SY – ANM – MIDWIFERY UNIT – 23 HIV AND AIDS

યુનિટ – 23

HIV / AIDS

HIV એટલે શું?

  • HIV એ વિષાળુ છે. જે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને નુકશાન કરે છે. હાલમા જણાવ્યા મુજબ ૨ પ્રકારના HIV થી એઇડસ થાય છે. HIV-1 અને HIV-2 જે રીટ્રો વાયરસ તરીકે ઓળખાતા ઘણા વિષાણુઓમાના સમુહમાનો એક વિષાણું છે. તે સુક્ષ્મ હોય છે. વાળની જાડાઈ કરતા હજારમાં ભાગ જેટલા સુક્ષ્મ હોય છે. અને તે વિટો વાળેલ સાઉડી અથવા સંપૂર્ણ ખીલે સુર્યમુખી લાગે છે.
  • વાયરસ પોતાની મેળે વૃધ્ધિ કરી શકતા નથી. તે પશુ, માનવી કે વનસ્પતીમાં આ ક્ષય લઇ તેના કોષોના મુળ દ્રવ્યોનો ઉપયોગ કરીને સંખ્યામાં વૃદ્ધિ કરે છે. તે કોષના મુળ પદાર્થ ચોંટી રહે છે. આથી એ કોષનો નાશ કર્યા સિવાય તેને દુર કરવાનું શરીર તથા ઔષધો માટે ઘણું મુશ્કેલ છે. વાયરસ દ્વારા ઇમ્યુન સીસ્ટમનો વિનાશનો અર્થ એ છે કે ચેપી સજીવો કોઇપણ પ્રતિકારક સિવાય શરીરમાં પ્રવેશીને વૃધ્ધિ પામી શકે.અને આપણે વિવિધ રોગોના ભોગ બની શકીએ છીએ.

AIDS એટલે શું?

A – (એકવાયર્ડ)-પ્રાપ્ત કરવું

  • આનુવાંશીક સ્વરૂપે નહી. પરંતુ અન્ય કોઇ પાસેથી મેળવેલું

I/ID – (ઇમ્યુનો ડેફીસીયન્સી)

  • શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ખામી એટલે કે રોગોના
  • જીવાણુઓની પ્રતિકાર કરવાની ક્ષમતામાં, નબળાઇ, ઉણપ, ખામી

S – (સીન્ડ્રોમ)

  • એક રોગ કે તેનું લક્ષણ નહી. પરંતુ એકથી વધુ રોગો કે રોગોના લક્ષણોનો સમુહ સ્વરૂપે દેખાવું તે છે.
  • AIDS વિષાણુથી થાય છે. AIDS શબ્દ એ ઝીણવટથી જોતા માલુમ પડે છે કે AIDS શબ્દ પોતાના વિશે ઘણી જાણકારી છતી કરે છે.
  • HIV વાયરસનું ઇન્ફેક્શન લાગવાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. અને તેથી AIDS થાય છે. આમ, કોઇ રોગ નથી. પરંતુ અનેક ચિહ્નો અને લક્ષણોનો સમુહ દર્શાવે છે.
  • આપણા બ્લડમાં મુખ્ય ત્રણ પ્રકારના કોષો હોય છે. શ્વેતકણો (WBC) તેમાંનો એક છે. આ કોષ શરીરના કોઇપણ ચેપ સામે લડે છે. HIV વાયરસ આપણા શરીર અને શ્વેતકણમાં દાખલ થઇ તેનો નાશ કરે છે. આથી શરીર નબળુ પડતા તે કોઇપણ ચેપી રોગો જેવા કે ટીબી, ન્યુમોનીયા વગેરેનો પ્રતિકાર કરી શકતુ નથી અને અંતે વ્યક્તિ મરી જાય છે.

ચિહ્નો-લક્ષણો

મુખ્ય ચિહ્નો

  • ૧૦% વધારે વજન ઓછુ થવું
  • એક મહિનાથી વધારે સમય સુધી તાવ આવે
  • એક મહિનાથી વધારે સમય સુધી તાવ આવે

ગૌણ ચિહ્નો

  • ૧ મહિનાથી વધારે સમય સુધી ખાસી આવે
  • હર્પીસ જોસ્ટરની હિસ્ટ્રી હોય
  • જીભમાં સફેદ છારી બાજેલી હોય.
  • શરીરની લસીકા ગ્રંથીઓમાં સોજો હોય.
  • ખરજવું

૧) એજન્ટ

  • AIDS (એઇડસ) થવા માટે જે વાઇરસ જવાબદાર છે, તે HIVના નામથી ઓળખાય છે. HIV CD4 તરીકે ઓળખાતા શ્વેતકોષના ખાસ સમૂહને જ પસંદ કરી શરીરમાં પ્રવેશ કરે છે.
  • અને રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે.

HIVના મુખ્ય બે પ્રકાર છે.

  • HIV- ૧ અને HIV – ૨

1) રીર્ઝવોયર ઓફ ઇન્ફેક્શન :

  • AIDSના દર્દી & કેરીયર તેના રીર્ઝવોયર છે. રીર્ઝવોયરમાં આ રોગના ચિહ્નો – લક્ષણો દેખાય છે. ઘણાં વર્ષો સુધી ઇન્ફેક્શન છુપાયેલું રહે છે.

2) સોર્સ ઓફ ઇન્ફેક્શન :

  • આના વાયરસ મોટા જથ્થામાં બોડીમાં બ્લડમાં, સીમેનમાં, વજાઇનલ સીક્રીશનમાં CSF, સલાઇવા હોય છે.

૨) હોસ્ટ ફેકર્ટસ

ઉંમર

  • દરેક ઉંમરમાં થઇ શકે છે.

જાતી

  • બંન્ને જાતિમાં થઇ શકે છે. પરંતુ WHO પ્રમાણે સ્ત્રીઓ વધારે ભોગ બને છે.

હાઇ રિસ્ક ગ્રુપ

  • મેલ હોમોસેકસુયલ & મલ્ટીપલ હોમો સેક્સુયલ, પ્રોસ્ટીટ્યુટ કર્મસીયલ સેક્સ વર્કર વગેરે CSW ના ગ્રાહકો, ટ્રક ડ્રાઇવર & સેલ્સમેન લશ્કરના જવાનો, ઘરકામ કરનાર, નવજાત શિશું વગેરે.

ઇમ્યુનીટી

  • HIV વાયરસ શ્વેતકણના T4 લીમ્ફોસાઇટને તોડી નાખે છે. અને તેનો નાશ થવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે.

ઇન્ક્યુબેશન પિરીયડ

  • આ પિરીયડ થોડા વર્ષો સુધીનો હોઇ શકે છે. તે ૬ મહિના થી ૨૫ વર્ષ જેટલો લાંબો હોય છે.

મોડ ઓફ ટ્રાન્સમિશન

સેક્સ્યુઅલ ટ્રાન્સમીશન

  • જેમાં અનસેફ સેક્સ દ્વારા ફેલાય છે જેમાં જનાઇટલ સેકસ, ઓરલ સેક્સનો સમાવેશ થાય છે.

પેરેન્ટલ રૂટ

  • જેમાં બ્લડ અને બ્લડના ટ્રાસ્મીશનથી ફેલાય છે.

ઇન્ફેક્ટેડ ચેપી નીડલ

  • ચેપી સીરીંજ, નીડલ, સર્જીકલ બ્લેડ, નાઇફ, ટુથ બ્રસથી ફેલાય છે.

પેરીનેટલ ટ્રાન્સમીશન

  • જેમાં માતામાંથી ફીટસમાં જન્મ વખતે અથવા જન્મ પછી તરત થાય છે.

ICTC (ઇન્ટીગ્રેટેડ કાઉન્સેલિંગ & ટેસ્ટીંગ સેન્ટર) :

VCTC

  • તેનું અત્યારે નામ ICTC થઈ ગયું છે. આમાં વ્યક્તિ પોતાની સ્વેચ્છાથી HIV એઈડ્સ માટે માહિતી લેવા માટે આવે કે પોતાનું પરીક્ષણ કરવા માટે આવે છે. કે ડૉક્ટર દ્વારા ટાર્ગેટ ઇન્ટરવેન્શન (IT), કોમર્શીયલ, સેકસ વર્કર (CSW), MSM (મેલ સેકસ મેલ) અથવા હીપેટાઇટીસ-B પોઝીટીવ, AKT લેતા હોય. તેના માટે કોઇ નિદાન ન હોય તો RTL STI તેમજ HIV AIDSને લગતા કોઇ પણ કારણ દેખાય તો પેશન્ટને VCTCમાં મોકલે છે. આમાં દરેક વ્યક્તિ સાથે કાઉન્સેલીંગ કરવામાં આવે છે. જેની સાથે કાઉન્સેલીંગ કરીએ તે વ્યક્તિને ક્લાયંટ તરીકે ઓળખાવમાં આવે છે. ક્લાયંટ સાથે કાઉન્સેલીંગ દરમ્યાન તેનું નામ, સરનામુ, અને વાતચીત આ દરેક ગુપ્ત રાખવામાં આવે છે. ક્લાયંટ કહે તો તેનો ટેસ્ટ HIV પરીક્ષણ માતે મોકલવામાં આવે છે. ત્યાર પછી તેને ૩ મહિના પછી ફરીથી HIV ટેસ્ટ માટે બોલાવવું. આ એક એવી જગ્યા છે. જ્યાં વ્યક્તિને ઇચ્છાથી અથવા તબીબી સલાહથી HIVનો ટેસ્ટ કરવામાં આવે છે. તેથી HIV નું વહેલી તકે નિદાન થઇ શકે. જો પેશન્ટ જોખમી વર્તણુંક ધરાવતું હોય તેઓને સંપરામર્શ અને પરીક્ષણ માટે VCTC માં મોકલી આપવામાં આવે છે.
  • મોબાઇલ વાત્સાયન કેન્દ્ર રાખી શકાય. જેમાં જોખમી વર્તન ધરાવતા અથવા સંવેદનશીલ લોકો ફીક્સ ફેસીલીટી જેવા VCTC સુધી પહોંચતી શકતા નથી. ત્યાં મોબાઇલ વાત્સાયન કેન્દ્ર રાખી શકાય છે મોબાઇલ વાત્સાયન કેન્દ્રમાં વાન હોય છે. તેમાં તપાસ માટે અલગ રૂમ હોય છે. બ્લડની તપાસ માટે અલગ જગ્યા હોય છે. તેમજ વાત્સાયનની ટુકડીના અલગ સભ્યો હોય છે જેમ કે MO, લેબ ટેકનીશીયન અને ફીલ્ડ વર્કર વગેરે.
  • વાત્સાયન કેન્દ્રનો ટાઇમ નક્કી કરેલો હોવો જોઇએ.
  • ગુપ્તત્તા જળવાઇ રહે તે જોવું.
  • HIV AIDS બેનરો, માર્ગદર્શન માટેના જરૂરી સાધનો જેમાં નાની-પુસ્તીકા,નાના ચોપાનીયા તેમજ કોંડોમ અને સીરપ નેવીરાપીન હોવું જોઇએ.
  • કાઉન્સેલર સુચવેલ દૈનિક કાર્યનો ચાર્ટ રાખવો.
  • TV અને DVD પ્લેયર જે ક્લાયંટને HIV AIDS વિશેની માહીતી આપવા માટે હોવું જોઇએ.
  • કાઉન્સેલીંગ રૂમ અને ટેસ્ટીંગ રૂમ નજીક હોવા જોઇએ જેથી સરળતાથી મળી શકે.
  • મંથલી રીપોર્ટ તૈયાર કરી ગુજરાત AIDS કંટ્રોલ સોસાયટીમાં મોકલવા.
  • નેશનલ AIDS કંટ્રોલ સંસ્થા અને કુટુંબ કલ્યાણ મંત્રાલય VCT સહાય પુરી પાડે છે. જે તમીલનાડું, આંધ્રપ્રદેશ,કર્ણાટક, મહારાષ્ટ્ર,નાગાલેંડ, જેવા HIVનો ઉચ્ચ ફેલાવો ધૂરવતા રાજ્યમાં VCT સેવાઓની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી મધ્યમ અને ઓછો ફેલાવો ધરાવતા રાજ્યમાં પણ VCT વિસ્તારની પ્રક્રિયા ચાલુ છે.

VCT સેવાઓની કક્ષાઓ

  • આ સેવાઓ મહત્વ પૂર્ણ છે. તે સ્થળાંતર યુવાનો,પુખ્ત અને ઉચ્ચ જોખમી વ્યવહાર ધરાવનાર જોખમ યુક્ત જનસમુહ જેમાંના ખુબ જ ઓછા લોકો મેડીકલ સ્થળોએ VCT સેવાઓ મેળવે છે. તેમના સુધી સરળ પ્રાપ્તી અને પહોંચને સુલભ બનાવવા માટે આપણે સેવા પ્રધાનના નવીન નમુનાઓને અને પડકારો વિવિધ નમુના દ્વારા અમલમાં છે.

જે નીચે મુજબ છે.

૧.ફ્રી સ્ટેંડીંગ VCT સ્થળ

  • કેટલીક વાર VCT સેવાઓ એકલવાયા સ્થળે આપવામાં આવે છે. NGO દ્વારા દુરના ગ્રામીણ વિસ્તારો, સમુદાય, યુથ, ક્લબ કે કોલેજોમાં તેનું સંચાલન કરવામાં આવે છે. આનાથી નિશ્ચિત જુથમાં પહોંચ વધે છે. આજ કારણે સક્રિય આરોગ્ય સેવાઓ સાથે VCT સેવાઓને જોડી દેવામાં પસંદગી આપવામાં આવે છે.

ર.મોબાઇલ/આઉટ રીચ સેવા (પહોંચની બહાર)

  • VCT સેવા મોબાઇલ વાન દ્વારા સમુદાયની અંદર પુરી પાડવામાં આવે છે. આ મોડેલ ખાસ કરીને નિશ્ર્ચિત જુથ માટે જેમ કે ઉંડાણના પર્વતીય પ્રદેશના જનસમુહ કે અન્ય રીતે આરોગ્ય સેવાઓ મેળવી શકતા નથી. તેમના માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

૩.સંકલીત મોડેલ તરીકે VCT કેન્દ્રો

  • પ્રાથમીક આરોગ્ય સેવાઓ અને હોસ્પિટલ સાથે સંકલીત
  • બિનસરકારી વ્યક્તિ
  • ખાનગી ડોક્ટર દ્વારા ખાનગી ક્ષેત્રમાં અને કોઓપરેટ ક્ષેત્રમાં તેમના કર્મચારીઓ આધારીત અથવા NGO દ્વારા સંચાલીત એકલવાથી સગવદ અથવા વ્યાપક આરોગ્ય સેવાઓમાં સુસંકલીત.
  • સામાન્ય રીતે સરકારની બહાર જ્યાં સેવા પ્રદાનના સામાજીક માર્કેટીંગની યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં VCT નેટવર્કના ભાગરૂપે હોય છે.

૪.રીસર્ચ પ્રોજેકટ સાથે જોડાયેલ VCT કેન્દ્ર

  • દરેક મોડેલની પોતાની શક્તિ અને નબળાઇ છે. તે બધા જ ક્લાયંટ ધ્વારા ઉપયોગ અને આપવામાં આવતી સેવાની ગુણવત્તાના આધાર પર સારી રીતે કાર્ય કરી શકે છે. વિશ્વભરનો અનુભવ દર્શાવે છે કે જે VCT કેન્દ્ર બહુ વિવિધ કાર્ય કરતા હોય એતલે કે રસી કેન્દ્ર, ટીબી પરીક્ષણ, અને સારવાર અને RTI, STI સારવાર કેન્દ્ર તરીકે સેવાઓ આપતા હોય તે ક્લાયંટને વધારે સ્વીકાર્ય છે. કારણ કે પોતાની ઓળખને વધારે હદ સુધી છુપાવી શકે છે. ક્લાયંટ HIV પરીક્ષણથી ઘણી સેવાઓ મેળવવા આવા કેન્દ્રની મુલાકાત લઇ શકે છે.

ART

  • નિયમીત એન્ટી રીટ્રો વાયરલ થેરાપી લેવાથી એઇડસ ગ્રસ્ત વ્યક્તિ સામાન જીવન જીવી શકે છે. ART કરવા માટે HIV પોઝીટીવ નિદાન થયેલ બધી જ સગર્ભા સ્ત્રીઓના નમુના CD-4 ની ગણતરી માતે નજીકના ART કેન્દ્ર પર મોકલવામાં આવે છે. જે નોર્મલ ૧૦૦૦ થી ૧૫૦૦ Cd-4 હોય છે. જે સામાન્ય રીતે ૩૦૦ થી ૪૦૦ CD4 હોય. પરંતુ તેનાથી નીચે એટલે કે ૨૫૦ થી ૨૦૦ હોય ત્યારે તેને ART ચાલુ કરવામાં આવે છે.
  • અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, વગેરેની સિવિલ હોસ્પિટલ તેમજ મીની સિવિલ હોસ્પિટલ જેવી કે નડીયાદ, પેટલાદ, દાહોદ, ગોધરા વગેરે જગ્યાએ ART મફત આપવામાં આવે છે.
  • ART ની દવા લેનારને દરરોજ દવા લેવાની હોય છે. અધ વચ્ચે આ દવાઓ છોદી દેવાથી HIV વધુ ભયાનક સ્વરૂપ પકડી શકે છે. ઓછામાં ઓછા સમયમાં દર્દીનું મૃત્યુ થઇ શકે છે.
  • ART નો ટાઇમ ફીક્સ હોવો જોઇએ.

ART ના ફાયદા

  • પેશન્ટની ઇમ્યુનીટી વધવાની તક મળે છે.
  • જોખમી તકવાદી ચેપોની સામે ઓછો સંવેદનશીલ બને છે.
  • આનાથી ટીબી જેવા અન્ય તકવાદી રોગોનો ચેપ બીજામાં ફેલાવાની શક્યતા ઓછી થઇ જાય છે.
  • જીવવાની ક્ષમતા વધે છે. તેમજ બીજા ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઓછી થાય છે.

શું બધા પોઝેટીવ વ્યક્તિઓએ ART લેવી જરૂરી છે?

  • WHO અને NACO અમુક નીતી નિયમો બનાવવામાં આવે છે. જેનું પાલનART શરૂ કરતા પહેલા કરવું જરૂરી છે.
  • CD-4 ની સંખ્યામાં ઘટાડો થવો અને વાયરસની માત્રામાં વધારો થવો એ માપ છે.ART શરૂ કરવા માટે ખુબ જ જરૂરી છે.
  • CD-4 ની સંખ્યા ૨૦૦ થી નીચે હોય તો ART શરૂ કરવી. પરંતુ એકવાર ચાલુ કર્યા પછી બંધ કરવાની નથી.
  • CD-4 ૩૫૦ થી વધુ હોય તો સામાન્ય રીતે ART શરૂ કરવામાં આવતી નથી. પણ તેની દર ૬ મહિને તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

ART શરૂ કર્યા બાદ પહેલા કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ?

  • ART ત્યારે જ શરૂ કરો તમે આખી જીદગીભર લેવા માટે મનથી મક્કમ બનો. કારણ કે ART એકવાર શરૂ કર્યા પછી જીવનભર લેવાની હોય છે.
  • સારવાર માટે જે પન સલાહ આપવામાં આવી હોય તેનું નિયમીત પાલન કરો. એવું ન કરવાથી દવાની આડઅસર ઉભી થઇ શકએ છે. દાત, સવારે ૮ વાગે દવા લીધી હોય તો એ જ ટાઇમે સાંજે પણ દવા લેવાની હોય છે.
  • દવાની અનિયમીતતાને કારણે તેની અસર વાયરસ સામે ઓછી થઇ જાય છે. અને આગળ જતા આ દવાઓ વાયરસ પર પુરતી અસર કરી શકે નહી.
  • ART ચાલુ હોય અને ભલે કોઇ રોગના ચિહ્નો રહ્યા ન હોય CD-4 ખુબ જ વધી ગયા હોય ત્યારે પણ વ્યક્તિથી બીજાને રોગ લાગી શકે છે. માટે જે તે વ્યક્તિએ બીજાને રોગ લાગે
    નહી તેની કાળજી રાખવી જોઈએ.

કોમન ARV ડ્રગ્સ

  • ઝુડોવુડીન (AZT, ZDV)
  • લેમીવુડીન (3TC)
  • સ્ટેવુડીન (d4T)
  • ઇફાવીરેંજ (EFZ)
  • નેવીરાપીન (NVP)
  • ARVS ને ૩ દવાના કોમ્બીનેશનમાં જ આપવું જોઇએ. આ કોમ્બીનેશનમાં ARV રેઝીમેન્ટ કહેવાય છે. સાથે સાથે ડ્રગ્સ કોકટેલ તરીકે પણ ઓળખાય છે.
  • એક કે બે દવા આપવાથી HIV ઇનફેકશનની સારવાર બરાબર થઇ શકતી નથી. અને ડ્રગ્સના રેઝીસ્ટન્ટ તરફ દોરી જાય છે.
  • સીરપ નેવીરાપીન ૭૨ કલાકમાં ૨૦ GM /KG ર વખત ૨ ડ્રોપ્સ બાળકને આપવા.
  • ટેબલેટ નેવીરાપીન – ૫૦૦ Mg લેબર પેઇન ચાલુ હોય ત્યારે એક કે બે કલાકમાં માતાને
    આપવું.

ART ની સાઇડ ઇફેક્ટ

  • નેવીરાપીનથી ૧૫% ચાંસીસ ઇન્ફેક્શન લાગવાની ઘટી જાય છે.
  • નોઝીયા અને વોમેટીંગ
  • ડાયરીયા
  • એનીમીયા
  • સ્કીન રેસીસ

ART માં ANM નો રોલ

  • ANM એ HIVના ઇન્ફેક્શન વાળા લાભાર્થી અને તેના કુટુંબને નીચેની બાબતો વિશે સમજાવો.
  • ART ના ફાયદા અને મર્યાદા
  • તે ART હંમેશા ૩ દવાની કોમ્બીનેશન માં જ લેવી.
  • ART નો એકપણ ડોઝ મીસ નથાય તેના માટે ધ્યાન રાખવા માટે જણાવવું (ઓછામાં ઓછા મહિનામાં ૩ ડોઝ)
  • ART નો ડોઝ મીસ થાય તો તેની અસર લાંબો સમય રહેશે નહી.
  • ART ની સાઇડ ઇફેકટ ટેમ્પરરી છે. તેવું પેશન્ટને સમજવવું. જેથી તે દવા છોડી દે નહી. જો સાઇડ ઇફેકટ ગંભીર હોય તો તબીબી સારવાર અપાવવી.
  • MO સાથે ચર્ચા કર્યા સીવાય ART બંધ કરાવવી નહી.

લેબોરેટરી ટેસ્ટ

HIV ઇન્ફેક્શનનું નિદાન કરવા માટે ૨ પ્રકારના ટેસ્ટ છે.

1.HIV એન્ટી બોડી ટેસ્ટ

2.HIV એન્ટીઝન ટેસ્ટ

1.HIV એન્ટીબોડી

  • મોટાભાગે નિદાન કરવા માટે યુઝ થાય છે. (૧૮ મહિનાથી ઉપર)
  • આર્થિક રીતે પરવળે છે.
  • ઝડપી (રેપીડ)
  • મોટાભાગની લેબોરેટરીમાં થઇ શકે છે.

HIV એન્ટીબોડી ટેસ્ટમાં નીચેના ૩ ટેસ્ટનો સમાવેશ થાય છે.

  • ૧.HIV રેપીડ ટેસ્ટ
  • ૨.ELISA (એન્ઝાઇન લીંકડ ઇમ્યુનો ફ્લોરોસન્ટ એસે)
  • ૩.વેસ્ટન્ટ બ્લોટ ટેસ્ટ (કન્ફરમેટ્રી ટેસ્ટ)

2.HIV એન્ટીઝન ટેસ્ટ

  • એન્ટીબોડી ટેસ્ટ કરતા ઝડપથી HIV ડીટેકટ કરે છે.
  • તેનો ઉપયોગ ૧૮ માસથી ઓછી ઉંમરમાં નિદાન માટે થાય છે.
  • HIV ડીસીસના પ્રોગ્રેસનું મોનીટરીંગ માટે
  • ART ને મળતા રીસ્પોંસને મોનીટર કરવા માટે
  • ખર્ચાળ છે.
  • એક્સપર્ટની જરૂર પડે છે. (ટેસ્ટ કરવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે)

HIV એન્ટીઝન ટેસ્ટ પ્રમાણે છે.

  • ૧.DNA PCR
  • ૨.P24 એન્ટીઝન
  • ૩.PPTCT :
  • ભારતમાં માતા તરફથી ૧૫ વર્ષથી નીચેના બાળકોમાં ઇન્ફેક્શન લાગી શકે છે. તેનું પ્રમાણ ૨૫ થી ૪૫% છે. HIVનો ચેપ ધરાવતી સગર્ભા માતા ધ્વારા જન્મ લેનાર બાળકને ઇનફેકશન લાગી શકે છે. HIVનો ચેપ ધરાવતી સગર્ભાઓને અવતરતા બાળકો પૈકી ૩૦% જેટલા બાળકોમાં ચેપ ફેલાય છે. અને લગભગ ૬૭% બાળકો સામાન્ય હોય છે. ૫% ચેપ સગર્ભાવસ્થાથી ફેલાય છે. ૧૭% ચેપ સુવાવડની પ્રક્રિયા વખતે લાગી શકે છે. ૧૧% બી.એફ. દરમ્યાન લાગી શકે છે. જો કે માતાનું ધાવણ બાળક માટે ઉત્તમ ખોરાક મનાય છે.
  • માતા દ્વારા બાળકને લાગતો ચેપ મહદંશે અટકાવી શકાય છે.
  • જોખમી જાતીય વર્તણુક ટાળવાથી
  • RTI/STIનું વહેલું નિદાન અને સારવાર કરવાથી
  • કોન્ડોમનો ઉપયોગ કરવાથી
  • બધી જ સગર્ભા માતાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું તેમજ HIV નો ટેસ્ટ કરાવી પોતાને ચેપ છે કે કેમ તે જાણી લેવું જરૂરી છે. સરકારી હોસ્પિટલના સ્ત્રી રોગના વિભાગમાં આવેલ મમતા ક્લીનીકમાં કાઉન્સેલીંગ અને લેબોરેટરી પરીક્ષણની સુવિધા હોય છે.
  • HIVનો ચેપ ધરાવતી મહિલાએ બિનજરૂરી ગર્ભાધાન અટકાવવું અથવા ટાળવું.
  • HIV ચેપ ધરાવતી મહિલા અને નવજાત શીશુને ડીલેવરી દરમ્યાન નેવીરાપીન દવાનો ડોઝ આપવામાં આવે છે. તેનાથી માતા દ્વારા બાળકને લાગતા ઇન્ફેક્શન જોખમ ઘટાડી શકાય છે.

HIV નો ચેપ ધરાવતી મહિલાઓએ આટલુ ધ્યાનમાં રાખવું

  • નિયમીત રીતે મમતા ક્લીનીકમાં કાઉન્સેલરની સંપરામર્શ રહેવું.
  • સમયાંતરે લેબોરેટરી પરીક્ષણ કરાવવું.
  • પોતાની રોગપ્રતિકારક શક્તિની સ્થીતી જાણતા રહેવું.
  • આ ટેસ્ટ કરાવ્યા પછી જરૂર પછી ખાસ પ્રકારની દવાથી સારવાર આપવામાં આવશે.
  • પૌષ્ટીક ખોરાક લેવો.
  • પર્સનલ હાયજીન પર વિશેષ ધ્યાન આપવું.

પ્રેગ્નેન્ટ વુમનની ફોલોઅપ કેર

૧.મમતા ક્લીનીક

  • મમતા કલીનીકમાં હાજરી આપેલ એન્ટીનેટલ તેમજ બીજેથી રીફર થયેલ કેસ અથવા ક્લાયંટની પરીક્ષણ પહેલાની માહિતી આપવી.

૨.કાઉન્સેલીંગ

  • દરેક મધરને HIV AIDS નું કાઉન્સેલીંગ કરાવવું.

૩.પ્રસુતિ પહેલા ગર્ભાવસ્થાના ૮ મહિના

  • દર મહિને ઘરની મુલાકાત સગર્ભા માતા ઓને સંસ્થાકીય સુવાવડ કરાવવા માટે પ્રોત્સાહીત કરવી. આ ઉપરાંત પોષણયુકત આહાર માટે કાઉંસેલીંગ કરવું. અને સહકાર આપે તેવા ઘરના સભ્યોને ઓળખવા.

૪.પ્રસૃતિ દરમ્યાન ૯ માં મહિને

  • દર અઠવાડીયે ઘરની મુલાકાત લઇ સંસ્થાકીય સુવાવડ માટે પ્રેરીત કરવા

૫.પ્રસુતિ વખતે પ્રસુતિ પછી તરત જ

  • આ સમયે સગર્ભા સ્ત્રીની સાથે રહી તેને અને બાળકને રોગ અવરોધક નેવીરાપીન આપી છે કે નહી તેની ચકાસણી કરો.

૬.પ્રોફાઇલેક્સીસ અને બી.એફ. ગાઇડન્સ

  • એક વર્ષ સુધી બાળકના આહારના વિકલ્પો સમજાવવા. પ્રસૃતિના એક કલાક પછીથી ૬ માસ સુધી માત્ર માતાનું ધાવન આપવા પર ભાર મુકવો. વિનીંગ ડાયેટ પર બાળક જાય ત્યારે ધાવણ છોડાવી દેવું.

૭.પ્રસુતિ પછીના ૪૨ દિવસ સુધી

  • ઘરની મુલાકાત લઇ બાળકને મેડીકલ ચેકઅપ અને ફોલોઅપ માટે લઇ જાય છે કે કેમ તે જોવું. જેમાં બાળકની ART માર્ગદર્શિકા પ્રમાણે રોગ અવરોધક કોટ્રામોક્ષાઝોલનો ઉપયોગ થાય છે કે કેમ તે જોવું.

૮.પ્રસુતિ પછી ૬ મહિને

  • મેડીકલ ચેકઅપ અને ફોલો અપ માટે લઇ જાય છે કે કેમ તે જોવું જેમાં બાળકોની ART માર્ગદર્શિકા પ્રમાણે કોટ્રામોક્ષાઝોલનો સમાવેશ થાય છે કે કેમ? તે જોવું બાળકનું વજન ૬ માસ પ્રમાણે બરાબર છે કે નહી તે ધ્યાનમાં રાખી બી.એફ. ચાલુ રખાવવું. જો વજન બરાબર હોય અને ઉપરનો ખોરાક બાળક બરાબર લેતું હોય તો વીનીંગ ડાયેટ આપો. અને ધાવણ છોડાવી દો. જો બાળકનું વજન ખુબ જ ઓછું હોય અને બાળક ઉપરનો ખોરાક લેતુ નહોય તો તેને ઉપરના ખોરાક સાથે ૨ મહિના સુધી બી.એફ.આપવું.

૯. ૧૨ મહિને

  • ૧૨ મહિને બાળકનું HIV એન્ટીબોડી પરીક્ષણ થયુ છે કે નહી તે ચકાસવા ઘરની મુલાકાત લેવી.

૧૦.૧૮ મહિને

  • ૧૮ મહિને બાળકનું HIV એન્ટીબોડી પરીક્ષણ થયુ છે કેકેમ તે તે ચકાસવા ઘરની મુલાકાત લેવી.

૧૧.ફોલોઅપ અને કાઉન્સેલીંગ

  • જેમાં HIVનો ચેપ બીજાને ન લાગે તે માટે સલામત વર્તણુંક અપનાવવા પર ભાર મુકવામાં આવે છે. તે ઉપરાંત કાળજી અને મદદ માટે ART તેમજ કાયદાકીય જોગવાઇ સાથે જોડે છે.

૧૨.પોસ્ટ નેટલ ફોલો અપ

  • પોસ્ટનેટલ ફોલો અપનો હેતુ માતા અને બાળકને ફોલો અપ કરવાનો છે.

Published
Categorized as Uncategorised