SY – ANM – MIDWIFERY UNIT – 24 STERILITY AND INFERTILIZATION

યુનિટ – 24

સ્ટરીલીટી અને વંધ્યત્વ (ઇનફર્ટીલાઇઝેશન)

પ્રસ્તાવના

  • પરણીત સ્ત્રી અથવા યુગલ તેના પતિ સાથે રહેતી હોય તેઓ કોઇપણ જાતના ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ સતત બે વર્ષ સુધી કર્યા વિના જાતીય સમગમ કરતી હોય છતાં બાળકને જન્મ આપવા માટે અથવા ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. આ સ્થિતીને વંધ્યત્વ અથવા ઇનફર્ટીલીટી કહેવામાં આવે છે.
  • આના માટે ઘણા કારણો જવાબદાર છે. સામાન્ય રીતે આપણા સમાજમાં આનું કારણ સ્ત્રીને જ ગણવામાં આવે છે. પરંતુ કુલ વ્યંધ્વત્વનો ૧/૩ ભાગમાં પુરૂષોમાં જ ખામી હોય છે. અને તે જવાબદાર હોય છે. એટલે કે પુરૂષોમાં રહેલા કોઇપણ કારણસર તેને પત્ની ગર્ભધારણ કરી શકતી નથી. જે પ્રાયમરી કે સેકન્ડરી સ્ટરીલીટી હોઇ શકે છે.

પ્રાયમરી સ્ટરીલીટી

  • પ્રાયમરીમાં યોગ્ય સમયે ગર્ભાધાન કરવાના સમયગાળા દરમ્યાન ગર્ભધારણ કરી ન શકે . જેમાં યુટ્રરસ એકપણ વખત ગર્ભધારણ કરી શકતું નથી. જેને પ્રાયમરી સ્ટરીલીટી કહેવામાં આવે છે.

સેકન્ડરી સ્ટરીલીટી

  • સેકન્ડરી વ્યંધ્વત્વ એટલે એક વખત ગર્ભધાન થયા પછી એટલે કે એક બાળકનાં જન્મ પછી પતિ-પત્નિ કોઇપણ જાતના ફેમીલી પલાનીંગના સાધનોનો ઉપયોગ કર્યા સિવાય જાતીય સબંધ રાખે અને છાં લાંબાગાળા સુધી ગર્ભધાન રહેતું નથી.

વ્યાખ્યા :

  • કપલની ગર્ભધારણ કરવાની અસમર્થતાને ઇન્ફર્ટીલીટી કહે છે. ઘણી વખત હેલ્થી કપલને પણ પ્રેગનનસી માટે અમુક વર્ષોનો સમય લાગે છે. જો કપલ નિયમીત જાતીય સમગમ કરે અને ગર્ભનિરોધકના ઉપયોગ વગર બે વર્ષે સુધી ગર્ભધારણ માટે નિષ્ફળ જાય તો તેને ઇન્ફર્ટીલીટી કહે છે.

સ્ટરીલીટી

  • જ્યારે કોઇપણ કપલ ચોક્કસ કારણને લીધે ગર્ભધારણ માટે નિષ્ફળ જાય તેને સ્ટરીલીટી કહે છે.

ઇન્ફર્ટીલીટીના કારણો

૧.પુરૂષો

અ. પૂરતા પ્રમાણમાં હેલ્ધી સ્પર્મ ઉતપન્ન થતા ન હોય :

  • એઝોસ્પમીયા
  • ઓલીગોસ્પર્મીયા
  • ટેસ્ટીઝ બરાબર વિકસીત ન હોય
  • અનડીસેન્ડેડ ટેસ્ટીઝ હોય.
  • ટેસ્ટીઝને નુકશાન થયેલ હોય.
  • ઇજા કે અકસ્માત
  • ચેપ (સીફીલીસ)
  • ઓપરેશન
  • રેડીએશન
  • હાઇડ્રોસીલ ટેસ્ટીઝમાં પાણી ભરાય
  • વધુ ગરમ વાતાવરણ કે વારંવાર હોટ બાથ
  • સાયટોટોકસીક ડ્રગ્સ
  • એન્ડોક્રાઇન ગ્રંથીના રોગો

બ. માર્ગમાં અડચણ :

  • વાઝ ડેફરન્સમાં ખામી
  • વાઝમાં ચેપને કારણે બ્લોકેઝ થયેલ હોય
  • પ્રોસ્ટેડ કે હર્નીયાના ઓપરેશન દરમ્યાન વાઝને ઇજા થયેલ હોય.

ક. સ્પર્મને વજાયનાના પોસ્ટીરીયર ફોરમીક્સમાં પહોંચાડવામાં નિષ્ફળતા :

  • નપુંસકતા
  • હાઇપો પીચ્યુટરીઝમ
  • સાયકોલોજીકલ
  • પ્રિમેચ્યુઅર ઇજેક્યુલેશન
  • હાયપો સ્પાડીયેસીસ
  • ફાયમોસીસ

૨.સ્ત્રીઓમાં

અ. ઓબ્યુલેશનમાં તકલીફ :

  • ઓવ્યુલેશન થતી ન હોય જેથી માસીક આવતું ન હોય
  • ઓવમ ખામી યુક્ત બનતા હોય
  • PCOD (પોલીસિસ્ટીક ઓવેરીયન ડીસીઝ)

બ. માર્ગમાં અડચણ :

  • ઇન્ફેક્શન
  • ટીબી
  • ગોનોરીયા
  • પરપેરીયલ સેપ્સીસ વગેરે કારણે ફેલોપીયન ટ્યૂબમાં બ્લોક થવાથી
  • ગાંઠને કારણે ટ્યુબના ઓપનીંગમાં અડચણ થવાથી
  • પુરૂલન્ટ વજાયનલ ડિસ્ચાર્જ (પસ સાથેનો)
  • વજાયનલ સીક્રીશનની એસિડીટી વધવાથી
  • સર્વાઇકલ મ્યુકસ વધુ પડતુ ચીકણું થવાથી

૩.બંનેમાં

  • અપુરતા જ્ઞાનને કારણે
  • અસક્ષમતાને કારણે
  • ક્યારેક જ ઇન્ટરર્કોર્સ થવાથી
  • ઓવ્યુલેશન સમય ચુકી જવા
  • પેનફુલ કોઇટસ

ઇનફર્ટીલીટીનું વર્ગીકરણ

  • બે ભાગમાં વહેચવામાં આવે છે.

૧.પ્રાયમરી ઇનફર્ટીલીટી

  • દંપત્તિ એક વર્ષથી સાથે રહેતા હોય, કોઈ પણ જાતની ફેમિલી પ્લાનિંગની પદ્ધત્તિ અપનાવતા ના હોય છતાં પણ સ્ત્રીને પ્રેગ્નેસી ના રહેતી હોય તો તેને પ્રાઈમરી ઇનફર્ટીલીટી કહેવાય.

૨.સેકંડરી ઇનફર્ટીલીટી

  • એક બાળક થયા બાદ અથવા એક વાર કંસીવ થયા બાદ ફરી થી પ્રેગ્નેસી ના રહે તેને સેકંડરી ઇનફર્ટીલીટી ગણવામાં આવે છે.

પુરૂષની તપાસ (ઇનવેસ્ટીગેશન ઓફ મેલ)

હિસ્ટ્રી :

  • ઉંમર
  • મમ્સ,ટીબી કે અન્ય ચેપી રોગ
  • ઇજા કે ઓપરેશન
  • હર્નિયા
  • હાઇડ્રોસીલ
  • અનડીસેન્ડેડ ટેસ્ટીઝ
  • ગોનોરીયા,સિફિલિસ, યુરેથ્રાઇટીસ
  • ઓપરેશન
  • કોઇટલ પ્રોબલેમ્સ
  • બીજા લગ્ન કે બીજા લગ્નનાં બાળકો

અ.ફીઝીકલ એકઝામીનેશન (શારીરીક તપાસ)

  • પુરેપુરી શારીરીક તપાસ (જેમાં સીસ્ટમની તપાસ)
  • પુરૂષ અંગ (જેનાઇટલ) ખાસ તપાસ
  • જેનીટાલીયા પર સ્કાર, હાઇડ્રોસીલ, અનડીસેન્ડેડ ટેસ્ટીઝ યુરેથ્રામાંથી ડીસ્ચાર્જ વગેરે‌ માટેની તપાસ

લેબોરેટરી ટેસ્ટ

૧.સીમેન (વીર્ય) તપાસ

  • સ્વચ્છ ગ્લાસ ઝારમાં સીમેન લઇને અડધી કલાકમાં નીચેની
  • બાબતે સીમેનની તપાસ કરાય છે.

૨.પ્રમાણ

  • 2.5 ML

૩.સ્પર્મની સંખ્યા

  • નોર્મલ ૨૦ થી ૧૦૦ મીલીયન/ML હોય છે.

૪.સ્પર્મની મોટીલીટી (ગતીશીલતા)

  • નોર્મલ ૭૦ થી ૮૦% હોય છે.

૫.મોરફોલોજી (સ્પર્મના સ્ટ્રકચરની તપાસ)

  • નોર્મલ ૫૦ થી ૮૦% હોય છે

૬.અન્ય

  • પસ સેલ કે અન્ય અસાધારણતા માટે તપાસ

બ. સ્પેશિયલ તપાસ

ટેસ્ટીક્યુલર બાયોપ્સી :

  • નીડલ બાયોપ્સી ઓફ ટેસ્ટીઝ

વાઝોગ્રાફી :

  • વાજમાં, રેડીયો-ઓપેક ડાઇ દાખલ કરી એકસ – રે લઇ બ્લોક જોવામાં આવે છે.

સ્ત્રીની તપાસ

હિસ્ટ્રી :

  • મેરેજનો સમયગાળો
  • ફીટસ પ્રોબ્લેમ
  • ગર્ભનીરોધકનો ઉપયોગ
  • બીજા લગ્ન અને તે સમયે પ્રેગનનસી
  • મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી
  • અગાઉ મમ્સ, ઓપરેશનની હિસ્ટ્રી
  • અગાઉ ઇન્ફર્ટીલીટી માટે કરાવેલ તપાસ કે સારવાર

શારીરીક તપાસ

a. જનરલ તપાસ

વજન :

  • હાલમાં વજનમાં ફેરફાર
  • સેકન્ડરી સેકસ્યુઅલ કેરેકટરનો વિકાસ
  • શરીર પર વાળની એબનોર્મલ વહેંચણી

b. સીસ્ટેમીક તપાસ

  • તમામ સીસ્ટમની તપાસ

c. પેલ્વીક તપાસ

  • કોઇપણ જાતની એબનોર્માલીટી કે ખામી માટે

ઓવ્યુલેશન તપાસ

  • માસિકના ૧૪ મા દિવસે ઓવ્યુલેશન થાય છે. ગ્રાફિન ફોલીકલ છુટું પડ્યા પછી કોર્પેસ લ્યુટીયમ બને છે. કોર્પેસ લ્યુટીયમમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે. આમ, શરીરમાં પ્રોજેસ્ટોરોનની હાજરીથી ઓવ્યુલેશન નક્કી થાય છે.

વજાયનલ સાયકોલોજી

  • વજાયનાના સેલના સ્ટ્રકચર અને ફંકશનની માઇક્રોસ્કોપીક તપાસ કરાય છે.

સર્વાઇકલ મ્યુકસ ટેસ્ટ

૧.ફરનિગ ટેસ્ટ

  • મેન્સ્ટ્રુઅલ સાયકલના બીજા અડધા ભાગમાં સર્વાઇકલ મ્યુકશનું ડ્રોપ લઇ સ્લાઇડ બનાવામાં આવે છે. જો સ્લાઇડ પર ફર્ન જેવી પેટલ બને તો તે પ્રોજેસ્ટેરોન અને ઓવ્યુલેશનની હાજરી બતાવે છે.

૨.સ્પીન બર્કીટ ટેસ્ટ

  • મેન્સ્ટ્રુઅલ સાયકલના પ્રથમ અડધા ભાગમાં ઇસ્ટ્રોજનની હાજરીને લીધે સર્વાઇકલ મ્યુકસને ખેચી શકાય છે. અને લાંબા થ્રેડ બને છે. જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલના બીજા અડધા ભાગમાં આમ બનતુ નથી. જે પ્રોજેસ્ટેરોન અને ઓવ્યુલેશનની હાજરી દર્શાવે છે.

૩.એન્ડો મેટ્રીયલ બાયોપ્સી

  • મેન્સ્ટ્રુઅલ સાયકલના બીજા અડધા ભાગમાં એંડોમેટ્રીયમમાં સીક્રીટરી ચેન્જીસ થાય છે. જે પ્રોજેસ્ટેરોનની હાજરીને લીધે હોય છે. આ ચેન્જીસ ઓવ્યુલેશન પછી શરૂ થાય છે. અને પ્રીમેસ્ન્ટ્રુએશન વખતે વધુ હોય છે. આ ટેસ્ટમાં પ્રિમેંસ્ટ્રુઅલ પીરીયડમાં (૨૪ થી ૨૬ દિવસ) એંડોમેટ્રીયમનો ટુકડો લઇ તપાસ કરાય છે. ક્યારેક આ ટેસ્ટ ટીબીની તપાસ માટે પણ કરાય છે.

૪.બેઝલ બોડી ટેમ્પ્રેચર ચાર્ટ

  • મેન્સ્ટ્રુઅલ સાયકલના બીજા અડધા ભાગમાં પ્રોજેસ્ટેરોનની હાજરીને કારણે શરીરનું તાપમાન અડધો ડિગ્રી ફેરન હીટ જેટલું વધે છે. જે ઓવ્યુલેશન દર્શાવે છે.

૫.લેપ્રોસ્કોપીક તપાસ

  • લેપ્રોસ્કોપી દ્વારા કોર્પેસ લ્યુટીયમની હાજરી પરથી ઓવ્યુલેશન નક્કી કરવામાં આવે છે.

૬.અન્ય તપાસ

  • હોર્મોનલ તપાસ કરીને પણ ઓવ્યુલેશન જાણવામાં આવે છે.

d. ફેલોપીયન ટ્યુબની પેટન્સી જાણવા માટેની તપાસ

ખુલ્લાપણું :

A રૂબીન ટેસ્ટ

  • આ ટેસ્ટમાં એર કે કાર્બન ડાયોકસાઇડને પ્રેશરથી યુટરાઇન કેવીટીમાં દાખલ કરાય છે. જો ટ્યુબ ખુલ્લી હોય તો એર ફિબ્રિયામાંથી બહાર આવે છે. અને ગેસ ચેમ્બરમાં પ્રેસહર ઘટે છે. જો બંને ટ્યુબ બંધ હોય તો ગેસ લીક થશે. અને પ્રેશર એટલું જ રહેશે. આ ટેસ્ટ માસિકના થોડા દિવસ બાદ કરાય.

B.HSG (હિસ્ટ્રો સાલ્પીજીયો ગ્રાફી)

  • આ ટેસ્ટમાં રેડીયો ઓપેક ડાયને યુટરસમાં દાખલ કરીને યુટરાઈન કેવીટી અને ટ્યુબના સેડો જોવા એક્ષસ-રે લેવામાં આવે છે. અને ટ્યુબની પેર્ટસી જોવાય છે.

C. લેપ્રોસ્કોપી

  • લેપ્રોસ્કોપી સર્વીકસ ધ્વારા મીથીલીન બ્લ્યુ યુક્ત પ્રવાહી દાખલ કરવામાં આવે છે. એબ્ડોમીન પર અને ફિમ્બ્રીયા દ્વારા મીથીલીન બ્લ્યુ યુક્ત પ્રવાહી બહાર આવે છે કે નહી તે જોવામાં આવે છે.

e. ફિમેલ પેસેજમાં સ્પર્મને અવરોધ જાણવાનો ટેસ્ટ

સીમ્સ પોસ્ટ કોઇટલ ટેસ્ટ :

  • આ ટેસ્ટમાં સ્ત્રીને મોર્નીંગ કોઇટસ બાદ બે કલાકમાં સ્લાઇડ બનાવવામાં આવે છે. અને તેમાં સ્પર્મની હાજરી જોવામાં આવે છે. જો એક બે મોટાઇલ સ્પર્મ હોય તો આ ટેસ્ટ પોઝીટીવ ગણાય છે.

ટ્રીટમેન્ટ ઓફ ઇનફર્ટીલીટી (ઇનફર્ટીલીટીની સારવાર)

ટ્રીટમેન્ટ ઓફ મેલ

  • ઓલીગોસ્પર્મીઆ
  • સ્પર્મની સંખ્યા નોર્મલ કરતા ઓછી હોય
  • પેન્ટ નીચે ટાઇટ અંડરવેર ન પહેરવા સલાહ આપવી.
  • કોલ્ડ બાથ લેવા કહેવું પરંતુ હોટ બાથ ન લેવું.
  • જનરલ હેલ્થ સુધારવી
  • હાઇડ્રોસીલ હોય તો તેની સારવાર કરાવવી.
  • ફાયમોસીસ હોય તો તેની સારવાર કરાવવી.
  • ટેસ્ટોસ્ટેરોન આપવું નહી. કારણ કે તેના લીધે સ્પર્મ બનવાનું ઘટી જાય છે.
  • એઝોસ્પર્મીઆ
  • જો એઝોસ્પર્મીઆ નું કારણ ટેસ્ટીક્યુલર એટ્રોપી હોય તો સારવારનું રીઝલ્ટ સારૂ આવતું નથી.
  • જો વાઝમાં બ્લોક હોય અને સારૂ ઓપરેશન થાય તો ૩૦ થી ૬૬% રીઝલ્ટ મળે છે.

ટ્રીટમેન્ટ ઓફ ફિમેલ

  • ઇનફર્ટીલીટીની સારવારનો આધાર ઇનફર્ટીલીટી માટે જવાબદાર પરીબળ પર છે.

૧.જનરલ હેલ્થ સુધારવી

  • ખોરાક અંગેની ટેવો સુધારવી
  • હાયજીન સારી રીતે જાળવવું.
  • એનીમીયા હોય તો તેની સારવાર આપવી.
  • ઓબેસીટી હોય તો ઘટાડવુ.
  • કંઇપણ ઇન્ફેક્શન હોય તો તેની સારવાર આપવી.

ર. ઓવ્યુલેશન

  • આ પ્રકારે સારવાર કરતા પહેલા એ ખાત્રી કરવામાં આવે છે કે ઇનફર્ટીલીટીનું કારણ માત્ર ઓવ્યુલેશનની નીષ્ફળતા છે.

અ. સર્જરી

  • PCOD વખતે બંને ઓવરીમાં ઓવરીઅન ડાયથર્મી કરવાથી ૮૦% રીઝલ્ટ મળે છે.

બ. કોર્ટીકો સ્ટીરોઇડ

  • એડ્રેનલ કોર્ટેક્ષ, હાઇપર ક્લાસીસ વખતે ૫ થી ૧૦ MG પ્રેડનીસોલોન અપાય છે.

ક્લોમીફેન સાયટ્રેટ

  • તે નોન સ્ટીરોઇડલ ઇસ્ટ્રોજન છે.
  • આનાથી સારૂ રીઝલ્ટ મળે છે.
  • જેથી FSH અને LH નું પ્રોડકશન વધે છે.
  • માસીકના પ માં દિવસથી ૫ દિવસ સુધી દરરોજ ૧ ટેબલેટ (૫૦ MG) અપાય છે. બીજી
    વખત ડબલ અને ત્રીજી વખત ૩ ગણો ડોઝ અપાય છે. વધુમાં વધુ ૩ વખત અપાય છે.
  • સારવાર દરમિયાન બેઝલ બોડી ટેમ્પ્રેચર ચાર્ટ રાખવામાં આવે છે. અને સારવારના છેલ્લા દિવસ પછી થી ૧૨ માં દિવસે કોઇટસની સલાહ આપવામાં આવે છે.
  • જો સારવાર દરમ્યાન ઓવેરીયન એનલાર્જમેન્ટ જણાય તો દવા બંધ કરવામાં આવે છે.

ઇન્ડિકેશન (ક્યારે અપાય)

  • ઓવરીઅન એકટીવીટીથી ઓછી હોય
  • એનોવ્યુલેશન અથવા ઇનફ્રીકવન્ટ ઓવ્યુલેશન
  • PCOD
  • કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ પછીનું એમેનોરીયા

કોન્ટ્રા ઇન્ડિકેશન (ક્યારે ન અપાય)

  • ઓવરીઅન સીસ્ટ (પાણીથી ભરાય જાય ઓવરી)
  • ઓવરીઅન ટ્યુમર
  • ઓવરીઅન ફેલીયોર
  • હાઇપો પીચ્યુટરીઝમ વગેરે વખતે આ દવા અપાતી નથી.

સાઇડ ઇફેક્ટ

  • ૫ થી ૧૦% કેસોમાં ટ્વીન પ્રેગન્નસી જોવા મળે છે.

ગોનોડોટ્રોફીન (હ્યુમન ગોનોડોટ્રોફીન – H.G.)

હ્યુમન કોરીયોનીક ગોનોડોટ્રોફીન

  • હ્યુમન કોરીયોનીક ગોનોડોટ્રોફીન એ પ્રેગ્નન્ટ વુમનના યુરીનમાંથી મેળવાય છે.

હ્યુમન પીચ્યુટરી ગોનોડોટ્રોફીન

  • હ્યુમન પીચ્યુટરી ગોનોડોટ્રોફીન એ ડેડ બોડીની પિચ્યુરીટીમાંથી મેળવાય છે.

હ્યુમન મેનોપોઝલ ગોનોડોટ્રોફીન

  • હ્યુમન મેનોપોઝલ ગોનોડોટ્રોફીન એ પોસ્ટ મેનોપોઝલ વુમનના યુરીનમાંથી મેળવાય છે.
  • જ્યારે ક્લોમીફેનથી રીઝલ્ટ ન મળે ત્યારે જ ગોનેડોટ્રોફીન વાપરવામાં આવે છે.
  • HSGના ઇન્ડીકેશન ક્લોમીફેન જેવા જ છે.
  • HPG અથવા HMG ફોલીકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન જેવી અસર કરે છે. અને પછી લ્યુટીનાઇઝીંગ હોર્મોન જેવી અસર માટે HCG અપાય છે.

ડોઝ

  • ઇન્જેકશન HPG અથવા HMG I V OD (10 દિવસ)
  • ત્યારબાદ ઇન્જેક્શન HCG – 3000 IU IM OD (3 દિવસ)

સાઈડ ઈફેક્ટ

  • ટ્રીપ્લેટ્સ અને ૫૦% કેસમાં મલ્ટીપલ પ્રેગન્નસી જોવા મળે છે.

કોન્ટ્રાઇન્ડીકેશન (ક્યારે ન અપાય)

  • ઓવેરીઅન સીસ્ટ
  • ઓવેરીઅન ટ્યુમર
  • ઓવેરીઅન ફેલીયોર

ડ. ફેલોપીયન ટ્યુબ માટે સર્જીકલ ટ્રીટમેન્ટ :

1.સાલ્પીંજોલાયસીસ

  • ફેલોપીયન ટ્યુબના પેરીટ્યુબલ એડેઝન દુર કરવામાં આવે છે. જેથી ટ્યુબનું વળવું દુર થાય છે.

2.સાલ્પીંજોટોમી

  • હાઇડ્રોસાલ્પીન્સ અને ફિબ્રીઅલ એન્ડ બ્લોક વખતે ફિબ્રીઅલ એન્ડ પાસે મોટું ઓપનીંગ કરવામાં આવે છે. અને માર્ઝીનને સ્ટીચ લઇ કફ બનાવવામાં આવે છે. ત્યારબાદ મીથીલીન બ્લુ વડે પેટન્સી ચેક કરવામાં આવે છે. દસ દિવસ એન્ટીબાયોટીક અને ૬ અઠવાડીયા સ્ટીરોઇડ અપાય છે. પહેલા મહીને વીકમાં એક વખત અને ત્યારબાદ બે મહીના સુધી દર મહીને ટ્યુબને ઇનસફ્લેટ કરવામાં આવે છે.

3.ઇમપ્લાન્ટેશન ઓફ ફેલોપિયન ટ્યુબ

  • ફેલોપિયન ટ્યુબમાં યુટરસ નજીક બ્લોક વખતે ટ્યુબના પેટન્ટ ભાગને યુટરસમાં ઇન્મપ્લાન્ટ કરવામાં આવે છે.

૪.ઇમપ્લાન્ટેશન ઓફ ઓવરી

  • જ્યારે બંને ટ્યુબ પુરેપુરી બ્લોક હોય કામ આપે તેમજ ન હોય ત્યારે ઓવરીને મોબ્યુલાઇઝ કરી તેના પ્રેડકલ સહિત યુટરસના કોરનું ભાગમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. જો કે આમાં શક્યતાઓ ખુબ ઓછી હોય છે.

ઇનફર્ટીલીટીના અન્ય કારણોની સારવાર

  • જેનાઇટલ ટ્રેકટની જન્મ જાત ખોટ હોય તો તેને સરખી કરવામાં આવે છે.
  • વજાયનલ સેપ્ટમ હોય તો દુર કરાય છે. ઇનટ્રોઇટસ સાંકડું હોય તો પહોળું કરાય છે.
  • વજાયાઇટીસ, સર્વિકસાઇટીસ કે અન્ય ઇન્ફેકશન હોય તો તેની સારવાર અપાય છે.
  • પ્રોલેપ્સ યુટરસ હોય તો સર્જીકલ સારવાર વડે સરખું કરવામાં આવે છે.
  • સાદી ગાંઠ યુટરસના માયો મસ્લસમાં હોય તો તેની સારવાર કરવામાં આવે છે.
  • વજાયનલ સીક્રીશનની વધુ એસિડીટી વખતે ૬ માસ કોન્ડોમ વાપરવા સલાહ આપવી.
  • આમ, કરવાથી નોર્મલ કંડીશન થાય છે. અને કોન્ડોમ વગર ઇન્ટરર્કોર્સ કરવાથી સ્પર્મ નોર્મલ રીતે સર્વાઇકલ કેનાલમાંથી પસાર થઇ શકે છે.

આર્ટીફીસીયલ ઇનસેમીનેશન

  • આમાં સિમેનને સીરીંજ અને કેન્યુલા વડે સીધું જ યુટેરાઇન કેવીટીમાં દાખલ કરવામાં આવે છે. જેથી સર્વાઇકલ બાયપાસ થઇ જાય છે.

આમાં બે રીત છે.

અ. આર્ટીફીસીયલ ઇનસેમિનેશન ફોર હસબંડ (AIH)

  • જ્યારે સર્વાઇકલ મ્યુકસ વધુ અડચણ રૂપ હોય કે પતિ સીમેન પોસ્ટીરીયર ફોનીક્સમાં પહોંચાડવામાં શક્તિમાન ન હોય ત્યારે પતિ ના જ સીમેનને સીરીંજ અને કેન્યુલા વડે યુટરાઇન કેવીટીમાં દાખલ કરાય છે.

બ. આર્ટીફીસીયલ ઇનસેમીનેશન ફોર ડોનર (AID)

  • આ ફક્ત પતિમાં એઝોસ્પર્મીયા હોય ત્યારે જ કરાય છે. આમાં કપલની લેખિત સંમતી ખુબ જ અગત્યની છે.
  • આનાથી સોશીયલ,મોરલ અને લીગલ કોમ્પ્લીકેશન થાય છે.
  • આમા ડોનરના સીમેનને સીરીંજ અને કેન્યુલા વડે યુટરાઇન કેવીટીમાં દાખલ કરવામાં આવે છે.

રોલ ઓફ ANM/FHW

૧.મેન્ટલી સપોર્ટ આપવો

  • ઇનફર્ટીલીટી રીતે કપલ મળે ત્યારે તેમને માનસીક રીતે સપોર્ટ આપવો ખુબ જ જરૂરી છે. તેમજ તેઓની મુશ્કેલીઓ જાણવા પ્રયત્ન કરવો. અને તેઓને સમજાવાવું કે ૯૦% કપલમાં પ્રાયમરી પ્રીવેન્સનથી ગર્ભ રહી શકે છે. જેથી ચિંતા કરવા જેવું નથી. તેમ છતાં ગર્ભ ન રહે તો સંપૂર્ણ તપાસ કરાવ્યા બાદ સારવાર આપવાથી ગર્ભ રહે છે. જેથી તેને હિંમતથી કામ લેવા માટે સમજાવવું અને સરકાર તરફથી ઉપલબ્ધ તમામ સેવાઓ વિગતવાર સમજાવવી અને જેનો લાભ લેવા માટે આગ્રહ કરવો.

૨.બાળક દત્તક લેવા માટે સમજાવવું

  • દંપતી બે વર્ષ સુધી સારવાર લે છતાં પ્રેગન્નસી ન રહે અને વર્ણવી ન શકાય તેવી ઇનફર્ટીલીટી હોય ત્યારે તેને ૩ વર્ષ સુધી બાળક ન રહે તો આવા દંપતીને સમજાવવું કે સારવાર લે છે. છતાં ગર્ભ રહેવાના ચાન્સીસ નહિવત છે. અને આર્થિક રીતે પણ તેઓ વધારે પાઇમાલ થઇ શકે તેવી શક્યતા છે. આ પ્રશ્નો નિવારવા માટે તે કપલ સાથે દત્તક બાળક લેવા માટે તેને માનસીક રીતે તૈયાર કરી પ્રોપર ગાઇડન્સ તથા કાઉન્સેલીંગ કરવું. બની શકે તો પોતાના કુટુંબમાથી જ દત્તક બાળક લેવા માટે સમજાવવું. તેમ છતાં ન માને તો અનાથાશ્રમમાંથી દત્તક બાળક લેવા માટે સમજાવવું અને તેના માટેની તમામ વિધી પણ સમજાવવી.

૩.વંધ્યત્વ નિવારણની સારવાર માટે સમજાવવું

  • વંધ્યત્વ નિવારણ ૯૦% કેસમાં શિક્ષણ ધ્વારા સારવાર આપી શ્કાય છે. તેમ છતાં પ્રેગન્નસી ન રહેતા તેના ઇન્વેસ્ટીગેશન કરાવવા અને કારણ પ્રમાણેની સારવાર આપવી.

Published
Categorized as Uncategorised