યુનિટ – 19
લાઇફ સાયકલ એપ્રોચ
લાઇફ સાઇકલ અપ્રોચ
- લાઇફ સાઇકલ અપ્રોચ એ વિકાસ માટેનું અગત્યનું પરીબળ છે. હાલમાં લોકો આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. પ્રાઇવેટ સેક્ટર અને પબ્લીક સેક્ટરમાં આનો ખુબજ ઉપયોગ જોવા મળે છે. આનાથી લાઇફ એન્સ્પેકટન્સીમાં વધારો થાય છે. લોકોને સ્ટાન્ડર્ડ વસ્તુઓ મળી રહે છે તે માટે આઇ.એસ.ઓ. 9000 અને 14000 પણ અવેલેબલ છે. વુમન – બાળકો – એડોલેશન – વુમન એમ સાયકલ હોય છે.
લાઇફ સાયકલ એપ્રોચ વડે લોકો
- હેલ્થની જુદી જુદી સ્કીમ જાણી શકે અને ઉપયોગ કરી શકે.
- હેલ્થ સ્કીમનું ઇવાલ્યુએશન કરી શકે.
- આરોગ્યનો તમામ રેકોર્ડ રાખી શકે અને ઇમરજન્સીના સમયે કામ આવી શકે.
- પોતાની જાતને ઇમ્પ્રુવ કરવા માટેનું પ્લાનીંગ કરી શકે.
- લાઇફ સાયકલ એપ્રોચમાં લાઇફના જુદા જુદા સ્ટેજ મુજબ તેના પ્રશ્નો અને નિરાકરણ કરવાની મેથડને લાઇફ સાયકલ મેનેજમેન્ટ કહેવાય છે. સારા એજ્યુકેશન દ્વારા લોકોની લાઇફ સ્પાઇન વધારી શકાય છે. આથી જુદા જુદા તબક્કા દરમિયાનના પ્રશ્નોના નિરાકરણ તથા સોસીયલ, સોસીયો ઇકોનોમીકલ, એજ્યુકેશનલ, સ્પીરીચ્યુઅલ અને હોલીસ્ટીક એપ્રોચ દ્વારા ઉંમરમાં વધારો કરી શકાય છે.
આના સ્પાન નીચે મુજબ હોય છે
1.કન્સેપ્સન પહેલા
2.પ્રિનેટલ
- આમાં નીગ્લીજન્સી, પુઅર ન્યુટ્રીશન અને એનીમીયા જેવા પ્રોબ્લેમ્સનો સમાવેશ થાય છે.
3.ન્યુબોર્ન
4.ઇન્ફન્સી
5.ચાઇલ્ડ હૂડ
- આમાં કેરનો અભાવ, હાઇઝીનનો અભાવ અને પુઅર ઇમ્યુનાઇઝેશનનો સમાવેશ થાય છે.
6.પ્રિએડોલેશન
7.એડોલેસન્ટ
- આમાં લો સેલ્ફ એસ્ટીમ, પુઅર ડીસીઝન પાવર, સેક્સ્યુઅલ, ઇમ્યુનાઇઝેશન, અર્લી મેરેજ, અર્લી પ્રેગ્નન્સી વગેરેનો સમાવેશ થાય છે.
8.એડલ્ટ હુડ
- આમાં ઓવરવર્ક, સેક્સ્યુઅલ ડીસીસ અને માતા મરણનો સમાવેશ થાય છે.
9.ઓલ્ડ એજ
- આમાં મેન્ટલ ઇમોશનલ ડીસ્ટરબન્સીસ, ઓક્યુપેશનલ હેઝાર્ડ, ઇમોશનલ સ્ટ્રેસનો સમાવેશ થાય છે.
ક્વાલીટી ઓફ લાઇફ
- જીવનના વિવિધ ડોમેન્સની ગુણવત્તા માટે એક મોટું શબ્દ છે. તે એક માનસીક સ્તર છે જેમાં એક સારા જીવન માટે વ્યક્તિ અથવા સમાજની અપેક્ષાઓ શામેલ હોય છે. આ અપેક્ષાઓ મૂલ્યો, લક્ષ્યો અને સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભ દ્વારા માર્ગદર્શિત કરવામાં આવે છે. જેમાં એક વ્યક્તિ રહે છે. તે એક વ્યક્તિલક્ષી, બહુ-પરિમાણીય ખ્યાલ છે જે ભાવનાત્મક, શારીરિક, ભૌતિક અને સામાજિક સુખાકારી માટે માનક સ્તરની વ્યાખ્યા આપે છે. તે એક સંદર્ભ તરીકે સેવા આપે છે કે જેની સામે કોઈ વ્યક્તિ અથવા સમાજ પોતાના જીવનના વિવિધ ડોમેન્સને માપી શકે છે. જેનું પોતાનું જીવન આ ઇચ્છિત માનક સ્તર સાથે એકરૂપ છે, તે અલગ રીતે કહીએ તો, આ ડોમેન્સથી જે સંતોષ મળે છે અને વ્યક્તિના સ્વાસ્થ્યને સુખાકારીમાં ફાળો આપે છે તેને જીવન સંતોષ કહેવામાં આવે છે.
ડાઇમેન્શન ઓફ ક્વોલીટી ઓફ લાઇફ
- મેર્ટનલ લીવીંગ કન્ડીશન (ઇન્કમ, કન્સેપ્શન અને મટીરીઅલ કન્ડીશન)
- પ્રોડક્ટીવ અથવા મેઇન એક્ટીવીટી
- હેલ્થ
- એજ્યુકેશન
- ફ્રી ટાઇમ અને સોશીયલ ઇન્ટરેક્શન
- ઇકોનોમીક સીક્યોરીટી અને ફીઝીકલ સેફટી
- ગવર્નન્સ અને બેઝીક રાઇટ્સ
- નેચરલ અને લીવીંગ એન્વાયર્મેન્ટ
- ડોમેઇન એન્ડ અસેસીંગ ક્વોલીટી ઓફ લાઇફ
- ઇકોલોજી, ઇકોનોમીક્સ, પોલીટીક્સ, કલ્ચર.
અધર
- બીલીફ અને આઇડયા
- ક્રીએટીવીટી અને રીએક્શન
- ઇન્ક્વાયરી અને લર્નીંગ
- જેન્ડર અને જનરેશન
- આઇડેન્ટીટી અને એન્ગેજમેન્ટ
- મેમરી અને પ્રોજેક્શન
વેલ બીઇંગ અને હેલ્થ
- જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે સારી ટેવોનો ઉપયોગ કરવો જોઈએ. ખરાબ ટેવોને દૂર કરવી અને સારી ટેવો શીખવી પડે. જે લાંબા ગાળે વ્યક્તિના જીવનની ગુણવત્તાને વધારવામાં મદદ કરે છે.
- લાઇફ એક્સપેક્ટન્સી એ જીવસૃષ્ટિની અપેક્ષા સરેરાશ સમયનો આંકડાકીય માપ છે, જેમાં બર્થ યર, કરન્ટ એજ અને જેન્ડર સમાવેશ થાય છે.
- તાજેતરના સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે (એસ.આર.એસ) અનુસાર ભારતમાં જન્મ સમયે ઓવર ઓલ વર્ષ દરમિયાન એકંદર આયુષ્યમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં મહિલાઓ 70.4 વર્ષ અને પુરુષો 67.8 વર્ષ સુધી જીવે તેવી સંભાવના છે.
રોલ ઓફ એજ્યુકેશન, ઇકોનોમીક સ્ટેટસ, સોશીયલ સ્ટેટસ ઓન ક્વોલીટી ઓફ લાઇફ
- એજ્યુકેશન એ જીવન શૈલીને વધારે છે જેથી ઇન્ડીવીજ્યુઅલ અને ફેમીલીને ફાયદો થાય છે. એજ્યુકેશનથી નોલેજ, સ્કીલ અને કેપેસીટી વધારે છે. એજ્યુકેશન ઇઝ અ લાઇટ ઓફ લાઇફ, એજ્યુકેશન મીસ કન્સેપ્શનને દૂર કરીને અવેરનેસ લાવે છે. એજ્યુકેશન થી લોકો ને કમાણી વધે છે જેથી લાઇફ સ્ટાન્ડર્ડ સુધરે છે.
- લો સોશીયો ઇકોનોમીક સ્ટેટસ એ હેલ્થને ડેમેજ કરે છે અને તેથી લાઇફ એક્સપેક્ટન્સી પણ ઘટે છે. સોશીયો ઇકોનોમીક સ્ટેટસ એ સમાજની અસામનતા અને આરોગ્ય માટેનું એક મહત્વનું ઇન્ડીકેટર છે. સોશીયોઇકોનોમીક સ્ટેટસ એ બિમારી થવાથી લઈને આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓ ઉપર અસર કરે છે.
હોલીસ્ટીક અપ્રોચ ટુ લાઇફ
- હોલીસ્ટીક અપ્રોચ એટલે કોઈએ પણ વસ્તુની દરેક રીતે સંભાળ લેવી. દા.ત જ્યારે આપણે હોલીસ્ટીક લીવીંગ એવું કહીએ છીએ એટલે જીવન ના દરેક પાસાની યોગ્ય સમજ અને દરકાર. તેના કારણે હેલ્થી અને હેપ્પી જીવન જીવી શકાય છે.
- લાઇફ અને હોલીસ્ટીક હેલ્થ કેરમાં મુખ્યત્વે 4 આસ્પેક્ટ કવર થાય છે. ફીઝીકલ, ઇમોશનલ, મેન્ટલ, અને સ્પીરીચ્યુઅલ. આમ, હોલીસ્ટીક લાઇફ અપ્રોચ એ આ બધા આસ્પેક્ટ એકબીજા સાથે મળીને એક વ્યક્તિના જીવનમાં કેવી રીતે કામ કરે છે તે બતાવે છે. હોલીસ્ટીક લાઇફ જીવવું એનો મતલબ ફ્લુઇડ, પ્રોએક્ટીવ અને એવર ચેન્જીંગ પ્રોસેસ એવું થાય છે. આ એક વીક કે કોઇ મહિના માટેની વાત નથી.
- હોલીસ્ટીક લાઇફ સ્ટાઇલ અપનાવાનો મતલબ એ નથી કે આ એક પ્રકારની લત હોય કે ટ્રેન્ડ હોય પણ આ દરેકની પોતાની પસંદગીની લાઇફ જર્ની છે. કે જે દરેક વ્યક્તિ પોતાની લાઇફમાં બેલેન્સ લાવવા માટે અપનાવે છે. જેથી દરેક વ્યક્તિ તેના બોડી, માઇન્ડ અને માટે હાઇ પોટેન્શીયલ વેલ બીઇંગ મેળવી શકે.
- ફૂડ અગત્યનો ભાગ ભજવે છે. હોલીસ્ટીક લાઇફ સ્ટાઇલના બીજા બધા કમ્પોનન્ટ્સ ભલે સારા મેન્ટેઇન થતા હોય પણ જો ફૂડ, ઇટીંગ હેબીટ્સ અને ન્યુટ્રીશન થેરાપી પ્રોપર ફોલો ના કરતા હોય તો હોલીસ્ટીક લાઇફ સ્ટાઇલ મેળવી શકાતી નથી.