VITAL AND HEALTH STETISTICS
USEFUL TERMINOLOGIES
Vital Stetistics (વાઈટલ સ્ટેટેસ્ટિક).
વાઇટલ એટલે કે ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ કે અગત્યના બનાવો જેવા કે બર્થ, ડેથ, મેરેજ વગેરે. સ્ટેટીસ્ટીક્સ એટલે કે ન્યુમેરિકલ ડેટા અને તેને લગતુ સાયન્સ. આમ ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટને લગતા ન્યુમેરિકલ ડેટા ને વાઈટલ સ્ટેટીસ્ટીક્સ કહેવામા આવે છે.
Health Stetistics (હેલ્થ સ્ટેટીસ્ટીક્સ).
હેલ્થ ને લગતા ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટ અને તેને લગતા ન્યુમેરિકલ ડેટા ને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ કહેવામા આવે છે. જે હેલ્થનો સંદર્ભ મેજર કરે છે તથા તેની સરખામણી કરવા માટે પણ આ ડેટા ઈમ્પોર્ટન્ટ છે.
Crude Rate (ક્રૂડ રેટ).
આ અનસ્ટાન્ડરડાઇઝ રેટ કે ડેટા છે. જેને કોઈપણ પ્રકારના સ્પેસિફિકેશન વિના કેલ્ક્યુલેટ કરવામા આવે છે. આ ડેટા માટે કોઈપણ સમય દરમિયાન ટોટલ પોપ્યુલેશનમા કોઈપણ ટોટલ ઇવેન્ટને કાઉન્ટ કરવામા આવે છે. જે કાઉન્ટ કરતી વખતે કોઈપણ જાતના સ્પેસિફિક બાઉન્ડ્રી મૂકવામા આવતી નથી. દાખલા તરીકે બર્થ રેટ, ડેથ રેટ આ તમામ ક્રૂડ રેટ છે. આ કેલ્ક્યુલેટ કરતી વખતે એઈજ, સેકસ વગેરે માહિતી ધ્યાને લેવાતી નથી તેથી તેને ક્રુડ રેટ કહે છે.
Specific Rate (સ્પેસિફિક રેટ)..
આ ડેટાને સ્ટાન્ડર્ડાઈઝ ડેટા કહેવામા આવે છે. તેમા ચોક્કસ સમય મર્યાદામા કોઈ પણ ચોક્કસ બાઉન્ડ્રી સાથેના ડેટા નો સમાવેશ કરવામા આવે છે. તેમા કોઈપણ ડેટાના કેલ્ક્યુલેશન માટે એઈજ, મરાઈટલ સ્ટેટસ, સેક્સ, ઓક્યુપેશન, કોઝ (કારણ) વગેરે સ્પેસિફિક બાબતોને લગતી માહિતી સ્પેસિફિક સમય મુજબ ગણવામા આવે છે. આથી આ ડેટા ને સ્પેસિફિક રેટ કહેવામાં આવે છે. દા. ત. ઇનફન્ટ મોર્ટાલિટી રેટ (IMR), મેટર્નલ મોર્ટાલિટી રેટ (MMR) વગેરે.
Fetal Death Rate (ફિટલ ડેથ રેટ).
મધરના યુટ્રસ મા રહેલી પ્રોડક્ટ યુટ્રસ મા જ કમ્પ્લીટ એક્સપલશન થયા પહેલા ડેથ થાય તેને ફિટલ ડેથ રેટ કહેવામા આવે છે. ડીલીવરી થતા પહેલા યુટ્રસ મા જ બેબી નુ ડેથ થાય તેને ફીટલ ડેથ રેટ કહેવામા આવે છે.
તેને જેસ્ટેશનલ એજ અને વેઇટ અને લેન્થ મુજબ નીચે મુજબ ક્લાસિફિકેશન કરવામા આવે છે.
અર્લી ફીટલ ડેથ.
જેમા ઇન્ટ્રા યુટેરાઈન ડેથ એ 22 અઠવાડિયા પહેલા જોવા મળે છે. જેમા પ્રોડક્ટ નુ વેઇટ 500 ગ્રામ થી ઓછુ હોય છે અને તેની ક્રાઉન હિલ લેન્થ એ 25 સેન્ટીમીટર કરતા ઓછી હોય છે.
મિડીયેટ ફીટલ ડેથ.
તેમા 22 થી 27 અઠવાડિયા ની પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસ મા બેબી નુ ડેથ થાય છે. તેમા પ્રોડક્ટ નો વેઈટ એ 500 થી 1000 ગ્રામ ની વચ્ચે હોય છે અને તેની ક્રાઉન હીલ લેન્થ એ 25 થી 35 સેન્ટીમીટર ની વચ્ચે હોય છે.
લેટ ફીટલ ડેથ.
તેમા 28 વીક ની પ્રેગ્નન્સી પછી અને બર્થ પેહલા ડેથ જોવા મળે છે. આ સમય દરમિયાન વજન 1000 ગ્રામ કરતા વધારે હોય છે અને તેની ક્રાઉન હીલ લેન્થ 35 સેન્ટીમીટર કરતા વધારે હોય છે.
Perinatal Mortality Rate (પેરીનેટલ મોર્ટાલિટી રેટ).
લેટ ફીટલ તથા અર્લી નીયોનેટલ પિરિયડ દરમિયાન થતા ડેથ ને પેરીનેટલ મોર્ટાલિટી રેટ કહેવામા આવે છે. સામાન્ય રીતે બર્થ પછી ના સાત દિવસમા આ ડેથ જોવા મળે છે.
Incedense Rate (ઇન્સિડન્સ રેટ).
આમા કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાનના ચોક્કસ ઈલનેસ ના ટોટલ નવા ઉમેરાતા કેસને ઇન્સિડન્સ રેટ કહેવામા આવે છે.
Prevelance Rate (પ્રિવિલન્સ રેટ).
આમા કોઈપણ ચોક્કસ ઇલનેશ ના ચોક્કસ સમયગાળા દરમિયાનના નવા અને જૂના તમામ કેસ ને પ્રિવિલન્સ રેટ કહેવામા આવે છે.
Neonatal Mortality Rate (નિયોનેટલ મોર્ટાલીટી રેટ).
એક વર્ષના સમયગાળામા 1000 લાઈવ બર્થ ની સરખામણીમા જન્મથી 28 દિવસ સુધીના બાળકોના ડેથ ને નિયોનેટલ મોર્ટાલીટી રેટ (NMR) કહેવામા આવે છે.
Infant Mortality Rate (ઇનફન્ટ મોર્ટાલીટી રેટ).
એક વર્ષના સમયગાળામા 1000 લાઈવ બર્થ ની સરખામણીમા જન્મથી એક વર્ષની નીચેના બાળકોના મૃત્યુદર ને ઇનફન્ટ મોર્ટાલીટી રેટ (IMR) કહેવામા આવે છે.
Under Five Mortality Rate (અંડર ફાઈવ મોર્ટાલીટી રેટ).
એક વર્ષ ના સમયગાળામા 1000 લાઈવ બર્થની સરખામણીમા જન્મથી પાંચ વર્ષની અંદરના બાળકોના થતા મૃત્યુ દર ને અંડર ફાઈવ મોર્ટાલિટી રેટ કહેવામા આવે છે.
સ્ટેટ અને કોમ્યુનિટી ની હેલ્થ નુ સ્ટાન્ડર્ડ મેજર કરવા માટે.
કોઈપણ કોમ્યુનિટી કે એરિયામા હેલ્થ પ્રોબ્લેમ અને હેલ્થનીડ આઈડેન્ટીફાય કરવા માટે.
એક દેશની સરખામણીમા બીજા દેશનુ કે એક જગ્યાની સરખામણીમા બીજી જગ્યાનુ હેલ્થ સ્ટેટસ કમ્પેર કરવા માટે તથા પ્રેઝન્ટ અને પાસ્ટ સાથે પણ હેલ્થ સ્ટેટસ કમ્પેર કરવા માટે.
કોઈપણ હેલ્થ સર્વિસીસના પ્લાનિંગ અને એડમિનિસ્ટ્રેશન માટે પણ આ ડેટા અગત્યના છે.
કોઈ હેલ્થ પ્રોગ્રામ ના ઇમ્પલીમેન્ટેશન માટે, તેના પ્રોગ્રેસ જાણવા માટે તથા તે પ્રોગ્રામ સફળ થયો છે કે ફેઈલ ગયો છે તેને લગતા તમામ ડેટા જાણવા માટે ઉપયોગી છે.
રિસર્ચ એક્ટિવિટી માટે ખાસ આ ડેટા અગત્યના છે.
કોઈ પર્ટિક્યુલર ડીસીઝના ડેટા મેળવવા માટે જેમ કે કોઈ એક ડીસીઝ કેટલા સમયથી છે, અલગ અલગ પ્રકારના કેટલા ડીસીઝ છે, તે ડીઝીઝ કયા ગ્રુપના અને કયા એઈજના વ્યક્તિઓને અસર કરે છે, તેની તીવ્ર માત્રા કેટલી છે, તે ડીઝીઝ ને લગતા ફેક્ટર્સ સમયાંતરે બદલાઈ છે કે કેમ, કોઈ મેડિકલ સર્વિસીસ કે હેલ્થ સર્વિસિસ નું તે ડીસીઝને લગતું પ્લાનિંગ અને એડમિનિસ્ટ્રેશન કયા પ્રકારનું છે આ તમામ ડેટા વાઈટલ સ્ટેટીસ્ટીક ની મદદથી કમ્પેર કરી શકીએ તથા જાણી શકીએ છીએ.
Sources of Vital Stetistics (વાઈટલ સ્ટેટીસ્ટીક્સ ના સોર્સસી)..
વસ્તી ગણતરી થી આ તમામ ડેટા મેળવી શકાય છે.
મેરેજ, બર્થ, ડેથ વગેરે જેવી વાઇટલ ઇવેન્ટના રજીસ્ટ્રેશન થવાના લીધે.
હોસ્પિટલના રેકર્ડ પરથી.
કોઈ ઇન્ફેકશીયસ ડીસીઝના નોટિફિકેશન અને તેને લગતા રેકોર્ડ અને રિપોર્ટ પરથી.
સર્વે, હેલ્થ સર્વે દ્વારા મળતી માહિતી પરથી.
રિસર્ચ અને તેને લગતા એનાલિસિસ દ્વારા મળતી માહિતી મુજબ.
સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની પોલીસી મુજબ લીગલ નોટિફિકેશન પરથી પણ આ ડેટા મેળવી શકાય છે.
વાઈટલ સ્ટેટીસ્ટીક્સ મેજર કરવા માટે નીચે મુજબના ટુલ્સ નો ઉપયોગ કરવામા આવે છે.
Rate (રેટ).
રેટ એટલે કે કોઈપણ ચોક્કસ ઇવેન્ટ આપેલ સમયગાળામા નક્કી કરેલ પોપ્યુલેશન મા કેટલી વખત બને છે. તેના મેજરમેન્ટ ને રેટ કહેવામા આવે છે.
દા. ત. ડેથ રેટ.
આ મેઝરમેન્ટ ના કેલ્ક્યુલેશન માટે નીચે મુજબની અગત્યની ટર્મિનોલોજી નો ઉપયોગ કરવામા આવે છે.
ન્યુમેરેટર એટલે કે કોઈપણ ઈવેન્ટ કેટલી વખત કોઈ ચોક્કસ ટાઈમ પિરિયડ કે પોપ્યુલેશનમા બને છે તેને કહેવામા આવે છે.
ડીનોમીનેટર એટલે કે ટોટલ પોપ્યુલેશન ને લગતુ અથવા તો ટોટલ ઇવેન્ટ ની સરખામણી માટે આ શબ્દ વપરાય છે. પોપ્યુલેશન ની ગણતરી મા હંમેશા મીડ યર પોપ્યુલેશન ગણવામા આવે છે.
મલ્ટીપ્લાયર એટલે કે ડેટા કેલ્ક્યુલેટ કરવા માટે યોગ્ય ગુણાંક વડે ઇવેન્ટ ને મલ્ટિપ્લાય કરવામા આવે છે જેમ કે 100 1,000 10,000 કે 100000.
Ratio (રેશિયો).
એક વેલ્યુને બીજી વેલ્યુ સાથે ડિવાઇડ કરવાથી કે તેની સરખામણી કરવાથી તે બંને ડેટા વચ્ચેનો રેશિયો મેળવી શકાય છે.
દા. ત. X:Y
Praportion (પ્રપોશન).
પ્રપોર્શન એ પણ એક પ્રકારનો રેસીયો જ છે. જેમા કોઈપણ ઇવેન્ટ એ તેની સમગ્ર ઘટનાનો કેટલો ભાગ છે તે દર્શાવવા માટે આ ટૂલનો ઉપયોગ કરવામા આવે છે.
વાઇટલ સ્ટેટિસ્ટિક્સ કલેક્ટ કરવા માટે ઘણા મિકેનિઝમ યુઝફૂલ છે. જેમ કે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ ને લગતા રજીસ્ટ્રેશન ના કાયદાઓ મુજબ કોઈપણ ડેટા કે ઇવેન્ટને રજીસ્ટ્રેશન કરવામા આવે છે અને તેના અંતે આપણને કોઈપણ ઇવેન્ટના વાઈટલ સ્ટેટેસ્ટિક મળી શકે છે.
સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ આ સિસ્ટમ મુજબ કોઈપણ સેમ્પલ કલેક્શન કરવામા આવે અને તે મુજબના ડેટા તેને અંતે મેળવી શકાય છે.
મોડેલ રજીસ્ટ્રેશન સિસ્ટમ તેમા કોઈ એક મોડલ નો યુઝ કરી કોઈ ઇવેન્ટ ને લગતા ડેટા કલેક્શન કરી તેના ડેટા મેળવી શકાય છે.
ઉપરોક્ત તમામ મેથડના લીધે વાઈટલ સ્ટેટેસ્ટિક્સ કલેક્ટ કરવામા આવે છે.