MANAGEMENT OF NEWBORN
ઇમીડીયેટ કેર ઓફ ન્યુબોર્ન:
ઇમીડીયેટ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપરલી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે.
ઇમીડિયેટ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટરાયુટરાઇન લાઇફમાંથી એક્સટ્રા યુટરાઇન લાઇફમાં સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે.
ગોલ ઓફ ઇમીડિયેટ ન્યુબોર્નકેર
1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે.
2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે.
3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરવા માટે.
4) ન્યુબોર્ન ને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે તથા તેને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
5) ન્યુબોર્ન માં કોઇપણ પ્રકારની એક્ચ્યુઅલ તથા પોટેન્સિઅલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી ઇમિડીયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
ઇમીડીયેટ ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવામા આવે છે.
ઇમીડિયેટ ન્યુબોર્ન કેર
1) એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રેસ્પીરેશન
જ્યારે ન્યુબોર્ન ને રિસીવ કરવામાં આવે ત્યારે ન્યુબોર્ન ના એરવેને ઇમિડીએટલી પેટન્ટ કરવું તથા એરવે ને પ્રોપરલી ક્લિયર કરવું. જેના કારણે ન્યુબોર્ન એ ઇફેક્ટિવલી બ્રિધિંગ કરી શકે.
ન્યુબોર્ન નુ હેડ બોનૅ થાય કે તરત જ માઉથ તથા નોઝ ને વાઇપ કરવુ તથા માઉથ તથા નોઝ નુ સક્સન કરવુ જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપર્લી બ્રિધિંગ કરી શકે. સક્સન એ પહેલા માઉથ ત્યારબાદ નોઝ મા કરવુ જેના કારણે સિક્રીશન ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.
2)ઇનીસીયેસન ઓફ ક્રાય
નોર્મલી 99% જેટલા ન્યુબોર્ન એ ડીલેવરી થયા બાદ એમિડીએટલી અને સ્પોન્ટાનિયસલી ક્રાય કરે છે, આ ક્રાય એ ન્યુબોર્ન ના બ્રિધિંગ માટેની એક ગુડ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.
જો ન્યુબોર્ન એ પ્રોપરલી ક્રાય ન કરે તો નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરવા:
a) જો બેબી એ સ્પોન્ટાનિયસલી ક્રાય ન કરે અથવા જો ક્રાય એ વિક હોય તો બેબી ને ક્રાય કરાવવા માટે સ્લાઇટ્લી સીમ્યુલેટ કરવું.
b) બેબીના ક્રાય ને સ્ટીમ્યુલેટ કરવા માટે તેના બટક પર સ્લેપ કરવાના બદલે તેના પગના તળિયા પર સ્લાઇટલી રબ કરવું. ન્યુબોર્ન ના સિક્રીસન ને રીમુવ કર્યા બાદ તેના ક્રાય ને સ્ટાર્ટ કરવા માટે બેબી ને સ્ટીમ્યુલેટ કરવુ.
C) ન્યુબોર્ન ની ક્રાય એ સામાન્ય રીતે લાઉડ તથા હસ્કી હોય છે તથા જો નીચે મુજબ ની કોઇ એબનોર્મલ ક્રાય હોય તો ન્યુબોર્ન નુ પ્રોપર્લી મોનિટરિંગ કરવુ જેમ કે,
હાઇપીચ ક્રાય:= હાયપોગ્લાયસેમીયા તથા ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે,
વીક ક્રાય:= પ્રિમેચ્યોરિટી,
હોસૅક્રાય:= લેરિન્જીયલ સ્ટ્રાઇડર
3)કેર ઓફ કોડૅ
કોર્ડ કેર એ ન્યુબોર્ન ની ઇમ્પોર્ટન્ટ ઇમીડિયેટ કેર છે.
ન્યુબોર્ન ની કોર્ડ એ બર્થ પછીના 30 સેકન્ડની અંદર ક્લેમ્પ કરી ત્યારબાદ તેને પ્રોપરલી કટ કરવી.
ન્યુબોર્ન એ ડિલીવર થયા બાદ ન્યુબોર્ન ને મધરના એબડોમન પર રાખવુ.
ત્યારબાદ કોર્ડ ને કોર્ડ ક્લેમ્પ દ્વારા બે અપોઝીટ સાઇટ પરથી પ્રોપર્લી ક્લેમ્પ કરવું.
પહેલો ક્લેમ્પ એ અંબેલિકસ થી 5 cm દુર પર લગાડવો ત્યારબાદ બીજો ક્લેમ્પ એ પહેલા કેમ્પથી 2.5 સેન્ટીમીટર પર લગાવવો.
ત્યારબાદ બંને ક્લેમ્પ વચ્ચે કોર્ડ ને પ્રોપરલી કટ કરવી.
કોર્ડ પર કંઇપણ વસ્તુ ને એપ્લાય કરવી નહીં તેને નેચરલી ડ્રાય તથા ફોલ થવા દેવી.
કોડ એ બર્થપછી ના સાત થી દસ દિવસની અંદર જ નેચરલી ફોલડાઉન થઈ જાય છે.
કોર્ડ ને વોટર તથા યુરિન દ્વારા વેટ થતી પ્રિવેન્ટ કરવી.
જો કોર્ડ માં કોઇપણ પ્રકારનું ડિસ્ચાર્જ તથા બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો ઇમિડીએટલી કોર્ડ ક્લેમ્પ ને અસેસ કરવુ ત્યારબાદ તેને પ્રોપરલી લુઝ કરવું.
જો કોડૅ માંથી નીચે પ્રમાણેના સાઇન તથા સીમટોમ્સ જોવા મળે તો ઈમીડિએટલી
રિપોર્ટ કરાવવા જેમ કે,
કોર્ડ માથી ફાઉલ ઓડર આવવી,
કોઇ ડિસ્ચાર્જ જોવા મડવુ,
કોર્ડ ની અરાઉન્ડ મા રેડનેસ જોવા મળવી,
કોર્ડ એ વેટ હોવી,
કોર્ડ એ 7-10 દિવસ મા ફોલડાઉન ન થવી,
ઇન્ફ્લામેશન,
ફિવર આવવી વગેરે.
4)મેઇન્ટેન પોઝિશન ઓફ ધ ન્યુબોર્ન
ન્યુબોર્ન એ બર્થ પછીના પહેલા 12 -18 અવર્સ દરમિયાન મ્યુકસ એ સામાન્ય રીતે ચોક, કફ તથા ગેગ થવાની સંભાવના રહે છે. તેથી ન્યુબોર્ન ને પ્રોપરલી પોઝિશન પ્રોવાઇડ કરવી.
જેમાં ફીટર્સને પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે મ્યુકસ એ રીમુવ તથા ડ્રેઇનેજ થય શકે.
5) આઇડેન્ટિફિકેશન તથા બેન્ડિંગ
બેબી એ બોર્ન થયા બાદ બેબી ને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવુ જેના કારણે બેબી ને પ્રોપરલી આઇન્ડેફાય કરી શકાય.
6)આઇકેર
ન્યુબોનૅ ની આઇસ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોઝ વડે ઇનર કેન્થર્સ થી આઉટર કેન્થર્સ તરફ ક્લીન કરવી.
જો જરૂરિયાત હોય તો એરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાઇક્લિન આઇઓઇન્ટમેન્ટ એ આઇસ માં લોવર લીડ તરફથી એપ્લાય કરવું.
7) એટેચમેન્ટ એન્ડ વામ્થ ( બોન્ડિંગ)
બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ર્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.
8)APGAR સ્કોર
APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ ત્યારબાદ 5 મીનીટ પર અસેસ કરવુ.
APGAR સ્કોર મા,
A:= અપીરીયન્સ (સ્કિન કલર),
P:=પલ્સ (હાટૅરેટ),
G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),
A:=એક્ટિવીટી (મસલ્સ ટોન),
R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ)
ને અસેસ કરવામા આવે છે.
APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:
જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.
જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:
APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.
9) vitamin K:
ન્યુ બોર્ન ના ઇન્ટેસ્ટાઇન એ બર્થ પછી થોડા સમય માટે સ્ટરાયલ હોય છે એટલે કે તેના ઇન્ટેસ્ટાઇન માં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોતા નથી કે જે વિટામિન K ને મેન્યુફેક્ચર કરવા માટે જવાબદાર હોય છે જેના કારણે ન્યુબોર્ન એ વિટામિન K નુ મેન્યુફેક્ચરિંગ કરી શકતું નથી એટલે કે વિટામિન k એક ક્લોટિંગ ફેક્ટર માટે જવાબદાર હોય છે જો આ વિટામિન K ન્યુબોર્ન ની બોડી મા પ્રેઝન્ટ ના હોય તો ન્યુબોર્ન માં બિલ્ડિંગ થવાની શક્યતાઓ રહે છે તેથી પ્રોફાઇલેક્ટ્ક મેઝર્સ તરીકે ન્યુબોર્ન બેબી ને આર્ટિફિશ્યલી ઇન્જેક્શન વિટામિન કે પ્રોવાઇડ કરવામાં આવે છે.
Dose:=
ઇન પ્રિ ટર્મ:=0.5 ml,
ફુલ ટર્મ:= 1 mg.
Intra muscularly ( IM ) વાસ્ટુસ લેટરાલીસ( લેટરલ એન્ટીરિયર થાય)પર પ્રોવાઇડ કરવા મા આવે છે.
APGAR સ્કોર:
Apgar સ્કોરિંગ એ વર્ષ 1952 માં ઓબ્સ્ટ્રેટ્રિક એનેસ્થેસિયોલોજિસ વર્જિનિયા અપગાર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને તે ન્યુબોર્ન નું ઇવાલ્યુએશન કરવા માટે સ્ટાન્ડર્ડ મેથડ બની ગયું છે.
અપગાર એ નીયોનેટલ અથવા ન્યુબોર્ન ના હેલ્થ નું ઇનસ્ટન્ટ, ક્વિક અને કમ્પલીટ અસેસમેન્ટ છે અથવા તે નીયોનેટ અથવા ન્યુબોર્ન નું ઇવાલ્યુએશન કરવાની એક પ્રેક્ટિકલ મેથડ છે.
APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.
APGAR સ્કોર એ,
1) બર્થ પછી ઇમિડીયેટલી,
2) બર્થ પછીના ના 1 મીનીટ બાદ
3) બર્થ પછીના 5 મીનીટ પર અસેસ કરવુ.
એક મિનિટે કરવામાં આવેલ અપગર સ્કોરિંગ એ માહિતી આપે છે બાળક ના શારીરિક સ્વાસ્થ્ય વિશે અને ફિઝિશિયન ને અસેસમેન્ટ કરવામાં અને તે નક્કી કરવામાં મદદ કરે છે કે શું ઇમિડીયેટ અથવા ફ્યુચર મા મેડિકલ ટ્રીટમેન્ટ ની જરૂર પડશે.
જ્યારે, 5 મિનિટ નો અપગાર સ્કોર, જો કરવામાં આવે તો, રિસક્સીટેશન ના અગાઉ ના મેઝર્સ માટે બાળકો ના રિસ્પોન્સ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે.
APGAR સ્કોર મા,
A:= અપીરીયન્સ (સ્કિન કલર),
P:=પલ્સ (હાટૅરેટ),
G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),
A:=એક્ટિવીટી (મસલ્સ ટોન),
R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ)
ને અસેસ કરવામા આવે છે.
ફાઇવ ક્રાઇટેરિયા ઓફ ધ ઓફ અપગાર સ્કોર:
1) (A : અપીરિયન્સ) સ્કીન કલર:
સ્કોર 0 : આખી બોડી બ્લુ અથવા પેલ હોવી.
સ્કોર 01: બોડી પિન્ક તથા એક્સટ્રીમિટીસ બ્લુ.
સ્કોર 02: બોડી અને એક્સ્ટ્રીમિટી પિંક હોય સાયનોસીસ જોવા ન મળવા.
2) P: પલ્સ રેટ:
સ્કોર 0 : સેબસન્ટ.
સ્કોર 01 : પ્રતિ મિનિટ 100 થી ઓછા પલ્સ.
સ્કોર 02 : પ્રતિ મિનિટ 100 થી વધારે પલ્સ.
3) G : ગ્રીમેસ ( રિફ્લેક્સ ઇરિટેબીલિટી)
સ્કોર 0 : સ્ટીમ્યુલેશન માં કોઇ રિસ્પોન્સ ન આપવો.
સ્કોર 01 : સક્શન અથવા એગ્રેસિવ સ્ટીમ્યુલેશન પર ગ્રીમેસ.
સ્કોર 01 : સ્ટીમ્યુલેશન પર ક્રાય કરવું.
4) A : એક્ટિવિટી:
સ્કોર 0 : કોઇ નહિ.
સ્કોર 01 : અમુક ફ્લેક્સન.
સ્કોર 02 : ફ્લેક્સન વાળા હાથ અને પગ જે એક્સટેન્શન ને રેઝીસ્ટ કરે છે.
5) R : રેસ્પીરેટ્રી એફ્ટ્સ
સ્કોર 0 : એબસન્ટ,
સ્કોર 01 : વીક ઇરરેગ્યુલર તથા ગાસ્પિંગ,
સ્કોર 02 : સ્ટ્રોંગ તથા લસ્ટિક્રાય.
APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:
જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.
જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:
APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે ,
પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.
આફ્ટર બર્થ ઓબ્ઝર્વેશન ઓફ ન્યુબોર્ન બેબી:
ન્યુબોર્ન ના બર્થ પછી તેમના ઓવરઓલ હેલ્થ, વેલ્બીંગ તથા ડેવલપમેન્ટ ને અસેસ કરવા માટે તેમનું બર્થ પછી ઇમિડિએટલી ઓબ્ઝર્વેશન કરવું ક્રુશિયલ હોય છે.
અહીં, ન્યુબોર્ન ને ઓબ્ઝર્વેશન માટેના કેટલાક આસ્પેક્ટ્સ આપેલા છે:
1) જનરલ અપીરીયન્સ:
કલર:
ચાઇલ્ડ ના સ્કિન ના કલર નું અસેસમેન્ટ કરવુ, જેમા મોટાભાગના ચાઇલ્ડ એ ગુલાબી અથવા લાલ રંગના હોય છે.જો સાયનોસિસ (બ્લુઇસ ડિસ્કલરેશન)હોય તો તે બ્રિધિંગ ડિફીકલ્ટીઝ ઇન્ડિકેટ કરે છે.
પોસ્ચર:
બેબી ના મસલ્સ ટોન ને નોટ કરવો. હેલ્ધી ન્યુ બોર્ન બેબી માં તેમના હેન્ડ એ સ્લાઇટલી ફ્લેક્સ હોય છે તથા તેના ફુટ એ સ્પાઇન સાથે સ્લાઇટલી કવ્ડ( વળેલા) થયેલા હોય છે.
એક્ટિવિટી:
સ્પોન્ટેનિયસ મુવમેન્ટ નુ નું ઓબ્ઝર્વેશન કરવુ, જેમાં સકીંગ રીફ્લેક્સ અને ગ્રાસ્પીંગ રીફ્લેક્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
2) વાઇટલ સાઇન:
હાર્ટ રેટ:
નોર્મલ રેન્જ એ 120-160/minute હોય છે.
રેસ્પીરેટરી રેટ:
નોર્મલ રેસ્પીરેટરી રેટ એ 30-60 બ્રીધ હોય છે.
ટેમ્પરેચર:
નોર્મલ ટેમ્પરેચર એ 36.5-37.5°C (97.7-99.5°F)હોય છે.
3) હેડ એન્ડ ફેસ:
ફોન્ટેનેલ્સ:
ન્યુબોર્ન ના એન્ટિરિયર ફોન્ટાનેલ(સોફ્ટ સ્પોટ) તથા પોસ્ટીરીયર ફોન્ટાનેલ ને પાલ્પેટ કરવું. ફોનાનેલ્સ નું પ્રોપરલી ક્લોઝર તથા ટેન્શનને કરવા માટે.
આઇસ:
આઇસ ને તેની સિમેન્ટ્રી માટે ચેક કરવું. રેડ રિફ્લક્સ( નોર્મલ આઇ સ્ટ્રકચર ઇન્ડિકેટીવ ) તથા લાઇટ ને રિસ્પોન્સ આપે છે કે કેમ તે અસેસ કરવુ.
નોઝ:
બ્રિધિંગ એ એપ્રોપ્રિએટ થય શકે તે માટે નોઝ ની પેટન્સી ને એસેસ કરવી.
4) માઉથ એન્ડ નેક:
ઓરલ મ્યુકોઝા:
ઓરલ મ્યુકોઝા માં ક્લેફટ પેલેટ,ઓરલ થ્રસ તથા કોઇ પણ લિઝન્સ છે કે નહીં તે અસેસ કરવું.
નેક:
નેક માં કોઇપણ માસ લાઇક સ્ટ્રક્ચર અથવા એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવુ.
5) ચેસ્ટ એન્ડ લન્ગ્સ:
બ્રિધિંગ સાઉન્ડ:
ચાઇલ્ડ ના બ્રિધિંગ સાઉન્ડ ને પ્રોપરલી લિસન્સ કરવું.
ચેસ્ટ મુવમેન્ટ:
ચાઇલ્ડ ની ચેસ્ટ એ સીમેટ્રિકલ અરાઇઝ થાય તથા બ્રિધિંગ સાથે ફોલડાઉન થાય છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું.
6) હાર્ટ એન્ડ એબડોમન:
હાર્ટ સાઉન્ડ:
હાર્ટ સાઉન્ડ ને પ્રોપરલી અસ્કલટેશન કરવું તેમાં કોઇ પણ મરમર ટાઇપ નો એબનોર્મલ વોઇસ તથા એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવા માટે.
એબડોમન:
ચાઇલ્ડ ના એબડોમન મા કોઇપણ માસલાઇક સ્ટ્રક્ચર છે કે નહીં તે અસેસ કરવા માટે એબડોમન ને પાલ્પેટ કરવું તથા બોવેલ સાઉન્ડ નુ અસ્કલટેશન કરવુ.
7)જીનાઇટલ એરિયા એન્ડ એનસ:
જીનાઇટલ એરિયા:
ચાઇલ્ડ ના જીનાઇટલ એરિયા એટલે કે મેલ(પ્રેઝન્સ ઓફ ટેસ્ટીસ ઇન મેલ ચાઇલ્ડ) તથા ફિમેલ(લેબિયલ સ્ટ્રક્ચર ઇન ફિમેલ ચાઇલ્ડ)ના જીનાઇટલ એરિયા ની એનાટોમીકલ સ્ટ્રક્ચર એ પ્રોપર છે કે નહી તે અસેસ કરવુ.
એનસ:
એનસ ની પેટન્સી અસેસ કરવી તથા કોઇ પણ પ્રકારની એબ્નોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવું.
યુરીન એન્ડ સ્ટૂલ:
યુરિન એ જન્મ ના 24 કલાક માં પાસ થાય છે અને ફર્સ્ટ સ્ટૂલ કે જેને મિકોનિયમ કહેવામાં આવે છે તેનો કલર ગ્રીનીશ બ્લેક હોય છે કે જે પહેલા 48 કલાક માં થાય છે તે ત્રણથી ચાર દિવસ સુધી દિવસ માં ત્રણ થી ચાર વખત થાય છે અને ત્યારબાદ ત્રણ થી ચાર દિવસ ટ્રાન્ઝીશનલ સ્ટૂલ કે જે ગ્રીનિશ બ્રાઉન જોવા મળે છે.
8)એક્સ્ટ્રીમિટીસ:
હેન્ડ એન્ડ ફિટ્સ:
ચાઇલ્ડ ના આંગળીઓ અને અંગૂઠા ને ગણવુ. તથા સીમેટ્રી ને અસેસ કરવી અથવા કોઇ પણ એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવું.
મુવમેન્ટ:
ચાઇલ્ડ ની સ્પોન્ટેનિયસ મુવમેન્ટ થાય છે કે કેમ તથા હેન્ડ અને લેગ્સ ની રેન્જ ઓફ મોશન ને અશેસ કરવી.
9) સ્કિન એન્ડ અંબેલીકસ:
સ્કિન:
ચાઇલ્ડ ને અસેસ કરવું કે તેમની સ્કિન પર કોઇ પણ પ્રકારના બર્થમાર્કસ, લિઝન્સ તથા રેસીસ છે કે નહીં.
અંબેલીકસ:
ચાઇલ્ડ ને પ્રોપરલી કોર્ડ કેર પ્રોવાઇડ કરવી તથા ઇન્ફેક્શન અને બ્લીડિંગ ના કોઈપણ સાઇન તથા સીમટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.
10) બિહેવ્યરલ અસેસમેન્ટ:
સ્ટેટ ઓફ એલર્ટનેસ:
બેબી ને કન્સિયસનેસ લેવલ ને પ્રોપરલી અસેસ કરવી તથા સ્ટીમ્યુલાઇ ને કેટલા અમાઉન્ટવમાં રિસ્પોન્સ પ્રોવાઇડ કરે તે પ્રોપરલી અસેસ કરવું.
ક્રાઇંગ:
ચાઇલ્ડ એ પ્રોપરલી ક્રાય કરે છે કે નહીં તે પ્રોપરલી અસેસ કરવું જેના કારણે ચાઇલ્ડ ના રેસ્પીરેશન સ્ટેટસ ને પ્રોપર્લી અસેસ કરી શકાય.
એડિશનલ કન્સીડરેશન:
ડોક્યુમેન્ટેશન:
ન્યુ બોર્ન અસેસમેન્ટ ચાર્ટમાં બધા જ ફાઇન્ડિંગ્સ ને એક્યુરેટલી રેકોર્ડ કરવા.
પેરેન્ટ્રરલ એજ્યુકેશન:
પેરેન્ટ્સ ને ન્યુબોર્નકેર વિશે જેમા પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ ટેકનીક, મેઇન્ટેન હાઇજીન, તથા ઇન્ફેક્શન જેવા કોઇ પણ સાઇન અને સિમટોન્સ એ ચાઇલ્ડ મા જોવા મળે તો ઇમીડિએટલી હેલ્થ કેર
સેન્ટર પર જવું તેના માટે પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
બર્થ પછી ચાઇલ્ડ નું પ્રોપરલી ઓબ્ઝર્વેશન કરવાથી ચાઇલ્ડ માં કોઇ પણ કંજીનાઇટલ એબનોર્માલીટીસ હોય અથવા કોઇ પણ ડિસીઝ નુ પોટેન્શિયલ રિસ્ક ફેક્ટર હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી એડીક્યુએટ મેઝર્સ લય શકાય અને ચાઇલ્ડ ની કન્ડિશન ને કોમ્પ્લિકેટેડ થતી પ્રિવેન્ટ કરી શકાય.
ફિઝિયોલોજીકલ એડેપ્ટેશન ઓફ નીયોનેટ/ન્યુબોર્ન:
ન્યુબોર્ન
હેલ્થી ન્યુબોર્ન એ જ્યારે એટ ટર્મ એટલે કે 38 થી 42 વિક માં જન્મે છે અને બર્થ પછી તરત જ રડે છે તેમજ ઇન્ડિવીઝ્યુઅલી રીતે, રિધેમેટીકલી,બ્રિધિંગ સ્ટાર્ટ કરે છે તથા એક્સ્ટ્રાયુટેરાઇન લાઇફ ને એક્સેપ્ટ કરે છે તથા જેનો વેઇટ એ નોર્મલ વેઇટ જેટલો જ હોય છે અને જે નીયોનેટ ને કોઇપણ કંજીનાઇટલ એનોમાલિશ હોતી નથી તેને નોર્મલ નિયોનેટ કહેવામાં આવે છે.
ફિઝીયોલોજીકલ એડોપ્શન ઓફ ન્યુબોર્ન:
ન્યુ બોર્ન માં ફિઝિયોલોજિકલ એડોપ્શન એ ફીટસ ના ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ માંથી એક્સ્ટ્રા યુટેરાઇન લાઇફમાં સર્વાઇવ થવા માટે અગત્યનો હોય છે.
ન્યુબોર્ન માં થતા ફિઝિયોલોજીકલ એડેપ્ટેશન :
1) રેસ્પીરેટરી સિસ્ટમ:
ફિટસ ટૂ નીયોનેટ ટ્રાન્ઝીસન્સ:
બર્થ પહેલા, ફીટસ એ પ્લેસેન્ટા માંથી ઓક્સિજન મેળવે છે.
બર્થ થયા બાદ ફીટસ ના લન્ગ્સ એ એક્સપાન્ડ થાય છે અને બ્લડ ને ઓક્સિજનેટેડ કરવા માટે લંગ્સ એ મેચ્યોર થાય છે.
ક્લિયરન્સ ઓફ લન્ગ્સ ફ્લુઇડ:
ન્યુ બોર્ન ના બર્થ થયા પછી જ્યારે ન્યુબોર્ન એ ફર્સ્ટ બ્રિધ કરે છે ત્યારે લન્ગ્સ માં રહેલું ફ્લુઇડ એ ક્લિયર થાય છે અને લંગ્સ એ ફીટસ સર્ક્યુલેશન માંથી નીયોનેટલ સર્ક્યુલેશન માં ટ્રાન્સફર થાય છે.
સરફેક્ટન્ટ પ્રોડક્શન:
સરફેક્ટન્ટ એ એવું સબસટન્સ છે કે જે લંગ્સ ના સરફેસ ટેન્શન ને રીડ્યુઝ કરવાનું વર્ક કરે છે. તથા એલ્વિયોલાઇ ને કોલેપ્સ થતા પ્રિવેન્ટ કરે છે જેના કારણે ગેસ એક્સચેન્જ એ પ્રોપરલી થઈ શકે.
ક્લોઝર ઓફ ફીટલ સન્ટ:
બર્થ પછી ન્યુબોર્ન મા રહેલા સન્ટ જેમકે ડક્ટર્સ આર્ટેરીયોસીસ( એઓર્ટા તથા પલ્મોનરી આર્ટરી વચ્ચે નો શન્ટ) તથા ફોરામીન ઓવેલી( રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રીયમ વચ્ચેના સેપ્ટમ માં રહેલો શન્ટ) એ ક્લોઝ થાય છે અને લંગ્સમાં બ્લડ ને રીડાયરેક્ટિંગ કરે છે.
2) કાર્ડીઓવાસ્ક્યુલર સિસ્ટમ:
સર્ક્યુલેટરી ચેન્જીસ:
બર્થ પછી અંબેલીકલ કોર્ડ ને ક્લેમ્પ તથા કટ કર્યા બાદ અંબેલીકલ વેસેલ્સ એ કોન્સ્ટ્રીક્ટ થાય છે અને અંબેલીકલ આર્ટરીસ તથા અંબેલિકલ વેઇન એ ક્લોઝ થાય છે.
ઇન્ક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો:
બર્થ થયા પછી ન્યુબોર્ન લંગ્સ એ એક્સપાન્ડ થાય છે જે બ્લડ ને ઓક્સિજનેટેડ કરવા માટે સક્ષમ હોય છે જેના કારણે પલ્મોનરી સર્ક્યુલેશન એ ઇન્ક્રીઝ થાય છે.
ક્લોઝર ઓફ ડક્ટસ આર્ટીઓસીસ:
આ બ્લડ બેસલ્સ એ પલ્મોનરી આર્ટરી તથા એઓર્ટા ને કનેક્ટ કરે છે કે જે બર્થ પછી થોડા સમય બાદ ક્લોઝ થય જાય છે.
ક્લોઝર ઓફ ફોરામીન ઓવેલી:
ફોરામીન ઓવેલી એ રાઇટ એટ્રીયમ અને લેફ્ટ એટ્રીયમ વચ્ચેના સેપ્ટમ મા આવેલો સન્ટ છે કે જે બર્થ પછી થોડા મંથમાં ક્લોઝ થઈ જાય છે.
3) થર્મોરેગ્યુલેશન:
મેઇન્ટેનન્સ ઓફ બોડી ટેમ્પરેચર:
ન્યુબોર્ન માં તેમના બોડી ના ટેમ્પરેચર ને રેગ્યુલેટ કરવાની લિમિટેડ એબીલિટી હોય છે અને બ્રાઉન ફેટ મેટાબોલિઝમ, વાસોમોટર રિસ્પોન્સ (ધ્રુજારી), અને વાર્મ એન્વાયરમેન્ટ માં રાખવામાં આવે છે (ઇનક્યુબેટર અથવા સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ) .
4) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ:
પ્રોડક્શન ઓફ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ:
બર્થ પછી ફીટસ ના ડાયજેસ્ટિવ એન્ઝાઇમ એ ઇન્ક્રીઝ થાય છે જેના કારણે ન્યુબોર્ન એ બ્રેસ્ટ મિલ્ક તથા ફોર્મ્યુલા મિલ્ક ને ડાઇજેસ્ટ કરી શકે.
મીકોનિયમ પાસ:
બર્થ થયા પછી થોડા દિવસો સુધી બેબી એ મિકોનિયમ( બેબીસ ફર્સ્ટ સ્ટૂલ) પાસ કરે છે જે નોર્મલ ડાયજેસ્ટિવ ટ્રેક ને ઇન્ડિકેટ કરે છે.
5) મેટાબોલીઝમ:
ગ્લુકોઝ મેટાબોલિઝમ
બેબીના બર્થ પછી ઇન્સ્યુલિન સિક્રીસન એ ઇન્ક્રીઝ થાય છે જેના કારણે મેટરનલ બ્લડ ગ્લુકોઝને ડિક્રીઝ કરી શકાય અને જેના કારણે ફિટસ નુ બ્લડ ગ્લુકોઝ લેવલ એ પ્રોપર મેઇન્ટેન રહી શકે.
એડજસ્ટમેન્ટ ઇનફીડિંગ:
પ્લેસેન્ટલ ન્યુટ્રીઅન્ટસ માંથી ફીડિંગ માં ટ્રાન્ઝીસન થવા માટે ફીટસની ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એ તથા મેટાબોલિઝમ એ એડજસ્ટ થાય છે.
6) રિનલ સિસ્ટમ:
યુરીન પ્રોડક્શન:
બેબી ના બર્થ પછી કિડનીએ ફિટસના બ્લડને ફિલ્ટર કરી યુરીન પ્રોડક્શન માટેનું વર્ક કરે છે.
ફ્લુઇડ બેલેન્સ:
ફિટસના ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ ને મેઇન્ટેન કરવા માટે ફિટસ ની યુરીનરી સિસ્ટમ એ એડજસ્ટ થાય છે.
7) ઇમ્યુન સિસ્ટમ:
પેસિવ ઇમ્યુનિટી:
ન્યુબોર્ન એ પ્લેસેન્ટા થ્રુ તથા બ્રેસ્ટમિલ્ક થ્રુ એન્ટીબોડી ને રિસીવ કરી ઇમ્યુનિટી ને ઇન્ક્રીઝ કરી ઇન્ફેક્શન સામે ફાઇટ કરવા માટેનું વર્ક કરે છે.
8) ન્યુરોલોજીકલ એડેપ્ટેશન:
સેન્સરીમોટર ઇન્ટીગ્રેશન:
ન્યુ બોન એ બર્થ પછી સેન્સરીસ્ટીમ્યુલાઇ સામે સેન્સરી તથા મોટર રિસ્પોન્સ નુ કોઓર્ડીનેશન મેઇન્ટેન કરવામાં એડજસ્ટ કરે છે.
સેફલોકોડલ ડેવલોપમેન્ટ:
ન્યુબોર્ન એ બર્થ પછી હેડ ટુ ટો ડેવલોપ થાય છે જેમ કે હેડને લિફ્ટિંગ કરવું, ઓબ્જેક્ટને ગ્રાસપીંગ કરવું વગેરે.
આ એડોપ્ટેશન એ હોર્મોનલ ,ન્યુરલ તથા મેટાબોલીક પ્રોસેસ દ્વારા થાય છે કે જેના દ્વારા ન્યુબોર્ન એ ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ માંથી એક્સ્ટ્રાયુટેરાઇન લાઇફમાં પ્રોપર્લી સરવાઇવ થય શકે.
તથા આ ફિઝીયોજિકલ એડોપ્ટેશન એ ન્યુબોર્ન ના પ્રોપર્લી ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે આ અગત્યનું હોય છે.
ફર્સ્ટ ડે એક્ઝામિનેશન ઓફ ન્યુબોર્ન બેબી:
ન્યુબોર્ન ના બર્થ થયા બાદ તેના બધા જ પેરામીટર્સ પ્રોપરલી ચેક કરવા જેમ કે:
1) વાઇટલ સાઇન
વાઇટલ સાઇન મા ટેમ્પરેચર એ મોટેભાગે એક્ઝીલરી મેથડ થી લેવું. તથા હાર્ટ રેટ અને રેસ્પીરેટરી રેટ એ પુરી એક મિનિટ માટે એકાઉન્ટ કરવા.
2) ફિઝિકલ મેઝરમેન્ટ:
a) વેઇટ :
ઇન્ફન્ટ વેઇટિંગ મશીન પર વેઇટ ચેક કરવો જો બેબી નું વેઇટ 2.5 kg કરતા ઓછો હોય તો તેને લો બર્થ વેઇટ બેબી તરીકે ગણવામાં આવે છે. બેબી નો વેઇટ કરતી સમયે વેઇટિંગ સ્કેલ પર પ્રોપરલી પાતળું કપડું અથવા પેપર પાથરવું.
b) લેન્થ:
ટેપ મેઝર થી ક્રાઉન હિલ લેન્થ અસેસ કરવી.
C) હેડ સરકમ ફેરેન્સ:
મેઝર ટેપ આઇબ્રો અને પીના ઓફ ઇયર ઉપરથી પાછળ ની તરફ ઓક્સિપીટલ પ્રોટ્રુબેરેન્સ સુધી લઇ તેને સેન્ટીમીટર ( Cm ) માં રેકોર્ડ કરવી.
D) ચેસ્ટ સરકમફરેન્સ:
ચેસ્ટ સરકમફરેન્સ એ ચેસ્ટ ની આસપાસ, નીપલ ના લેવલે મેઝર કરવામા આવે છે. ખાતરી કરવી કે ટેપ આર્મપીટ ની નીચે અને બેક ની ઉપરની બાજુએ, ચેસ્ટ ના વાઇડેસ્ટ પાર્ટ ની આસપાસ મૂકવામાં આવે છે.અને મેઝરટેપ એ ખુબ ટાઇટ ન હોવી જોઇએ.
સામાન્ય રીતે ચેસ્ટ સરકમફેરેન્સ એ હેડ સરકમફેરેન્સ કરતા 2-3 cm જેટલી ઓછી હોય છે.
3) કલર:
સ્કીન નો કલર એ સામાન્ય રીતે નોર્મલ પિંક જેવો હોવો જોઇએ.
જો પેલર સાથે હાર્ટ રેટ વધારે હોય તો તે એનીમિયા ની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.
જો પેલ સાથે ગ્રે કલર હોય તો તે એસિડોસિસ ની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે. તથા બેબી એ પેલ હોય તો હાઇપરથર્મીયા અથવા સેપ્સીસ ની કન્ડિશન ઇન્ડીકેટ કરે છે.
એક્રોસાઇનોસિસ કે જેમાં હાથ-પગ એ બ્લુ હોય છે જે સામાન્ય રીતે કોલ્ડ એન્વાયરમેન્ટ માં બાળક ખુલ્લું રહેવાથી થાય છે.
જો ન્યુબોર્ન માં જનરલ સાયનોસીસ ની કન્ડિશન જોવા મળે તો તે સામાન્ય રીતે કાર્ડિયાક અથવા લંગ્સ ની કન્ડિશન માં જોવા મળે છે અને તેમાં સામાન્ય રીતે લિપ્સ અને ટંગ નો કલર ભુરા કલર નો જોવા મળે છે.
જો ન્યુબોર્ન ની બોડી એ એક્સેસિવ્લી રેડ હોય તો તે સામાન્ય રીતે પોલીસાયથેમીયા એટલે કે રેડ બ્લડ સેલ્સ(Red blood cells)એ વધારે હોય ત્યારે જોવા મળે છે.
હર્લેક્વિન કલર : એટલે કે જેમાં બેબી ની નીચેની અડધી બોડી પિન્ક અને ઉપરની અડધી બોડી પેલ જોવા મળે છે.
ઇકાઇમોસીસ : કે જેમાં જ્યારે સ્કીન ઉપર પ્રેશર અપ્લાય કરવામાં આવે તે પછી કલર પાછો આવતો નથી અને સ્કીન ની અંદર બ્લીડિંગ ની કન્ડિશન સૂચવે છે.
જો બેબી ની સ્કિન માં યેલોડિસ્કલરેશન જોવા મળે તો તે સામાન્ય રીતે જોન્ડીસ ની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.
4) ક્રાઇ :
બર્થ પછી તરત જ ન્યુબોર્ન ક્રાય કરવાથી તેનું લંગ્સ ફંક્શન એસ્ટાબ્લીસ થયું છે કે નહીં તેનો ખ્યાલ આવે છે, તેમાં લાઉડ અને વિગોરીયસ ક્રાઇ એ નોર્મલ હોય છે, લો બર્થ વેઇટ બેબી માં વીક અને ફેબલ ક્રાઇ જોવા મળે છે, જ્યારે મેનેન્જિયલ ઇરિટેશન માં હાઇ પીચ અથવા સ્રિલ ક્રાઇ જોવા મળે છે, વોકલ કોડૅ પેરાલાઇસિસ, હાયપોથાઇરોઇડિઝમ અને ટ્રોમા માં હોર્સ ક્રાઇ જોવા મળે છે.
5) એક્ટિવિટી:
સ્પોન્ટેનિયસ અને એકસરખી મુવમેન્ટ માટે ચેક કરવું. જેમાં ચાઇલ્ડ એ લેગ્સ ને ઉપર તરફ લે અને સ્ટ્રેચ કરે , મુઠ્ઠી ખોલે અને બંધ કરે ,હાથ મુવ કરે ફિંગર શક કરે તે ગુડ એક્ટિવિટી લેવલ બતાવે છે.જ્યારે,
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ( CNS ) ડેમેજ માં ચાઇલ્ડ એ ફ્લેસિડ (ઢીલું) હોય અને કન્વલ્ર્ઝન આવે છે, જ્યારે બર્થ ટ્રોમા માં એ એસિમેટ્રિકલ મુવમેન્ટ હોય. આમ, એબ્નોર્માલિટીસ મા એક્ટિવિટી અથવા ક્રાઇંગ એ ઓછું જોવા મળે છે.
6) સ્કીન:
નોર્મલ સ્કિન સ્મુધ, ગુલાબ ની પાંદડી જેવી તથા ગુડ સ્કિન ટર્ગર એટલે કે જેમાં સ્કીન ને ફિંગર્સ થી ગ્રાસ્પ કરી રિલીઝ કરતા ફરીથી મૂળ સ્થિતિ માં આવે તેવી હોય છે. તેમાં વેરીએશન માં ચીક,ચીન, અને નોઝ પર ઝીણા વાઇટ પેપ્યુલ્સ જોવા મળે છે જેને મિલિયા કહેવામાં આવે છે.
લેન્યુગો :
બેબી ની બોડી પર રહેલા થીન હેઇર ને લેન્યુગો કહેવામાં આવે છે. બેબી ની આખી બોડી અને સ્કીન ફોલ્ડ્સ માં વર્નીક્સ કેસીઓસા ( બેબી ના સ્કીન પર વાઇટ ચીઝી સબસ્ટન્સ) ના ડિસ્ટ્રીબ્યુશન માટે જોવું.
7) હેડ ટુ ટો એક્ઝામિનેશન:
હેડ :
હેડ માં સામાન્ય રીતે ફોન્ટાનેલ્સ ને ચેક કરવા જેમાં ન્યુબોર્ન નો એન્ટિરિયર ફોન્ટાનેલ એ ડાયમંડ શેપ નો હોય છે કે જે સામાન્ય રીતે 16 – 18 મંથ ના સમયે ક્લોઝ થાય છે જ્યારે પોસ્ટીરીયર ફોન્ટાનેલ એ ટ્રાયએન્ગ્યુલર શેપ નો હોય છે અને જે સામાન્ય રીતે 6 વિકસ દરમ્યાન ક્લોઝ થાય છે. ફોટાનેલ્સ એ સામાન્ય રીતે સ્મૂધ હોય છે અને જે બે સુચર્સ ની વચ્ચેની જગ્યા પર પાલ્પેટ થાય છે.
હેડની સાઇઝ, સેપ ,ફોન્ટાનેલ્સ,કેપ્યુટ તથા કોઇપણ એબનોર્માલિટી જેવી કે હાઇડ્રોસેફેલોસ, મેનીન્જાઇટીસ,મેનીન્ગોમાયેલોસિલ એનસેફલી તથા મોલ્ડિંગ છે કે કેમ તેના માટે ચેક કરવું.
આઇસ:
સામાન્ય રીતે આંખ નો કલર એ સ્લેટ જેવો ભૂખરો અથવા ભૂરો હોય છે કે, જેમાં આસુ ઉત્પન્ન થતા નથી અને તેમાં બ્લીન્કીંગ રીફ્લેક્સ હાજર હોય છે, જ્યારે આંખ સામે વસ્તુ રાખવામાં આવે ત્યારે માત્ર સામેથી જ જોઇ શકે છે, અને તેમાં આઇબ્રો એ સ્પષ્ટ હોય છે કોર્નિયા એ તેજસ્વી તથા ચડકતી હોય છે એકસરખી અને લાઇટ સામે રિસ્પોન્સ આપે છે .
લાઇટ સામે પ્યુપીલરીરિએક્શન, એપીકેન્થલ ફોલ્ડ અને આઇસ ના ઇનર કેન્થસ ને પ્રોપરલી ચેક કરવા.
સ્ક્વેન્ટ, નીસ્ટેગ્મસ, ટ્રોમા, લેકરીમલ ડક્ટ ઓબસ્ટ્રકશન, કોર્નિયલ ઓપેસીટી, કન્જીનાઇટલ કેટ્રેક્ટ, કન્જક્ટીવાઇટીસ, બ્લિંન્કીંગ રિફ્લેક્ટ અને ડોલ્સ આઇ રિફ્લેક્સ માટે જોવુ.
ઇયર:
સામાન્ય રીતે પીન્ના એ એ સહેલાઇથી વડે તેવા અને કાર્ટીલેજ પ્રેઝન્ટ હોય છે કાન ની ઉપરનો ભાગ આંખના બહારના ખૂણા ને સમાંતર હોય છે તથા સ્ટાર્ટલ રીફ્લેક્સ હાજર હોય છે. ઇયરના શેપ અને પોઝીશન માટે જોવું વધારાનું કોઇ લોબ પ્રેઝન્ટ હોય તો તેના માટે જોવુ. લો સેટ ઇયર્સ હોય તો તે ડાઉન સિન્ડ્રોમ ઇન્ડિકેટ કરે છે.
નેક :
નેક એ સામાન્ય રીતે ટૂંકી અને જાડી હોય છે તેમજ બંને તરફ વળી શકે તેવી હોય છે ક્લેવીકલ એ કમ્પ્લીટ હોય છે તથા ટોનિકનેક રિફ્લેક્સ હાજર હોય છે માથા પર થોડા પ્રમાણમાં કંટ્રોલ હોય છે.
નેકમાં માસ અને શોર્ટનેસ માટે જોવું. પાછળની બાજુએ સર્વાઇકલ સ્પાઇન માટે ચેક કરવું. લેટરલી સ્ટરનોમાસ્ટોઇડ મસલ્સ, ટ્રેપેઝીયસ મસલ્સ, તથા થાઇરોઇડ ગ્લેન્ડ માટે ચેક કરવું.
લિમ્ફનોડ ને પાલ્પેટ કરવા અને નેક ની મોશન ચેક કરવી.
ટોર્ટીકોલીસ (નેક મસલ્સ વન સાઇડ કોન્ટ્રાકશન થી તે બાજુનું હેન્ડ નમી જાય છે) તે માટે જોવુ.
નોઝ :
નોઝ માં કોઇપણ બ્લોકેજ છે કે કેમ તેના માટે અસેસ કરવું તથા બેબી એ નોઝ દ્વારા બ્રિધિંગ લય શકે છે કે કેમ તેના માટે જોવું નાકમાંથી કોઇ ડીસ્ચાર્જ નીકળે છે કે કેમ તેના માટે અસેસ કરવું. ફ્લેરિંગ ઓફ નેર્સ
(નસ્કોરા ફુલવા) હોય તો તેને રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ અથવા ડિપ્રેસ્ડ નેઝલ બ્રિજ ડાઉન સિન્ડ્રોમ સૂચવે છે.
માઉથ
સામાન્ય રીતે માઉથ માં યુવુલા એ વચ્ચે ની લાઇનમાં હોય છે તથા લાડ એ ઓછા પ્રમાણમાં હોય છે અથવા હોતી નથી અને તથા ચીક માં ફેટ એ સારી રીતે ડેવલોપ થયેલ હોય છે તથા મ્યુકોઝા એ ભીની હોય છે તાળવું ઊંચું હોય છે તથા શકીંગ, રૂટિંગ અને ગેગ રીફ્લક્ષ હાજર હોય છે. તથા લિપ્સ,ટંગ ,પેલેટ અને ઓરોફેરીંગ્સ ને ઇન્સ્પેક્ટ કરવા. ચાઇલ્ડ ને કોઇપણ ક્લેફ્ટ લીપ, ક્લેફ્ટ પેલેટ, સ્મોલ ચીન તથા સ્મોલ હેડ છે કે કેમ તે પ્રોપર્લી આઇડેન્ટિફાય કરવું.
ચેસ્ટ :
ચેસ્ટ માં તેની સિમેન્ટ્રીકલ માટે એક્ઝામિનેશન કરવું જેમાં નીપલ એ સિમેન્ટ્રીકલ છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું.
હાર્ટ :
હાર્ટ માં નીચેનો ભાગ એ લેફ્ટ સ્ટર્નલ બોર્ડર ની ચોથી કે પાંચમી પાસળી વચ્ચે હોય છે, S2 હાર્ટ સાઉન્ડ ની તીવ્રતા એ S1 કરતા વધારે હોય છે જ્યારે હાર્ટ રેટ એ 120- 160 બીટ્સ/મિનિટ હોય છે.
ઇન્ટર કોસ્ટલ અને સબ કોસ્ટલ મશલ્સ ના રિટ્રેક્શન માટે જોવું તે સિવ્યર રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ ની પ્રેઝન્ટ છે કે કેમ તે અસેસ કથવુ.
બ્રેસ્ટ :
બ્રેસ્ટમાં સાઇઝ,સિમેન્ટ્રી, કલર, ટર્ગર અને ડિસ્ચાર્જ માટે જોવું. લંગ્સ માં એર એન્ટ્રી માટે અસ્કલ્ટેટ કરવું. હાર્ટ સાઉન્ડ ને પ્રોપર્લી ચેક કરવા.
એબડોમન :
એબડોમન એ સામાન્ય રીતે સીલેન્ડ્રીકલ શેપ નું હોય છે તથા પાલ્પેશન દરમિયાન પોચુ હોય છે. અંબેલીકલ કોડૅ એ સારી રીતે ડેવલોપ થયેલી હોય છે તથા રાઇટ કોસ્ટલ માર્જિન થી બે થી ત્રણ સેન્ટીમીટર નીચે પાલ્પેબલ હોય છે જ્યારે અંબેલિકસ ની બે થી ત્રણ સેન્ટીમીટર ઉપર કિડની પાલ્પેટ થાય છે બંને ફિમોરલ પલ્સ એ બાજુ સરખી આવે છે અને બોવેલ સાઉન્ડ એ બર્થ થયા પછીના બે કલાકમાં અસ્કલ્ટેટ થાય છે.
એબડોમન કાઉન્ટર ચેક કરવું. પ્રી મેચ્યોર નીઓનેટ માં પુઅર મસલ્સ ટોન ના કારણે ડિસ્ટેન્ડેડ હોય છે.
ડ્રગ અથવા ન્યુરોલોજીકલ ડિપ્રેશન માં ફ્લેટ, ફલેબી એબડોમન રહે છે.
એબડોમન એ કોનકેવ હોય તો તે ડાયાફ્રેગ્મેટીક હર્નિયા સૂચવે છે.
ઓમ્ફેલો સેલી ની આઉટ સાઇડ માં ઇન્ટેસ્ટાઇનલ ઓર્ગન આવે છે બાળક જ્યારે રિલેક્સ થાય અથવા ક્રાય કરે ત્યારે ઇન્ગ્વાઇનલ હર્નિયા માટે જોવું. ફિમોરલ આર્ટરી ના પલ્સેસન બંને સાઇડ સરખા આવે છે તે માટે જોવું ગ્રોઇંન માં લિમ્ફનોડ એન્લાજર્મેન્ટ માટે જોવું.
જીનાઇટલ ઓર્ગન્સ :
ફિમેલ :
લેબિયા અને ક્લાઇટોરીસ એ સ્વોલન હોય છે જેમાં લેબિયા મેજોરા એ લેબિયા માઇનોરા ને કમ્પ્લીટલી કવર કરે છે તથા લેબિયા વચ્ચે વર્નિક્સ આવેલું હોય છે બર્થ થયા પછીના 24 અવર્સ માં યુરિન એ એડિક્યુએટ અમાઉન્ટ માં પાસ થાય છે.
લેબીયા મેજોરા એ લેબીયા માઇનોરા ને કમ્પલીટ્લી કવર કરે છે કે નહીં તેના માટે જોવું. તથા વજાઇના માંથી ડિસ્ચાર્જ તથા સ્યુડોમેન્સટ્રુએશન માટે ચેક કરવું. ક્લાઇટોરીસ ની સાઇઝ અને શેપ માટે જોવું.
મેલ:
યુરેથ્રલ ઓપનિંગ એ સામાન્ય રીતે ગ્લાસપેનીસ ની ટીપ પર આવેલ હોય છે. સ્ક્રોટમ માં લાર્જ, સ્વોલન, પેન્ડ્યુલસ રુગાઇ સાથે ટેસ્ટિંસ એ પાલ્પેબલ હોય છે. બર્થ થયા પછીના 24 અવર્સ માં યુરિન એ એડીક્યુએટ અમાઉન્ટ માં પાસ થાય છે.
સ્ક્રોટમ ને રુગાઇ માટે ચેક કરવું. સ્ક્રોટમ માં પાલ્પેટ કરીને ટેસ્ટિંસ એ ડિસેન્ટ થય છે કે નહીં તે જોવું. પ્રિપોસ મા રીટ્રેક્શન માટે તથા પેનિશ માં યુરેથ્રલ ઓપનિંગ માટે અશેસ કરવું. સ્ક્રોટમ પર લાઇટ ફ્લેશ કરીને કંજીનાઇટલ હાઇડ્રોશીલ અને ઇન્ગ્વાઇનલ હર્નિયા માટે જોવું. એમ્બેગ્યુઅસ જીનાઇટેલીયા ( અસ્પસ્ટ જાતિયલીંગ ) માટે જોવા.
રેક્ટમ :
રેક્ટમ માં સામાન્ય રીતે ઓપન પેસેજ હોય છે. મેકોનિયમ એ બર્થ થયા પછીના 24 થી 48 કલાકમાં પાસ થાય છે.
એનસ માં પેટન્સી મેકોનિયમ નો પેસેજ તથા મેકોનિયમ પાસ થયું છે કે નહીં તે માટે ચેક કરવું. ફિસ્ટ્યુલા,અને એનાલ મસલ્સ ટોન ની લેગ્ઝીટી રુલઆઉટ કરવી.
એનલ ઓપનિંગ ની પેટન્સી કેથેટર પાસ કરી અથવા ગ્લોઝ વાળી ફિંગર થી અસેસ કરવી.
એક્સ્ટ્રીમિટીસ:
ફ્લેક્સ્ડ પોઝીશન મેઇન્ટેન રાખે છે. બંને સાઇટ પર મુવમેન્ટ તથા ટોન એ એકસરખું હોય છે. બધા જ જોઇન્ટ માં એડિક્યુએટ અમાઉન્ટ મા મુવમેન્ટ થાય છે. તથા હેન્ડ અને ફુટ માં ટેન ફિંગર્સ હોય છે. ફૂટ એ ધનુષ્ય આકારના દેખાય છે તથા પગના તળિયા સપાટ દેખાય છે હથેળી માં રેખાઓ દેખાય છે પગના તળિયા ની એન્ટિરિયર બે તૃતીયાંશ ભાગમાં રેખાઓ હોય છે અને બેબીન્સકી રીફ્લક્ષ હાજર હોય છે.
રેન્જ ઓફ મોશન ( ROM ) વધારાની આંગળીઓ (પોલીડેક્ટાઇલી) આંગળાઓ નું જોડાણ( સિન્ડેક્ટાઇલી) તથા પગના તળિયા ની રેખાઓ તથા પગમાં ડિસ્લોકેશન ની કન્ડિશન માટે જોવું.
કંજીનાઇટલ હિપ ડિસલોકેશન હોય તો લેગ નું ફ્લેક્શન કરવાથી ખબર પડે છે ફીમર એ શોર્ટ હોવાથી અફેક્ટેડ સાઇડ શોર્ટ દેખાય છે.
બેક :
સામાન્ય રીતે સ્પાઇનલ કોર્ડ એ સ્ટ્રેઇટ ,મીડ લાઇનમાં અને કમ્પ્લીટ હોય છે.
બેક ના નોર્મલ કર્વેચર તથા એબનોર્માલીટીસ જેમકે સ્પાઇના બાયફિડા માટે ચેક કરવું તથા સેકરલ એરિયામાં મોંગોલિયન સ્પોર્ટસ હોય તો તે કોમન વેરીએશન છે.તે ઓબ્ઝર્વેશન કરવુ.
રિફ્લેક્સિસ ઓફ ધ નોર્મલ નીયોનેટ:
1) રૂટિંગ રિફ્લેક્શ:
સ્ટીમ્યુલેશન
માઉથના કોર્નર ની નજીક ચિક પર ટચ અથવા સ્ટ્રોકિંગ કરવું.
રિસ્પોન્સ
સ્ટીમ્યુલેશન તરફ હેડ ટર્ન થશે મુખ્યત્વે ફૂડ ને શોધવા માટે.
ડીસઅપિયર
બાળક જાગતું હોય ત્યારે 3 થી 4 મહિને અને સ્લીપ દરમ્યાન 7 થી 8 મહિને.
2) સકીંગ રીફ્લેક્સ
સ્ટીમ્યુલેશન
મધર ની નિપલ અથવા એક્ઝામિનર ની લીટલ ફિંગર દ્વારા લિપ્સ ને ન્યુબોર્ન ના લિપ્સ ને ટચ કરવું.
રિસ્પોન્સ
ફૂડ માટે શકીંગ મોમેન્ટ કરે.
ડિસઅપીયર
ડીસઅપિયર થતો નથી.
3) સ્વેલોવીંગ રિફ્લેક્સ
સ્ટીમ્યુલેશન
શકીંગ રિફ્લેક્સ સાથે જ જોવા મળે છે.
રિસ્પોન્સ
ફૂડ એ માઉથ ના પોસ્ટીરીયર પાર્ટ માં પહોંચે ત્યારે સ્વેલો થાય છે.
ડિસઅપીયર
તે ડિસઅપીયર થતો નથી.
4)ગેગિંગ રીફ્લેક્સ:
સ્ટીમ્યુલેશન
પોસ્ટીરીયર ફેરિંગ્સ ફૂડ કે સેક્શન ટ્યુબ દ્વારા સીમ્યુલેટ થવાથી બાળક એ ગેગ કરે છે.
ડિસ્પોન્સ
બાળકને તરત જ ઉધરસ આવે અને ફૂડ રિટર્ન થાય છે.
ડિસઅપીયર
તે ડિસઅપીયર થતો નથી .
5) સ્નિઝીંગ એન્ડ કફીંગ રિફ્લેક્સ:
સ્ટીમ્યુલેશ
અપર અને લોવર એરવે માં ફોરેઇન સબસ્ટન્સ એન્ટર થાય.
રિસ્પોન્સ
અપર એર પેસેજ સ્નિઝીંગ દ્વારા અને લોવર એર પેસેજ કફિંગ વડે ક્લીયર થાય છે.
ડિસઅપીયર
ડિસઅપીયર થતો નથી.
6) બ્લીન્કીંગ રીફ્લેક્સ
સ્ટીમ્યુલેશન
બ્રાઇટ લાઇટ થી આઇ એક્સપોઝર થાય.
રિસ્પોન્સ
આઇ લીડ ને ક્લોઝ કરે અને આઇ ને પ્રોટેક્ટ કરે.
ડિસઅપીયર
ડિસઅપીયર થતો નથી.
7) ડોલ્સ આઇ રિફ્લેક્સ
સ્ટીમ્યુલેશન
નિયોનેટ નું હેડ ધીમેથી રાઇટ અથવા લેફ્ટ સાઇડમાં ફેરવવું.
રિસ્પોન્સ
આઇસ એ અપોઝિટ ડાયરેક્શન માં મુવ થાય છે.
ડિસઅપીયર
ચાઇલ્ડ એ ફોકસ કરે ત્યારે ડિસઅપીયર થાય છે.
8) પામર ગ્રાસ્પ:
સ્ટીમ્યુલેશન
નિયોનેટ ની હથેળીમાં વસ્તુ મૂકવી.
રિસ્પોન્સ
આંગળીઓ બંધ કરી ને વસ્તુ ને પકડશે.
ડિસઅપીયર
6 અઠવાડિયા થી 3 મહિનામાં ડિસઅપીયર થાય છે.
9)સ્ટેપિંગ અને ડાન્સિંગ રીફ્લેક્સ:
સ્ટીમ્યુલેશન
નિયોનેટ ને વર્ટિકલ પોઝિશન માં પકડી તેના ફિટને ફ્લેટ અને ફિર્મ સપાટી પર અડાડવા.
રિસ્પોન્સ
સ્ટેપ ની જેમ ઝડપથી લેગ્સ નું ફ્લેક્શન અને એક્સટેન્શન થાય છે.
ડિસઅપિયર
ત્રણ થી ચાર અઠવાડિયામાં ડિસઅપિયર થાય છે.
10) ટોનિક નેક રિફ્લેક્સ:
સ્ટીમ્યુલેશન
નીયોનેટ ને સુપાઇન પોઝીશન પ્રોવાઇડ કરી તેના હેડ ને એક તરફ ફેરવવું.
રિસ્પોન્સ
જે બાજુ નુ માથું ફેરવવામાં આવે તે બાજુના હાથ અને પગ સીધા થાય છે અને વિરુદ્ધ દિશાના હાથ અને પગ વળે છે.
ડિસઅપિયર
3 થી 4 મહિને ડિસઅપીયર થાય છે.
11) બાબિન્સકી
સ્ટીમ્યુલેશન
ફૂટના આઉટર સોલ માં હિલ થી શરૂ કરી સ્ટ્રોકિંગ ઉપર સુધી લેટરલ આસ્પેક્ટ થી ફિંગર સુધી ફૂટ ના બોલ સુધી લઇ જવું.
રિસ્પોન્સ
અંગૂઠા નું ડોરસીફેક્શન અને બીજા આંકડાઓશનો પંખાકાર થાય છે.
ડિસઅપિયર
તે એક વર્ષ પછી ડિસઅપીયર થાય છે.
12) મોરો રિફ્લેક્સ:
સ્ટીમ્યુલેશન
નિયોનેટ ને ફિર્મ સરફેસ પર મૂકી એક્ઝામિનેશન ટેબલ પર મૂકી મોટેથી હાથ અથવા મોઢા દ્વારા અવાજ કરવો અને નીયોનેટ ને સુપાઇન પોઝીશન માં પકડી એક હાથ વડે અપર બેક અને હેડ ને સપોર્ટ કરવો અને બીજા હાથથી લોવર બેક અને સપોર્ટ પ્રોવાઇડ કરવો ત્યારબાદ તેનો માથું એકાએક નીચેની તરફ એક ઇંચ જેટલું છોડી દેવું.
રિસ્પોન્સ
એકાએક સમતોલન માં બદલાવ આવવાથી હાથ પગ માં એક્સટેન્શન અને એબડક્શન તથા ફિંગર્સ ના ફેનિંગ સાથે ઇન્ડેક્સ ફિંગર અને થમ્બ ” C ” શેપ બનાવે છે ત્યારબાદ હાથ પગનું ફલેકશન અને એડ્કશન થાય છે તથા ઇન્ફન્ટ એ ક્રાય કરે છે.
ડિસઅપીયર
3 થી 4 મહિને ડિસઅપિયર થાય છે અને બે મહિને સ્ટ્રોંગ હોય છે.
ઇન્ફન્ટ ફીડીંગ:
પહેલા છ મહિના દરમિયાન ઇન્ફન્ટ નો ગ્રોથ રેટ એ ફાસ્ટ હોય છે. તેનો વેઇટ 1st 5 થી 6 મહિનામાં ડબલ અને એક વર્ષના અંત સુધીમાં ટ્રીપલ થાય છે. તેથી તેમને એડીક્યુએટ અમાઉન્ટ માં ફીડિંગ આપવાથી (બંને ક્વોલિટીથી અને ક્વોન્ટીટી માં) ડાયજેશન અને એબ્સોપ્શન સારું થાય છે.
બ્રેસ્ટ ફીડિંગ:
દરેક બેબીને છ મહિના સુધી અર્લી અને એક્સક્લુઝિવ બ્રસ્ટ ફિડીંગ આપવું જોઇએ. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે બેબી ને કોલોસ્ટ્રમ અને બ્રેસ્ટમિલ્ક સિવાય બીજું કાંઇ પણ આપવું નહીં. તેમાં મેડિસિન અને વિટામિન્સ આપી શકાય છે.
BFHI ( બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનીસિએટીવ્સ) ના 10 સ્ટેપ એ WHO/ UNICEF એ 1991 મા આપેલા છે જે બ્રેસ્ટ ફિડીંગ ને પ્રોટેક્ટ, પ્રમોટ તથા સપોર્ટ કરવામાં મદદ કરે છે.
BFHI : (બી.એફ.એચ.આઇ) (બેબી ફ્રેન્ડલી હોસ્પીટલ ઇનીસીએટીવ)
બેબી ફ્રેન્ડલી હોસ્પીટલ ઇનીસીએટીવ્સ એ એક ગ્લોબલ પ્રોગ્રામ છે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન( who) અને યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન એમર્જન્સી ફંડ(UNICEF) દ્વારા 1991 માં સ્ટાર્ટ કરવામાં આવેલો હતો.
તેનો મેઇન ગોલ એ બ્રેસ્ટ ફીડિંગ ને પ્રમોટ,પ્રોટેક્ટ, તથા સપોર્ટ પ્રોવાઇડ કરવો તથા મેટર્નલ પ્રેક્ટિસિસ ને સ્ટ્રેન્થેન કરવી જેના કારણે ન્યુ બોર્ન ની લાઇફ એ બેસ્ટ રીતે સ્ટાર્ટ થય શકે.
ઓબ્જેકટીવ્સ ઓફ BFHI (બેબી ફ્રેન્ડલી હોસ્પીટલ ઇનીસીએટીવ ):
1. હોસ્પિટલો અને બર્થિંગ સેન્ટરો ને રેકોગ્નાઇઝ કરવા તથા એન્કરેજ કરવા કે જે ઇન્ફન્ટ ફિડીંગ અને મધર બેબી બોન્ડ માટેની ઓપ્ટીમલ લેવલ ની કેર પ્રોવાઇડ કરે છે.
2. મેટરનલ ફેસીલીટીસમાં સક્સેસફુલ બ્રેસ્ટ ફીડિંગ માટે ના ટેન સ્ટેપ્સ ને પ્રોપર રીતે ઇમ્પલિમેન્ટ કરાવવા.
કમ્પોનન્ટ ઓફ BFHI (બેબી ફ્રેન્ડલી હોસ્પીટલ ઇનીસીએટીવ ):
બેબી ફ્રેન્ડલી હોસ્પીટલ ઇનીસીએટીવ માં કેટલાક કમ્પોનન્ટ આપેલા છે જેના કારણે બ્રેસ્ટફિડીંગ એ પ્રમોટ, પ્રોટેક્ટ તથા સપોર્ટ થય શકે.
અહી બેબી ફ્રેન્ડલી હોસ્પીટલ ઇનીસીએટીવ માં મેઇન 10 કમ્પોનન્ટ આપેલા છે:
1) બ્રેસ્ટફીડિંગ ની એક લેખિત પોલિસી રાખવી જે નિયમિતપણે તમામ હેલ્થકેર પર્સનલ ને જણાવવી.
2)બ્રેસ્ટફીડિંગ ની પોલીસી ને ઇફેક્ટીવ રીતે ઇમ્પલિમેન્ટ કરવા માટે જરૂરી સ્કિલ ની બધાજ હેલ્થકેર સ્ટાફ ને પ્રોપર્લી ટ્રેઇનિંગ આપવી.
3) બધા જ પ્રેગ્નેન્ટ વુમન ને બ્રેસ્ટ ફીડિંગ ના મેનેજમેન્ટ અને તેના બેનિફિટ્સ વિશે પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
4) બેબીના બર્થ થયા પછીના એક કલાકની અંદર જ બેબીને બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરાવવા માટે મધરને પ્રોપર હેલ્પ કરવી.
5)મધર ને બતાવવુ કે કેવી રીતે બ્રેસ્ટફીડિંગ કરાવવું અને બ્રેસ્ટફીડિંગ ને કેવી રીતે મેઇન્ટેન રાખવુ, ભલે મધર એ તેમના બાળક થી અલગ હોય.
6)જ્યાં સુધી મેડિકલી રીતે સૂચવવામાં ન આવે ત્યાં સુધી ન્યુબોર્ન ને માતાના દૂધ સિવાય કોઈ ખોરાક કે પીણું ન આપવુ.
7) પ્રેક્ટિસ રૂમિંગ ઇન- મધર તથા તેના બેબી ને દિવસ ના 24 કલાક માટે સાથે રહેવાની મંજૂરી આપવી.
8) એન્કરેજ બ્રેસ્ટ ફીટીંગ ઓન ડિમાન્ડ- જ્યારે પણ બાળક એ ભૂખ્યા હોવાના સાઇન બતાવે ત્યારે ત્યારે તેને બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરવા માટે મધર ને એડવાઇઝ આપવી.
9)બ્રેસ્ટફીડિંગ કરાવતા ઇન્ફન્ટ ને આર્ટીફીસીયલ ટીટ્સ અથવા પેસિફાયર (જેને ડમીસ અથવા સોથર્સ પણ કહેવાય છે) આપવી નહીં.
10)બ્રેસ્ટફીડિંગ સપોર્ટ ગ્રુપ ના એસ્ટાબ્લીસ ને પ્રોત્સાહન આપવુ અને હોસ્પિટલ અથવા ક્લિનિકમાંથી ડિસ્ચાર્જ થવા પર મધર ને તેમની પાસે મોકલવા.
આ કમ્પોનન્ટ એ BFHI ના મુખ્ય ભાગની રચના કરે છે અને એક એવું વાતાવરણ બનાવવા માટે રચાયેલ છે જે બ્રેસ્ટ ફીડિંગ ને, ઇન્ફન્ટ ને પોષણ આપવા માટે , મધર-ઇન્ફન્ટ બોન્ડિંગ ને પ્રોત્સાહન આપવા અને મધર અને ઇન્ફન્ટ બંને માટે સ્વાસ્થ્ય પરિણામો ને સુધારવા માટે શ્રેષ્ઠ માર્ગ તરીકે સમર્થન આપે છે અને પ્રોત્સાહિત કરે છે.
બેનિફિટ્સ ઓફ (બેબી ફ્રેન્ડલી હોસ્પીટલ ઇનીસીએટીવ )
હેલ્થ બેનિફિટ:
બેસ્ટ ફીટીંગ એ માતા(બ્રેસ્ટ તથા ઓવેરિયન કેન્સર નુ રિસ્ક રીડયુઝ થાય છે.) અને બાળક( ઇન્ફેક્શન નું રિસ્ક એ ઓછા થાય છે, એલર્જી તથા ક્રોનિક ડીઝિઝના રિસ્ક પણ રીડયુઝ થાય છે ) બંનેને ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ પ્રોવાઇડ કરે છે.
સાયકોલોજીકલ બેનિફિટ
બ્રેસ્ટ ફીડિંગ એ મધર અને ઇન્ફન્ટ વચ્ચે બોન્ડીંગ પ્રમોટ કરે છે.
તેના કારણે એ મધર અને ઇન્ફ્રન્ટ વચ્ચે ઇમોશનલ અટેચમેન્ટ થાય છે.
ઇકોનોમિક બેનિફિટ
બ્રેસ્ટ ફીડિંગ એ આર્ટીફિસીયલ ફિડીંગ ને રિલેટેડ થતા હેલ્થ પ્રોબ્લેમ ના હેલ્થકેર કોસ્ટને રીડયુઝ કરવામાં હેલ્પ કરે છે.
બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનીસીએટીવ( BFHI) એ એક કોમ્પરાહેન્સીવ ઇનીસીએટીવ છે તેનો એઇમ એ હેલ્થ કેર સેટિંગ્સમાં બ્રેસ્ટ ફીડિંગ માટે સપોર્ટિંગ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવો જેના કારણે મધર તથા ચાઇલ્ડ ની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ થય શકે.
એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફિડીંગ :
બેસ્ટ ફીડિંગ ના ફાયદાઓ નીચે મુજબ છે:
બેસ્ટ ફીડિંગ એ સેફેસ્ટ, ચીપેસ્ટ તથા ઇન્ફ્રન્ટ માટે બેસ્ટ પ્રોટેક્ટિવ ફૂડ છે. હ્યુમન મિલ્ક એ તેના સુપિરિયર ન્યુટ્રીટીવ અને પ્રોટેક્ટિવ વેલ્યુના કારણે તે ઇન્ફન્ટ માટે એક પ્રીફર્ડ ફૂડ છે તથા તે ઇન્ફન્ટ ના પહેલા છ મંથ માં તેની ટોટલ ન્યુટ્રીયંન્ટ રિક્વાયરમેન્ટ ફૂલફીલ કરવામાં મદદરૂપ થાય છે. બેસ્ટ ફીડીંગ ના કારણે ચાઇલ્ડ નુ પ્રોપરલી ગ્રોથ તથા ડેવલપમેન્ટ થય શકે છે.
1) ન્યુટ્રીટીવ વેલ્યુ :
બ્રેસ્ટ મિલ્ક એ આઇડિયલ કમ્પોઝિશન છે અને તે સરળતાથી ડાઇજેસ્ટ થય શકે તેવું હોય છે અને તેમાં બધા જ એસેન્સીયલ ન્યુટ્રીયંન્ટ કે જે બેબી માટે જરૂરી હોય તે આવેલા હોય છે.
જે બાળકના 4 થી 6 મહિના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે જરૂરી હોય છે.
તેમાં હાઇ પર્સન્ટેજ માં લેક્ટોઝ અને ગેલેક્ટોઝ આવેલા હોય છે જે બ્રેઇન ના ગ્રોથ માટે જરૂરી હોય છે.
તે બોડી ના ગ્રોથ માટે કેલ્શિયમ ના એબઝોર્બસન ને ફેસીલીટેટ કરે છે. બેસ્ટ ફિડીંગ એ પ્રિટર્મ ડીલેવરી માં પ્રિટર્મ બેબી ને માટે ચોક્કસ ન્યુટ્રીયંટ પ્રોવાઇડ કરે છે.
બેસ્ટ ફીડિંગ માં એમાઇનોએસિડ જેવા કે સિસ્ટીન અને ટૌરીન આવેલું હોય છે જે નીયોનેટ પિરિયડ દરમિયાન અગત્ય નું હોય છે.
બ્રેસ્ટ ફીડિંગ માં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે નર્વસ સિસ્ટમ ના માઇલીનેશન માટે જરૂરી હોય છે.
બેસ્ટ ફીડીંગ માં વિટામીન, મિનરલ, ઇલેક્ટ્રોલાઇટ અને વોટર હોય છે, જે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ના મેચ્યુરેશન માટે જરૂરી હોય છે.
100 ml જેટલા બ્રેસ્ટ મિલ્ક માં 66 કેલેરિસ,1.2 ગ્રામ જેટલુ પ્રોટીન, ફેટ એ 3.8 ગ્રામ, લેક્ટોસ 7 gm વિટામીન ‘ A ‘ 170 થી 160 IU , વિટામીન ‘ C ‘2 થી ‘6’ mg , વિટામીન ‘D’ 2.2 IU , કેલ્શિયમ 35 mg, તથા ફોસ્ફરસ એ 15 mg હોય છે.
2) ડાયજેસ્ટિબિલિટી :
લેક્ટોઆલ્બ્યુમીન અને લેક્ટોગ્લોબ્યુલીન ના લીધે બ્રેસ્ટ મિલ્ક સહેલાઇ થી ડાયજેસ્ટ થાય છે તેના એન્ઝાઇમ લાઇપેસ થી ફેટ નું ડાઇજેશન ઇઝીલી થાય છે અને ફ્રી ફેટીએસિડ પ્રોવાઇડ થાય છે.
3) પ્રોટેક્ટિવ વેલ્યુ
બ્રેસ્ટ મિલ્કમાં રહેલા IgA, IgM, મેક્રોફેઝીસ, લીંફોસાઇટ્સ, અનસેચ્યુરેટેડ લેક્ટોફેરીન, લાઇસોઝાઇમ, વગેરે બાળક ને ઇન્ફેક્શન અને એલર્જી સામે પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ના કારણે બાળક માં થતુ માલન્યુટ્રીશન, હાઇપરટેન્શન, ડાયાબીટીસ મલાઇટસ, કોરોનરી આર્ટરી ડિસીઝ જેવા ડિસીઝ થવાની શક્યતાઓ મા ઘટાડો થાય છે.
4) સાયકોલોજિકલ બેનિફિટ
બ્રેસ્ટ ફીડિંગ ના કારણે મધર નું બાળક સાથે ક્લોઝ ફિઝિકલ અને ઇમોશનલ બોન્ડ થવાથી સાયકોમોટર અને સોશિયલ ડેવલોપમેન્ટ પણ સારું થાય છે.
બાળક માં ઇન્ટેલિજન્સી અને સિક્યોરિટી ની ફીલિંગ્સ ઇન્ક્રીઝ થાય છે.
5) મેટરનલ બેનિફિટ્સ
બ્રેસ્ટ ફીડિંગ ના કારણે મધર માં પોસ્ટ પાર્ટમ હેમરેજ ની શક્યતાઓ ઘટે છે તથા સારું યુટેરાઇન ઇન્વોલ્યુશન થાય છે.
લેક્ટેસ્ટેશનલ એમેનોરિયા ના લીધે આયર્ન ની રિકવરી થાય છે.
ફર્સ્ટ 6 મંથ માં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ થી પ્રેગનેન્સી સામે પ્રોટેક્શન મળે છે.
મધર મા બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર નો રિસ્ક ઘટે છે.
વધારાની ફેટ નો વપરાશ થવાથી બોડી એ થીન થાય છે.
મેટાબોલિક એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે. અને મધર એ તેના ચાઇલ્ડ ને ફ્રેશ, પ્યોર, રેડીમેન્ટ, ક્લિયર તથા પ્રોપર ટેમ્પરેચર વાળું મિલ્ક પ્રોવાઇડ કરી શકે છે.
6) અધર બેનિફિટ્સ
બ્રેસ્ટ ફીડિંગ એ પ્રોપરલી કન્વિનીયન્ટ હોય છે જેના કારણે તેમાં પ્રિપેરેશન ની જરૂરિયાત રહેતી નથી.
બેસ્ટફીડિંગ એ નેચરલ કોન્ટ્રાસેપ્ટીવ તરીકે વર્ક કરે છે. તેથી લેક્ટેશન પિરિયડ દરમિયાન કન્સેપશન ના ચાન્સ ઓછા રહે છે. તથા બેસ્ટ ફીડીંગ ની લક્ઝેટીવ એક્શન હોય છે.
તેમાં બટક-સોર, ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન, તથા એક્ઝીમા ના ચાન્સ રિડ્યુઝ થાય છે, તથા સ્કર્વી અને રિકેટ્સ ના ઇન્સિડન્સ પણ રીડયુઝ થાય છે.
7) ફેમિલી એન્ડ કોમ્યુનિટી બેનિફિટ
બ્રેસ્ટ ફીડિંગ એ મની,ટાઇમ અને એનર્જી ના સેવિંગ માટે પ્રોપર ફૂડ છે.
ફેમિલી ને મિલ્ક, હેલ્થ કેર અને ઇલનેસ નો ખર્ચો ઓછો થાય છે બ્રેસ્ટ મિલ્ક એ ફેમિલી, હોસ્પિટલ કોમ્યુનિટીઝ અને કન્ટ્રીઝ માટે ઇકોનોમિકલી બેનિફિટ હોય છે.
ડિફરન્ટ કમ્પોઝિશન ઓફ બ્રેસ્ટ મિલ્ક:
1) કોલોસ્ટ્રમ
ડિલેવરી પછી ફર્સ્ટ ત્રણ દિવસ બ્રેસ્ટ માંથી સિક્રિટ થતા મિલ્ક ને કોલોસ્ટ્રોમ કહેવામાં આવે છે. તે થીક, યલો અને સ્મોલ ક્વોન્ટીટી માં હોય છે તેમાં વધારે એન્ટીબોડીઝ, પ્રોટીન અને ફેટ સોલ્યુબલ વિટામીન ( A,D,E,K ) પૂરતા પ્રમાણમાં હોય છે તે પ્રોટેક્ટીવ હોવાથી તેને બેબી નું ફર્સ્ટ ઇમ્યુનાઇઝેશન પણ કહેવાય છે.
2) ટ્રાન્ઝીશનલ મિલ્ક:
પોસ્ટનેટલ પિરિયડ માં કોલેસ્ટ્રોમ પછી પ્રથમ ત્રણ દિવસના બ્રેસ્ટ મિલ્ક ને ટ્રાન્ઝીશનલ મિલ્ક કહેવામાં આવે છે. તેમાં ફેટ અને સુગર વધારે તથા પ્રોટીન અને ઇમ્યુનોલોજીકલ કન્ટેન્ટ ઓછું હોય છે.
3) મેચ્યોર મિલ્ક:
ડિલેવરી પછી ના 10 થી 15 દિવસ પછી ના મિલ્ક ને મેચ્યોર મિલ્ક કહેવામાં આવે છે તે વોટરી તથા બેબી ના ઓપ્ટિમમ ગ્રોથ માટે જરૂરી ન્યુટ્રીયંટ વાળું હોય છે.
4) પ્રીટમૅ મિલ્ક:
જેને પ્રિટર્મ ડિલિવરી થય હોય તે મધર માં પ્રિટર્મ મિલ્ક સિક્રિટ થાય છે તેમાં પ્રિટર્મ બેબી માટે યોગ્ય પ્રમાણમાં પ્રોટીન, સોડિયમ, આયર્ન, ઇમ્યુનોગ્લોબ્યુલીન અને કેલરીસ હોય છે.
5) ફોર મિલ્ક :
રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ માં શરૂઆતમાં સિક્રિટ થતા મિલ્ક ને ફોર મિલ્ક કહેવામાં આવે છે તે વધારે વૉટરી હોવાથી બેબી ની તરસ ને સંતોષે છે તેમાં પ્રોટીન, સુગર , વિટામિન, અને મિનરલ્સ વધારે હોય છે.
6) હિન્ડ મિલ્ક :
રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ માં લાસ્ટ માં સિક્રિટ થતા મિલ્ક ને હિંડ મિલ્ક કહે છે તેમાં ફેટ અને એનર્જી વધારે હોય છે તે બેબીની ભૂખ ને સંતોષે છે આથી મધર એ વન બ્રેસ્ટ કમ્પ્લીટલી એમ્પટી થાય પછી જ બીજી બ્રેસ્ટ પર બ્રેસ્ટ બ્રેડિંગ કરાવવું જોઇએ આથી બેબી ને જરૂરી ફ્લુઇડ અને ન્યુટ્રીયંટ બંને ફોર અને હિન્ડ મિલ્ક માંથી મળી શકે છે.
પ્રિપેરેશન ફોર બ્રેસ્ટફીડિંગ:
બ્રેસ્ટ ફીડિંગ માટેની પ્રિપરેશન એ એન્ટિનેટલ પિરિયડ દરમિયાન જ સ્ટાર્ટ થાય છે. તેમાં મધર ને બ્રેસ્ટ ફીડિંગ માટેના બેનિફિટ્સ વિશે તથા તેની ટેકનીક વિશે એન્ટિનેટલ પિરિયડ દરમિયાન જ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જોઇએ.
એન્ટિનેટલ પિરિયડ દરમિયાન બ્રેસ્ટ નું એક્ઝામિનેશન કરવું જોઇએ તથા બ્રેસ્ટ માં કોઇપણ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરવું જોઇએ જેમકે રીટ્રેકટેડ નીપલ, ક્રેક્ડ્ નીપલ, તથા ડિપ્રેસ્ડ નીપલ ની કન્ડિશન હોય તો તેને પ્રોપરલી ટ્રીટ કરવી. તથા તેની ટ્રીટમેન્ટ વિશે પ્રેગ્નેન્ટ વુમન ને જરૂરી એડવાઇઝ તથા ઇન્ટરવેશન પ્રોવાઇડ કરવું જોઇએ. પ્રિનેટલ પિરિયડ દરમિયાન એનર્જી અને ન્યુટ્રીયન્ટ માટે એડીક્યુએટ અમાઉન્ટ મા ન્યુટ્રીશનલ રિચ ફુડ લેવું જોઇએ.
એન્ટીનેટલ પિરિયડ દરમિયાન જ એડિક્યુએટ અમાઉન્ટ માં માઇક્રોન્યુટ્રીયન્ટ, રેસ્ટ , રેગ્યુલર એક્સરસાઇઝ તથા પ્રોપરલી હાઇજિન મેઇનટેઇન રાખવા માટે મધર ને એડવાઇઝ પ્રોવાઇડ કરવી. મધર ને પ્રોપર્લી બ્રેસ્ટ ફીડિંગ ની ટેક્નિક માટે એન્ટિનેટલ પિરિયડ સમય દરમિયાન જ કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું જોઇએ.
બર્થ પછી ઇમીડીએટલી બ્રેસ્ટ ફીડિંગ માટે મધર ને સાયકોલોજીકલી પ્રિપેર કરવા માટે એડિક્યુએટ કાઉન્સિલિંગ પ્રોવાઇડ કરવું. પ્રેગ્નેન્ટ વુમન ને એડવાઇસ આપવી કે પ્રેગનેન્સી ના લાસ્ટ 4 વિક દરમિયાન બ્રેસ્ટ ની પ્રોપર મસાજ કરી તેમાંથી કોલેસ્ટ્રોમ એક્સપ્રેસ કરવું તથા બ્રેસ્ટ ની ક્લીન્લીનેસ ને મેઇન્ટેન રાખવી.
મેનેજમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ
મોર્ડન પ્રેક્ટિસ માં મિનિમમ ડેઇલી વન ટાઇમ બ્રેસ્ટ વોસ તથા નીપલ ક્લિન્ઝીંગ કરવા માટે મધર ને એડવાઇઝ આપવી.
મધર ને એડવાઇસ આપવી કે બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરતા પહેલા પ્રોપરલી હેન્ડ વોશિંગ કરવા જોઇએ, તથા બેબી ને કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવી તથા ફ્રિક્વંટ્લી ફીડિંગ એટલે કે 24 અવર્સ માં 8 થી 12 ફીડ માટે મધર ને એડવાઇઝ આપવી.
બ્રેસ્ટ ફીડિંગ ની શરૂઆત:
બ્રેસ્ટ ફીડિંગ એ બર્થ થયા પછી બને તેટલા વહેલા એટલે કે અડધા થી એક કલાક (1/2-1અવર્સ/
(30 – 60 મીનીટ) ની અંદર માં સ્ટાર્ટ કરી દેવું જોઇએ જો સિઝેરિયન ડિલિવરી થયેલી હોય તો પ્રથમ ચાર અવર્સ માં બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરી દેવું જોઇએ.
ફ્રિકવન્સી ઓફ ફિડીંગ:
ટાઇમ સેડ્યુલ:
બર્થ થયા પછીના પહેલા 24 અવર્સ માં મધર ને બે થી ત્રણ અવર્સ ના ઇન્ટરવલ થી ફીડિંગ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી ત્યારબાદ એક વીક ના એન્ડ થી ત્રણ થી ચાર અવર્સ ની પેટર્ન સ્ટાર્ટ કરવા માટે એડવાઇઝ આપવી તથા બેબી ની ડિમાન્ડ પ્રમાણે ફીડિંગ પ્રોવાઇડ કરવા માટે મધર ને એડવાઇઝ આપવી.
ડિમાન્ડ ફીડીંગ:
તેમાં બેબી એ જ્યારે ભૂખ્યું થાય ત્યારે બ્રેસ્ટ ફીડિંગ આપવું તેમાં ફીડિંગ ના પ્રમાણ અને તેના સિક્વન્સ માં કોઇ રિસ્ટ્રિક્શન હોતી નથી.
ડ્યુરેશન ઓફ ફિડ:
શરૂઆત માં ફીડિંગ એ બંને બ્રેસ્ટ પર પાંચ થી દસ મિનિટ(5-10 મીનીટ) માટે આપવુ. તેથી લેટડાઉન રિફ્લક્ષ માં હેલ્પ થય શકે પછી ધીમે ધીમે ટાઇમ ઇન્ક્રીઝ કરવો એક બ્રેસ્ટ એ કમ્પ્લીટલી એમ્પટી થાય ત્યાર પછી જ બીજી બેસ્ટ પર બાળક ને મૂકવું તેથી બાળક ને ફોર અને હિન્ડ બંને મિલ્ક મળી શકે છે.
નાઇટ ફીડિંગ:
શરૂઆત ના પિરિયડમાં પાંચ અવર્સ થી વધારે ઇન્ટરવલ ને અવોઇડ કરવા માટે નાઇટ ફીડિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે તેથી બ્રેસ્ટ એ કમ્પ્લીટલી એમ્પટી થવાથી બેબી ને એડિક્યુએટ સ્લીપ મળી શકે છે.
અમાઉન્ટ:
એવરેજ મિલ્ક રિક્વાયરમેન્ટ: ફર્સ્ટ ડે- 60 ml/ kg/ 24 hours 10 દિવસ સુધી. તથા બેબી ને ડિમાન્ડ પર ફીડિંગ પ્રોવાઇડ કરવું.
ટેકનિક/પોઝીશન ઓફ બ્રેસ્ટફીડિંગ:
ચાઇલ્ડ ને પ્રોપરલી બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરવા માટે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ મધર ની ડિઝાયર હોવી જોઇએ જેના કારણે સક્સેસફૂલ લેક્ટેસન થય શકે.
મધર એ ચાઇલ્ડ ને ફીડિંગ પ્રોવાઇડ કરવા માટે સાયકોલોજીકલી પ્રિપેર હોવા જોઇએ .
મધર એ ચાઇલ્ડ ને ફીડિંગ પ્રોવાઇડ કર્યા પહેલા એડિક્યુલેટ અમાઉન્ટ માં મિલ્ક,જ્યુસ તથા વોટર ડ્રિન્ક કરવું.
ફીડિંગ પ્રોવાઇડ કરતા પહેલા મધર એ તેના હેન્ડ ને પ્રોપરલી વોશ કરવા જોઇએ.
મધર એ ફિઝિકલી તથા ઇમોશનલી રિલેક્સ અને કમ્ફર્ટેબલ હોવી જોઇએ.
ત્યારબાદ મધર એ બેક પાછળ ટેકો લઇ ને આરામ થી બેસી શકે છે. તથા બાળક ને તેણીના ખોળા મા રાખવા ની સલાહ આપવામાં આવે છે.
જો તે બેસી શકતી નથી, તો તે ખભા નીચે ઓશીકું રાખીને ચાઇલ્ડ ની બાજુ પર સૂઇ ને ફીડિંગ પ્રોવાઇડ કરી શકે છે.
બાળકના હેડ ને ટેકો આપવો જોઇએ અને સહેજ ઉંચુ કરવુ જોઇએ. બાળકને સેમી-સીટીંગ ની સ્થિતિમાં તેનું હેડ એ બ્રેસ્ટ ની નજીક રાખવા માટે એડવાઇઝ આપવી અને ત્યારબાદ તેને એક હાથ થી ટેકો આપવો.
બાળક ના ચીક એ નીપલ ને ટચ કરતા હોવા જોઇએ જેથી કરીને બાળક નુ રુટીંગ રિફ્લેક્સ એ નીપલ સુધી પહોંચી શકે અને લેટ ડાઉન રીફ્લેક્સ એ એન્કરેજ થય શકે.
જો બ્રેસ્ટ એ ફિર્મ અને ફુલ હોય તો સૌથી પહેલા બેબી ના નોઝ ને પ્રેસિંગ થતું પ્રિવેન્ટ કરવા માટે તેને બ્રેસ્ટ ને ફર્સ્ટ આંગળી થી પ્રેસ્ડ કરવી જોઇએ.
બ્રેસ્ટ ફિડીંગ કરાવતી સમયે બંને બ્રેસ્ટ પર અલ્ટરનેટીવ્લી તથા કમ્પ્લીટલી બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે મધર ને એડવાઇઝ આપવી.
પ્રથમ થોડા દિવસો દરમિયાન, મોટાભાગ ના બાળકો થોડા શક કર્યા પછી ઊંઘી જાય છે. કાન ની પાછળ અથવા ફીટ ના એક તળિયા ની પાછળ જેન્ટલી ટીકલ દ્વારા તેમને સ્ટીમ્યુલેટ કરવા જોઇએ. જો શક્ય હોય તો અલ્ટરનેટ ફિડીંગ વખતે એક બ્રેસ્ટ એ કમ્પલીટ્લી એમ્પટી કરવી જોઇએ.
બર્પીંગ:
દરેક બાળક ફીડિંગ દરમિયાન થોડી હવા ગળી જાય છે અને ચાઇલ્ડ ને ઓડકાર ન આવે ત્યાં સુધી તેને સીધું પકડી ને પીઠ પર જેન્ટલી રિતે થપ્પડ મારવી( થાબડવુ ) જોઇએ. જો વધુ પડતી હવા ગળી જાય અને તેને દૂર ન કરવામાં આવે તો બાળક ને વોમિટિંગ , કોલિક થય શકે છે. ફીડીંગ આપ્યા પછી, જો જરૂરી હોય તો ડાયપર બદલવુ જોઇએ.
ફેક્ટર્સ ફોર સક્સેસફુલ લેક્ટેસન:
પોઝીસનિંગ, એટેચમેન્ટ ઓફ બ્રેસ્ટ.
ડિફીકલ્ટીસ ઇન બ્રેસ્ટ ફીડીંગ એન્ડ ઇટ્સ ટ્રીટમેન્ટ:
ડ્યુ ટુ મધર :
મધર ને બ્રેસ્ટ ફીડીંગ પ્રોવાઇડ કરવું ગમે નહીં તો મધરને શાંતિથી સાંભળીને તેનુ કાઉન્સિલિંગ કરી તેનો પ્રોબ્લેમ સોલ્વ કરવો.
ઇન્ફન્ટ નું અટેચમેન્ટ એ બ્રેસ્ટ સાથે પૂઅર હોય તો તેને કરેક્ટ બેસ્ટ ફીડીંગ ટેક્નીક શીખવાડવી.
પ્રિલેક્ટીયલ ફીડ અવોઇડ કરવુ.
મધર ને એન્ઝાયટી અને સ્ટ્રેસ માં રિએશ્યોરન્સ તથા પ્રોપરલી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
જો મિલ્ક સિક્રીસન ઇનએડીક્યુએટ હોય તો પ્રોપર પોઝિશન તથા ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
જો મધર ને બ્રેસ્ટ એંગોર્જમેન્ટ, ક્રેક્ડ્ નીપલ, ડિપ્રેસ્ડ નીપલ, માસ્ટાઇટીસ હોય તો તેને પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
ડ્યુ ટુ ઇન્ફન્ટ:
જો લો બર્થ વેઇટ બેબી, ટેમ્પરરી ઇલનેસ ના કારણે બ્રેસ્ટ ફીડિંગ મા ડિફીકલ્ટીસ આવી શકે છે.
એર સ્વેલો થવાના લીધે તેને પ્રોપરલી બર્પીંગ કરાવવું.
કંજીનાઇટલ માલફોર્મેશન (ક્લેફટ લીપ, ક્લેફ્ટ પેલેટ ) માં સર્જીકલી કરેક્શન કરવું.
કંપ્લીમેન્ટ્રી ફીડિંગ ઓર વિનિંગ:
માત્ર બ્રેસ્ટ ફીડિંગ એ ઇન્ફન્ટ ના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે 4 થી 6 મંથ સુધી પૂરતું હોય છે વિનિંગ અથવા કંમ્પલીમેન્ટ્રી ફીડિંગ એટલે ગ્રેજ્યુઅલી અને પ્રોગ્રેસિવલી રીતે બેબી ને બ્રેસ્ટ ફીડિંગ માંથી ફેમિલી ના સામાન્ય ખોરાક માં ટ્રાન્સફર કરવુ જ્યારે બ્રેસ્ટ ફીડિંગ એ બાળક માટે અપૂરતું હોય ત્યારે તેના એડિશન માં વિનિંગ ફૂડ પ્રોવાઇડ કરવામાં આવે છે.
વિનિંગ ફૂડ એ સામાન્ય રીતે સૌથી પહેલા લિક્વિડ ફૂડ, ત્યારબાદ સેમીસોલિડ,અને ત્યારબાદ સોલિડ ફૂડ તેવી રીતે પ્રોવાઇડ કરવામાં આવે છે.
જેમા,
લીક્વીડ ફુડ મા વેજીટેબલ નું શુપ, ટોમેટો પલ્સીસ અને ફ્રુટ જ્યુસ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
સેમી સોલિડ ફૂડ માં, બટાટા, કઠોળ અને મૂળ શાકભાજી ને સારી રીતે રાંધીને ખવડાવતા પહેલા વોશ કરવા જોઇએ . કેળાને મેસ્ડ (છૂંદી) ને ખવડાવી શકાય છે. નરમ રાંધેલા ચોખા અને નરમ રાંધેલી માછલી ને ખોરાક આપતા પહેલા મેસ્ડ (છૂંદી )કરીને ને ખવડાવી શકાય છે .
ન્યુટ્રીટીવ વેલ્યુ વધારવા માટે રાગી + ગોળ + ચણા + ઘી + ખાંડ જેવા ફુડ નો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોટીન, કેલરી અને આયર્નની સપ્લાય કરશે.
તથા
સોલિડ ફૂડ મા
રાંધેલા ભાત, ચપાતી, ઇડલી, બ્રેડ, બિસ્કીટ, સીંગદાણા, શેકેલા ચણા, કેળા. જ્યારે બાળકો યોગ્ય રીતે ચાવતા શીખે ત્યારે સોલિડ ફુડ શરૂ કરી શકાય
વિનિંગ ફૂડ માટેનો પિરિયડ એ સામાન્ય રીતે છ મહિના થી લય અને એક વર્ષ સુધીનો હોય છે.
આર્ટિફિશિયલ ફીડિંગ:
જ્યારે ઇન્ફન્ટ ને હ્યુમન મિલ્ક, ડ્રગ્સ કે વિટામિન કરતા બીજા પ્રિપેરેશન નું ફીડિંગ આપવામાં આવે છે તેને આર્ટિફિશિયલ ફીડિંગ કહેવામાં આવે છે તે જ્યારે બોટલથી આપવામાં આવે તો તેને બોટલ ફીડિંગ કહેવામાં આવે છે અને તેને બોટલ વગર પણ આપી શકાય છે.
ઇન્ડીકેશન:
જ્યારે બેસ્ટ ફીડિંગ નું ટેમ્પરરી અથવા પર્મનન્ટ કોન્ટ્રાઇન્ડીકેશન હોય ત્યારે.
જ્યારે ઇનએડિક્યુએટ ડેક્યુટ અમાઉન્ટ મા બ્રેસ્ટ ફીડિંગ હોય ત્યારે.
વુમન ની લાઇફ સ્ટાઇલ ચેન્જ હોય અથવા સોશિયો ઇકોનોમિક કન્ડિશન ચેન્જ થાય ત્યારે.
ફુડ યુઝ્ડ:
બ્રેસ્ટ મિલ્ક ના સબસ્ટીટ્યુટ તરીકે પરફેક્ટ ફોર્મ્યુલા નથી પરંતુ નીચે પ્રમાણે નું ફૂડ યુઝ થય શકે છે.જેમ કે, બોઇલ્ડ કરેલું કાઉ મિલ્ક,
ડ્રાઇડ મિલ્ક ફોર્મ્યુલા ,
કાઉ મિલ્ક,
બફેલો મિલ્ક.
પ્રિન્સિપલ્સ ઓફ આર્ટિફિશિયલ ફીડિંગ:
જ્યારે બેબી ને બ્રેસ્ટ ફીડિંગ આપવાના બધા જ પ્રયત્નો ફેઇલ જાય ત્યારે હ્યુમન મિલ્ક મળી ન શકે તેમ હોય ત્યારે આર્ટિફિશિયલ ફીડિંગ નો નિર્ણય લેવો.
બેબી ને ફીડિંગ સમયે પ્રોપર્લી કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવી.
આર્ટિફિશિયલ ફીડિંગ નો હેતુ એ બ્રેસ્ટ ફીડિંગ જેવો જ હોય છે. જેમકે એડીક્યુએટ ન્યુટ્રીયંટ પ્રોવાઇડ કરે છે, તે જંતુમુક્ત અને ઇકોનોમિકલ તથા બાળક ની જરૂરિયાત પ્રમાણે હોય છે.
આર્ટિફિશિયલ ફીડિંગ એ સ્પુન,બાઉલ,કપ થી આપવું જોઇએ. શીક અને પ્રિ ટર્મ ઇન્ફંટ માં ડ્રોપર અને હોસ્પિટલાઇઝ બેબી મા નેઝોગેસ્ટ્રિક ટ્યુબ થી આપવું જોઇએ.
બોટલ ફીટીંગ અવોઇડ કરવું જોઇએ મધર ને તેનું રિસ્ક ડાયરિયા વિશે સમજાવવું જોઇએ.
પ્રિપેરેશન અને ફીડિંગ પ્રોસિજર મા સ્ટ્રીક ક્લિન્લીનેસ જાળવી રાખવી જોઇએ અને આગળનું વધેલું મિલ્ક ફરીથી યુઝ ન કરવું જોઇએ.
બેબીના વેઇટ મુજબ ફ્લુડ અને કેલરીસ ને કાઉન્ટ કરી એડિક્યુએટ અમાઉન્ટ માં ફીડીંગ આપવું જોઇએ.
ફીડિંગ માટેની સાચી રીત જાળવવી જોઇએ અને મિલ્ક એ વામૅ હોવું જોઇએ.
ટાઇમ એ 15 થી 20 મિનિટ માટે ટોટલ કોન્ટીટી પ્રમાણે રાખવું જેમાં ઇન્ફન્ટ માં ફીડિંગ ની ફ્રિકવન્સી એ છ થી આઠ ટાઇમ અને ઓલ્ડર બેબી માં 3 થી 5 ટાઇમ રાખવી.
જો કાઉ મિલ્ક હોય તો ફર્સ્ટ બે મંથ સુધી કાઉ મિલ્ક માં ડાયલ્યુશન કરી પ્રોવાઇડ કરવુ અને ત્યારબાદ અનડાયલ્યુટેડ મિલ્ક, કૂલ વામૅ મિલ્ક સુગર એડ કરી ને પ્રોવાઇડ કરવું.
જો ડ્રાઇડ મિલ્ક(દૂધ નો પાઉડર) નો યુઝ કરવાનો હોય તો તે પ્રિસ્ક્રાઇબ પ્રમાણે તથા મેન્યુફેક્ચર ની સૂચના મુજબ બનાવવું જોઇએ.
જો ઇન્ફંટ ને કોઇપણ ઇલનેસ હોય તો ઇલનેસ દરમિયાન કેલેરી ની જરૂર વધારે હોવાથી વારંવાર તથા સ્મોલ ક્વોન્ટિટી માં ફીડિંગ આપવું. જો એઇર એ સ્વેલો થયેલી હોય તો તેને બહાર કાઢવા તથા વોમીટીંગ અને ડિસ્કકમ્ફર્ટ ને અટકાવવા માટે બર્પીંગ કરાવવું.
બેબી માં કોઇપણ વિટામિન્સ અને મિનરલ્સ ની ડેફીસ્યન્સી હોય તો તેનું સપ્લીમેન્ટેશન આપવું.
બેબી ને ફીડિંગ પ્રોવાઇડ કર્યા બાદ બધા જ યુટેન્સિલ્સ ને પ્રોપરલી ક્લિયર કરવા તથા બોઇલિંગ કરી તેનું સ્ટરીલાઇઝેશન કરવું.
સક્સેસફૂલ ફીડિંગ
સક્સેસફૂલ ફીડિંગ માટે સૌથી સંતોષકારક માર્ગદર્શિકા એ છે કે 10 દિવસ પછી બાળક નું નિયમિત વજન વધવું જે 3 મહિના સુધી દરરોજ 25-30 g/day ના દરે હોવું જોઇએ.
કેર ઓફ સ્કિન, આઇસ, બટક્સ, કોર્ડ ઓફ ન્યુબોર્ન:
કેર ઓફ સ્કિન:
બેબીના બોડી ઉપર લાગેલા બ્લડ, મ્યુકસ અને મીકોનિયમ ને ધીરેથી સ્ટરાઇલ મોઇસ્ટ સ્વોબ થી ક્લીન કરવા જોઇએ કોડૅ એ જ્યાં સુધી પોતાની મેળે જ પડે નહીં ત્યાં સુધી ડિપ બાથ આપવું જોઇએ નહીં. વર્નિક્સ કેસીયોસા એ બેબી ના સ્મૂધ સ્કીન ને પ્રોટેક્શન પ્રોવાઇડ કરતું હોવાથી તેમને ઘસીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ નહિ. બેબી ના કપડા અને તેના ઇક્વિપમેન્ટ અલગ રાખવા જોઇએ જેના કારણે બીજા ઇન્ફેક્ટેડ પર્સન માથી ક્રોસ ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરી શકાય.
બેબી બાથ
બેબી બાથ એ હોસ્પિટલ કે હોમ મા આપતી વખતે પ્રોપરલી સૂચનાઓ ને અનુસરવી જોઇએ જેમકે બેબીને વામૅ રૂમમાં ધીમેથી અને ઝડપ થી બાથ આપી હેડ ટુ ટો ડ્રાય કરી વાર્મ ટોવેલ અથવા કપડા થી કવર કરી દેવા જોઇએ. વિન્ટર માં ડિપ બાથ કરતા સ્પંજ બાથ પ્રોવાઇડ કરવો જોઇએ.
બેબીના બર્થ પછીના ત્રણ થી ચાર વીક પછી ઓલિવ ઓઇલ કે કોકોનટ ઓઇલ નો યુઝ કરી બેબી ને મસાજ કરવાથી તેના સર્ક્યુલેશન અને મસલ્સ ટોનમાં સુધારો થાય છે. ઓઇલ મસાજ એ બેબી ને બાથ પ્રોવાઇડ કરતા પહેલા કરવું જોઇએ. મસાજ કરવામાં મસ્ટર્ડ ઓઇલ (રાઇનુ તેલ) નો યુઝ કરવો નહીં કારણ કે તેનાથી સ્કીનમાં ઇરિટેશન થાય છે.
બેબી ને સૂર્યપ્રકાશ માં રાખવાથી તેની બોડી વામૅ થાય છે તથા તેમાંથી વિટામિન D એડીક્યુએટ અમાઉન્ટ માં મળી રહે છે.
બેબીને બાથિંગ પ્રોવાઇડ કરતી સમયે તેનું બિહેવ્યર એબનોર્માલીટીસ, ઇન્ફેક્શન, મોંગોલિયન સ્પોર્ટસ , મિલીયા તથા ટોક્સીક એરિધેમા માટે ઓબ્ઝર્વ કરવા જોઇએ.
ક્લોથીંગ ઓફ ધ બેબી/ કેર ઓફ બટક્સ:
બેબી ને લુઝ, સોફ્ટ અને કોટન ના કપડા પહેરાવવા જોઇએ.
કોટનના થીક, સોફ્ટ તથા એબ્ઝોરર્બ કરી શકે તેવા ક્લોથ નેપકીન તરીકે યુઝ કરવા જોઇએ. પરંતુ સિન્થેટિક કપડા યુઝ કરવા જોઇએ નહીં.
બેબી ના ક્લોથ એ થોડા પ્રમાણમાં ડિટર્જન્ટ વડે ક્લીન કરી તેને પ્રોપરલી સૂર્યપ્રકાશમાં શુકવવા દેવા જોઇએ જેથી સ્કિન ઇરીટેશન અટકાવી શકાય.
વેટ થયેલા નેપકીન ને તરત જ ચેન્જ કરવુ જોઇએ.
કેર ઓફ આઇસ:
સ્ટરાઇલ કોટન સ્વોબ નોર્મલ સલાઇન અથવા સ્ટરાઇલ વોટર માં ડુબાડી આઇસ ને ઇનર કેન્થસ થી આઉટર કેન્થસ તરફ પ્રોપરલી ક્લીન કરવી.
બંને આઇસ અલગ – અલગ સ્વોબ વડે ક્લીન કરવી.
એરિથ્રોમાયસીન ( 0.5 %) તથા સિલ્વર નાઇટ્રેટ ડ્રોપ્સ (1 %) નો પણ યુઝ કરી શકાય છે.
આંખ માં કાજળ આંજવું નહીં તેનાથી ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ ને અટકાવી શકાય છે.
આંખમાં રેડનેસ સ્ટીકી આઇસ તથા વધારે આંસુ છે કે કેમ તેના માટે ઓબ્ઝર્વેશન કરવું.
કલ્ચરલ પ્રેક્ટિસ પ્રમાણે હ્યુમન કોલોસ્ટ્રમ નો યુઝ સ્ટીકી આઇસ ને પ્રિવેન્ટ કરવા માટે થય શકે છે.
કેર ઓફ અંબેલીકલ કોડૅ:
ડિલેવરી થયા પછી અંબેલિકલ કોર્ડ ને નેવેલ (દૂંટી) થી 2 – 3 ઇંચ દૂર રાખી કટ કરવું જોઇએ.
એસેપ્ટીક પ્રિકોશન મેઇન્ટેન કરવા કોર્ડ ને સ્ટરાઇલ કોટન થ્રેડ અથવા પ્લાસ્ટિક કોર્ડ ક્લેમ્પ નો યુઝ કરી લિગેટ (બાંધવી)કરવી જોઇએ.
ત્યારબાદ કોડૅ લાઇગેચર લુઝ થાય અથવા બ્લિડિંગ થાય છે કે નહીં તેના માટે ઇન્સ્પેક્ટ કરવું.
સામાન્ય રીતે કોર્ડ એ 5 થી 10 દિવસમાં ફોલ ડાઉન થય જાય છે જો ના થય હોય તો તેમાં ઇન્ફેક્શન ની કન્ડિશન છે કે કેમ તેના માટે ઓબ્ઝર્વેશન કરવું.
કોર્ડ ઉપર ડ્રેસિંગ અપ્લાય કરવું નહીં.તેને ઓપન અને ડ્રાય રાખવી જોઇએ.
બોન્ડિંગ:
ડેફીનેશન:
બોન્ડિંગ એ ઇમોશનલ કનેક્શન છે જે માતાપિતા/ પેરેન્ટ્સ અને તેમના ન્યુબોર્ન વચ્ચે ડેવલોપ થાય છે. તે ચાઇલ્ડ ના અર્લીયર ડેવલોપમેન્ટ માટેનો એક નિર્ણાયક આસ્પેક્ટ છે, જે બાળક ની ઇમોશનલ, સોસિયલ અને સાયકોલોજિકલ વેલ્બીંગ ને અસર કરે છે.
બોન્ડિંગ એ અર્લી ચાઇલ્ડહુડ ડેવલોપમેન્ટ માટેનો એક ક્રિટીકલ કમ્પોનન્ટ છે અને તેમાં ઇમોશનલ, ફિઝીકલ અને બિહેવ્યર એલિમેન્ટ્સ ની ડાયનેમિક આંતરપ્રક્રિયા નો સમાવેશ થાય છે. તે સિક્યોર અને સપોર્ટીવ પેરેન્ટ-ચાઇલ્ડ રિલેશનશિપ માટેનો પાયો નાખે છે, જે બાળકના ઓવરઓલ વેલ્બીંગ અને ફ્યુચર ડેવલોપમેન્ટ માટે જરૂરી હોય છે.
ઇમ્પોરટન્સ:
1) ઇમોશનલ સિક્યોરિટી
બેબીના બર્થ પછી અર્લી બોન્ર્ડિંગ એ બેબી ને સિક્યોરિટી તથા કમ્ફર્ટ માટેની સેન્સ પ્રોવાઇડ કરે છે જે બેબી ના ગ્રોથ અને ઇમોશનલ ડેવલોપમેન્ટ માટે અગત્યનું હોય છે.
2) અટેચમેન્ટ
બોન્ડિંગ એ સ્ટ્રોંગ પેરેન્ટ-ચાઇલ્ડ રિલેશનશિપ માટે નુ ફાઉન્ડેશન છે,તથા બાળક માટે વધુ સારા સોસિયલ અને ઇમોશનલ ડેવલોપમેન્ટ માં ફાળો આપે છે.
3) પેરેન્ટલ સેટીસફેક્શન
બોન્ડિંગ એ પેરેન્ટ તથા ચાઇલ્ડ બંને વચ્ચે સ્ટ્રોંગ કનેક્શન, અન્ડરસ્ટેન્ડિંગ તથા રિલેશનશિપ ડેવલોપ કરવામાં મદદ કરે છે. તથા પેરેન્ટલ સેટીસ્ફેક્શન અને કોન્ફિડન્ટ ડેવલોપ કરવામાં મદદ કરે છે.
બોન્ડિંગ કેવી રીતે થાય છે:
સ્કિન ટુ સ્કિન કોન્ટેક:
ચાઇલ્ડ ને નજીક રાખવાથી, ઘણીવાર બર્થ પછી તરત જ સ્કિન- ટુ – સ્કિન કોન્ટેક્ટ એ, બાળક ના બોડી ટેમ્પરેચર અને હાર્ટ રેટ ને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે તથા તે બોન્ડિંગ ને પ્રમોટ કરવામા હેલ્પ કરે છે.
બ્રેસ્ટફીડિંગ:
બેસ્ટ ફીડિંગ એ માત્ર ન્યુટ્રીયંટ જ પ્રોવાઇડ કરતું નથી પરંતુ ફિઝિકલ ક્લોઝનેસ તથા આઇ કોન્ટેક્ટ દ્વારા મધર તથા ચાઇલ્ડ વચ્ચે ના બોન્ડિંગ ને પણ પ્રમોટ કરે છે.
જેન્ટલ ટચ તથા વોઇસ:
બાળક સાથે આલિંગન કરવું, શાંત થવું અને તેની સાથે વાત કરવી એ પેરેન્ટ તથા ચાઇલ્ડ ના બોન્ડિંગ ને મજબૂત બનાવે છે.
ચેલેન્જીસ:
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન:
આ કન્ડિશન એ બોન્ડિંગ પ્રોસેસ ને અસર કરી શકે છે, જે માતાપિતા માટે તેમના બાળક સાથેના બોન્ડિંગ ને મુશ્કેલ બનાવે છે.
પ્રિમેચ્યોર બર્થ:
મેડિકલ ઇન્ટરવેન્શન અને નિયોનેટલ યુનિટ માં વિતાવેલા સમય ને કારણે પ્રિમેચ્યોર જન્મેલા બાળકો તથા તેમના પેરેન્ટ્સ વચ્ચે અલગ-અલગ બોન્ડિંગ અનુભવો હોય શકે છે.
રુમીંગ-ઇન:
રુમીંગ- ઇન એટલે ન્યુબોર્ન ના બર્થ પછી તેમને અલગ નર્સરી માં કેર માટે રાખવાના બદલે મધર તથા તેના બાળક ને એક જ રૂમમાં સાથે રાખવામાં આવે છે. રૂમિંગ-ઇન ના કારણે ન્યુબોર્ન નું બોડી ટેમ્પરેચર એ મેઇન્ટેન રહે છે સાથે તેમને એડિક્યુએટ અમાઉન્ટ માં બ્રેસ્ટ ફીડીંગ મળી શકે છે તથા મધર અને તેના ચાઇલ્ડ વચ્ચે નું બોન્ડિંગ રિલેશનશિપ પણ ઇમ્પ્રુવ થાય છે.
બાળક ના બર્થ પછી કે હોસ્પિટલાઇઝ્ડ થયા પછી બાળક ના કેર માટે હોસ્પિટલ માં માતા તથા તેના બાળક ને એક જ રૂમમાં રાખવાના કોન્સેપ્ટ ને રુમીંગ-ઇન કહેવામાં આવે છે.
ઓબ્જેકટીવ્સ:
1) પ્રમોટ બોન્ડિંગ
રુમીંગ-ઇન કોન્સેપ્ટ ના કારણે મધર અને તેના ચાઇલ્ડ વચ્ચે કંટીન્યુઅસ ફિઝિકલ કનેક્શન મેઇન્ટેન રહે છે જેના કારણે તેમની વચ્ચે પ્રોપરલી બોન્ડિંગ એસ્ટાબ્લીસ થય શકે છે. તથા સ્ટ્રોંગ ઇમોશનલ કનેક્શન એસ્ટાબ્લીસ થય શકે છે.
2) સપોર્ટ બ્રેસ્ટફીડિંગ:
રુમીંગ-ઇન કોન્સેપ્ટ ના કારણે મધર એ તેના ચાઇલ્ડ દ્વારા કરવામાં આવતા ફૂડ માટેના સંકેતો ને ઇમિડીએટલી ઓળખી શકે છે જેના કારણે બ્રેસ્ટ ફીડિંગ એ ચાઇલ્ડ ને પ્રોપર્લી મળી રહે છે.
3) એનહાન્સ પેરેન્ટલ ઇન્વોલ્વમેન્ટ:
રુમીંગ-ઇન એ પેરેન્ટસ ને શરૂઆત થી જ તેમના બાળક ની કેર માં વધુ વ્યસ્ત રહેવાની સહમતી આપે છે, તેના લીધે પેરેન્ટીંગ માં સક્ષમતા અને આત્મવિશ્વાસ ની ભાવના ને પ્રોત્સાહન આપે છે.
4) ઇન્ટીગ્રેટેડ કેર:
જ્યારે મધર અને તેના ચાઇલ્ડ એ એક સાથે હોય ત્યારે હેલ્થ કેર પ્રોવાઇડર્સ એ બંને ના હેલ્થ ને પ્રોપરલી મોનિટરિંગ કરી શકે છે. તથા કોઓર્ર્ડીનેટેડ કેર માટેની ફેસીલીટી પ્રોવાઇડ કરે છે.
ઇમ્પ્લીમેન્ટેશન:
હોસ્પિટલ અરેન્જમેન્ટ:
રૂમિંગ-ઇન સેટઅપ માં, બાળક ને માતાના બેડ ની બાજુમાં બેસિનેટ માં મૂકવામાં આવે છે. હૉસ્પિટલો કે જે રૂમિંગ-ઇન નો અમલ કરે છે તેમાં સામાન્ય રીતે પ્રાઇવેટ અથવા સેમી પ્રાઇવેટ રૂમ જેવી યોગ્ય સુવિધાઓ હોય છે.
કેર પ્રોસિઝર:
હેલ્થ કેર પર્સનલ એ અસેસમેન્ટ માટે, કેર પ્રોવાઇડ કરવા માટે, તથા બ્રેસ્ટ ફીડિંગ અને ન્યુબોર્ન ની કેર માટે તથા માતા ને સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે ડેઇલી રૂમની વિઝીટ લેતા હોય છે.આમાં કોઇપણ જરૂરી મેડિકલ પ્રોસિઝર માં મદદ કરવી અને માતા અને બાળક બંને ની વેલ્બિંગ છે તેની ખાતરી કરવાનો સમાવેશ થાય છે.
3) પેરેન્ટિંગ ગાઇડન્સ:
તેમાં પેરેન્ટ્સ એ ન્યુબોર્ન ની કેર, સેફ સ્લીપ પ્રેક્ટિસિસ, તથા બ્રેસ્ટ ફીડિંગ ની ટેક્નિક વિશે ગાઇડન્સ મેળવે છે.આ સપોર્ટ તેમને તેમના બાળક ની તાત્કાલિક જરૂરિયાતો નું મેનેજ કરવામાં મદદ કરે છે.
બેનિફિટ્સ:
1) ઇમ્પ્રુવ બોન્ડિંગ:
કંટીન્યુઅસ કોન્ટેક્ટ હોવાના કારણે મધર અને બેબી વચ્ચે ઇમોશનલ બોન્ડીંગ સ્ટ્રેન્ધેન થાય છે. જે બેબી ના ઇમોશનલ ડેવલોપમેન્ટ તથા વેલ્બીંગ માટે ક્રુશિયલ હોય છે.
2) બેટર બ્રેસ્ટ ફીડિંગ આઉટકમ:
રુમીંગ-ઇન કોન્સેપ્ટ ના કારણે ચાઇલ્ડ એ એડિક્યુએટ અમાઉન્ટ માં તથા ફ્રિકવંટલી બ્રેસ્ટ ફીડિંગ મેળવી શકે છે.જે મિલ્ક સપ્લાય ને ઇમ્પ્રુવમેન્ટ કરે છે તથા બેબી ની ન્યુટ્રીશનલ નીડ ને સપોર્ટ મળી રહે છે.
3) રિડ્યુસ સ્ટ્રેસ:
પેરેન્ટ તથા તેના ચાઇલ્ડ ને ક્લોઝ રાખવાથી મધર અને ચાઇલ્ડ બંને ના એન્ઝાયટી તથા સ્ટ્રેસ એ રીડ્યુઝ થય શકે છે. અને મધર અને તેના ચાઇલ્ડ ને વધારે કમ્ફર્ટેબલ તથા સ્ટેબલ એન્વાયરમેન્ટ મળી રહે છે.
4) એન્હાન્સિંગ મોનિટરિંગ:
જો મધર અને ચાઇલ્ડ એ એકસાથે હોય તો હેલ્થ કેર પ્રોવાઇડર એ બંને ને પ્રોપરલી અસેસમેન્ટ કરી શકે છે તથા તેમની જરૂરિયાત પ્રમાણે પ્રોપર્લી હેલ્થ કેર ફેસિલિટીસ પ્રોવાઇડ કરી શકે છે તથા કોઇ પણ કોમ્પ્લિકેશન હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન થય શકે છે.
ચેલેન્જીસ:
1) સ્લીપ ડિસ્ટર્બન્સ:
બાળક ની જરૂરિયાતો ને કારણે માતાને તેની સ્લીપ(ઉંઘ) માં ઇન્ટરપ્સન આવી શકે છે, જે ચેલેન્જિંગ હોય શકે છે, ખાસ કરીને જેઓ ચાઇલ્ડબર્થ માંથી રિકવર થય રહ્યા છે તેમના માટે.
2) રિસોર્સિસ લિમિટેશન:
બધી જ હોસ્પિટલમાં રુમીંગ-ઇન ના કોન્સેપ્ટ માટેની ફેસીલીટીસ અવેઇલેબલ હોતી નથી તથા એડિક્યુએટ અમાઉન્ટ માં હેલ્થ કેર પર્સનલ કે જે રૂમિંગ-ઇન માટેની કેર પ્રોવાઇડ કરી શકે તે અવેઇલેબલ હોતા નથી તે પણ એક ચેલેન્જ થય શકે છે.
3)પેરેંટલ ઓવરવેલ્મ:
નવા માતાપિતા તેમના ન્યુબોર્ન કેર માટેની સતત હાજરી થી ઓવરવેલ્મ્ડ થય શકે છે અને તેમને ઓકેસનલી આરામ અથવા વધારા ના સપોર્ટ ની જરૂર પડી શકે છે.
માઇનર ડિસઓર્ડર ઓફ ન્યુબોર્ન:
માઇનર ડિસઓર્ડર એ મેઇન્લી ન્યુબોર્ન માં વધારે પ્રમાણમાં જોવા મળે છે જો તેને પ્રોપરલી ટ્રીટ ન કરવામાં આવે તો તેના કારણે કોમ્પ્લીકેશન્સ પણ થય શકે છે. માઇનર અલાઇનમેન્ટ એ ફિઝિકલ કન્ડીશન છે કે જેના કારણે નોર્મલ ફંકશનમાં ડિસ્ટર્બન્સ આવી શકે છે.
માઇનર ડિસઓર્ડર જેમ કે,
1)સ્ટફી નોઝ,
2)સ્ટીકી આઇસ,
3)સ્કિન રેસીસ:
ટાઇપ્સ:
a) બ્લોચી એરીથેમેટસ,
b) નેપકીન રેસ (એમોનીઆ ડરમેટાઇટીસ),
c) પેરીએનાલ ડર્મેટાઇટીસ,
d) ઇન્ટરટ્રીગો,
E) ઓરલ થ્રસ.
4) કંજીનાઇટલ ફિમોસીસ,
5) જીનાઇટલ ક્રાઇસીસ,
6) બર્થ માર્ક્સ,
7) ફિઝીયોજિકલ જોન્ડિસ,
8) કોન્સ્ટીપેશન.
1)સ્ટફી નોઝ:
સ્ટફી નોઝ હોય તો તેના કારણે ન્યુબોર્ન એ માઉથ દ્વારા બ્રિધિંગ કરી છે જેના કારણે ન્યુબોર્ન એ એક્સેસિવ એઇર ને સ્વેલો કરે છે અને તેના લીધે ન્યુબોર્ન મા એબડોમીનલ ડિસ્ટેન્સન તથા વોમિટિંગ જેવી કન્ડિશન જોવા મળે છે.
ટ્રીટમેન્ટ:
નોસ્ટ્રીલ ને ક્લીન કોટન દ્વારા નોર્મલ સલાઇન મા પલાળી ને ક્લીન કરી શકાય છે.
2) સ્ટીકી આઇસ:
સ્ટીકી આઇસ એ કેમિકલ ઇરીટન્ટ અથવા સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા ના કારણે થતી બેક્ટેરિયલ કંજક્ટીવાઇટીસ ના કારણે થય શકે છે.
ટ્રીટમેન્ટ:
સ્ટીકી આઇસ ને ટ્રીટ કરવા માટે એરીથ્રોમાયસીન આઇ ઓઇન્ટમેન્ટ એ દર છ કલાકે સાત થી દસ દિવસ માટે યુઝ કરવું.
3)સ્કિન રેસીસ:
ટાઇપ્સ:
a) બ્લોચી એરીથેમેટસ,
b) નેપકીન રેસ (એમોનીઆ ડરમેટાઇટીસ),
c) પેરીએનાલ ડર્મેટાઇટીસ,
d) ઇન્ટરટ્રીગો,
E) ઓરલ થ્રસ,
a) બ્લોચી એરીથેમેટસ:
બ્લોચી એરીથેમેટસ એ ટ્રંક,લીમ્સ તથા ફેસમા લોકેટેડ હોય છે અને બ્લોચી એરીથેમેટસ એ એ એક અથવા બે દિવસની અંદર ડિસઅપીયર થય જાય છે.
ટ્રીટમેન્ટ:
બ્લોચી એરીથેમેટસ એ બેબી બાથ કર્યાના પછી ઓન્લી પાવડર નું એપ્લિકેશન કરવાથી ટ્રીટ થય શકે છે.
b) નેપકીન રેસ :
નેપકીન રેસ એ આર્ટિફિશિયલ ફીડ બેબીસ માં વધારે જોવા મળે છે.
તેને એમોનીઆ ડર્મેટાઇટીસ પણ કહેવામા આવે છે.
નેપકીન રેસ એ
ડાયરિયા,
ફ્રિકવન્ટ લુઝ સ્ટુલ,
સ્ટ્રોંગ એમોનિકલ યુરિન,
ઓછા પ્રમાણમાં ચોખ્ખાઇ રાખવાનાં ના કારણે,
વેટ થયેલી નેપી એ વધારે સમય રહેવાના કારણે,
ફંગલ ઇન્ફેક્શન ના કારણે,
નાઇલોન કે વોટર ટાઇટ પ્લાસ્ટિક નેપકીન નો યુઝ કરવાથી.
નેપકીન રેસ એ થય શકે છે.
પ્રિવેન્સન:
નેપકીન રેસ ને નેપકીન એરિયા ની ફ્રીક્વન્ટ કેર તથા અટેન્શન પ્રોવાઇડ કરવાથી અને જ્યારે નેપકીન એ સોઇલ થય જાય ત્યારે તેને પ્રોપરલી ચેન્જ કરવાથી પ્રિવેન્ટ કરી શકાય છે.
આ કન્ડિશન એ વેઇટ થયેલા નેપકીન ને ઇમિડીએટલી બદલવાથી અને સ્કિન ડ્રાય રાખવાથી અટકાવી શકાય છે.
નેપકીન્સ ને પ્રોપરલી એન્ટીસેપ્ટિક સોલ્યુશન દ્વારા વોશ કરવુ.
c) પેરીએનાલ ડર્મેટાઇટીસ:
પેરીએનાલ ડર્મેટાઇટીસ એ એનલ ઓપનિંગની અરાઉન્ડ માં સિચ્યુએટેડ હોય છે.
એનસ ની આસપાસ ની સ્કિન એ રેડ, ઇન્ડ્યુરેટેડ, એક્સોકોરિએટેડ જોવા મળે છે. તે સામાન્ય રીતે સ્ટૂલ ની આલ્કલિનિટી ના કારણે તથા આર્ટિફિશિયલ ફીડ બેબી માં વધારે જોવા મળે છે.
ટ્રીટમેન્ટ:
વેઇટ થયેલા નેપકીન ને તરત જ બદલવાથી અને સ્કિન ડ્રાય રાખવાથી અટકાવી શકાય છે.
નેપકીન ને એન્ટીસેપ્ટિક સોલ્યુશન વડે પ્રોપરલી વોશ કરવા.
નેપકીન ને એઇર અથવા સનલાઇટ માં રાખવુ તથા પેરીએનલ રિજિયન પર કોકોનેટ ઓઇલ કે એન્ટી ફંગલ ક્રીમ ને એપ્લાય કરવું.
d) ઇન્ટરટ્રીગો:
આ નેપકીન રેસનું વેરિએન્ટ છે કે જેમાં ગ્રોઇન એરીયા તથા ફ્લેક્સર(ફોલ્ડ થતી હોય તેવી જગ્યા)પર સોરનેસ થાય છે.
તે નેક ની ફોલ્ડ થતી હોય તેવી જગ્યા પર પણ થાય છે.
તેના કોઝ માં વેઇટ સ્કીન ની બે સરફેસ એ કોન્ટેક માં આવવાના કારણે તથા આ સ્કિનમાં એઇર એ કટ ઓફ થવાના કારણે ગ્રેજ્યુઅલી તે ઇન્ફેક્ટેડ થાય છે.
ટ્રીટમેન્ટ:
તેની ટ્રીટમેન્ટમાં ઇન્ફન્ટ બટક્સ ને વાર્મ એઇર માં એક્સપોઝ કરવા જેના કારણે હીલિંગ ને પ્રમોટ કરી શકાય.
મધર ને એડવાઇઝ આપવી કે પ્લાસ્ટિક પેન્ટ ને અવોઇડ કરવા કારણ કે તે ઇવાપોરેશન ને અટકાવે છે અને યુરિન ના બ્રેકડાઉન થી સ્કિન ના ડેમેજ માં વધારો કરે છે.
E) ઓરલ થ્રસ:
ઓરલ થ્રસ એ બકલ મ્યુકસ મેમ્બરેન તથા ટંગ નુ ઇન્ફેક્શન છે કે જે કેન્ડીડા આલ્બીકેન્સ દ્વારા થાય છે.
ટ્રીટમેન્ટ:
ઓરલ થ્રસ ની
તેની ટ્રીટમેન્ટ એ 1% જેન્શન વાયોલેટ સોલ્યુશન અથવા નાયસ્ટાટિન સસ્પેન્શન (100,000 units/ml કોટન ટીપ્ડ સ્વેબ વડે માઉથ ની દરેક બાજુએ દિવસમાં 3-4 વખત એપ્લાઇ કરવામાં આવે છે.
4) કંજીનાઇટલ ફિમોસીસ:
આમા ન્યુબોર્ન મા પ્રિપ્યુસ એ પીનપોઇન્ટ હોય છે જેના કારણે ન્યુબોર્ન એ મિક્યુરેશન સમયે ડિસ્કકમ્ફર્ટ ફીલ કરે છે જેના કારણે બેબી એ ક્રાય કરે છે.
ટ્રીટમેન્ટ:
કંજીનાઇટલ ફિમોસીસ ને મસ્કીટો ફોર્સેપ નો યુઝ કરી ડાયલેટેશન કરીને ટ્રીટ કરવામાં આવે છે.
5) જીનાઇટલ ક્રાઇસીસ:
જીનાઇટલ ક્રાઇસીસ ને કોઇ ટ્રીટમેન્ટ ની જરૂરિયાત રહેતી નથી. ઓન્લી રિએસ્યોન્સ પ્રોવાઇડ કરવામાં આવે છે અને મધરને એસ્યોર્ડ તથા એક્સપ્લેઇન કરવામાં આવે છે કે જીનાઇટલ ક્રાઇસીસ એ થોડા સમયમાં પ્રોપર થય જાય છે જેમાં,
માસ્ટાઇટીસ નીઓનેટ્રમ,
હાઇડ્રોસિલ ઓફ ન્યુબોર્ન,
વજાઇનલ બ્લીડિંગ ડ્યુરિંગ ફસ્ટ વિક.
વગેરેનું ઇનવોલ્વમેન્ટ થાય છે.
6. બર્થ માર્ક્સ:
ઇન્ટ્રોડક્શન:
બર્થ માર્ક્સ થવા માટેનું મેઇન કોઝ અનનોન છે પરંતુ તે એશિયન પીપલ્સ માં ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ સ્પ્રેઇન, ઇટાલી અને અમુક અરબ કન્ટ્રીસ માં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
તેઓ એવું માને છે કે આ બર્થ માર્ક્સ એ પ્રેગનેન્ટ મધર ની વિસીસ એ અનસેટીસફાઇ તથા અનફૂલફિલ થયેલી હોય તેના કારણે જોવા મળે છે.
Ex: એન્ટિનેટલ મધર ની કોઇપણ વીસ હોય અને તેની વીસ એ ફૂલફીલ ન થયો હોય તો તેના ચાઇલ્ડ ના સ્કીનમાં બર્થ માર્ક્સ જોવા મળે છે.
બર્થ માર્ક એ બીનાઇન રેગ્યુલારીટી એન્યુબોર્ન ના સ્કીન પર બર્થ સમયે અથવા બર્થ થયા પછી ના થોડા સમય બાદ જોવા મળે છે તેને બર્થ માર્ક્સ કહેવામાં આવે છે.
બર્થ માર્ક્સ એ બે ટાઇપ માં ડિવાઇડ કરવામાં આવેલા હોય છે.
a) પીગ્મેન્ટેડ બર્થ માર્ક્સ:
પીગ્મેન્ટેડ બર્થ માર્ક્સ એ એક્સેસિવ સ્કીન સેલ્સ નુ પીગ્મેન્ટેડ થવાના કારણે જોવા મળે છે જેમાં,
મોલ,
કાફે ઉ લેટ સ્પોટ્સ,
મોન્ગોલિયન સ્પોટ.
b) વાસ્ક્યુલર બર્થ માર્ક્સ:
વાસ્ક્યુલર બર્થ માર્ક્સ ને રેડ બર્થ માર્ક્સ કહેવામાં આવે છે જે સામાન્ય રીતે બ્લડ વેસેલ ઇન્ક્રીઝ થવાના કારણે જોવા મળે છે.
જેમ કે,
મસ્ક્યુલર સ્ટેઇન
(સાલ્મન પેચીસ),
હિમએન્જીયોમાસ,
પોટૅ વાઇન સ્ટેઇન.
વગેરે નું ઇનવોલ્વમેન્ટ થાય છે
ટાઇપ્સ ઓફ બર્થ માર્ક્સ:
1) કાફે ઉ લેટ સ્પોટ્સ:
આ એક પીગમેન્ટેડ બર્થ માર્ક્સ નો ટાઇપ છે. આ એક મોસ્ટ કોમન જોવા મળતો બર્થ માર્ક્સ છે જે સામાન્ય રીતે ઓવલ શેપમાં હોય છે અને લાઇટ બ્રાઉન થી મિલ્કી કોફી કલરમાં જોવા મળે છે.
આ બર્થ માર્ક એ બર્થ સમયે જોવા મળે છે અને ક્યારેક બર્થ થયા પછીના થોડા સમય બાદ પણ પ્રેઝન્ટ થાય છે.
આ બર્થ માર્ક્સ એ વધતી ઉંમર સાથે ઝાંખું થતું નથી.
b) સિલ્વર માર્ક:
આ જમણી બાજુ અથવા ડાબી બાજુએ સિલ્વર સ્ટ્રેઇક તરીકે જોવા મળે છે, જ્યાં ફોરફેડ અને હેરલાઇન એ મીટ થાય છે. તે વારસાગત છે.
C) પોર્ટ વાઇન સ્ટેઇન:
આ એક વાસ્ક્યુલર બર્થમાર્ક છે કે જે ફેસ પર રેડ તથા પર્પલ માર્ક્સ તરીકે પ્રેઝન્ટ હોય છે અને તે બોડીમાં બીજી જગ્યાએ પણ હોય શકે છે.
પોર્ટ વાઇન સ્ટેઇન એ અફેક્ટેડ એરિયા મા બ્લડ વેસેલ્સ માંથી એબનોર્મલ બ્લીડિંગ થવાના કારણે જોવા મળે છે.તે સાઇઝ મા ડિફરન્ટ હોય છે.તે અમુક મીલીમીટર જેટલી હોય છે અને તે જો ટ્રીટ ન કરવામા આવે તો તે ડાર્ક પણ થય શકે છે.
d) સાલ્મન પેચીસ/ સ્ટ્રોક બીટ્સ/ટેલેન્જેક્ટેટિક નેવસ:
આ એક વાસ્ક્યુલર બર્થ માર્ક્સ છે તે સામાન્ય રીતે ફેસ માં સ્લાઇટલી રેડન્ડ સ્કિન એટલે કે પેચીસ પ્રેઝન્ટ હોય છે.
તે નેપ ઓફ નેક,અપર આઇલીડ, ફોરહેડ, અને નોઝ મા પણ જોવા મળે છે. તે થોડા મહિનામાં તેની જાતે જ રિલીવ થય જાય છે.
e) હિમએન્જીયોમાસ:
આ એક વાસ્ક્યુલર બર્થ માર્ક્સ છે તથા સ્ટ્રોબેરીમાક્સ છે. આ એક રેડ તથા રેઇઝ્ડ માર્ક્સ છે.
શરૂઆતમાં તે સ્મોલ તથા ફ્લેટ હોય છે પરંતુ તે લાઇફ ના ચાર થી પાંચ મન્થ સમય દરમિયાન રીપીડ્લી ગ્રોથ થાય છે અને ત્યારબાદ તે ફેડ( સંકોચાય)જાય છે.
f) મોન્ગોલિયન સ્પોટ:
આ એક પીગ્મેન્ટેડ બર્થ માર્ક્સ છે.
આ મોન્ગોલિયન સ્પોટ એ હાર્મલેસ માર્ક્સ છે.તેનો કલર એ બ્લુઇસ ગ્રે હોય છે.
મોન્ગોલિયન સ્પોટ એ ડાઉન સિન્ડ્રોમ, ન્યુ બોર્ન બેબી ના સેક્રલ એરીયા, તથા કેટલીક વખતે બેક અને એક્સ્ટ્રીમિટીસ ઉપર સ્કીન પિગ્મેન્ટેસન ના ઇરરેગ્યુલર બ્લ્યુ પેચીસ જોવા મળે છે તે તેની જાતે છ મહિનાથી એક વર્ષની એજ દરમિયાન રિલીવ થઈ જાય છે.
G) કંજીનાઇટલ મેલેનોસાઇટ નેવસ:
આ એક પીગમેન્ટેડ બર્થ માર્ક્સ છે કે જે બોડીમાં ગમે તે જગ્યા પર જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે હેડ અને એકના પાર્ટ્સ પર વધારે જોવા મળે છે તે લાઇટ બ્રાઉન થી લઇ બ્લેક કલરનું હોય છે તે ઇરેગ્યુલર શેપમાં, ફ્લેટ રેઇઝ્ડ અને લંપી હોય છે.
ઘણીવખત તે ડાર્ક હોય છે અને પ્યુબર્ટી સમય દરમિયાન તે હેઇરી પણ થાય છે.
ટ્રીટમેન્ટ:
મોસ્ટ બર્થમાર્ક એ હાર્મલેસ હોય છે અને તેમાં ટ્રીટમેન્ટની જરૂરિયાત રહેતી નથી.
પીગ્મેન્ટેડ માર્ક્સ એ તેની રીતે જ રિઝોલ્વ થય જાય છે જ્યારે વાસ્ક્યુલર બર્થ માર્ક્સ ને કોસ્મેટીક રિઝન દ્વારા રીમુવ કરવા પડે છે.
H) મીલીયા:
નીયોનેટ ના નોઝ, નેસોલેબિયા ફોલ્ડ, ચીક્સ અને ફોર હેડ ઉપર સીબમ નું રીટેન્શન થવાના કારણે ઘણા બધા ઝીણા ઉપસેલા વાઇટ અથવા યલો વાઇટ સ્પોર્ટ્સ જોવા મળે છે તેને મિલીયા કહે છે.
શરૂઆતમાં થોડા અઠવાડિયામાં તે તેની જાતે જ રીલીવ થય જાય છે.
I) એપસ્ટેઇન પર્લ:
હાર્ડ પ્લેટ ના લેટરલથી મીડલાઇન માં એપીથેલીયલ સીસ્ટ ના વાયટીસ સ્પોર્ટ જોવા મળે છે તેને એપસ્ટેઇન પર્લ કહે છે તેમા કોય ટ્રીટમેન્ટ ની જરૂરિયાત રહેતી નથી.
7) ફિઝિયોલોજીકલ જોન્ડીસ:
ફિઝિયોલોજીકલ જોન્ડીસ એ સામાન્ય રીતે ન્યુ બોર્ન જોવા મળે છે જેને નીયોનેટલ જોડીસ પણ કહેવામાં આવે છે.
આ કન્ડિશનમાં ન્યુ બોન ની સ્કીન તથા તેની સ્કલેરા એ યેલો થાય છે તે બોડીમાં બિલીરુબીન નું અમાઉન્ટ ઇન્ક્રીઝ થવાના કારણે જોવા મળે છે.
આ જોન્ડીસ એ બર્થ પછીના બે થી ત્રણ દિવસ દરમિયાન અપીરીયન્સ થાય છે અને તેનું પીક લેવલ એ છ થી સાત દિવસે જોવા મળે છે તે સામાન્ય રીતે લીવરના ઇમમેચ્યોરિટી ના કારણે હોય છે જેમા લીવર નું ફંક્શન એ પ્રોપર થતાં જોડીસ એ રિલીવ થય જાય છે.
ટ્રીટમેન્ટ:
ફિઝિયોલોજીકલ જોન્ડીસ એ એક વીક ની અંદર રિલીવ થઈ જાય છે.
ચાઇલ્ડ ને એડીક્યુએટ એક્સ્ટ્રા ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ની બિલીરુબીન ને રિડ્યુસ કરવા માટે પ્રોપરલી ફોટોથેરાપી પ્રોવાઇડ કરવી.
8) કોન્સ્ટીપેશન:
કોન્સ્ટીપેશન એ આર્ટિફિશ્યલી ફિડ બેબીસ માં વધારે જોવા મળે છે.
ટ્રીટમેન્ટ:
ડાયટિક એરર ને પ્રોપરલી કરેક્ટ કરવી.
નિયોનેટ ને થોડું ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
નિયોનેટ ને લક્ઝેટીવ પ્રોવાઇડ ન કરવું.
જો ઉપરના મેઝર્સ એ ફેઇલ થાય તો થોડા પ્રમાણમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા પ્રોવાઇડ કરવું.
નિયોનેટ મા સપોઝિટરી તથા કેથેટર નું ઇન્શર્શન અવોઇડ કરવું.
કેપટ સ્યુકેડેનિયમ:
સ્કાલ્પ ના લેયર્સ માં સિરોસેન્ગેનિયસ ફ્લુઇડ નુ એક્યુમ્યુલેશન થવાથી એડિમેટસ સ્વેલિંગ થાય છે તેને કેપટ સ્યુકેડેનિયમ કહે છે. તે ગીર્ડલ ઓફ કોન્ટેક્ટ ના પ્રેસર દ્વારા થાય છે. તે ક્યાંકતો બોની પેલ્વિસ,ડાયલેટીંગ સર્વિક્સ અથવા વલવલ રિંગ હોય છે. એમાં વિનસ રિટર્ન ઓછું હોવાના કારણે સ્વેલિંગ અને લિમ્ફેટીક ડ્રેઇનેજ જોવા મળે છે.
કેપટ સ્યુકેડેનિયમ એ બર્થ સમયે પણ જોવા મળે છે. તથા તેને દબાવતા તેમાં ખાડો પડે છે.સ્વેલિંગ એ બોગી હોય છે. તથા તે સુચર લાઇન ને ક્રોસ કરે છે જે 24-36 કલાક માં ડિસઅપિયર થાય છે તે મોટેભાગે મેમ્બરેન રપ્ચર થયા પછી જોવા મળે છે.
સેફાલોહેમેટોમા:
સેફાલોહેમેટોમા એ એવી કન્ડિશન છે કે જેમા હેડ ના પેરીક્રેનિયમ અને ફ્લેટ બોન ની નીચે બ્લડ નુ કલેક્શન થાય છે.કે જે સ્કલ બોન ને કવર કરે છે., સામાન્ય રીતે યુનીલેટરલ અને પરાઇટલ બોન ની ઉપર હોય છે.
તે સ્કલ માંથી નાની એમીસરી વેઇન રપ્ચર થવાના ને કારણે થાય છે અને તે સ્કલ બોન ના ફ્રેક્ચર સાથે સંકળાયેલ હોઇ શકે છે. આ ફોર્સેપ્સ ડિલિવરીને કારણે થય શકે છે પરંતુ નોર્મલ લેબર પછી પણ જોવા મળી શકે છે. વેન્ટાઉસ એપ્લીકેશન એ સેફાલોહેમેટોમા ના ઇન્સિડન્સ મા વધારો કરતું નથી. તે જન્મ સમયે ક્યારેય હાજર હોતું નથી પરંતુ 12-24 કલાક પછી ધીમે ધીમે વિકાસ પામે છે.
આ સ્વેલિંગ એ સ્કલ ના પેરીક્રેનિયમની સુચર્સ ની રેખાઓ દ્વારા લિમીટેડ હોય છે જે બોન ની માર્જીન સુધી નિશ્ચિત છે, સોફ્ટ, ફ્લકચ્યુઅન્ટ અને ઇનકંમ્પ્રેસિબલ હોય છે.
તે ગ્રો થાય છે અને થોડા વિક્સમાં એટલે કે અપ્રોક્ઝીમેટલી 6 વિક્સ પછી પોતાની રીતે જ અદ્રશ્ય થય જાય છે.
ડિફરન્ટ બિટવીન કેપટ સ્યુકેડેનિયમ એન્ડ સેફેલોહેમેટોમા
સેફેલોહેમેટોમા:
તે બર્થ પછી થોડાક કલાક માં ડેવલોપ થાય છે.
તેમા 2-3 દિવસ માટે કદમાં વધારો થાય છે.
તેમાં સ્વેલિંગ એ બોન સુધી જ લિમિટેડ હોય છે એટલે કે સૂચર લાઇન ને ક્રોસ કરતા નથી.
તે સીમિત (કન્ફાઇન્ડ) હોય છે.
તેને દબાવતા તેમા ખાડો પડતો નથી.
ડબલ સેફાલોહેમેટોમા સામાન્ય રીતે બાયલેટરલી દેખાય છે.
સેફાલોહેમેટોમાની બોર્ડર એ માર્ક થાય અને સારી રીતે ડિફાઇન્ડ થય શકે છે.
સેફાલોહેમેટોમાનું કારણ સબપેરીઓસ્ટીલ હેમરેજ છે.
તે જન્મના લગભગ 6 અઠવાડિયા પછી અદૃશ્ય થય જાય છે.
તેના કોમ્પ્લિકેશન માં જોન્ડીશ, સ્કલ ફેક્ચર ઇન્ટ્રા ક્રેનીયલ બ્લીડિંગ તથા શોક થય શકે છે.
કેપટ સ્યુકેડેનિયમ:
કેપટ સ્યુકેડેનિયમ એ જન્મ સમયે હાજર છે.
તેના કદમાં કોઇ વધારો થતો નથી.
એમાં સ્વેલિંગ એ અનલિમિટેડ હોય છે અને સુચર લાઇન ને ક્રોસ કરી શકે છે.
તે પ્રસરે (સ્પ્રેડ)થાય છે.
તેને દબાવતા એમાં ખાડો પડે છે.
ડબલ કેપટ હંમેશા યુનીલેટરલ હોય છે.
કેપટ સ્યુકેડેનિયમ માં બોર્ડર એ અસ્પષ્ટ અને નબળી રીતે ડિફાઇન્ડ થાય છે.
કેપટ નું કારણ ડિફ્યુસ્ડ એડેમેટસ સ્વેલિંગ હોય છે.અને તેમા સોફ્ટ ટીશ્યુસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
જન્મ ના થોડા દિવસો પછી ડિસઅપીયર થાઇ છે.
કોમ્પ્લિકેશન એ ક્યારેક જ હોય છે. અને જો હાજર હોય, તો એનિમિયા હોય શકે છે.
બર્થ એસ્ફીક્સિયા or એસ્ફીક્સિયા નિયોનેટ્રમ:
ડેફીનેશન:
એસ્ફીક્સિયા નિયોનેટ્રમ એટલે બર્થ સમયે સેટિસફેક્ટરી પલ્મોનરી રેસ્પીરેશન એ એસ્ટાબ્લિશ ન થાય એટલે કે તેનો અર્થ થાય છે કે પલ્સ ની એબસન્સ થવી. ક્લીનીકલી રિતે
બર્થ થયા પછી ના એક મિનિટ ની અંદર સ્પોન્ટેનિયસ રેસ્પીરેસન શરૂ કરવામાં અને તેને મેઇન્ટેન કરવામા નિષ્ફળતા તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.જે શરીર ના ટીશ્યુસ અને ઓર્ગન્સ ને હાયપોક્સિક અને ઇસ્ચેમિક ઇન્જરી ની વિવિધ ડિગ્રી તરફ દોરી જાય છે. તેની સાથે હાઇપો વેન્ટિલેશન એનએરોબિયા ગ્લાયકોલાઇસીસ અને લેક્ટિક એસિડોસિસ પણ જોવા મળે છે.
તેના કેરેક્ટરાઇસ્ટીક માં પ્રોગ્રેસિવ હાઇપોક્ઝીયા, હાઇપર કેપ્નીયા, હાઇપો પરફ્યુઝન અને મેટાબોલિક એસિડોસિસ જોવા મળે છે. તેના રિઝલ્ટ માં મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સાથે હાયપોક્ઝિક ઇસ્ચેમિક એનસેફેલોપથી અને ન્યુરોમોટર સિક્વેલી (ન્યુરોમોટર સિક્વેલી એ બ્રેઇન ની ઇન્જરી અથવા ડિસ્ફંકશન ને કારણે લોંગ ટર્મ ની ન્યુરોલોજીકલ અને મોટર ઇમ્પેઇરમેન્ટ છે.) જોવા મળે છે.
ઇટિયોલોજી:
ઇન્હેલ મ્યુકસ અથવા એમ્નીઓટીક ફ્લુઇડ ના કારણે એર પેસેજ નું ઓબસ્ટ્રકશન થવાના કારણે.
લો એલ્વીઓલર સરફેકટન્ટ ના કારણે લંગ્સ એક્સપાન્સન ફેઇલ્યોર થાય.
મોર્ફીન, પેથીડીન તથા એનેસ્થેટિક એજન્ટ મધર ને પ્રિનેટલ અને ઇન્ટ્રા નેટલ પિરિયડ માં આપવાથી બેબી નું રેસ્પીરેટ્રી સેન્ટર ડિપ્રેશન થવાથી એસ્ફીક્સિયા શકે છે.
પ્લેસેન્ટલ સર્ક્યુલેશન માં ડિસ્ટર્બન્સ થવાથી ઇન્ટ્રા યુટેરાઇન હાઇપોક્સિયા થાય છે તે નીયોનેટલ હાઇપોક્ઝીયા નું મુખ્ય કારણ છે. જેવા કે પ્લેસેન્ટા માં એનાટોમિકલ ચેન્જીસ, પ્લેસિન્ટા નું પ્રીમેચ્યોર
સેપ્રેશન ,પોસ્ટ ડેટેડ પ્રેગ્નેન્સી , રેટ્રો પ્લેસેન્ટલ હેમરેજ, પ્રેગ્નેન્સી ઇન્ડ્યુસ્ડ હાયપરટેન્શન , તથા કોર્ડ કમ્પ્રેશન વગેરે.
બર્થ ટ્રોમા ના કારણે. ડિફિકલ્ટ ફોર્સેપ ડિલિવરી, પ્રોલોંગ લેબર, કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ, બ્રિચ ડીલેવરી,ઓબ્લીક લાઇ, ઓક્સિપિટો પોસ્ટીરીયર પોઝીશન વગેરે.
પ્રીટમૅ બેબી માં વિક રેસ્પીરેટ્રી મસલ્સ, ઇમમેચ્યોર રેસ્પીરેટ્રી સેન્ટર,તથા પુઅર લંગ્સ એક્સપાન્શન ના કારણે.
કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ,બ્લડ લોસ, અને શોક મા સરક્યુલેટરી કોલેપ્સ થવાથી.
ક્લાસિફિકેશન:
ક્લિનિકલ ફિચર્સ ની ઇન્ટેન્સિટી પ્રમાણે બે પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવેલા છે જેમ કે:
1) એશ્ફીક્સિયા લિવિડા / સ્ટેજ ઓફ સાયનોસિસ/બ્લુ એશ્ફીક્સિયા
આ રેસ્પીરેટ્રી ફેઇલ્યોર ની પ્રાઇમરી કન્ડિશન છે જેમાં, APGAR SCORE 4-6 હોય શકે છે.
2) એશ્ફીક્સિયા પેલીડા/ સ્ટેજ ઓફ શોક/વાઇટ એશ્ફીક્સિયા
આ રાસ્પીરેટ્રી અને વાઝો મોટર ફેઇલ્યોર ની કન્ડિશન છે જેમાં APGAR SCORE 0 – 3 જેટલો હોય શકે છે.
ક્લિનિકલ ફિચર્સ:
નીયોનેટલ એસ્ફીક્સિયા ના ક્લિનિકલ ફિચર્સ એ ડિપ્રેશન ની ડિગ્રી, ઓછા ઓક્સિજન ના ડ્યુરેશન, પ્લાઝમા CO2 લેવલ તથા કોઝ પ્રમાણે હોય છે.
તેમાં મસલ્સ ટોન ડિક્રીઝ થાય છે.
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ જોવા મળે છે.
બ્રિધિંગ ડિફિકલ્ટીસ જોવા મળે છે.
ઇરરેગ્યુલર બ્રિધિંગ જોવા મળે છે.
સાયનોસીસ (બ્લુઇસ ડિસ્કલરેશન ઓફ સ્કિન સ્પેશિયલી લીપ તથા ફેસ ની અરાઉન્ડ મા જોવા મળે છે.)
હાર્ટ રેટ એબનોર્મલ થવા ( જેમ કે, બ્રેડીકાર્ડિયા તથા ટેકીકાર્ડિયા જોવા મળવુ).
એલર્ટનેસ તથા રિસ્પોન્સીવનેસ રિડ્યુઝ થવું.
સિઝર આવવી.
ફીડિંગ ડિફિકલ્ટીઝ થવી.
મેનેજમેન્ટ:
એસ્ફીક્સિયા નિયોનેટ્રમ ના મેનેજમેન્ટ ને બે પાર્ટ માં ડીવાઇડ કરવામાં આવેલું છે જેમ કે,
1)પ્રોફાઇલેક્ટીક મેનેજમેન્ટ,
2) ડિફીનિટીવ મેનેજમેન્ટ
1)પ્રોફાઇલેક્ટીક મેનેજમેન્ટ:
એન્ટીનેટલ પિરિયડ દરમિયાન જે હાઇરિસ્ક હોય તેને એન્ટિનેટલ દરમિયાન જ આઇડેન્ટિફાય કરવા.
જે હાઇસ્ક પ્રેગ્નન્સી હોય તો તેમાં અર્લી ફીટલ નું અર્લી ડિટેકશન કરવું. જેના કારણે ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશન હોય તો અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય છે.
ઇન્ટ્રા પાટૅમપિરિયડ દરમિયાન ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ નો યુઝ કરવો તથા જરૂરિયાત પ્રમાણે સ્કાલ્પ બ્લડ PH અસેસમેન્ટ કરવું.
લેબર દરમિયાન એનેસ્થેટિક એજન્ટો અને એન્ટી – ડિપ્રેસન્ટ મેડિકેશન નો પ્રોપર્લી યુઝ કરવો.
ડીફીનીટીવ નર્સિંગ મેનેજમેન્ટ
તેમાં બેબી નો APGAR સ્કોર અસેસ કરવો તથા તે મુજબ પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
જો APGAR સ્કોર એ 7 – 10 ની વચ્ચે હોય તો તે નોર્મલ કહેવાય છે.
તેમાં બેબી નું ઓરોફેરીંગ્સ તથા લેરીંગોફેરીંગ્સ એ મ્યુકસ હોય તો પ્રોપરલી સક્ષન કરી ક્લિયર કરવું.
જો જરૂરિયાત હોય તો સપ્લીમેન્ટ્રી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
ત્યારબાદ નિયોનેટ ની કન્ડિશન ને પાંચ મિનિટ બાદ રીઅસેસ કરવું જો નોર્મલ હોય તો ઇનફન્ટ ને નર્સરી મા સેન્ટ કરવા.
જો બેબી નો APGAR સ્કોર એ 4-6 વચ્ચે નો હોય તો
બેબી ના મ્યુકસ ને મ્યુક્સ સકર અથવા સક્ષન ઓપરેટર્સ દ્વારા ઇમિડીયેટલી ઓરોફેરીંગ્સ તથા નેઝોફેરિંગ્સ નું સક્સન કરવું.
ત્યારબાદ બેબી ને ફ્લેટ સરફેસ પર તથા હેડ ડાઉન પોઝિશન પ્રોવાઇડ કરી તેના ફેસ ને વન સાઇડ કરવુ જેના કારણે ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા તેના મ્યુકસ નુ ડ્રેઇનેજ થય શકે.
સાથે-સાથે બેબી ને બેગ તથા માસ્ક દ્વારા 25-30 cm H2O જેટલા પ્રેશર રેન્જ પર ઓક્સિજન ને એડમિનિસ્ટર્ડ કરવું.
જો જરૂરિયાત હોય તો ઇન્ફન્ટ ને ઇન્ટર મીટન્ટ પોઝિટિવ પ્રેસર વેન્ટિલેશન પ્રોવાઇડ કરવું.
ઇન્ફન્ટ ને બેક તથા સોલ પર સ્ટીમયુલસ પ્રોવાઇડ કરવું.
મેજોરીટી જેટલા કેસીસ માં આ સિમ્પલ મેઝર્સ નો યુઝ કરી બેબી એ ઇન્ડિપેન્ડન્ટ રેસ્પીરેસન ને લઇ શકે છે.
ત્યારબાદ બેબી ના APGAR સ્કોર ને પાંચ મિનિટ પર અસેસ કરવું જો સેટીસફેક્ટરી હોય તો ઇન્ફન્ટ ને મધર ને શોપવુ.
જો ઉપર ના મેઝર્સ ફેઇલ જાય તો,
ઓરલ સક્સનીંગ કરવું અને એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેસન સ્ટાર્ટ કરવું.
એન્ડોટ્રેકિયલ ટ્યુબ રિસસિટેશન બેગ સાથે કનેક્ટ કરવુ , જેના દ્વારા O2 એ 6-8 લિટર/ મિનિટ ના દરે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે.
ઇન્ટરમીટેન્ટ પોઝિટિવ પ્રેસર એરવે (IPPV) વેન્ટિલેશન માં 30 – 40 / મિનટે મેઇન્ટેન રાખવું.
જો હાર્ટ રેટ એ 60 / મીનીટ કરતા ઓછા હોય તો સેન્ટ્રલ એક્સટર્નલ કાર્ડિયાક મસાજ પરફોર્મ કરવું.
જો ડિલિવરી પછી 3 કલાક ની અંદર મધર ને સેન્ટ્રલ ડિપ્રેસન્ટ ડ્રગ જેમ કે પેથિડાઇન અથવા મોર્ફિન નો ઉપયોગ કરવાની હિસ્ટ્રી હોય. યોગ્ય એન્ટીડોટ, દા.ત. નેલોક્સોન હાઇડ્રોક્લોરાઇડ 60 mg/ kg IM (સિંગલ ડોઝ) અથવા 10 µg/ kg IV આપવામાં આવે છે અને તેને રિપીટેશન કરવું પડી શકે છે.
એસિડોસિસ સામે લડવા માટે, 8.4% NaHCO3 (સોડિયમ બાયકાર્બોનેટ) 1 mEq/ kg 5% ડેક્સ્ટ્રોઝમાં (1:1 ડાયલ્યુટેડ) અંબેલીકલ અથવા પેરિફેરલ વેઇન દ્વારા ખૂબ જ ધીમે ધીમે (1 ml/ મિનિટના દરે) મીનીમમ ડોઝ માં આપવામાં આવે છે.
જો બાળક નો APGAR સ્કોર 4 ની નીચે હોય તો,
ઇમિડીએટલી ટ્રકિયલ ઇન્ટ્યુબેસન કરવું તથા ઇન્ટરમીટન્ટ પોઝિટિવ પ્રેસર વેન્ટિધલેશન સ્ટાર્ટ કરવું.
જો ડિલિવરી પછી 3 કલાક ની અંદર મધર ને સેન્ટ્રલ ડિપ્રેસન્ટ ડ્રગ જેમ કે પેથિડાઇન અથવા મોર્ફિન નો ઉપયોગ કરવાની હિસ્ટ્રી હોય. યોગ્ય એન્ટીડોટ, દા.ત. નેલોક્સોન હાઇડ્રોક્લોરાઇડ 10 µg/ kg IV નીયોનેટ ને આપવામાં આવે છે.
તે દર 2 – 3 મિનિટે રીપીટ કરવામાં આવે છે.
કોમ્પ્લિકેશન્સ:
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેઝ સિન્ડ્રોમ,
કાર્ડિયાક ફેઇલ્યોર,
રેસ્પીરેટ્રી ઇન્ફેક્શન,
સેપ્ટીસેમીયા,
ડિસેમીનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોઓગ્યુલેશન(DIC),
હાઇપરબિલીરુબીનેમીયા,
સેરેબ્રલ ડિપ્રેસન,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ,
મેન્ટલ રિટારર્ડેશન,
સેરેબ્રલ પાલ્સી,
કન્વલ્ઝીવ ડિસઓર્ડર.
પ્રવેન્શન:
એસ્ફીક્સિયા ને પ્રીવેન્ટ કરવા માટે રિસ્ક ફેક્ટર ને ડિટેક્ટ કરી ઇન્ટેન્સિવ ઇન્ટરનેટલ કેર પ્રોવાઇડ કરવી.
જરૂરી ફેસીલીટીસ અથવા રેફરલ દ્વારા રીસ્ક ફેક્ટર નું મેનેજમેન્ટ કરવું.
ફીટલ હાયપોક્સિયા ડિટેક્ટ કરવા ફીટલ કન્ડિશન નું ઇન્ટ્રાનેટલ
અસેસમેન્ટ કરી ફિટલ ડિસ્ટ્રેસ નુ મેનેજમેન્ટ કરવું.
માલપ્રેઝન્ટેશન,કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ, ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલેવરી ના એફિશિયન્ટ મેનેજમેન્ટ દ્વારા બર્થ ઇન્જરી ને પ્રિવેનટ કરવી.
લેબર પિરિયડ દરમિયાન એનેસ્થેટિક અને ડિપ્રેશન્ટ એજન્ટ નો કેરફૂલી યુઝ કરવો.
પ્રોગ્નોસીસ:
નીયોનેટલ હાઇપોક્ઝીયા નું પ્રોગ્સીસ બેબી ની મેચ્યોરીટી,હાઇપોક્ઝીયા નું ડ્યુરેશન અને ઇન્ટેન્સિટી, એસીડોસીસ, તથા કમ્પીટન્ટ મેનેજમેન્ટ ઉપર આધારિત હોય છે.
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ(RDS)
ડેફીનેશન:
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એ ન્યુબોર્ન/ નીયોનેટ મા જોવા મળતી લંગ્સ ડિસીઝ છે. જે મુખ્યત્વે પ્રીમેચ્યોર બેબી માં, જે નીયોનેટ ની મધર ને ડાયાબિટીક હોય તેવા નીયોનેટ મા ,જે બાળક નો બર્થ એ સિઝેરિયન સેક્શન દ્વારા થયેલો હોય તેમાં અથવા તો બ્રિચ ડિલેવરી થયેલી હોય તેવા ચાઇલ્ડ માં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (RDS) એ સામાન્ય રિતે નીયોનેટ ની બોડીમાં સરફેક્ટન્ટ { SURFACTANT( એવો એન્ઝાઇમ કે જે એલ્વિયોલાઇ ના સરફેસ ટેન્શન ને રીડયુઝ કરવા માટેનું વર્ક કરે છે.)}ની ડેફિશયન્સિ ના કારણે જોવા મળે છે.
તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ન્યુબોર્ન ચાઇલ્ડ ની બોડી એ એડિક્યુએટ અમાઉન્ટ મા સરફેકટન્ટ નું પ્રોડક્શન કરી શકતી નથી અને આ સરફેકટન્ટ એ એડીક્યુએટ અમાઉન્ટ માં ન હોવાના કારણે બાળક ના લંગ્સ એ પ્રોપરલી ફંક્શન કરી શકતા નથી જેના કારણે ગેસીયસ એક્સચેન્જ પણ પ્રોપર્લી થતું નથી તેના કારણે ચાઇલ્ડ ની બોડીમાં ઓક્સિજન નું અમાઉન્ટ એ રીડયુઝ થાય છે જેના કારણે હાઇપોક્ઝીયા તથા એસીડોસીસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.
સરફેકટન્ટ:
ઇન્ટ્રોડક્શન
સરફેક્ટન્ટ એ એક પ્રકાર નું લિપોપ્રોટીન સબસ્ટન્સ છે જેનું પ્રોડક્શન એ ફોસ્પોલિપિડ મળીને થયેલું હોય છે તેમાં મેઇન્લી લેસીથીન તથા સ્ફીંગોમાઇલીન એ મુખ્ય હોય છે. અને તેનો રેશિયો એ સામાન્ય રીતે (લેસીથીન( L) ): સ્ફીગોમાઇલીન( S)) 2: 1 નો હોય છે. આમ લેસીથીન તથા સ્ફીંગોમાઇલીન નામના ફોસ્પોલિપિડ મળી ને સરફેકટન્ટ નુ પ્રોડક્શન કરે છે.
ફંક્શન
સરફેક્ટન્ટ એ બોડી માં લંગ્સ ની અંદર રહેલા તેના ફંકશનલ યુનિટ એલ્વિયોલાઇ ની અંદર સરફેસ ટેન્શન ને રીડયુઝ કરવા માટેનું વર્ક કરે છે જેના કારણે તથા લંગ્સ તથા એલ્વીઓલાઇ એ કોલેપ્સ થતા નથી અને તેની અંદર ગેસીયસ એક્સચેન્જ એ પ્રોપરલી થતુ રહે છે.
પ્રોડક્શન
સરફેકટન્ટ એ 20 વીક ના જેસ્ટેશન પિરીયડ માં પ્રોડક્શન થવાનું સ્ટાર્ટ થાય છે અને 37 વીક ના જેસ્ટેશન પિરીયડ દરમિયાન તેનું મેક્સિમમ પ્રોડક્શન થય જાય છે. કોર્ટિસોલ નામનો હોર્મોન એ સરફેકટન્ટ ના પ્રોડક્શન માં હેલ્પ કરે છે.
ન્યુબોર્ન માં લંગ્સ ના એલ્વીઓલર ટાઇપ 2 મા એપીથેલીયલ સેલ્સ દ્વારા સરફેક્ટન્ટ નુ પ્રોડક્શન થાય છે. તથા તેનું સ્ટોરેજ એ એલ્વીઓલર સેલ્સ ના લેમેનર બોડીસ ( LBS )માં થાય છે. લંગ્સ ને મેચ્યોર કરવા માટે સરફેક્ટન્ટ ની મેક્સિમમ એક્ટિવિટી એ 34 વીક ના જેસ્ટેશન પર થાય છે.
એવા ચાઇલ્ડ કે જેનો બર્થ 37 વિક જેસ્ટેશન પહેલા જ થયેલો હોય તેને પ્રિ ટર્મ બેબી કહેવામાં આવે છે અને તેમાં એડિક્યુએટ અમાઉન્ટ મા સરફેકટન્ટ નું પ્રોડક્શન થયેલું ન હોવાના કારણે રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS )ની કન્ડિશન વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી જેટલા પણ પ્રીમેચ્યોર ચાઇલ્ડ હોય તેમાં 50 – 80% જેટલા ચાઇલ્ડ માં રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ની કન્ડિશન જોવા મળે છે.
ઇટિયોલોજી:
પ્રી મેચ્યોરિટી,
લો બર્થ વેઇટ બેબી,
એસ્ફીક્સીયા,
મેટર્નલ ડાયાબિટીસ.
લક્ષણો તથા ચિન્હો:
રેપીડ તથા સેલો બ્રીધિંગ થવું,
રેસ્પીરેટ્રી રેટ એ 60 / મીનીટ થવા,
એક્સપાયરેટરી ઓડિબલ ગ્રેટીંગ સાઉન્ડ,
રીબ રીટ્રેક્શન,
ઇન્ટર કોસ્ટલ અથવા સબ કોસ્ટલ રીટ્રેક્શન,
સાઇનોસિસ,
એડીમાં,
રિસ્પિરેટ્રી એસીડોસીસ થવું,
ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ થવું,
ડિસ્પનીયા.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ચેસ્ટ X ray.
મેનેજમેન્ટ:
ટ્રીટમેન્ટ નો એઇમ:
સરફેકટન્ટ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઇડ કરવી.
ઇન્ફન્ટ એ પ્રોપરલી બ્રિધિંગ કરી શકે તે માટે નેઝલ કંટીન્યુઅસ પોઝીટીવ એરવે પ્રેશર(NCPAP) મશીન દ્વારા અથવા વેન્ટિલેટર દ્વારા બ્રિધિંગ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ઓક્સિજન થેરાપી પ્રોવાઇડ કરવી.
નર્સિંગ મેનેજમેન્ટ:
જો ઇન્ફંટ તથા નીયોનેટ એ રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS) માંથી સફર થય રહ્યા હોય તો તેમને આર્ટિફિશિયલ એરવે અથવા બ્રિધિંગ ટ્યુબ ને ટ્રકિયા/ વિન્ડ પાઇપ માં ઇન્સર્ટ કરી આર્ટિફિશિયલ સરફેકટન્ટ પ્રોવાઇડ કરવું જેના કારણે સરફેકટન્ટ એ ડાયરેક્ટલી ,લંગ્સ મા એન્ટર થય શકે.
સામાન્ય રીતે ફિટસ ના લંગ્સ મા સરફેકટન્ટ એ 24 વીક્સ ના જેસ્ટેશન થી ફોર્મ થવાનું સ્ટાર્ટ થાય છે અને 37 વીકના જેસ્ટેશન પર કમ્પલીટલી ફોર્મ થાય છે જો એડીક્યુએટ અમાઉન્ટ મા ફોર્મ ના થયેલું હોય તો તેવી કન્ડિશન માં આર્ટિફિશિયલ સરફેકટન્ટ ને પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે.
ઇન્ફન્ટ ને પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
જે ઇનફન્ટ ને રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ની કન્ડિશન હોય તેમને વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે જે તેમને મિકેનિકલ વેન્ટિલેટર કે જે બ્રિધિંગ ટ્યુબ સાથે કનેક્ટ થયેલું હોય અને આ ટ્યુબ એ ઇન્ફન્ટ ના માઉથ મા અથવા નોઝ માંથી વિન્ડ પાઇપ માં જતી હોય તેના દ્વારા મિકેનિકલ વેન્ટિલેટ્રી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
નીયોનેટ ને નેઝલ કંટીન્યુઅસ પોઝીટીવ એરવે પ્રેશર (NCPAP) દ્વારા બ્રિધિંગ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
નીયોનેટ માં થતી હાઇપોક્ઝીયા તથા એસીડોસીસ ની કન્ડિશન અને ટ્રીટ કરવા માટે વાર્મડ તથા હ્યુમીડિફાઇ ઓક્સિજન થેરાપી એ 35% થી 40% જેટલી એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેસન માં પોઝીટીવ પ્રેશર થ્રુ પ્રોવાઇડ કરવુ.
જો આર્ટીરિયલ ઓક્સિજન ટેન્શન PO2 એ 50 mm of Hg કરતા વધારે ન હોય ત્યારે નિયોનેટ ને કંટીન્યુઅસ પોઝીટીવ એરવેપ્રેશર (CPAP) પ્રોવાઇડ કરવુ.
PO2, PCO2, તથા PH નું લેવલ એ કોઇપણ મેટાબોલીક અને રેસ્પીરેટ્રી એસિડોસિસ ની કન્ડિશન ને અર્લી આઇડેન્ટીફાય કરવા માટે ચેક કરવું.
જો એસીડોસીસ ની કન્ડિશન હોય તો તેને સોડિયમ બાયકાર્બોનેટ 4.2% જેટલુ એડમિનિસ્ટર કરવું.(0.5 meq/ ml Ex : 0.5 meq / ml અમાઉન્ટ મા 1 meq / kg વેઇટ 1:1 મા 5 % ગ્લુકોઝ સાથે મીનીમમ ડોઝ પ્રોવાઇડ કરવુ.)
આલ્કલાઇન નો વધારે પડતો યુઝ કરવાથી ઇન્ટ્રા વેન્ટિક્યુલર હેમરેજ થય શકે છે અથવા પ્રિટર્મ બેબી મા ડેથ પણ થય શકે છે.
જે ઇન્ફન્ટ એ રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS ) માંથી સફર થતા હોય તેને એન. આઇ. સી. યુ. ( NICU)મા ટ્રીટ કરવામાં આવે છે અને તેમને વામૅ રાખવા માટે તથા ઇન્ફેક્શન ના રિસ્ક ને રિડયુઝ કરવા માટે રેડિયન્ટ વાર્મર અથવા ઇનક્યુબેટર માં રાખવામાં આવે છે.
તેમાં ઇન્ફન્ટ ના એર પેસેજ ને પિરીયોડીકલી એન્ડોટ્રેકીયલ સક્સનીંગ દ્વારા ક્લીન કરવામાં આવે છે.
ઇન્ફન્ટ ના બોડી પર ટેપ કરાયેલા સેન્સર દ્વારા હાર્ટ રેટ, બ્રિધિંગ તથા ટેમ્પરેચર નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું આ સિવાય ફિંગર્સ અથવા અંગૂઠા પર સેન્સર્સ નો ઉપયોગ કરી ને ઇન્ફન્ટ ના બ્લડમાં ઓક્સિજન નું અમાઉન્ટ ચેક કરવુ.
પીડિયાટ્રીશિયન ના સૂચવ્યા મુજબ હાઇપોવોલેમીયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે આલ્બ્યુમીન અથવા કોલોઇડ સોલ્યુશન નું એડમિનિસ્ટ્રેશન કરવું.
જો એનીમિયા અથવા ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ ની કન્ડિશન હોય તો તેને પ્રોપરલી ટ્રીટ કરવી.
ચાઇલ્ડ નું ન્યુટ્રીશનલ લેવલ પ્રોપર્લી મેઇન્ટેન રાખવું જેમાં ઇન્ટ્રા ગેસ્ટ્રીક ફીડીંગ અથવા ઇન્ટ્રા વિનઅસલી 10% ગ્લુકોઝ નું એડમિનિસ્ટ્રેશન કરવું એટલે કે માલન્યુટ્રીશન ને પ્રિવેન્ટ કરવા માટે દરરોજ 70ml/ કિલોગ્રામ બોડી વેઇટ અને ત્યારબાદ બ્રેસ્ટ મિલ્ક અને ફીડિંગ ટ્યુબ દ્વારા ઇન્ફન્ટ ફોર્મ્યુલા આપવામાં આવે છે.
ચાઇલ્ડ ના લંગ્સ માં ફ્લુઇડ એ બિલ્ડઅપ ન થાય તેની ખાતરી કરવા માટે રેગ્યુલરલી ફ્લુઇડ ઇન્ટેક નું મોનિટરિંગ કરતું રહેવું.
કોમ્પ્લીકેશન્સ:
ઇન્ટ્રા વેન્ટ્રીક્યુલર હેમરેજ,
પલ્મોનરી હેમરેજ,
રેટ્રોલેન્ટલ ફાઇબ્રો પ્લેસિયા,
ન્યુરોલોજીકલ એબનોર્માલીટીસ.
પ્રિવેન્સન:
જે પેશન્ટ ને 34 વીક પહેલા જ ડીલેવરી થવા ની શક્યતાઓ હોય તેવા પેશન્ટ ને બીટામેથાઝોન નું એડમિનિસ્ટ્રેશન કરવું.
પ્રી મેચ્યોર લેબર નું ઇન્ડક્શન કરતા પહેલા લંગ્સ ની મેચ્યોરિટી નું અસેસમેન્ટ કરવું તથા ફીટસ ના રિસ્ક ને પોસિબલ હોય તેટલુ ઓછું રિસ્ક રહે તે રીતે ઇન્ડક્શન માં ડીલે કરવું.
જો ડાયાબિટીક મધર હોય તો તેમાં ફીટસ ના હાઇપોક્ઝીયા ની કન્ડિશન ને પ્રિવેન્ટ કરવી.
નીયોનેટલ જોન્ડીસ:
ડેફીનેશન:
જ્યારે બોડી ટીશ્યુસ માં એક્સેસિવ બીલીરૂબીન નું એક્યુમ્યુલેશન થવાના કારણે સ્કિન,સ્ક્લેરા, તથા મ્યુકસ મેમ્બરેન મા અને બોડી સિક્રીસન મા યેલો ડિસ્કલરેશન જોવા મળે તેને “નિયોનેટલ જોન્ડીસ” કહેવામાં આવે છે.
નોર્મલ બીલીરૂબીન એ બ્લડ માં 0.1 થી 0.8 mg/dl જેટલું હોય છે. હવે જ્યારે બીલીરૂબીન નું લેવલ એ બોડીમાં 5 mg/ dl જેટલું હોય ત્યારે નીયોનેટલ જોન્ડીસ કહેવામાં આવે છે તેને ઇક્ટેરસ નીયોનેટ્રમ અથવા નીયોનેટલ હાયપરબીલી રૂબીનેમિયા પણ કહેવામાં આવે છે.
ઇન્સિડન્સ:
આશરે 60% ફુલ ટર્મ બેબીસ માં અને 80% પ્રિટર્મ માં લાઇફ ના ફર્સ્ટ વિક માં જોવા મળે છે.
આશરે 6 % જેટલા ટર્મ બેબીસ મા સિવ્યર જોન્ડીસ સાથે બિલીરુબિન નું લેવલ 15 mg/dl અથવા તેના કરતાં પણ વધારે પ્રમાણ માં ડેવલોપ થાય છે.
ટાઇપ ઓફ જોન્ડીસ:
જોન્ડીસ ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે જેમ કે,
1) ફિઝિયોલોજીકલ જોન્ડીસ,
2) પેથોલોજીકલ જોન્ડીસ.
1) ફિઝિયોલોજીકલ જોન્ડીસ:
ફિઝિયોલોજીકલ જોન્ડીસ એ ઇમમેચ્યોરિટી ના કારણે થતો નોન હિમોલાઇટીક જોન્ડીસ છે.
જેમાં નીયોનેટલ RBC (રેડ બ્લડ સેલ્સ) નું લાઇફ સ્પાન એ શોર્ટ હોય છે અને યુરોબીલીનોજન નુ કન્વૅન્ઝન ઓછું થાય છે. પ્લાઝમા માંથી લીવર સેલ્સ માં ડિફેક્ટીવ અપટેક, બિલીરૂબિન નુ પુઅર કોન્જ્યુગેશન, એન્ટેરો હિપેટીક સર્ક્યુલેશન વધવાથી લીવરમાં લોડ વધે છે અને ડિફેક્ટ થાય છે.
કેરેક્ટેરાઇસ્ટિક:
આ જોન્ડીસ એ મેઇન્લી બર્થ થયા પછી ના 24 – 72 અવર્સ માં અપીયર થાય છે.
તેમાં મેક્સિમમ યેલો ડિસ્કલરેશન એ ફુલ ટર્મ બેબી માં 4th – 5th દિવસ અને પ્રિટર્મ બેબી માં 6th – 7th દિવસ સુધી જોવા મળે છે.
તે મોટેભાગે ફૂલ ટર્મ બેબી માં 7 દિવસ અને પ્રિ પ્રિટર્મ બેબી માં 14 દિવસે ડિસ્અપીયર થાય છે.
તેમાં બીલીરૂબીન નું લેવલ એ 12 – 15 mg/ dl કરતાં વધતું નથી.
તેમાં મોસ્ટલી ટ્રીટમેન્ટ ની જરૂરિયાત હોતી નથી તેની જાતે જ રિલીવ થય જાય છે.
કોઝીઝ:
તે મુખ્યત્વે રેડ બ્લડ સેલ્સ નું લાઇફ સ્પાઇન શોર્ટ હોવાના કારણે RBC(રેડ બ્લડ સેલ્સ) નું વધારે પ્રમાણ માં બ્રેકડાઉન થવાના કારણે મોસ્ટલી જોવા મળે છે.
હિપેટીક ઇમમેચ્યોરીટી ના કારણે બીલીરૂબીન માંથી સોલ્યુએબલ બીલીરૂબીન માં કન્વર્ટ કરવાની લીવર ની ઇનએડિક્યુએટ એન્ઝાઇમેટીક એક્શન ના કારણે.
ઇન્ટેસ્ટાઇનલ ફ્લોરા દ્વારા બિલીરુબિન નુ કન્વર્ઝન ઓછું થવાથી સર્ક્યુલેશન માં બિલીરુબીન નુ અમાઉન્ટ વધી જાય છે.
ટ્રીટમેન્ટ એન્ડ નર્સિંગકેર:
તેમાં કોઇપણ સ્પેસિફિક ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવાની જરૂરિયાત હોતી નથી.
બેબી ને એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
પ્રિમેચ્યોર બેબી ને કેરફૂલી ઓબ્ઝર્વ કરવું.
મધરને એડવાઇઝ આપવી કે તેના ચાઇલ્ડ ને એડીક્યુએટ અમાઉન્ટ માં બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરવું.
જો બીલીરૂબી નું લેવલ એક્સેસિવ અમાઉન્ટ માં ઇન્ક્રીઝ થવાના એવિડેન્સ હોય તો તેને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન દ્વારા ટ્રીટ કરવુ.
આ જોન્ડીસ ને ટ્રીટ કરવા માટે ફિનોબાર્બીટોન તથા ફોટોથેરાપી નો યુઝ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપરલી ડેઇલી રૂટીન કે કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને કોઇપણ કોમ્પ્લીકેશન્સ ના સાઇન હોય તો તેનુ કેરફૂલી ઓબ્ઝર્વેશન કરવું.
પેથોલોજીકલ જોન્ડીસ:
ડેફીનેશન:
પેથોલોજીકલ જોન્ડીસ એ બર્થ થયા ના 24 અવર્સ ની અંદર માં જોવા મળે છે. અને જો મેચ્યોર બેબી હોય તો તે સામાન્ય રીતે 1 વીક કરતા વધારે સમય સુધી જોવા મળે છે જ્યારે
પ્રિ-મેચ્યોર બેબી હોય તો તેમાં 2 વીક સુધી મેઇન્લી પેથોલોજીકલ જોન્ડીશ જોવા મળે છે. 5 % જેટલા પેથોલોજીકલ જોન્ડીસ એ ફર્સ્ટ 24 અવર્સ માં હિમોલાઇટીક ડીસીઝ અને ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન ના કારણે જોવા મળે છે.
તેમાં બીલીરૂબીન એ 24 અવર્સ મા 5mg/100 ml ના રેટ પર ઇન્ક્રીઝ થાય છે.
એબસોલ્યુટ બિલીરૂબિન એ 15 mg/ 100 ml (250 μ mol/ L) થી વધુ હોય છે.
કારણ:
રેડ સેલ્સ નું એક્સેસિવ હિમોલાઇસીસ થવાના કારણે.
બીલીરૂબીન નું ડિફેક્ટીવ કોન્જ્યુગેશન થવાના કારણે.
કોન્જ્યુગેટેડ બીલીરૂબીન નું એક્સક્રીસન ફેઇલ્યોર થવાના કારણે.
Rh ઇન્કમ્પેટીબિલીટી ના કારણે.
સેફેલોહિમેટોમા ના કારણે.
ABO ઇનક્મ્પીટેબિલીટી.
વિટામીન k થેરાપી.
કન્જીનાઇટલ સ્ફેરોસાયટોસીસ.
ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેસ ડેફિસિયન્સી ના કારણે.
પ્રિમેચ્યોરીટી ના કારણે ઇમમેચ્યોર લિવર સેલ્સ દ્વારા ગ્લુક્યુરોનાઇલ ટ્રાન્સફેરેજ જેવા એન્ઝાઇમ નુ પ્રોડક્શન ઓછુ થવાના કારણે.
ટાઇપ્સ:
પ્રોલોંગ અનકોન્જ્યુગેટેડ હાયપરબીલીરૂબીનેમિયા
તેમા મુખ્યત્વે હિમોલાઇટીક ડીસીઝ બ્રેસ્ટ મિલ દ્વારા જોન્ડીશ થાય છે.
પ્રોલોંગ કોંજ્યુકેટેડ હાઇપર બીલીરૂબીનેમિયા: તે મેઇન્લી ઇન્ફેક્શન ના કારણે જોવા મળે છે.
ક્લિનિકલ ફીચર્સ:
ફેસ,ટ્રંક,પામ અને સોલ ( પગ ના તળિયું ) ઉપર યેલો સ્ટેઇનિંગ જોવા મળે છે.
ક્લોથ ઉપર યુરિન સ્ટેઇનિંગ જોવા મળે છે.
સ્ટૂલ નો કલર ક્લે, વાઇટ અથવા ડાર્ક હોય છે.
બીલીરૂબીન લેવલ 5 mg/ dl/day પ્રમાણે વધે છે.
ત્યારબાદ બિજા ફિચર્સ મા લેથાર્જી, ડ્રાઉઝીનેસ,પુઅર સકિંગ રિફ્લેક્સ, ફિવર,ઇન્ફેક્શન વગેરે જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
જ્યારે બીલીરૂબીન એ 15 mg/ dl કરતાં વધારે ડેવલોપ થાય ત્યારે કર્નીક્ટેરસ(અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન ના કારણે બ્રેઇન ની પેથોલોજીકલ કન્ડિશન)ડેવલોપ થાય છે.
તેના ફિચર્સ મા વોમીટીંગ, હાઇ પીચ ક્રાઇ, કન્વલ્ઝન, ઓપીસ્થોટોનસ પોઝીશન, નીસ્ટેગ્મસ,હાઇપરપાયરેકસિયા,અને સ્પાસ્ટીસિટી જોવા મળે છે.
ટ્રીટમેન્ટ:
જોન્ડીસ ને ટ્રીટ કરવા માટેની નીચે પ્રમાણે ની મેથડ યુઝ કરવામાં આવે છે જેમ કે:
1) ફોટોથેરાપી
2) ફાર્મેકોલોજીક થેરાપી
3) એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન
ફોટોથેરાપી:
જ્યારે બિલીરૂબિન નું લેવલ એ (12 mg%) ઉપર વધી જાય તેવા મોડરેટ કેસોમાં ફોટોથેરાપી નો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે શ્રેષ્ઠ હોય છે.
જ્યારે સીરમ બિલીરૂબિન નું લેવલ એ લગભગ 10 mg % હોય ત્યારે ફોટોથેરાપી બંધ કરવામાં આવે છે. એકવાર ફોટોથેરાપી બંધ થય જાય પછી સીરમ બિલીરૂબિન માં રિબાઉન્ડ વધારો થય શકે છે. ન્યુબોર્ન નું પૂરતું હાઇડ્રેશન જાળવવું જરૂરી છે. 420 થી 470 mm વેવલેન્થ ના આઉટપુટ સાથે સ્પેસિયલ બ્લુ લેમ્પ ટ્રીટમેન્ટ માં સૌથી ઇફેક્ટિવ હોય છે.
ફોટોથેરાપી વહેલી તકે શરૂ થવી જોઇએ ત્યારે મેક્સિમમ સરફેસ એરિયા ને એક્સપોઝ કરી શકાય અને આઇસ ને સિલ્ડીંગ કરી શકાય.
ફોટોથેરાપી એ ન્યુબોર્ન મા ઇનસેન્સીબલ ફ્લુઇડ ના લોસ થવા માટેનું કારણ બને છે. બ્રેસ્ટફીડિંગ દ્વારા હાઇડ્રેશન ને પ્રમોટ કરવામાં આવે છે. ફોટો થેરાપી દરમિયાન ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ થેરાપી ને એડમિનિસ્ટ્રર કરવી.
ફોટોથેરાપી બ્લેન્કેટ એ ઇન્ફન્ટ ને પ્રોટેક્ટ કરે છે.
ફિનોબારબીટલ થેરાપી:
ફેનોબાર્બીટલ થેરાપી એ હેપેટિક માઇક્રોસોમલ એન્ઝાઇમ ને ઇન્ડ્યુઝ કરે છે અને બિલીરૂબિન કોન્જ્યુગેશન અને એક્સક્રીસન માં વધારો કરે છે. દર 24 કલાકે 5.8 mg/ kg ની માત્રા. વપરાય છે. તે ઇફેક્ટિવ થવામાં 3-7 દિવસ લે છે. જો કે, પ્રોફીલેક્સીસ તરીકે, તેનો ઉપયોગ આમાં થય શકે છે. જેમાં મધર ને ડિલેવરી ના બે વીક્સ પહેલા 90 mg/dl ના રેટ મા પ્રોવાઇડ કરવામા આવે છે.
એક્સ્ચેન્જ ટ્રાન્સફ્યુઝન:
એક્સચેન્જ ટ્રાન્સફરયુશન એ સામાન્ય રીતે કર્નીક્ટેરસ ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે.
જેમાં ડબલ વોલ્યુમ એક્સચેન્જ એ 80% જેટલા રેડ બ્લડ સેલ્સ ને રિપ્લેસ કરે છે અને 50% જેટલા બીલીરુબી ના લેવલ ને રિડ્યુઝ કરવામાં મદદ કરે છે.
ઇન્ડિકેશન ઓફ એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન
ફોટો થેરાપી લેવા છતાં બોડી માં બીલીરૂબીન નું લેવલ એ પ્રોગ્રેસિવલી ઇન્ક્રીઝ થતું હોય(1mg/ dl/ hour કરતાં વધુ).
જો નીયોનેટ મા એનિમિયા તથા કંજેસ્ટીવ કાર્ડિયાક ફેઇલ્યોર ની કન્ડિશન હોય તેવા કેસીસ માં.
જો ન્યુબોર્ન ના સીરમ બિલીરૂબિન નું લેવલ એ 20 mg/ dl કરતા વધારે હોય.
જો કોર્ડ બ્લડ હિમોગ્લોબિન 12 g/ dl કરતાં ઓછું હોય અને બિલીરૂબિન નું લેવલ એ 5 mg/ dl કરતાં વધુ હોય.
ફોટોથેરાપી:
ફોટો થેરાપી એ નોન ઇન્વેસિવ, ઇફેક્ટિવ અને અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન ઓછી કરવા માટેની સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. તેમા લાઇટ વેવ્સ એ અનકોન્જ્યુગેટેડ બિલીરુબીન માંથી વોટર સોલ્યુબલ નોન ટોક્સિક ફોર્મ મા ફોટોઓક્સિડેશન દ્વારા કન્વર્ટ થાય છે જે બ્લડમાંથી ઇઝીલી એક્સક્રીટ થાય છે.
જ્યારે બીલીરૂબીન નું લેવલ એ 15 mg/dl પહોંચે ત્યારે અને પ્રિટર્મ બેબીસ મા 5mg/dl કે તેનાથી વધારે હોય ત્યારે ફોટો થેરાપી સ્ટાર્ટ કરવી.
બ્લુ વેવ લેંથ 450-460 nm હોય છે. ટ્યુબલાઇટ અને પ્લેક્સી ગ્લાસ એ શિલ્ડ થી કવર કરેલો હોય છે. ક્રીબ અથવા ઇન્ક્યુબેટર ઉપર ફોટો થેરાપી યુનિટ ફિક્સ કરવામાં આવે છે. ફ્લુરોસોનિક અથવા હેલોજન લાઇટ નો પણ યુઝ કરી શકાય છે.
ફોટોથેરાપી માં નર્સિંગ રિસ્પોન્સિબિલિટી:
બેબી એ લાઇટ સોર્સ માં કમ્પ્લીટલી એક્સપોઝ થવી જોઇએ.
તથા લાઇટ એ 45 cm જેટલી દૂર રાખવી જોઇએ.
ચાઇલ્ડ ના આઇસ તથા જીનાઇટલ એરિયા ને પ્રોપરલી કવર કરવા જોઇએ.
મધર ને એડવાઇઝ આપવી કે ફોટો થેરાપી સમયે ચાઇલ્ડ ને વારંવાર બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરવું.
જો એક્સ્ટ્રા ફ્લુઇડ ની જરૂર પડે તો ઇન્ટ્રા વિનસ ઇન્ફ્યુઝન અથવા નેઝોગેસ્ટ્રીક ટ્યુબ દ્વારા ફીડિંગ પ્રોવાઇડ કરવું
ચાઇલ્ડ ની પોઝિશન દર બે કલાકે ચેન્જ કરતી રહેવી જોઇએ અને એવી રીતે પોઝીશન ચેન્જ કરવી કે જેના કારણે તેને મેક્સિમમ લાઇટ મળી શકે.
ચાઇલ્ડ ના ટેમ્પરેચર, પલ્સ, અને રેસ્પિરેશન(TPR) દર બે કલાકે ચેક કરતું રહેવું.
ચાઇલ્ડ ને ફોટો થેરાપી ની કોઇ સાઇડ ઇફેક્ટ છે કે કેમ તેના માટે કંટીન્યુઅસલી મોનિટરિંગ કરતું રહેવું તથા સીરમ બીલીરૂબીન લેવલ એટલીસ્ટ દર 12 કલાકે કરાવવું.
જ્યારે, સિરમ બિલીરૂબિન લેવલ 10 mg/dl આવે ત્યારે ફોટો થેરાપી ડિશકંટીન્યુ કરવી.
મોટેભાગે ફોટોથેરાપી એ 2-3 દિવસ સુધી કન્ટીન્યુ કરવી.અથવા
6 hourly/day તથા,
2 hourly 3 times / day આપવી.
મધર ને બેબી ની કેર માં ઇનવોલ્વ કરવી.
પેરેન્ટ્સ ને પ્રોપરલી એક્સપ્લાનેશન, ઇન્સ્ટ્રક્શન તથા ઇમોશનલ સપોર્ટ આપવો અગત્ય નો હોય છે.
ફોટોથેરાપી ની કોમ્પ્લિકેશન તથા સાઇડ ઇફેક્ટ:
ઇમેડીએટ પ્રોબ્લેમ્સ:
ડિહાઇડ્રેશન, હાયપોથર્મિયા, હાઇપરથર્મિયા,
લુઝ સ્ટૂલ/ગ્રીન સ્ટૂલ,
બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ (બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ એ એવી કન્ડિશન છે કે જેમાં ફોટો થેરાપી પ્રોવાઇડ કર્યા બાદ ચાઇલ્ડ ની સ્કીન, મ્યુકસ મેમ્બરેન તથા યુરિન મા ડાર્ક ગ્રીન બ્રાઉન પિગ્મેન્ટેસન જોવા મળે છે.)
સ્કિન રેસીસ,
હાઇપોકેલ્શેમિયા વગેરે જોવા મળે છે.
લોંગટર્મ પ્રોબ્લમ:
એન્ડોક્રાઇન તથા સેક્સ્યુઅલ મેચ્યુરેશન માં ડિસ્ટર્બન્સ આવે છે.
રટાઇ ના ડેમેજ થવું.
સ્કીન કેન્સર (રેર કન્ડિશન) થવું.
એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન (EBT):
Rh incompatibility વાળા પેશન્ટ માં સર્ક્યુલેટરી બીલીરૂબીન અને એન્ટીબોડી રીમુવ કરવાની આ ઇફેક્ટિવ મેથડ છે ડાયરેક્ટ કોમ્બ ટેસ્ટ પોઝિટિવ વાળી Rh+ Ve બેબી માં જોડીસ એ ઝડપથી ડેવલોપ થતો હોય છે અને લો Hb% ના કારણે એનિમિયા પણ વધતો હોય છે તેમાં એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન ઇન્ડિકેટડ હોય છે.
એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન માટેના બ્લડ નું નેચર અને તેનો અમાઉન્ટ:
Rh isoimmunization – Rh નેગેટિવ, ABO કમ્પેટીબલ બ્લડ યુઝ કરવુ.
ABO incompatibility: “o” ગ્રુપ Rh કમ્પેટીબલ બ્લડ યુઝ કરવુ.
72 અવર્સ કરતા ઓછા અવર્સ વાળું ફ્રેસ બ્લડ પ્રિફર કરવું. તથા તેની કોન્ટીટી એ 160-180ml/ kg એ એક એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન માટે.તે 80 – 90% ફિટલ બ્લડ ને રિપ્લેસ કરે છે.
પ્રોસિઝર:
વેલ ઇક્વિપ્ડ સેટઅપ માં એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન(EBT) સ્ટ્રીક એસેપ્ટિક ટેકનીક રાખી એક્સપર્ટ ટીમ દ્વારા કરવામાં આવે છે.
આ પ્રોસેસ એ સ્લો તથા કન્ટિન્યુઅસ વન અવર્સ સુધી રહે છે.
બેબી ને વામૅ અને વેલ રિસ્ટ્રેઇન રાખવી. સ્ટમક કન્ટેન્ટ એસ્પીરેટ કરવું જોઇએ. વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા જોઇએ.
એક જ વખતે 10 ml બ્લડ વિડ્રો કરવું અને 10 ml બ્લડ ટ્રાન્સફ્યુઝ કરવું જોઇએ.
ટોક્સિક ઇફેક્ટ, શોક, એમ્બોલીઝમ,થ્રોમ્બોસિસ એસીડોસીસ અને કાર્ડિયાક ફેઇલ્યોર અટકાવવા ના પગલાં લેવા જોઇએ.
પ્રોસિજરના રેકોર્ડિંગ માં શરૂ કર્યા નો ટાઇમ, દરેક સાયકલ માં કેટલું બ્લડ વિડ્રો કર્યું અને કેટલા અમાઉન્ટ માં આપ્યું સાયકલ કેટલી આપી તથા બ્લડ માં ટોટલ એક્સચેન્જ અમાઉન્ટ નો સમાવેશ થાય છે.
પ્રોસિઝર પછી બ્લડ નું બિલીરૂબિન લેવલ અને Hb% કરાવવા. પોસ્ટ ટ્રાન્સફયુઝન એન્ટિબાયોટિક્સ આપવા તથા કોમ્પ્લિકેશન ના સાઇન માટે ઓબ્ઝર્વેશન અગત્યનું છે.
એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન પછી ના કોમ્પ્લીકેશન્સ :
ઇમિડીયેટ કોમ્પ્લિકેશન્સ:
કાર્ડીયાક ફેઇલ્યોર,
એઇર એમ્બોલીઝમ,
એસીડોસીસ,
ટીટેની,
સેપ્સીસ,
હાઇપર કેલેમિયા,
અંબેલીકલ અથવા પોર્ટલ વેઇન પર્ફોરેશન,
હાઇપોગ્લાઇસેમિયા,
થ્રોમ્બોસાઇટોપેનીયા.
ડીલેઇડ કોમ્પ્લિકેશન્સ:
એક્સ્ટ્રા હિપેટીક પોર્ટલ હાયપરટેન્શન,
પોર્ટલ વેઇન થ્રોમ્બોસિસ,
HIV,
હિપેટાઇટિસ B&C ઇન્ફેક્શન,
અન્સરેટીવ કોલાઇટીસ વગેરે.
હેમરોઇજીક ડીસીઝ ઓફ ધ ન્યૂબોર્ન
ડેફીનેશન
હેમરોઇજીક ડીસીઝ એ એક સિન્ડ્રોમ છે કે જે સામાન્ય રીતે હાઇપોથ્રોમ્બીનેમિયા તથા વિટામીન K આધારિત કોગ્યુલેશન ફેક્ટર્સ ( 5, 7 ,9, 10 ) ના લો લેવલ ના કારણે સ્પોન્ટેનિયસલી ઇન્ટરનલ તથા એક્સટર્નલ બ્લીડિંગ જોવા મળે છે જેને હેમરોઇજીક ડીસીઝ ઓફ ધ ન્યૂબોર્ન કહેવામાં આવે છે.
તે સામાન્ય રીતે 2nd અથવા 5th day વચ્ચે ના સમયગાળા દરમિયાન જોવા મળે છે પરંતુ તેને અર્લી ટ્રીટ કરવામાં આવે તો તે એક વીક ની અંદરમાં જ તેની બ્લડવેલ્યુ એ રિટર્ન થય શકે છે.
પ્રિવેલેન્સ:
તે મોસ્ટ કોમન્લી પ્રીટમૅ બેબી માં તથા બ્રેસ્ટફીડ બેબી મા વધારે જોવા મળે છે( બ્રેસ્ટ મિલ્ક માં વિટામિન k ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે).
લક્ષણો તથા ચિન્હો:
એલીમેન્ટ્રી ટ્રેક માં હેમરેજ થવાના કારણે હિમેટેમેસીસ તથા મેલિના ની કન્ડિશન થય શકે છે.
અંબેલીકલ કોડૅ સ્ટમ્પ માંથી બ્લીડિંગ થય શકે છે.
યુરીનરી ટ્રેક હેમરેજ થવાના કારણે હિમેચુરિયા ની કન્ડિશન થય શકે છે.
ક્યારેક ક્યુટેનિયસ ઇકાઇમોસીસ પણ જોવા મળે છે.
તેમાં કોઇપણ ઓપરેટિવ પ્રોસિઝર થયા બાદ અથવા ઇન્જર્ર્ડ સાઇટ પરથી બ્લિડિંગ ના રિસ્ક પણ ઇન્ક્રીઝ થય શકે છે.
તેમાં બેબી એ એનીમિક થાય છે અને ક્યારેક શોક ની કન્ડિશન પણ થય શકે છે.
અમુક કેસીસ મા નોઝ તથા વજાયના માંથી પણ બ્લિડિંગ થય શકે છે.
ઇન્વેસ્ટિગેશન:
તેમાં પ્રો-લોન્ગ્ડ પ્રોથ્રોમ્બીન ટાઇમ તથા પાર્સિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઇમ જોવા મળે છે.
પ્લેટલેટ કાઉન્ટ લો જોવા મળે છે.
પ્રવેન્શન:
બર્થ પછી તરત જ બાળક ને વિટામિન K 1 mg
I/ M નું ઇન્ટ્રામસ્ક્યુલર એડમિનિસ્ટ્રેશન અથવા ડિલિવરી ના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં માતાને 2:5-5 mg એડમિનિસ્ટ્રેશન કરવુ.
ટ્રીટમેન્ટ અને નર્સિંગકેર:
વિટામિન K : 1-2 Mg નું ઇન્ટ્રામસ્ક્યુલર એડમિનિસ્ટ્રેશન કરવુ તથા જો જરૂરી હોય તો 24 કલાક પછી રિપીટેસન કરવું.
બ્લડ લોસ થવાના કારણે જો શોક ની કન્ડિશન અરાઇઝ થયેલી હોય તો તેને કમ્પેટીબલ વોલ બ્લડ ટ્રાન્સફયુઝન એ 15-20 ml/kg/ body weight એ 4-6 અવર્સ સુધીમા એડમિનિસ્ટ્રેશન કરવુ.
ફ્રેસ ફ્રોઝન પ્લાઝમા પણ અલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ માં યુઝ થય શકે છે.
ક્રોનિક એનિમિયામાં, યોગ્ય લિક્વીટ આયર્ન પ્રિપેરેશન એ 20-30 mg એલિમેન્ટલ આયર્ન કન્ટેન્ટ વાળી મેડિકેશન પણ લેવા માટે પ્રિસ્ક્રાઇબ કરવામા આવી શકે છે.
થ્રોમ્બિન અને ફાઇબ્રિન જેવા કોગ્યુલન્ટ્સ સાથે પ્રેશર ડ્રેસિંગ નુ લોકલ એપ્લીકેશન એ એક્સિસેબલ સાઇટ પર વેલ્યુએબલ હોય છે.
તે દરરોજ 2 ડિવાઇડેડ ડોઝ માં આપવામાં આવે છે.
ફિટસ ના અનનેસેસરી હેન્ડલિંગ ને અવોઇડ કરવું.
જો હેમેટેમિસિસ ની કન્ડિશન હોય, તો ચાઇલ્ડ ને એક તરફ વળેલું માથું તથા હેડ ડાઉન પોઝિશન મા પ્લેસ્ડ કરવામા આવે છે.