UNIT 1. INTRODUCTION TO PEDIATRIC NURSING.
PEDIATRIC.
આ એક ગ્રીકવર્ડ છે જેમા Pedia એટલે કે બાળક Itrike એટલે કે ટ્રીટમેન્ટ અને Ics એટલે કે એક સાયન્સ ની બ્રાન્ચ.
આમ પીડિયાટ્રિક એ એક મેડિકલ સાયન્સ ની બ્રાન્ચ છે. જેમા કન્સેપ્શન થી એડોલેશન્સ એઈજ સુધીના બાળકો ની તંદુરસ્તી સમયે કે માંદગી દરમિયાન પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટિવ અને રિહેબીલિટેટીવ કેર પ્રોવાઈડ કરતી મેડિકલ સાયન્સ ની બ્રાન્ચ એટલે પીડીયાટ્રીક.
PEDIATRIC NURSING.
પીડીયાટ્રીક નર્સિંગ એ નર્સિંગની એક બ્રાન્ચ છે. જે CONCEPTION થી એડોલેશન્સ એઈજ સુધીના બાળકોમા હોલીસ્ટિક નર્સિંગ કેર પ્રોવાઇડ કરે છે. જેનો મુખ્ય ધ્યેય એ બાળકોનુ ગ્રોથ અને ડેવલપમેન્ટ યોગ્ય રહે અને બાળકનો ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબીઇંગ ડેવલપમેન્ટ માટેનો છે. પીડીયાટ્રીક નર્સિંગ મા પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટિવ અને રીહેબીલીટેટીવ નર્સિંગ કેર આ ગ્રુપના દરેક બાળકોમા આપવામા આવે છે.
CONCEPTION.
કન્સેપ્શન એટલે કે ઓવમ અને સ્પર્મ નુ ફ્યુઝન થવુ. આ ફ્યૂઝન થઈ એક નવો સેલ તૈયાર થાય છે, જેને જાયગોટ કહેવામા આવે છે. અહીંથી જ ઇન્ટ્રા યુટેરાઈન લાઈફ ની શરૂઆત થાય છે.
ANTENATAL PERIOD.
કન્સેપશનથી બાળકના જન્મ પહેલાના પિરિયડ ને એન્ટિનેટલ પિરિયડ કહેવામા આવે છે. સામાન્ય રીતે કન્સેપશન પછીથી 9 મહિના અને 1 અઠવાડિયા ના સમયગાળાને અથવા કન્સેપ્શન પછીથી 36 થી 42 વીકના સમયગાળાને એન્ટીનેટલ પિરિયડ કહેવામા આવે છે.
NEW BORN.
બાળકના જન્મ સમયે તેને ન્યુબોન તરીકે ઓળખવામા આવે છે. આ બાળક 28 દિવસ નુ થાય ત્યા સુધીના સમયગાળાને નીઓનેટ તરીકે ઓળખવામા આવે છે.
CHILD.
સામાન્ય રીતે બાળક માટે ચાઈલ્ડ શબ્દ વાપરવામા આવે છે. ચાઇલ્ડ એટલે કે લીગલ મેચ્યોરિટી ની એઈજ થી નીચેનુ. સામાન્ય રીતે મેચ્યોરિટી ની એઈજ 18 વર્ષ ગણવામા આવે છે આથી 18 વર્ષથી નીચેના માટે CHILD શબ્દ વાપરવામા આવે છે.
INFANT.
28 દિવસથી એક વર્ષ સુધીના બાળક માટે ઇન્ફન્ટ શબ્દ વાપરવામા આવે છે. આથી એક વર્ષના સમયગાળાથી નાના બાળક માટે ઇન્ફન્ટ શબ્દ વાપરાય છે.
INFANTICIDE.
ઇનફન્ટ ને મારવાની ક્રીયા ને ઇનફંટીસાઈડ તરીકે ઓળખવામા આવે છે. પીડિયાટ્રીક નર્સિંગ મા રોંગ કન્સેપ્ટ પહેલાના સમયમા હતા, જેમા ખાસ કરીને ફીમેલ ચાઈલ્ડ ને મારવાની ક્રિયા જોવા મળતી હતી.
MORTALITY.
મૃત્યુ થવાની ક્રિયાને મોર્ટાલીટી તરીકે ઓળખવામા આવે છે. મોર્ટાલીટી એટલે કે ડેથ.
MORBIDITY.
માંદગી આવવાની ક્રિયા અથવા તો કોઈ પણ રોગ થવાની ક્રિયાને મોર્બીડીટી કહેવામા આવે છે. મોર્બીડીટી એટલે કે માંદગી ની કંડીશન.
FAMILY CENTERED CARE.
આ પીડીયાટ્રીક નર્સિંગ નો મોર્ડન કન્સેપ્ટ છે. જેમા બાળકની માંદગી વખતે હેલ્થ ટીમના મેમ્બર ના સુપરવિઝનમા ફેમિલી મેમ્બર્સ અને માતા-પિતા દ્વારા બીમાર બાળકની ફેમિલીના એન્વાયરમેન્ટમા જ ફેમીલી ના સભ્યો દ્વારા કેર અને સપોર્ટ આપવામા આવે તેને ફેમિલી સેન્ટર્ડ કેર કહેવામા આવે છે.
APPETITIES.
એટલે કે કંઈ પણ ખાવા પીવાની ઈચ્છા થવી તેને એપેટાઈટ કહેવામા આવે છે.
HOLISTIC CARE.
બાળકની કેરના દરેક આસ્પેકટ એટલે કે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરીચ્યુલ આ તમામ આસ્પેક્ટ થી કોમ્પ્રિહેન્સિવ અને ટોટલ કેર પ્રોવાઇડ કરવામા આવે તેને હોલીસ્ટિક કેર કહેવામા આવે છે.
COLOSTRUM.
બાળકના જન્મ પછી મધરના બ્રેસ્ટ માંથી શરૂઆતના બે ત્રણ દિવસ સુધી સિક્રેટ થતા બ્રેસ્ટ મિલ્ક ને કોલોસ્ટ્રોમ કહેવામા આવે છે. આ બ્રેસ્ટ મિલ્ક એ આછા પીળા કલરનુ હોય છે. તેમા પ્રોટીન અને કેલરી વધારે માત્રામા હોય છે અને એન્ટીબોડી થી ભરપૂર હોય છે. આ મિલ્ક બાળકને ખાસ અપાવવુ જરૂરી છે.
POSTPARTUM.
બાળકના જન્મ પછી ના પિરિયડ ને પોસ્ટ પાર્ટમ પિરિયડ કહેવામા આવે છે. સામાન્ય રીતે તે બાળકના જન્મ પછી 45 દિવસ સુધી ગણવામા આવે છે. તેને પોસ્ટનેટલ પિરિયડ પણ કહેવામા આવે છે.
BELCHING.
સ્ટમકમા રહેલો ગેસ અથવા એર માઉથ કે નોઝ દ્વારા બહાર નીકળવાની ક્રિયાને બેલચીંગ કહેવામા આવે છે.
બાળકને સામાન્ય રીતે બ્રેસ્ટ ફીડીંગ કરાવ્યા પછી સ્ટમક મા રહેલી વધારાની એર (air) આ પ્રોસેસ દ્વારા દૂર થાય છે.
COLIC.
સામાન્ય રીતે આંતરડાના હોલો સ્ટ્રક્ચર મા સ્પાઝ્મોડિક પેઈન જોવા મળે તેને કોલિક કહેવામા આવે છે. તેમા પેરિસ્ટાલ્સીસ મુવમેન્ટના કારણે પેઈન જોવા મળતુ હોય છે. તેને કોલિક એબડોમિનલ પેઈન પણ કહેવામા આવે છે.
INVOLUTION.
ઇનવોલ્યુશન એટલે કે અંદરની બાજુએ જવુ અથવા રિપ્રોડકટીવ ઓર્ગન્સ ની સાઈઝ મા ઘટાડા માટે સામાન્ય રીતે ડિલિવરી પછી આ ટર્મિનલૉજી વાપરવામા આવે છે. જેમા ડિલિવરી દરમિયાન યુટ્રસ ની સાઈઝમા વધારો થયેલો હોય છે. જે પોસ્ટનેટલ પીરીયડ દરમિયાન ગ્રેજ્યુલી તેની સાઈઝમા ઘટાડો થઈ નોર્મલ સ્ટ્રક્ચર જેવુ સ્ટ્રક્ચર બનતુ જાય છે, જેને ઇનવોલ્યુશન ઓફ યુટ્રસ કહેવામા આવે છે. આ રીટ્રોગ્રેસીવ ચેન્જીસ છે. જેમા રીપ્રોડક્ટિવ ટ્રેક ના ઓર્ગન ડિલિવરી પછી પોતાના મૂળ સ્ટ્રક્ચરમા રિટર્ન થાય છે.
EPIDEMIOLOGY.
ડીસીઝ થવા માટેના સંબંધિત કારણો, તેની ફ્રિકવન્સી, તેની પેટર્ન વગેરેને લગતા સાયન્ટિફિક સ્ટડીને એપિડેમિયોલોજી કહેવામા આવે છે. તેમા ડીસિઝ ને લગતા તમામ ફેક્ટરની ઇન્ટરરિલેશનશિપ ની સ્ટડી કરવામા આવે છે.
ENDEMIC.
કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારના લોકોમા કોઈ એક ડીઝીઝ વારંવાર જોવા મળતો હોય તો તેને એંડેમિક કહેવામા આવે છે.
ATTENUATE.
નબળા પાડેલા તથા ઓછી નુકસાનકારક અસર આપતા પદાર્થ માટે એટેન્યુએટ શબ્દ વાપરવામા આવે છે.
વેક્સિન માટે સામાન્ય રીતે આ ટર્મિનોલોજી વાપરવામા આવે છે.
હાલના સમયમા બાળકોને ખૂબ જ ઈમ્પોર્ટન્સ આપવુ જરૂરી છે કેમકે આજનુ બાળક એ આવતી કાલનો નાગરિક છે. આજે બાળકોને આપવામા આવતી કેર તે બાળક આગળ જતા સોસાયટીને હેલ્પફૂલ બની શકે તે માટે ખૂબ જ જરૂરી છે.
દુનિયામા દરેક એજ ગ્રુપના વ્યક્તિઓ મા પીડીયાટ્રીક ગ્રુપ એ સૌથી વધારે પોપ્યુલેશન ધરાવે છે અને આ ગ્રુપ એ સૌથી હાઇરીસ્ક ગ્રુપ છે. કોઈપણ ડીસીઝ કન્ડિશન કે નુકસાન માટે વનરેબલ છે. જેથી આ ગ્રુપ ની ખાસ કાળજી લેવી જરૂરી છે.
ડેવલપિંગ કન્ટ્રીમા પુઅર હેલ્થ સ્ટેટસ અને ઘણા હેલ્થ પ્રોબ્લેમ્સ ના કારણે આ ગ્રુપ મા મોર્ટાલિટી અને મોર્બીડીટી નો રેટ વધારે જોવા મળે છે. દર વર્ષે પ્રિવેન્ટેબલ કારણો ના લીધે આ ગ્રુપ મા મોર્ટાલીટી નુ પ્રમાણ વધી રહ્યું છે જે મુખ્ય હેલ્થ કેર સિસ્ટમમા એટેન્શન આપવાનો એરીયા છે. જેથી આ ગ્રુપ મા પ્રિવેન્ટ કરી શકાય તેવા હેલ્થ પ્રોબ્લેમ્સ ને લગતા કારણો પર ખાસ ભાર મૂકવો જરૂરી છે. બાળકોમા કેર આપવાનો સ્પેશિયલ એપ્રોચ જરૂરી છે જેથી આ ગ્રુપના બાળકોમા મોર્ટાલિટી અને મોર્બીડીટી નો રેટ ઘટાડી શકાય.
HIPPOCRATES.
તેને મોડર્ન મેડિસિનના ફાધર તરીકે ઓળખવામા આવે છે. તેમણે ચાઇલ્ડ અને ચાઈલ્ડ ડીસીઝ ની ટ્રીટમેન્ટમા અગત્યનુ કોન્ટ્રીબ્યુશન આપેલ હતુ.
GALEN.
તેમણે ગ્રીક ભાષા મા ઇનફન્ટ અને ચિલ્ડ્રન ની કેર માટે સ્પેશિયલી લખાણ (wrote specially for children)કરેલા હતા.
KASHYAPA AND JEEVAKA.
તેઓ ફર્સ્ટ ઇન્ડિયન પીડિયાટ્રીશીયન હતા જેમણે ચિલ્ડ્રનમા જોવા મળતા ડીઝીઝ અને તેની કેર બાબતે ઘણુ કાર્ય કરેલુ હતુ.
SORENEUS.
તેમણે મિલ્કની પ્યોરિટી માટે ફિંગર નેલ ટેસ્ટ આપેલ હતો.
ABRAHAM JACOB.
જર્મન ફિઝિશિયન અબ્રાહમ જેકોબ ને ફાધર ઓફ પિડીયાટ્રીક્સ તરીકે ઓળખવામા આવે છે તેઓએ 1830 થી 1919 વચ્ચે પીડિયાટ્રીક માં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરેલ હતા.
RHAZES.
તે આરબ ફિઝિશિયન હતા જેમણે બાળકોના ડીઝીઝ અંગે પહેલી બુક લખેલી હતી.
પીડીયાટ્રીક પોપ્યુલેશન એ ખૂબ જ હાયરીસ્ક છે જેમા ઘણા ફેક્ટર્સ એ તેની હેલ્થ પર અસર કરે છે. આ ફેકટર્સ નીચે મુજબ છે.
MATERNAL HEALTH.
તંદુરસ્ત બાળકના જન્મ માટે આ ખૂબ જ મહત્વનુ ફેક્ટર છે. મધરની એન્ટિનેટલ પિરિયડ દરમિયાન સારી સંભાળ લેવામા આવે તો બાળકનું જન્મ વખતે આરોગ્ય અને વજન સારું રહે છે. જો આ પિરિયડ દરમિયાન માતાને કોઈપણ તકલીફ હોય કે માતા માલનરિશ હોય તો બાળકનુ આરોગ્ય જોખમાય છે અને તેની સીધી અસર જ બાળક પર પડે છે. આથી તંદુરસ્ત બાળક માટે યોગ્ય મેટરનલ હેલ્થ જાળવવી જરૂરી છે.
FAMILY ENVIRONMENT.
ફેમિલી મેમ્બર્સ અને તેનુ કલ્ચર, ટ્રેડિશન અને દરેક ફેમિલી મેમ્બર વચ્ચેના પરસ્પરિક સંબંધો એ બાળકના હેલ્થ પર ખૂબ જ અગત્યની અસર કરે છે. બાળક જન્મ પછી ફેમિલી મેમ્બર અને તેના વાતાવરણમાંથી જ બધુ શીખે છે. ફેમેલી એન્વાયરમેન્ટ એ બાળકના ફિઝિકલ હેલ્થ અને સાથે સાથે તેના માનસિક આરોગ્ય ઉપર પણ અસર કરે છે.
SOCIOECONOMICAL FACTORS.
ફેમિલી મેમ્બર ની ઇકોનોમિકલ કન્ડિશન, લિવિંગ સ્ટાઈલ, હાઉસિંગ, રહેણીકરણી, જોબ, ઇન્કમ વગેરે જેવા સોશિયલ ફેક્ટર્સ એ બાળકની આરોગ્ય પર અસર કરે છે. બાળક ને આપવામા આવતુ ફૂડ અને ન્યુટ્રીશન એ પણ તેની હેલ્થ પર અસર કરે છે. ગરીબી અને ઈલીટ્રસિ એ પણ મુખ્ય અસર કરતા ફેક્ટર્સ છે. આ તમામ ફેક્ટર બાળકના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે અસર કરે છે.
ENVIRONMENT.
બાળકની આસપાસનુ વાતાવરણ એ તેના ગ્રોથ અને ડેવલપમેન્ટ પર ખૂબ જ અસર કરે છે. આ એન્વાયરમેન્ટ મા હાઈજીન, એપીડેમ્યોલોજિકલ કન્ડિશન, વોટર સપ્લાય, શેનીટેશન, એક્સિડન્ટ, ઇન્ફેક્શન વગેરે ફેક્ટર્સ બાળકના આરોગ્ય પર અસર કરે છે.
HEALTH SERVICES.
બાળક જે એન્વાયરમેન્ટમા રહેતું હોય ત્યાંની આજુબાજુ ની હેલ્થ સર્વીસીસ એ ખૂબ જ અસર કરતા પરિબળ છે. ત્યા મળતી તમામ આરોગ્ય સેવાઓ, પ્રિવેન્ટીવ સર્વીસીસ, હેલ્થ પ્રોગ્રામ્સ, હેલ્થ કેર ફેસીલીટી, ફીઝીકલ સેટઅપ, નોલેજ ઓફ ધ હેલ્થ કેર ટીમ મેમ્બર્સ, અવેલેબલ રિસોર્સિસ વગેરે ફેક્ટર્સ બાળકના આરોગ્ય પર ખૂબ જ મહત્વના અસર કરતા હોય છે.
ઉપરોક્ત તમામ બાબતો એ બાળકના આરોગ્ય પર ફિઝિકલ, સોશિયલ, મેન્ટલ અને સ્પીરીચુઅલ તમામ બાબતો ઉપર અસર કરે છે. બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, બાળકોમા જોવા મળતા ડીઝીઝ તથા બાળકોમા જોવા મળતા મોર્ટાલિટી અને મોર્બીડીટી તમામ બાબતો પર ઉપરના દરેક પરિબળો એ અસર કરતા હોય છે.
બાળકોમા મોર્ટાલીટી અને મોર્બીડીટી રેટ વધારે હોવાના કારણે આ ગ્રુપમા હેલ્થ કેર સર્વિસીસ નુ ઈમ્પોર્ટન્સ ખૂબ જ છે. આ ગ્રુપમા જોવા મળતા ઘણા ડીસીઝ અને ઇલનેસ ના કારણો માંથી મેજોરીટી કારણો એ પ્રિવેન્ટ કરી શકાય તેવા છે.
ચાઈલ્ડ હેલ્થ કેર માટે હાલનો કન્સેપ્ટ એ પ્રિવેન્ટીવ સર્વિસીસ પર વધારે ભાર મૂકે છે.
પહેલાના સમયમા પીડીયાટ્રીક સર્વિસીસ મા ઘણા રોંગ અને ઓલ્ડ કન્સેપ્ટસ જોવા મળતા હતા. જેનું સ્થાન હાલ મોડર્ન પીડીયાટ્રીક કન્સેપ્ટ એ લીધેલું છે. જેના લીધે મોર્ટાલીટી અને મોર્બીડીટી રેટ ઘટાડી શકાયો છે. મોડર્ન પિડીયાટ્રીક કન્સેપ્ટ ના મુદ્દાઓ નીચે મુજબના છે.
બાળકની કેર એ બાળક બીમાર હોય ત્યારે અને બાળક તંદુરસ્ત હોય ત્યારે એમ બંને આસ્પેક્ટ પર ફોકસ કરવામા આવે છે.
બાળકની કેરમા બાળકના ફેમિલી મેમ્બર્સ અને પેરેન્ટ્સને એક યુનિટ તરીકે ગણી અને ફેમેલી સેન્ટર્ડ કેર આપવામા આવે છે.
બાળકોના યોગ્ય ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ઘણા હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામા આવેલ છે.
ફીમેલ ચાઈલ્ડને સ્પેશિયલ ઈમ્પોર્ટન્સ આપવામા આવે છે કારણ કે આ ફિમેલ ચાઈલ્ડ એ ફ્યુચર ની મધર છે.
કન્સેપ્શન થી એડોલેસન્સ સુધીના તમામ બાળકોને કોમ્પ્રિહેન્સીવ હેલ્થ સર્વિસ આપવામા આવે છે.
બાળકની કેરમા હોલિસ્ટિક એપ્રોચ રાખવામા આવે છે.
બાળકને તેની કેર દરમિયાન લવ અને વાર્મથ આપવામા આવે છે.
બાળકને તમામ પ્રકારની કેર ની સાથે સાથે ન્યુટ્રીશન, પ્લે, રીક્રિએશન વગેરે સર્વિસીસ પણ પ્રોવાઈડ કરવામા આવે છે.
એવિડન્સ બેઈઝડ પ્રેક્ટિસ ને વધારે મહત્વ આપવામા આવે છે.
એલિજિબલ કપલને કન્સેપશન પહેલા મેટરનલ હેલ્થને ધ્યાને રાખી અને ગાઈડન્સ અને કાઉન્સિલિંગ પ્રોવાઇડ કરવામા આવે છે.
બાળકની કેર દરમિયાન સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ ના ઉપયોગ દ્વારા કોમ્પ્રિશન્સિવ કેર આપવામા આવે છે. બાળકના all over wellbeing પર ભાર મૂકવામા આવે છે જેથી તે ઓપ્ટીમાલ ફંક્શન ડેવલપ કરી શકે.
બાળકના બીમારીના સમય ગાળા દરમિયાન અને બાળક તંદુરસ્ત હોય ત્યારે બાળક ની નીડ મુજબ કોમ્પ્રિશન્સિવ કેર પ્રોવાઇડ કરવી.
બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટને પ્રમોટ કરવુ જેથી બાળક ના દરેક ફંક્શન તેના ઓપ્ટિમમ સ્ટેટ સુધી પહોંચી શકે અને તેની તમામ કેપેસિટી ડેવલપ કરી શકે.
બાળકના પેરેન્ટ્સ અને તેના ફેમિલી મેમ્બર ને બાળકની બેઝિક તમામ નીડ ની જાણ કરવી અને બાળકની યોગ્ય કેર આપવા માટેની સમજણ આપવી.
બાળકમા પ્રિવેન્ટીવ સર્વિસીસ ને વધારે મજબૂત બનાવી ડીઝીઝનુ પ્રિવેન્શન કરવુ.
તથા તેના હેલ્થ ના પ્રમોશન કરવાના મુદ્દાઓ સમજાવવા.
બાળક ની બીમારી નુ અર્લી આઈડેન્ટીફીકેશન કરવુ અને યોગ્ય કેર પ્રોવાઈડ કરવી.
બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે, તે બીમાર હોય ત્યારે બીમારીના લીધે અને હોસ્પિટલમા એડમિટ કરવાના લીધે તે ખૂબ જ સ્ટ્રેસ અનુભવતા હોય છે. આ બાળકો સાથે કાર્ય કરવા માટે તેને સમજી શકવાની અને તેના હોસ્પિટલ ના વાતાવરણ માં એડજેસ્ટ થવામા મદદ કરવાની ક્વોલિટીઝ પીડીયાટ્રીક નર્સમા હોવી જોઈએ. પીડીયાટ્રીક નર્સમા નીચે મુજબની ક્વોલિટી એ તેને બાળકો સાથે કાર્ય કરવામા અનુકૂળ બનાવે છે.
તે એક પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતી હોવી જોઈએ. તેને બાળકો પ્રત્યે ખાસ લગાવ હોવો જોઈએ. તેમા ધીરજ હોવી જોઈએ તે બાળકના વર્તનને સમજી શકતી હોવી જોઈએ.
તેનો સ્વભાવ હંમેશા ખુશ મિજાજી હોવો જોઈએ.
બાળકો સાથે તે સારી રીતે એકજેસ્ટ થઈ શકી શકતી હોવી જોઈએ તથા તેની સેફટી અને સિક્યોરિટી જાળવી શકતી હોવી જોઈએ.
તે પ્રમાણિક, જેન્ટલ અને ફ્રેન્ડલી બીહેવિયર ધરાવતી હોવી જોઈએ.
તેનામા સારું ઓબ્ઝર્વેશન શક્તિ હોવી જોઈએ તથા જજમેન્ટ અને કોમ્યુનિકેશન એબિલિટી એ તેના નોલેજના અને અનુભવ ના આધારે ખૂબ જ સારી હોવી જોઈએ.
તે બાળકો સાથેના તમામ બાબતોને જાણતી હોવી જોઈએ તથા સ્કીલફૂલ અને રિસ્પોન્સિબલ હોવી જોઈએ.
તેનામા પ્રોફેશનલ નોલેજ હોવુ જોઈએ અને કેર દરમિયાન સાઈન્ટીફિક પ્રીન્સીપલ્સ નો ઉપયોગ કરતી હોવી જોઈએ.
પહેલાના સમયમા એડલ્ટ અને ચાઈલ્ડને એક જ સરખી ટ્રીટમેન્ટ આપવામા આવતી હતી. પરંતુ હાલમા પીડિયાટ્રીક એઈજ ગ્રુપમા મોર્ટાલીટી અને મોર્બીડીટી વધારે જોવા મળવાના લીધે બાળકોને અને ચાઈલ્ડ કેરને વધારે ઈમ્પોર્ટન્સ આપવામા આવ્યુ છે.
આ ઉપરાંત મેડિકલ અને સર્જીકલ બ્રાન્ચમા ડેવલપમેન્ટ આવવાના લીધે ચાઈલ્ડ હેલ્થ ના સ્પેશિયલ એરીયા પર ફોકસ કરવામા આવે છે.
પીડીયાટ્રીક મા ચાઈલ્ડ હેલ્થ કેર મા નીચે મુજબના ટ્રેન્ડ્સ અને પ્રેક્ટિસ જોવા મળી રહી છે.
હાલમા પીડીયાટ્રીક કેર એ પીડીયાટ્રીશીયન અને ટ્રેઇન્ડ રજીસ્ટર નર્સ દ્વારા આપવામા આવે છે.
ઇન્ફન્સી થી એડોલેશન્સ પિરિયડ સુધી કેર મા સાયન્ટિફિક ટ્રીટમેન્ટ એપ્રોચ રાખવામા આવે છે.
ડીઝીઝના પ્રિવેન્શન માટે ખાસ વેક્સિન એડમિનિસ્ટર કરવામા આવે છે.
બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ નુ રેગ્યુલર એસેસમેન્ટ કરવામા આવે છે.
ક્યુરેટીવ કેર ના બદલે પ્રિવેન્ટીવ સર્વિસીસ અને હેલ્થ પ્રમોશન પર ભાર મૂકવામા આવેલ છે.
મેડિકલ ફિલ્ડમા ટેકનોલોજી અને સાયન્સ ના એડવાન્સમેન્ટ જોવા મળે છે. જેથી હાઈ ક્વોલીટી કેર આપી શકાય છે.
બાળકોની કેરમા એવિડન્સ બેઇઝ પ્રેક્ટિસ જોવા મળે છે.
બાળકોને કોઈપણ પ્રકારની કેર માટે હોમ કેર ના બદલે ઇન્સ્ટિટ્યૂશનલ કેર પર વધારે ભાર મૂકવામા આવે છે. આ ઇન્સ્ટિટયૂટ એટલે કે હોસ્પિટલ જેને આધુનિકરણ દ્વારા બાળકોના ગમતા ફેરફારો સાથે ડેવલપ કરવામા આવેલ છે.
બાળકની દરેક કેરમા હેલ્થ કેર મેમ્બર્સના સુપરવિઝન હેઠળ પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સ ના સપોર્ટ દ્વારા ફેમિલી સેન્ટર્ડ કેર આપવામા આવે છે. બીમારીમા પણ બાળકને તેના પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર થી સેપરેટ કરવામા આવતું નથી.
રૂમિંગ ઈન એટલે કે બાળકને મહત્તમ તેની માતા સાથે જ રાખવુ તેની દરેક કેર માં માતાને સાથે રાખી આગળ વધવુ તે પ્રકારની પ્રેક્ટિસ અમલમા મૂકવામા આવે છે.
બાળકોના હોસ્પિટલાઈઝેશન સમય દરમિયાન તેના વીઝીટીંગ અવર્સમા વધારો કરવામા આવેલ છે અને ફ્લેક્સિબલ અવર્સ રાખવામા આવેલ છે.
પેરેન્ટ્સ માટે સપોર્ટીવ ગ્રુપ હોય છે, જે પેરેન્ટ્સ ની એન્ઝાઈટીમા ઘટાડો કરવામા મદદ કરે છે. તથા બાળકોની પ્લે અને રીક્રિયેશનલ નીડને ધ્યાનમા રાખવામા આવે છે.
બાળકોની કેરમા પીડીયાટ્રીક સર્વિસીસની સબ સ્પેશિયાલિટી જેમકે પીડીયાટ્રીક મા ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, નેફોલોજી વગેરે નો વિકાસ થયેલ છે.
મેડિસિનના ફિલ્ડમા ચેન્જ આવવાથી અને ટેકનિકલ એડવાન્સમેન્ટ આવવાના લીધે ચાઇલ્ડ હેલ્થ કેર મા નવી નવી ડિમાન્ડ પૂરી કરવા માટે પીડીયાટ્રીક નર્સ ના રોલ મા પણ ખૂબ ચેન્જીસ જોવા મળ્યા છે.
પીડીયાટ્રીક નર્સનો રોલ કેર ના દરેક આસ્પેકટ મા સ્પેશ્યલાઈઝ બન્યો છે. બાળક હેલ્ધી હોય કે બીમાર હોય તેના દરેક સ્ટેજ મા નર્સ દ્વારા કોમ્પ્રિહેન્સિવ એપ્રોચ દ્વારા તમામ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.
અલગ અલગ ઇન્સ્ટિટયૂટમા નર્સ નો રોલ ચેન્જ થાય છે, પણ તેની બેઝિક રિસ્પોન્સિબિલિટી અને રોલ દરેક જગ્યાએ સરખો હોય છે.
પીડીયાટ્રીક નર્સ એ પીડીયાટ્રીક મા સ્પેશિયલાઇઝ ટ્રેનીંગ મેળવેલી હોય છે. તેના ડીટેઈલ રોલ ને નીચે મુજબ ક્લાસીફાઈ કરવામા આવે છે.
CARE GIVER.
પીડીયાટ્રીક નર્સ દ્વારા દરેક સેટ અપ મા પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટિવ અને રીહેબીલીટેટીવ કેર બાળકને આપવામા આવે છે. આ કેર એ બાળકની નીડ ના આધારે પ્લાન કરવામા આવે છે. તેમા થેરાપ્યુટિક નીડ, કમ્ફર્ટ, સેફટી અને પર્સનલ હાઈજીને લગતી તમામ નિડ નો સમાવેશ કરવામા આવે છે.
HEALTH EDUCATOR.
પીડીયાટ્રીક નર્સ દ્વારા બાળકના પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર ને ચાઈલ્ડ કેર ને લગતા તમામ બાબતો પર ઇન્સિડેન્સીયલ અને પ્લાન હેલ્થ ટીચિંગ આપવામા આવે છે. જેથી બાળક ને યોગ્ય કેર આપી શકાય.
ADVOCATIVE ROLE.
પીડીયાટ્રીક નર્સ ચાઈલ્ડ હેલ્થ કેર ના સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ નો ઉપયોગ કરીને બાળકને ક્વોલીટી કેર મળી રહે તેવા પ્રયત્નો કરે છે. બાળકને તેની કેરમા મેક્સિમમ બેનિફિટ અપાવવા માટે કાર્ય કરે છે.
MANAGER.
બાળકની દરેક કેર ફુલ ફિલ કરવા માટે નર્સ એ મેનેજર ઓફ પીડીયાટ્રીક કેર યુનિટ તરીકે કાર્ય કરે છે અને તેની દરેક કેર પ્રોપરલી ઓર્ગેનાઈઝ કરવામા મદદ કરે છે.
TEAM LEADER.
પીડીયાટ્રીક નર્સ એ તેના યુનિટમા ટીમ લીડર તરીકે કાર્ય કરે છે અને દરેક સ્ટાફ અને સબ ઓર્ડીનેટ વચ્ચે પ્રોપર કોમ્યુનિકેશન કરી દરેકને કેરમા સાથે રાખી બેટર કેર આપવા માટે લીડ કરે છે. દરેક વચ્ચે રિસ્પોન્સિબિલિટીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે.
NURSE AS A RECREATIONIST.
બાળકને તેના હોસ્પિટલ ના એડજસ્ટમેન્ટ પ્રોસિજરમા તથા હોસ્પિટલાઇઝેશન દરમિયાન તેના સ્ટ્રેસને મોડીફાઇ કરવા માટે અલગ અલગ પ્રકારની રીક્રિએશનલ એક્ટિવિટી પ્લાન કરે છે અને બાળકના બિહેવિયરને મોડીફાઇ કરવામા મદદ કરે છે.
NURSE AS A COUNSELOR.
બાળકની ક્રિટિકલ કેરના ડિસિઝન વખતે તથા પેરેન્ટ્સમા કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ વખતે તેને ડિસિઝન લેવા માટે કાઉન્સેલિંગ કરે છે અને ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે.
SOCIAL WORKER.
બાળક અને તેના ફેમિલી મેમ્બર ને લગતા સોશિયલ પ્રોબ્લેમ અને એકજેસ્ટમેન્ટ માટે તે સ્પેશિયલ વેલ્ફેર એજન્સીસ તથા જરૂરી સોશિયલ સપોર્ટ આપવા માટે કાર્ય કરે છે.
NURSE AS A RESEARCHER.
નર્સ પીડીયાટ્રીક યુનિટમા તેની ક્લિનિકલ પ્રેક્ટિસ દરમિયાન અલગ અલગ પ્રકારના રિસર્ચ કંડક્ટ કરે છે અને નવા કન્સેપ્ટ લાવવા માટે ટ્રાય કરે છે. હેલ્થ પ્રોબ્લેમ્સ સાથે ડીલ કરવા માટે નવા નવા રસ્તાઓ શોધે છે. નર્સિંગ મા બેટર હેલ્થ કેર ફેસિલિટીઝ આપવા માટે કંટીન્યુઅસ રિસર્ચ તરીકેની ભૂમિકા ભજવે છે.
પીડીયાટ્રીક નર્સિંગમા નવા નવા ટ્રેન્ડ્સ આવવાના લીધે અને ચાઈલ્ડ હેલ્થ કેર નો કન્સેપ્ટ બદલાવાના લીધે પીડીયાટ્રીક નર્સ ને ઘણી ચેલેન્જ ફેસ કરવી પડે છે. પીડીયાટ્રીક યુનિટ માં કામ કરતી નર્સ ને નીચે મુજબ ની ચેલેન્જીસ ફેસ કરવી પડતી હોય છે.
DEVELOPMENT OF NEW MEDICAL SPECIALITY AND SUPER SPECIALITY.
હાલના સમયમા પીડીયાટ્રીક નર્સ એ મેડિસિનની સ્પેશિયાલિટી ના અને સબ સ્પેશિયાલિટી ના ડેવલપમેન્ટના કારણે અલગ અલગ સ્પેશિયલ યુનિટ ઊભા થયેલા છે જેમકે NICU, PICU, વગેરે.. આ દરેક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટમા કાર્ય કરવા માટે સ્પેશિયલ ટ્રેનીંગ તથા સ્પેશિયલ ઇક્વિપમેન્ટ હેન્ડલ કરવા માટેની ટ્રેનિંગ લેવી એ ચેલેન્જિંગ હોય છે.
CHILDREN WITH SPECIAL PROBLEMS.
અમુક બાળકો સ્પેશિયલ કન્ડિશન સાથે જન્મે છે જેમકે એચઆઈવી ઇન્ફેક્શન ધરાવતી માતા દ્વારા બાળક નો જન્મ થવો અથવા ડાયાબિટીસ મધર દ્વારા બાળક નો જન્મ થવો વગેરે..
આ પ્રકારના સ્પેશિયલ પ્રોબ્લેમ સાથે તાલ મિલાવવા માટે પીડિયાટ્રિક નર્સ દ્વારા સ્પેશિયલાઇઝ સ્કીલ ફૂલ એપ્રોચ જરૂરી હોય છે.
PSYCHOLOGICAL PROBLEMS.
હાલમા બાળકો મા અલગ અલગ પ્રકારના સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ જોવા મળે છે. જે પ્રોબ્લેમ્સ ના લીધે બાળકમા ઘણા બીહેવિયરલ ચેન્જીસ જોવા મળે છે. આ દરેકની પેટર્ન સમજવી તથા તેની ટ્રીટમેન્ટમા બાળક અને ફેમિલી મેમ્બર ને સ્પેશિયલ એટેન્શન અને સ્પેશિયલ મેનેજમેન્ટ આપવુ એ પણ એક ચેલેનજિંગ કાર્ય હોય છે.
POVERTY AND ILLITRACY.
સમાજ મા ગરીબી અને ઓછા શિક્ષણ ના પ્રમાણ ના લીધે બાળકો ની યોગ્ય કેર માટે સમજાવવુ તથા કાઉન્સેલિંગ કરવુ ખૂબ જ મુશ્કેલ બને છે, કારણ કે ગરીબીના લીધે તે આરોગ્ય સંભાળ પાછળ ખર્ચ કરી શકતા નથી અને ઓછા શિક્ષણના અભાવે તે અમુક રૂઢિચુસ્ત માન્યતાઓ બદલવા માટે સક્ષમ બનતા નથી જેથી ચાઈલ્ડ હેલ્થ કેર બાબતે આ મુખ્ય ચેલેન્જીસ જોવા મળે છે.
ACUTE AND CHRONIC CASE AND VARIOUS EMERGENCY.
પીડીયાટ્રીક યુનિટમા કાર્ય કરતી વખતે અલગ અલગ પ્રકારની ઇમર્જન્સી તથા એક્યુટ અને ક્રોનિક ઈલનેસ ના અલગ અલગ કેસીસ હેન્ડલ કરવા પડે છે. જેમા નર્સ એક્યુટ અને ઈમરજન્સી કન્ડિશનમા સ્પેશિયલ અટેન્શન આપી અને તાત્કાલિક કન્ડિશનને મેનેજ કરવાની હૉય છે તથા અમુક ક્રોનિક કન્ડિશનમા પોતાને સહનશક્તિ ડેવલપ કરવી અને સિચ્યુએશન સાથે એડજસ્ટમેન્ટ સાધવુ એ અગત્યનુ કાર્ય હોય છે. આમ અલગ અલગ કેસના મેનેજમેન્ટ દરમિયાન અલગ અલગ ચેલેન્જીસ ફેસ કરવી પડે છે.
LEGAL AND ETHICAL CONDITIONS.
પીડીયાટ્રીક કેર મા અમુક એથીકલ ડિસિજન્સ જેવા કે કોઈનો લાઇફ સપોર્ટ ડીશ કંટીન્યુ કરવો, ટ્રીટમેન્ટ માટે ના પાડવી વગેરે બાબતો વખતે એથીકલ ડિસિઝન્સ મેકિંગ ની જરૂર પડે છે.
આ ઉપરાંત ક્લિનિકલ સેટ અપ મા કાર્ય કરતી વખતે નીગ્લિજંસી, માલ પ્રેક્ટિસ તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ અંતર્ગત ઘણા લીગલ ચેલેન્જીસ પણ ફેસ કરવા પડે છે.
નર્સ એ બાળકનુ બિહેવિયર જેવુ છે તેવુ જ બાળકને સ્વીકારવુ જોઈએ અને જો તેના બિહેવિયર મા ચેન્જીસ હોય તો નર્સ એ તેના પેરેન્ટ્સને તેની જાણ કરવી જોઈએ.
નર્સ એ બાળકને હોસ્પિટલમા એડજસ્ટમેન્ટ કરવામા તથા હોસ્પિટલ ના વાતાવરણને અનુકૂળ બનવામા મદદ કરવી જોઈએ.
નર્સ એ બાળકના કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ મા તેના પેરેન્ટ્સના રાઈટ્સ સમજાવવા જોઈએ અને નર્સ તેના વિશે જાણતી હોવી જોઈએ અને તે પ્રોબ્લેમ માટે પેરેન્ટ્સને ડિસિઝન લેવામા મદદ કરવી જોઈએ.
નર્સ એ બાળક તથા તેના પેરેન્ટ્સને કોઈપણ એક જ idea ને રિલેટેડ ક્વેશ્ચન પૂછવા જોઈએ અને કોઈપણ બાબત સમજાવવી જોઈએ જેથી તેને કોઈ પણ બાબત વિષે ગુંચવણ ના રહે. એક સાથે ઘણા વિષય પર સમજાવવા થી એન્ઝાઈટી ડેવલપ થાય શકે છે.
નર્સ કે બાળકને કોઈપણ પ્રકારની ઇન્જરી અને ઈલનેસથી પ્રોટેક્ટ કરવુ જોઈએ અને તેના પેરેન્ટ્સ સાથે વર્કિંગ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવી જોઈએ.
બાળકને તેની માંદગી તથા તે સારું અને તંદુરસ્ત હોય તે દરેક વખતે કોમ્પ્રીહેન્સીવ નર્સિંગ કેર પ્રોવાઇડ કરવી જોઈએ.
નર્સ બાળકની કેર દરમિયાન તેના ફંડામેન્ટલ નોલેજનો નર્સિંગ કેર મા ઉપયોગ કરવો જોઈએ તથા સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ ના ઉપયોગ દ્વારા તેના પ્રોબ્લેમ ના સોલ્યુશન કરવા જોઈએ.
નર્સ એ કામ (શાંત) અને એમ્પથેટીક બિહેવિયર રાખવુ જોઈએ અને બાળક અને તેના પેરેન્ટ્સને તેના નેગેટિવ અને પોઝિટિવ બિહેવિયરને અને તેના ઈમોશન્સને એક્સપ્રેસ કરવામા મદદ મળી રહે.
નર્સિંગ કેર પ્રોવાઇડ કરતી વખતે બાળક અને તેના ફેમિલી મેમ્બર સાથે સમય ગાળવો જોઈએ.
પીડીયાટ્રીક હેલ્થ કેર ટીમ વચ્ચે યુનિટી હોવી જોઈએ અને બાળકના આરોગ્યને પ્રમોટ કરવા માટે બાળકની જરૂરિયાતને પ્રાયોરિટી એટેન્શન આપવુ જોઈએ અને તેના દરેક આસ્પેકટ પર કેર પ્લાન કરવી જોઈએ.
પીડીયાટ્રીક પોપ્યુલેશન એ હાઈસ્ક ગ્રુપ છે. તેમા ઘણા હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળતા હોય છે. આ ગ્રુપમા મેજોરીટી હેલ્થ પ્રોબ્લેમ ડેવલપિંગ કન્ટ્રીમાં ખાસ જોવા મળે છે. આ મેજર હેલ્થ પ્રોબ્લેમ્સ નીચે મુજબના છે.
LOW BIRTH WEIGHT.
લો બર્થ વેટ એટલે કે જન્મ સમયે બાળકનું વજન 2.5 કિલોગ્રામ કરતા ઓછું હોવુ. આ થવા માટે ઘણા મેટરનલ ફેક્ટર તથા અન્ય ફેક્ટરસ જવાબદાર હોય છે. આ ડેવલોપિંગ કન્ટ્રીમા મેજર હેલ્થ પ્રોબ્લેમ છે.
NUTRITIONAL DEFICIENCIES.
લો બર્થ વેઇટ, લો સોસીયો ઇકોનોમિકલ બેક ગ્રાઉન્ડ, ગરીબી, ઇલીટ્રસી, વગેરે કારણોના લીધે બાળકોના ફિઝિકલ ગ્રોથ માટે પૂરતો ન્યુટ્રીટીવ ખોરાક મળતો નથી જેના કારણે માલ ન્યુટ્રીશન અને ઘણા ન્યુટ્રીશનલ ડેફિશિયનસી ડીસ ઓર્ડર જોવા મળે છે દાખલા તરીકે કવાસીઓરકોર, મરાસ્મ્સ વગેરે.
VARIOUS INFECTIONS.
બાળકો ઘણા ઇન્ફેક્શન થવા માટે હાઈ રિસ્ક હોય છે. તેમા ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે રેસ્પાઈરેટરી ટ્રેક ઇન્ફેક્શન, ડાયેરિયલ ડીસિઝ, પેરાસાઇટીક ઇન્ફેક્શન વગેરે ઇન્ફેક્શન કોમનલી જોવા મળે છે.
ACCIDENTS AND POISONING.
બાળકો માં ઘણા પ્રકારના એક્સિડન્ટ્સ અને પોઈઝનિંગ જેવા બનાવો બનવા એ ખાસ જોવા મળતા હોય છે જેમા પડી જવુ, સ્પોટસ ઇંજરી, ડૂબી જવુ, દાઝી જવુ તથા કોઈપણ ઝેરી વસ્તુ ખાય કે પી જવુ વગેરે આવા બનાવો બનતા હોય છે.
BEHAVIOURAL PROBLEMS.
પીડીયાટ્રીક્સ મા બાળકોના ગ્રોથ અને ડેવલપમેન્ટ દરમિયાન ઘણા ફેમિલી અને સોશિયલ ફેક્ટર્સ ના કારણે બાળકમા બિહેવિયરર પ્રોબ્લેમ્સ જોવા મળે છે. જેથી તેના ડેવલપમેન્ટ મા અલ્ટ્રેશન જોવા મળે છે. આ બિહેવિયર પ્રોબ્લેમ્સ ના કારણે બાળક ના ડેવલપમેન્ટ પર ખાસ અસર જોવા મળે છે.
આમ ઉપરોકત હેલ્થ પ્રોબ્લેમ્સ ના કારણે બાળકોમા મોર્ટાલિટી અને મોર્બીડીટી નુ પ્રમાણ વધારે જોવા મળે છે. આમાંથી ઘણા મેજોરીટી પ્રોબ્લેમ્સ પ્રિવેન્ટ કરી શકાય એ મુજબના હોય છે. જેથી યોગ્ય કેર અને મેઝર્સ લેવાથી આ પ્રોબ્લેમ્સ ઘટાડી શકાય છે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા 20 નવેમ્બર 1959 ના રોજ બાળકોના રાઇટ્સ ડિકલેર કરવામા આવ્યા હતા. જેનો હેતુ એ બાળકોની સ્પેશિયલ્સ નીડ્સ પૂરી કરવા માટેનો હતો.
ભારતમા પણ બાળકના all over ડેવલપમેન્ટ માટે આ રાઇટ્સનુ ઇમ્પલીમેન્ટેશન કરવામા આવેલ છે. બાળકોના આ રાઇટ્સ નીચે મુજબના છે.
નેમ (નામ) અને નેશનાલીટી માટેનો રાઈટ
ફ્રી એજ્યુકેશન મેળવવાનો રાઇટ
લવ અને અફેક્શનના વાતાવરણમા ગ્રો થવા માટેનો રાઈટ
કોઈપણ પ્રકારના નીગલેટ, એક્સપ્લોઈટેશન, ટ્રાફિકિંગ, વગેરે સામે રક્ષણ મેળવવાનો રાઈટ
ન્યુટ્રીશન, હાઉસિંગ, મેડિકલ કેર વગેરે જેવા બેઝિક બેનિફિટ્સ મેળવવાનો રાઈટ
પ્લે અને રીક્રીએશન માટેની તકો મેળવવાનો રાઈટ
હેન્ડીકેપડ બાળકો માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ, સ્પેશિયલ એજ્યુકેશન અને એપ્રોપ્રિયેટ કેર મેળવવાનો રાઈટ
ડિઝાસ્ટરના સમય દરમિયાન સૌપ્રથમ પ્રોટેક્શન અને રાહત મેળવવાનો રાઈટ
ફ્રીડમ અને ડીગ્નીટીના વાતાવરણમા ઉછેર મેળવવાનો રાઈટ અને સમાજના એક ઉપયોગી સભ્ય તરીકે જીવન જીવવાનો રાઇટ
સમાજમા પરસ્પર ભાઈચારા અને શાંતિની લાગણી વચ્ચે ઉછેર મેળવવાનો રાઇટ
ઉપરોક્ત તમામ રાઈટ એ કોઈપણ પ્રકારના રંગ, સેક્સ, રીલીજીયન કે જાતિ ના ભેદભાવ વિના એન્જોય કરવાનો રાઈટ દરેક બાળકો ને મળેલ છે.