skip to main content

PSYCHOLOGY UNIT 4 FORGETTING

FORGETTING

INTRODUCTION

  • આ એક સામાન્ય શબ્દ છે જેનો અર્થ યાદ રાખવામાં નિષ્ફળ જવું એવો થાય છે.
  • આગળ શીખેલી માહિતી નું પરમેનેન્ટ કે ટેમ્પરરી બેઝ પર રિકોલ કરવા માટે ફેલ જવું જેને ફોર્ગેટિંગ કહેવામાં આવે છે.
  • ફોર્ગેટિંગની આપણા જીવનમાં પોઝિટિવ અને નેગેટીવ વેલ્યુ છે.
  • પોઝિટિવ પાસાની વાત કરીએ તો ફોર્ગેટિંગ એ માનવજાત માટે એક મહાન આશીર્વાદ છે.
  • જો ફોર્ગેટિંગ ન હોય તો આપણા માઈન્ડમાં બધી ખરાબ અને દુઃખદ ઘટના સ્ટોર થાય જેને યાદ કરવાથી આપણે વારંવાર દુખી થઈએ.
  • ભૂલી જવાની પ્રક્રિયા મનમાંથી ઉદાસ અને આઘાતજનક અનુભવોને કાઢી નાખે છે.
  • જો નેગેટીવ પાસાની વાત કરીએ તો ભૂલી જવું એ આપણા રોજિંદા જીવનમાં એક ખૂબ જ મહત્વનો પ્રોબ્લેમ છે. ઉદાહરણ તરીકે તમે તમારી બુક તમારા મિત્રને આપી છે અને તમે ઘરમાં શોધી રહ્યા છો.
  • ઘણા વિદ્યાર્થી મિત્રો ફરિયાદ કરતા હોય છે કે ક્લાસરૂમમાં લેક્ચર ભર્યા પછી યાદ રહેતું નથી. આવું થવા માટેનું મુખ્ય કારણ લેક ઓફ ઈન્ટરેસ્ટ અથવા અટેન્શન હોય છે.
  • ઘણી બધી માહિતી એકાગ્રતાના અભાવને કારણે મારફતે શોર્ટ ટર્મ મેમરીમાં આવતી નથી જેના પરિણામે શોર્ટ ટર્મ મેમરી લોંગ ટર્મ મેમરીમાં ફેરવાતી નથી જેથી યાદ રહેતું નથી.
  • DEFINITION
  • આગળ શીખેલી માહિતીને યાદ કરવાની અને તેને ઓળખવાની ક્ષમતા પરમેનેન્ટ અથવા ટેમ્પરરી ટાઈમ માટે લોસ થવાની ક્રિયાને ફોરગેટીંગ કહેવામાં આવે છે.
  • ફોરગેટીંગ એટલે પહેલેથી શીખેલી માહિતી ને રીટ્રાઈવ કરવામાં ફેલ જવું.
  • Causes of forgetting :
  • ફોરગેટીંગ માટેના કોઝ નીચે મુજબ છે :
  • Encoding failure :
    (એનકોર્ડિંગ ફેઈલર)
  • ભૂલી જવા અને યાદ ન રાખવા વચ્ચે તફાવત છે. ભૂલી જવું એટલે કંઈક યાદ કરવામાં અસમર્થતા છે જેને તમે પછીથી યાદ કરી શકો છો.
  • પરંતુ જ્યારે લોકો કહે છે કે તેઓ યાદ રાખી શકતા નથી એટલે કે વાસ્તવમાં તેઓ ભુલ્યા નથી.
  • યાદ રાખવાની અસમર્થતા એ એનકોર્ડિંગ ની નિષ્ફળતાનું પરિણામ હોઈ શકે છે.
  • એટલે કે આપણે જે માહિતી મેળવીએ છીએ તેને મેમરીમાં સંગ્રહિત કરી શકાય તેવા ફોર્મમાં રૂપાંતર કરવામાં ફેઈલ થઈએ છીએ.
  • આથી માહિતી એ વ્યવસ્થિત રીતે એન કોડ ન થાય કે ઓર્ગેનાઈઝ ન થાય તો માહિતી ભુલાઈ જાય છે. અને આવી માહિતી ક્યારેય લોંગ ટર્મ મેમરીમાં એન્ટર થતી નથી.
  • Consolidation failure :
    (કોનસોલિડેસન ફેઈલર)
  • કોનસોલિડેસન એ એક પ્રોસેસ છે જેમાં એનકોડ કરેલી માહિતી મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે.
  • જો આ પ્રોસેસમાં કંઈક અવરોધ આવી તો માહિતી એ લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર થતી નથી.
  • આથી માહિતી લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર ન થવાથી ભુલાઈ જાય છે.
  • ઉદાહરણ તરીકે કાર એક્સિડન્ટ, હેડ ઈન્જરી, ગ્રાન્ડ માલ સીઝર જેને કારણે વ્યક્તિ કોનસિયસનેસ ગુમાવે છે અને તે કોનસોલિડેસન કરવામા ફેલ જાય છે.
  • Interference :
    (ઇન્ટરફેરન્સ)
  • ઇન્ટરફેરન્સ એ ફોર્ગેટિંગ માટેનું મેજર કોઝ છે. જે દરરોજ લોકો ને ઇફેક્ટ કરે છે.
  • તેમા એક મેમરીએ બીજી મેમરી ને રિકોલ કરવામા અવરોધ કરે છે.
  • એટલે કે જૂની સ્ટોર થયેલી માહિતી અથવા નવી મળતી માહિતી એ યાદ કરવામાં ઇન્ટરફેર કરે છે.
  • ઇન્ટરફેરન્સ ના બે ટાઈપ છે :
  • પ્રોએક્ટિવ ઇન્ટરફેરન્સ :
  • રીટ્રોએક્ટિવ ઇન્ટરફેરન્સ :
  • પ્રોએક્ટિવ ઇન્ટરફેરન્સ :
    • પ્રોએક્ટિવ ઇન્ટરફેરન્સમાં લોંગ ટર્મ મેમરીમાં પહેલેથી સ્ટોર થયેલી માહિતી એ નવી માહિતીને યાદ રાખવામાં ઇન્ટરફિયર કરે છે.
  • રીટ્રોએક્ટિવ ઇન્ટરફેરન્સ :
  • Decay :
    (ડીકે):
  • જયારે આપણે કંઈક નવું શીખીએ છીએ ત્યારે આપણા બ્રેઈનમાં ફિઝિકલ ચેન્જીસ થાય છે અને કેમિકલ ટ્રેસ રચાય છે. જેમાં માહિતી સ્ટોર થાય છે જેને મેમરી ટ્રેસ કહેવામાં આવે છે.
  • ડીકે થિયરી મુજબ આપણે અમુક વસ્તુ અથવા માહિતી ભૂલી જઈએ છીએ કારણ કે મેમરી એ સમય જતા ઝાંખી(fades) થઈ જાય છે અને છેવટે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે એટલે કે ભુલાઈ જાય છે.
  • એટલે કે જો આપણે કોઈ ઘટના અથવા માહિતીને યાદ કરવાનો પ્રયત્ન ન કરીએ તો તે ઘટના અથવા માહિતી સમય જતા ભુલાઈ જાય છે.
  • Motivated forgetting :
    (મોટીવેટેડ ફોરગેટીંગ):
  • ભૂલી જવાની સ્ટ્રોંગ મોટીવ અથવા ડિઝાઇર ને કારણે આપણે ન ગમતી પરિસ્થિતિ કે વાત અથવા એ મેમરી જેને યાદ કરવાથી આપણે દુઃખી થઈએ છીએ તેને આપણે ભૂલી જઈએ છીએ.
  • ઉદાહરણ તરીકે રેપ વિકટીમ, યુદ્ધના અનુભવીઓ અને વિમાન દુર્ઘટના અથવા ધરતીકંપ માંથી બચી ગયેલા તમામને ભયાનક અનુભવો થયા છે. જો તે વારંવાર યાદ આવે તો તે આપણે રોજિંદા જીવનમાં રહેલા બધા કાર્યો પર અસર કરે છે.
  • આથી આવા લોકોએ તેમના ભયજનક અનુભવોને ભૂલી જવા માટે મોટીવેટેડ ફોરગેટીંગ નો ઉપયોગ કરે છે.
  • સપરેશન એ મોટીવેટેડ ફોર્ગેટિવનું એક ફોર્મ છે. જેમાં વ્યક્તિએ પેઈનફૂલ, ભયાનક રોમેન્ટિક એક્સપિરિયન્સ એ કોન્સિયસ માઈન્ડ માંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે અને તેને અનકોન્સિયસ માઇન્ડમાં ધકેલી દે છે.
  • રિપ્રેશનમાં વ્યક્તિ એ અનપ્લીઝન્ટ મેમરીને અનકોન્સિયસલી તેના માઈન્ડ માંથી બહાર કાઢી નાખે છે.
  • Retrieval failure :
    (રીટ્રાઈવલ ફેઈલર):
  • રીટ્રાઇવલ એટલે સ્ટોર થયેલી માહિતીને જરૂર પડે ત્યારે યાદ કરી અને ફરીથી ઉપયોગમાં લેવી.
  • રીટ્રાઇવલ એ રિકોલ માટે ઘણું મહત્વનું છે. જો રીટ્રાઇવલ પ્રોસેસ બરાબર ન હોય તો લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થયેલી માહિતી સારી રીતે રેકોર્ડ કરી શકાતી નથી
  • તમને ઘણા અનુભવ હશે કે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ અમુક માહિતીથી રીકોલ કરી શકાતી નથી. પણ થોડો સમય પછી તે માહિતી સરળતાથી યાદ આવી જાય છે.
  • ઉદાહરણ તરીકે એક્ઝામ આપતી વખતે અમુક પ્રશ્નોના જવાબ યાદ કરી શકાતા નથી જે પ્રશ્નને તમે અગાઉ વાંચેલા હોય છે.
  • ઘણીવાર લોકો ચોક્કસ હોય છે કે તેઓ કંઈક જાણે છે પરંતુ જ્યારે તેઓને તેની જરૂર પડે ત્યારે તે માહિતી પુનઃ પ્રાપ્ત કરવામાં સક્ષમ હોતા નથી આ પ્રકારના ભૂલી જવાને રીટ્રાઇવલ ફેઈલર તરીકે ઓળખવામાં આવે છે.
  • Organic cause :
    (ઓર્ગેનિક કોસ):
  • બ્રેઈનમાં ફિઝિયોલોજિકલ ડેમેજ અથવા બ્રેઇન સેલ જર્જરીત થવાથી તે ફોર્ગેટિંગ ને અસર કરે છે. જેને ઓર્ગેનિક કોષ તરીકે ઓળખવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે ફિઝિકલ ઈલનેસ અને ડીસીસ , એજ, એકસીડન્ટને કારણે બ્રેઇન ટીશ્યુ માં ડેમેજ થાય છે. જેને કારણે ફોરગેટીંગ જોવા મળે છે.
  • રીટ્રોએક્ટિવ ઇન્ટરફેરન્સ માં નવી શીખેલી વસ્તુ અથવા માહિતી એ અગાઉ સ્ટોર થયેલી માહિતીને યાદ રાખવામાં ઇન્ટરફિયર કરે છે. ઉદાહરણ તરીકે કાલે લેક્ચરમાં સોસિયોલોજી સબ્જેક્ટ ભણવામાં આવ્યો હતો અને આજે લેક્ચરમાં સાયકોલોજી સબજેક્ટ ભણવામાં આવ્યો હતો. આથી સોસિયોલોજી સબ્જેક્ટની નોટસ ભુલાઈ જાય છે અને સાયકોલોજી સબ્જેક્ટ ની નોટસ યાદ રહે છે.
  • Method of improving memory :
  • (મેથડ ઓફ ઈમ્પ્રુવિંગ મેમરી):
  • મેમરી વધારવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. લોકો સામાન્ય રીતે ફરિયાદ કરતા હોય છે કે પોતાની યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. આ પ્રકારની ફરિયાદ વિદ્યાર્થીઓમાં વધારે જોવા મળે છે.
  • સફળતા મેળવવા માટે સારો મેમરી પાવર હોવો જરૂરી છે. પરંતુ વ્યક્તિ એવું માને છે કે તેનો મેમરી પાવર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આ બાબત સાવ ખોટી છે.
  • બ્રેઈન ને કોઈપણ પ્રકારની ઈજા ન થાય અથવા કોઈપણ પ્રકારનો રોગ ન થાય તો મેમરી ઉપર કોઈ અસર થતી નથી.
  • વ્યક્તિ ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી હોય તો તેની મેમરી સારી રહે છે.
  • વ્યક્તિને શીખવવામાં આવતું મટીરીયલ કોમ્પ્લેક્સ હોય, વ્યક્તિની પોતાની ઈમોશનલ કન્ડિશન સારી ન હોય, વ્યક્તિમાં એકાગ્રતાનો અભાવ ન હોય આ દરેક બાબતની અસર વ્યક્તિની મેમરી ઉપર પડે છે.
  • વ્યક્તિ શીખેલું ભૂલી જાય છે માટે સારી રીતે લર્નિંગ કરવું જરૂરી છે. જેથી તેનો રિટેન્શન સારી રીતે થાય આથી તેને રિકોલ સારી રીતે કરી શકાય.
  • પ્રોપર લર્નિંગ મેથડ, ટ્રેનિંગ, પ્રેક્ટિસ અને મોટીવેશનને કારણે મેમરીમાં સુધારો લાવી શકાય છે.
  • કોઈપણ માહિતી આખી શીખવી એના કરતા એને ભાગ કરીને શીખવી સરળ બને છે. ગોખણપટ્ટી કરતાં માહિતીને સમજીને યાદ રાખવી સરળ બને છે.
  • મેમરી ને નીચે મુજબ મેથડ અને ટ્રીક દ્વારા ઇમ્પ્રુવ કરી શકાય.
  • Mnemonics / memory tricks :
    (નેમોનિક્સ / મેમરી ટ્રીક):
  • નેમોનિક્સ શબ્દ ગ્રીક ભાષાનો છે જેનો અર્થ ખાસ પ્રકારની ટ્રીક થાય છે. જેનો ઉપયોગ યાદશક્તિ વધારવા માટે થાય છે. જેની મદદથી સારી રીતે માહિતી યાદ રાખી શકાય છે.
  • સારી યાદ શક્તિ ધરાવતા લોકો પણ ઘણીવાર આ મેમરી ટ્રીક નો ઉપયોગ કરે છે.
  • કોઈ માહિતી કે વસ્તુને યાદ રાખવાની હોય તો તેને આપણે પ્રથમથી જ યાદ હોય તેવી અથવા સહેલાઈથી યાદ રાખી શકાય તેવા સ્વરૂપે તેને યાદ રાખવી જોઈએ.
  • જેમકે મેઘ ધનુષ્યના સાતેય રંગોને આપણે એક ટ્રીક તરીકે યાદ રાખીએ છીએ, જાનીવાલીપીનારા . આ સોર્ટ ટ્રીક થી મેઘ ધનુષ્યના સાતેય રંગ લાઈનમાં યાદ રહી જાય છે.
  • Method of loci :
    (મેથડ ઓફ લોકી):
  • લોકી શબ્દ એ લેટિન વર્ડ છે. જેનો અર્થ પ્લેસ થાય છે.
  • જેમાં કોઈ એક સીન જોવામાં આવે છે અને તેમાં રહેલી માહિતી યાદ રાખવામાં આવે છે.
  • એટલે કે આપણે જે વસ્તુ વિશે માહિતી મેળવીએ છીએ તેનું એક મેન્ટલ પિક્ચર બનાવવું અને તેને તે માહિતી સાથે કમ્પેર કરવી આથી એ માહિતી પિક્ચર સાથે આપણને યાદ રહી જાય છે.
  • ઉદાહરણ તરીકે પરીક્ષા માટે ક્લાસિકલ કન્ડિશનિંગ નું ઉદાહરણ યાદ રાખવું હોય તો એવું મેન્ટલ પિક્ચર બનાવવું કે ઈમેજમાં એક ડોગ છે એક પ્રયોગશાળાનો રૂમ છે તેમાં ખોરાક છે, ઘંટડી છે. આ ઈમેજ નું વારંવાર રીહસર્લ કરો જેથી તે બ્રેઇનમાં સારી રીતે ફીટ થઈ જાય અને જ્યારે જરૂર પડે ત્યારે સારી રીતે યાદ રાખી શકાય.
  • Chunking :
    (ચંકીંગ):
  • માહિતીનું સિસ્ટેમિક રીતે એનકોડિંગ કરવા માટેની આ ક્રિયા છે.
  • જેમ કે કોઈ લાંબી ડીજીટને યાદ રાખવાની હોય તો તેને યાદ રાખવા માટે જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે.
  • જેમકે પ્રથમ ચાર ડિજિટ યાદ રાખવા માટે પ્રથમ સ્કૂલમાં દાખલ થયાની તારીખ યાદ રાખવી અને બીજા ડીજીટ ને યાદ રાખવા માટે કોઈની જન્મ તારીખ યાદ રાખવી અને છેલ્લા ડીઝીટ માટે કોઈ સીટીનો પીનકોડ નંબર યાદ રાખવો. આપત્તિ યાદશક્તિ વધારવા માટે ઘણી મહત્વની છે.
  • Rhyming system :
    (રાઈમિંગ સિસ્ટમ):
  • રાઈમિંગ સિસ્ટમ એ એક મેમરી ટેકનીક છે જેનો ઉપયોગ નંબર ને યાદ રાખવા થાય છે.
  • દરેક સંખ્યાને એક ચિત્રમાં ફેરવવામાં આવે છે જે સંખ્યા સાથે જોડાય છે અને તે સંખ્યાઓને યાદ રાખવું સહેલું થઈ જાય છે.
  • ઉદાહરણ તરીકે
    0 = hero
    1 = sun
    2 = shoe
    3 = tree
    4 = door
    એટલે કે ઝીરો ઈઝ હીરો, વન ઈઝ સન, થ્રી ઈઝ ટ્રી
  • Make a story :
    (મેક અ સ્ટોરી):
  • આ પદ્ધતિમાં જે આઈટમની યાદ રાખવાની હોય તેનું લિસ્ટ બનાવવામાં આવે છે અને આ લિસ્ટને સ્ટોરી ના રૂપમાં ગોઠવવાથી તેને સરળતાથી યાદ રાખી શકાય છે.
  • ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વાર્તા લખવાની હોય ત્યારે તેની પહેલા તેના પોઈન્ટ આપેલા હોય છે. આથી વાર્તાની શરૂઆત એ પોઇન્ટના લિસ્ટમાંથી આવેલા પહેલા પોઇન્ટ પરથી થવી જોઈએ અને ક્રમ પ્રમાણે દરેક પોઈન્ટને ગોઠવીને વાર્તા લખવામાં આવે છે. આથી આખી વાર્તા આપણને સરળતાથી યાદ રહી જાય છે.
  • Develope a will power :
    (ડેવલપ અ વિલ પાવર):
  • જ્યારે આપણે કંઈ પણ શીખીએ છીએ ત્યારે લર્નિંગ માટેનો આપણો વિલ પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ અને માહિતીને યાદ રાખવા માટેનો પણ વિલ પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ. સ્ટ્રોંગ વિલ પાવર માહિતી સમજવામાં આપણને મદદરૂપ થાય છે તેથી આપણને સારી રીતે યાદ રહી જાય છે.
  • Keep concentration :
    (કીપ કોન્સન્ટ્રેશન):
  • કોઈપણ વસ્તુ લર્ન કરતી વખતે અટેન્શન અને કોન્સન્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે. કોન્સન્ટ્રેશનથી માહિતી સમજવામાં મદદરૂપ થાય છે અને માહિતી સારી રીતે યાદ રહી શકે છે.
  • Picture the learning material :
    (પિક્ચર ધ લર્નિંગ મટીરીયલ):
  • મટીરીયલ કે માહિતીનું મેન્ટલ પિક્ચર તૈયાર કરવું એટલે કે વિઝ્યુઅલ ઈમેજ તૈયાર કરવી.
  • આ વિઝ્યુઅલ ઇમેજ દ્વારા એ વસ્તુ આપણને સરળતાથી યાદ રહે છે.
  • Repetation :
    (રીપીટેશન)
  • શોર્ટ ટર્મ મેમરી ને લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર કરવા માટે રીપીટેશન ખૂબ જ જરૂરી છે. જો રીપીટેશન કરવામાં ન આવે મેમરીમાં સ્ટોર થયેલી માહિતી ભુલાઈ જાય છે.
  • Minimize interference :
    (મીનીમાઈઝ ઇન્ટરફેરન્સ):
  • લર્નિંગ માં ઇન્ટરફિયર કરતી બાબતોને દૂર રાખવી. જેમકે સોસિયોલોજી અને સાઇકોલોજી એકબીજાને ઇન્ટરફિયર કરતું હોય તો બંનેને એક સાથે ભણવા નહીં.
  • Diet :
    (ડાયટ):
  • વિટામિન ડી, વિટામીન B12, ઝીંક, ફોલિક એસિડ, ઓમેગા 3 એન્ટિઓક્સિડન્ટ યુક્ત આહાર લેવો. જેનાથી મેમરી સારી રહે છે.

Published
Categorized as GNM FULL COURSE PSYCHOLOGY, Uncategorised