યુનિટ – 4
નોર્મલ પ્રેગ્નન્સી
સાઈન & સિમ્ટોમ્સ પ્રેગનેન્સી
- જ્યારે હેલ્ધી સ્ત્રીમાં રેગ્યુલર મેન્સ્ટ્રુએશનની ક્રિયા થતી હોય અને એમેનોરીયા થાય તો પ્રેગનન્સી હોય તેમ નક્કી કરી શકાય છે. જે ૯૮% સ્ત્રીઓમાં કન્ટીન્યુઅસ જોવા મળે છે. પરતું ઘણી વખત પ્રેગનન્સીને લગતા અમુક ચિન્હો અને લક્ષણો જે દરેક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રેગનન્સી છે.
તેનું નિદાન કરવામાં સરળતા રહે તે માટે તેના ત્રણ ભાગ પાડવામાં આવે છે.
- (૧) પ્રીઝમ્પ્ટીવ સાઈન
- (૨) પ્રોબેબલ સાઈન
- (૩) પોઝીટીવ સાઈન
(૧) પ્રીઝમ્પ્ટીવ સાઈન
- એમેનોરીયા
- બ્રેસ્ટ ચેન્જીસ
- મોર્નિંગ સીકનેસ
- બ્લેડર ઈરીટેબીલીટી
- સ્કીન ચેન્જીસ
- ક્વીકનીંગ
એમેનોરીયા
- એમેનોરીયા એટલે કે મેન્સટ્રુએશન સાયકલનું બંધ થવું. પરતું આવી કંડીશન એન્વાયરમેન્ટલ ચેન્જીસ, ઈમોશનલ ડીસ્ટર્બસ, સીરીયસ બીમારી વગેરે કારણે પણ જોવા મળે છે. આ માટે છેલ્લા મેન્સ્ટ્રુએશન પીરીયડની તારીખ હમેશા યાદ રાખવી. જો બીજા મહીને આ તારીખો પસાર થઈ જાય અને મેન્સ્ટ્રુએશન ન આવે તો એમેનોરીયા છે તેમ કહી શકાય.
બ્રેસ્ટ ચેન્જીસ
- પ્રેગનન્સી દરમ્યાન બ્રેસ્ટનું એનલાર્જમેન્ટ અને ટેન્ડરનેસ જોવા મળે છે. પરતું ઘણી વખત પ્રેગનન્સીના બદલે ઓવેરીયન સીસ્ટ કે ફાઈબ્રોઈડ યુટરસ હોય તો પણ બ્રેસ્ટમાં ચેન્જીસ જોવા મળે છે. જેમાં ટીંગલીગ, ટેન્સનેસ,સ્તનમાં ભારે પણ નોડયુલ્સ, બ્રેસ્ટ એનલાર્જમેન્ટ, નીપલ એનલાર્જમેન્ટ, બ્રેસ્ટનો કલર ચેન્જ થવો જેમાં નીપલનું ડાર્ક થવું અને પ્રાઈમરી અને સેકન્ડરી એરીઓલર ચેન્જીસ જોવા મળે છે. મોન્ટોગમેરી ટ્યુબરકલ જોવા મળે તથા નીપલ માંથી કોલોસ્ટ્રોમ બહાર આવે વગેરે ચેન્જીસ જોવા મળે છે.
મોર્નિંગ સીકનેસ
- ૫૦ % સ્ત્રીઓ પ્રેગનન્સી દરમ્યાન ૪ થી ૧૪ વીક સુધીમાં વહેલી સવારમાં બીમાર હોય તેવું લાગ્યા કરે છે. જેમાં કાંઈ પણ ગમે નહી, ઉબકા સાથે ઉલટી થાય, ગીડીનેસ લાગે વગેરે ફીલીંગ્સ થયા કરે પણ તે ઘણા બીજા કારણોને લીધે પણ જોવા મળે છે. જેમ કે બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી પાચન તંત્રમાં ગરબડ થઈ જેમ કે ગેસ્ટ્રાઈટીસ, કોન્સ્ટીપેશન વગેરે કારણોને લીધે પણ નોસીયા અને વોમીટીંગ જોવા મળે છે પરતું જો એમેનોરીયા અને મોર્નિંગ સીકનેસ સાથે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ કહી શકાય.
બ્લેડર ઈરીટેબીલીટી
- સામાન્ય રીતે યુટ્રસનું પ્રેસર બ્લેડર પર આવતા પ્રેગનન્સીનાં શરૂઆતનાં વીક દરમ્યાન વાંરવાંર યુરીન પાસ કરવા માટેનું સેન્સેશન થાય છે. જે બ્લેડર પર આવતા પ્રેશરને લીધે બ્લેડર ઈરીટેબીલીટી જોવા મળે છે. પરતું આવી કંડીશન યુરીનરી ટ્રેકમાં ઈન્ફેકશન હોય કે અન્ય કોઈ યુરીનરી સીસ્ટમના ડીસીઝ હોય તો પણ જોવા મળે છે.
સ્કીન ચેન્જીસ
- જેમાં શરીરમાં હોર્મોનલ ચેન્જીસના કારણે સ્કીન પર પીગમેન્ટેશન, સ્ટ્રાયા ગ્રેવિડા, લીનીયા નીગ્રા વગેરે કંડીશન જોવા મળે છે. પરતું ઘણીવાર સ્કીન ઈન્ફેકશનનાં લીધે પણ આવી કંડીશન જોવા મળે છે.
ક્વીકનીંગ
- પ્રેગનન્સીનાં ૧૬ થી ૨૦ વીક દરમિયાન ફીટસની ગર્ભાશયમાં પ્રથમ મુવમેન્ટ થાય છે જે મધરને ફીલ થાય છે જેને ક્વીકનીંગ કહેવાય છે. ૧૦ વીક પછીથી ફીટસના લીમ્બસનું ડેવલોપમેન્ટ થતા તે ગર્ભાશયમાં હલન ચલન કરે છે. આ ગર્ભાશયમાં એમ્નીઓટીક ફ્લ્યુઈડ હોવાથી તે સહેલાઈથી મુવમેનટ કરી શકે છે પરંતું ઘણી વખત વંધત્વનાં લીધે લોકોના ફટકારથી બચવા સ્ત્રી ડૉકટરને આ પ્રકારની ખોટી હીસ્ટ્રી આપે છે. તેથી જો સ્ત્રી ક્વીકનીંગની હીસ્ટ્રી આપે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય નહી પરતું ક્વીકનીંગની સાથે સાથે યુટ્રસનો ગ્રોથ, ફીટલ પાર્ટસ ફીલ થવા વગેરે જોવા મળે તો પ્રેગનન્સી છે તેમ માની શકાય.
(૨) પ્રોબેબલ સાઈન
- હેગાર્સ સાઈન
- ચેન્જ ઓફ ધ યુટ્રસ
- જેકવીમેયર્સ સાઈન
- ઓસીએન્ડર્સ સાઈન
- સોફટનીંગ ઓફ ધ સર્વિક્સ
- યુટ્રાઈન સફલ
- એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ
- ઈન્ટરનલ બેલોટમેન્ટ
હેગાર્સ સાઈન
- આ એકઝામીનેશન ૬ થી ૧૨ વીક દરમ્યાન કરવામાં આવે છે, જે પ્રેગનન્સી છે કે નહી? અને કેટલા મહીના છે તે નક્કી કરવા માટે કરાય છે. જેમાં સ્ત્રીને બ્લેડર ખાલી કરાવી લીથોટોમી પોઝીશન આપી અને પર વજાયનલ એકઝામીનેશન કરવું જેમાં જમણા હાથની બે આંગળી (ગ્લાઉઝ પહેરીને) વજાયનામાં દાખલ કરવી તથા બીજા હાથની હથેળી એબ્ડોમીન પર મુકી એકઝામીનેશન કરવામાં આવે છે. જો પ્રેગનન્સી હોય તો યુટ્રસ સોફ્ટ થઈ ગયેલ લાગે છે. તથા અંદરની બન્ને આંગળી વજાયના માં દાખલ કરવી તથા એકઝામ કરવામાં આવે છે. અંદરની બન્ને ફીંગર્સ એબ્ડોમીન પરથી ફીલ થાય છે.
ચેન્જ ઓફ ધ યુટ્રસ
- પ્રેગનન્સીનાં ૮ વીક થતાં યુટ્રસ સોફ્ટ બને છે તથા તેનો આકાર ગ્લોબ્યુલર બને છે તેની સાઈઝમાં પણ વધારો થાય છે.
જેક્વીમીયર્સ સાઈન
- આ સાઈન માં વજાયનલ મ્યુકસ મેમ્બ્રેન વાયોલેટ બ્લ્યુ કલરની જોવા મળે છે જેમાં પ્રેગનન્સી દરમ્યાન વાસ્ક્યુલારીટી વધવાથી ( બ્લડ સપ્લાય ) જોવા મળે છે. અને જે પ્રેગનન્સીનાં ૮ વીક બાદ જોવા મળે છે.
ઓસીએન્ડર્સ સાઈન
- આ સાઈનમાં પ્રેગનન્સીના ૮ વીક દરમ્યાન લેટરલ કોરનાઈસીસમાં પલ્સેશન જોવા મળે છે. જે પેલ્વીક કન્જેશનનાં લીધે જોવા મળે છે.
સોફટનીંગ ઓફ ધ સર્વિકસ
- પર વજાયનલ એકઝામીનેશન કરતા પ્રેગનન્સી દરમ્યાન સર્વિક્સ સોફ્ટ ફીલ થાય છે જે હોઠ જેવું સોફ્ટ ફીલ થાય છે. અને જો પ્રેગનન્સી ના હોય તો સર્વિક્સ નાકની ટીપ જેવું સખત લાગે છે.
યુટ્રાઈન સફલ
- પ્રેગનન્સી દરમ્યાન યુટ્રાઈન આર્ટરીનો બ્લડ ફ્લો વધે છે જેનો અવાજ એબ્ડોમન પરથી ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્રારા સાંભળી શકાય છે.
એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ
- પ્રેગનન્સીમાં એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ પધ્ધતીસર હોય છે. બાકી અન્ય કોઈ કંડીશનમાં યુટ્રસ એનલાર્જ પધ્ધતીસર થતું નથી પરતું ઘણીવાર ટ્યુમર, એસાઈટીસ વગેરેને કારણે એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ જોવા મળે છે.
ઈન્ટરનલ બેલોટમેન્ટ
- પર વજાયનલ એકઝામીનેશન માં પ્રેગનન્સી દરમ્યાન એબ્ડોમનનાં ઉપરનાં ભાગે હાથેળી રાખીને યુટ્રસનાં ફંડસને પકડીને યુટ્રસને હલાવવામાં આવે તો તે હલે છે આ ક્રિયાને બેલોટમેન્ટ કહે છે.
(૩) પોઝીટીવ સાઈન
- ફીટલ મુવમેન્ટ
- ફીટલ પાર્ટ્સ
- ફીટલ હાર્ટ સાઉન્ડ.
- રેડીયોલોજી અને સોનોગ્રાફી.
- બાયોલોજીકલ ટેસ્ટ/પ્રેગનન્સી ટેસ્ટ.
ફીટલ મુવમેન્ટ
- યુટ્રસમાં ફીટસની વૃધ્ધિ થાય ત્યારે તેનું હલન ચલન થાય છે. જે માતા અનુભવી શકે છે. આ મુવમેન્ટ માતા તેની પ્રેગનન્સીનાં ૨૦ વીક થી અનુભવી શકે છે. જેને ક્વીકનીંગ સાઈન કહે છે.
ફીટલ પાર્ટસ
- પ્રેગનન્સીનાં ૨૦ થી ૨૪ વીક દરમ્યાન ફીટસ નાં પાર્ટસ ડેવલોપ થઈ ગયા હોવાથી એબ્ડોમીનલ એકઝામીનેશન કરતા તે ફીલ કરી શકાય છે જેથી તે પોઝીટીવ સાઈન છે.
ફીટલ હાર્ટ સાઉન્ડ
- પ્રેગનન્સી દરમ્યાન ફીટલ હાર્ટ સાઉન્ડ એબ્ડોમન પર ફીટોસ્કોપ કે સ્ટેથોસ્કોપ દ્વારા ૨૦ થી ૨૪ વીકે સાંભળી શકાય છે. જે ૨૮ વીક બાદ ક્લીયરલી સાંભળી શકાય છે જે ૧૨૦ થી ૧૪૦/મીનીટ હોય છે.
સોનોગ્રાફી
- જ્યારે સ્ત્રીની ૬ વીકની એમેનોરીયાની હીસ્ટ્રી હોય અને તેની પ્રેગનન્સી દરમ્યાન તેની સોનોગ્રાફી કરવામાં આવે તો ફીટસને જોઈ શકાય છે તથા તેના ફીટલ હાર્ટ સાઉન્ડ પણ સાંભળી શકાય છે.
યુરીન પ્રેગનન્સી ટેસ્ટ
- આ ટેસ્ટ પ્રેગનન્સી કન્ફર્મ કરવા માટે રીલાયેબલ છે તેમાં જો પ્રેગનન્ટ સ્ત્રીના યુરીન માં ગોનાડોટ્રોફીક હોર્મોન હોય તો પ્રેગનન્સી પોઝીટીવ છે કે નહી તે જાણી શકાય છે જો પ્રેગનન્સી પોઝીટીવ હોય તો યુરિન પ્રેગ્નેસી કિટમાં યુરિન ના બે ડ્રોપ્સ નાખવાથી તેમાં બે ઘાટી લાઈન જોવા મળે છે અને નેગેટીવ હોય તો એક જ લાઈન જોવા મળે છે.
ફિઝિયોલોજિકલ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી
- સગર્ભાવસ્થા દરમિયાન શરીરના અંગોમાં તથા તેના કાર્યોમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. આ ફેરફારો ઘણી વખત સગર્ભાવસ્થાના ચિહ્નો તથા લક્ષણો તરીકે પણ ઓળખાય છે. શરીરમાં થતાં આ ફેરફારો પર થી જ સાચી એન્ટીનેટલ તથા પોસ્ટનેટલ સારવાર આપવાનો ખ્યાલ આવી શકે છે.
રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સ પર તથા અન્ય અસરો નીચે મુજબની જોવા મળે છે.
1) યુટરસ
- યુટરસનો વિકાસ થાય છે તથા તેની સાઈઝ માં વધારો થાય છે.
- વજન 60 ગ્રામ માંથી 1000 ગ્રામ જેટલું થઈ જાય છે.
- લંબાઈ 7.5 સેમી માથી 30 સેમી થઈ જાય છે.
- પહોળાઈ 5 સેમી માથી 30 સેમી થઈ જાય છે.
- જાડાઈ 2.5 સેમી માંથી 20 સેમી થઈ જાય છે.
- એબ્ડોમિનલ ગર્થ : 90 થી 100 સેમી થાય છે.
- યુટરસના ત્રણેય પડ જાડા થાય છે
- વચ્ચેના પડમાં ફિંગર ઓફ એઇટમાં ગોઠવાયેલા ત્રાક જેવા મસલ્સ હોય છે. જે ડીલીવરી પછી થતું બ્લીડિંગ અટકાવે છે. જેને લિવિંગ લાઈગેચર કહેવાય છે.
ગ્રોથ ઓફ પ્રેગ્નન્ટ યુટરસ :
- યુટરસનો વિકાસ નિયમીત રીતે થાય છે તેના પરથી ગર્ભ કેટલા માસનો છે તે જાણી શકાય છે. તથા ફિટસની સાઈઝ અને એમનીઓટીક ફ્લૂઈડનું પ્રમાણ પણ જાણી શકાય છે.
વીક પ્રમાણેનો યુટરસનો વિકાસ નીચે મુજબ છે.
8 મુ અઠવાડિયું
- યુટરસ એબ્ડોમન ઉપરથી પાલપેટ કરી શકાતું નથી
- તે ટેનિસના દડા જેટલું હોય છે.
12 મુ અઠવાડિયું
- પેલવિક કેવિટીમાં યુટરસ વધે છે.
- ફંડસ સિમ્ફાયસિસ પ્યુબિસ સુધી જાય છે.
- તેનો આકાર ઈંડા આકારનો થાય છે.
16 મુ અઠવાડિયું
- યુટરસ સિમ્ફાયસિસ પ્યુબીસ અને અમ્બેલિકલ વચ્ચે જોવા મળે છે.
- આ સમય દરમિયાન ફિટસ હલન ચલન કરે છે જેને ક્વીકનિંગ કહેવાય છે.
- હવાના મોજા જેવો અવાજ સંભળાય છે. જેને યુટરાઈન સફલ કહેવાય છે.
20 મુ અઠવાડિયું
- ફંડસનો ભાગ અમ્બીલીકલથી બે આંગળ નીચે જોવા મળે છે.
- આ સમય દરમિયાન ફિટસના હાર્ટના ધબકારા, અંગો અને તેનું હલન ચલન અનુભવી શકાય છે.
24 મુ અઠવાડિયું
- ફંડસનો ભાગ અમ્બીલીકસ ઉપર જોવા મળે છે.
30 મુ અઠવાડિયું
- ફંડસનો ભાગ અમ્બીલીકસ અને જીફિ સ્ટરનમ વચ્ચે જોવા મળે છે.
36 મુ અઠવાડિયું
- ફંડસનો ભાગ જીફિ સ્ટરનમ સુધી પહોંચી જાય છે.
- આ સમયે યુટરસની લંબાઈ સૌથી વધુ હોય છે.
40 મુ અઠવાડિયું
- ફંડસનો ભાગ નીચે જાય છે.
- યુટરસનો નીચેનો ભાગ રીલેક્સ અને ખેંચાય છે.
- લેબર પેઈનની શરૂઆત થાય છે.
- સર્વિક્સ પોચી બને છે. હેડ નીચે તરફ આવે છે.
2) ઓવરી
- તૂટેલ ગ્રાફીયાન ફોલિકલનું કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે. ૧૨ અઠવાડિયા પછી એન્ડોક્રાઈન ફંક્શન પ્લેસન્ટા દ્વારા શરુ થાય છે. ઓવ્યુલેશન બંધ થાય છે.
3) વજાઈના
- તેમાં બ્લડ સપ્લાય વધે છે. તેનો કલર બ્લુઈશ થાય છે તેને જેકવેમીયર્સ સાઈન કહેવાય છે.
- ઘણી વખત ઈસ્ટ્રોજનની અસરના લીધે ડિસ્ચાર્જ જોવા મળે છે. સર્વિક્સ પોચી બને છે.
4) બ્રેસ્ટ
- આમાં શરૂઆતથી જ ફેરફાર થતા જોવા મળે છે . તેમાં કૈક ખૂંચતું હોય તેવો અનુભવ થાય છે. જેને પ્રિકલિંગ અને ટીંગલિંગ કહેવાય છે.
- હોર્મોન્સના કારણે મિલ્ક ઉત્પન્ન કરતી ગ્રંથિઓ ઉત્તેજિત થાય છે. છઠ્ઠા અઠવાડિયાથી બ્રેસ્ટ મોટી થવાની શરૂઆત થઈ જાય છે.
- સગર્ભાવસ્થા દરમિયાન તેમાં સતત ફેરફાર ચાલુ જ રહે છે.
- આ સમય દરમિયાન તેમાં આશરે ૪૦૦ ગ્રામ જેટલું વજન વધે છે.
- નીપલનો કલર ઘેરો થાય છે.
પ્રાઈમરી એરીઓલા :
- ૧૨ અઠવાડિયે નીપલની આસપાસનો કલર ઘેરો બને છે અને નીપલની ફરતે ૪ સેમી જેટલો ઘેરાવો થાય છે. આ ભાગ સહેજ ભીનો રહે છે. અને ૧૬માં અઠવાડિયે તેમાં સાચું કોલોસ્ટ્રમ જોવા મળે છે.
મોન્ટગોમેરી ટ્યુબરકલ્સ :
- ૮માં અઠવાડિયે પ્રાઈમરી એરીઓલા પાર ૧૨ થી ૩૦ જેટલા નાના નોડયુલ્સ જોવા મળે છે. જેને મોન્ટગોમેરી ટ્યુબરકલ્સ કહે છે. જે સિબેસિયસ ગ્લેન્ડના હોય છે. તેમાંથી ચીકણું પ્રવાહી નીકળે છે જેને સીબમ કહે છે. તે એરીઓલાને ભીની રાખે છે.
સેકન્ડરી એરીઓલા :
- ૧૬ અઠવાડિયા પછી દેખાય છે અને તે અડધી બ્રેસ્ટ સુધી હોય છે તેમાં પિગ્મેન્ટેશન જોવા મળે છે. ડિલિવરી પછી તે જતું રહે છે. બ્રેસ્ટ પર ચોખ્ખી દેખાય તેવી ડાયલેટેડ વેઇન જોવા મળે છે.
5) સ્કીન
- સગર્ભાવસ્થા દરમિયાન ચામડીમાં નીચે મુજબના ફેરફારો જોવા મળે છે.
સ્ટ્રાયા ગ્રેવીડમ
- પેટના ઉપરના ભાગમાં બ્રેસ્ટના નીચેના ભાગમાં તથા થાઈના ભાગમાં નાના ઊભા સ્કાર જોવા મળે છે. તેને સ્ટ્રાયા ગ્રેવીડમ કહે છે. આ પીટયુટરી ગ્લેન્ડ વધુ ક્રિયાશીલ થવાથી થાય છે.
કલોસમા
- તેને માસ્ક ઓફ પ્રેગ્નનસી પણ કહે છે. જેમાં સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના ચહેરા પાર અને કપાળ પર ડાઘ જોવા મળે છે. જેને કલોસમા કહે છે.
લિનિયા નીગ્રા
- સિમ્ફાયસીસ પ્યુબીસથી જીફીસ્ટર્નમ સુધી વધારે કાળા ઘટ્ટ કલરની લાઈનિંગ જણાય તેને લિનિયા નીગ્રા કહે છે.
6) હાર્ટ અને લંગ્સ
- પ્રેગ્નન્સી દરમિયાન ૪૦ થી ૫૦% બ્લડ વોલ્યુમ વધે છે.
- શરૂઆતના અઠવાડિયામાં માતાને એનિમિયા જોવા મળે છે. કારણ કે ફીટસ વધુ પ્રમાણમાં આર્યન ખેંચે છે.
- હાર્ટ પર વધુ લોડ પડે છે. પ્લેસન્ટા સર્ક્યુલેશન મેન્ટેઇન કરવા હાર્ટને વધુ દબાણથી લોહી ફેંકવું પડે છે.
- યુટરસ થોરેસિક કેવિટીમાં આવવાથી ડાયફ્રામ પર દબાણ આવે છે. તેથી લંગ્સના કાર્યમાં ડિસ્ટર્બ થાય છે અને પરિણામે શ્વાસોશ્વાસનો દર વધે છે.
- બ્લડ પ્રેસરમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ બીજા ટ્રાયમેસ્ટરમાં બીપી ઘટે અને અમુક વખતે માનસિક ડિસ્ટર્બન્સના લીધે બીપી વધી પણ શકે છે.
7) વજન વધવું
- નિયમિત વજનમાં વધારો થવો એ સગર્ભાવસ્થાની નિશાની છે.
- આ સમયગાળા દરમિયાન પહેલા ૨૦ વીક વખતે એવરેજ ૨.૫ કિલોગ્રામ અને પછીના ૨૦ વીકમાં ૯ કિલોગ્રામ જેટલો વજનમાં વધારો થાય છે.
- અપૂરતું પોષણ હોય કે બીમારી જેવી કંડિશન હોય તો વજન માં ઘટાડો જોવા મળે છે.
- એક મહિનામાં 3 કિલોથી વધુ અથવા સતત 3 મહિના સુધી વજનમાં કોઈ વધારો ન હોય તો હાઇરિસ્ક મધર ગણાય છે. જેને તાત્કાલિક રીફર કરવુ જોઇએ.
8) વારંવાર યુરિન પાસ કરવા જવું
- બ્લેડર ઉપર પ્રેસર આવવાના લીધે વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે.
9) મેટાબોલીઝમ
- ૨૦ અઠવાડિયા પછી મેટાબોલિક રેટ વધે છે. રોજિંદા ખોરાક કરતા વધુ ખોરાકની જરૂરિયાત રહે છે.
10) ઈડીમા (સોજા)
- ૪૦ % સ્ત્રીઓમાં હળવા પ્રકારના સોજા જોવા મળે છે. આ મોટાભાગે છેલ્લા ટ્રાયમેસ્ટર દરમિયાન જોવા મળે છે.
- આ પેથોલોજીકલ ઈડીમા નથી. થોડો આરામ કરવાથી ઓછા થઈ જાય છે.
11) માલન્યુટ્રીશન
- આ સમયગાળા દરમિયાન જો પૂરતું પોષણ લેવામાં ના આવે તો માલન્યુટ્રીશન થઈ શકે છે
12) વેરિકોઝ વેઇન
- બંને પગ પર પ્રેસર આવવાથી લોહી રીટર્ન થવામાં તકલીફ પડે છે પરિણામે વેઇન ફૂલી જાય છે અને બ્લૂ કલરની જણાય છે.
13) શરીરના બોન (હાડકાં)
- બીજા ટાયમેસ્ટર પછી શરીર ના બેલેન્સ માં ફેરફાર થાય છે યુટરસ મોટું થવાથી સ્પાઇનલ કર્વમા ફેરફાર થાય છે તેના પરિણામે સગર્ભા સ્ત્રીને કમરનો દુખાવો શરુ થાય છે
માઇનોર પ્રોબ્લેમ્સ ડ્યુરિંગ પ્રેગ્નેન્સી
- સગર્ભાવસ્થા દરમિયાન શરીરના અંગો માં અને તેના કાર્યોમાં ઘણાબધા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારોના લીધે ઘણી વખત નાની નાની તકલીફો જોવા મળે છે.
સગર્ભાવસ્થા દરમિયાન શરીરના અંગોમાં નીચે મુજબની અસરો જોવા મળે છે.
1) મોર્નીંગ સિકનેસ
- શરૂઆતના પહેલા ટ્રાયમેસ્ટર દરમિયાન દરરોજ સવારે ઊબકા અને ઊલટી જેવુ અનુભવાય છે. અથવા ખોરાકની સુગંધથી પણ ઉલ્ટી થાય છે.
સારવાર
- થોડો થોડો ખોરાક વધુ વખત લેવા સમજણ આપવી.
- રાત્રે સૂતી વખતે ઓછું ખાવું જોઈએ.
- સવારે ઉઠી તુરંત જ નાસ્તો કરવો જોઈએ.
- તીખો તળેલો, તેલવાળો ખોરાક ન ખાવો જોઈએ.
2) હાર્ટ બર્ન
- ત્રીજા ટ્રાયમીસ્ટર દરમિયાન ગેસ્ટ્રીક જ્યુસ છાતી સુધી આવવાથી પેટમાં બળતરા થતી જોવા મળે છે.
સારવાર
- થોડો થોડો ખોરાક વધુ વખત લેવા સમજણ આપવી.
- રાત્રે સૂતી વખતે ઓછું ખાવું જોઈએ.
- દૂધ અને ગરમ પાણી પીવા માટે કહેવું.
- સૂતી વખતે માથું ગરદન અને છાતીનો ભાગ થોડા ઊંચા રહે તે જોવું.
3) કોન્સ્ટીપેશન
- આ કસરતના અભાવે જોવા મળતી તકલીફ છે.
સારવાર
- વધુ પ્રવાહી લેવાની સમજણ આપવી જોઈએ.
- રેસાવાળા ખોરાક જેમાં તમામ પ્રકારની ભાજી લેવાની સમજણ આપવી જોઈએ.
- હળવી કસરત કરવાની સમજણ તેમજ યોગાની સલાહ આપવી જોઈએ.
4) વેરિકો વેઇન
- સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે અને પેલવિક વેઇન પર પ્રેસર આવવાથી થાય છે.
સારવાર
- લાંબો સમય ઊભા ના રહેવા સમજણ આપવી.
- પગ ઊંચા રહે તે રીતે આરામ કરવાની સલાહ આપવી.
- સૂતી વખતે વારંવાર પોજિસન બદલવા માટેની સમજણ આપવી.
5) હેમરોઈડ : હરસ
- સગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત જોવા મળે છે. અને આના લીધે વધુ પ્રેસર આવવાથી હરસ થઈ શકે છે.
સારવાર
- કબજીયાત ન થાય તેની તમામ સારવાર લેવી.
6) બેક એક : કમરમાં દુખાવો
- સગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવાથી બેક એક થાય તે સામાન્ય છે. યુટરસ મોટું થવાથી સ્પાઇનલ કર્વમા ફેરફાર થાય છે. તેના પરિણામે સગર્ભા સ્ત્રીને કમરનો દુઃખાવો શરુ થાય છે.
સારવાર
- પૂરતો આરામ કરવો.
- કેલ્શિયમ યુક્ત આહાર લેવો.
- હળવી કસરત કરવી.
7) ફેઈંટિંગ : ચક્કર આવવા
- સગર્ભાવસ્થા દરમિયાન સ્થિતીમાં ફેરફાર થવાથી આ સામાન્ય છે.
સારવાર
- પૂરતો આરામ કરવો.
- સીધા સૂતી વખતે ચક્કર આવે તો પડખું ફરી ને સુવા જણાવવું