યુનિટ – 14
એબોર્શન
પ્રસ્તાવના :
- સગર્ભા માતા સંબધિત : ૯૫% કેસ મા એક્ટોપિક પ્રેગનન્સી,હાઇડાઇટાઇડિફોર્મ મોલ અને પ્રત્યારોપણ વખતે જોવા મળે છે. સગર્ભા વસ્થા રીલેટેડ ના હોય જેવાકે, સરવાયકલ લીસન, રપ્ચર વેરીકોઇજ વઇન, મેલીગન્સી
એબોર્શન (ગર્ભપાત)
વ્યાખ્યા
- “ગર્ભપાત એટલે કે ૫૦૦ ગ્રામ કરતા ઓછા વજન વાળો ગર્ભ જે ૨૨ અઠવાડિયા અથવા ૧૫૪ દિવસ રાખી જીવિત રીતે સ્વતંત્ર જેને કે જાય આવી બહાર ગર્ભમાંથી માતાના પહેલા ” નથી શકાતો
કારણો
એબોર્શન થવાના મુખ્ય કારણો
લોકલ :
- યુટ્રસના લોવર સેગ્મેન્ટમાં ફર્ટીલાઇઝ ઓવમ એમ્બેડ થયુ હોય ત્યારે તેમજ
- ઇન્જરી થવાથી અથવા એક્સિડન્ટ થવાથી
- નુકશાનકારક એક્સરસાઈઝ કરવાથી
- ફાઈબ્રોઇડયુટ્રસ (ગાંઠ)
- રીટ્રોવર્ટેડ યુટ્રસ ( પાછળની તરફ)
- જન્મ જાત ખોડખાંપણ
- યુટ્રસમા ઉભો પડદો હોય બે યુટ્રસ હોય
જનરલ :
- હાઇ ફીવર
- નેફ્રાઇટીસ
- સીફિલીસ
- ક્વીનાઈન લીધી હોય
- ક્રોનિક ઇન્ફેકશન, પર્ગેટીવ જુલામની દવાઓ લીધી હોય
- એકાએક ભય કે શોક લાગવાથી
- ખામી વાળો ખોરાક ખાવાથી
- R.H ફેક્ટરના કારણે હોય થયો.
- એનેમીયા, ટોક્સીમીયા ઓફ પ્રેગ્નન્સી હોય
- હોર્મોન્સનું કાર્ય બરાબર ન હોય
- ફીટલ
- ફર્ટીલાઇઝ ઓવમનો બરાબર વિકાસ ન થયો હોય.
- પ્લેસન્ટામાં ખામી હોય.
- પ્લેસન્ટાનો બરાબર વિકાસ ન થયો હોય્
એબોર્શનના મુખ્ય બે પ્રકાર છે
- ૧.સ્પોન્ટેનીયસ : કુદરતી રીતે થાય છે
- ૨.ઇન્ડીયુઝ : જેમાં એબોર્શન કુત્રિમ રીતે કરવામાં આવે છે જેને થ્રેટેન્ડ એબોર્શન પણ કહે છે.
હેબીચ્યુઅલ (રીકરન્ટ) એબોર્શન
- ૨૦ વીક પહેલા જયારે સળંગ ત્રણ અથવા તેનાથી વધારે સ્પોન્ટેનીયસ એબોર્શન થાય છે. તેને હેબીચ્યુઅલ કહે છે. આ એબોર્શનમાં અમુક માસની પ્રેગ્નન્સી થાય એટલે ગર્ભ તેની જાતે જ ટેવ પ્રમાણે બહાર આવી જાય છે. થ્રેટેન્ડ એબોર્શનમાં સારવાર મળી જાય તો ઘણી વખત પ્રેગ્નન્સી ફુલ ટર્મ સુધી પહોંચે છે.
થેરાપ્યુટીક એબોર્શન
- જેમા ગર્ભાવસ્થાના કારણે માતા અને બાળકને જોખમ ઉભુ થાય તેવી પરીસ્થિતી હોય એટલે કે કોઇ પણ કારણસર ગર્ભ રાખી શકાય તેમ ન હોય તો ડોકટર્સના ઓર્ડર પ્રમાણે ગર્ભપાતની સલાહ આપે છે આ મેડીકલ એડવાઇઝ પછી દવાઓનો ઉપયોગ કરીને ગર્ભપાત કરવામાં આવે છે
ક્રીમીનલ એબોર્શન
- જેમાં કોઇ ને ખબર ના પડે તેવી રીતે ચોરી છુપીથી ગર્ભપાત કરાવવામાં આવે છે. કોઇ પણ અણધડ વ્યક્તિ દ્વારા સમાજની બીકથી કરવામાં આવે છે.
સેપ્ટીક એબોર્શન
- આ એબોર્શન દવાઓના સ્વચ્છ પંચકનો ઉપયોગ કર્યા વગર ગામડાઓમાં કોઇપણ ઝાડના મુળીયા અથવા કોઇપણ દેશી દવાથી કરાવવામાં આવે છે. આ બહારની વસ્તુઓ વજાયનામા મુકવાથી સેપ્સીસ થાય છે. ઘણી વખત માતાનું મૃત્યુ પણ થાય છે.
સ્પોન્ટેનીયસ એબોર્શન
- સ્પોન્ટેનીયસ એબોર્શન એટલે કે પોતાની જાતે કુદરતી રીતે થતુ એબોર્શન આ પ્રકારના એબોર્શન માટે કોઇ પણ જાતની દવા કે સાધન વડે પ્રયત્ન કરવામાં આવતો નથી તેનુ વર્ગીકરણ જુદી જુદી રીતે થઇ શકે છે
ઇનએવિટેબલ એબોર્શન
- ક્લીનીકલ પ્રકારનું એબોર્શન છે. જેમાં પ્રેગનન્સી કન્ટીન્યુ કરવી ઇમ્પોસીબલ છે.
- જેમાં ઓસ ડાઇલેટેડ હોય છે.
થ્રેટન્ડ એબોર્શન
- આ એક ક્લીનીકલ પ્રકારનુ એબોર્શન છે. જેમાં મીસકેરેજની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ હોય છે. પરંતુ પ્રોગ્રેસની રીકવરી ઇમ્પોસીબલ હોય છે. જેમાં ઓસ ડાઇલેટેડ હોતુ નથી.
થ્રેટેન્ડ એબોર્શનના ચિન્હો અને લક્ષણો
- આ એબોર્શનના ચીન્હો અને લક્ષણો થોડા પ્રમાણમાં જોવા મળે છે. યોગ્ય સારવાર લેવાથી તે અટકાવી શકાય છે.
- પ્રેગનન્સીના શરૂઆતના ત્રણ મહીનામાં બ્લીડીંગ થાય છે.
- બ્લીડીંગનુ પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે.
- માતાને નીચેના ભાગમાં દુઃખાવો થાય છે અને કમરમાં પણ દુઃખાવો થાય છે.
- પર વજાયનલ તપાસ કરવામાં આવે છે સર્વાયકલ ઓસ બંધ હોય છે એટલે કે સર્વીક્સ
ડાયલેટ થતુ નથી.
- મેમ્બ્રેન રપચર થતુ નથી.
- આ પ્રકારનુ એબોર્શન હોય ત્યારે ઘણીવાર એબોર્શન થતુ નથી તથા ઉપરોક્ત ચિન્હો અને લક્ષણો બંધ થઈ જાય છે અને પુરા મહીને નોર્મલ ડીલીવરી થાય છે પરંતુ કોઇકવાર ચિન્હો અને લક્ષણો બંધ થયા પછી થ્રેટેન્ડ માંથી મીસ્ડ એબોર્શન થઈ જાય છે એટલે કે ફીટસ યુટરસમાં જ મુત્યુ પામે છે છેલ્લે કોર્નીયસ મોલ જેવી કંડીશન બને છે. એબોર્શન થતું રોકી શકાતુ નથી.
સારવાર
- માતાને તરત જ પથારીમાં સુવડાવવી તેના પગ તરફનો ભાગ ઊંચો રાખવો.
- માનસિક આશ્વાસન આપવુ. આજુ બાજુનું વાતાવરણ શાંત રાખવુ.
- વજાયનલ બ્લીડીંગવાળા સ્ટરાઇલ પેડ ડોક્ટર્સને બતાવવા માટે મુકી રાખવા.
- વાઇટલ સાઇન ચેક કરવા. (TPR.BP)
- માતાનુ પીવી એકઝામીનેશન કરવુ નહી પરંતુ વજાયનલ સ્પેક્યુલમ વડે સર્વિક્સની સ્થિતી જોવી. સર્વિક્સ ઓસ ઓપન છે કે ક્લોઝ છે તે જોવુ.
- માતાને પ્રોટીન, આર્યન, વીટામીન્સ મળી રહે તેવો ખોરાક આપવો.
- માતાને કોન્સ્ટીપેશન હોય તો આ સમય દરમિયાન એનીમા આપવો નહી પરંતુ હળવા
પ્રકારનો જુલાબ આપવો સાથે રેસાવાળો ખોરાક વધુ પ્રમાણમાં લેવા માટે જણાવવુ.
- માતાનો વલ્વાનો ભાગ ક્લીન કરી બ્લીડીંગ ચેક કરવુ. જ્યાં સુધી વજાયનલ બ્લીડીંગ થતુ
હોય ત્યાં સુધી દર ચાર કલાકે પેરીનીયમ સાફ કરવુ.
- બ્લીડીંગ બંધ થઇ ગયા પછી પેશન્ટને બાથરૂમ જવાની છુટ આપવી.
- હોસ્પિટલમાંથી ડીચાર્જ આપ્યા પછી નીચે પ્રમાણેની સલાહ આપવી.
- માતાને સમજાવવુ કે ફરી વજાયનલ બ્લીડીંગ થાય તો તાત્કાલીક ડોક્ટર્સનો સંપર્ક કરવો.
- ખુબ ભારે કે વજનદાર વસ્તુ ઉપાડવી નહી. જાતીય સંબંધ રાખવો નહી.
- થોડુ પણ વજાયનલ બ્લીડીંગ થાય તો તાત્કાલીક પથારીમાં સુઇ જવુ આરામ કરવો. સમતોલ આહાર આપવો.
મીસ્ડ એબોર્શન
- જ્યારે ફીટસ યુટ્રસમાં મુત્યુ પામે અને યુટ્રસમાં જ થોડા ઘણા સમય માટે રહે તેને મિસ્ડ એબોર્શન કહે છે.
ચિન્હો અને લક્ષણો
- થ્રેટેન્ડ એબોર્શનના ચિન્હો અને લક્ષણો શરૂઆતમાં જોવાય છે અને તે પછી બંધ થઇ જાય છે.
- યુટ્રસની સાઇઝ વધતી અટકી જાય છે. બ્રેસ્ટનો વિકાસ થતો નથી અને બ્રેસ્ટ એકદમ નરમ
થઇ જાય છે.
- બ્રાઉન કલરનો વજાયનલ ડીચાર્જ જોવા મળે છે.
- FHS સંભળાતા નથી.
- બાળકના હલનચલનની માતાને ખબર પડતી નથી.
- મરી ગયેલુ ફીટસ ઘણી વખત ૩ થી ૪ વીક સુધી યુટ્રસમાં રહે છે.તો તેને કાઢી નાખવુ જોઇએ.
સારવાર
- દર્દીને હોસ્પિટલમાં રીફર કરવુ.
- કૃત્રિમ રીતે લેબર શરૂ કરાવવા માટે ઓક્સિટોસીન ડ્રીપ આપવામાં આવે છે.
- જ્યારે પાઇન્ટ ચાલતો હોય ત્યારે સતત નીરીક્ષણ કરવુ
- લેબર પેઇન ચેક કરવા
- જો ડ્રીપ આપવાથી પણ ડીલીવરી ના થાય તો ડાયલેટેશન અને ઇવાક્યુએશન નામનુ નાનુ ઓપરેશન કરવામાં આવે છે. હેગાર્સમા આ પધ્ધતીમાં ડાયલેટર્સ વડે સર્વિક્સના મુખને પહોળુ કરવામા આવે છે. જેથી સર્વિક્સ પહોળી થઇ જાય છે. આ ડાયલેટર્સ નંબર પ્રમાણે આવે છે.
બ્લડ મોલ અને કોર્નીયસ મોલ/ વેસીક્યુલર મોલ
- આ સ્થીતી ખુબ જ ઓછી જોવા મળે છે. મીસ્ડ એબોર્શન થયા પછી ફર્ટીલાઇઝ ઓવમની આજુ બાજુમાં બ્લડ ભરાય છે. આજુબાજુની ઓવમ છે પ્રેગ્નન્સીના ૧૨ વીક પછી આ કન્ડિશન જોવા મળે છે.આ ઓવમની આજુબાજુમાં જમા થયેલ બ્લડમાંથી પ્રવાહી દુર થઇ જાય છે, શોષણ થાય છે અને કઠણ બને છે. કઠણ બની ગયેલા ગર્ભને કોર્નીયસ મોલ કહે છે. આ બંનેના ચિન્હો અને લક્ષણો મીસ્ડ એબોર્શન જેવા જોવા મળે છે.
સારવાર
- જ્યારે જાણ થાય ત્યારે તાત્કાલીક હોસ્પિટલ રીફર કરવુ.
ઇનએવીટેબલ એબોર્શન
- આ પ્રકારના એબોર્શનમાં ફીટસને સારવાર દ્વારા જીવિત રાખી શકાતું નથી અને ગર્ભાવસ્થાનો અંત થઇ જાય છે.
ચિન્હો અને લક્ષણો
- માતાને લોઅર અબ્ડોમેનમા અને બેકમાં સતત (પીઠમાં) થાય દુઃખાવો છે.
- મેમ્બ્રેન રપ્ચર થાય છે અને ઓસ ડાયલેટ હોય આમાં વધારે પ્રમાણમા ફ્રેશ વજાયનલ બ્લીડીંગ થાય છે.
- યુટરસમાં કોન્ટ્રાક્શન આવે છે.
સારવાર
- માતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી.
- માતાને સંપુર્ણ આરામ આપવો.
- વલ્વાનો ભાગ ડેટોલ લોશનથી સાફ કરવો.
- બ્લડ વાળા પેડને ડોકટર્સને બતાવવા મુકી રાખવા.
- જ્યાં સુધી ડૉક્ટર્સની સારવાર ન મળે ત્યાં સુધી થ્રેટેન્ડ એબોર્શનની સારવારની જેમ જ સારવાર કરવી દર્દીને એન બી.એમ.રાખવુ.
- આવા પેશન્ટને તાત્કાલીક હોસ્પિટલમાં રીફર કરવુ.
- દર્દીને સંપુર્ણ આરામ આપવો.
- પેશન્ટને સ્ટરાઇલ કરેલ પેડ આપવા.
- જો વધારે બ્લીડીંગ વાળુ પેડ હોય તો બ્લડવાળા પેડને ડોકટર્સને બતાવવા મુકી રાખવા.
કમ્પલીટ એબોર્શન
- કમ્પલીટ એબોર્શન એટલે પ્રેગ્નન્સીના ૨૮ વીક પેહલા યુટ્રસમાંથી ફીટસ પ્લેસેન્ટા અને મેમ્બ્રેન બધુ જ બહાર નીકળી આવે છે તેને કમ્પલીટ એબોર્શન કહે છે.
- કમ્પલીટ એબોર્શન ઘણુ ખરુ પ્રેગનન્સીના ૮ થી ૧૦ વીક સુધીમા થાય છે અને આ એબોર્શન થઈ ગયા બાદ બ્લીડીંગ થાય છે અને દુઃખાવો બંધ થઇ જાય છે સર્વિક્સનું ઓસ પણ બંધ થઇ જાય છે અને યુટ્રસનુ પણ ઇનવોલ્યુશન થવા માંડે છે.
સારવાર
- કમ્પ્લીટ એબોર્શન થઇ ગયેલ હોય તો માતાને ઓક્સિટોસિન ડ્રીપ આપવી.
- જો પ્રેગનન્સી ૨૦ વીક કે તેથી વધુ વીક હોય તો અને અબોર્શન થયુ હોય તો બ્રેસ્ટમાંથી મિલ્ક આવાની શરૂઆત થઇ ગયેલી હોય છે એટલે કે તેની સારવાર પણ આપવી જોઇએ એટલે કે બ્રેસ્ટ મિલ્ક સુકવવાની સારવાર આપવી.
- ડીલીવરીની નોર્મલ સારવાર આપવી જોઈએ.જેમ કે ઇન્જેકશન ટી.ટી. આપવું.
હેબીચ્યુઅલ એબોર્શન
- જ્યારે માતાને એક પછી એક એમ બે કે તેથી વધુ વાર કુદરતી રીતે એબોર્શન થાય તો તેને હેબીચ્યુઅલ એબોર્શન કહે છે.આ એબોર્શન થવાના કારણો હજી સુધી જાણી શકાયા નથી. પરંતુ તે નીચે મુજબના કારણ હોય તો તેને હેબીચ્યુઅલ એબોર્શન કહે છે.
કારણો
- માતાને ડાયાબીટીસ હોય
- માતાને નેફ્રાયટીસ હોય
- યુટ્રસમા કોઇ પણ પ્રકારની ખામી હોય
- યુટ્રસની સાઇઝ નોર્મલ કરતા નાની હોય
- હાઇપોથાઇરોડીસમ થવાથી
- સર્વિક્સ બરાબર બંધ થઇ સકતુ ન હોય
સારવાર
- જે સારવાર આપવી આ એબોર્શન ને કમ્પલીટ એબોર્શનની જેમ જ સારવાર આપવી. પતિ-પત્ની બન્ને એ બેલેન્સ ખોરાક લેવો જોઇએ.
- પ્રેગનન્સીના ૫ મહીના થાય એટલે માતાને હોસ્પિટલમાં દાખલ કરવી અને ડીલીવરી ન થાય ત્યાં સુધી મેડીકલ સુપરવિઝન હેઠળ રાખવી ફોલોઅપ વિઝીટ કરવી.
- જો સર્વિક્સ પર ટાંકા લીધા હોય તો માતાને કમ્પ્લીટ રેસ્ટ આપવો જે સર્વિક્સની આસપાસ સ્ટીચ લેવામાં આવે છે તેને સર્વાઇકલ સ્ટીચ કહે છે.
- ભારે વજન ઉંચકવુ નહી અને માનસીક ઉતેજના રાખવી નહી ગુસ્સો કરવો નહી જો પ્રેગ્નન્સી ચાલુ હોય તો જાતીય સંબંધ રાખવો નહી.
- દર્દીને સમજાવવું કે દુઃખાવો શરુ થાય કે તરત જ હોસ્પિટલમાં દાખલ થવુ અને જે હોસ્પિટલમાં સ્ટીચ લીધા હોય અને ત્યા ડીલીવરી ન કરાવવી અને બીજી હોસ્પિટલમાં ડીલીવરી કરાવવાની હોય ત્યાં ડોક્ટર્સને જાણ કરવી.
ઇન્ડીયુઝડ એબોર્શન
- આ એબોર્શન કૃત્રીમ રીતે કરાવવામા આવે છે જ્યારે કોઇ પણ કારણ સર પ્રેગ્નન્સીના ૨૦ વીક પહેલા એબોર્શન કરવામાં આવે છે તેને ઇન્ડીયુઝડ એબોર્શન કહે છે.
તેના બે પ્રકાર છે
- ૧.થેરાપ્યુટીક એબોર્શન
- ર.ક્રીમીનલ એબોર્શન
મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP)
થેરાપ્યુટીક એબોર્શન અથવા MTP
- થેરાપ્યુટીક એબોર્શનને મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી કહે છે. પ્રેગ્નેન્સીના લીધે માતાની તંદુરસ્તી જોખમકારક હોય ત્યારે ડોકટરની દેખરેખ હેઠળ એબોર્શન કરાવવમાં આવે છે તેને થેરાપ્યુટીક એબોર્શન કહે છે.
- ૧૯૭૧ કાયદો એબોર્શનનો આમાં ઘડાયો અને ૧ એપ્રીલ ૧૯૭૨ માં અમલમા આવ્યો અને રીવાઇસ્ડ ૧૯૭૫ થયો, આ MTP ને કુંટુંબ કલ્યાણ રૂપના ભાગ રૂપે ગણવામા આવે છે જ્યારે આ કાયદો ઘડાયો ન હતો ત્યારે એક વખત ગર્ભ રહી જાય પછી કોઇ રસ્તો ન હતો પુરા મહીને તે બાળક જન્મે અને આવી મરજી ના હોય છતા રહી ગયેલા ગર્ભને જન્મ આપવો પડે. તેથી ભારત સરકારે આ MTP એક્ટ લાગુ પાડયો. આવા અણવાંછીત બાળકોના જન્મ ઓછા થાય તેથી કુંટુંબ, સમાજ અને સરકારને વસ્તીવધારો ઓછો થાય અને MTP કરવાનું સરળ બને તે માટે જુદી જુદી બે પધ્ધતીઓ વિકસાવામાં આવી.
- ગર્ભપાત કાયદેસર છે જે સ્ત્રીમાં ગર્ભ રહી ગયેલો હોય અને તેણીએ તે બાળકને જન્મ આપવા માગતી નાહોય તો ગર્ભપાત કરાવી શકાય ભારત સરકારે સ્ત્રીઓના એક અધિકારમાનો એક છે તેમ જાહેર કર્યું છે.
આ ગર્ભપાતમાં હમખાસકા શબ્દ વપરાય છે
- હ-હક્ક છે.
- મ-મફત છે.
- ખા-ખાનગી છે.
- સ-સલામત છે.
- કા-કાયદેસર છે.
- ઇન્ડીયન લો પ્રમાણે એબોર્શન ૨૦ અઠવાડીયા સુધી કરવામા આવે છે.૧૨ અઠવાડીયા સુધી એક રજીસ્ટ્રર મેડીકલ પ્રેક્ટીશનર અને ૧૨-૨૦ અઠવાડીયામાં બે રજીસ્ટ્રર મેડીકલ પ્રેક્ટીશનરનો અભિપ્રાય જરૂરી છે.
- દર્દીની લેખિતમાં સંમતી અને જો દર્દીની ઉમંર ૧૮ વર્ષ થી નીચે હોય કે માનસિક આરોગ્ય સારુ ના હોય તેવા કિસ્સામાં વાલીની લેખિત બાંહેધરી જરૂરી છે.
MTP કોણ કરી શકે
- ચીફ મેડિકલ ઓફિસર અથવા સીવીલ સર્જન અને તાલીમ લીધેલ મેડીકલ ઓફીસર
- ઓબ્સ્ટેટ્રીક અને ગાયનેકોલોજીસ્ટ એક વર્ષનો અનુભવ.
થેરાપ્યુટીક એબોર્શન કરવાના કારણો
- પ્રેગ્નન્સીના લીધે માતાની તંદુરસ્તી જોખમાતી હોય કે બાળકના જન્મથી થતા દબાણને માતા સહન ના કરી શકે તેમ હોય ત્યારે
- હાર્ટ ડીસીઝ હોય, સિવિયર એનીમીયા હોય, ટીબી થયો હોય અને માતાની માનસીક સ્થિતી સારી ના હોય.
- કુંટુંબ નિયોજનની પદ્ધતિ નિષ્ફળ થઇ ગયેલ હોય ત્યારે
- પતિ અને પત્ની બન્ને ને બાળક ના જોઈતુ હોય ત્યારે
- આવનાર બાળક ખોડખાંપણ વાળુ હોય ત્યારે
- પ્રેગ્નન્સી બળાત્કારને લીધે રહી ગઇ હોય ત્યારે
- કાયદા હેઠળ પતિ અને પત્ની બન્ને એબોર્શન કરાવવા માટે સહમત હોય ત્યારે
એબોર્શન કરાવવાની રીત
- થેરાપ્યુટીક એબોર્શન પ્રેગ્નન્સીના કેટલાક મહીના થાય છે તે પ્રમાણે જુદી જુદી રીતથી
- એબોર્શન કરાવવામાં આવે છે.
વેક્યુમ એસ્પીરેશન
- આ પદ્ધતિમાં હેગાર્સ ડાયલેટર્સ વડે ડાયલેટ કરી સક્શન સ્પેક્યુલા યુટરસમાં નાખી સક્શન મશીન વડે એસ્પીરેટ કરવામાં આવે છે. પ્રેગ્નન્સીના ૪ થી ૧૨ વીક હોય ત્યારે આ પદ્ધતીથી એબોર્શન કરવામાં આવે છે.
ડાયલેટેશન અને ઇવાક્યુએશન (D & E)
- આ પદ્ધતીમાં ડાયલેટર્સ વડે સર્વિક્સ ડાયલેટ કરી ઓવમ ફોરસેપ વડે યુટરસમાંથી કન્સેપ્શન પ્રોડક્ટસ બહાર કાઢવામાં આવે છે. પ્રેગ્નન્સીના ૧૨ થી ૧૪ વીક હોય ત્યારે આ પદ્ધતીથી એબોર્શન કરવામાં આવે છે
હિસ્ટ્રેક્ટોમી
- આ પદ્ધતીમાં પેટ પર ચીરો મુકી યુટ્રસમાં ચીરો મુકી ફિટસ, પ્લેસન્ટાને બહાર કાઢી લેવામાં આવે છે ત્યારબાદ તેના પર સ્ટીચ લેવામાં આવે છે. આ પદ્ધતીમાં સીઝેરીયનની જેમ જ તૈયારી કરવી તેમજ ઓપરેશન પછીની સારવાર પણ સીઝેરીયન પછીની સારવારની જેમ જ કરવી પ્રેગ્નન્સીના ૧૦ થી ૨૪ વીક હોય ત્યારે આ પદ્ધતીથી એબોર્શન કરવામાં આવે છે.
ઇન્ટ્રા એમ્નીયોટીક હાઇપરટોનીક સલાઇન
- આ પદ્ધતીમાં ૨૦% સોડીયમ ક્લોરાઇડ સોલ્યુશન એમ્નીનીયોટીકસેકમા નીડલ વડે દાખલ કરવામાં આવે છે ત્યારબાદ ૪૮ કલાકે એબોર્શન થઇ જાય છે. પ્રેગ્નન્સીના ૧૬ થી ૨૮ શરૂઆત થાઇ અને છે વીક હોય ત્યારે આ પદ્ધતીથી એબોર્શન કરવામાં આવે છે.
- આ રીતમાં ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધારે રહેલી છે દર્દી હાર્ટ ડીસીસ કે કીડની ડીસીસ હોય તો તેના માટે આ સલાહ નથી કારણ કે દર્દી એકાએક શોકમાં જતુ રહે છે.
એબોર્શનના કોમ્પ્લીકેશન/કોઇપણ એબોર્શનના કોમ્પ્લીકેશન
- યુટ્રસને ઇજા પહોંચે છે
- સર્વિક્સને ઇજા પહોંચે છે
- હેમરેજ થાય છે
- ઇન્ફેક્શન થાય છે
- સેકન્ડરી સ્ટરીલીટી થઇ જાય છે
- મેન્સ્ટ્રુએશન સાયકલ અનિયમીત થઈ જાય છે અને બાળક પ્રીમેચ્યોર જન્મે છે.
ક્રીમીનલ એબોર્શન
- આ એર્બોર્શન ગેરકાયદેસર ગણાય છે કારણ કે આ એબોર્શનમાં કોઇ થેરાપ્યુટીક એબોર્શન જેવા કોઈ કારણો હોતા નથી પરંતુ ગેરકાયદેસર રીતે પ્રેગ્નન્સી રહેલી હોવાથી ચોરી છુપીથી એબોર્શન કરવામાં આવે છે. ઘણુ ખરું આવા પ્રકારના એબોર્શન ગામડાની દાયણો ઘરડી સ્ત્રીઓ કે થોડુ ઘણું ભણેલી સ્ત્રીઓ કરતી હોય છે. ખાસ કરીને વિધવા કે કુવારી સ્ત્રીઓ ભોગ બને છે. આ પ્રકારના એબોર્શન કરવાથી સજા થઇ શકે છે. ક્રીમીનલ એબોર્શન અથવા એવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે જે વ્યક્તિઓને એન્ટિસેપ્ટિક ટેકનીકનુ નોલેજ હોતુ નથી તેથી તેઓ ગમે તે વસ્તુ સર્વિક્સમા અને વજાયનામાં નાખે છે જેના લીધે સર્વિક્સમાં અને વજાયનામાં ઇજા થાય છે તેથી તે એબોર્શન થઈ ગયા પછી સેપ્સીસ થાય છે ઘણીવાર ક્રીમીનલ એબોર્શનને સેપ્ટીક એબોર્શન પણ કહેવામા આવે છે કારણ કે ક્રીમીનલ એબોર્શન ઇન્કમ્પ્લીટ હોય છે.
સેપ્ટીક એબોર્શન
- આ એક ગંભીર પરીસ્થિતી છે જેમા નીચે પ્રમાણે ચિન્હો અને લક્ષણો જોવા મળે છે.
ચિન્હો અને લક્ષણો
- હાઇ ફીવર
- પલ્સ રેટ વધે
- યુટરસ પર હાથ મુક્તા માતાને સખત દુઃખાવો થાય.
- તીવ્ર વાસ વાળુ લોકીયા ખુબ જ પ્રમાણમાં જોવા મળે.
- દર્દીનુ શરીર ખુબ જ ફીક્કુ થઇ જાય.
- ચામડી ચીકણી અને પરસેવા વાળી થઈ જાય.
- જીભ પર છારી બાઝે છે અને હોઠ સુકાય છે.
- કોઇક વાર માતા બેભાન પણ થઇ જાય છે.
એબોર્શન થઇ ગયેલ સ્ત્રીની સંભાળ
સારવાર
- જ્યારે ખબર પડે ત્યારે તરત જ માતાને હોસ્પિટલ રીફર કરવી.
- પેશન્ટને આઇસોલેટ કરવુ.
- પેશન્ટનો ટી.આર.પી. ચાર્ટ બનાવો.
- પોતા મુકવા દર ૬ કલાકે વજાયનલ વોશ આપવુ.
- ફન્ડલ હાઇટ લેવી અને ચાર્ટ કરવો.
- પેશન્ટનું પર્સનલ હાઇજીન મેન્ટેન કરવુ.
- પેશન્ટને હલકો અને પોષ્ટીક ખોરાક આપવો.
- પેશન્ટને ખોરાકમાં પ્રવાહીનું પ્રમાણ વધારવુ.
- પ્રવાહી વધારે પીવા કહેવુ.
- માતાને બ્રેસ્ટ મીલ્ક આવતુ હોય તો બંધ કરવા માટે ડોક્ટરના ઓર્ડર મુજબ દવા આપવી.
નોંધ :
- સરકારે ગર્ભપાત કાયદેસર છે તેમ જાહેર કરેલ છે તેથી ગમે તે રીતે પ્રેગ્નેન્સી રહી ગયેલ હોય અને બાળક ન જોઈતુ હોય તો ડૉક્ટર પાસે જઇ ગર્ભાપાત કરાવી શકાય છે.
- ગામડામાં અભણ માણસો જોડે ગર્ભપાત ન કરાવવો જોઇએ તેવી લોકોને જાણકારી આપવી જોઇએ જેથી લોકોનું જીવન બચી શકે સારી સારવાર મળશે અને માતા મૃત્યુ દર ઓછો થશે તે આપણો ધ્યેય છે.
રોલ ઓફ ANM/ હેલ્થ વર્કર
- FHW પોતાના એરીયામાં ગર્ભપાત વિશે આરોગ્ય શિક્ષણ આપવુ જોઇએ.
- ગર્ભપાત જ્યારે પણ કરાવવો પડે તેવા સંજોગો ઉભા થાય ત્યારે વ્યક્તિ કે દાયણ પાસે કરાવે નહી કારણ કે હવે ગર્ભપાત કાયદેસર છે તે કોઇ ગુનો નથી.
- બીજુ કે ગર્ભપાત ના કરાવો પડે તેના માટે દરેક વ્યક્તિએ તેઓની માફક આવે તેવા ગર્ભનીરોધક સાધનનો ઉપયોગ કરવો તેથી ગર્ભ રહેતો અટકશે અને ગર્ભપાત ઓછો થશે.
- આમાં પણ કહેવત છે કે સો સુવાવડ સારી પણ એક ગર્ભપાત ખોટો તેથી લોકોને ગર્ભપાતના જોખમો વિશે પણ સમજ આપવી જોઇએ.
- તેનાથી થતા કોમ્પલીકેશન એટલે કે આડ અસરો વિશે સમજાવવુ જોઇએ.