યુનિટ – 15
એબનોર્મલ ચાઇલ્ડ બર્થ
કોમન એબનોર્માલીટી ઓફ ચાઇલ્ડ બર્થ
- એબનોર્મલ ચાઇલ્ડ બર્થ જુદી જુદી કંડીશનમાં થઇ શકે છે.
જેમ કે
- PROM (પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન)
- પ્રી-ટર્મ લેબર
- ફીટલ ડીસ્ટ્રેસ
- પ્રોલેપ્શકોર્ડ
- ઓબ્સટ્રક્ટેડ લેબર
- એબ્રપ્શિયો પ્લેસન્ટા
- પ્લેસન્ટા પ્રીવ્યા
- હેમરેજ
- પ્રીમેચ્યોર બેબી
1) PROM (પ્રીમે ચ્યોરરપ્ચર ઓફ મેમબ્રેન)
- પ્રેગનન્સીના 28 વીક પછી પરંતુ લેબરની શરૂઆત થતા પહેલા જયારે મેમ્બ્રેન રપ્ચર થાય તેને અર્લી રપચર ઓફ મેમ્બ્રેન કહે છે અને જ્યારે મેમ્બ્રેન ૩૭ વીક પછી પરંતુ લેબરની શરૂઆત પહેલા રપચર થાય તેને પી.આર.ઓ.એમ. કહે છે.
કારણો
- વજાયનલ ઇન્ફેકશન
- મલ્ટીપલ પ્રેગનન્સી
- હાઇડ્રોમ્નીયસ
- સર્વાયકલ ઇનકમ્પીટન્સી
ચીન્હો અને લક્ષણો
- પેઇન ફુલ યુટેરાઇન કોન્ટ્રાક્શન જોવા મળે.
- વાઇટ ડીસ્ચાર્જ જોવા મળે છે અને વાસ મારતો જોવા મળે.
- વારંવાર યુરીન પાસ કરવા જવુ પડે.
- વજાયનલ એક્ઝામીનેશન કરતા એમ્નીયોટીક ફ્લુઇડ ટીપીકલ પ્રકારની સ્મેલ વાળુ જોવા મળે
ઇન્વેસ્ટીગેશન
- વજાયના દ્વારા જે ફ્લુઇડ આવે છે તે એમ્નીયોટીક ફ્લુઇડ છે તેને તપાસવા માટે ન્યુટ્રીલાઇજ ટેસ્ટ કરવામા આવે છે.જેમાં સર્વાઇકલ કેનાલ દ્રારા જો એમ્નીયોટીક ફ્લુઇડ બહાર આવ્યુ હોય તો લીટમસ પેપર પીળામાંથી ભુરૂ થશે જે થવાનું કારણ એમ્નીયોટીક ફ્લુઇડ આલ્કલાઇન બેઇઝ ધરાવે છે અને જો વજાયનલ ડીસ્ચાર્જ અથવા યુરિન હશે તો લીટમસ પેપર ભુરા માંથી પીળો થાય છે જે એસિડ હોવાના કારણે થાય છે આમ એમ્નીયોટીક ફ્લુઇડ નુ ચોક્કસ નિદાન કરી શકાય છે
કોમ્પ્લીકેશન
એમ્નીયોટાઇટીસ (એમ્નીયોટીક ફ્લુઇડની અંદર ચેપ લાગવો)
- એમ્નીયોટીક ફ્લુઇડની અંદર ચેપ લાગવાથી એમ્નીયોટાઇટીસ થાય છે. પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમબ્રેન મા એમ્નીયોટાઇટીસ થયેલ હોય તો વજાયનામાં આના બેક્ટેરીયા હાજર હોય છે આથી જો ડીલીવરી ૧૨ કલાકની અંદર ન થાય તો I.U.D (ઇન્ટ્રા યુટેરાઈન ડેથ) થઇ શકે છે અને જો બાળક જીવિત જન્મે તો તેને રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળે છે.
ચિન્હો અને લક્ષણો
- ફાઉલ સ્મેલ
- વાઈટ ડિસ્ચાર્જ
- તાવ આવે
- ઠંડી લાગે
- એબ્ડોમીનલ પેઈન
- વજાઈનલ બ્લીડીંગ
- પલ્સ રેટ વધે
- હાર્ટ રેટ વધે
- ટેન્ડરનેશ યુટ્રસ જોવા મળે
કોર્ડ પ્રોલેપ્સ
- પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમબ્રેનમાં ઘણી વખતે અમ્બુલીકલ કોર્ડ મુળ જગ્યાએથી ખસી જવાથી યુટેરાઈન ડેથ પણ થઈ શકે છે.
એબ્રપ્સ્યો પ્લેસેન્ટા
- પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેનનાં કારણે એમનીયોટીક ફલુઈડ નીકળી જવાથી યુટ્રસની સાઈઝ ઘટી જાય છે, અને મેર્ટનલ સરફેસ ઓફ પ્લાસન્ટાની બ્લડ વેસલ્સ પ્લાસન્ટાની પાછળ ટર્મ થવાથી ત્યાં બ્લડ ક્લોટ થાય છે.
- બાળકને જે પ્લાસન્ટામાંથી પોષણ મળવું જોઇએ, તે મળતુ નથી અને બાળકનુ ડેથ થઈ શકે છે.
પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેનમાં A.N.Mની જવાબદારી/ રોલ
- ઇન્ફેક્શન માટે વોચ કરવું.
- કેટલા સમયથી કે ક્યારથી વાઈટ ડિસ્ચાર્જ થાય છે. તેની માહિતી લેવી.
- E.D.D નું ખાસ ધ્યાન રાખવું
- એન્ટીબાયોટીક્સ આપવા.
- FRU પર રીફર કરવા અને એન્ટીબાયોટીક ઇન્જેક્શન જેન્ટામાયસીન, ટેબલેટ મેટ્રોનીડાઝોલ 400 mg સ્ટેટ
- ડોક્ટર ઓર્ડર મુજબ ઇન્જેક્શન એમ્પીસિલિન આપવું.
- ત્યારબાદ માતાને FRU પર મોકલવી.
- જો વજાયનલ બ્લીડીંગ કન્ટીન્યુ હોય તો તથા પેટનો દુખાવો હોય તો એબ્રોખ્ખો પ્લાસન્ટા હોઈ
શકે, તેમાટે માતાને FRU પર મોકલવી.
- પેશન્ટને ઇન્ફેકશન જણાય જેમાં તાવ આવતો હોય વજાયનલ ડિસ્ચાર્જમાં ફાઉલ સ્મેલ આવતી હોય વગેરે કમ્પલેન હોય તો માતાને FRU પર મોકલવી.
(૨) પ્રિ-ટર્મ લેબર
- જેમાં 24 થી 28 વીક પછી લેબર પેઈન ચાલુ થાય છે. અને 37 વીક પહેલા જો પેઈન થાય તેને પ્રિ-ટર્મ લેબર કહે છે.
- જેમા 24-28 વીક પછી લેબર પેઇન ચાલુ થાય અને 37 વીક પેહલા જે પેઇન ચાલુ થાય તેને પ્રી-ટર્મ લેબર કહે છે. જેમાં 50-60% સ્ત્રીઓમા ડીલીવરી 12-14 કલાકમાં અને 80-90% સ્ત્રીઓમા લેબર પેઇન ચાલુ થયા પછી ડીલીવરી ૭ દિવસ પછી થાય છે આમ બાળકનું વજન ૨.૫ કીગ્રા થી ઓછું હોય છે જેને પ્રી-ટર્મ લેબર કહે છે.
કારણો
- મેર્ટનલ (માતા)
- ફિટલ
- પ્લાસન્ટા
માતાને કારણે :
- માતાને પહેલેથી જ હાઈપરટેન્શન રહેતુ હોય
- સર્વાઇકલ ઇનકમ્પીટન્સી
- મલ્ટીપ્લ પ્રેગ્નન્સીના
- મેડીકલ ડીસીસ જેવા કે મલેરિયા, ડાયાબિટિસ, ટીબી
ફિટસના કારણે
- પ્રિમેચ્યોર બેબી હોય.
- કોંન્જેનીટલ ઍબ્નોર્મલિટી
- આઇ.યુ.એફ.ડી.
- આઇ.યુ.જી.આર
પ્લેસેન્ટાના કારણે
- હાઇડ્રોમ્નીયોઝ
- એબ્રપ્શિયો પ્લેસેન્ટા
- પ્લેસેન્ટા પ્રિવિયા
ચિન્હો અને લક્ષણો
- ૨૦ વિક પછી અને ૩૭ વીક પહેલા લેબર પઈન ચાલુ થાય છે.
- યુટરાઇન કોન્ટ્રાક્શન ત્રણથી ચાર મિનીટે આવે છે અને છેલ્લે ૩૫ થી ૪૯ સેકંડે આવે છે.
- બે થી ત્રણ સે.મી. સર્વાઇકલ ડાઇલેટેશન હોય છે.
કોમ્પ્લિકેશન
- બ્લિડીંગ સતત ચાલુ રહે.
- હાઇપોથર્મિયા
- સેપ્સીસ જોવા મળે છે.
- ફિડીંગ પ્રોબ્લેમ
પ્રિટર્મ લેબરમાં એ.એન.એમ નો રોલ
- પ્રિટર્મ લેબર ચાલુ થયેલ હોય તો રોકવા માટે અથવા ના રોકી શકાય તેમ હોય તો ડીલીવરી કરાવવા માટે તૈયાર રહેવુ.
- સર્વાઇકલ ડાઇલેટેશન ૪ સે.મી છે કે નહી તેમ જોવુ.
- આઇ.યુ.એફ.ડી માટે એફ. એચ એસ. સાંભળવા.
- એબ્રપ્શિયો પ્લેસન્ટા છે કે નહી તે જોવું અને જરુર પડે તો આવી કંડીશનમા દર્દીને રીફર કરવુ.
- પી. આર.ઓ.એમ અથવા ૩૫ વીક કરતા વધારે હોય અને તાત્કાલીક ડિલીવરી કરાવવાની હોય તો તેને એપીઝીયોટોમી આપી ડીલીવરી કરાવવી.
- બેબીને હાયપોથર્મિયા પ્રીવેન્ટ કરવુ KMC આપવુ જેના માટે બેબીને સ્મુધ અને પહેલાથી ગરમ કરેલા ડ્રાય કપડાથી વીંટાળીને રાખવુ.
- વધારાની સારવાર માટે માતા અને બાળકને એફ. આર.યુ પર મોકલી આપવા.
ફિટલ ડીસ્ટ્રેસ
વ્યાખ્યા
- ” ફીટલ સર્ક્યુલેશનમાં અવરોધ ઉભો થાય ત્યારે યુટ્રસની અંદર ફીટસનું ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાને કારણે તેને તકલીફ ઉભી થાય છે જેમા તેને ટેકીકાર્ડીયા અથવા બ્રેડીકાર્ડિયા થઇ શકે છે જેને કારણે ફિટસ સર્વાઇવ કરવામાં જોખમ રહે છે.”
કારણો
- પ્રોલેપ્સ કોર્ડ
- એબ્રપ્શીયો પ્લેસન્ટા
- પ્રોલોંગ લેબર
- ઓબસ્ટ્રેક્ટેડ લેબર
- ક્રોનિક યુટેરાઇન કંડીશન
ચિન્હો અને લક્ષણો
- બ્રેડીકાર્ડીયા
- ટેકીકાર્ડીયા
- એમ્નીયોટીક ફ્લુઇડમા મ્યુકોનિયમ જોવા મળે છે.
કોમ્પ્લીકેશન
- ફીટલ એસ્ફેક્સીયા
- ન્યુમોનાઇટીસ
એ.એન.એમ. નો રોલ
- સૌ પ્રથમ ફીટસના એફ.એચ.એસ સાંભળવા જેમાં એક મિનિટમાં ફીટલ હાર્ટ રેટ ૧૬૦ કરતા વધારે અથવા ૧૨૦ કરતા ઓછા જોવા મળે તો દર પંદર મિનિટે એફ.એચ. એસ સાંભળવા અને રેકોર્ડ કરવા.
- કયા કારણૉસર ફીટલ ડિસ્ટ્રેસ છે તે કારણ જાણવું અને તે પ્રમાણે સારવાર આપવી.
- કેટલા સમયથી તેને લેબર પેઈન ચાલુ છે. તે જોવુ. જો પ્રોલોન્ગ લેબર હોય તો ફીટસ ડિસ્ટ્રેસ જોવા મળે છે.
- જો મેમ્બ્રેન રપ્ચર થયેલ હોય ત્યારે વલ્વાનો ભાગ પહોળો કરી નાળ બહાર આવી છે કે કેમ તે જોવુ. જો નાળ બહાર આવી હોય તો બ્લડ સરક્યુલેશન અવરોધ થવાથી ફિટસ ડિસટ્રેસ થઈ શકે છે. તરત જ માતા ને આરોગ્ય શિક્ષણ આપી મોકલવી.
- બહાર નિકળેલી કોર્ડ હળવેથી તપાસો અને જો ધબકારા ન સંભળાય તો બાળક મરી ગયુ છે તેવુ માતા ને અને તેના સગા સંબંધી ને સમજાવવુ કે બાળક ની હાલત સારી નથી અને તેણીને નજીક ના FRU પર મોકલી આપવી
- 30 મિનિટ બાદ પણ જો FHS પ્રતિ મિનિટ ના ૧૬૦ કરતા વધારે અને ૧૨૦ કરતા ઓછા રહે અને નાળ બહાર ન આવી હોય અને સ્ત્રી પ્રસુતીના પ્રારંભના તબક્કામાં હોય તો નીચે મુજબ ની કાર્યવાહી ANM એ કરવી જોઇએ.
- જેમા પ્રસુતાને કહો કે બાળકની હાલત ગંભીર હોવાથી એફ.આર.યુ પર મોકલવાની જરૂર છે જેથી એફ.આર.યુ.મા જવાની તૈયારી કરવી તથા સગા વહાલાને જાણ કરવી.
- પ્રસુતાને સંદર્ભ સેવા કેન્દ્ર ઉપર લઇ જતી વખતે તેણી ને સતત ડાબા પડખે સુવાડી રાખો.
- પ્રસુતાને FRU પર લઇ જતી વખતે દર ૧૫ મિનિટે FHS તપાસો અને નાળ બહાર ના હોય અને સ્ત્રી ને પ્રસુતી આગળ વધી હોય તેમ બાળક જન્મવાની તૈયારી મા હોય તો પ્રસુતા અન્યત્ર ન ખસેડતા તેને નીચે મુજબ કાર્યવાહી કરવી જોઈએ.
- બાળક ના જન્મ વખતે FHS સાંભળી SBA ની મદદ લેવી.
- પ્રત્યેક સંકોચન બાદ FHS નુ રક્ષણ કરવુ જો FHS સામાન્ય ના થાય તો પ્રસુતા તેમજ તેના કુટુંબી જનોને સમજાવવુ કે બાળકની હાલત સારી નથી.
- નવજાત શિશુને રીસસીટેશન કરવાની તૈયારી રાખો.
- બાળકનો જન્મ થાય તરત જ રીસસીટેશનની પ્રક્રિયા કરવી તે દરમિયાન પ્રસુતાનુ ધ્યાન રાખવા માટે દાયણને કહેવુ અને તેને કહ્યા મુજબની કેર લે છે કે કેમ તેનુ ધ્યાન રાખવુ.
- જો અમુક સમયમા FHS સામાન્ય થઇ જાય તો તે સ્ત્રીને હિંમત આપો અને દર ૧૫ મિનિટે FHS સાંભળો અને નિરિક્ષણ કરો. P/V એક્ઝામિનેશન કરતા સ્ટરાઇલ ગ્લોવ્ઝનો ઉપયોગ કરો
(૪) કોર્ડ પ્રોલેપ્સ
- ડિલીવરી સમયે ફીટસ બહાર આવતા પહેલા કોર્ડ બહાર દેખાય કે બહાર આવી જાય તેને કોર્ડ પ્રોલેપ્સ કહે છે.
કારણો
- મેમ્બ્રેન રપચર થયા પછી પ્રેઝન્ટીંગ પાર્ટ કોર્ડ હોય તો કોર્ડપ્રોલેપ્સ જોવા મળે છે
- હાઇડ્રોમીનસ હોય
- મલ્ટિપારા પ્રેગનન્સી
- ટ્રાન્સવર્સ લાઇ હોય
- બ્રીચ પ્રેઝન્ટેશન હોય
ચિન્હો અને લક્ષણો
- વલ્વા ઉપર કોર્ડ પ્રેજન્ટીગ પાર્ટ તરીકે જોવા મળે છે
- પર વજાયનલ એક્ઝામીન કરતા કોર્ડ ફીલ થાય છે.
કોમ્પ્લિકેશન
- જો કોર્ડ પ્રોલેપ્સ હોય અને આખી બહાર નિકળી જાય તો અમ્બીલીકલ કોર્ડની બ્લડ વેસલ્સ મા બ્લ્ડ ફરતુ અટકે છે અથવા કોર્ડ સેશન સ્ટોપ થઇ જાય છે આવા સંજોગોમા જો બાળકની ડિલીવરી ૨૦ મિનિટની અંદરના થાય તો બાળકનુ મૃત્યુ પણ થઇ સકે છે.
ANM નો રોલ
- સૌપ્રથમ સ્ટરાઇલ ગ્લોવ્ઝ પહેરી બહાર નિકળેલી કોર્ડના ધબકારા સાંભળવા. હળવેથી કોર્ડ તપાસી ધબકારા ન સંભળાય તો માતા અને સંબંધીને સમજાવવુ કે બાળક ની હાલાત સારી નથી અને FRU પર માતાને રીફર કરવી પડશે.
- જો બાળકની પોઝિશન ટ્રાન્સવર્સ હોય અને કોર્ડપ્રોલેપ્સ હોય તો આવા સમયે માતા નુ તાત્કાલેક સીજેરીયન કરવું જરુરી છે તે માટે FRU પર મોકલી આપવી.
- જો ફીટસની સ્થિતી સારી ના હોય અને નાડીના ધબકારા સંભળાતા હોય તો તે દર્શાવે છે કે બાળક જીવીત છે આવી પરિસ્થિતી હોય અને પ્રસુતા પ્રારંભિક તબક્કામા હોય તો તેવી માતાને FRU પર મોકલી આપો.
- તમારા હાથ સાફ કરો અને કોર્ડને યોનિમાર્ગમા પાછી મુકો.
- જો માતાને અન્ય રીફર સમય મળી શકે તેમ ના હોય અને આવી પરિસ્થિતીમા પેટા કેન્દ્ર પર બાળકનો જન્મ કરાવવો.
- ANM એ ATBA ની મદદ લઇ માતાને પ્રસુતીમા સહાયરૂપ થવુ માતાને ઉભા પગે બેસવા કહેવુ.
- સ્ત્રીને દરેક સંકોચન વખતે નીચે જોર કરવા કહેવુ.
- નવજાત શિશુને સારવાર માટે તથા રીસસીટેશન કરવાની તૈયારીમાં રહેવું.
(૫) ઓબસ્ટ્રક્ટેડ લેબર
- પ્રસુતાના સારા યુટેરાઇન કોન્ટ્રાશન હોવા છતા કોઇ મેડીકલ તકલીફના કારણે ફીટસનો પ્રેઝાન્ટીંગ પાર્ટ ડીસેન્ડ (નીચે ઉતરવુ) ન થાય અને લેબરમા મોડુ થાય તેને ઓબસ્ટ્રક્ટેડ લેબર કહે છે.
કારણો
- એકધારા કોન્ટ્રાક્ટશનનો ચોક્કસ સમય હોઇ નહી અને કોન્ટ્રાક્શન સમયે પણ દુ:ખાવો ચાલુ રહે છે.
- યુટરસના ઉપરના ભાગ અને નીચે ના ભાગ વચ્ચે એક રીંગ જેવુ બને છે જેને બેંડલ્સ રીંગ કહે છે.
- બાળકની આડી સ્થિતી અવરોધિત પ્રસુતીનુ એક અગત્યનુ કારણ છે જેમા તાત્કાલિક CS કરાવવુ જરુરી છે. જેથી માતા નુ મૃત્યુ થતુ અટકાવી શકાય અને તાત્કાલિક સીજેરીયન ન કરાવવામા આવે તો ગર્ભાશય ફાટી જવાની સંભાવના રહેલી છે
સારવાર
- માતાની કંડીશન જોઇ સીજેરીયન કરવાની જરુર હોય તો સીજેરીયન માટે ની તૈયારી કરવી.
- IV લાઇન ચાલુ કરવી.
- એન્ટીબાયોટિકનો ડોઝ આપવો ડો.ઓડર મુજબ માતાને તાત્કલિક રીફર કરવી.
- FRU માં જતા પહેલા પ્રસુતા ની સાથે ટી.બી.એ. કે જે પ્રસુતી નુ જ્ઞાન ધરાવતી હોય તેવી સ્ત્રીને FRU મા સાથે લઇ જવી.
- IV લાઇન ન લઇ શકાય તેમ હોય તો શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટતુ અટકાવવા માટે
ઓરલી સ્ત્રીને વધારે પ્રવાહી, ઓ.આર.એસ. આપવુ.
- જો માતાને હાઇ ટેમ્પ્રેચર હોય તો તેને નીચે લાવવા પાણીના પોતા મુકવા અને ટેબલેટ પેરાસીટામોલ 500 mg સ્ટેટ આપવી.
- પેશન્ટ શોકમાં ન જાય તે માટે ગરમી જાળવી રાખવી.
- ગરમ ધાબળો ઓઢાડવો.
- ફૂટને ઉંચા કરી માતાને સુવડાવવી.
૬) રીટેઈન પ્લાસન્ટા
- પ્રસુતી બાદ પ્લાસન્ટા અને તેના ટુકડા રહી ગયા હોય ત્યારે તેને રીટેઈન પ્લાસન્ટા કહે છે જેમાં બાળકના જન્મ થઇ ગયા પછી એક કલાકમાં પ્લાસન્ટાનો પ્રસવ થતો નથી.
- આવા કિસ્સાઓમાં યોનિમાર્ગ માથી લોહી પડ્યા કરે છે અથવા આવુ ન પણ થાય અથવા PPH પણ થાય છે.
- રીટેઈન પ્લાસન્ટા એ પ્રસુતીને લગતી તાત્કાલિક પરીસ્થિતી છે.
- જો બાળકનો જન્મ થઈ ગયા બાદ ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનિટ IM આપ્યા બાદ તથા ગર્ભાશય ને માલીશ કર્યા બાદ પણ લોહી પડવાનુ ચાલુ અને કેટલાક કિસ્સાઓમા અધુરી પ્લાસન્ટા બહાર આવે છે અને તેના ટુકડા અંદર રહી જાય છે તેના કારણે લોહી પડવાનું ચાલુ રહે છે.
સારવાર
- આવા કેસને તાત્કાલીક PHC કે FRU માં રીફર કરવા
- હાથ વડે રહી ગયેલ પ્લાસન્ટાના ટુકડાને કાઢવાનો પ્રયત્ન કરવો.
- રીફર કરતા પહેલા IV ફ્લુઈડ ચાલુ કરવુ અને PPH ના અટકાયતી પગલામા સ્ત્રીની ગંભીર સ્થિતી છે કે કેમ તેની સામાન્ય ચકાસણી કરો.
- વાઇટલ સાઇન ચકાસો.
- ગર્ભાશય માથી લોહી તથા લોહીના ગઠ્ઠા બહાર કાઢવા તેને હળવા હાથે મસાજ કરવુ જ્યા સુધિ લોહીના ગઠ્ઠા હશે ત્યાં સુધી યુટ્રસનું સંકોચન બરાબર થતુ નથી આથી તે કાઢવા જરુરી બને છે.
- જો સ્ત્રીને વધરે પ્રમાણમાં લોહી પડતુ હોય એટલે કે ૫ મિનિટ કે ઓછા સમયમાં એક પેડ બદલવુ પડતુ હોય અથવા બાળક નો જન્મ થાય બાદ વહી ગયેલ લોહીનો જથ્થો ૨૫૦ ML કરતા વધી જાય અથવા માતા શોક મા જાય તો ડો. ઓર્ડેર મુજબ ઇન્જેક્શન ઓક્સીટોસીન RL પાઇન્ટમાં આપી રીફર કરવું.
- IV લાઇન શક્ય ન હોય તો ઓરલી ફલુઈડ આપવું. જો માતા બેભાન હોય તો ઓરલી કંઈ આપવુ નહી.
- હેડ લો પોઝીશન આપવી.
- શોકમાં ન જાય તે માટે ગરમ ધાબળાથી માતાને કવર કરવી.
- બ્લેડર ખાલી કરાવવું.
- FRU પર લઈ જતાં રસ્તામાં IV લાઇન દર મિનિટે ૩૦ ડ્રોપ પડે તે રીતે આપવું. BT આપવાની જરુર હોય તો રદાતાને સાથે લઈ જવાં વહી ગયેલાં લોહીનાં જથ્થો કેટલો છે, તેનુ પ્રમાણ કાઢવું.
- PPH ના કારણથી મૃત્યુ સુધીનો સમયગાળો ૨ કલાક જ હોય છે. તેથી તાત્કાલિક PPH ની સારવાર આપવી.
પ્લાસન્ટા પ્રિવ્યા
વ્યાખ્યા
- જ્યારે પ્લેસન્ટા યુટેરાઈન સેગમેન્ટમાં નીચેના ભાગમાં એટલે કે ઇન્ટર્નલ સર્વાઇકલ ઓશની ઉપર સ્થાપીત થાય છે. તેને પ્લાસન્ટા પ્રિવ્યા કહે છે.
કારણો
- આનુ મુખ્ય કારણ શોધી શકાયું નથી.
પરંતુ કેટલાક કોમન કારણો છે.
- મલ્ટી પારા
- હાયડ્રોમ્નીયોઝ
- ડેસીડયુઆ કે કેપ્સુલારીસનાં નીચેનાં ભાગમાં કોરીયોનીક વિલાઈથી પ્લાસન્ટા બને ત્યારે ઘણી વખત કોઈ કારણસર ફર્ટીલાઈઝ ઓવમ પુરેપુરો ડેવલપ ન થતાં પહેલાં યુટ્રસમાં આવી જાય છે. તેથી તે સીધે-સીધું લોવર સેગ્મેનંટમાં જતુ રહે છે અને પ્લાસન્ટા લોવર સેગમેન્ટમાં ફિક્સ થાય છે.
- ફલીત ઓવમ ગર્ભાશયના નીચેનાં ભાગ સુધી આવીને એમ્બેડ થાય છે.
પ્રકાર
પ્લાસન્ટા પ્રિવ્યા ચાર રીતે જોવા મળે છે.
- (૧) લેટરલ પ્લાસન્ટા પ્રિવ્યા
- (૨) માર્જીનલ પ્લાસન્ટા પ્રિવ્યા
- (૩) કમ્પ્લીટ પ્લાસન્ટા પ્રિવ્યા
- (૪) સેન્ટ્રલ પ્લાસન્ટા પ્રિવ્યા
(૧) લેટરલ પ્લાસન્ટા પ્રિવ્યા /ફર્સ્ટ ડીગ્રી પ્લાસન્ટા પ્રિવ્યા
- આમાં પ્લાસન્ટા યુટ્સની લેટરલ સાઈડમાં બંધાયેલી હોય છે. અને તેનો થોડો ભાગ અથવા કિનારી લોવર સેગ્મેન્ટમાં હોય છે. તેથી તેને ફર્સ્ટ ડીગ્રી પ્લાસન્ટા પ્રિવ્યા કહે છે. જે યુટ્રસના લોવર ભાગમાં ઇન્ટર્નલ સર્વાઇકલ ઓશની ઉપરની બાજુએ કવર કરે છે.
(૨) માર્જીનલ પ્લાસન્ટા પ્રિવ્યા/ સેકન્ડ ડીગ્રી પ્લાસન્ટા પ્રિવ્યા
- પ્લાસન્ટા યુટ્રસનાં લોવર સેગ્મેન્ટમાં ફોર્મ થાય છે અને તે સરવાઈકલ ઓશની અંદર એક નજીક બંધાયેલી હોય છે આમાં ડિલીવરી નોર્મલ થવાની શક્યતા ઓછી હોય છે તેને માર્જીનલ પ્લાસન્ટા પ્રિવ્યા અથવા સેકન્ડ ડીગ્રી પ્લાસન્ટા પ્રિવ્યા કહે છે.
(૩) કમ્પ્લીટ પ્લાસન્ટા પ્રિવ્યા/ થર્ડ ડીગ્રી પ્લાસન્ટા પ્રિવ્યા
- આમાં પ્લાસન્ટાનો થોડો ભાગ સર્વાઈકલ ઓશ ઉપર લંબાયેલ હોય છે. એટલે કે ઈન્ટરનલ ઑશને સંપુર્ણ ક્લોઝ કરે છે જેને થર્ડ ડીગ્રી પ્લાસન્ટા કહેવાય છે આમાં નોર્મલ ડિલીવરી થવાની શક્યતા હોતી નથી.
(૪) સેન્ટ્રલ પ્લાસન્ટા પ્રિવ્યા / ફોર્થ ડીગ્રી પ્લાસન્ટા પ્રિવ્યા
- આ પ્રકારમાં યુટ્રસના સર્વિક્સના ભાગ પર સંપુર્ણ પણે ઢંકાયેલી હોય છે. જેને ફોર્થ ડીગ્રી પ્લાસન્ટા પ્રિવ્યા કહે છે. આમાં નોર્મલ ડિલિવરી થવાના કોઈ ચાન્સ હોતા નથી.
નિદાન
- પેશન્ટને દુઃખાવા વિના બ્લીડિંગ
- એક્સ-રે કરાવાથી પ્લાસન્ટા પ્રિવ્યાની ખબર પડે છે અને સોનોગ્રાફી દ્વાર પણ જાણી
શકાય છે.
પ્લાસન્ટા પ્રિવ્યામાં ANM નો રોલ
- સૌ પ્રથમ પેસેન્ટની હિસ્ટ્રી લેવી જેમાં કેટલામી ડિલિવરી છે.કયો મહિનો ચાલે છે.
- કેટલા પ્રમાણમાં બ્લિડિંગ થાય છે તેનાં ઉપરથી તાત્કાલિક નિર્ણય શુ કરવો તે નક્કી કરી
શકાય છે.
- જો સીઝેરીયન કરવાની જરુર હોય તો પેશન્ટને રીફર કરવુ અથવા તો બેડ રેસ્ટ આપવાની જરુર હોય તો તે માટે સંપુર્ણ આરામ કરવા કહેવુ.
- પ્રેગનન્સી ૨૬ વિકની હોય અથવા ધારે હોય અને ફિટસ મેચ્યોર ન હોય તો બ્લિડંગ કંટીન્યુ થતુ હોય તો તાત્કાલિક સિઝેરીયન માટે કહેવુ.
- પર્સનલ હાયજીન જાળવવા કહેવુ.
- જો ટ્રોમાના કારણે હેમરેજ થયુ હોય તો ઈંફેકશન માટે અને એનીમીયા માટે જોતા રહેવું.
એબનોર્મલ પ્રેઝન્ટેશન
- ઓક્સીપુટનાં બદલે જ્યારે ફિટસનો કોઈ પણ ભાગ યુટ્રસના સેગમેન્ટમાં હોય અને બર્થ સમયે એબનોર્મલ પ્રેઝન્ટેશન થાય તેને માલ પ્રેઝન્ટેશન અથવા એબનોર્મલ પ્રેઝન્ટેશન કહે છે.
જેમ કે :
- (૧) બ્રીચ પ્રેઝન્ટેશન
- (૨) બ્રો પ્રેઝન્ટેશન
- (૩) ફેઈસ પ્રેઝન્ટેશન
- (૪) સોલ્ડર પ્રેઝન્ટેશન
બ્રીચ પ્રેઝન્ટેશન
- યુટ્રસના લોવર પાર્ટમાં ઓક્સિપુટના બદલે ફિટસના બટક્સ અને પગ હોય તેને બ્રીચ પ્રેઝન્ટેશન કહે છે.
બ્રીચ પ્રેઝન્ટેશનના પ્રકારો
- (૧) કમ્પ્લીટ બ્રીચ પ્રેઝન્ટેશન
- (૨) ઈનકમ્પ્લીટ બ્રીચ પ્રેઝન્ટેશન
- (૩) ફુટલીંગ બ્રીચ પ્રેઝન્ટેશન
(૧) કમ્પ્લીટ બ્રીચ પ્રેઝેનટેશન
- જ્યારે ફિટસના બંને પગ વળેલા હોય અને બટક્સનો ભાગ પેલ્વિસના લોવર ભાગમાં હોય ત્યારે તેને કમ્પ્લીટ બ્રીચ પ્રેઝન્ટેશન કહે છે.
(૨) ઈનકમ્પ્લીટ બ્રીચ પ્રેઝન્ટેશન
- જેમા થાઈ ફ્લેક્સ હોય, બંને પગ લૉજીટ્યુડિનલ હોય ફિટસ બોડી ની સમાંતર હોય તેને ઈનકમ્પ્લીટ બ્રીચ પ્રેઝન્ટેશન કહે છે.
(3) ફુટલીંગ બ્રીચ પ્રેઝન્ટેશન
- જ્યારે બંને પગ અથવા બંને બટક્સ પહેલા જોવા મળે અથવા એક પગ જોવા મળે તેને ફુટલીંગ બીચ પ્રેઝેન્ટેશન કહે છે.
કારણો
- બેબી પ્રિમેચ્યોર હોય
- કોન્ટ્રેકટેડ પેલ્વીસ હોય
- મલ્ટી પ્રેગનન્સી હોય
- બ્રીચ પ્રેઝેનટેશન છે કે નહિ તે કેવી રીતે નક્કી કરવુ.
નિદાન
જે નીચે મુજબ છે.
ઈન્સપેકશન :
- સિમ્ફાયસીસ પ્યુબીસનો ઉપરનો ભાગ ફુલેલો જોવા મળે છે અને દુખાવાની કમ્પ્લેઈન હોય તથા યુટ્રસ ની એક્ઝામીનેશન કરતા આકાર જુદો લાગે ફંડસ નો ભાગ નાનો દેખાય અને યુટ્રસનો લોવર ભાગ મોટો દેખાય.
પાલ્પેશન :
- પેલ્વિક બ્રીમમા પગનો ભાગ સોફ્ટ ફીલ થાય.
અસ્કલટેશન :
- જો કમ્પ્લીટ બ્રીચ હોય તો FHS અમ્બેલીકલ થી ઉપર સંભળાય
એક્સ-રે એક્ઝામીનેશન :
- ફિટસની ચોક્ક્સ પોઝીશન જોવા મળે છે.
PV એક્ઝામીનેશન :
- પ્રેઝેટીંગ પાર્ટ અનિયમિત ફિલ થાય.
બ્રીચમાં યુટ્રસ અને પેલ્વિસનો સંબંધ
- લોજીટ્યુડનલ લાઇ
- બ્રીચ પ્રેઝન્ટેશન
- લેફ્ટ સેક્રો એન્ટીરીયર પોઝીશન
- કમ્પ્લીટ ફ્લેક્સ એટીટ્યુડ
- પ્રેઝેટીંગ પાર્ટ સેક્રમ બોન
પોઝીશન ઈન બ્રીચ પ્રેઝનટેશન
- RSP- રાઇટ સેક્રો પોસ્ટીરીયર
- RSL-રાઇટ સેક્રો લેટરલ
- RSA-રાઇટ સેક્રો એન્ટીરીયર
- LSP- લેફ્ટ સેક્રો પોસ્ટીરીયર
- LSL- લેફ્ટ સેક્રો લેટરલ
- LSA- લેફ્ટ સેક્રો એન્ટીરીયર
મેનેજમેન્ટ ઓફ બ્રીચ પ્રેઝેટેશન
- માતાને હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની સલાહ આપવી.
- ૩૨ વિક અથવા ૩૬ વિક દરમ્યાન એક્સર્ટનલ વર્જન કરાવવુ.
- ઇન્સ્ટીટ્યુશનલ ડીલીવરી કરાવવી.
- સંબંધી તથા માતાને સમજાવવુ.
બ્રો પ્રેઝન્ટેશન
વ્યાખ્યા
- આમા ફેઈસની જેમ જ ફિટસના હેડ નુ વધુ એક્સ્ટેન્શન થયેલ હોય છે. અને પ્રેઝેટીંગ પાર્ટ તરીકે સીધું જ બ્રો એટલે કે ફ્રંટલ બોનનો આંખ પાસે ગ્લોબ્યુલાનો ભાગ દેખતો હોય છે.
કારણો
- ફેઈસ પ્રેઝન્ટેશન મેર્ટનલ કારણો પ્રમાણે હોય છે.
- કોન્ટ્રેકટેડ પેલ્વીસ
- પોલીહાયડ્રોમનીયસ
- પેલ્વિક ટ્યુમર
નિદાન
- લેબર પેઈન શરુ થતા નિદાન કરવુ મુશ્કેલ બને છે.
(૧) ઈન્સપેક્શન :
- ઈન્સપેક્શન કરતા યુટ્રસની લંબાઈ કરતા પહોળાઈ વધુ લાગે છે.
(૨) પાલ્પેશન :
- ફંડશ નોર્મલ કરતા ઉંચુ હોય છે. પેલ્વીક બ્રિમના કોઈ પણ ભાગમાં જણાતો નથી.
(૩) અસ્કલ્ટેશન :
- FHS એ સાઈડમાં અને નીચે સંભળાય છે
(૪) એબ્ડોમીનલ એક્ઝામિનેશન :
- વર્ટેક્ષ તેમજ ફેઈસ જેવુ ફીલ થતુ નથી. લેબર શરુ થયા બાદ પેલ્વિસની એક સાઈડ એન્ટીરીયર ફોન્ટાનેલ અને બીજી બાજુએ ઓર્બીટલ ગ્રીપ્સ ફીલ થાય છે.
યુટ્રસ અને પેલ્વિસ સાથેનો સંબંધ
- બ્રો પ્રેઝન્ટેશનની જાણ થતાં જ નર્સે માતાને હોસ્પીટલમાં ખસેડવા અને નોર્મલ ડિલિવરી માટે નિરિક્ષણ તથા તપાસ કરવી મેમ્બ્રેન રપ્ચર થયુ હોય તે પુર્વે યોનિ દ્વારા માથુ ફીલ કરવુ. જ્યારે બ્રો પ્રેઝન્ટેશનને ફેઈસ પ્રેઝન્ટેશનમાં ન ફેરવી શકાય ત્યારે લોવર સેગ્મેન્ટ સિઝેરીયન કરાય છે, તે વધુ યોગ્ય છે. જો બાળક મ્રુત્યુ પામ્યુ હોય અથવા પેલ્વિસમા ફસાયુ હોય તો પેઇન ચાલુ થયા બાદ એફીઝીયોટોમી આપી ડિલિવરી કરી શકાય છે.
કોર્ડ પ્રેઝન્ટેશન
- પ્રેઝન્ટેશનની અંદર અમ્બેલીકલ કોર્ડ હોય છે અને મેમ્બ્રેન ઈન્ટેક હોય તેને કોર્ડ પ્રેઝન્ટેશન કહે છે.
કારણો
- કેટલીક એવી કંડીશન છે કે જેમાં પ્રેઝેનટીંગ પાર્ટ યુટ્રસના લોઅર સેગ્મેન્ટમા બરાબર ફિક્સ થયેલુ ન હોય જેના કારણે કોર્ડ નીચેની તરફ સ્લીપ થઈ જાય છે, જેના કારણે કોર્ડ પ્રેઝન્ટેશન જોવા મળે છે.
- મલ્ટીપલ પ્રેગ્નનસી
- કોન્ટ્રેકટેડ પેલ્વિસ
- હાયડ્રોમનીયસ
- આર્ટીફિસિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન
- લાંબી કોર્ડ હોય
- માલ પ્રેઝન્ટેશન હોય
- પ્રીમેચ્યોર બેબી હોય
નિદાન
- આવા કેસમા PV એક્ઝામિનેશન દ્વારા નિદાન કરવામાં મુશ્કેલી પડે છે.
સારવાર
- PV એક્ઝામિનેશનમાં કોર્ડ અનુભવાય તો તરત જ ફિંગર બહાર કાઢી લેવી જેથી મેમ્બ્રેન રપચર થાય નહીં.
- પેશન્ટને લેફ્ટ લેટરલ પોઝિશન આપવી.
- પેશન્ટ શોકમાં ન જાય તેનું ધ્યાન રાખવું.
- મેમ્બ્રેન રપ્ચર થયા પછી નિયમીત FHS લેવા.
- પેશન્ટને પ્રેશર આપવુ નહિ કે કોર્ડને અડકવુ નહી.
- પેશન્ટને સિઝેરિયન માટે આગળ મોકલી આપવુ.
શોલ્ડર પ્રેઝન્ટેશન અથવા ટ્રાન્સવર્સ પ્રેઝન્ટેશન
- જેમાં ફિટસનુ માથુ બે પડખામાંથી કોઈ પણ એક પડખામાં હોય છે પ્રેઝેટીંગ પાર્ટ સોલ્ડર હોય છે અને લાઈ ટ્રાન્સવર્સ હોય છે.
કારણો
- મલ્ટી પારા
- પ્લાસન્ટા પ્રિવ્યા
- ટ્યુમર
- કોન્ટ્રેક્ટેડ પેલવીસ
- સ્ટીલ બર્થ
નિદાન
ઇન્સપેક્શન
- યુટ્રસ પહોળું દેખાય છે.
- ફંડસ નીચે તરફ હોય છે અને ખાલી હોવાના કારણે ઉપર તરફ ખાલી ફીલ થાય છે.
પાલ્પેશન
- પેલ્વિસ પાલ્પેશનમા ફિટસનુ હેડ ફીલ થતુ નથી.
અસ્કલટેશન
- આમાં FHS અમ્બેલીકલની નીચે સભંળાય છે
મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ
- સારી એન્ટીનેટલ કેર આપવી
- માતાને કંડીશનની જાણ કરી મેન્ટલી રેડી રાખવી.
- કોન્ટ્રેકટેડ પેલ્વિસ
- પ્લેસેન્ટા પ્રિવ્યા
- ટ્યુમર વાળી કે મલ્ટી પારા માતાનુ C.S કરવામાં આવે છે્
- બાળકના FHS રેગ્યુલર સાભંળવા.
- ઇન્સ્ટીટ્યુશનલ ડીલીવરી કરાવવી.
એબનોર્મલ યુટ્રાઈન એક્શન
વ્યાખ્યા
- લેબર દરમ્યાન કોઈ પણ કારણસર યુટ્રસનુ નોર્મલ સંકોચન અને પ્રસરણ પામવાની શક્તિ ગુમાવે છે અને યુટ્રસના કાર્યમાં અવરોધ ઉભો થાય છે તેને એબનોર્મલ યુટેરાઈન એક્શન કહે છે. આના કારણે કેટલીક વખત નોર્મલ કરતા વધારે સમય અથવા ઓછા સમયમાં ડિલિવરી થાય છે.
પ્રકાર
- 1) હાયપોટોનીક યુટેરાઈન એક્શન
- 2) હાયપરટોનીક યુટેરાઈન એક્શન
- 3) ઈન કો-ઓર્ડીનેટ એક્શન
- 4) પ્રેસીપીટેડ લેબર
- 5) રીજીડ સર્વિક્સ
હાઈપોટોનીક યુટેરાઈન એક્શન
- આ કંડીશનમા યુટ્રસમાંથી આવતા કોન્ટ્રાક્શન ઘણા વિક હોય છે તેના લીધે યુટ્રસ ઢીલુ થઈ જાય છે અને તેના લીધે સર્વિક્સનુ ડાયલેટેશન ધીમુ થઈ જાય છે જેને હાયપોટોનીક કહે છે.
કારણો
- પોલી હાડ્રામ્નીયોઝ
- માતાની કંડીશન પુઅર હોય
- માલ પ્રેઝન્ટેશન હોય
- ગ્રાન્ડ મલ્ટીપારા
ચિન્હો અને લક્ષણો
- બે કોન્ટ્રક્શન વચ્ચેનો સમયગાળો લાંબો રહે જેથી કરીને કોન્ટ્રાકશન સાચું છે કે ખોટું તે જાણવુ મુશ્કેલ બને છે.
- કેટલાંક કિસ્સામા APH જોવા મળે.
સારવાર
- માતાને હોસ્પિટલમાં દાખલ કરી તરત જ ડૉક્ટરને જાણ કરો.
- પેશન્ટને કમ્ફરટેબલ પોઝીશન આપો.
- કોમામાં જો હોય તો ઓરલી કંઈ ન આપવુ.
- હાઈપોટોનીક યુટ્રસનું કારણ શોધી નિદાન કરી તે પ્રમાણે સારવાર આપવી.
- પેશન્ટને ગ્લુકોઝ ૫% અને કેલ્શિયમ આપો.
- જો કોન્ટ્રાક્શન વધારવામાં ફેઇલ જવાય તો એફીઝીયોટોમી આપી કે ફોર્સેપ એપ્લાય કરી ડિલિવરી કરાવો.
- જો લેબર બાદ ઘણી વખતે આવી કંડીશનમાં PPH શરુ થાય તો તે માટેની તૈયારી કરો.
હાયપરટોનીક યુટેરાઈન એક્શન
વ્યાખ્યા
- આ કડીશનમાં સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન આવે છે અને સતત ચાલુ રહે છે. બે કોન્ટ્રાક્શન વચ્ચે ભાગ્યે જ રીલેક્શેશન રહે છે. યુટ્રા ઈન કોન્ટ્રાક્શન સ્ટ્રોંગ હોવા છતા ડાયલેટેશન ધીમુ થાય છે.
કારણો
- લેબર ઓબસ્ટ્રક્ટેડ
- સ્ટ્રોંગ એબ્ડોમિનલ મસલ્સ
- કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ
- ફીટલ ડિસ્ટ્રેસ
લક્ષણો અને ચિન્હો
- યુટ્રટ્સનું સંકોચન પામશે નહી.
- સર્વાઈકલ ડાયલેટેશન હોવા છતાં પ્રેઝટીંગ પાર્ટ નીચે નથી ઉતરતો, લેસરેશન થાય છે.
- રપ્ચર યુટ્રસ થઇ શકે
પ્રોલોંગ લેબર
વ્યાખ્યા
- જ્યારે લેબરના 1 અને 2 જા સ્ટેજનો સંયુક્ત સમયગાળો ૧૮ કલાક થી વધારે હોય તેને પ્રોલોંગ લેબર કહેવાય છે.
કારણો
પાવર
- યુટ્રાઇન કોન્ટ્રેક્શન એબનોર્મલ હોય દા.ત., યુટ્રાઇન ઇનર્સીયા, બીયર ડાઉન ના કરી શકે એપીડ્યુરલ એનાલજેશીયા, કોન્સ્ટ્રીકશન રીંગ
પેસેજ
- સીફેલો પેલ્વીક ડીસપ્રપોસન, સર્વાઇકલ ડીસ્ટોશીયા, પેલ્વીક ટ્યુમર, ફુલ બ્લેડર, એન્ડ્રોઇડ પેલ્વીસ, પેલ્વીક ફ્લોર અથવા પેરીનીયમમા સ્પાજમ કે ઓલ્ડ સ્કારના કારણે રેજીસ્ટન્સ થવાથી
પેસેન્જર
- માલપોઝીશન માલપ્રેઝન્ટેશન, કોન્જીનેટલ એબનોર્માલીટીસ, બીગ બેબી, ડીફ્લેક્સડ હેડ.
અન્ય
- લેબરનુ એક્ટીવ સ્ટેજ ચાલુ થતા પહેલા જ સીડેટીવસ અને એનાલ્જેસીકનો અવિચારી ઉપયોગ.
કોમ્પ્લીકેશન
- મેર્ટનલ(માતા) અને ફીટલ ડીસ્ટ્રેસ
- પોસ્ટપાર્ટમ હેમરેજ
- ટ્રોમા
- પરપ્યુરલ સેપ્સીસ
- સબ ઇન્વોલ્યુશન
- મેર્ટનલ મોર્બીડીટી અને મોર્ટાલીટી
- હાઇપોક્સીયા, ઇન્ટ્રાયુટેરાઇન હેમરેજ
- પેરીનેટલ મોર્બીડીટી અને મોર્ટાલીટી વધે છે.
સારવાર
- લેબર ઉત્પન્ન કરે તેવા પરીબળોનુ વહેલુ નિદાન કરવુ.પાર્ટોગ્રાફનો ઉપયોગ
કરવો. લેબરનુ ઓબ્ઝર્વેશન વિચારપુર્વક કરવુ, લેબરમાં પોસ્ચર બદલવુ. ડીહાઇડ્રેશન અવોઇડ કરવુ અને દુ:ખાવો દુર કરવો.
- સંયુક્ત સમયગાળો ૧૮ કલાકથી વધારે થાય તો તેને સમયસર યોગ્ય સ્થળે રીફર કરવુ.
- પ્રોલોંગ લેબરનુ કારણ શોધવું અને તેની મધર અને ફીટસ પર થતી અસર જોવી
૧) ફસ્ટ સ્ટેજ ડીલેય
- વજાયનલ એક્ઝામીનેશન કરીને ફીટલ પ્રેઝન્ટેશન, પોઝીશન અને સ્ટેશન જોવા. જો યુટ્રાઇન એક્ટીવીટી ઓછી હોય.તો એમ્નીયોટોમી,ઓક્સીટોશીન ઇન્ફયુઝન અને એનાલજેસીક આપવા. માલપ્રેઝન્ટેશન, માલપોઝીશન, બીગ બેબી અને સીપીડીમા સીઝેરીયન સેક્શન કરવામા આવે છે.
૨) સેકન્ડ સ્ટેજ ડીલેય
- જો એફ.એચ.એસ સારા હોય તો વઝાયનલ ડીલીવરી અથવા આસીસ્ટેડ ડીલીવરીમા વઝાયનલ (ફોરસેપ્સ, વેન્ટોજ) કે સીઝેરીયન ડીલીવરી કરાવવામા આવે છે.
સેફાલો પેલવીસ ડીસપ્રપોસન
- સી.પી.ડી એટલે કે નોર્મલ પેલવીસમા ફીટસના હેડનું ફીક્સ ના થવુ તે ફીટસ સેહલાઇથી પસાર થઇ શકતુ નથી આ ડીસપ્રપોસન પેલ્વીસની ફીટસના હેડ વચેની અસામાન્યતા દરસાવે છે હેડ મોટુ હોય તો હેડ પસાર થશે કે કેમ અથવા પેલ્વિસના બ્રીમના ભાગ પાસે ફીટસનુ હેડ મળે ત્યારે જ ખબર પડે.
નિદાન
- જ્યારે માતાની આગળની પ્રસુતી પ્રોલોંગ થઇ હોય તો મુસ્કેલીજનક પરીસ્થિતીમાં સીજેરીયન કરવુ પડતુ એવી હીસ્ટ્રી હોય ત્યારે એવુ માની શકાય માતાને સી.પી.ડી હોય શકે.
લક્ષણો અને ચિહ્નો
- રીટેન્સન ઓફ યુરીન
- સર્વાઇકલ ઓસ જલ્દી ડાયલેટ ના થાય
- ફીટસનુ હેડ ડીસેન્ટ ના થાય
- હેડનું એગેજમેન્ટ થઇ શક્તું નથી.
મેનેજમેન્ટ
- શરુઆતના મહીનાથી જ માતાની પુરતી કેર લેવી.
- મતાને એ ન્ટીનેટલ કેર અથવા ક્લીનીકનુ મહત્વ સમજાવવુ.
- પેશન્ટને હોસ્પિટલ મોકલવા અને ત્યાં જ સારવાર લેવા સમજાવવુ.
ઇમરજન્સી વખતે લેવામાં આવતા પગલાઓ અને સંદર્ભ સેવાઓ (આઇડેન્ટીફીકેશન ઇમીડીયેટ મેનેજેમેન્ટ અને રેફરલ ઓફ પ્રોબ્લેમ)
અસામાન્ય પ્રસૃતિ
- અસામાન્ય પ્રસૃતિની શંકા સ્ત્રી જ્યારે પ્રસૃતિ પ્રક્રિયામાં હોય ત્યારે તેણીને નીચેની પૈકીના કોઇપણ કોમ્પ્લીકેશન હોય તો તેની વ્યવસ્થા કરવી જોઇએ.
- માતા જ્યારે લેબરમાં આવે ત્યારે તેની સંપૂર્ણ તપાસ કરો. જેમાં ઇન્સ્પેકશન, પાલ્પેશન, ઓસ્કલટેશન,બી.પી., અને વાઇટલ સાઈન ચેક કરો.
- એકધાર્યા કોન્ટ્રાકશન કે યુટ્રસનો રીલેકશનનો સમય નક્કી ન હોય ત્યારે
- કોન્ટ્રાકશન વચ્ચે સતત દુ:ખાવો ચાલુ રહેતો હોય.
- પેટનો દુ:ખાવો જે અચાનક બંધ થઇ જતો હોય (જે ગર્ભાશય ફાટી ગયાનું સુચવે છે)
- પેટના નીચેના ભાગ પર આડી ધાર દેખાવી જે ઉંચી થતી જતી હોય. (તે યુટ્રાઇનરીટ્રેકશન રીંગ બેન્ડલ રીંગ)
- જેમાં ગર્ભાશયના મુખ પાસેના સ્નાયુઓનું દરેક સંકોચન બાદ વધતું જતું કાયમી સંકોચન.)
- શીશુંની આડી સ્થીતી અવરોધીત પરીસ્થિતિનું એક અગત્યનું કારણ છે.
- રેગ્યુલર ૮ કલાકના કોન્ટ્રાકશન બાદ સર્વીકસનું ૪ CM ડાયલેટેશન હોય તો ૧૨ કલાક કે તેથી વધારે સમયના કોન્ટ્રાશન બાદ ડાયલેટેશન ચાલુ ન થાય તો (આવા કેસને હાયર હેલ્થ ફીસીલીટી હોય તે જગ્યાએ રીફર કરો.)
- યાદ રાખો કે પ્રસૃતિને લગતી મોટી તત્કાલ પરીસ્થિતી અને યુટ્રસ રપ્ચર થઇ જવામાં પરિણામે તેને કારણે માતા મરણ થાય છે. જેથી આવા કેસીસને તાત્કાલીક ઓળખવા અને તેને ઓપરેશન માટે તૈયાર કરી જેમ બને તેમ વહેલા હાયર હેલ્થ સેન્ટર પર મોકલી આપો. સારવાર કરાવો.
હોસ્પિટલમાં મોકલતી સમયે તાત્કાલીક આપવામાં આવતી સારવાર
- જ્યારે એબનોર્મલ પરીસ્થિતીમાં રેફરલ સર્વીસીસની જરૂર પડે ત્યારે તેને પાઈન્ટ ચાલુ રાખો. એન્ટીબાયોટીકસનો પ્રથમ ડોઝ આપો. એક ગ્રામ એમ્પીસીલીન ૧ GM અને ૪૦૦ MG મેટ્રોઝીલ ટેબલેટ મોઢેથી આપો અને ઇન્જેક્શન ઝેન્ટામાયસીન ૮૦ MG આપો અને સ્ત્રીને તાત્કાલીક FRU માં મોકલી આપવાની વ્યવસ્થા કરો.
- પ્રસૃતિ સહાયક કે અન્ય આરોગ્ય કાર્યકર જે પ્રસૃતિ તથા બાળજન્મ સંબંધી પુરી જાણકારી અને કૌશલ્ય ધરાવતા હોય તેને સ્ત્રીની સાથે FRU માં મોકલો. શક્ય હોય તો લાઇન સ્થાપીત કરો. અને તેના ધ્વારા ગ્લુકોઝ પાઇન્ટ આપો. જેના લીધે ડીહાઇડ્રેશન અને કીટોસીસ જેવી પરીસ્થિતી અટકાવી શકાય.
- જો સ્ત્રીની હાઇગ્રેડ ફીવર હોય તો તેને નીચું લાવવા માટે ઠંડા પાણીના પોતા કપાળ, ગળું, બગલ, પેટ, અને સાથળો ઉપર મુકો અને તેને ૫૦૦ mg ટેબલેટ PCM આપો.
- જરૂર લાગે તો તેણી શોકમાં ન જાય તે માટેની પુરતી વ્યવસ્થા કરો એ માટે સ્ત્રીને કપડું અથવા ગરમ ધાબળો ઓઢાળેલા રાખવો. તેણીને હેડ લો પોઝીશન આપો.
- તત્કાલ પરીસ્થિતીનું વ્યસ્થાપન વિના વિલંબે કરવાનું છે. તથા તેણીના સબંધીઓ ખાસ કરીને કુટુંબના વડા સાથે ચર્ચા કરો અને જરૂરી નાણાની જોગવાઇ કરો.
- જરૂર પડે તો રકતપાન કરી શકે તેવા બે સંબંધીને સાથે મોકલવા.
- તત્કાલ સંજોગોમાં જરૂરી દવાઓ તથા સામગ્રી વાહનમાં મોકલી આપો.
સંદર્ભ સેવા કેન્દ્ર પરના આરોગ્ય કાર્યકરો માટે સંદર્ભ નોંધ (રેફરલ સ્લીપ) લખીને મોકલો. જેમાં નીચેના મુદ્દા દર્શાવો.
- ૧. પેશન્ટનું એડ્રેસ
- ૨. ઇતિહાસ
- ૩. અગત્યના સાઇન-સીમ્પટમ્સ
- ૪. આપેલ દવાનો ડોઝ અને સમય.
મુસાફરી દરમ્યાન
- લાઇન ચાલુ હોય તો તેને ધ્યાનમાં રાખો.
- જો મુસાફરી લાંબી હોય તો તેને સમયાંતરે રસ્તામાં યોગ્ય સારવાર આપો અને તેના વાઇટલ સાઇન ચેક કરો.
- IV દ્વારા આપવામાં આવેલ તમામ પ્રવાહી તથા આપવામાં આવેલા અન્ય દવાઓની નોંધ રાખો. જેમાં દવા આપવાનો સમય અને સમય અનુસાર સ્ત્રીની સ્થિતી અંગેની નોંધ રાખો અને જે તે સંદર્ભ સેવા આપનાર ડોકટરને તે બતાવો.
- માતાને બ્લેડર ખાલી કરાવવા માટે પ્રોત્સાહીત કરો. તેમ છતાં યુરીન પાસ ન થાય તો કેથેટરાઇઝેશન કરો.