MIDWIFERY AND GYNECOLOGICAL NURSING (THIRD YEAR) 15/12/2025 PAPER SOLUTION (COMPLETE)(UPLOAD)

Q-1

a. Define Gravida and Para. – ગ્રેવીડા અને પારાની વ્યાખ્યા આપો. 03

Gravida (ગ્રેવિડા):

  • વુમન કેટલા વખત pregnant થઈ છે તેની કુલ સંખ્યાને Gravida કહેવામાં આવે છે, ભલે તે pregnancy નું પરિણામ live birth, stillbirth, abortion અથવા miscarriage કંઈ પણ હોય. (Gravida means the total number of times a woman has been pregnant, regardless of the outcome).

Para (પારા) :

  • Para (પારા) એટલે વુમન એ 28 weeks gestation અથવા viability period પછી પહોંચેલી પ્રેગ્નન્સીમાંથી કેટલી વાર birth આપ્યું છે તેની સંખ્યા, ભલે બેબી live born (લાઇવ બોર્ન) હોય કે stillborn (સ્ટિલબોર્ન) હોય. (Para means the number of births after 28 weeks of gestation, regardless of whether the baby is born alive or dead).

b. Describe Skin changes during Pregnancy. સગર્ભાવસ્થા દરમ્યાન થતા ફેરફારોનું વર્ણન કરો. 04

Skin Changes During Pregnancy (સ્કિન ચેન્જિસ ડ્યુરિંગ પ્રેગનન્સી):

  • Pregnancy (પ્રેગનન્સી) દરમિયાન શરીરમાં વિવિધ Hormonal Changes (હોર્મોનલ ચેન્જિસ) ખાસ કરીને Estrogen (ઇસ્ટ્રોજન) અને Progesterone (પ્રોજેસ્ટેરોન) ના વધારાના કારણે સ્કિનમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો સામાન્ય રીતે Pregnant Women (પ્રેગ્નન્ટ વુમન) માં જોવા મળે છે અને મોટા ભાગે ડિલિવરી પછી ધીમે ધીમે ઓછા થઈ જાય છે.

1. Chloasma / Melasma (ક્લોઆઝ્મા / મેલાઝ્મા)

  • Chloasma (ક્લોઆઝ્મા) ને Mask of Pregnancy (માસ્ક ઓફ પ્રેગનન્સી) પણ કહેવામાં આવે છે.
  • આ Conditionમાં Pregnant Women (પ્રેગ્નન્ટ વુમન) ના Face પર ખાસ કરીને ચીક, ફોરહેડ, આઇસ અને નાક પર ભૂરા રંગના ડાઘ ( પિગ્મેન્ટેસન) જોવા મળે છે.
  • આનું મુખ્ય કારણ સ્કિનમાં Melanin (મેલાનિન) પિગ્મેન્ટનું વધારું Production છે.

2. Linea Nigra (લિનિયા નિગ્રા)

  • Melanocyte Stimulating Hormone (મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન) ના વધારા કારણે Xiphisternum (ઝાઇફિસ્ટર્નમ) થી Symphysis Pubis (સિમ્ફિસિસ પ્યુબિસ) સુધી Abdomenની Midline (મિડલાઇન) માં Brownish Black (બ્રાઉનિશ બ્લેક) કલરની લાઇન વિઝીબલ થાય છે , તેને Linea Nigra (લિનિયા નિગ્રા) કહેવામાં આવે છે..
  • પ્રેગનન્સી દરમિયાન Hormonal Changes (હોર્મોનલ ચેન્જિસ) ના કારણે આ લાઇન વધુ Clear બની જાય છે.

3. Striae Gravidarum (સ્ટ્રાઈએ ગ્રેવિડેરમ)

  • Striae Gravidarum (સ્ટ્રાઈએ ગ્રેવિડેરમ) ને Common Laungauge માં Stretch Marks (સ્ટ્રેચ માર્ક્સ) કહેવામાં આવે છે.
  • Pregnancy (પ્રેગનન્સી) દરમિયાન Abdominal Wall (એબ્ડોમિનલ વોલ), Breasts (બ્રેસ્ટ), Thighs (થાઈઝ) અને Buttocks (બટક્સ) પર Depressed Linear Marks (ડિપ્રેસ્ડ લિનિયર માર્ક્સ) જોવા મળે છે.
  • શરૂઆતમાં આ માર્ક્સ Pink અથવા Reddish (પિંક અથવા રેડિશ) કલરના હોય છે અને તેને Striae Gravidarum (સ્ટ્રાયે ગ્રેવિડેરમ) કહેવામાં આવે છે.
  • ડિલિવરી પછી આ માર્ક્સ ધીમે ધીમે Glistening White (ગ્લિસ્ટનિંગ વ્હાઇટ) કલરના બની જાય છે અને ત્યારે તેને Striae Albicans (સ્ટ્રાયે આલ્બિકન્સ) કહેવામાં આવે છે.

4. Increased Pigmentation (ઇન્ક્રીઝ્ડ પિગ્મેન્ટેશન)

પ્રેગનન્સી દરમિયાન શરીરના કેટલાક ભાગોમાં સ્કિનનો કલર વધુ Dark થઈ જાય છે.

આ ફેરફારો નીચેના ભાગોમાં વધુ જોવા મળે છે:

  • Areola (એરિઓલા)
  • Nipples (નિપલ્સ)
  • Genital Area (જેનિટલ એરિયા)
  • Axilla (એક્સિલા)

આ બધું Melanin (મેલાનિન) પિગ્મેન્ટના વધારાના કારણે થાય છે.

5. Spider Angioma (સ્પાઈડર એન્જિઓમા)

  • Spider Angioma (સ્પાઈડર એન્જિઓમા) નાના લાલ કલર ના Blood Vessels (બ્લડ વેસલ્સ) ના dilation છે જે ખાસ કરીને Face (ફેસ), Neck (નેક) અને Arms (આર્મ્સ) પર જોવા મળે છે.
  • આ ફેરફાર ખાસ કરીને વધતા Estrogen (ઇસ્ટ્રોજન) હોર્મોનના કારણે થાય છે.

6. Palmar Erythema (પામર એરિથેમા)

  • Palmar Erythema (પામર એરિથેમા) એ એવી Condition છે જેમાં હાથની Palms (પામ્સ) એટલે કે હથેળીઓ લાલ કલર ની દેખાય છે.
  • આ ફેરફાર Pregnancy (પ્રેગનન્સી) દરમિયાન વધતા Estrogen (ઇસ્ટ્રોજન) હોર્મોનના કારણે થાય છે.

Pregnancy (પ્રેગનન્સી) દરમિયાન થતા Skin Changes (સ્કિન ચેન્જિસ) મુખ્યત્વે Hormonal Changes (હોર્મોનલ ચેન્જિસ) અને Bodyના વધતા Sizeના કારણે થાય છે. સામાન્ય રીતે આ Changes નુકસાનકારક નથી અને ડિલિવરી પછી ધીમે ધીમે ઓછા થઈ જાય છે.

c. Describe Probable signs in Pregnancy. પ્રેગ્નેન્સી ના સંભવિત ચિન્હો વર્ણવો. 05

Probable Signs (પ્રોબેબલ ચિન્હો) :

  • પ્રોબેબલ સાઇન એ મેટર્નલ ફિઝિયોલોજીકલ ચેન્જીસ છે .તે એક્ઝામિનેશન દરમિયાન ડિટેક્ટ કરી શકાય છે.તે ઓબ્જેકટીવ પરંતુ પ્રેગ્નેન્સી નું ચોક્કસ કન્ફોર્મેશન ના કહી શકાય.
  • એબડોમન એન્લાર્જ થવું.એબડોમીનલ પાલ્પેશન દ્વારા પ્રેગ્નેન્સી ના વિક જાણી શકાય છે.
  • યુટ્રસ ની સાઇઝમાં તથા શેપમાં ચેન્જીસ થવા અને યુટ્રસ નુ એન્લાર્જમેન્ટ થવું.
  • એક્સટર્નલ બેલોટમેંટ અને ઇન્ટર્નલ બેલોટમેંટ થવું.

પોઝિટિવ પ્રેગનેન્સી ટેસ્ટ એટલે કે યુરિનમાં હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોટ્રોફિન( HCG) હોર્મોનું ડિટેક્શન થવુ. તેમા નીચે મુજબ ની સાઇન જોવા મળે છે:

જેક્મિયર સાઇન અથવા ચેડ્વિક સાઇન (Jacquemier sign or Chadwick sign) :

  • આ સાઇન એ 8 વિક ની પ્રેગનેન્સી દરમિયાન અપિરીયન્સ થાય છે તેમાં વલ્વા ,વજાઇના તથા સર્વિક્સ નું બ્લુઇસ ડીસ્કલરેશન થવુ તેને ચેડ્વિક સાઇન કહે છે,જ્યારે વજાઇના નુ બ્લુઇસ ડીસ્કલરેશન થવુ તેને જેક્મિયર સાઇન કહે છે .

હાટૅમાન સાઇન (Heartman sign) :

  • આ સાઇન એ પ્રેગ્નેન્સીના 1-3 મંથ સુધીમાં જોવા મળે છે તેમાં જ્યારે ફર્ટિલાઇઝ્ડ એગ નુ યુટેરાઇન કેવીટીમા ઇમ્પ્લાન્ટેશન થાય ત્યારે સ્લાઇટ્લી બ્લીડિંગ જોવા મળે છે.

પાલ્મર સાઇન(palmar sign):

  • આ સાઇન એ પ્રેગ્નેન્સીના 4-8 વીક દરમ્યાન જોવા મળે છે. આ સાઇનમાં જ્યારે બાયમેન્યુઅલ એક્ઝામિનેશન કરવામાં આવે ત્યારે યુટ્રસ નું રેગ્યુલર તથા રિધેમીક કોન્ટ્રાક્શન થાય છે.

ગુડેલ સાઇન (Goodell’s Sign) :

  • ગુડેલ સાઇન એ 6 વીક સુધી જોવા મળે છે તેમાં સર્વિક્સ ના લોવર પાટૅ નુ સોફ્ટનિંગ થાય છે.

હેગાર સાઇન(Hegar’s Sign):

  • આ સાઇન એ 6 થી 10 વીક દરમ્યાન જોવા મળે છે આમાં યુટ્રસ નો અપર પાર્ટ એટલે કે યુટ્રસ નો બોડી નો પાર્ટ એ ફિટસ ના ગ્રોવિંગ થતા ની સાથે એન્લાર્જ થાય છે અને યુટ્રસ નો લોવર પાર્ટ એ સોફ્ટ થાય છે . હેગાર સાઇન મા સર્વિક્સ નું સાયનોસીસ તથા સોફ્ટનીંગ થાય છે યૂટેરસ અને સર્વાયકલ ઇસમસ (Isthmus) વચ્ચે નરમાશ આવી જવું (Around 6-8 weeks).

પિસ્કસેક સાઇન (piskacek’s sign):

  • આ સાઇન એ 6-8 વીક દરમ્યાન જોવા મળે છે જેમાં યુટ્રસ મા Lateral ઇમ્પ્લાન્ટેશન થતા યુટ્રસ નુ એસિમેટ્રિકલ તરીકે એન્લાર્જમેન્ટ થાય છે.

ઓસિએન્ડર સાઇન(Osiander’s sign):

  • આ સાઇન એ 6-8 વીક દરમ્યાન જોવા મળે છે. આ સાઇનમાં વજાઇનલ એરિયામાં રહેલા લેટરલ ફોરનિક્સ હોય ત્યા પલ્સેસન એ ફેલ્ટ થાય છે.

બ્રેક્સટોન હિક્સ કોન્ટ્રાક્શન(Braxton Hicks Contractions) :

  • પ્રેગનેન્સી ની શરૂઆત માં યુટ્રસ એ તેની જાતે જ કોન્ટ્રાકશનમાં જાય છે તે રેગ્યુલર, ઇનફ્રિકવન્ટ, સ્પાઝમોડીક, પેઇનલેસ હોય છે તેના કારણે સર્વિક્સ ના ડાયલેટેશન ઉપર કોઇ અસર થતી નથી તે ટર્મની નજીક વધીને છેલ્લે લેબરના પેઇનફૂલ કોન્ટ્રાકશન સાથે ભળી જાય છે. ફિટસ નુ બેલોટમેંટ થવુ જેમા,
  • ઇન્ટર્નલ બેલોટમેંટ તથા એક્સ્ટર્નલ બેલોટમેન્ટ થાય છે:

ઇન્ટર્નલ બેલોટમેંટ:

  • સોળમા વિક પછી,વજાઇનલ એક્ઝામિનેશન દર્શાવે છે, બોડી ની હાજરી કે જે ટેપિંગ પર ખસી જાય છે અને પછીથી થંડ સાથે બોડી તેની પ્લેસ પર પાછી આવે છે.

એક્સ્ટર્નલ બેલોટમેન્ટ:

  • પ્રેગનેન્સી ના લગભગ 20 વિક ની અરાઉન્ડ મા , યુટ્રસ ને હેન્ડ દ્વારા પાલ્પેટ કરતા હેન્ડ ની નીચે યુટ્રસ મા બેલોટમેંટ ફિલ થાય છે. આને એક્સટર્નલ બેલોટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

OR

a. Define PPH and write down types of PPH. પી.પી.એચ.ની વ્યાખ્યા આપી પી.પી.એચ.ના પ્રકારો લખો. 03

પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH )

  • પોસ્ટ પાર્ટમ હેમરેજ એ એવી કન્ડિશન છે કે જે બેબીના બર્થ પછી થી લય પરપેરિયલ પિરિયડ (આફ્ટર બર્થ ઓફ Placenta અપ ટૂ 6 વીક નો પિરીયડ)ના એન્ડ સુધી જીનાઇટલ ટ્રેક માંથી એક્સેસિવ અમાઉન્ટ મા બ્લીડિંગ થાય કે જે મધરની જનરલ કન્ડિશન ને એડવર્સલી અફેક્ટ કરે છે,જેમાં એવિડન્સ તરીકે પલ્સ રેટ ઇન્ક્રીઝ થાય અને બ્લડપ્રેશર એ ફોલડાઉન થાય છે. તો આ કન્ડિશન ને પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH ) કહેવામાં આવે છે.
  • જો વજાઇનલ ડીલેવરી પછી 500 ml અથવા તેના કરતા વધારે ,
  • સિઝેરિયન સેક્શન પછી 1000 ml અથવા તેના કરતા વધારે,
  • અને ,
  • જો સિઝેરિયન હિસ્ટેરેક્ટોમી પછી 1500 ml અથવા તેના કરતાં વધારે બ્લડ લોસ થાય તો આ કન્ડિશન ને પોસ્ટ પાર્ટમહેમરેજ (PPH) કહેવામાં આવે છે.

•>ટાઇપ્સ ઓફ પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH).

પોસ્ટ પાર્ટમ હેમરેજ ના મેનલી બે ટાઇપ પડે છે:

  • 1) પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ,
  • 2) સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ.

1) પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ: બેબીના બર્થ પછી 24 અવર્સમાં થતા બ્લીડિંગ ને પ્રાઇમરી પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે તે મોટેભાગે ડીલેવરી પછી પહેલી બે કલાકમાં થાય છે.

તેના બીજા બે ટાઇપ પડે છે:

  • a) થર્ડ સ્ટેજ હેમરેજ
  • b) ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ

a)થર્ડ સ્ટેજ હેમરેજ:થર્ડ સ્ટેજ હેમરેજ એ પ્લેસેન્ટાના એક્સપલ્ઝન થયા પહેલા જોવા મળે છે.

b)ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ:ટ્રુ પોસ્ટ પાર્ટમ હેમરેજ એ પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન થયા પછી 24 અવર્સ માં થાય છે.

2) સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ: બેબીના બર્થ થયા પછીના 24 અવર્સ પછીથી લઇ પરપેરિયલ પિરિયડ (6 વિક્સ સુધીમાં થતા) બ્લીડિંગ ને ડીલે પરપેરિયલ હેમરેજ, લેટ પરપેરિયલ હેમરેજ અથવા સેકન્ડરી પોસ્ટ પાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે.

b. List out causes of Primary PPH. પ્રાયમરી પી.પી.એચ. ના કારણોની યાદી બનાવો. 04

Causes of Primary PPH (પ્રાયમરી PPH ના કારણો):

Primary PPH ના મુખ્ય ચાર કારણો (4 T’s) હોય છે:

1) Tone – Uterine Atony (એટોનીક યુટ્રસ)
2) Trauma (ટ્રોમા)
3) Tissue – Retained Placenta / Retained Tissues (રીટેઇન્ડ ટિશ્યૂસ)
4) Thrombin – Coagulation Disorders (બ્લડ કોગ્યુલેશન ડિસઓર્ડર)

  • 1) એટોનીક યુટ્રસ,
  • 2) ટ્ર્રોમેટિક,
  • 3) રીટેઇન્ડ ટીશ્યુસ,
  • 4) બ્લડ કોઓગ્યુલેશન ડિસઓર્ડર.

1) એટોનીક યુટ્રસ:

  • 80% જેટલા પોસ્ટ પાર્ટમ હેમરેજ એ એટોનીક યુટ્રસ ના કારણે થાય છે.
  • તેમાં પ્લેસેન્ટા સેપરેટ થયા પછી યુટેરાઇન સાઇનસ ફાટે છે તેના કારણે યુટેરાઇન મસલ્સ નુ પ્રોપરલી કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન નહીં થવાથી બિલ્ડીંગ સતત ચાલુ રહે છે જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજની કન્ડિશન થય શકે છે.
  • તે નીચેની કન્ડિશનમાં જોવા મળે છે:
  • ગ્રાન્ડમલ્ટીપારા,
  • મલ્ટીપલ પ્રેગ્નન્સી,
  • હાઇડ્રોએમ્નીઓસ,
  • લાર્જ બેબી માં યુટ્રસ નું ઓવર ડિસ્ટેન્શન થવાથી,
  • માલન્યુટ્રીશન અને એનીમિયા,
  • એન્ટીપાર્ટમ હેમરેજ, પ્રોલોંગ લેબર,
  • એનેસ્થેશિયા,
  • લેબરના ઇન્ડક્શન અથવા ઓગ્મેન્ટેશન માટે ઓકસીટોસીન નો યુઝ કર્યો હોય,
  • યુટ્રસ ના માલફોર્મેશન ના લીધે,
  • યુટેરાઇન ફાઇબ્રોઇડ,
  • લેબર ના થર્ડ સ્ટેજ નું પ્રોપરલી મેનેજ ન કરેલું હોય,
  • રિટેઇન્ડ પ્લેસેન્ટા

2) ટ્ર્રોમેટિક: 20% જેટલા પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH ) એ ઓપરેટિવ ડીલેવરી ડીલેવરી પછી જીનાઇટલ ટ્રેક માં ટ્રોમાં થવાથી બ્લિડિંગ થાય છે અને તેમાં સર્વિક્સ, વજાઇના , પેરિનીયમ,પેરાયુરેથ્રલ રિજિયન નું ઇનવોલ્વમેન્ટ થાય છે અને યુટ્રસ એ રપ્ચર થાય છે.

3) રીટેઇન્ડ ટીશ્યુસ: પ્લેસેન્ટા ના બીટ્સ તથા બ્લડ ક્લોટ યુટ્રસ માં રહી જવાના કારણે પોસ્ટપાર્ટમ હેમરેજ ની કન્ડિશન થય શકે છે.

4) બ્લડ કોઓગ્યુલેશન ડિસઓર્ડર: એબ્રપ્સીઓ પ્લેસેન્ટા, જોન્ડીસ, થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા, HELLP સિન્ડ્રોમ,ઇન્ટરા યુટેરાઇન ડેથ ઓર સેપ્સિસ.

c. Describe active management of 3rd stage of labour.લેબરના ત્રીજા તબક્કાનું મેનેજમેન્ટ વર્ણવો.05

AMTSL – Full Form: Active Management of Third Stage of Labour

The third stage of labour એ બેબી ના જન્મ પછીનો સમયગાળો છે, જ્યાં પ્લેસેન્ટા અને મેમ્બરેનસ (placenta and membranes) ના completely expelled સુધીનો તબક્કો આવે છે. આ તબક્કો માતાના આરોગ્ય માટે અત્યંત મહત્વનો છે અને સામાન્ય રીતે 5 થી 30 મિનિટ સુધી ચાલે છે.

થર્ડ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ:

અત્યારે હાલમાં થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં બે મેથડ નો યુઝ થાય છે.

1) એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ

2) એક્ટિવ મેનેજમેન્ટ

1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ

આ મેનેજમેન્ટમાં પ્લેસેન્ટાનુ સેપ્રેશન અને તેનું વજાયનામાં ડિસેન્ડ એ સ્પોન્ટાનિયસલી થવા દેવામાં આવે છે.

આ મેનેજમેન્ટ માટે પ્લેસેન્ટલ એક્સપલ્ઝન માટે ઓછામાં ઓછી મદદ કરવામાં આવે છે.

આ સ્ટેજમાં મધર પર કોન્સ્ટન્ટલી વોચ રાખવામાં આવે છે એટલે કે મધરને થોડા સમય માટે પણ એકલું મૂકવું નહીં.

જો મધર એ લેટરલ પોઝિશનમાં હોય તો તેને ડોરસલ પોઝિશન આપવી જેના કારણે પ્લેસેન્ટલ સેપરેસન ના સાઇન અને કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયો છે તેનો પ્રોપરલી ખ્યાલ આવી શકે.

આ મેનેજમેન્ટમાં ઓન્લી પ્લેસેન્ટા નું સેપરેશન, ડિસેન્ડડાઉન તથા એક્સપેલ આઉટ નું પ્રોપરલી વોચ કરવામાં આવે છે.

એક હેન્ડ ને ફંડસ ઉપર મુકવામાં આવે છે જેથી,

a) પ્લેસેન્ટાના સેપરેશન નો ખ્યાલ આવી શકે.

b) યુટેરાઇન એક્ટિવિટીની સ્થિતિ એટલે કે કોન્ટ્રાકશન અને રિલેક્સેશન નો ખ્યાલ આવી શકે.

સેપરેશન ઓફ પ્લેસેન્ટા

પ્લેસેન્ટા એ બેબીના બર્થ થયા પછી અમુક મિનિટ્સમાં જ યુટેરાઇન વોલ માંથી સેપરેટ થવા લાગે છે આથી પ્લેસેન્ટા ને પોતાની રીતે જ સેપરેટ થવા માટે 15 થી 20 મિનિટ જેટલી રાહ જોવી.

આમાં નો ટચ ટેકનીક No touch technique નો યુઝ કરવામાં આવે છે.

આમા, “નો ટચ પોલિસી ” હોય છે એટલે કે પ્લેસેન્ટા એ 15-20 મિનિટમાં ગ્રેવિટીના કારણે એક્સ્પલઝન થાય છે એટલે કે ફન્ડસ પર મસાજ કરવી નહીં.

કોઇપણ પ્રકાર ના યુટેરોટોનીક નો યુઝ કરવો નહી તથા પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન માટે કોઇપણ મેન્યુઅલ મેથડ નો પણ યુઝ કરવો નહી.

એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા

જ્યારે પ્લેસેન્ટા એ એક્સ્પલઝન થાય ત્યારે નીચેના પોઇન્ટ્સને ફોલો કરવા:

પેશન્ટને એડવાઇઝ આપવી કે જ્યારે યુટ્રસ એ હાર્ડ થાય ત્યારે બીયર ડાઉન એફોટ્ર્સ લગાડવા.

રેઇઝ થયેલું ઇન્ટ્રા એબડોમીનલ પ્રેશર એ પ્લેસેન્ટા ને એક્સ્પેલ આઉટ થવા માટે અગત્યનું રહે છે.

અને પ્લેસેન્ટા એ જાતે જ એક્સપલ્ઝન થય શકે છે.

2) એક્ટીવ મેનેજમેન્ટ

1) યુઝ ઓફ યુટેરોટોનીક

લેબર ના થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં ઑક્સીટોસી ન એ ડ્રગ ઓફ ચોઇસ છે.

થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં 10 યુનિટ ઓક્સીટોસીન એ IM(ઇન્ટ્રાસ્લ્યુલર) પ્રોવાઇડ કરવું.

ઓક્સિટોસિન એ યુટેઇન કોન્ટ્રાકશન ને એનહાન્સ કરી પ્લેસેન્ટા ને એક્સપેલ આઉટ કરવામાં હેલ્પ કરે છે.

2) CCT(કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન)

કંટ્રોલ કોલ્ડ ટ્રેકશનમાં મેન્યુઅલ મેથડ નો યુઝ કરવામાં આવે છે જેમાં અંબેલીકલ કોડૅ ને ટ્રેક કરી તેને ડાઉનવર્ડ અને બેકવર્ડ જેન્ટલી રીતે પુલ કરવામાં આવે છે જેના કારણે પ્લેસેન્ટા એ યુટરાઇન વોલમાંથી સેપરેટ થય ત્યારબાદ એક્સપેલ આઉટ થય શકે પરંતુ કંટ્રોલ કોડૅ ટ્રેક્સન એ જ્યારે યુટરાઇન કોન્ટ્રાકશન પ્રેઝન્ટ હોય ત્યારે હેન્ડ ને સુપરાપ્યુબિક એરિયા પર પ્લેસ કરી ત્યારબાદ પરફોર્મ કરવામા આવે છે.

3) ફંડલ પ્રેશર:

ફંડસ ની પાછળ ફોર ફિંગર્સ મૂકીને તથા થમ્બ ની સામે રાખીને યુટ્રસ નો પિસ્ટોન તરીકે યુઝ કરી ફંડસ ને ડાઉન વર્ડ અને બેકવર્ડ પુશ કરવું જ્યારે યુટ્રસ એ હાર્ડ હોય ત્યારે પ્રેશર આપવું હાર્ડ ના હોય ત્યારે ધીમેથી રબ કરી ને હાર્ડ કરવું જ્યારે પ્લેસેન્ટા ઇન્ટ્રોઇટસ માંથી પસાર થાય ત્યારે તરત જ પ્રેશર બંધ કરવું જ્યારે બેબી એ મેસરેટેડ અથવા પ્રીમેચ્યોર  હોય ત્યારે કોડૅ ની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોવાથી આ મેથડ વધારે યુઝફૂલ થાય છે જો કોઇ ક્લોટસ અંદર રહી ગયા હોય તો યુટ્રસ ને મસાજ કરવાથી તેના એક્સપલ્ઝન માં હેલ્પ થાય છે.

4)ડિલે કોડૅ કટીંગ

ફિટસ ના ડિલિવરી બાદ એક થી ત્રણ મિનિટ માટે વેઇટ કરવું ત્યારબાદ અંબેલીકલ કોડૅ ને કટ કરવી આ ટેકનીક એ ટર્મ ન્યુબોર્ન માં વધારે યુઝફૂલ હોય છે. કારણ કે ન્યુબોર્ન એ પ્લેસેન્ટા માંથી એડિક્યુએટ અમાઉન્ટ  મા બ્લડ ને રિસીવ કરી શકે જેના કારણે એનિમીયા ની કન્ડિશન એ પ્રિવેન્ટ થય શકે.

પરંતુ પ્રી ટર્મ બેબી માં લીવર એ ઇમમેચ્યોર હોય છે અને રેડ બ્લડ સેલ્સ નુ વધારે પ્રમાણ મા બ્રેકડાઉન થાય અને જો ડીલે કોડૅ કટીંગ કરવામાં આવે તો તેના કારણે ન્યુબોર્ન માં હાઇપર બીલીરૂબીનેમિયા (જોન્ડિસ)ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.

5) પોસ્ટ પાર્ટમ વિજિલન્સ

પ્લેસેન્ટાની ડિલિવરી થયા બાદ પ્લેસેન્ટાને પ્રોપરલી ઇન્સપેક્સન કરવું જેમાં કોટીલોડોન,લોબ તથા મેટરનલ અને ફીટલ સાઇટ ને તથા મેમ્બરેન ને  પ્રોપરલી અસેસ કરવું ત્યારબાદ પ્લેસેન્ટા ની ડિલિવરી થયા બાદ ફંડલ મસાજ કરવુ જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાક્શન ની કન્ટીન્યુટી રહી શકે અને જો રિટેઇન્ડ બીટ્સ ઓફ પ્લેસેન્ટા હોય તો તે પ્રોપરલી એક્સપેલ આઉટ થય શકે. અને મધર માં થતી પોસ્ટ પાર્ટમ હેમરેજ ( PPH ) ની કન્ડિશન પ્રિવેન્ટ થય શકે.

Q-2

a) Describe management of Eclampsia. એક્લેમ્સિયા નું મેનેજમેન્ટ લખો 08

એક્લેમ્પસિયા ડેફીનેશન

એક્લેમ્પસિયા એ વુમન મા પ્રેગનેન્સી સમય દરમિયાન અરાઇઝ થતી લાઇફ થ્રીએટનીંગ કોમ્પ્લિકેશન છે.એક્લેમ્પસિયા ટર્મ એ ગ્રીક વર્ડ “લાઇક અ ફ્લેસ ઓફ લાઇટનિંગ ” પરથી આવેલો છે. પ્રી-એક્લેમ્પસિયાના કોમ્પ્લીકેશન તરીકે ટોનિક-ક્લોનિક કન્વલ્ઝન અથવા કોમા જોવા મળે તેને એક્લેમ્પસિયા કહેવામાં આવે છે.

જ્યારે પ્રિ એક્લેમ્પસિયા ની કન્ડિશન કે જેમા,
હાઇપર ટેન્શન,
ઇડિમા( વેઇટ ગેઇન),
પ્રોટીનયુરીયા (પ્રોટીન ઇન યુરિન) તથા
આલ્બ્યુમિન્યુરિયા (આલ્બ્યુમિન પ્રેઝન્ટ ઇન યુરિન) હોય તે કોમ્પલીકેટેડ થય અને કન્વલ્ઝન એન્ડ કોમા જેવી કન્ડિશન મા કન્વટૅ થાય તો તેને “એક્લેમ્પસિયા” કહેવામા આવે છે.
આ એક ઓબ્સટ્રેટ્રીકલ એમરજન્સી છે. જેને મેનેજ કરવા માટે ઇમેડીએટલી મેઝર્સ લેવા અગત્યના રહે છે.

એક્લેમ્પસિયા નુ મેનેજમેન્ટ :-

મેડિકલ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ એક્લેમ્પસિયા

એઇમ ઓફ મેનેજમેન્ટ:-

કન્વલ્ઝન ના ફીટ્સ ને કંટ્રોલ કરવા.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું.
કોમ્પ્લિકેશન થતું પ્રિવેન્ટ કરવું.
ફિટસની સેફ્લી રીતે ડિલિવરી કરાવવી.

પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ:

  • મધરના એરવે ,બ્રિધિંગ તથા સર્ક્યુલેશન ને મેઇન્ટેન રાખવું.
  • મધર ને પ્રોપર્લી 8-10 લીટર જેટલું ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરવુ.
  • મધર ને આવતી કન્વલર્ઝન ને અટકાવવી.
  • મધર ને પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • મધર ને ઇન્જરી થતુ પ્રિવેન્ટ કરવુ.
  • મધરના બધા જ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી કરાવવા.

જનરલ મેનેજમેન્ટ:-

હોસ્પિટલાઇઝેશન:- મધરને પ્રોપરલી વેલ ઇક્વીપ્ડ ફેસિલિટીઝ વાળી હોસ્પિટલમાં હોસ્પીટલાઇઝ્ડ કરવી.

રેસ્ટ:- મધર ને એડીક્યુએટ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી સાથે સાથે બધી જ એક્ટિવિટી ને સ્ટોપ કરવા માટે એડવાઇઝ આપવી તથા વિઝીટર્સ ને પણ રિસ્ટ્રિક્ટ કરવા.

પોઝીસનિંગ:- મધરને પ્રોપરલી લેફ્ટ લેટરલ પોઝિશન મા રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી જેના કારણે વેનાકાવા કમ્પ્રેશન એ રિડ્યુઝ થય શકે અને એડીમાં થતું પ્રિવેન્ટ કરી શકાય.

હિસ્ટ્રી કલેક્શન: મધરની કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્ટ કરવી જેમાં કેટલા ફીટ્સ આવેલા છે તેની ફ્રિકવન્સી અને ડ્યુરેશન ની કંપ્લીટ હિસ્ટ્રી લેવી તથા કોઇપણ પ્રકારની મેડિકેશન મધર લ્યે છે કે નહીં તેની કંપ્લીટ હિસ્ટ્રી લેવી.

સિડેસન એન્ડ ધેન જનરલ એક્ઝામિનેશન:-

  • મધર ને પ્રોપરલી ડ્રગ પ્રોવાઇડ કરી સીડેટ કરવી.
  • Ex:=phenobarbiton 15-30 mg ( TDS)
    • Or
  • Diazepam 1.5 mg ( TDS).
  • મધર એ પ્રોપરલી સીડેટ થય જાય ત્યારબાદ પ્રોપરલી તથા ક્વીકલી મધર નું જનરલ તથા મેબડોમીનલ એક્ઝામિનેશન કરવું.
  • વાઇટલ સાઇન
  • મધરના દર અડધી કલાકે વાઇટલ સાઇન નોટ કરવા જેમાં,
  • ટેમ્પરેચર,
  • પલ્સ,
  • રેસ્પીરેસન,
  • તથા બ્લડ પ્રેશર.
  • જો વાઇટલ સાઇનમાં કોઇપણ અલ્ટ્રેસન આવે તો અથવા વાઇટલ સાઇન તેની નોર્મલ રેન્જ કરતા રેઇઝ્ડ હોય તો તેને ઇમિડિએટલી ટ્રીટ કરવું.

યુરીનરી આઉટપુટ:મધર નું દર કલાકે યુરીન આઉટપુટ મોનિટર કરવું.

ન્યુટ્રીશન:-

  • મધરને 10% Dextrose ને સ્ટાર્ટ કરવું જેના કારણે મધરનું ફ્લ્યુઇડ, ન્યુટ્રીશનલ તથા કેલેરી લેવલ મેઇન્ટેન થય શકે.
    ફ્લુઇડ એ 24 કલાકમાં 2 liter કરતાં વધારે અમાઉન્ટમાં ઇન્ક્રીઝ ન થવુ જોઇએ .
  • વધારામા મધર ના કેલેરી લેવલ ને મેઇન્ટેન કરવા માટે 50 ml 5%Dextrose ને 8 hour ની ઇન્ટરવલ મા મધર ને પ્રોવાઇડ કરવુ.
  • સ્પેસિફિક મેનેજમેન્ટ અથવા મેડિકલ મેનેજમેન્ટ એક્લેમ્પસિયા વાડી મધર ને નીચે પ્રમાણે મેડિકેશન પ્રોવાઇડ કરી તેને ટ્રીટ કરી શકાય છે:
  • a) એન્ટીકન્વલ્ઝન્ટ ,
  • b) એન્ટી હાયપરટેન્સિવ,
  • c) સીડેટીવ્સ,
  • d) ડાયયુરેટિક,
  • e) એન્ટીબાયોટિક્સ,
  • f) અધર મેડીકેશન.

a) એન્ટીકન્વલ્ઝન્ટ:- ,

  • મેગ્નેશિયમ સલ્ફેટ એ ( MgSO4 ):-
  • એક્લેમ્સિયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે ડ્રગ ઓફ ચોઇસ તરીકે વર્તે છે. કારણકે તે પ્રેગ્નેટ મધર માં એક્લેમટીક ફીટ્સને પ્રિવેન્ટ કરવા મા હેલ્પ થાય છે.
  • મેગ્નેશિયમ સલ્ફેટ એ IV( ઇન્ટ્રા વિનસલી) તથા IM( ઇન્ટ્રા મસ્ક્યુલરલી) બંને રીતે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે.
  • Dose and route:-
  • IM( ઇન્ટ્રા મસ્ક્યુલરલી):

ઇનીસીયલ ડોઝ: ઇનીસીયલી 4gm IV( ઇન્ટ્રાવિનસલી) બોલસ, મેગ્નેસિયમ સલ્ફેટ ને 3-5 મીનીટ માટે એકદમ સ્લોલી એડમિનિસ્ટ્રેશન કરવુ.

કન્ટીન્યુઅસ ડોઝ: 5 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને IM (ઇન્ટ્રા મસ્ક્યુલર) દર ચાર કલાકે અલ્ટરનેટ બટક્સ માં એડમિનિસ્ટ્રેશન કરવું.

•>IV( ઇન્ટ્રા વિનસલી):-

ઇનીસીયલ ડોઝ: ઇનીસીયલ ડોઝ મા 4-6 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને IV( ઇન્ટ્રા વિનસલી) 15-30 મીનીટ સુધી સ્લોલી એડમિનિસ્ટ્રેશન કરવુ.

કન્ટીન્યુઅસ ડોઝ:

  • 1-2 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને દર કલાકે IV( ઇન્ટ્રા વિનસલી) એડમિનિસ્ટ્રેશન કરવું.
  • મેગ્નેશિયમ સલ્ફેટ એ એક ટોક્સિક એજન્ટ છે જો તેને થેરાપ્યુટિક લેવલ ની અંદરમાં જ પ્રોવાઇડ ન કરવામાં આવે તો તે તેના કારણે ડીપ ટેન્ડન રિફ્લક્સ ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.
  • મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO4) નું થેરાપ્યુટિક લેવલ એ 4-7 mEq/L( milliequivalents per litre )છે.
  • જો મેગ્નેશિયમ સલ્ફેટ નો ઓવરડોઝ(MgSO4) થાય તો તેના એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ નો યુઝ કરવામાં આવે છે.
    મેગ્નેશિયમ સલ્ફેટ જ્યારે નિ ઝર્ક પ્રેઝન્ટ હોય,
    યુરીન આઉટપુટ એ 30 ml/hr કરતા ઇન્ક્રીઝ હોય અને રેસ્પીરેટરી રેટ એ 12/ min કરતાં વધારે હોય ત્યારે જ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.

b) એન્ટી હાયપરટેન્સિવ,:એન્ટી હાયપરટેન્સિવ એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને તેને રીડયુઝ કરવા માટે યુઝ કરવામાં આવે છે.

Ex:
a) Hydralazine: 5 થી 10 mg ઓવર 2 મીનીટ સુધી.
b)Labetalol:
ઇનીસીયલ ડોઝ: 20mg સ્લોલી 2 મીનીટ સુધી.
ત્યારબાદ 40-80 mg IV ઓવર 10 મિનિટ સુધી.
ટોટલ ડોઝ એ 300 mg કરતાં વધારે ન થવો જોઇએ.

c)સીડેટીવ્સ:-
Ex:=Diazepam
ડોઝ:=5-10mg IV એટ ધ રેટ ઓફ 2-5mg/મીનીટ.

મેક્સિમમ ડોઝ:10mg ડોઝ કરતા વધારે ઇન્ક્રીઝ ન થવો જોઈએ.

d) ડાયયુરેટીક: ડાયયુરેટિક મેડિકેશન જ્યારે પ્રગ્નેન્સી દરમિયાન જ્યારે પલ્મોનરી એડીમાં પ્રેઝન્ટ હોય ત્યારે જ પ્રોવાઇડ કરવી.
Ex:=ફ્રુસેમાઇડ, મેનીટોલ.

e) એન્ટિબાયોટિક્સ:

  • એન્ટિબાયોટિક્સ એ પ્રોફાઇલેક્ટીસ તરીકે પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે પલ્મોનરી તથા પ્લુરલ ઇન્ફેક્શનના કોમ્પ્લિકેશન ને રીડયુઝ કરી શકાય.
  • આ એન્ટિબાયોટિક્સમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક મેડીકેશન નો યુઝ કરવામાં આવે છે.
  • f) અધર મેડીકેશન:

i) પલ્મોનરી ઇડીમાં હોય તો: frusemide 40 mg IV ફોલોવ્ડ બાય 10% Manitol પ્રોવાઇડ કરવુ.

ii) હાર્ટ ફેઇલ્યોર: Ex:Lasix એન્ડ Digitalis મેડિકેસન નો યુઝ કરવો.

iii) હાઇપર પાઇરેક્સિયા:

  • એન્ટિપાઇરેટિક મેડીકેશન નો યુઝ કરવામાં આવે છે.
  • નર્સિંગ મેનેજમેન્ટ ઓફ એક્લેમ્પસીયા
  • એક્લેમ્પસીયા વાળી પ્રેગનેન્ટ વુમન ને સાઇડમાં પેડેડ કરેલા સાઇડ રેઇલ વાડા કોટ માં રાખવું.
  • ટીથ વચ્ચે પેડેડ ટંગ બ્લેડ રાખવી.
  • મધરને લેટરલ પોઝિશનમાં રાખવી જેના કારણે એસ્પિરેશન થતુ અવોઇડ કરી શકાય.
  • કન્વલ્ઝન દરમિયાન એરવે ને પેટન્ટ રાખવું તથા મધર ને એડીકયુએટ અમાઉન્ટ માં ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
  • મધર નું ઓક્સિજન લેવલ એ પલ્સ ઓક્સીમેટ્રી દ્વારા પ્રોપરલી મોનિટરિંગ કરવું.
  • ઓરલ સિક્રીશન તથા કોઇપણ વોમીટીંગ થયેલી હોય તો તેને રિમૂવ કરવા માટે પ્રોપરલી સક્સનિંગ કરવુ.
  • મધરને આવતી કન્વલર્ઝન નો ટાઇમ,ડ્યુરેશન ને પ્રોપરલી નોટ કરવું.
  • પ્રેગનેન્સી ઇન્ડ્યુઝ્ડ હાયપરટેન્શન વાળી મધર ને પ્રોપરલી તથા રેગ્યુલરલી પ્રિનેટલ કેર પ્રોવાઇડ કરવી.
  • મધર ને સેલ્ફ ઇંજરી થી બચાવવી.
  • મધર માટે બ્રાઇટ લાઇટ, નોઇસ, તથા વિઝીટર્સ જેવા સ્ટીમ્યુલાઇ ને ઓછા કરવા તેને ડાર્ક રૂમમાં રાખવું.
  • બેડનો ફુટ સાઇડ એ થોડો ઊંચો રાખવો જેના કારણે રેસ્પીરેટરી ટ્રેક માંથી સીકરીસન એ પ્રોપરલી ડ્રેઇન થય શકે.
  • મધરના વાઇટલ સાઇન, ઇડીમાં, ફન્ડસ ની હાઇટ, ફિટસ નું પ્રેઝન્ટેશન અને પોઝીશન તથા ફિટલ હાર્ટ સાઉન્ડ ને અસેસ કરવુ તથા યુરિનને પ્રોટીન માટે ટેસ્ટ કરવું.
  • મધર નું યુરિન આઉટપુટ પ્રોપરલી અસેસ કરવું.
  • મધરના ફ્લુઇડ તથા ન્યુટ્રીશનલ લેવલ ને મેઇન્ટેન કરવા માટે ગ્લુકોઝ સલાઇન અને રીંગર લેક્ટેટ સોલ્યુશન નું ઇન્ટ્રા વિનસ ઇન્ફ્યુઝન એ પ્રિસ્ક્રાઇબ પ્રમાણે પ્રોવાઇડ કરવું.
  • મધર ના પર્સનલ હાઇજીન ને મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધરને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • મધરની યુટેરાઇન એક્ટિવિટી,સર્વાઇકલ સ્ટેટસ અને ફીટલ સ્ટેટસ ને અસેસ કરવું કારણકે મેમ્બરેન એ રપ્ચર થય અને ડીલેવરી થઇ શકે છે.

ઓબ્સટ્રેટ્રીકલ મેનેજમેન્ટ:

મધરને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

મોટેભાગે જ્યારે વુમનને કન્વલ્ઝન આવે છે ત્યારે લેબર માટે આવે છે જો લેબર એ સ્ટાર્ટ ન થયું હોય તો લેબરનું ઇન્ડક્શન માટે આર્ટિફિશ્યલ મેમ્બરેન રપ્ચર, પ્રોસ્ટાગ્લેન્ડીન્સ જેલ કે ઓક્સિટોસિન દ્વારા કરાવવામાં આવે છે અથવા સિઝેરિયન સેક્શન પણ કરવામાં આવે છે જો બેબી એ ડેથ થયું હોય તો સ્પોન્ટાનિયસ લેબર માટે વેઇટ કરવામાં આવે છે.

પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન હાઇપરટેન્સિવ રેજીમેન્ટ ને પ્રિસ્ક્રાઇબ પ્રમાણે કંટીન્યુ સ્ટાર્ટ રાખવી.

એક્લેમ્પસિયા ના અધર કોઇપણ કોમ્પ્લીકેશન છે કે નહીં તેના માટે મધર ને કંટીન્યુ મોનિટર રાખવી.

b) Write about daily observation of neonate. નિયોનેટ ના ડેઇલી ઓબ્ઝર્વેશન વિશે લખો 04

Daily Observation of Neonate (ડેઇલી ઓબ્ઝર્વેશન ઓફ નિયોનેટ)

  • Neonate (નિયોનેટ) એટલે જન્મ પછીના પ્રથમ 28 days (ટ્વેન્ટી એઇટ ડેઝ) સુધીના બાળકને કહેવામાં આવે છે. આ સમયગાળો ખૂબ મહત્વનો હોય છે તેથી બાળકના daily observation દ્વારા તેની general condition અને health status ની નિયમિત તપાસ કરવામાં આવે છે.

Daily Observation of Neonate

નિયોનેટના ડેઇલી ઓબ્ઝર્વેશનમાં નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે:

1. General Appearance (જનરલ એપિયરન્સ)

બેબીનું overall appearance ધ્યાનથી જોવું જોઈએ.

  • Skin color
  • Activity
  • Cry
  • Posture

બેબી pink color નો, active અને strong cry ધરાવતો હોવો જોઈએ.

2. Temperature (ટેમ્પરેચર)

  • નિયોનેટનું body temperature નિયમિત રીતે માપવું જોઈએ.
  • Normal temperature:
    36.5°C – 37.5°C
  • Hypothermia અથવા fever ના લક્ષણો જોવા જોઈએ.

3. Respiration (રેસ્પિરેશન)

  • બેબીનું respiratory rate અને breathing pattern તપાસવું જોઈએ.
  • Normal respiratory rate:
    40 – 60 breaths/minute

4. Pulse / Heart Rate (પલ્સ / હાર્ટ રેટ)

  • બેબીનું heart rate ચેક કરવું જોઈએ.
  • Normal heart rate:
    120 – 160 beats/minute

5. Feeding (ફીડિંગ)

બેબી યોગ્ય રીતે breastfeeding કરી રહ્યો છે કે નહીં તે જોવું.

  • Feeding frequency
  • Sucking reflex
  • Feeding tolerance

6. Urine Output (યુરિન આઉટપુટ)

  • બેબી નિયમિત urination કરે છે કે નહીં તે જોવું.
  • સામાન્ય રીતે 24 કલાકમાં 6–8 વખત યુરિન થાય છે.

7. Stool (સ્ટૂલ)

બેબીનું stool pattern observe કરવું.

  • Meconium passage
  • Stool color
  • Frequency

8. Weight (વેઇટ)

  • નિયોનેટનું daily weight માપવું જોઈએ.
  • જન્મ પછીના પહેલા કેટલાક દિવસોમાં થોડું weight loss થવું સામાન્ય છે.

9. Cord Care (કોર્ડ કેર)

  • Umbilical cord stump ની Condition તપાસવી.

10. Reflexes (રિફ્લેક્સીસ)

બેબીના newborn reflexes તપાસવા.

  • Rooting reflex
  • Sucking reflex
  • Moro reflex
  • Grasp reflex

નિયોનેટનું daily observation તેની health condition assess કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. નિયમિત observation દ્વારા neonate માં થતા infection, feeding problems અથવા complications વહેલી તકે ઓળખી શકાય છે અને યોગ્ય સારવાર આપી શકાય છે.

OR

a) Describe mechanism of Normal Labour. નોર્મલ લેબરનું મીકેનીઝમ વર્ણવો. 08

Mechanism of Normal Labour એટલે fetus (બેબી) નું birth canal (બર્થ કેનલ) દ્વારા બહાર આવવા માટે head અને body દ્વારા કરવામાં આવતી movements ની series.
આ movements ને Cardinal Movements of Labour (કાર્ડિનલ મૂવમેન્ટ્સ ઓફ લેબર) કહેવામાં આવે છે.

સામાન્ય રીતે vertex presentation માં આ movements થાય છે.

fetus (બેબી) નું :

  • લાઇ: લોન્જીટ્યુડીનલ,
  • પ્રેઝન્ટેશન: સેફેલિક,
  • પ્રેઝેન્ટીંગ પાર્ટ: વર્ટેક્સ,
  • એટીટ્યુડ : ફ્લેક્સન,
  • ડિનોમીનેટર: ઓક્સિપુટ,
  • પોઝીશન: રાઇટ ઓક્સિપીટો એન્ટિરિયર ( R.O.A ) or લેફ્ટ ઓક્સીપીટો એન્ટિરિયર ( L.O.A).
  • ડાયામીટર ઓફ એંગેજમેન્ટ ઓફ પેલ્વીસ:
  • ઇન્લેટ : ટ્રાન્સવર્સ ડાયામીટર (13 Cm).
  • ડાયામીટર્સ ઓફ એંગેજમેન્ટ ઓફ સ્કલ:
  • સબ-ઓક્સિપીટો બ્રેગ્મેટીક ડાયામીટર: 9.5 cm.
  • સબ- ઓક્સિપીટો ફ્રન્ટલ:10 cm.

Mechanisam (મિકેનિઝમ) :

  • નોર્મલ લેબર માં હેડ વધારે કોમન અવેઇલેબલ ટ્રાન્સવર્સ ડાયામીટર માં એન્ટર થાય છે. તેમા લેફ્ટ ઓક્સીપીટો એન્ટિરિયર પોઝિશન( L.O. A.) એ રાઇટ ઓક્સિપીટો પોસ્ટીરીયર (R.O.P.) પોઝીશન કરતા વધારે કોમન હોય છે. હેડ નું એન્ટિરિયર- પોસ્ટીરીયર ડાયામીટર એ સબ ઓક્સીપીટો-બ્રેગ્મેટીક 9.5 cm અથવા સ્લાઇટલી ડિફ્લેક્શન સબઓક્સીપીટો ફ્રન્ટલ ડાયામીટર 10 cm હોય છે. તેમાં ઓક્સિપીટો એન્ટિરિયર પોઝિશન એ કોમન હોય છે,
  • નીચે મુજબ ની મીકેનીઝમ જોવા મળે છે જેમ કે:

1) એંગેજમેન્ટ,

2) ડિસેન્ટ ડાઉન,

3) ફ્લેક્સન,

4) ઇન્ટર્નલ રોટેશન,

5) ક્રાઉનિંગ,

6) એક્સટેન્શન,

7) રેસ્ટિટ્યુશન,

8) એક્સટર્નલ રોટેશન ઓફ હેડ વિથ ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર,

9) બર્થ ઓફ શોલ્ડર એન્ડ ટ્રન્ક બાય લેટરલ ફ્લેક્સન.

1) એંગેજમેન્ટ:

  • L.O.A માં, જ્યારે ફિટસ નું હેડ એ પેલ્વિક બ્રીમ મા એન્ટર થાય છે, ત્યારે ઓક્સીપુટ એ લેફ્ટ  ઇલિયોપેક્ટીનિયલ એમિનન્સ પર આવે છે,તથા રાઇટ સેક્રોઇલિયાક જોઇન્ટ માં સિન્સિપુટ અને મધર ના પેલ્વિસ ના રાઇટ ઓબ્લિક ડાયામીટર પર સજાઇટલ સુચર આવેલું છે. હેડ નો એન્ગેજીંગ એન્ટેરો- પોસ્ટીરીયર ડાયામીટર એ કાં તો સબઓક્સિપિટો- બ્રેગમેટિક 9.5 cm અથવા સબઓક્સિપિટો ફ્રન્ટલ 10 cm છે. એંગેજીંગ ટ્રાંસવર્સ ડાયામીટર એ બાયપરાઇટલ ડાયામીટર 9.5 cm છે.

2) ડિસેન્ટ ડાઉન:

  • ડિસેન્ટ ડાઉન એ કંટીન્યુઅસ પ્રોસેસ છે તે ફર્સ્ટ સ્ટેજ માં સ્લો હોય છે પરંતુ સેકન્ડ સ્ટેજ માં વધારે સ્પષ્ટ હોય છે. કે જે ફીટસ ના એક્સપ્લઝન  થતા ની સાથે એન્ડ થાય છે. તેમા ફેક્ટર્સ જેમકે યુટેરાઇન કેવીટી નુ કંટીન્યુઅસ કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન થવું તથા મેટર્નલ બિયરીંગ ડાઉન એફટ્સ એ ફિટસ ને ડિસેન્ટ ડાઉન થવામાં મદદ રહે છે.
  • પ્રાઇમીગ્રેવિડા માં પહેલાથી જ હેડ એંગેજમેન્ટ હોય છે ત્યારે ફર્સ્ટ સ્ટેજ માં પ્રેક્ટીકલી કોઇ ડીસેન્ટ થતું નથી, જ્યારે મલ્ટીગ્રેવીડા માં લેબર ની શરૂઆત સાથે ફિટસ હેડ ના એંગેજમેન્ટ સાથે હેડ નુ ડિસેન્ટ ડાઉન થાય છે. જ્યારે સર્વિક્સ એ ફુલ્લી ડાયલેટેડ હોય ત્યારે ફીટસ નું હેડ એ પેલ્વિક ફ્લોર સુધી પહોંચે છે.
  • ડિસેન્ટમાં હેલ્પ કરતા ફેક્ટર્સ જેમકે,
  • 1)યુટેરાઇન કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન,
  • 2) બીયરિંગ ડાઉન એફટ્સ ,
  • 3) સ્પેશિયલી મેમ્બરેન રપ્ચર થયા પછી ફીટસ ના સ્પાઇન નું સ્ટ્રેઇટનીંગ થવાથી.

3) ફ્લેક્સન:

  • ફ્લેક્સન એ લેબર પ્રોસેસ દરમિયાન કંટીન્યુઅસ થતું રહે છે જેના કારણે ફીટસ નો પ્રેઝન્ટિંગ પાર્ટ નો ડાયામીટર સ્મોલ થાય છે જેના કારણે પ્રેઝન્ટિંગ પાર્ટ એ મેટરનલ પેલ્વિન્સ માંથી ઇઝીલી રીતે પાસ થય શકે જો મેટરનલ પેલ્વિસ એ એડીક્યુએટ હોય તો ફ્લેક્સન એ અનફોલ્ડીંગ સર્વિક્સ, પેલ્વિસ ની વોલ અથવા પેલ્વિક ફ્લોર ના રેઝિસ્ટન્સ થી થાય છે.જો પેલ્વિસ એ એડિક્યુએટ હોય, તો મેટર્નલ સોફ્ટ ટિસ્યુસ ની રેઝીસ્ટન્ટ એ હેડ ના ફુલી ફ્લેક્સન ને પ્રમોટ કરે છે.

4) ઇન્ટર્નલ રોટેશન:

  • જેમ જેમ હેડ નુ નીચે ડિસેન્ટ થવા નું ચાલુ રહે છે તેમ, ફિટસ હેડ નો આગળ નો ભાગ પેલ્વિક ફ્લોર પર નીચે તરફ ધકેલાય છે. જ્યારે કોન્ટ્રાકશન એ ઓછા થાય છે, ત્યારે પેલ્વિક ફ્લોર રિબાઉન્ડ થાય છે જેના કારણે ઓસીપુટ આગળ તરફ સરકાય છે. ઓસીપુટ સર્કલ ના 1/8મા ભાગમાં (45 ડિગ્રી) રોટેટ થાય છે  અને પ્યુબિકઆર્ચ ની અન્ડર મા આવે છે. આ ઇન્ટર્નલ રોટેશન થતી સમયે ફિટસ ના નેક નું ટોર્ઝન ( ટ્વિસ્ટિંગ) થાય છે.

5) ક્રાઉનિંગ:

  • હેડ નું ઇન્ટર્નલ રોટેશન થયા પછી સબઓક્સીપુટ પ્યુબીક આર્ચ ની નીચે આવે ત્યાં સુધી ડિસેન્ટ થાય છે આ સ્ટેજ ઉપર હેડનું મેક્સિમમ ડાયામીટર એટલે કે બાયપરાઇટલ ડાયામીટર વલ્વલ આઉટલેટ ને સ્ટ્રેચ કરે છે તથા કોન્ટ્રાકશન પૂરું થયા પછી એ હેડ પાછળ જતુ જતુ રહેતુ નથી તેને “ક્રાઉનીંગ ઓફ હેડ” કહેવામાં આવે છે.

6) એક્સટેન્શન:

  • હેડની ડીલેવરી એ એક્સટેન્શન થી એટલે કે “કપલ ઓફ ફોર્સ ”  દ્વારા થાય છે. ડ્રાઇવિંગ ફોર્સ હેડ ને ડાઉનવર્ડ ડાયરેક્શન માં જ્યારે પેલ્વિક ફ્લોર અપવાર્ડ અને ફોરવર્ડ ડાયરેક્શન માં રેઝીસ્ટન્ટ આપે છે આમ ડાઉનવર્ડ ફોર્સ અને અપવાર્ડ ફોર્સ એ ન્યુટ્રલાઇઝ થાય છે તેમજ બાકી રહેલા ફોરવર્ડ ફોર્સ એ ફિટસ ના હેડ ને એક્સટેન્શન થવામાં હેલ્પ થાય છે. ફિટલ હેડ એ વલ્વલ આઉટલેટ માંથી વર્ટેક્સ, બ્રો અને ફેસ તે રીતે બોર્ન થાય છે. ચીન એ બહાર આવ્યા પછી હેડ એ નીચે ડ્રોપ થાય છે અને ચીન મેટરનલ એનાલ ઓપનિંગ ની નજીક આવે છે.

7) રેસ્ટિટ્યુશન:

  • હેડ નું એક્સટેન્શન થયા બાદ વિઝિબલ મુવમેન્ટ જોવા મળે છે કે જેમાં હેડ ના ઇન્ટર્નલ રોટેશન માં નેક નું જે ટ્વીસ્ટીંગ થયેલું હોય તે રેસ્ટિટ્યુશન માં તે અનટ્વિસ્ટીંગ થાય છે રેસ્ટિટ્યુશન માં ઇન્ટર્નલ રોટેશન ની અપોઝિટ ડાયરેક્શનમાં ઓક્સિપુટ એ 1/8 સરકલ અથવા 45 ° હેડ નુ રોટેશન થાય છે. આથી મેટરનલ થાય ની બાજુ આવે છે.

8) એક્સટર્નલ રોટેશન ઓફ હેડ વિથ ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર:

  • આ ફેઝ માં સોલ્ડર નું ઇન્ટર્નલ રોટેશન થાય છે અને બહારની તરફ હેડ નું એક્સટર્નલ રોટેશન થાય છે અને સોલ્ડર એ હવે પેલ્વિક આઉટલેટ ના સૌથી વાઇડેસ્ટ ડાયામીટર માં આવેલા છે, એટલે કે એન્ટેરો- પોસ્ટીરીયર. એન્ટીરીયર સોલ્ડર એ લેવેટર એનિ મસલ્સ સુધી પહેલા પહોંચે છે અને સિમ્ફાઇસિસ પ્યુબિસ ની નીચે લાઇ થવા માટે આગળ ની તરફ રોટેશન થાય છે. આ મુવમેન્ટ છે જે ક્લિયરી વિઝીબલ હોય છે, તે જ સમયે, હેડ પણ  1/8 સર્કલ મા રેસ્ટીટ્યુશન ના સેમ ડાયરેક્શન મા એક્સટર્નલી રોટેશન થાય છે

9) બર્થ ઓફ શોલ્ડર એન્ડ ટ્રન્ક બાય લેટરલ ફ્લેક્સન:

  • શોલ્ડર એ આઉટલેટ ના એન્ટીરિયર-પોસ્ટીરીયર ડાયામીટર માં આવ્યા પછી આગળ નું ડિસેન્ટ એન્ટિરિયર સોલ્ડર એ સિમ્ફાઇસીસ પ્યુબીસ ની નીચેથી એસેક્પ થાય ત્યાં સુધી રહે છે. સ્પાઇન ના લેટરલ ફ્લેક્શન ની મુવમેન્ટ થી પેરિનીયમ પરથી પોસ્ટીરીયર સોલ્ડર સ્વીપ થાય છે અને ત્યારબાદ બાકી રહેલુ ટ્રન્ક એ લેટરલ ફ્લેક્સન દ્વારા ડિલીવર થાય છે.

b) Describe Injection Magnasium Sulfate. ઇન્જેક્શન મેગનેશિયમ સલ્ફેટનું વર્ણન કરો. 04

મેગ્નેશિયમ સલ્ફેટ

ગ્રુપ: એન્ટિકોનવલ્સન્ટ એન્ડ મીનરલ સપ્લીમેન્ટ્સ

ઇન્ડીકેશન્સ

  • મેગ્નેશિયમ સલ્ફેટ નો પ્રાઇમરી યુઝ એ પ્રેગનેન્સી સમય દરમિયાન પ્રેગનેન્ટ વુમન માં જોવા મળતી કન્ડિશન જેમકે એક્લેમ્પશિયા, પ્રીએક્લેમ્પશિયા, મેગ્નેશિયમ ડેફીસીયન્સી, તથા ટોકોલાઇસીસ (પ્રિવેન્શન ઓફ પ્રિટર્મ લેબર) તરીકે યુઝ થાય છે.

કોન્ટ્રાઇન્ડીકેશન્સ:

  • સિવ્યર રીનલ ઇમ્પેઇરમેન્ટ,
  • માયેસ્થેનિયા ગ્રેવિસ,
  • હાર્ટ બ્લોક અથવા કાર્ડિયાક એરિધેમીયા,
  • મેગ્નેશિયમ સલ્ફેટ ની એલર્જી હોવાના,
  • સિવ્યર રેસ્પીરેટ્રી ડિપ્રેશન.
  • મેગ્નેશિયમ સલ્ફેટ ની હાઇપરસેન્સિટીવિટી.

રુટ:

  • ઇન્ટ્રામસ્ક્યુલરલી ( I.M.)
  • ઇન્ટ્રાવિનસલી( I.V.)

ડોઝ:

  • મેગ્નેશિયમ સલ્ફેટ એ ( MgSO4 ) એક્લેમ્સિયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે ડ્રગ ઓફ ચોઇસ તરીકે વર્તે છે. કારણકે તે પ્રેગ્નેટ મધર માં એક્લેમટીક ફીટ્સ ને પ્રિવેન્ટ કરવા મા હેલ્પ થાય છે.
  • મેગ્નેશિયમ સલ્ફેટ એ IV( ઇન્ટ્રા વિનસલી) તથા IM( ઇન્ટ્રા મસ્ક્યુલરલી) બંને રીતે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે.

Dose and route

IM( ઇન્ટ્રા મસ્ક્યુલરલી):

ઇનીસીયલ ડોઝ: ઇનીસીયલી 4 gm IV( ઇન્ટ્રાવિનસલી) બોલસ, મેગ્નેસિયમ સલ્ફેટ ને 3-5 મીનીટ માટે એકદમ સ્લોલી એડમિનિસ્ટ્રેશન કરવુ. ત્યારબાદ 10 gm ડિપ IM 5 gm ઇચ બટક્સ માં એડમીનીસ્ટર કરવું

કન્ટીન્યુઅસ ડોઝ: 5 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને IM (ઇન્ટ્રા મસ્ક્યુલર) દર ચાર કલાકે અલ્ટરનેટ બટક્સ માં એડમિનિસ્ટ્રેશન કરવું.

IV( ઇન્ટ્રા વિનસલી):

ઇનીસીયલ ડોઝ: ઇનીસીયલ ડોઝ મા 4-6 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને IV( ઇન્ટ્રા વિનસલી) 15-30 મીનીટ સુધી સ્લોલી એડમિનિસ્ટ્રેશન કરવુ.

કન્ટીન્યુઅસ ડોઝ: 1-2 gm મેગ્નેશિયમ સલ્ફેટ ને દર કલાકે IV( ઇન્ટ્રા વિનસલી) એડમિનિસ્ટ્રેશન કરવું.

  • મેગ્નેશિયમ સલ્ફેટ એ એક ટોક્સિક એજન્ટ છે જો તેને થેરાપ્યુટિક લેવલ ની અંદરમાં જ પ્રોવાઇડ ન કરવામાં આવે તો તે તેના કારણે ડીપ ટેન્ડન રિફ્લક્સ ની કન્ડિશન અરાઇઝ થય શકે છે મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO4) નું થેરાપ્યુટિક લેવલ એ 4-7 mEq/L( milliequivalents per litre )છે. જો મેગ્નેશિયમ સલ્ફેટ નો ઓવરડોઝ(MgSO4) થાય તો તેના એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ નો યુઝ કરવામાં આવે છે.
  • મેગ્નેશિયમ સલ્ફેટ એ જ્યારે નિઝર્ક પ્રેઝન્ટ હોય, યુરીન આઉટપુટ એ 30 ml/hr કરતા ઇન્ક્રીઝ હોય અને રેસ્પીરેટરી રેટ એ 12/ min કરતાં વધારે હોય ત્યારે જ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.

મોડ ઓફ એક્શન:

ન્યુરોમસ્ક્યુલર બ્લોકેજ: મેગ્નેશિયમ સલ્ફેટ એ માયોન્યુરલ જન્કશન પર એસીટાઇકોલાઇન રિલિઝ કરે છે.આ એસિટાઇલ કોલાઇન એ મસલ ના રિલેક્સેસન માટે જવાબદાર હોય છે. આ એક્સન દ્વારા સિઝર ને પ્રિવેન્ટ તથા ટ્રીટ કરી શકાય છે.

વાઝોડાયલેટેશન: મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન એ બ્લડ વેસલ્સ ને ડાયલેટ કરે છે જેના કારણે બ્લડ ફ્લો એ ઇમ્પ્રુવ થાય છે.જેની આ ઇફેક્ટ ના કારણે પ્રિ એ્લેમ્પશિયા તથા એક્લેમ્પસીયા ની કન્ડિશન ટ્રીટ થય શકે છે.

સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન્ટ: મેગ્નેશિયમ સલ્ફેટ મેડીકેશન એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ના ડિપ્રેશન્ટ તરીકે વર્ક કરે છે જેના કારણે સીઝર ને મેનેજ તથા ટ્રીટ કરી શકાય છે.

સાઇડ ઇફેક્ટ:

  • મસ્ક્યુલર પારેસીસ,
  • હાઇપો ટેન્શન,
  • રેસ્પિરેટ્રી ફેઇલ્યોર,
  • નોઝીયા એન્ડ વોમિટીંગ,
  • ઇન્જેક્શન સાઇટ પર પેઇન રેડનેસ તથા સ્વેલીન્ગ થવું.
  • CNS ઇફેક્ટસ: ડ્રાવઝીનેસ, લેથાર્જી, રેસ્પીરેટ્રી ડિપ્રેશન
  • કાર્ડિયોવાસ્ક્યુલર: હાઇપોટેન્શન, બ્રેડિકાર્ડીયા, ઇન સિવ્યર કેસીસ પોટેન્શીયલ કાર્ડિયાક અરેસ્ટ.
  • ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ: નોઝીયા, વોમિટીંગ.
  • ન્યુરોમસ્ક્યુલર: વિકનેસ, રિડ્યુસ ડિપ ટેન્ડન રિફ્લેક્સીસ.
  • રિનલ: યુરિનરી રિટેન્શન, ઓલિગોયુરિયા.

નર્સિંગ મેનેજમેન્ટ:

  • મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન પેશન્ટ ને પ્રોવાઇડ કરતા પહેલા પેશન્ટ ના વાઇટલ સાઇન પ્રોપર્લી મોનિટરિંગ કરવા.
  • પેશન્ટ ની કમ્પ્લીટ્લી હિસ્ટ્રી કલેક્ટ કરવી તથા લેબોરેટરી ઇન્વેસ્ટીગેશન કરાવવા.
  • મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન પ્રોવાઇડ કરતા પહેલા તે ઇન્જેક્શન ના કોન્ટ્રાઇન્ડિકેશન્સ પ્રોપર્લી ચેક કરવા.
  • ફિઝિશિયન ના ઓર્ડર પ્રમાણે મેડીકેશન નો ડોઝ પ્રોપર્લી કેલ્ક્યુલેટ કરવો.
  • પેશન્ટ ને પ્રિસ્ક્રાઇબ કરેલા રૂટ મુજબ પ્રોપર્લી મેડીકેશન પ્રોપર્લી એડમિનિસ્ટ્રેશન કરવી.
  • પેશન્ટ ની ઇન્જેક્શન સાઇટ કંટીન્યુઅસલી મોનિટરિંગ કરતું રહેવું જેના કારણે કોઇ પણ કોમ્પ્લિકેશન્સ થાય તો તે અર્લી આઇડેન્ટીફાઇ કરી શકાય.
  • પેશન્ટ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ કંટીન્યુઅસલી મોનિટરિંગ કરતું રહેવું.
  • પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને મેડીકેશન વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ને મેડીકેશન ની કોઇપણ સાઇડ ઇફેક્ટ છે કે કેમ તે પ્રોપર્લી એસેસ કરવું.
  • પેશન્ટ ને મેડીકેશન એ કેટલા અમાઉન્ટ માં ઇફેક્ટિવ છે તે પ્રોપર્લી અસેસ કરવું.
  • પેશન્ટ ને મેડીકેશન પ્રોવાઇડ કર્યા બાદ તેનું પ્રોપર્લી ડોક્યુમેન્ટેશન કરવું.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6+6 =12

a) Explain Fetal Circulation – ફીટલ સર્ક્યુલેશન સમજાવો.

ફીટલ સર્ક્યુલેશન

  • ફિટલ સર્ક્યુલેશન એ યુનિક સર્ક્યુલેટરી સિસ્ટમ છે કે જે ડેવલોપીંગ ફિટસ મા પ્રેઝન્ટ હોય છે. જે ફિટસ એ વોમ્બ(યુટ્રસ) મા હોય ત્યારે તેમને ઓક્સિજન અને ન્યુટ્રીઅન્ટસ ની નીડ ને ફુલફીલ કરવા માટે ફોર્મ થયેલી હોય છે.
  • એમ્બ્રીઓ મા સેપરેટ ફિટલ સર્ક્યુલેશન એ 16 th પોસ્ટ ફર્ટીલાઇઝેસન ડે દરમિયાન સ્ટાર્ટ થાય છે.
  • ફિટલ હાર્ટ એ ફર્ટિલાઇઝેશન ના 21 માં દિવસે થી બીટીંગ થવાનું સ્ટાર્ટ થાય છે. સાથે સાથે ફિટસ એ યુટ્રસ માં ઓક્સિજન તથા ન્યુટ્રીયંટ્સ એ પ્લેસેન્ટા માંથી મેળવે છે કારણ કે તેના લંગ્સ અને એલિમેન્ટ્રી ટ્રેક એ ફંક્શનલલેસ હોય છે તેથી ફીટલ સર્ક્યુલેશન કે એવું સર્ક્યુલેશન છે કે જેના દ્વારા ફીટ્સએ તેના સર્વાઇવ થવા માટે ઓક્સિજન તથા ન્યુટ્રીયંટ્સ એ પ્લેસેન્ટા માથી મેળવે છે.

ફિચર્સ ઓફ ફીટલ સર્ક્યુલેશન

1) અંબેલીકલ કોડ: અંબેલીકલ કોર્ડ માં બે અંબેલીક આર્ટરી અને એક અંબેલીકલ વેઇન આવેલી હોય છે.

  • અંબેલીકલ આર્ટરી: અંબેલીકલ આર્ટરી એ ફીટલ વેસ્ટ પ્રોડક્ટ તથા ડીઓક્સિજીનેટેડ બ્લડ એ ફિટસ માંથી પ્લેસેન્ટા તરફ ટ્રાન્સફર કરે છે.
  • અંબેકલ વેઇન: એ ઓક્સિજનિનેટેડ બ્લડ તથા ન્યુટ્રીઅન્ટસ ને પ્લેસેન્ટા તરફ થી ફીટ્સ સુધી ટ્રાન્સફર કરે છે.

2) પ્લેસેન્ટા:

  • પ્લેસેન્ટા એ મધર તથા ફિટસ ના સર્ક્યુલેટરી સિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ કરવાનું વર્ક કરે છે.
  • પ્લેસેન્ટા એ ન્યુટ્રીયંટ્સ, ઓક્સિજન તથા વેસ્ટ પ્રોડક્ટ ને મેટરનલ બ્લડ તથા ફિટસ બ્લડ વચ્ચે એક્સચેન્જ કરવાનું વર્ક કરે છે.
  • જેમ કે પ્લેસેન્ટા એ ઓક્સિજન તથા ન્યુટ્રીઅન્ટસ ને એંબેલિકલ વેઇન મારફતે ફિટસ સુધી પહોંચાડે છે તથા ફિટસ ના ડિઑક્સીજીનેટેડ બ્લડ અને વેસ્ટ પ્રોડક્ટ ને અંબેલિકલ આર્ટરી દ્વારા પ્લેસેન્ટા માં રિસીવ કરે છે.

3) ડક્ટસ વિનોસસ( વેઇન થી વેઇન):

  • ડક્ટસ વિનોસસ એ એક સન્ટ છે કે જેના દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ એ અંબેલીકલ વેઇન માંથી ઇન્ફીરીયર વેનાકાવા મા લિવર ને તથા ડાયજેસન ઓર્ગન ને બાયપાસ કરી પહોચાડે છે.
  • જેના કારણે ઓક્સિજીનેટેડ બ્લડ એ ફિટસ ના બ્રેઇન તથા હાર્ટ સુધી એડિક્યુએટ પ્રમાણમાં પહોંચી શકે છે.

4)ફોરામીન ઓવેલી( ઓવલ ઓપનિંગ):

  • ફોરમીન ઓવેલી એ ફિટલ કાર્ડિયાક સ્ટ્રક્ચર છે કે જે હાર્ટ ના રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમના વચ્ચેના સેપ્પટમ મા સ્મોલ ઓપનીંગ હોય છે જે રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમ વચ્ચે સન્ટ તરીકે નું વર્ક કરે છે.
  • આ ઓપનિંગ( સન્ટ) ના કારણે રાઇટ એટ્રીયમ માં રહેલું બ્લડ એ લેફ્ટ એટ્રીયમ માં ફિટલ લંગ્સ ને બાયપાસ કરી સિફ્ટ થાય છે.
  • આ સન્ટ એ અગત્યનો હોય છે કારણકે ફિટસ ના લંગ્સ એ ઇન્ટ્રા યુટેરાઇન લાઇફ દરમિયાન ફંકશનલલેસ હોય છે તથા તેમાં ફ્લુઇડ એ ફિલ થયેલું હોય છે જેના કારણે ફિટલ લંગ્સ તેનું વર્ક એ પ્રોપરલી કરવામાં સક્ષમ હોતા નથી.

5)ડક્ટસ આર્ટેરીયોસીસ( આર્ટરી થી આર્ટરી):

  • ડક્ટસ આર્ટેરીયોસીસ એ ફિટલ વાસ્ક્યુલર કનેક્શન છે કે જે પલ્મોનરી આર્ટરી તથા એઓર્ટા વચ્ચે થતું કોમ્યુનિકેશન (સન્ટ)છે.
  • આ ડક્ટસ આર્ટેરીયોસીસ સન્ટ ના કારણે રાઇટ વેન્ટ્રિકલ્સ માંથી જ બ્લડ એ લન્ગ્સ ને બાયપાસ કરીને સન્ટ દ્વારા સિસ્ટેમીક સર્ક્યુલેશન માં ફ્લો થાય છે.

ફિટલ સર્ક્યુલેશન :

  • ઓક્સિજન એ મેટરનલ બ્લડ માંથી કોરિયોડેસીડ્યુલ સ્પેસ(પ્લેસેન્ટા) મા ડિફ્યુઝ થાય છે ,આથી પ્લેસેન્ટલ વિલાઇ અને વેસલ્સ એ યુનિટ થઇને અંબેલીકલ વેઇન બનાવે છે .
  • પ્લેસેનટા માથી અંબેલીકલ વેઇન એ અંબેલીકલ કોર્ડ દ્વારા ટ્રાવેલ કરી ફિટસ મા જાય છે.
  • અંબેલીકલ વેઇન એ અંબેલીકલ વોલમાંથી પસાર થઇ અંબેલીકલ વેઇન ની બે બ્રાન્ચીસ બનાવે છે.
  • અંબેલીકલ વેઇન ની એક બ્રાન્ચ એ ફિટસ ના લિવર ની પોર્ટલ વેઇન સાથે જોઇન્ટ થઇ ફીટસ ના લીવર ને ન્યુટ્રીઅન્ટસ અને ઓક્સિજન પ્રોવાઇડ કરે છે.હિપેટીક વેઇન દ્વારા લિવર માંથી બ્લડ કલેક્ટ થય ઇન્ફીરીયર વેનાકાવા માં એન્ટર થાય છે.
  • અંબેલીકલ વેઇન ની 2nd બ્રાન્ચ તે મુખ્ય વેસેલ્સ કે જેને ડક્ટસ વિનોસસ કહે છે. તે ડાયરેક્ટલી ઇન્ફીરીયર વેનાકાવા સાથે જોડાય છે.
  • અંબેલીકલ વેઇન મા રહેલુ ઓક્સિજીનેટેડ બ્લડ એ ઇન્ફીરીયલ વેનાકાવા માં લોવર લેગ તથા ટ્રંક માથી આવેલા ડિઓક્સિજનેટેડ બ્લડ સાથે મિક્સ થાય છે.
  • પરંતુ ડક્ટસ વિનોસસ ના ઓક્સિજન કન્ટેન્ટ ને સીરીયસ અસર કરતું નથી.
  • બ્લડ હવે ઇન્ફીરીયર વેનાકાવા દ્વારા રાઇટ એટ્રીયમ મા એન્ટર થાય છે.
  • ત્યારબાદ રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમ ની વચ્ચે રહેલા સન્ટ એટલે કે ફોરામીન ઓવેલી દ્વારા રાઇટ એટ્રીયમ માં રહેલુ બ્લડ એ લેફ્ટ એટ્રીયમ માં જાય છે.
  • ત્યારબાદ લેફ્ટ એટ્રીયમ માં રહેલું બ્લડ એ માઇટ્રલ વાલ્વ દ્વારા લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે.
  • ત્યારબાદ બ્લડ એ લેફ્ટ વેન્ટ્રિકલ મા રહેલી એઓર્ટા દ્વારા હાર્ટ માંથી બહાર આવે છે.
  • એઓર્ટા ની કોરોનરી વેસલ્સ( કોરોનરી આર્ટરી , બ્રેકિયોસેફેલીક ટ્રંક( રાઇટ કોમન કેરોટીડ આર્ટરી, રાઇટ સબક્લેવિયન આર્ટરી, લેફ્ટ કોમન કેરોટીડ આર્ટરી, લેફ્ટ સબક્લેવિયન આર્ટરી ))એ હાર્ટ તથા હેડની બ્રાન્ચીસ ને બ્લડ સપ્લાય કરે છે.
  • હેડ અને નેક માંથી બ્લડ એ સુપિરિયર વેનાકાવા દ્વારા રાઇટ એટ્રીયમ માં આવે છે તથા ઇન્ફીરીયર વેનાકાવા ના બ્લડને ક્રોસ કરીને ટ્રાયકસ્પીડ વાલ્વ દ્વારા બ્લડ એ રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે.
  • રાઇટ વેન્ટ્રિકલ માંથી પલ્મોનરી આર્ટરી દ્વારા મોટાભાગનું બ્લડ એ લન્ગ્સને(લંગ્સ એ ઇનએક્ટીવ હોવાથી) બાયપાસ કરીને ડક્ટસ આર્ટેરીયોસીસ (પલ્મોનરી આર્ટરી અને એઓર્ટા વચ્ચે નો સન્ટ)દ્વારા ડિસેન્ડિંગ એઓર્ટા માંથી પસાર થય એબડોમીનલ ઓર્ગન અને લોવર લેન્સને બ્લડ સપ્લાય કરે છે.
  • ત્યારબાદ ડિસેન્ડીગ એઓર્ટા માથી રાઇટ અને લેફ્ટ ઇન્ટર્નલ ઇલીયાક આર્ટરી ફોર્મ થાય છે.
  • રાઇટ અને લેફ્ટ ઇન્ટર્નલ ઇલીયાક આર્ટરી નુ ફરી બે હાઇપોગેસ્ટ્રીક આર્ટરી મા ડિવિઝન થાય છે.
  • હાઇપોગેસ્ટ્રીક આર્ટરી એ અંબેલીકલ કોર્ડ મા એન્ટર થાય છે તે બે અમ્બેલિકલ આર્ટરી બને છે .
  • આ બે અમ્બેલિકલ આર્ટરી એ ડિઑક્સીજીનેટેડ બ્લડ ને પ્લેસેન્ટામાં પાછું લાવે છે.
  • ફિટસ બ્લડ એ ફાસ્ટ સર્ક્યુલેટ થાય છે અને સતત રી ન્યુ થાય છે.
  • ફિટસ મા મીન કાર્ડિયાક આઉટપુટ એ 350 ml/ kg/ min હોય છે.

b) Describe Gynecoid Pelvic – ગાયનેકોઇડ પેલ્વીસ વિશે વિસ્તારથી લખો.

Gynecoid Pelvis (ગાયનેકોઇડ પેલ્વીસ)

Introduction

  • Gynecoid Pelvis (ગાયનેકોઇડ પેલ્વીસ) એ Femaleમાં સૌથી સામાન્ય અને Normal female pelvis માનવામાં આવે છે. આ પ્રકારનું પેલ્વીસ normal vaginal delivery માટે સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે. લગભગ 50% જેટલી Female માં આ પ્રકારનું પેલ્વીસ જોવા મળે છે.

Characteristics of Gynecoid Pelvis (ગાયનેકોઇડ પેલ્વીસની વિશેષતાઓ)

1. Shape of Pelvic Inlet (પેલ્વિક ઇનલેટનું આકાર)

  • Gynecoid pelvis માં pelvic inlet નો આકાર સામાન્ય રીતે round અથવા slightly oval હોય છે.
  • આ આકાર fetus ના head ને સરળતાથી pelvis માં પ્રવેશ કરવા માટે મદદ કરે છે.

2. Sacrum (સેક્રમ)

  • આ પેલ્વીસમાં sacrum પહોળું અને થોડું curved હોય છે.
  • આ કારણે pelvis ની અંદર fetus માટે વધુ જગ્યા ઉપલબ્ધ થાય છે.

3. Ischial Spines (ઇશિયલ સ્પાઇન)

  • Ischial spines સામાન્ય રીતે બહુ બહાર નીકળેલા (prominent) નથી.
  • તે વચ્ચેનું અંતર વધારે હોય છે જેથી fetus નું head સરળતાથી પસાર થઈ શકે.

4. Subpubic Angle (સબપ્યુબિક એંગલ)

  • Gynecoid pelvis માં subpubic angle સામાન્ય રીતે 90° અથવા તેથી વધારે હોય છે.
  • આ વિશાળ એંગલ normal delivery માટે અનુકૂળ છે.

5. Side Walls of Pelvis (પેલ્વિક સાઇડ વોલ્સ)

  • આ પેલ્વીસમાં side walls સીધી અને parallel હોય છે.
  • આથી fetus ના descent અને rotation સરળતાથી થાય છે.

6. Pelvic Outlet (પેલ્વિક આઉટલેટ)

  • Gynecoid pelvis માં pelvic outlet પહોળો હોય છે.
  • આ fetus ના head અને shoulders ને સરળતાથી બહાર આવવામાં મદદ કરે છે.

Importance in Labour (લેબરમાં મહત્વ)

  • Gynecoid pelvis normal vaginal delivery માટે સૌથી અનુકૂળ છે.
  • આ પેલ્વીસમાં fetus નું descent, flexion અને rotation સરળતાથી થાય છે.
  • તેથી labour સામાન્ય રીતે smooth અને uncomplicated રહે છે.

Gynecoid pelvis એ Femaleમાં જોવા મળતો સૌથી સામાન્ય અને ideal pelvis છે. તેની રચના એવી હોય છે કે fetus ને birth canal દ્વારા સરળતાથી બહાર આવવામાં મદદ મળે છે અને normal labour શક્ય બને છે.

c) Write down physiological changes during puerperium – પરપ્યુરીયમ દરમ્યાન થતા શારીરિક ફેરફારો વિશે લખો.

પરપેરિયમ પિરીયડ દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ચેન્જીસ:

પરપેરિયમ:
પરપેરીયમ એટલે ચાઇલ્ડ બર્થ પછી નો 6 વીક (42 દિવસ) નો પિરિયડ કે જેમાં બોડી ના ટીશ્યુ સ્પેશ્યલી પેલ્વિક ઓર્ગન્સ એ એનાટોમીકલી અને ફિઝિયોલોજીકલી બંને રીતે પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેજ માં પાછા આવે છે તેને પરમેરીયમ કહેવામાં આવે છે.

ડ્યુરેશન:
પરપેરીયમ ની શરૂઆત પ્લેસેન્ટા એક્સપેલ આઉટ થાય ત્યારથી આશરે 6 વિક સુધીનો છે તેમાં યુટ્રસ એ ઓલમોસ્ટ નોનપ્રેગ્નેન્ટ સાઇઝનું થઇ જાય છે.
તેમાં સમયગાળો આશરે નીચે પ્રમાણે ડિવાઇડ થયેલો છે:

• ઇમીડીયેટ : વિધીન 24 અવર્સ,

•અર્લી: અપ ટૂ 7 ડે,

• રિમોટ : અપ ટૂ 6 વિક

1) ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઇન રીપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન પરપેરીયમ પિરિયડ:

  • ( a )ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ: ઇનવોલ્યુશન એ એવી પ્રોસેસ છે કે જેમાં પ્રેગ્નેન્સી સમય દરમ્યાન નું બલ્કીયુટ્રસ એ ડીલેવરી પછી પ્રોગ્રેસિવલી તેના નોર્મલ પ્રિ-પ્રેગ્નેન્ટ સ્ટેટ સુધી રીટર્ન થાય છે તેને ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ કહેવામાં આવે છે.
  • એનાટોમિકલી કન્સીડરેસન્સ પ્લેસેન્ટા ની ડીલેવરી થયા બાદ તે પ્લેસેન્ટલ સાઇટ ના એન્ડોમેટ્રીયમ માં હીલિંગ થાય છે ડિલિવરી પછી યુટર્સ એ અલ્ટરનેટ હાર્ડનિંગ અને સોફ્ટનિંગ સાથે ફિર્મ અને રિસ્ટ્રેક્ટેડ થાય છે.

યુટ્રસ નો માપ એ પ્રેગ્નન્સી સમય દરમિયાન આશરે,
લેન્થ (લંબાઇ) : 20 cm, બ્રીથ (પહોડાઇ):12 cm ,
થીકનેસ(જાડાઇ):7.5 cm જેટલો હોય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 900-1000 gm જેટલો હોય છે.
જે,
પરપેરીયમ પિરિયડ એટલે કે ચાઇલ્ડ બર્થ ના 6 વિક્સ ના એન્ડ મા યુટ્રસ એ પ્રિ- પ્રેગનેન્ટ સ્ટેટ મા રિટર્ન થાય છે જેમ કે, યુટ્રસ નો માપ પરપેરીયમ પિરિયડ દરમિયાન
લેન્થ (લંબાઇ) : 7.5 cm, બ્રીથ (પહોડાઇ):5 cm ,
થીકનેસ(જાડાઇ):2.5 cm જેટલો થાય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 60 gm જેટલો થાય છે.

રિડક્શન ઓફ ધ સાઇઝ એન્ડ પોઝીશન ઓફ ધ યુટ્રસ:

  • લેબર પછી ફંડસ એ અંબેલીકસ થી 5 cm નીચે અને સિમ્ફાયસીસ પ્યુબીસ થી 12 સેન્ટીમીટર ઉપર હોય છે.
  • 24 કલાક પછી અંબેલિકસ ના લેવલે હોય છે. યુટ્રસ એ પેલ્વિક કેવીટીમાં 1.25 cm/ hr ના રેટ પ્રમાણે ડિસેન્ટ થાય છે અને 10 દિવસ પછી સિમ્ફાઇસીસ પાયુબીસ ની ઉપર એબડોમીનલી પાલ્પેટ થતું નથી.

કંસિસ્ટનસી ઓફ ધ યુટ્રસ: વારંવાર થતાં સ્ટ્રોંગ માયોમેટ્રીયલ કોન્ટ્રાકસન્સ ના કારણે યુટ્રસ તરફવનો બ્લડ ફ્લો કંટ્રોલ થવાથી તે હાર્ડ બને છે તેની કન્સીસ્ટન્સી પાલ્પેટ કરવાથી ખ્યાલ આવે છે તે ફિર્મ અને રાઉન્ડ ફીલ થવું જોઈએ જો ફંડ્સ સોફ્ટ હોય તો તેને બોગી યુટ્રસ કહેવાય છે તે કોન્ટ્રાક્ટન્સ ઇનએડીક્યુએટ અને બ્લડ લોસ ચાલુ છે એવું સૂચવે છે.

( b )ઇનવોલ્યુશન ઓફ સર્વિક્સ:

  • ડીલેવરી પછી લોવર યુટેરાઇન સેગ્મેન્ટ અને સર્વીક્સ લુઝ, થીન અને સ્ટ્રેચ્ડ રહે છે
  • તે ઇડીમાટોસ, બ્રુઇઝ્ડ તથા તેમાં સ્મોલ ટેર્સ અને લેસરેશન્સ હોય શકે છે. તેને ઇસ્થમસ ના નોર્મલ શેપ અને સાઇઝમાં આવતા થોડા વીક્સ લાગે છે.
  • ફર્સ્ટ પોસ્ટ પાર્ટમ ડે સર્વિસ ની કન્સીસ્ટન્સી એ ટુ ફિંગર્સ એડમિટ થાય તેટલી નોર્મલ રહે છે. ત્યારબાદ ફર્સ્ટ વીક ના એન્ડ માં ફિંગર્સ ની ટીપ એડમિટ થાય તેટલી રહે છે. સર્વિક્સનું ઇવોલ્યુશન એ સતત 3-4 મંથ સુધી રહે છે. પરંતુ પેરસ સર્વિક્સ એ ક્યારેય નોન પેરસ સર્વિક્સ નો લુક મેળવતું નથી એક્સટર્નલ OS પ્રથમ જે ડિમ્પલ જેવો દેખાતો હતો તે સ્લીટ જેવો દેખાય છે.

(C) વજાઇનાલ કેનાલ: ડિસ્ટન્સીબલ વજાઇના ને ઇન્વોલ્યુટ થતા લગભગ 4 થી 8 વીક જેટલો સમય લાગે છે. ડીલેવરી પછી વજાઇનલ કેનાલ સ્વોલેન અને સ્મુથ દેખાય છે ધીમે ધીમે સ્મોલ અને ફિર્મ બને છે પરંતુ ક્યારેય પ્રિ પ્રેગ્નેન્ટ સાઇઝ ની થતી નથી ઇન્ટ્રોઇટસ એ પરમેનન્ટ લાર્જ રહે છે અને હાઇમેન એ લેસરેટેડ હોય છે. નોડ્યુલર ટેગ્સ ના સ્વરૂપમાં રિપ્રેઝન્ટ થાય છે.

(d) પેરીનીયમ: પેરીનિયમ ફ્લોર ના મસલ્સ સ્ટ્રેચ્ડ,સ્વોલેન અને બ્રુઇઝ્ડ થાય છે એપીઝીયોટોમી આપી હોય તેવો સ્કાર દેખાય છે.

( e ) બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ: બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ એ સ્ટ્રેચિંગ માંથી રિકવર થવામાં થોડો સમય લ્યે છે. શરૂઆતમાં લીગામેન્ટ્સ એ સ્ટ્રેચિંગ થયેલા હોય છે પરંતુ પરપેરીયમ પિરિયડ ના એન્ડ માં લિગામેન્ટ્સ એ તેના નોન પ્રેગ્નેન્ટ લેન્થ માં આવી જાય છે.

( f ) પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા: પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા એ સ્ટ્રેચિંગ ઇફેક્ટ માંથી ઇન્વોલ્યુટ થતાં લોંગ ટાઇમ લાગે છે.

(f) લોકિયા:

  • પરપેરીયમ પિરિયડ દરમિયાન પ્રથમ 15 દિવસમાં થતા વજાઇનલ ડિસ્ચાર્જ ને લોકીઆ કહે છે તે યુટેરાઇન બોડી, સર્વીક્સ અને વજાયના માંથી આવે છે.
  • તેમાં બ્લડ વેસેલ્સ,ડેસિડ્યુઅલ ટીસ્યુસ, વજાઇનલ મ્યુકસ ના એપીથિલિયલ સેલ્સ, બેક્ટેરિયા,મેમ્બરેન્સ ના ટુકડા અને સ્મોલ ક્લોટ્સ હોય છે.
  • ઓડૅર ઓફ લોકિયા
  • લોકિયા નો ઓડૅર (સ્મેલ) એ ફિસી (fishy)જેવો હોય છે.

ટાઇપ ઓફ લોકિયા:

લોકિયા ના ત્રણ ટાઇપ પડે છે.

  • 1) લોકિયા રુબરા ,
  • 2) લોકિયા સિરોસા,
  • 3) લોકિયા આલ્બા

1) લોકિયા રુબરા :

  • લોકિયા રુબરા એ લોકિયા નો ફર્સ્ટ ફેઝ છે. જેમાં ડિસ્ચાર્જ રેડ અને બ્લડી હોય છે ચાઇલ્ડ બર્થ પછીના 1 થી 4 દિવસ સુધી રહે છે.
  • લોકિયા રૂબરા માં
    બ્લડ,
    ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઆ,
    વર્નિક્સ કેસીઓસા તથા લેન્યુગો પ્રેઝન્ટ હોય છે.

2) લોકિયા સિરોસા:

  • લોકિયા સિરોસા એ લોકીયાનો સેકન્ડ ફેઝ છે. જે યેલોવીશ પેલ અથવા પેલ બ્રાઉનીસ કલર નો જોવા મળે છે.
  • લોકિયા સિરોસા એ 5 થી 9 દિવસ સુધી રહે છે.
    તેમા ઓછા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ પરંતુ લ્યુકોસાઇટ્સ નું અમાઉન્ટ વધારે હોય છે,
    વુંડ એક્ઝ્યુડેટ,
    સર્વાઇવ મ્યુકસ,
    તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

3) લોકિયા આલ્બા:

  • લોકિયા આલ્બા એ લોકીયાનો થર્ડ ફેઝ છે. તે સામાન્ય રીતે પેલ વાઇટ કલર નું જોવા મળે છે.
  • લોકિયા આલ્બા એ 10-14 દિવસ સુધી જોવા મડે છે.
  • તેમા,
  • વધારે પ્રમાણમાં ડેસિડ્યુઅલ સેલ્સ,
  • લ્યુકોસાઇટ્સ,
  • મ્યુકસ,
  • કોલેસ્ટ્રીન ક્રિસ્ટલ્સ,
  • ફેટી એન્ડ ગ્લેંડયુલર એપીથેલિયલ સેલ્સ,
  • તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

અમાઉન્ટ: લોકિયા નું એવરેજ અમાઉન્ટ એ પહેલા 5 થી 6 દિવસ દરમિયાન આશરે 250 ml જેટલું રહે છે.

નોર્મલ ડ્યુરેશન: લોકિયા નો નોર્મલ ડ્યુરેશન એ ત્રણ વિક સુધીનું હોય છે જો ત્રણ વીક પછી પણ રહે તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ ઓફ લોકિયલ ડિસ્ચાર્જ: લોકિયા એ મધરના પરપેરિયલ સ્ટેટની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેથી લોકીયાનું અસેસમેન્ટ કરવું અગત્યનું રહે છે.

ઓડૅર(સ્મેલ): ઓફેન્સિવ ઇન્ફેક્શન ના કારણે હોઇ શકે છે.

ઓડૅર: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

અમાઉન્ટ: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

કલર: કંટીન્યુઅસ રેડ કલર નોકિયા એ સબઇન્વોલ્યુશન ના કારણે હોય શકે છે.

ડ્યુરેશન:જો લોકિયા એ ત્રણ વિક સુધી અથવા તેના કરતાં પછી પણ વધારે સમય સુધી હોય તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

  • (2) બ્રેસ્ટ એન્ડ લેક્ટેસન:

બ્રેસ્ટ

  • હોર્મોનલ સ્ટીમ્યુલસ ના કારણે બ્રેસ્ટ એ પ્રેગનેન્સીમાં ડેવલોપ થયેલી હોય છે. ડીલેવરી પછીના થોડા દિવસો સુધી બેસ્ટ ફીડિંગ અને નોન ફીડિંગ બ્રેસ્ટ કોલેસ્ટ્રોમ સિક્રેટ કરે છે. કોલેસ્ટ્રોમ એ મિલ્કનું ક્રીમી યેલો પ્રિકર્સર છે. જેમાં બ્રેસ્ટ એ સોફ્ટ અને નોન ટેન્ડર હોય છે.
  • ત્રણ દિવસ પછી પ્રોલેક્ટીન લેવલ વધે છે બ્રેસ્ટ ફિર્મ અને ટેન્ડર બને છે. ત્યારે મિલ્ક સિક્રિટ થવાનું સ્ટાર્ટ થાય છે બ્લડ ફ્લો વધવાથી, વિનસ અને લિમ્ફેટિક કન્ઝેશન ના કારણે બ્રેસ્ટ એ ડિસ્ટેન્ડેડ, હાર્ડ અને વાર્મ બને છે તેને ફિઝિયોલોજીકલ એંગોર્જમેન્ટ કહે છે.
  • તે 24 થી 48 અવર્સ રહે છે પછી પોતાની મેળે જ રિઝોલ્વ થય જાય છે બેબીના શકિંગ થી મિલ્ક પ્રોડક્શન સ્ટીમ્યુલેટ થાય છે બ્રેસ્ટ જ્યાં સુધી એમ્પટી ન થાય હોય ત્યાં સુધી ફિર્મ, ફૂલ તથા ટેન્ડર લાગે છે.

લેક્ટેશન:

  • લેક્ટેશન એ બ્રેસ્ટ ફિડીંગ ની પ્રોસેસ છે જે હોર્મોન્સ ના ઇન્ટરપ્લે ,ઇન્સ્ટિક્ટીવ રિફ્લેક્સીસ, મધર અને ન્યુબોર્ન ના લર્ન બિહેવ્યર પર આધારિત છે .
  • લેટેસ્ટેશન પર્ટિક્યુલરલી હોર્મોન્સ પ્રોલેક્ટીન અને ઓક્સિટોસીન ના કંટ્રોલમાં હોય છે અને મેઇન્ટેનન્સ ત્રણ ફેક્ટર દ્વારા થાય છે:
  • 1)મેમરીગ્લેન્ડ નું એનાટોમીકલ સ્ટ્રક્ચર, એલ્વીઓલાઇ, ડક્ટ અને નિપલનું ડેવલોપમેન્ટ.
  • 2) મિલ્ક સિકરીસન ની શરૂઆત અને મેઇન્ટેનન્સ.
  • 3) એલ્વીઓલાઇ થી નિપલ તરફ મિલ્ક ઇજેક્શન અથવા પ્રપલ્ઝન ઓફ મિલ્ક.

મિલ્ક પ્રોડક્શન: હેલ્થી મધર એ 500 થી 800 ml મિલ્ક તેના બાળક ને આપવા માટે પ્રોડ્યુસ કરે છે.

  • (3) કાર્ડીઓવાસ્ક્યુલર ચેન્જીસ:

બ્લડ વોલ્યુમ પ્રેગનેન્સી સમયે ઇન્ક્રીઝ થયેલું બ્લડ વોલ્યુમ એ ડીક્રીઝ થાય છે અને સર્ક્યુલેટરી સિસ્ટમ એ તેના પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેટ માં આવે છે.

કાર્ડિયાક આઉટપુટ બોડી માંથી ડાયયુરેસીસ તથા ડાયાફોરેસીસ ના કારણે બોડી મા રહેલું એક્સેસ વોટર એ રીમુવ થાય છે અને કાર્ડિયાક આઉટપુટ એ તેના નોર્મલ રેન્જમાં આવે છે.

હિમોગ્લોબીન એન્ડ હિમાટોક્રીટલેવલ: પ્રેગનેન્સી સમય દરમિયાન બ્લડ લોસ થવાના કારણે શરૂઆતમાં હિમોગ્લોબીન અને હિમાટોક્રિટ લેવલ ઓછું થાય છે પરંતુ થોડા વીકમાં બ્લડ એ તેની નોર્મલ રેન્જમાં સ્ટેબિલાઇઝ થઇ જાય છે.

4) રેસ્પીરેટરી ફંક્શન: ડીલેવરી પછી એબડોમીનલ પ્રેશર ઘટતા ડાયાફ્રેમ નીચે આવે છે તેથી લંન્ગસ એક્સપાન્શન અને વેન્ટિલેશન સારું થાય છે પરંતુ રિસ્પિરેટરી રેટ માં નોટિસેબલ ચેન્જીસ થતા નથી.

  • (5) એન્ડોક્રાઇન ચેન્જીસ:

હોર્મોન સિફ્ટ: પ્રેગનેન્સી રિલેટેડ હોર્મોન્સ એ રીડયુઝ થાય છે જેમકે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન( HCG) હોર્મોન.

પ્રોલેક્ટીન હોર્મોન નું લેવલ એ બ્રેસ્ટ ફીડિંગ ને મેઇન્ટેન કરવા માટે એલિવેટ થાય છે.

  • (6) રીનલ ચેન્જીસ

ડાયયુરેસીસ યુરીન આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે જેના કારણે પ્રેગ્નેન્સી સમય દરમિયાન બોડીમાં એક્યુમ્યુલેટ થયેલું ફ્લુઇડ એ બોડી માંથી એક્સક્રીટ થાય છે.

બ્લાડર ફંક્શન બ્લાડર એ તેનો ટોન તથા ફંકશન ને રીગેઇન કરે છે ,છતાં પણ અમુક ટેમ્પરરી ઇસ્યુઝ જોવા મળે છે જેમ કે યુરીનરી રિટેન્શન અથવા યુરીનરી ઇનકન્ટીનન્સી.

  • (7) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ચેન્જીસ:

બોવેલ ફંકશન
બોવેલ ફંકશનને નોર્મલ થતા થોડો સમય લાગે છે પરંતુ તેની મોટીલિટી એ રીડ્યુઝ થવાના કારણે કોન્સ્ટીપેશન ની કન્ડિશન જોવા મળે છે.
વુમન માં એપેટાઇટ એ થોડા સમયમાં નોર્મલ થઇ જાય છે પરંતુ અમુક વુમન માં થોડા સમય માટે બોવેલ ચેન્જીસ જોવા મળે છે.

  • (8) મસક્યુલો સ્કેલેટલ ચેન્જીસ:

એબડોમિનલ મસલ્સ એબડોમિનલ મસલ્સ નો ટોન એ થોડા સમયમાં રીગેઇન થઈ જાય છે જ્યારે પેલ્વિક ફ્લોર મસલ્સ એ પણ થોડા સમયમાં નોર્મલ થાય છે પરંતુ પેલ્વિક ફ્લોર મસલ્સ ને સ્ટ્રેન્થેન કરવામાં કિગલ એક્સરસાઇઝ એ અગત્યની રહે છે.

  • (9) સાયકોલોજીકલ ચેન્જીસ

હોર્મોનલ ફ્લક્ચ્યુએશન, ફિઝિકલ રિકવરી, તથા ન્યુબોર્ન કેર ની ડિમાન્ડ એ ઇમોશનલ વેલ્બિંગ ઇમ્પેક્ટ કરે છે. તેમાં કોમન એક્સપિરિયન્સ મુડ સ્વિંગ પણ થાય છે જેમ કે “બેબી બ્લુ”. તથા અમુક વુમનમાં પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન પણ જોવા મળે છે.

આમ પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન આ પ્રકારના ફિઝિયોલોજીકલ ચેન્જીસ એ વુમનમાં જોવા મળે છે.

Q – 4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઇપણ ત્રણ) 12

a) Functions of Placenta – પ્લાસન્ટાના કાર્યો

1) રેસ્પીરેટરી ફંક્શન (Respiratory function) :
પ્લેસેન્ટા દ્વારા ફિટસ એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને એક્સક્રીઝ કરે છે.
મધરના બ્લડ માંથી ઓક્સિજન એ ફિટલ બ્લડમાં પાસ થાય છે તેવી જ રીતે ફિટસ માં રહેલું કાર્બન ડાયોક્સાઇડ એ પ્લેસેન્ટા મારફતે મેટરનલ બ્લડમાં ટ્રાન્સમિટ થાય છે.

2) ન્યુટ્રીટીવ ફંક્શન (Nutritive function) :
બધા જ પ્રકારના ન્યુટ્રીયંટ્સ જેમકે અમાઇનોએસિડ, ગ્લુકોઝ, વિટામિન્સ ,મિનરલ્સ, લિપિડ, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એ મધરમાંથી ફિટસ માં ટ્રાન્સમિટ થાય છે.
મેટરનલ ડાયટમાં લેવાયેલું ફૂડ એ પ્લેસેન્ટલ સાઇડ સુધી પહોંચે છે ત્યાં સિમ્પલ ફોર્મ થઈ જાય છે ત્યારબાદ ફીટ્સને જરૂરી સબસ્ટન્સ એ પ્લેસેન્ટા સિલેક્ટ કરે છે અને તે ફિટસ સુધી ટ્રાન્સમિટ કરે છે.

3) સ્ટોરેજ ફંક્શન (Storage function) :
પ્લેસેન્ટા એ ગ્લુકોઝ, આયર્ન તથા વિટામીન ને સ્ટોર કરે છે. અને ફીટસ ને જરૂર પડતી સમયે પ્લેસેન્ટા એ પ્રોવાઇડ કરે છે.

4) એકસ્ક્રીટરી ફંક્શન (Excretory function):
ફીટસ માં રહેલું વેસ્ટ પ્રોડક્ટ એ પ્લેસેન્ટ માં ટ્રાન્સમિટ થાય છે.

5) પ્રોટેક્શન(Protection):
પ્લેસેન્ટલ મેમ્બરેન માં લિમિટેડ બેરિયર ફંક્શન હોય છે. કેટલીક એન્ટીબોડીસ એ મધરમાંથી ફિટસ માં જાય છે તે બર્થ પછી બેબી ને ત્રણ મહિના સુધી ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.

6) ઇમ્યુનોલોજીકલ ફંક્શન (Immunological function):
ફિટસ અને પ્લેસેન્ટાના એન્ટીજન એ મધર માટે ફોરેઇન તરીકે વર્તે છે. તેમ છતાં ગ્રાફ્ટ રિજેક્શન થતું નથી કારણ કે પ્લેસેન્ટા એ રિજેક્શન સામે ઇમ્યુનોલોજીકલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.

7) હોર્મોનલ ફંક્શન (Hormonal function) :

સ્ટીરોઇડ હોર્મોન્સ
ઇસ્ટ્રોજન,
પ્રોજેસ્ટેરોન.

પ્રોટીન હોર્મોન્સ
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન),
રિલેક્સીન,
PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A).

•>HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન) :
કોરિયોનીક વિલાઇ ના સાયટોટ્રોફોબ્લાસ્ટિક લેયર માથી HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રોડ્યુસ થાય છે.
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના 7 થી 10 વીક દરમિયાન વધારે હોય છે પછી પ્રેગ્નેન્સિ વધે તેમ ઓછુ થાય છે તે કોર્પસ લ્યુટીયમ ને મેઇન્ટેન કરે છે.
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના ટેસ્ટ મા યુઝ થાય છે કારણ કે તે મધરના યુરિનમાં એક્સક્રીટ થાય છે.

HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ ફર્ટીલાઇઝએસન બાદ બ્લડ મા 7 દિવસે અને યુરિન મા 9 દિવસે ડિટેક્ટ થાય છે.કે જે પોઝીટીવ પ્રેગ્નેન્સિ ટેસ્ટ ઇન્ડિકેટ કરે છે.

•> HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન) :
HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન) એ પ્લેસેન્ટા માથી પ્રોડ્યુસ થાય છે તે પ્રેગ્નેન્સીના લેક્ટોજેનિક અને મેટાબોલિક પ્રોસેસમાં ઇનવોલ્વ થાય છે જ્યારે હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોફિન ટ્રોફીન નું લેવલ ઓછું થાય ત્યારે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન ( HPL) નુ લેવલ ઇન્ક્રીઝ થાય છે અને તે થ્રોઆઉટ પ્રેગનેન્સીમાં કંટીન્યુ રહે છે.હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન( HPL) એ એન્ટી ઇન્સ્યુલિન તરીકે વર્ક કરે છે જે બ્લડમાં ગ્લુકોઝ લેવલને ઇન્ક્રીઝ કરીને ગ્લુકોઝ ને ફીટસ સુધી સપ્લાય કરવામા હેલ્પ કરે છે.

•>રિલેક્સિન
રિલેક્સિન એ ડેસિડ્યુઆસ સેલ્સ દ્વારા ઉત્પન્ન થાય છે. અને તે સર્વિક્સ ને સોફ્ટ કરે છે તથા પેલ્વિક લીગામેન્ટ ને અને સિમ્ફાઇસીસ પ્યુબિસને લેબર પ્રોસેસ રિલેક્સ કરવામાં હેલ્પ કરે છે.

•>PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન: A)
પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન: A એ ઇમ્યુનોસપ્રેસન્ટ તરીકે વર્ક કરે છે અને પ્રેગનેન્સીને મેન્ટેઇન રાખવા માટેનું વર્ક કરે છે.

•> ઇસ્ટ્રોજન
ઇસ્ટ્રોજન એ થ્રોઆઉટ પ્રેગ્નેન્સિ મા પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે ફીટોપ્લેસેન્ટા ના વેલ્બિંગ માટે જરૂરી હોય છે.
લેબર દરમિયાન ઇસ્ટ્રોજન ઇન્ક્રીઝ થાય છે જે ઓક્સિટોસિન ને રિલીઝ કરવામાં હેલ્પ કરે છે જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાકશન ઇન્ક્રીઝ થાય છે.

•> પ્રોજેસ્ટેરોન
પ્રોજેસ્ટેરોન એ પ્લેસેન્ટાના સીનસાઇટીઅલ લેયર માંથી ઉત્પન્ન થાય છે જે ટોકોલાઇટીક એજન્ટ તરીકે વર્ક કરે છે અને યુટરાઇન કોન્ટ્રાકશનને પ્રિવેન્ટ કરે છે સાથે સાથે ઇમ્યુનોસપ્રેશન્ટ તરીકે વર્ક કરી પ્રેગનેન્સીને કંટીન્યુ રાખવામાં મદદ કરે છે.

b) Placenta Previa – પ્લાસન્ટા પ્રિવિયા

પ્લેસેન્ટા પ્રિવ્યા:

Definition (ડેફીનેશન):

  • જ્યારે પલેસેન્ટા પાર્શિયલી અથવા કમ્પ્લીટલી યુટ્રસ ના લોવર સેગમેન્ટ ના ઇન્ટર્નલ OS ની નજીક અથવા ઉપર ઇમ્પ્લાન્ટ થાય છે તેને “પ્લેસેન્ટા પ્રિવ્યા” કહેવામાં આવે છે. એન્ટી પાર્ટમ હેમરેજના 1/3 કેસીસ એ પ્લેસેન્ટા પ્રિવ્યા ને કારણે હોય છે.

Etiology (ઇટિયોલોજી):

પ્લેસેન્ટા નું લોવર યુટેરાઇન સેગમેન્ટ માં ઇમ્પ્લાન્ટ થવાનું એક્ઝેક્ટ કોઝ અનનોન છે.
કેટલીક થીયરી નીચે પ્રમાણે આપેલી છે:

ડ્રોપિંગ ડાઉન થિયરી:
આ થિયરી મુજબ ફર્ટિલાઇઝ્ડ થયેલું ઓવમ એ લોવર યુટેરાઇન સેગમેન્ટ માં ડ્રોપ્સ ડાઉન થઇ અને તે જ સેટમેન્ટમાં ઇમ્પ્લાન્ટ થાય છે.

પર્સીસ્ટન્સ ઓફ કોરિયોનિક એક્ટિવિટી
તે યુટ્રસ ના લોવર સેગમેન્ટ ના ડેસીડ્યુઆ વેરા સાથે કોન્ટેક્ટ માં આવતા કોરીયન માંથી કેપ્સ્યુલર પ્લેસેન્ટા ના ફોર્મેશન ને સમજાવે છે.

ડિફેક્ટીવ ડેસીડ્યુઆ
આમાં કોરીયોનિક વિલાઇ એ નરિશમેન્ટ મેળવવા માટે યુટેરાઇન વોલ ના મોટા એરિયામાં સ્પ્રેડ થાય છે
આ પ્રોસેસ દરમિયાન, માત્ર પ્લેસેન્ટા મેમ્બ્રેનીયસ બની જતું નથી પરંતુ યુટ્રસ નીચલા ભાગમાં ઇમ્પ્લાન્ટેશન થય શકે છે.

પ્લેસેન્ટા નો બિગ સરફેસ એરીયા:
બિગ સરફેસ એરીયા જેમકે ટ્વિન્સ હોવાના કારણે પણ પ્લેસેન્ટા એ લોવર સેગમેન્ટ માં ઇમ્પ્લાન્ટ થાય છે.

હાઇ રિસ્ક ફેક્ટર:
મલ્ટીપારા.
ઇન્ક્રીઝ મેટરનલ એજ
( > 35).
પ્રિવ્યસ લોવર સેગ્મેન્ટ સિઝેરિયન સેક્શન ( L.S.C.S) ની હિસ્ટ્રી હોવાના કારણે.
યુટ્રસ માં બીજો કોઇપણ સ્કાર પ્રેઝન્ટ હોય તો તેના લીધે.
બિગ પ્લેસેન્ટલ સાઇઝ એન્ડ એબનોર્માલીટીસ,
સ્મોકિંગ ના કારણે પ્લેસેન્ટલ હાઇપરટ્રોફી ,
પ્રિવ્યસ ક્યુરેટેજ.

ટાઇપ્સ ઓફ પ્લેસેન્ટા પ્રિવ્યા:
પ્લેસેન્ટા ના યુટેરાઇન કેવીટી ના લોવર સેગમેન્ટમાં એક્સટેન્શન ની ડિગ્રીના આધારે પ્લેસેન્ટા પ્રિવ્યા ના ચાર ટાઇપ પડે છે.

  • 1) Type I (લેટરલ પ્લેસેન્ટા પ્રિવ્યા),
  • 2) Type II (માર્જીનલ પ્લેસેન્ટા પ્રિવ્યા),
  • 3) Type III(ઇન્કમ્પ્લિટ પ્લેસેન્ટા પ્રિવ્યા),
  • 4) Type IV( કમ્પ્લીટ પ્લેસેન્ટા પ્રિવ્યા)

1) Type I (લેટરલ પ્લેસેન્ટા પ્રિવ્યા ):
આ ટાઇપમાં પ્લેસન્ટા નો મેજર પાર્ટ એ અપર સેગમેન્ટ માં અટેચ થયેલો હોય છે પરંતુ માત્ર લોવર માર્જિન એ લોવર સેગમેન્ટ માં એન્ટર થાય છે પરંતુ OS સુધી પહોંચતી નથી.

2) Type II (માર્જીનલ પ્લેસેન્ટા પ્રિવ્યા ):
આ ટાઇપમાં પ્લેસેન્ટા એ માત્ર ઇન્ટર્નલ ઓસ ની માર્જિન સુધી પહોંચે છે પરંતુ તેને કવર કરતી નથી.
જો પ્લેસેન્ટા એ એન્ટિરિયર હોય તો વજાઇનલ બર્થ પોસીબલ છે બ્લડ લોસ એવરેજ હોય છે મેટરના શોક કરતાં ફિટલ હાઇપોક્ઝીયા નુ રિસ્ક વધારે હોય છે.

3) Type III(ઇન્કમ્પ્લિટ પ્લેસેન્ટા પ્રિવ્યા):
પ્લેસેન્ટા એ ઇન્ટર્નલ ઓસ ને સેન્ટ્રલી નહીં પરંતુ પાર્શીયલી કવર કરે છે જ્યારે લેટ પ્રેગ્નન્સીમાં સર્વિક્સ એફેસ અને ડાયલેટ થવાનું ચાલુ થાય છે ત્યારે લોવર્સ સ્ટ્રેચ થવાના કારણે બ્લિડિંગ થાય છે.

4) Type IV( કમ્પ્લીટ પ્લેસેન્ટા પ્રિવ્યા ):
આમાં પ્લેસેન્ટા એ ઇન્ટર્નલ ઓસ ને કરે છે કવર કરે છે એ જ્યારે ફુલ્લી ડાયલેટેડ હોય ત્યારે પણ કવર કરે છે. સિવ્યર હેમરેજ થાય છે મધર અને બેબી ની લાઇફ ને સેવ કરવા માટે સિઝેરિયન સેક્શન ની જરૂરિયાત પડે છે.

Sign And Symptoms (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):

સિમ્ટોમ્સ

  • વજાઇનલ બ્લીડિંગ થવું,
  • બ્લિડિંગ એ સડ્નલી થવું.
  • બ્લિડિંગ એ પેઇનલેસ થવું.
  • બ્લિડિંગ એ કોઝલેસ થવુ.
  • બ્લિડિંગ એ રિકરંટ થવુ.
  • બ્લિડિંગ એ એક્ટીવિટી સાથે અનરિલેટેડ છે અને ઘણી વખત સ્લીપ દરમિયાન થાય છે અને પેસન્ટ એ જાગવાની સાથે ગભરાય જાય છે અને પોતાને લોહીના પૂલમાં જોવા મળે છે.
  • પ્લેસેન્ટા પ્રિવિયામાં, બ્લડ એ બ્રાઇટ રેડ હોય છે કારણ કે અલગ થયેલા યટેરો – પ્લેસેન્ટલ સાઇનસમાંથી બ્લિડિંગ થાય છે.

સાઇન

  • પેશન્ટને લેટ પ્રેગનેન્સી નું એવિડન્સ જોવા મળે છે.
  • બ્લડ લોસ થવાના એવિડન્સ પણ જોવા મળે છે જેમ કે શોક, એનિમિયા તે હેમરેજ ના ડિગ્રી પર આધાર રાખે છે.

એબડોમન

  • આમાં યુટ્રસ્ટની સાઇઝ એ જેસ્ટેસનલ પિરિયડ પ્રમાણે હોય છે.
  • યુટર્સ એ સોફ્ટ,રિલેક્સ, અને ઇલાસ્ટિક ફીલ થાય છે.
  • બ્રિચ, ટ્રાન્સવર્સ, અનસ્ટેબલ લાઇ જોવા માલપ્રેઝન્ટેશન જોવા મળે છે.
  • હેડ એ ફ્લોટિંગ હોય છે.
  • ફિટલ હાર્ટ સાઉન્ડ એ મોટે ભાગે પ્રેઝન્ટ હોય છે.
  • પ્લેસેન્ટા પ્રીવિયામા બ્રાઇટ રેડ કલરનું બ્લડ જોવા મળે છે.

Diagnostic Evaluation (ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન) :

ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન બે મેથડ દ્વારા કરવામાં આવે છે:

  • 1) પ્લેસેન્ટોગ્રાફી,
  • 2) ક્લિનિકલી

1) પ્લેસેન્ટોગ્રાફી:
a) સોનોગ્રાફી:
I ટ્રાન્સ એબડોમીનલ
અલ્ટ્રા સાઉન્ડ
(TAS).
II ટ્રાન્સ વજાઇનલ
અલ્ટ્રા સાઉન્ડ
(TVS).
III ટ્રાન્સપેરીનીયલ
અલ્ટ્રા સાઉન્ડ.
મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ(MRI),
રેડિયોગ્રાફી,
રેડિયોએક્ટિવ આઇસોટોપ,

2) ક્લિનિકલી:

  • બાય ઇન્ટર્નલ એક્ઝામિનેશન( ડબલ સેટઅપ એક્ઝામિનેશન),
    ડાયરેક્ટ વિઝ્યુઅલાઇઝેશન ડ્યરિંગ સિઝેરિયન સેક્શન,
  • મેનેજમેન્ટ ઓફ પ્લેસેન્ટા પ્રિવ્યા:
  • પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ ઓફ પ્લેસેંટા પ્રિવ્યા
  • ફિટસ ને ઇન્જરી થતી પ્રિવેન્ટ કરવા માટે,
    ઇન્ફેક્શન ના રિસ્કને રીડયુઝ કરવા માટે,
    વજાયનલ બ્લિડિંગ ને કંટ્રોલ કરવા માટે,
    હેલ્થને પ્રમોટ કરવા માટે તથા એન્ઝાયટી ને રીડયુઝ કરવા માટે.

Management (મેનેજમેન્ટ ):

  • મધરના હેલ્થ સ્ટેટ્સ ને ઇમ્પ્રુવ કરવા માટે એડીક્યુએટ અમાઉન્ટ માં પેશન્ટ ને એન્ટિનેટલ કેર પ્રોવાઇડ કરવી.
  • પ્લેસેન્ટલ પ્રિવીયા ના ટાઇપ ને કન્ફોર્મ કરવા માટે 20 વિક દરમિયાન અલ્ટ્રાસાઉન્ડ કરાવવુ ત્યારબાદ રીપીટ 34 વીકે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું.
  • પ્રેગનેન્ટ વુમન ને બેડ રેસ્ટ માટે કહેવું અને ત્યારબાદ યુટ્રસ ને તેના ટેન્ડરનેસ તથા ટોન માટે જેન્ટલી પાલ્પેટ કરવું.
  • કેટલા અમાઉન્ટમાં બ્લડ લોસ થયુ તેનું પ્રોપરલી એસેસમેન્ટ કરવું.
    તેમાં બ્લીડિંગ નો કલર તથા કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ( CBC ) ટેસ્ટ ને કરવું.
  • પેશન્ટ ને હોસ્પિટલ પોલીસી તથા પ્રિસ્ક્રિપ્શન મુજબ inj. Morphine 15 mg IM પ્રોવાઇડ કરવું.
  • ક્લાઇન્ટ ને કેટલા અમાઉન્ટમાં બ્લડ લોસ થયું છે તે પ્રોપર્લી અસેસ કરવુ.
  • ક્લાઇન્ટ ના વાઇટલ સાઇન પ્રોપરલી નોટ કરવા જેમ કે, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડપ્રેશર.
  • ક્લાઇન્ટ ને એનિમિયાની કન્ડિશન છે કે નહીં તેના વિશે પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
  • ફિટલ હાર્ટ સાઉન્ડને રેગ્યુલરલી તથા ફ્રીક્વન્ટલી ચેક કરવા.
  • પ્રેગ્નેટ વુમનનું એબડોમિનલ એક્ઝામિનેશન કરવું ત્યારબાદ ફિટલ હાર્ટ સાઉન્ડ ને નોટ કરવા તથા યુટ્રસ માં કોઇ પણ ટેન્ડરનેસ પ્રેઝન્ટ છે કે નહીં તેને પ્રોપરલી નોટ કરવું.
  • પ્લેસેન્ટા પ્રિવિયાની કન્ડિશન માં વજાયનલ એક્ઝામિનેશન પરફોર્મ ન કરવું કારણ કે તેના કારણે બ્લિડિંગ એ ઇન્ક્રીઝ થય શકે છે.
  • પ્રેગનેન્ટ વુમન ને કંટીન્યુઅસ બ્લિડિંગ થાય છે કે વચ્ચે સ્ટોપ થાય છે તેનુ પ્રોપરલી મોનિટરિંગ કરવું.
  • જો પ્રેગ્નેટ વુમન ને જરૂરિયાત હોય તો ફરધર વેલ ઇક્વીપ્ડ હોસ્પિટલ કે જેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની ફેસિલિટી અવેઇલેબલ હોય, સિઝેરિયન સેક્શન ની ફેસીલીટી હોય તથા નિયોનેટલ કેર યુનિટ હોય તેવા હોસ્પિટલ માં શિફ્ટ કરવા માટેની અરેન્જમેન્ટ કરવી.
  • જો ક્લાઇન્ટ ને હેમરેજની કન્ડિશન હોય તો ઇન્ટ્રાવિનસલી ડેક્સટ્રોઝ નોર્મલ સલાઇન ડ્રીપ્સ ને સ્ટાર્ટ કરવા.
  • ક્લાઇન્ટ ને સ્ટ્રેસ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી તથા કમ્પલિટલી બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
  • જ્યારે ક્લાઇન્ટ ને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે ત્યારે નીચે મુજબના ટ્રીટમેન્ટ ને ફોલો કરવી જેમ કે,
  • એમિડિયેટ અટેન્શન આપવુ,
  • ત્યારબાદ કયા પ્રકારની ટ્રીટમેન્ટ ની જરૂરિયાત છે તેનું પ્રોપરલી પ્લાનિંગ કરવું.
  • ઇમિડીયેટ અસેસમેન્ટ માં ક્લાઇન્ટ ને કેટલા અમાઉન્ટમાં બ્લડ લોસ થયો છે તે તેની જનરલ કન્ડિશન, તેની પેલનેસ, પલ્સ રેટ તથા બ્લડ પ્રેશર ને પ્રોપરલી નોટ કરવું.
  • બ્લડ સેમ્પલ્સ ને ક્રોસ મેચિંગ માટે તથા હિમોગ્લોબિન લેવલના અસેસમેન્ટ માટે ઇમિડીએટલી લેબોરેટરીમાં મોકલવું.
  • પેશન્ટ ને નોર્મલ સલાઇન નું ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરવું .
  • બ્લડનું ક્રોસ મેચ થયા બાદ બ્લડ ને ટ્રાન્સફ્યઝન માટે રેડી ટુ હેન્ડ રાખવું.
  • જેન્ટલી એબડોમીનલ પાલ્પેશન કરવું જેના કારણે કોઇપણ એક્ટિવ બ્લિડિંગ પ્રેઝન્સ છે કે નહીં તે અસેસ કરી શકાય.

ફોર્મ્યુલેશન ઓફ લાઇન ઓફ ટ્રીટમેન્ટ:

  • આમાં કન્ડિશન પ્રમાણે પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
  • હિમોગ્લોબિન લેવલનું પ્રોપરલી એસ્ટીમેશન કરવું અને તે 10 gm અથવા તેના કરતાં વધારે આવવું જોઇએ.
  • એક્સપેક્ટન્ટ ટ્રીટમેન્ટ એ 37 વીક કમ્પ્લીટ થાય ત્યાં સુધી પ્રોવાઇડ કરવી જોઇએ.
  • નીચે પ્રમાણેની કોઇ કન્ડિશન હોય તો ટર્મિનેશન કરવું જેમ કે:
    રિક્યુરિગ હેમરેજ થવું,
    ડેડ ફિટસ,
    ફીટસ એ કંજીનાઇટલ માલઇન્ફોર્મેશન હોય,
    ઇન્ડિયા યુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન હોય( IUGR ) તો આવી કન્ડિશનમાં ટર્મિનેશન પરફોર્મ કરવામાં આવે છે.
  • હોસ્પિટલમાં એડમિટ થયા પછી ચોક્કસ સારવાર શરૂ કરવામાં આવે છે. જેમ કે,
    વજાઇનલ એક્ઝામિનેશન એ ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન સેક્શન માટે પ્રોપર્લી રેડી કરીને પરફોર્મ કરવામાં આવે છે.
  • એક્ઝામિનેશન કર્યા બાદ મેમ્બરેન એ આર્ટિફિશિયલ રપ્ચર કરવામાં આવે છે ત્યારબાદ ઓક્સીટોસીન સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારબાદ કન્ડિશન પ્રમાણે ડીલેવરી કંડક્ટ કરવામાં આવે છે.
  • જો લેબર પ્રોસેસ એ કોઇપણ બ્લીડિંગ વગર સેટિસફેક્ટરી રીતે પ્રોગ્રેસ થતી હોય તો વજાયનલ ડીલેવરી કરાવવી.
  • જો બ્લીડિંગ એ કંટીન્યુઅસલી થતું હોય તો પ્રેગનેટ વુમનને સિઝેરિયન સેક્શન કરવુ.
  • જો બેબી એ માલફોર્મડ હોય અથવા ડેથ હોય તો તેનુ પ્રેઝન્ટેશન અસેસ કરવુ,જો વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો વેન્ટોસ ડિલીવરી કરાવવી અને જો બ્રીચ હોય તો બ્રીચ ડિલીવરી કરાવવી.

c) Liquoramni – ગર્ભજળ

ડેફીનેશન:

  • એમ્નિઓટિક ફ્લુઇડ એ “એમ્નિઅટિક સેક નુ ફેઇન્ટ (ઝાંખી), સ્લાઇટલી આલ્કલાઇન, કલરલેસ તથા વોટરી કન્ટેન્ટ છે જેમાં એમ્બ્રિઓ-ફિટસ ગ્રો થાય છે.”
  • એમ્નિઓટિક ફ્લુઇડ, અથવા લિકર એમ્ની, એ એમ્નિઅટિક સેક માં રહેલુ ફ્લુઇડ છે જે પ્રેગ્નેન્સી દરમિયાન ડેવલોપિંગ ફિટસ ને કવર કરે છે. અને તે ફીટસ ના ડેવલોપમેન્ટ અને પ્રોટેક્શન માટે જરૂરી છે.
  • તે એમ્નિઅટિક સેલ નુ સિક્રીસન હોવાનું માનવામાં આવે છે. ફિટસ અને મેટરનલ વેસેલ્સ માંથી ફિટસ નુ મીક્ચ્યુરેશન અને ટ્રાંસ્યુડેટ્સ, તથા કોર્ડ પ્લેસેન્ટા અને ડેસિડુઆ એ લિકર એમ્ની ની ક્વોન્ટીટી વધારો કરે તેવું માનવામાં આવે છે.

ઓરીજીન( ઉત્પતી):

  • તેનુ ઓરીજીન એ ક્લિયરી સમજી શકાય તેવુ નથી.તેનુ ઓરીજીન એ મિક્સ મેટરનલ એન્ડ ફિટલ કન્ડિશન ના કારણે હોય છે.

ડેવલોપમેન્ટ:

  • એમ્નિઓટિક કેવિટી તથા તેની લાઇનિંગ મેમ્બરેન એમ્નીઓન નુ ઓરીજીન એ ઇનર સેલ માસ ના વિકાસ સાથે થાય છે. એમ્નીઓટીક ફ્લુઇડ એ એમ્નિઓટિક સેક માં આવેલું હોય છે. જે ફીટસ ની આજુબાજુ હોય છે અને તે એમ્નીઓન ના સેલમાંથી ઉત્પન્ન થાય છે. કોડૅ મા ફિટલ વેસેલ્સ માથી, પ્લેસેન્ટા અને ડેસિડુઆસ ના મેટર્નલ વેસેલ્સ માથી ટ્રાન્સ્યુડેટ થાય છે. પાછળની અડધી પ્રેગ્નેન્સીમાં ફિટલ યુરિન ના કારણે તેનું પ્રમાણ વધે છે. ફ્લુઇડ એ એમ્નીઓટીક કેવીટી માં ધીરે ધીરે ભરાય છે અને પછી આખી કેવીટી એ ફીલ થઇ જાય છે.

સર્ક્યુલેશન:

  • એમ્નિઓટિક ફ્લુઇડ માં રહેલું વોટર કમ્પ્લીટ ચેન્જ અને રિપ્લેસ દર ત્રણ કલાકે થાય છે. કારણકે એમ્નીઓટીક કેવીટીમાં ડાયરેક્ટ્લી રેડિયોએક્ટિવ સોડિયમ નું ક્લિયરન્સ થાય છે.
  • મિકોનિયમ માં લેન્યુગો અને એપીથેલીયમ સ્કેલ્સ ની પ્રેઝન્સ બતાવે છે,કે પ્લુઇડ ફીટસ દ્વારા સ્વેલો થાય છે અને થોડું તેના ગટ(ઇન્ટેસ્ટાઇન) માંથી પાસ થઇને પ્લાઝમા માં જાય છે.

ફિઝિકલ કેરેક્ટરાઇસ્ટીક:

1)અર્લી પ્રેગ્નેન્સી:
એમ્નિઓટિક ફ્લુઇડ એ ક્લિયર હોય છે.

2)મીડ પ્રેગ્નેન્સી:
વધુ બાઇલ પિગ્મેન્ટસ એ તેને પીળુ બનાવે છે.

3)લેટ પ્રેગ્નેન્સી:

બિલીરૂબિન નેગ્લીજેબલ બની જવાથી કલરલેસ હોય છે,
પારટીક્યુલેટ મેટર્સ, એટલે કે વર્નીક્સ કેસોસા અને ડિસ્ક્વેમેટેડ એપિડર્મિસ વાઇટ ફ્લોક્યુલ્સ તરીકે દેખાય છે.

વોલ્યુમ:

એમ્નિઓટિક ફ્લુઇડ એ 8 વીકની પ્રેગનેન્સી દરમિયાન ડિટેક્ટ થાય છે.

10 વિક્સ := 30 ml
12 વિક્સ:= 50 ml
20 વિક્સ:= 300 ml
30 વિક્સ:= 600 ml
36 – 38 વિક્સ:= 1000 ml
38 – 40 વિક્સ (એટ ટર્મ):=600 – 800 ml
43 વિક્સ:= 200 ml.

કમ્પોઝિશન:

1) અર્લી પ્રેગ્નેન્સી:

એમ્નિઓટિક ફ્લુઇડ એ ઓછા પ્રોટીન સાથે મેટર્નલ પ્લાઝમા ને સમાન હોય છે.

2) લેટ પ્રેગનેન્સી:

એમ્નીઓટીક ફ્લુઇડ એ ફિટલ યુરીન સાથે મિક્સ થાય છે.અને ફિટસ ની સ્કિનમાંથી ડિસ્ક્વેમેશન થાય છે.

કમ્પોઝિશન ઓફ એમ્નિઓટિક ફ્લુઇડ એટ ટર્મ:

1)વોટર:= 98 – 99%
2)સોલિડ:= (ઓર્ગેનિક તથા ઇનઓર્ગેનિક સેલ્સ):=1-2 %.

a)ઓર્ગેનિક:

i ) પ્રોટીન સહિત ( ‘α’  ફેટોપ્રોટીન) -0.25 ગ્રામ%
ii) યુરિક એસિડ – 4 મિલિગ્રામ%
iii)ક્રિએટિનાઇન – 1.8 મિલિગ્રામ.
iv)ગ્લુકોઝ – 20 મિલિગ્રામ%
v) લિપિડ્સ
vi) ફોસ્ફોલિપિડ્સ
vii) બિલીરૂબિન (ટ્રેસ)
viii) હોર્મોન્સ (પ્રોલેક્ટીન)
ix)વિટામિન્સ
x)પ્રોસ્ટાગ્લાન્ડિન્સ.

B) ઇનઓર્ગેનિક
ઇલેક્ટ્રોલાઇટ્સ (Na, K, CI).

C)સેલ્સ

1). ન્યુક્લિએટેડ
2). ફીટલ સ્કીન,બકલ મ્યુકોઝા, રેસ્પીરેટરી મ્યુકોઝા,બ્લાડર તથા અંબેલીકલ કોર્ડ માંથી મેળવેલ એ એન્યુક્લીએટેડ.

3).મીડ પ્રેગ્નેન્સી દરમિયાન, તેમાં મોટા ઇઓસિનોફિલિક ન્યુક્લિએટેડ સેલ્સ આવેલા હોય છે.

4).લેટ પ્રેગ્નેનેસિ સમય દરમિયાન , ફિટસ ની સ્કિન માંથી લાર્જ એન્યુક્લિએટેડ સેલ્સ અને ન્યુક્લિટેડ સેલ જોવા મળે છે.

કલર

પ્રેગ્નેન્સી ના શરૂઆત માં, તે કલરલેસ હોય છે પરંતુ ફિટસ ની સ્કિન માંથી એક્સ્ફોલિએટેડ લેનુગો અને એપિડર્મલ સેલ ની હાજરીને કારણે નીયર ટર્મ તે પેલ સ્ટ્રો કલર નુ બની જાય છે.
વર્નીક્સ કેસીઓસાની હાજરીને કારણે તે ગંદુ દેખાય શકે છે.

એબનોર્મલ કલર આ મુજબ હોય શકે છે:

1) મીકોનીયમ સ્ટેઇન્ડ ગ્રીન કલર:

ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશનમાં પ્રેઝન્ટ હોય છે.
ફ્લેક્સની હાજરી સાથે થીક હોય તો ક્રોનિક ફીટલ ડિસ્ટ્રેસ સૂચવે છે.

2)ગોલ્ડન કલર:
Rh ઇનકમ્પી ટેબિલીટી ના કારણે

3) ગ્રીનિશ યલો કલર:
પોસ્ટ મેચ્યોરિટી ના કારણે

4) ડાર્ક રેડ કલર:
એક્સિડેન્ટલ હેમરેજ થવાના કારણે

5) ડાર્ક બ્રાઉન કલર(ટોબેકો કલર):
I.U.D( ઇન્ટ્રા યુટેરાઇન ફિટલ ડેથ થવાના કારણે).

ફંકશન્સ:

મેઇન ફંકશન ફીટસ ને પ્રોટેક્શન પ્રોવાઇડ કરવાનું કરે છે.

ડ્યુરિંગ પ્રેગ્નેન્સી:

  • 1) એમ્નીઓટીક ફ્લુઇડ એ શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે અને તે ફિટસ ને બહારની ઇન્જરીથી બચાવે છે.
  • 2) તે ટેમ્પરેચર ને મેઇન્ટેન રાખવાનું પણ વર્ક કરે છે.
  • 3) એમ્નીઓટીક ફ્લુઇડ એ એમ્નિઓટિક સેક ને ડિસ્ટેન્ડ કરે છે. તેથી ફિટસ ના ગ્રોથ અને ફ્રી મુવમેન્ટ્સ માટે સ્પેસ પ્રોવાઇડ કરે છે. તેમજ ફીટલ પાર્ટ્સ અને એમ્નિઓટિક સેક વચ્ચે વચ્ચે ના એધેસન ને અટકાવે છે.
  • 4) ન્યુટ્રીટીવવેલ્યુ નેગ્લીજેબલ હોય છે પરંતુ ફિટસ ને એડીક્યુએટ વોટર સપ્લાય પ્રોવાઇડ કરે છે.

ડ્યુરીંગ લેબર:

  • સર્વિક્સ ના ડાયલેટેશન માં મદદ કરે છે.
  • યુટેરાઇન કોન્ટ્રાકશન દરમ્યાન પ્લેસેન્ટા ના સર્ક્યુલેશન મા અવરોધ આવતો અટકાવે છે.
  • યુટેરાઇન કોન્ટ્રાકશન સમય દરમિયાન પ્લેસેન્ટા તથા ફિટસ ના પ્રોટેક્શન માટેનું વર્ક કરે છે.
  • લેબર ના ફર્સ્ટ સ્ટેજ ના એન્ડ દરમ્યાન બર્થ કેનાલ ને ફ્લસ કરે છે અને તેની એસેપ્ટિક અને બેક્ટેરિયો સાઇડલ એક્શન થી ફીટસ ને પ્રોટેક્ટ કરે છે. તેમજ યુટેરાઇન કેવીટીમાં એસેન્ડિંગ(ઉપર વધતુ) ઇન્ફેક્શન થતું અટકાવે છે.

ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ

  • એમ્નિઓટિક ફ્લુઇડ ની સ્ટડી દ્વારા ફિટસ ની વેલ્બીંગ તથા મેટરનીટી ની ઇન્ફોર્મેશન મળે છે.
  • ઇન્ટ્રા એમ્નિઓટિક ઇન્સટીલેસન મા કેમિકલ નો યુઝ કરીને એબોર્શન મેથડ તરીકે વપરાય છે.
  • ફિટલ માલફોર્મેશન ના અસેસમેન્ટ માં મદદ કરે છે, એટલે કે 16-18 અઠવાડિયા દરમિયાન, એમ્નીયોસેન્ટેસિસ દ્વારા મેળવેલા એમ્નિઓટિક ફ્લુઇડ નું સેલ કલ્ચર દ્વારા ક્રોમોઝોમલી ડિફેક્ટિવ બાળકો ને ઓળખી શકાય છે, દા.ત. ડાઉન્સ સિન્ડ્રોમ. એન્ઝાઇમ ની ડેફીસીયન્સી નુ કલ્ચર કરવામા આવે છે. અને એમ્નિઓટિક ફ્લુઇડ એ ફિટસ માં મેટાબોલિક એરર ને આઇડેન્ટીફાઇ કરી શકે છે.
  • એમ્નિઅટિક ફ્લુઇડ સાથે વધારે પ્રમાણ મા આલ્ફાફેટોપ્રોટીન (AFP) એ ફિટસ ને ઓપન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ (એનેન્સફેલી) તરીકે ઓળખી શકાય છે.
  • એમ્નીઓટીક ફ્લુઇડ ઇન્ડેક્સ ( AFI ) નું ઓછું અથવા વધારે વોલ્યુમ અસેસ થાય છે.
  • મેમ્બરેન ને રપ્ચટર કરીને લાઇકર ને ડ્રેઇન કરવાથી લેબર ના ઇન્ડક્શનમાં પણ હેલ્પ થાય છે.

d) Hydatidiform Mole – હાઇડાટીફોમ મોલ

ડેફીનેશન

  • હાઇડેટીડીફોર્મ મોલ (H.મોલ) ને વેસિક્યુલર મોલ પણ કહેવામાં આવે છે.
    આ પ્લેસેન્ટા ની એક એબનોર્મલ કન્ડિશન છે. જેમાં યંગ કોરીયોનિક વિલાઇમાં થોડા ડીજનરેટિવ અને થોડા પ્રોલીફરેટીવ ચેન્જીસ થાય છે અને તેના કારણે સિસ્ટ માં ક્લસ્ટર (ઝુમખા જેવો આકાર)રચાય છે. અને તે હાઇડેટીડ સિસ્ટ જેવો હોવાથી તેને હાઇડેટીડીફોમ મોલ અથવા વેસિક્યુલર મોલ કહેવાય છે.
  • કોરિઓનીક વિલાઇ એ જ્યારે ટ્રાન્સલ્યુસન્ટ વેસિકલ્સ ના માસ મા ટ્રાન્સફોર્મ થાય છે ત્યારે તે ગ્રેપ્સ ના બન્ચ જેવુ સ્ટ્રક્ચર ફોર્મ થાય છે તેને હાઇડેટીડીફોમ મોલ કહેવાય છે.

ટાઇપ ઓફ વેસિક્યુલર મોલ

વેસિક્યુલર મોલ ના બે ટાઇપ પડે છે:

1) કમ્પ્લીટ મોલ ,
2) ઇન્કમ્પ્લિટ મોલ

1) કમ્પ્લીટ મોલ:

  • કમ્પ્લીટ અથવા ક્લાસિક H.મોલ એ જ્યારે એગ કે જેનું ન્યુક્લિયસ એ લોસ્ટ તથા ઇનએક્ટિવેટેડ થયેલું હોય તેમાં ફર્ટિલાઇઝેશન થવાના કારણે ફોર્મ થાય છે.
  • આમાં મોલ એ વાઇટ ગ્રેપ્સના બંચ ને મળતુ આવે છે.
  • આમા, ફ્લુઇડ ફિલ્ડ વેસીકલ્સ એ રેપીડલી ગ્રો થાય છે તેના કારણે યુટ્રસ એ એક્સપેક્ટેડ ડ્યુરેશન ઓફ પ્રેગનેન્સી કરતા પણ લાર્જર થાય છે.
  • કમ્પ્લીટ મોલમાં ફીટસ, પ્લેસેન્ટા તથા એમ્નીઓટીક મેમ્બરેન નું ઇનવોલ્વમેન્ટ થાય છે.
  • કમ્પ્લીટ મોલ એ કાર્સીનોમા મા પણ પ્રોગ્રેસ શકે છે અને તેમાં એમ્બ્રીઓ હોતો નથી.

2) ઇન્કમ્પ્લિટ મોલ

  • આમાં એમ્બ્રિયોનિક અથવા ફિટલ પાર્ટ્સ હોય છે અને એમ્નીઓટિક સેક પ્રેઝન્ટ હોય છે.
  • આમાં કન્જીનાઇટલ એનોમાલિશ પ્રેઝન્ટ હોય છે.
  • આમાં અંડર ડેવલોપ્ડ એમ્બ્રિયો હોય છે કે જે સર્વાઇવ થવામા ફેઇલ્યોર હોય છે.

Etiology (ઇટિયોલોજી):

  • તેનું એક્ઝેક્ટ કોઝ અનનોન છે,
  • ઓવ્યુલર ડિફેક્ટ ના કારણે,
  • નીચે પ્રમાણેના કારણોના કારણે પણ થય શકે છે:
  • હેમરેજીક પ્રેગનેન્સી,
  • વધારે ટીનએજ પ્રેગનેન્સીસમાં,
  • 35 વર્ષથી વધારે ઉંમર વાળી સ્ત્રીઓમાં,
  • ફોલ્ટી ન્યુટ્રીશન હેબિટ ના કારણે જેમ કે ઓછા પ્રમાણમાં પ્રોટીન ઇન્ટેક કરવાના કારણે,
  • ડાયટમાં ઓછા પ્રમાણમાં કેલરી ઇન્ટેક કરવાના કારણે,
  • ડિસ્ટર્બ્ડ મેટરનલ ઇમ્યુન મીકેનીઝમ ના કારણે,
  • હાઇડેટીડીફોમ મોલ ની હિસ્ટ્રી હોવાના કારણે,
  • એવી વુમન કે જેમને ક્લોમીફેન દ્વારા ઓબ્યુલેશન નું સીમ્યુલેશન થયેલું હોય,
  • પુઅર સોસિયોઇકોનોમિક કન્ડિશન હોય.

Sign And Symptoms (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):

  • એબનોર્મલ વજાઇનલ બ્લીડિંગ થવુ,
  • બ્લીડિંગ એ બ્રાઉનીસ તથા વોટરી જોવા મળવું કારણકે બ્લડ એ રપ્ચર થયેલી સિસ્ટમમાંથી નીકળતા ફ્લુડમાં મિક્સ થયને બ્લડનો અપીરીયન્સ એ ડિસ્ચાર્જ જેવો જોવા મળે છે.
  • આમા, પ્રેગ્નેન્સિ ના ફોર્થ તથા ફિફ્થ મન્થ દરમિયાન પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે છે.
  • લોવર એબડોમીનલ પેઇન થવું.
  • પેશન્ટ એ કોઇપણ કારણસર વગર પણ બિમાર હોય તેવો અપિરીયન્સ લાગે છે.
  • હાઇપર એમેસિસ ગ્રેવીડેરમ થાય છે.
  • 20 વીક કરતા ઓછા પિરિયડમાં પ્રી-એકલેમ્પસિયા ના શરૂઆતના ફિચર્સ જોવા મળે છે.
  • પલ્મોનરી એમ્બોલીઝમ થવાના કારણે ડિસ્પનીયા થાય છે.
  • યુટ્રસ એ જેસ્ટેશન ના પીરીયડ કરતા મોટું દેખાય છે.
  • થાઇરોટોક્સિક ફિચર્સ જોવા મળે છે જેમ કે,
  • ટ્રેમર્સ,તથા એન્ઝાઇટી વગેરે.
  • ફિટલ હાર્ટ સાઉન્ડ તથા ફિટસ પાટૅસ એ એબસન્ટ જોવા મળે છે.
  • વજાઇનલ એરિયા માથી ગ્રેપ્સ લાઇક વેસિકલ્સ નું એક્સપલ્ર્ઝન થવું.
  • USG:=સ્નો સ્ટ્રોમ અપીરીયન્સ જોવા મડે છે .

Diagnostic Evaluation (ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન) :

  • ફુલ બ્લડ કાઉન્ટ,
  • ABO એન્ડ Rh ગ્રુપિંગ તથા બ્લડ ક્લોટિંગ ટેસ્ટ,
  • હિપેટીક,રિનલ તથા થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ,
  • સોનોગ્રાફી,
  • સ્ટ્રેઇટ X-ray એબડોમન,
  • પેલ્વિક એન્જીઓગ્રાફી,
  • CT સ્કેન તથા MRI.

Management (મેનેજમેન્ટ ):

  • મધર ને પ્રોપરલી સપોર્ટીવ થેરાપી પ્રોવાઇડ કરવી જેના કારણે લોસ થયેલું બ્લડ એ રિસ્ટોર થય શકે.
  • જ્યારે વેસિક્યુલર મોલ એ ડાઇગ્નોસ થાય ત્યારે જ એઝ અર્લી એઝ પોસીબલ સક્સન દ્વારા તથા સર્જિકલ ક્યુરેટેજ દ્વારા ઇવાક્યુએટ કરવું એના કારણે કોરિયોકાર્શીનોમાના રિસ્ક ને પ્રિવેન્ટ કરી શકાય.
  • મધર ના બ્લડ ઇન્વેસ્ટિગેશન મા ABO એન્ડ Rh ને ટેસ્ટ કરવા.
  • મધરને ઇમીડિયેટલી ફ્લુઇડ ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરવું.
  • જો એક્સેસિવ અમાઉન્ટમાં બ્લડ લોસ થયું હોય તો મધરને બ્લડ ટ્રાન્સફયુઝન પ્રોવાઇડ કરવું.
  • યુટ્રસ ને સક્ષન પ્રોસિઝર દ્વારા એમ્પટી કરવુ એટલે કે મોલને સક્ષન કરવું.
  • સક્ષન એ પૂરું થયા બાદ જ્યારે સક્સન કેન્યુલામાં કોઇપણ વેસિકલ્સ આવે નહિ અને યુટેરાઇન કેવીટી એ કોન્ટ્રાક્ટ થાય ત્યારે 10 યુનિટ ઓક્સીટોસીન ને ગ્લુકોઝ ડ્રિપમાં એડ કરી સ્ટાર્ટ કરવું અને 0.2 મિલિગ્રામ મીથારજીન ડ્રીપમાં ઇન્ટ્રોડ્યુસ કરવું.
  • ઓક્સીટોસીન એ સક્સન પ્રોસિજર દરમિયાન અવોઇડ કરવું કારણકે તે પેસન્ટ ની વિનસ ચેનલમાં વેસિકલ્સનું એમ્બોરાઇઝેશન કરે છે.
  • યુટેરાઇન કેવીટીમાંથી જેન્ટલી અને પ્રોપરલી બ્લન્ટ ક્યુરેટેજ દ્વારા ક્યુરેટીંગ કરવું.
  • ક્યુરેટીંગ કર્યા બાદ વેસીકર્લ્સ ને હિસ્ટોલોજીકલ એક્ઝામિનેશન કરવા માટે પ્રોપરલી લેબોરેટરીમાં સેન્ટ કરવા.
  • મધરના વાઇટલ સાઇન પ્રોપર્લી મોનિટર કરવા જેમ કે,પલ્સ રેટ, રેસ્પીરેસન, એન્ડ બ્લડપ્રેશર દર અડધી કલાકે અસેસ કરવા.
  • મધર ને 10 યુનિટ ઇન્જેક્શન ઓક્સિટોસિન એ ઇન્ટ્રા મસક્યુલરલી ( IM) અથવા જો ઇન્ટ્રા વિનસલી( IV) ઇન્ફ્યુઝન કરવાનું હોય તો 20 યુનિટ ઓક્સિટોસિન ને 500 ml નોર્મલ સલાઇન અથવા રીંગરલેક્ટેડ સોલ્યુશન માં એડમિનિસ્ટ્રેશન કરી પેશન્ટને એડમિનિસ્ટ્રેશન કરવું જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ કરી શકાય.
  • જો પેશન્ટ એ 40 વર્ષથી ઉપરની એજમાં હોય તો હિસ્ટરેક્ટોમી કરાવવા માટે પેશન્ટને એડવાઇઝ આપવી.
  • મધરને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
  • મધરને જો Rh નેગેટીવ હોય તો Anti D immunoglobulin 100 microgram ( IM ) એડમિનિસ્ટ્રેશન કરવું.
  • વુમનને પ્રોપરલી કોન્ટ્રાસેપ્ટીવ મેથડ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
  • મધર ને એક યર સુધી પ્રેગ્નન્સી રાખવા માટે અવોઇડ કરવા એડવાઇઝ આપવી.
  • મધરને એટલીસ્ટ બે યર સુધી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી. તેનો એઇમ એ કોરીયોકાર્શીનોમા
    ને ફાઇન્ડ આઉટ કરવો.
  • વુમન ને 4 થી 6 વિક ના ફોલોપ પછી દર ત્રણ મહિને ત્યારબાદ એટલીસ્ટ 2 યર માટે ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી તેમાં વુમનની હિસ્ટ્રી કલેક્શન,ક્લિનિકલ એક્ઝામિનેશન ને અસેસ આવે છે.

Q -5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઇપણ છ) 12

a) Ovulation – ઓવ્યુલેશન

  • ઓવ્યુલેશન એટલે કે મેચ્યોર ગ્રાફિયન ફોલિકલ માંથી સેકન્ડરી Oocytes ના રિલીઝ થવાની પ્રોસેસ ને ઓવ્યુલેશન કહેવામાં આવે છે.
  • મેચ્યોર ઓવમ ના વિકાસ અને રિલીઝ થવાની પ્રોસેસ ને ઓવ્યુલેશન કહેવામા આવે છે.
    સામાન્ય રીતે વુમન માં 28 દિવસ ની મેન્સ્ટ્રુએશન સાયકલ હોય છે અને સામાન્ય રીતે મેન્સ્ટ્રુએશન સાયકલ ના મિડ પિરિયડ માં ઓવ્યુલેશન થાય છે.એટલે કે 14 મા દિવસે ઓવ્યુલેશન થાય છે.
    આ ઓવ્યુલેશન ની પ્રોસેસ એ મિનાર્કી એટલે કે વુમનના ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન સાઇકલ દરમિયાન સ્ટાર્ટ થાય છે અને મેનોપોઝ પિરિયડ સાથે જ આ પ્રોસેસ એ સ્ટોપ થાય છે. એટલે કે ઓવ્યુલેશન ની પ્રોસેસ એ મીનાર્કી થી મેનોપોઝ પિરિયડ સુધી રહે છે.
    સામાન્ય રીતે એક ઓવરી માંથી માત્ર એક જ સેકન્ડરી Oocytes રિલીઝ થાય છે.

b) Lochia – લોકીયા

  • પરપેરીયમ પિરિયડ દરમિયાન પ્રથમ 15 દિવસમાં થતા વજાઇનલ ડિસ્ચાર્જ ને લોકિયા કહે છે તે યુટેરાઇન બોડી, સર્વીક્સ અને વજાયના માંથી આવે છે.
  • તેમાં બ્લડ વેસેલ્સ,ડેસિડ્યુઅલ ટીસ્યુસ, વજાઇનલ મ્યુકસ ના એપીથિલિયલ સેલ્સ, બેક્ટેરિયા,મેમ્બરેન્સ ના ટુકડા અને સ્મોલ ક્લોટ્સ હોય છે.
  • ઓડૅર ઓફ લોકિયા
  • લોકિયા નો ઓડૅર (સ્મેલ) એ ફિસી (fishy)જેવો હોય છે.

ટાઇપ ઓફ લોકિયા:

લોકિયા ના ત્રણ ટાઇપ પડે છે.

  • 1) લોકિયા રુબરા ,
  • 2) લોકિયા સિરોસા,
  • 3) લોકિયા આલ્બા

1) લોકિયા રુબરા :

  • લોકિયા રુબરા એ લોકિયા નો ફર્સ્ટ ફેઝ છે. જેમાં ડિસ્ચાર્જ રેડ અને બ્લડી હોય છે ચાઇલ્ડ બર્થ પછીના 1 થી 4 દિવસ સુધી રહે છે.
  • લોકિયા રૂબરા માં
    બ્લડ,
    ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઆ,
    વર્નિક્સ કેસીઓસા તથા લેન્યુગો પ્રેઝન્ટ હોય છે.

2) લોકિયા સિરોસા:

  • લોકિયા સિરોસા એ લોકીયાનો સેકન્ડ ફેઝ છે. જે યેલોવીશ પેલ અથવા પેલ બ્રાઉનીસ કલર નો જોવા મળે છે.
  • લોકિયા સિરોસા એ 5 થી 9 દિવસ સુધી રહે છે.
    તેમા ઓછા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ પરંતુ લ્યુકોસાઇટ્સ નું અમાઉન્ટ વધારે હોય છે,
    વુંડ એક્ઝ્યુડેટ,
    સર્વાઇવ મ્યુકસ,
    તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

3) લોકિયા આલ્બા:

  • લોકિયા આલ્બા એ લોકીયાનો થર્ડ ફેઝ છે. તે સામાન્ય રીતે પેલ વાઇટ કલર નું જોવા મળે છે.
  • લોકિયા આલ્બા એ 10-14 દિવસ સુધી જોવા મડે છે.
  • તેમા,
  • વધારે પ્રમાણમાં ડેસિડ્યુઅલ સેલ્સ,
  • લ્યુકોસાઇટ્સ,
  • મ્યુકસ,
  • કોલેસ્ટ્રીન ક્રિસ્ટલ્સ,
  • ફેટી એન્ડ ગ્લેંડયુલર એપીથેલિયલ સેલ્સ તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

અમાઉન્ટ: લોકિયા નું એવરેજ અમાઉન્ટ એ પહેલા 5 થી 6 દિવસ દરમિયાન આશરે 250 ml જેટલું રહે છે.

નોર્મલ ડ્યુરેશન: લોકિયા નો નોર્મલ ડ્યુરેશન એ ત્રણ વિક સુધીનું હોય છે જો ત્રણ વીક પછી પણ રહે તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ ઓફ લોકિયલ ડિસ્ચાર્જ: લોકિયા એ મધરના પરપેરિયલ સ્ટેટની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેથી લોકીયાનું અસેસમેન્ટ કરવું અગત્યનું રહે છે.

ઓડૅર(સ્મેલ): ઓફેન્સિવ ઇન્ફેક્શન ના કારણે હોઇ શકે છે.

ઓડૅર: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

કલર: કંટીન્યુઅસ રેડ કલર લોકિયા એ સબઇન્વોલ્યુશન ના કારણે હોય શકે છે.

ડ્યુરેશન:જો લોકિયા એ ત્રણ વિક સુધી અથવા તેના કરતાં પછી પણ વધારે સમય સુધી હોય તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

c) Denominator – ડિનોમીનેટર

ડિનોમીનેટર એટલે ફીટસ નો જે બોની પાર્ટ એ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે મેટરનલ પેલ્વિસ ના વિવિધ ક્વાડ્રન્ટ્સ ના રિલેશન માં આવે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે.

જેમ કે,

  • વર્ટેક્સ/ સેફેલિક પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે ઓક્સિપુટ હોય છે.
  • ફેસ પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે મેન્ટમ ( ચિન ) હોય છે.
  • બ્રો પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે ફ્રન્ટલ એમિનન્સ હોય છે.
  • બ્રીચ પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે સેક્રમ હોય છે.
  • સોલ્ડર પ્રેઝન્ટેશન માં ડિનોમીનેટર તરીકે સોલ્ડર ના સ્કેપ્યુલા નો એક્રોમિયન પ્રોસેસ હોય છે.

d) Molding – મોલ્ડિંગ

  • ફિટસ એ બર્થ કેનાલ માંથી પસાર થતી વખતે ફિટસના હેડ મા બર્થ પેસેજ તરફથી રેઝિસ્ટન્ટ આવવાથી ફિટસ ના હેડ ના શેપમાં અલ્ટ્રેશન (ચેન્જીસ) આવે છે તેને “મોલ્ડિંગ” કહેવામાં આવે છે.
  • આ પ્રોસેસ દરમિયાન પરાઇટલ બોન એ નજીકના બોન પર ઓવરલેપ થાય છે જેમ કે પાછળની તરફ ઓક્સિપિટલ બોન, ફ્રન્ટમાં ફ્રંટલ બોન તથા સાઇડ માં ટેમ્પોરલ બોન તરફ ઓવરલેપ થાય છે. વર્ટેક્સ માં રાઇટ પરાઇટલ બોન તે લેફ્ટ પરાઇટલ બોન પર ઓવરરાઇડ થાય છે. બર્થ પછી થોડા કલાકોમાં મોલ્ડિંગ એ અદ્રશ્ય થય જાય છે.
  • ગ્રેડિંગ:
  • ગ્રેડ:= 1 ( બોન એ એકબીજાને ટચ થાય છે પરંતુ ઓવરલેપ થતા નથી).
  • ગ્રેડ:= 2( તેમાં બોન એ ઓવરલેપ થાય છે પરંતુ ઇઝીલી સેપરેટ થય જાય છે).
  • ગ્રેડ:=3( બોન એ ફિક્સ ઓવરલેપિંગ થાય છે).

e) Amenorrhea – એમેનોરિયા

ડેફીનેશન:

  • એમિનોરિયા એ ફિમેલ માં જોવા મળતી મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લમ છે એમેનોરિયા ની કન્ડિશન માં ફિમેલ માં જે મંથલી મેન્સ્ટ્રુઅલ પિરિયડ્સ હોય તે એબસન્સ હોય છે આ મેન્સ્ટ્રુઅલ સાયકલ ની એબસન્સ હોય આ કન્ડિશન ને એમેનોરિયા કહેવામાં આવે છે.

ટાઇપ ઓફ એમેનોરિયા:

એમેનોરીયા ના સામાન્ય રીતે બે ટાઇપ જોવા મળે છે:

1) ફિઝિયોલોજિકલ એમેનોરિયા,
2) પેથોલોજીકલ એમેનોરિયા.

1) ફિઝિયોલોજિકલ એમેનોરિયા:

ફિઝિયોલોજીકલ એમેનોરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં ફિમેલ ની રિપ્રોડક્ટિવ સિસ્ટમ માં કોઇ ડીસીઝ પ્રેઝન્ટ હોતી નથી But સમય દરમિયાન ફિમેલ માં મેન્સ્ટ્રુઅલ સાયકલ (પિરિયડ્સ) એબ્સન્સ હોય તો આ કન્ડિશન ને ફિઝિયોલોજીકલ એમિનોરિયા કહેવામાં આવે છે.

ફિઝિયોલોજિકલ એમેનોરિયા ને બે ટાઇપ માં ડિવાઇડ કરવામાં આવે છે જેમ કે,

1) પ્રાઇમરી એમેનોરિયા,
2) સેકન્ડરી એમેનોરિયા

1) પ્રાઇમરી એમેનોરિયા: એટલે જ્યારે ફીમેલ એ પ્યુબર્ટી એજ એચીવ કરતી નથી એટલે કે જ્યારે ફીમેલ એ 13 યર્સ પર પ્યુબર્ટી એચિવ કરેલી હોતી નથી અને તેના પહેલાં ના સમય દરમિયાન પિરિયડ્સ એ એબસન્સ હોય તો આ કન્ડિશન ને પ્રાઇમરિ એમિનોરિયા કહેવામાં આવે છે.

2) સેકન્ડરી એમેનોરિયા: સેકન્ડરી એમેનોરિયા એટલે એવી કન્ડિશન કે જેમાં એવી ફિમેલ કે જે 1) પ્રેગનેટ હોય 2) લેક્ટેટીંગ મધર હોય તથા 3) મેનોપોઝિવ કરેલી ફિમેલ હોય આ ત્રણ કન્ડિશન માં પિરિયડ્સ એ એબસન્સ જોવા મળે તો આ કન્ડિશન ને સેકન્ડરી એમેનોરિયા કહેવામાં આવે છે.

2) પેથોલોજીકલ એમેનોરિયા: એટલે કે ફીમેલ ના રિપ્રોડક્ટિવ સિસ્ટમ માં કોઇ ડીઝીઝ પ્રેઝન્ટ છે અથવા ફિમેલ માં પેલ્વિક પેથોલોજી પ્રેઝન્ટ છે જેના કારણે મેન્સ્ટ્રુઅલ સાયકલ એબસન્સ હોય તો આ કન્ડિશન ને પેથોલોજીકલ એમેનોરિયા કહેવામાં આવે છે પેલ્વિક પેથોલોજી જેમકે ઇન્ફેક્શન જેમાં, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન અથવા ફીમેલ રીપ્રોડક્ટિવ ઓર્ગનમાં ટ્રોમા થયેલુ હોય અથવા ઇન્ફ્લામેશન તથા એધેસન થયેલું હોય તો તેના કારણે પિરિયડ્સ એ એબસન્સ હોય તો આ કન્ડિશન ને પેથોલોજીકલ એમેનોરિયા કહેવામાં આવે છે.

f) Retained Placenta – રિટેઇન્ડ પ્લાસેન્ટા

  • Retained Placenta (રિટેઇન્ડ પ્લેસેન્ટા) એ એવી કન્ડિશન છે જેમાં બેબી ના બર્થ પછી 30 મિનિટ સુધી પણ પ્લેસેંટા uterus માંથી બહાર ન આવે અને uterine cavity માં જ રહે, તો તેને Retained Placenta કહેવામાં આવે છે.

g) Threatened Abortion- થ્રેટેન્ડ એબોર્શન

  • થ્રેટેન્ડ એબોર્શન મા એબોર્શન ની પ્રોસેસ સ્ટાર્ટ થય જાય છે પરંતુ તેમાં રિકવરી અશક્ય હોય તે કન્ડિશન સુધી એબોર્શન પહોંચતું નથી એટલે કે તેમાં જો તેમા પ્રોપર્લી કેર લેવામા આવે તો રિકવરી થય શકે છે. અને પ્રેગ્નેન્સી કન્ટીન્યુ થય શકે છે.

OR

  • Threatened Abortion (થ્રેટન્ડ એબોર્શન) એટલે પ્રેગ્નેન્સીના first 20 Weeks (ટ્વેન્ટી વીકસ) દરમિયાન Vaginaમાંથી Vaginal Bleeding (વેજાઇનલ બ્લીડિંગ) થવું, પરંતુ Cervix (સર્વિક્સ) Close રહે અને Fetus (ફીટસ) હજુ પણ Uterus (યુટેરસ) માં Live હોય તેવી કન્ડિશનને થ્રેટન્ડ એબોર્શન કહેવામાં આવે છે. આ કન્ડિશન માં એબોર્શન થવાની સંભાવના રહે છે, પરંતુ યોગ્ય Medical Care (મેડિકલ કેર) અને આરામ દ્વારા પ્રેગ્નેન્સી કન્ટીન્યુ થય શકે છે.

h) Eutocia – યુટોશિયા

Eutocia (યુટોશિયા) / Normal Labour (લેબર)

  • Normal labour ને Eutocia કહેવામાં આવે છે.
  • Labour એ એવી પ્રક્રિયા છે જેમાં uterus ના rhythmic contractions દ્વારા fetus, placenta અને membranes ને uterus માંથી vagina દ્વારા બહાર લાવવામાં આવે છે.

OR

  • યુટ્રસમાંથી વજાઇના દ્વારા outer world માં conception ની viable product ને બહાર લાવવા માટે genital organs માં જે events ની series થાય તેને labour કહેવામાં આવે છે.

લેબરમાં રહેલી woman ને Parturient (પાર્ટ્યુરિઅન્ટ) કહેવામાં આવે છે.

બર્થ આપવાની પ્રક્રિયાને Parturition (પાર્ટ્યુરીશન) કહેવામાં આવે છે.

નોર્મલ લેબર એ ત્યારે કહેવામાં આવે છે જ્યારે નીચે પ્રમાણેના ક્રાઇટેરિયા એ ફૂલફીલ થઇ શકે

Criteria of Normal Labour (Eutocia)

Normal labour માટે નીચેના criteria હોવા જોઈએ:

1) Onset of labour
લેબર spontaneously શરૂ થવું જોઈએ અને term pregnancy (37- 42 weeks) પર હોવું જોઈએ.

2) Presentation
Fetus નું vertex presentation હોવું જોઈએ.

3) Duration of labour
લેબરનો સમયગાળો વધુ ન હોવો જોઈએ.

  • Primigravida → 12–14 hours
  • Multigravida → 6–8 hours

4) Mode of delivery
બેબીનું natural vaginal delivery ઓછામાં ઓછી મદદથી થવું જોઈએ.

5) No complications
મધર અને બેબી બંને માટે કોઈ complications ન હોવી જોઈએ.

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો.05

1.Fertilization takes place in …… part of the fallopian tube. ફેલોપીયન ટ્યુબના …… ભાગમાં ફર્ટીલાઇજેશન થાય છે. એમ્પુલા (Ampulla)

2……. suture separates the occipital and parietal bone. …… સ્યુચરથી ઓક્સીપીટલ અને પરાયટલ બોન જુદા પડે છે. લેમ્બડોઇડ (Lambdoid)

3……. hormone helps in Lactation. …… હોર્મોન લેક્ટેશનમાં મદદ કરે છે. પ્રોલેક્ટિન (Prolactin)

4.P.N.D.T. stands for …… પી.એન.ડી.ટી.નું પૂર્ણ રૂપ …… છે. પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ (Pre-Natal Diagnostic Techniques)

5.Normal length of umbilical cord is …… અમ્બીલીકલ કોર્ડની નોર્મલ લંબાઇ …… છે. 50–60 cm (૫૦ થી ૬૦ સેમી)(approximately 20 to 24 inches)

B) Multiple Choice Questions – નીચેના માથી સાચો વિકલ્પ પસંદ લખો 05

1.Umbilical cord contain… અંબેલીકલ કોર્ડ માં સમાવિષ્ટ છે.

a. 2 arteries and 2 veins (બે આર્ટરી અને બે વેઇન)

b. 2 arteries and 1 vein (બે આર્ટરી અને એક વેઇન)

c. 2 veins and 1 artery (બે વેઇન અને એક આર્ટરી)

d. 1 Artery and 1 vein (એક આર્ટરી અને એક વેઇન)

2.Missed abortion is also known as… મિસ્ડ એબોર્શનને આ નામથી પણ ઓળખવામાં આવે છે.

a. Complete abortion ( કમ્પ્લીટ એબોર્શન )

b. Inevitable abortion (ઇનએવીટેબલ એબોર્શન)

c. Silent abortion ( સાયલન્ટ એબોર્શન )

d. Septic abortion ( સેપ્ટીક એબોર્શન )

3.Immunoglobulin present in breast milk is … બ્રેસ્ટ મીલ્કમાં રહેલું ઇમ્યુનોગ્લોબ્યુલીન છે.

a. IGA (આઈ. જી. એ.)

b. IGD (આઈ. જી.ડી.)

c. IGG (આઈ.જી.જી.)

d. IGM (આઈ.જી.એમ.)

4.Colour of amniotic fluid in post term pregnancy is … પોસ્ટ ટર્મ પ્રેગનન્સીમાં એમ્નિઅટિક ફ્લુઇડનો કલર…

a. Colorless (કલર વગરનું)

b. Golden (ગોલ્ડન)

c. Saffron/Greenish Yellow (ગ્રીનીશ યેલો)

d. Brown (બ્રાઉન)

5.Hormone responsible for ovulation is… ઓવ્યુલેશન માટે જવાબદાર હોર્મોન્સ છે.

a. FSH (એફ.એસ.એચ.)

b. L.H (એલ.એચ.)

c. Estrogen (ઇસ્ટ્રોજન)

d. Progesterone (પ્રોજેસ્ટેરોન)

C) Match the following – જોડકા જોડો. 05

A B

(1) Vertex – વર્ટેક્ષ (1) Mentum – મેન્ટમ

(2) Face – ફેસ (2) Acromion – એક્રોમિયોન

(3) Brow – બ્રો (3) Sacrum – સેક્રમ

(4) Breech – બ્રીચ (4) Frontal Eminence – ફ્રન્ટલ એમીનન્સ

(5) Shoulder – સોલ્ડર (5) Occiput – ઓકસીપ્યુટ

Correct Answer :

AB (Answer)
(1) Vertex – વર્ટેક્ષ(5) Occiput – ઓકસીપ્યુટ
(2) Face – ફેસ(1) Mentum – મેન્ટમ
(3) Brow – બ્રો(4) Frontal Eminence – ફ્રન્ટલ એમીનન્સ
(4) Breech – બ્રીચ(3) Sacrum – સેક્રમ
(5) Shoulder – સોલ્ડર(2) Acromion – એક્રોમિયોન

Final Answer:
1 → 5
2 → 1
3 → 4
4 → 3
5 → 2

Published
Categorized as GNM-T.Y-MIDWIFE-PAPER SOLU., Uncategorised