદ તેમને છુટા પાડવામાં સહાય કરવા તેમને ઉપર નીચે કરો જો તેમને ખેચવામાં આવે તો પળ પાતળુ હોવાથી તે ફાટી જવાની અને ગર્ભાશય મા રહી જવાની શક્યતા રહે છે.
  • જો પડ ફાટી જાય તો યોનીમાર્ગનો ઉપરનો ભાગ તથા ગર્ભાશય નું મુખ કાળજીપુર્વક તપાસો. અને જો પળનો કોઇ ભાગ હોય તો તમારી આંગળીઓ કે સ્પંજ ફોરસેપ્સનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢો.
  • યાદ રાખો તમારે બીજા હાથ વડે પેઠુંના અસ્થિના ભાગે પ્રતિ તણાવ (પુશ) લગાળ્યા વગર ક્યારેય નાળ તણાવ (પુશ) લગાવવો જોઇએ નહીં.

(3) યુટરાઇન મસાજ અને ગઠ્ઠા કાઢવાની રીત

  • હથેળીને વાળીને યુટરસના ફંડસ પર રાખવી અને સીધા કોન્ટ્રાકશનને અનુભવવા.
  • યુટરસના ફંડસને સરક્યુલર મોશનમાં હથેળીને વાળીને જ્યાં સુધી સારા કોન્ટ્રાકશન ન આવે ત્યાં સુધી મસાજ કરવું જો યુટરસ ફીલી કોન્ટ્રેકટેક હશે તો ક્રિકેટના દડા જેવું હાર્ડ અનુભવાશે.
  • જ્યારે યુટરસ કોન્ટ્રેકટેડ હોય ત્યારે તમારી આંગળીઓને ફંડસના પાછળના ભાગે રાખીને નીચેની બાજુએ ધક્કો મારવો જેથી સ્મુથ રીતે ક્લોટસ બહાર આવશે.
  • બ્લડને કન્ટેઇનરમાં ભેગું કરવું અથવા વલ્વાની નજીક ચોખ્ખી પ્લાસ્ટિક શીટ રાખી ભેગું કરવું કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયું તેના તારણ કાઢીને રેકોર્ડ કરવું.

(4) પ્લેસન્ટા,મેમ્બ્રેન અને અમ્બીલીકલ કોર્ડની તપાસ કરવાની રીત

  • પ્લેસન્ટા તથા મેમ્બ્રેન આખા છે તે નક્કી કરવા નીચે મુજબ તપાસ કરો.

પ્લેસન્ટાની માતા તરફની સપાટી

  • તમારી હથેળીઓ સીધી રાખીને પ્લેસન્ટાની માતા તરફની સપાટી તમારી તરફ રહે તે રીતે પ્લેસન્ટાને બે હથેળીઓમાં પકડો.

નીચે મુજબ તપાસ કરો.

  • તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) હોવા જોઇએ.
  • તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) એકબીજા સાથે બંધબેસતા અને એકત્રીત હોવા જોઇએ.
  • માતા તરફની સપાટીને પાણી વડે કાળજીપુર્વક સાફ કર્યા બાદ તે ચળકતી છે કે નહીં તે જોવું.
  • જો કોઇ ભાગ ખુટતો હોય અથવા નાના ભાગો (લોબ્યુલ્સ) એક્બીજા સાથે બંધબેસતા ન આવતા હોય તો ગર્ભાશય માં પ્લેસન્ટાના ટુકડા રહી ગયા હોવાની શંકા કરો.

પ્લેસંટાની શિશુ તરફની સપાટી

  • એક હાથમાં નાળ પકડો અને પ્લેસન્ટા તથા મેમ્બ્રેનને ઉંધી વળી ગયેલી છત્રીની જેમ લટકતી રાખો.
  • નાળની રક્તવાહીનીઓ નાળમાંથી પસાર થતી જોઇ શકાશે.
  • મુક્ત છેડા વાળી રક્તવાહીની ઓ અને કાણાં માટે તપાસ કરો જે ગર્ભાશયમાં કોઇ ભાગ રહી ગયાનું દર્શાવી શકે છે.
  • નાળના પ્રવેશની તપાસ કરો. ખાસ કરીને તે ભાગની તપાસ કરો જ્યાં નાળ પડમાં દાખલ થાય છે અને પછી જયાંથી પ્લેસન્ટા તરફ આગળ વધે છે.

મેમ્બ્રેન (પડો)

  • કોરીયોન ગર્ભાશયના સંપર્કમાં રહેતુ પડ છે. તે ખરબચડું અને જાડું હોય છે.
  • એમ્નિઓન અંદરનું પડ છે જે પાતળું અને ચળકતું હોય છે.
  • એમ્નિઓન નાળાના પ્રવેશવાના ભાગ સુધી છુટુ પાડી શકાય છે.
  • જે ભાગમાંથી પડ તુટ્યા હોય અને બાળક બહાર આવ્યુ હોય તે તુટેલા ભાગની કિનારમાં બન્ને મેમ્બ્રેન જોઇ શકાય છે.
  • જો મેમ્બ્રેનના ટુકડા થયા ગયા હોય તેમને ભેગા ગોઠવો અને ખાતરી કરો કે તે પુરેપુરા છે.

કોર્ડ (નાળ)

  • નાળની તપાસ કરવી જોઇએ તેમા બે ધમનીઓ અને એક શિરા હોય છે જો એક જ ધમની જોવા મળે તો બાળકને જન્મજાત વિકૃતિ છે કે કેમ તેની તપાસ કરો.

લોઅર વજાયના અને પેરીનીયમનું નિરીક્ષણ

  • ધ્યાન રાખવું કે પુરતા પ્રમાણમાં લાઇટ પેરીનીયમ પર પડે ગ્લોવ્ઝ પહેરીને હળવેથી લેબીયાને અલગ કરવા અને પેરીનીયમ અને વજાયનાને બ્લીડીંગ તેમજ ટેર માટે તપાસવાં.
  • જો તિરાડ હોય તો તેને શોધીને તેનું તાત્કાલિક મેનેજમેન્ટ કરવું.
  • વલ્વા અને પેરીનીયમને વોર્મ પાણીથી હળવેથી સાફ કરવા અથવા એન્ટી સેપ્ટીક સોલ્યુશન વાપરવું અને ચોખ્ખા અને સોફ્ટ કપડાથી સુકવવું.
  • ચોખ્ખા/તડકામાં સુકવેલાં કપડાં અથવા પેડને પેરીનીયમ પર રાખવું.
  • ભીની ગંદી પથારીને દુર કરીને મધરને કમ્ફરટેબલ પોઝીશીન આપવી.

મેનેજમેન્ટ ઓફ ફોર્થ સ્ટેજ ઓફ લેબર

  • પ્લેસન્ટા ડીલેવરી થયા બાદના પ્રથમ એક કલાકના ગાળાને ચોથો તબક્કો કહેવામાં આવે છે.
  • આ સમય દરમિયાન પણ મધરની કેર તથા જનરલ ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે કારણ કે મધર શોક માં જતી હોય તો તરત જ ખ્યાલ આવે છે.
  • પ્લેસેન્ટા ડીલેવરી થઈ ગયા બાદ અડધા કલાક બાદ મધરને યુટરસ પર મસાજ કરી બ્લડ ક્લોટ કાઢવા. જેથી P.P.H. થવાની શક્યતા ઓછી રહે અને યુટરસનું ઈનવોલ્યુએશન સારી રીતે થાય.
  • મધરને પેરીનીયલ વોશ આપવો.
  • બેક તથા થાઈનો ભાગ ક્લીન કરી પેડ આપી T બેન્ડેજ આપવો.
  • મધરની બેક નીચે સ્વચ્છ સીટ પાથરી આરામદાયક પોઝીશન આપી ટોપ શીટથી કવર કરવી.
  • મધરને ઈચ્છા પ્રમાણે ગરમ પાણી આપવું અથવા મધરને ઈચ્છતો હળવો ડાયટ આપવો.

નીચે પ્રમાણેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જેમા.

(૧) બ્લીડીંગ છે કે નહીં.

(૨) પલ્સ ૯૦ થી નીચે કે ૧૨૦ થી વધુ નથી તે જોવું

(૩) બી.પી કેટલુ છે તે જોવું

(૪) સ્કીનનો કલર કેવો છે વગેરે ઓબઝર્વ કરવું તથા બેબીની કંડીશન ઓબઝર્વ કરવી.

  • પી.એચ.સી. અથવા હોસ્પીટલમાં ડિલીવરી કરવા માટેની તૈયારી.
  • પ્રત્યેક સગર્ભા સ્ત્રીને સંસ્થાકીય પ્રસૂતી માટે નિર્ણય લેવા માટેની સલાહ આપવી અને તે માટે પ્રોત્સાહિત કરવું. સંસ્થાકીય પ્રસૂતી માટેના ફાયદા જણાવવા, એવી પરિસ્થિતી હોય કે જેમાં સમસ્યાઓ પેદા થઇ શકે છે અને ઘરે પ્રસૂતી કરાવવી જોખમી બને છે. આવી પરિસ્થિતીમાં માતાને સમજ આપવી જોઇએ કે શા માટે સંદર્ભ સેવાને કેન્દ્ર કક્ષાએ પ્રસૂતી કરાવવી જરૂરી છે.

નીચેની સમસ્યા મુજબ માતાને સમજાવવું :

  • ગંભીર પ્રકારનો એનીમીયા
  • એક્લેપ્શીયા
  • પ્રીએક્લેપ્શીયા
  • એન્ટીપાર્ટમ હેમરેજ
  • અગાઉની ડિલીવરીમાં પી.પી.એચ. ની હિસ્ટ્રી
  • અગાઉ 5 કરતા વધારે બાળકોનો જન્મ
  • ટ્રાન્સવર્સ લાઇ
  • સીઝેરીયન સેક્શન
  • ટ્વીન્સ પ્રેગ્નેસી
  • માતાની ઉંમર 16 વર્ષ કરતાં ઓછી અને 35 વર્ષ કરતાં વધારે હોય
  • અગાઉની ડિલેવરી વખતે ત્રીજી ડીગ્રીનું ટેર થયું હોય.
  • મેમ્બ્રેન રપચર થઇ ગયા પછી 8 કલાક બાદ પણ પીડા ન થતી હોય.
  • ઉપરોક્ત પરિસ્થિતી હોય તો મધરને ડિલીવરી માટે એફ.આર યુ. અથવા હોસ્પીટલમાં ડિલીવરી કરાવવા માટે સલાહ આપવી તથા સગાને અગાઉથી જ હોસ્પીટલ ડિલીવરી માટે પ્રોત્સાહિત કરવા તેમજ સુવિધા વાળી હોસ્પીટલમાં રીફર કરવા.

ડિલીવરી વખતે એ.એન.એમ.ની ફરજો

  • જ્યારે મધર ડિલીવરી માટે હોસ્પીટલમાં આવે ત્યારે તેને સારી રીતે આવકાર આપવો.
  • જો મધર એ.એન.સી. ક્લીનીકમાં આવતી હોય તો તેનો કેસ કાઢી તેનુ મમતા કાર્ડ ચેક કરવુ અને તેમની નોંધ કરવી.
  • લેબર પેઇન ક્યારથી શરુ થયા છે. કેટલીવાર આવે છે. જો ખાલી કમરમાં દુખાવો હોય તો ફોલ્સ પેઇન ગણાય છે. તેના માટે વોચ કરવુ.
  • વજાયનલ શો જોવા મળે છે કે નહી તે સમજાવવું.
  • મેમ્બ્રેન રપ્ચર થયુ છે કે નહી તે પૂછવું.
  • પાણી કેટલા ગયું છે. એકદમ વધારે નીકળી ગયું છે તે જોવુ અથવા પુછવું.
  • આખા પ્રોસીઝર દરમિયાન એસેપ્ટીક ટેક્નીક જાળવવી.
  • લેબરનો પ્રોગ્રેસ થાય છે કે નહીં તે ધ્યાન રાખવું. કોઇ ઓબસ્ટ્રક્શન થતુ હોય તો તેની માટેની તૈયારી રાખવી.
  • જો ગૂંચવણ ભર્યા કેસ હોય તો નજીકના એફ.આર.યુ. માં અથવા સી.એચ.સી. માં રીફર કરવું. ઉપરોક્ત હિસ્ટ્રી લીધા બાદ લાભાર્થી ખુબ જ ગંદુ હોય તો સ્પંજ બાથ અથવા બાથરૂમ બાથ આપવો.

ઇમીડિયેટ કેર ઓફ ન્યુ બોર્ન બેબી

(1) એર વે ક્લીયર

  • બેબી જન્મે એટલે તેનો એર પેસેજ તાત્કાલીક ક્લીયર કરવો તેથી તરત જ રડશે તેનાથી લંગ્સ એક્સપાન્ડ થાય છે અને બાળક શ્વાસોશ્વાસની ક્રીયા કરે છે.

(2) કેર ઓફ આંખ & નાક

  • બાળક જન્મે કે તરત જ સ્ટરાઈલ કોટન સોબ વડે ડીસ્ટીલ વોટરથી અંદરથી બહાર ની તરફ બન્ને આંખ સાફ કરવી. આ માટે એક કોટન સોબનો ઉપયોગ એક જ વખત કરવો. મ્યુકસ સકરથી મોં અને નાકમાંથી મ્યુકસ સક કરવું. પ્રથમ મોં માંથી ત્યારબાદ નાકામાંથી સક કરવું.

(3) કોર્ડ કેર

  • કોર્ડમાં બ્લીડીંગ છે કે નહીં તે માટે ઓબઝર્વ કરવું. કોર્ડ પર કશું લગાડવું નહીં.આમ જ કોરૂ રાખવું અને રોજ સ્વચ્છ, સલામત પાણી વડે રાબેતા મુજબની કાળજી લેવી જોઇએ.
  • નાળ નવજાત શિશુના મળ-મુત્ર વડે ખરડાય નહિં તેનું ધ્યાન રાખવા માટે માતાને કહેવું.

(4) સ્કીન કેર

  • બેબીના શરીર પર રહેલું વર્નીક્સને ઘસીને ન કાઢતા હળવેથી લુછી લેવુ. સ્કીનને રેડનેશ માટે ઓબઝર્વ કરવું બાળકના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વર્નીક્સ ઉપયોગી થાય છે.

(5) મેન્ટેન ટેમ્પ્રેચર (હુંફાળું રાખો)

  • દરેક નવજાત બાળકને ચામડીથી ચામડીના સ્પર્શ માટે માતાની છાતી પર મુકવું.
  • શરીરની ગરમીનો નાશ થતો અટકાવવા બાળકને વિટાળેલુ રાખો અને રૂમને હુંફાળો રાખો.

(6) સ્તનપાન

  • સ્તનપાન ચાલુ કરવું બાળકના જન્મ પછી તરજ ચાલું કરવું માતાના પ્રથમ ધાવણને કોલોસ્ટ્રમ કહે છે. તેમાં એન્ટીબોડિઝ રહેલા હોય છે જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ પુરી પાડે છે પ્રથમ ૬ માસ સુધી ફક્તને ફક્ત સ્તનપાન જ આપવા માટે માતાને સલાહ આપવું.

નવજાત શિશુંની આવશ્યક સંભાળના મુદ્દાઓ :

  • શરીરનું તાપમાન
  • શ્વાસોશ્વાસ
  • સ્તનપાન
  • ચેપની અટકાયત
  • સંદર્ભ સેવાઓ

નવજાત શિશુને વિટામિન કે આપો :

  • દરેક નવજાત શિશુને ઇન્જેક્શન વિટામિન કે આપવું ખૂબ જ જરૂરી છે.
  • પંદરસો ગ્રામ કે તેનાથી વધારે વજન ધરાવતા બાળકોને મસલ્સ મા ૧.૦ મિ.ગા. અને પંદરસો ગ્રામ કરતાં ઓછા વજન ધરાવતા બાળકોને ૦.૫ મી.ગા. વિટામિન કે ઇન્જેક્શન આપો. વર્તમાન જોગવાઈ મુજબ નવજાત શિશુને વિટામિન કે જેવી દવાઓ ઇન્જેક્શન મારફત આપવાની એ.એન.એમ /સ્ટાફ નર્સ છુટ છે.
  • ઇન્જેક્શન આપવાની જગ્યા ઉપરના ક્વાડ્રીસેપ્સ મસલ્સના જાંઘનો બહારનો ભાગ હોય છે. જંતુમુકત એક ઇંચ ઉપલબ્ધ નાનામાં નાની સોઈ વળે ઇન્જેકશન આપવું જોઈએ.
  • નવજાત શિશુમાં હેમરેજીક બીમારીઓ રોકવા માટે, વિટામિન કે જરૂરી છે જન્મ સમયે પહેલા વિટામિન કે તૈયાર કરાવવા માટે પૂરતા બેક્ટેરિયા હોતા નથી. માતાના ધાવણમાં વિટામિન કે, ખૂબ જ ઓછું હોય છે અને અને વિટામિન બનાવવાનું શરૂ કરવામાં થોડા અઠવાડિયાનો સમય લાગે છે.
  • જાતની જન્મજાત ખોડ તે જન્મ વખતની જેમ આ માટે બાળકને ઝડપથી તપાસ કરો જો કોઇ મોટી ખોડ કે ગંભીર જન્મ સમયની જોવા મળે તો નવજાત શિશુને એફ આર યુ પર નવજાત શિશુ માટે ના એકમમાં પ્રિફર કરો એ બાબતની ખાતરી કરો કે બાળક તપાસ અને મુસાફરી દરમિયાન પૂરતા પ્રમાણમાં હુંફાળું રહે.

બાળકનો રંગ અને શ્વાસોશ્વાસ અને દર પાંચ મિનિટે તપાસતા રહો :

  • શું બાળકના પગ ઠંડા લાગે છે યોગ્ય તાપમાન ચકાસો.
  • જો બાળકનો તાપમાન 36.6 સેન્ટિગ્રેડ કરતા ઓછું હોય તો. બાળકને રેડિયન્ટ ફોર્મર હેઠળ રાખીને તેને હું આપો.
  • માતાને ચામડીથી ચામડી નો સંપર્ક જાળવતા શીખવો કે જે કાંગારુ મધર કેરનો ઘટક છે.

કે.એમ.સી.ના મુખ્ય બે ઘટકમાં

  • ચામડીથી ચામડીનો સંપર્ક અને
  • માત્રને માત્ર સ્તનપાનનો સમાવેશ થાય છે.

લેટર કેર ઓફ ધ બેબી

(1) બાળકને માથાથી પગ સુધીનું ઓબઝર્વેશન કરવું કોઈ કોન્જીનેટલ ડીફોર્મીટી હોયતો રીફર કરવું

(2) બેબીને સીઝન પ્રમાણે કપડા પહેરાવવા લુઝ તથા સ્મુધ કપડા પહેરાવવા જો ઠંડીની સીઝન હોયતો ગરમ કપડા પહેરાવવા પરતું તે રૂવાટી વાળા નહોવા જોઈયે

(3) બેબીને હુફાળા તથા સારા હવા ઉજાસવાળા રૂમમા રાખવું .વધારે ગરમ કે ઠંડા રૂમમાં રાખવું નહી.

(૪) ઉંઘ

  • શરૂઆતમાં બેબી ૨૪ કલાકમાથી ૨૦ કલાક ઉધે છે અને તેને પુરતી ઉંઘ મળે તે માટે શાંત વાતાવરણ જરૂરી છે. તેની પથારી સ્મુધ અને આરામદાયક હોવી જોઈએ.

(૫) સ્કીન

  • બીબી યુરીન કે સ્ટુલ પાસ કરે તો તરત જ નેપકીન બદલી નાખવા જોઈએ કારણ કે સ્કીન નાજુક હોવાથી તેના પર રેસીસ ન થાય. તેમજ બાથ આપ્યા પછી સ્કીન બરાબર ડ્રાય કરી પાઉડર લગાવવો.

(૬) લવ અને અફેક્શન

  • જો બાળકને માતા તરફથી પુરતો લવ અને અફેક્શન મળે તો બાળકનો શારીરીક અને માનસીક વિકાસ સારામાં સારો થાય છે. તે સલામતી અનુભવે છે. માતા અને બાળક વચ્ચે સ્નેહનો સેતું સ્થપાય છે અને તેના માટે મધર બાળકને બ્રેસ્ટ ફીડીંગ આપવું.

રીસસીટેશન : (કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની પધ્ધતિ)

  • નવજાત શિશુને પુન:જીવન આપવું. એટલેકે રીસસીટેશન ૯૦ % નવજાત શિશુઓ ત્યારે પોતાની મેળે જ શ્વાસોશ્વાસ કરતો થઈ જાય છે. આવા બાળકો જન્મ પછી તાત્કાલીક પગલા લેવાના જરૂર પડતી નથી. ફ્ક્ત ૧૦% શિશુઓને જ જન્મ સમયે શ્વાસોશ્વાસ ચાલુ થવા માટે થોડી વધું મદદની જરૂર પડે છે અને ફક્ત ૧ % શિશુઓને જ ધનિષ્ટ પુનઃશ્વસન પધ્ધતિઓની જરૂર પડી શકે છે.
  • જન્મ સમયે કોઇપણ નવજાત શિશુ ને શ્વાસની તકલીફ થઇ શકે છે.દરેક પ્રસુતિ માં આવી પરિસ્થિતિઓ માટે આગોતરૂ આયોજન અને તૈયારી ખુબ જ અગત્યનું છે.
  • દરેક પ્રસુતિ કરાવનારને નવજાત શિશુને પુર્નશ્વસનની આવડત)આગોતરૂ આયોજન, તૈયારી, સમયસર જોખમને ઓળખવું અને ઝડપી તેમજ સાચી પ્રક્રિયા (અને તેના માટેની જરૂરી સાધનસામગ્રી કે જે સ્વચ્છ અને કાર્યરત હોય તેવા પુરા પાડવા ખુબજ જરૂરી છે . જ્યારે જરૂર પડે ત્યારે ઝડપી અને સાચી રીતે પ્રક્રિયા કરી શકે.
  • વધારાના ઓક્સિજન કરતા પૂરતા પુર્નશ્વસનના પગલા મહત્વ ના છે .બેગ અને માસ્ક દ્વારા કૃત્રીમ શ્વોસોશ્વાસની ક્રિયા ઝડપી થાય તે નળી દ્વારા ઓક્સિજન અપાય તેના કરતા વધુ મહત્વનું છે માટે દરેક જગ્યાએ કૃત્રીમ શ્વોસોશ્વાસની ક્રિયાની સુવિધા ઉપલબ્ધ થાય તે જરૂરી છે જ્યાં ઓક્સિજન આપવાની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યા પણ બેગ અને માસ્ક દ્વારા કૃત્રીમ શ્વોસોશ્વાસની ક્રિયા થઇ શકે.

પુર્નશ્વસનની સફળતાની ચાવીઓ

  • દરેક આરોગ્ય કાર્યકરો કે જે જન્મ સમયે માતા પાસે હાજર હોય છે તેઓ ને પુર્નશ્વસનની આવડત અને જે શિશુઓ જોખમી છે તેને ઓળખવાની આવડત હોવી ખુબ જ અગત્યની છે . તેઓ સમજ ધરાવતા હોવા જોઇએ
  • તૈયાર હોવા જોઇએ
  • શુ કરવાનુ છે તે જાણતા હોવા જોઇએ
  • કયા ક્રમમા
  • સહકારપુર્વક ઝડપથી કામ કરી શકતા હોય

પુર્નશ્વસનની સફળતાની ચાવીઓ

  • આગોતરૂ આયોજન
  • તૈયારી
  • મદદ માટેની જાણકારી
  • રેકોર્ડ/ નોંધ
  • ઝડપી
  • મુદ્દો બનો
  • હુંફ આપો
  • સ્વચ્છતા જાળવો

૧.પોતાને તૈયાર કરો :

  • પ્રસુતિ કરાવનાર તેને મદદ કરનાર વ્યક્તિ ને નક્કી કરે અને તેને તેની ભુમિકા સમજાવે.
  • મદદ કરનાર વ્યક્તિને તેની ભુમિકા સમજાય ગઇ છે તેની ચકાસણી કરો.

૨.જન્મ માટેની તૈયારીઓ :

  • ૨૫ સે.ગ્રે કે તેથી વધુ ઉષ્ણતામાન વાળી હુંફાળી રૂમ કોરી સ્વચ્છ, હુંફાળી પ્રસુતિ માટેની જગ્યા
  • રેડીયન્ટ વોર્મર
  • બે સ્વચ્છ પ્રીવોર્મ કરેલા ટોવેલ
  • વીંટો વાળેલા કાપડનો ટુકડો (૧/૨ થી ૧ જાડાઇ)
  • નવજાત શિશુ માટેની આપમેળે ફુલે તેવી રબર/પ્લાસ્ટીક બેગ
  • એક અથવા ઝીરો સાઇઝ વાળા બાળકો માટેનું માસ્ક
  • ચુસવા માટેનું સાધન,મ્યુકસ સકર (ઓક્સિજન) ઉપલબ્ધ હોય તો
  • સેકન્ડ કાંટાવાળી ઘડીયાળ

૩.પુર્નશ્વસન આપવા માટે ઉપયોગમાં લેવાના સાધનો વિશે અગત્યના મુદ્દા :

  • સાધનો યોગ્ય સાઇઝના હોવા જરુરી છે. પુખ્ત વ્યક્તિ અને બાળકો માટે ઉપયોગમાં લેવાતા બેગ અને માસ્ક નવજાત શિશુ માટે ઉપયોગમાં ના લઈ શકાય કારણ કે નવજાત શિશુના ફેફસા નાના અને નાજુક હોય છે.
  • બેગની ક્ષમતા ૨૫૦ થી ૫૦૦ મી લી.થી વધુ હોવી ન જોઇએ.
  • જો મ્યુકસ સકર ઉપયોગમાં લેવાનું હોય તો તેની ડબ્બીની ક્ષમતા ૨૦ મી.લી જેટલી હોવી જરૂરી છે જેથી ચુસાયેલ પ્રવાહી ચુસનાર વ્યક્તિના મોં મા જતું અટકાવી શકાય.
  • બલ્બ વાળા મ્યુકસ સકરનો ઉપયોગ ન કરી શકાય કેમ કે બલ્બને સાફ કરવું મુશ્કેલ ભર્યું છે. અને તેનાં કારણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ચેપ ફેલાવાનો ભય રહેલો છે.
  • સક્સન કરતી વેળાએ નેગેટીવ પ્રેસર ૧૦૦ mm of Hg અથવા ૧૩૦ સે.મી, પાણી થી વધવું ન જોઇએ.

૪.બેગ અને માસ્ક કાર્યરત છે કે નહીં તે ચકાસો :

  • માસ્કને બેગ પર ગોઠવીને ફિટ કરો. અને હાથની હથેળી પર મુકીને હવાની અવરજવર માટે ચકાસો. જ્યારે બેગને દબાવો ત્યારે હથેળીમાં તમને દબાણનો અનુભવ થવો જોઇએ.
  • માસ્ક હથેળીમાં ફિટ કરી દો અને બેગ ને દબાવો જેથી દબાણ વધવાના કારણે હવા બહાર નિકળવાનો વાલ્વ ખુલી જાય અને હવાનાં બહાર નીકળવાનો અવાજ સંભળાય બેગને દબાવીને છોડી દો. જેથી તે તરત જ આપમેળે ફુલી જશે તે તમે ચકાસીને ખાત્રી કરો.

પ્રાથમીક સંભાળ

  • હુંફ આપો.
  • મોં અને નાક માથી પ્રવાહી ચુસી લો.
  • નાળ કાપો (પ્લેસન્ટા છુટી પડયા પછી)
  • બાળકને માતાના પેટ પર મુકો.
  • સ્તનપાનની શરૂઆત કરો.

નિરિક્ષણ હેઠળ સંભાળ (વિશેષ સંભાળ)

  • હુંફ આપો.
  • ઉષ્ણતામાન અને શ્વાસોશ્વાસ ચકાસો.

જોખમી લક્ષણો માટે તપાસો

  • જો હોય તો સંદર્ભ સેવા માટે મોકલી આપો.
  • જો સારૂ હોય તો સ્તનપાનની શરૂઆત કરો.

પુર્નશ્વસન પછીની સંભાળ (ઘનીષ્ટ સંભાળ)

  • હુંફ આપો.
  • ઉષ્ણતામાન, શ્વાસોશ્વાસ અને રંગ ચકાસો.
  • લોહીમા સર્કરાનું પ્રમાણ ચકાસો.

જોખમી લક્ષણો માટે તપાસો

  • જો હોય તો સંદર્ભ સેવા માટે મોકલી આપો અને જો ના હોય તો સ્તનપાનની શરૂઆત કરો.

૫.જન્મ સમયની ચકાસણી :

  • જન્મ સમયે ચકાસણીના પગલાં નીચે મુજબ છે :

અ.નવજાત શિશુને માતાના પેટ ઉપર મુકો.

  • નવજાત શિશુને માતાના પેટ ઉપર મુકવું જોઇએ. જો બાળકને માતાના પેટ પર મુકવામા ન આવ્યું હોય તો ખાતરી કરો કે તેને જે સપાટી પર અથવા પથારી માં મુકવાનુ છે તેના પર હુફાળા ટોવેલ કે કપડું મુકેલ છે?

બ.જન્મનો સમય નોંધી લો અને બાળકને કોરૂ કરો.

  • જન્મ સમયે બાળકને હુંફાળુ રાખવું તે ખુબ અગત્યનું છે . બાળક ને હુંફાળા કપડાં વડે કોરુ કરો.કોરૂ કર્યા પછી ભીના કપડા અથવા ટુવાલ કાઢી નાખો અને બીજા કોરા, ચોખ્ખા હુંફાળા ટુવાલમાં વીંટાળી લો.

ક. બાળકને કોરૂ કરવું અને ભીના કપડા દૂર કરવા કેમ જરૂરી છે ?

  • જન્મ પછી તરત બાળક ગર્ભજળના કારણે ભીનું હોય છે. જો તેને તરત જ કોરૂ કરવામાં ન આવે તો તે પોતાના શરીરની ગરમી ગુમાવે છે.આમ ગરમી ગુમાવાને કારણે ઝડપથી બાળકનું ઉષ્ણતામાન ઓછું થઇ જાય છે.
  • શ્વાસોશ્વાસ અને હુંફ બન્ને સાથે મળવા જોઇએ અને બાળકને કોરૂ કરતી વેળાએ તેના શ્વાસોશ્વાસ ની ચકાસણી કરતા રહેવું જોઇએ. કોરૂ કરવાની ક્રિયા પોતે જ થોડા નબળા બાળકોને શ્વાસ લેવા માટે ઉત્તેજીત કરવા પુરતુ છે.

ડ.ગર્ભજળ બગાડવાળું હોય તો :

  • ગર્ભસ્થ શિશુ એ ગર્ભાશયમાં મળ ત્યાગ કર્યો હોય તો ગર્ભજળ બગાડવાળું હોય શકે જેનો રંગ લીલો અથવા કથ્થાઇ હોય છે .જો ગર્ભજળ બગાડવાળુ હોય અને બાળક રડતુ નથી તો ચુસી લેવું જોઇએ.
  • સૌ પ્રથમ મ્યુકસ સકરથી પ્રવાહી મોં માથી (હોથી પાંચ સે.મી સુધી) અને ત્યાર પછી નાકમાથી (નાક મા ૧ થી ૨ સે. મી જેટલી) પ્રવાહી ચુસી લો. નળી બહાર કાઢતી વખતે ચુસવાનું ચાલુ રાખો. ચુસવા માટે નળીને સાધન સાથે જોડો અથવા તમારા મોંમા રાખીને ચુસી લો. બાળક બરાબર શ્વાસ ન લેતુ હોય તેમ છતાં ચોખ્ખુ પ્રવાહી નીકળવાનું શરૂ થાય ત્યારે ચુસવાનું બંધ કરી દો. અને બાળકને ઉપર જણાવ્યા મુજબ કોરૂ કરો.

યાદ રાખો

  • હંમેશા પ્રથમ મોંમાથી ત્યાર બાદ નાકમાંથી પ્રવાહી ચૂસો.
  • ખુબ જ ઝડપથી અથવા ઊંડેથી (મોમાં ૫ સે.મી. અને નાકમાં ૨ સે.મી થી વધુ ઉડે) ચુસશો નહી. તેનું ધ્યાન રાખો કેમ કે આમ કરવાથી હ્રદય નાં ધબકારા ધીમા પડી જશે અથવા શ્વાસોશ્વાસ બંધ થઇ જશે.
  • નળી બહાર કાઢતી વેળાએ પણ ચુસવા રાખો. ત્યાર બાદ નાકનાં બંને છિદ્રોમાંથી ૨ સે.મી જેટલી નળી દાખલ કરીને પ્રવાહી ચુસી લો.

બાળકનાં શ્વાસોશ્વાસની ચકાસણી કરો :

  • કોરૂ કરતી વેળાએ બાળકનાં શ્વાસોશ્વાસની ચકાસણી કરતાં રહેવું જોઇએ.
  • બાળકની છાતીનું હલન ચલન નિહાળો.
  • છાતી બંને બાજુએથી કોઇપણ મુશ્કેલી વિના હલનચલન થવી જોઇએ. એક મિનિટમાં ૩૦ થી ૬૦ વખત.

૬.પુનર્શ્વસન માટેના પગથિયાં :

જો બાળકને પુનઃર્શ્વસનની જરૂર છે :

  • નાળ બાંધીને કાપી લો.
  • માતાને જણાવો કે તેનાં બાળકને શ્વાસ લેવાની તકલીફ છે અને તમે તે માટે તેને મદદ કરી રહ્યા છો. માતાને ઝડપથી પણ મૃદુતાથી કહો.
  • બાળકને હુંફાળી, ચોખ્ખી સપાટ, કોરી જગ્યા પર મુકો.
  • હુંફો આપો.
  • બાળકને બરાબર સ્થિતીમાં મુકો.
  • શ્વસન માર્ગ ચોખ્ખા કરો.
  • ઉત્તેજીત કરો અને ફરીથી યોગ્ય સ્થિતિમાં મુકો.

હુંફાળુ વાતાવરણ આપો :

  • હુંફાળું વાતાવરણ આપવા માટે બાળકને રેડીયન્ટ વોર્મરમાં મુકો.
  • જન્મ સમયે ઠંડૉ પવન અથવા હવાને રોકવાં માટે બધાં બારી બંધ કરો અને પંખો બંધ રાખો.
  • બાળક નાં શ્વસન માર્ગ ખુલ્લા કરો :

માથાને યોગ્ય સ્થિતિમાં મુકો :

  • આમ કરવા માટે,
  • બાળકને પીઠ પર ચત્તુ રાખો.
  • બાળકનું માથું પાછળની બાજુ સહેજ ઢળતું રાખો.(શ્વસનમાર્ગ ખુલ્લા કરવા માટે)
  • બાળકનાં ખભા નીચે વીંટો વાળેલું કપડું મુકો જેથી બાળકની આ સ્થિતિ બરાબર રીતે જાળવી શકાય.
  • (વીંટો વાળેલું કપડું ખુબ જાડું કે પાતળું ન હોવું જોઇએ. આમ કરવાથી કદાચ બાળકનું માથુ ખુબ પાછળ જશે અથવા આગળની બાજુએ રહેશે અને તે શ્વસન માર્ગ બંધ કરશે.)

બાળકનાં શ્વસનમાર્ગ ખુલ્લા કરો :

મોં અને નાકમાંથી પ્રવાહી ચુસી લો

  • અગાઉ વર્ણવ્યા મુજબ પ્રથમ મોં ત્યાર બાદ નાકમાંથી પ્રવાહી યુસી લો.(યાદ રાખો ” m” પછી “N” આવે)

શ્વાસ લેવા માટે ઉત્તેજીત કરો

  • જો બાળક જન્મ પછી તરત ન રડે તો બાળકને કોરૂ કરો, ભીના કપડા દુર કરો. બાળકને યોગ્ય સ્થિતિમાં ગોઠવો અને શ્વસન માર્ગ ખુલ્લાં કરો.
  • સલામત અને યોગ્ય રીતે ઉત્તેજીત કરવા માટેની પદ્ધતીમાં
  • પગની પાની એ ટપલી મારો.
  • પીઠ પર હળવેથી હાથ ઘસો.
  • કેવા પ્રકારની ઉત્તેજીત કરવાની પદ્ધતિઓ નુક્શાનકર્તા છે ?
  • અમુક ચોક્ક્સ ક્રિયાઓથી બાળકને નુકશાન થઇ શકે છે. અને તેનો ઉપયોગ કરવો ન
    જોઇએ.

નુકશાનકર્તા ક્રિયાઓ

  • પીઠ પર જોરથી મારવું
  • પાંસળા પર દબાણ આપવું.
  • જાઘને પેટ તરફ દબાણ આપવું.
  • ગુદા દ્રારને પહોળું કરવુ.
  • ઠંડૂ અને ગરમ પાણી રેડવું નવડાવી દેવું.
  • હલાવી નાખવું.

બાળકનાં શ્વાસોશ્વાસ ફરીથી ચકાસો :

  • બાળકનાં શ્વસનમાર્ગમાંથી પ્રવાહી ચુસી લેવામાં આવે તો તેનો શ્વાસોશ્વાસ ચાલુ થઇ શકે છે.
  • જો આમ થાય તો (બાળક શ્વાસ બરાબરા લે છે) બાળકને માતા સાથે રાખો અને નિરીક્ષણ હેઠળ સારવાર (વિશેષ સારવાર) આપો.

નિરીક્ષણ હેઠળ સંભાળ (વિશેષ સંભાળ) :

  • પુનર્શ્વસનના શરૂઆતનાં પગથિયા જો બાળકને શ્વાસ લેવાનું શરૂ કર્યું હોય તો તે બરાબર રીતે સારૂ થાય ત્યાં સુધી તેને નિરીક્ષણ હેઠળ સંભાળ (વિશેષ સંભાળ) આપવી જરૂરી છે.
  • નિરીક્ષણ હેઠળ સંભાળમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
  • બાળકને માતા સાથે રાખો. માતા અને બાળકને અલગ અલગ ન રાખો. બાળકને માતાની સાથે, ચામડીથી ચામડીનો સ્પર્શ થાય તે રીતે રાખો.
  • શ્વાસોશ્વાસ અને ઉષ્ણતામાનનું ધ્યાન રાખો.
  • જોખમી લક્ષણો વિશે તપાસ કરો (ખેંચ, બેભાન. વિગેરે) જો હોય તો, સંદર્ભ સેવા માટે મોકલો.
  • જો સારૂ હોય તો, સ્તનપાન શરૂ કરાવો.

હજી બાળક શ્વાસ લેતું નથી :

કૃત્રિમ શ્વાસોશ્વાસ આપો

  • યાદ રાખો, નવજાત શિશુને પુનર્શ્વસન ચાલુ કરવામાં એક ખુબ જ અગત્યનું પગથિયું. તેનાં ફેફસાંને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું છે.
  • જો બાળક શ્વાસ લેતું જ ન હોય અથવા અસામાન્ય રીતે લેતું હોય (ડચકાં ખાતું હોય) તો પુનર્શ્વસનના શરૂઆત નાં પગથિયાની ૩૦ સેકન્ડે પછી તરત જ બેગ અને માસ્કથી તમારે કુત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું શરૂ કરી દેવું જોઇએ.

બેગ અને માસ્કના જુદા જુદા ભાગ

બેગ

  • આ એક આપમેળે ફુલે તેવી બેગ છે. તે દબાયેલી હવાનાં પ્રવાહ વિના આપ મેળે જ ફુલે છે. જ્યા સુધી તેને દબાવવામાં ન આવે ત્યાં તે દરેક વખતે ફુલેથી રહે છે. નવજાત શિશુ માટે ઉપયોગમાં લેવાની બેગની ક્ષમતા ૨૪૦ થી ૫૦૦ મી.લી ની હોવી જોઇએ. સામાન્ય રીતે કુત્રિમ શ્વાસોશ્વાસ માટે ૫૦૦ મી.લી ક્ષમતાવાળી બેગનો ઉપયોગ થાય છે. બેગ સીલીકોન રબરની બનેલી છે. ફરીથી ઉપયોગમાં લેવા માટે સરળતાથી સાફ કરી અને ઓટોક્લેવ કરી શકાય છે.

બેગનો પાછળનો ભાગ

  • બેગનાં પાછળનાં ભાગમાં નળી દાખલ કરવા માટેનાં બે છિદ્ર હોય છે. જેમાં નાના છિદ્ર દ્રારા ઓકિસજન અને મોટા છિદ્ર દ્રારા હવા બેગમાં દાખલ કરી શકાય છે. ઓકિસજનનો ઉપયોગ કરવાનો થાય ત્યારે નળીને હવા દાખલ કરવાનાં છિદ્ર સાથે જોડવામાં આવે છે.

વાલ્વ

  • બેગની આગળની બાજુએ વાલ્વ ગોઠવેલો હોય છે. જે વધારાનું દબાણ બહાર કાઢવા માટેનો વાલ્વ છે.જો વધુ પડતું દબાણ હોય તો આ વાલ્વ આપ મેળે ખુલી જાય છે. આમ નિયત દબાણથી હવા બાળકમાં દાખલ કરી શકાય છે. જો તમે વધુ દબાણથી અથવા વધુ પ્રમાણ માં હવા દાખલ કરશો તો ફેફસા વધુ પડતા ફુલી જશે, અને તેનાં કારણે ફેફસાની નાની નળીઓ તુટી જશે.

માસ્ક

  • માસ્ક જુદી જુદી સાઇઝ અને આકારનાં મળે છે. (ગોળ અને મો નાં માપ પ્રમાણેનાં આકારવાળા) માસ્કને મોં પર એ રીતે ગોઠવવાનું છે, જેથી તેનો સાંકડો ભાગ નાક પર બરાબર રીતે ફીટ થાય. માસ્કને બેગના આગળનાં ભાગ સાથે જોડવાનું હોય છે.

બેગ અને માસ્ક વડે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની તૈયારી

૧.માસ્કની પસંદગી

  • નવજાત શિશુના મોં પર મા કેટલી સારી રીતે ફીલ થાય છે તે મુજબ માસ ની પસંદગી કરવાની માસ્ક સાચી સાઇઝનું છે તે જાણવા માટે, માસ ની કિનારી દાઢી, મૌન અને નાક બરાબર રીતે ઢાકે તેવું હોવું જોઈએ આંખો ઢંકાવી જોઈએ નહીં
  • જો માસ્ક ઘણું મોટું હશે તો આંખોને નુકસાન કરી શકે છે અને બરાબર રીતે ઢંકાતુ નથી.જો માસ્ક ઘણું નાનું હશે તો તે બાળકનું મો અને નાક બરાબર રીતે ઢાંકી શકશે નહીં જેના કારણે કદાચ નાક બંધ થઈ જશે.

શ્વસન માર્ગ સાફ કરો :

  • શ્વસન માર્ગ ખુલ્લા છે તેની ખાતરી કરો . આ માટે તમે ફરી એક વખત બાળકના મોં ને નાકમાંથી પ્રવાહી ચૂસી શકો છો જેથી તમે જ્યારે બેગ અને માસ્કથી શ્વાસોશ્વાસ ચાલુ કરવા મદદ કરો ત્યારે અવરોધ ઉભો ના કરે.

બાળકના માથાની સ્થિતિ :

  • બાળકની ગરદન યોગ્ય સ્થિતિમાં સિધી હોવી જોઈએ. જેથી શ્વસન માર્ગ ખુલ્લો રહે. તમે આ માટે બાળકના ખભા નીચે કપડાની વીંટીને ગોઠવી શકો છો જેથી બાળકની જરૂરીયાત પ્રમાણે સારી રીતે રાખી શકાય.

તમે પલંગની બાજુમાં ઊભા રહો :

  • કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટેની બેગનો તમે અસરકારકતાથી ઉપયોગ કરી શકો તે માટે બાળકની એક બાજુએ અથવા માથા તરફ ઉમેરો.
  • તમે એવી સ્થિતિમાં ઉભા રહો જેથી તમે માસને બાળકના મોં પર મૂકીને વ્યવસ્થિત રીતે પકડી રાખી શકો અને બાળકના પેટ અને જાતિ નું હલન ચલન બરાબર જોઈ શકાય તે માટેની સાચી સ્થિતિ અને છાતી નું હલનચલન બરાબર રીતે નિહાળી શકો જો તમે જમણા હાથનો ઉપયોગ કરતા હોય તો માસ ને ડાબા હાથ વડે પકડી રાખો અને બેગને જમણા હાથ વડે નિયંત્રિત કરો.
  • જો તમે ડાબા હાથનો ઉપયોગ કરતા હોય તો ડાબા હાથ વડે બેગ ને પકડી ને નિયંત્રિત કરો અને માસ્ક અને જમણા હાથ વડે પકડી રાખો.
  • એ પણ અગત્યનું છે કે બેગને એવી સ્થિતિમાં રાખો જેથી તે બાળકોના છાતી અને પેટનો હલન-ચલન જોવામાં અવરોધ ઉભો ના કરે અને તમે શ્વાસોશ્વાસ આપતી વેળાએ બરાબર રીતે છાતી અને પેટનું હલનચલન જોઈ શકો.

બેગ અને માસ્કને મોં પર યોગ્ય સ્થિતિમાં ગોઠવો :

  • માસ્કને બાળકના મોં પર એ રીતે ગોઠવવું જોઈએ જેથી બાળકનું નાક, મો અને ડાળી માસ્કની કિનારીની અંદરના ભાગમાં રહે .તમે બાળક ની દાઢી પરથી માસ્ક ગોઠવવાનું શરૂ કરીને પછી નાક પર ગોઠવો.
  • માસ્ક અને મોં પર અંગૂઠો પહેલી અને બીજી આંગળી ના ઉપયોગથી બરાબર રીતે પકડી રાખો જેથી માસ્ક માસ પર આંગળી સી આકારમાં ગોઠવાય અને છેલ્લી બે આંગળીઓ થી બાળકની દાઢી સહેજ ઉપરની બાજુએ ખેંચી રાખો જેથી શ્વસન માર્ગ ખૂલ્લો રહી શકે.
  • એક વખત માણસ બરાબર ગોઠવાઈ જાય, પછી થોડું નીચેની બાજુ માસ ની કિનારી પર દબાણ આપીને બરાબર રીતે ફીટ કરો જેથી હવાની અવર-જવર થઇ શકે નહીં. માસ્ક પકડી રાખતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.

નીચે મુજબના સાવચેતીના પગલાનું ધ્યાન રાખો :

  • વધુ પડતું દબાણ આપવાથી સપાટ થઈ જશે માથાને પાછળની તરફ લઈ જશે અને મોં પર ઈજા થશે.
  • બાળકની આંખો પર તમારી આંગળીઓ અથવા હાથ મુકાઈ ના જાય તે માટે કાળજી રાખવી. ખાતરી કરો કે માસ્ક મો એકબીજા સાથે બરાબર રીતે ફિટ થઈ ગયા છે. નહીતો હવા બહાર નીકળી જશે અને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની પ્રક્રિયા નિષ્ફળ થશે.

કૃત્રિમ શ્વાસોશ્વાસ શરૂ કરવો

  • બેગ ને દબાવીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું શરૂ કરો . યાદ રાખો બાળકના ફેફસા પ્રવાહી ભરેલા છે તેથી શરૂઆતના થોડા દિવસ માટે વધુ અને લાંબા સમય સુધી દબાણ આપવાની જરૂર પડી શકે. ત્યારબાદ શ્વાસોશ્વાસ બરાબર રીતે શરૂ થઈ શકે .હલન ચલન સામાન્ય શ્વાસો શ્વાસ વેળાએ થાય છે એટલું જ થાય એ રીતે બેગને એટલા જ દબાણથી દબાવવી જોઇએ.
  • યાદ રાખો જો બાળક ખૂબ ઊંડા શ્વાસોશ્વાસ લેતો હોય તેમ લાગે અને ફેફસા વધુ પડતા ભૂલી જતા હોય એમ લાગે તો તમે વધુ પડતું દબાણ આપી રહ્યા છો તો તેના કારણે ફેફસાંની અંદરની નાની-નાની શ્વાસનળીઓ તૂટી જશે અને હવા ફેફસામાંથી બહાર નીકળવા માંડશે.

તમારે બેગને કેટલી વખત દબાવવી જોઇએ ?

  • નવજાત શિશુને આપતી વેળાએ તમારી કેટલી વખત દબાવવું જોઈએ.
  • નવજાત શિશુને કોણાસન આપતી વેળાએ શરૂઆતના સમયમાં એક મિનિટમાં 30 થી 60 મળે તે દરથી શ્વાસોશ્વાસ આપવા જોઈએ. અથવા એક સેકન્ડમાં એક વખત શ્વાસોશ્વાસનો દર એક મિનિટનો ૪૦ થી ૬૦ ની વચ્ચે જાળવી રાખવા માટે તમે જાતે નવજાત શિશુને શ્વાસોશ્વાસ આપતી વેળાએ મનમાં આ રીતે ગણો.
  • શ્વાસ….ટુ…..થ્રી……શ્વાસ….ટુ…..થ્રી

છાતી ઉપર આવે છે તેની ખાતરી કરો.

  • બેગ અને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું શરૂ કર્યા પછી તમારે બે થી ત્રણ વખત શ્વાસ આપ્યા પછી છાતી નુ હલન-ચલન થાય છે કે નહીં તે જોવું જોઇએ અને શ્વાસ આપવાની જરૂરિયાત ની ચોકસાઈ કરવી જોઈએ જો છાતીનું હલન-ચલન ન થતું હોય તો અથવા અપૂરતું થતું હોય તો તરત જ તમારે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટેના પગથિયા સુધારી લેવા જોઈએ.

શ્વાસજાતિનું હલનચલન ન હોવું અથવા કરતા હોવાના કારણો :

  • માસ્ક બરાબર રીતે ફીટ ન થયેલ હોય.
  • શ્વસન માર્ગ ખુલ્લા ના થયેલ હોય.
  • “કૃત્રિમ શ્વાસોશ્વાસ સુધારવા માટેના પગથીયા “માટે તમારે તરત જ નીચે મુજબ અનુસરવું જોઈએ.

મોં પર માસ્ક ફરીથી ગોઠવો અને બરાબર રીતે ફીટ કરવા પ્રયત્ન કરો :

  • માસ્ક અને કિનારી પર થોડું બધું દબાણ આપો અને જડબું થોડો ઉપરની તરફ ઉંચું કરો.
  • બાળકના મોં પર ઉપરથી દબાણ આપો. મોટાભાગે નાક અને ગામની વચ્ચેના ભાગમાંથી હવા નીકળી જવાની શક્યતા વધુ હોય છે.
  • બાળકની સ્થિતિ ફરી વખત તપાસો અને ગરદનની પાછળની બાજુએ લો.
  • છાતીનું હલનચલન નથી થતું અથવા અપૂરતું છે.
  • જુઓ કે મો મા,ગળાના આગળના ભાગમાં, નાકમાં પ્રવાહી નથી.
  • જો જરૂર લાગે તો મોં માંથી અને નાકમાંથી પ્રવાહી ચૂસી લો.
  • બાળકનું મન થોડું ખુલ્લું રાખી, કૃત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ કરો.
  • છાતીનું હલનચલન હજી નથી થતું અથવા અપૂરતું છે.
  • જ્યાં સુધી છાતીનું હલન-ચલન બરાબર થાય ત્યાં સુધી બેગ પર વધુ દબાણ આપીને શ્વાસોશ્વાસ ચાલુ રાખો.
  • કૃત્રિમ શ્વાસોશ્વાસ પગથિયામાં સુધારો કર્યા (જો જરૂર હોય તો) પછી તમારે સતત ૩૦ સેકંડ સુધી શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખવું જોઇએ અને ત્યાર બાદ બાળકની સુધારાની પરિસ્થિતિના લક્ષણોની ચકાસણી કરી તે મુજબની કામગીરી કરવી જોઈએ.

કૃત્રિમ શ્વાસોશ્વાસ ની સફળતા તમે કઈ રીતે નક્કી કરશો?

  • સુધારો ત્યારે જ નક્કી થઈ શકે, જ્યારે નિયમિત શ્વાસોશ્વાસ ચાલુ થાય.
  • ઘણા બાળકો માટે ઝડપી સુધારો થઈ શકે છે અને ૩૦ સેકન્ડના પૂરતા કૃત્રિમ શ્વાસોશ્વાસ દ્વારા નિયમિત શ્વાસોશ્વાસ ચાલુ થઈ શકે છે .૩૦ સેકન્ડ ના પૂરતા કૃત્રિમ શ્વાસોશ્વાસ પછી તમે તમારી જાતને પૂછીને નક્કી કરો :

શું બાળક ને નિયમિત રીતે શ્વાસ લે છે?

  • જો હા, તો ધીરેધીરે શ્વાસનું પ્રમાણ અને દર ઘટાડતા જાઓ અને બાળકના પોતાના શ્વાસનો નિરીક્ષણ. કરો જો બાળક બરાબર શ્વાસ લેતું હોય તો શું થશે અથવા નિયમિત રીતે શાંતિથી શ્વાસોશ્વાસ લેશે.(છાતી એક સરખી રીતે અને ગતિએ દર મિનિટે 30 થી ૬૦ ની વચ્ચે ઉપર આવશે પાતળા માં ખાડા પડતા નહીં હોય અને ખરેડી પણ એક મિનિટ સુધી માં બોલતી નહી હોય) જો બાળક બરાબર શ્વાસ લેતુ હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ બંધ કરો અને અગાઉ જણાવ્યા મુજબ નિરીક્ષણ હેઠળ સારવાર (વિશેષ સંભાળ) આપો.
  • 30 સેકન્ડ સુધી પૂરતા પ્રમાણમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ આપ્યા છતા હજુ પણ જો બાળક બરાબર શ્વાસ ન લેતું હોય (ડચકા ખાતું હોય અથવા શ્વાસ લેતું જ ન હોય) તો તેને હજુ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખો અને વધુ તપાસ કરવી જોઈએ.
  • કૃત્રિમ શ્વાસોશ્વાસ અને વધુ તપાસ માટે વધુ આવડત વાળી વ્યક્તિની મદદ લેવી જરૂરી છે.
  • બેગ અને માસ્ક કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખો.
  • ઉપલબ્ધ હોય તો બેગ અને માથા વડે ઓક્સિજન આપો.
  • હૃદયના ધબકારા ચકાસો.

હૃદયના ધબકારા ચકાસો :

  • નાડ ધબકારા અનુભવીને અથવા સ્ટેથોસ્કોપ વડે હૃદયના ધબકારા સાંભળીને હૃદયના ધબકારા નો દર જ્યારે તમે છ સેકન્ડ માટે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું બંધ કરો ત્યારે ચકાસો.
  • જ્યાં બાળકની પેટ સાથે નાડ જોડાયેલી છે તે જગ્યા પર ધબકારા અનુભવો.
  • જો તમે નાડના ધબકારાના ન અનુભવો તો તમે અથવા તમારા મદદનીશ છાતીની ડાબી બાજુએ સ્ટેથોસ્કોપ વડે હૃદયના ધબકારા સાંભળો અને તેની ગણતરી કરો. જ્યારે સ્ટેથોસ્કોપ વડે તમે હૃદયના ધબકારા સાંભળો ત્યારે થોડીક સેકન્ડ માટે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું બંધ કરો.
  • છ સેકન્ડ માટે હૃદયના ધબકારા ગણીને તમે તેને દસ વડે ગુણી નાખો જેથી તમને એક મિનિટમાં હૃદયના ધબકારા કેટલા છે તેનો અંદાજ આવશે (દાખલા તરીકે તમે છ સેકન્ડમાં આઠ ધબકારા ગણ્યા છે તો બાળકના હૃદયના ધબકારા એક મિનિટમાં 80 છે તેમ કહી શકો.)
  • એક મિનિટમાં હૃદયના ધબકારા સૌથી વધુ છે તો તે સામાન્ય છે.
  • હૃદયના ધબકારા સૌથી ઓછા છે તો તે ધીમા છે.
  • જો તમે હૃદયના ધબકારા બરાબર રીતે ન ગણી શકો તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપ્યા વિના સમય ઓછો કરીને હૃદયના ધબકારા તમે નીચે દર્શાવ્યા મુજબ સાંભળી શકો.
  • જો તમારે નાડીના ધબકારા કરતા બાળકના હૃદયના ધબકારા ઝડપી છે તો હૃદયના ધબકારા કદાચ સામાન્ય છે.
  • જો તમારે નાડીના ધબકારા કરતાં બાળકના હૃદયના ધબકારા ધીમા છે તો હૃદયના ધબકારા કદાચ ધીમા છે.

હૃદયના ધબકારા તમારા આગળના કાર્યને કેવી રીતે નક્કી કરશે?

  • જો હૃદયના ધબકારા સામાન્ય (એક મિનિટમાં સોથી વધુ) છેઅને બાળક બરાબર શ્વાસ લેતું નથી તો બેગ અને માસ્કથી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખો અને દર ૩૦ સેકન્ડ પછી બાળક ની ચકાસણી કરતા રહો. જ્યાં સુધી બાળક બરાબર રીતે શ્વાસ ના લે ત્યાં સુધી મોટાભાગે જે બાળકોના હૃદયના ધબકારા એક મિનિટમાં સૌથી વધુ છે તે બાળકો સારી રીતે શ્વાસ લેવાનું ઝડપથી શરૂ કરે છે. જો હૃદયના ધબકારા ધીમા છે. તો ખાતરી કરો કે તમે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટેના તમામ પગથિયા સુધારી લીધા છે. દરેક શ્વાસ સાથે છાતી બરાબર રીતે હલનચલન કરે છે બેગ અને માસ્કથી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખો અને દરેક 30 સેકન્ડ પછી બાળકના હૃદયના ધબકારા ચકાસણી કરો જો શક્ય હોય તો ડોક્ટર દ્વારા વિશિષ્ટ સારવાર અપાવી જોઈએ. બાળકને કદાચ વધુ વિશિષ્ટ સારવાર જેવીકે શ્વાસનળીમાં માટે નવી દાખલ કરીને, છાતી પર દબાણ આપીને, અને દવાઓ આપીને સારવાર આપવાની જરૂર છે.જોવિશિષ્ટસારવાર ઉપલબ્ધ ન હોય તો બાળકને સંદર્ભ સેવા માટે મોકલવા ની વ્યવસ્થા કરો. નિષ્ણાંત સાથે વિશિષ્ટ સેવાઓની ઉપલબ્ધિ હોય ત્યાં સંભાળ બાળકને અપાય એ જરૂરી છે. સંદર્ભ સેવા કેન્દ્ર પર જતા રસ્તામાં સતત કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રહે તે ખૂબ જ અગત્યનું છે.
  • બાળક પોતાની મેળે શ્વાસ લેવાનું શરૂ કરે ત્યાં સુધી બેગ અને માસ્ક વડે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ રાખવું જોઇએ. તેમ છતાં જીવંત હોવાના કોઈપણ લક્ષણો (શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા ) ન હોય જન્મ પછી ૨૦ મિનિટ પછી પણ કૃત્રિમ શ્વાસોશ્વાસ બંધ કરો.

પુન:શ્વસન પછીની સંભાળ

  • જે બાળકને ફક્ત કૃત્રિમ શ્વાસોશ્વાસની જરૂર પડી છે તેને નિરીક્ષણ હેઠળની સંભાળ આપવી જરૂરી છે. તેમ છતાં જે બાળકોને લાંબા સમય સુધી કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર પડી છે તેની પરિસ્થિતિ બગાડવાનો જોખમ વધારે છે. તેથી તેઓ વધુ જોખમી છે અને તેઓને ગમે ત્યારે જોખમો ઉભા થઈ શકે છે આવા બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ સંભાળ ( પુનઃ સ્વસન પછીની સંભાળ ) રાખવી ખૂબ જરૂરી છે.
  • બાળકને હૂંફાળું રાખો.
  • શ્વાસોશ્વાસ, ઉષ્ણતામાન રંગ ચકાસો.
  • લોહીમાં સુગરનું પ્રમાણ જાળવો.
  • જોખમ માટે નિરીક્ષણ કરતા રહો.
  • જો સારું હોય તો સ્તનપાનની શરૂઆત કરાવો.

અપગાર સ્કોર માટેનાં ધોરણો :

શિશુ નો અપગાર સ્કોર તેની/તેણીની સુખાકારી સુચવે છે. તેની ગણતરી બાળજન્મ બાદ એક મિનિટે અને પાંચ મિનિટે કરવાની હોય છે.

નીચેનો કોઠો અપગાર સ્કોર નક્કી કરવા માટેના ધોરણો દર્શાવે છે.

ઘટક (APGAR)0 સ્કોર1 સ્કોર2 સ્કોર
A – Appearance (રંગ)આખું શરીર નીલું/ફીકુંશરીર ગુલાબી, હાથ-પગ નીલા (acrocyanosis)આખું શરીર ગુલાબી
P – Pulse (હૃદયની ધબકારા)ધબકારા નથી< 100/min≥ 100/min
G – Grimace (રીફ્લેક્સ પ્રતિભાવ)પ્રતિભાવ નથીહળવો પ્રતિભાવ (ચહેરા પર ગ્રીમેસ)જબરદસ્ત પ્રતિભાવ (રડવું/છેકવું/ખાંસી)
A – Activity (પેશી ટોન)ઢીલો/ફ્લોપીથોડું વાળવું (some flexion)સક્રિય હલનચલન/સારો ટોન
R – Respiration (શ્વાસ)શ્વાસ નથીધીમો/અનિયમિત, નબળું રડવુંસારો શ્વાસ, જોરદાર રડવું

કુલ સ્કોર = 0 થી 10

  • 7–10: સારું/નોર્મલ
  • 4–6: મધ્યમ ડિપ્રેશન (સહાય જરૂરી)
  • 0–3: ગંભીર ડિપ્રેશન (તાત્કાલિક રિસસિટેશન
  • ૯ થી વધારે અપગાર સ્કોરને સંતોષકારક ગણવામાં આવે છે.
  • મોટા ભાગના બાળકો સરળતાથી કોઈ પણ સક્રિય મદદ વગર જાતેજ જન્મ સમયે શ્વાસોચ્છવાસ કીયા કરવાની શરૂઆત કરી દે છે અને ફીટલ લાઈફથી નીયોનેટલ લાઈફમાં પરિવર્તન થાય છે.

કેર ઓફ કોર્ડ :

  • નાળ કાપ્યા બાદ બે કલક બાદ તેમાથી લોહી વહે છે કેકેમ તે માટે તપાસ કરો.
  • નાળના સ્ટમ્પ ઉપર કઈ ન લગાવો.
  • નાળને સ્વચ્છ અને સુકી રાખો. રૂઝ આવી જાય ત્યા સુધી વહેતા પ્રવાહી કે ચેપ માટે તપાસ કરતા રહો.

ડ્રગ્સ :

૧.ઇન્જેકશન ઓક્સીટોસિન

  • ડોઝ : 10 યુનિટ એર્કોડિંગ ટુ નીડ
  • રૂટ : Iv/im

એક્શન અને ઇન્ડીકેશન

  • યુટરોટોનીક એક્શન લેબર પઇનમાં વધારો કરે છે.
  • અર્બોશનના મેનેજમેન્ટ
  • પોસ્ટપાર્ટમ હેમરેઝ માં
  • યુટ્સમાં ધીમા ધીમા મસલ્સ માં કોન્ટ્રાક્શન આવે તેને રેગ્યુલેટ કરવા

કોન્ટ્રાઇન્ડીકેશન

  • એબનોર્મલ પ્રેઝન્ટેશન હોય ત્યારે
  • પ્લેસેન્ટા પ્રીવીયા હોય ત્યારે
  • અગાઉ સીઝેરીયન કરેલ હોય ત્યારે
  • હાયપરટેન્શન
  • હાર્ટ ડીસીઝ

સાઇડ ઇફેક્ટ

  • કોઇ ખાસ જોવા મળતી નથી

૨.ટેબલેટ મીઝોપ્રોસ્ટલ

  • ડોઝ : ૬૦૦ માઇક્રોગ્રામ( ૨૦૦ માઇક્રોગ્રામની ૩ ટેબલેટ)

રૂટ

  • પર વજાયનલ
  • ઓરલી
  • સબ લિંગવલી

એક્શન અને ઇન્ડીકેશન

  • ૧. સર્વાઇકલ ડાયલેટેશન
  • ૨. લેબર ઇંડક્શન

કોન્ટ્રાઇન્ડીકેશન

  • ૧. પેલ્વિક ઇફેકશન અથવા સેપ્સીસ
  • ૨. મીઝોપ્રોસ્ટલની એલર્જી હોય
  • ૩. બ્લીડીંગ ડીસઓર્ડર
  • ૪. એક્ટોપીક પ્રેગનન્સી કે મોલ પ્રેગનન્સી
  • ૫. અસ્થમા

કેર ઓફ મધર ઇન ફોર્થ સ્ટેજ ઓફ લેબર : ડીગ્રી ઓફ ટેર અને અપ્રોપ્રીએટ કેર

પેરીનીયલ ટેર

  • પેરીનીયલ બોડી વજાયનલ ઓપનીંગના નીચેના ભાગથી એનસ સુધી આવેલું છે. તે ટ્રાયએંગ્યુલર હોય છે. તેનાંથી એનસનો ડીસ્ચાર્જ યુરેથ્રા અને વજાયના સુધી જતો અટકે છે. તેનાથી ઈન્ફેકશન અટકાવી શકાય છે. તેની લંબાઈ ૪ સે.મી છે. જો તેની એન્ટીરીયર વોલ લુઝ થાય તો સીસ્ટોશીલ થાય છે અને યુરેથ્રા અને બ્લેડર વજાયનામાં પ્રોલેપ્સ થાય છે અને જ્યારે રેકટમની એન્ટીરીયર વોલ પ્રોલેપ્સ થઈ વજાયનામાં આવે તેને રેકટોસીલ કહે છે.

પેરીનીયલ ટેરની વ્યાખ્યા

  • “પેરીનીયલની સ્કીન ટાઈટ હોય અથવા પ્રેઝન્ટીંગ પાર્ટની સાઈઝ નોર્મલ કરતા મોટી હોય અથવા એબનોર્મલ પ્રેઝન્ટેશન હોય તો ડીલેવરી દરમ્યાન પેરીનીયલ સ્કીન ફાટી જાય છે તેને પેરીનીયલ ટેર કહે છે.”

ટાઇપ્સ ઓફ પેરીનીયલ ટેર

1.ફર્સ્ટ ડીગ્રી ટેર

  • જેમાં પેરીનીયમની ઉપરના ભાગની સ્કીન ટીયર થાય છે તેમાં સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી ફક્ત સ્યુચરીંગ લેવામાં આવે છે. ટ્રીટમેન્ટ તરીકે સ્કીનને ક્લીન અને ડ્રાય રાખવામાં આવે છે.

2.સેકન્ડ ડીગ્રી ટેર

  • સ્કીન અને મસલ્સ બન્ને ટેર થાય છે તેને માઈલ્ડ સેકન્ડ ડીગ્રી ટેર અને ફોરચીટ, સુપર ફીશીયલ પેરીનીયલ મસલ્સ ટેર થાય છે.

3.થર્ડ ડીગ્રી ટેર

  • આમા એનસ અને એનલ સ્ફીંકટરના મસલ્સ ઈનવોલ્વ થાય છે.

4.ફોર્થ ડીગ્રી ટેર

  • બધી જ રેકટમ સુધીની પ્રીમીયમ મસલ્સ ટેર થાય છે.

પ્રિવેન્શન ઓફ ટેર

  • સેકન્ડ સ્ટેજ ઓફ લેબર ને કેર ફુલી હેન્ડલ કરવો. દા.ત ગોસ પીસથી સપોર્ટ આપવો. ફ્લેક્શન ઓફે હેડના સ્ટેજને મેન્ટેઈન કરવું. સગર્ભા સ્ત્રીઓને સમજાવવું કે જ્યારે પેઈન આવે ત્યારે નીચેની જગ્યાએ એકદમ જોર ન કરવું. હેડની ડીલેવરી કોન્ટ્રેકશન વખતે નહી પણ કોન્ટ્રેકશન પુરુ થવાની એટલે કે કોન્ટ્રેશન રીલેક્સેશનની વચ્ચે કરાવવી.

મેનેજમેન્ટ

  • જલ્દીથી બેબીના બર્થ પછી અને પ્લેસન્ટા આઉટ થયા બાદ તરતજ રીપેર કરવું જેથી ઈન્ફેકશન અટકાવી શકાય. એન્ટીસેપ્ટીક લોશન અને ગોસપીસથી દરરોજ ડ્રેસીંગ કરવું, આ ટેર ટીસ્યુ રીપેર થતા ૩ મહીના લાગે છે.

રીપેર

  • લીથોટોમી પોઝીશન આપો.
  • ગુડ સનલાઈટ અથવા તો લાઈટ હોય તેવી જગ્યા રીપેર કરવાનું મેનેજમેન્ટ કરવું.
  • એસેપ્ટીક પ્રીકોશન લેવા.
  • બધા જ સાધનો સ્ટરાઈલ ઓટોકબ્વે કરેલા હોવા જોઈએ.
  • લીગ્નોકેઈન આપવું.
  • ત્યાર બાદ ડૉકટરને પેરીનીયલ ટેર કરવામાં આસીસ્ટ કરવું.
  • ત્યાર બાદ ડ્રેસીંગ કરવું.
  • આ ભાગ પર બીટાડીન મલમ લગાવો.
  • અને ભાગ પર પાણી તેમજ જ્યારે કુદરતી ગંદું પાણી ન અડે તેનું ધ્યાન રાખવું.

ઇસ્ટાબ્લીસમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડીંગ

બ્રેસ્ટ ફીડીંગ :

  • બાળકના જન્મ પછી તરત જ જેમ બને તેમ જલ્દી માં માતાનું ધાવણ શરૂ કરાવવું.
  • માતાને બાળકને લેવાની અને વળગાડવાની રીત શીખવવી.

બાળકને ધાવણ માટે લેવાની (પકડવાની) રીતના ચાર મુદ્દા :

  • ૧. બાળકનું માથુ અને શરીર સીધા હોવા
  • ૨. બાળકનું નાક માતાની નીપલ સમક્ષ હોવું.
  • ૩. બાળક માતાની ખૂબ જ સમીપ હોવું.
  • ૪. બાળકના આખા શરીરને સપોર્ટ મળવો જોઇએ.

બાળકને ધાવણ માટે વળગાડવાની રીતના ચાર મુદ્દા

  • ૧. માતાની છાતીને અડતી બાળકની દાઢી
  • ૨. બાળકની મોં ફાડ પહોળી
  • ૩. નીચલો હોઠ બહારની તરફ વળેલો
  • ૪. છાતીનો નિપલની આસપાસનો કાળો ભાગ ઉપર કરતા નીચેનો વધારે મોં મા હોવો.
  • બાળક યોગ્ય રીતે લેવાયેલ હશે તો જ યોગ્ય રીતે વળગશે અને વળગાડવાની યોગ્ય રીત હશે તો જ અસરકારક ચુસ હશે ,જેમ કે ધીમી ઉંડી ચુસ વચ્ચે અટકીને

એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડીંગ

  • બાળકના જન્મ થી લઇ ને ૬ માસ સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ, પાણીનું ટીપું પણ નહી જેને એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડીંગ કહે છે
  • સગર્ભા માતાને બ્રેસ્ટ ફીડીંગ માટે સમજાવવું કે તે તેના આવનાર બાળક માટે ખુબજ જરૂરી અને સારૂ છે કારણ કે તેમાંથી તેનું સારો આહાર મેળવી શકે છે.
  • તે તેને સુપાચ્ય હોવાથી સારી રીતે માફક આવે છે તેના દ્વારા બાળકને માતા તરફથી તેને પ્રેમ અને હુફ મળી રહે છે. આ માટે તેને પ્રેગનન્સી દરમ્યાન સારો ખોરાક લેવા માટે સલાહ આપવી જેથી તે તેના બાળકની જન્મ બાદ દરેક પ્રકારની આહારની જરૂરીયાત બ્રેસ્ટ ફીંડીંગ રાહારની ૧ દ્રારા સંતોષી શકે છે.
  • માતાને પ્રેગનન્સી દરમ્યાન તેની બ્રેસ્ટ અને નીપલની કાળજી લેવા માટે જણાવવું જેથી તેમાં કોમ્પ્લીકેશન ન થાય ને માતા બાળકને સારી રીતે ધાવણ આપી શકે.
  • માતાને સગર્ભા અવસ્થા દરમ્યાન પોતાનું પર્સનલ હાઈજીન જાળવવા માટે કહેવું સારા ધોયેલા સ્વચ્છ કપડા પહેરવા સલાહ આપવી તથા બાળકને ધાવણ આપતી વખતે હાથ ધોઈને તેને ધાવણ આપવા કહેવું. માતાને તેની સગર્ભાવસ્થા દરમ્યાન બાળકને કઈ રીતે ધાવણ આપવું તેની પધ્ધતી શીખવાડવી તથા તેના થી થતા ફાયદા બાળકને અને માતાને શું છે જે જણાવવું.
  • સગર્ભા માતાને સગર્ભા અવસ્થા દરમ્યાન પોતના બેબીને મમતા ક્લીનીકમાં લઈ જવા માટે પણ સલાહ આપવી જોઈએ જેથી તે બાળકની તંદુરસ્તી વિશે જાણી શકે તથા જો બાળકને કે પોતાને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો તેનું નિરાકરણ નર્સે કે ડોકટર દ્રારા લાવી શકે.
  • ઉપરની દરેક પ્રકારની સલાહ અને સુચનો તથા માર્ગદર્શન માતાને તેની પ્રેગનન્સી દરમ્યાન આપવામાં આવે તો તેને સારી રીતે ધ્યાનપુર્વક શીખે છે. કારણ કે તેની માટે અને તેના આવનાર બાળક માટે ફાયદાકારક હોય છે.

બ્રેસ્ટ ફીડીંગના ફાયદા

  • (1) તેમાંથી બધા જ પ્રકારના પોષક તત્વો મળે છે તેથી બેબીનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થાય છે.
  • (2) કોલેસ્ટ્રોમ પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડીઝ તથા વિટામીન્સ રહેલા છે તેથી બાળકને રોગ પ્રતિકારક શક્તિ મળે છે.
  • (3) પચાવામા હલકું છે તેથી બેબી સારી રીતે પચાવી શકે છે.
  • (4) મધર પાસેથી પ્રેમ અને હુંફ મળે છે તેથી બેબી સલામતી અનુભવે છે.
  • (5) બ્રેસ્ટ માંથી મિલ્ક ડાયરેક્ટ બેબીના મોઢામાં જતું હોવાથી ઓર્ગેનીઝમથી કન્ટામીનેટેડ થતું
    નથી અને ઈન્ફેકશન લાગવાની શક્યતા રહેતી નથી.
  • (6) આર્થિક રીતે તથા સમયનો બચાવ કરે છે.
  • (7) ઈનવોલ્યુશ ઓફ યુટ્રસ થવામાં મદદરૂપ બને છે.
  • (8) બેબીને સંતોષ થાય છે.
  • (9) કુદરતી રીતે કુટુંબ નિયોજનમાં મદદરૂપ થાય છે. ( LAM)
  • (10) ઉકાળવાની જરૂર નથી

બ્રેસ્ટ ફીડિંગ ક્યારે ન આપવું જોઈએ

  • મધરને કોકસ, જોન્ડીસ કે સીવીયર ઈન્ફેકશન હોય ત્યારે
  • બ્રેસ્ટ એબ્સેસ થયું હોય ત્યારે
  • પરપ્યુરીયલ એક્લેમશીયા હોય ત્યારે
  • મધરને સીવીયર મેન્ટલ ડીસઓર્ડર હોય ત્યારે
  • પ્રિમેચ્યોર બેબી હોય સકીંગ પાવર નબળો હોય ત્યારે
  • કોન્જીનેટલ એબનોર્માલીટી હોય ત્યારે

કાંગારુ મધર કેર (K.M.C)

પ્રસ્તાવના

  • કોલમ્બીયા નામના દેશમાં કાંગારુ નામનું એક પ્રાણી વસે છે માતા કાંગારુ પોતાના નવજાત બચ્ચાને પેટ પરની કોથળીમાં રાખી ઉછેરે છે. કુદરતની આ અદભુત અજાયબી સાથે સમાનતા ધરાવતી માન બાળની સંભાળની પદ્ધતી છે તેથી તેનું નામ કાંગારુ પદ્ધતી રાખવામાં આવે છે. દક્ષિણ અમેરીકાના કોલંબીયા નામના દેશમાં બોગટો નામના નગરમાં રે અને માટેન્જજ નામના બે તબીબોએ આ પદ્ધતીનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો. વિશેષ સાધન સગવડના અભાવે જન્મથી ઓછા વજનવાળા નવજાત શિશુંને ગરમાવો આપવાના હેતુથી આ બને તબીબોએ કાંગારુ પદ્ધતી વિકસાવી.

વ્યાખ્યા

  • બાળકને મધર ફાધર કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ દ્રારા ચામડી થી ચામડીના સ્પર્શ દ્રારા બાળકને ગરમાવો પુરો પાડી, હૂંફ આપી બાળકને ઠંડું પડતું અટકાવવા માટે જે પદ્ધતી અપનાવવામાં આવે છે તેને કાંગારુ મધર કેર કહે છે.”
  • આ એક નવજાત શિશુની સંભાળ માટેની અગત્યની પદ્ધતી છે તેમાં નવજાત શિશુંને બાળકનો જન્મ થાય કે તરત જ માતાના શરીર સાથે કપડાના આવરણ સિવાય સીધો સ્પર્શ કરવાથી બાળકને ગરમાવો આપી શકાય.ખાસ કરીને ૨.૦ કીગ્રા થી ઓછા વજન વાળા બાળકને ખાસ K.M.C આપવાની જરૂર પડે છે નોરમલી બધાજ બાળકો ને જન્મ પછી કાગારુ મધર કેર આપવી જરુરી છે.૩૦ થી ૩૫ % બાળકો જન્મ સમયે નબળા હોય છે અને હોસ્પીટલમાં દવા કરાવવી. ખર્ચાળ આવા સંજોગોમા કાગારુ કેર આપવી ખુબ જ જરૂરી બને છે.
  • ઓરડાનું તાપમાન એટલુ હુંફાળું રાખો કે સામાન્ય વ્યક્તિને તેનો અનુભવ થાય પરસેવો થાય તેવું વાતાવરણ હોવુ જોઈએ.

કાંગારુ કેર આપવાના પગથીયા

  • સૌ પ્રથમ બેબી આઉટ થયા પછી બેબીને કોર્ડ કટ કર્યા સિવાય મધરના સાથળ કે મધરના પેટ પર મુકવું.
  • ત્યાર બાદ કોર્ડ કટ કરવી.
  • રૂમ ઠંડા પવનથી સુરક્ષિત હોવો જોઈએ.
  • ત્યારબાદ બેબીને કોરા કપડાથી લુછીને કોરા કપડામા લપેટી દો.
  • ત્યારબાદ બાળકને ખુલ્લા કરી માતાની છાતી અને પેટ સાથે અડકાડીને રાખો.
  • બાળકને ઋતુ અનુસાર ગરમ ચોખ્ખા કપડા પહેરાવવા.

માતાના કપડા –

  • સ્થાનીક રિવાજ પ્રમાણે સ્વીકાર્ય હોય તેવુ થોડું ઢીલુ કપડું જેવુ કે આગળના ભાગમાંથી ખુલ્લુ બ્લાઉઝ, ગાઉન, શાલ અથવા સાડી ઉપયોગી થઇ શકે‌.

બાળકના કપડા –

  • બાળકને ટોપી મોજા ,બાળોતીયુ અને આગળના ભાગમાં ખુલ્લુ હોય તેવું ઝભલું પહેરાવવુ.

કાંગારુ કેર આપવાની રીત

  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઉભુ રહે તેમ ગોઠવો.
  • બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડુ ઉચુ રાખો જેથી તેનો શ્વસન માર્ગ ખુલ્લો રહે અને માતા-બાળકની આંખ મળે.
  • બાળકના બંને પગ દેડકા જેવી સ્થીતીમાં રહે તેમ ગોઠવો.
  • બાળકનુ પેટ માતાના પેટને અડે તે સ્થીતીમાં બાળકને ગોઠવો.
  • માતાના શ્વાસોચ્છવાસથી બાળકના શ્વાસ ઉત્તેજીત થાય છે બાળકના બેઠકના ભાગને ઝોળી વડે આધાર આપો

કાંગારુ કેર કયા બાળકને આપી શકાય :

  • જે બાળકનું વજન જન્મ સમયે ૨.૦ કીગ્રાથી ઓછું હોય તેવા બાળકને. તેમજ નોર્મલ બધા જ બાળકને આપી શકાય.

કાંગારુ કેર કોણ આપી શકે :

  • જ્યારે માતા હાજર ન હોય ત્યારે અન્ય કુટુંબીજનો જેવા કે દાદા,દાદી,પિતા, વગેરે આપી શકે

કાંગારુ કેર બાળકને ક્યા સુધી આપી શકાય :

  • બાળકનું વજન ૨૫ કીગ્રા અથવા તે પુરા મહિનાનુ થાય ત્યા સુધી બાળકનું હલન ચલન વધવા માડે અને તેને આ પ્રકારની સંભાળ ફાવે નહીં ત્યારથી કાગારુ કેર બંધ કરી શકાય.

કાગારુ કેરના ફાયદા

  • આ એક સર્વાગી શ્રેષ્ઠ પદ્ધતી છે. જેનાથી બાળકના શરીરને હુંફાળું રાખી શકાય છે.
  • બાળકને ચેપ લાગતો અટકાવી શકાય છે.
  • સતત સ્પર્શના કારણે માતાને ધાવણ વધુ આવે છે વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે. જેના કારણે બાળકનું વજન સારી રીતે વધે છે.
  • બાળકને સલામતીનો અનુભવ થાય છે અને બાળકનો માનસિક વિકાસ વધુ સારો થાય છે.
  • માતાને આત્મ વિશ્વાસ મળે છે અને માનસિક તાણ ઓછી થાય છે.
  • બાળકનો શ્વાસોશ્વાસ અને હદયના ધબાકારાની નિયમીતતા જળવાય છે. બાળક અને માતા વચ્ચે સ્નેહ તંતુ બંધાય છે.

બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનીસેટીવ

  • (1) આ હોસ્પિટલ માત્ર અને માત્ર સ્તનપાન પ્રેકટીસને પ્રોત્સાહન આપે છે કારણકે તે માતા અને બાળક બને માટે ફાયદા કારક છે. સારા વૃધ્ધિ અને વિકાસ માટે સ્તનપાન અને તે પણ પહેલા અડધા કલાકની અંદર ખુબ જ જરૂરી છે.
  • (2) દરેક સગર્ભાવસ્થા માતા જે ઓ મમતા ક્લીનીકમાં આવે છે તેને ધાવણનું મહત્વ અને તેના ફાયદાઓ વિશે જાણ કરવામાં આવે છે. જેથી કોઈ પણ બાળક માહિતીના અભાવે મોડું સ્તનપાન ન મેળવે.
  • (3) દરેક નવજાત શિશુઓને જન્મ બાદ અડધા જ કલાકમાં ધાવણ આપવામાં આવશે ફક્ત જે બાળકોને ઓપરેશનથી જન્મેલ હશે. તેમને ૪ થી ૬ કલાક બાદ જ્યાર માતાની તંદુરસ્તી સારી થઈ જાય ત્યારે આપવામાં આવશે અને તેની નોંધ કરવામા આવશે.
  • (4) દરેક નવજાત શિશુઓને જન્મબાદ તેની માતા સાથે જ રાખવામાં આવશે. ફક્ત માદા બાળકોને જ અલગ વોર્ડમાં રાખવામા આવશે. આવા વોર્ડમાં માતાને ધવડાવવા માટેની પરવાનગી આપવામાં આવશે જે બાળક બરાબર ચુસી શકતા ન હોય અને નબળા હોય તેવા બાળકને આપવામાં આવશે જે જરૂર જણાય તો નળી વડે ફીડીંગ આપવામા આવશે જે તમામ વસ્તુઓ જંતુ રહિત કરેલી વાપરવામાં આવશે.
  • (5) હોસ્પીટલમાં બોટલ ફીડીંગ. ટીન પેક ફીડીંગ અને અન્ય ધાવણના અવેજી ખોરાકો આપવામાં આવતા નથી અને તેની સખત મનાઈ છે.
  • (6) માતાને જણાવવામાં આવે છે કે બાળકને છ માસ સુધી માત્ર અને માત્ર ધાવણ જ આપવું ઉપરનું કોઈ પણ પ્રવાહી આપવું નહીં.
  • (7) છ માસ બાદ બાળકને ઉપરનો પુરક આહાર આપવાનું શરૂ કરો.
  • (8) માતાના દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવામા આવશે અને જરૂરી તમામ સલાહ આપવામાં આવશે.
  • (9) માતા અને બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા તમામ જે જરૂરી રસીઓ છે તે મુકવામાં આવશે.

બર્થ રજીસ્ટ્રેશન અને રેકોર્ડ

  • સ્ત્રીને ભારપુર્વક સમજાવો કે તેણી સ્થાનીક પંચાયતમાં બાળકના જન્મની નોંધણી કરાવી દેવી જોઇએ. આ કાયદાની દ્રષ્ટીએ જરૂરી છે. પંચાયત તરફથી આપવામાં આવતું જન્મનું પ્રમાણપત્ર એક અગત્યનું દસ્તાવેજ છે. જેમાં બાળકના જન્મ ની તારીખ દર્શાવેલી હોય છે. ઘણા હેતુઓ માટે તેની જરૂર પડે છે. દા.ત. શાળામાં દાખલ કરવા માટે.
  • આરોગ્ય કાર્યકરે જન્મ રજીસ્ટર વ્યવસ્થીત નિભાવવું જોઇએ.

Published
Categorized as Uncategorised