Methods of Physical examination
PRACTICE MCQ-NO. 61 TO 120 (APP મા આપેલા છે )
Physical Examination
Definition.
પેશન્ટની ફિઝિકલ તથા સાયકોલોજીકલ અને સ્પીરીચ્યુઅલ કન્ડિશન ના વિગતવાર ઇન્સ્પેક્શન કે સ્ટડી ને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવામાં આવે છે.
ડીટેલ ઇન્સ્પેક્શન દ્વારા બોડી ના કોઈપણ પાર્ટની જનરલ ફિઝિકલ કન્ડિશન કે ફંકશન જાણવાની એક્ઝામને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવાય છે.
Purposes of Physical Examination
પેશન્ટનું ફિઝિકલ અને મેન્ટલ વેલ બીઇંગ જાણવા માટે.
ડિસીઝનું કારણ તથા ડિસીઝ નો પ્રોગનોસિસ જાણવા માટે…
અર્લી સ્ટેજમાં ડિસીઝના નિદાન માટે.
પેશન્ટની કન્ડિશનમાં કેટલો સુધારો થયો છે તથા કેટલી ખરાબ કન્ડિશન થઈ છે તે જાણી શકાય છે.
પેશન્ટને કયા પ્રકારની ટ્રીટમેન્ટ તથા કયા પ્રકારની નર્સિંગ કેર આપવી તેનો પ્લાનિંગ થઈ શકે છે.
કોઈપણ કામમાં પેશન્ટ મેડિકલી ફિટ છે કે નહીં તે જાણી શકાય છે.
જે લોકો healthy છે તેના માટે હેલ્થ જાળવી રાખતા પ્રોસીજર નો ઉપયોગ કરવા માટે Ex.સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન.
Physical examination Assessment
ફિઝીકલ એક્ઝામિનેશન કરવા માટે નો ક્રમ સામાન્ય રોતે
1.INSPECTION
2.PALPATION
3.PERCUSSION
4.AUSCULTATION
(નોધ:-ABDOMINAL ASSESSMENT આ ક્રમ લાગુ પડતો નથી) –
Inspection, Auscultation, Percussion and palpation
Methods of Physical Examination. ફિઝિકલ એક્ઝામિનેશન કરવાની કઈ કઈ મેથડ છે
1.INSPECTION
આ ફિઝીકલ એક્ઝામિનેશન ની પ્રથમ મેથડ છે.
આમાં પેશન્ટની જનરલ કન્ડિશન તેના બોડીના ઓબ્ઝર્વેશન પરથી જાણવામાં આવે છે મતલબ કે આમાં પેશન્ટનો જનરલ દેખાવ જોવામાં આવે છે જેમ કે પેશન્ટની સ્કિનનો કલર કેવો છે સ્કીન પર કોઈ જાતના RASHES છે કે નહીં.
તેમજ BODY MOVEMENT,POSITION,SHAPE,SIZE તેમજ શરીરમાં કોઈપણ જગ્યાએ કોઈ ડીફરમીટી હોય તો તેની તપાસ કરી શકાય છે આ સાથે પેશન્ટની હિસ્ટ્રી પણ લઈ શકાય છે.આ બધું Inspection દરમિયાન જોવા માં આવે છે.
Skin: Look for color, lesions, scars, or rashes.
Eyes: Check for redness, yellowing, or other signs of disease.
Mouth and Throat: Inspect the condition of the teeth, gums, and throat.
Limbs and Joints: Observe for swelling, deformities, or muscle wasting.
Chest and Abdomen: Inspect for respiratory movements, shape, and symmetry.
Extremities: Look for swelling, varicose veins, or skin changes.,
Palpation.
પાલ્પેશન એટલે કે હાથ લગાવીને એક્ઝામ કરવી જેમાં શરીરના ભાગને ટચ કરી દબાવી ફીલ કરી અને તપાસ કરવાની ક્રિયા કરવામાં આવે છે.
પાલ્પેશન માટે ફિંગર્સ નો ઉપયોગ કરવામાં આવે છે.
એબડોમીનલ ઓર્ગન ની સાઈઝ તથા તેની પોઝીશન પાલ્પેશન દ્વારા જાણી શકાય છે.
આ ઉપરાંત નેકના ભાગે કોઈ ટ્યુમર કે ગાંઠ હોય તો જાણી શકાય છે.
એકઝીલા, ગ્રોઇન કે એક્સ્ટ્રીમીટીમાં ક્યાંય ટેન્ડરનેસ જણાય તો તે ચેક કરી શકાય છે.
તેનાથી Temp.,Moist,Vibration,size,Positition,Consistency ની તપાસ કરી શકાય છે .
Light Palpation :- આમાં skin ને 1 cm કરતાં ઓછા Depress કરી ને જોવા મા આવે છે.
Moderate Palpation :- આમાં skin ને 1cm – 2 cm Depress કરી ને જોવા મા આવે છે
Deep Palpation :- આમાં skin ને 2 cm કરતાં વધુ Depress કરી ને જોવા મા આવે છે
Percussion.
આ મેથડમાં પેશન્ટની બોડી કેવીટી ના ભાગ પર હાથ રાખવામાં આવે છે અને બીજા હાથની મદદ વડે ફિંગર્સ દ્વારા તેના ઉપર ટેપિંગ કરવામાં આવે છે.
ટેપિંગ દ્વારા ઇન્ટર્નલ ઓર્ગન નો સાઉન્ડ સાંભળીને તેને લગતી માહિતી એકઠી કરી શકાય છે અને ઇન્ટર્નલ ઓર્ગન ની કેવીટીની કન્ડિશન નો ખ્યાલ આવે છે.
પેશન્ટનું બ્લેડર ફૂલ છે કે નહીં તે પરકશન દ્વારા જાણી શકાય છે આ ઉપરાંત ચેસ્ટ કેવિટી એબડોમીનલ કેવિટી અને બેકના ભાગ પરકસન દ્વારા એક્ઝામિનેશન કરી શકાય છે
Percussion ની મદદ થી બોડી માં કોઈ Air ,Fluid , Mass , Muscles Tone,size ,shape ,Texture વગેરે જાણી શકાય.
Types of Percussion Tone :-
Flat Tone :-ફ્લેટ અવાજ ખૂબ જ ઘન ઓર્ગનમાંથી આવે છે, જેમ કે બોન અથવા skeleton નો અવાજ અથવા મસ્ક્યુલર સ્ટ્રક્ચર્સમાં સાંભળવામાં આવે છે.
ટાઇમ્પેનિટિક (Tympanitic):
– ટાઇમ્પેનિટિક અવાજ સામાન્ય રીતે વાંકલાવાળાં (curved)ઓર્ગન, જેમ કે એબ્ડોમન અથવા ઇન્ટેસ્ટાઈન માં સાંભળવામાં આવે છે.
– આ અવાજ હવામાં ભરાયેલી જગ્યાઓ અથવા એબ્ડોમનના ભાગોમાં આવે છે, જે ખાલી અથવા હવામાં ભરાયેલાં હોય.
રેઝોનન્ટ (Resonant):
રેઝોનન્ટ અવાજ સામાન્ય રીતે લંગ્સ ના વિસ્તાર માટે સાંભળવામાં આવે છે.
તે હવામાં ભરાયેલા અને નરમ ઓર્ગનમાંથી આવે છે, જે સ્વસ્થ લંગ્સ માટે સામાન્ય અવાજ છે.
હાઇપર-રેઝોનન્ટ (Hyper-resonant):-
સામાન્યથી વધુ ઊંચો અને સ્પષ્ટ અવાજ છે, જે સહેજ વધુ હવામાં ભરાયેલી જગ્યામાં સાંભળવામાં આવે છે.
આ અવાજ સામાન્ય રીતે નિમોનિયાથોરેક્સ અથવા એમ્ફિસીમા જેવા લંગ્સ ના રોગોમાં સાંભળવામાં આવે છે.
ડલ (Dull) :
ડલ અવાજ સોલિડ અથવા ઘન ઓર્ગનમાંથી આવે છે, દા.ત .લીવર.
– આ અવાજ ઘન પદાર્થ ધરાવતા ઓર્ગન અથવા પ્રવાહી ભરાયેલી જગ્યાઓમાં સાંભળવામાં આવે છે.
આ મેથડમાં સ્ટેથોસ્કોપ કે ફીટોસ્કોપ વડે બોડીની અંદરના સાઉન્ડને સાંભળવામાં આવે છે જેમાં ચેસ્ટ કેવીટી પરથી હાર્ટ સાઉન્ડ અને લંગ સાઉન્ડ સાંભળવામાં આવે છે.
તેમજ એબડોમિનલ કેવીટી પરથી ઇન્ટેસ્ટાઇનલ સાઉન્ડ સાંભળી શકાય છે.
બ્લડ પ્રેશર મેજરમેન્ટ કરવા માટે પણ આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
Manipulation.
ઓર્ગન ની ફ્લેક્સિબિલિટી જાણવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે.
જેમ કે નેક રીજીડીટી છે કે નહીં તે તપાસ કરવા માટે નેક ની હલનચલન કરવામાં આવે છે.
એક્સ્ટ્રીમિટીના મુવમેન્ટ દ્વારા તેની નોર્મલ કન્ડિશનનો ખ્યાલ મેળવી શકાય છે જેમકે ફલેકશન અને એક્સટેન્શન ની ક્રિયા કરવામાં આવે છે.