CHILD WELFARE SERVICES
A) Child welfare services and Agencies
ચાઇલ્ડ ના વેલ્ફેર માટે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ( ICDS) એ એક અગત્યનો પ્રોગ્રામ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 2 ઓક્ટોબર 1975 માં શરૂ કરવામાં આવેલો હતો.ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ( ICDS) એ ટ્રાયબલ તથા અર્બન બંને એરિયામાં જોવા મળે છે.
શરૂઆતમાં આ પ્રોગ્રામ શરૂ કરતી વખતે અમુક સિલેક્ટેડ એરિયામાં જ આ પ્રોગ્રામને સ્ટાર્ટ કરવામાં આવેલો હતો. પરંતુ હાલમાં પાંચ હજાર કરતા પણ વધારે ફંક્શનિંગ સેન્ટર જોવા મળે છે.
બેનીફીસીયરિસ(લાભાર્થી)
6 વર્ષ થી નાની ઉંમર ના ચાઇલ્ડ,
પ્રેગનેન્ટ વુમન,
લેક્ટેટીંગ વુમન.
ઓબ્જેકટીવ ઓફ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ( ICDS)
0 થી 6 વર્ષના ચાઇલ્ડ નુ ન્યુટ્રીશનલ તથા તેના હેલ્થ સ્ટેટસ ને ઇમ્પ્રુવ કરવું.
ચાઇલ્ડ ના યોગ્ય ફિઝીકલ, સાઇકોલોજીકલ અને સોસિયલ ડેવલપમેન્ટ નુ ફાઉન્ડેશન કરવા માટે.
ચાઇલ્ડ ના કોમ્પ્રાહેન્સીવ ગ્રોથ તથા ડેવલપમેન્ટ કરવા માટે.
ચિલ્ડ્રન માં મોરબીડીટી, મોર્ટાલીટી, માલન્યુટ્રીશન તથા સ્કુલ ડ્રોપ આઉટ ના ઇન્સિડન્સ ને રિડ્યુસ કરવા માટે.
ચિલ્ડ્રન,પ્રેગનેન્ટ તથા લેક્ટેડિંગ વુમન ને સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવા માટે.
ચાઇલ્ડ ને રેગ્યુલર હેલ્થ ચેકઅપ,ઇમ્યુનાઇઝેશન તથા રેફરલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે.
ચાઇલ્ડને નોન ફોરમલ પ્રિસ્કુલ એક્ટીવિટીસ દ્વારા અર્લી ચાઇલ્ડહુડ કેર તથા એજ્યુકેશન પ્રોવાઇડ કરવા માટે.
બાળકોના પ્રમોશન માટે કાર્ય કરતા અલગ અલગ વિભાગો વચ્ચે એક પોલિસી તથા કોર્ડીનેશન એચીવ કરવા માટે.
મધર ના હેલ્થ સ્ટેટસમાં ઇમ્પ્રુવ કરવું તથા તેને ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવું.
મધર તથા ચાઇલ્ડ ની ઓવરઓલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટેના મેઝર્સ લેવામાં આવે છે.
સર્વિસીસ
સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન,
ઇમ્યુનાઇઝેશન,
હેલ્થ ચેકઅપ,
રેફરલ સર્વિસીસ,
નોન ફોર્મલ પ્રિસ્કુલ એજ્યુકેશન,
આયર્ન તથા ફોલિક એસિડ સપ્લીમેન્ટરી તથા વિટામીન A મેડિકેશન,
એડોલેશન ગર્લ્સ ને આપવામાં આવતી સર્વિસીસ મા સપ્લીમેન્ટ્રી ન્યુટ્રીશન તથા હેલ્થ એજ્યુકેશન,
મધર ને આપવામાં આવતી સર્વિસીસ માં હેલ્થ ચેકઅપ, ટ્રીટમેન્ટ ઓફ માઇનર ઇલનેસ, ઇમ્યુનાઇઝેશન તથા સપ્લીમેન્ટ્રી ન્યુટ્રીશન.
ધ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ( ICDS) ટીમ
આંગણવાડી વર્કર,
આંગણવાડી હેલ્પર,
સુપરવાઇઝર,
ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર( CDPO),
ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર( DPO),
ઓક્ઝીલરી એન્ડ નર્સ મીડ વાઇફ( ANM),
એક્રીડીએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ (ASHA).
પોપ્યુલેશન નોર્મસ:-
400-800-1 AWC
800-1600 2 AWC
1600-2400 3 AWC
ત્યારબાદ 800 1 AWC ના મલ્ટીપ્લાઇસ માં
આ ઉપરોક્ત બધા પ્રકારની સર્વિસીસ એ તથા ડાયટરી સર્વિસ એ આંગણવાડી વર્કર દ્વારા આપવામાં આવે છે.
આ આંગણવાડી વર્કર એ 1000 ની વસ્તીએ હોય છે તે મુખ્યત્વે આ પ્રોગ્રામ એ વિલેજ લેવલે હેન્ડલ કરે છે તથા તમામ પ્રકારની ડાયટરી સર્વિસ,પ્રીવેન્ટીવ સર્વિસીસ,એન્ટિનેટલ કેર તેમજ પોસ્ટનેટલ કેર, તથા ઇમ્યુનાઇઝેશન ને લગતી તમામ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
આ આંગણવાડી વર્કર ના સુપરવાઇઝર માટે એક સુપરવાઇઝર હોય છે કે જે મુખ્ય સેવિકા તરીકે વર્ક કરે છે. જેને અમુક પ્રકારની સ્પેશિયલ ટ્રેઇનીંગ પ્રોવાઇડ કરવામાં આવેલી હોય છે જે આઇસીડીએસ પ્રોજેક્ટ ઓફિસર સાથે સંકલન મા રહી દરેક એક્ટિવિટીઝ ને સુપરવાઇઝ કરે છે.
આ પ્રોગ્રામના કારણે માલન્યુટ્રીશન નું પ્રમાણ ઘટે છે તથા એમ્યુનાઇઝેશનનું પ્રમાણ ઇન્ક્રીઝ થાય છે તેમજ ચાઇલ્ડ માં મોરબીડીટી તથા મોર્ટાલીટી નું પ્રમાણ પણ ઘટે છે.
મિડ ડે મીલ પ્રોગ્રામ ને “સ્કૂલ લંચ પ્રોગ્રામ” પણ કહેવામાં આવે છે.આ પ્રોગ્રામ એ થ્રોઆઉટ કંન્ટ્રી મા 1961 મા આપવામા આવેલ હતો.જેનો મેઇન ઓબ્જેકટીવ એ સ્કુલ મા વધારે પ્રમાણ મા ચાઇલ્ડ ને એટ્રેક્ટ કરવા તથા સ્કુલ ડ્રોપ આઉટ રિડ્યુસ કરવુ અને ચાઇલ્ડ નુ ન્યુટ્રીશનલ સ્ટેટસ તથા લિટરસી રેટ ઇમ્પ્રુવ કરવુ.
બેનીફીસીયરિસ
સ્કૂલગોઇંગ ચાઇલ્ડ
ઓબ્જેકટીવ
ચાઇલ્ડ નું સ્કૂલમાં એડમિશન એન્હાન્સ કરવા માટે.
ચાઇલ્ડ નુ સ્કૂલ પ્રત્યે એટ્રેક્શન ને ઇમ્પ્રુવ કરવા માટે.
ચાઇલ્ડ નું સ્કૂલમાં અટેન્શન એન્હાન્સ કરવા માટે.
ચાઇલ્ડ નું લીટરસીરેટ ઇમ્પ્રુવ કરવા માટે.
ચાઇલ્ડ નું ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇમ્પ્રુવ કરવા માટે.
ચાઇલ્ડ ના હેલ્થ સ્ટેટસ ને ઇમ્પ્રુવ કરવા માટે.
પ્રિન્સિપલ્સ ઓફ મીડે મીલ પ્રોગ્રામ
મીડ ડે મીલ પ્રોગ્રામમાં પ્રોવાઇડ કરવામાં આવેલું ફૂડ એ સપ્લીમેન્ટ તરીકે હોય છે તે હોમ ડાયટ ના સબસ્ટીટ્યુડ તરીકે હોતું નથી.
મીડ ડે મીલ પ્રોગ્રામ મા પ્રોવાઇડ કરવામા આવતા ડાયટ દ્વારા ટોટલ એલર્જી રિક્વાયરમેન્ટ ના 1/3 પાર્ટ ની એનર્જી મડી શકે તથા પ્રોટીન નીડ નો હાફ પાટૅ મડી શકે.
મીલ નો કોસ્ટ એ રિઝનેબલી લો હોય છે.
મિલ એ ઇઝીલી પ્રીપેર થય શકે તેવા પ્રકારનું હોય છે જેમાં કોઇ પણ કોમ્પ્લીકેટેડ કુકીંગ પ્રોસેસ નું ઇનવોલ્વમેન્ટ હોતું નથી.
તેમાં લોકલી અવેઇલેબલ ફૂડનો જ યુઝ કરવામાં આવે છે જેના કારણે મીલ ના કોસ્ટ ને રીડયુઝ કરી શકાય.
તેમાં પ્રોવાઇડ કરવામાં આવેલા ડાયટ નું મેન્યુ કંટીન્યુઅસલી ચેન્જ કરવામાં આવે છે જેના કારણે મોનોટોમી ને અવોઇડ કરી શકાય.
એઇમ ઓફ મીડ ડે મીલ પ્રોગ્રામ
1)ચાઇલ્ડ નું સ્કૂલ અટેન્શન કરવા માટે.
2) સ્કુલ ડ્રોપ આઉટ ને રીડયુઝ કરવા માટે.
3) ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસને તથા હેલ્થ સ્ટેટસને ઇમ્પ્રુવ કરવા માટે.
4) ચાઇલ્ડ નું 1/3 જેટલું ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ ફુલફિલ કરવા માટે.
5) સ્કૂલ પ્રત્યે ચાઇલ્ડ ના ઇન્ટરેસ્ટ ને ઇમ્પ્રુવ કરવા માટે.
6) ચાઇલ્ડ ના સ્કુલ ડ્રોપ આઉટ ને રીડયુઝ કરવા માટે.
7) સ્કૂલ માં ચાઇલ્ડ ને વધારે પ્રમાણમાં એટ્રેક્ટ કરવા માટે.
સેમ્પલ મેન્યુ ફોર મીડ ડે મીલ પ્રોગ્રામ
1)સિરીયલ્સ એન્ડ મીલેટ્સ:= 75 gm/day/ child ,
2)પલ્સીસ:=30 gm/ day/ child,
3)ઓઇલ એન્ડ ફેટ:=8 gm/ day/ child,
4)ગ્રીનલીફી વેજીટેબલ્સ:=30 gm/ day/ child.
5)નોનગ્રીનલીફી વેજીટેબલ્સ:=30 gm/ day/ child.
બાલવાડી એ બે શબ્દો પરથી બનેલો શબ્દ છે.
બાલ એટલે ચાઇલ્ડ
વાડી એટલે ગાર્ડન .
બાલવાડી એ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન તથા ચાઇલ્ડ કેર પ્રોગ્રામ છે. બાલવાડી એ એવી જગ્યા છે કે જ્યાં ચાઇલ્ડ કે જે 2.5 થી 5 વર્ષ સુધીના ચાઇલ્ડ હોય તેને પ્રિ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોવાઇડ કરવામા આવે છે. બાલવાડી ટીચર્સ એ સામાન્ય રીતે લોકલ વુમન હોય છે.
બાલવાડીમાં એજ્યુકેશન સાથે બીજી રિક્રીએશનલ એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે સાથે તેમાં મંથલી પેરેન્ટ્સ મીટીંગ પણ બોલાવવામાં આવે છે જેમાં પેરેન્ટ્સ ને તેના ચાઇલ્ડ ની કેર ,હેલ્થ સ્ટેટ્સ ન્યુટ્રીશન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામા આવે છે.
બાલવાડીમાં રેગ્યુલરલી ચાઇલ્ડ નુ હેલ્થ ચેકઅપ પણ કરાવવામાં આવે છે તથા તેનો રેકોર્ડ પણ રેગ્યુલરલી મેઇન્ટેન કરવામાં આવે છે.
અધર કલ્ચરલ પ્રોગ્રામ જેમ કે ઇન્ડીપેન્ડન્સ ડે,
ચિલ્ડ્રન ડે,ટીચર્સ ડે તથા દર વષૅ સ્પોટ ડે પણ સેલીબ્રેશન પણ કરવામા આવે છે.
ઓબ્જેકટીવ ઓફ ધ બાલવાડી
અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પ્રોવાઇડ કરવા માટે,
ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે,
ચાઇલ્ડ ને એડીક્યુએટ હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે.
સ્પેસિયલ ફીચર્સ ઓફ બાલવાડી
1) હોલીસ્ટિક ડેવલોપમેન્ટ
બાલવાડી એ ચાઇલ્ડ ને પ્લે બેઝ્ડ લર્નિંગ એક્ટીવીટી દ્વારા ઓવરઓલ ડેવલોપમેન્ટ મા જેમકે ફિઝિકલ,સાયકોલોજીકલ,કોગ્નિટિવ, સોસિયલ, ઇમોશનલ,મા હેલ્પ કરે છે.
2) અર્લી લીટરસી
બાલવાડીમાં ચાઇલ્ડ ને સ્ટોરી, ગેમ્સ તથા બીજા પ્રકારની લર્નિંગ એક્ટિવિટી કરાવીને ચાઇલ્ડમાં લિટરેસી લેવલને ઇમ્પ્રુવ કરવામાં હેલ્પ કરે છે.
3) ન્યુટ્રીશનલ સપોર્ટ
ઘણી બાલવાડીમાં ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસને ઇમ્પ્રુવ કરવા માટે તથા ચાઇલ્ડના ગ્રોથને ઇમ્પ્રુવ કરવા માટે ન્યુટ્રિશિયસ ફૂડ પ્રોવાઇડ કરવામાં આવે છે.
4) હેલ્થકેર સર્વિસીસ
બાલવાડીમાં ચાઇલ્ડને ઇમ્યુનાઇઝેશન,હેલ્થ ચેકઅપ, તથા રેફરલ સર્વિસીસ પ્રોવાઇડ કરી ચાઇલ્ડના હેલ્થ કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવામાં આવે છે.
5)પેરેન્ટલ ઇન્વોલ્વમેન્ટ
બાલવાડી મા ચાઇલ્ડ ના એજ્યુકેશન માટે તેના પેરેન્ટ્સ ને ઇન્વોલ્વમેન્ટ કરવામા આવે છે.
એક્ટીવિટીઝ ડન ઇન ધ બાલવાડી
પ્લે બેઝ્ડ લર્નિંગ
બાલવાડીમાં ચાઇલ્ડ ને પ્લે બેઝ્ડ લર્નિંગ કરાવવામાં આવે છે જેના કારણે ચાઇલ્ડ ને લર્નિંગ માં ઇન્ટરેસ્ટ ને ઇમ્પ્રુવ કરી શકાય.
રીક્રીએશનલ એક્ટિવિટીઝ
બાલવાડીમાં ચાઇલ્ડ ને જુદા જુદા પ્રકારની એક્ટિવિટી માં ઇન્વોલ્વ કરી ચાઇલ્ડ માં ફિઝિકલ તથા ચાઇલ્ડ ના સાઇકોલોજીકલ ડેવલોપમેન્ટ ને ઇમ્પ્રુવ કરવામાં આવે છે.
આર્ટ એન્ડ ક્રાફ્ટ
બાલવાડીમાં ચાઇલ્ડ ને જુદા જુદા પ્રકારની આર્ટ તથા ક્રાફ્ટ એક્ટિવિટી કરાવવામાં આવે છે જેમ કે ડ્રોઇંગ, પેઇન્ટિંગ, કલરીંગ, આ બધી એક્ટિવિટીઝ કરાવવાના કારણે સાઈડમાં ફાઇન મોટર સ્કિલ એ ઇમ્પ્રુવ થાય છે.
મ્યુઝિક તથા ડાન્સ
મ્યુઝિક તથા ડાન્સ જેવી એક્ટિવિટી એ બાલવાડી માં કરાવવાના કારણે ચાઇલ્ડ માં રિધમ, કોઓર્ડીનેશન તથા સોસિયલ સ્કિલ એ ઇમ્પ્રુવ થાય છે.
ન્યુટ્રીશનલ
બાલવાડીમાં ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને ઇમ્પ્રુવ કરવા માટે ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
આંગણવાડી એ વુમન તથા ચાઇલ્ડ ના હોલીસ્ટિક ડેવલોપમેન્ટ માટેનું સેન્ટર છે.”આંગણવાડી” શબ્દનો ઉદ્દભવ હિન્દીમાંથી થયો છે, જ્યાં “આંગણ” એ સામાન્ય રીતે કોટૅયાડૅ અથવા પરંપરાગત ભારતીય ઘરોમાં જોવા મળતા આંગણા અથવા ખુલ્લી જગ્યાનો સંદર્ભ આપે છે, અને “વાડી” નો અર્થ થાય છે “બગીચો” અથવા “નાની કલ્ટીવેટીંગ એરિયા” . એકસાથે, “આંગણવાડી” એ કોટૅયાડૅ સેન્ટર અથવા ગેધરીંગ થવા માટેની સ્પેસ સૂચવે છે.
આંગણવાડી એ ચાઇલ્ડ કેર સેન્ટર છે કે જે વિલેજમાં, શહેરમા તથા સ્લમ એરિયામાં પ્રેઝન્ટ હોય છે.
આંગણવાડી એ એવું સેન્ટર છે કે જેમાં કે જે ચાઇલ્ડ એ છ વર્ષથી નાની એજના હોય તેવા ચાઇલ્ડ, પ્રેગનેન્ટ વુમન એન્ડ નર્સિંગ મધર, તથા એડોલેશન ગર્લ્સ ને ન્યુટ્રીશન, બેઝિક હેલ્થ કેર તથા ચાઇલ્ડ ને પ્રિસ્કૂલ નોન ફોર્મલ એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે. આંગણવાડી સેન્ટર એ ICDS સ્કીમ ના અંડર માં આવે છે.
આંગણવાડી કાર્યક્રમ, જેને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ (ICDS) યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં 1975 માં શરૂ કરવામાં આવી હતી.
આંગણવાડી એ તેના લોકેશન,પોપ્યુલેશન ડેન્સીટી, ના આધારે એમાં પોપ્યુલેશન એ કવર્ડ થાય છે.એક આંગડવાડી એ 1000 ની પોપ્યુલેશન કવર કરે છે.
આંગણવાડી અથવા બાલ મંદિર મા પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે.પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે.
આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.
લોકો જ્યાં રહેતા હોય તે જગાએ તેમની વચ્ચે આંગણવાડી ચલાવવામાં આવતી હોય છે. એમાં ત્રણ થી પાંચ વર્ષની વયનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને રમતગમત, ગીતગાન, વાર્તાકથન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે દ્વારા પોતાના જ ઘરના, ફળિયાના કે ચાલીના વિસ્તારના વાતાવરણમાં જ કેળવવામાં આવે છે.
આંગણવાડીના શિક્ષકો, જે પૈકી મોટેભાગે બહેનો હોય છે, તેમને ત્રણથી છ માસની તાલીમઆપવામાં આવે છે. તેમની તાલીમમાં બાળકો સાથેનો વ્યવહાર તેમજ તેમની માતાઓ સાથે આદાન-પ્રદાન કરવાની રીતોનો સમાવેશ થાય છે.
આમ આંગણવાડીનાં શિક્ષક-શિક્ષિકા ઘણાં પ્રેમાળ સામાજિક કાર્યકર બની રહેતાં હોય છે.શહેરી અને ગ્રામવિસ્તારનાં વંચિત વર્ગોનાં બાળકો અને તેમની માતાઓ માટે આંગણવાડી એક આશીર્વાદ હોય છે.
સ્ટાફ ઓફ ધ આંગણવાડી સેન્ટર
1) આંગણવાડી વર્કર( AWW),
2) આંગણવાડી હેલ્પર( AWH) ,
3) સુપરવાઇઝર.
બેનીફીસીયરિસ
1) છ વર્ષથી નાની ઉંમરના ચાઇલ્ડ,
2) વુમન ઓફ રીપ્રોડક્ટિવ એજ ગ્રુપ( 15-45 યસૅ),
3) પ્રેગનેન્ટ વુમન,
4) નર્સિંગ મધર,
5) એડોલેસન્સ ગર્લ્સ,
6) 3 થી 6 વર્ષના ચાઇલ્ડ ,
સર્વિસીસ ગીવન ઇન ધ આંગણવાડી સેન્ટર
સપ્લીમેન્ટ્રી ન્યુટ્રીશનલ સર્વિસીસ,
રેગ્યુલર હેલ્થ ચેકઅપ,
ઇમ્યુનાાઇઝેશન,
નોનફોરમલ પ્રી સ્કૂલ એજ્યુકેશન,
મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ,
હેલ્થ એન્ડ ન્યુટ્રીશન એજ્યુકેશન,
સપ્લીમેન્ટરી સર્વિસીસ,
એડોલ્ટસન્ટ ગર્લ્સ સર્વિસિસ,
રેફરલ સર્વિસીસ.
કેટલો લાભ મળે
3 માસ થી 6 વર્ષ સુધીના ચાઇલ્ડ માટે પ્રેગનેટ તથા લેક્ટેટીંગ મધર, તથા એડોલ્ટસન્ટ ગર્લ્સ( 11 થી 18 વર્ષ )ને ઘરે લઇ જવામાટે ઘરે લઇ જવા માટે અનાજ ના પેકેટ્સ આપવામા આવે છે.
6 માસથી 3 વર્ષના ચાઇલ્ડ માટે અઠવાડિયામાં પાંચ દિવસ( સોમ થી શુક્ર)100 મિલી તથા પ્રેગનેન્ટ વુમન તથા લેક્ટેટીંગ મધર ને અઠવાડિયા મા બે દિવસ ( બુધ અને શુક્ર)200 મિલી ફ્લેવડૅ પાસ્ચુરાઇઝ્ડ દુધ એ અઠવાડિયા ના રજા સિવાય ના દિવસો મા આપવામા આવે છે.
ઓબ્જેકટીવ્સ ઓફ આંગણવાડી સેન્ટર
પ્રોવાઇડિંગ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન,
મેટરનલ તથા ચાઇલ્ડ હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટે,
ચાઇલ્ડ માં થતી માલન્યુટ્રીશન ની કન્ડિશન ને રીડયુઝ કરવા માટે,
વુમન તથા એડોલ્ટસન્ટ ગર્લ્સ ની ઓવરઓલ કન્ડિશન તથા ન્યુટ્રીશનલ કન્ડીશન ને ઇમ્પ્રુવ કરવા માટે,
0 થી 6 વર્ષના ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ તથા તેના હેલ્થ સ્ટેટસ ને ઇમ્પ્રુવ કરવા માટે,
ચાઇલ્ડ નું પ્રોપરલી ફિઝિકલ ,સાયકોલોજીકલ, તથા સોશિયલ ડેવલોપમેન્ટ કરવા માટે.
ચાઇલ્ડ ના મોર્ટાલિટી, મોરબીટી, માલન્યુટ્રીશન તથા સ્કૂલ ડ્રોપ આઉટ ના ઇન્સિડન્સ ને રીડયુઝ કરવા માટે.
ડે કેર સેન્ટર એ એવી પ્લેસ છે કે જ્યાં ચાઇલ્ડ કે જેના બંને પેરેન્ટ્સ એ વર્ક કરતા હોય તેવા ચાઇલ્ડ ને કેર માટે તથા ચાઇલ્ડ ના પ્રોપર્લી ગ્રોથ અને ડેવલોપમેન્ટ થાય તે માટે દિવસ દરમિયાન ડે કેર સેન્ટર માં ચાઇલ્ડ ને રાખવામાં આવે છે. આ ડે કેર સેન્ટર એ મેઇન્લી જે વર્કિંગમધર હોય તેના માટે વધારે પ્રમાણમાં યુઝફૂલ હોય છે.
ડે કેર સેન્ટર એ એક એવી સર્વિસીસ છે જે દિવસ દરમિયાન ચાઇલ્ડ ને કેર પૂરી પાડે છે જ્યારે ચાઇલ્ડ ના માતા-પિતા કામ પર હોય અથવા વ્યવસાય માં હોય. તે સામાન્ય રીતે ઇન્ફન્ટ થી લઇને પ્રિસ્કૂલ ની એજ ના ચાઇલ્ડ ને કેર પ્રોવાઇડ કરે છે.
સર્વિસીસ
સુપરવિઝન એન્ડ કેર ઓફ ચિલ્ડ્રન.
એજ એપ્રોપ્રિએટ એજ્યુકેશન એક્ટીવિટીઝ એન્ડ રમવા નો સમય પ્રોવાઇડ કરવામા આવે છે.
મીલ અને નાસ્તાનો સમય .
આરામ કરવા માટેનો સમય.
બેઝીક હેલ્થ કેર (કેટલાક કેન્દ્રોમાં સ્ટાફ પર નર્સ અથવા મેડિકલ પર્સનલ હોઇ શકે છે).
બીજા ચાઇલ્ડ સાથે સોસિયલાઇઝેશન.
સ્ટાફ ઓફ ધ ડે કેર સેન્ટર
ડાયરેક્ટર/મેનેજર,
ટીચર્સ/કેરગીવર,
આસિસ્ટન્ટ ટીચર્સ,
એડમિનિસ્ટ્રેટીવ સ્ટાફ,
કુક,
મેઇન્ટેઇનન્સ તથા ક્લિનીંગ સ્ટાફ,
સિક્યોરિટી પર્સનલ.
ડે કેર સેન્ટરના પ્રકાર:
ઇન-હોમ ડે કેર:
કોઇના ઘરની બહાર ચલાવવામાં આવે છે, સામાન્ય રીતે ઇન-હોમ ડે કેર મા એક કેર ગીવર દ્વારા જે બાળકોના નાના ગ્રુપ ની કેર કરવામા આવે છે.
ગ્રુપ ડે કેર:
મલ્ટીપલ કેરગીવર સાથે મોટી સુવિધાઓ હોય છે અને મોટી સંખ્યામાં બાળકોની સેવા કરે છે.
પ્રિસ્કૂલ પ્રોગ્રામ:
ઘણીવાર ડે કેર સેન્ટરો સાથે અસોસીએટેડ આ મુખ્યત્વે ચાઇલ્ડ ને એજ્યુકેશન એક્ટીવિટીઝ અને બાળકો ને સ્કૂલ માટે તૈયાર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
બેનીફીટ્સ:
પેરેન્ટ્સ ને કામ કરવાની અથવા અન્ય જવાબદારીઓ માં હાજરી આપવા દે છે.
બાળકો માટે સોસિયલાઇઝેશન અને લર્નિંગ ઓપોરચ્યુનીટી પૂરી પાડે છે.
ટ્રેઇન્ડ કેરગીવર સાથે સ્ટ્રકચરલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.
ડે કેર સેન્ટર એ ખૂબ જ પોપ્યુલારીટી એચીવ કરે છે કારણ કે તે વર્કિંગ પેરેન્ટ્સ માટે ખૂબ જ જરૂરી હોય છે.
વર્કિંગ પેરેન્ટ્સ ના ચાઇલ્ડ નું ગ્રોથ તથા ડેવલોપમેન્ટ એ સેફ એન્વાયરમેન્ટમાં થાય તે માટે.
ડે કેર સેન્ટરમાં ચાઇલ્ડ ને પ્રોપર ફેસીલીટીસ પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં ચાઇલ્ડ ના પેરેન્ટસ એ સ્ટ્રેસ ફ્રી રહી શકે.
એક્ટીવિટીઝ
ચાઇલ્ડ માં સોશિયલ સ્કિલ ને બિલ્ડઅપ કરવામાં આવે છે.
ચાઇલ્ડ ને સ્કૂલમાં કેવા પ્રકારે રહેવું તે પણ શીખવવામાં આવે છે.
ચાઇલ્ડ ને ગેમ્સ તથા ફન દ્વારા લર્નિંગ કરાવવામાં આવે છે.
ડે કેર સેન્ટરમાં ચાઇલ્ડ ને ઇન્ડિપેન્ડન્ટ બનાવવામાં આવે છે તથા સેલ્ફ મોટીવેશન પણ કરાવવામાં આવે છે.
સ્ટાફ ટુ ચાઇલ્ડ રેસિયો
એક કેરગીવર માં ચાર ઇન્ફન્ટ ને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે તથા સેન્ટર બેઝ્ડ કેરમાં એક ગ્રુપમાં આઠ ઇન્ફન્ટ ને જ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
એક કેરગીવર ની અંડર માં ચાર ટોડલર( 12 થી 24 મંથ)ને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે. ગ્રુપમાં 12 યંગ ટોડલર થી વધારે ન હોવા જોઇએ તથા તે દર એક ગ્રુપમાં ત્રણ કેર ગીવર હોવા જોઇએ.
ઓલ્ડર ટોડલર( 24 -36 મંથ) હોય તેમાં છ ચાઇલ્ડ સાથે એક કેર ગીવર હોય છે તથા મેક્સિમમ 12 ઓલ્ડર ટોડલર હોય અને એક ગ્રુપમાં બે કેર ગીવર હોય છે.
પલ્સ પોલીયો પ્રોગ્રામ એ પોલીયોના વેક્સીનેશન માટે આ પ્રોગ્રામ એ ચલાવવામાં આવેલો હતો. પોલિયો એ એક વાઇરલ ઇન્ફેક્શન છે કે જે એકપર્સન માંથી બીજા પર્સનમાં ઇન્ફેક્શન એ સ્પ્રેડ થાય છે જે સામાન્ય રીતે ફીકો ઓરલ રૂટ દ્વારા ટ્રાન્સમિટ થાય છે તેના કારણે ફીવર , લેગ્સ તથા આર્મ માં સ્ટીફનેસ તથા પેરાલાઇસીસ પણ થાય છે.
પલ્સ પોલિયો પ્રોગ્રામમાં પોલિયો માટેની વેક્સિન એ પ્રોવાઇડ કરવામાં આવે છે.
ફંક્શનિંગ
પલ્સ પોલિયો પ્રોગ્રામ એ ઇન્ડિયામાં 1995 માં લોન્ચ કરવામાં આવેલો હતો.
આ પ્રોગ્રામ એ વર્ષમાં બે વખત કરવામાં આવે છે.
જેને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે કે જેને એમ્યુનાઇઝેશન સેડ્યૂલ ફોર પલ્સ પોલીયો પણ કહેવામાં આવે છે.
આ પ્રોગ્રામમાં ચાઇલ્ડ કે જે 0 થી 5 વર્ષના હોય તેને દર વર્ષે પોલિયોના ડ્રોપ્સ એ નેશનલ તથા સબનેશનલ ઇમ્યુનાાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત ચાઇલ્ડ ને પોલિયો ના ડ્રોપ્સ પીવડાવવામાં આવે છે.
કમ્યુનિટી ની ઇમ્યુનિટીને મેઇન્ટેન કરવામાં આવેલી હતી તથા હાઇ ક્વોલિટી નેશનલ અને શબનેશનલ રાઉન્ડ લેવામાં આવેલો હતો.
ત્યારબાદ એન્વાયરમેન્ટલ ઓબ્ઝર્વેશન કરી અને પોલિયો વાઇરસનુ ટ્રાન્સમિશન કયા પ્રકારે થાય તેનું ડિટેકશન કરવામાં આવેલું હતું.
પોલિયો વેક્સિનેશનની ગાઇડલાઇન એ માર્ચ 2014 માં રિલીઝ્ડ કરવામાં આવેલી હતી.
ઇન્ડિયામાં ટ્રાય વેલેન્ટ ઓરલ પોલિયો વેક્સિન(TOPV) માથી બ્યવેલેન્ટ ઓરલ પોલિયો વેક્સિન ( BOPV)મા 25 એપ્રિલ 2016 ના રોજ કન્વર્ટ કરવામાં આવેલું હતું.
આ પ્રોગ્રામ અંતર્ગત જે ચાઇલ્ડ એ ઇમ્યુનાાઇઝેશન સમયે રહી ગયા હોય તેવા ચાઇલ્ડ ને આઇડેન્ટીફાય કરી તેને પ્રોપરલી ઇમ્યુનાાઇઝેશન પ્રોવાઇડ કરવું.
આમાં વેક્સીનની એફીકેસી ને પણ મોનિટરિંગ કરવામાં આવે છે.
વેક્સિન ને હંમેશા કોલ્ડ એરિયામાં રાખવામાં આવે છે જેના કારણે વેક્સિન એ ડીગ્રેડ ન થઇ શકે.
પ્રિન્સિપલ્સ ફોર પોલિયો એલિમિનેશન
આ ઓન્લી હ્યુમન ને જ અફેક્ટ કરે છે તેમાં એનિમલ્સ એ તેના રિઝર્વિયર હોતા નથી.
પોલિયો વાયરસ એટમોસ્ફિયરમાં થોડા સમય સુધી જ રહે છે.
પોલિયોની વેક્સિન એ સેફ તથા અનએક્સપેન્સિવ હોય છે.
સ્ટ્રેટેજીસ ફોર પોલિયો એલિમિનેશન
રુટિન ઇમ્યુનાાઇઝેશન,
સપ્લીમેન્ટેન્ટરી ઇમ્યુનાાઇઝેશન એક્ટિવિટી,
હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી,
ઓબ્જેકટીવ
વર્લ્ડ માં લાર્જેસ્ટ પોલિયો પ્રોગ્રામ એ સ્ટાર્ટ થઇ શકે.
અર્લી સ્ક્રીનીંગ તથા ઇમિનાઇઝેશન ની પ્રોસેસ ને કંટીન્યુ રાખી શકાય.
તેના રિલેટેડ એન.જી.ઓ. સ્ટાર્ટ કરી શકાય.
ક્વોલિટી ઓફ સર્વિસીસ ને ઇમ્પ્રુવ કરી શકાય.
પલ્સ પોલીયો ઇમ્યુનાાઇઝેશન પ્રોગ્રામ ને બુસ્ટ કરી શકાય.
ચાઇલ્ડ લેબર એક્ટ એ એક પ્રોહિબિટરી એક્ટ છે. આ એક્ટ મુજબ ઓછી એજ વાળા ચાઇલ્ડ ને અમુક પ્રકારના એમ્પ્લોયમેન્ટ માં વર્ક કરતા પ્રોહીબિટ કરવામાં આવે છે. તથા ચાઇલ્ડ માટે જે હેઝારડિયસ એમ્પ્લોયમેન્ટ હોય તેમાં વર્ક કરવાનું પ્રોહીબિટ કરવામાં આવે છે.
ધ એક્ટ ડિફાઇન્સ સરટેઇન્સ ટર્મ જેમકે
1) એવા ચાઇલ્ડ કે જે 14 વર્ષ ની ઓછી એજ ના હોય તેને ચાઇલ્ડ કહે છે.
2) એડલ્ટ એટલે એવા વ્યક્તિઓ કે જેની એજ એ 14 વર્ષની ઉપર હોય છે પરંતુ તે 18 યર્સ ની અંદર ની એજ માં આવે છે.
ફીચર્સ ઓફ ધીસ એક્ટ.
જે ચાઇલ્ડ હોય તે નીચે પ્રમાણેની શોપ માં વર્ક કરી શકતા નથી જેમ કે
સિમેન્ટ મેન્યુફેક્ચર,
બીડી બનાવવી,
મેકિંગ માચીસ,
કાર્પેટ વેવીંગ,
બિલ્ડીંગ કન્સ્ટ્રકશન,
ક્લોથ પ્રીન્ટીંગ,
વુલ ક્લીનિંગ,
પ્રીન્ટીંગ વગેરે.
ચાઇલ્ડ એ ત્રણ કલાક સુધી વર્ક કરી શકે ત્યારબાદ તેમને વચ્ચે એક કલાક નો ઇન્ટરવલ મળવો જોઇએ અને વર્કિંગ અવર્સ એ છ કલાકથી વધારે ન હોવો જોઇએ.
ચાઇલ્ડ ને સાંજે સાત( 7.00 pm) વાગ્યા થી લઇ અને સવાર ના આઠ ( 8.00 Am) વાગ્યા સુધી વર્ક કરવાની પરમિશન હોતી નથી.
ચાઇલ્ડ જ્યાં વર્ક કરતા હોય તો તે જગ્યાએથી ચાઇલ્ડ ને અઠવાડિયામાં એક દિવસનો હોલીડે મળવો જોઇએ.
ચાઇલ્ડ એ જ્યાં વર્ક કરતું હોય ત્યાંના ઓનર દ્વારા ચાઇલ્ડ ના જોઈનિંગ કર્યા બાદ ના 30 દિવસ ની અંદર પોલીસ ને ઇન્ફોર્મ કરવું જોઇએ.
એ ગવર્મેન્ટ ની રિસ્પોન્સિબિલિટી હોય છે કે જ્યાં ચાઇલ્ડ એ વર્ક કરે છે ત્યાં તેને હેલ્ધી તથા સેફ એન્વાયરમેન્ટ મળવું જોઇએ.
જો કોઈ વ્યક્તિએ આ એક્ટ ને ફર્સ્ટ ટાઇમ ફોલો ન કરે તો તેને મિનિમમ ત્રણ મંથની જેઇલ અને દસ હજાર રૂપિયાના દંડ ભરવા માટેની સજા આપવામાં આવે છે.
જો કોઇ વ્યક્તિ એ સેકન્ડ ટાઇમ આ નિયમ ને ફોલો ન કરે તો તેને 7 મંથ જેટલો જેઇલ નો ડંડ ભોગવવો પડે છે.
ચાઇલ્ડ એક્ટ એ ઇન્ડિયામાં જે 14 વર્ષ થી ઓછી એજ ના નીગ્લેક્ટેડ, એબ્યઝ્ડ તથા ડેલિક્વન્ટ(અપરાધી) ચાઇલ્ડ હોય તેના કેર, મેન્ટેનન્સ ,વેલ્ફેર, એજ્યુકેશન, તથા રિહેબિલીટેશન માટે 1960 માં ડેવલોપ કરવામાં આવેલો હતો.
ચાઇલ્ડ એક્ટમાં નીચે પ્રમાણેના ચાઇલ્ડ નું ઇનવોલ્વમેન્ટ થાય છે
નિગ્લેક્ટ ચાઇલ્ડ,
ભીખ માંગતા હોય તેવા ચાઇલ્ડ,
કેવા ચાઇલ્ડ કે જેના કેર ગીવર એ ચાઇલ્ડ ની પ્રોપર કેર કરતા ન હોય,
એવા કે ચાઇલ્ડ કે જેની પાસે રહેવા માટે ઘર ન હોય,
નીસહાય તથા અનાથ બાળકો,
એવા ચાઇલ્ડ કે જેના પેરેન્ટ્સ ને ક્રોનિક ઇલનેસ હોય,
એવા ચાઇલ્ડ કે જેના પેરેન્ટ્સ ને લેપ્રસી ની કન્ડિશન હોય.
સર્વિસીસ પ્રોવાઇડ અન્ડર ધ ચાઇલ્ડ એક્ટ
જે ચાઇલ્ડ કે જેને રહેવા માટે ઘર હોય નહિ તેવા ચાઇલ્ડ ને સેલ્ટર પ્રોવાઇડ કરવામાં આવે છે.
ચાઇલ્ડ ની જરૂરિયાત પ્રમાણે ચાઇલ્ડ ને એજ્યુકેશન તથા ઓક્યુપેશનલ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઇડ કરવામાં આવે છે.
ચાઇલ્ડ ના ફિઝિકલ તથા મેન્ટલ વેલ્બીંગ માટે જરુરિયાત મુજબ હેલ્થ કેર ફેસિલિટીઝ પ્રોવાઇડ કરવામાં આવે છે.
ચાઇલ્ડ ને લીગલ પ્રોટેક્શન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
જે નીગ્લેક્ટેડ તથા એબ્યુસ ચાઇલ્ડ હોય તેના માટે પ્રોપરલી રિહેબિલીટેશન સર્વિસીસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી કાઉન્સેલિંગ તથા સપોર્ટ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
જો કોઇ ચાઇલ્ડ ને કેર, પ્રોટેક્શન તથા ટ્રીટમેન્ટ ની જરૂરિયાત હોય તેને પ્રોપર્લી કેર, પ્રોટેક્શન અને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
બેનીફીટ્સ ઓફ ધ ચાઇલ્ડ એક્ટ
ચાઇલ્ડ ના રાઇટ્સ ને પ્રોપરલી પ્રોટેક્ટ કરવા માટે.
ચાઇલ્ડ ના એબ્યુઝ તથા નીગ્લેક્ટેડ ને થતું પ્રિવેન્ટ કરવા માટે.
ચાઇલ્ડ ને પ્રોપરલી રિહેબિલિટેશન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે.
ચાઇલ્ડ ના વેલફેર તથા તેને ક્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવા માટે.
ચાઇલ્ડ ના પ્રોપરલી ગ્રોથ તથા ડેવલપમેન્ટ માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા 20 નવેમ્બર 1959 ના રોજ બાળકો માટેના રાઇટ્સ ને ડિક્લેર કરવામાં આવેલા હતા.
ચાઇલ્ડ ના રાઇટ્સ એ નીચે મુજબ છે.
•> એજ્યુકેશન માટેનો રાઇટ,
•> નેમ તથા નેશનાલીટી માટેનો રાઇટ,
•>જો ચાઇલ્ડ એ હેન્ડીકેપ્ડ હોય તો સ્પેશિયલ કેર મેળવવા માટેનો રાઇટ,
•>અફેક્શન, લવ,તથા સારી અન્ડરસ્ટેન્ડિંગ માટેનો રાઇટ,
•>પુરતુ ન્યુટ્રીશનલ યુક્ત ડાયટ મેડવવા માટેનો રાઇટ,
•>કોઇપણ આફત કે તકલીફ ના સમયમા સૌપ્રથમ ટ્રીટમેન્ટ કે રાહત મેળવવા માટેનો રાઇટ,
•>સારી મેડિકલ કેર માટેનો રાઇટ,
•>સારીરિતે રમવાની તથા રિક્રીએશનલ ફેસિલીટી મેળવવા માટેનો રાઇટ,
•>પોતાના મા રહેલી એબીલિટીઝ ને ડેવલોપ કરી સોસાયટી મા સારામાસારા યુઝફૂલ મેમ્બર તરીકે બનવા માટેનો રાઇટ,
•>શાંત તથા ભાઇચારા ના વાતાવરણ મા ઉછેર મેડવવા માટેનો રાઇટ,
ઉપરોક્ત બધા જ રાઇટ્સ એ ધર્મ, જ્ઞાતિ, સેક્સ, કલર, વગેરે ના ભેદભાવ વિના દરેક બાળકો સમાન રિતે બધાજ રાઇટ્સ નો ઉપયોગ કરી શકે તે માટેનો રાઇટ પણ સામેલ હોય છે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એ 1986 માં બનાવવામાં આવેલો હતો.ત્યારબાદ તેને 2000 મા રિપ્લેસ્ડ કરી ‘ન્યુ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ‘ કહેવામા આવે છે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં 18 વર્ષથી અંદરના ચાઇલ્ડ કે જેમણે ક્રાઇમ કરેલું હોય તેનું ઇન્વોલ્વમેન્ટ થાય છે તથા બિજા ચાઇલ્ડ જેમ કે,
ભીખ માંગતા ચાઇલ્ડ,
નીગ્લેક્ટ થયેલા ચાઇલ્ડ,
એબ્યુસ થયેલા ચાઇલ્ડ,
એવા ચાઇલ્ડ કે જે અનાથ આશ્રમ મા હોય.
એવા ચાઇલ્ડ કે જેમણે ક્યાયપણ કોઇપણ પ્રકાર નો ક્રાઇમ કરેલો છે તથા ક્રિમિનલ એક્ટિવિટી એ ચાઇલ્ડ દ્વારા કરવામાં આવેલી હોય તેવા ચાઇલ્ડ ના રિહેબિલિટેશન માટે તથા તેના જસ્ટિસ માટે આ ડેલિક્વન્ટ જુવેનાઇલ એક્ટ ને ફોર્મ કરવામાં આવેલો છે.
આ એક્ટ એ કન્ટ્રીમાં યુનિફોર્મ ફ્રેમવર્ક તૈયાર કરે છે જેની અંદર કોઇપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી આ એક્ટનો હેતુ એ છે કે જે ડેલીક્વન્ટ ચાઇલ્ડ હોય તેને પોલીસ જેઇલ માં જતા રોકવા તથા તેને પોલીસ લોકપ માં જતા રોકવા એ હોય છે.
ડેલિક્વન્ટ જુવેનાઇલ એક્ટમા એક નોર્મ તથા સ્ટાન્ડર્ડ સેટ કરી ચાઇલ્ડ ને પ્રોપર કેર પ્રોવાઇડ કરવામા આવે છે.તથા જે ચાઇલ્ડ ને એજ્યુકેશન માં ઇન્ટરેસ્ટ હોય તેવા ચાઇલ્ડ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
જે ચાઇલ્ડ ને રીક્રીએશનલ એક્ટિવિટીસ માં ઇન્ટરેસ્ટ હોય તેને રિક્રીએશનલ એક્ટીવિટીઝ કરાવવામા આવે છે.
એવા ચાઇલ્ડ કે જે અપરાધી હોય તો તેવા ચાઇલ્ડ ને રિહેબિલીટેશન પ્રોવાઇડ કરવા માટેના મેઝર્સ લેવામા આવે છે જેના કારણે ચાઇલ્ડ એ નોર્મલ લાઇફ મા એન્ટર થય શકે.
આ એક્ટ મા ચાઇલ્ડ ને કેર, ટ્રીટમેન્ટ, તથા રિહેબિલીટેશન પ્રોવાઇડ કરવામા આવે તથા એવુ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવામા આવે કે જેમા ચાઇલ્ડ એ તેની નોર્મલ લાઇફ ને પસાર કરી શકે તથા સોસાયટી મા લાઇફ ને પાસ કરી શકે.
ઓબ્જેકટીવ
જે ક્રાઇમ કરેલા ચાઇલ્ડ હોય તેને પ્રોપર્લી પ્રોટેક્શન પ્રોવાઇડ કરવુ.
જે ક્રાઇમ કરેલા ચાઇલ્ડ હોય તેને પ્રોપર્લી ટ્રીટમેન્ટ તથા કેર પ્રોવાઇડ કરવી.
જે ક્રાઇમ કરેલા ચાઇલ્ડ હોય તેને પ્રોપર્લી રિહેબિલીટેશન તથા જસ્ટિસ પ્રોવાઇડ કરવુ.
જે ક્રાઇમ કરેલા ચાઇલ્ડ હોય તેના પ્રોપર્લી ગ્રોથ તથા ડેવલપમેન્ટ માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ પ્રોવાઇડ કરવુ.
એઇમ ઓફ ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ
ડેલિક્વન્ટ ચાઇલ્ડ ના પ્રોટેક્શન તથા વેલ્ફેર માટે,
ચાઇલ્ડ ના રિહેબિલિટેશન તથા રિઇન્ટીગ્રેશન માટે,
ચાઇલ્ડ ફ્રેનડલી જસ્ટિસ સિસ્ટમ માટે,
ચાઇલ્ડ ના રાઇટ્સ ને ધ્યાન મા રાખી ચાઇલ્ડ ને સોસાઇટી મા રિઇન્ટ્રોડ્યુસ કરવા માટે.
ઇન્ટ્રોડક્શન
કેવા ચાઇલ્ડ કે જેમણે કોઇ અપરાધ અથવા ક્રાઇમ કર્યો હોય તેવા ચાઇલ્ડ ને પોલીસ દ્વારા અરેસ્ટ કરી શકાતા નથી તેમને માત્ર એપ્રિહેન્ટેડ કરી શકાય છે એવા ચાઇલ્ડ કે જેમની ઉંમર 16 થી 18 વર્ષની છે અને તેમના દ્વારા કોઇ ક્રાઇમ કરવામાં આવેલો હોય તો તેવા સમય પર તેમને એડલ્ટ ની જેમ ટ્રીટ કરવામાં આવતા નથી અને તેમને ક્રીમીનલ કોટૅ મા પેસ કરવામા આવતા નથી પરંતુ તેમને જુવેનાઇલ જસ્ટિસ બોડૅ ની સમક્ષ પેશ કરવામા આવે છે.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ માં એક વ્યક્તિ એ મેજિસ્ટ્રેટ હોય છે અને બે સોશિયલ વર્કર મેમ્બર્સ હોય છે આ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં સોશિયલ વર્કર એટલા માટે રાખવામાં આવે છે કે તે ચાઇલ્ડ ના ફ્યુચર ને ધ્યાનમાં રાખીને પ્રોપરલી કેર પ્રોવાઇડ કરી શકે.
ચાઇલ્ડ ના અમુક રાઇટ્સ હોય છે જો બાળક દ્વારા ઑફેન્સ કરવામાં આવે તો તેમની સાથે અમનુષ્ય જેવો વર્તન કરવામાં આવશે નહીં તેમને કોર્પોરલ પનિશમેન્ટ આપવામાં આવશે નહીં તથા તેમને એડલ્ટ ક્રિમિનલ થી દૂર રાખવામાં આવશે તેમને એવી રીતે રાખવામાં આવશે કે જેથી તેમના બિહેવ્યર નુ કરેક્શન કરી શકાય.જે ચાઇલ્ડ એ ક્રાઇમ કરેલો છે તેને લીગલ આસિસ્ટન્ટ તથા પ્રાઇવસી ની ફેસીલીટીસ પ્રોવાઇડ કરવામા આવશે.
સાથે તેમને બીજા પ્રકારની ફેસિલિટી પણ મળે છે જેમ કે એજ્યુકેશન, સ્કિલ ડેવલોપમેન્ટ, તથા સ્પોટ્સ એક્ટિવિટીસ માં ચાઇલ્ડને ઇન્વોલ્વ કરી તેને ક્રાઇમ થી દૂર કરવામાં આવે છે.
ચાઇલ્ડ માટે જે જજમેન્ટ હોય તે તેમની ઉંમર અનુસાર જ હોય છે તેની લીબર્ટી ઓછામાં ઓછા રિસ્ટ્રિક્શન કરવામાં આવશે. સાથે સાથે ચાઇલ્ડ ના રાઇટ્સ ને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને ચાઇલ્ડ ને સમજાવવામાં આવે છે કે તેમણે જે કામ કરેલું છે તે ખોટું કામ છે જે કામ કર્યું છે તેના માટેનું પ્રાઇસચ્તિ થાય તે પણ સમજાવવા મા આવે છે.
એવા ચાઇલ્ડ કે જેમણે ક્રાઇમ કરેલું છે તેને વધારે પ્રમાણમાં કેર ની જરૂરિયાત હોય છે જેથી તે ચાઇલ્ડ એ સોસાયટીમાં પાછા ફરી શકે.
એવા ચાઇલ્ડ કે જેમણે ક્રાઇમ કરેલો છે તે ચાઇલ્ડ ની એજ, તેના ક્રાઇમ તથા તેના મેન્ટલ સ્ટેટસને ધ્યાનમાં રાખી ચાઇલ્ડ નુ રિહેબીલિટેસન કરવામાં આવે છે.
જે ચાઇલ્ડ કેર ઇન્સ્ટીટ્યુસન છે અને સોસિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન છે તે ગવર્મેન્ટ સાથે કામ કરે છે જેથી જુવેનાઇલ ના રિહેબીલિટેસન માટેનુ સોલ્યુશન કાઢી શકાય આના માટેની જે પ્રોસેસ છે તે પ્રોસેસ ને મિનિસ્ટ્રી ઓફ વુમન તથા ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા બનાવવામાં આવેલી છે.સોસિયલ વર્કર, પ્રોબેશન, તથા ઓફિસર દ્વારા એ શ્યોર કરવામા આવે છે કે ચાઇલ્ડ કે જેણે ક્રાઇમ કરેલો છે તે સોસાયટી મા પાછુ રિઇન્ટીગ્રેટ કરી શકશે કે નહી.
રિહેબીલિટેસન
કોઇપણ પનીશમેન્ટ નો પ્રાઇમરી હેતુ એ હોય છે કે જે અપરાધી છે તેની સમજમાં આવે કે તેણે જે કામ કર્યું છે તે ખોટું છે અને તેને એ વાત નું પ્રયાસ્ચિત થાય.
એવા વ્યક્તિ કે જેણે પહેલા અપરાધ કરેલો છે તેને સમાજમાં શંકાની નજરથી જ જોવામાં આવે છે એટલે એવા વ્યક્તિ કે જેણે ક્રાઇમ કરેલો છે તેને મેન્ટલી પ્રિપેડ કરવામાં આવે છે તથા સ્કીલ્સ ને ડેવલોપ કરવામાં આવે છે જેથી તે સોસાયટીમાં પાછા ફરી શકે.
અમુક પ્રકારના સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેથી જે વ્યક્તિ છે કે જેને ક્રાઇમ કરેલો છે તેને સબસ્ટન્સ એબ્યુસ થી પ્રિવેન્ટ કરી શકાય. તેમની મેન્ટલ હેલ્થને પણ સાથે સાથે ટ્રીટ કરવામાં આવે છે જેના કારણે તે તેના એજ્યુકેશન ને કંટીન્યુ કરી શકે.
રીહેબીલીટેશન ફોર જુવેનાઇલ વર્ક
જ્યારે કોઇ જુવેનાઇલ દ્વારા કોઇ કાનુન નુ ઉલ્લંઘન કરવામાં આવે તો તેમની જુવેનાઇલ હોમ માં રાખવામાં આવે છે. સાથે તેમને રિલેવન્ટ કરેક્સનલ ફેસીલીટીસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેનું પ્રાઈમરી હેતુ એ હોય છે કે ચાઇલ્ડ ને રીહેબિલિટેડ કરી શકાય અને સોસાયટી સાથે ચાઇલ્ડ ને પાછા કનેક્ટ કરી શકાય.
રીહેબિલિટેશનની પ્રોસેસ માં સાયકોલોજીકલ એસેસમેન્ટ કરવામાં આવે છે. સાથે એ જોવામાં આવે છે કે એવી કઈ પરિસ્થિતિ છે કે જેના કારણે જુવેનાઇલને ક્રાઇમ કરવા માટે મજબૂર કરી દીધું.
રિહેમિલીટેશનમાં જે જુવેનાઇલ છે તેને થેરાપી ગાઇડેન્સ પ્રોવાઇડ કરવામાં આવે છે તેની સ્કિલને ડેવલોપમેન્ટ કરવામાં આવે છે. તેમને યોગામાં ઇનવોલ્વ કરવામાં આવે છે. તથા ચાઇલ્ડ ને બીજી માઇન્ડ ડેવલોપિંગ એક્ટિવિટીમાં ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે છે.
ચાઇલ્ડને ટ્રીટ કરવા માટે સોશિયલ વર્કરસ તથા એન.જી.ઓ. પણ અગત્યનો ફાળો આપે છે.
વોટ આર ધ પ્રોવિઝન્સ મેડ બાય ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એ એક રિહેબિલીટેશન ની પ્રોસેસ છે કે જેમાં ક્રાઇમ કરેલા ને કોઇ ચાઇલ્ડ ને અથવા કરેકશનલ ફેસીલીટી માં ટ્રાન્સફર કરવામાં આવે કે તરત જ રિહેબીલિટેસન માટેની એક્ટીવિટીઝ એ સ્ટાર્ટ કરવામા આવે છે.
આફ્ટર કેર ઓર્ગનાઇઝેસન્સ
આ એક ટ્રાન્ઝીસનલ હોમ હોય છે કે જેમાં સોસાયટીમાં ટોટલી ઇન્ટીગ્રેટ કરતા પહેલા ચાઇલ્ડ ને રાખવામાં આવે છે. આફ્ટર કેર ઓર્ગેનાઇઝેશન એ સ્પેસિયલ હોમ હોય છે જેને ગવર્મેન્ટ નોડલ એજન્સી ના અંડર માં રજીસ્ટર્ડ કરવામાં આવે છે તેનું વર્ક એ હોય છે કે જે ડેલીક્વન્ટ છે તેના વેલફેર માટે કામ કરવું.
આફ્ટર કેર ઓર્ગેનાઇઝેશન માં જે ડેલીક્વન્ટ હોય તેને લોકેશનલ ટ્રેઇનિંગ,થેરાપ્યુટીક ટ્રેઇનિંગ, તથા એજ્યુકેશન ને કંટીન્યુ રાખવામાં આવે છે. સોશિયલ વેલ્યુ માટે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. એ પોતાની જાતે ઇકોનોમીકલી ઇન્ડીપેન્ડન્સ રહે તે માટે પણ ટ્રેઇનિંગ આપવામાં આવે છે. તથા ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટે પણ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
સ્પોન્સરસિપ
ફોસ્ટર ફેમિલીસ, ઇન્ડીવિઝ્યુઅલ ગ્રુપ ને આ એક ફાઇનાન્સિયલ હેલ્પ છે કે જે જેના કારણે ચાઇલ્ડ કેર ઓર્ગેનાઇઝેશન એ ચાઇલ્ડ ના રિહેબિલિટેશન મા આવતા ખર્ચ ને ઉઠાવી શકે આ સ્પોન્સરસિપ એ સરકાર દ્વારા તથા એન.જી.ઓ. દ્વારા પણ આપવામા આવે છે.
ફોસ્ટર કેર
આ એક નોન ઇન્સ્ટિટ્યૂશનલ કેર છે કે જે જુવેનાઇલ ને પ્રોવાઇડ કરવામાં આવે છે જુવેનાઇલ જસ્ટિસ સેક્સન 42 ના અનુસાર જે જુવેનાઇલ છે તેને ફોસ્ટર ફેમિલીમાં રાખી શકાય છે આમા ચાઇલ્ડ ને ફેમિલી એન્વાયરમેન્ટ તથા પ્રોપરલી કેર મડી શકે સાથે સાથે એજ્યુકેશન પણ પ્રોવાઇડ કરવામા આવે છે.
જે ફોસ્ટર ફેમિલી છે તેને આ સર્વિસ માટે પે પણ કરવામાં આવે છે.
જે અપરાધ કરેલ ચાઇલ્ડ છે તેના પેરેન્ટ એ જેઇલમાં હોય,તથા ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને કોઇ ક્રોનિક ઇલનેસ હોય, ચાઇલ્ડ ના પેરેન્ટ્સ પાસે એટલી ઇકોનોમિક સુવિધા ન હોય કે તે ચાઇલ્ડ ને બધી જ ફેસીલીટી પ્રોવાઇડ કરી શકે તો તેવા ચાઇલ્ડ ને ફોસ્ટર ફેમિલીમાં રાખવામાં આવે છે.
એડોપ્શન
એડોપ્શન દ્વારા જે ઓરફાન હોય ,હોમલેશ ચિલ્ડ્રન હોય , એવા યંગસ્ટર્સ કે જે ગલત સંગતમાં હોય,સાથે એવા પેરેન્ટ્સ કે જેને ચાઇલ્ડ નથી તેને પણ ફાયદો થાય છે.
એવા ચાઇલ્ડ કે જેના માતા-પિતા હોતા નથી તેવા ચાઇલ્ડ માટે એડોપ્શન એ તેને લાઇફ ને મિનિંગફુલ બનાવે છે એડોપ્શન દ્વારા પેરેન્ટ્સ તથા ચાઇલ્ડ કે જે એકબીજાથી રિલેટેડ હોતા નથી તેમની વચ્ચે પણ ખૂબ સારું રિલેશનશિપ ફોર્મ થાય છે.
એડોપ્શન એક્ટ એ 1956 માં આવ્યો હતો.
વોટ ઇસ એડોપ્શન
કોઇ ચાઇલ્ડ નું એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે પરમનન્ટ તથા લીગલી એ ચાઇલ્ડ ને એડોપ્ટ કરવામાં આવે તેને એડોપ્શન કહેવામાં આવે છે.
આ એક લીગલ પ્રોસેસ છે કે જેમાં ચાઇલ્ડ ના ફ્યુચર ના પેરેન્ટ્સ એ ચાઇલ્ડ સાથે રિલેશનશિપ ફોર્મ કરે છે.
એડોપ્ટેડ ચાઇલ્ડ એટલે કોઇ પણ ઇન્ફન્ટ કેજે કોર્ટ દ્વારા ઓર્થોરાઇઝ હોય છે.
એડપ્ટર
એડપ્ટર એ પર્સનલ હોય છે કે જે ફીમેલ અથવા મેલ હોય શકે છે અથવા કોઇ કપલ પણ હોઇ શકે છે કે જેમની પાસે ઓર્થોરાઇઝેશન હોય છે કે ચાઇલ્ડ ને એ એડોપ્ટ કરવા માટે સક્ષમ હોય છે.
આમ,જે વ્યક્તિ એ ચાઇલ્ડ ને એડોપ્ટ કરે છે તેને એડપ્ટર કહેવામા આવે છે.
ટાઇપ ઓફ એડોપ્શન
એડોપ્શન ના ટોટલ 5 ટાઇપ પડે છે.
1)ઓપન એડોપ્શન,
2)સેમીઓપન એડોપ્શન,
3)ક્લોઝડ એડોપ્શન,
4)ડોમેસ્ટિક એડોપ્શન,
5)ઇન્ટરનેશનલ એડોપ્શન
1)ઓપન એડોપ્શન,
ઓપન એડોપ્શન માં ચાઇલ્ડ ની જે રીયલ મધર છે તે એડોપ્ટર મધર હોય તેમની વચ્ચે ઓપન રિલેશનશિપ હોય છે.એટલે કે રિયલ મધર એ ચાઇલ્ડ સાથે ઓપન રિલેશનશિપ ફોર્મ કરી શકે છે. એટલે કે રીયલ મધર એ ચાઇલ્ડ મળી શકે છે અને તે ફિઝિકલી તથા મેન્ટલી ચાઇલ્ડ સાથે ઓપન રહી શકે છે.
2)સેમીઓપન એડોપ્શન,
સેમીઓપન એડોપ્શન મા જે ચાઇલ્ડ ની રીયલ મધર હોય તે તેના ચાઇલ્ડ ને મળી શકતી નથી પરંતુ તે ક્લોઝ કોન્ટેકમાં રહે છે.
3)ક્લોઝડ એડોપ્શન,
ક્લોઝડ એડોપ્શન મા જે રિયલ મધર હોય તે તેના ચાઇલ્ડ ને મળી શકતા નથી.
4)ડોમેસ્ટિક એડોપ્શન,
આમાં સીરીયલ પેરેન્ટ્સ હોય અને જે એડોપ્ટ કરેલા પેરેન્ટ્સ હોય તે બંને એક જ કન્ટ્રી ના હોય છે.
5)ઇન્ટરનેશનલ એડોપ્શન
આમા, ચાઇલ્ડ એ કોઇ પણ કંન્ટ્રી માથી એડોપ્ટ કરી શકે છે.
પ્રોસેસ ડ્યુરિંગ એડોપ્શન
•>એડોપ્શન માં સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
•> ત્યારબાદ રજીસ્ટ્રેશન થયા બાદ બધા જ ડોક્યુમેન્ટ એ આપવાના હોય છે.
•> ત્યારબાદ પેરેન્ટ્સ નું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
•> ત્યારબાદ કાઉન્સેલિંગ કર્યા બાદ ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન કરવામાં આવે છે.
•> ત્યારબાદ ત્રણ વર્ષનો ટાઇમ આપવામાં આવે છે અને તેનું નામ એક વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવે છે.
•> ત્યારબાદ કોઇપણ ચાઇલ્ડ એડોપ્શન માટે આવે ત્યારે તેમને ઇન્ફોર્મ કરવામાં આવે છે.
•> ત્યારબાદ જો ફેવરેબલ કન્ડિશન હોય તો એડોપ્ટર દ્વારા ચાઇલ્ડ ને એડોપ્ટ કરવામાં આવે છે.
વોટ કન્ડિશન ટુ બી ફુલફીલ બાય એડોપ્ટર પેરેન્ટ્સ
જે વ્યક્તિ એ ચાઇલ્ડ ને એડોપ્ટ કરે તેના ફિઝિકલી, મેન્ટલી, તથા ઇમોશનલી સ્ટેબલ હોવું જોઇએ.
એડોપ્ટ પેરેન્ટ્સ એ ફાઇનાન્સીયલી સ્ટેબલ હોવા જોઇએ.
એડોપ્ટેડ પેરેન્ટ્સ એ કોઇ પણ લાઇફથ્રીએટનીંગ ડીસીઝ સાથે સફર થતું ન હોવું જોઇએ.
એવા કોઇ કપલ કે જેને ત્રણ થી વધારે ચાઇલ્ડ હોય તે એડોપ્શન માટે અલોવ હોતા નથી.
સિંગલ ફિમેલ એ એડોપ્ટ કરી શકે છે પરંતુ સિંગલ મેલ એ એડોપ્ટ કરી શકતા નથી.
મેરેજ થયા પછીના બે વર્ષ બાદ ચાઇલ્ડ ને એડોપ્ટ કરી શકાય છે તે પહેલા ચાઇલ્ડ ને એડોપ્ટ કરી શકતા નથી.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના જે મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલફેર છે તેણે વિકલી આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન નો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.
આ પ્રોગ્રામ એટલા માટે ચલાવવામાં આવેલો હતો કારણકે એડોલ્ટસન્ટ પોપ્યુલેશન( 10- 19 યર્સ) માં ન્યુટ્રીશનલ એનિમિયાના પ્રિવેલેન્સ તથા તેની સીવ્યારીટી ને રિડ્યુસ કરી શકાય.
જે વિકલી આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ છે તેમાં એડોલ્ટસન્ટ ગર્લ્સ, સ્કૂલ ગોઇગ ચાઇલ્ડ સાથે જે મેરિડ એડોલ્ટસન્ટ ગર્લ્સ છે તેનુ પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
આ પ્રોગ્રામ એ 2012 મા સ્ટાર્ટ થયો હતો.
સાઇલેન્ટ ફિચર્સ ઓફ વિકલી આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ
ઓબ્જેકટીવ
એડોલ્ટસન્ટ પોપ્યુલેશન માં જે એનીમિયાના પ્રિવેલેન્ટ્સ તથા તેની સિવ્યારીટી ને આયર્ન તથા ફોલિક એસિડ ના સપ્લીમેન્ટેશન દ્વારા એનિમિયાની કન્ડિશનને રીડયુઝ કરવું આ એક મેઇન ઓબ્જેક્ટીવ છે.
ટાર્ગેટ ગ્રુપ
આમાં,
સ્કૂલ ગોઇંગ ગર્લ્સ ,
જે બોયસ એ 6th થી 12th સ્ટાન્ડર્ડ મા હોય તથા
જે મેરિડ એડોલ્ટસન્ટ ગર્લ્સ છે તેનો સમાવેશ થાય છે.
ઇન્ટરવેન્શન
આમા વીકલી આયર્ન ફોલિક એસિડ સપ્લીમેન્ટેશન આપવામા આવે છે.જેમા 100 mg આયર્ન અને 500 mg ફોલિક એસિડ એ વીક મા એક ચોક્કસ દિવસ દરમિયાન આપવામા આવે છે.
આમા, ટાર્ગેટ ગ્રુપ મા સ્કૂલ ગોઇંગ એડોલ્ટસન્ટ ગર્લ્સ, બોયસ કે જે 6th ટૂ 12th સ્ટાન્ડર્ડમાં હોય તથા મેરીડ એડોલ્ટન્ટ ગર્લ્સ હોય તેમાં એનિમિયાની કન્ડિશન ને પ્રિવેન્ટ કરવામાં આવે છે.
જો માઇલ્ડ એનિમિયા ની કન્ડિશન હોય તો આયર્ન ફોલિક એસિડ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે પરંતુ જો મોડરેટ તથા સિવ્યર એનિમિયા ની કન્ડિશન હોય તો તેવા ચાઇલ્ડ ને એપ્રોપ્રિએટ હેલ્થ ફેસીલીટીસ માં રિફર કરવામાં આવે છે.
આ પ્રોગ્રામ અંતર્ગત વર્ષમાં બે વખત ડીવોર્મિંગ મેડીકેશન પ્રોવાઇડ કરી ચાઇલ્ડ માં વોમૅ ઇપ્ફેસ્ટેશન જેમ કે રાઉન્ડ વોર્મ્સ, હુક વોર્મ્સ નું ઇન્ફેસ્ટેશન થતું પ્રિવેન્ટ કરવામાં આવે છે.
કરન્ટ સ્ટેટસ
આ પ્રોગ્રામ એ બધા જ સ્ટેટ્સમાં ઇમ્પલીમેન્ટ કરવામાં આવે છે.
આ પ્રોગ્રામ અંતર્ગત 11.2 કરોડ બેનિફિશિયરીસ ને કવર કરવામાં આવે છે જેમાંથી ચાર 8.4 કરોડ જેટલા બેનીફીશીયરીઝ એ સ્કૂલ ગોઇંગ ચાઇલ્ડ છે જ્યારે 2.8 કરોડ બેનિફિશિયરીસ એ આઉટ ઓફ સ્કુલ ગોઇંગ બેનીફીસીયરિસ હોય છે.