skip to main content

NEW MIDWIFERY GNM TY UNIT 12 Obstetrics Operations

Unit: 12 Obstetrics Operations

  • ઇન્ડક્શન ઓફ લેબર

ઇન્ડક્શન ઓફ લેબર:

ઇન્ડક્શન ઓફ લેબર એટલે કે ફિટસ ના વાયેબિલીટી ના પિરિયડ પછી તથા સ્પોન્ટેનિયસ લેબર પ્રોસેસ એ સ્ટાર્ટ થતા પહેલા સામાન્ય રીતે આર્ટિફિશ્યલી યુટેરાઇન કોન્ટ્રાક્શન્સ નું ઇનિશિયેશન (સ્ટાર્ટ) કરાવવામાં આવે જેમાં મેડિકલ, સર્જીકલ અથવા બંને કંબાઇન મેથડ થી વજાઇનલ ડીલેવરી માટે યુટેરાઇન કોન્ટ્રાક્શન્સ ની શરૂઆત કરવામાં આવે તેને ઇન્ડક્શન ઓફ લેબર કહેવામાં આવે છે.

લેબર ના ઇન્ડક્શન નો હેતુ:

ઇન્ડક્શન ત્યારે કરવામાં આવે છે જ્યારે પ્રેગ્નેન્સી ને કન્ટીન્યુએશન રાખવાથી મધર અથવા ફિટસ ના હેલ્થ ને રિસ્ક થય શકે છે.‌ તેથી બંનેની સલામતી માટેના કેસીસ માં, ઇન્ડક્શન સૂચવવામાં આવે છે.

ઇન્ડીકેશન્સ ઓફ ઇન્ડક્શન ઓફ લેબર:

જ્યારે ચાઇલ્ડ બર્થ ની નોર્મલ ફિઝિયોલોજીકલ પ્રોસેસ માં કોઇપણ ડેવીયેશન હોય ત્યારે ઇન્ડકશન ઓફ લેબર ની જરૂરિયાત રહે છે.

મેટર્નલ ઇન્ડીકેશન:

પ્રોલોંગ પ્રેગ્નેન્સી,
પ્રી-એક્લેમ્પસિયા તથા એક્લેમ્પસિયા,
મેટર્નલ મેડિકલ કોમ્પ્લીકેશન્સ જેમકે, ડાયાબીટીસ મલાઇટસ, ક્રોનિક રીનલ ફેઇલ્યોર, કાર્ડીયાક ડીસીઝ, હાઇપરટેન્શન, કોલેસ્ટેસીસ,પોસ્ટમેચ્યોરિટી, ઇન્ટ્રાયુટેરાઇન ડેથ,
ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રીટાર્ડેશન,
APH સ્પેસિયલી એબ્રપ્સીયો પ્લેસેન્ટા,
મેટર્નલ ડિસ્ટ્રેઝ સાથે એસોસીએટેડ પોલીહાઇડ્રોએમ્નીઓસ,
ઓલીગોહાઇડ્રોએમ્નીઓસ,
ઇન્ટ્રાયુટેરાઇન ડેથ ની પ્રિવ્યસ હિસ્ટ્રી હોવાના કારણે,
પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન,
ફિટસ મા કન્જીનાઇટલ એનો માલિસ ના કારણે.

ફિટલ ઇન્ડિકેશન:

ક્રોનીક પ્લેસેન્ટલ ઇનસફીસીયન્સી ના કારણે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રીટાર્ડેશન (IUGR),
ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ‌ ડેથ,
Rh-આઇસોઇમ્યુનાઇઝેશન,
અનસ્ટેબલ લાઇ,
ફીટસ ની કન્જીનાઇટલ, માલફોર્મેશન થવાના કારણે.

કોન્ટ્રાઇન્ડીકેશન્સ:

કોન્ટ્રાક્ટેડ પેલ્વીસ,
સેફેલોપેલ્વિક ડિસ્પ્રપોર્શન (CPD),
માલપ્રેઝન્ટેશન,
પ્રીવ્યસ ક્લાસીકલ સીઝેરિયન સેક્શન કે હીસ્ટેરોટોમી,
વજાઇનલ બ્લીડિંગ,
વાઝા પ્રિવ્યા,
પ્લેસેન્ટા પ્રિવ્યા,
એક્ટિવ જીનાઇટલ હર્પીસ ઇન્ફેક્શન,
હાઇ રિસ્ક પ્રેગ્નેન્સી, હાર્ટ ડિસીઝ,પેલ્વિક ટ્યુમર,
એલ્ડર્લી પ્રાઇમી ગ્રેવીડા સાથે ઓબ્સ્ટેટ્રિક્સ તથા મેડિકલ કોમ્પ્લીકેશન્સ,
અંબેલિકલ કોર્ડ પ્રોલેપ્સ,
અથવા કોર્ડ પ્રેઝન્ટેશન,
સર્વાઇકલ કાર્સીનોમાં,
HIV- પોઝીટીવ વુમન કે જે હાઇલી એક્ટિવ એન્ટીરેટ્રો વાઇરલ થેરાપી લેતા હોય નહીં
સર્વાઇકલ કાર્શીનોમાં.

ઇન્ડક્શન ઓફ લેબર ના કારણે થતા રિસ્ક:

મધર:
સાઇકોલોજીકલ અપસેટ,
પ્રોલોંગ લેબર ની ટેન્ડેન્સી,
એનાલજેસીક્સ ની જરુરીયાત ઇન્ક્રીઝ થાય,
ઓપરેટીવ ઇન્ટરફેરેન્સ,
મોર્બીડીટી.

ફિટસ:

આઇટ્રોજેનિક પ્રીમેચ્યોરીટી,
હાઇપોક્ઝીયા,
યુટેરાઇન ડિસ્ફન્કશન,
પ્રોટોન્ગ લેબર,
ઓપરેટીવ ડિલેવરી.

મેથડ ઓફ ઇન્ડકશન ઓફ લેબર:

1.મેડિકલ,
2.સર્જીકલ,
3.કમ્બાઇન્ડ.

મેડીકલ :
મેડીકલ ઇન્ડક્શન માટે પ્રોસ્ટાગ્લિડેન્ટીન્સ PGE2(પ્રો સ્ટાગ્લેન્ડીન),PGE1 (મીઝોસ્ટોલ),ઓક્સીટોસીન કે મીફીપ્રીસ્ટોન નો ઉપયોગ કરવામાં આવે છે.

મેડીકલ ઇન્ડક્શન માટે પ્રોસ્ટાગ્લિડેન્ટીન્સ(PGE2): લોકલી કન્ટીગ્યુઅસ સેલ્સ ઉપર અસર કરે છે.તેથી બાયોમેટ્રિયલ કોન્ટ્રાક્શન થાય છે.પરન્તુ (PGE2) સર્વાઇવલ રાઇપનીન્ગ જ્યારે PGF2 માયોમેટ્રિયલ કોન્ટ્રાક્શન્સ માટે જવાબદાર છે. PGE2 ડિનોપ્રોસ્ટોન ઇન્ટ્રાસર્વાઇકલ એપ્લીકેશન સર્વાઇકલ રાઇપનીન્ગ નો યુઝ થાય છે.તે 6 અવર્સ પછી રીપીટ થાય,3 થી 4 ડોઝીસ જરૂર પડે તો‌ મુકી શકાય છે.એપ્લીકેશન પછી પેશન્ટ એ 30 મીનીટ બેડ માં રહેવું અને તેની યુટેરાઇન એક્ટીવિટી અને ફિટલ હાર્ટ રેટ મોનિટરિંગ કરવા.

મીઝોપ્રોસ્ટોલ(PGE1): હાલમાં ટ્રાન્સવજાઇનલ અથવા ઓરલી વપરાય છે.25 mg વજાઇનલી દર‌ ચાર કલાકે સર્વાઇકલ રાઇપનીન્ગ અને લેબર ઇન્ડક્શન માટે યુઝ થાય છે.ટોટલ 6-8 ડોઝ આપી શકાય છે.

ઓક્સીટોસીન: એન્ડોજીનીયસ યુટેરોટોનીક છે. તે યુટેરાઇન કોન્ટ્રાક્શન ને સ્ટીમ્યુલેટ કરે છે. સર્વિક્સ એ રાઇપ હોય ત્યારે વધારે ઇફેક્ટિવ હોય છે તે ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન માં આપવામાં આવે છે.

મીફીપ્રીસ્ટોન: તે પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર એન્ટાગોનીસ્ટ છે અને પ્રોજેસ્ટેરોન અને ગ્લુકોકોર્ટીકોઇડ રીસેપ્ટર્સ ને બ્લોક કરે છે. વજાઇનલી સર્વાઇકલ રીપેનીન્ગ અને લેબર ઇન્ડક્શન માટે યુઝ થાય છે.

સર્જીકલ ઇન્ડક્શન:

1) આર્ટિફિશ્યલ રપ્ચર ઓફ મેમ્બ્રેન (ARM),
2)સ્ટ્રિપિંગ ધ મેમ્બરેન

લો રપ્ચર ઓફ મેમ્બ્રેન (LRM):

પ્રોસીઝર: પ્રેઝન્ટિંગ પાર્ટ ની નીચેનું અને ઇન્ટર્નલ OS ઉપર નું મેમ્બરેન રપ્ચર કરીને થોડાક પ્રમાણ માં એમ્નીઓટીક ફ્લુઇડ ને ડ્રેઇન કરવામાં આવે છે. તે લેબર રૂમ અથવા ઓપરેશન થિયેટર માં ફૂલ એસેપ્ટીક પ્રીકોશન્સ સાથે બ્લાડર એમ્પટી કરાવી લીથોટોમી પોઝીશન આપી લોંગ કોચર ફોર્સેપ અથવા એમ્નીઓન હુક દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ સ્ટરાઇલ વલ્વલ પેડ મૂકી એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. મેમ્બ્રેન રપ્ચર કર્યા બાદ એમ્નીઓટીક ફ્લુઇડ નો કલર, સર્વિક્સ નું સ્ટેશન, કોર્ડ પ્રોલેપ્સ અને ફીટલ હાર્ટ રેટ માટે અસેસ કરવું જોઇએ.

ઇન્ડિકેશન્સ: એન્ટી પાર્ટમ હેમરેજ(APH),
હાઇડ્રોએમ્નીઓસ, સિવ્યર પ્રીએક્લેમ્પ્શિયા, એક્લેમ્પસીયા.

કોન્ટ્રાઇન્ડીકેશન્સ: ઇન્ટ્રા યુટેરાઇન ફિટલ ડેથ, મેટર્નલ AIDS, જીનાઇટલ એક્ટિવ હર્પીસ ઇન્ફેક્શન.

એડવાન્ટેજીસ:
પ્રી-એક્લેમ્પ્શિયા અને એક્લેમ્પસીયા મા બ્લડપ્રેશર ઓછું થાય,
હાઇડ્રોએમ્નીઓસ માં મેટર્નલ ડિસ્ટ્રેઝ રિડ્યુસ થાય,
લીકરએમ્ની નુ અસેસમેન્ટ થય શકે,
ઇન્ટર્નલ ફિટલ મોનિટરિંગ થય શકે,
યુટેરાઇન કેવીટી અસેસ થાય,
ફિટલ સ્કાલ્પ માથી બ્લડ સેમ્પલ લેવાય,
ઇન્ટ્રા યુટેરાઇન પ્રેસર મેઝર કરવા માટે કેથેટર મુકવા,
એન્ટિ પાર્ટમ હેમરેજ (APH)માં બ્લિડિંગ કન્ટ્રોલ થાય અને
એબ્રપ્સીયો પ્લેસેન્ટા અને ઇનીસીયેશન લેબર માં ટેન્સન ઘટે છે.

રિસ્ક: કોર્ડ પ્રોલેપ્સ, એમ્નિઓટીક ફ્લુઇડ એ વધારે પ્રમાણમાં એસ્કેપ થાય, પ્લે સેન્ટલ એબ્રપ્શન, ઇન્જરી ઓમ્નીઓનાઇટિસ વગેરે.

સ્ટ્રીપીન્ગ ધ મેમ્બરેન્સ: આ પ્રોસીઝર સર્વાઇકલ રીપેનીન્ગ, ARM પહેલાં અને લેબર ના ઇન્ડક્શન માટે ઉપયોગી છે. સર્વીક્સ અને લોવર યુટેરાઇન સેગ્મેન્ટ ની વોલ ઉપર થી કોરીયોએમ્નીઓટીક મેમ્બ્રેન ના ડિજિટલ સેપ્રેશન ને સ્ટ્રીપનીન્ગ ઓફ ધ મેમ્બ્રેન કહે છે. તેનાથી મેમ્બ્રેન અને ડેસીડ્યુઆ માંથી એન્ડોજીનીયસ પ્રોસ્ટાગ્લેન્ડીન એ રિલીઝ થાય છે. આ મેથડ એ સિમ્પલ સેફ અને બેનિફિશિયલ હોય છે તેના ક્રાઇટેરિયામાં ફિટલ હેડ સર્વિક્સ ઉપર એપ્લાય થયેલું તથા સર્વીક્સ એક્ઝામિનર ની ફિંગર જાય તેટલું ડાયલેટ હોવું જોઇએ.

મિકેનિકલ: ડાયલેટર
લેબર ઇન્ડક્શન અને સર્વાઇવલ રાઇપનીન્ગ માટે મેમ્બરેન એ ડેસિડ્યુઆ માંથી પ્રોસ્ટાગ્લેન્ડીન રિલીઝ કરે છે.

ટ્રાન્સસર્વાઇકલ બલુન કેથેટર( ફોલીસ કેથેટર): દ્વારા એક્સ્ટ્રા એમ્નીઓટીક સલાઇન ઇન્ફ્યુઝન સર્વાઇકલ રીપેરીંગ માટે કરવામાં આવે છે.

કંબાઇન મેથડ: આ મેથડ માં મેડિકલ અને સર્જીકલ બન્ને મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે. તેના ફાયદાઓ માં સિંગલ પ્રોસિઝર કરતાં વધારે ઇફેક્ટિવ, ઇન્ડક્શન-ડિલીવરી નું અંતર ઘટે તેથી ઇન્ફેક્શન ઘટે અને ઓબ્ઝર્વેશન નો પિરીયડ ઘટે છે.

  • મેન્યુઅલી રિમુવલ ઓફ પ્લેસેન્ટલા:

જ્યારે બેબી ના બર્થ થયા પછી 30 મિનિટ્સ સુધી પ્લેસેન્ટા ની ડિલિવરી થાય નહીં અને પ્લેસેન્ટા એ યુટેરાઇલ કેવીટી માં જ રહે તો આ કન્ડિશન માં પ્લેસેન્ટા ને મેન્યુઅલી રિમુવ કરવાની જરૂરિયાત રહે છે.

આ પ્રોસિઝર જનરલ એનેસ્થેસિયા માં અને ઇમર્જન્સી માં એનેસ્થેટીસ્ટ ના હોય તો ડિપ સિડેસન આપી ને કરવામાં આવે છે.

તેમાં સૌપ્રથમ પેશન્ટ ને લીથોટોમી પોઝિશન પ્રોવાઇડ કરી ઓપરેટેડ એરિયામાં પેઇન્ટિંગ કરી ઓપરેટેડ એરિયા ને સ્ટરાઇલ લીનન થી કવર કરવું.

એસેપ્ટીક મેઝર્સ થી બ્લાડર માં કેથેટર કરવું.

ત્યારબાદ લેફ્ટ હેન્ડ વડે અંબેડિકલ કોર્ડ ને ટાઇટ્લી રીતે હોલ્ડ કરી રાઇટ હેન્ડ નો કોન શેપ બનાવી એન્ટીસેપ્ટીક સોલ્યુશન માં ડીપ કરી વજાયના માં કોર્ડ ના ડાયરેક્શન સાથે ઇન્ટ્રોડ્યુસ કરવો. જ્યારે પ્લાસેન્ટા એ લોકેટ થાય ત્યારે રિલીસ કરવો જેથી લેફ્ટ હેન્ડ વડે ફન્ડસ ને એબડોમન ઉપર થી સપોર્ટ કરી શકાય.

એબડોમીનલ હેન્ડ દ્વારા ફન્ડસ સ્ટેડી પ્રેશર આપી યુટેરાઇન કેવીટી માંથી પ્લેસેન્ટા એ કમ્પ્લીટ્લી અલગ ના થાય, ત્યાં સુધી ફિંગર ની મુવમેન્ટ્સ ને ગાઇડ કરવી.

પ્લેસેન્ટા ની માર્જિન સુધી પહોંચ્યા પછી પ્લેસેન્ટા અને યુટેરાઇન વોલ વચ્ચે ફિંગર્સ ની સ્લાઇસીંગ મુવમેન્ટ વડે આખી પ્લેસેન્ટા અલગ કરવી.

જ્યારે પ્લેસેન્ટા કમ્પ્લીટ્લી અલગ થય જાય, ત્યારે લેફ્ટ હેન્ડ દ્વારા કોર્ડ ને ટ્રેક્સન આપી બહાર કાઢવી અને રાઇટ હેન્ડ ને ઇન્ટ્રોડ્યુસ કરી કોઇપણ પ્લેસેન્ટા ના રિટેઇન્ડ બિટ્સ છે કે કેમ તે પ્રોપર્લી ચેક કરવું.

ત્યારબાદ ઇન્ટ્રાવિનસ મેથાર્જીન 0.2 mg આપી લેફ્ટ હેન્ડ દ્વારા યુટ્રસ ની મસાજ ચાલુ રાખી રાઇટ હેન્ડ એ યુટ્રસ માંથી બહાર કાઢવો.સર્વાઇકો-વજાઇનલ કેનાલ ઇન્જરી માટે ઇન્સપેક્શન કરવું.

ત્યારબાદ પ્લેસેન્ટા અને મેમ્બરેન્સ ની કમ્પ્લીટનેસ અને યુટ્રસ એ હાર્ડ અને કોન્ટ્રેક્ટેડ છે કે નહીં તે ચેક કરવું.

  • વર્ઝન

ડેફીનેશન:

ફિટસ ની લાઇ ચેન્જ કરવાની અથવા ના યુટ્રસ ના લોવર પોલ માં ફિટસ નો ફેવરેબલ પોલ લાવવાની મેનીપ્યુલેટીવ પ્રોસીઝર ને વર્ઝન કહેવામાં આવે છે. જ્યારે સેફેલીક પોલ યુટ્રસ ના લોવર પોલ માં લાવવામાં આવે તેને સેફેલિક વર્ઝન અને પોડેલીક પોલ યુટ્રસ ના લોવર પોલમાં લાવવા માં આવે તેને પોડેલીક વર્ઝન કહેવામાં આવે છે.

ટાઇપ:

1)સ્પોન્ટાનીયસ,
2)એક્સટર્નલ,
3)ઇન્ટર્નલ,
4)બાયપોલર

1)સ્પોન્ટાનીયસ વર્ઝન: આ પ્રકાર માં વર્ઝન આપમેળે જ થય જાય છે તે મલ્ટીપારા માં વધારે કોમન હોય છે બ્રિચ પ્રેઝન્ટેશન ના 32 વિક્સ પછી આશરે 55% અને 36 વિક્સ પછી આશરે 25% વર્ઝન આપમેળે જ થય જાય છે.

2)એક્સટર્નલ વર્ઝન: આ પ્રકાર માં વર્ઝન માત્ર બહારથી જ મેનીપ્યુલેશન(પર એબડોમીનલ) કરીને યુટ્રસ ના લોવર પોલ માં ફેવરેબલ સેફેલિક અથવા પોડેલીક પોલ લાવવામાં આવે છે.

ECV(એક્સટર્નલ સેફલીક વર્ઝન):
એક્સટર્નલ સેફિલિક વર્ઝન માં યુટ્રસ ના લોવર પોલ માં ફિટસ નો સેફેલિક પોલ લાવવામાં આવે છે.

એડવાન્ટેજીસ:

એટ ટર્મ બ્રિચ પ્રેઝન્ટેશન અને બ્રિચ ડીલેવરી ના ઇન્સિડન્સ ઓછા કરી શકાય છે.

સિઝેરિયન ડીલેવરી ઘટાડી શકાય છે.

સિઝેરિયન કે વજાયનલ બ્રિચ ડીલેવરી થતી મેટર્નલ મોર્બીડીટી રેટ ઘટાડી શકાય છે.

વજાયનલ બ્રિચ ડીલેવરી મા ફિટસ ને થતા રિસ્ક ને રિડ્યુઝ કરી શકાય છે.

કોન્ટ્રાઇન્ડીકેશન:

એન્ટી પાર્ટમ હેમરેજ (APH), હેડ નું હાઇપરએક્સટેન્શન, લાર્જ ફિટસ, મેજર કન્જીનાઇટલ એનોમાલિશ, ડેડ ફિટસ, ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રીટાર્ડેશન (IUGR).

મલ્ટીપલ પ્રેગ્નન્સી, રપ્ચર્ડ મેમ્બ્રેન, યુટ્રસ માં કન્જીનાઇટલ માલફોર્મેશન,કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ, પ્રિવ્યસ સિઝેરિયન સેક્સન, ઓબ્સ્ટ્રેક્ટેડ કોમ્પ્લીકેશન્સ, રેસસ આઇસોઇમ્યુનાઇઝેશન.

પ્રોસીઝર:

એક્સટર્નલ સેફિલિક વર્ઝન(ECV) 36 વિક્સ પછી કરવું જોઇએ, કારણકે વહેલા કરવાથી રિવર્ઝન ના ચાન્સ રહે છે. એક્સટર્નલ સેફેલીક વર્ઝન દરમિયાન યુટ્રસ ને રિલેક્સ રાખવા ટોકોલાઇટિંક ડ્રગ્સ આપવામાં આવે છે.

પ્રોસિઝર પહેલા રીયલ ટાઇમ USG કરીને ડાયગ્નોસીસ અને એમ્નીઓટીક ફ્લુઇડ નું વોલ્યુમ કન્ફોર્મ કરવામાં આવે છે અને ફિટસ નું વેલ બિન્ગ અસેસમેન્ટ માટે નોન સ્ટ્રેસ ટેસ્ટ જોવામાં આવે છે.

સૌપ્રથમ બ્લાડર એમ્પટી કરવું. ત્યારબાદ પેશન્ટ ને કમ્ફર્ટેબલ સુપાઇન પોઝીશન પ્રોવાઇડ કરવી. ત્યારબાદ શોલ્ડર થોડા ઊંચા રાખવા અને થાઇ ફ્લેક્સ કરવી. ત્યારબાદ ફીટસ ની બેક ની પોઝીશન, પ્રેઝન્ટેશન,લિમ્બ્સ, FHS વગેરે ચેક કરવામાં આવે છે.

ત્યારબાદ જમણા હાથ વડે પોડેલીક પોલ અને ડાબા હાથ વડે સેફેલીક પોલ પકડવો. હવે હેડ અને બ્રિચ ના અપોઝિટ ડાયરેક્શન માં જ્યાં સુધી લાઇ ટ્રાન્સવર્સ ના થાય, ત્યાં સુધી વર્ઝન કરવામાં આવે છે ફરીથી ફિટલ હાર્ટ સાઉન્ડ ( FHS ) ચેક કરવામાં આવે છે.

ટ્રાન્સવર્સ લાઇ માં ફિટસ ને લાવ્યા બાદ હાથ બદલી ક્રોસ કરવા, જ્યાં સુધી હેડ યુટ્રસ ના લોવર પોલ માં નાં આવે, ત્યાં સુધી ઇન્ટરમીટન્ટ પ્રેશર આપવામાં આવે છે.

પ્રોસિઝર બાદ મધર ને 30 મિનિટ માટે ઓબ્ઝર્વ કરવી અને વાઇટલ સાઇન ચેક કરવા. ફિટસ ના ફિટલ હાર્ટ સાઉન્ડ(FHS) અને નોન સ્ટ્રેસ ટેસ્ટ (NST)ચેક કરવું મધર ને વજાઇનલ બ્લિડિંગ તથા મેમ્બ્રેન રપ્ચર માટે ચેક કરવી.
Rh નેગેટીવ વુમન ને Anti – D ગામાગ્લોબ્યુલીન 100 માઇક્રો ગ્રામ આપવું.

ટ્રાન્સવર્ષ લાઇ માં એક્સટર્નલ વર્ઝન ઇઝી હોય છે. તેના કોન્ટ્રાક્ટીકેશન માં પ્લાસેન્ટા પ્રિવ્યા અને કન્જીનાઇટલ એનો માલીસ હોય છે.

એક્સટર્નલ પોડાલીક વર્ઝન: ટ્રાન્સવર્સ લાઇ માં એક્સટર્નલ સેફેલીક વર્ઝન ફેઇલ જાય અને સેકન્ડ બેબી ટ્વિન હોય ત્યારે એક્સટર્નલ પોડેલિક વર્ઝન કરવામાં આવે છે.

એક્સટર્નલ વર્ઝન ના કોમ્પ્લિકેશન્સ

પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન, પ્રીમેચ્યોર લેબર, એબ્રપ્સીયો પ્લેસેન્ટા,બ્લીડિંગ, કોર્ડ માં ટ્રૂ નોટ થાય, કે કોર્ડ ફિટલ પાર્ટ ની આજુબાજુ વીંટળાઇ જાય એમ્નીઓટીક ફ્લુઇડ એમ્બોલિઝમ અને ફીટો મેટર્નલ બ્લીડિંગ ઇન્ક્રીઝ થાય.

3) ઇન્ટર્નલ વર્ઝન: આ પ્રકારમાં એક હાથ યુટ્રસ માં ઇન્ટ્રોડ્યુસ કરીને બીજો હાથ એબડોમીનલ પર રાખીને વર્ઝન કરવામાં આવે છે.ઇન્ટર્નલ વર્ઝન એ હંમેશા પોડાલીક વર્ઝન હોય છે અને તે ફિટસ ના એક્સટ્રેક્સન સાથે પુરુ થાય છે.

ઇન્ટર્નલ વર્ઝન માટેની કન્ડિશન: સર્વિક્સ નું ફુલ ડાયલેટેશન,એડિક્યુએટ લાઇકર એમ્ની અને લાઇવ ફિટસ.

ઇન્ડિકેશન્સ: ઇન્ટર્નલ વર્ઝન સિંગલટન પ્રેગનેન્સી માં ભાગ્યે જ ઇન્ડિકેટ કરવામાં આવે છે તે માત્ર ટ્વિન્સ માં સેકન્ડ બેબી ની લાઇ ટ્રાન્સવર્સ હોય ત્યારે કરવામાં આવે છે. છતાં પણ કેટલાક કેસિસ જેવા કે સિઝેરિયન સેક્સન ની ફેસીલીટી ના હોય અને ટ્રાન્સવર્સ લાઇ કે કોર્ડ પ્રોલેપ્સ સાથે સર્વિક્સ નું ફુલ ડાયલેટેશન, હેડ હાઇ અપ અને બેબી લાઇવ હોય ત્યારે સિંગલ પ્રેગ્નન્સી માં પણ ઇન્ટર્નલ વર્ઝન કરવામાં આવે છે.

કોન્ટ્રાઇન્ડીકેશન:

નીગ્લેક્ટેડ ઓબ્સ્ટ્રેક્ટેડ લેબર.

પ્રોસિઝર:

સૌપ્રથમ ફિટસ ની લાઇ, પ્રેઝન્ટેશન અને હાર્ટ રેટ નું અસેસમેન્ટ એક્સપિરિયન્સ્ડ ઓબ્સ્ટેટ્રીશીયન એ એબડોમીનલ પાલ્પેશન, વજાઇનલ એક્ઝામિનેશન અને ટ્રાન્સ એબડોમીનલ અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન દ્વારા કરે છે. ઇન્ટર્નલ વર્ઝન જનરલ કે એપીડ્યુરલ એનેસ્થેસિયા માં કરવામાં આવે છે જેમ કે,

સૌપ્રથમ પેશન્ટ ને ડોર્સલ લીથોટોમી પોઝિશન આપી, એન્ટીસેપ્ટીક થી પેઇન્ટિંગ અને ત્યારબાદ ડ્રેપીંગ્સ અને કેથેટરાઇઝેશન કરવામાં આવે છે. જો મધર ની લેફ્ટ સાઇડ માં ફિટસ નું પોડેલિક પોલ હોય તો રાઇટ હેન્ડ ને ઇન્ટ્રોડ્યુસ કરવો અને તેવી જ રિતે રાઇટ સાઇડ માં ફિટસ નો પોડેલિક પોલ હોય તો લેફ્ટ હેન્ડ ને ઇન્ટ્રોડ્યુસ કરવું હેન્ડ નો કોન શેપ બનાવી તેની બેક સાઇડ યુટેરાઇન વોલ ની અગેઇન્સ્ટ માં આવે તેવી રીતે પોડેલિક પોલ સુધી પહોંચવું.

હિન્ડ એ બ્રિચ અને થાઇ સુધી લઇ જય ફુટ ને પકડવો.

હવે લેગ ને સ્ટેડી ટ્રેક્શન આપી, નીચેની તરફ લાવવો અને બીજા હાથ વડે બહાર થી સેફેલિક પોલ ને ઉપર ની તરફ પુશ કરવો.

એક લેગ ને નીચેની તરફ લાવ્યા બાદ બીજા લેગ ને ડિલિવર કરવામાં ડીફીકલ્ટી થતી નથી અને યુટેરાઇન કોન્ટ્રેક્શન્સ દરમિયાન બ્રિચ એક્સટ્રેક્શન કરીને ડીલેવરી કમ્પ્લીટ કરવામાં આવે છે.

ડીલેવરી બાદ યુટેરો વજાઇનલ કેનાલ ઇન્જરી કે યુટ્રસ ના રપ્ચર માટે ચેક કરવું.

કોમ્પ્લિકેશન્સ:

મેટર્નલ: પ્લેસેન્ટલ એબ્રપ્શન, રપ્ચર ઓફ યુટ્રસ, અને મોર્બીડીટી રેટ ઇન્ક્રીઝ થવા.

ફિટલ રિસ્ક: એસ્ફીક્સિયા, કોર્ડ પ્રોલેપ્સ, ઇન્ટ્રા ક્રેનિયલ હેમરેજ,હાઇ‌ પેરીનેટલ મોર્ટાલિટી .

4) બાયપોલર વર્ઝન: આ પ્રકારમાં એક કે બે ફિંગર્સ ને યુટ્રસ માં ઇન્ટ્રોડ્યુસ કરીને અને બીજો હેન્ડ એબડોમન ઉપર રાખી ને વર્ઝન કરવામાં આવે છે. તેના ઇંડિકેશન્સ માં પ્લાસેન્ટા પ્રિવ્યા ની ઓછી ડિગ્રી ડેડ,ડિફોરમ્ડ કે પ્રિવાયેબલ ફિટસ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે તેમાં સર્વિક્સ એ એટ લિસ્ટ ટુ ફિંગર્સ જેટલું ડાયલેટ હોવું જોઇએ અને હેન્ડ ને વન ઇલિયાક ફોસા તરફ પુશ કરી એક લેગ ને નીચેની તરફ લાવવામાં આવે છે.

  • સ્ટરિલાઇઝેશન:

પરમેનેન્ટ સર્જીકલ કોન્ટ્રાસેપ્શન ને વોલ્યુન્ટરી સ્ટરિલાઇઝેશન પણ કહેવામાં આવે છે તે સર્જીકલ મેથડ છે જેમાં ઇન્ડિવિઝ્યુઅલી મેલ અથવા ફિમેલ ના રીપ્રોડક્ટિવ ફંક્શન ને પર્પસફૂલી અને પરમેનેન્ટલી ડિસ્ટ્રોય કરવામાં આવે છે.
જેમ કે,

1)મેલ સ્ટરિલાઇઝેશન: વાસેક્ટોમી,
2)ફિમેલ સ્ટરિઝાઇઝેશન: ટ્યુબેક્ટોમી

1)મેલ સ્ટરીલાઇઝેશન: વાસેક્ટોમી: આ મેલ માં કરવામાં આવતું પર્મનન્ટ સ્ટાઇલાઇઝેશન ઓપરેશન છે જેમાં વાસડિફેરેન્સ ના બંને સાઇડમાં રીસેક્ટ કરવામાં આવે છે અને તેના એન્ડ કટ કરીને લાઇગેટ કરવામાં આવે છે.

એડવાન્ટેજીસ:

તેમાં ઓપરેશન ટેકનીક સિમ્પલ હોય છે અને કોમ્પ્લીકેશન્સ ઓછા હોય છે.

તેમાં ઓપરેશન એ આઉટડોર પ્રોસિઝર તરીકે કેમ્પ અને વિલેજ માં પણ થય શકે છે.

ફેઇલ્યોર રેટ એ 0.15 % અને રિવર્ઝલ એનાસ્ટોમોસીસ ઓપરેશન ના સક્સેસ ચાન્સ 50% હોય છે.

ઇક્વિપમેન્ટ , હોસ્પિટલ સ્ટે, ડોક્ટર ટ્રેઇનિંગ તમામ ખર્ચ ઓછા પ્રમાણમાં આવે છે.

ડિએડવાન્ટેજીસ:

ઓપરેશન પછી 2-3 મન્થ જ્યાં સુધી સિમેન એ સ્પર્મ ફ્રી ના થાય ત્યાં સુધી એડિશનલ કોન્ટ્રાસેપ્શન ની જરૂરિયાત પડે છે.

ફ્રિજીડિટી અથવા ઇમ્પોટેન્સી આવે જે મોસ્ટલી સાયકોલોજિકલ હોય છે.

નોન સ્કાલપેલ વાસેક્ટોમી( NSV ): આ ઓપરેશન લોકલ એનેસ્પેશિયા માં પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ ડિઝાઇન ફોર્સસેપ થી vas ને કેચ કરવામાં આવે છે ત્યારબાદ વાસ ની ઉપર સ્ટ્રેચડ સ્કિન ને ફોર્સેપ ના શાર્પ પોઇન્ટ થી સ્કાલપેલ યુઝ કર્યા વગર પંચર કરવામાં આવે છે અને ત્યારબાદ વાસ ને ડિસેક્ટ કરવામાં આવે છે સુચર્સ ની જરૂરિયાત રહેતી નથી અને ટાઇમ પણ ઓછું લાગે છે ફાસ્ટ રિકવરી હોય છે પરંતુ સર્જન ની સ્કીલ વધારે પ્રમાણમાં જરૂર પડે છે.

ફિમેલ સ્ટડીલારીલાઇઝેશન/ ટ્યુબેક્ટોમી:

ટ્યુબેક્ટોમી એ ફિમેલ માં કરવામાં આવતી પર્મનેન્ટ સ્ટેરીલાઇઝેશન ની મેથડ છે. તેમાં ઓવમ ના પેસેજ ને બ્લોક કરવા માટે ફેલોપિયન ટ્યુબ્સ ને કટ કરી અને ત્યારબાદ તેનું લાઇગેશન કરવામાં આવે છે.

ટાઇમ ઓફ ઓપરેશન:

પોસ્ટપાર્ટમ સ્ટરીલાઝેશન: જો પેશન્ટ એ હેલ્થી હોય તો ડીલેવરી ના 24 – 48 અવસૅ પછી ટ્યુબેક્ટોમી થય શકે છે.

ઇન્ટર્નલ સ્ટરીલાઇઝેશન: જ્યારે ઓપરેશન એ ચાઇલ્ડ બર્થ તથા એબોર્શન સિવાય બીજા અધર ટાઇમમાં કરવામાં આવે તેને ઇન્ટર્નલ સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે.

ટ્રેડિશનલ ટયુબેક્ટોમી: આ મેથડ ને એબડોમીનલ ટ્યૂબૂક્ટોમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેથડ એ સામાન્ય રીતે જનરલ એનેસ્પેશિયા અથવા તો સ્પાઇનલ એનેસ્પેશ્યામાં કરવામાં આવે છે કે જેમાં લોવર એબડોમીનલ એરિયા મા ઇન્સિઝન મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ ને કટ કરી અને તેને ટાઇડ અથવા તો ક્લેમ્પ કરવામાં આવે છે ત્યારબાદ એબડોમન ના લેયર ને ક્લોઝ કરવામાં આવે છે આ સામાન્ય રીતે પર્મનન્ટ કોન્ટ્રાસેટીવ તરીકે વર્ક કરે છે કે જે ઓવમ ના પથને બ્લોક કરે છે જેમાં સામાન્ય રીતે પાંચ થી છ દિવસ ના હોસ્પિટલાઇઝેશન ની જરૂરિયાત રહે છે અને સૂચર એ ઓપરેશન થયા પછી 5th ડે પછી રીમુવ થય શકે છે.

પોસ્ટ ઓપરેટિવ એડવાઇઝ:

6 વીક સુધી હેવી વેઇટ ને લિફ્ટ કરવું જોઇએ નહીં.

હેવી વર્ક ને ત્રણ મંથ સુધી અવોઇડ કરવું .

ઓપરેશન થયા પછીના 4 વીક પછી સેક્સ્યુઅલ એક્ટીવિટી રિઝ્યુમ કરી શકાય છે.

મિનીલેપ ઓપરેશન: આ માઇનર ફોર્મ ની એબડોમીનલ ટ્યુબેક્ટોમી છે જે સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા માં કરવામાં આવે છે કે જેમાં 2.5 થી 3 cm જેટલું ઇન્સિઝન એ લોવર એબડોમીનલ એરિયા મા મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ ના પાર્ટ્સ ને કટ કરી અને ક્લેમ્પ કરવામાં આવે છે અને ત્યારબાદ એબડોમન ના લેયર ને ફરી સુચર કરવામાં આવે છે આ મેથડ એ ખૂબ સેફ અને ઇફેક્ટિવ મેથડ છે આ પ્રોસિઝર એ સામાન્ય રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC ) લેવલે તથા કમ્પેઇનીંગ મા પણ પર્ફોર્મ થય શકે છે આ પ્રોસિઝર એ પોસ્ટપાર્ટમ સ્ટરીલાઝેશન માટે ગુડ ટેકનીક તરીકે વર્તે છે.

એડવાન્ટેજ:

આ ટેકનિક એ સામાન્ય રીતે પોસ્ટ પાર્ટમ સ્ટરીલાઇઝેશન માટે સ્યુટેબલ હોય છે.

આ પ્રોસિઝર એ સામાન્ય રીતે એબડોમીનલ ટ્યુબેક્ટોમી કરતા ઓછા પ્રમાણમાં ટ્ર્રોમેટિક હોય છે.

તેમાં સામાન્ય રીતે ઓછા કોમ્પ્લીકેશન્સ જોવા મળે છે.

લેપ્રોસ્કોપિક સ્ટરીલાઇઝેશન: આ લેપ્રોસ્કોપિક સ્ટરીરાઇઝેશન ટેકનીક એ ફિમેલ સ્ટરીલાઇઝેશન ની ખૂબ પોપ્યુલર પ્રોસિઝર છે કે જેમાં ફેલોપિયન ટ્યુબ ને બ્લોક કરવામાં આવે છે અથવા ફેલોપિયન ટ્યુબ્સ માં રબર રિંગ ને પ્લેસ કરવામાં આવે છે જેના કારણે ઓવમ એ યુટ્રસ સુધી પહોંચી શકતું નથી તેમાં લેપ્રોસ્કોપ ને ઇન્સર્ટ કરતા પહેલા એબડોમન ને કાર્બન ડાયોક્સાઇડ , નાઇટ્રસ ઓક્સાઇડ અથવા એર દ્વારા એક્સપાંડ કરવામાં આવે છે ત્યારબાદ લેપ્રોસ્કોપ ને એબડોમન થ્રુ ઇન્સરર્શન કરી અને ટ્યુબ ને વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે ત્યારબાદ ટ્યુબ એ વિઝ્યુઅલાઇઝ થાય ત્યારે ફેલોપિયન ટ્યુબ માં ફેલોપરિંગ ને પ્લેસ કરવામા આવે છે અથવા ક્લિપ ને એપ્લાય કરવામાં આવે છે જેના કારણે ટ્યુબ એ બ્લોક થાય છે ત્યારબાદ લેપ્રોસ્કોપ ને રીમુવ કરી અને એબડોમન ના લેયર ને સુચર કરી અને ક્લોઝ કરવામાં આવે છે.

એડવાન્ટેજ:

તેમાં ઇન્સિઝન એ ખૂબ નાનું હોય છે અને સ્કાર પણ નાનો હોય છે.

તેમાં ઓપરેશન માટે ઓછા સમય ની જરૂરિયાત રહે છે.

આ લેસ એક્સપેન્સિવ પ્રોસિઝર છે.

તેમાં કોમ્પ્લીકેશન્સ એ મિનિમમ હોય છે.

હોસ્પિટલ સ્ટે એ શોર્ટ હોય છે સામાન્ય રીતે 48 અવર્સ સુધીનો હોય છે.

ડિસએડવાન્ટેજ:

તે સામાન્ય રીતે પોસ્ટ પાર્ટમ પેશન્ટ માં પરફોર્મ કરવામાં આવતું નથી.

જે પેશન્ટ ને મેડિકલ ડિસ્ક ઓર્ડર જેસે હાર્ટ ડીસિઝ, રેસ્પીરેટરી ડિસિઝ ,ડાયાબીટીસ તથા હાઇપરટેન્શન હોય તેના માટે સ્યુટેબલ હોતું નથી.

કોમ્પ્લીકેશન:
પેઇન,
સ્ટ્રચિંગ,
ઇરરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ,
લોકલ ઇન્ફેક્શન.

  • ફોર્સેપ્સ ડિલિવરી:

ઓબ્સ્ટેટ્રિક્સ ફોર્સેપ ની શોધ ચેમ્બર્લીન ફેમિલી ના ડોક્ટર્સ એ ઇંગ્લેન્ડ માં 11 th સેન્ચુરી માં કરી હતી. ઓબ્સટ્રેટીક ફોર્સેપ તે ઇન્સ્ટ્રુમેન્ટ ની પેઇર છે, અને તે ફિટલ હેડ ને બહાર લાવવા માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલા હોય છે.

સિમ્પલ ક્લાસીફીકેશન:

1)કન્વેન્સનલ ટ્રેક્શન ફોર્સેપ્સ

શોર્ટ: રિગ્લીઝ, સિમ્પસન્સ શોર્ટ, ઇલિયટ. સામાન્ય રીતે શોર્ટ ફોર્સેપ્સ નો યુઝ કરવામા આવે છે.

લોન્ગ:

a) એક્સીસ ટ્રેક્શન વગર E.X. સિમ્પસન્સ લોન્ગ, ઇલિયટ્સ લોન્ગ, દાસ ફોર્સેપ્સ.

b) વીથ એક્સીસ ટ્રેક્શન સાથે E X. મિલ્ને મુરે, બાર્ન્સ- નેવિલ, હેગ-ફર્ગ્યુસન.

2) રોટેશનલ ફોર્સેપ્સ: કિલેન્ડ, મૂલ્ગાઓકર, બાર્ટન.

3) સ્પેસિયલ ફોર્સેપ: બ્રીચ માં આફ્ટરકમિંગ હેડ માટે પાઇપર્સ ફોર્સેપ્સ, LSCS ભાટે હેલ ફોર્સેપ્સ, ન્યુ રબરાઇઝ્ડ ફોર્સેપ્સ (ગ્રીનબર્ગ).

ક્લાસિફિકેશન અથવા ટાઇપ્સ ઓફ ફોર્સેપ્સ એપ્લીકેશન:

1)હાઇ ફોર્સેપ:

ફિટસ ના હેડ પર ફોર્સેપ્સ ના એપ્લિકેશન્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે જ્યાં બાયપરાઇટલ ડાયામીટર એ પેલ્વિક ના પ્લેન ઇનલેટ (નોન એન્ગેજ્ડ હેડ) માંથી પસાર થયો નથી.
હાઇ ફોર્સેપ માં હેડ એ એન્ગેજ્ડ હોતું નથી.

2)મીડ ફોર્સેપ ઓપરેશન:

ફોર્સેપ્સ ના એપ્લીકેશન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે કે જ્યાં બાયપેરીએટલ ડાયામીટર એ ઇનલેટ ના પ્લાન માંથી પાસ થયો હોય પરંતુ ઇસ્ચિયલ સ્પાઇન્સ નું લેવલ પાસ કર્યું ન હોય. તેમાં ફિટલ હેડ એ એન્ગેજ હોય છે પરંતુ અને સ્ટેશન +2 થી ઉપર હોય છે.

તેમાં બે સબ-ટાઇપ પણ પડે છે:

1)હાઇ મીડ,
2)લો મીડ.

1)હાઇ મીડ:

બાયપેરીએટલ ડાયામીટર એ ઇનલેટ ના પ્લેન માંથી પસાર થય ગયો હોય છે પરંતુ તે ઇશ્ચિયલ સ્પાઇન્સ ના લેવલ થી ઉપર રહે છે.મેન્યુઅલ રોટેશન એ ફોર્સેપ્સ ના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે તે આવા પ્રકાર ના ફોર્સેપ્સ ઓપરેશન નું એક્ઝામ્પલ છે.

2)લો મીડ:

બાયપેરીટલ ડાયામીટર એ ઇનલેટ ના પ્લાન માંથી પાસ થય ગયું છે અને અને ઇસ્ચિયલ સ્પાઇન્સ ના લેવલ સુધી આવેલું છે. તેથી, લોવર પોલ એ ઇસ્ચિયલ સ્પાઇન ના લેવલ ની નીચે આવેલું છે.

3)લો ફોર્સેપ્સ ઓપરેશન:

જ્યારે ફિટલ હેડ નુ બાયપેરીયેટલ‌ ડાયામીટર એ ઇસ્ચિયલ સ્પાઇન ને પાસ થયેલું હોય અને ફોર્સેપ નું એપ્લિકેશન કરવામાં આવે તેને લો ફોર્સેપ ઓપરેશન કહેવામાં આવે છે.

ફિટલ સ્કલ +2 cm સ્ટેશન કે તેનાથી વધારે, પરન્તુ પેલ્વિક ફ્લોર ઉપર પહોંચ્યું ના હોય.
રોટેશન 45 ડિગ્રી અથવા તેનાથી ઓછું અને એન્ટિરિયર કે પોસ્ટીરિયર પોઝિશન માં 45 ° થી વધારે હોય.

4)આઉટલેટ ફોર્સેપ:

તે લો ફોર્સેપ્સ ઓપરેશન ની વેરાઇટીસ છે, જ્યાં પેરીનિયમ પર રહેલા ફિટસ ના હેડ પર ફોર્સેપ્સ એપ્લાય કરવામાં આવે છે અને કોન્ટ્રાક્શન્સ વચ્ચે ઇન્ટ્રોઇટસ માં હેડ એ વિઝીબલ હોય છે. સજાઇટલ સુચર એ આઉટલેટ ના એન્ટીરિયર – પોસ્ટીરિયર ડાયામીટર માં રહેલું હોવું જોઇએ. આમ, જ્યારે બધા જ આઉટલેટ ફોર્સેપ્સ લો ફોર્સેપ્સ છે પરંતુ તમામ લો ફોર્સેપ્સ આઉટલેટ ફોર્સેપ્સ ઓપરેશન હોતા નથી.

આઉટલેટ ફોર્સેપ્સ મા લેબિયા ને સેપરેટ કર્યા સિવાય સ્કાલ્પ એ ઇન્ટ્રોઇટસ ઉપર દેખાતું હોવું જોઇએ. ફિટલ સ્કલ એ પેલ્વિક ફ્લોર ઉપર હોય, સજાઇટલ સુચર એ ડાયરેક્ટ એન્ટેરો- પોસ્ટીરિયર ડાયામીટર અથવા રાઇટ/ લેફ્ટ ઓક્સીપુટ એન્ટિરિયર કે પોસ્ટિરીયર પોઝિશન માં હોય,ફિટલ હેડ એ પેરીનીયમ ઉપર હોય અને રોટેશન 45° થી વધારે હોય.

ફોરસેપ્સ માં નીચે પ્રમાણે ના ફંડામેન્ટલ પાર્ટ્સ આવેલા હોય છે:

બ્લેડ્સ: દરેક બ્લેડ એ મોટે ભાગે ફેનેસ્ટ્રેટેડ હોય પરંતુ તે સોલિડ પણ હોય શકે છે. ફેનેસ્ટ્રેટેડ બ્લેડ એ રોટેશન માટે લાઇટ અને તેની ગ્રીપ ટ્રેક્શન માટે સારી હોય છે દરેક બ્લેડ માં બે કવ્ડ આવેલી હોય છે.

1) સેફલીક કર્વ: તેનો કવ્ડ એ ફ્લેટ હોય છે અને તે ફિટલ હેડ ઉપર ફિટ થાય છે.

2)પેલ્વિક કર્વ: તેનો કવ્ડ પાર્ટ એ કિનારી ઉપર હોય છે અને તે મેટર્નલ પેલ્વિસ પર ફિટ થાય છે.

સેન્ક: બ્લેડ અને લોક વચ્ચે ના ભાગને શેન્ક કહેવામાં આવે છે તે પેરેલેલ અથવા ઓવરલેપિંગ હોય શકે છે.

લોક: ફોર્સેપ માં લોક પણ અવેઇલેબલ હોય છે.

હેન્ડલ: આ લોંગ મેટલ રોડ છે તેમાં બહારની બાજુએ ફિંગર ગ્રીપ્સ હોય છે અને ટ્રેક્સન ફોર્સેપ્સ માં એક્સીસ ટ્રેક્સન મીકેનીઝમ હોય છે.

મેઝરમેન્ટ:

સેફેલીક કવ્ડ રેડિયસ: 11.5 cm,
પેલ્વિક કવ્ડ રેડિયસ: 17.5 cm,
બે બ્લેડ વચ્ચેનું અંતર: મેક્સિમમ 8.5 Cm અને મીનીમમ: 1.5 થી 3.5.
શેન્ક 6.25cm.
હેન્ડલ: 12.5cm.

ફંકશન્સ ઓફ ફોર્સેપ

ટ્રેક્શન: પ્રાઇમીગ્રેવિડા મા આશરે 20 kg ટ્રેક્શન ફોર્સ રિક્વાયર્ડ અને મલ્ટીપારા મા‌ આશરે 13 kg ટ્રેકશન ફોર્સ ની જરૂર પડે છે.

રોટેશન: હેડ ના રોટેશન માટે કિલેન્ડ ફોર્સેપ બેસ્ટ હોય છે. પરંતુ સિમ્પલ લોન્ગ ફોર્સેપ નો પણ ઉપયોગ થય શકે છે.

કમ્પ્રેશન: ફોર્સેપ એ ફસ્ટ ટાઇપ નુ લીવર છે.જો ફોર્સેપ એ બાયપેરિયેટ, બાયમલાર પ્લેસમેન્ટ પર સાચી રિતે મુકવા માં આવે‌ તો તેની ક્રેનીયમ પર અસર ઓછી થાય છે.

સ્ટીમ્યુલેશન ઓફ યુટેરાઇન એક્શન: ટ્રેકશન એ માત્ર યુટેરાઇન કોન્ટ્રાકશન્સ પ્રેઝન્ટ હોય ત્યારે જ આપવું.

પ્રોટેક્ટીવ કેજ: પ્રીમેચ્યોર બેબીના હેડ ને બર્થ કેનાલ ના પ્રેશર થી બચાવવા પ્રોટેક્ટિવ કેજ તરીકે વર્ક કરે છે.

બ્રિચ માં આફ્ટર-કમિંગ હેડ ની ડીલેવરી માં સડનલી ડિકમ્પ્રેશન નું રિસ્ક એ ઓછું રહે છે.

ઇન્ડિકેશન્સ

મેટર્નલ:

સેકન્ડ સ્ટેજ ઓફ લેબર એ પ્રોલોન્ગ થાય કે,મધર એ બિયર ડાઉન ના કરી શકે ત્યારે અને મધર ને કેટલીક ઓબસ્ટેટ્રીક અને મેડિકલ કન્ડિશન માં ઓછો સ્ટ્રેઇન પડે તે માટે.

ઓબસ્ટેટ્રીક માં પ્રેગ્નેન્સી ઇન્ડ્યુઝ્ડ હાયપરટેન્શન, એક્લેમ્પસીયા

મેડિકલ: વલ્વ્યુલર હાર્ટ ડિસીસ, પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ, બીજા લન્ગ્સ ડિસીસ, લિવર અને કિડની ડિસીઝ, જનરલ ડેબીલિટી, એનીમીયા, ડાયાબિટીસ વગેરે.

ફિટલ: સેકન્ડ સ્ટેજ ઓફ લેબરમાં ફિટલ ડિસ્ટ્રેઝ‌ થાય કે પ્રોગ્રેસ ના થાય માલરોટેશન લાર્જ ફિટસ, સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન સાથે કોર્ડ પ્રોલેપ્સ હોય, પોસ્ટમેચ્યોરિટી, અને બ્રિચમાં આફ્ટર કમિંગ હેડ.

કોન્ટ્રાઇન્ડિકેશન્સ: સર્વિક્સ નું ઇનકમ્પ્લીટ ડાયલેટેશન, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ ની મોડરેટ કે સિવ્યર ડિગ્રી, માલપ્રેઝન્ટેશન, કોન્ટ્રાક્ટિંગ રિંગ, પેલ્વિક ટ્યુમર.

પ્રિ-રિક્વીસાઇટ્સ:

વર્ટે્ક્સ પ્રેઝન્ટેશન,ફેસ પ્રેઝન્ટેશન માં ચીન એન્ટિરીયલ કે બ્રિચ ડીલેવરી માં આફ્ટર કમિંગ હેડ (ફેવરેબલ પ્રેઝન્ટેશન), ફિટસ હેડ +2, કે + 3 સ્ટેશન અથવા સિમ્ફાઇસિસ પ્યુબીસ ઉપર 0/5 પાલ્પેબલ(એન્ગેજ હેડ), એડિક્યુએટ પેલ્વિસ,‌સર્વિક્સ નું ફુલ ડાયલેટેશન,‌ રપ્ચર મેમ્બ્રેન, એમ્પટી બ્લાડર અને રેક્ટમ, એડિક્યુએટ એનેસ્થેસિયા, એપીઝીયોટોમી અને બેબી માટે ની રિસસીટેશન ની સગવડ હોવી વગેરે પ્રાથમિક જરૂરિયાતો છે.

લો ફોર્સેપ એપ્લિકેશન:

સૌ પ્રથમ પેશન્ટ ની તથા તેના ફેમિલી મેમ્બર્સ ની કન્સલ્ટ લેવી.

પેશન્ટ ને પ્રોપર્લી લીથોટોમી પોઝીશન પ્રોવાઇડ કરવી. ત્યારબાદ પેઇન્ટિંગ અને ડ્રેપિન્ગ કરવું.

ત્યારબાદ પ્રોપર્લી એનેસ્થેસિયા એડમીનીસ્ટ્રેશન કરવું.

સિમ્પલ કેથેટર દ્વારા બ્લાડર એમ્પ્ટી કરવું.

પેશન્ટ ને પ્રોપર્લી IV લાઇન ઇન્ટ્રોડ્યુસ કરીને IV લાઇન ને પ્રોપર્લી પેટન્ટ રાખવી.

ઇન્ટર્નલ એક્ઝામિનેશન કરીને સર્વિક્સ, મેમ્બ્રેન અને પેલ્વિક આઉટલેટ નું અસેસમેન્ટ કરવું.

સ્ટેપ્સ ઓફ ઓપરેશન્સ:

સૌપ્રથમ પેશન્ટ ની સામે બ્લેડ્સ ને આર્ટિક્યુલેટ કરીને રાઇટ અને લેફ્ટ બ્લેડ ને સેપરેટ કરવી. ત્યારબાદ લેફ્ટ બ્લેડ ને ફસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવી. તેને લેફ્ટ હેન્ડ માં વર્ટિકલી પકડી ત્યારબાદ બે ફિંગર્સ અથવા આખો રાઇટ હેન્ડ વજાઇના માં ઇન્ટ્રોડ્યુસ કરીને પોસ્ટીરિયર વજાઇનલ વોલ ડિપ્રેસ્ડ કરવી.બ્લેડ સેક્રમ ના હોલો માં પોસ્ટીરિયર ઇન્ટ્રોડ્યુસ કરવી. રાઇટ હેન્ડવના થંબ વડે પુશ કરવું. ફિટલ હેડ અને ઇન્ટર્નલ ફિન્ગર્સ ના ગાઇડન્સ દ્વારા તેને ઉપરની તરફ પુશ કરવી. હેન્ડલ ડાઉનવર્ડ અને બેકવર્ડ તરફ લય જવું.
કરેકટલી એપ્લાય થાય ત્યારે બ્લેડ્સ પરાઇટલ એમીનન્સ ઉપર,શેન્ક પેરિનીયમ ના કોન્ટેક મા અને હેન્ડલ નુ સુપીરિયર સર્ફેસ એ ઉપરની તરફ ડાયરેક્ટ થશે. ત્યારબાદ ઇન્ટર્નલ ફિંગર્સ ના ગાઇડન્સ દ્વારા બ્લેડ ને રોટેટ કરીને મેટર્નલ પેલ્વિસ ના લેફ્ટ સાઇડ માં લાવવી.

હવે હાથ બદલી ને રાઇટ હેન્ડ માં રાઇટ બ્લેડ પકડી ને સેમ મેનર થી લેફ્ટ બ્લેડ ની સામે લાવવી.

ત્યારબાદ બ્લેડ ડિપ્રેશ કરીને લોક કરવી, જો પ્રોપર એપ્લિકેશન હોય તો લોક કરવામાં તકલીફ પડતી નથી.

બ્લેડ્સ નું પ્રોપર એપ્લિકેશન ચેક કર્યા પછી કોન્ટ્રાકશન દરમિયાન સ્ટેડી પરંતુ ઇન્ટરમીટન્ટ ટ્રેક્શન આપવું. લો ફોરસેપ્સ માં હેડના સ્ટેશન ના આધારે જ્યાં સુધી હેડ એ પેરિનીયમ પર ના આવે ત્યાં સુધી હેડ ને ડાઉન વર્ડ અને બેકવર્ડ ડાયરેક્શન માં પુશ કરવું, ત્યારબાદ ક્રાઉન ના થાય ત્યાં સુધી ઓપરેટર તરફ હોરીઝન્ટલી પુશ કરવું. આ પછી ધીમેથી હેડ ને એક્સટેન્સન થી ડિલીવર કરાવવા મધર ના એબડોમન તરફ અપવાર્ડ અને ફોરવર્ડ ડાયરેક્શન માં લય જવું. ત્યારબાદ બ્લેડ એક પછી એક રિમુવ કરવી તેમાં રાઇટ બ્લેડ ફર્સ્ટ રિમુવ કરવી.

હેડ ડિલીવરી પછી નોર્મલ ડિલીવરી ની જેમ જ પ્રોસિઝર કરવી.અને પેશન્ટ ને Inj. Methagin 0.2 mg એન્ટિરિયર શોલ્ડર ની ડિલિવરી પછી આપવુ. એપીઝીયોટોમી રિપેઇર કરવી અને ટેર માટે ચેક કરવું અને આગળના સ્ટેપ્સ લેવા.

કોમ્પ્લીકેશન્સ:

મેટર્નલ: બર્થ કેનાલ,બોવેલ, બ્લાડર ને ઇન્જરી અને રેર કેસ માં બોન ને પણ ઇન્જરી થય શકે છે. હેમરેજ, ઇન્ફેક્શન, ઓબસ્ટેટ્રીક શોક, યુટ્રસ નુ રપ્ચર અને એનેસ્થેટિક કોમ્પ્લીકેશન્સ પણ થય શકે છે.

ફિટલ: સ્કાલ્પ ઇન્જરી, ફેસિયલ નર્વ ઇન્જરી, સેફેલોહિમેટોમા, બર્થ એસ્ફીક્સીયા, ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ, લિનીયર કે ડિપ્રેસ્ડ સ્કલ ફ્રેક્ચર.

નર્સિંગ ઇન્ટરવેશન:

જ્યારે ઓબ્સ્ટેટ્રીસિયન ડીસાઇડ કરે તે ફોર્સેપ કલેક્ટ કરી તેના એપ્લિકેશન માટેની તૈયારી કરવી.

ફોર્સેપ એપ્લાય કરતા પહેલા ફિટલ હાર્ટ રેટ ના રેકોર્ડ અને રિપોર્ટ ચેક કરવા.

પેશન્ટ ને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો અને પ્રોસિઝર વિશે માહિતી આપવી.

ફોર્સેપ એપ્લિકેશન પછી ફરીથી ટ્રેકશન એપ્લાય કરતાં પહેલાં ફીટલ હાર્ટ રેટ ના રેકોર્ડ અને રિપોર્ટ ચેક કરવા.

પ્રોસિઝર થયા બાદ મધર અને બેબી ને કોમ્પ્લીકેશન્સ ના સાઇન અને સિમ્પટોમ્સ માટે ઓબ્ઝર્વેશન કરવું.

ફોર્સેપ ડીલીવરી નો રેકોર્ડ કરવો અને મધર તથા બેબી ના વાઇટલ સાઇન મોનિટર કરવા.

એડવાન્ટેજીસ ઓફ ડીલેવરી

જ્યારે ઝડપ થી ડીલેવરી કરાવવા ની હોય ત્યારે ફોર્સેપ વધારે અસરકારક હોય છે જેમકે ફીટલ ડિસ્ટ્રેસ.

જ્યારે મોડરેટ ટ્રેકશન ની જરૂર હોય ત્યારે ફોર્સેપ્સ એ વધારે અસરકારક હોય છે.

પ્રીમેચ્યોર બેબી માટે વધારે સેફ હોય છે કારણ કે ફીટલ હેડ પ્રોટેક્ટીવ કેજ ની અંદર રહે છે.

વેન્ટોસ કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય તેવા કેસીસ જેવા કે એન્ટિરિયર ફેસ અથવા બ્રિચ પ્રેઝન્ટેશન માં આફ્ટર કમિંગ હેડ માં ઉપયોગી હોય છે.

વેન્ટોસ કરતા ઓછા પ્રમાણ માં નિયોનેટલ સ્કાલ્પ ટ્રોમાં, હેમરેજ, જોન્ડીઝ કે સેફેલોહેમેટોમાં થાય છે.

વેન્ટોસ કરતા વજાયનલ ડીલેવરી માં વધારે સક્સેસ હોય છે.

જો વેન્ટોસ માં વેક્યુમ મેઇન્ટેન ના થાય, તો કપ એ પડી જાય છે તેવો પ્રોબ્લેમ કરેક્ટ્લી બ્લેડ્સ ને એપ્લાય કર્યા પછી થતો નથી.

આઉટલેટ, મીડ કેવીટી અથવા રોટેશનલ ડીલેવરી માટેના ફોર્સેપ્સ અવેઇલેબલ હોય છે.

  • વિન્ટોસ/વેક્યુમ એક્સટ્રેક્ટર:

વેન્ટોસ એ માલમસ્ટોર્મ દ્વારા 1956 માં ઇન્ટ્રોડ્યુસ થયેલું હતું. વેન્ટોસ એ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવાઇસ છે તે ડિવાઇસ અને ફિટલ સ્કાલ્પ વચ્ચે વેક્યુમ ઉત્પન્ન કરી આસિસ્ટ ડીલેવરી માટે ડિઝાઇન કરેલા હોય છે.

તેમાં નીચેના કમ્પોનન્ટ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે:

1.મેટલ ના બનેલા 4 સાઇઝ ના (30, 40, 50, 60 mm) સાથે સક્શન કપ.

2.વેક્યૂમ પંપ જેની સાથે મેનોમીટર અટેચ થયેલું હોય છે (મોર્ડન વેક્યૂમ એક્સ્ટ્રાક્ટર્સ માં ઇલેક્ટ્રિકલ પંપ હોય છે).

3.ટ્રેક્શન સળિયા ડિવાઇસ.

4.સેન્ટર માં ચેઇન સાથે રબર ની ટ્યુબિન્ગ અવેઇલેબલ હોય છે.

પાર્ટ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ

પાર્ટ્સ માં સક્ષન કપ્સ-4 સાઇઝ ના ( 30,40,50,& 60 mm) વેક્યુમ જનરેટર અને ટ્રેક્શન ટ્યુબિંગ નું ઇનવોલ્વમેન્ટ થાય છે.

શરૂઆતમાં મેટલ કપ્સ નો ઉપયોગ થતો હતો પરંતુ સોફ્ટ કપ્સ, સિલ્ક કપ( સિલીકોન રબર/ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કપ) વડે ફિટલ સ્કાલ્પ માં વધારે સારું અટેચમેન્ટ થાય છે આ કપ ફોલ્ડ કરી ને વજાયના માં ડિફિકલ્ટિસ વગર પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે અને તેમાં ટ્રોમાં તથા કોઇ ઇંજરી ના ઓછા પ્રમાણમાં ચાન્સ રહે છે જ્યારે રિજિડ પ્લાસ્ટિક કપ સેફ અને રોટેશનલ ડીલેવરી માટે ઇફેક્ટિવ રહે છે.

કપ પંપ સાથે થીક-વોલ્ડ રબર ટ્યુબ દ્વારા જોડાયેલ હોય છે જે એઇર એમ્પટી કરવા માટે હોય છે.

વેક્યુમ હેન્ડ પંપ અથવા ઇલેક્ટ્રીક પંપ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે.

ઇન્ડીકેસન:

ડિપ ટ્રાન્સવર્સ અરેસ્ટ સાથે એટીક્યુએટ પેલ્વિસ.
જો ટ્વિન્સ નો સેકન્ડ બેબી હોય અને હેડ એ હાઇ હોય અને ડિસેન્ટ માં ડીલે થયેલ હોય તેવી કન્ડિશન માં.
ફિટલ ડિસ્ટ્રેસ અથવા પ્રીમેચ્યોરિટી.
યુટેરાઇન ઇનર્શિયા અથવા પ્રાઇમરી સર્વાઇકલ ડિસ્ટોશિયા ની કન્ડિશન માં ફર્સ્ટ સ્ટેજ માં ડીલે થાય તે કન્ડિશન માં.

સિમ્ફિઝિયોટોમી ના એડજન્ક્ટ તરીકે.

લેબર નો સેકન્ડ સ્ટેજ પ્રોલોન્ગ થાય તેવી કન્ડિશન માં.

પોસ્ટીરિયર થી એન્ટિરિયર તરફ કેપુટ ના રોટેશન માં.

કોન્ટ્રાઇન્ડીકેશન

વર્ટે્ક્સ સિવાય નું પ્રેઝન્ટેશન (જેમકે ફેસ,બ્રો,બ્રીચ વગેરે)
ફેસ પ્રેઝન્ટેશન,
પ્રિટર્મ ફિટસ (< 34 વિક્સ), સસ્પેક્ટેડ ફિટલ કોએગ્યુલેશન ડિસઓર્ડર, સસ્પેક્ટેડ ફિટલ મેક્રોસોમીયા(> 4 kg),
અનએન્ગેજ્ડ ફિટલ હેડ,
સફેલો પેલ્વિક ડિસપ્રપોર્શન,
ફિટલ બ્લીડિંગ ડીસઓર્ડર,
સ્કેલ્પ એવલ્શન અથવા સબ-એપોન્યુરોટિક હેમરેજ ની પ્રિમેચ્યોર ચાન્સ વધુ હોય છે.

પ્રરીક્વે સાઇડસ: પ્રાથમિક જરૂરિયાતો ફોર્સેપ એપ્લિકેશન જેવી માત્ર સર્વિક્સ ફુલ ડાયલેટેશન કરતાં ઓછું અને હેડ રોટેશન ના થયું હોય તો પણ એપ્લાય કરી શકાય છે બીજી કન્ડિશન માં વર્ટે્ક્સ પ્રેઝન્ટેશન, ટર્મ ફીટસ, ફિટલ હેડ એટલીસ્ટ 0 સ્ટેશન હોય તથા સિમ્ફાયસીસ પ્યુબીસ ઉપર 2/5 કરતા વધારે પાલ્પેબલ હોવું જોઇએ નહીં. યુટેરાઇન કોન્ટ્રાક્ટન્સ હેલ્પફૂલ હોય છે પરંતુ જરૂરી હોતા નથી. ઓબસ્ટેટ્રીક ફોર્સેપ યુઝ માટે તૈયાર રાખવા.

પ્રોસિઝર:

પેશન્ટ ને પ્રોપર્લી લીથોટોમી પોઝિશન ને લેવા માટે એડવાઇઝ આપવી‌.

પેશન્ટ ને હેન્ડલ કરતી સમયે પ્રોપર્લી એસેપ્ટીક ટેકનીક અથવા પ્રેકોશન મેઇન્ટેઇન રાખવા.

પ્રોપર્લી બ્લાડર એમ્પટી કરવા માટે એડવાઇઝ આપવી.

ફિટલ હેડ ના સ્ટેશન ના આધારે પેરિનિયલ ઇન-ફિલ્ટરેશન કે પુડેન્ડલ બ્લોક આપવો.

પરવજાયનલ એક્ઝામિનેશન કરવું.

એપ્લિકેશન ઓફ ધ કપ

સર્વિક્સ ના ડાયલેટેશન પ્રમાણે લાર્જેસ્ટ પોસિબલ કપ સિલેક્ટ કરવો.

કપ બીજા હાથ ની ફિંગર્સથી પેરિનિયમ ને રીટ્રેક્ટ કરીને ઇન્ટ્રોડ્યુસ કરવો.

કપ ફિટલ હેડ માં ઓસીપુટ ( ફ્લેક્શન પોઇન્ટ ) ની નજીક રાખવો તેમાં કપ નો નોબ ઓસિપુટ તરફ આવશે. તેનાથી હેડ નું ફ્લેક્શન થશે અને નોબ રોટેશન ની ડિગ્રી બતાવે છે.

માલસ્ટ્રોમ મેટલ કંપ ની રીમ ઉપર બીટાડીન એન્ટીસેપ્ટીક સોલ્યુશન લગાડવું. ત્યારબાદ પંપ વડે બે મિનિટમાં 0.2 kg/cm² વેક્યુમ ઇન્ટ્રોડ્યુસ કરવું.

સર્વાઇકલ કે વજાયનલ ટિશ્યુસ એ કપ માં છે કે નહીં તે માટે ચેક કરવું.

પ્રેશર 0. 1 kg / cm² પ્રમાણે ઇફેક્ટિવ વેક્યુમ 0.8 kg / cm² ના આવે ત્યાં સુધી 10 મિનિટમાં ક્રિએટ કરવું.

સ્કાલ્પ એ કપ માં સક થવાથી આર્ટિફિશિયલ કેપુટસ્યુકેડેનિયલ પ્રોડ્યુસ થાય છે.

તે થોડાક કલાકો મા અદ્રશ્ય થઇ જાય છે.

ટ્રેક્શન ના પ્રિન્સિપલ્સ:

ટ્રેક્શન કપના રાઇટ એંગલ માં આવવું જોઇએ તે યુટેરાઇન કોન્ટ્રેક્શન સાથે સુસંગત હોવું જોઇએ ડિસેન્ટ થ્રી પુલ પછી પણ ના થાય તો ઓપરેટિવ વજાયનલ ડીલેવરી છોડી દેવી ટ્રેક્શન એ 30 મિનિટ થી વધારે આપવું નહીં.

હેડ એ ડીલેવર્ડ થયા પછી સ્ક્રુ રિલીઝ વાલ્વ ઓપન કરીને વેક્યુમ દૂર કરવું અને કપ છૂટો કરવો ત્યારબાદ ડીલેવરી નોર્મલ પ્રોસિઝર પ્રમાણે કમ્પ્લીટ કરવી.

કોમ્પ્લિકેશન્સ:

મેટર્નલ:

સામાન્ય રીતે ઇંજરી ઓછી થાય છે પરંતુ સોફ્ટ ટીશ્યુસ જેવા કે સર્વિક્સ કે વજાઇના માં આવતા ઇન્જરી થય શકે છે.

ફેઇલ્યોર રેટ વધારે પ્રમાણ માં હોય છે.

નીયોનેટ: સુપરફિશિયલ સ્કાલ્પ એબરેશન અને સેફેલો હિમેટો માં, ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ, રટાઇનલ હેમરેજ, જોન્ડીસ વગેરે.

એડવાન્ટેજીસ:

ઉપયોગ માટે ઇઝી હોય છે અને ઓછા એનેસ્થેસિયા ની જરૂર પડે છે.

સર્વિક્સ નું ફુલ ડાયલિટેશન કરતા ઓછું ડાયલેટ હોય તો પણ યુઝ કરી શકાય છે. પરંતુ મોડર્ન ઓબસ્ટેટ્રીક મા ફુલ ડાયલેટેશન પછી એપ્લાય થાય છે.

વેન્ટોસ અનરોટેડ કે માલરોટેટેડ હેડ માં યુઝ થાય છે.તે ઓટોરોટેશન માં મદદ કરે છે.

ફોર્સેપ એ બ્લેડ્સ ની માફક જગ્યા રોકતું નથી.

ટ્રેક્શન ફોર્સ એ ( 10 kg )છે, જે ફોર્સેપ્સ કરતા ઓછો છે અને સેફટી ફેક્ટર હોવાથી વધારે પ્રેશર થતા વેક્યુમ બ્રેક થવાથી કપ બહાર આવી જાય છે.

જો કરેક્ટલી એપ્લાય કરવામાં આવે તો મેટર્નલ ટીશ્યુસ ને ઇન્જરી થતી નથી.પેરિનીયલ ઇન્જરી એ ઓછી થાય છે તેથી ફર્સ્ટ ચોઇસ નું ઇન્સ્ટ્રુમેન્ટ છે.

પોસ્ટ પાર્ટમ મેટર્નલ ડિસ્કમ્ફર્ટ ફોરસેપ કરતા ઓછો થાય છે.

  • ડિફરન્સ બીટવીન ફોર્સેપ ડિલેવરી અને વેક્યુમ ડિલેવરી:

1) ફોર્સેપ ડિલેવરી:

ફોર્સેપ ડિલેવરી માં ફોર્સેપ નો યુઝ કરી બેબીની ડીલેવરી કરાવવામાં આવે છે.

ઓબસ્ટેટ્રીક ફોરસેપ એ ઇન્સ્ટ્રુમેન્ટ ની પેઇર છે અને તે ફિટલ હેડ ને બહાર લાવવા માટે સ્પેશ્યલી ડિઝાઇન કરેલા હોય છે.

ફોરસેપ ડીલેવરી માં મેટરનલ એફટર્સ ની જરૂરિયાત રહેતી નથી.

ફોરસેપ ડીલેવરી માં ઇક્વિપમેન્ટ એ ઓછા કોમ્પલેક્ષ હોય છે.

ફોર્સેપ એ ડીલેવરી માં સેફેલોહિમેટોમાં થવાના ઇન્સિડન્સ એ ઓછા રહે છે.

ફોર્સેપ ડિલેવરી એ પ્રીમેચ્યોર બેબી માટે વધારે સેફ હોય છે કારણકે ફીટલ હેડ પ્રોટેક્ટીવ કેજ ની અંદર રહે છે.

વેન્ટોસ ડીલેવરી એ કોન્ટ્રાક્ટેડ હોય તેવા કેસીસ જેવા કે એન્ટિરિયર ફેસ અથવા બ્રિચ પ્રેઝન્ટેશન માં ફોર્સેપ નો યુઝ કરી ડીલેવરી કરાવવામાં આવે છે.

નોન સેફલીક પ્રેઝન્ટેશન માં યુઝ થાય છે.

સર્વીક્સ નું ફુલ ડાયલેટેશન ફોર્સેપ ને એપ્લાય કરવા માટે જરૂરી હોય છે.

ફોર્સેપ ના એપ્લિકેશન માટે ફીટલ હેડ એ એટલીસ્ટ +2 , +3 સ્ટેશ ને હોવું જોઇએ.

ફોર્સેપ ડીલેવરી માં એડીક્યુએટ એનેસ્થેશિયા જરૂરિયાત રહે છે.

તેમાં ફોર્સેપ ની બ્લેડ એ પરાઇટલ એમીનન્સ ઉપર, સેન્ક એ પેરિનીયમ ના કોન્ટેક્ટ મા અને હેન્ડલ નુ સુપીરિયર સરફેસ ઉપર ની તરફ ડાયરેક્ટ થશે.

ફોરસેપ ડીલેવરી એ થર્ડ અને ફોર્થ ડિગ્રી પરીનીયલ લેસરેસન સાથે સંકળાયેલી છે.

ફોર્સેપ ની બ્લેડ્સ એ જગ્યા રોકે છે.

મેટરનલ ટીશ્યુસ ને ઇંજરી થાય છે.

ફીટલ ડીસ્ટ્રેસ જેવી કન્ડિશન હોય ત્યારે ઓછા પ્રમાણમાં ટાઇમ કન્ઝ્યુમિંગ કરી ક્વીકર ડીલેવરી કરાવે છે.

2)વેક્યુમ ડિલેવરી:

વેક્યુમ ડીલેવરી માં બેબી નો બર્થ એ વેક્યુમ દ્વારા કરાવવામાં આવે છે.

વેક્યુમ એ એક ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવાઇસ છે તે ડિવાઇસ અને ફિટલ સ્કાલ્પ વચ્ચે વેક્યુમ ઉત્પન્ન કરીને આસિસ્ટ ડિલિવરી માટે ડિઝાઇન કરેલા છે.

વેક્યુમ ડીલેવરી માં થોડા પ્રમાણમાં મેટરનલ એફટર્સ ની જરૂરિયાત રહે છે.

તેમાં ઓછા પ્રમાણમાં એક્સપર્ટાઇઝ હોય તો પણ થઇ શકે છે.

તેમાં સેફેલો હેમેટોમાં ના ઇન્સિડન્સ એ વધારે પ્રમાણમાં થય શકે છે.

પ્રિમેચ્યોર બેબી માટે કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય છે કારણ કે ફીટલ હેડ સોફ્ટ હોય છે.

વર્ટેક્સ સિવાય ના પ્રેઝન્ટેશન(ફેસ,બ્રો ,બ્રીચ)માં કોન્ટ્રાઇન્ડીકેટેડ છે.

નોન સેફલીક પ્રેઝન્ટેશન માં તેનો યુઝ થતો નથી.

વેક્યુમ ડીલેવરી એ સર્વીક્સ નું ફુલ ડાયલેટેશન કરતા ઓછુ ડાયલેટ હોય તો પણ યુઝ કરી શકાય છે. પરંતુ મોડર્ન ઓબ્સટેટ્રીક મા ફુલ ડાયલેટેશન પછી અપ્લાય થાય છે.

વેક્યુમ ના એપ્લિકેશન માટે ફીટલ હેડ એટલીસ્ટ ઝીરો સ્ટેશન પર હોવું જોઇએ.

વેક્યુમ ડીલેવરી માં ઓછા એનેસ્થેશિયા ની જરૂર પડે છે.

વેક્યુમ નો કપ એ ફિટલ હેડ માં ઓક્સીપુટ ની નજીક રાખવામાં આવે છે.

વેક્યુમ ડીલેવરી એ સોલ્ડર ડિસ્ટોસિયા તથા સેફેલોહિમેટોમા સાથે સંકળાયેલી છે.

વેક્યુમ એ ફોર્સેપ બ્લેડ્સ ની જેમ જગ્યા રોકતું નથી.

જો વેક્યુમ ને કરેક્ટલી અપ્લાય કરવામાં આવે તો તેમાં મેટરનલ ટીશ્યુસ ને ઇંજરી થતી નથી.

વેક્યુમ ના ફેઇલ્યોર રેટ એ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

  • ડિસ્ટ્રક્ટિવ સર્જરીસ:

ડેફીનેશન:

ડિસ્ટ્રક્ટીવ સર્જરી એ ત્યારે કરવામાં આવે છે જ્યારે ફીટસ એ ઇન્ટ્રા યુટેરાઇન લાઇફ દરમિયાન જ ડેથ થયેલું હોય અને આ ડેટ થયેલા ફિટસ ને યુટેરાઇન કેવીટી માંથી વજાઇનલ કેનાલ થ્રુ એક્સપેલ આઉટ કરવા માટે તથા ઇઝીલી ડીલેવરી કરાવવા માટે ફિટસ નાં બલ્ક ને રીડયુઝ કરવાની સર્જરી ડિસ્ટ્રિક્ટિવ સર્જરી કરવામાં આવે છે.

તેમાં ચાર પ્રકાર ની સર્જરી થય શકે છે જેમ કે,
1.ક્રેનીયોટોમી,
2.ડિકેપીટેશન,
3.એવીસરેશન,
4.ક્લીડોટોમી.

1.ક્રેનીયોટોમી: ફિટસ ના હેડ માં પર્ફોરેશન કરી ને કન્ટેન્ટ ઓછું કરી ને ફિટસ ને યુટેરાઇન કેવિટી માંથી બહાર એક્સપેલ કરવા માટેનાં ઓપરેશન ને ક્રેનીયોટોમી કહેવામાં આવે છે આ ઓપરેશન સેફેલીક પ્રેઝન્ટેશન માં ડેડ ફિટસ ના કારણે ઓબસ્ટ્રક્ટેડ લેબર થાય, ત્યારે કરવામાં આવે છે.

2.ડિકેપીટેશન: આ પ્રકાર ના ઓપરેશન માં ફિટલ હેડ ને ટ્રંક થી કટ કરી ટ્રંક ના એક્સટ્રેક્સન સાથે ડીલેવરી કમ્પ્લીટ કરવામાં આવે છે. આ ઓપરેશન ડેડ ફિટસ માં નીગ્લેક્ટેડ સોલ્ડર પ્રેઝન્ટેશન અને ટ્વિન્સ ના ઇન્ટરલોકીંગ હેડ માં કરવામાં આવે છે.

3.એવિસરેશન: થોરાસિક અને એબડોમીનલ કેવીટી ને ઓપન કરીને તેનું કન્ટેન્ટ ઓછું કરી ડિલેવરી કરાવવામાં આવે છે. આ ઓપરેશન એ ડેડ ફિટસ માં નિગ્લેક્ટેડ સોલ્ડર પ્રેઝન્ટેશન અને ફિટલ માલફોર્મેશન માં કરવામાં આવે છે.

4.ક્લિડોટોમી: આ પ્રકાર ના ઓપરેશન માં એક અથવા બે ક્લેવિકલ નું ડિવિઝન કરી ને શોલ્ડર ગીર્ડલ નો ભાગ રીડ્યુઝ કરવામાં આવે છે. તે માત્ર ડેડ ફિટર્સ સાથે શોલ્ડર ડિસ્ટર્શિયા હોય ત્યારે જ પરફોર્મ કરવામાં આવે છે.

કોમ્પ્લિકેશન્સ: યુટેરો વજાયનલ કેનાલ અને વિસેરા(બ્લેડર) માં ઇન્જરી,
રપ્ચર ઓફ યુટ્રસ,
પોસ્ટ પાર્ટમ હેમરેજ,
શોક,
પર્પેરિયલ સેપ્સિસ, વગેરે.

  • સિઝેરિયન સેક્શન

ડેફીનેશન

28 વિકસ ની પ્રેગનેન્સી પછી એબડોમીનલ અને યુટેરાઇન વોલ ઉપર ઇન્સીઝન મૂકી ને ફિટસ ની એબડોમીનલ ડિલેવરી કરાવવામાં આવે છે તેને સિઝેરિયન સેક્શન કહેવામાં આવે છે.જો ફર્સ્ટ વખતે ઓપરેશન કરવામાં આવે તો તેને પ્રાઇમરી સિઝેરિયન સેક્સન અને પછીની પ્રેગ્નેન્સી માં કરવામાં આવે તો તેને રિપીટ સિઝેરિયન સેક્સન કહેવામાં આવે છે.

ટાઇપ્સ:

1.ટ્રાન્સપેરીટોનીયલ.
(a)લોવર સેગ્મેન્ટ (મોસ્ટ કોમન),
(b) અપર સેગમેન્ટ (ક્લાસિકલ- રેર)

2.એક્સ્ટ્રાપેરીટોનીયલ.
3.સિઝેરિયન હિસ્ટેરેક્ટોમી.

સીઝેરીયન સેક્શન ના ઇન્ડીકેશન્સ:

સીઝેરીયન સેક્શનના ઇન્ડીકેશન્સ ને બે કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવેલા છે:

1)એબસોલ્યુટ,(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ ના હોય)

2)રિલેટીવ(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ હોય પરંતુ મધર અને બેબી ને રિસ્ક હોય)

1)એબસોલ્યુટ,(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ ના હોય):

સેન્ટ્રલ પ્લેસેન્ટા પ્રિવ્યા,
સીવ્યર ડીગ્રી કોન્ટ્રાક્ટ પેલ્વિસ,
સર્વાઇકલ અથવા બ્રોડ લીગામેન્ટ ફાઇબ્રોઇડ,
વજાઇનલ એટ્રેસિયા/ ઓબ્સટ્રક્સન,
એડવાન્સ સર્વાઇકલ કાર્સીનોમાં,
સેફેલોપેલ્વિકશ ડિસપ્રપોર્શન,
પેલ્વિક માસ ના કારણે ઓબ્સટ્રક્સન હોય,
ફિટસ એ ડેથ થયેલુ હોય.

2)રિલેટીવ(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ હોય પરંતુ મધર અને બેબી ને રિસ્ક હોય):

સફેલોપેલ્વિક ડીસપ્રપોર્શન,
કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ,
પ્રિવ્યસ સિઝેરિયન ડિલિવરી,
ફિટલ ડિસ્ટ્રેસ,
એબનોર્મલ યુટેરાઇન કોન્ટ્રાકશ,
લાર્જ ફીટસ,
સ્મોલ પેલ્વિસ,
ફેઇલ ઇન્ડક્શન,
એન્ટિપાર્ટમ હેમરેજ જેમ કે, પ્લેસાન્ટા પ્રિવીયા, એબ્રપ્સીઓ પ્લેસેન્ટા.
માલપ્રેઝન્ટેશન અથવા એમનોર્મલ લાઇ ( ટ્રાન્સવર્સ લાઇ).
બેડ ઓબસ્ટ્રેટીક હિસ્ટ્રી,
હાઇપરટેન્સિવ ડિસઓર્ડર જેમ કે પ્રિએક્લેમ્પસિયા,
પ્રોલેપ્સ ઓફ અંબેલીકલ કોર્ડ,
એલ્ડરલી પ્રાઇમીગ્રેવીડા ,
મેડિકો- ગાઇનેકોલોજીકલ ડિસઓર્ડર:
ક્રોનિક હાયપરટેન્શન,
ક્રોનિક નેફ્રાઇટીસ,
ડાયાબિટીસ,
હાર્ટ ડિસીઝ,
પેલ્વિક ટ્યુમર,
વજાઇનલ એટ્રેસિયા,
કાર્સિનોમા ઓફ સર્વિક્સ,
સર્વાઇકલ ડિસ્ટોસિયા.

કોમન ઇન્ડીકેશન્સ ઓફ સિઝેરિયન સેક્શન

1) ફેઇલ્યોર ટુ પ્રોગ્રેસ ઇન લેબર:
પ્રોલોંગ લેબર કે જેમાં સર્વિક્સ એ પ્રોપરલી ડાયલેટ થતું નથી તથા ફિટસ એ બર્થ કેનાલ મા પ્રોપરલી ડિસેન્ડ ડાઉન થતું નથી જેના કારણે સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત રહે છે.

2) ફીટલ ડિસ્ટ્રેસ:
એવી સાઇન કે જેમા ફીટસ એ લેબરને પ્રોપરલી ટોલરેટ કરી શકે તેમ હોય નહીં જેમકે એબનોર્મલ ફિટલ હાર્ટ રેટ હોય તો તે ફિટસ ને રીડ્યુસ ઓક્સિજન સપ્લાય ઇન્ડિકેટ કરે છે જેના કારણે સિઝેરિયન કરવાની જરૂરિયાત પડે છે.

3) માલપ્રેઝન્ટેશન ઓફ બેબી:
જ્યારે બેબી એ બ્રીચ પ્રેઝન્ટેશનમાં( પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે બટક્સ)હોય, ટ્રાન્સવર્સ પોઝીશન હોય, તેના કારણે વજાયનલ ડીલેવરી ઇમ્પોસિબલ થાય છે અને સિઝેરિયન કરવાની જરૂરિયાત રહે છે.

4) પ્લેસેન્ટલ એબનોર્માલીટી:
પ્લેસેન્ટા પ્રિવ્યા: કે જેમાં પ્લેસેન્ટા એ પાર્શિયલી તથા કંપ્લીટ્લી લોવર યુટરાઇન સેગ્મેન્ટ પર ઇમ્પ્લાન્ટ થયેલી હોય એટલે કે પ્રેઝેન્ટિંગ પાર્ટ તરીકે પ્લેસેન્ટા પ્રેઝન્ટ હોય ત્યારે.
એબ્રપ્સીઓ પ્લેસેન્ટા કે જેમાં પ્લેશેન્ટા એ યુટેરાઇન વોલ માંથી પ્રીમેચ્યોર્લી સેપરેટ થાય તો તેના લીધે પણ સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત રહે છે.

5) મેટરનલ હેલ્થ કન્ડિશન જેમ કે,જીનાઇટલ હર્પીસ,
હાર્ટ ડીસીઝ,
સીવ્યર હાઇપરટેન્શન,
જેવી કન્ડિશન .

6) પ્રિવિયસ સિઝેરિયન સેક્શન: જો પહેલા સિઝેરિયન સેક્શન થયેલું હોય તો ત્યારબાદ રીપીટ સિઝેરિયન સેક્શન એ પ્રિવ્યસ cs ના સ્કાર તથા પ્રેગ્નેનસિ ના ટાઇમ ડ્યુરેશન પર આધાર રાખે છે.

7) મલ્ટીપલ પ્રેગ્નન્સી: જ્યારે મલ્ટીપલ પ્રેગ્નન્સી જેમ કે ટ્વીન,ટ્રીપ્લેટ્સ હોય ત્યારે તથા ફીટસ ના પ્રેઝન્ટિંગ પાર્ટ તથા પોઝિશન ના આધારે સિઝેરિયન કરવાની જરૂરિયાત રહે છે.

8) અંબેલીકલ કોર્ડ પ્રોલેપ્સ: જેમાં અંબેલીકલ કોર્ડ એ સર્વિક્સ થ્રુ સ્લીપ ડાઉન થાય છે જેના કારણે ફિટસ ને બ્લડ સપ્લાય કટ ઓફ થવાની શક્યતાઓ રહે છે.

9) મેટરનલ રિક્વેસ્ટ: અમુક કેસીસ માં કોઇપણ પર્સનલ તથા સાયકોલોજીકલ રીઝન ના કારણે મધર એ ખુદ સિઝેરિયન સેક્શન ને સિલેક્ટ કરે છે.

10) ઇમરજન્સીસ ડ્યુરીંગ લેબર: લેબર સમય દરમિયાન થતી કોમ્પ્લિકેશન જેમ કે યુટેરાઇન રપ્ચર થવું , સિવ્યર બ્લિડીંગ, તથા મેટરનલ ઇલનેશ ના કારણે મધર તથા બેબી ના હેલ્થ ને પ્રોટેક્ટ કરવા માટે તથા તેમની સેફ્ટી માટે ઇમિડિએટલી સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત પડે છે. આમ આ બધી કન્ડિશન માં સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત પડે છે.

ટાઇમ ઓફ ઓપરેશન:

1.ઇલેક્ટીવ: જ્યારે ઓપરેશન પ્રેગ્નેન્સી સમય દરમિયાન પહેલેથી જ પ્લાન કરીને તથા ઓબ્સ્ટેટ્રિક્સ, એનેસ્થેસિયા નીયોનેટલ રિસસીટેશન અને નર્સિંગ સર્વિસીસ ની બેસ્ટ ક્વોલિટી જોઇ ને કરવામાં આવે છે તેને ઇલેક્ટીવ સિઝેરિયન સેક્શન કહેવામાં આવે છે.

2.એમરજન્સી: જ્યારે ઓપરેશન એ પ્રેગ્નેન્સી સમય દરમિયાન એક્યુટ ઓબસ્ટેટ્રીક એમરજન્સી મા કરવામાં આવે તો તેને ઇમર્જન્સી સિઝેરિયન સેક્સન કહેવામાં આવે છે. તેનો રિઝનેબલ ટાઇમ ડિસિઝન થી પ્રોસિઝર સ્ટાર્ટ કરવાનો 30 મિનિટનો હોય છે.

લોવર સેગ્મેન્ટ સિઝેરિયન સેક્શન( LSCS ): આ ઓપરેશન માં ટ્રાન્સપેરિટોનિયલ એપ્રોચ દ્વારા લોવર સેગ્મેન્ટ ઉપર ઇન્સીઝન મૂકી ને બેબી ની ડીલેવરી કરાવવામાં આવે છે પ્રેઝન્ટ ડે ઓબ્સ્ટેટ્રિક્સ માં સ્પેસિફિક ન હોય તો આ મેથડ નો યુઝ કરવામાં આવે છે.

પ્રિ ઓપરેટિવ નર્સિંગ કેર:

પ્રોસિઝર,એનેસ્થેશિયા અને બ્લડ ટ્રાન્સફયુઝન માટે રિટર્ન પરમિશન લેવી.

ઓપરેટિવ એરિયાને પ્રોપર્લી પ્રિપેર કરવા.

પ્રિમેડિકેટીવ સીડેટીવ આપવા નહીં.

પેશન્ટ ને ઓર્ડર મુજબ એન્ટાસીડ, H2 બ્લોકર કે એન્ટીએમેટીક તથા એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

બ્લડ ક્રોસ મેચ માટે મોકલવું.

એમરજન્સી માં સ્ટમક ટ્યુબ દ્વારા સ્ટમક ને એમ્પટી કરવું.

ફિટલ હાર્ટ સાઉન્ડ રીપીટ ચેક કરવા.

નિયોનેટોલોજીસ્ટ ને અવેઇલેબલ રાખવા.

બ્લેડર ફોલીસ કેથેટર દ્વારા પેરી ઓપરેટિવ પિરિયડ માં એમ્પટી કરવું.

જનરલ પ્રી ઓપરેટિવ કેર જેમકે ફિઝિકલ અને મેન્ટલ પ્રિપેરેશન કરવી.જેમ કે,

પેશન્ટ ને નીલ બાઇ માઉથ (NBM) માટે એડવાઇઝ આપવી.

પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ની પ્રોપર્લી કન્સન્ટ લેવી.

પેશન્ટ ને પ્રોપર્લી સિઝેરીયન સેક્સન માટે પ્રિપેર કરવા.

પેશન્ટ ના બધા જ રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ પ્રોપર્લી મેઇન્ટેઇન રાખવા તથા પેશન્ટ ને પ્રોપર્લી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

સ્ટેપ્સ ઓફ ઓપરેશન:

પેશન્ટ ને એનેસ્થેસિયા પ્રોવાઇડ કરવું.

પેશન્ટ ની પોઝીશન: પેશન્ટ ને પ્રોપર્લી ડોર્સલ પોઝિશન પ્રોવાઇડ કરવી કેટલાક કેસીસ માં વેનાકાવલ કમ્પ્રેસન ની ઇફેક્ટ ને અટકાવવા માટે વેજીસ નો યુઝ કરીને 15 ° ટીલ્ટ લેફ્ટ સાઇડ બેબી ની ડીલેવરી સુધી કરવું.

એન્ટીસેપ્ટીક પેઇન્ટિંગ: 7.5% પોવિડીન-આયોડિન સોલ્યુશન/ સેવલોન લોશન થી પેઇન્ટિંગ કરી સ્ટરાઇલ ટોવેલ્સ થી ડ્રેપ કરવું.

ઇન્સિઝન ઓન ધ એબડોમન: વર્ટિકલ કે ટ્રાન્સવર્સ સ્કીન ઇન્સિઝન સિમ્ફાયસિસ પ્યુબિસ ની 3 cm ઉપર મૂકવામાં આવે છે. ટ્રાન્સવર્સ ઇન સીઝન ના કેટલાક ચોક્કસ ફાયદાઓ છે. જેમકે પેશન્ટ ના કમ્ફર્ટ,કોસ્મેટીક વેલ્યુ માટે સારુ છે તથા તેનાથી વુન્ડ દેહિસેન્સ અને ઇન્સિઝનલ હર્નિયા ના ચાન્સ ઓછા રહે છે.

પેકિંગ: દોયન રીટ્રેકટર ઇન્ટ્રોડ્યુસ કરીને પેરિટોનિયલ કે વીટી બે ટેપ્ડ લાર્જ સ્વેબ ઉપર આર્ટરી ફોર્સેપ લગાવી ને પેક્ડ ઓફ કરવામાં આવે છે.

યુટેરાઇલ ઇંસીઝન: પેરીટોનીયલ ઇન્સિઝન મૂકી ત્યારબાદ મસલ્સ ઇનસીઝન જેમાં મોસ્ટ કોમન ઇનસીઝન(90 %)‌લો ટ્રાન્સવર્સ છે.

ડીલેવરી ઓફ હેડ:
જો મેમ્બરેન્સ ઇન્ટેક્ટ હોય તો રપ્ચર કરવું. બ્લડ મિક્સ્ડ એમ્નીઓટીક ફ્લુઇડ સક્સન વડે સક કરવું.દોયન રીટ્રેકટર રીમુવ કરીને હેડ ની ડીલેવરી હેડ માં ફિંગર્સ થી હુક કરીને કરાવવી તથા તેને રિગલી‌ કે બાર્ટોન્સ ફોરસેપ નો યુઝ કરીને પણ કરાવી શકાય છે.

ડીલેવરી ઓફ ટ્રંક: હેડ ડીલીવર્ડ થયા પછી માઉથ, ફેરિંગ્સ અને નોસ્ટ્રીલ માંથી મ્યુકસ સક કરવું. સોલ્ડર ની ડીલેવરી પછી ઇન્ટ્રાવિનસ ઓક્સિટોસિન 20 યુનીટ કે મીથાર્જીન 0.2 mg પ્રોવાઇડ કરવું. અને બાકીની બોડી ધીમેથી ડિલિવર કરાવવી. કોર્ડ માં બે ક્લેમ્પ લગાવી કોર્ડ ને કટ કરવી. દોયેન્સ રીટ્રેકટર રિઇન્ટ્રોડ્યુસ કરવું. યુટેરાઇન ઇન્સીઝન અને ડીલેવરી વચ્ચેનો સમય 90 સેકન્ડ થી ઓછો રહેવો જોઇએ.

રીમુવલ ઓફ ધ પ્લેસેન્ટા એન્ડ મેમ્બ્રેન્સ: પ્લેસેન્ટા સ્પોન્ટેનિયસલી સેપરેટ થશે અને તેને કંટ્રોલ્ડ કોર્ડ ટ્રેકશન થી ડિલિવર કરવી. યુટેરાઇન કેવીટી એક્સપ્લોર કરી ચેક કરવી.

સુચર ઓફ ધ યુટેરાઇન વુન્ડ: સીઝન ને ત્રણ લેયર્સ ડિપ મસલ્સ, સુપર ફિશિયલ મસલ્સ અને ફેસિયા મા સુચર્સ લેવા.

યુટેરાઇન કેવીટી માં મુકેલા સ્વેપ્સ ને બહાર કાઢી પ્રોપર્લી કાઉન્ટ કરવા. બ્લડ ક્લોટ ને દૂર કરી ટ્યુબ્સ અને ઓવરિસ એક્ઝામિન કરવી.

દોયેન રીટ્રેકટર રીમુવ કરવું અને યુટ્રસ એ કોન્ટ્રાક્ટેડ છે કે નહીં તે ચેક કર્યા પછી એબડોમન ને ક્લોઝ કરવું.

વજાયના માંથી બ્લડ ક્લોટ દૂર કરી સ્ટરાઇલ વલ્વલ પેડ ને પ્લેસ કરવું.

પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર:

ફર્સ્ટ 24 અવર્સ(0 ડે):

ફર્સ્ટ છ- આઠ અવર્સ ના ઓબ્ઝર્વેશન માં પેશન્ટ ના વાઇટલ સાઇન જેમકે પલ્સ, બ્લડ પ્રેશર નું પ્રોપર્લી એસેસમેન્ટ કરવું.

વજાઇનલ‌ બ્લિડિંગ નું અમાઉન્ટ અને યુટ્ર્સ નું બિહેવ્યર રેકોર્ડ કરવું.

પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી મેન્ટેન કરવું જેમાં, સોડિયમ ક્લોરાઇડ ( 0.9%)/રીંગર લેક્ટેડ ડ્રિપ 2-2.5 લીટર સોલ્યુશન સુધી કંટીન્યુ આપવું.

એનેમિક મધર માં બ્લડ ટ્રાન્સફયુઝન આપવું પડે તો તેની પ્રિપેરેશન કરવી.

પેશન્ટ નો ઇન્ટેક-આઉટપુટ ચાર્ટ પ્રોપર્લી મેઇન્ટેઇન કરવો.

ડ્રગ્સ જેમ કે, inj. Oxytocin 5 યુનિટ Im/ IV( સ્લો ) કે મીથાર્જીન 0.2 mg IM, ત્યારબાદ પ્રોફાઇલેક્ટીક એન્ટિબાયોટિક તથા એનાલજેસીક ઓર્ડર મુજબ પ્રોવાઇડ કરવું.

એમ્બ્યુલેશન: જો પેશન્ટ ની જનરલ કન્ડિશન સારી હોય તો તે બેડ માં બેસી શકે અને બ્લાડર એમ્પટી કરવા માટે જય શકે છે.

પેશન્ટ ને લેગ અને એંકલ મુવ કરવા તથા દીપ બ્રિધીન્ગ માટે એન્કરેજ કરવું.

ત્રણ થી ચાર અવર્સ માં મધર સ્ટેબલ થાય અને તેનું પેઇન ઓછું થાય ત્યારે બેસ્ટ ફીડિન્ગ સ્ટાર્ટ કરાવવા માટે એડવાઇઝ આપવી.

આ સાથે બેબી ના વાઇટલ સાઇન તથા જનરલ કન્ડિશન ને મોનિટરિંગ કરતા રહેવું કોઇ પણ એબનોર્માલિટીસ જણાય તો ઇમીડીયટલી રીફર કરવું.

Day:1 દિવસ ના અંતમાં એક્ટિવ બવેલ સાઉન્ડ ચેક કર્યા પછી તે પ્લેઇન કે ઇલેક્ટ્રોલાઇટ વોટર ને આપી ઓરલ ફીડિંગ સ્ટાર્ટ કરવું.

Day :2 પેશન્ટ ને લાઇટ સોલિડ ડાયટ આપવું તથા જો સ્ટૂલ પાસ ન થાય તો સૂતી વખતે ત્રણ થી ચાર ટીસ્પૂન લેક્ટટુલોસ પ્રોવાઇડ કરવું.

Day: 5/Day:6: એબડોમન સ્કિન સ્ટિચીસ એ D -5 (ટ્રાન્સવર્સ) અથવા‌ D – 6 (લોજીટ્યુડિનલ) રીમુવ કરવામાં આવે છે તે માટે પેશન્ટ ને પ્રિપેર કરવું.

ડિસ્ચાર્જ: પેશન્ટ ને સ્ટીચીસ રિમૂવ કર્યો પછી બીજા દિવસે ડિસ્ચાર્જ આપવામાં આવે ત્યારે ડિસ્ચાર્જ એડવાઇસ જેમકે, ન્યુટ્રિશન ,હાઇજીન, બેબી કેર વગેરે માટે પ્રોપર્લી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ક્લાસિકલ/અપર સેગ્મેન્ટ સિઝેરિયન સેક્શન:

આ ઓપરેશન માં યુટ્રસ ના અપર સેગ્મેન્ટ ઉપર ઇનસીઝન મૂકીને બેબી ડીલીવર કરાવવામાં આવે છે હાલના ઓબસ્ટેટ્રીક માં તેના ઇન્ડિકેશન્સ એ લિમીટેડ હોય છે.

ઇન્ડિકેશન્સ:
ડેન્સ એધેસન,
સિવ્યર કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ સાથે પેન્ડ્યુલસ એબડોમન,‌
લોવર સેગ્મેન્ટ માં બિગ ફાઇબ્રોઇડ,
કાર્સિનોમા સર્વિક્સ,
કમ્પ્લીટ એન્ટિરિયર પ્લાસેન્ટા પ્રિવ્યા વગેરે.

કોપ્લીકેશન્સ ઓફ સિઝેરિયન સેક્શન:

ઇન્ટ્રાઓપરેટિવ: સીવ્યર હેમરેજ, બ્લાડર ઇન્જરી,યુરેટેરલ ઇન્જરી.

પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ:

મેટર્નલ:

ઇમિડીયેટ: પોસ્ટપાર્ટમ હેમરેજ, શોક, એનેસ્થેસિયા હેઝાર્ડ્સ, ઇન્ફેક્શન, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન,થ્રોમ્બોએમ્બોલિક ડિસઓર્ડર,‌વુન્ડ કોમ્પલીકેશન્સ.
મેટર્નલ મોર્ટાલીટી રેટ 0.1-1%.

રીમોટ: મેન્સ્ટ્રુઅલ એક્સેસ કે ઇરરેગ્યુલારીટી, ક્રોનિક પેલ્વિક પેઇન, બેક, ઇનસીઝનલ હર્નીયા,
ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન, ફ્યુચર પ્રેગનેન્સી માં સ્કાર રપ્ચર નું રિસ્ક ઇન્ક્રીઝ થવું.

ફિટલ : આયેટ્રોજેનીક પ્રિમેચ્યોરિટી, રેસ્પીરેટ
રી ડિસ્ટ્રેઝ સિન્ડ્રોમ.

  • એમ્નીઓઇન્ફ્યુઝન:

એમ્નીઇન્ફ્યુઝન માં ફ્લુઇડ (આઇસોટોનિક ફ્લુઇડ) એ એમ્નીઓટીક કેવીટી માં ઇન્સ્ટીલેશન કરવામાં આવે છે. આ પ્રોસીઝર એ ફિટલ મેમ્બરેન ના રપ્ચર પછી ટ્રાન્સસર્વાઇકલી ઇન્ટ્રાયુટેરિન પ્રેશર કેથેટર દ્વારા લેબર દરમિયાન કરવામાં આવે છે.

ઇન્ડિકેશન:

એમ્નિઅટિક ફ્લુઇડ માં પસાર થયેલા મેકોનિયમ ને થીન કરવામાં મદદ કરે છે.

ઓલિગોહાઇડ્રેમ્નીઓસ ના કેસ માં અંમ્બેલીકલ કોર્ડ ના કમ્પ્રેશન ને રોકવા માટે કરવામાં આવે છે.

મેકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ રિડ્યુસ કરે છે.

કોન્ટ્રાઇન્ડિકેશન:

પ્લેસેન્ટા પ્રિવ્યા એ મેજર કોન્ટ્રાઇન્ડીકેશન છે.

  • મેન્યુઅલ વેક્યુમ એસ્પિરેશન(MVA):

મેન્યુઅલ વેક્યુમ એક્સપિરેશન એબોર્શન માટેની એક સેફ તથા ઇફેક્ટિવ મેથડ છે તેમાં એક પ્લાસ્ટિક એસ્પિરેટર હોય છે જેના દ્વારા યુટ્રસ (યુટેરાઇન કેવિટી)માં જેટલું પણ કન્ટેન્ટ હોય છે તેને ઇવાક્યુએશન કરવામાં આવે છે. જો 12 વિક્સ ની પ્રેગ્નેન્સી હોય અને તેને એબોર્ટ કરવી હોય ત્યારે પણ આ પ્રોસિઝર કરવામાં આવે છે.

જ્યારે મિસ્કેરેજ હોય, સ્પોન્ટાનીયસ એબોર્શન ની કન્ડિશન હોય ત્યાર બાદ જો ઇન્ડ્યુસ્ડ એબોર્શન કર્યા બાદ રિટેઇન્ડ પ્રોડક્ટ ને રીમુવ કરવાનું હોય ત્યારે અથવા તથા એન્ડોમેટ્રીયલ બાયોપ્સી લેવાની હોય ત્યારે મેન્યુઅલ વેક્યુમ એસ્પિરેશન (MVA) ની પ્રોસિઝર કરવામાં આવે છે.

ઇન્ડિકેશન્સ:

મેન્યુઅલ વેક્યુમ એસ્પિરેશન એ નીચે આપેલી સિચ્યુએશન માં ઇન્ડીકેટેડ હોય છે જેમ કે,

અર્લી એબોર્શન(જેસ્ટેશન ના 12 વિક્સ સુધી).
ઇનકમ્પ્લીટ અથવા મિસ્ડ મીસ્કેરેજ ના મેનેજમેન્ટ માટે.
એબનોર્મલ યુટેરાઇન બ્લીડીન્ગ ની ટ્રીટમેન્ટ માટે.
ચાઇલ્ડ બર્થ થયા પછી રીટેઇન્ડ પ્લેસેન્ટલ ટીશ્યુસ ને રીમુવ કરવા માટે યુઝ થાય છે.

પ્રોસિઝર:

પ્રિપરેશન:

પેશન્ટ ને પ્રોસિઝર માટે ઇન્ફોમ્ડ કરવું જેમાં પોટેન્શિયલ રિસ્ક અને બેનિફિટ્સ વિશે એક્સપ્લેઇન કરવું ત્યારબાદ પ્રોપર્લી કન્સન્ટ લેવી.

એનેસ્થેસિયા:

સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા ને એડમિનિસ્ટર્ડ કરવામાં આવે છે. જેના કારણે ડિસકમ્ફર્ટ ને મીનીમાઇઝ કરી શકાય. સીડેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.

ડાયલેટેશન: સર્વિક્સ એ સામાન્ય રીતે સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ નો યુઝ કરીને ડાયલેટ કરવામાં આવે છે તેમ છતાં મેન્યુઅલ વેક્યુમ એક્સપિરેશન માં બીજી પ્રોસિઝર ની કમ્પેરીઝન માં ઓછા પ્રમાણમાં ડાયલેટેશન ની જરૂરિયાત પડે છે.

ઇવાક્યુએશન: હેન્ડહેલ્ડ સક્સન ડિવાઇસ યુટેરાઇલ કેવીટી માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને કન્ટેન્ટ ને રીમુવ કરવા માટે સિરીંજ નો યુઝ કરીને મેન્યુઅલી વેક્યુમ ક્રિએટ કરવા માં આવે છે.

કોમ્પ્લીકેશન્સ:

ઇવાક્યુએશન થયા પછી કન્ટેન્ટ નું એક્ઝામિનેશન કરવામાં આવે છે અને તેના કમ્પ્લીટ્નેસ માટે ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે.

બેનિફિટ્સ:

મીનીમલી ઇન્વેઝીવ:

સર્જીકલ ઓપ્શન કરતા લેસ ઇન્વેઝીવ ઓપ્શન છે અને સાથે રિકવરી ટાઇમ પણ શોર્ટ હોય છે.

ક્વીક પ્રોસિઝર:
તે સામાન્ય રીતે 10- 15
મિનિટ માં કમ્પલેટલી થય‌ જાય છે.
આઉટ પેશન્ટ બેસીઝ:
તે સામાન્ય રીતે આઉટ પેશન્ટ સેટિંગ્સમાં પરફોર્મ કરવામાં આવે છે.

રિસ્ક એન્ડ કોમ્પ્લિકેશન્સ

ઇન્ફેક્શન થય શકે છે જેમ કે પેલ્વિક ઇન્ફ્લામેન્ટ્રી ડિસીઝ ( PID) તથા એન્ડોમેટ્રાઇટીસ.

યુટેરાઇન વોલ નું એક્સિડેન્ટ્લી પર્ફોરેશન થવું.

પ્રોસીઝર પહેલા તથા પ્રોસિઝર થયા બાદ બ્લીડીન્ગ થવું.

પ્રોસિઝર સમય દરમિયાન સરવિક્સ એ ડેમેજ થવું.

કન્સેપ્શન નો રીટેઇન્ડ પ્રોડક્ટ્સ રહી શકે છે, જેમ કે ઇન્કમ્પલીટ ઇવાક્યુએશન, જેના કારણે ફરધર ટ્રીટમેન્ટ ની જરૂરિયાત પડે છે.

ઇમોશનલ ઇફેક્ટસ પણ થય શકે છે જેમ કે, એન્ઝાયટી,‌ ડિપ્રેશન વગેરે.

આફ્ટર કેર:

એક્સેસિવ બ્લીડિંગ તથા ઇન્ફેક્શન ના સાઇન છે કે કેમ તે પ્રોપર્લી મોનીટરીંગ કરવું.

જરુરિયાત પ્રમાણે પેઇન નું મેનેજમેન્ટ કરવું.

ત્યારબાદ પેશન્ટ ને પ્રોપર્લી ફોલો- અપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • ડાયલેટેશન એન્ડ ઇવાક્યુએશન(D&E)

સર્વિક્સ નું ડાયલેટેશન અને યુટ્રસ ના કન્ટેન્ટ નું સર્જીકલી ઇવાક્યુએશન કરવામાં આવે છે,તેને ડાયલેટેશન એન્ડ ઇવાક્યુએશન (D&E)(ડાયલેટેશન & એક્સટ્રેક્શન) કહેવામાં આવે છે.

તેના બીજા નામમાં ERPOC ( Evacuation of Retained Product of Conception) અને TOP or STOP ((સર્જીકલ)ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી) કહેવામાં આવે છે.

D&E એ નોર્મલી સ્પેસિફિક સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રોસિઝર છે. છતાં પણ D&E એટલે ડાયલેટેશન એન્ડ ઇવાક્યુએશન સાથે સંકળાયેલ કોઇપણ પ્રોસિઝર જેમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર માં મેન્યુઅલ એન્ડ ઇલેક્ટ્રીક વેક્યુમ એક્સપિરેશન નું સમાવેશ થાય છે.

ઇન્સ્ટ્રુમેન્ટ:

સ્વેબ હોલ્ડર,
સિમ્સ સ્પેક્યુલમ,
એન્ટિરિયર વજાઇનલ વોલ રિટ્રેક્ટર,
વલ્સેલમ,
યુટેરાઇન સાઉન્ડ,
સર્વાઇકલ ડાયલેટર્સ,
ક્યુરેટ,
યુટેરાઇન ડ્રેસિંગ ફોર્સેપ,
સક્ષન કેન્યુલા,
સક્સન ટ્યુબ વિથ ઇલેક્ટ્રીક ઓપરેટેડ હેન્ડ ઓપરેટેડ વેક્યુમ ફ્લેસ્ક.

ઇન્ડિકેશન:

થેરાપ્યુટીક એબોર્શન (ફસ્ટ ટ્રાઇમેસ્ટર MTP – સક્સન ‌ઇવાક્યુએશન), ઇનઇવાઇટલ એબોર્શન,ઇનકમ્પ્લીટ એબોર્શન,મિસ્ડ એબોર્શન,વેસીક્યુલર મોલ ઇવાક્યુએશન.
મેડિકલ મેથડ દ્વારા સેકન્ડ ટ્રાઇમેસ્ટર MTP કર્યા પછી કેટલાક કેસીસ માં બાકી રહી ગયેલા પ્લેસેન્ટલ ટિસ્યુસ ને રીમુવ કરવા માટે.

જ્યારે સર્વિક્સ એ ઓલરેડી ડાયલેટેડ હોય ત્યારે સ્ટ્રેટવે ઇવાક્યુએશન અને સર્વિક્સ એ ડાયલેટ ના હોય ત્યારે સર્વાઇકલ ડાયલેટેશન રેપિડ મેથડ(મેટલ ડાયલેટર) અથવા સ્લો મેથડ (પ્રોસ્ટાગ્લાન્ડિન્સ, હાઇગ્રોસ્કોપિક એજન્ટ) દ્વારા કરવામાં આવે છે.

પ્રી-ઓપરેટિવ મેઝર્સ:

ઇમરજન્સી સિવાય ફુલ રૂટિન પ્રિ ઓપરેટિવ પ્રીપેરેશન તેમાં લોકલ સેવિંગ, એન્ટીસેપ્ટીક ક્લિનીન્ગ, ઇવાક્યુએશન ઓફ બોવેલ, નીલ બાય માઉથ એ 6 અવર્સ પહેલા ત્યારબાદ પ્રોપર્લી સીડેટીવ અને રિટર્ન કન્સન્ટ લેવી.

એનેસ્થેસિયા:

પેશન્ટ ને પ્રોપર્લી જનરલ એનેસ્થેસિયા અથવા લોકલ એનેસ્થેસિયા પ્રોવાઇડ કરવું.

પ્રોસીઝર:

પ્રિ-ઓપરેટીવ પ્રિપેરેશન સાથે પેશન્ટ ને બ્લાડર એમ્પટી કરાવવું.

ત્યારબાદ પેશન્ટ ને ઓપરેશન ટેબલ ઉપર પ્રોપર્લી લીથોટોમી પોઝીશન પ્રોવાઇડ કરવી.

પેશન્ટ ને પ્રોપર્લી લીથોટોમી પોઝિશન પ્રોવાઇડ કર્યા બાદ પેરા સર્વાઇકલ બ્લોક એ સર્વિક્સ ને વલસેલમ થી કેચ કર્યા પછી આપવામાં આવે છે.

પરવજાઇનલ એક્ઝામિનેશન કરીને યુટ્રસ ની સાઇઝ, પોઝીશન અને માસ ચેક કરવું.

ત્યારબાદ સિમ્સ સ્પેક્યુલમ ઇન્ટ્રોડ્યુસ કરીને, સર્વિક્સ સ્વેબ કરી તેની એન્ટીરિયર લીપ વલ્સેલમ થી કેચ કરવી. ત્યારબાદ ડાયલેટર વડે યુટ્રસ ની સાઇઝ ના વિક કરતાં અડધાથી એક mm વધારે ડાયલેટ કરવું.

ઓવમ ફોરસેપ્સ ને ઇન્ટ્રોડ્યુસ કરી કમ્પ્લીટ પ્રોડક્ટ ને રીમુવ કરવી.બ્લન્ટ અથવા શાર્પ ક્યુરેટેજ થી ક્યુરેટેજ કરી બાકીની પ્રોડક્ટસ ને રીમુવ કરવી.

Inj.મીથાઇલઅર્ગોમેટ્રાઇન IV પ્રોવાઇડ કરવું.

બાયમેન્યુઅલ એક્ઝામિનેશન કરી યુટ્ર્સ વેલ કોન્ટ્રાક્ટેડ તથા સાઇઝ રીડ્યુઝ થય છે કે નહીં, તે ચેક કર્યા બાદ બધી પ્રોડક્ટ ને એક્ઝામિનેશન કરી કમ્પ્લીટ છે કે નહીં તે ચેક કરવું.

પોસ્ટ ઓપરેટિવ કેર:

પ્રોફાઇલેક્ટીક એન્ટીબાયોટિક્સ પેશન્ટ ને પ્રોવાઇડ કરવી.

પેશન્ટ ને પ્રોપર્લી ચાર – છ અવર્સ પછી ડિસ્ચાર્જ કરવામાં આવે છે.

કોમ્પ્લીકેશન્સ:

સર્વાઇકલ ઇન્જરી,
ઇનકમ્પ્લીટ ઇવાક્યુએશન,
યુટ્રસ નું પર્ફોરેશન,
ઓપરેશન ફેઇલ્યોર,
એક્સેસિવ બ્લડ લોસ,
એનેસ્થેટીક્સ કોમ્પ્લીકેશન્સ,
ઇન્ફેક્શન,
બોવેલ તથા બ્લાડર માં ઇંજરી ના ચાન્સીસ ઇન્ક્રીઝ થવા,

ડિલેઇડ કોમ્પ્લિકેશન્સ:

ઇનફર્ટિલિટી,
રીપીટેડ એબોર્સન,
ક્રોનિક પેલ્વિક ઇન્ફલામેટ્રી, ડીસીઝ PID,
એક્ટોપીક પ્રેગનેન્સી.

  • સક્સન ઇવાક્યુએશન:

આ એક પ્રોસિઝર છે કે જેમાં કે જેમાં કન્સેપશન ના પ્રોડક્ટને યુટેરાઇન કેવીટીમાંથી સક્ડ આઉટ કરવામાં આવે છે.

ઇન્ડીકેસન્સ

ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમ્યાન મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી માટે.
ઇનઇવાઇટલ એબોર્શન.
રીસેન્ટ ઇનકમ્પ્લીટ એબોર્શન.
હાઇડેટી ફોર્મ મોલ.

પ્રોસિઝર:

પ્રિલિમિનરીસ:

પેશન્ટ ને પ્રોપર્લી એનેસ્થેસિયા પ્રોવાઇડ કરવું. જેમાં જનરલ અથવા લોકલ એનેસ્થેસિયા નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

પેશન્ટ ને પ્રોપર્લી લિથોટોમિ પોઝીશન પ્રોવાઇડ કરવી.

ફુલ સર્જીકલ એસેપ્સીસ દ્વારા પ્રોસિઝર પર્ફોર્મ કરવી.

બ્લાડર ને એમ્પટી કરવા માટે પેશન્ટ ને એડવાઇઝ આપવી.

પ્રોપર્લી વજાઇનલ એક્ઝામિનેશન કરવું.

પ્રોસિઝર:

યુટ્રસ ની સાઇઝ અને તેના પોઝિશન ને પ્રોપર્લી નોટ કરવા માટે વજાયનલ એક્ઝામિનેશન કરવું તથા સર્વિક્સ ના સ્ટેટ ને પ્રોપર્લી નોટ કરવું.

પોસ્ટીરીયર વજાયનલ સ્પેક્યુલમ ને ઇન્ટ્રોડ્યુસ કરી અને તેને પ્રોપર્લી હોલ્ડ કરવા માટે એડવાઇઝ આપવી.

ત્યારબાદ સર્વિક્સ ના એન્ટિરિયર લિપ્સ ને પ્રોપર્લી એલિસ ફોર્સેપ દ્વારા ગ્રાસ્પ કરવા.

ત્યારબાદ યુટેરાઇન સાઉન્ડ ને ઇન્ટ્રોડ્યુસ કરીને યુટેરાઇન કેવીટી ની લેન્થ તથા તેના પોઝિશન ને પ્રોપર્લી નોટ કરવી.

સર્વિક્સ ને સ્મોલર સાઇઝ ગ્રેજ્યુએટેડ મેટલ ડાયલેટર સાથે સક્શન કેન્યુલા (ખાસ કરીને પ્રાઇમિગ્રેવિડા માં મેટલ ડાયલેટર દ્વારા ડાયલેટેશન ને બદલે) કરતાં એક કદ સુધી ઓછા. જો અવેઇલેબલ હોય તો ઓછામાં ઓછા 12 કલાકે લેમિનારિયા ટેન્ટ અથવા ઇન્ટ્રાવજાઇનલ પ્રોસ્ટાગ્લાન્ડિન E2 પેસરી 3-5 mg ઇન્ટ્રોડ્યુસ કરવું ફાયદાકારક હોય છે.

લેબર ના 3 rd સ્ટેજ માં પોસ્ટપાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ કરવા માટે 500 ml સલાઇન અથવા લેક્ટેટેડ રિંગર ના સોલ્યુશન મા 10 યુનિટ ઑક્સીટોસિન I/M ઇન્ટ્રામસ્ક્યુલરલી ઇન્જેક્શન અથવા 20 યુનિટ ઑક્સીટોસિન નું ઇન્ટ્રાવીનસલી I/V ઇન્ફ્યુઝન રુટીન્લી એડમિનિસ્ટ્રેશન કરવું.

એપ્રોપ્રિયેટ સક્શન કેન્યુલા યુટ્રસ માં ફીટ કરવામાં આવે છે, લીપ ને યુટેરાઇન કેવીટી ની મીડલ માં પ્લેસ કરવાનું હોય છે.

ત્યારબાદ સક્સન નું પ્રેશર એ 400 – 600 mmHg સુધી રેઇઝ્ડ કરવામાં આવે છે. જ્યારે પ્રેશર એ ઓન થાય ત્યારે કેન્યુલા એ અપ એન્ડ ડાઉન થાય છે અને યુટેરાઇન‌ કેવીટી માં રોટેટ કરવામાં આવે છે.

ત્યારબાદ સક્સન બોટલ ને ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે જેમાં કન્સેપ્શન ના પ્રોડક્ટ અને બ્લડ લોસ કેટલા અમાઉન્ટ માં થયેલું છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે.

સક્શન ને કેન્યુલા ના બેઝ માં આવેલા હોલ પર મૂકવામાં આવેલી ફિન્ગર્સ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે.

સક્શન નો એન્ડ પોઇન્ટ એ આના દ્વારા ડિનોટ કરવામાં આવે છે:

કોઇ વધુ મટીરિયલ્સ એ સક્ડ આઉટ કરવામાં આવી રહી નથી.

કેન્યુલા ની ગ્રીપીન્ગ દ્વારા
કોન્ટ્રેક્ટીંગ સ્મોલ સાઇઝ યુટ્ર્સ.

ગ્રેટિંગ સેન્સેસન.

કેન્યુલા અથવા ટ્રાન્સપરન્ટ ટ્યુબિંગ માં બબલ્સ નું અપીરિયન્સ.

સર્વાઇકલ કેનાલ માંથી વેક્યુમ ને વિડ્રો કર્યા પહેલા સર્વાઇકલ કેનાલના ઇન્ટર્નલ OS ને ઇંજરી થતી પ્રિવેન્ટ કરવા માટે વેક્યુમ ને પ્રોપર્લી બ્રોકન કરવું.

સક્શન ના અંતે નાના બ્લશિંગ ક્યુરેટ દ્વારા યુટ્રસ ના કેવીટી ને ક્યુરેટ કરવું વધુ સારું છે અને કોઇપણ બાકી રહેલા યુટેરાઇન કેવીટી ના પ્રોડક્ટ ને સક્ડ આઉટ કરવા માટે કેન્યુલા ને ફરીથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે.

યુટ્રસ એ ફિર્મ છે અને મીનીમલ વજાઇનલ બ્લિડિંગ છે તે સેટીસ્ફાઇડ થયા પછી, પેશન્ટ ને સ્ટરાઇલ વલ્વલ પેડ પ્લેસ કર્યો પછી ટેબલ પરથી નીચે લાવવામાં આવે છે.

કોમ્પ્લીકેશન્સ:

ઇન્ફેક્શન,
હેમરેજ,
યુટેરાઇન પર્ફોરેશન,
સર્વાઇકલ ઇન્જરી,
થોડા અમાઉન્ટ માં કન્સેપશન ની રિટેઇન્ડ પ્રોડક્ટ જોવા મડી શકે છે.
એનેસ્થેસિયા કોમ્પ્લીકેશન્સ.
એલર્જીક રિએક્શન.

  • ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ (D&C)

ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ (D&C) એ એક સર્જીકલ પ્રોસિઝર છે કે જે સામાન્ય રીતે ઓબસ્ટેટ્રીક એન્ડ ગાયનેકોલોજી માં પર્ફોર્મ કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે સર્વિક્સ નું ડાયલેટેશન કરી ત્યારબાદ યુટેરાઇન લાઇનિંગ નું સ્ક્રેપીંગ અથવા શક્સનીન્ગ કરવામાં આવે છે.

ઇન્ડિકેશન્સ:

ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ એ ડિફરન્ટ ડિફરન્ટ રીઝન્સ ના કારણે થય શકે છે.જેમ કે,
ડાયગ્નોસ્ટીક પર્પઝ માટે: એક્ઝામિનેશન માટે ટીશ્યુ સેમ્પલ્સ ને કલેક્ટ કરવા માટે.(Ex : એબનોર્મલ બ્લિડિંગ એન્ડ સસપેક્ટેડ પ્રેગ્નન્સી).

થેરાપ્યુટીક યુઝ: મિસ્કેરેજ અથવા એબોર્શન થયા પછી રિટેઇન્ડ થયેલા પ્લેસેન્ટલ ટીશ્યુસ ને રીમુવ કરવા માટે.
ઇનકંમ્પલીટ એબોર્શન અથવા યુટેરાઇન બ્લિડિંગ ને મેનેજ કરવા માટે.

એન્ડોમેટ્રીયલ હાઇપરપ્લેશિયા: યુટેરાઇન લાઇનિંગ ની એબનોર્મલ થીકેનીન્ગ ને ટ્રીટ કરવા માટે.

પોલિપ્સ રિમુવલ: યુટેરાઇન પોલિપ્સ ને રિમુવ કરવા માટે.

પ્રોસીઝર સ્ટેપ્સ:

પ્રિપ્રેરેશન્સ:
પેશન્ટ નુ પ્રિ-ઓપરેટિવ કમ્પ્લીટ્લી ઇવાલ્યુએશન કરવું જેમ કે બ્લડ ટેસ્ટ.

પ્રોસિઝર પહેલા પેશન્ટ ને પ્રોપર્લી ફાસ્ટીન્ગ માટે એડવાઇઝ આપવી.

એનેસ્થેશ્યા: કેસ અથવા પેશન્ટ પ્રેફરન્સ ના આધારે લોકલ અથવા જનરલ એનેસ્થેશિયા એડમિનિસ્ટર કરવું.

ડાયલેટેશન: ડાયલેટર નો યુઝ કરી સર્વિક્સ ને પ્રોપર્લી ડાયલેટ કરવું.જેના કારણે યુટ્રસ સુધી પ્રોપર્લી એક્સેસ થય શકાય.

ક્યુરેટેજ: યુટેરાઇન લાઇનિંગ ને સ્ક્રેપીંગ અથવા સક્ષનીન્ગ કરવા માટે ક્યુરેટ (સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ)નો યુઝ કરવામાં આવે છે.

કમપ્લીશન: પ્રોસિઝર કમ્પ્લીટ થયા પછી ઇન્સ્ટ્રુમેન્ટ ને રીમુવ કરવામાં આવે છે ત્યારબાદ પેશન્ટ નું પ્રોપર્લી ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે.

રિકવરી:

પ્રોસિઝર કમ્પ્લીટ થયા પછી પેશન્ટ ને પ્રોપર્લી શોર્ટ ડ્યુરેશન માટે ઓબ્ઝર્વ કરવું.

લાઇટ બ્લીડિંગ અને ક્રેમ્પિંગ એ કોમન હોય છે. અને તેને ઓવર ધ કાઉન્ટર પેઇન રિલીફ દ્વારા મેનેજ કરી શકાય છે.

ત્યારબાદ પેશન્ટ ને પ્રોપર્લી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

રિસ્ક એન્ડ કોમ્યુનિકેશન:

ઇન્ફેકશન,
હેવી બ્લિડિંગ,
પયફોરેશન્સ ઓફ યુટ્રસ,
સ્કેરિન્ગ ઓફ ધ યુટેરાઇન લાઇનિન્ગ (એશરમેન્સ સિન્ડ્રોમ)

આફ્ટર કેર:

પેશન્ટ ને ઇન્ફેક્શન ના કોઇ સાઇન તથા સીમટોમ્સ છે કે કેમ તે પ્રોપર્લી ઓબ્ઝર્વેશન કરવું(જેમ કે,ફિવર, ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ).

પેશન્ટ ને તેની નોર્મલ એક્ટીવિટી ને રિઝ્યુમ કરવા‌ માટે પ્રોપર્લી મેડિકલ એડવાઇઝ ફોલો કરવા માટે એડવાઇઝ આપવી.

પેશન્ટ ને થોડા વીક્સ માટે સેક્સ્યુઅલ એક્ટિવિટી અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

  • એપીસીયોટોમી:

પેરીનિયમ અને પોસ્ટીરીયર વજાયનલ વોલ ઉપર લેબર ના સેકન્ડ સ્ટેજ( 2nd સ્ટેજ) દરમિયાન સર્જીકલી પ્લાન ઇન્સીઝન મુકવામાં આવે છે તેને “એપિસીયોટોમી” કહેવામાં આવે છે.એપીસીયોટોમી એ ફિટસ ની સ્પોન્ટેનિયસ અથવા મેનીપ્યુલેટીવ ઇઝી તથા સેફ ડીલેવરી માટે વજાઇનલ ઓપનિંગ ને વાઇડ કરવા માટે પરફોર્મ કરવામાં આવે છે.પેરીનિયલ મસલ્સ અને ફેશિયા નુ વધારે પડતું સ્ટ્રેચિંગ અને રપ્ચર ને ઓછા કરવા માટે તથા ફિટલ હેડ ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ને ઓછો કરવા માટે એપીસીયોટોમી કરવામાં આવે છે.

ઓબ્જેકટીવ્સ:

ફિટસ ની સ્પોન્ટેનિયસ અથવા મેનીપ્યુલેટીવ ઇઝી અને સેફ ડીલેવરી માટે વજાઇનલ ઓપનિંગ ને એન્લાર્જ કરવા માટે.

પેરિનિયલ મસલ્સ અને ફેસીયા નું વધારે પડતું સ્ટ્રેચિંગ અને રપ્ચર ઓછું કરવા માટે.

ફીટલ હેડ ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેઇન
ઓછો કરવા માટે.

ઇન્ડિકેશન્સ:

એપીસીયોટોમી એ રૂટીન તરીકે નહીં પરંતુ જરૂર લાગે તેવા કેસીસ માં જ આપી શકાય છે તેના ઇન્ડિકેશન્સ એ નીચે મુજબ છે જેમ કે,

પેરિનિયમ રીજીડ હોય ત્યારે: એલ્ડર્લી પ્રાઇમીગ્રેવીડા મા પ્રેઝન્ટિંગ પાર્ટ ડિસેન્ડ ડાઉન થય શકતો નથી અથવા તેમાં ડીલે થાય છે.

પેરીનીયલ ટેર થવાની શક્યતાઓ હોય ત્યારે: બિગ બેબી, ફેસ ટુ પ્યુબીસ ડીલેવરી, બ્રિચ ડીલેવરી, સોલ્ડર ડિસ્ટોશિયા.

ઓપરેટિવ ડીલેવરી જેમકે ફોર્સેપ ડીલેવરી,વેન્ટોસ ડીલેવરી.

પહેલા પેરીનીયલ સર્જરી થય હોય: પેલ્વિક ફ્લોર રીપેઇર, પેરિનિયલ રિકઞ્સટ્રક્ટીવ સર્જરી.

કોમલ ઇન્ડિકેશન્સ માં – પ્રાઇમી ગ્રેવિડા માં પેરીનિયલ ઇન્જરી નો ભય હોય ત્યારે, પેરિનીયમ રિજીડ હોય ત્યારે, ઓક્સિપીટો પોસ્ટીરિયર અથવા ફેસ ડિલેવરી હોય ત્યારે.

ટાઇમિંગ ઓફ એપીઝીયોટોમી: ક્રાઉનિંગ થવાની થોડીક જ ક્ષણ પહેલા હેડ 3 – 4 CM વિઝિબલ હોય તે સમયે કોન્ટ્રેક્શન દરમ્યાન બલ્જિંગ થીંન્ડ પેરીનીયમ થાય છે તે આઇડિયલ ટાઇમ છે. ફોર્સેપ ડીલેવરી માં બ્લેડ્સ લગાવ્યા પછી આપવામાં આવે છે.

એડવાન્ટેજીસ:

મેટર્નલ:

રીપેઇર તથા હીલિંગ માટે ઇઝી રહે છે.
સેકન્ડ સ્ટેજ નું ડ્યુરેશન ઓછું થાય છે.
પેલ્વિક ફ્લોર મસલ્સ માં ટ્રોમા રીડયુઝ થાય છે.તેથી પ્રોલેપ્સ તથા યુરીનરી ઇનકન્ટેનસી થતું નથી.

પેરીનીયમ ને લેસરેશન, ટેર અને હિમેટોમાંથી પ્રોટેક્શન આપે છે.

ફિટલ:

ફિટલ એસ્ફીક્સિયા અટકાવી શકાય છે.
પ્રીમેચ્યોરિટી બેબી તથા બ્રિચ માં ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરી રિડ્યુસ કરી શકાય છે.

ડિસએડવાન્ટેજીસ:

બ્લડ લોસ-100-200ml એપીસીઓટોમી વુંડ દ્વારા થાય છે.
પેરીનિયલ ટ્રોમા ઇન્ક્રીઝ થાય છે.
વલ્વલ હિમેટોમા અને ઇન્ફેક્શન થય શકે છે.
પેઇન.

ટાઇપ ઓફ એપીસીયોટોમી

એપીસીયોટોમી મા સામાન્ય રિતે ચાર ટાઇપ પડે છે જેમકે,

1)મિડીયો-લેટરલ
2)મીડીયન
3)લેટરલ
4)’J ‘ સેપ

1) મિડીયો-લેટરલ: આમાં એ ફોરચીટ ના મીડ પોઇન્ટ થી રાઇટ અથવા લેફ્ટ સાઇડમાં નીચેની તરફ(ડાઉનવડૅ) અને બહારની તરફ (આઉટવડૅ) મૂકવામાં આવે છે.તે 2.5 cm સેન્ટીમીટર એનસ થી દૂર મૂકવામાં આવે છે.

2)મીડીયન: આમાં ઇન્સીઝન એ ફોરચીટ ના સેન્ટર થી શરૂ કરી પોસ્ટીરીયર 2.5 Cm જેટલું મિડલાઇનમાં એક્સટેન્ડ કરવામાં આવે છે.

3)લેટરલ: આમાં ઇન્સીઝન એ ફોરચીટ ના સેન્ટર થી 1 cm દૂરથી સ્ટાર્ટ કરી લેટરલી એક્સટેન્ડ કરવામાં આવે છે જેમાં બારથોલિયન ગ્લેન્ડ ને ઇંજરી થવાની શક્યતાઓ રહે છે.

4)’J ‘ સેપ: આમાં ઇનસિઝન એ ફોરચીટ ના સેન્ટરથી શરૂઆત થાય છે અને મીડલાઇન થી પોસ્ટીરીયર 1.5 cm અને પછી ડાઉનવર્ડ અને આઉટવર્ડ
5 અથવા 7 o’clock પોઝીસન મા એનલ સ્પીન્કટર અવોઇડ થાય તે રિતે મુકવામા આવે છે.

આર્ટીકલ્સ એન્ડ સપ્લાઇસ ફોર એપીસિયોટોમી:

એપીસીયોટોમી એન્ડ સુચરિન્ગ ટ્રે/ આર્ટીકલ્સ:

લોકલ એનેસ્થેટીક: ઝાયલોકેઇન અથવા લિગ્નોકેઇન 1%.
સિરીન્જ: 10ml.
નીડલ: g 18 to 21 one each.
એપીસીયોટોમી સિઝર: 1.
ડિસેક્ટિંગ ફોર્સેપ: ટુથ્ડ: 1.
નીડલ હોલ્ડર: 1.
સ્ટ્રેઇટ આર્ટરી ફોર્સેફ: 2.
માયો સિઝર: સુચરિન્ગ મટીરિયલ કટ કરવા માટે.
સુચરીંગ મટીરીયલ:ક્રોમીક કેટગટ વીથ આઇલેસીસ રાઉન્ડ બોડી નીડલ.
કટીન્ગ નીડલ: 1.
કિડની ટ્રે.
અ પેઇર ઓફ સ્ટરાઇલ ગ્લોવ્સ.

લીનન: પેરિનિયલ સીટ કે જે ડીલેવરી કંડક્ટ કરતી વખતે યુઝ થાય છે, તે લેબર નું ૩rd સ્ટેજ કમ્પ્લીટ થયા પછી દૂર કરવી, ત્યારબાદ સુચરીંગ માટે બીજી પેરીનિયલ સીટ નો યુઝ કરવો. જેની લંબાઇ આશરે‌ 90 cm × 90 cm તે લોવર એબડોમીન તથા ટેબલ ની કિનારી ને કવર કરે.હોલ સિટ કવર કરવી જે વલ્વા તથા વજાઇનલ આઉટલેટ ને એક્સપોઝ કરે.

કોટન સ્વેબ્સ: બોવેલ માં 10 થી‌ 30 (મોટી સાઇઝના)કોટન સ્વોબ મૂકવા. તે એપીઝીયોટોમી ને ક્લીન તથા વાઇપ કરવા તથા સુચરીંગ દરમ્યાન યુઝ કરવા માટે વપરાય છે.

પેરીનીયલ પેડ: પેડ સુચરીંગ સાઇટ માં બ્લડ ના બ્લડ ના ડ્રોપ્સ ને પડતા અટકાવવા માટે વજાઇના માં પ્લેસ કરવામાં આવે છે અને તેને દોરી બહારની તરફ રાખવામાં આવે છે બીજું પેડ સુચરિંગ દરમિયાન યુઝ કરવામાં આવે છે તે સુચરીંગ પછી વજાઇના ક્લીન કરતાં પહેલાં તેને રિમૂવ કરવાનું હોય છે.

સ્ટેપ્સ ઓફ ધ પ્રોસિઝર:

પેશન્ટ ને લીથોટોમી અથવા ડોર્સલ પોઝીશન પ્રોવાઇડ કરવી.

પેરિનીયલ એરિયા ને પ્રોપર્લી એન્ટીસેપ્ટીક લોશન (પોવીડિન આયોડિન)થી સ્વેબ કરવો.

એપીઝીયોટોમી સાઇટ ને પ્રોપર્લી ડ્રેપ કરવું.

લોકલ એનેસ્થેસિયા: પેરિનીયમ પર ઇન્સીઝન મૂકવાની લાઇન માં લિગ્નોકેન નુ 1% સોલ્યુશન 10 ml ઇનફિલ્ટરેટ કરવું.

ઇન્સિઝન:
એપીસીયોટોમી માં બે ફિંગર્સ ને વજાયના માં પ્રેઝન્ટિંગ પાર્ટ અને પોસ્ટીરિયર વજાઇનલ વોલ ની વચ્ચે મૂકવી.

ત્યારબાદ ઇન્સીઝન એ એપીસીયોટોમી સિઝર દ્વારા મૂકવામાં આવે છે તેમાં 1 બ્લેડ એ અંદરની તરફ ફિંગર્સ અને પોસ્ટીરિયર વજાઇનલ વોલ વચ્ચે અને બીજી સ્કિન ઉપર રાખવામાં આવે છે.

ઇનસિઝન એ જ્યારે યુટેરાઇલ કોન્ટ્રેક્શન્સ નું લેવલ સૌથી વધારે પ્રમાણમાં હોય ત્યારે મૂકવું જોઇએ.

ત્યાર પછી કટ સેન્ટર ઓફ ફોરચેટ થી શરૂ કરી ક્યાંક તો રાઇટ અથવા લેફ્ટ લેટરલી એક્સટેન્ડ કરી મૂકવામાં આવે છે.

પ્રોસિઝર ઓફ સુચરીન્ગ એપિસીયોટોમી:

ટાઇમિંગ ઓફ રીપેઇર: પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન પછી ઇમિડીએટ્લી રીપેઇર કરવું જોઇએ. અર્લી રીપેઇર થી સેપ્સીસ અને વજાઇના માંથી થતું બ્લીડિન્ગ અટકાવી શકાય છે.

પ્રિપેરેશન:

પેશન્ટ ને લીથોટોમી પોઝિશન આપી ત્યારબાદ પ્રોપર્લી લાઇટ સોર્સ આપવો.

પેરીનિયમ અને વુંડ એરીયા એન્ટીસેપ્ટીક લોશન થી ક્લીન કરવું.

સ્ટ્રિક એસેપ્ટિક પ્રીકોસન્સ રાખી રીપેઇર કરવામાં આવે છે.

વજાઇનલ પેક મૂકીને તેને હાઇ અપ કરવામાં આવે છે.

પેક એ સુચરીંગ કમ્પ્લીટ થયા પછી તેને ઇમિડીએટલી રીમુવ કરવું.

એપીસીયોટોમી રીપેઇર એ નીચેના ક્રમ પ્રમાણે કરવામાં આવે છે:

વજાઇનલ મ્યુકોઝા તથા સબમ્યુકોઝલ ટિશ્યુ: કવ્ડ રાઉન્ડ નીડલ પર ક્રોમિક કેટગટ થી વજાઇનલ વોલ માં વુન્ડ ના અપેક્ષ થી હાઇ-મેન ના માર્જિન સુધી ઇન્ટરપટેડ સુચર્સ લેવા.

પેરીનેલ મસલ્સ: ત્યારબાદ રાઉન્ડ નીડલ વડે પેરીનેલ મસલ્સ પર ક્રોમિક કેટગટ થી માર્જિન વુન્ડ ની હાયમેન થી ફોરચેટ સુધી ઇન્ટરપ્ટેડ સુચર્સ લેવા.

સ્કિન અને સબક્યુટેનિયસ ટીશ્યુ સ: ત્યારબાદ સ્કિન અને સબ ક્યુટેનિયસ ટિસ્યુસ ને જોઇન્ટ કરવા અને સુચર્સ લેવા.
પ્રોસિઝર કમ્પ્લીટ થયા પછી મૂકેલું પેડ દૂર કરી પેરિનિયમ પર સ્ટરાઇલ પેડ મૂકી કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરવી.

પોસ્ટ ઓપરેટિવ કેર ફોર એપીસીયોટોમી

ડ્રેસીંગ: દરેક યુરિનેશન અને ડીફિકેશન પછી વુન્ડ ક્લિન‌ અને ડ્રાય કરવો.
કોટન સ્વોબ એન્ટિસેપ્ટિક સોલ્યુશન માં સ્વેબ કરી પછી એન્ટિસેપ્ટિક પાવડર અથવા ઓઇન્ટમેન્ટ લગાડવું.

કમ્ફર્ટ: પેઇન ને ઓછું કરવા માટે મેગ્નેશિયમ સલ્ફેટ નું ડ્રેસિંગ અથવા ઇન્ફ્રારેડ હીટ પણ યુઝ કરી શકાય છે. આઇસ પેક થી સ્વેલિંગ અને પેઇન એ રીડયુઝ થાય છે જરૂર પડ્યે પ્રોપર્લી એનાલજેસીક ડ્રગ્સ પ્રોવાઇડ કરવી.

એમ્બ્યુલેશન્સ: પેશન્ટ ને 24 અવર્સ પછી બેડ માંથી ઉભુ કરી ચલાવવું. તેની પહેલા બેડ માં રોલ થય શકે પ્રોપર્લી બેસી શકે પરંતુ તેના થાય પ્રોપર્લી ભેગા રાખવા માટે એડવાઇઝ આપવી.

રિમુવલ ઓફ સ્ટીચીસ: જો સ્ટીચીસ એ કેટ ગટ અથવા ડેક્સોન થી લેવાયેલ હોય તો રીમુવ કરવાની જરૂર પડતી નથી. પરંતુ જો સિલ્ક કે નાયલોન નો યુઝ કર્યો હોય તો તેને 6 કે 7 દિવસે રીમુવ કરવા.

કોમ્પ્લિકેશન્સ ઓફ એપીઝીયોટોમી:

ઇમિડીયેટ:
ઇન્સીઝન મા રેક્ટમ ઇન્વોલ્વ થાય,વલ્વલ હિમેટોમા,એનાલ ઓપનિંગ ને ઇન્જરી થય શકે,રેક્ટો વજાયનલ ફિસ્ટ્યુલા‌ વગેરે.

રિમોટ:
ડિસપારેયુનિયા,
સેકન્ડ ડિલેવરી મા પેરીનીયલ ઇન્જરી થવાના ચાન્સિસ વગેરે.

  • પોસ્ટ અબોર્શન કેર:

એબોર્શન ના નર્સિંગ મેનેજમેન્ટ માં પ્રેગ્નેન્સી ના ટર્મિનેશન માંથી પસાર થતી વુમન માટે કોમ્પ્રાહેંસીવ કેર અને સપોર્ટ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

1) પેશન્ટ અસેસમેન્ટ:

હિસ્ટ્રી કલેક્શન
વુમનની મેડિકલ, ઓબસ્ટેટ્રીક અને ગાયનેકોલોજીકલ કન્ડિશન વિશે કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્શન કરવી.પ્રેગનેન્સી ની જેસ્ટેશનલ એજ ને અસેસ કરવી.
એબોર્શન થવા માટેના રીઝન ને આઇડેન્ટિફાય કરવું.

ફિઝિકલ એક્ઝામિનેશન:

વાઇટલ સાઇન
મધર ના કમ્પ્લીટ્લી વાઇટલ સાઇન મોનિટર કરવા જેમાં,
બ્લડ પ્રેશર,
પલ્સ,
રેસ્પીરેસન તથા ટેમ્પરેચર વગેરે ને પ્રોપરલી તથા કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવુ.
ક્લાઇન્ટ ને કોઇપણ હેમરેજ ના સાઇન છે કે નહીં તે અસેસ કરવું જેમ કે, એક્સેસિવ બ્લીડિંગ પેલનેસ વગેરે.
યુટેરાઇન કેવીટી ના ટેન્ડરનેસનેસ ને અસેસ કરવા માટે એબડોમિનોલ એક્ઝામિનેશન કરવું.
ત્યારબાદ સર્વાઇકલ ડાયલેટેશન તથા કન્સેપ્સન ની પ્રોડક્ટ એ યુટેરાઇન કેવીટીમાં પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવા માટે પેલ્વિક એક્ઝામિનેશન પરફોર્મ કરવું.

2) સાયકોલોજીકલ સપોર્ટ:

મધર તથા ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ તથા કાઉન્સેલીંગ પ્રોવાઇડ કરવું. પેશન્ટ ને તેની ફીલિંગ્સ અને એક્સપ્લેઇન કરવા માટે એડવાઇઝ આપવી.
સાઇકોલોજિકલ સપોર્ટ માટે અવેઇલેબલ રિસોર્સિસ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે સપોર્ટ ગ્રુપ એન્ડ કાઉન્સિલિંગ સર્વિસિસ.

3) પેઇન મેનેજમેન્ટ:

પેશન્ટ ના પેઇન ને રીલીવ કરવા માટે પ્રિબ્સ્ક્રાઇબ કરેલી એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી જેમ કે NSAID or Acetaminophen.
પેશન્ટ ના પેઇન ને રિલીવ કરવા માટે નોન ફાર્માકોલોજિકલ મેઝર્સ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી જેમ કે હીટિંગ પેડ તથા રિલેક્સેશન ટેકનીક.

4) મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ ઓફ કોમ્પ્લિકેશન્સ:

હેમરેજ
પેશન્ટ ને એક્સેસિવ બિલ્ડિંગના સાઇન છે કે કેમ તે અસેસ કરવું.
મધર ને કેટલા અમાઉન્ટમાં બ્લડ લોસ થયું છે તે પ્રોપરલી એસેસ કરવું જો પેશન્ટની નીડ હોય તો બ્લડ ટ્રાન્સફયુઝન પ્રિપેર કરવુ

ઇન્ફેક્શન
પેશન્ટ ને ઇન્ફેક્શન ના સાઇન તથા સીમટોમ્સ છે કે કેમ તે અસેસ કરવું જેમ કે ,
ફીવર આવવો,
ફાઉલ સ્મેલિંગ,
ડિસ્ચાર્જ નીકડવો તથા લોવર એબડોમીનલ પેઇન જેવા સિમ્ટોમ્સ છે કે નહીં તે પ્રોપરલી એસેસ કરવું.
પેશન્ટ ને પ્રિસ્ક્રાઇબ પ્રમાણે એડીક્યુએટ એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

રીટેઇન્ડ પ્રોડક્ટ ઓફ કન્સેપશન
પેશન્ટ ને ઇનકમ્પ્લીટ એબોર્શન ના સાઇન છે કે કેમ તેનું પ્રોપરલી મોનીટરીંગ કરવું જેમ કે કંટીન્યુ હેવીબ્લિડિંગ થવું તથા કેમ્પિંગ પેઇન થવું.
પેશન્ટ ને પોસિબલ સર્જીકલ ઇન્ટરવેશન માટે પ્રિપેર કરવું જેમ કે ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ ( D & C).

5) પેશન્ટ એજ્યુકેશન:

પોસ્ટ અબોર્શન કેર
પેશન્ટ ને ઇમિડીએટલી મેડિકલ કેર ની જરૂરિયાત પડે તેવા સાઇન તથા સીમટોમ્સ વિશે પેશન્ટ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે હેવી બ્લડિંગ, પેઇન તથા ફીવર.
ઇન્ફેક્શન અને પ્રિવેન્ટ કરવા માટે પેરીનિયલ હાઇજિન મેઇન્ટેન રાખવા માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવું.

ફોલોઅપ કેર
પેશન્ટ ને એબોર્શન થયા બાદ એક થી બે વીક માટે ફોલોઅપ એપોઇન્ટમેન્ટ લેવા માટે એડવાઇઝ આપવી જેના કારણે કમ્પ્લીટ રિકવરી છે કે કેમ તે પ્રોપરલી ખાતરી કરી શકાય.
ફોલો-અપ વિઝીટ ના ઇમ્પોર્ટન્સ વિશે પેશન્ટ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

કોન્ટ્રાસેપ્ટીવ કાઉન્સેલિંગ પેશન્ટ ને અનઇન્ટેનડેડ પ્રેગ્નન્સીને પ્રિવેન્ટ કરવા માટે અવેઇલેબલ કોન્ટ્રાસેપ્ટીવ ઓપ્શન વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવુ.
એબોર્શન થયા બાદ કોન્ટ્રાસિટીવ ને યુઝ કરવા માટે ના ટાઇમિંગ વિશે પણ પેશન્ટ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

6) ડિસ્ચાર્જ પ્લાનિંગ:
ડિસ્ચાર્જ પ્લાનિંગ માં ખાતરી કરવી કે પેશન્ટ એ તેના ઘરે જવા માટે સક્ષમ છે તથા તેમના ઘર પર એડિક્યુએટ સપોર્ટ અને સેફ એન્વાયરમેન્ટ એ પેશન્ટને મળી શકે છે કે કેમ ત્યારબાદ રિટન (લખાણ દ્વારા)માં ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવું કે જેમાં મેડીટેશન યુઝ, ત્યારબાદ એક્ટિવિટી રિસ્ટ્રિક્શન, તથા કોમ્બ્લીકેશન્સ ના સાઇન વિશે પણ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.સપોર્ટ સર્વિસીસ તથા કમ્યુનિટીમાં અવેઇલેબલ રિસોર્સીસ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

ડોક્યુમેન્ટેશન:
બધા જ અસેસમેન્ટ, ઇન્ટરવેશન, પેન્શન્ટ રિસ્પોન્સ તથા પ્રોવાઇડ કરવામાં આવેલા એજ્યુકેશન નું પ્રોપરલી તથા એક્યુરેટલી ડોક્યુમેન્ટેશન કરવું.
પેશન્ટ ને ઇમોશનલ સ્ટ્રેટસ ને રેકોર્ડ કરવુ તથા તેમને કાઉન્સેલિંગ અને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

જે વુમન નું એબોર્શન થયું હોય તેમના કોમ્પ્રાહેંસીવ મેનેજમેન્ટ માં નર્સ એ ક્રીટીકલ રોલ પ્લે કરે છે જેમાં સહાનુભૂતિ વાળી કેર પ્રોવાઇડ કરવી, પેશન્ટની ફિઝિકલ અને ઇમોશનલ વેલ્બિંગ ની ખાતરી કરવી, અને અબોર્શન થયા પછીની કેર અને કોન્ટ્રાસેપ્ટીવ્સ ના ઓપ્શન વિશે પેશન્ટ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવાનું ઇનવોલ્વમેન્ટ થાય છે.
પેશન્ટ નું પ્રોપર્લી અસેસમેન્ટ, મોનિટરિંગ અને પ્રોપર ઇન્ટરવેશન પ્રોવાઇડ કરવાથી પેશન્ટ ને થતી કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકાય છે તથા રિકવરી પ્રોસેસ ને પણ સરળ બનાવી શકાય છે.
આમ,અબોર્શન નું પ્રોપર્લી મેનેજમેન્ટ કરવું એ મધર ની વેલ્બીંગ ને ઇમ્પ્રુવ કરવા માટે અગત્યનો રોલ પ્લે કરે છે.

Published
Categorized as GNM TY MIDWIFERY FULL COURSE, Uncategorised