UNIT 2
- Structure of mind
- Elements of personality
- (એલિમેન્ટ્સ ઓફ પર્સનાલિટી)
સિગમંડ ફ્રુઈડ દ્વારા સાઇકોએનાલાઈટીક થીયરી આપવામા આવી હતી.
આ થિયરી મુજબ પર્સનાલિટી ના મુખ્ય ત્રણ એલિમેન્ટ્સ છે:
Id, ego અને super ego.
ઈડ,ઈગો અને સુપર ઈગો સાથે મળીને કામ કરે છે અને એક કોમ્પ્લેક્સ બિહેવિયર બનાવે છે.
દરેક વ્યક્તિની પર્સનાલિટીમા ઇડ, ઈગો અને સુપર ઈગો જોવા મળે છે. પરંતુ બધામા તેનુ લેવલ જુદુ જુદુ જોવા મળે છે.
જેમ કે કોઈક પર્સનમા ઈડ વધારે જોવા મળે તો કોઈક પર્સનમા સુપર ઇગો વધારે જોવા મળે.
જો Id, ego અને super ego વચ્ચે સંતુલન જોવા મળે તો વ્યક્તિ સારુ વ્યક્તિત્વ ધરાવે છે.
જો Id, ego અને super ego વચ્ચે સંતુલન જોવા ન મળે તો વ્યક્તિએ ખરાબ વ્યક્તિત્વ ધરાવે છે.
Id :
- Id એ પર્સનાલિટી નો પ્રીમિટિવ (આદિમ) અને ઇન્સ્ટ્રક્ટિવ (ઉપદેશક) કમ્પોનન્ટ છે.
- Id એ માઈન્ડ નો ઈમ્પલ્સિવ અને unconscious પાર્ટ છે.
- Id એ પર્સનાલિટી નો એક એવો પાર્ટ છે જેને કારણે વ્યક્તિમાં નીડ, ડિમાન્ડ જોવા મળે છે.
- Id એ જન્મ સમયે પ્રેઝન્ટ હોય છે.
- આથી કોઈ બાળક જન્મે ત્યારે તેને જીદ કરતા કે ડિમાન્ડ કરાવતા શીખવાડવુ પડતુ નથી.
- Id એ ‘પ્લેઝર પ્રિન્સિપલ’ પર વર્ક કરે છે. એટલે કે વ્યક્તિને જેમા આનંદ મળતો હોય તે દરેક કામ થવા જોઈએ.
- Id એ ટોટલી અનરીઝનેબલ અને અનરિયાલિસ્ટિક છે.
- જેમા તેની ઈચ્છાઓ,જરૂરિયાત અને ડિમાન્ડ એ તાત્કાલિક પૂરા થવા જોઈએ અને તેને તાત્કાલિક આનંદ નો અનુભવ થવો જોઈએ.
- જો તેમની ઈચ્છા અને જરૂરિયાતો તાત્કાલિક પૂરી કરવામા ન આવે તો તેનામા એન્ઝાઈટી અને ટેન્શન જોવા મળે છે.
- જોકે હંમેશા તેમની નીડ અને ડિમાન્ડ પૂરી કરવી શક્ય હોતી નથી કારણ કે હંમેશા તેની ડિમાન્ડ રિયાલિસ્ટિક અને પોસિબલ હોતી નથી.
- ઉદાહરણ તરીકે કોઈ બાળક છે જેને કોઈ એક રમકડું ગમી જાય છે તો તે રમકડું તેને તાત્કાલિક જોઈએ .જો તેને રમકડું ન આપવામાં આવે તો તે રડવા લાગશે અને ગુસ્સે થશે.
- આપણામાં જે સેક્સ્યુઅલ નીડ,
સેક્સ્યુઅલ ડિઝાયર (લીબીડો) , અને એગ્રેશન જોવા મળે છે તે Id ને કારણે હોય છે.
- જે લોકોમા Id વધારે પ્રબળ જોવા મળે છે તે લોકો તમાકુ આલ્કોહોલ અને ડ્રગ્સ નો ઉપયોગ વધારે કરે છે.
- જે લોકોમાં Id વધારે પ્રબળ હોય છે તેવા લોકોની Id પૂરી કરવામાં ન આવે તો તે લોકો ક્રાઈમ તરફ વળે છે અને એન્ટી સોશિયલ પર્સનાલિટી ધરાવે છે.
Ego :
- ego એ પર્સનાલિટી નો ડિસિઝન મેકિંગ કમ્પોનન્ટ છે.
- ego એ માઈન્ડ નો પાર્સિયલી કોન્સિયસ પાર્ટ છે.
- ego એ ત્રણ વર્ષની ઉંમરે ડેવલોપ થાય છે.
- ego એ ‘રિયાલિટી પ્રિન્સિપલ’ પર વર્ક કરે છે.
- ego એ Id અને super ego વચ્ચે બેલેન્સ મેન્ટેન કરવાનુ કામ કરે છે.
- Id દ્વારા કરવામા આવેલી ડિમાન્ડ એ રિઝનેબલ અને સોશ્યલી એક્સેપ્ટેબલ હોય તો તે ઈગો દ્વારા પૂરી કરવામા આવે છે.
- ego એ Id દ્વારા કરાયેલી ડિમાન્ડ એ રિઝનેબલ હશે તો તેને યોગ્ય સમયે અને સ્થળ પર પૂરી કરશે. જો તે રીઝનેબલ નહીં હોય તો તે તેના જેવી બીજી વસ્તુ શોધવાનો પ્રયત્ન કરશે કે જે id કરાયેલી ડિમાન્ડને મળતી હોય.
-ઉદાહરણ તરીકે કોઈ બાળક એન્ડ્રોઇડ ફોન માટેની જીદ કરે છે તો તેને રમકડાનો ફોન આપી અને તેની ડિમાન્ડ પૂરી કરે છે. કારણકે એન્ડ્રોઇડ ફોન એ બાળક માટે હાનિકારક છે અને એન્ડ્રોઇડ ફોન આવવાથી બાળક તેના ભણવામા ધ્યાન લગાવી શકતુ નથી .આથી તેને એન્ડ્રોઇડ ફોન આપવાને બદલે રમકડાનો ફોન આપી દેવામા આવે છે.
- જો કોઈ વ્યક્તિમા ઈગો પ્રબળ હશે તો તે રિયાલિટી ને પકડીને ચાલવામાં અત્યંત કઠોળ બની જાય છે અને તે રૂલ્સ અને નોમ્સને છોડવા માટે તૈયાર થતો નથી.
Super ego :
- સુપર ઈગો પર્સનાલિટી નો એ પાર્ટ છે કે જે માર્ગદર્શિકા પ્રદાન કરે છે.
- super ego એ માઈન્ડ નો ફુલી કોન્સિયસ પાર્ટ છે.
- super ego એ પાંચ વર્ષની ઉંમરે ડેવલોપ થાય છે.
- super ego એ ‘મોરલ પ્રિન્સિપાલ’ ઉપર વર્ક કરે છે. તે માતા પિતા અને સમાજ દ્વારા શીખવવામા આવેલા રુલ્સ અને એથીક્ષ ઉપર કામ કરે છે.
- super ego એ આપણે બીજા આગળથી શીખીએ છીએ જેમ કે આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ અને સોસાયટી પાસેથી શીખીએ છીએ.
- super ego ને કારણે વ્યક્તિમાં વધારે અન્ડરસ્ટેન્ડિંગ જોવા મળે છે .
- ઉદાહરણ તરીકે કોઈ સ્ટુડન્ટને એન્ડ્રોઇડ ફોન લેવાનું મન થાય છે પરંતુ તે ફોન લેવાથી તેનું ભણવાનું બગડશે આથી તે ફોન લેવાનો વિચાર ટાળે છે.
- super ego સોશિયલ વેલ્યુસ અને એથિક્સ ને વધારે ઈમ્પોર્ટન્સ આપે છે. તે સોસાયટી શુ વિચારશે અને લોકો શું વિચારશે તેના પર વધારે ધ્યાન આપે છે.
- તે Id દ્વારા કરાયેલી અનરિઝનેબલ ડિમાન્ડને દબાવવાનુ કામ કરે છે અને ઈગોને વાસ્તવિક સિદ્ધાંતોને બદલે આદર્શવાદી ધોરણો પર ચલાવવા માટે સંઘર્ષ કરે છે.
- આવી વ્યક્તિમા ગિલ્ટ અને શરમની ભાવના જોવા મળે છે.
- super ego એ એડલ્ટમા વધારે જોવા મળે છે.
- જે વ્યક્તિમા super ego પ્રબળ હશે તે વ્યક્તિ વધારે સંવેદનશીલ જોવા મળે છે અને તેનામા ડિપ્રેશન, એન્ઝાઈટી અને ઓબ્સેસિવ કમ્પલસીવ ડિસઓર્ડર જોવા મળે છે.
- Levels of mind : (લેવલ્સ ઓફ માઈન્ડ):
માઈન્ડ એ વ્યક્તિનુ એક તત્વ છે જે તેને વિશ્વ અને તેના અનુભવોથી વાકેફ થવા, વિચારવા અને અનુભવવા માટે સક્ષમ બનાવે છે.
સિગ્મન્ડ ફ્રુઈડ એ કહ્યું છે કે આપણુ માઇન્ડ એ અવેરનેસ અને કોન્સિયસ ના ત્રણ લેવલનુ બનેલુ છે.
સિગ્મન્ડ ફ્રુઈડ એ માઈન્ડ ના સ્ટ્રકચરને ત્રણ લેવલમા ડિવાઇડ કર્યું છે :
• કોન્સિયસ
• સબકોન્સિયસ
• અનકોન્સિયસ
• Conscious mind :(કોન્સિયસ માઈન્ડ)
કોન્સિયસ માઈન્ડ એ માઈન્ડ નો એ પાર્ટ છે જેમા માઇન્ડની કરંટ સ્ટેટ યાદ રાખવામા આવે છે. એટલે કે અત્યારે આપણે પ્રેસન્ટમા જે કરીએ છીએ તે બધુ કોન્સીયસ માઈન્ડ તરીકે વર્તે છે.
ઉદાહરણ તરીકે આપણે અત્યારે જે વિચારીએ છીએ અથવા જે અનુભવીએ છીએ કે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તે કોન્સિયસ માઈન્ડ તરીકે વર્તે છે.
આપણે અત્યારે સાયકોલોજી સબ્જેક્ટ ભણીએ છીએ અને તેના વિશે વિચારીએ છીએ તો તે
કોન્સિયસ માઈન્ડ છે.
કોન્સિયસ માઈન્ડ એ સ્કેનર તરીકે વર્તે છે.
• Subconscious mind (સબકોન્સિયસ માઈન્ડ) :
સબકોન્સિયસ માઈન્ડ એ માઈન્ડ નો એ પાર્ટ છે કે જે ઝડપથી યાદ કરવા માટે રીસેન્ટ મેમરી એટલે કે તાજેતરની યાદોને સંગ્રહિત કરે છે.
આપણે રોજિંદા જીવનમા ઉપયોગમા લેવાતી વર્તમાન માહિતીને પણ યાદ રાખે છે જેમ કે બિહેવિયર, પેટર્ન, હેબિટ અને ફિલિંગ્સ વગેરે.
આ એવા ફેકટ છે કે જે માઈન્ડમા સ્ટોર છે પરંતુ તે કોન્સિયસ નથી. પરંતુ જ્યારે તે વસ્તુ યાદ કરવાની જરૂર પડે ત્યારે તે વસ્તુ યાદ આવી જાય છે.
ઉદાહરણ તરીકે કાલે રાત્રે તમે શું જમ્યા હતા. આ બાબત આપણને યાદ હોય છે પરંતુ તેના વિશે થોડુ વિચારવું પડે છે કે કાલે શું જમ્યા હતા.
સબકોન્સિયસ માઈન્ડ એ રેન્ડમ એક્સેસ મેમરી (RAM) તરીકે વર્તે છે.
• Unconscious mind :(અનકોન્સિયસ માઈન્ડ)
અનકોન્સિયસ માઈન્ડ એ માઈન્ડ નો એ ભાગ છે કે જે આપણી યાદો અને અનુભવોને સંગ્રહિત કરે છે.
આ આપણી એ યાદો છે જે કોઈ ટ્રોમા ને કારણે દબાઈ ગઈ છે અથવા કોન્સિયસલી ભુલાઈ ગયેલી યાદો છે કે જે આપણા માટે મહત્વપૂર્ણ નથી.
અનકોન્સિયસ માઈન્ડ એ માઈન્ડના સ્ટોર તરીકે કામ કરે છે જે જન્મથી લઈને અત્યાર સુધીની બધી જૂની યાદોને સંગ્રહ કરે છે.
ઉદાહરણ તરીકે આપણને કોઈક વસ્તુ ગમી જાય છે પરંતુ તેનો ભાવ વધારે હોવાથી આપણે તે વસ્તુ ખરીદી શકતા નથી અને તેનો વિચાર આપણે મનમાંથી કાઢી નાખીએ છીએ પરંતુ તે અનકોન્સિયસ માઈન્ડમા પડ્યુ રહે છે.