Unit: 11 High Risk and Newborn
ન્યુબોર્ન ના બર્થ પછી તેમના ઓવરઓલ હેલ્થ, વેલ્બીંગ તથા ડેવલપમેન્ટ ને અસેસ કરવા માટે તેમનું બર્થ પછી ઇમિડિએટલી અસેસમેન્ટ કરવું ક્રુશિયલ હોય છે.અહીં, ન્યુબોર્ન ને અસેસમેન્ટ માટેના કેટલાક આસ્પેક્ટ્સ આપેલા છે:
1) જનરલ અપીરીયન્સ:
કલર:
ચાઇલ્ડ ના સ્કિન ના કલર નું અસેસમેન્ટ કરવુ, જેમા મોટાભાગના ચાઇલ્ડ એ ગુલાબી અથવા લાલ રંગના હોય છે.જો સાયનોસિસ (બ્લુઇસ ડિસ્કલરેશન)હોય તો તે બ્રિધિંગ ડિફીકલ્ટીઝ ઇન્ડિકેટ કરે છે.
પોસ્ચર:
બેબી ના મસલ્સ ટોન ને નોટ કરવો. હેલ્ધી ન્યુ બોર્ન બેબી માં તેમના હેન્ડ એ સ્લાઇટલી ફ્લેક્સ હોય છે તથા તેના ફુટ એ સ્પાઇન સાથે સ્લાઇટલી કવ્ડ( વળેલા) થયેલા હોય છે.
એક્ટિવિટી:
સ્પોન્ટેનિયસ મુવમેન્ટ નુ નું ઓબ્ઝર્વેશન કરવુ, જેમાં સકીંગ રીફ્લેક્સ અને ગ્રાસ્પીંગ રીફ્લેક્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
2) વાઇટલ સાઇન:
હાર્ટ રેટ:
નોર્મલ રેન્જ એ 120-160/minute હોય છે.
રેસ્પીરેટરી રેટ:
નોર્મલ રેસ્પીરેટરી રેટ એ 30-60 બ્રીધ હોય છે.
ટેમ્પરેચર:
નોર્મલ ટેમ્પરેચર એ 36.5-37.5°C (97.7-99.5°F)હોય છે.
3) હેડ એન્ડ ફેસ:
ફોન્ટેનેલ્સ:
ન્યુબોર્ન ના એન્ટિરિયર ફોન્ટાનેલ(સોફ્ટ સ્પોટ) તથા પોસ્ટીરીયર ફોન્ટાનેલ ને પાલ્પેટ કરવું. ફોનાનેલ્સ નું પ્રોપરલી ક્લોઝર તથા ટેન્શનને કરવા માટે.
આઇસ:
આઇસ ને તેની સિમેન્ટ્રી માટે ચેક કરવું. રેડ રિફ્લક્સ( નોર્મલ આઇ સ્ટ્રકચર ઇન્ડિકેટીવ ) તથા લાઇટ ને રિસ્પોન્સ આપે છે કે કેમ તે અસેસ કરવુ.
નોઝ:
બ્રિધિંગ એ એપ્રોપ્રિએટ થય શકે તે માટે નોઝ ની પેટન્સી ને એસેસ કરવી.
4) માઉથ એન્ડ નેક:
ઓરલ મ્યુકોઝા:
ઓરલ મ્યુકોઝા માં ક્લેફટ પેલેટ,ઓરલ થ્રસ તથા કોઇ પણ લિઝન્સ છે કે નહીં તે અસેસ કરવું.
નેક:
નેક માં કોઇપણ માસ લાઇક સ્ટ્રક્ચર અથવા એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવુ.
5) ચેસ્ટ એન્ડ લન્ગ્સ:
બ્રિધિંગ સાઉન્ડ:
ચાઇલ્ડ ના બ્રિધિંગ સાઉન્ડ ને પ્રોપરલી લિસન્સ કરવું.
ચેસ્ટ મુવમેન્ટ:
ચાઇલ્ડ ની ચેસ્ટ એ સીમેટ્રિકલ અરાઇઝ થાય તથા બ્રિધિંગ સાથે ફોલડાઉન થાય છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું.
6) હાર્ટ એન્ડ એબડોમન:
હાર્ટ સાઉન્ડ:
હાર્ટ સાઉન્ડ ને પ્રોપર્લી અસ્કલટેશન કરવું તેમાં કોઇ પણ મરમર ટાઇપ નો એબનોર્મલ વોઇસ તથા એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવા માટે.
એબડોમન:
ચાઇલ્ડ ના એબડોમન મા કોઇપણ માસલાઇક સ્ટ્રક્ચર છે કે નહીં તે અસેસ કરવા માટે એબડોમન ને પાલ્પેટ કરવું તથા બોવેલ સાઉન્ડ નુ અસ્કલટેશન કરવુ.
7)જીનાઇટલ એરિયા એન્ડ એનસ:
જીનાઇટલ એરિયા:
ચાઇલ્ડ ના જીનાઇટલ એરિયા એટલે કે મેલ(પ્રેઝન્સ ઓફ ટેસ્ટીસ ઇન મેલ ચાઇલ્ડ) તથા ફિમેલ(લેબિયલ સ્ટ્રક્ચર ઇન ફિમેલ ચાઇલ્ડ)ના જીનાઇટલ એરિયા ની એનાટોમીકલ સ્ટ્રક્ચર એ પ્રોપર છે કે નહી તે અસેસ કરવુ.
એનસ:
એનસ ની પેટન્સી અસેસ કરવી તથા કોઇ પણ પ્રકારની એબ્નોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવું.
યુરીન એન્ડ સ્ટૂલ:
યુરિન એ જન્મ ના 24 કલાક માં પાસ થાય છે અને ફર્સ્ટ સ્ટૂલ કે જેને મિકોનિયમ કહેવામાં આવે છે તેનો કલર ગ્રીનીશ બ્લેક હોય છે કે જે પહેલા 48 કલાક માં થાય છે તે ત્રણથી ચાર દિવસ સુધી દિવસ માં ત્રણ થી ચાર વખત થાય છે અને ત્યારબાદ ત્રણ થી ચાર દિવસ ટ્રાન્ઝીશનલ સ્ટૂલ કે જે ગ્રીનિશ બ્રાઉન જોવા મળે છે.
8)એક્સ્ટ્રીમિટીસ:
હેન્ડ એન્ડ ફિટ્સ:
ચાઇલ્ડ ના આંગળીઓ અને અંગૂઠા ને ગણવુ. તથા સીમેટ્રી ને અસેસ કરવી અથવા કોઇ પણ એબનોર્માલીટીસ છે કે નહીં તે અસેસ કરવું.
મુવમેન્ટ:
ચાઇલ્ડ ની સ્પોન્ટેનિયસ મુવમેન્ટ થાય છે કે કેમ તથા હેન્ડ અને લેગ્સ ની રેન્જ ઓફ મોશન ને અશેસ કરવી.
9) સ્કિન એન્ડ અંબેલીકસ:
સ્કિન:
ચાઇલ્ડ ને અસેસ કરવું કે તેમની સ્કિન પર કોઇ પણ પ્રકારના બર્થમાર્કસ, લિઝન્સ તથા રેસીસ છે કે નહીં.
અંબેલીકસ:
ચાઇલ્ડ ને પ્રોપરલી કોર્ડ કેર પ્રોવાઇડ કરવી તથા ઇન્ફેક્શન અને બ્લીડિંગ ના કોઈપણ સાઇન તથા સીમટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.
10) બિહેવ્યરલ અસેસમેન્ટ:
સ્ટેટ ઓફ એલર્ટનેસ:
બેબી ને કન્સિયસનેસ લેવલ ને પ્રોપરલી અસેસ કરવી તથા સ્ટીમ્યુલાઇ ને કેટલા અમાઉન્ટવમાં રિસ્પોન્સ પ્રોવાઇડ કરે તે પ્રોપરલી અસેસ કરવું.
ક્રાઇંગ:
ચાઇલ્ડ એ પ્રોપર્લી ક્રાય કરે છે કે નહીં તે પ્રોપર્લી અસેસ કરવું જેના કારણે ચાઇલ્ડ ના રેસ્પીરેશન સ્ટેટસ ને પ્રોપર્લી અસેસ કરી શકાય.
એડિશનલ કન્સીડરેશન:
ડોક્યુમેન્ટેશન:
ન્યુબોર્ન અસેસમેન્ટ ચાર્ટમાં બધા જ ફાઇન્ડિંગ્સ ને એક્યુરેટલી રેકોર્ડ કરવા.
પેરેન્ટ્રરલ એજ્યુકેશન:
પેરેન્ટ્સ ને ન્યુબોર્નકેર વિશે જેમા પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ ટેકનીક, મેઇન્ટેન હાઇજીન, તથા ઇન્ફેક્શન જેવા કોઇ પણ સાઇન અને સિમટોન્સ એ ચાઇલ્ડ મા જોવા મળે તો ઇમીડિએટલી હેલ્થ કેર સેન્ટર પર જવું તેના માટે પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
બર્થ પછી ચાઇલ્ડ નું પ્રોપર્લી ઓબ્ઝર્વેશન કરવાથી ચાઇલ્ડ માં કોઇ પણ કંજીનાઇટલ એબનોર્માલીટીસ હોય અથવા કોઇ પણ ડિસીઝ નુ પોટેન્શિયલ રિસ્ક ફેક્ટર હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી એડીક્યુએટ મેઝર્સ લય શકાય અને ચાઇલ્ડ ની કન્ડિશન ને કોમ્પ્લિકેટેડ થતી પ્રિવેન્ટ કરી શકાય.
ડેફીનેશન:
જ્યારે બોડી ટીશ્યુસ માં એક્સેસિવ બીલીરૂબીન નું એક્યુમ્યુલેશન થવાના કારણે સ્કિન,સ્ક્લેરા, તથા મ્યુકસ મેમ્બરેન મા અને બોડી સિક્રીસન મા યેલો ડિસ્કલરેશન જોવા મળે તેને “નિયોનેટલ જોન્ડીસ”/હાઇપરબિલીરૂબિનેમીયા કહેવામાં આવે છે. નોર્મલ બીલીરૂબીન એ બ્લડ માં 0.1 થી 0.8 mg/dl જેટલું હોય છે. હવે જ્યારે બીલીરૂબીન નું લેવલ એ બોડીમાં 5 mg/ dl જેટલું હોય ત્યારે નીયોનેટલ જોન્ડીસ કહેવામાં આવે છે તેને ઇક્ટેરસ નીયોનેટ્રમ અથવા નીયોનેટલ હાયપરબીલીરુબીનેમિયા પણ કહેવામાં આવે છે.
ઇન્સિડન્સ:
આશરે 60% ફુલ ટર્મ બેબીસ માં અને 80% પ્રિટર્મ માં લાઇફ ના ફર્સ્ટ વિક માં જોવા મળે છે.આશરે 6 % જેટલા ટર્મ બેબીસ મા સિવ્યર જોન્ડીસ સાથે બિલીરુબિન નું લેવલ 15 mg/dl અથવા તેના કરતાં પણ વધારે પ્રમાણ માં ડેવલોપ થાય છે.
ટાઇપ ઓફ જોન્ડીસ:
જોન્ડીસ ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે જેમ કે,
1) ફિઝિયોલોજીકલ જોન્ડીસ,
2) પેથોલોજીકલ જોન્ડીસ.
1) ફિઝિયોલોજીકલ જોન્ડીસ:
ફિઝિયોલોજીકલ જોન્ડીસ એ ઇમમેચ્યોરિટી ના કારણે થતો નોન હિમોલાઇટીક જોન્ડીસ છે.જેમાં નીયોનેટલ RBC (રેડ બ્લડ સેલ્સ) નું લાઇફ સ્પાન એ શોર્ટ હોય છે અને યુરોબીલીનોજન નુ કન્વૅન્ઝન ઓછું થાય છે. પ્લાઝમા માંથી લીવર સેલ્સ માં ડિફેક્ટીવ અપટેક, બિલીરૂબિન નુ પુઅર કોન્જ્યુગેશન, એન્ટેરો હિપેટીક સર્ક્યુલેશન વધવાથી લીવર માં લોડ વધે છે અને ડિફેક્ટ થાય છે.
કેરેક્ટેરાઇસ્ટિક:
આ જોન્ડીસ એ મેઇન્લી બર્થ થયા પછી ના 24 – 72 અવર્સ માં અપીયર થાય છે.
તેમાં મેક્સિમમ યેલો ડિસ્કલરેશન એ ફુલ ટર્મ બેબી માં 4th – 5th દિવસ અને પ્રિટર્મ બેબી માં 6th – 7th દિવસ સુધી જોવા મળે છે.
તે મોટેભાગે ફૂલ ટર્મ બેબી માં 7 દિવસ અને પ્રિ પ્રિટર્મ બેબી માં 14 દિવસે ડિસ્અપીયર થાય છે.તેમાં બીલીરૂબીન નું લેવલ એ 12 – 15 mg/ dl કરતાં વધતું નથી.
તેમાં મોસ્ટલી ટ્રીટમેન્ટ ની જરૂરિયાત હોતી નથી તેની જાતે જ રિલીવ થય જાય છે.
કોઝીઝ:
તે મુખ્યત્વે રેડ બ્લડ સેલ્સ નું લાઇફ સ્પાઇન શોર્ટ હોવાના કારણે RBC(રેડ બ્લડ સેલ્સ) નું વધારે પ્રમાણ માં બ્રેકડાઉન થવાના કારણે મોસ્ટલી જોવા મળે છે.
હિપેટીક ઇમમેચ્યોરીટી ના કારણે બીલીરૂબીન માંથી સોલ્યુએબલ બીલીરૂબીન માં કન્વર્ટ કરવાની લીવર ની ઇનએડિક્યુએટ એન્ઝાઇમેટીક એક્શન ના કારણે.
ઇન્ટેસ્ટાઇનલ ફ્લોરા દ્વારા બિલીરુબિન નુ કન્વર્ઝન ઓછું થવાથી સર્ક્યુલેશન માં બિલીરુબીન નુ અમાઉન્ટ વધી જાય છે.
ટ્રીટમેન્ટ એન્ડ નર્સિંગકેર:
તેમાં કોઇપણ સ્પેસિફિક ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવાની જરૂરિયાત હોતી નથી.
બેબી ને એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
પ્રિમેચ્યોર બેબી ને કેરફૂલી ઓબ્ઝર્વ કરવું.
મધર ને એડવાઇઝ આપવી કે તેના ચાઇલ્ડ ને એડીક્યુએટ અમાઉન્ટ માં બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરવું.
જો બીલીરૂબી નું લેવલ એક્સેસિવ અમાઉન્ટ માં ઇન્ક્રીઝ થવાના એવિડેન્સ હોય તો તેને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન દ્વારા ટ્રીટ કરવુ.
આ જોન્ડીસ ને ટ્રીટ કરવા માટે ફિનોબાર્બીટોન તથા ફોટોથેરાપી નો યુઝ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપર્લી ડેઇલી રૂટીન કે કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને કોઇપણ કોમ્પ્લીકેશન્સ ના સાઇન હોય તો તેનુ કેરફૂલી ઓબ્ઝર્વેશન કરવું.
પેથોલોજીકલ જોન્ડીસ:
ડેફીનેશન:
પેથોલોજીકલ જોન્ડીસ એ બર્થ થયા ના 24 અવર્સ ની અંદર માં જોવા મળે છે. અને જો મેચ્યોર બેબી હોય તો તે સામાન્ય રીતે 1 વીક કરતા વધારે સમય સુધી જોવા મળે છે જ્યારે
પ્રિ-મેચ્યોર બેબી હોય તો તેમાં 2 વીક સુધી મેઇન્લી પેથોલોજીકલ જોન્ડીશ જોવા મળે છે. 5 % જેટલા પેથોલોજીકલ જોન્ડીસ એ ફર્સ્ટ 24 અવર્સ માં હિમોલાઇટીક ડીસીઝ અને ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન ના કારણે જોવા મળે છે.
તેમાં બીલીરૂબીન એ 24 અવર્સ મા 5mg/100 ml ના રેટ પર ઇન્ક્રીઝ થાય છે.
એબસોલ્યુટ બિલીરૂબિન એ 15 mg/ 100 ml (250 μ mol/ L) થી વધુ હોય છે.
કારણ:
રેડ સેલ્સ નું એક્સેસિવ હિમોલાઇસીસ થવાના કારણે.
બીલીરૂબીન નું ડિફેક્ટીવ કોન્જ્યુગેશન થવાના કારણે.
કોન્જ્યુગેટેડ બીલીરૂબીન નું એક્સક્રીસન ફેઇલ્યોર થવાના કારણે.
Rh ઇન્કમ્પેટીબિલીટી ના કારણે.
સેફેલોહિમેટોમા ના કારણે.
ABO ઇનક્મ્પીટેબિલીટી.
વિટામીન k થેરાપી.
કન્જીનાઇટલ સ્ફેરોસાયટોસીસ.
ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેસ ડેફિસિયન્સી ના કારણે.
પ્રિમેચ્યોરીટી ના કારણે ઇમમેચ્યોર લિવર સેલ્સ દ્વારા ગ્લુક્યુરોનાઇલ ટ્રાન્સફેરેજ જેવા એન્ઝાઇમ નુ પ્રોડક્શન ઓછુ થવાના કારણે.
ટાઇપ્સ:
પ્રોલોંગ અનકોન્જ્યુગેટેડ હાયપરબીલીરૂબીનેમિયા
તેમા મુખ્યત્વે હિમોલાઇટીક ડીસીઝ બ્રેસ્ટ મિલ દ્વારા જોન્ડીશ થાય છે.
પ્રોલોંગ કોંજ્યુકેટેડ હાઇપર બીલીરૂબીનેમિયા: તે મેઇન્લી ઇન્ફેક્શન ના કારણે જોવા મળે છે.
ક્લિનિકલ ફીચર્સ:
ફેસ,ટ્રંક,પામ અને સોલ ( પગ ના તળિયું ) ઉપર યેલો સ્ટેઇનિંગ જોવા મળે છે.
ક્લોથ ઉપર યુરિન સ્ટેઇનિંગ જોવા મળે છે.
સ્ટૂલ નો કલર ક્લે, વાઇટ અથવા ડાર્ક હોય છે.
બીલીરૂબીન લેવલ 5 mg/ dl/day પ્રમાણે વધે છે.
ત્યારબાદ બિજા ફિચર્સ મા લેથાર્જી, ડ્રાઉઝીનેસ,પુઅર સકિંગ રિફ્લેક્સ, ફિવર,ઇન્ફેક્શન વગેરે જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
જ્યારે બીલીરૂબીન એ 15 mg/ dl કરતાં વધારે ડેવલોપ થાય ત્યારે કર્નીક્ટેરસ (અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન ના કારણે બ્રેઇન ની પેથોલોજીકલ કન્ડિશન)ડેવલોપ થાય છે.
તેના ફિચર્સ મા વોમીટીંગ, હાઇ પીચ ક્રાઇ, કન્વલ્ઝન, ઓપીસ્થોટોનસ પોઝીશન, નીસ્ટેગ્મસ,હાઇપરપાયરેકસિયા,અને સ્પાસ્ટીસિટી જોવા મળે છે.
ટ્રીટમેન્ટ:
જોન્ડીસ ને ટ્રીટ કરવા માટેની નીચે પ્રમાણે ની મેથડ યુઝ કરવામાં આવે છે જેમ કે:
1) ફોટોથેરાપી
2) ફાર્મેકોલોજીક થેરાપી
3) એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન
ફોટોથેરાપી:
જ્યારે બિલીરૂબિન નું લેવલ એ (12 mg%) ઉપર વધી જાય તેવા મોડરેટ કેસોમાં ફોટોથેરાપી નો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે શ્રેષ્ઠ હોય છે.જ્યારે સીરમ બિલીરૂબિન નું લેવલ એ લગભગ 10 mg % હોય ત્યારે ફોટોથેરાપી બંધ કરવામાં આવે છે. એકવાર ફોટોથેરાપી બંધ થય જાય પછી સીરમ બિલીરૂબિન માં રિબાઉન્ડ વધારો થય શકે છે. ન્યુબોર્ન નું પૂરતું હાઇડ્રેશન જાળવવું જરૂરી છે. 420 થી 470 mm વેવલેન્થ ના આઉટપુટ સાથે સ્પેસિયલ બ્લુ લેમ્પ ટ્રીટમેન્ટ માં સૌથી ઇફેક્ટિવ હોય છે.
ફોટોથેરાપી વહેલી તકે શરૂ થવી જોઇએ ત્યારે મેક્સિમમ સરફેસ એરિયા ને એક્સપોઝ કરી શકાય અને આઇસ ને સિલ્ડીંગ કરી શકાય.
ફોટોથેરાપી એ ન્યુબોર્ન મા ઇનસેન્સીબલ ફ્લુઇડ ના લોસ થવા માટેનું કારણ બને છે. બ્રેસ્ટફીડિંગ દ્વારા હાઇડ્રેશન ને પ્રમોટ કરવામાં આવે છે. ફોટો થેરાપી દરમિયાન ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ થેરાપી ને એડમિનિસ્ટ્રર કરવી.
ફોટોથેરાપી બ્લેન્કેટ એ ઇન્ફન્ટ ને પ્રોટેક્ટ કરે છે.
ફોટોથેરાપી:
ફોટો થેરાપી એ નોન ઇન્વેસિવ, ઇફેક્ટિવ અને અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન ઓછી કરવા માટેની સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. તેમા લાઇટ વેવ્સ એ અનકોન્જ્યુગેટેડ બિલીરુબીન માંથી વોટર સોલ્યુબલ નોન ટોક્સિક ફોર્મ મા ફોટોઓક્સિડેશન દ્વારા કન્વર્ટ થાય છે જે બ્લડમાંથી ઇઝીલી એક્સક્રીટ થાય છે. જ્યારે બીલીરૂબીન નું લેવલ એ 15 mg/dl પહોંચે ત્યારે અને પ્રિટર્મ બેબીસ મા 5mg/dl કે તેનાથી વધારે હોય ત્યારે ફોટો થેરાપી સ્ટાર્ટ કરવી.
બ્લુ વેવ લેંથ 450-460 nm હોય છે. ટ્યુબલાઇટ અને પ્લેક્સી ગ્લાસ એ શિલ્ડ થી કવર કરેલો હોય છે. ક્રીબ અથવા ઇન્ક્યુબેટર ઉપર ફોટો થેરાપી યુનિટ ફિક્સ કરવામાં આવે છે. ફ્લુરોસોનિક અથવા હેલોજન લાઇટ નો પણ યુઝ કરી શકાય છે.
ફોટોથેરાપી માં નર્સિંગ રિસ્પોન્સિબિલિટી:
બેબી એ લાઇટ સોર્સ માં કમ્પ્લીટલી એક્સપોઝ થવી જોઇએ તથા લાઇટ એ 45 cm જેટલી દૂર રાખવી જોઇએ.
ચાઇલ્ડ ના આઇસ તથા જીનાઇટલ એરિયા ને પ્રોપર્લી કવર કરવા જોઇએ.
મધર ને એડવાઇઝ આપવી કે ફોટો થેરાપી સમયે ચાઇલ્ડ ને વારંવાર બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરવું.
જો એક્સ્ટ્રા ફ્લુઇડ ની જરૂર પડે તો ઇન્ટ્રા વિનસ ઇન્ફ્યુઝન અથવા નેઝોગેસ્ટ્રીક ટ્યુબ દ્વારા ફીડિંગ પ્રોવાઇડ કરવું
ચાઇલ્ડ ની પોઝિશન દર બે કલાકે ચેન્જ કરતી રહેવી જોઇએ અને એવી રીતે પોઝીશન ચેન્જ કરવી કે જેના કારણે તેને મેક્સિમમ લાઇટ મળી શકે.
ચાઇલ્ડ ના ટેમ્પરેચર, પલ્સ, અને રેસ્પિરેશન(TPR) દર બે કલાકે ચેક કરતું રહેવું.
ચાઇલ્ડ ને ફોટો થેરાપી ની કોઇ સાઇડ ઇફેક્ટ છે કે કેમ તેના માટે કંટીન્યુઅસલી મોનિટરિંગ કરતું રહેવું તથા સીરમ બીલીરૂબીન લેવલ એટલીસ્ટ દર 12 કલાકે કરાવવું.
જ્યારે, સિરમ બિલીરૂબિન લેવલ 10 mg/dl આવે ત્યારે ફોટો થેરાપી ડિશકંટીન્યુ કરવી.
મોટેભાગે ફોટોથેરાપી એ 2-3 દિવસ સુધી કન્ટીન્યુ કરવી.અથવા
6 hourly/day તથા,
2 hourly 3 times / day આપવી.
મધર ને બેબી ની કેર માં ઇનવોલ્વ કરવી.
પેરેન્ટ્સ ને પ્રોપર્લી એક્સપ્લાનેશન, ઇન્સ્ટ્રક્શન તથા ઇમોશનલ સપોર્ટ આપવો અગત્ય નો હોય છે.
ફોટોથેરાપી ની કોમ્પ્લિકેશન તથા સાઇડ ઇફેક્ટ:
ઇમેડીએટ પ્રોબ્લેમ્સ:
ડિહાઇડ્રેશન, હાયપોથર્મિયા, હાઇપરથર્મિયા,
લુઝ સ્ટૂલ/ગ્રીન સ્ટૂલ,
બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ (બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ એ એવી કન્ડિશન છે કે જેમાં ફોટો થેરાપી પ્રોવાઇડ કર્યા બાદ ચાઇલ્ડ ની સ્કીન, મ્યુકસ મેમ્બરેન તથા યુરિન મા ડાર્ક ગ્રીન બ્રાઉન પિગ્મેન્ટેસન જોવા મળે છે.)
સ્કિન રેસીસ,
હાઇપોકેલ્શેમિયા વગેરે જોવા મળે છે.
લોંગટર્મ પ્રોબ્લમ:
એન્ડોક્રાઇન તથા સેક્સ્યુઅલ મેચ્યુરેશન માં ડિસ્ટર્બન્સ આવે છે.રટાઇના ડેમેજ થવું.
સ્કીન કેન્સર (રેર કન્ડિશન) થવું.
ફેનોબાર્બીટલ થેરાપી:
ફેનોબાર્બીટલ થેરાપી એ હિપેટિક માઇક્રોસોમલ એન્ઝાઇમ ને ઇન્ડ્યુઝ કરે છે અને બિલીરૂબિન કોન્જ્યુગેશન અને એક્સક્રીસન માં વધારો કરે છે. દર 24 કલાકે 5.8 mg/ kg ની માત્રા. વપરાય છે. તે ઇફેક્ટિવ થવામાં 3-7 દિવસ લે છે. જો કે, પ્રોફીલેક્સીસ તરીકે, તેનો ઉપયોગ આમાં થય શકે છે. જેમાં મધર ને ડિલેવરી ના બે વીક્સ પહેલા 90 mg/dl ના રેટ મા પ્રોવાઇડ કરવામા આવે છે.
એક્સ્ચેન્જ ટ્રાન્સફ્યુઝન:
એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન એ સામાન્ય રીતે કર્નીક્ટેરસ ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે.
જેમાં ડબલ વોલ્યુમ એક્સચેન્જ એ 80% જેટલા રેડ બ્લડ સેલ્સ ને રિપ્લેસ કરે છે અને 50% જેટલા બીલીરુબી ના લેવલ ને રિડ્યુઝ કરવામાં મદદ કરે છે.
ઇન્ડિકેશન ઓફ એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન
ફોટો થેરાપી લેવા છતાં બોડી માં બીલીરૂબીન નું લેવલ એ પ્રોગ્રેસિવલી ઇન્ક્રીઝ થતું હોય(1mg/ dl/ hour કરતાં વધુ).
જો નીયોનેટ મા એનિમિયા તથા કંજેસ્ટીવ કાર્ડિયાક ફેઇલ્યોર ની કન્ડિશન હોય તેવા કેસીસ માં.
જો ન્યુબોર્ન ના સીરમ બિલીરૂબિન નું લેવલ એ 20 mg/ dl કરતા વધારે હોય.
જો કોર્ડ બ્લડ હિમોગ્લોબિન 12 g/ dl કરતાં ઓછું હોય અને બિલીરૂબિન નું લેવલ એ 5 mg/ dl કરતાં વધુ હોય.
ફીટસ ના બર્થ પછી લાઇફ ના પ્રથમ 24 કલાક માં 30 mg/ dL (1.65 mmol/ L) કરતા ઓછુ અને ત્યાર બાદ 45 mg/ dL (2.5 mmol/ L) કરતા ઓછુ પ્લાઝ્મા ગ્લુકોઝ લેવલ હોય તો તે કન્ડિશન ને “નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા” કહેવામા આવે છે.
ન્યુબોર્ન માં નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા એ સૌથી કોમન મેટાબોલિક પ્રોબ્લેમ છે. એટલે કે ફિટલ ના બર્થ થયા પછીના અમુક દિવસો સુધી ન્યુબોર્ન અથવા તો નિયોનેટ નું બ્લડ સુગર લેવલ લો હોય તો તે કન્ડિશન ને નિયોનેટલ હાયપોગ્લાઇસેમિયા કહેવામાં આવે છે.
નિયોનેટલ હાયપોગ્લાઇસેમિયા એ એક મેટાબોલિક ડિસઓર્ડર છે કે જેમાં નિયોનેટ નું બ્લડ ગ્લુકોઝ લેવલ એ તેની નોર્મલ લેવલ કરતાં ડિક્રીઝ થાય છે તો આ કન્ડિશન ને નિયોનેટલ હાયપોગ્લાઇસેમિયા કહેવામાં આવે છે.
નોર્મલ બ્લડ ગ્લુકોઝ લેવલ
ઇટિયોલોજી/ કોઝ:
1) મેટરનલ ડાયાબિટીસ: ડાયાબિટીસ ધરાવતી મધર માં જન્મેલા બાળકો (ખાસ કરીને જો ડાયાબિટીસ એ પુઅરલી રીતે કંટ્રોલ હોય તો) નીયોનેટ મા હાઇપોગ્લાયકેમિયા નું રિસ્ક એ વધારે હોય છે.
2) પ્રીમેચ્યોરિટી: પ્રિમેચ્યોર ઇન્ફન્ટ માં ઘણીવાર બ્લડ સુગર ને રેગ્યુલેટ કરવા માટે અન્ડરડેવલોપ્ડ સિસ્ટમ હોય છે.
3)ઇન્ટ્રાઉટેરાઇન ગ્રોથ રિસ્ટ્રિકશન (IUGR): જે બાળકો તેમની જેસ્ટેશનલ એજ ની ઉંમર માટે અપેક્ષા કરતા નાના હોય છે તેઓમાં ગ્લુકોઝ નો સ્ટોર ઇમ્પેઇરડ થય શકે છે.
4)બર્થ એસ્ફીક્સિયા: બર્થ સમયે ઓક્સિજન લેવલ ઓછું થતા તે કન્ડિશન એ બ્લડ ગ્લુકોઝ લેવલ ને રેગ્યુલેટ કરવામાં અફેક્ટ કરી શકે છે.
5)ઇન્ફેક્શન: ઇન્ફેક્શન એ બાળક ના મેટાબોલીઝમ ને અફેક્ટ કરીને હાઇપોગ્લાયકેમિઆ નું રિસ્ક વધારી શકે છે.
6) હોર્મોનલ ડેફીસીયન્સી: હોર્મોન પ્રોડક્શન સાથેના ઇસ્યુસ, જેમ કે એડ્રિનલ ઇનસફીસિયન્સી ના કારણે હાઇપોગ્લાયસેમિયા ની કન્ડિશન થય શકે છે.
7)મેટાબોલિક ડિસઓર્ડર્સ: અમુક સમયે ઇનહેરિટેડ મેટાબોલીક ડિસઓર્ડર ના કારણે પણ હાઇપોગ્લાઇસેમિયા ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.
8)હાયપરઇન્સ્યુલિનેમિયા: અમુક ન્યુબોર્ન માં ઇન્સ્યુલિન નું પ્રોડક્શન એ વધારે અમાઉન્ટ માં થાય છે જેના કારણે હાઇપોગ્લાઇસેમિયા ની કન્ડિશન એ અરાઇઝ થય શકે છે.
અધર કોઝ:
ગ્લુકોઝ નું લો અમાઉન્ટ માં સપ્લાય થવાના કારણે,
ગ્લાયકોજન નુ ઇનએડિક્યુએટ સ્ટોરેજ થવાના કારણે,
બર્થ ડિફેક્ટ તથા તથા મેટાબોલિક એરર ના કારણે,
ગ્લુકોઝ નું પ્રોડક્શન ઇમ્પેઇરર્ડ થવાના કારણે,
હાઇપરઇન્સ્યુલીનીઝમ ના કારણે ગ્લુકોઝ નુ યુટીલાઇઝેશન ઇન્ક્રીઝ થવાના કારણે,
લિવર ડિસીઝ,
પ્રેગ્નેન્સી સમય દરમિયાન અમુક ડેફીસિયન્સી હોવાના કારણે.
લક્ષણો તથા ચિન્હો:
પુઅર ફીડિંગ,
લેથાર્જી લુક,
હાઇપોટોનીયા,
બ્લુઇસ ડિસ્કલરેશન ઓફ સ્કિન (સાયનોસીસ),
એપનીયા,
હાઇપરથર્મીયા,
પેલર,
ન્યુરોલોજીકલ ડેમેજ,
ગ્રંટીંગ સાઉન્ડ,
ટ્વીચીંગ,
નર્વસનેસ,
સિઝર,
કંજેસ્ટીવ હાર્ટ ફેઇલ્યોર,
હંગર,
નોઝીયા,
વોમિટિંગ
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
સિરમ તથા પ્લાઝમા ગ્લુકોઝ લેવલ,
સિરમ ઇન્સ્યુલિન,
મેટાબોલિક ડિસઓર્ડર માટેનું
સ્ક્રિનિંગ,
યુરીન ટેસ્ટ.
મેનેજમેન્ટ:
હાઇપોગ્લાઇસેમિયા ની કન્ડિશન એ ન્યુરોલોજિકલ ડેમેજ થતું પ્રિવેન્ટ કરવા માટે પોસિબલ હોય તે મુજબ અર્લી ટ્રીટ કરવી.
ન્યુબોર્ન ને અર્લી બ્રેસ્ટ ફીડીંગ પ્રોવાઇડ કરવા માટે તેના મધર ને એડવાઇઝ આપવી.
જો ન્યુબોર્ન ને એક્સ્ટ્રા ફોર્મ્યુલા ફીડીંગ ની જરૂરિયાત હોય તો તેને પ્રોપર્લી પ્રોવાઇડ કરવું.
ન્યુબોર્ન નું બ્લડ ગ્લુકોઝ લેવલ કંટીન્યુઅસલી મોનિટરિંગ કરતું રહેવું.
ન્યુબોર્ન ને લેથાર્જી તથા મસલ્સ ટોન એ પુઅર છે કે કેમ તે પ્રોપર્લી ઇવાલ્યુએશન કરવુ.
ન્યુબોર્ન ને ફીડિંગ પ્રોબ્લેમ થાય છે કે કેમ તે પ્રોપર્લી મોનિટર કરવું.
જો ન્યુબોર્ન નું બ્લડ સુગર લેવલ એ કંટીન્યુઅસલી લો હોય તથા ન્યુબોર્ન એ બ્રેસ્ટફીડિંગ લેવા માટે સક્ષમ ન હોય તે કન્ડિશનમાં ન્યુબોર્ન ને કંટીન્યુઅસલી ડેક્સટ્રોસ સોલ્યુશન પ્રોવાઇડ કરવું.
રેર સીચ્યુએશન માં જ્યારે ઉપર મુજબની ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા છતાં પણ ન્યુબોર્ન ની કન્ડિશન માં કોઇપણ ઇમ્પ્રુવમેન્ટ થતું ન હોય તો તેવી કન્ડિશન માં પેન્ક્રીયાસ ના પાર્ટને રીમુવ કરવાની સર્જરી પણ પરફોર્મ કરવાની જરૂરિયાત રહે છે જેના કારણે ઇન્સ્યુલિન નું પ્રોડક્શન એ રીડયુઝ થય શકે.
કોમ્પ્લીકેશન્સ:
ન્યુરોલોજિકલ ડેમેજ,
હાર્ટ ફેલ્યોર( રેર કન્ડિશન મા),
સિઝર (ક્યારેક).
હાયપોથર્મિયા એ એવી કન્ડિશન છે કે જેમાં ન્યુબોર્ન તથા ઇન્ફન્ટ માં તેના નોર્મલ ફિઝીયોલોજીકલ બોડી ટેમ્પરેચર કરતા તેનું બોડી ટેમ્પરેચર એ રીડ્યુઝ થયેલું હોય છે. તે સામાન્ય રિતે 36.5 °c તથા 97.7°F કરતા રિડ્યુઝ થાય છે.
આ કન્ડિશન એ સામાન્ય રીતે હિટ પ્રોડક્શન તથા હિટ લોસ થવાની કન્ડિશન માં ઇમ્બેલન્સ થવાના કારણે જોવા મળે છે. જે સામાન્ય રીતે એન્વાયરમેન્ટલ ફેક્ટર, ઇનએડીક્યુએટ થર્મલ પ્રોડક્શન, તથા ફિઝિયોલોજીકલ ઇસ્યુઝ ના કારણે જોવા મળે છે. આ હાયપોથર્મિયા ની કન્ડિશન ના કારણે બોડીમાં સિરિયસ કોમ્પ્લીકેશન્સ અરાઇઝ થય શકે છે જેમ કે, મેટાબોલિક ડિસ્ટર્બન્સ,ઇમ્પેઇરર્ડ ઓર્ગન ફંક્શન્સ, એન્ડ ઇન્ક્રીઝ ધ સસેપ્ટેબીલિટી ટુ ઇન્ફેક્શન આ કન્ડિશન એ અરાઇઝ થય શકે છે.
હાઇપોથર્મિયા એ એવી કન્ડિશન છે કે જેમાં બોડી ટેમ્પરેચર એટલે કે કોર અથવા તો ઇન્ટર્નલ બોડી ટેમ્પરેચર એ 95°F તથા 35°C કરતા ઓછુ થાય છે.
મોડ ઓફ હીટ લોસ ઇન ન્યુબોર્ન:
1) ઇવાપોરેશન: ચાઇલ્ડ ના બર્થ પછી એમ્નીઓટીક ફ્લુઇડ નું તેની સ્કીન સરફેસ પરથી ઇવાપોરેશન થવું.
2) કંડ્કશન: બર્થ પછી ચાઇલ્ડ એ કોઇપણ કોલ્ડ ઓબ્જેક્ટ, ક્લોથ તથા ટ્રે ના કોન્ટેક્ટ માં આવવાના કારણે.
3) કન્વેક્શન: એવી કન્ડિશન કે જેમાં બેબી ની અરાઉન્ડ માં રહેલ ઓપન વિન્ડો તથા ફેન માંથી આવતી કોલ્ડ એર એ વાર્મ એર મા રિપ્લેસ થવાના કારણે.
4) રેડીએશન: જ્યારે ન્યુબોર્ન ના બર્થ પછી તેની આજુ-બાજુ માં રહેલું વાતાવરણ એ તેના બોડી સરફેસ કરતા કોલ્ડ હોય તો તેની બોડીમાં રહેલ હીટ એ રેડીએશન થ્રુ તેની આજુબાજુ સરાઉન્ડિંગ માં પાસ થાય છે .
ટેમ્પરેચર રેન્જ:
નોર્મલ એક્સલરી ટેમ્પરેચર : 36.5-37.4°C.
કોલ્ડ સ્ટ્રેસ: 36.0°C-36.4°C.
મોડરેટ હાઇપોથર્મિયા: 32.0°C – 35.9°C.
સિવ્યર હાયપોથર્મિયા: ટેમ્પરેચર લેસ ધેન 32.°C.
ઇટીયોલોજી:
1)સિચ્યુએશન કોઝ એક્સેસીવ હીટ લોસ:
કોલ્ડ એન્વાયરમેન્ટ,
વેટ તથા નેક્ડ બેબી,
કોલ્ડ લીનન,
ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટ,
ઇન્ફ્યુઝન,
બ્લડ સેમ્પલિંગ.
પુઅર એબિલિટી ટુ હિટ કન્ઝર્વ:
લો બર્થ વેઇટ( LBW ),
ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રીટાર્ડેશન( IUGR ).
પુઅર મેટાબોલીક હીટ પ્રોડક્શન:
બ્રાઉન ફેટ ની ડેફિશયન્સિ હોવાના કારણે,
CNS ડેમેજ,
હાયપોક્સિયા,
હાઇપોગ્લાયસેમિયા,
સેપ્સિસ.
લક્ષણો તથા ચિન્હો:
પેરીફેરલ વાઝોકોન્સ્ટ્રીક્શન:
કોલ્ડ એક્સ્ટ્રીમિટીસ,
ફેરી ફેરલ પરફ્યુઝન ડીક્રીઝ થવુ,
એક્રોસાઇનોસિસ,
ઇન્ક્રીઝ મેટાબોલિઝમ:
હાઇપોગ્લાયસેમિયા,
હાઇપોક્ઝિયા,
મેટાબોલિક એસિડોસિસ,
ઇન્ક્રીઝ પલ્મોનરી આર્ટરી પ્રેશર:
ડિસ્ટ્રેસ,
ટેકીપ્નીયા.
CNS ડિપ્રેશન:
બ્રેડીકાર્ડિયા,
લેથાર્જી,
પુઅર ફિડીંગ,
એપ્નીયા.
ક્રોનિક સાઇન:
વેઇટ લોસ,
પુઅર વેઇટ ગેઇન.
મેનેજમેન્ટ:
માઇલ્ડ હાઇપોથર્મીયા:
બર્થ થયા પછી નીયોનેટ ને પ્રોપરલી કવર કરવું સ્પેસિયલી હેડ, ચેસ્ટ તથા તેના ફિટ ને પ્રોપર્લી કવર કરવું.
નીચે પ્રમાણે ની કોઇપણ મેથડ નો યુઝ કરી નિયોનેટ ને પ્રોપર્લી વામૅ રાખવું જેમકે,
સ્કિન ટુ સ્કિન કોન્ટેક,
વાર્મ રુમ તથા બેડ,
રેડિયન્ટ હિટર તથા ઇનક્યુબેટર.
ટેમ્પરેચર ને એવરી હાફ અવરલી મોનિટરિંગ કરતું રહેવું.ત્યારબાદ 36.5 °C સુધી પહોંચે ત્યારબાદ 1 અવરલી નેક્સ્ટ 4 અવર સુધી મોનિટરિંગ કરતુ રહેવુ, ત્યારબાદ એવરી 2 અવરલી 12 કલાક સુધી ટેમ્પરેચર ને મોનિટરિંગ કરવુ.
મોડરેટ હાઇપોથર્મિયા:
ન્યુબોર્ન ને હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે રૂમ ને પ્રોપરલી વાર્મ રાખવો.
ચાઇલ્ડ ના કોટ અથવા તેના બેડ ને પ્રોપરલી વાર્મ રાખવું.
ન્યુબોર્ન માં નોર્મલ ટેમ્પરેચર મેઇન્ટેન રાખવા માટે ઇનક્યુબેટર નો યુઝ કરવો.
રેડિયન્ટ વાર્મર નો પ્રોપરલી યુઝ કરવો.
ન્યુબોર્ન નું ટેમ્પરેચર એ નોર્મલ રેન્જ માં પહોંચે નહીં ત્યાં સુધી કંટીન્યુઅસ વાર્મ કરવું.
દર 15 – 30 મિનિટે ટેમ્પરેચર ને મોનિટર કરવું.
મેનેજમેન્ટ ઓફ સિવ્યર હાયપોથર્મિયા( લેસ ધેન 32°C):
રૂમ ને રૂમ હીટર અથવા તો 200 watt બલ્બ દ્વારા આ પ્રોપરલી વાર્મ કરવો.
પ્રોપર્લી એઇર હીટેડ ઇન્ક્યુબેટર ( એર ટેમ્પરેચર એ 35 – 36 ° C) નો યુઝ કરવો.
નીયોનેટ ના હાર્ટ રેટ, ટેમ્પરેચર તથા ગ્લુકોઝ લેવલ ને પ્રોપરલી મોનિટરિંગ કરતું રહેવું.
હિટ લોસ એ ઓછા પ્રમાણ માં થાય તેના માટે પ્રોપરલી મેઝર્સ લેવા.
I.V. 10 % ડેક્સટ્રોસ 60-80 ml/ kg/ day સ્ટાર્ટ કરવુ.
નિયોનેટ ને પ્રોપર્લી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
જો નીયોનેટ એ ટર્મ હોય તો તેને એક mg વિટામીન K ઇન્જેક્શન તથા જો પ્રિટર્મ નીઓનેટ હોય તો 0.5 mg વિટામિન K ઇન્જેક્શન પ્રોવાઇડ કરવું.
પ્રિવેન્શન:
ડીલેવરી રૂમ નું ટેમ્પરેચર એ પ્રોપર્લી મેઇન્ટેન રાખવો જેમ કે 28-32°c.
ન્યુબોર્ન ના બર્થ થયા પછી ઇમિડિએટલી બેબી ને ક્લિન કરવું તથા તેને ડ્રાય કરવું અને ત્યારબાદ પહેલા વાર્મ કરેલા ટોવેલ વડે પ્રોપરલી બેબી ને પ્રોપર્લી કવર કરવું.
બેબી ના હેડ ને પ્રોપર્લી કવર કરવું તથા તેનું હેડ એ બર્થ થયા પછી પ્રોપર્લી ક્લીન તથા ડ્રાય છે કે કેમ તે ઇમિડિએટલી અસેસ કરવું.
બેબી ને તેના મધર ની પાસે રાખવુ જેના કારણે બેબી ને વાર્મનેસ મળી રહે.
બેબી ના બર્થ થયા પછી ની 30 મિનિટ ની અંદર જ ચાઇલ્ડ ને બ્રેસ્ટ ફીડિંગ ને સ્ટાર્ટ કરાવવું.
જો બેબી એ લો બર્થ વેઇટ એટલે કે 2500 gm કરતા ઓછા વેઇટ વાડુ હોય તો તેને પ્રોપર્લી કાંગારુ મધર કેર (KMC) પ્રોવાઇડ કરવી જેના કારણે ઇન્ફન્ટ નું ટેમ્પરેચર એ મેઇન્ટેન રહે છે તથા બેસ્ટ ફીડીંગ જોવા મળે છે જેના કારણે મધર તથા ઇન્ફન્ટ નું બોન્ડિંગ એ ઇમ્પ્રુવ થાય છે.
નિયોનેટલ કન્વલ્ર્ઝન એ ખૂબ લાઇફ થ્રિએટનીંગ ઇમરજન્સી છે કે જે ન્યુબોર્ન મા સેરેબ્રલ તથા બાયોકેમિકલ એબનોર્માલીટીસ ના કારણે જોવા મળે છે. પ્રિટર્મ બેબી તથા લો બર્થ વેઇટ (LBW) બેબી માં આ કન્ડિશન એ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
ડેફીનેશન:
નિયોનેટલ કન્વલ્ર્ઝન એ પેરોક્ઝિસ્મલ બિહેવ્યર છે કે જે ન્યુરોન્સ ના ગ્રુપ દ્વારા હાઇપરસિન્ક્રોનસ ડિસ્ચાર્જ દ્વારા થાય છે. નિયોનેટલ કન્વલ્ઝન ચાઇલ્ડ ના બર્થ પછીથી લઇને 28 દિવસ સુધી ના સમયગાળા દરમિયાન જોવા મળે છે. તે સામાન્ય રીતે બ્રેઇન માં એબનોર્મલ ઇલેક્ટ્રીક એક્ટિવિટી થવાના કારણે જોવા મળે છે. જેના કારણે બોડીની ઇનવોલ્યુન્ટરી મુવમેન્ટ થાય,મસલ્સ ટોન મા ચેન્જીસ થાય,તથા કંન્સિયસનેસનેસ લેવલ મા અલ્ટરેસન્સ જોવા મળે છે.
આ કન્વલ્ઝન ની કન્ડિશન એ જુદા- જુદા કારણ ના લીધે જોવા મળે છે જેમ કે, મેટાબોલિક ઇમબેલેન્સ, બ્રેઇન ઇન્જરી,ઇન્ફેક્શન, તથા કંજીનાઇટલ એબનોર્માલીટીસ ના કારણે જોવા મળે છે.
ઇટિયોલોજી(કારણ):
કન્વલ્ર્ઝન આવવા માટેના કારણો:
1) ટ્રોમેટિક:
હાઇપોક્ઝિક ઇસ્ચેમિક ઇન્જરી,
ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરી.
2) બાયોકેમિકલ:
હાઇપોગ્લાઇસેમિયા,
કર્નીક્ટેરસ,
હાયપોકેલ્સેમિયા,
હાઇપરકેલ્સેમિયા,
હાઇપોનેટ્રેમિયા,
હાઇપોમેગ્નેસેમીયા,
પાઇરોડોક્ઝીન ડિપેન્ડન્ડેન્સ
3)ઇન્ફેક્ટીવ:
હાઇ ફીવર,
મેનીન્જાઇટીસ,
TORCH
(T: ટોક્સોપ્લાસ્મોસીસ,
O: અધર (વિવિધ ઇન્ફેક્શન જેમ કે સિફિલિસ, વેરીસેલા-ઝોસ્ટર વાયરસ અને પારવોવાયરસ B19નો સમાવેશ થાય છે).
R: રૂબેલા
C: સાયટો મેગાલોવાયરસ (CMV)
H: હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ (HSV)ઇન્ફેક્શન.
ટીટેનસ.
4)આયટ્રોજેનિક:
રેસ્પીરેટરી સ્ટીમ્યુલન્ટ,
એએનાલેપ્ટીક ડ્રગ્સ,
ડ્રગ ટોક્સિસીટી,
થીઓફાઇલીન.
5)અધર્સ:
સેરેબ્રલ માલફોર્મેશન
કન્વલ્ઝન ના ક્લાસિફિકેશન્સ:
કન્વલ્ઝન ના મુખ્યત્વે બે પ્રકારે એક ક્લાસિફિકેશન થાય છે.
1)જનરલ સીઝર્સ
2) પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.
1) જનરલ સીઝર્સ
જનરલ સીઝર્સ ના ફરી છ ટાઇપ પડે છે.
1) ટોનિક – ક્લોનીક સીઝર.
2) એપ્સન્ટ સીઝર.
3) માયોક્લોનીક સીઝર.
4) ટોનિક સીઝર.
5) એટોનિક સીઝર.
6) ક્લોનીક સીઝર.
2) પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.
પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ ના ફરી બે ટાઇપ પડે છે.
1) સિમ્પલ ફોકલ સીઝર.
2) કોમ્પ્લેક્સ ફોકલ સીઝર.
1) જનરલ સીઝર્સ
જનરલ સીઝર્સ ના ફરી છ ટાઇપ પડે છે.
જનરલાઇઝ સીઝર્સ માં બ્રેઇન ના બંને હેમિસફિયર એટલે કે રાઇટ અને લેફ્ટ હેમીસ્ફીયર નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.એટલે કે અનકંટ્રોલ્ડ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ એ બ્રેઇન ના બંને બાજુના હેમિસ્ફિયર માં થાય છે.આ પ્રકાર ના સીઝર માં નીયોનેટ એ અનકંન્સીયસ થય જાય છે.આ સીઝર એ અમુક સેકન્ડ થી લય અને અમુક મિનિટ સુધી જોવા મળે છે.
1) ટોનિક – ક્લોનીક સીઝર.
ટોનિક ક્લોનિક સીઝર ને ગ્રાન્ડમાલ સીઝર (Grandmal seizures) પણ કહેવામાં આવે છે. આ સીઝર માં નીયોનેટ ની કંસિયસનેસ એ ફુલ્લી લોસ થાય છે. અને નીયોનેટ એ જમીન પર પણ પડી જાય છે.
ટોનિક સ્ટેજ માં પેશન્ટ ના મસલ્સ એ સ્ટીફ થાય છે અને મસલ્સ ટોન એ ઇન્ક્રીઝ થાય છે.
ક્લોનીક ફેઝ મા પેશન્ટ ના મસલ્સ ટોન એ લોસ થાય છે.
2) એબ્સન્ટ સીઝર.
એબ્સન્સ સીઝર ને petitmal (પેટીટમાલ) સીઝર પણ કહેવામાં આવે છે.આ પ્રકારનું સીઝર એ મુખ્યત્વે ચિલ્ડ્રન માં જોવા મળે છે.
આ સીઝર એ અમુક સેકન્ડ માટે જ જોવા મળે છે.આ સીઝર માં પેશન્ટ ને અમુક સેકન્ડ પૂરતા જ એપિસોડ્સ જોવા મળે છે અને પેશન્ટ ને ખબર પણ પડતી નથી કે તેને કોઇપણ પ્રકારની ઇશ્યુ થાય છે.
3) માયોક્લોનીક સીઝર.
માયોક્લોનિક સીઝર માં મસલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.અને બોડીની એક્સેસિવ્લી ઝર્કિંગ મુમેન્ટ થાય છે.તેથી માયોક્લોનીક સીઝર માં બોડીમાં એક્સેસિવલી જર્કિંગ મુવમેન્ટ જોવા મળે છે.
4) ટોનિક સીઝર.
આ સીઝર માં મસલ્સ ટોન એ સડન્લી ઇન્ક્રીઝ થાય છે અને બોડી એ સ્ટીફ થય જાય છે તથા મસલ્સ ટોન એ ખૂબ જ ઇન્ક્રીઝ થાય છે.
5) એટોનિક સીઝર.
આ સીઝરમાં મસલ્સ ટોન એ લોસ થાય છે તેથી આમાં ડ્રોપ અટેક (Drop attack)જોવા મળે છે એટલે કે પેશન્ટ એ
ઉભા ઉભા પડી જાય છે કારણકે આ સીઝર માં પેશન્ટ ના મસલ્સ ટોન એ ઓચિંતી રીતે સ્ટોપ થય જાય છે આ સીઝર માં પેશન્ટ ને ડ્રોપ અટેક થયા બાદ ઓચિંતી રીતે તેની કંસિયસનેસ પાછી આવી જાય છે આ સીઝરમાં પેશન્ટને હેડ એંજરી થવા માટેના હાઇરિસ્ક રહે છે.
6) ક્લોનીક સીઝર.
આ સીઝર માં નીયોનેટ
ના મસલ્સ્ટોન એ સડ્નલી લોસ થાય છે. આમાં નીયોનેટ એ અનકંશીયસ જોવા મળે છે અને તેનું મસલ્સ સ્ટોન પણ લોસ થાય છે. આ સીઝરમાં લીંબ ની જર્કિંગ મુમેન્ટ તથા એક્સ્ટ્રીમિટીસ ની જર્કિંગ મુમેન્ટ જોવા મળે છે.
2) પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.
આ સીઝર ને પાર્શિયલ ફોકલ સીઝર તથા પાર્શિયલ સીઝર પણ કહેવામાં આવે છે. આ સીઝરમાં વન સાઇડના હેમિસ્ફિયર નું ઇન્વોલ્વમેન્ટ હોય છે.
તેથી તે ઇન્વોલ્વ થયેલા હેમીમિસફિયર દ્વારા જે કંઇ પણ બોડીની એક્ટિવિટી રેગ્યુલેટ થતી હોય તેના પર અફેક્શન જોવા મળે છે.
પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ ના ફરી બે ટાઇપ પડે છે.
1) સિમ્પલ ફોકલ સીઝર.
આ પ્રકારના સીઝર માં નીયોનેટ એ કંસિયસ લાગે પણ તેને અનયુઝવલફીલિંગ તથા સેન્સેશન જોવા મળે છે.
આમાં યુઝ્વલ ફીલિંગ મા ચાઇલ્ડ એ ખૂબ ખુશ થાય , ખુબ વધુ ગુસ્સો આવે , અથવા નીયોનેટ એ અચાનક ઉદાસ થાય અથવા નોઝિયા ની ફીલિંગ્સ એ સડ્નલી અને કોઇપણ પ્રકારના રિઝન વગર જોવા મળે છે.
આ સીઝર માં એક જ હેમિસ્ફિયર નું ઇનવોલ્વમેન્ટ હોય છે તેથી વ્યક્તિને જે વસ્તુ એ રિયાલિટીમાં હોતી નથી તેવી વસ્તુઓ ની ફીલિંગ્સ આવે છે.
2) કોમ્પ્લેક્સ ફોકલ સીઝર.
આ સીઝર માં પેશન્ટ નું કંસિયસનેસ લેવલ એ અલ્ટર થાય છે અથવા લોસ થાય છે.
આ સીઝરમાં વ્યક્તિ ને ડ્રીમ લાઇક એક્સપિરિયન્સ જોવા મળે છે.આ પ્રકારના સીઝરમાં વ્યક્તિ એ જે કામ કરે તે તેને પ્રોપરલી યાદ પણ રહેતું નથી.તેને કોમ્પ્લેક્સ ફોકલ સીઝર કહે છે.
લક્ષણો તથા ચિન્હો:
ટેમ્પરરી કન્ફ્યુઝન.
હાથ તથા પગ ની અનકન્ટ્રોલ જર્કિંગ મુમેન્ટ થવી.
કન્સીયસનેસ લોસ થવી.
અવેરનેસ લોસ થવી.
ટેમ્પરરી કન્ફ્યુઝન જોવા મળવું.
બોડી ના પાટૅ મા નંબનેસ થવી.
લોસ ઓફ મેમરી થવુ.
વિઝ્યુઅલ ચેન્જીસ થવુ.
ચક્કર આવવા.
ચેસ્ટ મા ટીંગલીંગ સેન્સેશન થવુ.
ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝીકલ એક્ઝામીનેશન,
બ્લડ ટેસ્ટ.
લંબર પંક્ચર .
ઇલેક્ટ્રો એનસેફેલોગ્રામ.
કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી ( CT scan).
મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજીંગ ( MRI ).
પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી ( PET test).
સિંગલ ફોટો એમિશન કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી ( SPECT ).
ન્યુરોસાઇકોલોજીકલ ટેસ્ટ.
બ્રેઇન મેપીંગ.
કન્વલ્ર્ઝન વાડા નીયોનેટ નું મેનેજમેન્ટ:
નીયોનેટ ને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી સેફ એન્વાયરમેન્ટ રાખવું.
નીયોનેટ ને ઇન્જરી માંથી પ્રિવેન્ટ કરવા માટે સાઇડ રેઇલ્સ ને અપ રાખવી.
કન્વલ્ર્ઝન ને કંટ્રોલ કરવા માટે ફિનોબાર્બીટોન 10 mg/ kg body weight એ સ્લોલી 3-5 મીનીટ સુધી પ્રોવાઇડ કરવુ.
નીયોનેટ ના માઉથ માં કોઇપણ પ્રકારની વસ્તુ ન આપવી.
નીયોનેટ એ જો ગળામાં કોઇપણ વસ્તુ પહેરેલી હોય તો તેને લુઝ કરી નાખવી.
નીયોનેટ ને રિસ્ટ્રેઇન પ્રોવાઇડ ન કરવુ જેના કારણે ઇન્જરી માંથી પ્રિવેન્ટ ન કરી શકાય.
નીયોનેટ ના હેડની નીચે સ્મોલ પિલ્લો પ્રોવાઇડ કરવો.
જો નીયોનેટ ને વોમિટિંગ થતી હોય તો તે એસ્પિરેટ ન કરી જાય તે માટે પ્રોપરલી ધ્યાન રાખવું.
સક્શન એ રેડીલી અવેઇલેબલ રાખવુ.તથા માઉથ તથા નોઝ માથી પ્રોપર્લી સક્સનીંગ કરી અને ચાઇલ્ડ નું એરવે પેટન્ટ રાખવુ જેના કારણે પ્રોપરલી બ્રિધિંગ કરી શકે.
ચાઇલ્ડ ને પ્રોપર્લી બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને ઇન્ટ્રા વિનસ( IV ) ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
નીયોનેટ ને ઓક્સિજન થેરાપી પ્રોવાઇડ કરવી.
નીયોનેટ ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
નીયોનેટ ને પ્રોપર્લી મેડિકેશન લેવા માટે એડવાઇઝ આપવી.
ડેફિનેશન:
જે બેબી નું બર્થ વેઇટ તેની એવરેજ જેસ્ટેશનલ એજ ના ટેન્થ પર્સેન્ટાઇલ(10%)કરતા પણ ઓછું હોય તો તે કન્ડિશન ને ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન/રિટાર્ડેશન (IUGR) કહેવામાં આવે છે.ગ્રોથ રિસ્ટ્રિક્શન/રિટાર્ડેશન પ્રીટર્મ, ટર્મ અથવા પોસ્ટ-ટર્મ બાળકો માં થય શકે છે.
IUGR ના ઇન્સીડેન્સ
ડિસ્મેચ્યોરિટી માં લો બર્થ વેઇટ વાળા ચિલ્ડ્રન ના લગભગ 1/3 પાર્ટ નો સમાવેશ થાય છે.
ડેવલોપ્ડકન્ટ્રીઝ માં તેના ઓવર ઓલ ઇન્સીડન્સ એ 2-8% છે.
ટર્મ બેબીસ મા – 5%,
પોસ્ટ-ટર્મ બેબીસ માં – 15%.
ટાઇપ્સ: ક્લિનિકલ ઇવાલ્યુએશન અને અલ્ટ્રાસાઉન્ડ ના એક્ઝામિનેશન ઉપર થી સ્મોલ ફિટસ ને નીચેના બે ટાઇપ માં ડિવાઇડ કરવામાં આવેલ છે.
1)ફિટસ એ સ્મોલ અને હેલ્ધી હોય છે પરંતુ તેનો બર્થવેઇટ એ તેની જેસ્ટેશનલ એજ ના ટેન્થ પર્સન્ટાઇલ (10%) કરતા પણ ઓછું હોય છે.
2) ગ્રોથ રિસ્ટ્રિક્શન એ પેથોલોજીકલ પ્રોસેસ ના કારણે હોય છે તેથી ફરીથી તેને બે પાર્ટ માં ડિવાઇડ કરવામાં આવેલા છે જેમ કે,
(a)સિમેટ્રીકલ ટાઇપ I (20%),
(b)એસિમેટ્રીકલ ટાઇપ II( 80%).
(a)સિમેટ્રીકલ ટાઇપ I (20%):
1.યુનિફોર્મલી સ્મોલ સાઇઝ નુ હોય છે.
2.પોન્ડેરલ ઇન્ડેક્સ(બર્થ વેઇટ/ક્રાઉન હિલ લેન્થ): નોર્મલ.
3.HC(હેડ સર્કમફેરન્સ): AC(એબડોમીનલ સર્કમફેરન્સ)અને ફિમર લેન્થ (FL):AC(એબડોમીનલ સર્કમફેરન્સ) રેશિયો એ નોર્મલ છે.
4.ઇટીયોલોજી:જીનેટીક ડિસીઝ અથવા ઇન્ફેક્શન ના કારણે.
5.ટોટલ સેલ નંબર: લેસ, એન્ડ સેલ સાઇઝ: નોર્મલ.
6.નીયોનેટલ- કોમ્પ્લીકેટેડ સાથે પુઅર પ્રોગ્નોસિસ.
(b)એસિમેટ્રીકલ ટાઇપ II( 80%):
1.હેડ એ એબડોમન કરતા મોટું હોય છે.
2.પોન્ડેરલ ઇન્ડેક્સ(બર્થ વેઇટ/ક્રાઉન હિલ લેન્થ): લો.
3.HC(હેડ સર્કમફેરન્સ): AC(એબડોમીનલ સર્કમફેરન્સ)અને ફિમર લેન્થ (FL):AC(એબડોમીનલ સર્કમફેરન્સ) રેશિયો એ એલીવેટેડ હોય છે.
4.ઇટીયોલોજી:ક્રોનિક પ્લેસેન્ટલ ઇનસફીશીયન્સી ના કારણે.
5.ટોટલ સેલ નંબર: નોર્મલ, સ્મોલર સાઇઝ.
6.નીયોનેટલ- મોટેભાગે અનકોમ્પ્લીકેટેડ સાથે ગુડ પ્રોગ્નોસિસ.
ઇટિયોલોજી:
ફિટલ ગ્રોથ રીટાર્ડેશન ને સામાન્ય રીતે ચાર ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવેલા છે જેમ કે,
1.મેટરનલ,
2.ફિટલ,
3.પ્લેસેન્ટલ,
4.અનનોન.
1.મેટરનલ:
કન્સ્ટિટ્યૂશનલ: સ્મોલ વુમન મેટર્નલ જીનેટીક અને રેશીયલ ફેક્ટર્સ ના કારણે,
પ્રેગનેન્સી પહેલા અને પ્રેગનેન્સી સમય દરમિયાન મેટર્નલ ન્યુટ્રીશન ના કારણે.
પુઅર-વેઇટ ગેઇન થવાના કારણે.
સાયનોટીક હાર્ટ ડિસીઝ મા
લો બ્લડ ઓક્સિજન લેવલ ના કારણે.
ઇન-એડીક્યુએટ સબસ્ટ્રેટ લેવલ
ઉદા. માલએબ્સોર્પ્શન સિન્ડ્રોમ.
ટોક્સિન્સ જેમ કે, આલ્કોહોલ, સ્મોકિંગ,ક્રોનિક રિનલ ફેઇલ્યોર, ક્રોનિક યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન વગેરે.
2.ફિટલ:
આમાં, મેટર્નલ બ્લ્ડ માં પૂરતા પ્રમાણમાં સબસ્ટ્રેટ હોય છે અને તે પ્લેસેન્ટા ને ક્રોસ કરે છે પરંતુ ફિટસ દ્વારા તેનો યુઝ એ નીચેના કારણે થતો નથી:
1.કંજીનાઇટલ એનોમાલિશ: જેમ કે, કાર્ડિયોવાસ્ક્યુલર,રિનલ તથા અધર ફેક્ટર્સ.
2.ક્રોમોઝોમલ એબનોર્માલિટી: એટલે કે ટ્રાઇસોમી 21, ટ્રાઇસોમી 18 (એડવર્ડ સિન્ડ્રોમ) ટ્રાઇસોમી 16, ટ્રાઇસોમી 13 અને ટર્નર્સ સિન્ડ્રોમ.
3.ટોર્ચ એજન્ટો ને કારણે ફિટસ ની મેટાબોલિઝમ ની પ્રોસિઝર ઝડપી થવી.
4.મલ્ટીપલ પ્રેગ્નન્સી ના કારણે.
3.પ્લેસેન્ટલ: પુઅર યુટેરાઇન બ્લડ ફ્લો થવાના કારણે. એબ્રપ્સીયો, સર્કમવેલેટ પ્લેસેન્ટા, ઇન્ફ્રાક્શન
4.અનનોન. અનનોન માં 40% જેટલા કેસીસ માં જોવા મડે છે.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ક્લિનિકલ: આમાં ફન્ડલ હાઇટ નું પાલ્પેશન લાઇકર વોલ્યુમ અને ફીટલ માસ નું સ્ક્રિનિંગ કરવામાં આવે છે સિમ્ફાયસીસ ફંડલ હાઇટ 24 વીક પછી જેસ્ટેશનલ એજ સાથે કોરિલેટેડ થાય છે જો તે 4 cm કે તેનાથી ઓછી હોય તો ગ્રોથ રીસ્ટ્રીક્સન સૂચવે છે મેટરનલ વેઇટ ગેઇન ન થાય તો એબડોમીનલ ગર્થ એ ઇન્ક્રીઝ થતું નથી.
બાયોફિઝિકલ : HC, AC રેશન, ફિમર લેન્થ, એમ્નીઓટીક ફ્લુઇડ, એનાટોમીક સર્વે અલ્ટ્રાસાઉન્ડ ડોપ્લર પેરામીટર વગેરે.
બાયોકેમીકલ માર્કર: સેકન્ડ ટ્રાઇમેસ્ટર માં MSAFP અને HCG નું લેવલ એલીવેટેડ થાય.
ફિઝીકલ ફિચર્સ એટ બર્થ:
ફિઝીકલ ફિચર્સ એટ બર્થ:
પરસેન્ટાઇલ સ્ટાન્ડર્ડ કરતાં બર્થ વેઇટ ડેફિસીટ આશરે 600 gm જેટલું ઓછું હોય છે.
લેન્થ ને અફેક્ટ થતી નથી.
એસિમેટ્રીકલ હેડ સર્કમફેરન્સ બોડી કરતાં વધારે હોય છે.
સુકી અને કરચલી વાળી સ્કિન, સ્કેફોઇડ એબડોમન, મિકોનીયમ સ્ટેઇન્ડ અમ્બેલિકલ કોર્ડ ના લીધે બેબી નો નો દેખાવ “ઘરડાં માણસ” જેવો લાગે છે. કાનમાં પીના ની કાર્ટીલેજીનીયસ રિજીસ અને પ્લાન્ટર ક્રીસીસ એ સારી રીતે ડેવલોપ થયેલી હોય છે.
બેબી એ એલર્ટ, એક્ટિવ અને નોર્મલ ક્રાઇ કરે છે, અને આંખો ખુલ્લી રાખે છે.
રિફ્લેક્શિસ એ નોર્મલ હોય છે.
મેનેજમેન્ટ
ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન વાળા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ એ પોસિબલ હોય તો સામાન્ય રીતે એન્ટિનેટલ પિરિયડ સમય દરમિયાન આવે છે.
જ્યારે પણ,જેસ્ટેશનલ એજ કરતા ફિટસ એ સ્મોલ સસ્પેક્ટેડ હોય, ત્યારે સોનોગ્રાફી દ્વારા ગ્રોથ રીટાર્ડેશન ની પ્રેઝેન્સ ને નક્કી કરવા માટે કેરફુલી સર્ચ કરવામાં આવે છે.
જ્યારે ગ્રોથ રિટાર્ડેશન્સ એ પ્રેઝેન્ટ હોય તો પોસિબલ કોઝ ને ફાઇન્ડ આઉટ કરવું જોઇએ.
જો ગ્રોથ રિટાર્ડેશન એ હોય તો સંભવિત કારણ ને આઇડેન્ટીફાય કરવામાં આવે છે.
જો ફિટસ એ સિમેટ્રીકલ રીતે ગ્રોથ રિટાર્ડેશન હોય, તો ફિટસ ની એનોમાલિસ ને આઇડેન્ટીફાય કરવા માટે મેટીક્યુલસ શોધ કરવી જોઇએ.
માલફોરમ્ડ બેબી માં અનનેસેસરી સિઝેરિયન સેક્સન ને પ્રિવેન્ટ માટે ફિટસ ના બ્લડ ના સેમ્પલ અને કેરીયોટાઇપિંગ કરવુ.
મધર ને બર્થ પહેલાં ના સમયગાળા માં એડિક્યુએટ આરામ આપવામાં આવે છે, એટલે કે (લેફ્ટ લેટરલ પોઝીશનમાં).
ત્યારબાદ 2 કલાક લંચ પછી નો હોવો જોઇએ અને નાઇટ સમય દરમિયાન 8 અવર્સ જેટલો આરામ માટેનો સમયગાળો હોવો જોઇએ.
મધર ને માલન્યુટ્રીશન ની કન્ડિશન ને કરેક્ટ કરવા માટે એડીક્યુએટ અમાઉન્ટ માં બેલેન્સ ડાયટ પ્રોવાઇડ કરવુ. જેમ કે 300 જેટલી એક્સ્ટ્રા કેલેરી પ્રોવાઇડ કરવી જોઇએ.
સિલેક્ટેડ કરેલા કેસીસ માં ઓછી માત્રામાં એસ્પિરિન (50 mg) ડેઇલી હેલ્પફુલ થાય છે.
પેશન્ટ ને પ્રોપર્લી હોસ્પિટલાઇ્ડ કરવું જોઇએ.
IUGR ની કન્ડિશન ને પ્રોપર્લી કન્ફોર્મ કરવુ જોઇએ.
પેશન્ટ ને કોઇપણ કંજીનાઇટલ માલફોર્મેશન તથા જીનેટીક ડિસઓર્ડર હોય તો તેને આઇડેન્ટીફાય કરવું.
ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રીટાર્ડેશન નું કોઇપણ સ્પેસિફિક કોઝ હોય તો તેને ફસ્ટ ટ્રીટ કરવું.
ફિટલહાર્ટ સાઉન્ડ ને તથા મધર ની કન્ડિશન ને રેગ્યુલરલી ચેક કરવા.
મધર ના વાઇટલ સાઇન પ્રોપર્લી ચેક કરવા.
મધર ને પ્રોપર્લી સપોર્ટ તથા રિએસ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
જો પ્રેગ્નન્સી એ 38 વિક થી વધુ હોય તો ટર્મીનેશન કરાવવામાં આવે છે.
જો પ્રેગ્નન્સી એ 38 વિક કરતા ઓછી હોય તો IUGR ની ડિગ્રી ને ચેક કરવું જોઇએ.
જો માઇલ્ડ અમાઉન્ટ મા રીટાર્ડેશન ની કન્ડિશન હોય તો મધર ને એડીક્યુએટ અમાઉન્ટ માં રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી તથા એડીક્યુએટ અમાઉન્ટ માં સપ્લીમેન્ટ્રી થેરાપી પ્રોવાઇડ કરવી.
સિવ્યર કેસીસ માં ફિટસ ના લંગ્સ મેચ્યોરેશન ને અસેસ કરવું.
જો લન્ગ્સ ની મેચ્યોરિટી એ એચિવ થાય છે. તે L.S ગુણોત્તર (લેસિથિન-સ્ફિંગોમાઇલિન રેશિયો) દ્વારા અસેસ કરવામાં આવે છે, જે L.S રેશન નું મૂલ્ય 2.0-2.5 કરતા વધારે છે તે લન્ગ્સ ની મેચ્યોરિટી નું સૂચક છે. આવા કિસ્સાઓ માં ડિલિવરી કરાવવા મા આવે છે જ્યાં 32-34 વિક માં ઇન્ડક્શન દ્વારા ફિટસ ની ગ્રોથ ને સુધારી શકાતી નથી અને ત્યારબાદ વજાઇનલ ડિલિવરી/સિઝેરિયન ડિલિવરી થાય છે.
જો લન્ગ્સ ની મેચ્યોરિટી એ પ્રાપ્ત ન થાય તો:
લન્ગસ ની મેચ્યોરિટી નું ઇવાલ્યુએશન કરવામા આવે છે.
ફોસ્ફેટીડીલ ગ્લિસરોલ નું લેવલ અસેસ કરવુ.
જો લન્ગ્સ એ મેચ્યોર ન હોય તો ડેક્સામેથાસોન થેરાપી આપવામા આવે છે અને ટર્મિનેશન કરો.
ડિલિવરી આના દ્વારા થય શકે છે:
મેમ્બ્રેન નું લો રપ્ચર અને ઓક્સીટોસિન દ્વારા અનુસરવા માં આવે છે
34 વિક થી વધુ ની પ્રેગ્નન્સી જેવા કેસોમા ફેવરેબલ સર્વિક્સ અને હેડ એ પેલ્વિસ માં ઊંડે છે. જો સર્વિક્સ ફેવરેબલ હોય તો પ્રોસ્ટાગ્લાન્ડિન જેલ નો યુઝ કરી શકાય છે (PGE2).
અનફેવરેબલ કન્ડિશન માં સિઝેરિયન સેક્સન કરવામાં આવે છે.
વજાઇનલ ડિલિવરી દરમિયાન નીચે મુજબ ની કાળજી રાખવા માં આવે છે:
ડિલિવરી એ વેલ ઇક્વીપ્ડ હોસ્પિટલ માં કરવી જોઇએ જ્યાં સઘન ઇન્ટ્રાનેટલ મોનિટરિંગ શક્ય હોય અને તેમાં ઇન્ટેન્સિવ નિયોનેટલ કેર યુનિટ ની સુવિધા હોય.
નહિંતર, ચાઇલ્ડ ને વેલ ઇક્વિડ હોસ્પિટલ માં ટ્રાન્સફર કરાવ વું જોઇએ.
પ્રેગ્નેન્સિ સમય દરમિયાન સાવચેતી રાખવામાં આવે છે.
પેશન્ટ ને લેફ્ટ લેટરલ ની પોઝીશનમાં માં સુવડાવવુ જોઇએ.
જો હાયપોક્સિયા (મેકોનિયમ સ્ટેનિંગ અને અસામાન્ય CTG) ના સ્લાઇટ્લી પણ એવીડન્સ હોય, તો તે પછી ફસ્ટ સ્ટેજ માં સિઝેરિયન સેકસ્ન અને બીજા સ્ટેજ માં ફોર્સેપ્સ દ્વારા તાત્કાલિક મેઝર્સ લેવા જોઇએ.
બેબી ને કેર માટે પિડિયાટ્રીશીયન પણ અવેઇલેબલ હોવા જોઇએ.
બેબી ને ઇન્ટેન્સિવ નીયોનેટલ કેરયુનિટ માં કેર પ્રોવાઈડ કરવી જોઇએ.
જો હાઇપોગ્લાયસેમિયા ની કન્ડિશન હોય તો તેના માટે સ્પેશિયલ પ્રિકોશન્સ લેવા જોઇએ.
મધર ને પ્રોપર્લી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
એસ્ફીક્સિયા નિયોનેટ્રમ એટલે બર્થ સમયે સેટિસફેક્ટરી પલ્મોનરી રેસ્પીરેશન એ એસ્ટાબ્લિશ ન થાય એટલે કે તેનો અર્થ થાય છે કે પલ્સ ની એબસન્સ થવી. ક્લીનીકલી રિતે બર્થ થયા પછી ના એક મિનિટ ની અંદર સ્પોન્ટેનિયસ રેસ્પીરેસન શરૂ કરવામાં અને તેને મેઇન્ટેન કરવામા નિષ્ફળતા તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
જે શરીર ના ટીશ્યુસ અને ઓર્ગન્સ ને હાયપોક્સિક અને ઇસ્ચેમિક ઇન્જરી ની વિવિધ ડિગ્રી તરફ દોરી જાય છે. તેની સાથે હાઇપો વેન્ટિલેશન એનએરોબિયા ગ્લાયકોલાઇસીસ અને લેક્ટિક એસિડોસિસ પણ જોવા મળે છે.
તેના કેરેક્ટરાઇસ્ટીક માં પ્રોગ્રેસિવ હાઇપોક્ઝીયા, હાઇપર કેપ્નીયા, હાઇપો પરફ્યુઝન અને મેટાબોલિક એસિડોસિસ જોવા મળે છે. તેના રિઝલ્ટ માં મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સાથે હાયપોક્ઝિક ઇસ્ચેમિક એનસેફેલોપથી અને ન્યુરોમોટર સિક્વેલી (ન્યુરોમોટર સિક્વેલી એ બ્રેઇન ની ઇન્જરી અથવા ડિસ્ફંકશન ને કારણે લોંગ ટર્મ ની ન્યુરોલોજીકલ અને મોટર ઇમ્પેઇરમેન્ટ છે.) જોવા મળે છે.
ઇટિયોલોજી:
ઇન્હેલ મ્યુકસ અથવા એમ્નીઓટીક ફ્લુઇડ ના કારણે એર પેસેજ નું ઓબસ્ટ્રકશન થવાના કારણે.
લો એલ્વીઓલર સરફેકટન્ટ ના કારણે લંગ્સ એક્સપાન્સન ફેઇલ્યોર થાય.
મોર્ફીન, પેથીડીન તથા એનેસ્થેટિક એજન્ટ મધર ને પ્રિનેટલ અને ઇન્ટ્રા નેટલ પિરિયડ માં આપવાથી બેબી નું રેસ્પીરેટ્રી સેન્ટર ડિપ્રેશન થવાથી એસ્ફીક્સિયા શકે છે.
પ્લેસેન્ટલ સર્ક્યુલેશન માં ડિસ્ટર્બન્સ થવાથી ઇન્ટ્રા યુટેરાઇન હાઇપોક્સિયા થાય છે તે નીયોનેટલ હાઇપોક્ઝીયા નું મુખ્ય કારણ છે. જેવા કે પ્લેસેન્ટા માં એનાટોમિકલ ચેન્જીસ, પ્લેસિન્ટા નું પ્રીમેચ્યોર સેપ્રેશન ,પોસ્ટ ડેટેડ પ્રેગ્નેન્સી , રેટ્રો પ્લેસેન્ટલ હેમરેજ, પ્રેગ્નેન્સી ઇન્ડ્યુસ્ડ હાયપરટેન્શન , તથા કોર્ડ કમ્પ્રેશન વગેરે.
બર્થ ટ્રોમા ના કારણે. ડિફિકલ્ટ ફોર્સેપ ડિલિવરી, પ્રોલોંગ લેબર, કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ, બ્રિચ ડીલેવરી,ઓબ્લીક લાઇ, ઓક્સિપિટો પોસ્ટીરીયર પોઝીશન વગેરે.
પ્રીટમૅ બેબી માં વિક રેસ્પીરેટ્રી મસલ્સ, ઇમમેચ્યોર રેસ્પીરેટ્રી સેન્ટર,તથા પુઅર લંગ્સ એક્સપાન્શન ના કારણે.
કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ,બ્લડ લોસ, અને શોક મા સરક્યુલેટરી કોલેપ્સ થવાથી.
ક્લાસિફિકેશન:
ક્લિનિકલ ફિચર્સ ની ઇન્ટેન્સિટી પ્રમાણે બે પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવેલા છે જેમ કે:
1) એશ્ફીક્સિયા લિવિડા / સ્ટેજ ઓફ સાયનોસિસ/બ્લુ એશ્ફીક્સિયા
આ રેસ્પીરેટ્રી ફેઇલ્યોર ની પ્રાઇમરી કન્ડિશન છે જેમાં, APGAR SCORE 4-6 હોય શકે છે.
2) એશ્ફીક્સિયા પેલીડા/ સ્ટેજ ઓફ શોક/વાઇટ એશ્ફીક્સિયા
આ રેસ્પીરેટ્રી અને વાઝો મોટર ફેઇલ્યોર ની કન્ડિશન છે જેમાં APGAR SCORE 0 – 3 જેટલો હોય શકે છે.
ક્લિનિકલ ફિચર્સ:
નીયોનેટલ એસ્ફીક્સિયા ના ક્લિનિકલ ફિચર્સ એ ડિપ્રેશન ની ડિગ્રી, ઓછા ઓક્સિજન ના ડ્યુરેશન, પ્લાઝમા CO2 લેવલ તથા કોઝ પ્રમાણે હોય છે.
તેમાં મસલ્સ ટોન ડિક્રીઝ થાય છે.
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ જોવા મળે છે.
બ્રિધિંગ ડિફિકલ્ટીસ જોવા મળે છે.
ઇરરેગ્યુલર બ્રિધિંગ જોવા મળે છે.
સાયનોસીસ (બ્લુઇસ ડિસ્કલરેશન ઓફ સ્કિન સ્પેશિયલી લીપ તથા ફેસ ની અરાઉન્ડ મા જોવા મળે છે.)
હાર્ટ રેટ એબનોર્મલ થવા ( જેમ કે, બ્રેડીકાર્ડિયા તથા ટેકીકાર્ડિયા જોવા મળવુ).
એલર્ટનેસ તથા રિસ્પોન્સીવનેસ રિડ્યુઝ થવું.
સિઝર આવવી.
ફીડિંગ ડિફિકલ્ટીઝ થવી.
મેનેજમેન્ટ:
એસ્ફીક્સિયા નિયોનેટ્રમ ના મેનેજમેન્ટ ને બે પાર્ટ માં ડીવાઇડ કરવામાં આવેલું છે જેમ કે,
1)પ્રોફાઇલેક્ટીક મેનેજમેન્ટ,
2) ડિફીનિટીવ મેનેજમેન્ટ
1)પ્રોફાઇલેક્ટીક મેનેજમેન્ટ:
એન્ટીનેટલ પિરિયડ દરમિયાન જે હાઇરિસ્ક હોય તેને એન્ટિનેટલ દરમિયાન જ આઇડેન્ટિફાય કરવા.
જે હાઇસ્ક પ્રેગ્નન્સી હોય તો તેમાં અર્લી ફીટલ નું અર્લી ડિટેકશન કરવું. જેના કારણે ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશન હોય તો અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય છે.
ઇન્ટ્રા પાટૅમપિરિયડ દરમિયાન ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ નો યુઝ કરવો તથા જરૂરિયાત પ્રમાણે સ્કાલ્પ બ્લડ PH અસેસમેન્ટ કરવું.
લેબર દરમિયાન એનેસ્થેટિક એજન્ટો અને એન્ટી – ડિપ્રેસન્ટ મેડિકેશન નો પ્રોપર્લી યુઝ કરવો.
ડીફીનીટીવ નર્સિંગ મેનેજમેન્ટ
તેમાં બેબી નો APGAR સ્કોર અસેસ કરવો તથા તે મુજબ પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
જો APGAR સ્કોર એ 7 – 10 ની વચ્ચે હોય તો તે નોર્મલ કહેવાય છે.
તેમાં બેબી નું ઓરોફેરીંગ્સ તથા લેરીંગોફેરીંગ્સ એ મ્યુકસ હોય તો પ્રોપરલી સક્ષન કરી ક્લિયર કરવું.
જો જરૂરિયાત હોય તો સપ્લીમેન્ટ્રી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
ત્યારબાદ નિયોનેટ ની કન્ડિશન ને પાંચ મિનિટ બાદ રીઅસેસ કરવું જો નોર્મલ હોય તો ઇનફન્ટ ને નર્સરી મા સેન્ટ કરવા.
જો બેબી નો APGAR સ્કોર એ 4-6 વચ્ચે નો હોય તો
બેબી ના મ્યુકસ ને મ્યુક્સ સકર અથવા સક્ષન ઓપરેટર્સ દ્વારા ઇમિડીયેટલી ઓરોફેરીંગ્સ તથા નેઝોફેરિંગ્સ નું સક્સન કરવું.
ત્યારબાદ બેબી ને ફ્લેટ સરફેસ પર તથા હેડ ડાઉન પોઝિશન પ્રોવાઇડ કરી તેના ફેસ ને વન સાઇડ કરવુ જેના કારણે ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા તેના મ્યુકસ નુ ડ્રેઇનેજ થય શકે.
સાથે-સાથે બેબી ને બેગ તથા માસ્ક દ્વારા 25-30 cm H2O જેટલા પ્રેશર રેન્જ પર ઓક્સિજન ને એડમિનિસ્ટર્ડ કરવું.
જો જરૂરિયાત હોય તો ઇન્ફન્ટ ને ઇન્ટર મીટન્ટ પોઝિટિવ પ્રેસર વેન્ટિલેશન પ્રોવાઇડ કરવું.
ઇન્ફન્ટ ને બેક તથા સોલ પર સ્ટીમયુલસ પ્રોવાઇડ કરવું.
મેજોરીટી જેટલા કેસીસ માં આ સિમ્પલ મેઝર્સ નો યુઝ કરી બેબી એ ઇન્ડિપેન્ડન્ટ રેસ્પીરેસન ને લઇ શકે છે.
ત્યારબાદ બેબી ના APGAR સ્કોર ને પાંચ મિનિટ પર અસેસ કરવું જો સેટીસફેક્ટરી હોય તો ઇન્ફન્ટ ને મધર ને શોપવુ.
જો ઉપર ના મેઝર્સ ફેઇલ જાય તો,
ઓરલ સક્સનીંગ કરવું અને એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેસન સ્ટાર્ટ કરવું.
એન્ડોટ્રેકિયલ ટ્યુબ રિસસિટેશન બેગ સાથે કનેક્ટ કરવુ , જેના દ્વારા O2 એ 6-8 લિટર/ મિનિટ ના દરે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે.
ઇન્ટરમીટેન્ટ પોઝિટિવ પ્રેસર એરવે (IPPV) વેન્ટિલેશન માં 30 – 40 / મિનટે મેઇન્ટેન રાખવું.
જો હાર્ટ રેટ એ 60 / મીનીટ કરતા ઓછા હોય તો સેન્ટ્રલ એક્સટર્નલ કાર્ડિયાક મસાજ પરફોર્મ કરવું.
જો ડિલિવરી પછી 3 કલાક ની અંદર મધર ને સેન્ટ્રલ ડિપ્રેસન્ટ ડ્રગ જેમ કે પેથિડાઇન અથવા મોર્ફિન નો ઉપયોગ કરવાની હિસ્ટ્રી હોય. યોગ્ય એન્ટીડોટ, દા.ત. નેલોક્સોન હાઇડ્રોક્લોરાઇડ 60 mg/ kg IM (સિંગલ ડોઝ) અથવા 10 µg/ kg IV આપવામાં આવે છે અને તેને રિપીટેશન કરવું પડી શકે છે.
એસિડોસિસ સામે લડવા માટે, 8.4% NaHCO3 (સોડિયમ બાયકાર્બોનેટ) 1 mEq/ kg 5% ડેક્સ્ટ્રોઝમાં (1:1 ડાયલ્યુટેડ) અંબેલીકલ અથવા પેરિફેરલ વેઇન દ્વારા ખૂબ જ ધીમે ધીમે (1 ml/ મિનિટના દરે) મીનીમમ ડોઝ માં આપવામાં આવે છે.
જો બાળક નો APGAR સ્કોર 4 ની નીચે હોય તો,
ઇમિડીએટલી ટ્રકિયલ ઇન્ટ્યુબેસન કરવું તથા ઇન્ટરમીટન્ટ પોઝિટિવ પ્રેસર વેન્ટિધલેશન સ્ટાર્ટ કરવું.
જો ડિલિવરી પછી 3 કલાક ની અંદર મધર ને સેન્ટ્રલ ડિપ્રેસન્ટ ડ્રગ જેમ કે પેથિડાઇન અથવા મોર્ફિન નો ઉપયોગ કરવાની હિસ્ટ્રી હોય. યોગ્ય એન્ટીડોટ, દા.ત. નેલોક્સોન હાઇડ્રોક્લોરાઇડ 10 µg/ kg IV નીયોનેટ ને આપવામાં આવે છે.
તે દર 2 – 3 મિનિટે રીપીટ કરવામાં આવે છે.
કોમ્પ્લિકેશન્સ:
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેઝ સિન્ડ્રોમ,
કાર્ડિયાક ફેઇલ્યોર,
રેસ્પીરેટ્રી ઇન્ફેક્શન,
સેપ્ટીસેમીયા,
ડિસેમીનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોઓગ્યુલેશન(DIC),
હાઇપરબિલીરુબીનેમીયા,
સેરેબ્રલ ડિપ્રેસન,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ,
મેન્ટલ રિટારર્ડેશન,
સેરેબ્રલ પાલ્સી,
કન્વલ્ઝીવ ડિસઓર્ડર.
પ્રવેન્શન:
એસ્ફીક્સિયા ને પ્રીવેન્ટ કરવા માટે રિસ્ક ફેક્ટર ને ડિટેક્ટ કરી ઇન્ટેન્સિવ ઇન્ટરનેટલ કેર પ્રોવાઇડ કરવી.
જરૂરી ફેસીલીટીસ અથવા રેફરલ દ્વારા રીસ્ક ફેક્ટર નું મેનેજમેન્ટ કરવું.
ફીટલ હાયપોક્સિયા ડિટેક્ટ કરવા ફીટલ કન્ડિશન નું ઇન્ટ્રાનેટલ
અસેસમેન્ટ કરી ફિટલ ડિસ્ટ્રેસ નુ મેનેજમેન્ટ કરવું.
માલપ્રેઝન્ટેશન,કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ, ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલેવરી ના એફિશિયન્ટ મેનેજમેન્ટ દ્વારા બર્થ ઇન્જરી ને પ્રિવેનટ કરવી.
લેબર પિરિયડ દરમિયાન એનેસ્થેટિક અને ડિપ્રેશન્ટ એજન્ટ નો કેરફૂલી યુઝ કરવો.
પ્રોગ્નોસીસ:
નીયોનેટલ હાઇપોક્ઝીયા નું પ્રોગ્સીસ બેબી ની મેચ્યોરીટી,હાઇપોક્ઝીયા નું ડ્યુરેશન અને ઇન્ટેન્સિટી, એસીડોસીસ, તથા કમ્પીટન્ટ મેનેજમેન્ટ ઉપર આધારિત હોય છે.
ડેફીનેશન:
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એ ન્યુબોર્ન/ નીયોનેટ મા જોવા મળતી લંગ્સ ડિસીઝ છે. જે મુખ્યત્વે પ્રીમેચ્યોર બેબી માં, જે નીયોનેટ ની મધર ને ડાયાબિટીક હોય તેવા નીયોનેટ મા ,જે બાળક નો બર્થ એ સિઝેરિયન સેક્શન દ્વારા થયેલો હોય તેમાં અથવા તો બ્રિચ ડિલેવરી થયેલી હોય તેવા ચાઇલ્ડ માં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (RDS) એ સામાન્ય રિતે નીયોનેટ ની બોડીમાં સરફેક્ટન્ટ{ SURFACTANT( એવો એન્ઝાઇમ કે જે એલ્વિયોલાઇ ના સરફેસ ટેન્શન ને રીડયુઝ કરવા માટેનું વર્ક કરે છે.)}ની ડેફિશયન્સિ ના કારણે જોવા મળે છે.તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ન્યુબોર્ન ચાઇલ્ડ ની બોડી એ એડિક્યુએટ અમાઉન્ટ મા સરફેકટન્ટ નું પ્રોડક્શન કરી શકતી નથી અને આ સરફેકટન્ટ એ એડીક્યુએટ અમાઉન્ટ માં ન હોવાના કારણે બાળક ના લંગ્સ એ પ્રોપરલી ફંક્શન કરી શકતા નથી જેના કારણે ગેસીયસ એક્સચેન્જ પણ પ્રોપર્લી થતું નથી તેના કારણે ચાઇલ્ડ ની બોડીમાં ઓક્સિજન નું અમાઉન્ટ એ રીડયુઝ થાય છે જેના કારણે હાઇપોક્ઝીયા તથા એસીડોસીસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.
સરફેકટન્ટ:
ઇન્ટ્રોડક્શન
સરફેક્ટન્ટ એ એક પ્રકાર નું લિપોપ્રોટીન સબસ્ટન્સ છે જેનું પ્રોડક્શન એ ફોસ્પોલિપિડ મળીને થયેલું હોય છે તેમાં મેઇન્લી લેસીથીન તથા સ્ફીંગોમાઇલીન એ મુખ્ય હોય છે. અને તેનો રેશિયો એ સામાન્ય રીતે (લેસીથીન( L) ): સ્ફીગોમાઇલીન( S)) 2: 1 નો હોય છે. આમ લેસીથીન તથા સ્ફીંગોમાઇલીન નામના ફોસ્પોલિપિડ મળી ને સરફેકટન્ટ નુ પ્રોડક્શન કરે છે.
ફંક્શન
સરફેક્ટન્ટ એ બોડી માં લંગ્સ ની અંદર રહેલા તેના ફંકશનલ યુનિટ એલ્વિયોલાઇ ની અંદર સરફેસ ટેન્શન ને રીડયુઝ કરવા માટેનું વર્ક કરે છે જેના કારણે તથા લંગ્સ તથા એલ્વીઓલાઇ એ કોલેપ્સ થતા નથી અને તેની અંદર ગેસીયસ એક્સચેન્જ એ પ્રોપરલી થતુ રહે છે.
પ્રોડક્શન
સરફેકટન્ટ એ 20 વીક ના જેસ્ટેશન પિરીયડ માં પ્રોડક્શન થવાનું સ્ટાર્ટ થાય છે અને 37 વીક ના જેસ્ટેશન પિરીયડ દરમિયાન તેનું મેક્સિમમ પ્રોડક્શન થય જાય છે. કોર્ટિસોલ નામનો હોર્મોન એ સરફેકટન્ટ ના પ્રોડક્શન માં હેલ્પ કરે છે.ન્યુબોર્ન માં લંગ્સ ના એલ્વીઓલર ટાઇપ 2 મા એપીથેલીયલ સેલ્સ દ્વારા સરફેક્ટન્ટ નુ પ્રોડક્શન થાય છે. તથા તેનું સ્ટોરેજ એ એલ્વીઓલર સેલ્સ ના લેમેનર બોડીસ ( LBS )માં થાય છે. લંગ્સ ને મેચ્યોર કરવા માટે સરફેક્ટન્ટ ની મેક્સિમમ એક્ટિવિટી એ 34 વીક ના જેસ્ટેશન પર થાય છે.
એવા ચાઇલ્ડ કે જેનો બર્થ 37 વિક જેસ્ટેશન પહેલા જ થયેલો હોય તેને પ્રિ ટર્મ બેબી કહેવામાં આવે છે અને તેમાં એડિક્યુએટ અમાઉન્ટ મા સરફેકટન્ટ નું પ્રોડક્શન થયેલું ન હોવાના કારણે રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS )ની કન્ડિશન વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી જેટલા પણ પ્રીમેચ્યોર ચાઇલ્ડ હોય તેમાં 50 – 80% જેટલા ચાઇલ્ડ માં રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ની કન્ડિશન જોવા મળે છે.
ઇટિયોલોજી:
પ્રી મેચ્યોરિટી,
લો બર્થ વેઇટ બેબી,
એસ્ફીક્સીયા,
મેટર્નલ ડાયાબિટીસ.
લક્ષણો તથા ચિન્હો:
રેપીડ તથા સેલો બ્રીધિંગ થવું,
રેસ્પીરેટ્રી રેટ એ 60 / મીનીટ થવા,
એક્સપાયરેટરી ઓડિબલ ગ્રેટીંગ સાઉન્ડ,
રીબ રીટ્રેક્શન,
ઇન્ટર કોસ્ટલ અથવા સબ કોસ્ટલ રીટ્રેક્શન,
સાઇનોસિસ,
એડીમાં,
રિસ્પિરેટ્રી એસીડોસીસ થવું,
ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ થવું,
ડિસ્પનીયા.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ચેસ્ટ X ray.
મેનેજમેન્ટ:
ટ્રીટમેન્ટ નો એઇમ:
સરફેકટન્ટ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઇડ કરવી.
ઇન્ફન્ટ એ પ્રોપરલી બ્રિધિંગ કરી શકે તે માટે નેઝલ કંટીન્યુઅસ પોઝીટીવ એરવે પ્રેશર(NCPAP) મશીન દ્વારા અથવા વેન્ટિલેટર દ્વારા બ્રિધિંગ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ઓક્સિજન થેરાપી પ્રોવાઇડ કરવી.
નર્સિંગ મેનેજમેન્ટ:
જો ઇન્ફંટ તથા નીયોનેટ એ રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS) માંથી સફર થય રહ્યા હોય તો તેમને આર્ટિફિશિયલ એરવે અથવા બ્રિધિંગ ટ્યુબ ને ટ્રકિયા/ વિન્ડ પાઇપ માં ઇન્સર્ટ કરી આર્ટિફિશિયલ સરફેકટન્ટ પ્રોવાઇડ કરવું જેના કારણે સરફેકટન્ટ એ ડાયરેક્ટલી ,લંગ્સ મા એન્ટર થય શકે.
સામાન્ય રીતે ફિટસ ના લંગ્સ મા સરફેકટન્ટ એ 24 વીક્સ ના જેસ્ટેશન થી ફોર્મ થવાનું સ્ટાર્ટ થાય છે અને 37 વીકના જેસ્ટેશન પર કમ્પલીટલી ફોર્મ થાય છે જો એડીક્યુએટ અમાઉન્ટ મા ફોર્મ ના થયેલું હોય તો તેવી કન્ડિશન માં આર્ટિફિશિયલ સરફેકટન્ટ ને પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે.
ઇન્ફન્ટ ને પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
જે ઇનફન્ટ ને રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ની કન્ડિશન હોય તેમને વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે જે તેમને મિકેનિકલ વેન્ટિલેટર કે જે બ્રિધિંગ ટ્યુબ સાથે કનેક્ટ થયેલું હોય અને આ ટ્યુબ એ ઇન્ફન્ટ ના માઉથ મા અથવા નોઝ માંથી વિન્ડ પાઇપ માં જતી હોય તેના દ્વારા મિકેનિકલ વેન્ટિલેટ્રી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
નીયોનેટ ને નેઝલ કંટીન્યુઅસ પોઝીટીવ એરવે પ્રેશર (NCPAP) દ્વારા બ્રિધિંગ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
નીયોનેટ માં થતી હાઇપોક્ઝીયા તથા એસીડોસીસ ની કન્ડિશન અને ટ્રીટ કરવા માટે વાર્મડ તથા હ્યુમીડિફાઇ ઓક્સિજન થેરાપી એ 35% થી 40% જેટલી એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેસન માં પોઝીટીવ પ્રેશર થ્રુ પ્રોવાઇડ કરવુ.
જો આર્ટીરિયલ ઓક્સિજન ટેન્શન PO2 એ 50 mm of Hg કરતા વધારે ન હોય ત્યારે નિયોનેટ ને કંટીન્યુઅસ પોઝીટીવ એરવેપ્રેશર (CPAP) પ્રોવાઇડ કરવુ.
PO2,PCO2, તથા PH નું લેવલ એ કોઇપણ મેટાબોલીક અને રેસ્પીરેટ્રી એસિડોસિસ ની કન્ડિશન ને અર્લી આઇડેન્ટીફાય કરવા માટે ચેક કરવું.
જો એસીડોસીસ ની કન્ડિશન હોય તો તેને સોડિયમ બાયકાર્બોનેટ 4.2% જેટલુ એડમિનિસ્ટર કરવું.(0.5 meq/ ml Ex : 0.5 meq / ml અમાઉન્ટ મા 1 meq / kg વેઇટ 1:1 મા 5 % ગ્લુકોઝ સાથે મીનીમમ ડોઝ પ્રોવાઇડ કરવુ.)
આલ્કલાઇન નો વધારે પડતો યુઝ કરવાથી ઇન્ટ્રા વેન્ટિક્યુલર હેમરેજ થય શકે છે અથવા પ્રિટર્મ બેબી મા ડેથ પણ થય શકે છે.
જે ઇન્ફન્ટ એ રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS ) માંથી સફર થતા હોય તેને એન. આઇ. સી. યુ. ( NICU)મા ટ્રીટ કરવામાં આવે છે અને તેમને વામૅ રાખવા માટે તથા ઇન્ફેક્શન ના રિસ્ક ને રિડયુઝ કરવા માટે રેડિયન્ટ વાર્મર અથવા ઇનક્યુબેટર માં રાખવામાં આવે છે.
તેમાં ઇન્ફન્ટ ના એર પેસેજ ને પિરીયોડીકલી એન્ડોટ્રેકીયલ સક્સનીંગ દ્વારા ક્લીન કરવામાં આવે છે.
ઇન્ફન્ટ ના બોડી પર ટેપ કરાયેલા સેન્સર દ્વારા હાર્ટ રેટ, બ્રિધિંગ તથા ટેમ્પરેચર નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું આ સિવાય ફિંગર્સ અથવા અંગૂઠા પર સેન્સર્સ નો ઉપયોગ કરી ને ઇન્ફન્ટ ના બ્લડમાં ઓક્સિજન નું અમાઉન્ટ ચેક કરવુ.
પીડિયાટ્રીશિયન ના સૂચવ્યા મુજબ હાઇપોવોલેમીયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે આલ્બ્યુમીન અથવા કોલોઇડ સોલ્યુશન નું એડમિનિસ્ટ્રેશન કરવું.
જો એનીમિયા અથવા ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ ની કન્ડિશન હોય તો તેને પ્રોપરલી ટ્રીટ કરવી.
સરફેકટન્ટ:
ઇન્ટ્રોડક્શન
સરફેક્ટન્ટ એ એક પ્રકાર નું લિપોપ્રોટીન સબસ્ટન્સ છે જેનું પ્રોડક્શન એ ફોસ્પોલિપિડ મળીને થયેલું હોય છે તેમાં મેઇન્લી લેસીથીન તથા સ્ફીંગોમાઇલીન એ મુખ્ય હોય છે. અને તેનો રેશિયો એ સામાન્ય રીતે (લેસીથીન( L) ): સ્ફીગોમાઇલીન( S)) 2: 1 નો હોય છે. આમ લેસીથીન તથા સ્ફીંગોમાઇલીન નામના ફોસ્પોલિપિડ મળી ને સરફેકટન્ટ નુ પ્રોડક્શન કરે છે.
ફંક્શન
સરફેક્ટન્ટ એ બોડી માં લંગ્સ ની અંદર રહેલા તેના ફંકશનલ યુનિટ એલ્વિયોલાઇ ની અંદર સરફેસ ટેન્શન ને રીડયુઝ કરવા માટેનું વર્ક કરે છે જેના કારણે તથા લંગ્સ તથા એલ્વીઓલાઇ એ કોલેપ્સ થતા નથી અને તેની અંદર ગેસીયસ એક્સચેન્જ એ પ્રોપરલી થતુ રહે છે.
પ્રોડક્શન
સરફેકટન્ટ એ 20 વીક ના જેસ્ટેશન પિરીયડ માં પ્રોડક્શન થવાનું સ્ટાર્ટ થાય છે અને 37 વીક ના જેસ્ટેશન પિરીયડ દરમિયાન તેનું મેક્સિમમ પ્રોડક્શન થય જાય છે. કોર્ટિસોલ નામનો હોર્મોન એ સરફેકટન્ટ ના પ્રોડક્શન માં હેલ્પ કરે છે.ન્યુબોર્ન માં લંગ્સ ના એલ્વીઓલર ટાઇપ 2 મા એપીથેલીયલ સેલ્સ દ્વારા સરફેક્ટન્ટ નુ પ્રોડક્શન થાય છે. તથા તેનું સ્ટોરેજ એ એલ્વીઓલર સેલ્સ ના લેમેનર બોડીસ ( LBS )માં થાય છે. લંગ્સ ને મેચ્યોર કરવા માટે સરફેક્ટન્ટ ની મેક્સિમમ એક્ટિવિટી એ 34 વીક ના જેસ્ટેશન પર થાય છે.
એવા ચાઇલ્ડ કે જેનો બર્થ 37 વિક જેસ્ટેશન પહેલા જ થયેલો હોય તેને પ્રિ ટર્મ બેબી કહેવામાં આવે છે અને તેમાં એડિક્યુએટ અમાઉન્ટ મા સરફેકટન્ટ નું પ્રોડક્શન થયેલું ન હોવાના કારણે રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS )ની કન્ડિશન વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી જેટલા પણ પ્રીમેચ્યોર ચાઇલ્ડ હોય તેમાં 50 – 80% જેટલા ચાઇલ્ડ માં રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ની કન્ડિશન જોવા મળે છે.
ઇટિયોલોજી:
પ્રી મેચ્યોરિટી,
લો બર્થ વેઇટ બેબી,
એસ્ફીક્સીયા,
મેટર્નલ ડાયાબિટીસ.
લક્ષણો તથા ચિન્હો:
રેપીડ તથા સેલો બ્રીધિંગ થવું,
રેસ્પીરેટ્રી રેટ એ 60 / મીનીટ થવા,
એક્સપાયરેટરી ઓડિબલ ગ્રેટીંગ સાઉન્ડ,
રીબ રીટ્રેક્શન,
ઇન્ટર કોસ્ટલ અથવા સબ કોસ્ટલ રીટ્રેક્શન,
સાઇનોસિસ,
એડીમાં,
રિસ્પિરેટ્રી એસીડોસીસ થવું,
ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ થવું,
ડિસ્પનીયા.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ચેસ્ટ X ray.
મેનેજમેન્ટ:
ટ્રીટમેન્ટ નો એઇમ:
સરફેકટન્ટ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઇડ કરવી.
ઇન્ફન્ટ એ પ્રોપરલી બ્રિધિંગ કરી શકે તે માટે નેઝલ કંટીન્યુઅસ પોઝીટીવ એરવે પ્રેશર(NCPAP) મશીન દ્વારા અથવા વેન્ટિલેટર દ્વારા બ્રિધિંગ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ઓક્સિજન થેરાપી પ્રોવાઇડ કરવી.
નર્સિંગ મેનેજમેન્ટ:
જો ઇન્ફંટ તથા નીયોનેટ એ રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS) માંથી સફર થય રહ્યા હોય તો તેમને આર્ટિફિશિયલ એરવે અથવા બ્રિધિંગ ટ્યુબ ને ટ્રકિયા/ વિન્ડ પાઇપ માં ઇન્સર્ટ કરી આર્ટિફિશિયલ સરફેકટન્ટ પ્રોવાઇડ કરવું જેના કારણે સરફેકટન્ટ એ ડાયરેક્ટલી ,લંગ્સ મા એન્ટર થય શકે.
સામાન્ય રીતે ફિટસ ના લંગ્સ મા સરફેકટન્ટ એ 24 વીક્સ ના જેસ્ટેશન થી ફોર્મ થવાનું સ્ટાર્ટ થાય છે અને 37 વીકના જેસ્ટેશન પર કમ્પલીટલી ફોર્મ થાય છે જો એડીક્યુએટ અમાઉન્ટ મા ફોર્મ ના થયેલું હોય તો તેવી કન્ડિશન માં આર્ટિફિશિયલ સરફેકટન્ટ ને પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે.
ઇન્ફન્ટ ને પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
જે ઇનફન્ટ ને રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ની કન્ડિશન હોય તેમને વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે જે તેમને મિકેનિકલ વેન્ટિલેટર કે જે બ્રિધિંગ ટ્યુબ સાથે કનેક્ટ થયેલું હોય અને આ ટ્યુબ એ ઇન્ફન્ટ ના માઉથ મા અથવા નોઝ માંથી વિન્ડ પાઇપ માં જતી હોય તેના દ્વારા મિકેનિકલ વેન્ટિલેટ્રી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
નીયોનેટ ને નેઝલ કંટીન્યુઅસ પોઝીટીવ એરવે પ્રેશર (NCPAP) દ્વારા બ્રિધિંગ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
નીયોનેટ માં થતી હાઇપોક્ઝીયા તથા એસીડોસીસ ની કન્ડિશન અને ટ્રીટ કરવા માટે વાર્મડ તથા હ્યુમીડિફાઇ ઓક્સિજન થેરાપી એ 35% થી 40% જેટલી એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેસન માં પોઝીટીવ પ્રેશર થ્રુ પ્રોવાઇડ કરવુ.
જો આર્ટીરિયલ ઓક્સિજન ટેન્શન PO2 એ 50 mm of Hg કરતા વધારે ન હોય ત્યારે નિયોનેટ ને કંટીન્યુઅસ પોઝીટીવ એરવેપ્રેશર (CPAP) પ્રોવાઇડ કરવુ.
PO2,PCO2, તથા PH નું લેવલ એ કોઇપણ મેટાબોલીક અને રેસ્પીરેટ્રી એસિડોસિસ ની કન્ડિશન ને અર્લી આઇડેન્ટીફાય કરવા માટે ચેક કરવું.
જો એસીડોસીસ ની કન્ડિશન હોય તો તેને સોડિયમ બાયકાર્બોનેટ 4.2% જેટલુ એડમિનિસ્ટર કરવું.(0.5 meq/ ml Ex : 0.5 meq / ml અમાઉન્ટ મા 1 meq / kg વેઇટ 1:1 મા 5 % ગ્લુકોઝ સાથે મીનીમમ ડોઝ પ્રોવાઇડ કરવુ.)
આલ્કલાઇન નો વધારે પડતો યુઝ કરવાથી ઇન્ટ્રા વેન્ટિક્યુલર હેમરેજ થય શકે છે અથવા પ્રિટર્મ બેબી મા ડેથ પણ થય શકે છે.
જે ઇન્ફન્ટ એ રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ( RDS ) માંથી સફર થતા હોય તેને એન. આઇ. સી. યુ. ( NICU)મા ટ્રીટ કરવામાં આવે છે અને તેમને વામૅ રાખવા માટે તથા ઇન્ફેક્શન ના રિસ્ક ને રિડયુઝ કરવા માટે રેડિયન્ટ વાર્મર અથવા ઇનક્યુબેટર માં રાખવામાં આવે છે.
ચાઇલ્ડ નું ન્યુટ્રીશનલ લેવલ પ્રોપર્લી મેઇન્ટેન રાખવું જેમાં ઇન્ટ્રા ગેસ્ટ્રીક ફીડીંગ અથવા ઇન્ટ્રા વિનઅસલી 10% ગ્લુકોઝ નું એડમિનિસ્ટ્રેશન કરવું એટલે કે માલન્યુટ્રીશન ને પ્રિવેન્ટ કરવા માટે દરરોજ 70ml/ કિલોગ્રામ બોડી વેઇટ અને ત્યારબાદ બ્રેસ્ટ મિલ્ક અને ફીડિંગ ટ્યુબ દ્વારા ઇન્ફન્ટ ફોર્મ્યુલા આપવામાં આવે છે.
ચાઇલ્ડ ના લંગ્સ માં ફ્લુઇડ એ બિલ્ડઅપ ન થાય તેની ખાતરી કરવા માટે રેગ્યુલરલી ફ્લુઇડ ઇન્ટેક નું મોનિટરિંગ કરતું રહેવું.
કોમ્પ્લીકેશન્સ:
ઇન્ટ્રા વેન્ટ્રીક્યુલર હેમરેજ,
પલ્મોનરી હેમરેજ,
રેટ્રોલેન્ટલ ફાઇબ્રો પ્લેસિયા,
ન્યુરોલોજીકલ એબનોર્માલીટીસ.
પ્રિવેન્સન:
જે પેશન્ટ ને 34 વીક પહેલા જ ડીલેવરી થવા ની શક્યતાઓ હોય તેવા પેશન્ટ ને બીટામેથાઝોન નું એડમિનિસ્ટ્રેશન કરવું.
પ્રી મેચ્યોર લેબર નું ઇન્ડક્શન કરતા પહેલા લંગ્સ ની મેચ્યોરિટી નું અસેસમેન્ટ કરવું તથા ફીટસ ના રિસ્ક ને પોસિબલ હોય તેટલુ ઓછું રિસ્ક રહે તે રીતે ઇન્ડક્શન માં ડીલે કરવું.
જો ડાયાબિટીક મધર હોય તો તેમાં ફીટસ ના હાઇપોક્ઝીયા ની કન્ડિશન ને પ્રિવેન્ટ કરવી.
અંબેલીકલ સેપ્સીસ એટલે નીયોનેટમાં અંબેલીકલ કોર્ડ સ્ટમ્પ ના ઇન્ફેક્શન તથા તેના ઇન્ફ્લામેશન ને અંબેલીકલ સેપ્સીસ કહેવામાં આવે છે.જેમા કોર્ડ એરિયા માથી રેડનેસ, સ્વેલિંગ તથા ડિસ્ચાર્જ થાય છે.
ઇટીયોલોજી:
સ્ટેફાયલોકોકસ ઓરિયસ,
સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીઝ,
ઇસ્ચેરીસીયા કોલી,
સ્યુડોમોનાસ એરુગિનોસા,
ક્લેબસિએલા સ્પીસીઝ.
રિસ્ક ફેક્ટર્સ:
પુઅર હાઇજીન,
પ્રિમેચ્યોર બર્થ,
લો બર્થ વેઇટ,
મેટરનલ ઇન્ફેક્શન,
ડિલે અંબેલીકલ કોર્ડ કેર.
લક્ષણો તથા ચિન્હો:
1) લોકલ સિમ્પટોમ્સ:
રેડનેસ,
સ્વેલિંગ,
ડિસ્ચાર્જ,
પેઇન.
2) સિસ્ટેમીક સિમ્પટોમ્સ:
ફિવર,
લેથાર્જી,
પુઅર ફિડીંગ,
ઇરિટેબીલિટી,
સાઇન ઓફ એપ્સીસ:
હાઇપોટેન્શન,
ટેકીકાર્ડિયા,
એબનોર્મલ બ્રીધિંગ પેટર્ન
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝીકલ એક્ઝામિનેશન,
માઇક્રોબાયોલોજીકલ ટેસ્ટીંગ
અંબેલીકલ સ્ટમ્પ કલ્ચર,
બ્લડ કલ્ચર,
લેબોરેટરી ટેસ્ટ
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ,
C – રિએક્ટિવ પ્રોટીન,
ઇમેજિંગ
ટ્રીટમેન્ટ:
1) ઇનિશિયલ અસેસમેન્ટ:
ક્લિનિક ઇવાલ્યુએશન અંબેલીકલ કોર્ડ તથા નીયોનેટ નું પ્રોપરલી એક્ઝામિનેશન કરવું.
2) એન્ટીમાઇક્રોબિયલ થેરાપી:
ચાઇલ્ડ ને પ્રોપર્લી બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી ઇન્ટ્રા વિનસ એન્ટીબાયોટિક મેડીકેશન (IV મેડીકેશન) પ્રોવાઇડ કરવી.જેમ કે,સિફોટેક્ઝીમ,એમ્પીસિલીન વગેરે..
3) લોકલ કેર:
ક્લિનિકલ
અંબેલીકલ કોર્ડ સ્ટમ્પ ને સ્ટરાઇલ સલાઇન તથા એન્ટીસેપ્ટિક સોલ્યુશન વડે જેન્ટલી રિતે ક્લીન કરવુ( Ex: Chlorhexidonel) આલ્કોહોલ તથા આયોડિન સોલ્યુશન ને યુઝ ન કરવુ કે જે ઇરિટેશન કરી શકે છે.
ડ્રાઇંગ: અંબેલિકલ કોર્ડ નો એરીયા એ ડ્રાય રાખવો જેના કારણે ફરધર ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરી શકાય.
વુંડ કેર: જરૂરિયાત પડે તો અંબેલીકલ કોર્ડ પર સ્ટરાઇલ ડ્રેસિંગ ને એપ્લાય કરવું.
4) સપોર્ટીવ કેર:
મોનિટરિંગ: ચાઇલ્ડ ના પ્રોપર્લી વાઇટલ સાઇન મોનિટર કરવા જેમાં , ટેમ્પરેચર,હાર્ટ રેટ, બ્લડ પ્રેશર ને કંટીન્યુઅસલી મોનિટર કરવું.
ફ્લુઇડ મેનેજમેન્ટ: ચાઇલ્ડ ના હાઇડ્રેશન તથા ઇલેક્ટ્રોલાઇટ ને પ્રોપર્લી બેલેન્સ કરવા માટે તેનું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવા માટે ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ પ્રોવાઇડ રાખવુ.
ન્યુટ્રીશનલ સપોર્ટ: ચાઇલ્ડ ને એડિક્યુએટ ફિડીંગ તથા ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
5)ફોલો-અપ: ચાઇલ્ડ ની કન્ડિશન ને અસેસ કરવા માટે રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
પ્રિવેન્શન:
અંબેલિકલ કોર્ડ ને કટીંગ કરતી સમયે પ્રોપરલી એસેપ્ટિક પ્રિકોસન્સ
ફોલો કરવા.
લો બર્થ વેઇટ એટલે કે જે ચાઇલ્ડ નો બર્થ સમયે વેઇટ એ 2500 gm કરતા પણ ઓછો હોય તો આ કન્ડિશન ને લો બર્થ-વેઇટ બેબી (LBW) કહેવામાં આવે છે.
જેમાં, વેરી લો બર્થ વેઇટ બેબી એટલે કે જે ચાઇલ્ડ નો વેઇટ એ 1500 ગ્રામ અથવા તેના કરતાં પણ ઓછો હોય તો તેને વેરી લો બર્થ વેઇટ બેબી તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે, એક્સટ્રીમ લો બર્થ વેઇટ બેબી એટલે કે જે ઇન્ફન્ટ નો બર્થ વેઇટ એ 1000 ગ્રામ કરતા પણ ઓછો હોય તો આ કન્ડિશન ને એક્સટ્રીમ લો બર્થ વેઇટ બેબી કહેવામાં આવે છે.
પ્રિટર્મ બેબી
લાસ્ટ મેન્સ્ટ્રુએસન પિરીયડ ના ફર્સ્ટ ડે થી કેલ્ક્યુલેશન કરી ને પ્રેગ્નેન્સી ના 37 વિક કમ્પલીટ કર્યા પહેલા જન્મેલા બાળક ને પ્રિટર્મ બેબી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બાળકો નું વજન 2500 ગ્રામ અથવા તેનાથી પણ ઓછું હોય છે.
ઇટિયોલોજી
યુટેરાઇન એનોમાલીસ: યુટેરાઇન એનોમાલિશ જેમ કે માલ ફોર્મેશન ઓફ યુટ્રસ અને સર્વાઇકલ ઇનકમ્પીટન્સી એ પ્રીમેચ્યોરીટી માટેના કોઝ તરીકે હોય શકે છે
પ્રિવ્યસ ઓબ્સ્ટેટ્રિકલ હિસ્ટ્રી:
જે વુમન માં પ્રિવ્યસલી એબોર્સન થવાની હિસ્ટ્રી હોય તથા પ્રિટર્મ ડિલેવરી થવાના કારણે પ્રિમેચ્યોર બેબી ની કન્ડિશન થય શકે છે.
મલ્ટીપલ પ્રેગનેન્સી: જ્યારે યુટેરાઇન કેવીટી માં એક કરતા વધારે ફીટસ એ ગ્રો થતા હોય ત્યારે પ્રી-મેચ્યોરીટી અથવા લો બર્થ વેઇટ ની કંડીશન અરાઇઝ થય શકે છે.
મેટર્નલ ડીસીસ ઇન પ્રેગનેન્સી: પ્રેગનેન્સી સમય દરમિયાન અમુક ડિસીઝ કન્ડિશન જેમકે, પ્રિએક્લેમ્પસીયા, પોલીહાઇડ્રોએમ્નીઓસ, એન્ટિ પાર્ટમ હેમરેજ (પ્લેસેન્ટાપ્રિવ્યા, એબ્રપ્સીયો પ્લેસેન્ટા)ના કારણે.
ઇન્ફેક્શન ના કારણે: જીનાઇટલ ટ્રેક ઇન્ફેક્શન, એક્યુટ એપેન્ડીસાયટીસ, પાયલોનેફ્રાઇટીસ
ક્રોનિક ડિસીઝ: તેમાં પ્રેગ્નન્સી એસોસીએટેડ ડીસીઝ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે જેમ કે ડાયાબિટીસ, સિવ્યર એનિમિયા, હાયપરટેન્શન વગેરે જેવી કન્ડિશન.
ફિટલ કોઝ: તેમાં કન્જીનાઇટલ એનોમાલિશ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે જેના કારણે ગ્રોથ રીટાર્ડેશન ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.
ક્લાસિફિકેશન:
પ્રીટર્મ,
સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ (SGA)
પ્રીટર્મ:
ગ્રોથ પોટેન્સીયલ નોર્મલ છે અને જેસ્ટેશનલ પિરિયડ માટે એપ્રોપ્રિએટ હોય છે (10 થી 90 પર્સેન્ટાઇલ).
સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ (SGA):
સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ એ 10 પર્સેન્ટાઇલ કરતાં ઓછું બર્થ વેઇટ ધરાવતા ન્યુ બોર્ન ને નિયુક્ત કરવાનો છે.
તેમા જેસ્ટેશનલ એજ માટે બે કરતા ઓછા સ્ટાન્ડર્ડ ડેવિએસન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે. SGA નો ફિટસ એ કન્સ્ટિટ્યૂશનલી રીતે સ્મોલ હોઇ શકે છે અથવા પેથોલોજિક પ્રોસેસ ને કારણે હોઇ શકે છે (ફીટલ ગ્રોથ રીટાયર્ડેશન).
લક્ષણો તથા ચિન્હો
વેઇટ એ 2500 ગ્રામ કરતા પણ ઓછો હોવો.
લેન્થ એ 44 cm કરતાં પણ ઓછી હોવી.
હેડ તથા એબડોમન એ લાર્જ હોવા.
સ્કલ બોન એ સોફ્ટ હોવા સાથે વાઇડ સુચર અને પોસ્ટીરિયર ફોન્ટાનેલ એ વાઇડ હોવા.
હેડ સર્કમફેરન્સ એ ચેસ્ટ સર્કમફેરન્સ કરતા ઇન્ક્રીઝ થાય.
ઇયર ના પિન્ના એ સોફ્ટ તથા ફ્લેટ હોવા.
સબક્યુટેનીયસ ફેટ એ ઓછા પ્રમાણમાં હોવાના કારણે સ્કીન એ રેડ,થીન અને સાઇની થવી.
34 વિક પહેલા પ્લાન્ટર ક્રિસીસ એ વિઝીબલ ન હોવા.
ટેસ્ટીઅલ્સ એ અનડિસેન્ડેડ હોય છે.
લેબીયા માઇનોરા એ એક્સપોઝ્ડ થાય છે કારણ કે લેબીયા મેજોરા એ એ કોન્ટેક્ટ માં હોતા નથી.
નેઇલ્સ એ પ્રોપર્લી ફિન્ગર ટીપ મા ગ્રો થયેલા હોતા નથી.
કોમ્પ્લીકેશન્સ:
એસ્ફીક્સીયા,
પલ્મોનરી સિન્ડ્રોમ,
સેરેબ્રલ હેમરેજ,
ફિટલ શોક,
હાર્ટ ફેઇલ્યોર,
એડિમા,
ઇન્ફેક્શન,
ડિહાઇડ્રેશન એન્ડ એસીડેમીયા,
એનીમીયા,
રેટ્રોલેન્ટલ ફાઇબ્રોપ્લેસીયા,
ઓલીગોયુરિયા,
એનયુરિયા,
જોન્ડિસ.
મેનેજમેન્ટ:
ચાઇલ્ડ ના બર્થ થયા પછી કોર્ડ ને ઇમીડીયેટલી ક્લેમ્પડ કરવી જેના કારણે હાઇપરવોલેમીયા ની કન્ડિશન ને ટ્રીટ કરી શકાય.ત્યાર બાદ હાઇપરબિલીરુબીનેમીયા ની કન્ડિશન ને કરેક્ટ કરી શકાય.
જો હાઇપરબિલીરુબીનેમીયા ની કન્ડિશન હોય અને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન ની જરુરિયાત હોય તો કોર્ડ ની લેન્થ એ લોન્ગ રાખવી.
ચાઇલ્ડ ના માઉથ તથા નોઝ ને પ્રોપર્લી મ્યુકસ સકર દ્વારા ક્લિયર કરવું.
માસ્ક તથા નેઝલ કેથેટર નો પ્રોપર્લી યુઝ કરી ઓક્સિજન પ્રોવાઇડ કરવુ.
બેબી ને પ્રોપર્લી સ્ટરાઇલ ટોવેલ મા વ્રેપ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કોટ પર હેડ લો પોઝીશન માં રાખવા.
ચાઇલ્ડ ને હેમરેજીક કન્ડિશન માંથી પ્રિવેન્ટ કરવા માટે inj. Vitamin. K 1 mg I/M પ્રોવાઇડ કરવી.
બેબી ને એક્સટ્રીમ જેન્ટલનેસ દ્વારા હેન્ડલ કરવું.
બેબી ને બાથીન્ગ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ નું બોડી ટેમ્પરેચર પ્રોપર્લી સ્ટેબલ રાખવું.
ચાઇલ્ડ ને એટલેક્ટેસીસ થતું પ્રિવેન્ટ કરવું.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી નર્સિંગ કેર પ્રોવાઇડ કરવી.
પ્રીટર્મ બેબી એ ફન્ક્શનલી રિતે ઇમમેચ્યોર હોય છે તેથી તેને સ્પેશિયલ કેર પ્રોવાઇડ કરવી.
Rh ફેક્ટર:
Rh ફેક્ટર એ એક પ્રોટીન હોય છે.જે RBC (રેડ બ્લડ સેલ) ની સર્ફેસ પર પ્રેઝન્ટ હોય છે. જેને Rh પોઝિટિવ કહેવામાં આવે છે અને જ્યારે આ પ્રોટીન એ RBC(રેડ બ્લડ સેલ્સ) સર્ફેસ પર પ્રેઝન્ટ હોતું નથી તો તે કંડીશન ને Rh નેગેટીવ કહેવામાં આવે છે.
Rh ઇન્કમ્પ્પીટેબિલીટી:
Rh ઇન્કમ્પ્પીટેબિલીટી ની કન્ડિશન ને હિમોલાઇટીક ડિસીઝ ઓફ ન્યુ બોર્ન (HDN) તરીકે પણ ઓળખવામાં આવે છે.
Rh ઇન્કમ્પ્પીટેબિલીટી ની કન્ડિશન એ ત્યારે અરાઇઝ થાય છે.જ્યારે મધર નું બ્લડ ગ્રુપ એ Rh – ve (બ્લડ ગ્રુપ) નું હોય અને તેના વોમ્બ માં ડેવલોપ થય રહેલા ચાઇલ્ડ નું બ્લડ ગ્રુપ એ Rh +ve હોય તો આ કન્ડિશન માં Rh ઇનકમ્પીટેબીલિટી ની કન્ડિશન એ અરાઇઝ થય શકે છે.
ઇટિયોલોજી:
જ્યારે મધર નું બ્લડ ગ્રુપ એ Rh -ve હોય અને ફાધર નું Rh+ ve હોય તો તેવી કન્ડિશન માં Rh ઇનકમ્પીટેબીલિટી ની કન્ડિશન ની કન્ડિશન એ અરાઇઝ થય શકે છે.
ટ્રાન્સફ્યુઝન હિસ્ટ્રી હોવાના કારણે.
ઇમ્યુન રિસ્પોન્સ.
લક્ષણો તથા ચિન્હો:
RBC નું બ્રેકડાઉન થવાના કારણે બિલીરુબીન નું અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય છે. અને જોન્ડિસ ની કન્ડિશન એ અરાઇઝ થય શકે છે.
હાઇપોટોનીયા,
આફ્ટર બર્થ બેબી ની સ્કિન એ યેલોવિશ થવી અને વાઇટ આઇસ થવી.
લેથાર્જી,
લો મસલ્સ ટોન થવો,
સ્વેલિન્ગ,
એડિમા.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
પોલિહાઇડ્રોએમ્નીઓસ,
નોર્મલ ઇન્ફન્ટ કરતા બિલીરૂબિન નુ અમાઉન્ટ વધારે જોવા મળવુ,
બ્લડ ટાઇપ ટેસ્ટ,
ડાયરેક્ટ કોમ્બ ટેસ્ટ,
ફિટલ બ્લડ ટાઇપીન્ગ,
અલ્ટ્રાસાઉન્ડ,
મિડલ સેરેબ્રલ આર્ટરી ડોપ્લર.
કોમ્પ્લીકેસન્સ:
કર્નિક્ટેરસ,
હાઇડરોપ્સ ફેટાલીસ(અનબોર્ન અથવા ન્યુબોર્ન બેબી મા સિવ્યર એડિમા),
મુવમેન્ટ, હિયરીન્ગ,સ્પીચ વગેરે જેવી સમસ્યા થવી.
સિઝર.
મેનેજમેન્ટ:
Rh immunoglobulin ઇન્જેક્શન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને નો જરુરિયાત હોય તો પ્રોપર્લી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.
પેશન્ટ નુ પ્રોપર્લી હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેઇન રાખવું.જેમા પેશન્ટ ને વોટર, કોકોનટ વોટર,ફ્રુઇટ જ્યુસ, પ્રોવાઇડ કરવું જે બોડી માં ઇલેક્ટરોલાઇટ ના લેવલ ને મેઇન્ટેઇન કરવા માટે નું વર્ક કરે છે.
પેશન્ટ ના ઇલેક્ટ્રોલાઇટ પ્રોપર્લી મેઇન્ટેન રાખવા.
ન્યુબોર્ન ને પ્રોપર્લી ફોટોથેરાપી માટે પ્રોવાઇડ કરવી.
ફેશિયલ ઇન્જરી (બેલ્સ પાલ્સી):
ડાયરેકટ ફોર્સેપ બ્લેડ નું પ્રેશર ફેશિયલ નવૅ ઉપર આવવાથી તથા નોર્મલ ડીલેવરીમાં રેમસ ઓફ મેન્ડિબલ સાઇડ માં ફેશિયલ નવૅ ઉપર વધારે પ્રેશર આવવાથી ફેશિયલ પાલ્સી થય શકે છે તેના ફીચર્સ માં ફેશિયલ એસિમેટ્રી(એસિમેટ્રિ), આંખો બંધ ના કરી શકે, અફેક્ટેડ સાઇડમાં રૂટિંગ રિફ્લક્સ એબ્સન્ટ હોય અને રડતી વખતે માઉથ નું એંગલ એ અનઅફેક્ટેડ સાઇડમાં જાય છે. શકીંગ રીફ્લક્ષ સારો હોય છે. થોડાક વિક્સમાં સારા રીજનરેટિવ પાવર તથા નવ્સ ની શોર્ટ લેન્થ ના કારણે રિકવરી આવી જાય છે આંખો ને એન્ટીસેપ્ટિક ઓઇન્ટમેન્ટ થી પ્રોટેક્ટ કરવી કારણ કે તે સ્લીપ દરમિયાન પણ ઓપન જ રહે છે.
બ્રેકિયલ પાલ્સી:
બ્રેકિયલ પાલ્સી એ શોલ્ડર ડિસ્ટોર્શિયા મા બ્રેકીયલ પ્લેક્સીસ ને ઇંજરી થવાથી કે સ્પોન્ટેનિયસ વજાયનલ ડિલેવરી માં સોલ્ડર ઉપર ટ્રેક્સન કે નેક નું હાઇપર એક્સટેન્શન થવાથી થાય છે.
બ્રેકિયલ પાલ્સી ના ક્લિનિકલ ટાઇપ માં અર્બ્સ પાલ્સી ( Erb’ palsy) અને ક્લમ્પકે પાલ્સી (Klumpke palsy) નો સમાવેશ થાય છે.
1)અર્બ્સ પાલ્સી ( Erb’ palsy):
C5 અને C6 નર્વ રુટ ને ઇન્જરી થવાથી અર્બ્સ પાલ્સી (Erb’s palsy) થાય છે તેના ક્લિનિકલ ફિચર્સ માં એલ્બો ના એક્સટેન્શન સાથે આમૅ નું પેરાલાઇસિસ, ફોરઆમૅ નું પ્રોનેશન અને અફેક્ટેડ સાઇડ માં wrist નું ફ્લેક્શન ( waiter tip ) ફ્લેક્સન જોવા મળે છે. અફેક્ટેડ સાઇડ માં Moro’s reflex એબસન્ટ હોય છે.સિવ્યર ઇન્જરી મા પરમેનન્ટ ડિસએબિલીટી થય શકે છે.ટ્રીટમેન્ટ મા આર્મ નુ સ્પ્લીન્ટીંગ, મસાજ અને પેસિવ મુવમેન્ટસ નો સમાવેશ થાય છે મોટેભાગે કમ્પ્લીટ રિકવરી વિક્ફ અથવા મંથ માં આવે છે.
2) ક્લમ્પકે પાલ્સી (Klumpke’s palsy): 7th, એન્ડ 8th સર્વાઇકલ અને 1st થોરાસિક નર્વ રુટ્સ ને ડેમેજ થવાથી ક્લમ્પકે પાલ્સી થાય છે. તેના ફિચર્સ મા ફોરઆર્મ મસલ્સ ના પેરાલાઇસીસ સાથે વ્રિસ્ટ ડ્રોપ અને ફ્લેસિડ ડિજીટ્સ જોવા મળે છે.આર્મ એ એલ્બો થી ફ્લેક્સ થાય છે.વ્રિસ્ટ ના એક્સટેન્શન સાથે ફ્લેસિડ હેન્ડ અને ફ્લેક્સ્ડ ફિંગર્સ જોવા મળે છે.1st થોરાસિક રુટ ની સર્વાઇકલ સીમ્પેથેટિક ચેઇન ને ડિમેજ થવાથી મીયોસિસ (સ્મોલ, કોન્સટ્રીક્ટેડ પ્યુપીલ),ટોસિસ (drooping of the upper eyelid), એનહિડ્રોસિસ( આ એક રેર કન્ડિશન છે કે જેમાં સ્વેટ ગ્લેન્ડ એ ઓછા અમાઉન્ટ માં અથવા તો શ્વેટ નું પ્રોડક્શન જ કરતી નથી.) જેવી કન્ડિશન જોવા મળે છે.મેનેજમેન્ટ માં આર્મ સ્પ્લીન્ટીંગ, કોન્ટ્રેક્ચર અટકાવવા બેબી ના હેન્ડ મા કોટન બોલ મુકવા, તથા જેન્ટલ મસાજ અને પેસિવ મુવમેન્ટસ નો સમાવેશ થાય છે. પ્રોગ્નોસિસ સારો હોય છે પરંતુ સિવ્યર લેસરેસન અને હેમરેજ માં પર્મનેન્ટ ડીફોર્મિટી રહે છે જો પેરાલાઇસિસ એ 3 મંથ કરતા વધારે હોય તો ન્યુરોપ્લાસ્ટિ પણ કરવી પડે છે.
ઇન્જરી ટુ ધ બોન:
બોન ઇંજરી એ ક્લેવીકલ,હ્યુમરસ અને સર્વાઇકલ સ્પાઇન માં થઇ શકે છે. તે ડીફીકલ્ટ શોલ્ડર અને બ્રિચ ડીલેવરી માં જોવા મળે છે તેમાં ગ્રીન સ્ટીક ફેક્ચર કોમન હોય છે.સ્કલ બોન મા ડિપ્રેસ્ડ ફ્રેક્ચર જોવા મળે છે.હિપ જોઇન્ટ,જો, અને સર્વાઇકલ વર્ટીબ્રામા ડિસલોકેશન થય શકે છે માટે એક્સલેન્ટ પ્રોગ્નોસિસ માટે કેલસ ફોર્મેશન થાય તે જરુરી છે. ઇમેડીએટલી આઇડેન્ટિફિકેશન તથા તેનું ઇમિડિએટલી મેનેજમેન્ટ અગત્યનું હોય છે.
ઇંજરી ટુ ધ મસલ્સ: તે સ્ટરનોમાસ્ટોઇડ મસલ્સ માં કોમન હોય છે નોર્મલ ડિલિવરીમાં વધારે પડતું નેક નું લેટરલ ફ્લેક્શન થવાથી , ડીફિકલ્ટ બ્રિચ ડીલેવરી અને શોલ્ડર ડિસ્ટોસિયામાં મસલ્સ ઇંજરી જોવા મળે છે.બર્થ ના 7-8 ડે કે ત્યાર પછી મસલ્સ ફાઇબર્સ અને બ્લડ વેસેલ્સ એ રપ્ચર થવાથી હિમેટોમા નુ ફોર્મેશન થાય છે અને ટ્યુમર તરીકે પ્રેઝન્ટ થાય છે. કોન્ટ્રાકશન અને ટોર્ટીકોલીસ (મસલ્સ સ્પાઝમ સાથે સ્ટીફ નેક થવી)મા આ કન્ડિશન કોમ્પ્લિકેટસ થાય છે. કોઇ સ્પેસિફિક મેનેજમેન્ટ ની જરૂર નથી મોટે ભાગે 6 મંથમાં ડિસઅપીયર થય જાય છે જેન્ટલ મુવમેન્ટ સાથે નેક મસલ્સ નું સ્ટ્રેચિંગ હેલ્પફૂલ થાય છે પરંતુ મસાજ ની જરૂર નથી ટોર્ટીકોલીસ 1- 2 વર્ષ પછી પણ રહેતો સર્જીકલ ઇન્ટરવેશન ની જરૂર પડે છે.
ઇન્જરી ટુ ધ સ્કીન એન્ડ સબક્યુટેનિયસ ટીસ્યુ: પ્રોલોંગ લેબર કે ફોર્સેપ ડીલેવરી પછી સુપરફિશિયલ એબરેસન્સ, પેટેચાઇ અને બ્રુઇઝીંગ જોવા મળે છે.2-3 દિવસ મા સ્પોટેનીયસ રિકવરી થય જાય છે. લોકલ એપ્લિકેશન એન્ટીબાયોટિક લોશન અને હાયજીનીક પ્રેક્ટિસ થી ઝડપથી હિલિંગ થાય છે.
ઇન્જરી ટુ ધ વિસેરા: ડિફિકલ્ટ બ્રિચ ડીલેવરી અને અનસ્કિલ્ડ કાર્ડિયાક મસાજ પછી વિસેરલ ઇન્જરી થય શકે છે. લીવર ના કેપ્સ્યુલ નું લેસરેસન અને સ્પ્લીન તથા એડ્રીનલ હેમરેજ થય શકે છે.નીયોનેટ મા પેલર, ટેકીકાર્ડિયા અને શોક ના ફીચર્સ જોવા મળે છે.કન્ડિશન મેનેજ કરવા હાઇપોવોલામીયા અને એનીમીયા ને કરેક્ટ કરવુ. સર્જીકલ મેનેજમેન્ટ મા વિસેરા રિપેઇર કરવુ. પ્રોગ્નોસિસ એ મોટેભાગે પુઅર હોય છે.
પ્રિવેન્શન ઓફ બર્થ ઇંજરી:
બર્થ ઇંજરી ના ઇન્સિડન્સ એ કોમ્પ્રાહેંસીવ એન્ટીનેટલ અને ઇન્ટ્રાનેટલ કેર થી રીડ્યુઝ થય શકે છે.
સ્કિલ્ડ એન્ટિનેટલ પિરિયડ માં સ્કિલ્ડ એન્ટિનેટલ એક્ઝામિનેશન અને હાઇ રિસ્ક કેસીસ ના આઇડેન્ટિફિકેશન અને મેનેજમેન્ટ થી બર્થ ઇંજરી પ્રિવેન્ટ કરી શકાય છે.
ઇન્ટ્રાનેટલ પિરિયડ દરમિયાન નીચેની પ્રેક્ટિસ થી બર્થ ઇંજરી અટકાવી શકાય છે.
બ્રેકઅલ પ્લેક્સીસ અથવા સ્ટરનોમાસ્ટોઇડ મસલ્સ ને ઇન્જરી થી પ્રિવેન્ટ કરવા સ્પોટેનિયસ વજાઇનલ ડીલેવરી માં શોલ્ડર ની ડીલેવરી દરમિયાન નેકને જરૂર વગર સ્ટ્રેચ કરવી નહીં. સ્કાલ્પ ઇન્જરીસ પ્રિવેન્ટ કરવા એપીઝીયોટોમી એ કેર ફુલી કરવી. સેરેબ્રલ એનોક્ઝીયા પ્રિવેન્ટ કરવા કંટીન્યુઅસ ફિટલ મોનિટરિંગ કરવું. ફોર્સેપ ડીલેવરી માં બર્થ ઇંજરી અટકાવવા સાવચેતી રૂપ પગલા લેવા. વજાયનલ બ્રિચ ડીલેવરી સ્કિલ પર્સનલ દ્વારા કરાવવી. પ્રોલોંગ લેબર કેરફુલી મેનેજ કરવું જોઇએ.
સ્કાલ્પ ના લેયર્સ માં સિરોસેન્ગેનિયસ ફ્લુઇડ નુ એક્યુમ્યુલેશન થવાથી એડિમેટસ સ્વેલિંગ થાય છે તેને કેપટ સ્યુકેડેનિયમ કહે છે. તે ગીર્ડલ ઓફ કોન્ટેક્ટ ના પ્રેસર દ્વારા થાય છે. તે ક્યાંકતો બોની પેલ્વિસ,ડાયલેટીંગ સર્વિક્સ અથવા વલવલ રિંગ હોય છે. એમાં વિનસ રિટર્ન ઓછું હોવાના કારણે સ્વેલિંગ અને લિમ્ફેટીક ડ્રેઇનેજ જોવા મળે છે.
કેપટ સ્યુકેડેનિયમ એ બર્થ સમયે પણ જોવા મળે છે. તથા તેને દબાવતા તેમાં ખાડો પડે છે.સ્વેલિંગ એ બોગી હોય છે. તથા તે સુચર લાઇન ને ક્રોસ કરે છે જે 24-36 કલાક માં ડિસઅપિયર થાય છે તે મોટેભાગે મેમ્બરેન રપ્ચર થયા પછી જોવા મળે છે.
સેફાલોહેમેટોમા એ એવી કન્ડિશન છે કે જેમા હેડ ના પેરીક્રેનિયમ અને ફ્લેટ બોન ની નીચે બ્લડ નુ કલેક્શન થાય છે.કે જે સ્કલ બોન ને કવર કરે છે., સામાન્ય રીતે યુનીલેટરલ અને પરાઇટલ બોન ની ઉપર હોય છે. તે સ્કલ માંથી નાની એમીસરી વેઇન રપ્ચર થવાના ને કારણે થાય છે અને તે સ્કલ બોન ના ફ્રેક્ચર સાથે સંકળાયેલ હોઇ શકે છે. આ ફોર્સેપ્સ ડિલિવરીને કારણે થય શકે છે પરંતુ નોર્મલ લેબર પછી પણ જોવા મળી શકે છે. વેન્ટાઉસ એપ્લીકેશન એ સેફાલોહેમેટોમા ના ઇન્સિડન્સ મા વધારો કરતું નથી. તે જન્મ સમયે ક્યારેય હાજર હોતું નથી પરંતુ 12-24 કલાક પછી ધીમે ધીમે વિકાસ પામે છે.
આ સ્વેલિંગ એ સ્કલ ના પેરીક્રેનિયમની સુચર્સ ની રેખાઓ દ્વારા લિમીટેડ હોય છે જે બોન ની માર્જીન સુધી નિશ્ચિત છે, સોફ્ટ, ફ્લકચ્યુઅન્ટ અને ઇનકંમ્પ્રેસિબલ હોય છે.
તે ગ્રો થાય છે અને થોડા વિક્સમાં એટલે કે અપ્રોક્ઝીમેટલી 6 વિક્સ પછી પોતાની રીતે જ અદ્રશ્ય થય જાય છે.
કંજીનાઇટલ એનામોલિસ ને
બર્થ ડિફેક્ટ પણ કહેવામા આવે છે.કંજીનાઇટલ એનામોલિસ: એટલે કે ચાઇલ્ડ ને બર્થ સમયે જ કોઇ પણ મેટાબોલિક, બાયોકેમિકલ, સ્ટ્રકચરલ, તથા ફંકશનલ ડિસઓર્ડર પ્રેઝન્ટ હોય તેને કહેવામાં આવે છે.કંજીનાઇટલ માલફોર્મેશન જ્યારે બર્થ સમયે ચાઇલ્ડ ને માત્ર સ્ટ્રકચરલ ડિફેક્ટ પ્રેઝન્ટ હોય તેને “કંજીનાઇટલ માલફોર્મેશન” કહેવામાં આવે છે.
કંજીનાઇટલ એનામોલિસ એ બોડીમાં ગમે તે પાર્ટ ને અફેક્ટ કરે છે તથા તેમા ફિઝિકલ અને ડેવલોપમેન્ટલ ડિસએબીલીટી જોવા મળે છે. આ કંજીનાઇટલ એનામોલિસ એ સામાન્ય રીતે ચાઇલ્ડ ના ડેવલોપમેન્ટ સમયે એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ સમયે કોઇપણ જીનેટીક ફેક્ટર , એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુએન્સીસ તથા બન્ને ના કોમ્બિનેશન ના કારણે જીનેટીક ફેક્ટર મા ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ, જીનમ્યુટેશન, એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુએન્સીસ મા મેટરનલ ઇન્ફેક્શન ,પ્રેગ્નેન્સિ સમય દરમિયાન હામૅફુલ સબસ્ટન્સ ના એક્સપોઝર મા આવવા ના કારણે( આલ્કોહોલ તથા અમુક પ્રકારની મેડીકેશન), મેટરનલ હેલ્થ કન્ડિશન જેમ કે ડાયાબિટીસ, તથા ઓબેસિટી વગેરે તથા બન્ને ના કોમ્બિનેશન ના કારણે જોવા મળે છે.
કંજીનાઇટલ એનામોલિસ મા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની એનોમાલીસ, ક્લેફટ લીપ, ક્લેફટ પેલેટ, હાટૅ ડિસીઝ, ક્લબ ફુટ, ડાઉન સિન્ડ્રોમ તથા જીનેટીક સિન્ડ્રોમ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
ઇટીયોલોજી:
જીનેટીક ફેક્ટરના કારણે જીનેટીક ફેક્ટર મા ઇન હેરિટેડ જીનેટીક મ્યુટેશન તથા ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ કે જેમાં પેરેન્ટ્સ માંથી તેના ચાઇલ્ડ માં પાસ્ડ ડાઉન થાય છે.
Ex:ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર(માર્ફાન સિન્ડ્રોમ),
ઓટોઝોમલ રિસેસીવ ડિસઓર્ડર( સિસ્ટીક ફાઇબ્રોસીસ),
X – linked જીનેટીક ડીશ ઓર્ડર( હિમોફિલીયા),
તથા ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ (ડાઉન સિન્ડ્રોમ).
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે
પ્રેગ્નેન્સિ સમય દરમિયાન અમુક પ્રકાર ના એન્વાયરમેન્ટલ એક્સપોઝર માં આવવાના કારણે કંજીનાઇટલ એનામોલિસ થવાના રિસ્ક ઇન્ક્રીઝ થઇ શકે છે.જેમ કે,ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન મેટરનલ ઇન્ફેક્શન સ્પેસિયલી STORCH ( સિફિલસ ટોકઝોપ્લાસ્મોસીસ, રુબેલા,સાયટોમેગાલો વાઇરસ,હર્પીસ વાઇરસ),
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર નું ટેરાટોજેનીક સબસ્ટન્સ ના એક્સપોઝર માં આવવાના કારણે જેમ કે આલ્કોહોલ,ટોબેકો, સ્મોકિંગ સરટેઇન મેડીસીન્સ,વગેરે.
મધર નું પ્રેગનેન્સી સમય દરમિયાન એક્સરે એક્સપોઝર થવાના.
મધર દ્વારા પ્રેગ્નન્સી સમયે અમુક પ્રકારની ડ્રગ્સ લેવાના કારણે જેમ કે સ્ટીરોઇડહોર્મોન,
સ્ટીલબેસ્ટ્રોરલ,
એન્ટીકન્વલ્સન્ટ, ફોલેટ એન્ટાગોનીસ્ટ, કોકેઇન, લિથીયમ તથા થેલીડોમાઇડ.
મેટર્નલ ડીઝીઝ ના કારણે જેમ કે ડાયાબિટીસ,ઓબેસિટી
કાર્ડિયાક ફેઇલ્યોર, માલન્યુટ્રીશન, આયોડિન ડેફીશીયન્સી, ફોલિક એસિડ ડેફિસીયન્સી વગેરે.
એબનોર્મલ ઇન્વાયરમેન્ટલ એન્વાયરમેન્ટ ના કારણે જેમ કે બાયકોરનુંએટેડ યુટ્રસ, સેપટેડ યુટ્રર્સ , પોલી હાઇડ્રોએમનિઓસ , ઓલીગોહાઇડ્રો એમનીઓસ, ફિટલ હાયપોક્ઝીયા વગેરે.
એન્વાયરમેન્ટલ પોલ્યુશન ના કારણે.
લક્ષણો તથા ચિન્હો:
ફિઝિકલ એબનોર્માલીટીસ
ઘણા પ્રકારની કંજીનાઇટલ એનોમાલિશ વિઝીબલ હોય છે જેમ કે,
ક્લેફટ લીપ,
ક્લેફટ પેલેટ,
લિંબ ડિફોરમિટીઝ
(ક્લબ ફુટ),
ફેશિયલ ફીચર્સ એબનોર્મલ હોવા,
ગ્રોથ પેટનૅ એબનોર્મલ હોવી(માઇક્રોસેફલી તથા મેક્રોસેફેલી) વગેરે.
2) ડેવલોપમેન્ટલ ડીલે થવું
અમુક ચિલ્ડ્રન કે જેને કંજીનાઇટલ એનોમાલિશ હોય તેવા ચિલ્ડ્રન માં ડેવલોપમેન્ટલ માઇલ્ડસ્ટોન ના એચીવીંગ મા ડીલે જોવા મળે છે.તેમા સામાન્ય રીતે
મોટર સ્કિલ્સ,
લેંગ્વેજ,
સ્પિચ ડેવલોપમેન્ટલ, કોગ્નિટિવ એબિલિટીસ, સોશિયલ તથા ઇમોશનલ ડેવલોપમેન્ટ વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
3) ઓર્ગન ડીશફંક્શન
અમુક પ્રકાર ની કંજીનાઇટલ એનોમાલિશ ના કારણે ઇન્ટર્નલ ઓર્ગન માં ડીસફંક્શન તથા તેના સાઇન અને સિમ્ટોમ્સ જોવા મળે છે જેમ કે,
કંચનાઇટલ હાર્ટ ડિસીઝ( સાઇનોસિસ, રેપીડ બ્રિધિંગ,
પુઅર ફીડિંગ,
ફેલ્યોર ટુ થ્રાઇવ વગેરે).
ગેસ્ટરો ઇન્ટરસ્ટાઇલ ટ્રેક ની એનામોલીસ( તેમાં
ફીડિંગ ડિફીકલ્ટી ,
નોઝીયા,
વોમિટિંગ,
એબડોમીનલ પેઇન, તથા મીકોનીયમ પાસ થવામા ફેઇલ્યોર થવુ વગેરે).
4) ન્યુરોલોજીકલ સીમટોમ્સ
અમુક પ્રકારની કંજીનાઇટલ એનામોલિસ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને અફેક્ટ કરે છે તેના કારણે સિઝર,
એબનોર્મલ રિફ્લેક્સ, મસલ્સ વિકનેસ,
પેરાલાઇસીસ, ડેવલોપમેન્ટલ રીગ્રેશન, ઇન્ટેલેક્યુલ ડિસએબિલિટીઝ વગેરે જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
5) રેસ્પિરેટ્રી સિમ્ટોમ્સ
અમુક પ્રકાર ની કન્જીનાઇટલ એનામોલિસ રેસ્પીરેટરીસિસ્ટમ ને અફેક્ટ કરે છે જેમ કે
કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નિયા,
કોએનાલ એટ્રેશિયા(નેરોવિંગ ઓફ ધ નેઝલ એઇરવે ઓર ટીસ્યુસ) હોવાના કારણે રેસ્પીરેટરી સિમટોમ્સ જેમ કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ,
બ્રિધિંગ ડિફિકલ્ટી,
રેપિડ બ્રિધિંગ તથા સાયનોસીસ જોવા મડવુ.
6) જીનાઇટોયુરીનરી એબનોર્માલીટીસ
યુરીનરી ટ્રેક એબનોર્માલીટીસ જેમકે
જીનાઇટલ એબનોર્માલીટીસ,
પ્રોબ્લેમ વીથ કિડની ફંક્શન, તેના સિમ્ટોમ્સ મા યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન,
યુરિનેટિંગ માં ડીફીકલ્ટી થવી,
એબનોર્મલ જીનાઇટેલીયા વગેરે જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
7) સેન્સરી ઇમ્પેઇરમેન્ટ જોવા મળવી
કંજીનાઇટલ ડેફનેસ હોવી,
બ્લાઇંડનેસ.
ચિલ્ડ્રન ની કોમન કંજીનાઇટલ એનામોલિસ નુ લિસ્ટ
કોમન કંજીનાઇટલ એનામોલિસ મા
1)સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ,
2) કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ,
3) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ,
4) રેસ્પીરેટરી સિસ્ટમ,
5) જીનાઇટો યુરીનરી સિસ્ટમ,
6)મશ્ક્યુલોસ્કેલેટલ એબનોર્માલીટીસ,
7)બ્લડ ડિસઓર્ડર,
8)મેટાબોલિક ડિસઓર્ડર 9)એન્ડોક્રાઇનલ એબનોર્માલીટીસ,
10)ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ
વગેરે સિસ્ટમ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1)સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મા એનેનસેફેલી, સ્પાઇના બાઇફીડા ઓકલ્ટા, સ્પાઇના બાઇફીડા સિસ્ટીકા (મેનેંગોસીલ,
મેનેંગોમાયેલોસીલ ),
હાઈડ્રોસેફેલસ ,
માઇક્રોસેફલી , મેક્રોસેફલી,
પોરેંસેફેલી વગેરેનો સમાવેશ થાય છે.
2) કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ,
કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ મા એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ( ASD ), વેન્ટરીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ( VSD ),
ટેટ્રાલોજી ઓફ ફેલોટ( TOF),
કોઆર્કટેશન ઓફ એઓર્ટા( COA),
પેટન્ટ ડક્ટર્સ આર્ટીરીઓસીસ( PDA),
ટ્રાન્સ પોઝિશન ઓફ ગ્રેટ આર્ટરી.
એઓરટીક સ્ટેનોસિસ,
પલ્મોનરી સ્ટેનોસીસ,
માઇટ્રલ અથવા એઓરટીક રીગરજીટેશન
વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
3) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ,
ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ મા ક્લેફ લીપ, ક્લેફટ પેલેટ, ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા, ઈસોફેજીયલ એટ્રેસિયા, કંજીનાઇટલ પાયલોરીક સ્ટેનોસિસ, ડુઓડેનલ એટ્રેસિયા, કંજીનાઇટલ મેગાકોલોન ( હિસ્પ્રુંગ્સ ડિસીઝ),એક્ઝોમ્ફેલસ, અંબેલીકલ હર્નીયા, એનોરેક્ટલ માલફોર્મેશન, ડાયાફ્રેગ્મેટિક હર્નિયા, ફિમોરલ હર્નિયા, ગેર્ટેરચચીસીસ, કંજીનાઇટલ ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રકશન વગેરેનું ઇનવોલ્વમેન્ટ થાય છે.
4) રેસ્પીરેટરી સિસ્ટમ,
રેસ્પીરેટરી સિસ્ટમ મા કોએનાલ એટ્રેસિયા, ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા, કંજીનાઇટલ એટલેક્ટેસીસ, પલ્મોનરી એજીનેસીસ, કંજીનાઇટલ સ્ટ્રાઇડર, કંજીનાઇટલ સાયનોસીસ વગેરે નો સમાવેશ થાય છે.
5) જીનાઇટો યુરીનરી સિસ્ટમ,
જીનાઇટો યુરીનરી સિસ્ટમ મા કંજીનાઇટલ હાઇડ્રોનેફ્રોસીસ,
કંજીનાઇટલ પોલીસિસ્ટીક કિડની,
હોસૅ સુ કિડની,
હાઇપોસ્પાડિયાસિસ,
એપીસ્પાડિયાસિસ, કંજીનાઇટલ ફીમોસીસ, કંજીનાઇટલ હ્ઇડ્રોસિલ, અનડિસેન્ડેડ ટેસ્ટીસ, કંજીનાઇટલ ઇન્ગ્વાઇનલ હર્નિયા, એમ્બીગીયસ જીનાઇટેલીયા વગેરે નો સમાવેશ થાય છે.
6)મશ્ક્યુલોસ્કેલેટલ એબનોર્માલીટીસ,
મશ્ક્યુલોસ્કેલેટલ મા ક્લબ ફુટ,કંજીનાઇટલ ડિસલોકેશન ઓફ હિપ, ડેવલોપમેન્ટલ ડિસ્પ્લેસિયા ઓફ હિપ( DDH), ઓસ્ટીઓજીનેસિસ ઇમપરફેક્ટા, પોલીડેક્ટીલ, સિન્ડેક્ટાઇલી, મારફાન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વગેરે.
7)બ્લડ ડિસઓર્ડર,
થેલેસેમીયા, હિમોફીલિયા, સિકલ સેલ એનિમીયા,G6PD ડેફિસ્યન્સી વગેરે.
8)મેટાબોલિક ડિસઓર્ડર
મેટાબોલિક ડિસઓર્ડર મા સિસ્ટિક ફાઇબ્રોસીસ ફીનાઇલકિટોન્યુરિયા, G6PD ડેફિશિયન્સી, કંજીનાઇટલ લેકટોઝ ઇન્ટોલરન્સ, ગેલેક્ટોસેમીયા, વિલ્સન ડિસીઝ, વગેરે.
9)એન્ડોક્રાઇનલ એબનોર્માલીટીસ, એન્ડોક્રાઇનલ એબનોર્માલીટીસ મા કંજીનાઇટલ હાઇપોપિટ્યુટરીઝમ (ડ્વારફિઝમ),
કંજીનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ (ક્રીટીનીઝમ),
કંજીનાઇટલ એડ્રીનલ હાઇપરપ્લેસિયા, કંજીનાઇટલ ગોઇટર, ડાયાબિટીસ મલાઇટસ વગરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
10)ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ
ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ મા
ડાઉન સિન્ડ્રોમ (ટ્રાઇસોમી 21) ,
એડવર્ડ્સ સિન્ડ્રોમ (ટ્રાઇસોમી 18), પટાઉ સિન્ડ્રોમ
(ટ્રાઇસોમી 13) ,
ટર્નર સિન્ડ્રોમ ( Xo),
ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ (XXY, XXXY).
11) other Anomalies
કંજીનાઇટલ કેટ્રેક ,કંજીનાઇટલ ગ્લુકોમા,રટાઇ નો બ્લાસ્ટોમાં ,કલર બ્લાઇંડનેસ, કંજીનાઇટલ ડેફનેસ,ડેફ એન્ડ ડંબ, મેન્ટલ રિટારર્ડેશન, આલ્બીનીઝમ, હીમેન્જીઓમા, પેડર વિલી સિન્ડ્રોમ, એપરટ સિન્ડ્રોમ.વગેરે કંજીનાઇટલ એનામોલિસ છે.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ઇમેજિંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ ડ્યુરિંગપ્રેગ્નેન્સી,
એક્સ રે,
મેગ્નેટિક રેસોરન્સ ઇમેજિંગ,
કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી,
જીનેટીક ટેસ્ટિંગ,
લેબોરેટરી ટેસ્ટિંગ,
બ્લડ ટેસ્ટ,
એમનીઓસીન્ટેસીસ ઇન અર્લી પ્રેગ્નેન્સી (14 to 16 weeks),
અસેસ ધી મેટરનલ સીરમ આલ્ફા ફિટો પ્રોટીન(AFP),
એન્ટિનેટલ સ્ક્રીનિંગ,
કાર્ડીયાક ઇવાલ્યુએશન ,
ન્યુરોલોજીકલ અસેસમેન્ટ,
કોમ્પ્લીકેશન
ફિઝિકલ ડિસએબિલિટી થવી,
લીંબ ડીફોરમીટી થવી,
હેલ્થ પ્રોબ્લેમ જોવા મળવા જેમકે કંજી નાઈટર હાર્ટ ડિફેક્ટ ના કારણે એરીધેમીઆસ ,
હાર્ટ ફેલ્યોર થવુ,
ડેવલોપ મેન્ટલ ડીલે થવું,
જેમકે મોટર સ્કિલ , લેંગ્વેજ તથા કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ જોવા મળવી.
સાઇકોલોજીકલ ચેલેન્જ જોવા મળવા.
સાઇકોલોજીકલ ઇમ્પેક્ટ જોવા મળવી,
ડેવલોપમેન્ટલ ડીલે થવાના કારણે એજ્યુકેશન ચેલેન્જીસ જોવા મળવા.
મેનેજમેન્ટ:
જે ચાઇલ્ડ ને કંજીનાઇટલ એનામોલીસ હોય તેવા ચાઇલ્ડ ને તેનો ગ્રોથ ડેવલપમેન્ટ, તથા ઓવરઓલ હેલ્થસ્ટેટ્સ મોનિટર કરવા માટે રેગ્યુલર મેડિકલ મોનિટરિંગ તથા ફોલોઅપ લેવાની જરૂરિયાત રહે છે. જેમાં રેગ્યુલર ફિઝિકલ એસેસમેન્ટ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન, ઇમેજીંગ સ્ટડીઝ વગેરેની જરૂરિયાત રહે છે.
અમુક પ્રકાર ની એનોમાલિશ માં તેને ટ્રીટ કરવા માટે તથા સિસ્પટોમ્સ ને એલિવીએટ કરવા માટે એપ્રોપ્રિએટ સર્જીકલ ઇન્ટરવેશનની જરૂરિયાત રહે છે. આ સર્જીકલ ઇન્ટરવેન્શન એ સામાન્ય રીતે કોઈ કાર્ડિયાક એનોમાલિશ હોય, લીંબડીફોર્મિટી હોય, ક્લેફ્ટ લીપ તથા ક્લેફટ પેલેટ હોય, કોઇપણ એનાટોમીકલ સ્ટ્રક્ચરસૅ ના રીકન્સ્ટ્રકશન માટે સર્જીકલ ઇન્ટરવેશન ની જરૂરિયાત રહે છે.
અમુક પ્રકારની કંજીનાઇટલ એનોમાલિશ ને રિલીવ કરવા માટે મેડીકેશન ટ્રીટમેન્ટ ની જરૂરિયાત રહે છે જેમ કે કંજીનાઇટલ હાર્ટ ઇફેક્ટ હોય તેના સિમ્ટોમ્સ મા એરીધેમીઆસ, હાર્ટ ફેઇલ્યોર , બ્લડ ક્લોટિંગ ને પ્રિવેન્ટ કરવા માટે મેડિકેશન ની જરૂરિયાત રહે છે.
અમુક પ્રકારની કંજીનાઇટલ એનો માલિશ ને ટ્રીટ કરવા માટે ફ્રી હેબ્લીકેશન થેરાપી જેમાં ફિઝિકલ થેરાપી, સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, વગેરે ની જરૂરિયાત રહે છે.
જે ચાઇલ્ડ ને કંજીનાઇટલ એનોમાલિશ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડવના પ્રોપર્લી ગ્રોથ તથા ડેવલોપમેન્ટ માટે ન્યુટ્રિશિયસ ડાયટ તથા ફીડિંગ પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે.
જે ચાઇલ્ડ ને કંજીનાઇટલ એનોમાલિશ હોય તેવા ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને તે કન્ડિશન થી કોપઅપ કરવા માટે એડીક્યુએટ કાઉન્સેલિંગ તથા સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના ફેમિલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની ડીસીઝ, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો અને ચિન્હો, તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના ફેમેલીમેમ્બર્સ તથા તેના પેરેન્ટ્સ ને પ્રોપર્લી જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.
અમુક પ્રકારની કંજીનાઇટલ એનોમાલિસ માં લાઇફ લોંગ ટ્રીટમેન્ટની જરૂરિયાત રહે છે તેથી બધા જ હેલ્થ કેર પ્રોવાઇડર્સ તથા ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી કોલાબોરેટિવ તથા કોઓપરેશન રાખી ચાઇલ્ડને પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
જે ચાઇલ્ડને કંજીનાઇટલ એનોમાલિશ હોય તેવા ચાઇલ્ડ ને એડીક્યુએટ કોમ્પ્રાહેંસીવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડીક્યુએટ સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પ્રિવેન્ટીવ:
1) પ્રિકન્સેપશન કેર
પ્રિકન્સેપ્શન કેરમાં જે વુમન એ ચાઇલ્ડ બીયરિંગ એજ માં હોય તે વુમન ને કાઉન્સેલિંગ તથા પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે જેના કારણે પ્રેગનેન્સી સમયે વુમન એ તેની પ્રોપરલી હેલ્થ કેર રાખી શકે.
તેમાં સામાન્ય રીતે હેલ્થી લાઇફ સ્ટાઇલ, બેલેન્સ ડાયટ લેવો, એડીક્યુએટ વેઇટ મેઇન્ટેન રાખવો, રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી, હામૅફુલ સબસ્ટન્સ જેમકે આલ્કોહોલ તથા સ્મોકિંગ ને અવોઇડ કરવું,
તથા કોઇપણ મેડિકલ હેલ્થ પ્રોબ્લેમ હોય તો તેની પ્રોપરલી ટ્રીટમેન્ટ લેવી વગેરેનું ઇનવોલ્વમેન્ટ થાય છે.
2) પ્રીનેટલ કેર
મેટર્નલ તથા ચાઇલ્ડ ના હેલ્થ ને પ્રોપર્લી અસેસ કરવા માટે અર્લી તથા કોમ્પ્રાહેન્સીવ પ્રિનેટલ કેર ની જરૂરિયાત રહે છે. પ્રીનેટલ સ્ક્રીનિંગ કરવાના કારણે ચાઇલ્ડ ને કોઇ કન્જીનાઇટલ એનોમાલિશ હોય તો તેનું અર્લી ડિટેકશન થઇ એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે. જેમાં એપ્રોપ્રિએટ સ્ક્રીનીંગ ટેસ્ટ જેમકે અલ્ટ્રાસાઉન્ડ તથા જીનેટીક ટેસ્ટિંગ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે તથા વુમન ને એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ લેવા માટે , એડિકયુટેડ ફ્લુઇડ લેવા માટે ,ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ને પ્રિવેન્ટ કરવા ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ લેવા માટે, એડીક્યુએટ સ્લીપ લેવા માટે , સ્મોકિંગ તથા આલ્કોહોલ અવોઇડ કરવા માટે તથા કોઇપણ હામૅફુલ સબસ્ટન્સ ના કોન્ટેકમાં ન આવવા માટે એડવાઇઝ આપવી.
3) જીનેટીક કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટીંગ
જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવાના કારણે વુમન તથા કપલ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ થાય છે કે ચાઇલ્ડ ને કોઇપણ પ્રકારની કંજીનાઇટલ અને એનામોલીસ થવાના રિસ્ક છે કે નહીં જેમાં ફેમિલી હિસ્ટ્રી , જીનેટીક ફેક્ટર, તથા પ્રિવિયસ પ્રેગ્નેન્સી વિશે એસેસમેન્ટ કરી પ્રોપરલી કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે. વુમન તથા કપલ્સને જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરી ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ને પ્રિવેન્ટ કરી શકાય છે.
4) અવોઇડિંગ ઓફ ટેરેટોજનીક એક્સપોઝર
પ્રેગનેન્ટ વુમન હોય તેને પ્રોપર્લી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે કે જે ટેરેટોજનીક સબસ્ટન્સ તથા હામૅફુલ સબસ્ટન્સ તથા કોઇપણ પ્રકારના રેડીએશન એક્સપોઝર મા આવવુ નહી હામૅફુલ ડ્રગ્સ લેવી નહીં જેના કારણે ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ને પ્રિવેન્ટ કરી શકાય.જેમ કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ, હર્બલ સપ્લીમેન્ટસ, આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગ, રેડીએશન, એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ વગેરેનું ઇનવોલ્વમેન્ટ થાય છે જેના કારણે એનોમાલિસ થવાના રિસ્ક રહે છે.
5) ઓપ્ટિમાઇઝિંગ મધર હેલ્થ
પ્રેગનેન્સી પહેલા અને પ્રેગનેન્સી સમય દરમિયાન એપ્રોપ્રિએટ હેલ્થ કેર પ્રોવાઇડ કરવાના કારણે ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ના રિસ્ક ને પ્રિવેન્ટ કરી શકાય છે.જેમા,મધર ને કોઈપણ લોંગ ટર્મ ડીસીઝ હોય તો તેની પ્રોપર્લી ટ્રીટમેન્ટ કરવી જેમ કે ડાયાબિટીસ મલાઇટસ, હાઇપર ટેન્શન,તથા થાઇરોઇડ ડીસીઝ.
જો મધર ને કોઇપણ પ્રકાર નું ઇન્ફેક્શન લાગેલું હોય તો તેને ઇમિડિયેટ ટ્રીટ કરવું .
ચાઇલ્ડ ને જો કોઇ ન્યુટ્રિશિયસ ડેફીસીયન્સી હોય તો તેને એડીક્યુએટ ફૂડ તથા વિટામિન્સ સપ્લીમેન્ટસ પ્રોવાઇડ કરવી.
6) ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ
પ્રેગનેન્સી પહેલા તથા અર્લી પ્રેગ્નન્સી સમય દરમિયાન એડીક્યુએટ ફોલિક એસિડ સપ્લીમેન્ટ લેવાથી ચાઇલ્ડ માં થતી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ને પ્રિવેન્ટ કરી શકાય છે. જેમકે સ્પાઇનાબાયફિડા, એનેનસેફેલી વગેરે.જે વુમન એ ચાઇલ્ડ બીયરિંગ એજ ની વુમન હોય તેને ડેઇલી સપ્લીમેન્ટસ 400 થી 800 માઇક્રોગ્રામ ફોલિક એસિડ એ આઇડલી કન્સેપશન પહેલાના એક મહિના થી સ્ટાર્ટ કરવી અને કન્સેપશન કર્યા પછી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સુધી કન્ટીન્યુ કરવા માટે એડવાઇઝ આપવી.
7) એન્વાયરમેન્ટલ તથા ઓક્યુપેશનલ સેફ્ટી
પ્રેગ્નેન્ટ વુમન હોય તેને કોઇપણ પ્રકારના હેઝારડીયસ કેમિકલ્સ તથા પોલ્યુશન ના એક્સપોઝર માં ન આવવુ જોઇએ જેના કારણે એનોમાલિસ ને થતુ પ્રિવેન્ટ કરી શકાય.ઓક્યુપેશનલ સેફ્ટી,ગાઇડલાઇન્સ તથા રેગ્યુલેશન્સ ને રેગ્યુલરલી ફોલો કરવું જોઇએ.
8) સ્ક્રિનિંગ તથા પ્રિનેટલ ડિટેકશન
પ્રિનેટલ સ્ક્રીનીંગ જેમકે અલ્ટ્રા સાઉન્ડ,મેટરનલ સિરમ સ્ક્રીનિંગ, તથા નોન ઇન્વેસિવ પ્રિનેટલ ટેસ્ટિંગ (NIPT) આ બધા ટેસ્ટ એ ચાઇલ્ડ માં કોઇપણ કંજીનાઇટલ એનોમાલિસ હોય તથા જીનેટિક એબનોર્માલીટીસ હોય તો તેનું ડીટેક્શન કરવામાં હેલ્પ કરે છે. જો અર્લી ડિસેક્શન થાય તો એડીક્યુએટ મેડિકલ ટ્રીટમેન્ટ કરી કંજીનાઇટલ ડિફેક્ટ થતી પ્રિવેન્ટ કરી શકાય છે.
આ બધા પ્રિવેન્ટીવ મેઝર્સ નો યુઝ કરી ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ને પ્રિવેન્ટ કરી શકાય છે.
HIV / AIDS (Human immunodeficiency virus/acquired immunodeficiency syndrome) :
એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશન્સી સિન્ડ્રોમ એ એક ડિસઓર્ડર છે કે જે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ( HIV ) દ્વારા થાય છે કે જેમાં ઇમ્યુન સિસ્ટમ નુ જનરલાઇઝ ડિસ્ફંકશન થાય છે. તેમાં સેલ્યુલર તથા હ્યુમોરલ ઇમ્યુનિટી એ અફેક્ટેડ થાય છે.
મોડ ઓફ એક્શન:
ન્યુબોર્ન માં બે મોડ ઓફ ટ્રાન્સમિશન મેઇન્લી રીતે જોવા મળે છે.
1) હોરિઝન્ટલ ટ્રાન્સમિશન: HIV નું હોરિઝન્ટલ ટ્રાન્સમિશન એ ઇન્ટીમેટ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા અથવા પેરેંટ્રલ બ્લડ ના એક્સપોઝર અથવા વિઝીબલ બ્લડ ધરાવતા બોડી ફ્લુઇડ ના કોન્ટેક્ટ દ્વારા થાય છે.
2) વર્ટિકલ(પેરીનેટલ) ટ્રાન્સમિશન: વર્ટિકલ ટ્રાન્સમિશન એ સામાન્ય રીતે HIV ઇન્ફેક્ટેડ પ્રેગ્નેન્ટ વુમન દ્વારા ઇન્ફેક્શન એ તેના ફિટસ મા ટ્રાન્સમિશન થાય છે.
લક્ષણો તથા ચિન્હો:
બર્થ સમયે, એચ.આય.વી ( H.I.V.) ધરાવતા મોટાભાગ ના ચાઇલ્ડ એ સ્વસ્થ દેખાય છે અને જો 2-3 મહિના ની અંદર ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો આના ચિહ્નો અને લક્ષણો વિકસી શકે છે:
અર્લી સાઇન ઓફ HIV:
રીપીટેડ ફંગલ ઇન્ફેક્શન થવું, માઉથ તથા ઓરલ થ્રસ(ઓરલ કેવિટી એન્ડ પોસ્ટીરીયર ફેરિંગ્સ).
પુઅર વેઇટ ગેઇન,
લિમ્ફએડિનોપથી (એન્લાર્જ લિમ્ફ નોડ),
ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ,
મલ્ટીપલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન,
હિપેટોમેગાલી,
ન્યુમોસિસ્ટિસ કેરીની ન્યુમોનિયા( PCP) જે સામાન્ય રિતે 3 થી 6 મંથ ની વચ્ચે ના સમય દરમિયાન જોવા મળે છે.
લેટ સાઇન ઓફ HIV:
ડાયરિયા,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ,
ડેવલોપમેન્ટલ ડિલે,
હિપેટોસ્પ્લીનોમેગાલી,
ક્રોનિક ન્યુમોનિયા, કફ એન્ડ લિમ્ફોઇડ ઇન્ટરસ્ટીસિયલ,
ક્રોનીક ઓટાઇટીસ મીડિયા,
મલેઇસ,
ફટીગ,
વેઇટ લોસ,
ફિવર,
નાઇટ સ્વેટ ,
નેફ્રોપથી,
એનસેફેલોપથી.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝીકલ એક્ઝામિનેશન,
ELISA (એન્ઝાઇમ લિન્ક્ડ ઇમ્યુનો સોરબન્ટ એસે),
વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ(આ HIV એન્ટિ-બોડીઝ ની હાજરીને પ્રેઝેન્ટ કરે છે અને 18 મહિનાથી વધુ ઉંમરના બાળકોમાં ઉપયોગી છે),
P24 એન્ટિજન: તેનો ઉપયોગ 18 મંથ થી નાના બાળકોમાં HIV એન્ટિજન શોધવા માટે થાય છે.બે અથવા વધુ સકારાત્મક પરિણામો એચ.આય.વી( H.I.V) સંક્રમણ માટે ડાયગ્નોસીસ થાય છે.
CD4: તેનો ઉપયોગ ચાઇલ્ડ નુ ઇમ્યુન સ્ટેટસ, ડિસીઝ પ્રોગ્રેસ માટેના રિસ્ક અને 1 વર્ષની ઉંમર પછી ન્યુમોસિસ્ટિસ કેરીની ન્યુમોનિયા (PCP) પ્રોફીલેક્સિસ ની જરૂરિયાત નું ઇવાલ્યુએશન કરવા માટે થાય છે.
મેનેજમેન્ટ:
એચ.આય.વી (H.I.V.) ઇન્ફેક્ટેડ વુમન ને જન્મેલા ઇન્ફન્ટ ને લાઇફ ના ફસ્ટ વર્ષ દરમિયાન પેસન્ટ ને (PCP) સામે સૂચવ્યા મુજબ પ્રોફીલેક્સીસ માટે પ્રોવાઇડ કરવુ.
HIV નું ડાયગ્નોસીસ થયેલ 12 મહિના ના બાળકો ને કંટીન્યુઅસ પ્રોફીલેક્સીસ પ્રોવાઇડ કરવુ.
એન્ટિરેટ્રોવાયરલ થેરાપી ની પ્રિસ્ક્રાઇબ એક્સન તરીકે એન્ટિરેટ્રોવાયરલ થેરાપી પ્રોવાઇડ કરવી તે એ છે કે તે રોગપ્રતિકારક ફંક્શન ને જાળવી રાખવા અને રોગનીમા પ્રોગ્રેસન માં ડિલે કરવા માટે વાયરલ રેપ્લીકેસન ને સપ્રેસ કરી દે છે.
ચાઇલ્ડ ને પ્રોપરલી હાયલી એક્ટિવ એન્ટિરેટ્રો વાયરલ થેરાપી પ્રોવાઇડ કરવી.
જનરલ કેર:
પ્રોપર્લી હેન્ડ વોશિંગ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ નો વેઇટ લોસ, વોમીટીંગ, ડાયરિયા , મલેઇસ, અલ્ટર એક્ટિવિટી લેવલ, ઓરલ લિઝન્સ જેવી કન્ડિશન હોય તો ફિઝિશિયન ને ઇમિડીએટલી નોટિફાઇડ કરવું.
ચાઇલ્ડ ને ઓપર્ચ્યુનિટી ઇન્ફેક્શન ના સાઇન તથા સીમટોમ્સ ની કન્ડિશન છે કે કેમ તે પ્રોપરલી ચેક કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી પ્રિસ્ક્રાઇબ મુજબ એન્ટીરેટ્રો વાયરલ મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એ પ્રોપર્લી આઇસોલેટેડ રાખવું.
ચાઇલ્ડ નું અપ ટુ ડેટ ઇમ્યુનાઇઝ રાખવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી મોનિટરિંગ માં રાખવું તથા ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનિટર કરવો.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કેલેરી તથા પ્રોટીન રીચ ડાયટ પ્રોવાઇડ કરવો.
ફૂડ ને પ્રોપરલી કવર કરીને રાખવું.
ચાઇલ્ડ ની કેર રાખતી વખતે જો તમે બોડી ફ્લુઇડ ના કોન્ટેક્ટ માં હોવ તો ગ્વોવ્સ ને વિયર કરવા.
ચાઇલ્ડ ના ડાયપર ને ફ્રીક્વંટલી ચેન્જ કરવા તથા ડાયપર ચેન્જ કરતી સમયે પ્રોપર્લી ગ્લોવ્ઝ ને વિયરીંગ કરવા.
સોઇલ્ડ થયેલા ડાયપર ને અંદરની તરફ ફોલ્ડ કરો અને ચુસ્તપણે ઢાંકેલા પ્લાસ્ટિક ના કન્ટેઇનર માં નિકાલ કરો.
બ્લીચ સોલ્યુશન (બ્લીચ અને પાણી નો 10:1 રેસિયો) વડે સ્પિલ્સ ને ક્લિન કરવુ.
દરરોજ કચરાનો નિકાલ કરવો.
એચ.આય.વી ( H.I.V.)ના કોન્ટેક્ટ માં આવેલા અથવા સંક્રમિત તમામ બાળકો માટે ચાઇલ્ડહુડ ની કોમન ઇલનેસ સામે ઇમ્યુનાઇઝેશન ની ભલામણ કરવામાં આવે છે.
ચાઇલ્ડ ને ન્યુમોકોકલ અને ઇન્ફલ્યુએન્ઝા વેક્સિન થી ઇમ્યુનાઇઝેશન કરાવવુ.
જો ચાઇલ્ડ એ સિવ્યર ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ ન હોય તો તેમને મમ્પસ, મીઝર્સ અને રૂબેલા ( M.M.R.) વેક્સિન એડમિનિસ્ટર કરવી.
ન્યૂબોર્ન ઓફ અ ડાયાબિટીસ મધર એ ન્યૂબોર્ન અથવા ઇન્ફન્ટ ને સુચવે છે કે જે મધર ને ડાયાબિટીક હોય તે મધર દ્વારા બર્થ થયેલા ન્યુબોર્ન તથા ઇન્ફન્ટ ને સુચવે છે. જે મધર ને ડાયાબિટીસ હોય, કાં તો પહેલાથી અસ્તિત્વમાં હોય (ટાઇપ 1 અથવા ટાઇપ 2) અથવા જેસ્ટેશનલ ડાયાબિટીસ (પ્રેગ્નેન્સી દરમિયાન ડેવલોપ થાય છે તે ડાયાબિટીસ). આ કન્ડિશન એ બાળક ના હેલ્થ અને ડેવલોપમેન્ટ ને ઘણી રીતે અસર કરી શકે છે, જેમાં બ્લડ સુગર, રેસ્પીરેટરી પ્રોબ્લેમ , જોન્ડીસ અને કંજીનાઇટલ એનોમાલિશ ના વધતા જોખમ જેવી પોટેન્શિયલ કોમ્પ્લિકેશન્સ ના મેનેજમેન્ટ માટે બર્થ પછી તરત જ કેરફુલી મોનીટરીંગ અને મેનેજમેન્ટ ની જરૂર પડે છે.
સામાન્ય રીતે બે ટાઇપ ની ડાયાબિટીસ એ પ્રેગ્નેન્સી સમય દરમિયાન થય શકે છે જેમ કે,
1) જેસ્ટેશનલ ડાયાબિટીસ,
2) પ્રિ-જેસ્ટેશનલ ડાયાબિટીસ
1) જેસ્ટેશનલ ડાયાબિટીસ: આ ટાઇપ ની ડાયાબિટીસ પ્રેગ્નેન્સી માં જ થાય છે કારણ કે પ્રેગ્નેન્સી સમય દરમિયાન હોર્મોનલ ચેન્જીસ એ ઇન્સ્યુલિન સામે રેઝીસ્ટન્સ વિકસાવે છે. અહીં, મધર ને પ્રેગ્નેન્સી પહેલા ડાયાબિટીસ હોતી નથી.
2) પ્રિ-જેસ્ટેશનલ ડાયાબિટીસ: આ કન્ડિશન માં વુમન ને પહેલે થી જ ડાયાબિટીસ ની કન્ડિશન હોય છે જેમકે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ.
કોઝ/ ઇટીયોલોજી ઓફ ડાયાબિટીસ ઇન પ્રેગ્નેન્સી:
ગ્રોવિંગ ફિટસ ને પ્લેસેન્ટા દ્વારા ન્યુટ્રીઅન્ટસ અને વોટર પૂરા પાડવામાં આવે છે. પ્રેગ્નેન્સી ને મેઇન્ટેઇન કરવા માટે સંખ્યાબંધ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે (કોર્ટિસોલ, એસ્ટ્રોજન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન) જે ઇન્સ્યુલિન ને બ્લોક કરી શકે છે. આ સામાન્ય રીતે પ્રેગ્નેન્સી ના 20-24 વિક મા થાય છે.
બીજી તરફ પ્લેસેન્ટા ના ગ્રોથ સાથે હોર્મોનલ પ્રોડક્શન મા પણ વધારો થાય છે આ કારણે ઇન્સ્યુલિન રેઝીસ્ટન્સ વધારે થાય છે. સામાન્ય રીતે પેન્ક્રીયાસ એ ઇન્સ્યુલિન રેઝીસ્ટન્સ નો સામનો કરવા માટે વધારા ના ઇન્સ્યુલિન બનાવે છે પરંતુ જ્યારે ઇન્સ્યુલિન નું પ્રોડક્શન એ પ્લેસેન્ટલ હોર્મોન્સ ની ઇફેક્ટ ને દૂર કરવા માટે પૂરતું નથી ત્યારે જેસ્ટેશનલ ડાયાબિટીસ થાય છે.
પહેલાથી જ રહેલા ડાયાબિટીસ સાથે વુમન ને ઇન્સ્યુલિન ની નીડ ઇન્ક્રીઝ થાય છે, દા.ત. ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ મધર ને પ્રેગ્નેન્સી ની પ્રગતિ સાથે વધુ ઇન્સ્યુલિન ની જરૂર પડી શકે છે.
ફિટસ પર પ્રેગ્નેન્સી મા રહેલી ડાયાબિટીસ ની અસરો:
પ્રેગ્નેન્સી સમય દરમિયાન ડાયાબિટીસ ની ફિટસ પરની ઇફેક્ટ એ ચિંતાનો વિષય છે કારણ કે પ્રેગ્નેન્સી દરમિયાન મધર ના બ્લડ માં સુગર ના લેવલ માં વધારો ફિટસ માં ટ્રાન્સફર થાય છે. આનાથી ચિલ્ડ્રન ના બોડીમાથી ઇન્સ્યુલિન એ વધારે અમાઉન્ટ મા સિક્રીટ થાય છે, જેના કારણે ટીસ્યુસ માં વધારો થાય છે અને ફેટ ના ડિપોઝીટ થવાના ને કારણે ન્યુબોર્ન એ પ્રેગ્નેન્સી ની એજ ની અપેક્ષા કરતા મોટું થાય છે.
ડાયાબિટીક મધર ના ન્યુબોર્ન મા કંજીનાઇટલ એનોમાલિશ થવાના રિસ્ક હોય છે. કંજીનાઇટલ એનોમાલિશ જેમ કે હાર્ટ, બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ, યુરિનરી ટ્રેક અને ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ મા પ્રોબ્લેમ થય શકે છે.
અધર કંન્ડિશન:
હાઇપોગ્લાયસેમીયા,
મેક્રોસોમિયા,
બર્થ ઇંજરી,
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેસ.
લક્ષણો તથા ચિન્હો:
લાજૅ સાઇઝ બેબી( ટીશ્યુસમાં એક્સેસિવ ફેટ તથા ગ્લાયકોજન એક્યુમિનેશન થવાના કારણે),
ફેસ તથા ચિકમા એડીમાં,
હાઇપર બીલીરૂબીનેમીયા,
હાયપોગ્લાઇસેમિયા ના સાઇન:
ટ્વીચીંગ,
લેથાર્જી,
સિઝર,
ફીડીંગ માં ડિફીકલ્ટીસ,
એપ્નીયા,
સાયનોસીસ.
રેસ્પીરેટ્રીડિસ્ટ્રેસ ના સાઇન:
સાયનોસીસ,
નેઝલ ફ્લેરિંગ,
ગ્રંટીંગ,
ટેકીપ્નીયા,
મેનેજમેન્ટ:
રેસ્પીરેટ્રીડિસ્ટ્રેસ ના કોઇપણ સાઇન તથા સીમટોમ્સ છે કે નહીં તે પ્રોપર્લી ચેક કરવું.
ચાઇલ્ડ નું બિલીરુબીન લેવલ પ્રોપર્લી ચેક કરવું.
ચાઇલ્ડ ના બ્લડ ગ્લુકોઝ લેવલ ને પ્રોપર્લી ચેક કરવું.
ચાઇલ્ડ નું વેઇટ પ્રોપરલી મોનેટરીંગ કરવો.
ચાઇલ્ડ ના બર્થ થયા પછી ચાઇલ્ડ ને પ્રોપર્લી ફિડીંગ પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને એડીમા ની કન્ડિશન છે કે કેમ તે પ્રોપર્લી ચેક કરવું.
ચાઇલ્ડ ને સિઝર તથા ટ્રેમર્સ છે કે કેમ તે પ્રોપર્લી અસેસ કરવું.
ચાઇલ્ડ નું કેલ્શિયમ લેવલ પ્રોપર્લી અસેસ કરવું.
જો ચાઇલ્ડ ને રેસ્પીરેટ્રીડિસ્ટ્રેસ ની કન્ડિશન હોય તો પ્રોપર્લી ઓક્સિજન પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને કોઇ પણ પ્રકારની બર્થ ઇંજરી છે કે કેમ તે પ્રોપર્લી અસેસ કરવું.
નીયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ( NICU ):
નીયોનેટલ વર્ડ નીચેના શબ્દો મળીને બનેલો શબ્દ છે જેમ કે:
NEW := new,
NATAL := બર્થ અથવા ઓરિજીન.
નીયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ( NICU) ને ઇનટેન્સિવ કેર નર્સરી( ICN ) કહેવામાં આવે છે કે જ્યાં ઇલ તથા પ્રિમેચ્યોર ન્યુબોર્ન,ઇન્ફન્ટ હોય તેમની પ્રોપર્લી કેર કરવામાં આવે છે.
લેવલ ઓફ કેર ઇન એન. આઇ. સી. યુ.( NICU ):
એન. આઇ. સી. યુ.( NICU ) ને મેઇન્લી ચાર કેટેગરી માં ડિવાઇડ કરવામાં આવે છે જેમ કે,
1) Level I : વેલ ન્યુ બોર્ન નર્સરી,
2)Level II : સ્પેશિયલ કેર નર્સરી,
3) Level III : નીયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ,
4)Level IV : રિજીયોનલ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ
1) Level I : વેલ ન્યુ બોર્ન નર્સરી:
આને સામાન્ય રીતે વેલ બેબી નર્સરી તરીકે ઓળખવામાં આવે છે, આ પ્રકારની નર્સરી દરેક ડિલિવરી વખતે ન્યુ રિસક્સિટેશન પ્રોવાઇડ કરવાની ક્ષમતા ધરાવે છે.
તેમાં હેલ્થી ન્યુબોર્ન ઇન્ફન્ટ ને ઇવાલ્યુએટ કરવામાં આવે છે તથા તેને પ્રોપર્લી કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમાં 35 થી 37 વીક દરમ્યાન બોર્ન થતા નિયોનેટ ને પ્રોપર્લી કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમાં 35 વીક થી ઓછી જેસ્ટેશન એજ દરમિયાન બર્થ થતા નિયોનેટ ને એપ્રોપ્રિએટ નીયોનેટલ કેર માં ટ્રાન્સફર કરવા સમય સુધીની નિયોનેટલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમા,
પિડીયાટ્રીશિયન ,
ફેમિલી ફિઝિશિયન,
નર્સ પ્રેક્ટિસનર,
તથા બીજા એડવાન્સ પ્રેક્ટિસ રજીસ્ટર નર્સ દ્વારા કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
2)Level II : સ્પેશિયલ કેર નર્સરી:
આ એક સ્પેશિયલ કેર નર્સરી છે કે જેમાં Level I નર્સરી ની બધી કેર પ્રોવાઇડ કરવાની કેપેબિલીટી નુ ઇનવોલ્વમેન્ટ થાય છે.
તેમાં સામાન્ય રીતે 32 વીકના જેસ્ટેશન સમય દરમિયાન બર્થ થતા નિયોનેટ માટે કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેનો વેઇટ એ 1500 ગ્રામ અથવા તેના કરતાં થોડો ઓછો વેઇટ હોય અને જે ન્યુબોર્ન એ ફિઝિયોલોજીકલ ઇમમેચ્યોર હોય તેમના માટે Level II સ્પેશિયલ કેર નર્સરીમાં કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમાં જે ઇન્ફન્ટ એ ફીડિંગ કરી શકતું હોય અને ઇન્ટેન્સિવ કેર પછી રિકવરી પોઝિશન માં હોય ત્યારે સ્પેશિયલ કેર નર્સરી માં તેમની કેર કરવામાં આવે છે.
તેમાં મિકેનિકલ વેન્ટિલેશન એ બ્રીફ ડ્યુરેશન સુધી પ્રોવાઇડ કરવામાં આવે છે અને પોઝિટિવ પ્રેસર ને કંટીન્યુઅસ મેઇન્ટેન કરવામાં આવી છે.
તેમા જે ઇન્ફન્ટ એ 32 વીકના જેસ્ટેશન પિરિયડ કરતાં ઓછા વીક માં બર્થ થયેલું હોય અને જેમનો વેઇટ 1500 ગ્રામ કરતા ઓછો હોય તેમને નીઓનેટલ ઇન્ટેન્સિવ કેર ફેસીલીટી સુધી ટ્રાન્સફર કરતા પહેલા આ સ્પેશિયલ કેર નર્સરી માં તેમને સ્ટેબીલાઇસ કરવા માટે કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમા,
નીયોનેટોલોજિસ્ટ,
નીયોનેટલ નર્સ પ્રેક્ટિસનર,
તથા
Level I ના બધા હેલ્થ કેર પ્રોવાઇડર્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
3) Level III : નીયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ:
તેમાં સસ્પેન્ડ લાઇફ સપોર્ટ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમાં કોમ્પરાહેન્સીવ નિયોનેટલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમાં મેડિકલ સબસ્પેસિયાલાટી, પિડીયાટ્રીક સર્જીકલ સ્પેશિયાલિટી, પિડીયાટ્રીક એનેસ્થેસિયોલોજીસ્ટ,અને પિડીયાટ્રીક ઓપ્થેલ્મોલોજીસ્ટ ની ઇમિડીયેટ એક્સેસ થય શકે છે.
તેમાં ઇમિડિએટલી વેન્ટિલેટરી સપોર્ટ તથા રેસ્પીરેટ્રી સપોર્ટ પ્રોવાઇડ કરવા માટેની ફેસિલિટી પણ અવેઇલેબલ હોય છે.
તેમા, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી( CT )સ્કેન, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ( MRI ), તથા ઇકોકાર્ડીયોગ્રાફી ની ફેસીલીટી પણ અવેલેબલ હોય છે.
તેમા, Level I તથા Level II ના બધા કેર પ્રોવાઇડર અવેઇલેબલ હોય છે સાથે તેમાં,
પિડીયાટ્રીક સર્જન,
પિડીયાટ્રીક મેડિકલ સબસ્પેસિયાલીસ્ટ,
પિડીયાટ્રીક એનેસ્થેસિયોલોજીસ્ટ,
તથા પિડીયાટ્રીક ઓપ્થેલ્મોલોજીસ્ટ નો સમાવેશ થાય છે.
4)Level IV : રિજીયોનલ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ:
આ એવું યુનિટ છે કે જેમાં હાઇએસ્ટ લેવલ ની નીઓનેટલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમાં, Level I , Level II તથા Level III ના બધી કેર ની ફેસિલીટી અવેઇલેબલ હોય છે.
તેમા એક્સ્ટ્રાકોર્પોરિઅલ મેમ્બરેન ઓક્સિજીનેસન (ECMO) માટેની ફેસિલિટી પણ અવેઇલેબલ હોય છે.