UNIT 1
Introduction :
એટલે સાઇકોલોજી ની નવી વ્યાખ્યા સ્ટડી ઓફ બીહેવીયર એવી કરવામા આવેલ હતી.
સાયકોલોજી શબ્દ બે ગ્રીક વર્ડ psyche અને logos પરથી ઉતરી આવ્યો છે.
જેમા psyche શબ્દનો અર્થ spirit/soul એટલે કે આત્મા થાય છે અને logos શબ્દનો અર્થ સ્ટડી થાય છે.
મેન્ટલ પ્રોસેસ અને બીહેવીયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડની સાયન્ટીફિક સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે પણ સ્ટડી કરવામા આવે છે.
Or
સાયકોલોજી એ હ્યુમન માઈન્ડ ની સાયન્ટિફિક સ્ટડી છે જેમા માઈન્ડ ના ફંકશન વિશે અને તેની બિહેવિયર પર થતી અસર વિશે સ્ટડી કરવામા આવે છે.
નર્સિંગ અને સાયકોલોજી એ બે અલગ અલગ ફિલ્ડ છે પરંતુ તે એકબીજા સાથે જોડાયેલ છે.
નર્સિંગ ફીલ્ડમા હેલ્થ પ્રોબ્લેમ અને તેની રિકવરી પર ફોકસ કરવામા આવે છે જ્યારે સાયકોલોજીમા મેન્ટલ પ્રોસેસ અને બિહેવીયર વિશે સ્ટડી કરવામા આવે છે.
નર્સિંગ અને સાયકોલોજી એકબીજા સાથે જોડાયેલા છે કારણ કે નર્સ એ પેશન્ટને તેના પ્રોબ્લેમ માથી રિકવર કરતી વખતે તેણે પેશન્ટના બિહેવિયર અને ઈમોશનલ સ્ટેટસ જાણવા જરૂરી છે.
નર્સ એ ડીફરન્ટ પીપલ્સ અને ડિફરન્ટ પ્રોબ્લેમ્સ સાથે ડીલ કરવાની હોય છે આથી તેને હ્યુમન સાયકોલોજી વિશે જરૂરી નોલેજ હોવુ જોઈએ.
આથી નર્સિંગમા સાયકોલોજી વિશે જ્ઞાન હોવુ જરૂરી છે.
સાયકોલોજી એ નર્સને પોતાની જાતને સમજવામા મદદ કરે છે.
સાયકોલોજી એ નર્સને પોતાના હેતુઓ, ઈચ્છાઓ, લાગણીઓ અને મહત્વકાંક્ષાઓને સમજવામા ઉપયોગી છે.
નર્સ સાયકોલોજી ની મદદથી તેની એબિલિટી, સ્ટ્રેન્થ, વિકનેસ અને લિમિટેશન વિશે જાણી શકે છે.
નર્સ એ બીજા સાથે કેવા રિલેશન રાખવા, બીજા સાથે કેવી રીતે વર્તવુ અને કઈ સિચ્યુએશનમા કેવુ રિએક્શન આપવુ એના વિશે જાણવા મળે છે.
સાઇકોલોજી એ નર્સ ને બીજા લોકોનુ વર્તન સમજવામા મદદરૂપ થાય છે.
જેની મદદથી નર્સ એ હેલ્થ ટીમના બીજા મેમ્બર જેમકે ડોક્ટર, પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર નુ વર્તન જાણી શકશે અને તેની સાથે મળીને સારામા સારુ કામ કરી શકશે.
નર્સ પાસે હ્યુમન બિહેવિયર નુ સાયન્ટિફિક નોલેજ હોવાથી તે બીજા લોકોને સારી રીતે અને સહેલાઈથી સમજી શકે છે અને સારા ઇન્ટર પર્સનલ રિલેશનશિપ બનાવી શકે છે.
સાઇકોલોજી એ નર્સને લોકો દ્વારા ઉપયોગમા લેવાતિ જુદી જુદી ડિફેન્સ મેકેનિઝમ ને સમજવામા મદદ કરે છે.
તે લોકોને બીહેવિયર પર રીતી રિવાજો અને સંસ્કૃતિની શુ અસર જોવા મળે છે તેના વિશે સમજશે અને લોકોને ઇફેક્ટિવ કેર પ્રોવાઇડ કરી શકશે.
નર્સ એ સાઇકોલોજી પાસેથી પ્રોબ્લેમ સોલ્વ કરવાની એબીલીટી શીખે જાય છે તે કોઈપણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે.
મેન્ટલી ઇલનેસ અને હેન્ડીકેપના પરિણામે એડજસ્ટમેન્ટ સાધવામા અને તેના પરિણામે ઉત્પન્ન થતા પ્રોબ્લેમ ને સોલ્વ કરવામા સાયકોલોજી નો અભ્યાસ મદદરૂપ થાય છે.
અમુક પ્રકારની બીમારી જેમ કે હાર્ટ ડીસીઝ, કેન્સર વગેરેને સારવારની મદદથી કંટ્રોલમા રાખી શકાય પરંતુ આ પ્રકારના રોગોને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતા નથી, પરંતુ તેમની સાથે સ્પેશિયલ પ્રકારનુ એડજસ્ટમેન્ટ કરીને જીવવુ પડે છે. આ માટે સ્પેશિયલ કોપિંગ સ્કિલની જરૂર પડે છે જે નર્સ સાયકોલોજી ના અભ્નીયાસ ની મદદથી જાણી શકે છે.
સાઇકોલોજી એ બોડી, માઈન્ડ અને સ્પીરીટ નો એકબીજા સાથેના સંબંધ જાણવામા અને તેઓ એકબીજા પર કઈ રીતે અસર કરે છે તે જાણવામા મદદ કરે છે.
નર્સ એ જાણશે કે તેના ઈમોશન એ તેની બોડી પર કેવી રીતે અસર કરે છે અને તેવી જ રીતે તે પેશન્ટના ઇમોશનને પેશન્ટની બોડી પર થતા અસર વિશે જાણશે.
- સાયકોલોજી ફેક્ટ સાથે ડીલ કરે છે અને નેચરલી
ઓપરેટ થાય છે.
- સાઈકોલોજીએ કોઈ રિસર્ચ માટે અથવા સંશોધન
માટે સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરે છે.
- સાઈકોલોજી હંમેશા નવુ નવુ રિસર્ચ કરતુ રહે છે
અને તેની ફિલ્ડ માં આગળ વધતું રહે છે.
- સાઈકોલોજીએ તેના પ્રિન્સિપાલ અને ટેકનિકનો
બીજા ફિલ્ડમા ઉપયોગ કરે છે.
- સાયકોલોજી એ પશુઓમા તથા મનુષ્ય મા
બિહેવિયર વિશે અભ્યાસ કરે છે.
- જેમ કે સોશિયલ સાયકોલોજી, ફોરેન્સિક સાઇકોલોજી.
Branches of Psychology
સાયકોલોજીના અભ્યાસમા નીચે મુજબની શાખાઓ જોવા મળે છે.
1. પ્યોર સાઇકોલોજી
2. એપ્લાઇડ સાયકોલો જી
પ્યોર સાઇકોલોજીની બ્રાન્ચીસ નીચે મુજબ છે.
1. જનરલ સાયકોલોજી
જેમા વ્યક્તિના જનરલ સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને તેની થિયરીનો અભ્યાસ કરવામા આવે છે. જેમા સાયકોલોજીના ફંડામેન્ટલ રૂલ્સ, વ્યક્તિના બિહેવિયર ની નોર્મલ સ્ટડી કરવામા આવે છે.
2. એબનોર્મલ સાયકોલોજી
જેમા સાઇકોલૉજી ના અભ્યાસને સાઇકો પેથોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે. જેમા મેન્ટલી ઈલ વ્યક્તિના ડીસીઝ અને તેને લગતી સાઇકો પેથોલોજીનો અભ્યાસ નો સમાવેશ કરવામા આવે છે.
3. સોશિયલ સાયકોલોજી
તેમા સમાજમા રહેતા લોકોના સોશિયલ પરસેપ્શન, સોશિયલ ઇન્ફ્લુઅન્સ અને ઇન્ટરેકશન ની સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.
4. એક્સપેરિમેન્ટલ સાયકોલોજી.
જેમા અલગ અલગ રીતે લેબોરેટરીમા સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ કરવામા આવે છે. જેમા મેન્ટલ પ્રોસેસ, બિહેવિયર અને તેને લગતી સ્ટડી સ્ટોર કરવામા આવે છે.
5. બાયોલોજીકલ સાયકોલોજી
જેમા બાયોલોજીકલ પ્રોસેસ એ માઈન્ડ અને બિહેવીયર પર કેવી રીતે અસર કરે છે તેને રિલેટેડ સ્ટડી કરવામા આવે છે.
6. પેરા સાઇકોલોજી..
આ સાયકોલોજી ની બ્રાન્ચમા અમુક સેન્સરી પરસેપ્શન અને એપ્લાઇડ પ્રોબ્લેમ્સ નો સમાવેશ કરવામાં આવે છે.
7. ડેવલપમેન્ટલ સાયકોલોજી
આ બ્રાન્ચમા વ્યક્તિના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને રિલેટેડ સ્ટડી કરવામા આવે છે. તેની કોગ્નિટિવિટી, સોસીયલ ફંકશન અને ગ્રોથ અને ડેવલપમેન્ટ ના અન્ય એરીયા સંબંધિત સ્ટડી કરવામા આવે છે.
એપ્લાઇડ સાયકોલોજીની બ્રાન્ચીસ નીચે મુજબ છે.
1. એજ્યુકેશન સાયકોલોજી
જેમા સાયકોલોજી ને લગતા પ્રિન્સિપલ્સ અને એજ્યુકેશનલ થિયરી વગેરેના સબ્જેક્ટ મેટર નો સમાવેશ કરવામા આવે છે.
2. ક્લિનિકલ સાયકોલોજી.
સાયકોલોજીની આ બ્રાંચમાં ડિસિઝ ના ક્લિનિકલ ડાયગ્નોસીસ, એસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ પર ફોકસ કરવામા આવે છે.
3. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી
આ બ્રાન્ચમા કોઈ પણ કંપનીમા કામ કરતા એમ્પ્લોય તેને લગતા પ્રિન્સિપલ્સ, ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ અને તેને લગતા પ્રોબ્લેમ્સની સ્ટડી કરવામા આવે છે.
4. લીગલ સાઈકોલોજી
જેમા કોઈ પણ લીગલ કાયદાકીય રીતે ક્લાયન્ટ કે ક્રિમિનલ્સ સાથે સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને સાયકોલોજીકલ ટેક્નિક્સ ની સ્ટડી કરવામા આવે છે. જેમા ક્રાઇમ ડિટેકશન, ફોલ્સ વિટનેસ જેવા લીગલ ઇસયુઝ ની સ્ટડી કરવામા આવે છે.
5. મીલીટરી સાયકોલોજી
આમા મીલેટ્રી સર્વિસીસ વિશે સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને તેની સ્ટડી કરવામા આવે છે. જેમા યુદ્ધના સમયે સૈનિકો અને તેને લગતા બિહેવીયર અને સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ ની સ્ટડી કરવામા આવે છે.
6. સ્કૂલ સાયકોલોજી
સાયકોલોજી ની આ બ્રાન્ચમા સ્કૂલમા અભ્યાસ કરતા બાળકોના ઈમોશનલ, સોશિયલ અને એકેડેમિક ને લગતા મુદ્દાઓનો સ્ટડી કરવામા આવે છે.