skip to main content

PEDIATRIC UNIT 6 RENAL

Comprehensive Nursing care to the children with the various Diseases and Disorders (RENAL SYSTEM)

  • Explain / Define Nephrotic syndrome (નેેફ્રોટીક સિન્ડ્રોમ ને વ્યાખ્યાયિત કરો.)

નેફ્રોટીક સિન્ડ્રોમ એ બે શબ્દો ભેગા મળી ને બને છે.

નેફ્રોન મીનિંગ કિડની નુ બેઝીક સ્ટ્રકચર.

સિન્ડ્રોમ મિનિંગ ગ્રુપ ઓફ સિમ્ટોમ્સ.

ચિલ્ડ્રન્સ મા નેફ્રોટિક સિન્ડ્રોમ એ એક કિડની ડિસઓર્ડર છે જેમાં ગ્લોમેરુલાઇ કે જે કિડનીનું ફિલ્ટરિંગ યુનિટ છે તે ડેમેજ થવાના કારણે અથવા ગ્લોમેરુલાઇ ની પરમીએબિલીટી ઇન્ક્રીઝ થવાના કારણે બોડી માંથી યુરિન દ્વારા પ્રોટીન નું એક્સક્રીસન થાય છે જેમાં મેઇન્લી આલબ્યુમીન એ બોડીમાંથી એક્સક્રીટ થાય છે.

આ યુરીન દ્વારા બોડી માંથી પ્રોટીન નું એક્સક્રીશન થવાના કારણે બ્લડમાં પ્રોટીનનું અમાઉન્ટ ડીક્રીઝ થાય છે જેના કારણે એડીમાં (સ્વેલિંગ) પર્ટિક્યુલરલી આઇસ ની અરાઉન્ડ મા, એન્કલ તથા એબડોમન મા એડિમા ની કન્ડિશન થાય છે. જેના કારણે બ્લડ માં લિપિડ અને કોલેસ્ટ્રોલ લેવલ પણ ઇન્ક્રીઝ થાય છે.

નેફ્રોટીક સીમટોમ્સ એ સિમટોમ્સ નું કલેક્શન છે કે જે મુખ્યત્વે કિડની માં રહેલી ગ્લોમેરુલાઇ (glomeruli) ડેમેજ થવાના કારણે જોવા મળે છે.

નેફ્રોટીક સિન્ડ્રોમ મા મુખ્યત્વે ચાર સિમ્ટોમ્સ જોવા મળે છે.

1) યુરીન માં હાય લેવલનું પ્રોટીન બોડી માથી એક્સક્રીસન થવું ( પ્રોટીનયુરિયા).

2) બ્લડમાં પ્રોટીન નું અમાઉન્ટ ડિક્રિઝ થવું. ( હાઇપો આઇલ્બ્યુનેમિયા).

3) બ્લડ માં લિપિડનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થવું ( હાઇપર લિપિડેમિયા).

4) બોડી પાર્ટમાં સ્વેલિંગ આવવુ ( એડીમાં).

નેફ્રોટીક સિન્ડ્રોમમાં આ ચાર મેઇન સિમ્ટોમ્સ જોવા મળે છે.

નેફ્રોટીક સિન્ડ્રોમ એ ગમે તે એજ ના વ્યક્તિને અફેક્ટ કરે છે.
બાળકોમાં મુખ્યત્વે 1 થી 7 વર્ષના ચાઇલ્ડ મા વધારે પ્રમાણ મા જોવા મળે છે.

Explain the Etiology/cause of the Nephrotic syndrome .
(નેફ્રોટીક સિન્ડ્રોમ ના કારણ જણાવો.)

ગ્લોમેરુલર ડીસીઝ ના કારણે,
હેરિડીટરી કન્ડિશન ના કારણે,
અમુક પ્રકારની ડિસીઝ જેમ કે કોલેજન વાસ્ક્યુલર ડિસઓર્ડર, કિડની ની સ્મોલ બ્લડ વેસેલ્સ ડેમેજ થવાના કારણે,
અમુક પ્રકાર ની ડીસીઝ કન્ડિશનના કારણે મુખ્યત્વે ચિલ્ડ્રન માં વધુ જોવા મળે છે
એબનોર્મલ કિડની ફંક્શનના કારણે,
ડાયાબિટીક કિડની ડીઝીઝ ના કારણે,
અમુક પ્રકારના ઇન્ફેક્શનના કારણે,
મેડીકેશનના કારણે,
ફોકલ સેગ્મેન્ટલ ગ્લોમેરુલો સ્કલેરોસીસ ( FSGS),
સ્કેટડૅ સ્કેરીંગ ઓફ ગ્લોમેરુલાઇ,
મેમ્બરેનિયસ નેફ્રોપથી,
હાર્ટ ફેઇલ્યોરના કારણે, અમુક પ્રકારના ડિસીઝ થવાના કારણે જેમકે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી ,મેલેરીયા વગેરે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the Nephrotic syndrome. (નેફ્રોટીક સિન્ડ્રોમ વાળા ચાઇલ્ડ લક્ષણો તથા ચિન્હો જણાવો.)

સ્વેલિંગ થવું.
ચાઇલ્ડ માં વેટ ગેઇન થવો.
સ્વેલિંગ એ મુખ્યત્વે આઈ સોકેટ ની લાઇનિંગ પર તથા આઇ ની અરાઉન્ડમાં જોવા મળે છે( પેરીઓરબીટલ એડીમાં).
સ્વેલિંગ એ મુખ્યત્વે લાંબા સમય થી બેસવા અથવા ઉભા રહેવાના કારણે પગમાં તથા એન્કલ માં જોવા મળે છે.
ફેસ એ પફીનેશ થવું.
પ્રોટીન્યુરિયા.
હાઇપોઆલબ્યુનેમીયા.
હાઇપરકોલેસ્ટ્ર્રેમીયા.
ડાયરિયા .
વોમીટીંગ .
એનોરેક્ઝીયા.
લીવર એનલાર્જમેન્ટ થવું.
બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થવું.
એનિમિયા.
રેસ્પિટરી ટ્રેક, પેરીટોનિયમ તથા સ્કીન નું ઇન્ફેક્શન થવું.
સ્કીન એ પેલ થવી.
સ્કેલેટલ મસલ્સ વાસ્ટીંગ થવા.
ઘણી વખત વોલ બોડીમાં પણ સ્વેલિંગ જોવા મળે છે જેને એનાસારકા ( Anasarka) કહેવામાં આવે છે.
એસાઇટીસ,
પીટીંગ એડિમા,
ઓલીગોરીયા (યુરીન આઉટપુટ ડીક્રીઝ થવું).
વેઇટ ગેઇન થવું.
હિમેચુરિયા ( યુરીન મા બ્લડ આવવુ.)
રેસ્પીરેટરી ડિસ્ટ્રેઝ થવુ.
બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થવું.
કિડની ફેઈલ્યોર થવી.
બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ ઇન્ક્રીઝ થવુ.
થાક લાગવો.
બોડીમાં એક્યુમ્યુલેશન થવું
ઈમીડિએટલી ઇન્ફેક્શન થવું.
ભૂખ ન લાગવી.
થાક લાગવો.

Explain the diagnostic evaluation of the child with the Nephrotic syndrome. (નેફ્રોટીક સિન્ડ્રોમ વાળા ચાઇલ્ડ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો.)

History taking and physical examination.
યુરીન ટેસ્ટ.
બ્લડ ટેસ્ટ.
કિડની બાયોપ્સી.
બ્લડ પ્રેશર મોનિટરિંગ. બ્લડ કેમિસ્ટ્રી.
ઇમેજીંગ સ્ટડીઝ.
અલ્ટ્રાસાઉન્ડ.
સી-ટી સ્કેન.
અરિથ્રોસાઇટ સેડીમેન્ટેશન રેટ(ESR).
સિરમ કોલેસ્ટ્રોલ લેવલ.

Explain the medical management of the child with the Nephrotic syndrome.
(નેફ્રોટિક સિન્ડ્રોમ વાળા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

ઇન્ફ્લામેશન ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે ચાઇલ્ડ ને કોર્ટીકોસ્ટીરોઇડ મેડિકેશન પ્રોવાઇડ કરવી.
Ex:= Presnisolone
2 mg/ kg/ day ઇન ડિવાઇડેડ ડોઝ થ્રોઆઉટ 24 અવર્.સ

ચાઇલ્ડ ને ઇમ્યુનો સપ્રેસિવ મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:= Levamisole,
Methotraxate,
Cyclophosphamide,
Cyclosporine,
Clorambucil.

જો ચાઇલ્ડ ને કોઇપણ ઇન્ફેક્શન ની કન્ડિશન હોય તો પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

એડિમા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે ચાઇલ્ડ ને ડાયયુરેટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:= Frusemide 1 to 3 mg/ kg/ day ઇન 2 ડિવાઇડેડ ડોઝ વીથ Spironolactone 2 to 3 mg/ kg/ day ઇન 2 ડિવાઇડેડ ડોઝ.
ડાયયુરેટિક મેડિસિન સાથે પોટેશિયમ સપ્લીમેન્ટેશન પણ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને જો એડીમાં તથા એસાઇટીસ ની કન્ડિશન હોય તો આલબ્યુમીન ઇન્ફ્યુઝન કરવું (1g/ kg/ day) જેના કારણે ઇન્ટરેસ્ટીયલ સ્પેસ માંથી ઇન્ટ્રા વાસ્ક્યુલર સિસ્ટમ માં ફ્લુઇડ એ સિફ્ટ થઇ શકે.

ચાઇલ્ડ ને એન્ટીહાઈપરટેન્સિવ મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નુ કોલેસ્ટ્રોલ લેવલ decrease કરવા માટે statin ગ્રુપની મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને ઓછા પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને એન્ટીકોઓગ્યુલન્ટ મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને વેલ બેલેન્સ ડાયટ જેમ કે પ્રોટીનરીચ તથા સોડિયમ રિસ્ટ્રીક્ટેડ ડાયટ પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.

જો ચાઇલ્ડ ને એન્ડ સ્ટેજ રીનલ ફેઇલ્યોર હોય તો રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોવાઇડ કરવું.

Explain the Nursing management of child with the Nephrotic syndrome.
(નેફ્રોટિકસિન્ડ્રોમ વાળા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)

ચાઇલ્ડ નુ પ્રોપરલી એસેસમેન્ટ કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન મોનિટર કરવા.

ચાઇલ્ડ નું ફ્લુઇડ બેલેન્સ મોનિટર કરવું.

ચાઇલ્ડ નો રેગ્યુલરલી વેઇટ મોનિટર કરવો.

ચાઇલ્ડ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટર કરવો.

જો ચાઇલ્ડ ને એડીમા ની કન્ડિશન હોય તો એક્સ્ટ્રીમેટીસ ને એલિવેટ કરવી.

જો ચાઇલ્ડ ને એડીમાની કન્ડિશન હોય તો ડાયયુરેટિક મેડિસિન તથા ફ્લુઇડ લેવલ મોનિટર કરવું.

ચાઇલ્ડ નું ન્યુટ્રીશનલ સ્ટેટસ કંટીન્યુઅસ મેઇન્ટેન રાખવું.

ચાઇલ્ડ ને પ્રોટીન,સોલ્ટ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને તેની ડીસીઝ કન્ડિશન,તેના કારણો ,તેને લક્ષણો અને ચિન્હો તથા ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન વિશે કમ્પલીટ માહિતી પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પર્સનલ હાયજીન મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ સાથે પ્રોપરલી ઇન્ટર પર્સનલ રિલેશનશિપ (IPR) મેઇન્ટેન રાખવા.

ચાઇલ્ડ થતા તેના ફેમિલી મેમ્બર્સ ને કમ્પલીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ના બધા જ ડાઉટ્સ ક્લિયર કરવા.

ચાઇલ્ડ ને જુદી જુદી પ્લે એક્ટિવિટીસમાં પાર્ટિસિપેટ કરવા માટે એન્કરેજ કરવું.

ચાઇલ્ડ ના ફ્રિક્વંટલી વાઇટલ સાઇન મોનિટર કરવા.

ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ એ કેટલા અમાઉન્ટમાં ફ્લુઇડ ઇન્ટેક કરે અથવા કેટલા અમાઉન્ટ માં ચાઇલ્ડ ને ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવામાં આવે તેનું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને સ્મોલ ફ્રિકવન્ટ ફીડિંગ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને સોડિયમ રીસ્ટ્રીટેડ ડાયટ પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ને પ્રોપરલી સપ્લીમેન્ટરી વિટામીન તથા આયર્ન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે રેગ્યુલરલી ફોલોઅપ લેવું.

  • Define/explain the Acute glomerulonephritis.(એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટીસ ને વ્યાખ્યાયિત કરો.)

એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાયટીસ માં કિડની મા રહેલા ગ્લોમેરુલર કેપેલારીસ નું ઇન્ફેક્શન તથા ઇન્ફલાર્મેશન થાય તેને ગ્લોમેરુલોનેફ્રાઇટીસ કહેવામાં આવે છે.

એક્યુટ ગ્લોમેરુંલોનેફ્રાયટીસ એ મુખ્યત્વે સ્ટ્રેપટોકોકલબેકટેરિયા ( Streptococcal) ના કારણે જોવા મળે છે.

એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટીસ ના મોસ્ટ કોમન સિમ્ટોમ્સ મા સ્વેલિંગ, બ્લડપ્રેશર ઇન્ક્રીઝ થાય, તથા યુરીન આઉટપુટ માં ચેન્જીસ જોવા મળે છે.

ગ્લોમેરુલાઇ:=
ગ્લોમેરુલાઇ એ ટાઇની બોલ શેપ સ્ટ્રક્ચર છે કે જે કિડનીમાં આવેલી હોય છે તે મુખ્યત્વે બ્લડ ના ફિલ્ટરેશન માં અગત્યનો ભાગ ભજવે છે અને યુરીન નું ફોર્મેશન કરવામાં જવાબદાર હોય છે. એક કિડની માં thousands of ફિલ્ટરેશન યુનીટ આવેલા હોય છે તેમાં કેપેલારીસ આવેલી હોય છે અને તે મેમ્બરેન દ્વારા સરાઉન્ડેડ થયેલા હોય છે તેનું મેઇન વર્ક એ વેસ્ટ પ્રોડક્ટ ,એક્સેસ વોટર તથા ઇલેક્ટ્રોલાઇટ ને ફિલ્ટર કરવામાં અગત્ય નો ભાગ ભજવે છે.

ગ્લોમેરુલોનેફ્રાઇટીસ :=
ગ્લોમેર્યુલર અને તેની કેપીલારિસ ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તેને ગ્લોમેરુલોનેફ્રાઇટીસ તરીકે ઓળખવામાં આવે છે.

Explain the Etiology/ causes of the glomerulonephritis( ગ્લોમેરુલોનેફ્રાયટીસ ના કારણે જણાવો.)

સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન ના કારણે.
નોનસ્ટિરોઇડલ એન્ટીઇન્ફ્લામેન્ટ્રી ડ્રગ નો હેવીડોઝ લેવાના કારણે.
બેક્ટેરિયા , વાયરલ તથા પેરાસાઈટીક ઇન્ફેક્શન થવાના કારણે.
ગ્રુપ A બીટા સ્ટ્રેપ્ટોકોકસ હિમોલાઇટીકસ ના કારણે.
અપર રેસ્પિરેટ્રીટ્રેક ઇન્ફેક્શન ની હિસ્ટ્રી હોવાના કારણે.

Explain the Clinical manifestation of the child with the acute glomerulonephritis.(એક્યુટ ગ્લોમેરુંલોનેફ્રાયટીસ માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

હિમેચુરિયા ( બ્લડ ઇન યુરિન).
એડીમાં. પ્રોટીન્યુરિયા( યુરીનમાં પ્રોટીનનું લેવલ ઇન્ક્રીઝ થવું).
ફીવર આવવો,
ઠંડી લાગવી,
નબળાઈ આવવી,
ભૂખ ન લાગવી,
થાક લાગવો ,
નોઝીયા,
વોમીટીંગ,
જનરલાઇસ , ફેશિયલ તથા પેરીઓરબિટલ સ્વેલિંગ,
વેઇટ ગેઇન થવો,
હેડએક થવુ,
હાઇપરટેન્સન થવુ,
ફ્લુઇડ ઓવરલોડ થવુ,
એબડોમિનલ પેઇન થવું,
પેલનેસ થવુ,

Explain the diagnostic evaluation of the children with the acute glomerulonephritis (એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટીસ વાળા ચાઇલ્ડ નુ ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન લખો).

history taking and physical examination.
યુરીન એનાલાઇસીસ.
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ.
સ્વેબ કલ્ચર.
થ્રોટ સ્વેબ કલ્ચર.
ચેસ્ટ એક્સ રે.
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ.
એન્ટી સ્ટ્રેપટોલાઇસિન O ટાઇટર ટેસ્ટ.
બ્લડ એક્ઝામિનેશન બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ ને અસેસ કરવા માટે.
એરીથ્રોસાઇટ સેડીમેન્ટેશન રેટ ટેસ્ટ.
કિડની સ્કેન.

explain the management of the Children with the acute glomerulonephritis.(એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાયટીસ વાળા ચાઇલ્ડ નું મેનેજમેન્ટ લખો).

Medical management

ચાઇલ્ડને એન્ટીહાઇપરટેન્સિવ મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:= Nifedipine, Atenolol.

ચાઇલ્ડ ને એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.
Ex:= Cephalaxin 50 mg/ kg અપ ટુ 10 days.

ચાઇલ્ડ ને કોર્ટીકોસ્ટીરોઇડ મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ડાયયુરેટીક મેડિસિન કરવી.
Ex := Frisemide 1-2 mg/ day.

જો ચાઇલ્ડને બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ હાઇ હોય તો પેરિટોનિયલ ડાયાલિસિસ માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને ઇમ્યુનો સપ્રેશિવ એજન્ટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને કમ્પ્લીટ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ નું ફ્લુઇડ વોલ્યુમ મેન્ટેઇન રાખવો તથા ડેઇલી વેઇટ રેકોર્ડિંગ કરવો.

ચાઇલ્ડ નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડને પ્રોપરલી મેડિસિન એડમિનિસ્ટ્રેશન કરવી.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન રેગ્યુલરલી રેકોર્ડિંગ કરવા.

Explain the Nursing management of Children with the Acute glomerulonephritis (એક્યુટ ગ્લોમેરુંલો નેફ્રાઈટીસ વાળા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો).

ચાઇલ્ડ ને ને સોલ્ટ તથા ફ્લુઇડ રિસ્ટ્રિક્શન ડાયટ લેવા માટે એડવાઇઝ કરવું.

ચાઇલ્ડ ને એક્સેસીવ અમાઉન્ટમા ફ્લુઇડ ઇન્ટેક અવોઇડ કરવા માટે કહેવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન મોનિટર કરવા.

ચાઇલ્ડ ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટર કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ નુ બ્લડ યુરીયા નાઇટ્રોજન ,ક્રીએટીનીન તથા બ્લડ પ્રેશર મોનિટર કરવું.

ચાઇલ્ડ નુ ફ્લુઇડ બેલેન્સ પ્રોપરલી મોનીટર કરવું.

ચાઇલ્ડ ને એન્ટીહાઈપરટેન્સિવ ,તથા ડાયયુરેટીક મેડિસિન પ્રોપરલી લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોટીનયુક્ત ડાયટ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને એડિક્યુએટ અમાઉન્ટ માં કાર્બોહાઈડ્રેટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પોટેશિયમ તથા સોડિયમ ઇન્ટેક રિસ્ટ્રિક્શન કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ નું ફ્લુઇડ બેલેન્સ કેર ફૂલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને હાર્ટ ફેલ્યોર માટેના કોઈપણ સાઈન તથા સિમ્ટોમ્સ છે કે નહીં તે મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ને કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેને ઇમિડિયેટલી ટ્રીટ કરવુ.

ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • Explain/Define Renal failure.( રીનલ ફેઇલ્યોર ને વ્યાખ્યાયિત કરો).

રીનલ ફેઇલ્યોર ને કિડની ફેઇલ્યોર તરીકે પણ ઓળખવામાં આવે છે.

રીનલ ફેઇલ્યોર એ એવી કન્ડિશન છે કે જેમાં કિડની ની બોડી માંથી વેસ્ટ પ્રોડક્ટને રીમુવ કરવાની તથા ફિલ્ટરેશન કરવાની એબીલીટી લોસ થાય છે.

આ કન્ડિશન ના કારણે બોડીમાં ટોક્સિક મટીરીયલ્સ નુ એક્યુમ્યુલેટ થાય તથા બોડી મા ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ થાય છે.

રીનલ ફેઇલ્યોર એ એવી કંન્ડીસન છે કે જેમાં એડીક્યુએટલી કિડની ફંક્શન ફેઇલ્યોર થાય છે.

રીનલ ફેઇલ્યોર ના બે ટાઈપ પડે છે.

1.એક્યુટ રીનલ ફેઇલ્યોર

2. ક્રોનિક રીનલ ફેઇલ્યોર

Define/ Explain the Acute Renal failure( ARF ) ( એક્યુટ રીનલ ફેઇલ્યોર ને વ્યાખ્યાયિત કરો.)

એક્યુટ રિનલ ફેઇલ્યોર ને એક્યુટ કિડની ઇંજરી ( AKI ) તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જેમાં સડ્નલી તથા રેપિડલી કિડની ફંક્શન ડિક્લાઇન થાય છે. એક્યુટ કિડની ફેલ્યોર એ એવી કન્ડિશન છે કે જેમાં સડ્નલી કિડની ની ફંકશનલ એબિલિટી ઇમ્પેઇરડ થાય છે.

જેના કારણે કિડની એ પ્રોપરલી ફિલ્ટરેશન કરી શકતી નથી અને યુરિન આઉટપુટ એ પણ ડિક્રિઝ થાય છે.(less than 1ml/ kg/ hr)તથા બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ અને ફ્લુઇડ બેલેન્સ મેઇન્ટેન કરી શકતી નથી. એક્યુટ કિડની ફેઈલ્યોર 7 થી 90 દિવસ ની અંદર જોવા મળે છે. એક્યુટ કિડની ફેઇલ્યોર માં મુખ્યત્વે ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ ઓછો થાય, બ્લડ યુરીયા નાઇટ્રોજન નુ કોન્સન્ટ્રેશન ઇંક્રિઝ થાય, ક્રિએટિનીન નું અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય, યુરીન આઉટપુટ એ આખા દિવસમાં 400ml કરતા પણ ઓછું થાય, હાઇપરકેલેમિયા ની કન્ડિશન અરાઇસ થાય અને બોડીમાં સોડિયમ નું રિટેન્શન જોવા મળે છે.

Explain the Etiology/ cause of the Acute Renal failure (એક્યુટ રીનલ ફેઇલ્યોર થવા માટેના કારણ જણાવો.)

1) pre Renal cause (પ્રી રીનલ કોઝ)

કિડની માં બ્લડ સપ્લાય ઇમ્પેઇરડ થવાના કારણે.
ડિહાઈડ્રેશન ના કારણે.
ડાયરિયા.
વોમીટીંગ.
હેમરેજ.
બર્ન.
ડાયયુરેટિક મેડિસિન નુ એક્સેસિવ યુઝ ના કારણે.
કાર્ડિયાક આઉટપુટ ડીક્રીઝ થવાના કારણે.
કંજેસ્ટિવ હાર્ટ ફેઇલ્યોર થવાના કારણે.
કાર્ડીઓજેનીક શોક ના કારણે.
એક્યુટ પલ્મોનરી એમ્બોલીઝમ ના કારણે.
રીનલ માં બ્લડ સપ્લાય કરતી બ્લડ વેસલ કોન્સ્ટ્રીક્ટ થવાના કારણે.
રિનલ માં બ્લડ સપ્લાય કરતી બ્લડ વેસેલ્સ ડાયલેટ થવાના કારણે.

2) Intrarenal (ઇન્ટ્રા રીનલ )

ઇન્ટ્રા રીનલ ફેઇલ્યોર એ મુખ્યત્વે ગ્લોમેરુલાઇ, કીડની ટ્યુબ્યુલ્સ મા, નેફ્રોન મા સ્ટ્રકચરલ ડેમેજ થવાના કારણે જોવા મળે છે.

પ્રોલોંગ રીનલ ઇસ્ચેમીયાના કારણે.
બ્લડ ક્લોટ, કોલેસ્ટ્રોલ એ વેઇન તથા આટૅરી ની આજુબાજુ ડિપોઝિટ થવાના કારણે.
ઇન્ફેક્શન થવાના કારણે.
હિમોલાઈટીક યુરેમિક સિન્ડ્રોમ ના કારણે.
સિવ્યર ટ્રાન્સફ્યુઝન રિએક્શન થવાના કારણે.
કોઈપણ નેફ્રોટોક્સિક એજન્ટ ના એક્સપોઝર માં આવવાના કારણે.
Like:=
NSAID Drug ,
ACE inhibitor,
એમાઇનોગ્લાયકોસાઈડ લ્યુપસ,
મલ્ટીપલ માયલોમા,

3) Postrenal ( પોસ્ટરીનલ)

યુરીન ફ્લો ઓબસ્ટ્રકટેડ થવાના કારણે.
પ્રોસ્ટેટ ગ્લેન્ડના એન્લામેન્ટ થવાના કારણે.
કિડની સ્ટોન હોવાના કારણે.
યુરીનરી ટ્રેક ઓર્ગન નું કેન્સર હોવાના કારણે.
અમુક પ્રકારની મેડીકેશનના કારણે.
બ્લાડર સ્ટોન હોવાના કારણે.
પ્રોસ્ટેટ ગ્લેન્ડ એન્લાર્જ થવાના કારણે.
બ્લાડર કેન્સર હોવાના કારણે.
ન્યુરોલોજીકલ ડિસઓર્ડર થવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Children with the Acute Renal failure. (એક્યુટ રીનલ ફેઇલ્યોર વાળા ચાઇલ્ડ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

ઓલીગોયુરીયા ( યુરીન આઉટપુટ ડીક્રીઝ થવુ.),
એનયુરિયા ( નો યુરીન આઉટપુટ),
ફ્લુઇડ રીટેન્શન થવું.
ઇડીમાં થવુ.
ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ થવુ.
મસલ્સ વીકનેસ થવુ.
યુરેમીક સિમ્ટોમ .
હાઇપર ટેન્શન.
બ્રુઇઝીંગ અને બ્લીડિંગ.
રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ.
ન્યુરોલોજીકલ સિમ્ટોમ્સ.
કાર્ડીઓવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન.
ચાઇલ્ડ એ ક્રિટિકલી ઇલ તથા લેથારજી લાગે છે.
ડાર્ક કલર યુરીન પાસ થવું.
સ્કિન તથા મ્યુકસ મેમ્બરેન ડ્રાય થવી.
એઝોટીમિયા.
હાર્ટ રેટ રેપીડ થવા.
ફ્લેન્ક પેઇન થવું.
સોર્ટનેસ ઓફ બ્રીધ થવુ.
મેટાબોલિક એસીડોસીસ થવું.
એનીમિયા તથા પ્લેટલેટ ડીસફંક્શન થવું.
સેકન્ડરી ઇન્ફેક્શન થવાની સસેપ્ટીબીલીટી ઇન્ક્રીઝ થવી.
જનરલાઈઝ મલેઇશ .
થાક લાગવો.
કાર્ડીયાક પ્રોબ્લમ થવું.
સેકન્ડરી ઇન્ફેક્શન થવાની સસેપ્ટીબીલીટી ઇન્ક્રીઝ થવી.
ફલુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવું.
ફલુઇડ ઓવરલોડ થવું.

હાઇપરકેલેમિયા, હાઇપોનેટ્રેમિયા, હાઇપોકેલ્સેમિયા, હાઇપરમેનેગ્નેસેમીયા.
ભૂખ ન લાગવી.
નોઝીયા.
વોમીટીંગ.
ડાયરિયા.
મ્યુકસ મેમ્બરેન ડ્રાઇ થવી.
માઉથ માંથી મેટાલીક ટેસ્ટ આવવો.
એબડોમિનલ પેઇન થવું.
માથું દુખવું.
ઉંઘ ન આવવી.
ઇરીટેબિલિટી થવી.
કન્ફ્યુઝન થવું.
પેરીફેરલ ન્યુરોપથી.
આચકી આવવી.
કોમા.

Explain the diagnostic evaluation of the child with Acute renal failure.
( એક્યુટ રીનલ ફેઇલ્યોર વાળા ચાઇલ્ડ ના ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુશન લખો.)

history taking and physical examination.
બ્લડ ટેસ્ટ.
પોટેશિયમ ટેસ્ટ.
ઇલેક્ટ્રોલાઇટ ટેસ્ટ.
યુરીન ટેસ્ટ.
ECG.
કિડની બાયોપ્સી.
ઈમેજીંગ ટેસ્ટ.
કીડની બાયોપ્સી.

Explain the medical management of the Children with the renal failure. (રીનલ ફેઇલ્યોર થવા વાળા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો).

રિનલ ફેઇલ્યોર થવા વાળા ચાઇલ્ડ સ્પેસિફિક કોઝ આઇડેન્ટીફાય કરવુ.

ચાઇલ્ડ ને યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન છે કે નહીં તે અસેસ કરવું.

ચાઇલ્ડ નું ફ્લુઇડ લેવલ અસેસ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી ડાયયુરેટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નું ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટર કરવું.

જો ચાઇલ્ડ ને સિવ્યર રીનલ ફેઇલ્યોર થયુ હોય તો ડાયાલીસીસ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપર મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને એન્ટીહાઈપરટેન્સિવ મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને એનીમીયા ને કંટ્રોલ કરવા માટે મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નું રીનલ ફંક્શન કંટીન્યુઅસલી મોનિટર કરવું.

ચાઇલ્ડ નું ઇલેક્ટ્રોલાઇટ લેવલ કંટીન્યુઅસલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન કરવા માટે એડવાઈઝ આપવી.

Explain the Nursing management of Children with Acute renal failure.
(એક્યુટ રીનલ ફેઇલ્યોર થવા વાળા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો).

ચાઇલ્ડ નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.

ચાઇલ્ડ નું ફ્લુઇડ લેવલ પ્રોપરલી મોનિટર કરવું.

ચાઇલ્ડ નું ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી મોનિટર કરવું.

ચાઇલ્ડ નું બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ મોનિટર કરવું.

ચાઇલ્ડ ને ફ્લુઇડ ઓવરલોડ ના કોઇપણ સાઇન તથા સિમ્ટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.

ચાઇલ્ડ ના કેર માટે અધર હેલ્થ કેર મેમ્બર સાથે કોલાબોરેશન કરવું.

ચાઇલ્ડ નું ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટર કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને એન્ટીહાઇપરટેન્સિવ મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને ફ્લુઇડ રિસ્ટ્રિક્શન માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી ડાયાલિસિસ કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી સ્કીન કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ની સ્કીન ઇન્ટીગ્રિટી પ્રોપરલી
મોનિટર કરવી.

ચાઇલ્ડ ને લો સોડિયમ, લો પોટેશિયમ, લો ફોસ્ફેટ ડાયટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી હાઇજીનીક કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટર કરવો.

ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનિટર કરવો.

ચાઇલ્ડ નું બ્લડ પ્રેશર પ્રોપરલી મોનિટર કરવું.

ચાઇલ્ડ નું બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ ક્રિએટિનીન તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટર કરવું.

ચાઇલ્ડ નું ન્યુટ્રીશનલ સ્ટેટસ મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ને હાઇકેલરી,
લો પ્રોટીન ,લો સોડિયમ, લો પોટેશિયમ ડાયટ તથા વિટામીન સપ્લીમેન્ટેશન પ્રોવાઈડ કરવું.

ચાઇલ્ડ ને સ્મોલ તથા ફ્રિક્વન્ટ અમાઉન્ટ માં ફૂડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ની કેર મા સ્ટ્રીક એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખવી.

ચાઇલ્ડ ને પ્રોપર્લી માઉથ કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ની હાર્ટ એક્ટીવીટી પ્રોપરલી મોનિટર કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • Explain/ define the chronic renal failure( CRF ).(ક્રોનિક રીનલ ફેઇલ્યોર ને વ્યાખ્યાયિત કરો).

ક્રોનિક રિનલ ફેઇલ્યોર ને ક્રોનિક કિડની ડીસીઝ ( CKD ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્રોનિક કીડની ફેઇલ્યોર મા કીડની નુ ફંક્શન એ સ્લોલી એન્ડ પ્રોગ્રેસિવલી ડિટોરિયેશન થાય છે જેના કારણે ઇલેક્ટ્રોલાઇટ ઇબેલેન્સ અને ફ્લુઇડ ઇમ્બેલેન્સ થાય છે જેના કારણે યુરેમિયા અને એઝોટેમીયા જેવી કન્ડિશન અમુક મહિના તથા વર્ષોમાં અરાઇઝ થાય છે.

ક્રોનીક રીનલ ફેઇલ્યોર મા સ્લોલી, ઇન્સીડીઅસ , અને ઇરરિવર્સીબલ રીનલ એક્સક્રીટરી અને રેગ્યુલેટરી ફંક્શન ઇમ્પેઇરડ થાય છે.

ક્રોનિક કિડની ડિઝીઝ ના ફાઇનલ સ્ટેજ ને એન્ડ સ્ટેજ રીનલ ડીઝીઝ ( ESRD) કહેવામાં આવે છે.

ક્રોનીક કીડની ડીસીઝ એ એવી કન્ડિશન છે કે જેમાં કિડની એ ગ્રેજ્યુઅલી બોડીમાં રહેલા વેસ્ટ પ્રોડક્ટ તથા ફ્લુઇડ ને ફિલ્ટર કરી શકતી નથી તેના કારણે ટોક્સિન સબસ્ટન્સ એ બોડીમાં એક્યુમ્યુલેટ થાય છે.

આ કન્ડિશન એ મુખ્યત્વે જુદા જુદા કારણોના કારણે જેમ કે ડાયાબિટીસ, હાયપરટેન્શન, ગ્લોમેરુલોનેફ્રાઇટીસ, પોલીસીસ્ટીક કીડની ડીસીઝ વગેરેના કારણે થાય છે.

Explain the Etiology/ cause of the chronic renal failure (ક્રોનીક રીનલ ફેઇલ્યોર થવા માટેના કારણ જણાવો).

ડાયાબિટીસ મલાઇટસ ના કારણે.
હાઇપર ટેન્શન ના કારણે.
કિડની ડિસિસ ની ફેમિલી હિસ્ટ્રી હોવાના કારણે.
વારંવાર એક્યુટ રીનલ ફેઇલ્યોર ના એપિસોડ આવવાના કારણે.
લોંગ ટર્મ ઇન્ફેક્શન જેમકે ક્રોનીક પાયલો
નેફ્રાયટીસ તથા ટ્યુબરક્યુલોસિસ જેવા ઇન્ફેક્શન હોવાના કારણે.
ઓટોઇમ્યુન ડીસઓર્ડર ના કારણે.
પોલીસિસ્ટીક કિડની ડીઝિઝના કારણે.
નેફ્રો ટોક્સિક એજન્ટના કારણે.
અમુક પ્રકારના કેમિકલ્સના કારણે.
રિફ્લક્ષ નેફ્રોપથી ના કારણે.
કોઇપણ ઇન્જરી તથા ટ્રોમા થવાના કારણે.
કિડની સ્ટોન તથા ઇન્ફેક્શન હોવાના કારણે.
ગ્લોમેરુલોનેફ્રાયટીસ ના કારણે.
બાયલેટરલ કેલ્ક્યુલાઇ હોવાના કારણે.
બાય લેટરલ પેલ્વિક યુરેટેરિક જંકશન ઓબસ્ટ્રક્શન હોવાના કારણે.
કંજીનાઇટલ એનોમાલિસ ના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Children with the chronic kidney disease. (ક્રોનીક કિડની ડીઝીઝ થવા માટેના લક્ષણો તથા ચિહ્નો જણાવો).

થાક લાગવો.
નબળાઈ આવવી.
ફલુઇડ નું રિટેન્શન થવું.
ઈડીમાં થવું.
યુરિનેશન માં ચેન્જીસ થવા.
યુરીનરી ફ્રિક્વન્સી ઈન્ક્રીઝ થવી.
હાઇપરટેન્શન.
ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ થવું.
એનીમીયા.
બોન પેઇન થવું.
મિનરલ ઇમ્બેલેન્સ થવું.
ઈચિંગ થવી.
શ્વાસ લેવામાં તકલીફ પડવી.
યુરોપથી થવી.
નંબનેસ.
ટીંગલીંગ સેન્સેશન થવુ.
નબળાઇ આવવી.
નોઝીયા.
વોમીટીંગ.
લોસ ઓફ એપેટાઇટ થવુ.
થર્સટ ઇન્ક્રીઝ થવી
વેઇટ લોસ થવો.
કોગ્નિટીવ ઇમ્પેઇરમેન્ટ થવી.
પર્સનાલિટી ચેન્જીસ થવી.
કન્ફ્યુઝન.
કોન્સન્ટ્રેશન માં ઇનએબિલિટી થવી.
ડિસઓરિઅન્ટેશન થવું.
ફ્લેપીંગ હેન્ડ થવુ.
રેસ્ટલેસનેસ થવું.
ફીટ માં બર્નિંગ સેન્સેશન થવુ.
ચેસ્ટ પેઇન થવું.
હાઇપર લીપીડેમીયા.
હાઈપર કેલેમિયા.
હાયપરટેન્શન.
પ્રોગ્રેસિવ એનિમિયા.
એસીડોટિક બ્રિધિંગ થવું.
પરપ્યુરા.
પેરીફેરલ ન્યુરોપોથી.
કાર્ડીઓમાયોપથી.
પેરિકાર્ડાઇટીસ.
ઇમ્યુન ફંક્શન ઇમ્પેઇડ થવું.

Explain the diagnostic evaluation of the child with the cronic kidney disease. (ક્રોનિક કિડની ડિસીઝ વાળા ચાઇલ્ડ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

history taking and physical examination.
બ્લડ ટેસ્ટ.
સીરમ ક્રિએટિનીન ટેસ્ટ.
બ્લડ યુરિયા નાઇટ્રોજન ટેસ્ટ.
યુરીન ટેસ્ટ.
આલ્બ્યુમીન ટુ ક્રિએટિનીન રેસીયો.
ઈમેજિંગ સ્ટડી.
અલ્ટ્રાસાઉન્ડ.
એક્સ રે ઓફ ચેસ્ટ, સ્પાઇન એન્ડ એક્સ્ટ્રીમિટીસ,
ct scan.
MRI.
કિડની બાયોપ્સી.
ગ્લુમેરુલર ફિલ્ટરેશન રેટ.
અસેસ ધ ઇલેક્ટ્રોલાઇટ લેવલ.
અસેસ ધ હિમોગ્લોબીન લેવલ.
અસેસ ધ હિમાટોક્રિટ લેવલ.
બ્લડ પ્રેશર મોનિટરિંગ.

Explain the medical management of the Children with the cronic kidney disease.
( ક્રોનિક કિડની ડીસીઝ વાળા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

જો ચાઇલ્ડ ને હાઇ બ્લડ પ્રેશર ની કન્ડિશન હોય તો એન્ટી હાઈપર ટેન્સિવ મેડિસિન પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને ડાયાબિટીસ ની કંડીશન હોય તો એન્ટિડાયાબિટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના બ્લડ કોલેસ્ટ્રોલ ને રિડયુસ કરવા માટે સ્ટેટિંન ગ્રુપ ની મેડિસિન પ્રોવાઇડ કરવી.

એનીમિયા ની ટ્રીટમેન્ટ માટે ચાઇલ્ડ ને આયર્ન તથા ફોલિકએસિડ સપ્લીમેન્ટ પ્રોવાઇડ કરવી તથા પેક્ડ સેલ ટ્રાન્સફ્યુઝન દ્વારા ટ્રીટ કરવી.

જો ચાઇલ્ડ ને હાઇપરફોસ્ફેટેમીયાની કન્ડિશન હોય તો ફોસ્ફેટ બાઇન્ડર મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને કેલ્શિયમ તથા વિટામિન ડી સપ્લીમેન્ટ પ્રોવાઈડ કરવી.

ચાઇલ્ડ ને ફ્લુઇડ રીટેન્સન માંથી પ્રિવેન્ટ કરવા માટે ડાયયુરેટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રિશિયસ ફૂડ પ્રોવાઇડ કરવું જેમા એડિકયુટેડ પ્રોટીન એટ લિસ્ટ 1.5 gm/ kg/ day પ્રોવાઇડ કરવુ તેમા એગ્સ, મિલ્ક,મીટ,અને ફિસ વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

ચાઇલ્ડ ને એડીક્યુએટ કેલેરી ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી .

ચાઇલ્ડ ને પ્રોપરલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ને તેની લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ નો એડિકયુટેડ વેઇટ મેઇન્ટેન
કરવા માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને અધર કોઇપણ કોમ્પ્લિકેશન ન થાય તે માટે પ્રોપરલી કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ડિહાઇડ્રેશન ને પ્રિવેન્ટ કરવા માટે એડીક્યુએટ વોટર ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

જો ચાઇલ્ડને એસીડોસીસ ની કન્ડિશન હોય તો તેને સોડિયમ બાયકાર્બોનેટ ટેબલેટ પ્રોવાઇડ કરવી જેના કારણે એસીડોસીસ ની કન્ડિશન ટ્રીટ કરી શકાય.

જો ચાઇલ્ડ ને કોઇ પણ ઇન્ફેક્શન ની કન્ડિશન હોય તો પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને ઇચિંગ થતી હોય તો તેને રિલીવ કરવા માટે એન્ટીહિસ્ટામાઇન મેડીકેશન પ્રોવાઇડ કરવી.

Explain the Nursing management of child with the cronic kidney disease. (ક્રોનિક કિડની ડીઝીઝ વાળા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો).

ચાઇલ્ડ નું પ્રોપરલી એસેસમેન્ટ કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.

ચાઇલ્ડ નું ફ્લુઇડ લેવલ પ્રોપરલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને અધર કોઇપણ કોમ્પ્લિકેશન છે કે નહીં તે અસેસ કરવું.

ચાઇલ્ડ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નું ફ્લૂઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટર કરવું.

ચાઇલ્ડ નું પ્રોપરલી ન્યુટ્રીશનલ સ્ટેટસ મેઇન્ટેન રાખવા માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી

ચાઇલ્ડ નું હિમોગ્લોબીન લેવલ પ્રોપરલી મોનીટર કરવું.

ચાઇલ્ડ નું બ્લડ પ્રેશર પ્રોપરલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને અધર કોઇપણ સાઇન થતા સીમટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને અધર કોમ્પ્લિકેશન માંથી પ્રિવેન્ટ કરવા માટે લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ની પ્રોપરલી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવું.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને તેની ડીઝીઝ ,તેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો, અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલર મેડીકેશન પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.

Published
Categorized as gnm sy pedia full course, Uncategorised