યુનિટ – 25
પોપ્યુલેશન એજ્યુકેશન (વસ્તી શિક્ષણ)
પ્રસ્તાવના
- જે વિસ્તારમાં માનવીને પુરતો ખોરાક, પાણી વગેરે જરૂરીયાતોની ચીજો મળી રહે ત્યાં સુધી કોઇ સમસ્યા ઉભી ન થાય.આ રીતે શરૂઆતમાં માનવી જીવતો હતો. જે વિસ્તારમાં પુરતી સુવિધા ન મળે ત્યારે બીજા વિસ્તારમાં ભ્રમણ કરી શકતો હતો.તે સમયે રાષ્ટ્રીયતા પાસની જરૂર રહેતી ન હોતી, વ્યક્તિ પોતાના બાહુબળના ઝોરે નવા પ્રદેશમાં વસવાટ કરતો હતો. તે સમયે વસ્તી પણ ઓછી હતી. ૨૦૦ થી 300 વર્ષ પૂર્વ વ્યક્તિ સરળતાથી સ્થળાંતર કરે અન્ય વિસ્તારમાં જઈ શકતો હતો. જે હવે સરળ નથી.
- હવે વસ્તી-વૃધ્ધિની સમસ્યાઓ સર્જાઇ છે. આ વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ છે. જેથી વસ્તી અંગે સમજવું જરૂરી છે. પોપ્યુલેશન ટ્રેન્ડ વિશે જાણવું જરૂરી છે. છેલ્લા ૨૦૦ થી 300 વર્ષ દરમ્યાન માનવજાતે ૩-૩ વિસ્ફોટનો અનુભ કર્યો છે.
- ૧. જ્ઞાન વિસ્ફોટ
- ૨. અણું વિસ્ફોટ
- ૩. વસ્તી વિસ્ફોટ
૧.જ્ઞાન વિસ્ફોટ
- વિજ્ઞાનના સંશોધનો અને માનવીમા રહેલી બુદ્ધિ પ્રતિભાને કારણે વ્યક્તિ અને સજીવોના મુકાબલે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે. તેણે મુળભુત તત્ત્વોની શોધ,ભૌતિક, રાસાયણીક અને જૈવિક શોધ દ્વારા અમુક કુદરતી શક્તિઓ પર કાબુ મેળવ્યો છે. ટેલીફોન,ટીવી, વીજ શક્તિ મોટર, જહાજ, અવકાશયાન અને હાલમાં કોમ્પ્યુટરની શોધ પછી મોટી સિદ્ધી હાંસલ કરી છે. માનવ અન્ય ગ્રહો પર જઇ શક્યો છે. તેમજ શીતળા, પ્લેગ વગેરે રોગ નાબુદ કરી શક્યા છે. અને ટાઇફોઇડ, મેલેરીયા જેવા રોગ પર કાબુ મેળવ્યો છે. આ સિધ્ધી વેકસીનની શોધના કારણે પ્રાપ્ત થઇ શકી છે. તેમજ રીસર્ચના કારણે દરેક રોગ સામેની પ્રતિકારક દવાઓ પણ ઉપલબ્ધ થઇ શકી છે. આપણે માનવીય જ્ઞાનની દેન છે. આ બધી સિદ્ધીઓ જ્ઞાનના વિસ્ફોટના કારણે પ્રાપ્ત થઇ શકી છે.
૨.અણું વિસ્ફોટ
- વિજ્ઞાનના વિકાસ અને સંશેધોનના કારણે અણું બોમ્બની પ્રાપ્તી થઇ પણ સિક્કાની બે બાજુ હોય છે. તેમ વિજ્ઞાનના પણ લાભા-લાભ છે. અણુંની શેધના કારણે અણું બોમ્બ અસ્તિત્વમાં આવ્યો. આના ઉપયોગ માનવ કલ્યાણના વિકાસમા થાય તેવા પ્રયત્નો થવા જોઇએ. પરંતુ તેનો દુરઉપયોગ માનવજાત માટે ખતરનાક છે. દાત., ઇ.સ. ૧૯૪૫ થી ૬ ઓગષ્ટે જાપાનના હિરોશીમાં અને નાગાસાકી શહેર પર ૯મી ઓગષ્ટે અણું બોમ્બ ઝીંકાયા હતા. લગભગ, ૧૬ લાખની વસ્તી તાત્કાલીક નાશ પામી હતી તેમજ ક્ષણવાર માટે વિજ્ઞાન પણ ડઘાઇ ગયું. પરંતુ સંશોધન અટકવા નહી અને અટકશે પણ નહી. પરંતુ તેનો ઉપયોગ માનવના કલ્યાણ અર્થે થાય એ મહત્વનું છે. નહી કે તેના વિનાશ માટે
૩.વસ્તી વિસ્ફોટ
- વિજ્ઞાનના કારણે મૃત્યુદર ઓછા થયા. માનવીની આયુષ્ય મર્યાદા વધી છે. પ્રજનન ક્ષમતાના વર્ષો વધવાને કારણે વસ્તી વધે છે. જે વસ્તી વિસ્ફોટનું પરોક્ષ કારણ છે.
- આજે જ સમસ્યાઓ માનવીને મુંઝવે છે. તેનું મુળ વસ્તી છે. તેના માટે વિજ્ઞાન પોતે નિયંત્રણનો સાચો અને સચોટ ઉપાય છે. નિરક્ષરતાના કારણે વસ્તી નિયંત્રણની માહિતી પ્રજા સુધી પહોચતી નથી. તે માહિતીના ઉપયોગ કરી તેનો અમલ કરવો કે નહી તે નિર્ણય વ્યક્તિએ જાતે કરવાનો છે. આ નિર્ણય તેના શિક્ષણ અને ભૌતિક કક્ષા પર આધાર રાખે છે. પરિણામે આ પ્રશ્નો જટીલ બની ગયો છે.
- ચાલ્સ ડાર્વિન પોતાના પુસ્તક ઓરીઝન ઓફ સ્પેસીસમાં જણાવ્યું છે કે ધીમા પ્રજનનથી પણ વતી ૨૫ વર્ષમાં બમણી થાય છે. આ દરે પ્રજનન ચાલુ રહે તો ૧૦૦૦ વર્ષની અંદર માનવી માટે ઉભા રહેવાની પણ જગ્યા ન રહે, જો જન્મદર પર ખરેખર નિયંત્રણ ન લાવીએ તો ઘણીબધી સમસ્યાઓ સર્જાય છે.
વિશ્વની વસ્તી વૃદ્ધિ
- એક અંદાજ પ્રમાણ ઇ.સ. પૂર્વે ૬૦૦૦ના જગતમાં એક કરોડ વસ્તી હતી. ઇસુની પહેલી સદીમાં આ વસ્તી ચાલીસ કરોડ થઈ આમ કરોડથી ચાલીસ કરોડ પહોચતા ૬૦૦૦ વર્ષોનો સમય થયો. બીજા ૧૬૦૦ વર્ષ પછી જગતની વસ્તી ચોપ્પન કરોડ થઇ ત્યાર પછી માત્ર ૧૦૦ વર્ષમાં છન્નુ કરોડ થઇ ગઇ. ૨૦ સદીની શરૂઆતમાં વિશ્વની વસ્તી એકસો છન્નુ કરોડ થઈ ગઇ હતી. ઇ.સ.૧૯૫૦માં આ આંકડો ૨૫૦ કરોડને આંબી ગયો. વસ્તીને બેવડાવતા માત્ર ૬ વર્ષ આગલા, ત્યાર પછી ૪ વર્ષમાં ૭૦ કરોડનો ઉમેરો થયો. હાલમાં વસ્તી ૭ અબજ છે. આમ આપણા દેશમાં વસ્તી વિસ્ફોટ એ મોટી સમસ્યા છે. જેનો હલ લાવવો અનિવાર્ય છે.
વસ્તી વૃધ્ધિની સમસ્યાઓ
- જ્યારે બાળક જન્મે છે. ત્યારે તેનું આગમન દરેક જન વધાવે છે. આ અસહ્ય બાળક બધાને વહાલું લાગે છે. તે વખતે માતા-પિતાને તે સમસ્યાનું પોટલું છે. તેવું લાગતું નથી. બાળક આગવી રીતે પોતાનું સ્થાન લઇ લે છે. અને વિકાસ દરમ્યાન પણ કુટુંબને સહાયરૂપ બને છે. બાળકના વિકાસ દરમ્યાન અભણ અને અજ્ઞાનતા ધરાવતી વ્યક્તિને બાળક દ્વારા સમસ્યા ઉભી થાય છે. જ્યારે પાયાની વસ્તુમાં ભાગ ઉભી થાય છે.
- શારીરીક અને આરોગ્ય વિષયક સમસ્યા
- માનસીક અને બૌદ્ધિક સમસ્યા
- સામાજીક અને રોજગાર તથા સમાંતર તક વિષયક
- શૈક્ષણીક
- નૈતિક
- ધાર્મિક
- સાંસ્કૃતિક
પર્યાવરણ વિષયક તથા રાજકીય તક અને સ્થિતી વિષયક સમસ્યા :
- આ સમસ્યાઓને પરીણામે વ્યક્તિના શારીરીક, માનસીક, બૌદ્ધિક અને સામાજીક પર્યાવરણ પર અસર કરે છે.
વસ્તી સમસ્યા ઉકેલના માર્ગો
- શૈક્ષણિક માર્ગ
- વૈજ્ઞાનીક માર્ગ
- આર્થિક વિકાસનો માર્ગ
- રાજકીય, ધારાકીય માર્ગ
- આપણા દેશની વસ્તી કુદકેને ભુસકે વધતી જાય છે. તેનું કાઉન્ટીંગ ઘડીયાળના સેકન્ડ કાંટાના સ્પીડથી ચાલે છે. જે વધતી જતી વસ્તી કંટ્રોલમાં ન રહે તો દેશની આર્થીક પરિસ્થિતી પર ખુબ જ માઠી અસર જોવા મળશે. જેના કારણે આરોગ્ય પર તેની અસરથી લોકોનું આરોગ્યનું ધોરણ નીચું જશે અને તેની અસર ફરીથી દેશની આર્થીક સ્થિતી પર થાય છે. આમ ચક્ર ચાલ્યા કરે છે. આ બધી મુશ્કેલીઓનો હલ લાવી શકાય તે માટે સરકારે વસ્તી અંગેનું શિક્ષણ એફ.પી મેથડ, મેરેજ એકટ વગેરેને અમલમાં મુક્યા છે. અને આ રીતે સરકાર ધ્વારા વસ્તી નિયંત્રણ માટેના પ્રયત્નો થઇ રહેલ છે. આ દિશામાં કાર્ય કરવા માટે આરોગ્યના કર્મચારીઓ પોતાના વર્ક એરીયાના એફ.પી.ની મેથડ અંગેનું હેલ્થ એજ્યુકેશન આપવા માટેની કામગીરી કરી રહ્યા છે. આ કર્મચારીઓએ પોતાને અપાયેલ વસ્તીના ધોરણે કામગીરી કરવાની હોય છે.
- વસ્તીના ધોરણે જે કામગીરી કરવાની હોય છે તે માટે કર્મચારીએ જાતે C.N. કરીને તેઓને સેવા આપવાની હોય છે. જેના માટે કર્મચારીએ પોતાના વર્ક એરીયાની વસ્તી ગણતરી કરીને વર્કલોડ શોધવાનો હોય છે. એટલે કે સરકારે C.N. માંથી મળેલ માહિતીમાં આપેલ સુત્રનો ઉપયોગ કરી વર્કલોડ શોધવાના હોય છે.અને વર્કલોડનું સંકલન કરીને સબસેન્ટરથી પી.એચ.સી. પર, પી.એચ.સી. પરથી બ્લોક, બ્લોકમાંથી જીલ્લા પંચાયત અને છેલ્લે રાજ્યમાં મોકલવામાં આવે છે.
અંદાજીત મધ્યવર્તી વસ્તી
- કોઇપણ ૧ જુલાઇ ના દિવસે ગણેલ વસ્તીને તે વર્ષની અંદાજીત મધ્યવર્તી કે અંદાજીત મધ્યવર્તી વસ્તી કહેવાય છે.
- દર ૧૦ વર્ષે ૧ માર્ચ એ વસ્તી ગણતરી કરવામાં આવે છે.તેને સેન્સશ કહેવાય છે.
- બે સેન્સશ વચ્ચેના આંકડાનો તફાવત એટલે કે ૧૦ વર્ષમાં થયેલ વસ્તી વધારો. જેને ૧૦ વડે ભાગતાં વાર્ષિક વધારો મેળવી શકાય. આગલા બે સેન્સસ વચ્ચેનો જેટલો વાર્ષિક સરેરાશ વધારો રહ્યો હોય તેટલો જ વાર્ષિક વધારો તે પછીના ૧૦ વર્ષમાં રહેશે તેમ ધારી અંદાજીત મધ્યવર્તી વસ્તી ધારી શકાય છે.
- જન્મ મરણ દર શોધતા અંદાજીત મધ્યવર્તી વસ્તીને ગણતરીમાં લેવાની હોય છે. એટલે કે ૧ જુલાઇએ ગણેલી વસ્તીને ઉપરોકત દર માટે ગણવાની છે. આપણા દેશમાં વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે કરવામાં આવે છે. જ્યારે મધ્યવર્તી વસ્તી પહેલી જુલાઇએ ગણવામાં આવે છે. એટલે કે ૧૬ માર્ચ થી ૧ જુલાઈ સુધીનો સમયગાળો ૪ માસ થાય છે.
સુત્ર :
- અંદાજીત મધ્યવર્તી વસ્તી = છેલ્લા સેન્શન પ્રમાણેની વસ્તી + સમયગાળો × વાર્ષિક વધારો.
ધારો કે કોઇ ગામની ૧૯૭૧ના વર્ષની અંદાજીત મધ્યવર્તી વસ્તી ગણવાની છે.
તો આપેલ ડેટા પ્રમાણે નીચે પ્રમાણે ગણતરી કરવી.
- ૧૯૭૧ – ૪૩૦૫
- ૧૮૪૧ – ૩૨૦૫
- ૧ વર્ષના ૪ ભાગ = ૩ ભાગ જેથી
- ૧૯૭૧ ની અંદાજીત મધ્યવર્તી વસ્તી=૧૧૦૦ :
- વાર્ષિક વધારો= ૧૧૦૦ ÷ ૧૦ = ૧૧૦
- અંદાજીત મધ્યવર્તી વસ્તી =
- છેલ્લા સેન્શન પ્રમાણેની વસ્તી = ૪,૩૦૫
- સમયગાળો = ૩ વર્ષ + ૪ માસ
વાર્ષિક વધારો= ૧૧૦
- = ૪૩૦૫ + ૧૦ × ૧૧૦ ÷ ૩
- = ૪૩૦૫ + ૧૧૦૦ ÷ ૩
- = ૩૬૬.૬ + ૪૩૦૫
જીવીત જન્મ પ્રમાણ
- એક હજારની અંદાજીત મધ્યવર્તી વસ્તીએ થયેલ ૧ વર્ષમાં થયેલ જીવીત જન્મને બર્થ રેટ અથવા જન્મદર કહે છે.
સુત્ર :
- જન્મદર = એક વર્ષ દરમ્યાન થયેલ કુલ જીવીત જન્મ × ૧૦૦૦ ÷ અંદાજીત મધ્યવર્તી વસ્તી
દા.ત., એક ગામની ૧૯૬૮ની મધ્યવર્તી વસ્તી ૬૦૦૦ છે. અને તે જ વર્ષના ૨૭૦ જીવીત જન્મ થાય છે. તો તે ગામનું જીવીત જન્મનું પ્રમાણ શોધો.
- જન્મદર = એક વર્ષ દરમ્યાન થયેલ કુલ જીવીત જન્મ × ૧૦૦૦ ÷ અંદાજીત મધ્યવર્તી વસ્તી
- = ૨૭૦ × ૧૦૦૦ ÷ ૬૦૦૦
- = ૨૭૦ ÷ ૬
- = ૪૫
મૃત્યુ દર/ડેથરેટ
- એક હજારની અંદાજીત મધ્યવર્તી વસ્તીએ એક વર્ષમાં થયેલ મૃત્યુની સંખ્યા અથવા પ્રમાણને મૃત્યુ દર કહે છે.
સુત્ર :
- મૃત્યુદર = એક વર્ષ દરમ્યાન થયેલ કુલ મરણ જન્મ × ૧૦૦૦ ÷ અંદાજીત મધ્યવર્તી વસ્તી
દા.ત., એક ગામની મધ્યવર્તી વસ્તી છે. અને તે જ ગામમાં ૯૦ મૃત્યુ પ્રમાણ છે. તો આ ગામનો ડેથરેટ શોધો.
- મૃત્યુદર /ડેથ રેટ = એક વર્ષ દરમ્યાન થયેલ કુલ મરણ જન્મ × ૧૦૦૦ ÷ અંદાજીત મધ્યવર્તી વસ્તી
- = ૯૦ × ૧००० ÷ ૬૦૦૦
- = ૧૫
વસ્તીદર કુદરતી વસ્તી વધારાનો દર
- કુદરતી વસ્તી વધારાનો જન્મદર જીવીત જન્મ પ્રમાણ અથવા મરણ પ્રમાણ પરથી કાઢી શકાય છે.
સુત્ર :
- કુદરતી વસ્તી વધારાનો દર = જીવીત જન્મપ્રમાણ – મરણ પ્રમાણ
- = ૪૫ – ૧૫
- = ૩૦
- કુદરતી વસ્તી વધારાનો દર = ૩૦
- જીવીત જન્મ પ્રમાણ તથા મરણ પ્રમાણદર ૧૦૦૦ ની વસ્તીએ હોય છે. જ્યારે વસ્તી વધારાનો દર ટકામાં હોય છે એટલે
- વસ્તી વધારાનો દર = ૩૦ × ૧૦૦૦ ÷ ૬૦૦૦
- = ૫
માતા મૃત્યુદર (MMR)
- એક વર્ષમાં એક હજાર જીવીત જન્મે સગર્ભાવસ્થાથી માંડીને પ્રસુતિના ૪૨ દિવસની અંદર પ્રેગન્નસીના કોઇ કારણોસર કે પરપ્યુરીયલ કારણોસર માતાનું મૃત્યુ થાય તો તેને માતા મૃત્યુદર (MMR) કહેવામાં આવે છે.
- MMR = માતાના મૃત્યુનું પ્રમાણ × ૧૦૦૦ ÷ એક વર્ષમાં થયેલ કુલ જીવીત જન્મ
લાયક દંપતી અને લક્ષિત દંપતી
- જે પરણીત દંપતીમાં ૧૫ થી ૪૫ વર્ષની વય જુથની પત્નિ હોય તેવા તમામ કપલને એલીઝીબલ કપલ (લાયક દંપતી) ગણવામાં આવે છે. અને આવા જ દંપતીઓની નોંધણીનું કામ અથવા નોંધમાં છેવટની પરિસ્થિતી મુજબનો સુધારો વર્ષની શરૂઆતમાં જ કરવામાં આવે છે. જુના રજીસ્ટરમાં લાયક દંપતી તરીકે વિચારવાનું છે. આ દંપતીઓ પૈકી જે દંપતીઓએ કુટુંબ નિયોજનની કોઇ પદ્ધતિ અપનાવી નથી તેવા દંપતીઓને કુટુંબ નિયોજનની યોગ્ય પદ્ધતિ અપનાવવા માટે આપણે પ્રોત્સાહિત કરવાના હોય છે. તેવા કપલને ટાર્ગેટ કપલ કે લક્ષિત દંપતી કહેવામાં આવે છે. વળી, જે દંપતી બે કે તેથી વધુ બાળકો ધરાવતા હોય તેવા દંપતી પણ કાયમી પધ્ધતી માટે આપણા લક્ષિત વસ્તી ગણતરીના આંકડા પરથી એવો અંદાજ કાઢવામાં આવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં લાયક દંપતીઓની સંખ્યા ૧૦૦૦ની વસ્તીએ ૧૬૫ અને શહેરી વિસ્તારમાં ૧૬૦ હોય છે.
કોન્ટ્રાસેપ્ટીવ પ્રિવેલન્સ / કપલ પ્રોટેકશન રેટ
- કેટલાક દંપતીઓ જુદી જુદી પદ્ધતિથી રક્ષિત છે તેને CPR કહેવામાં આવે છે.
દા.ત., કોઇ ગામની મધ્યવર્તી વસ્તી ૩૦૦૦ની છે. અને મોંજણીયા લાયક દંપતીની સંખ્યા ૪૯૫ છે.
૪૯૫ દંપતીઓ પૈકી જુદી-જુદી પદ્ધતિમાં રક્ષિત તેમજ અરક્ષિત દંપતિઓની સંખ્યા નીચે મુજબ છે.
- NSV = ૩૦
- કોપર ટી = ૨૦
- કોંડોમ = ૩૦
- સ્ત્રી નસબંધી = ૧૦
- ઓરલ પીલ્સ = ૨૦
- કોઇપણ પધ્ધતિ નહી અપવનાર = ૪૯૫
- નહી અપવનાર = ૩૮૫
ઉપરની વિગતો પરથી તે ગામનો CPR રેટ નીચે મુજબ થશે.
૧.નસબંધી રક્ષિત
- = ૩૦ × ૧૦૦ ÷ ૪૯૫
- = ૩૦૦૦ ÷ ૪૯૫
- = ૬.૬
- = ૬%
૨.કોપર-ટી થી રક્ષિત
- = ૨૦ × ૧૦૦ ÷ ૪૯૫
- = ૨૦૦૦ ÷ ૪૯૫
- = ૪.૪
- = ૪ %
૩.કોન્ડોમથી રક્ષિત
- = ૩૦ × ૧૦૦ ÷ ૪૯૫
- = ૩૦૦૦ ÷ ૪૯૫
- = ૬ %
૪.સ્ત્રી નસબંધીથી રક્ષિત
- = ૧૦ × ૧૦૦ ÷ ૪૯૫
- = ૧૦૦૦ ÷ ૪૯૫
- = ૨.૦૨
- = ૨%
૫.ઓરલ પીલ્સથી રક્ષિત
- = ૨૦ × ૧૦૦ ÷ ૪૯૫
- = ૨૦૦૦ ÷ ૪૯૫
- = ૪.૬
૬.કોઇપણ પદ્ધતિ નહી અપાવનાર
- = ૩૮૫ × ૧૦૦ ÷ ૪૯૫
- = ૩૮૫૦૦ ÷ ૪૯૫
- = ૭૭.૭
- = ૭૮%
ફર્ટીલીટી રેટ /પ્રજનન દર
- દર હજારે ૧૫ થી ૪૫ વર્ષની સ્ત્રીઓને એક વર્ષમાં થયેલ જીવીત જન્મને પ્રજનન દર કહેવામાં આવે છે.
સુત્ર :
- પ્રજનન દર = વર્ષમાં થયેલ કુલ જીવીત જન્મ × ૧૦૦૦ ÷ ૧૫ થી ૪૫ વર્ષની સ્ત્રીઓની સંખ્યા (અંદાજીત મધ્યવર્તી વસ્તીએ)
રીપ્રોડકટીવ રેટ
- કુદરતી વસ્તી વધારો જન્મ અને મરણ પર આધાર રાખે છે. કોઇ એક ગામનો વસ્તી ધારો કે, ૧૦૦૦ની હોય અને તેમાં વર્ષ દરમ્યાન ૬૦ વ્યક્તિઓનો વધારો અને ૪૦ મૃત્યુ થય તો ગામની વસ્તીમાં વર્ષ દરમ્યાન ૬૦ વ્યક્તિઓનો વધારો એટલે કે વર્ષને અંતે ૧૦૬૦ વસ્તી થશે. જન્મદર મૃત્યુદર ફર્ટીલીટી રેટ કાઢવા માટેની રીત આપણે અગાઉ જોઇ ગયા જન્મદરનું પ્રમાણ,સ્ત્રીઓની સંખ્યા અને તેની વય જૂથ પર આધારીત હોવાથી જે ગામમાં પ્રજનન વયજુથવાળી પરણિત સ્ત્રીઓ વધુ હોય અને એટલો જ વસ્તીવાળા બીજા ગામમાં આવી સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય તો બંન્ને ગામોમાં જન્મદરમાં ફેરફાર થશે. આથી વધુ ચોક્કસાઇથી ગણતરી થઇ શકે તે માટે સ્ત્રીઓના વયજુથ મુજબ પ્રજનન દર કાઢવામાં આવે છે. આ ગણતરી ઉપરથી પ્રજનન દર કેટલો છે? તે સરળતાથી ગણી શકાય છે. ૧૫ થી ૪૫ વર્ષની વયજુથવાળી દર હજાર સ્ત્રીઓ એક વર્ષમાં કેટલા બાળકોને જન્મ આપે છે તેને જનરલ ફર્ટીલીટી રેટ કહેવામાં આવે છે. આ જનરલ ફર્ટીલીટી રેટ જન્મદર કરતા વધારે સારો માપદંડ ગણાય છે. આ જનરલ ફર્ટીલીટી રેટ (GFR) પણ વયજુથવાળી કુલ સ્ત્રીઓ ઉપરથી થાય છે. પરંતુ તેના કરતા પણ વિશેષ સારો માપદંડ કાઢવો હોય તો વયજુથ મુજબનો જ દર કાઢવામાં આવે છે.
- આના ઉપરથી ટોટલ ફર્ટીલીટી રેટ કાઢવામાં આવે છે. કુલ પ્રજનન દર એટલે સ્ત્રીને તેના સમગ્ર પ્રજનન કાળ દરમ્યાન કેટલા બાળકો જન્મશે. તેની સંખ્યા દર્શાવે છે. ધારો કે સ્ત્રીઓ (૧૦૦૦) તેના સમગ્ર પ્રજનનકાળ દરમ્યાન ૩૭૦૦ બાળકોને જન્મ આપે તો ટોટલ ફર્ટીલીટી રેટ ૩૭૦૦ ગણાય. કુદરતી વધારાનો આધાર પ્રજન્ન વયજુથવાળી સ્ત્રીઓ ઉપર મુખ્યત્વે રહેલી છે. તેની કેટલીક છોકરી જન્મે છે અને તે પૈકી છોકરીઓ પ્રજનન વય જુથમાં આવશે. તે દરમ્યાન નેટ રીપ્રેડેકટીવ રેટ કહે છે.
- દા.ત., એક હજાર ૧૦૦૦ સ્ત્રીઓ તેના સમગ્ર પ્રજનન કાળ દરમિયાન કુલ ૩૭૦૦ બાળકોને જન્મ આપેલ હોય તેને આપણે ટોટલ ફર્ટીલીટી ગણીશું. તે પૈકી ૧૮૫૦ છોકરીઓ હોય તો ગ્રોસ રીપ્રોડકટીવ રેટ (GRR) દર એક હજારે ૧૮૫૦ ગણાશે અથવા એક સ્ત્રીએ ૧.૮૫ રીપ્રોડકશન રેટ ગણાશે આને માસ રેપ્રોડકશન રેટ કહે છે. પરંતુ બધી છોકરીઓ પ્રજનન વયજુથ સુધી પહોંચી શકતી નથી અને વચમાં મૃત્યુ પામે છે. આ દરને ગણતરીમાં લઇને નેટ રીપ્રોડેકશન રેટ ગણવામાં આવે છે.
ટોટલ રીપ્રોડકટીવ રેટ/ટોટલ ફર્ટીલીટી રેટ
- ટોટલ રિપ્રોડકશન રેટ એટલે ૧૫ થી ૪૪ વર્ષની વયજુથ દરમ્યાન દર ૧૦૦૦ સ્ત્રીઓ કેટલા બાળકોને જન્મ આપે છે. તે દર્શાવતા આંકને ટોટલ રીપ્રોડકટીવ રેટ અથવા ટોટલ ફર્ટીલીટી રેટ કહે છે.
ગ્રોસ રિપ્રોડકશન રેટ/(GRR) (એકંદરે પ્રજનન દર)
- સ્ત્રીઓ પ્રજનનકાળ દરમ્યાન જેટલી સ્ત્રી બાળકીઓને જન્મ આપે તેને GRR કહે છે. (દર ৭০০০)
નેટ રિપ્રોડેકશન રેટ (ચોખ્ખો પ્રજનન દર)
- ગ્રોસ રીપ્રોડકશનની સંખ્યા પૈકી પ્રજનન સમય સુધી પહોચતા જે બાળકીઓ (જીવીત) રહે છે. તેને નેટ રિપ્રોડેકશન રેટ કહે છે. (ટુંકમાં કુલ જન્મેલ ફિમેલમાંથી કેટલી છોકરીઓ જીવીત રહી)
ઇક્વીવલન્ટ સ્ટરીલાઇઝેશનની ગણતરી કરવાની રીત
દા.ત., એક જીલ્લાની એક વર્ષની સિધ્ધી જો નીચે મુજબ હોય તો ઇક્વીવેલેટ સ્ટરીલાઇઝેશનની ગણતરી નીચે મુજબ કરી શકાય છે.
- નસબંધી = ૧૦,૦૦૦ સિધ્ધી
- ૧ નસબંધી = ૩ આંકડો (કોપર-ટી)
- =૯ ગર્ભનિરોધક ગોળી વાપરનાર
- = ૧૮ કોડોંમ વાપરનાર
- આંકડી (કોપર-ટી) = ૮૦૦૦ સિધ્ધી
- ગર્ભનિરોધક ગોળી = ૨૦૦૦ સિધ્ધી
- નિરોધ વાપરનાર = ૨૦,૦૦૦
a.નસબંધી કરાવનાર = ૧૦,૦૦૦
b. આંકડો વાપરનાર
- = ૮૦૦૦ ÷ ૩
- = ૨૬૬૬.૬
- = ૨૬૬૬
c. ગર્ભનિરોધક ગોળી વાપરનાર
d. કોન્ડોમ વાપરનાર
ગર્ભનિરોધક ગોળી વાપરનારની સંખ્યા કાઢવા માટે વહેચવામાં આવેલ ગોળીઓના સાયકલને ૧૩ વડે ભાગવાથી તેના વાપરનાર તેમજ નિરોધના આપેલ નંગને ૭૨ વડે ભાગવાથી નિરોધ વાપરનારની સંખ્યા મળે છે. જે નિરોધ પુરૂષ નસબંધી અપનાવવનારને આપવામાં આવેલ હોય તેને ગણતરીમાં લેવામાં આવતા નથી. વાઝેકટોમી ઓપરેશન દીઠ ૧૨ નંગ નિરોધ ગણવામાં આવે છે. અને તે મુજબ ગણતરી કરવામાં આવે છે.
દા.ત., દર માસે નિરોધ વાપરનાર અને ગર્ભનિરોધકની ગોળીઓ વાપરનારની સંખ્યા માટે નીચેની પધ્ધતી અપનાવવામાં આવે છે.
- ધારો કે એપ્રિલથી ઓકટોમ્બર સુધી ૭ મહિના સુધીની ગર્ભનિરોધક ગોળીઓના સાયકલની સંખ્યા ૧૦,૦૦૦ છે. તેમાંથી વાપરનાર ૧૦,૦૦૦
ગર્ભનિરોધક ગોળીઓ = ૧૦,૦૦૦ × ૧૨ ÷ ૧૩ × ૭
- = ૧,૨૦,૦૦૦ ÷ ૯૧
- = ૧૩૧૮.૬
- = ૧૩૧૯
- તેવી જ રીતે જિ નિરોધ એપ્રિલથી ઓકટોમ્બર સુધી ૩૦,૦૦૦ હોય અને એપ્રિલથી ઓકટોમ્બર સુધીમાં ૨૦૦ પુરૂષ નસબંધી થયેલ હોય તો ૨૦૦ × ૧૨ = ૨૪૦૦
- બાદ કરી નેટ નિરોધ = ૩०,००० – ૨૪०० = ૨૭,૬૦૦ થશે.
- તે ગણતરીમાં લેવાના છે.
- = ૨૭,૬૦૦ × ૧૨ ÷ ૭૨ × ૭
- = ૬૫૭.૧૪
- = ૬૫૭
- એટલે કે નિરોધ વાપરનાર લાભાર્થીની સંખ્યા ૬૫૭ છે.
સુચીત નસબંધી આંકડીનો દર
- જે સમય સુધીનો સુચીત દર કાઢવાનો હોય ત્યાં સુધીના થયેલ કુલ નસબંધી અને આંકડીનો દર ૧૦૦૦ વસ્તીએ ગણેલ નસબંધીને સુચીત દર અને આંકડીને સુચીત આંકડી દર કહે છે.
દા.ત., એક પી.એચ.સી. ના જેતે વર્ષમાં ૫૦૦ નસબંધી અને ૩૦૦ આંકડી થયેલ છે. આ પી.એચ.સીની મધ્યવર્તી વસ્તી,૫૦,૦૦૦ છે. તો તેનો સુચીત નસબંધી દર અને સુચીત આંકડી દર શોધો.
નસબંધી સુચીત દર = વર્ષ દરમ્યાન થયેલ નસબંધી × ૧००० ÷ મધ્યવર્તી વસ્તી
- = ૫૦૦ × ૧૦૦૦ ÷ ૫૦,૦૦૦
- = ૧०%
આંકડીનો સુચીત દર = વર્ષ દરમ્યાન થયેલ આંકડી × ૧००० ÷ મધ્યવર્તી વસ્તી
- = ૩०० × ૧००० ÷ ૫०,०००
- = ૩,૦૦,૦૦૦ ÷ ૫०,०००
- = ૬
- = ૬ %
કુટુંબ નિયોજન પદ્ધતીઓ
- કુટુંબ નિયોજન માટે કાયમી તેમજ બિનકાયમી પદ્ધતિ અપનાવવામાં આવે છે. પુરૂષ નસબંધી અને સ્ત્રી નસબંધીએ દંપતીઓ ૧૦૦% રક્ષિત ગણાય છે. ઓપરેશન કરાવ્યા પછીના વર્ષોમાં આવા દંપતીઓને બા:ળક થતુ નથી. કુટુંબ નિયોજનની પદ્ધતીથી સુરક્ષિત દંપતીઓનું અંદાજ કાઢવા માટે કોઇ ચોક્કસ સમયે કેટલા દંપતીઓ કાયમી પદ્ધતિથી રક્ષિત થયેલા છે. તે જાણવું જરૂરી બને છે. આપણે ૩૧ માર્ચ ના રોજ કેટલા દંપતીઓ પુરૂષ નસબંધી તથા સ્ત્રી નસબંધીથી સુરક્ષિત છે. તેનો અંદાજ જાણવો હોય તો છેલ્લા ૫ વર્ષમાં જે દંપતીઓએ આ પધ્ધતિ અપનાવી હોય તે પૈકીના કેટલી પત્નીની ઉંમર ૧૫ થી ૪૪ વર્ષની વયજુથની છે. તે જાણવું જરૂરી છે. એટલે કે અગાઉના વર્ષમાં ઓપરેશન કરાવનાર પૈકી કેટલા દંપતીઓમાં પુરુષનું મૃત્યુ થયેલું છે. તે જાણવું જરૂરી છે. આને જોઇન્ટ સર્વાઇકલ રેટ કહેવામાં આવે છે. મૃત્યુ ઉપરાંત કેટલાક દંપતીઓમાં સ્ત્રીની ઉંમર ૪૪ વર્ષથી વધુ થઇ જશે. એટલે કે પ્રજનન વયજુથમાંથી નીકળી જશે. આવા દંપતીઓને પણ ગણતરીમાં લેવા જોઇએ નહી. આ અંદાજ કાઢવા માટે પુરૂષ નસબંધી અપનાવનાર તેમજ સ્ત્રી નસબંધી અપનાવનાર દંપતીઓ માટે અલગ-અલગ દર કાઢવામાં આવે છે.
- જે દંપતીઓમાં પુરૂષ નસબંધી કે સ્ત્રી નસબંધી અપનાવેલ છે. તે પૈકી કેટલા દંપતીઓને કાયમી પદ્ધતિ દ્વારા સુરક્ષિત ગણવા તે નક્કી કરવામાં આવે છે.
આંકડીથી સુરક્ષિત દંપતી
- આંકડીની બાબતમાં ૪૫ વર્ષની વય વટાવી જવા ઉપરાંત આંકડી કાઢી નાંખ્યા અને આંકડી હોવા છતાં ગર્ભધારણ થવાના કેસને એટ્રીશન રેટ કાઢવામાં ગણતરી કરવામાં આવે છે. આંકડી સ્વીકારનાર સ્ત્રીઓના વયજુથને સર્વાઇવલ રેટ ઉપરથી ૫ વર્ષના અંતે જનરલી ૧૦.૬% સ્ત્રીઓએ આંકડી ધારણ કરેલ હશે. તેવું અભ્યાસ પરથી માલુમ પડશે. અને આંકડાથી સુરક્ષિત ૧,૦૦,૦૦૦ દંપતીઓ પૈકી ૫ વર્ષના અંતે ધારો કે ૧,૦૦,૦૦૦ દંપતીઓ પૈકી ૮,૯૦,૦૧૭ આ ઉપરથી વાર્ષિક એડીસન રેટ ૩૭.૬% આવે છે.
નિરોધ અને ઓરલ પીલ્સથી સુરક્ષિત દંપતી
- જ્યાં સુધી દંપતીઓ આ પદ્ધતીઓને ઉપયોગ કરે છે. ત્યાં સુધી તે સુરક્ષિત હોય છે. તેના પછી અસર રહેતી નથી. આથી જે દંપતીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેઓને ગણવામાં આવે છે. નિરોધ અને ઓરલ પાઈલ્સની વહેંચણી ઉપરથી વાપરનારાઓની ગણતરી કરવામાં આવે છે.
અસરકારક રીતે સુરક્ષિત દંપતી
- જુદી જુદી કુટુંબ નિયોજનની પદ્ધતિની અસરકારકતા જુદીજુદી છે. અને તેની પ્રજનન પર અસર થાય છે. આ અસરકારકતામાં જે તફાવત હોય છે. તે ધ્યાનમાં લેવામાં આવે છે. પુરૂષ અને સ્ત્રી નસબંધીને ૧૦૦% ગણવામાં આવે છે. આપણા દેશમાં કરવામાં આવેલ અભ્યાસ પરથી આંકડીની અસરકારકતા ૯૫% અને કોન્ડોમની ૫૦% તેમજ ગર્ભનિરોધક ગોળીઓને ૧૦૦% અસરકારકતામાં ગણવામાં આવે છે.
ઇનફર્ટીલીટી માટે પ્રાયમરી પ્રીવેન્સન
- દંપતીને સેકસ વિશે યોગ્ય શિક્ષણ આપવું જો પુરૂષ વ્યક્તિને નોકરી એવી હોય કે તેને રેડીયેશનમાં કામ કરવાનું થતું હોય. દા.ત,એકસ-રે ટેકનીશ્યન
- સલામત અને સ્વચ્છ ડીલીવરી કરાવવી. જેથી પરપ્યુરીયલ સેપ્સીસ થતું અટકાવી શકાય કારણ કે પરપ્યુરીયલ સેપ્સીસ થતા આગળ જતા ફેલોપીયન ટ્યુબ બ્લોક થઇ શકે છે.
- કપલને યોગ્ય કુટુંબનિયોજન વિશે સલાહ આપવી. તેમજ યોગ્ય માર્ગદર્શન આપવું.
- માનસીક દબાણ ટાળવું. આલ્કોહોલ ડ્રગ્સ અને તમાકુનું સેવન ન કરવા માટે સમજાવવું.
- કપલને વહેલા નિદાન અને સારવાર માટે ક્લીનીકમાં આવવા માટે જણાવવું.
સેકન્ડરી પ્રીવેન્સન
- ઇનફર્ટીલીટીનું કારણ જાણવા શારીરીક તપાસ કરવી જોઇએ. તેમ છતાં જાણવા મળે કે ૯૦% સ્ત્રીઓ એક માસ સુધી સેકસુઅલ એક્સપોજર અને ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવા છતાં પણ ગર્ભધારણ કરી શકે છે. તેમ છતાં ઇવેસ્ટીગેશન કરવામાં આવે છે. જ્યારે ૧૮ થી ૨૫ વર્ષની સ્ત્રી ૨ વર્ષ સુધી જીવન માણ્યા પછી ગર્ભધારણ ન કરી શકે અને ૩૫ વર્ષની સ્ત્રી ૬ માસ પછી ગર્ભ ધારણ ન કરી શકે અને તો ઇવેન્સ્ટીગેશન કરવા જરૂરી બને છે. જો ચેપના કારણે ઇનફર્ટીલીટી થયેલ હોય તો તે ખુબ જ ગંભીર છે. કારણ કે સ્ત્રીને ચેપ લાગવાથી ફેલોપીયન ટ્યુબને બ્લોક કરી દે છે. અને અનુભવી સર્જન દ્વારા સીલેકટેડ કેસોમાંથી સર્જરી કર્યા પછી પણ સફળતાનો રેટ નહિવત છે. જો સર્જરી બાદ સ્ત્રી ગર્ભધારણ કરી શકે તો ફેલોપીયન ટ્યુબ બ્લોક હોવાને કારણે ૬ થી ૧૫% એકટોપીટ પ્રેગન્નસી જોવા મળે છે. કારણે જેથી જીવીત જન્મદર પણ ખુબ ઓછો જોવા મળે છે. તેનાથી વિરુદ્ધમાં ઓવ્યુલેશનમાં ખામી હોય તો તેની સારવારના પરિણામ સ્વરૂપે ગર્ભધારણનો દર ઉચોં છે. ૫૦ થી ૬૦% સારવાર આપેલા કેસમાં સફળતા મળે છે.
- ઇનફર્ટીલીટીની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. તે ખર્ચાળ છે. તેમાં ઘણા બધા જુદા-જુદા નિદાનની જરૂર પડે છે. છતાં પણ ૨૦% દંપતીમાં કારણ જાણી શકાતું નથી. તેથી સારવાર કરતાં અટકાવ શ્રેષ્ઠ છે.
ટર્સરી પ્રીવેન્સન
પોપ્યુલેશન ટ્રેન્ડસ ઇન ઈન્ડીયા (ભારતમાં વસ્તી શિક્ષણનો અભિગમ)
- શાળા કોલેજમાં ધનિષ્ઠ શિક્ષણ
- શાળા કોલેજ બહારના યુવક-યુવતીઓને વસ્તી શિક્ષણ
- બાળલગ્ન વિરોધ, નિરોધ વાપરવાનું, બિનકાયમી પદ્ધતીઓ વધુ પ્રચલીત કરવી.
- પુત્રપણા નાબુદી,દિકરો દિકરી એક સમાન
- અંતર અને આંતર વિભાગીય સંકલન અને સહકાર સાધવો
- સ્ત્રી શિક્ષણ અને જાતીય શિક્ષણને અગ્રીમતા
- સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરી સામાજીક સ્તર ઉંચું લાવવું.
- એક બાળક વાળા કુટુંબનો ધ્યેય સિદ્ધ કરવો.
- સૌથી સવિશેષ કરીને સ્વૈચ્છિક સંસ્થાની સક્રિય ભાગીદારી છે. પ્રજાનો પોતાનો કાર્યક્રમ બનાવવો.
- પોતાના શરીરને ઓળખો.
- યોગ્ય જીવનસાથીની પસંદગી
- જવાબદાર માતૃત્વ પિતૃત્વ
- સ્ત્રીને ૩૦ વર્ષની ઉંમરે પ્રથમ સંતાન
ટાર્ગેટ ફ્રી એપ્રોચ
- RCH પ્રોગ્રામમાં કોમ્યુનીટી નીડ એસેસમેન્ટ દ્વારા કેટલી સગર્ભા માતા છે? કેટલી ધાત્રી માતા છે? તે ઘરના સર્વે ઉપરથી જાણી શકાય છે.
- ANM ના રજીસ્ટર ઉપરથી ખ્યાલ આવશે કે ૧૦૦૦ ની વસ્તીએ લાયક દંપતી કેટલા છે?
- નવા વર્ગમાં કેટલા ઉમેરાયા છે? કેટલી સ્ત્રીઓ મેનોપોઝમાં છે?
- ટાર્ગેટ કેટલો છે.? ટાર્ગેટ પ્રમાણે કાર્ય થયું છે કે નહી ? જો બરાબર નહી થયું હોય તો તેમાં શું ખામી છે? તે વિશેના ખ્યાલ રાખી તેમાં જે કંઇ પણ સુધારો વધારો કરવાનો હોય તે કરવો.
- આ પ્રોગ્રામમાં કર્મચારીએ પોતાની વસ્તી કેટલી છે? તેમાં ANC કેટલા છે? PNC કેટલા છે કુટુંબ નિયિજન માટેના કપલ કેટલા છે? અને તે પ્રમાણે લક્ષ્યાંક નક્કી કરવો. એટલે કે કર્મચારી પોતે ટાર્ગેટ નક્કી કરશે.
રોલ ઓફ માસ મીડીયા અને I.E.C.એકટીવીટી
માસ કોમ્યુનીકેશન : (સામુદાયીક વિચાર-વીનીમય)
- ઇન્ટર પર્સનલ કોમ્યુનીકેશન અથવા પર્સન ટુ પર્સન કોમ્યુનીકેશન (પારસ્પરીક વિચાર-વિનીમય)
આરોગ્ય શિક્ષણની પદ્ધતિઓ
૧.લોક શિક્ષણ
- લોક આગેવાનો સાલાજીક કાર્યકરો, વિવિધ સંસ્થાઓ આરોગ્ય કાર્યકર વગેરી ધ્વારા ટીવી, વીડીયો ફીલ્મ, રેડીયો,સાહિત્ય, પ્રદર્શન, ભીંતચિત્રો,સુત્રો,પપેટ શો,શેરીનાટક,ભજન,લોકગીત જેવા માધ્યમોમાંથી લોક શિક્ષણ આપી શકાય છે.
૨.જુથ/વર્ગ શિક્ષણ
- તાલીમ આપતા અધિકારીઓ, ડોકટરો, નર્સીસ, સુપરવાઇઝર,શિક્ષકો, આગેવાનો વગેરે ધ્વારા, જુથના નાટ્યાત્મક, ગૃપ ડાયમેન્શના ઉપયોગ વડે સ્લાઇડ દ્વારા ફ્લોપ બુક, પોસ્ટર, વીડીયો ફીલ્મ બ્લેક બોર્ડ , ફલેનલ ગ્રાફ જેવા જુથ માધ્યમની મદદથી જુથ અથવા વર્ગ શિક્ષણ આપી શકાય છે.
૩.વ્યક્તિગત શિક્ષણ
- આરોગ્ય કાર્યકરો,નર્સ સ્ત્રી ગ્રામ આરોગ્ય માર્ગદર્શિકા,સ્વૈચ્છીક કાર્યકરો વગેરે દ્વારા શૈક્ષણિક સિદ્ધાંતોના ઉપયોગ વડે પોકેટ આલ્બમ, ફ્લેશ કાર્ડ, સચિત્ર પુસ્તીકા, ડેમોસ્ટ્રેશન કીટ જેવા વ્યક્તિગત માધ્યમોથી વ્યક્તિગત શિક્ષણ આપી શકાય છે.
૪.કાઉન્સેલીંગ
- ડોકટર, નર્સ, સુપરવાઇઝર, કાઉન્સેલર વગેરે ઉપર જણાવેલ માધ્યમોની મદદથી આરોગ્ય શિક્ષણ આપી શકે છે. દરેકના લાભા લાભ છે. તે એકબીજાની પૂરક છે. સામાન્ય રીતે આપેલ ક્રમાનુસાર અનુસરી શકાય આમ છતાં ઉર્ધસ્વ લોકો જુથ કે વ્યક્તિ ઉપલબ્ધ સાધનની અસરકારકતા વગેરે બાબતોને આધારે કે પદ્ધતિ કે પદ્ધતિનો ઉપયોગ કરવો તે નક્કી થઇ શકે છે.
- કાઉન્સેલીંગ એટલે સમજપૂર્વકના નિર્ણયો લેવા માટે અંગત પરામર્શ દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન આપવું. આ કુંટુંબ કલ્યાણ કાર્યક્રમનો હાર્દ છે.
કાઉન્સેલીંગના મુખ્ય ૬ ભાગ છે.
- જેને અંગ્રેજી શબ્દ GATHER દ્વારા યાદ રાખી
G – ગ્રીટ
A – આસ્ક
T – ટેલ
H – હેલ્પ
E – એક્સપ્લેન
- વિગતે માહિતી,સેવા વિશે સમજ આપવી.
R – રીવીઝીટ
- ફરી મુલાકાત ક્યારે છે તે નક્કી કરવી.
નેશનલ ફેમીલી પ્રોગ્રામ ટ્રેન્ડસ
- એક બાળકવાળા કુટુંબ માટે લોક આંદોલન શરૂ કરવું
- બાળલગ્ન નિષેધ તથા મોડા લગ્ન અભિયાન શરૂ કરવું
- લગ્નવય સ્ત્રી માટે ૧૮ વર્ષ અને પુરૂષ માટે ૨૧ વર્ષ
- વીડીયો ફીલ્મ સાહિત્ય જેવા અસરકારક માધ્યમો તૈયાર કરી તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.
- બાળ જન્મ અંતર વધારવા બિનકાયમી પદ્ધતિને લોકપ્રિય કરવામાં યોગદાન
- કડક અને ક્રાંતિકારી પગલા ભરવા મટે સરકારની નીતી,કાર્ય પધ્ધતી કે અભિગમ બદલવા માટે વિશિષ્ઠ આયોજન
- પ્રચાર અને શિક્ષણની કામગીરી ધનિષ્ઠ બનાવવી.
- નવીનતા સભર પ્રોજેકટ કરી સફળતા માટે તેના ડોક્યુમેન્ટસ તૈયાર કરી સંબંધીત સૌને પહોંચાડવા.
- સ્લમ વિસ્તારો તથા ગામડાઓ દત્તક નિર્ધારીત પરિણામો હાંસલ કરવા
- વસ્તી શિક્ષણ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવામાં યોગદાન
- ધર્મગુરૂઓના કુટુંબનો સ્વીકાર માટે અપીલો અને ઉદેશ્ય
- વણ જોઇતી પ્રસૃતિ રોકવા તથા જેના માટે કોઇ રસી કે દવા શોધાઇ નથી. તેવા પ્રાણઘાતક એઇડસ રોગથી બચવા કોંડમ વાપરવા ઉત્તમ છે. તેના માટે જનજાગૃતિ અભિયાન
પ્રસૃતિ નિવારણ પ્રચાર-પ્રસાર (MTP)
- મ – મફત છે.
- ખા – ખાનગી છે.
- સ – સલામત છે.
- કા – કાયદેશર છે.
- કુટુંબ નિયોજન સંતોષકારક રીતે સ્વીકારેલ દંપતીઓનો પરિવર્તન પ્રેરણા રૂપ તરીકે
- શિક્ષણ અને પ્રચારમાં ઉપયોગ
- રસીકરણ, કોપર-ટી જેવાં કેમ્પો તથા ડાગ્નોસીસ અને સર્જીકલ કેમ્પ યોજવા
- સાક્ષરતા અભિયાન અને તેમાં પણ સ્ત્રી સાક્ષરતા અભિયાનમાં વિશેષ સહીયોગ
- RCH-I & RCH-II પ્રોગ્રામ (નેશનલ ફેમીલી પ્લાનીંગ ટ્રેન્ડમાં ચેન્જીસ)
- સૌપ્રથમ MCH પ્રોગ્રામ ભારતમાં આવ્યો તેમાં માતા અને બાળકોને કેર આપવામાં આવી અને તેમાં બાળક માટે સ્પેસ્યલી ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (EPI) ૧૯૭૭માં અમલમાં આવ્યો.
- હેલ્થની સર્વિસ પુઅર રહેવાથી માતા અને બાળકોનું હેલ્થ જોખમાયું. તેથી MMR અને IMR પ્રમાણ વધ્યું.
- ૧૯૯૪માં ૧૮૦ દેશોએ ભેગા મળી કોન્ફરન્સ બોલાવી તેમાં RCH એપ્રોચ અને પોપ્યુલેશન ઉપર ભાર મુક્યો. તેમાં ભારત દેશ પણ સામેલ હતો. તેથી ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયાએ પ્રજનન અને બાળ આર્ધ્ય કાર્યક્રમ દ્વારા સલામત માતૃત્વ અને બાળ સુરક્ષા પર વધારે ભાર મુક્યો. RCh પ્રોગ્રામમાં ફેમીલી વેલફેર પ્રોગ્રામ અને વિશેષ ધ્યાન સેફ ડીલેવરી અને સેફ બાળક માટેની નીડ સારી ગુણવત્તાવાળી તેમજ કોમ્પ્રીહેન્સીવ RCH સર્વિસીસ દ્વારા પુરી પાડવી. તેના પર અપાયું, તેથી RCHમાં ડીલેવરી PHC, CHC કે સબસેન્ટર લેવલ થઇ શકે તે માટે સ્ટાફ નર્સને RCH ટ્રેનીંગ આપવામાં આવી.
આમાં ૫ બ્લોક પ્રેઝન્ટ કરવામાં આવ્યાં.
- ૧. ફસ્ટ બ્લોકમાં મેનેજમેન્ટમાં તેના RCH સર્વીસીસ સ્ટાફ નર્સ દ્વારા FRU ધ્વારા આપવામાં આવી તેમાં સ્ટાફ નર્સને જવાબદાર વ્યક્તિ ગણવામાં આવી. તેમજ આસીસ્ટન્ટ ઇન્ચાર્જ MO તેમા ખાસ કરીને સબસેન્ટર PHC લેવલે, FRU લેવલે તેમજ FRU ડ્રગ્સ એકશન પ્લાન તેમાં મેનેજમેંટ ઓફ ડ્રગ્સ વેકસીન તેમજ બીજા સપ્લાયનો રેકોર્ડ અને રીપોર્ટ મેન્ટેઇન કરવા.
- ૨. સેકન્ડ બ્લોકમાં કોમ્યુનીકેશન તેમાંથી ખાસ કરીને RCH અંગે કોમ્યુનીકેશન, કાઉન્સેલીંગ અને ઇફેક્ટીવ કાઉન્સેલર જેવી બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું.
- ૩. મેટર્નલ હેલ્થ બ્લોક તેમાં ખાસ કરીને સેફ મધરહુડ તેમાં ખાસ કરીને એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ, પોસ્ટ નેટલ કેર પર ભાર મુકવો. આ ઉપરાંત સલામત ગર્ભપાત, કોન્ટ્રાસેપ્ટીવ મેથડનો ઉપયોગ અને પ્રીવેન્સન ઓફ RTI /STI
- ૪. ફોર્થ બ્લોકમાં ચાઇલ્ડ હેલ્થ તેમાં ખાસ કરીને ન્યુબોર્ન, LBW બેબીની કેર, ઇમ્યુનાઇઝેશન, પ્રીવેન્શન ઓફ ARI ,ડાયેરીયલ ડીસીસ તેમજ બ્રેસ્ટ ફીડીંગ અને ન્યુટ્રીશન પર વધુ ભાર મુક્યો.
- ૫. ફાઇવ બ્લોક આમાં એડોલેસન્ટ અને રીપ્રોડકશન પર ભાર મુક્યો.
- માતા મૃત્યુદરમાં ઘટાડો કરીને તેને ૨૦૧૦ સુધીમાં એક લાખે ૧૦૦ જીવીત જન્મ કરતા નીચું લઇ જવું છે. તેથી નવો એપ્રોચ RCH-2 નો તબક્કો શરૂ કર્યો RCH-૨ માં માતા મૃત્યુદર ઘટાડવો. તેમજ પ્રસૃતિ વખતે કુશળ સહાયકની હાજરી અને અગત્યની કાર્યપદ્ધતિ ઝડપી હોવી જોઇએ. જેને RCH કાર્યક્રમ તરીકે સ્વીકારવામાં આવે છે. RCH-2 ૩૧ ડિસેમ્બર ૨૦૧૦ માં અમલમાં આવ્યો.
તેમાં.,
- ૧. ટાર્ગેટ ફ્રી એપ્રોચ તેમજ બેઇઝ ઓફ કોમ્યુનીટી એસેસમેન્ટ એપ્રોચ
- ૨. પાર્ટીસીપેટ ઇન પ્લાનીંગ કોમ્યુનીટી ગ્રામ પંચાયત,સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેની મદદ લઇને FP કાર્યક્રમનું આયોજન કરવું.
- ૩. સારી ઉંચી ગુણવત્તાવાળી હેલ્થ કેર પુરી પાડવી અને સંતોષકારક કાર્ય કરવું.
- ૪. હોસ્પિટલમાં જ સેવાઓ આપવી તેટલું જ નહી. પરંતુ ગ્રામ્ય લેવલે કેર આપવી તેમજ હેલ્થ, ફેમીલી વેલ્ફેર તેમજ એજ્યુકેશન, ગામડાનો વિકાસ, કોમ્યુનીટી લીડર, મહિલા સ્વાસ્થ્ય સંઘ(MMS),પંચાયતના સભ્યો દરેકને RCH પ્રોગ્રામ હેઠળ અવેરનેશ જનરેશન ટ્રેનીંગ પ્રોગ્રામની તાલીમ આપવામાં આવી. તેમજ ઇન્ટીગ્રેટેડ સ્કીલ ડેપલોપમેન્ટ માટે ડોકટર, નર્સીસ, અને પેરામેડીકલ વર્કસને સબસેન્ટર, પી.એચ.સી., સી.એચ.સી ઉપર ૧૨ દિવસની ટ્રેનીંગ આપવામાં આવી. તે ખાસ કરીને ફીલ્ડ, ક્લીનીકલ એક્સપીરીયન્સ, કોમ્યુનીકેશન, મેનેજમેન્ટ સ્કીલ માટે આપવામાં આવી. તેમજ વધુ સારી RCH સેવા મળે તે માટે ANM, HV, દાઇ, પ્રાયવેટ પ્રેક્ટીશ્નર વગેરે લોકોએ હાઇ રીસ્ક કેસીસ સી.એચ.સી. કે હોસ્પિટલ પર રીફર કરવા.
- RCH-2માં TFA જેમાં હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવી,IFAનું વિતરણ,કેલ્શીયમનું વિતરણ, ઇમ્યુનાઇઝેશન વગેરે માટે ભૌતિક તથા નાણાંકીય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને તેનો હેતુ જન્મદર માતા-મૃત્યુદર અને બાળમૃત્યુ દર ઘટાડવાનો છે.
NRHM (નેશનલ રૂરલ હેલ્થ મિશન)
- NRHM 2005 માં અમલમાં આવ્યાં આનો અમલ ૨૨ રાજ્યોમાં સ્વાસ્થ્ય મીશન ૨૦૦૬ એપ્રિલ સુધીમાં થયો. આ પહેલા MCH, RCH-1 અને RCH-2 પ્રોગ્રામ હેઠળ જે યોજનાઓ હતી. તેમાં IMR અને MMR ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. પરંતુ જે હજુ સુધી થઇ શક્યા ન હતા તેમજ ગ્રામ્ય લેવલે જે સેવાઓ થવી જોઇએ. તે થઇ નહોતી. તેથી ગ્રામ્ય લેવલમાં વધુ ભાર મુકવા માટે NRHM કાર્યક્રમ આવ્યો.
NRHM નીચે મુજબની યોજના અમલમાં મુકવામાં આવી.
- જનની સુરક્ષા યોજના
- ચિરંજીવી યોજના
- નીયોનેટલ કેર IMNCI પ્રમાણે તેમજ તેની ટ્રેનીંગ આપવી. આશા કાર્યકરને ન્યુબોર્ન કેરની ટ્રેનીંગ આપી.
- આંગણવાડીમાં ન્યુટ્રીશન અને હેલ્થ પર વધુ ભાર મુક્યો.
- ઇમ્યુનાઇઝેશન પર વધુ ભાર મુક્યો.
- વિલેઝ હેલ્થ સેનીટેશન કમીટી નીમવી અને મેનેજમેન્ટ કરવું.
- આમાં CA, MBA, MCA, આ લોકોને આરોગ્યમાં નવી એપોઇટમેન્ટ આપવી તેમજ ડીસ્ટ્રીક લેવલે પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનીટ ને NRHM દ્વારા એપોઇમેન્ટ આપવી.
NRHM ગોલ/ટાર્ગેટ
- IMR – ૩૦ થી નીચે
- MMR – ૧૦૦ થી નીચે.
- TFR – ૨-૧ નીચે
- MMU : મોબાઇલ મેડીકલ યુનીટ/સ્કુલ હેલ્થ પ્રોગ્રામ
- ICDS પ્રોગ્રામ
- સેફ ડ્રીંકીંગ વોટર
- નાકો NACO ની યોજનાઓ
- હેલ્થ એક્શન પ્લાન તૈયાર કરવો
- ક્રીટીકલ એરીયામાં MO ને એનેસ્થેસીયા માટેની ટ્રેનીંગ આપવી.
- SBA આ ટ્રેનીંગ MO, ANM, સુપરવાઇઝર, સ્ટાફ નર્સને આપવી.
- NSV આ ટ્રેનીંગ MOને આપવી.
- વનબધું કલ્યાણ યોજના જેમાં આદિવાસી લોકોને સહાય થાય. જેમ કે મકાન,અનાજ મફત ડીલેવરી તથા ઓપરેશન વગેરે જેવા લાભ આપવા.
- IEC એકટીવીટી કરવી. આમાં ઇમ્યુલાઇઝેશન, આયોડાઇઝ સોલ્ટનો ઉપયોગ, બેટી બચાવો વગેરે બાબતો પર ભાર આપવો.
- NGO – NGO ની સક્રીય ભાગીદારી લેવી અને તેમની સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો.
- ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ – NRHM માંથી ગ્રાંટ મેળવીને કોઇ યોજના ચાલતી હોય.(આરોગ્યલક્ષી) તેમાં રોકાણ કરવું. જેથી દરેક વ્યક્તિને લાભ મળે.
- NRHM – બાળકોને સંપૂર્ણ રસીકરણ કરાવવું તેમજ વિટામીન-A સોલ્યુશન આપવા.
- ANM દ્વારા એન્ટીનેટલ મધરની ઓછામાં ઓછી ૪ વિઝિટ/ચેકઅપ
- રીફર કરેલ કેસોને તરત જ ચેક કરવા
- ડીસપોઝેબલ ઓફ વેસ્ટ મટીરીયલ અને આખી હોસ્પિટલની કલીનલીનેસ પર વધારે ભાર મુક્યો છે.
- દરેક પી.એચ.સી.ને તેના બીલ્ડીંગના મેનેજમેન્ટ માટે દર વર્ષે રૂ. ૫૦,૦૦૦/- આપ્યા. તેમાંથી ૨૫,૦૦૦/- રૂ.હેલ્થને લગતી પ્રવૃતિ માટે વાપરવા જણાવ્યું