S.Y. A.N.M- MIDWIFERY UNIT – 1 HUMAN REPRODUCTIVE SYSTEM

યુનિટ – 1

હ્યુમન રીપ્રોડક્ટીવ સિસ્ટમ

મુખ્ય હેતુ

  • મીડવીફરી ભણાવવાથી તાલીમાર્થીનીઓ ફિમેલ અને મેલ રીપ્રોડક્ટીવ ઓર્ગન્સને વર્ણવી શકશે. ગર્ભધારણ કેવી રીતે થાય છે. અને ફીટસનો વિકાસ કેવી રીતે થાય છે. તે સમજી એન્ટીનેટલ, ઈન્ટ્રાનેટલ અને પોસ્ટનેટલ કેર કરી શકશે અને એમ.એમ.આર તથા આઈ.એમ.આર ઓછું કરી શકશે.

ગૌણ હેતુ

  • મીડવીફરી એ શું છે તે વિશે જાણી શકશે.
  • મીડવીફરીની વ્યાખ્યા કહી શકશે.
  • ફીમેલ અને મેલ રીપ્રોડક્ટીવ ઓર્ગન્સ વર્ણવી શકશે.
  • ગર્ભધારણની ક્રીયા કેવી રીતે થાય છે તે સમજી શકશે.
  • ફીટસનો વિકાસ કેવી રીતે થાય છે તે સમજી શકશે.
  • પ્રેગનન્ટ મધરને એન્ટીનેટલ, ઈન્ટ્રાનેટલ, પોસ્ટનેટલ કેર આપી શકશે.
  • હાઈરીસ્ક મધર અને બેબીને ઓળખીને તેમને રેફરલ સર્વીસીસ આપી શકશે.
  • ફીમેલ રીપ્રોડક્ટીવ સીસ્ટમના એક્સટર્નલ અને ઈન્ટરનલ ઓર્ગન વિશે સમજી શકશે. તેમજ તેના કાર્યો વિશે સમજી શકશે.
  • ફીમેલ રીપ્રોડક્ટીવ સીસ્ટમના ઈનટરનલ ઓર્ગન વિશે સમજી શકશે. તેમજ તેના કાર્યો વિશે સમજી શકશે.

મીડવાઇફરી : પ્રસ્તાવના

હિસ્ટોરીકલ રીવ્યુ

  • પહેલાના વખતમાં પછાત એરીયામાં કોઈપણ સ્ત્રી બીજી સ્ત્રીને ચાઈલ્ડ બર્થ માટે મદદ કરે તેને મીડવાઈફ કહેતા.
  • ત્યારબાદ ધીમે ધીમે સ્ત્રીઓ ફેમીલીની બહાર રહી પોતાની રોજી રોટી આ રીતે કમાઈ લેતી અને તેને મીડવાઈફ તરીકે ઓળખવામાં આવતી.
  • લોકોના રીત રીવાજ મુજબ લેબર (સુવાવડ માટે) વિશે અંધશ્રધ્ધાઓ અને જુદી જુદી માન્યતાઓ હતી. જેવી કે મેડીસીન પુરૂષોના હાથમાં હતું તથા મીડવાઇફરી અભણ મીડવાઈફના હાથમાં હતુ.
  • તેથી કોઈ પણ પ્રોસેસ થતો ન હતો. તેઓ ફીંગર વડે ઓશ ડાયલેટ કરતા, એબ્ડોમન મસાજ કરતા અને લીનન વડે પેરીનીયમ સપોર્ટ આપતા તથા પ્લેસન્ટાને હાથ વડે રીમુવ કરતા.

મીડવાઇફરી

વ્યાખ્યા

  • મીડવાઇફરી એ બે શબ્દના જોડાણથી બનેલો શબ્દ છે. મીડ અને વાઈફ. મીડ એટલે વચ્ચે રહેનાર અને વાઈફ એટલે હ્યુમન. તેનો મિનિંગ અહી હેલ્પીંગ હ્યુમન( મેલ / ફીમેલ ) ડીલીવરીમાં મદદ કરાવે તે થાય છે. એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ અને પોસ્ટનેટલ પીરિયડ તેમજ સ્ત્રીના પ્રજનન અને જાતિય સ્વાસ્થ્યના સમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મીડવાઇફરી.
  • જેમાં સગર્ભાવસ્થાથી લઈને બાળક ર વર્ષનું થાય ત્યાં સુધી કે જેમાં ૧૦૦૦ દીવસના સમયગાળાનો સમાવેશ થાય છે

મીડવાઈફ

  • મીડવાઈફ એટલે એવી સ્ત્રી કે જે મીડવાઈફરીનાં શિક્ષણ પ્રોગ્રામમાં જોડાઈ નક્કી કરેલ સમય મુજબ થિયરીનું અને પ્રેક્ટીકલનું જ્ઞાન લઈને સફળતા પુર્વક પરીક્ષા પાસ કરેલ હોય તેમજ તેનું રજીસ્ટ્રેશન કરીને કાયદેસરની નોંધણી થઈ હોય.

મીડવાઈફરીનાં મુખ્ય હેતુઓ

  • પ્રેગનન્સી, લેબર દરમ્યાન તથા પોસ્ટ નેટલ સમયગાળાના ફેરફાર જાણી શકશે તેમજ ઓબ્ઝર્વેશન કરીને કેર આપી શકશે.
  • પ્રેગનન્સી દરમ્યાન એબનોર્મલ કંડીશન જેવીશકે એ.પી.એચ., ટોક્સીમીયા ઓફ પ્રેગનન્સી વગેરે જાણી કોમ્પ્રીહેન્સીવ કેર આપી શકે તે માટે.
  • કોમ્યુનીટીમાં તેમજ હોસ્પીટલમાં પ્રેગનન્સી દરમ્યાન થતી એબનોર્મલ કંડીશન માટે પગલા લઈ શકાય અને કોમ્પલીકેશન અટકાવી શકાય તે માટે.
  • નોર્મલ ડીલીવરી કરાવવા માટે સ્કીલ ડેવલપ કરી શકાય તે માટે.
  • મધરની ઓબસ્ટેટ્રીકલ હિસ્ટ્રી જાણીને તથા નોર્મલ અને એબનોર્મલ કંડીશન જાણીને કોમ્પલીકેશન અટકાવી શકાય તેમજ ફુલ ટર્મ બાદ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકાય તે માટે.
  • પોસ્ટનેટલ પીરીયડ દરમ્યાન નોર્મલ તેમજ એબનોર્મલ કંડીશન જાણી નિર્ણય લઈ શકે અને કોમ્પ્રિહેન્સીવ કેર આપી શકાય.
  • ન્યુબોર્ન બેબીમાં થતી એબનોર્મલ કંડીશન જાણી શકાય અને તેને લગતા પગલા લઈ શકાય તે માટે
  • ન્યુબોર્ન બેબીને તાત્કાલીક કેર આપી શકાય તે માટે.
  • મેટરનલ મોર્ટાલીટી, મોરબીડીટી, અને ઈન્ટ્રા યુટેરાઈન ફીટલ ડેથ વગેરેનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે.
  • જોખમી માતા ઓળખીને પગલા લઈ શકે અને રીફર કરી શકશે.
  • ન્યુબોર્ન બેબીની કેર લઈ શકશે તેમજ નિર્ણય લઈને રીફર કરી શકશે.

ઈન્સ્ટીટ્યુશનલ મીડવિફરી

  • ઈન્સ્ટીટ્યુશનલ મીડવિફરી એટલે કે માતાને એન્ટીનેટલ ઈન્ટ્રાનેટલ, પોસ્ટનેટલ અને ન્યુબોર્ન બેબી વગેરેને સંસ્થામાં કઈ રીતે કેર આપવામાં આવે છે તે શીખવામાં આવે છે તેમજ નોર્મલ અને એબનોર્મલ પેશન્ટ કેર વિશે શીખવામાં આવે તેને ઈન્સ્ટીટ્યુશનલ મીડવાઈફરી કહેવાય.

ડોમીસિરીયલી

  • જેમાં કોમ્યુનીટીમાં એન્ટીનેટલ, લેબર દરમ્યાન પોસ્ટનેટલ સમય દરમ્યાન મધર અને ન્યુબોર્ન બેબીની કેર કઈ રીતે લેવી તે શીખવવામાં આવે છે. તેમજ એબનોર્મલ કંડીશન ધરાવતી મધર માટે તાત્કાલીક પગલા તથા એબનોર્મલ કંડીશન પ્રીવેન્ટ કરવા માટે તેમજ મોરબીડીટી અને મોર્ટાલીટી, સ્ટીલ બર્થ ઘટાડવા માટે કયા કયા પગલા લેવા તે શીખવવામાં આવે છે. કોમ્યુનીટીમાં આ કેર હોમ વિઝીટ દરમ્યાન ટ્રેનિગમાં બોલાવીને આપવામાં આવે છે.

હ્યુમન રીપ્રોડક્ટીવ સીસ્ટમ

  • (૧) ફીમેલ રીપ્રોડક્ટીવ સીસ્ટમ
  • (૨) મેલ રીપ્રોડક્ટીવ સીસ્ટમ

(૧) ફીમેલ રીપ્રોડક્ટીવ સીસ્ટમ

  • ફીમેલના શરીરનાં અંદર કુદરતે મનુષ્યની વંશ વૃધ્ધી કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે.આ અવયવો સ્ત્રી પ્રજનન તંત્રોના અવયવો તરીકે ઓળખવામાં આવે છે.

તેને બે ભાગમાં વહેચી દેવામાં આવે છે.

  • બાહ્ય પ્રજનન અવયવો
  • આંતરિક પ્રજનન અવયવો

એક્સટર્નલ ઓર્ગન : બાહ્ય પ્રજનન અવયવો

  • મોન્સ પ્યુબીસ
  • લેબીયા મેજોરા
  • લેબીયા માઈનોરા
  • ક્લાયટોરીસ
  • વજાયનલ ઓપનીંગ
  • વેસ્ટીબ્યુલ
  • હાયમેન

મોન્સ પ્યુબીસ

  • સીમ્ફેસીસ પ્યુબીસનાં ઉપરના ભાગે આવેલ ગાદી જેવા ભાગને મોન્સ પ્યુબીસ કહેવામાં આવે છે.
  • તે સૌથી ઉપરનો ભાગ છે. તે થાઈની વચ્ચે આવેલ ફેટનો બનેલો ભાગ છે. તે તકિયા જેવો છે. છોકરીની ઉંમર થતા તે ભાગ પર હેર ગ્રોથ થાય છે. ફાઈબર્સ અને કનેક્ટીવ ટીસ્યુમાંથી બનેલુ છે.
  • સીમ્ફાયસીસ પ્યુબીસના આગળના ભાગમાંથી ૪ થી ૫ ઈંચ આવેલા નીચેના ભાગને મોન્સ પ્યુબીસ કહેવામાં આવે છે.

લેબીયા મેજોરા

  • તે યોનિમાર્ગની બન્ને બાજુએ આવેલા ઉભા ફોલ્ડ છે. તે ચામડી અને ફેટી ટીસ્યુના બનેલા હોય છે. લેબીયા મેજોરાના બન્ને ફોલ્ડ સીમ્ફાયસીસ પ્યુબિસમાંથી શરૂ થઈ નીચેના ભાગેથી પેરીનિયમ સુધી હોય છે. આ લેબીયા મેજોરા દ્વારા વજાયનાને રક્ષણ મળે છે. વલ્વાના ભાગે પુષ્કળ પ્રમાણમાં બ્લડ વેસલ્સ આવેલ હોય છે.

લેબીયા માઈનોરા

  • તે લેબીયા મેજોરા કરતા નાના હોય છે. અને તેની અંદરના ભાગે વળેલા હોય છે.
  • તે બન્ને બાજુના મેઝોરા વચ્ચે આવેલ ભાગ છે. તે નાજુક ચામડીથી બનેલો ભાગ છે. બન્ને બાજુ આવેલ લેબીયા માઈનોરા નીચેની તરફ જ્યાં પુરુ થાય છે તે ભાગને ફોરચેટ કહે છે. જે પેરીનિયમની આગળની કિનારી બનાવે છે. માઈનોરા ભેગા થઈને ઉપરની બાજુએ તૈયાર થાય છે. આ ભાગમાં એક નાનો ઉપસેલો ભાગ આવેલ છે.

ક્લાયટોરીસ

  • બન્ને બાજુ લેબીયા મેજોરાનું જોડાણ ઉપરના ભાગમાં થાય છે. ત્યાં મેલના પેનીસ જેવો અધુરો ડેવલપ થયેલો સેન્સેટીવ ઓર્ગન જોવા મળે છે. તેને ક્લાયટોરીસ કહે છે. તે યુરેથ્રાની એક ઈંચ ઉપર આવેલ છે. તેમાં વધારે પડતી બ્લડ વેસલ્સ હોય છે. તે નીચેના ભાગમાં કવરીંગ હોય છે.

વજાયનલ ઓપનીંગ

  • વજાયના એ મસલ્સની બનેલી એક ટ્યુબ છે. અથવા તો કેનાલ છે. તેમાં બ્લડ વેસલ્સ અને નર્વ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે. આ (ઓરીફીસ-હોલ) તરુણાવસ્થા દરમ્યાન હાયમેન નામના પડદાથી બંધ રહે છે.

વેસ્ટીબ્યુલ

  • ક્લાઈટોરીસ અને ફોરચેટની વચ્ચે આવેલ ત્રિકોણ આકાર ભાગને વેસ્ટીબ્યુલ કહે છે. તેમાં બે ઓપનીંગ છે.
  • ઉપરના ભાગમાં યુરેથ્રલ ઓપનીંગ અને નીચેના ભાગમાં વજાયનલ ઓપનીંગ અથવા વજાયનલ ઓરીફીસની નીચે એક મેમ્બ્રેન છે જેને હાયમેન કહે છે.
  • તરૂણીઓમાં વજાયનલ ઓપનીંગનો ભાગ હાયમેનથી કવર થયેલ હોય છે. પરતું લોંગ અને હાય જંપમાં તથા સાયકલીંગ, ઘોડેસવારી કરતી તરૂણીઓમા હાયમેન તૂટી જાય છે. અને ત્યારબાદ લગ્ન પછી ફર્સ્ટ ઈન્ટર કોર્ષ વખતે હાયમેન તૂટે છે.

બાર્થોલીન ગ્લેન્ડ

  • લેબીયા મેજોરાના પાછળના ભાગમાં આવેલ ગ્લેન્ડને બાર્થોલીન ગ્લેન્ડ કહે છે. આ ગ્લેન્ડનું સીક્રીસન તેની ડક્ટમાંથી ઉપરાંત લીમ્ફનું સીક્રીસન વજાયનામાં આવે છે. તેનું રિએક્શન એસિડીક હોય છે. જે બેકટેરીયાની વૃધ્ધિ થતા અટકાવે છે.

પેરીનિયમ

  • ફોરચેટથી એનસ સુધીના ભાગને પેરેનિયમ કહે છે. તે ત્રીકોણ આકારનો ભાગ છે. તે કનેક્ટીવ ટીસ્યું તથા મસલ્સનું બનેલું છે. ડિલેવરીના બીજા સ્ટેજમાં પેરીનિયમ બોડી ચપટો થઈ ફાટી જાય છે. દરેક સ્ત્રીની ડીલેવરી દરમ્યાન તે થાય નહીં પરતું જ્યારે પેરીનિયમ પર પ્રેઝનટીન્ગ પાર્ટ નોર્મલ કરતા વધારે હોય ત્યારે ફર્સ્ટ ડીલેવરી દરમ્યાન ટેર થાય છે. તેને પેરીનિયલ ટેર કહે છે. આ ટેર થતી અટકાવવા પ્રાઈમી પારામાં એપીઝીયોટોમી અપાય છે.

મમરી ગ્લેન્ડ (બ્રેસ્ટ)

  • આ રીપ્રોડક્ટીવ સીસ્ટમનું એસેસરી ઓર્ગન છે. તે મેઈલ અને ફીમેલ બન્નેમાં હોય છે. ફિમેલમાં જ્યારે સેકન્ડરી સ્ટેજ ડેવલોપ થાય તથા ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના કારણે બ્રેસ્ટની સાઈઝ વધે છે. મેલમાં તેની સાઈઝ વધતી નથી.

સીચ્યુએશન

  • તે ચેસ્ટ કેવિટીમાં તથા સ્ટરનમથી માંડી બે થી ત્રણ રીબ્સ નીચે આવેલ છે. તે ચેસ્ટ ઉપર તૈયાર થાય છે. તેને મમરી ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • પ્રેગ્નનસીમાં હોર્મોન સીક્રીટ થાય છે. ત્યારે તેની સાઈઝ મેકઝીમમ બને છે. પરતું ઓલ્ડ એજમાં તેમજ મેનોપોઝમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન સીક્રીટ થતુ બંધ થાય ત્યારે એટ્રોફી થાય છે. (નાની થઈ જાય છે.)

સ્ટ્રક્ચર

  • આગળથી કોનવેક્સ (બહીર્ગોળ) સેપ છે. બહારના ભાગથી તેના પર સ્કીન કવર થયેલી છે. આગળના ભાગે નીપલ આવેલ હોય છે. આ નીપલમાં મીલ્ક ડકટના ઓપનિંગ હોય છે. નિપલની આજુબાજુ કાળો ભાગ આવેલ હોય છે. તેને એરિઓલા કહેવામાં આવે છે.
  • બ્રેસ્ટમાં કનેક્ટીવ ટીસ્યુના પાર્ટીસનથી લગભગ તેના ૨૦ લોબ પડે છે. તેને લોબ્યુલ્સ કહે છે. આ લોબ્યુલ્સના અંતે કેવીટી આવેલી હોય છે. આ દરેક કેવિટીમાં સીક્રીટરી સેલ્સ આવેલા હોય છે. આ સેલ્સ મીલ્ક સીક્રીટ કરે છે. બ્રેસ્ટનાં બહારના ભાગમાં ફેટી ટીસ્યુ અને એરિઓલા ટીસ્યુ આવેલા છે. જેના પર સ્કીનનું કવર આવેલ હોય છે. લોબમાં મીલ્કને લઈ જતી ડકટને લેક્ટીફેરસ ડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ડક્ટ નીપલમાં ખુલતી હોય છે.
  • એકઝીલરી આર્ટરીમાંથી નીકળતી ઈન્ટરનલ મમરી આર્ટરી અને ઈન્ટરનલ ડિસ્ટલ આર્ટરી દ્વારા બ્રેસ્ટને પુરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય કરે છે. જ્યારે નર્વ સપ્લાય ૪, ૫, ૬ ઈન્ટરનલ નર્વ શાખાઓ દ્વારા નર્વ સપ્લાય કરે છે.

ગ્રોથ & ડેવલપમેન્ટ ઓફ બ્રેસ્ટ

  • પ્યુબર્ટી એજ દરમ્યાન બ્રેસ્ટમાં ફેરફાર થાય છે.
  • બ્રેસ્ટ વિકાસ પામેલી હોતી નથી પરંતું પ્યુબર્ટી દરમ્યાન ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સની મદદથી વિકાસ થાય છે. સાઈઝ વધે છે.
  • પ્રેગનન્સી દરમ્યાન વધારે ડેવલોપ થાય છે. ડીલીવરી બાદ મીલ્ક સીક્રીસનની ક્રિયા કરી શકે તે માટે પીચ્યુટરી ગ્લેન્ડ હોર્મોન્સ અને લેકટોઝનીક હોર્મોન્સ બ્રેસ્ટ મીલ્ક ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
  • જ્યારે બાળક સકિંગની ક્રિયા કરતું હોય ત્યારે પીચ્યુટરી ગ્લેન્ડનો ઓકસીટોસીન હોર્મોન્સ બ્રેસ્ટમાં થતી મિલ્ક લેક્ટેશનની ક્રિયામાં ભાગ ભજવે છે. જે માતાની સાયકોલોજી પર આધારિત છે.
  • બ્રેસ્ટના આગળના પ્રોમીનન્ટ ભાગને નીપલ કહે છે.
  • જ્યા લેક્ટીફેરસનો ભાગ આવેલો છે તે મિલ્ક લાવે છે. નીપલની આજુબાજુ એરીઓલા જે ફેટી પદાર્થ સિક્રિટ કરે છે અને નીપલને સોફ્ટ રાખે છે. પ્રેગનન્સી પહેલા એરીઓલા બ્રાઉન કલરના હોય છે અને પ્રેગનન્સી પછી બ્લેક કલરના થઈ જાય છે.

પ્રેગનન્સી દરમ્યાન બ્રેસ્ટમાં થતા ફેરફાર

  • ત્રણ થી ચાર વીક દરમ્યાન ટીંગલીગ જેવુ ફીલ થાય છે.
  • ૬ વીક દરમ્યાન બ્રેસ્ટ એન્લાર્જ થાય છે.
  • ૮ વીક દરમ્યાન સુપર ફીસીયલ વેઈન જોવા મળે છે. અને એરીઓલા પર નાના નાના ટ્યુબરકલ જોવા મળે છે. જે ફ્લુઈડ સીક્રીટ કરે છે. અને નીપલ તેમજ એરિઓલાને સોફ્ટ રાખે છે.
  • પ્રેગનન્સીના પ્રથમ બાર વીકમાં એરીઓલાની સાઈઝ વધે છે. અને ડાર્ક બને છે. જેને પ્રાયમરી એરીઓલા કહે છે.
  • પ્રેગનન્સીના ૧૬ વીકમાં એરીઓલા વધારે પ્રમાણમાં તથા તેની સાઈઝમાં વધારે પ્રમાણમાં વધારો થાય છે. જે લગભગ અડધા બ્રેસ્ટને કવર કરે છે. જેને સેકન્ડરી એરિઓલા કહે છે.
  • નિપલમાંથી ફ્લુઈડ સીક્રીટ થાય છે તેને કોલોસ્ટ્રોમ કહે છે. ડિલીવરી પછી ૧ થી ૨ દિવસ કોલોસ્ટ્રોમના પ્રમાણમાં વધારો થાય છે. બ્રેસ્ટ ફીડીંગ પર પીચ્યુટરી ગ્લેન્ડમાં હોર્મોન્સ અસર કરે છે. તેમજ બાળક જ્યારે ફીડીંગ લે ત્યારે બ્રેસ્ટ મિલ્ક વધુ ઉત્પન્ન થાય છે.

વજાયના

  • વજાયનાએ ફાઈબ્રો મસ્કયુલર ટ્યુબ છે. જે ફીમેલ રીપ્રોડક્ટીવ સીસ્ટમના એક્સટર્નલ અને ઈન્ટરનલ ઓર્ગન્સને જોડી રાખે છે. વજાયનાની આગળની સાઈડે બ્લેડર આવેલુ છે. અને પાછળની સાઈડે રેક્ટમ તથા એનસ આવેલું છે.
  • યુટેરાઈન અને વજાયનલ આર્ટરી વજાયનાને શુધ્ધ બલ્ડ સપ્લાય કરે છે.
  • નર્વ સપ્લાય સીમ્ફેથેટીક અને પેરાસીમ્ફેથેટીક નર્વ દ્રારા થાય છે.

કાર્ય

  • વજાયના એ ઈંટરકોર્ષ દરમ્યાન પેનિસને રીસીવ કરે છે.
  • તેમજ તેમાં થયેલા ડીસ્ચાર્જને આગળ વધારે છે.
  • વજાયનામાંથી નીકળતા સીક્રીસનથી ઈન્ફેક્શન થતું અટકાવે છે.
  • તેમજ યુટરસમાંથી આવતા મેન્સ્ટ્રુઅલ ફ્લોને બહાર કાઢે છે.
  • ડીલીવરી દરમિયાન ફીટસ વજાઈનામાંથી પસાર થાય છે.

યુટરસ

  • યુટરસ એ ઝમરૂખ આકારનું બનેલું અવયવ છે, જે પેલ્વીક કેવિટીના પોલાણમાં આવેલ અવયવ છે.
  • લંબાઈ ૭.૫ સેમી
  • પહોળાઈ ૫ સેમી
  • જાડાઈ ૨.૫ સેમી
  • વજન-60 ગ્રામ

પ્રેગનન્સી દરમ્યાન યુટરસની સાઈઝમાં વધારો થાય છે. જે નીચે મુજબ થાય છે.

  • લંબાઈ ૩૫ સેમી
  • પહોળાઈ ૨૦ થી ૨૫ સે.મી વધે છે.
  • ડીલેવરી બાદ યુટરસ ધીમે ધીમે તેની નોર્મલ સાઈઝમાં આવી જાય છે.પણ તે નોર્મલ કરતા સહેજ મોટું જણાય છે. મેનોપોઝ પછી યુટરસ ધીમે ધીમે નાનું થતું જાય છે.

યુટરસના ભાગો

  • ફંડસ
  • બોડી
  • સર્વિસ

ફંડસ

  • બે ફેલોપીયન ટ્યુબ યા યુટ્રસને મળે છે તે ઉપરના બહિર્ગોળ ભાગને ફંડસ કહે છે.

બોડી

  • ફંડસની નીચે પોલાણવાણા ભાગને યુટરાઈન કેવીટી કહે છે. ફંડસનું યુટરાઈન કેવિટી સાથે જોડાણ થાય છે. તે ભાગની બન્ને બાજુ ફેલોપીયન ટ્યુબ આવેલી હોય છે. યુટરાઈન કેવીટીમાં ફેલોપીયન ટ્યુબનું જોડાણ થાય છે તે ભાગને કોર્પસ કહે છે.

સર્વિકસ

  • યુટરસની નીચેનો સાંકડો ભાગ તેને સર્વિકસ અથવા નેક ઓફ ધ યુટરસ કહે છે. સર્વિકસની અંદર નળી જેવા ભાગને સર્વાઈકલ કેનાલ કહે છે. સર્વાઈકલ કેનાલનો અંદરનો પાર્ટ યુટેરાઈન કેવીટીમાં ખુલે છે તેને ઈન્ટરનલ ઓસ કહે છે. અને નીચેના ભાગના ઓપનીંગને એક્સટર્નલ ઓસ કહે છે. સર્વાઈકલ કેનાલ ની લંબાઈ ૧ ઈચ અથવા ૨.૫ સે.મી છે.

નોર્મલ પોઝીસન ઓફ યુટરસ

  • યુટરસની નોર્મલ પોઝીસન એન્ટી વર્ટેડ અને એન્ટી ફ્લેક્સ છે. તે બ્લેડર અને રેક્ટમની વચ્ચે આવેલું હોય છે. જેના લીધે બ્લેડર ફુલ થાય ત્યારે બ્લેડર પાછળની બાજુએ ધકેલાય છે.
  • કારણ કે તે લીગામેન્ટ દ્વારા લટકેલું હોય છે. પ્રેગનન્સી દરમ્યાન યુટરસ ઉપરની તરફ ધકેલાય છે. આગળની તરફ પેલ્વીક કેવિટીમાં એન્ટી વર્ટેડ નમેલું હોય છે.

યુટરસના લેયર

(૧) પેરીમેટ્રીયમ

(૨) માયોમેટ્રીયમ

(૩) એન્ડોમેટ્રીયમ

૧) પેરીમેટ્રીયમ

  • યુટરસનું સૌથી ઉપરનું સીરસકોટ કે જે પેરીટોનીયમનું બનેલું છે.
  • આગળના ભાગમાં ફંડસ તથા બોડી સુધી પસાર થઈ ઈન્ટરનલ ઓસ આગળથી યુરીનરી બ્લેડર ઉપરથી જાય છે.
  • પાછળના ભાગમાં પેરીનિયમ ફંડસથી પસાર થઈ બોડી તથા વજાયનલ વોલ આગળ થઈ રેક્ટમના ભાગ ઉપર જાય છે.

૨) માયોમેટ્રીયમ

  • જે વચ્ચેનું લેયર છે. મસલ્સનું બનેલું છે.

તે ત્રણ ડાયરેક્શનમાં ગોઠવાયેલ છે.

  • લોન્જીટટ્યુડીનલ-ઉભા
  • સરક્યુલર-ગોળ
  • ક્રિસક્રોસ-ત્રાસા

૩) એન્ડોમેટ્રીયમ

  • તે સૌથી અંદરનું લેયર છે. જે કોલમનર એપીથેલીયમ અને મ્યુકસ મેમ્બ્રેનનું બનેલું છે.
  • પ્રેગનન્સી દરમ્યાન એન્ડોમેટ્રીયમ લેયર તે ગાલીયા જેવુ (વેલ્વેટ) બને છે. જેને ડેસીડયુઆ કહે છે. તે ફર્ટિલાઈસ્ડ ઓવમને રીસીવ કરે છે.

બ્લડ સપ્લાય

  • યુટરાઈન અને ઓવરીયન આર્ટરી દ્રારા બ્લડ સપ્લાય થાય છે.

નર્વ સપ્લાય

  • સીમ્પેથેટીક અને પેરાસીમ્પેથેટીક નર્વ દ્વારા નર્વ સપ્લાય પુરૂ પાડે છે.

લીગામેન્ટ

  • યુટરસને નોર્મલ પોઝીસનમાં રાખે છે.ઉપરાંત યુટરસને પ્રોલેપ્સ (બહાર આવવું) થતું અટકાવે છે.

આ લીગામેન્ટ નીચે મુજબ છે :

  • બ્રોડ લીગામેન્ટ
  • ટ્રાન્સવર્સ સર્વાઈકલ લીગામેન્ટ
  • યુટ્રો સેક્રલ લીગામેન્ટ

ગર્ભાશયના કાર્યો

1) ગર્ભને પોષણ, રક્ષણ અને પ્રવાહી માધ્યમ પૂરૂ પાડવાનું કામ કરે છે.

2) માસિક લાવવાનું કામ કરે છે.

ફેલોપીયન ટ્યુબ

  • ફેલોપીયન ટ્યુબ બે હોય છે.
  • જે યુટરસની બન્ને બાજુએ આવેલી છે.
  • જે યુટરસથી શરૂ થઈ ઓવરી સુધી લંબાયેલી હોય છે.
  • તેની લંબાઈ ૧૦ સે.મી અથવા તો ૪ થી ૫ ઈ.ચ હોય છે.
  • સ્ત્રી પ્રજનનતંત્રનું અગત્યનું અવયવ છે.
  • ફેલોપીયન ટ્યુબ સ્નાયુઓની બનેલી લાંબી નલિકા છે.

સ્ટ્રકચર

તેના પાંચ ભાગ છે.

  • ઈન્ટરસ્ટીસીયલ
  • ઈસ્થમસ
  • એમ્યુલા
  • ઇન્ફન્ડીબ્યુલમ
  • ફીબ્રીયા અથવા ફીબ્રીએટેડ એન્ડ

ઈન્ટરસ્ટીસીયલ

  • આ ફેલોપીયન ટ્યુબનો ભાગ છે. તે બોડી અને કેવીટીમાં જોડાઈ જતો ભાગ છે. આ ભાગ સાંકળો છે. તે એન્ડોમેટ્રીયમ સુધી ઉતરેલો છે. ૧.૨૫ સે.મી જેટલો ભાગ છે.

ઈસ્થમસ

  • તે ઈન્ટરસ્ટીસીયલ પછીનો સાંકળો ભાગ છે. આ ભાગ ઈન્ટરસ્ટીસીયલ અને એમ્યુલાને જોડે છે.

એમ્યુલા

  • ફેલોપીયન ટ્યુબનો પહોળો ભાગ છે. ફર્ટીલાઈઝેશન આ ભાગમાં થાય છે. આ ભાગ ફર્ટીલાઈઝેશન માટે અગત્યાનો છે. ઓવરીમાંથી છુટું પડેલું ઓવમ ફ્રીબ્રીયા દ્વારા ગતિ કરીને આ ભાગ સુધી આવે છે. ત્યા જો સ્પર્મ મળે તો એમ્યુલાના ભાગમાં ફર્ટીલાઈઝેશન પ્રક્રિયા શરૂ થાય છે.

ઇન્ફન્ડીબ્યૂલમ

  • એમ્યુલા પછીના તથા ફીબ્રીયા ઉપરના ભાગને ઇન્ફન્ડીબ્યુલમ કહે છે.

ફીમ્બ્રીયા અથવા ફ્રીમ્બીએટેડ એન્ડ

  • ફેલોપીયન ટ્યુબનો છેલ્લો છેડો પહોળો હોય છે. આ છેડા પરથી નાના નાના પ્રોસેસ નીકળે છે. જેને ફીમ્બ્રીયા કહે છે. તેનો આકાર હાથની આંગળીઓ જેવો હોય છે. આમાંની એક ફીમ્બ્રી ઓવરી સાથે જોડાયેલ હોય છે. ઓવરીમાંથી પરિપક્વ થયેલ ઓવમ જ્યારે ફોલીકલને રપ્ચર કરીને બહાર નીકળે ત્યારે જોડાયેલ ફીમ્બ્રીયા તેને રીસીવ કરે છે. ત્યાર બાદ આ ઓવમ આગળ ગતિ કરે છે.

લેયર

  • ફેલોપીયન ટ્યુબના ત્રણ લેયર છે. સૌથી ઉપરનું લેયર કે જે પેરીટોનીયમ બ્રોડ (પોલો) લીગામેન્ટનું બનેલું છે.
  • વચ્ચેનું લેયર મસલ્સનું બનેલું છે. ઈનવોલેન્ટરી મસલ્સ છે.
  • સૌથી અંદરનું લેયર સીલીયેટેડ કોલમનર ટીસ્યુનું બનેલું છે. આ લેયર પેરીસ્ટાલટીક મુવમેન્ટ આપે છે. જેથી ઓવમ આગળ વધે છે.
  • સ્ત્રીઓમાં યુટરસમાં કોઈ ઈન્ફેક્શન લાગે તો ફેલોપીયન ટ્યુબ મારફતે પેરિટીનીયમ કેવીટીમાં આવે છે. પી.આઈ.ડી., પેરીટોનાઈટીસ, ટ્યુબને ઈન્ફેકશન લાગે તો સાલ્પીનઝાયટીસ થાય છે.

બલ્ડ સપ્લાય

  • ઓવરીયન આર્ટરી દ્વારા શુધ્ધ બલ્ડ અને અશુધ્ધ બલ્ડ ઓવરીયન વેઈન દ્વારા સપ્લાય થાય છે.

નર્વ સપ્લાય

  • હાઈપોગેસ્ટ્રીક અને ઓવરીયન નર્વ દ્વારા નર્વ સપ્લાય થાય છે.

કાર્યો

  • ઓવમને ઓવરીમાંથી યુટરસ તરફ ધકેલે છે.
  • ટ્યુબની અંદર ઓવમને પોષણ આપે છે.
  • તે ફેલોપિયન ટ્યુબમાં ફર્ટીલાઈઝેશનની ક્રીયા થાય છે. ફર્ટીલાઈઝ ન થયેલ ઓવમ માસિકના રૂપમાં બહાર આવે છે.

ઓવરી

  • ફીમેલ રીપ્રોડક્ટીવ સીસ્ટીમનું અગત્યનું અવયવ છે. તે યુટરસની બન્ને સાઈડ એક એક આવેલી છે. ટોટલ બે હોય છે. પાછળના ભાગમાં તે બ્રોડ લીગામેન્ટની સાથે જોડાયેલ હોય છે.
  • દરેક ઓવરીનું વજન ૨.૫ ગ્રામ, લંબાઈ ૪ સે.મી. પહોળાઈ ૨ સે.મી અને જાડાઈ ૧ સે.મી હોય છે.
  • ઓવરી પેલ્વીસ કેવીટીમાં ફેલોપીયન ટ્યુબના છેડે આવેલી હોય છે. તે નલીકારહીત ગ્રંથી છે.
  • આ ગ્રંથી તરૂણાવસ્થાથી દર મહિને વારાફરતી બંને ઓવરીમાંથી સ્ત્રી બીજનું ઉત્પાદન થાય છે.
  • દર મહિને તેરમા કે ચૌદમા દિવસે ઓવરીમાંથી એક ઓવમ બહાર આવે છે જેને ઓવ્યુલેશન કહે છે. અને જે મેનોપોઝ સુધી ચાલુ રહે છે.
  • ઓવ્યુલેશન પછીથી ઓવરીમાં નવું જ મેમ્બ્રેન ડેવલોપ થાય છે.
  • ઓવ્યુલેશન પછી ફર્ટીલાઈઝેશન ન થાય અથવા તો ફર્ટીલાઈઝ ઓવમનું ઈમ્પ્લાન્ટેશન ના થાય તો અંતે છુટું પડી જાય છે. અને બલ્ડની સાથે બહાર નીકળે છે. જેને માસિક આવ્યું તેમ કહેવામાં આવે છે.

ઓવરીના બે ભાગ પડે છે. અંદરના ભાગને મેડ્યુલા અને બહારના ભાગને કોર્ટેક્ષ કહે છે.

મેડ્યુલા

  • જે ઓવરીનો અંદરનો ભાગ છે જેમાં બલ્ડ વેસલ્સ, નર્વ ટીસ્યુ અને લીમ્ફ આવેલા છે. તેમાં ખુબ જ બલ્ડ સપ્લાય હોય છે. જેના કારણે પ્યુબર્ટી પછી જ્યારે ઓવરી ફંકશન કરવા લાગે ત્યારે આ મેડ્યુલાનો ભાગ ઓવમને પરીપક્વ થવા માટે મદદરૂપ બને છે.

કોર્ટેક્ષ

  • જે ઓવરીનો બહારનો ભાગ છે. જે એપીથેલીયમ ટીસ્યુનું બનેલું છે. આ લેયરની નીચે ૩૦૦૦ થી ૩૦,૦૦૦ ઈમેચ્યોર ઓવા રહેલા છે. ફીમેલ ચાઈલ્ડમાં ઓવરીમાં લાખો ઓવમ હોય છે. આ દરેક ઓવાની આજુબાજુ ન્યુટ્રીટીવ ફોલીકલ સેલ આવેલા છે. એ ઓવાને પોષણ આપે છે. જેથી ઓવા જીવીત રહે છે. ઓવરીના ગ્રાફીયન ફોલીકલ મોટા થતા જાય તેમ તેમ ઓવરીની સરફેસ તરફ આવતા જાય છે. અને તે મેચ્યોર થતા આ ફોલીકલ રપ્ચર થાય છે. અને તેમાં રહેતું ઓવમ બહાર પડે છે. આ રીતે ફોલીકલની ડેવલપમેન્ટ અને રપ્ચર થવાની ક્રીયાને ઓવ્યુલેશન કહે છે.
  • જ્યારે ફીમેલ ચાઈલ્ડ જન્મે ત્યારે તેની ઓવરીમાં લાખોની સંખ્યામાં અપરિપક્વ ઓવમ હોય છે. અને તરૂણી પુખ્તવયની થાય ત્યારે તેમાંથી પરિપક્વ સ્ત્રી બીજ તૈયાર થવા લાગે છે.

ઓવરીના કાર્યો

  • સ્ત્રીબીજ ઉત્પન્ન કરે છે.
  • માસીક ચક્રમાં આગળનો ભાગ ભજવે છે.
  • સગર્ભા દરમ્યાન યુટરસ, બ્રેસ્ટ અને તેની ક્રીયા પર નિયંત્રણ રાખે છે.

ઓવરીનું હોર્મોનલ ફંકશન

ઓવરીમાંથી એન્ડોક્રાઈન ફંકશન રૂપે બે હોર્મોન ઉત્પન્ન થાય છે.

  • ઈસ્ટ્રોજન
  • પ્રોજેસ્ટેરોન

ઈસ્ટ્રોજન

  • આ હોર્મોન્સ ઉત્પન્ન થવામાં પીચ્યુટરી ગ્લેંડના ફોલીકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન્સ ભાગ ભજવે છે. માસીકના સ્ટેજથી શરૂ થઈ અને ઓવ્યુલેસન થાય ત્યાં સુધી ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જાય છે અને તેના કારણે ઓવા મેચ્યોર થતા જાય છે અને એનડોમેટ્રીયમની વોલ પણ ભરાવદાર બનતી જાય છે.

પ્રોજેસ્ટેરોન

  • તે યુટરસની એન્ડોમેટ્રીયમને વધારે ભરાવદાર અને જાડી બનાવી તૈયાર કરે છે. કોર્પસ લ્યુટીયમમાંથી ૪ થી ૫ દિવસ સુધી પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે.
  • તે દરમ્યાન ઓવા સ્પર્મને મળે તો ફર્ટીલાઈઝ થાય છે. તેનો ગ્રોથ કરવા માટે તેમજ યુટરસના એન્ડોમેટ્રીયમને જાળવી રાખવામાં પ્રોજેસ્ટ્રોનનો ફાળો છે.
  • જો ઓવા ફર્ટીલાઈજ ન થાય તો ધીમે ધીમે કોર્પસ લ્યુટીયમ ડેવલપ થાય છે અને પ્રોજેસ્ટ્રોન ઉત્પન્ન કરવાનું બંધ કરે છે અને અમુક સમયગાળો થતા ઓવા પણ મરી જાય છે. તેમજ હોર્મોન્સ લેવલ પણ એકદમ નીચું જાય છે અને એન્ડોમેટ્રીયમ સંકોચાયને તુટી જાય છે અને આ બ્લીડીંગ વજયનલ કેનાલ મારફતે બહાર નીકળે છે.
  • ઓવરી પ્યુબર્ટી એજથી કાર્ય કરે છે.
  • પ્યુબર્ટી એજમાં ઓવરી કાર્ય કરવા લાગે છે. એટલે તેના હોર્મોન્સ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનની અસરના લીધે ફીમેલમાં શારિરીક જાતીય ફેરફાર થાય છે અને સ્ત્રીના રીપ્રોડ્ક્ટીવ ઓર્ગન્સ ડેવલપ થાય છે.

મેન્સ્ટ્રુઅલ સાયકલ

  • સ્ત્રીઓમાં પ્યુબર્ટીથી શરૂ કરીને મેનોપોઝ સુધી દર ૨૮ દીવસે યુટરાઈન કેવિટીમાંથી વજાયના મારફતે બ્લીડિંગ થાય છે. જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ કહે છે.
  • આ સાઈકલ પ્રેગનન્સી દરમીયાન બંધ થઈ જાય છે.
  • આ સાઈકલ તરૂણાવસ્થાથી શરૂ થઈને ૪૫ વર્ષ સુધી રહે છે.
  • આ સાઈકલ સામાન્ય રીતે ૫ દીવસ ચાલે છે.
  • આ સાઈકલ દરમીયાન લગભગ 80 થી 100 મીલી જેટલું બ્લીડીંગ થાય છે.
  • પ્રથમ વખત માસિક આવે તેને મીનારકી કહેવાય છે.

મેન્સ્ટ્રુઅલ સાયકલનાં તબક્કા

મેન્સ્ટ્રુઅલ સાયકલનાં કુલ ૪ ફેજ છે. જે નીચે મુજબ હોય છે.

1) રીજનરેટીવ ફેજ

  • આ ફેજ માસિકના ત્રીજા દીવસથી શરૂ થાય છે અને ફરી એન્ડોમેટ્રીયમનું પડ તૈયાર થાય છે.

2) પ્રોલીફરેટીવ ફેજ

  • પાંચમા દીવસથી શરૂ થાય છે. અને ૧૪ માં દીવસ સુધી ચાલે છે.
  • આમાં એન્ડોમેટ્રીયમનાં સેલનું મલ્ટીફિકેશન થાય છે. ઓવરીમાં ગ્રાફિયન ફોલીકલ ડેવલોપ થાય છે.ગ્રાફીયન ફોલીકલમાં ઓવમ હોય છે.
  • દર મહીને આ ગ્રાફીયન ફોલીકલ માથી એક મેચ્યોર ઓવમ ગ્રાફીયન ફોલીકલ રપ્ચર થઈ બહાર નીકળે છે. આ ક્રીયાને ઓવ્યુલેશન કહે છે. ઓવ્યુલેશન એ નોર્મલ સાયકલ ના 14 માં દીવસે થાય છે

૩) સીક્રીટરી ફેજ

  • ઓવ્યુલેશન પછી ગ્રાફીયન ફોલીકલ સંકોચાઈ જાય છે. જેને કોર્પસ લ્યુટીયમ કહેવાય છે
  • આ ઓવ્યુલેશન વખતે ઈસ્ટ્રોજન નું પ્રમાણ વધારે હોય છે
  • ફોલીકલ રપ્ચર થતાં જ કોર્પસ લ્યુટીયમમાંથી પ્રોજેસ્ટેરોન સીક્રીટ થાય છે.
  • આના લીધે એન્ડોમેટ્રીયમ જાડું થાય અને બ્લડ સપ્લાય વધે છે.
  • આ પીરીયડ ૧૦ દીવસ નો હોય છે

૪) મેન્સ્ટ્રુએસન ફેજ

  • આ ફેજ ૪ દીવસ નો હોય છે.
  • પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું થવાથી એન્ડોમેટ્રીયમ તૂટી જાય છે અને વજાયના મારફતે બ્લડ બહાર આવે છે. જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ કહે છે. ફરી પ્રોજેસ્ટેરોન લેવલ નીચું જવાથી ગ્રાફીયન ફોલીકલ તૈયાર થાય છે અને બીજી સાયકલની તૈયારી થાય છે.

મેલ રીપ્રોડકટીવ સીસ્ટમ

આમાં નીચે મુજબનાં અવયવો આવેલા છે.

  • સ્કોટમ – 1
  • ટેસ્ટીસ – 2
  • એપીડીડાઈમસ – 2
  • પ્રોસ્ટેટ ગ્લેન્ડ – 1
  • સેમિનલ વેસીકલ્સ – 2
  • પેનિસ – 1
  • ઇજેક્યુલેટિવ ગ્લેન્ડ
  • સ્પર્મેટિક કોર્ડ – 2
  • યુરેથ્રા – 1

1.સ્ક્રોટમ

  • સ્ક્રોટમ પિંગમેન્ટેડ ચામડીથી બનેલ હોય છે.
  • તેમાં બે વિભાગો હોય છે, જેમાં ટેસ્ટીસ રહેલ છે.
  • પેનીસની પાછળના ભાગે તથા સીમ્ફાયસીસ પ્યુબીસની નીચે અને ગ્રોઈંન (સાથળ) ની ઉપર ના ભાગે રહેલ હોય છે. આ ટેસ્ટીસ સાચવવાની કોથળી છે.

2.ટેસ્ટીસ

  • ટેસ્ટીસ એ સ્કોટમમાં રહેલી હોય છે. તેની લંબાઈ ૪.૫ સેમી. પહોળાઈ ૨.૫ સેમી. અને જાડાઈ 3 સેમી હોય છે.

ટેસ્ટીસમાં નીચે મુજબના ભાગો આવેલા હોય છે.

  • ટયુનિકા વાસ્ક્યુલોસા
  • ટયુનિકા આબ્યુજિનિઆ
  • ટયુનિકા વજાઇનાલિસ
  • સેમેનીફેરસ ટ્યુબ્યુલ્સ
  • ટ્યુબ્યુલસ એપિડીડાઇમીસ

ટ્યૂનિકા વાસ્ક્યુલોસા :

  • તે કનેક્ટિવ ટીસ્યુનું બનેલું અંદરનું આવરણ છે. જેમાં સૂક્ષ્મ કેપીલરીસનું નેટવર્ક આવેલું હોય છે, જે લોહીનો પુરવઠો પહોંચાડવાનું કાર્ય કરે છે.

ટ્યૂનિકા આબ્યુજિનીઆ :

  • ટેસ્ટીસ ને તે ૨૦૦ થી ૩૦૦ જેટલા નાના નાના લૉબ માં વહેંચે છે. તે ફાઇબ્રસ ટીસ્યુથી બનેલ હોય છે.

ટ્યૂનિકા વજાઇનાલિસ :

  • તે ટેસ્ટીસનું બાહ્ય આવરણ છે.

સેમીનિફેરસ ટ્યુબ્યુલસ :

  • તે સ્પર્મનું ઉત્પાદન કરે છે તે સ્પર્મને આગળ લઇ જાય છે ટ્યુબ્યુલસની વચ્ચે ઈન્ટરસ્ટીસિયલ કોષ રહેલા હોય છે. જે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન ઉત્પન્ન કરે છે.

3.એપિડિડાઈમર્સ

  • આ ગૂંચળા આકારની નળી જેવું હોય છે. તે અલ્પવિરામ જેવું દેખાય છે. ટેસ્ટીસની ઉપરની સપાટીમાં તે રહેલું હોય છે ત્યાંથી તે પાછળની બાજુએ જાય છે . ત્યાંથી તે જુદી જુદી ગ્રંથિઓમાં જાય છે.

4.સેમિનલ વેસિકલ્સ

  • આ કોથળી જેવું હોય છે. તે મૂત્રાશયની પાછળની બાજુ આવેલું હોય છે. ૫ સેમી લાબું અને પિરામિડ આકારનું હોય છે. તે કોલમનાર એપિથેલિયલ મસલ્સ અને ફાઇબ્રસ ટીસ્યુનું બનેલું હોય છે. તે ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે. જે સ્પર્મને જીવતા રાખે છે . તથા સ્પર્મના હલન ચલન માટે માધ્યમ પૂરું પડે છે.

5.પ્રોસ્ટેટ ગ્લેન્ડ

  • તે યુરેથ્રાની આજુબાજુ તથા મૂત્રાશયની નીચેના ભાગે આવેલ હોય છે. તે ગુદા અને મૂત્રાશયની વચ્ચે રહેલ હોય છે. તે ૪ સેમી લાંબી ૩ સેમી પહોળી અને ર સેમી ઊંડી હોય છે. તે એપિથેલિયલ મસલ્સ અને ફાઈબર્સ ટીસ્યુની બનેલી હોય છે. તે લુબ્રિકેટિંગ પ્રવાહી ઉત્પન્ન કરે છે. જે યુરેથ્રામાં દાખલ થઈને લુબ્રીકેટ રાખે છે.

6.બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ અને પેનિસ

  • જે યુરેથ્રા સાથે જોડાયેલ હોય છે એનો છેડો પહોળો હોય છે કે જે ગ્લાન્સ પેનીસનો ભાગ તૈયાર કરે છે.
  • તેનો નીચેનો ૨/૩ ભાગ ચામડી દ્વારા ઢંકાયેલ હોય છે. પેનિસના છેડાંના ભાગેથી આ ચામડીને ગ્લાન્સ પેનિસના ભાગ પર ચડાવી શકાય છે. તે બે પડથી બનેલી અને આગળ પાછળ થઈ શકે તેવી હોય છે.
  • પેનિસ ખુબ વાસ્ક્યુલર હોય છે. ઉત્તેજનાના સમયે તેની જગ્યામાં લોહી ભરાવાના લીધે તે ટટ્ટાર થઈ જાય છે. પેનિસનું મૂળ પેરિનિયમમાં રહેલું હોય છે. ત્યાંથી તે સિમ્ફાયસિસ પ્યુબીસની નીચે જાય છે. તેનો પાછળ નો ૨/૩ ભાગ સ્કોટમની આગળની બાજુએ જોડાયેલ હોય છે.

પુરુષના અંતઃ સ્રાવ અને સ્પર્મેટોજુઆનું બંધારણ

પુરુષના અંતઃ સ્રાવ

  • સ્ત્રીઓની માફક પુરુષોમાં પણ અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે. પરંતુ તે પુનરાવર્તિત હોતા નથી. ફોલીક્યુલર સ્ટીમ્યુલેટીન્ગ હોર્મોન સેમીનીફેરસ ટ્યુબલ્સ તરીકે કાર્ય કરે છે. જે સ્પર્મના ઉત્પાદન માટે જરૂરી છે.
  • લ્યુટીનાઈઝીંગ હોર્મોન ઈન્ટરસ્ટીશીયલ સેલ તરીકે કાર્ય કરે છે. જે ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન માટે જરૂરી છે.

ટેસ્ટોસ્ટેરોન

  • વ્યક્તિની અમુક લાક્ષણિકતાઓ માટે આ જવાબદાર છે. દા. ત. અવાજ, ગુપ્તઅંગોનો વિકાસ, છાતી અને ચહેરો બગલ તથા ગુપ્ત અંગો ઉપર વાળનો વિકાસ વગેરે.

શુક્રાણુઓનું બંધારણ

  • સ્પર્મ બનાવાની ક્રિયા તરુણાવસ્થાથી જ શરૂ થઈ જાય છે. જે યુવાનીના સમયગાળા દરમિયાન ચાલુ જ રહે છે.
  • તેનું ઉત્પાદન સેમીનીફેરસ ટ્યુબલ્સમાં ફોલીક્યુલર સ્ટીમ્યુલેટિંગ હોર્મોન અને ટેસ્ટોસ્ટેરોનની હાજરીમાં થાય છે. તેને પુખ્ત બનતા થોડા અઠવાડિયા લાગે છે.
  • પુખ્ત સ્પર્મનો એપીડીડાઈમસમાં સંગ્રહ થાય છે અને ડિફરન્ટ ડકટ દ્વારા તે સ્ત્રીની વજાઈનામાં દાખલ થાય છે અથવા અન્ય કોઈ જગ્યાએ બહાર ફેંકાઈ જાય છે અથવા શોષાઈ જાય છે.
  • આશરે ૨ થી ૪ મિલી વીર્યનો સ્રાવ યોનિમાં ફેંકાય છે. ૧ મિલી સેમિનલ ફલ્યુઇડમાં ૧૦૦ મિલિયન્સ સ્પર્મ રહેલા હોય છે. જેમના ૨૦ થી ૨૫ ટકા અસામાન્ય હોય છે. બાકીના વજાઈનામાંથી ગ્રીવા તરફ આગળ વધે છે. જેની ગતિ એક મિનિટમાં ૨ થી ૩ મિમિ જેટલી હોય છે.
  • સ્પર્મેટોઝુઆને માથું શરીર અને લાંબી પૂંછડી હોય છે. જે સ્પર્મને આગળ ધકેલવામાં મદદરૂપ થાય છે. માથાની ટોચ એક્રોજૉમ વડે ઢંકાયેલ હોય છે. તેમાં ઉત્સેચકો રહેલા હોય છે. જયારે સ્પર્મ ઓવમ સાથે સંપર્કમાં આવે ત્યારે આ ઉત્સેચકો ઓગડી જાય છે.
  • ૩ મિલી જેટલા વીર્ય (સિમેન)માં આશરે ૨૦૦ થી ૩૦૦ મિલિયન્સ સ્પર્મ હોય છે.

પુરૂષના પ્રજનન અવયવો

૧. (શુક્રપિંડ )ટેસ્ટીઝ

૨. (શુક્રવાહિની )વાઝ ડેફરન્સ

૩. (વીર્યાશય )સેમીનલ વેસીકલ

૪. (પૌરૂષ ગ્રંથી) પ્રોસ્ટેટ

૫. (શીઘ્ન) પેનીસ

૬. ( વૃષણ કોથળી )સ્ક્રોટમ

વૃષણ કોથળી

  • પુરૂષના શરીરના બાહ્ય ભાગમાં પેટની નીચે આવેલી કોથળી જેવી રચના છે.જેનુ બહારનું પડ ચામડીનું બનેલુ હોય છે. તેની નીચે ડાર્ટોસ નામના સ્નાયુઓ આવેલા હોય છે. તેની અંદર બે શુક્રપિંડ રક્ષાયેલા હોય છે.

કાર્ય

  • તેનું મુખ્ય કાર્ય શુક્રપિંડને રક્ષણ આપવાનુ તેમજ નાની નાની ઇજાઓથી તેમજ જીવ જંતુઓ સામે રક્ષણ આપવાનું છે; તે શુક્રપિંડને યોગ્ય તાપમાન હેઠળ રાખે છે.

શુક્રપિંડ

  • શુક્રપિંડ એ લંબગોળ આકારની પુરૂષની જાતીય ગ્રંથી છે . તે ચામડી અને સ્નાયુની બનેલી કોથળીમાં ગોઠવાયેલા હોય છે.

કાર્ય

  • શુક્રકોષોનું ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. તેમાં લાખોની સંખ્યામાં પુરૂષ બીજ ઉત્પન્ન થાય છે જેને માત્ર સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વડે જ જોઇ શકાય છે. તેનો આકાર ટેડપોલ જેવો હોય છે. જેમાં નીચેની તરફ માથુ અને ઉપરની તરફ પૂંછડી હોય છે. જેના દ્વારા ગતી કરીને સ્ત્રીના યોની માર્ગમાં થઇ ગર્ભાશયમાં પહોંચે છે.
  • માતાના ગર્ભાશયમાં બાળકનો વિકાસ થતો હોય છે ત્યારે અંત :સ્ત્રાવની અસર હેઠળ બાળકના પેટમાંથી ધીરે ધીરે ઉતરીને વૃષણ કોથળીમાં ગોઠવાઇ જાય છે. આ પ્રક્રિયા જન્મના એક વર્ષ બાદ પણ પુરી ન થાય તો તેને ઓપરેશન દ્વારા વૃષણ કોથળીમાં મુકવામાં આવે છે. આ પરીસ્થીતીને અનડીસેંડેડ ટેસ્ટીઝ કહેવામાં આવે છે .
  • તેનું બીજુ કાર્ય ટેસ્ટોસ્ટીરોન નામનો પુરૂષનો જાતીય અંત :સ્ત્રાવ ઉત્પન્ન કરવાનું છે. જે
  • પુરૂષને સ્ત્રીથી જુદા પાડતા લક્ષણો માટે જવાબદાર છે.દા.ત દાઢી-મૂછ ફુટવા,અવાજ ઘોઘરો થવો, સ્નાયુઓ મજબૂત થવા વગેરે વીર્યસ્ત્રાવ પછી શરીરની બહાર શુક્રકોષો ૪૮ થી ૭૨ કલાક સુધી જીવીત અવસ્થામાં રહે છે.

શુક્રકોષ

  • શુક્રકોષના ઉત્પાદન માટે યોગ્ય તાપમાન ખુબ જ જરુરી છે.
  • સામાન્ય રીતે શુક્રાણુઓની સંખ્યા ૬૦ થી ૧૨૦ મીલીયન જેટલી હોય છે.
  • તે ઉત્પન્ન થયા બાદ ૬૦ દિવસ સુધી જીવીત અવસ્થા માં રહે છે.
  • વીર્યાશયમાં જો કે ૩૦ દિવસ બાદ તેની ફલીકરણ શકિત ઓછી થઇ જાય છે .
  • ફલીકરણ માટે તેની કુલ સંખ્યાના ૮૫ % શુક્રાણુઓમાં હલનચલન કરવાની શકિત હોવી જરૂરી છે .
  • વિર્યમાં જો શુક્રાણુઓની સંખ્યા ખુબ જ ઓછી હોય અને તેમના કદ અને આકાર અનિયમીત હોય ત્યારે ફલીકરણની સંભાવના ઘટી જાય છે.

કાર્ય

  • અંડકોષને ફલીત કરે છે અને ફલીત થયેલા અંડકોષમાંથી ગર્ભ બને છે.

શુક્રવાહીની

  • શુકપિંડના ઉપરના ભાગમાંથી નીકળે છે. તેની શરૂઆતની દિવાલ થોડી જાડી હોય છે.જેને એપીડીડાઇમીસ કહેવામાં આવે છે.
  • જ્યારે શુક્રવાહીની વૃષણ કોથળીમાંથી નીકળી શરીરમાં દાખલ થાય છે ત્યારે તેની આજુબાજુ ચેતાતંતુઓનું જાળુ જોડાય છે ત્યારે તેને સ્પરમેટીક કોર્ડ કહેવામાં આવે છે.
  • લંબાઇ : ૪૫ સે.મી. પુરૂષ નસબંધીના ઓપરેશનમાં તેનો ૧ સે.મી જેટલો ભાગ કાપીને તેના બંને છેડા બાંધી દેવામાં આવે છે. જેને વાસેક્ટમી કહેવામાં આવે છે.

કાર્ય

  • શુક્રકોષનું વહન કરવાનું કાર્ય કરે છે.

વિર્યાશય

  • પાંદડા જેવા આકારના બે વિર્યાશય ડાબી અને જમણી બાજુએ મુત્રાશયની પાછળ અને પ્રોસ્ટેટ ગ્રંથીના ઉપરના ભાગમાં આવેલા હોય છે. જેમાં શુક્રવાહીની ખુલે છે.

કાર્ય

  • વિર્ય ઉતપન્ન કરવાનું અને તેનો સંગ્રહ કરવાનું છે.

શિષ્ન

  • તેમાં બે પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે.
  • ઉપરના ભાગમાં આવેલા સ્નાયુઓને કોર્પસ કેવેસ્નોસમ અને નીચેના ભાગમાં આવેલા સ્નાયુઓને કોર્પસ સ્પોંજીયોસમ કહેવામાં આવે છે.
  • આ સ્નાયુઓને રૂધીર પહોંચાડતી નળીઓમાં લોહીનો ભરાવો થતા તે ઉત્તેજીત થાય છે અને મુત્રજનન નલીકા દ્વારા વિર્યસ્ત્રાવ થાય છે.
  • તેના પર રહેલી ઢીલી ચામડીને પ્રેપ્યુસ કહેવામાં આવે છે.
  • મુસ્લીમ સમાજમાં બાળકોમાં તેને કાપી નાખવામાં આવે છે. જેને સર્કમસીઝન કહેવામાં આવે છે.

કાર્ય

  • ઉત્તેજીત શિષ્નમાંથી સંભોગ દરમિયાન વિર્યસ્ત્રાવ થાય છે. અને તેમાં રહેલી મુત્રજનન નલીકામાંથી મૂત્ર બહાર આવે છે.

પ્રોસ્ટેટ ગ્રંથી

  • આ ગ્રંથી મુત્રાશયની નીચેના ભાગમાં આવેલી હોય છે.
  • તેની વચ્ચેથી મુત્રજનન નલીકા પસાર થાય છે.
  • ૬૦ વર્ષની ઉંમર પછી અમુક પુરૂષોમાં તેનુ કદ વધી જતા તેના પર દબાણ આવવાથી પેશાબમાં તકલીફ ઉભી થાય છે તેથી પેશાબ અટકીને આવે છે અથવા બંધ થઇ જાય છે. જેથી તેને ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવે છે. જેને પ્રોસ્ટેકટોમી કહેવામાં આવે છે.

કાર્ય

  • આ ગ્રંથીમાંથી નીકળતુ પ્રવાહી વિર્ય સાથે ભળે છે અને તેમાં રહેલા શુક્રકોષોને ગતીશીલતા આપે છે .તેમજ શુક્રાણુઓને પોષણ,રક્ષણ અને પ્રવાહી માધ્યમ પૂરુ પાડે છે.
Published
Categorized as ANM-MIDWIFERY-FULL COURSE, Uncategorised