યુનિટ – 26
ફેમિલી વેલફેર
પ્રસ્તાવના
- કુટુંબ કલ્યાણ એટલે કે જેમાં કુટુંબ નિયોજન જ નહી. પરંતુ આખા કુટુંબને લગતી આરોગ્યોની બાબતોનો સમાવેશ થાય છે. ભારતમાં કુટુંબ કલ્યાણને અગ્રીમતા આપવામાં આવે છે.
કુટુંબ નિયોજનનું મંતવ્ય
- બે બાળકો વચ્ચે યોગ્ય સમયગાળો રાખવો.
- જન્મ પ્રમાણ પર નિયંત્રણ રાખવું.
- જાતીય શિક્ષણનું જ્ઞાન આપવું.
- એન્ટીનેટલનું ચેકઅપ કરાવવું.
- અર્લી રજીસ્ટ્રેશન કરાવ્યું.
- બાળકને આવકારવા પ્રસૃતિ પૂર્વેની તૈયારી સમજાવી.
- સ્ત્રી પ્રજનન તંત્રના કોઇ અવયવની કોઇ સમસ્યા હોય તો તેનું નિદાન કરાવવું.દા.ત., UTI, RTI, ઇનફર્ટીલીટી, યુટ્રસનું કેન્સર, યુટ્રસમર્મા ફાઇબ્રોઇડ, ઓવરીની ગાંઠ, બ્રેસ્ટનું કેન્સર વગેરે.
- વંધ્યત્વ બાબતની સલાહ આપવી.
- બાળક દત્તક લેવાની વિધી અંગેની સલાહ આપવી.
- ફેમીલી વેલફેર સર્વીસીસ પુરી પાડવી.
- ખોરાક અને ઘરના બજેટ પર સલાહ આપવી.
ફેમીલી વેલફેર સર્વીસીસ
- ફેમીલી વેલફેર સર્વીસીસમાં દરેક સભ્યને આવરી લેવામાં આવે છે.
જેઓને નીચે મુજબ સેવાઓ પુરી પાડવામાં આવે છે.
૧.મેર્ટનલ હેલ્થ સર્વીસીસ
- આ સેવાઓ છોકરીઓને એડોલેશન્ટ પીરીયડથી જ આપવામાં આવે છે. જેમાં ટેબલેટ આયન ફોલીક એસીડ, ઇનજેકશન ટીટી અને એડોલેશન્ટ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. જેમાં તેઓને પ્રજનનતંત્રની ઓળખ વિશે અને માસીક સમયની સ્વચ્છતા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે, આ ઉપરાંત એન્ટીનેટલ, નેટલ, પોસ્ટનેટલ કેર પણ આપવામાં આવે છે.
૨.ચાઇલ્ડ હેલ્થ સર્વીસીસ
- બાળ આરોગ્ય સેવામાં બાળકના વૃધ્ધિ વિકાસની ચકાસણી
- બાળકને જન્મજાત ખોડખાંપણ હોય તો સંદર્ભ સેવા તેમજ અપંગતા હોય તો તેનું નિદાન કરી તેની સારવાર આપવામાં આવે છે. ૧ થી ૫ વર્ષના બાળકોને આ સેવામાં પ્રી-સ્કુલ વગેરે બાળકોમાં જોખમી બાળકોનું વર્ગીકરણ કરી સારવાર આપવામાં આવે છે.
૩.ફેમીલી પ્લાનીંગ સર્વીસીસ
- ગર્ભનિરોધક ગોળીઓના પ્રાપ્તિસ્થાન અને વહેંચણી
- ગર્ભનિરોધકની અન્ય પદ્ધતિની માહિતી આપવી/ પ્રચલીત બનાવવી
- ઓપરેશન
- MTP (મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી)
- વંધ્યત્વ નિદાન અને સારવાર
- ઇમ્યુનાઇઝેશન
૪.ન્યુટ્રીશન સર્વીસીસ
- બ્રેસ્ટ ફીડીંગ
- ૬ માસ સુધી ફકત સ્તનપાન આપવા માટે સમજાવવું.
- વીનીંગ ડાયેટ ૬ માસ બાદ આપવામાં આવે છે.
- તેમજ આંગણવાડીમાં નાસ્તો આપવામાં આવે છે અને સ્કુલમાં મીડ ડે મીલ આપવામાં આવે છે.
- આ ઉપરાંત ઇન્ફન્ટ અને પ્રીસ્કુલમાં ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ જેવા કે PCM, સીવીયર એનીમીયા,PEM હોય તો તેના પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવે છે. અને તેમને ન્યુટ્રીશનલ સર્વીસીસ અપાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત ANC અને PNC મધરને પણ ન્યુટ્રીશનલ સર્વીસીસ આપવામાં આવે છે.
ફેમીલી પ્લાનીંગના આર્થિક સામાજીક પરીબળો
- કુટુંબના ધર્મ, રૂઢિઓ અને અશિક્ષીતપણું, કુટુંબ નિયોજનને અપનાવવામાં અવરોધ બને છે. જો કુટુંબ શિક્ષિત હોય તો કુટુંબ નિયોજન વિશે હકારાત્મક રીતે વિચારી શકે છે.
- જ્યારે છોકરીને નાની ઉંમરમાં પરણાવી દેવામાં આવે છે. ત્યારે તે નાની ઉંમરમાં માતા બને છે. અને તેનુ તથા બાળકનુ આરોગ્ય જોખમાય છે. જો છોકરીની વય ઓછામાં ઓછી ૨૦ વર્ષ થાય ત્યાર બાદ માતૃત્વ ધારણ કરે તો માતાઓને બાળક જોખમમાં મુકાવાની શક્યતા ઓછી થાય છે.
- મોટા કુટુંબને કારણે માતાપિતા આર્થીક રીતે પહોચે વળતા નથી. તેથી તેઓ બાળકને સ્કુલમાં ન મોકલતા. મજુરી કરવા મોકલે છે. ૧૪ વર્ષથી નીચેના બાળકો પાસે મજુરી કરાવવી એ ગુનો બને છે. મોટું કુંટુંબ ધરાવતા માતા પિતાને બાળકોની ચિંતા હોતી નથી. અજ્ઞાનતા અને નિરક્ષતાને કારણે માતા વારંવાર ગર્ભધારણ કરી બાળકને જન્મ આપે છે. તેના કારણે તે એનીમીયાનો ભોગ બને છે. અને તેથી માતા પોતાના ઘરકામ બાળ ઉછેર કે ઘરના અન્ય કામ પ્રત્યે ઉદાસીનતા સેવે છે અને રસ કે ઉત્સાહ ધરાવતી નથી.
૧.પેરીનેટલ મોર્ટાલીટી રેટ (PMR)
- સગર્ભાવસ્થાના ૨૮ વીકથી માંડીને જન્મ પછીના ૭ દિવસની અંદર થતા બાળકના મૃત્યુને પેરીનેટલ મોર્ટાલીટી કહે છે. પેરીનેટલ મોર્ટાલીટી રેટ ૧૦૦૦ એ ૩૩ છે. જેમાં સ્ટીલ બર્થનો સમાવેશ થાય છે. વિકાસ પામતા દેશના અંદર FP ના કાર્યક્રમમાં આ કાળજી લેવામાં આવે તો માતાની તંદુરી અને જન્મ પછી બાળકની કાળજી લેવામાં આવે તો પેરીનેટલ મોર્ટાલીટી રેટ ઘટાડી શકાય છે.
૨.ઇન્ફેટ મોર્ટાલીટી રેટ
- એક વર્ષમાં ૧૦૦૦ જીવીત જન્મે ૦ થી ૧ વર્ષના બાળકના થતા મૃત્યુને ઇન્ફન્ટ મોર્ટાલીટી રેટ કહે છે. ફેમીલી વેલફેરનો ધ્યેય હાલના 28 IMR થી ઘટાડીને 2022 સુધીમાં 12 પર લાવવાનો છે.
૩.મેર્ટનલ મોર્ટાલીટી રેટ
- સગર્ભાવસ્થાથી માંડીને પ્રસુતિના ૪૨ દિવસ સુધીમાં ૧૦૦૦ જીવીત જન્મે ૧ વર્ષની અંદર સગર્ભાવસ્થાને લગતા કોઇ કારણસર થતા માતા મૃત્યુદરને મેર્ટનલ મોર્ટાલીટી રેટ કહે છે. જે હાલ 75 છે તે ઘટાડીને 70 પર લાવવાનો ધ્યેય છે.
- બે બાળકની વચ્ચે સમયગાળો રાખવો અથવા ઓછા બાળકના જન્મને મહત્વ આપી ફેમીલી પ્લાનીંગની સેવાને આધારે મહત્વનું સ્વાસ્થય સુધારી માતા માંદગી દર ઘટાડી શકાય છે.
લાયક દંપતીની શોધ કેવી રીતે કરી શકાય છે?
- લાયક દંપતી એટલે પરણિત કપલ હોય પતિ-પત્ની સાથે રહેતા હોય તેમજ પત્નીની ઉંમર ૧૫ થી ૪૫ વર્ષની હોય તેવા દંપતીને લાયક દંપતી કહે છે.
- એલીજીબલ કપલને ઓળખવા અને જેઓને કુટુંબ નીયોજનની જરુરીયાત છે તેમને ઓળખી કુટુંબ નિયોજનની પદ્ધતિઓ જણાવો.
- આમાં લાયક દંપતીની શોધ કરવા માટે દરેક ગામમાં આવેલા પહેલા ઘરથી સર્વે કરવાની શરૂઆત કરવી.
જેમાં નીચેની માહીતી ભેગી કરવી.
- નવું પરણેલું દંપતી.
- એક બાળક સાથેનું દંપતી.
- બે બાળક સાથેનું દંપતી.
- બે કે તેથી વધુ બાળક ધરાવતા દંપતી.
- વંધ્યત્વ ધરાવનાર દંપતી.
- ઉપર જણાવેલ મુજબ સર્વે પરથી લાયક દંપતી મળે છે. આશરે ૧૦૦૦ની વસ્તીએ ૧૫૦ થી ૧૮૦ લાયક દંપતી મળે છે. લાયક દંપતીનું રજીસ્ટર બનાવવા માટે ગૃહ મુલાકાત લઇ સર્વે કરવું. પહેલા નંબરના ઘરથી સર્વે કરવાનું ચાલુ કરવું તમે જ્યારે મુલાકાત લો ત્યારે તેની નોંધ કરવી. તેમજ વધારાના લાયક દંપતીની શોધ કરવી તમે જ્યારે તમારા એરીયામાં જાવ ત્યારે તમને કોઇ નવી માહિતી મળે તો તેમજ તમારા એરીયામાના દંપતી હોય તો તેની નોંધ કરવી. દાઇ કે વિલેજ હેલ્થ ગાઇડની યાદી તૈયાર કરવી. મેલ હેલ્થ વર્કરનો સંપર્ક કરી રજીસ્ટર કમપ્લીટ કરવા.
લાયક દંપતી રજીસ્ટર બનાવવાની અગત્યતા
- ૧૫ થી ૪૫ વર્ષની વયની પત્નિની ઉંમરવાળા દંપતીની યાદી બનાવવી. તેમાંથી લક્ષિત દંપતી શોધીને ફેમીલી પ્લાનીંગ પદ્ધતિથી રક્ષિત કરવા માટેની જરૂરીયાત નક્કી કરવાની હોય છે.
- RCHની સેવાઓની યાદી બનાવી શકાય.
- આ ઉપરાંત અન્ય સેવાઓ આપવા માટેની યાદી બનાવી શકાય.
- પોતાના વિસ્તારના કાર્યનો લક્ષ્યાંક નક્કી કરી શકાય.
લક્ષિત દંપતી : (ટાર્ગેટ કપલ)
વ્યાખ્યા
- લક્ષિત દપંતી એટલે પરણિત કપલ હોય સાથે રહેતા હોય અને લાયક દંપતિ પૈકી જેઓએ કોઇપણ ફેમીલી પ્લાનીંગની પદ્ધતિ અપનાવી ન હોય તેવા દંપતીને લક્ષિત દંપતી કહે છે.
રક્ષિત દંપતી (પ્રેકટીકલ દંપતી)
- રક્ષિત દંપતી એટલે જે પરણીત કપલ જેમા પત્નીની ઉંમર ૧૮ થી ૪૫ વર્ષની ઉંમર હોય અને કુટુંબ નિયોજનની કોઇપણ પદ્ધતિ અપનાવેલી હોય અને પ્રેગજનન્સી અટકાવે તેને રક્ષિત દંપતી કહેવાય. આવા કપલ ૧૦૦૦ એ ૭૨ જોવા મળે.
- જ્યારે સમાજમાં કુટુંબ નિયોજનની સેવા પુરી પાડવાની હોય ત્યારે સૌપ્રથમ વ્યક્તિનો સંપર્ક સાંધવો અને તેની મદદ લેવી. સરપંચ, મુખી, પોલીસ, શિક્ષક, મહિલા મંડળ, આશા વર્કર, તેડાઘર, ગ્રામ મિત્રો અને લોક કાર્યકર વગેરેનો સંપર્ક સાંધી ફેમીલી પ્લાનીંગના કાર્યને સફળ બનાવી શકાય છે. તેઓની મદદ લેવાથી આપણો હેતું પૂર્ણ કરવા માટે કુંટુંબના દરેક સભ્યની મદદ મળી રહે છે. આ સિવાય ગામમાં આગળ પડતા વ્યક્તિનો સંપર્ક સાંધી મદદ મેળવી શકાય છે. સ્થાનીક સંસ્થા અને સમાજની લીડર સાથે રહી કુટુંબ નિયોજનની સેવા માટેનું કાર્ય કરવું.
- કુટુંબ નિયોજનનો સંદેશો પહોંચાડવા સ્થાનીક સંસ્થાના લીડરને તેમજ આગળ પડતી વ્યક્તિઓને જુદી જુદી રીતો તેના ફાયદા-ગેરફાયદાને જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરી સમજાવવા. અને તેનાથી લોકો સુધી આપણો સંદેશો પહોંચે છે. કારણ કે લોકો લીડરનું કહેવું માને છે. તેમજ તેમનામાં વિશ્વાસ પણ હોય છે. આ ઉપરાંત લઘુ શીબીર, ગુરુ શિબીર કે OTC વગેરેનું આયોજન કરીને પણ કુટુંબ નિયોજનની સેવાઓ એકંદરે લોકો સુધી પહોંચાડી શકાય છે.
ગર્ભનિરોધક પદ્ધતિને લઇને પ્રવર્તતી ગેર સમજુતી
- ગર્ભ નિરોધકની કેટલીક પદ્ધતિઓ વિશે લોકોમાં ગેરસમજ છે. જે ખોટી માન્યતા અપૂરતી માહિતી, અજ્ઞાનતા, નિરક્ષરતા અને અંધશ્રદ્ધાને લીધે પ્રવર્તમાન છે.
- આ દુર કરવા માટે કપલ વ્યક્તિગત કે ગ્રુપ સાથે કાઉન્સેલીંગ કરવું અગત્યનું છે. જેથી તેમની ગેરસમજ દુર કરી આપણી સેવાઓને યોગ્ય બનાવી શકાય.
કપલની સાથે કાઉન્સેલીગ
- કપલના મનમાં કોઇ ગેરસમજુતી હોય તો તેમની સાથે બેસી વાતચીત કરો. જરૂર પડે તો વધુ સમય લઇ વારંવાર કાઉન્સેલીંગ કરી ગેરસમજ દુર કરો અને ત્યારબાદ તેમને કુટુંબ નિયોજનની બધી જ મેથડ વિશે યુઝ કરવા માટે સલાહ આપી અને તેના માટે પ્રોત્સાહિત કરો.
- ગેર સમજ દુર કરવા માટે કુટુંબ નિયોજન બાબતે વાર્તાલાપ ગોઠવવા ફીલ્ડમાં અન્ય માધ્યમો ધ્વારા સમજાવવું અને આ શી આપવું.
કુટુંબ નિયોજનમાં વિચારની આપલે વિનિમય બે રીતે કરી શકાય.
૧. વ્યક્તિગત રીતે
૨. ગ્રુપ કોમ્યુનીકેશન
૧.વ્યક્તિગત રીતે
- વ્યક્તિગત રીતે કુટુંબ નિયોજનના સંદેશાની આપલે ક્લીનીક હોસ્પિટલમાં કે હોમવિઝિટ દરમ્યાન થઇ શકે છે. આમા ફાયદો એ થાય છે કે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાના વિચારો પોતાનો ગમો અને અણગમો પોતાની શંકા તેમજ મંતવ્યો રજુ કરી શકે છે. તેઓ જે મેથડ અપનાવતા હોય કે અપનાવવા માંગતા હોય તે બાબતે ખુલ્લા મનથી ચર્ચા કરી તેમને નડતી મુશ્કેલીઓનું નિવારણ મેળવી શકે છે.
ર.ગ્રુપ કોમ્યુનીકેશન
- કુંટુંબ નિયોજનના સંદેશાની આપલે કરતી વખતે એકથી વધુ વ્યક્તિ સાંભળવા બેઠેલી હોય છે. તેથી બહુ ટુંકાગાળામાં વધુ વ્યક્તિઓને સંદેશો આપી શકાય છે. અને મુશ્કેલીઓ દુર કરી શકાય. આમાં ગેરફાયદો એ છે કે વ્યક્તિ અમુક વીના સંકોચે પૂછી શકતી નથી.
- કુટુંબ નિયોજનની સલાહ ઘરમાં,ક્લીનીકમાં અને હોસ્પિટલમાં આપી શકાય છે. આમાં આપણે કોને, ક્યારે, કેટલા પ્રમાણમાં નિયોજનની આવશ્યકતા છે તે સમજાવી શકીએ છીએ. બધી પદ્ધતિઓના ફાયદા-ગેરફાયદા જણાવી કોના માટે કૈ પદ્ધતિ જરૂરી છે? કે પદ્ધતિ સારી છે. તે બતાવી કુટુંબ નિયોજનની ગમે તે એક મેથડ પસંદ કરવા પ્રોત્સાહિત કરી શકાય છે.
ANM (ફિમેલ હેલ્થ વર્કરની) કુટુંબ નિયોજનમાં ભુમિકા
- માતા તથા બાળકના આરોગ્ય માટે કુટુંબ નિયોજનમાં મીડવાઇફની ભુમીકા ખુબ જ જરૂરી છે/મહત્વની છે. માતા તથા બાળકના આરોગ્ય માટે કુટુંબ નિયોજન જરૂરી છે. ગર્ભ નિરોધક સાધનોનો યોગ્ય ઉપયોગ બે બાળકો વચ્ચે અંતર રાખવામાં મદદ કરે છે. બે બાળકો વચ્ચે ઓછામાં ઓછો ૩ વર્ષનો ગાળો માતા તથા બાળક માટે આરોગ્યપ્રદ રહે છે.
- દંપતીને જુદા જુદા પ્રકારની ગર્ભનીરોધક પદ્ધતિઓની સમજણ આપવી અને તેના ગેરફાયદા સમજાવવા.
- આ પદ્ધતિઓમાંથી યોગ્ય રીત પસંદ કરવા તેઓને મદદ કરવી.
- દંપતીને કુટુંબ નિયોજન અપનાવવા માર્ગદર્શન આપવું એ જરૂરી છે કે તમે દંપતીને સાંભળો નિર્ણય તેમને જાતે જ લેવા દો. આવા દંપતીનું માર્ગદર્શન એન્ટીનેટલ પીરીયડથી જ કરવું. જેથી તેઓ પ્રસુતિ બાદના સમયમાં ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી કરી તેનો ઉપયોગ કરી શકે છે.
- જો માતા કોઇ ચોક્કસ કારણોસર સ્તનપાન આપી શકે તેવી સ્થિતીમાં હોય તેમને પ્રસુતિ પછી તરત જ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવાની સલાહ આપવી જોઇએ. જેથી તેની અસર પ્રસુતિ પછીના ઓવ્યુલેશન ઉપર પડે છે. જે પ્રસુતિના ૪૦ થી ૫૦ દિવસે પછી શરૂ થાય છે. માતાને ૬ અઠવાડીયાની અંદર પણ ગર્ભ રહી શકે છે.
- મીડવાઇફ ગર્ભનિરોધક સાધનોની પસંદગી ઉપર અસર કરતા પરિબળો જાણવા જોઇએ.
- દા.ત., ધર્મ સંસ્કૃતિ,સંબંધ, ઉંમર, જીવનધોરણ, સામાજીક સ્થિતી અને આર્થિક સ્થિતી.
- ધાત્રી માતાને તેને સ્તનપાનની ક્રિયા ઉપર કોઇ જાતની અસર ન કરે તેવા ગર્ભ નિરોધક સાધનોની પસંદગી કરાવવી જોઇએ.
- મીડવાઇફે આ માટે ઘણાં પાસાઓ ધ્યાનમાં રાખવા જોઇએ. દા.ત., માતાની બોડી ઇમેજ, સેકસની ઇચ્છા ઘટી જવી, માતૃત્વ સાથેનું સમાધાન, પેરીનીયમના ભાગની તકલીફ, વજાયનાનું સુકાઇ જવું વગેરે.
- દંપતીના વિસ્તારમાં કઇ કઇ જગ્યાએ કુટુંબ નિયોજનની સેવા પુરી પાડવામાં આવે છે. તેની માહિતી આપવી. દંપતીને કુટુંબ નિયોજનની પદ્ધતિને અપનાવવા પ્રોત્સાહિત કરવા.
કુટુંબ નિયોજનની પદ્ધતિઓ (ટેમ્પરરી/બીનકાયમી)
ફેમીલી પ્લાનીંગની મેથડ અથવા પદ્ધતિ
બિન કાયમી પદ્ધતિ
A. કુદરતી પદ્ધતિઓ
૧.લેકટેશન એમેનોરીયા મેથડ (LAM)
- બાળક ધાવણ લેતું હોય ત્યારે નીપલને ચુસતું હોય છે. તેની આ ક્રિયાથી એન્ટીરીયર પીચ્યુટરી ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના અંત:સ્ત્રાવો ઉતપન્ન થાય છે. કે જે ઓવરીની પ્રવૃતિને મંદ કરી દે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગર્ભાવસ્થા સામે ૮૮% જેટલું રક્ષણ પુરુ પાડે છે.
આ રીતમાં નીચેની બાબતોનું ધ્યાન રાખવું.
- માતા તેના બાળકને દિવસમાં ૮ કે તેથી વધુ વખત સ્તનપાન કરાવતી હોવી જોઇએ.
- બે સ્તનપાન વચ્ચે દિવસે વધુમાં વધુ ૪ કલાકનુ અંતર હોવું જોઇએ.
- નોકરી કરતી માતાને સલાહ આપવી જોઇએ કે સ્તન પર દબાણ આપી દુધ બહાર કાઢી લે અને તેનો સંગ્રહ કરી પછીથી બાળકને પીવડાવી લે.
- સ્તનપાનના સમય દરમિયાન માતામાં એમેનોરીયા જોવા મળે છે. જો તેનો મેન્સ્ટ્રુએશન પીરીયડ શરૂ થઇ જાય તો આ રીત બિનઉપયોગી બની જાય છે. તેથી તેણીને અન્ય રીતની પસંદગી કરવા સલાહ આપવી જોઇએ.
- માતા આ રીતનો પ્રસુતિ પછી વધુમાં વધુ ૯ માસ સુધી ઉપયોગ કરી શકે છે. કારણ કે પછીથી ઓવ્યુલેશન ક્રિયા શરૂ થઇ જતી હોય છે.
૨.એબસ્ટીન્નસ (સંયમ પાલન)
- આમાં અમુક ચોક્કસ સમયવાળામાં સંભોગની ક્રિયા કરવામાં આવતી નથી. આ રીતને સ્ટાન્ડર્ડ ડે મેથડ (SDM) પણ કહે છે.
૩.સર્વાઇકલ મ્યુકસ મેથડ (CMM)
- માસિક ચક્રના ફળદ્રુપતા અને બીન ફળદ્રુપતા તબક્કા દરમ્યાન મ્યુકસની ઘટ્ટતામાં ફેરાફર જોવા મળે છે. માસિક પછી ઘટ્ટ મ્યુકસ સર્વીકસને બંધ કરી દે છે. અને તે સ્પર્મના પ્રવેશને અવરોધે છે. સ્ત્રી વાલ્વ શુષ્ક થઇ ગઇ હોય તેનું અનુભવે છે. આ સમયે સંભોગ ક્રિયાથી ગર્ભાવસ્થા રહેતી નથી.
- ઓવ્યુલેશનની આસપાસના સમયે કે જ્યારે ફળદ્રુપતા સૌથી વધારે હોય છે. ત્યારે મ્યુકસ એકદમ પાતળું અને પારદર્શક બની જાય છે. તે ઇડાંના સફેદ ભાગ જેવું અને ચિકણું હોય છે. પ્રસુતિ બાદના સમયગાળામાં ૩ અઠવાડીયા સુધી મ્યુકસનું નીરીક્ષણ કરવું જોઇએ. તેનાથી સ્ત્રીની બીનફળદ્રુપતા જાણી શકાય છે. જો આમા કોઇ ફેરફાર જોવા મળે તો સ્ત્રીની ઓવરીની કાર્યશક્તિ ફરીથી શરૂ થઇ ગઇ છે. તથા ફળદ્રુપતાનો તબક્કો ફરીથી આવી ગયો છે. એમ માનવું ફળદ્રુપતાનો તબક્કો જ્યારે પ્રથમ વખત આવું. મ્યુકસ જોવા મળે ત્યારથી શરૂ થાય છે. અને ૪ દિવસ સુધી રહે છે. ક્યારેક મ્યુકસમાં વીર્ય ભળેલું હોય તો ફળદ્રુપતા નક્કી કરવામાં તકલીફ પડે છે. તેથી સંભોગ એકાંતરે કરવો સલાહભર્યું છે.
૪.કોઇટસ ઇન્ટરરુપટસ
- આ જુની મેથડ છે. છતાં પણ કોઇપણ પ્રીકોશન ન લેવા કરતા ઉત્તમ છે. પરંતુ તેની ભલામણ કરી શક્ય નહી. આ રીતમાં વીર્ય સ્ખલન વજાયનાની અંદર ન કરતા વજાયનાની બહાર કરવામાં આવે છે.
૫.શરીરના તાપમાનનું નિરીક્ષણ (EBT)
- સ્ત્રીને દરરોજ સવારના સમયે શરીરનું તાપમાન માપવા માટે જણાવવું જોઇએ. તેની નોંધ રાખવી જોઇએ. ઓવ્યુલેશનની ક્રિયા પછીથી શરીરનું તાપમાન ૨° C જેટલું વધે છે. અને તે માસિક સુધી યથાવત રહે છે. માસિક ચક્રનો બીન ફળદ્રુપતા તબક્કો ત્રીજા દિવસથી શરૂ થાય છે. ત્રીજા દિવસ પછી શરીરનું સામાન્ય તાપમાન થઈ જાય છે. શરીરના તાપમાન ઉપર ઘણા પરીબળો અસર કરે છે. દા.ત., માનવી ચિંતા, નિરક્ષરતા,દારુ, મોડી રાત્રે ઉઘવું વગેરે પ્રસુતિ પછી દરરોજ તાપમાન માપવાની માતા માટે મુશ્કેલ બની જાય છે. જેથી આ રીતનો ઉપયોગ સલાહ ભરેલ નથી.
૬.સર્વીકસનો સ્પર્શ
- સ્ત્રીએ દરરોજ તેના સર્વીકસનો સ્પર્શ કરવો જોઇએ. અને માસીક ચક્ર દરમ્યાન તેમાં થતા ફેરફાર જાણવા જોઇએ. દા.ત., માસિક પછી સર્વીકસ પેલ્વીસમાં અનુભવાશે તે સખત તથા સુકું જણાશે. તેનું ઓસ બંધ હોય છે. આ બીન ફળદ્રુપતાના તબક્કાની નિશાની છે.
- ઓવ્યુલેશનના સમયની આસપાસ સર્વીકસ ટુંકું નરમ તથા થોડું ખુલેલું જોવા મળે છે. આ ફળદ્રુપતાના તબક્કાની નિશાની છે.
- પ્રસુતિ પછીના સમયમાં અંતઃસ્ત્રાવઓમાં ફેરફાર થતો હોવાથી તેની અસર આ રીત ઉપર થઇ શકે છે. તેથી આ રીત ઉપયોગી નથી.
૭.રીધમ મેથડ (કેલેન્ડર મેથડ)
- આ મેથડને કેલેન્ડર મેથડ પણ કહે છે. આ રીતમાં સલામત સમય શોધી કાઢવામાં આવે છે.
- સ્ત્રીમાં થતા ફેરફાર માટે ૬ થી ૧૨ માસીક ચક્રનો અભ્યાસ કરવો.
- ટુંકા માસિક ચક્રમાંથી ૨૦ દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો પ્રથમ દિવસ ગણવો.
- લાંબા માસિક ચક્રમાંથી ૧૧ દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાના છેલ્લા દિવસ ગણવો.
- દા.ત., એક સ્ત્રીને ૨૪ થી ૩૦ દિવસ દરમ્યાન માસિક ચક્ર હોય છે. તેનો ફળદ્રુપતાનો પ્રથમ દિવસ ૨૪-૨૦ =૪ એટલે ૪ તથા ફળદ્રુપતાનો છેલ્લો દિવસ ૩૦-૧૧= ૧૯ થશે. તેથી આવી સ્ત્રી માસિક ચક્રના ૪ થી ૧૯ દિવસ દરમ્યાન ફળદ્રુપ હોય છે. બાકીના દિવસો સલામત સમય ગણાય છે.
- આ રીત અનુમાન ઉપર આધારીત હોય છે. તેથી તેની વિશ્વાસપાત્રતા હોતી નથી. તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે.
૮.સીમ્પ્ટોથર્મીક
- સર્વીક્સના મ્યુકસ તથા ઓવ્યુલેશનની ક્રિયા વખતે થતા ફેરફાર ઉપર આ રીત આધારીત છે. દા.ત., સ્તનની સખતાઇ,દુ:ખાવો,સ્ત્રીના શરીરનું તાપમાન વધવાના ત્રીજા દિવસથી ભીનું મ્યુકસ દેખાય કે સૌથી વધુ મ્યુકસ જોવા મળે. એના ચોથા દિવસ એમ બંન્નેમાં જે છેલ્લે હોય ત્યારથી દંપતીએ સંયમ રાખવો જોઇએ.
૯.ગર્ભનિરોધકની પર્સનલ સીસ્ટમ
- આ રીત સામાન્ય નથી. બજારમાં જ્યારે તે ઉપલબ્ધ થશે ત્યારે. અમુક દંપતીઓ દ્વારા તેનો ઉપયોગ થશે. આ રીતને ‘ પર્સોના’ કહે છે. તેમાં એક નાનકડું મોનીટર અને પેશાબની તપાસ માટેની નળીઓ હોય છે. સ્ત્રી દરરોજ પોતાના પેશાબની તપાસ કરી તેની નોંધ રાખે છે. તેના પરથી જાણી શકાય છે કે તે ફળદ્રુપ તબક્કામાં છે કે નહી .આ નળીઓથી ઇસ્ટ્રોજન તથા લ્યુટીનાઇઝીંગ હોર્મોન્સનું પેશાબમાં પ્રમાણ જાણી શકાય છે. આ તંત્ર વિકસાવનાર ઉત્પાદકતા દાવા મુજબ તેની અસરકારકતા ૯૩ થી ૯૫% જેટલો હોય છે.
૧૦.ગર્ભનિરોધક ગોળીઓ તથા ઇન્જેક્શન
અ. ગર્ભનિરોધક ગોળીઓ
કમ્બાઇન્ડ ઓરલ પીલ્સ
- આ ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટ્રેરોનની બનાવટ છે. તે માલા-ડી અને માલા-એન સ્વરૂપે મળે છે.એક પેકેટમાં ૨૮ ટેબલેટ હોય છે. દરરોજ એક ટેબલેટ લેવાની હોય છે. ૨૧ ટેબલેટ મોનોફેઝીક તથા ૭ ટેબલેટ નોન હોર્મોનીક હોય છે. એવી ટેબલેટ પણ મળે છે. કે જે બાયો અથવા ટ્રાયોફેઝીક હોય તેમાં સ્ટીરોઇડનું પ્રમાણ જુદું જુદું હોય છે.
- ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોનના એકીકરણથી લ્યુટીનાઇઝીંગ હોર્મોનનું ઉત્પાદન બંધ થઇ જાય છે. તે ફોલીકલ્સના સ્ટીમ્યુલેશનની પ્રક્રિયાને તથા ઓવમનું પુખ્ત થવાની પ્રક્રિયા પર અસર કરે છે. તેની વિશ્વાસ પાત્રતા ૧૦૦% છે. તેની નિષ્ફળતાનો આંક ર થી 3% છે. પ્રસુતિ પછીના સમયમાં આવી ટેબલેટ આપવી હિતાવહ નથી. કારણ કે તે દુધનું ઉત્પાદન ઘટાડે છે. પ્રસુતિ બાદ ૬ માસ સુધી આવી ટેબલેટ લેવી જોઇએ નહી. પણ જે માતા સ્તનપાન કરાવતી નથી. તેઓ પ્રસુતિ પછીના ૨૧ દિવસ પછી આવી ટેબલેટ લઇ શકે છે. આ સમયે ટેબલેટ શરૂ કરતા પહેલા ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટાડવું જોઇએ. તેથી થ્રોમ્બો એમ્બોલીઝમ થવાની શક્યતા ઘટે છે. અને ઓવ્યુલેશનની ક્રિયા પહેલા ગર્ભનિરોધક અસરો શરૂ કરવામાં પણ મદદ કરે છે.
પ્રોજેસ્ટેરોનની ગોળીઓ
- આ પ્રકારની ગોળીઓની દુધના ઉત્પાદન ઉપર કોઇ અસર થતી નથી. તેથી પ્રસૃતિ પછીના ૨૧ દિવસે આવી ગોળીઓ માતાને સલામત રીતે આપી શ્કાય છે. પ્રોજેસ્ટેરોન સર્વીકસના મ્યુકસને ઘટ્ટ બનાવે છે. જે સ્પર્મેટોઝુઆને ગર્ભાશયમાં પ્રવેશતા રોકે છે. આવી ગોળીઓ દરરોજ એક લેવામાં આવે છે. વચ્ચે કોઇ ખાલી દિવસ હોતો નથી.
- તે સર્વીક્સના મ્યુકસ ઉપર અસર કરે છે. તેની અસર ગોળી લીધા પછી ૪ થી ૨૨ કલાકમાં જોવા મળે છે.દરરોજ એક ગોળી લેવી જોઇએ. સંભોગ ક્રિયાના ૪ કલાક અગાઉ ગોળી લેવી હિતાવહ છે. પછીથી દરરોજ એ જ સમયે ગોળી લેવી જોઇએ. જે સ્ત્રીને ગોળી લેવામાં ૩ કલાક કરતા વધારે સમય મોડું થાય અથવા જેઓ ગોળી લેવાનું ભુલી જાય છે. તેમણે વધારામાં અન્ય ગર્ભનિરોધક રીતનો ઉપયોગ કરવો પડે છે. દા.ત., કોન્ડોમ નો ૭ દિવસ સુધી ઉપયોગ કરવો આવી ગોળી લેતી માતાઓમાં જો ઝાડા કે ઉલટી જોવા મળે તો પણ વધારામાં અન્ય ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે.
- આ રીતની નિષ્ફળતાનો આંક ૩%જેટલો હોય છે. ૪૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં નિષ્ફળતાનો આંક 0.3% જેટલો હોય છે. આ ગોળી દરરોજ અને ચોક્કસ સમયે લેવી એ અગત્યનું છે. પ્રસુતિ બાદ જો આ ગોળી વહેલાસર શરૂ કરવામાં આવે તો રકતસ્ત્રાવમાં વધારો કરી શકે છે. આવી ગોળીઓ સરકાર દ્વારા વિતરણ થતી નથી. જો કે તે બજારમાં ઉપબ્ધ છે. જે માતાઓ સ્તનપાન કરાવતી નથી. તેમના માટે આવી ગોળીઓ ઓછી અસરકારક છે. તેથી પૂરક આહારના સમય દરમિયાન માતાએ અન્ય ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ.
ફાયદાઓ :
- તે કમ્બાઇન્ડ ઓરલ પીલ્સ કરતા ઓછી આડઅસર ઉત્પન્ન કરે છે.
- તે દુધના ઉત્પાદન પર કોઇ જાતની અસર કરતી નથી. તે માસિક પહેલાના ચિહ્નોમાં ઘટાડો કરે છે. તે એન્ડોમેટ્રીયમ પડ તથા ઓવરીના કેન્સર સામે સ્ત્રીને રક્ષણ પુરૂ પાડે
ગેરફાયદાઓ :
- સર્ગભાવસ્થા તથા એકટોપીક પ્રેગન્નસીમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી.
- યોનિના રક્તસ્ત્રાવનું નિદાન થઇ શકતું નથી.
- આર્ટરીના ગંભીર રોગોમાં આપી શકાતી નથી.
B. ગર્ભનિરોધક ઇન્જેક્શન
- અંત:સ્ત્રાવોથી બનેલા આવા ઇન્જેક્શન બજારમાં ઉપલબ્ધ છે. દાત, DMPA કે જે પ્રોજેસ્ટેરોનની બનાવટ છે. તથા NET – EN આવા ઇન્જેક્શન ડોકટર ઓર્ડર મુજબ સ્નાયુના ઉંડાણમાં આપવામાં આવે છે.
- DMPA – 1.50 mg ૧૨ અઠવાડીયાના અંતરે આપવામાં આવે છે.
મીકેનીઝમ ઓફ એકશન :
- ઓવ્યુલેશનને ઇનહીબીટ કરે છે
- સર્વાઇકલ મ્યુકસને જાડી બનાવે છે જેથી સ્પર્મ યોનીમાં દાખલ થઇ શકતા નથી. એન્ડોમેટ્રિઅલ લાઇનને પતલી બનાવે છે જેથી ગર્ભનું ઇમ્પ્લાન્ટેશન નથી થતુ.
- 3 મહિનાના અંતરે આપવામાં આવે છે. જેથી તેને અંતરા કહે છે 150 મી.ગ્રા દર 3 મહિને આપવામાં આવે છે.
- ક્યારે શરૂ કરાય – માસીક ચક્રના 7 દિવસની અંદર ગમે ત્યારે ચાલુ કરી શ કાય અને 7 દિવસ બાદ પણ સ્ત્રી સગર્ભા નથી તેની ખાત્રી કરીને ચાલુ કરાય છે.
- તેની નિષ્ફળતાનો આંક ૦.૫% થી ૧% હોય છે.
- માસીક સમયના ૫ માં દિવસે પ્રથમ ઇન્જેક્શન આપવામાં આવે છે. તેનો અસર તરત જ પ્રથમ દિવસથી જ ઉત્પન્ન થાય છે. જો આ રીતે ન આપતા કોઇપણ સમયથી ઇન્જેક્શન શરૂ કરવામાં આવે તો ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે.
- આ ખુબ જ અસર કારક પદ્ધતિ છે. તેમાં સ્ત્રીએ દરરોજ ગોળી ગળવાની જરૂરીયાત રહેતી નથી.
- તેની અસરકારકતાનો સમયગાળો ઉલટાવી શકાતો નથી.
- તેની આડ અસરમાં ઉબકા આવતા,ઉલ્ટી થવી, હતાશા, મુડમાં ફેરફાર,સ્તનમાં અસ્વસ્થતા જોવા મળે છે.
- તેના કારણે માસીક ચક્રમાં અનિયમીતતા જોવા મળે છે. DMPA ના લાંબા સમયના ઉપયોગથી એમેનોરીયા જોવા મળશે.તેનાથી વજન પણ વધે છે. તથા હાડકાની ઘનતા ઘટે છે.
- તે બંધ કર્યા પછીથી સ્ત્રીની ફળદ્રુપતા લાવવામાં ૫ થી ૭ માસ જેટલો સમય લાગે છે.
- તેમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ હોવાથી લોહીના રક્તસ્ત્રાવને અનિયમીત બનાવી શકે છે. તેથી તેનો પ્રસુતિ પછી ૫ થી ૬ અઠવાડીયે ઉપયોગ કરવો જોઇએ.
C. સબડર્મલ ઇનપ્લાન્ટ (નોર પ્લાન્ટ)
- આ કેપ્સ્યુલ જેવું હોય છે. જેમા પ્રોજેસ્ટેરોન આવે છે. તેને ઉપરના હાથમાં ચામડી નીચે મુકવામાં આવે છે. તેને મુકવા માટે સ્ત્રીને લોકલ એનેસ્થેસીયા આપવું પડે છે. આ નોરપ્લાન્ટ રીપે ૬ કેપ્સ્યુલ હોય છે. આ ઇનપ્લાન્ટને ૨ થી ૫ વર્ષ સુધી તેની જગ્યાએ રાખી શકાય છે. જો કે તેનો આધાર તેની બનાવટ ઉપર રહેલો છે. તેમાંથી શરીરમાં નિયમીત પણે અંત:સ્ત્રાવ ઉત્પન્ન થતો રહે છે. તેની નિષ્ફળતાનો આંક ૦.૭% હોય છે. આનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. તેને મુકવા માતે તથા દુર કરવા માટે સર્જીકલ ક્રિયાની જરૂર પડે છે. તે મુક્યાના પ્રથમ વર્ષના યોનીના રક્ત સ્ત્રાવમાં અનિયમીતતા જોવા મળે છે. તેને દુર કર્યા બાદ ૪૮ કલાકમાં જ સ્ત્રી પોતાની ફળદ્રુપતા પ્રાપ્ત કરી લે છે.
D. મીકેનીકલ મેથડ-ડાયાફ્રામ
- ડાયાફ્રામ એ વજાયનલ બેરીયર છે . તેને ડચ કેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. સારી કવોલીટીનુ રબરમાંથી બનાવેલ સાધન જે સર્વાઇકલ કેપથી મોટું હોય છે. સર્વાઇકલ કેપ ડાયાફ્રામથી સહેજ નાનું હોય છે.
- ડાયાફ્રામનો ઉપયોગ સ્ત્રીએ કરવાનો હોય છે. તેનો આકાર પ્યાલા જેવો હોય છે. તે રબરનું બનેલું હોય છે. ૨ થી ૪ ઇંચના પરીઘવાળું હોય છે. તેની કિનારી સ્પ્રીંગની અથવા મેટલની બનેલી હોય છે. કપલ એકબીજા સાથે મળે તે પહેલા સર્વિક્સ ઉપર પહેરવાનું હોય છે. તેની અંદરના ભાગના ક્રીમ કે જેલી લગાડવામાં આવે છે. જેથી ઓવમ અને સ્પર્મ વચ્ચે અવરોધક પડદા જેવું કામ કરે છે.
- ડાયાફ્રામના યુઝમાં કોઇ રીસ્ક નથી. તેની મેડીકલી કોઇ કોન્ટ્રાઇન્ડીગેશન નથી.
- તે ઇન્ટરકોસ કર્યા પછી ઓછામાં ઓછા ૬ કલાક સુધી રાખવાનું હોય છે.
- ડાયાફ્રામની સાથે સ્પર્મી સાયકલ પણ વાપરવું પડે છે. નિષ્ફળતાનો દર ૧૦૦ એ ૬ થી ૧૨ છે.
ગેરફાયદા :
- સ્ત્રીએ પોતે ડાયાફ્રામ ગોઠવવાની પદ્ધતિ શીખવી પડે છે.
- પ્રસુતિ બાદ યુટ્રસનું ઇનવોલ્યુશન થયા પછી જ વાપરી શકાય છે.
- સાધનની સ્વચ્છતા અને ઉપયોગ કર્યા પછી તેની સાચવણી અગવડતા ભરી છે. તેથી તેનો ઉપયોગ મહદઅંશે થતો નથી.
સલાહ :
- નિયમીત અને જેલી લગાડીને વાપરવાથી વધારે અસરકારક રહે છે.
- તેની સમજ આપવી.
- ઉપયોગ વખતે બળતરા થાય તો ડોકટર પાસે જવું.
- કપલે મળ્યા પછી ૬ કલાક પછી ડાયાફ્રામ કાઢવા માટે સમજાવવું. કપલે મળતા પહેલા ૪ કલાક પહેલા ડાયાફ્રામ પહેરી શકાય છે. પોતાને ખાત્રી ન થાય થય ત્યાં સુધી ડોકટર સલાહ લેવી.
- યુઝ કર્યા પછી ડાયાફ્રામને માઇલ્ડ સાબુ પાણીથી ધોઇને ડ્રાય કરીને પાવડર લગાવીને ઠંડકવાળી જગ્યાએ મુકવું.
નોંધ : સર્વાઇકલ કેપ ડાયાફ્રામથી નાની છે. તેનો ઉપયોગ, ફાયદા અને ગેરફાયદા ડાયાફ્રામ જેવા છે.
E. ફીમેલ કોન્ડોમ
- આ હમણા હમણા પ્રકાશમાં આવેલ મેથડ છે. તે સ્ટોરમાંથી મળી રહે છે. તે ખુબ જ મોંધી અને ખર્ચાળ છે. દર વખતે નવું વાપરવું પડે છે. ફિમેલ કૉન્ડોમ પોલીયુરેથીનનું બનેલું પાઉચ છે.
- જે વજાયનામાં રહે છે. કોંડોમની ઇન્ટર્નલ રીગ એતલે કે પાઉચનો ભાગ સર્વીકસને કવર કરે છે. અને એક્સટર્નલ રોગ વજાયનામાં રહે છે. તે સીલીકોન થી પ્રી લુબ્રીકેટેડ હોય છે. તે STD જેવા રોગો સામે અસરકારક રક્ષણ આપે છે. ૮૦ થી ૯૦ ટકા જેટલું ફળ છે . તેની નિષ્ફળતાનાં દર ૧૦૦ એ ૫ છે.
G. મેલ કોન્ડોમ
- આ અવરોધ રીત છે.એના ઉપયોગથી દંપતી સલામત રીતે જાતીય સંભોગની ક્રિયા કરી શકે છે. તેનો ઉપયોગ ગર્ભાવસ્થાને અટકાવવા માટે અને કુટુંબ નિયોજન માટે થાય છે. કોન્ડોમની ક્વોલીટી ઉત્તમ પ્રકારની હોવી જોઇએ. સરકાર નિરોધનું મફત વિતરણ કરે છે. તથા બજારમાં પણ ઉપલબ્ધ છે. ક્યા પ્રકારનો કોન્ડોમ વાપરવો તેની પસંદગી વ્યક્તિએ કરવાની રહે છે.
કોન્ડોમનો અસરકારક રીતે ઉપયોગ કરવા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઇએ.
- આ એક ગોળાકાર રબરની પાતળી ટ્યુબ જેવું હોય છે. જેને યોનીમાર્ગના સંપર્ક પહેલા ઇરેકટ થયેલ પેનીસ પર ચઢાવવામાં આવે છે. કોન્ડોમની આગળનો ૧ Cm ભાગ હવા માટે છોડી દેવો જોઇએ. તેમાં બહાર નીકળેલું વીર્ય એકઠું થાય છે. જો આમ કરવામાં ન આવે તો કોન્ડોમ ફાટી જાય છે.
- સંભોગની ક્રિયાબાદ વીર્ય સ્ખલન થયા પછી કોન્ડોમ પેનીસ ઇરેકટ સ્થિતિમાં હોય ત્યારે જ કાઢી લેવું જેથી સરકીને નીકળી જવાની શકયતા ન રહે.
- એક કોન્ડોમનો ફકત એક જ વખત ઉપયોગ કરવો જોઇએ.
- વપરાયેલા કોન્ડોમનો યોગ્ય નિકાલ કરવો જોઇએ. સફળતાપૂર્વક તેનો ઉપયોગ કરતા થઇ શકે. તેની નિષ્ફળતાનો આંક ઓછો છે. જે ર થી ૧૫% છે. તે RTI અને STD સામે તેમજ HIV ઇન્ફેક્શન સામે અસરકારક રક્ષણ આપે છે.
IUCD : ઇન્ટ્રાયુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડીવાઇઝ) (ગર્ભ નિરોધક સાધન)
- બજારમાં પ્રકારમાં IUCD ઉપલ્બધ છે. પણ તેમાંથી કોપર-ટી નો ઉપયોગ વધુમાં વધુ થાય છે. કોપર-ટી ૩૮૦.એ. ૧૦ વર્ષ સુધી ગર્ભશાયમાં રાખી શકાય છે. તેમાંથી કોપર રીલીઝ થાય છે. જે સ્પર્માટોઝુઆની ગતિશીલતા ઓછી કરે છે. જેના કારણે સ્પમનું આયુષ્ય ઘટે છે. અને નાશ પામે છે.
- તે એન્ડોમેટ્રીયમના ઉત્સેચેકના અસર કરે છે. ગ્લુકોઝના ચયાપચય પર અસર કરે છે. તથા ઇસ્ટ્રોજનને વધારે છે. તેથી એન્ડોમેટ્રીયમમાં ઓવમનું આરોપરણ થતું નથી. આ રીતની નિષ્ફળતાનો આંક ૧ થી ૨% જેટલો જ હોય છે. તેમાં પણ હાલમાં યુઝમાં આવતી ૩૮૦-એ કોપર-ટી નો ફેલીયોર ૨.૪ છે.
- તે પ્રસુતિ પછી તરત જ અથવા ૬ અઠવાડિયા પછી મુકવામાં આવે છે. જો અન્ય સ્ત્રીને મુકવાની હોય તો માસીકના ૫ માં દિવસે મુકવામાં આવે છે. આ સાધનને તેની જગ્યામાં ૧૦ વર્ષે સુધી રાખી શકાય છે. જો કે તેનો આધાર તેની બનાવટના પ્રકાર છે. IUCD ને એસેપ્ટિક ટેકનીકથી દાખલ કરવામાં આવે છે. તે લેકટેશન પર કોઇ જાતની અસર કરતું નથી. દંપતીને જ્યારે બીજા બાળકની ઇચ્છા થાય ત્યારે આ સાધન દુર કરી શકાય છે. અને બાળક મેળવી શકાય છે.
IUCD મુકાવેલ સ્ત્રીઓને નીચેની સુચનાઓ આપવી જોઇએ.
- કોપર-ટી મુકાવ્યા પછી થોડા સામાન્ય પ્રોબ્લેમ ઉભા થઇ શકે છે. પરંતુ તેનો ઉકેલ લાવવો. અને સલાહ માટે ડોકટર પાસે મોકલવી.
- સમયાંતરે દોરાને ચેક કરવા માટે કહેવું. જેથી કોપર-ટી તેની જગ્યાએ છે કે નહી તે માલુમ પડે છે.
- ઘણી વખત મેનોરેજીયાની સ્થિતી થઇ શકે છે. આવી. સ્ત્રીઓને નિષ્ણાંત ડોકટર પાસે મોકલી આપવી.
- જો માતાને ગર્ભાવસ્થાની શંકા લાગે તો તરત જ ડોક્ટર પાસે મોકલવી જોઇએ.
ઈ – પીલ્સ
- આ પીલ્સ સગર્ભાવસ્થા અટકાવવામાં મદદ કરે છે તે અને પ્રોટેક્ટ સમાગમ કરવાથી પ્રેગ્નેન્સી રહી હોય તો બે ઓરલ પીલ્સ લેવાથી ગર્ભાધાન અટકાવી શકાય છે. આ ટેબલેટ ૦.૭૫ એમજી લેવાનોલની બનેલી છે.
- ફર્ટીલીટી અટકાવે છે.
- આનો ડોઝ બે ટેબલેટનો છે. પહેલી ગોળી સમાગમ પછી ૭૨ કલાકમાં લેવાની હોય છે ત્યાર પછી ૭૨ કલાકના પૂરા થતા પહેલાના ૧૨ કલાકમાં બીજી ગોળી લેવાની હોય છે અને તે પ્રમાણે ના થાય તો એન્ટીમેટીક મેડીસીન લેવી કે આપવી.
ધ ઇન્જેકટેબલ કોન્ટ્રાસેપ્ટીવ (એમ.પી.એ ) અંતરા
- એમ.પી.એ. જે મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન ઇન્જેક્શન જે દર ત્રણ માસે એક વખત એક ઇન્જેક્શન લેવાનું રહેશે જેનાથી સ્ત્રીઓમાં સગર્ભાવસ્થાને લાંબા સમય સુધી અટકાવી શકાય છે. જેથી બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર રાખવામાં મદદ થાય છે.
- જેનો ઉપયોગ તરુણાવસ્થાથી ૪૫ વર્ષની ઉપર કોઇપણ વય જૂથની સ્ત્રીઓ જે બાળક ધરાવતા હોય કે ના ધરાવતા હોય
- પ્રજનનાવસ્થા વયજૂથની અપરણીત સ્ત્રીઓ
- ગર્ભપાત બાદ તરત જ.
- સ્તનપાન કરાવતી સ્ત્રીઓ (સુવાવડનાં છ વીક બાદ )
- એચ. આઇ. વી. ગ્રસ્ત સ્ત્રીઓ તમામ
- અંતરા ઇન્જેક્શન જે હાથના ઉપરના ભાગે અથવા પગમાં થાપા ઉપર અગર જાંઘ પર માંસપેશી અથવા ચામડીની નીચે મુકવામાં આવે છે.એમ.પી.એ. કાર્ડ બનાવીને દરેક માહિતી ભરાવવી.
સેંક્રોમેન (છાંયા)
- સેંક્રોમેન (છાંયા) પ્રથમ ત્રણ મહિના માટે વીકમાં બે વાર લેવાની હોય છે. ત્યારબાદ વીકમાં એક ગોળી લેવાની હોય છે. પ્રથમ ગોળી માસીકના પ્રથમ દિવસે (જે રકતસ્ત્રાવનો પહેલો દિવસ હોય તે) અને બીજી ગોળી તેના ત્રણ દિવસ પછી લેવાની હોય છે. આ પ્રકારનો ક્રમ પ્રથમ ત્રણ મહિના સુધી જાળવવાનો હોય છે. ચોથા મહિનાની શરૂઆતમાં જે દિવસે માસીક શરૂ થાય તેના પ્રથમ દિવસે શરૂ કરી દર વીકે તે જ દિવસે ગોળી લેવાની હોય છે. માસીક ચક્રને અનુલક્ષીને આ ગોળી લેવાની હોય છે.
- છાયા મોં વાટે લેવાતી નોન હોર્મોનલ ગોળી છે. જે બજારમાં ‘સહેલી’ ના નામથી અને જાહેર આરોગ્ય ક્ષેત્રે તે ‘છાંયા’ ના નામથી ઉપલબ્ધ છે.
સેંક્રોમેન (છાંયા) ગોળી લેવાની અવધી પત્રક :
કુટુંબ નિયોજનની કાયમી પધ્ધતિઓ
- જે દંપતીએ ઇચ્છા મુજબની બાળકો મેળવી લીધા હોય અથવા તો તેમના કદ પૂર્ણ કરી દીધેલ હોય તેઓને આ પદ્ધતિની સલાહ આપવામાં આવે છે. આ સૌથી સલામત રીત છે.
કાયમી પદ્ધતિમાં ફીમેલ માટે કુટુંબ નિયોજન ના બે ઓપરેશન છે.
- ૧. લેપ્રોસ્કોપીક ટ્યુબરલાયગેશન (લેપ-TL)
- ૨. એબ્ડોમીનલ ટ્યુબલાયગેશન (ABD. -TL)
પુરૂષો માટેના કાયમી ઓપરેશનમાં
- ૧. V.T. :વાઝેકટોમી
- ૨. NSV : નોન સ્કાલપેલ વાઝેકટોમી
સીલેક્શન ફોર ઓપરેશન કેસ
- પતીની ઉંમર ૨૫ વર્ષ કરતા ઓછી ન હોવી જોઇએ.
- પત્નીની ઉંમર ૨૦ વર્ષ કરતા ઓછી અને ૪૫ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ.
- ઓપરેશન કરાવનાર યુગલને ઓપરેશન વખતે તેમની ઇચ્છા મુજબ એક કે બે બાળકો હોવા જોઇએ.
- નાના બાળકની ઉંમર ૨ વર્ષથી વધુ હોવી જોઇએ.
- બાળકોની તંદુરસ્તી અને તેના ગ્રોથ અને ડેવલોપમેન્ટની કાળજી રાખવામાં આવે છે.
- જો યુગલને ૩ થી વધુ બાળક હોય તો પતી-પત્નિની ઉંમરમાં છુટ-છાટ કરી શ્કાય છે.
- સ્ટરીલાઇઝેશન સ્ત્રી અને પુરૂષ બંન્નેમાં કરવામાં આવતી કાયમી પદ્ધતિ છે.
ફીમેલ નસબંધી ઓપરેશન
૧.લેપ્રોસ્કોપીક ઓપરેશન
- આ સ્ત્રીઓની નવી પદ્ધતિ પ્રમાણે કરવામાં આવતું ઓપરેશન છે. ખાસ પ્રકારની લાયકાત ધરાવનાર અને લેપ્રોસ્કોપીક ઓપરેશનની તાલીમ લીધેલ હોય તે ડોકટર આ ઓપરેશન કરી શકે છે. આ ઓપરેશન કરતા પહેલા સ્ત્રીની સંપૂર્ણ ફીઝીકલ ચેક અપ કરવામાં આવે છે.
સાધનો
a) સ્પંજ હોલ્ડર-૦૨
- વોલ્સેલમ-૦૧
- યુટ્રાઇન સાઉન્ડ-૦૧
- મેની પ્યુલેટર-૦૧
- સીમ્સ વજાયનલ સ્પેક્યુલમ-૦૧
- ટોવેલ ક્લીપ-૦૨
b) એબ્ડોમીનલ ઇન્સ્ટ્રુમેન્ટ
- સ્પંજ હોલ્ડર-૦૨
- ક્વેરીસ નીડલ-૦૧
- નાઇફ હેન્ડલ નં-૩ બ્લેડ નં-૧૨
- ટ્રોકાર
- લેપ્રોસ્કોપ
- કેન્યુલા
- ટૂથ ડીસેકટીંગ ફોરસેપ્સ
- સ્યુચર મટીરીયલ
- ટ્યુબીંગ ફોર કેરીંગ ગેસ (Co2 વાયુ લઇ જવાની ટ્યુબ )
ઓપરેશન પહેલાની કાળજી (પ્રીઓપરેટીવ બાદ)
- આ ઓપરેશનમાં ઓપરેશન કરવા માટે સ્ત્રીને શીશી સુંધાડવાની કે બેભાન કરવાની જરૂર પડતી નથી તેના માટે ડોકટરના ઓર્ડર પ્રમાણે પ્રીમેડીકેશન આપવામાં આવે છે. જેમાં ઇન્જેક્શન ફોર્ટવીન, ઇન્જેક્શન ફીનારગન, ઇન્જેક્શન એપ્રોપીન ડોકટર ઓર્ડર પ્રમાણે આપવામાં આવે છે. ઇન્જેક્શન ટી.ટી. આપવામાં આવે છે. લોકલ એનેસ્થેસીયા માટેનું ઇનજેક્શન ઝાયલોકેન પ્રથમ ટેસ્ટ ડોઝ કરવામાં આવે છે. ઇન્જેક્શન પેનીડયુરાનો પણ ટેસ્ટ ડોઝ કરવામાં આવે છે. ત્યારબાદ ઓપરેશન માટેની બીજી તૈયારી કરવી.
ઓપરેશન
- ૧. પેશન્ટને ઓપરેશન ટેબલ પર લેતા પહેલા તેનું બ્લેડર ખાલી કરાવવું.
- ૨. ત્યારબાદ અમ્બેલીકલના નીચેના ભાગ પર સ્પીરીટ બીટાડીનથી પેઇંટીંગ કરવું. તેના પછી સ્પીરીટ એપ્લાય કરવું.
- ૩. ત્યારબાદ વુન્ડ ટોવેલ સ્પ્રેડ કરવો.
- ૪. અમ્બેલીકલના નીચેના ભાગે ઇન્જેક્શન ઝાયલોકેન આપી લોકલ એનેસ્થેસીયા આપો.
- ૫. ત્યાર પછી નાનો ઇન્સીજન મુકી ટ્રોકાર અને કેન્યુલા પસાર કરવામાં આવે છે. લેપ્રોસ્કોપના આગળના ભાગને સ્ત્રીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. અને તેના દ્વારા CO2 પસાર કરવામાં આવે છે. વજાયનાના ભાગમાં સર્વીકસ દ્વારા મેનીપ્યુલેટર દાખલ કરી મેનીપ્યુલેટ કરવામાં આવે છે.
- ૬. લેપ્રોસ્કોપના પાછળના છેડે દુરબીન જેવો લેન્સ હોય છે. તેના દ્વારા ફેલોપીયન ટ્યુબને પકડવામાં આવે છે.
- ૭. ફેલોપીયન ટ્યુબને પકડયા બાદ વાળવામાં આવે છે. અને તેના પર રીંગ ચઢાવવામાં આવે છે. આ રીંગને ફેલોપીયન ટ્યુબ પર બરાબર ફીટ કરવામાં આવે છે. આમ કરવાથી ફેલોપીયન ટ્યુબ બંધ થઇ જાય છે.
- ૮. આખી પ્રોસીઝર પૂર્ણ થયા બાદ એકાદ સ્ટીચ લેવો પડે છે. ત્યાર પછી ડ્રેસીંગ મુકી કવર કરવામાં આવે છે.
ગર્ભધારણ કેવી રીતે અટકે છે?
- ઓવરીમાંથી છુટું પડેલું સ્પર્મને મળી શકતું નથી. આ રીતે ગર્ભાધાન થતું
- આ ઓપરેશન ક્યારે-ક્યારે કરવામાં આવે છે?
- આ ઓપરેશન ડીલેવરી પછી ૧ ૧/૨ માસ બાદ કરવામાં આવે છે.
- માસીક આવ્યા બાદ ૫ માં દિવસે કરવામાં આવે છે.
- MTP કર્યા બાદ આ ઓપરેશન કરવામાં આવે છે.
ફાયદા
- હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
- આ ઓપરેશન કર્યા બાદ ૬ કલાક પછી ઘરે જવા દેવામાં આવે છે.
- ભવિષ્યમાં ઓપરેશન ખોલાવવાની જરૂર પડે તો ખોલાવી શકાય છે. અને ફરી ગર્ભધારણ થઇ શકવાના ચાન્સીસ રહેલા છે.
- આ ઓપરેશન પછી જાતીય સુખમાં કોઇપણ જાતનો પ્રોબ્લેમ થતો નથી.
ગેરફાયદા
- એર એમ્બોઈઝમ થવાની શકયતા છે. હવા દ્વારા રૂધિરાભિષરણ તંત્રમાં અવરોધ
ઉભો થાય છે.
- બ્લેડર રપચર થવાની શકયતા છે.
- યુટ્રસમાં પરફોરેશન થવાની શકયતા છે.
- ઇન્ટર્નલ હેમરેજ થવાની શકયતા રહેલી છે.
- કાર્ડિયો વાસ્ક્યુલર અને રેસ્પીરેટરી પ્રોબ્લેમ થવાની શકયતા છે.
- વુંડ સેપ્સીસ થઇ શકે છે.
- ઓપરેશન ફેઇલ જવાની શકયતા છે.
- રજા આપતા પહેલા આપવાની સલાહ :
- ઓપરેશન વાળો ભાગ સાફ રાખવાની સલાહ આપવી.
- નિયમીત એન્ટીબાયોટીકસ લેવા માટે સલાહ આપવી.
- ખોરાક ન્યુટ્રીટીવ લેવાની સલાહ આપવી.
- ઓપરેશન પછી દર મહિને મેન્સ્ટ્રુઅલ સાયકલની ખાત્રી કરવા જણાવવું.
- થોડા સમય માટે વધુ વજન ન ઉચકવા માટે સલાહ આપવી.
- એક વીક સુધી પતિ-પત્નિને જાતિય સમાગમ માટે ના પાડવી.
- ફિમેલને સમજાવવું કે કદાચ તેનું વજન વધશે. કારણ કે ઓપરેશન પછી પ્રેગન્નસી રહેવાના ચાંસ નથી તેથી ચિંતા મુકત થશે.
- ૩ જા અને ૭ માં દિવસે તેનો ફોલોઅપ વિઝિટ થશે કરવી.
૨.એબ્ડોમીનલ TL
- આ ઓપરેશન પણ કુટુબ નિયિજનની કાયમી પધ્ધતી છે. જેમા6 ફેલોપીયન ટ્યુબને કટ કરીને લાયગેટ આવે છે. તેને ટ્યુબેકટોમી પણ કહેવામાં આવ એછે.
સાધનો
- સ્વોબ હોલ્ડર-૨ થી ૪
- ટોવેલ ક્લીપ-૦૪
- એલીસ ફોરસેપ – ૦૩
- બેબકોક -૦૨
- ડીસેકટીવ ફોરસેપ- ટુથ ફોરસેપ ટુથ લેસ ફોરસેપ
- સીઝર
- નીડલ હોલડર
- નાઇફ હેડલ નં-૪ બ્લેડ નં-૨૩
- સ્યુચર મર્ટીરીયલ નીડલ -રાઉંડ બોડી કટીંગ બોડી
- બે નાના બાઉલ, કિડની ટ્રે
- કોટન સ્વોબ, ગોઝ પીસ
પ્રીઓપરેટીવ કેર
- આ ઓપરેશન સીઝરીયન સેક્શન સાથે કરી શકાય છે. MTP કર્યા પછી કરી શકાય છે. ડીલેવરી પછી ૧૨ કલાક પછી કરી શકાય છે.
- આમાં પેશન્ટને આગલા દિવસે દાખલ કરવામાં આવે છે.
- પેશન્ટને ઓપરેશન માટે શારીરીક અને માનસીક તૈયાર કરી તેની સંપૂર્ણ ફિઝીકલ તપાસ કરવી.
- પ્રીઓપરેટીવ કેરમાં પેશન્ટની જનરલ અને ઓબસ્ટ્રેટીક (પ્રસુતિને લગતી ) સંપૂર્ણ હિસ્ટ્રી લેવામાં આવે છે.
- ઓપરેશન કરતા પહેલા પતિની સંમતી માટે સહી લેવામાં આવે છે
- પ્રીઓપરેટીવ કેરમાં પ્રાઇવેટ પાર્ટનું સેવીંગ કરવામાં આવે છે.
- હોસ્પિટલના કપડા પહેરાવવામાં આવે છે. તેમજ વાળને ટાઇ કરી કેપ પહેરવામાં આવે છે.
- ઓપરેશનમાં મોકલતા પહેલા ડોક્ટરના ઓર્ડર મુજબ પ્રીમેડીકેશન આપવામાં આવે છે.
- ઓપરેશન ટેબલ ઉપર પેશન્ટને લેતા પહેલા બ્લેડર ખાલી કરવા માટે કહેવામાં આવે છે.
- સ્પીરીટ બીટાડીન અને સ્પીરીટ એમ સ્ટેપ બાય સ્ટેપ એબ્ડોમન પર પેઈન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટારાઇલ વુંડ ટોવેલ સ્પ્રેડ કરવામાં આવે છે.
- અમ્બીલીકલના નીચેના ભાગે ઇન્જેક્શન ઝાયલોકેન લોકલ એનેસ્થેસીયા માટે આપવામાં આવે છે.
- જે જગ્યા ઉપર નાનો ઇન્સીજન કરીને ઓપરેશન માટે એબ્ડોમન ખોલવામાં આવે છે.
- એબ્ડોમનના ચારેય લેયર ઓપન કરી વારાફરતી એક પછી એક ફેલોપીયન ટ્યુબને બેબકોકથી પકડીને, બાંધીને કટ કરવામાં આવે છે. ત્યાર પછી સ્યુચર લેવામાં આવે છે.
- આમ કરવાથી ઓવરીમાંથી છુટું પડેલું ઓવમ સ્પર્મને મળી શકતું નથી અને ગર્ભ રહેતો અટકે છે.
- આ ઓપરેશન ડીલેવરી પછી તરત જ કરવામાં આવે તો સારુ કારણ કે ફેલોપીયન ટ્યુબ જલ્દી મળી જાય છે. અથવા માસિક આવ્યા પછીના અઠવાડીયામાં કરવામાં આવે છે.
ઓપરેશન પછીને સંભાળ અને સલાહ
- આ ઓપરેશન પછી તરત જ ભારે કામ ન કરવા માટે જણાવવું.
- ઓપરેશનની જગ્યા તેમજ પ્રાઇવેટ પાર્ટને ચોખ્ખો રાખવા જણાવવું.
- પોષક આહાર માટે સમજાવવું.
- એન્ટીબાયોટીક દવાઓને નિયમીત લઇ કોર્ષ પૂરો કરવા સમજાવવું.
- ઓપરેશન પછી દર મહિને માસિક સાયકલ નિયમીત આવે છે કે નહી તે ચેક કરવા સમજાવવું.
- ઓપરેશન પછી જાતિય સુખમાં કોઇપણ અડચણ આવતી નથી તેવું સમજાવવું.
TLના કોમ્પ્લીકેશન
- ઓપરેશન પછી ટાંકા પાકવા
- હર્નિયા થવું
- અનિવાર્ય સંજોગોમાં ફરીથી બાળક મેળવવું મુશ્કેલ થવું
- ઓપરેશન નિષ્ફળ જવું
પુરૂષ નસબંધી ઓપરેશન
૧.વાઝેકટોમી
- આ પુરૂષો માટેની કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતી છે. તે સાદી અને સલામત છે.
કેસનું સીલેકશન
- વાઝેકટોમીના ઓપરેશન માટે કેસની પસંદગી કરતી વખતે લાભાર્થીને નીચેની કંડીશન ન હોવી તેની ખાત્રી કરવી.
- ડાયાબીટીસ
- સ્કીન ડીસીસ
- હાઇડ્રોસીલ વગેરે ન હોવા જોઇએ.
મેડીકેશન
- ઓર્ડર મુજબ એન્ટીબાયોટીક આપવામાં આવે છે.
ઓપરેશન
- આ ઓપરેશન માટે પતિ-પત્નીની સંમતી હોવી જરૂરી છે. આ ઓપરેશન લોકલ અથવા જનરલ એનેસ્થેસીયામાં થઇ શકે છે. ઓપરેશન શરૂ કરતા પહેલા ઓપરેશનની સાઇડ પર લો. એનેસ્થેસીયા માટે ઇન્જેક્શન ઝાયલોકેન આપવું. જેથી સ્કીનમાં બહેરાશ આવે ત્યાર બાદ ૧.૫ CM ઇન્સીજન સ્ક્રોટમ પર મુકીને સ્કીનને ખસેડીને વાઝને બે મોસ્કીટો આર્ટરી દ્વારા પકડી વચ્ચેથી કટ કરીને બન્ને છેડા બાંધી દેવામાં આવે છે. T બેન્ડેજ લગાવવામાં આવે છે. આ ઓપરેશન ફકત ૫ મિનિટમાં જ પૂર્ણ થાય છે.
ફાયદા
- હોસ્પિટલમાં રહેવાની જરૂર પડતી નથી ફકત ૩ થી ૪ કલાકમાં રેસ્ટ લેવાની જરૂર રહે છે.
- આ ઓપરેશનમાં ફકત ૫ મિનિટ ખુબ જ ઓછો સમય લાગે છે.
- ઓપરેશનના ૨૪ કલાક બાદ પોતાનો નોકરી, ધંધો કરી શકે છે.
- ઓપરેશનના થોડા દિવસ બાદ જ (૧૫ દિવસ) ભરે કામ કરી શકાય છે. ઓપરેશન પછી જાતીય સુખ પહેલાની જેમ જ માણી શકે છે.
ગેરફાયદા
- વાઝેકટોમી ઓપરેશન કર્યા પછી તરત જ સ્ટરીલીટી આવતી નથી. જ્યાં સુધી સીમેન એકઝામીનેશનમાં સ્પર્મની ગેરહાજરી (એસ્પર્મીયા) ન અવે ત્યાં સુધી ગર્ભ નિરોધક માટે કોંડોમનો યુઝ કરવા માટે કહેવું.
- નસબંધી કરાવતી વખતે પત્ની સગર્ભા હોય તો નસબંધીની ખાત્રી રહેતી નથી.
સલાહ
- ઓપરેશન કરાવ્યા પછી ૨૪ કલાક સુધી સ્નાન કરવાનું ટાળવું.
- ઓપરેશનની જગ્યા ડ્રાય અને ક્લીન રાખવા માટે કહેવું.
- ઓપરેશન પછી T બેન્ડેજ અથવા સ્ક્રોટમને સપોર્ટ મળે તેવા અંડરવેર પહેરવાની સલાહ આપવી (૧૫ દિવસ સુધી)
- ઇન્સીજન મુકેલ જગ્યાએ રુઝ ન આવે ત્યાં સુધી સંયમ પાડવા માટે સલાહ આપવી. પાંચમાં દિવસે સ્ટીચ રીમુવ કરાવવા કહેવું.
- ૧૫ દિવસ સીધી સાયક્લીંગ અથવા હેવી વજન ઉચકવાનું ટાળવું. હળવું કામ કરી શકાય છે.
- જ્યાં સુધી વીર્યની તપસમા સ્પર્મની ગેરહાજરી ન આવે ત્યાં સુધી કોંડોમને ઉપયોગ કરવા માટે સ્લાહ આપવી.(૧૫ સમાગમ અથવા ૩ માસ)
૨.NSV (નોન સ્કાઅપેલ વાઝેકટોમી)
- આની સૌપ્રથમ શરૂઆત ચાઇનામાં થઇ હતી.
- ડોક્ટર કાજીએ દિલ્હીમાં શરૂ કર્યુ હતું કેસની પસંદગી વાઝેકટોમીની જેમ જ કરવી અને મેડીસીન ડોક્ટર ઓર્ડર મુજબ આપવી. ફાયદા અને ગેરફાયદા અને સલાહ વાઝેકટોમી ઓપરેશન મુજબ છે.
સાધનો
- એક સ્ટરાઇલ ટ્રે જેમાં સ્પજ હોલ્ડર
- વુંડ ટોવેલ
- નાઇફ હેન્ડલ નં-૪
- બ્લેડ નં-૧૧
- મોસ્કીટો આર્ટરી
- એલીસ ફોરસેપ
- નીડલ હોલ્ડર
- સર્જીકલ સીઝર
- સ્ટ્રેટ અથવા કવર્ડ નીડલ
- સ્પુચર મટીરીયલ
- ઇન્જેક્શન ઝાયલોકેન
- સીરીંજ અને નીડલ
નોંધ : બધા જ આર્ટીકલ્સ પ્રોપર્લી સ્ટરાઇલ કરવા લેવા
FP ના ઓપરેશનની પોસ્ટ ઓપરેટીવ કેર
- ઓપરેશન થઇ ગયા બાદ પેશન્ટને હાથ પકડી ગેટ સુધી લઇ જવું અને આરામદાયક સ્થિતીમાં સુવડાવવું.
- પેશન્ટની સાથે આવેલ સગાને લાભાર્થીને આપવામાં આવેલી મેડીસીન કઇ રીતે લેવાની છે.
તેની પુરી સમજણ પાડવી.
- નિયમીત ન્યુટ્રીશન ખોરાક લેવા અંગેની સલાહ આપવી.
- લાભાર્થીના ઓપરેશનના સાઇટના ભાગમાં પાણીનો સ્પર્શ ન થાય તેની સલાહ આપવી.
- લાભાર્થીનું ૩ દિવસે ફોલો અપ કરવું તેમાં લાભાર્થીને પુછવું ઝાડા-પેશાબની ક્રિયા તંર તર થાય છે કે કેમ તેમજ અન્ય કોઇ તકલીફ હોય તો તેની માહિતી તે પ્રમાણે સારવાર આપવી.
- આ મુલાકાતમાં વુંડ પરનું ડ્રેસીંગ ચેન્જ કરવું.
- એબ્ડોમીનલનો ભાગ દબાવીને પસ નથી આવતુંને તેની તપાસ કરવી જો કોઇપણ જાતનું ડ્રેનેજ આવતુ હોય તો તે પ્રમાણે સારવાર કરવી અને ડોક્ટરને જાણ કરવી.
- વધુ સમય સુધી પથારીમાં સુઇ ન રહેતી થોડું હલન ચલન કરવું તેવી સુચના આપવી્
- જો નાનું બાળક હોય તો તેની લેતી વખતે વુડમાં ઇન્જરી ન કરી દે તેનું ધ્યાન રાખવા સમજાવવું.
- સાતમાં દિવસે ફરી મુલાકાત લેવી. જો સ્ટીચમાં કઈ પણ તકલીફ ન હોય કે સ્ટીચ રીમુવ કરવા અને જો વુંડમાં પસ હોય કે સ્ટીચ પાક્યા હોય તો ડ્રેસીંગ કરવું અને ડોક્ટરને તેની જાણ કરવી
FP પ્રોગ્રામમાં ANM નો રોલ
- ઇન્ટેનસીવ કેર કે જ્યાં સબસેન્ટરની આજુબાજુ આવેલ વિસ્તારમાં આપણે કામગીરી કરવાની છે. આ એરિયાને ૪ થી ૫ વિભાગમાં વહેચીને સેવાઓ આપવાનું પ્લાનીગ કરવું. મેર્ટનલ અને ચાઈલ્ડ હેલ્થ સેવા પુરી પાડવા માટે આપણે પ્લાનીંગ કરવું
- આપણા એરીયાનું સર્વે કરવું જેથી આપણને દરેકના હેલ્થ પ્રોબ્લેમની ખબર પડે તેમજ તેઓની સમસ્યાથી માહિતગાર થવાય.
- સર્વે કરવાથી વગેરેની માહિતી મેળવી શકાય છે. સર્વે પરથી એક્શન પ્લાન બનાવી શકાય છે. અને વર્ક લોડ નક્કી કરી શકાય છે.
- જે તે માસમાં આવતા ક્લીનીક કે મમતા દિવસ મિટિંગ વગેરેનું અગાઉથી પ્લાનીંગ કરવું તેમજ તેની નોંધ રાખવી.
- ટુંકમાં દરેક દિવસે કયું કાર્ય કરવાનું છે તેનું અગાઉથી પ્લાનીંગ કરવું.
- ક્યા ઘરમાં હોમ વિઝિટ કરવાની છે. તેમજ આ મિટિંગમાં કોને કોને હાજર રાખવાના છે તેની નોંધ કરવી.
- આંગણવાડી વર્કર, સહાયક, આગળ પડતા આગેવાનો, આશા,દાયાબહેન, આંગણવાડી હેલ્પર વગેરે સાથે સંકલનમાં રહી કાર્ય કરવું. જેથી આપણા આરોગ્યના કાર્યક્રમને સફળ બનાવી શકાય.
- આંગણવાડી વર્કર, ગ્રામ મિત્ર,દાયણ,આશા વગેરેને મમતા દિવસ દરમ્યાન તેમણે શું કામ કરવાનું છે. તેની માહિતી અગાઉથી આપવી, આપણા એરીયામાંથી રીફર થયેલ પેશન્ટનું નિયમીત ફોલો અપ કરવું.
- MCH સર્વીસીસમાં સુપરવાઇઝરની મદદ લઇ તેમજ તેમની સાથે મળી ને કામગીરી કરવી. અને મુશ્કેલીના સમયમાં તેમનું માર્ગદર્શન લેવુ.
- કોઇપણ કેસ માટે કોઇ પ્રોબ્લેમ ઉભો થયો હોય તેવું લાગે અને મદદની જરૂર હોય તો સુપરવાઇઝર સાથે ચર્ચા કરી તેમાંથી માર્ગ મેળવવો.
- સબ સેન્ટર પર નક્કી કરેલ દિવસે જીલ્લા પંચાયતથી જે પ્રમાણે ઓર્ડર થયેલ હોય છે.
- દરેક માસે દરેક દિવસની ઉજવણી કરવી.
કોન્ટ્રાસેપ્ટીવ મેથડ
મુખ્ય બે પ્રકાર છે.
A સ્પેસીંગ મેથડ
- બેરીયર મેથડ
- ફિજીકલ મેથડ
- કેમીકલ મેથડ
- ઇન્ટ્રાયુટરાઇન મેથડ
- હોર્મોનલ મેથડ
- પોસ્ટ કોન્સેપ્સનલ મેથડ
- અન્ય મેથડ
ફિજીકલ મેથડ :
- ૧. મેલ કોન્ડોમ અને ફીમેલ કોન્ડોમ
- ૨. ડાયાફ્રામ
કેમીકલ મેથડ :
- ૧. ફોમ્સ – ફોમ્સ ટેબલેટસ
- ૨. ક્રીમ – જેલીસ પેસ્ટ
- ૩. સપોસીટરીસ – ઇનસર્ટેડ મેન્યુઅલી
- ૪. સોલ્યુબલ ફિલ્મસ- સી-ફિલમ્સ મેન્યુઅલ
ડીવાઇઝ – ઇન્ટ્રાયુટરાઇન ડીવાઇઝ :
- CUT (કોપર ટી) – 375
- CUT (કોપર ટી) – 380
- IPPES – 100 P
હોર્મોનલ મેથડ :
- ૧. ઓરલ પીલ્સ
- ૨. ડીપોટ ફોર્મ્યુલેશન
- ૩. DMPA (ડીપોટ મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસીટેટ)
પોસ્ટ કોન્સેપ્સનલ
- ૧. મેન્યુઅલ રેગ્યુલેશન
- ૨. મેન્યુઅલ ઇન્ડકશન
મીસેલીયસ
- ૧. એબ્સ્ટીસન્સ
- ૨. કોઇટસ ઇન્ટરપ્ટસ
- ૩. લેકટેશનલ એમેનોરીયા
B.ટર્મીનલ મેથડ
- મેલ સ્ટરીલાઇઝેશન
- ફિમેલ સ્ટરીલાઇઝેશન
મેલ સ્ટરીલાઇઝેશન
- ૧. વાઝેકટોમી
- ૨. NSV- નોન સ્કાલપેલ વાઝેકટોમી
ફિમેલ સ્ટરીલાઇઝેશન
- ૧. એબ્ડોમીનલ TL
- ૨. લેપ્રોસ્કોપીક TL
ગર્ભ નિરોધક ઈન્જેક્શનો
- અંત:સ્ત્રાવોથી બનેલા આ ઇન્જેક્શન બજાર મા ઉપલબ્ધ છે દા.ત. DMPA ડમ્પા (ડીપોટ મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસીટેટ ) ની બનાવટ છે, તથા NET-EN (નોર એથીસ્ટેરોન એસીટેટ ) આવા ઈન્જેક્શનો ડોક્ટરના ઓર્ડર મુજબ સ્નાયુના ઉંડાણમા આપવામાં આવે છે
- DMPA એ 150 મિલિગ્રામ 12 અઠવાડીયાના અંતરે આપવામાં આવે છે.
- NET-EN એ 200 મિલિગ્રામ 8 અઠવાડીયાના અંતરે આપવામાં આવે છે
- તેની નિષ્ફળતાનો આંક 0.5 % થી 1.0 % હોય છે.
- માસિક સમયના 5 મા દિવસે પ્રથમ ઇન્જેક્શન આપવામાં આવે છે, તેની અસર તરત જ પ્રથમ દિવસે જ ઉત્પન્ન થાય છે, જો રીતે ન આપતા કોઈ પણ સમયેથી ઇન્જેક્શન શરુ કરવામાં આવે તો ઇન્જેક્શન આપ્યાના પ્રથમ સાત દિવસ સુધી અન્ય ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે.
- આ ખુબ જ અસરકારક પદ્ધતિ છે તેમાં સ્ત્રીએ દરરોજ ગોળી ગળવાની જરુરિયાત રહેતી નથી.
- તેની અસરકારકતાનો સમય ગાળો ઊલટાવી શકાતો નથી.
- તેની આડ અસર મા ઊબકા આવવા, ઊલટી થવી, હતાશા, મુડમાં ફેરફાર, સ્તનમાં ફેરફાર જોવા મળે છે.
- તેના કારણે માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે છે, ડમ્પાના લાંબા સમયના ઉપયોગથી એમેનોરીયા જોવા મળે છે.
- તેમા પ્રોજેસ્ટેરોનનુ પ્રમાણ હોવાથી યોની ના રક્ત સાવ ને અનિયમિત બનાવે છે, તેથી તેનો પ્રસુતિ બાદ 5 થી 6 અઠવાડિયે ઉપયોગ કરવો જોઇએ.
- આ કેપ્સ્યુલ જેવુ હોય છે, જેમાં પ્રોજેસ્ટેરોન આવે છે, તેને ઉપરના હાથમા ચામડીની નીચે મુકવા મા આવે છે, તેને મુકવા માટે સ્ત્રીને લોકલ એનેસ્થેસીયા આપવો પડે છે, આ નોર- પ્લાન્ટ રૂપે 6 કેપ્સ્યુલ હોય છે, આ ઈમ્પ્લાટને 2 થી 5 વર્શ સુધી તેની જગ્યા એ રાખી સકાય છે, જો કે તેનો આધાર તેની બનાવટ ઉપર રહેલો છે, તેમાથી શરીરમા નિયમિત પણે અંતઃ સ્ત્રાવ ઉત્પન્ન થતો રહે છે, તેની નિષ્ફળતાનો આંક 0.7% હોય છે, આને લાંબો સમય સુધી ઉપયોગ કરી શકાય છે, તેને મુકવા માટે તથા દુર કરવા માટે સર્જીકલ ક્રિયાની જરુર પડે છે.તે મુકવાના પ્રથમ વર્ષમાં યોનીના રક્તસ્ત્રાવમાં અનિયમિતતા જોવા મળે છે, તેને દૂર કર્યા બાદ 48 કલાકમાં જ સ્ત્રી પોતાની ફળદ્રુપતા પ્રાપ્ત કરી લે છે.