SY – ANM – HCM UNIT – 4 IMPLEMENTATION OF NATIONAL HEALTH PROGRAME-UPLOAD

યુનિટ – 4

ઇમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ

ઇમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ

લીસ્ટ ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ (રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની યાદી)

1.રિપ્રોડક્ટીવ, મેટરનલ, નીયોનેટલ, ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ. (RMNCH+A)

  • JSSK – જનની શિશુ-સુરક્ષા કાર્યક્રમ.
  • RKSK – રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ.
  • RBSK – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.
  • UIP – યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ.
  • IMI – ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ.
  • JSY – જનની સુરક્ષા યોજના.
  • PMSMA – પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન.
  • NSSK – નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ.
  • NFP – નેશનલ ફેમિલી પ્લાનીંગ પ્રોગ્રામ
  • NFWP – નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ.

2.નેશનલ ન્યુટ્રીશન પ્રોગ્રામ

  • NIDDCP – નેશનલ આયોડિન ડેફિસીયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ
  • IYCF – માં પ્રોગ્રામ ફોર ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફિડીંગ.
  • NPPCF – નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ફ્લુરોસિસ.
  • NIPI – નેશનલ આર્યન પ્લસ ઈનીસીએટિવ ફોર એનોમીયા કંટ્રોલ પ્રોગ્રામ.
  • WIFS – વિક્લી આર્યન ફોલિક-એસિડ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ.
  • NVAPD – નેશનલ વિટામીન એ પ્રોફાઈલેક્સીસ પ્રોગ્રામ.
  • ICDS – ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ.
  • MDM – મીડ-ડે-મીલ પ્રોગ્રામ.
  • SNP- સ્પેશિયલ ન્યુટ્રીશન પ્રોગ્રામ.
  • ANP- એપ્લાઈડ ન્યુટ્રીશન પ્રોગ્રામ.
  • BNP – બાલવાડી ન્યુટ્રીશન પ્રોગ્રામ.

3.કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ.

  • IDSP – ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ
  • RNTCP – રિવાઈઝ્ડ નેશનલ ટ્યુબરક્યુલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ.
  • NLEP – નેશનલ લેપ્રસી ઈરાડીકેશન પ્રોગ્રામ
  • NTEP – નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમીનેશન પ્રોગ્રામ.
  • NGWEP – નેશનલ ગિની-વર્મસ ઈરાડિકેશન પ્રોગ્રામ.
  • PPP – પલ્સ પોલીયો પ્રોગ્રામ
  • NACP-નેશનલ એઈડ્સ કંટ્રોલ પ્રોગ્રામ
  • NHCP – નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ
  • NRCP – નેશનલ રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ.
  • NAMRP – નેશનલ પ્રોગ્રામ ઓન કંટેઈનમેન્ટ ઓફ એન્ટી માઈક્રોબીઅલ રેજીસ્ટન્ટ.

NVBDCP – નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ.

  • નેશનલ એન્ટિ-મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ.
  • કાળા-અઝાર કંટ્રોલ પ્રોગ્રામ
  • નેશનલ ફાઈલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ
  • જાપાનીસ-એન્સેફેલાઈસ પ્રોગ્રામ.
  • ડેન્ગ્યુ એન્ડ ડેન્ગ્યુ હેમરેજિક ફિવર

4.નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ.

  • NTCP – નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ.
  • NPCDCH – નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટિસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક.
  • NPCTO – નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝ.
  • NPPCD – નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ.
  • NMHP – નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ.
  • NPCBV – નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ.
  • PMNDP – પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પ્રોગ્રામ.
  • NPCHE – નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી.
  • NPPMVI – નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ બર્ન ઈન્જ્યુરી
  • NOHP – નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ.

5.હેલ્થ સિસ્ટમ સ્ટ્રેન્ધનીંગ પ્રોગ્રામ.

  • ABY – આયુષ્યમાન ભારત યોજના.
  • PMSSY – પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના.
  • LCII – લેબરરુમ ક્વાલીટી ઈમ્પ્રુવમેન્ટ ઈનીસીએટીવ.
  • NHM – નેશનલ હેલ્થ મિશન.
  • NWSSP – નેશનલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પ્રોગ્રામ.
  • MNP – મિનીમમ નીડ પ્રોગ્રામ.
  • 20 પોઈન્ટ પ્રોગ્રામ

નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં એ.એન.એમ નો રોલ

૧.સર્વે કરવો.

  • જે તે મેપ તૈયાર કરવો જેમા તેનું સ્થળ વસ્તી વિસ્તાર, રસ્તાઓ,મંદીર વગેરે. કોમ્યુનીટીમાં દરેક ફેમીલીનું ફેમીલી ફોલ્ડર અને વ્યક્તીગત કાર્ડ તૈયાર કરવા હોમ વિઝીટ કરીને ફેમીલી કે વ્યક્તિની હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ શોધી કાઢી જરૂર લાગે ત્યા હેલ્થ ટોક તથા તેને લગતી સારવાર આપવી. સારવાર આપ્યા બાદ ફરીથી હોમ વીઝીટ કરી ફોલો અપ કરવું.

૨.શંકાસ્પદ કેશો શોધી કાઢવા.

  • દા.ત.ટી.બી. હોયતો, ત્રણ અઠવાડીયાથી વધારે ખાસી આવતી હોય, સાંજના સમયે તાવ આવતો હોય, છાતીમાં દુ:ખાવો જોવા મળતો હોય તો અને વજનમાં ઘટાડો થતો જોવા મળે.તો તેવા કેસોમાં તેમની સારવાર માટે રીફર કરે છે.

૩.હોમ વીઝીટ કરવી

  • જેની અંદર તે પોતાના વિસ્તારમાં આવતા તમામ ઘરોની વિઝીટ લે છે અને જો તે વિઝીટ દરમિયાન તેનાં લાભાર્થીમાંથી કોઇ પણ વ્યક્તીને તાવ આવતો હોય તો તેના લોહીનો નમુનો લે છે અને સાથે સાથે આરોગ્ય શિક્ષણ પણ આપે છે.

૪.આરોગ્ય શિક્ષણ આપવું

  • કોમ્યુનીટીમાં રહેતા લોકોને પોતાની હેલ્થ જાળવવા વધારે સારું કરવા તથા હેલ્થને લગતા પ્રોબ્લેમ શોધીને આરોગ્ય શિક્ષણ આપવું તથા તેમની હેલ્થ માં વધારો થાય તે પણ ધ્યાને લેવું.

૫.સ્વૈચ્છીક કેસોનું રીપોર્ટીંગ કરવાની સમજણ આપવી.

  • કોમ્યુનીટીમાંથી લાભાર્થી પોતે પોતાની ઇચ્છાથી તેની તપાસ માટે આવે તો તેવા કેસનું રીપોર્ટીંગ કરવું તથા આરોગ્યને લગતી જાણકારી આપવી.

૬.નિદાન કેમ્પનું આયોજન કરવું.

  • જે તે સેન્ટર પ્રમાણે નક્કી કરેલા દીવસ અને સમયે કોમ્યુનીટીના લોકોને જાણ કરી કેમ્પનું આયોજન કરવું અને સામાન્ય તપાસ કરવી.

૭.પુન:વસન ની કામગીરી કરવી.

  • જે તે લાભાર્થી પોતાના આરોગ્ય સ્તરમાં સુધારો લાવીને પાછો સમાજમાં સારી રીતે કામ કરી શકે તેવા કામ શીખવાડવા તથા કુંટુંબના સભ્યોની પણ મદદ લેવી.

૮.ન્યુટ્રીશનલ એજ્યુકેશન

  • દા.ત.એનીમીયા હોય તો લોહતત્વ યુક્ત ખોરાક માટે સલાહ આપવી. વીટામીન એ ની ખામી હોય તો ગ્રીનલીફી વેજીટેબલ્સ લેવાની સમજ આપવી. ગોઇટર થતો અટકાવવા માટે આયોડાઇઝ સોલ્ટ લેવાની સલાહ આપવી.

૯.એપીડેમીક જેવા સંજોગોમાં ખાસ પગલા લેવા.

  • કોઇ વિસ્તારમાં ડાયેરીયાના કેસો જોવા મળે તો તે વિસ્તારમાં લોકો ને તાત્કાલીક સારવાર આપવી અને જરૂર જણાય તો સાથી કર્મચારીઓની મદદ લેવી.

૧૦.સરકારશ્રી ની ગાઇડ લાઇન મુજબ સારવાર કરવી.

  • જે તે પ્રોગ્રામમાં સ્પેસીફીક રોગની સ્પેસીફીક સારવાર રાજ્ય સરકારે નક્કી કરેલી ગાઇડ લાઇન મુજબ પ્રોવાઇડ કરવામાં આવે છે.

૧૧.રોગ ફેલાવાના કારણો સમજાવવા.

  • દા.ત.એઇડસ કે જે હાથ મીલાવવાથી, બાથ ભીડવાથી, જોડે જમવાથી ના થઇ શકે પરંતુ એચ.આઇ.વી ગ્રસ્ત વ્યક્તીની સાથે અનસેઈફ શારીરિક સંબંધ બાંધવાથી કે ઇન્ફેકટેડ બ્લડ ચડાવવાથી ફેલાય છે.

૧૨.રેગ્યુલર ફોલો અપ કરવું.

  • દા.ત. લાભાર્થીને સારવાર આપ્યા બાદ તેની તબિયતમાં આવેલ પ્રોગ્રેસ જાળવવા માટે ફોલો અપ લેવો ખુબ જ જરૂરી છે. જેથી કરીને કામગીરીમાં કેટલો પ્રોગ્રેસ થયો તે જાણી શકાય છે.

ડિટેકશન, રેફરલ ટ્રીટમેન્ટ એન્ડ ફોલોઅપ ઓફ કેસીસ ઓફ મલેરિયા, લેપ્રસી, ટ્યુબરક્યુલોસીસ, બ્લાઈન્ડનેસ, ગોઈટર

મેલેરિયા

  • ઇ.સ.૧૯૫૩ મા મલેરિયાના કેસો ઓછા કરવા માટે સરકારે આ પ્રોગ્રામ શરૂ કર્યો.
  • ૧૯૫૩ સુધીમાં દેશો ઘણા કેસો ઓછા થયા જેથી નેશનલ મેલેરિયા કન્ટ્રોલ પ્રોગામને ૧૯૫૮ મા મેલેરિયા નાબુદી પ્રોગામમાં ફેરવવામાં આવ્યો પરંતુ ૧૯૭૩ થી ૧૯૭૬ સુધીમા મલેરિયા ના ઘણા કેસો નોંધાયા અને મૃત્યુ પણ પામ્યા.
  • મોડિફાઇડ પ્લાન્ટ ઓફ ધ ઓપેરેશન શરુ કર્યો .જેનાથી મેલેરિયા અસરકારક રીતે અમલમાં આવ્યો. દવા છંટકાવ માટેનો કાર્યક્રમ શરુ કર્યો.એક્ટીવ અને પેસીવ સરવેલન્સ તથા પ્રીવેન્ટીવ પેસીવ સરવેલન્સ તથા પ્રીવેન્ટીવ રેડીકલ ટ્રિટમેન્ટ શરુ કરવામાં આવી ત્યારબાદ ૧૯૯૭ મા મેલેરિયા કન્ટ્રોલ પ્રોજેક્ટ શરુ કર્યો, જે એન્ટી મેલેરિયા એક્ટીવિટી માટે પસન્દ કરાયેલા ૧૦૦ જીલ્લાઓમાં વિશ્વ બેન્કના સપોર્ટથી ૩૦મી સપ્ટેમ્બર ૧૯૯૭ થી શરુ કરવામાં આવ્યો.
  • ૧૯૫૩ માં મેલેરીયાના કેસો ઓછા કરવા માટે સરકારે આ પ્રોગ્રામ શરૂ કર્યો. ૧૯૫૮ માં મેલેરીયાના કેસો ઓછા થવાના કારણે આ પ્રોગ્રામને મેલેરીયા નાબુદી પ્રોગ્રામ માં ફેરવવામાં આવ્યો પરંતુ ૧૯૭૩ થી ૧૯૭૬ સુધીમાં ઘણા કેસો નોંધાય અને મૃત્યુ પણ થયા.
  • ૧૯૭૭માં મોડીફાઇટ પ્લાન્ટ ઓફ ધ ઓપરેશનની શરુ કર્યા જેનાથી મેલેરીયા અસરકારક રીતે અમલમાં આવ્યો.દવા છંટકાવ માટેનો કાર્યક્રમ શરૂ કર્યો,એક્ટિવ અને પોઝીટીવ સર્વેલન્સ તથા પ્રીવેન્ટીવ પેસીવ સર્વેલન્સ તથા પ્રીવેન્ટીવ રેડીકલ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ત્યાર બાદ ૧૯૯૭ માં મેલેરીયા કંટ્રોલ પ્રોજેક્ટ શરૂ કર્યો જે એન્ટી મેલેરીયા એક્ટીવીટિ માટે પંસદ કરાયેલા ૧૦૦ જીલ્લાઓમાં વિશ્વ બેંકના સહયોગથી 30મી સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવ્યો. ૧૯૯૯ મા ભારત સરકારે નેશનલ મેલેરીયા ઇરાડિકેશન પ્રોગ્રામ ચાલુ કર્યો, જેમાં સ્લાઇડ પણ લેવામાં આવે છે.

PS ફોર મલેરિયાની સ્લાઇડ બનાવવાની રીત

  • ૧. બ્લડના એક ટીપાને ક્લીન સ્લાઈડ પર મુકવું.
  • ૨. આ બ્લડના ટીપાને બીજી સ્લાઈડની મદદ વડે સ્પ્રેડ કરી ૧ સે.મી (નાના સિક્કા) જેવુ સર્કલ બનાવવું.
  • ૩. પછી ફ્રેશ બીજા બ્લડના પાસે પાસે બે ત્રણ ના ટીપા એ જ સ્લાઈડની બીજી બાજુ મુકવા અને બીજી સ્લાઈડની મદદ વડે ૪૫ ડીગ્રી એંગલે સ્લાઈડ પર રાખી થીન લેયર બનાવવુ.
  • ૪. પછી આ બન્ને થીક અને થીન લેયર બન્ને ડ્રાય થાય ત્યા સુધી સ્ટેનીંગ કે ફિશિંગ કરવું નહિ.

મેલેરીયાની તપાસ માટે એક જ સ્લાઈડ પર સામ સામે બન્ને છેડા પર બે પ્રકારના સ્મીયર તૈયાર કરવામાં આવે છે.

જે નીચે મુજબ છે.

૧.થીક (જાડું) લેયર

  • થીક બ્લડ સ્મીયર પેરાસાઈટ પ્રેજેન્ટ છે કે નહી તે જાણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

૨.થીન(પાતળું) લેયર

  • થીન બ્લડ સ્મીયર પેરાસાઈટની કઈ સ્પેસીસ(જાતી) પ્રેજન્ટ છે તે જાણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સારવાર

  • મેલેરીયા ડ્રગ્સ પોલીસી-૨૦૧૦ : ઉંમર વાઈઝ રેડીકલ સારવારનું ઔષધ સુચીનું પત્રક

પી.વી (પ્લાઝમોડીયમ વાયવેક્સ) કેસની રેડીકલ સારવાર :

  • પી.એફ (પ્લાઝમોડીયમ ફાલ્સીફેરમ) કેસની રેડીકલ સારવાર : ACT (આર્ટીસ્યુનેટ બેઈઝડ કોમ્બીનેશન થેરાપી)

નોંધ : જાહેર થયેલ મેલેરીયા પોઝીટીવ કેસોનુ રેડીકલ સારવાર (આર.ટી) કાર્ડ નિભાવાનુ રહેશે.

નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ

  • એકવાર લેપ્રસી થયા પછી વ્યકતી દવાથી સારી થઇ જાય પછી સમાજમાં આવવા ઇચ્છે છે અને પોતાના ફેમીલી સાથે રહેવા પ્રયત્ન કરે છે. મલ્ટી ડ્રગ્સ થેરાપીથી તેનો રોગ સંપુર્ણપણે કાબુમાં છે તો તે ઇન્ફેક્શન આપવા સમર્થ હોતા નથી છતાં પણ લોકો તેઓને એક પ્રકારની ધિક્કારની ભાવનાથી જુવે છે. તેમને બનાવેલ કોઇ વસ્તુ વાપરવા કે ઘરમાં સ્થાન આપવા તૈયાર હોતા નથી .
  • લેપ્રસી દર્દીને કાયમી ડીફોર્મીટી આવી હોય તો સરકાર તરફથી આજીવન દર મહીને સહાય મળે છે. તેમજ એમ.સી.આર મુજબ મળે છે.
  • ઘણી વખત આના દ્વારા તેમના રિહેબીલીટેશન માટે પ્રયત્ન કરવામાં આવે છે.
  • હાલમા બરોડામાં વાઘોડીયામાં આવી કાર્યરત છે. તેઓને કામ આપવામાં આવે છે.અને કામ શિખવવામાં આવે છે. તેમજ ઘર બનાવવામાં મદદ કરે છે અને તેના જેવું યોગ્ય પાત્ર મળે તો તેમનાં લગ્ન કરી આપે છે.તેમના બાળકો સામાન્ય હોવા છતા લોકો સ્વીકારતા નથી તે માટે તેમના માટે અલગ સ્કુલ બનાવવામાં આવે છે.
  • જો કાયમી ડીફોર્મીટી હોય તો અને શરુઆત હોય તો સરકાર તરફથી તેમને ફ્રીમાં પ્લાસ્ટીક સર્જરી કરાવી આપવામાં આવે છે. થેરાપીસ્ટ અને લેપ્રસી ઓફીસર લાભાર્થી સાથે કુંટુંબના વ્યક્તી જેવું વર્તન કરે છે અને તે રીતે રહે છે અને તેના દ્વારા રિહેબીલીટેશન થાય છે. આ પ્રોગ્રામ ૧૯૫૫ માં શરુ કરવામાં આવ્યો. જેનો મુખ્ય હેતુ લેપ્રસીના કેસનું જલ્દી નિદાન કરવું. ઘર બેઠા ડ્રગ્સથી સારવાર આપવી અને ફેલાવાને વધતા અટકાવવો અને નિયંત્રણ કરવુ. જેમાં આર્મ ડીટેક્સન રેગ્યુલર ટ્રીટમેન્ટનો ઉપયોગ ડીફોરમિટી નિવારવા કરવામાં આવે છે.
  • એન એલ.સી.પી.૧૯૮૩ માં ભારત સરકારે નેશનલ લેપ્રસી ઇરાડીકેશન પ્રોગ્રામ એવુ નવું નામ આપ્યુ અને ૨૦૦૦ ની સાલમાં નાબુદ કરવો તથા ૧૦,૦૦૦ એ એક કેસનુ પ્રમાણ લાવવું જેના ભાગ રૂપે એમ.ડી.ટી.શરુ કરવામાં આવી જેનાથી ચેપના ફેલાવવામાં ઘટાડો થયો જેના ૨ યુનીટ હતા.
  • એપ્રિલ ૧૯૪૭ એમ.એલ.ઇ.સી.શરુ કર્યો.જેમા લેપ્રસીની શોર્ટ ટર્મ તાલીમ હેલ્થના સ્ટાફને આપવી જેથી લેપ્રસીની જાગૃતતા આવે અને ૨૦૦૫ ની સાલમાં લેપ્રસીને નાબુદ કરવાનો ટારગેટ આપ્યો.
  • હાલ લેપ્રસી નાબુદ થયેલ નથી પરંતુ કંટ્રોલ હેઠળ કાર્યક્રમ છે.

નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ

મુખ્ય હેતુ

યુનિવર્સલ એક્સેસ ટુ કેર (સાર્વત્રિક કાળજી)

  • સાર્વત્રિક રીતે દર્દીઓની સારવાર મળી રહે તે હેતુ માટે સમાજમાં રહેલા તમામ પ્રકારના દર્દીઓને શોધી કાઢવાનો દર ૯૦ % હાંસલ કરવો અને તે પૈકી ૯૦ % કેસોને સારવાર સફળતાપુર્વક પુર્ણ કરવાનો દર હાંસલ કરવો.
  • આ પ્રોગ્રામ ૧૯૬૨ થી ચાલે છે. જેમાં નીચે પ્રમાણેની કામગીરી થાય છે.જે જીલ્લા ટ્યુબરક્યુલોસીસ સેન્ટર દ્વારા થાય છે.દરેક પી.એચ.સી જનરલ હોસ્પિટલ તથા રૂરલ ડીસ્પેન્સરી દ્વારા આ કામ થાય છે.
  • ભારત સરકાર વર્લ્ડ બેંક અને એન.જી.ઓ એ ભેગા મળી પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૧૯૯૩ માં આ પ્રોગ્રામ સરુ કર્યો.
  • એચ.આઇ.વી ઇન્ફેક્શન એરીયાને પ્રાયોરીટી આપવી ટીબીના દર્દીને ડોટસથી ઘર બેઠા સારવાર આપવાની છે જેને ડોટસ થેરાપી એટલે કે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થેરાપી કહે છે.જેમાં કેટેગરી વાઇઝ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

ક્ષય રોગ એ શું છે?

  • ક્ષય રોગ એ માઈક્રોબેક્ટેરીયમ પ્રકારના બેક્ટેરીયાને કારણે થતો અતિસય ચેપી રોગ છે. ક્ષય રોગના સુક્ષ્મ જીવાણુ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. જેને કારણે ફેફસાંનો ક્ષયરોગ થાય છે.
  • ટીબી ના દર્દીઓ જ્યારે છિંક કે ઉધરસ ખાય છે ત્યારે ક્ષયના જંતુઓ હવા દ્વારા રોગનો ફેલાવો કરે છે.

અન્ય ભાગો

  • ક્ષય (ટીબી) ના જીવાણુઓ સામાન્ય રીતે ફેફસાંને નુકસાન કરે છે. પરંતુ ગ્રંથીઓ, કરોડરજ્જુ, કિડની, આંતરડા, હાડકા અને સાંધા પર પણ અસર ઘણીવાર તે કરે છે.

ક્ષય રોગનું ભારાણ

  • દુનિયાના ચોથા ભાગનાં ટીબીના દર્દીઓ ભારતમાં છે.
  • ૨૦ લાખ લોકોને ટીબીનો રોગ થાય છે અને ૩ લાખ દર્દીઓ દર વર્ષે મુત્યુ પામે છે.
  • ભારતમાં અન્ય ચેપી રોગો કરતાં ટીબીને કારણે વધુ પુખ્ત વયના લોકોનું મૃત્યુ થાય છે.
  • દેશમા ૩ લાખ બાળકોને તેના માતા-પિતાની બિમારીને કારણે ભણતર છોડી દેવું પડે છે.
  • ૧ લાખ સ્ત્રીઓને તેમના કુટુંબ દ્વારા આ બીમારીને કારણે ત્યજી દેવામાં આવે છે.
  • ટીબીને કારણે દેશના સામાજીક તથા આર્થિક વિકાસને ખુબ મોટી અસર થાય છે.

ક્ષય રોગ હોવાનું અનુમાન ક્યારે કરશો ?

  • બે અઠવાડીયા કે તેથી વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોવી.
  • છાતીનો દુ:ખાવો.
  • ઘણી વખત ગળફામાં લોહી આવવું.
  • સાંજના સમયે શરીરનું તાપમાન વધવું.
  • સાંજના સમયે પરસેવો થવો.
  • વજન ઘટવું.
  • ભુખ ન લાગવી.
  • બાળકોમાં ક્ષય રોગ હોવાનું અનુમાન કયારે કરશો ?
  • બે અઠવાડીયા કે તેથી વધુ સમયથી ખાંસી અથવા તાવ.
  • વજન ઘટવું.
  • ભુખ ન લાગવી.
  • ગળાના ભાગે નાની નાની ગાંઠો થવી
  • સતત માથાનો દુખાવો થવો.

ટીબી કોને થઈ શકે?

  • વ્યક્તિ સ્ત્રી હોય કે પુરૂષ,યુવાન હોય કે વૃધ્ધ, ધનવાન હોય કે ગરીબ,શિક્ષિત હોય કે અશિક્ષિત.
  • ગીચ,પુરતા હવા ઉજાસ વિનાની જગ્યાએ રહેતા લોકોને ફેફસાંનો ટીબી થવાનુ જોખમ વધુ રહે છે.
  • ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા,ખાસ કરીને એચ.આઈ.વી ગ્રસ્ત, ડાયાબીટીસ ધરાવતા અને કિડની ખરાબ થઈ ગઈ હોય એવા લોકોને ટી.બી થવાની સંભાવના વધુ રહે છે.
  • મદીરાપાન કરતા, ઇંજેક્શનથી ડ્રગ લેતા અથવા કેન્સરના ઉપાય તરીકે કીમોથેરાપી લેતા લોકોને પણ ટીબી થવાનું જોખમ વધે છે.
  • બાળકો, ઓછું વજન ધરાવતાં નવજાત શિશુ, નાના બાળકો અને વૃધ્ધોને પણ ટી.બી. થવાનું જોખમ વધુ રહે છે.

ટીબીના રોગનું વર્ગીકરણ

ટીબી ના રોગનું વર્ગીકરણ

૧) ફેફસાનો ટીબી

  • ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી
  • ગળફામાં ટીબીના જંતુ ન ધરાવતો ટીબી

૨) ફેફસા સિવાયનો ટીબી

  • લસિકા ગ્રંથી
  • હાડકા, સાંધા
  • આંતરડા
  • ચેતાતંત્ર
  • મુત્ર જનન માર્ગનો ટીબી

નિદાન :

  • ગળફાના બે નમુના (વહેલી સવારનો -તુરંતનો) લઈને માઈક્રોસ્કોપી દ્વારા તેની તપાસ કરવી જોઈએ. ફેફસાના ક્ષયનુ નિદાન કરવા માટે ગળફાની માઈક્રોસ્કોપી તપાસ મુખ્ય ચાવી છે.

ફેફસાંના ટીબીને બે ભાગમાં વિભાજિત કરવામા આવે છે.

1) ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી

2) ગળફામાં ટીબીના જંતુ ન ધરાવતો ટીબી

  • ઉપરાંત ટીબીનુ નિદાન છાતી નો એક્સ-રે, બાયોપ્સી,સીબીનાટ, સોનોગ્રાફી, સીટી સ્કેન, મોન્ટુક ટેસ્ટ વગેરેથી પણ થાય છે.

સારવાર પધ્ધતિ :

દૈનિક સારવાર માટેના ડોઝ :

પુખ્ત વયની વ્યક્તિ માટે વજન મુજબ સારવાર :

બાળ દર્દી માટે ગોળીની સંખ્યા :

દવાનું સંયોજન :

અનુવર્તી (ફોલો અપ ) તપાસ :

  • કેટેગરી- ૧ અને ૨ માટે
  • સઘન સારવારના ૧ અઠવાડીયા પહેલા
  • સતત સારવારના ૧ અઠવાડીયા પહેલા

લાંબાગાળાની અનુવર્તી (ફોલો અપ) તપાસ :

  • ૬,૧૨,૧૮ અને ૨૪ મહિને

ટીબીની દવાઓની આડઅસર અને તેનું નિવારણ

ઉલટી ઉબકા

  • દર્દીને ગોળીઓની સાથે પાણી બને તેટલું ઓછું પીવાની તથા દવા સવારે ચા નાસ્તો કરીને આપવાથી ઊલટી ઉબકા ઓછા થશે ઉલટી-ઉબકા વધારે થાય તો મેડિકલ ઓફિસરનો સંપર્ક સાધવો.

લાલ પેશાબ

  • રીફામ્પીશીન કેપ્સુલથી લાલ પેશાબ આવી શકે છે. જે સામાન્ય છે અને નુકસાનકારક નથી અને દવા બંધ થયા બાદ પેશાબ લાલ આવતો બંધ થઈ જશે.

ફલૂ જેવી અસર

  • દર્દી જે તે દિવસે દવા લે છે તે દિવસે શરીરમાં બેચેની, અશક્તિ, ગભરામણ જેવા ચિન્હો જણાશે તો પણ દવા ચાલુ રાખવી.
  • ખંજવાળ, સાંધાનો દુઃખાવો, આંખે ઓછું દેખાય, કાનમાં ઘંટડી વાગવાનો અવાજ આવવો, ચક્કર આવવા.

કમળો

  • દર્દીને કમળો થાય તો ટીબીની તમામ દવાઓ બંધ કરવી અને દર્દીને મેડીકલ ઓફિસર શ્રી પાસે કમળાની સારવાર અર્થે મોકલવો.

DOTS પ્રોવાઇડરની જવાબદારી

  • ૧) દર હજારની વસ્તીએ દર મહિને ઓછામાં ઓછા બે સંભવિત દર્દીને ગળફાની તપાસ માટે D.M.C. ઉપર મોકલવું.
  • ૨) વિસ્તારના નિદાન થયેલા ટી.બી.ના દર્દીનું બોક્સ, ડુપ્લીકેટ કાર્ડ, ગળફાની તપાસ માટેના કપ તથા લેબ ફોર્મ આરોગ્ય કાર્યકર પાસેથી મેળવવા.
  • 3) સારવારના બધા જ ડોઝ રોજે રોજ રૂબરૂમાં ગળાવવા રૂબરૂમાં ગળાવેલ હોય તો (✓) ખરાની નિશાની સારવારકાર્ડમાં કરવી.
  • ૪) સારવારમાં દર્દી નિયત વારે દવા લેવા માટે ન આવે તો તે જ દિવસે દર્દીના ઘરની મુલાકાત લઈને દર્દીને બાકી રહી ગયેલ ડોઝ રૂબરૂમાં ખવડાવવો અથવા તો દર્દીને બીજા દિવસે આપવો અને ત્યાર બાદ બાકીના ડોઝ સમયસર ગળાવવા.
  • ૫) સારવારમાં નિયત કરેલ વારે દર્દી દવા લેવા માટે ન આવે તો તે જ દિવસે અંતે જે તે તારીખના માં (0) ની નિશાની કરવી.
  • ૬) અનિવાર્ય સંજોગોમાં દર્દીને રૂબરૂમાં દવા કરાવેલ ન હોય પરંતુ ઘરે આપેલ હોય તો જે તે તારીખના ખાનામા(✓) ખરાની નિશાની કરવી અને રીમાર્કસ કોલમમાં આ બાબતનું કારણ દર્શાવવુ.
  • ૭) દર્દી વારંવાર અનિયમિત હોય તો અથવા તો દર્દી દવા લેવા માટે આવતો ન હોય તો તુરત જ આરોગ્ય કાર્યકર અથવા મેડિકલ ઓફિસરશ્રી ને જાણ કરવી.
  • ૮) ગળફામા ટીબીના જીવાણુ ધરાવતા તમામ દર્દીઓના ઘરની અન્ય કોઈ વ્યક્તિઓને કોઈપણ સમયની ખાંસી આવતી હોય તો તુરત જ ગળફાની તપાસ કરાવવા માટે D.M.C.ઉપર મોકલવા.
  • ૯) ગળફામાં ટી.બી.ના જીવાણુ ધરાવતા તમામ દર્દીઓ ના છ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને આઇઝોનેક્સની ગોળીઓ નિયમિત મળે અને બાળકને નિયમિત અપાય તે જોવુ.
  • ૧૦) દર્દીને દવા ગળાવ્યા પછી તુરત જ કાર્ડમાં તેની નોંધ અચૂક કરવી અને સમયાંતરે વિસ્તારના આરોગ્ય કાર્યકરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોંધ કરાવવા માટે માહિતી આપવી.
  • ૧૧) કેટેગરી 1 અને 2 ના દર્દીને સઘન સારવાર અને સતત સારવાર પૂરી થવાના અઠવાડિયાના પહેલા દર્દીને અચૂક સ્પુટમ કપ આપી વહેલી સવારનો ગળફો લઈને લેબોરેટરીમાં દર્દી પોતે જ આપવા જાય તે અંગેની જાણકારી આપવી.
  • ૧૨) દર્દીની દવા પૂર્ણ થાય અથવા મરણ પામે તો દર્દીનું ડુપ્લીકેટ કાર્ડ તથા દર્દીનું બોક્સ તમારા વિસ્તારના આરોગ્ય કાર્યકરને તરત જમા કરાવવું.
  • ૧૩) જો દર્દીની સારવાર પૂર્ણ થાય અથવા દર્દી સાજો થાય તો જિલ્લા ક્ષય કેન્દ્ર તરફથી ડોટ પ્રોવાઇડરને માનદ વેતન તરીકે પ્રત્યેક દર્દી દીઠ રૂપિયા.૧૦૦૦/- (કેટેગરી એક) રૂપિયા.૧૫૦૦/- (કેટેગરી બે) માટે ચૂકવવામાં આવે છે.
  • ૧૪) ટીબી રોગના ફેલાવા અંગે તથા સારવાર અંગે લોકોમાં જનજાગૃતિ ઉભી કરવી.
  • વહેલું નિદાન + પુર્ણ સારવાર = સંપુર્ણ રોગ મુક્તિ

બ્લાઈન્ડનેસ

  • ૧૯૭૬ પહેલા નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્સન ઓફ બ્લાઇન્ડનેસ ચાલતો હતો.
  • નવેમ્બર ૧૯૭૬ માં શરૂ કર્યો જેમાં ૦ થી ૦૫ વર્ષના બાળકોને વીટામીન એ દર છ મહીને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહીનામાં પીવડાવવામાં આવે છે.
  • ૧૯૭૮ થી નેશનલ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ ચાલતો હતો તેનું સંકલન કર્યું. જુદી જુદી એક્ટીવેશન માટે જે તે વિભાગની સ્થાપના કરી.
  • મેડીકલ કોલેજનું અપગ્રેડેશન કર્યુ, મોબાઇલ આઇ યુનીટનો વિકાસ કર્યો, જુદી-જુદી સેવાઓનો સમાવેશ કર્યો.
  • જેમાં સેવાઓ સારી રીતે પહોંચાડવી, આંખોની સંભાળ માટે લોકોમાં જાગૃતી લાવવી.
  • સંસ્થાઓની ક્ષમતા વધારવી.
  • આંખોની સંભાળ વધારવી.
  • લોકોને આરોગ્ય શિક્ષણ આપવું. જેમાં આંખની રેગ્યુલર તપાસ કરાવવી તથા વીટામીન એ સોલ્યુશન દવાની જાણકારી આપવી.
  • શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લીધેલ તમામ શાળાઓમાં બાળકોની આંખોની તપાસ તેમજ નંબરના ચશ્માંનું વિતરણ,ટ્રેકોમાંની તપાસ, ઝામરની તપાસ અને જરૂર જણાય તેવા કેસોમાં રેફરલ સર્વિસીસ પણ પૂરી પાડવામાં આવે છે.
  • મીઝલ્સના પ્રથમ ડોઝની સાથે ૧ લાખ IU તેમજ ત્યાર બાદ દર છ મહીને ૨ લાખ IU બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં પૂર્ણ કરવો.
  • જે કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને માર્ચ મહિનાને ઝુંબેશ મહિના તરીકે જાહેર કરેલ છે. જેમાં દરેક બાળકને બીજાથી નવમાં ડોઝ સુધી વિટામીન એ પીવડાવવામાં આવે છે.

ગોઇટર

  • ૧૯૬૨ માં ગોઇટર પ્રોગ્રામ સરુ કર્યો જે એરીયામા ગોઇટર એન્ડેમીક છે તે એરીયામાં શરૂ કર્યો,જેમાં એન્ડેમીક એરીયામાં આયોડાઇઝ સોલ્ટ પુરૂ પાડયુ. ત્રણ દસકા પછી પણ ગોઇટરનું પ્રીવલન્સ જોવા મડે છે જેના કારણે મંદ બુધ્ધી, મેન્ટલ રીટાર્ડેશન,મોટર ડીસફંક્શન તથા ન્યુરોલોજીકલ ડીસફંક્શન જોવા મળે છે. નેશનલ ગોઇટર કંટ્રોલ પ્રોગ્રામમાં આયોડાઇઝ મીઠાના વપરાશ પર ભાર મુકવામાં આવ્યો.

નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ

  • આ પ્રોગ્રામની શરૂઆત નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ૧૯૬૨માં ભારત દેશમાં થઈ હતી. ત્યાર પછી તેનું નામ બદલીને ધ નેશનલ આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું.
  • ગુજરાત રાજ્યમાં ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ ૧૯૮૮ માં ભરૂચ જિલ્લામાં વલસાડ અને વડોદરા જિલ્લામાં તેની શરૂઆત કરવામાં આવી હતી.
  • ૧૯૯૪ માં આખા રાજ્યમાં આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ છે.

IDD સેલનો મુખ્ય રોલ

  • આયોડિન ડેફિશિયન્સી લેબોરેટરીનું બંધારણ અને તેની દેખરેખ રાખવી.

હેલ્થ એજ્યુકેશન

  • પબ્લિસીટી સ્પોટ ટેસ્ટિંગ કીટ કે જેમાં મીઠાનું સ્થળ ચેક કરીને તેમાં આયોડીન યુક્ત મીઠું છે કે નહીં તે ચેક કરવામાં આવે છે.

Published
Categorized as ANM-HCM-FULL COURSE, Uncategorised