TERMINOLOGY
1) Acute coronary syndrome (એકયુટ કોરોનરી સિન્ડ્રોમ) : એકયુટ કોરોનરી સિન્ડ્રોમ એ કોરોનરી આર્ટરી ડીઝીસને કારણે ડીક્રીઝ થયેલા બ્લડ ફલોને કારણે જોવા મળતી કન્ડીશનને કારણે જોવા મળે છે જેમાં અનસ્ટેબલ એન્જાયના, એકયુટ મ્યોકાર્ડિયલ ઇન્ફ્રાકશન જેવી કન્ડીશનનો સમાવેશ થાય છે.
2) Anemia (એનીમિયા) : હિમોગ્લોબીન લેવલ નોર્મલ કરતા ઓછુ હોવું. (ડીક્રીઝ ધ લેવલ ઓફ રેડ બ્લડ સેલ ઓર હિમોગ્લોબીન)
3) Aneurysm (એન્યુરિઝમ) : બ્લડ વેસલ્સની વોલમાં આવેલ વીક પોઇન્ટ પર લોકલાઇઝ બલ્જીંગ અથવા સેક લાઇક સ્ટ્રક્ચર જોવા મળવું.
4) Angina pectoris (એન્જાયના પેક્ટોરિસ) : હાર્ટ મસલ્સમાં બ્લડ ફ્લો રીડયુસ થવાને કારણે જોવા મળતા ચેસ્ટ પેઇનને એન્જાયના પેક્ટોરિસ તરીકે ઓળખવામાં આવે છે.
5) Angioplasty (એન્જીયોપ્લાસ્ટી) : એન્જીયોપ્લાસ્ટી એ એક સર્જીકલ પ્રોસીજર છે જેનો ઉપયોગ નેરો અથવા બ્લોક થયેલી કોરોનરીને આર્ટરીને ઓપન કરવા માટે થાય છે.
6) Arotic stenosis (એઓર્ટિક સ્ટેનોસિસ) : એઓર્ટિક વાલ્વ નેરો થવો.
7) Arterioscelrosis (આર્ટરીઓસ્ક્લેરોસિસ) : હાર્ડનિંગ એન્ડ થીકનિંગ ઓફ ધ આર્ટરી.
8) Atherosclerosis (એથરોસ્ક્લેરોસિસ) : એથરોસ્ક્લેરોસિસ એ એક પ્રકારની કન્ડિશન છે. જેમાં આર્ટરીની વોલ પર પ્લેક બિલ્ડઅપ થવાને કારણે લ્યુમેન એ નેરોવિંગ બને છે.
9) Athroma (એથેરોમા) : આર્ટરીની વોલ પર જોવા મળતા ફેટી ડિપોઝિટ અથવા પ્લેક ફોર્મેશનને એથેરોમા તરીકે ઓળખવામાં આવે છે.
10) Buerger’s disease (બર્ગર’સ ડીઝીસ) : બર્ગર’સ ડીઝીસમાં આર્મ અને લેગમાં આવેલ મીડિયમ અને સ્મોલ સાઇઝની આર્ટરીમાં ઇન્ફલામેશન અને થ્રોમ્બોસિસ જોવા મળે છે જેને કારણે બ્લડ ફ્લો રીડયુસ થયેલ જોવા મળે છે.
11) Cardiac arrest (કાર્ડિયાક એરેસ્ટ) : સડન એન્ડ અનએક્સપેક્ટેડ લોસ ઓફ હાર્ટ ફંકશન
12) Cardiac catheterization (કાર્ડિયાક કેથેટેરાઇઝેશન) : કાર્ડિયાક કેથેટેરાઇઝેશન એ ઇન્વેસિવ પ્રોસીજર છે જેનો ઉપયોગ હાર્ટ કન્ડિશનને ડાયગ્નોસ કરવા તેમજ ટ્રીટ કરવા માટે થાય છે.
13) Cardiac output (કાર્ડિયાક આઉટપુટ) : હાર્ટ દ્વારા એક મિનીટમાં પંપ કરવામાં આવતા બ્લડફલોની અમાઉન્ટને કાર્ડિયાક આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે.
14) Cardiomyopathy (કાર્ડિયોમાયોપથી) : કાર્ડિયોમાયોપથી એ હાર્ટ મસલ્સ ડીઝીસ છે. જેમાં હાર્ટ એ એનલાર્જ, સ્ટીફ અને થીક બની જાય છે જેને કારણે હાર્ટ એ ઇફેક્ટિવલી પંપ કરી શકતું નથી.
15) Congestive heart failure (કન્જેસ્ટીવ હાર્ટ ફેલિયર) : કન્જેસ્ટીવ હાર્ટ ફેલિયર એ ક્રોનિક કન્ડિશન છે જેમાં હાર્ટ એ ઇફેક્ટિવલી બ્લડ પંપ કરી શકતું નથી જેને કારણે લંગ્સ, લીવરમાં ફ્લુઇડ બિલ્ડઅપ થાય છે.
16) Creatine kinase (ક્રિએટીન કાઇનેઝ) : ક્રિએટીન કાઇનેઝ એ એક પ્રકારનો એન્ઝાયમ છે જે હાર્ટ, બ્રેઇન અને સ્કેલેટલ મસલ્સમાં આવેલ હોય છે.
17) Defibrillation (ડિફિબ્રિલેશન) : ડિફિબ્રિલેશન એક મેડિકલ પ્રોસિજર છે જેમાં હાર્ટને ઇલેક્ટ્રિકલ શોક ડીલીવર કરી નોર્મલ હાર્ટ રિધમને રીસ્ટોર કરવામાં આવે છે.
18) Dyslipidemia (ડિસલિપિડેમિયા) : એબ્નોર્મલ લિપિડ લેવલ ઇન બ્લડ
19) Dysrhythmia (ડિસરિધેમિયા) : એબ્નોર્મલ હાર્ટ રીધમ
20) Endocarditis (એન્ડોકાર્ડાયટિસ) : ઇન્ફ્લામેશન ઓફ ઇનર લેયર ઓફ હાર્ટ / ઇન્ફ્લામેશન ઓફ એન્ડોકાર્ડિયમ
21) Heart failure (હાર્ટ ફેલિયર) : હાર્ટ ફેલિયરમાં હાર્ટ એ પુરતા પ્રમાણમાં બ્લડ પમ્પ કરવામાં ફેલ જાય છે.
22) High density lipoprotein (હાઇ ડેન્સિટિ લિપોપ્રોટીન) : હાઇ ડેન્સિટિ લિપોપ્રોટીન એ કોલેસ્ટેરોલનો એક ટાઇપ છે જેને ગુડ કોલેસ્ટેરોલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે તે બ્લડમાંથી કોલેસ્ટેરોલ રીમૂવ કરવામાં મદદ કરે છે.
23) Hemophilia (હિમોફીલિયા) : હિમોફીલિયા એ જીનેટીક ડીસઓર્ડર છે જેમાં બ્લડ એ પ્રોપરલી ક્લોટ થતું નથી જેને કારણે લાંબા સમય સુધી બ્લિડિંગ જોવા મળે છે.
24) Hypertension (હાઇપરટેન્શન) : હાઇ લેવલ ઓફ બ્લડ પ્રેશર (અબાવ 140/90 mmHg)
25) Hypotension (હાયપોટેન્શન) : લો લેવલ ઓફ બ્લડ પ્રેશર (બિલો 90/60 mmHg)
26) Heterograft (હેટરોગ્રાફટ) : હેટરોગ્રાફટને ઝેનોગ્રાફટ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ટિસ્યુ ગ્રાફટનો એક ટાઇપ છે જેમાં એક ડોનર સ્પેસિસસમાંના ટિસ્યુ ગ્રાફટને બીજી સ્પેસિસસના રેસીપીઅન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
27) Homograft (હોમોગ્રાફટ) : હોમોગ્રાફટને એલોગ્રાફ્ટ તરીકે તે પણ ઓળખવામાં આવે છે. જે ટિસ્યુ ગ્રાફટનો એક ટાઇપ છે જેમાં ટિસ્યુ ગ્રાફટના ડોનર અને રેસીપીઅન્ટની સ્પેસિસસ સેમ હોય છે.
28) Ischemia (ઇસ્ચેમિયા) : રીડયુઝ બ્લડ ફલો ટુ ધ પર્ટીકયુલર પાર્ટ ઓફ બોડી
29) Leukocytes (લ્યુકોસાઇટસ) : લ્યુકોસાઇટસ મીન્સ વ્હાઇટ બ્લડ સેલ
30) Leukemia (લ્યુકેમિયા) : લ્યુકેમિયા એ કૅન્સરનો એક ટાઇપ છે જે બ્લડ અને બોનમેરોને અફેક્ટ કરે છે.
31) Leukopenia (લ્યુકોપેનિયા) : લો લેવલ ઓફ વ્હાઇટ બ્લડ સેલ / ડીક્રીઝ નંબર ઇન વ્હાઇટ બ્લડ સેલ
32) Low density lipoprotein (લો ડેન્સિટી લિપોપ્રોટીન) : લો ડેન્સિટી લિપોપ્રોટીન એ કોલેસ્ટેરોલનો એક ટાઇપ છે જેને બેડ કોલેસ્ટેરોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું લેવલ વધવાને કારણે આર્ટરીમાં પ્લેક ફોર્મેશન જોવા મળે છે.
33) Microcytosis (માઇક્રોસાયટોસિસ) : રેડ બ્લડ સેલ તેની નોર્મલ સાઇઝ કરતા નાના હોવા.
34) Murmur (મરમર) : એબ્નોર્મલ હાર્ટ સાઉન્ડ
35) Myocardial infarction (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) : આ એક મેડિકલ ઇમરજન્સી છે જેમાં હાર્ટ મસલ્સનો બ્લડફલો બ્લોકેજ થઇ જાય છે.
36) Myocardial ischemia (માયોકાર્ડિયલ ઇસ્ચેમિયા) : આ એક પ્રકારની કન્ડિશન છે જેમાં હાર્ટ મસલ્સમાં પૂરતા પ્રમાણમાં બ્લડ ફલો ન મળવાને કારણે હાર્ટ મસલ્સને ઇનફ પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય થતું નથી.
37) Myocarditis (માયોકાર્ડાયટિસ) : ઇન્ફ્લામેશન ઓફ માયોકાર્ડિયમ.
38) Neutropenia (ન્યુટ્રોપેનિયા) : ડીક્રીઝ નંબર ઇન ન્યુટ્રોફીલ
39) Pancytopenia (પાનસાઇટોપેનિયા) : ડીક્રીઝ ઇન ધ નંબર ઓફ થ્રી ટાઇપ ઓફ બ્લડ સેલ (RBC, WBC, platlet)
40) Pericardiocentesis (પેરીકાર્ડિયોસેન્ટેસીસ) : પેરીકાર્ડિયોસેન્ટેસીસ એ એક પ્રકારની પ્રોસિજર છે જેમાં પેરીકાર્ડિયલ સેકમાં નીડલ ઇન્સર્ટ કરવામાં આવે છે અને ત્યાં પેરીકાર્ડિયલ ફ્લુઇડને ડ્રેન / રીમુવ કરવામાં આવે છે.
41) Pericardiotomy (પેરીકાર્ડિયોટોમી) : ઓપનિંગ ઇન પેરીકાર્ડિયમ
42) Pericarditis (પેરીકાર્ડાયટિસ) : ઇન્ફ્લામેશન ઓફ પેરીકાર્ડિયમ
43) Poikilocytosis (પોઇકિલોસાયટોસિસ) : એબ્નોર્મલ શેપ ઓફ રેડ બ્લડ સેલ
44) Policythemia (પોલિસાયથેમિયા) : ઇનક્રિસ ધ નંબર ઓફ રેડ બ્લડ સેલ
45) Postural hypotension (પોસ્ચ્યુઅલ હાયપોટેન્શન) : પોસ્ચ્યુઅલ હાયપોટેન્શનને ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં સિટિંગ અથવા લાયિંગડાઉન પોઝીશનમાંથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવતા બ્લડપ્રેશરમાં સડન ડ્રોપ જોવા મળે છે.
46) Pulmonary edema (પલ્મોનરી ઇડીમા) : લંગમાં ફ્લુઇડ એકયુમિલેટ થવું.
47) Regurgitation (રિગર્જીટેશન) : બેક્વર્ડ ફલો ઓફ ફ્લુઇડ. / હાર્ટમાં આવેલ વાલ્વ પ્રોપરલી ક્લોઝના થવાને કારણે બ્લડનો બેકફલો જોવા મળે છે જેને રિગર્જીટેશન તરીકે ઓળખવામાં આવે છે.
48) Rubor (રૂબર) : રેડિશ બ્લૂ ડીસકલરેશન ઓફ એક્સ્ટ્રીમિટીસ જે સિવિયર પેરીફેરલ આર્ટરી ડેમેજ ઇન્ડીકેટ કરે છે.
49) Stenosis (સ્ટેનોસિસ) : સ્ટેનોસિસ એટલે બોડીમાં આવેલ ઓપનિંગ અથવા પેસેજ નેરોવિંગ થવું.
50) Stent (સ્ટેન્ટ) : સ્ટેન્ટ એ એક પ્રકારનું સ્મોલ મેશ ટ્યુબ લાઇક સ્ટ્રકચર છે જેને આર્ટરી અથવા ડક્ટ પ્લેસ કરવામાં આવે છે જેથી તે ઓપન રહી શકે.
51) Streptokinase (સ્ટ્રેપટોકાઇનેઝ) : સ્ટ્રેપટોકાઇનેઝ એક પ્રકારની મેડીસિન છે જેનો ઉપયોગ બ્લડ ક્લોટને ડિસ્સોલ્વને કરવા માટે થાય છે.
52) Thalassemia (થેલેસેમિયા) : થેલેસેમિયા એ હેરિડીટરી હિમોલાયટીક ડીઝીસ છે જેમાં એબ્નોર્મલ હિમોગ્લોબીન પ્રોડક્શન જોવા મળે છે જેને કારણે એનીમિયાની કન્ડિશન જોવા મળે છે.
53) Thrombin (થ્રોમ્બિન) : થ્રોમ્બિન એ બ્લડ પ્લાઝમામાં આવેલું એન્ઝાઇમ છે જે બ્લડ ફાઇબ્રીનોજનને ફાઇબ્રીનમાં કન્વર્ટ કરવા માટે જરૂરી છે જેથી બ્લડ એ કલોટ થઇશકે.
54) Thrombocyte (થ્રોમ્બોસાઇટ) : થ્રોમ્બોસાઇટ એ પ્લેટલેટ માટે ઉપયોગમાં લેવાતો ટર્મ છે.
55) Thrombocytopenia (થ્રોમ્બોસાયટોપેનિયા) : લો પ્લેટલેટ કાઉન્ટ એટલે પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થવો.
56) Thrombosis (થ્રોમ્બોસિસ) : બ્લડ વેસલ્સ ની અંદર ક્લોટ (થ્રોમ્બસ) ફોર્મેશન થવું.
57) Thrombocytosis (થ્રોમ્બોસાયટોસિસ) : હાઇ પ્લેટલેટ કાઉન્ટ એટલે કે પ્લેટલેટ કાઉન્ટમાં વધારો થવો.
58) Thrombolytic (થ્રોમ્બોલાયટીક) : બ્લડ ક્લોટને બ્રેકડાઉન કરવા અથવા ડિસસોલ્વ કરતા એજન્ટને થ્રોમ્બોલાયટીક તરીકે ઓળખવામાં આવે છે.
59) Troponin (ટ્રોપોનિન) : ટ્રોપોનિન એ ગ્લોબ્યુલર પ્રોટીન કોમ્પ્લેક્સ છે જે મસલ્સ કોન્ટ્રાકશન સાથે સંકળાયેલ છે.
60) Valvuloplasty (વાલ્વ્યુલોપ્લાસ્ટી) : રીપેરીંગ ઓફ નેરોવિંગ એન્ડ સ્ટેનોસિસ વાલ્વ
61) Vasoconstrictor (વાસોકોન્સ્ટ્રીક્ટર) : બ્લડ વેસેલ્સને કોન્સ્ટ્રિક અથવા નેરોવિંગ કરવા માટે વપરાતું એજન્ટ
62) Vasodilator (વાસોડાયલેટર) : બ્લડ વેસલ્સને ડાયલેટ કરવા માટે ઉપયોગમાં લેવાતું એજન્ટ
63) Ventricular tachycardia (વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા) : આ એક પ્રકારની એબ્નોર્મલ હાર્ટ રીધમ છે જેમાં ફાસ્ટ અને ઇરરેગ્યુલર હાર્ટબીટ જોવા મળે છે જે હાર્ટના લોવર ચેમ્બર એટલે કે વેન્ટ્રિકલમાંથી ઓરીજીનેટ થાય છે.
64) Vericose vein (વેરીકોસ વેઇન) : વેઇન એ એનલાર્જ, ટ્વિસ્ટેડ અને સ્વેલન થવી. જે મુખ્યત્વે લેગમાં જોવા મળે છે.
Physical examination / objective data
✓ જનરલ એપિરિઅન્સ :
પેશન્ટનું જનરલ એપિરિઅન્સ અસેસ કરવું. જેમકે કોન્સીયસ લેવલ (એલર્ટ, લેથાર્જીક, કોમાટોસ), મેન્ટલ સ્ટેટસ (ઓરિએન્ટેડ ટુ ટાઇમ, પ્લેસ, પર્સન) તેમજ ડિસ્ટ્રેસ લેવલ અસેસ કરવું.
✓ ઇન્સ્પેક્શન ઓફ સ્કીન :
✓ ઇન્સ્પેક્શન ઓફ એક્સ્ટ્રીમીટીસ :
✓ ઇન્સ્પેક્શન ઓફ ચેસ્ટ :
Palpation (પાલ્પેશન)
પેરાસ્ટર્નલ હેવ એ ચેસ્ટ વોલની નોટીસેબલ આઉટવર્ડ મૂવમેન્ટ છે. જેને સ્ટરનમની લેફ્ટ સાઇડ જોઇ શકાય છે તેમજ ફીલ કરી શકાય છે. જે હાર્ટના એનલાર્જ થયેલ રાઇટ વેન્ટ્રીકલની ઇન્ક્રીઝ થયેલ એક્ટિવિટી ઇન્ડિકેટ કરે છે. (હેન્ડની હિલને લેફ્ટ સ્ટર્નલનની ધાર પર પેરેરલ રાખીને પાલપેટ કરવામાં આવે છે.
Auscultation (અસ્કલટેશન)
For your knowledge
Normal heart sound (નોર્મલ હાર્ટ સાઉન્ડ)
S1 અને S2 સાઉન્ડને નોર્મલ હાર્ટ સાઉન્ડ તરીકે ગણવામાં આવે છે. S1 અને S2 સાઉન્ડ એ એટ્રીયોવેન્ટીક્યુલર વાલ્વ અને સેમીલ્યુનાર વાલ્વ ક્લોઝ થવાને કારણે સાંભળવા મળે છે. આથી નોર્મલી કાર્ડિયાક સાયકલ દરમિયાન S1 અને S2 સાઉન્ડ સાંભળવા મળે છે.
S1 સાઉન્ડ :
એટ્રીયોવેન્ટીક્યુલર વાલ્વ એટલે કે ટ્રાયક્સપિડ વાલ્વ અને મિટ્રલ વાલ્વ ક્લોઝ થવાને કારણે
S1 સાઉન્ડ સાંભળવા મળે છે. S1 સાઉન્ડ દરમિયાન લબ અવાજ સાંભળવા મળે છે. S1 સાઉન્ડ એ સિસ્ટોલ દરમિયાન સાંભળવાં મળે છે. અપાયકલ એરિયામાં S1 સાઉન્ડને સારી રીતે સાંભળી શકાય છે.
S2 સાઉન્ડ :
S2 સાઉન્ડ એ એરોટીક અને પલ્મોનિક વાલ્વ કલોઝ થવાને કારણે સાંભળવા મળે છે. S2 સાઉન્ડ દરમિયાન ડબ અવાજ સાંભળવા મળે છે. S2 સાઉન્ડ એ ડાયેસ્ટોલ દરમિયાન સાંભળવાં મળે છે. S2 સાઉન્ડ એરોટિક અને પલ્મોનિક એરિયામાં વધારે સારી રીતે સાંભળી શકાય છે.
Abnormal heart sound (એબ્નોર્મલ હાર્ટ સાઉન્ડ)
જ્યારે હાર્ટમાં સ્ટ્રકચરલ અથવા ફંકશનલ પ્રોબ્લેમ અથવા એબ્નોર્માલિટી જોવા મળે ત્યારે એબ્નોર્મલ હાર્ટ સાઉન્ડ સાંભળવા મળે છે. એબ્નોર્મલ હાર્ટ સાઉન્ડમાં S3 ગેલોપ, S4 ગેલોપ, મરમર, ઓપનિંગ સ્નેપ, સિસ્ટોલિક ક્લિક, ફ્રીકશન રબનો સમાવેશ થાય છે. S3 અને S4 સાઉન્ડને ગેલોપ કહે છે કારણ કે તેનો અવાજ ગેલોપિંગ હોર્સ એટલે કે દોડતા ઘોડા જેવો હોય છે.
S3 સાઉન્ડ :
S3 સાઉન્ડને ‘વેન્ટ્રિક્યુલર ગેલોપ’ તેમજ ‘પ્રોટોડાયેસ્ટોલિક ગેલોપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો એક્સ્ટ્રા હાર્ટ સાઉન્ડ છે જે S2 હાર્ટ સાઉન્ડ બાદ તરત જ સાંભળવા મળે છે એટલે કે લબ-ડબ-ડબ સાંભળવા મળે છે.S3 હાર્ટ સાઉન્ડ એ અર્લી ડાયેસ્ટોલ દરમિયાન સાંભળવા મળે છે. S3 સાઉન્ડ એ રેપિડ વેન્ટ્રીકયુલર ફિલિંગને કારણે જોવા મળે છે. S3 સાઉન્ડ એ ચિલ્ડ્રન, યુથ અને એથલેટિક પર્સનમાં નોર્મલી સાંભળવા મળે છે જ્યારે ઓલ્ડ એજમાં એ તેને એબ્નોર્મલ કન્સિડર કરવામાં આવે છે જે લેફટ વેન્ટ્રિક્યુલર ફેલિયર, મિટ્રલ રિગર્જીટેશન ઇન્ડીકેટ કરે છે. S3 સાઉન્ડને સ્ટેથોસ્કોપના બેલ વડે હદયની અપેક્સ સાઇડ સારી રીતે સાંભળી શકાય છે.
S4 સાઉન્ડ :
S4 સાઉન્ડને ‘આર્ટરીયલ ગેલોપ’ તેમજ ‘પ્રિસિસ્ટોલિક ગેલોપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો એકસ્ટ્રા હાર્ટ સાઉન્ડ છે. જે S1 હાર્ટ સાઉન્ડની જસ્ટ પહેલા જ સાંભળવા મળે છે એટલે કે લબ-લબ-ડબ સાંભળવા મળે છે. S4 સાઉન્ડ એ લેટ ડાયેસ્ટોલ દરમિયાન સાંભળવા મળે છે. S4 સાઉન્ડ એ નોન વેન્ટ્રિકલ કમ્પ્લેન્ટ દરમિયાન એટ્રિયા એ કોન્ટ્રાક્ટ થવાને કારણે જોવા મળે છે. S4 સાઉન્ડને ટોટલી એબ્નોર્મલ ગણવામાં આવે છે. S4 સાઉન્ડ એ હાયપરટેન્સિવ હાર્ટ ડીસીઝ, એઓટીક સ્ટેનોસિસ, માયોકાર્ડિયાલ ઇન્ફાર્ક્શનને ઇન્ડીકેટ કરે છે. S4 સાઉન્ડને સ્ટેથોસ્કોપના બેલ પાર્ટ વડે હાર્ટની અપેક્સ સાઇડ પર સારી રીતે સાંભળી શકાય છે.
ઓપનિંગ સ્નેપ :
નોર્મલી જ્યારે વાલ્વ ઓપન થાય છે ત્યારે કોઇ પણ પ્રકારનો સાઉન્ડ સાંભળવા મળતો નથી પરંતુ જ્યારે વાલ્વ્યુલર ડીઝીસ પ્રેઝન્ટ હોય ત્યારે સિસ્ટોલિક અને ડાયેસ્ટોલિક દરમિયાન વાલ્વના ઓપનિંગ સમયે લીફ્લેટ દ્વારા સાઉન્ડ ક્રીએટ કરવામાં આવે છે જેને ઓપનિંગ સ્નેપ તરીકે ઓળખવામાં આવે છે. ઓપનિંગ સ્નેપ એ એબ્નોર્મલ હાઇ પીચડ ડાયેસ્ટોલિક સાઉન્ડ છે જે AV વાલ્વના ઓપનિંગ દરમિયાન સાંભળવા મળે છે અને અર્લી ડાયેસ્ટોલના સમય દરમિયાન સાંભળવાં મળે છે એટલે કે S2 સાઉન્ડ બાર તરત જ સાંભળવા મળે છે. ઉદાહરણ તરીકે મિટ્રલ સ્ટેનોસિસ
સિસ્ટોલિક ક્લિક :
ઓપનિંગ સ્નેપની જેમજ જ્યારે સેમીલ્યુનાર વાલ્વમાં સ્ટેનોસિસ થાય છે તેના કારણે તે વાલ્વ ઓપન થવાના સમયે શોર્ટ હાઇ પીચડ સાઉન્ડ સાંભળવા મળે છે જેને સિસ્ટોલિક ક્લિક કહે છે. સિસ્ટોલિક ક્લિક એ અર્લી સિસ્ટોલના સમયે સાંભળવા મળે છે એટલે કે S1 સાઉન્ડ પછી તરત જ સાંભળવાં મળે છે.
ફ્રિક્શન રબ :
સિસ્ટોલ અને ડાયેસ્ટોલ દરમિયાન સાંભળવા મળતા હર્શ અને ગ્રેટીંગ સાઉન્ડને ફ્રિક્શન રબ તરીકે ઓળખવામાં આવે છે. જે મુખ્યત્વે પેરીકાર્ડાયટીસ દરમિયાન ઇન્ફ્લેમડ થયેલી પેરીકાર્ડિયાલ સરફેસમાં એબ્રેશન થવાને કારણે સાંભળવા મળે છે. ફ્રિક્શન રબને સ્ટેથોસ્કોપના ડાયાફ્રામની મદદથી સારી રીતે સાંભળી સાંભળી શકાય છે.
મરમર :
હાર્ટ મરમર એ એબ્નોર્મલ હાર્ટ સાઉન્ડ છે જે હાર્ટ અને બ્લડ વેસેલ્સના ટયુર્બુલેન્ટ બ્લડ ફલોને કારણે જોવા મળે છે. મરમર સાઉન્ડની ઇન્ટેન્સિટી, ટાઇમિંગ, ડ્યુરેશન એ તેના કોસ પર આધાર રાખે છે. મરમર એ બે ટાઇપના જોવા મળે છે : સિસ્ટોલિક મરમર અને ડાયેસ્ટોલિક મરમર
Diagnostic test for heart and cardiovascular system
Laboratory test (લેબોરેટરી ટેસ્ટ) :
લેબોરેટરી ટેસ્ટમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, કાર્ડિયાક માર્કર, બ્લડ કેમેસ્ટ્રી ટેસ્ટ, લિપિડ પ્રોફાઇલ અને કોએગ્યુલેશન સ્ટડી કરવામાં આવે છે.
✓ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ :
✓ કાર્ડિયાક બાયોમાર્કર :
✓ બ્લડ કેમેસ્ટ્રી ટેસ્ટ :
✓ કોએગ્યુલેશન સ્ટડી :
Cardiac enzymes (કાર્ડિયાક એન્ઝાઇમ્સ)
જયારે હાર્ટ સેલ અથવા મસલ્સ ડેમેજ થાય છે (જેમકે હાર્ટ એટેક) ત્યારે તેમાંથી પ્રોટીન અને એન્ઝાઇમ્સ રિલીઝ થાય છે અને જેને કાર્ડિયાક એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એન્ઝાઇમ્સ બ્લડમાં ભળે છે અને બ્લડમાં તેમનું લેવલ વધારે જોવા મળે છે. આથી બ્લડ ટેસ્ટ દ્વારા કાર્ડિયાક એન્ઝાઇમનું લેવલ મેઝર કરવામાં આવે છે અને કાર્ડિયાક કન્ડિશનને આઇડેન્ટીફાઇકરવામાં આવે છે. કાર્ડિયાક એન્ઝાઇમમાં ક્રિએટીન કાયનેસ, લેક્ટેટ ડિહાઇડ્રોજેનેઝ, કાર્ડિયાક ટ્રોપોનિન, માયોગ્લોબિનનો સમાવેશ થાય છે.
Creatine kinase (ક્રિએટીન કાઇનેઝ)
ક્રિએટીન કાઇનેઝ એ એક પ્રકારનો એન્ઝાઇમ છે જે હાર્ટ, બ્રેઇન અને સ્કેલેટલ મસલ્સના ટિસ્યુમાં આવેલ હોય છે. હાર્ટમાં આવેલ એન્ઝાઇમને CK-MB, બ્રેઇનમાં આવેલ એન્ઝાઇમને CK-BB અને સ્કેલેટલ મસલ્સમાં આવેલ ટિસ્યુને CK-MM તરીકે ઓળખવામાં આવે છે. આથી જ્યારે કાર્ડિયાક સેલ ડેમેજ થાય છે ત્યારે ક્રિએટીન કાઇનેઝ બ્લડમાં રિલીઝ થાય છે અને બ્લડમાં CK-MB નું લેવલ ઇન્ક્રીઝ થાય છે. કાર્ડિયાક સેલ ડેમેજ થયાના ચાર થી છ કલાકની અંદર CK-MB ના લેવલમાં વધારો થાય છે તેમજ 12 થી 24 કલાકમાં તે પીક લેવલે જોવા મળે છે અને 48 થી 72 કલાકની અંદર નોર્મલ લેવલે આવી જાય છે. આથી CK-MB લેવલમાં વધારો થવો એ હાર્ટ એટેકની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.
Cardiac troponin (કાર્ડિયાક ટ્રોપોનિન)
ટ્રોપોનિન એ એક પ્રકારનું પ્રોટીન છે જે માત્ર કાર્ડિયાક મસલ્સમાં આવેલું હોય છે. જે કાર્ડિયાક મસલ્સના કોન્ટ્રાકશનમાં મહત્વનો ભાગ ભજવે છે. ટ્રોપોનિન એ ટ્રોપોનિન T અને ટ્રોપોનિન I એમ બે ફોર્મમાં જોવા મળે છે. જેમાંથી ટ્રોપોનિન T એ માયોકાર્ડિયાલ ડેમેજ માટેનું હાઇલી સેન્સિટીવ ઇન્ડિકેટર છે. જયારે હાર્ટ મસલ્સ ડેમેજ થાય છે ત્યારે મસલ્સમાંથી ટ્રોપોનિન રીલીઝ થાય છે અને બ્લડમાં ભળે છે. જેમાંથી ટ્રોપોનિન T એ માયોકાર્ડિયાલ ડેમેજ માટેનું હાઇલી સેન્સિટીવ ઇન્ડિકેટર છે. આ ટ્રોપોનિનનું લેવલ હાર્ટ મસલ્સ ડેમેજ થવાના 4 થી 6 કલાકની અંદર એલીવેટ થાય છે તેમજ 10 થી 24 કલાકે તે પીક લેવલે જોવા મળે છે અને મસલ્સ ડેમેજ થયાના 7 દિવસ સુધી એલીવેટ રહે છે. કાર્ડિયાક ટ્રોપોનિન એ હાર્ટ એટેકને ડાયગ્નોસીસ કરવા માટેનું ક્રુસિયલ(નિર્ણાયક) માર્કર છે આ ઉપરાંત તે હાર્ટ મસલ્સ ડેમેજ થવાની સીવિયારીટી અસેસ કરવા માટે ઉપયોગી છે.
Myoglobin (માયોગ્લોબિન)
માયોગ્લોબિન એ એક મોનોમેરિક પ્રોટીન છે. જેને ઑક્સિજન સ્ટોરેજ પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે ઓક્સિજન સાથે બાઇન્ડ થઇ શકે છે તેમજ જરૂર પડે ત્યારે ઓક્સિજનને રિલીઝ કરી શકે છે. એટલે કે ઓક્સિજનને સ્ટોર કરે છે. માયોગ્લોબિન એ કાર્ડિયાક મસલ્સ તેમજ સ્કેલેટલ મસલ્સમાં જોવા મળતું પ્રોટીન છે. આથી જ્યારે કાર્ડિયાક મસલ્સ અથવા સ્કેલેટલ મસલ્સ ડેમેજ થાય ત્યારે માયોગ્લોબિન એ બ્લડમાં રીલીઝ થાય છે અને બ્લડમાં તેનું લેવલ વધારે છે. માયોગ્લોબિનનું લેવલ એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફ્રાકશન થયાના 1 કલાકની અંદર વધે છે તેમજ 4 થી 12 કલાકમાં તે પીક લેવલે જોવા મળે છે અને 18 કલાકની અંદર તે નોર્મલ લેવલે જોવા મળે છે.
Lactic dehydrogenase (LDH) (લેક્ટિક ડિહાઇડ્રોજીનેઝ)
લેક્ટિક ડિહાઇડ્રોજીનેઝ એ એક પ્રકારનો એન્ઝાઇમ છે જે બોડીમાં ઘણા બધા ટિસ્યુમાં આવેલ હોય છે જેમ કે હાર્ટ, લીવર, કિડની, લંગ, રેડ બ્લડ સેલ. લેક્ટિક ડિહાઇડ્રોજીનેઝ એ એનારોબિક મેટાબોલીઝમ દરમિયાન લેક્ટેકને પાયરુવેટમાં કન્વર્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. લેક્ટિક ડિહાઇડ્રોજીનેઝના પાંચ ટાઈપ જોવા મળે છે : LDH1, LDH2, LDH3, LDH4, LDH5. જેમાંથી LDH1 અને LDH2 એ હાર્ટ, કિડની અને રેડ બ્લડ સેલમાં પ્રેઝન્ટ હોય છે જ્યારે LDH3 એ લંગમાં અને LDH4 અને LDH5 એ સ્કેલેટલ મસલ્સમાં પ્રેઝન્ટ હોય છે. નોર્મલી LDH2 એ LDH1 કરતા વધારે હોય છે. પરંતુ જ્યારે કાર્ડિયાક મસલ્સ ડેમેજ થાય ત્યારે LDH1 નું લેવલ LDH2 કરતા વધી જાય છે. LDH નું લેવલ એ MI થયાના 8 થી 12 કલાકની અંદર વધે છે તેમજ 24 થી 48 કલાક એ પિક લેવલે જોવા મળે છે અને 5 -7 દીવસની અંદર નોર્મલ લેવલ એ આવી જાય છે.
Lipid profile (લિપિડ પ્રોફાઇલ)
લિપિડ પ્રોફાઇલ એ બ્લડ ટેસ્ટ છે જેમાં બ્લડમાં આવેલ વિવિધ પ્રકારનાં લિપિડને મેઝર કરવામાં આવે છે જેમ કે કોલેસ્ટ્રોલ, હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન, લો ડેન્સિટી લિપોપ્રોટીન, ટ્રાઇગ્લિસરાઇડસ, ફોસ્ફોલિપિડ. આ ટેસ્ટ દ્વારા કાર્ડિયો વાસ્કયુલર ડીઝીસનું રિસ્ક છે કે નહિ તે અસેસ કરી શકાય છે.
X-ray (એક્સ રે)
ચેસ્ટ એક્સરે માં સ્મોલ અમાઉન્ટ એક્સ રેયસનો ઉપયોગ કરી તે એરિયાનો 2D ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે એન્ટેરિયર પોસ્ટેરિયર અને લેટરલ સાઇડનો વ્યુ લેવામાં આવે છે. એક્સરેની મદદથી હાર્ટની સાઇઝ, શેપ અને પોઝિશન વિશે જાણી શકાય છે. ચેસ્ટ એક્સ રે નો ઉપયોગ પેરીકાર્ડિયલ કેલ્સિફિકેશન, પેરીકાર્ડિયલ ઇફ્યુઝન જેવી કન્ડિશનને ડાયગ્નોસીસ કરવા માટે થાય છે.
Computed tomography scan (CT scan) (કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન)
.
કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન (CT scan)ને કોમ્પ્યુટરાઇઝ્ડ એક્ષિયલ ટોમોગ્રાફી (CAT) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ઇમેજિંગ ટેકનિક છે જેમાં એક્સ રે અને કોમ્પ્યુટર પ્રોસેસની મદદથી બોડીની ડીટેલમાં ક્રોસ સેક્શનલ ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે. જે બોડીના ઇન્ટરનલ ઓર્ગન, બોર્ન, સોફ્ટ ટિસ્યુ અને બ્લડ વેસેલ્સની વેલ્યુએબલ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. ચેસ્ટના સીટી સ્કેન દરમિયાન તે હાર્ટ, ગ્રેટ વેસલ્સની ઇમેજ પૂરી પાડે છે જેની મદદથી કાર્ડિયાક માસ તેમજ એરોટા અને પેરીકાર્ડિયમના ડીઝીસને ઇવાલ્યુએટ કરી શકાય છે.
Magnetic resonance imaging (MRI) (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ)
મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ નોન ઇન્વેસિવ મેડીકલ ઇમેજિંગ ટેકનિક છે જે હાર્ટનું 3D ઇમેજ પ્રોવાઇડ કરે છે. આ ટેસ્ટમાં પાવરફુલ મેગ્નેટ અને રેડિયો વેવ્સનો ઉપયોગ કરીને આપેલ એરીયા નો ક્રોસ સેક્શન ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે અને તે હાર્ટ, લંગ અને બ્લડ વેસલ્સની ડીટેલમાં માહિતી પ્રોવાઇડ કરે છે. MRI નો ઉપયોગ હાર્ટ ચેમ્બર, વાલ્વની એબ્નોર્માલિટી ડિટેક્ટ કરવા માટે તેમજ ટ્યુમર અને કોરોનરી આર્ટરી ડીઝીસને આઇડેન્ટીફાઇ કરવા માટે થાય છે.
Doppler ultrasound (ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ)
ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ એ નોન ઇન્વેસિવ ઇમેજિંગ ટેકનિક છે. જેમાં સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને બ્લડ ફલોને ઇવાલ્યુએટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં સાઉન્ડ વેવ્સની ફ્રિકવન્સીમાં ચેન્જીસ કરીને બ્લડ સેલ પર રીફલેક્ટ કરવામાં આવે છે અને બ્લડફલોને મેઝર કરવામાં આવે છે. ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ બલ્ડ ક્લોટ, નેરોવિંગ આર્ટરી અને હાર્ટ વાલ્વ સાથે સંક્યાયેલ પ્રોબ્લેમને આઇડેન્ટીફાય કરવા માટે થાય છે.
Duplex ultrasound (ડુપ્લેક્સ અલ્ટ્રાસાઉન્ડ)
આ એક નોન ઇન્વેસિવ ઇમેજિંગ મેથડ છે જેમાં ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ અને ટ્રેડિશનલ અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગનું કોમ્બિનેશન જોવા મળે છે. આ ટેસ્ટમાં ટ્રાન્સડ્યુસરની મદદથી બ્લડફલોની સ્પીડ, મૂવિંગ કેપેસિટી મેઝર કરવામાં આવે છે. તે બ્લડ ફલોમાં જોવા મળતા બ્લોકેજ, આર્ટરિયલ સ્ટનોસિસ જેવી કન્ડીશનને ડીટેકટ કરવા માટે ઉપયોગી છે.
Gated blood pool scan (ગેટેડ બ્લડ પૂલ સ્કેન)
ગેટેડ બ્લડ પૂલ સ્કેનને ‘રેડિયોન્યુક્લાઇડ વેન્ટ્રિક્યુલોગ્રાફી’ અને ‘મલ્ટિગેટેડ એક્વિઝિશન સ્કેન (MUGA)’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ન્યુક્લિયર મેડિસિન ઇમેજિંગ ટેકનીક છે જેનો ઉપયોગ હાર્ટ ચેમ્બર સ્પેશ્યલી વેન્ટ્રિકલના ફંકશનને અસેસ કરવા માટે થાય છે. આ ટેસ્ટમાં સ્મોલ અમાઉન્ટમાં રેડિયો ટ્રેસરને બ્લડ સ્ટ્રીમમાં ઇન્જેકટ કરવામાં આવે છે. આ ટ્રેસર એ હાર્ટમાં સર્ક્યુલેટ થાય છે અને આ સમયે સ્પેશિયલ કેમેરાની મદદથી તે એરિયાનો ઇમેજ કેપ્ચર કરવામાં આવે છે. આ ઇમેજ એ વેન્ટ્રીક્યુલર ફંક્શન, ઇજેક્શન-ફ્રેક્શન, વેન્ટરીક્યુલર વોલ્યુમ અને કાર્ડિયાક આઉટપુટ વિશે ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. ગેટેડ બ્લડ પૂલ સ્કેનનો ઉપયોગ હાર્ટ ફેલિયર, કાર્ડિયોમાયોપેથી, કોરોનરી આર્ટરી ડીઝીસને ડાયગ્નોસ કરવા અને મોનિટર કરવા માટે થાય છે.
Positron emission tomography (પોઝિટ્રોન ઇમિઝન ટોમોગ્રાફી)
પોઝિટ્રોન ઇમિઝન ટોમોગ્રાફી એ ન્યુક્લિયર મેડિસિન ઇમેજિંગ ટેકનીક છે જે બોડીના ઓર્ગન અને ટિસ્યુની 3D ઇમેજ પૂરી પાડે છે. આ ટેસ્ટમાં રેડિયોએક્ટિવ ટ્રેસર નાઇટ્રોજન 13 એમોનિયાને બ્લડ સ્ટ્રીમમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ રેડીયો એક્ટિવ ટ્રેસર દ્વારા પોઝીસ્ટ્રોન ઉત્સર્જિત કરવામાં આવે છે. આ પોઝીસ્ટ્રોન કોલોઇડ એ બોડીના ઇલેક્ટ્રોન સાથે જોડાય છે અને ગામા રેયસ રિલીઝ કરે છે. ત્યારબાદ તે એરીયાને સ્કેન કરવામાં આવે છે જે બોડીમાં થયેલ રેડિયો ટ્રેસરના ડિસ્ટ્રીબ્યુશનને દર્શાવે છે. આથી PET સ્કેનનો ઉપયોગ ઓનકોલોજી, ન્યુરોલોજી કાર્ડીઓલોજી જેવી મેડિકલ ફિલ્ડમાં કરવામાં આવે છે. PET સ્કેન એ બ્લડ ફલો, મેટાબોલિક ફંકશન, કાર્ડિયાક ફંકશન વિશે માહિતી પ્રોવાઇડ કરે છે. આથી PET સ્કેનનો ઉપયોગ માયોકાર્ડિયલ ઇસ્ચેમીયા, માયો કાર્ડિયલ મેટાબોલિક ફંક્શનને ઇવાલ્યુએટ કરવા માટે થાય છે.
Angiography (એન્જીયોગ્રાફી)
એન્જીયોગ્રાફી એ એક પ્રકારનો ઇમેજિંગ ટેસ્ટ છે જેનો ઉપયોગ બોડીના વેરિયસ પાર્ટમાં આવેલ બ્લડ વેસલ્સને વિઝયુલાઇઝ કરવા માટે થાય છે. એન્જીયોગ્રાફીમાં આર્ટિઓગ્રાફી અને વેનોગ્રાફીનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બ્લડ સ્ટ્રીમની અંદર કોન્ટ્રાસ્ટ એજન્ટ ઇન્જેકટ કરવામાં આવે છે અને આપેલ એરીયાના એક્સરે ઇમેજ કાઢવામાં આવે છે અને બ્લડ વેસેલ્સમાં રહેલ બ્લોકેજ, ઓબસ્ટ્રકશન, બ્લડ કલોટ ફોર્મેશન તેમજ અન્ય કન્ડિશનને આઇડેન્ટીફાઇ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એન્યુરિઝમ. હાર્ટ માટે કોરોનરી એન્જીયોગ્રાફી કરવમાં આવે છે.
Phlebograohy (ફ્લેબોગ્રાફી)
ફ્લેબોગ્રાફીને વેનોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ડાઇગ્નોસ્ટિક ઇમેજિંગ ટેકનીક છે જેનો ઉપયોગ બોડીમાં આવેલી વેઇનને વિઝયુલાઇઝ કરવા માટે થાય છે ખાસ કરીને એક્સ્ટ્રીમિટીસમાં આવેલી વેઇન. આ ટેસ્ટમાં ફૂટ અથવા હેન્ડમાં આવેલ વેઇનમાં કોન્ટ્રાસ્ટ ડાય ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આપેલ એરીયાની એક્સરે ઇમેજ લેવામાં આવે છે અને વેઇનને વિઝયુલાઇઝ કરવામાં આવે છે. ફ્લેબોગ્રાફીનો ઉપયોગ ડીપ વેઇન થ્રોમ્બોસીસ, વેરીકોસ વેઇન, વેનસ ઇનસફીસીયન્સી અને વેનસ માલફોર્મેશન જેવી કન્ડિશનની આઇડેન્ટીફાય કરવા માટે થાય છે.
: Radioisotope imaging (રેડિયોઆઇસોટોપ ઇમેજિંગ)
રેડિયોઆઇસોટોપ ઇમેજિંગને ‘ન્યુક્લિયર મેડીસિન ઇમેજિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક મેડિકલ ઇમેજિંગ ટેકનીક છે જેમાં રેડીયોએક્ટિવ સબ્ટન્સ-રેડિયોઆઇસોટોપને ઇન્ટ્રાવેલેસલી ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આ સબ્ટન્સ દ્વારા ગામા રેસ ઉત્સર્જન કરવામાં આવે છે. આથી સ્પેશિયલ કેમેરાની મદદથી ઓર્ગન, ટીસ્યુ અને ફિઝિયોલોજીકલ પ્રોસેસના ઇમેજ લેવામાં આવે છે. આ ઇમેજની મદદથી કેન્સર, હાર્ટ ડીઝીસ અને બોન ડીસઓર્ડરને ડીટેક્ટ કરવામાં આવે છે.
Technetium pyrophosphate scan (Tc PYP) (ટેકનેટિયમ પાયરોફોસ્ફેટ સ્કેન)
ટેકનેટિયમ પાયરોફોસ્ફેટ સ્કેન એ એક ન્યુક્લિયર ઇમેજિંગ ટેસ્ટ છે જેનો ઉપયોગકાર્ડિયાક એમાઇલોઇડોસિસને ડાયગ્નોસ કરવા માટે થાય છે. આ એક પ્રકારની કન્ડિશન છે જેમાં હાર્ટ ટીશ્યુમાં એબ્નોર્મલ પ્રોટીન એકયુમ્યુલેટ થાય છે. આ ટેસ્ટ દરમિયાન રેડિયોએક્ટિવ ટ્રેસર ટેકનેટિયમ પાયરોફોસ્ફેટને બ્લડ સ્ટ્રીમમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ રેડિયોએક્ટિવ ટ્રેસર એ હાર્ટમાં ડિપોઝિટ થયેલા એમાઇલોડ પ્રોટીન સાથે બાઇન્ડ થાય છે જેથી તે એરિયાના સ્પેશિયલ કેમેરાની મદદથી ઇમેજ લેવામાં આવે છે અને આ ઇમેજ દ્વારા તેને આઇડેન્ટીફાય કરી શકાય છે.
Fluroscopy (ફ્લોરોસ્કોપી)
આ એક ઇમેજિંગ ટેકનિક છે જેમાં હાર્ટને એક્સરે સ્ક્રીન પર વિઝયુલાઇઝ કરી શકાય છે.જેમાં એક્સ રે બીમનો કન્ટીન્યુઅસ ઉપયોગ કરીને બોડીના ઇન્ટર્નલ સ્ટ્રક્ચરની રીયલ ટાઇમ મૂવિંગ ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે. તેની મદદથી કાર્ડિયાક અને વાસ્ક્યુલર પલ્સેશન જોઈ શકાય છે તેમજ હાર્ટનો શેપ અને સાઈઝ જોઈ શકાય છે. આથી તેનો ઉપયોગ કાર્ડિયાક કેથેટેરાઇઝેશન દરમિયાન કેથેટર ઇન્સર્ટ કરતી વખતે ગાઇડન્સ પ્રોવાઇડ કરવામાં તેમજ ઇન્ટ્રાવેનસ ઇલેક્ટ્રોડને પોઝિશનિંગ કરવા માટે થાય છે.
: Echocardiograohy (ઇકોકાર્ડિયોગ્રાફી)
ઇકોકાર્ડિયોગ્રાફી એ એક નોન ઇન્વેસિવ ટેસ્ટ છે જેમાં સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને હાર્ટનું ઇમેજ ક્રીએટ કરવામાં આવે છે. જે હાર્ટના સ્ટ્રકચર અને ફંકશન વિશે ડીટેલમાં ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. જેમ કે હાર્ટ ચેમ્બરના શેપ અને સાઇઝ, પમ્પિંગ ફંકશન , હાર્ટ વાલ્વ મૂવમેન્ટ, બ્લડ ફલો વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. ઇકોકાર્ડિયોગ્રાફીનો ઉપયોગ હાર્ટ વાલ્વ ડીસઓર્ડર, કન્જીનેટાલ હાર્ટ ડીફેકટ, હાર્ટ ફેલિયર જેવી કન્ડિશનને ડાયગ્નોસ કરવા તેમજ મોનિટર કરવા માટે થાય છે.
Electrocardiogram (ECG / EKG) (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ)
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એ એક નોન ઇન્વેસિવ ટેસ્ટ છે જેનો ઉપયોગ હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને રેકોર્ડ કરવા માટે થાય છે. જેમાં ઇલેક્ટ્રોડને નીચે આપેલા પિક્ચરમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા એરિયામાં પ્લેસ કરવામાં આવે છે અને આપેલ ટાઇમ પિરિયડમાં હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને પેજ પર રેકોર્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ઇવાલ્યુએટ કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એ કંડકશન, રેટ અને રિધમ પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનો ઉપયોગ એરિધેમિયા, હાર્ટ એટેક, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલન્સ તેમજ અન્ય કાર્ડિયાક કન્ડિશનને ડિટેક્ટ કરવા માટે થાય છે.
Cardiac catheterization (કાર્ડિયાક કેથેટેરાઇઝેશન)
કાર્ડિયાક કેથેટેરાઇઝેશન એ ઇન્વેસિવ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેનો ઉપયોગ હાર્ટ કન્ડિશનને ડાયગ્નોસ કરવા અને ટ્રીટ કરવા માટે થાય છે. આ ટેસ્ટમાં થીન ફ્લેક્સિબલ ટ્યુબ કે જેને કેથેટર તરીકે ઓળખવામાં આવે છે તેને ગ્રોઇન અથવા આર્મની બ્લડ વેસેલ્સ થ્રુ હાર્ટમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. જે હાર્ટ ચેમ્બરન, ગ્રેટ બ્લડ વેસેલ્સ, કોરોનરી આર્ટરીનું બ્લડ પ્રેશર મેજર કરે છે તેમજ આઉટપુટ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. કાર્ડિયાક કેથેટેરાઇઝેશન એ કોરોનરી આર્ટરી ડીઝીસ, હાર્ટ વાલ્વ પ્રોબ્લેમ તેમજ બીજી હાર્ટ રીલેટેડ પ્રોબ્લેમને ઇવાલ્યુએટ કરવામાં આવે છે. આ ઉપરાંત કાર્ડિયાક કેથેટેરાઇઝેશનનો ઉપયોગ એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટ રિપ્લેસમેન્ટ જેવી પ્રોસિજરમાં કરવામાં આવે છે. કાર્ડિયાક કેથેટેરાઇઝેશનમાં રાઇટ સાઇડ કેથેટેરાઇઝેશન અને લેફટ સાઇડ કેથેટેરાઇઝેશનનો સમાવેશ થાય છે.
: Electrophysiology study (ઇલેક્ટ્રોફિઝિયોલોજી સ્ટડી)
ઇલેક્ટ્રોફિઝિયોલોજી સ્ટડીનો ઉપયોગ હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ઇવાલ્યુએટ કરવા તેમજ એરીધેમિયાને ડાયગ્નોસ કરવા માટે થાય છે. આ ટેસ્ટ દરમિયાન થીન ફ્લેક્સિબલ વાયર (કેથેટર) અને ઇલેક્ટ્રોડને બ્લડ વેસલ્સ થ્રુ હાર્ટમાં ઇન્સર્ટ કરવામાં આવે છે અને ઇલેક્ટ્રિકલ સિગ્નલને રેકોર્ડ કરવામાં આવે છે અને તેને ઇવાલ્યુએટ કરવામાં આવે છે અને તેની મદદથી બેસ્ટ ટ્રીટમેન્ટ ઓપ્શનને સિલેક્ટ કરવામાં આવે છે જેમ કે મેડીકેશન, કાર્ડિયાક એબ્લેશન, ઇમ્પ્લાન્ટેશન ઓફ પેસમેકર વગેરે.
Holter monitoring (હોલ્ટર મોનિટરીંગ)
આ એક પ્રકારનો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે. જેમાં હોલ્ટર મોનિટરની મદદથી 24 થી 48 કલાક સુધી હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી મોનિટર કરવામાં આવે છે. હોલ્ટર મોનીટર એ બેટરી ઓપરેટેડ પોર્ટેબલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ડિવાઇસ છે. જેને સરળતાથી વિયર કરી શકાય છે અને તેમાં રહેલ ઇલેક્ટ્રોડને પિક્ચરમાં દર્શાવ્યા મુજબ લગાવવામાં આવે છે અને હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી મોનિટર કરવામાં આવે છે. આ ટેસ્ટ દરમિયાન પેશન્ટને લુસ કપડા પહેરવાનું કહેવામાં આવે છે અને પેશન્ટને ખાલી સ્પોન્જ બાથ એલાવ કરવામાં આવે છે એટલે પેશન્ટને આ ટેસ્ટ દરમિયાન બાથીંગ કરવાની મનાઇ કરવામાં આવે છે. હોલ્ટર મોનિટરિંગ ટેસ્ટનો ઉપયોગ એરીધેમિયાને ડિટેક્ટ કરવા માટે થાય છે
Hemodynamic monitoring (હેમોડાયનેમિક મોનિટરિંગ)
હેમોડાયનેમિક મોનિટરિંગ એ એક પ્રકારનો ઇન્વેસિવ ટેસ્ટ છે જેમાં કંટીન્યુઅસ બ્લડફલો અને બ્લડ પ્રેશર મોનિટર કરવામાં આવે છે. જેથી કાર્ડિયાક ફંક્શન અને ટીસ્યુ પરફ્યુઝન ઇવાલ્યુએટ કરી શકાય. હેમોડાયનેમિક મોનિટરિંગમાં ઇન્વેસિવ મેથડ જેમકે કેથેટેરાઇઝેશન અમે નોન ઇન્વેસિવ મેથડ જેમકે ઇકોકાર્ડિયોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. આ મેથડનો ઉપયોગ શોક, હાર્ટ ફેલિયર અને સેપ્સિસ જેવી કન્ડિશનમાં કરવામાં આવે છે.
Central venous pressure monitoring (સેન્ટ્રલ વેનસ પ્રેશર મોનિટરિંગ)
સેન્ટ્રલ વેનસ પ્રેશર મોનિટરિંગમાં ડાયરેક્ટ રાઇટ એટ્રીયમ અથવા વેના કાવામાંથી બલ્ડ મેજર કરવામાં આવે છે. આ મેથડમાં સેન્ટ્રલ વેઇન જેમકે જ્યુગ્યુલર વેઇન અથવા સબક્લેવિયન વેઇનમાં સેન્ટ્રલ વેનસ કેથેટર પ્લેસ કરવામાં આવે છે. જે પ્રેશર મેઝરમેન્ટ કરે છે. જે વોલ્યુમ સ્ટેટસ, કાર્ડિયાક ફંકશન વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. તે શોક, હાર્ટ ફેલિયર તેમજ સેપ્સિસ જેવી કન્ડિશનમાં હીમોડાયનેમિક્સ સ્ટેબિલિટી વિશેની માહિતી પ્રોવાઇડ કરે છે. નોર્મલ CVP 2-6 mm hg હોય છે.
Pulse volume recording – PVR (પલ્સ વોલ્યુમ રેકોર્ડિંગ)
પલ્સ વોલ્યુમ રેકોર્ડિંગ એ એક નોન ઇન્વેસિવ ડાયગ્નોસ્ટિક મેથડ છે. જેનો ઉપયોગ લિમ્બસમાં આવેલ આર્ટરીમાં બ્લડ ફલો અને પ્રેશર મેજર કરવા માટે થાય છે. જેમાં પેશન્ટ ના લેગ પર પ્રેસર કફ બાંધવામાં આવે છે અને તેને ઇન્ફલેટ કરવામાં આવે છે અને ત્યારબાદ ઝડપથી અને ત્યારબાદ રેપિડલી કફને ડીફલેટ કરવામાં આવે છે અને અને વેનસ વોલ્યુમમાં થયેલ ચેન્જીસને રેકોર્ડ કરવામાં આવે છે. જો વેનસ વોલ્યુમમાં ઘટાડો જોવા મળે તો તે થ્રોમ્બસ ઇન્ડિકેટ કરે છે.
પલ્સ વોલ્યુમ રેકોર્ડિંગનો ઉપયોગ ડીપ વેઇન થ્રોમ્બોસીસ, પલ્મોનેરી એમ્બોલીઝમ અને પેરીફરલ વાસ્ક્યુલર ડીઝીસને ડાયગ્નોસ કરવા માટે થાય છે.
Cardiac stress test (કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ)
કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટને ‘એક્સરસાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ’ અને ‘ટ્રેડમિલ ટેસ્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેસ્ટમાં પેશન્ટને ટ્રેડમિલ પર વોકિંગ કરવા અથવા સ્ટેશનરી બાઇક પર રાઇડિંગ કરવાનું કહેવામાં આવે છે અને આ સમયે પેશન્ટની હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને ઇલેક્ટ્રિકલ એક્ટીવિટી નોટ કરવામાં આવે છે અને હાર્ટનો સ્ટ્રેસ પ્રત્યેનો રિસ્પોન્સ ચેક કરવામાં આવે છે. આ ટેસ્ટનો ઉપયોગ કોરોનરી આર્ટરી ડીઝીસને ડીટેકટ કરવા તેમજ હાર્ટ એટેક અથવા હાર્ટ સર્જરી બાદ હાર્ટની કન્ડીશન અસેસ કરવા માટે થાય છે.
Tilt table test (ટિલ્ટ ટેબલ ટેસ્ટ)
ટિલ્ટ ટેબલ ટેસ્ટ એ એક પ્રકારનો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેનો ઉપયોગ ફેન્ટીંગ અથવા સિન્કોપ માટેના કોસને ઇવાલ્યુએટ કરવા માટે થાય છે. આ ટેસ્ટમાં પેશન્ટને ટેબલ પર સુવડાવવામાં આવે છે અને ટેબલને પિક્ચરમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા એંગલે ટીલ્ટ કરવામાં આવે છે અને આ દરમિયાન હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને અન્ય સિમ્પ્ટમ્સને નોટ કરવામાં આવે છે.
Peripheral vascular stress test (પેરીફરલ વાસ્ક્યુલર સ્ટ્રેસ ટેસ્ટ)
પેરીફરલ વાસ્ક્યુલર સ્ટ્રેસ ટેસ્ટને ‘એન્કલ-બ્રેકીયલ ઇન્ડેક્સ (ABI) ટેસ્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેસ્ટની મદદથી ફિઝિકલ એક્ટિવિટી દરમિયાન આર્મ અને લેગના સર્ક્યુલેશન અને બ્લડ ફલોને અસેસ કરી શકાય છે આ ટેસ્ટમાં પેશન્ટને ટ્રેડમિલ પર વોકિંગ કરવા અથવા સ્ટેશનરી બાઇસીકલ પર પેડલ મારવાનું કહેવામાં આવે છે. આ એક્સરસાઇઝ પહેલા, એક્સરસાઇઝ દરમિયાન અને એક્સરસાઇઝ પછી હાર્ટ રેટ, બ્લડપ્રેશર મેઝર કરવામાં આવે છે. પેરીફરલ વાસ્ક્યુલર સ્ટ્રેસ ટેસ્ટનો ઉપયોગ પેરીફરલ વાસ્ક્યુલર ડીઝીસને આઇડેન્ટીફાઈ કરવા માટે થાય છે.
Exercise tolerance test (એક્સરસાઇઝ ટોલરન્સ ટેસ્ટ)
એક્સરસાઇઝ ટોલરન્સ ટેસ્ટને ‘સ્ટ્રેસ ટેસ્ટ’ અથવા ‘એક્સરસાઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેનો ઉપયોગ ફિઝિકલ એક્ટિવીટી દરમિયાન હાર્ટ કેટલી સારી રીતે વર્ક કરે છે તે અસેસ કરવા માટે થાય છે. આ ટેસ્ટ દરમિયાન પેશન્ટને ટ્રેડમિલ પર રનિંગ અથવા વોકિંગ કરવાનું કહેવામાં આવે છે અને તે સમયે પેશન્ટની હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને ECG મોનિટર કરવામાં આવે છે. આ ટેસ્ટનો ઉપયોગ રીડયુસ બ્લડ ફલો ઇન હાર્ટ મસલ્સ, ઇરરેગ્યુલર હાર્ટ રીધમ તેમજ હાર્ટ ફેલિયર માટેના સિમ્પ્ટમ્સને ડીટેકટ કરવા માટે થાય છે