MSN 1 : UNIT 2 HEALTH ASSESSMENT

HEALTH ASSESSMENT (હેલ્થ અસેસમેન્ટ ):

USEFUL TERMINOLOGIES (યુઝફુલ ટર્મીનોલોજી):

Acute Illness (એક્યુટ ઈલનેસ):

આમા સિવ્યર સિમ્પટોમ્સ જોવા મળે છે. જે શોર્ટ ડયુરેસન માં જોવા મળે છે. થોડાક દિવસો અથવા વિક બીમારી જોવા મળે છે. જે ઝડપથી થાય છે. જેમા તાત્કાલિક સારવાર પ્રોવાઇડ કરવામા આવે છે. એના કોમન કારણ વાઇરસ ઇન્ફેક્શન અથવા ઇન્જ્યુરી છે. આ ઈલનેશ ટૂંક સમયમા નોર્મલ પણ થઇ જાય છે.

Assessment (અસેસમેન્ટ):

અસેસમેન્ટ એટલે કે પેશન્ટના હેલ્થ ને લગતી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની સિસ્ટેમિક અને ઈરાદાપૂર્વક પ્રોસેસ જેને એસેસમેન્ટ કહે છે.

Auscaltation (અસકલ્ટેશન):

આ એક ફિઝિકલ એક્ઝામિનેશનની મેથડ છે. જેમા બોડીના સાઉન્ડને ઇયર અથવા સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળવામા આવે છે. જેમા હાર્ટ, લંગ્સ, વેસલ્સ, ઈન્ટેસ્ટાઇન વગેરે માથી સાઉન્ડ સાંભળવામા આવે છે. જેમા હેલ્થ કેર પ્રોવાઇડર એ સાઉન્ડ સાંભળવા માટે સ્ટેથોસ્કોપ નો ઉપયોગ કરે છે. આ એક ડાયગ્નોસ્ટિક પ્રોસિજર પણ છે.

Inspection (ઇન્સ્પેકશન) :

આ પણ એક ફીઝીકલ એકઝામીનેશન ની મેથડ છે જેમા ઓબ્ઝર્વેશન દ્વારા પેશન્ટ ના તમામ ડેટા લેવામા આવે છે. આ મેથડ મા ઓબ્ઝર્વેશન ના ઉપયોગ દ્વારા હેલ્થ ને લગતા ડેટા કલેક્ટ કરવામા આવે છે. દા.ત. સ્કીન કલર, જનરલ અપીરીયન્સ વગેરે.

Parcussion (પરકશન) :

આ ફીઝીકલ એકઝામીનેશન ની મેથડ છે. જેમા બોડી કેવીટી ની અંદર આવેલ બોડી સ્ટ્રકચર ની ડેન્સીટી એ બોડી સર્ફેસ પર એક હાથ મૂકી તેને બીજા હાથ ની આંગળી વડે ટેપ કરવાથી આવતા અવાજ પરથી ડેટા કલેક્ટ કરી શકાય છે. દા.ત. બોડીના સ્ટ્રકચર મા એઈર, ફ્લુઇડ વગેરેની હાજરી ના લિધે ટેપીંગ થી આવતા અવાજ મા ચેન્જ જોવા મળે છે.

Palpation (પાલ્પેશન):

આ ફીઝીકલ એકઝામીનેશન ની મેથડ છે. જેમા બોડી કેવીટી ના અંદર ના ઓર્ગન્સ કે સ્ટ્રકચર ને પ્રેસર થી દબાવી તેની સાઈઝ, શેપ કે કોઈ પણ એબનોર્માલીટી છે કે નહિ તે નક્કી કરવામાં આવે છે.

Cheyne stoke respiration ( ચેઈન સ્ટ્રોક રેસ્પિરેશન):

આ એક બ્રિધિંગ ની એબનોર્મલ પેટર્ન છે. જે એપનીયાના પિરિયડ દરમિયાન વર્ગીકૃત થયેલ છે. જેમા એપ્નિયાના એપિસોડ પછી રેસ્પીરેશન ની ઊંડાઈ અને ફ્રિકવન્સી ધીમે ધીમે વધે છે.

Bradycardia (બ્રેડીકાર્ડીયા):

આ કન્ડિશનમા હાર્ટ રેટ સ્લો જોવા મળે છે. જેમા એડલ્ટમા મુખ્યત્વે 60 bpm થી ઓછા હાર્ટ રેટ થઈ જાય છે.આ કન્ડિશનને બ્રેડીકાર્ડિયા કહેવામા આવે છે. જેમા એટરોપીન એ ફર્સ્ટ લાઈન ઓફ ટ્રીટમેન્ટ છે. જે બ્રેડીકાર્ડિયા મા જે હાર્ટ રેટ ને વધારે છે.

Tachycardia (ટેકીકાર્ડિયા) :

આ કન્ડિશનમા હાર્ટ રેટ ઇન્ક્રીઝ જોવા મળે છે. જેમા એડલ્ટમા મુખ્યત્વે ૧૦૦ bpm થી હાર્ટ રેટ વધી જાય છે. આ કન્ડિશનને ટેકીકાર્ડિયા કહેવામા આવે છે.

Bradypnia (બ્રેડીપનીયા):

આ કન્ડિશનમા એબનોરમલી સ્લો બ્રિધિંગ રેટ જોવા મળે છે. જેમા 12 થી ઓછા રેસ્પીરેશન જોવા મળે છે.

Tachypnia (ટેકીપનિયા):

આ કન્ડિશનમા એબનોરમલી બ્રિધિંગ રેટ ઇન્ક્રીઝ જોવા મળે છે. જેમા 24 થી વધારે રેસ્પીરેશન જોવા મળે છે.

Disease (ડીસીઝ):

આ કન્ડિશનમા બોડીની હેલ્થ ડિસ્ટર્બ થાય છે. વાઈટલ ફંકશનના પર્ફોમન્સમા ડિસ્ટર્બન્સ જોવા મળે છે. કોઈપણ ઓર્ગન અથવા બોડી ના પાર્ટમાં તેના ફંકશન અથવા સ્ટ્રક્ચરમાં ડિસ્ટર્બન્સ થાય તેને ડીસીઝ કહે છે.

Health (હેલ્થ):

WHO પ્રમાણે, “આ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલી વેલ્બિંગ એટલે કે સુખાકારીની સ્થિતિ છે. જેમાં માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી નથી (“Health is a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity”) .

Illness (ઇલનેસ):

ઇલનેસ એટલે માંદગી. ફિઝિકલ અને ઈમોશનલ સંતુલન જાળવવા માટે વ્યક્તિ અસમર્થ થાય છે. જે પાછળથી તેના ફંકશનની એબિલિટીમા ડિસ્ટર્બન્સ જોવા મળે છે તેને ઈલનેસ કહે છે.

kussmaul breathing (કુસમૌલ બ્રીધીંગ):

આ એક એબનોર્મલ રેસપિરેસન નો ટાઈપ છે. જેમા એબનોર્મલ બ્રિધિંગ પેટર્ન જોવા મળે છે. ઝડપી અને ડીપ બ્રિધિંગ જોવા મળે છે. આ એક મેડિકલ ઇમરજન્સી નું સાઈન છે. ડાયાબિટીસ ના કોમ્પલીકેશન મા અને કોમા સાથે આ કંડીશન વધારે જોવા મળે છે.

Pursed lip breathing ( પર્સડ લીપ બ્રીધિંગ):

આ એક બ્રિધીંગ પેટર્ન છે.જેમા હોઠ ને પારસિયલી રીતે બંધ કરવામાં આવે છે. જેથી હવાને ધીમે ધીમે બહાર કાઢવામા આવે. તેનો ઉપયોગ ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડીસીઝ વાળા દર્દીમાં ઉપયોગ થાય છે. જેમાં શ્વાસ ને નાક વડે લેવામાં આવે છે અને મોઢા દ્વારા કાઢવામા આવે છે. આ પ્રકાર ની બ્રીધીંગ કરવાથી તેની બ્રીધીંગ ડીફીકલ્ટી માં રાહત જોવા મળે છે.

Terminal Illness (ટર્મિનલ ઇલનેસ) :

આ ઇન્ફેક્શન અથવા ડીસીસમા તે એન્ડ સ્ટેજ ડીસીઝ જે ટ્રીટ થતુ નથી અને ડેથ પણ થઈ જાય છે. આ ટર્મ મોસ્ટ કોમનલી કેન્સર વાળા પેશન્ટ તથા ક્રોનિક કિડની કે હાર્ટ ડિસીઝ વગેરેમા વપરાય છે. જે સાજા થતા નથી અને તેના લીધે ડેથ જોવા મળે છે. આવી ઇલનેસ ને ટર્મિનલ ઇલનેસ કહે છે.

Introduction (ઈન્ટ્રોડકશન):

  • જુદા જુદા લોકોની હેલ્થ પ્રત્યે જુદી જુદી ધારણા હોય છે. કેટલાકને લાગે છે કે જ્યારે વ્યક્તિ કોઈ પણ ડીસીઝ અથવા માંદગીથી ફ્રી છે ત્યારે તે હેલ્થી છે. જ્યારે અન્ય લોકો માને છે જો વ્યક્તિ રેગ્યુલર લાઈફની એક્ટિવિટી કરવા કેપેબલ છે તો તે હેલ્ધી છે.
  • હેલ્થ એ બોડી, મન અથવા આત્મા થી મજબૂત રહેવાની સ્થિતિ છે. ખાસ કરીને ફિઝિકલ રોગ અથવા દુખાવો ન હોઈ.
  • હેલ્થ એ લાઈફ નો એક માર્ગ છે. જેમા બોડી કાર્યો અને કેવી રીતે ફીટ રહેવું અને ખોરાક અને એક્સરસાઇઝ સહિત હેલ્ધી ટેવો, ઈચ્છાની જરૂર હોય છે. હેલ્થ એ સુખાકારીની પોઝિટિવ સ્થિતિ છે જ્યારે ફિઝિકલી સોશિયલી અને આધ્યાત્મિક રીતે અનુભવાય છે.

Health Assessment (હેલ્થ અસેસમેન્ટ) :

  • તે સ્ટાન્ડર્ડ નિયમોની તુલનામાં દર્દીના ડેટા નુ સતત અને વ્યવસ્થિત કલેક્શન છે. તેમાં દર્દીની સમજાયેલી જરૂરિયાતો (need), હેલ્થના પ્રોબ્લેમ રીલેટેડ અનુભવો, વેલ્યુ અને લાઈફ સ્ટાઈલ નો સમાવેશ થાય છે. હેલ્થ હિસ્ટ્રી અને ફિઝિકલ એસેસમેન્ટ નો સમાવેશ થાય છે.

According to the American Nurses Association (અમેરિકન નર્સ એસોસિએશન મુજબ):

  • “અસેસમેન્ટ એ વ્યવસ્થિત ડાયનેમિક પ્રક્રિયા છે. જેના દ્વારા નર્સ દર્દીને નોંધપાત્ર અન્ય લોકો અને હેલ્થ કેર પ્રોવાઇડ૨ સાથેના ક્રિયા દ્વારા દર્દી વિશેના ડેટા ને કલેક્ટ કરે છે અને તેનું એનાલાઇઝ કરે છે.
  • હેલ્થ એસેસમેન્ટ હેલ્થ હિસ્ટરી લીધા પછી ફિઝિકલ એક્ઝામ કરીને હેલ્થની સ્થિતિનું અસેસમેન્ટ છે, તે દેખાતા કે અનુભવી શકે તેવા લોકોમાં વહેલા ડીસીઝ ને શોધવા માટે કરવામાં આવે છે.
  • હેલ્થ નું અસેસમેન્ટ એ કેર નો એક પ્લાન છે. જે દર્દીની નીડ ને ઓળખે છે અને કેવી રીતે તે નીડની આરોગ્ય અથવા સ્કિલ Nursing ફેસીલીટી દ્વારા સંબોધવામાં આવશે.
  • Nursing Assessment એ દર્દીના ફિઝિકલ સંબંધી ઇન્ફોર્મેશન નુ એકત્રીકરણ છે. Psychological, Social અને Spiritual સ્થિતિ ને લગતી માહિતી નો તેમા સમાવેશ કરવામાં આવે છે.
    સિમ્પલ શબ્દોમાં કહીએ તો હેલ્થ અસેસમેન્ટ એ દર્દીના હેલ્થની સ્થિતિ વિશેનો ડેટા કલેક્ટ કરે છે. બોડીની સામાન્ય અથવા મેન્ટલ સ્થિતિ કરવા માટે એ શરીરનો વિગતવાર અભ્યાસ છે.
  • અસેસમેન્ટ = દર્દીનું અવલોકન+દર્દીનું ફેમિલી અને અન્ય નોંધપાત્ર વ્યક્તિઓનું ઇન્ટરવ્યૂ+દર્દીની તપાસ+મેડિકલ રેકોર્ડના રીવ્યુ.

Purposes of Health Assessment (હેલ્થ અસેસમેન્ટના હેતુઓ) :

  1. દર્દીના ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબીઇંગ વિશેનો ડેટા કલેક્ટ કરવો.
  2. શરૂઆતના સ્ટેજમાં દર્દીના પ્રોબ્લેમ ને ઓળખવા માટે.
  3. રોગનું કારણ અને હદ (લેવલ) નક્કી કરવા.
  4. દર્દીના હેલ્થની સ્થિતિના ફેરફારને મોનિટર કરવા માટે.
  5. દર્દીને જરૂરિયાત, ટ્રીટમેન્ટનુ નેચર વગેરે નક્કી કરવા માટે.
  6. કોમ્પ્લિકેશન દૂર કરવા.
  7. દર્દીની ફરજો ફરી શરૂ કરવા માટે મેડિકલી ફિટ છે કે કેમ તે પ્રમાણિત કરવા.
  8. મેડિકલ રિસર્ચમાં યોગદાન આપવા માટે.
  9. વ્યવસ્થિત રીતે ડેટા કલેક્ટ કરવા માટે.
  10. દર્દીની શક્તિ (strength), નબળાઈ (weakness), નોલેજ , પ્રેરણા (inspiration), સપોર્ટ સિસ્ટમ અને સામનો કરવાની એબિલિટી (copping ability) ને ઓળખવા.
  11. દર્દીની હેલ્થની સ્થિતિને આદર્શ સ્થિતિ સાથે સરખાવવા માટે તેની ઉંમર, જાતી, સંસ્કૃતિ, ફિઝિકલ, સાઈકોલોજીકલ અને સોસીયો ઇકોનોમિક્સ સ્થિતિને સમાવેશ કરીને.

Process of Health Assessment (હેલ્થનું અસસેસમેન્ટમાં સમાવેશિત પ્રોસેસ) :

1. Health history (હેલ્થની હિસ્ટ્રી)

2.Physical Examination (ફિઝિકલ એક્ઝામિનેશન).

1.Health history (હેલ્થ હિસ્ટ્રી) :

  • અસેસમેન્ટના ફેઝમા Nursing હેલ્થ હિસ્ટ્રી એ ચોક્કસ ડેટા એકત્રિત કરવા અને દર્દીનો વિગતવાર હેલ્થ રેકોર્ડ મેળવવા માટે રચાયેલ એક સ્ટ્રકચર ઇન્ટરવ્યૂ છે.
  • હેલ્થ હિસ્ટ્રી એ વ્યક્તિલક્ષી ડેટાનો સંગ્રહ છે. જેમા દર્દીના ભૂતકાળ અને વર્તમાન આરોગ્ય સ્થિતી બંને પરની માહિતીનો સમાવેશ થાય છે.
  • ડેટા કલેક્સન એ ઇન્ટરવ્યૂનુ પ્રાઇમરી ફોકસ હેલ્થ હિસ્ટ્રી છે.હેલ્થ હિસ્ટ્રી એ હેલ્થ કેર એજન્સી સાથે વર્તમાન સંપર્ક પહેલા દર્દીના હેલ્થ પેટર્નની સમીક્ષા છે. જ્યારે મેડિકલ હિસ્ટ્રી ના લક્ષણો અને ડીસીઝ ના પ્રોગ્રેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે Nursing હેલ્થ હિસ્ટ્રી દર્દીના આરોગ્ય પેટર્ન ફેરફારના રિસ્પોન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • હેલ્થ હિસ્ટ્રી કાતો કમ્પ્લીટ અથવા કેન્દ્રીત હોઈ શકે છે. કમ્પ્લીટ હેલ્થ હિસ્ટ્રીમાં બાયોગ્રાફીકલ ડેટા, રીલીજિયન, કરંટ હેલ્થ સ્ટેટસ, ભૂતકાળ હેલ્થની સ્થિતિ, ફેમિલી હિસ્ટ્રી સિસ્ટમનો વિગતવાર રીવ્યુ અને સાઇકોકોલોજીકલ પ્રોફાઈલ નો સમાવેશ થાય છે.
  • ફોકસ હેલ્થ હિસ્ટ્રી એક્યુટ પ્રોબ્લેમ પર ફોકસ કરે છે તેથી તમારા બધા પ્રશ્નો તે પ્રોબ્લેમ સાથે રિલેટેડ હશે.

Component of Health History (હેલ્થ હિસ્ટ્રી ના કમ્પોનન્ટ) :

1. Complete Health History (કમ્પ્લીટ હેલ્થ હિસ્ટ્રી):

  • બાયોગ્રાફીકલ ડેટા, કેર માટેનું રીઝન, પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, સિસ્ટમનો રીવ્યુ, સાઇકોસોશિયલ પ્રોફાઈલ, ડેવલપમેન્ટલ વિચારણાઓ, કરંટ હેલ્થ સ્ટેટસ અને લક્ષણોનું એનાલિસિસ

2. Focus Health History (ફોકસ હેલ્થ હિસ્ટ્રી):

  • બાયોગ્રાફીકલ ડેટા, કેર માટેનું રીઝન, પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી,
  • ફેમિલી હિસ્ટ્રી ઓન્લી ફેમિલી હિસ્ટ્રી કારણ કે તે ચોક્કસ સંભાળ નું કારણ સંબંધ છે.
  • સાયકો સોશિયલ પ્રોફાઈલ કારણ કે તે ચોક્કસ સંભાળ નું કારણ સંબંધિત છે.
  • ડેવલોપમેન્ટલ વિચારણાઓ કારણકે તે એક્યુટ પ્રોબ્લેમ ની અસર કરશે
  • ઇથેનિક્સ વિચારણાઓ કારણકે તે એક્યુટ પ્રોબ્લેમને અસર કરશે
  • કરંટ હેલ્થ સ્થિતિ અને લક્ષણોનું એનાલિસિસ માત્ર તે કાળજી મેળવવાના ચોક્કસ કારણ સાથે રિલેટેડ છે.

Objectives of Health History (હેલ્થ હિસ્ટ્રી ના હેતુઓ) :

  • સબ્જેકટીવ ડેટા બેઝ પ્રોવાઇડ કરવાનો છે.
  • દર્દીની શક્તિઓને ઓળખવાનો છે.
    દર્દીની હેલ્થ પ્રોબ્લેમ વાસ્તવિક અને સંભવિત બંને આધાર વગેરે ઓળખવાનો છે.
  • શિક્ષણની નીડ ને ઓળખવાનો છે.
  • ડિસ્ચાર્જ નિડને ઓળખવાનો, રેફરલ નીડ ને ઓળખવાનો.

Factors affecting subjective data collection (સબ્જેક્ટિવ ડેટા કલેક્શનને અસર કરતા ફેક્ટર):

  1. ફિઝિકલ સેટિંગ
  2. દર્દીની જવાબદારી અને તેનું વર્તન.
  3. કમ્યુનિકેશન સ્કીલ.
  4. પ્રોબ્લેમ
  5. નર્સની જવાબદારી અને વર્તન
  6. નર્સ નું જ્ઞાન અને સ્કીલ.

Components of Nursing Health History ( નર્સિંગ હેલ્થ હિસ્ટ્રી ના ઘટકો)

  1. બાયોગ્રાફીક ડેટા
  2. આરોગ્ય સંભાળ નું કારણ
  3. પ્રેઝન્ટ બીમારીની હિસ્ટ્રી
  4. પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી
  5. ફેમિલી હિસ્ટ્રી
  6. સિસ્ટમના રીવ્યુ
  7. લાઇફ સ્ટાઇલ
  8. સોસીયો કલ્ચરલ હિસ્ટ્રી
  9. સાયકો સોશિયલ હિસ્ટ્રી
  10. વ્યવસાયિક અને પર્યાવરણીય હિસ્ટ્રી

Biographic Data (બાયોગ્રાફીક ડેટા) :

  • જ્યારે નર્સ પેલી વખત દર્દી સાથે વાત કરે છે ત્યારે જ તેની સાથે ડેટા કલેક્ટ કરવામા આવે છે. જેમા નામ, સરનામું, ઉમર, જન્મ તારીખ, જાતિ, ધર્મ, બેડ નંબર, વોર્ડ, મેડિકલ ડેગ્નોસીસ, સર્જરી, ઓક્યુપેશન, એજ્યુકેશન, અને કયા ટાઇપનો હેલ્થ પ્લાન નો સમાવેશ થાય છે આ માહિતી દર્દીના હેલ્થને સમજવામા મદદ કરવા માટે ઉપયોગી થઈ શકે છે.

Cause of Health Care (હેલ્થ કેર નું કારણ) :

  • તે દર્દીની પ્રોબ્લેમ નું બ્રીફ નિવેદન છે .જેના માટે દર્દી મેડિકલ કેર માંગે છે. દર્દી શા માટે દાખલ અથવા બીમાર થાય તેનું પ્રાથમિક કારણ છે. દર્દીના મેડિકલ કેર મેળવવાનું કારણ દર્દીના પોતાના શબ્દોમાં વર્ણવવું જોઈએ. દર્દીનો પરિપ્રેક્ષ્ય જરૂરી છે. કારણ કે દર્દીના પોઈન્ટ ઓફ વ્યૂ ઇવેન્ટ વિશે શું જરૂરી છે તે સમજાવે છે તે જરૂરી છે નક્કી કરવા માટે કે, લક્ષણોની શરૂઆતનો સમય તેમજ કમ્પ્લીટ લક્ષણોનું એનાલિસિસ કરવા.
  • દર્દીના સ્ટેટમેન્ટ માં લખવું જોઈએ જો ઘણા બધા પ્રોબ્લેમમાં દર્દીને ફરિયાદની પ્રાયોરિટી દર્શાવવા માટે કેહવું. મેડિકલ ટર્મિનોલોજી નો ઉપયોગ ટાળવો. ઉદાહરણ તરીકે દર્દીને એક મહિનાથી સામાન્ય નબળાઈ બે અઠવાડિયા થી ઉધરસ અને બે દિવસથી તાવ આજે માથાનો દુખાવો. માથાનો દુખાવો× એક દિવસની ફરિયાદ કરે છે.
    ચીફ કમ્પ્લેન તાવ× બે દિવસ .ઉધરસ× 14 દિવસ અને સામાન્ય નબળાઈ ×30 દિવસ.

History of Present Illness (પ્રેઝન્ટ ઇલનેસની હિસ્ટ્રી) :

  • તેમા ચીફ કમ્પ્લેન નો સમાવેશ થાય છે. તેના સ્થાન ક્વોલિટી, કવોન્ટીટી જથ્થો, સેટિંગ વગેરેનો સમાવેશ થાય છે.
  • લોકેશન માથાના કયા વિસ્તારમાં માથાનો દુખાવો થાય છે.
    ગુણવત્તા ધીમે ધીમે કે અચાનક શરૂઆત છે. દુખાવો એ છરાબાદી ડલ ધબકારા અને પીડાદાયક છે દુખાવો તૂટક કે સતત છે?
  • કોન્ટીટી જથ્થો ફીવર ની ડિગ્રી પેન સ્કેલનો ઉપયોગ કરીને .પેનની તીવ્રતા.
  • ક્રોનોલોજી ઘટનાક્રમ
    જ્યારે લક્ષણો શરૂ થાય છે ત્યારે તે કેટલી વાર થાય છે.
  • સેટિંગ જ્યારે લક્ષણ દેખાય ત્યારે તમે ક્યાં હતા જેમ કે ઘર હોસ્પિટલ નોકરી વગેરે વિશે પૂછવું સંકળાયેલા ફેક્ટર ઉદાહરણ તરીકે સ્ટ્રેસ ઘસારો સ્મોકિંગ ધુમાડો શ્વાસમાં લેવું લક્ષણોનું કારણ બને તેવા ફેક્ટર.
  • સંકળાયેલા લક્ષણો શું આ લક્ષણો બોડીના અન્ય ભાગોને અફેક્ટ કરે છે. ભૂખ ઊંઘ ની પેટન નબળી પડી જાય છે .બોડીમાં દુખાવો થાય છે.
  • એક્ઝાગેરેટિંગ ફેક્ટર શું લક્ષણોની ઘટના સ્મોકિંગ જેવી એક્ટિવિટી સાથે લીંક છે જેમકે મોટે થી બોલવું ખાવું ચડવું અને બોડીની સ્થિતિ બદલવી.
  • રાહત આપતા પરિબળો લક્ષણો કેવી રીતે ઓછા થાય છે એટલે કે ધ્યાન કરવું આરામ કરવું ઘરની રેમીડી ખાવી અને દવાઓ લેવી વગેરે.

Past health history (પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી):

  • પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી એ કોઈપણ ડીસીસ અથવા સર્જરી સાથે દર્દીના એક્સપિરિયન્સ ની માહિતી છે. આ માહિતી કલેક્ટ કરવી ખૂબ જરૂરી છે. જે પ્રેઝન્ટ ની બીમારી પહેલા દર્દીના હેલ્થનું અસસેસમેન્ટ છે કારણ કે જે અગાઉની બીમારી છે તે પ્રેઝન્ટ ઈલનેસ સાથે રિલેટેડ હોઈ શકે. જેમાં પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી સમાવેશ થાય છે.

Medical Disease (મેડિકલ ડિસિઝ):

  • દર્દીને પૂછવું કે તે એવા કોઈપણ મેડિકલ ડિસિઝના કોન્ટેકમાં છે જેમ કે ટીબી, એનીમિયા, એટેક, હાયપરટેન્શન ,અસ્થમા, હૃદયના રોગો, ગ્લુકોમાં વગેરે.
  • જો દર્દી આ ડીસીઝ ધરાવે છે તો તેમને પૂછવું કે તેની ડેઈલી લીવિંગ એક્ટિવિટી તે ક્યાં લેવલ સુધી અસર કરે છે.

Surgery (સર્જરી):

  • દર્દીની કોઈપણ અગાઉની સર્જરીની હિસ્ટ્રી જાણવી જેમ કે ની રિપ્લેસમેન્ટ, હિસ્ટરેક્ટોમી ,વાલ્વ રિપ્લેસમેન્ટ વગેરે ની ટોટલી માહિતી લેવી સર્જરી પ્રત્યેનો દર્દી નો રિસ્પોન્સ ની પણ માહિતી લેવી.

Allergies (એલર્જી):

  • દર્દીની કોઈપણ મેડિસિન ફૂડ અથવા પર્યાવરણીય એલર્જીની હેલ્થ હિસ્ટ્રીમાં જેમાં એલર્જીન્સ નું નામ, કયા ટાઈપનું રિએક્શન છે અને સબસ્ટન્સની નોંધ લેવી.

Hospitalization (હોસ્પિટલાઈઝેશન):

  • દર્દી પહેલા ક્યારેક હોસ્પિટલમાં દાખલ થયો છે જો હા તો શા માટે અને કેટલા સમય માટે તે પૂછવું.

Injury or trauma (ઈજા અથવા ટ્રોમા):

  • દર્દીને ફેક્ચર, દાઝવું, કોન્સીયસ લેવલમાં ફેરફાર, એબડોમીનલ ટ્રોમા વગેરેની હિસ્ટ્રી પૂછવી.

Childhood illness or immunization (બાળપણની બીમારી અથવા ઈમ્યુનાઈઝેશન):

  • દર્દીએ ટીટેનસ, હિપેટાઇટિસ,ડીપ્થેરિયા, મિસલ્સ ,રુબેલા, પોલિયો, વગેરે જેવી રસી લીધેલ છે કે કેમ.

Family history (ફેમિલી હિસ્ટ્રી):

  • ફેમિલીમાં કોઈપણ ને ગંભીર બીમારી છે તે જાણવી જે એક્યુટ અથવા ક્રોનિક હોઈ શકે.
  • હેલ્થમાં સૌપ્રથમ બ્લડ રિલેટેડ અને બાળક સંબંધિત ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી કારણ કે જીનેટીક અને એન્વાયરમેન્ટલ ફેક્ટર જે ડીસીઝ સાથે જોડાયેલા છે .ફેમિલી હેલ્થ એ ખૂબ જરૂરી છે.
  • ઉદાહરણ તરીકે: હાઇપર ટેન્શન, એનિમિયા, ડાયાબિટીસ, માનસિક રોગો, કેન્સર, આંચકી, કિડની ડીસીઝ વગેરે અને બધા જ ફેમિલી મેમ્બર ની હેલ્થ હિસ્ટ્રી અને જો બધા જીવતા હોય તો તેની ઉંમર અને જાતિ લખવી.

જેને ફેમિલી ટ્રી વડે દર્શાવાય છે.

પુરુષ: રાઉન્ડ કરવું
સ્ત્રી: ચોરસ બોક્સ કરવું
દર્દી: એરો વડે દર્શાવવું.

Lifestyle (લાઈફ સ્ટાઈલ):

  • ખાવાની ટેવો, સ્લીપ, આરામ કરવાની પેટન ડેઇલી લિવિંગ એક્ટિવિટી, મનોરંજન, શોખ ,પર્સનલ ટેવ વગેરેનો સમાવેશ થાય છે.
  • ડેઇલી લિવિંગ એક્ટિવિટી એ પોતાની કેર માટેનું વર્ણન છે આ ડેટાબેઝ એ ન્યુટ્રીશન, રેસ્ટ, સ્લીપ, અને એક્સરસાઇઝમાં સમાવેશ થાય છે.

Psychosocial History (સાયકો સોશિયલ હિસ્ટ્રી):

  • આ હિસ્ટ્રી મા દર્દીનું પોતાનું કન્સેપ્ટ ,સેલ્ફ રિસ્પેક્ટ, સ્ટ્રેસના સ્ત્રોત, અને દર્દીની કોપ અપ કરવાની કેપેસિટી નો સમાવેશ થાય છે.
    આ ઉપરાંત તેમાં જ્યારે ક્રાઇસીસ આવે ત્યારે સપોર્ટના સ્ત્રોત જેમ કે ફેમિલી, ધર્મ , સપોર્ટિવ ગ્રુપ ની શોધ લેવી.
  • દર્દીને તેની બીમારી વિશે પૂછવું કે તે તેની સેક્સ્યુઅલ એક્ટિવિટી પર અસર કરે છે? આ માહિતી એ સૌથી છેલ્લે કલેક્ટ કરવી કારણ કે ત્યાં સુધીમાં દર્દી કમ્ફર્ટેબલ થઈ શકે.
  • તેમના ધંધા ઉપર રોગની અસર, અન્ય લોકો સાથેના સંબંધો,AIDS નું કારણ આ પરથી આપણે સાઇકોસોશિયલ હિસ્ટ્રી ઓળખી શકાય છે.
  • સાઇકો સોશિયલ હિસ્ટ્રીમાં દર્દીની પોતાની જાત વિશેની અવેરનેસ અથવા અન્ય હ્યુમન સાથેના તેના રિલેશન વિશે માહિતી મેળવવી વગેરેનો સમાવેશ થાય છે.
  • માહિતી મેળવવી એનું ફોકસ એ દર્દીના એજ્યુકેશન, લાઈફ સ્ટાઇલ, પોતાના રિલેશન, સોશિયલ રિલેશન, મેરેજ ,સ્કૂલ ભાઈ બહેન વગેરે છે.

Socio-cultural history (સોસીયો કલ્ચરલ હિસ્ટ્રી):

  • સોસીયો કલ્ચરલ હિસ્ટ્રીમાં તેના ઘરનું એન્વાયરમેન્ટ ફેમિલી ની પરિસ્થિતિ અને દર્દીનો ફેમિલીમાં રોલ વગેરેની પૂછપરછ કરવી .જે જરૂરી છે.
  • ઉદાહરણ તરીકે ત્રણ બાળકોના માતા પિતા અને સિંગલ પેરેન્સ ફેમિલીના એકમાત્ર પ્રોવાઇડર હોઈ શકે. દર્દીની રિસ્પોન્સિબિલિટી એ જરૂરી છે જેના દ્વારા નર્સ નક્કી કરી શકે છે કે તેની હેલ્થની સ્થિતિમાં ફેરફારની અસર અને પ્લાન જે ખૂબ જ ફાયદાકારક છે.

Occupational and Environmental History (ઓક્યુપેશનલ અને એન્વાયરમેન્ટ હિસ્ટ્રી):

  • આ હિસ્ટ્રી કલેક્ટ કરવાનું ગોલ એ છે કે જેનાથી પર્યાવરણમાં રહેલા ગંભીર ફેક્ટર અથવા જે બીમારી પેદા કરતા પદાર્થ ને આપણે ઓળખી શકીએ.
  • જેમાં દર્દીનો વ્યવસાય જોબ, લાઈફ સ્ટાઇલ, એન્વાયરમેન્ટ વગેરે રિલેટેડ માહિતી કલેક્ટ કરવામાં આવે છે.
  • જેમાં ખેતરો ફેક્ટરી ,યાર્ડ ની ભીડ ગંભીર મટીરીયલ ,વગેરે કમ્યુનીકેબલ ડીસીઝ ફેલાવી શકે છે.

Physical Examination (ફિઝિકલ એક્ઝામિનેશન):

  • ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનો ગોલ હેલ્થ હિસ્ટ્રી લેવા જેવો જ છે.
    ફિઝિકલ એક્ઝામિનેશન એ હેલ્થ અસેસમેન્ટ નો એક ઈમ્પોર્ટન્ટ ભાગ છે.
    જે ડાયગ્નોસીસ અને પ્રોબ્લેમને આઈડેન્ટીફાય કરવા ઓબ્જેક્ટીવ ડેટા પ્રોવાઇડ કરે છે.
  • ફિઝિકલ એક્ઝામિનેશનનો ગોલ એ નોર્મલથી લઈ કોઈપણ ડેવિએશનનુ અસેસમેન્ટ કરવાનો છે. અને ઇન્ટરવ્યૂ દ્વારા કલેક્ટ કરેલ માહિતીને વેલીડ કરવાનો છે.
    બેઝલાઈન ડેટાનું મેઝરમેન્ટ અને ફિઝિકલ ટેકનિક નો ઉપયોગ ઓબ્જેકટીવ ડેટા કલેક્ટ કરવા થાય છે .
  • ફિઝિકલ એક્ઝામિનેશનનો નર્સિંગ અસેસમેન્ટ માં સમાવેશ થાય છે. ચીહ્નો અને તેનું માપન અથવા ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. જેમાં નોજિયા વર્ટીગો જે દર્દી અનુભવે છે.
  • ફિઝિકલ એક્ઝામિનેશનમાં ઇન્સ્પેક્શન ,પાલપેશન, પરકશન, અસકલ્ટેશન વગેરે જેવી ટેકનીકનો ઉપયોગ થઈ શકે છે.

What is baseline data? (બેઝલાઈન ડેટા શું છે) ?:

  • બેઝલાઈન ડેટા એ ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન મેળવેલા અસેસમેન્ટનું સિસ્ટેમિક ઓર્ગેનાઇઝેશન છે.
  • જે સમયના આપેલ પોઇન્ટ એ દર્દીની સ્થિતિ સ્થાપિત કરવા માટે કમ્પેરીઝન અને ઇવાલ્યુએશન માટેનો આધાર બનાવે છે. ઊંચાઈ અને વજન એ ભવિષ્યના માપ સાથે કમ્પેરીઝનમાં જરૂરી છે જેથી કરીને કોઈ પણ ચેન્જીસ થાય તો નક્કી કરી શકાય.

Technique of Physical Assessment (ટેકનીક ઓફ ફિઝિકલ અસેસમેન્ટ):

  • ફિઝિકલ એક્ઝામિનેશનમાં સિસ્ટેમિક અસેસમેન્ટ ટેકનીક અને વિઝ્યુઅલ, ઓડિટરી, ટેક્ટાઈલ,અને ઓલ ફેક્ટરી સેન્સ નો ઉપયોગ થાય છે. આ બધા સેન્સ નો ઉપયોગ સ્પેસિફિક અસેસમેન્ટ ટેકનિકમાં થશે.
  • ઉદાહરણ તરીકે.. ઘણી વખત બોડીના વાસ અને પ્રવાહી ઉપરથી તેના ફેરફાર દ્વારા તેને ડિટેક્ટ કરવામાં આવે છે.
    ફિઝિકલ એક્ઝામિનેશન માં ચાર સ્પેસિફિક ટેકનીક નો ઉપયોગ થાય છે. જેમાં ઇન્સ્પેક્શન, પાલપેશન , પરકશન, અને અસકલ્ટેશન.

1.Inspection (ઇન્સ્પેક્શન):

  • ઇન્સ્પેક્શન એ દર્દીનું વિઝ્યુઅલ એક્ઝામિનેશન છે. અને બોડી નું વિઝ્યુઅલ એક્ઝામિનેશન છે .જેમાં દર્દીનો જનરલ દેખાવ, બોડી સાઈઝ ,ચાલ ,કદ, આકાર, પોસ્ચર વગેરે કેરફૂલી કરવામાં આવે છે. આ જયારે નર્સ દર્દી સાથે કોન્ટેક્ટ કરે છે કે તરત જ તે શરૂ થાય છે.
  • ફિઝિકલ એસેસમેન્ટ ના ઇન્સ્પેક્શન ફેસ દરમિયાન નર્સ જોઈ શકાય તેવા ડેટાને સિસ્ટેમેટીકલી કલેક્ટ કરવા માટે ઓબ્ઝર્વેશન સ્કીલ નો ઉપયોગ કરે છે.
    જેમાં દર્દીનો રેસ્પાયરેટરી એફર્ટ, સ્કીન કલર , અને વુંડને મેજર કરવાનો સમાવેશ થાય છે.

Ganeral Appearnce (જનરલ અપિરિયન્સ):

  • એક્સપ્રેસન: ચિંતિત, કમ્ફર્ટેબલ, એલર્ટ ,નર્વસ.
  • બોડી નું નિર્માણ: થીન, ફેટી ,મોડરેટ.
  • આમાં દર્દીના શબ્દો નો બોડી લેંગ્વેજ સાથે પણ જોડવામાં આવે છે.
    ઉદાહરણ તરીકે દર્દીનો દુખાવો અનુભવ છે તેની બોડી લેંગ્વેજ સાથે સંબંધ ધરાવે છે.
  • ઇન્સ્પેક્શનમાં બોડી નો મેક્સિમમ એરિયાને વિઝયુલાઈઝ કરી પછી તેને અધરબોડી ની સાઈડ સાથે કમ્પેર કરવું.
  • રાઈટ હેન્ડ ને લેફ્ટ હેન્ડ ની પહોળાઈ સાથે કમ્પેર કરવી.
    બોડી એરીયા નું પૂરતું એક્સપોઝર ખૂબ જરૂરી છે. જેમાં કલર, ટેક્સચર, મોબિલિટી, સિમેટ્રી,ન્યુટ્રીશનલ સ્ટેટસ વગેરે જોવું.

2. Palpation (પાલપેશન):

  • પાલપેશન એટલે કે જેમાં સ્પર્શ હાથ અને ફિંગર નો ઉપયોગ કરી ઓર્ગન નું ટેક્સચર, સાઈઝ, શેપ, પ્લેસમેન્ટ ,લોકેશન, વગેરે ફિલ કરવું. જેમાં સ્પેશિયલી હાથની ફિંગર ટીપ્સ નો ઉપયોગ કરી સ્કીન નુ ટેમ્પરેચર ,પલ્સ, ટેક્ચર, મોઈશ્ચર,માસ, ટેન્ડરનેસ, અને દુખાવો અસેસ કરવો.
  • 1 cm જેટલું ઊંડું દબાવીને જેંટલ પાલ્પેસન કરી સ્કિન, પલ્સ, પાલ્પેસન, અને ટેન્ડરનેસ અસેસ કરવું.
  • ત્યારબાદ 4 cm જેટલું દબાવવું બંને હાથની મદદથી જે ડીપ પાલ્પેસન છે .તેની મદદથી ઓર્ગન ની સાઈઝ અને ડીપ ઓર્ગન (લીવર) ડિટરમાઈન કરવું.

What to keep in mind when performing palpation? (પાલપેશન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું?):

  • પાલપેશન કરતા પહેલા હંમેશા દર્દીને સમજાવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા કલ્ચરમાં ટચનું ખૂબ જ મહત્વ છે.
  • પાલપેશન કરતા પહેલા હાથ ગરમ અને ટૂંકા નખ રાખવા. ફિંગરની પાલમર સરફેસ એ ફિંગર ટીપ્સ કરતાં વધારે સેન્સીટિવ હોય છે જેમાં અલનાર સરફેસ એ વાઇબ્રેશન માટે વધારે સેન્સિટીવ છે .અને ડોરસલ સરફેસ એ ટેમ્પરેચર માટે ઉપયોગ થાય છે.
  • લીમ્ફ નોડ ની સાઈઝ નક્કી કરવા માટે પણ પાલ્પેશન મદદ કરે છે.
  • હંમેશા પહેલા જેન્ટલ પાલપેશન પછી ડિપ પાલપેશન એમ આગળ વધવું. કારણકે તે ટેન્ડરનેસ અથવા ફ્લુઇડ માં વિક્ષેપ થઈ શકે છે.
  • બંને હાથનો ઉપયોગ કરી ફિંગર ટીપ્સ અને ઓર્ગન વચ્ચે કિડની અને યુટરસ ની સાઈઝ અને શેપ અસેસ કરવામાં આવે છે.

Percussion (પરકસન):

  • સિમ્પલ વર્ડમાં તેને ટેપિંગ કહે છે .સાઉન્ડની ક્વોલિટી મેળવવા માટે તેમાં ફિંગર વડે ટેપિંગ કરી દર્દીના બોડી સામે સાઉન્ડ સંભળાય છે. જેનો ઉપયોગ ઇન્ટરનલ ઓર્ગન ની ડેન્સિટીને રિફ્લેક્ટ કરવા માટે થાય છે .ધ્વનિ ,વાઇબ્રેશન, અને અવરોધ જે વિવિધ ડેન્સિટી સાથે પ્રોડ્યુસ થાય છે .અને અલગ અલગ ઓર્ગન ટુ ઓર્ગન બદલાય છે. અને તેનો ઉપયોગ ઇન્ટર્નલ ઓર્ગનના સાઈઝ, શેપ, પોઝીશન, જાણવા અને ઉપરાંત ફ્લૂઈડ ફિલ્ડ ઓર્ગન ને ડિટેક્ટ કરવા પણ થાય છે.
  • પરકશન એક એવી ટેકનીક છે જે ફિઝિશિયન પ્રેક્ટિસ નર્સ ટિસ્યુ ની સુસંગતતા નક્કી કરે છે.
    પરકશનમાં ટેપિંગ કરી બોડી સરફેસ પર શોર્ટ અથવા શાર્પ સ્ટ્રોક વડે વિવિધ પાલ્પેબલ વાયબ્રેશન સાઉન્ડ પ્રોડ્યુસ કરવામાં થાય છે.
  • પરકશનનો ઉપયોગ બોડી ના ઘણા ઓર્ગન સાઉન્ડ, લોકેશન ,સાઈઝ, શેપ, કદને ડિટેક્ટ કરવા થાય છે. જેમાં એક્ઝામિનર એ દર્દી ઉપર ટેપ કરે છે. સાઉન્ડ કાઢવા માટે સામાન્ય રીતે મિડલ ફિંગર નોન ડોમિનેટ હેન્ડની ને પરકશન એરિયા પર પ્લેસ કરવી. અને ડોમિનન્ટ હેન્ડ ની મિડલ ફિંગર ને નોન ડોમિનન્ટ પર રાખવી.
  • જેમાં પરકશન બે રીતે કરવામાં આવે છે.

Direct percussion (ડાયરેક્ટ પરકસન):

  • આ ઇનફન્ટની ચેસ્ટ અને એડલ્ટના સાઇનસ માટે વપરાય છે. ફિંગર ટીપ્સ ની મદદથી બોડી ના સ્પેસિફિક પાર્ટ પર ટેપિંગ કરવામાં આવે છે.
  • કિડનીની ટેન્ડરનેશમાં. ક્રિએટ કરેલા વાઇબ્રેશન ને સાંભળવા.
    એક જ પોઇન્ટ પર બે ત્રણ વખત પરકસન કરવું જરૂરી છે બીજા પર કરતા પહેલા. ચોક્કસ રીડિંગ મેળવવા માટે કરવામાં આવે છે. ફેટી દર્દી માટે સ્ટ્રોંગ પરકસન ની જરૂર છે.
  • પરકસન ટોન: એર (લાઉડ), ફ્લુઇડ (ડલ) અને સોલિડ એરિયા (સોફ્ટ).

Indirect percussion (ઇનડાયરેક્ટ પરકસન):

  • એરિયા પ્રમાણે આ બદલાય છે જેમાં નોન ડોમિનન્ટ હાથની હથેળી ને નીચે રાખીને CVA પર આંગળીઓને જોડીને અને ડોમિનન્ટ હાથની ફિંગરને જેંટલી સ્ટ્રાઈક કરવામાં આવે છે દા. ત.. કિડનીમાં….
    _થોરેક્સ: ડોમિનન્ટ હેન્ડની મિડલ ફિંગર નોન ડોમિનન્ટ હાથના ઇન્ટરફેલેંજિયલ જોઈન્ટ પર સ્ટ્રાઈક કરે છે જે દર્દીની સ્કીનની સામે રહે છે.
  • પરકશન અવાજ ઉત્પન્ન કરે છે જેમાં ઘણા સાઉન્ડ અને તેની અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે.

Characteristics of sound (સાઉન્ડ ની લાક્ષણિકતાઓ):

  • ટિમ્પેની (Tympany) સામાન્ય રીતે તે પેટની ઉપર સંભળાય છે.
  • રેઝોનન્સ (Resonance) જે નોર્મલી લંગના ટીશ્યુમાં.
  • હાઇપર રેઝોનન્સ (Hyper resonance) જે ફૂલેલા ફેફસામાં.
  • ડલનેસ (Dullness) ફેફસા પર.
  • ફ્લેટનેસ (Flatness) મસલ્સ પર.

Auscultation (અસકલટેશન):

  • અસકલટેશન સામાન્ય રીતે સ્ટેથોસ્કોપ વડે કરવામાં આવે છે સ્ટેથોસ્કોપ નો ઉપયોગ હૃદય, બ્લડ વેસલ, ફેફસા, પ્લુરા અને આંતરડાની કન્ડિશનનું મૂલ્યાંકન કરતી વખતે બહારના અવાજો રોકવા માટે થાય છે.
  • જેમાં બ્રીધ સાઉન્ડ, હાર્ટ, વાસ્ક્યુલર સાઉન્ડ અને બોવેલ સાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
  • તેનો ઉપયોગ સામાન્ય રીતે એબડોમીનના સાઉન્ડને હાજરીને ડિટેક્ટ અને તેને લાઉડનેસ, સ્પીચ, ગુણવત્તા, ફ્રિકવન્સી, અને duration ને અસેસ કરવા માટે થાય છે.
  • મોટે ભાગે જે અવાજો સંભળાય છે તેમાં ફેફસાના હૃદય અને એબડોમન અને બ્લડ વેસલ નો સમાવેશ થાય છે.
  • હાર્ટના સાઉન્ડ સાંભળવા માટે ચેસ્ટને સાંભળવામાં આવે છે. ફેફસાના અવાજો સામાન્ય અને અકસ્મિક ફેફસાના અવાજો માટે આગળ અને પાછળના ભાગમાં સાંભળવામાં આવે છે. બોવેલ સાઉન્ડ માટે એબડોમીન ને સાંભળવામાં આવે છે.

Characteristics of sound (સાઉન્ડની લાક્ષણિકતાઓ): ?

  • તીવ્રતા: લાઉડ, મીડીયમ, સોફ્ટ.
  • પીચ: લો ,હાઇ ,મીડીયમ.
  • ડ્યુરેશન: શોર્ટ, લોંગ, મીડીયમ.
  • ક્વોલિટી: બૂમિંગ, હોલો, ડલ અને ડ્રમ જેવુ.

What is the order of physical examination? (ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનો ક્રમ?) :

  • Inspection (ઇન્સ્પેક્શન)
  • Palpation (પાલપેશન)
  • Purcussion (પરકશન)
  • Auscultation (અસકલટેશન)

Patient preparation (દર્દીની પ્રિપેરેશન):

Physical Preparation (ફિઝિકલ પ્રિપેરેશન):

  • એક્ઝામિનેશન દરમિયાન દર્દીને બેસવા અથવા પોઝીશન લેવા મદદ કરો. જરૂરિયાત મુજબ તેને કપડા રિમૂવ કરવા મદદ કરો.
  • દર્દીને બ્લાડર ખાલી કરવું તે દર્દીને રિલેક્સ આપે છે તેમજ એબડોમીન અને પ્યુબિક વિસ્તારમાં તે ઇઝી પાલપેશન વધારે છે. જો યુરીન ટેસ્ટ ની જરૂર હોય તો યુરીન કન્ટેનરમાં યુરીન કલેક્ટ કરવું.
    જો ફાસ્ટિંગ ની જરૂર હોય તો દર્દીને પ્રિપેર કરવું.

Psychological Preparation (સાઈકોલોજિકલ પ્રિપેરેશન):

  • જ્યારે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે તે ચિંતિત અને બેચેન થઈ જાય છે અને તે કોઈ પણ પ્રોબ્લેમ થી સફર થાય છે.
  • દર્દીની સાઇકોલોજી જાણવી અથવા સમજવી ખૂબ જરૂરી છે
  • તેના પ્રશ્નોને જસ્ટીફાઈ કરવા.
  • દર્દીને પ્રોસિજર એક્સપ્લેન કરવી અને એક્ઝામિનેશન નો પર્પસ શું છે તે તેનો સાયકોલોજીકલ પ્રિપેરેશનમાં સમાવેશ થાય છે.
  • દર્દીને રિલેક્સ અને કમ્ફર્ટેબલ બનાવવું.
  • દર્દીને એક્ઝામિનેશનનો ક્રમ કહેવો.

દર્દીની ફિઝિકલ એક્ઝામિનેશન શરૂ કરતા પહેલા યુનિટની તૈયારી કરવી જરૂરી છે તે દર્દીને રિલેક્સ અને કમ્ફર્ટેબલ બનાવે છે. જેના માંટે નીચે મુજબ ના મુદ્દાઑ ધ્યાને લેવા.

  • એક્ઝામિનેશન નો ટાઈમ એ દર્દી અને નર્સ બંને માટે અનુકૂળ હોવું જોઈએ કારણ કે ઝડપથી કરવામાં કેટલીક ઈમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન રહી જાય છે.
  • લાઈટ એક્ઝામિનેશન માટે જરૂરી છે તેથી સમગ્ર એક્ઝામિનેશન દરમિયાન લાઈટ હોવી જોઈએ.
  • સાધન સામગ્રી: એક્ઝામિનેશન કરતા પહેલા બધા સાધનો નજીક હોવા જોઈએ અને વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ. દર્દી ટેબલ અથવા ચેર પર આરામથી બેસી કે સૂઈ શકવું જોઈએ.
  • પ્રાઇવસી: પ્રાઇવેસી એ એક્ઝામિનેશન નું મુખ્ય ભાગ છે જ્યારે ડોક્ટર એક્ઝામિનેશન કરે ત્યારે ફિમેલને એકલા ન મૂકવું .હંમેશા સાથે રહેવું કારણકે કે બોડી એક્સપોઝર વખતે શરમ અનુભવાય છે.
  • ટેમ્પરેચર: જે રૂમમાં ફિઝિકલ એક્ઝામિનેશન થાય ત્યાં ટેમ્પરેચર વધારે ગરમ કે ઠંડુ ન હોવું જોઈએ. Warm એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
  • પોઝીશન: ફિઝિકલ એક્ઝામિનેશનમાં ઘણી પોઝિશનનો ઉપયોગ થાય છે તેથી ત્યાં ફર્નિચર હોવું જોઈએ જેથી દર્દી આરામથી પોઝીશન લઈ શકે.
  • ડ્રેપીંગ: ડ્રેપીંગ એટલે કે એક્સપોઝ ના નજીકનો એરીયા કવર કરવો. ડ્રેપિંગ પ્રાઇવેસી મેન્ટેન કરે છે અને બિનજરૂરી હીટ લોસ અટકાવે છે.

General Assessment (જનરલ અસેસમેન્ટ):

  • અસેસમેન્ટ એ કોમ્પ્રિહેન્સીવ અને ફોકસ હોઈ શકે. કોમ્પ્રીહેન્સીવ અસેસમેન્ટ એ શરૂઆતનું અસેસમેન્ટ છે. જે ખૂબ જ પૂરતું અને તેમાં ડિટેઈલ હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશન નો સમાવેશ થાય છે.

Skin (સ્કીન) :

સ્કીનમાં ફોલ્લીઓ, ખંજવાળ, ડ્રlયનેસ, ઓઇલી સ્કિન, સ્કીન ના કલર ચેન્જ, અને મોલ્સમાં ફેરફાર વગેરે વિશે પૂછવું.

Skin inspection (સ્કીનનું ઇન્સ્પેક્શન):

  • કલર: જનરલ સ્કીન નો કલર ચેક કરવો અને યુનિફોર્મિટી ચેક કરવી.
  • પીગમેન્ટેશન: નોર્મલ, હાઇપર પિગમેન્ટેશન, હાયપોપીગમેન્ટેશન
  • મોલ્સ: વધારે /નોર્મલ સડન એનલાર્જ અને મોલની ઈરેગ્યુલર બોર્ડર. કલર માં ચેન્જીસ ખંજવાળ ,ટેન્ડરનેસ, દુખાવો, મોલમાં બિલ્ડિંગ, મોલની સરફેસમાં ચેન્જીસ.
  • વાસ્ક્યુલારીટી: એબનોર્માંલીટી પેટેશિયલ , ઇકાઈમોસિસ, પરપુરા.
  • કલર : પિંક, રેડ, યલો, બ્રાઉન, બ્લેક, ગ્રીન.
  • લીઝન : લીઝન ના ટાઈપ મેક્યુલ, પેપ્યુલ ,સ્કેલ, અલ્સર, અને સ્કાર.
  • પેટર્ન : એન્યુલર, લિનિયર, ક્લસ્ટર વાળી બુલ્સ આઈ.
  • બોડી એરીયા: જનરલાઈઝ, એક્સપોઝ એરીયા, ફેસમાં સ્કીન ફોલ્ડ વગેરે.

Palpation of the skin (સ્કીનનું પાલપેશન):

  • ટેમ્પરેચર – નોર્મલ, હાઈપરથર્મિયા,હાયપોથર્મિયા.
  • ટેક્સચર : નોર્મલ સ્કિન , સોફ્ટ, ઇનટેક, મિનિમમ પરસેવો, ઉઝ રડા ,સ્કાર ,રફ સ્પોટ.
  • મોબિલિટી : નોર્મલી જ્યારે સ્કીનને ઉપાડવામાં આવે ત્યારે સ્કીન સરળતાથી મૂવ થઈ જાય અને છોડવામાં આવે ત્યારે તરત જ સ્થાને પાછી આવી જાય.
  • ટેન્ડરનેસ છે કે નહીં તે ચેક કરવુ.
  • ટર્ગર : સ્કીનની મોબિલિટી અને મોઈશ્ચર, જો ડીહાઇડ્રેશન હોય તો poor ટરગર.

Nails (નખ):

  • નખનું ઇન્સ્પેક્શન અને પાલપેશન, નખનો એંગલ ચેક કરવો.
  • શેપ : રાઉન્ડેડ, ફ્લેટ
  • ટેક્સચર : સ્મુધ
  • કલર: પિંકીસ વાઈટ.
  • થિકનેસ: યુનિફોર્મ
  • નખના બેઝને પાલપેટ કરવું. નખની સ્વચ્છતા અને તેની મજબૂતાઈ માટે.

Head inspection and palpation (હેડ ઇન્સ્પેક્શન અને પાલપેસન):

  • સાઈઝ, સેપ , સિમેટ્રી ઇન્સ્પેક્શન, ટેક્સચર નોટ કરવા.
    સ્કીન લિઝન, હેડમાં કોઈ માસ , ટેન્ડરનેસ સ્વેલિંગ અને હેર નો ટેક્સચર માટે પાલપેટ કરવું.
    નોર્મલી હેડ એ નોન સિફાલિક હોય છે . સ્કલ સિમેન્ટ્રીક અને બોડી સાઈઝ પ્રમાણે એપ્રોપ્રિયેટ હોય છે.
  • હેર: કલર ટેક્સચર ક્વોન્ટિટી અને ડિસ્ટ્રીબ્યુશન.
  • ફેસ: ફેશિયલ એક્સપ્રેશન: ડિપ્રેશન, ચિંતા, એંગર, અણગમો. ફેશિયલ મુવમેન્ટ: એક્સેસિવ બિન્કિંગ, કંટીન્યુ હસતા રહેવું.
  • ફેસની સિમેન્ટ્રી: ફુલેલી, શંકન એરીયા, ધ્રુજારી. સ્કીન નો રંગ, તાપમાન અને પીગમેન્ટેશન
    ટેક્સચર: એડીમાં લિઝન

Eye and Vision (આંખ અને વિઝન):

  • આઈ લીડ ની માર્જિન: સિક્રીશન ની હાજરીનું ઇન્સ્પેક્શન ,રેડનેસ, લેસીસ ની પોઝીશન.
  • આઈ લેસીસ: બહારની તરફ વળેલી અને ડિસ્ટ્રીબ્યુટ.
    કંજકટીવા: કલર ચેક કરવો (પિંક) સ્કલેરા: કલર ચેક કરવો (વાઈટ)
    પ્યુપીલ: સાઈઝ, સેપ, સિમેટ્રી, લાઈટ સામેનું રિએક્શન ચેક કરવું.
  • કોરનીયા: નોર્મલી (ટ્રાન્સપરન્ટ).
  • વિઝન: સ્નેલન અથવા ‘E’ ચાર્ટનો ઉપયોગ કરી દૂરનું વિઝન નું નિરીક્ષણ કરવું. દર્દીની આંખોથી 12 થી 14 ઇંચના અંતરે ન્યુઝ પ્રિન્ટ રાખી સાથે રોઝેન પોમ ચાર્ટ અથવા કોર્ડનો ઉપયોગ કરીને નજીકનું વિઝન ચેક કરવું.
  • આઈની મુવમેન્ટ: આંખની અંદરની ચળવળ વિશેની ઇન્ફોર્મેશન મેળવવા માટે વિઝનના મુખ્ય ફિલ્ડ નું મૂલ્યાંકન કરવું. જ્યારે હવામાં H અથવા z અક્ષર દોરો ત્યારે દર્દી ને તમારી ફિંગરને ફોલો કરવા માટે કહો.
  • કોર્નિયાનું રિફ્લેક્સ: ધીરેથી કોટન વડે દર્દીનો કોર્નિયા ટચ કરવું જેના કારણે આઈ બ્લીન્કીંગ કરશે.

ગરદન (NECK):

  • સાઈઝ અને સીમેટ્રી: સિમેટ્રિકલ
  • રેન્જ ઓફ મોશન: પાછળ, સાઈડ બાજુથી બાજુ. ટ્રકિયા ની પોઝીશન
  • થાઇરોઈડ ગ્લેન્ડ: એનલાર્જ અથવા નોન એનલાર્જ.

Palpation (પાલપેશન) :

1) સર્વાઇકલ નોડ માટે નેકના વિસ્તારને પાલપેટ કરવો.
2) જુગ્યુંલર વેન નું ડિસટેન્શન.
3) શ્વાસનળી ની રીંગ, અને ક્રીકોઈડ કાર્ટિલેજ, અને થાઇરોઈડ કાર્ટિલેજ.
4) કેરોટીડ પલ્સ માટે નેક ને પાલપેટ કરવી.

Abnormal Finding (એબનોર્મલ ફાયન્ડિંગ) :

  • ટેન્ડરનેસ અને નોનમીડલાઇન સ્થિતિ.
  • લિમ્ફનોડ: સુપર ફીશિયલ લિમ્ફ નોડ ને ઇન્સ્પેક્ટ કરવી. ઇડીમાં, રેડનેસ, નોડની સાઈઝ, મોબિલિટી, બોર્ડર ટેન્ડરનેસ માટે અને warmth માટે પાલપેટ કરવી.
  • ટ્રકિયા ની સ્થિતિ: તે સામાન્ય રીતે મીડલાઇન પર જોવા મળે છે.
  • તે ચેક કરવા માટે ઇન્ડેક્સ ફિંગર ને સુપરા સ્ટર્નલ નોચ પર પ્લેસ કરવી .અને પછી રાઈટ અને લેફ્ટ તરફ સ્લાઈડ કરવી જેથી બંને બાજુ નોટ કરી શકાય સામાન્ય રીતે ટ્રકિયા અને સ્ટરનો ક્લિડો મસલ્સ વચ્ચેની જગ્યા બંને બાજુ સમાન હોય છે.

Palpation of the lymph node (લીમ્ફ નોડ નું પાલપેસન):

  • બધી જ નોડ ને અસેસ કરવી.
    પર્ટિક્યુલર નોડ : ફાઈન્ડિંગ કમ્પેર કરવા માટે દરેક બાજુએ બંને હાથનો ઉપયોગ કરવો. સબમેન્ટલ નોટને એક હાથની મદદથી સારી રીતે પાલપેટ કરી શકાય.
  • સુપરા ક્લેવીક્યુલર નોડ: દર્દીના ખભાને આગળ રાખીને અને ફ્લેક્સ ચેન તરફ તપાસવામાં આવે છે. તે નોડને વધારે એકસેસિબલ બનાવે છે. ફિંગરને મેડિકલ સુપરા ક્લેવીક્યુલર ફોસામાં રાખી અને ક્લેવીકલમાં ડીપ અને સ્ટરનોકલીડો માસ્ટોઇડ મસલ્સ માં રાખવા. ત્યારે દર્દીને ઊંડા શ્વાસ લેવા માટે કહેવું .જ્યારે ડીપ પ્રેસ કરીએ. ક્લેવિકલની પાછળ કારણ કે ઇન્સ્પીરેશન વખતે એનલાર્જ સુપરા કલેવીક્યુલર નોટ ને ઈઝીલી ફેલ્ટ કરી શકાય.
  • એબનોર્માલિટી: એનલાર્જ સબમેન્ટલ નોડ , ફેશિયલ એક્ને મા જોવા મળે છે.
  • એનલાર્જ સુપ્રl ક્લેવીક્યુલર નોડ: એબડોમીનલ પેથોલોજી પર થોરાસિક જેમ કે કારસીનોમા, લીમ્ફોમાં, ટીબી, અને AIDS વગેરે.
  • એક્ઝીલરી નોડ.
  • તમારા હાથ વડે દર્દીના હાથને સપોર્ટ આપો. તેની કોણીને ફ્લેક્સ કરો અને તમારા હાથ પર આગળનો હાથ મૂકો.
  • તપાસ કરતા હાથની હથેળીને એક્ઝીલા માં ફ્લેટ રાખો. એક્ઝીલામાં ઊંચે દાખલ કરવા માટે હાથની તપાસ કરતી વખતે હાથની આંગળીઓને કપ કરવી.
  • જ્યારે ફિંગરને પાલપેટ કરીએ ત્યારે ફિંગર વચ્ચે સોફ્ટ ટીસ્યુ રોલ થશે. ફિંગર અને હથેળીને રોટેટ કરવી અને નોડને ફીલ કરવી .અને એક્ઝિલાનો એન્ટિરિયર, પોસચીરીયર અને લેટરલ એરિયાને પાલપેટ કરવો.

Enlarge Lymphnode (એનલાર્જ લીમ્ફનોડ):

  • બ્રેસ્ટ માંથી લિમ્ફ ડ્રેનેજ અથવા સિસ્ટેમિક ડીસ ઓર્ડર જેવા કે હોડકીન્સ ડીસીઝ, હાથ અથવા ફિંગર નું ઇન્ફેક્શન, બ્રેસ્ટ કેન્સર, સીસ્ટેમિક સિફિલસ .

Palpation of the node on the arm (હાથ ઉપર નોડનું પાલપેશન) :

  • 90 ડિગ્રી દર્દીના હાથને ફ્લેક્સ કરવો.
    હ્યુંમરસના મેડિકલ કોન્ડાઇલથી કોણીનો પાછળનો ભાગને નીચે પાલપેટ કરવું.
  • એન્લાર્જ નોડ: આગળના હાથમાં અલ્સરનું ઇન્ફેક્શન ચારથી પાંચ આંગળીઓમાં.
    ગ્રોઇન રીજીયન: ઇન્ગ્યુનલ નોડસ્ જેમાં,
    દર્દીને સુપાઈન પોઝીશન પ્રોવાઇડ કરવી. ફિંગર પેડ્સ નો ઉપયોગ કરીને groin એરિયામાં અંદરના આસ્પેકટ પર ઓન્લી નીચેના ઇનગ્વીનલ લીગામેન્ટ ને પાલપેટ કરવા.
    આ નોડ એ સ્મોલ, સ્મૂધ ,સોફ્ટ અને મોબાઈલ છે.
  • એનલાર્જ, ટેન્ડર, વાર્મ, ફ્રીલી મુવેબલ નોડ : ઇન્ફ્લામેશન મા જોવા મળે છે.

Nose and paranasal sinuses (નાક અને પેરાનેઝલ સાયનસ):

  • જેમાં ઇન્સ્પેક્શન અને પાલપેશન..
    જનરલ અપીરિયન્સ: સીમેટ્રિક,મિડલાઈન સિમેટ્રી જો ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય તો : અમાઉન્ટ ડિસ્ચાર્જની લાક્ષણિકતા.
    પેરાનેસલ સાઇનસ: સ્વેલિંગ ટેન્ડરનેસ છે કે નહીં.
  • નોસ્ટ્રીલ: ડ્રાય, સિમેટ્રિક ,નોઝ ફ્લેરિંગ
    ઇન્ટર્નલ નેઝલ કેવીટી: પેટન્ટ અથવા પેટન્ટ નથી.

Mouth (માઉથ) :

  • ટેમ્પોરોમેંડીબ્યુલર જોઈન્ટ નું પlલપેશન: જેમાં ટેન્ડરનેસ અને ડીસકમ્ફર્ટ.
    શ્વાસ વખતે તેનો ઓડર નોટ કરવો.
  • નોર્મલ: ઓડર ન હોય અથવા થોડો સ્વીટ.
    એબનોર્મલ: જો ડાયાબિટીસ કીટો એસીડોસીસ હોય તો એસિટોન ઓડર જોવા મળે છે.
  • ફેટિડ ઓડર : જો ડીસીઝ હોય ,પુવર ડેન્ટલ કેર અને સાઇનસમાં ઇન્ફ્લામેશન.

Lips (લીપ્સ) (હોઠ):

  • કલર :પિંક નોર્મલ અથવા બ્લુ (રેસ્પાયરેટરી અથવા કાર્ડિયાક પ્રોબ્લેમ)
  • પેલર :એનિમિયા અથવા શોક
  • સિમેટ્રી: વર્ટિકલી અને લેટરલી બંને સીમેટ્રિક હોય.
  • મોઈસ્ચર: સ્મુધ અને મોઈસ્ટ
  • ક્રસ્ટ અને લીઝન ની હાજરી ચેક કરવી..

Teeth ટીથ (દાત):

  • અલાઈમેન્ટ: પ્રોટ્રુડ અને દાંત ની સંખ્યા.કલર :વાઈટ ,યલો, ગ્રે, મેડીકેશનમાં ડાર્ક કલર અથવા કેફીન ઇન્ટેક કરતા હોય.
  • સરફેસ: સ્મુધ
  • દાંતમાં કેરી, મિસિંગ દાંત, ડેબ્રિસ વગેરે ચેક કરવું .
  • દાંતની સ્ટેબિલિટી માટે દાંતને પાલપેટ કરવા.

Buccal Mucosa (બકલ મ્યુકોઝા):

  • કલર : સ્લાઈટ વાસક્યુલારિટી સાથે પિંક અને પેલ કલર. પેચીસ ,અલ્સર, માસ વગેરેની હાજરી ચેક કરવી.

Tongue inspection (ટંગ જીભનું ઇન્સ્પેક્શન) :

  • મુવમેન્ટ :સ્મુધ અને સીમેટ્રિક છે .
    કલર :પિંક મોઈસ્ટ.
  • અલ્સરેશન ચેક કરવું. સરફેસ:સ્વેલિંગ સાઇઝમાં વેરીએશન.

Abnormal Finding (એબનોર્મલ ફાઈન્ડિંગ) :

  • ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ વખતે જીભની એક તરફ જીભના ડીવીએસનની એટ્રોફી જોવા મળે.
    સ્મોલ ટંગ: માલ ન્યુટ્રીશન
  • એન્લાર્જ ટંગ: મેન્ટલ રીટારડેશન, એક્રો મેગાલી, હાઇપો થાઈરોડિઝમ.
    સ્મૂધ ,રેડ અને સોજેલી જીભ: વિટામીન બી12 ની ઉણપ.
  • ડેનટાઈન ધરાવતા દર્દી: ગમ માં ટેન્ડરનેસ, લીઝન, અને જાડાઈ. ડેન્ચરનું માલ ફીટીંગ.

Palpation Of tounge (ટંગનું પાલપેશન):

  • સ્મૂધનેસ અને ઈરરેગ્યુલારીટી
  • uvula અને પેલેટ
  • ઇન્સ્પેક્શન:
  • ટેક્સચર: સ્મુધ, ઇમમુ વેબલપેલેટ
  • કલર :પેલ પેલેટ, અને સોફ્ટ પેલેટ: પિંક સરફેસની લાક્ષણિકતા: યુઝ કરવામાં સોફ્ટ પેલેટ ફેલ થાય અને uvula ડેવિએશન જે ન્યુરોલોજીક પ્રોબ્લેમ માં રીફ્લેક્ટ થાય છે.
  • દા. ત. વેગસ nerve નું પેરાલીસીસ.

Pharynx (ફેરિંગ્સ) :

  • કોઈપણ ઇન્ફ્લામેશન માટે ફેરિંગ્સ ને પોસ્ચીરીયર વોલ નું ઇન્સ્પેક્શન.

Ear (ઇયર):

  • બંને ઈયર નું ઇન્સ્પેક્શન
    અલાઈમેન્ટ: નોર્મલ
  • હેડ ઉપરની પોઝીશન: આંખના સાઈઝ અને સેપના આઉટર કેન્થસ ના રિલેશન નોર્મલ.
    સ્કીન કલર: બ્લુ: સાઈનોસીસ, રેડ: ફલ સિંગ ,પેલર, ફ્રોસ્ટ બાઈટ .

Inspection (ઇન્સ્પેક્શન) :

  • પીના :સાઈઝ ,સેપ, કલર ,લીઝન ,અને માસ નું ઇન્સ્પેક્શન.
    એક્સટર્નલ કેનાલ: ડિસ્ચાર્જ ની હાજરી, ફોરેન બોડી નું માસ અને ઇન્ફોર્મેશન.
  • ટીમપેનિક મેમબ્રેન નું ઇન્સ્પેક્શન.
    હિયરિંગ એસેસમેન્ટ જેમાં બે ટેસ્ટ કરવામાં આવે છે.
  • વેબર ટેસ્ટ:
    દર્દીના મિડલ હેડ પર ટયુંનિક ફોર્ક નું વાઇબ્રેશન કરવું. પછી દર્દીને પૂછવું તેને બંને કાનમાં સરખું સંભળાય છે કે એક કાનમાં બીજાથી વધારે.
  • રીન( Rinnie)ટેસ્ટ:
    માસ્ટોઈડ પ્રોસેસ પર ટયુંનિક ફોર્ક નું વાઇબ્રેશન કરવું પછી દર્દીને પૂછવું જ્યારે સાઉન્ડ ન સંભળાય. પછી ઝડપથી રી પોઝીશન લેવી. ઈયર કેનાલના ફ્રન્ટ પર ટયુંનિક ફોર્ક ની.પછી દર્દીને પૂછવું કે તે અવાજ સાંભળી શકે છે? જ્યારે અવાજ સંભળાતું નથી ત્યારે દર્દીને કહેવા માટે કહો. નોર્મલી દર્દી એર કંડકશન દ્વારા લાંબા સમય સુધી બે વાર અવાજ સાંભળશે. જેમ કે બોન કંડકશન દ્વારા.

Chest (ચેસ્ટ) :

  • ઇન્સ્પેક્શન
    બ્રિધિંગ: એફર્ટ સાથે, નોર્મલ, કે એફર્ટ વગર.
  • ચેસ્ટ ની વોલ સિમેટ્રી જેમાં એન્ટેરિયર પોસ્ટેરીયર એંગલ: આગળનું 90 ડિગ્રી કરતાં ઓછું હોવું જોઈએ.
    બેરલ ચેસ્ટ: જેમાં કોસ્ટલ એન્ગલ 90 ડિગ્રી કરતાં વધારે હોય.
  • બ્રિધિંગ રેટ: નોર્મલ, ટેકીપનીયા , બ્રેડીપનિયા, અને એપનીયા.
    બ્રિધિંગ પેટર્ન: સેલ્લો બ્રિધિંગ અથવા પોતાની જાતે.
    ચેસ્ટ નું એક્સપાન્શન.

Palpation (પાલપેશન) :

  • ચેસ્ટ વોલ : પ્લુરલ ફ્રિકસન રબ, ક્રેપિટસ.
    સીમેટ્રી: નોર્મલ એટલેકટેસિસ રિફ્લેક્સ.
  • એસીમેટ્રી: ન્યુમોનિયા, ફલેઇલ ચેસ્ટ , ન્યુમોથોરાક્ષ.
    થોરાસિક એક્સપાન્શન
    કર્વેચર: સ્કોલિયોસિસ અને કાઈફોસિસ.
  • એબનોર્મલ ફાયન્ડિંગ: ઇન્ક્રીઝ ફ્રેમિટસ, કોન ઝોલીડેશન, લોબાર ન્યુમોનિયા, પ્લુરલ જેના કારણે નોર્મલ લુબ્રિકેશનમાં ઘટાડો થાય છે.
    ચેસ્ટ અને પાલપેટ કરવી ટેન્ડરનેસ લંપ અને કોઈપણ માસ માટે.

Percussion of the thorax (થોરેકસ નું પરકશન):

  • ટોન: રેઝોનન્સ ,હાઈપર રેજોનન્સ, ટીમપેની
    ઇન્ટેન્સિટી: લાઉડ, સોફ્ટ, મીડીયમ.
    પીચ : વેરી લો , લો કે હાઈ પીચ.
    ડ્યુરેશન ક્વોલિટી: હોલો ,બૃમિંગ
    હાર્ટની સાઈઝ માટે હાર્ટ બોર્ડર નું પરકશન.
  • અસકલટેશન (બ્રિધ સાઉન્ડ માટે)
    જેમાં બ્રોન્કો વેસિક્યુલર વેસિક્યુલર અને બ્રોન્કીયલ, વોકલ સાઉન્ડ.

Heart (હૃદય):

  • સાયનોસીસ માટે ઇન્સ્પેક્ટ કરવું.
    રેગ્યુલર અથવા ઈર રેગ્યુલર રેટ માટે પલ્સ પાલપેટ કરવા.
    ત્યારબાદ લોકેશન માટે અપાઈકલ પલ્સ પlલપેટ કરવા.
    ડ્યુરેશન: અપાઇકલ પલ્સ એ હાર્ટના અપેક્ષ માં પાંચમી ઇન્ટર કોસ્ટલ સ્પેસ જે એડલ્ટમાં અને ચોથી ઇન્ટર કોસ્ટલ સ્પેસ એ યંગ ચાઈલ્ડ અથવા ઇન્ફન્ટમાં હોય છે.
  • કાર્ડીયાક રેટ અને રીધમ નું અસેસમેન્ટ
    હાર્ટ રેટ અને રીધમ નું અસકલટેશન ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ હાર્ટના એપેક્સમાં વધારે અને સેકન્ડ હાર્ટ સાઉન્ડ એ હાર્ટમાં બેઝમાં વધારે અસકલટેટ થાય છે.
  • ત્યારબાદ સીસ્ટોલ અને ડાયસ્ટોલ બંનેમાં વધારાના હાર્ટ સાઉન્ડને ઓળખવા.
    હાર્ટ સાઉન્ડ: s1,s2,s3,s4 અને મરમર.
    અને તેમાં રેટ, રીધમ, પિચ ,વગેરે પણ ચેક કરવું.

Breast and axilla in females (ફિમેલમાં બ્રેસ્ટ અને એકઝીલા):

  • ઇન્સ્પેક્શન
    બ્રેસ્ટની સાઈઝ, સેપ, અને સિમેન્ટ્રી.
    બ્રેસ્ટ ની સ્કીન: જેમાં દેખાવ, કલર, પીગમેન્ટેશન, વાસ્ક્યુલારીટી વગેરે.
  • એરીઓલા: કલર અને સરફેસની લાક્ષણિકતા.
    નીપલ: જેમાં પોઝિશન, સિમેટ્રી, ડિસ્ચાર્જ, બ્લીડિંગ, લિઝન, સ્કેલિંગ ,ક્રેક નિપલ વગેરે.
    એક્ઝીલા: રેસિસ, લિઝન ,માસ.
  • પાલપેશન
    બ્રેસ્ટ અને એકઝીલા: જેમાં ટેન્ડરનેસ, નોડયુલ, અને સરફેસની લાક્ષણિકતા
    નીપલ: ડિસ્ચાર્જ અને સરફેસની લાક્ષણિકતા.

Abdomen (એબ્ડોમીન):

(A) Inspection (ઇન્સ્પેક્શન):

  • સ્કીન કલર:રેડનેસ, લિઝન, અને ડિસ્કલરેશન. સાયનોસીસ ,રેસીસ પિંક પર્પલ અથવા રેડ.
    સ્ટ્રાયl : એબનોર્માલિટી છે.
  • સરફેસ ની લાક્ષણિકતા: સ્મૂધ
    અંબેલીકસ: નોર્મલી sunken contour સાથે સેન્ટર માં હોય.
  • સરફેસની મુવમેન્ટ: રેસ્પીરેશન વખતે સ્મુધલી મુવ થાય.
    અબનોર્મlલીટી: પેરિસ્ટlલસીસ વિઝીબલ હોય , ગ્રન્ટિંગ લેબર્ડ મુવમેન્ટ, રેસ્ટ્રીકટેડ એબ ડોમીનલ, મુવમેન્ટ.

(b) Auscultation of Abdomen (એબડોમીન નું અસકલટેશન) :

  • બોવેલ સાઉન્ડ: વધારે સાઉન્ડ જે ડાયરિયા ઇન્ડિકેટ કરે છે જેમાં લેકજેટિવ નો ઉપયોગ અને AGE.
    ઓછો સાઉન્ડ: ઇન્ફ્લામેસન, કોન્સ્ટીપેશન
  • વાસ્ક્યુલર સાઉન્ડ: નોર્મલી હાર્ડ ન હોય.
    ‘bruit’ જે એબનોર્મલ સાઉન્ડ છે.
  • જે એઓટીક,રીનલ, ઇલિયાક અને ફીમોરલ આર્ટરી માં સંભળાય છે જ્યારે વેસલ્સ સાંકળી થઈ જાય છે ત્યારે.

(C) Purcussion of Abdomen (અબડોમીનનું પરકશન) :

  • ટોન ,ટીમપેની ,ડલનેસ
    લીવર: ઈનલાર્જ લીવર: સીરોસીસ અને હિપેટાઇટિસ.
  • સ્પીલ ની સાઈઝ:
    ટીમપેની માટે સ્ટમક
    ડલનેસ: લિવર

(D) Palpation of Abdomen (એબડોમીન નું પાલ પેશન:

  • ટેન્ડરનેસ: પેરિટોનિયલ ઈરિટેશનમાં હાજર હોય.
    મસલ્સ ટોન: રિલેક્સ
    સરફેસ ની લાક્ષણિકતા: સ્મુધ
  • ટેન્ડરનેસ, માસ, એઓર્ટl, પલ્સેસન, લોકલ અથવા જનરલ દુખાવો જેમાં ડીપ પાલપેશન કરવામાં આવે છે.
    અંબેલીકલની આજુબાજુ bulge નો ડ્યુલ અને અંબેલીકલ રિંગ માટે.
  • લીવર અને સ્પ્લીન: બોર્ડર અને ટેન્ડરનેસ
    નોર્મલી સ્પલીન પાલપેબલ હોતું નથી.
    કિડનીનું પાલપેશન ટેન્ડરનેસ માટે કોસ્ટોવર્ટ્રેબ્રલ એંગલ એ પાલપેસન કરવામાં આવે છે.
  • એબડોમીન રિફ્લેક્સ માટે એબડોમીન નું અ સેસ કરવું.જેમાં ,
    ફ્લુઈડ: શિફ્ટિંગ ડલનેસ, fluid વેવ
    દુખાવો: ટેન્ડરનેશ
    ફ્લોટિંગ માસ: બે લોટમેન્ટ.

Hip and Lower Limb (હિપ અને લોવર લિંબ્સ):

(a) Inspection (ઇન્સ્પેક્શન) :

  • દર્દીના ફીટ અને લેગ મસલ્સ સ્ટ્રેંથ માટે.
    સ્કીનની લાક્ષણિકતા વાળનું ડીસ્ટ્રિબ્યુશન સુપરફિશિયલ માસ.
  • વાસ્ક્યુલરિટી અને ફ્રેક્ચર.
    કોઈપણ ડિફોર્મીટી હોય toes , ફીટ ,નખ, એન્કલ અને લેગ માં નોટ કરવી.

(b) ફીટ અને લોવર લેગનું પાલપેસન

  • જેમાં ટેમ્પરેચર, પલ્સ, ટેન્ડરનેસ, ડીફોર્મિટી, ઇડીમાં.
  • રેન્જ ઓફ મોશન, ટર્ગર બંને લેગની મોટર સ્ટ્રેંથ જેમાં ટોઝ, ફીટ ,એન્કલ, ની , હીપ વગેરે.

(Genitalia ):

  • જેમાં જનરલ ઇન્સ્પેક્શન
    લીઝન/ સ્કાર.
  • ડિસ્ચાર્જ /ઇન્ફેક્શન વોઈડીંગ :પોતાની જાતે યુરીન નો કલર
    કેથેટર છે કે નહીં.

Male(મેલ):

  • ઇન્સ્પેક્શન પેનીસ અને સ્ક્રોટમ નું સ્વેલિંગ માટે.
  • કોઈપણ માસ, હર્નિયા, પ્રોસ્ટેટ ગ્લેન્ડ નું ઇન લાર્જમેન્ટ વગેરે માટે પાલપેટ કરવું.

Female(ફિમેલ):

  • જેમાં ડિસ્ચાર્જ, સ્વેલિંગ, રેડનેસ, પેલવિસ માસ.
  • રેક્ટમ: ઇન્સ્પેક્શન
  • પેટનસી, હેમરોઇડ , રેડ નેસ.
  • ફિમેલમાં રેક્ટોસિલ વગેરે ચેક કરવું.

Diagnostic Test (ડાયગ્નોસ્ટિક ટેસ્ટ):

  • x-ray : જેમાં હાજર રહેલા લક્ષણોની સ્ટડી : દા. ત. બોન ,જોઈન્ટ,સ્કલ, સ્પાઇન, કીડની યુટરસ, બ્લાડર.
  • CT સ્કેન
  • MRI
  • પોઝીટ્રોન ઇમિસન મેગ્નેટિક ટોમોગ્રાફી: જેમાં સ્પેસિફિક બોડી ટીશયુમાં રહેલો બ્લડ ફ્લો નો અમાઉન્ટ ડીટરમાઈન કરવા.
  • એનજીઓગ્રાફી: ડાયનો ઉપયોગ કરી બ્લડ ફ્લો અસેસ કરવા.
  • અલ્ટ્રાસાઉન્ડ
  • ઇન્ડોસ્કોપી: લાઈટ વાળી ફ્લેક્સિબલ ટ્યુબ થી ડાયરેક્ટ વિઝયુલાઈઝ બોડી સિસ્ટમ.

Nutritional History (ન્યુટ્રીશનલ હિસ્ટ્રી):

  1. ન્યુટ્રીશનલ સ્ટેટસ વિશે જાણવું.
  2. દર્દીને વધારાનો વજન વધવું, ઘટવો ,થાક લાગવો, વગેરે વિશે પૂછવું.
  3. સ્કીન કલર માં ફેરફાર, ટેક્સચર વગેરે વિશે પૂછવું .
  4. રાત્રે ઓછું દેખાવુ અને આંખમાં ડ્રાઇનેસ વિશે પૂછવું.
  5. કબજિયાત, ડાયરિયા વિશે પૂછવું.
  6. હૃદયમાં બર્નિંગ, છાતીમાં દુખાવો, પેટમાં ડીસકંફર્ટ વગેરે વિશે પૂછવું.
  7. દર્દીને ખાવાની ટેવ, તેની મેથડ ,ખાવાનો ટાઈમ વગેરે વિશે પૂછવું. ક્યાંથી પરચેસ કરે છે, ફૂડ સ્ટોરેજ ,કૂકિંગ વગેરે વિશે પૂછવું.
  8. સ્મોકિંગ /આલ્કોહોલ ની ટેવો કોઈ ઇલ લીગલ ડ્રગ લેતા હોય તો તેના વિશે પૂછવું.
  9. કલ્ચર અને રિલિજિયન વિશે પૂછવું.
  10. જોબ નો ટાઈમ જમવામાં અફેક્ટ કરે છે કે નહીં ખાવાની ટેવ વગેરે વિશે પૂછવું.
  11. દર્દી જે ઇન્ટેક કરે છે ફૂડ તેનો ડેઇલી રેકોર્ડ વગેરે

General Clinical investigation (જનરલ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન):

  • માઇક્રો બાયોલોજી: બ્લડ ,યુરિન ,પસ ,બોડી નું સિક્રીશન, સ્ટુલ, પસ, કલ્ચર વગેરેમાં રહેલા માઈક્રો ઓર્ગેનિઝમ જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફંગlઈ ,અને પ્રોટોઝુઆ ને ડિટેક્ટ કરવા.

Blood Study (બ્લડ ની સ્ટડી):

જેમાં ઘણા બધા પ્રકારના ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે.

જેમાં હિમેટોલોજીકલ બ્લડનું એનાલિસિસ

  1. હિમોગ્લોબિન: મેલ: 13 થી 18 gm/dl , ફિમેલ: 12 થી 16 gm/dl
  2. લ્યુકોસાઈટ કાઉન્ટ: ટોટલ 4500-11000 cumm
  3. ન્યુટ્રોફિલ: 45% થી 73%
  4. ઇયોસીનોફીલ: ૦%-૪%
  5. બેઝોફિલ:0%-1%
  6. લીમ્ફોસાઈટ: 20%-40%
  7. મોનોસાઇટ: 2%-8%
  8. પ્લેટલેટ કાઉન્ટ: 150,000-450,000/cumm
  9. હિમેટોક્રીટ: male:42%-52% female:35%-47%

Coagulation Study (કોગ્યુલેશન સ્ટડી):

  • પોટેશિયમ (k+): 3.5-5 meq/dl
    ક્લોરાઇડ (cl-): 97-107 meq/dl
  • કેલ્શિયમ (ca): 8.6-10.2 mg/dl
    એમાયલેઝ:111-296 u/L
  • બીલીરૂબીન: ટોટલ: 0.3-1.0 mg/dl ,
    ડાયરેક્ટ બીલીરૂબીન (કોંજ્યુગેટેડ): 0.0 to 0.3 mg/dl
    ઇનડાયરેક્ટ બીલીરૂબીન:(અનકોંજ્યુગેટેડ):0.2 to 0.8 mg/dl
  • SGOT (સીરમ ગ્લુટામીક ઓક્ઝેલો એસિટીક ટ્રાન્સએમિનેઝ): male:10-40U/L
    Female: 15-30 U/L
    SGPT(સીરમ ગ્લુ ટામિક પાયરૂવેટ ટ્રાન્સ એમિનેઝ): male: 10-40U/L
    Female: 8-35 U/L
  • કોલેસ્ટેરોલ:150-200 mg/dl
    ક્રિએટીનીન: 0.7-1.4 mg/dl
  • ગ્લુકોઝ (ફાસ્ટિંગ): 60 – 110 mg/dl
  • ટોટલ પ્રોટીન: 6-8 gm/dl
    આલ્બ્યુમીન: 3.5- 5.5 g/dl
    ગ્લોબ્યુલિન: 1.7- 3.3 g/dl
  • યુરિક એસિડ: 2.5 -8 mg/dl
    બ્લડ યુરિયા નાઇટ્રોજન: 10-20 mg/dl

Urin Examination (યુરીન એક્ઝામિનેશન):

1.યુરીન કલર : પેલ યેલો

2.સ્પેસિફિક ગ્રેવિટી: 1.002-1.035

3.ઓસ્મોલારીટી : 250-900msm/kg

4.ગ્લુકોઝ: નેગેટીવ

5.પ્રોટીન : નેગેટિવ

6.બીલીરૂબીન : નેગેટિવ

7.WBC: 0-4

8.બેક્ટેરિયા : નોન

9.કાસ્ટ અને ક્રિસ્ટલ: નોન

10.હિમોગ્લોબીન: નેગેટિવ

Published
Categorized as GNM-SY-MSN 1-FULL COURSE, Uncategorised