THE INDIVIDUAL
THE SOCIALIZATION PROCESS:–
▫️ પ્રોસેસ ઓફ સોશિયલાયઝેશન અને ઈન્ડિવિજ્યુલાઈજેશન.
➡️human being એક બાયોલોજીકલ એનિમલ તરીકે આવે છે અને પોતાની નીડ્સ ને ફૂલફિલ કરવાની ઈચ્છા ધરાવે છે.
➡️તે ધીમે ધીમે સામાજિક પ્રાણી તરીકે ઘડાઈ છે અને સમાજ માં રેહવાના તોર અને તરીકાઓ શીખે અને તેના મુજબ ની લાગણીઓ તેના માં બને છે
➡️આ પ્રક્રિયા વગર અથવા તો ઘડતર વગર માણસ પોતાની જાત ને આ વાતાવરણ માં અને સંસાર માં ટકાવી શકે નહિ જો જે તે વ્યક્તિ ને સારું જીવન જીવવું હોય તેને સમાજ ના નીતિ , નિયમો , સંસ્કૃતિ ના અકોર્ડિંગ ચાલવું પડે
➡️અને આ ઘડતર ની પ્રોસેસ ને સોસિયલાઈઝેશન કેહવાય છે
અલગ અલગ sociologist દ્વારા અપાયેલી અલગ અલગ socialaization ની definition નીચે મુજબ છે.
➡️ બોગર્ડ્સ એ એવું કહ્યું છે કે ” સોસિયલાઈઝેશન એ એક સાથે કામ કરવાની પ્રક્રિયા છે જેનાથી આપડે એક ગ્રુપ માં જવાબદારી ની ભાવના ઊભી કરી શકીએ અને બીજા ને ગાઈડ કરી શકીએ તેના કલ્યાણ માટે અને નિડ્સ ને ફૂલ્ફિલ કરી શકીએ” .
ઓગબર્ન પ્રમાણે:- ” socialization એ એવી પ્રોસેસ છે જેનાથી individual સોસાયટી માં રેહવના નીતિ નિયમો શીખે અને તેના ગ્રુપ માં રહે .”
રોસ પ્રમાણે :- ” સાથે રેહવાની ભાવના નો વિકાસ અને તેની વૃદ્ધિ જેનાથી પોતે સાથે રેહવની અને સાથે કામ કરવાની ક્ષમતા ને વધારે”.
Socialisation એ એક એવી પ્રક્રિયા છે જેનાથી સમાજ માં રેહતા લોકો એક બીજા સાથે સંબંધ બાંધી શકે .
➡️આ એક જટિલ પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ આદતો , આવડત , બિલીફ અને સ્ટાન્ડર્ડ જ્જમેન્ટ દ્વારા interact કરે છે અને સોશ્યલ ગ્રુપ માં અને કમ્મૂનીટી માં પારટીસિપેટ કરે છે .
➡️આમાં સોસાયટી ની ક્વોલિટી ને ધ્યાન માં રાખી ને ચાલવામાં આવે છે
➡️ socialisation એ એક એવી પ્રોસેસ છે જેનાથી વ્યક્તિ ની અંદર આવડતો આવે છે અને વર્તન નું નિર્માણ થાય છે અને આનાજ કારણે એક મેનર માં સોસાયટી ચાલે છે
➡️બાળક ના જન્મ પેહલાજ સોસિયલાઇઝેશન ની પ્રક્રિયા શરૂ થય જાઈ છે
અમુક પ્રકારના social સર્કમસ્ટનસિસ જ પેહલા થી જ નક્કી કરી લેઇ છે કે જન્મ પછી બાળક નું જીવન કેવું હશે અને જે તે પરિસ્થિતિ તેના જન્મ પછી હોય એ પરિસ્થિતિ જ જેના સોસાયટી ના વિકાસ માં મદદ કરતી હોય છે અને તેનો અસર તેની પ્રીનેટલ કેર અને પેરેંટલ કેર પર થતો હોય છે.
અમુક એવી વસ્તુઓ કે જે જન્મ પછી બાળક ને સોસિયલાઈસ થવામાં મદદ કરે છે તે નીચે મુજબ છે
▫️internal conditions:-temperament , ઇન્ટેળેકચ્યુલ એબિલિટી, ઈમોશનલ એકસાઇટમેંટ, અને ઈગનોરન્સ
➡️ સોશિયલાઈઝેશન એ એક એવી પ્રોસેસ છે જે દરેકના જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. સોશિયલાઈઝેશન એ સોસાયટી માટે એક મહત્વનો matter છે. સોશિયલાઈઝેશનની પ્રોસેસને છોડી શકાતી નથી પરંતુ ઇન્સ્ટિટ્યૂશનલ ચેનલ્સ થ્રુ તેને કંટ્રોલ કરી શકાય છે.
સોશિયલાઈઝેશન એ બાળકને સોસાયટીનો એક વ્યક્તિ બનવામાં મદદરૂપ થાય છે તે સોશિયલ maturity આપે છે જે બે sources દ્વારા થાય છે.
▫️First source
➡️ આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેની બીજા પર સત્તા હોય છે. ઉદાહરણ તરીકે ટીચર , માતા – પિતા , દાદા – દાદી .
▫️ Second source
➡️ આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેને સત્તા એકબીજા સાથે સમાન હોય છે. ઉદાહરણ તરીકે મિત્રો , પ્લેયમેટ્સ , સાથે જોબ કરતા લોકો.
સોશિયલાઈઝેશનની પ્રોસેસ માટે authoritarian ની પ્રોસેસની સાથે – સાથે equalitarian પ્રોસેસની પણ જરૂર પડે છે. બાળક જન્મે ત્યારે તેના માતા પિતા તેના ઓથોરીટેરીયન તરીકે હોય છે પછી સ્કૂલે જાય ત્યારે તેના ટીચર અને પ્રિન્સિપલ હોય છે જે તેનાથી મોટા છે જે તેના ઉપરી છે તેને કંઈક શીખવે છે જેનાથી તે એક સારો માણસ બને છે. આ સાથે સાથે ઇક્વાલીટેરિયન એટલે કે તેની જ ઉંમરના , જેનાથી તે ડરે નહીં ,તેની સાથે ભણતા મિત્રો , પ્લેયમેટ્સ , સિબલિંગ્સ કે જેની સાથે તે પોતાની બધી વાતો શેર કરે છે.
➡️ એટલે જ સોશિયલાઈઝેશનની પ્રોસેસ માટે ઓથોરિટેરિયન અને ઈક્વલીટેરિયન બંને જરૂરી છે.
ચીફ એજન્સીસ :
૧ – ફેમેલી
૨ – સ્કૂલ
૩ – પ્લેયમેટ્સ
૪ – રિલિજિયન ( ધર્મ )
૫ – સ્ટેટ ( રાજ્ય )
▫️૧ – ફેમિલી
➡️ ફેમિલી મેમ્બર એ ક્લોઝલી બાળક સાથે સંકળાયેલ હોય છે. તેઓ પહેલું સ્ટેપ છે જે બાળકને સોશિયલાઈઝ કરે છે. બાળક તેની ફેમિલી માંથી ભાષા , વાણી , હાવભાવ , સાથ સહકાર , સહનશીલતા , પ્રેમ , બલિદાન આ બધું શીખે છે. ફેમિલી નું વાતાવરણ બાળકના ગ્રોથને પ્રભાવિત કરે છે. ખરાબ ફેમિલીમાં બાળક ખરાબ આદતો શીખે છે , અને સારી ફેમિલીમાં બાળક સારી આદતો શીખે છે.
▫️૨ – સ્કૂલ
➡️ બાળક સ્કૂલથી એજ્યુકેશન મેળવે છે જે તેનામાં સારા આદર્શો અને વલણનું ઘડતર કરાવે છે. સારું એજ્યુકેશન બાળકને દેશનો એક સારો નાગરિક બનાવે છે અને ખરાબ અપૂરતું એજ્યુકેશન બાળકને ક્રિમિનલ બનવા તરફ લઈ જાય છે.
૩ – પ્લેયમેટ્સ
➡️ બાળક ઘણું બધું તેના મિત્રો પાસેથી શીખે છે જે તેના માતા-પિતા પાસેથી શીખી શકાતું નથી. તે સહકાર , નૈતિકતા , ફેશન વગેરે શીખે છે જે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી જરૂરી છે.
▫️૪ – રિલિજિયન ( ધર્મ )
➡️ દરેક ધર્મમાં , ચોક્કસ પ્રસંગોપાત ધર્મને રિલેટેડ પ્રવૃત્તિઓ પરફોર્મ કરવામાં આવતી હોય છે. આ ધાર્મિક પ્રવૃત્તિઓના લીધે તેનામાં બિલિફ અને વે ઓફ લાઈફ ડેવલપ થાય છે. ધાર્મિક સ્થળોએ તે ઉપદેશ મેળવે છે અને તેના પરથી તેના જીવનનું તેનું ઘડતર થાય છે.
▫️૫ – સ્ટેટ ( રાજ્ય )
➡️ દરેક સ્ટેટ લોકો માટે કાયદાઓ બનાવે છે જે તેના બિહેવિયરના ઘડતરમાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ રાજ્યના કાયદાઓની વિરુદ્ધ જાય છે તો તેને સજા કરવામાં આવે છે.
એલિમેન્ટ્સ ઓફ પ્રોસેસ ઓફ સોશિયલાઈઝેશન
બાળક એ સોશિયલ સ્ટીમયુલાયના કોન્ટેકમાં આવીને પ્રોસેસ ઓફ સોશિયલાઈઝેશન શીખે છે. તેના માટે પ્રથમ અને વહેલી સોશિયલ સ્ટીમ્યુલાય એ તેની માતા છે. તેના પછી તે બીજા બધાના વધારે કોન્ટેક માં આવે છે. તે પિતા , ભાઈ , બહેન , પ્લેયમેટ્સટ્સ , ટીચર , પોલીસ અને બીજા વ્યક્તિઓના સંપર્કમાં આવે છે જે તેના ઘડતરમાં મદદરૂપ બને છે.
Elements ઓફ સોશિયલાઈઝેશન :
➡️વ્યક્તિગત વારસો – ફિઝિકલ અને સાયકોલોજીકલ.
➡️ એન્વાયરમેન્ટ – ફેમિલી , કોમ્યુનિટી , સોસાયટી.
➡️ કલ્ચર – બાળક તેના ફેમિલી થ્રુ તેના કલ્ચરને સમજે છે.
➡️ વ્યક્તિગત અનુભવ – દરેક વ્યક્તિ ત્યારે mature થાય છે જ્યારે તે તેની ફેમિલી , કમ્યુનિટી , અને સોસાયટીમાંથી કઠોર અનુભવો કરે છે અને શીખે છે.
▫️ENVIRONMENTAL FACTORS THAT INFLUENCE PRENATAL DEVELOPMENT
મધરનું હેલ્થ સ્ટેટ્સ
મધરનો ખોરાક , જીવનશૈલી અને બાળકના જન્મ પહેલા ની સંભાળ એ મધરના હેલ્થ સ્ટેટસ માટે ખૂબ જ જરૂરી છે. વહેલું અને નિયમિત મેડિકલ ચેકઅપ obstetrician ( પ્રસુતિ નિષ્ણાંત ) પાસે જરૂરી છે. નિયમિતપણે બ્લડપ્રેશર , વજન , યુરિન એનાલિસિસ અને ઇન્ફોર્મેશન અબાઉટ પ્રેગનેન્સી અને પોઝીશન અને બાળકનો વિકાસ ચેક કરવો.
સારું ન્યુટ્રીશન
સારા પોષક તત્વો લેવાથી હેલ્ધી પ્રેગનેન્સી ડેવલોપ થાય છે. પૂરતા પ્રમાણમાં પ્રોટીન , કેલ્શિયમ , આયન અને વિટામિન લેવા જરૂરી છે. અપૂરતો ખોરાક અને પોષક તત્વો લેવાથી બાળકનો વિકાસ ધીમે થાય છે. ડીલેવરી અને લો બર્થ વેઇટના રિસ્ક વધી જાય છે.દારૂ અને ધૂમ્રપાન છોડી દેવું જોઈએ અને ડોક્ટરે સૂચવેલ દવાઓ સિવાયની જાતે દવા લેવી નહીં.
પ્રોપર મેડિકલ કેર
પ્રોપર મેડિકલ કેર લેવાથી પ્રેગનેન્સી ના લીધે થતા પ્રોબ્લેમ્સ ને જાણી શકાય છે , અટકાવી શકાય છે અને તેની સારવાર થઈ શકે છે.
Toxemias ઓફ પ્રેગનેન્સી
Toxemias ઓફ પ્રેગનેન્સી એટલે કે પ્રેગનેન્સી દરમિયાન થતા કોમ્પ્લિકેશન કે જેમાં લીવર , કિડની અને વગેરે ઓર્ગનને ડેમેજ જોવા મળે છે. અચાનક જ બ્લડ પ્રેશર , પ્રોટીન યુરિયા અને બોડીમાં વોટરનું પ્રમાણ વધી જાય છે. ઉદાહરણ તરીકે: 20 વીક પછી ઇડીમાં ( સોજા ) જોવા મળે છે.
જન્મજાત ખોળખાપણ
ઘણી બધી દવાઓ , અપૂરતો ખોરાક ખાવાની ટેવ અને ઇન્ફેક્શનના કારણે જન્મજાત ખોટખાપણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે: પ્રેગનેન્સી દરમિયાન રુબેલા નું ઇન્ફેક્શન લાગવાથી અથવા કોઈપણ જીનેટીક કારણો પણ હોઈ શકે.
અલ્ટ્રાસાઉન્ડ અને એમ્નીઓ સેન્થેસિસ
અલ્ટ્રા સાઉન્ડ એટલે સોનોગ્રાફી અને એમનીઓ સેન્ટેસિસ એટલે એમની ઓટીક ફ્લુડનું સેમ્પલ લઈને તેને ટેસ્ટ માટે મોકલવામાં આવે છે . તેનાથી જન્મજાત ખોડખા પણ ને ઓળખી શકાય છે.
એન્ટિ રહે્સસ વેક્સિન
જો મધરનું બ્લડ ગ્રુપ RH નેગેટીવ હોય અને બાળકનું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ હોય તો બાળકના જન્મ પછી તરત જ મધરને Anti D ઇન્જેક્શન આપવામાં આવે છે. તેનાથી રેડ બ્લડ સેલનું ડેમેજ અટકાવી શકાય છે અને Rh incompitability જેવા કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે.
પ્રિમેચ્યોર બેબી
જો બાળકની ડીલેવરી 37 વીક પહેલા થઈ જાય અને તેનો વજન 2.5 કિલોગ્રામ કરતા ઓછું જોવા મળે તેને પ્રીમૅચ્યુઅર બેબી કહે છે. જો વહેલી પ્રસુતિના સાઈન જોવા મળે અને મધરને રિસ્ક હોય ત્યારે મધરની કમરની ફરતે મોનિટરિંગ ડિવાઇસ લગાવવું. મધર ને તરત જ હોસ્પિટલ લઈ જવી અને પ્રસુતિ અટકાવવા માટેની દવા લેવી.
સ્ટેજિસ ઓફ સોસીયલાઈજેશન
1. બર્થ ઓફ ન્યુ બોર્ન બેબી
જ્યારે પૂરતા ગર્ભાશય માંથી કોન્ટ્રાકશન આવતા હોય ત્યારે બાળક બહાર આવે છે. પછી તરત જ બાળકના માઉથને suction વડે mucus રીમુવ કરવામાં આવે છે.
4. ADOLESCENCE
ઇનફન્ટ અને એડલ્ટહુડ વચ્ચેના સમયગાળાને એડોલેશન્સ કહે છે જેમાં જનરલી 12 – 19 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન તેનો ઝડપથી ગ્રોથ થતો જોવા મળે છે છોકરીઓમાં ( ૧૧ – ૧૩ વર્ષ ) છોકરાઓ ( ૧૩ – ૧૫ વર્ષ ) કરતા વહેલો અને ઝડપી ગ્રોથ થતો જોવા મળે છે અને સાથે સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ પણ જોવા મળે છે. આ દરમિયાન તેઓ તેના માતા પિતા પાસેથી વધારે સ્વતંત્રતા માંગે છે અને તેના મિત્રો અને પિયર ગ્રુપ સાથે વધારે પ્રમાણમાં રહે છે. મોસ્ટ ઓફ એડોલેસન્ટ તેના આઈડિયા અને વેલ્યુ તેના માતા પિતા સાથે શેર કરે છે અને સહમત થાય છે.
➡️ પેરેન્સ પ્રમાણે એક હેલ્થી એડોલેશન્ટ ત્યારે બની શકે છે જ્યારે….
5. ADULTHOOD
એડોલેશન્સ પછી એડલ્ટહુડ નો પિરિયડ શરૂ થાય છે. આ સમય દરમિયાન તેમાં બહુ વધારે ફિઝિકલ ચેન્જ જોવા મળતો નથી. જો આ સમય દરમિયાન દરરોજ કસરત કરવામાં આવે અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જાળવવામાં આવે તો old ageમાં ફીટ રહી શકાય છે.
➡️ Early adulthood – આ સમય દરમિયાન તેઓ સ્વતંત્ર હોય છે અને પોતાની રિસ્પોન્સિબિલિટી જાણતા હોય છે તથા બીજા સાથે ગાઢ સંબંધો બાંધતા હોય છે.
➡️Middle adulthood – આ સમય દરમિયાન તેઓ લાઈફના goalને સેટ કરતા હોય છે અને તેનું સ્ટાન્ડર્ડ નક્કી કરતા હોય છે. ઉદાહરણ તરીકે , સંતોષ ન મળે તેવી જોબ છોડી દેવી અને કંઈક નવું કરવા માટે આગળ વધવું.
➡️Late adulthood – આ જીવનચક્ર નો સૌથી મોટો સ્થાયી સમય ગાળો છે. લોકો જે તેને પૂરું કર્યું છે અથવા મેળવ્યું છે તેની તરફ પાછળ જુએ છે અને સંતોષ અનુભવે છે. જો કે , આ સમય ઘણા લોકો માટે ડિપ્રેશન વાળો હોય છે કે જેઓએ બીજા સાથે નજીકના સબંધો પ્રાપ્ત કર્યા નથી અને જેને એવું લાગે છે કે નિયતિ પર તેનો કંટ્રોલ નથી.
આખા જીવનચક્ર દરમિયાન જન્મથી લઈને મૃત્યુ સુધી લોકોમાં ઘણા બધા ફિઝિકલ , મેન્ટલ અને સોશિયલ ચેન્જીસ જોવા મળે છે. જે પણ આ બધા ચેન્જીસ નો હેલ્ધી વે માં સામનો કરે છે તે old ageમાં શ્રેષ્ઠ હોય છે.
6. OLD AGE
બાયોલોજિકલી , વ્યક્તિ 25 વર્ષની ઉંમર પછી ફિઝિકલ મેચ્યોર થાય છે , જ્યારે સેલ્સ પ્રોડ્યુસ થાય તેના કરતાં વધારે ઝડપથી મૃત્યુ તરફ જતા હોય છે. ઘરડા થવું , જોકે મગજની સ્થિતિ અને તેનો ( ઘરડા થવાનો ) કોઈપણ સ્પેસિફિક સમયગાળો નથી. કોઈ વ્યક્તિ ૭૫ વર્ષની ઉંમરે પણ યંગ રહી શકે છે જો તે પોતાની જાતને દરરોજ કરંટ ઇવેન્ટ માં એક્ટિવ રાખે અને ફિટ રહે.
➡️ઉંમર વધવાના એક્સટર્નલ સાઇનમાં ચામડી પર કરચલી , baldness ( ટાલ પડવી ) જેવા લક્ષણો ઘણા લોકોમાં ચોથા દાયકાથી જોવા મળે છે અને ઘણા લોકોમાં છઠ્ઠા અથવા સાતમા દાયકા સુધી જોવા મળતા નથી ( દાયકો – દસ વર્ષનો સમયગાળો ) .
➡️ ઇન્ટર્નલ સાઇન તરીકે તેની બોડી સિસ્ટમની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સેન્સ ઓર્ગન્સ એ ઓછા સેન્સીટીવ બની જાય છે. હદયની બ્લડને પંપ કરવાની ક્ષમતા અને ફેફસાને ઓક્સિજનનેટ કરવાની ક્ષમતા ઘટી જાય છે , તેથી પાચનતંત્ર અને Excretary system ( ઉત્સર્જન તંત્ર ) ની ન્યુટ્રીયંટ બનાવવાની પ્રોસેસ અને વેસ્ટ પ્રોડક્ટ ને બહાર કાઢવાની ક્ષમતા પણ ઘટી જાય છે. ઘણા બધા રોગો થવાની શક્યતા પણ ઓલ્ડ એજમાં વધી જાય છે જેમ કે હાયપરટેન્શન , કેન્સર , આર્થરાઇટિસ. ઓલ્ડ એજમાં નુકસાન કરે તેવા બિહેવિયરને પહેલેથી જ સુધારવું. યંગ એજમાં હેલ્થ પ્રમોશન થાય તેવું બીહેવીયર રાખવું જેનાથી ઓલ્ડ એજ આવે ત્યારે સારૂ હેલ્થ સ્ટેટ્સ જાળવી શકાય.
➡️ ૬૫ વર્ષની ઉંમર સુધી વધારે પડતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે અને પોતાની જાતની સંભાળ રાખી શકતા હોય છે. થોડાક લોકોમા dementia ( યાદશક્તિ ઘટી જવી અને મગજની કામ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.) જોવા મળે છે. અસાઈમર ડીસીઝ એ ડીમેન્સિયા માટેનું કોમન કારણ છે. ઘણીવાર મોટી ઉંમરના લોકોમાં ડિપ્રેશન એ ડિમેન્શિયા તરીકે જોવા મળે છે. ડિપ્રેશનને ટ્રીટ કરતી વખતે ઘણીવાર ડિમેન્સિયા પાછું થતું જોવા મળે છે.
➡️ મોટી ઉંમરે , ઘણા લોકો સોશિયલ પ્રોબ્લેમ થી પણ સફર થતા હોય છે. ઘણા લોકોમાં ઉંમર વધવાના લીધે ભેદભાવ જોવા મળે છે. ઘણા લોકોમા ઓલ્ડ એજ ના લોકો વિશે વિચારધારા બદલી જાય છે જેમકે intellectual failure ( તેની બૌદ્ધિક ક્ષમતા ઘટી જવી ). એકલાપણુ એ પણ elderly લોકોનો એક સોશિયલ પ્રોબ્લેમ છે.elder લોકોમાં સોશિયલ આઇસોલેશનને અટકાવવા માટે તેને નવા મિત્રો બનાવવા માટે અને નવી નવી એક્ટિવિટીમાં ભાગ લેવા એન્કરેજ કરવું.
RESPONSIBILITIES ( ફરજો )
મૂળભૂત ફરજો : જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકો માટે કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે ;