PSYCHOLOGY UNIT : 4 (PART : 2) MEMORY

MEMORY (મેમરી):

INTRODUCTION ( ઇન્ટ્રોડક્શન ):

  • મેમરી એ દરેક વસ્તુ માટે સ્ટોર હાઉસ છે. મેમરી એ ખૂબ જ મહત્વનો કોગ્નિટિવ પ્રોસેસ છે.
  • તેમા રીમેમ્બરિંગ અને ફોરગેટીંગ એમ બે કાર્ય સંકળાયેલા છે. એટલે કે સિક્કાની બે બાજુ કેમ કે બંનેનો નેચર એકબીજાથી ઓપોઝિટ છે. આ બંને કાર્ય વ્યક્તિના જીવનમા ઘણો મહત્વનો રોલ પ્લે કરે છે.
  • ઇફેક્ટિવ લર્નિંગ માટે મેમરી ખૂબ જ જરૂરી છે.
  • આનંદદાયક પ્રસંગો યાદ કરવાથી જિંદગી આનંદદાયક રહે છે. તેનાથી વિરુદ્ધ દુઃખદાયક પ્રસંગો યાદ કરવાથી જિંદગી દુઃખી બને છે. આવા સમયે દુખદાયક પ્રસંગો ભુલવામા ફોરગેટીંગ મદદ રૂપ થાય છે. જેની મદદથી વ્યક્તિ આનંદીત રહી શકે.
  • આમ નોર્મલ લાઈફ જીવવા માટે ફોર્ગેટિંગ અને રીમેમ્બરિંગ બંનેનું મહત્વ સરખું હોય છે. પરંતુ લર્નિંગના કેસમાં રિમેમ્બરિંગ નું મહત્વ વધારે છે.
  • મેમરી વગર વ્યક્તિ કોઈ પણ વસ્તુ સારી રીતે શીખી શકતી નથી. વ્યક્તિ કોઈ પણ વસ્તુ શીખે તો તેને સારી રીતે યાદ ન રાખી શકે તો તે શીખેલું નિરર્થક જાય છે.
  • સેનસરી ઈનપુટના માધ્યમથી મેમરી ની શરૂઆત થાય છે. જે એન્વાયરમેન્ટની સ્ટીમ્યુલેશનના પરિણામે થાય છે. જેમાં વિઝન, હીયરિંગ, ટચ વગેરેનો સમાવેશ થાય છે. સેન્સર દ્વારા મળેલ સ્ટીમ્યુલેશન સેકન્ડરી રજીસ્ટરમાં નોંધાય છે અને સેકન્ડરી રજીસ્ટરમાં આ માહિતી 20 થી 30 સેકન્ડ સુધી સ્ટોર થાય છે.
  • માહિતી નો મોટો ભાગ પ્રોસેસ થઈને રીપીટ થાય છે. રિહર્સલના માધ્યમથી થોડી માહિતી લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થાય છે. ત્યાં તે વિવિધ કેટેગરીમાં વિભાજીત થાય છે અને લાંબો સમય સુધી સંગ્રહાય છે. આવી રીતે સ્ટોર થયેલી માહિતી લાંબો સમય સુધી યાદ રહે છે.

DEFINITION (ડેફીનેશન):

  • માણસ ઘણા લાંબા સમય સુધી ઇન્ફોર્મેશનને સ્ટોર કરી અને સાચવી શકે છે અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફરી એને યાદ કરી શકે છે જેને મેમરી કહેવામા આવે છે.
  • મેમરી એટલે કે અનુભવને સ્ટોર કરવાનો પાવર છે કે જે અનુભવો મળ્યા પછી થોડા સમય પછી જ્યારે જરૂર હોય ત્યારે ફરીથી તેને જાગ્રત અવસ્થામા લાવી શકાય.
  • મેમરી એ એક ન્યુરોકેમિકલ પ્રોસેસ છે. જેમા બ્રેઈન દ્વારા ઇન્ફોર્મેશન ને સાચવી શકાય અને જરૂર પડીએ ફરી પાછી મેળવી શકાય છે.

NATURE OF MEMORY (નેચર ઓફ મેમરી):

  • મેમરી એ આપણા માઈન્ડની સ્પેશિયલ એબિલિટી છે જે પાસ્ટ માં બનેલા એક્સપિરિયન્સ અને લર્નિંગ ને સ્ટોર કરીને રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેને યાદ કરી શકીએ.
  • મેમરી ની પ્રોસેસ એ લર્નિંગ અથવા એક્સપિરિયન્સ થી ચાલુ થાય છે અને રિવાઇવલ અને રિપ્રોડક્શન થી આ પ્રોસેસમાં પૂરી થાય છે. મેમરી ની પ્રોસેસમાં ચાર સ્ટેજ નો સમાવેશ થાય છે. જેમા સૌ પ્રથમ કંઈક લર્નિંગ કરવું અથવા કંઈક એક્સપિરિયન્સ થવો, પછી તેનું રિટેન્શન કરવું, ત્યારબાદ તેને રીકોગ્નિશન કરવું અને છેવટે તેને રિકોલ કરવું.
  • મેમરી એ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે જેમાં લર્નિંગ, રિટેન્શન, રીકોગ્નિશન અને રિકોલ જેવા ફેક્ટરનો સમાવેશ થાય છે.
  • મેમરી એ દરેક વસ્તુ માટેનું સ્ટોર હાઉસ છે જેમાં ત્રણ સ્ટેજ જોવા મળે છે: એનકોડિંગ, સ્ટોરેજ અને રીટ્રાઇવલ.

PROCESS OF MEMORY (પ્રોસેસ ઓફ મેમરી):

  • મેમરી કેવી રીતે વર્ક કરે છે તેના ઘણા જુદા જુદા મોડેલ હોવા છતાં તે બધામાં સમાન ત્રણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે:
    મેમરી સિસ્ટમમાં માહિતી મેળવવી (એનકોડિંગ), તેને ત્યાં સંગ્રહિત કરવી (સ્ટોરેજ), તેને જરૂર જણાય ત્યારે પાછી મેળવવી (રીટ્રાઈવલ).

-મેમરી પ્રોસેસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે.

• Encoding (putting it in)
• Storage (keeping in it)
• Retrieval (recover it in)

Encoding (એનકોડિંગ):

  • આ મેમરી પ્રોસેસનું પહેલું સ્ટેપ છે.
  • એનકોડિંગ એટલે મેમરીમાં સંગ્રહિત કરી શકાય તેવા ફોર્મમાં માહિતી નું રૂપાંતર કરવું.
  • મગજ ઉપયોગ કરી શકે તેવા સ્વરૂપમાં સેન્સરી ઇન્ફોર્મેશન ને સ્ટોર કરવી જેને એનકોડિંગ તરીકે ઓળખવામાં આવે છે.

Storage (સ્ટોરેજ):

  • સ્ટોરેજ એટલે સંગ્રહ.
  • એનકોડિંગ દ્વારા મળતી માહિતીને અમુક સમયગાળા માટે સાચવવામાં આવે છે જેને સ્ટોરેજ કહે છે.
  • આ માહિતી વ્યક્તિના બ્રેઈનમાં સ્ટોર થાય છે જેને ન્યૂરલ ટ્રેસ અથવા મેમરી ટ્રેસ કહેવામા આવે છે. આથી જ્યારે જરૂર હોય ત્યારે તેમાંથી માહિતી મેળવી શકાય છે.
  • આ સમયગાળો એ જુદો જુદો હોય છે જેનો આધાર મેમરીના ઉપયોગ પર હોય છે. જેમકે શોર્ટ ટર્મ માટે અથવા લોંગ ટર્મ માટે

Retrieval (રીટ્રાઈવલ):

  • રીટ્રાઇવલ એટલે પુનઃપ્રાપ્તિ.
  • રીટ્રાઇવલ એટલે સ્ટોર કરેલી માહિતીને ફરીથી ઉપયોગમાં લેવી અથવા ધ્યાનમાં લેવી.
  • સ્ટોર કરેલી માહિતી જ્યારે જરૂર પડે ત્યારે તે કોન્સિયન્સ માઈન્ડમા લાવી શકાય છે.
  • કોઈપણ ક્લાસના અટેન્ડીંગ નો એક્સપિરિયન્સ ઉપરોક્ત બાબતો સાથે કમ્પેર કરી શકાય. જ્યાં લેક્ચર સાંભળવું અને નોટ તૈયાર કરવી એ એનકોડ અથવા લર્નિંગ છે.
  • લેક્ચર દરમિયાન મળેલી માહિતી ને યાદ રાખવી એટલે કે સ્ટોરેજ. અને જ્યારે જરૂર પડે ત્યારે તે લેક્ચર યાદ કરવો અને ફરીથી માહિતી મેળવી એટલે રીટ્રાઈવલ.

TYPES OF MEMORY (મેમરી ના ટાઈપ):

માહિતીને સ્ટોર કરવાના સમયગાળાના આધારે મેમરી ને ત્રણ ટાઈપમાં વિભાજીત કરવામાં આવે છે:

1. Sensory memory (સેન્સરી મેમરી)

2. Short term memory (શોર્ટ ટર્મ મેમરી)

3. Long term memory (લોંગ ટર્મ મેમરી)

1. Sensory memory (સેન્સરી મેમરી):

  • સેન્સરી મેમરી ને ઈમિડીયેટ મેમરી તરીકે પણ ઓળખવામા આવે છે.
  • સેન્સરી રજીસ્ટરમાં માહિતી એક સેકન્ડ ના અપૂર્ણાંકમાં ભાગથી લઈને થોડી સેકન્ડ સુધી ખૂબ જ ટૂંકા ગાળા માટે સ્ટોર રહે છે.
  • આ પ્રકારની મેમરીમાં સેન્સરી ઓર્ગન જેવા કે આંખ, કાન દ્વારા માહિતી મળે છે અને તે માહિતી અમુક સેકન્ડ સુધી જ સ્ટોર થાય છે.
  • ઉદાહરણ તરીકે ટીવી જોતી વખતે આપણી આંખ સામે કોઈ પિક્ચર આવે તો તે અમુક સેકન્ડ માટે યાદ રહે છે.
  • આ સેન્સરી મેમરી એ શોર્ટ ટર્મ મેમરી અથવા લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થઈ જાય છે અથવા તો ભુલાઈ જાય છે.

સેન્સરી મેમરી ના ત્રણ ટાઈપ છે :

  • Iconic memory (આઇકોનિક મેમરી)
  • Echoic memory (ઇકોઇક મેમરી)
  • Hapetic memory (હેપ્ટિક મેમરી)

Iconic memory (આઇકોનિક મેમરી)

  • આઇકોનિક મેમરી એ સેન્સર મેમરી નું એક ફોર્મ છે જે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ને સેકન્ડ ના ક્વાર્ટર ભાગ કે તેનાથી વધારે સમય માટે હોલ્ડ કરે છે અથવા સ્ટોર કરે છે.

Echoic memory (ઇકોઇક મેમરી)

  • ઇકોઇક મેમરી એ સેન્સરી મેમરી નું એક ફોર્મ છે જેમાં ઓડિટરી ઇન્ફોર્મેશન ને બે થી ત્રણ સેકન્ડ માટે હોલ્ડ કરે છે.

Hapetic memory (હેપ્ટિક મેમરી)

હેપ્ટિક મેમરી માં ટચ સેન્સ દ્વારા થતાં ટેક્સટાઇલ સેન્સરી મેમરી ને બે સેકન્ડ માટે સ્ટોર કરવામાં આવે છે જેમાં પેઈન, પ્રેસર, ઈચિંગ સેન્સેશન નો સમાવેશ થાય છે.

2. Short term memory (શોર્ટ ટર્મ મેમરી):

  • શોર્ટ ટર્મ મેમરી ને ‘વર્કિંગ મેમરી’ તરીકે પણ ઓળખવામા આવે છે.
  • વિવિધ પ્રયોગો દ્વારા જાણવા મળેલ છે કે મેમરીઆપણા કોન્સિયસ અને પ્રિકોન્સિયસ માઈન્ડમાં ઓછા સમય માટે રહે છે જેને શોર્ટ ટર્મ મેમરી કહેવામાં આવે છે.
  • શોર્ટ ટર્મ મેમરી ની સ્ટોરેજ કેપીસીટી ખૂબ જ લિમિટેડ હોય છે. શોર્ટ ટમ મેમરી 15 થી 30 સેકન્ડ ના ટૂંકા ગાળા માટે ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે અને તે એક સાથે છ થી સાત વસ્તુઓ યાદ રાખી શકે છે.
  • આ ઇન્ફોર્મેશન સાઉન્ડ, ઈમેજ, વર્ડ અને સેન્ટેન્સ ની બનેલ હોય છે.
  • નવી માહિતી મળતા આ જૂની માહિતી ભુલાઈ જાય છે.
  • આ શોર્ટ ટર્મ મેમરીને જાળવણી અથવા રિહર્સલ દ્વારા લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર કરી શકાય છે.
  • ઉદાહરણ તરીકે લેક્ચરમાં અપાયેલી નોટસનું રિવિઝન કરીને આ નોટસનું લોંગ ટર્મ મેમરીમાં સ્ટોરેજ કરી શકાય.

3. Long term memory (લોંગ ટર્મ મેમરી):

  • આ પ્રકારની મેમરીમાં અનલિમિટેડ માહિતી સ્ટોરેજની કેપીસીટી હોય છે.
  • આ મેમરીમાં દિવસો, મહિનાઓ, વર્ષો અને જીવનકાળ માટે પણ માહિતી સંગ્રહિત કરવાની અમર્યાદિત ક્ષમતા હોય છે.
  • લોંગ ટર્મ મેમરી એ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. વ્યક્તિ વિવિધ પ્રકારના એક્સપિરિયન્સ ના માધ્યમથી માહિતી સ્ટોર કરે છે અને માહિતીને કેટેગરી પ્રમાણે ફાઈલ કરે છે. અને જ્યારે જરૂર પડે ત્યારે રિપ્રોડક્શન કરે છે.
  • લોંગ ટર્મ મેમરી ને કારણે આપણને હંમેશા આપણું નામ, આપણા પિતાનું નામ, જન્મ તારીખ અને વ્યક્તિગત ડેટા લાઈફ ટાઈમ યાદ રહે છે.

લોંગ ટર્મ મેમરીના બે ટાઈપ છે :

Explicit / Declerative memory (with conscious recall)

Implicit / non Declerative memory (without conscious recall)

Explicit memory (એક્સપ્લીસીટ મેમરી):

  • એક્સપ્લીસીટ મેમરી ને ડિકલેરેટિવ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • એક્સપ્લીસીટ મેમરી એ લોંગ ટર્મ માટે ફેકટ,ઇવેન્ટ, કોન્સેપ્ટ અને જનરલ નોલેજ ને સ્ટોર કરે છે.
  • એક્સપ્લીસીટ મેમરી ને યાદ કરવા માટે કોન્સીયઅસલી એફોર્ટ કરવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે ગણિતના દાખલામાં ક્યુ સૂત્ર વાપરવું તે માટે આપણે કોન્સીયઅસલી યાદ કરવાની જરૂર પડે છે.

એક્સપ્લીસીટ મેમરી ના બે ટાઈપ પડે છે.

i) Episodic memory (એપિસોડીક મેમરી) :
ii) Semnatic memory (સિમેન્ટીક મેમરી) :

i) Episodic memory (એપિસોડીક મેમરી):

– એપિસોડીક મેમરીમા આપણા પર્સનલ એક્સપિરિયન્સ અને પર્સનલ ઇવેન્ટ વિશેની માહિતી લોંગ ટર્મ માટે સ્ટોર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણી કોલેજ નો પહેલો દિવસ કેવો ગયો હતો એ એપિસોડીક મેમરીમાં સ્ટોર થાય છે.

ii) Semnatic memory (સિમેન્ટીક મેમરી):

– સિમેન્ટીક મેમરીમાં ફેકટ, કોન્સેપ્ટ અને જનરલ નોલેજ વિશેની માહિતી માટે સ્ટોર થાય છે. આપણું અને આપણા રિલેટિવના નામ યાદ રહેવા અને તેમની બર્થડેટ યાદ રહેવી એ સિમેન્ટીક મેમરી નું ઉદાહરણ છે.

Implicit memory (ઇમ્પલીશીટ મેમરી):

– ઈમ્પલીસીટ મેમરી ને નોન ડિકલેરેટિવ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

– ઈમ્પલીસીટ મેમરી ને યાદ કરવા માટે કોન્સીયસલી એફોર્ટ ની જરૂર પડતી નથી.આ મેમરી ને યાદ કરવા માટે કોઈપણ પ્રકારના એફોર્ટ ની જરૂર પડતી નથી.

– ઉદાહરણ તરીકે બાઇક ચલાવતી વખતે કયા ગેરમા ગાડી નાખવી અને બ્રેક ક્યારે મારવી  જેના વિશે યાદ કરવા માટે કોઈપણ પ્રકારના એફોર્ટ લેવા પડતા નથી. આ વસ્તુ આપણને યાદ જ હોય છે .

   – ઇમ્પલીશીટ મેમરી ના બે ટાઈપ પડે છે :

   i) Procedural memory (પ્રોસીડ્યુરલ મેમરી)

   ii) Emotional memory (ઈમોશનલ મેમરી)

i) Procedural memory (પ્રોસીડ્યુરલ મેમરી):

  •  – પ્રોસીડ્યુરલ મેમરીમાં મોટર સ્કિલ અને એક્શન નો સમાવેશ થાય છે. જેમાં વસ્તુઓ કેવી રીતે કરવી તે માટેની મેમરી સ્ટોર થાય છે. આ માહિતીને આપણે એક્સપ્લેન કરી શકતા નથી.
  •   – ઉદાહરણ તરીકે નાનું બાળક એ પોતાની જાતે શૂઝ ની દોરી બાંધી લે છે. નર્સ એ સારી રીતે ઇન્જેક્શન આપે છે. જેને એક્સપ્લેન કરી શકાતું નથી.

ii) Emotional memory (ઈમોશનલ મેમરી):

  •  – ઈમોશનલ મેમરી એ કન્ડિશનિંગનું કાર્ય છે.
  •  – ઈમોશનલ મેમરીમાં કોઈ કન્ડિશન અથવા સિચ્યુએશન અથવા કોની સામે કેવું રિએક્શન અને ઈમોશન આપવું જેના વિશેની માહિતી સ્ટોર થાય છે.
  •  – ઉદાહરણ તરીકે જ્યારે આપણે કૂતરાને જોઈએ છીએ ત્યારે તેનાથી ડરી જઈએ છીએ કારણકે બાળપણમાં કૂતરા એકવાર બચકું ભર્યું હતું.

Factor affecting memory (ફેક્ટર અફેક્ટિંગ મેમરી):

• Age (એજ) :

– એડલ્ટ પીપલ એ ઓલ્ડ એજની સરખામણીમાં વધારે સારી મેમરી ધરાવે છે અને વધારે સારી રીતે યાદ રાખી શકે છે. 16 – 26 વર્ષની ઉંમરે મેમરી એ ટોપ લેવલે જોવા મળે છે.

• Meturity (મેચ્યોરિટી) :

 – બાળકોની સરખામણીમાં મેચ્યોર વ્યક્તિ વધારે સારી રીતે યાદ રાખી શકે છે.

• Cofidence (કોન્ફિડન્સ) :

– સારો આત્મવિશ્વાસ એ યાદ રાખવા માટે મદદરૂપ થાય છે.

• Interest (ઇન્ટરેસ્ટ) :

 – નોલેજ મેળવવા માટે રહેલો ઇન્ટરેસ્ટ એ મેમરી ઇમ્પ્રુવ કરવામાં મદદરૂપ થાય છે.

• Intelligence (ઈન્ટેલિજન્સ) :

– ઇન્ટેલિજન્સ પણ મેમરી પર અસર કરે છે. જે લોકોને સારી ઈન્ટેલિજન્સી હશે તે લોકોને મેમરી વધારે પાવરફુલ હશે.

• Diet (ડાયેટ) :

– હેલ્થી ડાઇટ એ મેમરી ઇમ્પ્રુવ કરે છે. વેજીટેબલ્સ, ઓમેગા 3 એન્ટિઓક્સિડન્ટ યુક્ત આહાર લેવાથી મેમરીમાં વધારો થાય છે. વિટામિન D, વિટામીન B12, ફોલિક એસિડ, ઝીંક વગેરે વિટામીન અને  મિનરલ્સ પણ મેમરી પર અસર કરે છે.

• Excercise (એક્સરસાઇઝ) :

– એક્સરસાઇઝ કરવાથી બ્રેઇનને ઓક્સિજન મળી રહે છે અને તે અમુક ન્યુરોકેમિકલ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે જે મેમરીને સ્ટીમ્યુલેટ કરવા માટે ઉપયોગી છે.

• Rest and Sleep (રેસ્ટ એન્ડ સ્લીપ) :

– પૂરતો આરામ અને ઉંઘ મળેલી હોય તો મન તંદુરસ્ત થઈ જાય છે અને નવું શીખેલું સારી રીતે યાદ રહે છે.

• Drug and chemical ( ડ્રગ અને કેમિકલ ) :

– હોર્મોન થેરાપી, આલ્કોહોલ, નિકોટીન, લીડ, મર્ક્યુરી, કેમિકલ ના કોન્ટેક માં આવવાથી કોગ્નિટિવ પ્રોસેસમાં ઘટાડો જોવા મળે છે.

• Clinical Condition ( ક્લિનિકલ કન્ડિશન ) :

– એપીલેપ્સી, હાઈ બ્લડ પ્રેસર, બ્રેઇન ટ્યુમર, અલ્ઝાઇમર ડીસીઝ, અટેન્શન ડેફિસીટ ડિસઓર્ડર, હેડ ઈન્જરી, ઓટીઝમ વગેરે કન્ડિશન મેમરી ની અફેક્ટ કરે છે.

Published
Categorized as GNM FULL COURSE PSYCHOLOGY, Uncategorised