SY – ANM – HCM UNIT – 3 CO – ORDINATION-UPLOAD

યુનિટ – 3

કો – ઓર્ડિનેશન

ઇન્ટર સેક્ટોરીયલ કો-ઓર્ડીનેશન

  • કોર્ડીનેશન મતલબ કે સહકાર, એકબીજા સાથે મળીને સહકારથી કાર્ય કરે તેને આપણે ઇન્ટર સેક્ટોરલ કો ઓર્ડીનેશન કહીએ છીએ.
  • આરોગ્ય વિભાગમા માત્ર આરોગ્ય ખાતું એક જ કોમ્યુનીટીની સેવા ન કરી શકે એ માટે આરોગ્ય ખાતાએ બીજા બધા ખાતા સાથે પણ કો ઓર્ડીનેશન જાળવવાનું હોય છે,જેમ કે શિક્ષણ ખાતું ખેતીવાડી ખાતું સંદેશા વ્યવહાર, ઇલેટ્રિકસિટિ, પંચાયત, મ્યુનીસીપાલીટી, પાણી પુરવઠા ખાતું વગેરે.
  • ઉપર જણાવેલ તમામ ખાતાઓ આરોગ્યની કામગીરીમાં મદદ રૂપ થાય છે, તથા આરોગ્ય વિભાગમાં પણ જુદા જુદા વિભાગના કર્મચારીના સહકારથી જે તે કામગીરીમાં મદદ લેવામાં આવે છે જેમાં મેડીકલ અને પેરા મેડીકલ બન્નેનો સમાવેશ થાય છે.

પી.એચ.સી ની હેલ્થ ટીમ

  • ૧. મેડીકલ ઓફીસર
  • ૨. આયુષ ડોક્ટર
  • 3. ફીમેલ હેલ્થ સુપરવાઇઝર
  • ૪. મેલ હેલ્થ સુપરવાઇઝર
  • ૫. ફાર્માસીસ્ટ
  • ૬. લેબોરેટરી ટેક્નીશિયન
  • ૭. સ્ટાફ નર્સ
  • ૮. આશા ફેસીલીટર
  • ૯. મહીલા મંડળ
  • ૧૦. લોકલ લીડર
  • ૧૧. ડ્રાઈવર
  • ૧૨. પ્યુન

૧.મેડીકલ ઓફીસર

  • જે ટીમ લીડર તરીકેનું કાર્યભાર સંભાળે છે. આખી આરોગ્યની ટીમને લીડ કરે છે, જેમાં ટીમ મેમ્બર્સને કરવાના કામોની માહીતી પુરી પાડે છે.પી.એચ.સી માં આવતા બધાજ સબ સેન્ટરનું સુપરવીઝન કરી છે.ઓ.પી.ડી.મા આવતા લાભાર્થીનું મેડીકલ ચેક
  • અપ કરે છે તથા સમયે સમયે નવા આવતા આરોગ્ય કાર્યક્રમો વિશે ટીમ ના સભ્યો ને તાલીમ અને માર્ગ દર્શન આપે છે.

૨.આયુષ ડોક્ટર

  • આયુષ ડોકટર ને જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જે તે મેડીકલ ઓફીસરના માર્ગદર્શન હેઠળ જે પણ કામ સોંપવામાં આવે તે જવાબદારી પુર્વક નિભાવે છે.મેડિકલ ઓફીસર તરીકેની જ જવાબદારી મોટા ભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે આયુષ ડોક્ટર નિભાવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંચાલનની જવાબદારી તથા આર.સી.એચ, એન.આર.એચ.એમ તથ બીજા નેશનલ પ્રોગ્રામની જવાબદારી આયુષ ડોક્ટરની થાય છે.

૩.ફીમેલ હેલ્થ સુપરવાઇઝર

  • પોતાના હેઠળમાં આવતી ફીમેલ હેલ્થ વર્કરના તમામ કાર્યોનું સુપરવીઝન કરે છે, રસીકરણના દીવસે સેન્ટર પર રસી(વેક્સિન) પહોંચાડે છે, પોતાના વર્કરોને ટ્રેનીંગ આપે છે અને પીરીયોડીકલ મીટીંગ ગોઠવે છે અને તેમના પ્રશ્નોને હલ કરે છે. માસિક, ત્રિમાસિક, છ માસિક,અને વાર્ષિક મીટીંગ લે છે. આરોગ્ય અધિકારી તેમજ કર્મચારી વચ્ચે કડી તરીકેની કામગીરી બજાવે છે.

૪.મેલ હેલ્થ સુપેરવાઇઝર

  • મેલ હેલ્થ વર્કરના તમામ કાર્યોનું સુપરવીઝન કરે છે અને તેમના દ્વારા થતી પોરાનાશક કામગીરીમાં દવાનો છંટકાવ કરવામાં મદદ તાલીમ તથા મીટિંગનું આયોજન અને પ્રશ્નોને હલ કરે છે. સંક્રામક અમે બીનસંક્રામક રોગો માટેની કામગીરી જેવી કે વેકસીન આપવું,નોટીફિકેશન કરવું,કેમ્પ કરવા,જેમાં પીપીપી ધોરણે ટ્રસ્ટ અને સરકારી હોસ્પીટલના સંયોજન સાથે લોકોને જાણકારી તથા યોગા જેવા કેમ્પ પણ કરે છે.

૫.ઓપ્થલમીક આસીસ્ટન્ટ

  • શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની આંખોની તપાસ તથા ચશ્મા વિતરણનું કાર્ય કરે છે અને ઓ.પી.ડી. માં પણ આંખોની તપાસ કરે છે.

૬.ફાર્માસીસ્ટ

  • પી.એચ.સી લેવલે તમામ પ્રકાર ની જરૂરી દવાઓ પુરી પાડે છે, આઇ.એલ.આર અને ડીપ ફ્રીજ નું ટેમ્પ્રેચર મેન્ટેન કરે છે તથા રેકોર્ડ કરે છે. ઓક્સિજન ની જાળવણી તથા તમામ પ્રકાર ની દવાઓ નો રેકોર્ડ રીપોર્ટ રાખે છે, અને ડોક્ટર ઓર્ડર મુજબ દવાઓ આપે છે.કોલ્ડ ચેઈનની જાણવણી કરવી.મોનીટરીંગ કરવું તથા ફેમિલી પ્લાનિંગની કામગીરી સાથે તમામ નેશનલ હેલ્થ પ્રોગ્રામની કામગીરીમાં મદદ કરે છે.ઈમરજન્સી ડ્રગ્સ તેના મુખ્ય સ્ટોર પરથી લાવવા, તેનો નિભાવ ખર્ચ નિભાવવો તથા મેડીસીન રજીસ્ટર નિભાવે છે.

૭.લેબોરેટરી ટેક્નીશિયન

  • તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ કે જે પી.એચ.સી લેવલે કરવામાં આવે છે તે તમામ કરે છે,જેવા કે એમ.પી.એચ.બી,બ્લડ ગ્રુપ,યુ.પી.ટી., યુરીન સુગર, યુરીન આબ્લ્યુમીન, વગેરે તેમજ પાયાની સેવાઓ પુરી પાડે છે.મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળના તમામ ટેસ્ટ પ્રા.આ.કેન્દ્ર પર કરે છે તથા સરકાર દ્વારા મળતી તમામ માહિતીનું લોકોને યોગ્ય રીતે જાણકારી આપે છે.

૮.મેલ હેલ્થ વર્કર

  • એમ.પી. સ્લાઇડ લે છે,હોમ વીઝીટ કરે છે, નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં સક્રીય ભાગ લે છે,ફેમીલી પ્લાનીગ પ્રોગ્રામમાં મદદ કરે છે.લોકોને નાની મોટી બીમારીઓમાં સારવાર આપે છે, શાળા આરોગ્ય કાર્યક્રમમાં ભાગ લે છે, નાની મોટી શિબીરનું આયોજન કરે છે તથા તેનો રેકોર્ડ રાખે છે.ક્લોરીનેશન ની કામગીરી કરે છે તેમજ સંદર્ભ સેવાઓ પુરી પાડે છે.

૯.મહીલા મંડળ

  • ગામડાની અંદર મહિલા મંડળની સ્થાપના કરેલ હોય છે,જેની અંદર ભણેલી મહિલા અને ઉદ્યમી મહિલાઓનો સમાવેશ થાય છે કે જેઓ બીજી જરૂરીયાત વાળી મહિલાઓને આર્થીક સહાય મળી રહે તે માટે કાર્યરત હોય છે.

૧૦.લોકલ લીડર

  • એવા લોકો કે જેઓ કોઈપણ પરિસ્થિતીમાં જાતે લીડર બની લોકોને સહાયભુત બનતા હોય છે,જેને આપણે જન્મજાત લીડર પણ કહી શકીએ.દા.ત. સમાજમાં આગળ પડતી વ્યક્તિ- સમાજસેવક, શિક્ષક, સ્વૈચ્છિક સંસ્થા નો સભ્ય વગેરે.

કોઓર્ડીનેશન વીથ સ્કુલ ટીચર્સ, આશા,આંગણવાડી વર્કસ અને પંચાયત

સ્કુલ ટીચર્સ

  • આરોગ્યના કાર્યક્રોમોને સફળ બનાવવા માં શાળાઓનો પણ ધણો અગત્યનો ભાગ છે, એ.એન.એમ એ પોતાના વિસ્તારમાં આવતી તમાંમ શાળાઓ ની મહીનામાં એક વખત મુલાકાત લે છે, જેથી શાળાના બાળકોમાં શારિરીક તેમજ માનસીક તદુંરસ્તી જાળવી શકાય છે, અને શિક્ષકોને આરોગ્ય શિક્ષણ આપીને હેલ્થ કેર આપવામાં મદદ થાય છે.

આથી આ રીતે શિક્ષકો આરોગ્યના કાર્યક્રમમાં નીચે પ્રમાણે મદદ રૂપ થાય છે.

મધ્યાહન ભોજન કાર્યક્રમ :

  • આ કાર્યક્રમ દ્વારા શાળાના બાળકોને પોષણ આપવામાં આવે છે જેનાથી બાળકોની તદુંરસ્તી જળવાય છે.
  • શાળા આરોગ્ય કાર્યક્રમ દ્વારા શિક્ષકો પોતાના વર્ગોના વિદ્યાર્થીઓને આરોગ્ય તપાસ માટે તૈયાર કરે છે.
  • તપાસ દરમ્યાન બાળકોને કોઇ પણ તકલીફ જણાય તો તેના વિશે શિક્ષકોને જણાવે છે, અને શિક્ષકો તેમને શાળામાં રહેલ ફર્સ્ટ એઇડ બોક્ષમાંથી સારવાર આપે છે.
  • ગામમાં ઉદભવતા કેટલાક પ્રશ્નો જેવા કે અસ્વચ્છતા, પ્રદુષણ,ગટર સમસ્યા વગેરે વિશે શાળાના બાળકોનો સાથ મેળવીને ગામમાં રેલીનું આયોજન કરે છે અને આ રીતે ગામના પ્રશ્નો ઉકેલવામાં પણ તેઓ મદદે આવે છે. આ રીતે અહી પણ શિક્ષકોનું ઘણું જ યોગદાન રહે છે.
  • શિક્ષકો તથા બાળકો દ્વારા નાટક, પ્રદર્શનો વગેરે દ્વારા લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ છે.
  • સ્કુલ શિક્ષકોને ફસ્ટ એઈડની તાલીમ આપવામાં આવે છે ઉપરાંત અવાર- નવાર પોતાના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ પણ કરે છે.
  • ઉપર મુજબ ગ્રામ પંચાયત તેમજ શાળાના શિક્ષકો આરોગ્ય કાર્યક્રમમાં ખુબ જ સહકાર આપે છે.

આશા

  • આશા એ ગ્રામ્ય લેવલે લોકોના આરોગ્યના સુધારા માટે કાર્ય કરતી એક વ્યક્તિ છે કે જે ગામની જ હોય છે, આશા એટલે કે એક્રીડીટેડ સોશ્યલ હેલ્થ એક્ટીવીસ્ટ. આશાએ લોકોની માંદગીમા તેમજ માતા અને બાળકની કાળજી લેવાની હોય તે એફ.એચ.ડબ્લ્યુ. અને લાભાર્થી વચ્ચે ક્ડી રૂપ તરીકેનું કાર્ય કરે છે.

આશાની આઠ ફરજો

  • ગામના લોકોને જાણવું.
  • ગ્રામ્ય આરોગ્ય યોજનામાં ભાગ લેવો અને મદદ કરવી.
  • વિચાર વીનીમય દ્વારા આરોગ્ય વર્તણુંકમાં ફેરફાર કરાવવો.
  • આંગણવાડી કાર્યકર, તાલીમ પામેલ દાયણ,એફ.એચ.ડબ્લ્યુ, અને પ્રાથમીક આરોગ્ય કાર્યકર સાથે જોડાણ રાખી તેમને લોકોના આરોગ્ય સુધારા માટે મદદ કરવી.
  • સંમપરામર્શ કરવો.
  • લાભાર્થીઓને દવાખાને મોકલવા.
  • પ્રાથમીક તબીબી સેવાઓમાં પ્રાથમીક સારવાર આપવી.
  • સામાન્ય માંદગીમાં ઘરગથ્થુ ઉપચાર બતાવવા અને જો ના મટે તો રિફર કરવા.ગંભીર માંદગી ઓળખવી અને તાત્કાલીક રિફર કરવા અમુક દવાઓ નો જથ્થો તમારી પાસે રાખવો અને ડેપોહોલ્ડર તરીકેનું કામ કરવું તથા જે કામગીરી કરી છે તેની નોંધ રાખવી અને અહેવાલ લખવો.

આંગણવાડી વર્કર

  • તે એક હજારની વસ્તી એ હોય છે, ગામની આંગણવાડીએ તેવી જગ્યા છે જ્યા છ વર્ષ સુધીના બાળકો ત્રણ થી ચાર ક્લાક માટે એકઠા થાય છે. અને ત્યા આવી પૂર્વ પ્રાથમિક શિક્ષણને લગતી જુદી જુદી પ્રવૃતી શીખે છે.
  • આંગણવાડી કાર્યકરે દર મહીને બાળકોનું વજન કરવું અને ચાર્ટમાં નોંધ લેવી.
  • બાળકના વજનમાં વધારો ન થતો હોય કે ઘટાડો થતો હોય તેવા બાળકને સબસેન્ટરમાં કે એફ.એચ.ડબ્લ્યુ. બેન ની મદદ થી વજન વધે તેવા પ્રયત્નો કરવા.
  • બાળકોને પુરક પોષણ પુરૂ પાડવું.
  • સગર્ભા માતાને પણ પુરક પોષણ પુરો પાડવું.
  • બાળકોને પુર્વ પ્રાથમીક શિક્ષણ આપવામાં સહાયભુત થવું.વાર્તાઓ, ચિત્રો,ગીતો વગેરેના માધ્યમથી.
  • સ્વાસ્થપ્રદ ખોરાક બનાવવાની માતાઓને સલાહ આપવી.
  • આંગણવાડી વર્કર બાળકોની નિયમીત આરોગ્ય તપાસ કરાવે.
  • બાળકોને રસીકરણમાં મદદ કરે છે.
  • જન્મ અને મરણની ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવે છે.
  • આંગણવાડી તેડાગરની મદદથી કુપોષણ સમય સર ઓળખી તેનાથી પીડાતા બાળકોને મદદ કરે અને ખોરાક વિશે આરોગ્ય શિક્ષણ આપે છે.

ગ્રામ પંચાયત

  • જે ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે,જે ભારતની પંચાયતી રાજ પધ્ધતીનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે, અહિં તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, સરપંચને અન્ય ગ્રામ પંચાયત સભ્યોની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહિં થી કરવામાં આવે છે.

માળખુ

  • સરપંચ એ ગ્રામ પંચાયતના મુખ્યા ગણાય છે. ગ્રામ પંચાયત ની ચુંટણીમાથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ તથા સભ્યો પાચ વર્ષ માટે ચુંટાય છે, ગ્રામ પંચાયત સાતથી સત્તર સભ્યોની બનેલી હોય છે.જેમાં એક સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી પણ હોય છે. જેમાં પંચાયતનો હીસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

કાર્યો

  • ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ,ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખું તથા વિકાસ ની જવાબદારી પંચાયતની હોય છે,ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ પંચાયત મારફતે આપવામાં આવે છે.

જેવી કે,

  • ૧. સમ્પુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના.
  • ૨. ખાસ રોજગાર યોજના.
  • ૩. ઇંદીરા આવાસ યોજના.
  • ૪. ગ્રામીણ સ્વચ્છતાયોજના.
  • ૫. ગોકુળ ગ્રામ યોજના.
  • ૬. સુવર્ણ જયંતિ ગામ સ્વરોજગાર યોજના
  • ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમય ગાળા દરમ્યાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતા પ્રશ્નો તાત્કાલીક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.ગ્રામ સભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ, વગેરેની હાજરી રહે છે.

રોલ ઓફ NGO’S (નોન ગર્વનમેન્ટલ ઓર્ગેનાઇઝેશન) ઇન હેલ્થ સર્વિસીસ એન્ડ કો – ઓર્ડિનેશન વીથ ગર્વનમેન્ટ ડિપાર્ટમેન્ટ

  • નોન ગર્વનમેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે બીન સરકારી સંસ્થા એ રાજ્ય સરકાર સાથે નોંધણી થયેલ હોય છે,જે રાજ્યના સરકારી વિભાગો સાથે સંકલન કરીને ભારત દેશમાં વિવિધ આરોગ્ય કાર્યક્રમોને કાર્યાન્વિત કરવામાં મહત્વની ભુમીકા ભજવે છે.
  • રાજ્ય સરકારના સહકારથી તથા ગ્રાંટ અને ફંડની મદદ દ્વારા વિવિધ આરોગ્ય પ્રોગ્રામ ચલાવે છે, અને હેતુઓ અને લક્ષ્યોને પ્રાપ્ત કરવામા મદદ કરે છે. આરોગ્ય સેવાઓમાં સુવિધાઓ પણ પુરી પાડે છે.

NGO ની ભુમિકા

૧.આરોગ્ય જરૂરીયાતો પુરી કરે છે

  • કોમ્યુનીટીના લોકોની આરોગ્ય જરૂરીયાતો પુરી કરે છે અને સારી માળખાકીય આરોગ્ય જરૂરીયાતો પુરી પાડે છે.

૨.આરોગ્ય પ્રોગ્રામ ચલાવવા

  • સરકાર દ્વારા ચાલતા આરોગ્ય પ્રોગ્રામને અસરકારક રીતે ચલાવવામાં મદદ કરે છે.

૩.હેલ્થ પ્રોગ્રામ ને ફંડ, ગ્રાંટ અને રીસોર્સીસ પુરા પાડવા.

  • NGO – સરકાર દ્વારા ચાલતા હેલ્થ પ્રોગ્રામમાં ફંડ,ગ્રાંટ અને રીસોર્સીસ પુરા પાડે છે,જેથી અસરકારક રીતે પરીણામ મેળવવામાં મદદ કરે છે.

૪.આરોગ્ય શિક્ષણ અને ટ્રેનિંગ

  • આરોગ્ય શિક્ષણ અને ટ્રેનિંગ આપે છે. કોમ્યુનીટીના લોકોને પ્રિવેન્ટીવ એન્ડ પ્રમોટીવ કેર તથા રીહેબીલીટી માટે આરોગ્ય શિક્ષણ પુરૂ પાડે છે. તથા હેલ્થ વર્કરને આરોગ્યને લગતી તાલીમ આપે છે જેથી લોકોને સારામાં સારી આરોગ્ય સેવાઓ આપી શકાય

૫.હેલ્થ કેમ્પ

  • હેલ્થ કેમ્પનું આયોજન કરે છે અને માસ એજ્યુકેશન પુરૂ પાડે છે-વિવિધ હેલ્થ કેમ્પસ નું આયોજન કરે છે જેવાકે સર્જરી,કેમ્પ,આઇ કેમ્પ,સ્ત્રી રોગ તપાસ કેમ્પ,વગેરે જેમાં કેમ્પનું આયોજન કરે છે અને આરોગ્ય સુવીધાઓ જેવી કે દવાઓ, સાધનો વગેરે પુરા પાડે છે. કોમ્યુનીટીમાં એક સાથે બધાને એઠાં કરી મોટા સમુદાયમાં માસ એજ્યુકેશન આપવાનું કાર્ય કરે છે.

૬.ગૃપ પ્લાનીંગ

  • સરકારના આરોગ્ય ડિપાર્ટમેન્ટ તથા બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને ગૃપ પ્લાનીંગનું આયોજન કરે છે, અને એક બીજા સાથે સહીયારા પ્રયત્નોથી આરોગ્ય ટીમ તરીકે કાર્ય કરી લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે.

૭.ઇવાલ્યુટીંગ ધ પ્રોગ્રામ

  • આરોગ્ય પ્રોગ્રામમાં મળેલ પરીણામોનું મુલ્યાંકન કરે છે,હેલ્થ પ્રોગ્રામ્સ કેટલા અસરકારક નીવડ્યા તેનું પૃથક્કરણ કરે છે અને તેના હેતુંઓ, લક્ષ્યો સિધ્ધ કરવામાં મદદ કરે છે.

Published
Categorized as ANM-HCM-FULL COURSE, Uncategorised