યુનિટ – 2
સ્ટોકની જાળવણી
પ્રસ્તાવના
- સબ સેન્ટરની વિશ્વસનિયતા ત્યાં મૌજૂદ સ્ટાફ અને બીજી સુવિધાઓ પર નિર્ભર કરે છે, સુવિધાઓમાં દવા અને ત્યાનાં નિદાન કરવાના ઉપકરણો સામેલ છે. સબ સેંટર પર અપાતી દરેક સુવિધા કે જે એ ઉપકરણો અને દવાઓ વગર શક્ય નથી, એટલે જ સબ સેંટર પર દવાઓનો સ્ટોક અને ઉપકરણો હોવા ખુબજ જરૂરી છે. ખાલી સ્ટોક અને સાધનો હોવા જ જરૂરી નથી એની સાથે તેનો બરાબર સદઉપયોગ પણ થવો જરૂરી છે.
મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય/ ડ્રગ્સ /ઇક્વીપમેન્ટ/સ્ટોક/ઇન્ડેટીંગ
એસેન્સીયલ મેડિસીન લીસ્ટ ફોર સબ સેન્ટર
સપ્લાય એન્ડ ઇક્વીપમેન્ટ
વસ્તીની જરૂરીયાત પ્રમાણે ઇન્ડેન્ટની ગણતરી :
વાર્ષિક આયોજન તૈયાર કરવા માટેની સામાન્ય સૂચનાઓ :
- વાર્ષિક આયોજન કે અંદાજો નક્કી કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો ?
- પેટા આરોગ્ય કેન્દ્રમાં આવતા ગામોની સંખ્યા અને તેની વસ્તી
- લાયક દંપતિઓની સંખ્યા (જેતે વર્ષની ૧ લી એપ્રિલ) રોજ સર્વે દ્વારા મેળવેલ હોય તે
- જે તે વર્ષની ૧ લી એપ્રિલના રોજ અંદાજીત વસ્તી
- પૂર્વ પ્રસુતિ નોંધણી એ.એન.સી.- વસ્તી x જન્મદર/૧૦૦૦ + ૧૦% બગાડ
- પ્રસુતિની નોંધણીની સંખ્યા : વસ્તી x જન્મદર/૧૦૦૦
- જોખમી પ્રસુતિ એ.એન.સી. ના ૧૫% (અંદાજીત)
- એનીમિયા વાળી સગર્ભા માતા. એ.એન.સી.ના ૫૦%
(અંદાજીત)
- જોખમી નવજાત શિશુની સંખ્યા… કુલ જીવિત જન્મોના ૧૦% (અંદાજીત)
- ત્રણ વર્ષથી નાની વયના બાળકોની સંખ્યા કુલ વસ્તીના ૮% (અંદાજીત)
- પાંચ વર્ષથી નાની વયના બાળકોની સંખ્યા કુલ વસ્તીના ૧૩% (અંદાજીત)
- આર.ટી.આઈ./એસ.ટી.આઈ.૨૦ થી ૫૦ % સ્ત્રી/પુરુષ
- ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વસ્તી ગણતરી કરવી.
- માહિતીમાં એક દમ વધારો કે ઘટાડો ન થઇ જાય તે જોવું.
- અંદાજીત જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો જે અગાઉના વર્ષ કરતા પ% થી ઓછી કે ૨૫% થી વધુ નથી ને તેની ખાતરી કરો. ૫% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે. અને ૨૫% કરતા વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે અને ચાલુ વર્ષની ખોટી આકારણી સૂચવે છે.
- જાતિનું યોગ્ય વિભાજન કરીને લખવું.
રસીકરણ સેશન માટેનું સુક્ષ્મ આયોજન કરો
રસીકરણ અંગેની માહિતી
- રસીકરણના અનુસંધાનમાં સબસેન્ટર માટેનું સુક્ષ્મ આયોજન જેમાં કામગીરીનું આયોજન અને રસી તથા જરૂરી સામગ્રીનો અંદાજ માટેનું આયોજન હોય છે. કામગીરીનું આયોજન સબસેન્ટરમાં ગોઠવવું જેમાં.
- લાભાર્થીઓ કોણ છે ?
- કઈ સેવા આપવામાં આવશે ?
- કોણ સેવાઓ આપશે ?
- ક્યાં અને કેવી સેવાઓ આપવામાં આવશે ?
- ક્યારે સેવાઓ આપવામાં આવશે?
રસીકરણ માટેની જગ્યાની પસંદગી
- રસીકરણ સેશન માટે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ?
- આંગણવાડી કાર્યકર, આશા, ટી.બી.એ., અન્ય સેવાઓ આપનારા તથા પંચાયતના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ સેશન માટેની જગ્યા નક્કી કરવી.
- આંગણવાડી કાર્યકર, આશા, ટી.બી.એ., અન્ય સેવાઓ આપનારા તથા પંચાયતના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ સેશન માટેની જગ્યા નક્કી કરવી.
- રસીકરણ સેશન માટેની જગ્યા સરકારી ઈમારત આંગણવાડી, સામાજિક કેન્દ્ર કે સ્કુલની પસંદગી કરવી. રસીકરણ સેશનની જગ્યા નજીક ગોઠવવી.
- રસીકરણ સેશનની જગ્યા અને સમય શક્ય હોય ત્યાં સુધી બદલવો નહિ.
દરેક સબસેન્ટર માટેના સેશનની સંખ્યાના અંદાજ માટેનું માર્ગદર્શન
- સેશનની સંખ્યાનો આધાર ઈન્જેકશનના કાર્યભાર પર રહેલો છે.
- દર ૨૫ થી ૫૦ ઈન્જેકશનના માટે એક સેશનનું આયોજન કરી શકાય.
- જો ૫૦ થી વધુ ઈન્જેકશન હોય તો બે સેશનનું આયોજન કરી શકાય.
- જો ૨૫ થી ઓછા ઈન્જેકશન હોય તો બે જગ્યાની સેશનનું સાથે આયોજન કરી શકાય.
સબસેન્ટરમાં સુક્ષ્મ આયોજન
પગલું-૧
- સબસેન્ટર વિસ્તારમાં આવતા તમામ ગામની યાદી બનાવો.
પગલું-૨
પગલું-૩
- અંદાજીત લાભાર્થીઓની સંખ્યા ગણવી.(બાળકો અને સગર્ભા માતાઓ )
રાષ્ટ્રીય રસીકરણ પત્રક
ઉદાહરણ સાથે સમજીએ
૫૦૦૦ની વસ્તીવાળા અને જેનો જન્મદર ૨૦ છે તેવા પુવાળા ગામના ૦ થી ૧ વર્ષના બાળકોની જરૂરીયાતોના અંદાજો નક્કી કરી એક વર્ષ માટેનું ઈંડેન્ટ તૈયાર કરો.
૦ થી ૧ વર્ષના બાળકોની જરૂરિયાત નીચે મુજબ હોય છે.
- ૧) બી.સી.જી. ની રસી
- ૨) હીપેટાઈટીસ-બી ની રસી
- ૩)ઓરલ પોલીઓ
- ૪) પેન્ટાવેલેન્ટ
- ૫) આઈ.પી.વી
- ૬)રોટા વાઈરસ
- ૭) મીઝલ્સ રસી
- ૮) વિટામીન-એ
- ૯) સિરિંજ નીડલ
- ૧૦) ટેબ.પેરસીટામોલ
- ૧૧) ટેબ. આલ્બેન્ડાઝોલ
- ૧૨) નાની ફેરી
- ૧૩) ઓ.આર.એસ
- ૧૪) ટેબલેટ કોટ્રાયમોક્ષાઝોલ
૧) બી.સી.જી. ની રસીના ડોઝની ગણતરી :
- બી.સી.જી. ના ડોઝ ની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ર
- = ૧૦૦ × ૨
- = ૨૦૦
- એટલે કે બી.સી.જી. ના ડોઝની સંખ્યા = ૨૦૦ ડોઝ
૨) હીપેટાઈટીસ-બી ની રસીના ડોઝની ગણતરી :
- હીપેટાઈટીસ-બી ના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૧ × ૧.૩૩
- = ૧૦૦ × ૧ × ૧.૩૩
- = ૧.૩૩
- હીપેટાઈટીસ-બીના ડોઝની સંખ્યા = ૧૩૩ ડોઝ
૩) ઓરલ પોલીઓ રસીના ડોઝની ગણતરી :
- ઓરલ પોલીઓ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૪ × ૧.૩૩
- = ૧૦૦ × ૪ × ૧.૩૩
- = ૫૩૨
૪ ) પેન્ટાવેલેન્ટ રસીના ડોઝની ગણતરી :
- પેન્ટાવેલેન્ટ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૩ × ૧.૩૩
- = ૧૦૦ × ૩ × ૧.૩૩
- = ૩૯૯
૫ ) આઈ.પી.વી રસીના ડોઝની ગણતરી :
- આઈ.પી.વી રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૨ × ૧.૩૩
- = ૧૦૦ × ૨ × ૧.૩૩
- = ૨૬૬
- પેન્ટાવેલેન્ટ રસીના ડોઝની સંખ્યા = ૨૬૬ ડોઝ
૬) રોટા વાયરસ રસીના ડોઝની ગણતરી :
- રોટા વાયરસ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૩ × ૨
- = ૧૦૦ × ૩ × ૨
- = ૬૦૦
- રોટા વાયરસ રસીના ડોઝની સંખ્યા = ૬૦૦ ડોઝ
૭) એમ.આર.રસીના ડોઝની ગણતરી :
- ઓરી (મીઝલ્સ) રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૨
- = ૧૦૦ × ૨
- = ૨००
- ઓરી (મીઝલ્સ) રસીના ડોઝની સંખ્યા = ૨૦૦ ડોઝ
૮) વિટામીન-એ ના ડોઝની ગણતરી :
- વિટામીન-એ રસીના ડોઝની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૨
- = ૧૦૦ × ૨
- = ૨૦૦
- વિટામીન -એ રસીના ડોઝની સંખ્યા : ૨૦૦ ડોઝ
૯ ) સિરીંજ નીડલની સંખ્યાની ગણતરી :
- સિરીજ નીડલની સંખ્યાની = લાભાર્થીની સંખ્યા × ૮ × ૧.૩૩
- = ૧૦૦ × ૮ × ૧.૩૩
- = ૧૦૬૪
- સિરીંજ નીડલની સંખ્યા = ૧૦૬૪ નંગ
૧૦ ) ટેબ પેરાસીટામોલની ગણતરી :
- ટેબ. પેરાસીટામોલની સંખ્યા = ઈન્જેકશનની સંખ્યા તથા અન્ય જરૂરીયાત મુજબ
૧૧) ટેબ નાની ફેરીની સંખ્યાની ગણતરી :
- ટેબ નાની ફેરીની સંખ્યાની ગણતરી = લાભાર્થીની સંખ્યા × ૧૦૦
- = ૧૦૦ × ૧૦૦
- = ૧૦,૦૦૦
- ટેબ નાની ફેરી ની સંખ્યાની ગણતરી = ૧૦,૦૦૦ નંગ
૧૨ ) ટેબ આલ્બેન્ડાઝોલની સંખ્યાની ગણતરી :
- ટેબ આલ્બેન્ડાઝોલની સંખ્યાની ગણતરી = લાભાર્થીની સંખ્યા × ૧
- = ૧૦૦ ×૧
- = ૧૦૦ નંગ
- ટેબ. આલ્બેન્ડાઝોલની સંખ્યાની ગણતરી
૧૩) ઓ.આર.એસ પેકેટની સંખ્યાની ગણતરી :
- (એક વર્ષમાં બાળકને સરેરાશ ત્રણ વખત ઝાડા થઈ શકે છે. )
- ઝાડાના કેસોની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૧ × ૩
- =૧૦૦ × ૧ × ૩
- =૩૦૦
- ૩૦૦ બાળકો માંથી ૧૦ % બાળકો એટલેકે ૩૦૦ ના ૧૦ % લેખે ૩૦ બાળકો આઈ.એમ.એન.સી.આઈ ના નિયમ મુજબ એક બાળકને સરેરાશ ૩ ઓ.આર.એસ પેકેટની જરૂર પડે છે.
- એટલે કે ૩૦ × ૩ = ૯૦ પેકેટ ઓ.આર.એસ
૧૪) ટેબ કોટ્રાયમેક્ષાઝોલની સંખ્યાની ગણતરી :
- (એક વર્ષમાં બાળકને સરેરાશ ત્રણ વખત શરદી ઉધરસ થઈ શકે છે.)
- શરદી ઉધરસના કેસોની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૧ × ૩
- = ૧०० × ૧ × ૩
- = ૩૦૦
- ૩૦૦ બાળકોમાંથી ૧૦ % બાળકો એટલે કે ૩૦૦ ના ૧૦ % લેખે ૩૦ બાળકોને ટેબ. કોટ્રાયમેક્ષાઝોલની જરૂર પડે છે. .
- આઈ.એમ.એન.સી.આઈ ના નિયમ મુજબ એક બાળકને સરેરાશ ૨૦ ગોળી કોટ્રાયમેક્ષાઝોલની જરૂર પડે છે.
- એટલે કે ૩૦ X ૨૦ = ૬૦૦ નંગ
નોંધ
- ૧)વાર્ષિક અંદાજોનુ ઈન્ડેટ કરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ને નિયત નમુનામાં સત્વરે મોકલવુ જોઇએ.
- ૨) સિરિંજ ઈન્ડંટ કરતી વખતે ૧૦ ml તથા ૫ ml જરૂરીયાત મુજબ ડીઝોલ્વ કરવા માટે ઈન્ડેટ કરવી.
- ૩) ડીઝોલ્વ કરવા માટેના વોટર ફોર ઈંજેક્શન કે નોર્મલ સલાઈન વેક્સીન વાઈલ સાથે જ હોય છે.
- ૪) ટેબલેટ કે સીરપ ને તેના મિલિગ્રામના આધારે ઈન્ડેટ કરવામાં આવે છે.
- ૫) ઓપન વાઈલ પોલિસીમાં ૧.૩૩ વેસ્ટેજ ફેક્ટર ગણવો. ઓપન વાઈલ પોલિસીમાં ન આવતા હોય તેને ડબલ ડોઝમાં મંગાવવા (દા.ત. બી.સી.જી,મીઝલ્સ, રોટા વાઈરસ રસી)
- ૬) રોટા વાઈરસ માટે અલગથી સાયટ્રેટ બાયકાર્બોનેટ ડાયલ્યુઅંટ, સીરીંજ અને એડેપ્ટર મંગાવવા.
૫૦૦૦ની વસ્તીવાળા અને જેનો જન્મદર ૨૦ છે તેવા પુવાળા ગામના સગર્ભા માતાની જરૂરીયાતોના અંદાજો નક્કી કરી એક વર્ષ માટેનુ ઈન્ડેન્ટ તૈયાર કરો.
સગર્ભામાતાની જરૂરીયાતો નીચે મુજબ હોય છે.
- ૧) મમતા કાર્ડ
- ૨) ઈન્જેક્શન ટી.ડી(ટીટેનસ ડીપ્થેરીયા)
- ૩) ટેબલેટ આર્યન ફોલિક એસીડ
- ૪) ટેબલેટ આલ્બેન્ડાઝોલ
- ૫) ટેબલેટ કેલ્શીયમ
- ૬) સીરીંજ નીડલ
સગર્ભા માતાની સંખ્યાની ગણતરી :
- સગર્ભા માતાની સંખ્યા = વસ્તી × જન્મદર/૧૦૦૦ +૧૦ % (બગાડ)
- = ૫૦૦૦ × ૨૦ /૧૦૦૦ + ૧૦ % (બગાડ)
- = ૧૦૦ + ૧૦ % (બગાડ)
- = ૧૦૦ + ૧૦
- = ૧૧૦
- લાભાર્થીની સંખ્યા = ૧૧૦
૧) મમતા કાર્ડની ગણતરી :
- મમતા કાર્ડની સંખ્યા = સગર્ભા માતાની સંખ્યા × ૧
- = ૧૧૦ × ૧
- = ૧૧૦
- મમતા કાર્ડની સંખ્યા -૧૧૦
૨) ઈન્જેક્શન ટી.ડી(ટીટેનસ ડીપ્થેરીયા) ના ડોઝની ગણતરી :
- ઈન્જેક્શન ટી.ડીના ડોઝની સંખ્યા = સગર્ભા માતાની સંખ્યા × ૨ × ૧.૩૩
- = ૧૧૦ × ૨ × ૧.૩૩
- = ૨૯૨.૬ એટલે કે ૨૯૩
- ઈન્જેક્શન ટી.ડી ના ડોઝની સંખ્યા : ૨૯૩ ડોઝ
૩) ટેબલેટ આર્યન ફોલિક એસીડની સંખ્યા ની ગણતરી :
- ટેબલેટ આર્યન ફોલિક એસીડની સંખ્યા = સગર્ભા માતાની સંખ્યા × ૩૬૫
- = ૧૧૦ × ૩૬૫
- = ૪૦૧૫૦
- ટેબલેટ આર્યન ફોલિક એસીડની સંખ્યા = ૪૦૧૫૦ ગોળી
૪) ટેબલેટ આલ્બેન્ડાઝોલની સંખ્યાની ગણતરી :
- ટેબલેટ આલ્બેન્ડાઝોલની સંખ્યા = સગર્ભા માતાની સંખ્યા × ૧
- = ૧૧૦ × ૧
- = ૧૧૦
- ટેબલેટ આલ્બેન્ડાઝોલની સંખ્યા = ૧૧૦ ગોળી
૫) ટેબલેટ કેલ્શીયમની સંખ્યાની ગણતરી :
- ટેબલેટ કેલ્શીયમની સંખ્યા = સગર્ભા માતાની સંખ્યા × ૧૦૦
- = ૧૧૦ × ૧૦૦
- = ૧૧૦૦૦
- ટેબલેટ કેલ્શીયમની સંખ્યા = ૧૧૦૦૦ ગોળી
૬) સીરીંજ નીડલની સંખ્યાની ગણતરી :
- સીરીંજ નીડલની સંખ્યા = સગર્ભા માતાની સંખ્યા × ૨૦ × ૧.૩૩
- = ૧૧૦ × ૨૦ × ૧.૩૩
- = ૨૯૨.૬ એટલે ૨૯૩
- સીરીંજ નીડલની સંખ્યા = ૨૯૩ નંગ
૫૦૦૦ની વસ્તીવાળા અને જેનો જન્મદર ૨૫ છે. ૫૦ ઇન્ફન્ટ મોર્ટાલીટી રેટ હોય તો તે વિસ્તારમાં ૫ વર્ષ સુધીના બાળકો માટે વિટામીન એ સોલ્યુશનની
વાર્ષિક જરૂરીયાતની ગણતરી કરો.
- વસ્તી – ૫૦૦૦
- જન્મદર – ૨૫
- આઈ.એમ.આર – ૫૦
કુલ બાળકોની સંખ્યા = વસ્તી × જન્મદર /૧૦૦૦
- = ૫૦૦૦ × ૨૫ / ૧૦૦૦
- = ૧૨૫ બાળકો
મૃત બાળકોની સંખ્યા
- = કુલ જીવીત બાળકો × મૃત્યુ દર /૧૦૦૦
- = ૧૨૫ × ૫૦ /૧૦૦૦
- = ૬.૨૫ એટલે કે ૬ બાળકો
જીવીત બાળકોની સંખ્યા = બાળકોની કુલ સંખ્યા – મૃત બાળકો
વિટામીન એ સોલ્યુશન
- = બાળકો × ૫ × 2
- = ૧૧૯ × ૫ × ૨
- = ૧૧૯૦ ડોઝ
જન્મદર ૨૦ નો હોય તો ૫૦૦૦ ની વસ્તી માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો.
- ૧) સગર્ભા માતાની સંખ્યા શોધો.
- ૨) ઈન્ફન્ટની સંખ્યા શોધો.
- ૩) એ.આર આઈ ની સંખ્યા શોધી ટેબ. કૉટ્રાયમોક્ષાઝોલની ગોળીની સંખ્યા શોધો.
- ૪) ત્રણ વર્ષ સુધીના બાળકોની સંખ્યા શોધો.
- ૫) પાંચ વર્ષ સુધીના બાળકોની સંખ્યા શોધો.
૧) સગર્ભા માતાની સંખ્યાની ગણતરી.
- સગર્ભા માતાની સંખ્યા = વસ્તી × જન્મદર / ૧૦૦૦ + ૧૦ % (બગાડ)
- ૫૦૦૦ × ૨૦ / ૧૦૦૦ + ૧૦ % (બગાડ)
- = ૧૦૦ + ૧૦ %
- = ૧૧૦
૨) ૦ થી ૧ વર્ષના બાળકોની સંખ્યાની ગણતરી :
- ૦ થી ૧ વર્ષના બાળકોની સંખ્યા = વસ્તી × જન્મદર /૧૦૦૦
- = ૫૦૦૦ × ૨૦ / ૧૦૦૦
- = ૧૦૦ બાળકો
૩) એ.આર.આઈ કેસોનીની સંખ્યાની ગણતરી :
- એ.આર.આઈ કેસોની સંખ્યા = લાભાર્થીની સંખ્યા × ૩
- 300 કેસો
ટેબ. કોટ્રાયમોક્ષાઝોલ ની ગોળીની સંખ્યા :
- ૩૦૦ બાળકો માંથી ૧૦ % બાળકો એટલે કે ૩૦૦ ના ૧૦ % લેખે ૩૦ બાળકોમા
- સરેરાશ ૨૦ ગોળી કોટ્રાયમોક્ષાઝોલની જરૂર પડે છે.
- એટલે કે = ૩૦ × ૨૦
- = ૬૦૦ નંગ
- ટેબ. કૉટ્રાયમોક્ષાઝોલ ની ગોળીની સંખ્યા = ૬૦૦ નંગ
૪) ત્રણ વર્ષ સુધીના બાળકોની સંખ્યાની ગણતરી :
- ત્રણ વર્ષ સુધીના બાળકોની સંખ્યા = કુલ વસ્તી × ૮ /૧૦૦
- = ૫૦૦૦ × ૮ / ૧૦૦
- = ૪૦૦ બાળકો
- ત્રણ વર્ષ સુધીના બાળકોની સંખ્યા = ૪૦૦ નંગ
૫) પાંચ વર્ષ સુધીના બાળકોની સંખ્યા = કુલ વસ્તી × ૧૩ /૧૦૦
- = ૫૦૦૦ × ૧૩ / ૧૦૦
- = ૬૫૦ બાળકો
- પાંચ વર્ષ સુધીના બાળકોની સંખ્યા = ૬૫૦ નંગ
સબ સેન્ટર પર દવાઓ રસીઓ તેમજ અન્ય પુરવઠાનું સંચાલન
દવાઓની અને અન્ય સાધનોની વ્યવસ્થા બાબતે ફીમેલ હેલ્થ વર્કરની જવાબદારીઓ
દવાઓની જાળવણીમાં FHSની જવાબદારીઓ નીચે મુજબ છે.
- ૧. દવાઓનો સ્ટોર રૂમ નર્સિંગ સ્ટેશનથી બિલકુલ નજીક હોવું જોઈએ.
- ૨. દવાઓ હંમેશા કપબોર્ડમાં રાખવી જોઈએ.
- ૩. દવાનું કબાટ ભેજવાળી જગ્યાએથી દૂર રાખવું જોઈએ.
- ૪. પૂરતી લાઈટની સગવડતા હોવી જોઈએ.
- ૫. બાજુમાં હાથ ધોવા માટેની સગવડતા હોવી જોઈએ.
- ૬. ઝેરી દવા માટે અલગ-અલગ બોર્ડ અલગ રાખવો જોઈએ. તેની પર ઝેરી દવાઓ એવું લાલ અક્ષરે લખવું.
- ૭. કપબોર્ડમાં દવાઓ આલ્ફાબેટીકલ ગોઠવેલી હોવી જોઈએ.
- ૮. દરેક દવાઓની બોટલ પર સારું લેબલ હોવું જોઈએ.
- ૯. ટેબલેટ, કેપ્સુલ અને લિકવિડ દવાઓ અલગ અલગ રાખવી જોઈએ.
- ૧૦. વધારાની હોય તો તે અંગેની જાણ સ્ટોરમાં કરવી જોઈએ.
- ૧૧. સ્પીરીટ, પેટ્રોલ, સેવલોન જેવી દવાઓ બહાર રાખવી જોઈએ.
- ૧૨. દરેક દવાઓના ઢાંકણ ચુસ્ત રીતે બંધ હોવા જોઈએ.
- ૧૩. દવાઓની બનાવટ તારીખ તથા વાપરવાની છેલ્લી તારીખ ખાસ જોવી જોઈએ.
- ૧૪. દવાઓ હંમેશા પહેલા આવેલી પહેલા વાપરવી તથા પછી આવેલી ત્યારબાદ વાપરવી.
- ૧૫. જો દવાનો રંગ બદલાઈ ગયેલ હોય તો અથવા કોઈ ફેરફાર જોવા મળે તો વાપરવી નહીં અને જે તે આરોગ્ય કેન્દ્રને જાણ કરવી કે પરત મોકલવી.
- ૧૬. મેળવેલ તમામ દવાઓનું આવક રજીસ્ટર તથા વપરાશ રજીસ્ટર બરાબર નિભાવવું અને દર 3 મહિને તેને વેરીફાઈ કરવું.
જરૂરી રસીઓનો અંદાજ કાઢવો.
રસીઓની જરૂરિયાતની અંદાજ કાઢવા અને ગણતરી કરતી સમયે નીચે જણાવેલ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.
- ૧. લાભાર્થીઓની સંખ્યા.
- ૨. દરેક રસીઓના ડોઝ.
- ૩. રસીઓનો વ્યય અને તેનો ગુણાકાર.
- ૪. સેશનની સંખ્યા.
- ૫. રસીઓના ડોઝ ડેમોગ્રાફિક ડેટા સાથે સરખાવવા.
એફ.એચ.એસ.(ફિમેલ હેલ્થ સુપર વાઇઝર) તથા તબીબી અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ આખરી ઓપ આપવો.
સ્ટોક રજીસ્ટર
- દરેક રજીસ્ટરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેળવેલ જથ્થો અને મળ્યાની તારીખ તેમજ વપરાશની નોંધ કરવી અને માસના અંતે ભૌતિક ચકાસણી કરી અધિકારીની સહી લેવી.
શીત શૃંખલા
શીત શૃંખલા એટલે શુ?
- શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ર સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોંચાડવાની પધ્ધતીને શીત શૃંખલા કહેવાય છે.
શીત શૃંખલાની જાણવણી માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
- રસીઓ ઉત્પાદક સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટથી વિભાગીય અને જિલ્લા તથા આરોગ્ય કેન્દ્રએ મોકલતી વખતે તેનુ તાપમાન ૨ સે. થી ૮ સે. જળવાઈ રહેવું જોઈએ.
- રેફ્રીજરેટરમાં ડાયલ થર્મોમીટર હોવું જરૂરી છે અને દિવસમાં એક વખત તાપમાન માપીને નોંધ કરવી જોઈએ.
- જથ્થો હંમેશા જરૂરીયાત મુજબ જ મંગાવવો જોઈએ.એક માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો જોઈએ નહિ.
- રસીઓનુ પરિવહન જ્યારે એક કેન્દ્ર થી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનુ ખાસ ધ્યાન રાખવું.
- રસીકરણ બેઠક દરમ્યાનનું તાપમાન જાળવવા રસી એક વખત બહાર કાઢયા બાદ બરફના વાટકામાં મૂકો વારંવાર વેસિનકેરિયરને ખોલબંધ કરવું નહી.
- જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ ઓગાળો એક વખત ઓગળેલી રસીનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
- રસીઓની સંવેદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેનાથી જવા પર રહેલો હોય છે. ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેદનશીલ હોય છે જ્યારે અમુક પ્રકારની થીજી જાય તો બગડી જાય છે.
જેમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાયછે.
ગરમી અને સૂર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સિટિવ રસીઓ
- બી.સી.જી.
- ઓ.પી.વી
- એમ.આર
- રોટા
ફ્રીજ એટલે કે જામી જવાથી સેન્સિટિવ બનતી રસીઓ
- પેન્ટાવેલેન્ટ
- હિપેટાઇટિસ બી
- ડીપ્થેરિયા, ટીટેનસ
- ટીટેનસ ટોકસોઈડ
રસીઓ બગડવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે ?
- હિટ ડેમેજ એટલે કે ગરમીના લીધે.
- આમાં જો તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસથી વધી જાય તો રસીઓ બગડી જાય છે.
- સીધા સૂર્યપ્રકાશમાં સંપર્કમાં આવવાથી ૪ કલાક બાદ બગડી જાય છે.
- વારંવાર આઇ.એલ.આર ખોલ બંધ કરવાથી.
- ફ્રીજ ડેમેજ થઈ જવાને લીધે.
- કોલ્ડ ચેઈનના સાધનો બરાબર કામ ન કરતા હોય ત્યારે.
- રસીઓની જાળવણીનું અપૂરતું જ્ઞાન હોય ત્યારે.
શીત શૃંખલા માટેના સાધનો
શીતશૃંખલા માટેના સાધનો નીચે મુજબના હોય છે.
૧.ઇલેક્ટ્રિકલ
- ડીપફ્રીઝર
- આઈ.એલ.આર.
- ડોમેસ્ટિક રેફ્રિજરેટર
૨.નોનઇલેક્ટ્રિકલ
- કોલ્ડ બોક્ષ
- વેકિસન કેરિયર
- આઈસ પેક
- થરમોસ
૩.અન્ય
- વેક્સીન વાન
- કોલ્ડ સ્ટોરેજ
ડીપફ્રીઝર
- આમાં આઈસ પેક થીજવામાં આવે છે.
- આમાં તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સિયસ થી ૨૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે.
- તે નાની અને મોટી બે સાઇઝમાં હોય છે.
- મોટી સાઈઝના ડીપ ફ્રીઝરમાં ૨૦૦ આઈસ પેક એક સાથે થીજવી શકાય છે.
- નાની સાઈઝના ડીપ ફ્રીઝરમાં ૧૦૦ જેટલા આઈસ પેક એક સાથે થીજવી શકાય છે.
- આકસ્મિક સંજોગોમાં ઇલેક્ટ્રિક પાવર જાય તો પણ ૧૨ થી ૧૮ કલાક સુધી કામ આપે છે.
- અંદરના ભાગે તાપમાન માપવા માટે થર્મોમીટર હોય છે.
આઈ.એલ.આર. (આઇસલેન્ડ રેફ્રિજરેટર)
- તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ હોય છે.
- તેમાં મોટા જથ્થામાં રસીઓની જાળવણી કરવામાં આવે છે.
- તેમાં તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી ૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જાળવી શકાય છે.
- ગુણવત્તા સભર રસીઓ જાળવવા માટેનો ઉત્તમ સાધન છે.
- આકસ્મિક સંજોગોમાં ઇલેક્ટ્રિક પાવર જાય તો ચોવીસ કલાક કામ આપે છે.
- તેમાં તાપમાન માપવા માટે ડાયલ થર્મોમીટર હોય છે.
- તેમાં રસીઓ રાખવા માટે કેબિનેટ હોય છે.
- રસીઓ ઓગાડવા માટે વપરાતા પ્રવાહીઓ સેશનના ૨૪ કલાક પહેલા મુકવામાં આવે છે.
- રસીઓના બે બોક્સની વચ્ચે જગ્યા રાખવી જોઈએ.
ડોમેસ્ટિક રેફ્રિજરેટર
- આમાં પણ ચાર કલાક સુધી ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી શકાય છે.
- રસીઓની જાળવણી માટે હિતાવહ નથી પણ આકસ્મિક સંજોગોમાં ઉપયોગ કરી શકાય.
વેક્સિન વાન
- આ વ્યક્તિને યોગ્ય તાપમાને ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરે છે.
- વાહનનો પાછળનો ભાગ કોલ્ડ સ્ટોરેજમાં હોય છે.
- એક સાથે એક જ સમયે ૬ થી ૧૦ લાખ જેટલા રસીઓના ડોઝનો જથ્થો લઈ જઈ શકાય છે.
- એરપોર્ટથી કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
કોલ્ડ બોક્ષ
- ઇન્સ્યુલેટર બોક્સ હોય છે.
- તેનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન અને આકસ્મિક સંજોગોમાં રસીઓની જાળવણીમાં થાય છે.
- નીચેની સાઈડમાં આઈસ પેક ગોઠવવામાં આવે છે અને રસીઓને પ્લાસ્ટિક બેગમાં રાખી મુકવામાં આવે છે.
- કોલ્ડ બોક્ષમાં થર્મોમીટર રાખવામાં આવે છે.
- પેન્ટાવેલેન્ટ, ટી.ટી, હિપેટાઇટિસ-બી ક્યારે સીધા સંપર્કમાં આવે તો તે રીતે મુકવા નહી.
- કોલ્ડ બોક્ષ પર ક્યારે વજન મુકવું નહી
- કોલ્ડ બોક્ષ બિનજરૂરી બંધ કરવું નહી.
વેક્સિન કેરિયર
- આ એક પેટી જેવું સાધન છે.
- તેમા ચાર આઈસ પેક રાખવામાં આવે છે.
- આમાં રસીઓને ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ સુધી.
- જો ખોલવામાં ન આવે તો બાર કલાક સુધી જાળવી શકાય છે.
- ચારેબાજુ આઈસપેક મૂકી વચ્ચે પ્લાસ્ટિક બેગમાં રસીઓ રાખવામાં આવે છે.
- આમાં ૧૬ થી ૨૦ વાયલ જેટલા રાખી શકાય છે.
- ક્યારેય ઉપર બેસવું નહી.
- હંમેશા સૂર્યપ્રકાશથી દૂર અને છાયાવાળી જગ્યાએ રાખો.
- સેશન પૂર્ણ થયા બાદ વધેલું વેક્સિન પ્રા. આ. કેન્દ્ર પર પાછું મોકલવું.
- ક્યારે ખોલવા માટે હથિયારનો ઉપયોગ કરવો નહી.
- બે આઈસ પેક વાળું કેરિયર ક્યારેય વાપરવું નહી.
આઈસ પેક
- પ્લાસ્ટિક કન્ટેનર છે.
- આમાં પાણી ભરવામાં આવે છે.
- આને ડીપફ્રીઝરમાં થીજવવામાં આવે છે.
- આઈસ પેક ડીપ ફ્રીઝરમાં મૂકતા પહેલાં બહારની સપાટીનું પાણી બરાબર સાફ કરવું જોઈએ.
- આઈસ પેક ક્યારેય પાણીથી પૂરેપૂરા ભરવા નહીં. (કાપા સુધી પાણી ભરવું)
- તૂટેલા આઇસ પેક ક્યારેય મૂકવા નહીં.
- બે આઈસ પેકની વચ્ચે જગ્યા રાખવી.
- આઈસ પેકનું ઢાંકણું ચુસ્ત બંધ કરવું.
થર્મોમીટર
- દરેક સાધનમાં જ વાપરી શકાય તેમ હોય ત્યાં થરમોમીટરનો ઉપયોગ કરવો.
- થર્મોમીટરને બરોબર વચ્ચે ઊભો રાખવુ.
- જો ડાયેલ થર્મોમીટર હોય તો ફ્રીજમાં અંદરના ઉપરના ભાગે રાખો.
- દરરોજ સવાર અને સાંજ બે સમય તાપમાન માપીને નોંધ કરવી.
- જો થર્મોમીટર ભાંગી જાય તે કામ ના આવે તો તુરંત જ બદલી નાખો.
MIES – મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન ઈવાલ્યુએશન સિસ્ટમ
- એચ.એમ.આઈ.ઈ.એસ. ન હતી ત્યારે કઈ કઈ તકલીફ પડી હતી?
- પહેલા આરોગ્ય કર્મચારીએ લગભગ ૩૦ જેટલા રજિસ્ટર રાખવા પડતાં હતા.
- આનાથી મોટો ભાગનો સમય આમાં જ પસાર થઈ જતો હતો.
- માહિતીનું ડુપ્લિકેશન થતું હતું.
- માહિતીનું એનાલિસિસ બરાબર થતું ન હતુ.
- કોઈપણ જાતનું ફીડબેક થતું ન હતુ.
- માહિતીની સત્યતા જળવાતી ન હતી.
- માહિતી સમયસર મળતી નહી.
- માહિતીની એકસૂત્રતા જળવાતી નહી.
- સમગ્ર દેશમાં આરોગ્યની માહિતીની એકસૂત્રતા જળવાય તે હેતુથી અને ઉપરોક્ત ખામી નિવારવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા કેન્દ્રીય માહિતી બ્યુરો દ્વારા 1988 થી એચ.એમ.આઈ.એસ.ની શરૂઆત કરી શરૂઆતમાં ભારત સરકારે હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ચાર રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આયોજનો દાખલ કરવામાં આવી.
- ગુજરાતમાં આ માટે ગાંધીનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યો અને પરિવાર કલ્યાણ સંચાલનની માહિતીનો હેતુ સૌને માટે આરોગ્યના જે ધ્યેય સિદ્ધ કરવાના છે તેના માટે આ સેવાઓનું અમલીકરણ કરવામાં આવ્યું હતું.
એમ.આઈ.ઈ.એસ ના પાસાઓ
- સબસેન્ટર કક્ષાએ ઓછામાં ઓછા રેકોર્ડ અને રિપોર્ટ રાખવાના થાય.
- સબસેન્ટર, પી.એચસી, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આરોગ્યના તમામ કાર્યક્રમનું ઓછામાં ઓછા મોનીટરીંગથી આ માહિતી મળી શકે છે.
- માહિતીના ઓછામાં ઓછા નમૂના સાથે સાચી અને સુદૃઢ માહિતી મળી શકે
- કોમ્પ્યુટર દ્વારા માહિતીનું એકત્રીકરણ અને વર્ગીકરણ કરવામાં આવે છે.
- દરેક અધિકારીઓને કમ્પ્યુટર દ્વારા તૈયાર માહિતી મળી શકે છે.
- ઉપરોક્ત તમામ પાંસાઓના આધારે સબસેન્ટર અને પી.એચ.સી પર રાખવામાં આવતા રેકોર્ડની તમામ કોલમની એકસૂત્રતા ઓછામાં ઓછા રજીસ્ટર દ્વારા ઇન્ટરનેટ પર પણ આ માહિતી મહિનાના છેલ્લા દિવસે જ મળી રહે છે.
વ્યાખ્યા
૧.એચ.એમ.આઈ.એસ. (હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ઇવાલ્યુએશન સીસ્ટમ)
- એચ.એમ.આઈ.એસ એ આર.સી.એચ. કાર્યક્રમની સાથે જોડાયેલ છે અને તેને સંલગ્ન માહિતી એકત્રિત કરી સંગ્રહ કરવો અને તેનું પૃથ્થકરણ કરવાની એક પદ્ધતિ છે.
૨.મોનીટરીંગ
- મોનીટરીંગ એ મેઝરિંગ એટલે કે માપન, રેકોર્ડિંગ એટલે કે લેખન, અને કલેકટિંગ એટલે કે ભેગું કરવું અને ડેટા એનાલિસિસની એક પ્રક્રિયા છે. જે પ્રોગ્રામના સાચા અમલીકરણ માટે કરવામાં આવે છે. જેનાથી કાર્યક્રમમાં રહેલી ખામીઓ દૂર થાય છે.
3.ઇવાલ્યુએશન
- કાર્યક્રમનું ધારેલું પરિણામ મળેલ છે કે નહી તે નક્કી કરવા માટે વપરાતા ટુલને ઇવાલ્યુએશન કહેવામાં આવે છે.
MIS (મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ)
- એમ. આઈ. એસ. માહિતી એકત્ર કરવાની, નિભાવવાની, વર્ગીકૃત કરવાની તથા તેનો ઉપયોગ કરવાની એક પદ્ધતિ છે. તે રેકોર્ડ રિપોર્ટ નું બીજું નામ છે.
- એમ.આઇ.એસથી માહિતી સતત અને નિયમિત રીતે નીચેથી ઉપર તરફ મળી રહે છે. આનાથી જુદા જુદા લેવલના મેનેજર્સને સરળતાથી એ માહીતી પ્રાપ્ત થાય છે અને રિસોર્સનો સારામાં સારો ઉપયોગ કરી શકે છે તેઓ પ્રોગ્રામના પ્રોબ્લેમ સુધી જઈ શકે છે અને તે માટે સાચા પગલાં લઈ શકાય અને ભવિષ્યની વ્યૂહ રચના વિકસાવી શકાય છે.
- ગ્રામ્ય સ્તરથી અહેવાલની શરૂઆત થાય છે. આ માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર (ફિમેલ હેલ્થ વર્કર) તથા પુરુષના આરોગ્ય કાર્યકર (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) ફોન નંબર છ (6) માં તેની કાર્યવાહીનો અહેવાલ તૈયાર કરે છે.
ફોર્મ નંબર 6
- ફોર્મ નંબર છ (6) માં પાંચ જુદી જુદી જાતની કાર્યવાહીના આંકડાઓ હોય છે પહેલા બે કોલમમાં જે માસનો રીપોર્ટ મોકલવાનો હોય તે લખવાનો થાય છે અને બાજુના કોલમમાં ગત માસની કામગીરી લખવાની થાય છે જે ચાલુ માસની કામગીરી સાથે સરખાવવામાં આવે છે.
- પછીના કોલમમાં ચાલુ વર્ષના પૂરી થયેલી કામગીરી કરવામાં આવે છે જેને ગત વર્ષના તે જ માસની કામગીરી સાથે સરખાવવામાં આવે છે.
- આના પરથી આપણ ને સાચો અંદાજ મળે છે કે ગયા વર્ષ આપણે જે કામગીરી કરેલી હતી તેની સરખામણી આ વર્ષે કામગીરી કેવી રહી છે અને જે તે રોગોના કેસો સાથે પણ તેની સરખામણી કરી શકાય છે.
- રિપોર્ટનાં મુખ્ય મુશ્કેલીઓ કે ખામીઓ સીધી દર્શાવવા માટેની જગ્યા આપવામાં આવેલ છે આનાથી સુપરવાઇઝર જોઈ શકે છે કે હેલ્થ વર્કરને કયા પ્રકારની મુશ્કેલીઓ છે અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય. અને તેની સારી સિદ્ધિઓ માટે તેના વખાણ કરી શકાય.
- દરેક સબસેન્ટર કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નીચે આવેલા છે તેના દરેકના રિપોર્ટ ફોન નંબર છ માં ભરી તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલવામાં આવે છે. અને તેને ભેગા કરીને તેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવેલ સેવાઓનો ઉમેરો કરી તેને ફોન નંબર સાતમાં ભરવામાં આવે છે અને તેને જિલ્લામાં મોકલવામાં આવે છે.
- જિલ્લાના બધા જ એફ.આર.યુ. સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પીટલ અને પી.પી યુનિટ (પોસ્ટ પાર્ટમ યુનીટ) ના તમામ કામગીરી ના રિપોર્ટ ભેગા કરી તેને ફોર્મ નંબર 8 માં ભરવામાં આવે છે અને આ બધા રિપોર્ટની માહિતી ભેગી કરી સ્ટેટ કે સેન્ટ્રલ ફોન નંબર-૯ માં ભરવામાં આવે છે.
- સબસેન્ટર (મેલ વર્કર તથા ફિમેલ વર્કર)
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (એમ.ઓ.પી.એચ.સી/એમ.પી.એચ.સી)
- તાલુકા કક્ષાએ (તાલુકા હેલ્થ ઓફિસર)
- જીલ્લા કક્ષાએ (સી.ડી.એચ.ઓ/ડી.પી.એચ.એન.)
- રાજ્યકક્ષાએ (ડાયરેક્ટર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ)
- સેન્ટ્રલ કક્ષાએ (ડાયરેક્ટર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ)
સબ સેન્ટર પર રાખવામાં આવતાં રેકોર્ડ
- એમ.આઇ.એસ પ્રમાણે સબસેન્ટર કક્ષાએ 8 પ્રકારના રજીસ્ટર નિભાવવામાં આવે
- છે.
જે નીચે મુજબ છે.
- રજીસ્ટર નંબર 1- સામાન્ય માહિતીનું અને ગૃહમુલાકતનું રજીસ્ટર
- રજીસ્ટર નંબર 2 – લાયક દંપતીનું રજીસ્ટર
- રજીસ્ટર નંબર 3 – કુટુંબ કલ્યાણ સેવાઓનું રજીસ્ટર
- રજીસ્ટર નંબર 4 – માતૃ સંભાળ રજીસ્ટર
- રજીસ્ટર નંબર 5 – બાળ સંભાળ અને રોગપ્રતિકારક રસીઓનું રજીસ્ટર
- રજીસ્ટર નંબર 6 – મેલેરિયા સારવાર રજીસ્ટર
- રજીસ્ટર નંબર 7 – જથ્થા રજીસ્ટર
- રજીસ્ટર નંબર 8 – જન્મ-મરણ રજીસ્ટર
સમગ્ર દેશમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી વિશ્વ આરોગ્ય સંસ્થા તથા કેન્દ્રીય આંકડા બ્યુરો દ્વારા ૧૯૮૮ની સાલથી એચ.એમ.આઈ.એસ.ની શરૂઆત કરી છે.
આ પદ્ધતિમાં ઓછામાં ઓછા રેકોર્ડ રિપોર્ટ તેમજ એક જ મંથલી રીપોર્ટ તમામ પ્રકારની માહિતીનું સંકલન થાય અને કમ્પ્યુટરમાં તમામ માહિતીનું એકત્રીકરણ થાય અને તેનું બરાબર વર્ગીકરણ કરી શકાય.
તે હેતુથી સબસેન્ટર ઉપર નીચે મુજબના તમામ રેકોર્ડ રાખવા અત્યંત જરૂરી બને છે.
(૧) ગામની પૂરેપૂરી માહિતી
- ઘરોની સંખ્યા.
- દરેક ગામની તાજેતરની વસ્તી.
- ઉંમર અને જાતિ પ્રમાણે વસ્તીનું વર્ગીકરણ.
- આંગણવાડીની સંખ્યા.
- આંગણવાડી વર્કરના નામ-સરનામાં.
- પ્રાઇવેટ પ્રેક્ટિસનરની સંખ્યા.
- દાયણ બહેનોની સંખ્યા અને નામ સરનામા.
- સ્કૂલની તથા બાળકોની વિગત.
- પંચાયતના સભ્યો અને મહિલા સંઘની વિગત.
- વોલન્ટરી ઓર્ગેનાઇઝેશનની વિગત.
- કુવો તથા ડંકી અને પાણીના પ્રાપ્તિસ્થાનોની વિગત.
- ગામનો સંપૂર્ણ નકશો.
(૨) ઘર મુલાકાત તથા વિગત દર્શાવતું રજીસ્ટર.
- દરેક ઘરની સભ્યોની પૂરી વિગતો.
- દરેક સભ્યોની આરોગ્યની જરૂરિયાતો.
(૩) લાયક દંપતી રજીસ્ટર.
- ૧૫ થી ૪૫ વર્ષના ઉંમરના દંપતીની વિગત.
- કુટુંબ કલ્યાણની પદ્ધતિની વિગત
- કુટુંબ કલ્યાણની પદ્ધતિની જરૂરિયાતની વિગત.
- બાળકોની સંખ્યા અને જરૂરી અન્ય સેવાઓની વિગત.
(૪) માતૃ બાળ કલ્યાણ રજીસ્ટર
- માતા બાળકને આપવામાં આવતી તમામ સેવાઓની વિગત.
- રસીકરણ તથા જરૂરી અન્ય સેવાઓની વિગત.
(૫) ક્લિનિક રજીસ્ટર
- ક્લિનીકમાં આવતા લાભાર્થીઓની તમામ વિગત..
- ક્લિનિકમાં કરેલ કામગીરીની વિગત
- પ્રોગ્રેસીવ કામગીરીની વિગત.
(૬) જન્મ-મરણ રજીસ્ટર
- વિસ્તારમાં થયેલ જન્મ અને મરણની પૂરેપૂરી માહિતી દર્શાવતી વિગત.
(૭) સ્ટોક રજીસ્ટર
- સબસેન્ટર પર રાખવામાં આવતી દવાઓ, વસ્તુઓના જથ્થાની વિગત.
(૮) રેફરલ રજીસ્ટર
- વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલા લાભાર્થીઓની વિગત.
(૯) રોજનીશી (ડેઇલી ડાયરી)
- દિવસ દરમિયાન કરવાની થતી રોજિંદી તમામ બાબતોની વિગત.
- ફિલ્મ વિઝિટ દરમિયાન જોવા મળેલ અગત્યની બાબતોની વિગત.
રેકોર્ડ અને રિપોર્ટ માટેની સામાન્ય સમજણ
- પ્રથમ કાચું કામ કર્યા પછી જ પાકા રજીસ્ટરમાં નોંધ કરવી.
- દરરોજનું કામ દરરોજ કરવા માટેનો આગ્રહ રાખવો.
- રિપોર્ટ સ્પષ્ટ અક્ષરે લખવા.
- ચોક્કસ માહિતી યોગ્ય સ્થાને જ રાખવી.
- રેકોર્ડ ઉંદર અને જીવ જંતુઓથી બગડે નહીં તેનું ધ્યાન રાખવું.
- રેકોર્ડ્સ તેની અગત્યતા અનુસાર ગોઠવવા.
- રેકોર્ડ હંમેશા તરત જ ઉપલબ્ધ થઇ શકે તે રીતે રાખવો.
- જો ફોલ્ડર સિસ્ટમ હોય તો આલ્ફાબેટિકલ ફાઈલ ગોઠવવી.
- માહિતી હંમેશા યોગ્ય રજીસ્ટરમાં જ નાખવી.
- શક્ય હોય ત્યાં સુધી અધુરો રેકોર્ડ રાખવો નહી.
- જે રેકોર્ડ ખાનગી હોય તેને બરાબર સાચવીને રાખો.
- રેકોર્ડ તેની કક્ષા પ્રમાણે ક, ખ, ગ અને ઘણી રીતે સાચવવા અને નાશ કરવો.
રેકોર્ડ અને રિપોર્ટ ઓફ સેન્ટર
- કોઈપણ કક્ષાએ રેકોર્ડિંગ રિપોર્ટોનું મહત્વ ખુબ જ છે અને અનિવાર્ય પણ છે. કારણ કે તે કાર્યક્રમની શરૂઆત અને પ્રગતિનો હાર્દ છે.
- રેકોર્ડ એટલે કરેલી કામગીરીનો લેખિત પુરાવો અને રેકોર્ડ ઉપરથી આપણે જે તૈયાર કરીએ તેને રિપોર્ટ કહીએ છીએ.
રેકોર્ડ રાખવાના હેતુઓ
૧.આયોજન કરવા માટે
- વિકાસના અને પ્રગતિના કાર્ય માટે ખૂબ જ અનિવાર્ય છે અને મહત્વનું છે. દાખલા તરીકે આપણી વસતી દિન-પ્રતિદિન વધતી જાય છે આ વસ્તી કેટલી છે? ક્યારે અને કેવી રીતે વધે છે? તેના આંકડા ઉપલબ્ધ હોય તો તેની નાગરિકની જરૂરિયાત, સાધનો, અનાજ, દવાખાના વગેરેની સંખ્યાનું આયોજન સારી રીતે થઈ શકે છે. સબસેન્ટર પર રસીના જથ્થાની જરૂરીયાત તથા સાધનોની અને લાભાર્થીઓની યાદી કરવાની હોય તો રેકોર્ડ ખૂબ જ જરૂરી છે.
૨.તાલીમ કાર્યક્રમ અન્વયે.
- કોને તાલીમ આપેલ છે? કોની તાલીમ બાકી છે? તાલીમની જરૂરિયાત તથા કેવા પ્રકારની તાલીમની જરૂરિયાત છે? તાલીમ કઈ જગ્યાએ બાકી છે? આ બધા રેકોર્ડ પરથી આપણે સારી રીતે તાલીમ ગોઠવી શકીએ છીએ અથવા નજીકના વિસ્તારમાં તાલીમ ગોઠવી શકીએ છીએ.
૩.કાર્યક્રમના અમલીકરણ અને સુપરવિઝન માટે જરૂરી છે.
- કોઇ પણ કાર્યક્રમના અમલીકરણ માટે અને કરેલ કાર્યક્રમના સુપરવિઝન માટે પણ રેકોર્ડ રાખવો ખુબ જ જરૂરી છે.
૪.મુલ્યાંકન અને સુધારા વધારા માટે
- રેકોર્ડ પરથી આપણે કાર્યક્રમની સફળતા અને તેમાં રહેલી ક્ષતિઓ વિશે જાણી શકીએ છીએ. આ કાર્યક્રમમાં જરૂરી એવા સુધારા પણ સૂચવી શકાય છે અને નવા ફેરફારને અવકાશ રહે છે કર્મચારી એ કરેલા કામની ગુણવત્તા તથા તેની સફળતા માટે નવાજી પણ શકાય છે.
૫.દૈનિક કામગીરીનું મૂલ્યાંકન
- રેકોર્ડ દ્વારા દરરોજની કામગીરીનું મુલ્યાંકન કરી શકાય તથા બાકી કામગીરીનું આયોજન સરળતાથી કરી શકાય છે આના પરથી કર્મચારીને પોતે કેટલું કામ કરવાનું થાય છે તથા કેટલું બાકી રહે છે તે અંગે જાણી શકે છે કરેલ સારવાર અને તેની અસરનો ખ્યાલ આવી શકે છે.
૬.સંશોધનના હેતુથી (રિસર્ચ પર્પઝ)
- આંકડાકીય બાબતો પરથી સંશોધન પણ કરી શકાય છે ઉદાહરણ તરીકે મલેરિયાના કેસો કયા માસમાં વધુ જોવા મળે છે ?
૭.તંદુરસ્તીના ધોરણો જાણવા માટે
- રેકોર્ડ પરથી બાળ મૃત્યુ પ્રમાણ તથા માતા મૃત્યુ પ્રમાણ જેવા અગત્યના સંકેતો રેકોર્ડ પરથી મેળવી શકાય છે.
૮.માંદગી અને મૃત્યુના કારણો જાણવા માટે
૯.આંકડાકીય માહિતી ઉપલી કક્ષાએ પહોંચતી કરવા માટે.
૧૦.ફરીવારની મુલાકાત એટલે કે ફોલો અપ વિઝીટ માટે.
૧૧.વાહન, માનવ શક્તિ કે નાણાકીય બાબતની સરેરાશ કાઢવા માટે.
૧૨.વ્યક્તિગત કે સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મદદરૂપ થાય છે.
૧૩.કોઈપણ કાર્યક્રમનું આયોજન રેકોર્ડ પરથી જ થઈ શકે છે.
રીપોર્ટસ ઓફ સબ સેન્ટર
ઓનલાઈન ડેટાના રીપોર્ટીંગ માટે સરકાર અત્યારે ઓનલાઈન પોર્ટલ ચલાવે છે જે નીચે મુજબ છે.
૧.હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સીસ્ટમ
- મીનીસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમીલી વેલ્ફેરની ઓનાલાઈન વેબ પર આધારીત સીસ્ટમ છે. જે http://nrhm.hmis.nic.inના પોર્ટલ પર ઉપલબ્ધ છે. CHO/MPW આ પોર્ટલ પર દર મહીને સબ સેન્ટરના ફોરમેટ પ્રમાણે ડેટા સબમીટ કરે છે.
૨.રીપ્રોડકટીવ અને ચાઈલ્ડ હેલ્થ પોર્ટલ
- આશા દ્વારા ઘરના સર્વેમાં કલેક્ટ કરેલ ડેટા અને હેલ્થ કર્મચારી દ્વારા રેગ્યુલર વિઝિટમાં લેવાયેલ ડેટા અને લાભાર્થીઓની માહિતી જે રજીસ્ટરમાં ભરેલ છે. એ બધી જ માહિતી આ પોર્ટલમાં નાખવામાં આવે છે.
- માહિતી નાખનાર વ્યક્તિએ એ ખાત્રી કરીને માહિતી નાખવાની રહે છે કે માહિતી ખોટી, અડધી કે ગુંચવણ ભરેલી નથી.
૩.ANM ઓનલાઈન (ANMOL/અનમોલ)
- આ એક એન્ડ્રોઇડ એપ્લીકેશન છે કે જેમાં RCH રજીસ્ટરની બધીજ માહિતી ANM/MPW ઓનલાઈન ભરી શકે છે. આ એપ્લીકેશન ઓફલાઈન પર કામ કરે છે, તમે માહીતિ ઈન્ટરનેટ વગર પણ ભરી શકો છો
૪.IDSP (ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ)
- કોઈ પણ એપીડેમીક થઇ શકે એવા રોગની માહિતી અહી મંગાવવામાં આવે છે. જેથી એપિડેમિક થવાના ચેતાવણી સંકેત મળી શકે. અત્યારે આ પેપર આધારીત સાપ્તાહીક સીસ્ટમ છે. જેમાં MPW એ S-ફોર્મ ભરો PHC-MOને દર અઠવાડિયે મોકલવાનું રહે છે. કોઈપણ રોગ ન નોંધાયો હોય તો ડ-ફોર્મમાં NIL ભરીને પણ મોકલવું જરૂરી છે.
૫.ІМ-ТЕСHO
- IM-TECHO એટલે કે ઇનોવેટી મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનીટી હેલ્થ ઓપરેશન
- ગુજરાતમાં ટેકોનો અર્થ “સપોર્ટ” થાય છે એટલે જ IM – TECHO એટલે કે AM સપોર્ટ.
- આશાએ હોમ વિઝીટ દરમ્યાનની એકઠી કરેલી માહિતી ટેકો દ્વારા ભરે છે અને આ માહિતી સીધી જી.પી.આર.એસ. નેટવર્ક થી સર્વર સુધી પહોચે છે જ્યાં ડેટા સ્ટોર થાય છે.
- જે http://thin-hmis.nic.in ના પોર્ટલ પર ઉપલબ્ધ છે.
- CHO/MPW આ પોર્ટલ પર દરરોજ થતા દર મહીને સબ સેન્ટરના ફોરમેટ પ્રમાણે ડેટા સબમીટ કરે છે.
૬.હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પોર્ટલ
- આ વેબ આધારિત પોર્ટલ છે- https://abhiws.php.gov.in
- આ પોર્ટલ રાજ્ય સરકાર અને જીલ્લા કચેરી ઓફીસ હેલ્થ અને વેલનેસ સેન્ટરનાં કાર્યને બરાબર સુપરવાઈઝ કરી શકે એ માટે બનાવેલ છે.
- આ પોર્ટલ નેશનલ આઇડેન્ટીફિકેશન નંબર (NIN) પર આધારીત છે. જે દરેક પ્રા.આ.કેન્દ્રને આપવામાં આવેલ હોય છે.