Unit :7 Management of Normal Purperium
પરપેરિયમ પિરીયડ દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ચેન્જીસ:
પરપેરિયમ:
પરપેરીયમ એટલે ચાઇલ્ડ બર્થ પછી નો 6 વીક (42 દિવસ) નો પિરિયડ કે જેમાં બોડી ના ટીશ્યુ સ્પેશ્યલી પેલ્વિક ઓર્ગન્સ એ એનાટોમીકલી અને ફિઝિયોલોજીકલી બંને રીતે પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેજ માં પાછા આવે છે તેને પરમેરીયમ કહેવામાં આવે છે.
ડ્યુરેશન:
પરપેરીયમ ની શરૂઆત પ્લેસેન્ટા એક્સપેલ આઉટ થાય ત્યારથી આશરે 6 વિક સુધીનો છે તેમાં યુટ્રસ એ ઓલમોસ્ટ નોનપ્રેગ્નેન્ટ સાઇઝનું થઇ જાય છે.
તેમાં સમયગાળો આશરે નીચે પ્રમાણે ડિવાઇડ થયેલો છે:
• ઇમીડીયેટ :
વિધીન 24 અવર્સ,
•અર્લી:
અપ ટૂ 7 ડે,
• રિમોટ :
અપ ટૂ 6 વિક
1) ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઇન રીપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન પરપેરીયમ પિરિયડ:
( a )ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ:
ઇનવોલ્યુશન એ એવી પ્રોસેસ છે કે જેમાં પ્રેગ્નેન્સી સમય દરમ્યાન નું બલ્કીયુટ્રસ એ ડીલેવરી પછી પ્રોગ્રેસિવલી તેના નોર્મલ પ્રિ-પ્રેગ્નેન્ટ સ્ટેટ સુધી રીટર્ન થાય છે તેને ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ કહેવામાં આવે છે.
એનાટોમિકલી કન્સીડરેસન્સ
પ્લેસેન્ટા ની ડીલેવરી થયા બાદ તે પ્લેસેન્ટલ સાઇટ ના એન્ડોમેટ્રીયમ માં હીલિંગ થાય છે ડિલિવરી પછી યુટર્સ એ અલ્ટરનેટ હાર્ડનિંગ અને સોફ્ટનિંગ સાથે ફિર્મ અને રિસ્ટ્રેક્ટેડ થાય છે.
યુટ્રસ નો માપ એ પ્રેગ્નન્સી સમય દરમિયાન આશરે,
લેન્થ (લંબાઇ) : 20 cm, બ્રીથ (પહોડાઇ):12 cm ,
થીકનેસ(જાડાઇ):7.5 cm
જેટલો હોય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 900-1000 gm જેટલો હોય છે.
જે,
પરપેરીયમ પિરિયડ એટલે કે ચાઇલ્ડ બર્થ ના 6 વિક્સ ના એન્ડ મા યુટ્રસ એ પ્રિ- પ્રેગનેન્ટ સ્ટેટ મા રિટર્ન થાય છે જેમ કે, યુટ્રસ નો માપ પરપેરીયમ પિરિયડ દરમિયાન
લેન્થ (લંબાઇ) : 7.5 cm, બ્રીથ (પહોડાઇ):5 cm ,
થીકનેસ(જાડાઇ):2.5 cm
જેટલો થાય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 60 gm જેટલો થાય છે.
રિડક્શન ઓફ ધ સાઇઝ એન્ડ પોઝીશન ઓફ ધ યુટ્રસ:
લેબર પછી ફંડસ એ અંબેલીકસ થી 5 cm નીચે અને સિમ્ફાયસીસ પ્યુબીસ થી 12 સેન્ટીમીટર ઉપર હોય છે.
24 કલાક પછી અંબેલિકસ ના લેવલે હોય છે. યુટ્રસ એ પેલ્વિક કેવીટીમાં 1.25 cm/ hr ના રેટ પ્રમાણે ડિસેન્ટ થાય છે અને 10 દિવસ પછી સિમ્ફાઇસીસ પાયુબીસ ની ઉપર એબડોમીનલી પાલ્પેટ થતું નથી.
કંસિસ્ટનસી ઓફ ધ યુટ્રસ:
વારંવાર થતાં સ્ટ્રોંગ માયોમેટ્રીયલ કોન્ટ્રાકસન્સ ના કારણે યુટ્રસ તરફવનો બ્લડ ફ્લો કંટ્રોલ થવાથી તે હાર્ડ બને છે તેની કન્સીસ્ટન્સી પાલ્પેટ કરવાથી ખ્યાલ આવે છે તે ફિર્મ અને રાઉન્ડ ફીલ થવું જોઈએ જો ફંડ્સ સોફ્ટ હોય તો તેને બોગી યુટ્રસ કહેવાય છે તે કોન્ટ્રાક્ટન્સ ઇનએડીક્યુએટ અને બ્લડ લોસ ચાલુ છે એવું સૂચવે છે.
( b )ઇનવોલ્યુશન ઓફ સર્વિક્સ:
ડીલેવરી પછી લોવર યુટેરાઇન સેગ્મેન્ટ અને સર્વીક્સ લુઝ, થીન અને સ્ટ્રેચ્ડ રહે છે
તે ઇડીમાટોસ, બ્રુઇઝ્ડ તથા તેમાં સ્મોલ ટેર્સ અને લેસરેશન્સ હોય શકે છે. તેને ઇસ્થમસ ના નોર્મલ શેપ અને સાઇઝમાં આવતા થોડા વીક્સ લાગે છે.
ફર્સ્ટ પોસ્ટ પાર્ટમ ડે સર્વિસ ની કન્સીસ્ટન્સી એ ટુ ફિંગર્સ એડમિટ થાય તેટલી નોર્મલ રહે છે. ત્યારબાદ ફર્સ્ટ વીક ના એન્ડ માં ફિંગર્સ ની ટીપ એડમિટ થાય તેટલી રહે છે. સર્વિક્સનું ઇવોલ્યુશન એ સતત 3-4 મંથ સુધી રહે છે. પરંતુ પેરસ સર્વિક્સ એ ક્યારેય નોન પેરસ સર્વિક્સ નો લુક મેળવતું નથી એક્સટર્નલ OS પ્રથમ જે ડિમ્પલ જેવો દેખાતો હતો તે સ્લીટ જેવો દેખાય છે.
(C) વજાઇનાલ કેનાલ:
ડિસ્ટન્સીબલ વજાઇના ને ઇન્વોલ્યુટ થતા લગભગ 4 થી 8 વીક જેટલો સમય લાગે છે. ડીલેવરી પછી વજાઇનલ કેનાલ સ્વોલેન અને સ્મુથ દેખાય છે ધીમે ધીમે સ્મોલ અને ફિર્મ બને છે પરંતુ ક્યારેય પ્રિ પ્રેગ્નેન્ટ સાઇઝ ની થતી નથી ઇન્ટ્રોઇટસ એ પરમેનન્ટ લાર્જ રહે છે અને હાઇમેન એ લેસરેટેડ હોય છે. નોડ્યુલર ટેગ્સ ના સ્વરૂપમાં રિપ્રેઝન્ટ થાય છે.
(d) પેરીનીયમ:
પેરીનિયમ ફ્લોર ના મસલ્સ સ્ટ્રેચ્ડ,સ્વોલેન અને બ્રુઇઝ્ડ થાય છે એપીઝીયોટોમી આપી હોય તેવો સ્કાર દેખાય છે.
( e ) બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ:
બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ એ સ્ટ્રેચિંગ માંથી રિકવર થવામાં થોડો સમય લ્યે છે. શરૂઆતમાં લીગામેન્ટ્સ એ સ્ટ્રેચિંગ થયેલા હોય છે પરંતુ પરપેરીયમ પિરિયડ ના એન્ડ માં લિગામેન્ટ્સ એ તેના નોન પ્રેગ્નેન્ટ લેન્થ માં આવી જાય છે.
( f ) પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા:
પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા એ સ્ટ્રેચિંગ ઇફેક્ટ માંથી ઇન્વોલ્યુટ થતાં લોંગ ટાઇમ લાગે છે.
(f) લોકિયા:
પરપેરીયમ પિરિયડ દરમિયાન પ્રથમ 15 દિવસમાં થતા વજાઇનલ ડિસ્ચાર્જ ને લોકીઆ કહે છે તે યુટેરાઇન બોડી, સર્વીક્સ અને વજાયના માંથી આવે છે.
તેમાં બ્લડ વેસેલ્સ,ડેસિડ્યુઅલ ટીસ્યુસ, વજાઇનલ મ્યુકસ ના એપીથિલિયલ સેલ્સ, બેક્ટેરિયા,મેમ્બરેન્સ ના ટુકડા અને સ્મોલ ક્લોટ્સ હોય છે.
ઓડૅર ઓફ લોકિયા
લોકિયા નો ઓડૅર (સ્મેલ) એ ફિસી (fishy)જેવો હોય છે.
ટાઇપ ઓફ લોકિયા:
લોકિયા ના ત્રણ ટાઇપ પડે છે.
1) લોકિયા રુબરા ,
2) લોકિયા સિરોસા,
3) લોકિયા આલ્બા
1) લોકિયા રુબરા :
લોકિયા રુબરા એ લોકિયા નો ફર્સ્ટ ફેઝ છે. જેમાં ડિસ્ચાર્જ રેડ અને બ્લડી હોય છે ચાઇલ્ડ બર્થ પછીના 1 થી 4 દિવસ સુધી રહે છે.
લોકિયા રૂબરા માં
બ્લડ,
ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઆ,
વર્નિક્સ કેસીઓસા તથા લેન્યુગો પ્રેઝન્ટ હોય છે.
2) લોકિયા સિરોસા:
લોકિયા સિરોસા એ લોકીયાનો સેકન્ડ ફેઝ છે.
જે યેલોવીશ પેલ અથવા પેલ બ્રાઉનીસ કલર નો જોવા મળે છે.
લોકિયા સિરોસા એ 5 થી 9 દિવસ સુધી રહે છે.
તેમા ઓછા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ પરંતુ લ્યુકોસાઇટ્સ નું અમાઉન્ટ વધારે હોય છે,
વુંડ એક્ઝ્યુડેટ,
સર્વાઇવ મ્યુકસ,
તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.
3) લોકિયા આલ્બા:
લોકિયા આલ્બા એ લોકીયાનો થર્ડ ફેઝ છે. તે સામાન્ય રીતે પેલ વાઇટ કલર નું જોવા મળે છે.
લોકિયા આલ્બા એ 10-14 દિવસ સુધી જોવા મડે છે.
તેમા,
વધારે પ્રમાણમાં ડેસિડ્યુઅલ સેલ્સ,
લ્યુકોસાઇટ્સ,
મ્યુકસ,
કોલેસ્ટ્રીન ક્રિસ્ટલ્સ,
ફેટી એન્ડ ગ્લેંડયુલર એપીથેલિયલ સેલ્સ,
તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.
અમાઉન્ટ:
લોકિયા નું એવરેજ અમાઉન્ટ એ પહેલા 5 થી 6 દિવસ દરમિયાન આશરે 250 ml જેટલું રહે છે.
નોર્મલ ડ્યુરેશન:
લોકિયા નો નોર્મલ ડ્યુરેશન એ ત્રણ વિક સુધીનું હોય છે જો ત્રણ વીક પછી પણ રહે તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.
ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ ઓફ લોકિયલ ડિસ્ચાર્જ:
લોકિયા એ મધરના પરપેરિયલ સ્ટેટની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેથી લોકીયાનું અસેસમેન્ટ કરવું અગત્યનું રહે છે.
ઓડૅર(સ્મેલ): ઓફેન્સિવ ઇન્ફેક્શન ના કારણે હોઇ શકે છે.
ઓડૅર:
સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.
અમાઉન્ટ:
સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.
કલર:
કંટીન્યુઅસ રેડ કલર નોકિયા એ સબઇન્વોલ્યુશન ના કારણે હોય શકે છે.
ડ્યુરેશન:
જો લોકિયા એ ત્રણ વિક સુધી અથવા તેના કરતાં પછી પણ વધારે સમય સુધી હોય તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.
(2) બ્રેસ્ટ એન્ડ લેક્ટેસન:
બ્રેસ્ટ
હોર્મોનલ સ્ટીમ્યુલસ ના કારણે બ્રેસ્ટ એ પ્રેગનેન્સીમાં ડેવલોપ થયેલી હોય છે. ડીલેવરી પછીના થોડા દિવસો સુધી બેસ્ટ ફીડિંગ અને નોન ફીડિંગ બ્રેસ્ટ કોલેસ્ટ્રોમ સિક્રેટ કરે છે. કોલેસ્ટ્રોમ એ મિલ્કનું ક્રીમી યેલો પ્રિકર્સર છે. જેમાં બ્રેસ્ટ એ સોફ્ટ અને નોન ટેન્ડર હોય છે.
ત્રણ દિવસ પછી પ્રોલેક્ટીન લેવલ વધે છે બ્રેસ્ટ ફિર્મ અને ટેન્ડર બને છે. ત્યારે મિલ્ક સિક્રિટ થવાનું સ્ટાર્ટ થાય છે બ્લડ ફ્લો વધવાથી, વિનસ અને લિમ્ફેટિક કન્ઝેશન ના કારણે બ્રેસ્ટ એ ડિસ્ટેન્ડેડ, હાર્ડ અને વાર્મ બને છે તેને ફિઝિયોલોજીકલ એંગોર્જમેન્ટ કહે છે.
તે 24 થી 48 અવર્સ રહે છે પછી પોતાની મેળે જ રિઝોલ્વ થય જાય છે બેબીના શકિંગ થી મિલ્ક પ્રોડક્શન સ્ટીમ્યુલેટ થાય છે બ્રેસ્ટ જ્યાં સુધી એમ્પટી ન થાય હોય ત્યાં સુધી ફિર્મ, ફૂલ તથા ટેન્ડર લાગે છે.
લેક્ટેશન:
લેક્ટેશન એ બ્રેસ્ટ ફિડીંગ ની પ્રોસેસ છે જે હોર્મોન્સ ના ઇન્ટરપ્લે ,ઇન્સ્ટિક્ટીવ રિફ્લેક્સીસ, મધર અને ન્યુબોર્ન ના લર્ન બિહેવ્યર પર આધારિત છે .
લેટેસ્ટેશન પર્ટિક્યુલરલી હોર્મોન્સ પ્રોલેક્ટીન અને ઓક્સિટોસીન ના કંટ્રોલમાં હોય છે અને મેઇન્ટેનન્સ ત્રણ ફેક્ટર દ્વારા થાય છે:
1)મેમરીગ્લેન્ડ નું એનાટોમીકલ સ્ટ્રક્ચર, એલ્વીઓલાઇ, ડક્ટ અને નિપલનું ડેવલોપમેન્ટ.
2) મિલ્ક સિકરીસન ની શરૂઆત અને મેઇન્ટેનન્સ.
3) એલ્વીઓલાઇ થી નિપલ તરફ મિલ્ક ઇજેક્શન અથવા પ્રપલ્ઝન ઓફ મિલ્ક.
ફિઝિયોલોજી ઓફ લેક્ટેશન:
લેક્ટેશન
લેક્ટેશન એ બ્રેસ્ટફિડીંગ ની પ્રોસેસ છે કે જેના દ્વારા મેમરીગ્લેન્ડ એ ચાઇલ્ડ ને નરીસમેન્ટ પ્રોવાઇડ કરવા માટે મિલ્ક નુ પ્રોડક્શન કરે છે તથા તેને રિલીઝ કરે છે.તે હોર્મોન્સ ના કોમ્પ્લેક્સ ઇન્ટરપ્લે દ્વારા થાય છે. તેમાં મેઇન્લી લેક્ટેશન થવા માટે પ્રોલેક્ટીન તથા ઓક્સિટોસિન એ અગત્યના હોર્મોન્સ તરીકે વર્ક કરે છે.
લેક્ટેશન નુ એસ્ટાબ્લીસમેન્ટ તથા મેઇન્ટેનન્સ એ સામાન્ય રીતે ત્રણ ફેક્ટર દ્વારા નક્કી થાય છે:
1) મેમરી ગ્લેન્ડ નું એનાટોમિકલ સ્ટ્રક્ચર જેમકે એલ્વીઓલાઇ, ડક્ટસ, તથા નીપલ નુ ડેવલોપમેન્ટ.
2) મિલ્ક સિક્રીશન ની શરૂઆત અને તેનું મેઇન્ટેનન્સ.
3) એલ્વિઓલાઇ તરફથી નિપલ તરફ મિલ્ક નું ઇજેક્શન અથવા પ્રપલ્ઝન ઓફ મિલ્ક.
લેક્ટેસન માટે જવાબદાર મેઇન બે હોર્મોન્સ:
લેક્ટેશન થવા માટે પ્રોલેક્ટીન તથા ઓક્સિટોસિન એ અગત્યના હોર્મોન્સ તરીકે વર્ક કરે છે.
1) પ્રોલેક્ટીન:
પ્રોલેક્ટીન હોર્મોન એ એન્ટિરિયર પિટ્યુટરીગ્લેન્ડ માંથી સિક્રિટ થાય છે.
તે મિલ્ક પ્રોડક્શન (લેક્ટોજીનેસીસ) ના સ્ટીમ્યુલેશન માટે પ્રાઇમરી હોર્મોન છે.
પ્રેગનેન્સી સમય દરમિયાન ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ એ ઇન્ક્રીઝ થયેલા હોય છે, આ હોર્મોન્સ એ બ્રેસ્ટને મિલ્ક પ્રોડક્શન માટે પ્રિપેર કરે છે પરંતુ તેમાંથી લેક્ટેસન ને થતું ઇન્હીબીટ કરે છે.
ચાઇલ્ડ ના બર્થ થયા પછી ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ નું લેવલ એ ડીક્રીઝ થાય છે જેના કારણે પ્રોલેક્ટીન હોર્મોન ની ઇફેક્ટ એ મેમરીગ્લેન્ડ પર થય શકે છે અને મિલ્ક નુ સિક્રીશન એ ઇન્ક્રીઝ થાય છે.
2) ઓક્સિટોસિન:
ઓક્સિટોસિન એ પોસ્ટીરીયર પિટ્યુટરીગ્લેન્ડ માંથી રિલીઝ થાય છે.
ઓક્સિટોસિન નુ રિલીઝ એ સામાન્ય રીતે બેબી ના સકલિંગ તથા નીપલ સ્ટીમ્યુલેસન પર આધાર રાખે છે તે મિલ્ક ઇજેક્શન (લેટ-ડાઉન રીફ્લેક્સ)માટે ક્રુશિયલ હોય છે.
ઓક્સિટોસિન એ એલ્વીઓલાઇ(મિલ્ક પ્રોડ્યુસિંગ ગ્લેન્ડ)ની આજુબાજુમાં રહેલા માયોએપીથિલિયલ સેલ્સ ના કોન્ટ્રાકશન માટે અગત્યનો હોર્મોન છે જેના કારણે મિલ્ક એ એલ્વિઓલાઇ માંથી ડક્ટ મા એન્ટર થાય છે અને ત્યારબાદ ડક્ટ માંથી નિપલ માં બેસ્ટફીટીંગ માટે મિલ્ક એ એન્ટર થાય છે.
•> લેક્ટેસન એ ફિઝિયોલોજિકલ બેઝ પ્રમાણે ચાર ફેઝ માં ડિવાઇડ થયેલું છે.
1)મેમોજેનેસિસ ( પ્રિપેરેશન ઓફ બ્રેસ્ટ),
2)લેક્ટોજેનેસિસ ( બ્રેસ્ટ એલ્વિઓલાઇ માંથી મિલ્કનું સિન્થેસીસ તથા સિક્રીશન થવું),
3)ગેલેક્ટોકીનેસિસ (ઇજેક્શન ઓફ મિલ્ક),
4)ગેલેક્ટોપોએસિસ
( મેઇન્ટેનન્સ ઓફ લેક્ટેશન)
1)મેમોજેનેસિસ ( પ્રિપેરેશન ઓફ બ્રેસ્ટ):
આ સ્ટેજમાં પ્રેગનેન્સી સમય દરમિયાન બ્રેસ્ટ ની ડક્ટલ અને લોબ્યુલોએલ્વીઓલર સિસ્ટમ નો ગ્રોથ થાય છે જેમાં બ્રેસ્ટ એ મિલ્ક ના સિક્રીશન માટે પ્રીપેર થાય છે.
2)લેક્ટોજેનેસિસ ( બ્રેસ્ટ એલ્વિઓલાઇ માંથી મિલ્કનું સિન્થેસીસ તથા સિક્રીશન થવું):
કેટલીક સિક્રેટરી એક્ટિવિટી(કોલેસ્ટ્રમ) જે પ્રેગનેન્સી સમય દરમિયાન હોય છે અને તે ડીલેવરી પછી ઇન્ક્રીઝ થાય છે.
એક્ચ્યુઅલી મિલ્ક સિક્રીશન એ પોસ્ટપાર્ટમ ના ત્રીજા કે ચોથા દિવસે સ્ટાર્ટ થાય છે આ પિરિયડ દરમિયાન બ્રેસ્ટ એ એન્ગોર્જડ, ટેન્સ, ટેન્ડર અને વાર્મ ફીલ થાય છે.
પ્રેગ્નેન્સી સમય દરમિયાન હાઇ પ્રોલેક્ટીન લેવલ હોવા છતાં સ્ટીરોઇડ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ની અસર ના કારણે બ્રેસ્ટ ટીસ્યુ એ પ્રોલેક્ટીન હોર્મોન ને રિસ્પોન્સ આપતા નથી અને મિલ્ક સિક્રીશન થતું નથી પરંતુ ડીલેવરી પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ ફોલડાઉન(ડિક્રીઝ) થતાં પ્રોલેક્ટીન હોર્મોન તેની મિલ્ક સિક્રીશન એક્ટિવિટી ને મેમરીગ્લેન્ડ માં સ્ટાર્ટ કરે છે આ સ્ટેજમાં પ્રોલેક્ટીન અને ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન અગત્યના છે.
સિક્રેટરી એક્ટિવિટી એ એ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ગ્રોથ હોર્મોન, થાયરોક્સિન અને ઇન્સ્યુલિન ના કારણે વધે છે.
3)ગેલેક્ટોકીનેસિસ (ઇજેક્શન ઓફ મિલ્ક):
મિલ્ક એ માત્ર બેબીના શકીંગ દ્વારા બહાર આવતું નથી પરંતુ કોન્ટ્રેક્ટાઇલ મિકેનિઝમ દ્વારા મિલ્ક એ એલ્વિઓલાઇ માંથી બહાર આવે છે.
ઓક્સિટોસિન હોર્મોન એ મેજર ગેલેક્ટોકીનેટિક( મિલ્ક ઇજેક્શન) હોર્મોન છે.
બેબીના શકીંગ દરમિયાન રિફ્લક્ષ એ સેટઅપ થાય છે.
ત્યારબાદ નીપલ અને એરીયોલા માંથી ઇમ્પલસિસ એ થોરાસિક સેન્સરિ માંથી પસાર થઇ અને હાઇપોથેલેમસ માં ઓક્સિટોસિન નુ સિન્થેસીસ કરાવે છે અને ત્યારબાદ હાઇપોથેલેમસ મા સિન્થેસિસ થયેલા ઓક્સીટોસીન ને પોસ્ટીરીયર પિટ્યુટરીગ્લેન્ડ મા ટ્રાન્સપોર્ટ કરાવવા માટે પહોંચે છે.
ઓક્સિટોસિન હોર્મોન એ પોસ્ટીરીયર પિટ્યુટરીગ્લેન્ડ ગ્લેન્ડ માંથી રિલીઝ થાય છે, ત્યારબાદ તે એલ્વીઓલાઇ(મિલ્ક પ્રોડ્યુસિંગ ગ્લેન્ડ)ની આજુબાજુમાં રહેલા માયોએપીથિલિયલ સેલ્સ નુ કોન્ટ્રાકશન કરે છે.
આ પ્રોસેસને “મિલ્ક ઇજેક્શન” અથવા “મિલ્ક લેટ ડાઉન રિફ્લેક્સ” કહે છે.
જ્યાં મિલ્ક એ ફોર્સ થી લેક્ટીફેરસ ડક્ટ ની એમ્પયુલા માં આવે છે ત્યાંથી તે મધરના એક્સપ્રેસ દ્વારા અથવા બેબી ના શક દ્વારા બહાર આવે છે.
બાળકના રડવાથી શકીંગ વગર પણ લેટ ડાઉન રિફ્લેક્સ થાય છે.
બેબી ના સકિંગ પહેલા બ્રેસ્ટ મા જે મિલ્ક નુ પ્રેસર બ્રેસ્ટ મા વધે છે તેને “ડ્રાફ્ટ” કહે છે. તે ઇન્જેક્શન ઓક્સિટોસિન દ્વારા પણ ઉત્પન્ન થાય છે.
મિલ્ક ઇજેક્શન રિફ્લક્ષમાં પેઇન, બેસ્ટ એંગોજમેન્ટના કારણે અવરોધ આવે છે જો ઇજેક્શન રિફ્લેક્સ માં મિલ્ક સીક્રીશન ની શરૂઆત પછી વધારે દિવસો સુધી અવરોધ આવે તો બ્રેસ્ટ એંગોરજમેન્ટ થાય છે.
4)ગેલેક્ટોપોએસિસ
( મેઇન્ટેનન્સ ઓફ લેક્ટેશન):
પ્રોલેક્ટીન એ એક સિંગલ અને અગત્ય નો ગેલેકટોપોલિટીક્સ હોર્મોન છે.
ઇફેક્ટિવ અને કંટીન્યુઅસ લેક્ટેશન માટે શકીંગ એ જરૂરી છે તે માત્ર મિલ્ક ને ગ્લેન્ડ માંથી બહાર આવવા માટે નહીં પરંતુ પ્રોલેક્ટીન ના રીલીઝ થવા માટે પણ જરૂરી છે.
મિલ્ક નું બ્રેસ્ટમાં પ્રેશર થવાના કારણે મિલ્કનું પ્રોડક્શન રેટ ઘટે છે આથી પિરીયોડીક બ્રેસ્ટ ફીડિંગ દ્વારા તે પ્રેશર રિડ્યુસ થય શકે છે અને મિલ્કનું સિક્રીશન એ મેઇન્ટેન રહે છે.
હેલ્થી મધર એ 500-800 ml મિલ્ક એ તેના બાળક ને આપવા માટે પ્રોડ્યુસ કરે છે.
આમ,આ મુજબ ફિઝીયોજિ ઓફ લેક્ટેશન ને 4 ફેઝીસ મા ડિવાઇડ કરવામા આવેલી છે.
મિલ્ક પ્રોડક્શન:
હેલ્થી મધર એ 500 થી 800 ml મિલ્ક તેના બાળક ને આપવા માટે પ્રોડ્યુસ કરે છે.
(3) કાર્ડીઓવાસ્ક્યુલર ચેન્જીસ:
બ્લડ વોલ્યુમ
પ્રેગનેન્સી સમયે ઇન્ક્રીઝ થયેલું બ્લડ વોલ્યુમ એ ડીક્રીઝ થાય છે અને સર્ક્યુલેટરી સિસ્ટમ એ તેના પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેટ માં આવે છે.
કાર્ડિયાક આઉટપુટ
બોડી માંથી ડાયયુરેસીસ તથા ડાયાફોરેસીસ ના કારણે બોડી મા રહેલું એક્સેસ વોટર એ રીમુવ થાય છે અને કાર્ડિયાક આઉટપુટ એ તેના નોર્મલ રેન્જમાં આવે છે.
હિમોગ્લોબીન એન્ડ હિમાટોક્રીટલેવલ:
પ્રેગનેન્સી સમય દરમિયાન બ્લડ લોસ થવાના કારણે શરૂઆતમાં હિમોગ્લોબીન અને હિમાટોક્રિટ લેવલ ઓછું થાય છે પરંતુ થોડા વીકમાં બ્લડ એ તેની નોર્મલ રેન્જમાં સ્ટેબિલાઇઝ થઇ જાય છે.
4) રેસ્પીરેટરી ફંક્શન:
ડીલેવરી પછી એબડોમીનલ પ્રેશર ઘટતા ડાયાફ્રેમ નીચે આવે છે તેથી લંન્ગસ એક્સપાન્શન અને વેન્ટિલેશન સારું થાય છે પરંતુ રિસ્પિરેટરી રેટ માં નોટિસેબલ ચેન્જીસ થતા નથી.
(5) એન્ડોક્રાઇન ચેન્જીસ:
હોર્મોન સિફ્ટ:
પ્રેગનેન્સી રિલેટેડ હોર્મોન્સ એ રીડયુઝ થાય છે જેમકે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન( HCG) હોર્મોન.
પ્રોલેક્ટીન હોર્મોન નું લેવલ એ બ્રેસ્ટ ફીડિંગ ને મેઇન્ટેન કરવા માટે એલિવેટ થાય છે.
(6) રીનલ ચેન્જીસ
ડાયયુરેસીસ
યુરીન આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે જેના કારણે પ્રેગ્નેન્સી સમય દરમિયાન બોડીમાં એક્યુમ્યુલેટ થયેલું ફ્લુઇડ એ બોડી માંથી એક્સક્રીટ થાય છે.
બ્લાડર ફંક્શન
બ્લાડર એ તેનો ટોન તથા ફંકશન ને રીગેઇન કરે છે ,છતાં પણ અમુક ટેમ્પરરી ઇસ્યુઝ જોવા મળે છે જેમ કે યુરીનરી રિટેન્શન અથવા યુરીનરી ઇનકન્ટીનન્સી.
(7) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ચેન્જીસ:
બોવેલ ફંકશન
બોવેલ ફંકશનને નોર્મલ થતા થોડો સમય લાગે છે પરંતુ તેની મોટીલિટી એ રીડ્યુઝ થવાના કારણે કોન્સ્ટીપેશન ની કન્ડિશન જોવા મળે છે.
વુમન માં એપેટાઇટ એ થોડા સમયમાં નોર્મલ થઇ જાય છે પરંતુ અમુક વુમન માં થોડા સમય માટે બોવેલ ચેન્જીસ જોવા મળે છે.
(8) મસક્યુલો સ્કેલેટલ ચેન્જીસ:
એબડોમિનલ મસલ્સ
એબડોમિનલ મસલ્સ નો ટોન એ થોડા સમયમાં રીગેઇન થઈ જાય છે જ્યારે પેલ્વિક ફ્લોર મસલ્સ એ પણ થોડા સમયમાં નોર્મલ થાય છે પરંતુ પેલ્વિક ફ્લોર મસલ્સ ને સ્ટ્રેન્થેન કરવામાં કિગલ એક્સરસાઇઝ એ અગત્યની રહે છે.
(9) સાયકોલોજીકલ ચેન્જીસ
હોર્મોનલ ફ્લક્ચ્યુએશન, ફિઝિકલ રિકવરી, તથા ન્યુબોર્ન કેર ની ડિમાન્ડ એ ઇમોશનલ વેલ્બિંગ ઇમ્પેક્ટ કરે છે. તેમાં કોમન એક્સપિરિયન્સ મુડ સ્વિંગ પણ થાય છે જેમ કે “બેબી બ્લુ”. તથા અમુક વુમનમાં પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન પણ જોવા મળે છે.
આમ પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન આ પ્રકારના ફિઝિયોલોજીકલ ચેન્જીસ એ વુમનમાં જોવા મળે છે.
: મેનેજમેન્ટ ઓફ નોર્મલ પરપેરીયમ:
પોસ્ટનેટલ કેર ઓફ મધર: પોસ્ટનેટલ કેર માં મધર અને બેબી ની સિસ્ટેમિક એક્ઝામિનેશન સાથે મધર અને ને એપ્રોપ્રિએટ એડવાઇઝ પોસ્ટનેટલ પિરિયડ મા પ્રોવાઇડ કરવામાં આવે છે.
એઇમ અને ઓબ્જેકટીવ્સ:
મધર તથા ફેમિલી ને નવા થતાં ચેન્જીસમાં સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે.
મધર તથા ઇન્ફન્ર્ટમાં કોઇપણ કોમ્પ્લિકેશન્સ ને પ્રિવેન્શન કરવા માટે તેનું અર્લી ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે .
મધર તથા ઇન્ફંટ ને જરૂરિયાત હોય તો અર્લી રેફરલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે જેમ કે,
a) બ્રેસ્ટ ફીડિંગ ના સપોર્ટ માટે,
b) ન્યુટ્રીશન,કમ્પ્લીમેન્ટરી ફીડિંગ તથા ઇમ્યુનાઇઝેશન માં કાઉન્સેલિંગ સર્વિસ કરવા માટે.
C) કોન્ટ્રાસેપ્શન વિશે પ્રોપર્લી કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવા માટે.
પ્રિન્સિપલ્સ ઓફ નોર્મલ પરપેરીયમ:
1) મધરના હેલ્થ સ્ટેટસ ને રિસ્ટોર કરવા માટે.
2) ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરવા માટે.
3) લેક્ટેસન ને પ્રમોટ કરવા માટે.
4) મધર ને કોન્ટ્રાસેપ્ટિવ ના એક્સેપ્ટેન્સ માટે મોટીવેટ કરવા માટે.
પરપેરીયમ મેનેજમેન્ટ માં વુમન ફિઝિકલી અને ઇમોશનલી નોર્મલ થાય તે માટે નીચેના પ્રિન્સિપલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ જેમ કે,
1) મધરના હેલ્થ સ્ટેટ્સ ની સાચવણી કરવી.
2) ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવું.
3) બેસ્ટ ફીડિંગ ને પ્રમોશન આપવું.
4) બેબી ને કેર પ્રોવાઇડ કરવી.
5) ફેમિલી પ્લાનિંગ માટે મોટીવેટ અને ગાઇડ કરવું.
6) જરૂરિયાત મુજબ હેલ્થ એજ્યુકેશન આપવું.
મેનેજમેન્ટ ઓફ નોર્મલ પરપેરીયમ:
ઇમિડીયેટ અટેન્શન:
ઇમિડીયેટ પોસ્ટ નેટલ કેર
પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન થયા પછી એક કલાક(1 hour )સુધી ના સમય ને ફોર્થ સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે જેમાં પેશન્ટ ની જનરલ કન્ડિશન અને યુટ્રસ નું બીહેવ્યર મોનિટરિંગ કરવામાં આવે છે.
ઓબ્ઝર્વેશન ઓફ વુમન
તેમાં મધર ના વાઇટલ સાઇન જેમકે,
ટેમ્પરેચર,
પલ્સ,
રેસ્પીરેસન,
તથા બ્લડપ્રેશર ને પ્રોપરલી મોનિટરિંગ કરવામાં આવે છે જો તે થોડા પ્રમાણમાં એલિવેટ હોય તો તે સામાન્ય રીતે થાક અને ડીહાઈડ્રેશન ના લીધે થાય છે અને પેશન્ટ એ સ્ટેબલ ના થાય ત્યાં સુધી પેલી 1 થી 2 કલાક સુધી દર 15 મિનિટે વધારના વાઇટલ સાઇન ચેક કરવા.
ત્યારબાદ યુટ્રસ ની કન્ડિશન અસેસ કરવી જેમાં યુટ્રસ એ ફિર્મ કોન્ટ્રેક્ટેડ તથા મીડ લાઇન માં હોય છે.
રેસ્ટ એન્ડ એમ્બ્યુલેશન: ડીલેવરી પછી તરત જ પેશન્ટ ને ચલાવવું ફાયદાકારક છે જેમના ફાયદામાં જોઇએ તો પેશન્ટ ને વેલ્બીંગ ની ફીલિંગ થાય છે, બ્લાડર કોમ્પ્લિકેશન અને કોન્સ્ટિપેશન ઓછું થાય છે, ત્યારબાદ યુટેરાઇલ ડ્રેઇનેજ થવાથી ઝડપથી યુટ્રસ નું ઇન્વોલ્યુશન થાય છે અને એમ્બોલીઝમ રિડ્યુઝ થાય છે નોર્મલ ડીલેવરી પછી પેશન્ટ એ થોડું થોડા પ્રમાણમાં વર્ક કરી શકે છે.
ડાયટ: પેશન્ટને તેની ઇચ્છા મુજબ નોર્મલ ડાયટ આપવું જોઇએ .જો પેશન્ટ લેટેટીંગ હોય તો હાઇ કેલરી ડાયટ, એડીક્યુએટ પ્રોટીન, ફેટ, વધારે ફ્લુઇડ, મિનરલ તથા વિટામીન આપવા જોઇએ.જો મધર નોન લેટેટીંગ હોય તો નોન પ્રેગનેટ સ્ટેટ પ્રમાણે ડાયટ આપવું જોઇએ.
બ્લાડર કેર: ડિલેવરી પછી પેશન્ટ ને તેની અનુકૂળતા પ્રમાણે યુરિન પાસ કરવા માટે એન્કરેજ કરવા જોઇએ ઘણી વખત પેશન્ટ ની પોઝિશન પ્રોપર ના હોય કે પેરીનિયમ ઇંજરી ના પેઇન ના લીધે પેશન્ટ એ યુરીન પાસ ના કરી શકે તો પેશન્ટ ને પ્રોપર્લી પ્રાઇવસી પ્રોવાઇડ કરવી ત્યારબાદ પેશન્ટ ને યુરીનેશન માટે એન્કરેજ કરવું અને જો પેશન્ટ એ યુરીન પાસ ન કરી શકે તો પ્રોપર્લી કેથેટરાઇઝેશન કરવું.બ્લાડર ટોન પાછો ન આવે ત્યાં સુધી કંટીન્યુઅસલી કેથેટર રાખવું બ્લાડર કેર દ્વારા ઇન્ફેક્શન અને સીસ્ટાઇટીસ ની કન્ડિશન ને પ્રોપર્લી પ્રિવેન્ટ કરવું.
બોવેલ કેર: અર્લી એમ્બ્યુલેશન અને પ્રોપર્લી ડાયટ લેવાના કારણે કોન્સ્ટીપેશન નો પ્રોબ્લેમ ઓછો થાય છે એડીક્યુએટ ફાઇબર વાળા ફૂડ અને ફ્લુઇડ ના કારણે બોવેલ પ્રોબ્લેમ થતો નથી અને જો જરૂરિયાત રહે તો માઇલ્ડ લક્ઝેટીવ પેશન્ટ ને પ્રોવાઇડ કરવું જોઇએ જેમ કે માઇલ્ડ મિલ્ક ઓફ મેગ્નેસિયા 4-6 teaspoon એટ બેડ ટાઇમ.
સ્લિપ: પેશન્ટ ને બંને ફિઝિકલી અને મેન્ટલી રેસ્ટ ની જરૂરિયાત હોય છે આથી પેશન્ટ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું જોઇએ. પેશન્ટ એ એડિક્યુએટ અમાઉન્ટ મા સ્લીપ લેવાના કારણે તેમને ફિઝિકલી તથા મેન્ટલી સપોર્ટ મળી રહે છે જો પેશન્ટ ને જેમ કે પેઇનફુલ પાઇલ્સ, તથા એન્ગોર્જડ બ્રેસ્ટ હોય તો પ્રોપર્લી એનાલજેસીંક મેડિસિન પ્રોવાઇડ કરવી.
મધર ને એટલીસ્ટ 7- 8 અવર્સ નાઇટ સમય દરમિયાન તથા 1-2 અવર્સ જેટલી સ્લીપ એ દિવસ દરમિયાન લેવા માટે એડવાઇઝ આપવી જોઇએ.
કેર ઓફ ધ વલ્વા એન્ડ એપીઝીયોટોમી વુંડ: ડિલીવરી પછી વલ્વા અને બટક્સ ને સલાઇન, લોશન, સોપ અને વોટર થી ક્લિન કરવા. એપીઝીયોટોમી ઉપર એન્ટીસેપ્ટિક ઓઇન્ટમેન્ટ કે લોશન અપ્લાય કરી સ્ટરાઇલ પેડ આપવુ.દરેક વખતે મીક્ચ્યુરેશન અને ડિફીકેશન પછી કેર પ્રોવાઇડ કરવી. તેનાથી પેઇન ઓછુ થશે.
ઘણી વુમન ને વાર્મ વોટર સિટ્સ બાથ થી આરામ લાગે છે.
કેર ઓફ બ્રેસ્ટ: બ્રેસ્ટ અને નીપલ ને વોટર થી વોશ અને ક્લિન કરવી. બાથ લેતી વખતે સોપ એપ્લાય કરવુ. નીપલ સોરનેસ પ્રિવેન્ટ કરવા ફ્રિકવન્ટ અને શોર્ટ ફીટીંગ પ્રોવાઇડ કરવું.
એસેપ્સીસ અને એન્ટી સેપ્ટીક: સ્પેશિયલી પરપેરીયમ ના ફર્સ્ટ વિક માં એસેપ્સીસ ટેક્નિક ને મેઇન્ટેન કરવું લોકલ એન્ડ એન્ડ એન્ટીસેપ્ટીક નો યુઝ કરી વુંડ મા ડ્રેસીંગ કરવું. ક્લિન બેડ લીનન, અને ક્લોથીંગ નો યુઝ કરવો, ક્લિન સરાઉન્ડિંગ, અને લિમીટેડ નંબર મા વિઝીટરસૅ ને કહેવુ જેના કારણે Nosocomial infections ને ઓછુ કરી શકાય છે.
ઇમ્યુનાઇઝેશન: Rh Negative હોય તો તેને ડીલેવરી ના 72 અવર્સ માં Anti-D gamma globulin આપવુ. જો પ્રૂગ્નેન્સી મા ટીટેનસ ટોક્સોઇડ નો બીજો ડોઝ ના લીધો હોય, તો ડિસ્ચાર્જ વખતે પ્રોવાઇડ કરવો.
પોસ્ટનેટલ એક્સરસાઇઝ:
પોસ્ટનેટલ એક્સરસાઇઝ ના ઓબ્જેકટીવ્સ:
એબડોમિનલ અને પેરિનિયમ મસલ્સટોન ને ઇમ્પ્રુવ કરવું.
મધર ને સ્મોલ અમાઉન્ટ મા ડેઇલી રૂટીન એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી.
એટેચમેન્ટ એન્ડ વામ્થ ( બોન્ડિંગ):
બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ર્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.
ફેમેલી વેલ્ફેર:
ઇન્ડિયા વર્લ્ડમાં ફર્સ્ટ કન્ટ્રી છે કે જેણે ગવર્મેન્ટ દ્વારા ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ ને નેશનલ બેસીસ પર ઇમ્પલિમેન્ટ કર્યો છે ફેમિલી વેલફેર ને ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ફેમિલી પ્લાનિંગ નો પ્રોગ્રામ એ 1952 થી ઓફિસીયલ પ્રોગ્રામ તરીકે સમાવેશ થયો.
ડેફીનેશન: ફેમિલી પ્લાનિંગ એટલે ફેમિલી સાઇઝ નું પ્લાનિંગ કરવું જે પેરેન્ટ દ્વારા એફોર્ડેબલ હોય અને ફેમિલી ના હેલ્થ અને વેલ્ફેર માટે હોય. ફેમેલી પ્લાનિંગ એટલે જે વ્યક્તિ અથવા કપલ ને નીચેના ઓબ્જેકટીવ્સ મેળવવા માટે હેલ્પ કરે છે.
1)અનવોન્ટેડ બર્થ અવોઇડ કરવા.
2)wanted બર્થ મેળવવા.
3)બે પ્રેગ્નેન્સી વચ્ચેનુ અંતર જાળવવા.
4)કોન્ટ્રાસેપ્શન મેથડ નો એપ્રોપ્રિએટ યુઝ કરવો.
ઓબ્જેકટીવ્સ ઓફ ફેમેલી વેલ્ફેર પ્રોગ્રામ
ભારતમાં નેશનલ ફેમેલી વેલ્ફેર પ્રોગ્રામ એ કુટુંબના હેલ્થ અને વેલ્બીંગ ને સુધારવાના હેતુથી એક કોમ્પ્રાએંસીવ ઇનીસિએટીવ્સ છે.
ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ એ ફેમિલી લાઇફ અને સોસાઇટલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટેના વિવિધ ઓબ્જેકટીવ્સ ને એચીવ કરવા માટે બનાવવામાં આવી છે.
અહીં ફેમેલી વેલ્ફેર પ્રોગ્રામ ના ઓબ્જેકટીવ્સ છે.
ઓબ્જેકટીવ્સ ઓફ ફેમેલી વેલફેર:
ફેમિલી વેલ્ફેર ના ઓબ્જેકટીવ્સ માં ફેમેલી ના ઓવરઓલ હેલ્થ તથા વેલ્બીંગ મા ઇમ્પ્રુવમેન્ટ કરવુ તે ફેમેલી વેલફેર નો એક બ્રોડ સ્પ્રેક્ટ્રમ ગોલ છે.
ફેમિલી વેલફેર ના ઓબ્જેક્ટીવ્સ એ નીચે મુજબ છે:
1) પ્રમોટિંગ રિ-પ્રોડક્ટિવ હેલ્થ:
ફેમિલી ના રિ-પ્રોડક્ટિવ હેલ્થ ને મેઇન્ટેન કરવા માટે તેમના સુધી રિ-પ્રોડક્ટિવ હેલ્થ રિલેટેડ સર્વિસીસ કે એક્સેસ થાય છે કે નહીં તેની ખાતરી કરવી જેમાં,
ફેમિલી પ્લાનિંગ, મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, તથા રીપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન નુ પ્રિવેન્શન અને મેનેજમેન્ટ કરવું. તેમનું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
2) મેટર્નલ મોર્ટાલિટી રેટ ને રીડયુઝ કરવું:
મધર ને પ્રેગ્નન્સી દરમિયાન,ચાઇલ્ડ બર્થ સમય દરમિયાન, તથા પોસ્ટપાર્ટમ પિરિયડ દરમિયાન સ્કિલ્ડ કેર પ્રોવાઇડ કરીને મેટર્નલ ડેથ તથા કોમ્પલીકેસન્સ ને રીડયુઝ કરી શકાય છે.
3) રિડ્યુસ ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી:
ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશન,ઇમ્યુનાઇઝેશન તથા ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન ને પ્રોપર્લી હેલ્થ કેર સર્વિસીઝ પ્રોવાઇડ કરી ચાઇલ્ડ મા થતી મોરબીડીટી તથા મોર્ટાલીટી રેટ ને રીડયુઝ કરી શકાય છે.
4) પ્રમોટિંગ ફેમિલી પ્લાનિંગ:
વ્યક્તિઓ અથવા કપલ્સ ને પ્રેગ્નેન્સી માં સ્પેસ રાખવા માટે તથા ચોઇસ મુજબ પ્રેગ્નન્સી ને પ્લાન કરવા માટે કોન્ટ્રાસિટીવ મેથડ્સ નો યુઝ કરવા માટે એન્કરેજ કરવા.
5) એન્સ્યોરિંગ સેફ મધરહુડ:
મધર ના હેલ્થ ના આઉટકમ ને સુધારવા માટે સેફ ચાઇલ્ડ બર્થ પ્રેક્ટિસ, પ્રિનેટલ કેર અને પોસ્ટ નેટલ કેર ને પ્રમોશન આપવુ.
6) ઇમ્પ્રુવિંગ ન્યુટ્રીશન એન્ડ હાઇજીન:
માલન્યુટ્રીશન ને અસેસ કરવું અને ફેમીલીસ ના ઓવરઓલ હેલ્થ અને વેલ્બીંગ ને ઇમ્પ્રૂવ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસિસ ને પ્રમોશન આપવું.
7) પ્રિવેન્ટીંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ:
જે ઇન્ફેક્શન એ રીપ્રોડક્ટિવ હેલ્થ ને ઇફેક્ટ કરતા હોય જેમકે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ તથા બીજા કોમ્યુનીકેબલ ડીસીઝ ને આટલી આઇડેન્ટિફિકેશન કરી તેને ટ્રીટ કરવું.
8) સોશિયલ સપોર્ટ:
સોશિયલ સપોર્ટ માં ફેમિલીસ તથા મેઇન્લી વલનરેબલ પોપ્યુલેશન જેમકે સિંગલ-પેરેન્ટ, હાઉસહોલ્ડ, લો ઇન્કમ ફેમિલી, તથા એવી ફેમિલીસ કે જેઓ ને ડીસએબિલિટી હોય અને તેમને લાંબા સમય થી ક્રોનિક ઇલનેસ એટલે હોય તેઓને સોશિયલ સપોર્ટ સિસ્ટમ પ્રોવાઇડ કરવું. આ સપોર્ટ માં ફાઇનાન્સિયલ આસિસ્ટન્ટ, કાઉન્સેલિંગ સર્વિસીસ, તથા કોમ્યુનિટી બેઝ્ડ સપોર્ટ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
9) પ્રમોશન ઓફ સ્મોલ ફેમિલી નોમ્સ:
મધર અને ચાઇલ્ડ ના હેલ્થ આઉટકમ અને ઓવરઓલ ફેમેલી વેલ્બીંગ ને ઇમ્પ્રૂવ માટે ફેમેલીસ ને વોલ્યુન્ટરી રીતે સ્મોલ ફેમિલીસ ની સાઇઝ ચોઇસ કરવા માટે એન્કરેજ કરવા.
10) પ્રમોશન ઓફ સ્પેસિંગ મેથડ:
પ્રેગનેન્સી વચ્ચે સ્પેસ રાખવા માટે કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી. જેના કારણે મધર તથા તેના ચાઇલ્ડ ની હેલ્થીયર આઉટકમ ને પ્રમોટ કરી શકાય.
11) એન્સ્યોરિંગ એક્સેસ ટૂ કોન્ટ્રાસેપ્ટીવ:
ફેમિલી પ્લાનિંગ ને પ્રોપર્લી એડોપ્ટ કરવા માટે બધા ઇલીજીબલ કપલ્સ સુધી એડિક્યુએટ કોન્ટ્રાસેપ્ટીવ પહોંચે છે કે કેમ તેની ખાતરી કરવી.
12) પ્રવેન્શન ઓફ અનવોન્ટેડ બર્થ:
અનઇન્ટેન્ટેડ પ્રેગ્નેન્સી ને પ્રિવેન્ટ કરવા માટે ઇન્ફોર્મેશન અને સર્વિસીસ પ્રોવાઇડ કરવી, જે મધર નું બેટર હેલ્થ અને ફેમેલીસ માટે સોસિયલ – ઇકોનોમિક આઉટકમ માં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે.
13) પ્રમોશન ઓફ પ્લાન પ્રેગ્નેન્સી:
મધર તથા ચાઇલ્ડ બંને ના હેલ્થને પ્રમોટ કરી શકાય તે માટે કપલ્સ ને પ્રેગ્નેન્સી પ્લાન અને તેના વિશે પ્રિપેર કરવા માટે એન્કરેજ કરવું.
14) પ્રમોશન ઓફ બર્થ સ્પેસિંગ:
ફેમિલીસ ને પ્રેગનેન્સી વચ્ચે એડિક્યુએટ સ્પેસ રાખવા માટે એડવાઇઝ આપવી જેના કારણે મધર તથા ચાઇલ્ડ ની ઓવરઓલ વેલ-બીગ મેઇન્ટેન રહી શકે તથા ક્લોઝ પ્રેગ્નન્સી ના કારણે થતા કોમ્પ્લિકેશન ને રીડયુઝ કરી શકાય.
15) એજ એપ્રોપ્રિએટ ચાઇલ્ડબિયરીંગ:
ફેમિલીસ ને એજ એપ્રોપ્રિએટ પ્રેગ્નેન્સી ને પ્લાન કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે અર્લી પ્રેગ્નેન્સી કે લેટ પ્રેગનેન્સી ના કારણે થતી કોમ્પ્લિકેશન્સ ને રીડયુઝ કરી શકાય.
આ ઓબ્જેકટીવ્સ કલેક્ટીવ્લી રીતે વ્યક્તિઓ અને પરિવારો ને તેમના રિપ્રોડક્ટિવ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગ વિશે ઇન્ફોમ્ડ ચોઇસ કરવા માટે એમ્પાવર બનાવવાનું એઇમ રાખે છે, જેનાથી એકંદર હેલ્થ આઉટકમ મા સુધારો થાય છે અને ફેમેલીસ માટે લાઇફ ની ક્વોલિટી મા વધારો થાય છે.
ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ માં નર્સનો રોલ:
ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ માં નર્સનો રોલ એ ડાઇવર્સ તથા મલ્ટિફેસેટેડ હોય છે. નર્સ એ ફેમિલી વેલફેર સર્વિસીસ ના ડિફરન્ટ સેટિંગમાં ડિફરન્ટ રોલ પ્લે કરે છે. તે સામાન્ય રીતે તેમની પોસ્ટ તથા તેમની વર્ક કરવાની કેપેસિટી પર ડીપેન્ડ કરે છે.
ફેમિલી વેલ્ફેર સર્વિસીસ માં કોમ્યુનિટી હેલ્થ નર્સ (CHN) નો રોલ એ રિપ્રોડક્ટિવ હેલ્થ, ફેમેલી પ્લાનિંગ અને કમ્યુનીટી માં ઓવરઓલ વેલ્બિંગ ને પ્રમોટ કરવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. અહીં તેમના રોલ ના મુખ્ય આસ્પેક્ટ આપેલા છે:
1) સર્વે વર્ક:
નર્સ એ સર્વે દ્વારા ડેમોગ્રાફીક ફેક્ટ ને કલેક્ટ કરે છે.
તે કોમ્યુનીટી માં રહેલા હાઉસ ના નંબર તથા તેના લોકેશન નું લિસ્ટ બનાવે છે.
નર્સ એ સર્વે દ્વારા પ્રેગ્નેન્ટ મધર, ઇલીજીબલ કપલ્સ,
કોન્ટ્રાસેપ્ટીવ યુઝર્સ , ચિલ્ડ્રન તથા સ્કૂલ ગોઇંગ એજ થી નીચેના ચાઇલ્ડ ની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. ત્યારબાદ કપલ્સ ને હાય, મીડીયમ અને લો પ્રાયોરિટી માં ક્લાસિફાઇ કરે છે.
આગળ ના એક્ષન પ્લાન નું ફોર્મેશન કરવા માટે કેટલા કપલ્સ એ કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરે છે તથા કેટલા પીપલ્સ એ યુઝ કરતા નથી તેના વિશે રીવ્યુ કલેક્ટ કરવા.
2) હેલ્થ એજ્યુકેશન:
વ્યક્તિ, ફેમિલી, તથા કમ્યુનિટી ને હેલ્થ તથા ફેમિલી પ્લાનિંગ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
લોકોને અવેઇલેબલ ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ વિશે અવેર કરવા.
કપલ્સ ને ડીફરન્ટ ટાઇપના કોન્ટ્રાસેપ્ટીવ વિશે એજ્યુકેશન તથા વિગતવાર માહિતી પ્રોવાઇડ કરવી જેના લીધે તે તેમની ચોઇસ પ્રમાણે એડોપ્ટ કરી શકે.
મધર ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે એટલીસ્ટ વન યર સુધી તેમના ચાઇલ્ડ ને બ્રેસ્ટ ફિડીંગ કરાવવું કારણકે તે નેચરલ કોન્ટ્રાક્ટિવ તરીકે વર્ક કરે છે.
કોમ્યુનિટીમાં ઇમ્યુનાઇઝેશન,ન્યુટ્રીશન, ફર્સ્ટ એઇડ તથા પર્સનલ અને એન્વાયરમેન્ટલ હાઇજીન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
3) કોઓર્ડીનેટર એન્ડ પ્રોવાઇડર ઓફ ફેમિલી વેલફેર સર્વિસીસ:
ઇલીજીબલ કપલ્સ માટે અવેઇલેબલ વિવિધ પ્રકારના કોન્ટ્રાસેપ્ટીવ ની સપ્લાઇ કરવી.
લોકોની નીડ તથા અવેઇલેબલ સર્વિસીસ વીશે અવેરનેસ લાવવા માટે ફેમિલી પ્લાનિંગ ના ક્લિનિક્સ તથા કેમ્પ ને અરેન્જ કરવા.
સ્ટેટ ગવર્મેન્ટ તથા સ્ટેટ ના રૂલ્સ અને રેગ્યુલેશન્સ ને ફોલો કરવા અને લીગલ અને પ્રોફેશનલ લિમિટ્સ માં ડાયરેક્ટ સર્વિસીસ પ્રોવાઇડ કરવી.
તે ગાયનેકોલોજિસ્ટ તથા અધર ફેમિલી વેલ્ફેર સર્વિસીસ ના પર્સનલ્સ ની સર્વિસીસ નુ કોઓર્ડીનેશન કરે છે.
5) મોટીવેશન ફંકશન:
ઇલીજીબલ કપલ્સ ને કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરી સ્મોલ ફેમીલી નોર્મ્સ ને એડોપ્ટ કરવા માટે મોટીવેટ કરે છે.
ફેમિલી પ્લાનિંગ ની જરૂરિયાત અને તેના મહત્વને એક્સપ્લેઇન કરવા નુ વર્ક કરે છે.
જે વુંમન ને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી ની જરૂરિયાત હોય તેમનું આઇડેન્ટિફિકેશન કરી તેને ડોક્ટર પાસે અર્લી રિફર કરવા.
દરેક વિલેજીસ માં એડીક્યુએટ કોન્ટ્રાસેપ્ટીવ સપ્લાય તથા ડિસ્ટ્રીબ્યુશન માટે ડિપોટ નું એસ્ટાબ્લિશમેન્ટ કરવું જેના કારણે કોન્ટ્રાસેપ્ટીવ ની એડિક્યુએટ સપ્લાય થઈ શકે.
6) એડમિનિસ્ટ્રેટિવ રોલ:
ફેમિલી પ્લાનિંગ માટેના ક્લિનિક્સ ની ડેટ અને લોકેશન નક્કી કરવું ક્લિનિક્સ મા એક્વીપમેન્ટ, સપ્લાઇસ અને અન્ય રિસોર્સિસ ની વ્યવસ્થા કરવી.
ક્લિનિક્સમાં મલ્ટીપર્પસ હેલ્થ વર્કર નુ સુપરવિઝન કરવુ અને તેમને ગાઇડન્સ આપવું અને કોન્ટ્રાસેપ્ટીવ નું ડિસ્ટ્રીબ્યુશન કરવુ અને IUD નુ ઇન્સરસન કરવા અને તેને રિમુવ કરવી.
ક્લિનિક ને કંડકટ કરવામાં મેડિકલ ઓફિસર ને આસિસ્ટન્ટ પ્રોવાઇડ કરવું.
ફેમિલી પ્લાનિંગ માટેના કેમ્પ નું આયોજન કરવું અને મેલ-ફિમેલ અને ફિમેલ સ્ટરિઝાઇઝેશન ઓપરેશન ના માં ડોકટરો ને મદદ કરવી.
ઓપરેશન સમયે એસેપ્ટીક ટેકનીક મેન્ટેઇન રાખવી.
જે કપલ્સ એ ફેમિલી પ્લાનિંગની મેથડ ને એક્સેપ્ટ કરેલી હોય તેમને ફોલોઅપ સર્વિસીઝ પ્રોવાઇડ કરવી.
એજ્યુકેશન પ્રોગ્રામને પ્લાનિંગ કરવું તથા તેનું ઇવાલ્યુએશન કરવું.
7) કન્સલ્ટન્ટ:
ફેમિલી વેલ્ફેર સર્વિસીસ માં કોઓર્ડીનેટર તરીકે તથા ડાયરેક્ટ કેર પ્રોવાઇડર તરીકે કોમ્યુનિટી માં કોઇપણ પ્રકારનો હેલ્થ કેર પ્રોગ્રામ સ્ટાર્ટ કરતા પહેલા તેમની પાસેથી કન્સલ્ટ( સલાહ ) લેવી અગત્યની રહે છે.
8) કાઉન્સેલર:
નર્સ એ ડિફરન્ટ કોન્ટ્રાસેપ્ટીવ મેથડ્સ પર ઇલીજીબલ કપલ્સ અને ટાર્ગેટ કપલ નું કાઉન્સેલિંગ કરે છે અને તેમને સ્પેસિંગ માટે બેસ્ટ સ્યુટેબલ મેથડ ને પસંદ કરવાની ઓપોરચ્યુનીટી પ્રોવાઇડ કરે છે.
9) સુપરવાઇઝરી રોલ:
સુપરવાઇઝર તરીકે, ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ માં કામ કરતી નર્સે તેમના સ્ટાફને ફેમિલી વેલફેર પ્રોગ્રામમાં એક્ટીવલી રીતે પાર્ટીશીપેટ થવા માટે એન્કરેજ કરે છે.
સુપરવાઇઝર તરીકે, નર્સ દ્વારા હેલ્થ વર્કર, પ્રોફેશનલ્સ , તથા નર્સિંગ પર્સનલ માટે ઇન સર્વિસ એજ્યુકેશન પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે.
10) ડોમીસિલરી સર્વિસીસ:
હોમ વિઝીટ એ ફેમિલી પ્રોગ્રામનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ સર્વિસીસ એ મલ્ટીપરપઝ હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટ પ્રોવાઇડ કરે છે.
જેમાં સર્વિસીસ તરીકે,
ઇલેજિબલ કપલ્સ ને એજ્યુકેશન તથા મોટીવેશન પ્રોવાઇડ કરવું.
IUD તથા પીલ્સ નો યુઝ કરતા હોય તો ફોલોઅપ માટે એડવાઇસ પ્રોવાઇડ કરવી તથા વાસેક્ટોમી, ટ્યુબેક્ટોમી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી( MTP) ના કેસીસમાં ફોલોઅપ લેવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
એન્ટીનેટલ, પોસ્ટનેટલ, ન્યુ બોર્ન તથા ટોડલર ને ડોમીસિલરી કેર પ્રોવાઇડ કરવી.
નર્સ એ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામમાં બધા રેકોર્ડસ ને મેઇન્ટેન કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે જેમ કે,
ઇલેજિબલ કપલ રેકોર્ડ્સ,
ટાર્ગેટ કપલ રેકોર્ડ્સ,
ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ રેકોર્ડ,
સ્ટરિલાઇઝેશન ઓપરેશન રેકોર્ડ,
ક્લિનિક તથા કેમ્પ રેકોર્ડ,
હેલ્થ એજ્યુકેશન એક્ટિવિટી રેકોર્ડ,
ટ્રેઇનિંગ રેકોર્ડ,
મેડિકલ રેકોર્ડ વગેરે.
નર્સ એ મંથલી રિપોર્ટસ ને પ્રિપેર કરવા માટે તથા તેને ઓથોરિટીઝ સુધી પહોંચાડવા માટે રિસ્પોન્સિબલ હોય છે.
12) રોલ ઇન રિસર્ચ:
મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ ટીમમાં કોમ્યુનિટી હેલ્થ નર્સ એ એક પ્રાઇમરી મેમ્બર હોય છે. નર્સ ને ફેમિલી વેલફેર સર્વિસિસ ના રિસર્ચ એક્ટિવિટીસ માં કોઓપરેશન તથા પાર્ટીશીપેશન કરવાનુ હોય છે.
13) ઇવાલ્યુએશન રોલ:
નર્સ એ ફેમિલી વેલફેર પ્રોગ્રામમાં પરફોર્મ કરવામાં આવેલા વર્ક નું ઇવાલ્યુએશન કરે છે તથા તેના રિપોર્ટ્સ ને પ્રિપેર કરે છે. આ ઇવાલ્યુએશન ના બેઝિસ પર પ્રોગ્રામવના ઇમ્પલિમેન્ટેશન માં ફરધર કોઇપણ ચેન્જીસ કરવામાં આવે છે અને ડિઝાયરેબલ ટાર્ગેટ ને એચીવ કરવામાં આવે છે.
14) કોલાબોરેટર:
કમ્યુનિટી હેલ્થ નર્સ એ કમ્યુનિટીમાં રહેલા હેલ્થ ટીચર્સ તથા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કોલાબોરેશન કરી હેલ્થ કેર સર્વિસીસ ને ઇમ્પ્રુવમેન્ટ માટેનો વર્ક કરે છે.
નર્સ એ કોમ્યુનિટીમાં ફેમિલી વેલ્ફેર સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે ડોક્ટર્સ, ડિસ્પેન્સર્સ, વેક્સિનેટર્સ, ટ્રેઇન બર્થ અટેન્ડન્સ ,તથા લેડી હેલ્થ વિઝીટર્સ સાથે કોલાબોરેટિવલી વર્ક કરે છે.
કોમ્યુનિટી હેલ્થ નર્સ એ વ્યક્તિઓ તથા ફેમેલીસ ને તેમના રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે ઇન્ફોમ્ડ ડિસિઝન લેવા, હેલ્થી પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ ને સપોર્ટ આપવા અને ઇફેક્ટિવ ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામ્સ દ્વારા કોમ્યુનિટી ની ઓવરઓલ વેલ્બિંગ માં કન્ટ્રીબ્યુસન આપવા માટે ક્રુશિયલ રોલ પ્લે કરે છે.
: કોન્ટ્રાસેપ્શન મેથડ:
કોન્ટ્રાસેપ્ટીવ મેથડ એ એવી મેથડ છે કે જેમાં વુમન એ અનવોન્ટેડ પ્રેગ્નન્સી માંથી પ્રિવેન્ટ થય શકે છે કોન્ટ્રાસેપ્શન એટલે કે બધા મેઝર્સ ટેમ્પરરી અથવા તો પર્મનેન્ટ કે જેમાં કોઇટલ એક્ટ ના લીધે થતી પ્રેગ્નેન્સી ને પ્રિવેન્ટ કરી શકાય છે.
કેરેક્ટરાઇસ્ટીક ઓફ આઇડિયલ કોન્ટ્રાસેપ્ટીવ:
તે સામાન્ય રીતે ઇન એક્સપેન્સિવ હોય છે.
પ્રેગનેન્સી ને પ્રીવેન્ટ કરવામાં ઇફેક્ટિવ હોય છે.
તે સામાન્ય રીતે હેલ્થ માટે સેફ હોય છે અને હામૅફુલ ઇફેક્ટમાંથી ફ્રી હોય છે.
તે સામાન્ય રીતે સિમ્પલ હોય છે તથા અમુક કોન્ટ્રાસેપ્ટિવ મેથડ માં ડોક્ટર તથા મેડિકલ પર્સનલ ના સુપરવિઝન ની જરૂરિયાત રહેતી નથી.
અમુક કોન્ટ્રાસેપ્ટિવસ એ રીવર્સીબલ હોય છે એટલે કે જ્યારે પ્રેગનેન્સી ની ડિઝાયર હોય ત્યારે તેમાં ઓબસ્ટ્રક્ટ કરતું નથી.
ટાઇપ્સ ઓફ કોન્ટ્રાસેપટીવ:
A) સ્પેસીંગ મેથડ/ ટેમ્પરરી કોન્ટ્રાસેપ્શન:
બેરિયર મેથડ:
•ફિઝીકલ મેથડ.
•કેમિકલ મેથડ.
•કમ્બાઇન્ડ મેથડ.
ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ,
હોર્મોનલ મેથડ,
પોસ્ટકન્સેપ્શનલ મેથડ,
મીસલેનીયસ
B) ટર્મિનલ મેથડ /પરમેનેન્ટ કોન્ટ્રાસેપ્શન:
મેલ સ્ટરીલાઇઝેશન ( વાસેક્ટોમી),
ફીમેલ સ્ટરીલાઇઝેશન (ટ્યુબેક્ટોમી).
A) સ્પેસીંગ મેથડ/ ટેમ્પરરી કોન્ટ્રાસેપ્શન:
ટેમ્પરરી મેથડ એ સામાન્ય રીતે બર્થ ને પોસ્ટપોન કરવા માટે તથા બર્થ વચ્ચે સ્પેસ રાખવા માટે યુઝ થાય છે આ મેથડ એ કપલ્સ દ્વારા જે કપલ્સ ને વધારે ચાઇલ્ડ ની ડિઝાયર ન હોય અથવા તો ચાઇલ્ડ વચ્ચે સ્પેસ રાખવાની ડિઝાયર હોય તેવા કપલ્સ દ્વારા વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે.
બેરિયર મેથડ: બેરિયર મેથડ એ ઓવમ સાથે સ્પર્મ ના કનેક્શન ને પ્રિવેન્ટ કરે છે. તેને બેરિયર મેથડ કહેવામાં આવે છે.
આ બેરિયર મેથડ એ સ્પર્મ ને વજાયના માં ડિપોઝિશન થતું પ્રિવેન્ટ કરે છે તથા સર્વાઇકલ કેનાલ માંથી સ્પર્મ ના પેનેટ્રેશન ને પણ પ્રિવેન્ટ કરે છે તેમાં સામાન્ય રીતે મિકેનિકલ, કેમિકલ તથા કમ્બાઇન મેથડ નો યુઝ થાય છે.
ફિઝીકલ મેથડ: મેલ કોન્ડમ, ફિમેલ કોન્ડમ, ડાયાફ્રેમ,વજાઇનલ સ્પંજ નો સમાવેશ થાય છે.
કેમિકલ મેથડ:
ક્રિમ : ડેલફેન/ફાર્માટેક્સ
જેલી: કોરોમેક્સ, વોલ્પર પેસ્ટ.
ફોમટેબલેટ: એરોસોલ ફોમ્સ, ક્લોરિમીન T, કોન્ટેબ.
કોમ્બિનેશન: તેમાં સામાન્ય રીતે મિકેનિકલ તથા કેમિકલ મેથડ નો કમ્બાઇન યુઝ થાય છે.
કમ્બાઇન મેથડ: તેમાં મિકેનિકલ તથા કેમિકલ મેથડ નો કમ્બાઇન યુઝ કરવામાં આવે છે.
1)મેલ કોન્ડમ: મેલ કોન્ડમ મેલ બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ છે તે લેટિન વર્લ્ડ “કોન્ડમ”પરથી આવેલો છે તેની શોધ ડોક્ટર કોન્ડમ દ્વારા કરવામાં આવી હતી. લેટેસ્ટ કોન્ડમ અલગ અલગ સાઇઝ માં અવેઇલેબલ હોય છે.જેમા 160-180 mm લેન્થ, 49-52 mm width અને 0.04-0.07mm થીકનેસ હોય છે.તે પ્લેઇન અથવા ટીટવાડા જેમા ટીપ એ સિમેન કલેક્શન માટે હોય છે. તે જુદાજુદા કલર માં અવેઇલેબલ હોય છે. જેમા,
ડ્રાય ટાઇપ Ex: નીરોધ ( ગવર્મેન્ટ સપ્લાય) અને કોહીનુર,
પ્રિલુબ્રીકેટેડ ટાઇપ Ex: ડ્યુરેક્સ,કામસૂત્ર તથા અથવા સ્પર્મીસાઇડલ વન્સ Ex: રકસક વગેરે અવેઇલેબલ હોય છે.
એ ઇફેક્ટિવ અને ખૂબ વાઇડલી યુઝ થતું ડિવાઇસ છે જેમાં કોઇપણ સાઇડ ઇફેક્ટ હોતી નથી અને પ્રેગ્નેન્સી ને પણ પ્રિવેન્ટ કરી શકાય છે કોન્ડમ એ મેલ તથા ફિમેલ બંનેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ( STD )થી પ્રિવેન્ટ કરે છે.
એડવાન્ટેજીસ:
સસ્તુ તથા કોઇ કોન્ટ્રાક્ટીકેશન અને સાઇડ ઇફેક્ટ હોતી નથી.
ડિસ્પોઝેબલ યુઝ માટે સિમ્પલ તથા કેરી કરવા માટે ઇઝી હોય છે.
તે સિક્યુઅલી ટ્રાન્સમિટેડ ડીસીઝ( STD) તથા પેલ્વિક ઇન્ફલામેટ્રી ડિસીઝ ( PID )સામે પ્રોટેકશન પ્રોવાઇડ કરે છે.
ટ્યુબલ ફર્ટિલિટી અને એક્ટોપિક પ્રેગ્નન્સી ના ઇન્સિડન્સ ને રીડયુઝ કરે છે.
કોઇટસ ઇરરેગ્યુલર અને ઇનફ્રીક્વન્ટ હોય ત્યારે યુઝ થાય છે.
પ્રીમેચ્યોર ઇજેક્યુલેસન પ્રિવેન્ટ કરે છે.
પિલ્સ અને IUCD કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય ત્યારે યુઝ થાય છે.
ડિશએડવાન્ટેજીસ:
કોઇટસ સમય દરમિયાન સ્લીપ કે બ્રેક થય જાય છે.
સેક્સ્યુઅલ પ્લેઝર અપૂરતુ રહે છે.સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ રહે છે.
લેટેક્સ નું એલર્જી ક્રિએશન થય શકે છે.
ફિમેલ કોન્ડમ: ફિમેલ કોન્ડમ નવું ડેવલોપ થયેલું ફીમેલ બેરિયર કોન્ટ્રાસેપ્ટીવ છે તેમાં ડાયાફ્રેમ અને કોન્ડમ ના કમ્બાઇન ફિચર્સ આવેલા હોય છે. તે સિન્થેટિક લેટેસ્ટ કે પોલીયુરેથીન ના બનેલા હોય છે. તે આવું જ લાઈક સ્ટ્રકચર હોય છે જેમાં ઇન્ટરનલ રિંગ ને સરવિક્સ ને કવર થાય છે તથા એક્સટર્નલ રીંગ એ વજાયના ની આઉટ સાઇડ મા રહે છે. તે સિલિકોન દ્વારા પ્રિલુબ્રીકેટેડ હોય છે અને તેમાં સ્પર્મીસાઇડલ ની જરૂરિયાત રહેતી નથી.
એડવાન્ટેજીસ:
તે STDs(સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ)મેલ કોન્ડમ કરતા વધારે અસરકારક રીતે અટકાવે છે કારણ કે કેટલાક ફિમેલ કોન્ડમ પેરિનીયમ ના ભાગ ને પણ કવર કરે છે.
તે પોલીયુરેથીન નું બનેલું હોવાથી એલર્જીક રિએક્શન થતું નથી.
મેલ કોન્ડમ કરતા વધારે અનુકૂળ હોય છે કારણ કે પ્રિકોઇટસ ઇન્સર્ટ કરવાનુ હોય છે અને બ્રેક થવાના ચાન્સીસ ઓછા રહે છે.
ડિસએડવાન્ટેજીસ:
ખર્ચાળ હોય છે.
કેટલીક વુમનને ઇન્સર્શન માં ડીફીકલ્ટી આવે છે.
ફેઇલ્યોર રેટ 5-21/100 વુમન.
વજાઇનલ ડાયાફ્રેમ: આ ઇન્ટ્રાવજાઇનલ ડિવાઇસ છે જે સિન્થેટિક રબર,ફ્લેક્સિબલ મેટલ, અથવા પ્લાસ્ટિક મટીરીયલ નું બનેલું હોય છે. તેનો ડાયામીટર 5 થી 10 cm નો હોય છે. તેમા ફ્લેક્સિબલ રિમ આવેલી હોય છે જે સામાન્ય રીતે સ્પ્રિંગ અથવા તો મેટલ ની બનેલી હોય છે. તેની સાઇઝ મેઝર કરવા માટે મેડિકલ અથવા તો પેરામિડિકલ વ્યક્તિ ની જરૂર પડે છે. તેની રિમ વજાઇનામાં પોસ્ટીરિયર ફોરનિક્સ ના અપર એન્ડ થી તેનો લોવર એન્ડ એ સિમ્ફાયસીઝ પ્યુબીસ ની બેક પર આવે છે તે સરવિક્સ ને કમ્પ્લીટલી કવર કરે છે. સેક્સ્યુઅલ એક્ટ પછી મીનિમમ 6 hours રાખવુ જોઇએ. ફેઇલ્યોર રેટ એ 4-12/ 100 વુમન.
વજાઇનલ સ્પંજ: આ કમ્બાઇન્ડ વજાઇનલ બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ છે તે પોલિયુરેથીન નુ બનેલુ સ્પંજ છે.જેમા 1gm Nonoxonal- 9 સ્પર્મીસાઇડલ આવેલુ હોય છે. તેનો સેપ એ મશરુમ કેપ જેવો હોય છે. તેની કોનકેવ સાઇડ અપર વજાયના માં સર્વીક્સ ને કવર કરે છે. વજાઇનલ સ્પન્જ ને યુઝ કરવાનું ઇઝી હોય છે તે વોટર થી મોઇસ્ટ અને ક્વિઝ કરી વજાયનામાં ઇન્સર્ટ કરવાનું હોય છે તે 24 અવર્સ સુધી ઇફેક્ટિવ રહે છે. તે 125 – 150 mg Nonoxonal 24 hours મા રિલીઝ કરે છે.
કેમિકલ મેથડ: તેનું બીજું નામ સ્પર્મી સાઇડ પણ છે કારણ કે તે સ્પર્મ ને કિલ કરે છે આ રીતે કેમિકલ કોન્ટ્રાસેટીવ પ્રેગ્નેન્સી ને પ્રિવેન્ટ કરે છે.
Ex: ફોમ ટેબલેટ, એરોસોલ, ક્રીમ, જેલી, પેસ્ટ, સપોઝિટરી, સોલ્યુબલ ફિલ્મ વગેરે. આ બધા સ્પર્મ ની સાઇડ કોયટર્સ થી 15 મિનિટ પહેલા વજાયના માં ડીપ ઇન્સર્ટ કરવા.
એડવાન્ટેજીસ:
ઉપયોગ કરવો સરળ હોય છે.
વધારે ખર્ચાળ હોતું નથી અને વજાયનલ લુબ્રિકેશન ને વધારે છે.
ડિશએડવાન્ટેજીસ:
જ્યાં ફોર્મ પહોંચે તે બધી જ જગ્યામાં ડીપ અને દરેક સેક્સ્યુઅલ એક્ટિવિટી પહેલા ઇન્સર્ટ કરવું પડે છે કપલ ને ઇરીટેશન તથા બર્નિંગ સેન્સેશન થય શકે છે.
કમ્બાઇન મેથડ: કેમિકલ મેથડ સાથે બેરિયર મેથડ નો યુઝ કરવામાં આવે તો તેને કંબાઇન મેથડ કહેવામાં આવે છે જે સામાન્ય રીતે ડબલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ
IUCD-આઇ.યુ.સી.ડી
IUCD ( intrauterine contraceptive device )
ઇન્ટ્રોડક્શન
ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ એ T શેપ નું સ્મોલ તથા ફ્લેક્સિબલ ડિવાઇસ છે કે જે પ્રેગ્નેન્સી પ્રિવેન્ટ કરવા માટે યુટેરાઇન કેવીટીમાં ઇન્સર્ટ કરવામાં આવે છે.
ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ (IUCDs) એ લોંગ ટર્મ કોન્ટ્રાસેટીવ તરીકે ની પોપ્યુલર મેથડ છે જેનો ફેમેલી વેલફેર પ્રોગ્રામ માં તેમની ઇફેક્ટીવનેસ ના કારણે ઇન્વોલ્વમેન્ટ થાય છે.
ગ્રાફેન બર્ગ દ્વારા જર્મનીમાં 1929 માં ગ્રાફિનબર્ગ રીંગ યુઝ કરવામાં આવી હતી ત્યારબાદ ઘણા જુદા જુદા પ્રકારની ડિવાઇસીસ ની શોધ થઇ હતી જેને મેઇન્લી બે ભાગમાં વહેંચવામાં આવે છે.
જેમાં,
1) Copper IUCD
(કોપર ટી)
ડિસ્ક્રિપ્શન:
પ્લાસ્ટિક અને કોપરનું બનેલું હોય છે. કોપર સ્પરમીસાઇડલ તરીકે કામ કરે છે, અને ફર્ટિલાઇઝેશન ને અટકાવે છે.
ડ્યુરેશન
સ્પેસિફિક ટાઇપ પર આધાર રાખી ને, 5-10 વર્ષ માટે ઇફેક્ટીવ હોય છે.
ઉદાહરણો: કોપર T 380A, મલ્ટિલોડ 375.
2) હોર્મોનલ IUCD (LNG-IUD)
ડિસ્ક્રિપ્શન:
પ્લાસ્ટિકનું બનેલું હોય છે અને લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ છે, જે સર્વાઇકલ મ્યુકસ ને થીક કરે છે, સ્પર્મ ને અટકાવે છે અને યુટેરાઇન લાઇનિંગ ને થીન કરે છે.
ડ્યુરેશન
3-5 વર્ષ માટે અસરકારક.
ઉદાહરણો:
મિરેના, સ્કાયલા, લિલેટા, કાયલીના.
ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇસ માં નીચે મુજબની કોન્ટ્રાસેટીવ ડિવાઇસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1)lippes loop
2) CU T 200 B
3)CuT 380 A,
4) Multiload Cu 250,
5)Multiload 375,
6)progesttasert,
7)Levonorgestrel IUCD.
1)lippes loop:
લિપીસ લુપ એ ફર્સ્ટ જનરેશન ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે લિપીસ લૂપ એ પોલીઇથીલીન માંથી ફોર્મ થાય છે. અને તે ડબલ એસ ( S ) શેપનું હોય છે અને નાયલોનનો થ્રેડ એ તેની સાથે અટેચ થયેલો હોય છે કે જે વજાઇનામાં રહે છે, કે જે લૂપને ઇન્ટ્રાયુટેરાઇન કેવીટીમાંથી રીમુવ કરવામાં મદદ કરે છે. તે ચાર સાઇઝમાં એટલે કે,
A,B,C એન્ડ D માં અવેઇલેબલ હોય છે.
લિપીસ લુપ એ નોનટોક્સિક, રીલાયેબલ તથા સ્ટેબલ હોય છે. તે યુટેરાઇન વોલ ને પર્ફોરેશન પણ કરી શકે છે. તેમાં થોડા અમાઉન્ટમાં બેરીયમ5 પ્રેઝન્ટ હોય છે જેના કારણે તે એક્સરે માં વિઝીબલ હોય છે પરંતુ હાલમાં તેનો યુઝ થતો નથી.
2) CU T 200 B:
CU T 200 B એ વાઇડલી યુઝ થતી મેડીકેટેડ ડિવાઇસ છે. જેમાં 215 sq mm સરફેસ એરીયા ધરાવતો કોપર વાયર એ ડિવાઇસના વર્ટિકલ સ્ટેમ ની રાઉન્ડમાં વીંટળાયેલ હોય છે.
ટી- આકારના ડિવાઇસ નું સ્ટેમ એ પોલિઇથિલિન ફ્રેમ થી બનેલું છે.તેમાં પોલિઇથિલિન એક મોનોફિલામેન્ટ છે જે વર્ટિકલ સ્ટેમ ના અંતમાં બંધાયેલ છે.
આ ડિવાઇસ એ 4 યર્સ બાદ રીમુવ કરવામાં આવે છે.
CuT 200 B એ 120 mg કોપર ધરાવતો 200 sq mm સરફેસ વાયર ધરાવે છે અને 3 વર્ષ પછી દૂર કરવામાં આવે છે
3)CuT 380 A:
CuT 380 A તે ગવર્મેન્ટ સપ્લાય CuT 380 A છે. તેમાં ટી શેપ ડિવાઇસ સાથે બે સોલિડ કોપર સ્લીમ્સ ટ્રાન્સવર્સ આર્મ અને કોપર વાયર વર્ટિકલ સ્ટેમ ઉપર હોય છે.
કોપરનો ટોટલ સરફેસ એરીયા એ 380 Sq mm જેમા 314 mm ઉપર વાયર અને 33 sq mm દરેક કોપરસ્લિવ પર હોય છે. તેમાં મોનોફિલામેન્ટ વાઇટ થ્રેડ હોય છે.
તે આશરે 10 વર્ષ સુધી ઇફેક્ટિવ રહે છે.
4) Multiload Cu 250:
ડિવાઇસ એ એપ્લીકેટર સાથે સ્ટરાઇલ પેકેટમાં અવેઇલેબલ હોય છે. તેમાં ઇન્ટ્રોડ્યુસર કે પ્લન્જર અવેઇલેબલ હોતું નથી.
ડિવાઇસ એ એક વર્ષના સમયગાળા દરમિયાન દરરોજ 60-100 µg કોપરનું રિલીઝ કરે છે. ડિવાઇસ ને 3 વર્ષ પછી બદલવાનું હોય છે.
5)Multiload 375:
તેની વર્ટિકલ સ્ટેમની આસપાસ 375 mm² તાંબાના વાયર નો સપાટી વિસ્તાર છે. રિપ્લેસમેન્ટ દર 5 વર્ષે હોય છે
6)progesttasert:
પ્રોજેસેટ્રોન (38 Mg) ના માઇક્રો ક્રિસ્ટલ ધરાવતો બાયોએક્ટિવ કોર પ્લાસ્ટિક ની દિવાલની અંદર બંધાયેલ છે જે દરરોજ લગભગ 65 µg પ્રોજેસ્ટ્રોજન યુટેરાઇન ની કેવીટી માં રિલીઝ કરે છે. ડેપોમાંથી રિલીઝ માત્ર એક વર્ષ માટે ચાલુ રહે છે. આમ, તેને એક વર્ષ પછી રિપ્લેસ કરવુ જોઇએ.
7)Levonorgestrel IUCD:
આ ટી- આકારનું ડિવાઇસ છે
સ્ટેમ ની આજુબાજુ પોલિડાઇમેથિલસિલોક્સેન મેમ્બરેન એ સ્ટીરોઇડ ના રિઝરવિયર તરીકે કામ કરે છે. લેવોનોર્જેસ્ટ્રેલની કુલ માત્રા 52mg છે જે 20 µg/ ડે ના દરે રિલીઝ થાય છે. આ ડિવાઇસ એ દર 5 વર્ષે રિપ્લેસ હોય છે.
•>મિકેનિઝમ ઓફ એક્શન
1) હોર્મોનલ IUD
કોપર આયનો રિલીઝ કરે છે, સ્પર્મ માટે અગમ્ય વાતાવરણ બનાવે છે. સ્પર્મ દ્વારા એગ્સ નું ફર્ટિલાઇઝ થતા પ્રિવેન્ટ કરે છે. જો ફર્ટિલાઇઝેશન થાય તો ઇમ્પ્લાન્ટેશન અટકાવી શકે છે.
2) હોર્મોનલ IUD
સર્વાઇકલ મ્યુકસ ને થીક કરવા માટે લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ કરે છે, સ્પર્મ ને યુટ્રસ મા એન્ટર થતા પ્રિવેન્ટ કરે છે.
એન્ડોમેટ્રાયલ ગ્રોથ ને સપ્રેઝ કરે છે, યુટેરાઇન કેવીટી ની લાઇનીંગ ને ઇમ્પ્લાન્ટેશન માટે અનસ્યુટેબલ બનાવે છે. કેટલીક ફિમેલ માં ઓવ્યુલેશન ને પાર્શીયલી રીતે સપ્રેઝ કરી દે છે.
બેનિફિટ્સ
અસરકારક:
પ્રેગ્નેન્સીને પ્રિવેન્ટ કરવામાં 99% થી વધુ અસરકારક.
લોંગ લાસ્ટિંગ:
ઘણા વર્ષો સુધી કોન્ટ્રાસેટીવ તરીકે વર્ક કરે છે.
રિવર્ઝીબલ:
દૂર કર્યા પછી ફર્ટિલાઇઝેશન ઝડપથી પાછી આવે છે.
કન્વિનીયન્સ :
ઇન્સર્ટ કર્યા પછી થોડી જાળવણી ની જરૂર છે.
કોસ્ટ ઇફેક્ટિવ:
ઇકોનોમિકલ રિતે પરવળી શકે તેવી હોય છે.
ઇન્સરશન એન્ડ રિમુવલ
ઇન્સરશન:
ટ્રેઇન્ડ હેલ્થ કેર પર્સનલ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે મેન્સ્ટ્રુએશન પિરિયડ દરમિયાન અથવા કોઇપણ સમયે પ્રેગ્નેન્સી ને રુલઆઉટ કરી શકાય છે.
પ્રોસીઝર મા સર્વિક્સ દ્વારા યુટેરાઇન કેવીટી મા IUD ઇન્સર્ટ કરવામા આવે છે.
રિમુવલ
હેલ્થકેર પ્રોવાઇડર દ્વારા કોઇપણ સમયે કરી શકાય છે.
ફર્ટિલાઇઝેશન સામાન્ય રીતે રિમુવ કર્યા પછી ઇમીડીએટલી રિટર્ન થાય છે.
કોમન સાઇડ ઇફેક્ટ
ઇન્ટ્રોડક્શન કરતી સમયે તથા કર્યા બાદ કેમ્પિંગ પેઇન થવું.
ઇરરેગ્યુલર બિલ્ડિંગ તથા સ્પોર્ટ્સ થવું સ્પેશિયલી ફર્સ્ટ મન્થ દરમિયાન.
હેવી મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ થવું.
હોર્મોનલ IUD સાથે પીરિયડ્સ ઓછા થવા અથવા મિસ્ડ થય જવા.
રિસ્ક
એક્સપલ્ઝન થઇ જવું (યુટ્રસ માંથી IUD બહાર નીકળવી જવું ).
પરફોરેશન (ભાગ્યે જ, IUD ઇન્સર્ટ કરતી વખતે યુટ્રસ ની વોલ ને પંચર કરી શકે છે).
ઇન્ફેક્શન (દાખલ કર્યા પછી પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન ઇન્ફેક્શન થવાના રિસ્ક થોડો વધારો).
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
પ્રિઇન્સરસન કાઉન્સેલિંગ
પેશન્ટને IUD ના ડિવાઇસના ટાઇપ,તેના બેનિફિટ્સ તથા તેના સાઇડ ઇફેક્ટને એક્સપ્લેઇન કરવું.
પેશન્ટ એ પ્રોસિઝર, ઇફેક્ટીવનેસ તથા તેનું ડ્યુરેશન વિશે કમ્પ્લીટલી સમજે તે તેના વિશે ખાતરી કરવી.
ઇન્સરશન પ્રોસિઝર
ઇન્સરશન સમય દરમિયાન હેલ્થ કેર પ્રોવાઇડર્સને મદદ કરવી.
પેશન્ટને પ્રોપરલી રેસ્ટ લેવા માટે કહેવુ તથા રિએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
કોઇપણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેને ઇમિડીએટલી ટ્રીટ કરવું.
પોસ્ટ ઇન્સરર્શન કેર
પેશન્ટને પ્રોપરલી ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇઝ ની સાઇડ ઇફેક્ટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને કોમ્પ્લિકેશન્સ ના સાઇન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે પેઇન ફિવર , ઇન્ફેક્શન , સિવ્યર ડિસ્ચાર્જ બ્લીડિંગ વગેરે.
પેશન્ટને પ્રોપરલી ફોલોઅપ માટે એડવાઇઝ આપવી.
આમ, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ (IUDs) એ લોંગ ટર્મ કોન્ટ્રાસેટીવ તરીકે ની પોપ્યુલર મેથડ છે.
[2:31 pm, 27/8/2024] Pankhaniya Deepali. Team: હોર્મોનલ મેથડ:
સ્ટીરોડલ કોન્ટ્રાસેપ્ટીવ્સ:
A) ઓરલી: તે સામાન્ય રીતે પીલ્સ તરીકે ઓળખાય છે.
B) ઇન્જેક્ટેબલ: તે મેઇન્લી ઇન્જેક્શન થ્રુ પ્રોવાઇડ કરવામાં આવે છે.
C) ન્યુઅર સસ્ટેઇન રિલીઝ સિસ્ટમ
A) ઓરલ પિલ્સ:
કમ્બાઇન પીલ્સ:
Mala N (નોરેથિસ્ટેરોન એસિટેટ + એથિનાઇલસ્ટ્રાડિઓલ).
Mala D( D નોર્ગેસ્ટ્રેલ + એથિનાઇલસ્ટ્રાડિઓલ).
મિની પિલ્સ: આમાં માત્ર પ્રોજેસ્ટિન હોય છે, એટલે કે નોરેથિસ્ટેરોન + લેવોનોર્જેસ્ટ્રેલ.
કમ્બાઇન પિલ્સ: તેમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ કમ્પ્લીટ થાય તે રીતે પેકેટમાં 28 ટેબલેટ આવેલી હોય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના કોમ્બિનેશન મા 21 ટેબલેટ આવેલી હોય છે જ્યારે 7 ટેબલેટ આયર્ન અને વિટામિન્સ ની આવેલી હોય છે. સામાન્ય રિતે ઇસ્ટ્રોજન મા ઇથીનાઇલ એસ્ટ્રાડાયોલ,30 mg અને પ્રોજેસ્ટેરોન નોરેથિસ્ટેરોન 1 mg , DL નોરજેસ્ટ્રેલ, લેવોનોર્જેસ્ટ્રેલ, ઇથોનોડાયોલ ડાયએસિટેટ , લિનેસ્ટ્રનોલ વગેરે હોય છે. તે મેન્સ્ટ્રુઅલ સાયકલ ના ફર્સ્ટ 5 ડે માં દિવસે સ્ટાર્ટ કરી શકાય છે તે દરરોજ નાઇટ ટાઇમ સુધી વખતે 21 દિવસ સુધી લેવાની હોય છે.બીજુ પેકેટ એ મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ છે કે બંધ તે જોયા વિના 7 days પછી સ્ટાર્ટ કરવાની હોય છે.
ફેમેલી પ્લાનિંગ પ્રોગ્રામ મા ગવર્મેન્ટ દ્વારા MALA- N ફ્રી ઓફ ચાર્જ છે.જેમા 30 mg ઇસ્ટ્રોજન એન્ડ થોરેથીસ્ટેરોન 1.0 mg છે.
POP( પ્રોજેસ્ટેરોન- ઓન્લી પિલ્સ): તેને માઇક્રોપિલ અથવા તો મીનીપીલ્સ કહેવામાં આવે છે. તે થ્રોઆઉટ મેન્સ્ટ્રુઅએસન સાયકલ દરમિયાન લેવાની હોય છે. તેના કંટેન માં ઓન્લી પ્રોજેસ્ટોજેન આવેલુ હોય છે. તેનો ફેઇલ્યોર રેટ વધારે હોવાના કારણે એ ખૂબ વધારે પોપ્યુલર થયેલી નથી. તે સામાન્ય રીતે ઓલ્ર્ડર વુમન માં વધારે યુઝ થાય છે જેમને કમ્બાઇન પીલ એ કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય છે.
પોસ્ટકોઇટલ કોન્ટ્રાસેપ્શન: પોસ્ટકોઇટલ કોન્ટ્રાસેપ્શન એ સામાન્ય રીતે અનપ્રોટેક્ટેડ ઇન્ટર કોસ ના 72 અવર્સ ની અંદર માં લેવાની હોય છે જેમાં સામાન્ય રીતે બે મેથડ નો યુઝ થાય છે જેમ કે,
1) IUD,
2) હોર્મોનલ
1) IUD: આ એક સીમ્પ્લેસ્ટ ટેકનીક છે કે જે કોપર ડિવાઇસ એ સામાન્ય રીતે 5 દિવસ ની અંદર મા યુઝ થય શકે છે.
2) હોર્મોનલ: હોર્મોનલ મેથડ એ પ્રીફરેબલ હોય છે. લેવોનોર્જેસ્ટ્રલ 0.75 ટેબ્લેટ ને એમરજન્સી કોન્ટ્રાસેપ્શન તરીકે એડવાઇઝ આપવામાં આવે છે.
લેવોનોર્જેસ્ટ્રલ 0.75 મિલિગ્રામ ની એક ટેબલેટ એ 72 અવર્સ ની અંદર અને બીજી ટેબલેટ એ ફર્સ્ટ ડોઝ ના 12 અવર્સ પછી આપવામાં આવે છે.
અથવા બે ઓરલ કોન્ટ્રાસેપ્શન પિલ્સ જેમાં 50 mcg ethinylestradiol
કોઇટસ એક્ટ પછી 72 કલાક ની અંદર અને તે જ ડોઝ એ 2 કલાક પછી રિપીટ થાય છે.
અથવા ચાર ઓરલ કોન્ટ્રાસેપ્શન પિલ્સ એ જેમાં 30-35 mcg ethinyl- estradiol
72 કલાક ની અંદર અને 12 કલાક પછી ચાર ટેબલેટ્સ ને લેવા માટે એડવાઇઝ આપવામાં આવે છે.
લોંગ એક્ટિંગ પિલ્સ(મહિનામાં એકવાર): આ લોંગ એક્ટિંગ ઇસ્ટ્રોજન છે Ex: ક્વીનેસ્ટ્રોલ કે જેને શોર્ટ એક્ટિંગ પ્રોડેસ્ટોજેન સાથે કોમ્બિનેશન માં પ્રોવાઇડ કરવામાં આવે છે પરંતુ પ્રેગ્નન્સી રેટ હાય હોવાના કારણે તે રિકમન્ડેડ હોતી નથી.
નોનસ્ટીરોઇડલ વિકલી ઓરલ પીલ્સ:
આ મેડિસિન એ સહેલી ના બ્રાન્ડ નેમ તરીકે ફેમસ છે. તેમા સાઇડ ઇફેક્ટ જેમ કે, નોઝીયા, વોમિટિંગ, વેઇટ ગેઇન, ડિઝીનેસ, વગેરે જેવી સાઇડ ઇફેક્ટ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.આ ટેબલેટ નું નામ “સેન્ટક્રોમન” છે અને તે વિક માં એકવાર લેવાની છે.
મોડ ઓફ એક્શન ઓફ કમ્બાઇન પીલ્સ: કમ્બાઇન પીલ્સ ની મિકેનિઝમ ઓફ એક્શન જોઇએ તો આ મેડિસિન એ ઓવરી માંથી ઓવમ ને રિલીઝ થતુ પ્રિવેન્ટ કરે છે જે સામાન્ય રીતે ઓવમ ના રિલિઝ થવા માટે જરૂરી સિક્રીશન જેમકે ગોનાડોટ્રોફીન ને બ્લોક કરે છે. પ્રોજેસ્ટ્રોજેન એ સર્વાઇકલ મ્યુકસ ને થીક તથા સ્કેન્ટી બનાવે છે જેના કારણે થાય છે સ્પર્મ એ પેનેટ્રેશન થતુ પ્રિવેન્ટ થય શકે છે. સાથે પ્રોજેસ્ટ્રોજેન એ ટ્યુબલ મોટીલીટી ને ઇન્હીબિટ કરે છે સાથે સાથે યુટરાઇન કેવીટી માં ઓવમ તથા સ્પર્મ ના ટ્રાન્સપોર્ટ માં પણ ડીલે કરે છે.
એડવાન્ટેજીસ:
યુઝ કરવી ઇઝી હોય છે.
ઇનએક્સપેન્સિવ તથા ઇઝીલી અવેઇલેબલ હોય છે.
સેફ્ટી રેટ હાઇ હોય છે.
મેસ્ટ્રુઅલ સાઇકલ એ રેગ્યુલર રહે છે.
બ્રેસ્ટ કેન્સર ના ચાન્સીસ રીડયુઝ થાય છે.
ડિસએડવાન્ટેજીસ:) કાર્ડીઓવાસ્ક્યુલર ડિસીઝ વાળા પેશન્ટ માં યુઝ થતી નથી.
વેઇટ ગેઇન થાય.
હાઇ બ્લડ પ્રેસર થાય છે.
40 Years ની એજ પછી સ્યુટેબલ હોતું નથી.
તેના સાઇડ ઇફેક્ટ તરીકે બ્રેસ્ટ ટેન્ડરનેસ, પેઇન, હેડએક, બ્લિડિંગ મા ઇરરેગ્યુલારિટી જોવા મળે છે.
અધર પ્રોબ્લેમ જેમ કે, લિવર ડિસીઝ, લેક્ટેશન રિડ્યુઝ થવુ, ક્યારેક એક્ટોપીક પ્રેગ્નેન્સી પણ થય શકે છે.
B) ઇન્જેકટેબલ કોન્ટ્રાસેપ્શન:
ઇન્જેકટેબલ કોન્ટ્રાસેપ્સન માં બે ટાઇપ નો સમાવેશ થાય છે:
1) લોન્ગ એક્ટિંગ પ્રોજેસ્ટીન:
1) ડિપોટ- મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસીટેડ( DMPA) – 150 mg એવરી 3 મંથ.
2)નોરથીસ્ટેરોન એનાન્થેટ ( NET – EN) – 200 mg એવરી 2 મંથ.
2) કમ્બાઇન્ડ ઇન્જેકટેબલ:
DMPA 25 mg + એસ્ટ્રાડાયોલ સાયપિયોનેટ 5mg( સાઇક્લોફેમ)- મંથલી.
NET – EN 50 mg + એસ્ટ્રાડાયોલ વેલેરેટ 5mg (મેસીગ્યાના)- મંથલી.
1) લોન્ગ એક્ટિંગ પ્રોજેસ્ટીન:
1) ડિપોટ- મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસીટેડ( DMPA) – 150 mg ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન એવરી 3 મંથ પ્રોવાઇડ કરવામા આવે છે.
તે સામાન્ય રીતે ત્રણ મંથ સુધી પ્રેગ્નન્સી માં પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
1) તે ઓવ્યુલેશન ને સપ્રેસ કરે છે.
2) તેની એન્ડોમેટ્રીમ માં ઇનડાયરેક્ટ ઇફેક્ટ હોય છે.
3)તે ફેલોપિયન ટ્યુબ ની મોટીલિટી ને ડિક્રીઝ કરે છે.
આ બધી મિકેનિઝમ ઓફ એક્શન ના કારણે પ્રેગ્નેન્સી એ.પ્રિવેન્ટ થય શકે છે.
ટાઇમ: મેન્સ્ટ્રુઅલ સાયકલ ના 7 દિવસ ની અંદર,એબોર્શન, અને MTP પછી તરત જ, પોસ્ટપાર્ટમ ના 7 days ની અંદર, બ્રેસ્ટ ફિડીંગ પેશન્ટ મા 6 વિક્સ પોસ્ટપાર્ટમ પછી.
2)નોરથીસ્ટેરોન એનાન્થેટ ( NET – EN): – 200 mg એવરી 2 મંથ.
આ ઇન્જેક્ટેબલ એ સામાન્ય રીતે બે મંથ સુધી પ્રેગ્નન્સી માંથી પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
એડવાન્ટેજ:
હાઇલી ઇફેક્ટીવ,
લોન્ગ ટર્મ સુધી પ્રેગ્નન્સી માંથી પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
સેક્સ્યુઅલ એક્ટીવિટી મા ઇન્ટરફેરેન્સ કરતુ નથી.
કોઇપણ એજ માં યુઝ થય શકે છે.
એન્ડોમેટ્રિયમ કેન્સર એન્ડ યુટેરાઇન ફાઇબ્રોઇડ મા ઘટાડો થાય છે.
સાઇડ-ઇફેક્ટ:
ઇરરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ.
એમેનોરિયા.
વેઇટ ગેઇન.
બ્રેસ્ટ ટેન્ડરનેસ.
નોઝીયા.
હેઇર લોસ.
કોન્ટ્રાઇન્ડીકેશન:
હાઇપરટેન્શન.
કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ.
બ્રેસ્ટ કેન્સર.
2) કમ્બાઇન્ડ ઇન્જેકટેબલ:
DMPA 25 mg + એસ્ટ્રાડાયોલ સાયપિયોનેટ 5mg( સાઇક્લોફેમ)- મંથલી.
NET – EN 50 mg + એસ્ટ્રાડાયોલ વેલેરેટ 5mg (મેસીગ્યાના)- મંથલી.
કંમ્બાઇન ઇન્જેક્ટેબલ માં સામાન્ય રીતે ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન આવેલું હોય છે જે સામાન્ય રીતે દર મંથ મા લેવામાં આવે છે જેમાં પ્લસ, માઇનસ 3 day થય શકે છે.
સસ્ટેઇન રીલીઝ સિસ્ટમ:
નોરપ્લાન્ટ:
નોરપ્લાન્ટ 2 rod system જેમાં બે સિલાસ્ટીક રોડ ટોટલ 140 mg લેવોનોર્જેસ્ટ્રેલ હોય છે તે વુમનના આર્મ માં માઇનર સર્જીકલ ટેક્નિક દ્વારા ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેનો ફેઇલ્યોર રેટ એ 0.5 પર હન્ડ્રેડ વુમન હોય છે. તે સામાન્ય રીતે 5 યર્સ સુધી વર્ક કરે છે પછી માઇનર સર્જીકલ ટેક્નિક દ્વારા રીમુવ કરવામાં આવે છે.
બાયોડીગ્રેડેબલ ઇમ્પ્લાન્ટ: તે પ્રોજેસ્ટેરોન ડિલિવર કરે છે અને ધીમે ધીમે ડીઝોલ્વ થાય છે તેને રિમૂવ કરવાની જરૂર પડતી નથી.
સિલાસ્ટીક વજાયનલ રીંગ: પ્રોજેસ્ટેરોન સ્લોલી રીંગ માંથી રિલીઝ થાય છે અને તે ધીમે ધીમે વજાઈ નલ હેપી થેલીયમ માં એબસોર્બ થાય છે વુમન તેની જાતે ઇન્સર્ટ અને રીમુવ કરી શકે છે. તે 12 મંથ સુધી ઇફેક્ટિવ રહે છે.
કોન્ટ્રાસેપ્ટીવ પેચ: કમ્બાઇન ઇસ્ટ્રોજન+ પ્રોજેસ્ટેરોન પેચ એ એબડોમન, બટક્સ, થાય, તથા અપર આઉટર આમૅ, અને અપરબેક ઉપર અપ્લાય કરવાનું હોય છે. તે ધર્વીક પર ન્યુ પેચ એપ્લાય કરવાનો હોય છે.
: પોસ્ટ કન્સેપ્શન કોન્ટ્રાસેપ્સન
એમરજન્સી કોન્ટ્રાસેપ્શન: એમરજન્સી કોન્ટ્રાસેપ્સન એટલે અનપ્રોટેકટેડ ઇન્ટરકોસ પછી પ્રેગ્નેન્સી ને પ્રિવેન્ટ કરવા માટે એમરજન્સી પ્રોસિઝર તરીકે વપરાતા કોન્ટ્રાસેપ્શન આ મેથડ એ ઇફેક્ટિવ, સેફ અને સિમ્પલ હોય છે.
Yuzpe મેથડ: આમાં કમ્બાઇન્ડ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ નો યુઝ કરવામાં આવે છે બે પેન્સ જેટલી બને તેટલી વહેલા અને બે પિલ્સ એ ફર્સ્ટ ડોઝના 12 અવર્સ પછી આપવામાં આવે છે.
પ્રોજેસ્ટેરોન ઓન્લી પીલ્સ: લીવોનોજેસ્ટ્રેલ 0.75 mg 2 ડોઝ એ બે અવર્સ ના અંતરે પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સિંગલ ડોઝ એ 1.5 mg નું સરખો જ ઇફેક્ટિવ હોય છે.
IUCD: ઇન્ટરકોસ ના 5 days ની અંદર IUCD ઇન્સર્ટ કરવાની હોય છે.
એન્ટીપ્રોજેસ્ટેરોન: મિફીપ્રિસ્ટોન ( RU – 486)600 mg સિંગલ ડોઝ અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોસ ના 72 અવર્સ ની અંદર પ્રોવાઇડ કરવામાં આવે છે.
મીસલેનીયસ:
નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ:
ટોટલ એબ્સ્ટીનન્સ:
તેમાં કમપલીટલી કોઇટસ એક્ટ નો એબસ્ટીન્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
કોઇટસ ઇન્ટરપ્શન: તેમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન સેક્સ્યુઅલ એક્ટીવિટી દરમિયાન ઇજેક્યુલેસન પહેલા જ પેનીસ ને વજાઇના માથી વિડ્રો કરવામાં આવે છે.
લેટેસ્ટનલ એમેનોરિયા મેથડ(LAM): તેમાં ચાઇલ્ડના બર્થ પછી 6 મંથ સુધી બ્રેસ્ટફીટીંગ કરાવતી વુમન માં કન્સેપ્સન ના ચાન્સિસ ઓછા રહે છે.
મેથડ બેઝ્ડ ઓન ફર્ટિલિટી અવેરનેસ:
કેલેન્ડર ઓર રીધમ મેથડ:
પહેલાના છ મેન્સ્ટ્રુઅલ સાયકલ ના દિવસો રેકોર્ડ કરવા તેમાંથી સોટેસ્ટ સાયકલ માંથી 18 દિવસ બાદ કરવા (28 – 18=10) તે તેનો ફર્સ્ટ ફરટાઇલ પિરીયડ નો ડે છે. ત્યારબાદ લોગેસ્ટ સાયકલ માંથી 11 દિવસો બાદ કરવા તે ફરટાઇલ પિરિયડ નો લાસ્ટ ડે છે( 31-11= 21). સેક્સ્યુઅલ ઇન્ટર કોસ આ પિરિયડ દરમિયાન અવોઇડ કરવું.
બેઝલ બોડી ટેમ્પરેચર મેથડ( BBT ): બેડમાંથી વેકઅપ પહેલા દરરોજ સવારે ટેમ્પરેચર મોનિટરિંગ કરવું ટેમ્પરેચર પ્રોજેસ્ટેરોન ની અસરના કારણે ટેમ્પરેચર એ 0.3°C – 0.4°C જેટલું ઇન્ક્રીઝ થાય છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયા પછી ત્રણ દિવસે ફર્ટિલાઇઝ પિરિયડ નો એન્ડ આવે છે ત્યાં સુધી કોઇટસ એક્ટિવિટી અવોઇડ કરવી.
સર્વાઇકલ મ્યુકસ મેથડ( બિલિંગ મેથડ): ઓવ્યુલેશન દરમ્યાન મ્યુકસ એ વોટરી, ક્લિયર, સ્મુથ તથા સ્લિપરી હોય છે. આમ, ઓવ્યુલેશન દરમિયાન તથા ઓવ્યુલેશન ના ત્રણ દિવસ સુધી કોઇટસ એક્ટિવિટી કરવી.
સિમ્પટોથર્મીક મેથડ: આ મેથડમાં બેઝલ બોડી ટેમ્પરેચર( BBT)+ સર્વાઇકલ મ્યુકસ મેથડ +કેલેન્ડર મેથડ નુ કોમ્બીનેશન ગણી કન્સેપ્સન ને પ્રિવેન્ટ કરવામાં આવે છે.
સ્ટરિલાઇઝેશન/ પરમેનેન્ટ કોન્ટ્રાસેપ્શન:
પરમેનેન્ટ સર્જીકલ કોન્ટ્રાસેપ્શન ને વોલ્યુન્ટરી સ્ટરિલાઇઝેશન પણ કહેવામાં આવે છે તે સર્જીકલ મેથડ છે જેમાં વ્યક્તિગત મેલ અથવા ફિમેલ ના રીપ્રોડક્ટિવ ફંક્શન ને પર્પસફૂલી અને પરમેનેન્ટલી ડિસ્ટ્રોય કરવામાં આવે છે.
જેમ કે,
1)મેલ સ્ટરિલાઇઝેશન: વાસેક્ટોમી,
2)ફિમેલ સ્ટરિઝાઇઝેશન: ટ્યુબેક્ટોમી
1)મેલ સ્ટરીલાઇઝેશન: વાસેક્ટોમી: આ મેલ માં કરવામાં આવતું પર્મનન્ટ સ્ટાઇલાઇઝેશન ઓપરેશન છે જેમાં વાસડિફેરેન્સ ના બંને સાઇડમાં રીસેક્ટ કરવામાં આવે છે અને તેના એન્ડ કટ કરીને લાઇગેટ કરવામાં આવે છે.
એડવાન્ટેજીસ:
તેમાં ઓપરેશન ટેકનીક સિમ્પલ હોય છે અને કોમ્પ્લીકેશન્સ ઓછા હોય છે.
તેમાં ઓપરેશન એ આઉટડોર પ્રોસિઝર તરીકે કેમ્પ અને વિલેજ માં પણ થય શકે છે.
ફેઇલ્યોર રેટ એ 0.15 % અને રિવર્ઝલ એનાસ્ટોમોસીસ ઓપરેશન ના સક્સેસ ચાન્સ 50% હોય છે.
ઇક્વિપમેન્ટ , હોસ્પિટલ સ્ટે, ડોક્ટર ટ્રેઇનિંગ તમામ ખર્ચ ઓછા પ્રમાણમાં આવે છે.
ડિએડવાન્ટેજીસ:
ઓપરેશન પછી 2-3 મન્થ જ્યાં સુધી સિમેન એ સ્પર્મ ફ્રી ના થાય ત્યાં સુધી એડિશનલ કોન્ટ્રાસેપ્શન ની જરૂરિયાત પડે છે.
ફ્રિજીડિટી અથવા ઇમ્પોટેન્સી આવે જે મોસ્ટલી સાયકોલોજિકલ હોય છે.
નોન સ્કાલપેલ વાસેક્ટોમી( NSV ): આ ઓપરેશન લોકલ એનેસ્પેશિયા માં પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ ડિઝાઇન ફોર્સસેપ થી vas ને કેચ કરવામાં આવે છે ત્યારબાદ વાસ ની ઉપર સ્ટ્રેચડ સ્કિન ને ફોર્સેપ ના શાર્પ પોઇન્ટ થી સ્કાલપેલ યુઝ કર્યા વગર પંચર કરવામાં આવે છે અને ત્યારબાદ વાસ ને ડિસેક્ટ કરવામાં આવે છે સુચર્સ ની જરૂરિયાત રહેતી નથી અને ટાઇમ પણ ઓછું લાગે છે ફાસ્ટ રિકવરી હોય છે પરંતુ સર્જન ની સ્કીલ વધારે પ્રમાણમાં જરૂર પડે છે.
ફિમેલ સ્ટડીલારીલાઇઝેશન/ ટ્યુબેક્ટોમી:
ટ્યુબેક્ટોમી એ ફિમેલ માં કરવામાં આવતી પર્મનેન્ટ સ્ટેરીલાઇઝેશન ની મેથડ છે. તેમાં ઓવમ ના પેસેજ ને બ્લોક કરવા માટે ફેલોપિયન ટ્યુબ્સ ને કટ કરી અને ત્યારબાદ તેનું લાઇગેશન કરવામાં આવે છે.
ટાઇમ ઓફ ઓપરેશન:
પોસ્ટપાર્ટમ સ્ટરીલાઝેશન: જો પેશન્ટ એ હેલ્થી હોય તો ડીલેવરી ના 24 – 48 અવસૅ પછી ટ્યુબેક્ટોમી થય શકે છે.
ઇન્ટર્નલ સ્ટરીલાઇઝેશન: જ્યારે ઓપરેશન એ ચાઇલ્ડ બર્થ તથા એબોર્શન સિવાય બીજા અધર ટાઇમમાં કરવામાં આવે તેને ઇન્ટર્નલ સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે.
ટ્રેડિશનલ ટયુબેક્ટોમી: આ મેથડ ને એબડોમીનલ ટ્યૂબૂક્ટોમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેથડ એ સામાન્ય રીતે જનરલ એનેસ્પેશિયા અથવા તો સ્પાઇનલ એનેસ્પેશ્યામાં કરવામાં આવે છે કે જેમાં લોવર એબડોમીનલ એરિયા મા ઇન્સિઝન મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ ને કટ કરી અને તેને ટાઇડ અથવા તો ક્લેમ્પ કરવામાં આવે છે ત્યારબાદ એબડોમન ના લેયર ને ક્લોઝ કરવામાં આવે છે આ સામાન્ય રીતે પર્મનન્ટ કોન્ટ્રાસેટીવ તરીકે વર્ક કરે છે કે જે ઓવમ ના પથને બ્લોક કરે છે જેમાં સામાન્ય રીતે પાંચ થી છ દિવસ ના હોસ્પિટલાઇઝેશન ની જરૂરિયાત રહે છે અને સૂચર એ ઓપરેશન થયા પછી 5th ડે પછી રીમુવ થય શકે છે.
પોસ્ટ ઓપરેટિવ એડવાઇઝ:
6 વીક સુધી હેવી વેઇટ ને લિફ્ટ કરવું જોઇએ નહીં.
હેવી વર્ક ને ત્રણ મંથ સુધી અવોઇડ કરવું .
ઓપરેશન થયા પછીના 4 વીક પછી સેક્સ્યુઅલ એક્ટીવિટી રિઝ્યુમ કરી શકાય છે.
મિનીલેપ ઓપરેશન: આ માઇનર ફોર્મ ની એબડોમીનલ ટ્યુબેક્ટોમી છે જે સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા માં કરવામાં આવે છે કે જેમાં 2.5 થી 3 cm જેટલું ઇન્સિઝન એ લોવર એબડોમીનલ એરિયા મા મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ ના પાર્ટ્સ ને કટ કરી અને ક્લેમ્પ કરવામાં આવે છે અને ત્યારબાદ એબડોમન ના લેયર ને ફરી સુચર કરવામાં આવે છે આ મેથડ એ ખૂબ સેફ અને ઇફેક્ટિવ મેથડ છે આ પ્રોસિઝર એ સામાન્ય રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC ) લેવલે તથા કમ્પેઇનીંગ મા પણ પર્ફોર્મ થય શકે છે આ પ્રોસિઝર એ પોસ્ટપાર્ટમ સ્ટરીલાઝેશન માટે ગુડ ટેકનીક તરીકે વર્તે છે.
એડવાન્ટેજ:
આ ટેકનિક એ સામાન્ય રીતે પોસ્ટ પાર્ટમ સ્ટરીલાઇઝેશન માટે સ્યુટેબલ હોય છે.
આ પ્રોસિઝર એ સામાન્ય રીતે એબડોમીનલ ટ્યુબેક્ટોમી કરતા ઓછા પ્રમાણમાં ટ્ર્રોમેટિક હોય છે.
તેમાં સામાન્ય રીતે ઓછા કોમ્પ્લીકેશન્સ જોવા મળે છે.
લેપ્રોસ્કોપિક સ્ટરીલાઇઝેશન: આ લેપ્રોસ્કોપિક સ્ટરીરાઇઝેશન ટેકનીક એ ફિમેલ સ્ટરીલાઇઝેશન ની ખૂબ પોપ્યુલર પ્રોસિઝર છે કે જેમાં ફેલોપિયન ટ્યુબ ને બ્લોક કરવામાં આવે છે અથવા ફેલોપિયન ટ્યુબ્સ માં રબર રિંગ ને પ્લેસ કરવામાં આવે છે જેના કારણે ઓવમ એ યુટ્રસ સુધી પહોંચી શકતું નથી તેમાં લેપ્રોસ્કોપ ને ઇન્સર્ટ કરતા પહેલા એબડોમન ને કાર્બન ડાયોક્સાઇડ , નાઇટ્રસ ઓક્સાઇડ અથવા એર દ્વારા એક્સપાંડ કરવામાં આવે છે ત્યારબાદ લેપ્રોસ્કોપ ને એબડોમન થ્રુ ઇન્સરર્શન કરી અને ટ્યુબ ને વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે ત્યારબાદ ટ્યુબ એ વિઝ્યુઅલાઇઝ થાય ત્યારે ફેલોપિયન ટ્યુબ માં ફેલોપરિંગ ને પ્લેસ કરવામા આવે છે અથવા ક્લિપ ને એપ્લાય કરવામાં આવે છે જેના કારણે ટ્યુબ એ બ્લોક થાય છે ત્યારબાદ લેપ્રોસ્કોપ ને રીમુવ કરી અને એબડોમન ના લેયર ને સુચર કરી અને ક્લોઝ કરવામાં આવે છે.
એડવાન્ટેજ:
તેમાં ઇન્સિઝન એ ખૂબ નાનું હોય છે અને સ્કાર પણ નાનો હોય છે.
તેમાં ઓપરેશન માટે ઓછા સમય ની જરૂરિયાત રહે છે.
આ લેસ એક્સપેન્સિવ પ્રોસિઝર છે.
તેમાં કોમ્પ્લીકેશન્સ એ મિનિમમ હોય છે.
હોસ્પિટલ સ્ટે એ શોર્ટ હોય છે સામાન્ય રીતે 48 અવર્સ સુધીનો હોય છે.
ડિસએડવાન્ટેજ:
તે સામાન્ય રીતે પોસ્ટ પાર્ટમ પેશન્ટ માં પરફોર્મ કરવામાં આવતું નથી.
જે પેશન્ટ ને મેડિકલ ડિસ્ક ઓર્ડર જેસે હાર્ટ ડીસિઝ, રેસ્પીરેટરી ડિસિઝ ,ડાયાબીટીસ તથા હાઇપરટેન્શન હોય તેના માટે સ્યુટેબલ હોતું નથી.
કોમ્પ્લીકેશન:
પેઇન,
સ્ટ્રચિંગ,
ઇરરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ,
લોકલ ઇન્ફેક્શન.