skip to main content

NEW MIDWIFERY GNM TY UNIT 4 NORMAL PREGNANCY AND ITS MANAGEMENT

NORMAL PREGNANCY AND ITS MANAGEMENT

a) પ્રિકન્સેપ્સન કેર:

ડેફીનેશન:

પ્રિકન્સેપ્સન કેર એટલે પ્રેગનેન્ટ થતાં પહેલાં વુમન ને મળનારી જરૂરી કાળજી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં માતા અને બાળક ના સ્વાસ્થ્ય ને અસર કરી શકે તેવી સમસ્યાઓ અને રિસ્ક ફેક્ટર્સ ના આઇડેન્ટિફિકેશન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે અને આ રિસ્ક ફેક્ટર્સ ને (જન્મ) ઘટાડવા માટે લય શકાય તેવા સ્ટેપ્સ નુ પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
“પ્રિકન્સેપ્સન કેર ને ઇન્ટરવેશન ના સેટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેનો એઇમ પ્રિવેન્શન અને મેનેજમેન્ટ દ્વારા વુમન ના હેલ્થ અથવા પ્રેગનેન્સી ના આઉટકમ માટે બાયોમેડિકલ બિહેવ્યર અને સોસિયલ રિસ્ક ને આઇડેન્ટિફાય કરવા અને મોડિફાઇ કરવાનો છે”.

કન્સેપશન પહેલા ની કેર એ વુમન અને કપલ્સ ને પ્રેગ્શેન્સી થાય તે પહેલાં બાયોમેડિકલ, બિહેવ્યર અને સોસિયલ હેલ્થ માટેના ઇન્ટરવેન્શન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
જ્યારે કપલ ને જોવામાં આવે છે અને પ્રેગનેન્સી વિશે કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવામા આવે છે, એક્ચ્યુઅલ કન્સેપશન ના સમય પહેલા તેના કોર્સ અને આઉટકમ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવામા આવે તેને પ્રી-કન્સેપ્શનલ કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.

પ્રિકન્સેપશન કેર એઇમ્સ:

  • તેમના હેલ્થ ની કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવા માટે બિહેવ્યર, વ્યક્તિગત અને પર્યાવરણીય ફેક્ટર્સ ને ઘટાડવા કે જે માતા અને બાળક ના સ્વાસ્થ્ય ના પુઅર આઉટકમ માં કન્ટ્રીબ્યુસન આપે છે.
  • મેટરનલ અને ચાઇલ્ડ ના હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટે, બંને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મા .
  • લાઇફ ના મલ્ટીપલ સ્ટેજીસ માં ડિસીઝ ને પ્રિવેન્ટ અને કન્ટ્રોલ કરવાની ઓપોરચ્યુનીટી મળે છે; સ્ટ્રોંગ પબ્લિક હેલ્થ પ્રોગ્રામ કે જે ઇન્ફન્સી થી ચાઇલ્ડહુડ અને એડોલ્સન્ટ થી એડલ્ટહુડ સુધીના જીવન ના પરસ્પેક્ટીવ નો ઉપયોગ કરે તે જરૂરી હોય છે.
  • મધર અને ચાઇલ્ડ ના હેલ્થ ને સુધારવા માટે , તે એડોલ્સન્ટ ,વુમન અને મેન ને હેલ્થ બેનિફિટ આપે છે, પછી ભલે પેરેન્ટસ બનવાનુ તેમનુ પ્લાન હોય.
  • માતા- પિતા બંનેમાં ઓપ્ટિમલ હેલ્થ અને ન્યુટ્રીશનલ કન્ડિશન ને સિક્યોર રાખવાથી માત્ર કન્સેપશન ની શક્યતાઓ જ નહીં પરંતુ પ્રિનેટલ ડેથ અને ઘણી કંજીનાઇટલ એનોમાલિશ ની શક્યતા પણ ઓછી કરી શકાય છે.
  • પ્રેગ્નેન્સી ના શરૂઆત ના સ્ટેજ મા વુમન અને તેના પાર્ટનર એ ફિઝિકલ અને ઇમોશનલ હેલ્થ ના ઓપ્ટીમોલ સ્ટેજમાં છે તેની ખાતરી કરવા માટે.
  • ચાઇલ્ડ બિયરિંગ કરતી વુમન માં નોર્મલ હેલ્થ ને મેળવવા માટે.
  • પ્રિ નેટલ હેલ્થ ને પ્રમોટ કરવા માટે જેમાં સેક્સ્યુઆલીટી,વુમનહુડ અને ચાઇલ્ડ બીયરિંગ વિશે પોઝિટિવ એટીટ્યુડ ડેવલોપ કરવાનો ઇન્વોલ્વમેન્ટ થાય છે.

•સિકલ સેલ એનિમિયા, હાયપરટેન્શન, હાર્ટ ડીસીઝ, ડાયાબિટીસ જેવી કન્ડિશન માટે ટ્રીટમેન્ટ લેતી વુમન ને બેનિફિટ પ્રોવાઇડ કરવા માટે, આ ડિસીઝ થી પ્રેગનેન્સી એ વધુ જોખમી બની શકે છે.

પરપઝ ઓફ પ્રિકન્સેપશન કેર:

  • લાઇફ સ્ટાઇલ બીહેવ્યર ને એસ્ટાબ્લીસ કરવા માટે જેના કારણે ઓપ્ટિમલ હેલ્થ મેઇન્ટેન રહી શકે.
  • રિસ્ક નું અર્લી આઇડેન્ટિફિકેશન કરવા માટે(જેમ કે, મેડીકલ કન્ડિશન, સબસ્ટન્સ એબ્યુસ વગેરે).
  • કોઇપણ પ્રકાર ના રિસ્ક ફેક્ટર વગર જ પ્રેગનેન્સી ને કન્સીવ કરાવવવા માટે.
  • પીપલ્સ ને પ્રેગ્નન્સી માટે સાયકોલોજીકલી પ્રિપેર કરવા માટે તથા પેરેન્ટહુડ માટેની રિસ્પોન્સિબિલિટી વિશે પ્રિપેર કરવા. પ્રિ કન્સેપશન કેર શેના માટે?
  • મેટરનલ તથા ચાઇલ્ડ ની મોર્ટાલીટી રેટ ને રીડ્યુઝ કરવા માટે.
  • અનઇન્ટેન્ડેડ પ્રેગ્નન્સી ને રીડયુઝ કરવા માટે.
  • પ્રેગનેન્સી તથા ડીલેવરી સમય દરમિયાન થતી કોમ્પ્લિકેશન ને રિડ્યુઝ કરવા માટે.
  • સ્ટીલ બર્થ, પ્રિ-ટર્મ બર્થ તથા લો બર્થ વેઇટ ના રેટ ને રિડ્યુસ કરવા માટે.
  • ચાઇલ્ડ મા થતી બર્થ ડિફેક્ટ ને રિડ્યુઝ કરવા માટે.
  • નિયોનેટલ ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવા માટે.
  • ચાઇલ્ડ મા અન્ડરવેઇટ તથા સ્ટન્ટીંગ ને પ્રિવેન્ટ કરવા માટે.

•HIV/ AIDS ના વર્ટિકલ ટ્રાન્સમિશનને પ્રિવેન્ટ કરવા માટે.

  • ચાઇલ્ડહુડ સમયમાં થતા કેન્સર ના રિસ્ક ને રીડયુઝ કરવા માટે.
  • લાઇફ ના પછીના વર્ષ દરમિયાન ટાઇપ 2 પ્રકાર નું ડાયાબિટીસ મલાઇટસ તથા કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ ના રિસ્ક ને રિડ્યુસ કરવા માટે. સ્ટેપ્સ એન્ડ પ્રિ કન્સેપશન પ્લાનિંગ:
  • 1) કોમ્યુનિકેશન સ્કિલ,
    2) મેટર્નલ એજ,
    3) મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી,
    4) પર્સનલ મેડિકલ હિસ્ટ્રી,
    5) ઓબસ્ટેટ્રીક હિસ્ટ્રી,
    6)રિસ્ક ટુ હેલ્થ/ પર્સનલ હિસ્ટ્રી,
    7) ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ,
    8) એન્વાયરમેન્ટલ એક્સપોઝર,
    9) સાયકોલોજિકલ હિસ્ટ્રી,
    10) ફેમિલી હિસ્ટ્રી.

•>

1) કોમ્યુનિકેશન સ્કિલ:

પ્રિકન્સેપશન કેર એ આઇડિયલી રીતે ઇન્ટરવ્યૂ પર આધારિત હોય છે ઇન્ટરવ્યુ ને પ્રોડક્ટિવ બનાવવા માટે , તેમા ધીરજ, રુચિ, વિચારશીલતા, ક્લાઇન્ટ ના કમ્ફર્ટ અને પ્રાઇવસી માટેની કન્સર્ન ને સમજવાની જરૂર હોય છે.
કોઇપણ એક ઇન્ટરવ્યુ એપ્રોચ એ બધી વુમન સાથે સારી રીતે કામ કરતું નથી આ ખાસ કરીને જ્યારે સેન્સેટીવ સબ્જેક્ટ, સોશિયલ સપોર્ટ, સબસ્ટન્સ એબ્યુસ, ડોમેસ્ટિક વાયોલન્સ, સેક્સ્યુઅલ એબ્યુસ, ઇમોશનલ પ્રોબ્લેમ્સ, મેન્ટલ ઇલનેસ વિશે પ્રશ્ન પૂછવાની વાત આવે ત્યારે તે સાચું છે, છતાં આ ટોપીક એ મેડિકલ તથા ઓબસ્ટેટ્રીક ફેક્ટર્સ જેવા જ મહત્વપૂર્ણ છે.

2) મેટર્નલ એજ:

જ્યારે 20 થી 34 વર્ષની એજ ની વુમન ને બાળક નો જન્મ થાય ત્યારે પ્રેગનેન્સી, લેબર અને બર્થ એ સૌથી વધુ સેફેસ્ટ હોય છે. ટીનએજ(કિશોરઅવસ્થા) મધર્સ માં પ્રિમેચ્યોર ડિલિવરી અને ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટર્ડેડ વાળા (IUGR) બાળકો ની સંભાવના વધી જાય છે.
જ્યારે, 35 કે તેથી વધુ ઉંમરની એજ વાળી વુમન ને ડિલિવરી વખતે ક્રોનિક બિમારી થી, ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ અથવા મેડિકલ કોમ્પ્લીકેશન્સ નો સામનો કરવો પડે છે. તેથી, આ એજ ગ્રુપ ને જીનેટીક કાઉન્સેલિંગ ની જરૂર છે. જેમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ, માટેના ઓપ્શન ની રેન્જ તેમજ ટેસ્ટ અને પ્રોસિઝર ની ટાઇમીંગ પણ ઇન્વોલ્વ હોવી જોઇએ, તેમ છતાં ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ના સ્પેક્ટ્રમ અને તેમના ફેનોટાઇપ્સ ની સંપૂર્ણ ચર્ચા કરવી જોઇએ.
ડિસ્કસન માં ટ્રાઇસોમી 21, 18 અને 13 તેમજ 47, xxx અને 46, xxy ની સેક્સ એન્યુપ્લોઇડીઝ આવરી લેવી જોઇએ.
વધારા માં ઓલ્ડર ગ્રેવિડા વાળી વુમન ના વધારે મેડિકલ પ્રોબ્લેમ્સ જોવા મળે છે જેમકે સ્પોન્ટેનિયસ એબોર્શન, પ્રિમેચ્યોર સેપરેશન ઓફ પ્લેસેન્ટા , ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિસ્ટ્રીક્શન, પ્રિ – એક્લેમ્પસિયા, મેક્રોસોમીયા (એબનોર્મલી લાર્જ બેબી)તથા સ્ટીલ બર્થ જેવી મેડિકલ પ્રોબ્લમ અરાઇઝ થય શકે છે.

3) મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી:

મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી એ પ્રિ-કન્સેપશન ઇન્ટરવ્યૂ નો એક અગત્યનો પાર્ટ છે કારણકે તે ઓવ્યુલેશન થવા માટે ની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે.

સામાન્ય મેનસ્ટ્રુએશન સાયકલની રેન્જ બે તૃતીયાંશ( 2 / 3 ) વુમન માં 18 થી 40 દિવસની હોય છે, મેન્સ્ટ્રુએસન એ 28 દિવસે થાય છે. ઇન્ટરવલ વત્તા અથવા ઓછા 3 દિવસ હોય શકે .
જે વુંમન ની મેન્સ્ટ્રુએસન સાયકલ એ એબનોર્મલ હોય તેને નીચેના કન્ડિશન વિશે પ્રશ્નો પૂછવા જેમ કે:
પ્યુબરટલ માઇલ્ડસ્ટોન,
ડાયટ,
એમ્પ્લોયમેન્ટ,
એક્સસાઇઝ હેબિટ,
યુઝ ઓફ મેડિકેસન એન્ડ ડ્રગ્સ,
એન્વાયરમેન્ટલ એક્સપોઝર,
સાયકોલોજિકલ સ્ટ્રેસ,
ફેમેલીહિસ્ટ્રી ઓફ એમેનોરિયા એન્ડ જીનેટીક એનોમાલિશ વગેરે….
જે ક્લાઇન્ટ ની મેન્ટ્રુઅલસાઇકલમા ઇરરેગ્યુલારીટી હોય અને તે પ્રેગ્નન્સી રાખવા માટે ઇચ્છતા હોય તો તેમને સ્પેશિયાલિટી પાસે રીફર કરવા.

4) પર્સનલ મેડિકલ હિસ્ટ્રી:
પર્સનલ મેડિકલ હિસ્ટ્રી એ નીચે મુજબની મેડિકલ હિસ્ટ્રી ના રિલેટેડ હોય છે.

a) ઓર્ગેનિક ડિસીઝ:

અમુક પ્રકારની મેડિકલ કન્ડિશન એ મધર તથા બેબી બંને ને અફેક્ટ કરી શકે છે જેમાંની અમુક મેડિકલ કન્ડિશન એ વધારે કોમન હોય છે જેમ કે સીઝર ડીસઓર્ડર, ડાયાબિટીસ મલાઇટસ, હાઇપર ટેન્શન,કેન્સર, ઓટો એમ્યુઅન ડીસીઝ, હાર્ટ ડિસીઝ, હિમેટોલોજીકલ ડિસઓર્ડર તથા HIV ડિસીઝ વગેરે.

b) સીઝર ડિસઓર્ડર:

મોસ્ટ ઓફ કેસીસ માં સીઝર ની પ્રેગનેન્સી પર ઇફેક્ટ થતી નથી પરંતુ 1/3 જેટલા કેસીસ માં પ્રેગનેન્સી સમય દરમિયાન સિઝર ની એક્ટિવિટી મા પ્રેગ્નેન્સી ના કારણે વધારો થય શકે છે.
એપીલેપ્સી ધરાવતી વુમન ને 0.4 mg (400) ને બદલે દરરોજ 4 mg ફોલિક એસિડ ની જરૂર પડે છે જ્યારે કોઇ વુમન ને એપીલેપ્સી ની કન્ડિશન હોય ત્યારે કન્સેપશન પહેલાં ફિઝીસીયન ની સલાહ લેવી જોઇએ.

c) ઇન્સ્યુલિન ડિપેન્ડેન્ટ ડાયાબીટીસ મલાઇટસ:

જે વુમન ને ઇન્સ્યુલિન ડીપેન્ડન્ટ ડાયાબિટિસ મલાઇટસ હોય તેમને સિવ્યર હાયપરટેન્શન,

પ્રિ એક્લેમ્પસીયા, કીટોએસીડોસીસ, એક્સિસીવ એમ્નીઓટીક ફ્લુઇડ તથા બ્લાઇન્ડનેસ અને રિનલ ફેઇલ્યોર જેવી કન્ડિશન થઇ શકે છે.
ફિટલ ને કંજીનાઇટલ એનોમાલિસ પણ થય શકે છે. સાથે સાથે બેબી એ લાર્જ ( મેક્રોસોમિક ) અથવા સ્મોલ એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટારર્ડેશન( IUGR) પણ થય શકે છે.
જો બેબી એ મેક્રોસોમીક હોય તો વજાઇનલ ડીલેવરી એ મધર તથા બેબી બંને માટે ટ્ર્રોમેટિક થય શકે છે.અને પોસ્ટ પાર્ટમ હેમરેજ ( PPH ) ની કન્ડિશન પણ થય શકે છે.
ટાઇપ II પ્રકાર નુ DM(ડાયાબિટીસ મલાઇટસ) ધરાવતી વુમન એ શક્ય હોય ત્યારે ઓબસ્ટેટ્રીશિયન અથવા પેરીનેટોલોજિસ્ટ ને ફોલો કરવુ જોઇએ.

d) હાઇપરટેન્શન:

સ્ટેજ I અને II વાળી ક્રોનિક હાયપરટેન્શન ધરાવતી મોટાભાગ ની વુમન એ (સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140/179 mm hg અથવા ડાયસ્ટોલિક BP 90/109 mm hg) પ્રેગ્નેનસી સમય દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન માટે ઓછું જોખમ ધરાવે છે અને જો સામાન્ય રિનલ ફંક્શન પ્રઝન્ટ હોય તો મોટા ભાગના ને ગુડ મેટર્નલ અને નીયોનેટલ આઉટકમ હશે.

સીરમ ક્રિએટીનીન એ રિનલ ફંક્શન નું માર્કર છે અને જો કન્સેપશન સમયે ક્રિએટીનીન નુ લેવલ એ 1.4 mg/ dl થી ઉપર નું લેવલ હોય તો ફિટસ લોસ થય શકે અને મેટરનલ ડીસીઝ ના પ્રોગ્રેસ નું રિસ્ક ઇન્ક્રીઝ થાય છે.
ક્રોનિક હાયપરટેન્શન સાથે પણ પ્રી-એક્લેમ્પસિયા ફિટસ ના ગ્રોથ રિસ્ટ્રીક્શન તથા પ્લેસેન્ટલ એબ્રેશન ના ઇન્સીડન્ટ મા નોંધપાત્ર વધારો કરે છે. વધારામાં પ્રેગ્નન્સી સમય દરમિયાન અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન એ ફિટલ ગ્રોથ ને મોનિટર કરવા માટે મહત્વનું હોય છે.

E) કેન્સર:

કેન્સર સર્વાઇવર માં સ્પોન્ટેનિયસ એબોર્શન માં વધારો થયો હોવા છતાં, તેમના ઓફસ્પ્રિંગ મા કેન્સર નું રિસ્ક વધતું નથી સિવાય કે પેરેન્ટસ એ કેન્સર કેરિયર જનીન ધરાવે છે.

F) ઓટોઇમ્યુન ડિસઓર્ડર:

ઓટોઇમ્યુન ડિસઓર્ડર મા ઇમ્યુન સિસ્ટમ એ પોતાની જ અગેઇન્સ્ટ માં થાય છે જેના કારણે સિવ્યર ઇલનેસ જોવા મળે છે.
એન્ટિફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ અને સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસ ( SLE ) આ ડિસઓર્ડર ના બે ઉદાહરણો છે.

પ્રેગ્નેન્સી સમય દરમિયાન ઓટો એન્ટિબોડીઝ થ્રોમ્બોસિસ અને સ્ટ્રોક નું કારણ બની શકે છે, પ્રી- એક્લેમ્પસિયા અને ફિટલ ડેથ ની કન્ડિશન પણ થય શકે છે.

G) ટ્યુબરક્યુલોસિસ:

તે સીરીયસ અને પોટેન્શિયલી રીતે કમજોર કરનાર ડિસીઝ છે.

H) થાઇરોઇડ ડીસીઝ:

થાક અને મેન્સ્ટ્રુેશન ઇરરેગ્યુલારીટી એ હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ બંનેમાં થાય છે.
વજન વધવું, કોલ્ડ ઇનટોલરન્સ એ બંને હાઇપોથાઇરોડિઝમ ના ,લક્ષણો છે અને વજન ઘટવો તથા હોટ ઇનટોલરન્સ એ બંને હાઇપરથાઇરોઇડિઝમ ના લક્ષણો છે.

થાઇરોઇડ ડિસીઝ માટે ટેસ્ટિંગ કરવુ જરૂરી હોય છે કારણ કે આ બંને હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ વુમન અને તેમના બાળકો માટે સમસ્યા ઊભી કરી શકે છે.
જે પ્રેગનેટ વુમન મા થાઇરોઇડ ડિસીઝ ની પ્રોપરલી ટ્રીટમેન્ટ ન થય હોય તેમાં લો બર્થ વેઇટ તથા સ્ટીલ બેબી જેવા કન્ડિશન ની રિસ્ક ઇન્ક્રીઝ થાય શકે છે.
હાયપોથાઇરોડિઝમ પ્રેગ્નેન્સી સમય મા ભાગ્યે થતી સમસ્યા છે જ્યાં સુધી વુમન ને હાઇપોથાઇરોઇડ હોય ત્યાં સુધી થાઇરોઇડ દવા (લેવોથાઇરોક્સિન) લેવાનું ચાલુ રાખે છે.
હાઇપરથાઇરોઇડિઝમ ધરાવતી વુમન ને પ્રી- એક્લેમ્પસિયા અને હાર્ટ ફેઇલ્યોર થવાનું રિસ્ક વધારે હોય છે. તેમનાં બાળકો ને નિયોનેટલ થાઇરોટોક્સિકોસિસ થઇ શકે છે અને યુટ્રસ માં જ ડેથ થય શકે છે.

I) હાર્ટ ડીસીઝ:

પ્રિ-કન્સેપ્શન ઇવાલ્યુએશન કરવાથી કોઇપણ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ છે કે નહીં તે આઇડેન્ટીફાય કરી શકાય છે.
જે ક્લાઇન્ટ ને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ હોય તેને સ્પેશિયાલિસ્ટ પાસે રેફરલ કરવા જોઇએ.
કારણ કે અમુક કાર્ડિયાક ડિસીઝ મા પ્રેગ્નેન્સી એ કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય છે.

J) હિમાટોલોજીકલ ડિસઓર્ડર:

અમુક એનિમિયા માતા અને બાળક બંને ના હેલ્થ પર અફેક્ટ કરે છે,
દા.ત. કેટલાક થેલેસેમિયા આ સાથે સંકળાયેલા છે:

i પ્રિ-ટર્મ લેબર
ii. IUGR
iii ઇન્ક્રીઝ ફિટલ લોસ.
બેબીસ ને સિવ્યર એનીમીયા હોય શકે છે.
સિકલ ટ્રેઇટ ના કારણે પ્રેગનેન્ટ વુમન મા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થઇ શકે છે.
જે વુમન ને હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ હોય તેમને પેરીનેટોલોજીસ્ટ ના કન્સલ્ટેશન ની જરૂરિયાત હોય છે.
પ્રેગ્નેન્સી નો અટેમ્પ્ટ કરવો કે કેમ તે અંગે ફાઇનલ ડિસીઝન લેતા પહેલા ઘણીવાર બાળક ના પિતા ના રિસ્ક નુ નેચર અને એક્સટેન્ડ ને આઇડેન્ટિફાય કરવા માટે ટેસ્ટિંગ કરવું જોઇએ.

K)સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન:

પેરિનેટલ આઉટકમ એ વિવિધ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થી ઇન્ફ્લુઅન્સ થય શકે છે. ક્લેમીડિયા ટ્રેકોમાટીસ અને નેઇસેરિયા ગોનોરિયા ના કારણે થતા ઇન્ફેક્શન થી પી .આઇ. ડી (પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ), ઇન્ફર્ટિલિટી અને એક્ટોપિક પ્રેગ્નેન્સી, સાલ્પીન્જાઇટીસ આ ઇન્ફેક્શન ના સિક્વેલા માંથી ઇન્ફર્ટિલિટી અને એક્ટોપિક પ્રેગ્નેન્સી નું રિસ્ક ઇન્ક્રીઝ થય શકે છે.

પી.આઇ.ડી નો એક જ ઇન્સીડન્સ એ વુમન મા એક્ટોપિક પ્રેગ્નન્સી થવાની શક્યતા વધારે છે.
જો મધર ને ગોનોરિયા ની કન્ડિશન હોય અને તેના ચાઇલ્ડ નો બર્થ એ વજાઇનલ ડિલીવરી દ્વારા થયો હોય ત્યારે ચાઇલ્ડ મા બ્લાઇન્ડનેસ થવાના રિસ્ક ઇન્ક્રીઝ થાય છે.
જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો અને ક્લેમાઇડિયા ના કારણે કંજક્ટીવાઇટીસ અને ન્યુમોનિયા બંને થય શકે છે.
હર્પીસ ઇન્ફેક્શન ધરાવતી વુમન માં નીયોનેટલ હર્પીસ ઇન્ફેક્શન થવાની શક્યતા 40% હોય છે.

AIDS એપીડેમીક એ પ્રેગ્નેન્ટ વુમન ને બાયપાસ કરી નથી, વુમન એ ઇન્ટરકોસ દરમિયાન એચ.આય.વી ના કોન્ટેક્ટ મા આવવાની મેલ કરતાં 8 ગણી વધુ શક્યતા ધરાવે છે.
એચ.આય.વી પોઝીટીવ હોય તેવી વુમન માં પ્રેગ્નેન્સી અંગેનુ ડિસીઝન લેવુ અત્યંત પર્સનલ અને કોમ્પ્લેક્ષ હોય છે.

5) ઓબસ્ટેટ્રીક હિસ્ટ્રી:
સબસિક્વન્ટ પ્રેગ્નેનસી માં પુનરાવર્તિત થતી કોમ્પ્લિકેશન ને ઓળખવા માટે અગાઉ ની પ્રેગ્નેન્સી વિશે ની માહિતી મેળવવી જોઇએ.
આ મેળવેલી ઇન્ફોર્મેશન એ ઘણીવાર નવી પ્રેગ્નેન્સી વિશે ના ફિયર અથવા ચિંતાઓ વિશેની ડિસ્કસન કરવા માટે તેમજ ઇમોશનલ રિસ્પોન્સ તથા રિપ્રોડક્ટિવ પ્રોબ્લેમ વિશે ડિસ્કસન કરવાની ઓપોરચ્યુનીટી પ્રોવાઇડ કરે છે. જેમા નીચેની માહિતી નુ કલેક્શન કરવામાં આવે છે.
જેમ કે:
બર્થ ડેટ, મીસ્કેરેજ,જેસ્ટેસનલ એજ,ટાઇપ ઓફ ડિલેવરી, લેન્થ ઓફ લેબર પ્રોલોંગ લેબર ને આઇડેન્ટીફાય કરવા માટે,બર્થ વેઇટ, ચિલ્ડ્રન નુ સેક્સ, પ્રેગનેન્સી સમયે કોઇ પણ કોમ્પ્લિકેશન થયેલી હોય, ચાઇલ્ડ ની કરંટ હેલ્થ સ્ટેટસ, ચાઇલ્ડ એ લાઇવ છે કે કેમ તેના વિશે નું ડિસ્કશન કરવામા આવે છે.

6)રિસ્ક ટુ હેલ્થ/ પર્સનલ હિસ્ટ્રી:

a)સ્મોકિંગ
b)આલ્કોહોલ
C)ગેરકાયદેસર દવાઓ

•>
a)સ્મોકિંગ:

જ્યારે બેબી એ યુટેરાઇન કેવિટી માં હોય ત્યારે જો મધર એ એક દિવસમાં સિગારેટ ના હાફ પેક જેટલી સ્મોક કરે તો તેના કારણે ચાઇલ્ડ માં યુટેરોપ્લેસેન્ટલ પરફ્યુઝન ડીક્રીઝ થય શકે છે અને ચાઇલ્ડ નું વેઇટ પણ તેના નોર્મલ વેઇટ કરતાં ડિક્રીઝ થય શકે છે
જે ઘરોમાં લોકો સ્મોકિંગ કરે છે તેમાં જન્મેલા બાળકો પર લાંબા ગાળા ની અસર થાય છે.તેમાં સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ (SIDS), મેનિન્ગોકોકલ ડિસીઝ, ન્યુમોનિયા, અસ્થમા, બ્રોન્કાઇટિસ, કોલ્ડ અને ઇયર ઇન્ફેક્શન નો સમાવેશ થાય છે.
જે વુમન સ્મોકિંગ કરે છે અને કન્સેપશન વિશે વિચારી રહી છે તેઓએ કન્સેપ્સન પહેલા સ્મોકિંગ સ્ટોપ કરવું જોઇએ.

b)આલ્કોહોલ:
પ્રેગનેન્ટ વુમન કે જેઓ દરરોજ ઓછામાં ઓછા એક અથવા વધુ ડ્રિન્કસ કરે છે તેમા સ્પોન્ટેનિયસ એબોર્શન મા બે ગણો વધારો કરે છે.
જે વુમન એ પ્રેગ્નેન્સી સમય દરમિયાન ડ્રિન્ક કરે છે તેમને પણ ચાઇલ્ડ મા નીચે મુજબ નુ જોખમ થવાનું રિસ્ક રહેલું છે:

a) ફેટલ આલ્કોહોલ સિન્ડ્રોમ
b)અ સિન્ડ્રોમ ઓફ એબનોર્મલ ફેસિયલ ફિચર્સ
c) બિહેવ્યર પ્રોબ્લેમ
d) ઇન્ટેલેક્ચ્યુઅલ હેન્ડીકેપ્સ

પ્રિ કન્સેપશન કાઉન્સેલિંગ એ ક્લાયંટ ને આ હેબીટ છોડવામાં મદદ કરે છે.

સ્મોકિંગ ને સ્ટોપ કરવા મા આવતા બેરિયર ને આઇડેન્ટિફાય કરવા જેમ કે સ્મોકર વ્યક્તિ સાથે રહેવું. તેમને ટ્રીટમેન્ટ પ્લાન ઓફર કરવો તથા સાયકોલોજીકલ સપોર્ટ અને રિએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.

C)ગેરકાયદેસર દવાઓ:

પ્રેગનેન્સીમાં યુઝ કરવા મા આવતી દવાઓ ગર્ભાવસ્થા દરમિયાન, જન્મ સમયે અને બાળપણ માં સમસ્યાઓ નું કારણ બની શકે છે. બધી વુમન ને મેડિસીન ના પાસ્ટ અને પ્રેઝન્ટ ઉપયોગ વિશે પૂછવું જોઇએ. મારિજુઆનાના ઉપયોગ વિશે ખાસ પૂછવુ જોઇએ.

7) ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ:

મોસ્ટ ઓફ પ્રેગનેન્ટ વુમન એ અવેર હોય છે કે અમુક પ્રકારની મેડીકેશન એ ગ્રોવીંગ બેબી માટે હાર્મફુલ હોય છે.
ઓછી વુમન એ કાઉન્ટર દવાઓ અને હરબ્સ (જડીબુટ્ટીઓ) ની ટેરેટોજેનિક અસરો વિશે કન્સરન્ડ(ચિંતીત) હોય છે.

ઉદાહરણ તરીકે, ઘણી વુમન ને ખબર નથી કે વિટામિન A દરરોજ 10,000 IU કરતાં વધુ અમાઉન્ટ મા વપરાય છે. પ્રેગનેન્સી ના પ્રથમ 7 વિક મા લેવામાં આવે ત્યારે ક્રેનિયલ ન્યુરલ ક્રેસ્ટ ડિફેક્ટ મા કન્ટ્રીબ્યુટ આપે છે. મોટાભાગના હર્બલ પ્રોડક્ટ ની ઇફેક્ટીવનેસ અને સેફટી અનનોન હોય છે.

8) એન્વાયરમેન્ટલ એક્સપોઝર:

એન્વાયરમેન્ટ મા ટોક્સિક એલિમેન્ટસ નો એક્સપોઝર એ કામ પર, ઘરે અથવા રમત માં થય શકે છે.
વુમન એ નીચે પ્રમાણે કોઇપણ પ્રોડક્ટ ના એક્સપોઝરમાં આવેલ છે કે નહીં તેના વિશે પ્રોપર ઇન્ફોર્મેશન મેળવવી જેમ કે:
•કાર્બન મોનોક્સાઇડ,
•ફર્નિચર પેઇન્ટ કાર્પેટ અને ઓફિસ સાધનોમાંથી વોલેટાઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ( VOC),
•હીટિંગ વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) સિસ્ટમમાંથી મોલ્ડ અને બેક્ટેરિયા,
•બિલ્ડીંગ ના પ્રવેશદ્વાર પર સિગારેટ પીતા લોકોમાંથી નીકળતો ધુમાડો જે દરવાજા ખોલવા પર બિલ્ડીંગમાં પાછો ખેંચાય છે.
•કાર્બન લેસ કોપી પેપરમાં પોસિબલ કાર્સિનોજેન્સ.
•પેસ્ટીસાઇડ સ્પ્રે વગેરે

9) સાયકોલોજિકલ હિસ્ટ્રી:
પ્રિકન્સેપ્શન કાઉન્સેલિંગ એ સ્ટ્રેસર ને તથા સપોર્ટ સોર્સીસ ને આઇડેન્ટીફાય કરવા માટે યુઝ થાય છે.જેમ કે,
પોવર્ટી,
ઇનએડીક્યુએટ હાઉસિંગ,
રિલેશનશિપમાં પ્રોબ્લેમ,
એબ્યુસ ની હિસ્ટ્રી,
ડિપ્રેશન,
પુઅર સેલ્ફ એસ્ટીમ,
લો લેવલ ઓફ એજ્યુકેશન,
હાઇ લેવલ ઓફ સ્ટ્રેસ વગેરે.

10) ફેમિલી હિસ્ટ્રી:

ફેમિલી હિસ્ટ્રી ને કલેક્ટ કરવાથી ચાઇલ્ડ માં બર્થ ડિફેક્ટ ના રિસ્ક ને તથા કોઇપણ ઇનહેરીટેડ ડિસઓર્ડર ના રિસ્ક ને આઇડેન્ટીફાય કરી શકાય છે.જે જીવનમાં પાછળથી દેખાઇ શકે છે.

ફેમિલી હિસ્ટ્રીમાં રેસ/ઇથનીસીટી, મેડિકલ તથા ઓબસ્ટેટ્રીકલ પ્રોબ્લેમ ને આઇડેન્ટિફાય કરી શકાય છે.
જો રિસ્ક ફેક્ટર એ આઇડેન્ટીફાય થાય તો તેમને રેફરેલ તથા જીનેટીક કાઉન્સેલિંગ માટે રિફર કરવા.

પ્રિ કન્સેપશન કેર એ મેટરનલ તથા ચાઇલ્ડ હેલ્થ માટે અગત્યની હોય છે.

b) જિનેટિક કાઉન્સેલિંગ:

જીનેટીક્સ:

હેરીડીટી તથા વેરીએશન સાથે સંકળાયેલા સાયન્સ ને જિનેટિક્સ કહે છે તથા જીનના સ્ટ્રક્ચર અને બિહેવ્યર ની સ્ટડી ના સાયન્સ ને જીનેટિક્સ કહેવામાં આવે છે.

જીનેટીક કાઉન્સેલિંગ

જીનેટીક કાઉન્સેલિંગ એ એક પ્રોસેસ છે કે જે મેડિકલ એક્સપર્ટસ દ્વારા કેરીઆઉટ કરવામાં આવે છે જેમાં જીનેટીક ટેસ્ટ કરવામાં આવે છે તથા ફેમિલી હિસ્ટ્રી લેવામા આવે છે અને મેડિકલ રેકોર્ડ ને એક્સપર્ટસ દ્વારા જોવામાં આવે છે જેનો એઇમ એ હોય છે કે પેરેન્ટ્સ દ્વારા તેના ચાઇલ્ડ મા કોઇપણ પ્રકારના જીનેટીક ડીસઓર્ડર એ પાસ થવાની પોસીબીલીટી છે કે નહીં તે આઇડેન્ટિફાય કરી શકાય છે.
જીનેટીક કાઉન્સેલિંગ માં પેરેન્ટ્સ ને જીનેટીક ડિસઓર્ડર વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે .
સાથે સાથે તેમને સાયકોલોજીકલ
સપોર્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે અને જે સપોર્ટ ગ્રુપ તથા સર્વિસીઝ હોય તેના માટેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.

જિનેટિક કાઉન્સેલિંગ એ ક્લિનિકલ જિનેટિક સર્વિસીસ છે જેમાં જીનેટીક હેલ્થ સંબંધિત ચિંતાઓ અને સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓ અને પરિવારો ને જીનેટીક ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને સપોર્ટ ની વ્યવસ્થા નો સમાવેશ થાય છે.

‘જીનેટીક કાઉન્સેલિંગ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ‘શેલ્ડન રીડ’ દ્વારા 1947માં કરવામાં આવ્યો હતો.

•> અકોર્ડિંગ ટુ અમેરિકન સોસાયટી ઓફ હ્યુમન જિનેટિક્સ(1975):

જીનેટીક કાઉન્સેલિંગ એક એવું કોમ્યુનિકેશન પ્રોસેસ છે. તે હ્યુમન પ્રોબ્લેમ્સ સાથે સંકળાયેલ હોય છે. આ પ્રોસેસ માં એક અથવા એક થી વધારે ટ્રેઇન્ડ પર્સન એ વ્યક્તિ ને તથા ફેમિલીને હેલ્પ કરે છે:

  • ડાયગ્નોસીસ, ડિસઓર્ડર નો પ્રોબેબલ કોર્સ તથા અવેઇલેબલ મેનેજમેન્ટ સહિત મેડિકલ ફેક્ટ ને સમજવુ.
  • હેરીડીટી જે રીતે ડિસઓર્ડર માં કન્ટ્રીબ્યુટ્સ આપે છે તે અને ચોક્કસ રિલેટીવ્સમાં ફરી થવાના રિસ્ક ને એપ્રિસિયેટ કરવું.
  • ચોક્કસ રિલેટીવ્સ માં ફરી થવાના રિસ્ક માં અલ્ટરનેટિવ્સ ને સમજવું.
  • અફેક્ટેડ ફેમિલી મેમ્બર્સ માં બેસ્ટ પોસિબલ એડજેસ્ટમેન્ટ કરવું. જિનેટિક કાઉન્સેલિંગ એક એવો સ્ક્રીનીંગ પ્રોસિઝર છે કે જેમાં વધારે રિસ્ક વાળા ઇન્ડિવીઝ્યુઅલ ને તથા તેમના બાળકો ને જિનેટિક એબનોર્માલીટીસ માટે ઓળખવા. જીનેટીક કાઉન્સેલિંગ નો મુખ્ય હેતુ પ્રેગ્નેન્સી ના ફ્યુચર મેનેજમેન્ટ માટે પેશન્ટ અને તેના હસબન્ડ નિર્ણય લય શકે. તેના ઓબ્જેક્ટીવસ માં ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી, કાઉન્સેલિંગ માં આસિસ્ટ પ્રોવાઇડ કરવું તથા કપલ ને પ્રોબ્લેમ માં એડજસ્ટ થવા માટે હેલ્પ કરવી. આ રીતે જીનેટીકલી ડિફેક્ટીવ બેબીસશના બર્થ ની શક્યતાઓ ઓછી કરવી. બેનિફિટ્સ ઓફ જીનેટીક કાઉન્સેલિંગ

•પ્રેગનેન્સી પ્લાનિંગ માટે.

  • પ્રિનેટલ ડાયગ્નોસીસ માં ઇન્ટરેસ્ટ હોવો.
  • ફસ્ટ તથા સેકન્ડ ટ્રાઇમેસ્ટર ના સ્ક્રિનિંગ ના રીઝલ્ટ વિશે કન્સર્નડ.
    •સિસ્ટિક ફાઇબ્રોસિસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, હિમોફિલિયા, સિકલ સેલ ડિસીઝ અથવા થેલેસેમિયા જેવા જીનેટીક ડિસઓર્ડર ના કેરી કરવા માટેના રિસ્ક માં જાણીતા છે.
  • પ્રેગનેન્ટ અને ડિલીવરી સમયે 35 વર્ષ કે તેથી વધુ ઉંમરની હશે. ઇમ્પ્લિકેશન ઓફ જીનેટીક કાઉન્સેલિંગ
  • પ્રિવ્યસ મિસ્કેરેજ અથવા પ્રેગ્નન્સી લોસ થયેલી હોય.

•કાં તો પેરેન્ટ્સ નું ડાયગ્નોસીસ અથવા બર્થ ડિફેક્ટ, જીનેટીક ડિસઓર્ડર અથવા મેન્ટલ રિટારર્ડેશન ની ફેમેલી હિસ્ટ્રી હોવી.

  • પ્રિવિયસલી બર્થ ડિફેક્ટ, જીનેટીક ડિસઓર્ડર, તથા મેન્ટલ રિટારર્ડેશન વાડુ ચાઇલ્ડ હોવું.

•લેબોરેટરી ટેસ્ટ જેમ કે મેટરનલ સીરમ સ્ક્રીનીંગ ટેસ્ટ જે જીનેટીક ડિસઓર્ડર માટે વધેલા રિસ્ક ને ઇન્ડીકેટ કરે છે.

  • વુમન એ તેની પ્રેગનેન્સી સમય દરમિયાન અમુક પ્રકારની મેડિકેશન અથવા ડ્રગ્સ , રેડીએશન તથા ઇન્ફેક્શન ના એક્સપોઝર માં આવેલી હોય. કોમન જિનેટિક કન્ડિશન: જીનેટીક ડીસઓર્ડર એ વ્યક્તિ ના જીનેટીક મટીરીયલ્સમાં એબનોર્માલીટીસ આવવાના કારણે અરાઇઝ થાય છે. મેઇન્લી જીનેટીક ડિસઓર્ડર ને ચાર પ્રકારમાં ડિફરન્સીએટ કરવામાં આવેલા છે:

જેમ કે,
1)સિંગલ જીન મા ચેન્જીસ
2)મલ્ટીપલ જીન મા ચેન્જીસ
3)ક્રોમોઝોમલ ચેન્જીસ:
ક્રોમોઝોમ્સ નો એન્ટાયર એરીયા એ મિસિંગ અથવા મિસપ્લેસડ હોય છે.
4)મિટોકોન્ડ્રીયલ:
મીઇટોકોન્ડ્રીયામાં મેટર્નલ જીનેટીક મટીરીયલ્સ પણ મ્યુટેટ થય શકે છે.

કોમન ડિસઓર્ડર નીચે મુજબ છે જેમ કે:

1)સિસ્ટીક ફાઇબ્રોસીસ,
2) ડાઉન સિન્ડ્રોમ,
3)ફ્રેજાઇલ-X સિન્ડ્રોમ,
4) ઇનહેરીટેડ ક્લોટીંગ પ્રોબ્લમ,
5) ફેમિલીયલ કમ્બાઇન્ડ હાઇપરલિપિડેમિયા એન્ડ ફેમિલીયલ હાઇપરકોલેસ્ટ્રોલેમીયા,
6)હંટીંગ્ટન ડીસીઝ,
7) મસ્ક્યુલર ડિસ્ટ્રોફીસ
8) સિકલ સેલ એનિમિયા,
9) થેલેસેમિયા,
10) મ્યુટેશન અફેક્ટીંગ બાયોકેમિકલ પથવે,
11) ટર્નર સિન્ડ્રોમ,
12) આલ્ફા 1 એન્ટીટ્રીપ્સિન ડેફિસીયન્સી,
13) માયોટોનિક ડિસ્ટ્રોફી,
14) પાર્કિંન્સન ડીસીઝ,
15) અલ્ઝાઇમર ડીસીઝ,
•>
1)સિસ્ટીક ફાઇબ્રોસીસ:

સિસ્ટિક ફાઇબ્રોસિસ એ કોકેશિયન્સ માં કોમન ઇનહેરિટેજ ડિસીઝ છે અને તે પ્રોટીનની ડેફિસીયન્સી ના કારણે થાય છે જે બોડી માં ક્લોરાઇડના બેલેન્સ ને કંન્ટ્રોલ કરે છે.
આની અસર થી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને વારંવાર ફેફસામાં ઇન્ફેક્શન લાગે છે. તે ડાયજેશન અને રીપ્રોડક્શન માં પ્રોબ્લમ નો સમાવેશ કરે છે. લક્ષણો એ માઇલ્ડ થી સિવ્યર મા ચેન્જીસ હોય છે.
બાળક ને અસર થાય તે માટે માતાપિતા બંને કેરિયર હોવા જોઇએ. ત્યારબાદ દરેક બાળક ને અસર થવાની શક્યતા 25% (4 માંથી 1) હોય છે

2) ડાઉન સિન્ડ્રોમ:

ડાઉન સિન્ડ્રોમ એ એક કોમન ક્રોમોઝોમલ એબ્નોર્માલિટી છે કે જેમાં 21 માં નંબરના ક્રોમોઝોમ પર જીનની એક્સ્ટ્રા કોપી આવેલી હોય છે.
ડાઉન સિન્ડ્રોમ એ 800 થી 1000 ન્યુબોર્ન બેબી માં લગભગ 1 ને અફેક્ટ કરે છે. તે પ્રિનેટલ ટેસ્ટિંગ દ્વારા ડિટેક્ટ થય શકે છે.
તેમાં લક્ષણોની પેટર્ન આવેલી હોય છે કે જે બર્થ સમય પછી ઇમીડીએટલી દેખાય આવે છે.જેમ કે,
•ફેસિયલ કેરેક્ટરાઇસ્ટીક,
•ડિક્રીઝ મસલ્સ ટોન,
•હાર્ટ તથા ડાઇજેસ્ટિવ સિસ્ટમમાં ડિફેક્ટ,
•ડેવલોપમેન્ટલ ડીલે.

ડાઉન સિન્ડ્રોમ એ માઇલ્ડ, મોડરેટ તથા સીવ્યર ની રેન્જમાં હોય શકે છે અને જે મધરની એ ઇન્ક્રીઝ થતી એજ સાથે સંકળાયેલ હોય છે.

3)ફ્રેજાઇલ-X સિન્ડ્રોમ:

ફ્રેજાઇલ-X સિન્ડ્રોમ એ મોસ્ટ કોમન ટાઇપ ના ઇનહેરિટેડ ડેવલપમેન્ટલ ડીલે તથા મેન્ટલ રીટાર્ડેશન સાથે સંકળાયેલ છે. તેમા ડેવલપમેન્ટલ ડીલે તથા કોગ્નિટિવ ડિફિકલ્ટીસ એ માઇલ્ડ થી સીવ્યર ની રેન્જમાં હોય છે અને તે કેટલીકવાર ઓટિઝમ સાથે એસોસિએટેડ પણ હોઇ શકે છે.
લગભગ 1/1500 મેલ અને 1/2500 ફિમેલ મા ફ્રેજાઇલ X- સિન્ડ્રોમ હોય છે, X ક્રોમોઝોમ નો ભાગ તૂટી શકે છે. X- ક્રોમોઝોમ પરનો વિસ્તાર જે ફ્રેઝીલીટી નું કારણ બને છે
તે ક્રોમોઝોમ પર રિપીટેડ થઇ શકે છે – રિપીટેડ એરિયા ની વધુ સંખ્યા ,
વધુ ફ્રેજીલિટી અને વધુ સિરીયસ સિન્ડ્રોમ જોવા મળે છે.

4) ઇનહેરીટેડ ક્લોટીંગ પ્રોબ્લમ:

બ્લડ ક્લોટીંગ થય જવાની પ્રોસેસ એ બોડી માં વધુ કોમ્પ્લિકેશન બાયોકેમિકલ પથવે પૈકીનો એક છે અને ડિફરન્ટ ઇનહેરીટેડ ક્લોટીંગ થવાની પ્રોબ્લમ છે.

આ ક્લોટીંગ પ્રોબ્લમ ના પરિણામે ખૂબ બ્લીડિંગ થઇ શકે છે અને આખી બોડી માં એબનોર્મલ ક્લોટીંગ બની શકે છે, સામાન્ય રીતે વેઇન્સ મા થય શકે છે.

સૌથી કોમન ફેક્ટર V લીડેન એબનોર્માલીટીસ છે જે ખાસ કરીને પ્રેગ્નન્સી સમય દરમિયાન થાય છે જેના કારણે પ્રિ – એક્લેમ્પસિયા, સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ, સ્ટીલ બર્થ તથા પેસેન્ટલ પ્રોબ્લેમ થય શકે છે.
બીજા ઇનહેરિટેડ ક્લોટીંગ પ્રોબ્લેમ્સ માં પ્રોથ્રોમ્બીન ડેફિશયન્સી, પ્રોટીન S ડેફિસીયન્સી, પ્રોટીન C ડેફીસીયન્સી તથા એન્ટીથ્રોમ્બીન III ડેફીસિયન્સી નું પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
હિમોફીલિયા એ વેલનોન ક્લોટિંગ ડિસઓર્ડર છે.મોસ્ટ કોમન ટાઇપ એ હિમોફિલિયા A(જે ક્લોટીંગ ફેક્ટર 7 ની ડેફીસિયન્સી ના કારણે થાય) તથા હિમોફિલિયા B (જે ક્લોટીંગ ફેક્ટર 9 ની ડેફીસિયન્સી ના કારણે થાય)છે.
તેના સિમ્ટોનમ્સમાં, ગમ્સ,નોઝ,ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ,તથા જોઇન્ટસ મા એક્સેસિવ બ્લીડિંગ થાય છે.
એબનોર્મલ મેન્સ્ટ્રુઅલ બ્લિડિંગ થાય છે.
એક્સેસિવ બ્રુઇઝીંગ થાય અને સ્કિન રેસીસ પણ થાય છે.

5) ફેમિલીયલ કમ્બાઇન્ડ હાઇપરલિપિડેમિયા એન્ડ ફેમિલીયલ હાઇપરકોલેસ્ટ્રોલેમીયા:

આ એક ઇનહેરિટેડ ડિસઓર્ડર છે કે જેમાં બ્લડ માં લિપિડ તથા કોલેસ્ટ્રોલ નું અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય છે.

6)હંટીંગ્ટન ડીસીઝ:

આ એક ઇનહેરિટેડ ડિસઓર્ડર કે જેમાં બ્રેઇન તથા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ના અમુક નર્વ સેલ એ ડિજનરેટ થાય છે. તેના સિમ્પટોમ્સ માં,
બિહેવ્યર ચેન્જીસ,
અનયુઝવલ સ્નેક લાઇક મુવમેન્ટ ( કોરિયા ),
અનકંન્ટ્રોલ્ડ મુવમેન્ટ,
વોકિંગ ડિફીકલ્ટી,
લોસ ઓફ મેમરી,
સ્પીચ તથા કોગ્નિટીવ ફંકશનમાં ચેન્જીસ થવા,
સ્વેલોવિંગ ડિફીકલ્ટી થવી.

હંટીંગ્ટન ડીસીઝ એ ઓટોઝોમલ ડોમીનન્ટ ડિસઓર્ડર છે એટલે કે જો એક પેરેન્ટમાં હન્ટિંગટન્સ ડિસીઝ હોય તો તેના ઓફસ્પ્રિંગ માં 50% જેટલા ડીસીઝ થવાના ચાન્સ રહે છે.

7) મસ્ક્યુલર ડિસ્ટ્રોફીસ:

મસ્ક્યુલર ડિસ્ટ્રોફીસ તે એક ઇનહેરિટેડ ડિસઓર્ડર છે કે જેમાં મસલ્સમાં વિકનેસ જોવા મળે છે.

a) બેકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી:
બેકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં, લક્ષણો ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા જ હોય ​​છે પરંતુ દેખાવામાં ધીમા હોય છે અને તે બગડવામા માં પણ ધીમા હોય છે. તે લક્ષણોમાં ઇન્વોલ્વ છે:
i )થાક લાગવો
ii)પોસિબલ મેન્ટલ રીટાર્ડેશન
iii )મસલ્સ વિકનેસ એ લેગ માથી શરૂ થાય છે.

બોડી ના ઉપરના ભાગમાં મસલ્સ ની નબળાઇ ડ્યુચેન જેટલી સિવ્યર નથી. ફરીથી, બોયસ ને આ ડિસઓર્ડર થવાની શક્યતા વધુ હોય છે અને તેઓ 25-30 વર્ષની ઉંમર સુધીમાં વ્હીલચેર સુધી મર્યાદિત રહે છે.

b) ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી:
અહીં, સિમ્પટોમ્સ એ સામાન્ય રીતે 6 વર્ષની એજ પહેલા દેખાય આવે છે અને તે પહેલા પણ દેખાઇ શકે છે.

તેના સીમટોમ્સ માં
થાક લાગવો,
મેન્ટલ રિટારર્ડેશન થવુ,
મસલ્સ વિકનેસ એ લેગ માથી સ્ટાર્ટ થય અપર બોડી સુધી રેડિયેટ થવુ,
હાર્ટ પ્રોબ્લમ થવુ,
રેસ્પીરેટરી પ્રોબ્લેમ થવી, વગેરે…

8) સિકલ સેલ એનિમિયા:

“સિકલ સેલ એનિમિયા” એ એક સિવ્યર હિમોલાઇટીક એનીમિયા તથા હેરેડિટીટરી અને જીનેટીક બ્લડ ડિસ્ઓર્ડર છે જે સામાન્ય રિતે રેડ બ્લડ સેલ ને અફેક્ટ કરે છે કે જેમાં રેડ બ્લડ સેલ એ એબનોર્મલ સિકલ સેપ થાય છે. આ ડીઝિઝમાં રેડ બ્લડ સેલ્સ એ રિજીડ,સ્ટીકી તથા એબનોર્મલ ક્રીસેન્ટ તથા સિકલ સેપ થાય છે. આ રેડ બ્લડ સેલ્સ ના એબનોર્મલ શેપના કારણે બ્લડ ફ્લો એ બ્લોક થાય છે જેના કારણે પેઇન, ઓર્ગન ડેમેજ,તથા ઇન્ફેક્શન ના રિસ્ક એ ઇન્ક્રીઝ થાય છે સિકલ શેપ રેડ બ્લડ સેલ્સ નુ લાઇફ સ્પાન એ 30-40 days સુધીનો જ હોય છે અને તેની ઓક્સિજન કેરીંગ કેપેસિટી પણ ડિક્રિઝ થયેલી હોય છે.
તેના કારણ મા
જીનેટીક મ્યુટેશન થવાના કારણે.
હેરેડીટરી કન્ડિશન ના કારણે.
સિકલ સેલ ડીઝીઝ ની ફેમેલી હિસ્ટ્રી હોવાના કારણે.

સિમ્પટોમ્સ જેમ કે,
માઇલ્ડ જોન્ડીશ થવો,
ફિવર આવવો,
માથુ દુખવું,
થાક લાગવો,
નબળાઈ આવવી,
સ્કિન,કંજક્ટાઇવા તથા મ્યુકસ મેમ્બરેન એ પેલ થવી,
શોર્ટનેસ ઓફ બ્રિધિંગ થવું,
ચક્કર આવવા,
વિઝન પ્રોબ્લેમ થવી,
લેગ અલ્સર થવા,
સ્પીચ એ એબસન્સ થવી,
પેઇન એપીસોડ્સ આવવા,
માથું દુખવું,
રેપિડ તથા ઇરરેગ્યુલર હાર્ટબીટ થવા,
હાથ તથા પગ એ કોલ્ડ થવા.
નેઇલ્સ એ બ્રિટલ થવા.
કોન્સન્ટ્રેશન પુઅર થવું.
કોગ્નિટિવ ડીફીકલ્ટીઝ થવી.
ગ્રોથ તથા ડેવલોપમેન્ટ ડીલે થવા.
ભૂખ ન લાગવી.
ચક્કર આવવા.
ટેકીપ્નીયા.
ટેકીકાર્ડીયા.
પાલ્પીટેશન.
ડાયરિયા એન્ડ વોમીટીંગ થવી.
કાર્ડીયાક એમ્લાર્જમેન્ટ વીથ મરમર સાઉન્ડ.
અમુક કેસીસ માં જોન્ડીશ, પેટેચાઇ તથા ઇકાઇમોસીસ પણ પ્રેઝન્ટ હોવું.
હિપેટોમેગાલી થવું.
ઇરિટેબીલિટી થવી.
ટાયર્ડનેસ થવુ.
ન્યુમોનિયા.
એન્લાજર્મેન્ટ થયેલી સ્પ્લીન નું ટ્રોમેટિક રપ્ચર થવું વગેરે જેવા સિમ્પટોમ્સ જોવા મળે છે.

9) થેલેસેમિયા:

થેલેસેમિયાએ ગ્રુપ ઓફ હેરિડીટરી હિમોલાઇટીક એનિમિયા છે. જે એક ઓટોઝોમલ રેસેસીવ જીનેટીક ડિસઓર્ડર છે કે જેમાં હિમોગ્લોબીન નું સિન્થેસીસ એ રિડક્શન થાય/ ઇનએડીક્યુએટ અમાઉન્ટ ઓફ પ્રોડક્શન થાય છે. થેલેસેમિયા એ જીનેટીક બ્લડ ડિસ્ઓર્ડર છે જેમા બોડી મા ઇનફ અમાઉન્ટ મા હિમોગ્લોબીન(પ્રોટીન ઇન રેડ બ્લડ સેલ્સ ધેટ કેરી ઓક્સિજન ઇનટુ ધ બોડી) નુ પ્રોડક્શન થતુ નથી.આમા રેડ બ્લડ સેલ્સ લાર્જ અમાઉન્ટમા ડિસ્ટ્રોય થાય છે જેના કારણે એનિમીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે.

છેલ્લે સેમિયાના મેઇન્લી બે ટાઇપ પડે છે.

થેલેસેમીયા ના કારણ:

જીનેટીક મ્યુટેશન થવાના કારણે,

આલ્ફા ગ્લોબીન તથા બીટા ગ્લોબીન મા ઇમ્પેરમેન્ટ થવાના કારણે.
ફેમીલીહિસ્ટ્રી હોવાના કારણે.
તેના સાઇન તથા સીમટોમ્સ જેમ કે,
થાક લાગવો,
સ્કિન, કંજક્ટાઇવા તથા મ્યુકર્સ મેમ્બરેન એ પેલ થવી,
શોટૅનેસ ઓફ બ્રીધ થવુ,
સ્પલીન તથા લીવર એનલાર્જમેન્ટ થવી(હિપેટોસ્પલીનો મેંગાલી),
જોન્ડીસ થવુ,
ગ્રોથ તથા ડેવલપમેન્ટ એ ડીલે થવા,
બોન એબનોર્માલીટીસ થવી,
હાર્ટ પ્રોબ્લેમ થવી,
એન્ડોક્રાઇન કોમ્પ્લિકેશન,
ઇન્ફેક્શન થવું.
ભૂખ ન લાગવી(એનોરેક્ઝીયા),
ફીડીંગ હેબિટ પુઅર થવી,
એબડોમન એ ડિસ્ટેન્સન થવું,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ,
ફેસિયલ ફિચર્સ – અપર મેક્ઝીલા હાઇપરટ્રોફોઇડ, એક્સપોઝીંગ ઓફ અપર ટીથ, ડિપ્રેસ્ડ નેઝલ બ્રીજ,
માલ ઓક્લુઝન ઓફ ટીથ,
લિમ્ફએડીનોપથી ઓર હાઇપોગોનાડિઝમ,
ઓસ્ટીઓપોરોસીસ ઓફ
મેટાકારપલ્સ એન્ડ મેટાટારસલ્સ.
રિકરન્ટ રેસ્પીરેટરી ઇન્ફેક્શન,
લિમ્ફનોડ એન્લાજર્મેન્ટ,
પુઅર ન્યુટ્રીશનલ સ્ટેટસ થવુ.

10) મ્યુટેશન અફેક્ટીંગ બાયોકેમિકલ પથવે:

ફિનાઇલકિટોનયુરિયા ( PKU)

ફિનાઇલકિટોનયુરિયા (PKU) એ લીવર એન્ઝાઇમ ની ડેફીસિયન્સી નું રિઝલ્ટ છે જે એમિનો એસિડ ફેનીલાલેનાઇન ને બીજા એમિનો એસિડ ટાયરોસિન માં કન્વર્ટ કરવા માટે જરૂરી છે. જો તે ડિટેક્ટ થાય નહી તો ફેનીલાલેનાઇન નું અર્લી,ઇનફ, હાઇ લેવલ મા એકયુમ્યુલેટ થાય છે અને મેન્ટલ રિટારર્ડેશન , બ્રેઇન ને ડેમેજ કરે અને સીઝર નુ કારણ બને છે.

ટ્રીટમેન્ટ માં ફેનીલાલેનીન રિસ્ટ્રીક્ટેડ ફુડ અને કોફેક્ટર- ટેટ્રાહાઇડ્રોબાયોપ્ટેરિન (BH₄) નો ઉપયોગ બ્લડ માં ફેનીલાલેનાઇન નુ અમાઉન્ટ ઘટાડવાનો સમાવેશ થાય છે.

11) ટર્નર સિન્ડ્રોમ:

ટર્નર સિન્ડ્રોમ એ ક્રોમોઝોમલ કન્ડિશન છે કે જે ફિમેલના ડેવલોપમેન્ટ ને અફેક્ટ કરે છે.

આ કન્ડિશન ધરાવતી વુમન એ સામાન્ય કરતાં નાની હોય છે અને સામાન્ય રીતે ઓવેરિયન ફંકશન ની ગેરહાજરી ને કારણે ચાઇલ્ડ ને કન્સિવ કરવામાં(વંધ્ય) અસમર્થ હોય છે.

એક ક્રોમોસોમલ ડિસઓર્ડર જેમાં વુમેન એ માત્ર એક X ક્રોમોઝોમ સાથે જન્મે છે. ટર્નર સિન્ડ્રોમ ગુમ થયેલ અથવા અપૂર્ણ સેક્સ ક્રોમોઝોમ માંથી પરિણમે છે, તેમા એક X ક્રોમોઝોમ ની ગેરહાજરી હોય છે.

તેના સિમ્પટોમ્સ મા,

  • નેક એરિયા પર એક્સ્ટ્રા સ્કિન જોવા મળે,
  • હાથ અને પગમાં સોજો આવવો (લિમ્ફેડેમા).
  • સ્કેલેટલ એબનોર્માલીટીસ
  • હાર્ટ ડિફેક્ટ
  • કિડની પ્રોબ્લેમ
  • ડેવલોપમેન્ટલ ડીલે
  • લર્નિંગ ડિશએબિલિટી
  • બિહેવ્યર પ્રોબ્લેમ્સ જેવા સિમ્પટોમ્સ જોવા મળે છે. 12) આલ્ફા 1 એન્ટીટ્રીપ્સિન ડેફિસીયન્સી: આલ્ફા-1: એન્ટિટ્રિપ્સિન ની ડેફિસિયન્સી એ લંગ્સ અને બ્લડ માં આલ્ફા-1 એન્ટિટ્રિપ્સિન ના અમાઉન્ટ મા ઘટાડા ને વર્ણવે છે. આના પરિણામે એમ્ફિસીમા જેવા ફેફસાના ડિસીઝ થાય છે. તેના અર્લીયર સિમ્પટોમ્સ મા :
    •શોર્ટનેસ ઓફ બ્રિધિંગ થવુ.
    •વ્હિઝીંગ
    •વેઇટ લોસ થવો
  • ફ્રિકવન્ટ રેસ્ટપીરેટરી ઇન્ફેક્શન થવુ
  • થાક લાગવો
  • રેપિડ હાર્ટ બીટ થવા વગેરે જેવા સિમ્પટોમ્સ જોવા મળે છે. 13) માયોટોનિક ડિસ્ટ્રોફી: માયોટોનિક ડિસ્ટ્રોફી એ મસલ્સ ની તથા અધર બોડી સિસ્ટમ ની ઇનહેરિટેડ ડિસઓર્ડર છે.
    આ એડલ્ટ માં જોવા મળતી મોસ્ટ કોમન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે

તેમાં નીચે પ્રમાણેની બે ટાઇપની મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ જોવા મળે છે જેમ કે:
1)માયોટોનિક ડિસ્ટ્રોફી ટાઇપ-1
2)માયોટોનિક ડિસ્ટ્રોફી ટાઇપ-2

તેમાં નીચે પ્રમાણેના સીમટોમ્સ જોવા મળે છે જેમ કે,

પ્રોગ્રેસિવ મસલ્સ વાસ્ટિંગ તથા વિકનેસ જોવા મળે છે સ્પેશિયલી લોવર લેગ, હેડ એન્ડ નેક તથા ફેસ મા.
•ક્લાઉડિંગ ઓફ ધ લેન્સ ઓફ આઇસ.

  • હાર્ટ એબ્નોર્માલિટી વગેરે 14) પાર્કિંન્સન ડીસીઝ: પાર્કિંન્સન્સ ડિસઓર્ડર એ ક્રોનિક, પ્રોગ્રેસિવ, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે કે જેમાં મસલ્સ નો કંટ્રોલ , મુવમેન્ટ તથા બેલેન્સ એ ડિસ્ટર્બ થાય છે. પાર્કિન્સન્સ ડિસીઝ એ સ્લોલી, પ્રોગ્રેસિવ ન્યુરોલોજીકલ મુવમેન્ટ ડીસઓર્ડર છે કે જે ડીસએબિલિટી માં પણ પરિણમે છે.
    પાર્કિન્સન્સ ડિસીઝ એ એક પ્રકાર નો મુવમેન્ટ ડિસઓર્ડર છે. કે જેમાં વ્યક્તિનુ મસલ્સ મુવમેન્ટ એ અલ્ટર થાય છે.

પાર્કિંન્સન્સ ડીસીસ એ 1817 મા લંડન સર્જન James Parkinson દ્વારા પહેલી વખત ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.

પાર્કિંન્સન્સ ડિસીઝ મા
3 મેઇન કાર્ડિનલ સાઇન જોવા મળે છે.

1) ટ્રેમર:=ધ્રુજારી ,

2) મસલ્સ રિજીડિટી:=કઠોરતા,

3)બ્રેડીકાઇનેશિયા

1) ટ્રેમર:=ધ્રુજારી ,

ફિંગર્સ, હાથ, પગ ,પેડ વગેરે માં વોલ્યુન્ટરી મુવમેન્ટ જોવા મળે છે. ટ્રેમર એ મુખ્યત્વે વ્યક્તિ એ જ્યારે રેસ્ટિંગ સ્ટેજ મા હોય ત્યારે જોવા મળે છે.પરંતુ વ્યક્તિ એ જ્યારે ટાસ્ક મા હોય ત્યારે જોવા મડતુ નથી. ટ્રેમર એ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ એ એક્સાઇટેડ, ટાયડૅ તથા સ્ટ્રેસ મા હોય ત્યારે થાય છે.

2) મસલ્સ રિજીડિટી:=કઠોરતા,

આમા,limbs તથા ટ્રંક મા સ્ટીફનેસ આવે છે.આ સ્ટીફનેસ એ મુવમેન્ટ કરતી સમયે ઇન્ક્રીઝ થાય છે. રીજીડીટી થવાથી મસલ્સ મા પેઇન તથા Ache થાય છે.

3)બ્રેડીકાઇનેશિયા

બ્રેડીકાઇનેશિયા મા વોલ્યુન્ટરી મુવમેન્ટ એ સ્લોવનેસ થાય છે. અમુક સમયે મુવમેન્ટ મા પણ ડિફીકલ્ટી આવે છે બ્રેડીકાઇનેશિયા મા ફેસિયલ મસલ્સ મા સ્ટીફનેસ આવે છે તેના કારણે
“માસ્ક લાઇક” અપીરિયન્સ જોવા મળે છે.

તેના સિમ્પટોમ્સ મા
ટ્રેમર્સ,
મસલ્સ રીજીડીટી,
બ્રેડીકાઇનેશીયા,
પોસ્ચ્યુરલ ઇનસ્ટેબિલિટી,
સ્પીચ તથા સ્વેલોવિંગ મા ડિફીકલ્ટી થવી.
સ્લીપ ડિસ્ટર્બન્સ થવું.
મૂડ તથા કોગ્નિટીવ ચેન્જીસ થવા.
કોન્સ્ટીપેશન થવું.
મેમરી લોસ થવી.
સ્વેલોવીંગ ડિફીકલ્ટી થવી.
સ્પીચ માં પ્રોબ્લેમ થવી.
ડિપ્રેશન.
એન્ઝાઇટી થવી.
સ્ટ્રેસ આવવો.
કન્ફ્યુઝન થવું.
મેમરી લોસ થવી.
ડિમેન્સીયા.
સેન્સ ઓફ સ્મેલ ડીમીનાઈઝડ થવી.
સ્વેટિંગ ઇન્ક્રીઝ થવુ.
સ્કીન પ્રોબ્લેમ થવી.
સ્પીચ માં ઇમ્પેઇરમેન્ટ થવી.
યુરીનરી ફ્રીક્વન્સી તથા અર્જન્સી થવી.
સ્પોન્ટેનિયસ મુવમેન્ટ લોસ થવું.
વગેરે જેવા સીમટોમ્સ જોવા મળે છે

15) અલ્ઝાઇમર ડીસીઝ

અલ્ઝાઇમર ડીઝીઝ એ પ્રોગ્રેસિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે.અલ્ઝાઇમર ડીઝીઝ એ સિનાઇલ ડિમેન્શિયા ઓફ અલ્ઝાઇમર ટાઇપ ( SDAT ) પણ કહેવામાં આવે છે.

અલ્ઝાઇમર એ ડિમેન્શિયા ( કોઈપણ વસ્તુ એ ટૂંકા ગાળાની હોય કે લાંબા ગાળાની વ્યક્તિ ને યાદ ન રહેવી ) નું મોસ્ટ કોમન ફોર્મ છે.
અલ્ઝાઇમર ડીઝિઝ માં વ્યક્તિ ની મેમરી, તેનું જજમેન્ટ , તેની લેંગ્વેજ, કોગ્નિટિવ ફંક્શન , તથા ડેઇલી લીવીંગ એક્ટિવિટી માં ઇમ્પેઇરમેન્ટ જોવા મળે છે. અલ્ઝાઇમર ડિમેન્સિયા મા સૌથી પહેલા બ્રેઇન સેલ એ ડિસ્ટ્રોય થાય છે જેના કારણે મેન્ટલ ડિસઓર્ડર જોવા મળે છે.

અલ્ઝાઇમર ડિસીસ એ મુખ્યત્વે પ્રાઇમરી રીતે ઓલ્ડરએડલ્ટ ને અફેક્ટ કરે છે. આમાં વ્યક્તિ ની મેમરી , કોગ્નિટિવ ફંક્શન, બીહેવિયર, તથા ડેઇલી રૂટીન એક્ટિવિટી માં ઇમ્પેઇરમેન્ટ આવે છે. આ ડીસીઝ માં મુખ્યત્વે બ્રેઇન માં પ્રોટીન નું એક્યુમ્યુલેશન થવાના કારણે સૌથી પહેલા બ્રેઇન સેલ્સ એ ડિસ્ટ્રોય થાય છે જેના કારણે ન્યુરલ પથવે એ બ્રેકડાઉન થાય છે અને વ્યક્તિ માં મેન્ટલ ડિસઓર્ડર જોવા મળે છે.

તેના સિમ્પટોમ્સ મા,
મેમરી લોસ થવી.
ટાસ્ક સોલ્વ કરવામા ડિફીકલ્ટી થવી.
કન્ફ્યુઝન થવું.
ટાઇમ, પ્લેસ એન્ડ પર્સન મા ડિસઓરિયન્ટેશન થવું.
મૂડ તથા બિહેવિયર માં ચેન્જીસ થવા.
લેંગ્વેજ પ્રોબ્લમ આવવી. જજમેન્ટ એ ડિક્રિઝ થવી.
ટાસ્ક ને સોલ્વ કરવામાં ઇમ્પેઇરમેન્ટ થવી.
મેમરી લોસ થવી.
કન્ફ્યુઝન થવુ.
ડેઇલીલિવીંગ એક્ટીવિટીસ મા પ્રોબ્લેમ થવી.
ડ્રેસિંગ તથા ઇટીંગ મા પ્રોબ્લેમ થવી.
પર્સનાલિટી મા ચેન્જીસ થવુ.વગેરે સિમ્પટોમ્સ જોવા મળે છે.

નર્સિંગ એક્ટિવિટી ઇન જીનેટીક કાઉન્સેલિંગ:

નર્સ એ પેશન્ટને રિફર કરે જીનેટીક સ્પેશિયાલિસ્ટ નો કોન્ટેક્ટ કરાવે અને જીનેટીક કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ કરે છે.

ફેમેલી હિસ્ટ્રી, પ્રીનેટલ તથા હેલ્થ હિસ્ટ્રીનું કલેક્શન કરે છે

ફેમિલી મેમ્બર્સ ના જિનેટિક કન્ડિશન નુ અસેસમેન્ટ કરે છે.

ફેમિલી મેમ્બર્સ ને જિનેટિક કન્ડિશન સમજાવવામાં મદદ કરે છે.

જ્યારે જરૂર પડે ત્યારે ક્લાઇન્ટને જીનેટીક ઇવાલ્યુએએશન તથા કાઉન્સેલિંગ માટે રીફર કરે છે.

ફેમિલી મેમ્બર્સ ને સાથે રાખી કેર માટેના પ્લાન નુ ફોર્મેશન કરે છે અને બીજા હેલ્થ કેર પ્રોફેશનલ સાથે કોઓર્ડીનેટ કરે છે.

જિનેટિક ટેસ્ટિંગ ના ફાયદા અને રિસ્ક વિશે તથા ફેમિલીને અવેઇલેબલ ટેસ્ટીગ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે.

ફેમેલી રેકોર્ડ્સ અને ઇન્ફોર્મેશન ની પ્રાઇવેસી તથા કોન્ફીડેન્સિયાલીટી મેન્ટેન રાખે છે.

ફેમેલી ને વહેલા ચાઇલ્ડ સ્ટીમ્યુલેશન પ્રોગ્રામ, જીનેટીક રિસોર્સિસ અને સપોર્ટ ગ્રુપ ની માહિતી પ્રોવાઇડ કરે છે.

ચાઇલ્ડ ની તેની લાઇફ દરમ્યાન ફોલોઅપ કેર તથા સપોર્ટ પ્રોવાઇડ કરે છે.

પેશન્ટ અને ફેમિલી ને જીનેટીક કાઉન્સેલિંગ પ્રોસેસ માટે સપોર્ટ પ્રોવાઇડ કરે છે.

રિલેવન્ટ કોમ્યુનિટી માટે નેશનલ સપોર્ટ રિસોર્સીસ દ્વારા જીનેટીક્સ નું જોડાણ કરી રિલેટેડ હેલ્થ કેર પ્રોવાઇડ કરે છે.

C) ફીઝીયોલોજીકલ ચેન્જીસ ઇન પ્રેગ્નેન્સી

પ્રેગનેન્સી તે કન્સેપશન ના ટાઇમ થી ડીલેવરી ના ટાઇમ સુધીની એક કન્ડિશન છે.અમુક પ્રકારના સ્પેસિફિક હોર્મોન્સ ના કારણે મધરની બોડીમાં પ્રેગનેન્સી સમય દરમિયાન ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. આ ચેન્જીસ એ ફિટસ ના ઉછેર કરવા માટે, મધરની બોડી ને લેબર માટે તૈયાર કરવા, તથા પરપેરીયમ પિરિયડ દરમિયાન બેસ્ટ મિલ્ક ના પ્રોડક્શન માટે થાય છે.

1) ચેન્જીસ ઇન રીપ્રોડક્ટિવ સિસ્ટમ

A)વલ્વા:=
વલ્વા એ વધારે ઇડીમાટોસ અને વાકયુલર બને છે.
મલ્ટીપારામાં સુપર ફિશિયલ વેરીકોસાઇટીસ(વેરીકોસ વેઇન := વેઇન એ એન્લાર્જ તથા સ્વોલેન થવી, તે સામાન્ય રિતે લેગ મા જોવા મળે અને પ્રેગ્નેન્સિ પીરીયડ દરમિયાન પેલ્વિક એરિયા મા પણ જોવા મળે છે.) પણ જોવા મળે છે તથા લેબિયામાઇનોરા એ પીગ્મેન્ટેડ બને છે તથા તેની હાઇપરટ્રોફી(ઓર્ગન ની સાઇઝ વધવી) થાય છે.

B)વજાઇના:=
વજાઇના ની વોલ એ હાઇપરટ્રોફોઇડ,
ઇડીમાટોસ અને વધારે વાસ્ક્યુલર બને છે.

વજાયનલ વોલમાં વિનસ બ્લડ સપ્લાય વધવાથી વજાઇનલ મ્યુકોઝા નુ બ્લુઇસ કલરેસન મળે છે તેને “જેક્મીયર સાઇન” કહેવામાં આવે છે.
અઃન્ટિરિયર વોલ ની લંબાઇ ઇન્ક્રીઝ થાય છે.
વજાઇનલ સિક્રીશન એ વધારે એસિડીક,પાતળું અને કર્ડી વાઇટ હોય છે.
વજાઇના ના સિક્રીસન ની એસિડિક પીએચ ના કારણે પેથોજેનીક માઇક્રોઓર્ગેનીઝમ નુ મલ્ટીપ્લિકેશન અટકે છે.

(C) યુટ્રસ:=

પ્રેગ્નન્સી સમયમાં યુટ્રસ નો વધારે પ્રમાણમાં ગ્રોથ થાય છે. પ્રેગ્નન્સી સમય દરમિયાન યુટ્રસ નો વેઇટ તથા તેની લેન્થ એ પણ ઇન્ક્રીઝ થાય છે.

વેઇટ ઓફ યુટ્રસ:
નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ નો વજન આશરે 60 gm નો હોય છે જે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) તેનો વેઇટ એ 900 – 1000 ગ્રામ જેટલો ઇન્ક્રીઝ થાય છે.

લેંથ( લંબાઇ), વીથ( પહોડાઇ) એન્ડ થીકનેસ( જાડાઇ) ઓફ યુટ્રસ:

નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ ની ,

લંબાઇ := 7.5 cm ,
પહોડાઇ:=5 cm તથા જાડાઇ :=2.5 cm જેટલી હોય છે.
જ્યારે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) યુટ્રસ ની
લંબાઇ := 30-35 cm ,
પહોડાઇ:= 22.5 cm તથા
જાડાઇ :=20 cm જેટલી થાય છે.

વોલ્યુમ ઓફ યુટેરાઇન કેવીટી:
નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ નુ વોલ્યુમ એ 10 ml હોય છે જે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) તેનો વોલ્યુમ એ 5 લિટર જેટલુ ઇન્ક્રીઝ થાય છે.

બોડી ઓફ યુટ્રસ:
યુટ્રસ ની બોડી નું ગ્રોથ અને એન્લાર્જમેન્ટ થાય છે.

મસલ્સ

1) આઉટર:= લોન્જિટ્યુડીનલ લેયર
2) મિડલ:= વાસ્ક્યુલર લેયર
3) ઇનર:=સર્ક્યુલર લેયર

મસલ્સમાં હાઇપરટ્રોફી(સાઇઝ ઇન્ક્રીઝ થવી) તથા હાઇપરપ્લેશીયા(સંખ્યા વધવી) જોવા મળે છે.

પ્રેગનેન્સી ના 20 વિક પછી યુટ્રાઇન મસલ્સ ફાઇબર ની લંબાઈ વધે છે તથા યુટેરાઇન વોલ એ પાતળી થાય છે તેના લીધે એ નોન ગ્રેવિડ કન્ડિશન કરતા ગ્રેવીડ કન્ડિશન માં યુટ્રસ એ સોફ્ટ અને ઇલાસ્ટિક બને છે.

વાસ્ક્યુલર સિસ્ટમ:
બ્લડ સપ્લાય એ 20 વીક થી વધવા લાગે છે ઇસ્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોનના લીધે વાઝોડાયલેટેશન થાય છે.
યુટેરાઇન આર્ટરી નો ડાયામીટર ડબલ થાય છે તથા બ્લડ ફ્લો એ કે ઇન્ક્રીઝ થાય છે અને વેઇન્સ એ ડાયલેટ થાય છે.

પ્રેગનેન્સી સમય દરમિયાન યુટર્સના એન્ડોમેટ્રીયમને ડેસીડ્યુઆ કહેવામાં આવે છે.

બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેક્સનઃ
પ્રેગનેન્સી ની શરૂઆતમાં યુટર્સ તેની જાતે જ કોન્ટ્રાકશનમાં જાય છે તે એ ઇરરેગ્યુલર, ઇનફ્રિકવન્ટ, સ્પાઝમોડીક તથા પેઇનલેસ હોય છે તેના કારણે સર્વિક્સ ના ડાયલેટેસન ઉપર કોઇ અસર થતી નથી તે ટર્મ( 37-42 વીક) ની નજીક તે વધીને છેલ્લે લેબરના પેઇનફૂલ કોન્ટ્રાકશન સાથે ભળી જાય છે.

D) ઇસ્થમસ:=
પ્રેગનેન્સી સમય દરમિયાન યુટર્સ નો લોવર સેગ્મેન્ટ એ ઇસ્થમસ ફોર્મ કરે છે.
નોનપ્રેગ્નેન્ટ સ્ટેટમાં ઇસ્થમસ ની લેન્થ એ 0.5 cm ની હોય છે જે પ્રેગનેન્સી સમય દરમિયાન તેની લંબાઇ વધીને એટ ટમૅ ઇન્ક્રીઝ થયને 7.5 cm-10 cm જેટલી ઇન્ક્રીઝ થાય છે.
ઇસ્થમસ ના મસલ્સ ફાઇબર એ લોવર સેગમેન્ટ માં સર્ક્યુલરલી અરેન્જ થય અને સ્પીન્કટર લાઇક સ્ટ્રક્ચર ફોમૅ કરે છે જેના કારણે અર્લી પ્રેગ્નન્સી દરમ્યાન ફિટસ ને યુટ્રસ માં સ્ટે કરવા માટે હેલ્પ કરે છે.જો આ સ્પીન્કટર એ ઇનકંમ્પીટન્ટ હોય તો એબોર્શન પણ થય શકે છે.

E)સર્વિક્સ:=
પ્રેગનેન્સી સમય દરમિયાન સર્વિક્સ એ વાસ્ક્યુલર,એડીમાટોસ તથા હાઇપરટ્રોફોઇડ અને હાઇપરપ્લેશીયા થાય છે.
સર્વિક્સ કે સોફ્ટ બને છે જેને “ગુડેલ સાઇન” કહેવામાં આવે છે.
સર્વિક્સ ની લેન્થ એ ડબલ થાય છે તથા તેનું વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે.

F) ફેલોપિયન ટ્યુબ્સ:=
થોડા પ્રમાણમાં ફેલોપિયન ટ્યુબ ની લેન્થ એ ઇન્ક્રીઝ થાય છે. ટ્યુબ એ કંજેસ્ટેડ બને છે. મસલ્સ હાઇપરટ્રોફી થાય છે અને એપીથિલિયમ ફ્લેટ બને છે.

G)ઓવરી:=
પ્રેગનેન્સી સમય દરમિયાન ઓવ્યુલેસન એ સ્ટોપ રહે છે. ઓવરી એ હાઇપરટ્રોફી તથા વાસ્ક્યુલર થાય છે.
જે યુઝવલ મેન્સટ્રુઅલ સાયકલ હતી તે કોર્પસ લ્યુટીયમ સતત રહે છે અને 8 વીક સુધી બે 2.5 cm એન્લાર્જ થાય છે અને તે ફર્ટિલાઇઝ્ડ ઓવન (ટ્રોફોબ્લાસ્ટ) ના ચેન્જીસ ના કારણે થાય છે અને હોર્મોન પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે છે 12th વીક એ
કોલોઇડ ડીજનરેશન થાય છે અને એટ ટમૅ કેલ્સીફાઇડ બને છે કોર્પસ લ્યુટીયમ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને પ્લેસેન્ટા ની એક્શન સ્ટાર્ટ થાય ત્યાં સુધી ઓવમ ને મેઇન્ટેન કરવા માટે એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.

H) બ્રેસ્ટ:=
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ની અસર ના કારણે આખી પ્રેગનેન્સી દરમિયાન બ્રેસ્ટની વાસ્કયુલારીટી વધવાની સાથે બ્રેસ્ટની સાઇઝ, નોડ્યુલારીટી અને સેન્સિટીવીટી વધે છે.
નિપલ એ એન્લાર્જ, ડાર્ક અને ઇરેક્ટાઇલ બને છે.
5 થી 15 સીબેએસિયસ ગ્લેન્ડ કે જે નોન પ્રેગ્નેન્ટ સ્ટેટમાં ઇનવિઝિબલ હોય તેની હાઇપરટ્રોફી જોવા મળે છે જેને
” મોન્ટગોમેરી
ટ્યુબરકલ્સ” કહેવામાં આવે છે. તે નિપલ ની આસપાસ આવેલા હોય છે તેનું સિક્રીશન એ નિપલ અને એરીયોલા ને મોઇસ્ટ તથા હેલ્થી રાખી છે.
એરીઓલા એ ડાર્ક તથા પિગ્મેન્ટેડ બને છે તેને પ્રાયમરી એરીયોલા કહેવામાં આવે છે.
સેકન્ડ ટ્રાયમેસ્ટરમાં પ્રાઇમરી એરીયોલાની આસપાસ બીજો પીગ્મેન્ટેડ ઝોન રચાય છે જેને સેકન્ડરી એરીયોલા કહે છે.
પહેલા ત્રણ મહિનામાં બ્રેસ્ટ માં ડક્ટલ સિસ્ટમનો ગ્રોથ વધે છે પ્રેગનેન્સી નું પ્રોગ્રેસ થાય છે તેમ તેની એલ્વીયોલર સેલ સિક્રેટરી બને છે.
બ્રેસ્ટ નો ટોટલ વેઇટ એ 0.4 kg જેટલો થાય છે.
એલ્વીઓલર એ પ્રોલીફરેશન અને ફેટ ડિપોઝીશન ના કારણે બેસ્ટ એન્લાર્જમેન્ટ થાય છે તથા બેસ્ટ માંથી ક્લીયર સ્ટિક્કી ફ્લુઇડ એ આશરે 12 વીક એ સ્કવીઝ કરી શકાય છે.
16 વીક એ આ ક્લીયર સ્ટિક્કી ફ્લુઇડ એ થીક તથા યેલો બને છે જેને કોલેસ્ટ્રમ કહેવામાં આવે છે તે પ્રેગ્નન્સી નું અગત્યનું સાઇન છે.

ચેન્જીસ ઇન અધર સિસ્ટમ ઓફ ધ બોડી.

1) સ્કિન ચેન્જીસ:=

A) ફેસ:
ચીક, ફોરહેડ અને આઇસ ની આસપાસ પિગ્મેન્ટેસન જોવા મળે છે જેને “ક્લોઝમાં ગ્રેવિડેરમ” અથવા “પ્રેગ્નેન્સી માસ્ક” કહેવામાં આવે છે જે ડીલેવરી પછી તેની જાતે જ અદ્રશ્ય થઈ જાય છે.

B) બ્રેસ્ટ:
બ્રેસ્ટમાં વિઝીબલ પિગ્મેન્ટેસન ચેન્જીસ થાય છે.

C) એબડોમન:

લાઇના નાઇગ્રા
મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન ના કારણે ઝીફિસ્ટરનમ થી સિમ્ફાયસીસ પ્યુબીસ સુધી મીડલાઇન માં બ્રાઉનીસ બ્લેક કલરની લાઇન વિઝીબલ થાય છે તેને લાઇના નાઇગ્રા કહે છે.

સ્ટ્રાયા ગ્રેવીડેરમ
એબડોમિનલ વોલમાં અંબેલીકસ થી નીચે અને ક્યારેક થાય અને બ્રેસ્ટ પર ડિપ્રેસ્ડ લિનીયર માસ્ક જોવા મળે છે જે શરૂઆતમાં પિંક પરંતુ ડિલિવરી પછી ગ્લીસ્ટનીંગ વાઇટ બને છે જેને સ્ટ્રાયા આલ્બીકેન્સ અથવા સ્ટ્રાયા ગ્રેવીડેરમ કહે છે.
હાઇ ઇસ્ટ્રોજન લેવલ થી વાકયુલર સ્પાઇન્ડર અને પાલ્રમર એરીધેમા જોવા મળે છે.સ્કિન
માઇલ્ડ ડીગ્રીમાં હરસુટીઝમ(એક્સેસ હેઇર)જોવા મળે છે અને પરપેરિયમા પિરિયડમાં એક્સેસ અમાઉન્ટમાં હેર એ લોસ્ટ થાય છે.

2) વેઇટ ગેઇન
પ્રેગનેન્સી ના શરૂઆતના વીક દરમિયાન નોઝિયા તથા વોમિટિંગના કારણે વેઇટ એ લોસ થાય છે. પછીના મન્થ થી વેઇટ ગેઇન એ પ્રોગ્રેસિવ રહે છે.
હેલ્થી વુમન માં પ્રેગનેન્સી સમય દરમિયાન એવરેજ 11 kg( 24 lbs) જેટલો વેઇટ ઈન્ક્રીઝ થાય છે.

1st ટ્રાઇમેસ્ટર દરમ્યાન: 1kg,
2nd ટ્રાઇમેસ્ટર
દરમ્યાન: 5kg,
3rd ટ્રાઇમેસ્ટર દરમ્યાન
: 5kg,

જેટલો વેઇટ ઇન્ક્રીઝ થાય છે.

A) રીપ્રોડક્ટિવ વેઇટ ગેઇન

1) વેઇટ ઓફ ફિટસ: 3.3kg,
2)વેઇટ ઓફ પ્લેસેન્ટા: 0.6kg,
3)વેઇટ ઓફ લાઇકર: 0.8kg,
4) વેઇટ ઓફ યુટ્રસ: 0.9kg,
5) વેઇટ ઓફ બ્રેસ્ટ: 0.4kg.

B) નેટ મેટરનલ વેઇટ ગેઇન

1) ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ:=1.3kg,

2) ઇન્ક્રીઝ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ:=1.2kg,

3) ફેટ અને પ્રોટીન:=3.5kg.

3) કાર્ડીઓ વાસ્ક્યુલર સિસ્ટમ

A) હાર્ટ ને પ્રેગનેન્સી સમય દરમિયાન વધારે પ્રમાણમાં વર્ક કરવું પડે છે.
કાર્ડિયાક વોલ્યુમ એ 10% જેટલું વધે છે પરંતુ ECG મા કોઇ ચેન્જ થતો નથી.
હાટૅરેટ અને સ્ટ્રોક વોલ્યુમ વધવાના કારણે કાર્ડિયાક આઉટપુટ પણ ઇન્ક્રીઝ થાય છે.
પલ્સ રેટ પણ ઇન્ક્રીઝ થાય છે.
કોન્સન્ટ્રેશન રેટ 40 થી 45 mm જેટલું વધવાના કારણે પ્લેટલેટ્સ કાઉન્ટ એ સ્લાઇટલી ઓછા થાય છે.

B) બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ:
બ્લડ પ્રેશર એ નોર્મલ લિમિટમાં રહે છે કેટલીક વુમનમાં મીડ પ્રેગ્નેન્સી સમય દરમિયાન ડાયસ્ટોલીક પ્રેસર એ 5 થી 10 mm જેટલું ડ્રોપ થાય છે.

C) વિનસ પ્રેસર:
ગ્રેવીડ યુટ્રસ નું પ્રેશર પેલ્વિક વેઇન પર આવવાના લીધે ફિમોરલ વિનસ પ્રેશર એ 10 cm જેટલું વધે છે ત્યારબાદ બ્લડ વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે રેડ બ્લડ સેલ્સ નું વોલ્યુમ તથા પ્લાઝમા વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે બોડી ના ઘણા પાર્ટસ જેવા કે યુટ્રસ, પલ્મોનરી, રીનલ , સ્કિન ,અને મ્યુકોઝા માં બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે.

4) રેસ્પીરેટરી સિસ્ટમ
અપ્પર રેસ્પીરેટરી મ્યુકોઝા મા હાઇપરએમીયા (બ્લડ ફ્લો વધી જવો)અને કન્જેશન જોવા મળે છે.
ઇન્સ્પિરેશન વધવાના લીધે ઓક્સિજન ઇન્ટેક પણ વધે છે અને ફીટસ નો ઓક્સિજન સપ્લાય પણ વધે છે.
એક્સપિરેશન વધવાના લીધે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે આથી લો મેટરનલ કાર્બનડાયોક્સાઇડ ના કારણે કાર્બન ડાયોક્સાઇડ નું ટ્રાન્સફર એ ફીટસ માંથી મધરના બ્લડમાં સહેલાઇથી થઈ શકે છે.
પ્રેગનેન્સીના છેલ્લા અઠવાડિયાઓમાં ગ્રેવિડ યુટર્સ નું પ્રેશર ડાયાફ્રેમ પર આવવાથી બ્રિધિંગ ડિફીકલ્ટી ની કમ્પ્લેઇન રહે છે જે લાઇટનિંગ થવાથી ઓછી થઈ જાય છે.

5) ડાયજેસ્ટિવ સિસ્ટમ
પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટના કારણે ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ નો મસલ્સ ટોન એ ઓછો થાય છે.
કાર્ડિયાક સ્પીન્કટર નુ રિલેક્સેશન થવાથી સ્ટમક કન્ટેન્ટ નુ રિગર્જીટેસન અને હાટૅબર્ન થાય છે.
ગેસ્ટ્રીક મોટીલીટી ઘટવાથી એ ધીમે ધીમે ખાલી થાય છે તે લેબર માં પણ કંટીન્યુ રહે છે.
ઘણી વુમન્સમાં ગમ્સ એ સ્પન્જી અને વાસ્કયુલર બને છે આથી બ્રશિંગ દરમિયાન બ્લિડિંગ થઈ શકે છે.
ઇન્ટેસ્ટાઇનની મોટીલીટી ઘટવાથી ફુડનું બેટર એબ્સોર્બશન થાય છે અને કોન્સ્ટિપેશન થાય છે.

6) નર્વસ સિસ્ટમ
પ્રેગનેન્સી અને પર્પેરીયમ પિરિયડમાં મૂડ ચેન્જીસ રહે છે સાઇકોલોજીકલ કન્ડિશનના કારણે નોઝીયા, વોમીટીંગ, મેન્ટલ ઇરિટેબીલિટી તથા સ્લીપલેસનેસ જોવા મળે છે.
વુમનમાં ડિપ્રેશન અથવા સાયકોસીસ પણ ડેવલોપ થઈ શકે છે.
વ્રિસ્ટ માં મીડીયન નર્વ નું કમ્પ્રેશન થવાથી હેન્ડ્સ અને આર્મમાં પેઇન અને પેરેસ્થેસિયા( ઝણઝણાટી) રહે છે તેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહે છે તે પ્રેગ્નેન્સીના લાસ્ટ મંથમાં જોવા મળે છે તે જ રીતે થાય માં પણ ક્યુટેનિયસ નવૅ દબાવાના કારણે સેન્સરી લોસ જોવા મળે છે.

7) યુરીનરી ટ્રેક
અર્લી અને લેટ પ્રેગનેન્સીમાં વારંવાર મીક્ચ્યુરેસન એ કોમન્લી જોવા મળે છે.
સ્ટ્રેસ ઇનકન્ટીનન્સી પણ થઇ શકે છે.
યુટ્રસ અને પેલ્વિન નું ડાયલેટેસન એ અર્લી પ્રેગ્નેન્સી થી મિડ પ્રેગ્નન્સી સુધી કંટીન્યુ રહેવાના કારણે યુરીનરી સ્ટેસીસ થાય છે અને ઇન્ફેક્શન પણ થય શકે છે પ્રેગ્નેન્સીમાં રીનલ ફંક્શન પણ વધે છે.

8) લોકોમોટર સિસ્ટમ
પ્રેગનેન્સીમાં રિલેક્સીન હોર્મોનના કારણે લોર્ડોસીસ તથા જોઇન્ટ્સ નું રિલેક્સેશન થવાથી બેકએક એ કોમન રહે છે.
સેક્રલ અને લંબર પ્લેક્સિસ મા વેઇટ આવવાના કારણે લેગ ક્રેમ્પ્સ રહે છે અને વોકિંગમાં પણ ડિફીકલ્ટી આવે છે.

આમ પ્રેગનેન્સી સમય દરમિયાન વુમનમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે.

યુટેરાઇન ફન્ડલ હાઇટ એટ ડિફરન્ટ વિક્સ ડ્યુરીંગ પ્રેગ્નેન્સી:

નોન પ્રેગનેન્ટ યુટ્રસ પાયરી શેપ (નાશપતિ જેવું) યુટ્રસ એ પ્રેગ્નેન્સી ના 12 વિક સમય દરમિયાન ગ્લોબ્યુલર શેપ બને છે.
યુટ્રસ એ ફરીથી એન્લાર્જ થતા 28 વીક દરમ્યાન પાયરી ફોમ બને છે.
અને પ્રેગનેન્સીના 36 વિક પછી સ્ફેરિકલ શેપ બને છે.

•> એટ 12 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 12 વિક દરમ્યાન યુટ્રસ એ વધારે એન્ટિવર્ટેડ અને એન્ટીફ્લેક્સ્ડ હોતું નથી ફંડસ એ એબડોમીનલી સિમ્ફાયસીસ પ્યુબીસ ઉપર પાલ્પેટ થાય છે.

•> એટ 16 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગ્નેન્સીના 16 વીક દરમ્યાન યુટ્રસ નો શેપ ઓઇડ( Ovoid) હોય છે યુટ્રસ એ સિમ્ફાયસીસ પ્યુબીસ અને અંબેલીકસ ની વચ્ચે હોય છે.

•> એટ 20 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગ્નેન્સી ના 20 વીક દરમ્યાન યુટ્રસ નો ફંડસ પાટૅ એ અંબેલિકસ થી બે ફિંગર્સ જેટલો નીચે હોય છે.

•> એટ 24 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 24 વીક દરમ્યાન યુટ્રસ નો ફન્ડસ પાર્ટ એ અંબેલિકસ ના લેવલે તથા તેનાથી એક ફિંગર જેટલું નીચે આવેલું હોય છે.

•> એટ 30 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 30 વીક દરમ્યાન યુટેરાઇન કેવીટી નો ફંડલ પાર્ટ એ અંબેલિકસ અને ઝીફિસ્ટરનમ ની વચ્ચે આવેલો હોય છે

•> એટ 36 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 36 વીક દરમ્યાન યુટેરાઇન કેવીટી નો ફંડલ પાર્ટ એ હાઇએસ્ટ લેવલે એટલે કે ઝીફિસ્ટરનમ સુધી આવેલો હોય છે

•> એટ 38 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 38 દરમિયાન યુટેરાઇન કેવીટી નો ફન્ડસ પાર્ટ એ નીચે ઉતરે છે અને 34 ના લેવલે આવે છે તેને લાઇટનિંગ કહેવામાં આવે છે.

•> એટ 40 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સીના 40 વીક દરમ્યાન યુટેરાઇન કેવીટીનો ફન્ડસ પાર્ટી એ 32 વીકના લેવલે આવે છે અને ત્યારે લોવર એ યુટેરાઇન સેગ્મેન્ટ એ રિલેક્સ તથા સ્ટ્રેચ થાય છે જ્યારે સર્વિસ એ સોફ્ટ અને શોર્ટ થાય છે અને યુટ્રસ એ લેબર માટે રેડી થાય છે.

d) ડાયગ્નોસીસ ઓફ પ્રેગનેન્સી:

ઇન્ટ્રોડક્શન:

મેટર્નલ ની રીપ્રોડ્યુસ માટેની એબિલિટી એ મીનાર્કી થી સ્ટાર્ટ થાય છે અને મેનોપોઝ સાથે એન્ડ થાય છે. રીપ્રોડક્ટિવ એજ એ નોર્મલી રીતે 13 વર્ષથી 45 વર્ષ સુધીની એજ સુધી ની હોય છે.

જેસ્ટેશનલ એજ:

પ્રેગનેન્સી નો નોર્મલી એવરેજ ડ્યુરેશન એ વુમન ના લાસ્ટ મેન્સ્ટ્રુએસન પિરિયડ( LMP ) ના ફર્સ્ટ ડે થી સ્ટાર્ટ કરી તેમાં 9 મંથ અને 7 દિવસ એટલે કે 280 દિવસ અથવા 40 વીક નો ડ્યુરેશન હોય છે.

ટ્રુ જેસ્ટેસનલ એજ:

એક્સપેક્ટેડ મિસ્ડ પિરીયડ્સ ના 14 દિવસ પહેલા ફર્ટિલાઇઝેશન થાય છે. આમ, પ્રેગ્નેન્સી નો સાચો સમયગાળો 280 દિવસમાંથી 14 દિવસ બાદ કરીને ગણવામાં આવે છે, એટલે કે. 266 દિવસ નો હોય છે. આ એજ ને ફર્ટિલાઇઝેશન એજ અને ઓવ્યુલેટરી એજ કહેવામાં આવે છે.

વુમન નો એન્ટીનેટલ પિરિયડ એ સામાન્ય રીતે લાસ્ટ મેન્સ્ટ્રુએસન પિરિયડ(LMP) ના ફર્સ્ટ ડે થી સ્ટાર્ટ કરી ટ્રુ લેબર સ્ટાર્ટ થાય ત્યાં સુધી નો હોય છે.

પ્રેગનેન્સી નો ટોટલ ડ્યુરેશન એ 38 – 40 વીક સુધીનો હોય છે જેને ત્રણ ટ્રાઇમેમિનિસ્ટર માં ડિવાઇડ કરવામાં આવે છે. તેમાં એક ટ્રાયમેસ્ટર માં લગભગ 13 વિક્સ જેટલો સમય અથવા 3 મંથ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

પ્રેગનેન્સી ના

ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મા := ફર્સ્ટ 12 વિક્સ,

સેકન્ડ ટ્રાઇમેસ્ટર મા := 13 થી 28 વીક્સ,

તથા થર્ડ ટ્રાઇમેસ્ટર મા := 29 થી 40 વિક્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

•> પ્રેગનેન્સી ના ઓબ્જેકીવ અને સબ્જેકટીવ ચિહ્નો :

ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર (1- 12(1-3 મંથ) week):

સબ્જેક્ટિવ સિમ્ટોમ્સ:

એમિનોરિયા,
મોર્નિંગ સિકનેસ,
ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન,
બ્રેસ્ટ ડિસ્કકમ્ફર્ટ,
ફટીગ( થાક લાગવો)

એમેનોરિયા:
હેલ્ધી મેરીડ વુમનમાં રીપ્રોડક્ટિવ પિરિયડ દરમિયાન લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ પછી ના 6 વિક થી એમેનોરિયા તો તે મોસ્ટલી પ્રેગનેન્સી ના કારણે હોય છે.

મોર્નિંગ સિકનેસ :
એમાં મોટેભાગે મધર ને નોઝીયા એન્ડ વોમિટિંગ થાય છે.

ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન :
પ્રેગ્નન્સી ના 8 થી 12 વીકમાં બ્લાડર પર બલ્કીયુટ્રસ નું પ્રેશર આવવાના કારણે ફ્રિકવન્સી ઓફ મિક્ચ્યુરેશન જોવા મળે છે.

બ્રેસ્ટ ડિસ્કકમ્ફર્ટ:
6 થી 8 વિક દરમિયાન બ્રેસ્ટમાં ફૂલનેસ સેન્સેસન થવાના કારણે ડિસ્કકમ્ફર્ટ થાય છે.

ફટીગ (થાક લાગવો):
આ સીમટોન્સ એ અર્લી પ્રેગનેન્સી સમય દરમિયાન જોવા મળે છે અને ઘણી પ્રેગનેટ વુમન માં એક્સપિરિયન્સ થાય છે.

ઓબ્જેકટીવ સાઇન:

બ્રેસ્ટ ચેન્જીસ,
ચેન્જીસ પર એબડોમન એન્ડ પેલ્વિક ચેન્જીસ,
ઇમ્યુનોલોજીકલ ટેસ્ટ

બ્રેસ્ટ ચેન્જીસ:
બ્રેસ્ટ ચેન્જીસ એ પ્રાઇમીગ્રેવિડા માં વધારે ક્લિયરલી થાય છે.
આ બેસ્ટ ચેન્જીસ કે 6 થી 8 વિક દરમિયાન થાય છે.
સ્કિન ની નીચેથી ડેલિકેટ વેઇન દેખાય છે અને બ્રેસ્ટ એ એન્લાર્જ થાય છે.
નીપલ અને પ્રાઇમરી એરીયોલા વધારે પિગ્મેન્ટેડ થાય છે.
મોન્ટગમેરી ટ્યુબરકલ પ્રોમિનન્ટ દેખાય છે.
તથા 12 વિકની પ્રેગનેન્સી દરમિયાનથી થી યલોવીસ સિક્રીશન (કોલેસ્ટ્રોમ) એક્સપ્રેસ કરી શકાય છે.

પર એબડોમન ચેન્જીસ એન્ડ પેલ્વિક ચેન્જીસ:

પર એબડોમન:
યુટ્રસ એ 12 વીકની પ્રેગનેન્સી સુધી પેલ્વીક ઓર્ગન તરીકે હોય છે અને ત્યારબાદ યુટ્રસ એ પર એબડોમન સુપરાપ્યુબિક બલ્જ (ઉપસેલો ભાગ)તરીકે ફીલ થાય છે.

પેલ્વિક ચેન્જીસ:
આ ચેન્જીસ એ વૈવિધ્યસભર છે અને જુદા જુદા સમયગાળામાં દેખાય છે.

1)જેક્મીયર સાઇન, ચેડ્વિક સાઇન,
2) વજાઇનલ સાઇન(ઓસિએન્ડર સાઇન),
3)સર્વાઇકલ સાઇન
(ગુડેલ સાઇન),
4)યુટેરાઇન સાઇન (પિકસેક સાઇન),
5)હેગાર સાઇન,
6) પાલ્મર સાઇન.

1) જેક્મીયર સાઇન:
વજાઇના ની વોલ એ હાઇપરટ્રોફોઇડ, ઇડીમાટોસ,અને વધારે વાસ્ક્યુલર બને છે.
વજાઇનલ વોલમાં વિનસ બ્લડ સપ્લાય વધવાથી વજાઇનલ મ્યુકોઝા નુ બ્લુઇસ ડિસ્કલરેશન જોવા મળે છે તેને જેક્મીયર સાઇન” કહેવામાં આવે છે.

•> ચેડ્વિક સાઇન:
આ સાઇન એ પ્રેગનેન્સી ના 8 વીક દરમ્યાન જોવા મળે છે. તેમાં લોકલ વાસ્ક્યુલર ચેન્જીસ થવાના કારણે સર્વિક્સ, વજાયના તથા લેબિયા માઇનોરા નુ બ્લ્યુઇસ ડિસ્કલરેશન જોવા મળે છે. જેને “ચેડ્વિક સાઇન” કહેવાય છે.

2)વજાઇનલ સાઇન(ઓસિએન્ડર સાઇન):
એન્ટિરિયર વજાયનલ વોલ માં બ્લુઇસ ડિસ્કલરેશન, એન્ટિરિયર વજાઇનલ વોલ એ સોફ્ટ થાય, તથા 6 વિક થી નોન ઇરીટેટીંગ મ્યુકોઇડ ડિસ્ચાર્જ જોવા મળે છે.
તેમાં સાથે સાથે 8 વિક દરમિયાન લેટરલ ફોરનિક્સ દ્વારા પલ્સેપ્શન ફિલ થાય છે જેને “ઓસિએન્ડર સાઇન” કહેવામાં આવે છે.

3)સર્વાઇકલ સાઇન
(ગુડેલ સાઇન):

સર્વાઇકલ સાઇન એ 6 વીક ની પ્રેગનેન્સી દરમિયાન જોવા મળે છે.
જેમાં સર્વિક્સ એ વાકયુલર,એડીમાટોસ તથા હાઇપર ટ્રોઇડ અને હાઇપરપ્લેસિયા થાય છે.
જેમાં સર્વિક એ સોફ્ટ બને છે તેને “ગુડેલ સાઇન” કહેવામાં આવે છે.

4)યુટેરાઇન સાઇન :

સાઇઝ,સેપ અને કન્સિસ્ટન્સી:
6 વિકએ યુટ્રસ એ મરઘીના ઇંડા જેટલુ,
8 વિક એ ક્રિકેટ ના બોલ જેટલુ,
અને 12 વિક એ ફીટલ ના હેડ જેટલું હોય છે.
યુટ્રસ નો નોનપ્રેગ્નેન્ટ સ્ટેજ મા રહેલો પાયરિફોમૅ સેપ એ 12 વિક દરમિયાન ગ્લોબ્યુલર થાય છે. યુટ્રસ એ સોફ્ટ અને ઇલાસ્ટિક બને છે.

પિસ્કસેક સાઇન:
જો યુટ્રસ મા લેટરલ ઇમ્પ્લાન્ટેશન થાય, તો યુટ્રસ નું સિમેટ્રીકલ એન્લાર્જમેન્ટ થય શકે છે. આને “પિસ્કસેક સાઇન” કહેવામાં આવે છે, જ્યાં એક અડધો ભાગ બીજા કરતાં વધુ ફિર્મ (મજબૂત) હોય છે.

5)હેગાર સાઇન:
હેગાર સાઇન એ
6- 10 વિક દરમિયાન જોવા મળે છે.
જેમાં યુટ્રસ નો અપર બોડી પાર્ટ એ ગ્રોવિંગ ફિટર્સના કારણે એન્લાર્જ થાય છે.
યુટ્રસ ના લોવર સેગ્મેન્ટ માં વાસ્ક્યુલારિટી ઇન્ક્રીઝ થવાના કારણે સોફ્ટ થાય છે.
તેમાં સર્વીક્સ નુ સાઇનોસીસ અને સોફ્ટનીંગ થાય જેને “હેગાર સાઇન” કહેવાય છે.

6) પાલ્મર સાઇન:
પાલ્મર સાઇન માં 4 થી 8 વિક દરમિયાન યુટ્રસ ના બાયમેન્યુઅલ એક્ઝામિનેશન માં યુટ્રસ નું રેગ્યુલર અને રિધેમીક કોન્ટ્રાક્શન થાય છે.તેને “પાલ્મર સાઇન” કહેવાય છે.

ઇમ્યુનોલોજીકલ ટેસ્ટ ફોર ડાયગ્નોસીસ ઓફ પ્રેગ્નેન્સિ:
પ્રેગ્નન્સી ટેસ્ટ મેટરનલ યુરીન અથવા સિરમ માં એન્ટીજન( HCG )હોય છે તેના પર આધાર રાખે છે.

Ex: એગ્લુટીનેશન ઇન્હીબીસન ટેસ્ટ
યુરીન નું એક ડ્રોપ હ્યુમન કોરિયોનિક ગોનાડ્રોફિન (HCG)એન્ટીબોડી વાળા વન ડ્રોપ સોલ્યુશનમાં મિક્સ કરવામાં આવે છે
જો હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોટ્રોફિન યુરિનમાં પ્રેઝન્ટ નહીં હોય( વુમન એ પ્રેગનેન્ટ ના હોય) તો એન્ટીબોડી ફ્રી રહેશે.
હવે વન ડ્રોપ સોલ્યુશન લેવું કે જેમાં લેટેક્સ પાર્ટીકલ્સ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન થી કોટેડ કરેલા હોય,
જો એગ્લુટીનેસન થાય તો પ્રેગનેન્સી ટેસ્ટ નેગેટિવ છે.
હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન(HCG)એ યુરિનમાં પ્રેઝન્ટ હોય તો તે અવેઇલેબલ એન્ટીબોડી ને બાઇન્ડ કરે છે. હવે વન ડ્રોપ સોલ્યુશન લેવું કે જેમાં લેટેક્સ પાર્ટીકલ્સ હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોટ્રોફિન ટ્રોફીન થી કોટેડ કરેલા હોય તો બીજું એગ્લુટીનેશન થતું નથી કારણ કે તે અવેઇલેબલ એન્ટીબોડીને બાઇન્ડ કરે છે આથી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ છે.

અલ્ટ્રાસોનોગ્રાફી:
ટ્રાન્સ વજાઇનલ સોનોગ્રાફી દ્વારા ફીટલ વાયેબિલીટી અને જેસ્ટેશનલ એજ નક્કી થાય છે.

સેકન્ડ ટ્રાઇમેસ્ટર ( 13 થી 28 વિક ( 4- 7 મંથ)):

સબ્જેક્ટીવ સિમ્ટોમ્સ:

મોટેભાગે નોઝિયા, વોમિટિંગ અને ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન થાય છે અને એમિનોરિયા કંટીન્યુઅસ રહે છે.
નવા ફીચર્સ અપીયર થાય છે જેવા કે ક્વિકનીંગ(વુમન ને એક્ટિવ ફિટલ મુવમેન્ટ લગભગ મલ્ટીપારા મા 16 વિક દરમિયાન ફીલ થાય છે).
તે પ્રાઇમીપારા માં મોટેભાગે 18 વીક પર ફિલ થાય છે તેનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી કેલ્ક્યુલેટ કરવા માટે એક્યુરેસી આવે છે.
લોવર યુટ્રસ્ટ નું પ્રોગ્રેસિવ એન્લાર્જમેન્ટ થાય છે.

ઓબ્જેકટીવ સીમટોમ્સ:

1)જનરલ એક્ઝામિનેશન,
2)એબડોમિનોલ એક્ઝામિનેશન,
3)વજાઇનલ એક્ઝામિનેશન,
4)ઇન્વેસ્ટિગેશન્સ.

1)જનરલ એક્ઝામિનેશન:

a) ક્લોઝમાં:

24th વિક એ પિગ્મેન્ટેસન એ ફેસ , ફોરહેડ અને ચિક પર દેખાય છે.

b)બ્રેસ્ટ ચેન્જીસ:

પ્રોમીનેન્ટ વેઇન સાથે બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ થાય છે.
20th વિક દરમિયાન સેકન્ડરી એરીયોલા અપીયર થાય છે.

16 th વીકે કોલેસ્ટ્રોમ એ થીક અને યેલોવીશ થાય છે.
એડવાન્સ વિક સાથે સ્ટ્રાયા જુદી-જુદી ડિગ્રી મા જોવા મળે છે.

2)એબડોમિનોલ એક્ઝામિનેશન:
a) ઇન્સપેક્સન,
b)પાલ્પેસન,
c)અસ્કલટેશન,

a) ઇન્સપેક્સન:
20th વીક થી લાઇના નાઇગ્રા( સિમ્ફાઇસીસ પ્યુબીસ થી એનસીફોર્મ કાર્ટીલેજ સુધી બ્રાઉનીશ કલરની પેગમેન્ટેડ લાઇન અપીયર થાય છે)જોવા મળે છે.
લોવર એબડોમન પર સ્ટ્રાયા ગ્રેવીડેરમ જોવા મળે છે.

b)પાલ્પેસન:

ફંડલ હાઇટ ઇન્ક્રીઝ થાય છે,

16 th વિક એ યુટ્રસ ની હાઇટ એ સિમ્ફાયસીસ પ્યુબીસ અને અંબેલિકલ ની વચ્ચે હોય છે.

20th વિકે અંબેલીકસ થી 2.5 cm જેટલું નીચે હોય છે.

24th વિક પર અંબેલિકલ લેવલે હોય છે.
યુટ્રસ એ સોફ્ટ અને ઇલાસ્ટિક ફીલ થાય છે.

28મા વિક પર – અંબેલીકસ અને એન્સિફોર્મ કાર્ટીલેજ વચ્ચેના નીચલા ત્રીજા ભાગ અને ઉપલા બે તૃતીયાંશ ડિસ્ટન્સ ના જંકશન પર હોય છે.

યુટ્રસ ઓવોઇડ શેપ બને છે.
બ્રેકસ્ટોન હિક્સ કોન્ટ્રાકશન( ઇરરેગ્યુલર,ઇનફ્રિકવન્ટ, સ્પાઝમોડીક,તથા પેઇનલેસ યુટેરાઇન કોન્ટ્રાકશન ) ફિલ થાય છે.
વુમન ને આ સમયે કોન્ટ્રાક્ટન્સ એ ફીલ થતા નથી પરંતુ જ્યારે યુટ્રસ ઉપર હથેળી મૂકવામાં આવે ત્યારે અનુભવી શકાય છે.

20th વિક થી એક્ટિવ ફિટલ મુવમેન્ટ ફીલ થાય છે.
20 th વિક થી એક્સ્ટર્નલ બેલોટમેન્ટ થાય છે.

c)અસ્કલટેશન:

18-20 વિકે ફિટલ હાર્ટ સાઉન્ડ ઓર્ડિનરી સ્ટેથોસ્કોપ થી સંભળાય છે. તેનું સાઉન્ડ એ વોચની ટીક જેવો હોય છે તેનું લોકેશન ફિટસની પોઝીશન પ્રમાણે હોય છે રેટ 110 – 160 / minute તેની જેટલો હોય છે.

વજાયનલ એક્ઝામિનેશન:

વલ્વા, વજાયના અને સર્વિક્સ નુ બ્લુઇસ ડિસ્કલરેશન થાય છે તથા સર્વિક્સ સોફ્ટ હોય છે.

16 થી 18 વિક દરમિયાન ઇન્ટર્નલ બેલોટમેંટ થાય છે.

યુટેરાઇન સોફલ:

આ અવાજ ડાયલેટ થયેલી યુટેરાઇન વેસેલ્સ નો હોય છે,સોફ્ટ બ્લોવિંગ સાઉન્ડ અસ્કલ્ર્ટેશન દરમ્યાન સંભળાય અને મધરના પલ્સ સાથે સિંક્રોનાઇઝ થાય છે.

ફ્યનિક અથવા ફીટલ સફલ:

આ સાઉન્ડ એ અંબેલીકલ આર્ટરી ના બ્લડ રસ( ધસારા) નો હોય છે જે ફિટલ હાર્ડ સાઉન્ડ સાથે સીંક્રોનાઇઝ થાય છે.

ઇન્વેસ્ટીગેશન્સ:

સોનોગ્રાફી:
રૂટીનલી સોનોગ્રાફી એ 18 થી 20 વિક દરમિયાન કરવામાં આવે છે જેમાં ફિટલ એનાટોમી, પ્લે સેન્ટલ સાઇટ અને સર્વાઇકલ કેનાલ ની ઇન્ટીગ્રિટી ને જોવામા આવે છે.

રેડિયોગ્રાફી:

રેડિયો ગ્રાફી એ 16 th વિક દરમ્યાન કરવામાં આવે છે જેમાં ફીટલ સ્કેલેટલ સેડો જેવુ વિઝિબલ થાય છે.

લાસ્ટ / થર્ડ ટ્રાઇમેસ્ટર ( 29-40 વિક/ 7-9 મંથ):

સબ્જેક્ટીવ સીમટોમ્સ:

એમિનોરિયા,
થાક લાગવો,
લાઇટિંગ થવું (એટલે કે ફીટસના પ્રેઝન્ટિંગ પાર્ટનું લોવર યુટેરાઇન સેગમેન્ટ માં ડિસેન્ટ થવું).
ફ્રિકવન્સી ઓફ મિકચ્યુરેશન ફરીથી સ્ટાર્ટ થવું.
ફિટલ મુવમેન્ટ વધારે થવી.

ઓબ્જેકટીવ સિમ્ટોમ્સ:

પિગ્મેન્ટેસન અને સ્ટ્રાયા વધવાથી ક્યુટેનિયસ ચેન્જીસ વધારે પ્રોમિનન્ટ થાય છે એટલે કે લાઇના નાઇગ્રા, સ્ટ્રાયા ગ્રેવીડેરમ ડેરમ તથા ક્લોઝમાં એ વધારે પ્રોમિનન્ટ થાય છે

યુટેરાઇન સેપ એ 36th વીક પછી સિલિન્ડરિકલ માંથી સ્ફેરિકલ બને છે.

ફિટલ મુવમેન્ટ એ ઇઝીલી ફિલ થાય છે.
ફન્ડલ હાઇટ એ નીચે પ્રમાણે થાય છે:

1) At 32th વિક:

32 વીક પર ફંડલ હાઇટ એ અપર અને મિડલ થર્ડ ના જંકશન સુધી જોવા મળે છે.
2)At 36th વિક:
ફંડલ હાઇટ એ એનસીફોર્મ કાર્ટીલેજ સુધી આવે છે.
3)At 40 th વિક:
ફિટસના એંગેજમેન્ટ થવાના કારણે ફંડલ હાઇટ એ 32 વીક સુધીની ફંડલ હાઇટ હોય ત્યાં સુધી આવે છે.

બ્રેક્સટન હિક્સ કોન્ટ્રાકશન એ પ્રેગ્નેન્સી ના છેલ્લા બે અઠવાડિયા વિક મા વધુ સ્પષ્ટ હોય છે અને તે દરમિયાન વધુ રેગ્યુલર બને છે.

ફીટલ પાર્ટ્સના પાલ્પેસન થી ફીટસની લાય, પ્રેઝન્ટેશન અને પોઝિશન નક્કી કરી શકાય છે.

ફિટલ હાર્ટ સાઉન્ડ ઓડિબલ હોય છે.
સોનોગ્રાફીમાં ફિટસ ના ગ્રોથ નું અસેસમેન્ટ થય શકે છે.
એમ્નીઓટીક ફ્લુઇડ ના વોલ્યુમ નું અસેસમેન્ટ.
ફિટલ મુવમેન્ટ વધારે ફિલ થાય છે.

•> પ્રેગ્નેન્સી ના સાઇન :

ત્રણ ટ્રાઇમેસ્ટર ને કમ્બાઇન કર્યા બાદ પ્રેગનેન્સી ના મેઇન ત્રણ સાઇન જોવા મળે છે જે નીચે મુજબ છે.

1)પ્રેસ્યુમ્ટીવ સાઇન,
2)પ્રોબેબલ સાઇન,
3)પોઝીટીવ સાઇન.

1)પ્રેસ્યુમ્ટીવ સાઇન
મોસ્ટલી સબ્જેક્ટિવ એટલે કે મધર ને પોતાને અનુભવ થાય છે કે તે પ્રેગ્નેન્ટ છે જ્યારે તે બીજી ઇલનેશ ના કારણે પણ હોઇ શકે છે.

•એમેનોરિયા,
•નોઝિયા એન્ડ વોમીટીંગ,
મોર્નિંગ સીકનેસ,
•3 થી 4 વીક મા ટીંગલીંગ સેન્સેશન થવુ,
•બ્રેસ્ટ તથા નીપલ નું એન્લાર્મેન્ટ થવું,

  • બ્રેસ્ટ મા મોન્ટોગ્મેરી ટ્યુબરકલ્સ નુ અપીરીયન્સ થવું.
    •મીક્ચ્યુરેસન ઇન્ક્રીઝ થવુ,
  • નીપલ માંથી કોલોસ્ટ્રમ એક્સપ્રેસ થવું.
    •ફેસ અને બ્રેસ્ટ માં પ્રિગ્મેન્ટેશન થવા.(ક્લોઝમા,લાઇના નાઇગ્રા , સ્ટ્રાયા ગ્રેવીડેરમ),
    •ક્વીકનીંગ:= મધર ને ફીટસની પહેલી મુવમેન્ટ એ આશરે 16 – 20 વીકે ફિલ થાય છે.
  • 2)પ્રોબેબલ સાઇન:

પ્રોબેબલ સાઇન એ મેટર્નલ ફિઝિયોલોજીકલ ચેન્જીસ છે .તે એક્ઝામિનેશન દરમિયાન ડિટેક્ટ કરી શકાય છે.
તે ઓબ્જેકટીવ પરંતુ પ્રેગ્નેન્સી નું ચોક્કસ કન્ફોર્મેશન ના કહી શકાય.

  • એબડોમન એન્લાર્જ થવું.એબડોમીનલ પાલ્પેશન દ્વારા પ્રેગ્નેન્સી ના વિક જાણી શકાય છે.
  • યુટ્રસ ની સાઇઝમાં તથા શેપમાં ચેન્જીસ થવા અને યુટ્રસ નુ એન્લાર્જમેન્ટ થવું.
  • એક્સટર્નલ બેલોટમેંટ અને ઇન્ટર્નલ બેલોટમેંટ થવું.
  • પોઝિટિવ પ્રેગનેન્સી ટેસ્ટ એટલે કે યુરિનમાં હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોટ્રોફિન( HCG) હોર્મોનું ડિટેક્શન થવુ. તેમા નીચે મુજબ ની સાઇન જોવા મળે છે:
  • જેક્મિયર સાઇન અથવા ચેડ્વિક સાઇન જોવા મળવી.
    આ સાઇન એ 8 વિક ની પ્રેગનેન્સી દરમિયાન અપિરીયન્સ થાય છે તેમાં વલ્વા ,વજાઇના તથા સર્વિક્સ નું બ્લુઇસ ડીસ્કલરેશન થવુ તેને ચેડ્વિક સાઇન કહે છે,જ્યારે વજાઇના નુ બ્લુઇસ ડીસ્કલરેશન થવુ તેને જેક્મિયર સાઇન કહે છે .
  • હાટૅમાન સાઇન જોવા મળવી
    આ સાઇન એ પ્રેગ્નેન્સીના 1-3 મંથ સુધીમાં જોવા મળે છે તેમાં જ્યારે ફર્ટિલાઇઝ્ડ એગ નુ યુટેરાઇન કેવીટીમા ઇમ્પ્લાન્ટેશન થાય ત્યારે સ્લાઇટ્લી બ્લીડિંગ જોવા મળે છે.
  • પાલ્મર સાઇન જોવા મળવી
    આ સાઇન એ પ્રેગ્નેન્સીના 4-8 વીક દરમ્યાન જોવા મળે છે. આ સાઇનમાં જ્યારે બાયમેન્યુઅલ એક્ઝામિનેશન કરવામાં આવે ત્યારે યુટ્રસ નું રેગ્યુલર તથા રિધેમીક કોન્ટ્રાક્શન થાય છે.
  • ગુડેલ સાઇન
    . ગુડેલ સાઇન એ 6 વીક સુધી જોવા મળે છે તેમાં સર્વિક્સ ના લોવર પાટૅ નુ સોફ્ટનિંગ થાય છે.
  • હેગાર સાઇન
    આ સાઇન એ 6 થી 10 વીક દરમ્યાન જોવા મળે છે આમાં યુટ્રસ નો અપર પાર્ટ એટલે કે યુટ્રસ નો બોડી નો પાર્ટ એ ફિટસ ના ગ્રોવિંગ થતા ની સાથે એન્લાર્જ થાય છે અને યુટ્રસ નો લોવર પાર્ટ એ સોફ્ટ થાય છે . હેગાર સાઇન મા સર્વિક્સ નું સાયનોસીસ તથા સોફ્ટનીંગ થાય છે
  • પિસ્કસેક સાઇન
    આ સાઇન એ 6-8 વીક દરમ્યાન જોવા મળે છે જેમાં યુટ્રસ મા ઇમ્પ્લાન્ટેશન થતા યુટ્રસ નુ એસિમેટ્રિકલ તરીકે એન્લાર્જમેન્ટ થાય છે.
  • ઓસિએન્ડર સાઇન
    આ સાઇન એ 6-8 વીક દરમ્યાન જોવા મળે છે. આ સાઇનમાં વજાઇનલ એરિયામાં રહેલા લેટરલ ફોરનિક્સ હોય ત્યા પલ્સેસન એ ફેલ્ટ થાય છે.
  • બ્રેક્સટોન હિક્સ કોન્ટ્રાક્શન
    પ્રેગનેન્સી ની શરૂઆત માં યુટ્રસ એ તેની જાતે જ કોન્ટ્રાકશનમાં જાય છે તે રેગ્યુલર, ઇનફ્રિકવન્ટ, સ્પાઝમોડીક, પેઇનલેસ હોય છે તેના કારણે સર્વિક્સ ના ડાયલેટેશન ઉપર કોઇ અસર થતી નથી તે ટર્મની નજીક વધીને છેલ્લે લેબરના પેઇનફૂલ કોન્ટ્રાકશન સાથે ભળી જાય છે. ફિટસ નુ બેલોટમેંટ થવુ જેમા,
    ઇન્ટર્નલ બેલોટમેંટ તથા એક્સ્ટર્નલ બેલોટમેન્ટ થાય છે:
  • ઇન્ટર્નલ બેલોટમેંટ: સોળમા વિક પછી, વજાઇનલ એક્ઝામિનેશન દર્શાવે છે, બોડી ની હાજરી કે જે ટેપિંગ પર ખસી જાય છે અને પછીથી થંડ સાથે બોડી તેની પ્લેસ પર પાછી આવે છે.
  • એક્સ્ટર્નલ બેલોટમેન્ટ: પ્રેગનેન્સી ના લગભગ 20 વિક ની અરાઉન્ડ મા , યુટ્રસ ને હેન્ડ દ્વારા પાલ્પેટ કરતા હેન્ડ ની નીચે યુટ્રસ મા બેલોટમેંટ ફિલ થાય છે. આને એક્સટર્નલ બેલોટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
  • 3)પોઝીટીવ સાઇન. પોઝીટીવ સાઇન મા પ્રેગ્નેન્સી નુ કન્ફોર્મેશન થાય છે. જેમાં એક્ઝામિનર એ ફિટસ ને ડિટેક્ટ કરે છે તથા તેનું ડોક્યુમેન્ટેશન કરે છે.
  • વિઝયુલાઇઝેશન ઓફ ફીટસ બાય અલ્ટ્રા સાઉન્ડ: આ ટેસ્ટ એ પ્રેગનેન્સી નું કન્ફર્મેશન કરે છે અને સાથે સાથે ફીટસ ની લાઇ, પ્રેઝન્ટેશન, ફિટસ હાર્ટ સાઉન્ડ, પ્લેસેન્ટા નું લોકેશન,એમ્નીઓટીક ફ્લુઇડ નુ અમાઉન્ટ તથા ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્ટર્નલ OS નુ અસેસમેન્ટ કરવામાં આવે છે. ફિટસ ની એબનોર્માલીટીસ જેવી કે એન્સેફાલી, સ્પાઇના બિફિડા, માયલોમેનિંગોસેલ, વગેરે, તથા યુટ્રસ અને ઓવેરિયન એબ્નોર્માલિટીસ આ મેથડ દ્વારા ડિટેક્ટ કરવામા આવે છે.
    રુટિન્લી પ્રેગ્નેન્સી ના 20 મા વિક પહેલા મીડ ટ્રાઇમેસ્ટર દરમિયાન સ્કેન કરવાની ભલામણ કરવામાં આવે છે. ફિટસ ની સિરીયસ એબનોર્માલીટીસ ના કિસ્સામાં, પેસન્ટ ને પ્રેગ્નેન્સી ટર્મિનેશન કરવા માટે સલાહ આપી શકાય છે.
  • Pregcolor અને pregcolor- card test: આનો ઉપયોગ મોટાભાગે પ્રેગ્નન્સીનુ કન્ફર્મેશન કરવા માટે હોમ – કિટ તરીકે થાય છે. આ કલર- ચેન્જીગ -કાર્ડ- ટેસ્ટ સરળ હોય છે અને વુમન એ પોતે પણ કરી શકે છે. પિરીયડ્સ મિસ્ડ થયા પછી 5 મા દિવસે કાડૅ ટેસ્ટ મા 2 લાઇન ની હાજરી પ્રેગનેન્સી નું કન્ફર્મેશન કરે છે.
  • ફિટલ હાર્ટ સાઉન્ડ સંભળાવા: ફિટલ હાર્ટ સાઉન્ડ એ ફિટોસ્કોપ મા 20 વિક્સ પછી સંભળાય છે. • ફિટલ મુવમેન્ટસ: ફિટલ મુવમેન્ટસ એ 22 માં વીક પર ફેલ્ટ થતી હોય છે. • ફીટલ પાર્ટ્સ પાલ્પેસન થવું: 24 વીક પછી ફિટલ પાર્ટસ પાલ્પેબલ હોય છે • ફ્રિકવન્સી ઓફ મિક્ચ્યુરેશન: તે સામાન્ય રીતે ટર્મ ના એન્ડ માં એક્સપિરિયન્સ થાય છે જેમાં ફીટલ હેડ નું એંગેજમેન્ટ થવાના કારણે ફ્રિક્વન્સી ઓફ મિકચ્યુરેશન થાય છે.
  • રેડિયોગ્રાફી: તે સામાન્ય રીતે પ્રિ- સેન્ડ ડે પ્રેક્ટિસમાં એડવોકેટીંગ કરતું નથી.
    રેડિયોગ્રાફિક પેલ્વિમેટ્રી સસ્પેક્ટેડ સેફાલોપેલ્વિક ડીસપ્રપોર્શન ના સિલેક્ટેડ કેસિસ માં રેરલી જ ઇન્ડીકેટેડ કરવામા આવે છે.
  • રેડિયો ઇમ્યુનોસે: આ એક ખૂબ સેન્સિટીવ મેથડ છે અને hCG ની હાજરી એ માતાના સીરમ અને યુરિન માં ઓવ્યુલેશન ના 7-8 દિવસ પછી અથવા ઇમ્પ્લાન્ટેશન સમયે ડિટેક્ટ કરવા માટે તેનો યુઝ કરી શકાય છે.
    તે કન્સેપ્સન ના 3 વિક પછી પ્રેગનેન્સી ની હાજરી નુ કન્ફોર્મેશન કરે છે. મધર ના સીરમ માં hCG નુ કોન્સન્ટ્રેશન એ કન્સેપ્સન ના 2-3 મંથ પછી પીક વેલ્યુ સુધી પહોંચે ત્યાં સુધી દર 2-3 દિવસે hCG નુ કોન્સન્ટ્રેશન એ ડબલ થાય છે (બ્લેક- બર્ન 2007).
  • અલ્ટ્રાસોનોગ્રાફીમાં 6 વીક સુધી એમ્બ્રિયો જોવા મળવુ ત્યાર પછી ફીટસ જોવા મળવું.
  • ફિટસ ના સ્કેલેટલ સિસ્ટમનું રેડિયોલોજીકલ અપીરિયન્સ થવું.
  • એક્સ રે માં ફિટલ સ્કેલેટલ નું વિઝ્યુલાઇઝેશન થવું.
  • લેટ પ્રેગનેન્સીમાં ફિટલ મુવમેન્ટ નુ વિઝ્યુઅલાઇઝેશન થવું.

ડિફરન્સીયલ ડાયગ્નોસીસ:

જ્યારે પણ પ્રેગ્નેન્સી ના પોઝિટિવ સાઇન ક્લીનીકલી રીતે સ્પષ્ટ નથી હોતા, ત્યારે કેટલીકવાર પ્રેગનેન્સી ના ડાયગ્નોસિસ મા પ્રોબ્લેમ આવી શકે છે.તેમા પ્રેસ્યુમ્ટીવ તથા પ્રોબેબલ સાઇન માટે ડિફરન્સીઅલ ડાયગ્નોસીસ
નીચે મુજબ છે:

પ્રેસ્યુમ્ટીવ સાઇન:= ડિફરન્સીઅલ ડાયગ્નોસીસ

1)એમેનોરિયા : ઇમોશનલ સ્ટ્રેસ, ઇલનેસ તથા હોર્મોનલ ઇમ્બેલન્સ ના કારણે.

2) બ્રેસ્ટ ચેન્જીસ : કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ ના કારણે.

3) નોઝિયા એન્ડ વોમીટીંગ: ગેસ્ટેરો ઇન્ટરસ્ટાઇનલ ડીસઓર્ડર અથવા સેરેબ્રલ ઇરિટેશન ના કારણે.

4)ફ્રિકવન્સી ઓફ મિક્ચ્યુરેશન, બ્લાડર ઇરીટેબીલીટી:= યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અથવા પેલ્વિક ટ્યુમર ના કારણે

5) ક્વીકનીંગ:= ઇન્ટરસ્ટાઇનલ મુવમેન્ટ ના કારણે

પ્રોબેબલ સાઇન:= ડિફરન્સીયલ ડાયગ્નોસીસ

HCG ઇન યુરિન:= કોરિયો કાર્સીનોમાં ના કારણે.

HCG ઇન બ્લડ:= હાઇડેટીફોમૅ મોલ ના કારણે.

યુટેરાઇન ગ્રોથ:= ટ્યુમર્સ ના કારણે.

ઓસીએન્ડર સાઇન, હેગાર સાઇન, ચેડ્વિક સાઇન:=પેલ્વિક કન્જેશન ના કારણે.

યુટેરાઇન સફલ:= ઇન્ક્રીઝ બ્લડ ફ્લો ટુ યુટ્રસ ( ઓવેરિયન ટ્યુમર )

ઇમ્પોરટન્ટ નોટ:

પ્રેગનેન્સી ના પોઝિટિવ સાઇન માટે કોઇપણ પ્રકાર નું અલ્ટરનેટીવ ડાયગ્નોસીસ હોતું નથી.
કન્ફોરમેટ્રી ટેસ્ટ:

A) યુરિનરી ઇમ્યુનોલોજિકલ ટેસ્ટ –

યુરિનરી ઇમ્યુનોલોજિકલ ટેસ્ટ માં લેટેક્સ એગ્લુટિનેશન સ્લાઇડ ટેસ્ટ અને ઇમ્યુનોક્રોમેટોગ્રાફિક ટેસ્ટ નો સમાવેશ થાય છે.

• લેટેક્સ એગ્લુટિનેશન સ્લાઇડ ટેસ્ટ –
સ્લાઇડ ટેસ્ટમાં, જ્યારે hCG એન્ટેસેરા ને hCG સાથે યુરિન સાથે કમ્બાઇન આવે છે, જો કોઇ એગ્ગ્લુટિનેશન દેખાતું નથી, તો પ્રેગ્નેન્સી એ પોઝીટીવ છે. જો ત્યાં વિઝીબલ એગ્લુટિનેશન હોય, તો ત્યાં કોઇ પ્રેગ્નેન્સી નથી. મેન્સીસ મિસ્ડ થયા પછીના 2 વિક પછી આ ટેસ્ટ પોઝીટીવ આવે છે.

•ઇમ્યુનોક્રોમેટોગ્રાફિક ટેસ્ટ- આ ટેસ્ટ એ પ્રીગકલર કાર્ડ અથવા એસ્ક્યુટેસ્ટ hCG વગેરે તરીકે અવેઇલેબલ હોય છે. આ ટેસ્ટ અગાઉ ના ટેસ્ટ કરતાં વધુ સેક્સીટીવ હોય છે અને મેન્સ્ટ્રુેશન મિસ્ડ ના એક વિક પછી પોઝીટીવ આવે છે.

•ELISA અથવા રેડિયોઇમ્યુનોએસે (RIA)-

આ ટેસ્ટ ખાસ કરીને ટ્રોફોબ્લાસ્ટિક ડિસીઝ ધરાવતા પેસન્ટ માટે ઇન્ડિકેટ કરવામા આવે છે. તે મેન્સીસ મિસ્ડ થયા પહેલાં, ફર્ટિલાઇઝેશન ના 8મા દિવસે hCG ને ડિટેક્ટ કરી શકે છે.

B )અલ્ટ્રાસોનોગ્રાફી-

એબડોમિનોલ અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા નીચે મુજબના ડાયગ્નોસીસ કરી શકાય છે:

•5 મા અઠવાડિયે:
સ્ફેરિકલ(ગોળાકાર) જેસ્ટેશનલ શેક વિઝીબલ થાય છે.

•6ઠ્ઠા અઠવાડિયામાં –
ફિટલ પોલ જોઇ શકાય છે.

•7 અઠવાડિયામાં –
ક્રાઉન-રમ્પ લેન્થ ને જોય શકાય છે.

•10 મા અઠવાડિયામાં:
ફિટલ હાર્ટ સાઉન્ડ એ અલ્ટ્રાસાઉન્ડ ડોપ્લર દ્વારા સાંભળવામાં આવે છે.

•12 અઠવાડિયામાં:
બાયપરાઇટલ ડાયામીટર એ (2.1 સે.મી.) જેટલો જોવા મળે છે.

ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસોનોગ્રાફી:

ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસોનોગ્રાફી એ એબડોમિનલ સોનોગ્રાફી કરતા અર્લી ડાયગ્નોસીસ કરી શકે છે.

4 અઠવાડિયામાં:
જેસસ્ટેશનલ શેક નુ વિઝયુલાઇઝેશન થાય છે.

5 મા અઠવાડિયામાં:
યોલ્કસેક અને ફિટલ કાર્ડિયાક મોશન નુ અસેસમેન્ટ થય શકે છે.
એન્ટીનેટલ કેર

ડેફીનેશન:

એન્ટિનેટલ કેર ને પ્રિનેટલ કેર પણ કહેવામાં આવે છે કે જેમાં પ્રેગ્નેન્ટ વુમન ને કન્સેપશન થી લય ચાઇલ્ડ બર્થ સુધી કોમ્પ્રાહેંસીવ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
આ પિરિયડ એ મધર તથા ડેવલોપિંગ ફિટસ ના મોનિટરિંગ માટેનો ક્રુશિયલ ટાઇમ છે. કારણકે તેમાં મધર ને તથા ડેવલોપિંગ ફિટસ ને કોઇપણ પોટેન્સિયલ હેલ્થ કોમ્પ્લીકેશન્સ હોય તો તેનુ અર્લી આઇડેન્ટિફિકેશન કરી મેનેજ કરી શકાય છે. તથા મધર ને ફિઝિકલી તથા ઇમોશનલી ચાઇલ્ડબર્થ તથા પોસ્ટપાર્ટમ પિરિયડ માટે પ્રીપેર કરી શકાય.
પ્રેગનેન્સીમાં વુમન ના સિસ્ટેમીક સુપરવિઝન (એક્ઝામિનેશન કે એડવાઇસ)જે રેગ્યુલર તથા પિરીયોડીક હોય છે તેને “એન્ટિનેટલ અથવા પ્રિનેટલ કેર” કહેવામાં આવે છે એન્ટીનેટલ કેર એ પ્રેગનેન્સીના પહેલાથી સ્ટાર્ટ થઇને બેબી ની ડીલેવરી થાય ત્યારે એન્ડ થાય છે.

•> એઇમ એન્ડ ઓબ્જેકટીવ્સ ઓફ એન્ટિનેટલ કેર:

એન્ટિનેટલ કેર એઇમ:

એન્ટિનેટલ કેરનો એઇમ એ ફીટસ તથા મધરની ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ કરવુ તથા મધર તથા ફિટસ ના વેલ્બિંગ ને ઇમ્પ્રુવ કરવુ તથા કોમ્પ્લિકેશન થતુ પ્રિવેન્ટ કરવું એ એક મેઇન એઇમ છે.

1) મોનિટરિંગ મેટરનલ હેલ્થ
રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાથી મધરની ઓવરઓલ હેલ્થ ને મોનિટર કરી શકાય, જેમ કે બ્લડપ્રેશર,વેઇટ ગેઇન,તથા ઓવરઓલ વેલ્બિંગ વગેરે ને પ્રોપરલી અશેસ કરવું જેના કારણે મધર ને કોઇ પણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય. તથા તેને અર્લી ટ્રીટ કરી તેને ફરધર વઝૅ થતું પ્રિવેન્ટ કરી શકાય.

2) મોનિટરિંગ ફીટલ હેલ્થ
એન્ટિનેટલ કેરમા ફીટસ નુ અસેસમેન્ટ કરવુ જેમા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન,ફિટલ હાર્ટબીટ મોનીટરીંગ, તથા અધર ટેસ્ટ ને પ્રોપરલી કરવા જેના કારણે ફિટસ નુ ગ્રોથ તથા ડેવલપમેન્ટ પ્રોપરલી થય શકે. જો ચાઇલ્ડ ને કોઇપણ એમનોર્માલિટી હોય તો તેનું અર્લી ડિટેક્શન થય શકે તથા તેનું પ્રોપરલી મેનેજમેન્ટ થય શકે.

3) હેલ્થ એજ્યુકેશન

એન્ટિનેટલ કેર એ એક્સપેક્ટન્ટ મધર્સ ને એપ્રોપ્રિએટ એજ્યુકેશન ની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે.જેમા પ્રગ્નેન્સી, ચાઇલ્ડ બર્થ,બ્રેસ્ટ ફિડીંગ,ન્યુટ્રીશન તથા પેરેનટીંગ વિશેના એજ્યુકેશનની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે. આ એજ્યુકેશન એ એન્ટીનેટલ મધર ને પ્રોપરલી ડિસિઝન લેવામા હેલ્પફુલ થય શકે છે.

4)પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી તેનુ પ્રોપર મેનેજમેન્ટ કરવા માટે

એન્ટિનેટલ કેર વિઝીટ કરવાથી પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી કરી શકાય છે તથા તેનું ટાઇમલી મેનેજમેન્ટ કરી શકાય છે. જેમ કે,
જેસ્ટેશનલ ડાયાબિટીસ,
પ્રિએક્લેમ્પસીયા, ઇન્ફેક્શન તથા બીજા પ્રેગનેન્સી રિલેટેડ રિસ્ક કે જે પ્રેગનેન્સીને અફેક્ટ કરી શકે છે.

જેસ્ટેશનલ ડાયાબિટીસ,
પ્રિએક્લેમ્પસીયા, ઇન્ફેક્શન તથા બીજા પ્રેગનેન્સી રિલેટેડ રિસ્ક કે જે પ્રેગનેન્સીને અફેક્ટ કરી શકે છે.

5) પ્રિપેરેશન ફોર ચાઇલ્ડબર્થ

એન્ટિનેટલ કેર સેસન માં બર્થ પ્લાનિંગ, પ્રિપ્રેશન ફોર લેબર, તથા ડીલેવરી ના ઓપ્શન્સ વિશે ડિસ્કશન કરવામાં આવે છે. આ ડિસ્કશન કરવાથી મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ એ મેન્ટલી તથા પ્રેક્ટીકલી ચાઇલ્ડ બર્થ માટે પ્રિપેર થય શકે.

6) સાયકોલોજીકલ સપોર્ટ

પ્રેગ્નેન્સી ના કારણે ઇમોશનલ તથા સાઇકોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. એન્ટિનેટલ કેર માં સપોર્ટીવ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેમાં એક્સપેક્ટન્ટ મધર એ તેની એન્ઝાઇટી ,ફિયર તથા ડાઉટ્સ વિશે ડિસ્કશન કરી તેને ક્લિયર કરી શકે છે તથા તેની એન્ઝાઇટી અને ફિયર ને રીડ્યુસ કરી શકે છે અને ઇમોશનલી વેલ્બિંગ ફીલ કરી શકે છે.

7) પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ મેટરનલ એન્ડ ઇન્ફન્ટ કોમ્પ્લિકેશન

એન્ટીનેટલ કેર ઇન્ટરવેન્શન માં ઇમ્યુનાઇઝેશન, આયર્ન તથા ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન, એન્ડ પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે પ્રેગનેન્સી અને ચાઇલ્ડબર્થ રિલેટેડ રિસ્ક તથા કોમ્પ્લિકેશન એ પ્રિવેન્ટ કરી શકાય.

8) પ્રમોશન ઓફ હેલ્ધી બીહેવ્યર

એન્ટિનેટલ કેરમાં બિહેવ્યર ને પ્રમોટ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્મોકિંગ સેસેસન, આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ અવોઇડિંગ, મેન્ટેનીંગ બેલેન્સ ડાયટ, તથા ફિઝિકલી એક્ટિવ રહેવું આ બિહેવ્યર એ હેલ્ધી પ્રેગનેન્સી આઉટકમ માટે અગત્યનું હોય છે.

9) પોસ્ટપાર્ટમ પ્લાનિંગ

એન્ટિનેટલ કેરમાં પોસ્ટ પાર્ટમ કેર વિશે પણ ડિસ્કશન કરવામાં આવે છે જેમાં,પોસ્ટ પાર્ટમ કેર,
બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ તથા ફેમિલી પ્લાનિંગ ના ઓપ્શન્સ વિશે ડિસ્કસન કરવામાં આવી છે.
ઓવરઓલ એન્ટિનેટલ કેર નો ઓબ્જેકટીવ્સ એ હેલ્ધિ પ્રેગ્નેન્સી હોવી, કોઇપણ રિસ્ક તથા કોમ્પ્લિકેશન હોય તો તેનું પ્રોપરલી મેનેજમેન્ટ કરવું, ચાઇલ્ડ બર્થ માટે મધર ને પ્રીપેર કરવી, તથા થ્રોઆઉટ પ્રેગ્નન્સી સમય દરમિયાન મધર તથા ફિટસ ની હેલ્થને પ્રોપરલી મેઇન્ટેન રાખવી એ હોય છે.

ઓબ્જેકટીવ્સ:

  • મેઇન ઓબ્જેક્ટીવ એ નોર્મલ પ્રેગ્નેન્સી સાથે હેલ્થી મધર દ્વારા હેલ્ધી બેબી ની ડીલેવરી કરવી.
  • ફસ્ટ વિઝીટ સેકન્ડ મિસ્ડ પિરિયડ પહેલાં હોવી જોઈએ.
  • મધર તથા ફિટસ ના હેલ્થ સ્ટેટસને અસેસ કરવા માટે.
    •હાઇરિસ્ક પ્રેગનેન્સી ના કેસિસ હોય તો તેનું અર્લી સ્ક્રીનીંગ માટે.
  • આગળ ના મેનેજમેન્ટ માટેના પ્લાન ને ફોર્મ્યુલેટ કરવા માટે.
  • મધરની પ્રેગ્નન્સી સમય દરમિયાન ગુડ ફિઝીકલ તથા મેન્ટલ હેલ્થ ને પ્રમોટ પ્રોટેક્ટ તથા મેઇન્ટેન કરવા માટે. •> કમ્પોનન્ટ ઓફ એન્ટિનેટલ કેર: 1) ઇનીશીયલ અસેસમેન્ટ:
    ફર્સ્ટ એન્ટિનેટલ વિઝીટ એ પ્રેગ્નન્સીમાં અર્લી કરવી જોઇએ.આઇડિયલી રિતે લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ ના પહેલા 8 થી 12 વિક દરમિયાન કરવી જોઇએ.
    આ અસેસમેન્ટ દરમિયાન હેલ્થ કેર પ્રોવાઇડર્સ એ વુમન નું પ્રોપરલી અસેસમેન્ટ કરે છે જેમાં વુમનની
    મેડિકલ હિસ્ટ્રી,જેમાં
    પ્રિવિયસ પ્રેગ્નન્સી,
    મેડિકલ કન્ડિશન, મેડીકેશન, તથા તેને રિલેવન્ટ ફેમિલી હિસ્ટ્રી નુ કમ્પ્લીટલી એસેસમેન્ટ કરવામાં આવે છે.
    આ ઇન્ફોર્મેશન એ મધર ના પોટેન્શીયલ રિસ્ક ફેક્ટર ને આઇડેન્ટીફાય કરી શકાય તથા એપ્રોપ્રિએટ કેર મધર ને પ્રોવાઇડ કરી શકાય તે માટે કલેક્ટ કરવામા આવે છે. 2) ફિઝિકલ એક્ઝામિનેશન: થ્રો આઉટ પ્રેગનેન્સી સમય દરમિયાન મધર તથા ફીટસ ના હેલ્થ સ્ટેટસ ને એસેસ કરવા માટે મધર નું ફિઝિકલ એસેસમેન્ટ કરવામાં આવે છે.
    આ એક્ઝામિનેશન માં મધર નું બ્લડપ્રેશર,
    વેઇટ, તથા તથા યુરિન ટેસ્ટ કરવા મા આવે છે જેના કારણે મધર ને જેસ્ટેશનલ ડાયાબિટીસ તથા પ્રિએક્લેમ્પસીયા ની કન્ડિશન હોય તો તેને અર્લી આઇડેન્ટીફાય કરી શકાય.
    મધર ની બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે જેના કારણે મધર નુ હિમોગ્લોબીન લેવલ,બ્લડ ગ્રૂપ,કરવામા આવે છે.
    મધર નુ હેપેટાઇટિસ, તથા HIV ઇન્ફેક્શન માટે પણ સ્ક્રીનીંગ કરવામા આવે છે. 3) ફિટલ મોનિટરિંગ: એન્ટિનેટલ કેરમાં ફિટસ ના ગ્રોથ તથા ડેવલપમેન્ટ ને મોનિટર પણ કરવામાં આવે છે.
    તેમા જુદી જુદી મેથડ દ્વારા ફીટસનું એસેસમેન્ટ કરવામાં આવે છે જેમ કે, અલ્ટ્રાસાઉન્ડ: અલ્ટ્રાસાઉન્ડ એ પ્રેગ્નેન્સી ને કન્ફોર્મ કરવા માટે, જેસ્ટેશનલ એજ ને અસેસ કરવા માટે, ફિટલ ગ્રોથ ને અસેસ કરવા માટે તથા ફિટસ ને કોઇપણ સ્ટ્રકચરલ પ્રોબ્લેમ હોય એટલે કે માલફોર્મેશન હોય તો તેનું પણ આઇડેન્ટીફાય થય શકે તે માટે કરવામા આવે છે. ફિટલ ડોપ્લર: ફીટલ ડોપ્લર દ્વારા ફિટલ હાર્ટ રેટ ને મોનિટર કરવામાં આવે છે. કિક કાઉન્ટિંગ:
    મધરને એડવાઇઝ આપવી કે ફિટલ મુવમેન્ટ ને ફીલ કરવી તથા ફીટસ ની કિક એ આખા દિવસમાં કેટલી થઈ તેને કાઉન્ટિંગ કરવી જેના કારણે ફીટલ વેલ્બીંગ ને મોનીટર કરી શકાય. 4) ન્યુટ્રીશનલ ગાઇડન્સ: પ્રોપર ન્યુટ્રીશન એ મેટરનલ હેલ્થ ને સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે તથા ફિટસ ડેવલોપમેન્ટ માટે અગત્યનું હોય છે.
    એન્ટીનેટલ હેલ્થ કેર પ્રોવાઇડર્સ એ મધર ને બેલેન્સ ડાયટ વિશે ગાઇડન્સ પ્રોવાઇડ કરે છે સાથે સાથે વેઇટ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવો તથા એડિક્યુએટ અમાઉન્ટ માં વિટામિન્સ અને મિનરલ્સ
    ( Ex: આયર્ન એન્ડ ફોલિકએસિડ)લેવાના ઇમ્પોરટન્સ વિસે પ્રેગ્નેન્ટ વુમન ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે. તથા વુમન ને એજ્યુકેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે કે એડીક્યુએટ ડાયટ લેવાના કારણે ફીટસ માં થતા કંજીનાઇટલ બર્થ ડિફેક્ટ તથા પ્રેગ્નેન્ટ વુમન મા થતી એનિમિયાની કન્ડિશન ને પ્રિવેન્ટ કરી શકાય છે. 5) હેલ્થ એજ્યુકેશન એન્ડ કાઉન્સેલિંગ: એન્ટિનેટલ કેર માં પ્રેગ્નેન્ટ વુમન ને પ્રેગનેન્સી રિલેટેડ ટોપીક વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.જેમ કે,
    1) એક્સરસાઇઝ:
    સેફ ફિઝિકલ એક્ટિવિટી તથા એક્સરસાઇઝ એ મધર તથા ફિટસ ના હેલ્થ ને મેઇન્ટેન કરવા માટે અગત્યની હોય છે
  • 2) લેબર એન્ડ બર્થ પ્રિપેરેશન
    મધરને લેબર ના સ્ટેજીસ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવામાં આવે છે સાથે સાથે પેઇન રીલીફ સ્ટ્રેટેજીસ, તથા બર્થ પ્લાન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • 3) બ્રેસ્ટ ફિડીંગ:
    મધરને બ્રેસ્ટ ફીડિંગ ની ટેકનીક,બેનિફિટ્સ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • 4) ઇમોશનલ એન્ડ મેન્ટલ હેલ્થ:
    મધર ની ઇમોશનલ તથા મેન્ટલ હેલ્થ ને પ્રોપરલી અસેસ કરવું તથા મધર ના ફિયર ને તથા એન્ઝાઇટી ને રીલીવ કરવા માટે મધર ને એડીક્યુએટ એજ્યુકેશન તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો તથા મધર ના બધા જ ડાઉટ્સ ક્લિયર કરવા
  • 6) સ્ક્રિનિંગ એન્ડ ટેસ્ટ:
    મધર ની એન્ટિનેટલ પિરિયડ દરમિયાન પ્રોપરલી જિનેટિક ટેસ્ટિંગ કરાવવું જેના કારણે કોઇપણ જીનેટીક કોમ્પ્લીકેશન હોય તો તેનું આઇડેન્ટિફિકેશન કરી શકાય. જીનેટીક સ્ક્રીનીંગ:
    આમાં મધર નું અલ્ટ્રાસાઉન્ડ તથા બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે જેના કારણે જીનેટીક ડીશઓર્ડર નો રિસ્ક હોય તો તેનું આઇડેન્ટિફિકેશન કરી શકાય.( Ex: અલ્ટ્રાસાઉન્ડ). સ્ક્રીનીંગ ફોર ઇન્ફેક્શન:
    મધર ને કોઇપણ પ્રકારના સેક્સ્યુઅલી ટ્રાન્સમિમીટેડ ડિસીઝ તથા બીજા કોઇ પણ ઇન્ફેક્શન કે જે પ્રેગ્નેન્સી ને અફેક્ટ કરે તેનું આઇડેન્ટિફિકેશન કરવા માટે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ:
    મધરને કોઇપણ જેસ્ટેસનલ ડાયાબિટીસ ની કન્ડીશન છે કે નહીં તેનું આઇડેન્ટિફિકેશન કરવા માટે ગ્લુકોઝ ટેસ્ટ કરવામાં આવે છે. 7) પ્રિપેરેશન ફોર લેબર એન્ડ બર્થ:
  • એન્ટિનેટલ કેર માં બર્થ પ્રેફરન્સ,લેબર પેઇન ના મેનેજમેન્ટ માટેના ઓપ્શન્સ, તથા પોટેન્શિયલ કોમ્પ્લિકેશન ના પ્રિપેરેશન વિશે ડિસ્કશન કરવામાં આવે છે.
  • 8) પોસ્ટપાર્ટમ પ્લાનિંગ: એન્ટિનેટલ કેર માં પોસ્ટ પાર્ટમ કેર વિશે પણ પ્લાનિંગ કરવામાં આવે છે જેમાં બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ, ન્યુબોર્ન કેર વિશે મધર ને તેના વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે. આમ એન્ટિનેટલ કેર એ મધર ની હેલ્થ કન્ડિસન ને મેઇન્ટેન કરવા માટે , ફીટસના પ્રોપરલી ગ્રોથ તથા ડેવલપમેન્ટ માટે તથા પોટેન્સિઅલ રિસ્ક ફેક્ટર હોય તો તેને અર્લી આઇડેન્ટિફિકેશન કરી તેનું મેનેજ કરવા માટે અગત્યની હોય છે.

એન્ટિનેટલ વિઝીટ:

સામાન્ય રીતે એન્ટિનેટલ મધર એ પ્રેગ્નન્સી ના પહેલા પાંચ મહિના સુધી મહિનામાં એક વખત એન્ટીનેટલ ક્લિનિક ની વિઝીટ કરવી જોઇએ,ત્યારબાદ 6 મહિનાથી લઇ અને 9 મંથ સુધી મહિનામાં બે વખત ક્લિનિકલ વિઝીટ કરવામાં આવે છે અને ત્યારબાદ નાઇન મંથ બાદ વિકલી એન્ટિનેટલ ક્લિનિક ની વિઝીટ કરવામાં આવે છે.

ઇન્ડિયામાં લાર્જ નંબર માં મધર્સ એ લો સોસિયો ઇકોનોમિક સ્ટેટસ વાળી ફેમેલી માંથી આવતી હોય છે તથા મેજોરીટી વુમન એ વર્કિંગ વુમન હોય છે.
આમ, જે વુમન એ લો સોસિયોઇકોનોમિક સ્ટેટસ વાળી ફેમિલી માંથી આવતી હોય તથા વર્કિંગ વુમન હોય અને તેમને પ્રેગ્નેન્સી સમય દરમિયાન ક્લિનિકલ અટેન્ડ કરવુ ડિફિકલ્ટ હોય તેમને તો મિનિમલ 4 એન્ટિનેટલ વિઝીટ એન્ટાયર(આખી) પ્રેગનેન્સી સમય દરમિયાન કરવી જરૂરી હોય છે.

જેમકે,

(WHO) એન્ટીનેટલ કેર ના વિવિધ મોડલ ની ઇફેક્ટીવનેસ ની રિવ્યુ ના આધારે ઓછામાં ઓછી ચાર એન્ટીનેટલ વિઝીટ ની ભલામણ કરે છે.

  • પ્રેગનેન્સી સસ્પેક્ટ થતાં જ પ્રથમ વિઝીટ કરવી;
  • બીજી વિઝીટ 4-6 મહિના (લગભગ 24-28 અઠવાડિયા) ની વચ્ચે શેડ્યૂલ કરેલી હોવી જોઇએ.
  • 3 ત્રીજી વિઝીટ 8 મા મહિનામાં (લગભગ 32 અઠવાડિયા) અને
  • ચોથી વિઝીટ 9મા મહિનામાં (36-40 અઠવાડિયા)દરમિયાન કરવી. આમ, પ્રેગનેન્ટ વુમન એ ઓછામા ઓછી 4 એન્ટિનેટલ વિઝીટ કરવી અગત્યની હોય છે

એન્ટિનેટલ અસેસમેન્ટ:

એન્ટીનેટલ અસેસમેન્ટ માં પ્રેગ્નેટ વુમન ના હેલ્થ લેવલ નું એસેન્સીયલ અસેસમેંટ કરવામા આવે છે જેમા વુમન ની ડિટેઇલ માં હિસ્ટ્રી કલેક્શન કરવામા આવે , તેનુ પ્રોપરલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવામા આવે ,એબડોમીનલ એક્ઝામિનેશન કરી અને સ્ક્રીનીંગ ટેસ્ટ કરી એન્ટિનેટલ અસેસમેન્ટ કરવામાં આવે છે.

એન્ટિનેટલ અસેસમેન્ટ નો એઇમ એ બ્લડપ્રેશર, યુરીનએનાલાયસીસ, બ્લડ વોલ્યુમ, યુટેરાઇન ગ્રોથ તથા ફિટલ ડેવલોપમેન્ટ ના રેકોર્ડિંગ ને અસેસ કરવું જે એડવાન્સ પ્રેગ્નેન્સી સાથે કમ્પેરિઝન કરવા માટેના સ્ટાન્ડર્ડ તરીકે હોય શકે છે.
પ્રેગનેન્ટ વુમન ના પાસ્ટ અને પ્રેઝન્ટ હેલ્થ સ્ટેટસ વિશે, તથા ઓબ્સ્ટ્રેટ્રિકલ હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી , ફેમિલી હિસ્ટ્રી તથા પર્સનલ હિસ્ટ્રી ને એક્યુરેટ ડીટેઇલ માં લેવી જેના કારણે રિસ્ક ફેક્ટર્સ ને અર્લી આઇડેન્ટીફાય કરી શકાય. પ્રેગ્નેન્ટ વુમન સાથે નું ઇનિશિયલ અસેસમેન્ટ એ વુમન સાથે ટ્રસ્ટીંગ રિલેશનશિપ બિલ્ડ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે જેના કારણે વુમન ને પ્રેગ્નેન્સી પિરીયડ દરમિયાન પ્રોપરલી કેર પ્રોવાઇડ કરી શકાય છે.

વુમન ની ફર્સ્ટ વિઝીટ માં તેની જનરલ હેલ્થ હિસ્ટ્રી, ઓબસ્ટેટ્રીક હિસ્ટ્રી, ફિઝિકલ અને પેલ્વિક એક્ઝામિનેશન તથા લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન્સ નુ ઇનવોલ્વમેન્ટ થાય છે.

ઓબ્જેકટીવ્સ:

મધર અને ફિટસ નું હેલ્થ સ્ટેટસ અસેસકરવા માટે.

ફિટલ જેસસ્ટેશનલ એજ અસેસ કરવા માટે.

બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન કરવા માટે.

કંટીન્યુઅસ ઓબ્સ્ટ્રેટ્રિકલ કેર પ્રોવાઇડ કરવા માટે

હાઇરિસ્ક કેસીસ નું સ્ક્રીનીંગ કરવા માટે.

હિસ્ટ્રી ટેકિંગ:

હિસ્ટ્રી ટેકિંગ મા પ્રેગનેન્ટ પ્રેગનેન્ટ વુમન નુ
1) નામ
2) ડેટ ઓફ એક્ઝામિનેશન
3) એડ્રેસ
4) એજ
જો વુમન ની ફર્સ્ટ પ્રેગનેન્સી એ 30 વર્ષે કે 35 વર્ષથી વધારે ઉંમરે હોય તો તેને એલ્ડરલી પ્રાઇમી ગ્રેવિડા કહેવામાં આવે છે.
એક્સ્ટ્રીમ્સ ઓફ એજ એટલે કે ટીનેજ પ્રેગ્નેન્સી અને એલ્ડરલી પ્રેગનેન્સી એ ઓબ્સ્ટ્રેટ્રિકલ રિસ્ક ફેક્ટર માં આવે છે.
5) ગ્રેવિડા
6) પારા
7) રિલિજિયન
8) ડ્યુરેશન ઓફ મેરેજ
(તે ફર્ટીલિટી અને ફેક્યુન્ડિટી ને નોટ કરવામા હેલ્પ કરે છે)
9) ઓક્યુપેશન
(તે થાક અથવા ઓક્યુપેશન હેઝાડ્સ ને કારણે સિમ્પટોમ્સ નું ઇન્ટરપ્રિટીંગ કરવામાં મદદ કરે છે).
10) ઓકયુકેશન ઓફ હસબેન્ડ
( ફેમિલીના સોસીયો ઇકોનોમિક સ્ટેટસ ને અસેસ કરવા માટે ).
11) પિરિયડ ઓફ જેસ્ટેશન( POG).
( કેટલા વીક કમ્પ્લીટ થયા છે તે પરથી પ્રેગ્નેન્સી જાણવામાં આવે છે જે લાસ્ટ મેન્સ્ટ્રુમેન્ટ પિરિયડના ફર્સ્ટ ડે થી ગણાય છે તેની મોસ્ટ રિલાયેબલ મેથડ અલ્ટ્રા સોનોગ્રાફી છે.
12)GPTPAL સ્કોર
જેમા,
G: ગ્રેવિડા
P:પારા
T: ટર્મ ડીલેવરી
P: પ્રિ ટર્મ
A: એબોર્શન
L:
લાઇવ બર્થ.

વિશે માહિતી લખવામા આવે છે.
13) કમ્પ્લેઇન
તેમા, સ્લીપ પેટનૅ, એપેટાઇટ, બોવેલ હેબીટ તથા યુરીનેશન વગેરે માટે પૂછવું.

હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ ઇલનેસ

તેમાં ચીફ કમ્પ્લેઇન તથા તેની સાથે તેની શરૂઆત, સમયગાળો, સિવ્યારીટી, પ્રોગ્રેસ, મેડીકેશન વગેરે ની હિસ્ટ્રી કલેક્ટ કરવી.

હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ પ્રેગ્નેન્સી

પ્રેગનેન્સી માં અલગ અલગ ટ્રાઇમેસ્ટર માં જુદા જુદા કોમ્પ્લિકેશન હોય તો તેને નોટ કરવા.
જેમકે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મા હાઇપર એમેસિસ ગ્રેવિડેરમ,

સેકન્ડ ટ્રાઇમેસ્ટર માં થ્રેટન્ડ અબોર્શન તથા પાયલિટિસ(રિનલ પેલ્વિસ કે જે કિડની નો પાર્ટ છે જેમા યુરિન એ યુરેટર્સ મા જતા પહેલા તેમા કલેક્ટ થાય છે આ રિનલ પેલ્વિસ ના ઇન્ફેક્શન તથા ઇન્ફલ્મેશન ને પાયલિટિસ કહેવામા આવે છે).
તથા લાસ્ટ ટ્રાઇમેસ્ટર મા એનિમીયા, પ્રિએક્લેમ્પસિયા તથા એન્ટી પાર્ટમ હેમરેજ ( APH ) વિશે પૂછવું.
પ્રિવ્યસ એન્ટિનેટલ વિઝીટ નું સ્ટેટસ તેમા ઇમ્યુનાઇઝેશન સ્ટેટ્સ, મેડિકલ અથવા અર્લી પ્રેગ્નન્સી માં રેડીએશન એક્સપોઝર તથા મેડિકલ સર્જીકલ ઇવેન્ટ્સ હોય તો તેની તપાસ કરવી.

હેલ્થ હિસ્ટ્રી:

મેડિકલ કન્ડીશન ને ફાઇન્ડ આઉટ કરવી કે જે પ્રેગનેન્સી ને અફેક્ટ કરે છે જે સામાન્ય રીતે કોમન યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન થી લય સિવ્યર કાર્ડિયાક કન્ડિશન હોય શકે છે. અમુક પ્રકારની મેડિકલ કન્ડિશનમાં સ્પેશિયલ કેર ની જરૂરિયાત હોય છે.

જેમ કે,
યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન,
થ્રોમ્બોસિસ ની હિસ્ટ્રી હોય તેવી વુમન,
હાઇપરટેન્શન,
બીજી કન્ડિશન જેમાં અસ્થમા,એપીલેપ્સી, જનરલાઇઝ ઇન્ફેક્શન,
સાઇકિયેટ્રીક ડિસઓર્ડર,
ડાયાબિટીસ,
તથા કાર્ડિયાક કન્ડિશન મા મેડિકલ સ્પેસિયાલિસ્ટ ના સપોર્ટ ની જરૂરિયાત રહે છે.

ઓબ્સ્ટ્રેટ્રિકલ હિસ્ટ્રી:

પ્રેગનેન્ટ વુમન ને મિડવાઇફ એ ફ્રેન્ડલી અને સીમ્પેથેટીક એપ્રોચ મા ઇન્ફોર્મેશન પૂછે છે; જેમ કે, એજ , લાસ્ટ મેન્સ્ટ્રુએસન પિરિયડ વગેરે.
મિડવાઇફ એ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરીયડ પરથી, ડિલિવરી ની એક્સપેક્ટેડ ડેટ નુ કેલ્ક્યુલેસન કરે છે અને તેને પ્રેઝેન્ટ અને પાસ્ટ ની પ્રેગ્નેન્સી વિશે તથા પ્રેગ્નેન્સી ને લગતી અન્ય ઇન્ફોર્મેશન એ હિસ્ટ્રી સીટ માં રેકોર્ડ કરે છે.
જેમ કે,
1) વુમન ની એજ એ 18 વર્ષ કરતા ઓછી હોવી અથવા 40 વર્ષ કરતાં વધારે હોવી.
2)ગ્રાન્ડ મલ્ટીપારા ની કન્ડિશન હોવી એટલે કે પ્રિવ્યસલી 5 કરતા બર્થ થવા.
3)પ્રેગ્નેન્સી સમય દરમિયાન ગમે ત્યારે વજાઇનલ બ્લિડિંગ થવુ.
મિસ્કેરેજ તથા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી ( MTP ) વિશેની હિસ્ટ્રી કલેક્ટ કરવી.

મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી:

તેમાં વુમન ની મિનાર્કી સમયની એજ વિશેની હિસ્ટ્રી કલેક્ટ કરવામા આવે છે.
તેમાં મેન્સ્ટ્રુએશન વિશેની ફ્રિકવન્સી,ડ્યુરેશન તથા મેન્સ્ટ્રુઅલ બ્લડ ફ્લો ના અમાઉન્ટ વિશે અસેસમેન્ટ કરવામા આવે છે.
ફર્સ્ટ ડે ઓફ લાસ્ટ મેન્સ્ટ્રુએસન પિરિયડ(LMP) ની પણ હિસ્ટ્રી કલેક્ટ કરવામા આવે છે.
EDD(એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલેવરી)ને નિગેલ્સ ફોરમ્યુલા દ્વારા કેલ્ક્યુલેટ કરવામા આવે છે.
ડીસફંક્શન યુટેરાઇન બ્લિડિંગ વિશેની હિસ્ટ્રી કલેક્ટ કરવી જેમકે,
ઉદા: મેનોરાજીયા, મેટ્રોરાજીયા,તથા ઇન્ટરમેન્સટ્રુઅલ સ્પોટીંગ…

પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી:

પાસ્ટ માં કોઇપણ મેડિકલ હિસ્ટ્રી હોય તો તેના વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી જેમકે, ટ્યુબરક્યુલોસિસ.

પાસ્ટ સર્જીકલ હિસ્ટ્રી:

પ્રિવ્યસલી જનરલ તથા ગાયનેકોલોજીકલ સર્જરી ની હિસ્ટ્રી વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી.

ફેમિલી હિસ્ટ્રી:

ફેમિલી મેમ્બર્સ માં કોઇ વ્યકિત ને જીનેટીક ડીસીઝ ની હિસ્ટ્રી છે કે નહીં તેના વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી.

અમુક પ્રકારના જીનેટીક એ ફેમિલીમાં મેમ્બર્સ મા જોવા મળે છે જેમ કે હાઇપરટેન્શન , ડાયાબિટીસ ટ્યુબરક્યુલોસિસ જેવા ડીસીઝ તથા ફેમેલી મા ટ્વીન્સ પ્રેગ્નેન્સી ની હિસ્ટ્રી છે કે નહીં તેના વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી.

પર્સનલ હિસ્ટ્રી:

પ્રેગનેન્સી પહેલા ની કોન્ટ્રાસેપ્ટિવ પ્રેક્ટિસ, સ્મોકિંગ અથવા આલ્કોહોલ હેબિટ,બ્લડ ટ્રાન્સફયુઝન, કોર્ટીકોસ્ટીરોઇડ થેરાપી, ડ્રગ એલર્જીસ, ઇમ્યુનાઇઝેશન,એન્ટી-D તથા ઇમ્યુનોગ્લોબ્યુલીન વગેરે ની હિસ્ટ્રી કલેક્ટ કરવી.

પોસ્ટ ઓબ્સ્ટ્રેટ્રિકલ હિસ્ટ્રી:

પોસ્ટ ઓબસ્ટેટ્રીકલ હિસ્ટ્રીમાં,
સ્ટીલ બર્થ,
નીયોનેટલ ડેથ,
જેસ્ટેશનલ એજ કરતા સ્મોલ બેબી હોવું,
પોસ્ટમેચ્યોર બેબી,
કંજીનાઇટલ ડિફેક્ટ,
રેસસ આઇસો ઇમ્યુનાઇઝેશન,
પ્રિવ્યસલી એબોર્શન, મિસકેરેજ તથા ટર્મિનેશન ની હિસ્ટ્રી હોવી.
પ્રિવ્યસલી પ્રિટર્મ લેબર હોવું.
પ્રિવ્યસ સિઝેરિયન સેક્શન તથા યુટેરાઇન સર્જરી હોવી.
એન્ટીપાર્ટમ તથા પોસ્ટપાર્ટમ ની હિસ્ટ્રી હોવી.
મલ્ટીપલ પ્રેગ્નેન્સી તથા
પ્રેસિપીટેટ લેબર ની હિસ્ટ્રી છે કે કેમ તેના વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી.
આમ, એન્ટિનેટલ મધર પાસે આ મુજબ ની હિસ્ટ્રી કલેક્ટ કરવામાં આવે છે તથા મધર ની જનરલ હેલ્થ ને અસેસ કરવામાં આવે છે. તથા કોઇપણ કોમ્પ્લિકેશન અરાઇઝ થવાની શક્યતા હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન થય શકે છે

ગ્રેવિડા:

ગ્રેવિડાનો અર્થ થાય છે “પ્રેગનેન્ટ વુમન” અને તે વુમન ની પ્રેગ્નેન્સી ની સંખ્યા દર્શાવે છે કે વુમન એ કેટલી વખત પ્રેગનેન્ટ થયેલી છે, પછી ભલે ને રિઝલ્ટ એ ગમે તે હોય. આનો અર્થ એ નથી કે પ્રેગ્નેન્સી માથી કેટલા બાળકો નો જન્મ થયો છે પરંતુ તે પ્રેગ્નેન્સી ની ટોટલ સંખ્યા છે તે ગણાય છે અને બાળકોની સંખ્યા નહી.

ગ્રેવિડા એટલે પાસ્ટ તથા પ્રેઝેન્ટ મા પ્રેગ્નેન્ટ સ્ટેટ એમાં જે સ્ટેશન પિરિયડ ગમે તે હોય શકે. ઓવરઓલ ગ્રેવિડા એટલે વુમન ની ટોટલ પ્રેગ્નન્સી ની સંખ્યા ને ગ્રેવિડા કહે છે.

• પ્રાઇમી ગ્રેવિડા:

પહેલી વખત પ્રેગનેન્ટ વુમન ને પ્રાઇમીગ્રવિડા કહેવામાં આવે છે.
અથવા
જે વુંમન ને ફર્સ્ટ ટાઇમ પ્રેગ્નન્સી હોય તેમને પ્રાઇમી ગ્રેવિડા કહે છે.

• મલ્ટીગ્રેવિડા:

પ્રેગ્નેન્સી ના રિઝલ્ટ ને ધ્યાનમાં લીધા વગર એક કરતાં વધુ વખત પ્રેગનેન્ટ વુમન ને મલ્ટિગ્રેવિડા કહેવામાં આવે છે.

•ગ્રાન્ડ મલ્ટિગ્રેવિડાઃ

પાંચ કે તેથી વધુ વખત પ્રેગનેન્ટ બનેલી વુમન ને ગ્રાન્ડ મલ્ટિગ્રેવિડા કહેવામાં આવે છે.

• નલીગ્રેવિડાઃ

જે વુમન એ ક્યારેય પ્રેગનેન્ટ ન બનેલી હોય તેને નલીગ્રાવિડા કહેવામાં આવે છે.

•પારા:

તે એબોર્શન ને બાદ કરતાં, વુમન એ કેટલી વખત વાયેબીલિટી ના પિરીયડ (28 વિક) સુધી સર્વાઇવ થયેલા બાળક ને જન્મ આપ્યો છે, તે લાઇવ બર્થ છે અથવા સ્ટીલ બર્થ (મૃત જન્મેલુ) થયેલુ ચાઇલ્ડ છે તે સંખ્યા ને ઇન્વોલ્વમેન્ટ કરે છે.

• પારીટી:

પારીટી એટલે વાયેબિલીટી (28 ડે) ના પિરિયડ પછીની પ્રેગનેન્સી નું સ્ટેટસ.

• નલીપારા:

વાયેબિલિટી ના પિરિયડ સુધી પ્રેગ્નન્સી કમ્પ્લીટ
ના થય હોય અથવા પ્રિવ્યસલી એબોર્શન હોય અથવા ના પણ હોય તો તેને નલીપારા કહેવામાં આવે છે.

•પ્રાઇમીપારા:

પ્રાઇમીપારા એટલે જેને વન વાયેબલ ચાઇલ્ડ ડિલીવર્ડ થયું હોય તો તેને પ્રાઇમીપારા કહેવાય છે. જો ફીટસ એ એક સાથે એક કરતાં વધારે હોય તો પારિટી વધતી નથી.
Ex:=ટ્વીન્સ, ટ્રીપ્લેટ્સ હોય તો વધતી નથી.

Ex:=ટ્વીન્સ, ટ્રીપ્લેટ્સ હોય તો વધતી નથી.

• મલ્ટીપારા:

જેને એક અથવા વધારે પ્રેગનેન્સી વાયેબીલિટી ના સ્ટેજ સુધી અથવા વધારે ટાઇમ સુધી કમ્પ્લીટ હોય તેને મલ્ટિપારા કહેવામાં આવે છે.

કેલ્ક્યુલેશન ઓફ એક્સપેક્ટેડ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી( EDD)

એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી( EDD) નું કેલ્ક્યુલેશન કરવા માટે સૌથી પહેલા પ્રેગનેન્સી ના નોર્મલ ડ્યુરેશન વિશે જાણ હોવી જોઇએ.

•> પ્રેગનેન્સી નુ નોર્મલ ડ્યુરેશન એ 9 મંથ + 7 દિવસ,40 વિક્સ અથવા 280 દિવસ છે.

હવે, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી( EDD) ને કેલ્ક્યુલેશન કરવા માટે વુમન ને
1) લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરીયડ ( LMP) નો 1st દિવસ પુછવો
તથા
2) મેનસ્ટ્રુએશન સાયકલની લેન્થ પૂછવી.

નોર્મલ મેનસ્ટ્રુએશન સાયકલની લેન્થ એ 28 દિવસ ની હોય છે.

1) જો વુમન ની મેન્સ્ટ્રુએસન સાયકલ 28 દિવસ ની હોય તો નેગેલ્સ ફોર્મ્યુલા દ્વારા એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી( EDD) કેલ્ક્યુલેટ કરવામાં આવે છે.

જેમ કે,

એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી (EDD) :=આમાં વુમન ના લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ ( LMP) ના ફસ્ટ દિવસ ( 1st day) માં +9 મંથ +7 દિવસ ને એડ કરવામા આવે છે.

EX:= લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ ( LMP) ના ફસ્ટ દિવસ ( 1st day) એ
3 માર્ચ 2022 છે.

EDD:= 3 માર્ચ 2022
↓ ↓

  • 7 દિવસ 9 મંથ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી (EDD):= 10 ડિસેમ્બર 2022

2) જો વુમન એ એવું કહે કે તેની મેનસ્ટ્રુએશન સાયકલ એ 28 દિવસ કરતાં ઓછી કે 28 દિવસ કરતા વધારે છે તો મોડીફાઇડ નિગેલ્સ ફોર્મ્યુલા નો યુઝ કરી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી ( EDD)મેળવી શકાય છે.

••> મોડીફાઇડ નિગેલ્સ ફોર્મ્યુલા માં સૌથી પહેલા નિગેલ્સ ફોર્મ્યુલા નો યુઝ કરી એપ્રોક્સીમેન્ટ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી( EDD ) ને મેળવવી.

••>★ જો મેન્સ્ટ્રુઅલ સાયકલ 28 દિવસથી ઓછી હોય તો

EX:= જો 24 દિવસ ની મેન્સ્ટ્રુએશન સાયકલ હોય અને નિગેલ્સ ફોરમ્યુલા દ્વારા મેડવેલી EDD: 10 ડિસેમ્બર 2022 છે.
તો:

  • 28 દિવસ – સાયકલ લેન્થ = X

28 – 24 = 4 દિવસ

કરેક્ટ EDD = એપ્રોક્સીમેટ મેળવેલી EDD –” X “

EDD = 10 ડિસેમ્બર 2022 — 4 દિવસ

EDD= 6 ડિસેમ્બર 2022 થશે.

••> ★ જો મેન્સ્ટ્રુઅલ સાયકલ 28 દિવસથી વધારે હોય તો

EX:= જો 31 દિવસ ની મેન્સ્ટ્રુએશન સાયકલ હોય અને નિગેલ્સ ફોરમ્યુલા દ્વારા મેડવેલી EDD: 10 ડિસેમ્બર 2022 છે.
તો:

  • સાયકલ લેન્થ — 28 દિવસ = Y

31 – 28 = 3 દિવસ

કરેક્ટ EDD = એપ્રોક્સીમેટ મેળવેલી EDD +” Y “

EDD = 10 ડિસેમ્બર 2022 + 3 દિવસ

EDD= 13 ડિસેમ્બર 2022 થશે.

3) જો વુમન ની મેન્સ્ટ્રુએસન સાયકલની લેન્થ એ વેરીએબલ હોય તો,

આમાં આગળના ત્રણ મંથ ની મેન્સ્ટ્રુએસન સાયકલ ની એપ્રોક્સિમેટ સાયકલ લેન્થ ને મેઝર કરવી:

C1+C2+C3
——————- = એવરેજ
3 મેન્સ્ટ્રુએશન
સાયકલ

હવે, વુમન ના લાસ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ નો ફર્સ્ટ દિવસ કયો હતો તે પૂછવું.

જો એવરેજ મેન્સ્ટ્રુએશન સાયકલ 28 દિવસ ની આવે તો એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી( EDD) ને નિગેલ્સ ફોર્મ્યુલા નો યુઝ કરી કેલ્ક્યુલેટ કરવું.

અને જો એવરેજ મેન્સ્ટ્રુએશન સાયકલ ની લેન્થ 28 દિવસ કરતાં ઓછી આવે અથવા 28 દિવસ કરતાં વધારે આવે તો મોડીફાઇડ નિગેલ્સ ફોર્મ્યુલા નો યુઝ કરી એક્સપેક્ટેડ ઓફ ડીલેવરી ને કાઉન્ટ કરવી.

4) બીજી રીતે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી ( EDD ) ને કેલ્ક્યુલેટ કરવા માટે લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ( LMP) ના ફર્સ્ટ દિવસ થી ત્રણ મંથ પાછળ જઇને તેમાં 7 દિવસ અને 1 વર્ષને એડ કરવું. જેના કારણે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડીલેવરી મળી શકે છે.

EX:= લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ ( LMP) નો ફસ્ટ દિવસ ( 1st day) એ
3 માર્ચ 2022 છે.

EDD=
3 માર્ચ 2022 — 3 મંથ
= 3 ડિસેમ્બર 2021.

EDD:
= 3 ડિસેમ્બર 2021
↓ ↓
+ 7 દિવસ + 1 વર્ષ

EDD:
= 10 ડિસેમ્બર 2022

આમ, આ પ્રમાણે પ્રેગ્નેન્સી માટેની EDD ( એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલેવરી ને )મેળવી શકાય છે.

ફિઝિકલ એક્ઝામિનેશન:

ફિઝિકલ એક્ઝામિનેશન એ સામાન્ય રીતે મધર તથા ફિટસ મા અર્લી એન્ટીનેટલ પિરિયડ દરમ્યાન કોઇપણ ડિસીઝ અથવા એબનોર્માલીટીસ હોય તો તેને ફાઇન્ડઆઉટ કરવા માટે કરવામાં આવે છે.

ઇનિશિયલ એન્ટીનેટલ એક્ઝામિનેશન સ્ટાર્ટ કરતા પહેલા વુમન ની કન્સન્ટ લેવી તથા તેને કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવી.  

બોડી સિસ્ટમ ને ઓબ્ઝર્વેશન,ઇન્સપેક્સન, અસ્કલટેશન તથા મેઝરમેન્ટ ટેકનીક દ્વારા એક્ઝામિનેશન કરવું. વુમન ને જેન્ટલી તથા રિસ્પેક્ટફુલી અટેન્ડ કરી પ્રોપરલી ઓર્ગેનાઇઝ મેનર માં તેનું ફિઝિકલ એક્ઝામિનેશન પરફોર્મ કરવું. એન્ટાયર ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન વુમન ની પ્રાઇવસી પ્રોપર્લી  મેઇન્ટેઇન રાખવી.

 એન્ટિનેટલ એક્ઝામિનેશન ને સામાન્ય રીતે બે પાર્ટ માં પરફોર્મ કરવામાં આવે છે જેમ કે:

 1) જનરલ એક્ઝામિનેશન

 2) ઓબસ્ટેટ્રીકલ એક્ઝામિનેશન

 •> જનરલ ફિઝિકલ એક્ઝામિનેશન:

 1) બિલ્ડ:   

મધર એ ઓબેસ,એવરેજ તથા થીન છે કે કેમ તે અસેસ કરવુ.

 2)મધર નું ન્યુટ્રીશનલ સ્ટેટસ:

ગુડ ,એવરેજ, કે પુઅર છે તે અસેસ કરવુ.

 3)હાઇટ:

વુમન ની હાઇટ એ સામાન્ય રીતે વુમન જ્યારે ફર્સ્ટ એન્ટિનેટલ વિઝીટ માં આવે ત્યારે જ મેઝર કરવામાં આવે છે જો વુમન એ ટૂંકા કદ ની હોય તો તેને માં સ્મોલ પેલ્વિસ હોવાના ચાન્સીસ રહે છે.

વેસ્ટર્ન કન્ટ્રીસ માં 5 ફૂટ અને ઇન્ડિયામાં 4′.7″ ને ટુકા કદના ગણવામા આવે છે. અને જેમા મોટે ભાગે સ્મોલ પેલ્વિસ હોય છે. તેથી દરેક વુમન ને તેની એન્ટીનેટલ વિઝીટ દરમિયાન હાઇટ મેઝરમેન્ટ કરાવવી અગત્ય ની રહે છે.

 4)વેઇટ:

દર એન્ટિનેટલ વિઝીટ દરમિયાન સેમ વેઇટ મશીન દ્વારા મધર નું વેઇટ કરવું તથા એક્યુરેટલી તેનુ મેઝરમેન્ટ કરવુ.

એવરેજ વુમન એ સામાન્ય રીતે તેની પ્રેગ્નન્સી દરમિયાન 11 kg જેટલો વેઇટ ગેઇન કરે છે.

જો મધર ને ઓબેસિટી ની કન્ડિશન હોય તો તે સામાન્ય રીતે જેસ્ટેશનલ ડાયાબિટીસ , પ્રેગ્નેન્સી ઇન્ડ્યુસડ હાયપરટેન્શન ( PIH ) અને શોલ્ડર ડિસ્ટોર્શિયા ના કારણે હોય શકે છે. ઓબેસિટી ના કારણે પ્રેગ્નેન્સી સમય દરમિયાન રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. મધર ને જો ઓબીસીડી હોય તો ફીટલ પાર્ટ્સ ને પાલ્પેટ કરવામાં તથા ફિટસ નું પ્રેઝન્ટેશન, પોઝીશન તથા પ્રેઝન્ટિંગ પાર્ટ નું એંગેજમેન્ટ અસેસ કરવામાં ડીફીકલ્ટી થાય છે.

 5) પેલર:

લોઅર પેલ્પેબ્રલ કન્જેક્ટિવ, જીભ ની ડોર્સમ તથા નેઇલ બેડ ૫૨ પેલનેસ જોવુ.

 6) જોન્ડીસ:

 આઇસ ના સ્કેલેરા, કંજક્ટાઇવા, ટંગની નીચેની સાઇડમાં, હાર્ડ પેલેટ તથા સ્કીન પર જોન્ડીસ ની કન્ડિશન છે કે તે અસેસ કરવું.

 7)આઇસ:

એનિમિયા તથા જોન્ડીસ ની કન્ડિશન માટે ઇન્સ્પેક્શન કરવું.

 8)ઇયર્સ:

ઇયર્સ માં ઇયર પેઇન, તથા કોઇપણ ડીસ્ચાર્જ, અને  ટીનીટસ ની કન્ડિશન છે કે કેમ તે અસેસ કરવું.

9)ટંગ, ટીથ, ગમ્સ તથા ટોન્સીલ્સ:

માલન્યુટ્રીશન ની કન્ડિશન છે કે કેમ તે અસેસ કરવુ ગ્લોસાઇટીસ તથા સ્ટોમેટાઇટીસ ની કન્ડિશન છે કે કેમ તે અસેસ કરવુ.

 10) નેક:

નેક વેઇન, થાઇરોઇડ ગ્લેન્ડ, તથા લિમ્ફ ગ્લેન્ડ મા એબનોર્માલીટીસ હોય તો તે જોવી.

50 % જેટલી પ્રેગનેન્સી ના કેસીસ મા થાઇરોઇડ ગ્લેન્ડ ના સ્લાઇટલી  એન્લાર્જમેન્ટ ની કન્ડિશન ની કન્ડિશન થય શકે છે.

 11) એડિમા ઓફ લેગ્સ:

બંને પગમા મિડીયલ મેલિયોલસ અને ટીબિયા મા 1/3 rd એન્ટીરિયર સરફેસ પર એડિમા માટે જોવુ તે એરિયા અંગુઠા વડે 5 સેકન્ડ માટે પ્રેસ કરીને જોવું.તથા લેગ મા વેરિકોસાઇટીસ ની કન્ડિશન છે કે કેમ તે અસેસ કરવુ.

એડિમા થવા માટેના કારણ મા પ્રિ-એક્લેમ્પસિયા, કાર્ડિયાક ફેઇલ્યોર, તથા નેફ્રોટીક સિન્ડ્રોમ ના કારણે જોવા મળે છે.

 12) હાર્ટ, લંગ્સ, સ્પ્લીન, એન્ડ લિવર:

પેશન્ટ ને કાર્ડિયો મેગાલી, સ્પ્લીનોમેગાલી, લીવર એનલાર્જ મેન્ટ, તથા લંગ્સ એબનોર્માલીટીસ છે કે કેમ તે અસેસ કરવુ.

 13) બ્લડ પ્રેશર:

તે નોર્માલિટી ને એસરટેઇન કરવા અને થ્રોઆઉટ પ્રેગ્નેન્સી સમય દરમિયાન કમ્પેરીઝન માટે બેઝલાઇન ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવા માટે ચેક કરવામા આવે છે. 126/94 કરતા વધારે બ્લડ પ્રેશર ચિંતાજનક પરિસ્થિતિ નું સૂચક છે. જન્મ પહેલાં ના સમયગાળામાં નોર્મલ બ્લડ પ્રેશર રાખી ને પ્લેસેન્ટલ પરફ્યુઝન જાળવવા માટે ખાસ કેર અને રેસ્ટ કરવો ફરજિયાત હોય છે.

 14) બ્રેસ્ટ:

બ્રેસ્ટ એક્ઝામિનેશન એ માત્ર પ્રેગ્નેન્સી ના પ્રેઝન્સ ને આઇડેન્ટીફાય કરવા માટે જ નહીં પરંતુ નિપલ, તથા એરિયોલા ની સ્કિન કન્ડિશન ને અસેસ કરવા માટે  પણ  યુઝ થાય છે.

બ્રેસ્ટ એક્ઝામિનેશન કોઈપણ એક નોર્માલિટી અથવા ડિફીકલ્ટી હોય તો આઇડેન્ટીફાય કરી શકાય જેના કારણે બેસ્ટ ફીટીંગ સમયે થતી ડિફીકલ્ટીસ ને પ્રિવેન્ટ કરી  શકાય.

 15) યુરીન એનાલાયસીસ:

યુરીન એનાલયસીસ એ સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ વિઝીટ દરમિયાન કરવામાં આવે છે અને આગળ પણ પ્રેગ્નન્સી સમય દરમિયાન પ્રોટીનયુરિયા,યુરિનમા કિટોનબોડી તથા ગ્લાયકોસુરિયા ની કન્ડિશન ને અસેસ કરવા માટે યુરીન એનાયસીસ કરવામાં આવે છે.

જ્યારે વોમિટિંગ ની કન્ડિશન હોય ,હાઇપર એમેસિસ, સ્ટારવેશન તથા એક્સરસાઇઝ ની કન્ડિશનમાં ફીટલ ની ડિમાન્ડ પ્રમાણે એડીક્યુએટ અમાઉન્ટ માં એનર્જી માટે ફેટ નું બેકગ્રાઉન્ડ થાય અને કીટોન બોડી યુરિનમાં જોવા મળે છે.

હાયર સર્ક્યુલેટિંગ બ્લડ લેવલ, રિનલ થ્રસોલ્ડ રિડ્યુસ થવાના કારણે અથવા રિનલ ડિસીઝ ના કારણે યુરિનમાં ગ્લુકોઝ નું અમાઉન્ટ જોવા મળે છે.

પ્રી એકલેમ્પશિયા અથવા ઇન્ફેક્શન ની કન્ડિશન ના કારણે યુરિન માં પ્રોટીન નું અમાઉન્ટ પણ જોવા મળે છે.

બ્લડ ટેસ્ટ ડ્યુરીંગ એન્ટીનેટલ એક્ઝામિનેશન:

બ્લડ ટેસ્ટ એ એન્ટિનેટલ એક્ઝામિનેશનષમાં વુમન નું હિમોગ્લોબિન લેવલ , હિમાટોક્રિટ લેવલ, ABO બ્લડ ગ્રુપ, Rhesus( Rh )ફેક્ટર તથા VDRL( વિનેરલ ડીસીઝ રિસર્ચ લેબોરેટરી ટેસ્ટ), HIV (હ્યુમન ઇમ્યુનો ડેફિસીયન્સી વાઇરસ ટેસ્ટ), રુબેલા ઇમ્યુન સ્ટેટસ અસેસ કરવા માટે યુઝ થાય છે.

 ABO બ્લડ ગ્રુપ એન્ડ રેસસ ( Rh )ફેક્ટર:

બ્લડ એનાલયસીસ એ સામાન્ય રીતે ABO બ્લડ ગ્રુપ એન્ડ રેસસ ( Rh )ફેક્ટર ને ફાઇન્ડ આઉટ કરવા માટે કરવામાં આવે છે. ન્યુ બોર્ન બેબી માં હિમોલાયસીસ થતું પ્રિવેન્ટ કરવા માટે રેડ બ્લડ સેલ્સ માં એન્ટીબોડી ના સ્ટેટસ અને પ્રેઝન્સ ને આઇડેન્ટીફાય કરવા માટે બ્લડ એનાલાઇસીસ પરફોર્મ કરવામાં આવે છે.

વધતું ટાઇટ્રેશન એન્ટિબોડી રિસ્પોન્સ દર્શાવે છે, તેથી વારંવાર, Rh- ve વુમન માં બ્લડ નું અસેસમેન્ટ કરવામાં આવે છે .જેસ્ટેશન ના 28મા તથા 34 મા વિક દરમિયાન બ્લડ ટાઇટ્રેશન કરાવી એન્ટીડીગામા ગ્લોબ્યુલીન એડમિનિસ્ટર કરવું જોઇએ.

થ્રેટન્ડ એબોર્શન , એમ્નીયોસિન્ટેસિસ, ટ્રોમા જેવી કન્ડિશન માં ન્યુબોર્ન બેબી માં હિમોલાયસીક ડિસીઝ થત પ્રિવેન્ટ કરવા માટે આ ઇવેન્ટ ના થોડાક દિવસમાં જ એન્ટીડીગામા ગ્લોબ્યુલીન નો એડિશનલ ડોઝ પ્રોવાઇડ કરવો.

 હિમોગ્લોબીન એન્ડ હિમાટોક્રીટ:

હિમોગ્લોબિન નું એસ્ટીમેશન એ આયર્ન એ એડિક્યુએટ અમાઉન્ટ માં છે કે કેમ તે અસેસ કરવા માટે કરવામાં આવે છે. તે મહત્વનું હોય છે કારણ કે જો મધર એ એનેમિક હોય તો તેમને આયર્ન ઇન્ટેક(ડાયટરી ઓર સપ્લીમેન્ટ) કરવાની નીડ ઇન્ક્રીઝ થાય છે.

રેડ બ્લડ સેલ કાઉન્ટ એ મધર તથા તેના ગ્રોવિંગ ફિટસ માં એડિક્યુએટ અમાઉન્ટ માં ઓક્સિજન પ્રોવાઇડ કરવા માટે અગત્યના હોય છે.

પ્રેગ્નેન્સી ના 28 મા વિક પર તેને રિપીટ કરવુ, કારણ કે હેમાડાયલેશન ની ફિઝિયોલોજિકલ ઇફેક્ટ એ સ્પષ્ટ થય જાય છે, અને 36 માં વીકે Hb ના લેવલ ને અસેસ કરવા માટે તથા જો Hb નું લેવલ એ નોર્મલ રેન્જ કરતા ઓછું હોય તો તેને ડીલેવરી પહેલા આ પ્રોપરલી રીતે ટ્રીટ કરવા માટે હિમોગ્લોબીન નું લેવલ અસેસ કરવું. સાથે સાથે આયર્ન સપ્લિમેન્ટેશન, ફોલિક એસિડ તથા જે ફૂડ આયર્ન રિચ હોય તેને ઇન્ટેક કરવા માટે મધર ને એડવાઇઝ આપવી.

 વિનેરલ ડીસીઝ રિસર્ચ લેબોરેટરી ટેસ્ટ( VDRL):

આ ટેસ્ટ એ સામાન્ય રીતે વુમન મા સિફિલિસ ની પ્રેઝન્સ ને આઇડેન્ટીફાય કરવા માટે પરફોર્મ કરવામાં આવે છે. જો સિફીલીસ નુ અર્લી ડિટેક્શન થાય તો તેના કારણે ફિટસ માં આ ડીસીઝ ને ટ્રાન્સમિટ થતુ પ્રિવેન્ટ કરી શકાય છે. તેમાં બધા જ પોઝિટિવ રીઝલ્ટ એ વુમન માં એક્ટિવ સિફિલસ ના પ્રેઝન્સ ને ઇન્ડિકેટ કરતા નથી.

 હ્યુમન ઇમ્યુનોડેફિશન્સી વાયરસ ( HIV ) ટેસ્ટ:

ઇન્ફોર્મડ કન્સેન્ટ મેળવવી અને ફિટસ માં ઇન્ફેક્શન ના એક્ટીવ ટ્રાન્સમિશન ને પ્રિવેન્ટ માટે HIV ટેસ્ટ ના સ્ક્રીનીંગ માટે આગળ વધવુ અને જો પરિણામો અનસેટીસ્ફેક્ટરી હોય તો બને તેટલી વહેલી તકે કપલ્સ ને સલાહ આપવી.

 રુબેલા ઇમ્યુન સ્ટેટસ:

આ રૂબેલા એન્ટિબોડી ટાઇટર મેઝરિંગ દ્વારા કરવામાં આવે છે. પ્રેગ્નેન્સી સમય દરમિયાન રૂબેલા ઇન્ફેક્શન ના એક્સપોઝર માં આવવાના કારણે ફિટસ મા ડિફોરમિટીસ થઇ શકે છે તેથી જો વુમન ને  રુબેલા એ પોઝિટિવ આવે તો તેમને પ્રેગ્નન્સી ટર્મિનેશન કરવા માટે એડવાઇઝ પ્રોવાઇડ કરવી.

ત્યારબાદ વુમન ને પરપેરીયમ પિરિયડ દરમિયાન લાઇવ વેક્સિનેશન લેવા માટે તથા નેક્સ્ટ થ્રી મંથ સુધી પ્રેગ્નેન્સી ને અવોઇડ કરવા માટેની એડવાઇઝ પ્રોવાઇડ કરવામાં આવે છે.

અન્ય ઇન્વેસ્ટિગેશન માં ફસ્ટ ટ્રાઇમેસ્ટર માં કોન્ટ્રેક્ટીંગ ડિસીઝ/ ઇન્ફેક્શન ની હિસ્ટ્રી ના આધારે હેપેટાઇટિસ B, C અને ક્લેમીડિયા માટેના ઇન્વેસ્ટીગેશન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

આ મુજબ મધર ને પ્રેગ્નન્સી સમય દરમિયાન  બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અથવા તેના વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.

ઓબ્સ્ટ્રેટ્રિકલ એક્ઝામિનેશન ઓફ પ્રેગનેન્ટ વુમન:

ઓબ્સ્ટ્રેટ્રિકલ એક્ઝામિનેશન માં એબડોમીનલ એક્ઝામિનેશન તથા વજાઇનલ એક્ઝામિનેશન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

મિડવાઇફ એ વુમન ની કન્સન્ટ મેળવ્યા બાદ તેનું એક્ઝામિનેશન કરે છે.   ઓબ્સ્ટ્રેટ્રિકલ એક્ઝામિનેશન કરતા પહેલા મધર ને પ્રોપર્લી બોવેલ ઇવાક્યુએટ કરવા માટે એડવાઇઝ આપવી. ત્યારબાદ મધર ને ડોર્સલ પોઝીશન પ્રોવાઇડ કરી તેના ની (ઘૂંટણ) ને ફ્લેક્સ કરી કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરાવી વુમન નુ ઓબ્સ્ટ્રેટ્રિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે. એક્ઝામિનેશન એ વુમન ના એબડોમન ને  જરૂરિયાત મુજબ એક્સપોઝ કરી ત્યારબાદ પર્ફોર્મ કરવામાં આવે છે અને એક્ઝામિનેશન કરતી સમયે એક્ઝામિનર એ મધરના રાઇટ સાઇડ પર ઉભા રહેવુ જોઇએ.

મિડવાઇફ એ આખી પ્રોસિઝર દરમિયાન પ્રેગનેન્ટ વુમન ના હેલ્થ , કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેશન અને ન્યુબોર્ન બેબી ના બ્રેસ્ટફીડિંગ વિશે પૂછપરછ કરીને મધર સાથે રેપોટ્સ મેઇન્ટેન રાખવો જોઇએ.

સામાન્ય રીતે  એબડોમીનલ એક્ઝામિનેશન એ ઓબસ્ટેટ્રીશિયન દ્વારા 12 વિક પછી પરફોર્મ કરી શકાય છે પરંતુ ફીટલ ગ્રોથના બેસ્ટ અસેસમેન્ટ માટે 25 વીક્સ ના જેસ્ટેશન બાદ  ઓબ્સ્ટ્રેટ્રિકલ એક્ઝામિનેશન કરી ફિટસ ના ગ્રોથ નું બેસ્ટ અસેસમેન્ટ કરી શકાય છે.

25 વીક પહેલાં કરવામા આવેલા એબડોમીનલ પાલ્પેશન દ્વારા ફિટસ ગ્રોથ નું અસેસમેન્ટ એ પ્રોપરલી થતું નથી.

ફિઝિકલ એક્ઝામિનેશન તથા એબડોમીનલ અસેસમેન્ટ એ નીચે મુજબ બેનિફિશિયલ થય શકે છે:

1)મિડવાઇફ એ યુટ્રસ ની સાઇઝ, સેપ, એબડોમીનલ કાઉન્ટર, સ્કાર્સ, ઇંજરી માર્કસ , લાઇના નાઇગ્રા અને સ્ટ્રાયાગ્રેવીડેરમ વગેરે નુ ઓબ્ઝર્વેશન કરી  જેસ્ટેશન ના વિકને તથા ફિટસ ના ગ્રોથ પેટર્ન ને અસેસ કરી શકે છે.

2)ગ્રોવિંગ ફિટસની લાઇ,  પ્રેઝન્ટેશન,પોઝીશન અને ફિટલ હેડ ના એંગેજમેન્ટ નું અસેસમેન્ટ કરી ફિટસ ના વેલ્બીંગ ને તથા નોર્મલ કન્ડિશન માંથી કોઇપણ ડેવીએશન હોય તો તેનું ડિટેક્શન કરી શકાય છે.

3) પ્રેગ્નન્ટ વુમન ના ફંડલ હાઇટ તથા એબડોમિનલ ગર્થ નું મેઝરમેન્ટ કરી, ફિટલ પોઝિશન ને પાલ્પેટ કરી, કિટલ હાર્ટ સાઉન્ડ નું અસ્કલસ્ટેશન કરી મિડવાઇફ એ પ્રેગ્નન્સી અને સાથે સાથે લેબરમાં થતાં રિસ્ક ને મીનીમાઇઝ કરી ‌શકે છે.

 ★ ઇન્સ્પેક્શન:

 પ્રિલીમિનરીસ:

વુમન ના એક્ઝામિનેશન માટે વુમન ને પ્રોપરલી પ્રિપેર કરવા માટે પ્રોપરલી ફ્લેટ પોઝીશન મા લાઇડાઉન કરવા માટે એડવાઇઝ આપવી, ત્યારબાદ તેના હાથ ને તેની સાઇડ માં રાખવા માટે એડવાઇઝ આપવી અને એબડોમીનલ મસલ્સ ને રિલેક્સ કરવા માટે એડવાઇઝ આપવી.

આબડોમન ના જેટલા એરીયા પર એક્ઝામિનેશન કરવાની જરૂરિયાત હોય માત્ર તેટલો એરિયા જ એક્સપોઝ કરી બાકીના એરીયા પ્રોપરલી કવર રાખવો.

એબડોમિનલ એક્ઝામિનેશન કરતા પહેલા ખ્યાલ રાખવો કે વુમન એ પ્રોપરલી બ્લાડર ને એમ્પ્ટી કરે કારણ કે ફુલ બ્લાડર ના કારણે એક્ઝામિનેશન સમય મા અનકમ્ફર્ટેબલ તથા ડિફીકલ્ટી ફિલ થય શકે છે ફુલ બ્લાડર હોય તો તેના કારણે ફંડલ હાઇટ પણ ઇનએક્યુરેટ ડિટેક્ટ થાય છે. મધર સાથે તેના ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્ટ વિશે ડિસ્કશન કરી પ્રોપરલી રેપોટ્સ મેઇન્ટેન રાખવો.

 ઇન્સ્પેક્શન:

ઇન્સ્પેક્શન દ્વારા યુટ્રસ ની સાઇઝ અને તેનો શેપ અસેસ કરી શકાય છે. સાથે સાથે ફીટસ ની મુવમેન્ટ ને પણ ઓબ્ઝર્વ કરી શકાય છે જો મલ્ટીપારસ વુમન હોય તો તેમાં પેંડ્યુલસ એબડોમન ને નોટ કરી શકાય છે, કે જેમાં યુટ્રસ એ આગળ ની તરફ નમી જાય છે. સ્કીન ની કન્ડિશન તથા કોઇપણ ઇન્સીઝનલ સ્કાર તથા હર્નીયેશન પ્રેઝન્ટ હોય તો તેને નોટ કરવામાં આવે છે.

ડિસ્ટેન્ડેડ કોલોન તથા ઓબીસીડી એ ફોલ્સ ઇમ્પ્રેશન પ્રોવાઇડ કરે છે જો પોલીહાઇડ્રોએમ્નીઓસ અથવા મલ્ટીપલ પ્રેગ્નેન્સી હોય તો તેના કારણે યુટ્રસ ની લેન્થ તથા તેની બ્રેધ બંને લાર્જ થાય છે જો લાર્જ બેબી હોય તો તેના કારણે યુટ્રસ ની લેન્થ પણ ઇન્ક્રીઝ થાય છે.

ઓક્સીપીટો-પોસ્ટેરીયર પોઝિશનમાં અંબેલિકસ ની

નીચે રકાબી આકારના એબડોમન નું ડિપ્રેસન જોય શકાય છે.

એબડોમીનલ ઇન્સ્પેક્શન માં મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન ના કારણે ઝીફિસ્ટરનમ થી સિમ્ફાયસીસ પ્યુબીસ સુધી મિડલાઇન મા બ્રાઉનીસ – બ્લેક કલર ની લાઇન વિઝીબલ થાય છે જેને લાઇના નાઇગ્રા કહેવામાં આવે છે.

એબડોમીનલ વોલમાં અંબેલીકસ થી નીચે તથા ક્યારેક બ્રેસ્ટ પર ડિપ્રેસ માર્ક્સ જોવા મળે છે કે જે શરૂઆતમાં પિંક હોય છે પરંતુ ડીલેવરી થયા પછી ગ્લીસ્ટનિંગ સિલ્વરી વાઇટ કલરના બને છે જેને સ્ટ્રાયા આલ્બીકેન્સ અથવા સ્ટ્રાયા ગ્રેવિડેરમ કહેવામાં આવે છે.

યુટ્રસ નો ફંન્ડસ સ્પાર્ટ એ જેસ્ટેશન ના 12 વીક દરમ્યાન સિમ્ફાયસીસ પ્યુબીસ થી થોડી ઉપર તરફ પાલ્પેટ થાય છે.

ઇન્સ્પેક્શન માં યુટ્રસ એ ઓવોઇડ લોન્જીટ્યુડીનલ, ટ્રાન્સવર્સ, અથવા ઓબ્લિક છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન કરવું.

યુટ્રસ નું શેપ, તેનો ફંડલ નોચ તથા એન્ટિરિયર વોલ એ કોન્વેક્સ અથવા ફ્લેટ છે તથા તેનો શેપ એ સિલિન્ડરિકલ કે સ્પેરીકલ છે તે અસેસ કરવું.

યુટ્રસ નું એન્લાર્જમેન્ટ થયેલું છે કે કેમ તે ઇન્સ્પેક્ટ કરવું.

 ★ પાલ્પેશન:(  લિયોપોલ્ડ મેન્યુઅર )

એબડોમનને પાલ્પેટ કર્યા પહેલા હેન્ડ ને પ્રોપરલી વોશ કરી તેને વામૅ કરવા. આ વામૅ હેન્ડ એ સેન્સ ઓફ ટચને અરાઇઝ કરે છે પરંતુ પ્રીમેચ્યોર કોન્ટ્રાક્શન ને ઇન્ડિયુસ કરતા નથી. પાલ્પેશન કરતી સમયે મિડવાઇફ એ તેના હાથ પ્રોપર્લી રિલેક્સ રાખવા જોઇએ .પ્રોપરલી પાલ્પેશન માટે ફિંગર ટિપ્સ ના બદલે હેન્ડપેડ નો યુઝ કરવો. પાલ્પેશન ની રફ મેથડ નો યુઝ કરી કોન્ટ્રાકશન ના ઇન્ડક્શન ને એવોઇડ કરવું.

 •>  ફન્ડલ હાઇટ નુ મેઝરમેન્ટ:

મિડવાઇફ ફંડલ હાઇટ ને શોધવા માટે તેનો ડાબા  હાથ ની અલ્નાર બોર્ડર ને ઝીફિસ્ટરનમ ની નીચે રાખે છે. ધીરે ધીરે, તે તેના હાથ ને એબડોમન ની નીચેની તરફ ખસેડે છે, ફંડસ ની અપર બોર્ડર પર વળાંક અનુભવે છે અને પ્રેગ્નેન્સી ના વિક ને શોધવા માટે ફંડસ અને ઝિફિસ્ટર્નમ વચ્ચે તેની હાથ ની અલ્નાર બોર્ડર ને રાખે છે. મેઝર ટેપ નો ઉપયોગ કરીને ફંડલ હાઇટ માપી શકાય છે.પ્યુબિક બોન (સિમ્ફિસિસ પ્યુબિસ) ની ટોપ થી યુટ્રસ (ફંડસ) ની ટોપ લેવલ સુધી ફંડલ હાઇટ ને મેઝર કરવામા આવે છે.આમ, ફંડલ બોર્ડર તથા સિમ્ફાયસીસપ્યુબીસ વચ્ચેના મેજરમેન્ટ ને સિમ્ફાયસીસ ફંડલ હાઇટ ( SFH)  કહેવામાં આવે છે. આ મેઝરમેન્ટ એ લગભગ પ્રેગ્નેન્સી ના વિક્સ ની સંખ્યાને અનુરૂપ છે.

રેકોર્ડિંગ: ફંડલ હાઇટ નુ મેઝરમેન્ટ એ સેન્ટીમીટર ( Cm ) માં રેકોર્ડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ફંડલ હાઇટ 28 cm હોય, તો તે સામાન્ય રીતે સૂચવે છે કે પ્રેગ્નેન્સી એ આશરે 28 વિક ની હશે.

•> યુટેરાઇન ફન્ડલ હાઇટ એટ ડિફરન્ટ વિક્સ ડ્યુરીંગ પ્રેગ્નેન્સી:

નોન પ્રેગનેન્ટ યુટ્રસ પાયરી શેપ (નાશપતિ જેવું) યુટ્રસ એ પ્રેગ્નેન્સી ના 12 વિક સમય દરમિયાન ગ્લોબ્યુલર શેપ બને છે.

યુટ્રસ એ ફરીથી એન્લાર્જ થતા 28 વીક દરમ્યાન પાયરી ફોમ બને છે અને પ્રેગનેન્સીના 36 વિક પછી સ્ફેરિકલ શેપ બને છે.

 •> એટ 12 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 12 વિક દરમ્યાન યુટ્રસ એ વધારે એન્ટિવર્ટેડ અને એન્ટીફ્લેક્સ્ડ હોતું નથી ફંડસ એ એબડોમીનલી સિમ્ફાયસીસ પ્યુબીસ ઉપર પાલ્પેટ થાય છે.

 •> એટ 16 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગ્નેન્સીના 16 વીક દરમ્યાન યુટ્રસ નો શેપ ઓઇડ( Ovoid) હોય છે યુટ્રસ એ સિમ્ફાયસીસ પ્યુબીસ અને અંબેલીકસ ની વચ્ચે હોય છે.

 •> એટ 20 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગ્નેન્સી ના 20 વીક દરમ્યાન યુટ્રસ નો ફંડસ પાટૅ એ અંબેલિકસ થી બે ફિંગર્સ જેટલો નીચે હોય છે.

 •> એટ 24 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 24 વીક દરમ્યાન યુટ્રસ નો ફન્ડસ પાર્ટ એ અંબેલિકસ ના લેવલે તથા તેનાથી એક ફિંગર જેટલું નીચે આવેલું હોય છે.

 •> એટ 30 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 30 વીક દરમ્યાન યુટેરાઇન કેવીટી નો ફંડલ પાર્ટ એ અંબેલિકસ અને ઝીફિસ્ટરનમ ની વચ્ચે આવેલો હોય છે

 •> એટ 36 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 36 વીક દરમ્યાન યુટેરાઇન કેવીટી નો ફંડલ પાર્ટ એ હાઇએસ્ટ લેવલે એટલે કે ઝીફિસ્ટરનમ સુધી આવેલો હોય છે

 •> એટ 38 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સી ના 38 દરમિયાન યુટેરાઇન કેવીટી નો ફન્ડસ પાર્ટ એ નીચે ઉતરે છે અને 34 ના લેવલે આવે છે તેને લાઇટનિંગ કહેવામાં આવે છે.

 •> એટ 40 વિક ઓફ પ્રેગ્નેનેસી:

પ્રેગનેન્સીના 40 વીક દરમ્યાન યુટેરાઇન કેવીટીનો ફન્ડસ પાર્ટી એ 32 વીકના લેવલે આવે છે અને ત્યારે લોવર એ યુટેરાઇન સેગ્મેન્ટ એ રિલેક્સ તથા સ્ટ્રેચ થાય છે જ્યારે સર્વિસ એ સોફ્ટ અને શોર્ટ થાય છે અને યુટ્રસ એ લેબર માટે રેડી થાય છે.

લીઓપોર્ડ મેન્યુઅર દ્વારા ફીટસની લાઇ, પ્રેઝન્ટેશન, એટીટ્યુડ તથા તેની પોઝીશન ને જાણી શકાય છે લિયોપોલ્ડ એ મેઇન્લી 4 મેનૂવર્સ આપેલા છે.

 1) ફંડલ પાલ્પેશન

 ( ફંડલ ગ્રીપ/ ફસ્ટ લિયોપોલ્ડ/ફસ્ટ મેન્યુઅર):

ફંડલ પાલ્પેશન ( ફંડલ ગ્રીપ )દ્વારા ફીટસ નો કયો પાર્ટ ફંડસ સાઇટ પ્રેઝન્ટ છે એટલે કે હેડ પ્રેઝન્ટ છે કે બટક્સ(બ્રિચ) છે તે અસેસ કરવામાં આવે છે.

ફંડલ પાલ્પેશન માં પેશન્ટના ફેસ સામે એક્ઝામિનરે ફેસ રાખીને પાલ્પેટ કરવું.

ત્યારબાદ બંને હેન્ડ ને વુમન ના ફન્ડસ ઉપર પ્લેસ કરવા અને ફિંગર્સ ને ફન્ડસ ના ટોપ પાર્ટ ની આજુબાજુ થોડી કવ્ડ(વાડવી) કરવી.

ત્યારબાદ ફિટલ પાર્ટસ ને પાલ્પેશન કરવા માટે જેન્ટલી પાલ્પેશન કરવું.

જો ફંડસ પાર્ટ ને પાલ્પેટ કરતા,

a) બ્રોડ, સોફ્ટ અને ઇરેગ્યુલર માસ હોય તો તે ફિટસનો બટક્સ નો પાર્ટ એ ફંડસ સાઇટ પર પ્રેઝન્ટ છે તેવું સૂચવે છે.

b) જો સ્મુથ હાર્ડ અને ગ્લોબ્યુલર માસ લાઇક સ્ટ્રકચર ફિલ થાય તો તે ફિટસ નો હેડ નો પાર્ટ એ ફંડ સાઇડ પર પ્રેઝન્ટ છે તે સૂચવે છે.

C) ટ્રાન્સવર્સ લાઇ માં ફીટસ નો એક પણ પાર્ટસ એ ફંડસ સાઇટ પર પાલ્પેટ થતો નથી.

 2) લેટરલ પાલ્પેશન

 ( અંબેલીકલ ગ્રીપ/ સેકન્ડ લિયોપોલ્ડ/સેકન્ડ મેન્યુઅર):

આ મેન્યુઅર દ્વારા ફિટસ ના બેક તથા લીમ્સ ની પોઝીશન ને અસેસ કરવામાં આવે છે જેના કારણે યુટ્રસ માં ફિટસ ની પોઝિશન અસેસ કરી શકાય છે

આ મેન્યુઅર માં પેશન્ટના ફેસની બાજુ ફેસ રાખીને પાલ્પેશન કરવું.

ત્યારબાદ બંને હેન્ડ ને આંબેલિકસ ની બંને બાજુએ સીધા મુકવા.

ત્યારબાદ એક હેન્ડ દ્વારા ફંડસ ને સપોર્ટ પ્રોવાઇડ કરવો અને બીજા હેન્ડ દ્વારા ફન્ડસ ને પાલ્પેશન કરવું. આવી રીતે અંબેલિકસ ની બંને બાજુ પર અલ્ટરનેટીવલી પાલ્પેટ કરવું.

તેમાં ફિટસ ના બેક પાર્ટ્સ,લિમ્બસ અને એન્ટિરિયર શોલ્ડર ને પાલ્પેટ કરવું.

જો પાલ્પેટ કરતા ફીટસ નો સ્મુથ કવ્ડ શેપ પાર્ટ તથા રેઝીસ્ટન્ટ ફીલ થાય તો તે બેક નું પાર્ટ પ્રેઝન્ટ છે તે કહી શકાય.

જો પાલ્પેટ કરતા  ઇરરેગ્યુલર માસ ફીલ થાય કે જે પ્રેઝ્ડ( પાલ્પેશન) કરતા મુવેબલ હોય તો તે ફિટસના લીમ્બ (એક્સ્ટ્રીમીટી) પ્રેઝન્ટ છે તેવું સજેસ કરે છે.

 3) પોવલીક ગ્રીપ/ થર્ડ લિયોપોલ્ડ/થર્ડ મેન્યુઅર):

આ મેન્યુઅર દ્વારા હેડ ની સાઇઝ, ફલેક્શન તથા તેની મોબિલિટી ને અસેસ કરી શકાય છે તથા સાથે સાથે પ્રેઝન્ટિંગ પાર્ટ નું એંગેજમેન્ટ થયેલુ છે કે કેમ તે પણ જાણી શકાય છે.

આ મેન્યુઅર માં પેશન્ટ ના ફેસ ની તરફ જ ફેસ રાખીને એક્ઝામિનેશન કરવું. ત્યારબાદ પેશન્ટ ના ઘુટણ ને બેન્ડ કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે એબડોમન એ રિલેક્સ થય શકે.

ત્યારબાદ યુટ્રસ ના લોવર પોલ ઉપર એક્ઝામિનર નો  નો સ્ટ્રીચ કરેલો હેન્ડ નું થમ્બ અને ફોર ફિંગર્સ મૂકીને પામની અલ્નાર બોર્ડર ને સિમ્ફાયસીસ પ્યુબીસ પર રાખવી જ્યારે ફિંગર્સ અને થમ્બ લગભગ બરોબર આવે ત્યારે ફીટસના પ્રેઝન્ટિંગ પાર્ટ પ્રોપરલી ગ્રાસ્પ કરવો.

જો ફિટસ નો પ્રેઝન્ટિંગ પાર્ટ એન્ગેજ ન થયેલો હોય તો મુવેબલ માસ ફીલ થાય છે અને જો પ્રઝેન્ટીંગ પાર્ટ એ એંગેજમેન્ટ થયેલો હોય તો એક્ઝામિનેશન દ્વારા ફીલ થતો ફિટસ નો પાર્ટ એ મુવેબલ હોતો નથી.

  4) પેલ્વીક ગ્રીપ/ ફોર્થ લિયોપોલ્ડ/ફોર્થ મેન્યુઅર):

આ મેન્યુઅર દ્વારા હેડ નુ પ્રેઝન્ટેશન, હેડ નું ફ્લેક્શન, તથા હેડ ના બેલોટમેંટ નુ અસેસમેન્ટ કરી શકાય છે.

આ મેન્યુઅર માં પેશન્ટ ના પગ તરફ ફેશ ને રાખીને એક્ઝામિનેશન કરવું અને વુમનના ની (ઘૂંટણ) ને બેન્ડ વાળવા માટે કહેવું.

ત્યારબાદ યુટ્રસ ના લોવર પોલ માં અને ઇન્ગ્વાઇનલ લિગામેન્ટ ના પેરેલેલ માં બંને સાઇડે મીડ લાઇન પર બંને હાથની ફોર ફિંગર્સ ને મૂકવી.

ત્યારબાદ ફિંગર્સ ને નીચેની તરફ અને પાછળ ની તરફ પ્રેસ કરી યુટ્રસ ના લોવરપોલ માં ફિટસ નો કયો પાર્ટ પ્રેઝન્ટ છે તે પાલ્પેટ કરવું.

હાથને પેલ્વિક ઇનલેટ તરફ ખસેડતા રહેવુ. જો તે હાથ અલગ થઇ જાય એટલે કે એકબીજા ને ઓવરલેપ થતા નથી , તો તે બતાવે છે કે પ્રેઝન્ટિંગ પાર્ટનુ એંગેજમેન્ટ થયેલુ છે. જો, હાથ ઓવરલેપ થઇ રહ્યા છે, તે હેડ નું એંગેજમેન્ટ થયેલું નથી તેવુ સૂચવે છે.

જો પાલ્પેશન કરતા હાર્ડ માસ સાથે ચોક્કસ રાઉન્ડ શેપ અને સ્મૂથ સરફેસ ફીલ થાય તો તે પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે હેડ ને સૂચવે છે.

સિન્સિપુટ એ ઓક્સીપુટ ની વિરુદ્ધ બાજુએ અનુભવાશે અને ઓક્સીપુટ કરતાં ઊંચુ  હોય તો – સારી રીતે વળેલું માથું( વેલ ફ્લેક્સ્ડ) સૂચવે છે.

જો પ્રોમિનેન્સિસ – સિન્સિપુટ અને ઓસીપુટ સેમ  લેવલે – ડિફ્લેક્સ્ડ હેડ સૂચવે છે.

જો  હેડનો વધારે પડતો પાર્ટ એ બેક ની સેમ સાઇડ પર હોય તો તે એક્સટેન્ડેડ હેડ ને ઇન્ડિકેટ કરે છે.

અસ્કલસ્ટેશન:

મિડવાઇફ એ ફિટલ હાર્ટ હાઇડ સાઉન્ડ ને અસ્કલ્ર્ટેશન કરવા માટે પિનાડૅ ફિટોસ્કોપ નો યુઝ કરે છે.

પિનાર્ડ ફિટલ સ્ટેથોસ્કોપ ના ઉપયોગથી, એક્ઝામિનર ફિટલ હાર્ટ સાઉન્ડ ને સાંભળી શકે છે. તે મધર ના એબડોમન પર, તેના રાઇટ એંગલ પર ફિટસ ના બેક પર મૂકવામાં આવે છે. ફિટોસ્કોપ ને ટચ  કર્યા વિના, કાન ને ફિટોસ્કોપ સાથે મજબૂત કોન્ટેક્ટ માં મૂકવામાં આવે છે. ફિટોસ્કોપ ને વોઇસ ની મેક્સિમમ ઇન્ટેન્સિટી પોઇન્ટ પર ખસેડવામાં આવે છે અને F.H.S સાંભળવામાં આવે છે.

અસ્કલસ્ટેશન દ્વારા ફીટલ હાર્ડ સાઉન્ડ થી માત્ર લાઇવ બેબી ડાયગ્નોસ થતુ નથી થતું પરંતુ આ ઉપરાંત તેના લોકેશન ની મેક્સિમમ ઇન્ટેન્સિટી દ્વારા તેના પ્રેઝન્ટેશન નો પણ ખ્યાલ આવે છે.

a) જેમકે વર્ટેક્સ તથા બ્રિચ પ્રેઝન્ટેશન માં ફિટસ ના બેક સાઇડ પરથી FHS એ સારી રીતે સાંભળી શકાય છે.

કારણકે ફીટસ ના બેક નો કોન્વેક્સ પોર્શન એ યુટેરાઇન વોલ ના કોન્ટેક માં આવે છે.

b) ફેસ પ્રેઝન્ટેશન માં હાર્ટ સાઉન્ડ એ ફિટસ ના ચેસ્ટ પરથી સારી રીતે સાંભળી શકાય છે.

રુલ્સ મુજબ સેફલીક પ્રેઝન્ટેશન માં ફિટલ હાર્ટ સાઉન્ડ( FHS) ની મેક્સીમમ ઇન્ટેન્સિટી અંબેલિકસ થી નીચે સંભળાય છે અને બ્રિચ પ્રેઝન્ટેશન માં અંબેલિકસ ની આજુબાજુમાં ફિટલ હાર્ટ સાઉન્ડ( FHS) સંભળાય છે.

ઓસિપિટો લેટરલમાં, FSH એ લેટરલી સંભળાય છે અને ઓસિપિટો પોસ્ટીરીયર પોઝીશન મા તે ફ્લૅન્ક્સ તરફ સંભળાય છે.

લેફ્ટ ઓસિપિટો પોસ્ટીરીયર પોઝીશન,મા F.H.S ને શોધવા મુશ્કેલ હોય છે.

ફીટલ ની પ્રેઝન્ટેશન તથા પોઝિશન ના આધારે જુદા-જુદી જગ્યા પર ફીટલ હાર્ડ સાઉન્ડ( FHS) સંભળાય છે જેમ કે,

સેફેલિક : તેમાં અંબેલિકસ અને એન્ટિરિયર સુપિરિયર સ્પાઇન ના વચ્ચે ના પાર્ટમાં સંભળાય છે.

બ્રિચ: અંબેલિકસ ના લેવલે અથવા તેનાથી ઉપર.

એન્ટિરિયર: એબડોમિનલ મિડલાઇન ની નજીકમાં.

ટ્રાન્સવર્સ: એબડોમીનલ એરિયાની લેટરલ સાઇડમાં

પોસ્ટીરીયર: ફ્લેન્ક એરિયા માં અથવા એબડોમીનલ  મીડલાઇન ની નજીકમાં.

આ મુજબ ફિટસ ના પ્રેઝન્ટેશન તથા પોઝિશન ના આધારે જુદી જુદી જગ્યા પર ફિટલ હાર્ટ સાઉન્ડ( FHS ) સાંભળી શકાય છે.

વજાઇનલ એક્ઝામિનેશન:

જ્યારે વુમન એ એન્ટિનેટલ ક્લિનીક મા ચેકઅપ માટે આવે  ત્યારે વજાઇનલ એક્ઝામિનેશન કરવામા આવે છે.

•જે પ્રેગનેન્સી ને ડાયગ્નોસીસ  કરવા માટે થાય છે.

* એમેનોરિયા ના પિરિયડ સાથે યુટ્રસ ની સાઇઝ અસેસ કરવા માટે યુઝ થાય છે.

* કોઇપણ પેલ્વિક પેથોલોજી હોય તો તેનો ખ્યાલ આવે તે માટે એક્ઝામિનેશન કરવામાં આવે છે.

જો પહેલા ની કોઇ એબોર્શન ની હિસ્ટ્રી હોય અથવા પ્રેઝન્ટ પ્રેગ્નેન્સી માં ઓકેશનલ બ્લિડિંગ હોય તો વજાઇનલ એક્ઝામિનેશન ઓમીટ કરી ને અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન કરવામાં આવે છે.

સ્ટેપ્સ ઓફ વજાઇનલ એક્ઝામિનેશન:

વજાઇનલ એક્ઝામિનેશન એન્ટિનેટલ ક્લિનીક માં કરવામાં આવે છે.

ત્યારબાદ પેશન્ટ ને ડોર્સલ પોઝિશન પ્રોવાઇડ કરી તેની થાય ને ફ્લેક્સ કરવા તેની સાથે બટક્સ ને ટેબલ ના ફૂટ એન્ડ પર રાખવા માટે એડવાઇઝ આપવી.

ત્યારબાદ પ્રોપરલી હેન્ડ વોશિંગ કરીને એક્ઝામિનિગ હેન્ડ પર ગ્લોઝ પહેરવા મોસ્ટલી રાઇટ હેન્ડ પર ગ્લોવ્સ પહેરવા.

ઇન્સ્પેક્શન:

લેબિયા ને થમ્બ અને ઇન્ડેક્સ ફિંગર વડે સેપરેટ કરીને વજાયનલ ડિસ્ચાર્જ,સિસ્ટોસીલ, રેક્ટોસિલ, કે યુટેરાઇન પ્રોલેપ્સ હોય તો તે જોવુ.

સ્પેક્યુલમ એક્ઝામિનેશન:

સ્પેક્યુલમ એક્ઝામિનેશન એ બાયમેન્યુઅલ એક્ઝામિનેશન પહેલા કરવું તથા બાયવાલ્વ સ્પેક્યુલમ નો યુસ કરીને સર્વાઇકલ સ્મીયર તથા વજાઇનલ સ્વોબ લેવુ.

બાઇમેન્યુઅલ એક્ઝામિનેશન:

લેફ્ટ હેન્ડ દ્વારા લેબિયાને સેપરેટ કરીને રાઇટ હેન્ડ ની ટુ ફિંગર્સ (ઇન્ડેક્સ અને મિડલ ફિંગર) વજાઇનામાં ઇન્ટ્રોડ્યુસ કરવી. લેફ્ટ હેન્ડ ને  સુપરાપ્યુબીકલી રાખવો.ધીમેથી સિસ્ટેમીક એક્ઝામિનેશન કરી નીચે પ્રમાણેની નોંધ કરવી:

1)સર્વિક્સ :કન્સિસ્ટન્સી, ડાયરેક્સન, તથા પેથોલોજી

2)યુટ્રસ:સાઇઝ, સેપ, પોઝીશન તથા કન્સિસટન્સી

3)એડનેક્સાઇ: કોઇ માસ ફેલ્ટ થાય તો તેને નોટ કરવુ.

જો ઇન્ટ્રોઇટસ નેરો હોય, તો એક્ઝામિનેશન માટે એક ફિંગર ને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. આ સ્ટેજ દરમિયાન પેલ્વિસ નું અસેસમેન્ટ કરવાનો કોઇ પ્રયાસ કરવો જોઇએ નહીં.

પરપઝ ઓફ વજાઇનલ એક્ઝામિનેશન:

•  લેબર પ્રોસેસમાં કેટલા પ્રમાણમાં પ્રોગ્રેસ થાય છે અથવા લેબર પ્રોસેસ કેટલુ ડિલે થાય તે અસેસ કરવામા માટે.

* સર્વિસ ના ડાયલિટેશન નુ અસેસમેન્ટ કરવા માટે.

•ફિટલ સ્કાલ્પ ઇલેક્ટ્રોડ ને અપ્લાઇ કરવા માટે.

* ફોર વોટર ના રપ્ચર પછી કોર્ડ પ્રોલેપ્સ ને એક્સક્લુડ રાખવા માટે, ખાસ કરીને જો પ્રઝેન્ટીંગ પાર્ટ એ એપ્રોપ્રિએટ રીતે ફીટ કરેલ ન હોય.

નીચે પ્રમાણે ના ફાઇન્ડિંગ્સ ને ઓબ્ઝર્વ કરવા જેમ કે:

વેરિકોસાઇટીસ, એડીમા અથવા વલ્વલ મસાઓ અથવા ચાંદા( સોર ) ના કોઇપણ સાઇન માટે લેબિયા નું ઓબ્ઝર્વેશન કરવુ.

પ્રિવિયસ ટેર અથવા એપિસિઓટોમી ના સ્કાર છે કે કેમ તે ઓબ્ઝર્વ કરવુ.

વજાઇનલ ઓરિફીસ માંથી કોઇપણ બ્લિડિંગ થાય છે કે કેમ તે પ્રોપર્લી નોટ કરવુ.

જો મેમ્બરેન રપ્ચર થયેલી હોય તો એમ્નીઓટીક ફ્લ્યુઇડ ના કલર તથા તેના ઓર્ડર ને અસેસ કરવુ ( જેમ કે, ઓફેન્સિવ એમ્નીઓટીક લાઇકર-ઇન્ફેક્શન.ગ્રીન એમ્નીઓટીક લાઇકર-મીકોનીયમ ની પ્રેઝન્સ હોવાના કારણે).

વજાઇના:

વાર્મ , મોઇસ્ટ વજાઇના ની સાથે નાની સોફ્ટ ડિસ્ટન્સીબલ વજાઇનલ વૉલ એ ડીલેવરી માટે ગુડ હોય છે.

હોટ તથા ડ્રાય વજાઇના તે  ઓબસ્ટ્રક્ટેડ લેબર ની સાઇન છે.

સર્વિક્સ:

લોંગ તથા ટાઇટલી ક્લોઝ સર્વિસ એવું ઇન્ડિકેટ કરે છે કે હજી લેબર પ્રોસેસ એ સ્ટાર્ટ થય નથી.

સર્વિક્સ એ સામાન્ય રીતે સોફ્ટ તથા ઇલાસ્ટિક હોવું જોઇએ, જો ટાઇટ અને રીજીડ હોય તો લેબર એ પ્રોલોએ પ્રોલોંગ થય શકે છે.

યુટેરાઇન OS:

એક્સટર્નલ OS ના ડાયલિટેશન ને સેન્ટીમીટર માં અસેસ કરવામાં આવે છે સામાન્ય રીતે સર્વીક્સ એ 10 cm જેટલું ડાયલેટેશન થાય છે જેમાં એક ફિંગર = 2 cm જેટલું ડાયલિટેશન થાય છે.

ફોરવોટર:

ડાયલેટિંગ OS  દ્વારા  મેમ્બરેન એ ઇન્ટેક છે કે કેમ તે ફિલ કરવું.

સ્ટેશન ઓફ પ્રેઝન્ટિંગ પાર્ટ:

મેટરનલ ઇશ્ચિયલ સ્પાઇન્સ નુ  પ્રેઝન્ટીંગ પાર્ટ સાથે ના રિલેશનશિપ નો એસ્ટીમેશન લગાવી ને લેબર દરમિયાન ફિટસ ના ડિસેન્ટ ડાઉન થવાનું ઇવાલ્યુએશન કરવુ. ઉપર અથવા નીચે પ્રેઝન્ટીંગ પાર્ટ નું અંતર સેન્ટીમીટર માં દર્શાવવામાં આવે છે.

પ્રેઝન્ટેશન:

સ્કલ બોન ના વોલ્ટ ના હાર્ડ બોન અને ફોન્ટેનેલ્સ અને વર્ટેક્સ માં સ્યુચર્સ ને ફિલ કરવુ.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન્સ:

કંજીનાઇટલ માલફોર્મેશન, ક્રોમોઝોમલ એબનોર્માલિટીસ,ફસ્ટ ટ્રાઇમેસ્ટર સ્પોન્ટેનિયસ અબોર્શન અને સ્ટીલ બોર્ન ઇન્ફન્ટ વગેરે નું કારણ શોધવા તથા લેટ પ્રેગ્નન્સીમાં ફિટલ ડેથ અને બિનજરૂરી ટ્રીટમેન્ટ ને અટકાવવા ક્લિનિકલ એ ઇવાલ્યુએશન સાથે બાયોકેમિકલ અને બાયો ફિઝિકલ મેથડ નો ડાયગ્નોસીસ માટે યુઝ થાય છે.

1) સિરોલોજિકલ ટેસ્ટ:

સિરોલોજીકલ ટેસ્ટ એ રુબેલા, હિપેટાઇટિસ બી, તથા HIV ના ઇન્ફેક્શન ને આઇડેન્ટીફાય કરવા માટે કરવામાં આવે છે.

2) મેટરનલ સિરમ આલ્ફા ફિટો પ્રોટીન( MSAFP) એસ્ટીમેસન:

મેટરનલ સીરમ આલ્ફા ફિટો પ્રોટીન (MSAFP) એસ્ટીમેશન અથવા 16-18 વિક મા ટ્રિપલ ટેસ્ટ તેવી મધર માટે કરવામાં આવે છે જેને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, ડાઉન્સ સિન્ડ્રોમ અથવા અન્ય ક્રોમોઝોમલ એબ્નોર્માલિટી વાળા ફિટસ ને કેરી કરવાનું રિસ્ક હોય છે.

3) બ્લડ ટેસ્ટ:

બ્લડ ટેસ્ટ એ થેલેસેમિયા તથા સિકલ સેલ એનિમિયા ની કન્ડિશન અને ડિટેક્ટ કરવા માટે કરવામાં આવે છે જેના કારણે અર્લી ડિટેકશન થઇ અને એપ્રોપ્રિએટ મેઝર્સ લઇ શકાય.

4) અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન:

અલ્ટ્રા સાઉન્ડ એક્ઝામિનેશન એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર માં ટ્રાન્સઆબડોમીનલ સોનોગ્રિફી ( TAS ) ટ્રાન્સવજાઇનલ ( TVS )કરવામાં આવે છે.

તેનાથી

* અર્લી પ્રેગ્નન્સી,

* એક્યુરેટ ડેટ,

* ફિટસ ની સંખ્યા,

* ગ્રોસ ફિટલ એનોમાલિશ,

•  કોઇપણ યુટેરાઇન પેથોલોજી તથા એડનેક્સલ પેથોલોજી નો ખ્યાલ આવે છે.

અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન એ સામાન્ય રીતે 18 – 20 વિક્સ દરમિયાન પરફોર્મ કરવામાં આવે છે.

બાઇ પરાઇટલ ડાયામીટર( BPD ),

એબડોમીનલ સરકમફરેન્સ ( AC ),

હેડ સરકમફરન્સ(HC),

ફિમર લેન્થ ( FL )

અને એમ્નીઓટીક ફ્લુઇડ વોલ્યુમ ના સીરીયલ મેઝરમેન્ટ વડે ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટારર્ડેશન ( IUGR )નુ ડાયગ્નોસીસ પણ થય શકે છે.

 5) રીપીટ ઇન્વેસ્ટિગેશન્સ:

પ્રેગનેન્સીના 28મા વિક તથા 36મા  વીક દરમ્યાન મધર નું હિમોગ્લોબીન લેવલ રિપીટ ટેસ્ટ કરવામાં આવે છે.

યુરીન ટેસ્ટ એ દરેક એન્ટિનેટલ વિઝીટ દરમિયાન યુરિન મા પ્રોટીન તથા સુગર નુ અમાઉન્ટ પ્રેઝન્ટ છે કે નહીં તે માટે કરવામાં આવે છે.

સ્ક્રિનિંગ એન્ડ અસેસમેન્ટ ફોર હાઇ રિસ્ક:

એવી પ્રેગનેન્સી કે જેમાં સીરીયસ કોમ્પ્લિકેશન્સ થવાના રિસ્ક હોય તેને હાઇ રિસ્ક પ્રેગ્નન્સી મા ગણવામાં આવે છે.

રિસ્ક ફેક્ટર્સ છે કે થવાના ચાન્સીસ છે તે આઇડેન્ટીફાય કરવા માટે બધી જ પ્રેગ્નન્સી નું ઇવાલ્યુએશન કરવામાં આવે છે. પ્રેગનેન્સી ને હાઇ રિસ્ક માં ક્લાસિફાઇ કરવાથી જો તેમને એક્સ્ટ્રા અટેન્શન પ્રોવાઇડ કરવાની જરૂરિયાત હોય તો એડીક્યુએટ અમાઉન્ટ માં પ્રોવાઇડ કરી શકાય.

પ્રેગનેન્સી સમય દરમિયાન સ્પેસિફીક કંજીનાઇટલ એનોમાલિશ માટે રિસ્ક નુ અસેસમેન્ટ કરવા માટે સ્ક્રીનીંગ વિકલ્પો અવેઇલેબલ છે અને તેમાં મીસ્કેરેજ ના રિસ્ક નુ ઇન્વોલ્વમેન્ટ નથી.

જો હાઇરિસ્ક વુમન નું ઇવાલ્યુએશન અર્લી કરવામાં આવે તો, તે હાઇ રિસ્ક ધરાવતી પ્રેગ્નેન્ટ વુમન ને ડિલિવરી પહેલા પેરીનેટલ સેન્ટર માં રીફર કરી શકાય છે, જેનાથી નીયોનેટલ ના મોર્બીડીટી તથા મોટાલિટી રેટ માં ઘટાડો કરી શકાય છે.

રેફરલ માટે નું મોસ્ટ કોમન રિઝન એ પ્રીટમૅ ડીલેવરી છે કે જે સામાન્ય રીતે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બરેન ના લીધે જોવા મળે છે.

હાઇ રિસ્ક મધર ના સ્ક્રીનીંગ અને અસેસમેન્ટ માટેનું મેઝર બેનિફિટ એ છે કે જો મધર તથા બેબી ને જો કોઇપણ કોમ્પ્લિકેશન્સ હોય અથવા પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી ડીટેક્શન થય શકે છે તેના કારણે મધર અને બેબી ના હેલ્થ સ્ટેટસ માં બેટર આઉટકમ મેળવી શકાય છે. તથા મધર એ હેલ્ધી બેબી ને બર્થ આપી શકે છે.

હાઇ રિસ્ક સ્ટ કેસીસ જેમ કે,

ઓબ્સ્ટ્રેટ્રિકલ હિસ્ટ્રી:

પ્રિવ્યસ સ્ટીલ બર્થ,

પ્રિવ્યસ નીયોનેટલ ડેથ,

પ્રિવિયસ પ્રીમેચ્યોર ઇનફન્ટ,

રીકરંટ એબોર્શન ની હિસ્ટ્રી .

મધરની મેડિકલ હિસ્ટ્રી જેમ કે,

મેટરનલ ઇલનેસ ,

ક્રોનિક હાઇપરટેન્શન,

એબનોર્મલ PAP  સ્મીયર ટેસ્ટ,

ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ,

રીનલ ડીસીઝ,

Rh- આઇસોઇમ્યુનાઇઝેશન,

મેટરનલ ફિઝિકલ રિસ્ક ફેક્ટર્સ,

ઇનકમ્પીટન્ટ સર્વિક્સ ,

યુટેરાઇન માલફોર્મેશન.

કરંટ પ્રેગ્નેન્સી ના રિસ્ક ફેક્ટર,

મોડરેટ થી સીવ્યર પ્રીએક્લેમ્શિયા(જેમા, હાઇપર ટેન્શન, ઇડિમા( વેઇટ ગેઇન), પ્રોટીનયુરિયા(પ્રોટીન ઇન યુરિન),તથા આલ્બ્યુમિન્યુરિયા જોવા મળે),

પોલીહાઇડ્રોએમનીઓસ ( એટલે કે જ્યારે લાઇકર એમની નું અમાઉન્ટ એ 2000 ml કરતાં વધી જાય ),

ઓલીગો હાઇડ્રોએમ્નીઓસ(જ્યારે લાઇકર એમની નુ અમાઉન્ટ એ એટ ટર્મ 200 ml કરતા ઓછી હોય તો તેને ઓલીગોહાઇડ્રોએમ્નીઓસ કહે છે.),

પ્લેસેન્ટા પ્રિવ્યા ( જ્યારે પ્લેસેન્ટા પાર્શિયલી અથવા કમ્પ્લીટલી યુટ્રસ ના ઇન્ટર્નલ OS ની નજીક અથવા તેની ઉપર ઇમ્પ્લાન્ટ થાય તો તેને પ્લેસેન્ટા પ્રિવ્યા કહે છે ).

મલ્ટીપલ પ્રેગનેન્સી (જ્યારે એક કરતાં વધારે ફીટસ એ એક સાથે અને એક જ સમયે પર યુટ્રસ માં ડેવલોપ થાય તો તેને મલ્ટીપલ પ્રેગ્નન્સી કહે છે ).

એબ્રપ્સીઓ પ્લેસેન્ટા (એબ્રપ્સીઓ પ્લેસેન્ટા એ એક એન્ટી પાર્ટમ હેમરેજ (APH) નું જ ફોર્મ છે કે જેમાં નોર્મલી સિચ્યુએટેડ પ્લેસેન્ટા એ પ્રિમેચ્યોરલી યુટેરાઇન વોલમાંથી સેપરેટ થાય છે અને તેના કારણે બ્લીડિંગ જોવા મળે છે જેને એબ્રપ્સીઓ પ્લેસેન્ટા કહેવામાં આવે છે.)

અધર હાઇ રિસ્ક પ્રેગ્નેન્સિ:

એબનોર્મલ ફિટલ પોઝીશન,

વજાઇનલ બ્લીડિંગ,

માલપ્રેઝન્ટેશન,

ફિટસ એ જેસ્ટેશન એજ કરતા સ્મોલ હોવું,

Hb લેવલ એ 10 g/ dl કરતા ઓછુ હોવુ,

પુઅર વેઇટ ગેઇન,

પ્રોટીનયુરિયા,

ગ્લાઇકોસુરિયા,

સિસ્ટોલિક BP. 155 mm of Hg કરતા વધારે  હોવી.

વજાઇનલ ઇન્ફેક્શન. વગેરે.

અર્લી પ્રેગ્નન્સી સમય દરમિયાન જે બાબતો ને ધ્યાનમાં લેવામાં આવે છે તે છે —

બ્લડ ટેસ્ટિંગ જેમાં મધર નું હિમોગ્લોબિન લેવલ, ABO તથા Rh ગ્રુપ અને બ્લડ શુગર લેવલ નું મોનિટરિંગ કરવામાં આવે છે.

મધર માં એક્સેસિવ વેઇટ ગેઇન એ સામાન્ય રીતે ફ્લુઇડ રિટેન્શન થવાના કારણે જોવા મળે છે. અને જો મધર માં વેઇટ એ ઘટતો હોય તો તેના કારણે ઇન્ટરાયુટેરાઇલ ગ્રોથ રીટાર્ડેશન (IUGR) ની કન્ડિશન થવાનુ રિસ્ક પણ રહે છે.

પહેલાની હાઇપર ટેન્શન ની હિસ્ટ્રી અથવા પ્રેગ્નન્સી ઇન્ડયુઝડ હાયપરટેન્શન ( PIH ) એ મધર અને સાથે સાથે ફિટસ માં રિસ્ક માટેનું કારણ હોય શકે છે.

જો એમ્નિયોટિક ફ્લુઇડ નું પ્રમાણ વધારે હોય અથવા એમ્નીઓટીક ફ્લુઇડ નું પ્રમાણ ઘટેલું હોય તો તે પણ રિસ્ક ફેક્ટર્સ કહેવામાં આવે છે.

જે હાઇરિસ્ક વાળા કેસીસ હોય તેના માટે બીજા એપ્રોચિસ ને ફોલો કરવા જોઇએ છે નીચે મુજબ છે:

મેટર્નલ સીરમ આલ્ફા ફિટો પ્રોટીન (MSAFP):

આલ્ફા ફિટો પ્રોટીન(AFP) તે ઓન્કો ફિટલ પ્રોટીન છે અને તે યોલ્ક શેક અને ફિટલ લીવરમાં ઉત્પન્ન થાય છે.   

ફિટલ સીરમ અને એમ્નીઓટીક ફ્લુઇડમાં હાઇએસ્ટ લેવલ આશરે 13 વીક અને મેટનલ સિરમ માં 32 વિક એ હોય છે.

આલ્ફા ફિટો પ્રોટીન( AFP) માં મેટર્નલ સિરમ અને એમ્નિઓટિક ફ્લુઇડ નુ ટેસ્ટ કરવામાં આવે છે. આ સામાન્ય રીતે ફિટસ માં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ તથા બીજી કન્જીનાઇટલ ડિફેક્ટ નુ રિસ્ક હોય ત્યારે કરવામા આવે છે. જો આલ્ફા ફીટો પ્રોટીન( AFP) નું લેવલ હાઇ હોય તો તે ફિટસ પેથોલોજી,ઓપન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ને ઇન્ડિકેટ કરે છે અને જો આલ્ફા ફીટો પ્રોટીન ( AFP) નું લેવલ લો હોય તો તે ડાઉન સિન્ડ્રોમ તથા જેસ્ટેશન ટ્રોફોબ્લાસ્ટિક ડિસીઝ ની કન્ડિશન સજેસ કરે છે.

અમુક કેસીસ માં મેટરનલ સીરમ આલ્ફા ફીટો પ્રોટીન ( MSAFP) નું અમાઉન્ટ ઇન્ક્રીઝ જોવા મળે છે જેમ કે મલ્ટીપલ પ્રેગ્નેન્સી, ઓપન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ રીનલ એનોમાલિશ, Rh આઇસોઇમ્યુનાઇઝેશન, IUFD(ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ ડેથ), એન્ટીરિયર એબડોમીનલ વોલ ડિફેક્ટ વગેરે કન્ડિશન …

આ ટેસ્ટ એ 15 થી 18 વિક દરમિયાન કરવામા આવે છે.

કોરિયોનીક વિલસ સેમ્પલિંગ(CVS):

જીનેટીક ડિસઓર્ડર ના પ્રિનેટલ ડાયગ્નોસીસ માટે ટ્રાન્સસર્વાઇકલી 10 – 12 વિક્સ અને ટ્રાન્સએબડોમીનલી 10 વિક સુધી અલ્ટ્રાસાઉન્ડ ના ગાઇડન્સ હેઠળ કોરિઓનિક વિલાઇ નુ સેમ્પલિંગ લેવામાં આવે છે.   

કોરિઓન ફ્રોન્ડોસમ, ટ્રાન્સસર્વાઇકલી (સર્વિક્સ દ્વારા કેથેટર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે), અથવા ટ્રાન્સએબડોમિનલી (મેટરનલ એબડોમન મા યુટેરાઇન વોલ દ્વારા પ્લેસેન્ટલ ટીશ્યુસ માં નીડલ નું ઇન્સર્શન કરીને) તેમાંથી થોડા વિલાઇ ને કલેક્ટ કરી શકાય છે.ડાયગ્નોસિસ એ 24 અવર્સ મા મેળવવા મા આવે છે.

આ ટેસ્ટ ની પોઝીટીવ બાબત એ છે કે રિઝલ્ટ એ અર્લી પ્રાપ્ત થાય છે, અને જો ટર્મિનેશન જરૂરી હોય, તો તે ફક્ત ફર્સ્ટટ્રાઇમેસ્ટર  મા જ કરી શકાય છે.આ ટેસ્ટ એ ફિટલ લોસ, લિમ્બ ડિફોર્મિટીસ તથા વજાઇનલ બ્લીડિંગ વગેરે સાથે પણ સંકળાયેલું હોય છે. મિસ્કેરેજ ઉપરાંત, ઇન્ફેક્શન અને એમ્નિઅટિક ફ્લુઇડ લિકેજ નું રિસ્ક છે.

પરિણામે એમ્નિઅટિક ફ્લુઇડ એ લીક થય શકે છે જે ઓલિગો હાઇડ્રેમનીઓસ તરીકે ઓળખાતી કન્ડિશન માં વિકાસ કરી શકે છે જે લો એમ્નિઅટિક ફ્લુઇડ નુ લેવલ છે.

ટેસ્ટ કરવાનો સમય – 10 વિક પછી નો હોય છે.

કોર્ડોસીન્ટેસીસ( પરક્યુટેનિયસ આંબેલિકસ બ્લડ સેમ્પલીંગ ):

આ ટેસ્ટ માં પ્રેગ્નેન્સી સમય દરમિયાન ફિટલ ના બ્લડ સેમ્પલ ને કલેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ કોઇપણ ક્રોમોઝોમલ એબ્નોર્માલિટી અથવા બ્લડ ડિસ્ઓર્ડર નું ડાયગ્નોસીસ કરવામાં આવે છે. તેમા અલ્ટ્રાસાઉન્ડ ના ગાઇડન્સ માં અંબેલીકલ વેઇન નુ પંક્ચર કરી નીડલ નું ઇન્સર્શન કરવામાં આવે છે. અને ત્યારબાદ 0.5 થી 2 ml જેટલા ફિટલ બ્લડ ને  કલેક્ટ કરવામાં આવે છે.આ ટેસ્ટ ના કારણે પ્રિટર્મ લેબર, એબોર્શન અથવા ઇન્ટ્રાયુટેરાઇન પિટલ ડેથ ની કન્ડિશન થય શકે છે.

આ ટેસ્ટ કરવાનો સમય – 18 વિક પછી નો હોય છે.

ટ્રીપલ ટેસ્ટ:

આ ટેસ્ટમાં ત્રણ ટેસ્ટ નું કોમ્બિનેશન કરવામાં આવે છે જેમાં,

મેટરનલ સીરમ આલ્ફા ફીટોપ્રોટીન( MSAFP), હ્યુમન કોરીયોનિક ગોનાડોટ્રોફીન (HCG), તથા અનકોન્યુગેકેટેડ ઇસ્ટ્રોલ (UE) નો ઇનવોલ્વમેન્ટ થાય છે.

આ ટેસ્ટ એ ડાઉન સિન્ડ્રોમ ને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે.

જો પ્રેગનેન્સી અફેક્ટેડ હોય તો મેટરનલ સિરમ આલ્ફા ફીટો પ્રોટીન( MSAFP ) અને ઇસ્ટ્રોજન નું લેવલ લો આવે છે અને હ્યુમન કોરિયોનિક ગોનાડો ટ્રોફીન  (HCG ) નું લેવલ હાઇ આવે છે.

એમ્નીઓસીન્ટેસીસ:

આ એક ઇન્વેસિવ પ્રોસિઝર છે જે સામાન્ય રીતે 16 – 18 વિક્સ દરમ્યાન અલ્ટ્રાસોનોગ્રાફી  ગાઇડન્સ માં ફિટલ સેલ્સના સાઇટો જેનીક એક એનાલાઇસીસ DNA એનાલાઇસીસ અને ફ્લુઇડ ના બાયોકેમીકલ ટેસ્ટ માટે કરવામાં આવે છે.

આ પ્રોસીઝર માં ફાઇન નીડલ ને ટ્રાન્સ એબડોમિનલ દ્વારા એમ્નીઓટીક કેવીટી માં ઇન્સરશન કરી તેમાંથી એમનીઓટિક ફ્લુઇડ નું એસ્પીરેશન કરવામાં આવે છે.

પ્રોસિઝર –

એક્ચ્યુઅલ પ્રોસિઝર પહેલા, એમ્નિઓટિક ફ્લુઇડ ને વિડ્રો કરવા માટે ઉપયોગ માં લેવાતી નીડલ ઇન્સર્શન કરતી વખતે પેઇન ને દૂર કરવા માટે લોકલ એનેસ્થેટિક આપવામાં આવે છે.

મધર ના એબડોમીનલ વોલ દ્વારા અને યુટ્રસ ની વોલ થ્રુ એમ્નિઅટિક સેક માં નીડલ  ઇન્સર્શન કરવામાં આવે છે.   

અલ્ટ્રાસાઉન્ડ – ગાઇડન્સ ની મદદથી, નીડલ ને સેક ના એવા એરિયા તરફ ગાઇડન્સ આપવામાં આવે છે જે ફિટસ થી દૂર હોય અને ટેસ્ટિંગ માટે આશરે 20 ml એમ્નિઓટિક ફ્લુઇડ વિડ્રો કરવામા આવે છે. એમ્નિઅટિક ફ્લુઇડ માં સેલ્સ હોય છે જે ડેવલોપિંગ ફિટસ દ્વારા સેડ ઓફ કરવામા આવે છે.   

સેલ ને ક્રોમોઝોમ્સ ની નંબર અને સાઇઝ (કેરીયોટાઇપ) માટે તપાસવામાં આવે છે કે શું એવી કોઇ સમસ્યા છે કે જે અમુક કન્ડિશન માટે બાળક ને રિસ્ક મા મૂકે છે. એમ્નિઅટિક ફ્લુઇડ રિમુવ કર્યા પછી, ફિટસ ના સેલ તેનાથી અલગ થઇ જાય છે.

સેલ્સ ને કલ્ચર મિડીયમ મા ગ્રો કરવામા આવે છે, પછી ફિક્સડ અને સ્ટેઇન્ડ કરવામા આવે છે.      

માઇક્રોસ્કોપ મા   ક્રોમોઝોમ્સ ની એબનોર્માલીટીસ માટે  તપાસ કરવામાં આવે છે.

આ ટેસ્ટ દ્વારા મોસ્ટ કોમન એબ્નોર્માલિટીસ ડિટેક્ટ થાય છે જેમાં મોસ્ટલી ક્રોમોઝોમલ ડિસઓર્ડર જેમકે ડાઉન સિન્ડ્રોમ,એડવર્ડ સિન્ડ્રોમ( ટ્રાઇસોમી 18) અને ટર્નર સિન્ડ્રોમ ,ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જેમકે સ્પાઇના બાયફિડા અને એનેનસેફેલી.

આ ટેસ્ટ દ્વારા ઘણી હન્ડ્રેડ જેટલી જિનેટિક ડિસઓર્ડર આઇડેન્ટીફાઇ થઇ શકે છે.

એમ્નિઓસેન્ટેસિસ એ પણ ડિટેક્ટ કરી શકે છે કે માતા કે બાળક Rh- નેગેટિવ છે કે કેમ અને જો ઇમીડીએટલી ટર્મિનેશન ની જરૂર હોય તો બાળક ના લન્ગ્સ એ તેના બર્થ માટે પૂરતા મેચ્યોર છે કે કેમ. એમ્નીઓસિન્ટેસીસ એ દરેક પ્રકાર ની એબનોર્માલિટી શોધી શકતું નથી, જેમ  કે – ઉદાહરણ તરીકે, તે કહી શકતું નથી કે બેબી ને ક્લેફ્ટ લીપ છે કે ક્લેફ્ટ પેલેટ.

એમ્નીઓસિન્ટેસીસ એ પ્રેગનેન્સી સમય દરમિયાન કરવામાં આવે છે જ્યારે:

કોઇ વુમન ને પ્રિવ્યસલી ક્રોમોઝોમલ અફેક્ટેડ પ્રેગ્નેન્સી અથવા જીનેટીક ડિસઓર્ડર હોય તેમાં ડાઉન સિન્ડ્રોમ અને બીજી અધર ડિફેક્ટ છે કે નહીં તે કન્ફોર્મેશન કરવા માટે કરવામાં આવે છે.

અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલી ક્રોમોઝોમલ એબનોર્માલિટી ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ઇન્ક્રીઝ થવાના રિસ્ક ઇન્ડિકેટ કરે.

પેરેન્ટસ માં કોઇપણ જીનેટીક ડીસઓર્ડર અથવા ફેમિલીમાં કોઇને બર્થ ડિફેક્ટ ની હિસ્ટ્રી હોય ત્યારે.

જે વુમન એ 35 વર્ષ કરતાં ઓલ્ડર હોય તેવા વુમનમાં.

એવી વુમન કે જે તેના બાળક માં ક્રોમોઝોમલ એબ્નોર્માલિટી થવા માટે ચિંતીત હોય છે તેના રિક્વેસ્ટ કરવાના કારણે.

રિસ્ક એસોસિયેટેડ વિથ એમ્નીઓસિન્ટેસીસ:

મેટરનલ તથા ફીટલ હેમરેજ,

ઇન્ફેક્શન,

ફિટલ ઇન્જરી,

મિસકેરેજ.

લેટ પ્રેગનેન્સી દરમ્યાન:

બાયોફિઝિકલ

યુટેરોપ્લેસેન્ટલ ઇન્સફીશીયનસી માટે ફિટરલ મુવમેન્ટ કાઉન્ટ, કાર્ડીઓટોકોગ્રાફી, નોન સ્ટ્રેસ ટેસ્ટ, ફિટલ બાયો ફિઝિકલ પ્રોફાઇલ ( BPP), ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ, કોન્ટ્રાકશન સ્ટ્રેસ ટેસ્ટ( CST), ઇમનીઓટિક ફ્લુઇડ વોલ્યુમ વગેરે બાયો ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે.

ફિટલ મુવમેન્ટ કાઉન્ટ:

કાર્ડિફ કાઉન્ટ 10 ફોર્મ્યુલા:

આમાં પેશન્ટ એ  9.am થી ફિટલ મુવમેન્ટ ગણવાનુ સ્ટાર્ટ કરે અને 10 મુવમેન્ટ થાય ત્યારે બંધ કરે તેને સળંગ બે દિવસમાં 12 અવર્સ ની અંદર 10 કરતા ઓછી મુવમેન્ટ અથવા એક દિવસમાં એક પણ મુવમેન્ટ ફિલ થાય નહીં તો ડોક્ટર ને જાણ કરવાનુ કહેવામાં આવે છે.

ડેઇલી ફિટલ મુવમેન્ટ કાઉન્ટ( DFMC):

આ ટેસ્ટમાં સવાર ,બપોર અને સાંજ એમ દરેક સમયગાળામાં થ્રી કાઉન્ટસ ગણવા અને તેને ચાર વડે મલ્ટિપ્લાય કરવા જો તે 12 અવર્સ મા 10 કરતા કે દરેક સમયગાળા માં ત્રણ કરતાં ઓછી ફીટસ મુવમેન્ટ થાય તો ફિટસ ને તકલીફ છે તેવુ સૂચવાય છે.

ડાયગ્નોસીસ મોડાલીટીસ ઇન્વેઝીવ એન્ડ નોનઇન્વેઝીવ:

પ્રિનેટલ સ્ક્રિનિંગ તથા ડાયગ્નોસીસ માટે જુદા જુદા ઇન્વેઝીવ અને નોન ઇન્વેઝીવમેથડ નો યુઝ કરવામાં આવે છે.

 •> જેમાં નોન ઇન્વેસિવ મેથડ (એવી મેથડ કે જેમાં કોઇ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ને બોડી ની અંદર ઓપનીંગ કરી ઇન્સર્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી) માં,

* બોડી ની આઉટસાઇડ માંથી યુટ્રસ નું એક્ઝામિનેશન કરવું.

* અલ્ટ્રા સાઉન્ડ ડીટેક્શન.

* ફિટલ હાર્ટ સાઉન્ડ સાંભળવા( FHS ).

* એક્સટર્નલ ફિટલ મોનિટરિંગ જેમકે નોન સ્ટ્રેસ ટેસ્ટ(NST) જેવી ટેસ્ટ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

•> ઇન્વેઝીવ મેથડ (એક મેડિકલ પ્રોસીઝર છે કે જે બોડી મા ઇન્વેડ થાય  છે (એન્ટર કરે છે), સામાન્ય રીતે સ્કીન ને કટ કરીને અથવા પંક્ચર કરીને અથવા બોડી માં ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર કરીને)

જેમ કે,

* કોરીયોનિક વિલસ સેમ્પલિંગ,

* એમ્નીઓસેન્ટેસીસ,

* કોર્ડોસીન્ટેસીસ,

* મેટર્નલ સીરમ આલ્ફા ફિટો પ્રોટીન ( MSAFP) જેવી મેથડ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

અલ્ટ્રાસાઉન્ડ સ્કેન:

અલ્ટ્રાસાઉન્ડ સ્કેન એ સામાન્ય રીતે સેફ,નોન ઇન્વેસિવ,એક્યુરેટ અને કોસ્ટ ઇફેક્ટિવ ઇન્વેસ્ટિગેશન છે. અલ્ટ્રા સાઉન્ડ સ્કેનમાં હાઇ ફ્રીક્વન્સી સાઉન્ડ વેવ્સ ને યુટ્રસ મા ટ્રાન્સમિટ કરવામાં આવે છે. અલ્ટ્રાસોનિક મા બેબી ના બાઉન્સ ઓફ અને પરત આવતા પડઘા ને કમ્પ્યુટર દ્વારા સ્ક્રીન પરની એક ઇમેજ માં ટ્રાન્સલેટ કરવામાં આવે છે જે બાળક ની પોઝીશન અને મુવમેન્ટસ દર્શાવે છે. બોન જેવા હાર્ડ ટિશ્યુસ એ સૌથી મોટા એચોઇસ (પડઘા)ને રિફલેકટ કરે છે અને તે ઇમેજ માં વાઇટ હોય  છે, અને સ્મૂથ ટિસ્યુસ એ ગ્રે(ભૂખરા) અને ડાઘાવાળા દેખાય છે. ફ્લુઇડ (જેમ કે એમ્નિઅટિક ફ્લુઇડ કે જેમાં બાળક રહેલું છે) કોઇપણ પડઘા ને રિફ્લેક્ટ કરતું નથી તેથી કાળા દેખાય છે.

તે વાઇટ,ગ્રે અને કાળા રંગ ના આ વિવિધ રંગો વચ્ચેનો ડિફરન્ટ છે જે સોનોગ્રાફર ને ઇમેજ નું ઇન્ટરપ્રિટીંગ કરવાની મંજૂરી આપે છે જ્યારે પ્રેગ્નેન્સી ના શરૂઆત મા એબડોમન નું સ્કેનિંગ કરવામાં આવે ત્યારે પ્રોસીઝર માટે ઘણીવાર ફુલ બ્લાડર ની જરૂર પડે છે.

•> યુઝ ઓફ અલ્ટ્રાસાઉન્ડ:

• ફીટસ ની વાયેબિલિટી ચેક કરવા માટે

ફિટસ ના હાર્ટ બીટ્સ એ અલ્ટ્રા સાઉન્ડ દ્વારા ચેક કરી શકાય છે.

• કેટલા ફીટસ એ યુટેરાઇન કેવીટી માં સર્વાઇવ થય રહ્યા છે તે ચેક કરવા માટે/ નંબર ઓફ ફીટસ ચેક કરવા માટે

સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના 14 વિક પહેલા તે જણાવે છે કે વુમન એ એક બાળક સાથે પ્રેગનેન્ટ છે કે કેમ તે અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ નો ઉપયોગ ફિટસ લાઇવ છે કે કેમ અને તે એક ફિટસ છે કે ટ્વીન્સ અથવા ટ્રીપ્લેટ્સ માંથી એક છે કે કેમ તે ચેક કરવા માટે યુઝ થાય છે.

• એક્ટોપીક પ્રેગ્નન્સી ને ડિટેક્ટ કરવા માટે

કોઇ એબનોર્માલીટીસ  હોય તો તેને ડિટેક્ટ કરવા માટે જેમ કે એક્ટોપિક પ્રેગ્નેન્સિ ની કન્ડિશન હોય કે તો તે ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે કે જેમાં ફીટસ એ યુટેરાઇન કેવીટી ની આઉટ સાઇડમાં ઇમ્પ્લાન્ટ થાય છે જે મુખ્યત્વે ફેલોપિયન ટ્યુબ માં ઇમ્પ્લાન્ટ થાય તેને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે.

• ડોપ્લર અમ્બિલિકલ વેલોસીમેટ્રી

ડોપ્લર અલ્ટ્રાસોનોગ્રાફી યુટેરાઇન અને ફિટસ ની બ્લડવેસેલ્સ માં આર.બી.સી( R.B.C.) જે ગતિ એ ટ્રાવેલ કરે છે તેને મેઝર કરે છે. ડાયાબિટીસ અથવા પ્રેગ્નેન્સી ના હાયપરટેન્શન ધરાવતી વુમન મા પ્રેઝન્ટ વાસ્ક્યુલર રેઝીસ્ટન્ટ અને પરિણામે પ્લેસેન્ટલ ઇનસફિસીયન્સી આવી રહી છે કે કેમ તે નક્કી કરવા માટે આ મદદરૂપ છે.

• પ્લેસેન્ટલ ગ્રેડિંગ

પ્લેસેન્ટલ ગ્રેડિંગ એ સામાન્ય રીતે પ્લેસેન્ટા મા કેટલા અમાઉન્ટ માં કેલ્શિયમ નું ડિપોઝીટ થાય છે તેના પર આધાર રાખે છે.પ્લેસેન્ટા ને 0 (12-24 વિક), 1 (30-32 વિક), 2 (36 વિક) અથવા 3 (38 વિક) તરીકે ગ્રેડિંગ પ્રોવાઇડ કરી શકાય છે.

• એમ્નીઓટીક ફ્લુઇડ વોલ્યુમ અસેસમેન્ટ

જો ફીટસ એ  એમ્નીઓટીક ફ્લુઇડ ડિક્રીઝ થતા ની સાથે યુટ્રસ માં સ્ટ્રેસ્ડ થાય તો ફિટસ ને અંબેલીકલ કોર્ડ કંમ્પ્રેસન ના રિસ્ક મા મૂકવામાં આવે છે અને જેના કારણે તેના ન્યુટ્રીશનલ લેવલ માં પણ ઇન્ટરફેર થાય છે.

20 વિક થી ઓછા સમય માટે, યુટ્રસ એ મીડ પોઇન્ટ (લાઇન નિગ્રા) સાથે બે વર્ટીકલ લાઇન ના ભાગોમાં ડિવાઇડ થાય છે. દરેક બાજુ એ પ્રેઝન્ટ એમ્નિઅટિક ફ્લુઇડ ના સૌથી મોટા પોકેટ નો વર્ટીકલ ડાયામીટર એ સે.મી.( cm )માં મેઝર કરવામા આવે છે. એમ્નિઅટિક ફ્લુઇડ ઇન્ડેક્સ (AFI) એ બેનો સરવાળો છે.

20 વિક પછી, યુટ્રસ ને ચાર ભાગમાં ડિવાઇડ કરવામા આવે છે અને ચાર નો સરવાળો લેવામાં આવે છે. એવરેજ AFI: 12-15 cm (28-40 વિક્સ); 5-6 (ઓલિગોહાઇડ્રેમનીઓસ), 20-24 (પોલીહાઇડ્રેમનીઓસ).

•વજાઇનલ બ્લિડિંગ થવા માટેનું કારણ ડિટેક્ટ કરવા માટે

અલ્ટ્રાસાઉન્ડ મધર ને થતા કોઇપણ બ્લિડિંગ નું કારણ શોધવામાં મદદ કરે છે. વજાઇનલ બ્લિડિંગ ના કેસ માં ફિટસ ની વાયેબિલિટી એ અલ્ટ્રાસાઉન્ડ દ્વારા મેઝર કરવામાં આવે છે.

પલ્સ ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ દ્વારા લગભગ 6 વિક્સ મા વિઝીબલ હાર્ટ બિટ્સ જોઇ શકાય છે અને ડિટેક્ટ કરી શકાય છે અને તે સામાન્ય રીતે ક્લિયરલી રીતે  7 વિકે ડેપીક્ટેબલ (ચિત્રિત) કરી શકાય છે.

• પ્રેગ્નેન્સી ની એક્યુરેટ ડેટ ને ફાઇન્ડ આઉટ કરવા માટે

પ્રેગનેન્સી ની ચોક્કસ તારીખ બેબી નું મેઝરમેન્ટ કરીને પણ જાણી શકાય છે.લાસ્ટ મેન્સ્ટ્રુએસન સાયકલ ની અનિશ્ચિતતાવાળા પેસન્ટ  માટે યોગ્ય ડેટિંગ પર પહોંચવા માટે પ્રેગ્નેન્સી માં આવા મેઝરમેન્ટ શક્ય તેટલા વહેલા કરવું આવશ્યક હોય છે. કરવામાં આવેલ મેઝરમેન્ટ છે:

a) ક્રાઉન- રમ્પ લેન્થ (લંબાઇ) (CRL):

આ મેઝરમેન્ટ એ 7 થી 13 વિક્સ ની વચ્ચે કરી શકાય છે અને તે જેસ્ટેશન  નો ખૂબ જ એક્યુરેટ અંદાજ આપે છે.

b) બાયપરાઇટલ ડાયામીટર (BPD)

હેડ ની  2 બાજુઓ વચ્ચેનો ડાયામીટર .

આ 13 વિક્સ પછી મેઝર કરવામા આવે છે. તે 13 વિક્સ મા લગભગ 2.4 સે.મી.થી ટર્મ પર લગભગ 9.5 સે.મી. સુધી ઇન્ક્રીઝ થાય છે.

c) ફેમર લેન્થ (FL)

બોડી ના સૌથી લોન્ગેસ્ટ બોન ને મેઝર કરે છે અને ફિટસ ની લોન્જીટ્યુડીનલ ગ્રોથ ને રિફ્લેક્ટ કરે છે. તેની ઉપયોગીતા BPD જેવી જ છે. તે 14 વિક માં લગભગ 1.5 સેમીથી ટર્મ પર લગભગ 7.8 સેમી સુધી વધે છે.

d) ધ એબડોમીનલ સરકમફરેન્સ ( AC )

લેટ પ્રેગનેન્સીમાં કરવા માટેનું એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ મેઝરમેન્ટ છે.

તે એજ કરતાં ફિટસ ના કદ અને વજન ને વધુ રિફ્લેક્ટ કરે છે.

•ડાઉન સિન્ડ્રોમ ના રીસ્ક નું અસેસમેન્ટ કરવા માટે

11-14 વિક માં ચાઇલ્ડ ની નેક ના પાછળ ના ભાગ માથી ફ્લુઇડ નુ મેઝરમેન્ટ કરી (જેને નુચલ ટ્રાન્સલુસન્સી સ્કેન કહેવાય છે)ડાઉન સિન્ડ્રોમ ની પ્રેઝન્સ શોધી શકાય છે.

આ સ્ટેજ માં કેટલીક મોટી એબ્નોર્માલિટીસ પણ શોધી શકાય છે. 11 થી 14 વિક્સ મા,નેક ની પાછળ ની સ્કીન ની થીકનેસ નું મેઝરમેન્ટ એ (જેને નુચલ ટ્રાન્સલુસન્સી મેઝરમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે)તેનો ઉપયોગ ક્રોમોઝોમલ એબ્નોર્માલિટી ધરાવતા ફિટસ ના રિસ્ક નુ મેઝરમેન્ટ કરવા માટે થય શકે છે.

* બ્લર્ડ ટેસ્ટ એ શા માટે એબનોર્મલ છે તે ફાઇન્ડ આઉટ કરવા માટે.

• ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ને પરફોર્મ કરવામાં આસિસ્ટ કરવા માટે

ફિટસ ના વેલ્બીંગ ને અસેસ કરવા માટે અમુક ટેસ્ટ, જેમ કે CVS અથવા એમ્નીઓસેંટેસીસ, અલ્ટ્રાસાઉન્ડ ની મદદથી બાળક અને પ્લેસેન્ટા ની પોઝીશન દર્શાવી ને સેફ્લી રીતે કરવામાં આવે છે.

•ડેવલોપમેન્ટ ઓફ ફિટસ

18 વીક પછી ફિટસ ને વધારે ડિટેઇલ માં એક્ઝામિન કરવું પોસિબલ હોય છે. મોટાભાગની ઓર્ગન સિસ્ટમ ને એક્ઝામિનેશન કરી શકાય છે તેની ખાતરી કરવા માટે કે ફિટસ નુ ડેવલોપમેન્ટ એ નોર્મલી રીતે થતુ જણાય છે.

અમુક પ્રકાર ની એબ્નોર્માલિટીસ ને ડાયગ્નોસીસ કરવા માટે

જેમ કે સ્પાઇના બિફિડા. ફિટસ માં ઘણી સ્ટ્રકચરલ એબ્નોર્માલિટીસ નું અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દ્વારા રિલાયેબલ ડાયગ્નોસીસ કરી શકાય છે, અને આ સામાન્ય રીતે 20 વિક પહેલા કરી શકાય છે.

• એમ્નીઓટીક ફ્લ્યુઇડ નુ અમાઉન્ટ અસેસ કરવા તથા પેસેન્ટા નું લોકેટ કરવા માટે

લાઇકર એટલે કે એમ્નિઓટિક ફ્લુઇડ વધારે અથવા ઓછું અમાઉન્ટ એ અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ક્લીયરલી રીતે ડિટેક્ટ થય શકે છે અને આ બંને કન્ડિશન ફીટસ ને એડવર્સ ઇફેક્ટ કરી શકે છે.

અલ્ટ્રાસોનોગ્રાફી એ પ્લેસેન્ટા ના લોકેશન ને પણ ડિટેક્ટ કરવા માટે અગત્યની હોય છે. જેના કારણે પ્રેઝન્ટાની કોઇપણ એબનોર્મલ સાઇટ હોય તો તેનું અર્લી ડિટેકશન થઇ શકે છે જેમ કે પ્લેસેન્ટા પ્રિવ્યા.

• અલ્ટ્રાસોનોગ્રાફી એ બીજી ઓબ્સ્ટ્રેટ્રિકલ કન્ડિશન માટે પણ અગત્યની હોય છે જેમ કે,

a) જ્યારે ઇન્ટરાયુટેરાઇન ડેથ એ કન્ફોર્મ કરવાની જરૂરિયાત હોય ત્યારે.

b) અમુક કેસીસમાં ફિટલ પ્રેઝન્ટેશન ને ચેક કરવા માટે.

C) જ્યારે બાયોફિઝિકલ પ્રોફાઇલમાં, ફિટલ મુવમેન્ટ, ટોન તથા બ્રિધિંગ નું ઇવાલ્યુએશન કરવાની જરૂરિયાત હોય ત્યારે.

d) પ્રેગનેન્સી સમય દરમિયાન યુટેરાઇન અને પેલ્વિક એબ્નોર્માલિટીસ ને ડાઇગ્નોસીસ કરવા માટે.

Ex: ફાઇબ્રોમાયોમાટા, ઓવેરિયન સિસ્ટ.

•> અલ્ટ્રાસાઉન્ડ સ્કેન વજાઇનલી અને એબડોમીનલી બંને રીતે થય શકે છે

•વજાઇનલ સ્કેન

વજાઇનલ સ્કેન એ પ્રેગ્નેન્સી ના માત્ર ફસ્ટ 12 – 14 વિક દરમિયાન જ કરવામાં આવે છે. કારણકે આ સ્ટેજમાં ફિટસ એ ખૂબ નાનું હોય છે અને તેમાં વજાયનલ સ્કેન એ એબડોમીનલ સ્કેન ની કમ્પેર માં બેટર વ્યુ પ્રોવાઇડ કરે છે.વજાઇનલ સ્કેન માં મધર ને તેને બેક પર લાઇલાઇડાઉન કરવા માટે કહેવામાં આવે છે ત્યારબાદ લુબ્રિકેટ કરેલું સેન્સર એ વજાઇનામાં ઇન્સર્ટ કરવામાં આવે છે આ સેન્સર એ સામાન્ય રીતે કોન્ડમ દ્વારા કવર થયેલું હોય છે.

•એબડોમિનલ સ્કેન

એબડોમિનલ સ્કેન એ સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના 12 થી 14 વીક્સ પછી યુઝ કરવામાં આવે છે. એબડોમિનલ સ્કેન મા મધર ને તેની બેક પર સૂવાનું કહેવામાં આવે છે. તેના લોવર એબડોમન ઉપર તેની સ્કિન પર જેલ લગાવવામાં આવે છે. જેલ સેન્સર ને તેની સ્કિન પર સરળતાથી સ્લાઇડ કરવા દે છે અને ક્લીયર ઇમેજ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે. સેન્સર ને તેની સ્કિન ની સામે મજબૂત રીતે પકડવામાં આવે છે અને એબડોમીનલ સરફેસ પર ખસેડવામાં આવે છે.

•ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ

ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ હાલમાં ફિટસ ના કાર્ડિયાક પલ્સેસન અને ફિટસ ની વિવિધ બ્લડ વેસેલ્સ માં પલ્સેસન નુ ડિટેક્શન કરવામા મોસ્ટ વાઇડલી રીતે યુઝ થાય છે.તાજેતર ના વર્ષો માં ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલૉજી માં વધુ વિકાસ એ ઓબ્સ્ટ્રેટ્રિક માં તેની એપ્લિકેશન માં એક ગ્રેટ એક્સપાન્સન ને સક્ષમ બનાવ્યું છે, ખાસ કરીને ફિટસ ની વેલ્બીંગ નું અસેસમેન્ટ અને મોનીટરીંગ રાખવાના એરિયા માં,

તેનુ પ્રોગ્રેસન એ ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિસ્ટ્રીક્શન તથા કાર્ડિયાક માલફોર્મેશન ને ડાયગ્નોસીસ 

કરવામા મા ફેસ કરે છે.

કાર્ડિયોટોકોગ્રાફી (CTG):

કાર્ડિયોટોકોગ્રાફી (CTG) માં ફિટલ હાર્ટ બીટ અને યુટેરાઇન કોન્ટ્રાક્શન ને ગ્રાફિકલી રેકોર્ડ કરવામાં આવે છે.

તે જનરલી રીતે થર્ડ  ટ્રાયમેસ્ટર દરમ્યાન  કરવામાં આવે છે. મોનિટરિંગ કરવા માટે વપરાતા મશીન ને કાર્ડિયોટોકોગ્રાફ કહેવામાં આવે છે અને તે ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટર( EFM) અથવા એક્સટર્નલ ફિટલ મોનિટર (EFM) તરીકે પણ ઓળખાય છે.

બે ટ્રાન્સડ્યુસર્સ નો ઉપયોગ એબડોમન ની વોલ પર પટ્ટા લગાવી ને એક્સટર્નલી રીતે કરવામાં આવે છે. એક ફિટસ ના હાર્ટ રેટ મેઝર કરે છે અને બીજું યુટ્રસ ના કોન્ટ્રાક્શન ને મેઝર કરે છે.

ઇન્ટર્નલ મેઝરમેન્ટ પણ કરી શકાય છે. તેને ચોક્કસ ડિગ્રી ના સર્વાઇકલ ડાયલેટેશન ની જરૂર પડે છે, કારણ કે આમાં યુટેરાઇન કેવીટી મા પ્રેશર કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે છે અને પલ્સ ને એડિક્યુએટ રીતે મેઝર માટે ફિટસ ના માથા સાથે સ્કાલ્પ ઇલેક્ટ્રોડ અટેચ કરવાનુ હોય છે.જ્યારે કોમ્પ્લીકેટેડ બર્થ થવાની શક્યતાઓ હોય તે પ્રિફર્ડ હોય છે. કાર્ડિયોટોકોગ્રાફી એ નોન – સ્ટ્રેસ ટેસ્ટ (NST) તેમજ કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ (CST) કરવા માટે પણ યુઝ થાય છે.

નોન સ્ટ્રેસ ટેસ્ટ (NST):

નોન સ્ટ્રેસ ટેસ્ટ ( NST) માં ફિટલ મુવમેન્ટ ના રિસ્પોન્સ માં ફિટલ હાર્ટ રેટ ( FHR ) નું મોનિટરિંગ કરીને ફિટસ ની વેલ્બીંગ નું ઇવાલ્યુએશન કરવામાં આવે છે. આ ટેસ્ટ કરાવવા થી ફીટસ ઉપર કોઇ ખાસ સ્ટ્રેસ આવતો નથી.

નોન-સ્ટ્રેસ ટેસ્ટ માં ફિટસ ના હાર્ટ રેટ અને યુટેરાઇન  કોન્ટ્રાક્શન મોનિટર કરવા માટેનો બેલ્ટ મધર ના એબડોમન ની આસપાસ અટેચ્ડ કરવામા આવે છે.

નોન સ્ટ્રેસ કોમન પ્રિનેટલ પ્રોસિજર છે કે જે સામાન્ય રીતે ફીટલ હેલ્થ ને અસેસ કરવા માટે સામાન્ય રીતે થર્ડ ટ્રાયમેસ્ટર દરમ્યાન કરવામાં આવે છે.

હાર્ટ રેટ એ લગભગ 20-30 મિનિટ માટે રેકોર્ડ કરવામાં આવે છે, તે સમય દરમિયાન મધર ઇન્ડિકેટ કરે છે કે તેણી ને ફિટસ ની કોઇ મુવમેન્ટ લાગે છે કે કેમ. બેઝલાઇન માં શોર્ટ ટર્મ ની વેરિયેશન 10 અને 15 bpm ની વચ્ચે હોવી જોઇએ. અને જો બીજી એબનોર્માલીટીસ સાથે વેરિયેશન ને લાંબા સમય સુધી ઘટાડી ન શકાય તેવી હોય તો ફિટસ ડિસ્ટ્રેસ હોય શકે છે.

પરપઝ:

NST ( નોન સ્ટ્રેસ ટેસ્ટ) નો પ્રાઇમરિ ગોલ એ  બાળક ના હાર્ટ રેટ નું મોનિટરિંગ કરવું અને ફિટલ હાર્ટ રેટ ( FHR ) એ મુવમેન્ટ પ્રત્યે  કેવો રિસ્પોન્સ પ્રોવાઇડ કરે છે તે અસેસમેન્ટ કરવાનો હોય છે. તે ફીટસ ની વેલ્બીંગ નું ઇવાલ્યુએશન કરવામાં મદદ કરે છે અને બાળક ના ઓક્સિજન ના લેવલ અને ઓવરઓલ હેલ્થ ની ઇનસાઇટ પ્રોવાઇડ કરી શકે છે. NST નો યુઝ સામાન્ય રીતે એવા કિસ્સાઓ માં થાય છે કે જ્યાં ફિટસ ના હેલ્થ વિશે ચિંતા હોય અથવા જ્યારે કોઇ કોમ્પ્લિકેશન માટે રિસ્ક હોય.

પોઝીશન એન્ડ પ્રિપેરેશન ઓફ મધર:

નોન સ્ટ્રેસ સ્ટ્રેસ( NST ) એ સામાન્ય રીતે મધર ને પ્રોપરલી કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરી પરફોર્મ કરવામાં આવે છે આ ટેસ્ટ પરફોર્મ કરતી વખતે ફિટસ એ સ્લીપિંગ કન્ડિશન માં ન હોવું જોઇએ કારણકે તેના કારણે ફિટલ હાર્ટ રેટ માં વેરીએશન આવી શકે છે એટલે કે ફિટલ હાર્ટ રેટ મા ઘટાડો જોવા મળી શકે છે. ફિટસ ને એબડોમીનલ પાલ્પેશન અથવા બઝર દ્વારા તેને અરાઉઝ કરવામાં આવે છે. વુમન ને એડવાઇઝ આપવી કે જ્યારે તે ફિટલ મુવમેન્ટ ફીલ કરે ત્યારે બટન ને પ્રેસ કરવું અને ફિટલ હાર્ટ રેટ(FHR)નુ મોનિટરિંગ કરવુ.

એડવાન્ટેજીસ:

* આ એક નોન ઇન્વેસિવ ટેસ્ટ છે.

* આ ટેસ્ટ એ સિમ્પલ,

ઇનએક્સપેન્સીવ તથા ઓછો ટાઇમ કન્ઝુયુમીંગ છે.

* આ ટેસ્ટ નું કોઇ પણ કોન્ટ્રાઇન્ડિકેશન કે કોમ્પ્લિકેશન હોતું નથી.

* આ ટેસ્ટ ને પરફોર્મ કરવામાં કોઇપણ સ્પેશ્યલ એક્સપર્ટાઇઝ ની જરૂરિયાત હોતી નથી.

* આ ટેસ્ટ દ્વારા ઇમિડીયેટ આન્સર મેળવી શકાય છે.

ઇન્ટરપ્રિટેશન ઓફ ટેસ્ટ:

રિએક્ટિવ ટેસ્ટ( નોર્મલ સ્ટ્રેસ ટેસ્ટ( NST)):

જ્યારે ફિટસ ની મુવમેન્ટ ના રિલેસન માં ફિટલ હાર્ટ રેટ ( FHR ) 15-30 સેકન્ડ સુધી બેઝલાઇન થી ઉપર 15 બીટ્સ / મિનિટ સુધી નો પ્રવેગ હોય ત્યારે ટેસ્ટ ને રિએક્ટીવ ગણવામાં આવે છે.

જ્યારે 10- મિનિટ ના સમયગાળામાં આવી બે અથવા વધુ ઘટનાઓ અથવા 20- મિનિટના સમયગાળામાં પાંચ અથવા વધુ પ્રવેગક હોય, ત્યારે ટેસ્ટ ને નોર્મલ ગણવામાં આવે છે.

નોન રિએક્ટિવ ટેસ્ટ( એબનોર્મલ નોન સ્ટ્રેસ ટેસ્ટ ):

નોન – રીએક્ટીવ ટેસ્ટ ત્યારે કહેવામાં આવે છે જ્યારે ફીટલ હાર્ટ રેટ એ ફિટસ ની મુવમેન્ટ ના રિસ્પોન્સ માં એબસન્સ હોય છે.

જ્યારે ફિટલ હાર્ટ રેટ એ ફિટલ મુવમેન્ટ ના રિસ્પોન્સ મા 15 બીટ્સ/ મિનિટ કરતાં ઓછા હોય અને તે 15 સેકન્ડ કરતાં ઓછા સમય સુધી રહે તો આ ટેસ્ટ એ એબનોર્મલ કહેવામાં આવે છે.

સસ્પિસીયસ નોન- સ્ટ્રેસ ટેસ્ટ

આમાં ફિટસ ની મુવમેન્ટ ના રિલેસન માં ફિટસ ના હાર્ટ રેટ નો પ્રવેગ છે, પરંતુ બેઝલાઇન થી ઉપરના બીટ્સ, પ્રવેગ ની સંખ્યા અથવા ડ્યુરેશન ની લેન્થ રિએક્ટિવ અથવા નોન- રિએક્ટિવ હોવાના ક્રિઇટએરિયા ને પૂર્ણ કરતી નથી.

ઇન્ડીકેશન ઓફ નોન સ્ટ્રેસ ટેસ્ટ( NST ):

જે વુમન ને પહેલાની કોઇપણ મેડિકલ કન્ડિશન હોય જેમકે ડાયાબિટીસ અથવા પ્રેગ્નન્સી સમય દરમિયાન અરાઇઝ થયેલી કન્ડિશન જેમ કે,

હાયપર ટેન્શન ની કન્ડિશન હોય.

જ્યારે, ફિટલ મુવમેન્ટ એ યુઝ્વલ કરતા ઓછી ફિલ થાય તેવું  પ્રેગનેન્ટ વુમન એ   રિપોર્ટ કરે ત્યારે.

ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટાયર્ડેશન ( IUGR )     ની કન્ડિશન કે જેમાં ચાઇલ્ડ એ તેની નોર્મલ એજ મુજબ પ્રોપરલી ગ્રો થતું નથી.

જ્યારે એમ્નીઓટીક ફ્લુઇડ નું અમાઉન્ટ એ ખૂબ વધારે હોય અથવા એમ્નીઓટીક ફ્લુઇડ નુ અમાઉન્ટ એ ઓછું થયેલું હોય.

કોઇ વુમન ની પ્રિવ્યસ પ્રેગનેન્સી મા તેનુ બેબી ને લોસ્ટ થયેલું હોય તેવી કન્ડિશન માં.

પ્રેગનેન્સી ના 40 વીક પછી પણ જે વુમન ની પ્રેગ્નન્સી કંટીન્યુ હોય તેવી કન્ડિશન માં બેબી ના બેલ્બીંગ ને ચેક કરવા માટે આ ટેસ્ટ ને પરફોર્મ કરવામાં આવે છે.

વુમન ને એક્સટર્નલ સેફેલિક વર્ઝન( બ્રીચ બેબી ને ટર્ન કરવા) અથવા થર્ડ ટ્રાયમેસ્ટર મા એમ્નીયોસેન્ટીસીસ (બાળક ના લંગ્સ એ બર્થ માટે પૂરતા મેચ્યોર છે કે કેમ તે નક્કી કરવા અથવા યુટ્રસ ના ઇન્ફેક્શન ને રુલ આઉટ કરવા) જેવી પ્રોસિઝર કર્યા પછી, હેલ્થ કેર પ્રેક્ટિશનર એ બેબી નું વેલ્બીંગ છે કે કેમ તેની ખાતરી કરવા માટે નોન સ્ટ્રેસ ટેસ્ટ ( NST ) કરવામા આવે છે.

કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ( CST):

કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ

( CST) એ વુમન મા જ્યારે યુટેરાઇન કોન્ટ્રાક્શન સમયે ફિટસ નુ ઓક્સિજન લેવલ એ રિડ્યુઝ થાય ત્યારે ફિટસ ના હેલ્થ ની કન્ડિશન અને ફિટલ હાર્ટ રેટ ( FHR ) ની કન્ડિશન અસેસ કરવા માટે  યુઝ થાય છે. આ ટેસ્ટ માં ઓક્સિટોસીન દ્વારા ઇન્ડ્યુસ્ડ કરાયેલા યુટેરાઇન કોન્ટ્રાકશન મા ફિટલ હાર્ટ રેટ નો રિસ્પોન્સ અસેસ કરવામાં આવે છે. આ ટેસ્ટ માં એક્સટર્નલ હાર્ટ મોનિટરિંગ કરવામાં આવે છે. યુટેરાઇન કોન્ટ્રાકશન સમયે ફિટસ નુ થોડા સમય માટે બ્લડ તથા ઓક્સિજન સપ્લાય એ ડ્રોપ થાય છે આ કન્ડિશન એ મોસ્ટઓફ બેબીસ માટે પ્રોબ્લેમ હોતી નથી પરંતુ અમુક બેબી માં તેના હાર્ટ રેટ સ્લો થય જાય છે. હાર્ટ રેટમાં થતા આ ચેન્જીસ એ એક્સટર્નલ ફિટલ મોનિટરિંગ ડિવાઇસ ઉપર જોવામાં આવે છે. આ ટેસ્ટ એ સામાન્ય રીતે જ્યારે વુમન ને 34 વીક અથવા તેના કરતાં વધારે વિક્સ ની પ્રેગ્નન્સી હોય ત્યારે પરફોર્મ કરવામાં આવે છે.

પ્રિપેરેશન ઓફ મધર:

આમાં વુમન ને સેમીરિક્યુમ્બન્ટ પોઝીશન, લેટરલ ટીલ્ટ પોઝિશન,તથા પ્રોપર્લી કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવામાં આવે છે. ત્યારબાદ યુટેરાઇન કોન્ટ્રાકશન્સ ને 20 થી 30 મિનિટ માટે રેકોર્ડ કરવામાં આવે છે. જો યુટેરાઇન કોન્ટ્રાકશન એ 10 મિનિટમાં ત્રણ અથવા ત્રણ કરતાં વધારે હોય અને તેનો ડ્યુરેશન એ સામાન્ય રીતે 40 સેકન્ડ કરતાં વધારે હોય તો કોઇ પણ સ્ટીમ્યુલેશન ની જરૂરિયાત હોતી નથી. જો સ્પોન્ટેનિયસ સ્ટીમ્યુલેસન એબસન્ટ હોય તો ઓક્સિટોસિન પ્રોવાઇડ કરી સ્ટીમ્યુલેશન ને ઇંડ્યુઝ કરવામાં આવે છે.

ઓક્સિટોસિન ચેલેન્જ ટેસ્ટ માં, ડાયલ્યૂટ કરેલું ઓક્સિટોસિન સોલ્યુશન ઇન્ટ્રાવિનસલી એડમિનિસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ફ્યુઝન નો રેટ એ થોડા થોડા ઇન્ટરવલ પર  ઇન્ક્રીઝ કરવો જ્યાં સુધી 10 મિનિટ માં ત્રણ અથવા ત્રણ કરતાં વધારે યુટેરાઇન  કોન્ટ્રાક્શન એ 30 મીનીટ કરતા વધારે સમય સુધી જોવા મળે નહી ત્યાં સુધી ત્યારબાદ રેકોર્ડિંગ કર્યા પછી ઓક્સિટોસીન ઇન્ફ્યુઝન ને સ્ટોપ કરવું,

કોન્ટ્રાકશન સ્ટ્રેસ ટેસ્ટ એ નીચે મુજબ ની કન્ડિશન ચેક કરવા માટે કરવામાં આવે છે જેમ કે,

લેબર ની પ્રોસેસ દરમ્યાન અથવા યુટેરાઇન કોન્ટ્રાક્શન દરમ્યાન જ્યારે ઓક્સિજન નું અમાઉન્ટ ઓછું હોય ત્યારે ફીટસ ની વેલ્બીંગ ને અસેસ કરવા માટે તથા ફિટલ હાર્ટ રેટ ( FHR ) ને અસેસ કરવા માટે યુઝ થાય  છે.

કોન્ટ્રાઇન્ડીકેશન

જો વુમન ને પ્લેસેન્ટા પ્રિવ્યા ની કન્ડિશન હોય,

વુમન ને એન્ટી પાર્ટમ હેમરેજ (APH) ની કન્ડિશન હોય,

પ્રિવ્યસ ક્લાસિક સિઝેરીયન સેક્શન થયેલું હોય,

જે ક્લાઇન્ટ ને પ્રીટમૅ લેબર થવાના હાઇરિસ્ક હોય

રિસ્ક

લેબર એ સામાન્ય રિતે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિવલેવરી કર્તા અર્લી સ્ટાર્ટ  થય શકે.

પ્રોલોંગ કોન્ટ્રાક્શન ના કારણે બેબી મા પ્રોબ્લેમ એ અરાઇઝ થય શકે.

ઇન્ટરપ્રિટેશન:

આ કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ ( CST ) એ જ્યારે વુમન એ લેબર પ્રોસેસ મા હોય ત્યારે થોડા સમય માટે ફિટસ ને બ્લડ તથા ઓક્સિજન સપ્લાય એ રિડ્યુઝ થાય છે,તો તે રિડ્યુઝ થયેલા બ્લડ  અને ઓક્સિજન સપ્લાય ના કારણે ફિટસ ના હેલ્થ સ્ટેટસ ને અસેસ કરવા માટે યુઝ થાય છે.

નોર્મલ કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ ( CST )

નોર્મલ ટેસ્ટ ના રીઝલ્ટ ને  નેગેટિવ કહેવામા આવે છે.જેમા બેબી ના હાર્ટ રેટ એ લો(ડિસેલેરેટ) થતા નથી.પરંતુ કોન્ટ્રાક્શન(લેટ ડિસેલેરેટ)પછી લો થાય છે.

એબનોર્મલ કોન્ટ્રાકશન સ્ટ્રેસ ટેસ્ટ (CST)

એબનોર્મલ કોન્ટ્રાકશન સ્ટ્રેસ ટેસ્ટ (CST) ના  રીઝલ્ટ ને પોઝિટિવ કહેવામાં આવે છે કે જેમાં ફિટસ ના હાર્ટ રેટ એ સ્લો થાય છે અને તે કોન્ટ્રાકશન થયા પછી પણ કંટીન્યુઅસલી સ્લોજ રહે છે એટલે કે ફિટસ ને નોર્મલ લેબર દરમિયાન પ્રોબ્લમ અરાઇઝ થય શકે છે. તેનો અર્થ એ પણ થઇ શકે કે

જો ડીલેવરી સમય દરમિયાન ડીલે થાય તો બેબી ને પ્રોબ્લમ અરાઇઝ થઇ શકે છે.

હાઇપરસ્ટીમ્યુલેશન

હાયપરસ્ટિમ્યુલેશન માં કોન્ટ્રાક્શન એ 90 સેકન્ડ કે તેથી વધુ સમય સુધી ચાલે છે.

સસ્પિસીયસ

આમાં ફિટલ હાર્ટ રેટ નુ લેટ ડિક્લેરેસન છે, પરંતુ આ રિપીટેટીવ હોતુ નથી અને કન્ટીન્યુઅસ કોન્ટ્રાક્શન સાથે થતું નથી.

અનસેટીસ્ફેક્ટરી

આમા રેકોર્ડિંગ ની ક્વોલિટી એ એટલી સારી હોતી નથી.

એન્ટિનેટલ હેલ્થ એજ્યુકેશન:

એન્ટિનેટલ એજ્યુકેશન એ પ્રેગનેન્ટ વુમન ને  પ્રેગ્નેન્સી સમય દરમિયાન પ્રોવાઇડ કરવામાં આવે છે.

પ્રિન્સિપલ્સ:

* મધર ને રેગ્યુલર હેલ્થ ચેક-અપ નું નોલેજ પ્રોવાઇડ કરવું.

* પ્રેગનેન્ટ વુમન નુ હેલ્થ સ્ટેટસ એ ડિલીવરી સુધી ઇમ્પ્રુવ કરવું.

* વુમન ના હેલ્થ સ્ટેટસ ને ઇમ્પ્રુવ કરવા માટે ડાયટ, ડ્રગ્સ અને હાઇજીન વિશે સલાહ આપવી.

પ્રેગનેન્સી સમય દરમ્યાન મધર ને નીચે પ્રમાણે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે:

1) ડાયટ કે જેમા સપ્લીમેન્ટલ થેરાપી નુ પણ ઇન્વોલ્વમેન્ટ થાય

2) એન્ટિનેટલ હાઇજીન

3) રેસ્ટ એન્ડ સ્લીપ

4) ટ્રાવેલ

5) કમ્ફર્ટ મેઝર

6) કોઇટસ

7) સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ

8)અવોઇડન્સ ઓફ ડ્રગ્સ

9)ઇમ્યુનાઇઝેશન

10)પ્રિપેરેશન ફોર કન્ફાઇનમેન્ટ

11)ચાઇલ્ડ કેર

12)જનરલ એડવાઇસ

13)એન્ટિનેટલ એક્સરસાઇઝ

એન્ટિનેટલ ડાયટ:

પ્રેગનેન્સી સમય દરમ્યાન મધર ને એડિક્યુએટ અમાઉન્ટ માં ડાયટ પ્રોવાઇડ કરવાથી તેનું ગુડ મેટર્નલ હેલ્થ જળવાય રહે છે તથા ઓપ્ટિમલ ફિટલ ગ્રોથ થાય છે. પ્રેગ્નેન્ટ વુમન માટે સારું ફૂડ અને ઓપ્ટિમમ મેટર્નલ ન્યુટ્રીશન અગત્યનું હોય છે. પ્રેગનેન્સી ના પહેલા ત્રણ મહિના એ ખૂબ જ અગત્યના હોય છે કારણ કે આ સમય દરમિયાન બેબી નું મોસ્ટઓફ ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ થાય છે. હેલ્ધી પ્રેગનેન્સી ને મેઇન્ટેન રાખવા માટે ન્યુટ્રીશન એ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે. પ્રેગ્નેન્સી એ વુમન માટે સૌથી વધુ ડિમાન્ડીંગ પિરીયડ હોય છે, તેથી, બેલેન્સ ડાયટ લેવો એ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. એડીક્યુએટ અમાઉન્ટમાં ન્યુટ્રીશન લેવાના કારણે લેબર દરમ્યાન જરૂરી સ્ટ્રેંન્થ મળે છે અને સક્સેસફુલ લેક્ટેસન થાય છે. જો પ્રેગનેન્સી સમય દરમિયાન મધર એડીક્યુએટ અમાઉન્ટમા ડાયટ ઇન્ટેક કરે તો તેના કારણે સ્પોન્ટેનીયસ એબોર્શન, સ્ટીલ બર્થ, અને નીયોનેટલ ડેથ ને રીડયુઝ કરી શકાય છે અને સાથે સાથે ફીટલ ગ્રોથને પ્રમોટ કરી શકાય છે.

એડિક્યુએટ એન્ટિનેટલ ડાયટ એ નીચેના ફેક્ટર્સ લીધે ખૂબ જરૂરી હોય છે:

* મધર નું ફિઝિકલ હેલ્થ મેઇન્ટેન રાખવા માટે.

* ગ્રોવિંગ ફિટસ ની નીડ ને ફુલફીલ કરવા માટે.

•લેબર દરમિયાન જરૂરી સ્ટ્રેંન્થ અને વાઇટાલિટી ડેવલોપ કરવા અને તેને મેઇન્ટેન કરવામા મદદ કરે છે.

* સક્સેસફુલ લેક્ટેસન ને ડેવલોપ કરવામાં મદદ કરે છે.

* પ્રેગ્નેન્ટ વુમન નું ડાયટ એ આઇડિયલી રીતે લાઇટ, ન્યુટ્રિશિયસ,ઇઝીલી ડાયજેસ્ટેબલ તથા પ્રોટીન, મિનરલ્સ અને વિટામીન યુક્ત હોવું જોઇએ.

* મધરને એક્સેસિવ સોલ્ટી, તથા સ્પાઇસી ફૂડ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

પ્રેગનેન્સી સમય દરમિયાન

મેટર્નલ ટીશ્યુસ, ફિટસ તથા પ્લેસેન્ટા નો ગ્રોથ વધવાથી બેઝલ મેટાબોલિક રેટ ( BMR) ઇન્ક્રીઝ થાય છે જેના કારણે કેલરી રિક્વાયરમેન્ટ એ 2500 kcal જેટલું વધે છે. પ્રેગ્નન્સી સમય દરમિયાન નોર્મલી રીતે પ્રેગ્નેન્ટ વુમન માં 11 kg જેટલો વેઇટ ઇન્ક્રીઝ થાય છે.

કાર્બોહાઇડ્રેટ એન્ડ ફેટ

કાર્બોહાઇડ્રેટ એ બોડીમાં એનર્જી પ્રોડ્યુસ કરવા માટે જરૂરી હોય છે. પ્રેગનેન્સી સમય દરમિયાન એડિક્યુએટ અમાઉન્ટ મા કાર્બોહાઇડ્રેટ નું ઇન્ટેક કરવુ જરૂરી હોય છે. જો એડીક્યુએટ અમાઉન્ટ માં કાર્બોહાઇડ્રેટ ઇન્ટેક ન કરવામાં આવે તો મધરનો વેઇટ પ્રોપરલી મેઇન્ટેન રહેતો નથી, જેના કારણે મધર ને તથા ફિટસ ને કોમ્પ્લીકેશન થય શકે છે.

કાર્બોહાઇડ રિચ ફૂડ જેમકે, રાઇસ, વીટ, પોટેટો, સુગર, ફ્રુટ્સ,વગેરે ફેતરી જ ફૂડ જેમકે બટર, ઘી,વેજીટેબલ,ઓઇલ મિલ્ક, મિટ તથા એગ્સ નો સમાવેશ થાય છે.

પ્રોટીન

મધર એ વિવિધ પ્રકારના પ્રોટીનયુક્ત ખોરાક ખાવા જોઇએ, કારણ કે પ્રેગ્નેન્સી સમય દરમિયાન તેની જરૂરિયાતો વધી જાય છે. પ્રોટીનના યોગ્ય ઉપયોગ માટે વિટામિન B6 જરૂરી છે. માછલી, માંસ, બદામ, વટાણા, કઠોળ અને ડેરી યુક્ત ખોરાક જેમ કે દૂધ અને ઇંડા બધા પ્રોટીન નો પુરવઠો પૂરો પાડે છે. પ્રેગ્નેટ વુમન માં પ્રોટીન ની ડેઇલી રિક્વાયરમેન્ટ 60 ગ્રામ જેટલો હોય છે.

મિનરલ્સ

કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, સોડિયમ અને આયોડિન પ્રેગ્નેન્સી દરમિયાન લેવું જોઇએ. આ મિનરલ્સ ની ડેફિસીયન્સી ના કારણે  કોમ્પ્લીકેશન થય શકે છે અને મધર અને ફિટસ પર પ્રતિકૂળ અસર કરે છે.

મહત્વપૂર્ણ મિનરલ્સ જેમ કે કેલ્શિયમ અને આયર્ન ની નીચે ચર્ચા કરવામાં આવી છે:

આયર્ન:

કેમ આયર્ન એ બોન અને ટીથ ને બનાવવામાં મદદ કરે છે અને હિમોગ્લોબિન ના પ્રોડક્શન માટે જવાબદાર છે. આયર્ન ની ઉણપ એનિમિયા ની કન્ડિશન નું કારણ બની શકે છે. આ કિસ્સામાં, આયર્ન સપ્લિમેન્ટ્સ દિવસમાં એક કે બે વાર લેવાની હોય છે. બટાકા, કિસમિસ, ખજૂર, બ્રોકોલી, પાંદડાવાળા લીલા શાકભાજી, આખા અનાજની બ્રેડ અને આયર્ન રિચ ખોરાક વધુ ખાવા. આયર્ન- ફોર્ટિફાઇડ સિરીયલ્સ એ એનિમિયા અટકાવી શકે છે.

કેલ્શિયમ:

કેલ્શિયમની જરૂરિયાત એ તેની તેની નોર્મલ નીડ કરતા પ્રેગ્નેન્સી સમય દરમિયાન બમણી હોય છે. બાળક ના બોન અને ટીથ ના હેલ્થી ડેવલોપમેન્ટ માટે આ મહત્વપૂર્ણ છે, જે લગભગ 8 વિક માં બનવાનું શરૂ કરે છે. દૂધ, ઇંડા, ચીઝ, લીલા શાકભાજી એ કેલ્શિયમ ના સારા સ્ત્રોત છે. પ્રેગનેન્સી તથા બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન કેલ્શિયમ ની રિકમન્ડેડ કરેલ ડેઇલી અમાઉન્ટ 800-1200 mg થી નોંધપાત્ર રીતે વધે છે.

ફોલિક એસિડ:

ફોલિક એસિડ એ પ્રેગનેન્સી દરમિયાન જરૂરી હોય તેવુ સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો માંનું એક છે. બાળક ની નર્વસ સિસ્ટમ ના વિકાસ માટે આ જરૂરી હોય છે, ખાસ કરીને ફર્સ્ટ થોડા વિક્સ માં. ફોલિક એસિડ ન્યુરલ ટ્યુબ ની (સ્પાઇન, બ્રેઇન અથવા તેમના કવરિંગ ની ડિફેક્ટ) અને અન્ય કંજીનાઇટલ ડિફેક્ટ જેમ કે ક્લેફ્ટ લીપ અને કંજીનાઇટલ હાર્ટ ડિસીઝ ને પ્રિવેન્ટ કરવામા મદદ કરે છે. પ્રેગ્નેન્સી દરમિયાન ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ લઇ શકાય છે. ફોલિક એસિડ ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી (જેમ કે સ્પિનચ અથવા કાલે), લીવર, યીસ્ટ, કઠોળ અને સાઇટ્રસ ફળો અને ફોર્ટિફાઇડ અનાજ અને બ્રેડમાં જોવા મળે છે. રસોઇ કરતી વખતે ફોલિક એસિડ સરળતાથી લોસ્ટ થય જાય છે; જેમ કે લીલા શાકભાજી સ્ટીમ્ડ અથવા બોઇલ્ડ કર્યા પછી જોવા મળે છે.

ફોલિક એસિડ ની ડેઇલી રિક્વાયરમેન્ટ આશરે 400 માઇક્રોગ્રામ જેટલી હોય છે.

વિટામિન્સ

વિટામિન્સ નો મધર અને ફિટસ ની ફિઝિયોલોજિકલ સ્ટેટ માં  સ્પેશિયલ રોલ હોય છે. તેથી તેનુ ડેઇલી ઇન્ટેક વધારવું જોઇએ.

અગત્યના વિટામીન્સ પ્રેગ્નેન્સી મા A,B,C, અને D  છે. તેથી વુમન ને વિટામીન યુક્ત ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

વિટામીન A

તેનાથી વિઝન અને સેલ્સ ની ઇન્ટીગ્રિટી વધે છે જે વેજીટેબલ , લીવર ,અને ફ્રુટ્સ માંથી મળે છે.

વિટામીન B

વિટામીન B થી એનીમીયા ની કન્ડિશન પ્રિવેન્ટ થાય છે.

તે યીસ્ટ, સિડ્સ, બિન્સ, નટ્સ, ડેઇરી ફુડ, તથા વોલ ગ્રેઇન માથી મળે છે.

વિટામીન C

વિટામીન C એ પ્લેસેન્ટા ના બંધારણ માટે જરૂરી હોય છે તે ઇન્ફેક્શન ને સામનો કરવા માટે પણ જરૂરી હોય છે તથા આયર્ન ના અબ્ઝોપશન માં પણ ઉપયોગી હોય છે. તેની રિક્વાયરમેન્ટ એ 70 mg/ day હોય છે. તેના રિચ સોર્સિસ મા સાઇટ્રસ ફ્રુઇટ, એન્ડ વેજીટેબલ, મા આવેલ હોય છે.

વિટામીન D

મેટરનલ કેલ્શિયમ એબ્ઝોર્બશન અને ઇન્ફન્ટ ના કેલ્શિયમ મેટાબોલિઝમ માટે અગત્ય નું વિટામીન છે.

વિટામીન E

તેનાથી એબોર્શન ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે.

વિટામીન K

નીયોનેટલ હેમરેજ પ્રિવેન્ટ  થાય છે.

ફાઇબર

ફાઇબર એ ડેઇલી ડાયટ મા લેવાથી કોન્સ્ટીપેશન દુર થાય છે.

ફ્રુઇટ્સ,વેજીટેબલ, બ્રાઉન રાઇસ, નટ્સ,

સિરીયલ્સ,ઓટ્સ, બિન્સ, તથા પલ્સીસ માંથી મળે છે.

એન્ટીનેટલ હાઇજીન

ડેઇલી બાથીંગ (સ્નાન):

પ્રેગ્નેન્ટ વુમન ને એડવાઇઝ આપવી કે પર્સનલ હાઇજિન ને મેઇન્ટેન કરવા માટે ડેઇલી સ્નાન કરવું પરંતુ ડેઇલી સ્નાન કરતી સમયે ઇમ્બેલન્સ ના કારણે ફોલડાઉન થય ન જાય તેનું પ્રોપરલી ધ્યાન રાખવું.

ડેન્ટલ કેર:

પ્રેગ્નેન્ટ વુમનને ને એડવાઇઝ આપવી કે ગુડ ડેન્ટલ કેર તથા ઓરલ ને મેઇન્ટેન રાખવી અને જરૂર પડે ત્યારે ડેન્ટિસ્ટ ની કન્સલ્ટ કરવી.

બ્રેસ્ટ કેર

પ્રેગ્નેન્ટ વુમન ને એન્ટિનેટલ પિરિયડ દરમિયાન પ્રોપરલી બેસ્ટ કેર કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન બ્રેસ્ટ ફીડીંગ ને પ્રમોટ કરી થય શકે તથા લેક્ટેસન એ પ્રોપરલી મેઇન્ટેન થય શકે.

રેસ્ટ એન્ડ સ્લીપ

આખી પ્રેગ્નન્સી દરમિયાન યુઝ્વલ એક્ટિવિટીઝ કરી શકાય પરંતુ સ્ટ્રેનીયસ વર્ક એ સ્પેશ્યલી ફર્સ્ટ અને લાસ્ટ  ટ્રાયમેસ્ટર મા અવોઇડ કરવુ જોઇએ. પ્રેગ્નેન્ટ વુમન એ ટોટલ 10 અવર્સ ની ઊંઘ લેવી જોઈએ જેમાં આઠ અવર્સ જેટલી નાઇટ માં અને બે અવર્સ જેટલી આફ્ટરનુન સમયમાં ઊંઘ લેવી જોઇએ.

મધર ને એડવાઇઝ આપવી કે કંટીન્યુઅસ લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં રહેવું નહીં અને એડવાઇઝ આપવી કે જ્યારે રેસ્ટ લેતા હોય ત્યારે તેના લેગ્સ ને એલીવેટ રાખવા જેના કારણે લેગ માંથી એડીમાં ને રીલીવ કરી શકાય. મધર ને એડવાઇઝ આપવી કે પોસિબલ હોય ત્યાં સુધી લેફ્ટ સાઇડ પર સ્લીપ લેવી જેના કારણે બેટર  બ્લડ સર્ક્યુલેશન થય શકે.

ટ્રાવેલિંગ

પ્રેગનેન્ટ વુમન ને એડવાઇઝ આપવી કે હેવી તથા જર્કી વાળું ટ્રાવેલિંગ એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર માં અને લાસ્ટ ટ્રાયમેસ્ટર  માં અવોઇડ કરવું જોઇએ. કારણકે આ સમય દરમિયાન મિસ્કેરેજ થવાના ચાન્સીસ વધારે હોય છે. સ્પેશિયલી જો હાઇ રિસ્ટ પ્રેગ્નન્સી હોય તો તે વુમન ને ટ્રાવેલિંગ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

જેસ્ટેશન ના 32 વિક પછી એઇર ટ્રાવેલિંગ અવોઇડ કરવા માટે મધર ને એડવાઇઝ આપવી કારણકે એઇરટ્રાવેલિંગ કરવાના કારણે યુટ્રસ ની મેમ્બરેન એ ડેમેજ થઇ શકે છે અને તે ડેન્જરિયસ સાબિત થય શકે છે.

જો વુમનને પ્લેસેન્ટા પ્રિવ્યા ,સિવ્યર એનિમિયા, તથા સિકલ સેલ ડીસીઝ માં એઇર ટ્રાવેલિંગ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

કમ્ફર્ટ મેઝર્સ

પ્રેગનેન્ટ વુમન ને લુઝ  ક્લોથ ને વિયરીંગ કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે ડિસ્કકમ્ફર્ટ ને રીલીવ કરી શકાય અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ મળી શકે તથા વુમન ને હાઇહિલ વાળા શૂઝ વિયરીંગ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

કોઇટસ

પ્રેગ્નેટ વુમન ને એડવાઇઝ આપવી કે સ્પેસિયલી ફર્સ્ટ અને થર્ડ ટ્રાયમેસ્સ્ટર માં સ્પેશ્યલી સેક્સ્યુઅલ એક્ટિવિટી અવોઇડ કરવી કારણકે મોસ્ટલી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મા એબોર્શન થવાના ચાન્સીસ રહે છે તથા થર્ડ ટ્રાયમેસ્ટર માં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ રહે છે તેથી પ્રેગ્નેન્ટ વુમન ને કોઇટસ એક્ટિવિટી અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ

મધર ને એડવાઇઝ આપવી કે સ્મોકિંગ એ હેલ્થ માટે ઇન્જરિયસ હોય છે તેથી પ્રેગ્નેન્સી સમય દરમિયાન સ્મોકિંગ અવોઇડ કરવું જોઇએ કારણ કે,જો હેવી સ્મોકર હોય તો તેના કારણે બેબી એ સ્મોલ હોવાના ચાન્સીસ રહે છે અને એબોર્શન થવાના ચાન્સીસ પણ રહે છે સાથે સાથે જો મધર એ આલ્કોહોલ ઇન્ટેક કરતી હોય તો તેને પણ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી જોઇએ કારણ કે તેના લીધે ફિટલ માલડેવલોપમેન્ટ તથા ગ્રોથ રિસ્ટ્રિક્શન થય શકે છે. આમ, સ્મોકિંગ અને આલ્કોહોલ થી હેલ્થ ને નુકસાન થાય છે તેથી તેને સ્ટોપ કરવા માટે એડવાઇઝ આપવી જોઇએ.

અવોઇડન્સ ઓફ ડ્રગ

રીપ્રોડક્ટિવ એજમા  પ્રેગ્નેન્સીની પોસિબિલિટી ને ધ્યાનમાં રાખીને ડ્રગ ઇન્ટેક કરવી જોઇએ કારણ કે મોટાભાગની ડ્રગ એ પ્લેસેન્ટા ને ક્રોસ કરી ફિટસ સુધી પહોંચી શકે છે અને જેમાં ઘણા ડ્રગ્સ ની ઇફેક્ટ એ ટરેટોજેનીક હોય છે જે ફિટસ ને નુકસાન કરી શકે છે. તથા વુમન એ ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ નું પણ ઇન્ટેક અવોઇડ કરવો જોઇએ.

પ્રેગનેન્સી સમય દરમિયાન મધર ને પ્રિસ્ક્રાઇબ કર્યા પ્રમાણે આયન અને ફોલિક એસિડ ની ટેબલેટ્સ એ પ્રિસ્ક્રાઇબ પ્રમાણે ઇન્ટેક કરવા માટે એડવાઇઝ કરવી જોઇએ

રેડીએશન

મધરને પ્રેગ્નન્સી સમય દરમિયાન એબડોમીનલ X Ray અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી કારણ કે તેના કારણે ફિટસ મા લ્યુકેમિયા કે કેન્સર થવાના ચાન્સીસ રહે છે.

ફેમિલી પ્લાનિંગ

મધર જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે જ તેને સ્મોલ ફેમિલી નોમ્સ તથા બે બાળકો વચ્ચે સમયગાળો રાખવા માટે એજ્યુકેશન તથા મોટીવેશન કરવી જોઇએ.

ઇમ્યુનાઇઝેશન

પ્રેગનેન્સી સમય દરમિયાન મધર ને ટીટેનસ માટે ઇમ્યુનાઇઝેશન કરવું જોઇએ તે માત્ર મધર નેજ પ્રોટેક્ટ કરતું નથી પરંતુ સાથે સાથે ફિટસ ને પણ પ્રોટેક્ટ કરે છે.

પ્રેગ્નેન્ટ વુમન ને સામાન્ય રિતે ટીટેનસ ના બે ડોસીઝ આપવા જોઇએ.

જેમા 1st ડોઝ એ 0.5 ml.ઇન્ટ્રામસ્ક્યુલર. અપરઆર્મ મા અર્લી ઇન પ્રેગ્નેનસી મા પ્રોવાઇડ કરવી જોઇએ.

2nd ડોઝ એ ટીટેનસ ટોક્સોઇડ ના 1st ડોઝ ની વેક્સિનેશન આપ્યા બાદ 1 મંથ પછી પ્રોવાઇડ કરવુ જોઇએ.

જો પ્રેગ્નેન્ટ વુમન એ લાસ્ટ થ્રી યર્સ ની પ્રેગનેન્સી માં ટીટેનસ ટોક્સોઇડ ની વેક્સિનેશન લીધેલી હોય તો ટીટેનસ ટોક્સોઇડ નો બુસ્ટર ડોઝ એ પ્રેગ્નેટ વુમન ને પ્રોવાઇડ કરવો.

પ્રેગ્નેન્ટ વુમન ને લાઇવ વાઇરસ વેક્સિન( રુબેલા, મિઝલ્સ, મમ્પસ તથા યેલો ફીવર)આપી શકાય નહી.તથા નોન પ્રેગનેન્ટ સ્ટેટ ની જેમ રેબીસ, હિપેટાઇટિસ A & B, તથા ટોક્સોઇડ આપી શકાય છે.

પ્રિપેરેશન ફોર કન્ફાઇનમેન્ટ

આમાં મધર અને બેબી માટે આર્ટિકલ્સને પ્રોપર્લી કલેક્ટ કરવા.

મધર ને ટ્રૂ લેબર માટેની સાઇન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

મધર ને અનટુવાર્ડ સિમ્પટોમ્સ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું અને તેને એડવાઇઝ આપવી કે જો તેમાંથી કોઇપણ સીમટોમ્સ જોવા મળે તો ઇમેડીએટલી જાણ કરવી:

•ડિસ્ટર્બ ઊંઘ અને બેચેની સાથે તીવ્ર માથાનો દુખાવો.

* યુરીનરી ટ્રબલ્સ.

* એપીગેસ્ટ્રીક પેઇન અને વોમિટિંગ.

•સ્કેનટી યુરિન.

* જો પેઇનફુલ યુટેરાઇન કોન્ટ્રાકશન એ 10 મિનિટ ના ઇન્ટરવલે અથવા અર્લી હોય અથવા યુટેરાઇન કોન્ટ્રાક્શન એ કંટીન્યુઅસલી 1 અવર્સ થી હોય તો તે લેબર ના ઓનસેટ ને સજેસ્ટ કરે છે.

* જો પરવજાઇનલી સડનલી વોટરી ફ્લુઇડ નો ઉછાળો થયો હોય તો તે પ્રિમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બરેન ની કન્ડિશન સુચવે છે.

* એક્ટીવ વજાઇનલ બ્લીડિંગ.

ચાઇલ્ડ કેર

મધરને ચાઇલ્ડ કેર ના વિવિધ પાસા માટે એજ્યુકેટ કરવા જેમ કે પ્રેગનેન્સી દરમિયાનની કેર, ચાઇલ્ડ બીયરિંગ, બેસ્ટ ફીડીંગ, ગ્રોથ ,ડેવલોપમેન્ટ ઇમ્યુનાઇઝેશન વગેરે.

જનરલ એડવાઇસ

મધર ને એડવાઇઝ આપવી કે ઇન્ટિનેટલ વિઝીટ ના શેડ્યુલ પ્રમાણે પ્રોપરલી ચેકઅપ કરાવવા આવવું, જો વધારે હેડએક, ડિઝીનેસ,બ્લર્ડ વિઝન, બેબી ને મુવમેન્ટ ફીલ ન થાય, સ્લીપ ડિસ્ટર્બન્સ થાય, રેસ્ટલેસ નેસ થાય, યુરીનરી ટ્રબલ્સ થાય, હાથ, પગ અને ફેસ પર સ્વેલિંગ આવવા જેવા કોઇ પણ ચિન્હો જણાય તો ઇમીડીએટલી હેલ્થ કેર પર્સનલ ને જાણ કરવી.

એન્ટિનેટલ એક્સરસાઇઝ

મધર  ને પ્રોપરલી એન્ટિનેટલ એક્સરસાઇઝ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કારણકે એક્સરસાઇઝ કરવાથી એબડોમીનલ મસલ્સ તથા પેલ્વિક ફ્લોર મસલ્સ ને સ્ટ્રેન્ધેન કરે છે જેના કારણે લેબર પ્રોસેસ ઇઝી રહે છે અને ચાઇલ્ડ બર્થ પછી પણ એક્સરસાઇઝ એ રિકવરી પ્રમોટ કરવામાં હેલ્પ કરે છે.

એન્ટિનેટલ એક્સરસાઇઝ

એન્ટીનેટલ એક્સરસાઇઝ કરવાથી પ્રેગ્નેન્ટ વુમન ના એબડોમીનલ મસલ્સ અને પેલ્વિક ફ્લોર મસલ્સ એ સ્ટ્રેન્ધેન થાય છે.જેના કારણે લેબર પ્રોસેસ ઇઝી રહે છે અને એક્સરસાઇઝ એ ચાઇલ્ડ બર્થ પછી પણ રિકવરી ને  પ્રમોટ કરવામાં હેલ્પ કરે છે. મધર અને બાળક ના વેલ્બીંગ માટે પ્રેગનેન્સી સમય દરમિયાન ફીટ અને સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ હોય છે એનો અર્થ એ પણ થાય છે કે મધર નું બોડી લેબર, બર્થ અને બાળક ની ફિઝિકલ નીડ માટે પ્રોપરલી પ્રિપેર હોવું જોઇએ.

એક્સરસાઇઝ ના ફાયદાઓ

* પ્રેગનેન્સી સમયે દરમિયાન થતા પેઇન ને રીડયુઝ કરવામાં મદદ કરે છે.

* બોડી પોસ્ચર ને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે.

* ઇન્ટેસ્ટાઇનલ મુવમેન્ટ ઇન્ક્રીઝ થવાથી કોન્સ્ટિપેશન દૂર થાય છે.

* પ્રેગનેન્સી સમય દરમિયાન ના માઇનર અલાઇનમેન્ટ નું રિડક્શન કરે છે જેમ કે સ્ટીફનેસ, ટેન્શન,કોન્સ્ટીપેશન તથા ઇન્સોમ્નિયા.

* પોસ્ટનેટલ રિકવરી ને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે.

* લેબર અને ચાઇલ્ડ બર્થ સમય દરમિયાન કોપ-અપ માટેની એબિલિટી ને ઇમ્પ્રુવ કરે છે.

* નાઇટ સમય દરમિયાન મધર ને રેસ્ટલેસ કરે તેવી સ્ટ્રેસ અને એન્ઝાઇટી ને રીલીવ કરી સારી ઊંઘમાં મદદ કરે છે.

* એક્સરસાઇઝ એ સ્કીન માં બ્લડ ફ્લો ને ઇન્ક્રીઝ કરે છે જેના કારણે હેલ્ધી ગ્લો મળે છે.

•એન્ડોરફીન હોર્મોન રિલીઝ વધવાથી ઇમોસન્સ આવે છે.

* એક્સરસાઇઝ કરવાના કારણે એનર્જી લેવલ ઇન્ક્રીઝ થાય છે જેના કારણે પ્રેગ્નેન્ટ વુમન એ વર્ક માટે તથા લેબર માટે વધુ સારી રીતે પ્રિપેર થય શકે છે.

* મધર એ ડીલેવરી પછી વધુ ઝડપથી બોડી શેપને રિગેઇન કરી શકે છે.

પોસ્ચર ડ્યુરીંગ પ્રેગનેન્સિ:

પ્રોપરલી સ્ટેન્ડિંગ

બંને પગ પર વજન સરખી રીતે ફેલાવી ને ઊભા રહો.

હીલ્સ અને અંગૂઠા વચ્ચે બેલેન્સ રાખવુ. જ્યારે માતા માટે એક જ  જગ્યાએ લાંબા સમય સુધી ઊભા રહેવું પડે તો તે એક પગ આગળ મૂકી શકે છે અને થોડી મિનિટો માટે તે પગ પર તેનો તમામ વજન મૂકી શકે છે. પછી બીજા પગ સાથે તેવી જ રિતે કરી શકે.

પ્રોપરલી સિટિંગ 

તમારી બેક અને થાઇ ને ટેકો આપી ને ખુરશીમાં સારી રીતે બેસો, પગ સહેજ અલગ, પગ ફ્લોર પર સપાટ રાખવા. તમારા પગના મસલ્સ ને નીચે અને વધારવા માટે વાપરો

ચેર ની ધાર પર બેસવુ નહીં.

ફ્લોર પરથી વસ્તુઓ ઉપાડવી (લિક્ટીંગ)

વસ્તુ ની નજીક જાઓ. નીચે બેસવું, ઘૂંટણ વાળવું અને પીઠ સીધી રાખવી. કોણી વાળીને શરીરની સામે વસ્તુ ને પકડી રાખવી. પગના મસલ્સ નો ઉપયોગ કરીને સ્ટેન્ડિંગ પોઝીશન માં ધીમે ધીમે અને સરળતાથી સ્ટ્રેઇટ કરો. હિપ્સ અને ની( ઘૂંટણ)ને વાળો, બેક ને નહીં.

સ્પેશિયલ એક્સરસાઇઝ

વોકિંગ

વોકિંગ એ એક સારી  એક્સરસાઇઝ છે અને પ્રેગનેટ વુમન માટે બેસ્ટ એક્સરસાઇઝમાની એક છે કારણ કે તેનાથી ની (ઘૂંટણ) અને પગની ઘૂંટીઓ પર વધુ પ્રેસર નથી પડતું. પ્રેગ્નેન્ટ વુમન એ નવ મહિના સુધી ચાલી શકે છે.

 •> એબડોમિનલ એક્સરસાઇઝ

આ એક્સરસાઇઝ એ એબડોમન ના મસલ્સ ને મજબૂત બનાવવામાં મદદ કરે છે, બેક ને સપોર્ટ આપે છે, અને બાળક ના જન્મ દરમિયાન પુશિંગ કરવામાં મદદ કરે છે.

બેનિફિટ:

• એબડોમીનલ એક્સરસાઇઝ કરવાથી એબડોમીનલ મસલ્સ ટોન ઇન્ક્રીઝ તથા સ્ટ્રેન્ધેન થાય છે.

* બેક પેઇન ને રીડયુઝ કરે છે.

* બેટર પોશ્ચર પ્રોવાઇડ કરે છે જેના કારણે ડીસકંફર્ટ દૂર થાય છે.

* બેક પરના સ્ટ્રેઇન ને રીડયુઝ કરવામાં મદદ કરે છે.

* સ્ટેબિલિટી ને એન્હાન્સ કરવામા મદદ કરે છે.

* સ્ટેબીલિટી એ બેલેન્સ ને પણ સુધારે છે, જે પડવા અને ઇન્જરી ને રોકવામાં મદદ કરી શકે છે.

* ઇમ્પ્રુવ થયેલી એબડોમીનલ સ્ટ્રેન્ધ એ બ્રીધિંગ મા અને અને લેબર સમય પર મદદ કરી શકે છે.

* ચાઇલ્ડ બર્થ પછી પણ ક્વિક રિકવરી થય શકે છે.

* મજબૂત એબડોમન ના મસલ્સ એ પેલ્વિક ને ટેકો આપવામાં અને પેલ્વિક પ્રેસર ને ઘટાડવામાં મદદ કરી શકે છે.

રેઝીસ્ટેડ ની(ઘૂંટણ) ટુ ચેસ્ટ

વુમન ને કહેવુ કે તમારી બેક પર સપાટ સૂવુ, ત્યારબાદ તમારા ઘૂંટણ વળેલા રાખો અને તમારા પગ ને ફ્લોર પર સપાટ રાખવા. પેલ્વિક ટીલ્ટ થી સ્ટાર્ટ કરવુ અને પછી તમારા હેડ ને તમારી ચેસ્ટ તરફ ઉંચુ કરવુ અને તમારા એબડોમન તરફ એક ઘૂંટણ ઊંચો કરવો .બંને હાથનો ઉપયોગ કરીને તમારા પગ ને ઘૂંટણની નીચે થી પકડવો. તમારા પગના મસલ્સ નો ઉપયોગ કરીને, ઘૂંટણ ને તમારા પગ તરફ ધકેલવાનો પ્રયાસ કરો જ્યારે તમારા હાથ ઘૂંટણ ને તમારા પેટ તરફ ખેંચે છે. 5 ની કાઉન્ટ કર્યા સુધી પકડી રાખો, પછી છોડો. અપોઝિટ ઘૂંટણ પર રિપીટ કરો. આ કસરતો પહેલા 5 વખત કરો. અને 10 રિપીટેસન સુધી કરવી.

રેઝીસ્ટેડ ની (ઘૂંટણ) ટુ ચેસ્ટ એક્સરસાઇઝ માટેનો ટાઇમ: –

ફસ્ટ ટ્રાઇમેસ્ટર (1-3  મહિના): જો કોઇ કોમ્પ્લિકેશન ન હોય તો સામાન્ય રીતે ઘૂંટણ(ની) થી ચેસ્ટ સુધી ની એક્સરસાઇઝ કરવા માટે સારો સમય છે.

ડ્યુરેશન: – સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના લગભગ 7 મા  મહિના સુધી  સેફ આ પછી, તમારા બોડીમા થતા ચેન્જીસ અને ગ્રોવિંગ બેલી ને કારણે, પર્સનલ એડવાઇઝ માટે પોતાના હેલ્થકેર પ્રોવાઇડર ની  કન્સન્ટ લેવી જોઇએ.

સ્ટ્રેઇટ કર્લ- અપ  એક્સરસાઇઝ

તમારા ઘૂંટણ ને વાળીને અને પગ ને ફ્લોર પર સપાટ રાખી ને તમારી બેક પર સૂવુ.ત્યાર બાદ હેન્ડ ને પગના ઘૂંટણ થી થોડા નીચે ની તરફ સ્ટ્રેઇટ રાખવા.

સ્વાસ ને બહાર કાઢતા તમારી ચિન ને ​​તમારી છાતી પર લાવવી લગભગ 8″ (20 સે.મી.) સુધી કન્ટીન્યુઅસ ફોરવર્ડ( આગળની તરફ) વડવુ. તમારી કમર ને રેઇઝ(ઉંચી) કર્યા વિના તમારી બેક ને વળાંક આપવાની કોશિશ કરવી. પછી પાછા નીચે વળવુ.

આ કર્લ- અપ એક્સરસાઇઝ ને પહેલા 5 વખત કરવી. તેને 10 રિપીટેશન સુધી કરવી. .

સ્ટ્રેઇટ કર્લ-અપ એક્સરસાઇઝ માટેનો  સમય: –

ફસ્ટ ટ્રાઇમેસ્ટર ( 1-3  મહિના): જો તમને કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો સામાન્ય રીતે સ્ટ્રેઇટ કર્લ-અપ એક્સરસાઇઝ કરવા માટે સેફ હોય છે.

ડ્યુરેશન:

સામાન્ય રીતે લગભગ  5 મહિના સુધી સેફ હોય છે આ સમયગાળા પછી, જેમ જેમ તમારી પ્રેગ્નેન્સી આગળ વધે છે, તેમ તેમ વધતા બેલી (પેટ) અને તમારા શરીર માં થતા ફેરફારો ને કારણે સ્ટ્રેઇટ કર્લ-અપ્સ કરવું અનકમ્ફર્ટેબલ અથવા ઇમપ્રેક્ટીકલ બની શકે છે.

•> પેલ્વિક એક્સરસાઇઝ:

•  પેલ્વિક એક્સરસાઇઝ એ લોવર બેક ને સ્ટ્રેન્ધેન કરે છે તથા સ્પાઇન ને પ્રોપરલી સપોર્ટ પ્રોવાઇડ કરે છે અને ડિસ્કંફર્ટ ને દૂર કરવામાં મદદ કરે છે.

* પેલ્વિક ફ્લોર મસલ્સ ની

સ્ટ્રેંથ અને ઇલાસ્ટિસીટી ઇન્ક્રીઝ કરે છે જે બ્લાડર કંટ્રોલ કરવામા મદદ કરે છે અને તેનાથી યુરીનરી ઇનકંટીનન્સી ની કન્ડિશન પણ પ્રિવેન્ટ થય શકે છે.

* પેલ્વિક તથા સ્પાઇન ના અલાઇનમેન્ટ ને સપોર્ટ પ્રોવાઇડ કરે છે જેના કારણે પોસ્ચટર પણ ઇમ્પ્રુવ થય શકે છે.

* સ્ટ્રોંગ પેલ્વિક ફ્લોર મસલ્સ ના કારણે ચાઇલ્ડ બર્થ સમયે પણ લેબર પ્રોસેસ એ ઇઝી થય શકે છે.

* ચાઇલ્ડ બર્થ પછી પણ ફાસ્ટર રિકવરી માં હેલ્પ કરે છે

પેલ્વિક ટિલ્ટ:

પેલ્વિક ટિલ્ટ એક્સરસાઇઝ માટે વુમન ને એડવાઇઝ આપવી કે તમારા હાથ અને ઘૂંટણ પર તમારા માથા અને બેક ને  ફ્લોર ની સાથે સમાંતર રાખવા . તમારા સ્ટમક ના મસલ્સ ને ટાઇટ કરો અને બેક ના નીચેના ભાગ ને ગોળાકાર કરવા માટે તમારા બટક્સ ને નીચે તરફ ટક કરવા . 5 સુધીની ધીમી ગણતરી સુધી તેમજ પકડી રાખો, પછી છોડો. તમારો શ્વાસ રોકી ના રાખો. આ પેલ્વિક ટિલ્ટ ને પહેલા 5 વાર રિપીટ કરો. પછી 10 વાર રિપીટેસન કરવુ.

પેલ્વીક ટીલ્ટ એક્સરસાઇઝ માટેનો  સમય: –

પેલ્વિક ટિલ્ટ એક્સરસાઇઝ  એ સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના ચોથા મહિના (16 વિક)ની આસપાસ શરૂ કરવાની કરવામાં આવે છે અને પ્રેગનેન્સી ના 7મા મહિના (28 વિક) સુધી સેફલી રીતે કરી શકાય છે.

આ સમયગાળા પછી, બેલી ના વધતી સાઇઝ અને ડિસ્કકમ્ફર્ટ ની સંભાવના ને કારણે ચેન્જીસ અથવા અલ્ટરનેટીવ એક્સરસાઇઝ જરૂરી હોય શકે છે.

પેલ્વિક ફ્લોરની એક્સરસાઇઝ

લેબર અને પ્રેગનેન્સી દરમિયાન પેલ્વિક ફ્લોર ના મસલ્સ એ ખૂબ જ સ્ટ્રેઇન મા હોય છે. આ મસલ્સ ની એક્સરસાઇઝ એ મસલ્સ ના ટોન ને મેઇન્ટેઇન કરવામા મદદ કરે છે અને પ્રેગ્નેન્સી પછી ઝડપથી તેમની અગાઉ ની સ્ટ્રેન્ધ પાછી મેળવે છે. અહીં કરવામાં આવતી મુખ્ય એક્સરસાઇઝ મા કિગલ એક્સરસાઇઝ છે

કિગલ એક્સરસાઇઝ:

આ એક્સરસાઇઝ એ ગમે ત્યાં કરી શકાય છે, જેમ કે બેસીને, કાર, કોઇના ડેસ્ક પર, અથવા સ્ટોર પર લાઇનમાં ઉભા રહીને. આમાં યુરેથ્રલ તથા વજાઇનલ ઓપનીંગ ને સ્ક્વિઝ કરવામાં આવે છે,અને પેલ્વિક ફ્લોર ના મસલ્સ ને ટાઇટન કરવામા આવે છે જેથી બોવેલ ની એક્સન ને અટકાવી શકાય. તે જ રીતે, મસલ્સ ને સ્ક્વિઝ કરવામાં આવે છે જેથી યુરિન ના ફ્લો ને અટકાવી શકાય. આમા મસલ્સ ને ઇનસાઇટ મા ડ્રોન ( દોરવામા ) આવે છે અને આ કન્ડિશન એ 10  કાઉન્ટ કર્યા સુધી જાળવવામાં આવે છે, પછી રિલેક્સ કરવામા આવે છે . તે 10 વખત સુધી રિપીટેશન થય શકે છે.

કિગલ એક્સરસાઇઝ માટેનો સમય: –

કિગલ એક્સરસાઇઝ એ પ્રેગ્નેન્સી દરમિયાન કોઇપણ સમયે શરૂ કરી શકાય છે, સામાન્ય રીતે 4થા મહિના (16 અઠવાડિયા)ની આસપાસ, અને આખી પ્રેગ્નેન્સી સમય દરમિયાન, 9મા મહિના સુધી (ડિલિવરી સુધી) ચાલુ રાખી શકાય છે. આ એક્સરસાઇઝ એ પેલ્વિક ફ્લોર મસલ્સ ને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે લેબર, ડિલિવરી અને પોસ્ટપાર્ટમ રિકવરી મા  બેનીફીટ્સ આપી શકે છે.

•> સરક્યુલેટરી એક્સરસાઇઝ

જેમ આપણે જાણીએ છીએ કે પ્રેગનેન્સી દરમિયાન વિનસ રિટર્ન ઓછું હોય છે. તેથી તેના કારણે વેરિકોઝ વેઇન, એડીમા વગેરે તરફ દોરી શકે છે આવી કોમ્પ્લિકેશન ને રોકવા માટે, નીચેની એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે:

ફુટ અને લેગ ની એક્સરસાઇઝ:

મધર ને સિમી સિટીંગ પોઝીશનમા રહેવા માટે કહેવુ અને પગને સપોર્ટ આપવા માટે એડવાઇઝ આપવી. પગની ઘૂંટીઓ ને બેન્ડિંગ અને સ્ટ્રેચિંગ કરવામાં આવે છે. આ પછી માતાને બંને પગશને ઘડિયાળના કાંટાની દિશામાં અને કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવાનું કહેવામાં આવે છે. આ એક્સરસાઇઝ એ વારંવાર રિપીટેસન કરી શકાય છે.

સરક્યુલેટરી એક્સરસાઇઝ માટેનો સમય: –

સરક્યુલેટરી એક્સરસાઇઝ, જેમ કે લેગ અને ફુટ ની એક્સરસાઇઝ એ, આઇડિયલી રીતે પ્રેગ્નેન્સી ના 4ઠ્ઠા મહિના (16 અઠવાડિયા) ની આસપાસ શરૂ કરી શકાય છે અને પ્રેગ્નેન્સી ના 9મા મહિના સુધી (ડિલિવરી સુધી) કન્ટીન્યુ રાખી શકાય છે. આ એક્સરસાઇઝ એ આખી પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડ સર્ક્યુલેશન ને સુધારવા અને સ્વેલિંગ ને ઘટાડવા માટે ફાયદાકારક હોય છે.

બેનિફિટસ

* બ્લડ ફ્લો ઇમ્પ્રુવ થાય છે.

* સ્વેલિંગ એ રીડયુઝ થાય છે.

* બ્લડ ફ્લો ઇમ્પ્રુવ થવાના કારણે ડિપ વેઇન થ્રોમ્બોસિસ ની કન્ડિશન પણ રિડ્યુઝ થય શકે છે.

* એનર્જી લેવલ ઇન્ક્રીઝ થાય છે.

* પ્રોપર પોસ્ચર ઇમ્પ્રુવ થાય છે.

* વેરીકોઝ વેઇન જેવી કન્ડિશન થવાના ચાન્સીસ રિડ્યુઝ થાય છે.

•> બ્રિધિંગ એક્સરસાઇઝ

ડિપ બ્રિધિંગ કેવી રીતે કરવુ તે જાણવું માતા ને લેબર દરમિયાન મદદ કરે છે અને તેના એબડોમન ને પણ સ્ટ્રેન્ધેન બનાવે છે.

સેમી સિટીંગ પોઝીશન સાથે ઘૂંટણ ને વાળી પગને ફ્લોર પર ફ્લેટ રાખવા સ્લોલી બ્રિધ કરીને એબડોમીનલ મસલ્સ કોન્ટ્રાક્ટ કરવા પછી બ્રીધ આઉટ સ્લોલી અને ડીપલી કરી મસલ્સ ને રિલેક્સ કરવા પછી નેચરલ બ્રીધ કરી દીપ બ્રિધિંગ બેથી ત્રણ વખત રીપીટ કરવું તેનાથી મધર ને લેબરમાં હેલ્પ રહે છે અને મસલ્સ ની સ્ટ્રેન્ધ પણ ઇન્ક્રીઝ થાય છે.

બ્રીધિંગ એક્સરસાઇઝ માટેનો સમય: –

બ્રીધિંગ એક્સરસાઇઝ આઇડિયલી રીતે પ્રેગ્નેનસી ના ચોથા મહિના (16 અઠવાડિયા)ની આસપાસ શરૂ કરી શકાય છે અને આખી પ્રેગ્નેન્સી સમય દરમિયાન, 9મા મહિના સુધી (ડિલિવરી સુધી) પ્રેક્ટિસ કરી શકાય છે. આ એક્સરસાઇઝ પ્રેગ્નેન્સી અને લેબર દરમ્યાન આરામ, પેઇન મેનેજમેન્ટ અને ઓવરઓલ વેલ્બિંગ મા મદદ કરે છે.

બેનીફીટ્સ

• આ એક્સરસાઇઝ એ સ્ટ્રેસ તથા એન્ઝાઇટી ને રીડયુઝ કરવામાં મદદ કરે છે.

* મધર અને ફિટસ ને એડીક્યુએટ અમાઉન્ટમાં ઓક્સિજન સપ્લાય કરી તેમની ઓવરઓલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરે છે.

* ફોકસ તથા કોન્સન્ટ્રેશન માં વધારો કરે છે.

* લંગ્સ ની કેપેસિટી માં વધારો કરે છે તથા રેસ્પીરેટરી મસલ્સ ને સ્ટ્રેન્ધેન કરે છે.

* બોડી તથા માઇન્ડ ને રિલેક્સેશન પ્રોવાઇડ કરે છે જેના કારણે સ્લીપ ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને એન્ઝાઇટી લેવલ  રિડ્યુઝ થાય છે.

 •> એક્સરસાઇઝ કરતી સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:

* દરેક એક્સરસાઇઝ વખતે વામૅઅપ અને કુલ ડાઉન કરવું.

* વધારે પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવું.

* જો વુમન ને ચક્કર આવે અથવા અનકમ્ફર્ટેબલ ફીલ થાય તો એક્સરસાઇઝ ને સ્ટોપ કરવા માટે એડવાઇઝ આપવી.

* બોડી ને ઓવર હીટ ન કરવું કારણ કે ઓવર હીટિંગ કરવાથી બર્થ ડિફેક્ટ થય શકે છે.

* એક્સરસાઇઝ સમયે ગુડ પોસ્ચર મેઇન્ટેન રાખવું.

•તમારી પ્રેગ્નેન્સી  ના મધ્યભાગ થી, બેક પર એક્સરસાઇઝ કરવાનું અવોઇડ કરવુ કારણ કે તે મેઇન નસો પર ખૂબ દબાણ લાવે છે અને પ્લેસેન્ટા અને બાળક ને ઓક્સિજન નો પુરવઠો ઘટાડે છે.

નીચે મુજબ ના સાઇન જોવા મળે તો એક્સરસાઇઝ સ્ટોપ કરવી જેમ કે,

* વજાયનલ બ્લિડિંગ,

* ચક્કર આવવું અથવા બેહોશ લાગવું,

•શ્વાસની તકલીફમાં વધારો,

•છાતીનો દુખાવો,

•માથાનો દુખાવો,

•મસલ્સ વિકનેસ,

•કાફ મસલ્સ મા પેઇન તથા સ્વેલિંગ,

•યુટેરાઇન કોન્ટ્રાક્શન,

•ફિટલ મુવમેન્ટ ડિક્રીઝ થવી,

•વજાઇનલ એરિયા માથી ફ્લુઇડ નુ લિકેજ થવુ. વગેરે..

એન્ટિનેટલ કાઉન્સેલિંગ

એન્ટિનેટલ કાઉન્સેલિંગ એ એન્ટીનેટલ કેર નો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે કન્સેપ્શન થી શરૂ થાય છે અને કોઇપણ કોમ્પ્લિકેશન્સ વગર પોઝીટીવ રિઝલ્ટ સાથે સેફ ડિલિવરી સુધી કન્ટીન્યુ રહે છે. એન્ટીનેટલ કાઉન્સેલિંગ એ પ્રેગ્નેન્ટ વુમન ને પોતાને અને તેની હાલની સ્થિતિ અને પ્રેગ્નેન્સી દરમિયાન સંભવિત ફેરફારો જાણવા માટે સક્ષમ બનાવવાની પ્રક્રિયા છે જેથી તેની પોતાની સમસ્યાના સોલ્યુસન માટે નોંધપાત્ર કન્ટ્રીબ્યુસન મળે અને તેના સોલ્યુસન માટે નિર્ણય લેવામાં સક્ષમ બને.

એઇમ ઓફ એન્ટિનેટલ કાઉન્સેલિંગ:

પ્રેગ્નેટ વુમન અને તેના ફેમેલી માં સેલ્ફ રિઅલાઇઝેશન માટે ડિઝાયર ચેન્જીસ લાવવા અને પ્રેગનેન્સી ની કન્ડિશન સાથે તેના ફિઝીયોલોજી માં એડજસ્ટ થવું અને તે મુજબ ગોઠવવું.

ગાઢ પર્સનલ રિલેશનશિપ થ્રુ પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવા માટે આસિસ્ટન્સ પ્રોવાઇડ કરવું.

એન્ટિનેટલ કાઉન્સેલિંગ ના ઓબ્જેકટીવ્સ

* વુમન ને બર્થ ના પ્લાનિંગ અને પ્રિપેરેશન કરવામાં મદદ કરવી જેમાં ડિલીવરી ની જગ્યા, તથા કય વ્યક્તિ ડિલેવરી કન્ડક્ટ કરશે તે માટેના ડિસીઝન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

* ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરીના ફાયદા અને હોમ ડિલિવરીમાં ઇન્વોલ્વ રિસ્ક વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.

* વુમન ને એમરજન્સી અરાઇઝ થાય તો ક્યાં જવું અને એમરજન્સી મા ટ્રાન્સપોર્ટ, પૈસા અને બ્લડ ડોનર ની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના વિશે સલાહ આપવી.

* પ્રેગ્નેન્ટ વુમન તથા તેના ફેમિલી મેમ્બર્સ ને લેબર ના સાઇન વિશે તથા ઓબસ્ટેટ્રીક કોમ્પ્લીકેશન્સ ના ડેન્જર સાઇન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

* ઇમરજન્સી સિચ્યુએશન માટે પ્રેગ્નેટ વુમન તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રીપેર કરવા.

* વુમન ને ઇન્ફોર્મ કરવું કે કોઇપણ એબનોર્માલિટી હોય તો તેનું અર્લી ડિટેક્શન કરવુ અને બને તેટલું વહેલું ટ્રીટ કરવું.

* બ્રેસ્ટ ફીડિંગ તથા એક્સક્લુઝિવ બેસ્ટ ફીટીંગ ના ઇમ્પોર્ટન્સ ઉપર ભાર મૂકવો.

* વુમન ને ન્યુટ્રિશિયસ ડાયટ, રેસ્ટ અને ઇમ્યુનાઇઝેશન વિશે એડવાઇઝ આપવી.

* પ્રેગનેન્સી સમય દરમિયાન સેક્સ્યુઅલ એક્ટિવિટી વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

* વુમન ને જનની સુરક્ષા યોજના વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી તથા રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવતા બીજા ઇન્સેન્ટીવ્સ વિશે પણ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ટાઇપ ઓફ કાઉન્સેલિંગ ડ્યુરીંગ પ્રેગ્નેન્સી:

ફોલોઅપ,

અપરેઇઝલ સર્વિસીસ,

એન્ટીનેટલકેર ઇમ્પોર્ટન્ટસ,

ઇમ્યુનાઇઝેશન ડ્યુરીંગ એન્ટીનેટલ,

રેગ્યુલર ફોલોઅપ વિઝીટ,

રોલ ઓફ મધર ડ્યુરીંગ પ્રેગ્નેન્સી,

ઇમ્પોરટન્સ ઓફ ઇન્સ્ટિટ્યૂશનલ ડિલીવરી,

ઇન્સેન્ટીવ્સ અવેઇલેબલ ટુ મધર,

ફેમેલી પ્લાનિંગ,

વેયર ટુ ગો ફોર ડિલીવરી,

ક્રાઇસીસ કાઉન્સેલિંગ

ફેમિલી પ્લાનિંગ ને પ્રમોટ કરવું.

નજીક ના ઇન્ટીગ્રેટેડ કાઉન્સેલિંગ સેન્ટર અને હેલ્થ ફેસેલીટીસ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી અને તેણી ને ફ્યુચર સર્વિક્સ માટે જોડાણ કરવા મોટીવેટ કરવુ.

સિમ્પેથેટીકલી રિતે વાત કરીને અનનોન ફિયર ને દૂર કરવુ અને પ્રેગ્નેન્સી અને લેબર ની પ્રોસેસ ને સક્સેસફુલી રિતે પસાર કરવામાં સહાય પૂરી પાડી ને સાયકોલોજી માં સુધારો કરવો.

કાઉન્સેલિંગ પ્રોસેસ

કાઉન્સેલિંગ માં ઇન્ડિવીઝ્યુઅલ પ્રોબ્લેમ ધરાવતા ક્લાઇન્ટ વચ્ચે ની પર્સનલ ઇન્ટરેક્શન નો સમાવેશ થાય છે, તે કાઉન્સેલર દ્વારા આપવામાં આવેલી હેલ્પ અને એજ્યુકેશન થી સોલ્વ કરી શકે છે. કાઉન્સેલર જે સિચ્યુએશન ને શિક્ષિત કરવામાં મદદ કરશે અને પ્રેગ્નેન્ટ વુમન ને વર્તમાન પરિસ્થિતિ માં તેના માટે શું યોગ્ય છે તે નક્કી કરવામાં સક્ષમ બનાવશે. કાઉન્સેલર મિડવાઇફ વુમન ને સ્પેસિફીક કોર્સ ને પસંદ કરવા માટે સજેસ, આદેશ અથવા દબાણ કરતા નથી.

તે વુમન ને એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે જેથી તે પોતે નિર્ણય લઇ શકે:

કાઉન્સેલર એ પ્રેગનેન્ટ વુમન સાથે ઘરની મુલાકાત દરમિયાન, એન્ટિનેટલ ક્લિનીક, ઇમ્યુનાઇઝેશન ક્લિનીક અથવા પર્ટીક્યુલર પરપઝ માટે અરેન્જ થયેલા સ્પેસિયલ કોન્ટેક્ટ સાથે રેપોટ્સ બનાવે છે.

કોઇ પણ હેઝીટેશન વિના વુમન એ તેની ફીલીંગ્સ, ફિયર અને એન્ઝાયટી વ્યક્ત કરવા અને વાત કરવા માટે વુમન ને એડવાઇઝ આપવી જોઇએ.

વુમન ના મોટીવ્સ નું એનાલાઇઝ કરવા માટે વુમન ને એન્કરેજ કરીને, મિડવાઇફ એ તેના બિહેવ્યર ની સમજ મેળવે છે.

કાઉન્સેલિંગ એ એક ખૂબ જ ડેલીકેટ ઉપક્રમ છે જે પર્સનલ ફીલીંગ્સ અને પ્રાઇવેટ બિહેવ્યર પર આધાર રાખે છે, તેથી મિડવાઇફ એ તેને અટકાવ્યા વિના ધ્યાનપૂર્વક સાંભળવું અને તેનું નિરીક્ષણ કરવું તે મુજબની રહેશે.

મિડવાઇફ એ ફ્રેન્ડલી, ઇન્ટેલીજન્ટ અને સંપર્ક કરી શકે તેવી હોવી જોઇએ. તે ન તો ક્રિટીકલ કે ન તો જજમેન્ટલ હોવું જોઇએ.

નર્સ એ મિડવાઇફ ની સિચ્યુએશન ની સમસ્યા ને સોલ્વ કરવા અથવા તેનો કોન્ટેક્ટ કરવાની વિવિધ રીતો સમજાવે છે અને વુમન ને તેના અને તેના આવનાર બાળક માટે શું યોગ્ય છે તે નક્કી કરવામાં મદદ કરે છે.

પ્રેગ્નેન્સી માં થતા માઇનર ડિસઓર્ડર અને તેનુ મેનેજમેન્ટ:

1) ડાયજેસ્ટિવ સિસ્ટમ:

નોઝીયા તથા વોમિટિંગ:

નોઝીયા તથા વોમિટિંગ એ પ્રાઇમીગ્રેવિડા માં ખૂબ કોમન્લી જોવા મળે છે અને તે સ્પેશ્યલી વુમન એ જ્યારે મોર્નિંગ મા ઉઠે છે ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે.

નોઝિયા તથા વોમિટિંગ એ HCG, Oestrogen, Progesterone જેવા હોર્મોન્સ જવાબદાર છે.

નોઝીયા તથા વોમિટિંગ એ સામાન્ય રીતે પ્રાઇમીગ્રેવીડા તથા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મા વધારે પ્રમાણમાં જોવા મળે છે.

મેનેજમેન્ટ

ડાયટરી ચેન્જીસ

મધર જ્યારે સવારે ઊઠે ત્યારે તેમને ડ્રાય ટોસ્ટ, બિસ્કીટ્સ, સોલ્ટી ક્રેકર્સ અને પ્રોટીન યુક્ત ફૂડ લેવા માટે એડવાઇઝ આપવી.

મધરને સ્મોલ તથા  ફ્રીક્વન્ટ અમાઉન્ટ માં ફુડ લેવા માટે એડવાઇઝ આપવી.

મધરને લો ફેટ ફૂડ લેવા માટે એડવાઇઝ આપવી.

મધરને ફ્રાઇડ ફૂડ તથા સ્પાયસી ફૂડ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને પ્રોપરલી એન્ટીએમિટીક મેડિકેશન લેવા માટે એડવાઇઝ આપવી.

કોન્સ્ટીપેશન

કોન્સ્ટીપેશન એ પ્રેગનેન્સી માં મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે. કોન્સ્ટીપેશન એ મુખ્યત્વે સેકન્ડ તથા થર્ડ ટ્રાઇમેસ્ટર દરમ્યાન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

કોન્સ્ટીપેસન એ પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટ ના કારણે, ઇન્ટેસ્ટાઇનનો ટોન તથા મોબિલિટી ઓછી થવાથી ,ફિઝિકલ એક્ટિવિટી ઘટવાથી,

આયર્ન સપ્લીમેન્ટ નું ઇન્ટેક કરવાના કારણે,

કોલોન પર ગ્રેવિડ યુટર્સ નું પ્રેશર આવવાથી કોન્સ્ટિપેશન જોવા મળે છે.

મેનેજમેન્ટ

મધરને હાઇફાઇબર યુક્ત ફૂડ લેવા માટે એડવાઇઝ આપવી.

મધર ને એડીક્યુએટ અમાઉન્ટ વેજીટેબલ તથા ફ્રુટ્સ નું ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને આખા દિવસ દરમિયાન 6-8 ગ્લાસ જેટલું વોટર ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને એડવાઇઝ આપવી કે સવારે ગ્લાસ ભરીને વામૅ વોટર લેવાથી બોવેલ મુમેન્ટ એક્ટિવેટ થાય છે.

મધરને એડવાઇઝ આપવી કે ફ્રિક્વન્ટ, સ્મોલ, તથા લો ફેટ હોય તેવું ફૂડ લેવું.

મધર ને રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને સ્મોલ અમાઉન્ટ માં મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવા માટે એડવાઇઝ આપવી.

એસીડીટી અને હાર્ટ બર્ન

ઇસોફેજીયલ સ્પીકર એ રિલેક્સ થવાથી પ્રેગ્નન્સી સમય દરમિયાન એસીડીટી અને હાટૅ બર્ન એ કોમનલી જોવા મળે છે.

તે સામાન્ય રીતે સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર દરમ્યાન વધારે પ્રમાણમાં મધર ને જોવા મળે છે.

એસીડીટી અને હાર્ટ બર્ન નો પ્રોજેસ્ટેરોન નું લેવલ ઇન્ક્રીઝ થવાના કારણે, ઇન્ટેસ્ટાઇન નો મોટીલીટી ડિક્રીઝ થવાના કારણે,તથા એન્લાર્જ યુટ્રસ ના  કારણે સ્ટમક ના ડિસ્પ્લેસમેન્ટ થવાના કારણે મોસ્ટલી એસિડિટી અને હાર્ટ બર્ન ની કન્ડિશન જોવા મળે છે.

મેનેજમેન્ટ

મધરને સ્મોલ અને ફ્રિકવન્ટ અમાઉન્ટમાં ઇટીંગ કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને એડવાઇઝ આપવી કે ઓવર ઇટિંગ કરવું નહીં.

પ્રેગનેન્ટ વુમન ને એડવાઇઝ આપવી કે જમ્યા પછી તરત જ સુઇ જવું નહીં. જમ્યા પછી એટલીસ્ટ 30 મિનિટ સુધી  સિટીંગ અપરાઇટ પોઝીશનમાં રહેવું.

ફેટી તથા સ્પાઇસી ફૂડ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને રીપ્લાયનીંગ પોઝિશનમાં સ્લીપ લેવા માટે એડવાઇઝ આપવી જેમાં પાંચ થી છ જેટલા પિલોનો સપોર્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

મધરને ટેઇલર સીટીંગ એક્સરસાઇઝ પરફોર્મ કરવા માટે એડવાઇઝ આપવી.

હેલ્થ કેર પર્સનલ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી એન્ટાસિડ મેડિકેસન લેવા માટે મધર ને એડવાઇઝ આપવી.

બ્લિડિંગ ફ્રોમ ગમ્સ, ગ્લોસાઇટીસ એન્ડ જીન્જીવાઇટીસ.

પ્રેગનેન્સી સમય દરમિયાન પ્રોજેસ્ટેરોન ના હાય લેવલના કારણે બ્લડ સપ્લાય વધવાથી તેમાંથી બ્લેડિંગ થય શકે છે.

મેનેજમેન્ટ

મધરને સોફ્ટ ટુથ બ્રશ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને ઓરલ હાઇજિન મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને વિટામીન-બી કોમ્પ્લેક્સ,ગ્રીનલિફી વેજીટેબલ્સ , યીસ્ટ, એગ અને ચીઝ લેવા માટે એડવાઇઝ આપવી.

 2) સર્ક્યુલેટરી સિસ્ટમ

ડિઝીનેસ એન્ડ ફેઇન્ટિંગ

તે મુખ્યત્વે પ્રોજેસ્ટેરોન ની અસરના કારણે બ્લડ વેસેલ્સના મસલ્સ એ રિલેક્સ થવાથી થાય છે.

બ્લડ વોલ્યુમ વધવાના કારણે તે સબસાઇડ થય જાય છે.

પાછળથી ગ્રવિડ  યુટ્રસ નું પ્રેશર ઇન્ફીરીયલ વેના કાવા પર પ્રેશર આવવાથી હાર્ટને બ્લડ સપ્લાય ઓછો મળવાથી થાય છે.

મેનેજમેન્ટ

મધર ને લાસ્ટ મંથમાં બેક પર ઓછા પ્રમાણ મા સુવા માટે એડવાઇઝ આપવી. તથા મધર ને લાંબા સમયથી ઉભા રહેવાનુ ટાળવા માટે એડવાઇઝ આપવી.

ગીડિનેસ( ચક્કર આવવા)

પ્રેગનેન્સી સમય દરમિયાન ચક્કર પણ આવી શકે છે અને તેના કારણે બેલેન્સ એ લોસ થય શકે તથા પડી જવાની શક્યતા પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

તે સામાન્ય રીતે પ્રેગ્નેન્સી સમજ દરમ્યાન કાર્ડિઓ વાસ્ક્યુલર ચેન્જીસ થવાના કારણે તથા બ્લડ સુગર લેવલ લો થવાના કારણે તથા એનિમિયા ના કારણે પણ થય શકે છે.

મેનેજમેન્ટ

મધર ને એડીક્યુએટ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

મધરને લાંબા સમય સુધી સ્ટેન્ડિંગ પોઝિશનમાં ન રહેવા કરવા માટે એડવાઇઝ આપવી.

વેરીકોઝ વેઇન

વેરીકોઝ વેઇન ની કંડીશન એ સામાન્ય રીતે પ્રેગ્નેન્સીના સેકન્ડ તથા થર્ડ ટ્રાઇમેસ્ટર દરમ્યાન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

મુખ્યત્વે ઇન્ફિરિયર એક્સટ્રીમીટીઝ અને વલ્વામાં વેરીકોઝ વેઇન એ પ્રેગ્નેન્સી સમય દરમ્યાન ડેવલોપ થાય છે તથા રેક્ટમ મા હેમરોઇડ્સ ની પણ તકલીફ થાય છે તે પ્રેગનેન્ટ યુટર્સ દ્વારા વિનસ રીટર્ન માં ઓબ્સટ્રકસન થવાથી થાય છે.

મેનેજમેન્ટ

મધરને સપોર્ટીવ શુઝ વીયરીંગ કરવા માટે એડવાઇઝ આપવી.

વેરીકોઝવેઇન માં મુવમેન્ટ કરતી વખતે ઇલાસ્ટિક ક્રેપ બેન્ડેજ તથા લીંબને એલિવેટ કરવાથી સીમટોમ્સ માં રિલીઝ મળે છે.

મધરને લાંબા સમય સુધી સીટીંગ તથા સ્ટેન્ડિંગ પોઝિશનમાં ન રહેવા માટે  કરવા એડવાઇઝ આપવી.

ડીલેવરી પછી વેરીકોસાઇટીસ ની કન્ડિશન એ રિલીવ થય જાય છે.

હેમ્રોઇડ્સ માં બ્લીડિંગ કે પ્રોલેપ્સ જેવા કોમ્પ્લીકેશન જોવા મળે છે. બોવેલ ને સોફ્ટ રાખવા માટે થોડા પ્રમાણમાં લગ્ઝેટીવ્સ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી તથા

હાઇડ્રોકોર્ટીઝોન ઓઇન્ટમેન્ટ નું લોકલ એપ્લિકેશન કરવા માટે એડવાઇઝ આપવી તથા પ્રચલેપ્સડ થયેલા પાઇલ્સ નું રિપ્લેસમેન્ટ જરૂરી છે. સર્જીકલ ટ્રીટમેન્ટ અવોઇડ કરવી કારણકે કન્ડિશન એ ડીલેવરી પછી રિડ્યુઝ  થાય છે.

એંકલ એડીમાં

એંકલ એડીમાં એ સામાન્ય રીતે સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર દરમ્યાન જોવા મળે છે.

તે સામાન્ય રીતે વાઝોડાયલેટેશન,

વિનસ સ્ટેસ્ટીસ તથા યુટ્રસ ના બીલો વિનસ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે જોવા મળે છે.

મેનેજમેન્ટ

મધર ને એક્સેસ ફ્લુઇડ તો રિટેન્શન છે કે વેઇટ એ કેટલા પ્રમાણમાં ગેઇન થાય છે તેનું પ્રોપરલી માર્ક કરવું કારણ કે ફ્લુઇડ રિટેન્શન એ પ્રેગ્નેન્સી ઇન્ડ્યુઝ્ડ હાઇપરટેન્સન(PIH)ના કારણે પણ થઈ શકે છે.

મધર ને તેના લેગ્સ ને આખા દિવસ દરમિયાન બે વખત એલિવેટેડ રાખવા માટે એડવાઇઝ આપવી.

મધર ને સપોર્ટિંગ્સ સ્ટોકિંગ્સ વીયરીંગ કરવા માટે એડવાઇઝ આપવી.

મધર ને વધારે લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં એટલે કે લાંબા સમય સુધી સીટીંગ તથા સ્ટેન્ડિંગ પોઝિશન અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

બને ત્યાં સુધી પ્રેગ્નેન્ટ વુમનને ડાયયુરેટીક આપવી નહીં કારણ કે એડીમાં તે આરામ કરવાથી તથા લીમ્બ્સ ને એલિવેટ કરવાથી તેની જાતે જ સબસાઇડ થય જાય છે.

ફિઝીયોજિકલ ઇડીમાં અથવા ઓર્થોસ્ટેટીક એડીમાં હોય તો કોઇ પણ ટ્રીટમેન્ટ આપવાની જરૂરિયાત રહેતી નથી.

 3) મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ

 બેકએક

પ્રેગનેન્સી સમય દરમિયાન 50% પ્રોબ્લેમ બેકએક નો થાય છે.

બેકએક એ પ્રેગનેન્સીના ગમે તે સ્ટેજ દરમિયાન થય શકે છે પરંતુ મોસ્ટલી તે પ્રેગ્નેન્સીના સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

બેકએક એ જોઇન્ટ લિગામેન્ટસ લેક્ઝીટી(રિલેક્સીન તથા ઇસ્ટ્રોજન), વેઇટ ગેઇન, હાઇપરલોર્ડોસીસ,પેલ્વિસ એન્ટીરીયર ટીલ્ટ વગેરે ફિઝિયોલોજીક ચેન્જીસ   ના કારણે બેકએક જોવા મળે છે.

બીજા કારણમાં ફોલ્ટી પોસ્ચટર ,હાઇ હિલ વાળા શુઝ,મસ્ક્યુલર સ્પાઝમ,કોન્સ્ટીપેશન, તથા યુરીનરી ઇન્ફેક્શન વગેરેના કારણે પણ બેકએક ની પ્રોબ્લમ જોવા મળે છે.

મેનેજમેન્ટ

મધરને પ્રોપર્લી રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

મધર ને કરેક્ટ બોડી મિકેનિઝમનો યુઝ કરવા માટે તથા બોડી પોસ્ચર ને ઇમ્પ્રુવ કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને એડવાઇઝ આપવી રેસ્ટ કરતી સમયે લેગને એલીવેટ રાખવા.

મધરને હાઇ હિલ વાળા શુઝ વીયરીંગ ન કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને પેલ્વિક રોકિંગ અને એબડોમન તથા બ્રિધિંગ એક્સરસાઇઝ પરફોર્મ કરવા માટે એડવાઇઝ આપવી.

વેલ ફિટેડ પેલ્વિક ગીર્ડલ બેલ્ટ જે લંબર લોર્ડોસીસ ને વોકિંગ દરમિયાન કરેક્ટ કરે છે .

મધરને ફિર્મ મેટ્રસ પર સ્લિપ કરવા માટે એડવાઇઝ આપવી.

બેક મસલ્સને મસાજ, એનાલજેસીક અને રેસ્ટ કરવાથી મસલ્સ સ્પાલઝમ ના લીધે થતું પેઇન ઓછું કરી શકાય છે.

લેગ ક્રેમ્પ્સ

લેગ ક્રેમ્પ્સ એ સામાન્ય રીતે પ્રેગ્નન્સી ના સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન થાય છે.

લેગ ક્રેમ્પ્સ એ સામાન્ય રીતે કેલ્શિયમ ફોસ્ફરસ બેલેન્સ અલ્ટર્ડ થવાના કારણે થય શકે છે.

તથા યુટ્રસ ના પ્રેશરને કારણે પણ થય શકે છે.

લેગ ક્રેમ્પ્સ મ્સ એ મોર કોમન્લી નાઇટ સમયે વધારે પ્રમાણમાં થય શકે છે.

કેલ્સિયમ તથા વિટામીન B12 ની ડેફીશયન્સી ના કારણે પણ લેગક્રેમ્સ થય શકે છે.

મેનેજમેન્ટ

લેગ્સ ને પ્રોપર્લી મસાજ કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી સ્પેશ્યલી વોકિંગ કરવા માટે એડવાઇઝ આપવી.

મધર ને જ્યાં લેગમાં પેઇન થતું હોય ત્યાં લોકલ હિટ એપ્લિકેશન કરવા માટે એડવાઇઝ આપવી.

વિટામીન B1 તથા કેલ્શિયમ ને ઓરલી ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

4) જીનાઇટો યુરીનરી સિસ્ટમ

વજાઇનલ ડિસ્ચાર્જ

વજાઇનલ ડિસ્ચાર્જ જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર થી લઈ થર્ડ ટ્રાઇમેસ્ટર સુધી જોવા મળે છે.

તે સામાન્ય રીતે વજાયનલ મ્યુકોઝાની હાઇપર પ્લેશિયા થવાના કારણે તથા મ્યુકસ પ્રોડક્શન ઇન્ક્રીઝ થવાના કારણે જોવા મળે છે.

મેનેજમેન્ટ

મધરને પ્રોપરલી ક્લીંન્ઝિંગ તથા હાઇજીન મેઇન્ટેન રાખવા માટે એડવાઇઝ આપવી.

મધરને કોટનના અંડરગારમેન્ટસ ને વીયરિંગ કરવા માટે એડવાઇઝ આપવી તથા ટાઇટ અંડર ગારમેન્ટસ ને અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

જો કોઇપણ વજાયનલ ઇન્ફેક્શન ની કંડીશન હોય તો ડોક્ટરની એડવાઇઝ પ્રમાણે વજાયનલ એપ્લિકેશન મેટ્રોનીડાઝોલ તથા મીકોનાઝોલ અપ્લાય કરવું.

યુરિનરી અર્જન્સી એન્ડ ફ્રિક્વન્સી

પ્રેગનેન્સી ના 12 વીક દરમ્યાન યુટ્રસ ના પ્રેશર ના કારણે તથા પ્રેગનેન્સી ના 3rd ટ્રાઇમેસ્ટર દરમ્યાન ફિટલ હેડના પ્રેશર ના કારણે ફ્રિકવન્સી ઓફ મીક્ચ્યુરેસન જોવા મળે છે જેમાં ડીલેવરી પછી રાહત થાય છે.

મેનેજમેન્ટ

મધરને દિવસ દરમિયાન એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને ઇવનિંગ સમયમાં લિમિટેડ અમાઉન્ટમા ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને રેગ્યુલર ઇન્ટરવલમાં વોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

મધર ને એડવાઇઝ આપવી કે નાઇટ માં સ્લિપીંગ સમયે સાઇડ લાઇનિંગ પોઝિશનમાં સ્લીપ કરવું.

જો જરૂરિયાત રહેતો મધરને પેરી નિયલ પેડ વિયર કરવા માટે એડવાઇઝ આપવી.

મધર ને ઇગલ એક્સરસાઇઝ પરફોર્મ કરવા માટે એડવાઇઝ આપવી.

 5) ઇન્ટેંગ્યુમેટ્રી સિસ્ટમ

ઇચિંગ

સ્ટ્રાયા ગ્રેવીડેરમ, પુઅર પર્સનલ હાઇજિન , હીટ, રેસ,માઇનર સ્કિન ડિસીઝ ના કારણે બોડીમાં ઇચિંગ થાય છે.

મેનેજમેન્ટ

મધરને રેગ્યુલર તથા ડેઇલી નહાવા  માટે એડવાઇઝ આપવી.

મધરને કેલામાઇન લોશન નું એપ્લિકેશન કરવા માટે એડવાઇઝ આપવી.

મધરના સ્કીનને શુથિંગ ઇફેક્ટ પ્રોવાઇડ કરવા માટે ટેલકમ પાવડર નું એપ્લિકેશન કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને પ્રોપરલી હાઇજિન કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે એડવાઇઝ આપવી.

6) નર્વસસિસ્ટમ

કાર્પલ ટનલ સિન્ડ્રોમ

ફ્લુઇડ રિટેન્શન ના કારણે ઇડીમાં અને મીડિયન નર્વ ઉપર પ્રેશર આવે છે આથી મધર ને નમ્બનેસ અને પિન્સ અને નીડલનું સેન્સેશન ફિંગર અને હેન્ડ માં થાય છે.

મેનેજમેન્ટ

મધરને ડાયટમાં સોલ્ટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

મધરને પીલો નીચે હેન્ડ રાખવા માટે એડવાઇઝ આપવુ.

ઇન્સોમનિયા તથા હેડએક

ઇન્સોમનિયા તથા હેડએક એ સામાન્ય રીતે સેકન્ડ તથા થર્ડ ટ્રાઇમેસ્ટર દરમ્યાન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

 મેનેજમેન્ટ

  રાત્રે સુતી વખતે પ્રોપરલી વાર્મ વોટર દ્વારા બાથીંગ કરવું.

  કુલ અને વેલ વેન્ટિલેટેડ રૂમમાં સુવા માટે મધરને એડવાઇઝ આપવી.

  મધરને એડવાઇઝ આપવી કે લેટરલ પોઝિશનમાં પિલો નો સપોર્ટ રાખી સુઇ જવું.

  મધરને તેની એન્ઝાઇટી તથા ફિયરને શેર કરવા માટે એડવાઇઝ આપવી.

આમ પ્રેગનેન્સી સમય દરમિયાન જોવા મળતા માઇનર અલાઇમેન્ટ્સ તથા તેનું મેનેજમેન્ટ આ પ્રમાણે છે.

Published
Categorized as GNM TY MIDWIFERY FULL COURSE, Uncategorised