SY – ANM – MIDWIFERY UNIT – 11 SAFE MOTHERHOOD

યુનિટ – 11

સેફ મધરહુડ

પ્રસ્તાવના

સેફ મધરહુડ (સલામત માતૃત્વ)

  • ભારતમાં માતાઓ મા મરણની સંખ્યાં માનવામાં ન આવે તેટલી ઉચીં રહેવાનુ ચાલુ રહે છે. ભારત મા મોટા ભાગની સુવાવડ ઘરે જ થાય છે. અને તે પૈકી ના મોટા ભાગ ની ડીલીવરી બિન તાલીમી લોકો ધ્વારા કરાવવામાં આવે છે. જેથી જોખમો પેદા કરે જેવી સસ્યાઓ ઉભી થાય તો આવી પરિસ્થિતિમાં કુશળ પ્રસુતિ સહાયક ન હોવા સહિત બીજા કેટલાક પરિબળો જીવ જોખમ ઉભુ થાય તેવી સમસ્યાઓનો ભોગ બનેલી સ્ત્રીઓને જીવનરક્ષક જરુરી સેવાઓ સમય સર મળી શકતી નથી, પરિણામે માતા મરણ થાય છે.
  • માતાઓના મરણ ઘટાડવાના એક પ્રયત્ન રૂપે પ્રસુતિ સેવાઓમાં ખાસ પ્રકારની પરિસ્થિતિઓમાં એ.એન.એમ./એલ.એચ.વી./સ્ટાફ નર્સ ને કેટલીક દવાઓ નો ઉપયોગ કરવાની છુટ નિષ્ણાંતો સાથે સલાહ મંત્રણાઓ કર્યા બાદ પ્રસુતિના ત્રીજા તબક્કાનું વ્યવસ્થાપન, નિદાન માટે પાર્ટોગ્રાફનો ઉપ્યોગ જેવી સાદી પ્રક્રિયાઓ કરવાની છુટ આપવાનો નિર્ણય કરવામાં
    આવ્યો છે. એ.એન.એમ/એલ.એચ.વી./સ્ટાફ નર્સને જરૂરી સ્કિલ માટે અને કુશળ પ્રસુતિ સહાયક તરીકે સક્ષમ બનાવવા માટે તાલિમ પણ આપવામાં આવે છે.
  • S – SAFE DELIVERY PRACTICEડિલેવરી – સલામત સુવાવડ
  • A – એન્ટિનેટલ કેર & વિઝીટ (ગર્ભાવસ્થા ની સંભાળ અને મુલાકાત)
  • F – ફોલિક એસિડ ટેબલેટ (પહેલા ટ્રાયમેસ્ટર દરમ્યાન ફોલિક એસિડ ટેબલેટ)
  • E – અર્લી રજીસ્ટ્રેશન (વહેલાસરની નોંધણી)
  • M – મેર્ટનલ ન્યુટ્રીશન (માતાનો પૌષ્ટિક આહાર)
  • O – ઓરલ આર્યન થેરાપી (બીજા ટ્રાયમેસ્ટરમાં આર્યન ગોળી
  • T – T.T. વેક્સિનેશન ( ટી.ટી. રસીકરણ)
  • H – હાઇ રીસ્ક આઇડેન્ટિફિકેશન (જોખમી લક્ષણોની ઓળખ)
  • E – એજ્યુકેટ મધર (માતાને આરોગ્ય શિક્ષણ)
  • R – રેસ્ટ & રેફરલ સર્વિસીસ (આરામ અને જરૂર જણાય તો વધુ સારવાર માટે રીફર

સલામત માતૃત્વ અને બાળ સુરક્ષા

મેર્ટનલ મોરટાલિટી રેટ (MMR)

માતા મૃત્યુદર એટલે શુ?

  • એક લાખ જીવિત જન્મોએ જે તે વર્ષમાં સગર્ભાવસ્થા દરમ્યાન, ડિલેવરી વખતે કે ડીલેવરીના ૪૨ દીવસ સુધીમાં ડીલેવરીના કારણોસર માતાનું મૃત્યુ થાય તો તેને મેર્ટનલ મોર્ટાલીટી રેઇટ કહેવાય છે.

માતા મૃત્યુદરના મુખ્ય કારણો

  • H – હેમરેજ (રક્તસ્ત્રાવ)
  • A – એનીમિયા (પાંડુરોગ)
  • S – સેપ્સીસ (ચેપ)
  • M – માલ પ્રેજન્ટેશન (બાળકની અસામાન્ય સ્થિતિ)
  • A – એબોસન (ગર્ભપાત)
  • T – ટોક્સેમીયા (લોહીનો વિકાર)

આ ઉપરાંત અન્ય કારણો જેવા કે

  • માલનુટ્રીશન
  • અજ્ઞાનતા
  • સેવાઓનો અભાવ
  • ગરીબી
  • સાક્ષરતાનો અભાવ
  • માહીતીનો અભાવ
  • વધુ સુવાવડ
  • ખોટી માન્યતાઓ
  • દીકરા દીકરી વચ્ચેનો જાતીય ભેદભાવ
  • બેદરકારી
  • નાની ઉમંરમાં પ્રેગ્નેસી
  • વધુ મોટી ઉમંરમાં પ્રેગ્નન્સી
  • બે સુવાવડ વચ્ચે ખુબ ઓછો ગાળો

રીપ્રોડ્ક્ટીવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ

  • Rch ફેઝ – ૧૫ ઓક્ટોબર ૧૯૯૭ થી થયો હતો.
  • રીસેંટ કંસેપ્ટ મુજબ માતા અને બાળકને કેર આર.સી.એચ. પ્રોગ્રામ દ્વારા પુરુ પાડવામાં આવે છે. આ પ્રોગ્રામ થી લોકોની પ્રજોત્પતિ કરવાની કાર્યશક્તિ ને રેગ્યુલેટ કરવી. તેમજ એન્ટીનેટલ પીરીયડ્કી ચાઇલ્ડ બર્થ સુધી સલામત રહે તે માટે સક્ષમ બનાવવી. સલામત મેટરનલ અને સુરક્ષિત ચાઇલ્ડ તેમજ કપલ પોતે પણ સારી રીતે રહી શકે તેમજ પ્રેગનન્સી રહેવાની બીક વગર કે રોગ થવાની બીક વગર જાતિય સબંધ માણી શકે તે Rch પ્રોગ્રામ નો ધ્યેય છે.

આર.સી.એચ. (RCH) પ્રોગ્રામના ઘટકો

  • (1) આર. સી. એચ. પ્રોગ્રામ CSSM અને UIP ના તમામ ઘટકો સાથે બંધાયેલ છે.
  • (2) સ્ત્રીઓની રિપ્રોડક્ટિવ હેલ્થના તમામ પાસા જેવા કે રી-પ્રોડક્ટીવ સાઈકલ જે પ્યુબરટી થી શરૂ થઇ ને મેનોપોઝ સુધી દરેક પાસા ને કવર કરે છે.
  • (3) ફેમિલી વેલ્ફેર સેવાઓ ને કવર કરે છે. તે ઉપરાંત બે નવા હસ્તક્ષેપ કે જેમાં એડોલેશન રિપ્રોડક્ટિવ હેલ્થ અને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઈન્ફેક્શન માટે મેનેજમેન્ટ કરે છે.

આર.સી.એચ. સર્વિસ પેકેજ માતા માટે

  • (1) 100% ડીલેવરીના કેસો હેલ્થ વર્કર દ્વારા નોંધણી થવી જોઈએ.
  • (2) દરેક સગર્ભા માતાને ધનુર વિરોધી રસીના બે ડોઝ મળવા જોઈએ.
  • (3) એનિમિયાને અટકાવવા માટે આયર્ન ફોલિક એસિડનું સપ્લિમેનટેશન કરવું.
  • (4) ત્રણ એન્ટિનેટલ ચેક અપ કરાવવું જોઇએ જેમાં માતાનું બ્લડપ્રેસર, તેમનો રૂટિન ચેકઅપ, તેમજ કોમ્પ્લિકેશન માટેની તપાસ થવી જોઇએ.
  • દા.ત. એચ.બી.,યુરીન આબ્લ્યુમીન, યુરીન સુગર, યુરીન
  • (5) સલામત અને હાઇજેનિક રીતે ડીલેવરીમા ટ્રેઈન પર્સન દ્વારા સંસ્થાકીય ડિલિવરી કરાવવી.
  • (6) જોખમી સગર્ભામાતાઓની સંસ્થાકીય ડિલિવરી કરાવવી.
  • (7) ઇન્ટ્રાનેટલ પિરિયડ કે પોસ્ટનેટલ પિરિયડ દરમ્યાન ઇમર્જન્સી ઊભી થાયતો તેને ફર્સ્ટ રેફરલ યુનિટ માં રીફર કરવું અને ડિલિવરી કરાવવી
  • (8) પોસ્ટનેટલ પિરિયડ માં ઓછામાં ઓછી ૩ વિઝીટ કરવી.
  • (9) બે બાળકો વચ્ચે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ગાળો રાખવાની પદ્ધતિને પ્રોત્સાહન આપવું

આર.સી.એચ.પેકેજ બાળકો માટે

  • (1) એસેન્સીયલ ન્યુ બોર્ન કેર જેવી કે બેબીને હુફાળું રાખવું. બેબીનું વજન કરવું, બેબીને માતાનું પ્રથમ ધાવણ આપવું.
  • (2) ઓછા વજન વાળા બાળકો અથવા પ્રિમેચ્યોર બેબીને સ્પેશિયલ કેર આપવી.
  • (3) બેબીને કોઈપણ કોમ્પ્લિકેશન હોય તો તેને હેલ્થ સેન્ટરઅથવા પ્રથમ રેફરલ યુનિટ મા રીફર કરવું.
  • (4) એક્સક્લુઝિવ બ્રેસ્ટ-ફીડિંગ જે છ માસ સુધી આપવું. ત્યાર બાદ તેનો પુરક આહાર ચાલુ કરવો
  • (5) ઇમ્યુનાઇઝેશનમાં બી.સી.જી., પેન્ટાવેલેન્ટ, પોલિયો અને મિઝલસથી પ્રિવેન્ટ ડેથ અને પ્રિવેન્ટ ડિસેબિલિટી.
  • (6) વિટામિન-એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ, કે જે ન્યુટ્રીશનલ બ્લાઇન્ડનેસ અટકાવે છે.
  • (7) ઓ.આર.એસ. પેકેટ દરેક વિલેજ લેવલે અ વેલેબલ હોય છે.
  • (8) બાળકોમાં જોવા મળતાં એકયુટરેસ્પિરેટરીડિસીઝને વહેલી તકે ઓળખીને તેની સારવાર કોટ્રીમોક્ષાઝોલ થી કરવી બાળકને જરૂરી લાગે તો હેલ્થસેન્ટર પર રીફર કરવા.
  • (9) બાળકોમાં જોવા મળતાં એનિમિયા ની સારવાર કરવી.

આર.સી.એચ. સર્વિસ ફોર એલિજિબલ કપલ

  • (1) કોન્ટ્રાસેપ્ટિવ મેથડનો ઉપયોગ વધારવો.
  • (2) એલિજિબલ કપલને અનવોન્ટેડ પ્રેગનન્સી અટકાવવા સેવાઓ પુરી પાડવી.

આર.સી.એચ. સર્વિસીસ ફોર અધર્સ

  • (1) RTI, STI ના કેસોને ઓળખીને તેમની સારવાર કરવી અને જરૂર લાગે તેવા કેસોને ફર્સ્ટ રેફરલ યુનિટ (FRU) પર રીફર કરવા.
  • (2) એડોલેસન્ટ ગર્લ તેમજ બોયને કાઉન્સલિંગ કરી તેમને ભવિષ્ય માટે ફેમિલી લાઈફ અને રિપ્રોડક્ટિવ હેલ્થનું નોલેજ આપવું જેમાં પેરેન્ટ્સ કે આંગણવાડી વર્કર મહિલા સ્વાસ્થ્ય સંઘવુ મન્સક્લબ વગેરેનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ.

આર.સી.એચ.પ્રોગ્રામની વ્યૂહરચના

  • (1) કોમ્યુનિટી પાર્ટીસિપેશન સેવાઓ ના પ્લાનિંગમાં તેમજ પ્રાયોરિટી માં હોવુ જોઈએ.
  • (2) લોકોની આરોગ્યની જરૂરિયાત ધ્યાનમાં રાખીને સેવાઓનું પ્લાનિંગ કરવું.
  • (3) સારી ક્વોલિટીની કેર આપવાનું પ્લાન કરવું અને કેર આપવી.
  • (4) ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ નેટેમ્પરરી અને પરમેનેન્ટ મેથડ નો ટાર્ગેટ ગ્રાસરૂટ લેવલથી નક્કી કરવા.
  • (5) સેવાઓના અમલીકરણ અને તેના મોનીટરીંગ માટે મલ્ટીસેક્ટરલ અપ્રોચ રાખવો.

આર.સી.એચ ફેસ ટુ (ફેઝ – II)

  • એસેન્સિયલ ઓબ્સ્ટેટ્રીક કેર
  • ઇન્સ્ટિટ્યુશનલ ડીલેવરી

(૧) એસેન્સિયલ ઓબ્સ્ટેટ્રીક કેર

  • આર.સી.એચ ફેઝ ટુ પ્રોગ્રામમાં સંસ્થાકીય ડીલેવરીને વધારવી જેના માટે ૫૦ % ટકા પી.એચ.સી અને (24 x 7) ટ્વેન્ટી ફોર બાય સેવન ડીલેવરી સેન્ટર બનાવવા જે ૨૦૧૦ સુધી થવું જોઈએ. આ સેન્ટર પાયાની ઓસ્ટ્રેટીક ઈમરજન્સી અને એસેન્સિયલ નવજાત શીશુ માટેની બેઝિક સર્વિસીસ રાઉન્ડ ધક્લોક પૂરી પાડશે આરોગ્ય કાર્યકર જે ૨૪ કલાક સેવાઓ આપે છે તે બરાબર રીતે આપી શકતા નથી. જે મોટા ભાગ ના રાજ્યોમાં જોવા મળેલ છે. આપણા દેશમાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુ આ બંને રાજયોમાં ૨૪ કલાક માટે ડીલેવરી અને ન્યુબોર્ન કેર માટે ત્રણ થી ચાર સ્ટાફ નર્સ કે (ANM) એ.એન.એમ.ને પી.એચ.સી. લેવલે રાખવાનું નક્કી કર્યું.

(૨) તાલીમ પામેલ કર્મચારી દ્વારા ડીલિવરી

  • હાલમાં દુનિયામાં માન્ય કરેલ છે કે દરેક દેશમાં માતા મરણ ઓછું કરવા (SBA) સ્કીલ બર્થ અર્ટેડંસ ડીલેવરી કરાવેતો તથા માતા અને બાળકોની સંભાળ રાખી અને જરૂરિયાત વાળી કે કોમ્પ્લિકેશન વાળી કે જોખમી માતાઓને સમયસર રિફર કરે. WHO એ પણ માતા મરણ ઓછુ કરવા માટે દરેક દેશમાં ડીલેવરી સ્કીલ બર્થ અટેન્ડન્સ દ્વારા કરાવવા પર ભાર મુકેલ છે નોર્મલ ડીલેવરી માટેની ગાઈડ લાઈન અને કોમ્પ્લિકેશનના કેસીસનુ મેનેજમેન્ટ પી.એચ.સી. કે સી.એચ.સી પર મેડિકલ ઓફિસર, સ્કીલ બર્થ અટેન્ડન્સ, એ.એન.એમ. દ્વારા કરાવવાની બાબતને વિસ્તરણ કરીને દરેક સ્ટેટમાં શરૂ કરવું.

(3) ઈમરજન્સી ઓબ્સ્ટેટ્રીક કેર.

  • ફર્સ્ટ રેફરલ યુનિટ પર ઓપરેશનલ સેવાઓ મળવી જોઈએ. કોઈપણ જાતની ઓપરેટીવ ઇમર્જન્સી ઊભી થાય તો એકજ સમયે એક સાથે દરેકને કેર મળવી જોઈએ.
  • ૨૪ કલાક ડીલેવરી અંગેની સેવાઓ જેમાં નોર્મલ અને કોમ્પ્લિકેટેડ ડીલેવરી સેવાઓ.
  • ઇમર્જન્સી ઓબસ્ટેટિક કેર જેમાં સર્જીકલ ઇન્ટરર્વેશન જેવું કે LSCS, નવજાત શિશુની સંભાળ માતા બાળકની ઈમરજન્સી કે ફેમિલીપ્લાનિંગની સેવાઓ જેમાં લેપ્રોસ્કોપી ઓપરેશનની સેવાઓ, સલામત ઓપરેશનની સેવાઓ આર.ટી.આઈ. એસ.ટી.આઈ. ના કેસોની સંપૂર્ણ સારવાર, બ્લડ સ્ટોરેજ ફેસીલીટી, જરૂરી લેબોરેટરી સેવાઓ ૩ કટોકટી ભરી નક્કી કરેલ ફેસેલીટી (FRU) ફર્સ્ટ રેફરલ યુનિટ ઉપર હોવી જરૂરી છે.
  • (1) એમાં ફર્સ્ટ સર્જીકલ સેવા
  • (2) નવજાત શિશુ સંભાળ
  • (3) બ્લડ સ્ટોરેજની વ્યવસ્થા ૨૪ કલાક મળવી જોઈએ.

નેશનલ રૂરલ હેલ્થ મિશન (NRHM)

  • રાષ્ટ્રિય ગ્રામીણ આરોગ્ય સંસ્થા ૧૨ એપ્રિલ ૨૦૦૫ માં અમલ માં આવી. આ મિશન ૨૦૦૫ થી ૨૦૧૨ સુધી કુલ ૭ વર્ષના સમય માટે શરુ કરવામાં આવેલ છે. આ મિશનાનો મુખ્ય ઉદેશ રુરલ હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમને સુધારવાનો છે જેના ધ્વારા અસરકારક આરોગ્ય નક્કી કરેલ છે. પરંતુ તેનો મુખ્ય ઉદેશ કે જે ૧૮ રાજ્યોમાં લોકોનું આરોગ્ય સ્તર નબળુ અથવા આરોગ્યનો ઢાંચો નબળો છે. તેવા ૮ રાજ્યો અને બીજા ઉતર પૂર્વના ૮ રાજ્યોનો સમાવેશ થાય છે.

એન.આર.એચ.એમ

  • એન.આર.એચ.એમ નો મુખ્ય ધ્યેય છે કે જેમાં સહેલાઇથી આપી શકાય તેવી અસરકારક પ્રાઇમરી હેલ્થ કેર સેવાઓ આપવા માટે રુરલ હેલ્થ કેર સીસ્ટમ અને કમ્યૂનિટી વચ્ચેનો ગેપ દૂર કરવા માટે (ASHA) આશા સ્કીમ શરૂ થઇ. આ સેવાઓનું એક અગત્યનું અંગ એ હતુ કે નક્કી કરેલ રાજ્યોમાં આશા આરોગ્યસ્વયંમ સેવકની શ્રુંખલા કોમ્યુનીટી અને આરોગ્ય સેવાઓ વચ્ચે સેતુ તરીકે કામ કરશે અને દેશની આરોગ્ય અને વસ્તીનિયંત્રણના ધ્યેય પ્રાપ્તિ કરવામાં અગત્યનો ભાગ ભજવશે.આ મિશનને મલ્ટિપલ વર્ટિકલ પ્રોગ્રામ સાથે સંકલિત કરવામાં આવ્યું.

આર.સી.એચ.-૨.

  • નેશનલ વેકટર બોર્ન ડિસિજ, ડેંગ્યુ. હેમેજીક, ડેંગ્યુફીવર, જાપાનીસ એન્કેફેલાયટીસ, નેશનલ બ્લાઇન્ડનેશ કન્ટ્રોલ પ્રોગ્રામ. (IDDCP) આયોડીન ડેફીસીયંસી ડિસઓર્ડર કન્ટ્રોલ, પ્રોગ્રામ અને ઇન્ટ્રીગ્રેટેડ ડિસિઝ સર્વેલન્સ પ્રોજેક્ટ.

ઇનફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો એકશન પ્લાન

  • આશાની કેડરને ક્રીએટ કરવી.
  • સબસેન્ટરને વધુ સઘન બનાવવા માટે સબસેન્ટરમાં જરૂરી એલોપથી અને આયુષ બન્ને પ્રકારની દવાઓ પુરી પાડવી.
  • એડીશનલ એમ.પી.એચ.ડબલ્યુ/એ.એન.એમ. ૨૦૦૧ ના પોપ્યુલેશન નોર્મ્સ પ્રમાણે અને જરૂર પ્રમાણે સબસેન્ટર ને સઘન બનાવવા.
  • પી.એચ.સી.ને સઘન બનાવવા. જેથી પ્રીવેન્ટીવ, પ્રમોટીવ, ક્યુરેટીવ, સુપરવાઇજરી સેવાઓ પુરી પાડવા માટે જરૂરીયાત મુજબ અને રેગ્યુલર જરૂરી દવાઓ, સાધનો પુરા પાડવા.
  • ગાઇફ્લાઇન મુજબ ની સ્ટોડર્ડ સારવાર આપવી.
  • પી.એચ.સી. ૨૪ કલાક રેફરલ સર્વિસિસ આપી શકે.
  • કોમ્યુનીટી હેલ્થ સેન્ટરને રેફરલ સારવાર માટે સઘન બનાવવા.
  • જીલ્લા લેવલે પ્રોગ્રામના પ્લાનિંગ કરવા માટેનું અગત્યનું યુનિટ છે.
  • હાલમાં ૭૫% હેલ્થ સેવાઓ પ્રાઇવેટ સેકટર દ્વારા આપવામાં આવે છે. પ્રાઇવેટ સેકટરના ઇન્વોલમેન્ટથી અસરકારક હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમનુ ક્યાસ કાઢી શકાય છે.

NRHM ના મુખ્ય ઘટકો

  • ઘણી બધી સોસાયટીઓ અને ભાગોને સ્ટેટ હેલ્થ/ ડિસ્ટ્રીક હેલ્થ મિશનમાં મર્જ કરવામાં આવ્યુ.
  • સર્વ સામાન્ય દવાઓ સબસેન્ટર, પી.એચ.સી., સી.એચ.સી. લેવલે ઉપલબ્ધ હોવી જોઇએ.
  • ઓપરેશનલ પ્રોગ્રામનું મેનેજમેન્ટ.
  • વિલેજ હેલ્થ પ્લાનની તૈયારી.
  • વિલેજ લેવલે આશા વર્કર
  • વિલેજ લેવલની હોસ્પિટલને અપગ્રેડ કરવી.
  • ડિસ્ટ્રીક લેવલે મેડિકલ મોબાઇલ યુનિટ ડેવલપ કરવું.

NRHM ના ધ્યેય પ્રાપ્તિના ગોલ

નેશનલ લેવલ

  • રિડ્યુસ IMR
  • રિડ્યુસ TFR 2.1 પર લઇ જવું.
  • મેલેરીયા મોર્ટાલીટી રેટ ઓછો કરવું.
  • કાલાવઆજાર મોર્ટાલીટી રેટને ૧૦૦% ૨૦૨૦ માં રીડયુસ કરવું. અને તેને ૨૦૨૨ સુધી એલિમિનેટેડ કરવું.
  • ફાયલેરીયાનો રેટ ઓછો કરીને તેને ૭૦% ૨૦૧૦ માં અને ૮૦% ૨૦૧૨ માં અને એલીમીનેટ ૨૦૧૫ માં કરવું
  • જાપાનીસ એન્સેફેલાયટીસ મોર્ટાલીટી રેટ ઘટાડવો.
  • લેપ્રસી પ્રિવેલન્સ રેટ રીડ્યુસ કરવો.
  • ટ્યુબરક્યુલોસીસની ડોટ્સ સારવારથી ૮૫% ક્યોર થવા જોઈએ.
  • સી.એચ.સી.ને અપગ્રેડ કરવા.
  • એફ.આર.યુ.નો ઉપયોગ વધારવો.
  • આશા વર્કરને ડીલિવરી સીસ્ટમ માટે રોકવા.

કૉમ્યુનિટી લેવલ

  • (1) જનરલ એલીમેન્ટ માટે ડ્રગ્સ કીટ સાથે ટ્રેઇન વર્કર હોવા જોઇએ.
  • (2) આંગણવાડી કેંન્દ્ર ઉપર હેલ્થ ડે ફિક્સ દિવસે/માસે રાખવો. જેમાં રસીકરણ, એન્ટીનેટલ, પોસ્ટનેટલ ચેક-અપ તે ઉપરાંત માતા બાળકો માટેની સેવાઓ અને ન્યુટ્રીશનને લગતી સેવાઓ અપાય છે.
  • (3) સામાન્ય બિમારીઓની સાર સંભાળ.
  • (4) સારામાં સારી આરોગ્ય સંભાળ, હોસ્પિટલમાં સારવાર, સી.એચ.સી., પી.એચ.સી. લેવલે મળવી જોઇએ
  • (5) ઇનસ્ટીટ્યુશનલ ડીલવરીની સગવડતામાં વધારો.
  • (6) જનની સુરક્ષા યોજના હેઠળ ગરીબી રેખા હેઠળના લાભાર્થીઓને સેવાઓ આપી શકાય.
  • (7) જીલ્લા લેવલે દુરગામી વિસ્તારો સુધી મોબાઇલ યુનિટ દ્વારા સેવાઓ પુરી પાડવી.
Published
Categorized as Uncategorised