યુનિટ – 5
એન્ટીનેટલ કેર
પુર્ણ સ્વરૂપ
- ANC : એન્ટિનેટલ કેર
- AMTSL : એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર
- ANM : ઓક્ઝીલરી નર્સ મીડવાઇફ
- APH : એન્ટિપાર્ટમ હેમરેજ
- BP : બ્લડ પ્રેસર
- CCT : કંટ્રોલ કોર્ડ ટ્રેકશન
- CPD : કેફેલો પેલ્વિક ડીસ્પ્રપોશન
- EDD : એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલીવરી
- FHR : ફીટલ હાર્ટ રેટ
- FRU : ફર્સ્ટ રેફરલ યુનિટ
- HB : હીમોગ્લોબીન
- IUGR : ઇન્ટ્રા યુટ્રાઇન ગ્રોથ રીટાર્ડેશન
- IFA.: આયર્ન ફોલિક એસીડ
- LMP : લાસ્ટ મેન્સ્ટ્રુએશન પીરીયડ
- TD : ટીટેનસ ટોકસાઇડ
એન્ટિનેટલ કેર
એન્ટીનેટલ કેરના હેતુઓ
- (1) પ્રેગનન્સી દરમિયાન મધરની શારીરિક તથા માનસીક તંદુરસ્તી જાળવવા માટે.
- (2) હાઇ રીસ્ક મધરની પ્રેગનન્સી ડીટેક્ટ કરી તેને સ્પેશીયલ કેર આપવા માટે.
- (3) માતા અને બાળકનો મૃત્યુદર અને માંદગીનો દર ઘટાડવા માટે
- (4) આવનાર બાળક જીવતુ, હેલ્થી, અને મેચ્યોર જન્મે તે માટે
- (5) મધરને ન્યુટ્રીશન, ઇમ્યુનાઇઝેશન માટેનું હેલ્થ એજ્યુકેશન આપી શકાય તેમજ મધર ક્રાફ્ટ શીખવી શકાય તે માટે
- (6) એનીમીયા તેમજ પ્રી-એક્લેમ્બીયા જેવી કંડીશન પર ખાસ ભાર મુકી શકાય અને તેના માટેની ખાસ તપાસ કરી શકાય તે માટે
- (7) મધરની પોતાની તેમજ ન્યુબોર્નની જરુરી કેર સારી રીતે લઇ શકાય તે માટે
- મધરની પ્રેગનન્સી વખતે જે અવેલેબલ હોય તે ઉત્તમ પ્રકારની કેર આપી શકાય તે માટે
વ્યાખ્યા
- “એન્ટીનેટલ કેર એટલે સગર્ભા સ્ત્રીનું રજીસ્ટ્રેશનથી શરુ કરીને પ્રેગનન્સીના છેલ્લા સમય સુધી કરવામાં આવતી જુદી જુદી સંભાળને એન્ટીનેટલ કેર કહેવામાં આવે છે.”
એન્ટીનેટલ કેરના મુખ્ય બે પ્રકાર છે.
- (1) ફીઝીકલ કેર
- (2)મેડીકલ કેર
ટર્મિનોલોજી
1.નલી પારા
- જો યુટ્રસ પ્રેગનન્ટ થયા પછી ફુલ ટર્મ સુધી ન પહોંચે તેને નલી પારા કહે છે. (જેમાં એર્બોશન હોય અથવા ન પણ હોય)
2.પ્રાઇમી પારા
- પ્રથમ વખત ફુલ ટર્મે ડીલીવરી આવે તેને પ્રાઇમી પારા કહેવામાં આવે છે.
3.મલ્ટી પારા
- બે કે તેથી વધુ બાળકો વાળી સ્ત્રીને મલ્ટી પારા કહેવામાં આવે છે.
4.મલ્ટી ગ્રેવીડા
- બે કરતા વધુ વખત સ્ત્રીએ ગર્ભધારણ કર્યું હોય તેને મલ્ટી ગ્રેવીડા કહે છે.(જેમાં એબોર્શનનો પણ સમાવેશ થાય છે.)
5.નલી ગ્રેવીડા
- ક્યારેય પણ ગર્ભ ધારણ ન કર્યું હોય તેવી સ્ત્રીને નલી ગ્રેવીડા કહે છે.
6.પ્રાઇમી ગ્રેવીડા
- પહેલી વખત ગર્ભ ધારણ કર્યો હોય તેવી સ્ત્રીને પ્રાઇમી ગ્રેવીડા કહે છે.
ગર્ભાવસ્થાની સંભાળ દરમ્યાન રાખવાની કાળજીઓ
ચાવીરૂપ સંદેશા :
- દરેક સગર્ભાવસ્થા દરેક ગર્ભાવસ્થાની ૧૨ અઠવાડિયામાં નોંધણી કરો.
- ગુણવત્તાસભર એ.એન.સી., એસ.બી.એ, પી.એન.સી. પૂરી પાડવા હેતુસર ગર્ભાવસ્થાને નામ સાથે ટ્રેક કરો.
- દરેક સગર્ભાને ધનુરનું ઇન્જેક્શન અને પૂરક આયર્ન ફોલિક એસિડ આપો.
- દરેક મુલાકાત વખતે હિમોગ્લોબીન ઉપરાંત સુગર તથા પ્રોટીન માટે પેશાબની તપાસ કરો.
- દરેક મુલાકાત વખતે લોહીના દબાણ અને વજનની નોંધ કરો.
- સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા માટે મહિલાને સલાહને પ્રોત્સાહન આપો.
- સારા કે સવ્યવસ્થાપન અને ફોલોઅપની યોગ્ય નોંધ રાખો.
ગુણવત્તાસભર એ.એન.સી ના કેટલાક ઘટકો નીચે આપેલા છે:
A. અમુક પ્રાથમીક પગલા
- વહેલા નોંધણી થાય તેની ખાતરી કરો અને પ્રથમ બાર અઠવાડિયામાં પ્રથમ તપાસ થાય તે જુઓ.
- ઓછામાં ઓછી ચાર એ.એન.સી થાય.
- નોંધણી માટેની પ્રથમ મુલાકાત સહિત તે માટે દરેક સગર્ભાવસ્થાને ટ્રેક કરો.
- ઇન્જેક્શન ટીડીના બે ડોઝ આપો.
- સગર્ભાવસ્થાના ત્રણ મહિનાથી શરુ કરીને માતાને બાળક છ મહિનાનું થાય ત્યા સુધી આઇ એફ એ અને કેલ્શીયમની ગોળીઓ આપો. બર્થ માઈક્રો પ્લાન તૈયાર કરો.
B. દરેક સગર્ભાવસ્થાની તપાસ માટે જરૂરી ઘટકો
શારીરિક તપાસ કરો :
- વજન, લોહીનુ દબાણ અને શ્વાસોશ્વાસનો દર માપો ફિકાસ અને સોજાની તપાસ કરો.
- ગર્ભસ્થ શિશુની વૃદ્ધિ માટે પેઢુંને સ્પર્શ કરીને તપાસ કરો.
- સગર્ભાવસ્થાના તબક્કા મુજબ ગર્ભાશયની સ્થિતિ અને તેના હૃદયના ધબકારા, હીમોગ્લોબિન અને પેશાબની તપાસ કરો.
- શર્કરા અને પ્રોટીન માટે લેબોરેટરી પરીક્ષણ કરો.
C. અપેક્ષિત ઘટકો
- આર એચ ફેક્ટર સહિત લોહીનો બ્લડગ્રુપ નક્કી કરો.
- સિફિલિસની સંભાવનાઓ નકારવા માટે વી.ડી.આર.એલ./આર.પી.આર. (રેપીડ પ્લાઝમા રીએજીન) ટેસ્ટ તપાસ કરાવો.
- મહિલાની એચ.આઇ.વી.ની તપાસ કરાવો.
- લોહીમાં શર્કરાનું પ્રમાણ તપાસો.
- હિપેટાઇટિસ બી સર્વેસ એન્ટીજન (HBsAG)તપાસ કરો.
D. સંપરામર્શ
- પ્રસુતિનું આયોજન અને તૈયારી કરવામાં મહિલાને મદદ કરો.
- પ્રસુતિના લાભો અને ઘરે પ્રસૂતિ કરવામાં રહેલું જોખમ, કટોકટીની પરિસ્થિતિ નિર્માણ થાય તો તે સમયે જવાના સ્થળ અને મુસાફરીના વાહન નાણાં તથા રક્તદાતાની વ્યવસ્થા કરવા બાબતની મહિલાની સલાહ આપો.
- મહિલા અને તેણીના પરિવારને પ્રસૂતિની પીડાના ચિન્હો અને પ્રસુતિ વખતના જોખમી ચિન્હો વિશે શિક્ષિત કરો.
- એ.એન.સી અને પી.એન.સી મેળવવાના મહત્વ પર ભાર આપો.
- આહાર અને આરામ બાબતે સલાહ આપો.
- સગર્ભાવસ્થા દરમિયાન જાતીય સમાગમ બાબતે માહિતી આપો.
- તરત જ કુટુંબ નિયોજન (PPIUCD) જનની સુરક્ષા યોજના રાજ્ય દ્વારા આપવામાં આવતા અન્ય લાભ બાબતે મહિલાને માહિતગાર કરો.
સગર્ભાવસ્થાની હિસ્ટ્રી લેવી
- એન્ટીનેટલ પીરીયડ દરમ્યાન માતાની સંપૂણ તપાસ થવી ખુબ જ અગત્યની છે. કારણ કે તો અને તો જ આપણે માતા અને બાળકના જોખમો ને ઘટાડી અને માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ધટાડી શકીએ.
આ માટે આપણે નીચે મુજબ ની હિસ્ટ્રી લઇ માહીતી એકઠી કરીશુ.
(1) જનરલ હિસ્ટ્રી
- નામ
- ઉંમર
- એડ્રેસ
- ડેટ ઓફ ફસ્ટ વિઝીટ
- ગ્રેવીડા
- પારા
- ડ્યુરેશન ઓફ મેરેજ
- ધાર્મીકતા
- ઓક્યુપેશન
- પતીનો વ્યવસાય
- સગર્ભાવસ્થાનો સમય
- હાલની કમ્પ્લેન
- છેલ્લા માસીકની તારીખ જાણીને (એલ એમ.પી) EDD (સૂવાવડની સંભવિત તારીખ) કાઢવી.
- જેના માટે નીચે પ્રમાણે નું સુત્ર વાપરવું
- EDD = LMP + 9 માસ + 7 દિવસ
(2) હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ ઇલનેસ
(3) હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ પ્રેગનેન્સી
(4) ઓબસ્ટ્રેટિક હિસ્ટ્રી
(5) મેન્સ્ટ્રુએશન હિસ્ટ્રી
(6) પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી
(7) પાસ્ટ સર્જીકલ હિસ્ટ્રી
(8) ફેમિલી હિસ્ટ્રી
(9) પર્સનલ હિસ્ટ્રી
અગાઉની સગર્ભાવસ્થાઓ :
સ્ત્રીને નીચેના અંગે પૂછો :
- અગાઉની સગાર્ભાવસ્થાઓ અને પ્રસુતિની કુલ સંખ્યા.
- એર્બોશન ની હીસ્ટ્રી
- સ્ટીલ બર્થ કે પ્રસુતી બાદ પ્રથમ માસમા મૃત્યુ.
- હાયપરટેન્શન, પ્રી – એક્લેમશીયા કે એક્લેમ્પશીયા વિશે પુછવું.
- પ્રોલોંગ લેબર
- ઓબસ્ટ્રક્ટેડ લેબર
- માલ પ્રેઝનટેશન જેમ કે બ્રીચ પ્રેસન્ટેશન
- એ.પી.એચ
- પી.પી.એચ
- અગાઉ સીઝરીયન સેક્શન
- અગાઉના બાળકનું જન્મ સમયનું વજન
- પ્રજનના માર્ગની કોઇ સસ્ત્ર ક્રિયા
- આર.એચ નેગેટીવ
પહેલી નોંધણીની અગત્યતા
પહેલી નોંધણી જરૂરી છે નીચેના માટે
- માતાના આરોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને લોહી નુ દબાણ (બીપી), વજન વગેરે અંગેની પ્રારંભિક માહિતી મેળવવા.
- સમસ્યાઓનો વહેલું નિદાન અને સારવાર કરવા માટે તપાસ કરવા અને જરૂર જણાયે યોગ્ય સારવાર માટે સંદર્ભ સેવા કેન્દ્ર પર મોકલી આપવા.
- સ્ત્રીને છેલ્લા માસિક સ્ત્રાવ (એલ.એમ.પી) ની તારીખ યાદ કરવામાં મદદ કરવા.
- સ્ત્રીને ટીટેનસ-ડિફથેરિયા ઇન્જેક્શનનો પહેલો ડોઝ યોગ્ય સમય મર્યાદાની અંદર (સગર્ભાવસ્થાના 12 અઠવાડિયા બાદ) આપવા.
- જો સ્ત્રી તેની સગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે ના હોય તો તેને વહેલા અને સલામત ગર્ભપાત કરાવવા માટેની સુવિધાની સમીક્ષા કરવામાં મદદ કરવા. ગર્ભપાત એ સ્ત્રીભૃણ હત્યાનો એક પ્રયત્ન હોઈ શકે છે તેવી સત્યતા અંગે સજાગ રહો (ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ની મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી) ગર્ભપાત માટેના નિર્ણયમાં મદદરૂપ થવા માટે.
- સગર્ભા સ્ત્રી સાથે સારા સંબંધો કેળવવા.સગર્ભાવસ્થા દરમિયાન સેવાઓ પૂરી પાડનાર કાર્યકર તરીકે તમારે સ્ત્રી અને તેના કુટુંબ સાથે પરામર્શ કરવા ઘણો સમય ફાળવવાનું રહેશે.
- પ્રથમ ત્રિમાસિક દરમિયાન સ્ત્રીને નિયમિત ફોલિક એસિડ નો ડોઝ આપવાનું શરૂ કરવા.
તમારા વિસ્તારમાં ગર્ભાવસ્થાની સંખ્યાનો અંદાજ
- સંપૂર્ણ નોંધણીની ખાતરી કરવા માટે જરૂરી છે કે આરોગ્ય કર્મચારી તેના વિસ્તારમાં વાર્ષિક ગર્ભાવસ્થાની અંદાજીત સંખ્યા જાણ તો હોવો જોઈએ.
- આરોગ્ય કર્મચારીના વિસ્તારમાં વાર્ષિક ગર્ભાવસ્થાની સંખ્યાનો અંદાજ કાઢવાથી ગર્ભાવસ્થાની નોંધણી કેટલી સારી છે તેનું અનુમાન કરવામાં મદદ મળશે જો ન થયેલી ગર્ભાવસ્થાની સંખ્યા અંદાજિત ગર્ભાવસ્થાની સંખ્યા કરતા ઓછી હોય તો, આશા અને આંગણવાડી કાર્યકરની મદદથી ચૂકી ગયેલી ગર્ભાવસ્થાની ઓળખ કરવા માટે તમારે પ્રયાસ કરવો જોઈએ.
- ગર્ભાવસ્થાની સંખ્યાનો અંદાજ કાઢવાથી નિયમિત સગર્ભાવસ્થાની તપાસ કરવા માટે જરૂરી પુરવઠાનો (જેમ કે ટી.ડી. ઇન્જેક્શન આઈ એફ એ ગોળીઓ અને એ.એન.સી. નોંધણી ફોર્મ) જથ્થો પુરતો છે કે નહીં તેનો અંદાજ કરવામાં અને આ સમયગાળા દરમિયાન ઉદભવતી કોઈપણ સમસ્યા હલ કરવામાં પણ તમને મદદ મળશે.
અપેક્ષિત વાર્ષિક સગર્ભાની સંખ્યાની ગણતરી કરવા માટે નીચેના પગલા અનુસરવા જોઇએ :
- તમારા વિસ્તારનો જન્મદર અને કુલ વસ્તીની સંખ્યા તમને ખબર હોવી જોઈએ.
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર પાસેથી અથવા ઉપલબ્ધ/રાજ્ય/રાષ્ટ્રના આંકડા તપાસી તમે જન્મ દર મેળવી શકો છો. સાચો અંદાજ કાઢવા માટે ઉપલબ્ધ સ્થાનિક આંકડાનો ઉપયોગ કરવાનો સલાહભર્યું છે.
- તમારા વિસ્તારની સચોટ વસ્તી જાણવા માટે ઉપલબ્ધ અદ્યતન વસ્તી સંબંધિત આ વસ્તી ગણતરીના અહેવાલનો ઉપયોગ કરો.
અપેક્ષિત સગર્ભાવસ્થાની સંખ્યા
જન્મ દર = ૨૧/૧૦૦૦ વસ્તી
પેટા કેન્દ્ર વિસ્તારની વસ્તી માટે = ૫०००
જીવીત જન્મની અપેક્ષિત સંખ્યા
- = (૨૧ × ૫૦૦૦)૧૦૦૦
- = ૧૦૫ જન્મ
સુધારા પરિબળ
માટે,
- તે પેટા કેન્દ્રની એક વરસની અપેક્ષિત સગર્ભાવસ્થા ઓની કુલ સંખ્યા
- = ૧૦૫ + ૧૧ = ૧૧૬
- અનુભવ આધારિત અંદાજ મુજબ કોઈપણ મહિનામાં ઉપર અંદાજવામાં આવેલ કુલ સંખ્યા ની આશરે અડધી સગર્ભાવસ્થા ઓ તમારા પર નોંધાયેલી હોવી જોઈએ.
- જો નવોદય સ્ત્રીઓની સંખ્યા અપેક્ષિત કરતા ઓછી હોય તો તમારે વધારે સગર્ભા સ્ત્રીઓ ની નોંધણી થાય અને તેઓ એ.ન.સી. માટે આવે તે સુનિશ્ચિત કરવા અગાઉ દર્શાવ્યા મુજબના લોક આગેવાનો અને અગત્યના લોકોને મળવું જોઈએ.
- એ સત્ય છે કે કેટલીક સ્ત્રીઓ ખાનગી ક્ષેત્રોમાંથી એ.એન.સી. કેર મેળવતી હશે. એટલું તો કરો જ કે તેમના નામ તમારા એન્ટિ નેટલ રજીસ્ટરમાં દર્શાવવામાં આવ્યા હોય. તે સાથે તેઓ જે સેવા કેન્દ્ર માંથી એ એન સી મેળવતા હોય તેનું નામ દર્શાવતી એક નોંધ જોડી દો.
- સગર્ભા સ્ત્રીઓની સંખ્યાની ગણતરી તમને અને તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાથી ટીડી ની રસી આયર્ન ફોલિક એસિડની ટેબલેટ જરૂરિયાતની ગણતરી કરવામાં પણ મદદ કરશે.
ફિઝિકલ એક્ઝામિનેશન / રૂટિન એક્ઝામિનેશન ઓફ એન્ટિનેટલ મધર
- સગર્ભામાતાની પહેલી ક્લીનીકલ વીઝીટ પ્રેગનન્સીનાં શરૂઆતના સમયમાં થવી જોઈએ જેમાં ફીઝીકલ એકઝામીનેશનની સાથે સાથે મેડીકલ એકઝામીનેશન પણ જરૂરી છે. જેથી કરીને સગર્ભા માતાની હેલ્થ જાણી શકાય અને તેણીની એબનોર્માલીટી જાણી શકાય કે જેના દ્રારા તેની પ્રેગનન્સી, લેબર અને પરપ્યુરીયલ દરમ્યાન ઉભા થતા કોમ્પલીકેશન જાણી શકાય. આ બધા માટે મીડવાઈફ સગર્ભા માતાની એકઝામીનેશન તેનાં ઘરમાં કે ક્લીનીકલમાં કરે છે. અને જ્યારે ૩૬ વીકની મેડીકલ ચેકઅપ અને ઓબસ્ટ્રેટીકલ એકઝામીનેશન થઈ શકે. ફીઝીકલ એકઝામીનેશન માટે માતાને નીચેના સમયે તેણીની એકઝામીનેશન કરવી જરૂરી છે. જેમાં સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામા ઓછી ૪ વિઝીટ થવી જોઇએ સૌ પ્રથમ સગર્ભાવસ્થા ની જાણ થાય એટલે તરત જ
- પ્રથમ ૨૮ વીક સુધી દર મહિને(૪ વીકે )વીઝીટ કરવી.
- ૨૮ વીક થી ૩૬ વીક – દર ૨ વીકે (દર ૧૫ દિવસે)
- ૩૬ વીક થી ૪૦ વીક – દર અઠવાડીયે (ડીલેવરી થાય ત્યાં સુધી)
દર સાત દિવસે ઓછામાં ઓછી ચાર એન્ટીનેટલ ચેક-અપ નીચે મુજબ થવા જરૂરી છે.
- 1) પ્રથમ વીઝીટ – રજીસ્ટ્રેશન સમયે-પ્રથમ બાર અઠવાડિયાની વચ્ચે
- 2) બીજી વીઝીટ – ચૌદથી છવ્વીસ અઠવાડિયાની વચ્ચે.
- 3) ત્રીજી વીઝીટ – અઠ્ઠાવીસથી ચોત્રીસ અઠવાડિયાની વચ્ચે
- 4) ચોથી વીઝીટ – છત્રીસથી પ્રસૂતિની વચ્ચે
ફીઝીકલ એકઝામીનેશન માટેની વીઝીટ અને સમય સગર્ભામાતાની જરૂરીયાત પર આધારીત છે,જેમાં નિચે મુજબની એકઝામીનેશન કરવામાં આવે છે.
(૧) ઉંચાઈ
- એન્ટીનેટલ સ્ત્રી પહેલીવાર ક્લીનીકમાં આવે ત્યારે તેની ઉંચાઈ માપવી જરૂરી છે. જો તેણીની ઉંચાઈ ૫ ફુટ કરતા ઓછી હોય તો તેણીનું પેલ્વીસ નાનું કે કોન્ટ્રેકટેડ હોવાની શક્યતા છે. જેથી ડીલીવરીમાં કોમ્પલીકેશન થવાની શક્યતા રહેલ છે. જો સગર્ભા માતાની ચાલ લંગડાતી હોય તો તે ડીફોરમીટી દર્શાવે છે. જેથી પણ ડીલીવરીમાં તકલીફ પડી શકે છે.
(૨) વજન
- એન્ટી નેટલ મધરનું વજન સામાન્ય રીતે દરેક વીઝીટ દરમ્યાન કરવામાં આવે છે.
- સામાન્ય રીતે સ્ત્રીના વજનમાં સગર્ભાવસ્થા દરમ્યાન ૯ થી ૧૧ કી.ગ્રા વજનનો વધારો થવો જોઈએ.
- પ્રથમ ૩ માસ બાદ સગર્ભા સ્ત્રીની વજનમાં દર મહીને ૨ કીગ્રા જેટલો વધારો થાય છે.
- જો સગર્ભા માતાને પુરતો ખોરાક ન મળે તો તેણીને જરૂરીયાત કરતા ઓછી કેલરી મળે છે જેથી તેણીના વજનમાં માત્ર ૫ થી ૬ કિ.ગ્રા જેટલો વધારો થઈ શકે છે.
- વજનમાં થતો વધારો ઓછો હોય તો ગર્ભસ્થ બાળકની ઓછી વૃદ્ધિ તરફ નિર્દેશ કરે છે. તેથી તે જન્મ સમયે ઓછા વજન સાથે જન્મે છે.
- જો સગર્ભા માતાનું વજન જરૂરીયાત કરતા વધું હોય તો જોડીયા બાળક કે પ્રી-એકલેમ્પશીયાની કંડીશન જોવા મળે છે.
- જો સગર્ભા માતાનું વજન ૨.૨૫ કિ.ગ્રા કરતા વધારે ૪ વીકમાં વધતું જણાય તો પ્રી-એકલેમ્પશીયાના ચીન્હો સુચવે છે. આ માટે તેણીને લો-કાર્બોહાઈડ્રેટ અને લો સોલ્ટ વાળો ખોરાક લેવા જણાવવું.
(3) બ્લડ પ્રેસર
- સગર્ભામાતાનું બી.પી તેણીની દરેક વીઝીટ દરમ્યાન માપવું જોઈએ જેમાં તેણીનું નોર્મલ બી.પી ૧૨૦/૮૦ mm of Hg હોવું જોઈએ ઘણી સ્ત્રીઓ માં આના કરતા થોડું વધારે ઓછું પણ જોવા મળે છે જો તેણીનું સીસ્ટોલીક પ્રેશર વધેતો તેણીના એકસાઈટમેન્ટ અને નર્વસ નેસના કારણે જોવા મળે છે. પરતું ડાયસ્ટોલીક પ્રેશર તેણીમાં સ્ટેબલ હોવું જરૂરી છે. બી.પી. લેતી વખતે તેણીને હમેશા દરેક વખતે સરખી પોઝીશનમાં રાખવી જરૂર છે જો તેણીનું બી.પી ૧૪૦/૯૦ હોય તો તેણીને ડોકટર પાસે રીફર કરવી જરૂરી છે.
જો બી.પી નોર્મલ કરતા વધે તો નીચેની પરિસ્થિતિ થઈ શકે છે.
- પ્રી-એકલ્મશીયા
- નેફ્રાયટીસ, એસેન્સીયલ હાયપરટેન્શન
- જો બી.પી. નોર્મલ કરતા ઓછું થાય તો પરિસ્થિતિ થઈ શકે છે.
- હાઇપર એમેસીસ ગ્રેવીડેરમ
- હેમરેજ, શોક
હેડ થી ફીટનુ એક્ઝામિનેશન
(૧) હેડ
- સગર્ભા માતાના ફેસ પરથી તેની જનરલ હેલ્થ જાણી શકાય છે. તેના દ્વારા તે પોષિત છે કે કૂપોષિત છે તે શોધી શકાય છે.
- તેણીની ગમ્સ અને કન્જેકટાઈવા જો પેઈલ હોય તો એનીમીયા ડીટેક્ટ કરી શકાય.
- તેણીની યલો સ્ક્લેરા દ્વારા જોન્ડીશ ડીટેક્ટ કરી શકાય છે.
- જો તેણીને સ્ટોમેટાઈટીસ થયેલ હોય તો તેણીમાં વીટામીન B ની ડેફીસીયન્સી છે તે જાણે શકાય.
- જો તેણીના ફેસ પર સોજા હોય તો તે પ્રી-એકલેમ્બીયા ની સાઈન દર્શાવે છે.
- જો તેણીમાં ગળાના આગળના ભાગ પર આવેલી ગ્રંથિપર સોજો હોય, તો થાઈરોઈડ એનલાર્જમેન્ટ હોઈ શકે
- જો સાઈનોસીસ, બ્રેથલેસનેસ અને પરસીસ્ટન્ટ કફ જો જોવા મળે તો ડૉકટરને તેના રીપોર્ટ કરવો.
- તેણીના દાતમાં સડો હોય તો તેના પરપ્યુરીયલ પીરીયડ દરમ્યાન ઈન્ફેકશન લાગવાના ચાન્સ રહે છે.
- જો તેણીના કાનમાં ડીસ્ચાર્જ હોય તો તેણીને ડૉકટર પાસે રીફર કરવી કારણ કે તે પણ ઈન્ફેકશન માટેના સોર્સ છે.
(૨) બ્રેસ્ટ
- સગર્ભામાતાની બ્રેસ્ટ અને નીપલની તપાસ પ્રથમ ટ્રાઈમેસ્ટરમાં કરવી જોઇએ સાથે તેને તેનું પોતાનું હાઈજીન મેન્ટેન કરવા માટે અને બાળકના બ્રેસ્ટ ફીડીંગના પ્રીપેરેશન માટે સલાહ અપાય છે.
(3) એબ્ડોમીનલ એકઝામીનેશન
- સગર્ભા માતાની પ્રેગનન્સીના શરૂઆતના મહીના આ દરમ્યાન યુટ્રસનો ગ્રોથ એબ્ડોમીનલ એકઝામીનેશન દ્રારા ચેક કરાય છે તથા ૨૪ વીક બાદ EH.S સાંભળી શકાય છે. અને ૨૨ વીકે પર એબ્ડોમન ફીટલ પાર્ટસ પાલપેટ કરી શકાય છે. સગર્ભા માતાના ૩૦ વીક બાદ લાઈ, પ્રેઝન્ટેશન પોઝીશન અને એંગેજમેન્ટ ઓફ ધ ફીટલ હેડ તથા F.H.S અને ફંડલ હાઈટ પણ જાણી શકાય છે.
મેથડ ઓફ એબ્ડોમીનલ એકઝામીનેશન
- એબ્ડોમીનલ એકઝામીનેશન કરવા માટે માતાને પથારીમાં સુપાઈન પોઝીશન માં સુવાડવા માં આવે છે તે પહેલા તેણીને તેનું બ્લેડર ખાલી કરવા માટે જણાવવામાં આવે છે.
એબ્ડોમીનલ એકઝામીનેશન ત્રણ રીતે કરી શકાય છે.
- (1) ઇન્સ્પેક્શન
- (2) પાલપેશન
- (3) અસ્કલટેશન
(1) ઇન્સ્પેક્શન
- જેમાં યુટ્રસની ફંડલ હાઈટ માપવામાં આવે છે અને તેને જેસ્ટેશન પીરીયડ સાથે સરખાવવામાં આવે છે.
- યુટ્રસનો આકાર જોવામાં આવે છે જેમાં તે ઓવલ્ કે રાઉન્ડ ફીલ કરી શકાય છે જો તે પહોળો અને ફંડસ એક્સપેકટેશન પ્રમાણે ઉંધુ ન હોય તો ટ્રાન્સવર્સ લાઈ છે તેમ નક્કી કરી શકાય.
- જો વધારે પડતું મોટું હોય તો ટ્વીન્સ કે હાઈડ્રોએમ્નીઓસ હોઈ શકે તે લાબું અને નેરો ફીલ થાય તો બ્રીચ અને જો તેની આઉટલાઈન ઈરેગ્યુલર હોય તો યુટ્રસના બહારની બાજુએ ગાંઠ થઈ હોય તેવું કહી શકાય. જો યુટ્રસ રકાબી આકારનું કે ડીપ્રેસ થયેલ ફીલ થાય તો તે વર્ટેક્સની પોસ્ટરીયર પોઝીશન સાથે સંકળાયેલ છે તેમ નક્કી કરી શકાય.
- પેટ ની ચામડી ચળકતી જોવા મળે તો હાયડ્રોમીનીઓસ ની શંકા કરી શકાય
- ચામડી મોઇસ્ટ છે કે ડ્રાય તે જોવું સ્કીન ડીસીઝ માટે ચેક કરવું
- સ્ટ્રાયા અને લીનીયા નીગ્રા જોવા મળે છે સાથે સાથે જો સગર્ભા માતા એ પહેલા કોઈ ઓપરેશન કરાવેલ હોય તો તેનો સ્કાર પણ જોવા મળે છે.
- ફીટલ મુવમેન્ટ પણ જોઈ શકાય છે તથા તેની મદદ દ્વારા ફીટસની પોઝીશન પણ જાણી શકાય છે.
- સગર્ભા માતાની વલ્વા પર સોજા માટે ચેક કરવામાં આવે છે. તથા સાથે સાથે વેરીકોઝ વેન અને બીજા રીઝન માટે પણ ચેક કરાય છે. જો સગર્ભામાતા નો વજાયનયલ ડીસ્ચાર્જ ક્રીમી વાઈટ હોય તો તે માટે ઈન્વેસ્ટીગેશન કરવું.
- સગર્ભા માતાના લોવર લીમ્બસ પણ ચેક કરાય છે જેમાં પગ માટેની ડીફોરમીટી ચેક કરાય છે જે રીકેટ્સ માટેની જાણ કરે છે સોજા એ પ્રી એકલેમ્પશીયા, ન્યુટ્રીશનલ એનીમીયા કે પ્રેશરને કારણે જોવા મળે છે. તથા વેરીકોઝ વેઈનની તપાસ માટે પણ ચેક કરવું જો હોય તો ડૉકટર પાસે ટ્રીટમેન્ટ માટે મોકલવું.
(2) પાલપેશન
- પાલપેશન કરવા માટે સ્વચ્છ અને વોર્મ હાથ રાખવા જરૂરી છે તથા હાથની હથેળીનો ઉપયોગ કરી પાલપેશન કરવું જોઈએ. તે માટે આંગળીઓનો ઉપયોગ કરવો નહી.
પાલ્પેશન નીચેની ચાર ગ્રીપથી કરવુ જોઇએ
- ૧.ફંડલ ગ્રીપ
- ૨.લેટરલ ગ્રીપ
- ૩.પેલ્વિક ગ્રીપ
- ૪.પાવલિક ગ્રીપ
ફંડલ હાઈટ
- ફંડલ હાઈટને જોવા માટે નર્સે પોતાના ડાબા હાથને સગર્ભા માતાના ફંડસ ઉપર રાખી તેનું લેવલ માપવું જોઈએ તથા તેને જેસ્ટેશન પીરીયડની સાથે સરખાવવામાં આવે છે. ત્યારબાદ બે આંગળીઓને જીફી સ્ટરનમ ની જરા નીચે ઉતારતા જાઓ જ્યા ફીલ થાય ત્યાંથી સીમ્ફાયસીસ પ્યુબીસ સુધીની હાઈટ માપો જે ફંડલ હાઈટ દર્શાવે છે.
ફંડલ પાલપેશન
- ફંડલ હાઈટ માપવા માટે નર્સે પોતાના બંન્ને હાથને ફંડસની આજું બાજું મુકો જો બ્રીચ પ્રેઝન્ટેશન હશે તો થોડોક ઈરેગ્યુલર માસ જેવું ફીલ થશે જે ની સાથે બેક પણ ફીલ થશે. પરતું ફીટસનું માથું ફંડસમાં હોવાથી તે સખત ગોળાકાર માસ જેવું ફીલ થાય છે.
લેટરલ પાલપેશન
- લેટરલ પાલપેશન કરવા માટે પણ નર્સે પોતાના બન્ને હાથ ને યુટ્રસની બન્ને બાજુએ રાખવા તથા તેને વારા ફરતી નીચેની તરફ દબાવવા જમણો હાથ દબાવવાથી ડાબા સાઈડ ફીલ કરીશકાશે અને ડાબો હાથ દબાવવાથી જમણી બાજું ફીલ કરી શકાય છે. જે બાજું સખત લાગે તે ફીટસનો બેકનો ભાગ અને તેની ઓપોઝીટ ફીટસના લીમ્બ્સનો ભાગ હોય તેવું સમજી શકાય છે. આના દ્રારા આપણે ફીટસની પોઝીશન જાણી શકાય છે. હાથની આંગળીઓને ધીરે ધીરે એબ્ડોમન પર ઉપર નીચે કરવાથી આ પાલ્પેશન સારી રીતે કરી શકાય છે.
ડીપ પેલ્વીક પાલ્પેશન
- ડીપ પેલ્વીક પાલપેશન એ ફીટસનો પ્રેઝન્ટીગ પાર્ટ કેટલો એનલાર્જ છે કે તે પેલ્વીસમાં કેટલો એન્ટર થયેલ છે તે જાણવા માટે કરવામાં આવે છે. સાથે એ પણ જાણી શકાય છે કે ફીટસનું હેડ બરાબર ફ્લેક્ષ થયેલ છે કે નહી તથા ફીટસની પોઝીશન શું છે? ડીપ પેલ્વીક પાલપેશન કરવા માટે નીચેની પધ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. જેમાં સગર્ભાસ્ત્રીને એકઝામીનેશન ટેબલ પર સીધી સુવડાવી તેના પગને ઘુટણમાંથી સહેજ વાળવા માટે કહેવુ જેથી તેણીના એબ્ડોમીનલ મસલ્સ રીલેક્સ થશે ત્યારબાદ નર્સેસ્ત્રીના પગ સામે ફેસ કરી ઉભા રહેવું તથા નર્સે પોતાના બન્ને હાથને યુટ્રસના લોવર પોલના બન્ને સાઈડે મુકવા તથા બન્ને હાથની ફીંગર્સ ને નીચે અને અંદર તરફ દબાવવી જ્યારે સ્ત્રી સ્વાસ બહાર કાઢે ત્યારે ફીંગર્સને વધારે ઉંડાણમાં પેલ્વીસમાં દબાવવા અને તેથી હાથની આંગળીઓ ફીટસના હેડના કોન્ટેક્ટમાં આવશે જો ફીટસનું હેડ પેલ્વીસમાં નીચેની તરફ બરાબર ખશ્યુ હોય તો ફીટસનું સીન્સીપુટ એકસાઈડ પર ફીલ થશે અને તેની અપોઝીટ સાઈડે ફીટસની બેક ફીલ થશે આ માટે નર્સે પોતાનો એક હાથ ડીપ- લોવર સાઈડ પુરા કર્યા બાદ જ બીજ હાથ દ્વારા ફીટ સનું હેડ સારી રીતે પેલ્વીસમાં ફ્લેક્ષ થયેલ છે કે કેમ તે જાણી શકાય છે. આના દ્વારા સારી રીતે પેલ્વીસમાં ફીટસની પોઝીશન જાણી શકે છે. આ પ્રકારના પાલપેશનને પેલ્વીક ગ્રીપ પણ કહી શકાય છે.
પાવલીક ગ્રીપ
- પાવલીક ગ્રીપ પાલપેશનમાં ફીટસનો કયો ભાગ યુટ્રસના લોવર પોલમાં ઓક્યુપાય થયો છે તે જાણી શકાય છે. તથા તેનો સેકન્ડ મેન્યુવર તરીકે પણ ઉપયોગ થાય છે. જે યુટ્રસના કોન્ટ્રેકશન માટે સ્ટીમ્યુલેટ થવા પહેલા ઉપયોગી છે. આ સાથે નર્સેએ પણ જાણી શકે છે કે ફીટસનું હેડ પેલ્વીસમાં આવવા માટે બોન પાસે ફ્રી સ્પેસ છે કે નહી?
- પોલ્વીક પાલપેશન કરવા માટે નીચેની પધ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં નર્સે સગર્ભાસ્ત્રીને સીધી સુવાડી પગ વાળવા કહેવું તથા તેનો પોતાના ફેસ સ્ત્રીના માથા તરફ રાખવો નર્સે જમણા હાથે યુટ્રસના લોવર પોલને પકડવું. જેમાં હાથની બધી આંગળીઓ અંગુઠા વડે ફીટસના પ્રેઝન્ટીંગ પાર્ટને પકડવો નર્સે ડાબા હાથ વડે ઉપર તરફ થી જમણા હાથ તરફ સ્લાઈટલી દબાણ કરવું આ સમયે નર્સે મધરને ઉંડા શ્વાસ લેવા માટે જણાવવું જેથી ફીંગર્સ સીમ્ફાયસીસ પ્યુબીસ પર અંદર તરફ સારી રીતે જઈ શકે છે.
હેડ એન્ગેજ થવાના ચિન્હો
- જ્યારે ફિટસના હેડનો ભાગ પરાઇટલ ડાયામીટર પેલ્વીક બ્રીમમાંથી પસાર થઇ નીચે ઉતરી જાય ત્યારે તેને હેડ એન્ગેજ થયેલુ કહે છે.
- પાલ્પેશન કરતા હેડ પેલ્વીક બ્રીમની નીચે હોય છે. અને તેને પકડીને સહેલાઇથી હલાવી શકાતુ નથી.
હેડ એન્ગેજ ન થવાના કારણો :
- (1) યુટ્રસનુ લોઅર સેગ્મેન્ટ બરાબર તૈયાર ન થયુ હોય તો
- (2) ફિટ્સની પોઝીશન પોસ્ટીરીયર હોય તો
- (3) માતાની LMP ડેટ ખોટી હોય તો
- (4) પેલ્વીક સાંકડુ હોય ત્યારે અથવા ટ્વીન્સ પ્રેગનન્સી હોય ત્યારે
- (5) યુટ્રસમાં એમ્નીયોટીકનુ પ્રમાણ વધુ હોય ત્યારે
- (6) CPD હોય ત્યારે
- (7) પ્લેસેન્ટા યુટ્રસના લોઅર સેગમેન્ટમાં ચોંટેલી હોય ત્યારે
- (8) યુટ્રસના લોઅર સેગમેન્ટમાં ગાંઠ હોય ત્યારે
(3) અસ્કલટેશન
- અસ્કલટેશન દ્રારા ફીટલના હાર્ટ સાઉન્ડ સાંભળવામાં આવે છે જેમાં ફીટસના બેકના ભાગની એફ.એચ.એસ સારી રીતે સાંભળી શકાય છે. જ્યાં ફીટસના બેકના ભાગ યુટ્રસના વોલ સાથે કોન્ટેક્ટમાં આવે છે. ત્યાં FHS સારી રીતે સાંભળી શકાય છે. આ માટે સ્ટેથોસ્કોપ કે ફીટોસ્કોપનો ઉપયોગ કરાય છે. નોર્મલ ફીટસના FHS એક મીનીટમાં ૧૨૦ થી ૧૪૦ સંભળાય છે. જે પોઈન્ટ પર એફ.એચ.એસ વધુ ક્લીયર સંભળાય છે તે પોઈન્ટને મેકસીમમ્ ઈન્ટેન્સીટી કહેવાય છે. જો ફીટસની LOA પોઝીશન હોય તો FHS માતાની ડાબી બાજુએ અમ્બેલીકલ્સને સીમ્ફાયસીસ પ્યુબીસની વચ્ચે સંભળાય છે. જો ફીટસ ROA પોઝીશનમાં હોય તો FHS માતાની જમણી બાજુએ અમ્બેલીકસ અને સીમ્ફેસીસ પ્યુબીસની વચ્ચે સંભળાય છે. જો ફીટસની પોસ્ટરીયર પોઝીશન હોય જેમ કે LOP અને ROP તો ત્યારે FHS સ્ત્રીના પડખાના ભાગમાં પોઝીશન પ્રમાણે લેફ્ટ અને રાઈટ સાઈડ સંભળાય છે અને જો ફીટસ લેટરલ પોઝીશનમાં હોય તો જેમ કે LOL અને ROL ત્યારે FHS એન્ટીરીયર પોઝીશન કરતા ૨ ઈ.ચ દુર સંભળાય છે. જો બ્રીચ પ્રેઝન્ટેશન હોય તો અને તે એંગેજ થયેલ ન હોય તો અમ્બેલીકલ્સની ઉપર સારી રીતે સાંભળી શકાય છે.
- આ સિવાયના બીજા બે સાઉન્ડ સાંભળી શકાય છે. જેને યુટ્રાઈન સફલ અને ફ્યુનીક સફલ કહે છે.
- અસ્કલટેશન માટે સગર્ભા માતાને સુવડાવી પગ સીધા રાખવા કહેવું ત્યાર બાદ નર્સે સ્ટેથોસ્કોપ કે ફીટોસ્કોપ નો ઉપયોગ કરી તેને એબ્ડોમીન પર મુકવું કે જ્યા ફીટસની પોઝીશન પ્રમાણે FHS એક્સપેકટ કર્યા હોય તથા કાન દ્વારા ધ્યાનથી સાંભળવામાં આવે છે.
એબ્ડોમીનલ એક્ઝામિનેશન
એક્ઝામિનેશન ઓફ ધ એન્ડ ઓફ પ્રેગ્નન્સી
- જેમા નર્સે સગર્ભાસ્ત્રીની લાઈ ચેક કરાય છે જે લોન્જીટ્યુડીનલ છે કે કેમ? તેનો પ્રેઝન્ટીંગ પાર્ટ ચેક કરાય છે. વર્ટેક્ષ છે કે નહી. પ્રાઈમી ગ્રેવીડામા ૩૬ થી ૩૮ વીક દરમ્યાન ફીટલ હેડ એન્ગેજ થાય છે કે તેની તૈયારીમાં હોય છે તે માટે ચેક કરવું જ્યારે મલ્ટી ગ્રેવીડામાં આ લેબર સમયે જોવા મળે છે. આ હેડનું એન્ગેજમેન્ટ જો ફીટસનું હેડ હોય તો જ જોવા મળે છે.
- ઉપરની દરેક પ્રકારની માહીતી અને તપાસ બાદ નર્સે ડાયગ્નોસ કરી શકે છે.
જેમાં ઈન્સપેકશન, પાલપેશન અને અસ્કલટેશનનો ઉપયોગ કરીને નીચેની ધારણા કરી શકે છે.
જેસ્ટેશનલ એજ :
- જેસ્ટેશનલ એજ એ જેસ્ટેશનના સમય પ્રમાણે યુટ્રસનો ગ્રોથ દર્શાવે છે.
જો સગર્ભા સ્ત્રી અને ફીટસની નોર્મલ કંડીશન હોય તો યુટ્રસનો ગ્રોથ નીચે મુજબ જોવા મળે છે.
A. 8th વીક
- યુટ્રસ પાલપેટ કરી શકાતુ નથી, તેથી હાથ દ્વારા તપાસ કરવાથી તેની સાઈઝ ટેનીસ બોલ જેવડી ફીલ થાય છે. પરતું તેનો આકાર જાણી શકાય છે.
B. 12th વીક
- યુટ્રસ પેલ્વીક કેવીટીમાં ફીલ કરી શકાય છે. જેમાં ફંડસનો ભાગ સીમ્ફાયસીસ પ્યુબીસની થોડી ઉપર ફીલ થાય છે.
C. 16th વીક
- યુટ્રસ સીમ્ફાયસીસ પ્યુબીસ અને અમ્બેલીકલના સહેજ ઉપરના ભાગે ફીલ થાય છે. એટલે કે યુટ્રસનું ફંડસ સીમ્ફાયસીસ પ્યુબીસથી ૭.૫ સે.મી ઉપર ફીલ કરી શકાય છે.
D. 20th વીક
- યુટ્રસનું ફંડસ સીમ્ફાયસીસ પ્યુબીસથી ૧૫ સે.મી ઉપર ફીલ થાય છે અમ્બેલીકસથી બે ફીંગર નીચેની તરફ ફીલ થાય છે. આ સમય દરમ્યાન મધર FHS હાર્ટ સાઉન્ડ અને ફીટલ પાર્ટ ફીલ કરી શકે છે જે પ્રેગનન્સીની પોઝીટીવ સાઈન છે.
E. 24th વીક
- યુટ્રસનું ફંડસ અમ્બેલીક્સની અપર માર્જીન પર ફીલ થાય છે જે સીમ્ફાયસીસ પ્યુબીસથી ૨૦ સે.મી ઉપર હોય છે અને ત્યારે યુટ્રસ રાઈટ સાઈડ રોટેટ થાય છે.
F. 30th વીક
- યુટ્રસનું ફંડસ અમ્બેલીક્સ અને ઝીફી સ્ટરનમની વચ્ચે ફીલ થાય છે જે સીમ્ફાયસીસ પ્યુબીસથી ૨૪ સે.મી ઉપર હોય છે.
G. 36th વીક
- યુટ્રસ તેના હાઈએસ્ટ લેવલે પહોચે છે. એટલે કે જીફી સ્ટરનમના કોન્ટેક્ટમાં આવે છે. જે સીમ્ફાયસીસ પ્યુબીસથી 30 સે.મી ઉપર હોય છે.
H. 38th વીક
- યુટ્રસ નાનું થઈને નીચેની તરફ એટલે કે ૩૪ વીકની પ્રેગનન્સી જેટલું થાય છે. જે લગભગ અમ્બેલીક્સ અને ઝીફી સ્ટરનમનાં ૨/૩ ભાગે પહોચે છે. આ કંડીશનને “લાઈટનીંગ” તરીકે ઓળખાય છે.
I.40th વીક
- લેબર શરુ થવાની તૈયારીમાં હોય છે જેમાં લોવર યુટ્રાઈન સેગમેન્ટ રીલેક્સ અને સ્ટ્રેચ્ડ હોય છે. સર્વિક્સનો ભાગ નાનો બને છે અને સર્વાઇકલ કેનાલની ઓસ મ્યુકસ પ્લગથી બંધ હોય છે. આ સમયે ફીટસની લાઈ એમનીઓટીક ફ્લ્યુઈડ સાથે લેડ ડાઉન જોવા મળે છે.
ફસ્ટ ટ્રાઈમેસ્ટર વિઝીટ દરમ્યાન કરવામાં આવતી કામગીરી
- માતા સાથે ચર્ચા કરવી પ્રશ્નો પુછવા અને તેની હિસ્ટ્રી લેવી.
- યુરીનની તપાસ કરવી, જેમાં સુગર અને આબ્લ્યુમીન ટેસ્ટ કરવા અને માતાના હિમોગ્લોબીનની તપાસ કરવી.
- બ્લડ પ્રેશર માપવું.
- વજન કરવો અને તેનો રેકોર્ડ રાખવો અને ઉંચાઈ માપવી.
- ઇડીમા માટે નિરીક્ષણ કરવું.
- આરોગ્ય શિક્ષણ આપવું.
- એબ્ડોમીનલ એક્ઝામીનેશન કરવું.
- મમતા કાર્ડ ભરવું તથા તેની અગત્યતા વિશે સમજાવવું.
- ટી.ડી. ના ડોઝ લેવા માટે ક્લીનક પર બોલાવવા.
1)પહેલી વિઝીટ
- આ વિઝીટ 8 થી 10 વિકમાં કરવામાં આવે છે.
- હિસ્ટ્રી લેવી
- ફેમીલી, મેડીકલ, સોશીયલ, ઓબ્સ્ટેટ્રીક તથા પ્રેજન્ટ પ્રેગ્નેસીની હિસ્ટ્રી લેવી.
ફીઝીકલ એક્ઝામીનેશન :
- ઉંચાઇ, વજન, પેલ્વીસના ડાયામીટર, મધરની જીભ, કંજક્ટાઇવા, બ્રેસ્ટ, ટી.પી.આર. વગેરેની તપાસ કરવી.
બ્લડ એક્ઝામીનેશન :
- એચ.બી., બ્લડ ગ્રુપ, આર.એચ. ફેક્ટર અને ગુપ્ત રોગોની તપાસ કરવી.
વજાયનલ એક્ઝામીનેશન :
- પ્રેગ્નેસીની જાણકારી માટે તથા ઇન્ફેક્શન માટે જોવા.
એબ્ડોમીનલ એક્ઝામીનેશન :
- પ્રેગ્નન્સીના મહિના જાણવા માટે. એમ્નીયોટીક ફ્લુઇડ જાણવા માટે અગાઉના ઓપરેશનના સ્કાર કે ગાંઠની ચકાસણી માટે.
2) બીજી વિઝીટ
- 16 થી 34 વિકમાં જેમાં એબ્ડોમીનલ એક્ઝામીનેશન ફેડલ હાઇટ, એફ.એચ.એસ., પ્રેઝટેશન, પોઝીશનની તપાસ કરવામાં આવે છે.
- ક્લીનીકમાં ક્યારે આવવું અથવા માતાની ક્યારે વિઝીટ લેવી?
- 4 વિકથી 20 વિક દરમિયાન દરેક વિક એટલે કે 1 થી 5 માસ સુધી દર માસે.
- 21 થી 36 વિક દરમિયાન દર 2 વીકે.
- 37 થી 40 વિક દરમિયાન દર વિકે વિઝીટ લેવી.
આ બધી વિઝીટ દરમિયાન કઇ કઇ બાબતોની માહિતી મેળવશો?
- હૃદય રોગ વિશે – હાંફ ચડવો
- વધારે પડતો થાક લાગવો
- હ્રદયના ધબકારા વધી જવા
- મોં પર સોજા આવવા.
- માથું દુખવુ કે દ્રષ્ટિ ઝાંખી થવી
- રક્તસ્ત્રાવ થવો કે ડાઘા પડવા
- સગર્ભાવસ્થાના કોઇ પણ તબ્બક્કમાં પેટમાં દુખવું.
- ટેમ્પ્રેચર આવવું.
- ટી.બી. જેવા રોગના ચિન્હો કે લક્ષણો જોવા મળે અને સગર્ભાની તંદુરસ્તીનું તારણ કાઢવુ.
રોલ ઓફ A.N.M ઇન હોમ વિઝીટ & ક્લીનીક
- પાંડરોગની ઓળખ અને તેની સારવાર
- અગાઉના કોઇ કોમ્પ્લીકેશન હોય તો તે હાલની પ્રેગ્નેસીમાં ફરી જોવા ન મળે તેની કાળજી લેવી
- પગ પરના કે મોં પરના સોજાની તપાસ
- બી.પી. માં વધારો ઘટાડો
- ગર્ભાશયની વધેલ હાઇટ પ્રમાણે ગર્ભનો વિકાસ થયો છે કે કેમ
- ગર્ભાવસ્થાના છેલ્લા 3 માસ દરમિયાન ગર્ભની સ્થિતી.
- ટી.ડી. રસીકરણના પૂરા કરેલા ડોઝ, ક્યારે પૂરા કરેલ છે તેની વિગત.
- ફિટલ હાર્ટ સાઉન્ડની ગતીમાં વધ ઘટ (160 થી વધુ અને 120 થી ઓછા ન હોવા જોઇએ)
- લાય, પ્રેઝન્ટેશન, પોઝીશન અને ગર્ભમાં બાળક કેટલા છે.
- જો જરૂર પડે તો સ્પેશીયાલીસ્ટ્ને બોલાવી જરૂરમંદ લાભાર્થી જેવા કે, કાર્ડીયાક અને ડાયાબિટીસની તક્લીફ સાથે પ્રેગ્નેસી હોય તેમની તપાસ કરાવવી.
- જરુર પડયે સોનોગ્રાફી કરાવવા માટેની વ્યવસ્થા કરવી.
એક્ઝામિનેશન ઇન 2nd ટ્રાયમેસ્ટર
- ફિટલ મુવમેન્ટ (બાળકનું હલન ચલન)
- ફિલ પાર્ટ
- ફિટલ હાર્ટ સાઉન્ડ
એક્ઝામિનેશન ઇન 3rd ટ્રાયમેસ્ટર
- ફિટલ લાય
- પ્રેઝન્ટેશન
- પોઝીશન
- ગ્રોથ પેટર્ન
- વોલ્યુમ ઓફ લાયકર
- એબનોર્માલીટી
- પ્રેઝન્ટીંગ પાર્ટ એન્ગેજ થયેલ છે.
એબ્ડોમીનલ ગર્થ (AG)એટ લેવલ ઓફ અમ્બેલીકસ
- એબ્ડોમીનલ ગર્થ દર વિક 2.5 સેમી વધે છે અને ફુલ ટર્મ થતા સુધીમાં 95 થી 100 સેમી જેટલું થાય છે.
વજાયનલ એક્ઝામીનેશન
- એન્ટીનેટલ ક્લીનકમાં આવે છે. ત્યારે વજાયનલ એક્ઝામીનેશનની જરૂર પડે તો કરવામાં આવે છે.
સ્ટેપ્સ ઓફ વજાયનલ એક્ઝામીનેશન
- લાભાર્થીને પ્રથમ યુરીન પાસ કરવા કહેવું.
- ટેબલ પર સુપાઈન પોઝીશનમાં સુવડાવવું અને પગ ઉભા રહે તે રીતે સુવડાવી ટેબલની કીનારી સુધી લઇ આવવું.
- ત્યારબાદ લાભાર્થીને ટોવેલ વડે કવર કરવું.
- એક્ઝામીનરે સાબુ પાણીથી હૅન્ડ વોશ કરવા.
- ઓટોક્લેવ કરેલા ગ્લોવ્ઝ પહેરવા.
- લાભાર્થી સાથે હમેશા વાત કરતા જઈને એક્ઝામીનેશન કરવું.
- તમે તેને શું કરવા માગો છો અથવા કઇ પ્રોસીઝર માથી પસાર કરવામાં આવે તે વિશે સૌ પ્રથમ સમજણ આપવી.
- લાભાર્થીની જમણી બાજુથી તપાસ કરવી.
ઇન્સ્પેક્શન
- લીબીયા ખુલ્લા કરવાં (અંગુઠા તથા ઇંડેક્સ ફીંગર વડે) અને વજાયનલ ડીસ્ચાર્જ માટે ચેક કરવું (નોર્મલ તથા એબનોર્મલ) અને નોંધ કરવી તથા યુટ્રાઇન પ્રોલેપ્સ છે કે કેમ તે વિશે જોવું.
સ્પેક્યુલમ એક્ઝામીનેશન
- સારી રીતે લાઇટ્સનું એરેન્જમેન્ટ કરીને ઓટોક્લેવ કરેલ ઇસ્ટુમેન્ટ નો ઉપયોગ કરવો.
- એન્ટીસેપ્ટીક સોલ્યુશન વડે વોશ કરવું.
- ઉપરથી નીચેની તરફ સીંગલ યુઝ કરવો. ઓછામાં ઓછા સ્વોબ નો ઉપયોગ કરવો. અને વધુમાં વધુ જરૂર પડે તેટલી વખત સ્વોબનો યુઝ કરી શકાય.
- સ્પેક્યુલમને આડું (આપણી તરફ) એન્ગલ રાખીને દાખલ કરવું. વજાયનામાં ગયા બાદ સીધુ કરવું. આ એક્ઝામીનેશન સ્મીયર લેવું હોય. સર્વીક્સની પોઝીશન તથા વજાયનલ વોલની કંડીશન જોવા માટે કરવામાં આવે છે.
- જરુર પડે એ.પી. રીટ્રેક્ટરનો ઉપયોગ કરવો.
- એક્ઝામીનેશન કર્યા બાદ સ્પેક્યુલમ જેવી રીતે દાખલ કરેલ તેવી જ રીતે રીમુવ કરવું.
બાયમેન્યુઅલ
- ઇંડેક્સ તથા મીડલ ફીંગરનો ઉપયોગ કરી લીબીયાને સેપરેટ કરવા અને વજાયનલ કેનાલમાં તપાસ કરવી.
સર્વીક્સ
- સર્વીક્સનું ડાયલેટેશન તથા કોઇ પેથોલોજીકલ કંડીશન જાણી શકાય.
યુટ્રસ
- સાઇઝ, શેઇપ, પોઝીશન, વગેરે જાણી શકાય. ઉપરાંત યુટ્રસનો જેસ્ટેશન પીરીયડ પણ જાણી શકાય.
સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન
- એચ.આઈ.વી., હીપેટાઈટીસ બી, તથા સિફિલીસનો ટેસ્ટ
- યુટ્રસ સાઉન્ડ એક્ઝામીનેશન પહેલા ટ્રાઇમેસ્ટરમાં 18 થી 20 વિક રુટીન કરાવવુ.
- જીવિત જન્મનાં 3% બાળકોમાં કોન્જીનેટલ એબનોર્મલીટી
- જેના માટે ખાસ કરીને જીનેટીક ફેક્ટર જવાબદાર હોય છે.
- ક્રોમોઝોમની ખામીનાં કારણે 50% પહેલા ટ્રાઇમેસ્ટરમાં સ્પોન્ટેનીયસ એબોર્શન અને 5% સ્ટીલ બર્થ જન્મે છે.
- આના માટે ક્લીનીકલ ઇવાલ્યુએશન બાયોકેમીકલ અને બાયોફીઝીકલ મેથડ દ્વારા કરવામાં આવે છે.જેનાથી બાળક અને માતા બન્નેનું રીસ્ક ઘટાડી શકાય છે.
પ્રોફાઈલેક્ટિક મેડીકેશન
- સગર્ભાવસ્થા દરમ્યાન માતા અને બાળકની તંદુરસ્તી જાળવવી એ અગત્યનું છે આ માટે સગર્ભા અવસ્થા દરમ્યાન ન્યુટ્રીટીવ ડાયેટની સલાહ આપવી તેમજ એનીમીયા અને ધનુંર જેવા રોગોથી બચવા માટે આર્યન ફોલીક એસીડ અને ધનુંર વિરોધી રસી અટકાયતી પગલા તરીકે આપવામાં આવે છે.
(૧) ફોલીક એસીડ
- સગર્ભા માતાની નોંધણી સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ દરમ્યાન થતી હોય છે. તેણીને તેના ગર્ભસ્થ ફીટસનાં વૃધ્ધિ અને વિકાસ અને વિકાસ અને જન્મજાત ખોડખાંપણ ન થાય તે માટે ફોલીક એસીડનો પુરક આહાર આપવામાં આવે છે ગર્ભાવસ્થાના ૧૨ વીક દરમ્યાન રોજનું ૫ મી.ગ્રા ફોલીક એસિડ આપવું જોઈએ જે માટેની ગોળીઓ હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ હોય છે.
(૨) આર્યન ફોલીક એસીડ
- NIPI પ્રોગ્રામ પ્રમાણે સગર્ભા માતા ને આર્યન ટેબલેટ આપવી.
- સગર્ભાવસ્થા દરમ્યાન આર્યનની વધારે જરૂરીયાત હોય છે. તેથી એનીમીયા અટકાવવા માટે આર્યન ફોલીક એસીડનાં સંયોજન વાળી ટેબલેટનો પુરક ડોઝ આપવો તેમજ આયર્ન
યુક્ત ખોરાક લેવો જોઇએ.
- તમામ સગર્ભાસ્ત્રીઓને આર્યન ફોલીક એસીડની ટેબલેટ ૧૦૦ મી.ગ્રા આર્યન અને ૦.૫ મી.ગ્રા ફોલીક એસીડની સંયોજન વાળી રોજની એક ગોળી એમ ૧૦૦ દિવસ સુધી આપવી જરૂરી છે.
- જે આપવાની શરૂઆત સગર્ભા અવસ્થાના ત્રણ માસ બાદ એટલે કે ૧૪ થી ૧૬ વિક દરમ્યાન અપાય છે.
- આ ડોઝ એનીમીયાને અટકાવવા માટે નો છે. IFS (આર્યન ફેરસ સલ્ફેટ) અને IFA (આર્યન ફોલીક એસીડ) એ એનીમીયા અટકાયતી ડોઝ છે.
- જો માતાને એનીમીયા હોય અને HB-11 ગ્રામથી ઓછું હોય અથવા તેણીને ફીક્કાસ હોય તો સેજની બે IFA ની ટેબલેટ ત્રણ માસ સુધી આપવી જોઈએ. આનો અર્થ એ થાય કે સગર્ભાવસ્થા દરમ્યાન IFA ની ૨૦૦ ગોળીઓ એનીમીયા હોય તો લેવાની જરૂર છે. આ એનીમીયામાં સુધારો કરવા માટેની સારવારનો ડોઝ છે.
- ગંભીર પ્રકારના એનીમીયા જેમાં એચ.બી- ૭ ગ્રામથી ઓછું હોય તેવી સગર્ભા માતા તથા જેમને એનીમીયાના કારણે શ્વાસ ચઢતો હોય અને હૃદયના ધબકારા વધી જતા હોય તેવી સગર્ભા સ્ત્રીઓને IFA નું થેરાપ્યુટીક ડોઝ આપવાનું શરૂ કરી અને વધારે સારવાર માટે પી.એચ સી પર ડૉકટર પાસે મોકલી આપવી જોઈએ.
- ઘણી સ્ત્રીઓ કેટલીક સામાન્ય આડ અસરના કારણે IFA લેતી નથી. આ માટે સગર્ભા માતાને આર્યન ફોલીક એસીડ લેવાની જરૂરીયાત અને એનીમીયા સાથે સંકળાયેલા જોખમો અંગે સમજ આપવી તેણીને કહો કે આમ તો ગોળી સવારે ભુખ્યા પેટે લેવી જોઈએ તેમ છતા તમે ખોરાક સાથે કે રાત્રે લઈ શકો છો. આનાથી ઉબકા ટાળી શકાય છે.
- મળનો રંગ કાળો આવે તો તેણીએ ચિંતા કરવાની જરૂર નથી. આ ટેબલેટ લેવાથી સામાન્ય રીતે આવું થાય છે.
- ઘણી માતાને કબજીયાતની ફરીયાદ રહેતી હોય તો તેણીએ વધારે પાણી પીવું જોઈએ.
- આની આડ અસર ગંભીર નથી.
- આર્યન ફોલીક એસીડની ગોળી ચા કે કોફી સાથે ન લેવી કારણ કે તેથી આર્યનનું શોષણ ઘટે છે.પરંતુ વીટામીન-સી સાથે લેવાથી તેનુ શોષણ વધે છે.
- આર્યન ફોલીક એસીડની ગોળી લેવાથી તેણીને પહેલા કરતા ઓછો થાક અનુભવશે જોકે સારૂ લાગતું હોવા છતા તેણીએ ગોળીઓ લેવાનુ બંધ ન કરવું.
- જો આર્યન ફોલીક એસીડની ગોળી લેવાથી કોઈ પ્રશ્નો ઉદભવે તો તો તેણી ને ફરી બતાવવા માટે કહેવું અને ડોકટર પાસે રીફર કરવું.
(૩) ટેબલેટ કેલ્શીયમ
- સગર્ભાવસ્થાના ચોથા માસથી લઇને પોસ્ટનેટલ ના ૬ માસ સુધી આપવામા આવે છે પુરક કેલ્સિયમ આપવા માટેના ધોરણ (પ્રોટોકોલ)
- કેલ્સિયમથી ભરપુર આહાર લેવા માટે તમામ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સંપરામર્શ કરવો.
- સગર્ભાવસ્થાના ૧૪માં અઠવાડિયા થી શરૂ કરીને પ્રસુતિ બાદનાં ૬ મહિના સુધી મોં વાટે ગળવાની કેલ્સિયમની ગોળીઓ દિવસ એક વખત ( કુલ ૧ ગ્રામ કેલ્સિયમ/દરરોજ) લેવા માટે સમજણ આપવી.
- બપોર પછીના આહાર સાથે કેલ્સિયમ ની એક ગોળી લેવાની સલાહ આપવી કારણ કે કેલ્સિયમની વધારે પડતી માત્રા શરીરમાં આયર્ન શોષવામાં બાધક બને છે. કેલ્સિયમની ગોળી ખાલી પેટે પણ ના લેવી જોઇએ કેમ કે તેનાથી જઠર માં સોજો આવવાની સંભાવના છે.
- કેલ્સિયમ અને આયર્નના શરીરમાં શોષણમાં બાધક બને છે. આઇ.એફ.એ. ગોળી આહાર લીધા બાદ બે ક્લાક પછી લેવી ઇચ્છનીય છે.
- કેલ્સિયમની દરેક ગોળી ૫૦૦ મી.ગ્રા મુળભુત કેલ્સિયમ, ૨૫૦ આઇ.યુ.વિટામિન ડી૩ હોવા જોઇએ. કેલ્સિયમ તૈયાર કરવા માટે પસંદગી યુક્ત દ્રાવણ કેલ્સિયમ કાર્બોનેટ છે. વિટામિન ડી ગોળી માં સાથે આપવા નું તર્ક છે કે વિટામીન ડીના કારણે કેલ્સિયમનું શરીરમાં શોષણ વધારે સારી રીતે થાય છે.
- કેલ્શીયમ અને આયર્નની ગોળી વચ્ચે ચાર કલાકનું અંતર હોવુ જોઇએ.
(૪) ઇન્જેક્શન ટી.ડી
- સગર્ભા માતાને ટી.ડી ઇન્જેક્શનના બે ડોઝ આપવામાં આવે છે. જેનાથી માતા અને થનાર બાળકને ટીટેનસ અને ડિપ્થેરિયાથી રક્ષણ મળે છે.
- ઇન્જેક્શનનો પહેલો ડોઝ સગર્ભાવસ્થાની જાણ થયા બાદ તુરંત જ આપવો અથવા તો સગર્ભા સ્ત્રીની જ્યારે એ.એન.સી માટે નોંધણી થયા બાદ બે માંથી જે વહેલુ હોય ત્યારે આપવો જોઈએ અને બીજો ડોઝ તેના એક મહિના બાદ આપવો જોઈએ.
- પ્રથમ ડીલીવરી અને બીજી ડીલીવરી વચ્ચે 3 વર્ષ કરતા ઓછો ગાળો હોય તો ઇંજેક્શન ટી.ડી. નો બુસ્ટર ડોઝ આપવો.
- ટી.ડી. ઇન્જેક્શનના દરેક ડોઝ ૦.૫ મી.લી ડીપ મસલ્સમાં આપવું જોઈએ માતાને જાણ કરો કે ઇન્જેક્શન આપેલા ભાગ પર એક બે દિવસ માટે થોડો દુખાવો કે સોજો અને લાલાશ રહી શકે છે.
(5) મલેરિયા પ્રોફાઇલેક્સીસ અને સારવાર
- કોઈ પણ પ્રોફાઇલેક્સીસની ભલામણ કરવામાં આવતી નથી પરંતુ મલેરિયાનું વધારે પ્રમાણ હોય તેવા વિસ્તારમાં સગર્ભા મહિલા જંતુ મુક્ત કરેલ મચ્છરદાની અથવા લાંબી ચાલતી મચ્છરદાનીનો ઉપયોગ કરે તેને પ્રાથમિકતા આપવી જોઈએ.
- જ્યા બીમારીનો રોગચાળો ફેલાયેલ હોય તેવા વિસ્તારમાં રાષ્ટ્રીય રોગવાહક બીમારી નિયંત્રણ કાર્યક્રમ (એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત આપવામાં આવેલી માર્ગદર્શિકાઓ મુજબ તમામ શંકાસ્પદ કેસોની મલેરિયાની તપાસ રેપીડ ડાયગ્નોસ્ટિક કિટ વડે થવી જોઈએ.
- જો સગર્ભા મહિલામાં મલેરિયાના લક્ષણો કોઈ પણ સમયે જોવા મળે તો તેની તપાસ થવી જોઇએ.
- જો પરિણામ પોઝિટિવ આવે તો તેણીને વધારે સારવાર માટે રીફર કરો.
નીડ બેસ્ડ ઇન્ફોર્મેશન & ગાઇડન્સ
- સગર્ભાસ્ત્રી સામાન્ય રીતે પોતાની અને પોતાના બાળક માટે શું સારૂ છે તે જાણવા અને શિખવા ઉત્સુક હોય છે. આ માટે નર્સ માતાને કોઈ પણ સલાહ કે સુચન કે જાણકારી આપે તો તે સ્વીકારવા કે મેળવવા તૈયાર હોય છે. આ માટે નાના ગ્રુપમાં સગર્ભા માતાઓને નર્સે ભેગી કરી સલાહ અને જાણકારી આપવી જોઈએ પરંતું તે સીમ્પલ એકટીવીટી અને પ્રેક્ટીકલ શક્ય હોવુ જોઈએ.
હાયજીન ઓફ પ્રેગનન્ટ વુમન
(૧) ફ્રેશ એર (હવા) & સન લાઇટ
- સામાન્ય રીતે આમ તો દરેક સ્ત્રી દિવસ દરમ્યાન ખુલ્લી. ખુલ્લી હવામાં જ કાર્ય કરતી હોય છે અને તે તેનાં માટે ખુબજ સારૂ છું પરતું તેની રાત્રી દરમ્યાન તેની સુવાની વ્યવસ્થા માટે સલાહ આપવી કારણ કે રાત્રી દરમ્યાન પણ સારી હવા તેની માટે ઉપયોગી છે. તે તેને સમજાવવું તેથી એક રૂમમાં બંધ બારણે ઘરનાં બધાજ વ્યક્તિઓ સુવે તેનાથી દુર ખુલ્લા વાતાવરણમાં સુવા માટે કહેવું.
(૨) ક્લોથિંગ
- સગર્ભા માતાએ કપડાં સાદા અને સ્વચ્છ પહેરવા જોઈએ પરતું તે ખુબજ ફીટ ન પહેરતાં ઢીલા અંડર ગારમેન્ટસ પહેરવાની સલાહ આપવી તે પણ ખુબ ટાઈટ ન હોવી જોઈ કે જેથી કરીને ફ્લેટ નીપલનો પ્રોબ્લેમ ન થાય માતાને એબ્ડોમન નાં સપોર્ટ માટે પણ સલાહ આપવી જેમાં ખાસ કરીને વધારે વાર પ્રેગનન્સી ધરાવી ચુકેલ માતાને તેની ખાસ જરૂર છે.
(૩) બોવેલ
- સગર્ભામાતાને દરરોજ સ્ટુલ પાસ કરવા માટે સલાહ આપવી તથા તે માટે કોઈ પણ પ્રકારનું લેકઝેટીવ વાપરવા ના પાડવી તે માટે તેને એક ગ્લાસ ગરમ પાણી રોજ સવારે સુઈ ને ઉઠતા પીવા માટે કહેવું જોઈએ તથા દિવસ દરમ્યાન વધારે પાણી પીવા સમજાવવું જમણ માં વધારે પ્રમાણમાં રેસાવાળા શાકભાજી લેવા માટે કહેવું જોઈએ. લેક્સેટીવની જરૂર પડે તો લેક્સેટીવ વાપરવા જોઈએ.
(૪) કેર ઓફ ટીથ
- સગર્ભા માતાને આહાર લીધા બાદ દાંતની સંભાળ નિયમીત લેવા માટે કહેવું તે માટે તેને ડેન્ટલ ચેક અપ કરાવવા માટે જણાવવું અને જો દાંતમાં સડો થતો હોય તો તેની સારવાર લેવા માટે જણાવવું.
(૫) બાથિંગ
- સગર્ભામાતાને દિવસમાં ઓછામાં ઓછું એકવાર સ્નાન કરવું જરૂરી છે. આમતો તેને દિવસમાં બે વાર સ્નાન કરવા માટે સલાહ આપવી તથા તેને ડેઈલી સ્વચ્છ ધોયેલા કપડા પહેરવા માટે સલાહ આપવી.
(૬) મરાઇરલ રિલેશન
- જો સગર્ભા માતાની પહેલા ની હીસ્ટી એબોર્શનની હોય તો તેને પ્રેગનન્સીનાં શરૂઆતના મહીના ઓ દરમ્યાન સારીરીક સંબંધ કરવા માટે ના પાડવી તથા પ્રેગનન્સીના ૩૪ વીક બાદ પણ આ માટે ના પાડવી કારણ કે આ સમય દરમ્યાન તેને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય છે.
- સામાન્ય સંજોગોમા જો પતિ પત્નિ બન્નેને અનુકુળ હોય અને પ્રેગ્નેસીને નુકસાન કારક ના હોય તો કોઈ પણ સમયે તેઓ શારીરીક સંબંધ રાખી શકે છે.
(૭) વર્નિંગ વીથ આઉટ ફ્રાઇટનિંગ
- સગર્ભા માતાને અમુક પ્રકારની ખાસ સુચનાઓ આપવી જેમાં તેને પોતાના કોઈ પણ પ્રકારના અને મુવેબલ સીમ્ટમ્સ જોવા મળે તો તુરંત જ હેલ્થ વર્કરને જણાવવા કહેવું, જેથી તેની શરૂઆતના સમયમાંજ સારવાર થઈ શકે અને વધારે પડતી સીરીયસનેસ થતી અટકાવી શકાય જેમાં દા, ત., માતા સારૂ ન ફીલ કરતી હોય માતા ને કોઈ પણ પ્રકારનું બ્લીડીંગ કે સ્વેલીંગ થાય જેમ કે ફેસ કે હાથ કે પગ પર સ્વેલીંગ હોય તેને વધારે માથાનો દુખાવો થતો હોય વગેરે કંડીશનમાં માતાએ તરતજ તેના નર્સ ને જાણ કરવી જોઈએ માતાએ આવી કંડીશનને સહન કરીને વધારે પડતો સ્ટ્રેસ લેવો ન જોઈએ.
(८) એક્સરસાઇઝ & રીક્રીએશન
- સગર્ભા માતાએ એક્ટીવ લાઈફ જીવવું જોઈએ ઈન્ડીયામાં વધારે પડતી સ્ત્રીઓ ઘરની બહાર કામ કરવા જાય છે. જેથી તેમાં સ્નાયુનું કાર્ય વધી જાય છે. પરતું આવી પરિસ્થિતી માં માતા વધારે પડતો થાક લાગે તેવું કાર્ય કરવું જોઈએ નહી હળવુ કાર્ય કરવું જે તેને ડીલીવરી માટે તૈયાર રાખે છે માતાને વધારે વજનદાર વસ્તુઓ ઉચકવા માટે ના પાડવી માતાને સગર્ભા અવસ્થા પહેલા ત્રણ માસ દરમ્યાન લાંબી મુસાફરી કરવા ના પાડવી.
(૯) રેસ્ટ & સ્લીપ
- સગર્ભા માતાએ દિવસ દરમ્યાન ખાસ કરીને બપોરના સમયે ૨ થી ૩ કલાક સુવું એ ફાયદ કારક છે. આ આરામ તેને પ્રેગનન્સીના બીજા તબક્કામાં ખુબ જ જરૂરી અને ફાયદાકારક છે. માતાએ દરરોજની લગભગ ૯ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. તેમાં રાત્રીનો પણ સમાવેશ થાય છે.
(૧૦) રીલેક્સેશન
- સગર્ભા માતાએ પ્રેગનન્સી લેબર દરમ્યાન રીલેક્ષ રહેવું ખુબ જ જરૂરી છે. આ સમય દરમ્યાન તેને નાના કલાસ નર્સે લેવા જોઈએ જેથી તે પોતાને રીલેક્ષ કરી શકે. પ્રેગનન્સી તથા સુવાવડની બીકને દુર કરી શકે. આ રીલેકસેશન દ્વારા માતા પોતાના મગજને રીલેક્ષ રાખી શકે છે. જેથી મગજના રીલેક્ષસેશનને કારણે તેના મસલ્સ લોવર યુટ્રાઈન સેગમેન્ટ અને પેલ્વીક ફ્લોર પણ રીલેક્ષ થાય છે. બેબી નો જન્મ થવામાં સરળતા રહે છે.
(૧૧) મધર ક્રાફ્ટ
- નર્સે સગર્ભા માતાને મધરક્રાફ્ટ તેના સગર્ભા અવસ્થા દરમ્યાન શીખવાડવું જરૂરી છે. સારૂ માતુત્વ એ માતાની હેલ્થને સારી રાખવા અને તેના માનસિક વિકાસ માટે જરૂરી છે, મધર ક્રાફ્ટ એટલે માતા દ્વારા પોતાના બાળકની જાતે સંભાળ લેવી તે માતા પરજ આધારીત છે જે પ્રેગનન્સી સાથે સંકળાયેલ છે. જેના દ્વારા માતા અને બાળકને સારૂ થઈ શકે છે ઘણી માતાઓ આ માટે સારો એવો સમય કાઢે શકે છે તેથી તેમની સાથે નર્સે વાતો કરવામાં સમય ન બગાડતા શક્ય હોય તો તેમને બનાવીને શીખવાડવું જોઈએ.
(૧૨) પી.પી.આઇ.યુ.સી.ડી.
- મધર ને એન્ટીનેટલ પીરીયડ દરમીયાન પીપી આઇ યુ સી ડી માટે કાઉન્સેલીંગ કરવુ.
પોઝિશન ટુ ટીચ
(૧) કીપિંગ ફીટ ઇન પ્રેગનેન્સી
- સગર્ભા માતાને તેની પ્રેગનન્સી દરમ્યાન સારુ સ્વાસ્થય જાળવવું જરૂરી છે.
- તે માટે તેણીને સમજાવવું જરૂરી છે જે નીચે મુજબ છે.
- સારી અને સ્વચ્છ હવાની જરૂરીયાત સગર્ભામાતાને સૌથી વધારે છે.
- સગર્ભા માતાએ સારૂ પોષણ યુક્ત આહાર લેવો જરૂરી છે જે તેની પોતાની માટે અને તેના આવનાર બાળકના વૃધ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.
- નર્સે માતાને સાદી અને સરળ ભાષામાં વિસ્તુત રીતે બાળકની વૃધ્ધિ વિશે સમજણ આપવી.
- તેને સમજાવવું કે બાળક માતામાંથીજ ખોરાક અને ઓક્સીજન મેળવે છે જે બાળકના વૃધ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.
- બાળકના વૃધ્ધિ અને વિકાસમાં તથા તેના હાડકા અને દાત બનવા માટે માતાએ લીધેલ આહાર ખુબ જ જરૂરી છે. જેથી માતાએ કેલ્શીયમ યુક્ત આહાર લેવો જોઈએ.
- ગર્ભ માં નું બાળક માતાના આહારમાંથી જ આર્યન મેળવે છે.
- જેથી તે સ્ટ્રોંગ અને એકટીવ બને છે.
- જો માતા વીક અને અનહેલ્થી હોય તો અને પોતે જરૂરી પોષક આહાર ન લે તો બાળક ને પણ પુરતું પોષણ મળતું નથી અને તેથી તેનો વૃધ્ધિ અને વિકાસ પુરતા પ્રમાણમાં થઈ શકતો નથી તથા માતા પોતે પણ્ તેની સાર સંભાળ લઈ શકતી નથી આ સાથે માતા કુપોશીત હોય તો પોતાના બાળકને પુરતા પ્રમાણમા ધાવણ ન આવવા થી ધવડાવી પણ શકતી નથી. સગર્ભા માતાને પુરતી ઉંઘની જરૂર તે માટે પણ સમજાવવું.
- સગર્ભા માતાને કોન્સ્ટીપેશન દુર કરવા માટે સમજાવવું તથા તે માટે સપોઝીટરીનો ઉપયોગ કરવા ના પાડવી.
(2) બ્રેસ્ટ ફીડિંગ
- બાળક ના જન્મ પછી તરત જ જેમ બને તેમ જલ્દી માં માતાનું ધાવણ શરૂ કરાવવું.
- માતાને પહેલું ધાવણ-કોલોસ્ટ્રમ આપવા સમજાવવું.
- માતાને બાળક ને લેવાની અને વળગાડવાની રીત શીખવવી.
બાળકને ધાવણ માટે લેવાની (પકડવાની) રીત ના ચાર મુદ્દા :
- ૧. બાળકનું માથુ અને શરીર સીધા હોવા
- ૨. બાળકનું નાક માતાની નીપલ સમક્ષ હોવું
- ૩. બાળક માતાની ખૂબ જ સમીપ હોવું
- ૪. બાળકના આખા શરીરને સપોર્ટ મળવો જોઇએ.
બાળકને ધાવણ માટે વળગાડવાની રીતના ચાર મુદ્દા :
- ૧. માતાની છાતીને અડતી બાળકની દાઢી
- ૨. બાળકની મોં ફાડ પહોળી
- ૩. નીચલો હોઠ બહાર ની તરફ વળેલો
- ૪. છાતીનો નિપલની આસપાસનો કાળો ભાગ ઉપર કરતા નીચેનો વધારે મોં મા હોવો.
- બાળક યોગ્ય રીતે લેવાયેલ હશે તો જ યોગ્ય રીતે વળગશે અને વળગાડવાની યોગ્ય રીત હશે તો જ અસરકારક ચુસ હશે. જેમ કે ધીમી ઉંડી ચુસ વચ્ચે અટકીને
એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડિંગ
- બાળકના જન્મ થી લઇ ને ૬ માસ સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ, પાણીનું ટીપુ પણ આપવું નહીં જેને એક્સક્લુસીવ બ્રેસ્ટ ફીડિંગ કહે છે.
- સગર્ભા માતાને બ્રેસ્ટ ફીડીંગ માટે સમજાવવું કે તે તેના આવનાર બાળક માટે ખુબજ જરૂરી અને સારૂ છે કારણ કે તેમાંથી તેનું સારો આહાર મેળવી શકે છે.
- તે તેને સુપાચ્ય હોવાથી સારી રીતે માફક આવે છે તેના દ્રારા બાળકને માતા તરફથી તેને પ્રેમ અને હુફ મળી રહે છે. આ માટે તેને પ્રેગનન્સી દરમ્યાન સારો ખોરાક લેવા માટે સલાહ આપવી જેથી તે તેના બાળકની જન્મ બાદ દરેક પ્રકારની આહારની જરૂરીયાત બ્રેસ્ટ ફીંડીગ દ્રારા સંતોષી શકે છે.
- માતાને પ્રેગનન્સી દરમ્યાન તેની બ્રેસ્ટ અને નીપલની કાળજી લેવા માટે જણાવવું જેથી તેમાં કોમ્પ્લીકેશન ન થાય ને માતા બાળકને સારી રીતે ધાવણ આપી શકે.
- માતાને સગર્ભા અવસ્થા દરમ્યાન પોતાનું પર્સનલ હાઈજીન જાળવવા માટે કહેવું સારા ધોયેલા સ્વચ્છ કપડા પહેરવા સલાહ આપવી તથા બાળકને ધાવણ આપતી વખતે હાથ ધોઈને તેને ધાવણ આપવા કહેવું. માતાને તેની સગર્ભાવસ્થા દરમ્યાન બાળકને કઈ રીતે ધાવણ આપવું તેની પધ્ધતી શીખવાડવી તથા તેના થી થતા ફાયદા બાળકને અને માતાને શું છે જે જણાવવું.
- માતાને પોતના બેબીને મમતા ક્લીનીકમાં લઈ જવા માટે પણ સલાહ આપવી જોઈએ જેથી તે બાળકની તંદુરસ્તી વિશે જાણી શકે તથા જો બાળકને કે પોતાને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો તેનું નિરાકરણ નર્સે કે ડોકટર દ્રારા લાવી શકે.
- ઉપરની દરેક પ્રકારની સલાહ અને સુચનો તથા માર્ગદર્શન માતાને તેની પ્રેગનન્સી દરમ્યાન આપવામાં આવે તો તેને સારી રીતે ધ્યાનપુર્વક શીખે છે. કારણ કે તેની માટે અને તેના આવનાર બાળક માટે ફાયદાકારક હોય છે.
- માતાને સમજાવવું કે ધાવણ ઓછામાં ઓછુ 2 વર્ષ સુધી અને જો માતા ઈચ્છે તો 5 વર્ષ સુધી પણ આપી શકે છે.
ન્યુટ્રીશન ઇન પ્રેગનેન્સી
- દરેક વ્યક્તિનાં જીવનમાં ખોરાકનું મહત્વ ખુબજ છે તથા પ્રેગનન્ટ સ્ત્રીના માટે તો તે ખુબજ અગત્યનું છે.
- દરેક વ્યક્તિને જીવવા માટે ખોરાક જરૂરી છે તથા સંપુર્ણ ખોરાક લેવાથી આપણે આપણી જીંદગી સારી જીવી શકીએ છીએ.
- સગર્ભા સ્ત્રીમાં પુરતા ન્યુટ્રીશન દ્રારા એબોર્શન, સ્ટીલ બર્થ, પ્રીમેચ્યોર લેબર, તથા નીયોનેટલ ડેથ વગેરે અટકાવી શકીએ છીએ. જો તેનાંમાં પુરતા પ્રમાણમાં ન્યુટ્રીશન ન મળે તો ઉપરની દરેક સ્થિતી થવાના ચાન્સ વધી જાય છે.
- આમ સગર્ભા માતામાં નીચે પ્રમાણેનાં ખોરાકની જરૂર છે. જેના દ્વારા ફીટસની વૃધ્ધિ થાય છે.
- માતાની તંદુરસ્તી જાળવી શકાય છે.
- માતાની લેબર દરમ્યાન ફીઝીકલ ફીટનેસ જળવાઈ રહે છે.
- માતા તેના બાળકને સારી રીતે ધાવણ આપી શકે છે.
- સગર્ભા માતાને કોઈ સ્પેશીયલ ખોરાકની જરૂર નથી. પરતું તેને સંપુર્ણ અને પુરતો ખોરાક લેવાની જરૂર છે. જે માટે નર્સે તેને સલાહ આપવી જોઈએ કે તેણે કયો ખોરાક લેવો જોઈએ અને
તે શામાંથી મળે માતાને નીચે મુજબના ખોરાકમાં રહેલ જરૂરી તત્વો જરૂરી છે.
- પ્રોટીન
- કાર્બોહાઈડ્રેટ
- ફેટ
- મીનરલ સોલ્ટ
- વીટામીન્સ
- પાણી
10 ફૂડ ગ્રુપ્સ
- અનાજ
- કઠોળ
- તેલ અને ઘી
- લીલા શાકભાજી
- કંદ મૂળ
- દુધ અને દુધની બનાવટો
- ઇંડા
- ચીકન, મટન અને માછલી
- ફળ ફળાદિ
- ગોળ અને ખાંડ
(૧) પ્રોટીન
- સગર્ભા માતા માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે કારણકે તેના દ્વારા બોડીનું બંધારણ થાય છે. તેનુ સારૂ રીપેર પણ થાય છે. સગર્ભા માતાને તેનાં યુટ્રસનાં ગ્રોથ અને પ્લેસન્ટા માટે જરૂરી છે. તથા તેના દ્વારા ફીટસ ગ્રોથ થાય છે તેનાથી બ્લડ વોલ્યુમ પણ વધે છે. સાથે પ્રોટીનનું
- સ્ટોરેજ બોડીમાં થવાની જરૂર પડયે તેનો ઉપયોગ થાય છે તથા તેના દ્વારા તે પોતાના બેબીને સારૂ ફીડ પણ આપી શકે છે.
રોજીંદી જરૂરીયાત
- સગર્ભા માતાનાં જમવામાં તેમને ૧/૪ ભાગ પ્રોટીન હોવું જોઈએ જે લગભગ ૮૦ ગ્રામ જેટલું હોવું જોઈએ.
- જેમાંથી ટોટલ : ૮૦ગ્રામ × ૪ કેલરી = ૩૨૦ કેલરી મળે.
સોર્સ
ફર્સ્ટ ક્લાસ પ્રોટીન :
- મટન, ઈંડા, મરઘી, લીવર, દુધ, ચીઝ વગેરેમાંથી મળે છે.
સેકન્ડ ક્લાસ પ્રોટીન :
- પલ્સીસ, ગ્રામ્સ, દાલ, સીરીયલ્સ, રાઈસ, રાગી, વગેરેમાંથી મળે છે.
(૨) ફેટ
- બોડીમાં રહેલ ફેટ એ હીટ પ્રોડયુસ કરવા માટે અને એનર્જી પ્રોડયુસ કરવા માટે ઉપયોગી છે.
- ચરબીના શોષણ માટે વિટામીન એ ખૂબ જરૂરી છે.
રોજીંદી જરૂરીયાત
- ૧ ગ્રામ ફેટમાંથી ૯ કેલરી મળે છે. તેની રોજીંદી જરૂરીયાત ૯૦ ગ્રામ છે.
- જેથી તેમાંથી માતાને ૯૦ × ૯ = ૮૧૦ કેલરી મળે છે.
સોર્સ
- જે ઘી, ઓઈલ કોકોનેટ ઓઈલ. વગેરેમાંથી મળે છે.
(3) કાર્બોહાઈડ્રેટસ
- કાર્બોહાઈડ્રેટસ એ હીટ અને એનર્જી પ્રોવાઈડ કરે છે અને બોડીફેટ સ્ટોર કરવામાં મદદ કરે છે. આ પ્રકારનું ફુડ દરેકમાંથી મળી રહે છે. અને તે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે જે જરૂરીયાત કરતા વધું મળી રહે છે.
સોર્સ
- જે ખાંડ, રાઈસ, ઘઉં, બટાકા વગેરેમાંથી મળી રહે છે.
(૪) મીનરલ્સ સોલ્ટ
(૧) આર્યન
- પ્રેગનન્ટ સ્ત્રી માટે આર્યન ખુબ જ જરૂરી છે. કારણ કે ફીટસને તેની જરૂર ફક્ત યુટ્રાઈન પીરીયડ દરમ્યાન નહી પરતું લેકટેશન દરમ્યાન પણ જરૂરી છે કારણ કે મીલ્ક જ તેની માટે સંપુર્ણ આહાર હોય છે અને તેથી તે આર્યનનું સ્ટોર તેના લીવરમાં કરે છે.
- સગર્ભા માતા એનીમીયાથી પીડાતી હોય છે.
- તદઉપરાંત માતાનું લેબર દરમ્યાન ખુબ જ બ્લડ લોસ થાય છે અને જો તેનાં ડાયેટમાં આર્યન ની કમી હોય તો તે ઇન્ફેક્શનનો ભોગ બની શકે છે. પરપ્યુરીયમ પીરીયડ દરમ્યાન તેને ઇન્ફેક્શન લાગી શકે છે.
સોર્સ
- આર્યન, લીવર, કીડની, બીફ, અસાડિયો, ફણ ગાવેલા કઠોળ, ગ્રીન વેજીટેબલ્સ, ફ્રુટ્સ, ટ્યુબર્સ, મીટ બ્રેડ વગેરે.
(૨) કેલ્સીયમ
- પ્રેગનન્સીના છેલ્લા ૩ મહીના દરમ્યાન બોન અને ટીથના ફોર્મેશન માટે ફીટસના બોન બનવા માટે જરૂરી છે. સારો મસલ્સ ટોન મળે છે જેથી યુટ્રાઈન કોન્ટ્રેક્શન સમયે મદદ કરે છે.
સોર્સ
- દુધ, ચીઝ, ફ્લોર, ગ્રીન વેજીટેલબ્સ, ફ્રુટ્સ, રાગી, ફીશ વગેરે માંથી મળે છે.
રોજીંદી જરૂરીયાત
(૩) ફોસ્ફરસ
- ફોસ્ફરસ કેલ્શીયમનાં ફંકશનમાં મદદ કરે છે, જેના દ્વારા બોન ને સખત બનવા મદદરૂપ થાય છે અને મસલ્સના ફોર્મેશન માટે જરૂરી છે.
સોર્સ
- ફીશ,મગ, મીલ્ક, ચીઝ, ગ્રીન વેજીટેબલ્સ, વગેરેમાંથી મળે છે.
(૪) આયોડીન
- આયોડીન એ થાઈરોઈડના અંત:સ્ત્રાવના કાર્ય માટે જરૂરી છે જે મેટાબોલીઝમને કંટ્રોલ કરે છે.
સોર્સ
- આયોડીનયુક્ત મીઠુ, સમુદ્ર મચ્છી, માસ, કોર્ડ લીવર ઓઈલ માંથી મળે છે.
(૫) સોડીયમ ક્લોરાઈડ
- સોડીયમ ક્લોરાઈડ લાઈફ માટે ખુબ જ જરૂરી છે. પરતું પ્રેગનન્ટ સ્ત્રીમાં થતી બી.પી.,તથા સોજાની તકલીફોને લીધે તેને તે ઓછું લેવા માટે કહેવું.
(૬) વીટામીન્સ
(૧) વિટામીન “A”
- વીટામીન A એ ગ્રોથ માટે જરૂરી છે સાથે તે સ્ત્રીમાં ઇન્ફેક્શનને થતું અટકાવે છે.
સોર્સ
- બટર મીલ્ક, લીવર, પોક, ગ્રીન અને રૂટ વેજીટેબલ્સ જેમાં ખાસ કરીને કેરોટ અને ફીશ લીવર ઓઈલમાંથી મળે છે.
રોજીંદી જરૂરીયાત
(૨) વિટામીન “B1”
- આ વીટામીન દ્રારા મસલ્સનો ટોન મેન્ટેન થાય છે અને નર્વનો ટોન મેન્ટેન થાય છે અને તે કાર્બોહાઈડ્રેટનાં મેટાબોલીઝમમાં મદદ કરે છે તેની ઉણપના કારણે પેટનો દુખાવો, લોસ ઓફ એપેટાઈટ અને ટીંગલીંગ સેન્સેશન જોવા મળે છે.
સોર્સ
(૩) વિટામીન “B”
- વીટામીન બી માં અગીયાર જાતના જરૂરી સબસ્ટન્સનો સમાવેશ થાય છે. જે નીચે માટે જરૂરી છે. ગ્રોથ માટે, સ્કીનનાં હેલ્થ માટે, એચબી બનવા માટે, લેકટેશનમાં.
(૪) વિટામીન “C”
- એસ્કોરબીક એસિડ બોન દાંત, કેપીલરીસ અને કનેક્ટીવ ટીસ્યુંના બનવા માટે જરૂરી છે. જેથી તે પ્રેગનન્સીમાં ફીટસનાં ગ્રોથ માટે જરૂરી છે.
સોર્સ
- ઓરેન્જ, લાઈમ, ગ્રેપ્સ, ફ્રેશ ગ્રીન વેજીટેબલ્સ, સ્પાઉટીંગ, ટામેટા, અને ગુસ બેરીસમાંથી મળે છે.
રોજીંદી જરૂરીયાત
- ૧૦૦ ગ્રામ જે દરેક સાઈટ્રેશન ફુડમાંથી સારા પ્રમાણમાં મળી રહે છે.
(૫) વિટામીન “D”
- વીટામીન ડી એ કેલ્શીયમ અને ફોસ્ફરસ રીટેન્શન અને એબ્સોપ્શન માટે જરૂરી છે. જેથી તે બેબીના હાડકાના ઓક્સીફીકેશન માટે જરૂરી છે.
સોર્સ
- મીલ્ક, બટર, ઘી, એગ, ચીઝ, ફીશ.
રોજીદી જરૂરીયાત
(૬) વિટામીન “E”
જે એન્ટી સ્ટરીલીટી વીટામીન છે. જે એમ્બ્રીયોની લાઈફના કન્ટીન્યુએશન માટે ખુબ જ જરૂરી છે. અને જેથી કરીને તે હેબીચ્યુઅલ એબોર્શન માં ટ્રીટમેન્ટ તરીકે આપવામાં આવે છે.
(૭) વિટામીન “K”
- આ પ્રોથોમ્બીનનાં ફોરમેશન માટે ખુબજ જરૂરી છે. જે બ્લ્ડ ક્લોટીંગ માટે જરૂરી છે. જે પણ સગર્ભા માતાના ડાયેટ માટે જરૂરી છે.
સોર્સ
ફ્લુઈડ :
- જીવન જીવવા માટે ફ્લુઈડ બોડી માટે ખાસ જરૂરી છે. જેથી સગર્ભા માતાએ વધારાનું બેથી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ તદઉપરાંત ચા. કોફી, દુધ, વગેરે પણ લેવું જોઈએ. આમ માતાને વેલ બેલેન્સ ડાયેટ મેળવવા માટે થઈને ખુબજ બુદ્ધીપુર્વકનું પ્લાનીંગ કરી મેન્યુ નક્કી કરવું જોઈએ. જેથી માતાને જરૂરી એવા દરેક પ્રકારના ફુડ તત્વો રોજે રોજના જમવામાં મળી શકે છે તથા તે માતા તથા તેના ફેમીલીમાં પોસાય તેવું હોવું જોઈએ. આમ સગર્ભા માતામાં સ્પેશીયલ જરૂરીયાત છે. જેથી કરી તે તેના ગર્ભમાં રહેલા બાળકનો વૃધ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકે.
ઇનવોલ્વમેન્ટ ઓફ હસબન્ડ & ફેમિલી
- ખાસ કરીને ઘરમાં લવાતા કે સગર્ભા સ્ત્રીને અપાતા ખોરાકનો પ્રકાર નક્કી કરતા હોય તેવા સભ્યો જેવા કે તેણીના પતિ, સાસું, અને અન્ય સભ્યોને વિશ્વાસમાં લેવા જોઈએ તેમની સાથે તેના ખોરાક માટે પરામર્શ કરવું તથા તેને સખત પરિશ્રમ ન કરવા દેવા માટે કહેવું જોઈએ અને હળવુ કામ કરવા દેવા માટે સલાહ આપવી.
- સગર્ભા સ્ત્રી માટે ભલામણ કરવામાં આવેલ કેટલીક ખાધ સામગ્રીઓ જેવી કે અનાજ, દુધ દુધની બનાવટ, લીલા પાંદડા વાળા શાકભાજી. અને અન્ય શાકભાજી. ઈંડા, માસ. મચ્છી, મગફળી, ગોળ વગેરે માતાને રૂચી અને રૂઢી પ્રમાણે ખોરાકમાં લેવા કહેવું તથા તેનો ઉપયોગ કરી અને અલગ અલગ બનાવટો બનાવી શીખવાડવી.
- સગર્ભા માતાને ચા કે કોફી જમવાનાં ૧ કલાક પહેલા કે બાદ માં આપવા કે લેવા ના પાડવી કારણ કે તે શરીરમાં આર્યાનનું શોષણ ઘટાડે છે. માતાને પ્રોટીન અને વીટામીન “સી” વાળા ખોરાક લેવા માટે સલાહ આપવી જેથી તેનાં શરીરમાં આર્યનના શોષણ માટે મદદરૂપ થાય.
- સગર્ભા માતા તથા તેમના કુટુંબી જનોને સીગારેટ દારૂ કે બીજો કોઈ પણ પ્રકારનો નશો કરવા ના પાડવી જેનાંથી તેની પરિસ્થિતી ના બગડે.
- ઘરનાં લોકોની ખોટી માન્યતા ઓને વગોડી કાઢી સચોટ માર્ગદર્શન આપવું.
- જો માતાને બી.પી. વધારે રહેતું હોય તો તેને સામાન્ય આહાર આપવા માટે કહેવું અને ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવા જણાવવુ.
- માતાને સગર્ભાવસ્થા દરમ્યાન ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા લેવા માટેની ના પાડવી.
- માતાને ૨૪ કલાકમાં ૯ કલાક ઉંઘ આપવા માટે સમજાવવું જેમાં દિવસ અને રાત્રી દરમ્યાન ઉંઘ અને આરામ લેવા કહેવું.
- માતાને ભારે વજન કે ભારે કામ માટે ના પાડવી રોજીંદું હળવું કામ કરવા માટે સલાહ આપવી.
- સગાએ માતાની ઉંઘ અને આરામનો ખ્યાલ રાખવા જણાવવું અને તેને એક સાઇડ પડખે સુવા માટે કહેવું કારણ કે સીધા કે ઉંધા ઊંઘવાથી માતાને નુકસાન થઈ શકે છે. તે માટે સમજાવવું.
- સગર્ભા માતાને જયારે જરૂર જણાયતો કે ભયજનક ચિન્હો કે લક્ષણો દેખાય તો તાત્કાલીક તેને દવાખાને લઈ જવા માટે કહેવું જેવી કે
- સગર્ભાવસ્થા દરમ્યાન તેની યોનીમાર્ગમાંથી લોહી પડવાનું ચાલું થાય.
- ઝાખું દેખાવા સાથે માથાનો દુખાવો.
- ખેંચ આવવી કે બેભાન થવું કે વાંરવાર ખેંચ આવવી.
- અમુક સંજોગો વસાત જો ઘરે સુવાવડ થઈ ગઈ હોય અને ૩૦ મીનીટમાં પ્લેસન્ટા બહાર ન આવે તો.
- સગર્ભાવસ્થા પુર્ણ થતા પહેલા પ્રસુતિ માટેનો દુઃખાવો થવો કે પાણી પડવું.
- પેટના દુખાવા સાથે કે દુઃખાવા વગર ઉંચો તાવ રહેવો કે ઉઠવા બેસવામાં ખુબ જ નબળાઈ લાગે.
- ઝડપી કે મુશ્કેલી પુર્ણ શ્વસન.
- બાળકનું હલન ચલન ઘટી કે બધ થઈ ગયેલ હોય.
- વધારે પડતી ઉલ્ટીઓ થતી હોય અને તેમાં કોઈ પણ ખોરાક કે પાણી ટકી શકતું ન હોય.
- પેશાબ ઓછો થતો હોય.
- આમ, ઉપરની દરેક પરિસ્થિતીએ સગર્ભા માતા માટે જોખમી છે જેથી તેને અને તેના આવનાર બાળકને નુકશાન ન થઈ શકે તે માટે તેના પતી અને તેના સગાને આવા સમયે સમય ન બગાડતા માતાને તાત્કાલીક દવાખાને લઈ જવી જોઈએ.
આઇડેન્ટીફિકેશન ઓફ હાઇ રીસ્ક કેસીસ
વ્યાખ્યા જે માતાની તંદુરસ્તી સગર્ભાવસ્થા ને કારણે જોખમમાં હોય તેને જોખમી કે હાઇ રીસ્ક મધર કહેવાય છે.
- માતાની હીસ્ટ્રી જેમાં આગળની સુવાવડની તથા ચાલું સુવાવડ માટેની હીસ્ટ્રી જણાવી તથા તેનું સગર્ભા અવસ્થા દરમ્યાન પીરીયોડીકલ ફીઝીકલ ચેકઅપ કરવાથી જો માતા માં કોઈ પણ પ્રકારનું હાઈરીસ્ક હોય તો જાણી શકાય છે. અને આવી માતા ઓને શોધી કાઢી તેમને સ્પેશીયલ કેર પુરી પાડી શકાય છે. માટે નર્સે સૌપ્રથમ માતાની હીસ્ટ્રી જાણી તેનું ફીઝીકલ ચેકઅપ કરવું જરૂરી છે જેથી હાઈ રીસ્ક જાણી શકે.
જો માતાની હીસ્ટ્રીમાં નીચે મુજબની હીસ્ટ્રી જોવા મળે તો તેવી માતાઓને હાઈરીસ્ક ગ્રુપમાં મુકી તેમની ખાસ કાળજી લેવી જોઈએ.
- ડીલીવરી પહેલા કે પછી પુષ્કળ પ્રમાણમાં બ્લીડીંગ થવાની હીસ્ટ્રી હોય.
- અગાઉ ગર્ભાવસ્થા દરમ્યાન ખેંચ આવવાની હીસ્ટ્રી હોય.
- માતાને કોઈ પણ પ્રકારની મોટી બીમારી જેવી કે ટી.બી., હ્રદયરોગ અવસ્થામાં, કીડની ડીસીઝ વગેરે હોય તો.
- જો માતાની પહેલા કે ચાલું ગર્ભાવસ્થામાં હાઈપરટેન્શનની કે ડાયાબીટીસ હીસ્ટ્રી હોઈ.
- ચાલું ગર્ભાવસ્થામાં બ્લીડીંગ પી.વી જોવા મળે કે તેની હીસ્ટ્રી હોય.
- હાઈડ્રોએમ્નીયોસની હીસ્ટ્રી હોય.
- એબનોર્મલ પ્રેઝન્ટેશન હોય.
- ફીટલ મુવમેન્ટ કે હાર્ટ સાઉન્ડ ઓછા હોય
- પગ પર કે આખા શરીરે કે મોઢાં પર સોજો જોવા મળે.
- અગાઉની ડીલેવરીમાં પ્લેસન્ટા હાથથી રીમુવ કરેલ હોય.
- સીવીયર એનીમીયા હોય.
- સ્ત્રીની હાઈટ ૧૪૫ સે.મી થી ઓછી હોય.
- માતાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય.
- પ્લેસેન્ટા પ્રીવીયા
- 45 કીલો કે તેથી વધુ વજન હોવુ
- વેસીક્યુલર મોલ
- પ્રસુતીની ધારેલી તારીખ કરતા 15 દીવસ વધી ગયા હોય
- ઉપરની દરેક પરિસ્થિતીમાં સગર્ભા માતામાં જોખમ રહેલ હોવાથી તેને જોખમી માતા ગણી તેની ખાસ કાળજી લેવી જોઈએ તથા તેનાં ફેમીલી મેમ્બર્સ અને પતીને પણ તેની સમજણ પાડવી જોઈએ અને જો ચાલું પ્રેગનન્સીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થાય તો સમય ન બગાડતા તાત્કાલીક દવાખાને લઈ આવવા માટે કહેવું જોઈએ. નર્સે પણ આવી માતાની વાંરવાર વીઝીટ લેવી જોઈએ તથા તેને ક્લીનીકમાં ચેકઅપ માટે બોલાવવી જોઈએ.
પ્રિપરેશન ઓફ મધર ફોર ડિલીવરી
- સગર્ભા માતાને જો તેની સુવાવડ હોય તો તેને નર્સે ઘણી બધી રીતે સુવાવડ માટે તૈયાર કરવી જોઈએ.
જે નીચે મુજબ છે.
(૧) P.H.C/F.R.U સેન્ટરની જાણકારી
- સ્ત્રી અને તેણીનાં કુટુંબના સભ્યોને સૌથી નજીકના આરોગ્ય કેન્દ્ર અંગેની જાણકારી નર્સે આપવી જોઈએ તાત્કાલીક પ્રસુતિ સેવાઓ પુરી પાડતા ૨૪ કલાક કામ કરતા પી.એચ.સી અને લોહી ચઢાવવાની શસ્ત્રક્રિયા કરવાની સુવિધા ઉપલબ્ધ હોય તેવા F.R.U. ની માહતી આપવી.
(૨) વાહન માટેની વ્યવસ્થા
- સગર્ભા માતાને લેબરનો દુઃખાવો શરૂ થતા તાત્કાલીક દવાખાને પહોચવા માટે દિવસે કે રાત્રી દરમ્યાન વાહન મળી રહે તે માટે જાણકારી નર્સે આપવી જોઈએ. તથા તેની વ્યવસ્થા શોધી રાખવા માટે તેણીને અને તેના સગાને કહેવું હાલના તબ્બકે ૧૦૮ ની વ્યવસ્થા છે તેને કેવી રીતે મેળવવી તેની જાણકારી આપવી. જો દવાખાને પહોંચવામાં વિલંબ થાયતો તે માતા કે બાળકના મુત્યુનું કારણ પણ બની શકે છે.
- જો ગામમાં કોઈ વાહન ઉપલબ્ધ ન હોય તો તે માટે માતાને તાત્કાલીક વાહન કઈ રીતે મળી શકે તેની પણ માહીતી આપવી તે માટે તેને પંચાયત ગ્રામ્ય આરોગ્ય સમીતી મહીલા મંડળ, યુવા, સંગઠન કે આવા અન્ય કોઈ પણ જુથની મદદ લઈ શકાય તે માટે, લોહી ડોનેટ કરી શકે તેવા યુવાનો તૈયાર હોવા જોઇએ તેમજ નાણાની વ્યસ્થા પણ રાખવી જોઇએ
(૩) પ્રસુતિ માટેની વિવિધ યોજનાની જાણકારી
- સગર્ભા સ્ત્રીને પ્રસુતિ માટે તથા વાહન વ્યવસ્થા માટે દવાખાને જવા આવવા નાણાકીય સુવિધાઓ પુરી પાડતી હોય તેવી વિવિધ યોજનાઓ જે હાલમાં ચાલું હોય તેની જાણકારી આપવી જોઈએ તથા નર્સે પોતે પણ નવી-નવી યોજનાઓ અમલમાં આવે છે તે માટેની જાણકારી રાખવી જોઈએ જેથી તે સગર્ભા માતાને જાણકારી પુરી પાડી શકે અને તેના લાભ લઈ શકે.
(૪) રક્તદાન કરવા માટેની તૈયારી
- પ્રસુતિ પુર્વે અને બાદ રક્તસ્ત્રાવ થવો એ માતાનાં મૃત્યું માટે જવાબદાર કારણ બની શકે છે. આવા સમયે રક્તદાન જીવન રક્ષક બની શકે છે. રક્તદાન કરવા માટે સ્વૈચ્છિક મદદ કરવા માટે માતાના સગા તથા બીજા લોકોને સમજાવવું જેથી કોઈનું જીવન બચાવી શકાય છે. તેની જાણકારી આપવી જોઈએ આવા રક્ત દાતા ૨ કે ૩ તૈયાર રાખવા કહેવું જેથી લોહી આપવાની જરૂરીયાત થાય તો તે મેળવવા માં મુશ્કેલી ન પડે.
(૫) બાળકના જન્મ માટેની તૈયારી
- હોસ્પિટલ માં જ પ્રસુતિ માટે સમજાવવું ૨૪ × ૭ પી.એચ.સી. કે એફ.આર.યુ ની માહીતી આપવી. મમતા સખી(આશા) અને આરોગ્ય કાર્યકર નો ફોન નંબર આપવો કુશળ સહાયકની શોધ કરી રાખવી દરેક સગર્ભા સ્ત્રીઓને તેમની પ્રસુતિ કરાવવા માટે ઈચ્છતા હોય તેવા આરોગ્ય કાર્યકરની વ્યવસ્થા કરવામાં મદદ કરવી માતાને કુશળ આરોગ્ય કાર્યકર શોધવા જણાવવું જો તે પરંપરાગત હોય તો તેણે તાલીમ લીધેલ છે કે નહી તે નર્સે જાણવું જરૂરી છે.
(૬) તમામ સગર્ભા સ્ત્રીઓને સંસ્થાકીય પ્રસુતિ માટે પ્રોત્સાહીત કરવી
- સગર્ભા સ્ત્રી ઓને નર્સે સમજાવવું જોઈએ કે આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ કરાવવાની ભલામણ શા માટે કરવામાં આવે છે. આ માટે તેને સમજાવવી કે પ્રસુતિ દરમ્યાન કોઈ પણ સમસ્યા પેદા થઈ શકે છે અને તે માતા કે બાળક માટે જોખમી થઈ શકે છે જો આવા સમયે હોસ્પીટલમાં સુવાવડ કરાયેલ હોય તો તે માટે તાત્કાલીક પગલા લઈ માતા તથા બાળકની જીંદગી બચાવી શકાય છે. આરોગ્ય કેન્દ્રમાં જરૂર પડે તો ઉતમ પ્રકારની સેવાઓ પુરી પાડવા માટે કર્મચારીઓ સાધન સામગ્રી અને દવાઓ ઉપલબ્ધ હોય છે તથા જરૂર પડયે માતાને ઉપલી કક્ષાએ મોકલી આપવા માટેની સુવિધા પણ હોય છે.
(૭) સહાયક લોકો શોધવા
- જો સગર્ભા માતા સીંગલ ફેમીલી માંથી હોય તો તેની સુવાવડ દરમ્યાન તેના પહેલાનાં બાળકો અને ઘરની સંભાળ રાખવા મદદ કરવા માટે વાહનની વ્યવસ્થા કરવા માટે અને સમય પર માતા સાથે આરોગ્ય કેન્દ્ર પર જવા માટે વગેરે માટે આવા સહાયકોની સગર્ભા માતાને જરૂર પડે છે. જે માટે તેમના નજીકના સગાઓ, સમાજ આધારીત આરોગ્ય કર્મચારી જેવા કે એ.એન.એમ તેમજ આશા વગેરેનો સંપર્ક કરવો જોઈએ.
(૮) નાણાકીય વ્યવસ્થા
- સ્ત્રી તથા તેના કુટુંબને પ્રસુતિ તથા સંબંધિત પાસાઓ અને થનાર ખર્ચના અંદાજ આપવો જોઈએ તેમને તાત્કાલીક પરિસ્થિતી પેદા થાય તો તેના ખર્ચ માટે નાણા સાચવી રાખવા કે ધારવા કરતા વધારે ખર્ચ થાય તેવી સમસ્યા પેદા થાય તો તાત્કાલીક નાણાં મળી શકે તેવા સ્ત્રોત શોધી રાખવા સલાહ આપવી જેમકે જનની સુરક્ષા યોજના તેમને માતાના આરોગ્ય માટે નાણાંકીય સહાય પુરી પાડતી પ્રવર્તમાન યોજનાઓ અને વખતો વખત અમલમાં આવનાર અન્ય યોજનાઓની જાણકારી પણ આપવી જોઈએ. માતા અને તેના કુટુંબને આ યોજનાઓનો લાભ લેવા માટે મદદ કરો તથા પ્રસુતિ માટે ચુકવણું કરવા તેમને સરકાર તરફથી ફાળવવામાં આવેલ રકમ મેળવીલો.
(૯) પ્રસુતિનાં લક્ષણોની જાણકારી
- સગર્ભા સ્ત્રીને પ્રસુતિની પ્રક્રિયા સુચવતા નીચે મુજબના લક્ષણો પૈકીનું કોઈ પણ લક્ષણ જણાયતો તેણીને અરોગ્ય કેન્દ્ર પર પહોંચી જવા કે કુશળ પ્રસુતિ સહાયકનો સંપર્ક સાધવા માટે કહેવું લક્ષણો નીચે મુજબ છે.
- યોની માર્ગ લોહી મીશ્રીત ચીકણું પ્રવાહી પડવું.
- દર ૧૦ મીનીટ કે તે પહેલા પેટમા પીડાદાયલ સંકોચન
- મેમ્બ્રેન તુટી જતા એમ્નીઓટીક ફ્લ્યુઈડનું ટપકવું.
(૧૦) સ્તનપાન અંગેની જાણકારી
- માતા પોતાનાં બાળકને સ્તનપાન કરાવે તે માટે તેના ફાયદા અંગે તેણીને સાથે બેસાડીને કાઉન્સેલીંગ કરવાનો આદર્શ સમય છે તેની સગર્ભા અવસ્થા ભારતમાં સ્તનપાન કરાવવાની પ્રથા સાર્વત્રીક પ્રવર્તમાન છે. તેમ છતાં સંભવિત થોડાકા મુદ્દાંઓ તથા તેમાં ફાયદા પરભાર આપીને માતાએ સમજાવવું જરૂરી છે. જેમાં માતા સાથે પરામર્શ કરો કે આદર્શ રીતે સામાન્ય પ્રસુતિ થયા બાદ અડધા કલાકની અંદર સ્તનપાન કરાવવાની શરૂઆત કરવી જોઈએ અથવા તો શક્ય હોય તેટલું વહેલું સ્તનપાન કરાવવું જોઈએ માતાને સ્તનપાન માટેના ખોટાં લોકવાયકા જણાવી તે માટેની ગેરસમજ દુર કરવી જેમાં સ્તનપાન મોડું શરૂ કરવાનું કોલોસ્ટ્રોમ ફેંકી દેવું ઉપરનું ફીડ આપવું વગેરે માટેની ગેરસમજ દુર કરી તેના ફાયદા અને ગેરફાયદા સમજાવવા આથી માતાને શક્ય તેટલું વહેલું રત્નપાન કરાવવા માટે તથા બાળકને ઉપરનં દૂધ કે પાણી આપવાની ના પાડવી કારકણે તેનાંથી બાળકને આંતરડાનો ચેપ લાગી શકે છે. તેમ માતા ને જણાવવું માતાને કોલોસ્ટ્રોમનાં ફાયદા સમજાવવાં જેમકે તેમાં પુષ્કણ પ્રમાણમાં ખાસ પ્રકારના રોગ પ્રતિકારક દ્રવ્યો આવેલાં હોય છે જેનાથી બાળકને સેગથી રક્ષણ મળે છે તથા બાળકને જેટલું જલ્દી સ્તનપાન આપવા માં આવે તેવું જલ્દીથી તથા સહેલાઈથી માતાને ધાવણ પણ આપવાનું શરૂ થઈ જાય છે નહીતો પાછળથી માતાને ધાવણ આપવા માટે મુશ્કેલ બને છે અને વધું તકલીફો પડે છે તથા સાથે સાથે માતાન સમજાવવું કે બાળકને ૬ માસ સુધી ફક્ત માતાનું ધાવણજ આપવું એસિવાય ઉપરનું કોઈજ આપવું નહી ૬ મહીના સુધી બાળકને માતાનું ધાવણ પણ પરતું થઈ જાય છે. આમ, ૬ માસ બાદજ બાળકને પુરક આહાર ઉપરથી સ્તનપાન સાથે આપવાનો શરૂ કરવા કહેવું.
(૧૧) સગર્ભા અવસ્થા દરમ્યાન જાતીય સમાગમ
- સગર્ભા અવસ્થા સામાન્ય હોય ત્યાં સુધી સ્ત્રીને પ્રેગનન્સીનાં પ્રથમ અને છેલ્લા ત્રણ માસ દરમ્યાન જાતીય સમાગમ ન કરવા સમજાવવું જેનાંથી સગર્ભા અવસ્થા દરમ્યાન કોમ્પ્લીકેશન થઈ શકે છે અને જો સગર્ભા અવસ્થામાં કોમ્પલીકેશન જો પહેલેથી જ હોય તો તેને જાતીય સમાગમ માટેના પાડવી આ માટે સ્ત્રીનાં પતીને પણ સલાહ રાખવી જેથી તે પણ સમજી શકે અને પોતાની પત્નીને સાથ આપી શકે.
- નર્સે સગર્ભા માતાને નિયમિત પ્રસુતિપુર્વેની તપાસ કરાવવા માટે આરોગ્ય સંસ્થામા કે સેન્ટર પર આવવા માટે સમજાવવું જોઈએ તથા તેની માટે ભાર મુકવો જોઈએ જેથી કરીને માતા અને તેના આવનાર બાળકની સારી રીતે કાળજી લઈ શકાય જેથી માતા ને તે માટે પ્રોત્સાહીત કરવી જોઈએ. તથા તેના ફાયદા સમજાવવા જોઈએને જેમાં સ્ત્રીનું નીદાન કરી શકાય છે. તથા તેની હીસ્ટ્રી પણ જાણી શકાય છે.
- પ્રેગનન્સી દરમ્યાન ફીટસની ગ્રોથ જાણી શકાય છે.
- માતા તથા સગર્ભસ્થ બાળકના ગંભીર ચિન્હો અને લક્ષણોનું તાત્કાલીક જલ્દીથી નીદાન કરી શકાય છે. માતાને રસીકરણ અને જરૂરી દવા ગોળી પુરી પાડી શકાય છે. જેથી ધનુર અને એનીમીયા અટકાવી શકાય છે. માતા તથા તેના ફીટસનું આરોગ્ય સ્તર ઉંચું લાવી શકાય. પ્રસુતિ પુર્વેની મુલાકા તો માટે કોઈ ચોક્કસ ધારા ધોરણ નથી પરતું સામાન્ય રીતે સંપુર્ણ ગર્ભાવસ્થા દરમ્યાન ૯ થી ૧૩ જેટલી મુલાકાત કરવી જોઈએ.
- તદઉપરાંત જ્યારે માતાને જરૂર પડે ત્યારે પણ તે દવાખાનાની મુલાકાત લઈ શકે છે.
- આરોગ્ય સંસ્થાની આ મુલાકાત દરમ્યાન માતાને આરોગ્યની સારવાર, દવાઓ, આરોગ્ય, શિક્ષણ, ધનુંર વિરોધી રસીઓ વગેરે પુરતા પ્રમાણમાં સમયસર મળી રહે છે. જે તેના આવનાર બાળકના ફાયદા માટે છે. તેની ખાસ જાણકારી આપવી.
(૧૫) મધર ક્રાફ્ટ
- સગર્ભા અવસ્થા દરમ્યાન માતાને તેનાં આવનાર બાળક માટે નાની-મોટી તૈયારી કરી રાખવા માટે સમજાવવું જેમાં નાનાં જબલા, ટોપી, મોજા, ગોદડી વગેરે બનાવવા માટે શિખવવું બાળકની કાળજી કેવી રીતે લેવી તે માટે માર્ગદર્શન આપવું તથા સગર્ભા અવસ્થા દરમ્યાન માતાને જુદો-જુદો પૌષ્ટીક આહાર બનાવીને પોતે ખાવા માટે બનાવવા માટે જણાવવું જેથી તેની અને આવનાર બાળકનું સ્વાસ્થય જળવાઈ રહે. આમ સગર્ભા માતાને તેની સગર્ભા અવસ્થાનો સંપુર્ણ સમય દરમ્યાન નર્સે માતાને ઉપરની દરેક પ્રકારની સમજણ અને માહીતી આપવી જોઈએ. તેની માટે વારંવાર સમજાવતા રહેવું જોઈએ જેથી માતા પોતાની સગર્ભા અવસ્થા દરમ્યાન પોતાની પરીસ્થીતી માટે અને આવનાર પરીસ્થીતીનો સામનો કરવા સતર્ક અને તૈયાર રહે.
(16) બર્થ પ્લાન તૈયાર રાખવો.