skip to main content

SOCIOLOGY UNIT 5

COMMUNITY

Chapter:૫ ( community)

Terms

  1. community: ગ્રુપ ઓફ પીપલ છે જેમાં માણસોની વસ્તી એ સ્પેસિફિક જીયોગ્રાફિકલ વિસ્તારમાં રહે છે અને તે કોમન કલ્ચર માન્યતાઓ નિયમો ધરાવે છે અને આઈડિયાઝ શેર કરે છે.
  2. culture: બધા જ સોશિયલ ગ્રુપના મેમ્બર દ્વારા ભાષા રિવાજ માન્યતાઓ નિયમો કલા નોલેજ અને કલેક્ટિવ આઇડેન્ટિટી અને મેમરી ડેવલોપ કરે છે અને તેઓ સોશિયલ એન્વાયરમેન્ટ ને મીનિંગ ફુલ બનાવે છે.

Introduction
કોમ્યુનિટી નો લોકોના સ્વાસ્થ્યની સ્થિતિ ઉપર પ્રભાવ છે.
નર્સ ને કમ્યુનિટી ને સમજવી જરૂરી છે જેથી કમ્યુનિટીના હેલ્થને અચિવ કરવા માટે તેમના દ્વારા યોગ્ય પ્લાન અથવા પગલા લઈ શકાય.
કમ્યુનિટી નો કન્સેપ્ટ સમજતા પહેલા કમ્યુનિટી અને કમ્યુનિટી નું હેલ્થ સમજવું જરૂરી છે. ત્યાર પછી કમ્યુનિટીના લોકોનું ઓલ ઓવર અચિવ કરવા માટે મેડિકલ અને પિરામિડિકલ કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પર ચર્ચા કરવામાં આવશે.
કમ્યુનિટી એ ગ્રુપ ઓફ પીપલ છે જે પર્ટિક્યુલર જીઓગ્રાફીકલ એરિયામાં રહે છે અને સરખા સંસ્કૃતિ માન્યતા નિયમો ધરાવે છે
આ કમ્યુનિટી એ વિવિધ લેખકો દ્વારા વિવિધ દ્રષ્ટિ કોણ થી જોવામાં આવ્યો છે કેટલાક લેખકોએ જીયોગ્રાફિકલ એરિયાના આધારે કોમ્યુનિટી ની વ્યાખ્યા કરી છે જ્યારે અન્ય લોકોએ સંસ્કૃતિ અને સંસ્કૃતિ તથા વ્યવસાયિક સંગઠનોના આધારે સમુદાયને જોયો છે.
કોમ્યુનિટી ની લાક્ષણિકતાઓ
ગ્રુપ ઓફ પીપલ કોમન સ્થળ
લોકો વચ્ચે ઇન્ટરેક્શન કોમન ભાષા
તેઓની ફિલિંગ કોમન એટીટ્યુડ
વધુ કે ઓછા એક જ પ્રકારની લાઈફ સ્ટાઈલ કોમન વેલ્યુ અને રસ.

કમ્યુનિટી એ સામાજિક સિસ્ટમ છે જેમાં વ્યક્તિ વચ્ચે ઇન્ટરેકશન થાય છે તે સામાજિક સાંસ્કૃતિક રાજકીય શૈક્ષણિક પર્યાવરણીય અને ધાર્મિક જેવી સિસ્ટમથી બનેલું છે આ બધા જ ફેક્ટર એ હેલ્થને પ્રભાવિત કરે છે તેથી કમ્યુનિટીમાં હેલ્થને પ્રોત્સાહન આપવા માટે આ સિસ્ટમને સમજવાની જરૂર છે.
સોંડર્સે કમ્યુનિટીને ત્રણ રીતે જોઈ છે.

  1. સામાન્ય સ્થળ એટલે કે ભૌગોલિક સ્થાન
  2. સામાજિક વ્યવસ્થા- એટલે કે ઇન્ટરેકશન અને સિસ્ટમ સાથે સોશિયલ યુનિટ અને સિસ્ટમો
  3. ગ્રુપ ઓફ પીપલ

નર્સ એ વસ્તીની જીયોગ્રાફી લાક્ષણિકતાઓ વિશે જાગૃત હોવી જોઈએ અને તેના હેલ્થની સ્થિતિ અને કમ્યુનિટી ના સંસાધનો વિશે જાગૃત હોવી જોઈએ. એટલું જ નહીં પરંતુ નર્સ એ સંસ્કૃતિ એટીટ્યુડ માન્યતાઓ લાક્ષણિકતાઓ અને તેમની લાઈફ સ્ટાઈલ ની સમજ હોવી જોઈએ.
આ બધા જ ફેક્ટર એ કમ્યુનિટીથી કમ્યુનિટીમાં અલગ પડે છે આ આ ફેક્ટર નું મૂલ્યાંકન હેલ્થ પર્સનલ ને સેક્ટર અને હેલ્થ વચ્ચે સંબંધ બનાવવામાં મદદ કરે છે આ ફેક્ટર એ યોગ્ય યોજનાઓ અથવા કાર્યક્રમો ડેવલોપ કરવામાં મદદ કરશે.

કમ્યુનિટીમાં નીચેના નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કોમન જીવન ગ્રુપ ઓફ પીપલ
સામાન્ય સંસ્કૃતિ સામાન્ય પરસ્પર ડીપેન્ડેન્ટ જીવન
__લિમિટેડ જીયોગ્રાફીકલ એરીયા

Community ની લાક્ષણિકતાઓ

બધી જ કમ્યુનિટી એ સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવે છે. અને તે અલગ લાક્ષણિકતાઓ તે કોમ્યુનિટી ની સાઈઝ ઉપર આધાર રાખે છે. લાક્ષણિકતાઓ પણ કોમ્યુનિટી ના નેચર ઉપર આધાર રાખે છે.

  1. આત્મનિર્ભરતા: કોમ્યુનિટી રહેવા માટે જગ્યા પૂરી પાડે છે. આજીવિકા એજ્યુકેશન પ્રોટેક્શન અને તમામ ફેસિલિટી જે તેના લોકોની બેઝિક નીડ ને પહોંચી વળવા મદદ કરે છે.
  2. બધાની ફીલિંગ: કમ્યુનિટીના લોકોએ અનુભવે છે એટલે કે કોમ્યુનિટીની ફીલિંગ અને કમ્યુનિટી સાથે પોતાને ઓળખે છે.
  3. ક્લોઝનેસ (નિકટતા)
    કમ્યુનિટી ના લોકો એ ફેસ ટુ ફેસ ઇન્ટરેકશન અને ફ્રી કોમ્યુનિકેશન ધરાવે છે. તે નાની કમ્યુનિટી નાના ગામો અને પડોશમાં વધુ કોમન રીતે સ્પષ્ટ છે. તેના સભ્યો ફિઝિકલી ક્લોઝ હોય છે તે વધારે ડાયરેક્ટ કોન્ટેક્ટ અને વધારે ઇન્ટરેકશન અને સંગઠનો ધરાવે છે.
  4. એકરૂપતા: કમ્યુનિટીમાં સીમાઓમાં રહેતા લોકોના મન સામાજિક લાક્ષણિકતાઓ માં સમાનતા છે. તેઓ ભાષા લાઈફ સ્ટાઈલ રિવાજો અને પરંપરાઓમાં સમાન હોય છે.
  5. ભૌગોલિક સીમાઓ: દરેક કમ્યુનિટી એ તેની શરૂઆત અને અંત ધરાવતી સીમાઓ વ્યવસ્થાપિત કરી છે. ઉદાહરણ તરીકે પડોશ, ગામ ,શહેર વગેરે.

types of community

Urban and rural

  1. Village community
    વિલેજ કમ્યુનિટી એ નાની વસ્તી ધરાવતો નાનો વિસ્તાર છે જે ખેતીને માત્ર એક વ્યવસાય તરીકે જ નહીં પરંતુ લાઈફનો માર્ગ તરીકે પણ ફોલો કરે છે વિલેજ કમ્યુનિટી એ સૌથી જૂનો અને પરમનન્ટ કમ્યુનિટી છે.
    વિલેજ નો ઉદ્ ભવ
    શરૂઆતમાં હ્યુમન કમ્યુનિટી એ સ્થળાંતરિત કમ્યુનિટી હતી આ પાછળથી ખોરાકના સ્ત્રોત તરીકે એગ્રીકલ્ચરના જ્ઞાન અને સ્કીલ સાથે સ્થિર બની ગયા.
    ગામડાનો ઉદભવ જે દર્શાવે છે કે માણસ કલેકટીવ લાઈફ ના મો ડમાંથી પસાર થઈને સ્થાયી થઈ ગયા.
    દરેક માનવ જાતિ અથવા રાષ્ટ્રની વિલેજ કમ્યુનિટીમાં સમયગાળો હોય છે અને એવું માનવામાં આવે છે કે ગામડાઓ 5000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા હતા.
    વિલેજ કમ્યુનિટી ની વિશેષતાઓ
  2. એકતા ની ભાવના: ગામડાના એકતા ની ભાવના હોય છે ગામમાં તમામ ફેમિલી એક થાય છે અને સાથે મળીને દુઃખ અને સુખ વહેંચે છે.
  3. ગાઢ સંબંધ: ગામડાના લોકો એકબીજા સાથે ગાઢ સંબંધો ધરાવે છે અને તેઓ વ્યક્તિગત રીતે ઓળખે છે.
  4. કોમન કલ્ચર: ગામના લોકોની કોમન સંસ્કૃતિ હોય છે ગામના લોકોના રિવાજો અને સંમેલનો પણ સમાન હોય છે.
  5. જોઈન્ટ ફેમિલી: ગામડામાં હજુ પણ આ પ્રથા છે ખેતીના વ્યવસાય માટે તેમને પરિવારના તમામ મેમ્બર ની સહકારની જરૂર છે.
  6. જોઈન્ટ પાર્ટિસિટેશન: ગામના લોકો સંયુક્ત રીતે ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે આ તેમાં ભાગ લે છે.
  7. ક્લોઝ પડોશી સંબંધો: ગામડામાં પડોશ નું ખૂબ મહત્વ છે તેમાં એકબીજા પર ધ્યાન આપે છે અને મદદ કરે છે.
  8. ધર્મ અને કર્તવ્યો માં ઊંડી શ્રદ્ધા: ગામડાના લોકોનો વ્યવસાય ખેતી છે અને તે નેચર ઉપર આધારિત છે આ તેની શ્રદ્ધા અને ધર્મ દર્શાવે છે.
  9. મોડર્ન સંસ્કૃતિ ની દુષ્ટતાથી દૂર અને સરળ: ગામડાના લોકો સિમ્પલ છે તેમનો નેચર અને બિહેવિયર નેચરલ છે તેવો પીસ ફુલ લાઈફ જીવે છે અને મોર્ડન સંસ્કૃતિ થી દૂર રહે છે.
  10. હાર્ડ વર્કિંગ (મહેનતુ): ગામડાના લોકો નિષ્ઠાવાન અને મહેનતુ હોય છે.
  11. હોસ્પિટલિટી: મહેમાનો પ્રત્યે ખૂબ જ અતિથ્ય દર્શાવે છે તે અન્ય વ્યક્તિનું સ્વાગત કરે છે તેમનો વ્યવહાર રફ નથી.
  12. ઉચ્ચ નૈતિક મૂલ્યો:
    તે વધારે અને ઉચ્ચ નૈતિકતા ધરાવે છે તેમનું જીવન ધોરણો દ્વારા સંચાલિત થાય છે.

કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન વિલેજભારતના ગામોની વિશેષતાઓ:
ભારતના ગામડાઓ ભારતના સોશિયલ સ્ટ્રક્ચરનો એકમ છે કુલ વસ્તીના આશરે 70 થી 80% ગામડાઓમાં રહે છે ગામડાને નાના અને મોટા સાઈઝમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે નાના ગામડા ની વસ્તી 500 ની નીચે છે મધ્ય અને મોટા ગામડાની વસ્તી 2000 થી 5,000 અથવા 5,000 થી વધુ છે.
ગામડાના નીચે મુજબ લક્ષણો છે:

  1. પડોશના શહેરો સાથે સોશિયલી અને આર્થિક રીતે જોડાયેલા: 19 મી સદીની શરૂઆતમાં ગામડાઓ અલગ અને આત્મન હતા. કારણકે તમામ જરૂરિયાતો ગામડાઓમાં જ સેટીસ ફાઈવ થઈ જતી હતી પરંતુ ડેવલોપમેન્ટ ટ્રાન્સપોર્ટ કોમ્યુનિકેશન રહેશે અને ગામડાઓ વચ્ચેનો અવરોધ તૂટી ગયો છે.
    B.. સાદગી સ્થિરતા અને શાંતિનું સ્ટ્રક્ચર: ગામડાના વાતાવરણ સરળ શાંત હોય છે સાદી લાઇફ સાદા કપડા અને તમામ સભ્યતામાં રહે છે પરંતુ ગામડાઓમાં ફેશને પોતાનું સ્થાન લીધું છે રેડિયો અને ટીવીનું મ્યુઝિક પણ ગામમાં જ્યાં ત્યાં સાંભળી શકાય છે.

C.. રિવાજો અને પરંપરાઓ વચ્ચે સ્ટ્રોંગ જોડાણ: ગ્રામજનોનો દ્રષ્ટિકોણ મુખ્યત્વે રૂડી ચુસ્ત છે અને તેઓ એક્સ્ટ્રીમ અનિચ્છા સાથે ફેરફારો એક્સેપ્ટ કરે છે.

D.. ગરીબી અને નિરક્ષરતા: ગ્રામજનો સામાન્ય રીતે ગરીબ હોય છે તેની આવક ઓછી હોય છે તે રફ કપડા પહેરે છે ગામડાના લોકો નિરક્ષરતા હોય છે બાળકો માટે શૈક્ષણિક તકો ઓછી હોય છે ઉચ્ચ એજ્યુકેશન માટે સુવિધા પણ શૂન્ય હોય છે ગરીબીના કારણે ગામડાના લોકો તેમના બાળકોને એજ્યુકેશન માટે શહેરમાં મોકલી શકતા નથી તેથી એજ્યુકેશન નો અભાવ રહે છે.
E.. લોકલ સેલ્ફ ગવર્મેન્ટ: તેઓ પોતાની બાબતોનું મેનેજ તેના દ્વારા કરે છે પંચાયતની પરંપરાગત સંસ્થાઓ દ્વારા જ્યારે અંગ્રેજોના શાસન દરમિયાન તે પડવા લાગી આઝાદી પછી ફરી પંચાયત વ્યવસ્થા ને મજબૂત કરવા નવા પ્રયાસો બનાવવામાં આવ્યા.

અર્બન કમ્યુનિટી

અર્બન કમ્યુનિટી એટલે વધારે ગીચતા ધરાવતો વિસ્તાર. ભારતની વસ્તી ગણતરી પ્રમાણે અર્બન વિસ્તારો એટલે એવી જગ્યા કે જ્યાં નગરપાલિકા બોર્ડ નોટિફાઇડ એરીયા કમિટીઓ અને જેવી કે સ્થાનિક સત્તા હોય છે અને બીજા ક્રાઈટેરિયા પ્રમાણે ત્યાં 5000 ની વસ્તીને નીડ સેટીસફાય થતી હોય છે. ઓછામાં ઓછા ૭૫ ટકા પુરુષો કામ કરતા વસ્તીના નોન એગ્રીકલ્ચર વ્યવસાયમાં રોકાયેલા છે શહેરી લોકો એ ધીમે ધીમે અલગ અલગ વ્યવસાયિક ધંધામાં રોકાયેલા છે.
અર્બન કમ્યુનિટી ની વિશેષતાઓ

  1. વર્ગની ચરમશીમાઓ: અર્બન કમ્યુનિટીમાં વર્ગચરણ સીમાઓ એ સૌથી અમીર અને સૌથી ગરીબ વચ્ચે જોવા મળે છે આપણે લોકોને જોઈ શકીએ છીએ:
    ફૂટપાથ પર રહેવું લક્ઝરી જીવન જીવવુ
    બંગલા કોઠી અથવા પાકા અથવા અર્ધપાકા ઘરોમાં રહેવું. લાઈફની ડેઇલી રૂટીન જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ કરો.
  2. પ્રાઇમરી કોન્ટેક્ટ નથી: શહેરો ના લોકો પ્રાથમિક સંપર્કમાં આવતા નથી તેઓ ક્યારેક અજાણ હોય છે કે તેમની બાજુમાં કોણ હોય છે તેઓ ક્યારેક ઓળખતા પણ નથી.
    3.. મેકેનિકલ એટીટ્યુડ: તેઓનું વલણ યાંત્રિક હોય છે કારણ કે તેઓ પરસ્પર સગવડતા ની રીત ભાત દર્શાવે છે તેઓ અજાણ્યા લોકો સાથે માણસ તરીકે નહીં પણ મશીનો તરીકે વ્યવહાર કરે છે.
  3. સંબંધની ભાવના નથી: અર્બન કમ્યુનિટી ના લોકો જાગૃત હોય છે ઘણી સંસ્થાઓ અને આસપાસના લોકોનું અસ્તિત્વ પરંતુ તેઓ કોઈપણ ગ્રુપ સાથે સંબંધની લાગણી અનુભવતા નથી.
  4. નવા બાયોલોજીકલ અને કલ્ચરલ શંકરનું સંવર્ધન સ્થળ: અર્બન કન્યુનીટીમાં વિવિધ જાતિ અને કલ્ચરના લોકો રહે છે પૃથ્વીના વિવિધ છેડેથી લોકો આવે છે અને સંસ્કૃતિ વ્યવસાયો લક્ષણો જીવન અને વિચારો અલગ હોય છે.
  5. સોશિયલ કોન્ટેક્ટ: સોશિયલ કોન્ટેક્ટ એ વ્યક્તિગત અને વિભાજિત છે અનામી માટે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે છે.
  6. એનર્જી અને સ્પીડ: અર્બન કમ્યુનિટી ના લોકો દિવસ અને રાત કામ કરે છે. તેમના જીવનને વ્યસ્ત બનાવે છે. વધુ તણાવ અને અસુરક્ષા પેદા કરે છે.
  7. હેલ્થ અને ડીસીઝ: અર્બન કમ્યુનિટી ના લોકો ઉપર ભીડ પ્રદૂષણ વગેરે અસર કરે છે. ગામડાની સરખામણીમાં શહેરોમાં માંદગીનું પ્રમાણ વધુ છે.

અર્બન કમ્યુનિટી નો વિકાસ
શહેરનો વિકાસ: શહેરીકરણ અને હેલ્થ અને હેલ્થ પ્રેક્ટિસ પર તેની અસરો:
શહેરનો વિકાસ: દરેક સંસ્કૃતિમાં ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર જોવા મળ્યું છે.
6000 થી 5000 bc સુધી-પ્રથમ સિટી દેખાયું જે નાનું હતું અને ટાઉન થી અલગ પાડવું મુશ્કેલ હતું.
2000 bc સુધીમાં-સાચા શહેરોનું અસ્તિત્વ
19 મી સદી-સાચી શહેરી ક્રાંતિ નો સમયગાળો
(a) વધેલા રિસોરસીસની ઉપલબ્ધતા: સીટી ડેવલોપ થાય છે જ્યાં રિસોર્સ જીવનના માત્ર નિર્વાહ કરતા વધારે હોય છે. માણસે નેચર પર તેની સત્તાનો વિસ્તાર કર્યો છે. અને શહેરોના વિકાસનું આ મુખ્ય કારણ છે.
(b) ઔદ્યોગિકરણ: ઉત્પાદન ની નવી તકની કોના પરિચયને કારણે શહેરોનો વિકાસ થયો છે. મશીનરી ની શોધ અને વિશાળ મૂળીના ઉપયોગથી મોટા પ્લાન્ટ્સની સ્થાપના થઈ જેના કારણે આ ઉદ્યોગો તરફ કામદારોની ગતિશીલતા અને આ વિસ્તારોની આસપાસ એકાગ્રતા થઈ.
(C) વ્યાપારીકરણ: વેપાર અને વાણિજ્ય વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે શહેરોની અગાઉ પ્રાચીન સંસ્કૃતિમાં શહેરો વિકસતા હતા જ્યાં માલનું વિતરણ થતું અને વ્યાપારી વ્યવહારો થતા હતા હાલમાં માર્કેટિંગ સંસ્થાઓ અને વિનિમયની પદ્ધતિનો વિકાસ ઘણો થયો છે શહેરોના વિકાસને પ્રભાવિત કરે છે.

(d) ટ્રાન્સપોર્ટ માધ્યમોનો વિકાસ: ટ્રાન્સપોર્ટ દ્વારા કાચા અથવા ઉત્પાદિત મટીરીયલ એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમાં મોકલી શકાય છે. ઔદ્યોગિકરણ ટ્રાન્સપોર્ટની હાજરીને કારણે લોકોની એકાગ્રતા તરફ દોરી લોકલ ટ્રાન્સપોર્ટ તેની સીમાઓ વિસ્તારીને શહેરની વસ્તીમાં વધુ ઉમેરો કર્યો છે.
(e) કમ્યુનિકેશનના માધ્યમો: ફોન મેઇલિંગ ઇન્ટરનેટ વગેરે જેવા કમ્યુનિકેશનમાં ડેવલોપમેન્ટને કારણે સીટી નો વિકાસ થયો છે. ફેક્ટરીની સ્થાપના મેનપાવરની જરૂરિયાત એજ્યુકેશનલ સંસ્થાઓ ની માહિતીને કારણે લોકોનું શહેર તરફ સ્થળાંતર થયું છે આ બધાના કારણે સીટીનો વિકાસ થયો છે.
(f) કમાણી માટે તકોનો વધારો: ઊંચું સ્ટ્રક્ચરના કારણે વેપાર અને વાણિજ્ય અને યુવા પેઢીને શહેરો તરફ ખેંચે છે. વધારે સેલેરી થી વધુ સુવિધાઓ મેળવી શકે છે આટલું જ નહીં પરંતુ વધુ રોજગારની તકો એ યંગ જનરેશનને શહેર તરફ આકર્ષે છે.
(g) શિક્ષણની સુવિધાઓમાં વધારો: સૌથી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજો શહેરોમાં છે મોટી મોટી લાઇબ્રેરીઓ પણ સિટીમાં છે. એટલું જ નહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓના કેન્દ્રો અને એજન્સીઓ પણ શહેરોમાં છે.
(h) મનોરંજન સુવિધાઓ: આર્ટ ગેલેરીઓ અને સંગ્રહાલયો મનોરંજન પાર્ક અને થિયેટર વગેરે શહેરોમાં છે. જે બાળકો અને યંગ જનરેશન ને આકર્ષે છે. સ્વાભાવિક રીતે આ સુવિધા ના કારણે યુવાનો અને વુમન શહેરો તરફ આકર્ષે છે.

Community organization

પોપ્યુલેશનના કદ અને ઘનતા ના આધારે માનવ કમ્યુનિટી નું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેને વર્ગીકૃત કરવામાં આવે છે.
પડોશી ગામ
શહેરી રીજીયન અને વિશ્વ સમુદાય.

  1. પડોશ: ચોક્કસ જિયોગ્રાફિક વિસ્તારમાં ઘરની નજીક રહેતા લોકો બાળકો પડોશના સંપર્કમાં આવે છે જે પહેલી કમ્યુનિટી છે.
    “એન્ડરસન”અને ‘પારકર’ ના જણાવ્યા મુજબ પડોશ એ કેટલાક ફેમિલી જૂથોનું એકીકરણ છે તે હોઈ શકે છે.
    (a) શહેરની પડોશ
    (b) ગામની પડોશ

(A) સિટીની પડોશ: નજીકના કોન્ટેક્ટ ન હોવાના કારણે અથવા કોન્ટેક્ટ ન હોવાના કારણે લોકો પડોસના રહેતા લોકો વિશે જાણતા હોય અથવા જાણતા પણ હોય તેનો અર્થ એ છે કે આવા સિટીમાં કમ્યુનિટી તરીકે પડોશી અસ્તિત્વમાં નથી.
(b) ગામની પડોશ: ગામડાઓમાં લોકો સારી રીતે પરિચિત છે નજીકમાં રહે છે એકબીજાની અને તાત્કાલિક કોન્ટેક્ટ કરે છે.

એવું જોવામાં આવ્યું છે કે વુમન અને ચિલ્ડ્રન ને એ પુરુષો કરતાં પડોશમાં રહેવું વધુ ગમે છે બાળકો પશુધન બાઉન્ડ્રી હોલ અને ઇન્સલ્ટ વાળી ટિપ્પણીઓના કારણે ધીરે ધીરે તેનો ખોરાક સામાન્ય થતો જાય છે.

કલ્ચર (સંસ્કૃતિ)
સોશિયલ લાઇફ ઉપર કલ્ચરનો પ્રભાવ છે સોસાયટી ના સ્વભાવને સમજવા માટે કલ્ચરની સમજવું જરૂરી છે સંસ્કૃતિની વિવિધ વ્યાખ્યા નીચે મુજબ છે.
માલીનોસ્કી/ના મતે: સંસ્કૃતિ એ માણસની હાથવગી છે અને તે માધ્યમ છે જેના દ્વારા તે તેના લક્ષણોને પ્રાપ્ત કરે છે.

ટાયલર ના મતે: સંસ્કૃતિ એ એક કોમ્પ્લેક્સ સમગ્ર છે જેમાં જ્ઞાન માન્યતા કળા નૈતિકતા નિયમો રિવાજ અને સભ્ય તરીકે માણસ દ્વારા પ્રાપ્ત કરેલી કોઈ પણ ક્ષમતા નો સમાવેશ થાય છે.
સંસ્કૃતિની કેરેક્ટરીસ્ટીક્સ

  1. કલ્ચર જન્મજાત નથી પરંતુ તે એક એક્વાયર્ડ ક્વોલિટી છે.
  2. સંસ્કૃતિ એ માણસનો વ્યક્તિગત વારસો નથી પરંતુ એક સામાજિક ઉત્પાદન છે જે ગ્રુપના મેમ્બર દ્વારા વહેંચાયેલું છે.
  3. સંસ્કૃતિ એ ગ્રુપની નૈતિક અને સોશિયલ નીડ ને પૂર્ણ કરે છે.
  4. સંસ્કૃતિના વિવિધ ભાગો એકબીજા સાથે ઇન્ટીગ્રેટ છે.
  5. સંસ્કૃતિ એ સમૂહના વિચારો અને ધોરણનો સરવાળો છે.
  6. પરંપરા કે રિવાજો દ્વારા સંસ્કૃતિ એ એક જનરેશનથી બીજી જનરેશનમાં પસાર થાય છે.
  7. સંસ્કૃતિનું મુખ્ય વાહન ભાષા છે.

કલ્ચર એટલે કે સંસ્કૃતિની ઉત્ક્રાંતિ

લોકોની ભૌતિક વસ્તુના એવિડન્સ જેમકે માટીકામ સિક્કા વગેરે સંસ્કૃતિને જે સંસ્કૃતિ વિશે જણાવતા નથી પણ આના એવિડન્સ એ કલ્ચરની ઉત્ક્રાંતિ ને રિવિલ એટલે કે છતી કરે છે.
ચોક્કસ સંસ્કૃતિની ઉત્પત્તિ શોધવી મુશ્કેલ છે કારણ કે તે પ્રાચીનતાના ધુમ્મસમાં ખોવાઈ ગઈ છે.
ડિસ્કવરી અને ઇન્વેન્શન પરથી સાંસ્કૃતિક વિકાસને ઓળખી શકાય છે.
મટીરીયલ તેમજ નોન મટીરીયલ સાંસ્કૃતિક લક્ષણો ની શોધ કરવામાં આવે છે પરંતુ આ શોધ સંસ્કૃતિના વિકાસમાં ફાળો આપ્યો નથી.
વ્યક્તિની શોધની સિદ્ધિ પોતે જ શક્ય બને છે જે કલ્ચરમાંથી વિકસી છે વ્યક્તિ એ શોધનું કારણ નથી ફક્ત સાંસ્કૃતિક પરિસ્થિતિનો એજન્ટ છે તે સંસ્કૃતિમાં ફેરફાર લાવે છે.
સંસ્કૃતિ એ કોમ્પ્લેક્સ લક્ષણોથી વિકસિત થઈ છે જે એકબીજા પર આધારિત છે લક્ષણો એ બીજા લક્ષણોથી સ્વતંત્ર નથી કલ્ચરના લક્ષણો એ આજે હાજર છે નવા લક્ષણોની શોધને પ્રભાવિત કરશે તેનો અર્થ એ છે કે વર્તમાન સંસ્કૃતિના લક્ષણો એ ભૂતકાળના લક્ષણો કરતા સુધારો છે.
સંસ્કૃતિના ઉત્ક્રાંતિમાં સામેલ વિશિષ્ટ તત્વો માણસ છે અને તે એક જનરેશન દ્વારા વિકસિત સંસ્કૃતિ નવી જનરેશન નો આધાર છે.

સંસ્કૃતિનું નેચર એટલે કે પ્રકૃતિ
કલ્ચર એ એક્સપિરિયન્સ ને વર્ગીકૃત કરવાની યુનિક માનવ ક્ષમતા પર આધારિત છે કલ્ચર એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા જૂની જનરેશન યંગ જનરેશનને સ્થાપિત લાઈફ સ્ટાઈલનું પુનઃ ઉત્પાદન કરવા પ્રેરિત કરે છે અને ફરજ બજાવે છે કલ્ચર એ વ્યક્તિની લાઈફ સ્ટાઈલમાં સમાયેલી છે તેનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે તે કલ્ચર એટલું વ્યાપક છે કે તે દરરોજ વિચારો માંથી છટકી જાય છે.

વિવિધતા અને સંસ્કૃતિની એકરૂપતા

કલ્ચર એ જન્મજાત નથી મનુષ્ય એ કલ્ચરનું સર્જન કરે છે સંસ્કૃતિમાં જનરેશન ટુ જનરેશન ટ્રાન્સમિટ થતા પ્રિન્સિપલ અને પરંપરા નો સમાવેશ થાય છે. તેમ છતાં મનુષ્ય તેને બનાવ્યું છે સંસ્કૃતિ એ ફ્લેક્સિબલ છે અને ચેન્જ થતી હોય છે માનવ સંસ્કૃતિ એ મનુષ્યની બાયોલોજીકલ ઉત્ક્રાંતિ સાથે જોડાયેલી છે કારણ કે મનુષ્ય સ્વભાવે સર્જનાત્મક છે તેને જીવનની વિવિધ અથવા અલગ રીતો વિકસાવી છે સંસ્કૃતિની વિવિધતા એ જીયોગ્રાફિક સ્થાન, ધાર્મિક માન્યતાઓ, અને લાઇફ સ્ટાઇલ નું પરિણામ છે.

સંસ્કૃતિ એ ગ્રુપનું હસ્તગત વર્તન છે. તેનો અર્થ એ છે કે ઘણા ગ્રુપ જેટલી સંસ્કૃતિઓ છે. કેટલા સંસ્કૃતિમાં વરરાજા તેની પત્નીના ઘરે રહેવા જાય છે. જ્યારે અન્યમાં કન્યા પતિના ઘરે રહેવા આવે છે. આમાં ભારતમાં વિવિધ લોકોમાં સંસ્કૃતિના વર્તનમાં ગ્રુપના ભિન્નતા જોવા મળે છે જે વિવિધ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.

સંસ્કૃતિ માટે વિવિધ પરિબળો:

  1. જીયોગ્રાફિક લોકેશન: જીયોગ્રાફિક લોકેશન એ વિવિધ સંસ્કૃતિઓનો આધાર પૂરો પાડે છે. આ ઉપયોગ માટે વિવિધ સામગ્રીની અવેલેબીલીટી ના કારણે છે. ઉદાહરણ તરીકે ફ્લેટ જમીન જ્યાં પશુઓના મોટા ટોળા હતા તે નોમેડિક સંસ્કૃતિ તરફ દોરી જાય છે.
  2. બેભાન બિહેવિયર નું અનુકરણ કરવામાં આવે છે પછીથી તે એક રિવાજ બની જાય છે તે સંસ્કૃતિનો એક ભાગ છે: વ્યક્તિ દ્વારા બેભાન રીતે કરવામાં આવેલી ક્રિયા અને બીજા લોકો તેનું અનુકરણ કરે છે આ પછીથી તે સંસ્કૃતિ બની જાય છે.
  3. વર્તનમાં ફ્લેક્સિબિલિટી: માણસ ફ્લેક્સિબલ હોય છે અને પોતાની જાતને તેના નેચરલ વાતાવરણમાં એકજેસ્ટ કરે છે. સંસ્કૃતિ બિહેવીયર નું આ ગોઠવણ એ સંસ્કૃતિની વિવિધતા દર્શાવે છે.
  4. ટેકનોલોજીકલ પ્રગતિ: સંસ્કૃતિ એ વિવિધ છે કારણ કે એક ગ્રુપ અન્ય કરતા પ્રગતિ રીતે બેકવર્ડ હોય છે. આ એકથી અન્ય માટે સંસ્કૃતિમાં પરિવર્તન નું કારણ બની શકે છે.
  5. ધાર્મિક માન્યતા: ધાર્મિક માન્યતા ના આધારે આ ગ્રુપ એકબીજાથી અલગ પડે છે.
  6. લાઈફ સ્ટાઈલ એટલે કે જીવન શૈલી: એજ્યુકેશનના કારણે લાઇફ સ્ટાઇલમાં પરિવર્તન એક ગ્રુપ ને બીજા ગ્રુપ કરતા જુદું બનાવે છે.
    ભારતમાં શિક્ષણના સ્તરમાં લાઈફ સ્ટાઈલમાં ફેરફારના કારણે વિવિધ પ્રકારની સંસ્કૃતિ અસ્તિત્વમાં છે.
    ભારતમાં 32 ભાષાઓ છે અને દરેક રાજ્ય વાર્તાઓ ગીતો કથન ધરાવે છે જે તેની સંસ્કૃતિની વિવિધતા દર્શાવે છે.
    વિશિષ્ટ કામોનું પ્રોડક્શન કરવા માટે હજારો ફેક્ટરીસ છે. જેના માટે મેનેજમેન્ટ કાર્યો મજૂર કાર્ય વહીવટી કાર્ય વિભાજિત કરવામાં આવે છે. દરેક ગ્રુપ વિવિધ પ્રકારની બીહેવીયરલ પેટર્ન હોય છે જેના આધારે વિવિધ સંસ્કૃતિ વિવિધ વ્યવસાય તરફ દોરી જાય છે.
    ભારતમાં ઘણા બધા ધર્મો છે ચોક્કસ ધર્મના લોકો પોતાની લાઈફ સ્ટાઈલ માન્યતાઓ અને જીવન ધોરણ છે.
    પંજાબી કલ્ચર હરિયાણવી કલ્ચર વગેરે જેવા રાજ્યના આધારે ખાવાની ટેવ પોશાક અને કલ્ચરથી બીજી કલ્ચર અલગ પડે છે.

એકરૂપતા : સંસ્કૃતિની એકરૂપતા તે લાગે તેના કરતાં ઘણી કોમ્પલેક્ષ છે ભારતમાં સંસ્કૃતિની એકરૂપતા એ માન્યતા ઉપર આધારિત છે કે ભગવાન એક જ છે જે આપણા બધા કરતા શ્રેષ્ઠ છે.

વૈશ્વિકરણ સાર્વત્રિક સંસ્કૃતિને અંતરીક બનવાની અને આ રીતે સમગ્ર નો ભાગ બનવાની તક આપે છે. સંસ્કૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક ફોર્સ જે હાલમાં ભારતનું ઘડતર કરે છે.

સંસ્કૃતિ અને સામાજિકકરણ
સંસ્કૃતિને લોકોના ચોક્કસ ગ્રુપ દ્વારા વહેંચવામાં આવતી માન્યતાઓ મૂલ્યો વર્તન અને ભૌતિક વસ્તુઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સંસ્કૃતિ એ જીવનનો એક માર્ગ છે જે ઘણા લોકોમાં સામાન્ય છે. આપણે શું પહેરીએ છીએ ક્યારે ખાઈએ છીએ અને આપણો સમય કેવી રીતે વિતાવીએ છીએ તેના પરથી આપણી સંસ્કૃતિ રિફ્લેક્ટ થાય છે.
આપણી સંસ્કૃતિ આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે.
સોશિયલાઈઝેશન એક એવી પ્રક્રિયા છે કે જે આપણા વિચારો લાગણીઓ અને ગામને આકાર આપે છે અને વ્યાખ્યાયિત કરે છે. આપણા વર્તન માટે મોડેલ આપે છે. જેમ જેમ બાળકો સોશિયલ બને તે માનવ સમાજમાં ઉત્પાદક સભ્યો તરીકે કેવી રીતે ફીટ થવું અને કેવી રીતે કામ કરવું તે શીખે છે. સામાજિકરણ ની આ પ્રક્રિયા મનુષ્યને સંસ્કૃતિના મૂલ્યો અને ધોરણો શીખવે છે. આપણા જીવન માટે ગાઈડન્સ પ્રોવાઇડ કરે છે.

જ્યારે કોઈ વ્યક્તિ નો જન્મ થાય છે ત્યારે તે હેલ્પલેસ હોય છે. કે અન્ય પર નિર્ભર હોય છે. સૌથી બેઝિક ફિઝિયોલોજીકલ need જેમ જેમ વ્યક્તિ વધે છે તે બહાર જવાનો અનુભવ કરે છે. સોસાયટીમાં ભાગ લેવા માટે સક્ષમ બને છે. આ પ્રક્રિયાને સામાજિકકરણ કહેવામાં આવે છે.
આ પ્રક્રિયા બધા જ માનવ સમાજ માટે ઈમ્પોર્ટન્ટ છે. કારણ કે દરેક નવી જનરેશનને સંસ્કૃતિ શીખવવાનું માધ્યમ છે.

સમાજીકરણ એ માનવ સમાજને પેઢી દર પેઢી સંસ્કૃતિ શીખવે છે.

તેનો અર્થ એ છે કે માનવ ઇન્ફન્ટ કોઈપણ સંસ્કૃતિ વિના જન્મે છે તેઓ દ્વારા ટ્રાન્સફર થવું જોઈએ. સામાજિકરણના એજન્ટો જેમ કે ફેમિલી (માતા-પિતા) શાળા (શિક્ષકો) સાથીદાર (મિત્રો )અને સાંસ્કૃતિક અને સોશિયલ રીતે મનુષ્યનો સમૂહ. આ સંસ્કૃતિ મેળવવાની સામાન્ય પ્રક્રિયાને સામાજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સંસ્કૃતિની ભાષા શીખી છે. સામાજિકકરણ દરમિયાન આપણે સાંસ્કૃતિક ધોરણો શીખીએ છીએ મોટાભાગનું માનવ વ્યક્તિત્વ આપણા જનીનોનું પરિણામ છે.

સામાજિકરણ સમાજમાં એકરૂપતા પરિણામી શકે છે. જો તમામ બાળકોને સમાન સમાજીકરણ પ્રાપ્ત થાય છે તો સંભવ છે કે તેઓ સમાન માન્યતાઓ અને અપેક્ષાઓ શેર કરશે તેના આધારે વિશ્વભરની રાષ્ટ્રીય સરકારો શિક્ષણને પ્રમાણભૂત બનાવે છે. અને તેને બધા બાળકો માટે ફરજિયાત બનાવે છે. શિક્ષણ એ લોકોને નિયંત્રિત કરવાનું શક્તિશાળી સાધન છે. જેવો સમાજના ધોરણોને આંતરિક બનાવે છે તેઓ કાયદાનો ભંગ કરે તેવી શક્યતા ઓછી હોય છે.

સમજીકરણ એ પ્રક્રિયા છે તેના દ્વારા આપણે આપણી સંસ્કૃતિના મૂળભૂત બાબતો શીખીએ છીએ વ્યક્તિનો પણ વિકાસ થાય છે. અને આપણે સોસાયટીમાં સારી પર્સનાલિટી શીખીએ છીએ.

વિવિધ ફેમિલીમાં પ્રારંભિક સમજીકરણ ઘણીવાર ટેકનોલોજી ગોલ અને અપેક્ષામાં બદલાય છે. તેથી કોમ્પ્લેક્સ સોસાયટી સાંસ્કૃતિક રીતે એકરૂપ નથી કારણ કે તેમની પાસે સહિયારા ધોરણો શું હોવા જોઈએ તે અંગે સર્વસંમત નથી.

બાળકોનું સામાજિકરણ

સમાજીકરણ એ શીખવાની પ્રક્રિયા છે તે જન્મ પછી તરત જ શરૂ થાય છે શરૂઆતનો બાળપણ એ સામાજિક કારણો સૌથી નિર્ણાયક સમયગાળો છે. કારણ કે આ સમય ભાષા હસ્તગત કરવામાં આવે છે અને ફંડામેન્ટલ સંસ્કૃતિના પર્સનાલિટી શીખવા મળે છે. વિવિધ સંસ્કૃતિઓ વિવિધ ટેકનીકનો ઉપયોગ કરે છે તેમના બાળકોને સામાજિક બનાવવા માટે. એજ્યુકેશન એટલે કે ફોર્મલ અને ઇન્ફોર્મલ એજ્યુકેશન બાળકોની સામાજિક શીખવાનો એક માર્ગ છે. માતા-પિતાની નજીવી કાર્યો તેમના બાળકોના સામાજિકરણ પર મોટી અસર કરી શકે છે.

બદલાવવું (એક્સચેન્જ): માલસામાન સેવાઓ એકબીજા સાથે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા. બદલાવ એ એક સામાજિક પ્રક્રિયા છે જેમાં સમાન અથવા વધુ મૂલ્ય માટે અમુક પ્રકારના રિવોર્ડ માટે સોશિયલ બીહેવિયરનું એક્સચેન્જ કરવામાં આવે છે.

સ્પર્ધા: તે એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બે કે તેથી વધુ લોકો એક જ ગોલ પ્રાપ્ત કરવા માટે કામ કરે છે તેમાંની બેસ્ટ ની પસંદગી કરવામાં આવે છે.

સહકાર (કો-ઓપરેશન): સહકારમાં લોકો સાથે મળીને કામ કરે છે ગો લને અચિવ કરવા માટે.
સહકારમાં વ્યક્તિ વ્યક્તિગત ગોલ વિશે વિચારતા નથી પરંતુ મહાન ગોલ એટલે કે ગ્રુપ અથવા ટીમના ગોલ માટે સહકારથી કાર્ય કરે છે.

સંઘર્ષ: આ એક સામાજિક પ્રક્રિયા છે જેમાં લોકો ફિઝિકલી અથવા સોશિયલી રીતે એકબીજા પર વિજય મેળવે છે. પોલિટિક્સમાં ઘણીવાર આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે.

બળજબરી: એટલે બળનો ઉપયોગ. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા લોકો બળના આધારે બીજા લોકોને તેમની ઈચ્છા વિરુદ્ધ કંઈક કરવા ફોર્સ કરે છે પોલીસ દ્વારા બળજબરીનો ઉપયોગ કરવામાં આવે છે.

Published
Categorized as GNM FULL COURSE SOCIOLOGY, Uncategorised