skip to main content

PEDIATRIC UNIT 2 GROWTH AND DEVELOPMENT

GROWTH AND DEVELOPMENT

  • Introduction of Growth and Development ( ઈન્ટ્રોડકશન ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ).

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ નો પ્રોસેસ જન્મ પહેલા શરૂ થઈ જાય છે, એટલે કે જ્યારે મધર ના યુટ્રસ મા કન્સેપશન થાય ત્યારથી જ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અને પીડીયાટ્રીક ની પણ શરૂઆત થાય છે. ત્યારબાદ તે આખી જિંદગી શરૂ રહે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને લગતા મુખ્ય ફેરફારો એ કન્સેપશન થી એડોલેશન્ટ એઈજ ની વચ્ચે જોવા મળે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ એકબીજા થી ખૂબ જ જોડાયેલા છે દરેક બાળકમા ગ્રોથ અને ડેવલપમેન્ટની પોતાની યુનિક પેટર્ન હોય છે.

  • Importance of Learning Growth and Development (ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ શીખવાનુ ઈમ્પોર્ટન્સ).

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ નુ નર્સિસ માટે નોલેજ લેવુ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ હોય છે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના નોલેજ દ્વારા તે બાળકોમા ઇફેક્ટિવ કેર પ્રોવાઇડ કરી શકે છે. ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ શીખવા માટેનું ઈમ્પોર્ટન્સ નીચે મુજબ રહેલુ છે.

બાળકોનો નોર્મલ ગ્રોથ અને નોર્મલ ડેવલપમેન્ટ નો પ્રોસેસ વિશે જાણવા માટે.

બાળક ની યોગ્ય ઉંમર મુજબ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમા કયા કયા ફેરફારો આવી શકશે તે જાણવા માટે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમા કોઈપણ પ્રકારનો ચેન્જ હોય તો તે વહેલી તકે આઇડેન્ટીફાય કરવા માટે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની એબનોર્માલિટી આઇડેન્ટીફાઈ કર્યા પછી તેને લગતા યોગ્ય મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટ વહેલાસર આપવા માટે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના દરેક સ્ટેજે બાળકની જરૂરિયાત મુજબની કેર પ્રોવાઇડ કરવા માટે.

બાળકના પેરેન્ટ્સ ને તેના દરેક આસ્પેકટ વિશે સમજાવવા માટે તથા બાળકના કેર મા પાર્ટીશીપેશન કરવા માટે.

બાળકોમા તેના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના દરેક અસ્પેકટ મા હોલીસ્ટિક કેરના એપ્રોચ દ્વારા બાળકના દરેક એરિયામા તે તેના ફૂલ પોટેન્શિયલ મેળવી શકે તે માટે.

  • Growth (ગ્રોથ).

ગ્રોથ એટલે ફિઝિકલ મેચ્યોરેશન થવાનો પ્રોસેસ. જેમા બાળકના શરીરમા આવેલા દરેક ઓર્ગન ની સાઈઝ, શેપ અને સ્ટ્રકચરમા મેચ્યોરેશન (વધારો) જોવા મળે છે. આ થવાનુ કારણ ઇન્ટ્રા સેલ્યુલર સબસ્ટન્સમા વધારો અને સેલ ડિવિઝન છે.

ગ્રોથ એ બોડી નો ક્વોન્ટિટેટીવ ચેન્જ છે. તેને ઇંચ, સેન્ટીમીટર, કિલોગ્રામ, પાઉન્ડ વગેરેમા સરળતાથી મેઝર કરી શકાય છે.

બાળક મા હાઈટ મા વધારો, તેના વજન મા વધારો વગેરે ગ્રોથ બતાવે છે જે આપણે ઇંચ કે કિલોગ્રામ મા મેઝર કરી શકીએ છીએ.

  • Development (ડેવલપમેન્ટ).

ડેવલપમેન્ટ એટલે તે બોડી ના ફિઝિયોલોજીકલ મેચ્યોરેશન અને ફંકશનલ કેપેસિટી મા મેચ્યોરેશન થવાનો પ્રોસેસ છે.

તે પ્રોગ્રેસિવલી બાળકમા તેની સ્કિલ અને કોઈપણ કાર્ય કરવાની કેપેસિટી મા વધારો થાય તેને ડેવલપમેન્ટ કહેવામા આવે છે.

ડેવલપમેન્ટ થવાનુ મુખ્ય કારણ એ નર્વસ સિસ્ટમનુ મેચ્યોરેશન છે. આ બોડીનો કવોલીટેટીવ અસ્પેકટ છે.

ડેવલપમેન્ટ ને મેજર કરવુ થોડુ ડિફિકલ્ટ છે પરંતુ તે બાળકમા ચોક્કસપણે મેઝર કરી શકાય છે.
તેમા ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ, સોશિયલ, ઇન્ટેલેકચ્યુલ અને ઈમોશનલ ચેન્જીસ દ્વારા અલગ અલગ એક્ટિવિટી મુજબ ડેવલપમેન્ટ મેજર કરવામા આવે છે.

બાળક બોલતા શીખે, ચાલતા શીખે વગેરે ડેવલપમેન્ટ બતાવે છે.

  • Maturation (મેચ્યુરેશન).

કોઈપણ વ્યક્તિની જીનેટીકલ પેટર્ન મુજબ તેના બિહેવિયર મા મોડીફીકેશન થવુ અને ફંકશનલ એબિલિટીમા સતત વધારો થવો અને તે વ્યક્તિ તેની કેપેસિટી મુજબ દરેક કાર્ય તેના મેક્સિમમ લેવલે પરફોર્મ કરી શકે તેને મેચ્યોરેશન કહેવામા આવે છે.

જેમ કે બોડી માં નોર્મલ હાઈટ, વેઇટ અને બોડી સ્ટ્રકચર નો નોર્મલ ગ્રોથ થાય તેને ફીઝીકલ મેચ્યોરેશન કહેવામા આવે છે.

Research methods for Measurement of Growth and Development. (રિસર્ચ મેથડ ફોર મેઝરમેન્ટ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ).

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મેઝર કરવા માટે અલગ અલગ મેથડ નો ઉપયોગ કરવામા આવે છે. જ્યારે સરખી એઈજ ગ્રુપ ધરાવતા બાળકોમા ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને મેઝર કરવુ હોય ત્યારે ક્રોસ સેક્શન રીસર્ચ મેથડ ના ઉપયોગ દ્વારા સરખી એઈજ ના બાળકોમા ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મેઝર અને કમ્પેર કરી શકાય છે.

લોંજીટ્યુડીનલ રિસર્ચ મેથડ એ કોઈપણ એક જ બાળકને તેની અલગ અલગ એઈજ દરમિયાન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના પેરામીટર મેજર કરવામા આવે તેને નોર્મલ પેરામીટર સાથે કમ્પેર કરવામા આવે તેને લોન્જીટ્યુડીનલ રિસર્ચ મેથડ કહેવામા આવે છે.

  • Characteristics of Growth and Development. (કેરેક્ટરિસ્ટિક ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ). Or
  • Principles of Growth and Development. (પ્રિન્સિપલ્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ).

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ એકબીજા સાથે ક્લોઝલી જોડાયેલા છે. બાળકમા ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એકસાથે પેરેલલ જોવા મળે છે અને કંટીન્યુઅસ ચાલતા રહે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બંને શબ્દો એકબીજાના બદલે વાપરીએ છીએ. પરંતુ બંને શબ્દો એક સરખા નથી. બંનેના મતલબ અલગ અલગ છે. બંને એકબીજાના બદલે વાપરી શકાતા નથી આપણે સરળતા ખાતર બંને શબ્દોનો એકસાથે ઉપયોગ કરીએ છીએ.

બાળકમા ગ્રોથ અને ડેવલપમેન્ટ ની કેરેક્ટરિસ્ટિક્સ અને પ્રિન્સિપલ્સ સમજવા ખૂબ જ જરૂરી છે, જે નીચે મુજબ આપેલા છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ કંટીન્યુઅસ પ્રોસેસ છે. દરેક બાળકો માટે યુનિક જોવા મળે છે. તેની સાથે સાથે તે ઈન્ડિવિજ્યુલ ડિફરન્સીસ ની પેટર્ન પણ ફોલો કરે છે.

દરેક બાળકોમા ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ની પેટર્ન એ તેના સ્ટેજ મુજબ જોવા મળે છે. તેને અનુમાન કરી શકાય છે. બધા જ બાળકો માટે સ્ટેજ મુજબ સરખી જ જોવા મળે છે પરંતુ તે સ્ટેજ અચીવ કરવાના સમય અલગ અલગ હોઈ શકે છે. દા. ત. દરેક બાળક બેસતા શીખે છે, બોલતા શીખે છે પરંતુ બધા બાળકોમા આ ફંક્શન અચીવ કરવા માટેનો સમય અલગ અલગ હોય છે.

ગ્રોથ મા દરેક ઓર્ગેન્સની સાઈઝ મા અને શેપ મા વધારો થવો અને તેમા કો-ઓર્ડિનેશન જોવા મળે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ સેફેલોકોડલ (Cephalo-caudal) એટલે કે હેડ થી ટેઈલ તરફ અને પ્રોકઝીમોડિસ્ટલ (Proximo-distal) એટલે કે મિડલાઈન અને સેન્ટર તરફથી પેરીફરી તરફ આ પ્રિન્સિપલ્સ મુજબ જોવા મળે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ સિમ્પલ ટુ કોમ્પલેક્ષ (Simple to Complex) છે. જેમા શરૂઆતમા માસ મુવમેન્ટ અને એક્ટિવિટી એ સિમ્પલ પેટર્ન મા જોવા મળે છે. સમય જતા તે સ્પેસિફિક એક્શન અને રિસ્પોન્સમા એટલે કે કોમ્પ્લેક્સ કાર્ય તરીકે જોવા મળે છે.

ડેવલપમેન્ટ એ મુખ્યત્વે સ્ટીમ્યુલેશનના કારણે જોવા મળે છે. આમા બાળક ને જેમ જેમ સ્ટીમ્યુલેશન આપવામા આવે તેમ તેમ તેનુ ડેવલપમેન્ટ વધારે સારુ જોવા મળે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ હેરિડિટરિ તથા એનવાયરમેન્ટ જેવા ઘણા ફેક્ટર્સ પર ઇન્ટરડીપેન્ડેન્ટ હોય છે.

સોસાયટી નુ ઇનફ્લુઅન્સ એ બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ પર ખાસ જોવા મળે છે. ડેવલપમેન્ટ એ કલ્ચરલ આસ્પેકટ પર પણ આધારિત હોય છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમા ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઈમોશનલ એક્ટીવીટી એ પોઝિટિવ કો-રીલેશન મા જોવા મળે છે અને તે બધા ફેક્ટર એકબીજા સાથે જોડાયેલા હોય છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ અમુક સમયે fast અમુક સમયે slow અને અમુક સમયે stable પણ જોવા મળે છે.

  • Stages Of Growth and Development (સ્ટેજિસ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ).

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના સ્ટેજ ને એન્ટિનેટલ પિરિયડ અને પોસ્ટનેટલ પિરિયડ મા નીચે મુજબ ડિવાઇડ કરવામા આવે છે.

Antenatal Period (એન્ટિનેટલ પિરિયડ).

ઓવમ.
કન્સેપશન પછીના 14 દિવસના સમયગાળો.

એમ્બ્રિયો.
કન્સેપ્શન પછીના 14 દિવસથી આઠ વીક સુધીનો સમયગાળો.

ફિટસ.
ઇન્ટ્રા યુટેરાઇન લાઇફમા આઠ વીક પછીથી બેબી ના બર્થ સુધીનો સમયગાળો.

Postnatal Period (પોસ્ટનેટલ પિરિયડ).

ન્યુ બોર્ન.
જન્મ સમયે. અથવા જન્મ ના 24 કલાક નુ બેબી.

નિયોનેટ.
બેબીના બર્થ પછીથી 28 દિવસ સુધીના સમયગાળો.

ઈન્ફન્સી.
જન્મ પછીના એક મહિનાથી એક વર્ષ સુધીનો સમયગાળો.

ટોડલર
એક થી ત્રણ વર્ષ સુધીનો સમય ગાળો.

પ્રિ સ્કૂલ.
ત્રણ થી છ વર્ષ સુધીનો સમયગાળો.

સ્કૂલ ગોઇંગ.
ગર્લ્સ માટે ૬ થી ૧૦ વર્ષ
બોયઝ માટે છ થી 12 વર્ષ

એડોલેસંટ.
પ્યુબર્ટી થી એડલ્ટહૂડ સુધીનો સમયગાળો.

અર્લી એડોલેશંટ
12 વર્ષથી 14 વર્ષ સુધીનો સમયગાળો.

મિડલ એડોલેશંટ.
14 વર્ષથી 16 વર્ષ સુધીનો સમય ગાળો.

લેટ એડોલેશંટ.
16 વર્ષથી 20 વર્ષ સુધીનો સમયગાળો.

  • Factors Affecting Growth and Development (ગ્રોથ એન્ડ ડેલપમેન્ટ ને અસર કરતા પરિબળો).

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ ઘણા પરિબળો પર આધારિત છે. આ બધા પરિબળો એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ગ્રોથ ને પ્રમોટ કરવામા કે તેને ઇનહીબિટ કરવામા અગત્યનો રોલ પ્લે કરે છે. આ તમામ ફેક્ટર્સ જો પોઝિટિવલી અસર કરતા હોય તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સારા અને નોર્મલ જોવા મળે છે. જો આ પરિબળો ને લગતી કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ્સ હોય તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મા પ્રોબ્લેમ જોવા મળે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના ટાઈપ નીચે મુજબ જોવા મળે છે.

બાયોલોજીકલ ગ્રોથ.
તેમા હાઈટ, વેઇટ, હેડ સરકમફરન્સ, ચેસ્ટ સરકંફરન્સ વગેરેનો સમાવેશ કરવામા આવે છે.

મોટર ડેવલપમેન્ટ.
જેમા ગ્રોસ મોટર અને ફાઈન મોટર ડેવલપમેન્ટ નો સમાવેશ કરવામા આવે છે.

સેનસરી ડેવલપમેન્ટ.
તેમા સ્કીન, આય, ઈયર વગેરે સેન્સરી ઓર્ગન તરફથી આવતી સેન્સરી સ્ટીમયુલેશન ના લીધે આ ડેવલપમેન્ટ જોવા મળે છે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પર અસર કરતા પરિબળોમા મુખ્યત્વે હેરીડીટરી ફેક્ટર અને એન્વાયરમેન્ટલ નો સમાવેશ કરવામા આવે છે જેને ડિટેઇલમા નીચે મુજબ વર્ણવવામા આવે છે.

હેરિડિટરિ ફેક્ટર્સ.

તેને જીનેટીકલ ફેક્ટર પણ કહેવામા આવે છે. જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટને મુખ્યત્વે અસર કરતુ પરિબળ છે. બાળકમા જોવા મળતી અલગ અલગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ જેમ કે હાઈટ, બોડી સ્ટ્રક્ચર, વાળ અને આંખોનો કલર, સ્કિન કલર આ તમામ પરિબળો એ પેરેન્ટ્સ તરફથી મળતા જિનેટિકલ વારસા મુજબ જોવા મળે છે, એટલે જ લંબાઈમા ઊંચા મધર ફાધર ના બાળકો સામાન્ય રીતે પૂરતી લંબાઈ ધરાવતા હોય છે.

આ જ રીતે હેરીડીટરી કે જિનેટિકલ ફેક્ટર એ મધર ફાધરમા જો કોઈપણ ખામીયુક્ત જીનેટીકલ સ્ટ્રક્ચર હોય તો તે પણ બાળકોમા કોઈપણ પ્રકારની ખામી કે ડીસીઝ ઉત્પન્ન કરી શકે છે. જેમ કે થેલેસેમિયા, ડાઉન સિન્ડ્રોમ, હિમોફીલિયા વગેરે જેવા જીનેટીકલ ડીસીઝ પણ મધર ફાધર તરફથી બાળકોમા જોવા મળે છે.

આમ મધર ફાધર તરફથી નોર્મલ જીનેટીકલ સ્ટ્રક્ચર બાળકોમા ટ્રાન્સમિટ થાય તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ નોર્મલ રહે છે જો કોઈ ખામીયુક્ત જીનેટીકલ સ્ટ્રક્ચર ટ્રાન્સમિટ થાય તો કોઈ ડીસીઝ કે ઇલનેશ ના કારણે તેના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમા ઇન્ટરપ્શન જોવા મળે છે.

હેરીડીટરી કે જીનેટીકલ સ્ટ્રકચર મા કન્સેપશન વખતે બાળકની સેકસ એટલે કે જાતિ ના કારણે પણ મેલ ચાઈલ્ડ કે ફીમેલ ચાઈલ્ડ બોર્ન થાય છે. જેના લીધે પણ બંનેમાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ની કેરેક્ટરીસ્ટીક્સ અલગ અલગ જોવા મળે છે. જેમકે બોય ચાઈલ્ડ જન્મ વખતે તેનુ વજન વધારે હશે અને આગળ પણ તેનુ બોડી સ્ટ્રક્ચર નો ગ્રોથ એ ફીમેલ ચાઈલ્ડ કરતા વધારે હોય છે. તેવી જ રીતે ફીમેલ ચાઈલ્ડ એ મેલ ચાઈલ્ડ કરતા ગ્રોથ મા ઓછી કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતા હોય છે પરંતુ ફીમેલ ચાઈલ્ડ એ મેચ્યુરીટી અને ડેવલપમેન્ટ એ બોય ચાઈલ્ડ કરતા પહેલા પ્રાપ્ત કરે છે. આ તફાવત પણ હેરીડીટરી ફેક્ટરના કારણે જોવા મળે છે.

હેરીડીટરી ના લીધે નેશનાલીટી અને જાતિ મા પણ અલગ અલગ બાળકોમા તેના નેશન (Nation) અને જાતિ (Race) મુજબ અલગ અલગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ની પેટર્ન જોવા મળે છે. જેમ કે એક દેશના લોકો બીજા દેશના લોકોથી હાઈટ, બોડી સ્ટ્રક્ચર, સ્કીન કલર, ઇન્ટેલિજન્સી વગેરે બાબતોમા અલગ અલગ હોય છે.

આમ હેરીડીટરી ફેક્ટર ના લીધે પણ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમા ઘણા ચેન્જ જોવા મળે છે.

એનવાયરમેન્ટલ ફેક્ટર્સ.

આ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પર અસર કરતા મહત્વના ફેક્ટર્સ છે. જેમા નીચે મુજબના ફેક્ટર્સ નો સમાવેશ કરવામા આવે છે.

  1. એન્ટિનેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ.
  2. પોસ્ટ નેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ.

એન્ટિનેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ.

આમા ફિટસ જ્યારે મધરના યુટ્રસ મા હોય ત્યારે કન્સેપ્સન થી બેબી ના બર્થ સુધીના સમયગાળાને એન્ટિનેટલ પિરિયડ કહેવામા આવે છે. આ પિરિયડ દરમિયાન મધર ને લગતા ઘણા ફેક્ટર્સ બાળકના યુટ્રસ મા ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટને પોઝિટિવ અને નેગેટિવ અસર કરવા માટે જવાબદાર છે. જો આ ફેક્ટર્સ પોઝિટિવલી મધર ને અફેક્ટ કરતા હશે તો બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ યુટ્રસ મા સારો થાય છે. તેવી જ રીતે આ ફેક્ટરની નેગેટિવ અસરના લીધે મા બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ ખામીયુક્ત જોવા મળે છે. આ ફેક્ટર્સ નીચે મુજબના છે.

A. ઇન્ફેક્સીયસ કન્ડિશન એન્ડ ઇલનેશ ઓફ મધર.

એન્ટિનેટલ પિરિયડ દરમિયાન મધર ને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન કે કોમ્યુનિકેબલ ડીસિઝ કે કોઈપણ પ્રકાર ની ઈલનેશ હોય તેના કારણે તે પ્લેશન્ટા મારફતે તેના માઇક્રો ઓર્ગેનિઝમ ફીટસ ના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર ખરાબ અસર લાવી શકે છે. આ ઇન્ફેક્શનના કારણે બાળક કોન્જીનેટલ એનોમલી કે ઇન્ફેક્શન સાથે જન્મી શકે છે. જે તેના આગળના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટને અવરોધે છે.

B. મેટર્નલ માલ ન્યુટ્રીશન.

એન્ટિનેટલ પિરિયડ દરમિયાન મધરને પૂરતો ન્યુટ્રીટીવ ડાયેટ ન મળવાના કારણે અને મધર મા એનિમિયા તથા ન્યુટ્રિશનલ ડેફીસીયન્સી ના કારણે બાળકનો યુટ્રસ મા ગ્રોથ અવરોધાય છે. જેના લીધે પ્રીટર્મ ડિલિવરી, લો બર્થ વેઇટ તથા ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને લગતા ઘણા પ્રોબ્લેમ્સ બાળક મા જોવા મળે છે.

C. મેટર્નલ સબસ્ટન્સ એબ્યુઝ.

એન્ટિનેટલ પેરિયડ દરમિયાન મધર કોઈપણ પ્રકારના નુકસાનકારક સબસ્ટન્સ નુ સેવન કરતી હોય જેમકે ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ વગેરેના દૂર ઉપયોગ ના કારણે તેની સીધી જ આડઅસર યુટ્રસ મા રહેલા ફીટસ પર થાય છે, અને તેનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડિસ્ટર્બ થાય છે.

આ ઉપરાંત મધર આ પિરિયડ દરમિયાન કોઈપણ પ્રકારના મેડિસિનનો પ્રિસ્ક્રિપ્શન વિના ઉપયોગ કરવાથી તે મેડિસિનની નુકસાનકારક અસરોના કારણે પણ બાળકમા જન્મજાત પ્રોબ્લેમ જોવા મળી શકે છે, અને તેનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અલ્ટર્ડ થાય છે.

D. હોર્મોનલ ઇમબેલેન્સ ઓફ મધર.

એન્ટિનેટલ પિરિયડ દરમિયાન મધર મા કોઈપણ હોર્મોન નુ હાઇપો કે હાઈપર સિક્રીશન થવાના કારણે બાળકમા કોન્જીનેટલ પ્રોબ્લેમ્સ આવી શકે છે. મધર મા હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ ના લીધે બાળકોમા ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પર પણ તેની આડઅસર જોવા મળે છે. જેમ કે મધર ને હાઇપો થાઈરોડીઝમ હોય તો તેના બાળક માં જન્મ જાત હાઇપોથાઈરોડીઝમ કે ગ્રોથ રીટાર્ડેશન જોવા મળી શકે છે.

E. અધર મેટર્નલ ફેક્ટર્સ.

એન્ટિનેટલ પિરિયડ દરમિયાન બીજા અગત્યના કારણો જેવા કે રીપ્રોડક્ટિવ ટ્રેક ના અવયવોને લગતા ડિસીઝ કે એબનોરમાલીટી જેવી કે યુટરસના સ્ટ્રક્ચરમા ડીફોરમીટી, પ્લેસંટા ને લગતા માલ ફોર્મેશન, મધર ના ઈમોશનલ ડિસ્ટર્બન્સીસ, ઈનએડીકવેટ એન્ટિનેટલ કેર, નીગ્લીજનસી, એક્સિડેન્ટલ ઇન્જરી વગેરે કારણોના લીધે તેની આડઅસર બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પર જોવા મળે છે.

ઉપરોક્ત તમામ ફેક્ટર્સ એન્ટીનેટલ પિરિયડ દરમિયાન બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઉપર અસર કરે છે.

પોસ્ટનેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ.

મધરની ડિલિવરી પછી એક્સ્ટ્રા યુટેરાઇન એન્વાયરમેન્ટ મા બાળક આવે છે. આ પિરિયડ દરમિયાન બાળકને ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પર અસર કરતા નીચે મુજબના ફેક્ટર્સ જોવા મળે છે.

A. બર્થ કન્ડિશન.

બાળકના જન્મ વખતે બાળકનુ વજન નોર્મલ હોય તો આગળ જતાં તેનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ નોર્મલ હોવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત બર્થ વખતે જો બાળકનો વજન નોર્મલ કરતાં ઓછો હોય તો આ ઓછા વજનવાળા બાળકને ઇન્ફેક્શન તેમજ એડજેસ્ટમેન્ટ ને લગતા ઘણા પ્રોબ્લેમ્સ જોવા મળવાના લીધે આગળ જતા તેનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ખામીયુક્ત રહેવાની શક્યતાઓ જોવા મળે છે. જેથી બર્થ કન્ડિશન જેમાં બર્થ સમયે બાળક ને કોઈ પણ કોન્જીનેટલ એનોમલી છે કે કેમ બાળકને કોઈ પણ ઇન્ફેક્શન જન્મજાત છે કે કેમ આ તમામ બાબત ખૂબ અગત્યની છે.

B. ન્યુટ્રીશન.

બાળકના જન્મ પછી બાળકની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ફુલફિલ થાય તો બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ નોર્મલ જોવા મળે છે. આ માટે બાળકને જન્મ પછીના છ મહિના એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ મળવું જોઈએ. ત્યારબાદ વિનિંગ ડાયટ ની શરૂઆત થવી જોઈએ અને તેમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સ નો સમાવેશ થવો જોઈએ. જો બાળકને ઉપર દર્શાવવામા આવેલા ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ મળતા નથી, તો તેનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ખામીયુક્ત જોવા મળે છે. આ સાથે તેને ઘણાં ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી ડીસોડર પણ જોવા મળી શકે છે.

C. ચાઈલ્ડહુડ ઇલનેશ.

બાળકને ચાઈલ્ડહુડ પિરિયડ દરમિયાન કોઇપણ પ્રકારની ઈલનેસ કે ડીસીઝ ના લીધે હોસ્પિટલાઈઝેશન કરવામા આવેલ હોય તો તેના લીધે પણ બાળકના ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ પેરામીટર્સ અફેક્ટ થાય છે. આ ઉપરાંત એક્યુટ ઇલનેસ હોય તો બાળકને તે વધારે અસર કરતી નથી પરંતુ જો બાળકને ક્રોનિક ઇનલેશ હોય અને વારંવાર હોસ્પિટલાઈઝેશન કરવામા આવતુ હોય તો તેનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મા પ્રોબ્લેમ્સ જોવા મળે શકે છે.

D. ફિઝિકલ એન્વાયરમેન્ટ.

આ ફેક્ટર્સ કે જેમા બાળકના ઘરની કન્ડિશન, ઘરની આસપાસની કન્ડિશન સ્વચ્છતા, પ્યોર વોટર સપ્લાય, વેન્ટિલેશન, ઘરની આજુબાજુની સેફટી વગેરે પરિબળોના લીધે બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અફેકટેડ થાય છે.

E. સાઈકો – સોશિયલ એન્ડ કલ્ચરલ ફેક્ટર્સ.

સાયકોલોજીકલ ફેક્ટર્સ મા બાળકના મધર ફાધર ના રિલેશનશિપ, ઘરના દરેક સભ્યો નું લવ અને અફેકશન, હેલ્ધી અને હેપી ફેમિલી એન્વાયરમેન્ટ વગેરે બાળકના પોઝિટિવ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઉપર અસર કરે છે. બ્રોકન ફેમિલી, અન હેલ્થી ફેમિલી મેમ્બર રિલેશનશિપ, લવ, અફેક્શન અને સિક્યુરિટી નો અભાવ, stress તેમજ ફેમિલી મેમ્બર્સ વચ્ચેનું ઈન એપ્રોપ્રિએટ એન્વાયરમેન્ટ આ તમામ ફેક્ટર્સ ના કારણે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ પર તેની ખરાબ અસર પડે છે.

બાળકના શિબલિંગ્સ, સોસાયટીના પડોશીઓ તેમજ આજુબાજુ નુ વાતાવરણ અને સ્કૂલ એન્વાયરમેન્ટ વગેરે પણ બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પર પોઝિટિવ અને નેગેટિવ બંને અસર કરી શકે છે.

બાળકના મધર ફાધર નુ કલ્ચર, હેબિટસ, ટ્રેડિશનલ બીલીફ તથા ફેમિલી મેમ્બરનુ એજ્યુકેશન, જોબ અને તેની ઈકોનોમિકલ કન્ડિશન ના લીધે પણ બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને અસર થાય છે.

આ ઉપરાંત બાળકના બર્થ નો ઓર્ડર એટલે કે ક્રમ પણ ખૂબ જ અગત્યનુ ફેક્ટર છે. જેમા ફર્સ્ટ ચાઇલ્ડને શરૂઆતમા લવ અને અફેકશન ખૂબ સારું મળે છે અને તેને વધારે ઈમ્પોર્ટન્સ આપવામા આવે છે. ત્યારબાદ ફેમિલીમા નવા આવનાર બાળક માટે તેને એટેન્શન મળે છે અને ફર્સ્ટ ચાઈલ્ડ ને નીગલેટ કરવામા આવતુ હોય છે. જેથી બાળકનો બર્થ ઓર્ડર પણ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે અગત્યનુ ફેક્ટર છે.

F. સીઝનલ ચેન્જ.

અમુક સિઝનમા બાળકનો ગ્રોથ સારો જોવા મળે છે તથા અમુક સિઝન મા બાળક ની હાઇટ માં કે લેન્થ માં વધારો સારી રીતે જોવા મળે છે. સિઝન બાળક ના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મા અસર કરે છે.

G. રીક્રિએશન એન્ડ એક્સરસાઇઝ.

બાળકો ફિઝિકલ એક્ટિવિટી કરવાના લીધે તથા એક્સરસાઇઝ થવાના લીધે તેનો ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રમોટ થાય છે અને તે બાળકના હેલ્ધી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે ખૂબ જરૂરી છે.

H. અધર ફેક્ટર્સ.

બાળકની ઇન્ટેલિજન્સી, તેના બોડી ના હોર્મોન્સ નુ બેલેન્સ, બાળકનુ બિહેવિયર તથા તેની એકજેસ્ટમેન્ટ કેપેસિટી વગેરે ફેક્ટર્સ પણ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઉપર અસર કરતા મહત્વના ફેક્ટર્સ છે.

ઉપરોક્ત તમામ ફેક્ટર્સ ના પોઝિટિવ ઈન્ફલુઅન્સ ના લીધે બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પ્રમોટ થાય છે તેમજ તેના નેગેટિવ ઇનફલુઅન્સ ના લીધે બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અટકે છે અથવા તેમાં અલટ્રેશન જોવા મળે છે.

  • Anthropometric Assessment of Growth and Development (એન્થ્રોપોમેટ્રિક અસેસમેન્ટ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ).

એનથ્રોપોમેટ્રિક એટલે કે હ્યુમન બોડી નો સાયન્ટિફિક રીતે મેજરમેન્ટ કરવુ. જેમા તેના મેજરમેન્ટ કરવાથી ગ્રોથ વિશેની અગત્યની માહિતી મેળવી શકાય છે. બાળકનુ સમયસર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પ્રોસેસ મેઝર કરવાના લીધે તેનો નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટ જાણી શકાય છે, તેમજ કોઈપણ પ્રકારની એબનોરમાંલીટી હોય તો વહેલાસર આઈડેન્ટીફાય કરી શકાય છે.

એન્થ્રોપોમેટ્રીક મેજરમેન્ટ મા બાળકના ફિઝિકલ ગ્રોથ ના પેરામીટર મેજર કરવામા આવે છે. જેમા બાળક નો વેઇટ, તેની હાઈટ અથવા તો લેન્થ, તેનો હેડ સરકમફરન્સ, ચેસ્ટ સરકમફરન્સ, મિડ અપર આર્મ સરકંફરન્સ વગેરે મેઝર કરવામા આવે છે.

આ ઉપરાંત બાળકના ફિઝિકલ ગ્રોથ ને મેજર કરવા માટે સ્કલ બોન મા આવેલા ફ્રન્ટાનેલ ક્લોઝ થવાનો સમય, ડેન્ટીશન, બોડી માસ ઇન્ડેક્ષ વગેરે ના લીધે પણ બાળકનો ફિઝિકલ ગ્રોથ assess કરી શકાય છે.

Indications for Measurement of Growth and Development (ઇન્ડીકેશન ફોર મેઝરમેન્ટ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ).

બાળકનો નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટ ના નોર્મલ પેરામીટર assess કરવા માટે.

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને લગતી કોઈપણ પ્રકારની એબનોર્માલિટી કે ડેવિએશન આઇડેન્ટીફાય કરવા માટે.

ઉમર મુજબ બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના પેરામીટર ને બીજા બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના પેરામીટર સાથે કમ્પેર કરવા માટે.

કોઈપણ પ્રકારની એબનોર્માંલીટી કે ડેવિએશન દરમિયાન તાત્કાલિક ટ્રીટમેન્ટના પગલાંઓ લેવા માટે.

બાળક મા કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરવા માટે પણ આ અસેસમેન્ટ કરવામા આવે છે. ન્યુટ્રિશનલ ડેફીસીયન્સી ડીસોર્ડર ના વહેલા નિદાન માટે.

  • Anthropometric Measurement of Growth (એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ ઓફ ગ્રોથ).

બાળકના ગ્રોથ ના પેરામીટર ને મેજર કરવા માટે તેની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સના મેઝરમેન્ટ ના સાયન્ટિફિક સ્ટડીને એન્થ્રોપોમેટ્રિક કહેવામા આવે છે. તેમા નીચે મુજબના પેરામીટર મેઝર કરવામાં આવે છે.

1. Weight (વેઇટ).

બાળકમા ગ્રોથ assess કરવા માટે વેઇટ એ ખૂબ જ અગત્યનો પેરામીટર છે. બાળકનુ વેઇટ એ બાળકના ઓલ ઓવર ગ્રોથ એન્ડ ન્યુટ્રીશનલ સ્ટેટસ નુ અગત્યનુ પેરામીટર છે.

જન્મ સમયે ઇન્ડિયન બેબી નો નોર્મલ વજન 2.5 થી 3.8 કિલોગ્રામ હોય છે.

સામાન્ય રીતે બધા જ બાળકો જન્મ પછીના પહેલા અઠવાડિયામાં પોતાના બોડી વેઇટના ૧૦ થી ૨૦ ટકા વેટ લોસ કરે છે અને તે પછીના અઠવાડિયે એટલે કે જન્મ પછીના બે અઠવાડિયા સુધીના સમયગાળામા ફરી પાછુ બાળક જન્મ સમય જેટલુ જ વજન ગેઇન કરે છે. આ પછીથી બાળકનુ વજન નોર્મલ ગ્રોથ થતો હોય તો ક્યારેય ઘટતુ નથી.

જો બાળકનો ગ્રોથ પ્રોપર થતો હોય તો બાળક દરરોજનુ અંદાજિત 30 થી 40 ગ્રામ વજન ગેઇન કરે છે.

બાળક છ મહિનાના સમયગાળા દરમિયાન જન્મ સમય કરતા ડબલ વજન ગેઇન કરે છે. એક વર્ષની ઉંમર સુધીમાં જન્મ સમય કરતા ત્રણ ગણુ વજન બાળકનુ જોવા મળે છે.

આ ઉપરાંત બાળકનુ વજન બે વર્ષે જન્મ સમય કરતા ચાર ગણુ, ત્રણ વર્ષે જન્મ સમયે કરતા પાંચ ગણું અને પાંચ વર્ષે જન્મ સમય કરતા છ ગણુ જોવા મળે છે.

બાળકનુ વજન 7 વર્ષ દરમિયાન જન્મ સમય કરતા સાત ગણુ અને દસ વર્ષ દરમિયાન જન્મ સમયે કરતા 10 ગણુ વજન બાળકનુ જોવા મળતુ હોય છે.

પ્રોસેસ ઓફ વેઇટ મેઝરમેન્ટ:

બાળકનુ વજન મેઝર કરવા માટે ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન તેમજ એડલ્ટ વેઇટ મશીન કે પીડિયાટ્રિક વેઇટ મશીનનો ઉપયોગ કરવામા આવે છે. તેમા બાળકને ખૂબ ઓછા જરૂરિયાત મુજબના કપડાઓ સાથે તેની સેફ્ટી ધ્યાને રાખી તથા ઇન્ફેક્શન પ્રિવેન્શનના પ્રિકોશન્સ ધ્યાને લઈ બાળકનુ વજન કરવામા આવે છે.

બાળક ના વજન કરવા માટે વજન કાંટો તેના નોર્મલ કેલિબ્રેશન મા હોવો જોઈએ. તેમજ તે ફ્લેટ સરફેસ પર રાખેલુ હોવો જોઈએ અને વજન કરતા પહેલાં વજન કાંટા ને ઝીરો પર સેટ કરેલો હોવો જોઈએ.

બાળકનુ વજન કર્યા બાદ રેકોર્ડ રિપોર્ટ કરવુ. તેમજ ગ્રોથ ચાર્ટમા તેનુ તેનુ પ્લોટીંગ કરવુ અને કોઈ પણ પ્રકારના ડેવિએશન હોય તો મધર ને તેની જાણ કરવી જોઈએ.

2. Height or Length (હાઈટ ઓર લેન્થ).

બાળકના સ્કેલેટન ના ગ્રોથ જાણવા માટે બાળકની હાઈટ કે લેન્થ એ એક અગત્યનો પેરામીટર છે. તે મેજર કરવાથી બાળકના ગ્રોથ વિશે માહિતી મેળવી શકાય છે.

જન્મ સમયે હેલ્ધી ઇન્ડિયન બેબી ની સામાન્ય લેન્થ 50 સેન્ટીમીટર હોય છે. ત્રણ મહિનાની સમય દરમિયાન તે 60 cm જોવા મળે છે. નવ મહિનાની ઉંમર સુધીમાં 70 સેન્ટીમીટર અને એક વર્ષે તે 75 સેન્ટીમીટર જોવા મળે છે.

બે વર્ષે બાળકની લેન્થ 85 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. ત્રણ વર્ષે બાળકની લેન્થ 90 થી 95 સેન્ટીમીટર જોવા મળે છે. ચાર થી પાંચ વર્ષની ઉંમર દરમિયાન બાળકની લેન્થ જન્મ સમય કરતા લગભગ ડબલ એટલે કે 100 થી 105 સેન્ટિમીટર જેટલી જોવા મળે છે.

પાંચ વર્ષની ઉંમર પછી બાળકની દર વર્ષે અંદાજિત 5 સેન્ટિમીટર લંબાઈમા વધારો પ્યુબર્ટી એઇજ સુધી જોવા મળે છે.

પ્રોસેસ ઓફ હાઇટ મેઝરમેન્ટ

બાળકની લેન્થ મેજર કરવા માટે મેજર ટેપ નો ઉપયોગ કરવામા આવે છે.

ન્યુબોર્ન ની લેન્થ મેજર કરવા માટે તેને ફ્લેટ સર્ફેસ મા સુપાઇન પોઝીશનમા સુવડાવ્યા બાદ તેની ક્રાઉન હીલ લેન્થ મેજર કરવામા આવે છે.

જો બાળક ઉભી શકે તેટલી એઇજ નુ હોય તો તેને સ્ટેન્ડિંગ હાઈટ મેજર કરવામા આવે છે. જેમા બાળકને સ્ટેડિયોમીટર કે વર્ટિકલ હાઇટ સ્કેલ ની સામે ઉભો રાખી તેની હાઈટ મેજર કરવામા આવે છે.

બાળકની સ્ટેન્ડિંગ પોઝિશનમાં હાઈટ મેજર કરતી વખતે બાળકના બંને પગની હિલનો ભાગ તથા બટકસ નો ભાગ તથા ઑક્ષીપુટ બોન અને સોલ્ડર નો ભાગ એ દિવાલ કે સ્ટેડિયોમીટર મા પાછળના ભાગ સાથે ટચ થવો જોઈએ. બાળકની નજર સીધી અને આગળની બાજુએ જોતુ હોવુ જોઈએ. આ પોઝિશનમા બાળકની હાઈટ મેજર કરવામા આવે છે.

3. Head Circumference (હેડ સરકમફરન્સ).

બાળકના બ્રેઇન ના ગ્રોથ ને મેજર કરવા માટે નો આ અગત્યનો ઇન્ડિકેટર છે. જેમા હેડ ને સિનસીપૂટ અને ઑક્સીપુટ ના ભાગેથી મેઝરટેપ દ્વારા રાઉન્ડ મેજર કરવામા આવે છે. જેથી ક્રેનિયમ કેવીટી ના અંદરના ઓર્ગન્સ નો ગ્રોથ જાણી શકાય છે.

બાળકનો સામાન્ય જન્મ સમયે નોર્મલ હેડ સરકમફરન્સ અંદાજિત 33 થી 35 સેન્ટીમીટર જેટલો હોય છે. જે ત્રણ મહિને 40 cm તથા 6 મહિને 43 સેન્ટીમીટર જોવા મળે છે. એક વર્ષની ઉંમર સુધીમાં બાળકનો હેડ સર કંફરન્સ 45 સેન્ટીમીટર જોવા મળે છે.

ઑક્ષીપીટલ બોન ના પ્રોચ્યુબરન્સ ના ભાગેથી બંને કાનની ઉપરના બાજુથી લઈ સુપ્રાઓર્બીટલ માર્જિન આગળના ભાગે સુધી રાઈન્ડ સર્કલ મેઝર ટેપ થી મેજરમેન્ટ કરવામા આવે છે.

જન્મ સમયે બાળકનો હેડ સરકમફરન્સ નોર્મલ કરતા વધારે જોવા મળે તો તેના કારણોમા હાઈડ્રોસેફેલસ, રીકેટ્સ વગેરે હોઈ શકે છે. આ લાર્જ હેડ સર્કમફરન્સ વાળા બેબી ને મેક્રોસેફલી તરીકે પણ ઓળખવામા આવે છે.

હેડ સરકમફરન્સ નોર્મલ સાઈઝ કરતા બર્થ સમયે ઓછો હોય તેના કારણોમા ડાઉન સિન્ડ્રોમ, મેન્ટલ રીટાર્ડેશન વગેરે હોઈ શકે છે. ગ્રોથ રીટાયર્ડેશન આ કન્ડિશનને માઈક્રોસેફલી તરીકે પણ ઓળખવામા આવે છે.

A baby born with microcephaly in Brazil is examined by a neurologist.

આ ઉપરાંત જન્મ સમયે એબનોર્મલ શેપ ની ક્રેનીયમ કેવીટી પણ અમુક કન્ડિશનમા જોવા મળી શકે છે.

ક્રેનીઓટેબ્સ એ પણ ક્રેનિયમ કેવિટીના બોન ના એબનોર્મલ સોફ્ટનેસ માટે ઉપયોગમા લેવાથી ટર્મીનોલોજી છે. આ કન્ડિશન પણ બાળકમા એબનોર્મલી જન્મજાત જોવા મળે છે. આના કારણે ક્રેનિયમ કેવીટીના નોર્મલ શેપ અને સ્ટ્રક્ચરમાં ચેન્જ જોવા મળી શકે છે.

Fontanelle Of Skull ફ્રન્ટાનેલ ઓફ સ્કલ..

ક્રેનીયમ કેવીટીના બોન વચ્ચે આવેલા ડિપ્રેશન વાળા ભાગને ફ્રન્ટાનેલ કહેવામા આવે છે. આ જન્મ સમયે બાળકના સ્કલ મા સ્કલ બોન ની ઈમમેચ્યોરીટી ના કારણે જોવા મળતા હોય છે. જે સ્કલ બોન ના સ્ટ્રક્ચર નો ગ્રોથ થતા ધીમે ધીમે સમય જતા ડીશઅપીયર થઈ જાય છે. સ્કલ મા આવેલા ફ્રંટાનેલ નીચે મુજબના છે.

એન્ટિરિયર ફ્રાંટાનેલ.

સ્કલ મા કોરોનલ અને સજાઈટલ સુચર ના જંકશન પાસે આવેલુ હોય છે. તે સાઈઝમા મોટુ હોય છે. તે ડાયમંડ શેપ નુ હોય છે. તેને કમ્પ્લીટ ક્લોઝ થવા માટે દોઢ વર્ષનો સમય લાગે છે. તેને બીજા બ્રેગમા ના નામથી પણ ઓળખવામા આવે છે.

પોસ્ટીરીયર ફ્રંટાનેલ.

આ સજાઈટલ સુચર તથા લેમબડોઇડલ સુચર ના જંકશન પાસે આવેલુ ડિપ્રેશન છે. આ એન્ટિરિયર કરતા નાનુ હોય છે. તેનો શેપ ટ્રાઈએન્ગ્યુલર હોય છે. તે બાળકના જન્મ પછીના દોઢ થી બે મહિનાના સમયગાળામા ક્લોઝ થઈ જાય છે. તેનુ બીજુ નામ લેમડા છે.

આ ફ્રન્ટાનેલ નોર્મલ કરતા વહેલા ક્લોઝ થવાનુ કારણ એ ક્રેનિયોસ્ટેનોસિસ હોઈ શકે છે, તથા મોડા ક્લોઝ થવાના કારણોમા માલ ન્યુટ્રીશન, ક્રિટિનિઝમ વગેરે હોઈ શકે છે.

4. Chest Circumference (ચેસ્ટ સરકમફરન્સ).

ચેસ્ટ સરકંફરન્સ એ ગ્રોથ મેજર કરવા માટેનો એક ઈમ્પોર્ટન્ટ પેરામીટર છે. જેમા ચેસ્ટ કેવીટી ના ડાયામીટરને નીપલ લાઈન ના લેવલથી સર્કલમા મેજર ટેપ ની મદદથી મેજર કરવામા આવે છે.

જન્મ સમયે નોર્મલ ચેસ્ટ સરકમફરન્સ એ 2 થી 5 સેન્ટિમીટર હેડ સરકંફરન્સ કરતા નાનો હોય છે.

બાળક 6 થી 12 મહિનાની ઉંમરનુ થાય તે સમય દરમિયાન હેડ અને ચેસ્ટ સરકમફરન્સ ઇકવલ જોવા મળે છે. ત્યારબાદ એક વર્ષ પછી હેડ સરકમફરન્સ કરતા ચેસ્ટ સર કંફરન્સ સતત વધતો જાય છે.

નોર્મલ ચેસ્ટ નો સેપ એ સિમેટ્રિકલ હોય છે. રીકેટ્સ, માલ ન્યુટ્રીશન, ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી ડીસીઝ વગેરે કન્ડિશનમા ચેસ્ટ કેવિટી નુ એબનોર્મલ શેપ જોવા મળે છે.

5. Mid Upper arm Circumference (મીડ અપર આર્મ સર કમ ફરન્સ).

મીડ અપર આર્મ સરકમફરન્સ એ બાળકના ન્યુટ્રીશનલ સ્ટેટસ ના assessment કરવા માટે નો ખૂબ જ સારો ઇન્ડિકેટર છે. જે બાળકમા ગ્રોથ રીટાર્ડેશન અને ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી આઇડેન્ટીફાય કરવા માટે આ અગત્યનો ઇન્ડિકેટર છે.

જન્મ સમયે નોર્મલ મિડ અપર આર્મ સરકમફરન્સ 11 થી 12 સેન્ટીમીટર જેટલો હોય છે. એક વર્ષની ઉંમરે તે અંદાજિત 12 થી 16 સેન્ટીમીટર થાય છે. 1 થી 5 વર્ષ ના બાળકમા તે 16 થી 17 સેન્ટીમીટર જોવા મળે છે.

મીડ આર્મ સરકમફરન્સ મેજર કરવા માટે હંમેશા ડાબા હાથનો ઉપયોગ કરવામા આવે છે. ડાબા હાથના ભાગને ફ્રી લી લટકાવ્યા બાદ તેના સ્કેપ્યુલા ના એક્રોમીયોન પ્રોસેસ અને અલના બોનના ઓલેક્રેનોન પ્રોસેસ ની વચ્ચેની લંબાઈ મેજર કરી તેનો મીડ પોઇન્ટ આઈડેન્ટીફાય કરવામા આવે છે અને તે મીડ પોઇન્ટના ભાગેથી આર્મ ના ભાગને સર્કલ મા મેજર ટેપ ની મદદથી મેજર કરવામા આવે છે. આ રીતે મેડ અપર આર્મ સરકમ્ફરન્સ મેજર કરી શકાય છે.

એમ યુ એ સી (MUAC) મેઝર કરવા માટે સ્પેશિયલ મેજર ટેપ હોય છે જેને સાકીર ટેપ તરીકે ઓળખવામા આવે છે.

6. Body Mass Index (બોડી માસ ઇન્ડેક્સ).

બાળક ના નોર્મલ ગ્રોથ ને assess કરવા માટે, માલ ન્યુટ્રીશન તથા ઓબેસિટી આઇડેન્ટીફાય કરવા માટેનો આ અગત્યનો ઇન્ડિકેટર છે.

બાળકો માં BMI એ નોર્મલ 5 પર્સન્ટાઇલ થી 85 પર્સન્ટાઇલ વચ્ચે હોય છે. 5 કરતાં ઓછો મલ ન્યુટ્રિશન અને 85 કરતાં વધારે ઓબેઝ દર્શાવે છે.

એડલ્ટ મા નોર્મલ બી એમ આઈ (BMI) 18 થી 25 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જોવા મળે છે. 18 થી ઓછો બીએમઆઈ માલ ન્યુટ્રીશન અને 25 થી વધારે બી એમ આઈ ઓબેસિટી દર્શાવે છે.

માલ ન્યુટ્રીશન અને ઓબીસીટી નુ ક્લાસિફિકેશન બીએમઆઈ ના આધારે અલગ અલગ રીતે કરવામા આવે છે.

બી એમ આઈ નુ કેલ્ક્યુલેશન કરવા માટે.
BMI= weight in kg/ height in meter square

7. Dentition (ડેન્ટીશન).

બાળકો મા ગ્રોથ મેજર કરવા માટે નુ આ મુખ્ય ઇન્ડિકેટર નથી. પરંતુ દાંત આવવાની ક્રિયા (ડેન્ટીશન) ને પણ ગ્રોથના મેજરમેન્ટ તરીકે ગણવામા આવે છે.

સામાન્ય રીતે બાળકો મા દાંત આવવા ની ક્રિયા અલગ અલગ સમયે જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે બાળકોમા 6 થી 7 મહિનાની ઉંમર દરમિયાન સૌ પ્રથમ નીચેના જડબાના સેન્ટ્રલ ઇન્સિજન દાંત આવે છે.

ટીથ ઇરપશન નો સમયગાળો સામાન્ય બાળકોમા મોડો હોઈ શકે છે. 15 મહિનાના સમયગાળા સુધીમા પણ અમુક બાળકોમા દાંત આવવાની ક્રિયા જોવા મળે છે.

બાળકો મા નીચે મુજબના ટીથ ના ટાઈપ્સ જોવા મળે છે.

A. ટેમ્પરરી ટીથ

આ ટીથ ને મિલ્કી ટીથ કે ડેશીડ્યુઅસ ટીથ પણ કહેવામા આવે છે. જે નાની ઉંમરના બાળકોના નાના ફેસમા જોઈ શકાય છે. જે ટીથ સૌપ્રથમ વખત 6 થી 7 મહિને આવવાની શરૂઆત થાય છે. ત્યારબાદ એવરેજ દર મહિને બાળકમા એક દાંત નુ ઇરપશન જોવા મળે છે.

બાળક 2.5 થી 3 વર્ષ નુ થાય ત્યા સુધી મા સામાન્ય રીતે ટેમ્પરરી ટીથ નો ફુલ સેટ બાળકો મા જોવા મળે છે અને આ ટેમ્પરરી ટીથ ની કુલ સંખ્યા 20 જોવા મળે છે.

B. પરમેનેન્ટ ટીથ.

પરમેનેન્ટ ટીથ એ બાળક મા સૌપ્રથમ બાળક 6 વર્ષનો થાય ત્યારથી આવવાની શરૂઆત થાય છે. ધીરે ધીરે ટેમ્પરરી ટીથ નુ સ્થાન પરમેનેન્ટ ટીથ લઈ લે છે.

આમ 6 વર્ષથી શરૂ થઈ 16 થી 17 વર્ષની ઉંમર સુધીમા કમ્પ્લીટ પરમેનેન્ટ ટીથ આવે છે. તે બાળકનુ ફેસ નો ભાગ અને જડબાનો ભાગ મોટો અને ગ્રો થાય તે મુજબ આવે છે. પરમેનેન્ટ ટીથ ની ટોટલ સંખ્યા 32 જોવા મળે છે.

ટીથ ના ટાઇપ મા ઇન્સિજર, કેનીન, પ્રિમોલાર અને મોલાર એમ ટોટલ 32 ટીથ નો સમાવેશ થાય છે.

બાળકો મા ક્યારેક જન્મજાત પણ ટીથ જોવા મળે છે. જેને નેટલ ટુથ તરીકે ઓળખવામા આવે છે. સામાન્ય રીતે આ ટીથ એ હાર્મલેસ હોય છે. પરંતુ બ્રેસ્ટ ફીડિંગ ના પ્રોસેસમા આ ટીથ ના કારણે પ્રોબ્લેમ્સ જોવા મળી શકે છે.

બાળકોમા થમ્બ શકિંગ તથા અમુક પ્રકારના ડીસીઝ ના લીધે ટીથ મોડા આવે છે તથા આડાઅવળા કે વાંકાચુકા ગોઠવેલા હોય છે તેવું પણ જોવા મળે છે. આ પ્રકારના ટીથ ને માલઓકલજન ઓફ ટીથ પણ કહેવામા આવે છે.

8. Osseous Growth (ઓસીયસ ગ્રોથ).

બાળક ના હાઈટ તેમજ તેના બોડી ના ગ્રોથ માટે ઓસીયસ એટલે કે તેના હાડકા નો ગ્રોથ અને તેનુ મેચ્યોરેશન જાણવુ ખૂબ જરૂરી છે. તેના ગ્રોથના કારણે બોડી ની હાઈટમા વધારો જોવા મળે છે અને તે ઇન્ટ્રા યુટેરાઇન સમયથી શરૂ થઈ અંદાજિત 25 વર્ષ સુધી કંટીન્યુ રહે છે.

બોન મા અમુક પ્લેસ પર તેના ઓસીફીકેશન સેન્ટર્સ આવેલા હોય છે. જે રેડિયોલોજીકલ એક્ઝામિનેશનની મદદથી આઈડેન્ટીફાય કરી શકાય છે.

આ ગ્રોથ એ હોર્મોનલ બેલેન્સ તથા ન્યુટ્રીશનલ સ્ટેટસ પર આધાર રાખે છે.

  • Growth Chart (ગ્રોથ ચાર્ટ).

બાળકના ગ્રોથ ને assess કર્યા પછી એક ચાર્ટ મા તેને પ્લોટ કરવામા આવે છે. આ ચાર્ટ ના ઇન્ટરપ્રિટેશન કરવાથી બાળક નુ તેની ઉંમર મુજબ ગ્રોથ નોર્મલ છે, કે કોઈપણ પ્રકારનુ ડેવિએશન છે તે આઈડેન્ટીફાઈ કરી શકાય છે.

આ ચાર્ટમા આપવામા આવેલા ડેટા ચોકસાઈ થી ભરવા જરૂરી છે, અને તેની મદદથી બાળકના નોર્મલ ગ્રોથ ને ચાર્ટની મદદથી ઇન્ટરપ્રિટેશન કરી જરૂર જણાય તો યોગ્ય ટ્રીટમેન્ટ કે યોગ્ય મેજર્સ લઈ શકાય છે.

આ ચાર્ટ મા અલગ અલગ કલર ના બેન્ડ પણ આવેલ હોય છે જેમ કે બાળક ના વજન નુ પ્લોટિંગ ગ્રીન કલર ના બેન્ડ મા આવેલ હોય તો તે નોર્મલ બતાવે છે પરંતુ રેડ કલર ના બેન્ડ માં કરવામાં આવેલ પ્લોટિંગ માંલન્યુટ્રિશન કે નયુટ્રીશનલ ડેફીશીયન્સી બતાવે છે.

  • Assessment of Development (અસેસમેન્ટ ઓફ ડેવલપમેન્ટ).

બાળક નુ ડેવલપમેન્ટ assess કરવુ એ એક મહત્વનુ ઇન્ડિકેટર છે. ડેવલપમેન્ટ assess કરવુ એ કોમ્પ્લિકેટેડ છે. બાળકમા ડેવલપમેન્ટ અસેસ કરવા માટે દરેક બાળક એ બીજા બાળકની સરખામણીમાં અલગ અને યુનિક હોય છે. જેથી ડેવલપમેન્ટલ પેરામીટર મેજર કરવા થોડા ડીફીકલ્ટ બને છે પરંતુ તેને ચોક્કસ મેજર કરી શકાય છે.

બાળકના ડેવલપમેન્ટને assess કરવા માટે નીચે મુજબના એરીયા છે.

1. મોટર ડેવલપમેન્ટ.

મોટર મુવમેન્ટ એટલે કે બોડી મા કોઈપણ પ્રકારની મૂવમેન્ટ અને ક્રિયા થવી. આ મોટર ડેવલપમેન્ટ એ નર્વસ સિસ્ટમના મેચ્યોરેશન, મસ્ક્યુલર અને સ્કેલેટન સિસ્ટમના મેચ્યોરેશન થી જોવા મળે છે. આ ફંકશન બાળકમા ઉંમર વધવાની સાથે સાથે ધીરે ધીરે મેચ્યોર બને છે અને તેની બધી જ એક્ટિવિટીમા વધારો અને તેની સાથે કો-ઓર્ડીનેશન જોવા મળતુ જાય છે.
મોટર ડેવલપમેન્ટના નીચે મુજબના એરીયા જોવા મળે છે.

A. ગ્રોસ મોટર ડેવલપમેન્ટ.

આ ડેવલપમેન્ટલ એરીયા એ બાળકની લાર્જ મસ્ક્યુલર મુવમેન્ટ તરીકે ક્લાસીફાઈ કરી શકાય છે. તેમા બાળકની મોબિલિટી ઇન્ક્રીઝ થવાના લીધે બાળક લાર્જ મસલ્સ ના ઉપયોગ કરીને અલગ અલગ મુવમેન્ટ કરી શકે છે. જેમ કે વોકિંગ, સ્ટેન્ડિંગ, રનિંગ, હોલ્ડીંગ, કલાઇમ્બિંગ વગેરે ને ગ્રોસ મોટર ડેવલપમેન્ટ મા assess કરી શકીએ છીએ.

B. ફાઈન મોટર ડેવલોપમેન્ટ.

ફાઈન મોટર ડેવલપમેન્ટ એ નર્વસ સિસ્ટમના મેચ થવાના લીધે જોવા મળે છે. જેમા અમુક રિફ્લેક્સીસ એ ધીમે ધીમે મેચ્યોર થવાના કારણે એક્ટિવિટીમા પર્પજ ફુલ એક્ટિવિટીમા કન્વર્ટ થાય છે.

આ ડેવલપમેન્ટમા નાના મસલ્સ અને ફાઇબર્સનો ઉપયોગ કરી બાળક ખાસ કરીને આય કોર્ડીનેશન, હેડ કોર્ડીનેશન, હેન્ડ ટુ માઉથ કો-ઓર્ડિનેશન, ગ્રાસપિંગ સમથીંગ, આંગણાઓ ની મદદ થી થતી નાની નાની એક્ટિવિટી વગેરે ને ફાઈન મોટર એક્ટિવિટીમા ગણવામાં આવે છે.

2. સેન્સરિ ડેવલપમેન્ટ.

આમા નર્વસ સિસ્ટમ અને નર્વ ના મેચ્યુલેશન થવાના લીધે અલગ અલગ પ્રકારની સ્પેસિફિક સ્ટીમયુલાઈ જેવી કે ટેસ્ટ, ટચ, સ્મેલ, હિયરીંગ, વિઝન વગેરે સેનસરી નર્વ મારફતે બ્રેઇન સુધી પહોંચ્યા બાદ વ્યક્તિને તેની જાણ થાય છે. આ બોડી નુ સેન્સરી ફંક્શન છે.

આ પ્રકારના ડેવલપમેન્ટમા વ્યક્તિ પોતાના વાતાવરણની બધી સ્ટીમ્યુલેશન પ્રત્યે માહિતગાર થાય છે અને તેને પરસીવ કરે છે.

આ બધી જ સ્ટીમ્યુલેશન માંથી એક વિઝન એ જન્મ વખતે કમ્પલીટ મેચ્યોર હોતુ નથી. જેને કમ્પ્લીટ મેચ્યોર થતા 5 થી 7 વર્ષનો સમય લાગે છે. બાકીની બધા સ્ટીમ્યુલેશન એ જન્મથી જ બાળકમા ડેવલપ હોય છે.

3. સ્પીચ ડેવલપમેન્ટ.

આમા ધીરે ધીરે બાળકની લેંગ્વેજ ફંકશન ડેવલપ થાય છે અને નર્વસ સિસ્ટમના મેચ્યોરેશનના કારણે હિયરીંગ સ્ટીમ્યુલેશન ના કારણે અને વાતાવરણમાંથી મળતી અલગ અલગ ઈમ્પલસીસ અને વર્બલ સ્ટીમ્યુલેશનના કારણે બાળક નુ લેંગ્વેજ અને સ્પીચ ધીમે ધીમે ડેવલપ થાય છે. આ ધીરે ધીરે ડેવલપ થઈ બાળક પોતાની યોગ્ય લેંગ્વેજ અને સ્પીચ ડેવલોપ કરે છે.

આ ડેવલપમેન્ટમા બાળક શરૂઆતમા ન ઓળખાય એ પ્રકારના અવાજ શીખે છે. ત્યારબાદ એક એક શબ્દ બોલતા શીખે ધીરે ધીરે બે બે શબ્દોનો સમૂહ બોલશે અને ત્યારબાદ નાના શબ્દોને જોડી વાક્ય બનાવતા શીખે છે અને ધીરે ધીરે તે લેંગ્વેજ અને સ્પીચ ના કમ્પ્લીટ ડેવલપમેન્ટ અને કો-ઓર્ડીનેશન કરતા શીખે છે.

4. પર્સનલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ.

બાળકના પર્સનલ અને સોશિયલ ડેવલપમેન્ટ નો સમાવેશ કરવામા આવે છે જે બાળક જે તે વાતાવરણમા કે કલ્ચરમાં રહેતું હોય તેનુ ફેમિલી મેમ્બર નુ વાતાવરણ અને કલ્ચર તેના પર્સનલ અને સોશિયલ ડેવલપમેન્ટ ઉપર અસર કરે છે. જેમા બાળક આસપાસના વાતાવરણમાંથી સોશિયલ સ્માઈલ, મધર ને ઓળખતા શીખવે, રમકડાઓથી રમે કે તેની આસપાસના વાતાવરણમાંથી મળતી કોઈપણ સ્ટીમ્યુલેશન ને કોપી કરી અને તેમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે. આમ તેનું પર્સનલ અને સોશિયલ ડેવલપમેન્ટ થાય છે.

5. ઇન્ટેલેક્યુઅલ અને મોરલ ડેવલપમેન્ટ.

બાળકનુ ઇન્ટેલેકચ્યુલ ડેવલોપમેન્ટ એ તેના જિનેટિકલ વારસા તેમજ તેની આજુબાજુના એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ પર આધાર રાખે છે. તેના લીધે મળતી સ્ટીમ્યુલેશન મુજબ બાળક નવી નવી વસ્તુઓ શીખે છે અને તેના બિહેવિયર મા મોડીફીકેશન જોવા મળે છે.

બાળક જેમ ઉંમરમાં મોટું થતું જાય છે તેમ તે રૂલ્સ ફોલો કરે છે. તેમજ સાચા ખોટાની સમજ ડેવલપ કરતું જાય છે. આ બાળકના બિહેવિયર અને એટીટ્યુડમાં ચેન્જ લાવવા માટેનો એક કંટીન્યુઅસ પ્રોસેસ છે.

6. સ્પીરીચુઅલ ડેવલપમેન્ટ.

આ ઉપરાંત બાળકો મા તેના કલ્ચર અને ટ્રેડિશન મુજબ સ્પીરીચ્યુઅલ ડેવલોપમેન્ટ પણ જોવા મળે છે. જેમાં તેના ફેમિલી મેમ્બર અને સોસાયટીની માન્યતા મુજબ તેનું ડેવલપમેન્ટ જોવા મળે છે. બાળક મા સ્પીરીચ્યુલ ડેવલપમેન્ટ તેના સોસિયો કલ્ચરલ અને ટ્રેડિશન પર આધાર રાખે છે.

  • Psycho Sexual Development (સાઈકોસેક્ષ્યુલ ડેવલપમેન્ટ).

બાળકની જાતિ એ કન્સેપશન વખતે જ નક્કી થઈ જાય છે. બાળકના જન્મ પછી સેકશયુલ ડેવલપમેન્ટ ઘણા બધા આસ્પેક્ટ જેવા કે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઈમોશનલ, કલ્ચરલ વગેરે આસપેક્ટ પર આધાર રાખે છે. આ બાળકની પર્સનાલિટી ડેવલપ કરવામાં અગત્યનો રોલ પ્લે કરે છે.

સિગમંડ ફ્રુઇડ એ સાઇકો સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ ના અલગ અલગ સ્ટેજિસ આપેલા છે. જે સ્ટેજ મુજબ આ પ્રકાર નુ ડેવલપમેન્ટ જોવા મળે છે.

  • Stages Of Psycho Sexual Development (સ્ટેજીસ ઓફ સાઇકો સેક્સ યુલ ડેવલપમેન્ટ).

સિગમંડ ફ્રુઇડ ના મત મુજબ સાયકો સેકસ્યુલ ડેવલપમેન્ટલ સ્ટેજિસ નીચે મુજબના છે.

1. ઓરલ સ્ટેજ.

આ બાળકમા સૌ પ્રથમ સ્ટેજ છે. જે ઇનફંટ (0 થી 1 year) પિરિયડ દરમિયાન જોવા મળે છે. આ સ્ટેજ દરમિયાન બાળકનુ સેટીફિકેશન એ ઓરલ કેવીટી પૂરતુ જ મર્યાદિત હોય છે. જે બ્રેસ્ટ ફીડિંગ અને સકીંગ ના સ્ટીમ્યુલેશન દ્વારા સેટીસફાઈ થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર એ બાળક માટે ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ છે.

2. એનાલ સ્ટેજ.

આ સેકન્ડ સ્ટેજ છે. જે ટોડલર (1 to 3 year) પિરિયડ ની લાઈફ દરમિયાન જોવા મળે છે. આ સ્ટેજ દરમિયાન ટોયલેટ ટ્રેનિંગ જનરલી ઇન્ટ્રોડ્યુસ કરવામા આવતી હોય છે. જેથી આ સ્ટેજ દરમિયાન બાળક યુરીન પાસ કરવુ અને સ્ટૂલ પાસ કરવુ તેમજ તેને હોલ્ડ કરવાની કેપેસિટી ડેવલપ કરે છે. પેરેન્ટ્સ નો આ સ્ટેજ દરમિયાન સપોર્ટ ખૂબ જરૂરી છે.

3. ફેલિક સ્ટેજ.

આ સ્ટેજ પ્રી સ્કૂલ (3 to 6 year) ના બાળકોમા તેની 4 થી 5 વર્ષની ઉંમર દરમિયાન જોવા મળે છે. આ સ્ટેજ ના સમયગાળા દરમિયાન બાળકમા ઓડીપાલ કોમ્પલેક્ષ ડેવલપ થાય છે. જેમા બાળક તેના ઓપોઝિટ સેક્સ ના પેરેન્ટ્સ તરફ વધારે એટ્રેક્ટ થાય છે. જેમ કે ફીમેલ ચાઈલ્ડ હોય તો તેના ફાધર તરફ તેનુ એટ્રેકશન વધારે હોય છે. આ સ્ટેજ દરમિયાન જનાઈટલ ઓર્ગન ને ટચ કરવાના લીધે બાળક એન્જોયમેન્ટ ફીલ કરે છે.

4. લેટન્સી સ્ટેજ.

આ સ્ટેજ સ્કૂલ ગોઇંગ (6 to 12 year) એઇજ ના બાળકોમા જોવા મળે છે. જે સામાન્ય રીતે 6 થી 12 વર્ષ સુધીનો સમયગાળો છે. આ સ્ટેજ ના સમયગાળા દરમિયાન બાળક નો સેકસયુલ ઇન્ટરેસ્ટ સુસુપ્ત (દબાયેલ) રહેલ છે અને બાળક આ સમય દરમિયાન પોતાના same sex અને એઇજ ના બાળકો સાથે રિલેશનશિપ અને મિત્રતા બાંધે છે. જેમા બાળકોના ગ્રુપ બને છે અને વફાદારીની વૃતિ આ સ્ટેજમા ડેવલપ થાય છે. આ સ્ટેજ મા બાળકનુ બિહેવ્યર થોડુ એગ્રેસીવ પણ બને છે. ઓડીપાલ કોમ્પલેકસ આ સ્ટેજ દરમ્યાન રિઝૉલ્વ થઈ જાય છે.

5. પ્યુબર્ટી એન્ડ જેનીટાલીટી સ્ટેજ.

આ સ્ટેજ 12 વર્ષ પછીથી એડલ્ટહુડ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળે છે. આ સ્ટેજ ના સમયગાળા દરમિયાન બાળકો મા સેકન્ડરી સેક્સયુલ કેરેક્ટરિસ્ટિક્સ બંને મેલ અને ફિમેલ બાળકોમા ડેવલપ થાય છે અને ઈમોશનલ ચેન્જીસ પણ જોવા મળે છે. આ સ્ટેજ દરમિયાન બાળકને ઓપોઝિટ સેક્સ ની વ્યક્તિ તરફ આકર્ષણ થાય છે અને ઈમોશનલ અને હોર્મોનલ ચેન્જીસ ના કારણે ઘણા શારીરિક અને માનસિક ફેરફારો જોવા મળે છે.

  • Psycho Social Development સાઇકો સોશિયલ ડેવલપમેન્ટ.

ઇરિક્શન એક સાઇકોલોજીસ્ટ હતા જેમને 1963 મા ઈમોશનલ ડેવલપમેન્ટ એ એક કંટીન્યુઅસ પ્રોસેસ છે અને તેના સાઇકો સોસિયલ ડેવલપમેન્ટ ના સ્ટેજિસ આપેલા છે જે નીચે મુજબ છે.

1. સેન્સ ઓફ ટ્રસ્ટ vs મિસ ટ્રસ્ટ.

આ ફર્સ્ટ સ્ટેજ છે. જે ઇન્ફ્રન્સી ના પિરિયડ દરમિયાન જોવા મળે છે. બાળકમા આ સમયગાળા દરમિયાન મધર કે તેના પેરેન્ટ્સ તરફથી કેર આપવામા આવે તો તેનામા ટ્રસ્ટ ડેવલપ થાય છે. જો તેને સેપરેટ કરવામા આવે તો બાળકને એન્ઝાઈટી અને મિસ ટ્રસ્ટ જોવા મળી શકે છે.

2. સેન્સ ઓફ ઓટોનોમી vs ડાઉટ.

આ સાઇકો સોશિયલ ડેવલપમેન્ટ નુ સેકન્ડ સ્ટેજ છે. જે ટોડલર પિરિયડ દરમિયાન જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન બાળક ઘણી એક્ટિવિટી પોતે પોતાના મેળે કરવાના ટ્રાય કરે છે, જે ઓટોનોમી દર્શાવે છે. અમુક એક્ટિવિટી તે કરી શકતુ નથી અથવા તેને કરવા મા રિસ્ટ્રિક્ટ કરવામા આવે છે. જે બાળકમા ડાઉટ કે સેમ (shame) ની ફીલિંગ ઉત્પન્ન કરે છે. જે બાળક પોતે ઈન્ડિવિજ્યુલ ટાસ્ક પર્ફોર્મ ન થવાના કારણે બાળકમા ઉત્પન્ન થાય છે.

3. સેન્સ ઓફ ઇનીશિયેટિવ vs ગિલ્ટ.

આ થર્ડ સ્ટેજ એ બાળકોમા પ્રિ સ્કૂલ એટલે કે 3 થી 6 વર્ષના સમયગાળા દરમિયાન જોવા મળે છે. જેમા બાળક નવી વસ્તુઓ કરવાની ટ્રાય કરે છે, એટલે કે ઈનીસીએશન લે છે. ટાસ્ક પુરી કરવાના લીધે બાળકમા લીડરશીપ ની સ્કીલ કે કોઈપણ કાર્ય કરવા નો કોન્ફિડન્સ ડેવલપ થાય છે. જો ટાસ્ક કમ્પ્લીટ ન થાય તો બાળકમા ગિલ્ટ ડેવલપ થઈ શકે છે.

4. સેન્સ ઓફ ઇન્ડસ્ટ્રી vs ઈન્ફીરીયારીટી.

આ ફોર્થ સ્ટેજ એ 6 થી 12 વર્ષના સમયગાળા એટલે કે બાળકના સ્કૂલ ગોઈંગ પિરિયડ દરમિયાન જોવા મળે છે. જેમા કોઈપણ કાર્ય પોઝિટિવ ઈવાલ્યુશન થવા બદલ ઇન્ડસ્ટ્રી ની ફીલિંગ તેમજ ડીશકરેજમેન્ટ અને ઇનકમ્પલીટ ઇવાલ્યુશન બદલ ઇન્ફીરીયારિટી ની ફીલિંગ ક્રીએટ થાય છે.

5. સેન્સ ઓફ આઈડેન્ટિટી vs ડિફ્યુઝન (રોલ કનફયુઝન).

આ સાઇકો સોશિયલ ડેવલપમેન્ટ નુ પાંચમુ સ્ટેજ છે. જેમા 12 થી 19 વર્ષના સમયગાળા દરમિયાન બાળકમા અલગ અલગ ટાસ્ક કરવાથી પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવાની ફીલિંગ જોવા મળે છે. પોતે પોતાની પર્સનલ આઇડેન્ટિટી બનાવવાની ટ્રાય કરે છે અને આ સમય દરમિયાન પોતાનો રોલ કન્ફ્યુઝિંગ હોય છે. તે ઘણા રોલ માંથી તે પોતે પોતાનો રોલ સિલેક્ટ કરે છે.

6. સેન્સ ઓફ ઇન્ટીમસી vs આઈસોલેસન.

આ સાઇકો સોશિયલ ડેવલપમેન્ટના સ્ટેજ એડોલેશન્સ અને એડલ્ટ પિરિયડ દરમિયાન જોવા મળે છે. જેમા વ્યક્તિ પોતાના રિલેશનશિપ બીજાઓ સાથે એસ્ટાબ્લિસ્ટ કરવા માટે પ્રયત્ન કરે છે. આ સમય દરમિયાન તે આઈસોલેટ રહેવા માંગતો નથી પરંતુ સોશિયલ રિલેશનશિપના કારણે તે અમુક સમયે બીજાઓથી આઇસોલેટ થઈ જાય છે.

  • Intellectual or Cognitive Developmental Theory of Piaget (ઇન્ટેલેક્યુઅલ અથવા કોગ્નિટિવ ડેવલપમેન્ટ થીયરી ઓફ પાઈગેટ).

Piagetઇન્ટેલેક્યુઅલ ડેવલપમેન્ટ માટેની થીયરી આપેલ છે. જે મુજબ તેને ચાર મુખ્ય સ્ટેજ મા ડિવાઇડ કરવામા આવેલા છે.

1. સેનસરી મોટર સ્ટેજ.

આ સ્ટેજ 0 (zero) થી 2 વર્ષના બાળકોમાં જોવા મળે છે અને તે સ્ટેજમા બાળકો આસપાસના વાતાવરણની ફિઝિકલ વસ્તુઓ વિશે શીખે છે.

2. પ્રી ઓપરેશનલ સ્ટેજ.

આ સ્ટેજ 2 થી 7 વર્ષના બાળકોમા જોવા મળે છે. તેમા બાળકો લેંગ્વેજ ડેવલપ કરે છે અને પોતે ડ્રીમ અને ફેનટાસીના પિરિયડમાં રહેતા હોય છે.

3. કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ.

આ સ્ટેજ 7 થી 11 વર્ષના બાળકોમાં જોવા મળે છે. જેમા બાળકો હકીકતની દુનિયા જુએ છે. રિલેશનશિપ અને ગણતરીઓ તેમજ તાર્કિક શક્તિઓ આ સમય દરમિયાન ડેવલપ થાય છે.

4. ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ.

આ સ્ટેજ 11 થી 15 વર્ષ સુધીનુ જોવા મળે છે. જેમા બાળકોના વિચારો લોજીકલ થીંકીંગ ને લગતા હોય છે.

આ ઉપરાંત Kohlberg’s મોરલ ડેવલપમેન્ટ માટેની થીયરી આપેલી છે. જેમાં મોરલ ડેવલપમેન્ટ એ 3 લેવલ અને 6 સ્ટેજ મા કમ્પ્લીટ ડેવલપમેન્ટ જોવા મળે છે.

Fowlerસ્પીરીચ્યુઅલ ડેવલપમેન્ટ માટે “સ્ટેજ ઓફ થીયરી ઓફ ફેઇથ” આપેલી છે. જે મુજબ સ્પીરીચુઅલ ડેવલપમેન્ટ અને ફેઇથ એ 4 સ્ટેજમા કમ્પ્લીટ ડેવલપ થાય છે.

  • Puberty Changes (પ્યુબર્ટી ચેન્જીસ).

એડોલેશન્સ પિરિયડ ના સમયગાળામા પ્યુબર્ટી ચેન્જીસ થવાની શરૂઆત થાય છે. એડોલેસન પિરિયડ ને તેના સમયગાળા મુજબ અર્લી, મિડલ અને લેટ એમ અલગ અલગ રીતે ક્લાસીફાય કરવામા આવે છે. આ દરેક પિરિયડમા અલગ અલગ પ્રકારના ચેન્જીસ જોવા મળે છે.

યુનિસેફ એ ડિફાઇન કર્યા મુજબ પ્યુબર્ટી એ બાયોલોજીકલ ચેન્જીસ ની સિરીઝ છે કે જેમા બાળક ધીરે ધીરે એડલ્ટ મા બદલાય છે.

આ સમય દરમિયાન ઘણા હોર્મોનલ અને ફિઝિકલ ફેરફારો જોવા મળે છે. જે એન્ડોક્રાઇન સીસ્ટમ અને મસ્ક્યુલો સ્કેલેટન સિસ્ટમના ગ્રોથના કારણે જોવા મળે છે.

આ સમયગાળા દરમિયાન સેકન્ડરી સેક્સ કેરેક્ટરીસ્ટિક્સ ડેવલપ થવાની શરૂઆત થાય છે.
એડોલેશન્સ પિરિયડ એ પ્યુબર્ટી ની શરૂઆત ના સમયગાળા થી સેક્યુઅલ ફંકશન ના મેચ્યુરેશન સુધીનો પિરિયડ ગણવામા આવે છે. સામાન્ય રીતે આ પિરિયડ 10 થી 19 વર્ષનો હોય છે.

પ્યુબર્ટી પિરિયડ દરમિયાન બોયઝ અને ગર્લ્સ મા સામાન્ય ફેરફારો ઘણા જોવા મળે છે જે નીચે મુજબના છે.

Changes in boys.

તેની હાઈટ અને વેઇટ મા ઝડપી વધારો થાય છે. તેનુ બોડી મસ્ક્યુલર બનવાની શરૂઆત થાય છે.

તેના એક્સટર્નલ જનાઈટલ ઓર્ગન ની સાઈઝમા વધારો થાય છે.

પ્યુબીક હેર, એક્સીલરી હેર, અપર લીપ ના માર્જિન પર હેર ગ્રોથ થાય છે.

પ્યુબીક હેર ગ્રો થવાના બે વર્ષના સમયગાળા દરમિયાન ફેસ ના ભાગે હેર ગ્રો થાય છે.

તેનો અવાજ ઘેરો અને જાડો બને છે.

રાત્રી ના ઊંઘ દરમિયાન સિમેન ડિસ્ચાર્જ જોવા મળે છે.

Changes in girls.

હાઇટ અને વેઇટ મા વધારો ઝડપી જોવા મળે છે.

બ્રેસ્ટ ટીસ્યુ અને નીપલ ની સાઈઝમા વધારો જોવા મળે છે. જેને થેલાર્કી કહેવાય છે. આ ઉપરાંત એરીઓલા મા પીગમેન્ટેશન જોવા મળે છે.

પેલ્વિક કેવિટી ના ટ્રાન્સવર્સ ડાયામીટર મા વધારો જોવા મળે છે.

પ્યુબીક પાર્ટના ભાગે હેર ગ્રો જોવા મળે છે. આ ઉપરાંત એકઝીલરી ભાગે સ્વેટ ગ્લેન્ડ એક્ટિવ થતી હોય અને આ ભાગે પણ હેર ગ્રો જોવા મળે છે.

મેન્સટ્રુએશન ની શરૂઆત થાય છે. ફર્સ્ટ મેન્સટ્રુએશન ને મેનાર્કી તરીકે ઓળખવામા આવે છે. જે સામાન્ય રીતે પ્યુબર્ટી ની સાઇન માનવામા આવે છે.

આ પિરિયડના લાસ્ટમા હાઈટનો વધારો ઓછો થતો જાય છે પછી થી હાઇટ સ્ટેબલ રહે છે.

  • Developmental Milestone (ડેવલોપ મેન્ટલ માઇલસ્ટોન).

ડેવલોપમેન્ટ એટલે કે બોડીના ઓર્ગન નુ ફંક્શનલ મેચ્યોરેશન.
માઇલસ્ટોન એ બાળક ચોક્કસ ઉંમર દરમિયાન ચોક્કસ ફંક્શન ડેવલપ કરવાની કેપેબીલિટી.

બાળકોમા ઉંમર વધવાની સાથે સાથે ફંક્શન ડેવલપ કરવાની કેપેસિટી બધા બાળકોમા એક સરખી હોતી નથી. અમુક બાળકો તે વહેલા અચીવ કરે છે. અમુક બાળકો સમયસર ફંકશન ડેવલપ કરે છે. અમુક બાળકોમા આ પેટર્ન લેટ પણ ડેવલપ થઈ શકે છે.

આ ફંકશનલ મેચ્યોરિટી નો આધાર જીનેટીકલ સ્ટ્રક્ચર, ન્યુરો મસક્યુલર ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ સ્ટીમ્યુલેશન, ઈન્ટેલિજન્સી વગેરે જેવા પરિબળો પર આધારિત હોય છે.

ઇન્ડિયન બેબી યુરોપિયન બેબી ની સરખામણીમાં તેના માઇલસ્ટોન વહેલા અચિવ કરે છે.

  • Developmental Milestone of Infant (ડેવેલોપમેન્ટલ માઈલસ્ટોન ઓફ ઇન્ફન્ટ).

ઇનફન્ટ એ 1 વર્ષથી નાનુ બાળક હોય છે. આ બાળક જન્મ પછીથી ઉંમર વધવાની સાથે નીચે મુજબના ફંકશન્સ ડેવલપ કરે છે. તેને તેના માઇલસ્ટોન તરીકે ઓળખવામા આવે છે.

1 to 3 months.

આ સમય દરમિયાન બાળક પોતે પ્રોન પોઝીશનમા પોતાની ચીન નો ભાગ ઉપર ઉઠાવી શકે છે. તેનું વિઝન 20 cm જેટલું ડેવલપ થયેલું હોય છે. બાળકને ભૂખ લાગે ત્યારે કે કોઈપણ પ્રકારનો ડીશકમ્ફર્ટ હોય ત્યારે રડે છે.

આ સમય દરમિયાન કોઈપણ અવાજ તરફ બાળક પોતાનુ હેડ ફેરવે છે. મધર સામે સ્માઈલ કરે છે. બાળક મધર ને ઓળખે છે અને સોશિયલ સ્માઈલ આ પિરિયડમાં ડેવલપ થાય છે.

બાળક મુવિંગ ઓબ્જેક્ટ પ્રત્યે પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બાળક કુઇંગ (cooing) સાઉન્ડ ઉત્પન્ન કરે છે જે લેંગ્વેજ ડેવલપમેન્ટ ની શરૂઆત છે.

બાળક પ્રોન પોઝીશનમા પોતાના હાથ પર વજન રાખી પોતાનુ માથુ અને થોડો ચેસ્ટ નો ભાગ ઉપર કરવાની ક્ષમતા ધરાવે છે.

તેની આસપાસમા થતા અવાજને ઓળખે છે અને તેને એન્જોય પણ કરે છે.

3 to 6 months.

આ સમય દરમિયાન બાળક પોતાનુ હેડ કંટ્રોલ ડેવલપ કરે છે. અપરાઇટ પોઝીશનમા તે પોતાનુ હેડ સ્થિર રાખી શકે છે.

તે પામ (palm) દ્વારા કોઈપણ વસ્તુને હોલ્ડ કરી શકે છે. વસ્તુઓને હાથથી પકડી મોઢામા મૂકી શકે છે. જોરથી હસી શકે છે. સપોર્ટ સાથે બેસી શકે છે.

એક હાથથી વસ્તુ બીજા હાથમા ટ્રાન્સફર કરી શકે છે. પોતાની મિરર ઇમેજ ને એન્જોય કરી શકે છે. બીજાઓ નહીં નકલ કરવાના પ્રયત્નો કરે છે.

અલગ અલગ પ્રકારના અવાજ ઉત્પન્ન કરે છે જેમા મોનોસિલેબી સિંગલ વર્ડ બોલે છે જેમ કે મ, દ, બ, વગેરે.

બાળકો તેની આજુબાજુના ઘરના સભ્યોને ઓળખે છે અને તેની સાથે એન્જોય કરે છે.

6 to 9 months.

બાળક સપોર્ટ વિના બેસી શકે છે. તે પોતાના એબડોમીન ના ભાગે ઢસેડાઈને ચાલી શકે છે. તે એક એક શબ્દ બોલી શકે છે મોનોસીલેબી વર્ડ્સ બોલી શકે છે. અજાણ્યા વ્યક્તિઓને ઓળખી તેના તરફ એન્ઝાઈટી બતાવી શકે.

9 to 12 months.

બાળક સપોર્ટ વિના બેસી શકે છે. તે સપોર્ટ સાથે ઉભી શકે છે.

બાય સીલેબી વર્ડ એટલે કે બે બે શબ્દ બોલી શકે છે. જેમ કે બાબા, દાદા, મામા, વગેરે.

ઇન્ડેક્સ ફિંગર અને થંબ (પિન્સર ગ્રાસ્પ) ની મદદથી કોઈ પણ વસ્તુ પકડી શકે છે. ગુસ્સો, પ્રેમ, વગેરે જેવા ઈમોશન સમજી શકે છે.

સપોર્ટ વિના ઉભી અને સપોર્ટ સાથે ચાલી શકે છે. અમુક બાઈ સીલેબી વર્ડસ મિનિંગ સાથે બોલી શકે છે.

  • Developmental Milestone Of Toddler (ડેવલોપ મેન્ટલ માઇલ સ્ટોન ઓફ ટોડલર).

આ 1 થી 3 વર્ષ નો સમયગાળો છે. જેમા બાળક ની મોબિલિટી ખૂબ ઝડપથી ઇન્ક્રીઝ થાય છે. તેનુ સોશિયલાઈઝેશન વધે છે. તેમ જ બાળકમા ઘણા ડેવલપમેન્ટલ ચેન્જીસ જોવા મળે છે.
આ સમયના ડેવલપમેન્ટલ માઈલસ્ટોન્સ નીચે મુજબના છે.

12 to 15 months.

તે ચાલી શકે છે. અમુક સ્ટેપ આગળ અને અમુક સ્ટેપ પાછળ ચાલી શકે. આંગળાઓની મદદથી નાની નાની એક્ટિવિટી કરી શકે છે. જેમ કે કોઈ પણ વસ્તુ ઉપાડવી બુક ના પેજ ફેરવવા વગેરે.

15 to 18 months.

તે સીડી ના પગથીયા ચડી શકે છે. પોતાની જાતે કપ થી પી (drink) શકે છે.
તે શુઝ ના સોક્સ ને કાઢી શકે છે. બોડીના પાર્ટ્સને પોઇન્ટ આઉટ કરી શકે છે.

ટોઈઝ માઉથ મા મૂકવાનુ બંધ કરે છે. 6 થી 20 શબ્દો બોલવા માટે નીલેંગ્વેજ ડેવલપ થાય છે. બીજાઓની એક્શન ને કોપી કરે છે.

18 to 24 months.

આ સમય દરમિયાન બાળક દોડી શકે છે. પગથિયાઓ ચડી શકે છે. જેમા એક પગથિયાં પર પગ મૂકી રેસ્ટ કર્યા બાદ બીજા પગથીયા પર પગ મુકવાની કેપેસિટી હોય છે.

શૂઝ અને શોક્સ પહેરી શકે છે. કપડાં રિમૂવ કરી શકે છે. 6 થી 7 બ્લોકસ નો ટાવર બનાવી શકે છે.

હોરીઝેન્ટલ અને વર્ટિકલ લાઈન ડ્રો કરી શકે છે.
દિવસ દરમિયાન બ્લેડર કંટ્રોલ ડેવલપ કરી શકે છે.
સિમ્પલ વાક્યો બોલી શકે છે.

24 to 36 months.

બાળક આ સમય દરમિયાન દોડી શકે, જંપ કરી શકે, કો-ઓર્ડીનેશન મેનર મા પગથિયાઓ ચડી શકે, એક પગ પર ઉભી શકે.

ટ્રાયસીકલ ચલાવી શકે
કપડાઓ પહેરી અને ઉતારી શકે.
ટુથ બ્રશનો ઉપયોગ કરતા શીખે.
સર્કલ બનાવી શકે.

6 થી 9 બ્લોકનો ટાવર બનાવી શકે છે.
250 શબ્દો નો સંગ્રહ કરી શકે અને સેન્ટેન્સ પણ બનાવી શકે છે.

નાઈટ સમય દરમિયાન નો બ્લેડર કંટ્રોલ ડેવલપ કરી શકે છે.
ડાર્ક પ્લેસીસ (સ્થળ) થી ડર ડેવલપ થાય છે.
પિયર ગ્રુપના બાળકો સાથે પ્લે એન્જોય કરે છે.

  • Developmental Milestone Of Pre School (ડેવલોપ મેન્ટલ માઈલ સ્ટોન ઓફ પ્રી સ્કૂલ).

આ સમયગાળો 3 થી 6 વર્ષનો છે. આ સમયગાળા દરમિયાન નીચે મુજબના માઈલસ્ટોન્સ બાળક મા ડેવલપ થાય છે.

તે જમ્પ કરી શકે, દોડી અને કૂદી શકે.
ક્રોસ (+)ની નિશાની બનાવી શકે છે. ટીલ્ટ ક્રોસ (X) બનાવી શકે છે.

રેક્ટેંગલ 4 વર્ષની ઉંમર દરમિયાન બનાવી શકે છે અને 5 વર્ષની ઉંમર દરમિયાન તે ટ્રાયએંગલ બનાવી શકે છે.

લેટર્સ કોપી કરી શકે છે.
સ્ટોરી અને પોતાનો એક્સપિરિયન્સ ડિસ્ક્રાઈબ કરી શકે છે.

ઇન્ડિપેન્ડન્ટ કાર્ય કરે છે. ફિઝિકલી એગ્રેસીવ હોય છે. પોતાનામા ધીરજનો અભાવ જોવા મળે છે.
શિબલિંગ્સ થી જેલસી ડેવલપ થાય છે.

  • Developmental Milestone of School Age (ડેવલપ મેન્ટલ્સ માઈલ સ્ટોન્સ ઓફ સ્કુલ એઇજ).

આ સમયગાળો 6 થી 12 વર્ષનો હોય છે. આ સમયગાળામા બાળકમાં નીચે મુજબના ડેવલપમેન્ટલ પેરામીટર જોવા મળે છે.

તે ઝડપથી દોડી શકે છે, કૂદી શકે છે. કોઈપણ જગ્યા પર સારા કોઓર્ડીનેશન નો ઉપયોગ કરીને ચડી શકે છે.

તેની હેન્ડ અને આય નું કો-ઓર્ડિનેશન ડેવલપ થયેલું હોય છે.
સારી રીતે લખી શકે છે અને પોતાની કેર પણ જાતે લઈ શકે છે.

ફીલિંગ્સ સાથેના કમ્પ્લીટ સેન્ટેન્સ બોલી શકે છે અને સમજી શકે છે.
બીજાઓ દ્વારા આપવામાં આવેલા કમાન્ડ ને ફોલો કરી શકે છે.

ગ્રુપમા રમવુ શીખે છે, ડિસિપ્લિન શીખે છે. બીજાઓ દ્વારા કરવામા આવતા વખાણને સમજી શકે છે.

રાઇટીંગ અને રીડિંગ સ્કિલ ડેવલપ થાય છે. ફેમિલી ડિસ્કશનમા ભાગીદારી નોંધાવે છે.

સેક્સ રોલ આઇડેન્ટિફિકેશન તથા અવેરનેસ માટે પિયર ગ્રુપમા ઇન્વોલ્વ થાય છે.

કોર્ડીનેશન વાળી અને મેની પ્યુલેસન વાળી ગેમમા પાર્ટીશીપેશન કરે છે અને પોતાની મોબિલિટી અને કોઓર્ડીનેશન વધારે સારું બનાવે છે.

લેંગ્વેજમા બધા સ્પીચના પાર્ટ્સ કરેક્ટ બોલી શકે છે અને સમજી શકે છે.
પોતાનુ બિહેવિયર ખૂબ જ એગ્રેસીવ બતાવી શકે છે.

  • Important Milestones Up to Toddler (ઈમ્પોર્ટન્ટ માઈલસ્ટોન્સ અપ ટુ ટોડલર).

સોશિયલ સ્માઈલ છ થી આઠ અઠવાડિયે

હેડ હોલ્ડિંગ ત્રણ મહિને

સપોર્ટ સાથે બેસવાનું પાંચથી છ મહિને

સપોર્ટ વિના બેસવાનું સાતથી આઠ મહિને

કોઈપણ ઓબ્જેક્ટ ને સુધી પહોંચવાનું પાંચથી છ મહિને

ઓબ્જેક્ટને એક હાથમાંથી બીજા હાથમાં ટ્રાન્સફર કરવાનું છ થી સાત મહિને

નાની વસ્તુઓને પોતાની ઇન્ડેક્સ ફિંગર અને થંબ ની મદદ થી પકડવાનું 9 મહિને

ક્રીપિંગ એટલે કે બંને હાથ અને પગ ની મદદ થી ચાલવાનું 10 થી 11 મહિને

સપોર્ટ સાથે ઉભવાનું 9 મહિને

સપોર્ટ વિના ઊંભવાનુ બાર મહિને

સપોર્ટ સાથે ચાલવાનું 10 થી 12 મહિને

સપોર્ટ વિના ચાલવાનું 13 થી 15 મહિને

જાતે સ્પૂન વડે ખાવાનું બહારથી 15 મહિને

રનીંગ 18 મહિને

સીડી ના પગથીયાઓ ચડવા 10 થી 24 મહિને

મોનોસીલેબી વર્ડ્સ બોલવા સાત થી આઠ મહિને

બાય સીલેબી વર્ડ બોલવા ૮ થી ૯ મહિને

મીનિંગ સાથેના બે થી ત્રણ શબ્દો બોલવા 12 મહિને

સિમ્પલ સેન્ટેન્સ બોલવા 24 મહિને

સ્ટોરી કહેવી 36 મહિને

શૂઝ અને શોક્સ રીમુવ કરવા 15 થી 18 મહિને

શૂઝ અને શોકસ પહેરવા 24 મહિને

પોતાના કમ્પ્લીટ ડ્રેસ પહેરવા 3 થી 4 વર્ષે

બ્લેડર અને બોવેલ નો દિવસ દરમિયાન નો કંટ્રોલ હોવો બે વર્ષે

બાઈસીકલ ચલાવવી ત્રણ વર્ષે

પોતાનું નામ અને જાતિ વિશેની જાણકારી હોવી ત્રણ વર્ષે

બ્લેડર અને બોવ વેલ નો નાઈટ ટાઈમ નો કંટ્રોલ હોવો ત્રણ વર્ષે.

ઇન્ટેલેક્યુઅલ ડેવલપમેન્ટ jean piaget
મોરલ ડેવલપમેન્ટ lawrnece kohlberg and piaget
ઇમોશનલ ડેવલપમેન્ટ Erikson
સાઇકો સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ Sigmund freud

  • Assessment Of Development (અસસેસમેન્ટ ઓફ ડેવલપમેન્ટ).

કોઈપણ પ્રકારના ડેવલપમેન્ટલ ડેવિએશન આઇડેન્ટીફાઈ કરવા માટે ડેવલપમેન્ટ નુ અસેસમેન્ટ કરવામા આવે છે. જેમા ઇન્ફન્સી, ટોડલર, પ્રિ સ્કૂલર વગેરેમા ડેવલપમેન્ટલ ડીલે (delay) આઈડેન્ટીફાય કરવા માટે DDST એટલે કે DENVER DEVELOPMENTAL SCREENING TEST કરવામા આવે છે.

આ ટેસ્ટ વર્લ્ડ વાઇલ્ડ પોપ્યુલર છે. તે 1967 મા બાળકોના ડેવલપમેન્ટલ પેરામીટર assess કરવા માટે કરવામા આવેલ હતો. આ ટેસ્ટમા મુખ્યત્વે 4 પેરામીટર કરવામા આવે છે જેમ કે ગ્રોસ મોટર, ફાઈન મોટર, લેંગ્વેજ અને પર્સનલ સોશિયલ બીહેવીયર આ ટેસ્ટ મેજર કરવા માટે 105 પેરામિટર સાથે ટેસ્ટ કરવામા આવતો હતો. ટેસ્ટ ના પેરામીટર મેઝર કરવા ખૂબ જ ડિફિકલ્ટ છે, કેમકે જો બાળકના પેરેન્ટ્સ એજ્યુકેટેડ નથી તો આ ટેસ્ટ બાળકો માટે ઈન એપ્રોપ્રિયેટ છે.

આ ટેસ્ટમા 1992 મા 125 પેરામીટર સાથે મોડીફાઇડ DDST 2 અથવા તો DENVER 2 ડેવલપ કરવામાં આવેલ હતો.

આ ઉપરાંત ડેવલપમેન્ટ ના સ્ક્રિનિંગ માટે DEVELOPMENTAL ASSESSMENT SCALE OF INDIAN INFANT (DASII), BARODA DST, TRIVENDRUM DST, વગેરે ઘણા ટેસ્ટ બાળકના ડેવલપમેન્ટલ માઇલ સ્ટોન નક્કી કરવા માટે કરવામાં આવતા હતા.

  • Toilet Training Program (ટોયલેટ ટ્રેનિંગ પ્રોગ્રામ).

બાળકમા ટોડલર પિરિયડમા આ પ્રોગ્રામ ઈનીસીયેટ કરવામા આવે છે. જેમા બાળકને ટોયલેટ યુઝ કરતો કરવામા આવે છે. જે બાળક અને તેના પેરેન્ટ્સ માટે એક અગત્યનું સ્ટેપ છે. આ સ્ટેપ શરૂ કરતા પહેલા તે ક્યારે સ્ટાર્ટ કરવું તે નક્કી કરવું જરૂરી છે. આ માટે બાળકની રેડીનેસ ના અમુક સાઇન જોવા જરૂરી છે.

When to start.

ટોયલેટ ટ્રેનિંગ શરૂ કરવા માટેનો સમય જનરલી બાળક 18 મહિનાથી ઉપરનું હોય ત્યાર પછી કરવામાં આવે છે. પરંતુ બાળક દિવસ દરમિયાન અમુક કલાક ડ્રાય બાય નેપી રહેતું હોવું જોઈએ તથા બાળક એ યુરીન કે સ્ટૂલ પાસ કરતા પહેલા મધર ને જાણ કરે અને તે હોલ્ડ કરવા માટે કેપેબલ હોય આ સમય ટોયલેટ ટ્રેનિંગ માટે ideal ગણાય છે.

બાળક જ્યારે યુરીન કે સ્ટૂલ પાસ કરવા માટે મધરને સાઇન લેંગ્વેજથી સમજાવે કે સાઇન આપી ઇન્ડિકેટ કરે ત્યારબાદ ટોયલેટ ટ્રેનિંગ શરૂ કરી શકાય છે.

પોઇન્ટ્સ ટુ બી રીમેમ્બર વાઈલ સ્ટાર્ટ ટોયલેટ ટ્રેનિંગ.

બાળકની રેડીનેસ માટેના સાઇન ચેક કરવા.
બાળકને potty કે ટોયલેટ વિશે માહિતી આપી અને બીજાઓ દ્વારા કઈ રીતે તેનો યુઝ કરવામાં આવે છે તે પિક્ચરાઈઝ ઈમેજ સાથે સમજાવું.

ટોયલેટ ટ્રેનિંગ સ્ટાર્ટ કરવા માટે નો સમય મધર જ્યારે પણ ફુલ ડે ઘરે જ રહેવાના હોય ત્યારે સિલેક્ટ કરવો.

બાળકને ટ્રેનિંગ શરૂ કરાવતી વખતે નેપીઝ (nappy) નો ઉપયોગ દીવસ દરમીયાન કરવાનું ટાળવું, જોકે નાઈટ દરમિયાન આ નેપી નો ઉપયોગ કરવો હિતાવહ છે.

આ ટ્રેનિંગ શરૂ કરાવતી વખતે ના સમયમાં બાળકોને લુઝ ઇઝી રીમુવ થઈ શકે તે પ્રકારના કપડાં પહેરાવવા.

બાળકના ટોયલેટ જવા માટેના શેડ્યુલ કરવા અને તેનું રૂટિન એ મુજબ સેટ કરવાનો પ્રયત્ન કરવો.

બાળકને ડાયટમાં વધારે લિક્વિડ આપવાનું તથા ફાઇબર આપવા માટે આપવા જેથી તેને કોન્સ્ટેપેશન ન રહે.

જો બાળક આ પ્રોગ્રામમાં કો ઓપરેટ ન કરે તો તેની મરજી હોય ત્યાં સુધી વેઇટ કરવી અને આ પ્રોગ્રામ ને ટ્રાય કરતા રહેવું.

બાળકને તેના એફર્ટસ માટે હંમેશા પોઝિટિવ એસ્યોરન્સ આપવુ અને તેના વખાણ કરવા અને પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યારે તેને કોઈપણ ગિફ્ટ આપવી અથવા તેના વખાણ કરવા.

બાળકને ટોયલેટ પર લાંબો સમય સુધી બેસાડી ન રાખવું જેથી તેને પનીસમેન્ટ આપ્યાની ફીલિંગ ક્રિયેટ ન થાય.

ટોયલેટ નો યુઝ કર્યા પછી બાળકને બરાબર ક્લીન કરવું અને તેને હાઈજિન વિશેનું એજ્યુકેશન પણ આપવુ.

હેન્ડ વોશિંગ કરવા માટે બાળકને સમજાવવું અને હેન્ડ વોશિંગ પ્રેક્ટિસ અને હાઈજીન ના સ્ટેપ ફોલો કરવા સમજાવો.

આ પ્રોગ્રામના સક્સેસ ફૂલ માટે અમુક દિવસોથી મહિનાઓ સુધીનો સમય લાગી શકે છે જેથી બીજાના બાળક સાથે કમ્પેરીઝન ન કરતા બાળકની યુનિક ડેવલપમેન્ટલ પેટર્ન મુજબ આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવે છે.

  • Role of Parents In Sex Education (રોલ ઓફ પેરેન્ટ્સ ઈન સેક્સ એજ્યુકેશન).

પેરેન્ટ્સ દ્વારા બાળકોને સેક્સ અને સેક્સ્યુઆરીટી ને લગતું એજ્યુકેશન આપવું એ એક અગત્યનું કાર્ય છે. આ બાબતે પેરેન્ટ્સ ડરતા હોય અથવા હેઝીટેસન ફીલ કરતા હોય કે તેના બાળક સાથે આ બાબત પર કેવી રીતે વાત કરી શકાય. પરંતુ આ બાબતે ઇન્ફોર્મેશન બાળકને આપવી એ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ બાબત છે.

પેરેન્ટ્સ દ્વારા બાળકને રીપ્રોડક્ટિવ બોડી પાર્ટ્સ અને તેના ફંકશન વિશે માહિતી આપવી એ એક અનકમ્ફર્ટેબલ ટાસ્ક છે.

મધર ફાધરને એ પણ ચિંતા હોય છે કે બાળકને આ બાબતની ઇન્ફોર્મેશન આપવાના કારણે તેના દ્વારા કોઈ પણ પ્રકારના એક્સપેરિમેન્ટ કે ઇમ્પલિમેન્ટેશન પણ કરવામાં આવી શકે છે.

બાળકને સેક્સ બાબતનું એજ્યુકેશન આપવા માટે એક સારું એન્વાયરમેન્ટ બનાવવુ જરૂરી છે જેમાં તે કોઈપણ બાબત પૂછી શકે અને કોઈ પણ બાબત જાણી શકે.

બાળકની દરેક માન્યતાઓને રિસ્પેક્ટ આપવી તેને સમજવી અને તેના યોગ્ય જવાબો આપવા.
બાળકો સાથે વાતચીતની યોગ્ય આદત ડેવલપ કરવી જેથી બાળકો કોઈ પણ બાબતે કન્વર્ઝેશન કરી શકશે.

બાળકને ગુડ અને બેડ ફિઝિકલ ટચ વિશે સમજાવું.
બાળકને સોસાયટીમાં મેલ અને ફિમેલ ના રોલ આઈડેન્ટીફાઈ કરવા સમજાવું.

બાળકને બોડી ના સેક્સ્યુઅલ ઓર્ગન તેના ફંક્શન અને તેની હાઈજીન મેન્ટેન કરવા માટે સમજાવવું.

બાળકને ટેલિવિઝનના માધ્યમ દ્વારા કે કોઈપણ પ્રકારના પિક્ચર કે વીડીયો બતાવી બતાવીને પણ આ તમામ બાબતો સમજાવી શકાય છે.

પેરેન્ટ્સ દ્વારા બાળકોને પૂછવામાં આવેલા પ્રશ્નોના સાચા અને સમજી શકાય એ ભાષામાં જવાબ આપવા જરૂરી છે.

બાળક સેક્સ અને સેક્સ્યુઆરીટી બાબતે કોઈપણ પ્રકારના પ્રશ્નો ન પૂછે તો સામેથી કન્વર્ઝેશન સ્ટાર્ટ કરી અને માહિતી અપાવી જોઈએ.

Published
Categorized as gnm sy pedia full course, Uncategorised