skip to main content

MSN 1 UNIT 4(not upload)

ALTERED IMMUNE RESPONSE

ALTERED IMMUNE RESPONSE ◻️

First topic IMMUNITY is already in paper solution….

My Nursing App: Ok

ALLERGIC REACTIONS

જ્યારે એન્ટીજન એ પર્યાવરણીય અથવા exogenous ( બાહ્ય ) હોય છે અને રોગપ્રતિકારક પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે તેને એલર્જી કહે છે. એન્ટીજન જે રોગપ્રતિકારક પ્રક્રિયા શરૂ કરે છે તેને એલર્જન કહે છે.

ટાઇપ :

એલર્જી રિએક્શનના બે ટાઈપ છે ; એટોપિક અને નોન – એટોપિક ડિસઓર્ડર. 

એટોપિક ડિસઓર્ડર માં વારસાગત રીતે IgEના લોકલ રિએક્શન અને પ્રોડક્શન એન્ટીબોડીઝ હોય છે. ઉદાહરણ તરીકે : એલર્જીક rhinitis , અસ્થમા અને એટોપિક ડર્મેટાઇટીસ.

નોન એટોપિક ડર્મેટાઇટીસ : તે વારસાગત હોતું નથી.ઉદાહરણ તરીકે : લેટેક્ષ એલર્જી. એક પ્રકારનું ટાઈપ 1 અને ટાઈપ 4નું હાઈપરસેન્સિટીવીટી રિએક્શન છે.

ANAPHYLAXIS

ચોક્કસ પ્રકારના એન્ટિજન અને એન્ટીબોડી વચ્ચેના તાત્કાલિક ઇમ્યુનોલોજીક રિએક્શન ( હાઈપર સેન્સીટીવીટી ) ને એનાફિલેક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે mediatorsએ ચોક્કસ પ્રકારના રિએક્શન રિલીઝ કરે છે ત્યારે એનાફિલેક્સિસ રિએક્શન જોવા મળે છે.(mediators – હિસ્ટામાઇન , પ્રોટીએસીસ એ એક મીડિયેટર્સ છે જે માસ્ટ સેલ દ્વારા ઉત્પન્ન થાય છે. મીડિયેટર્સ એ જ્યારે બોડીમાં એન્ટીજન એન્ટર થાય ત્યારે એક્ટિવ થાય છે ) . આ એક જીવન જોખમી એલર્જી રિએક્શન છે અને તે થોડીક મિનિટોમાં જ થઈ શકે છે. ( ઉદાહરણ તરીકે :  દવાના ઇન્જેક્શન પછી , માખીના ડંખ પછી ) .

PATHOPHYSIOLOGY

એનાફિલેક્સિસ એ ઝડપથી શરૂ થતું સીવીયર એલર્જીક રીએક્શન છે જે બોડીની ઘણી સિસ્ટમોને અસર કરે છે આ પ્રક્રિયા એ માસ્ટ સેલ અને બેઝોફીલ્સ માંથી રિલીઝ થતા ઇન્ફ્લામેન્ટરી મેડીયેટર્સ અને સાઈટોકાઇન્સ દ્વારા થતા ઇમ્યુનોલોજીક રીએક્શન દ્વારા થાય છે , પરંતુ ઘણીવાર તે નોન ઇમ્યુનોલોજીક મિકેનિઝમ દ્વારા પણ થાય છે.

IMMUNOLOGIC:

ઇમ્યુનોલોજીક મિકેનિઝમમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન E ( IgE ) એ એન્ટીજન સાથે જોડાય છે. ફોરેઇન મટીરીયલ એ એલર્જીક રીએક્શનને સક્રિય કરે છે ; ફોરેઇન મટીરીયલ એટલે બહારથી શરીરમાં દાખલ થયેલ એન્ટીજન ). એન્ટીજન સાથે જોડાયેલ IgE એ માસ્ટ સેલ અને બેઝોફીલ્સ પર રહેલા FcaRI રિસેપ્ટરને એક્ટિવેટ કરે છે , તેનાથી ઇન્ફ્લામેટરી મીડિયેટર્સ જેવા કે હીસ્ટામાઇન રિલીઝ થાય છે. ત્યારબાદ આ મીડિયેટર્સ એ બ્રોન્કીયલ સ્મુધ મસલ્સનું કોન્ટ્રાકશન વધારે છે , વાસૉડાયલેશનને આગળ વધારે છે , બ્લડ વેસલ્સ માંથી ફ્લુઇડ નું લીકેજ વધારે છે અને હૃદયના સ્નાયુઓનું ડિપ્રેશન કરે છે. આ એક ઇમ્યુનોલોજીક મિકેનિઝમ પણ છે જે IgE પર આધાર રાખતું નથી , પરંતુ તે માનવોમાં થાય છે કે કેમ તે જાણી શકાયું નથી.

NON – IMMUNOLOGIC:

નોન ઇમ્યુનોલોજીક મિકેનિઝમમાં એવા પદાર્થોનો સમાવેશ થાય છે જે ડાયરેક્ટલી માસ્ટ સેલ અને બેઝોફિલ્સના degranulationનુ કારણ બને છે. ( Degranulation – આ એક સેલ્યુલર પ્રોસેસ છે જેમાં બોડીમા જ્યારે એલર્જન દાખલ થાય ત્યારે હિસ્ટામાઇન જેવા પદાર્થો રીલીઝ થાય છે). તેમાં અલગ અલગ માધ્યમ , ઓપોઇડ , તાપમાન ( ગરમ કે ઠંડુ ) અને વાઈબ્રેશન જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

           ફોરેઇન એન્ટીજન          

                    ⬇️

ચોક્કસ પ્રકારના એન્ટીબોડીઝ એ માસ્ટ સેલ અને બેઝોફિલ્સ પર હાજર હોય છે

                   ⬇️                   

તેનાથી હિસ્ટામાઇન અને બીજા બાયો એક્ટિવ મેડીએટર્સ રિલીઝ થશે

                   ⬇️

હવે પ્લેટલેટ , ઇઓસીનોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ એક્ટિવ થશે

                    ⬇️

વાસ્કયુલર પરમીએબીલીટી બદલાશે અને તેના કારણે ફ્લશિંગ  ,  urticaria , એનજીઓઈડીમા અને હાઇપોટેન્શન અને બ્રોન્કો કોન્સ્ટ્રક્શન જોવા મળશે

                    ⬇️

બ્રોંકોસ્પાઝમ , મ્યુકોઝલ ઇડીમાં અને ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ જોવા મળશે.

CAUSES OF ANAPHYLAXIS 

એનાફિલેક્સિસ એ કોઈપણ ફોરેઇન પદાર્થના રિસ્પોન્સ તરીકે પ્રક્રિયા થાય છે. તેમાં સામાન્ય રીતે જંતુ કરડવાથી અથવા ડંખ , ખોરાક અને દવાનો સમાવેશ થાય છે. બાળકોમાં ખોરાકના કારણે વધુ પડતું એનાફિલેક્સીસ રિએક્શન જોવા મળે છે અને યંગ એડલ્ટ અને ઓલ્ડ એજમાં દવા અને જંતુના કરડવા અને ડંખના લીધે એનાફિલેક્સિસ રિએક્શન કોમનલી જોવા મળે છે.

ઓછા જોવા મળતા કારણોમાં નીચેના કારણોનો સમાવેશ થાય છે :

શારીરિક પરિબળો , બાયોલોજીકલ એજન્ટ જેવા કે લેટેક્ષ ( રબર ) , હોર્મોનલ ચેન્જીસ , સીમેન ( વીર્ય ) , ખાદ્ય પદાર્થોમા ઉમેરણ જેમ કે મોનોસોડિયમ ગ્લુટામેટ અને ફૂડ કલર્સ અને સ્થાનિક દવાઓ. શારીરિક પરિબળોમાં  કસરત અને તાપમાન ( ગરમ કે ઠંડું ) નો સંપર્ક પણ માસ્ટ સેલ પર અસર કરે છે. કસરત એ ઘણા બધા ખોરાકના ખાવા સાથે સંકળાયેલ હોય છે.

એનેસ્થેસિયા આપેલું હોય ત્યારે ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ એજન્ટ , એન્ટિબાયોટિક અને લેટેક્ષના કારણે કોમનલી એનાફિલેક્સિસ રિએક્શન જોવા મળે છે.32 – 50% જેટલા કેસમાં કારણ ખબર હોતી નથી જેને “ઇડિયોપેથિક  એનાફિલેકસીસ” કહે છે.

Food ( ખોરાક ) : 

ઘણા ખોરાક ના કારણે એનાફિલેક્સિસ થઈ શકે છે. આ પેલી વાર ખવાતા ફૂડના કારણે વધુ જોવા મળે છે. મગફળી , ઘઉં , શેલ ફીશ , માછલી , દૂધ , ઈંડા , ચોખા અને ચણા જેવા ખોરાક સમગ્ર વિશ્વમાં બદલાતા હોય છે જેના કારણે પણ એનાફિલેક્સીસ થઈ શકે છે. સિવિયર કેસ એ એલર્જનને લેવાથી થઈ શકે છે પરંતુ ઘણા લોકોમાં ફક્ત તેના કોન્ટેકમાં આવતા જ સિવિયર રિએક્શન જોવા મળે છે.

Medication ( દવાઓ ) :

કોઈપણ દવા ના કારણે એનાફિલેક્સીસ ઉત્તેજિત થઈ શકે છે. તેમાં સૌથી સામાન્ય a-લેક્ટમ એન્ટિબાયોટિક છે ( જેમકે પેનિસિલિન ) ત્યારબાદ એસ્પિરિન અને NSAIDs. અન્ય  કારણોમાં કિમોથેરાપી , વેક્સિન , પ્રોટામાઇન અને હર્બલ પ્રિપેરેશનનો સમાવેશ થાય છે. ઘણી દવાઓ ( વેન્કોમાયસીન , મોરફીન ) સીધા માસ્ટ સેલ ડીગ્રેન્યુલેશન ને ટ્રિગર કરીને એનાફિલેક્સીસ નું કારણ બને છે.

Venom ( ઝેર ) :

હાયમેનોપ્ટેરા ( મધમાખી અને ભમરી ) અથવા ટ્રાયટોમીને ( kissing bugs ) જેવા ડંખ મારતા અને કરડતા જંતુઓનું ઝેર સંવેદનશીલ લોકોમાં એનાફિલેક્સિસને ઉત્તેજિત કરે છે. પેલાનું સિસ્ટમેટિક રિએક્શન , જે ડંખ વાગ્યો હોય તેની આજુબાજુ લોકલ રિએક્શન કરતાં વધુ હોય છે તે ભવિષ્યના એનાફિલેક્સિસન માટે રિસ્ક ફેક્ટર છે.

RISK FACTORS

એવા લોકો કે જેમાં એટોપીક ડિસિઝ જેવા કે અસ્થમા , એક્ઝેમા અથવા એલર્જીક રાઇનાઇટીસ હોય છે તેમાં ખોરાક , લેટેક્ષ અને રેડિયો કોન્ટ્રાસ્ટના કારણે એનાફિલેકસીસ થવાના રિસ્ક વધારે હોય છે , પરંતુ દવાનું ઇન્જેક્શન અને ડંખના કારણે જોવા મળતું નથી.

CLINICAL MANIFESTATIONS

એનાફિલેક્સીસ રિએક્શનના લક્ષણો એ એલર્જન કે જે તમારામાં એલર્જી કરે છે તેના સંપર્કમાં આવ્યાના 5 – 30 મિનિટમાં જોવા મળે છે. થોડાક કેસમાં એનાફિલેક્સિસના લક્ષણો એ એક કલાકથી વધારે સમય પછી જોવા મળે છે.

માઈલ્ડ રિએક્શન : તેમાં સંપર્કમાં આવેલ જગ્યાએ ખંજવાળ , હાથ અને પગમાં કડતર , ગરમપણું , મોઢામાં અને ગળામાં ફૂલનેસ , આંખની ફરતે સોજો , છીક અને આંખમાં આંસુ જોવા મળે છે.

Moderate systemic Reaction : તેમાં ફ્લશિંગ , ગરમપણું , એન્ઝાઈટી , ખંજવાળ જોવા મળે છે. સિવિયર રિએક્શન હોય ત્યારે  બ્રોન્કોસ્પાઝમ , એરવેમાં સોજો અથવા કફ , વિઝિંગ અને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. 

Severe Systemic Reaction : તેમાં સિવિયર બ્રોંકોસ્પાઝમ , સ્વરપેટીમાં સોજો , શ્વાસ લેવામાં તકલીફ , પેટમાં દુખાવો , સાયનોસિસ , હાયપોટેન્શન , dysphagia ( ખોરાક ગળવામાં તકલીફ ), ઉલટી , ઝાડા અને આંચકી આવી શકે છે. આમાં કાર્ડિયાક અરેસ્ટ અને કોમા પણ થઈ શકે છે.

DIAGNOSIS

એનાફિલેકસીસના રિસ્કને ડાયગ્નોઝ કરવા તેના અગાઉના લક્ષણો અને તેને સંબંધિત છે કે નહીં તે નક્કી કરવા માટે પોતાના એલર્જીસ્ટ અથવા ઇમ્યુનોલોજીસ્ટ દ્વારા એલર્જીક ટેસ્ટ કરવામાં આવે છે. તમારા એલર્જીસ્ટ એ તમને ચોક્કસ પ્રકારના ભૂતકાળના એલર્જન્સ વિશે માહિતી આપશે.

MANAGEMENT

મેનેજમેન્ટ એ સિસ્ટેમિક રીએક્શનની સિવિયારીટી પર આધાર રાખે છે. તેમાં રેસ્પાયરેટરી ( શ્વાસોચ્છવાસ ) અને સર્ક્યુલેટરી ના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

Mild symptoms : 

– 0.5 ml એપીનેફ્રીન dilute 1 : 1000 સબક્યુટેનિયસ અથવા ઇન્ટરામસ્કયુલર દર 10 – 15 મિનિટે ફિઝિશિયનના ઓર્ડર મુજબ પેશન્ટને આપવામાં આવે છે. 

– એન્ટીહિસ્ટામાઇન અને કોર્ટીકોસ્ટીરોઇડ પણ આપવામાં આવે છે.

Moderate $ severe reaction : 

– પેટન્ટ એર વે મેન્ટેન કરવો.

– ઓક્સિજન થેરાપી આપવી.

– 0.5 ml એપીનેફ્રીન ઇન્ટરાવિનસલી 5-10 મિનિટે સિવિયર રિએક્શન હોય ત્યારે આપવામાં આવે છે.

– પેશન્ટને હુંફાળું રાખવું.

.- જો એન્ટીહિસ્ટામાઇનની જરૂર હોય તો આપવી. ઉદાહરણ તરીકે : Benadryl ( Diphenhydramine ).

– ફ્લુઇડ વોલ્યુમ એક્સપાન્ડર , વાસોપ્રેશર ( ડોપામાઇન નોરેપીનેફ્રીન ) વડે બ્લડ પ્રેશર ને મેન્ટેન કરવું.

– કોટીકોસ્ટીરોઈડ આપવી. ઉદાહરણ તરીકે : પ્રેડનીસોલોન , મિથાઇલ પ્રેડનીસોલોન.

– રેસ્પાયરેટરી રેટ , SpO2 , લેવલ ઓફ કોન્સિયસનેસ , કર્ડીઆક રીધમ ને મોનિટર કરવુ.

– જો પેશન્ટને સિવિયર રેસ્પાયરેટરી ડિસ્ટ્રેસ હોય તો ઇન્ટયુબેશટ કરવું.

– જો જરૂર હોય તો વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.

NURSING MANAGEMENT

– એરવે , બ્રિધિગ અને સર્ક્યુલેશન ( ABC ) મોનિટર કરવું.

– વાઇટલ સાઇન અસેસ કરવા ( બ્લડ પ્રેશર , પલ્સ , રેસ્પિરેશન , ટેમ્પરેચર ) અને SpO2 .

– ફ્લુઇડ અને મેડિસિનના એડમિનિસ્ટ્રેશન માટે ઇન્ટરાવિનસ ( IV ) લાઈનની પેટન્સી મેન્ટેન રાખવી.

– જો ઇન્ટયુબેશનની જરૂર હોય તો ઇન્ટયુબેશનના સાધનો તૈયાર રાખવા.

– જો જરૂર હોય તો ઓક્સિજન નો સપોર્ટ આપવો.

– પેશન્ટને એલર્જન્સથી દૂર રહેવા કહેવું જેનાથી એનાફિલેક્સિસ રિએક્શન ને અટકાવી શકાય ( ઉદાહરણ તરીકે : જે દવા અથવા એન્ટીબાયોટિક આપવાની હોય તેનો એલર્જીક ટેસ્ટ કરવો. )

ATOPIC ALLERGIC REACTIONS

એટોપિક એલર્જીક રિએક્શનમાં એલર્જીક રાયનાઇટીસ , અસ્થમા એટોપીક ડર્મેટાઇટિસ , અ્ટીકેરીયા અને એનજીઓઈડીમા નો સમાવેશ થાય છે.

ALLERGIC RHINITIS

તેને hay fever અથવા seasonal allergic rhinitis તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ટાઈપ-1નુ  હાઇપરસેન્સિટીવીટી રિએક્શન છે. હવામાં ઉડતા રજકણો , ધૂળ , પરાગ , નિંદણ , ઘાસ , મોલ્ડ ના કારણે એલર્જીક રાઇનાઇટીસ થાય છે.તે આંખના કન્જકટાઇવાના પાર્ટને અને અપર રેસ્પાયરેટરી ટ્રેકના મ્યુકોઝાના પાર્ટ ને વધારે અસર કરે છે.

લક્ષણો

– છીંક આવવી

– નેસલ કન્જેશન

– ચોખ્ખો અને પાણી જેવો નાકમાંથી ડીસ્ચાર્જ નીકળવો

– નાકમાં ખંજવાળ આવવી

– ગળામાં ખંજવાળ

– નરમ તાળવુ અને આંખ

ઘણીવાર પેશન્ટના ઇન્ફ્લામેન્ટરી મીડીએટર્સના એક્ટિવ થવાના કારણે શ્વાસ નળીના સ્મુધ મસલ્સનું કોન્ટ્રાકશન જોવા મળે છે અને તેના કારણે દર્દીને શ્વાસમાં તકલીફ , કફ , જાડા ગળફા , વિઝિંગ ( આ એક એગ્નોર્મલ રિસ્પાઈરેટરી સાઉન્ડ છે ) અને ટાઈટનેસ ઈન ચેસ્ટ જોવા મળે છે.

ATOPIC DERMATITIS

આ એક ટાઈપ-1 નું તાત્કાલિક જોવા મળતું હાઈપરસેન્સીટીવીટી રિએક્શન છે જે વાતાવરણમાં રહેલા એલર્જન્સના કારણે થાય છે. દર્દીમાં IgE નું વધારે પ્રમાણ જોવા મળે છે.  

– દર્દીમાં હાઇપરસેન્સિટીવીટીની ફેમીલી હિસ્ટ્રી જોવા મળે છે.

તેના લક્ષણોમાં બ્લડ વેસલ્સમાં વાઞોડાયલેશન થવાના કારણે ઇન્ટરસ્ટીયલ ઇડીમાં અને વેશીકલની રચના થતી જોવા મળે છે. પેશન્ટને ખંજવાળ , સ્કીનમાં અતિશય બળતરા , સ્કીન ડ્રાયનેસ અને પરસેવો થાય છે. જો તમે સ્કીનને વારંવાર અડકો અથવા ખંજવાળો તો ત્યાં તાત્કાલિક રેડનેસ જોવા મળે છે.

Atopic dermatitis

Urticaria ( hives – શીળસ )

આ એક ટાઈપ – 1 નું હાઈપર સેન્સિટીવીટી રિએક્શન છે જેમાં ટ્રાન્ઝીઅન્ટ વહીલ્સ ( ગુલાબી , ઉપસેલા , સોજેલા અને રસી ( pus )વાળા વિસ્તારો ) , ખંજવાળ અને લોકલ ડીસકમ્ફર્ટ જોવા મળે છે. તે શરીરના કોઈપણ અંગમાં જોવા મળે છે અને સાઈઝ અને શેપમાં અલગ અલગ હોય છે. તે એલર્જનના સંપર્કમાં આવ્યા પછી ડેવલોપ થાય છે અને થોડાક મિનિટો અથવા કલાકો સુધી રહે છે. હિસ્ટામાઇન રિલીઝ થાય છે અને તેના કારણે લોકલાઈઝ વાઝોડાઇલેશન , વ્હીલ અને ફ્લેરિંગ જોવા મળે છે તેમાં મ્યુકસ મેમ્બ્રેન , સ્વરપેટી અને પાચનતંત્રનો સમાવેશ થાય છે.

Urticaria

ANGIONEUROTIC EDEMA

તે એક પ્રકારનું લોકલ સ્કીન લીઞન છે. તેમાં સ્કીનનું ડીપ લેયર નો પણ સમાવેશ થાય છે અને તેના કારણે તેમાં  discrete lesion ( એવા લિઝન કે જેમાં એકબીજાથી અલગ પાડી શકાય તેવી બોડર હોય ) કરતા વધારે સોજા જોવા મળે છે. સ્કીનમાં આ લિઝન નોર્મલ દેખાય છે પરંતુ ઘણીવાર તે લાલ રંગનો મધપૂડો હોય છે. તેમાં આંખની પાપણ , હોઠ  ,જીભ , સ્વરપેટી , હાથ પગ , પાચનતંત્ર અને જનાઈટલ એરીયા નો મુખ્યત્વે સમાવેશ થતો હોય છે. સોજો મુખ્યત્વે ચેહરાથી શરૂ થાય છે અને પછી એરવે અને બોડી ના અલગ અલગ એરિયામાં આગળ વધે છે.

– લિઝનમાં બળતરા થાય છે તેમાં ડંખ અથવા ખંજવાળ આવે છે અને જો તે પાચનતંત્રના માર્ગમાં હોય તો તેના કારણે પેટમાં દુખાવો પણ થઈ શકે છે.

Angioneurotic edema

CONTACT DERMATITIS

આ એક ટાઈપ – 4 નું ડીલે સ્કીન હાઈપરસેન્સિટીવીટી રિએક્શન છે. જ્યારે સ્કીન ડાયરેક્ટ એલર્જનના સંપર્કમાં આવે ત્યારે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ જોવા મળે છે ( ઉદાહરણ તરીકે ; ધાતુ જેની અંદર પારો અથવા નિકલ હોય , સૌંદર્ય પ્રસાધનો , ઝેર , ઓક , રબર વગેરે ).

– તેના લક્ષણોમાં ખંજવાળ , રેડનેસ , બળતરા , સ્કીન લિઝન ( પેપ્યુલ , વેસિકલ અને બુલે ) અને સોજા જોવા મળે છે. તેમાં ચામડીમાં પોપડા પડવા , સુકાવવું અને છેલ્લે ચામડીની છાલ નીકળતી જોવા મળે છે. વારંવાર આ થવાના કારણે સ્કીન જાડી થઈ જાય છે અને પીગમેન્ટરી ચેન્જીસ જોવા મળે છે.

Contact dermatitis

DIAGNOSTIC TEST FOR ALLERGIC DISORDERS

– કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ( CBC )

– રેડિયોએલર્જીઓ સોરબન્ટ ટેસ્ટ ( RAST )

– Eosinophilsની હાજરી તપાસવા માટે ગડફા , નાક અને શ્વાસનળીના સિક્રીશનનો ટેસ્ટ

– જો અસ્થમા હોય તો ; પલમોનરી ફંકશન ટેસ્ટ અને એક્સપાયરેટરી વોલ્યુમ ચેક કરવું.

– એલર્જન ટેસ્ટ કર્યા પછી એપીક્યુટેનિયસ અને ઇન્ટ્રાડર્મલ સ્કીન ટેસ્ટ કરવામાં આવે છે.

NURSING MANAGEMENT

– વારંવાર વાઈટલ સાઇન ( તાપમાન , પલ્સ , રેસિપિરેસન અને બ્લડ પ્રેશર ) ચેક કરવા અને હાયપોટેન્શન , ટેકીકાર્ડીયા અને ટેકીપ્નીયા માટે તપાસવું.

– સ્કીનમાં કલર , કેપીલરી રિફિલ , તાપમાન અને સોજા માટે તપાસવું.

– કોન્સીએસનેશનુ લેવલ ચેક કરવું.

– એલર્જીક રીએક્શન અટકાવવા માટે પૂરતી હેલ્થ હિસ્ટ્રી લેવી એલર્જન વિશે અને બ્લડ ટ્રાન્સલેશન કરતી વખતે ધ્યાન રાખવું.

– પેશન્ટને એલર્જન્સને ઓળખવા માટે સલાહ આપવી ( ઉદાહરણ તરીકે મેડીટેશન , ખોરાક , જંતુઓ અને વાતાવરણના એલર્જન ).

– પેશન્ટને વર્ષની ઋતુઓ ઓળખીને પરાગ અને મોલ્ડના સંપર્કમાં ન આવવા માટેની સલાહ આપવી.

– ચોક્કસ ખોરાક અને મેડીકેશનને ઓળખવા જે એલર્જી કરે છે.

– પેશન્ટને ઘરમાં ધૂળ ઘટાડવા માટે સલાહ આપતી અને ભીના પોતા વડે સાફ કરવા માટે કહેવું.

– પેશન્ટને ફર વાળા ટેડી બિયર , પીછાવાળા ઓશીકા અને કૃત્રિમ ફુલનો ઉપયોગ ટાળવા માટે કહેવું ; કારણ કે તેમાં ઘણી બધી ધૂળ હોય છે.

– પેશન્ટને ડ્રેસિંગ , પડદા , ગોદડા અથવા રૂમમાં કાર્પેટ આ બધું દૂર કરીને ધૂળ વગરનું વાતાવરણ જાળવવા માટે સલાહ આપવી.

– પેશન્ટને પહેલાના એલર્જીક રિએક્શનના લક્ષણો અને તેની સારવાર વિશે સલાહ આપવી.

– પેશન્ટને નવી દવા આપ્યા પછી , પેલી વખત કોઈ ખોરાક ખાધા પછી , રબર અથવા બીજા એલર્જનના સંપર્ક પછી નજીકથી સંભાળ રાખવી અને મોનિટર કરવું.

– દર્દીને એલર્જીક રિએક્શનને  ઓળખવા માટે સલાહ આપવી.

– પેશન્ટને ડોક્ટરે જણાવ્યા મુજબ દવા લેવા માટે સલાહ આપવી.

લેટેક્ષ એલર્જી

લેટેક્ષ એલર્જી એ એક મેડિકલ શબ્દ છે જેમાં કુદરતી રબર અને સિન્થેટિક રબરના એલર્જીક રિએક્શનનો સમાવેશ થાય છે. લેટેક્સ એલર્જી એ લેટેક્ષમાં જોવા મળતા અમુક પ્રોટીનનું રિએક્શન છે જે કુદરતી રબર , રબરના વૃક્ષમાંથી નીકળતું દૂધ જેવું પ્રવાહીના કારણે ઉદભવે છે.

– આરોગ્ય ક્ષેત્રે ગ્લોવ્સ અને એ સિવાયની ઘણી બધી લેટેક્ષ વાળી પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે : lV ટ્યુબિંગ , સિરીંજ , ઓક્સિજન માસ્ક , યુરીનરી કેથેટર , એધેસીવ ટેપ.ગ્લોવ્સને મકાઈના સ્ટાર્ચ વડે પાવડર કરેલા હોય છે અને જ્યારે દૂર કરવામાં આવે છે ત્યારે આ કણો હવામાં ભળી જાય છે. તેના કારણે શ્વસનતંત્ર અને સ્કીન બંને લેટેક્ષના સંપર્કમાં આવે છે.

– કુદરતી રબર એ લેટેક્ષ રબરના ઝાડમાંથી લેવામાં આવેલા પ્રવાહીમાંથી બનાવવામાં આવે છે. લેટેક્ષ સર્જીકલ ગ્લોવ્સ , બલુન , કોન્ડોમ , રબર બેન્ડ , રબર બોલ , બેબીની ફીડિંગ બોટલ – આ બધામાં કુદરતી રબર હોય છે. ફળો જેવા કે કેળા ,  એવોકેડોસ , ચેસ્ટનટ , કીવી અને ટમેટા ની અંદર આવેલું પ્રોટીન એ કુદરતી રબર માં આવેલા પ્રોટીનને સમાન હોય છે. આ બધા ખાદ્ય પદાર્થો ના કારણે લેટેક્ષ એલર્જી થવાની શક્યતા વધારે છે.

TYPES OF LATEX ALLERGY

ટાઈપ 4 એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અને ટાઈપ 1 એલર્જીક રિએક્શન. 

– લેટેક્ષ પ્રોટીન એ એલર્જન છે જેના કારણે લેટેક્ષ એલર્જી થાય છે. વ્યક્તિ જેટલો લેટેક્ષ પ્રોટીનના વધુ સંપર્કમાં આવે છે તેમ તેનામાં લેટેક્ષ એલર્જી થવાની શક્યતા વધી જાય છે.

SYMPTOMS – લક્ષણો

ખંજવાળ , શુષ્કતા , સ્કીનમાં તિરાડ અને પછી રેડનેસ , સોજો અને પોપડા જેવા લક્ષણો 24 – 48 કલાકમાં જોવા મળે છે. મોટાભાગે આ લક્ષણો હાથની પાછળ જોવા મળે છે. લાંબા સમય સુધી આના સંપર્કમાં આવવાથી lichenification ( સ્કીન જાડી અને સખત થવી ) , સ્કેલિગ ( ખરબચડી ) અને હાઇપર પિગ્મેન્ટેશન જોવા મળે છે.

ટાઇપ 1 હાઈપરસેન્સીટીવીટીમાં રાયનાટીસ , અસ્થમા , કન્જકટીવાઇટીસ અને એનાફિલેક્સીસ જોવા મળે છે. પેશન્ટને અર્ટીકેરીયા , વિઝિંગ , શ્વાસ લેવામાં તકલીફ , સ્વરપેટીમાં સોજો , હાર્ટ રેટ વધારે ,  એનજીઓઈડીમાં , હાઇપોટેન્શન અને કાર્ડિયાક અરેસ્ટ હોઈ શકે છે.

DIAGNOSTIC EVALUATION

ડોક્ટર લેટેક્ષ એલર્જીના અનુભવો અને તેના લક્ષણો વિશે જાણશે. આ સાથે ડોક્ટર આખું ફિઝિકલ એક્ઝામિનેશન કરશે જેનાથી બીજી કોઈપણ મેડિકલ પ્રોબ્લેમ હોય તો તેને જાણી શકાય.

આ સાથે બીજી બે ટેસ્ટ કરવા માટે પણ સલાહ કરી શકે છે:

1 – સ્કીન ટેસ્ટ :

આ ટેસ્ટમાં સ્કીનમાં કાણું પાડીને તેને લેટેક્સના સંપર્કમાં લાવે છે અને લેટેક્સ પ્રત્યેનું રિએક્શન ઓળખવામાં આવે છે. આ ટેસ્ટમાં , થોડી માત્રામાં લેટેક્ષને હાથની સ્કીન ના આગળના ભાગે અથવા પાછળના ભાગે મૂકવામાં આવે છે. ત્યારબાદ સ્કીનને નીડલ વડે પ્રિક કરીને થોડા અમાઉન્ટમાં લેટેક્ષને સ્કિનની નીચે જવા દેવામાં આવે છે. જો તમે આ પર્ટિક્યુલર પદાર્થ થી એલર્જીક છો , તો તે જગ્યાએ સ્કીનમાં ઊભી થયેલી ફુડલી જેવું જોવા મળશે (એલર્જીક રીએક્શન ). માત્ર ચોક્કસ એલર્જીક સેન્ટર એ લેટેક્ષની સ્કીન ટેસ્ટ કરવા માટે સક્ષમ છે.

2 – બ્લડ ટેસ્ટ :

બ્લડ ટેસ્ટમાં ઇમ્યુન સિસ્ટમનો લેટેક્ષ પ્રત્યેનું રિસ્પોન્સ ચેક કરવામાં આવે છે જે લોહીમાં રહેલા એલર્જી એન્ટીબોડી દ્વારા ચેક કરવામાં આવે છે જેને ઇમ્યુનોગ્લોબ્યુલીન E એન્ટીબોડીઝ કહે છે. બ્લડ સેમ્પલને મેડિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે કે જ્યાં તેને લેટેક્ષની સેન્સિટીવીટી માટે ચેક કરવામાં આવે છે.

MEDICAL MANAGEMENT

– એવી પ્રોડક્ટ કે જેમાં લેટેક્ષ હોય તેનો ઉપયોગ ટાળવો.

– એન્ટીહીસ્ટામાઇન અને એપીનેફ્રીનનો ઉપયોગ કરવો.

– હેલ્થ કેર પ્રોવાઇડર્સને નોન લેટેક્ષ પ્રોડક્ટ વાપરવા માટે કહેવું.

– ગ્લોવ્સ કાઢીયા પછી હાથ ધોવા માટે સલાહ આપવી , જેનાથી લેટેક્ષ ના સંપર્ક ને ઘટાડી શકાય.

NURSING MANAGEMENT

– લેટેક્ષ પ્રત્યે સેન્સિટીવ હોય તેવા કામદારોને ઓળખવા માટે હેલ્થ કેર પ્રોવાઇડર પાસેથી સંપૂર્ણ હિસ્ટ્રી ભેગી કરવી.

– hay fever , અસ્થમા અને અમુક ખોરાકની એલર્જી ધરાવતા લોકોમાં રિસ્ક ફેક્ટર નું અસિસમેન્ટ કરવું.

– લોકોને પાવડર વગરના ગ્લોવ્સ વાપરવા માટે કહેવું.

– લેટેક્ષ વગરના ગ્લોવ્સનો ઉપયોગ કરવો

– ગ્લોવ્સ કાઢીયા પછી હાથ ધોવા

– એવી જગ્યાને સાફ રાખવી કે જ્યાં લેટેક્ષ વાળી ધૂળ હોય.

PREVENTING LATEX ALLERGY

પાવડરવાળા ગ્લોવ્સનો ઉપયોગ ટાળવો

– લેટેક્ષ ગ્લોવ્સને ઘણીવાર લેટેક્ષના બારીક પાવડર વડે આવરીત કરેલ હોય છે જે તેમને એકબીજા સાથે ચોટવામાં મદદ કરે છે. જો કે , આ પાવડર લેટેક્ષ પ્રોટીનને હવામાં લઈ જાય છે , જેનાથી તે શ્વાસમાં જાય છે. પાવડર વગરના ગ્લોવ્સ હવામાં લેટેક્ષ પ્રોટીનનો ફેલાવો રોકવામાં મદદ કરે છે જેનાથી લેટેક્ષ એલર્જી થવાના રિસ્ક ઘટી જાય છે. તેથી તમારા કામદારોને પાવડર વગરના અને લો-પ્રોટીન લેટેક્ષ ગ્લોવ્સ આપવા.

કાળજીપૂર્વક ગ્લોવ્સ પસંદ કરવા

– જો પૂરતા લેટેક્ષ વગરના ગ્લોવ્સ હોય તો તેને પસંદ કરવા.

– ઘર કામ માટે લેટેક્ષ ના સર્જીકલ ગ્લોવ્સ કરતા રબરના જાડા ગ્લોવ્સનો ઉપયોગ કરવો.

– જો જરૂર ન હોય તો ગ્લોવ્સ પહેરવા નહીં. જેમકે બ્લડ પ્રેશર અથવા પલ્સ લેતી વખતે ગ્લોવ્સ પહેરવાની જરૂર હોતી નથી.

– જો ખોરાક બનાવતી વખતે ગ્લોવ્સ ની જરૂર હોય તો પ…

પાવડરવાળા ગ્લોવ્સનો ઉપયોગ ટાળવો

લેટેક્ષ ગ્લોવ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવો

FOOD ALLERGY

ફૂડ એલર્જી રિએક્શન એ ત્યારે થાય છે જ્યારે ઇમ્યુન સિસ્ટમ એ ખોરાક અથવા ખોરાકમાં રહેલા કોઈપણ પદાર્થ પ્રત્યે વધારે પ્રતિક્રિયા આપે.

– હાઈપર સેન્સિટીવીટી રિએક્શન એ એલર્જન ( ખોરાક )ના સંપર્કમાં આવ્યા ના મિનિટોમાં જ શરૂ થઈ જાય છે. તે જોખમી છે અને ઇન્જેક્શન એપીનેફ્રીન ( એડ્રીનાલીન ) આપીને તેની તરત જ સારવાર કરી શકાય છે.

– સૌથી વધારે સિવિયર એલર્જીક રીએક્શન એ એનાફિલેકસીસ છે – આખા બોડી માટે જીવન જોખમી પ્રતિક્રિયા જેના લીધે શ્વાસ લેવામાં , બ્લડ પ્રેશર ઘટી જવું ( હાઇપોટેન્શન ) અને હૃદયના ધબકારામાં ઘટાડો જોવા મળે છે.

ખોરાક જેના કારણે એલર્જી થઈ શકે છે :-

– ઈંડા

– દૂધ

– મગફળી

– વૃક્ષોના બદામ

– બીજ ( તલ અને સરસવના બીજ )

– માછલી

– શેલફિશ

– ઘઉં

– સોયાની ઉત્પાદનો

લક્ષણો

– લોકલ રિએક્શનમા જાડા અથવા ઉલટી થઈ શકે છે

– અર્ટીકેરીયા ( ખોરાકનું શોષણ થાય ત્યારે થતો સિસ્ટેમિક રિસ્પોન્સ )

– શોર્ટનેસ ઓફ બ્રિધ ( હાફ ચડવી , શ્વાસ લેવામાં તકલીફ )

– વિઝિંગ સાઉન્ડ

– વારંવાર ઉધરસ આવી

– શોક અથવા સર્ક્યુલેટરી કોલેપ્સ ( બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન પહોંચે )

– જીભ , હોઠ , હાથ , પગ અને જનાઈટલ એરિયામાં એન્જીઓઇડીમાં ( લોકલ ટીશ્યુમાં સોજો ) જોવા મળે છે.

– ગળામાં ક્રૅકાશ અને ગળવામાં તકલીફ થાય છે

– સ્કીન પેલ ( ઝાંખી ) અથવા બ્લુ થાય છે

ખોરાક ખાધાના લગભગ બે કલાકમાં આ બધા લક્ષણો જોવા મળે છે અથવા તે મિનિટોમાં જ દેખાતા હોય છે. મોડું રિએક્શન ( 4-6 કલાક પછી ) પણ આવી શકે છે. મોટાભાગે બાળકોમાં લક્ષણ તરીકે ખરજવું જોવા મળે છે.

DIAGNOSTIC TEST

1 – લક્ષણોની ડિટેલમાં હિસ્ટ્રી લેવી

– તેમણે કેટલું અને શું ખાધું છે ?

– લક્ષણો આવવામાં કેટલો સમય લાગ્યો ? 

– કયા કયા લક્ષણોનો તમને અનુભવ થયો છે અને તે કેટલા સમય સુધી રહ્યા ?

2 – સ્કીન ટેસ્ટ : 

ફૂડ એલર્જન માટે ખોરાકને પ્રવાહી સ્વરૂપમાં થોડા પ્રમાણમાં સ્કીનની ઉપર અથવા પાછળના ભાગે મૂકવામાં આવે છે , પછી સ્કીનને નીડલ વડે પ્રીક કરીને પ્રવાહીને નીચે જવા દેવામાં આવે છે. જો તે જગ્યાએ ઉપસેલી ફોડલી જેવું જોવા મળે તો તેને પોઝિટિવ ટેસ્ટ એટલે કે તે ફૂડને એલર્જન તરીકે ગણવામાં આવે છે.

3 – બ્લડ ટેસ્ટ : 

કોઈપણ ચોક્કસ ખોરાકમાં એન્ટીબોડી IgEની માત્રાને જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે.

TREATMENT 

ટ્રીટમેન્ટનો મુખ્ય ઉદ્દેશ એ એવો ખોરાક કે જેના કારણે પ્રોબ્લેમ ઊભી થાય છે તેને ટાળવાનો છે.

– પેશન્ટને કાળજીપૂર્વક ખોરાકની ઉત્પાદનોમાં રહેલા લેબલને ચેક કરવા માટે  સલાહ આપવી.

– પેશન્ટને કહેવું કે જ્યારે કોઈપણ હોટલમાં જમતા હોય ત્યારે ધ્યાન રાખવું.

– એપીનેફ્રીન એ એક સેફ ડ્રગ છે.

– સ્ટીરોઈડ ( ઉદાહરણ તરીકે : કોર્ટીસોન ) એ ઇમર્જન્સીમાં આપી શકાય છે.

– એન્ટીહિસ્ટામાઇન : ડાયફિનહાઇડ્રામાઇન ( બેન્ડ્રાઇલ ) અને સીટ્રીઝીન આપી શકાય છે.

– શોર્ટ એક્ટિંગ બ્રોન્કોડાયલેટસૅ પણ આપી શકાય છે.

SERUM SICKNESS

સીરમ સિકનેસ એ ટાઈપ 3 હાઇપર સેન્સીટીવીટી રિએક્શન છે જે હીટ્રોલોગસ અથવા કોઈ બહારનું પ્રોટીનના ઇન્જેક્શનથી અથવા થોડીક દવાઓ જેવી કે પેનિસિલિન અને સલ્ફોનામાઈડના રિસ્પોન્સ તરીકે સીરમ સિકનેસ થઈ શકે છે. તેના કારણે સર્ક્યુલેશનમાં IgG અથવા lgM એન્ટીજન – એન્ટીબોડી ઇમ્યુન કોમ્પ્લેક્સ ની રચના થાય છે. આ કોમ્પ્લેક્સ એ નાની બ્લડ વેસલ્સની દિવાલ કિડની અને સાંધાઓમાં જમા થાય છે.

ETIOLOGY – કારણો

1 – દવાઓ :

એન્ટી ટોક્સિન્સ ( ટીટેનમ એન્ટીટોક્ઝિન ) , એન્ટીવીનોમ્સ , સ્ટ્રેપટોકાઈનીઝ વેક્સિન , એન્ટિબાયોટિક ( સીફાલોસ્પોરિન , સિપ્રોફ્લોક્સાસિન , ફ્યુરોક્સેન , મેટ્રોનીડઝોલ , પેનિસિલિન , સ્ટ્રેપટોમાઈસીન , ટેટ્રાસાઈકલીન , સલ્ફોનામાઈડ , એલોપ્યુરીનોલ , બાર્બીટ્યુરેટ , કાર્બામેઞેપાઇન , આયોડિડ્સ ,મેથીમાઞોલ.

2 – એન્ટીબોડીઝ :

મોનોક્લોનલ એન્ટિબોડીઝ. ઉદાહરણ તરીકે : Infliximab ( ક્રોન્સ ડીસીઝ અને રૂમેટોઇડ આર્થરાઇટિસમાં વપરવામા આવે છે , omalizub નો ઉપયોગ એલર્જી સંબંધિત અસ્થમા ની ટ્રીટમેન્ટમાં થાય છે , rituximab નો ઉપયોગ ઘણા રોગોને ટ્રીટ કરવા થાય છે જેમ કે રૂમેટો લોજિક ડિસઓર્ડર , લિમ્ફોમાં.

લક્ષણો

– તાવ ( 104°F તાપમાન ) , સામાન્ય રીતે ફોલ્લીઓ પહેલા દેખાય છે.

– અર્ટીકેરીયા અથવા ખંજવાળ અને ફોલ્લીઓ

– સાંધાનો દુખાવો ( arthralgia ) મુખ્યત્વે આંગળી અને અંગૂઠા ના સાંધામાં જોવા મળે છે.

– લિમ્ફએડીનોપથી ( લસિકા ગાંઠો માં સોજો જોવા મળે છે , મુખ્યત્વે ઇન્જેક્શન આપેલું હોય તેની નજીક , ગળા અને માથામાં ).

– થાકી જવું

– હાયપોટેન્શન

– ગ્લોમેરૂલોનેફ્રાઇટીસ

– પ્રોટીન્યુરિયા ( પેશાબમાં પ્રોટીન ની હાજરી )

– હેમેચ્યુરીયા  ( પેશાબમાં લોહીની હાજરી )

– શોક

DIAGNOSIS

પેશન્ટ પાસેથી પૂરતી હિસ્ટ્રી ના આધારે અને અત્યારે આપેલી દવાઓના આધારે ડાયગ્નોસ કરી શકાય છે.

TREATMENT

– એલર્જીટ રિએક્શન કરતી દવા ને બંધ કર્યા બાદ લક્ષણો સામાન્ય રીતે 4 – 5 દિવસમાં અદ્રશ્ય થઈ જાય છે.

– કોર્ટીકોસ્ટીરોઇડ્સ . ઉદાહરણ તરીકે : હાઈડ્રો કોર્ટીસોન તથા એન્ટીહિસ્ટામાઇન્સ અને એનાલજેસીક ( આઇબ્રુફેન ) આ મેઇન લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે.

– પ્લાઝમાફેરેસીસ ( પ્લાઝમા માં રહેલા હાનિકારક ઘટકોને દૂર કરવામાં આવે છે ) પણ કરી શકાય છે.

PREVENTION

– સીરામ સીકનેસ ને પ્રેરિત કરતા એન્ટીટોક્સિન ને ટાડવા. એ તેના નિવારણ માટે શ્રેષ્ઠ માર્ગ છે.

– એન્ટિબાયોટિક ( પેનિસિલિન ) આપતા પહેલા સ્કિન ટેસ્ટ કરવો જોઈએ.

Published
Categorized as GNM SY MSN 1 FULL COURSE, Uncategorised